This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
દેવલોક - 32 : દેવલોકની રચના - 30:
સુધર્માસભા - દેવશય્યાઃ
માણવક ચૈત્યસ્તંભની પશ્ચિમ દિશામાં 8 યોજન લાંબી, 8 યોજન પહોળી, 4 યોજન જાડી, સર્વ મણિમય, સ્વચ્છ અને મનોહર એવી એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર એક મોટી અને રમણીય દેવશય્યા છે.
દેવ-શૈય્યા પડવાયા (પાયા નીચે મૂકાતો લાકડાનો ટૂકડો) સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના છે. તેના ગાત્ર (ચાર પાયાને જોડતા લાંબા લાકડા) અને ઉપળા (માથા અને પગ પાસેના લાકડા) જંબૂનદમય (એટલે લાલ રંગ)ના સુવર્ણના છે. તેની સાંધ વજ્રરત્ન મય છે. તેના વાણ (ઢોલીયો ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, ગાદલું રજતમય (ચાંદીમય), ઓશિકા લોહિતાક્ષ રત્નના અને તળિયા તપનીય (અગ્નિથી તપેલા) સુવર્ણના છે.
દેવ-શૈય્યા બંને બાજુ આલંબનયુક્ત (ટેકા સહિત) છે. તેમાં ગાદલાં છે. બંને બાજુ તળિયા રાખેલા હોવાથી તે દેવ-શૈય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી, ઊંડી છે. દેવ-શૈય્યામાં બેસતાં જ તે નીચે નમી જાય તેવી છે. તે ગાદલા ઉપર રજસ્ત્રાણ (ચાદર, ઓછાડ) છે. તેના ઉપર રૂ (કપાસ) અને રેશમ વગેરેથી મિશ્રણ કરેલી ચાદર પાથરેલી છે. તે રક્તાંશુક (લાલ સૂતર)થી ઢંકાયેલી હોય છે. તેનો સ્પર્શ કપાસ, માખણ જેવો સુકોમળ છે.
30
Page 422
જૈન વિજ્ઞાન
દેવલોક - 33 : દેવલોકની રચના - 31:
સુધર્માસભા - શસ્ત્રાગાર :
દેવશય્યાના ઇશાનખૂણે 8 યોજન લાંબી, 8 યોજન પહોળી અને 4 યોજન જાડી મણિમય, રમણીય એવી એક મોટી મણિપીઠિકા છે. મણિપીઠિકાની ઉપર 60 યોજન ઊંચો, અડધો ગાઉ ઊંડો અને અડધો ગાઉ પહોળો એક વિશાળ ક્ષુલ્લક (મુખ્ય ધ્વજની અપેક્ષાએ નાનો) માહેન્દ્રધ્વજ લહેરાઇ રહ્યો છે. (તે ધ્વજાનું વર્ણન માહેન્દ્રધ્વજના લેખમાં જણાવેલ છે તે પ્રમાણે સમજવું)
માહેન્દ્રધ્વજના પશ્ચિમ વિભાગમાં ચોપ્પાળ નામનો શસ્ત્રનો ભંડાર છે. તે સર્વ રત્નમય અને રમણીય છે. તે શસ્ત્રાગારમાં રત્નની તલવારો, ગદાઓ, ધનુષ્ય - બાણો વગેરે અસ્ત્રો-શસ્ત્રોથી પરિપૂર્ણ છે. અસ્ત્રો-શસ્ત્રો ઉજ્જવળ, પાણીદાર, ધારદાર, ચમકીલા અને વિશેષ તેજવાળા છે.
જિનાલયઃ
સુધર્માસભાના ઇશાન ખૂણે 100 યોજન લાંબુ, 50 યોજન પહોળું, 72 યોજન ઊંચું એક જિનાલય છે. આ જિનાલયની પૂર્ણ શોભા (ગોમાનસિકા, ચંદરવો, સમતલભૂમિ ભાગ, મણિપીઠિકા, તોરણ, છત્રાતિછત્ર, મુખમંડપ, પ્રેક્ષાગૃહ મંડપ, ચૈત્યસ્તૂપ, ચૈત્યવૃક્ષ, માહેન્દ્રધ્વજ, નંદા પુષ્કરિણી, મનોગુલિકાઓ અને ગોમાનસિકા વગેરેનું વર્ણન અગાઉ જણાવેલ છે તે જ પ્રમાણે વિસ્તારપૂર્વક સમજવું.) સુધર્માસભાની જેમ સમજવી.
31
Page 423
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 34 : દેવલોકની રચના - 32:
દેવચ્છંકઃ
જિનાલયની બરાબર મધ્યમાં 16 યોજન લાંબી અને 8 યોજન જાડી એક વિશાળ મણિપીઠિકા (ઓટલો) છે. તે મણિપીઠિકા ઉપર 16 યોજન લાંબુ, 16 યોજન પહોળું અને સાધિક 16 યોજન ઊંચુ, સંપૂર્ણપણે મણિમય, મનોહર દેવચ્છંદક (વિશેષ આસન) છે. તેના ઉપર શાશ્વત જિનની 108 પ્રતિમાઓ છે. (શાશ્વત જિન ઋષભાનન, ચંદ્રાનન, વારિષેણ અને વર્ધમાન જિનની પ્રતિમાઓ છે.)
જિનપ્રતિમા :
પ્રતિમાની હથેળી અને પગના તળિયાં લાલીમાયુક્ત સુવર્ણના છે. નખ લોહિતાક્ષરત્ન જડેલ અંકરત્નમય છે. જાંઘ, ઘૂંટણ, પિંડી અને દેહલતા (શરીર) કનકમય છે. નાભિ લાલ સુવર્ણમય છે. નાસિકા લોહિતાક્ષરત્ન જડેલા સુવર્ણમય છે. આંખ લોહિતાક્ષરત્ન જડેલ અંકરત્નમય છે. કીકી, પાંપણ અને ભ્રમર (નેણ) રિષ્ટરત્નમય છે. ગાલ, કાન અને કપાળ કનકમય છે. માથું (ખોપડી) વજ્રરત્નમય છે. કેશાંત (વાળનો મૂળભાગ, વાળ ઊગે છે તે ત્વચા) લાલ સુવર્ણમય અને વાળ રિષ્ટરત્નમય છે.
પ્રત્યેક જિન પ્રતિમાઓની પાછળ એક-એક છત્રધારી પ્રતિમા છે. સુવર્ણ, ચાંદી, કુંદપુષ્પ અને ચંદ્ર જેવી પ્રભાવાળા, કોરંટપુષ્પોની માળાઓથી યુક્ત, સફેદ છાત્રોને હાથમાં ધારણ કરી, લીલાપૂર્વક તે છત્રધારી પ્રતિમાઓ ઊભી છે.
32
Page 424
જૈન વિજ્ઞાન
જૈન વિજ્ઞાન - 330:
દેવલોક - 35 : દેવલોકની રચના - 33:
જિનપ્રતિમા :
તે પ્રત્યેક જિન પ્રતિમાઓની બંને બાજુએ 1-1 ચામર ધારી પ્રતિમાઓ છે. પોત-પોતાના હાથમાં વિવિધ મણિરત્નોના ચંદ્રકાંત, વજ્ર અને વૈડુર્યમણિઓની ડાંડીવાળા, રજત જેવા સફેદ, પાતળા લાંબા વાળવાળા, અંકરત્ન, કુંદપુષ્પ, જલબિંદુ, રજત જેવા સફેદ ચામરોને ધારણ કરી અને લીલાપૂર્વક વીંજતા તે ચામર ધારી પ્રતિમાઓ ઊભી છે.
જિનપ્રતિમા આગળ સર્વ રત્નમયી, નિર્મળ અને મનોહર 2-2 નાગ પ્રતિમાઓ, 2-2 યક્ષ પ્રતિમાઓ, 2-2 ભૂત પ્રતિમાઓ અને 2-2 કુંડ (પાત્ર) ધારક પ્રતિમાઓ ઊભી છે.
જિનપ્રતિમાઓ આગળ 108-108 ઘંટાઓ, ચંદન કળશો, ભૃગાંરો, દર્પણો, થાળો, પાત્રો, સુપ્રતિષ્ઠાનો, મનોગુલિકાઓ, વાતકારકો, ચિત્રકારકો, રત્નકરંડિયાઓ, અશ્વકંઠો, વૃષભકંઠો (કંઠ સુધીના ચહેરાઓ), પુષ્પ ચંગેરીથી મોરપીંછ ચંગેરી સુધીની છાબડીઓ, ફુલોની પાંખડીઓ, તેલના પાત્રો, ધ્વજાઓ, ધૂપદાનીઓ (પ્રત્યેક વસ્તુઓ 108-108 સંખ્યામાં) છે. જિનાલય ઉપર 8-8 અષ્ટમંગલ, ધ્વજા અને છત્રાતિછત્રથી શોભાયમાન છે.
ઉપપાત સભાઃ
જિનાલયના ઇશાનખૂણે સુધર્માસભા જેવી જ એક વિશાળ ઉપપાત સભા છે. તે ઉપપાત સભાની એકદમ વચ્ચે 8 યોજન લાંબી, 8 યોજન પહોળી એક મણિપીઠિકા છે. સુધર્માસભાની દેવશય્યા જેવી જ અહીં દેવશય્યા છે. ઉપરનો ભાગ 8-8 અષ્ટમંગલ, ધ્વજા, છત્રાત્તિછત્રથી શોભી રહ્યો છે.
33
Page 425
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 36 : દેવલોકની રચના - 34:
ધરોઃ
ઉપપાત સભાના ઇશાનખૂણે 100 યોજન લાંબો, 50 યોજન પહોળો અને 10 યોજન ઊંડો એક ધરો (કૂવો) છે. તેનું વર્ણન અગાઉ જણાવેલ છે તે જ પ્રમાણે હોય છે. તે ધરો ચારેય બાજુથી એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ઘેરાયેલો છે. તે ધરાની ત્રણે દિશામાં મનોહર એવી ત્રિસોપાન શ્રેણી (3-3 પગથિયાવાળી સીડી) છે.
અભિષેક સભાઃ
ધરાના ઇશાનખૂણે સુધર્માસભા જેવી જ એક વિશાળ અભિષેક સભા છે. તેનું
વર્ણન અગાઉ જણાવેલ તે જ પ્રમાણે છે અને અલંકૃત છે.
અલંકાર સભાઃ
અભિષેક સભાના ઇશાનખૂણે સુધર્માસભા સભા જેવી જ એક અલંકાર સભા છે. તે અલંકાર સભાની વચ્ચે મણિપીઠિકા છે. ત્યાં ઇન્દ્રનો સહપરિવાર માટે સિંહાસનો સ્થિત છે. આ અલંકાર સભામાં અલંકારની સામગ્રી (આભૂષણો) હોય છે.
વ્યવસાય સભાઃ
અલંકાર સભાના ઇશાનખૂણે સુધર્માસભા જેવી જ મણિપીઠિકા, સહપરિવાર સિંહાસનયુક્ત એક વિશાળ વ્યવસાય સભા છે. વ્યવસાય સભામાં એક મોટું પુસ્તક રત્ન છે. પુસ્તકના પાના રત્નમય છે. પૂંઠા રિષ્ટરત્નમય છે. દોરા સુવર્ણમય છે. ગાંઠો વિવિધ મણિમય છે. શાહીનો ખડિયો વૈડૂર્ય રત્નમય છે. ખડિયાનું ઢાંકણું રિષ્ટરત્નમય છે. સાંકળ લાલ સુવર્ણની છે. શાહી રિષ્ટરત્નમયી છે. કલમ વજ્રરત્નના છે. અક્ષરો રિષ્ટરત્નમય છે. તેમાં ધાર્મિક લેખ લખેલા હોય છે.
34
Page 426
જૈન વિજ્ઞાન
દેવલોક - 37 : દેવલોકની રચના - 35:
ઉપપાત સભાઃ
વ્યવસાય સભાનો ઉપરી ભાગ 8-8 અષ્ટમંગલથી શોભી રહ્યા છે. વ્યવસાય સભાના ઇશાનખૂણે ઉપપાત સભાના ધરા જેવી એક નંદા પુષ્કરિણી છે. તે નંદા પુષ્કરિણીના ઇશાનખૂણે સંપૂર્ણ રત્નમય તથા રમણીય એવી એક વિશાળ બલિપીઠ (એક જાતનું વિશેષ આસન) છે.
