This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જૈન વિજ્ઞાન - 407:

દેવલોક - 112 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-14:

લેશ્યાઃ

લેશ્યા કુલ 6 પ્રકારની હોય છે. 1) કૃષ્ણ, 2) નીલ, 3) કાપોત, 4) તેજો, 5) પદ્મ અને 6) શુક્લ. (આગળ વધતાં વિવિધ તત્વોના લેખમાં વિસ્તારપૂર્વક જૈન વિજ્ઞાનમાં લેશ્યા બાબતે સંપૂર્ણ લેખ આવશે) પરંતું, વ્યંતર દેવલોકના દેવી- દેવતાઓને ચાર લેશ્યા હોય છે. 1) કૃષ્ણ લેશ્યા, 2) નીલ લેશ્યા, 3) કાપોત લેશ્યા અને 4) તેજો લેશ્યા. વાણવ્યંતર દેવી-દેવતાઓને ચાર લેશ્યાઓ હોય છે. 1) કૃષ્ણ લેશ્યા, 2) નીલ લેશ્યા, 3) કાપોત લેશ્યા અને 4) તેજોલેશ્યા.

દ્રષ્ટિઃ

વાણવ્યંતર દેવો સમ્યકદ્રષ્ટિ પણ હોય છે, મિથ્યાદ્રષ્ટિ પણ હોય છે અને મિશ્રદ્રષ્ટિ પણ હોય છે. સમૂહની અપેક્ષાએ વ્યંતર-વાણવ્યંતર દેવમાં ત્રણ-ત્રણ દ્રષ્ટિ હોય છે અને એક જીવને પણ એક ભવમાં ત્રણ દ્રષ્ટિ હોઇ શકે છે. પરંતું, દરેક જીવને એક સમયમાં એક દ્રષ્ટિ જ હોય છે.

તીર્થંકર પદઃ

વાણવ્યંતર દેવો આયુષ્ય પૂર્ણ થતાં વ્યંતર-વાણવ્યંતર દેવલોકથી ગતિ કરી સીધા મનુષ્યજન્મ પામીને પણ તીર્થંકર નથી થઇ શકતા. પરંતું, તેઓ અંતક્રિયા (કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જરુરથી જઇ શકે છે.)

વાણવ્યંતર દેવ – દેવીઓની સ્થિતિ (આયુષ્યઃ)

વાણવ્યંતર દેવો ની સ્થિતિ જઘન્ય 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. અપર્યાપ્તા વાણવ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તા વાણવ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક પલ્યોપમની છે.

12

Page 526

જૈન વિજ્ઞાન - 408:

દેવલોક - 113 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-15:

વાણવ્યંતર દેવ-દેવીઓની સ્થિતિ (આયુષ્યઃ)

વાણવ્યંતર દેવીઓ ની સ્થિતિ જઘન્ય 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમની છે. અપર્યાપ્તા વાણવ્યંતર દેવીઓની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેય અંતર્મુહૂર્તની છે. પર્યાપ્તા વાણવ્યંતર દેવીઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન 10,000 વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન અર્ધા પલ્યોપમની છે.

વાણવ્યંતર દેવોમાં દેવો કરતાં તેની દેવીઓની સ્થિતિ અડધી હોય છે. જેમ કે વાણવ્યંતર દેવની સ્થિતિ એક પલ્યોપમની હોય તો તેની દેવીઓની અડધા પલ્યોપમની હોય છે.

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓનું આયુષ્ય નિરુપક્રમ હોય છે. એટલે કે, તેઓ નિર્ધારિત આયુષ્ય પૂર્ણ કરે છે. તેમનું અકાળે મૃત્યુ ક્યારેય પણ થતું નથી.

10 પ્રકારના જૃંભક દેવોનો સમાવેશ વ્યંતર જાતિના દેવોમાં થાય છે. આ રીતે 16 વ્યંતર અ 10 જૃંભક દેવો ઇં 26 ભેદ વ્યંતર દેવોના થાય છે. જૃંભક દેવોના દશ પ્રકારના હોય છે. ત્યાં જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદ નથી. તેઓની સ્થિતિ સામાન્ય રીતે એક પલ્યોપમની કહી છે.

આયુષ્ય બંધઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ સંપૂર્ણ આયુષ્યના

છેલ્લા 6 મહિના બાકી રહે ત્યારે નિયમથી પરભવનું આયુષ્ય બાંધે છે.

13

Page 527

જૈન વિજ્ઞાન - 409:

દેવલોક - 114 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-16:

ગતિઃ

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓના મરણને ઉદ્વર્તન કહેવાય છે. મરણ પછી તેમની ગતિ અવશ્ય ઉપર તરફ થાય છે. દેવ મારીને બીજા ભવમાં દેવ થતાં નથી તેમજ નારકી પણ થતાં નથી. જેના પરિણામે તેમની ગતિ ઉપર તરફ થાય છે. તેઓને તિર્યંચગતિ અથવા મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. તેઓ અધોલોકથી ઉપર તિરછાલોક (મધ્યલોક)માં જન્મ ધારણ કરે છે. એટલે તેમના મરણને ઉદ્વર્તન કહેવાય છે. વ્યંતર દેવલોકના દેવી-દેવતાઓની ગતિ 1) પૃથ્વીકાય, 2) અપ્કાય (પાણી), 3) વનસ્પતિકાય, 4) તિર્યંચ પંચેન્દ્રિય અને 5) મનુષ્ય (પરંતું, યુગલિક મનુષ્યરૂપે નહીં) જીવમાં ગતિ થાય છે.

મોક્ષગતિઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ મોક્ષગતિ માટે

ઓછામાં ઓછા 2-ભવ કરવા પડે છે. વધુમાં વધુ 8 ભવે મોક્ષમાં જાય છે.

વાણવ્યંતર દેવોમાં આગતિ (જન્મ)ના 16 ભેદઃ

આગતિ એટલે ભવનપતિ દેવલોકમાં દેવ તરીકેનો જન્મ થવો. એટલે કે, વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં દેવ-દેવી તરીકે ક્યા જીવ જન્મ લઇ શકે? તેના 16 ભેદ (પ્રકાર) છે. (1-5) પાંચ સંજ્ઞી તિર્યંચ, (6-10) પાંચ અસંજ્ઞી તિર્યંચના પર્યાપ્તા, (11) યુગલિક ખેચર અને (12) યુગલિક ચતુષ્પદ સ્થલચર એ તિર્યંચ જીવના 12 ભેદ; (13) સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા અને (14) કર્મભૂમિના, (15) અકર્મભૂમિના તથા (16) અંતરદ્વીપજ એ ત્રણ યુગલિક મનુષ્યના પર્યાપ્તા; આ રીતે મનુષ્યના 4 ભેદ. કુલ મળીને 12 તિર્યંચ 4 મનુષ્ય 16 પ્રકારના જીવો વ્યંતર- વાણવ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય છે.

14

Page 528

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 410:

દેવલોક - 115 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-17:

વાણવ્યંતર દેવોમાં આગતિ (જન્મ)ના 16 ભેદઃ

અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, અસંખ્યાત વર્ષના આયુષ્ય વાળા ખેચર તિર્યંચ પંચેન્દ્રિય અને અંતરદ્વીપના મનુષ્યો મરીને વ્યંતર જાતિના દેવરૂપે ઉત્પન્ન થઇ શકે છે. વાણવ્યંતર દેવલોકના દેવોની ગતિ અસુરકુમાર દેવલોકની સમાન સમજવી.

સંસારી જીવો સમયે સમયે આયુષ્ય કર્મને છોડીને શેષ 7 કર્મોનો બંધ કરે છે. આયુષ્ય કર્મનો બંધ જીવનમાં એક જ વાર થાય છે. અન્ય કર્મોની પરંપરા ભવ- ભવાંતર સુધી સાથે હોય છે, પરંતું, આયુષ્ય કર્મમાં તે પ્રમાણે થતું નથી. જીવ પોતાના આ ભવના કર્મ અનુસાર આગામી એક જ ભવનું આયુષ્ય એક જ વાર બાંધે છે. બે-ત્રણ ભવનું આયુષ્ય સાથે બંધાતું નથી. આયુષ્ય બંધ થયા પછી તેમાં કોઇ જ ફેરફાર થતો નથી.

અહીં સંસારી જીવોમાં આયુષ્ય બંધ કાલની વિસ્તૃત (વિસ્તારમાં) પ્રરૂપણા (સમજાવ્યું) છે. આયુષ્ય બંધ કાલના નિરૂપણ માટે આયુષ્યના બે-બે પ્રકાર કર્યા છે : સોપક્રમ આયુષ્ય અને નિરૂપક્રમ આયુષ્ય તેમજ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા. આ ભેદોના આધારે જ આયુષ્યબંધના સમયનું નિર્ધારણ દર્શાવ્યું છે.

15

Page 529

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 411:

દેવલોક - 116 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-18:

સોપક્રમ-નિરૂપક્રમ આયુષ્યઃ

જે આયુષ્ય ઉપક્રમ સહિત હોય, તીવ્ર વિષ (ઝેર), અગ્નિ, જલ (પાણી), શસ્ત્ર પ્રયોગ વગેરે કોઇ પણ ઉપક્રમરૂપ નિમિત્તથી તૂટી જાય, દીર્ઘકાલમાં ભોગવવા યોગ્ય આયુષ્ય અલ્પકાલ (થોડા સયય)માં જ ભોગવાઇ જાય તેને સોપક્રમ આયુષ્ય કહે છે અને જે આયુષ્ય ઉપક્રમ રહિત હોય, વિષ-અગ્નિ આદિ કોઇ પણ નિમિત્તથી તૂટે નહીં, જેટલા કાલનું આયુષ્ય બાંધ્યું હોય તેટલા જ કાલમાં ભોગવાય, તે આયુષ્યને નિરૂપક્રમ આયુષ્ય કહે છે. જેમ 10 ફૂટ લાંબી દોરીને એક છેડાથી બાળવામાં આવે તો ક્રમશઃ બળતી બળતી તે આખી દોરી 10 મિનિટમાં બળી જાય છે. પરંતું, તે જ દોરીને કોઇ ગૂંચળું વાળીને અગ્નિમાં નાંખી દે, તો તે આખી દોરી 2 મિનિટમાં બળી જાય છે. તે જ રીતે સોપક્રમી આયુષ્ય ક્યારેક ગૂંચળું વાળેલી દોરીની સમાન એક સાથે ભોગવાઇ જાય છે અને નિરૂપક્રમી આયુષ્ય લાંબી દોરીની સમાન ક્રમશઃ ભોગવાય છે.

