This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
નવકારવાળીના મણકાં 108 શા માટે હોય છે?
નવકારના કુલ પદ 9, સ્થાનકવાસી સમાચારી પ્રમાણે નવકારના પદ-5 હોય છે. પ્રથમ પાંચ પદ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર થાય છે. બાકીના ચાર પદો ઉપરોકત પાંચ પદોના પ્રભાવ, સ્તુતિ અને મહિમા હોય છે.
પ્રથમ પદ શ્રી અરિહંતના 12 ગુણ હોય છે. બીજુ પદ શ્રી સિદ્ધના 8 ગુણ હોય છે. ત્રીજુ પદ શ્રી આચાર્યના 36 ગુણ હોય છે. ચોથું પદ શ્રી ઉપાધ્યાયના 25 ગુણ હોય છે અને પાંચમું પદ શ્રી સાધુના 27 ગુણ હોય છે. દરેક ગુણો અજોડ હોય છે. પાંચ પદોના ગુણોનો સરવાળો (12 + 8 + 36 + 25 + 27 = 108 ગુણ) થાય છે.
નવકારવાળી ફેરવતાં દરેક ગુણે કુલ 12 નવકાર ગણાય છે અથવા એકેક ગુણે ગણતાં 108 નવકાર પણ ગણાય, નવકારવાળીના એકેક મણકે એકેક ગુણોની સ્તુતિના ભાવનો સમાવેશ હોય છે.
10
Page 15
જૈન વિજ્ઞાન
જૈન દર્શનમાં પચ્ચકખાણ શા માટે લેવાના હોય છે?
જૈન દર્શનમાં પચ્ચકખાણ શબ્દથી સહુ પરિચિત હોય છે. જેઓ જાણે છે અને સમજે છે તેઓ તેનો સ્વીકાર કર્યો છે. પ્રાકૃત ભાષામાં પચ્ચકખાણ, સંસ્કૃત ભાષામાં પ્રત્યાખ્યાન, વ્યવહારિક ભાષામાં પાપના યોગની પ્રતિજ્ઞા અથવા સાવદ્ય યોગોનો ત્યાગ. સામાન્ય ભાષામાં આપણે પ્રતિજ્ઞા કે નિયમ કહીએ છીએ.
જીવ જન્મે છે ત્યારે પૂર્ણ રીતે સ્વતંત્ર હોય છે. તેને જીવન જીવવાની સાથે દરેક ક્રિયા કરવાની આઝાદી હોય છે. દરેક શુભ કે અશુભ કાર્ય સ્વતંત્ર પણે કરી શકે છે. શું કરવું અને શું ન કરવું એ તેનું ભાન તેને વિશેષ હોય છે. એટલે તે જીવ દરેક દિશા, ભોજન, ક્ષેત્ર કે પ્રદેશે આવવાની કે જવાની ક્રિયા, સારી કે ખરાબ ભાષા સાંભળવા, સારી કે ખરાબ દ્રષ્ટિ, સારું કે ખરાબ બોલવાની ભાષા, ભૌતિક સુખો મેળવવા હિંસક કાર્યોને સ્વતંત્ર પણે પાંચ ઇન્દ્રિયથી સ્વીકાર કર્યો છે. એટલે તે 18 મુખ્ય પાપ સ્થાનકથી સતત ઘેરાયેલા રહે છે.
હવે આ કુદરતી આઝાદી તેના માટે નુકસાનકારક સાબિત થાય છે એટલે કે તેનું સંસાર પરિભ્રમણ વધે છે તેમજ મહાદુઃખો વધારે છે. તેનાથી બચવા તેણે દેવ- ગુરુની સાક્ષીએ પોતાની જીવન જરુરીયાત મર્યાદા, કે પ્રત્યેક વિષયોની મર્યાદા, અંશિક સંકલ્પો કે નિયમો ધ્યાનમાં રાખી પચ્ચકખાણ લેવાનું હોય છે.
પચ્ચકખાણ લેવાથી જીવ હિંસાથી બચે છે અને આત્માની પ્રગતિ થાય છે
અનુક્રમે હળુકર્મી બની મોક્ષ લક્ષ્યની પ્રાપ્તિ તેને સરળતાથી કરાવે છે.
11
Page 16
જૈનમ્ જયતિ શાસનમ્
જીવ મરે છે ત્યારે સાથે શું લઇ જાય છે?