દેવ-દેવીઓનો જન્મઃ
દેવનો જન્મ (ઉપપાત) સમયે ઉપપાત સભામાં દેવદૂષ્યથી ઢંકાયેલી દેવશય્યામાં અંગુલનો અસંખ્યાતમાં ભાગની (અતિ સુક્ષ્મ) અવગાહના (શરીરની ઊંચાઇ) (એટલે કે, આપણી નરી આંખે ન જોઇ શકાય તેમજ વિશેષ માઇક્રોસ્કોપથી પણ ન જોઇ શકાય તેટલું સુક્ષ્મ શરીર) હોય છે. તત્કાળ ઉત્પન્ન થયેલા દેવ 1) આહાર, 2) શરીર, 3) 5-ઇન્દ્રિય, 4) શ્વાસોશ્વાસ, 5) ભાષા, 6) મન. આ છ પર્યાપ્તિથી દેવ પર્યાપ્ત ભાવને પ્રાપ્ત થાય છે.
પર્યાપ્તિ એટલે શરીરનું પૂર્ણ સ્વરુપ કે પ્રત્યેક ઇન્દ્રિયની પૂર્ણતા. દા. ત. આહાર, આહાર લેતાં જ તેમાંથી લોહી, માંસ, હાડકાં, વાળ વગેરે બને તેવી યોગ્યતા, તેને શરીર પર્યાપ્તિ કહેવાય. તેમ જીવનું દેવ સ્વરુપે જન્મ થતાં જ શરીરના પ્રત્યેક અંગોની પૂર્ણતા આવી જાય અને તેની કાર્ય કરવાની પૂર્ણ ક્ષમતા આવી જાય, તેને પર્યાપ્તિ કહેવાય અથવા પરિપૂર્ણ શરીર. દેવ પોતાનું પૂર્ણ નવયુવાન શરીર દેવશય્યામાં જન્મ થતાં માત્ર અંતમુહૂર્ત (48 મિનિટમાં 1 સમય ઓછો)માં જ બનાવી લે છે.
35
Page 427
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 38 : દેવલોકની રચના - 36:
દેવનો દેવલોકમાં જન્મ થતાં જ વિચારઃ
છ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત બનેલા દેવ આંતરિક, ચિંતિત, મનમાં વિચાર કરે છે કે, અહીં મારું પહેલું કર્તવ્ય શું હશે? ત્યાર પછી મારે નિરંતર શું કરવાનું હશે? પહેલાં અને પછી મારા માટે શું કરવું હિતકારી હશે? સુખકારી હશે? કલ્યાણકારી હશે? પરંપરાને શુભ અનુબંધકારી થશે?
જેવો નૂતન જન્મેલ દેવ વિચાર કરે ત્યાં જ બીજા અન્ય દેવો તેમના (નૂતન જન્મેલા દેવના) મનના વિચાર જાણીને તેમની સેવામાં હાજર થાય છે. હાથ જોડી વંદના પૂર્વક અંજલીને મસ્તક પર સ્થાપીને કહે, ‘જય થાઓ! વિજય થાઓ!‘
નૂતન જન્મેલા દેવને ઉદ્દેશીને અન્ય દેવો કહે છે, ’દેવલોકના જિનાલયમાં 108 જિન પ્રતિમાઓ બિરાજમાન છે. સુધર્માસભાના માણવક ચૈત્યસ્તંભ ઉપર વજ્રમય ગોળ ડબ્બીઓમાં જિનેશ્વર દેવની અસ્થિઓ રાખેલી છે. તે આપને માટે અને અમારા સહુ માટે વંદનીય, પૂજનીય તથા ઉપાસનીય છે. તેની ઉપાસના કરવી તે આપનું પ્રથમ કર્તવ્ય છે. પછી, પણ નિરંતર કરવા યોગ્ય તે જ છે. પહેલાં કે પછી તે જ કાર્ય આપને માટે શ્રેયકારી, હિતકારી, સુખકારી, કલ્યાણકારી અને પરંપરા પણ શુભ અનુબંધ કારી તે જ છે. આટલું જ સાંભળતાં નૂતન જન્મેલ દેવનું અંતરમન આનંદિત થઇ જાય છે.
36
Page 428
જૈન વિજ્ઞાન
દેવલોક - 39 : દેવલોકની રચના - 37:
દેવની અભિષેક વિધિઃ
નૂતન જન્મેલા દેવ, ઉપસ્થિત દેવો પાસેથી હિતકારી વચનો સાંભળીને પ્રફુલ્લિત થઇ દેવશય્યા પરથી ઊભા થાય છે. ઉપપાત સભાના પૂર્વ દ્વારથી નીકળીને ધરા પાસે આવીને, ધરાને પ્રદક્ષિણા દઇને, પૂર્વી તોરણોમાં પ્રવેશીને, પૂર્વી ત્રિસોપાન સીડી દ્વારા ધરામાં ઉતરે છે. પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરે છે. જલક્રીડા કરી, અત્યંત સ્વચ્છ, પરમ શૂચિભૂત થઇને ધરામાંથી બહાર નીકળી, અભિષેક સભા નજીક આવે છે. ત્યાં અભિષેક સભાને પ્રદક્ષિણા કરતાં તેના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ત્યાં રહેલા શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ (મોઢું પૂર્વ દિશા તરફ રાખીને) બેસે છે.
ઉપસ્થિત દેવો આભિયોગિક (સેવક) દેવોને આદેશ આપે છે કે, ’મહાઅર્થવાળા, મહામૂલ્યવાન અને મહાપુરુષને યોગ્ય જન્મ અભિષેકની તૈયારી કરો. આટલું જ સાંભળતા આભિયોગિક દેવો વિનયપૂર્વક આજ્ઞા સ્વીકારી ઇશાનખૂણે જઇ વૈક્રિયલબ્ધિથી 1) 1008 સૂવર્ણમય કળશો, 1008 ચાંદીમય કળશો, 3) 1008 મણિમય કળશો, 4) 1008 સુવર્ણ - ચાંદી મિશ્રણ કળશો, 5) 1008 સુવર્ણ - મણિ મિશ્રણ કળશો, 6) 1008 ચાંદી - મણિ મિશ્રણ કળશો, 7) 1008 સુવર્ણ - ચાંદી - મણિ મિશ્રણ કળશો અને 8) 1008 માટીના કળશોની રચના કરે છે. કુલ 8064 કળશોની રચના આભિયોગિક દેવો તૈયાર કરે છે.
37
Page 429
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 40 : દેવલોકની રચના - 38:
દેવની અભિષેક વિધિઃ
તે જ રીતે 1008-1008 1) ઝારીઓ, 2) દર્પણ, 3) થાળો, 4) રકાબી જેવી તાંસળીઓ, 5) શણગાર સાધનો રાખવાની પેટીઓ, 6) વીંઝણાઓ, 7) વિવિધ પ્રકારના રત્નોની પેટીઓ, 8) ફૂલ, મોરપીંછ વગેરેની ચંગેરીઓ (છાબડીઓ), 9) ફૂલના, મોરપીંછના ગુચ્છાઓ, 10) સિંહાસનો, 11) છત્રો, 12) ચામરો, 13) તેલના, અંજન વગેરેના ડબ્બાઓ, 14) ધ્વજાઓ, 15) ધૂપદાનીઓની રચના કરે છે.
આભિયોગિક દેવો ઉત્કૃષ્ટ વેગવાળી ગતિએ તિરછાલોક (પૃથ્વીલોક)માં ક્ષીરસમુદ્રનું પાણી, ત્યાંના ઉત્પલ, પદ્મો, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરિક અને હજાર પાંખડીવાળા કમળો લે છે. માગધ, વરદામ અને પ્રભાસ તીર્થની માટી, ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી મહાનદીઓની માટી અને પાણી લે છે.
ચુલ્લહિમવંત, શિખરી વર્ષધર પર્વત ઉપરથી સર્વ પ્રકારના પુષ્પો, સુગંધીત પદાર્થો, માળાઓ, ઔષધિઓ અને સફેદ સરસવ લે છે. પદ્મદ્રહ અને પુંડરિકદ્રહનું પાણી લે છે તેમજ ઉપર જણાવેલ તેવા કમળો લે છે.
હેમવંત ક્ષેત્ર, હેરણ્યવત ક્ષેત્ર, રોહિતા, રોહિતાંશા અને સુવર્ણકૂલા, રુપ્યકૂલા નદીનું પાણી અને માટી તેમજ શબ્દાપાતિ, વિકટાપાતિ, વૃત્ત વૈતાઢ્ય પર્વત ઉપર પૂષ્પો અને સુગંધિત પદાર્થો લે છે.
38
Page 430
જૈન વિજ્ઞાન
દેવલોક - 41 : દેવલોકની રચના - 39:
દેવની અભિષેક વિધિઃ
આ જ પ્રમાણે મેરુપર્વત, અઢીદ્વીપના પર્વતો, મહાનદીઓ, દ્રહોના પાણી, પૂષ્પો, ઔષધી, સરસવ, ચંદન પદાર્થો વગેરે લઇ આભિયોગિક દેવતાઓ અભિષેક સભામાં મૂકે છે.
અભિષેક યોગ્ય સર્વ સામગ્રીની ઉપસ્થિતિથી અભિષેક વિધાન શરુ થાય છે. સામાનિક દેવો, અગ્રમિહિષીઓ (પટ્ટરાણી, મુખ્ય રાણી), ત્રણ પરિષદના દેવો, સેનાઓ અને સેનાધિપતિઓ, આત્મરક્ષક દેવો, દેવલોકના સામાન્ય દેવો (ઇન્દ્રની અપેક્ષાએ, દેવોમાં પણ પદવીધરના હિસાબે દેવોના ક્રમ જળવાય છે.) દરેક પદવીધરોનો વિસ્તારપૂર્વક વર્ણન આગળ આવશે. અહીં માત્ર શબ્દને જ ધ્યાનમાં લેશો.
નૂતન જન્મેલા દેવને અભિષેક માટે ઉપસ્થિત દેવો દ્વારા શ્રેષ્ઠ કમળો રાખેલા, ઉત્તમ અને સુગંધિત જળથી પરિપૂર્ણ, ચંદનનો લેપ કરેલા, કળશના કાંઠે નાડાછડી બાંધેલા 8064 કળશોનો તથા સર્વ પ્રકારના પાણી, સર્વ પ્રકારની માટી, સર્વ પ્રકારના પદાર્થો, સર્વ પ્રકારના ફૂલો, સર્વ પ્રકારના સુગંધી દ્રવ્યો, સર્વ પ્રકારના માળાઓ, સર્વ પ્રકારની ઔષધિઓ, સર્વ પ્રકારના સરસવો, ઋદ્ધિ વૈભવ સાથે વાજિંત્રોના નાદ સાથે ક્રમબદ્ધ દેવો દ્વારા પદવીધરોનો ક્રમ જાળવીને ઉત્સાહપૂર્વક નૂતન જન્મેલા દેવનો અભિષેક સંપન્ન થાય છે.
39
Page 431
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 42 : દેવલોકની રચના - 40:
અલંકાર વિધિઃ
નૂતન જન્મેલ દેવનો અભિષેક સંપન્ન થયા બાદ, દેવ અભિષેક સભાના પૂર્વ દ્વારથી નીકળી અલંકાર સભાએ પધારે છે. અલંકાર સભાની પ્રદક્ષિણા દઇ પૂર્વ દ્વારથી અલંકાર સભામાં પ્રવેશે છે. ત્યાંના શ્રેષ્ઠ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસે છે.
