This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જૈન વિજ્ઞાન-3

અક્ષત (ચોખા)ની વિશેષતાઃ

જૈન દર્શનમાં અક્ષતનો મહત્તમ ઉપયોગ હોય છે. અક્ષત વગરનું સ્વસ્તિક, જિનેશ્વર દેવને વધામણાં, યંત્રો, અષ્ટપ્રકારી પૂજા, આયંબિલ, ગંહૂલી, અનુષ્ઠાનોની કલ્પના અશક્ય છે. તો પછી બીજા ધાન્યો નહીં પણ અક્ષત જ શું કામ?

એક માત્ર અક્ષત(ચોખા) અચિત્ત છે. ચોખામાંથી ક્યારેય અંકુર ફૂટે જ નહીં. સફેદ વર્ણ છે, સમ્યકતાનું પ્રતિક છે. વિવિધ અનાજના એકેક કણમાં એક જીવ હોય છે. અહીં જિનેશ્વર દેવને અક્ષતના વધામણા કરીને હૃદયના એવા શુભ ભાવથી વિનંતી કરીએ છીએ, હે નાથ! અનંત જન્મોથી સંસારનું સતત પરિભ્રમણ કરુ છું, જન્મ-મરણથી હું થાક્યો છું. હવે તારું શાસન મળ્યા પછી મારો જન્મ-મરણ પરંપરા ક્યારે અટકશે? જેમ અક્ષતમાંથી જીવ સંભવ નથી, હવે તેમાંથી ઉત્પત્તિ નથી તેમ મને પણ અજન્મા બનાવજે. મને પણ અજન્મા સ્વરુપ સિદ્ધત્વની પ્રાપ્તિ અપાવજે!

3

Page 8

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન-4

તારક તીર્થંકરને ત્રણ પ્રદક્ષિણા શું કામ?

આપણે જિનાલયે જઇએ, નિસિહી! નિસિહી!! નિસિહી!!! કહી જિનાલય પ્રવેશ કરીએ. જિનેશ્વર દેવને પૂજા કરતાં પહેલાં કે પછી ત્રણ પ્રદક્ષિણા જિનેશ્વર દેવને કરીએ છીએ તેના પાછળનું મુખ્ય કારણઃ

જિનેશ્વર દેવને ત્રણ જ્ઞાન જન્મથી જ હોય છે. તે શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન. દિક્ષા લેતી વખતે પંચમુષ્ટિ લોચ કરી, સર્વવિરતિ વ્રત લેતાં જ તેમને ચોથું જ્ઞાન સ્વયંમેવ પ્રગટ થાય છે. તે છે મનઃપર્યંવજ્ઞાન! પાંચમું જ્ઞાન મેળવવા ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરવો પડે છે. ચાર ઘાતિ કર્મોનો ક્ષય થતાં જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. સૌધ્રમેન્દ્રના આદેશથી સમવસરણની રચના દેવો દ્વારા થાય છે. અરિહંત પરમાત્મા સમવસરણમાં દેશના (વ્યાખ્યાન, પ્રવચન) દેવા ઉપરના ગઢમાં પધારે છે.

જે સ્થાને તેમને બિરાજમાન થવાનું છે તે પહેલાં ‘ણમો તિત્થસ્સ’ કહી ત્રણ પ્રદક્ષિણા આપે છે. એટલે તીર્થને નમસ્કાર હોજો. તીર્થને પ્રાધાન્ય આપે છે. હવે પછીથી તેઓ તીર્થંકર કહેવાય છે.

આજ પ્રક્રિયાનું આલંબન લઇ, જિનેશ્વર દેવને ત્રણ પ્રદક્ષિણા આપી એવી સ્તુતિઓ ભાવથી ગાઇએ છે, હે દેવાધિદેવ! સંસારની મહાઅટવીમાં (વિશાળ જંગલ) અનંત ભવોથી ભટકી રહ્યો છું. મને કોઇ જ દિશા દેખાતી નથી. તીર્થ સ્વરુપા, તીર્થંકર પરમાત્મા! હવે તો મને આપનું શાસન પ્રાપ્ત થયું છે. હવે મને આ સંસારના મહા દુઃખોથી મુકત કરાવ! જ્યાં આપ પરમપદ પામ્યા છો ત્યાં મને પણ સ્થાન અપાવ.

4

Page 9

જૈન વિજ્ઞાન