. 336 પુષ્પપુજાના બે કારણો ધ્યાનમાં આવે છે. (1) ફૂલોને લીધે તેની સુવાસને લીધે, દેરાસરમાં ભક્તિ કરવા આવેલા દેવ-દેવીઓની હાજરી રહે છે. આપણી જેમ અમુક પ્રકારના દેવ-દેવીઓ પણ ભક્તિ માટે દેરાસરમાં આવે છે. તેઓ પૃથ્વીની દુર્ગંધ સહન કરી શકતા નથી. પૃથ્વીથી 296

અમુક યોજન દૂર જ રહે છે. પણ પ્રભુભક્તિ માટે આકર્ષાઈને આવે છે.

તો દેરાસરમાં સુગંધિત ફૂલો હોય તો એની સુવાસથી દુર્ગંધ ઓછી થાય છે. ને દેવો ભક્તિ કરી શકે છે. બીજું કારણ છે આપણને પાંચમાં આરાના છેવટના સંઘયણ વાળા માણસોને આવા કંઈક અવલંબનની જરૂર છે. તેથી નિર્દોષ ફૂલોનું અવલંબન આપ્યું પણ આપણે અતિરેક કર્યો ને દોષિત ફૂલોને ખૂબ મહત્વ આપી દીધું. વિવેક ને ખોઈ બેઠા...

વિવેક એજ ધર્મ છે તે યાદ રહે. (2) ક્યારેક આ ક્રિયા દરમ્યાન ભગવાન પ્રત્યે અહોભાવ, ભક્તિભાવ કે સમર્પણનો ઉત્કૃષ્ટ ભાવ આવી જાય છે. તો આ બંને કારણો માટે એકતો નિર્દોષ ફૂલ ચઢાવવાના છે. દોષિત નહિ. એમાં પણ વિવેક રાખવાનો છે. એક-કે બે ફૂલ. ઢગલાને ઢગલા નહિ. વળી તમારા મનને, તમારી જાતને ચેક કરતા રહો કે આ ફૂલ ચઢાવવાથી મારામાં સમર્પણનો કોઈ ઉત્કૃષ્ટ ભાવ પેદા થાય છે? જેમાં નફો ન થતો હોય એવો ધંધો વેપારી પણ છોડી દે છે. દરેક ક્રિયામાં વિવેક ખૂબજ જરૂરી છે.

સ. 337 શાસ્ત્રમાં તો આવે છે કે નાગકેતુ ભગવાનની પુષ્પ પૂજા કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા...

. 337 નાગકેતુ માટે પુષ્પપૂજા એ કેવળજ્ઞાન પામતા પહેલાનું છેલ્લું નિમિત્ત હતું. કેવળજ્ઞાન મેળવવા માટેની તો એની કેટલાય જન્મોની સાધના ને પુરૂષાર્થ હોય છે. આતો એવું બને છે ને કે રૂનો ઢગલો આખો તૈયારજ હોય છે. પછી તેને બાળવા માટે છેલ્લે એક ચીનગારી લગાવીએ ને એ દેખાય છે. (રૂનો ઢગલો ક્યાં દેખાય છે?) ને ચીનગારીનું જ અનુકરણ કરવા લાગી જઈએ છીએ. નિમિત્ત તો કાંઈ પણ બની શકે,.....

બાહુબલીને કેવળજ્ઞાન માટે શું નિમિત્ત બન્યું? નાના ભાઈસાધુઓને વંદન કરવા પગ ઉપાડ્યો ને કેવળજ્ઞાન... બસ એટલું જ સમજીએ છીએ ને આપણે? બાહુબલીએ એક વર્ષ સુધી એક આંગળી પણ ન હલે એવી સ્થિરતાથી સાધના કરી કર્મોના ભૂક્કા બોલાવ્યા હતા...માથે ચકલાએ માળો ક્યારે બાંધ્યો હોય? જરાક માથું હલે તો ચકલાં ઉડી જાય. આવી ઉત્કૃષ્ટ સાધના...એટલેકે આખો રૂનો ઢગલો તૈયાર કર્યો એ દેખાય છે? ના...આપણને તો પગ ઉપાડ્યોને કેવળજ્ઞાન થયું, એટલી ચીનગારી...અંતીમ નિમિત્ત જ દેખાય છે. પણ એવું નથી હોતું...અર્ણિકા પુત્ર આચાર્યને જૂઓ... ગંગાનદી પાર કરતાં દેવીએ તેમને ત્રિશૂળમાં વીંધ્યા...ગરમ લોહીના ટીપાં પાણીમાં પડતાં તેઓ વિચારે છે...‘‘અરેરે...

297

મરતાં મરતાં પણ હું કેટલા બધા જીવોને મારી રહ્યો છું. મારા ગરમ લોહીના ટીપાંથી ઠંડા-કાચા પાણીના કેટલા જીવો હણાઈ રહ્યા છે. આ કરૂણાના આંશું ને મોક્ષની પ્રાપ્તિ...’’ જાણો છો આ મોક્ષની પ્રાપ્તિ માટે એમની પહેલાની કેટલી સાધના હશે? કેવા કેવા કર્મોની નિર્જરા કરી હશે? આતો એક તણખલા જેટલું બાકી હોય... તેને માટે નિમિત્ત કાંઈપણ બને... એનું અનુકરણ ન હોય... એનું મહત્વપણ ન હોય...

શું આપણે અર્ણિકાપુત્ર આચાર્યનું અનુકરણ કરી શું? ના... નાગકેતુનું અનુકરણ કેમ? કેમકે આપણને એ અનુકૂળ છે. આપણને જે અનુકૂળ હોય તેનું જ આપણે અનુકરણ કરીએ છીએ. પરંતુ દરેક વસ્તુ માટે ઉંડાણમાં જઈ તથ્ય શોધવું જરૂરી છે. સમજ કેળવવી જરૂરી છે.

સ. 338 ફૂલ ભગવાન પર ચઢે છે તે ભવિ બને છે તે સાચું નથી?

. 338 ના બેન... જીવ ભવિ કે અભવિ તે તો નિગોદમાં જીવ હોય ત્યારે જ તેનો સ્વભાવ નક્કી જ હોય છે. તે પોતાના સ્વભાવ સાથેજ બહાર આવે છે. ફક્ત ભવિ થઈ જવાથી શું થઈ ગયું? અરે ભવિ જીવ હોય ને નિગોદમાંથી નીકળી વ્યવહાર રાશીમાં આવ્યો હોય (આપણી જેમ)

છતા પણ જો પુરૂષાર્થ કરી મોક્ષ ન પામે તો 2000 સાગરોપમનો સમય પૂરો થતાં પાછો નિગોદ કે એકેન્દ્રિયમાં ચાલ્યો જાય... એટલે ભવિ થઈ ગયા એટલે જગજીતી ગયા એવું નથી. જીવ ભવિ હોય કે

અભવિ બંને માટે નિગોદમાંથી બાર નિકળ્યાં પછી ટાઈમ લીમીટ તો 2000 સાગરોપમ જ છે. એ સમયમાં પુરૂષાર્થ કરી મોક્ષ પામ્યા તો ઠીક છે નહી તો કંપલસરી જીવ એકેન્દ્રિય (પૃથ્વી-પાણી-તેઉ-વાયુ-

વનસ્પતિ) કે નિગોદમાં ચાલ્યો જાય. તો આપણે અભવિ જીવની વાત કરીએ તો અભવિજીવ ચારિત્રપણ ગ્રહણ કરે, નવગ્રૈવેયકના દેવ સુધી જન્મ ધારણ કરે, પણ તેનો મોક્ષ કદી પણ ન થાય.... કેમકે એને પોતાને મોક્ષ માટેની અંદરની ઈચ્છા ક્યારે પણ ન થાય. ભલે એના ઉપદેશથી અન્ય ભવિ જીવ કદાચ મોક્ષ પામી જાય પણ એ પોતે કેટલીપણ વાર ચારિત્ર ગ્રહણ કરે છતાં પણ મોક્ષ ન થાય...જો તમે આ મહાવીરની કહેલી ને ગણધરોએ ગુંથેલી શાસ્ત્રની વાત સમજી શકો તો એ ચોક્કસ સમજી શકશો કે જે જીવ સ્વભાવથીજ અભવિ છે જે જીવ કેટલીયેવાર ચારીત્ર ગ્રહણ કરવા છતાં પણ ભવિ જીવ નથી બની શકતો એવા અભવિ જીવ (ફૂલ વગેરે)

મૂર્તિ પર મૂકવાથી ભવિ જીવ બની જશે? જે ફૂલનો જીવ ભવિ છે તે તો ભવિ જ રહેવાનો છે તેને મૂર્તિ પર મૂકો કે ન મૂકો. માટે ભવિ અને 298

અભવિ તે જીવને સ્વભાવગત છે. ભવિ કદી પણ અભવિ નથી બનતો ને અભવિ કદી પણ ભવિ બની શકતો નથી. આ સિધ્ધાંત છે. વળી આપણે તો ફૂલને ઝાડ પરથી તોડીને ચઢાવીએ છીએ.... એના પ્રાણ પંખેરૂ હણી લઈને ચઢાવીએ છીએ. મારા પ્રાણપંખેરૂ હણી લઈને મારામડદાને મૂર્તિ પર ચઢાવી દેશો તો હું અભવિ હોઈશ તો ભવિ બની જઈશ?? ને કોને ચઢાવો છો? જેણે સચિત વસ્તુનો ત્યાગ કર્યો છે એનાજ ખોળામાં સચિત વસ્તુનો ઢગલો? વળી પાછું મનમાં અહમ્‌ કરવાનો કે મેં ફૂલો ચડાવ્યા ભગવાનને એટલે મેં એને ભવિ બનાવી દીધા? વાહ માનવ વાહ? તને તો માનવ જન્મ મળ્યો છે, અનુકૂળ સંજોગો મળ્યા છે તો પણ તું સ્વાધ્યાય - ધ્યાન મૌન અને કાયોત્સર્ગની સાધના નથી કરતો. પોતાની જાત પર તો ઉપકાર નથી કરતોને ફૂલનું જીવન છીનવી લઈ એને ભવિ બનાવવા નિકળ્યો છે? એ તો સ્વભાવત જે છે તે જ છે. ભવિ જીવ છે તો ભવિ ને અભવિ જીવ છે તો અભવિ...

