This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જૈન વિજ્ઞાન - 368:

દેવલોક - 73 : ભવનપતિ દેવલોક - 22 :

લેશ્યાઃ

લેશ્યા કુલ 6 પ્રકારની હોય છે. 1) કૃષ્ણ, 2) નીલ, 3) કાપોત, 4) તેજો, 5) પદ્મ અને 6) શુક્લ. (આગળ વધતાં વિવિધ તત્વોના લેખમાં વિસ્તારપૂર્વક જૈન વિજ્ઞાનમાં લેશ્યા બાબતે સંપૂર્ણ લેખ આવશે) પરંતું, ભવનપતિ દેવલોકમાં અસુરકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના દેવી-દેવતાઓને કુલ ચાર લેશ્યા હોય છે. 1) કૃષ્ણ લેશ્યા, 2) નીલ લેશ્યા, 3) કાપોત લેશ્યા અને 4) તેજો લેશ્યા.

ભવનપતિ દેવોને ચાર પ્રકારની લેશ્યા હોય છે. દેવ જે લેશ્યામાં જન્મ લે, તે જ લેશ્યા તેમને ભવપર્યંત હોય છે અને તે જ લેશ્યામાં મરણ (ઉદ્વર્તન) થાય છે. દા.ત. કોઇ કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય જીવ આયુષ્ય પૂર્ણ કરીને મરીને ભવનપતિ દેવોમાં દેવ તરીકે જન્મ લે છે. ત્યાં તે દેવ તરીકે જન્મતાની સાથે જ તેને કૃષ્ણલેશ્યા હોય છે અને મરણપર્યંત સાથે હોય છે અને મરણ થતાં તેની સાથે જાય છે. પરંતું, ભાવલેશ્યામાં એટલે કે, આત્મપરિણામોમાં કદાચ પરિવર્તન થઇ શકે છે.

કોઇપણ લેશ્યા પરિણામનું અંતમુહૂર્ત (48 મિનિટમાં 1 સમય ઓછો) વિત્યા પછી અને અંતમુહૂર્ત બાકી રહે ત્યારે જ કોઇપણ જીવનું મૃત્યુ થાય છે. જે લેશ્યામાં મૃત્યુ પામે તે લેશ્યામાં જ તેનો જન્મ થાય છે.

82

Page 474

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 369:

દેવલોક - 74 : ભવનપતિ દેવલોક - 23 :

દેવોના ઓળખ ચિન્હોઃ

જિનેશ્વર દેવના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણકે, સમવસરણે, અષ્ટાન્હિકા મહોત્સવે તેમજ અન્ય કોઇ પ્રસંગે દેવી-દેવતાઓ પૃથ્વીલોક ઉપર પધારે છે. ત્યાં ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવલોકના દેવો પણ પધાર છે. દરેક દેવલોકના દેવી-દેવતાઓનો વિવિધ રંગના પોષાક અને વિવિધ ચિન્હયુક્ત મુગટ પહેરે છે. તેથી દેવ ક્યા દેવલોકના છે? તે સમજાઇ શકે છે. ભવનપતિ દેવોની ઓળખ માટે તેના મુગટ ઉપર ભિન્ન ભિન્ન ચિન્હ હોય છે.

1) અસુરકુમાર દેવલોક મુગટ ચિન્હ - ચૂડામણિ

2) નાગકુમાર દેવલોક મુગટ ચિન્હ - નાગફેણ

3) સુવર્ણકુમાર દેવલોક મુગટ ચિન્હ - ગરુડ

4) વિદ્યુતકુમાર દેવલોક મુગટ ચિન્હ - વજ્ર

5) અગ્નિકુમાર દેવલોક મુગટ ચિન્હ - પૂર્ણ કળશ

6) દ્વીપકુમાર દેવલોક મુગટ ચિન્હ - સિંહ

7) ઉદધિકુમાર દેવલોક મુગટ ચિન્હ - અશ્વ (ઘોડો

83

Page 475

જૈનમ્ જયતિ શાસનમ્

8) દિશાકુમાર દેવલોક મુગટ ચિન્હ - હાથી

9) વાયુકુમાર દેવલોક મુગટ ચિન્હ - મગર

10) સ્તનિતકુમાર દેવલોક મુગટ ચિન્હ - વર્ધમાનક

84

Page 476

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 370:

દેવલોક - 75 : ભવનપતિ દેવલોક - 24 :

દેવી-દેવતાઓના- શ્વાસોશ્વાસઃ એકવાર શ્વાસ લેવો અને પછી તે શ્વાસને પાછો ફેફસાંથી બહાર કાઢવું તેને ઉચ્છવાસ કહે છે. આ પ્રક્રિયા દરેક જીવને લાગુ પડે છે.

1) અસુરકુમાર દેવલોકઃ જઘન્ય - 7 સ્તોક ઉત્કૃષ્ટ - 1 પખવાડિયા (15 દિવસ)થી થોડુંક વધારે સ્તોકનું પ્રમાણ : જૈન દર્શનમાં કાલના અવિભાજ્ય અંશને સમય કહેવાય છે. અસંખ્યાત સમય - 1 આવલિકા સંખ્યાત આવલિકા - 1 શ્વાસ સંખ્યાત આવલિકા - 1 નિઃશ્વાસ 1 શ્વાસ અને 1 નિઃશ્વાસ - 1 પ્રાણ 7 પ્રાણ - 1 સ્તોક 7 સ્તોક - 1 લવ 77 લવ - 1 મુહૂર્ત (48 મિનિટ)

2) નાગકુમાર દેવલોક, 3) સુવર્ણકુમાર દેવલોક, 4) વિદ્યુતકુમાર દેવલોક, 5) અગ્નિકુમાર દેવલોક, 6) દ્વીપકુમાર દેવલોક, 7) ઉદધિકુમાર દેવલોક, 8) દિશાકુમાર દેવલોક, 9) વાયુકુમાર દેવલોક, 10) સ્તનિતકુમાર દેવલોક સુધીના દેવલોકના દેવી-દેવતાઓ :

જઘન્ય - 7 સ્તોક ઉત્કૃષ્ટ - અનેક મુહૂર્ત (1 મુહૂર્ત - 48 મિનિટ)

દેવી-દેવતાઓનું આયુષ્ય બંધ :

ભવનપતિ દેવલોકના સર્વે દેવી-દેવતાઓ પોતાના વર્તમાન ભવનું આયુષ્યના છેલ્લા 6 મહિના (180 દિવસ) બાકી રહે ત્યારે જ નિયમથી પરભવનું આયુષ્ય બાંધે છે.

85

Page 477

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 371:

દેવલોક - 76 : ભવનપતિ દેવલોક - 25 :

ઉદ્વર્તનઃ

ભવનપતિ દેવલોકના દેવી-દેવતાઓના મરણને ઉદ્વર્તન કહેવાય છે. મરણ પછી તેમની ગતિ અવશ્ય ઉપર તરફ થાય છે. દેવ મારીને બીજા ભવમાં દેવ થતાં નથી તેમજ નારકી પણ થતાં નથી. જેના પરિણામે તેમની ગતિ ઉપર તરફ થાય છે. તેઓને તિર્યંચગતિ અથવા મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. તેઓ અધોલોકથી ઉપર તિરછાલોક (મધ્યલોક)માં જન્મ ધારણ કરે છે. એટલે તેમના મરણને ઉદ્વર્તન કહેવાય છે.

પરમાધામિક દેવઃ

પરમાધામી એટલે પરમ અધમ કરનારને પરમાધામી કહેવાય છે. કેમકે, પ્રથમ નરક રત્નપ્રભા, બીજી નરક વાલુકાપ્રભા અને ત્રીજી નરક શર્કરાપ્રભામાં રહેલા પ્રત્યેક નારકી જીવોને સતત અસહ્ય ત્રાસ આપે છે, તેમને અસહ્ય વેદના આપે છે, પરમ અધમ મચાવે છે. નારકીના જીવો ત્રાસ, પીડા આપીને વિકૃત આનંદ મેળવે છે.

અસુરકુમાર દેવલોકના લોકપાલ યમના પુત્ર (દેવલોકમાં આવા સંબંધો હોતા નથી, તેમજ તે પ્રકારના સંબંધવાળા જન્મ થતાં નથી) સમાન કહેવાય છે. પરમાધામી દેવો કુલ 15 પ્રકારના હોય છે. જેવા નામ તેવા તેમના ગુણો હોય છે.

1) અંબ, 2) અંબરિષ, 3) શ્યામ, 4) શબલ, 5) રુદ્ર, 6) ઉપરુદ્ર, 7) કાલ, 8) મહાકાલ, 9) અસિપત્ર, 10) ધનુષ, 11) કુંભ, 12) વાલુક, 13) વૈતરણી, 14) ખરસ્વર, 15) મહાઘોષ.

દ્રષ્ટિઃ

પરમાધામિક દેવોને એક દ્રષ્ટિ - મિથ્યાદ્રષ્ટિ જ હોય છે.

86

Page 478

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 372:

દેવલોક - 77 : ભવનપતિ દેવલોક - 26 :

ત્રાયસ્ત્રિંશક દેવઃ

જે દેવ ઇન્દ્રના મંત્રી કે પુરોહિતનું કાર્ય કરે છે તેને ત્રાયસ્ત્રિંશક દેવ કહે છે. ભવનપતિ દેવલોકના પ્રત્યેક ઇન્દ્રને 33 ત્રાયસ્ત્રિંશક દેવો હોય છે. તેની સંખ્યા નિયત છે. ત્રાયસ્ત્રિંશક દેવ શાશ્વત છે. એક દેવનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તેનું ઉદ્વર્તન (દેવના મરણ થયા પછી ઉપર તરફ એટલે કે તિરછાલોકમાં ગતિ થાય) થાય અને તેના સ્થાને અન્ય જીવ દેવ જન્મધારણ કરે છે. આ રીતે પરંપરા અખંડ રહે છે. ત્રણેય કાળમાં 33 ત્રાયસ્ત્રિંશક દેવો ન હોય તેમ નથી.

33 ત્રાયસ્ત્રિંશક દેવો પૂર્વ ભવમાં શ્રમણ ઉપાસક હોય છે. અને શિથિલાચાર બની આલોચના પ્રાયશ્ચિત કર્યા વિના વિરાધક બનીને ભવનપતિના ત્રાયસ્ત્રિંશક દેવરુપે જન્મ થાય છે.

નોંધઃ ઇન્દ્ર, પ્રત્યેક ભવનના અધિપતિ દેવ, અગ્રમહિષી, લોકપાલ દેવો, ત્રાયસ્ત્રિંશક દેવો, સેનાધિપતિ દેવો વગેરે પદવીધર દેવો પ્રત્યેક દેવલોકમાં સદાય નિર્ધારિત સંખ્યામાં હોય છે. કોઇપણ દેવનું આયુષ્ય પૂર્ણ થતાં જ તેમના સ્થાને તે જ નામના બીજા દેવનો જન્મ થાય છે અને તે સ્થાન ગ્રહણ કરી લે છે. દા. ત. અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર ચમરેન્દ્રનું કાળ થતાં તેમના સ્થાને બીજો જીવ જન્મ લે છે અને તે ઇન્દ્ર ચમરેન્દ્ર કહેવાય છે. આવા પદો ક્યારેય ખાલી રહેતા નથી.

87

Page 479

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 373:

દેવલોક - 78 : ભવનપતિ દેવલોક - 27 :

ઇન્દ્રની સેનાઃ

અસુરકુમાર દેવલોકના ઇન્દ્રની પાંચ સેનાઃ 1) પાયદળસેના, 2) અશ્વસેના, 3) ગજસેના, 4) મહિષસેના અને 5) રથસેના. પાયદળસેના - પગે ચાલવાવાળી સેના, અશ્વસેના - ઘોડા સહિત સેના, ગજસેના - હાથી સહિત સેના, મહિષસેના - ભેંસ (પાડા) સહિત સેના અને રથસેના - જે સેના રથ સહિત હોય તેવી સેનાને રથસેના કહેવાય છે. દેવલોકમાં તિર્યંચ પંચેન્દ્રિય જીવોનો જન્મ થતો નથી. પરંતું, ઘોડા, હાથી, ભેંસ, બળદ વગેરે જીવો ભવનપતિ દેવલોકના સેનાના સભ્યો જ તેવું રુપ વૈક્રિયલબ્ધિથી બનાવી લે છે. દેવી-દેવતાઓ ઇચ્છારુપ ધારણ કરવાની લબ્ધિ જન્મજાત હોય છે. તેથી તેવું સ્વરુપ બનાવી શકે છે.

સેનાધિપતિ :

સેનાના અધિપતિને સેનાધિપતિ કહેવાય છે.

અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - ચમરેન્દ્રના પાંચ સેનાધિપતિ ઃ 1) પાયદળ સેનાધિપતિ દ્રુમ 2) અશ્વસેનાના સેનાધિપતિ અશ્વરાજ સોદામા 3) હસ્તિસેનાના સેનાધિપતિ હસ્તિરાજ કુંથુ 4) મહિષસેનાના સેનાધિપતિ લોહિતાક્ષ 5) રથસેનાના સેનાધિપતિ કિન્નર છે.

અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - બલીન્દ્રના પાંચ સેનાધિપતિઃ 1) પાયદળ સેનાધિપતિ મહાદ્રુમ 2) અશ્વસેનાના સેનાધિપતિ અશ્વરાજ મહાસોદામ 3) હસ્તિસેનાના સેનાધિપતિ હસ્તિરાજ માલંકાર 4) મહિષસેનાના સેનાધિપતિ મહાલોહિતાક્ષ 5) રથસેનાના સેનાધિપતિ કિંપુરૂષ છે.