નૂતન દેવ સમક્ષ આભિયોગિક દેવો આભૂષણો ઉપસ્થિત કરે છે. દેવ સર્વ પ્રથમ રૂંછાંવાળા, સુકોમળ, સુગંધીત વસ્ત્રથી પોતાના અંગ લૂંછે છે. અંગ ઉપર ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે. આકર્ષિત, બારીક, કિનારીએ સુવર્ણની કારીગીરીવાળાં સફેદ દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરે છે. ત્યાર પછી 18 સરનો હાર, 9 સરનો અડધો હાર, એકાવલી હાર, મુક્તાવલી હાર અને રત્નાવલી હાર ધારણ કરે છે.
ભૂજા (હાથ) પર અંગદ, બાજુબંધ, કડાં, બેરખાં ધારણ કરે છે. કંદોરો, દસે આંગળીઓમાં વીંટી, વક્ષઃસ્થળ ઉપર માળા, વેષ્ટિમ, પૂરિમ અને સંઘાતિમ, માદળિયાં, કંઠી, કાનમાં ઝૂમ્મર અને કુંડળ પહેરે છે. મસ્તક ઉપર ચૂડામણિ અને મુગટ પહેરે છે. કલ્પવૃક્ષની જેમ શોભતા નૂતન દેવ સુગંધીચૂર્ણ (પાઉડર)ને શરીર પર લગાવીને દિવ્ય પુષ્પમાળાથી ધારણ કરે છે. વાળને શોભાવનાર કેશ અલંકારો, પુષ્પમાળા અલંકારો, આભૂષણ અલંકારો અને વસ્ત્ર અલંકારોથી વિભૂષિત થઇ અલંકાર સભામાંથી પૂર્વ દિશાથી બહાર નીકળે છે.
40
Page 432
જૈન વિજ્ઞાન
દેવલોક - 43 : દેવલોકની રચના - 41:
વ્યવસાય સભાઃ
નૂતન જન્મેલ દેવ અલંકારોથી વિભૂષિત થઇ વ્યવસાય સભા નજીક આવે છે. વ્યવસાય સભાની પ્રદક્ષિણા દઇ પૂર્વ દ્વારથી પ્રવેશ કરી સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બિરાજે છે.
આભિયોગિક દેવતાઓ દ્વારા નૂતન જન્મેલ દેવ સમક્ષ પુસ્તકરત્ન પ્રસ્તુત થાય છે. પુસ્તકરત્નને હાથમાં લઇ, ખોલીને વાંચે છે. દેવલોકમાં પોતાનું કર્તવ્ય, ફરજ, વ્યવહાર અને ધર્મ કાર્યોનો અભ્યાસ કરી નિશ્ચય કરે છે. પુસ્તકરત્નને યથાસ્થાને પાછું મૂકી, સિંહાસન ઉપરથી ઊભા થઇ વ્યવસાય સભાની પૂર્વ દ્વારથી બહાર નીકળી નંદા પુષ્કરિણી તરફ જાય છે.
નંદા પુષ્કરિણીની પૂર્વ દિશાએ પગથિયા દ્વારા વાવમાં ઉતરી, હાથ-પગ ધોઇને સ્વચ્છ, શુદ્ધ થઇ, રજતમય, હાથીની મુખાકૃતિ જેવી પાણીથી ભરેલી ઝારી અને ત્યાંના ઉત્પલો, પદ્મો તથા હજાર પાંખડીવાળા કમળો લઇ નંદા પુષ્કરિણીના પૂર્વ દ્વારથી બહાર નીકળી જિનાલય તરફ પ્રયાણ કરે છે.
જિનાલય દર્શનઃ
વાજિંત્રોના નાદ સાથે, દેવ પોતાની ઋદ્ધિથી જિનાલયના પૂર્વ દ્વારથી પ્રવેશ કરી જિનપ્રતિમાના દર્શન થતાં જ વંદન કરે છે. જિનપ્રતિમાને ત્રણ પ્રદક્ષિણા દઇ ધૂપ-દીપક કરી ગર્ભગૃહમાં પ્રવેશે છે. મોરપીંછ હાથમાં લઇ જિનપ્રતિમાનું પ્રમાર્જન કરે છે. સુગંધીત પાણીથી જિનપ્રતિમાનું પ્રક્ષાલન કરે છે.
41
Page 433
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 44 : દેવલોકની રચના - 42:
જિનપ્રતિમા પૂજનઃ
જિનપ્રતિમાને પ્રક્ષાલન કરી સફેદ વસ્ત્રથી પ્રતિમાના અંગલૂંછણા કરી ગોશીર્ષચંદનથી નવાંગી પૂજા કરે છે. અખંડિત દેવદૂષ્ય (વસ્ત્ર), પંચવર્ણી ફૂલો, પુષ્પમાલા પહેરાવી જિનપ્રતિમાને આભૂષણોથી શણગારે છે. ઉપરથી નીચે સુધી લટકતી લાંબી અને ગોળ માળાઓ પહેરાવી જિનપ્રતિમાને દ્રવ્ય અને ભાવથી પૂજે છે.
ગર્ભગૃહથી બહાર નીકળી જિન પ્રતિમા સમક્ષ ચાંદીના અક્ષત (ચોખા)થી અષ્ટમંગલ બનાવે છે. ચંદ્રકાંત મણિ, વજ્રરત્ન અને વૈડુર્યમણિની ડાંડીવાળી, સુવર્ણ-મણિ અને રત્નોની ધૂપદાની ગ્રહણ કરી શ્રેષ્ઠ કાલાગુરુ (અગર), કુંદુરુષ્ક (ચીડ), તુરુષ્ક (લોબાન) વગેરેનો ધૂપ કરી, દીપક, દર્પણ, ચામર વિધાન પૂર્ણ કરે છે.
ખમાસમણા, સ્તુતિ, સ્તવનાપૂર્વક ચૈત્યવંદન વિધાન કરે છે. (દેવી-દેવતાઓ કાઉસગ્ગ (કાયોત્સર્ગ) વિધાન ન કરી શકે તેની નોંધ લેવી. દ્રવ્ય પૂજા તેમણે કરી છે, અહીં આ ક્રિયા ભાવ પૂજાનો પણ એક ભાગ છે તેમજ જિનપૂજા કરતાં જાણતાં- અજાણતાં થયેલા દોષોનું પણ પ્રાયશ્ચિત હોય છે.) જિનાલયે અષ્ટપ્રકારી પૂજા કરી પૂર્વ દિશાથી બહાર નીકળી સુધર્માસભા તરફ જાય છે. સુધર્માસભાની પૂર્વ દ્વારથી પ્રવેશ કરી માણવક ચૈત્યસ્તંભ અને વજ્રમય ગોળ દાબડા નજીક આવે છે.
42
Page 434
જૈન વિજ્ઞાન
દેવલોક - 45 : દેવલોકની રચના - 43:
સુધર્માસભા - માણવકસ્તંભ :
માણવક ચૈત્યસ્તંભે મોરપીંછથી તે દાબડાઓનું અને જિન અસ્થિઓ કાઢીને તેનું પ્રમાર્જન કરે છે. દિવ્ય ગંધોદકનું સિંચન કરે છે. શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યો અને માળાથી પૂજા કરી, ધૂપ કરે છે. ફરી તે અસ્થિઓને વજ્રમય ગોળ દાબડાઓમાં પાછા મૂકી દે છે. ત્યાર પછી વજ્રમય માણવકસ્તંભનું મોરપીંછથી પ્રમાર્જન કરે છે. જલધારાથી સિંચન કરે છે. સરસ ગોશીર્ષ ચંદન લગાવે છે. વિવિધ સુગંધીત ફૂલો ચઢાવી સુગંધીત ધૂપ કરે છે. આમ જિનપ્રતિમા પૂજન, જિનઅસ્થિ પૂજન વિધાન પૂર્ણ થાય છે.
દેવલોકની રચનામાં ભવનપતિ દેવલોક, વ્યંતર દેવલોકના નગરો, જ્યોતિષ્ક દેવલોકના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા વિમાનો અને વૈમાનિક દેવલોકના દેવવિમાનમાં ચોમેર કિલ્લા, પ્રવેશદ્વાર, દરવાજા, ઝરૂખા, તોરણો, છત્ર, માહેન્દ્રધ્વજ, નાની-મોટી બેઠકો, વનખંડો, વિવિધ મહેલો, પુષ્કરિણી, સિંહાસનો, શોભાયુક્ત વિવિધ ઉપકરણો, સુધર્માસભા, પ્રેક્ષાગૃહ મંડપ, ઉપપાત સભા, દેવશય્યા, પર્વતો, પદ્મવરવેદિકા, માણવક ચૈત્યસ્તંભ, જિનાલય, જિનપ્રતિમા, શસ્ત્ર ભંડારો, અલંકાર સભા, અભિષેક સભા, મણિપીઠિકા, સમતલભૂમિ વગેરે વ્યવસ્થાઓ સમાન હોય છે. દેવલોકની રચનામાં તફાવત માત્ર માપ, વિસ્તાર, સંખ્યા, ભૂમિ સ્થળોનો હોય છે.
43
Page 435
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 46 : દેવના પ્રકાર - 1:
મહાન પુણ્યના ઉપાર્જનથી દેવગતિ પ્રાપ્ત થાય છે. કર્મની સત્તામાં દરેક કર્મનું પરિણામ અનંતગણું હોય છે. દરેક કર્મના ઉદયે તે કર્મના ફળ ભોગવવા જ પડે છે. જરુર નથી કે આ ભવમાં કરેલ કોઇ એક શુભ કર્મનું ફળ આ જ ભવમાં ભોગવાય! આવતા ભવમાં પણ ઉદયમાં આવે અથવા કંઇક જન્મના ફેરા બાદ પણ ઉદયમાં આવે!
તે શુભ-અશુભ કર્મના ઉદય માટે કાળ, ક્ષેત્ર, સંયોગ વગેરે પરિબળો કામ કરતાં હોય છે. એક કર્મ ઉદયમાં હોય ત્યાં સુધી બીજા કર્મ ઉદયમાં નથી આવતું. શુભ કર્મ બેન્કમાં જમા કરેલ મૂડી સમાન હોય છે. તેનું વ્યાજ પણ આવે, જરુરત પડે ત્યારે મૂડી પણ કામ આવે! જેમ-જેમ શુભ કર્મો વધે તેમ-તેમ દેવગતિ પણ શુભ, અતિ શુભ અને શુભાતિશુભ પરિણામ વાળી ભોગવાય.
દેવલોકમાં શુભ કર્મોને અનુસાર અત્યંત સુખ મળે, બળવાન આયુષ્ય મળે, મહા ઋદ્ધિવાન, મહા કાંતિયુક્ત શરીર, વૈક્રિયલબ્ધિ, અવધિજ્ઞાન તેમજ દેવતાઓની વિવિધ પદવી પણ મળે. જેવું જેનું પુણ્ય! ઇન્દ્ર, સામાનિક દેવતાઓ, ત્રાયસ્ત્રિંશક દેવો, લોકપાલ દેવો, આત્મરક્ષક દેવો, સેનાધિપતિ દેવો, સૈનિક દેવો, અગ્રમહિષી દેવી વગેરે પદવીધર દેવો, આભિયોગિક દેવો, સામાન્ય નાગરિક દેવો તેમજ કિલ્વિષીક દેવો (હલકી જાતના દેવો). આ પ્રમાણે દેવોના પ્રકાર અને દેવી- દેવતાઓની રાજકીય-સામાજિક વ્યવસ્થાઓ હોય છે.
44
Page 436
જૈન વિજ્ઞાન
દેવલોક - 47 : દેવના પ્રકાર - 2:
દેવી-દેવતાઓના મુખ્યત્વે બે પ્રકારના હોય છેઃ કલ્પોપન્નક દેવ અને
કલ્પાતીત દેવ.
કલ્પોપપન્ન દેવઃ
કલ્પનો અર્થ છે મર્યાદા. જે દેવોમાં સ્વામી-સેવક, નાના-મોટા, ઇન્દ્ર,
સામાનિક વગેરેની મર્યાદા હોય છે તેને કલ્પોપન્નક દેવ કહેવાય છે.
