This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
દેવલોક - 191: જ્યોતિષ્ક દેવલોક-31:
(તે મૂળમાં મેરુપર્વતની તરફ સાંકડું અને બહાર જગતી તરફ પહોળું છે. તથા તે પ્રકાશ પણ તેની સાથે જ ગતિશીલ છે.) સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાગણનું પ્રમાણ મનુષ્યલોકમાં જે કહ્યું છે, તેના નામ-ગોત્ર એટલે તેનું સ્વરૂપ સામાન્ય વ્યક્તિ ક્યારેય કહી શકતી નથી, તેથી તેને સર્વજ્ઞના વચન માની તેના પર શ્રદ્ધા કરવી જોઇએ.
અઢીદ્વીપની બહારના જ્યોતિષી વિમાનોઃ
મનુષ્ય ક્ષેત્રની બહાર જે ચંદ્ર અને સૂર્ય છે, તેનું પરસ્પર અંતર 50-50 હજાર યોજનનું છે એટલે કે ચંદ્રથી સૂર્યનું અને સૂર્યથી ચંદ્રનું આ અંતર જાણવું. સૂર્યથી સૂર્યનું અને ચંદ્રથી ચંદ્રનું અંતર માનુષોત્તર પર્વતની બહાર 1 લાખ યોજનનું છે. મનુષ્ય ક્ષેત્રની બહાર વર્તુલાકારે એક પિટક (પેટી)માં ક્રમશઃ સૂર્ય પછી ચંદ્ર અને ચંદ્ર પછી સૂર્ય 50-50 હજાર યોજનના અંતરે પોત-પોતાના તેજ પુંજ (જથ્થા)થી પ્રકાશિત થાય છે. તેની પ્રકાશરૂપ લેશ્યા મિશ્રિત હોય છે. સામાન્ય રીતે ચંદ્રનો પ્રકાશ શીતલ છે અને સૂર્યનો પ્રકાશ ઉષ્ણ છે પરંતું, અહીં સૂર્ય-ચંદ્રનો પ્રકાશ એક બીજામાં મિશ્રિત થતો હોવાથી મનુષ્ય લોકની જેમ અતિ શીતળ અથવા અત્યંત ગરમ હોતો નથી પરંતું, સુખરૂપ હોય છે. એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહ અને 28 નક્ષત્ર હોય છે. એક ચંદ્રના પરિવારમાં 66,975 ક્રોડાક્રોડી તારાઓ છે.
100
Page 614
જૈન વિજ્ઞાન
દેવલોક - 192: જ્યોતિષ્ક દેવલોક-32:
મનુષ્ય ક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય અવસ્થિત (સ્થિર) યોગવાળા છે. ચંદ્ર અભિજિત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય છે. ચંદ્ર-સૂર્યની ચાર પંક્તિ (શ્રેણી, હાર, રેખા) છે તેમા બે પંક્તિ સૂર્યની અને બે પંક્તિઓ ચંદ્રની છે. અઢીદ્વીપમાં ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રૂપે જ રહે છે, પંક્તિબદ્ધ રૂપે જ પરિભ્રમણ કરે છેઃ
(1) અઢીદ્વીપના પૂર્વવિભાગમાં 66 સૂર્યની એક પંક્તિ હોય ત્યારે
પશ્ચિમ વિભાગમાં 66 સૂર્યોની બીજી પંક્તિ હોય છે. પૂર્વ અને પશ્ચિમ
(ર) વિભાગમાં સૂર્ય હોય ત્યારે પૂનમના દિવસે
(3 – 4) ઉત્તર અને દક્ષિણ વિભાગમાં 66-66 ચંદ્ર પંક્તિબદ્ધ હોય છે. તે સર્વ ચંદ્ર અને સૂર્ય પંક્તિબદ્ધ રહીને જ મેરુપર્વતને કેન્દ્રમાં રાખીને પરિભ્રમણ કરે છે. અમાસના દિવસે એક-એક ચંદ્ર અને એક-એક સૂર્યની એમ બે-બે પંક્તિ ઉપર-નીચે એક સીધમાં થઇ જાય છે.
જ્યોતિષ્ક દેવોની ઋદ્ધિઃ
તારા દેવોની ચંદ્રદેવ-સૂર્યદેવ કરતા અલ્પ (ઓછી) ૠદ્ધિ અને સમ (સરખી) ૠદ્ધિના કારણનું નિરૂપણ (વર્ણન) છે. જ્યોતિષી દેવોમાં ચંદ્ર અને સૂર્ય ઇન્દ્ર સ્થાને છે. તારારૂપ દેવો ચંદ્રદેવના પરિવાર રૂપે ઓળખાય છે. જેમ લોકમાં પૂર્વ સંચિત (ઉપાર્જન) પુણ્યના કારણે કેટલીક વ્યક્તિઓ રાજા ન હોવા છતાં રાજાતુલ્ય વૈભવવાળા કે રાજાથી કંઇક ઓછા વૈભવવાળા હોય છે.
101
Page 615
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 193: જ્યોતિષ્ક દેવલોક-33:
તેમ કેટલાક તારારૂપ દેવો ચંદ્ર વગેરે જેવી ૠદ્ધિવાળા હોય છે અને કેટલાક તેનાથી કંઇક ઓછી ૠદ્ધિવાળા હોય છે. જ્યારે અન્ય કેટલાક તારારૂપ દેવો સામાન્ય મનુષ્યની જેમ બહુજ ઓછી ૠદ્ધિવાળા હોય છે. તારાદેવોની ચંદ્ર કરતા ઓછું કે સમાન ૠદ્ધિનું કારણ જણાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, પૂર્વભવમાં જેણે તપ, નિયમ, બ્રહ્મચર્ય વગેરે તપનું શ્રેષ્ઠ આચરણ કર્યું હોય તે દેવો ચંદ્ર વગેરે જેવી કે તેનાથી કંઇક ઓછી ૠદ્ધિને પ્રાપ્ત થાય છે અને જેણે તપ, નિયમ વગેરેનું આચરણ ન કર્યું હોય તે ચંદ્ર વગેરેની સરખામણીમાં આવતાં જ નથી. તેઓ કંઇક ઓછી ૠદ્ધિવાળા કે સરખી ૠદ્ધિવાળા હોતા જ નથી, પરંતું, તે ચંદ્ર-સૂર્યની અપેક્ષાએ અત્યંત ઓછી, મામુલી ૠદ્ધિવાળા હોય છે, તેમ સમજવું જોઇએ. ચંદ્ર વગેરે જ્યોતિષી દેવો શક્તિ સંપન્ન હોય છે. તેઓ અન્યના આધાર વિના જ પોતાના વિમાનોનું વહન કરી શકે છે. તેઓને વિમાન વાહક દેવોની જરૂર નથી. પરંતું, તેઓના આભિયોગિક દેવો (સેવક દેવો) તેવા પ્રકારના નામકર્મના ઉદયે આભિયોગિક (દાસપણું) પ્રાપ્ત કરે છે. તે દેવો પોતાના સ્વામી દેવોનો મહિમા લોક સમક્ષ પ્રગટ કરવા તેના વિમાનોની નીચે રહીને તેનું વહન કરે છે તેમજ મહર્દ્ધિક (મહાન ૠદ્ધિવાન) દેવોના સેવક (નોકર) થવામાં તે દેવો ગૌરવ અનુભવે છે. તેઓ સિંહ, વૃષભ (બળદ), ગજ (હાથી) અને અશ્વ (ઘોડા)ના રૂપ ધારણ કરી, વિમાનની ચારે દિશામાં રહીને વિમાનનું વહન કરે છે.
102
Page 616
જૈન વિજ્ઞાન
દેવલોક - 194: જ્યોતિષ્ક દેવલોક-34:
જ્યોતિષ્ક દેવલોકના 88 મહાગ્રહોઃ
(1) અંગારક, (ર) વિકાલક, (3) લોહિતાક્ષ, (4) શનૈશ્ચર, (પ) આધુનિક, (6) પ્રાધુનિક, (7) કન, (8) કનક, (9) કનકનક, (10) કનવિતાનક, (11) કનસંતાનક, (12) સોમ, (13) સહિત, (14) આસન, (15) કાર્યોપક, (16) કર્બટક, (17) અયકરક, (18) દુન્દુભક, (19) શંખ, (20) શંખવર્ણ, (21) શંખવર્ણાભ, (રર) કંસ, (23) કંસવર્ણ, (24) કંસવર્ણાભ, (રપ) નીલ, (26) નીલાવભાસ, (27) રૂપ્ય, (28) રૂપ્યાવભાસ, (29) ભસ્મ, (30) ભસ્મરાશી, (31) તિલ, (32) તિલપુષ્પવર્ણ, (33) દક, (34) દકપંચવર્ણ, (35) કાય, (36) કાકંધ, (37) ઇન્દ્રાગ્નિ, (38) ધૂમકેતુ, (39) હરી, (40) પિંગલક, (41) બુધ, (42) શુક્ર, (43) બૃહસ્પતિ, (44) રાહુ, (45) અગસ્તિ, (46) માણવક, (47) કાશ, (48) સ્પર્શ, (49) ધુર, (50) પ્રમુખ, (51) વિકટ, (પર) વિસંધી કલ્પ, (53) નિકલ્પ, (54) પ્રકલ્પ, (પપ) જટિલક, (56) અરૂણ, (57) અગ્નિલ, (58) કાલ, (59) મહાકાલ, (60) સ્વસ્તિક, (61) સૌવસ્તિક, (62) વર્ધમાનક, (63) પ્રલંબ, (64) નિત્યાલોક, (65) નિત્યોદ્યોત, (66) સ્વયંપ્રભ, (67) અવભાસ, (68) શ્રેયસ્કર, (69) ક્ષેમંકર, (70) આભંકર, (71) પ્રભંકર, (72) અરજ, (73) વિરજ, (74) અશોક, (75) વીતશોક, (76) વિમલ, (77) વિવર્ત, (78) વિત્રસ્ત, (79) વિશાલ, (80) શાલ, (81) સુવ્રત, (82) અનિવૃત્તિ, (83) એકજટી, (84) દ્વિજટી, (85) કષ્ઠકરિક, (86) રાજર્ગલ, (87) પુષ્પકેતુ, (88) ભાવકેતુ.
103
Page 617
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 195: જ્યોતિષ્ક દેવલોક-35:
ચંદ્ર-સૂર્યના ગુણનિષ્પન્ન નામઃ
ચંદ્રને શશી (સશ્રી) કહેવાય છે. જ્યોતિષીઓના ઇન્દ્ર અને જ્યોતિષીઓના રાજા ચંદ્રનું મૃગાંક (હરણના ચિહ્ન વાળું) વિમાન છે. તેમાં કાન્ત (સુંદર) દેવો, સુંદર દેવીઓ અને સુંદર આસન, શયન, સ્તંભ, પાત્ર આદિ ઉપકરણ છે તથા જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાન્ત, સુભગ, પ્રિયદર્શનીય અને સુરૂપ છે. તેથી ચંદ્રને શશી (સશ્રી એટલે શોભાસહિત) કહે છે.
સૂર્યને આદિત્ય કહેવાય છે. સમય, આવલિકાથી ઉત્સર્પિણી કાળ અને
અવસર્પિણી કાળ સુધી કાળનું કારણ સૂર્ય છે તેથી તેને આદિત્ય કહેવાય છે.
અગ્રમહિષી (ઇન્દ્રાણીઃ)
ચંદ્ર ઇન્દ્ર (ચંદ્રેન્દ્ર)ને ચાર અગ્રમહિષીઓ, મુખ્ય દેવીઓ છે. (1) ચંદ્રપ્રભા, (ર) જ્યોત્સનાભા, (3) અર્ચિમાલી અને (4) પ્રભંકરા. તેમાં દરેક અગ્રમહિષીઓને ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર વિકુર્વિત કરવામાં સમર્થ હોય છે. આ પ્રમાણે કુલ મળીને 16 હજાર દેવીઓ (4 અગ્રમહિષીઓ અને તે ચારેયનો ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર 4 x 4000 = 16000 દેવીઓ) કહી છે. આ ચંદ્રદેવનું અંતઃપુર છે.