ભવિ જીવને કોઈ અભવિ ન બનાવી શકે. અભવિને કોઈ ભવિ ન બનાવી શકે. ને ભવિ જીવ બધા મોક્ષે જતાજ રહે એવું પણ નથી. માટીનો ઘડો બને પણ બધીજ માટીના ઘડા બની જાય તેવું નથી. માટે ફૂલને તમે તોડશો મરોડશો, ભગવાનને ચઢાવશો. માથામાં સજાવશો કે પગ નીચે કચડશો જે ભવિ છે તે ભવિ જ રહેશે. જે અભવિ સ્વભાવગત છે તે અભવિ જ રહેશે.

સ. 339 અભવિ આત્મા, અર્થાત્‌, મહાઅશુભ કર્મોનો કર્તા એવો આત્મા કાળે કરીને અજીવ બને છે? કે કાયમ પરિભ્રમણ કરે છે? અથવા શાશ્વત કાળ માટે અભવિ તરીકે ચોક્કસ યોનીમાં રહે છે?

. 339 ભાઈશ્રી... કોઈપણ જીવ ક્યારે પણ, કેટલો પણ કાળ વીતે છતાં પણ જીવ કદી અજીવ બનતો નથી. અજીવ કદી જીવ બનતો નથી. અભવિ જીવ શાશ્વતકાળ માટે કોઈ ચોક્કસ યોનિમાં રહેતો નથી. એ કાયમ પરિભ્રમણ કરે છે. પહેલા તો તમે અભવિ આત્માની જે વ્યાખ્યા કરી છે તે યોગ્ય નથી. અભવિ આત્મા, અર્થાત મહા અશુભ કર્મોનો કર્તા એવું નહિ. ગમે તેવા અશુભ કર્મોનો કર્તા જીવ હોય તે પોતાના કર્મની નિર્જરા કરીને કર્મને ખપાવીને સિદ્ધ થઈ શકે છે. મોક્ષે જઈ શકે છે.

ભવ્ય જીવ એટલે સિદ્ધ થવાની યોગ્યતા વાળા અને અભવ્ય એટલે સિદ્ધ થવાને અયોગ્ય જીવ. જેમ માટીનો ઘડો બને પણ રેતીનો ન બને...

તેવી જ રીતે ભવ્ય-અભવ્યમાં સ્વભાવથી જ ભેદ છે. અભવિ આત્મા 299

મોક્ષની વાતો કરે. મોક્ષને સમજાવે, મોક્ષના ઉપાયો બતાવે પણ અંતરથી કદી મોક્ષને ઈચ્છે નહિ. દેવલોકના સુખ મેળવવા, અભવિ આત્મા દીક્ષા લે કે ભયાનક કષ્ટ પણ વેઠે, પણ મોક્ષને માને નહિ.

અભવ્ય આત્માની પરિણીતી અત્યંત કઠોર હોય, તેની આંખમાં કરુણાના, અનુમોદનાના કે પશ્ચાતાપના આંસુ ન આવે. તે નિર્દય, કઠોર, નઠોર હોય. અભવ્ય જીવો પણ શ્રાવકના ને સાધુના વ્રત અંગિકાર કરે. સૂત્ર સિદ્ધાંત જાણે, એમના ઉપદેશથી બીજા તરી જાય, પોતે બાહ્યકરણી પણ ઘણી કરે, છતાં તેઓને સમ્યક્‌ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી. તેથી જ્ઞાનીની દૃષ્ટિએ તો તેઓ અજ્ઞાની ને મિથ્યાત્વી જ છે. અભવિ જીવો પણ સાધુના વ્રત પાળી નવમી ગ્રૈવેયકના દેવલોકના સુખ ભોગવવા જઈ શકે છે... પરંતુ અભવિ જીવમાં પરાત્મશક્તિની પ્રગટતા કેવળ જ્ઞાનરૂપે કદી નહીં થાય. એ જીવ અનંતો અનંતો કાળ સંસાર પરિભ્રમણ કર્યા જ કરશે.

સ. 340 દેરાસરમાં ‘સ્ત્રી-પુરૂષનો સંઘટ્ટો ટાળો’ એમ બોલતાં હોય છે...તે તો મહારાજ સાહેબ માટેને આપણે શું?

. 340 મહારાજ સાહેબ માટે તો કાયમ માટે સર્વથા સ્ત્રી પુરૂષનો સંઘટ્ટો વર્જ્ય છે. પરંતુ આપણા માટેના પણ નિયમો જાણી લો. પ્રભુજીની સમક્ષ પુરૂષોએ પ્રભુજીની જમણી બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ ઊભા રહેવું જોઈએ. દેરાસરમાં પુરૂષોને સ્ત્રીઓ વચ્ચે ઓછામાં ઓછું એક હાથનું અંતર રહેવું જોઈએ. નહીં તો અબ્રહ્મનું પાપ લાગે છે. એકબીજાના વસ્ત્રો પણ અડવા જોઈએ નહીં. પોતાની સ્ત્રી હોય છતાં પણ જોડાજોડ બેસીને ચૈત્યવંદન કરાય નહીં. દેરાસરમાં પુરૂષોને નિયત જગ્યાએ તથા સ્ત્રીઓએ સ્ત્રીઓની નિયત જગ્યાએ બેસીને ચૈત્યવંદન કરવું જોઈએ.

નહીં તો એક હાથનું અંતર રાખવું જોઈએ. એમ નહીં કરવાથી બ્રહ્મચર્યની અમુક વાડનો ભંગ થાય છે. શાંતિ કળશ વખતે સ્ત્રી પુરૂષે સાથે હાથ પર હાથ રાખી કળશ ધરાય નહીં. બ્રહ્મચર્ય માટેની કલ્યાણકારી મર્યાદાનું ઉલ્લંઘન થાય છે. ઘણાને આ બધું મગજમાં બેસશે નહીં. પણ આનું કારણ જાણશો એટલે સમજમાં આવી જશે.

દરેકે દરેક મનુષ્ય કહો કે, તિર્યંચ કે ઝાડ પાન દરેક સજીવને પોતાનું આભામંડળ હોય છે. તેને ઈલેકટ્રોબોડી કે તેજોવલય કહે છે. તે પાંચ પ્રકારના શરીર પૈકી તમારૂં તૈજસ શરીર છે. તમારી ભાવના પ્રમાણે તેમાં રંગો બદલાય છે. જે ખૂબ જ ચારિત્રવાન, પવિત્ર, સકારાત્મક, 300

ઉચ્ચ ભાવના ધરાવતા જીવોમાં અતિશય, સુંદર, ઘટ્ટ હોય છે. ને હલકા-

તુચ્છ વિચારો ધરાવતા , માયા-કપટ, કામુકતા, દુર્ભાવનાવાળા જીવોમાં આભામંડળ નીલ કપોત કૃષ્ણ લેશ્યાવાળા રંગો ધરાવતું ને તીરોહીત્ત હોય છે. તે તમારા શરીરની ફરતે લગભગ એક હાથ જેટલું વિસ્તરેલું હોય છે. ઉચ્ચ કક્ષાના જીવોમાં લગભગ ત્રણ હાથ જેટલું વિસ્તરેલું હોય છે. તમે જ્યારે સ્ત્રી-પુરૂષ નજદીક આવો છો ત્યારે એકબીજાનું આભામંડળ એક-બીજાને ટચ થઈ જાય છે. ને એકબીજાના ભાવોની, દુર્ભાવોની, કામુકતાની આપ-લે થઈ જાય છે. જે તમને ખબર પણ નથી હોતી.

હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સ્ત્રી-પુરૂષ વચ્ચે અંતર રાખવાનું શું કારણ છે? તેવી જ રીતે ભગવાનને દૂધ કે પાણીનો અભિષેક કરતી વખતે સ્ત્રીઓ તથા પુરૂષે અલગ અલગ કળશ લેવો જોઈએ. એક જ કળશથી સ્ત્રી-પુરૂષ સાથે કળશ લઈ પ્રક્ષાલ કરે તો એકબીજાના હાથ-

આંગળા અડી જવાથી અબ્રહ્મનું પાપ લાગે છે. દેરાસરમાં એકબીજાને અડકાય તો નહીં પણ સ્ત્રી-પુરૂષે દૃષ્ટિ પણ મેળવાય નહીં. આ છે દરાસરની મર્યાદા...એ મર્યાદાનું ઉલ્લંઘન કરાય નહીં. જેવા તમે બાહર, જેવા તમે ઘરમાં તેવા જ અહીંયા તો અહીં આ આવવાની શું જરૂર છે?

