This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
જિનાલયમાં દીપકનો ઉપયોગ ખૂબજ મહત્વનો છે. દીપક નિર્મળ આત્માનું પ્રતિક છે. દીપકથી જિનાલયનું વાતાવરણ ઉર્જામય બને છે. દીપક તપનું પ્રતિક પણ કહેવાય છે.
દીપક પૂજાને અષ્ટપ્રકારી પૂજામાં તેનું સ્થાન હોય છે. દીપક પૂજા કરતી વખતે ભગવાનને હૃદયના શુભ ભાવ સાથે સ્તુતિ થાય છે. હે વીતરાગી દેવ! જેમ આપ સર્વે કર્મોને તપ દ્વારા ક્ષય કર્યા, આપે કાયકલેશથી શરીરને તપાવી નિર્મળ બન્યા. આપનો દિવ્ય આત્મા પ્રકાશિત થયો. જેમ અગ્નિ દરેક વસ્તુને ભસ્મીભૂત કરે છે તેમ આપે ચારે ઘાતિકર્મોનો ક્ષય કરી નિર્મલ પ્રકાશિત થયા. દીપક પૂજા કરતાં મારા કર્મરજને ક્ષય કરવામાં સહાયક બનશો. પ્રેરણારુપ બનશો, મારા આત્માને તપ્ત અગ્નિની જેમ પ્રકાશમય બનાવશો. મારો આત્મા દીપકની જેમ નિર્મળ બને!
નોંધઃ દીપક હંમેશા ગાયના શુદ્ધ ઘીનું કરવું. ગાયનું ઘી પવિત્ર હોય છે. ગાયના શુદ્ધ ઘીના દીપકથી વાતાવરણમાં રહેલા સુક્ષ્મ જીવો દૂર થાય છે.
20
Page 25
જૈન વિજ્ઞાન
બહુ બીજ કોને કહેવાય? અભક્ષ્ય શા માટે?
બહુ બીજનો સામાન્ય અર્થ એ થયો કે, બીજની ઘણી સંખ્યા! જે ફળમાં ઘણી
જ સંખ્યા ધરાવે એટલે બહુ બીજ કહેવાતું હશે!
ના! જૈન દર્શનમાં આ પ્રમાણે બહુ બીજની ગણતરી નથી. પ્રત્યેક બીજને રહેવાના પ્રત્યેક સ્થાન ન હોય તેવા બીજને પ્રત્યેક બહુબીજ કહેવાય! દા. ત. કેરી તેમાં બીજ ગોટલી હોય છે. ગોટલી માટે એક આકાર સ્થાન આપતી જગ્યા હોય છે. હવે તેનાથી વિપરીત અંજીર, અંજીર બહુબીજ ફળ કહેવાય. તેને અડધેથી કાપતા આપ જોશો કે એક જ સ્થાનમાં અસંખ્ય બીજ હોય છે. તેથી બહુ બીજ ધરાવતું ફળ કહેવાય.
મકાઇ, બાજરી, જુવાર, ઘઉં, મગ, ચોળી, વટાણા વગેરે ઘણાજ ધાન્ય, શાકભાજી, ફળને પ્રત્યેક સ્થાન હોય છે, તેથી બહુબીજ ન કહેવાય. વડના ટેટા, પીપળાના ટેટા, અંજીર વગરે ફળોને બહુબીજ કહેવાય.
જિનાજ્ઞા પ્રમાણે જૈન દર્શનમાં બહુબીજ ખાવાથી મહા પાપ અને મહા દોષ નિર્માણ થાય તેમજ આવા બહુબીજ ધરાવતાં ફળોમાં અસંખ્ય બે ઇન્દ્રિય ધરાવતા સુક્ષ્મ જીવો ખદબદતા હોય છે જે નરી આંખે દેખાતા નથી. તારક તીર્થંકર પરમાત્મા એ આવા જીવોની હિંસાથી બચવાનું કહ્યું છે.
21
Page 26
જૈનમ્ જયતિ શાસનમ્
તુચ્છ ફળ કોને કહેવાય અને અભક્ષ્ય શા માટે?
તુચ્છ ફળ એટલે હલકા ફળો. જૈન દર્શનમાં તુચ્છ ફળ એટલે જેમાં ખાવાનું ઓછું અને ફેંકવાનું વધારે આવે તેવા ફળોને તુચ્છફળ કહેવાય. દા. ત. બોર, જાંબુ તેમાં ઠળીયાનો ભાગ વધારે હોય, મીઠાસ કે ખટાશ માત્ર તેના છાલમાં જ હોય. બાકી બધો ભાગ ફેંકવામાં જ જાય. ઘણાં ફળ એવા હોય જેમાં માવાની પ્રાપ્તિ કરવા જતાં ફોતરા અને ઠળીયા વગેરે ફેંકવાના વધારે હોય છે.
આ પ્રમાણેના અનેક જાતના ફળો કે શાકભાજી હોય છે. આ ગણતરી પ્રમાણે
તેનો તુચ્છફળમાં સમાવેશ થાય છે.
જૈન દર્શનમાં જિનાજ્ઞા છે આવા ફળોનો ત્યાગ કરવો. આવા ફળોથી પેટ ન ભરાય અને પેટ ભરવા વધુને વધુ ફળો ખાતા રહી, જીવોની સતત હિંસા થતી રહે છે તેમજ મોંથી ખાઇ, ફેંકાયેલા એઠાં ઠળીયા તેમાં રહેલી લાળને પામવા અસંખ્યો સુક્ષ્મ જીવો આવે છે તેમજ તેના જન્મ અને મરણના નિમિત્તનો દોષ તુચ્છફળ ખાનારને લાગે છે.