88

Page 480

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 374:

દેવલોક - 79 : ભવનપતિ દેવલોક - 28 :

ઇન્દ્રની સેનાઃ

2) નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્રના પાંચ સેનાધિપતિઃ

1) પાયદળ સેનાધિપતિ ભદ્રસેન 2) અશ્વસેનાના સેનાધિપતિ અશ્વરાજ યશોધર 3) હસ્તિસેનાના સેનાધિપતિ હસ્તિરાજ સુદર્શન 4) મહિષસેનાના સેનાધિપતિ નીલકંઠ 5) રથસેનાના સેનાધિપતિ આનંદ છે.

આ જ પ્રમાણે ભવનપતિ દેવલોકના દક્ષિણ દિશાના સર્વ અધિપતિ ઇન્દ્રો : વેણુદેવ, હરિકાંત, અગ્નિશિખ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલંબ અને ઘોષના સેનાધિપતિઓના નામ નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્રના સેનાધિપતિઓના નામ સમાન હોય છે.

નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ભૂતાનંદના પાંચ સેનાધિપતિઃ

1) પાયદળ સેનાધિપતિ દક્ષ 2) અશ્વસેનાના સેનાધિપતિ અશ્વરાજ સુગ્રીવ 3) હસ્તિસેનાના સેનાધિપતિ હસ્તિરાજ સુવિક્રમ 4) મહિષસેનાના સેનાધિપતિ શ્વેતકંઠ 5) રથસેનાના સેનાધિપતિ નંદોત્તર છે.

આ જ પ્રમાણે ભવનપતિ દેવલોકના ઉત્તર દિશાના સર્વ અધિપતિ ઇન્દ્રો : વેણુદાલી, હરિસ્સહ, અગ્નિમાનવ, વિશિષ્ટ, જલપ્રભ, અમિતવાહન, પ્રભંજન અને મહાઘોષના સેનાધિપતિઓના નામ નાગકુમાર દેવલોકના ઇન્દ્ર ભૂતાનંદના સેનાધિપતિઓના જેમ નામ સમાન હોય છે.

89

Page 481

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 375:

દેવલોક - 80 : ભવનપતિ દેવલોક - 29 :

દેવી-દેવતાઓનું સામર્થ્ય અને પ્રયોજન :

અસુરકુમાર દેવલોકના દેવો નીચે સાતમી નરક સુધી જવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતું, ત્રીજી નરક સુધી જ પૂર્વમિત્રને સુખ કે પૂર્વશત્રુને દુઃખ આપવા નિમિત્તે જાય છે. તેમને તિરછાલોક (મધ્યલોક)માં અસંખ્ય દ્વીપ અને અસંખ્ય સમુદ્ર પર્યંત જવાનું સામર્થ્ય છે. પરંતું, તેઓ તીર્થંકર પરમાત્માના કલ્યાણકો (જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક) ઉજવવા માટે નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે. ઉર્ધ્વલોકમાં 12 વૈમાનિક દેવલોક સુધી જવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતું, પ્રથમ વૈમાનિક દેવલોક સુધી જ જાય છે.

પ્રથમ વૈમાનિક સૌધર્મ દેવલોકના દેવો સાથે જન્મજાત વેર હોય છે. તેઓ સૌધર્મેન્દ્રના આત્મરક્ષક દેવોને ત્રાસ પહોંચાડે છે. તેમના રત્નો વગેરે ચોરી જાય છે. તેમની દેવીઓને પણ સૌધર્મ દેવલોકથી ભવનપતિ દેવલોકમાં લઇ આવે છે. પોતાના સ્થાનમાં લાવી દેવીઓની ઇચ્છાથી તેની સાથે પરિચારણા (ઉપભોગ, મૈથુનસેવન) કરે છે. અસુરકુમાર દેવોની આવી પ્રવૃત્તિઓને કારણે પ્રથમ વૈમાનિક દેવલોકના સૌધર્મેન્દ્ર ક્રોધિત થઇ તેમને શારીરિક પીડા પણ આપે છે.

90

Page 482

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 376:

દેવલોક - 81 : ભવનપતિ દેવલોક - 30 :

દેવી-દેવતાઓનું સંસ્થાનઃ

શરીરની આકૃતિ, દેખાવ, બંધારણને સંસ્થાન કહેવાય છે. ભવનપતિ દેવોમાં એક સમચતુરસ્ર સંસ્થાન હોય છે.

આયુષ્ય :

1) અસુરકુમાર દેવલોકઃ

જઘન્ય (ઓછામાં ઓછું) આયુષ્ય - 10,000 વર્ષ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય - 1 સાગરોપમથી થોડુંક વધારે

2) નાગકુમાર દેવલોકઃ 3) સુવર્ણકુમાર દેવલોક, 4) વિદ્યુતકુમાર દેવલોક, 5) અગ્નિકુમાર દેવલોક, 6) દ્વીપકુમાર દેવલોક, 7) ઉદધિકુમાર દેવલોક, 8) દિશાકુમાર દેવલોક, 9) વાયુકુમાર દેવલોક, 10) સ્તનિતકુમાર દેવલોક

જઘન્ય (ઓછામાં ઓછું) આયુષ્ય - 10,000 વર્ષ ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય - 2 પલ્યોપમથી થોડુંક ઓછું.

તીર્થંકર પદઃ

ભવનપતિ દેવલોકના દેવો ઉદ્વર્તન થતાં જો મનુષ્ય ગતિ પ્રાપ્ત કરે અને દીક્ષા લે તો પણ તીર્થંકર પદને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે, ભવનપતિ દેવલોકના દેવ આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્ય પણે જન્મ થતાં તીર્થંકર પદ પ્રાપ્ત નથી કરી શકતા.

ભવનપતિ દેવની અવગાહનાઃ

ભવનપતિ દેવોની અવગાહના બે પ્રકારની હોય છે. 1) ભવધારણીય, 2) ઉત્તરવૈક્રિય. ભવનપતિ દેવલોકમાં ભવધારણીય (ભવનપતિ દેવ બનતાં જ મળતા શરીરનું પ્રમાણ) અવગાહના (શરીરની ઊંચાઇ) જઘન્ય (ઓછામાં ઓછું) અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) 7 હાથનું પ્રમાણ હોય છે.

91

Page 483

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 377:

દેવલોક - 82 : ભવનપતિ દેવલોક - 31 :

ભવન ગમનઃ

ભવનપતિ દેવલોકના દેવો પોતાના ભવનથી ચાર-પાંચ ભવન સુધી આત્મઋદ્ધિથી જાય છે. ત્યારપછી તેમને આગળ જવું હોય તો ઉત્તર વૈક્રિય શરીર બનાવીને પછી જાય છે.

ઉત્તરવૈક્રિય :

ઉત્તરવૈક્રિય એટલે પોતાની ઇચ્છાથી શરીરનું પ્રમાણ વધારી શકે છે. પરંતું, તે શરીર કાયમ સ્વરુપે તે પ્રમાણે ન રહે. કેમકે, દેવોને વૈક્રિયલબ્ધિ હોવાથી શરીરને અતિસુક્ષ્મ અને અતિવિશાળ કરી શકે છે. ભવનપતિ દેવો ઉત્તરવૈક્રિયથી પોતાનું શરીર ઓછામાં ઓછું અંગુલનો અસંખ્યાત ભાગ કરી શકે અને વધુમાં વધુ 1,00,000 યોજન પ્રમાણમાં કરી શકે એટલે કે જંબુદ્વીપ પ્રમાણ.

ભાષાઃ

ભવનપતિ દેવલોકના દેવો ચાર પ્રકારની ભાષા બોલે છે. 1) સત્યભાષા, 2) મૃષાભાષા (ખોટું બોલવું), 3) મિશ્રભાષા (સાચું-ખોટું બન્નેનું મિશ્રણ), 4) વ્યવહાર ભાષા.

ગતિઃ

ભવનપતિ દેવલોકના દેવોના આયુષ્ય પૂર્ણ થતાં ઉદ્વર્તન થાય છે. તેઓને પાંચ પ્રકારની ગતિ થાય છે. 1) પૃથ્વીકાય, 2) અપ્કાય (પાણી), 3) વનસ્પતિકાય (ઉચ્ચ જાતિની વનસ્પતિ), 4) તિર્યંચ પંચેન્દ્રિય (સંખ્યાત વર્ષની આયુષ્યવાળા જીવ), 5) મનુષ્ય (સંખ્યાત વર્ષની આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય જીવ)માં જન્મ લે છે.

92

Page 484

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 378:

દેવલોક - 83 : ભવનપતિ દેવલોક - 32 :

આગતિઃ

આગતિ એટલે ભવનપતિ દેવલોકમાં દેવ તરીકેનો જન્મ થવો. એટલે કે, ભવનપતિ દેવલોકમાં દેવ-દેવી તરીકે ક્યો જીવ જન્મ લઇ શકે તેના 16 ભેદ (પ્રકાર) છે.

1) 2)

3) 4)

5) 6) 7) 8)

પાંચ પ્રકારના સંજ્ઞી (મન ધરાવતા) તિર્યંચ (પર્યાપ્ત તિર્યંચ જીવ) - (5 ભેદ) પાંચ પ્રકારના અસંજ્ઞી (મન નથી ધરાવતા) તિર્યંચ (પર્યાપ્ત તિર્યંચ જીવ) - (5 ભેદ) યુગલિક (સ્ત્રી - પુરુષની જોડી) ખેચર (પક્ષી) જીવ - (1 ભેદ) યુગલિક ચતુષ્પદ સ્થલચર જીવ (ચાર પગવાળા જમીન ઉપર ચાલનાર યુગલિક તિર્યંચ જીવો) - (1 ભેદ) મનુષ્ય જીવ (સંજ્ઞી, પર્યાપ્ત મનુષ્ય) - (1 ભેદ) યુગલિક મનુષ્ય (કર્મભૂમિમાં જન્મ લેનારા મનુષ્યો) - (1 ભેદ) યુગલિક મનુષ્ય (અકર્મભૂમિમાં જન્મ લેનારા મનુષ્યો) - (1 ભેદ) યુગલિક મનુષ્ય (56 અંતરદ્વીપમાં જન્મ લેનારા મનુષ્યો) - (1 ભેદ)

વિરહકાળ જન્મ - મરણઃ

વિરહકાળ એટલે એક ભવનપતિ દેવના જન્મ પછી બીજા ભવનપતિ દેવનો જન્મ થવો તે વચ્ચેના સમયને જન્મ વિરહકાળ કહેવાય, તે જ પ્રમાણે એક ભવનપતિ દેવના ઉદ્વર્તન પછી બીજા ભવનપતિ દેવના ઉદ્વર્તન (મરણના) અંતરને મરણ વિરહકાળ કહેવાય.

ઉદ્વર્તન (મરણ) વિરહકાળ :

જઘન્ય વિરહકાળ - 1 સમય ઉત્કૃષ્ટ વિરહકાળ - 24 મુહૂર્ત (48 મિનિટ એટલે 1 મુહૂર્ત, 19 કલાક અને

93

Page 485

જૈનમ્ જયતિ શાસનમ્

12 મિનિટ)

ઉત્પત્તિ (જન્મ) વિરહકાળ :

જઘન્ય વિરહકાળ - 1 સમય, 2 સમય, 3 સમય ઉત્કૃષ્ટ વિરહકાળ - અસંખ્યાત સમય

94

Page 486

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 379:

દેવલોક - 84 : ભવનપતિ દેવલોક - 33 :

ભવનપતિ દેવોનો એક સાથે ઉત્પત્તિ (જન્મ) :

ભવનપતિ દેવલોકમાં એક સમયમાં દેવ-દેવીઓના જન્મની અપેક્ષાએ કેટલી

સંખ્યામાં દેવો જન્મી શકે છે?

જઘન્ય - 1, 2, 3 દેવો જન્મે છે.

ઉત્કૃષ્ટ - એક સાથે સંખ્યાત અથવા એક સાથે અસંખ્યાત દેવો પણ જન્મે છે.

તીર્થંકર નિર્વાણ :

ભવનપતિ દેવો તીર્થંકર પરમાત્મા નિર્વાણ થતાં, અગ્નિસંસ્કાર વિધાન માટે

ચંદનના લાકડા, ગોશીર્ષ ચંદન વગેરે લાવીને ચિતાનું નિર્માણ કરે છે.

તીર્થના અધિષ્ઠાયક દેવઃ

માગધતીર્થના અધિપતિ, ભવનપતિ - નાગકુમાર દેવલોકના માગધકુમાર

દેવ છે. પ્રભાસતીર્થના અધિપતિ, ભવનપતિ દેવલોકના પ્રભાસતીર્થકુમાર દેવ છે.

જિનેશ્વર દેવનું સૂતિકાકર્મઃ

બાળ જિનેશ્વર દેવના જન્મ વખતે 56 દિક્કુમારીઓ પધારે છે, તે સર્વે ભવનપતિ દેવલોકના દિશાકુમાર (દિકકુમાર) દેવલોકની દેવીઓ હોય છે. તેમનાં સ્થાનો તીર્થંકર પરમાત્માના જન્મ કલ્યાણકના લેખમાં વિસ્તારપૂર્વક જણાવેલ છે.

લોક પ્રસિદ્ધ દેવીઃ

1) શ્રી દેવી, 2) હ્રી દેવી, 3) ધૃતિ દેવી, 4) કીર્તિ દેવી, 5) બુદ્ધિ દેવી, 6) લક્ષ્મી દેવી, 7) ઇલા દેવી, 8) સુરા દેવી, 9) રસ દેવી, 10) ગંધ દેવી. લોકમાં પ્રસિદ્ધ દેવીઓ ભવનપતિ દેવલોકની દેવીઓ છે.