કલ્પાતીત દેવઃ
જે દેવોમાં સ્વામી-સેવક ની મર્યાદા હોતી નથી. સર્વ દેવો એક સમાન કક્ષાના જ હોય છે. સર્વ દેવો પોતાને અહમિન્દ્ર (સ્વયં ઇન્દ્ર) માને છે, તે દેવોને કલ્પાતીત દેવ કહે છે. તેના પણ બે પ્રકાર હોય છે. 1) ગ્રૈવયક વિમાનવાસી દેવો અને 2) અનુત્તર વિમાનવાસી દેવો
કલ્પોપપન્ન દેવઃ
ઇન્દ્ર દેવઃ
સ્વામી, અધિપતિ, ઐશ્વર્યવાન વગેરે ઇન્દ્રની પદવીથી અભિષેક કરેલા આ દેવ પોતાના દેવી-દેવતાઓ સમૂહના મુખ્ય સ્વામી હોય છે. તેનું ઐશ્વર્ય સર્વે દેવી- દેવતાઓથી અધિક હોય છે. સર્વ દેવો તેમની જ આજ્ઞામાં રહે છે.
સામાનિક દેવઃ
આયુષ્ય, શક્તિ, ઋદ્ધિ વગેરેમાં ઇન્દ્રની સમાન હોય છે. પરંતું, તેઓ ઇન્દ્રપણામાં હોતા નથી અને તે ઇન્દ્રની સેવામાં આધિન રહે છે. ઇન્દ્રને પોતાના સર્વોપરી છે. ઇન્દ્રને પોતાના આદરણીય માને છે. ઋદ્ધિ સંપન્ન દેવ હોય છે. તે દેવો ઇન્દ્ર કે અધિપતિ દેવો માટે ભાઇની જેમ સ્નેહ, આદર કે સન્માન હોય છે. સામાનિક દેવોની ઋદ્ધિ ઇન્દ્રની સમાન હોય છે. તેઓ ઇન્દ્રના સમકક્ષ હોવાથી સામાનિક દેવો કહેવાય છે.
45
Page 437
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 48 : દેવના પ્રકાર - 3:
ત્રાયસ્ત્રિંશક દેવઃ
ત્રાયસ્ત્રિંશક દેવ ઇન્દ્રના પુરોહિત અથવા મંત્રી રૂપ હોય છે. દેવી-દેવતાઓ માટે તેઓ માતા અને ગુરુ સમાન પૂજ્ય ગણાય છે. તેમનું બીજું નામ દોગુન્દક દેવ છે. પ્રત્યેક ઇન્દ્રને 33-33 ત્રાયસ્ત્રિંશક દેવ હોય છે. તે દેવો 33ની સંખ્યામાં હોવાથી ત્રાયસ્ત્રિંશક દેવ કહેવાય છે.
પરિષદ દેવી-દેવતાઓઃ
પરિષદ ઇન્દ્રના મિત્ર સમાન, ઇન્દ્રની સભાના ખાસ સભાસદ હોય છે. આ પરિષદ ત્રણ પ્રકારની હોય છે. 1) આભ્યંતર પરિષદ, 2) મધ્યમ પરિષદ અને 3) બાહ્ય પરિષદ.
આત્મરક્ષક :
આત્મરક્ષક દેવ એટલે અંગરક્ષક દેવો, બોડીગાર્ડ દેવો. તે દેવો હંમેશા અસ્ત્રો-શસ્ત્રોથી સજ્જ હોય છે. તેઓ પોતાના અધિપતિ દેવની રક્ષા કરવામાં તત્પર હોય છે. આત્મરક્ષક દેવો હાથમાં શસ્ત્ર લઇને ઇન્દ્રની પાછળ-પડખે ઊભા રહે છે. જો કે ઇન્દ્રને કોઇ તકલીફ કે અનિષ્ટ થવાની સંભાવના હોતી નથી, તો પણ આત્મરક્ષક દેવો પોતાનું કર્તવ્ય પાલન કરવા માટે સદાય ઊભા રહે છે. ઇન્દ્રને તેમજ મહાન ઋદ્ધિવાળા પદવીધર દેવોને પોતાના વૈભવરૂપ આત્મરક્ષક દેવો હોય છે.
લોકપાલ દેવઃ
દેવલોકની સીમાનું રક્ષણ કરનારા મુખ્ય દેવને લોકપાલ દેવ કહેવાય છે. લોકપાલ દેવ સમગ્ર દેવલોકના રક્ષણની મુખ્ય જવાબદારી હોય છે. દેવલોકને બહારની આફતોથી સુરક્ષા અપાવવાની જવાબદારી લોકપાલ દેવોની હોય છે.
46
Page 438
જૈન વિજ્ઞાન
દેવલોક - 49 : દેવના પ્રકાર - 4:
અનીક (સેના) :
અનીકનો અર્થ સેના છે. આ શબ્દથી સેનાપતિ અને સેના બન્ને પ્રકારના દેવો સમજવા જોઇએ. દેવલોકમાં પાંચ/સાત પ્રકારની સેના હોય છે. 1) અશ્વસેના (ઘોડા), 2) ગજસેના (હાથી), 3) રથસેના, 4) મહિષસેના (પાડા), 5) પદાતિ, પાયદળસેના (હાથમાં શસ્ત્ર લઇ પગે ચાલવાવાળી સેના), 6) ગંધર્વસેના (વાજિંત્ર વાદકો, ગીતકારો) અને 7) નાટ્યસેના (વિવિધ મનોરંજન કરનાર નર્તકો).
પ્રથમ પાંચ સેનાનો ઉપયોગ યુદ્ધ માટે થાય છે. ગંધર્વસેના અને નાટ્યસેનાનો ઉપયોગ આનંદ-પ્રમોદ માટે થાય છે. અહીં ઘોડા, હાથી, પાડા, બળદ વગેરે તિર્યંચ પંચેન્દ્રિય જીવો હોતા નથી. પરંતું, દેવો ઉત્તરવૈક્રિયથી તેવું સ્વરુપ બનાવે છે. દરેક સેનાના અધિપતિ હોય છે તેમને સેનાધિપતિ કહેવાય છે. દેવોની આ સેનાને અનીક કહેવાય છે.
પ્રકીર્ણકઃ
નગર નિવાસીની જેમ સામાન્ય દેવી-દેવતાઓને પ્રકીર્ણક દેવો કહેવાય છે.
આભિયોગિક દેવઃ
સેવા કરનારા સેવક દેવતાઓ, આદેશ કે આજ્ઞા અનુસાર કાર્ય કરનારા ખાસ કર્મચારી દેવ. દાસનું કાર્ય કરનારા, જેને માત્ર સ્વામીની આજ્ઞામાં જ રહેવાનું હોય છે, જે સ્વામીના સેવક છે, જે પરાધીન છે. તેને આભિયોગિક દેવી-દેવતાઓ કહેવાય છે.
કિલ્વીષી દેવઃ
હલકીકોટીના દેવી-દેવતાઓ. તેના નિવાસરૂપ ભવન, સર્વ દેવી-
દેવતાઓથી બહારના વિભાગમાં જુદા જ હોય છે.
47
Page 439
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 50 : દેવના પ્રકાર - 5:
અગ્રમહિષી :
અગ્રમહિષી એટલે ઇન્દ્રાણી, પટ્ટરાણી, મુખ્યરાણી કહેવાય છે. અગ્રમહિષીઓ દિવ્ય ઋદ્ધિવાન હોય છે. ઇન્દ્ર દેવને જેટલી અગ્રમિહિષીઓ હોય તે, પ્રત્યેક અગ્રમહિષી દેવીને 6,000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 6,000 દેવીને વિકુર્વણા (પ્રગટ, ઉત્પન્ન) કરી શકે છે. પ્રત્યેક ઇન્દ્રની 5, 6 કે 8 અગ્રમિહિષીઓ અનુસાર 30,000, 36,000 કે 48,000 દેવીઓના સમૂહને એક ત્રુટિત વર્ગ હોય છે.
પદવીધરોની પરિષદઃ
પરિષદ એટલે પરિવાર. દેવોનો રાજા ઇન્દ્ર, ઇન્દ્ર સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, પુરોહિત (પંડિત, બ્રાહ્મણ) તુલ્ય દેવો - ત્રાયસ્ત્રિંશક દેવો, રક્ષકદેવો લોકપાલ અને ઇન્દ્ર મહારાજની અગ્રમહિષી (ઇન્દ્રાણી) તેઓને પણ ત્રણ- ત્રણ પ્રકારનો પરિવાર ત્રણ પરિષદ રૂપે ઓળખાય છે.
1) આભ્યંતર પરિષદ :
તેમાં ઇન્દ્રોની અંગત દેવ-દેવીઓ હોય છે. તે દેવ-દેવીઓ બુદ્ધિમાન અને ચતુર હોય છે. ઇન્દ્રોને કોઇપણ કાર્યવાહી કરવાની હોય ત્યારે તેમની સાથે વિચાર વિમર્શ કરીને, તેઓની ઇચ્છા અનુસાર કાર્ય કરે છે. ઇન્દ્રોના વિચાર વિમર્શમાં તે દેવ-દેવીઓ અત્યંત આદરણીય હોવાથી તે પરિષદને આભ્યંતર પરિષદ કહે છે. આભ્યંતર પરિષદ જે ઇન્દ્રનું ગૌરવ છે, તેથી તે દેવ-દેવીઓ પણ પોતાના સ્વમાન પૂર્વક રહે છે. ઇન્દ્ર બોલાવે ત્યારે જ આવે છે, પૂછે ત્યારે જ બોલે છે.
48
Page 440
જૈન વિજ્ઞાન
દેવલોક - 51 : દેવના પ્રકાર - 6:
ઇન્દ્રની પરિષદઃ
2) મધ્યમ પરિષદઃ
આભ્યંતર પરિષદમાં નિર્ણિત થયેલા કાર્યોને જે સભામાં જાહેર કરવામાં આવે, કાર્ય કરવાનો આશય, તેના ગુણ-દોષ વગેરેનું વર્ણન કરવામાં આવે, તે કાર્ય વિષયમાં તે દેવ-દેવીઓનો અભિપ્રાય જાણવામાં આવે, તેઓને તે કાર્ય માટે સમજાવવામાં આવે, તેને મધ્યમ પરિષદ કહે છે. તે પરિષદના દેવ-દેવીઓ ઇન્દ્રો બોલાવે ત્યારે અને ક્યારેક બોલાવ્યા વિના પણ આવે છે અને બોલે છે.
3) બાહ્ય પરિષદઃ
આભ્યંતર પરિષદ અને બાહ્ય પરિષદમાં નિર્ણય લેવાયેલા કાર્યોને કરવા માટે જે સભામાં આદેશ અપાય છે, તે સભાને બાહ્ય પરિષદ કહે છે. ઇન્દ્રોની દ્રષ્ટિમાં તે દેવ-દેવીનું કોઇ જ મહત્વ કે મૂલ્ય હોતું નથી. કોઇપણ કાર્યવાહીની વિચારણા, તેનો આશય, તેના ગુણ-દોષ વગેરે કોઇપણ ચર્ચા બાહ્ય પરિષદના દેવ-દેવીઓ સાથે થતી નથી. તે દેવ-દેવીઓ કેવળ ઇન્દ્રની આજ્ઞા અનુસાર કાર્ય જ કરે છે.
લોકપાલની અગ્રમિહિષીઓ :
પ્રત્યેક લોકપાલને 4 અગ્રમિહિષીઓ હોય છે. પ્રત્યેક અગ્રમહિષીને 1,000 દેવીઓનો પરિવાર હોય છે. પ્રત્યેક દેવી અન્ય 1,000 દેવોને વિકુર્વણા (પ્રગટ, ઉત્પન્ન) કરી શકે છે. તેને 4,000 દેવીઓનો ત્રુટિક વર્ગ છે.
49
Page 441
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 52 : ભવનપતિ દેવલોક-1:
ભવનપતિ દેવલોક, જે દેવનું નિવાસ સ્થાન ભવનમાં હોય તેને ભવનપતિ કહેવાય. ભવન એટલે મહેલ. દેવલોકની રચનામાં જણાવેલ તે જ પ્રમાણે ચોમેર કિલ્લાઓ, દરવાજા, પ્રવેશ દ્વાર, મોટી બેઠકો, નાની બેઠકો, મણિપીઠિકાઓ, પદ્મવરવેદિકા, ત્રિસોપાન શ્રેણી, પુષ્કરિણી, ધરો, પર્વતો, વનખંડો, વિવિધ ભવનો, ઉપપાત સભા, વ્યવસાય સભા, સુધર્માસભા, માહેન્દ્રધ્વજ, જિનાલય, જિનપ્રતિમા, માણવક સ્તંભ, અભિષેક સભા વગેરે સમગ્ર વ્યવસ્થાઓ આ ભવનમાં ઉપલબ્ધ હોય છે.