22
Page 27
જૈન વિજ્ઞાન
સચિત્ત પાણીનો જિનાલયમાં થતો ઉપયોગઃ
જૈન દર્શનમાં પાણી પોતે અપ્કાય જીવ છે, એટલે પાણી પોતે સ્વયં જીવ છે. એકેન્દ્રિય જીવ તરીકે તેને સ્પર્શ ઇન્દ્રિય હોય છે. પાણી વગર આપણું જીવન શક્ય નથી. સચિત્ત પાણી એટલે જીવ સહિત પાણી.
જિનાલયમાં પક્ષાલ પૂજા કે વિવિધ અનુષ્ઠાનોમાં પાણીનો ઉપયોગ થાય છે તે સચિત્ત પાણી હોય છે. સચિત્ત પાણીને ગળણીથી ગાળી પછી તેનો ઉપયોગ થાય છે. ગળણીથી પાણી ગાળીને કપડાંને સીધા સુકવીએ તે અનુચિત (ઉચિત નથી) છે. કારણ પાણીમાં બે ઇન્દ્રિય થી લઇ અસંખ્ય સુક્ષ્મ જીવો પાણીના આધારે જીવતા હોય છે. પાણીને ગાળી ગરણાંને સુકવતાં તેમનું પણ મરણ થાય છે. તેથી પાણીને ગાળી પાણીના ગરણાંને ફરી પાણીમાં જયણાં પૂર્વક જીવોને તેમાં પાછા મૂકવાના હોય છે, પછી ગરણાંને સૂકવવાના હોય છે.
જયણા પૂર્વક કરેલી પૂજા સાર્થક થાય છે. શક્ય હોય તો પાણીનો ઉપયોગ ઘીની જેમજ થવો જોઇએ. પક્ષાલના કળશ સામૂહિક રીતે થાય તો વધુ સારું જેથી પાણીનો વધુ ઉપયોગ થતાં બચે અને તેટલું પાણી જીવની હિંસા અટકે. જૈન દર્શનમાં દ્રવ્ય (સામગ્રી) પૂજા કરતાં ભાવ (મન અને હૃદયના શુભ ભાવ) પૂજાને વધુ પ્રાધાન્ય હોય છે. પરંતું વાસ્તવમાં દ્રવ્ય વગર ભાવ આવવા શરળ નથી. શક્ય હોય ત્યાં સુધી પાણી જીવોની થતી હિંસાને સતત ટાળવું જોઇએ.
23
Page 28
જૈનમ્ જયતિ શાસનમ્
અચિત્ત પાણી :
અચિત્ત પાણી એટલે જીવ રહિત પાણી. પાણી વગર જીવન શક્ય નથી. અચિત્ત પાણી ગુરુભગવંતો ઉપયોગમાં લેતા હોય છે. અચિત્ત પાણીમાં અમુક કાળ (શિયાળો, ઉનાળો અને ચોમાસુ પ્રમાણે) સુધી બે ઇન્દ્રિય થી સુક્ષ્મ જીવો ઉત્પન્ન થતાં નથી.
સચિત્ત પાણીને ઉકાળવાથી અચિત્ત થાય છે. સચિત્ત પાણીમાં દ્રવ્યના મિશ્રણથી પણ અચિત્ત થાય છે. પરંતું અમૂક કલાકો સુધી અચિત્ત પાણી ઉકાળેલું હોય તો જ રહે. અચિત્ત પાણી ભોજનમાં લેવાથી પચવામાં હલકું હોય છે. વિષાણું રહિત હોવાથી રોગની ઉત્પત્તિ થતી નથી.
જૈન દર્શન અહિંસા પ્રધાન છે. હિંસાથી પાપ કર્મો વધે છે. હિંસાથી સંસાર પરિભ્રમણ વધે છે. સંસારમાં જીવોને મહા દુઃખો ભોગવી કર્મ ક્ષય કરતાં રહેવું પડે છે.
સચિત્ત પાણીના એક ટીપામાં માત્ર 48 મિનિટમાં જ બે ઇન્દ્રિય થી લઇ
અસંખ્ય જીવો સતત ઉત્પન્ન થાય છે. જ્યારે અચિત્ત પાણીમાં જીવ શક્ય નથી.
24
Page 29
જૈન વિજ્ઞાન
સુખડ ઘસતી વખતે જયણાઃ
જિનાલયે પ્રભુ પૂજાના શુભ ભાવ સાથે જઇએ છીએ. ઘણાં જ શ્રાવકો- શ્રાવિકાઓ સ્વદ્રવ્યથી જ પૂજા કરવી તેવા ભાવ ધરાવતા હોય છે. જિનાલયે અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી સાથે સુખડ (ચંદન)નો ટૂકડો સાથે લઇ જાય છે. સુખડ ઘસાઇ પથ્થર ઉપર કરી પછી તે જ ચંદનથી પ્રભુ પૂજા કરવાનો આગ્રહ રાખતા હોય છે.