104
Page 618
જૈન વિજ્ઞાન
દેવલોક - 196: જ્યોતિષ્ક દેવલોક-36:
જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રદેવ, ચંદ્રાવતંસક વિમાનની સુધર્મસભામાં પોતાના અંતઃપુરની અગ્રમહિષીઓની સાથે દિવ્યભોગ ભોગવતા નથી એટલે કે, જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રદેવના ચંદ્રાવતંસક વિમાનની સુધર્માસભામાં માણવક નામના ચૈત્યસ્તંભ ઉપર વજ્રમય ગોળ ડબ્બામાં અનેક જિન (જિનેશ્વર દેવો)ની દાઢાઓ (જૈન વિજ્ઞાનના તીર્થંકર પરમાત્મા નિર્વાણના લેખમાં તેની જાણકારી આપેલ છે) રાખેલી હોય છે. જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્ર અને અન્ય જ્યોતિષ દેવ-દેવીઓ માટે તે વંદનીય અને પૂજનીય છે, તેથી જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્રદેવ ચંદ્રાવતંસક વિમાનની સુધર્માસભામાં અગ્રમહિષીઓની સાથે દિવ્ય ભોગ-ભોગવતા નથી.
ચંદ્રાવતંસક વિમાનની સુધર્માસભામાં ચંદ્રસિંહાસન પર સ્થિત ચંદ્રદેવ પોતાના 4-હજાર સામાનિક દેવો, 4-અગ્રમહિષીઓ, 3-પરિષદ, 7-સેનાઓ, 7-સેનાધિપતિઓ, 16-હજાર આત્મરક્ષક દેવો તથા અનેક જ્યોતિષી દેવ-દેવીઓ સાથે નાટક, ગીત, વીણા વગેરે વાજિંત્રોના તલ-તાલ અને ત્રુટિત, ઘન, મૃદંગના ધ્વનિઓ દ્વારા દિવ્ય ભોગ-ભોગવવામાં સમર્થ થઇ શકે છે. પરંતું, મૈથુનરૂપ ભોગ ભોગવી શકતા નથી.
105
Page 619
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 197: જ્યોતિષ્ક દેવલોક-37:
સૂર્યદેવની અગ્રમિહિષીઓઃ
જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્યદેવની 4-અગ્રમહિષીઓ છે. (1) સૂરપ્રભા, (ર) આતપા, (3) અર્ચિમાલી અને (4) પ્રભંકરા. તેમાં દરેક અગ્રમહિષીઓને ચાર- ચાર હજાર દેવીઓનો પરિવાર હોય છે. તે પ્રત્યેક દેવીઓ અન્ય ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર વિકુર્વિત કરવામાં સમર્થ હોય છે. આ પ્રમાણે કુલ મળીને 16 હજાર દેવીઓ (4 અગ્રમહિષીઓ અને તે ચારેયનો ચાર-ચાર હજાર દેવીઓનો પરિવાર 4 × 4000 = 16000 દેવીઓ) કહી છે. આ સૂર્યદેવનું અંતઃપુર છે.
જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્યદેવ, સૂર્યાવતંસક વિમાનની સુધર્મસભામાં પોતાના અંતઃપુરની અગ્રમહિષીઓની સાથે દિવ્યભોગ ભોગવતા નથી એટલે કે, જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્યદેવના સૂર્યાવતંસક વિમાનની સુધર્માસભામાં માણવક નામના ચૈત્યસ્તંભ ઉપર વજ્રમય ગોળ ડબ્બામાં અનેક જિન (જિનેશ્વર દેવો)ની દાઢાઓ (જૈન વિજ્ઞાનના તીર્થંકર પરમાત્મા નિર્વાણના લેખમાં તેની જાણકારી આપેલ છે) રાખેલી હોય છે. જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્ય અને અન્ય જ્યોતિષ દેવ-દેવીઓ માટે તે વંદનીય અને પૂજનીય છે, તેથી જ્યોતિષેન્દ્ર, જ્યોતિષરાજ સૂર્યદેવ સૂર્યાવતંસક વિમાનની સુધર્માસભામાં અગ્રમહિષીઓની સાથે દિવ્ય ભોગ-ભોગવતા નથી.
106
Page 620
જૈન વિજ્ઞાન
દેવલોક - 198: જ્યોતિષ્ક દેવલોક-38:
સૂર્યાવતંસક વિમાનની સુધર્માસભામાં સૂર્યસિંહાસન પર સ્થિત સૂર્યદેવ પોતાના 4-હજાર સામાનિક દેવો, 4-અગ્રમહિષીઓ, 3-પરિષદ, 7-સેનાઓ, 7-સેનાધિપતિઓ, 16-હજાર આત્મરક્ષક દેવો તથા અનેક જ્યોતિષી દેવ-દેવીઓ સાથે નાટક, ગીત, વીણા વગેરે વાજિંત્રોના તલ-તાલ અને ત્રુટિત, ઘન, મૃદંગના ધ્વનિઓ દ્વારા દિવ્ય ભોગ-ભોગવવામાં સમર્થ થઇ શકે છે. પરંતું, મૈથુનરૂપ ભોગ ભોગવી શકતા નથી.
તાપક્ષેત્ર :
અઢી દ્વીપની અંદર સર્વ જ્યોતિષી દેવોનું તાપક્ષેત્ર કદંબ પુષ્પના આકારનું એટલે કે પ્રારંભમાં સાંકડું અને ક્રમશઃ પહોળું થતું જાય છે. તે દેવો પોતાની સમૃદ્ધિ સહિત દિવ્ય સુખનો અનુભવ કરે છે. અઢીદ્વીપની બહારના જ્યોતિષી દેવોના પ્રકાશની વિશેષતાઓ આ પ્રમાણે છેઃ
-1
ત્યાં ચંદ્રનો પ્રકાશ સુખદાયક હોય છે.
(ર)
ત્યાં સૂર્યનો પ્રકાશ હંમેશાં મંદ હોય છે.
-3
લેશ્યા (કિરણ સમૂહ) અતિ ઉષ્ણ હોતા નથી, મંદ તાપ રૂપ હોય છે.
-4
(પ)
મિશ્રિત પ્રકાશ. અઢીદ્વીપની બહાર ચંદ્ર, સૂર્યથી અને સૂર્ય, ચંદ્રથી અંતરિત (અંદર ગયેલ) હોવાના કારણે ચંદ્રનો પ્રકાશ અને સૂર્યનો પ્રકાશ મિશ્રિત થાય છે.
ચંદ્રનો પ્રકાશ સૂર્ય સુધી અને સૂર્યનો પ્રકાશ ચંદ્ર સુધી પહોંચે છે. આ રીતે ચંદ્ર-સૂર્યનો પ્રકાશ પરસ્પર મળેલો હોવાથી પરસ્પર અવગાઢ લેશ્યા કહેવાય છે.
107
Page 621
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 199: જ્યોતિષ્ક દેવલોક-39:
તાપક્ષેત્રઃ
-6
પર્વતના શિખરની જેમ એક જ સ્થાનમાં તે ચંદ્ર-સૂર્ય સ્થિત છે. અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્ય ગતિશીલ ન હોવાથી તેના તાપક્ષેત્રમાં વધઘટ થતી નથી. તેના તાપક્ષેત્રની લંબાઇ 2 લાખ યોજન અને પહોળાઇ 1 લાખ યોજન છે. તેથી તેના તાપક્ષેત્રનો આકાર ઇંટની જેમ લંબચોરસ હોય છે.
જ્યોતિશિખા વૃક્ષઃ
એકોરૂપકદ્વીપમાં ઠેકઠેકાણે જ્યોતિશિખા નામના વૃક્ષો છે તે વૃક્ષો મનુષ્યોને જ્યોતિષી દેવ સૂર્ય જેવો પ્રકાશ આપે છે. જેમ તત્કાલ ઉદિત થયેલા શરદકાલીન સૂર્ય મંડળ, પડતી હજારો ઉલ્કાઓ, ચમકતી વીજળી, જ્વાળાથી યુક્ત ધુમાડા વગરની પ્રદીપ્ત અગ્નિ, અગ્નિથી શુદ્ધ થયેલું તપ્ત તપનીય સુવર્ણ, ખીલેલા કિંશુકના ફૂલો, અશોક પુષ્પો અને જપાવૃક્ષ (જાસૂદ)ના પુષ્પોનો સમૂહ, મણિરત્નના કિરણો, ઉત્તમ હિંગાળાનો સમૂહ વગેરે પોતપોતાના સ્વરૂપથી તેમજ આભાથી તેજસ્વી લાગે છે, તે જ રીતે અનેક પ્રકારના તેજોમય પદાર્થ રૂપે તે જ્યોતિશિખા વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની ઉદ્યોતવિધિ (તેજોમય પદાર્થો)થી ઉપચિત (શક્તિમાં વધેલું), સુખકારી, સૂર્યની જેમ પ્રચંડ અને તીક્ષ્ણ નહીં પણ મંદ આતપવાળા, અસહ્ય નહીં પણ સહ્ય આતપવાળા તે વૃક્ષો મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષચક્રની જેમ, પર્વતના શિખરની જેમ એક જ સ્થાને અચલ રહે છે.
108
Page 622
જૈન વિજ્ઞાન
દેવલોક - 200: જ્યોતિષ્ક દેવલોક-40:
જ્યોતિશિખા વૃક્ષો પરસ્પર મિશ્રિત પોતાના પ્રકાશ દ્વારા પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને સર્વ દિશાઓમાંથી સંપૂર્ણપણે પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. તે વૃક્ષોના મૂળભાગ દર્ભ અને ઘાસથી રહિત અત્યંત શોભાયમાન હોય છે.
જ્યોતિષી દેવના પ્રકારઃ
જ્યોતિષી દેવ પાંચ પ્રકારના છે. (1) ચંદ્ર (ર) સૂર્ય (3) ગ્રહ (4) નક્ષત્ર (પ) તારા. જૈન દર્શનમાં પાંચ પ્રકારના જ્યોતિષીદેવોનું વર્ણન છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેમાં ચંદ્રના પરિવારરૂપ 88 ગ્રહોનું વર્ણન છે. તે 88 ગ્રહોમાંથી 6 ગ્રહો તારાના આકારવાળા છે. લોકમાં નવગ્રહો મહાગ્રહ રૂપે પ્રસિદ્ધ છે. તેમાં છ ગ્રહોના નામ ઉપરાંત અન્ય ત્રણ ચંદ્ર, સૂર્ય અને રાહુને પણ ગ્રહ કહ્યા છે. જૈન દર્શન અનુસાર સૂર્ય-ચંદ્ર ગ્રહ નથી. તે જ્યોતીષી દેવોના ઇન્દ્ર છે અને રાહુ ચંદ્ર વિમાનની નીચે ચાલતો નિત્ય રાહુ નામનો ગ્રહ જ છે. તેમ છતાં જીવન જ્યોતિષ (રાશિ, જન્મકુંડલી વગેરે)માં તે નવ ગ્રહોનું વર્ણન હોય છે. તેમાંથી અહીં છ ને તારાના આકારવાળા એટલે કે, અલ્પ વિસ્તારવાળા કહ્યા છે અને તે લૌકિક નવગ્રહમાંથી સૂર્ય (રવિ), ચંદ્ર અને રાહુ આ ત્રણ ગ્રહો મહા વિસ્તારવાળા હોય તેમ જણાય છે.
109
Page 623
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 201: જ્યોતિષ્ક દેવલોક-41:
જ્યોતિષીદેવોના આવાસઃ
રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી 790 યોજન ઉપર જઇને 110 યોજન બાહલ્ય (જાડાઇ)વાળા તિરછા જ્યોતિષ્ક વિષયક આકાશ ભાગમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત જ્યોતિષ્ક વિમાનાવાસ છે. તે જ્યોતિષ્ક વિમાન પોતાનામાંથી નીકળતી અને સર્વ દિશાઓમાં ફેલાતી પ્રભા (પ્રકાશ)થી ઉજ્જવળ છે, અનેક પ્રકારના મણિ અને રત્નોથી ચિત્રિત છે, વાયુથી ઉડતી વિજય, વૈજયંતી પતાકા (ધ્વજા)ઓથી અને છત્રાતિછત્ર (છત્ર ઉપર છત્ર)થી યુક્ત છે, ગગનતલને એટલે આકાશના ઉપરી કિનારાને સ્પર્શ કરનાર ઊંચા શિખરવાળા છે, તેની જાળીઓની અંદર રત્નો જડિત છે. જેમ પંજર (પ્રચ્છાદન)થી તત્કાલ કાઢેલી વસ્તુ ચળકતી હોય છે, તેવી જ રીતે રત્નો ચમકે છે. તે વિમાનો મણિ અને સુવર્ણની સ્તૂપિકાઓથી યુક્ત છે, વિકસેલાં શતપત્ર એટલે કે સો પાંખડીઓવાળા પુંડરીકો (સફેદ કમળો)થી, તિલકોથી અને રત્નોના અર્ધચંદ્રાકાર ચિત્રોથી વ્યાપ્ત છે, અંદર અને બહાર અત્યંત ચીકણા છે, તપાવેલા સુવર્ણની સમાન પાથરેલી રેતીથી યુક્ત સુખદ સ્પર્શવાળા છે, શોભાયુક્ત છે, મનને પ્રસન્ન કરનાર છે અને દર્શનીય છે.