95

Page 487

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 380:

દેવલોક - 85 : ભવનપતિ દેવલોક - 34 :

ઘંટાઓ-યાન-વિમાન-માહેન્દ્રધ્વજઃ

તીર્થંકર પરમાત્માના પાંચ કલ્યાણકો પૈકી ચાર કલ્યાણકો (જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક)માં ભવનપતિ દેવલોકના દેવી-દેવતાઓ કલ્યાણક ઉજવવા તિરછાલોકમાં પધારે છે. ત્યારે ઇન્દ્રના આદેશથી દેવી-દેવતાઓને સમૂહમાં એકઠાં થવા માટે ઘંટાઓ વગાડવામાં આવે છે. તદુપરાંત એવા કોઇ વિશેષ કાર્ય હોય ત્યારે પણ તે ઘંટાઓને ઇન્દ્રના આદેશથી વગાડવામાં આવે છે. પ્રત્યેક દેવલોકના ઘંટાઓના નામઃ

1) અસુરકુમાર દેવલોક

ઘંટાનું નામ - ઓઘસ્વરા યાન-વિમાન વિસ્તાર - 50,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 500 યોજન

2) નાગકુમાર દેવલોક

ઘંટાનું નામ - મેઘસ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

3) સુવર્ણકુમાર દેવલોક

ઘંટાનું નામ - હંસસ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજ મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

96

Page 488

જૈન વિજ્ઞાન

4) વિદ્યુતકુમાર દેવલોક

ઘંટાનું નામ - કૌંચસ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

5) અગ્નિકુમાર દેવલોક

ઘંટાનું નામ - મંજુસ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

6) દ્વીપકુમાર દેવલોક

ઘંટાનું નામ - મંજુઘોષા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

97

Page 489

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 381:

દેવલોક - 86 : ભવનપતિ દેવલોક - 35 :

ઘંટાઓઃ

7) ઉદધિકુમાર દેવલોક

ઘંટાનું નામ - સુસ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

8) દિશાકુમાર દેવલોક

ઘંટાનું નામ - મધુરસ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

9) વાયુકુમાર દેવલોક

ઘંટાનું નામ - નંદીશ્વરા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

10) સ્તનિતકુમાર દેવલોક

ઘંટાનું નામ - નંદિઘોષા યાન-વિમાન વિસ્તાર - 25,000 યોજન મહેન્દ્રધ્વજ વિસ્તાર - 250 યોજન

કુમારઃ

ભવનપતિ દેવલોકમાં 10 નિકાયના દરેક દેવલોકને કુમાર શબ્દોથી વિશેષણ અપાય છે. ભવનપતિ દેવલોકના દરેક દેવોને પણ કુમાર કહેવાય છે. કારણ કે, દરેક દેવોની શરીરની રચના સદાય કુમાર જેવી રહે છે. તેઓ વસ્ત્ર,

98

Page 490

જૈન વિજ્ઞાન

આભૂષણો સંબંધે શણગાર ક્રિયા પણ કુમારની જેમ કરે છે. તેમની ભાષા વગેરે બધા જ વ્યવહાર કુમારની જેમ હોય છે, તેથી તેમને કુમાર કહે છે. પરિણામે દેવલોકને અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર વગેરે પણ કહેવાય છે.

ચાકરપણુંઃ

જે ભવનપતિ દેવ અવિનીત હોય છે તે દેવગતિમાં પણ ચાકરપણું (સેવક

દેવપણું) પામીને દુઃખ ભોગવતાં દેખાય છે.

સુખપણુંઃ

જે ભવનપતિ દેવ સુવિનીત હોય છે તે દેવગતિમાં મહાયશસ્વી તથા

મહાઋદ્ધિમાન થઇને સુખ ભોગવતાં દેખાય છે.

99

Page 491

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 382:

દેવલોક - 87 : ભવનપતિ દેવલોક - 36 :

પરિચારણા - 1:

જૈન દર્શનમાં પરિચારણા શબ્દનો અર્થ મૈથુનસેવન, ઇન્દ્રિય વિષયોનું સેવન, કામક્રીડા, રતિ અથવા વિષયભોગ વગેરે થાય છે. પાંચ ઇન્દ્રિયના 23 વિષયો છે. રાગ-દ્વેષ ભાવરૂપ 240 વિકારો છે. તે વિકારો એ જ પરિચારણા છે.

મૈથુનસેવનનો મૂળ આધાર શરીર તથા શરીરથી સંબંધિત સ્પર્શ, રૂપ, શબ્દ, મન, અંગ-ઉપાંગ, ઇન્દ્રિયો, શારીરિક લાવણ્ય, બાંધો, ચપળતા, વર્ણ વગેરે છે. પારિચારણાની મુખ્યભૂમિકા રૂપે 1) અનંતર આહાર દ્વાર, 2) આહારભોગ દ્વાર, 3) પુદગલજ્ઞાન દ્વાર, 4) અધ્યવસાયી દ્વાર અને 5) સમ્યક્ત્વ અભિગમ દ્વાર. આ પાંચ દ્વારા માધ્યમથી વિષયનું નિરૂપણ છે.

ભવનપતિ દેવો પોતાના વૈક્રિયલબ્ધિથી અને ઉચ્ચકોટિના પુણ્યથી વિવિધ પ્રકારે પોતાની વૃત્તિ પ્રમાણે ભોગ ઇચ્છાને પૂર્ણ કરે છે. ભવનપતિ દેવો અને દેવીઓ, મનુષ્ય સ્ત્રી-પુરુષની જેમ શારીરિક મૈથુન સેવન કરે છે. દેવોમાં શુક્રાણું પુદગલો હોય છે. તે શુક્રાણુંઓ દેવી સાથે શારીરિક સમાગમ કરતાં તે દેવીને પાંચ ઇન્દ્રિયના રુપે પરિણામે છે. દેવીનું રૂપ-લાવણ્ય વધુ નીખરે છે. દેવ-દેવીઓના શારીરિક સમાગમથી, દેવોના શુક્રાણુંઓથી દેવીઓ ગર્ભ ધારણ નથી કરતી. કેમકે દેવી-દેવોનો ઔપપાતિક જન્મ થાય છે. તેઓનો દેવશૈય્યામાં જન્મ થાય છે.

100

Page 492

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 383:

દેવલોક - 88 : ભવનપતિ દેવલોક - 37 :

પરિચારણા - 2:

ભવનપતિ દેવોને મૈથુન સેવન માટે પ્રથમ મનમાં ઇચ્છા ઉત્પન્ન થાય છે કે હું અપ્સરાઓની સાથે શારીરિક વિષય ઇચ્છાને તૃપ્ત કરું. તે દેવો મનથી આ પ્રકારનો વિચાર કરે ત્યારે તે અપ્સરાઓ વૈક્રિયલબ્ધિ દ્વારા શ્રેષ્ઠ શણગારયુક્ત, મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તરવૈક્રિયરૂપની વિકુર્વણા (પોતાના વૈક્રિયલબ્ધિથી વિશિષ્ટ અતિસુંદર રૂપ ધારણ) કરે છે. આ પ્રમાણે અતિસુંદર સ્વરુપ બનાવી તે અપ્સરાઓ તે દેવ પાસે આવે છે. તે દેવ - દેવી સાથે શારીરિક સંબધ સાથે મૈથુન સેવન પૂર્ણ કરી તરત જ તૃપ્ત થઇ જાય છે.

ભવનપતિ દેવલોકના પ્રત્યેક ઇન્દ્ર સુધર્માસભામાં પારિવારિક ઋદ્ધિ, નાટક, ગીત, વાજિંત્ર વગેરે ભોગ-ઉપભોગનું સેવન કરી શકે છે. પરંતું, ઇન્દ્ર અને સર્વે દેવી-દેવતાઓ માટે જિનેશ્વર દેવની દાઢાઓ (તીર્થંકર પરમાત્માના અગ્નિ સંસ્કાર થયા બાદ મેળવેલ દાઢ-દાંત-હાડકાં તેઓ સુધર્માસભામાં આવેલ માણવક સ્થંભમાં ડાબલાઓમાં રાખે છે.) હોવાથી તેઓ ત્યાં મૈથુનસેવન (દેવ-દેવી શારીરિક સંબંધ) કરતાં નથી.

વંદનીય-પૂજનીય

101

Page 493

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 384:

દેવલોક - 89 : ભવનપતિ દેવલોક - 38 :

યાન-વિમાન - 1:

ભવનપતિ દેવલોકના ઇન્દ્રના આદેશથી આભિયોગિક દેવ દ્વારા યાન- વિમાન તૈયાર કરવામાં આવે છે. યાન એટલે વાહન. યાનનો ઉપયોગ જિનેશ્વર દેવના કલ્યાણકો ઉજવવા તેમજ અષ્ટાન્હિકા મહોત્સવ ઉજવવા માટે ઇન્દ્ર પોતાના વિશાળ પરિવારને સાથે લઇ જવા માટે કરે છે.

યાન-વિમાનની રચનાઃ

સોપાનશ્રેણી (પગથિયા) :

યાન-વિમાનની પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણેય બાજુમાં ત્રણ-ત્રણ પગથિયાવાળી સુંદર સોપાનશ્રેણી (સીડી, દાદરા)ની રચના હોય છે. તે સોપાનશ્રેણીના ભૂમિ ભાગથી લઇને ઉપર સુધીના બહાર નીકળેલા પ્રદેશ ભાગો વજ્રરત્નના, સોપાનશ્રેણીના મૂળપ્રદેશ રિષ્ટરત્નના, થાંભલાઓ વૈડુર્યમણિના, પાટીયા સોના-ચાંદીના, પાટીયાને જોડનારી ખીલીઓ લોહિતાક્ષરત્નની અને પાટીયાઓની વચ્ચેનો સંધિભાગ વજ્રરત્નથી પૂર્ણ કરે છે. તે સોપાનશ્રેણીના અવલંબન (સીડી ચડતાં ટેકો લેવા માટેનો કંઠોડો) અને અવલંબન બાહા (કંઠોડાની દિવાલ) મણિઓથી બનાવવામાં આવે છે. આ ત્રણે સોપાનશ્રેણી મનને પ્રસન્ન કરનાર અને મનોહર હોય છે.

તોરણઃ

ત્રણેય સોપાનશ્રેણીઓની આગળ તોરણો બાંધ્યા હોય છે. તોરણો વિવિધ પ્રકારના મણિઓથી બનાવેલા હોય છે. મણિમય સ્તંભો ઉપર ગોઠવેલ હોવાથી નિશ્ચલ (હલચલ વગરના) હોય છે.

102

Page 494

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 385:

દેવલોક - 90 : ભવનપતિ દેવલોક - 39 :

યાન-વિમાન - 2:

તોરણઃ

તેમાં વિવિધ પ્રકારના મોતીઓ મૂકીને અનેક પ્રકારની ભાતો (ચિત્રો, ડીઝાઇન) પાડી હોય છે. તે અનેક પ્રકારના તારાઓના આકારથી સુશોભિત હોય છે. તોરણોમાં વરૂ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સાપ, કિન્નર, કસ્તુરીમૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રો કોતરેલા હોય છે. સ્તંભગત વજ્રરત્નમય વેદિકાથી તે રમણીય લાગે છે. તોરણોમાં યંત્રથી સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી (વિદ્યાધર સ્ત્રી - પુરુષ જેઓ વૈતાઢ્યપર્વતે 10 યોજન ઉપર રહે છે) યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે. તોરણો રત્નોના હજારો કિરણોથી સૂર્યની જેમ ઝગારા મારતા હોય છે. હજારો ચિત્રોથી શોભાયમાન હોય છે. દેદીપ્યમાન, અતિ દેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવા તેજવાળા, અનુકુળ સ્પર્શવાળા અને મનોહરરૂપથી મહેલો જેવા, દર્શનીય, સુંદર અને મનોહરરૂપ આકૃતિવાળા હોય છે.

તોરણોના ઉપરના ભાગમાં વજ્રના દંડવાળી કાળા ચામરોની ધ્વજાઓ , નીલ ચામરોની ધ્વજાઓ , લાલ ચામરોની ધ્વજાઓ, પીળા ચામરોની ધ્વજાઓ અને સફેદ ચામરોની ધ્વજાઓની રચના હોય છે. તે ધ્વજાનો સ્વચ્છ, મુલાયમ, ચાંદીમય પટ્ટથી સુશોભિત, કમળ જેવી સુગંધથી સુગંધીત, સુરમ્ય, દર્શનીય, રમણીય અને ઘાટીલી હોય છે.

103

Page 495

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 386:

દેવલોક - 91 : ભવનપતિ દેવલોક - 40 :

યાન-વિમાન - 3:

અષ્ટમંગલઃ

આભિયોગિક દેવો તે તોરણોની ઉપરના ભાગમાં 8-8 અષ્ટમંગલ ગોઠવે છે. તે આઠ મંગલો 1) સ્વસ્તિક, 2) શ્રીવત્સ, 3) નંદાવર્ત, 4) વર્ધમાન, 5) ભદ્રાસન, 6) કળશ, 7) મત્સ્ય (મીન યુગલ) અને 8) દર્પણ. તે મંગલો સર્વરત્નમય, સ્વચ્છ, સુકોમળ, મુલાયમ, રજરહિત, મેલરહિત, ગંદકીરહિત, દીપ્તિવાળા, અનુપમ, પ્રભાયુક્ત, ચારે તરફ પ્રસરતા કિરણો વાળા, ઉદ્યોતયુક્ત (ઠંડો પ્રકાશ), દર્શનીય, રમણીય અને ઘાટીલા હોય છે.