સુખડ ઘસતા અજાણતાં ઘણાં જ દોષો નિર્માણ થાય છે. દોષોથી બચવા અને જયણા (જીવોની અહિંસા) રુપે સુખડને પ્રમાર્જવું જોઇએ. સુખડ ઘસતાં પૂર્વે તેના પર કોઇ સુક્ષ્મ જીવો તો નથી ને? સચિત્ત પાણી ગરણાથી ગાળવું જોઇએ. સચિત્ત પાણીમાં માત્ર 48 મિનિટમાં બે ઇન્દ્રિયથી લઇ સુક્ષ્મ જીવો ઉત્પન્ન થઇ જાય છે. સુખડ ઘસાઇ પથ્થર જયણા પૂર્વક પૂંજણી કે નરમ કપડાંથી પ્રમાર્જવું જોઇએ. જેથી કોઇ જીવ તેમાં હોય તો બચી શકે. સુખડ, પાણી અને મુખકોશને ધૂપ કરવા જોઇએ સાથે પ્રભુજીની આજ્ઞા લઇ કાર્ય શરુ કરવું જોઇએ. ગાળેલું પાણી, મુખકોશ બાંધી સુખડ ઘસવાની પ્રક્રિયા શરુ થાય. આપણાં વાળ અને શરીરનો પસીનો ચંદન ઘસાઇમાં મિશ્ર ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. ચંદન વાટકીમાં ભરી, સુખડ અને પથ્થરને ગાળેલા પાણીથી ધોઇ, કપડાંથી સાફ કરી, પથ્થર, સુખડ અને કપડું સરળતાથી સૂકાઇ શકે તેનું ધ્યાન રાખવું.
જો કે જિનાલયમાં શ્રી સંઘ દ્વારા ચંદનની સુંદર વ્યવસ્થા હોય છે. તે પણ લો તો ચાલી શકે! સ્વદ્રવ્યનો અર્થ, પૂજા પોતાના આત્મા માટે કરતા હોય છે, તો પૂજા નિમિત્તે થતો ખર્ચમાં સહભાગ અથવા રોકડ દ્રવ્ય પેઢી કે ભંડારમાં ભરી શકાય જેથી સ્વદ્રવ્યથી પૂજાનો લાભ મળે. એનો અર્થ એમ ન સમજવો કે રકમ કે દ્રવ્ય ભંડારમાં ન ભરીએ તો પૂજાનો લાભ ન મળે! જૈન દર્શનમાં દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા સમાન છે.
25
Page 30
જૈનમ્ જયતિ શાસનમ્
દ્રવ્ય પૂજાઃ
જૈન દર્શનમાં બે પ્રકારથી પૂજા થાય છે. દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. દ્રવ્ય એટલે સામગ્રી કે પદાર્થ. વિવિધ પૂજા કે વિવિધ અનુષ્ઠાનોમાં વપરાતી સામગ્રીથી થતી પૂજા અને તેમાં ભૌતિક શરીરનો પૂજા માટે થતો ઉપયોગ એ દ્રવ્ય પૂજા કહેવાય.
દ્રવ્ય પૂજામાં પાણી, દૂધ, અક્ષત(ચોખા), ફળ, ફૂલ, સુગંધિત પાન, કપૂર, ધી, અગરબત્તિ, સુખડ, કેસર, અત્તર, ઘંટ, દર્પણ, ચામર, અંગલૂછણાં વગેરે અનેક દ્રવ્યો અને ઉપકરણોથી જિનેશ્વર દેવને થતી પૂજા તે દ્રવ્ય પૂજા કહેવાય.
દ્રવ્ય પૂજા વ્યકિત દ્વારા શારીરિક રીતે દ્રવ્યોથી થઇ શકે અને દ્રવ્યો જિનાલયમાં દાનમાં આપી પણ થઇ શકે છે. જિનેશ્વર દેવને દાનની જરુરત જ હોતી નથી. આ બધી વ્યવસ્થા આપણા દ્વારા ગોઠવાય છે અને શ્રી સંઘના સંચાલન માટેની આયોજન બદ્ધ વ્યવસ્થા છે. જિનેશ્વર દેવ સંસારી અવસ્થામાં પોતાની પાસેનું અઢળક ધનને ત્યાગી, દરરોજ 1,08,00,000 સુવર્ણમહોરો જરુરીયાતમંદોને સતત એક વરસ સુધી દાનમાં આપતાં રહ્યાં. સૌધર્મેન્દ્ર દેવના આદેશથી સેવક દેવતાઓ ગુપ્ત અને નધણિયાતું ધન પ્રભુને વરસીદાન માટે અર્પણ કરી તેઓ પણ પ્રભુની દ્રવ્ય પૂજા કરી લેતાં. પરિણામ સ્વરુપે તેમનું અસંખ્ય પૂણ્યનું ઉપાર્જન થતું. અતૂલ્ય આનંદ તેમને મળતો અને ધનની મૂર્છા તેમની ઘટતી.
26
Page 31
જૈન વિજ્ઞાન
ભાવ પૂજા :
ભાવ પૂજા એટલે હૃદયના શુભ ભાવથી થયેલી પૂજા. ભાવ મુખ્યત્વે મન સાથે સંબંધ છે. જૈન દર્શનમાં યોગના ત્રણ પ્રકાર છે, મન-વચન-કાયા. મન અદ્રશ્ય ઇન્દ્રિય કહેવાય તેને શરીરના કોઇ અંગ સાથે જોડાણ નથી. માત્ર હૃદય સાથે જોડીએ છીએ. હકીકતમાં મગજ સાથે ઉદ્ભવ સંભવ બને છે.
જીવ, વાણીથી કે શરીરથી કોઇ જાતની હિંસા ન કરે પણ મન (ભાવ)થી હિંસા કરે તો, કર્મસત્તા તેના દ્વારા ભાવરુપી હિંસા થયેલ છે તેની નોંધ લઇ લે છે. તેથી જ્ઞાનીપુરુષ જો આવા હિંસાના ભાવ આવે કે તરત જ પ્રાયશ્ચિત કરી લે છે. હિંસા કર્મ નિકાચિત (કર્મ આત્મા સાથે દૂધ અને પાણીની જેમ એકમેક થઇ જાય) થઇ જાય તો અચૂક ઉદયમાં આવે જ અને ભોગવવા પડે!