110
Page 624
જૈન વિજ્ઞાન
દેવલોક - 202: જ્યોતિષ્ક દેવલોક-42:
રાહુ દ્વારા ચંદ્રનું આવરણઃ
રાહુ એક દેવ છે. તે મહા ઋદ્ધિવાન આદિ દેવના વિશેષણથી સંપન્ન મહાસુખીદેવ છે. તે ઉત્તમ વસ્ત્ર, ઉત્તમ માળા, ઉત્તમ સુગંધ અને ઉત્તમ આભૂષણોને ધારણ કરનાર દેવ છે. તે રાહુ દેવના નવ નામ કહ્યા છે. (1) શ્રૃંગાટક, (ર) જટિલક, (3) ક્ષત્રક, (4) ખર, (પ) દર્દુર, (6) મકર, (7) મત્સ્ય, (8) કચ્છપ અને (9) કૃષ્ણસર્પ. રાહુના વિમાન પાંચ વર્ણના છે. કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત. તેમાંથી રાહુનું જે કાળુ વિમાન છે, તે ખંજન (કાજલ)ના વર્ણની સમાન છે. જે નીલુ વિમાન છે તે કાચા તુંબાના વર્ણની સમાન છે. જે લાલ વિમાન છે તે મજીઠના વર્ણની સમાન છે. જે પીળું વિમાન છે તે હળદર સમાન છે અને જે શ્વેત વિમાન છે તે ભસ્મરાશિ (રાખના ઢગલા)ની સમાન વર્ણવાળું છે. જ્યારે ગમનાગમન કરતાં, વિકુર્વણા કરતા તથા કામક્રીડા કરતા રાહુ દેવ, પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને ઢાંકીને પશ્ચિમ તરફ જાય છે, ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને પશ્ચિમમાં રાહુ દેખાય છે, જ્યારે ગમનાગમન કરતા, વિકુર્વણા કરતા તથા કામક્રીડા કરતા રાહુ દેવ પશ્ચિમમાં ચંદ્રના પ્રકાશને ઢાંકીને પૂર્વની તરફ જાય છે, ત્યારે ચંદ્ર પશ્ચિમમાં દેખાય છે અને રાહુ પૂર્વમાં દેખાય છે.
111
Page 625
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 203: જ્યોતિષ્ક દેવલોક-43:
તે જ રીતે દક્ષિણ અને ઉત્તરમાં સમજવું, તે જ રીતે ઉત્તર-પૂર્વ (ઇશાન કોણ) અને દક્ષિણ-પશ્ચિમ (નૈૠત્ય કોણ)માં સમજવું જોઇએ અને તે જ રીતે દક્ષિણ-પૂર્વ (અગ્નિ કોણ) અને ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય કોણ)માં સમજવું જોઈએ. આ રીતે જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ચંદ્ર દેખાય છે ત્યારે દક્ષિણ-પૂર્વમાં રાહુ દેખાય છે. જ્યારે ગમનાગમન કરતા, વિકુર્વણા કરતા અથવા કામક્રીડા કરતા રાહુ, ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરે (ઢાંકે) છે, ત્યારે મનુષ્યો કહે છે કે રાહુ ચંદ્રમાને ગ્રસિત (ગ્રહણ) કરે છે. આ જ રીતે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને આવૃત્ત કરતો નજીકથી પસાર થાય છે, ત્યારે મનુષ્યો કહે છે કે, ચંદ્રે રાહુના પેટનું ભેદન કર્યું. આ જ રીતે રાહુ જ્યારે ગમનાગમન આદિ કરતા ચંદ્રના પ્રકાશને ઢાંકતા પાછો ફરે છે, ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે, રાહુએ ચંદ્રમાનું વમન કર્યું. આ જ રીતે જ્યારે રાહુ ગમનાગમન કરતાં, પરિચારણા કરતાં ચંદ્રના પ્રકાશને નીચેથી, ચારે દિશાઓથી, વિદિશાઓથી ઢાંકી દે છે ત્યારે મનુષ્યલોકમાં મનુષ્યો કહે છે કે રાહુએ ચંદ્રને ગ્રહણ કર્યું છે.
112
Page 626
જૈન વિજ્ઞાન
દેવલોક - 204: જ્યોતિષ્ક દેવલોક-44:
અઢીદ્વીપના જ્યોતિષી દેવોના વિમાનો નભોમંડળ (આકાશ)માં સ્વતંત્ર રીતે ગતિ કરે છે. તેમાં તથા પ્રકારના યોગે ચંદ્ર વિમાન અને રાહુ વિમાન ઉપર-નીચે રહીને ગતિ કરે છે. તે બંનેમાં ચંદ્ર વિમાન ઉપર છે અને ઉજ્જવળ છે. રાહુ વિમાન નીચે છે અને કાળું છે. બંને વિમાનો ગતિશીલ છે. પરંતું, બંનેની ગતિમાં ન્યૂનાધિકતા છે. તેથી રાહુના વિમાનની ગતિથી ચંદ્રનું વિમાન ક્રમશઃ આચ્છાદિત થાય છે અને પુનઃ પુનઃ વિવિધ અવસ્થાઓ થાય છે. લોકમાં સ્થૂલ દ્રષ્ટિએ તે ભિન્ન- ભિન્ન નામથી ઓળખાય છે.
ચંદ્ર ગ્રહણઃ
રાહુનું વિમાન ચંદ્રને આચ્છાદિત કરે (ઢાંકે) તેને ચંદ્રગ્રહણ કહે છે.
કુક્ષિભેદઃ
રાહુનું વિમાન જ્યારે ચંદ્રના વિમાનને એક કિનારીથી આવૃત્ત કરતા નીકળે
ત્યારે ચંદ્ર વડે રાહુનો કુક્ષિભેદ થયો તેમ કહેવાય છે.
વમનઃ
રાહુનું વિમાન ગતિ કરતાં ચંદ્રને આવૃત્ત કરીને જ્યારે પુનઃ પાછા ફરતા ચંદ્રને અનાવૃત્ત કરે છે ત્યારે ચંદ્રનું વમન થયું કહેવાય છે. આ સર્વ અવસ્થાઓમાં વાસ્તવિક રીતે ચંદ્ર વિમાનનું આચ્છાદન માત્ર જ થાય છે અને તે આચ્છાદન સ્વાભાવિક રીતે જ થાય છે.
113
Page 627
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 205: જ્યોતિષ્ક દેવલોક-45:
રાહુના પ્રકારઃ
રાહુના બે પ્રકાર છે, 1) નિત્યરાહુ અને 2) પર્વરાહુ. જે નિત્ય રાહુ છે, તે કૃષ્ણપક્ષની પ્રતિપદા (પખવાડિયાની પ્રથમ તિથિ - એકમ) થી પ્રતિદિન પોતાના પંદરમા ભાગથી, ચંદ્ર બિંબના પંદરમા ભાગને ઢાંકે છે, પ્રતિપદા (એકમ)ના દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે, દ્વિતીયાના દિવસે બીજા ભાગને ઢાંકે છે. આ રીતે ક્રમશઃ અમાવસ્યાના દિવસે ચંદ્રના પંદરમા ભાગને ઢાંકે છે. કૃષ્ણપક્ષની અંતિમ તિથિએ અમાવસ્યાના દિવસે ચંદ્ર પોતાની એક કલાને છોડીને રાહુ દ્વારા સંપૂર્ણતઃ રક્ત આચ્છાદિત થાય છે. પરંતું, પ્રતિપદા આદિ શેષ તિથિએ ચંદ્ર રક્ત અને વિરક્ત (અંશથી આચ્છાદિત અંશથી અનાચ્છાદિત) રહે છે. શુક્લપક્ષની (સુદ) પ્રતિપદા (એકમ)થી પ્રતિદિન ચંદ્રના પ્રકાશનો પંદરમો ભાગ ખુલ્લો થતો જાય છે. પ્રતિપદાના દિવસે પહેલો ભાગ ખુલ્લો થાય છે, પૂર્ણિમાના દિવસે પંદરમો ભાગ ખુલ્લો થઇ જાય છે, આ પ્રમાણે થવાથી શુકલપક્ષના અંતિમ સમયે ચંદ્ર વિરક્ત (સર્વથા અનાચ્છાદિત) થઇજાય છે અને શેષ સમયે ચંદ્ર રક્ત અને વિરક્ત રહે છે.
જે પર્વ રાહુ છે તે જઘન્ય છ માસમાં ચંદ્રને અને સૂર્યને ઢાંકે છે અને ઉત્કૃષ્ટ 42
માસમાં ચંદ્રને અને 48 વર્ષે સૂર્યને ઢાંકે છે.
જૈન વિજ્ઞાન લેખ ક્રમાંક 401 થી જૈન વિજ્ઞાન લેખ ક્રમાંક 500 દરમ્યાન લેખમાં કોઇપણ ક્ષતિ, શબ્દ દોષ, ભાવાર્થ, ત્રૂટિ રહી ગઇ હોય તેમજ જિનાજ્ઞા વિરાધના થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે કરી મિચ્છામિ દુક્કડમ્!
લિ. જીજ્ઞેશ ચંદ્રકાન્ત હંસરાજ લોડાયા (વારાપધર-ડોંબિવલી)
114
Page 628
જે દેવનિર્મિત સમવસરણે બેસી દેતા દેશના, વાણી અમીય સમાણી સુણતા, તૃપ્તિ કદીએ થાય ના, ચોત્રીશ અતિશય શોભતા, પાંત્રીસ ગુણ વાણીતણા, અરિહંતના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... જે રજત સોનાને અનુપમ, રત્નના ત્રણ ગઢ મહીં, સુવર્ણના નવપદ્મમાં, પદકમળને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસન જે શોભતા, અરિહંતના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...
।। ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામીને નમઃ ।। શ્રી ।। ૐ ર્હ્રીં ણમો નાણસ્સ ।।
ગૌતમ સ્વામીને નમઃ ।।
।। અનંત લબ્ધિનિધાન
જૈન વિજ્ઞાન
જૈન વિજ્ઞાન
ભાગ-6
જૈન વિજ્ઞાન
પ્રકાશકની કલમે...
જય જિનેન્દ્ર! પ્રણામ!! અત્યંત હર્ષની લાગણીઓ સાથે જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપમાં દૈનિક ધોરણે પ્રકાશિત થયેલા જૈન વિજ્ઞાન લેખ નં. 501 થી 600 સુધીના લેખના સંગ્રહ પુસ્તક સ્વરૂપે જૈન વિજ્ઞાન : ભાગ-6 રજુ કરી રહ્યા છીએ. જ્યોતથી નીકળતા પ્રકાશને આત્મા સાથે સરખાવી શકાય છે. આત્મા જ્યોત સમાન છે તફાવત માત્ર તેલનો હોય છે. જ્યાં સુધી દીપકમાં તેલ છે ત્યાં સુધી જ્યોત પ્રગટી રહે છે. તો તેલને આયુષ્ય સાથે સરખાવી શકાય, પરંતું, આત્મા તો અમર છે! તેનું ક્યારેય મૃત્યુ થતું જ નથી. તે સદાય અજરામર છે. તફાવત આયુષ્ય પૂર્ણ થતાં જ દેહ પરિવર્તન થાય છે. દેહ ભાડાનું મકાન છે, કર્મવશ આત્મા પોતે પૂર્વે કરેલા કર્મ અનુસાર તે-તે દેહ ધારણ કરી કર્મ નિર્જરા કરતો રહે છે.