છત્રઃ

તોરણોની ઉપર છત્રાતિછત્ર (છત્રની ઉપર છત્ર) તેવા અનેક છત્રો, પતાકાતિપતાકાઓ (પતાકા (નાની ધ્વજા)ની ઉપર બીજી પતાકાઓ), તેવી અનેક પતાકાઓ, ઘંટ યુગલ (જોડીમાં), ચામર યુગલ, અનેક પ્રકારના કમળોના સમૂહ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરિક, મહાપુંડરિક, શતપત્ર, સહસ્ત્રપત્ર સમૂહની રચના કરેલ હોય છે. આ દરેક વિવિધ પ્રકારના કમળ ફુલોની જાત છે.

યાન-વિમાનનો સમતલ ભૂમિ ભાગઃ

આભિયોગિક દેવો યાન-વિમાનની સમતલભૂમિ (એક સરખી સમાંતર ભૂમિ, ઉપર-નીચે નહીં) ભાગની રચના કરે છે. ભૂમિ ભાગ પાંચ વર્ણના મણિઓથી શોભાયમાન હોય છે. તે મણિયુક્ત ભૂમિ ભાગ આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, પુષ્પમાણવ, વર્ધમાનક (સંપુટ), માછલીના ઇંડા, મગરના ઇંડા, જારામારા (એક જાતનું જલચર પ્રાણી), ખીલેલા ફૂલોની પંક્તિ, કમળપત્ર, સમુદ્રતરંગ, વાસંતીલતા, કમળવેલ વગેરે ચિત્રોથી સુંદર લાગે છે.

104

Page 496

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 387:

દેવલોક - 92 : ભવનપતિ દેવલોક - 41 :

યાન-વિમાન - 4:

કાંતિવાળા, ઉત્કટપ્રભાવાળા, તેજસ્વી કિરણોવાળા અને તેજના અંબારથી ભરેલા, કાળા, વાદળી, લાલ, પીળા અને સફેદ (પાંચવર્ણ) રંગના મણિઓથી તે ભૂમિ ભાગ શોભતો હોય છે.

દરેક મણિઓના રંગ અને તેનો પ્રકાર અનેક ગુણો સરસ, મનોહર અને મનોજ્ઞ હોય છે. દરેક મણિઓ સુગંધીત હોય છે. તેની સુગંધ અનેક ગુણા ઇષ્ટતર, સરસ, મનોહર, મનોજ્ઞ સુરભિગંધવાળા હોય છે. તે મણિઓનો સ્પર્શ કપાસ, માખણ કરતાં પણ અધિક ઇષ્ટતર, સરસ, મનોહર અને મનોજ્ઞ સ્પર્શવાળા હોય છે. આભિયોગિક દેવોએ આવા સુગંધીત મણિઓને ભૂમિમાં જડેલા હોય છે.

પ્રેક્ષાગૃહ મંડપઃ

પ્રેક્ષાગૃહ (નાટક કે વિવિધ મનોરંજન માટે બેઠક સ્થાન) મંડપ યાન (વિમાન)ની બરાબર વચ્ચેના ભાગમાં વિશાળ હોય છે. પ્રેક્ષાગૃહ મંડપ અનેક થાંભલાઓ ઉપર સ્થિત હોય છે. તે ઊંચી વેદિકા, તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત હોય છે. પ્રેક્ષાગૃહ મંડપ સુવ્યવસ્થિત, ઘાટીલા, વૈડુર્યમણિથી નિર્મિત અને નિર્મળ સ્તંભોથી શોભાયમાન હોય છે. પ્રેક્ષાગૃહ મંડપના સમભૂમિભાગને વિવિધ મણિઓથી જડી, તેને ચમકતો બનાવે છે. વરૂ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સાપ, કિન્નર, કસ્તુરીમૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રોથી અદભૂત લાગે છે. સ્તંભગત વજ્રરત્નમયી વેદિકાઓથી તે મનોહર દેખાય છે.

105

Page 497

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 388:

દેવલોક - 93 : ભવનપતિ દેવલોક - 42 :

યાન-વિમાન - 5:

પ્રેક્ષાગૃહ મંડપ યંત્રથી સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી (વિદ્યાધર સ્ત્રી - પુરુષ) યુગલોના પૂતળાઓ ફરતા દેખાય છે. રત્નોના હજારો કિરણોથી ઝગારા મારતો હોય છે તેમજ હજારો ચિત્રોથી શોભાયમાન હોય છે.

પ્રેક્ષાગૃહ મંડપમાં સુવર્ણમય, રત્નમય અનેક સ્તૂપો ઊભા કર્યા હોય છે. તેના શિખરો અનેક પ્રકારના પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી શણગારવામાં આવે છે. પ્રેક્ષાગૃહ મંડપનો ચળકાટ અને ચારે તરફ ફેલાતા કિરણના કારણે ચંચળ અને આંખોને અંજાવી દે તેવો ચકચકાટ લાગે છે. પ્રેક્ષાગૃહ મંડપની અંદર-બહાર ગોશીર્ષચંદન, હરિચંદન અને રક્તચંદન વગેરે સુગંધીત દ્રવ્યોના થાપા માર્યા હોય છે. પ્રેક્ષાગૃહ મંડપમાં ચંદનના કળશો ગોઠવ્યા હોય છે. બારણાના ટોડલાઓ, તોરણો ચંદનકળશોથી શોભાયમાન હોય છે. પ્રેક્ષાગૃહ મંડપમાં ઉપરથી લઇ નીચેની ભૂમિ સુધીની લાંબી-લાંબી સુગંધી ગોળ માળાઓ લટકાવેલી હોય છે. તે મંડપમાં પંચરંગી સુગંધી ફૂલો પાથરવામાં આવે છે.

પ્રેક્ષાગૃહ મંડપ કલાગુરુ, શ્રેષ્ઠ કુંદુરુષ્ક, તુરુષ્ક વગેરે દ્રવ્યોના ધૂપની ઉત્તમ સુગંધથી તે મહેકી રહે છે. દિવ્ય વાજિંત્રોના સુરથી ગુંજે છે. અપ્સરાના સમૂહથી વ્યાપ્ત હોય છે. આભિયોગિક દેવો પ્રેક્ષાગૃહ મંડપની ઉપર ચંદરવો બાંધે છે. ચંદરવો પદ્મલતા વગેરે ચિત્રોથી અતિમનોહર હોય છે.

106

Page 498

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 389:

દેવલોક - 94 : ભવનપતિ દેવલોક - 43 :

યાન-વિમાન - 6:

મણિપીઠિકા :

આભિયોગિક દેવો પ્રેક્ષાગૃહ મંડપના સમતલભૂમિની વચ્ચે વજ્રરત્ન (હીરા)થી નિર્મિત એક વિશાળ અખાડા (વિમાનમાં દેવોને બેસવાનું ક્ષેત્ર)ની રચના કરે છે. અખાડાની વચ્ચમાં 8 યોજન લાંબી, 8 યોજન પહોળી અને 4 યોજન જાડી વજ્રરત્નોથી બનેલી નિર્મળ, ઘાટીલી એક વિશાળ મણિપીઠિકા (મણિરતાનોની બેઠક) બનાવે છે.

સિંહાસનઃ

આભિયોગિક દેવતાઓ મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન બનાવે છે. સિંહાસનમાં સોનાના ચાકળા, રત્નોના સિંહ આકૃતિવાળા હાથા, સોનાના પાયા, પાયાનો ઉપરનો ભાગ વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત, જંબૂનદ સુવર્ણના ગાત્ર (પીઠનો ભાગ), વજ્રનો સંધિભાગ (સાંધા) અને વિવિધ મણિઓથી સિંહાસનનો મધ્યભાગ બનાવે છે.

સિંહાસન વરૂ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સાપ, કિન્નર, કસ્તુરીમૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેના ચિત્રોથી અદભૂત લાગે છે. સિંહાસનની આગળ મૂકેલું પાદપીઠ મૂલ્યવાન મણિઓ અને રત્નોથી સુશોભિત લાગતું હતું. સિંહાસન ઉપર કેસર તંતુઓ જેવા અતિ સુકોમળ અને સુંદર વસ્ત્રથી ગોળ ઓશિકું મુકવામાં આવે છે. તેનો સ્પર્શ કપાસ, માખણ જેવો કોમળ હોય છે. સિંહાસન ઉપર રજ ન પડે તે માટે સુંદર અને સુરચિત ચાદર ઢાંકવામાં આવે છે. ચાદર ઉપર જરી ભરેલી સુતરાઉ વસ્ત્ર પાથર્યું હોય છે. તેના ઉપર લાલ વસ્ત્ર પાથરવામાં આવે છે. સિંહાસન દર્શનીય, રમ્ય અને ઘાટીલું હોય છે.

107

Page 499

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 390:

દેવલોક - 95 : ભવનપતિ દેવલોક - 44 :

યાન-વિમાન - 7:

સિંહાસન ઉપરના ભાગમાં શંખ, કુંદપુષ્પ, જલબિંદુ, ક્ષીરસમુદ્રના ફીણના સમૂહ જેવું સફેદ, રત્નોથી ઝગમગતું, સ્વચ્છ, નિર્મળ, દર્શનીય એક વિજયદૂષ્ય (વિશેષ વસ્ત્ર) છત્ર આકારનો ચંદરવો બાંધ્યો હોય છે. સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજયદૂષ્યની વચ્ચે એક અંકુશ લગાવેલ હોય છે.

અંકુશમાં મોતીનું એક મોટું ઝુમ્મર લટકાવવામાં આવ્યું હતું. તેમાં વચ્ચે કુંભ પ્રમાણ (પ્રમાણ, માપ) વાળો એક મોટો ઝુમખો હોય છે. તેની ચારેબાજુ ગોળાકારે અડધા કુંભ પરિમાણવાળો અને પહેલાના ઝૂમખાથી અડધી ઊંચાઇવાળા મોતીઓના ચાર ઝૂમખા હોય છે. તે ઝૂમ્મરોના મોતીઓ સોનાના પાંદડાઓથી, ગોળ દડાના આકારવાળા ગોળાઓથી, આગળના ભાગમાં લગાડેલા સુવર્ણના પાંદડાઓથી, અનેક પ્રકારના મણિરત્નોના હાર, અડધા હજારથી શોભાયમાન હોય છે. ઝૂમ્મરોના હલવાથી કાનને મધુર લાગે તેવા ગુંજનથી પ્રેક્ષાગૃહ મંડપ ગુંજાયમાન થાય છે.

ભદ્રાસનઃ

આભિયોગિક દેવોએ સિંહાસનની 1) વાયવ્ય ખૂણે, 2) ઉત્તરદિશા અને 3) ઇશાનખૂણે ઇન્દ્રના સામાનિક દેવો માટે ભદ્રાસનોની રચના કરે છે. 4) પૂર્વ દિશામાં અગ્રમિહિષીઓ (ઇન્દ્રાણી) માટે ભદ્રાસનોની રચના કરે છે. 5) અગ્નિખૂણે આભ્યંતર પરિષદના દેવો માટે ભદ્રાસનો (માંગલિક આસનો)ની રચના કરે છે.

108

Page 500

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 391:

દેવલોક - 96 : ભવનપતિ દેવલોક - 45 :

યાન-વિમાન - 8:

6) દક્ષિણ દિશામાં મધ્યમ પરિષદના દેવો માટેના ભદ્રાસનો રચે છે. 7) નૈઋત્ય ખૂણે બાહ્ય પરિષદના દેવો માટેના ભદ્રાસનો, 8) પશ્ચિમ દિશામાં સેનાધિપતિઓના ભદ્રાસનોની રચના કરે છે. ત્યારબાદ સર્વે ભદ્રાસનોને ઘેરીને આત્મરક્ષક દેવોની પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ભદ્રાસનો ગોઠવવામાં આવે છે.

નોંધ : યાન-વિમાનમાં જે-જે દેવલોકના ઇન્દ્ર હોય, તે પ્રમાણે સામાનિક દેવો, અગ્રમિહિષીઓ, આભ્યંતર પરિષદ, મધ્યમ પરિષદ, બાહ્ય પરિષદ, સેનાધિપતિઓ અને આત્મરક્ષક દેવોની જેટલી સંખ્યા હોય તેટલાં ભદ્રાસનોની રચના થાય છે. માત્ર દિશા નિર્ધારિત હોય છે. ભદ્રાસનોની સંખ્યા ઇન્દ્ર પ્રમાણે વધ-ઘટ થઇ શકે તે હેતુથી સંખ્યા નથી જણાવી.

ઉત્પાત પર્વતઃ

તિરછાલોક (મધ્યલોક)માં આવવા માટે ઇન્દ્ર વગેરે દેવો જે પર્વત ઉપર આવી પોતાના યાન(વિમાન)ને સંક્ષિપ્ત (નાનું) કરે છે, ઉત્તર વૈક્રિય દ્વારા અનેકવિધ (અનેક પ્રકારેના) શરીરની રચના કરી, તિરછાલોકમાં આવે છે પ્રક્રિયા માટે આધારભૂત તે પર્વતને ઉત્પાત પર્વત કહે છે. ભવનપતિ દેવલોકના 20 ઇન્દ્રો અને તેમના 80-લોકપાલ વગેરેના ઉત્પાત પર્વતો અરુણવર દ્વીપ (નંદીશ્વરદ્વીપની જેમ તે પણ એક દ્વીપ છે.)માં આવેલ છે.

109

Page 501

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 392:

દેવલોક - 97 : ભવનપતિ દેવલોક - 46 :

ઉત્પાત પર્વત-2:

ભવનપતિ દેવલોકના 20 ઇન્દ્ર મહારાજના પ્રત્યેક ઇન્દ્રના ઉત્પાત પર્વત 1000 યોજન ઊંચો, 1000 ગાઉ ઊંડો, મૂળ ભાગમાં 1022 યોજન પહોળો છે. ભવનપતિ દેવલોકના 80 લોકપાલના પ્રત્યેક લોકપાલના ઉત્પાત પર્વત 1000 યોજન ઊંચો, 1000 ગાઉ ઊંડો, મૂળ ભાગમાં 1000 યોજન પહોળો છે.

