This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
જિનેશ્વરને પક્ષાલમાં દૂધનું મિશ્રણ શું કામ?
પ્રભુના જન્મ થતાં જ સૌધર્મ દેવલોકના ઇન્દ્ર સૌધર્મેન્દ્ર દેવ સહપરિવાર સાથે સમસ્ત દેવલોકના દેવો ભગવાનને જન્મ અભિષેક કરવા માટે પૃથ્વી ઉપર પધારે છે. બાળ પ્રભુને સ્તુતિ કરી આદરપૂર્વક મેરુશિખરે જન્મ અભિષેક કરવા લઇ જાય છે.
પ્રભુના સ્નાનના વિધાનમાં વિવિધ સુગંધી જડીબુટ્ટીઓ, માટી, તીર્થક્ષેત્રના પાણી, પવિત્ર નદીના પાણી, ત્રિવેણી સંગમના પાણી, સરોવર, કુંડના પાણી, વિવિધ સમુદ્રના પાણી, તીર્થક્ષેત્રના કુંડના પાણી, સૂવર્ણ, ચાંદી, રત્નના ચૂર્ણ (પાવડર) વગેરે વિવિધ પ્રકારના કળશો તૈયાર થાય છે. તેની સાથે વિવિધ સમુદ્રના પાણીમાંના એક ક્ષીરસમુદ્રનું પાણી સેવક દેવતાઓ સૌધર્મેન્દ્ર દેવના આદેશથી લઇને આવે છે. ક્ષીર એટલે દૂધ, દૂધનો વર્ણ સફેદ હોય. ક્ષીરસમુદ્રનું પાણી એ સફેદ રંગનું પાણી હોય છે!
આજ પ્રક્રિયાનું આલંબન લઇ, આપણે ભગવાનનું અભિષેક કરીએ છીએ ત્યારે આપણી પાસે ઉપલબ્ધ પાણીમાં ગાયના દૂધની થોડીક માત્રા ભેળવી, દૂધ પાણીમાં સફેદ રંગ આપવાનું કાર્ય કરે છે તેમજ ગાયનું દૂધ પવિત્ર હોય છે.
ભગવાનના પક્ષાલ કરતી વખતે એવી શુભ ભાવના ભાવીએ છીએ હે દીનાનાથ! હું આપનું દિવ્ય સ્નાત્ર અભિષેક મેરુશિખરે ઇન્દ્ર બની કરી રહ્યો છું. મારામાં ઇન્દ્ર બનવાની યોગ્યતા તો નથી પરંતું 64 ઇન્દ્રોને પ્રગટ થયેલા શુભ ભાવોની જેમ હું આપનું અભિષેક કરવા પ્રેરાયો છું તેમજ તત્પર છું.
નોંધ : પક્ષાલ માટેનું પાણી માટે દૂધની માત્રા થોડીક જ હોવી જોઇએ, દૂધની વધુ માત્રાથી પ્રભુની પ્રતિમા ઉપર સુક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે તેમજ કીડીઓ પ્રભુ પ્રતિમા ઉપર આવે છે તેથી દોષનું કારણ બને છે. તેનું વિશેષ ધ્યાન રાખવું જરુરી છે.
5
Page 10
જૈનમ્ જયતિ શાસનમ્
સ્નાત્ર પૂજામાં દર્પણનું વિધાન શું કામ?
પ્રભુના જન્મ થતાં જ સૌધર્મેન્દ્ર દેવ સહ પરિવાર બાળ પ્રભુને સ્નાત્ર અભિષેક કરવાને પૃથ્વી લોક (તિર્છાલોક) માં પધારે છે. અત્યંત હર્ષભીના અને ભાવવિભોર થઇ બાળ પ્રભુ સમક્ષ સ્તુતિ કરે છે. પ્રભુને મેરુશિખરે જન્મ અભિષેક કરવા માટે વિનંતી કરી દેવેન્દ્ર માતાને અવસ્વાપિની વિદ્યાથી સુખરુપ નિદ્રાધીન કરે છે. બાળ પ્રભુને મેરુશિખરે જન્મ અભિષેક કરવા લઇ જવાથી માતા પાસે બાળ પ્રભુ ન હોય તો સેવિકાજનોથી વ્યાકુળ, ચિંતાગ્રસ્ત કે શોકગ્રસ્ત પ્રસંગ બની શકે. તેના પ્રતિક રુપે દેવલબ્ધિથી બાળપ્રભુના પ્રતિક સ્વરુપને ત્યાં સ્થાન અપાય છે.
આ વિધાનનું આલંબન લઇને સ્નાત્ર મહોત્સવમાં દર્પણનું વિધાન આવે છે.
જેમાં દર્પણ (આરીસો)માં પ્રભુનું સ્વરુપના જ દર્શન થાય છે.
6
Page 11
જૈન વિજ્ઞાન
જિનેશ્વર દેવને નવ અંગે પૂજા માટે ચંદનનો ઉપયોગ શું કામ?