ભવનપતિ દેવલોક, 1,80,000 યોજન ઊંચાઇ વાળી રત્નપ્રભાપૃથ્વીમાં ઉપરથી 1000 યોજન અને નીચેથી 1000 યોજન ભૂમિ છોડીને 1,78,000 યોજન ઊંચાઇ પોલાણમાં કુલ 13 પાથડા (પ્રતર) અને 12 આંતરા (પોલાણ) છે. કુલ 12 આંતરાઓમાંથી ઉપરનું 1 અને નીચેનું 1 આંતરુ છોડીને બાકીના 10 આંતરાઓમાં ભવનપતિ દેવોના ભવન આવેલ છે.
દરેક પાથડા (પ્રતર) 3,000 યોજન ઊંચા છે. ભવનપતિ દેવલોકના ભવનના ઉપરના પાથડામાં નરક હોય છે અને નીચેના પાથડામાં પણ નરક હોય છે. એકંદરે ભવનપતિ દેવલોક રત્નપ્રભાપૃથ્વીમાં નરકથી ઘેરાયેલું હોય છે. એકંદરે ભવનપતિ દેવલોકના પ્રથમ દેવલોક અસુરકુમારથી શરુઆત 40,000 યોજન નીચેથી થાય છે.
ભવનપતિ દેવલોકના ભવનો મેરુપર્વતની નીચે દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં વિભાજિત રહે છે. પૂર્વ-પશ્ચિમ બન્ને દિશામાં એક રાજલોક વિસ્તારમાં તેમના ભવનો ફેલાયેલા છે.
50
Page 442
જૈન વિજ્ઞાન
દેવલોક - 53 : ભવનપતિ દેવલોક - 2:
ભવનપતિ દેવલોક 10 નિકાયમાં વિભાજિત છે. દરેક આંતરાઓમાં એક- એક દેવલોક હોય છે. ઉપરના આંતરાથી શરુ કરતાં : 1) અસુરકુમાર દેવલોક, 2) નાગકુમાર દેવલોક, 3) સુવર્ણકુમાર દેવલોક, 4) વિદ્યુતકુમાર દેવલોક, 5) અગ્નિકુમાર દેવલોક, 6) દ્વીપકુમાર દેવલોક, 7) ઉદધિકુમાર દેવલોક, 8) દિશાકુમાર દેવલોક, 9) વાયુકુમાર દેવલોક અને 10) સ્તનિતકુમાર દેવલોક.
પ્રથમ નિકાય અસુરકુમાર દેવલોક બીજા 9 નિકાયના દેવલોકથી દરેક રીતે અલગ પડે છે. એટલે કે, નાગકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકની ઘણુંખરું સમાનતા હોય છે. એટલે કોઇપણ તે જ પ્રમાણે ગણવાનું કે સમાનતા કરવાની રહેશે.
ભવનપતિ દેવલોકમાં ભવનનોની સંખ્યાનું વર્ણન છે. પ્રત્યેક ભવનમાં વિશાળ સંખ્યામાં દેવી-દેવતાઓ નિવાસ કરે છે. ભવન એટલે માત્ર એક પરિવાર પુરતું જ નિવાસ નહીં! દરેક ભવનના એકેક અધિપતિ હોય છે. સર્વે અધિપતિઓના મુખ્ય અધિપતિ ઇન્દ્ર હોય છે. દરેક અધિપતિઓને સામાનિક દેવો, આત્મરક્ષક દેવો, ત્રણ પરિષદ, આભિયોગિક દેવો, પ્રકીર્ણક દેવી-દેવતાઓનો પરિવાર હોય છે. તેમનું સંચાલન, રાજવ્યવસ્થા ભવનના અધિપતિ દેવો કરે છે. ભવનપતિ દેવલોક બે દિશાથી વિભાજિત હોય છેઃ ઉત્તર દિશા અને દક્ષિણ દિશા. ઉત્તર દિશાના ઇન્દ્ર અને દક્ષિણ દિશાના ઇન્દ્ર અલગ-અલગ હોય છે.
51
Page 443
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 54 : ભવનપતિ દેવલોક - 3:
ભવનપતિ દેવલોકના ભવનની સંખ્યા :
1) અસુરકુમાર દેવલોક - 64,00,000 ભવન
ઉત્તર દિશામાં - 34 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 30 લાખ ભવન
2) નાગકુમાર દેવલોક - 84,00,000 ભવન
ઉત્તર દિશામાં - 44 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 40 લાખ ભવન
3) સુવર્ણકુમાર દેવલોક - 72,00,000 ભવન
ઉત્તર દિશામાં - 38 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 34 લાખ ભવન
4) વિદ્યુતકુમાર દેવલોક - 76,00,000 ભવન
ઉત્તર દિશામાં - 40 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 36 લાખ ભવન
5) અગ્નિકુમાર દેવલોક - 76,00,000 ભવન
ઉત્તર દિશામાં - 40 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 36 લાખ ભવન
6) દ્વીપકુમાર દેવલોક - 76,00,000 ભવન
ઉત્તર દિશામાં - 40 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 36 લાખ ભવન
52
Page 444
જૈન વિજ્ઞાન
7) ઉદધિકુમાર દેવલોક - 76,00,000 ભવન
ઉત્તર દિશામાં - 40 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 36 લાખ ભવન
8) દિશાકુમાર દેવલોક - 76,00,000 ભવન
ઉત્તર દિશામાં - 40 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 36 લાખ ભવન
9) વાયુકુમાર દેવલોક - 96,00,000 ભવન
ઉત્તર દિશામાં - 50 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 46 લાખ ભવન
10) સ્તનિતકુમાર દેવલોક - 76,00,000 ભવન
ઉત્તર દિશામાં - 40 લાખ ભવન
દક્ષિણ દિશામાં - 36 લાખ ભવન
ભલનપતિ દેવલોકમાં કુલ 7,72,00,000 ભવનો છે.
ભવનની રચનાઃ
રત્નપ્રભા પૃથ્વીના આંતરાઓમાં ભવન બહારથી ગોળ છે, અંદરથી ચોરસ છે અને નીચે કમળની કર્ણિકાના આકારવાળા છે. તેની ચારે તરફ ખાઇ (ખીણ) તથા પરિખા (ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી પરિખા) છે. ખૂબ જ ઊંડી છે. ખાઇ અને પરિખાની મધ્યમાં પાળ બાંધેલી છે. ભવનના દેશ ભાગમાં અટ્ટાલિકા, ચરિકા, દ્વાર, ગોપુર, કપાટ, તોરણ, પ્રતિદ્વાર છે. તેનું વર્ણન દેવલોકની રચના લેખમાંથી જાણી લેવું.
53
Page 445
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 55 : ભવનપતિ દેવલોક - 4:
તે યંત્ર, મૂસલ, મુસુંઢી, શતઘ્ની (એક સાથે 100 પુરુષોના સંહાર થાય તેવા શસ્ત્રને શતઘ્ની કહેવાય) વગેરે શસ્ત્રોથી સંયુક્ત છે. શત્રુના સેનાથી અજેય (તેના ઉપર શત્રુ સેના ક્યારેય વિજય ન મેળવી શકે) છે. 48 કોઠાથી રચાયેલું અને 48 વનમાળાઓથી શોભાયમાન છે. તેનો ભૂમિ ભાગ અને દીવાલો ઉત્તમ લેપોથી લીંપેલ અને ચીકણી (લીસી) છે.
ગોશીર્ષ ચંદન અને લાલ ચંદનના સુગંધી લેપથી તે ભવનોના દીવાલો પર પાંચેય આંગળીઓ યુક્ત હસ્તતલ (હથેળીના થાપા) અંકિત છે. ભવનોની સીડીઓ પર પણ ગોશીર્ષ ચંદન અને લાલ ચંદનના રસથી પાંચેય આંગળીઓના હસ્તતલ અંકિત છે.
ભવનમાં કલાગુરુ, પ્રધાન કુંદરુ અને તુરુષ્ક (લોબાન) યુક્ત ધૂપ મઘમઘાયમાન, સુગંધિત અને સુંદરતાથી મનોહર છે. ભવનમાં સુગંધિત અગરબત્તીઓ સુવાસિત થઇ રહી છે. ભવન આકાશની સમાન સ્વચ્છ, સ્ફટિકની સમાન કાંતિયુક્ત, અત્યંત ચીકણાં, ઘસેલાં, લીસા, ધૂળથી રહિત, નિર્મળ, અંધકાર વગરના, વિશુદ્ધ, પ્રભાયુક્ત, કિરણોથી યુક્ત, ઉદ્યોત (શીતલ પ્રકાશથી યુક્ત), મનને પ્રસન્ન કરનાર છે. દર્શનીય (જોવા યોગ્ય) છે, અભિરૂપ (કાંત, સુંદર) છે અને પ્રતિરૂપ (રમણીય) છે.
ભવનનો વિસ્તારઃ
ભવનપતિ દેવલોકમાં ભવનનો વિસ્તાર જઘન્ય (ઓછામાં ઓછું) જંબુદ્વીપ
પ્રમાણ, મધ્યમ સંખ્યાત યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન વિસ્તૃત છે.
54
Page 446
જૈન વિજ્ઞાન
દેવલોક - 56 : ભવનપતિ દેવલોક - 5:
ભવનપતિ દેવલોકના ઇન્દ્ર-20:
1) અસુરકુમાર દેવલોકઃ
દક્ષિણ અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - ચમરેન્દ્ર ઉત્તર અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - બલીન્દ્ર
2) નાગકુમાર દેવલોકઃ
દક્ષિણ નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્ર ઉત્તર નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ભૂતાનંદ
3) સુવર્ણકુમાર દેવલોકઃ
દક્ષિણ સુવર્ણકુમાર દેવલોકના ઇન્દ્ર - વેણુદેવ ઉત્તર સુવર્ણકુમાર દેવલોકના ઇન્દ્ર - વેણુદાલી
4) વિદ્યુતકુમાર દેવલોકઃ
દક્ષિણ વિદ્યુતકુમાર દેવલોકના ઇન્દ્ર - હરિકાંત ઉત્તર વિદ્યુતકુમાર દેવલોકના ઇન્દ્ર - હરિસ્સહ
5) અગ્નિકુમાર દેવલોકઃ
દક્ષિણ અગ્નિકુમાર દેવલોકના ઇન્દ્ર - અગ્નિશિખ ઉત્તર અગ્નિકુમાર દેવલોકના ઇન્દ્ર - અગ્નિમાણવ
6) દ્વીપકુમાર દેવલોકઃ
દક્ષિણ દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - પૂર્ણ ઉત્તર દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - વિશિષ્ટ
55
Page 447
જૈનમ્ જયતિ શાસનમ્
7) ઉદધિકુમાર દેવલોકઃ
દક્ષિણ ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલકાંત ઉત્તર ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલપ્રભ
8) દિશાકુમાર દેવલોકઃ
દક્ષિણ દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતગતિ ઉત્તર દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતવાહન
9) વાયુકુમાર દેવલોકઃ
દક્ષિણ વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - વેલંબ ઉત્તર વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - પ્રભંજન
10) સ્તનિતકુમાર દેવલોકઃ
દક્ષિણ સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - ઘોષ ઉત્તર સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - મહાઘોષ
56
Page 448
જૈન વિજ્ઞાન
દેવલોક - 57 : ભવનપતિ દેવલોક - 6:
ઇન્દ્રની અગ્રમહિષીઓ - 1:
અગ્રમહિષી એટલે ઇન્દ્રાણી, પ્રમુખ દેવી, પટ્ટરાણી. ભવનપતિ દેવલોકમાં અસુરકુમાર દેવલોકના ઇન્દ્રોને 5-5 અગ્રમહિષીઓ અને નાગકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્રોને 6-6 અગ્રમિહિષીઓ હોય છે.