આ રીતે સોપક્રમી આયુષ્યમાં સ્થિતિઘાત શક્ય છે. તેમાં પણ બે તૃતીયાંશં (2/3)ભાગનું આયુષ્ય વ્યતીત થયા પછી અને એક તૃતીયાંશ (1/3) ભાગનું આયુષ્ય શેષ (બાકી) રહે ત્યાર પછી જ કોઇપણ નિમિત્તથી આયુષ્ય તૂટી શકે છે.

16

Page 530

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 412:

દેવલોક - 117 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-19:

સોપક્રમ-નિરૂપક્રમ આયુષ્યઃ

ઔપપાતિક જન્મવાળા નારકી અને દેવો, ચરમ (અંતિમ ભવ) શરીરી જીવો, ઉત્તમ પુરૂષો (ત્રેસઠ શલાકા પુરૂષ), અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકો વગેરે નિરુપક્રમ (અનપવર્તનીય-અપિરવર્તનીય) આયુષ્યવાળા હોય છે. શેષ જીવો એટલે પાંચ સ્થાવર (એકેન્દ્રિય જીવ), ત્રણ વિકલેન્દ્રિય (બે, ત્રણ અને ચાર ઇન્દ્રિય), સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો સોપક્રમ અને નિરૂપક્રમ બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે.

આગતિઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકમાં દેવી દેવતાઓ તરીકે જન્મ લેનાર જીવ 1) અસંજ્ઞી (મન ન હોય) તિર્યંચ પંચેન્દ્રિય, 2) સંજ્ઞી (મન સહિત જીવ) તિર્યંચ પંચેન્દ્રિય, 3) યુગલિક તિર્યંચ (યુગલિક મનુષ્યોની જેમ જન્મ લેનારા), 4) સંજ્ઞી મનુષ્ય જીવ, 5) યુગલિક મનુષ્ય જીવ.

અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ વાણવ્યંતર દેવલોકમાં જન્મે તો ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ અને વધુમાં વધુ પલ્યોપમના અસંખ્યાતમો ભાગનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય વાણવ્યંતર દેવલોકમાં જન્મે તો ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ અને વધુમાં વધુ 1 પલ્યોપમનું આયુષ્ય પ્રાપ્ત કરે છે.

17

Page 531

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 413:

દેવલોક - 118 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-20:

આયુષ્ય બંધકાલઃ

નારકી, દેવો અને યુગલિકો વર્તમાન ભવના આયુષ્યના 6 મહિના બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. બાકીના જીવોમાં નિરૂપક્રમી આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો આયુષ્યના બે ભાગ વ્યતીત થાય અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે અવશ્ય પરભવનું આયુષ્ય બાંધે છે.

સોપક્રમ આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચોનો આયુષ્ય બંધકાલ નિશ્ચિત નથી. તે જીવો આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અથવા ત્રીજા ભાગનો ત્રીજો ભાગ અર્થાત્ નવમો ભાગ શેષ રહે ત્યારે અથવા તેનો ત્રીજો ભાગ (એટલે આયુષ્યનો 27મો ભાગ) શેષ રહે ત્યારે આયુષ્ય બાંધે છે. દા.ત. કોઇ મનુષ્યનું આયુષ્ય 90 વર્ષનું હોય, તો તે બે ભાગ 60 વર્ષ પૂર્ણ થાય ત્યારે આયુષ્ય બાંધે છે. જો ત્યારે ન બાંધે તો શેષ 30 વર્ષના બે ભાગ 20 વર્ષ પછી અને 10 વર્ષ બાકી રહે ત્યારે બાંધે, જો ત્યારે પણ ન બાંધે તો 10 વર્ષના 120 મહીનામાંથી 80 મહીના પૂર્ણ થયા પછી અને 40 મહિના બાકી રહે ત્યારે બાંધે છે. જો ત્યારે પણ ન બાંધે તો આ રીતે ત્રીજો-ત્રીજો ભાગ કરતાં અંતિમ અંતર્મુહૂર્તમાં અવશ્ય આયુષ્ય બાંધે છે. પરભવના આયુષ્ય બંધ કર્યા વિના કોઇ પણ જીવનું મૃત્યુ થતું નથી.

18

Page 532

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 414:

દેવલોક - 119 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-21:

વ્યંતર-વાણવ્યંતર દેવોના ઉપપાત-વિરહકાલઃ

ઉપપાત-વિરહકાલ એટલે એક દેવનો જન્મ થયા પછી બીજા દેવના જન્મ વચ્ચેના અંતરને ઉપપાત - વિરહકાલ કહેવાય. વાણવ્યંતર દેવોનો ઉપપાત- વિરહકાલ જઘન્ય (ઓછામાં ઓછું અંતર) 1-સમય અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ અંતર) ચોવીસ મુહૂર્તનો (1152 મિનિટ) હોય છે. એટલે કે બે દેવના જન્મના અંતરમાં ઓછામાં ઓછું 1-સમયનું અંતર હોય છે અને વધુમાં વધુ અંતર 1152 મિનિટનો (19 કલાક અને 12 મિનિટ) પણ હોય છે.

એક સાથે એકથી અસંખ્યાત જીવોની ઉત્પત્તિ :

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ એક સાથે સંખ્યાત કે અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે અર્થાત્ તે-તે સ્થાનમાં પ્રત્યેક 1 સમયમાં એક જીવની, પ્રત્યેક 1 સમયમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ થાય છે.

સંજ્ઞી-અસંજ્ઞીઃ

જે જીવને મન હોય તેવા જીવ સંજ્ઞી કહેવાય. જે જીવો મન વગરના હોય તેઓ અસંજ્ઞી જીવ કહેવાય. વ્યંતર દેવલોકના દેવી-દેવતાઓ 1) સંજ્ઞી અને 2) અસંજ્ઞી હોય છે. દેવલોકના દેવી-દેવતાઓ સંજ્ઞી હોય છે. પરંતું, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવ મરણ થતાં વ્યંતર દેવલોકમાં દેવ બને છે ત્યારે થોડા સમય સુધી જ અસંજ્ઞી હોય છે. પછી, તેઓ સંજ્ઞી બની જાય છે.

19

Page 533

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 415:

દેવલોક - 120 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-22:

વાણવ્યંતર દેવો સંજ્ઞી અને અસંજ્ઞી હોય છે, સંજ્ઞી, અસંજ્ઞી અને નોસંજ્ઞી-નોઅસંજ્ઞીઃ

(1) જે જીવોને ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોની સમ્યક વિચારણા, મનોવૃત્તિ કે વૈચારિક શક્તિ હોય તે સંજ્ઞી કહેવાય છે.

(ર) જેઓમાં વિશિષ્ટ સ્મરણ વગેરે મનોવિજ્ઞાન હોય, તે સંજ્ઞી છે.

-3

મન સહિતના જીવો સંજ્ઞી કહેવાય છે. જેઓ આ પ્રકારના મનોવિજ્ઞાનથી વિકલ (રહિત) હોય તે અસંજ્ઞી કહેવાય છે એટલે કે, જેને મનોવૃત્તિનો અભાવ તે અસંજ્ઞી છે. જેઓ સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારોથી અતીત હોય, તેવા કેવળી ભગવાન કે સિદ્ધજીવો નોસંજ્ઞી-નોઅસંજ્ઞી કહેવાય છે.

સમસ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પર્યાપ્તાવસ્થામાં જ મનનો પ્રયોગ કરે છે, અપર્યાપ્તાવસ્થામાં મનનો પ્રયોગ હોતો નથી. તેમ છતાં સંજ્ઞી જીવો મન પર્યાપ્તિ પૂર્ણ કરવાના છે, તે જીવો અપર્યાપ્તાવસ્થામાં પણ સંજ્ઞી કહેવાય છે. સમસ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પર્યાપ્તાવસ્થામાં જ મનનો પ્રયોગ કરે છે, અપર્યાપ્તાવસ્થામાં મનનો પ્રયોગ હોતો નથી. તેમ છતાં સંજ્ઞી જીવો મનપર્યાપ્તિ પૂર્ણ કરવાના છે, તે જીવો અપર્યાપ્તાવસ્થામાં પણ સંજ્ઞી કહેવાય છે.

20

Page 534

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 416:

દેવલોક - 121 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-23:

દેવતા સંજ્ઞી જ હોય છે તેમ છતાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને વ્યંતર જાતિના દેવપણે ઉત્પન્ન થાય, ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં મનપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે જીવોમાં પૂર્વભવની અપેક્ષાએ અસંજ્ઞીપણાનું કથન કરવામાં આવે છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને બીજીથી સાતમી નરકમાં કે જ્યોતિષી કે વૈમાનિક દેવમાં જતા નથી, તેથી તે સ્થાનોમાં સર્વ જીવો સંજ્ઞી હોય છે. સંજ્ઞી જીવો મરીને નરક કે દેવલોકમાં જાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં પણ તે લબ્ધિની અપેક્ષાએ સંજ્ઞી કહેવાય છે.

દેવોનું વૈક્રિય શરીર સંસ્થાનઃ

વાણવ્યંતર દેવોનું ભવધારણીય શરીર (ભવધારણીય એટલે જન્મતાં જ પ્રાપ્ત થયેલ શરીર) સમચતુરસ્ર સંસ્થાન સંપન્ન હોય છે અને તે દેવો ઇચ્છાનુસાર વિવિધ રૂપોની વિક્રિયા (એટલે કે શરીરને નાનુ-મોટું, સુંદર કે વિકરાળ સ્વરુપ, કોઇપણ જાતનું સ્વરુપ લઇ શકે) કરી શકે છે તેથી તેમનું ઉત્તરવૈક્રિય શરીર વિવિધ સંસ્થાનયુક્ત હોય છે. તેનો કોઇ નિયત આકાર હોતો નથી.

શરીરઃ

વ્યંતર દેવલોકના દેવી-દેવતાઓ જન્મજાત બે શરીર ધરાવે છે. 1) ભવધારણીય શરીર, 2) ઉત્તર વૈક્રિય. જન્મતાં જ પ્રાપ્ત શરીર તે ભવધારણીય શરીર કહેવાય. વૈક્રિયલબ્ધિ દ્વારા પોતાનું શરીર અતિસુક્ષ્મ અને અતિવિશાળ પણ કરી શકે તેને ઉત્તર વૈક્રિય શરીર કહેવાય.