કર્મવશ જીવ ચાર ગતિમાં ભમતો રહી સંસાર પરિભ્રમણ કરતો રહે છે. નીત નવા કર્મો બાંધી ભવ પરંપરા વધતી રહે છે. જીવનો જન્મ થતાં પૂર્વે ક્યાંથી અવસાન પામી આવ્યો છે તે તેને ખ્યાલ જ નથી આવતું. એકમાત્ર દેવગતિ છે જ્યાં અવધિજ્ઞાન જન્મતાની સાથે જ પ્રાપ્ત થાય છે અને આયુષ્ય પૂર્ણ થતાં જ વિલય પામે છે. જે જીવ દેવગતિમાં જન્મ લે ત્યારે પોતાના પૂર્વભવને જાણવાની કોશિશ કરે છે કારણ દેવગતિ પામતાં જ તેને નવા ભવની સુખજનક પરિસ્થિતિથી અચંબો પામે છે અને પામેલ અદ્વિતીય સુખ અને શાતા તેને જાણવા પ્રેરે છે. પરંતું, અફસોસ ત્યારે થાય છે કે દેવગતિની મોહમાયામાં વધુ રચ્યો-પચ્યો રહી સુખમાં ડૂબતાં બધું જ ભૂલવા લાગે છે. માત્ર સમ્યક દેવો પોતે પૂર્વે કરેલા કર્મોને સ્મરણ કરતાં રહી ધર્મમય પ્રવૃત્તિઓથી સતત જોડાયેલા રહે છે.
વર્તમાનમાં જૈન વિજ્ઞાન લેખમાં ચાર ગતિમાંના એક દેવગતિના વિશે લેખ આવે છે. જેથી આપ દેવગતિ વિશે સારી અને સુક્ષ્મતાથી જાણી શકો. સંસારમાં કોઇ જીવ સુખી નથી. પ્રત્યેક જીવને કોઇ ને કોઇ કારણથી દુઃખ આવતું રહે છે. શાશ્વત સુખ માત્ર મોક્ષમાં જ ઉપલબ્ધ છે બીજે ક્યાંય નહી. દરેક મનુષ્ય આ કર્મોની પ્રક્રિયા અને તેના પરિણામને સમજે અને કર્મ મુક્ત થવાના પ્રયાસો કરે તે તેના માટે શ્રેયસ્કર છે.
જૈનમ્ જયતિ શાસનમ્ ગ્રુપ એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે. જેથી અમારો ઉત્સાહ પણ વધતો રહે છે. ફરી એકવાર આપને હૃદયપૂર્વક ધન્યવાદ!
લિ. જૈનમ્ જયતિ શાસનમ્ ગ્રુપ - સંસ્થાપક
1
Page 631
જૈનમ્ જયતિ શાસનમ્
જય જિનેન્દ્ર!
પ્રસ્તાવના : રૂચિ
લોકોને જ્યાં સુધી ધર્મમાં રૂચિ ન પડે ત્યાં સુધી બધુ જ વ્યર્થ હોય છે. ધર્મ મનોરંજનનો વિષય નથી. તેમાં વાચકોને રૂચિ જાળવી રાખવા માટે કોઇ લેખ નથી લખાતાં. એટલે કે ચલચિત્રની જેમ કથામાં ગીત, દુઃખ, સુખ, રમૂજ, મનોરંજન, ભય અનુરૂપ વિષયો નથી લખાતા.
કેવળજ્ઞાની ભગવંતો પોતાના જ્ઞાનમાં જે જેવું છે તેને તેવા સ્વરૂપે જ રજૂ કરતાં હોય છે. દરેક જીવને સુખ પ્રિય છે. પરંતું, સુખ કેમ ઉપજે? તેને મૂળથી સમજવું પડે. જેમ કે તમારી પાસે દીવડો, ઘી, કપાસ અને માચીસની સગવડ છે. પરંતું, તેનાથી અંધકાર દૂર થાય તે જરૂરી નથી. તે માટે કપાસની દીવેટ બનાવવી પડે, તેમાં ઘી ભરવું પડે અને માચિસથી તે દીવેટને પ્રગટાવવું પડે ત્યારે દીપક પ્રકાશ આપે અને અંધકાર દૂર થાય.
દીપકની જેમ મનુષ્ય જીવની પણ તેવી જ દશા હોય છે. મનુષ્ય જીવને પાંચ ઇન્દ્રિયો સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન તેમજ છઠ્ઠી ઇન્દ્રિય મન હોય છે. તેનો કેવો ઉપયોગ કરવો તે તેની ઇચ્છા ઉપર નિર્ભર રહે છે. દરેક ઇન્દ્રિયના ઉપયોગથી શક્તિને લોક કલ્યાણના માર્ગે ઉપયોગ કરો તો જીવ ઊર્ધ્વ ગતિ પામે અને તેમ ન થાય તો અધોગતિ તો અવશ્ય પામે.
ધર્મ પામવા પુરૂષાર્થ તો કરવો જ પડે. સ્વયંમેવ ધર્મ પ્રગટ નથી થતો. જીવ સંસારમાં અનંત વર્ષોથી ભટકે છે, એવું ક્યારેય નથી બન્યું કે નિગોદથી સીધો જીવ મનુષ્ય બન્યો હોય. જીવને નિગોદથી વ્યવહાર રાશીમાં આવતાં ત્યારબાદ પાંચ સ્થાવર જીવના ક્રમ (પૃથ્વીકાય, અપ્કાય, વાઉકાય તેઉકાય, વનસ્પતિકાય) વિકલેન્દ્રિય જીવ (બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય) પણ જન્મ-મરણ કરતાં જીવ તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, દેવ અને નારકી પણે જન્મે છે. લેખ વાંચવા જેટલું સરળ નથી હોતું. જીવે કેટકેટલા સાગરોપમની ભવપરંપરા કરી હોય છે.
2
Page 632
જૈન વિજ્ઞાન
પરંતું, દુઃખની વાત એ છે કે જીવ મનુષ્ય ગતિ પામતાં પોતે ક્યાંથી આવ્યો છે તે તેને નથી યાદ આવતું. દેવ અને નારકી અવધિજ્ઞાન દ્વારા પોતાને જાણી શકે છે જ્યારે મનુષ્ય માટે તેટલું સરળ નથી. તેમ છતાં મનુષ્યો પોતાનું જીવન એવી રીતે જીવે છે કે જાણે તેને ભવપરંપરા મનુષ્ય તરીકેની જ મળી હોય.
આપણે એટલા બધાં નસીબ અને પુણ્ય લઇને આવ્યા છે કે આપણી ભવપરંપરાને સમાપ્ત કરવાનું સામર્થ્ય છે પરંતું ભૌતિક સુખની પ્રાપ્તિ માટે સમય વેડફીએ છીએ અને મળેલ મનુષ્ય ભવનો ઉપયોગ નથી લઇ શકતાં. જ્યારે સમજાય છે ત્યારે શરીર અને આયુષ્યનો સાથ છૂટી જાય છે.
લિ. જીજ્ઞેશ ચંદ્રકાન્ત લોડાયા (વારાપધર-ડોંબિવલી)
3
Page 633
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 206: જ્યોતિષ્ક દેવલોક-46:
લોકપાલઃ
જ્યોતિષીઓમાં લોકપાલ જાતિના દેવો નથી. સૌધર્મ દેવલોકના શક્રેન્દ્રના ચાર લોકપાલ છેઃ સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. તે ચારેય લોકપાલના ચાર વિમાન છે. 1) સંધ્યાપ્રભ, 2) વરશિષ્ટ, 3) સ્વયંજ્વલ અને 4) વલ્ગુ. તે ચારે વિમાન શક્રેન્દ્રના સૌધર્માવતંસક વિમાનથી અસંખ્ય યોજન દૂર ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં છે. તે વિમાન 12,50,000 યોજન વિસ્તારવાળા છે. તેની રાજધાની તેના વિમાનની બરોબર નીચે તિરછાલોકમાં છે. તે જંબૂદ્વીપ પ્રમાણ છે. ત્યાં 16,000 યોજન વિસ્તારનું રાજસભા ભવન છે, તેમાં ભવનો (પ્રાસાદો)ની ચાર પંક્તિઓ છે. ત્યાં ઉપપાત સભા વગેરે નથી.
સોમ લોકપાલઃ
ચંદ્ર, સૂર્ય આદિ સર્વ જ્યોતિષી દેવો-દેવીઓ સોમ લોકપાલને આધીન છે; અંગારક, વિકોલિક, લોહિતાક્ષ, શનિશ્વર, ચંદ્ર, સૂર્ય, શુક્ર, બુધ, બૃહસ્પતિ, રાહુ આદિ દેવો તેના પુત્રસ્થાનીય છે. મેરુપર્વતથી દક્ષિણ વિભાગમાં ગ્રહોની અનેક પ્રકારની સ્થિતિ, અભ્ર વિકાર, ઉલ્કાપાત, દિગ્દાહ, યક્ષોદીપ્ત, ઝાકળ, ચન્દ્રગ્રહણ, સૂર્યગ્રહણ, ઇન્દ્ર ધનુષ્ય આદિ તેમજ ગ્રામદાહ આદિ, પ્રાણક્ષય, ધનક્ષય, કુલક્ષય આદિ કાર્યો સોમ લોકપાલની જાણકારીમાં હોય છે. સોમ લોકપાલની સ્થિતિ 1- 1/3 પલ્યોપમની અને તેના પુત્ર સ્થાનીય દેવોની સ્થિતિ એક પલ્યોપમની છે.
4
Page 634
દેવલોક - 207: જ્યોતિષ્ક દેવલોક-47:
ત્રણે પરિષદનું પ્રયોજનઃ
જ્યારે ઈન્દ્રને કોઇ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે તે આદરપૂર્વક આભ્યંતર પરિષદને બોલાવે છે. તેની સમક્ષ પોતાનું પ્રયોજન પ્રસ્તુત કરે છે. તેઓ પરસ્પર વિચાર વિનિમય (આપ-લે) કરે છે. મધ્યમ પરિષદને બોલાવે કે ન બોલાવે તેમ છતાં તે આવે છે. ઇન્દ્ર આભ્યંતર (અંદરની, પ્રથમ) પરિષદમાં વિચારિત નિર્ણયો મધ્યમ (વચલી, બીજી) પરિષદ સમક્ષ પ્રગટ કરે છે. બાહ્ય (બહારની, ત્રીજી) પરિષદ બોલાવ્યા વિના જ આવે છે. ઇન્દ્ર તેની સમક્ષ સ્વનિર્ણીત (પોતાના દ્વારા લેવાયેલ નિર્ણય) કાર્ય સંપાદિત કરવા માટે આજ્ઞા આપે છે.
જ્યોતિષી દેવોની પરિષદના નામઃ 1) તુંબા, 2) તુડિયા અને 3) પર્વા છે. જ્યોતિષી દેવોની પરિષદઃ સૂર્ય અને ચંદ્ર ઇન્દ્રોની ત્રણ-ત્રણ પરિષદ છે. 1) આભ્યંતર પરિષદ - તુંબા દેવો - 8,000 સ્થિતિ (આયુષ્ય) - અડધો (1/2) પલ્યોપમ દેવી - 100 સ્થિતિ (આયુષ્ય) - સાધિક (1/4) પલ્યોપમ 2) મધ્યમ પરિષદ - ત્રુટિતા દેવો - 10,000 સ્થિતિ (આયુષ્ય) - અડધો (1/2) પલ્યોપમથી ઓછું દેવી - 100 સ્થિતિ (આયુષ્ય) - પા (1/4) પલ્યોપમ
5
Page 635
જૈનમ્ જયતિ શાસનમ્
3) બાહ્ય પરિષદ - પર્વા દેવો - 12,000 સ્થિતિ (આયુષ્ય) - પા (1/4) પલ્યોપમથી ઓછું દેવી - 100 સ્થિતિ (આયુષ્ય) - પા (1/4) પલ્યોપમથી
6
Page 636
જૈન વિજ્ઞાન
દેવલોક - 208: જ્યોતિષ્ક દેવલોક-48:
ગુપ્તિઃ
ગુપ્તિનો અર્થ છે રક્ષા. મન, વચન, કાયાની અકુશલ પ્રવૃત્તિઓથી આત્માની રક્ષા અને તેમનું કુશલ પ્રવૃત્તિઓમાં નિયોજન તે ગુપ્તિ. અશુભ, અકુશલ મન, વચન કાયાનું નિયંત્રણ કરી તેને શુભમાં પ્રવૃત્ત કરવાને ગુપ્તિ કહે છે. આ ત્રણ પ્રકારની ગુપ્તિ સંયમી, વિરતિયુક્ત (વ્રત ધારણ કરનાર) મનુષ્યમાં જ સંભવે છે. અન્ય કોઇ દંડકમાં સંભવ નથી. અગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છેઃ
-1
મન અગુપ્તિ
(ર)
વચન અગુપ્તિ
(3) કાય અગુપ્તિ.