ભાવ પૂજા, શુભ ભાવથી થાય છે. તેમાં દ્રવ્યની આવશ્યકતા નથી. અહિંસારુપી પૂજા છે. હૃદયના શુભ ભાવથી નિર્માણ થાય છે. જેમ દ્રવ્યોથી પૂજા શક્ય બને છે તેમ કાલ્પનિક દ્રવ્યથી પૂજા એ ભાવ પૂજા ગણાય. દા.ત. શ્રી સંઘમાં વિવિધ અનુષ્ઠાનોમાં, વિવિધ પૂજાના કે ધ્વજારોહણના, પર્યુષણ મહાપર્વે થતાં દ્રવ્યરુપી ચડાવા થાય છે. ત્યારે રુપિયાથી અસક્ષમ વ્યકિત દ્રવ્યથી લાભ નથી લઇ શકતો પરંતું હૃદયના શુભ ભાવથી ઇચ્છામાત્રથી લાભ લઇ લે છે, કારણ તેને લાભ લેવાના શુભ ભાવ હોય છે પરંતું સક્ષમતા ન હોવાથી માત્ર અફસોસ અને દુઃખ થાય છે, હે નાથ! પ્રભુ મારી પાસે રકમ નથી, નહીંતર પ્રભુ આપની સેવા-ભકિતનો લાભ ન ચૂકુ! આવા પ્રકારના લાભો ભાવથી તેની કર્મસત્તામાં ગણાઇ જાય છે.
દ્રવ્યપૂજામાં ભાવ ન હોય તો પૂજા નિષ્ફળ જાય છે. અંશિક શુભ પરિણામ મળે
છે. તે માત્ર એક શારીરિક ક્રિયા બની રહે છે.
27
Page 32
જૈનમ્ જયતિ શાસનમ્
નરક કોને કહેવાય?
જીવ જન્મ્યો ત્યારથી જ તેને વ્યકિતગત આઝાદી મળી. જીવે સ્વતંત્ર રીતે આવવું, જવું, ભોજન, મનોરંજન, બોલવું, સાંભળવું વગેરે ક્રિયાઓ મન-વચન- કાયાથી કરી શકવાની સ્વતંત્રતા મળી.
જીવે ભૌતિક સુખ મેળવવા માટે તન-મન-ધનથી હિંસાજનક ક્રિયાઓ કરતા રહી શારીરિક અને માનસિક સુખો મેળવતો રહ્યો. આ પૃથ્વી એકેન્દ્રિય થી પંચેન્દ્રિય જીવોથી પરિપૂર્ણ છે. જેથી હિંસાવગર કોઇ કાર્ય સંપન્ન થતાં જ નથી.
વધુને વધુ ધન પ્રાપ્તિ : પોતાની, પરિવારના સભ્યોને નિભાવ માટે, મિત્રોની, સમાજની કે દાન-ધર્મ માટે, માન-મોભો માટે મહેનત કરતો રહ્યો. જાણતાં કે અજાણતાં સતત જીવ હિંસા કરતો રહ્યો. દરેક શુભ અને અશુભ કર્મોની નોંધ કર્મ સત્તાએ લીધી. જીવે આત્મા સાથે કર્મ બાંધ્યા.
વર્તમાન જગતમાં એક વ્યકિત બીજી વ્યકિતને મારી નાખે તો આજીવન કેદ કે ફાંસીની સજા મળે. બે વ્યકિતની હિંસા કરે તો પણ સજા એ જ મળે અને એક લાખ વ્યકિતની હિંસા કરે તો પણ એજ સજા મળે. અહીં વ્યકિતને માત્ર એક જ વાર મરવાનું છે, વારેવારે નહીં! આ વર્તમાન જગતની ન્યાયિક નિર્ણયો છે. હિંસા કરવી કે ન કરવી એ તેની આઝાદી છે.
કર્મ સત્તામાં તેવું નથી. દરેક અશુભ કર્મોને અગણિત રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ જ ભોગવવાના હોય છે. જીવે અનિચ્છા (ઇચ્છા ન હોય તો પણ)એ પણ અચૂકપણે ભોગવવાના જ હોય છે. તે ભોગવવાનું ક્ષેત્ર નરક હોય છે. નરકને બુદ્ધિશાળી અને મિથ્યાજ્ઞાની મનુષ્યો માનવા તૈયાર હોતા નથી. વૈજ્ઞાનિકો માત્ર નરી આંખે દેખાતી વસ્તુને જ માને છે તેથી તેમને વિશ્વાસ નથી બેસતો.
આ નરક પૃથ્વી તારક તીર્થંકરે પોતાની દિવ્ય વાણીથી કેવળજ્ઞાનથી જોઇ અક્ષરસ જેમ છે તેવી જ રીતે આપણને સમવસરણમાં જણાવી. પ્રભુની દિવ્યવાણી આગમ સ્વરુપે ઉપલબ્ધ છે.
28
Page 33
જૈન વિજ્ઞાન
નરક ક્ષેત્ર (ભૂમિ) કેવી હોય?
14 રાજલોક એ ત્રણ વિભાગમાં વિભાજીત થયેલ છે. અધો (નીચે) લોક, તિર્છા (આડી - પૃથ્વી) લોક અને ઉર્ધ્વ (ઉપર) લોક. અધો લોકમાં સાત પૃથ્વીઓ છે. દરેક પૃથ્વીના પોતાના ગુણ પ્રમાણે નામ હોય છે. જેવા ગુણો તેવા તેનો પ્રભાવ હોય છે. 1) રત્નપ્રભા 2) શર્કરાપ્રભા 3) વાલુકાપ્રભા 4) પંકપ્રભા 5) ધૂમ 6) તમસપ્રભા 7) તમસ્તમપ્રભા.