21

Page 535

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 417:

દેવલોક - 122 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-24:

અવગાહના (શરીરનું પ્રમાણઃ)

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) ઊંચાઇ 7 હાથની હોય છે. જઘન્ય (ઓછામાં ઓછું) અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. (આ શરીર નરી આંખે ન જોઇ શકાય અને માઇક્રોસ્કોપથી પણ ન જોઇ શકાય તેટલું સુક્ષ્મ હોય છે.) ઘણાને પ્રશ્ન થતો હશે કે અંગુલ એટલે શું? અંગુલ એટલે આંગળી. હથેળીની પ્રથમ આંગળી તર્જની તેમાં ઉપરથી પ્રથમ આડી રેખા (કાપો, જ્યાંથી આંગળી વળે) તેને માપતાં તો ઊભા 8 જવના દાણાની આડાઇ જેટલું માપ સામાન્યપણે હોય. સંખ્યાત અને અસંખ્યાતની ગણતરીએ બે રીતે વિચારાય છે.

1) 1 પૂર્વ : 84,00,000 84,00,000 =

7,05,60,00,00,00,000થી ઉપરની સંખ્યા અસંખ્યાતમાં ગણાય છે. કેમ કે, પછીથી આગળની સંખ્યામાં આંકડાઓ ગણી શકવા સામાન્ય મનુષ્યો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે.

2) 1 શીર્ષ પ્રહેલિકાથી ઉપરની સંખ્યા અસંખ્યાતમાં ગણાય છે. કેમકે પછી ગુણાકારની સંખ્યા નથી. જૈન વિજ્ઞાન - 64 અને 65માં વિસ્તારમાં જણાવેલ છે.

વૈક્રિયલબ્ધિથી તેઓ 1,00,000 યોજનથી થોડુંક વધારે પોતાના શરીરનું પ્રમાણ વધારી શકે છે.

22

Page 536

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 418:

દેવલોક - 123 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-25:

વ્યંતર અને વાણવ્યંતર દેવોના ભેદ અને ઇન્દ્રોઃ

મુખ્ય 8 ભેદ અને અન્ય 8 ભેદ કુલ 16 ભેદ છે. પ્રત્યેક જાતિના દેવોમાં દક્ષિણ દિશાના અને ઉત્તર દિશાના એમ બે-બે ઇન્દ્રો છે. આ રીતે વ્યંતર-વાણવ્યંતર દેવોના કુલ 32 ઇન્દ્રો છે.

ઇન્દ્રઃ

સ્વામી, અધિપતિ, ઐશ્વર્યવાન વગેરે ઇન્દ્રની પદવીથી અભિષેક કરેલા આ દેવ પોતાના દેવી-દેવતા સમૂહના મુખ્ય સ્વામી હોય છે. તેનું ઐશ્વર્ય સર્વે દેવી- દેવતાઓથી અધિક હોય છે. સર્વ દેવો તેમની જ આજ્ઞામાં રહે છે. વ્યંતર દેવલોકના 16 ઇન્દ્ર અને વાણવ્યંતર દેવલોકના 16 ઇન્દ્ર મળીને કુલ 32 ઇન્દ્ર હોય છે.

સામાનિક દેવઃ

આયુષ્ય, શક્તિ, ઋદ્ધિ વગેરેમાં ઇન્દ્રની સમાન હોય છે. પરંતું, તેઓ ઇન્દ્રપણામાં હોતા નથી અને તે ઇન્દ્રની સેવામાં આધિન રહે છે. ઇન્દ્રને પોતાના સર્વોપરી છે. ઇન્દ્રને પોતાના આદરણીય માને છે. ઋદ્ધિ સંપન્ન દેવ હોય છે. તે દેવો ઇન્દ્ર કે અધિપતિ દેવો માટે ભાઇની જેમ સ્નેહ, આદર કે સન્માન હોય છે. સામાનિક દેવોની ઋદ્ધિ ઇન્દ્રની સમાન હોય છે. તેઓ ઇન્દ્રના સમકક્ષ હોવાથી સામાનિક દેવો કહેવાય છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના પ્રત્યેક ઇન્દ્રને 4,000 સામાનિક દેવો હોય છે.

23

Page 537

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 419:

દેવલોક - 124 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-26:

લોકપાલઃ

દેવલોકની સીમાનું રક્ષણ કરનારા મુખ્ય દેવને લોકપાલ દેવ કહેવાય છે. લોકપાલ દેવને સમગ્ર દેવલોકના રક્ષણની મુખ્ય જવાબદારી હોય છે. દેવલોકને બહારના આફતોથી સુરક્ષા અપાવવાની જવાબદારી લોકપાલ દેવોની હોય છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકમાં લોકપાલ નથી.

ત્રાયસ્ત્રિંશક દેવઃ

ત્રાયસ્ત્રિંશક દેવ ઇન્દ્રના પુરોહિત અથવા મંત્રી રૂપ હોય છે. દેવી-દેવતાઓ માટે તેઓ માતા અને ગુરુ સમાન પૂજ્ય ગણાય છે. તેમનું બીજું નામ દોગુન્દક દેવ છે. પ્રત્યેક ઇન્દ્રને 33-33 ત્રાયસ્ત્રિંશક દેવ હોય છે. તે દેવો 33ની સંખ્યામાં હોવાથી ત્રાયસ્ત્રિંશક દેવ કહેવાય છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકમાં ત્રાયસ્ત્રિંશક દેવો નથી.

આત્મરક્ષક દેવઃ

આત્મરક્ષક દેવ એટલે અંગરક્ષક દેવો, બોડીગાર્ડ દેવો. તે દેવો હંમેશા અસ્ત્રો-શસ્ત્રોથી સજ્જ હોય છે. તેઓ પોતાના અધિપતિ દેવની રક્ષા કરવામાં તત્પર હોય છે. આત્મરક્ષક દેવો હાથમાં શસ્ત્ર લઇને ઇન્દ્રની પાછળ-પડખે ઊભા રહે છે. જો કે ઇન્દ્રને કોઇ તકલીફ કે અનિષ્ટ થવાની સંભાવના હોતી નથી, તો પણ આત્મરક્ષક દેવો પોતાનું કર્તવ્ય પાલન કરવા માટે સદાય ઊભા રહે છે. ઇન્દ્રને તેમજ મહાન ઋદ્ધિવાળા પદવીધર દેવોને પોતાના વૈભવરૂપ આત્મરક્ષક દેવો હોય છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના પ્રત્યેક ઇન્દ્રને 16,000 આત્મરક્ષક દેવો હોય છે.

24

Page 538

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 420:

દેવલોક - 125 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-27:

અગ્રમહિષીઃ

અગ્રમહિષી એટલે ઇન્દ્રાણી, પટ્ટરાણી, મુખ્યરાણી કહેવાય છે. અગ્રમહિષીઓ દિવ્ય ઋદ્ધિવાન હોય છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના પ્રત્યેક ઇન્દ્રને 4 અગ્રમિહિષીઓ (ઇન્દ્રાણી) હોય છે. પ્રત્યેક અગ્રમિહિષીઓને 4000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 4000 દેવીઓને વિકુર્વણા (ઉત્પન્ન) કરી શકે છે. તેને 16,000 દેવીઓનો ત્રુટિત વર્ગ હોય છે.

ઇન્દ્રનો પરિવારઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના પ્રત્યેક ઇન્દ્રનો પરિવારઃ

1) સામાનિક દેવો - 4,000 2) આત્મરક્ષક દેવો - 16,000 3) અગ્રમિહિષી દેવી - 4 4) પરિષદ - 3

આભ્યંતર પરિષદ :

આભ્યંતર પરિષદમાં ઇન્દ્રોની અંગત દેવ-દેવીઓ હોય છે. તે દેવ-દેવીઓ બુદ્ધિમાન અને ચતુર હોય છે. ઇન્દ્રોને કોઇપણ કાર્યવાહી કરવાની હોય ત્યારે તેમની સાથે વિચાર વિમર્શ કરીને, તેઓની ઇચ્છા અનુસાર કાર્ય કરે છે. ઇન્દ્રોના વિચાર વિમર્શમાં તે દેવ-દેવીઓ અત્યંત આદરણીય હોવાથી તે પરિષદને આભ્યંતર પરિષદ કહે છે. આભ્યંતર પરિષદ જે ઇન્દ્રનું ગૌરવ છે, તેથી તે દેવ-દેવીઓ પણ પોતાના સ્વમાનપૂર્વક રહે છે. ઇન્દ્ર બોલાવે ત્યારે જ આવે છે, પૂછે ત્યારે જ બોલે છે.

25

Page 539

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 421:

દેવલોક - 126 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-28:

મધ્યમ પરિષદઃ

આભ્યંતર પરિષદમાં નિર્ણિત થયેલા કાર્યોને જે સભામાં જાહેર કરવામાં આવે, કાર્ય કરવાનો આશય, તેના ગુણ-દોષ વગેરેનું વર્ણન કરવામાં આવે, તે કાર્ય વિષયમાં તે દેવ-દેવીઓનો અભિપ્રાય જાણવામાં આવે, તેઓને તે કાર્ય માટે સમજાવવામાં આવે, તેને મધ્યમ પરિષદ કહે છે. તે પરિષદના દેવ-દેવીઓ ઇન્દ્રો બોલાવે ત્યારે અને ક્યારેક બોલાવ્યા વિના પણ આવે છે અને બોલે છે.

બાહ્ય પરિષદઃ

આભ્યંતર પરિષદ અને બાહ્ય પરિષદમાં નિર્ણય લેવાયેલા કાર્યોને કરવા માટે જે સભામાં આદેશ અપાય છે, તે સભાને બાહ્ય પરિષદ કહે છે. ઇન્દ્રોની દ્રષ્ટિમાં તે દેવ-દેવીનું કોઇ જ મહત્વ કે મૂલ્ય હોતું નથી. કોઇપણ કાર્યવાહીની વિચારણા, તેનો આશય, તેના ગુણ-દોષ વગેરે કોઇપણ ચર્ચા બાહ્ય પરિષદના દેવ-દેવીઓ સાથે થતી નથી. તે દેવ-દેવીઓ કેવળ ઇન્દ્રની આજ્ઞા અનુસાર કાર્ય જ કરે છે.