જ્યોતિષી દેવોમાં ત્રણે અગુપ્તિ હોય છે.
લેશ્યાઃ
જ્યોતિષીઓમાં એક તેજોલેશ્યા જ હોય છે.
ગતિઃ
જ્યોતિષી દેવલોકથી આયુષ્ય પૂર્ણ થયા પછી દેવી-દેવતાઓનો નવો ભવઃ
જ્યોતિષી દેવલોકના દેવો 1) પૃથ્વી, 2) પાણી, 3) વનસ્પતિ, 4) તિર્યંચ પંચેન્દ્રિય અને 5) મનુષ્યમાં જાય છે. દેવ મરીને દેવ ગતિ અને નરક ગતિ નથી પામતાં.
પરભવ આયુષ્ય :
જ્યોતિષી દેવો આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે નિયમા પરભવનું આયુષ્ય બાંધે છે.
7
Page 637
જૈનમ્ જયતિ શાસનમ્
ભવધારણીય શરીરઃ
જ્યોતિષી દેવોની ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઇ 7 (સાત) હાથની છે.
દેવોની સ્થિતિ (આયુષ્ય) - જ્યોતિષ્ક દેવોની સ્થિતિ :
1) જઘન્ય પલ્ય (પલ્યોપમ)નો આઠમો ભાગ જ્યોતિષીદેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ :
2) એક લાખ વર્ષ સાધિક એક પલ્યોપમ
શ્વાસોશ્વાસઃ
જ્યોતિષ્ક દેવોનો ઉચ્છ્વાસ
જઘન્ય અનેક મુહૂર્ત
ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્ત પછી થાય છે.
આહારઃ
આહાર જઘન્ય અને ઉત્કૃષ્ટ દિવસ પૃથક્ત્વ એટલે કે, અનેક દિવસ પછી થાય છે.
8
Page 638
જૈન વિજ્ઞાન
દેવલોક - 209: જ્યોતિષ્ક દેવલોક-49:
સંઘયણઃ
શરીરની અંદર હાડકાંઓનાં બંધન (બંધારણ) વિશેષને સંઘયણ અથવા સહંનન કહે છે. તેના છ ભેદ છે.
1)
વજ્રનો અર્થ કીલિકા (ખીલી) , ૠષભનો અર્થ પટ્ટો અને મર્કટ સ્થાનીય બન્ને પડખાંનાં હાડકાંને નારાચ કહે છે. જે શરીરનાં બન્ને પડખાંનાં હાડકાંઓ મર્કટ બંધ (વાંદરા જેવી પક્કડ)થી બાંધેલાં હોય તેના ઉપર એક પટ્ટા જેવું હાડકું વીંટળાયેલું અને વચ્ચમાં ખીલી લાગેલી હોય તેને વજ્રૠષભનારચ સંહનન કહે છે.
2) જે શરીરનાં હાડકાંમાં ખીલી ન લાગેલી હોય, પરંતુ બન્ને પડખાંનાં હાડકાં મર્કટ બંધથી બંધાયેલા હોય અને પટ્ટાથી વીંટળાયેલા હોય તેને ૠષભનારચ સંહનન કહે છે.
3) જે શરીરનાં હાડકાં ઉપર પટ્ટો પણ ન હોય તેને નારાચ સંહનન કહે છે.
4) જે શરીરનાં હાડકાં એક તરફ જ મર્કટબંધથી યુક્ત હોય, બીજી તરફથી ન
હોય તેને અર્ધનારચ સંહનન કહે છે.
5) જે શરીરનાં હાડકાંમાં માત્ર ખીલી લાગેલી હોય તેને કીલિકા સંહનન કહે છે.
6) જે શરીરનાં હાડકાં પરસ્પર મળેલાં હોય અને ચર્મથી વીંટળાયેલાં હોય તેને
સેવાર્ત સંહનન કહે છે.
દેવોનાં શરીરમાં હાડકાં હોતાં નથી, તેથી તેને સંહનન નથી. જ્યોતિષી દેવો સંહનન રહિત હોય છે.
નોંધઃ વાસ્તવમાં હાડકામાં ખીલ્લી કે પટ્ટીઓ બાંધેલી નથી હોતી. પરંતું, તેવા પ્રકારની મજબૂતાઇ હોય છે. તેથી તેવા શબ્દોનો ઉપયોગ થયો હોય છે.
9
Page 639
જૈનમ્ જયતિ શાસનમ્
વજ્રઋષભનારાંચ સંહનન ધરાવનાર મનુષ્યો જ મોક્ષે જવાની યોગ્યતા હોય છે અન્ય સંહનનના મનુષ્યો નહીં. વર્તમાન સમયમાં આપણાં હાડકાંની મજબૂતાઇ કેટલી? કૂદકો મારીએ તો હાડકાં જ તૂટી જાય!
10
Page 640
દેવલોક - 210: જ્યોતિષ્ક દેવલોક-50:
જૈન વિજ્ઞાન
સંસ્થાનઃ
સંસ્થાનના છ પ્રકાર છે.
-1
સમચતુરસ્ર સંસ્થાન
(ર)
ન્યગ્રોધપરિમંડલ સંસ્થાન
(3) સાદિ સંસ્થાન
-4
વામન સંસ્થાન
(પ) કુબ્જ સંસ્થાન
(6) હુંડ સંસ્થાન.
શરીરના આકારને સંસ્થાન કહે છે. જે શરીરનાં અંગ અને ઉપાંગ ન્યૂનતા (ઓછા) અથવા અધિકતાથી રહિત શાસ્ત્રોક્ત માન-ઉન્માન પ્રમાણવાળાં હોય, તેને સમચતુરસ્ર સંસ્થાન કહે છે.
જે સંસ્થાનમાં શરીરની નાભિથી ઉપરના અવયવ પ્રમાણોપેત હોય પરંતું, નાભિથી નીચેના અવયવ હીન (ન્યૂન) પ્રમાણવાળાં હોય તેને ન્યગ્રોધ સંસ્થાન કહે છે.
જે શરીરના નાભિથી નીચેના અવયવ પ્રમાણોપેત હોય અને નાભિથી ઉપરના અવયવ હીન પ્રમાણવાળા હોય તેને સાદિ સંસ્થાન કહે છે.
જે શરીરના અવયવ લક્ષણયુક્ત હોવા છતાં પણ વિકૃત અને ન્યૂનાધિક હોય, છાતી અથવા પીઠ નીકળેલા હોય, ખૂંધ નીકળેલ હોય, કૂબડા હોય, તેને કૂબ્જ સંસ્થાન કહે છે.
જે શરીર એકદમ ઠીંગણું હોય તેને વામન સંસ્થાન કહે છે.
11
Page 641
જૈનમ્ જયતિ શાસનમ્
જે શરીરમાં હાથ, પગ આદિ દરેક અવયવ પ્રમાણથી વિપરીત હોય તેને હુંડ સંસ્થાન કહે છે.
જ્યોતિષ્ક દેવોને સમચતુરસ્ર સંસ્થાન હોય છે.
દીક્ષા શિબિકાઃ
ચોવીસ તીર્થંકરોની ચોવીસ શિબિકાઓ (પાલખીઓ) હતી. જેના પર બેસીને તીર્થંકર ભગવંત પ્રવ્રજ્યા (દીક્ષા) માટે વનમાં ગયા હતા, આ શિબિકાઓને પૂર્વ દિશામાં રહી જ્યોતિષી દેવો વહન કરે છે.
12
Page 642
જૈન વિજ્ઞાન
દેવલોક - 211: જ્યોતિષ્ક દેવલોક-51:
દેવલોકમાં ઉત્પત્તિ :
અસંયત ભવ્યદ્રવ્ય દેવ આદિ જીવોનો ઉપપાત (ઉત્પત્તિ) ક્રમશઃ આ પ્રમાણે છે. વિરાધક સંયમ-અસંયમી, તાપસો ઉત્કૃષ્ટતઃ જ્યોતિષી દેવમાં આરાધક-વિરાધક સાધકોનું તથા અન્ય જીવોની દેવલોકમાં ઉત્પત્તિ સંબંધિત ચૌદ પ્રશ્નોત્તર છે. તેના અર્થ આ પ્રમાણે છે.
અસંયત ભવ્ય દ્રવ્યદેવઃ
જે ચારિત્રના પરિણામથી શૂન્ય છે તેને અસંયત કહે છે અને ભવિષ્યમાં જે દેવ થવાના છે તે ભવ્ય દ્રવ્ય દેવ કહેવાય છે એટલે કે ચારિત્રના પરિણામ રહિત દેવ થવા યોગ્ય જીવને અસંયત ભવ્ય દ્રવ્ય દેવ કહે છે. તેમાં એકથી ચાર ગુણસ્થાનવર્તી મનુષ્ય કે તિર્યંચનો સમાવેશ થાય છે. ભવનપતિથી બાર દેવલોક પર્યંત ઉત્પન્ન થનારા જીવોમાં વિવિધ પ્રકારના દ્રવ્ય અને ભાવથી અસંયત (સંસારી) જીવોનો સમાવેશ થાય છે અને નવ ગ્રૈવેયકમાં ઉત્પન્ન થનારા જીવોમાં દ્રવ્યથી સંયત (સાધુ) અને ભાવથી અસંયત (સંસારી) ભવ્ય કે અભવ્ય દ્રવ્યલિંગી સાધુનો સમાવેશ થાય છે. આ રીતે આ બોલ ઘણો વિશાળ છે. છઠ્ઠાથી ચૌદમા પ્રશ્ન પર્યંતના સર્વ જીવોનો આ બોલમાં સમાવેશ થઇ જાય છે. તેમ છતાં તે જીવો વિષયક વિશેષજ્ઞ સ્પષ્ટીકરણ માટે પ્રત્યેકના ભિન્ન-ભિન્ન પ્રશ્નોત્તર છે. સંક્ષેપ (ટૂંક)માં આત્મશુદ્ધિના લક્ષ્ય વિના, બાહ્ય ક્રિયાકાંડના પાલનથી, અકામ નિર્જરા કરી જે જીવોએ દેવભવમાં ગમન યોગ્ય યોગ્યતા પ્રાપ્ત કરી છે, તેને અસંયત ભવ્ય દેવ કહે છે.
13
Page 643
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 212: જ્યોતિષ્ક દેવલોક-52:
અવિરાધક સંયમીઃ
જિનાજ્ઞા અનુસાર સંયમની આરાધના કરનાર અને સમ્યક્ત્વભાવમાં
પરભવનું આયુષ્ય બાંધનાર શ્રમણ અવિરાધક કે આરાધક સંયમી કહેવાય છે.
વિરાધક સંયમીઃ
મહાવ્રતો ગ્રહણ કરી, તેનું સમ્યક્ પ્રકારે પાલન ન કરનાર અને
મિથ્યાત્વભાવમાં જ આયુષ્યને બાંધનાર શ્રમણ વિરાધક સંયમી કહેવાય છે.
અવિરાધક સંયમાસંયમીઃ
દેશવિરતિપણાને (શ્રાવકપણાને) સ્વીકારી જીવનપર્યંત અખંડપણે તેનું પાલન કરનાર અને સમકિતમાં આયુષ્ય બાંધનાર આરાધક, અવિરાધક સંયમાસંયમી કહેવાય છે.
વિરાધક સંયમાસંયમીઃ
દેશવિરતિપણાને સ્વીકારીને સમ્યક્ પ્રકારે તેનું પાલન ન કરનાર અને
મિથ્યાત્વમાં આયુષ્યને બાંધનાર વિરાધક સંયમાસંયમી કહેવાય છે.