નારકી (નૈરયિક)ઓને રહેવાનું સ્થાન એ નરક કહેવાય. ત્યાં સૂર્યનો પ્રકાશ ન હોય. ચંદ્રની શીતળતા અને આંખને ઠારનાર પ્રકાશ ન હોય. ત્યાં માત્ર ને માત્ર ઘોર અંધકાર હોય. ત્યાં કોઇ પદાર્થ સ્પષ્ટ અને નરી આંખે દેખાય નહીં માત્ર આભાસ થાય.
જમીન તિક્ષ્ણ અણીદાર અને ખૂણાઓ વાળા કાંકરાઓથી પરિપૂર્ણ હાય. દરેક ક્ષેત્ર લોહી, પિત્ત, પરુ, મૂત્ર, સંડાસ જેવા દુર્ગંધમય પદાર્થોથી ભરેલ હોય. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી અડધી નરકમાં સતત ગરમ હવા હોય. જમીન કાળા રંગના અગ્નિથી તપેલી હોય. હવા કે પવન સતત અગ્નિથી તપેલી હોય. ચોથી બીજી અડધી, પાંચમી, છઠ્ઠી અને સાતમી તીવ્રત્તમ ઠંડી (ગરમીથી વિપરીત પરિસ્થિતિ સમજવી) હોય. સતત સડેલી કોવાયેલા માંસથી પણ અત્યંત દુર્ગંધમય સતત વાસ હોય. ત્યાં પાણી જેવું દ્રવ્ય ન હોય પરંતું લોહી ઠેકઠેકાણે અગ્નિથી તપેલો લાવારસ સમાન પ્રવાહી હોય.
ત્યાં સૂવા માટે, આરામ માટે, ભોજન માટે કોઇ નિવાસ સ્થાન ન હોય. ત્યાં પ્રતિક્ષણ વેદના અને તીવ્રતર વેદના ભોગવવા માટેનું સામૂહિક સ્થાન હોય. ત્યાં કોઇપણ ભૌતિક સુખ કે મનોરંજન માટેના સ્થાનો નથી. માત્ર શારીરિક અને માનસિક વેદના, પીડા અને દુઃખો ભોગવવાનું ક્ષેત્ર છે.
29
Page 34
જૈનમ્ જયતિ શાસનમ્
નરકના જીવનો જન્મ :
નરકના જીવોનો કુંભીમાં જન્મ થાય છે. કુંભી એટલે પાણીનો કૂંજો. જેમાં મોંઢાનું ભાગ નાનું હોય, વચ્ચેનો ભાગ મોટો અને નીચેના ભાગ ફરી નાનો થતો જાય. મનુષ્ય જીવ, તિર્યંચ જીવો મરે અને જીવને નરક આયુષ્યનો બંધ હોય તો માત્ર 1, 2 કે 3 સમયમાં જીવ કુંભીમાં જન્મ લઇ લે છે.
નારકી નામ કર્મ ઉદયથી માત્ર અંતમુહૂર્ત (48 મિનિટમાં માત્ર 1 સમય ઓછો)માં પૂર્ણ શરીર બની જાય છે. નરકના જીવોના કોઇ માતા કે પિતા હોતા નથી. સ્વયં પોતાના હિંસાજનક કર્મોથી પોતાના શરીરનું નિર્માણ કરી લે છે.
કુંભીમાં નારકીનો જન્મ થયાના સમાચાર મળતાં જ પરમાધામી દેવો અતિ આનંદીત થઇ તીક્ષ્ણ ભાલા લઇને કુંભી પાસે દોડી આવે છે. કુંભીનો મોં સાંકડુ હોવાથી જીવ નીકળી શકતો નથી. તેને ભાલાથી ભોંકી, શરીરના ટૂકડા કરી નારકીના જીવને અસહ્ય પીડા, વેદના અને કારુમું દુઃખ આપી બહાર કાઢે છે.
નારકીનું શરીર પારા જેવું હોવાથી ફરી કાપેલા ટૂકડાઓ એક બની તેનું ફરી શરીર બની જાય છે. નારકી જીવ નરકના ભયંકર દ્રશ્યો અને ભયંકર પરમાધામી દેવને જોઇ ભયભીત બની જાય છે. જન્મતાની સાથે સતત અંધારુ, તીવ્ર દુર્ગંધ, જમીન ઉપર રહેલા લોહી, પરુ, પિત્ત, મૂત્ર, સંડાસ જેવા દ્રવ્યોથી લેપાયેલી જમીનથી વધુ ભયભીત બને છે.
30
Page 35
જૈન વિજ્ઞાન
નરકના જીવનું આયુષ્ય :
નરકમાં જન્મેલા જીવનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું હોય છે. વધુમાં વધુ આયુષ્ય 33 સાગરોપમનું હોય છે. સાગરોપમ એટલે સમયનું સાગર (સમુદ્રની જેમ વિશાળ) ઉપમા કાળ કહેવાય. સાગરોપમ એટલે 10,00,00,000 x 1,00,00,000 પલ્યોપમ. પલ્યોપમ એટલે પવાલો (પાણીનો ગ્લાસ) ઉપમા કાળ છે. નવજાત શિશુના વાળના બારીક ટુકડાને એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઊંડા ખાડામાં ઠસો ઠસ વાળના ટૂકડાઓ ભરવા. દર સો વરસે એક વાળનો ટૂકડો કાઢવો. વાળના ટૂકડાઓ જ્યારે સંપૂર્ણ ખાલી થાય એટલે માત્ર એક પલ્યોપમ સમય વીત્યો કહેવાય. એક યોજન એટલે અંદાજે 12 કિલોમીટર. 12 કિ. મી. લાંબુ x 12 કિ. મી. પહોળું x 12 કિ. મી. ઉંડુ આમ કુલ 1728 સ્કવેર કિલોમીટરનો ખાડો થાય. વિવિધ ગચ્છ અને સમાચારી પ્રમાણે સંખ્યામાં ફેર આવશે.
