This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

જૈન વિજ્ઞાન - 1

જમ્યાબાદ થાળી ધોઇને પીવાનું કારણ :

આપણે ઘણી જગ્યાએ ભોજનશાળામાં સુવિચારમાં વાંચતા હોઇએ છે કે,

‘ભોજન કર્યા પછી, થાળી ધોઇને પીવાથી આયંબિલ તપનું લાભ મળે’

વાસ્તવમાં, ભોજનની થાળીમાં રહી ગયેલા ભોજનના કણોથી અસંખ્ય સુક્ષ્મ જીવોની ઉત્પત્તિ માત્ર 48 મિનિટમાં થાય છે, તદુપરાંત ભોજનના કણોને પ્રાપ્ત કરવા બીજા અસંખ્ય સૂક્ષ્મ જીવો પણ આવે છે. એઠાં ભોજનના કણો ગટર કે કચરાપેટીમાં જવાથી, અગણિત જીવોની સતત હિંસા થાળીમાં રહી ગયેલા ભોજનને મેળવવા... તેમજ એક જીવ, બીજા જીવ ઉપર પરાવલંબી હોવાથી, એક જીવ બીજા જીવ ઉપર પ્રહાર કે ઘાત કરીને તેમની હિંસા કરતાં રહે છે. આ બધા જ જીવોના જન્મ અને મરણના દોષ માત્ર ભોજન એઠું કે થાળી પૂર્ણ સાફ ન થવાથી થાય છે. આવા અસંખ્ય જીવોની હિંસાનું પ્રાયશ્ચિત કરવા ઓછામાં ઓછું આયંબિલ તપ કરવું પડે છે. તે પણ દિવસમાં જેટલી વાર ભોજન કરીએ તેટલી વાર!

1

Page 6

જૈનમ્ જયતિ શાસનમ્

જૈન વિજ્ઞાન - 2

સ્વસ્તિકનો મહિમાનું સંક્ષિપ્ત વર્ણનઃ

જિનેશ્વર દેવની પૂજા કર્યા બાદ અષ્ટપ્રકારી પૂજાના એક અંગમાં સ્વસ્તિકનું વિધાન આવે છે. પાટલા ઉપર સ્વસ્તિક, ત્રણ ઢગલી અને ચંદ્ર આકારે થતું વિશેષ કાર્ય જેનો અર્થ :

સ્વસ્તિક હંમેશા સફેદ અક્ષત (અખંડ ચોખા)થી થાય છે. સ્વસ્તિકની દરેક પાંખડી ચાર અલગ અલગ દિશામાં જાય છે. જેનો ઉદ્દેશ છે જીવની ચાર ગતિનું નિવારણ. નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ચારે ગતિમાં દરેક જીવોનું ભ્રમણ એ સંસારી જીવોને હોય છે.

સ્વસ્તિક ઉપર ત્રણ ઢગલી એ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સુચક છે. જેને જૈન દર્શનમાં રત્નત્રય કહેવાય. તેના ઉપર ચંદ્ર આકારે જણાતું ચિન્હ સિદ્ધશીલાનું પ્રતિક છે તેના ઉપર ગોળ ઢગલી એ સિદ્ધભગવંતનું પ્રતિક છે.

આ સ્વસ્તિક, માત્ર પૂજાનું વિધાન પૂરતું જ નહીં! પરંતું એ વાસ્તવમાં સિદ્ધ યંત્ર છે. એમાં હૃદયના ભાવે તારક તીર્થંકરને સ્તુતિ થાય છે. હે કરુણાના સાગર! સંસારની ચાર ગતિનું નિવારણ કરી રત્નત્રયી એવા સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ આપ જેનાથી હું શાશ્વત એવું સુખ અને સિદ્ધત્વ પામું.

2

Page 7

જૈન વિજ્ઞાન