5) અનીક - 7

અનીકનો અર્થ સેના છે. આ શબ્દથી સેનાપતિ અને સેના બન્ને પ્રકારના દેવો સમજવા જોઇએ. વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં સાત પ્રકારની સેના હોય છે. 1) અશ્વસેના (ઘોડા), 2) ગજસેના (હાથી), 3) રથસેના, 4) મહિષસેના (પાડા), 5) પદાતિ, પાયદળસેના (હાથમાં શસ્ત્ર લઇ પગે ચાલવાવાળી સેના), 6) ગંધર્વસેના (વાજિંત્ર વાદકો, ગીતકારો) અને 7) નાટ્યસેના (વિવિધ મનોરંજન કરનાર નર્તકો).

26

Page 540

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 422:

દેવલોક - 127 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-29:

પ્રથમ પાંચ સેનાનો ઉપયોગ યુદ્ધ માટે થાય છે. ગંધર્વસેના અને નાટ્યસેનાનો ઉપયોગ આનંદ-પ્રમોદ માટે થાય છે. અહીં ઘોડા, હાથી, પાડા, બળદ વગેરે તિર્યંચ પંચેન્દ્રિય જીવો વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં હોતા નથી. પરંતું, દેવો ઉત્તરવૈક્રિયથી તેવું સ્વરુપ બનાવે છે. દરેક સેનાના અધિપતિ હોય છે તેમને સેનાધિપતિ કહેવાય છે. દેવોની આ સેનાને અનીક કહેવાય છે.

6) સેનાધિપતિ - 7

7) ત્રાયસ્ત્રિંશક દેવ - 0

8) લોકપાલ દેવ - 0

જૃંભક દેવઃ

સ્વેચ્છાએ, નિરંતર કામક્રીડા (મૈથુનસેવન)માં લીન વ્યંતર જાતિના દેવને જૃંભક દેવ કહે છે. તે તિરછાલોકમાં લાંબા વૈતાઢ્ય પર્વત ઉપર, કાંચનક પર્વતો ઉપર, ચિત્ર-વિચિત્ર પર્વતો ઉપર અને યમક નામના પર્વતો ઉપર રહે છે. તેમનું આયુષ્ય 1 પલ્યોપમનું છે.

તે વૈક્રિયલબ્ધિથી શાપ (શ્રાપ) અને અનુગ્રહ (કૃપા, મહેરબાની) કરવામાં સમર્થ હોય છે. જે મનુષ્ય ઉપર તે પ્રસન્ન થાય છે તેને ધન-સંપત્તિથી સુખી કરે છે તેમજ જેના ઉપર ક્રોધિત થાય છે તેને અનેક પ્રકારે નુકસાન પહોંચાડે છે. જૃંભક દેવના 10 પ્રકાર છે.

1) અન્ન જૃંભકઃ

ભોજનના પ્રમાણને વધારવા કે ઘટાડવામાં તેઓ સમર્થ હોય છે તેમજ ભોજનને સરસ અને સ્વાદ વગરના કરવાની ભરપૂર શક્તિ તેમને હોય છે.

27

Page 541

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 423:

દેવલોક - 128 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-30:

2) પાન જૃંભકઃ

પાણીની માત્રાને વધારવા અને ઘટાડવાની શક્તિ પાન જૃંભક દેવને હોય છે.

3) વસ્ત્ર જૃંભકઃ

વસ્ત્રની માત્રા વધારવાની અને ઘટાડવાની શક્તિ તેમનામાં હોય છે.

4) લયન જૃંભકઃ

ઘર, મકાન વગેરેની રક્ષા કરનાર દેવ હોય છે.

5) શયન જૃંભકઃ

શય્યા (સૂવાની પથારી) વગેરેની રક્ષા કરનાર દેવ હોય છે.

6) પુષ્પ જૃંભકઃ

ફૂલોની રક્ષા કરવામાં સમર્થ દેવ હોય છે.

7) ફલ જૃંભકઃ

ફળોની રક્ષા કરનાર દેવ હોય છે.

8) પુષ્પફલ જૃંભકઃ

ફૂલ અને ફળોની રક્ષા કરનાર દેવ હોય છે.

9) વિદ્યા જૃંભકઃ

વિદ્યાની રક્ષણ કરનાર દેવ હોય છે.

10) અવ્યક્ત જૃંભકઃ

સામાન્ય રૂપે સર્વે પદાર્થોની રક્ષા કરનાર દેવ હોય છે.

28

Page 542

જૈન વિજ્ઞાન

જૃંભક દેવોના આવાસઃ

અઢીદ્વીપ (જંબુદ્વીપ, ઘાતકીખંડ અને પુષ્કરદ્વીપ)ના 5-ભરતક્ષેત્રના, 5- ઐરાવતક્ષેત્રના અને 5 મહાવિદેહ ક્ષેત્રના મળીને કુલ 170 વૈતાઢ્ય પર્વતો થાય છે. (5 ભરતક્ષેત્રના 5 વૈતાઢ્ય પર્વત 5 ઐરાવતક્ષેત્રના 5 વૈતાઢ્ય પર્વત 160 વૈતાઢ્ય પર્વત (5 મહાવિદેહક્ષેત્ર 32 160 વિજય) થાય છે.

દેવકુરુક્ષેત્રમાં સીતોદા નદીના બંને કિનારે ચિત્રકૂટ અને વિચિત્રકૂટપર્વત છે.

ઉત્તરકુરુક્ષેત્રમાં સીતા નદીના કિનારે 2 યમક પર્વતો છે.

29

Page 543

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 424:

દેવલોક - 129 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-31:

જૃંભક દેવોના આવાસઃ

સીતા મહાનદી સંબંધી 5-નીલવાન વગેરે 5-દ્રહો (મોટા કૂંડો)ના બંને કિનારે 10-10 કાંચનક પર્વત છે. કુલ મળીને 100 કાંચનક પર્વતો થયા. તે જ પ્રમાણે દેવકુરુક્ષેત્રમાં સીતોદા મહાનદી સંબંધી 5-નિષધ વગેરે 5-દ્રહો (મોટા કૂંડો)ના બંને કિનારે 10-10 કાંચનક પર્વત છે. કુલ મળીને 100 કાંચનક પર્વતો થયા. એકંદરે જૃંભક દેવો અઢીદ્વીપના 170 વૈતાઢ્ય પર્વતો, 10-યમક પર્વતો, 200 કાંચનક પર્વતો ઉપર નિવાસ કરે છે.

ગુપ્તિ-અગુપ્તિઃ

ગુપ્તિનો અર્થ છે રક્ષા. મન, વચન અને કાયાથી અકુશલ પ્રવૃત્તિથી આત્માની રક્ષા કરવી અને તેમનું કુશલ (શુભ) પ્રવૃત્તિઓમાં નિયોજન તેને ગુપ્ત કહેવાય છે. અશુભ, અકુશલ મન, વચન કાયાનું નિયંત્રણ કરી તેને શુભમાં પ્રવૃત્ત કરવાને ગુપ્ત કહે છે. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ માત્ર સંયમી અને વિરતિયુક્ત (વ્રતધારી) મનુષ્યોમાં જ સંભવ બને છે.

વ્યંતર અને વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓને ત્રણ અગુપ્તિ હોય છે.

1) મન અગુપ્તિ, 2) વચન અગુપ્તિ અને 3) કાયા અગુપ્તિ.

ધરતીકંપઃ

ધરતીકંપના ત્રણ કારણોમાંથી એક કારણ વ્યંતર દેવલોકના મહોરગ દેવ જ્યારે રત્નપ્રભાપૃથ્વી (અધોલોક)માં નીચેથી ઉપર અને ઉપરથી નીચે કૂદાકૂદ મચાવે ત્યારે પૃથ્વીનો એક ભાગ કંપાયમાન (ધરતીકંપ) થાય છે.

30

Page 544

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 425:

દેવલોક - 130 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-32:

ધરતીકંપઃ

બીજું કારણ ભવનપતિ દેવલોકના દેવો પરિગ્રહ વગેરે કારણોથી પરસ્પર

યુદ્ધ સંગ્રામ થાય ત્યારે તે દેવો દ્વારા ભૂમિ પર પ્રહાર થતાં ધરતીકંપ થાય છે.

વાણવ્યંતર દેવના ચૈત્યવૃક્ષઃ

ચૈત્યવૃક્ષ આગમમાં બે પ્રકારના ચૈત્યવૃક્ષનો ઉલ્લેખ થાય છે. 1) તીર્થંકર

પરમાત્માના ચૈત્યવૃક્ષ, 2) દેવોના ચૈત્યવૃક્ષ.

1) તીર્થંકર પરમાત્મા સંબંધિત ચૈત્યવૃક્ષમાં ચૈત્ય શબ્દ જ્ઞાન સૂચક છે. તીર્થંકર પરમાત્માને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રગટ થાય, તે વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે.

2) દેવો સંબંધિત ચૈત્યવૃક્ષ શબ્દ આનંદ સૂચક છે. જે વૃક્ષ દેવોના મનને આનંદિત, પ્રફુલ્લિત કરે તે વૃક્ષો દેવોને પ્રિય હોય છે. જે વૃક્ષ દેવોને પ્રિય હોય, રૂચિ કરનારા હોય તેને ચૈત્યવૃક્ષ કહે છે. 8 પ્રકારના વાણવ્યંતર દેવોને અલગ-અલગ વૃક્ષ પ્રિય હોય છે.

વાણવ્યંતર દેવના કુલ 8 ચૈત્યવૃક્ષઃ

1) 2) 3) 4) 5) 6) 7) 8)

પિશાચોનું ચૈત્યવૃક્ષ - કદમ્બ વૃક્ષ યક્ષોનું ચૈત્યવૃક્ષ - વટવૃક્ષ (વડ) ભૂતોનું ચૈત્યવૃક્ષ - તુલસી રાક્ષસોનું ચૈત્યવૃક્ષ - કંડક કિન્નરોનું ચૈત્યવૃક્ષ - અશોકવૃક્ષ કિંપુરૂષનું ચૈત્યવૃક્ષ - ચંપકવૃક્ષ મહોરગનું ચૈત્યવૃક્ષ - નાગવૃક્ષ ગંધર્વોનું ચૈત્યવૃક્ષ - તિંદુકવૃક્ષ

31

Page 545

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 426:

દેવલોક - 131 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-33:

અવધિજ્ઞાનઃ

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવને અવધિજ્ઞાન જન્મજાત હોય છે. જૈન દર્શનમાં દેવોને ભવપ્રત્યયિક (જન્મથી મરણ પર્યંત) અવધિજ્ઞાન હોય છે. વ્યંતર- વાણવ્યંતર દેવલોકના દેવોમાં ઓછા આયુષ્યવાળા દેવોનું વિષયક્ષેત્ર ઓછું અને વધુ આયુષ્યવાળા દેવોનું વિષયક્ષેત્ર વધારે હોય છે. વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોનું અવધિજ્ઞાન ઓછામાં ઓછું 25 યોજન અને વધુમાં વધુ સંખ્યાત દ્વીપ અને સંખ્યાત સમુદ્ર જેટલા ક્ષેત્રમાં રહેલા રૂપી (દ્રશ્યમાન જીવ, તત્વો) પદાર્થોને જાણે છે અને જુએ છે. દરેક વ્યંતર-વાણવ્યંતર દેવોને પોતાના આયુષ્ય અનુસાર એક જ પ્રકારનું અવધિજ્ઞાન હોય છે.