તમે જાણો છો ને કે જે તીર્થયાત્રા બીજે કરો ને તે જ પાલીતાણાની કરો તો સોગણું પુણ્ય મળે. તો એ પણ જાણી લો કે જે પાપ બીજે કરો ને તે પાપ દેરાસરમાં કરો તો સોગણું પાપ બંધાય.. જુઓ આ શ્લોક શું કહે છે?

અન્ય ક્ષેત્રે કૃતં પાપં, તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ। તિર્થક્ષેત્રે કૃતં પાપં, વજ્રલેપો ભવિષ્યતિ ।।’’

એટલે યાદ રાખો દેરાસરમાં સ્ત્રી-પુરૂષનો સંઘટ્ટો ટાળો.

સ. 341 તો સજાતિય આભામંડળમાં પણ વિચારોની આપ-લે તો થાય ને?

. 341 હા, ચોક્કસ થાય. હવે આભામંડળની વાત નીકળી છે તો બીજી એક વાત પણ જાણી લો કે સાધુ-સાધ્વીજી તથા બ્રહ્મનિષ્ઠના આભામંડળ તેમના ઉચ્ચ જીવનને લીધે અતિ વિસ્તરિત, સુરેખ તથા ઘનિષ્ઠ હોય છે. તમે જાણો છો કે વાંદણામાં ‘‘અણુજ્જાણહ..મે મિ ઉગ્ગહં...’’ કહીને તમે એમના અવગ્રહમાં (આભામંડળમાં) પ્રવેશવાની રજા માંગો છો.

સ્વપક્ષે (સજાતીયમાં) એટલે સાધ્વીજી ને બહેનો વચ્ચે તથા સાધુ ભગવંતો ને શ્રાવકો વચ્ચે સાડા ત્રણ હાથનું અંતર તથા પર પક્ષે એટલે 301

કે વિજાતિયમાં 13 હાથનું અંતર જરૂરી છે. હવે તમને ખબર પડી કે

બહેનોએ સાધ્વીજી મહારાજને તથા ભાઈઓએ સાધુ મહારાજને જઇને એકદમ ચોંટાય નહીં. હાથ લગાવાય નહીં. એમની નજદીક જતાં પહેલાં એમની રજા લેવી જોઈએ. નહીં તો તમારૂં કામુકતાભર્યું આભામંડળ એમાં પ્રવેશે છે ને એમનું પતન કરે છે. નિમિત્ત તમે બનો છો જે તમે જાણતા પણ નથી હોતા. મહારાજ સાહેબ પાસે વાસક્ષેપ નંખાવતા બહેનોએ માથે ઓઢવાનું તથા ભાઈઓએ પાઘડી કે ટોપી પહેરવાનો રિવાજ પણ આ જ કારણસર પડ્યો છે. પણ સાચું કારણ કોઈ જાણતા નથી ને અમે તો લેટેસ્ટ, અમે તો ફોરવર્ડ કરીને સુંદર મજાના રિવાજોનો ઉચ્છેદ ઉડાડી દીધો છે. અરે બીજી જ્ઞાતિઓમાં પણ તમે જુઓ. શીખમાં પાઘડી પહેરવાનો રીવાજ. મુસ્લિમોમાં બુરખો તથા ભાઈઓના માથા પર ટોપી પહેરવાનો રીવાજ, હિન્દુઓમાં ગુજરાતી સાડી પહેરી માથે ઓઢવું, પુરૂષોએ પાઘડી કે ટોપી પહેરવી આ રીવાજો બહુ સહેતુક બન્યા હતા. પણ આપણે ગુજરાતીઓએ પાશ્ચાત્ય અનુકરણમાં આપણા રત્ન જેવા સંસ્કાર ખોઈ નાંખ્યા...જ્યારે શીખ-મુસલમાન ભલે કારણ કંઈ જાણતા નથી પરંતુ વડીલોએ કર્યું તે બરાબર જ હશે એટલા આદરપૂર્વક સંસ્કારોને પકડી રાખ્યા... આમ આભામંડળને જાણશો..સમજશો તો ઘણી બધી વાતો સમજમાં આવી જશે.

સ. 342 તીર્થ સ્થાનમાં લોકો બૂમ બરાડા પાડીને વચ્ચે ઘૂસીને, ધક્કામુક્કી કરીને પૂજા કરે છે તે કેટલું યોગ્ય છે?

. 342 તમે દેરાસરમાં પ્રવેશતાં પહેલાં કપાળમાં ચંદનતીલક કરો છો. તેનો મતલબ છે કે ‘હું ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ નહીં કરૂં.’ પરંતુ દેરાસરમાં પ્રવેશતાં જ આ આજ્ઞાને ભૂલી જાવ છો. ભગવાનની આજ્ઞામુજબ જ્યાં સુધી દેરાસરમાં છો ત્યાં સુધી મનને બિલકુલ ચંચલ થવા દેવું નહીં. મૂર્તિ ઉપર ધ્યાન સ્થિર કરી સંપૂર્ણપણે મૌન પાળવું.

મૌનના બદલે દેરાસરમાં બૂમ-બરાડા પાડીને તમે તો જે લોકોએ મનને સ્થિર કર્યું છે... તેનું પણ વિચલિત કરી નાખો છો... આ મહાપાપ છે.

જે ભગવાને કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી, સંપૂર્ણ મૌન પાળ્યું છે, તેના ગુણ મેળવવા ચિત્તને સ્થિર કરવા દેરાસર જવાનું છે. યાદ રાખો જેટલો સમય મૌનપણે મૂર્તિ ઉપર મન સ્થિર થયું એટલો સમય જ તમારા દર્શન થયા...

પછી ભલેને તમે દેરાસરમાં કલાક બેસો... વાતો કરનારની ને બૂમ-બરાડા પાડનારની ક્રિયા ફોક જાય છે.

302

ઘણા કહે છે કે અમે દેરાસર સંબંધી જ વાતો કરીએ છીએ. પણ એ વાત પણ મોટેથી કહેવાની નથી. એટલી ધીમેથી કહો કે અન્યનું મન વિચલિત થાય નહિ. એનાથી પાપના પોટલા બાંધીને બહાર આવો છો. ચૂપચાપ દેરાસરમાં પ્રવેશો. ત્યાં જે કાંઈ ક્રિયાવિધિ ચાલી રહી હોય તેમાં મૌનપણે ભાગ લો. જે કાંઈ વિધિ પૂર્ણ થઈ ગઈ છે, તેના માટે કોઈજ સવાલ નહીં. બૂમ બરાડા નહીં. મન ચંચલ નહિ, તો જે કાંઈ કરશો તેનો પૂરેપૂરો લાભ મળશે. પુણ્યાનું બંધી પુણ્યના ભાગીદાર બનશો. બાકી તો કરવા આવ્યા તા શું? ને કરીને ગયા શું? ને પાછા મનથી માનો છો કે મારી પૂજા થઈ ગઈ, મારો પ્રક્ષાલ થઈ ગયો. પણ તે શૂન્ય થઈ ગયું તે ખબર ન પડી.

તમે તીર્થસ્થાનમાં હો કે અહીં, ક્યાંય પણ લાઈનમાં વચ્ચે ઘૂસીને કે

ધક્કા-મુક્કી કરીને ભગવાનની પૂજા કરાય નહીં. આ તો કપટ થયું.

કપટ કરવાની ભગવાનની આજ્ઞા છે? તારી ક્રિયા ભગવાન જેવા બનવા માટેની પણ તારૂં વર્તન તો ભગવાનની આજ્ઞા વિરુદ્ધ તો તું ભગવાન જેવો ક્યાંથી બની શકવાનો છે? આવું કરીને તો તું બીજા બધાને અડચણરૂપ બને છે. જો તારી પાસે લાઈનમાં બેસવાની શક્તિ, સંજોગ કે સમય નથી તો તું આજુબાજુમાં અંગપૂજા કરી, મૂળનાયકની સામે બેસી ભાવપૂજા કરી લે. તો તું સાચું પુણ્ય કમાઈશ. તું એમ ન વિચારીશ કે

આટલા ગાડીભાડા ખરચીને આટલે લાંબે સુધી ગયા ને ભગવાનની પૂજા કર્યા વગર પાછા આવવાનું? પણ તું એ સમ્યક્‌જ્ઞાન કેળવ કે

દ્રવ્યથી કદાચ સંજોગો અનુસાર દ્રવ્ય પૂજા ન પણ થાય, પણ વચ્ચે ઘૂસીને કપટ કરીને પાપના પોટલા તો ન બાંધું. હું અહીં પાપ કમાવવા આવ્યો છું કે પુણ્ય? હું તમને નેમીનાથ ભગવાનના સમયની એક વાત કહું... શ્રીકૃષ્ણે તેના બંને પુત્ર, સાંબ અને પાલકને કહ્યું, કે તમારા બંનેમાથી જે સૌ પ્રથમ નેમીનાથ ભગવાનને વંદન કરશે, તેને હું મારો શ્રેષ્ઠ અશ્વ ભેટ આપીશ. વહેલી સવારે અંધારામાં જ પાલકે દોડતા જઈને ભગવાનને વંદના કરી આવ્યો. જ્યારે શાંબે વિચાર્યું, ‘આટલા અંધારામાં ન જવાય. કેટલા બધા જીવો પગ નીચે આવી કચડાઈ જાય.