1) અસુરકુમાર દેવલોકઃ
દક્ષિણ અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - ચમરેન્દ્ર અગ્રમહિષીઃ 1) કાલી, 2) રાજી, 3) રજની, 4) વિદ્યુતના, 5) મઘા આયુષ્યઃ અઢી (2.5) પલ્યોપમ ઉત્તર અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - બલીન્દ્ર અગ્રમહિષીઃ 1) શુંભા, 2) નિશુંભા, 3) રંભા, 4) નિરંભા, 5) મદના આયુષ્યઃ સાડા ત્રણ (3.5) પલ્યોપમ
અગ્રમિહિષી 5-5 છે. પ્રત્યેક અગ્રમહિષી દેવીને 8,000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 8,000 દેવીને વિકુર્વણા (પ્રગટ, ઉત્પન્ન) કરી શકે છે. તે પાંચ અગ્રમિહિષીઓનો 40,000 દેવીઓનો સમૂહને એક ત્રુટિક વર્ગ કહે છે.
2) નાગકુમાર દેવલોકઃ
દક્ષિણ નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્ર અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
57
Page 449
જૈનમ્ જયતિ શાસનમ્
ઉત્તર નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ભૂતાનંદ અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
58
Page 450
જૈન વિજ્ઞાન
દેવલોક - 58 : ભવનપતિ દેવલોક - 7:
ઇન્દ્રની અગ્રમહિષીઓ - 2:
3) સુવર્ણકુમાર દેવલોકઃ
દક્ષિણ સુવર્ણકુમાર દેવલોકના ઇન્દ્ર - વેણુદેવ અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર સુવર્ણકુમાર દેવલોકના ઇન્દ્ર - વેણુદાલી
અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
4) વિદ્યુતકુમાર દેવલોકઃ
દક્ષિણ વિદ્યુતકુમાર દેવલોકના ઇન્દ્ર - હરિકાંત અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર વિદ્યુતકુમાર દેવલોકના ઇન્દ્ર - હરિસ્સહ અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
59
Page 451
જૈનમ્ જયતિ શાસનમ્
5) અગ્નિકુમાર દેવલોકઃ
દક્ષિણ અગ્નિકુમાર દેવલોકના ઇન્દ્ર - અગ્નિશિખ અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર અગ્નિકુમાર દેવલોકના ઇન્દ્ર - અગ્નિમાણવ અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
60
Page 452
જૈન વિજ્ઞાન
દેવલોક - 59 : ભવનપતિ દેવલોક - 8:
ઇન્દ્રની અગ્રમહિષીઓ - 3:
6) દ્વીપકુમાર દેવલોકઃ
દક્ષિણ દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - પૂર્ણ અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - વિશિષ્ટ અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
7) ઉદધિકુમાર દેવલોકઃ
દક્ષિણ ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલકાંત અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલપ્રભ અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
61
Page 453
જૈનમ્ જયતિ શાસનમ્
8) દિશાકુમાર દેવલોકઃ
દક્ષિણ દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતગતિ અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતવાહન અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
62
Page 454
જૈન વિજ્ઞાન
દેવલોક - 60 : ભવનપતિ દેવલોક - 9:
ઇન્દ્રની અગ્રમહિષીઓ - 4:
9) વાયુકુમાર દેવલોકઃ
દક્ષિણ વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - વેલંબ અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - પ્રભંજન અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
10) સ્તનિતકુમાર દેવલોકઃ
દક્ષિણ સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - ઘોષ અગ્રમહિષીઃ 1) અલા, 2) શક્રા, 3) સત્તેરા, 4) સૌદામિની, 5) ઇન્દ્રા, 6) ઘન વિદ્યુતા આયુષ્યઃ સાધિક (થોડુંક વધારે) અડધો પલ્યોપમ
ઉત્તર સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - મહાઘોષ અગ્રમહિષીઃ 1) રુતા, 2) સરુતા, 3) રુતાંશા, 4) રુતકાવતી, 5) રુતકાંતા, 6) રુતપ્રભા આયુષ્યઃ દેશોન 1 પલ્યોપમ
નાગકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના દરેક ઇન્દ્રને 6-6 અગ્રમિહિષીઓ છે. પ્રત્યેક અગ્રમહિષી દેવીને 6,000 દેવીઓનો પરિવાર છે અને તે પ્રત્યેક દેવી અન્ય 6,000 દેવીને વિકુર્વણા (પ્રગટ, ઉત્પન્ન) કરી શકે છે. પ્રત્યેક ઇન્દ્રની 6 અગ્રમિહિષીઓનો 36,000 દેવીઓનો સમૂહને એક ત્રુટિત વર્ગ હોય છે.
63
Page 455
જૈનમ્ જયતિ શાસનમ્
જૈન વિજ્ઞાન - 356:
દેવલોક - 61 : ભવનપતિ દેવલોક - 10:
લોકપાલ દેવઃ
1) અસુરકુમાર દેવલોકઃ
ચમરેન્દ્ર : 1) સોમ, 2) યમ, 3) વરૂણ, 4) વૈશ્રમણ બલીન્દ્ર : 1) સોમ, 2) યમ, 3) વૈશ્રમણ, 4) વરૂણ
2) નાગકુમાર દેવલોકઃ
ધરણેન્દ્ર : 1) કાલપાલ, 2) કોલપાલ, 3) સેલપાલ, 4) શંખપાલ ભૂતાનંદ : 1) કાલપાલ, 2) કોલપાલ, 3) શંખપાલ, 4) સેલપાલ
3) સુવર્ણકુમાર દેવલોકઃ
વેણુદેવ : 1) ચિત્ર, 2) વિચિત્ર, 3) ચિત્ર પક્ષ, 4) વિચિત્ર પક્ષ વેણુદાલી : 1) ચિત્ર, 2) વિચિત્ર, 3) વિચિત્ર પક્ષ, 4) ચિત્ર પક્ષ
4) વિદ્યુતકુમાર દેવલોકઃ
હરિકાંત : 1) પ્રભ, 2) સુપ્રભ, 3) પ્રભકાંત, 4) સુપ્રભકાંત હરિસ્સહ :1) પ્રભ, 2) સુપ્રભ, 3) સુપ્રભકાંત, 4) પ્રભકાંત
5) અગ્નિકુમાર દેવલોકઃ
અગ્નિસિંહ : 1) તેજ, 2) તેજશિખ, 3) તેજસ્કાંત, 4) તેજપ્રભ અગ્નિમાણવ : 1) તેજ, 2) તેજશિખ, 3) તેજપ્રભ, 4) તેજસ્કાંત
6) દ્વીપકુમાર દેવલોકઃ
પૂર્ણ : 1) રૂપ, 2) રૂપાંશ, 3) રૂપકાંત, 4) રૂપપ્રભ વિશિષ્ટ : 1) રૂપ, 2) રૂપાંશ, 3) રૂપપ્રભ, 4) રૂપકાંત
64
Page 456
જૈન વિજ્ઞાન
7) ઉદધિકુમાર દેવલોકઃ
જલકાંત : 1) જલ, 2) જલરત, 3) જલકાંત, 4) જલપ્રભ જલપ્રભ : 1) જલ, 2) જલરત, 3) જલપ્રભ, 4) જલકાંત
8) દિશાકુમાર દેવલોકઃ
અમિતગતિ : 1) ત્વરિતગતિ, 2) ક્ષિપ્રગતિ, 3) સિંહગતિ, 4) સિંહવિક્રમગતિ અમિતવાહન : 1) ત્વરિતગતિ, 2) ક્ષિપ્રગતિ, 3) સિંહવિક્રમગતિ, 4) સિંહગતિ
9) વાયુકુમાર દેવલોકઃ
વેલંબ : 1) કાલ, 2) મહાકાલ, 3) અંજન, 4) રિષ્ટ પ્રભંજન : 1) કાલ, 2) મહાકાલ, 3) રિષ્ટ, 4) અંજન
10) સ્તનિતકુમાર દેવલોકઃ
ઘોષ : 1) આવર્ત, 2) વ્યાવર્ત, 3) નંદિકાવર્ત, 4) મહાનંદિકાવર્ત મહાઘોષ : 1) આવર્ત, 2) વ્યાવર્ત, 3) મહાનંદિકાવર્ત, 4) નંદિકાવર્ત.
65
Page 457
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 62 : ભવનપતિ દેવલોક - 11:
ભવનપતિ દેવલોક - પરિષદ - 1:
ભવનપતિ દેવલોકમાં અસુરકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના સર્વે ઇન્દ્રો, સામાનિક દેવતાઓ, ત્રાયસ્ત્રિંશક દેવતાઓની ત્રણ-ત્રણ પ્રકારની પરિષદ હોય છે. 1) સમિતા, 2) ચંડા અને 3) જાતા. અંદરની પરિષદનું નામ સમિતા છે. મધ્યમ પરિષદનું નામ ચંડા છે અને બહારની પરિસદનું નામ જાતા છે.
લોકપાલ દેવો અને અગ્રમહિષીઓની પણ ત્રણ-ત્રણ પરિષદ હોય છે.
આભ્યંતર પરિષદ 1) તુંબા, મધ્યમ પરિષદ 2) ત્રુટિતા અને બાહ્ય પરિષદ 3) પર્વા
ભવનપતિ, નાગકુમાર દેવલોકના લોકપાલ દેવો અને અગ્રમહિષીઓની ત્રણ-ત્રણ પરિષદ હોય છે. આભ્યંતર પરિષદ 1) ઈશા, મધ્ય પરિષદ 2) ત્રુટિતા અને બાહ્ય પરિષદ 3) દ્રઢરથા.