10,000 વર્ષની આયુષ્ય ધરાવનાર દેવ 25 યોજન સુધી, 1 પલ્યોપમનું આયુષ્ય ધરાવનાર દેવ સંખ્યાત દ્વીપો અને સંખ્યાત સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે છે અને જુએ છે.

વિશેષતામાં ઓછા આયુષ્યવાળા વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવો સુક્ષ્મ પદાર્થોને અવધિજ્ઞાનથી નથી જાણી શકતાં. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓનું અવધિજ્ઞાન પટહ આકારનું હોય છે. પટહ ઇં એક ઢોલ વિશેષના આકારનું હોય છે. તેના અવધિજ્ઞાનનું ક્ષેત્ર લંબાઇ-પહોળાઇમાં અધિક અને જાડાઇમાં અલ્પ હોય છે.

32

Page 546

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 427:

દેવલોક - 132: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-34:

વિરહકાળ, ઉત્પત્તિ અને ઉદ્વર્તનઃ

દેવોના જન્મને ઉપપાત કહે છે. કેમકે, તેઓ માતાના ગર્ભથી જન્મ નથી લેતા. તેઓ ઉપપાત સભામાં દેવશય્યામાં જન્મ થાય છે. અંતમુહૂર્ત (48 મિનિટમાં 1 સમય ઓછું)માં જ નવયુવાન બની જાય છે.

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓના ઉપપાત- વિરહકાળ (દેવલોકમાં સમયથી જન્મનું અંતર) 24 મુહૂર્ત (1152 મિનિટ એટલે કે 19 કલાક 12 મિનિટ)

વ્યંતર-વાણવ્યંતર દેવોની ઉત્પત્તિ સંખ્યાઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓની ઉત્પત્તિ 1 સમયમાંઃ

જઘન્ય (ઓછામાં ઓછા) 1, 2, 3 ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) અસંખ્યાત દેવો

વ્યંતર-વાણવ્યંતર દેવોની ઉદ્વર્તન સંખ્યાઃ

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ એક સમયમાં ઉદ્વર્તન (મરણ) સંખ્યાઃ

જઘન્ય - 1, 2, 3 ઉત્કૃષ્ટ - સંખ્યાત અથવા અસંખ્યાત દેવી દેવતાઓ

સંહનન (સંઘયણઃ)

સંહનન એટલે હાડકાની રચનાથી બનેલ શરીર. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ સંહનન વગરના હોય છે, જેના પરિણામે તેઓ વૈક્રિય શરીર બનાવી શકે છે. પરંતું, મજબૂતાઇ પ્રથમ વજ્રઋષભનારાચ સંઘયણ સમાન હોય છે.

33

Page 547

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 428:

દેવલોક - 133: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-35:

સંસ્થાનઃ

શરીરના આકારને સંસ્થાન કહેવાય છે. કુલ છ પ્રકારના સંસ્થાન હોય છે તેમાં વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ પ્રથમ સમચતુરસ્ર સંસ્થાન હોય છે. શરીરના અંગ અને ઉપાંગ ઓછા અથવા વધારે પ્રમાણ વગરના શાસ્ત્રોક્ત માન-ઉન્માન પ્રમાણ વાળા હોય છે તેને સમચતુરસ્ર સંસ્થાન કહે છે.

શ્વાસોચ્છ્વાસઃ

એકવાર શ્વાસ લેવો અને પછી તે શ્વાસને પાછો ફેફસાંથી બહાર કાઢવું તેને ઉચ્છવાસ કહે છે. આ પ્રક્રિયા દરેક જીવને લાગુ પડે છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓના શ્વાસ-ઉચ્છવાસ સમય અલગ-અલગ હોય છે. ભવનપતિ દેવી-દેવતાઓની જેમ સમાનતા નથી. વાણવ્યંતરોના શ્વાસોશ્વાસનું કથન ભવનપતિ દેવલોકના નાગકુમારોના શ્વાસોશ્વાસની સમાન જાણવું જોઇએ. દેવોમાં વ્યંતર દેવોથી જ્યોતિષી દેવો, જ્યોતિષી દેવોથી વૈમાનિક દેવો વિશેષ સુખી અને વિશાળ આયુષ્યવાળા છે. વૈમાનિક દેવોમાં પણ ઉપર-ઉપરના દેવલોકના દેવો ક્રમશઃ વિશેષ સુખી છે. તેથી શ્વાસોશ્વાસની ક્રિયાનું કાલમાન ક્રમશઃ વધતું જાય છે. તેની શ્વાસોશ્વાસની ક્રિયા અત્યંત મંદ, મંદત્તર, મંદત્તમ થતી જાય છે.

વાણવ્યંતર દેવી-દેવતાઓના શ્વાસોશ્વાસઃ

જઘન્ય - 7 સ્તોક ઉત્કૃષ્ટ - અનેક મુહૂર્ત (1 મુહૂર્ત 48 મિનિટ) હોય છે.

34

Page 548

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 429:

દેવલોક - 134: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-36:

દેવોની અવગાહનાઃ

જઘન્ય - અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ - 7 હાથની કાયા હોય છે.

વેદ (લીંગઃ)

વેદ ત્રણ પ્રકારના હોય છે. 1) પુરુષ વેદ, 2) સ્ત્રી વેદ અને 3) નપુસંક વેદ. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓમાં બે વેદ હોય છે. 1) સ્ત્રીવેદ અને 2) પુરૂષવેદ

વૈક્રિયલબ્ધિઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ વૈક્રિયલબ્ધિથી પોતાનું શરીર અતિ સુક્ષ્મ કે અતિ વિશાળ સાધિક 1 લાખ યોજન પ્રમાણ વિસ્તારી શકે છે. કોઇપણ પ્રકારનું રૂપ ધારણ કરી શકે છે. પરંતું, તેઓ સ્વભાવથી આ લબ્ધિનો ઉપયોગ કરતા જ નથી.

શાતા-અશાતાઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ દેવલોકમાં જન્મ થયા પછી સુખ જ ભોગવે છે. પરંતું, ક્યારેક અન્ય દેવના પ્રહાર વગેરેના કારણે તેમને દુઃખ, અશાતા ભોગવવી પડે છે.

તીર્થંકર પદઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ ઉદ્વર્તન (મરણ) થતાં જો મનુષ્ય પણે જન્મે તો દીક્ષા લઇ મોક્ષે જઇ શકે છે. પરંતું, તેઓ તીર્થંકર પદ પણું ક્યારેય નથી પામતાં.

ઉન્માદઃ

35

Page 549

જૈનમ્ જયતિ શાસનમ્

જેનાથી શુદ્ધ ચેતનાનો, વિવેકજ્ઞાનનો નાશ થઇ જાય તેને ઉન્માદ કહે છે. યક્ષ આવેશરૂપ ઉન્માદ ભૂત, પિશાચ, યક્ષ વગેરે દેવ શરીરમાં પ્રવેશ કરતાં વ્યક્તિ પોતાનો વિવેક ગુમાવે છે, નકામું બકવાસ વગેરે કરે છે. તેને યક્ષ આવેશરૂપ ઉન્માદ કહે છે.

36

Page 550

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 430:

દેવલોક - 135: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-37:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ

(1) અસંયત (દીક્ષા ન લીધી હોય) એવા અવિરત જીવો (સર્વ વિરતિ - સાધુ- સાધ્વી ભગવંતો, દેશવિરતિ - શ્રાવક-શ્રાવિકા વગરના જીવો) પણ દેવગતિમાં જઇ શકે છે. તેઓ અકામ નિર્જરા (ઇચ્છા ન હોવા છતાં ભૂખ, તરસ, ડાંસ, મચ્છર, ગરમી, ઠંડી, મેલ, પરસેવો વગેરે કષ્ટો સહન કરે. એટલે કે ઇચ્છા વગર કષ્ટો સહન કરે તેવા જીવો) દ્વારા વ્યંતર અને વાણવ્યંતર દેવલોકમાં દેવી-દેવતાઓ બને છે. દેવો આયુષ્ય પર્યંત દિવ્ય સુખનો અનુભવ કરે છે.

અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય (મન વગરના જીવો) જીવો ઉત્કૃષ્ટપણે અકામ નિર્જરા કરી વ્યંતર અને વાણવ્યંતર દેવલોકમાં જન્મ થઇ શકે છે. અસંજ્ઞી જીવોને મન વિકસિત ન હોવાથી સારા-ખરાબનો વિવેક હોતો નથી. પરંતું, તેના આંતિરક પરાક્રમ ચારેય ગતિનું આયુષ્ય બાંધી શકે છે.

(2) જે મનુષ્યો અપરાધના કારણે કોઇના હાથપગને લાકડાં કે લોખંડના બંધનથી બાંધી દેવામાં આવે, બેડીઓથી જકડી દેવામાં આવે, પગ લાકડાંના બંધનથી બાંધવામાં આવે, જેલમાં પુરવામાં આવે, હાથ, પગ, કાન, નાક, હોઠ, જીભ, મસ્તક, મોઢું, પેટના ભાગને છેદવામાં આવે, હૃદય, આંખ, દાંત, અંડકોષનો નાશ કરવામાં આવે, ગરદન મરડી નાંખે, ચોખાના કણોની જેમ શરીરના ટૂકડે ટૂકડા કરવામાં આવે.