જીવોની હિંસા થાય. જયણા ન પળાય.’ તેણે પોતાના સ્થાને બેઠા બેઠા ભાવ વંદના કરી. શ્રીકૃષ્ણે નેમીનાથને પૂછ્યું, ‘ભગવાન! પહેલી વંદના કોણે કરી? ભગવાને કહ્યું, શાબે. તેની ભાવ વંદના હતી. પાલકની દ્રવ્ય વંદના હતી. બસ આ વાત પરથી સમજી લો કે શેનું મહત્ત્વ વધારે છે?’

303

સ. 343 ઘણા ભાગી ભાગીને પ્રદક્ષિણા દેતા હોય છે. યોગ્ય છે?

. 343 ના... બિલકુલ નહિ. તમે આડાઅવડા ડાફોળિયા મારતા ને પૂરઝડપે ભમતી ભમો તો દ્રવ્ય પ્રદક્ષિણા થાય. કેમકે તમારો ઉપયોગ નથી કે

કોઈ જીવ પગ નીચે આવીને કચડાઈ જશે. તમારો ઉપયોગ ન હોય તો જીવ ન કચડાય તો પણ તમને એનું પાપ લાગે છે ને ઉપયોગ હોવા છતાં, અચાનક જીવ કચડાઈ જાય તો તેનું પાપ લાગતું નથી. તો પ્રદક્ષિણા બહુ ઉતાવળથી નહીં તેમ બહુ ધીમેથી પણ નહીં જેથી બીજાને તકલીફ થાય તેવી રીતે દૃષ્ટિનો ઉપયોગ રાખી ભગવાનને ભાવવંદના કરતાં કરતાં પ્રદક્ષિણા દેવી જોઈએ. ગભારામાં ઝડપથી ચલાય પણ નહિ.

સ. 344 દેરાસરમાં પૂજા-પ્રક્ષાલ કરતી વખતે યાદ રાખવા જેવી બીજી બાબતો કહો.

. 344 1) દેરાસરમાં કોઈપણ સંપ્રદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો પધારે તો તેમનો ઉચિત વિનય જાળવવો. તેમની આડે આવીએ એમ ઉભા રહેવું નહીં.

2) શરીરના કોઈપણ ભાગમાંથી રસી નીકળવાનું ચાલુ હોય ત્યારે અંગપૂજા કરવી નહીં.

3) શરીરના કોઈપણ ભાગ પર પાટો બાંધેલો હોય, તે પાટો બાંધી ખાધું હોય, બાથરૂમ ગયા હોય એવા અપવિત્ર પાટા સાથે અંગપૂજા કરાય નહીં.

4) પ્રક્ષાલ માટેના પાણીથી હાથ ધોવાય નહિ. પબાસણ પર કે ન્હવણ જલની કુંડીમાં હાથ ધોવાય નહિ.

5) ફૂલને પાણીમાં નંખાય નહિ કે ધોવાય પણ નહિ. કેમકે તેમ કરવાથી તેમાં રહેલા ત્રસ જીવોની વિરાધના થાય. વાસી ફૂલો નવણ જળમાં નંખાય નહિ.

6) અંગપૂજા મૌનપણે કરવી. પૂજાના દૂહા અંગપૂજા કરનારે મનમાં બોલવા. બીજા દૂર ઉભેલા મોટેથી બોલી શકે. પણ પ્રભુના અવગ્રહની બાર હોવા જોઈએ.

7) આશાતના ટાળવા માટેના ઉચિત અંતરને અવગ્રહ કહેવાય. મોટા જીનાલયમાં ઓછામાં ઓછું 9 હાથને નાના જીનાલયમાં 1 હાથનું અંતર જરૂરી છે.

8) ધૂપ-દીપ-ચામર-ઘંટી વગેરે પ્રભુજીથી થોડે દૂર રહીને કરવું. ઘણા પ્રભુજીના નાક આગળ ધૂપ કરે છે. કાન આગળ ઘંટી વગાડે છે. શું આ 304

તમને યોગ્ય લાગે છે? ઘંટી ભગવાનને નથી સંભળાવવાની. એ તમારા આત્માને જાગૃત કરવા માટે છે. તમારા નાક પાસે લાવીને કોઈ ધૂપ કરશે તો તમે શું કરશો? જરા વિવેકનો ઉપયોગ કરો. ધૂપની તમને અને તમારા ઉપકરણને જરૂર છે. ભગવાન તો પવિત્ર જ છે.

9) ચૈત્યવંદન એટલે ભાવપૂજા છે. તે કરતાં કરતાં સાથિયો વગેરે કાંઈ જ ન થાય. ફળ-નૈવેદ્ય-પૈસા વગેરે કાંઈ ચઢાવાય નહીં. કેમકે એ દ્રવ્ય પૂજા છે.

10) પ્રતિમાજી કે સિદ્ધચક્ર ગમે તેટલા નાના હોય છતાં એક હાથે કદી ઉપાડાય નહી. બે હાથ બહુમાન બતાવે છે. એક હાથે કળશ પકડી પ્રક્ષાલ કરાય નહી. પ્રતિમાજી લેતી વખતે કે અંગલૂછણા કરતી વખતે પ્રતિમાજી આડા કે ઊંધા કરાય નહીં.

11) પૂજા પ્રભુજીના નવ અંગે જ કરવાની છે. નવ અંગ સિવાય હથેળી કે લાંછન કે બીજે ક્યાંય પૂજા થાય નહીં.

12) પાર્શ્વનાથની ફણા તથા પ્રભુજીનું પરિકર, પ્રભુજીના અંગ તરીકે

જ માનેલું છે. તેથી તેના પૂજા પ્રક્ષાલ પ્રભુના પૂજા પ્રક્ષાલ સાથે જ થઈ શકે.

13) પૂજાના પ્રયોજન વિના પ્રભુજીના પગને કે પ્રભુજીના કોઈપણ અંગને અડકાય નહી. પ્રભુજીના ખોળામાં માથું મૂકાય નહીં.

14) પ્રક્ષાલ માટે દૂધનો ખૂબ જ ઓછો ઉપયોગ કરવો. ફક્ત પાણી દૂધનો કલર પકડે એટલું જરાક જ દૂધ નાંખવું. આ તો ક્ષીરસમુદ્રના પાણીનું પ્રતિક છે. ક્ષીરસમુદ્રનું પાણી દૂધીયા કલરનું હતું બાકી તે પાણી જ હતું. તેમાં દૂધના કોઈ લક્ષણ નહોતા. તેને દૂધની જેમ જમાવી શકાતું નહોતું. જ્યારે આ દૂધમાં ચીકાશ હોવાથી વાંદા વગેરે અનેક જંતુઓ થાય છે. માટે ઉપયોગ રાખવો. બહુ દૂધ લાવીને રેડવું નહીં.

તમે ગમે તેટલી પ્રતિમા સાફ કરો છતાં દૂધની ચિકાશ ચોંટી જાય છે ને પરોઢિયે તમે જુઓ તો ગભારામાં વાંદાનો ઢગલો હોય છે. માટે દરેક વસ્તુ સમજીને કરવી.

(15) ચામડાના બૂટ-ચંપલ કે પ્યોર સિલ્કના વસ્ત્રો પહેરીને દર્શન-

પૂજા કરાય નહિં. હિંસક વસ્ત્રો પહેરીને દેરાસર ઉપાશ્રયમાં જવાય નહિ.

(16) દેરાસરમાં પ્રતિમાને આંગી માટે વરખ વાપરવો નહિ. કેમકે

પ્યોર ચાંદીનો વરખ...ઢોરના ચામડા વચ્ચે મુકીને ટીપીને બનાવાય છે.

અને આ ચામડા માટે વર્ષે સાડા બાર હજાર થી વધુ ઢોરોની કતલ થાય 305

છે. તો અહિંસા ના પૂજારીને આવો હિંસક વરખ લગાડીને શું મેળવી લેવું છે? જે વરખ મશીનમાં બને છે તે એલ્યુમીનીયમનો હોય છે એ પણ ચઢાવાય નહી. ને જે ચાંદીનો હોય છે તે ઢોરના ચામડામાં ટીપાય છે. માટે એકપણ જાતનો વરખ આંગી માટે કે ખાવા માટે વપરાય નહિ.

(17) દેરાસરમાં સંપૂર્ણ મૌન રાખી, ધ્યાન મૂર્તિપર સ્થિર કરી ભગવાનના ગુણો યાદ કરી ભગવાનનું (પોતાના આત્માનું) ધ્યાન ધરવું. કોઈને આડા આવીએ એમ ઉભા રહેવું નહી. બીજાને તકલીફ થાય કે તેનું ધ્યાન વિચલિત થાય તો બહુ મોટા પાપના ભાગીદાર બનીએ છીએ.

સ. 345 આજકાલ પુરૂષોના વસ્ત્રોમાં પણ ભાતભાતની ડીઝાઈન ને રંગબેરંગી પૂજાની જોડી, ભરતકામવાળી પૂજાની જોડી... આ બધું યોગ્ય છે?