જીવ સમગ્ર જીવન દરમ્યાન સમ્યક્ પ્રકારે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનું ઉપાર્જન કરે છે. તેમાંથી માત્ર સમ્યક્ (સત્ય, સાચું) જ્ઞાન અને સમ્યક્ દર્શન જીવના કાર્મણ શરીર (કર્મનું આત્મા સાથે એકમેક થવું) સાથે આવે છે.
ચારિત્ર (દીક્ષા) અને તપ વર્તમાન શરીર સાથે સમાપ્ત થઇ જાય છે. વર્તમાન ભવમાં તપ, કર્મનિર્જરા (કર્મ ક્ષય) કરવામાં સહાયક બને છે. ચારિત્ર, સર્વવિરતિના કારણે આત્માની ઉન્નતિ કરાવે છે સાથે સંયમ સાધના સાથે જીવને હળુકર્મી બનાવી મોક્ષ લક્ષ્યને પાર પાડી શકે છે. તે બીજા ભવમાં સાથે નથી આવતું. કર્મ અનુસાર જીવની ચાર ગતિ થાય છે. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. પાંચમી ગતિ માત્ર કેવળજ્ઞાની ભગવંતોને હોય છે, તે મોક્ષ ગતિ. ત્યાં ચારિત્ર અને તપનું કોઇ પ્રયોજન હોતું નથી.
જીવ વર્તમાન ભવમાં મિથ્યાજ્ઞાન અને મિથ્યાદર્શનથી વર્તમાન જીવન તો બરબાદ કરે છે સાથે કાર્મણ જીવ બની બીજા ભવે પણ સાથે આવે છે અને તેનું પતન અને મહા દુઃખો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. નરક, તિર્યંચ અને દેવ ચારિત્ર લઇ શકતા નથી. તેઓ માત્ર પોતાની જીવન અવસ્થા પૂર્ણ કરી ફરી સંસાર પરિભ્રમણ કરતા રહે છે.
12
Page 17
જૈન વિજ્ઞાન
ડુંગળી, બટાકા, લસણ, આદુ, ગાજર, બીટ, રતાળુ જેવા વિવિધ શાકભાજી અભક્ષ્ય શા માટે?
ડુંગળી, બટાકા, લસણ, આદુ જેવા વિવિધ કંદમૂળ શાકભાજીઓ શાકાહારી તેમજ માંસાહારી મનુષ્યોમાં લોકપ્રિય હોય છે. વનસ્પતિ જીવોના બે પ્રકાર હોય છે. પ્રત્યેકકાય અને અનંતકાય. જમીનમાં નીચે ઉગતા કંદમૂળ, દરેક ઉગતી વનસ્પતિના પ્રથમ બે પાંદડા, ફણગાવેલા કઠોળ, પાંચ વર્ણની ફુગ આવી અગણિત વનસ્પતિઓ અનંતકાય વનસ્પતિ કહેવાય.
અનંતકાય એટલે જેમાં આત્માઓની સંખ્યા અનંત હોય અને તેઓ બધા મળીને તેમનું શરીર માત્ર એક હોય છે. જેમાં ચાકુથી કાપતાં જ એક સાથે અનંત જીવો ક્ષણવારમાં મૃત્યુ પામે છે. માટે અનંતકાય વનસ્પતિઓ અભક્ષ્ય કહેવાય.
અનંતકાય વનસ્પતિમાં સોઇના અણી જેટલાં ભાગમાં, પ્રત્યેક આત્માને જો બોર જેટલું આકાર (શરીર) આપવામાં આવે તો આખુંય જંબુદ્વિપ ક્ષેત્ર (એક લાખ યોજન ક્ષેત્રફળ ધરાવતું વિસ્તાર) ઠસોઠસ ભરાઇ જાય.
આવી ઘણી જ વનસ્પતિ છે. જેમાંથી થોડીક વનસ્પતિની માહિતી આપણને હોય છે. બાકી શાસ્ત્રમાં તેના ઓળખનું વિધાન છે. જેના મૂળ જમીનમાં હોય, જેની ગાંઠો ગુપ્ત હોય, પાંદડાંમાં નસો ગુપ્ત હોય, મુળાના પાંચ અંગ (મૂળ, પાંદડાં, ફૂલ, મોગરી અને બીજ), ફુગ જેવા જીવ વિજ્ઞાનને બારીકાઇથી સમજવું જરુરી છે.
આવી જાતના અનંતકાય વનસ્પતિનો આયુર્વેદ શાસ્ત્રમાં વધુ પ્રમાણમાં
ઉપયોગ થાય છે.