37

Page 551

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 431:

દેવલોક - 136: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-38:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ

શરીરનું કોમળ માંસ કાપી કાગડાને ખવડાવવામાં આવે, દોરડાથી બાંધી કૂવામાં લટકાવવામાં આવે, વૃક્ષની ડાળીએ બાંધીને લટકાવવામાં આવે, ચંદનની જેમ પથ્થર સાથે ઘસવામાં આવે, દહીંની જેમ શરીર વલોવવામાં આવે, સૂકા લાકડાની જેમ શરીરને ચીતરવામાં આવે, શેરડીની જેમ પીલવામાં આવે, શૂળીમાં પરોવી વીંધવામાં આવે, શૂળથી ભેદવામાં આવે, તેના ઉપર મીઠું છાંટવામાં આવે, ભીનાં ચામડાથી બાંધવામાં આવે, સિંહના પૂંછડા સાથે બાંધવામાં આવે, દાવાનળમાં બાળવામાં આવે, કીચડમાં ઉતારી દેવામાં આવે, કીચડમાં ખૂંચાડી દેવામાં આવે, ભૂખ વગેરે પીડાથી મરે, વિષયભોગની ઇચ્છાથી નિયાણાપૂર્વક મરે. હૃદયમાં વાગેલા શસ્ત્રના ઘાથી મરે, પર્વત પરથી પડીને મરે, વૃક્ષ પરથી કૂદીને મરે, રણપ્રદેશમાં કૂદીને મરે, જળમાં ડૂબીને મરે, અગ્નિમાં પ્રવેશ કરીને મરે, ઝેર ખાઇને મરે, શસ્ત્રોથી પોતાના હાથે જ મરે. ગળામાં ફાંસો ખાઇને મરે, મરેલા હાથી વગેરેના શરીરમાં પ્રવેશ પામીને, ગીધોના ચાંચોથી ચૂંભાઇને, જંગલમાં મરે, દુષ્કાળની ભૂખથી મરે, ઉપર પ્રમાણેની પરિસ્થિતિમાં પણ દુઃખ-પીડા-રોકકળ અને વેર-ક્રોધ-આવેશ વગર પ્રતિશોધ (વેર વસુલ)ની ભાવના વગરના પરિણામોમાં જો મૃત્યુના સમયે મૃત્યુ પામે તો તે કોઇપણ વ્યંતર જાતિના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.

38

Page 552

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 432:

દેવલોક - 137: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-39:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ

-3

-4

જે મનુષ્યો સ્વભાવથી સૌમ્ય (શીતળ, મૃદુ) વ્યવહારવાળા, સ્વભાવથી શાંત, સ્વભાવથી ઓછા ક્રોધ, માન, માયા અને લોભવાળા, અત્યંત કોમળ સ્વભાવવાળા અને અભિમાન વગરના, ગુરુજનોના આશ્રયે રહેનારા, સ્વભાવથી વિનીત, માતા-પિતાની સેવા કરનારા, થોડી જ જરુરીયાતવાળા, અલ્પ (ઓછું) આરંભ (ક્રિયા) અને અલ્પ પરિગ્રહથી પોતાનું જીવન ચલાવતાં હોય. તે ઘણાં વર્ષોનું આયુષ્ય ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યંતર જાતિના દેવલોકમાં દેવરૂપે જન્મ થાય છે. ત્યાં તેઓનું આયુષ્ય 14,000 વર્ષનું હોય છે.

જે સ્ત્રી રાણીવાસમાં નિવાસ કરતી હોય, જેનો પતિ પરદેશ ગયો હોય, પતિ મૃત્યુ પામ્યો હોય, નાનકડી ઉમરમાં જ વિધવા થઇ હોય, પોતાના પતિ દ્વારા તેનો ત્યાગ થયો હોય, તેનું પાલન માતા, પિતા, ભાઇ, પિતાના વંશજો, પિતાના મિત્રો, સસરા, જેઠ વગેરે દ્વારા સુરક્ષિત પાલન થતું હોય, જ્ઞાતિજનો કે સંબંધીઓના દ્વારા સુરક્ષિત પાલન થતું હોય. સ્ત્રીના નખ, વાળ વધી ગયા હોય, સુગંધીત તેલ વગેરે લેપ, ફૂલ, સુગંધીત માળા અને આભૂષણોનો શણગાર કરતી ન હોય, સ્નાન ન કરવાથી પસીનાથી નીતરતી હોય, રજ, ધૂળ વગેરે ઊડવાથી શરીરપર મેલ જામી ગયો હોય, દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, મધ, દારુ, માંસ વગેરેનો આહાર ન કરતી હોય.

39

Page 553

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 433:

દેવલોક - 138: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-40:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ

-5

અલ્પ (ઓછી) આરંભ (ક્રિયા, હિંસા) અને અલ્પ પરિગ્રહથી જીવન ગુજારતી હોય, આજીવન અકામ (ઇચ્છા વિના) બ્રહ્મચર્ય પાલન કરતી હોય, બીજો પતિનો અસ્વીકાર હોય આવી સ્ત્રીઓ ઘણાં વર્ષો સુધી લાંબુ આયુષ્ય ભોગવી મૃત્યુના સમયે મૃત્યુ પામી વાણવ્યંતર દેવલોકમાં જન્મ લે છે. ત્યાં 64,000 વર્ષના આયુષ્યવાળા દેવ બને છે.

જે મનુષ્ય એક ખાદ્ય પદાર્થ અને પાણી, બે ખાદ્ય પદાર્થ અને પાણી વાપરીને ભોજન કરનારા હોય. તે જ પ્રમાણે અનુક્રમે 3, 7, 11 દ્રવ્યોનું સેવન કરનારા, ગાય-બળદને આગળ રાખીને, લોકોને રમત બતાડીને ગુજરાન ચલાવનારા, ગાયના ભોજન-પાણીના જ સમયે ભોજન કરનારા વ્રત ધારકો, ગૃહસ્થધર્મનું પાલન કરનારા, ધર્મશાસ્ત્રનું ચિંતન કરનારા, દેવી- દેવતાઓની ભક્તિ કરનારા, વિનયવાન, અક્રિયાવાદી, ગોરસ (દૂધ, દહીં, માખણ, ઘી), તેલ, ગોળ, મધ, દારુ અને માંસના આહારનો ત્યાગ કરનારા, જેમની અપેક્ષાઓ ઓછી હોય તેવા મનુષ્યો મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યંતર દેવલોકના દેવ બને છે. ત્યાં તેમનું આયુષ્ય 84,000 વર્ષનું હોય છે.

નોંધઃ દેવગતિમાં ઉત્પન્ન થવાના મુખ્ય 4 કારણો છેઃ

1) સરાગસંયમ - સંજ્વલન કષાય (ક્રોધ, માન, માયા, લોભ) યુક્ત સાધુપણાના પાલનથી એટલે કે, છઠ્ઠા ગુણસ્થાનથી દસમાં ગુણસ્થાનવાળા સાધુઓના સંયમ પાલનથી.

40

Page 554

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 434:

દેવલોક - 139: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-41:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકમાં જન્મનું કારણઃ

2) સંયમ-અસંયમ - દેશવિરતિ, શ્રાવકપણાના પાલનથી.

3) અકામ નિર્જરા - મોક્ષના લક્ષ્ય વિના કષ્ટ સહન કરવાથી થતી નિર્જરા.

4) અજ્ઞાન તપ - સમજણ વિના તપ અથવા ગેરસમજણથી કરેલી તપસ્યા.

ઉપરના 4 કારણોથી જીવો અકામ નિર્જરા અને અજ્ઞાનતપના આચરણથી

વ્યંતર દેવલોકમાં દેવરુપે જન્મ થાય છે.

આહારઃ

સમસ્ત સંસારી જીવો શરીરના પોષણ માટે પોતાના શરીરને યોગ્ય

પુદ્ગલોને ગ્રહણ કરે છે તેને આહાર કહે છે. તેના ત્રણ પ્રકારઃ

(1) સચિત્તાહાર- જીવ સહિત પુદ્ગલો સચિત્ત આહાર કહેવાય છે.

(ર) અચિત્તાહાર- જીવ રહિતના પુદ્ગલો અચિત્ત આહાર કહેવાય છે.

(3) મિશ્રાહાર- જે પુદ્ગલોમાં કેટલાક સચિત્ત હોય અને કેટલાક અચિત્ત હોય, તે મિશ્રાહાર છે.

વ્યંતર દેવોના વૈક્રિય શરીરી જીવો અચિત્ત પુદ્ગલોને જ આહારરૂપે ગ્રહણ કરે છે, તેથી તે જીવો અચિત્ત આહારી છે. વ્યંતર-વાણવ્યતંર દેવો મનોભક્ષી હોય છે. મનોભક્ષી એટલે પોતાની ઇચ્છા અનુસાર મનથી જ આહાર યોગ્ય પુદગલોનું ગ્રહણ કરનાર જીવને મનોભક્ષી કહેવાય છે. વ્યંતર-વાણવ્યતંર દેવ પોતાના પુણ્યોદયે મનોભક્ષી હોય છે. દેવોને બહુ લાંબા સમયે આહારની ઇચ્છા થાય છે, ત્યારે ઇચ્છાપૂર્તિ માટે કોઇ પુરુષાર્થ (પરિશ્રમ) કરવો પડતો નથી.

41

Page 555

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 435:

દેવલોક - 140: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-42:

આહારઃ

દેવો મનથી શુભ પુદગલોને સ્વીકારે છે. તે પુદગલો દેવોના પુણ્યોદયે

શુભરૂપે પરિણીત થાય છે. ઇચ્છાપૂર્તિ થતાં જ દેવો સંતોષની અનુભૂતિ કરે છે.

વ્યંતર-વાણવ્યતંર દેવો વર્ણથી પીળા અને સફેદ, સુગંધી, સ્વાદથી ખાટાં અને મીઠા, સ્પર્શથી નરમ, હળવો, ચીકણો અને ગરમ ભોજન કરે છે. ભોજન સ્વરુપે સ્વીકારાતા દ્રવ્યોના જુના રંગ, ગંધ, સ્પર્શ, ગુણનો નાશ કરી, પરિવર્તન કરી નવા રંગ, ગંધ, સ્પર્શ, ગુણોને ઉત્પન્ન કરીને શરીરના સર્વે આત્મપ્રદેશોથી આહારરૂપે ગ્રહણ કરે છે.