1) અસુરકુમાર દેવલોકઃ
દક્ષિણ અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - ચમરેન્દ્ર આભ્યંતર પરિષદ - 32,000 દેવો, 350 દેવીઓ દેવોનું આયુષ્ય - અઢી (2.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - દોઢ (1.5) પલ્યોપમ મધ્યમ પરિષદ - 28,000 દેવો, 300 દેવીઓ દેવોનું આયુષ્ય - 2 પલ્યોપમ દેવીનું આયુષ્ય - 1 પલ્યોપમ બાહ્ય પરિષદ - 24,000 દેવો, 250 દેવીઓ દેવોનું આયુષ્ય - દોઢ (1.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - અડધો (0.5) પલ્યોપમ
66
Page 458
જૈન વિજ્ઞાન
દેવલોક - 63 : ભવનપતિ દેવલોક - 12:
ભવનપતિ દેવલોક - પરિષદ - 2:
ઉત્તર અસુરકુમાર દેવલોકના ઇન્દ્ર - બલીન્દ્ર આભ્યંતર પરિષદ - 20,000 દેવો, 450 દેવીઓ દેવોનું આયુષ્ય - સાડા ત્રણ (3.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - અઢી (2.5) પલ્યોપમ મધ્યમ પરિષદ - 24,000 દેવો, 400 દેવીઓ દેવોનું આયુષ્ય - 3 પલ્યોપમ દેવીનું આયુષ્ય - 2 પલ્યોપમ બાહ્ય પરિષદ - 28,000 દેવો, 350 દેવીઓ દેવોનું આયુષ્ય - અઢી (2.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - દોઢ (1.5) પલ્યોપમ
2) નાગકુમાર દેવલોક
દક્ષિણ નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ધરણેન્દ્ર આભ્યંતર પરિષદ - 60,000 દેવો, 175 દેવીઓ દેવોનું આયુષ્ય - સાધિક અડધો (0.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - ન્યુન (થોડુંક ઓછું) અડધો (0.5) પલ્યોપમ મધ્યમ પરિષદ - 70,000 દેવો, 150 દેવીઓ દેવોનું આયુષ્ય - અડધો (0.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - સાધિક પા (0.25) પલ્યોપમ બાહ્ય પરિષદ - 80,000 દેવો, 125 દેવીઓ દેવોનું આયુષ્ય - કંઇક ન્યુન અડધો (0.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - પા (0.25) પલ્યોપમ
67
Page 459
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 64 : ભવનપતિ દેવલોક - 13:
ભવનપતિ દેવલોક - પરિષદ - 3:
ઉત્તર નાગકુમાર દેવલોકના ઇન્દ્ર - ભૂતાનંદ આભ્યંતર પરિષદ - 50,000 દેવો, 225 દેવીઓ દેવોનું આયુષ્ય - કંઇક ન્યુન 1 પલ્યોપમ દેવીનું આયુષ્ય - અડધો (0.5) પલ્યોપમ મધ્યમ પરિષદ - 60,000 દેવો, 200 દેવીઓ દેવોનું આયુષ્ય - સાધિક અડધો (0.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - કંઇક ન્યુન (થોડુંક ઓછું) અડધો (0.5) પલ્યોપમ બાહ્ય પરિષદ - 70,000 દેવો, 175 દેવીઓ દેવોનું આયુષ્ય - અડધો (0.5) પલ્યોપમ દેવીનું આયુષ્ય - સાધિક (થોડુંક વધારે) (0.25) પલ્યોપમ
3) સુવર્ણકુમાર દેવલોકના ઇન્દ્ર - વેણુદેવ, વેણુદાલી 4) વિદ્યુતકુમાર દેવલોકના ઇન્દ્ર - હરિકાંત, હરિસ્સહ 5) અગ્નિકુમાર દેવલોકના ઇન્દ્ર - અગ્નિશિખ, અગ્નિમાણવ 6) દ્વીપકુમાર દેવલોકના ઇન્દ્ર - પૂર્ણ, વિશિષ્ટ 7) ઉદધિકુમાર દેવલોકના ઇન્દ્ર - જલકાંત, જલપ્રભ 8) દિશાકુમાર દેવલોકના ઇન્દ્ર - અમિતગતિ, અમિતવાહન 9) વાયુકુમાર દેવલોકના ઇન્દ્ર - વેલંબ, પ્રભંજન 10) સ્તનિતકુમાર દેવલોકના ઇન્દ્ર - ઘોષ, મહાઘોષ
સુવર્ણકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના દક્ષિણ દિશાના ઇન્દ્રોના આભ્યંતર પરિષદ, મધ્યમ પરિષદ અને બાહ્ય પરિસદના દેવો-દેવીઓની સંખ્યા અને તેમના આયુષ્ય નાગલોકના ઇન્દ્ર ધરણેન્દ્રની આભ્યંતર, મધ્યમ અને બાહ્ય પરિષદ પ્રમાણે જાણવી.
68
Page 460
સુવર્ણકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના ઉત્તર દિશાના ઇન્દ્રોના આભ્યંતર પરિષદ, મધ્યમ પરિષદ અને બાહ્ય પરિસદના દેવો-દેવીઓની સંખ્યા અને તેમના આયુષ્ય નાગલોકના ઇન્દ્ર ભૂતાનંદની આભ્યંતર, મધ્યમ અને બાહ્ય પરિષદ પ્રમાણે જાણવી.
69
Page 461
દેવલોક - 65 : ભવનપતિ દેવલોક - 14 :
દેવોનું વર્ણન - 1:
1) અસુરકુમાર દેવલોકઃ
શરીરનો વર્ણ કાળો હોય છે. હોઠ લોહિતાક્ષરત્ન તથા ચણોઠી સમાન લાલ હોય છે. દાંત શ્વેત મોગરાના પુષ્પ સમાન હોય છે. તેમના વાળ કાળા હોય છે. માત્ર ડાબા કાન માં કુંડલ ધારણ કરે છે. તેમનું શરીર ભીના ચંદનથી લેપાયેલો હોય છે. આભા શિલિન્દ્ર પુષ્પ જેવી કંઇક લાલ આભાવાળા હોય છે. વસ્ત્ર સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરે છે. યુવા અવસ્થા પ્રથમ કુમાર અવસ્થાને પાર કરી બીજી પ્રૌઢ અવસ્થાને નહીં પ્રાપ્ત થયેલાં એકદમ યુવાન દેખાવ હોય છે. આભૂષણો નિર્મળ મણિ અને રત્નોથી સુશોભિત ભૂજા (હાથ) હોય છે. દસે આંગળીઓમાં વીંટી પહેરી હોય છે. ચૂડામણિ ચિન્હથી યુક્ત મુગટ ધારણ કરે છે.
સુરૂપ, મહાઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, મહાયશશ્વી, મહાબલી, સામર્થ્યયુક્ત, મહાસુખસંપન્ન હોય છે. વક્ષઃસ્થળ (છાતી) હારથી શોભાયમાન હોય છે. ભૂજાઓમાં વાળા, કડા અને બાજુબંધ પહેરે છે. અંગદ, કુંડળ અને કપાળ ભાગને સ્પર્શ કરતાં કર્ણપીઠના ધારક હોય છે. હાથોમાં વિવિધ આભરણો ધારણ કરે છે. મસ્તક પર રંગબેરંગી પુષ્પમાળા ધારણ કરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનના ધારક, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળાના ધારક, દિવ્ય વર્ણથી, દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી, દિવ્ય સંહનનથી, દિવ્ય સંસ્થાનથી, દિવ્ય ઋદ્ધિથી, દિવ્ય દ્યુતિથી, દિવ્ય પ્રભાથી, દિવ્ય છાયા(કાંતિ)થી, દિવ્ય જ્યોતિથી, દિવ્ય તેજથી અને દિવ્ય લેશ્યાથી દસે દિશાને પ્રકાશિત કરતાં, સુશોભિત કરતાં ફરે છે. તે દેવોનું શરીર સદાય માટે મધ્યમ વય એટલે યુવાનને પ્રાપ્ત, રોગ વગરના, વૃદ્ધાવસ્થા વગરના હોય છે.
70
Page 462
જૈન વિજ્ઞાન
દેવલોક - 66 : ભવનપતિ દેવલોક - 15 :
દેવોનું વર્ણન - 2:
(2) થી (10) નાગકુમાર દેવલોકથી સ્તનિતકુમાર દેવલોકના દેવોના શરીરની રચના અને પહેરવેશ વગેરે અસુરકુમાર દેવના વર્ણન સમાન હોય છે. તફાવત માત્ર દેહનો વર્ણ, મુગટનું ચિન્હ અને વસ્ત્રના રંગનો જ હોય છે.
2) નાગકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - નાગફેણ દેહનું વર્ણ - શ્વેત (સફેદ) વર્ણ વસ્ત્રનું વર્ણ - નીલવર્ણ
3) સુવર્ણકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - ગરૂડ દેહનું વર્ણ - ગૌરવર્ણ વસ્ત્રનું વર્ણ - શ્વેત
4) વિદ્યુતકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - વજ્ર દેહનું વર્ણ - રક્ત (લાલ) વર્ણ વસ્ત્રનું વર્ણ - નીલવર્ણ
5) અગ્નિકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - કળશ દેહનું વર્ણ - રક્તવર્ણ વસ્ત્રનું વર્ણ - નીલવર્ણ
71
Page 463
જૈનમ્ જયતિ શાસનમ્
6) દ્વીપકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - સિંહ દેહનું વર્ણ - રક્તવર્ણ વસ્ત્રનું વર્ણ - નીલવર્ણ
7) ઉદધિકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - અશ્વ (ઘોડો) દેહનું વર્ણ - શ્વેતવર્ણ વસ્ત્રનું વર્ણ - નીલવર્ણ
8) દિશાકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - હાથી દેહનું વર્ણ - ગૌરવર્ણ વસ્ત્રનું વર્ણ - શ્વેતવર્ણ
9) વાયુકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - મગર દેહનું વર્ણ - નીલ (કૃષ્ણ) વસ્ત્રનું વર્ણ - રક્તવર્ણ
10) સ્તનિતકુમાર દેવલોકઃ મુગટનું ચિન્હ - સંપૂટ (સરાવલો) દેહનું વર્ણ - ગૌરવર્ણ વસ્ત્રનું વર્ણ - શ્વેતવર્ણ
72
Page 464
જૈન વિજ્ઞાન
દેવલોક - 67 : ભવનપતિ દેવલોક - 16 :
દેવી-દેવતાઓનું આયુષ્ય :
ભવનપતિ દેવલોકના દેવી-દેવતાઓનું આયુષ્ય નિકાચિત હોય છે. તેમનું અકાળ મૃત્યુ નથી થતું. જેટલું આયુષ્ય મળ્યું હોય તેટલું તેમને ભોગવવું જ પડે છે. દરેક દેવલોકમાં કે તે જ દેવલોકમાં દેવી-દેવતાઓનું આયુષ્ય પણ અલગ-અલગ હોય છે. અહીં જઘન્ય એટલે કે ઓછામાં ઓછું આયુષ્ય અને ઉત્કૃષ્ટ એટલે વધુમાં વધુ આયુષ્યની ગણતરી આપેલ છે. વધુમાં વધુ આયુષ્ય ઇન્દ્ર દેવનું હોય છે. દેવો કરતાં દેવીઓનું આયુષ્ય ઘણું જ ઓછું હોય છે.
1) અસુરકુમાર દેવલોકઃ
દક્ષિણ દિશાના દેવોઃ જઘન્ય - 10,000 વર્ષ ઉત્કૃષ્ટ - 1 સાગરોપમ
ઉત્તર દિશાના દેવોઃ જઘન્ય - 10,000 વર્ષ ઉત્કૃષ્ટ - સાધિક (થોડુંક વધારે) 1 સાગરોપમ
2) નાગકુમાર દેવલોક 3) સુવર્ણકુમાર દેવલોક, 4) વિદ્યુતકુમાર દેવલોક, 5) અગ્નિકુમાર દેવલોક, 6) દ્વીપકુમાર દેવલોક, 7) ઉદધિકુમાર દેવલોક, 8) દિશાકુમાર દેવલોક, 9) વાયુકુમાર દેવલોક, 10) સ્તનિતકુમાર દેવલોકના દેવોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય એક સમાન હોય છેઃ
દક્ષિણ દિશાના દેવો : જઘન્ય - 10,000 વર્ષ ઉત્કૃષ્ટ - દોઢ (1.5) પલ્યોપમ
73
Page 465
જૈનમ્ જયતિ શાસનમ્
ઉત્તર દિશાના દેવો : જઘન્ય - 10,000 વર્ષ ઉત્કૃષ્ટ - દેશોન 2 પલ્યોપમ
પરમાધામી દેવઃ
પ્રથમ નરકથી ત્રીજી નરક સુધીના નારકીઓને સજા આપનારા પરમાધામિક
દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય 1 પલ્યોપમનું હોય છે.
74
Page 466
જૈન વિજ્ઞાન
દેવલોક - 68 : ભવનપતિ દેવલોક - 17 :
દેવી-દેવતાઓનું અવધિજ્ઞાન :
ભવનપતિ દેવને અવધિજ્ઞાન જન્મજાત હોય છે. જૈન દર્શનમાં દેવોને ભવપ્રત્યયિક (જન્મથી મરણ પર્યંત) અવધિજ્ઞાન હોય છે. ભવનપતિ દેવોમાં ઓછા આયુષ્યવાળા દેવોનું વિષયક્ષેત્ર ઓછું અને વધુ આયુષ્યવાળા દેવોનું વિષયક્ષેત્ર વધુ હોય છે. ભવનપતિ દેવોનું અવધિજ્ઞાન ઓછામાં ઓછું 25 યોજન અને વધુમાં વધુ અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર જેટલા ક્ષેત્રમાં રહેલા રૂપી (દ્રશ્યમાન જીવ, તત્વો) પદાર્થોને જાણે છે અને જુએ છે. દરેક ભવનપતિ દેવોને પોતાના આયુષ્ય અનુસાર એક જ પ્રકારનું અવધિજ્ઞાન હોય છે.
10,000 વર્ષની આયુષ્ય ધરાવનાર દેવ 25 યોજન સુધી, 1 પલ્યોપમનું આયુષ્ય ધરાવનાર દેવ સંખ્યાત દ્વીપો અને સમુદ્રોને અને 1 સાગરોપમના આયુષ્યવાળા દેવો અસંખ્યાત દ્વીપો અને સમુદ્રોને અવધિજ્ઞાનથી જાણે છે અને જુએ છે.