13
Page 18
જૈનમ્ જયતિ શાસનમ્
જિનાલયે દર્શન કરતાં જરુરી સાવધાની
જિનાલયે તારક તીર્થંકરની પૂજા કરવા, ભકિત કરવા કે દર્શનાર્થે જઇએ છીએ. ખૂબજ અહોભાવથી, હૃદયના શુભ ભાવથી પ્રભુ ભકિતએ સમર્પિત થઇએ છીએ.
જિનેશ્વર દેવને દર્શન કરવા દેવ સમક્ષ ઉપસ્થિત થઇએ ત્યારે આપણે આગળ હોઇએ તે વખતે આપણી પાછળ બેઠેલા ભકતોને પણ પ્રભુ દર્શનમાં અંતરાય ઊભો થાય છે. અજાણતાં દર્શનાંતરાય કર્મ બંધાય છે. તેથી દર્શન કરતાં વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. આપણી સાથે બીજા અન્યોને દર્શન થઇ શકે તેનું પણ વિવેક રાખવાનું હોય છે.
દર્શનાંતરાય કેવી રીતે ઉદયમાં પોતાનો ભાગ ભજવે છે? દર્શનાંતરાય જ્યારે ઉદયમાં આવે ત્યારે જિનાલયે કે તીર્થ ક્ષેત્રે કોઇને કોઇ કારણે દર્શન કરવાની ઇચ્છા થતી નથી, કોઇપણ જાતના કારણ આગળ આવી દર્શન કરતાં આપણને રોકે, કોઇક વાર તીર્થયાત્રા કરવા જવાના ભાવ આવે અને કોઇ કારણથી તીર્થયાત્રાથી વંચિત રહી જાય આવા અનેક કારણો ઉપસ્થિત થાય છે.
14
Page 19
જૈન વિજ્ઞાન
નિસિહી! નિસિહી!! નિસિહી!!! કહી જિનાલય પ્રવેશ શા માટે?
જિનાલયે જવાનો સુંદર ભાવ આવે છે. તારક તીર્થંકરની દિવ્ય પ્રતિમાના દર્શન કરવા મન તરસે છે. પરંતું મન એટલા પૂરતું જ સ્થિર રહેતું જ નથી. મન સદાય ચંચળ રહે છે. એક ક્ષણમાં જ કોઇપણ ક્ષેત્રમાં જઇને આવે છે. ક્ષણિકભરમાં રાગ અને દ્વેષ પણ પ્રગટ થઇ જાય છે. મનુષ્ય એક ક્ષણમાં શુભ વિચારમાં મરે તો શુભ મનુષ્ય ગતિ અથવા દેવગતિ પામે, પરંતું અશુભ ભાવ આવે તો એકેન્દ્રિયથી તિર્યંચગતિ અથવા નરકગતિ પણ પામી શકે! આવું અદ્રશ્ય ઇન્દ્રિય મન આપી શકે.
જિનાલયે જવાના સુંદર ભાવ સાથે સંસાર ત્યાગના ભાવ અને જિનાજ્ઞા શિરોમાન્ય કરવાની હોય છે. હે! સંસાર સમુદ્રના તારણહાર દેવ! હું સંસાર ત્યાગ કરી આપના દર્શનાર્થે ઉપસ્થિત થયો છે. પ્રભુને ત્રણ વાર વચન આપતા નિસિહી! નિસિહી!! નિસિહી!!! કહી જિનાલય પ્રવેશ કરીએ છીએ, સાથે એવી ભાવના ભાવીએ છીએ... હે પ્રભુ! હું સંસાર ત્યાગના શુભ ભાવ સાથે ઉપસ્થિત થયો છું તેવું જ પરિણામ મને આપ.
નોંધઃ અજાણતાં ઘણાં જ શ્રાવકો-શ્રાવિકાઓ જિનાલયમાં એકબીજાને ઘણાં જ દિવસે મળ્યા હોય તેમ સંસારી વાર્તાલાપથી એકબીજાના સમાચાર જાણતાં હોય છે જે ઉચિત નથી. મહાદોષ નિર્માણ કરે છે તેમજ બીજાને અંતરાયરુપ બને છે.
15
Page 20
જૈનમ્ જયતિ શાસનમ્
દેવો સામાઇક કેમ કરી શકતા નથી?