તાપસઃ
વૃક્ષના પાન આદિનો આહાર કરીને ઉદર નિર્વાહ (પેટ ભરનાર) કરનાર
બાલતપસ્વી. તે દેવગતિમાં જ્યોતિષી સુધી જાય છે.
કાંદર્પિકઃ
જે સાધુ હાસ્યશીલ હોય. ચારિત્રવેશમાં રહીને વિદૂષક (મશ્કરી)ની જેમ
અનેક ચેષ્ટાઓ કરે તે કાંદર્પિક સાધુ કહેવાય. તે પહેલા દેવલોક સુધી જાય છે.
14
Page 644
જૈન વિજ્ઞાન
ચરક પરિવ્રાજકઃ
ગેરુ રંગના અને ભગવા રંગના વસ્ત્ર પહેરીને ભિક્ષા દ્વારા આજીવિકા કરનારા ત્રિદંડી, કુચ્છોટક આદિ અથવા કપિલૠષિના શિષ્ય અંબડ પરિવ્રાજક વગેરે તે પાંચમા દેવલોક સુધી જાય છે.
15
Page 645
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 213: જ્યોતિષ્ક દેવલોક-53:
કિલ્વિષિકઃ
જે સાધુ વ્યવહારથી ચારિત્રવાન હોવા છતાં જ્ઞાની, કેવલી, ધર્માચાર્ય અને સર્વ સાધુઓના અવર્ણવાદ (નિંદા) બોલે અને પાપમય ભાવનાયુક્ત હોય તે કિલ્વિષિક છે. તે છઠ્ઠા વૈમાનિક દેવલોક સુધી જાય છે.
તિર્યંચઃ
દેશવિરતિ (શ્રાવક વ્રત)નું પાલન કરનારા ઘોડા, ગાય આદિ જેમ નંદમણિયારનો જીવ દેડકાના ભવમાં હતો ત્યારે શ્રાવકવ્રતી હતો. તે સિવાય શુભ પરિણામોમાં આયુષ્યનો બંધ કરનારા અવ્રતી સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયજીવ પણ ઉત્કૃષ્ટ આઠમા દેવલોક સુધી જાય છે.
આજીવિકઃ
(1) એક વિશેષ પ્રકારના પાષંડી
(ર)
નગ્ન રહેનાર ગોશાલકના શિષ્ય
-3
લબ્ધિ પ્રયોગથી અજ્ઞાની લોકો દ્વારા ખ્યાતિ, પૂજા-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા તપ અને ચારિત્રનું આચરણ કરનાર
(4) અવિવેકી લોકોમાં ચમત્કાર બતાવી આજીવિકા ચલાવનાર. આ સર્વે તપ અને
ચારિત્રના પ્રભાવે ઉત્કૃષ્ટ બારમાં વૈમાનિક દેવલોક સુધી જાય છે.
આભિયોગિકઃ
બીજાને વશ કરવા વિદ્યા-મંત્ર ચૂર્ણ આદિના પ્રયોગને આભિયોગ કહે છે. જે સાધુ વ્યવહારથી સંયમનું પાલન કરતા હોવા છતાં પણ મંત્ર, તંત્ર, યંત્ર, ભૂતિકર્મ, પ્રશ્નાપ્રશ્ન, નિમિત્ત, ચૂર્ણ આદિના પ્રયોગથી અન્યને આકર્ષિત કરે, વશીભૂત કરે તેને આભિયોગિક કહે છે. તે તપના પ્રભાવે ઉત્કૃષ્ટ બારમા વૈમાનિક દેવલોક સુધી જાય છે.
16
Page 646
જૈન વિજ્ઞાન
દેવલોક - 214: જ્યોતિષ્ક દેવલોક-54:
અસંજ્ઞીઃ
જેને મનોલબ્ધિ ન હોય તેવા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ અકામ નિર્જરા
કરીને દેવગતિમાં વ્યંતર સુધી જઇ શકે છે.
દર્શન રહિત સ્વલિંગીઃ
શુદ્ધ સમકિતનો જેનામાં અભાવ છે, સાધ્વાચાર અને સ્વલિંગનો જેનામાં સદ્ભાવ છે. તેવા ભવી કે અભવી જીવ સ્વલિંગી દર્શન વ્યાપન્નક (દર્શન-શ્રદ્ધા રહિત) કહેવાય છે. તે વ્યવહારથી ક્રિયાના વિરાધક હોય તો જઘન્ય ભવનપતિમાં જાય છે અને વ્યવહારથી ક્રિયાના આરાધક હોય તો ઉત્કૃષ્ટ નવગ્રૈવેયક સુધી જાય છે.
વેદઃ
વેદ ત્રણ પ્રકારના છે. 1) સ્ત્રીવેદ, 2) પુરુષવેદ અને 3) નપુસંકવેદ.
જ્યોતિષ્ક દેવલોકમાં 1) સ્ત્રીવેદ અને 2) પુરુષવેદ જ હોય છે.
અસંજ્ઞી જીવઃ
અસંજ્ઞી જીવ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી.
જ્યોતિષીઓનું વૈક્રિય સામર્થ્યઃ
સૂર્યેન્દ્ર, પોતાના વૈક્રિયકૃત રૂપોથી સંપૂર્ણ જંબૂદ્વીપને અને ચંદ્રેન્દ્ર સાધિક જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને ભરવામાં સમર્થ છે. પલ્યોપમની સ્થિતિવાળા દેવો સંખ્યાતા દ્વીપ-સમુદ્ર જેટલા ક્ષેત્રને પોતાના વૈક્રિયકૃત રૂપોથી વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ તેનો વિષયમાત્ર છે. તેનો પ્રયોગ કરતા નથી.
17
Page 647
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 215: જ્યોતિષ્ક દેવલોક-55:
શાતા-અશાતાઃ
પરભવમાં ઉત્પન્ન થનારા જીવોને અલ્પવેદના, મહાવેદના ક્યારે થાય તેનું સ્પષ્ટીકરણ છે. 24 દંડકના જીવોને ઉત્પન્ન થયા પહેલાં કે ઉત્પન્ન થતાં તેના પૂર્વકૃત કર્મ અનુસાર કયારેક મહાવેદના અને કયારેક અલ્પવેદના હોય છે. ઉત્પન્ન થયા પછી તે ભવ અનુસાર વેદના હોય છે. જ્યોતિષી દેવ ઉત્પન્ન થયા પછી ભવપ્રત્યય એકાંત સુખશાતા વેદના ભોગવે છે પરંતું, ક્યારેક અન્ય દેવના પ્રહાર આદિના કારણે અશાતાનો અનુભવ કરે છે.
ચ્યવનઃ
જ્યોતિષી દેવો મરીને પ્રાયઃ ઊંચેથી નીચે એટલે કે, તિરછાલોકમાં જન્મ
ધારણ કરે છે તેથી તેના મરણને ચ્યવન કહેવાય છે.
ગમનાગમનઃ
દેવ પોતાની શક્તિ દ્વારા ચાર-પાંચ દેવ આવાસો સુધી ગમન કરે છે અને ત્યાર પછી અન્યશક્તિ (વૈક્રિયશક્તિ) દ્વારા ગમન (જવાનું) કરે છે. દેવોની આત્મૠદ્ધિ અને વૈક્રિયશક્તિનું દર્શન કરાવ્યું છે. કોઇ પણ જાતિના દેવ સ્વાભાવિક શક્તિથી, આત્મૠદ્ધિથી પોત-પોતાની જાતિના ચાર, પાંચ અન્ય આવાસો સુધી ગમનાગમન (આવન-જાવન) કરી શકે છે અને ત્યાર પછીના ક્ષેત્રમાં ગમનાગમન કરવું હોય તો દેવોને માટે વૈક્રિયલબ્ધિનો પ્રયોગ આવશ્યક બની જાય છે. તે દેવ વૈક્રિયલબ્ધિનો પ્રયોગ કરીને, ઉત્તરવૈક્રિય શરીર બનાવીને જઇ શકે છે.
18
Page 648
જૈન વિજ્ઞાન
દેવલોક - 216: જ્યોતિષ્ક દેવલોક-56:
જ્ઞાન-અજ્ઞાનઃ
જ્યોતિષીમાં ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન નિયમા હોય છે. જ્યોતિષીમાં સંજ્ઞી જીવો જ આવીને ઉત્પન્ન થાય છે, તેથી તે જીવોમાં અપર્યાપ્તા અવસ્થામાં પણ ભવપ્રત્યયિક (ભવ પર્યંત સદાય સાથે રહેનારું) અવધિજ્ઞાન અથવા વિભંગજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તે જીવોમાં નિયમથી ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
દેવાધિદેવની આગતઃ
જ્યોતિષી દેવો પણ મરીને મનુષ્ય થઇ શકે છે, દીક્ષા લઇ શકે છે. પરંતું,
તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકતા નથી, તેથી તે જીવોનો પણ નિષેધ કર્યો છે.
વિમાનની લંબાઇઃ
ચંદ્ર-સૂર્યના વિમાનની લંબાઈ એક યોજનથી કંઇક ન્યૂન (ઓછી) છે તથા ગ્રહ, નક્ષત્રના વિમાનો ક્રમશઃ બે ગાઉ અને એક ગાઉના છે. તારા વિમાન અડધો ગાઉ પ્રમાણ છે અને સર્વ જ્યોતિષી વિમાનની પહોળાઇ તેની લંબાઇથી અડધી છે.
જ્યોતિષી દેવોનાં આવાસઃ
જ્યોતિષી દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે. (માત્ર ભવનપતિ
દેવલોક, વૈમાનિક દેવલોક અને નરક આવાસની સંખ્યા જ નિર્ધારિત હોય છે)
દેવકૃત વૃષ્ટિનું કારણઃ
જ્યોતિષી દેવો મોસમ વિના પણ તીર્થંકર ભગવંતોના ચારેય મહિમા (જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક)ના સમયે વૃષ્ટિ (વરસાદ) કરી શકે છે.
19
Page 649
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 217: જ્યોતિષ્ક દેવલોક-57:
કર્મક્ષયઃ
વાણવ્યંતર દેવો અનંત કર્માંશો (કર્મ અંશ)ને એક સો વર્ષમાં ક્ષય કરે છે. અસુરેન્દ્રને છોડીને શેષ ભવનપતિ દેવો અનંત કર્માંશોને બસો વર્ષોમાં ક્ષય કરે છે. અસુરકુમાર દેવો અનંત કર્માંશોને ત્રણસો વર્ષોમાં; ગ્રહ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષી દેવો અનંત કર્માંશોને ચારસો વર્ષોમાં; જ્યોતિષી દેવોના ઇન્દ્ર, જ્યોતિષરાજ ચંદ્ર અને સૂર્ય અનંત કર્માંશોને પાંચ સો વર્ષોમાં ક્ષય કરે છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો અનંત કર્માંશોને એક હજાર વર્ષોમાં ક્ષય કરે છે. સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પના દેવો અનંત કર્માંશોને બે હજાર વર્ષોમાં ક્ષય કરે છે. બ્રહ્મલોક અને લાન્તક કલ્પના દેવો અનંત કર્માંશોને ત્રણ હજાર વર્ષોમાં ક્ષય કરે છે. મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના દેવો અનંત કર્માંશોને ચાર હજાર વર્ષોમાં ક્ષય કરે છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત કલ્પના દેવો અનંત કર્માંશોને પાંચ હજાર વર્ષોમાં, અધસ્તન ગ્રૈવયકના દેવો અનંત કર્માંશોને એક લાખ વર્ષોમાં ક્ષય કરે છે. મધ્યમ ગ્રૈવયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરિમ ગ્રૈવયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં; વિજય, વિજયંત, જયંત અને અપરાજિત આ ચાર અનુત્તર વિમાનના દેવો ચાર લાખ વર્ષોમાં; અને સર્વાર્થસિદ્ધના દેવો પાંચ લાખ વર્ષોમાં અનંત કર્માંશોનો ક્ષય કરે છે.