. 345 ના... બિલકુલ ખોટું છે. પુરૂષ માટે સીવ્યા વગરના બે અખંડ વસ્ત્રો, તથા સ્ત્રીઓ માટે ત્રણ વસ્ત્રો પહેરવાની આજ્ઞા છે. ભરતકામથી સોયના ટાંચણા લાગવાથી, કાણા પડવાથી વસ્ત્રની અખંડતા તૂટી જાય છે.

બીજું તમારા વિવિધ કલર-ડિઝાઈન, ભરતકામવાળા વસ્ત્રો દેરાસરમાં રહેલા અન્ય ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. ચિત્ત ભગવાનની મૂર્તિમાં સ્થિર બનવાને બદલે તમારા વસ્ત્રોમાં આકર્ષાય છે. ‘હું પણ આવું લઉં, પહેરૂં, સારૂં લાગશે, બીજા બધાની વચ્ચે મારો વટ્ટ પડશે.’

આવી ચંચલ મનની સ્થિતિ થાય છે. આનાથી મોટું બીજું પાપ શું કે

ચિત્ત જ્યાં સ્થિર કરવાનું છે તે નિમિત્ત બાજુ પર રહી જાય ને તમારા વસ્ત્રોમાં ચંચલ થઈ જાય. બનાવવાવાળા પૈસા કમાવવા માટે કંઈપણ બનાવશે પરંતુ લેવાવાળા સૌથી વધુ દોષના ભાગીદાર બને છે. કેમકે

એવું લેવાવાળા છે તો જ તો બનાવવાવાળા બનાવે છે ને? ખરેખર જેને આત્મકલ્યાણ કરવું હોય તો સાદા-સરળ ને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. નહિ તો અંતરમાં પડેલું આ બધું મિથ્યાત્વ અનુબંધ પાપનો કરાવશે.

અનુચિત વસ્ત્ર તથા અંગપ્રદર્શન થાય એવા વસ્ત્ર પહેરી દેરાસરમાં જવાય નહિ. તમારા અંગપ્રદર્શનથી કોઈનાપણ મનમાં અંશમાત્ર કામુકતા જાગે તો તમે અબ્રહ્મના ભયંકર પાપના ભાગીદાર બનો. તમે દેરાસરમાંથી બહાર નીકળો ને કોઈ તમને કહે છે કે, વાહ! આ વસ્ત્રની ડિઝાઈન, બહુ ગમી... ક્યાં સીવડાવ્યું? તો ખુશ નહીં થવાનું...

સમજવાનું કે... ‘મેં ભલે ભગવાનના દર્શન કર્યા, પણ મારી 306

પાછળવાળાએ મારા વસ્ત્રના દર્શન કર્યા, તો મેં કેવા પાપના પોટલા બાંધ્યા? હવે ક્યાં છૂટીશ? ક્યારે છૂટીશ?’ સમજો... દેરાસર, ઉપાશ્રય એ કોઈ ફેશનપરેડનું સ્થાન નથી.

કાળાં વસ્ત્રો પહેરીને પૂજા થાય નહિ. તમને થશે કે ભગવાન તો નિરંજન નિરાકાર છે. એમને વળી કાળાં ધોળા કલરથી શું મતલબ? હા...

ભગવાનને કોઈ કલર સાથે કોઈ લેવાદેવા નથી. પણ પ્રભુભક્તિ કરવા આપણી જેમ દેવ-દેવીઓ પણ પધારતા હોય છે. તેમને કાળો કલર અમાંગલિક લાગે છે. તેમને તમારા પર દ્વેષ આવે ને અહિત પણ કરે.

માટે પૂજા-પૂજનમાં કાળા કલરના વસ્ત્રો નિષેધ ગણ્યા છે.

સ. 346 દેવ-દેવીઓ પણ આપણા દેરાસરમાં આવે? એ લોકો તો એમના દેવલોકના દેરાસરમાં જ જાયને?

. 346 હા... તીર્થના સ્થાન હોય. પ્રાચીન દેરાસર હોય અથવા દેરાસર કદાચ પ્રાચીન ન હોય પણ એમાં રખાયેલી એકાદ મૂર્તિ અતિ પ્રાચીન હોય એવા કોઈ કારણસર દેવો ભક્તિ કરવા આવે છે. હવે એ પણ જાણી લો કે જે કોઈ દેવ ભક્તિ કરવા આવે તેમાં ઉચ્ચ પ્રકારના દેવો પણ હોય ને હલકી પ્રકારના દેવો પણ હોય.

આપણને તો એ દેખાતા નથી. હવે એ દેવો ભક્તિ કરવા આવ્યા હોય ને આપણાથી વચ્ચે કાંઈ આડ પડી ગઈ તો હલકી પ્રકારના દેવો વિશેષ રાગી દ્વેષી હોવાથી આપણને તકલીફ ઉભી કરે. કહેવાય છે કે હલકી પ્રકારના દેવો લગભગ સવારે પાંચ થી અગિયાર વાગ્યા સુધી બંધાયેલા હોય છે. પછી છૂટા થાય છે ને સાંજે ચાર-પાંચથી રાતના 11 વાગ્યા સુધી બંધાયેલા હોય છે.

માટે દરેક જણે લગભગ અગિયાર વાગ્યા પહેલાં દેરાસરમાં ભક્તિ કરી લેવી જોઈએ. એટલા માટે જ પહેલા બાર થી ચાર દેરાસર બંધ રાખવાનો રિવાજ હતો... આજકાલ તો બહેનોના મંડળો, પૂજા, પૂજન બધું બપોરના જ હોય છે. એક એક રિવાજ પાછળનું તથ્ય કાંઈ જાણતા નથી હોતા ને રિવાજોને ઉડાવવામાં આપણે આપણી જાતને મહાન ગણીએ છીએ.

બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે દરેક દેરાસરની બહાર બિરાજમાન કરેલા અધિષ્ટાયક દેવો જે તે દેરાસરના રક્ષક એટલે કે વોચમેન જેવા છે. શાસ્ત્રવિધિ પ્રમાણે કોઈને મધ્યાન્હ પૂજા કરવી હોય કે અગિયાર વાગ્યા પછી દેરાસરમાં પ્રવેશ કરવો હોય તો શાસનદેવોની આજ્ઞા, આદેશ લઈ દેરાસરમાં પ્રવેશ કરવો. તે આ રીતે, ‘હે શાસન દેવો, આપો આદેશ તો કરૂં દેરાસરમાં પ્રવેશ ને ભગવાનની ભક્તિ કરૂં.’

આ રીતે શાસનદેવોની રજા લઈ દેરાસરમાં પ્રવેશ કરવાથી 307

તમારી ભક્તિ સુંદર થશે ને કોઈ બીજા દેવો તમને ઉપદ્રવ કરી શકશે નહિં.

સ. 347 નમસ્કાર મહામંત્રના અધિષ્ઠાયક દેવ કોણ છે? એના રચયિતા કોણ છે? શું આ મંત્ર સતત ગણ્યા કરવાથી જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે?

. 347 અન્ય મંત્રોમાં કોઈને કોઈ દેવ તેનો અધિષ્ઠાયક હોય છે. તે વશ થાય કે

પ્રસન્ન થાય તો જ તે મંત્ર સિધ્ધ થાય છે. ત્યારપછી જ તે પોતાનું ફળ આપે છે. પરંતુ એ દેવોને વશ કરવાનું સહેલું નથી. કઠીન અનુષ્ઠાનો કર્યા પછીજ તેમાં સફળતા મળે છે. તેમાં ભયસ્થાનો પણ ઘણા છે.

કાંઈ ફેર થયો કે આડું પડ્યું તો સાધક પોતાનો પ્રાણ પણ ગુમાવે છે અથવા અન્ય કષ્ટ ભોગવે છે. પરંતુ નવકાર મંત્રનો કોઈ એક અધિષ્ઠાયક દેવ નથી, વધારે સ્પષ્ટ કહીએ તો તેનો અધિષ્ઠાયક દેવ થઈ શકે એમ નથી કેમકે સમકિતધારી અનેક દેવો તેના સેવક થઈને રહેલા છે અને તે અનન્યભાવે આરાધન કરનારના સર્વ મનોરથો પૂરા કરે છે.

આ પંચ પરમેષ્ઠિ મહામંત્ર અનંત અનાદિ કાળથી પ્રતિષ્ઠિત છે.