ભોજનમાં લેવાયેલા પુદગલો પરિણામ સ્વરુપે પાંચ ઇન્દ્રિયોમાં ઇષ્ટ, કાંત, પ્રિય, શુભ, મનોજ્ઞ, મનોહર, ઇચ્છિત અને સુખ રૂપે પરિણામ આપે છે. વ્યંતર- વાણવ્યતંર દેવોનો આહાર બે પ્રકારનો હોય છે : આભોગનિર્વર્તિત (બુદ્ધિપૂર્વકનો આહાર) અને અનાભોગનિર્વર્તિત તેમાંથી અનાભોગનિર્વર્તિત (અબુદ્ધિ પૂર્વકનો) આહાર વિરહ વગર એટલે પ્રતિ સમયે થાય છે.

વૃષ્ટિઃ

વૃષ્ટિ એટલે વરસાદ. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી- દેવતાઓ તીર્થંકર પરમાત્માના જન્મ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, કેવળજ્ઞાન મહોત્સવ અને નિર્વાણ મહોત્સવ વખતે વૃષ્ટિ (વરસાદ વરસાવે) કરે છે.

42

Page 556

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 436:

દેવલોક - 141: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-43:

જ્ઞાન-અજ્ઞાનઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓ 3 જ્ઞાન નિયમા (ચોક્કસ) અને 3 અજ્ઞાનની ભજના (ભજવું તે) હોય છે.

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોનું આધિપત્યઃ

જંબુદ્વીપઃ

જંબુદ્વીપના અધિષ્ઠાયક અનાદ્રત દેવ જેઓ વ્યંતર દેવલોકના દેવ છે.

લવણસમુદ્રઃ

લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવ વ્યંતર દેવલોકના દેવ છે.

ઘાતકીખંડઃ

ઘાતકીખંડના બે ભાગમાં વિભાજિત કરતાં પૂર્વ ઘાતકીખંડના અધિષ્ઠાયક સુદર્શન દેવ વ્યંતર દેવલોકના દેવ છે. પશ્ચિમ ઘાતકીખંડના અધિષ્ઠાયક પ્રિયદર્શન દેવ વ્યંતર દેવલોકના દેવ છે.

નંદીશ્વર દ્વીપઃ

નંદીશ્વરદ્વીપના બે ભાગમાં વિભાજિત કરતાં પૂર્વ નંદીશ્વર દ્વીપના અધિષ્ઠાયક કૈલાસ દેવ વ્યંતર દેવલોકના દેવ છે. પશ્ચિમ નંદીશ્વર દ્વીપના અધિષ્ઠાયક હિરવાહન દેવ વ્યંતર દેવલોકના દેવ છે.

અસંખ્ય દ્વીપ અસંખ્ય સમુદ્રઃ

જંબુદ્વીપ અને લવણસમુદ્રની જેમ તિરછાલોકમાં અસંખ્ય સમુદ્રો અને અસંખ્ય દ્વીપ છે. લોકમાં જેટલાં-જેટલાં શુભ નામ છે, તેવા-તેવા નામોથી દ્વીપો અને સમુદ્રો છે. તે-તે પ્રત્યેક દ્વીપ અને પ્રત્યેક સમુદ્રના અધિષ્ઠાયક દેવ વ્યંતર દેવલોકના દેવો જ હોય છે.

43

Page 557

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 437:

દેવલોક - 142: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-44:

હિંસાજનક ભાષાઃ

કોઇક વનમાં વૃક્ષો વ્યંતર દેવોથી અધિષ્ઠિત હોય છે. વૃક્ષો વગેરે વિષયો ઉપર હિંસાજનક ભાષાનો ઉપયોગ કરતાં વૃક્ષ ઉપર સ્થિત વ્યંતર દેવને સંભળાતા તેઓ ક્રોધિત થાય છે અને હિંસાજનક ભાષા બોલનાર ઉપર તરત ઉપદ્રવ કરે છે. તેથી આવી જગ્યાએ હિંસાજનક ભાષા, લઘુશંકા (પેસાબ), વડીશંકા (સંડાસ), થૂંક વગેરે જેવી અસૂચિઓ (ગંદકી) ક્યારેય કરવી નહીં.

અસ્વાધ્યાય કાળઃ

સૂર્યોદય, મધ્યાહન, સંધ્યાકાળ અને મધ્યરાત્રી આ ચાર સમયે ક્યારેય શાસ્ત્રનો અભ્યાસ કે વાંચન કરવું ન જોઈએ. દા.ત. સૂર્યોદય સૂર્ય ઉગતા પહેલાં આકાશ વધુ લાલ હોય છે. તે જ પ્રમાણે સંધ્યાકાળે સૂર્ય આથમતી વખતે વધુ લાલાશ હોય છે. આવા લાલાશવાળા સમયે ક્યારેય શાસ્ત્રનું વાંચન ન થાય. બપોરે 12 કલાકે અને મધ્યરાત્રિએ 12 કલાકે (આ ચાર સમયે એક ઘડી પહેલાં અને એક ઘડી પછી) શાસ્ત્ર વાંચન ન કરવું જોઇએ. આ સમય વ્યંતર દેવો અને વાણવ્યંતર દેવોનો આવવા-જવાનો સમય હોય છે. તે સમય દરમ્યાન શાસ્ત્ર અભ્યાસ કરવાથી વ્યંતર અને વાણવ્યંતર દેવો દ્વારા ઉપદ્રવ થઇ શકે છે. કેમકે, દેવોની ભાષા અને શાસ્ત્ર (આગમ, શાસ્ત્રોમાં લખાયેલ અર્ધમાગધી ભાષા)ની ભાષા એક જ છે. શાસ્ત્રોમાં સીધી રીતે કે ગાથા સ્વરુપે આગમની ભાષાનો ઉપયોગ થતો જ હોય છે. આગળ જતાં અસ્વાધ્યાય કાળ વિશે વિસ્તારપૂર્વક લેખમાં જાણીશું.

44

Page 558

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 438:

દેવલોક - 143: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-45:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઇન્દ્રઃ

વ્યંતર-વાણવ્યંતર 16 દેવલોકના ઉત્તર દિશા અને દક્ષિણ દિશાના કુલ 32 ઇન્દ્ર મહારાજા છે.

1) પિશાચ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - કાલ ઉત્તર દિશાના અધિપતિ - મહાકાલ

2) ભૂત દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સુરૂપ ઉત્તર દિશાના અધિપતિ - પ્રતિરૂપ

3) યક્ષ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - પૂર્ણભદ્ર ઉત્તર દિશાના અધિપતિ - માણિભદ્ર

4) રાક્ષસ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ભીમ ઉત્તર દિશાના અધિપતિ - મહાભીમ

5) કિન્નર દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - કિન્નર ઉત્તર દિશાના અધિપતિ - કિંપુરૂષ

6) કિંપુરૂષ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સત્પુરૂષ

45

Page 559

જૈનમ્ જયતિ શાસનમ્

ઉત્તર દિશાના અધિપતિ - મહાપુરૂષ

7) મહોરગ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - અતિકાય ઉત્તર દિશાના અધિપતિ - મહાકાય

8) ગંધર્વ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ગીતરતિ ઉત્તર દિશાના અધિપતિ - ગીતયશ

46

Page 560

જૈન વિજ્ઞાન - 439:

દેવલોક - 144: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-46:

જૈન વિજ્ઞાન

વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઇન્દ્રઃ

9) આણપન્ન દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સન્નિહિત ઉત્તર દિશાના અધિપતિ - સામાન્ય

10) પાણપન્ન દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ધાતા ઉત્તર દિશાના અધિપતિ - વિધાતા

11) ઋષિવાદિ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ઋષિ ઉત્તર દિશાના અધિપતિ - ઋષિપાલક

12) ભૂતવાદિ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ઇશ્વર ઉત્તર દિશાના અધિપતિ - મહેશ્વર

13) સ્કંદક દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સુવત્સ ઉત્તર દિશાના અધિપતિ - વિશાલ

14) મહાસ્કંદ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - હાસ્ય ઉત્તર દિશાના અધિપતિ - હાસ્યરતિ

47

Page 561

જૈનમ્ જયતિ શાસનમ્

15) કુષ્માંડ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - શ્વેત ઉત્તર દિશાના અધિપતિ - મહાશ્વેત

16) પતંગ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - પતંગ ઉત્તર દિશાના અધિપતિ - પતંગગતિ

48

Page 562

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 440:

દેવલોક - 145: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-47:

ઇન્દ્રની ત્રણ પરિષદઃ

1) આભ્યંતર પરિષદ , 2) મધ્યમ પરિષદ અને 3) બાહ્ય પરિષદ

ત્રણેય પરિષદના નામ અનુક્રમે 1) ઇશા, 2) ત્રુટિતા અને 3) દ્રઢરથા હોય છે.

1) આભ્યંતર પરિષદના દેવી-દેવતાઓનું આયુષ્ય :

દેવોઃ અડધો પલ્યોપમ (1/2 પલ્યોપમ) દેવીઓઃ સાધિક પા પલ્યોપમ (1/4 પલ્યોપમ)થી વધારે દેવોની સંખ્યા - 8,000 દેવીની સંખ્યા - 100

2) મધ્યમ પરિષદના દેવી-દેવતાઓનું આયુષ્ય :

દેવોઃ કંઇક ન્યૂન (ઓછું) અડધો પલ્યોપમ દેવીઓઃ 1/4 પલ્યોપમ (પા પલ્યોપમ) દેવોની સંખ્યા - 10,000 દેવીની સંખ્યા - 100

3) બાહ્ય પરિષદના દેવી-દેવતાઓનું આયુષ્ય :

દેવો : સાધિક પા પલ્યોપમ (1/4 પલ્યોપમથી વધારે) દેવીઓ : દેશોન (ઓછું) 1/4 પલ્યોપમ દેવોની સંખ્યા - 12,000 દેવીની સંખ્યા - 100

સામાનિક દેવોની પણ ત્રણ પરિષદ હોય છે. અગ્રમહિષી દેવીઓની પણ ત્રણ પરિષદ હોય છે.