ઉત્પાત પર્વતનું નામઃ

1) અસુરકુમાર દેવલોક

ચમરેન્દ્ર - તિગિંચ્છકૂટ બલીન્દ્ર - રુચકેન્દ્ર પર્વત સોમ લોકપાલ - સોમપ્રભ પર્વત યમ લોકપાલ - યમપ્રભ પર્વત વરુણ લોકપાલ - વરુણપ્રભ પર્વત વૈશ્રમણ લોકપાલ - વૈશ્રમણપ્રભ પર્વત

2) નાગકુમાર દેવલોકઃ

ધરણેન્દ્ર - ધરણપ્રભ પર્વત ભૂતાનંદ ઇન્દ્ર - ભૂતાનંદપ્રભ પર્વત કાલપાલ લોકપાલ - કાલપાલપ્રભ પર્વત કોલપાલ લોકપાલ - કોલપાલપ્રભ પર્વત શૈલપાલ લોકપાલ - શૈલપાલપ્રભ પર્વત શંખપાલ લોકપાલ - શંખપાલપ્રભ પર્વત

110

Page 502

જૈન વિજ્ઞાન

3) સુવર્ણકુમાર દેવલોકઃ

વેણુદેવ ઇન્દ્ર - વેણુપ્રભ પર્વત વેણુદાલી ઇન્દ્ર - વેણુદાલીપ્રભ પર્વત ચિત્ર લોકપાલ - ચિત્રપ્રભ પર્વત વિચિત્ર લોકપાલ - વિચિત્રપ્રભ પર્વત ચિત્ર પક્ષ લોકપાલ - ચિત્રપક્ષપ્રભ પર્વત વિચિત્ર પક્ષ લોકપાલ - વિચિત્રપક્ષપ્રભ પર્વત

4) વિદ્યુતકુમાર દેવલોકઃ

હરિકાંત ઇન્દ્ર - હરિકાંતપ્રભ પર્વત હરિસ્સહ ઇન્દ્ર - હરિસ્સહપ્રભ પર્વત પ્રભુ લોકપાલ - પ્રભ પર્વત સુપ્રભ લોકપાલ - સુપ્રભ પર્વત પ્રભકાંત લોકપાલ - પ્રભકાંતપ્રભ પર્વત સુપ્રભકાંત લોકપાલ - સુપ્રભકાંતપ્રભ પર્વત

111

Page 503

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 393:

દેવલોક - 98 : ભવનપતિ દેવલોક - 47 : ઉત્પાત પર્વત-3: ઇન્દ્ર/લોકપાલ નામ - ઉત્પાત પર્વત : 5) અગ્નિકુમાર દેવલોક

અગ્નિશિખા ઇન્દ્ર - અગ્નિશિખાપ્રભ પર્વત અગ્નિમાણવ ઇન્દ્ર - અગ્નિમાણવપ્રભ પર્વત તેજ લોકપાલ - તેજપ્રભ પર્વત તેજશિખ લોકપાલ - તેજશિખપ્રભ પર્વત તેજસ્કાંત લોકપાલ - તેજસ્કાંતપ્રભ પર્વત તેજપ્રભ લોકપાલ - તેજપ્રભ પર્વત

6) દ્વીપકુમાર દેવલોક

પૂર્ણ ઇન્દ્ર - પૂર્ણપ્રભ પર્વત વિશિષ્ટ ઇન્દ્ર - વિશિષ્ટપ્રભ પર્વત રૂપ લોકપાલ - રૂપપ્રભ પર્વત રૂપાંશ લોકપાલ - રૂપાંશપ્રભ પર્વત રૂપકાંત લોકપાલ - રૂપકાંતપ્રભ પર્વત રૂપપ્રભ લોકપાલ - રૂપપ્રભ પર્વત

7) ઉદધિકુમાર દેવલોક

જલકાંત ઇન્દ્ર - જલકાંતપ્રભ પર્વત જલપ્રભ ઇન્દ્ર - જલપ્રભ પર્વત જલ લોકપાલ - જલપ્રભ પર્વત જલરત લોકપાલ - જલરતપ્રભ પર્વત જલકાંત લોકપાલ - જલકાંતપ્રભ પર્વત જલપ્રભ લોકપાલ - જલપ્રભ પર્વત

112

Page 504

જૈન વિજ્ઞાન

8) દિશાકુમાર દેવલોક

અમિતગતિ ઇન્દ્ર - અમિતગતિપ્રભ પર્વત અમિતવાહન ઇન્દ્ર - અમિતવાહનપ્રભ પર્વત ત્વરિતગતિ લોકપાલ - ત્વરિતગતિપ્રભ પર્વત ક્ષિપ્રગતિ લોકપાલ - ક્ષિપ્રગતિપ્રભ પર્વત સિંહગતિ લોકપાલ - સિંહગતિપ્રભ પર્વત સિંહવિક્રમગતિ લોકપાલ - સિંહવિક્રમગતિપ્રભ પર્વત

9) વાયુકુમાર દેવલોક

વેલંબ ઇન્દ્ર - વેલંબપ્રભ પર્વત પ્રભંજન ઇન્દ્ર - પ્રભંજનપ્રભ પર્વત કાલ લોકપાલ - કાલપ્રભ પર્વત મહાકાલ લોકપાલ - મહાકાલપ્રભ પર્વત અંજન લોકપાલ - અંજનપ્રભ પર્વત રિષ્ટ લોકપાલ - રિષ્ટપ્રભ પર્વત

10) સ્તનિતકુમાર દેવલોક

ઘોષ ઇન્દ્ર - ઘોષપ્રભ પર્વત મહાઘોષ ઇન્દ્ર - મહાઘોષપ્રભ પર્વત આવર્ત લોકપાલ - આવર્તપ્રભ પર્વત વ્યાવર્તક લોકપાલ - વ્યાવર્તકપ્રભ પર્વત નંદિકાવર્ત લોકપાલ - નંદિકાવર્તપ્રભ પર્વત મહાનંદિકાવર્ત લોકપાલ - મહાનંદિકાવર્તપ્રભ પર્વત

113

Page 505

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 394:

દેવલોક - 99 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-1:

અતિ પુણ્ય સ્વરૂપે મર્યાદિત સુખ ભોગવવાનું સ્થળ એટલે દેવલોક. અતિ દુઃખ ભોગવવાનું સ્થળ નરક. સંપૂર્ણ વ્યવસ્થા સ્વ કર્મ સંચાલિત છે. સુખ અને દુઃખ કોઇ દેવી-દેવતાઓની કૃપાથી, કોઇ દેવી-દેવતાઓના સંચાલનથી કે તેમની ઇચ્છાથી નથી પ્રાપ્ત થતાં! સ્વકૃત કર્મોના ફળ ઉદયમાં આવતા તે ભોગવવાના જ હોય છે.

ઉત્તરોત્તર દુઃખથી સુખ તરફ વૃદ્ધિનો ક્રમ : 1) નિગોદ, 2) નરક, 3) તિર્યંચ (પાંચ સ્થાવર એકેન્દ્રિય : પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય), વિકલેન્દ્રિયઃ (બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય), પંચેન્દ્રિય તિર્યંચ, યુગલિક તિર્યંચ, 4) મનુષ્ય (કર્મભૂમિ, અકર્મભૂમિ (યુગલિક), 5) દેવ (કિલ્વિષીક દેવ, વ્યંતર-વાણવ્યંતર દેવ, ભવનપતિ દેવ, જ્યોતિષ્ક દેવ, વૈમાનિક દેવ, નવ ગ્રૈવયક, પાંચ અનુત્તર અને શાશ્વત સુખ પ્રાપ્તિનું સ્થળ સિદ્ધ લોક. આ બધી જ વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. કોઇ જીવની ઇચ્છા માત્રથી નથી મળતું. આ વ્યવસ્થામાં ઘણાં જ પરિબળો કામ કરે છે. જીવ સારા-ખરાબ કર્મોથી તેને અનિચ્છાએ ભોગવવાના જ હોય છે.

સૃષ્ટિનું સર્જન કર્તા, પાલન કર્તા અને સંહાર કર્તા કોઇ જ નથી. આ બધું જ મિથ્યા છે. આ બધી જ વ્યવસ્થા અનાદિકાળથી સ્વયંસંચાલિત છે અને રહેશે. તેનો કોઇ આદિ નથી અને અંત પણ નથી. કર્મવશ સંસારમાં રહેલા સુખ-દુઃખ ભોગવવાના જ હોય છે.

114

Page 506

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 395:

દેવલોક - 100 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-2:

દેવલોક મહાન પુણ્યોદયથી મર્યાદિત સુખ પામવાનું એકમાત્ર ક્ષેત્ર છે. અઢળક પુણ્ય જીવને ઉદયમાં આવતા દેવલોકની ઉપપાત શૈયામાં જીવનો જન્મ થતાં જ દેવોને સુખ ભોગવવાનું શરૂ થાય છે. ભવનપતિ દેવલોકના દેવો ભવન (મહેલ)માં રહે છે જ્યારે વ્યંતર દેવલોકના દેવો નગરમાં રહે છે. નગરની રચના પણ ભવનપતિ દેવલોકના ભવનોની જેમ જ રહે છે. તેઓ પણ રત્નપ્રભા પૃથ્વીમાં રહે છે.

દેવલોકમાં ભવનપતિ દેવના ભવનોની વિસ્તારપૂર્વક રચના આપે જાણી તે જ પ્રમાણે વ્યંતર અને વાણવ્યંતર દેવોના નગરોની રચના હોય છે. જૈન વિજ્ઞાન લેખ નં. 296 થી જૈન વિજ્ઞાન લેખ નં. 340માં વિસ્તારથી સમજાવામાં આવેલ છે, તેથી અહીં ફરીથી તે પ્રકારના લેખોનું પુનરાવર્તન નહીં થાય. અહીં ભવનપતિ દેવલોકના દેવો અને વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવોમાં જે કંઇ વિશેષ તફાવત હશે તેનો જ ઉલ્લેખ અહીં કરવામાં આવશે. જેથી વાંચકોની રૂચિ જળવાઇ રહે.

વિશેષ તફાવતમાં ભવનપતિ દેવલોક અને વ્યંતર-વાણવ્યંતર દેવલોકના દેવી-દેવતાઓમાં રહેવાના સ્થાન, દેવોના પ્રકાર, રાજ્ય વ્યવસ્થા, ભોગ-ઉપભોગ, અવધિજ્ઞાન, ઇન્દ્ર મહારાજનું પરિવાર, આયુષ્ય, ગતિ, આગતિ, દ્રષ્ટિ, લેશ્યા, આહાર, વિહાર વગેરેમાં ભવનપતિ દેવી-દેવતાઓ કરતાં ઘણો જ તફાવત હોય છે. જેને આપણે વિસ્તારમાં સમજીએ.

115

Page 507

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 396:

દેવલોક - 101 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-3:

વ્યંતર-વાણવ્યંતર દેવલોકનું સ્થાનઃ

પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના 1000 યોજન જાડાઇવાળા રત્નમયકાંડના ઉપરના 100 યોજન અને નીચેના 100 યોજન છોડીને, વચ્ચેના 800 યોજનમાં વ્યંતર અને વાણવ્યંતર દેવોના ભૌમેયક (ભૂમિગૃહ સમાન) તિરછા (આડી રેખામાં) અસંખ્યાત લાખ નગર આવાસો છે.

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ એક જ કોટિના એટલે કે વ્યંતર દેવી-દેવતાઓ જ હોય છે. પરંતું, વનોમાં વૃક્ષો, પર્વતો, ગુફાઓ, ખીણો, નદીઓ વગેરે સ્થાનોમાં રહેતા હોવાથી તેવા વ્યંતરોને વાણ વ્યંતર કહે છે. તેમના વિહાર, નગર અથવા નિવાસ સ્થાન ભૂમિ નિર્મિત હોય છે. તેથી તેઓ ભૌમેયક કહેવાય છે.

પ્રથમ રત્નપ્રભાપૃથ્વીના ત્રણ કાંડ છેઃ (1) રત્નકાંડ (ર) પંકકાંડ અને (3) જલકાંડ. તેમાં ઉપરનો 16,000 યોજનનો વિસ્તૃત રત્નકાંડ છે. તેમાં એક- એક હજાર યોજનના 16 વિભાગો ક્રમશઃ 16 જાતિના રત્નમય છે. તેમાં ઉપરના એક હજાર યોજનના રત્નકાંડમાં ઉપર અને નીચે 100-100 યોજન છોડીને મધ્યના 800 યોજનની જાડાઈવાળા ક્ષેત્રમાં પિશાચ વગેરે વ્યંતર દેવોના નગરો છે. આ રીતે તિરછાલોકના અસંખ્યદ્વીપોની નીચેના ક્ષેત્રમાં સમસ્ત વ્યંતર દેવોના અસંખ્યાત લાખ નગરો ફેલાયેલા છે.

116

Page 508

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 397:

દેવલોક - 102 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-4:

સમુદ્રો 1000 યોજન ઊંડા હોવાથી તેની નીચે વ્યંતર દેવોના નગરો હોતા નથી. ઉપરના 100 યોજનક્ષેત્રમાં 10-10 યોજન ઉપર-નીચે છોડીને વચ્ચેના 80 યોજન ક્ષેત્રમાં આણપન્ની આદિ 8 પ્રકારના વ્યંતર દેવોના સ્થાન છે.