તેથી તેનો સર્જક કોણ છે તે કોઈ જાણતું નથી. પ્રાચિન કાળમાં ચૌદપૂર્વધર શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુ સ્વામિએ’ સર્વપ્રથમ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર ઉપર નિર્યુક્તિ રચેલી ‘મહાનિષિથ’ આગમમાં નમસ્કાર મહામંત્રને ‘મહાશ્રુતસ્કંધ’ તરીકે વર્ણવેલ છે. મહાનિષિથ આગમ નવ પૂર્વના આધારે રચેલ છે. એમાં નમસ્કાર મહામંત્રને ‘પંચ મંગલ મહાશ્રુત સ્કંધ’ તરીકે નામ આપેલ છે. દસપૂર્વધર અને તેરમા પટ્ટધર યુગાચાર્ય શ્રી વ્રજસ્વામિએ સર્વ સૂત્રોની (આગમોની) આદિમાં મંગલ તરીકે

નમસ્કાર મહામંત્રને સ્થાપિત કરેલ છે. નવકાર ગણ્યા કરવાથી જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય એવું ન હોય. જાતિસ્મરણ જ્ઞાન બધાનેજ થાય એવું નથી. જેને આ જાતિસ્મરણ જ્ઞાન થાય તે પાછલા ભવ જાણી શકે છે. પણ તે ક્યાં સુધી કે જ્યાં સુધી પાછલા ભવમાં અસંજ્ઞી પણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. અસંજ્ઞીપણું એટલે શું કે

મન વગરનો ભવ-દેવ, નારકી, મનુષ્ય તથા તિર્યંચ - પંચેન્દ્રિય એ બધા મન સાથેના ભવ છે. એટલે ધારો કે આની પહેલાનો મારો ભવ વાંદા-કીડી-મકોડા કે એકેન્દ્રિય વનસ્પતિ વગેરેમાં હોય તો મને જાતિસ્મરણ જ્ઞાન થઈજ ન શકે. જો આની પહેલાનો ભવ-વાઘ-બકરી-

દેવ-નારકી વગેરેમાંથી કોઈ સંજ્ઞી પંચેન્દ્રિયનો હોય અને એની પહેલાનો વિકલેન્દ્રિયમાં હોય તો મને એક પૂર્વજન્મનું જાતિસ્મરણ જ્ઞાન થાય 308

પણ પછી એના આગલા જન્મનું ન થાય કેમકે તે ભવ અસંજ્ઞી આવી ગયો. બસ ત્યાંથી રીલ કપાઈ જાય. કેમકે મન વગરનો ભવ હતો તો સ્મરણમાં ક્યાંથી આવે? તે પણ એવા મહાત્માઓ કે જે યોગ-ધ્યાન આદિના અભ્યાસબળ વડે સ્થિત હોય તેઓ ભવાંતર જાણી શકે. જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહી તેમ પૂર્વભવનું ભાન રહેતું નથી. ક્યારેક ક્યારેક કોઈને જાતિસ્મરણજ્ઞાન થઈ આવે છે. બાકી પૂર્વ દેહ છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાંજ આશક્ત રહે છે એટલે પૂર્વભવ યાદ આવવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

ભગવાનના સમવસણમાં આવેલા ને પોતાના ત્રણ ભવ આગળના ને ત્રણ ભવ પાછળના જાણી શકે છે. ભગવાનને વૈરાગ્ય થતાં જાતિસ્મરણ જ્ઞાન હોવું તે સહજનીયમ છે.

સ. 348 કેમ ધર્મી જીવને મોટા-મોટા કષ્ટ પડતા હોય ને વધુ તકલીફો આવતી હોય એવું દેખાય છે? તેથી ધર્મ ઉપર શંકા થાય છે

. 348 તમે કદી એ વિચાર્યું કે મહાવીરને સૌથી અઘોર ઉપસર્ગ, જેવાકે કાનમાં ખીલા ઠોકાવા, મહાવીર પર તેજોલેસ્યા ફેંકાવી, વગેરે કેમ છેલ્લા ભવમાંજ આવ્યા? પાર્શ્વનાથ ભગવાનને નેકમઠને 10 ભવથી વેર ચાલતું હતું ને ભગવાનના હાથીના ભવમાં, મનુષ્યના ભવમાં કમકે એમને ઉપસર્ગ કર્યા પણ સૌથી આકરો ઉપસર્ગ અતિવૃષ્ટિ કરી પાણીમાં ડૂબાડી દેવા જેવો અઘોર ઉપસર્ગ કેમ છેલ્લા ભવમાં જ કેમ આવ્યો?

એનું કારણ એ છે કે જેમ-જેમ જીવ સાધનાના પગથિયા ચઢતો જાય છે તેમ તેમ તેનામાં વધુને વધુ કષ્ટ સમતાભાવે સહન કરવાની શક્તિ વિકસતી જાય છે...અને જે જીવમાં જ્યારે જે પ્રમાણેની ક્ષમતા આવે છે, કુદરતી એને તકલીફ પણ એ પ્રમાણેનીજ ઉદયમાં આવે છે. અલબત્ત કર્મ તો જીવે કોઈ પૂર્વ ભવમાં કરેલા હોય તેજ ઉદયમાં આવે છે પણ કુદરતી એની ગોઠવણ પણ એવીજ રીતે થઈ જાય છે કે, એની ભવિતવ્યતા પણ એજ રીતના નક્કી થઈ જાય છે કે...ચલો આ ધર્મીજીવમાં હવે આટલી સહનશીલતા આવી તો હવે એને જરા આકરૂં કર્મ ઉદયમાં આવે... કર્મ ઉદયમાં આવ્યા પછી જોવાનું એ છે કે...સમતાના પગથિયા ચઢતાં ચઢતાં જીવ હવે આ ઉદયમાં આવેલું કર્મ સમતાભાવે સહન કરીને નિર્જરે છે કે

આર્ત-રૌદ્રધ્યાન કરીને કર્મોના ગુણાકાર કરે છે??? જો આવેલુ કર્મ સમતાભાવે નિર્જરી દીધું તો હવે એ જીવમાં એટલી ક્ષમતા આવી એટલે 309

હવે પછી એનાથી પણ કોઈ આકરૂં કર્મ કરેલું સત્તામાં પડ્યું હશે તો એ ઉદયમાં આવશે... કેમકે એ ધર્મીજીવને હવે એકેક અઘોર કર્મને નિર્જરીને છૂટા થવું છે. આવે છે સમજમાં? એટલે હવે કોઈ ધર્મીજીવને આકરૂં કષ્ટ આવે તો ધર્મ પર શંકા નહી કરવાની પણ એમ વિચારવાનું કે એ જીવ હવે એટલો આગળ વધ્યો છે માટે વધારે આકરા કર્મો વેદાવા માટે આવી રહ્યા છે. જેમ તમે કોઈ દોડવાની હરિફાઈમાં ભાગ લો તો પહેલા નાના નાના હર્ડલ્સને પછી મોટા મોટા હર્ડલ આવે તેમ...કુદરત પણ તમારી સમતા જોઈને તમને તમારા જ કરેલા કર્મ કષ્ટ રૂપે આપે છે...

હવે તમે એને સમતાભાવે નિર્જરો છો તો આગળ વધો છો....ને જો આર્તધ્યાન કરો છો તો પાછળ ખસો છો. દરેકને માટે આજ નિયમ છે.

મહાવીરમાં પણ આ છેલ્લા ભવમાંજ એટલી ક્ષમતા આવી કે આવા ભયંકર કાનમાં ખીલા ઠોકાય તે સમતાથી સહન કરી શકે. આની પહેલાના કોઈ ભવમાં આવું અઘોરકર્મ ઉદયમાં આવ્યું હોત તો તેમણે કર્મના ગુણાકાર કરી નાખ્યા હોત. પણ હવે એ એટલા આગળ વધ્યા હતા કે પોતે સમતાથી સહન કરી છૂટી ગયા...તો શું આપણે એમ કહીશું કે મહાવીરે બહુ ધર્મ કર્યો એટલે એમને આવું કષ્ટ પડયું? ના...

દરેકની પાસે સત્તામાં આવા પોતાનાજ કરેલા કઠીન કર્મો પડયા જ હોય છે. જે ભવમાં જેવી ક્ષમતા પ્રાપ્ત થશે... તે પ્રમાણે તે કર્મ ઉદયમાં આવશે...તો ધર્મીજીવ ધર્મમાં આગળ વધ્યો છે એમ વિચારવાનું ધર્મ પર શંકા નહી કરવાની.

સ. 349 સમભાવી દેવી નાંણદેવી મૉં આ પુદ્‌ગલને ચાર પ્રકારના ડબ્બાનું રૂપક આપીને શું કહે છે તે જણાવો?

જ. 349 પૂ.નાંણદેવીમાં એ જ્ઞાનની દેવી છે. સરસ્વતીદેવીના મોટા બહેન ગણાય.

(શક્તિના અંશ પ્રમાણે નાના-મોટા ગણાય) ‘ૐ નમો નાણસ્સ’ પદ એ નાંણદેવી માતાને પણ પહોંચે છે. એવા નાંણદેવીમૉં પૂજ્ય શારદામાં ગાંધી પર છેલ્લા પાંચ દાયકાથી પ્રસન્ન છે. એમના મુખેથી ઝરેલી અમૃતવાણીના અંશમાંથી છેલ્લા બે સવાલ જવાબ અને રત્નકણિકા લીધી છે. જુઓ આ પુદ્‌ગલને ‘મૉં’ એ ચાર ડબ્બાનું ઉદાહરણ આપી સુંદર સમજાવ્યું છે.

ચાર ડબ્બા-માટીનો-લોખંડનો-સોનાનો-ચાંદીનો પુદ્‌ગલમાં બધા ડબ્બા ગોઠવેલા છે. જે ડબ્બો છેલ્લો માટીનો છે તે બનાવવાનો છે. પહેલાં લોખંડનો જે ડબ્બો છે તે કાળ છે. તે ચોવીસ કલાક તમારી આગળ આવીને ઉભો રહી જાય. કાળ એટલે નાગ જરાક ચૂક્યા એટલે તમારી પર સવારી કરી જાય.