હવે નરકના જીવને કર્મ પ્રમાણે આયુષ્ય અચૂક ભોગવવું જ પડે. ત્યાં આત્મહત્યા સંભવ નથી. હિંસાનું પ્રમાણ વધારે તેમ તેનું આયુષ્ય વધારે. એકેન્દ્રિય જીવથી પંચેન્દ્રિય જીવની હિંસાથી જીવ અતિભારે થાય છે તેમ તેમ પહેલી નરકથી સાતમી નરક સુધી પહોંચે છે.
પહેલી નરકમાં 10,000 વર્ષ થી 1 સાગરોપમ, બીજી નરકમાં 1 સાગરોપમ અ 1 સમયથી 3 સાગરોપમ, ત્રીજી નરકમાં 3 સાગરોપમ અ 1 સમયથી 7 સાગરોપમ, ચોથી નરકમાં 7 સાગરોપમ અ 1 સમયથી 10 સાગરોપમ, પાંચમી નરકમાં 10 સાગરોપમ અ 1 સમયથી 17 સાગરોપમ, છઠ્ઠી નરકમાં 17 સાગરોપમ અ 1 સમયથી 22 સાગરોપમ, સાતમી નરકમાં 22 સાગરોપમ અ 1 સમયથી 33 સાગરોપમ આયુષ્ય જીવ પોતાના દ્વારા થયેલા કર્મોથી બાંધીને આવે છે.
31
Page 36
જૈનમ્ જયતિ શાસનમ્
નારકના જીવના શરીરની રચનાઃ
નરકમાં જન્મેલા જીવનું ઉંચાઇ 7 હાથથી 2000 હાથ સુધીનું હોય છે. પહેલી નરકે 7 હાથથી શરૂ કરતાં સાતમી નરકે છેલ્લે 500 ધનુષ્ય દેહ પ્રમાણ હોય છે. જેમ આયુષ્ય વધે તેમ દેહનું માપ વધે. નરકમાં સ્ત્રી કે પુરુષ રુપે જન્મ થતો નથી ત્યાં માત્ર નપુસંક પણે જન્મ થાય છે. શરીરમાં લોહી નથી હોતું માત્ર પારા જેવું કાળા રંગનું, દુર્ગંધ ધરાવતું પ્રવાહી લોહી સ્વરુપે હોય છે. શરીરમાં હાડકાં નથી હોતા. હુંડ (બેડોળ) બાંધો હોય છે. દેખાવમાં કદરુપા અને ભયાનક આકૃતિ ધરાવતું શરીર હોય છે.
શરીરમાંથી અતિદુર્ગંધ યુકત પસીનો સતત વહેતો હોય છે. વૈક્રિયલબ્ધિ નરકના જીવો ધરાવે છે. એટલે પોતાનું શરીર નાનું અને મોટું તેને ઇચ્છા પ્રમાણે કરી શકે છે. વૈક્રિયલબ્ધિ શરીર માત્ર થોડા સમય પુરતું રહે છે ફરી પોતાની જન્મજાત (ભવ ધારણીય) શરીરે પરત આવવું પડે છે. શરીરનો રંગ કાળો હોય છે. સ્વભાવે અતિ ક્રોધી હોય છે.
32
Page 37
જૈન વિજ્ઞાન
નારકી જીવોની શારીરિક વેદનાઃ
નરકના જીવોને સતત શારીરિક બિમારી હોય છે. તેને સતત તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, શરીરમાં ખૂજલી, શરીરમા સતત દાહ-બળતરા સહ અંદાજે પ,44,000 પ્રકારના વિવિધ રોગો તેને સતત હોય છે. સતત ભૂખ અને તરસ તેને હોય છે.
તિરછા લોકમાં પૃથ્વી ઉપર જેટલું ધાન્ય પાકે તેટલું ખાઇ જાય તો પણ તેને સંતોષ ન થાય તેટલી ભૂખ હોય છે. પૃથ્વી લોક ઉપર જેટલી નદી કે સમુદ્ર છે તેના પાણી પી જાય તો પણ તેને સંતોષ ન થાય તેવી સતત તરસ તેને હોય છે. શરીરથી ચાલી ન શકે તેટલી તેને વેદના હોય છે. ચાલવા જતાં વેદના સતત વધતી જાય છે. શરીરમાં સતત સુસ્તી હોય છે. પરાવલંબી જીવ હોય છે. આંખમાં સતત આંસુ હોય છે. ભયાનક ચિચિયારી અને વેદનામય શબ્દો હોય છે. સતત ક્રોધ અને ભયથી જીવન જીવે છે.
33
Page 38
જૈનમ્ જયતિ શાસનમ્
નારકીના જીવને પરમાધામિક દેવો દ્વારા થતી સજાઃ
પ્રથમ નરક થી ત્રીજી નરક સુધીના નારકીઓને અસુરજાતિના
15 પ્રકારના પરમાધામિક દેવો દ્વારા પ્રતિ ક્ષણ આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને દુઃખ, વેદના અને પીડા આપતા રહે છે.