વ્યંતર દેવોના નગરો અસંખ્ય દ્વીપોની નીચે જ હોય છે, સમુદ્રોની નીચે હોતા નથી કારણ કે પ્રત્યેક સમુદ્રો 1000 યોજન ઊંડા છે તેથી સમુદ્રોની નીચે વ્યંતર દેવોના નગરોની સંભાવના જ નથી. તદુપરાંત મહાવિદેહ ક્ષેત્રની અધો લૌકિક સલિલાવતી અને વપ્રા વિજયની અપેક્ષાએ તથા મેરૂપર્વતના પંડગવન વગેરેની અપેક્ષાએ ઊર્ધ્વલોકમાં પણ વ્યંતર દેવોના આવાસ હોય છે. આ રીતે વ્યંતર દેવોના આવાસ ત્રણેય લોકમાં પ્રાપ્ત થાય છે. તેમ છતાં તેના મુખ્ય આવાસો તિરછાલોકમાં જ હોવાથી વ્યંતરદેવોના આવાસસ્થાનોનું વર્ણન તિરછાલોકમાં જ કર્યું છે.

10 પ્રકારના જૃંભક દેવો ના સ્થાન તિરછાલોકના વૈતાઢ્ય પર્વત વગેરે છે. વ્યંતરોના આવાસ સ્થાનને નગર આવાસ કહે છે. આ રીતે વ્યંતર દેવોના સ્થાનો તિરછાલોકમાં છે. વ્યંતર દેવોના ઉત્તર દિશાના ઇન્દ્રો અને તેમનો પરિવાર મેરૂ પર્વતથી ઉત્તર દિશાના નગરોમાં અને દક્ષિણ દિશાના ઇન્દ્રો અને તેનો પરિવાર મેરૂ પર્વતથી દક્ષિણ દિશાના નગરોમાં રહે છે. તે નગરોનું સ્વરૂપ ભવનપતિદેવોના ભવનની જેમ દિવ્ય અને ભવ્ય છે.

117

Page 509

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 398:

દેવલોક - 103 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-5:

વ્યંતર-વાણવ્યંતર દેવલોક-ભવનપતિ દેવલોકમાં તફાવત :

ભૌમેયક નગર બહારથી ગોળ અને અંદરથી ચોરસ છે. બાકીનું વર્ણન ભવનપતિ દેવલોકના ભવનોની જેમ જ સમજી લેવું. માત્ર વિશેષતા તેમના નગરો પતાકા અને માળાઓથી વ્યાપ્ત છે, સુરમ્ય છે, મનને પ્રસન્ન કરનારા છે, દર્શનીય છે.

વૈતાઢ્ય પર્વતઃ

વૈતાઢ્ય પર્વત સમતલભૂમિથી 50 યોજન પહોળો અને 25 યોજન ઊંચો છે. 10 યોજન ઉપર સમતલભૂમિ વિદ્યાધર મનુષ્યો રહે છે. તેઓ આકાશગામિની (આ વિદ્યાથી વિદ્યાધર મનુષ્યો આકાશમાં, હવામાં ઊંચે ઊડી શકે છે.) વગેરે વિદ્યાઓ ધારણ કરનારા હોય છે. વૈતાઢ્ય પર્વત સમતલભૂમિથી 20 યોજન ઉપર વ્યંતર અને વાણવ્યંતર દેવલોકના આભિયોગિક દેવો (સેવક દેવી-દેવતાઓ) નિવાસ કરે છે. આભિયોગિક દેવો વિશે ભવનપતિ દેવલોકમાં વિસ્તારપૂર્વક સમજાવેલ છે. (ચક્રવર્તી મહારાજના છ ખંડ વિજયમાં ચિત્ર દ્વારા સમજાવાયેલ છે.) અઢીદ્વીપમાં (જંબુદ્વીપ, ઘાતકીખંડ અને પુષ્કરદ્વીપ) વૈતાઢ્ય પર્વત દરેક ક્ષેત્ર અને દરેક મહાવિદેહ ક્ષેત્રના વિજયમાં હોય છે. તેના જ કારણે તે-તે ક્ષેત્ર 6 ખંડમાં વિભાજિત થાય છે.

118

Page 510

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 399:

દેવલોક - 104 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-6:

વ્યંતર-વાણવ્યંતર દેવલોક રચનાઃ

તે ભૌમેયક (ભૂમિની અંદર સ્થિત) નગરો બહારથી ગોળ અને અંદરથી સમચોરસ તથા નીચેથી કમળ કર્ણિકાના (કળી)ના આકારે સંસ્થિત છે. તે નગર આવાસોની ચારે તરફ કોતરેલ હોય તેવી સ્પષ્ટ અંતરવાળી, ઊંડી તથા વિસ્તારપૂર્વક ખાઇઓ અને પિરખાઓ હોય છે, તે નગર આવાસો પ્રાકાર (કિલ્લા), અટ્ટાલકો (ખુલ્લું ધાબુ), કમાડો, તોરણો, પ્રતિદ્વારો (બારી) તથા ચારે બાજુ વિવિધ યંત્રો, શતધ્નીઓ (એક સાથે સો માણસને મારી નાંખે તેવું એક શસ્ત્ર), મૂસળો અને મુસુણ્ઢી નામક શસ્ત્રોથી યુક્ત હોય છે, શત્રુઓ દ્વારા અયોધ્ય (જેની સામે લડાઇ ન કરી શકાય તેવું), સદા જયશીલ, સદાગુપ્ત (સુરક્ષિત), 48 ઓરડાઓથી રચિત, 48 વનમાળા (વનમાં ઉગનારા ફુલો)ઓથી સુસજ્જિત, પરકૃત ઉપદ્રવરહિત, કલ્યાણમય અને કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત (નજીક રહી સુરક્ષા કરે) છે, અત્યાધિક ચમકતા હોવાના કારણે સુશોભિત છે.

તેના પર ગોશીર્ષચંદન અને સરસ ભીના રક્તચંદનથી, પાંચેય આંગળીઓ દેખાય તેવા હાથના થાપા લાગેલા હોય છે. પ્રતિદ્વાર (બારી)ના અમુક ભાગોમાં ચંદન કળશોના તોરણો સુંદર વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય છે.

લાંબી, સઘન તથા ગોળાકાર ઝુમખા યુક્ત પુષ્પમાળાઓના સમૂહથી યુક્ત હોય છે. પાંચ વર્ણના સરસ, સુગંધિત પુષ્પપુંજોથી (ફુલોના ઢગલા)થી સુશોભિત છે.

119

Page 511

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 400:

દેવલોક - 105 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-7:

નગર આવાસો કાલાગુરૂ, કુંદરૂષ્ક, ઉત્તમ લોબાન, ગુગળ વગેરે ધૂપના સુગંધથી મઘમઘાયમાન રમણીય તથા સુગંધિત વસ્તુઓની ઉત્તમ ગંધથી સુગંધિત હોવાથી સુગંધગુટિકા સમાન લાગે છે.

અપ્સરાગણના સમૂહથી વ્યાપ્ત, દિવ્યવાદ્યોના (વાજિંત્રોના) ધ્વનિથી ગુંજિત, ધ્વજા-પતાકાઓની પંક્તિ (હરોળ)થી મનોહર, સર્વરત્નમય, સ્ફટિકમય, સ્વચ્છ, સ્નિગ્ધ, કોમળ, ઘસેલા, સાફ કરેલા, રજરહિત, નર્મળ, નિષ્પંક, આવરણ રહિત કાંતિવાળા, પ્રભાયુક્ત, કિરણોયુક્ત, ઉદ્યોતયુક્ત, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. આ નગર આવાસોમાં પર્યાપ્તા (પિરપૂર્ણતા) અને અપર્યાપ્તા (અપૂર્ણતા, અગાઉના જૈન વિજ્ઞાનના લેખમાં જણાવેલ છે.) વ્યંતર- વાણવ્યંતરોનાં સ્થાન છે.

તે ઉપપાત વગેરે ત્રણેય અપેક્ષાએ લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. ત્યાં

ઘણા વ્યંતર-વાણવ્યંતર દેવો નિવાસ કરે છે. તે આ પ્રમાણે છે :

(1) પિશાચ, (ર) ભૂત, (3) યક્ષ, (4) રાક્ષસ, (પ) કિન્નર, (6) કિંપુરૂષ, (7) મહાકાય, ભુજંગપતિ (8) નિપુણ (ગંધર્વ-ગીતોમાં અનુરક્ત) ગંધર્વગણો, (9) અણપર્ણિક, (10) પણપર્ણિક, (11) ૠષિવાદિત, (12) ભૂતવાદિત, (13) ક્રન્દિત, (14) મહાક્રંદિત, (15) કૂષ્માણ્ડ (કોહંડ) અને (16) પતંગદેવ.

જૈન વિજ્ઞાન ભાગ-4માં લેખ ક્રમાંક 301 થી 400ના તમામ લેખોમાં અક્ષર-શબ્દ ત્રૂટિ-દોષ રહી ગયો હોય, લેખમાં કોઇપણ પ્રકારની ક્ષતિ-ભુલ રહી ગયેલ હોય તે બદ્દલ તેમજ જિનાજ્ઞા વિરાધના થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે કરી મિચ્છામિ દુક્કડમ્!

લિ. જીજ્ઞેશ ચંદ્રકાન્ત હંસરાજ લોડાયા (વારાપધર-ડોંબિવલી)

120

Page 512

જે દેવનિર્મિત સમવસરણે બેસી દેતા દેશના, વાણી અમીય સમાણી સુણતા, તૃપ્તિ કદીએ થાય ના, ચોત્રીશ અતિશય શોભતા, પાંત્રીસ ગુણ વાણીતણા, અરિહંતના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના... જે રજત સોનાને અનુપમ, રત્નના ત્રણ ગઢ મહીં, સુવર્ણના નવપદ્મમાં, પદકમળને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસન જે શોભતા, અરિહંતના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...

।। ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામીને નમઃ ।। શ્રી ।। ૐ ર્હ્રીં ણમો નાણસ્સ ।।

ગૌતમ સ્વામીને નમઃ ।।

।। અનંત લબ્ધિનિધાન

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન

ભાગ-5

જૈન વિજ્ઞાન

પ્રકાશકની કલમે...

જય જિનેન્દ્ર! પ્રણામ!! અત્યંત હર્ષની લાગણીઓ સાથે જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપમાં દૈનિક ધોરણે પ્રકાશિત થયેલા જૈન વિજ્ઞાન લેખ નં. 401 થી 500 સુધીના લેખના સંગ્રહ પુસ્તક સ્વરૂપે જૈન વિજ્ઞાન ભાગ-5 રજુ કરી રહ્યા છીએ. દરેક વાચકોનો બહોળો પ્રતિસાદ જૈન વિજ્ઞાનના લેખ બાબતે અમને મળતો રહે છે. ઘણાં લોકોની અમને વિનંતી હોય છે કે, જૈન વિજ્ઞાન શિર્ષક હેઠળ પ્રકાશિત થતાં દરેક લેખનું ડીઝીટલ કોપી પુસ્તક સ્વરૂપે રજૂઆત કરો જેથી જ્યારે- જ્યારે પણ જરૂરત પડે ત્યારે ફરી-ફરી વાંચન સરળતાથી થતું રહે!

જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપ દ્વારા જૈનોના વિવિધ સંપ્રદાયને એક છત્ર હેઠળ સમાવેશ કરી, કોઇની ભાવના અને શ્રદ્ધાને ઠેસ ન પહોંચે તે રીતે વિશેષ ધ્યાન રાખીએ છીએ. જૈન દર્શન અનેકાંતવાદને માન્ય કરે છે તેમજ તારક તીર્થંકર પરમાત્મા દ્વારા સ્વીકૃત છે. દરેક સંપ્રદાયનું લક્ષ્ય મોક્ષ છે. દરેક જીવ સ્વકૃત કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્તિ કરે છે.

જોતજોતામાં જૈન વિજ્ઞાનના લેખ 500 ક્રમાંકને પાર થયાં. દોઢ વર્ષ જેટલો સમય વિત્યો. આપ પણ જૈન વિજ્ઞાન લેખથી ઘણુંજ પામ્યા હશો, ઘણાં આ તત્ત્વો વિશે જાણકાર હશે તેમજ તેમનું પુનરાવર્તન થયું હશે તથા ઘણાં વાચકોને નવું જાણવા મળ્યું પણ હશે. જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપમાં દૈનિક વિવિધ વિષયો ઉપર લેખો આપ સમક્ષ રજૂ કરીએ ત્યારે એક જ શુભ ભાવના હોય છે લોક કલ્યાણ ! ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામીનું શાસન ચાલે છે અને પાંચમાં આરાના અંત સુધી અવિરત પણે ચાલતું રહેશે. જિનવાણી આજે પણ આપણી સમક્ષ આગમ સ્વરૂપે ઉપલબ્ધ છે. વર્તમાનમાં આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વી ભગવંતોના શ્રીમુખે ધર્મ શ્રવણ કરતાં રહીએ છીએ.

જૈનમ્ જયતિ શાસનમ્ ગ્રુપ એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે. જેથી અમારો ઉત્સાહ પણ વધતો રહે છે. વોટસએપ નં. 8898336677 ઉપર મેસેજ કરશો, અમે આપને જોઇન ગ્રુપ લિન્ક મોકલાવીશું જેથી આપ સ્વયંમેવ ગ્રુપમાં આવી જશો. ફરી એકવાર આપને હૃદયપૂર્વક ધન્યવાદ! જિનાજ્ઞા વિરાધના થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે કરી મિચ્છામિ દુક્કડમ્!!!

લિ. જૈનમ્ જયતિ શાસનમ્ ગ્રુપ - સંસ્થાપક

1

Page 515

જૈનમ્ જયતિ શાસનમ્

જય જિનેન્દ્ર!