વિશેષતાએ ઓછા આયુષ્યવાળા ભવનપતિ દેવો સુક્ષ્મ પદાર્થોને અવધિજ્ઞાનથી નથી જાણી શકતાં. પરંતું, 1 સાગરોપમનું આયુષ્ય ધરાવતાં દેવો સુક્ષ્મ પદાર્થોને જાણવાની અને જોવાની વિશિષ્ટ ક્ષમતા હોય છે.
ભવનપતિ દેવોનું અવધિજ્ઞાન પવાલો (પાણી પીવાનો ઊંધો ગ્લાસ) જેમ હોય, ઊંધા પવાલામાં પહોળાઇમાં નીચે પહોળું, ઉપર સાંકળું તેમજ ઊંચાઇમાં ઉપર-નીચે લાંબુ હોય તેમ, અવધિજ્ઞાન પોતાના સ્થાનથી ઉપર તરફ વધુ હોય છે.
75
Page 467
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 69 : ભવનપતિ દેવલોક - 18 :
ઇન્દ્રનો પરિવારઃ
1) અસુરકુમાર દેવલોકઃ ચમરેન્દ્ર : ભવન અધિપતિ : 34 લાખ ભવનવાસ સામાનિક દેવ - 64,000 દેવો આત્મરક્ષક દેવ - 2,56,000 દેવો ત્રાયસ્ત્રિંશક દેવ - 33 દેવો લોકપાલ - 4 દેવો અગ્રમહિષી - 5 દેવી પરિષદ - 3 (આભ્યંતર, મધ્ય, બાહ્ય) સેના - 7 પ્રકાર સેનાધિપતિ - 7
બલીન્દ્ર : ભવન અધિપતિ : 30 લાખ ભવનવાસ સામાનિક દેવ - 60,000 દેવો આત્મરક્ષક દેવ - 2,40,000 દેવો ત્રાયસ્ત્રિંશક દેવ - 33 દેવો લોકપાલ - 4 દેવો અગ્રમહિષી - 5 દેવી પરિષદ - 3 (આભ્યંતર, મધ્ય, બાહ્ય) સેના - 7 પ્રકાર સેનાધિપતિ - 7
76
Page 468
જૈન વિજ્ઞાન
2) નાગકુમાર દેવલોક ધરણેન્દ્ર : ભવન અધિપતિ : 44 લાખ ભવનવાસ ભૂતાનંદ : ભવન અધિપતિ : 40 લાખ ભવનવાસ સામાનિક દેવ - 6,000 દેવો આત્મરક્ષક દેવ - 24,000 દેવો ત્રાયસ્ત્રિંશક દેવ - 33 દેવો લોકપાલ - 4 દેવો અગ્રમહિષી - 6 દેવી પરિષદ - 3 (આભ્યંતર, મધ્ય, બાહ્ય) સેના - 5 પ્રકાર સેનાધિપતિ - 5
3) સુવર્ણકુમાર દેવલોક 4) વિદ્યુતકુમાર દેવલોક, 5) અગ્નિકુમાર દેવલોક, 6) દ્વીપકુમાર દેવલોક, 7) ઉદધિકુમાર દેવલોક, 8) દિશાકુમાર દેવલોક, 9) વાયુકુમાર દેવલોક, 10) સ્તનિતકુમાર દેવલોક સુધીના પ્રત્યેક ઇન્દ્રોના આધિપત્ય ભવનોની સંખ્યા (જૈન વિજ્ઞાન - 349 મુજબ જાણવી) પ્રત્યેક ઇન્દ્રના સામાનિક દેવ - 6,000 દેવો, આત્મરક્ષક દેવ - 24,000 દેવો, ત્રાયસ્ત્રિંશક દેવ - 33 દેવો, લોકપાલ - 4 દેવો, અગ્રમહિષી - 6 દેવી, પરિષદ - 3 (આભ્યંતર, મધ્ય, બાહ્ય), સેના - 5 પ્રકાર, સેનાધિપતિ - 5.
77
Page 469
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 70 : ભવનપતિ દેવલોક - 19 :
આહાર અભિલાષા સમયઃ
ભવનપતિ દેવો મનોભક્ષી હોય છે. મનોભક્ષી એટલે પોતાની ઇચ્છા અનુસાર મનથી જ આહાર યોગ્ય પુદગલોનું ગ્રહણ કરનાર જીવને મનોભક્ષી કહેવાય છે. ભવનપતિ દેવ પોતાના પુણ્યોદયે મનોભક્ષી હોય છે. દેવોને બહુ લાંબા સમયે આહારની ઇચ્છા થાય છે, ત્યારે ઇચ્છાપૂર્તિ માટે કોઇ પુરુષાર્થ (પરિશ્રમ) કરવો પડતો નથી. દેવો મનથી શુભ પુદગલોને સ્વીકારે છે. તે પુદગલો દેવોના પુણ્યોદયે શુભરૂપે પરિણીત થાય છે. ઇચ્છાપૂર્તિ થતાં જ દેવો સંતોષની અનુભૂતિ કરે છે.
ભવનપતિ દેવો વર્ણથી પીળા અને સફેદ, સુગંધી, સ્વાદથી ખાટાં અને મીઠા, સ્પર્શથી નરમ, હળવો, ચીકણો અને ગરમ ભોજન કરે છે. ભોજન સ્વરુપે સ્વીકારાતા દ્રવ્યોના જુના રંગ, ગંધ, સ્પર્શ, ગુણનો નાશ કરી, પરિવર્તન કરી નવા રંગ, ગંધ, સ્પર્શ, ગુણોને ઉત્પન્ન કરીને શરીરના સર્વે આત્મપ્રદેશોથી આહારરૂપે ગ્રહણ કરે છે.
ભોજનમાં લેવાયેલા પુદગલો પરિણામ સ્વરુપે પાંચ ઇન્દ્રિયોમાં ઇષ્ટ, કાંત, પ્રિય, શુભ, મનોજ્ઞ, મનોહર, ઇચ્છિત અને સુખ રૂપે પરિણામ આપે છે. ભવનપતિના દેવોનો આહાર બે પ્રકારનો હોય છે : આભોગનિર્વર્તિત (બુદ્ધિપૂર્વકનો આહાર) અને અનાભોગનિર્વર્તિત તેમાંથી અનાભોગનિર્વર્તિત (અબુદ્ધિ પૂર્વકનો) આહાર વિરહ વગર એટલે પ્રતિ સમયે થાય છે. આહારની ઇચ્છા :
1) અસુરકુમાર દેવલોકઃ
જઘન્ય - 1 અહોરાત્ર (1 દિવસ-રાત) ઉત્કૃષ્ટ - 1000 વર્ષથી થોડુંક વધારે
78
Page 470
જૈન વિજ્ઞાન
2) નાગકુમાર દેવલોક 3) સુવર્ણકુમાર દેવલોક, 4) વિદ્યુતકુમાર દેવલોક, 5) અગ્નિકુમાર દેવલોક, 6) દ્વીપકુમાર દેવલોક, 7) ઉદધિકુમાર દેવલોક, 8) દિશાકુમાર દેવલોક, 9) વાયુકુમાર દેવલોક, 10) સ્તનિતકુમાર દેવલોક સુધીના દેવોને
જઘન્ય - 1 અહોરાત્ર (1 દિવસ-રાત) ઉત્કૃષ્ટ - અનેક દિવસે
79
Page 471
જૈનમ્ જયતિ શાસનમ્
દેવલોક - 71 : ભવનપતિ દેવલોક - 20 :
દેવી-દેવતાઓની જન્મ પ્રક્રિયા :
ભવનપતિ દેવ-દેવીઓના દેવલોકમાં જન્મને ઉપપાત કહેવાય. તેમનું જન્મ દેવ-શૈય્યા માં થાય છે. ભવનપતિ દેવલોકમાં માણવક નામના ચૈત્યસ્તંભના પૂર્વ વિભાગમાં 8 યોજન લાંબી, 8 યોજન પહોળી, 4 યોજન જાડી, સર્વ મણિમય, સ્વચ્છ, રમણીય એવી એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર પાદપીઠ વગેરે સહિત એક મોટું સિંહાસન છે.
માણવક નામના ચૈત્યસ્તંભના પશ્ચિમ વિભાગમાં 8 યોજન લાંબી, 8 યોજન પહોળી, 4 યોજન જાડી, સર્વ મણિમય, સ્વચ્છ, રમણીય એવી એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર એક મોટી, રમણીય દેવ-શૈય્યા છે.
દેવ-શૈય્યા પડવાયા (પાયા નીચે મૂકાતો લાકડાનો ટૂકડો) સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના છે. તેના ગાત્ર (ચાર પાયાને જોડતા લાંબા લાકડા) અને ઉપળા (માથા અને પગ પાસેના લાકડા) જંબૂનદમય (એટલે લાલ રંગ)ના સુવર્ણના છે. તેની સાંધ વજ્રરત્ન મય છે. તેના વાણ (ઢોલીયો ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, ગાદલું રજતમય (ચાંદીમય), ઓશિકા લોહિતાક્ષ રત્નના અને તળિયા તપનીય (અગ્નિથી તપેલા, લાલ) સુવર્ણના છે.
દેવ-શૈય્યા બંને બાજુ આલંબનયુક્ત (ટેકા સહિત) છે. તેમાં ગાદલાં છે. બંને બાજુ તળિયા રાખેલા હોવાથી તે દેવ-શૈય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી, ઊંડી છે. દેવ-શૈય્યામાં બેસતાં જ તે નીચે નમી જાય તેવી છે.
80
Page 472
જૈન વિજ્ઞાન
દેવલોક - 72 : ભવનપતિ દેવલોક - 21 :
દેવી-દેવતાઓની જન્મ પ્રક્રિયા :
તે ગાદલા ઉપર રજસ્ત્રાણ (ચાદર, ઓછાડ) છે. તેના ઉપર રૂ (કપાસ) અને રેશમ વગેરેથી મિશ્રણ કરેલી ચાદર પાથરેલી છે. તે રક્તાંશુક (લાલ સૂતર)થી ઢંકાયેલી હોય છે. તેનો સ્પર્શ કપાસ, માખણ જેવો સુકોમળ છે.
ઉપપાત સભાઃ
ઉપપાત સભાની વચ્ચે દેવને ઉત્પન્ન થવાની સફેદ દેવદૂષ્યથી ઢંકાયેલી દેવશય્યા છે. ઉપપાત સભાની ઇશાનખૂણે એક જળાશય છે. તે જળાશયના ઇશાનખૂણે અભિષેક સભા છે. તેમાં દેવના જન્મ અભિષેક યોગ્ય સામગ્રીઓ છે. અભિષેક સભાની ઇશાનખૂણે અલંકાર સભા છે. તેમાં દેવના અલંકાર (આભૂષણો) છે. અલંકાર સભાની વિદિશામાં વ્યવસાય સભા છે. તેમાં ભવનપતિ દેવના ધર્મ- ફરજ (કર્તવ્યો)ની જાણકારી આપતું પુસ્તકરત્ન છે.
દેવ-શૈય્યામાં જન્મ થતાં જ દેવ માત્ર અંતમુહૂર્ત (48 મિનિટમાં 1 સમય ઓછો)જેટલા સમયમાં નવયુવાન થઇ જાય છે. પછી, જળાશયોમાં સ્નાન કરે છે. અભિષેકસભામાં ઉપસ્થિત દેવો તેમનો દેવ તરીકેનો અભિષેક કરે છે. અભિષેક થયા બાદ નૂતન જન્મેલા દેવ અલંકાર સભામાં આભૂષણો પહેરી તૈયાર થાય છે. તૈયાર થઇ દેવ વ્યવસાય સભામાં પુસ્તકરત્ન વાંચી પોતાના કાર્યોથી માહિતગાર થાય છે. સુધર્માસભામાં આવીને પોતાને યોગ્ય સિંહાસન પર બિરાજે છે.
81
Page 473
જૈનમ્ જયતિ શાસનમ્