દેવલોકમાં જન્મનારા દેવો માત્ર સુખ ભોગવી શકે છે. મહાપુણ્ય, મહાતપથી, વિવિધ શુભ કર્મોના ઉપાર્જનથી દેવગતિ પ્રાપ્ત થાય. ત્યાં સુંદર દેહ, સુખરુપ મોટું આયુષ્ય, સુંદર સંગીત સાથે મનોરંજન, આનંદ અને ભોગવિલાસમાં જીવન પસાર કરે છે.
તેમાં પણ સમ્યક્ પ્રાપ્ત દેવતાઓ જ્યારે પણ સમવસરણની રચના થાય છે, ત્યારે તીર્થંકર પરમાત્માની વાણી સાંભળવા ઉપસ્થિત થાય છે. પ્રભુની દિવ્યવાણી હૃદયના શુભ ભાવથી સાંભળે છે તેમજ પ્રભુ ભકિત તન અને મનથી કરવા સદાય ઉત્સુક હોય છે પરંતું તેઓ સામાઇક નથી કરી શકતા.
દેવનું મન, મનુષ્ય સમાન હોય છે. તેમને પણ આપણી જેમજ સાંસારિક વિચારો સતત આવતા જ રહે છે. મનુષ્ય સામાઇક કરે ત્યારે એક જગ્યાએ સ્થિર રહી શકે છે. જ્યારે દેવ સામાઇક કરવા જાય અને જેવા તેમને વિચાર આવે તેવું પરિણામ તેમની સમક્ષ ઉપસ્થિત થાય એટલે કે કોઇક દેવને મળવાની ઇચ્છા થાય એટલે તેની સમક્ષ ઉપસ્થિત થઇ જાય. કોઇક ક્ષેત્રે જવાની ઇચ્છા થાય અને ક્ષણવારમાં ત્યાં ઉપસ્થિત થાય. આ પ્રમાણે ભોજન, મનોરંજન, ભોગવિલાસ, ફરવાની, આનંદ, રમતગમત વગેરે તેનાથી થાય, આમ તેને રાગ અને દ્વેષ થાય તો તે જ સ્વરુપે પરિણામ આવે. સમ્યક્ દેવ હોવા છતાં પણ તેઓના સામાઇક થઇ શકતા નથી.
16
Page 21
જૈન વિજ્ઞાન
જિનેશ્વર દેવને ચામર નૃત્ય શા માટે?
જિનેશ્વર દેવ વીતરાગી દેવ છે. તેમને કોઇ જીવ પ્રત્યે રાગ નથી, કોઇ જીવ પ્રત્યે દ્વેષભાવ નથી. તેમના માટે ગરીબ અને શાહુકાર પણ સમાન છે. તેમના માટે તિર્યંચ, મનુષ્ય અને દેવ પણ સમાન છે. કોઇ ઉચ્ચ નથી કોઇ નીચ નથી. સહુ પ્રત્યે સમભાવ અને કરુણા છે. આવા શુભ ભાવ ધરાવતા તારક તીર્થંકરની મહિમા અપરંપાર છે.
દેવો પ્રભુના આ દિવ્યગુણોને સારી રીતે જાણે છે. તેમની દિવ્યશકિતને સારી રીતે જાણે છે. તેમના દિવ્યજ્ઞાનને સારી રીતે જાણે છે. મનુષ્યો અને તિર્યંચો તેમની વિશેષ પ્રતિભાથી અજ્ઞાત છે. આથી પ્રભુના જન્મ થતાં જ 64 ઇન્દ્રો સહ પરિવાર તેમજ તેમના દેવલોક વાસીઓ સાથે સહર્ષ પધારે છે. સહર્ષ ખુશીથી ચામર નૃત્ય કરે છે તેમજ પ્રભુને સેવાના અહોભાવ સાથે સતત ચામર ઢાળે છે. આજ પ્રક્રિયા કેવળજ્ઞાન પ્રગટ થતાં પ્રભુના નિર્વાણ પર્યંત આવી સતત સેવા અને આનંદ તેમને હોય છે. આજ ચામર વિધાનનું અષ્ટ મહાપ્રતિહાર્યમાં સમાવેશ હોય છે.
આજ પરંપરાનું આલંબન લઇ, જિનાલયમાં, મહોત્સવ અને વિવિધ અનુષ્ઠાનોમાં જિનેશ્વર દેવની સેવા અને ભકિતના અહોભાવથી ચામર નૃત્ય અને ચામર ઢાળીએ છીએ.