પ્રસ્તાવના : મુક્તિ પંથ

મુક્તિ એટલે મોક્ષ . આત્માનું ક્યારેય મરણ નથી, આત્મા સદાય અમર હોય છે, માત્ર શરીરને બદલે છે. જીવ સુક્ષ્મ અને બાદર સ્વરૂપે સદાય જન્મ લેતો રહે છે, તેનું મુખ્ય કારણ કર્મ. કર્મ જ્યાં સુધી ક્ષય ન થાય ત્યાં સુધી જીવનું સંસાર પરિભ્રમણ સદાય ચાલુ જ રહે છે. સંસાર પરિભ્રમણ હિંસાના કારણે જ થાય છે. જીવ પીડિત થાય છે, ભયંકર દુઃખી થાય છે, શારીરિક અને માનસિક પીડાઓથી ઘેરાયેલો જીવ પૂર્વે કરેલાં કર્મોને રડતાં-રડતાં જ ભોગવે છે.

જૈન દર્શન કર્મવાદને જ માન્ય કરે છે. જીવને દુઃખ અને સુખ પોતે પૂર્વે કરેલા કર્મોને જ કારણે છે. માત્ર તફાવત એ છે કે જીવને પૂર્વે કરેલા કર્મો તેના જ્ઞાનમાં નથી આવતું જેના પરિણામે તે ભગવાનને નિમિત્ત બનાવે છે. જે થાય છે તે પ્રભુને પરિણામે અને એ તેમની જ લીલા છે. સવી જીવ કરું શાસન રસી! ની તીવ્ર ભાવના અને 20 સ્થાનક અને તેમાનાં કોઇ એક સ્થાનકનું આલંબન લઇ તીર્થંકર નામકર્મ નો ઉદય થાય છે. આજ પરંપરા અનંતા તીર્થંકર ભગવાનોની હોય છે. જિનેશ્વર દેવ સદાય સર્વે જીવનું ભલું જ ઇચ્છે છે તો પછી એક જીવને સુખ અને બીજા જીવને દુઃખ આવી અસમાનતા કેમ હોઇ શકે? તે દરેક જીવે ગંભીરતાથી જ સમજવું રહ્યું.

જીવનું સુખ અને દુઃખ જીવે પૂર્વે કરેલા અજ્ઞાનતાવશ કર્મો! હસતાં- હસતાં બાંધેલા કર્મો જીવને ઉદયમાં આવતા નિશ્ચિતપણે ભોગવવાના જ હોય છે. એક વિજ્ઞાન છે સુખ પામવું છે તો દરેક જીવને સુખ આપવું જ પડશે. કોઇ જીવને પીડા આપી હોય તો તે નિશ્ચિતપણે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ દરેક જીવને ભોગવવા જ પડે, તેમાં તીર્થંકર પરમાત્મા પણ બાકાત નથી.

દરેક તારક તીર્થંકર પરમાત્મા એક જ સંદેશો આપે છે, હું જે માર્ગ અપનાવી મોક્ષનો સ્વીકાર કર્યો તે જ માર્ગે અને તે પ્રમાણે અનુસરણ કરી આપ પણ મોક્ષગતિ અવશ્ય પામી શકો છો. કર્મની સત્તાને અહીં કોઇ જ ભેદભાવ

2

Page 516

જૈન વિજ્ઞાન

નથી. તે રાજા હોય કે રંક તેની નીતિ સહુ માટે સમાન છે. કુલ પાંચ જ્ઞાનમાંથી વર્તમાને ભરતક્ષેત્રે પાંચમા આરામાં અવિધિજ્ઞાન, મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન કોઇપણ જીવને નથી અને થશે પણ નહીં. દરેક જીવ માત્ર શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનનું જ આધાર લઇ શકે છે.

જ્ઞાની ભગવંતો (આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સાધુ ભગવંતો) તારક તીર્થંકર, ચરમતીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનના પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામીની પાટ્ટપરંપરાએ જિનાજ્ઞામાં રહી ધર્મ ઉપદેશ આપી સવિ જીવનું કલ્યાણ થાય તેમ ઇચ્છે છે. તેઓ સર્વ વિરતિ લઇ કર્મનિર્જરા માટે સદાય તત્પર રહે છે. તેઓ એક જ ભાવના ભાવે છે કે જલદીથી જલદી કર્મક્ષય કરી સંસારભ્રમણમાંથી મુક્તિ પામીએ.

આવા મહાત્માઓનું આલંબન લઇ કેટકેટલા શ્રાવક-શ્રાવિકાઓ દેશવિરતિ સ્વીકારી અનુક્રમે ચારિત્ર ધારણ કરવા તત્પર હોય છે. ક્યાંક તેમનો ચારિત્ર મોહનીય કર્મ તેમને સંસારમાં લીન બનાવે છે. સંસારમાં રહેનાર જીવ પ્રતિક્ષણ હિંસાથી જ જોડાયેલો રહે છે. મોહનીય કર્મ પ્રબળ છે, સંસારમાં જોડાવવા સદાય મોહ ઉત્પન્ન કરતો રહે છે. વર્તમાન ભવની સમાપ્તિ બાદ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિ કર્મવશ સ્વીકારતો રહે છે. તેને પૂર્વનું કશું જ યાદ નથી. કોઇક જ પુણ્યશાળી હોય છે કે વર્તમાનમાં તેને માત્ર જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને પુનઃ આત્મભાવમાં લીન બની જાય છે.

કેટલાંક મનુષ્યો હંમેશા સામે વાળાને જ દોષ દેતાં હોય છે. આ વ્યક્તિ મને ત્રાસ આપે છે, પીડા આપે છે, દુઃખ આપે છે, અહિત ઇચ્છે છે, બરબાદી ઇચ્છે છે, આ બધુ શું છે? પૂર્વે કરેલાં કર્મો તેના ઉદયમાં આવ્યા છે અને તે વ્યક્તિ સાથે તમારા પૂર્વે થયેલા વેર અને તેની વસુલાત છે. તે કર્મ ઉદયમાં આવતાં તેને સહર્ષ ભોગવવાનાં હોય છે, પરંતું, જીવ સામે વાળી વ્યક્તિ ઉપર આક્ષેપ કરી પોતાનું સંસાર પરિભ્રમણ સરળતાથી વધારી લે છે. વેરથી વેર સમે નહીં આ જગમાં ... જીવ પ્રતિ જીવ વેર અને વૈમનસ્ય પરંપરા સદાય ચાલુ જ રહે

3

Page 517

જૈનમ્ જયતિ શાસનમ્

છે. આમ કરતાં જીવ અનંતકાળ પર્યંત ભમતો રહે છે. તેને ક્યારેય શાશ્વતસુખ દેખાતું નથી. જીવ દયનીય સ્થિતિમાં મુકાઇ જાય છે. તો પછી મુક્તિ ક્યારે?

મુક્તિનો માર્ગ ત્યાગથી છે. 18 પાપસ્થાનકથી મુક્તિ એટલી સરળ નથી. તપ-જપ-સાધના અને મહાત્માઓના શ્રવણ (વ્યાખ્યાન) જીવને ધર્મધ્યાનમાં સ્થિર કરે છે. જીવ હિંસા અને અહિંસાના ભેદ સમજે છે. હિંસા અને અહિંસાનું કારણ સમજે છે, જીવના પ્રકાર કેટલાં છે તે સમજે છે. આ બધું ત્યારે જ શક્ય બને, જો જીવને જિજ્ઞાસા હોય મુક્તિની!

વર્તમાન મનુષ્ય જીવ ભૌતિક સુખ માટે સતત પરિશ્રમ કરે છે. તે માટે દિવસ-રાત સતત ધન કમાવવા પ્રયત્નશીલ રહે છે. પરંતું, સુખ પામવાને બદલે માત્ર દુઃખ જ પામતો રહે છે. ભૌતિક સુખ તલવારની ધાર ઉપર પડેલા મધના ટીપાં સમાન હોય છે. તેને ચાટવા જતાં માત્ર શારીરિક વેદના સાથે લોહીની ધાર જ વહેતાં વધુ પીડા ભોગવે છે. આ બધુ જાણ્યા પછી પણ મુક્તિનો માર્ગ સરળ નથી ખૂબજ પરિશ્રમ માંગી લે છે. માત્ર રત્નત્રયી અને તત્વત્રયીના આરાધના કરતાં જીવ જરૂર આત્મભાવમાં લીન બને છે. તપ-જપ અને સાધના કરતાં જીવ હળુકર્મી બને છે. ચારિત્રધર્મ સ્વીકારી પરંપરાએ સંસારને સિમિત કરતાં એક સમય એવો હોય છે કે ચાર ઘાતિકર્મ અને ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં માત્ર 1 સમય માં જ લોકાગ્રે સિદ્ધશીલા એ શાશ્વત સુખને પામી લે છે. નમો સિદ્ધાણં , સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર હોજો.

જૈન વિજ્ઞાનમાં આવતાં તમામ લેખ માટે ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાન, ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંત, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી તેમજ શ્રુતજ્ઞાની સમસ્ત સાધુ-સાધ્વી ભગવંતા ેનો હૃદયપૂર્વક આભારી છું. તેમની કૃપા અને કરૂણા વગર લેખ લખવા બિલકુલ શકય નથી. જૈન વિજ્ઞાનમાં પ્રકાશિત તમામ લેખનો શ્રેય હું તેમને જ સમર્પિત કરું છું. મારા ઉપર સતત આશિર્વાદ વરસાવનારા સાહિત્ય દિવાકર, રાજસ્થાન દક્ષિણ દીપક, અનેક તીર્થોદ્ધારક, અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.

4

Page 518

જૈન વિજ્ઞાન

શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.મુનિરાજ શ્રી મોક્ષેસચંદ્રસાગરજી મ.સા., પ.પૂ. મુનિરાજ શ્રી ચૈત્યરક્ષિતસાગરજી મ.સા., પ.પૂ.સાધ્વી શ્રી રમ્યક્ કિરણાશ્રીજી મ.સા. છે. એમની કૃપાવર્ષાએ જ જિનેશ્વર ભગવંતના શ્રીમુખેથી વહેલી જ્ઞાન ગંગા આપ સુધી પહોંચી રહી છે.

હું તો અજ્ઞાની છું, પરંતું, આ દિવ્યજ્ઞાન તો તારક તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન નું જ છે. તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ પ્રકાશેલું જ્ઞાન આપ સમક્ષ રજૂ થઇ રહ્યું છે. હું તો માત્ર દૂત છું. આજે જ્યારે જૈન વિજ્ઞાન લેખ ક્રમાંક 500 પૂર્ણ થતાં હર્ષ આનંદથી મન નાચી રહ્યું છે. આટલા લાંબા સમય સુધી નિત્ય પ્રકાશિત થતાં લેખ માટે જો હું જ્ઞાની ભગવંતોને શ્રેય ન આપું તો મને પણ અતિચાર લાગે. આપશ્રી પણ સતત 500 દિવસ સુધી લેખ વાંચતા રહી મારો ઉત્સાહ વધાર્યો છે. હું કોઇપણ ગચ્છ પરંપરા કે સમાચારીનો વિરોધી નથી. મારા માટે શ્વેતાંબર (મૂર્તિપૂજક, સ્થાનકવાસી) કે દિગંબર સંપ્રદાયના તમામ શ્રાવક અને શ્રાવિકા મારા આદરણીય છે. જૈન દર્શન અનેકાન્તવાદને સહજ પણે સ્વીકારે છે. દરેક સંપ્રદાય કે સમાચારીનું એક જ લક્ષ્ય મોક્ષ છે.

જૈનમ્ જયતિ શાસનમ્ ગ્રુપના સંસ્થાપક-સંચાલક શ્રી ચેતન લહેરચંદ નાગડા મારા કલ્યાણ મિત્ર છે. તેઓ મારા દરેક લેખોને જૈનમ્ જયતિ શાસનમ્ વોટસએપ ગ્રુપમાં પ્રકાશિત કરે છે તે બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું તેમજ તેમનો ઋણી છું. તેઓ આપની અને મારી વચ્ચે સેતુ બન્યા છે. કરવું, કરાવવું અને અનુમોદવું જે કર્મ વૃદ્ધિનો સેતુ છે. જૈન વિજ્ઞાનના લેખ મારફતે ક્યાંય શબ્દ ત્રૂટિ રહી હોય, કોઇની ભાવના-શ્રદ્ધાને ઠેસ પહોંચી હોય તો મને જરૂરથી ક્ષમા કરશોજી. ફરી એકવાર આપશ્રી વાચકોનો હૃદયપૂર્વક આભાર સહ અનુમોદના!

જિનાજ્ઞા વિરાધના થઇ હોય તો ત્રિવિધે ત્રિવિધે કરી મિચ્છામિ દુક્કડમ્!

લિ. જીજ્ઞેશ ચંદ્રકાન્ત હંસરાજ લોડાયા (વારાપધર-ડોંબિવલી)

5

Page 519

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 401:

દેવલોક - 106 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-8:

નગરનો વિસ્તારઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓના નગરોના વિસ્તાર ત્રણ પ્રકારે છે. સૌથી નાના નગરો 1) ભરત ક્ષેત્ર પ્રમાણના, મધ્યમ નગરો, 2) મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણના અને સૌથી મોટા નગરો 3) જંબુદ્વીપ પ્રમાણના હોય છે. આવાસોની સંખ્યા અસંખ્યાત હોય છે.