20
Page 650
જૈન વિજ્ઞાન
દેવલોક - 218: જ્યોતિષ્ક દેવલોક-58:
સંગ્રામ (યુદ્ધઃ)
જ્યોતિષી દેવો અને અસુરો (ભવનપતિ, વ્યંતર)ના સંગ્રામમાં જ્યોતિષી દેવોના પુણ્યોદયે તે દેવ તણખલું, કાંકરા આદિ જેનો સ્પર્શ કરે તે પદાર્થ શસ્ત્રરૂપે બની જાય છે. પરંતું, અસુરોને શસ્ત્રોની વિકુર્વણા કરવી પડે છે. આ જ્યોતિષી દેવો અને અસુરોના પુણ્યની તરતમતા (તફાવત) છે. દેવલોકના દેવો પણ સંસારી હોવાથી રાગ-દ્વેષ વગેરે કષાયભાવને આધીન હોય છે. પૂર્વની વૈર-ઝેરની પરંપરાથી જ્યોતિષી દેવો અને અસુરો (ભવનપતિ, વ્યંતર) વચ્ચે પણ કયારેક સંગ્રામનો પ્રસંગ ઉપસ્થિત થાય છે. તે દેવો તિરછાલોકમાં આવી, તેને યુદ્ધભૂમિ બનાવીને સંગ્રામ કરે છે.
દેવ આવાસની સંખ્યાઃ
જ્યોતિષી દેવોના અસંખ્ય લાખ વિમાન છે. તેમના વિમાનવાસ સર્વ સ્ફટિક રત્નમય અને સ્વચ્છ છે.
અવગાહના - જ્યોતિષી દેવોની ભવધારણીય અવગાહનાઃ
જઘન્ય - અંગુલનો અસંખ્યાતમો ભાગ
ઉત્કૃષ્ટ - 7 હાથની અવગાહના
ઉત્તર વૈક્રિય શરીરની અવગાહનાઃ
જઘન્ય - અંગુલનો સંખ્યાતમો ભાગ
ઉત્કૃષ્ટ - 1 લાખ યોજન
21
Page 651
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 219: જ્યોતિષ્ક દેવલોક-59:
જ્યોતિષી જાતિની અગ્રમહિષી દેવીઓઃ
સૂર્યેન્દ્રઃ
અગ્રમહિષી - 4
1) સૂર્યપ્રભા, 2) આતપા, 3) અર્ચિમાલી, 4) પ્રભંકરા
સ્થિતિ (આયુષ્ય) : 500 વર્ષ અધિક અર્ધો પલ્યોપમ
ચંદ્રેન્દ્રઃ
અગ્રમહિષી - 4
1) ચંદ્રપ્રભા, 2) જ્યોત્સ્નાભા, 3) અર્ચિમાલી, 4) પ્રભંકરા
આયુષ્ય : 50,000 વર્ષ અધિક અર્ધો પલ્યોપમ
જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થનારા વાનપ્રસ્થ સંન્યાસીઓનું નિરૂપણઃ
તે સંન્યાસીઓ સાંસારિક સંબંધોનો ત્યાગ કરી વિવિધ પ્રકારના વ્રત- નિયમનો સ્વીકાર કરીને વિચરણ કરે છે. પરંતું, તેઓ મિથ્યાત્વી હોવાથી તેમનો સમગ્ર જીવન વ્યવહાર અકામ નિર્જરા અને અજ્ઞાન તપનું કારણ બને છે. તેમ છતાં તેમના જીવનમાં લક્ષ્યપૂર્વક ત્યાગ તપની પ્રધાનતા હોવાથી વાણવ્યંતર દેવોથી ઉપરની જાતિના એટલે જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે.
ચ્યવનઃ
જ્યોતિષી દેવોના મરણને ચ્યવન કહે છે. ચ્યવન એટલે આયુષ્ય પૂર્ણ થતાં
મરણ બાદ નીચે તરફ તિરછાલોકમાં આવવું.
22
Page 652
જૈન વિજ્ઞાન
લેશ્યાઃ
-1 લેશ્યા - બાદર પૃથ્વીકાયને ચાર લેશ્યા હોય છે. જ્યોતિષી દેવલોકના તેજોલેશી દેવો પોતાના જ આભરણો, રત્નકુંડલ આદિમાં મૂર્ચ્છિત થઇને તેમાં અથવા અન્ય પૃથ્વીકાય રૂપે ઉત્પન્ન થાય છે, ત્યારે તે જીવોને અપર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોય છે. તેજોલેશી દેવો મરીને તેજોલેશ્યા યુક્ત સ્થાનમાં જ ઉત્પન્ન થાય છે.
23
Page 653
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 220: જ્યોતિષ્ક દેવલોક-60:
સ્થિતિ (આયુષ્યઃ)
સૂર્યવિમાનના દેવોની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમના ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમ એટલે કે, 1 પલ્યોપમ + 1,000 વર્ષ
સૂર્યવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત (48 મિનિટમાં 1 સમય ઓછો)
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત
સૂર્યવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમના ચોથો ભાગ (1/4 પલ્યોપમ સમયમાં અંતમુહૂર્ત ઓછું)
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન એક હજાર વર્ષ અધિક 1 પલ્યોપમ (1 પલ્યોપમ + 1,000 વર્ષ - અંતમુહૂર્ત)
સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ પાંચસો વર્ષ અધિક અડધો પલ્યોપમ (1/2 પલ્યોપમ + 500 વર્ષ)
સૂર્યવિમાનની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતમુહૂર્ત
24
Page 654
જૈન વિજ્ઞાન
સૂર્યવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન (ઓછું) પલ્યોપમનો ચોથો ભાગ (1/4 પલ્યોપમ - અંતમુહૂર્ત)
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમ (1/2 પલ્યોપમ + 500 વર્ષ - અંતમુહૂર્ત)
ગ્રહવિમાનના દેવોની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ 1-પલ્યોપમ
ગ્રહવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત
25
Page 655
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 221: જ્યોતિષ્ક દેવલોક-61:
ગ્રહવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમ
ગ્રહવિમાનની દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ અડધો પલ્યોપમ
ગ્રહવિમાનના અપર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતમુહૂર્ત
ગ્રહવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન અર્ધા પલ્યોપમ
નક્ષત્રવિમાનના દેવોની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ અર્ધા પલ્યોપમ
નક્ષત્રવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતમુહૂર્ત
26
Page 656
જૈન વિજ્ઞાન
નક્ષત્રવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન અડધો પલ્યોપમ
નક્ષત્રવિમાનની દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો ચોથો ભાગ (1/4 પલ્યોપમ)
ઉત્કૃષ્ટઃ સાધિક પલ્યોપમનો ચોથો ભાગ (1/4 પલ્યોપમથી થોડુંક વધારે)
નક્ષત્રવિમાનની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતમુહૂર્ત
નક્ષત્રવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન(ઓછું) પલ્યોપમનો ચોથો ભાગ
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન સાધિક (થોડુંક વધારે) પલ્યોપમનો ચોથા ભાગ
27
Page 657
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 222: જ્યોતિષ્ક દેવલોક-62:
તારા વિમાનના દેવોની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો આઠમો ભાગ (1/8 પલ્યોપમ)
ઉત્કૃષ્ટઃ પલ્યોપમનો ચોથો ભાગ
તારા વિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતમુહૂર્ત
તારા વિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ
તારાવિમાનની દેવીઓની સ્થિતિઃ
જઘન્યઃ પલ્યોપમનો આઠમો ભાગ
ઉત્કૃષ્ટઃ સાધિક પલ્યોપમનો આઠમો ભાગ
તારાવિમાનની અપર્યાપ્તા દેવીની સ્થિતિઃ
જઘન્યઃ અંતમુહૂર્ત
ઉત્કૃષ્ટઃ અંતમુહૂર્ત
તારાવિમાનની પર્યાપ્તા દેવીની સ્થિતિઃ
જઘન્યઃ અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ (1/8 પલ્યોપમ - અંતમુહૂર્ત)
ઉત્કૃષ્ટઃ અંતર્મુહૂર્ત ન્યૂન સાધિક પલ્યોપમનો આઠમો ભાગ
28
Page 658
જૈન વિજ્ઞાન
ઇન્દ્ર વિરહઃ
જ્યોતિષી દેવોના ઇન્દ્ર મરણ પામે છે ત્યારે તે દેવ ઇન્દ્રના વિરહમાં જ્યાં સુધી બીજા ઇન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી 4 કે 5 સામાનિક દેવો સાથે મળીને તે ઇન્દ્રના સ્થાનનું પરિપાલન (કાર્ય સંચાલન) કરે છે. ઇન્દ્ર સ્થાનનો વિરહ જઘન્ય (ઓછામાં ઓછું 1 સમય અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) 6 માસ સુધી તે ઇન્દ્ર સ્થાન ઇન્દ્રની ઉત્પત્તિ વગર રહે છે.
ચંદ્ર – સૂર્યનું પ્રકાશ ક્ષેત્રઃ
અઢીદ્વીપ (જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અડધુ પુષ્કરદ્વીપ)માં સગડુદ્ધિ
સંસ્થાનનું છે અને અઢીદ્વીપની બહારના ક્ષેત્રમાં પાકી ઇંટના આકારવાળું છે.
29
Page 659
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 223: જ્યોતિષ્ક દેવલોક-63:
જ્યોતિષી દેવોનો ઉપપાત વિરહકાલઃ
જ્યોતિષી દેવલોકમાં એક દેવનો જન્મ બાદ બીજા દેવના જન્મનું અંતર
સમયની ગણતરીએઃ
જઘન્ય - એક સમય
ઉત્કૃષ્ટ - ચોવીસ મુહૂર્ત
જ્યોતિષી દેવોની આગતિઃ
જ્યોતિષી દેવોનો ઉપપાત (જન્મ) અસુરકુમારોના ઉપપાતની સમાન જાણવો જોઇએ. તેમાં વિશેષતા એ છે કેઃ સંમૂર્ચ્છિમ - અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો અંતરદ્વીપના મનુષ્યો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થતા નથી. તેથી તેનો નિષેધ કરવો જોઇએ. કારણ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વર્ષ આયુષ્ક ખેચર (પક્ષી) તિર્યંચ પંચેન્દ્રિય અને અંતરદ્વીપના મનુષ્યો મરીને ભવનપતિ અને વ્યંતર જાતિના દેવરૂપે ઉત્પન્ન થઇ શકે છે પરંતું, જ્યોતિષી દેવ થતાં નથી. કારણ કે અસંજ્ઞી જીવો મનના અભાવે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી અધિક સ્થિતિનો આયુષ્ય બંધ કરી શકતા નથી. અસંખ્યાત વર્ષના ખેચર તિર્યંચ પંચેન્દ્રિયનું અને અંતરદ્વીપના મનુષ્યોનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું હોય છે. યુગલિકો માટે સામાન્ય નિયમ છે કે યુગલિકો પોતાના આ ભવના આયુષ્યથી અધિક સ્થિતિ (આયુષ્ય) પરભવમાં પ્રાપ્ત કરી શકતા નથી. જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમના આઠમા ભાગની છે, જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધુ છે. તેથી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો, ખેચર યુગલિકો તથા અંતરદ્વીપજ મનુષ્યો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થઇ શકતા નથી.
30
Page 660
જૈન વિજ્ઞાન
દેવલોક - 224: જ્યોતિષ્ક દેવલોક-64:
જ્યોતિષી દેવોમાં આગતિના 9 ભેદઃ
તિર્યંચના 6 ભેદઃ
5 સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્તા
1 સ્થલચર યુગલિક તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્યના 3 ભેદઃ
1-કર્મભૂમિજ સંખ્યાત વર્ષ આયુષ્ક સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા
2-કર્મભૂમિજ અને અકર્મભૂમિજ યુગલિક મનુષ્ય આમ કુલ 1 + ર = 3 મનુષ્યના ભેદ. 6 + 3 = 9 ભેદના જીવો જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે.
જ્યોતિષી દેવોનો શ્વાસોશ્વાસઃ
જ્યોતિષી દેવો અંદર-બહાર શ્વાસોશ્વાસની પ્રક્રિયા
જઘન્ય - અનેક મુહૂર્ત
ઉત્કૃષ્ટ પણ અનેક મુહૂર્ત
દ્રષ્ટિઃ
જ્યોતિષી દેવ અપર્યાપ્તામાં બે દ્રષ્ટિ હોય છે. 1) સમ્યક દ્રષ્ટિ અને ર) મિથ્યાદ્રષ્ટિ. પર્યાપ્તામાં ત્રણ દ્રષ્ટિ હોય છે. 1) સમ્યકદ્રષ્ટિ, 2) મિથ્યાદ્રષ્ટિ અને 3) મિશ્રદ્રષ્ટિ.