310

બીજો સોનાનો ડબ્બો તમારો ક્રોધ છે. અગ્નિજવાળા નીકળે તેમાં ક્યારે કઈ વસ્તુ ભસ્મ થઈ જાય તે ન કહેવાય. કાળ-ક્રોધ બે દોસ્ત એવું કામ કરી જાય કે મનુષ્યને અધોગતિમાં નાખી દે. ત્રીજો ચાંદીનો ડબ્બો તે તમારી ઈર્ષ્યા. મોઢે મીઠું બોલે પણ આંખને તો ફેરવ્યેજ રાખવાની. મોઢે ભલે ન બોલું પણ એક વખત એવો નીચે પાડું. ઝેર પલે પલે ઈર્ષ્યાને ઝેર. જેના પર ઈર્ષ્યા છે તેને છોડતો નથી. એનું કાંડુ પકડી રાખે. ગમે ત્યાં બેઠો હોય એને બતાવી દઉં. ઝેરને ઈર્ષ્યા બે બહેનો. કાળને ક્રોધ બે દોસ્ત.

આ ચારેય ભેગા થાય એટલે વેર બંધાય. વેદનીય કર્મ બંધાય જેટલા વેર રાખો તેટલા પલે પલે કર્મ બંધાય. ઝેરથી વેર વધે છે. બાંધેલા કર્મ આપણને છોડતા નથી. ઝેરને વેર ન હોય તો વાત ગઈ, એને છોડો.

મનમાં ન હોય. ઝેર હોય તો અધોગતિમાં આત્મા પડે. આ વેર-ઝેર એકેન્દ્રિય, બેઈન્દ્રિય તીર્યંચમાં લઈ જાય. ને લોખંડનો ડબ્બો નારકીનો ડબ્બો છે. આપણો આત્મા એવા ડબ્બામાં પૂરાઈ ગયો છે. કે બહાર નહિ આવી શકે. આ બધામાં પુણ્યનું રજ ક્યાં મળશે? આત્માની અંદર કાળ-ક્રોધ ભરાયેલા હશે અનંતા ભવ, અનંતા ફેરાની પરંપરા ચાલુજ રહેશે.

ધગધગતો, તપતપતો ત્રાસ વેદના - અપરંપાર ઉદ્વેગ. લોખંડના ડબ્બાને ગમે તેટલો તપાવસો પાર નહીં આવે. લોખંડનો ડબ્બો એટલે કાળ-

ક્રોધ, નાગનાગણીના ફૂંફાડા. આ બધા ડબ્બા છોડવાના છે. માટીનો ડબ્બો શું છે? આત્માની કોમળતા, શાંતિ, સરળતા, દયા, ભાવ, પ્રેમ, નિર્દોષતા આ બધી વસ્તુ હોય તો આત્મા જલ્દી છૂટી જાય અને સરળતાથી મુક્ત થાય. માટીનો ડબ્બો જલ્દી ફૂટી જાય ને આત્મા તેની જગ્યા પર પહોંચી જાય. બહુ કાળ-ક્રોધ-ઈર્ષ્યા-વેર-ઝેર ઓછું કરવું ક્યારેય કોઈની નીંદા ન કરવી. હાલતા ચાલતાં માટીનો ડબ્બો ફૂટી જશે ને આત્મા સરળતાથી એની જગ્યા પર પહોંચી જશે. બીજા ત્રણેય ડબ્બામાં યમરાજા ટીપી ટીપીને અધમુઓ કરી નાખશે પણ આત્મા બહાર નહી આવે.

માટીના ડબ્બાને સીધો - સરળ ગુલાબના ફૂલ જેવો રસ્તો મળી જાય.

ભલે જે કીધું તે કહેવા દેને, કોનુ બગડ્યું? જે બોલે તેનું બગડ્યું.’’

આજ જેણે નીંદા કરી તેનું બગડ્યું. કપટથી જૂઠું બોલે તે હારી જશે.

આત્માની સરળતા મેળવી આત્માની ઉચ્ચગતિ મેળવવી. આપણા પુદ્‌ગલને ડબ્બા બનાવ્યા. આ ડબ્બાને સરળ બનાવવા ‘‘પૂ.મૉં’’ના શબ્દો યાદ આવે તો Let go કરતાં શીખી જવાય. વિકરાળ સ્વરૂપના આત્મા હોય, તો પણ એકદમ શાંત બની જવાય. માટીનો ડબ્બો આત્માની 311

સરળતા કહેવાય, પુદ્‌ગલને ડબ્બા બનાવ્યા છે ને ડબ્બામાં બધું સમાવેલું છે. પણ કાળ-ક્રોધ ફૂંફાડો મારે ત્યારે તેને મૉંના શબ્દો યાદ કરી બેસાડી દેવા. માટીના ડબ્બામાંથી, મનુષ્ય જીવન, કરૂણતાનો સાગર, ઉચ્ચકુળ મળે.

જે માટીનો ડબ્બો મેં કીધો તે માટીનો ડબ્બો તમારે બનાવવાનો દોરવાનો મારે. તો તમને પણ તકલીફ નહિં. મને પણ નહિ. માટીનો ડબ્બો સાચવવો ખૂબજ અઘરો. તમારા હાથમાંથી લેતા લેતા ફુટી જાય.

જ્યાં સુધી વસ્તુને સમજાતી નથી અને જ્યાં સુધી સરળતાથી માની શકાતી નથી ત્યાં સુધી માટીનો ડબ્બો ના તૂટે. લોખંડનો ડબ્બો આવીને ઉભો રહે. શાંતિ-નિર્મળતા રાખવાની. અહીંયા સમજાવું પણ ઘરે જઈને કાળ-ક્રોધ-દ્વેષ-ઈર્ષ્યા આવે. ઈર્ષ્યા - ઝેર બે બહેનો. આંખને કાતરવાની શું કામ? થોડામાંથી થોડું આપવાનું. આ બધું એટલુંજ સહેલું છે.

બીજા બધા ડબ્બા સાચવવા ગમે છે. પણ માટીનો ડબ્બો બહુ અઘરો છે.

હાલતા, ચાલતા, રૂમમાં, રસોડામાં બોલવાનું ચાલુજ હોય તો લોખંડનો ડબ્બો ક્યારેય નહી ઠરે. લોખંડના ડબ્બામાં અપરંપાર કાળ છે. કાળ-ક્રોધ આ બે દોસ્તાર ભેગા થાય એટલે કાંઈ બાકી ન રહે. આ બે ની ગડમથલ ચાલુ જ હોય. એનો છેડોજ ન હોય. લોખંડનો ડબ્બો દુર્ગતી કરાવે. સાગરોપમ એનું આયુષ્ય. ઉચ્ચ આત્મા હોય તો ક્યારેક નમે પણ બાકી તો બે દોસ્ત ભેગા થાય ત્યારે હારે લઈને જાય. નાગણીના મોઢામાંથી જે લાળ પડે તે ઝેર ક્યારેય ઓછું ન થાય. ખબર કાઢવા જાવ તો પ્રેમથી જવું. ફરજથી નહિ. આપણી અંદર ઝેર હોય તો વેર બંધાય. વેર ક્યારેય છૂટતું નથી. તમારા મગજમાં ચાલુજ રહે. કાળ એટલે નાગ. ક્રોધ એટલે નાગણી. ઝેર એટલે બંધાઈ ગયેલી લાળ. કાળ-

ક્રોધ હોય તોજ ઝેર-વેર. ઝેર-વેર હોય તો ઈર્ષ્યા. કાળ આવીને ઉભો નહિ રહેતો ક્રોધ ઓછો થાય. જે અસત્ય કરે તે એનું જાણે આપણે કાંઈ નહિ. ઈર્ષ્યાજ નકામી છે. તેં બોલ માર્યો. મને ન વાગતાં દિવાલ હારે ભટકાયો ને પાછો તારી સામેજ ફર્યો. કુદરત જરૂર તમાચો મારશે.

તમાચો એવો લાગશે કે, ગાલ એવો લાલ થશે કે દવાથી કે કોઈથી પણ જશે નહિ. આ તાજું કર્મ. ગયા ભવનું નહિ, આજ ભવનું. કુદરત ફટકો આપે જ. જીવનના અંત સમયે જ આ કર્મ ભોગવવાના આવે.

કેન્સર વગેરે રોગો કોઈ ભવના નહિ પણ આજ ભવના કર્મ. તમે આત્માને કો, તમારી જાતને કો કે જે તે કર્યું છે, તેજ આ છે. કર્મના ઉદય થયા કહેવાય. ઉદયમાં આવેલા કર્મ શાંતિથી ભોગવવા.

312

સ. 350 સમદૃષ્ટિ દેવી શ્રી નાંણદેવીમૉં જ્ઞાનપાંચમનું મહત્વ સમજાવતા શું કહે છે?

. 350 કષ્ટહણનાર પ્રસંન્ન શક્તિ શ્રી નાંણદેવીમાંની અમીરસ વાણી શારદામાં સ્વરૂપે જ્યારે જ્યારે વરસે છે ત્યારે અનેરો પ્રકાશ મળે છે. અલૌકિક વાણી, ક્યાંય શાસ્ત્રમાં વાંચી ન હોય એવી વાણી સત્ય સરળ જ્ઞાનને આત્માને તારનાર જ્ઞાન આપણા પુન્ય હોય તોજ પામી શકાય છે.