49

Page 563

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 441:

દેવલોક - 146: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-48:

અગ્રમહિષીઃ

અગ્રમહિષી એટલે ઇન્દ્રાણી, પટ્ટરાણી, મુખ્યરાણી. વ્યંતર-વાણવ્યંતર દેવલોકના ઇન્દ્રની અગ્રમહિષીઓઃ

1) પિશાચ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - કાલ ઉત્તર દિશાના અધિપતિ - મહાકાલ અગ્રમહિષી : 1) કમલા, 2) કમલપ્રભા, 3) ઉત્પલા, 4) સુદર્શના આયુષ્ય - અડધો પલ્યોપમ

2) ભૂત દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સુરૂપ ઉત્તર દિશાના અધિપતિ - પ્રતિરૂપ અગ્રમહિષી : 1) રૂપવતી, 2) બહુરૂપા, 3) સુરૂપા, 4) સુભગા આયુષ્ય - અડધો પલ્યોપમ

3) યક્ષ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - પૂર્ણભદ્ર ઉત્તર દિશાના અધિપતિ - માણિભદ્ર અગ્રમહિષી : 1) પૂર્ણા, 2) બહુપુત્રિકા, 3) ઉત્તમા, 4) તારકા આયુષ્ય - અડધો પલ્યોપમ

50

Page 564

જૈન વિજ્ઞાન

4) રાક્ષસ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ભીમ ઉત્તર દિશાના અધિપતિ - મહાભીમ અગ્રમહિષી :1) પદ્મા, 2) પદ્માવતી, 3) કનકા, 4) રત્નપ્રભા આયુષ્ય - અડધો પલ્યોપમ

51

Page 565

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 442:

દેવલોક - 147: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-49:

અગ્રમહિષીઃ

5) કિન્નર દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - કિન્નર ઉત્તર દિશાના અધિપતિ - કિંપુરૂષ અગ્રમહિષી : 1) અવતંસા, 2) કેતુમતી, 3) રતિસેના, 4) રતિપ્રિયા આયુષ્ય - અડધો પલ્યોપમ

6) કિંપુરૂષ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સત્પુરૂષ ઉત્તર દિશાના અધિપતિ - મહાપુરૂષ અગ્રમહિષી : 1) રોહિણી, 2) નવમિકા, 3) હ્રી, 4) પુષ્પવતી આયુષ્ય - અડધો પલ્યોપમ

7) મહોરગ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - અતિકાય ઉત્તર દિશાના અધિપતિ - મહાકાય અગ્રમહિષી : 1) ભુજંગા, 2) ભુજંગવતી, 3) મહાકચ્છા, 4) સ્ફૂટા આયુષ્ય - અડધો પલ્યોપમ

8) ગંધર્વ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ગીતરતિ ઉત્તર દિશાના અધિપતિ - ગીતયશ અગ્રમહિષી : 1) સુઘોષા, 2) વિમલા, 3) સુસ્વરા, 4) સરસ્વતી આયુષ્ય - અડધો પલ્યોપમ નોંધઃ શ્રુતજ્ઞાનની દેવી શ્રી સરસ્વતી માતાજી ગંધર્વ દેવલોકની ઇન્દ્રાણી છે.

52

Page 566

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 443:

દેવલોક - 148: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-50:

વ્યંતર અને વાણવ્યંતર દેવી-દેવતાઓના ઓળખ ચિન્હોઃ

જિનેશ્વર દેવના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકે, સમવસરણે, અષ્ટાન્હિકા મહોત્સવે તેમજ અન્ય કોઇ પ્રસંગે દેવી-દેવતાઓ પૃથ્વીલોક ઉપર પધારે છે. ત્યાં ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવલોકના દેવો પણ પધારે છે. દરેક દેવલોકના દેવી-દેવતાઓનો વિવિધ રંગના પોષાક અને વિવિધ ચિન્હયુક્ત મુગટ પહેરે છે. તેથી દેવ ક્યા-ક્યા દેવલોકના છે? તે સમજાઇ શકે છે. વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓની ઓળખ માટે તેઓના પોત-પોતાના વિમાનોની ધ્વજા ઉપર અલગ-અલગ ચિન્હો હોય છે.

ઇન્દ્રોના વર્ણ અને વિમાન ધ્વજા ચિન્હઃ

1) પિશાચ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - કાલ ઉત્તર દિશાના અધિપતિ - મહાકાલ ધ્વજા ચિન્હ : કદંબવૃક્ષ વર્ણ : શ્યામ

2) ભૂત દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સુરૂપ ઉત્તર દિશાના અધિપતિ - પ્રતિરૂપ ધ્વજા ચિન્હ : સુલસવૃક્ષ વર્ણ : શ્યામ

53

Page 567

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 444:

દેવલોક - 149: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-51:

વ્યંતર અને વાણવ્યંતર દેવી-દેવતાઓના ઓળખ ચિન્હોઃ

3) યક્ષ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - પૂર્ણભદ્ર ઉત્તર દિશાના અધિપતિ - માણિભદ્ર ધ્વજા ચિન્હ : વટવૃક્ષ વર્ણ : શ્યામ

4) રાક્ષસ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ભીમ ઉત્તર દિશાના અધિપતિ - મહાભીમ ધ્વજા ચિન્હ : ખટ્વાંગ વર્ણ : શ્વેત

5) કિન્નર દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - કિન્નર ઉત્તર દિશાના અધિપતિ - કિંપુરૂષ ધ્વજા ચિન્હ : અશોકવૃક્ષ વર્ણ : નીલ

6) કિંપુરૂષ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - સત્પુરૂષ ઉત્તર દિશાના અધિપતિ - મહાપુરૂષ ધ્વજા ચિન્હ : ચંપકવૃક્ષ વર્ણ : શ્વેત

54

Page 568

જૈન વિજ્ઞાન

7) મહોરગ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - અતિકાય ઉત્તર દિશાના અધિપતિ - મહાકાય ધ્વજા ચિન્હ : નાગવૃક્ષ વર્ણ : શ્યામ

8) ગંધર્વ દેવલોક

દક્ષિણ દિશાના અધિપતિ - ગીતરતિ ઉત્તર દિશાના અધિપતિ - ગીતયશ ધ્વજા ચિન્હ : તુંબરુંવૃક્ષ વર્ણ : શ્યામ

55

Page 569

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 445:

દેવલોક - 150: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-52:

દેવમાં શીતોષ્ણ યોનિઃ

વ્યંતર-વાણવ્યંતર દેવોના ઉપપાત ક્ષેત્રો એટલે તેઓની યોનિ શીત (ઠંડી) અને ઉષ્ણ (ગરમ) બંને સ્વભાવવાળી ન હોવાથી શીતોષ્ણ (ઠંડુ-ગરમ મિશ્ર) કહેવાય છે. એટલે તિર્યંચ અને મનુષ્યોના ઉત્પત્તિ સ્થાનરૂપ સ્ત્રીનું ગર્ભાશય અતિ ઉષ્ણ કે અતિ શીત હોતું નથી. પરંતું, સહજ સામાન્ય સ્વભાવી હોય છે તેમજ દેવોના ઉત્પત્તિ સ્થાનરૂપ શય્યાઓ પણ શીત-ઉષ્ણતાથી ભિન્ન સહજ સામાન્ય સ્વભાવી એટલે સમશીતોષ્ણ (સરખું ઠંડુ-ગરમ) હોય છે. વાણવ્યંતર દેવોનું યોનિ વિષયે અસુરકુમારોની સમાન જાણવું જોઇએ. એટલે દેવોની અચિત્ત યોનિ હોય છે.

વાણવ્યંતર દેવોની યોનિ પણ સંવૃત્ત હોય છે, કારણ કે દેવોની ઉપપાત શય્યા દેવદૂષ્ય(વસ્ત્ર)થી આચ્છાદિત (પાથરેલી) હોય છે અને દેવદૂષ્યથી આચ્છાદિત દેવશય્યામાં દેવનો જન્મ થાય છે, તેથી દેવોની સંવૃત્તયોનિ કહેવાય છે.

શરીરઃ

વ્યંતર-વાણવ્યંતર દેવોને વૈક્રિય શરીર, તૈજસ શરીર અને કાર્મણ શરીર, આ ત્રણ શરીર હોય છે. વ્યંતર-વાણવ્યંતર દેવોના ઔદારિક શરીરનું પ્રમાણ નરકના ઔદારિક શરીરની જેમજ જાણવું. શરીર એટલે વાણવ્યંતર દેવોને બદ્ધ-ઔદારિક શરીર નથી અને મુક્ત ઔદારિક શરીર અનંત છે.

56

Page 570

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 446:

દેવલોક - 151: વ્યંતર-વાણવ્યંતર દેવલોક-53:

શરીરઃ

વાણવ્યંતર દેવોને બે પ્રકારના વૈક્રિય શરીર છે : બદ્ધ (બંધાયેલું) અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે, કાલની અપેક્ષાએ અસંખ્યાત ઉત્સર્પિણી- અવસર્પિણી કાલમાં અપહૃત થાય છે. ક્ષેત્રથી પ્રતરના (પાથડાના) અસંખ્યાતમા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણી જેટલા છે. (તે શ્રેણીઓની વિષ્કંભ (પહોળાઇ) સૂચી તિર્યંચ પંચેન્દ્રિયથી અસંખ્યાતમા ભાગ ઓછી જાણવી). પ્રતરના સંખ્યાત સો યોજન વર્ગ પ્રમાણ ક્ષેત્રથી એક-એક વ્યંતર દેવનો અપહાર થાય (બાદ કરવામાં આવે) તો આખો પ્રતર ખાલી થઈ જાય તેટલા વ્યંતર-વાણવ્યંતર દેવો છે. મુક્ત વૈક્રિયશરીર ઔઘિક મુક્ત ઔદારિક પ્રમાણે જાણવા.

વાણવ્યંતર દેવોની ઇન્દ્રિય-સંસ્થાન વગેરેઃ

વાણવ્યંતર દેવોની ઇન્દ્રિય-સંસ્થાન વગેરે અસુરકુમારોની જેમ જાણવી જોઇએ. પ્રત્યેક જીવોની સ્પર્શેન્દ્રિય પોત-પોતાના શરીર પ્રમાણ હોય છે, તેથી દેવોને શુભ કર્મોના ઉદયે ભવધારણીય શરીરનું સમચતુરસ્ર સંસ્થાન (શરીરનો આકાર, આકૃતિ) હોય છે, તેથી તેની સ્પર્શેન્દ્રિયનું સમચતુરસ્ર સંસ્થાન હોય છે. દેવો વૈક્રિયલબ્ધિથી પોતાની ઇચ્છા અનુસાર વિવિધ રૂપો બનાવી શકે છે, તેથી તેના ઉત્તરવૈક્રિય શરીરની સ્પર્શેન્દ્રિય, શરીર અનુસાર વિવિધ સંસ્થાનવાળી હોય છે.

57

Page 571

જૈનમ્ જયતિ શાસનમ્