17
Page 22
જૈનમ્ જયતિ શાસનમ્
જિનાલય પ્રવેશ કરતાં પહેલાં તિલકનું વિધાનઃ
જિનાલયે શુભભાવથી તારક તીર્થંકરની દર્શન અને પૂજા કરવા જઇએ છીએ. જિનાલય પરિસરના પ્રવેશદ્વારે નિસિહી! નિસિહી!! નિસિહી!!! કહી જિનાલય તિલકઘરમાં પ્રવેશીએ છીએ. સહુ પ્રથમ જિનેશ્વર દેવના દર્શન કરતાં પહેલાં તિલકનું વિધાન છે. કેસર મિશ્રિત ચંદન (સુખડ)નું તિલક થાય છે. શ્રાવકો જ્યોત આકારનું (ઊભું) તિલક અને શ્રાવિકાઓ ગોળ તિલક કપાળે આજ્ઞાચક્ર સ્થાને કરવાનું હોય છે.
હૃદયના શુભ ભાવથી, હે પ્રભુ! આપની આજ્ઞા મને શિરોમાન્ય છે! એટલે કે, જિનાજ્ઞાનું હું મન-વચન-કાયાથી પાલન કરીશ. આ ક્રિયા પછી જ બીજી નિસિહી! નિસિહી!! નિસિહી!!! કહી જિનાલયે પ્રવેશ થાય છે.
તિલક લગાડતાં જ આપણે વચને બંધાતા જ પ્રભુની સેવાએ સમર્પિત ગુરુ ગ્રહની સ્વયંમેવ કૃપા વરસે છે. જ્ઞાન મજબૂત થાય છે. શ્રદ્ધા અતૂટ વધે છે, કપાળે ચંદન તિલકથી મનને શાતા અને શીતળતા પ્રાપ્ત થાય છે.
નોંધઃ જેમનો ગુરુ ગ્રહ નબળો હોય તેમણે મજબૂત કરવાના ભાવથી જિનાલયે જવું ઉચિત નથી.
18
Page 23
જૈન વિજ્ઞાન
જિનાલયમાં ધૂપનો ઉપયોગ :
ધૂપ, જિનાલયમાં સુગંધ સાથે પ્રફુલ્લિત વાતાવરણ નિર્માણ કરે છે. એક દિવ્ય ઊર્જા પ્રદાન કરે છે. ધૂપ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પદાર્થોનું બને છે. જેથી તેની સુગંધ પણ અદભૂત હોય છે.
જિનાલયમાં થતી દરેક ધાર્મિક ક્રિયામાં દરેક દ્રવ્યને ધૂપ કરવું જરુરી છે. તારક તીર્થંકરને અષ્ટપ્રકારી પૂજામાં પણ ધૂપ પૂજાનો સમાવેશ હોય છે. ધૂપ પૂજા કરતાં એવા શુભ ભાવો સાથે પ્રભુ સમક્ષ સ્તુતિ થાય છે, હે નાથ! ધૂપનો સુગંધી ધૂમાડો જેમ ઉર્ધ્વગતિએ (ઉપર તરફ) જાય છે, તે પ્રમાણે પ્રભુ મને પણ ઉર્ધ્વગતિ અપાવજે! જેમ ધૂપનો ધૂમાડો વજનમાં હલકો હોય છે, તેમ મને પણ હળુકર્મી બનાવજે! ધૂપ જેમ સુગંધી બની મન પ્રફુલ્લિત કરે તેમ મારા થકી સર્વે જીવોને શાતા મળે!
નોંધઃ ધૂપ અગરબત્તિ હંમેશા ઉંચા દ્રવ્યોથી બનેલી હોય તેનું ધ્યાન રાખવું. વાંસના કાંડીથી બનેલ અગરબત્તિનો ઉપયોગ ન થાય. વરસાદના સમયમાં ધૂપ અગરબત્તિ ઉપર ફુગ લાગે છે. તેવી અગરબત્તિ જિનાલયમાં ન આપવી કે પ્રભાવના ન કરવી. ફુગ અનંતકાય જીવ છે. તેથી અનંત જીવોની હિંસા સાથે મહાદોષ નિર્માણ થાય. ધૂપ અગરબત્તિની પ્રભાવના કરો ત્યારે પણ વિશેષ ધ્યાન રાખવું.
19
Page 24
જૈનમ્ જયતિ શાસનમ્
દીપક પૂજા - દીવો :