તીર્થંકર પદઃ
જ્યોતિષ્ક દેવો પોતાનું આયુષ્ય પૂર્ણ કરી જો મનુષ્ય પણે જન્મ થાય તો તેઓ તીર્થંકર ભગવાન નથી બનતા. પરંતું, તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ બની શકે છે.
31
Page 661
જૈનમ્ જયતિ શાસનમ્
તાપસઃ
વનમાં વિચરણ કરનારા, વૃક્ષના પાન વગેરેનો આહાર કરીને ઉદર નિર્વાહ કરનાર (પેટ ભરનાર) તપસ્વીને તાપસ કહેવાય. જૈન દર્શનમાં તાપસને બાલતપસ્વી કહેવાય. તેઓ દેવગતિમાં જ્યોતિષી સુધી જ જાય છે.
32
Page 662
જૈન વિજ્ઞાન
દેવલોક - 225: જ્યોતિષ્ક દેવલોક-65:
જ્યોતિષી દેવોનો આહારઃ
જ્યોતિષી દેવ આહાર ઇચ્છાનો જઘન્ય (ઓછામાં ઓછો સમય) - અનેક દિવસે થાય છે. ઉત્કૃષ્ટ સમય (વધુમાં વધુ સમય) - અનેક દિવસે થાય છે. તેઓ મનોભક્ષી હોય છે. પોતાની ઇચ્છાનુસાર મનથી જ આહારયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરનાર જીવોને મનોભક્ષી કહેવાય છે. જ્યોતિષી દેવો પોતાના પુણ્યોદયે મનોભક્ષી હોય છે. દેવોને લાંબા સમયે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય, ત્યારે ઇચ્છાપૂર્તિ માટે અન્ય કોઇ પુરુષાર્થ કરવો પડતો નથી. દેવો મનથી જ શુભ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે પુદ્ગલો દેવોના પુણ્યોદયે શુભરૂપે પરિણત થાય છે અને ઇચ્છાપૂર્તિ થઇ જતાં દેવો સંતોષની અનુભૂતિ કરે છે. જેમ શીતયોનિક જીવોને શીત (ઠંડા) પુદ્ગલો, ઉષ્ણયોનિક જીવોને ઉષ્ણ (ગરમ) પુદ્ગલો અનુકૂળ અને સુખરૂપ લાગે છે. અનુકૂળ પુદ્ગલોને પામીને તે તે જીવો પરિતૃપ્ત થઇ જાય છે તે રીતે દેવોને પોતાની ઇચ્છાપૂર્તિથી તૃપ્તિ થઈ જાય છે.
જ્યોતિષી દેવોના અવધિજ્ઞાનનો વિષયઃ
જ્યોતિષી દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પ્રકારનું આયુષ્ય પલ્યોપમની ગણના (ગણતરી)માં જ હોય છે, તેથી તેમના અવધિજ્ઞાનનો જઘન્ય (ઓછામાં ઓછું) અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) વિષય સંખ્યાત દ્વીપ-સમુદ્ર પ્રમાણ છે. સંખ્યાતના સંખ્યાતા ભેદ (પ્રકાર) હોવાથી જઘન્ય વિષયથી ઉત્કૃષ્ટ વિષય અધિક હોય છે.
33
Page 663
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 226: જ્યોતિષ્ક દેવલોક-66:
અવધિજ્ઞાનઃ
જ્યોતિષી દેવો સૂક્ષ્મ પદાર્થોને જાણી-દેખી શકતા નથી. જ્યોતિષી દેવોના અવધિજ્ઞાન ક્ષેત્રનો આકાર ઝાલર (ખંજરી) જવો હોય છે. (ખંજરી ચામડાથી મઢેલું વિસ્તારમાં અને ગોળાકાર તેમજ ચારે બાજુ ઘૂઘરી બાંધેલું, ખનન-ખનન અવાજ કરનારું એક વાજિંત્ર છે.) જ્યોતિષી દેવોનું અવધિજ્ઞાન તિરછી (આડી) દિશામાં વિસ્તારમાં અને ઉપર નીચે પહોળાઇમાં ઓછી હોવાથી તેનો આકાર ઝાલર (ખંજરી) જેવો હોય છે. પટહથી ખંજરી જાડાઇમાં ઓછું હોય છે, માટે વ્યંતર દેવોથી જ્યોતિષી દેવોના અવધિ ક્ષેત્રની જાડાઇ ઓછી હોય છે.
આહારઃ
જ્યોતિષી દેવોને લોમાહાર (શરીરના બારીક છીદ્રોથી પુદગલો સ્વીકારતા) હોય છે. લોમાહારના પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોય છે. તે પુદ્ગલો ચક્ષુરિન્દ્રિયનો વિષય થતા નથી (એટલા અતિસુક્ષ્મ હોય છે કે નરી આંખે નથી જોઇ શકાતું). વિશિષ્ટ પ્રકારનું અવધિજ્ઞાન ન હોવાથી આહાર યોગ્ય સુક્ષ્મ પુદ્ગલોને જાણતા નથી કે જોતા નથી. પરંતું, આહાર રૂપે ગ્રહણ કરે છે.
સમુદ્ઘાતઃ
જ્યોતિષી દેવી-દેવતાઓમાં પાંચ પ્રકારના સમુદ્ઘાત હોય છે. 1) વેદના સમુદ્ઘાત, 2) કષાય સમુદઘાત, 3) મારણાંતિક સમુદ્ઘાત, 4) વૈક્રિય સમુદ્ઘાત અને 5) તૈજસ સમુદ્ઘાત. (આગળ જતાં સમુદ્ધાત વિશે વિસ્તારમાં સમજીશું).
34
Page 664
જૈન વિજ્ઞાન
દેવલોક - 227: જ્યોતિષ્ક દેવલોક-67:
કામભોગઃ
જે રીતે પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં કોઇ બળવાન પુરૂષે યુવા અવસ્થામાં પ્રવિષ્ટ (પ્રવેશેલી) કોઇ બળવતી કન્યા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી તરત જ તે પુરૂષ અર્થોપાર્જન (ધન કમાવવા) માટે પરદેશ ચાલ્યો ગયો અને સોળ વર્ષ વિદેશમાં રહીને ધનોપાર્જન કરતો રહ્યો, પછી સર્વ કાર્યને સમાપ્ત કરીને તે નિર્વિધ્ને પાછો ફરીને પોતાના ઘેર આવ્યો. પછી સ્નાનાદિ કરીને સર્વ અલંકારોથી (ઘરેણાં) અલંકૃત (શોભાયમાન) થઇને, મનોજ્ઞ (મનને ગમે તેવું, સુંદર) સ્થાલીપાક (ગાયના દૂધથી બનેલી વાનગી) વિશુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરે, ત્યારપછી મહાબલની કથામાં વર્ણન થયેલ તે પ્રમાણે શયનગૃહ (સૂવાના ઓરડા)ની સમાન શયનગૃહમાં, શ્રૃંગારના (શણગાર)ના ગૃહરૂપ સુંદર વેષવાળી, લલિત (સુંદર) કલાયુક્ત, અનુરક્ત, અત્યંત રાગયુક્ત અને મન અનુકૂલ સ્ત્રીની સાથે તે પ્રિય શબ્દ, સ્પર્શ આદિ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગનું સેવન કરે છે.
વિકાર શાંતિના સમયે તે પુરુષ ઉદાર સુખનો અનુભવ કરે છે. ભગવાન કહે છે, હે ગૌતમ! તે પુરુષના કામભોગોની અપેક્ષાએ વાણવ્યંતર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. વાણવ્યંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર (ભવનપતિ દેવલોકના અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર) સિવાય બાકી રહેલા ભવનવાસી દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ છે. બાકી રહેલા ભવનવાસી દેવોના કામભોગોથી અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે.
35
Page 665
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 228: જ્યોતિષ્ક દેવલોક-68:
અસુરકુમાર દેવોના કામભોગોથી જ્યોતિષી દેવરૂપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાદેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. જ્યોતિષી દેવરૂપ ગ્રહ ગણ, નક્ષત્ર અને તારા દેવોના કામભોગથી જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણા વિશિષ્ટ હોય છે. જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સૂર્ય આ પ્રકારના કામભોગોનો અનુભવ કરતા વિચરે છે. વાસ્તવમાં કામભોગનું સુખ તે સુખ નથી પરંતું, સુખનો આભાસ છે. તે મોહનીય કર્મના ઉદયજન્ય સુખ છે, તે અન્ય અનંત અશુભ કર્મને વધારનાર છે.
મૈથુનસેવનઃ
જ્યોતિષી દેવલોકના દેવોમાં મનુષ્યોની જેમ શારીરિક પરિચારણા (મૈથુનસેવન) હોય છે. દેવોની શારીરિક પરિચારણા મનુષ્યના મૈથુનસેવનની સમાન જયોતિષ્ક દેવીઓની સાથે હોય છે. દેવોમાં શુક્ર પુદ્ગલ હોય છે, તે પુદ્ગલો તે દેવીઓમાં સંક્રમણ પામીને તેની પાંચે ઈન્દ્રિયોરૂપે પરિણત થાય છે તથા તેના રૂપ- લાવણ્યવર્ધક પણ થાય છે. દેવોના તે શુક્ર પુદ્ગલથી અપ્સરાઓને ગર્ભાધાન થતું નથી, કારણ કે, વૈક્રિયશરીરી જીવોનો જન્મ ગર્ભથી નથી થતો, તેઓને ઔપપાતિક જન્મ હોય છે.
36
Page 666
જૈન વિજ્ઞાન
દેવલોક - 229: જ્યોતિષ્ક દેવલોક-69:
ચંદ્ર-સૂર્ય વગેરે દેવી-દેવતાઓના કામભોગોઃ
જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર-સૂર્ય આ પ્રમાણે કામભોગ ભોગવે છેઃ જે રીતે પ્રથમ યુવા અવસ્થાના પ્રારંભમાં કોઇ બળવાન ભોગ ભોગવવામાં સમર્થ પુરુષને પ્રથમ યુવાવસ્થા વાળી બળવતી ભોગ ભોગવવામાં સમર્થ પત્નિની સાથે લગ્ન કર્યાને થોડો સમય થયો હોય અને ધનાર્થી (ધન કમાવવાના હેતુથી) તે પુરુષ ધન પ્રાપ્તિ માટે 16 વર્ષ માટે વિદેશ જાય અને ત્યાં ધન પ્રાપ્ત કરી, કરવા યોગ્ય સર્વ કાર્ય પૂર્ણ કરી નિર્વિધ્ને ફરી પોતાના ઘેર આવે. ત્યાર પછી સ્નાન, કૃતબલિકર્મ, કૌતુક મંગલ તથા પ્રાયશ્ચિત કરી શુદ્ધ, મંગલ વસ્ત્રો પરિધાન કરી, અલ્પવજનવાળા અને મહામૂલ્યવાન આભૂષણોથી અલંકૃત થઇને, મનોજ્ઞ સ્થાલીપાક વિશુદ્ધ-પહોળા વાસણમાં પકાવવાના કારણે સરસ રીતે સીઝી ગયેલાં અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરે અને ત્યાર પછી તે પોતાના તથાપ્રકારના શયનગૃહમાં જાય. તે શયનગૃહ અંદરથી ચિત્રકર્મથી યુક્ત, બહારથી સફેદ રંગથી રંગેલું અને મસૃણના (સુકોમળ) પત્થરથી ઘસીને સુંવાળું બનાવેલું, ઉપરનો ભાગ વિવિધ ચિત્રોથી યુક્ત તથા અધોભાગ પ્રકાશથી દેદિપ્યમાન (ઝગમગતું) હોય, મણિ અને રત્નોના કારણે તે શયનગૃહનો અંધકાર નષ્ટ થઇ ગયો હોય, તેનો ભૂમિભાગ બહુસમ અને સુવિભક્ત (સારી રીતે છૂટું કરેલું) હોય.
37
Page 667
જૈનમ્ જયતિ શાસનમ્