વ્યંતર - વાણવ્યંતર દેવી-દેવતાઓઃ

તે દેવો ચંચળ અને અત્યંત ચપળ ચિત્તવાળા, ક્રીડા અને હાસ્ય પ્રિય; ગંભીર, હાસ્ય, ગીત અને નૃત્યમાં અનુરક્ત; વનમાળા, કલગી, મુકુટ, કુંડળ તથા ઇચ્છા અનુસાર વિકુર્વેલા સુંદર આભૂષણો ધારણ કરનારા; સર્વ ૠતુઓના સુગંધિત પુષ્પોથી સુરચિત, લાંબી, શોભનીય, સુંદર, ખીલેલી અનેક પ્રકારની વિચિત્ર વનમાળાને વક્ષઃસ્થળ (છાતી)માં ધારણ કરનારા; ઇચ્છા અનુસાર કામભોગો (મૈથુન)નું સેવન કરનારા; ઇચ્છા અનુસાર રૂપ અને દેહને ધારણ કરનારા; અનેક પ્રકારનાં રંગયુક્ત, શ્રેષ્ઠ, અદ્ભુત, વિચિત્ર, ચમકતાં વસ્ત્રોને પહેરનારા; વિવિધ દેશોની વેશભૂષાને ધારણ કરનારા; પ્રસન્ન, કંદર્પ (કલહપ્રિય), કેલિ (ક્રીડા, રમત) અને કોલાહલપ્રિય, હાસ્ય તથા વિવાદ પ્રિય, હાથમાં ખડ્ગ, મુદ્ગર, શક્તિ અને ભાલા રાખનારા હોય છે. અનેક મણિઓ અને રત્નોયુક્ત વિવિધ ચિહ્નવાળા; મહદ્ધિર્ક (મહાન ૠદ્ધિવાળા), મહાદ્યુતિમાન, મહાયશસ્વી, મહાબલી (મહાન સામર્થ્યશાળી), મહાસુખી, હારથી સુશોભિત વક્ષઃસ્થળવાળા હોય છે.

6

Page 520

Wä{É Ê´É[ÉÉ{É

જૈન વિજ્ઞાન - 402:

દેવલોક - 107 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-9:

કડા, બાજુબંધથી સ્તંભિત (ટેકવેલું, અટકાવેલું) ભુજાઓવાળા; કપોલપ્રદેશ (ગાલનો) સ્પર્શ કરનાર અંગદ, કુંડળને કર્ણપીઠમાં ધારણ કરનાર; હાથમાં વિચિત્ર આભૂષણો અને મસ્તકમાં વિચિત્ર માળાઓ ધારણ કરનાર; કલ્યાણકારી શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરેલા, કલ્યાણકારી માળા અને વિલેપન ધારણ કરનાર, અત્યંત દેદીપ્યમાન શરીર સંપન્ન, લાંબી લટકતી વનમાળા ધારણ કરનાર દિવ્ય વર્ણ, દિવ્ય ગંધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંહનન, દિવ્ય સંસ્થાન, દિવ્ય ૠદ્ધિ, દિવ્ય દ્યુતિ, દિવ્ય પ્રભા, દિવ્ય છાયા (કાંતિ), દિવ્ય અર્ચિ (કિરણો), દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યા (શરીર વગેરેના વર્ણ સૌંદર્ય)થી દશે દિશાઓને ઉદ્યોતિત (પ્રકાશિત) અને પ્રભાસિત કરતા વ્યંતર- વાણવ્યંતર દેવો ત્યાં પૂર્વોક્ત સ્થાનોમાં પોત-પોતાના લાખો ભૌમેય નગરાવાસોનું, હજારો સામાનિક દેવોનું, અગ્રમહિષીઓનું, ત્રણ પિરષદોનું, સૈન્યનું, સેનાધિપતિઓનું, હજારો આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા વ્યંતર- વાણવ્યંતર દેવોનું આધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરત્વ (વડિલપણું), આજ્ઞૈશ્વરત્વ અને સેનાપતિત્વ કરતાં-કરાવતાં તથા તેનું પાલન કરતાં-કરાવતાં નિરંતર નૃત્ય, ગીત અને કુશળ વાદકો દ્વારા વીણા, તલ, તાલ (કાંસ્ય) ત્રુટિત, ઘનમૃદંગ વગેરે વાદ્યોના મહાધ્વનિની સાથે દિવ્ય ભોગ- ઉપભોગોને ભોગવતા રહે છે.

7

Page 521

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 403:

દેવલોક - 108 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-10:

વ્યંતરદેવોનું સ્વરૂપઃ

વિવિધ ભભકાદાર આકર્ષક વસ્ત્રો અને આભૂષણો પહેરીને અન્યના આકર્ષણનું કેન્દ્ર બને છે. તે દેવો વૈક્રિયલબ્ધિ દ્વારા વિવિધરૂપો બનાવીને ઇચ્છાનુસાર વિચરે છે, ઇચ્છાનુસાર કામતૃપ્તિ કરે છે. વ્યંતર દેવો મધ્યલોકમાં રહેતાં હોવાથી મનુષ્યો સાથેના પૂર્વના સંબંધ અનુસાર મનુષ્યોને સહાયક પણ બની શકે છે અને પિરતાપ (પીડા) પણ પહોંચાડી શકે છે.

વ્યંતર દેવો હાસ્ય પ્રિય હોય છે, તેમના હાસ્યનું કારણ અન્ય લોકો જાણી ન શકે તેવું ગંભીર હોય છે. ગંભીર ભાષા બોલનારા હોય છે. તે દેવો ઇચ્છા અનુસાર આવતાં-જતાં હોય છે. ઇચ્છા અનુસાર વિવિધ રૂપો ધારણ કરે છે. વિવિધ રંગના ચિત્ર-વિચિત્ર પ્રભાવવાળા ચમકતા વસ્ત્રોને ધારણ કરે છે. વિવિધ પોશાક પહેરે છે. તેઓ મજાક-મશ્કરીમાં ચતુર હોય છે. વ્યંતર અને વાણવ્યંતર દેવી-દેવતાઓ અનેક મણિરત્નોના તથા વિવિધ અને વિચિત્ર ચિન્હો ધારણ કરનારા હોય છે. દેવો સુંદર રૂપવાન અને મહાન ઋદ્ધિવાળા હોય છે.

વ્યંતર-વાણવ્યંતર દેવોના પ્રકારઃ

(1) જે દેવી-દેવતાઓના વિ વિવિધ પ્રકારના, અંતર ઇં આશ્રયસ્થાન જેના હોય છે તેને વ્યંતર કહે છે. તે દેવો ભવન, નગર આદિ વિવિધ સ્થાનોમાં રહે છે તેથી તે વ્યંતર કહેવાય છે. તે દેવોના ભવનો મધ્યલોકમાં રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ 1000 યોજનના રત્નકાંડમાં ઉપરથી 100 યોજન અને નીચે 100 યોજન છોડીને મધ્યના 800 યોજનમાં છે. તદ્ ઉપરાંત તેમના નગરો તિરછાલોકમાં વૈતાઢય વગેરે પર્વતો ઉપર પણ હોય છે.

8

Page 522

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 404:

દેવલોક - 109 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-11:

(ર) મનુષ્યોથી જેમનું અંતર વિગત અ ચાલ્યું ગયું છે, તે વ્યંતર છે. કેટલાક વ્યંતર દેવો ચક્રવર્તી, વાસુદેવ વગેરે મનુષ્યોની ચાકર (સેવક)ની જેમ સેવા કરે છે.

(3) પર્વતની અંદર, ગુફાની અંદર, વનની અંદર વિવિધ પ્રકારના આશ્રયરૂપ અંતર (આવાસ) જેઓના છે, તેને વ્યંતર કહે છે. ??? ???? નો વ્યુત્પત્તિલભ્ય અર્થ - વનના અંતરો (આવાસો)માં રહેતા દેવોને વાણવ્યંતર દેવો કહે છે. તેઓના કિન્નર વગેરે 8 મુખ્ય પ્રકાર છે.

વ્યંતર-વાણવ્યંતર દેવો સ્વાભાવિક રીતે અત્યંત સ્વરૂપવાન અને સૌમ્ય હોય છે. તે હસ્ત-કંઠ વગેરેમાં રત્નમય આભૂષણો ધારણ કરે છે. તેના 16 પ્રકાર છેઃ (1) કુષ્માંડ, (ર) પટક, (3) સુજોષ, (4) આહ્મિક, (પ) કાલ, (6) મહાકાલ, (7) ચોક્ષ, (8) અચોક્ષ, (9) તાલ - પિશાચ, (10) મુખરપિશાચ, (11) અધસ્તારક, (12) દેહ, (13) વિદેહ, (14) મહાવિદેહ, (15) તૃષ્ણીક અને (16) પિશાચ.

વ્યંતર-વાણવ્યંતર દેવો સુંદર રૂપવંત, સૌમ્ય મુખાકૃતિવાળા અને વિવિધ પ્રકારની રચના અને વિલેપન કરનારા હોય છે. તેમના 9 પ્રકાર છેઃ (1) સુરૂપ, (ર) પ્રતિરૂપ, (3) અતિરૂપ, (4) ભૂતોત્તમ, (પ) સ્કંદ, (6) મહાસ્કંદ, (7) મહાવેગ, (8) પ્રતિચ્છિન્ન, (9) આકાશગ.

9

Page 523

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 405:

દેવલોક - 110 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-12:

વ્યંતર-વાણવ્યંતર દેવો સ્વભાવે ગંભીર, પ્રિયદર્શનવાળા, સપ્રમાણ શરીરવાળા, મસ્તક ઉપર દેદીપ્યમાન મુકુટ તથા ચિત્ર-વિચિત્ર રત્નના આભૂષણો ને ધારણ કરનારા હોય છે. તેમના 13 પ્રકાર છેઃ (1) પૂર્ણભદ્ર, (ર) મણિભદ્ર, (3) શ્વેતભદ્ર, (4) હિરતભદ્ર, (પ) સુમનોભદ્ર, (6) વ્યતિપાતકભદ્ર, (7) સુભદ્ર, (8) સર્વતોભદ્ર, (9) મનુષ્યયક્ષ, (10) વનાધિપતિ, (11) વનાહાર, (12) રૂપયક્ષ અને (13) યક્ષોત્તમ.

વ્યંતર-વાણવ્યંતર દેવો ભયંકર, ભયંકર રૂપને ધારણ કરનાર, વિકરાળ રૂપોની વિકુવર્ણા કરનાર, તેજસ્વી આભૂષણો પહેરનાર હોય છે. તેમના 7 પ્રકાર છેઃ (1) ભીમ, (ર) મહાભીમ, (3) વિઘ્ન, (4) વિનાયક, (પ) જલરાક્ષસ, (6) યક્ષરાક્ષસ અને (7) બ્રહ્મરાક્ષસ.

વ્યંતર-વાણવ્યંતર દેવો શાંત આકૃતિ અને પ્રકૃતિવાળા અને મસ્તક ઉપર ઝળહળતા મુગટ ને ધારણ કરે છે. તેમના 10 પ્રકાર છેઃ (1) કિન્નર, (ર) કિંપુરૂષ, (3) કિંપુરૂષોત્તમ, (4) કિન્નરોત્તમ, (પ) હૃદયંગમ, (6) રૂપશાલી, (7) અનિન્દિત, (8) મનોરમ, (9) રતિપ્રિય અને (10) રતિશ્રેષ્ઠ.

10

Page 524

જૈન વિજ્ઞાન

જૈન વિજ્ઞાન - 406:

દેવલોક - 111 : વ્યંતર-વાણવ્યંતર દેવલોક-13:

વ્યંતર-વાણવ્યંતર દેવો અત્યંત સુંદર અને મનોહર મુખાકૃતિવાળા હોય છે. વિવિધ પ્રકારની માળા અને આભૂષણો ધારણ કરે છે. તેમના 10 પ્રકાર છેઃ (1) પુરૂષ, (ર) સત્પુરૂષ, (3) મહાપુરૂષ, (4) પુરૂષ વૃષભ, (પ) પુરૂષોત્તમ, (6) અતિપુરૂષ, (7) મહાદેવ, (8) મરૂત, (9) મેરૂપ્રજા અને (10) યશવંત.

વ્યંતર-વાણવ્યંતર દેવો મહાવેગવાળા, મહાશરીરવાળા, વિસ્તૃત અને મજબૂત ડોકવાળા, ચિત્ર-વિચિત્ર આભૂષણોથી વિભૂષિત હોય છે. તેમના 10 પ્રકાર છેઃ (1) ભુજગ, (ર) ભોગશાલી, (3) મહાકાય, (4) અતિકાય, (પ) સ્કંધશાલી, (6) મનોરમ, (7) મહાવેગ, (8) મહાયક્ષ, (9) મેરૂકાંત અને (10) ભારવંત.

વ્યંતર-વાણવ્યંતર દેવો પ્રિયદર્શનવાળા, સુંદર રૂપવાળા, ઉત્તમ લક્ષણયુક્ત, મસ્તક પર મુકુટ ધારણ કરનારા અને કંઠમાં હાર પહેરે છે. તેમના 12 પ્રકાર છેઃ (1) હાહા, (ર) હૂહૂ, (3) તુમ્બ, (4) નારદ, (પ) રૂષિવાદ, (6) ભૂતવાદિક, (7) કદંબ, (8) મહાકદંબ, (9) રૈવત, (10) વિશ્વાસ, (11) ગીતરતિ અને (12) ગીતયશ.

નગર વિહારઃ

વ્યંતર દેવલોક અને વાણવ્યંતર દેવલોકના દેવી દેવતાઓ ચાર-પાંચ નગરો સુધી ગમન (વિહાર) કરી શકે છે. પરંતું, તેનાથી આગળના નગરમાં આવવા-જવા માટે વૈક્રિયલબ્ધિનો ઉપયોગ આવશ્યક બની જાય છે.

11

Page 525

જૈનમ્ જયતિ શાસનમ્