દરેક પરમાધામિક દેવોનું અલગ અલગ કાર્ય હોય છે. જેમાં નરકના જીવોએ કરેલા હિંસાજનક કર્મોની ક્રિયા યાદ કરાવે છે. નારકીના જીવને સતત મારે છે, શરીરને કાપી ટુકડા કરે છે, ઊંચે ઉછાળે છે, ઉંચેથી નીચે ફેંકે છે, તેલની કડાઇમાં તળે છે, ધખધખતી ભઠ્ઠીમાં શેકે છે, અગ્નિથી લાલચોળ તપાવેલા થાંભલામાં ભેટાવે છે. એક નારકીને બીજા નારકી સાથે યુદ્ધ કરાવે છે. તરસ લાગતાં અગ્નિથી તપાવેલું સીસું પીવડાવે છે, ભૂખ લાગે ત્યારે તેના જ શરીરના ટૂકડા કરાવી ખવડાવે છે, ચાલતી વખતે કાંકરા શરીરમાં ખૂંચવાથી સતત વેદના થાય છે ત્યાં દોડાવી દોડાવી ભાલા અને વિવિધ શસ્ત્રોથી માર મારે છે. ધખધખતી અગ્નિમાં ફેંકે છે. દુર્ગંધમય લોહી, પરુ, પિત્ત, મૂત્ર, સંડાસ વગેરે જેવા અસુચિમય પદાર્થો ખાઇ દિવસ વ્યતિત કરે છે. સતત ભયભીત બની વૈક્રિયલબ્ધિથી સુક્ષ્મ અને મોટું કરતાં તેને વધુને વધુ પીડા આપે છે. આવું વેદનાભર્યું જીવન, મોટું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સતત રહે છે.
34
Page 39
જૈન વિજ્ઞાન
નરકના જીવને સ્વકૃત વેદનાઃ
ચોથી નરકથી સાતમી નરક સુધીના નારકો સ્વયં પરમાધામિક દેવો સમાન બની એક નારક બીજા નારકીને સતત પીડા આપતા રહે છે. નારકીઓ એકબીજા દ્વારા યુદ્ધમય વાતાવરણમાં સતત જીવતા હોય છે.
ચોથી નરક (પ્રથમ અડધો ભાગ) ધોમધખતી અગ્નિથી તપેલી હોય છે. ચોથી નરક (બીજો અડધો ભાગ) થી સાતમી નરક સુધી સખત ઠંડીવાળુ વાતાવરણ હોય છે. અહીં પરમાધામિક દેવો વેદના આપે છે તેના કરતાં અગણિત વેદનાઓ નારકીઓ એકબીજાને આપતા રહે છે. સતત ક્રોધમય અને ભયભીત વાતાવરણમાં જીવતાં રહે છે. જેટલા પ્રકારની વેદના અને બિમારી પ્રથમ નરકથી ત્રીજી નરકના છે તેના કરતાં અનંતગણા દુઃખો ત્યાં ભોગવતાં રહી અકામ નિર્જરા કરતાં રહે છે.
દીર્ઘ, લાંબુ, વિશાળ આયુષ્યથી દુઃખો સહન ન થતાં આત્મ હત્યા કરવાનો સતત પ્રયાસ કરે છે પણ મરી શકતા નથી. નરકના જીવોને અવધિજ્ઞાન હોવાથી તેમને સતત ભય દેખાતું રહે છે. તેઓ દરેક નારકીઓને જાણી વેર સાથે હિંસા વધતી રહે છે.
જો નરકના જીવને તિરછાલોકની પૃથ્વી ઉપર બળતી ભઠ્ઠીમાં નાંખી દેવામાં આવે તો તેને શાતારુપ અનુભવ થાય છે. હિમાલયના બરફમાં રાખી દેવામાં આવે તો તેને આવી ઠંડીમાં પણ સુખરુપ ઊંઘ આવી જાય છે. તેના કરતાં અનંત ઘણી ઠંડી અને ગરમી નરકમાં સતત હોય છે.
નરકની કંપારી છૂટે તેવી, ભયાનક વેદના જાણ્યા પછી કોણ બુદ્ધિશાળી, જીવ
હિંસા કરવા પ્રેરાય!
35
Page 40
જૈનમ્ જયતિ શાસનમ્
યોગ કોને કહેવાય?
મનુષ્ય જીવ, આત્મલબ્ધિથી પાંચ ઇન્દ્રિયના સમન્વયથી થતી ક્રિયા એટલે યોગ. યોગ હિંસાજનક અને અહિંસાજનક હોય છે. યોગના ત્રણ ભેદ (પ્રકાર) મન- વચન-કાયા છે. ત્રણ પ્રકારના યોગ અથવા તેમાંથી કોઇ એક પ્રકારના યોગથી જે ક્રિયા થઇ તેથી યોગ થયો કહેવાય.
હિંસાજનક પ્રવૃત્તિઓમાં યોગનો સમન્વય થાય છે. અહિંસાજનક પ્રવૃત્તિઓમાં યોગોની ત્રણ ગુપ્તિનો સમન્વય થાય છે. ત્રણ ગુપ્તિ મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ.
યોગના કારણે જ હિંસા અને અહિંસાની પ્રવૃત્તિઓ થાય છે. જન્મથી જ કર્મ સંબંધી જીવ સ્વતંત્રપણે ક્રિયા, યોગ સાથે કરતો રહી ભારેકર્મી અથવા હળુકર્મી બને છે. હળુકર્મી જીવ શુભ મનુષ્યગતિ અને દેવગતિ પામે છે. જ્યારે ભારેકર્મી જીવ હિંસાના પરિણામે તિર્યંચગતિ અથવા દેવગતિ પામે છે.