જિનેશ્વરની પ્રતિમાજીના 9 અંગે કુલ 13 તિલક થાય છે. તેમાં 1) પગના અંગુઠા-2, 2) પગના ઘૂંટણ-2, 3) હાથ-2 4) ખભા-2, 5) નાભિ-1, 6) હૃદય-1, 7) કંઠ-1, 8) કપાળ-1, 9) શિખા-1નો સમાવેશ થાય છે.
સુખડ-ચંદનએ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું, શીતળતા (ઠંડક) પ્રદાન કરતું,
સુગંધી તેમજ નિર્દોષ દ્રવ્ય છે. તેમાં જીવોના ઉપદ્રવ પણ થતાં નથી.
જિનેશ્વર દેવને ચંદન પૂજા કરતાં શીતળતા સાથે સુગંધ પ્રભુજીને અર્પણ કરીએ છીએ. જિનેશ્વર દેવને કરેલી ચંદન પૂજા ફળ સ્વરૂપે આત્માના રાગ-દ્વેષને શાંત કરે છે. આત્માને શીતળતા અપાવે છે. અશાતા વેદનીય કર્મને ક્ષીણ કરે છે. પરિણામે શરીરને શાતા પહોંચે છે. આવો દિવ્ય પ્રભાવ પ્રભુજીને ચંદન પૂજા કરતાં થાય છે.
નોંધઃ પ્રભુ ભકિતના ભાવ સાથે ચંદન પૂજા કરવી. ફળની અપેક્ષાએ પૂજા કરવી ઉચિત નથી. ચંદન (સુખડ) જેટલું જુનું તેટલું જ સુગંધી અને ઉત્તમ.
7
Page 12
જૈનમ્ જયતિ શાસનમ્
જિનાલયે પૂજા કરવા જઈએ ત્યારે ઊગાડા પગે જવા પાછળનું કારણ?
જિનાલયે તારક તીર્થંકરની પૂજા કરવા જઈએ ત્યારે આપણા કેવા શુભ ભાવ હોય છે! સાક્ષાત પ્રભુની સાથે મિલનના શુભ ભાવ હોય છે. પ્રભુને સ્પર્શનાનો એક તીવ્ર આનંદ હોય છે. પ્રભુજીને હૃદયથી ભેટવાનો અનેરો આનંદ હોય છે. એક આત્મિક આનંદની અવર્ણનીય ખુશી હોય છે. પ્રભુની પૂજા કરવાથી ઉદયમાં આવેલા અશાતા વેદનીય કર્મનો ક્ષય થતાં શારીરિક, આત્મિક અને માનસિક શાતા પણ મળે છે.
જિન પૂજા કરતાં વિશેષ ધ્યાન જયણાનું રાખવાનું હોય છે. કોઇપણ જીવની
હિંસા અશુભ કર્મને ઘટાડવાને બદલે વધારી શકે છે, આ નિયમ શાશ્વત છે.
પગના તળિયાની ચામડી નરમ હોય છે. અજાણતાં કોઇ જીવ પગની નીચે આવી જાય તો પણ તે નરમ ચામડીથી બચી જાય છે. જ્યારે પગરખાં પહેરીને ચાલવાથી તો સુક્ષ્મ જીવોનું મરણ નિશ્ચિત જ છે.
8
Page 13
જૈન વિજ્ઞાન
સામાઇક માત્ર 48 મિનિટનું શા માટે હોય છે?
સામાઇક માત્ર બે ઘડી (cid:54) નું હોય છે. પહેલાના સમયમાં ઘડીનો વપરાશ થતો. સુક્ષ્મ રેતી ભરેલા કાંચનું સમયની જાણકારી બતાવતું નિર્દોષ ઉપકરણ (cid:54) જેમાં ઘડીના ઉપરના ભાગેથી રેતીના કણો નીચેની ઘડી તરફ જાય. તે માટે કુલ સમય 24 મિનિટનો સમય લાગતો. ફરી તે ઘડીને ઉલટી કરતાં આ જ પ્રક્રિયા પુનઃ થતાં બીજી 24 મિનિટ લાગતી. આમ બે ઘડીની પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 48 મિનિટનો સમય થાય!
આ તો પ્રાચિન ભૌતિક વિજ્ઞાન હતું. સમયે સમયે તેમાં ફેરફાર થતાં ગયા અને 60 મિનિટની ઘડી થઇ. આધ્યાત્મિક જગતમાં કોઇ પણ જીવની એકાગ્રતા માત્ર 48 મિનિટ સુધી જ રહે, પછી તેનું ધ્યાન ભંગ થાય જ. આ સિદ્ધાંત કેવળજ્ઞાની ભગવંતથી લઇ દરેક છદ્મસ્થ જીવોને પણ લાગુ પડે છે, તેમજ દરેક જીવની એકાગ્રતા માત્ર 48 મિનિટ સુધી જ ટકે, પછી તેમનું ધ્યાન અને મન ચલિત થાય જ.
9
Page 14
જૈનમ્ જયતિ શાસનમ્