જીવ પોતાનાથી થયેલા શુભ અને અશુભ કર્મોથી પોતાની ગતિ, સુખ અને દુઃખ મેળવે છે. કર્મની સત્તા સ્વયં સંચાલિત છે. કર્મ પ્રમાણે જીવ ચારેય ગતિમાં સ્થાન મેળવે છે અને સુખ અને દુઃખમાં સમય પસાર કરે છે. આ બધી ક્રિયા યોગથી સંભવ થાય છે.
તેથી પ્રતિક્રમણમાં પડિલેહણના 25 બોલમાં યોગ સંબંધે મનોદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું એટલે કે મન, વચન અને કાયા દ્વારા થયેલી હિંસાને ત્યાગુ છું. તેનાથી વિપરીત મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું એટલે કે મન, વચન અને કાયાથી આત્માને સંયમિત કરું છું એવા વચનો બોલી પ્રાયશ્ચિત થાય છે.
36
Page 41
જૈન વિજ્ઞાન
યોગ - મનઃ
મનુષ્ય જીવને મન પ્રાપ્ત થયું છે. મન એ અદ્રશ્ય ઇન્દ્રિય કહેવાય. તેનું કોઇ અંગ કે સ્થાન નિર્ધારીત નથી. આત્મા સાથે સંબંધ છે. સામાન્ય સમજ પ્રમાણે મગજ સાથે સમન્વય કરીએ છીએ, એમ કહીએ છીએ કે મગજથી ઉત્પન્ન થાય છે.
હિંસાજનક અને અહિંસાજનક પ્રવૃત્તિઓમાં મુખ્ય રાજા કોઇ હોય તો તે છે મન. શરીર જાગૃત અવસ્થામાં હોય તો મનથી સંચાલિત થાય અને નિદ્રાધીન અવસ્થામાં પણ મન જાગૃત હોય છે. મનને ગુપ્ત ઇન્દ્રિય કહેવાય છે.
માનવના મનમાં શું ચાલે છે, શું વિચારે છે તે માત્ર પોતે, મનઃપર્યવજ્ઞાની, કેવળજ્ઞાની ભગવંતો જ જાણી શકે છે. કર્મ સત્તા સ્વયં સંચાલિત હોવાથી તેના દરેક શુભ અને અશુભ કાર્યોની નોંધ લઇ લે છે. તેના પરિણામે તેને તેના ફળ ભોગવવાના હોય છે. ઉદાહરણ સ્વરુપે એક મનુષ્યે બીજી વ્યકિત સાથે વેરની ભાવનામાં તેને મારી નાખવાના મનથી વિચારતાં જ તેના દ્વારા હિંસાજનક પ્રવૃતિ થાય છે તેમ સમજાય છે. કેમકે તે હિંસાજનક પ્રવૃત્તિઓમાં સામેલ થઇ ગયો છે. સમગ્ર જીવન દરમ્યાન આયુષ્યનો બંધ ન થયો હોય તો મનથી વિચારતાં જો તે ક્ષણે જો મરણ થાય તો, પંચેન્દ્રિય જીવની હિંસા શારીરિક ન કરી હોવા છતાં પણ તેને નરકગતિ પ્રાપ્ત થાય છે.
પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત સ્વરુપે મનોદંડ પરિહરું (મનથી થયેલી હિંસાને
ત્યાગુ છું) મનોગુપ્તિ આદરું (મનને સંયમિત કરું છું).
37
Page 42
જૈનમ્ જયતિ શાસનમ્
યોગ - વચનઃ
જૈન દર્શનમાં વચન એ યોગનો પ્રકાર છે. પંચેન્દ્રિય જીવના પાંચ ઇન્દ્રિયના એક પ્રકારમાં સમાવેશ થાય છે. જીભનો ઉપયોગ વાણી (વચન) અને સ્વાદ માટે બે રીતે ઉપયોગ થાય છે. કર્મની સત્તા શુભ અને અશુભ વચનોની જ નોંધ લે છે.
વચન (વાણી) મૃદુ, કઠોર, કર્કશ, સરળ, અસ્પષ્ટ, કડવી, કટાક્ષ, ઘાતક, ખુશામત, ઉશ્કેરણીજનક, વિવાદાસ્પદ, શાતાજનક, અશાતાજનક, હિત, કલ્યાણકારી અને ભયજનક વગેરે પ્રકારની હોય છે. આપણે કેવા વચનો બોલવા તેની સ્વતંત્રતા જીવને હોય છે.
વચનો ઘાતક (હિંસાજનક) હોય તો અશુભ કર્મો બંધાય. વચનો શાતાજનક અને કલ્યાણકારી હોય તો શુભ કર્મો બંધાય. ઉદાહરણ સ્વરુપે એક મનુષ્યે બીજી વ્યકિત સાથે વેરની ભાવનામાં તેને મારી નાખવાના વચનો બોલ્યા, તેના દ્વારા હિંસાજનક પ્રવૃતિ થાય છે તેમ સમજાય છે. કેમકે તે હિંસાજનક પ્રવૃત્તિઓમાં સામેલ થઇ ગયો છે. સમગ્ર જીવન દરમ્યાન આયુષ્યનો બંધ ન થયો હોય તો હિંસાજનક વચનો બોલતાં જો તે ક્ષણે જો મરણ થાય તો, પંચેન્દ્રિય જીવની હિંસા શારીરિક ન કરી હોવા છતાં પણ તેને નરકગતિ પ્રાપ્ત થાય છે.
પ્રતિક્રમણમાં પ્રાયશ્ચિત સ્વરુપે વચનદંડ પરિહરું (એટલે વચન દ્વારા થયેલી હિંસાને ત્યાગુ છું.) અને વચનગુપ્તિ આદરુ (એટલે વાણીને સંયમિત કરુ છું.) બોલાય છે.
38
Page 43
જૈન વિજ્ઞાન