પૂ.માંએ ‘આત્મજ્ઞાન’ વિષે પ્રસંગોપાત જે કાંઈ સમજાવ્યું છે તેના અંશ પ્રસ્તુત છે....

જ્ઞાનપાંચમ આ દિવસે જ્ઞાનપાંચમનું મહત્વ! સમાજવ્યુ....જ્ઞાન પામ્યા. ઘણા સમકીતને પામ્યા. ઘણા સિધ્ધિને પામ્યા. ઘણા જીવો તીર્થંકર-સિધ્ધ થયા. ઘણા સાધુને કેવળજ્ઞાન થયું. ઘણાને જ્ઞાન પ્રગટ થયું. ઘણાંને ખાલી જ્ઞાન પ્રાપ્ત થયું. ઘણાને ઉલ્લાસથી જ્ઞાન પ્રાપ્ત થયું. ઘણાને ઉંડાણથી જ્ઞાન પ્રાપ્ત થયું. ઘણા મોક્ષધામી બન્યા.

(સમજ :- આ એકજ ક્ષેત્ર કે એકજ કાળની વાત નથી. અલગ અલગ કાળે અને અલગ અલગ ક્ષેત્રે કેટલાય જીવો આ સિધ્ધિને પામ્યા છે.)

જ્ઞાની તીર્થંકર પરમાત્માએ દેશના દીધી છે, પણ આપણે તેનો અર્થ નથી સમજ્યાં. પંથ બતાવ્યો છે પણ પંથ પર ચાલનાર કોઈ નથી.

જ્ઞાનમોક્ષધામી બનવું હોય તો એના પંથે ચાલો તો બનાય. જ્ઞાન માટે શું ચોપડીનું પૂજન કર્યું, લેખની મૂકી, કાગળ મૂક્યો એટલે જ્ઞાન પ્રાપ્ત થયું? ચોપડા ઉલડી જાય? જ્ઞાનના જ્ઞાન ઉલળી જાય, પણ જ્ઞાન પ્રાપ્તિ ન થાયતો શું કરવું? ક્યાંય મારગ નથી, ક્યાંય સુઝતું નથી. જ્ઞાન મોક્ષધામી બનવું હોય તો આપણે આપણા આત્માને કેળવવો...મારે કોઈની હારે કંઈ લેવા દેવા નહી. કોઈ સજીવ હારે નથી લેવા દેવા કે

નથી કોઈ વસ્તુ હારે લેવા દેવા. જેને જે કરવું હોય ઈ કરે. એકજ સમતા, એકજ શાંતિ, એકજ જ્ઞાન....

એક શબ્દના કેટલા અર્થ હોય છે. ભગવાન મનુષ્યમાંથી તીર્થંકર થયા, ક્ષત્રિયમાંથી ચારિત્ર્ય લીધું, ને જ્ઞાનને પ્રાપ્ત કર્યું....હે પ્રભુ....રજ રજ આપો, બિંદુ બિંદુ પીવડાવો, ટૂકડો ટૂકડો આપોને રતીભાર જ્ઞાનને પ્રાપ્ત કરાવો....

જ્ઞાનપાંચમે નવકાર પર વાસક્ષેપ પૂજા કરતાં બોલવું કે....‘‘હે અરિહંત દેવ, હે ત્રિલોકનાથ તમને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તમે જે જ્ઞાન પ્રાપ્ત કરી કષાયોમાંથી મુક્ત થયા છો, એવી જ રીતે અમે કષાયોમાંથી મુક્ત થઈએ. એવી અમારી માંગણી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પૂજન કરીએ છીએ.’’

313

આત્મ જ્ઞાન પ્રકાશ અંદરનું જે જ્ઞાન હોય, એનો ફુવારો થવો જોઈએ. જ્ઞાનની છોળ કહેવાય.

એજ્ઞાન આપણા મનમાં જાગ્રત થાય, જ્ઞાન પ્રત્યે ભાવના જાગે. આત્મા કોમળ બને. પછી જ્ઞાનનો પ્રકાશ મળે, ને એ પ્રકાશ મળ્યા પછી આત્મામાં જ્ઞાનનો ફુવારો છૂટે. એમાં આત્માને શાંતિ ને સ્થિરતા મળે એવું ક્યાંય ન મળે.

આત્માની અંદર શું છે? માટીમાં હીરો જડેલો છે. એ માટીમાં પ્રકાશ છે.

દીવાનો પ્રકાશ. દીવો હોય ત્યાં સુધી, પણ અંધારૂ હોયને પ્રકાશ મળે ઈ પ્રકાશ સાચો. હીરા-માણેક જડેલા છે ઈ રહેવાના નથી. ઈ નીકળી જશે ત્યારે શું રહેશે? માટી. આત્માને સમજીને આત્માનું નહી કરો તો આત્મા માટીજ થશે. મનુષ્ય જન્મ જ મળશે એવી ખાતરી છે? તીર્યંચ પણ બને.

પુદ્‌ગલતો ઘડાવાનું છે.

(આપણા ભૌતિક શરીરને પૂ.માંએ માટી સાથે સરખાવ્યું છે ને એમાં જે આત્મા છે તે હીરો છે. હીરાની જ્યાં સુધી હાજરી છે ત્યાં સુધી આ માટીમાં (શરીરમાં) પ્રકાશ છે. જો આ મનુષ્ય જન્મ મેળવીને આત્માને કષાયોથી મુક્ત કરવાનું જ્ઞાન ન મેળવ્યું તો અંધકાર જ છે. પણ જો આત્મામાં જ્ઞાનનો પ્રકાશ મેળવ્યો તો કર્મોની આંધાધૂધીમાં કે

અંધકારમાં પણ પ્રકાશ મળે.)

અરિહંતના રસ્તે જવાનો માર્ગ શોધો પૂજ્ય માઁ કહે ‘‘જ્ઞાનનો દરિયો ઘણો ભરેલો છે, મોટો છે. એમાં મોજા હિલોળા ખાય છે. ખાલી કચરો કેમ નાખો છો? ફૂલ નાખો એની હારે પાંદડી પણ નાખવી. દરિયો સુગંધ પણ આપે.’’

(પૂ.માઁ કહે છે કે તું જ્ઞાનરૂપી સમુદ્રમાં ક્રોધ, માન, માયા, લોભ રૂપી કચરો શા માટે નાખે છે? જરા શાંતથા... સમતા રૂપી ફૂલ નાખ, સમજણ રૂપી પાંદડી નાખ તો અગાધ જ્ઞાનના દરિયામાંથી તને રજકણ જેટલું જ્ઞાન પ્રાપ્ત થશે.)

જ્ઞાન ક્યારે પ્રાપ્ત થાય?

લોહી શુધ્ધ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય (લોહીની અંદર કષાયો, વિકારો, હું પદ, અહંકાર ઓછા થાય તો લોહી શુધ્ધ કહેવાય) લોહીની અંદર જ્ઞાન પ્રાપ્ત થાય ને કરૂણા ઉત્પન્ન થાય.

મનુષ્ય ગમે તેવો ક્રોધી હોય, પણ દયા-કરૂણા-ભાવનાને પરોપકાર હોય તો ક્રોધ સમાઈ જાય અને આત્માનું કલ્યાણ થઈ જાય. આત્મા તરી જાય. એક વખત ક્રોધ આવી ગયો, પણ ક્રોધ આવ્યા પછી કરૂણા, દયા, 314

પ્રેમ લાવો, ગમે તેવો ક્રોધ, પણ એ ક્રોધનો સમાવેશ થઈ આત્મા તરી જાય. પૂ.માઁ કહે, બધું જતું કરી, ક્રોધનો સમાવેશ કરો. (ક્રોધને શાંત કરો. જેના પર ક્રોધ આવ્યો છે, તેના પર પ્રેમ, દયા, કરૂણા, ભાવના લાવો તો ક્રોધ શમી જાય) તો કરૂણા, પરોપકાર જેવા ગુણો ઉત્પન્ન થાય. લોહી શુધ્ધ થાય ને જ્ઞાનની પ્રાપ્તી થાય. જ્ઞાનની કોઈ સીમા નથી. ફક્ત ગુરૂપૂજનથી જ્ઞાન પ્રાપ્ત નથી થતું. આત્માને જાગ્રત કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ પરેજી રાખીએ તો બિમારી દૂર થાય. એકવાર ઘી, એકવાર તેલ ત્યાગીએ, તેવીજ રીતે એક એક દિવસ કેળવી કેળવીને કષાયોનો ત્યાગ કરવો. તો જ્ઞાન પ્રાપ્ત થાય. આ મનુષ્ય જન્મની અંદરજ વિચારીને જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. મનનો ચોપડો ખોલીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય. તોજ જ્ઞાનરૂપી સત્યવચન સમજાય. ને ભગવાનને પંથે ચાલીએ ત્યારે પ્રભુનું શરણું મલે. આપણી અંદર સમજ આવવી જોઈએ.

પુસ્તકો વાંચી ગાથા કરો પણ જ્ઞાન કેટલું પ્રાપ્ત થયું? જો તમારા હાથ પર જ્ઞાનનો પ્રકાશ આવે તો જ શાંતિ પામો. અને દયાભાવ જાગી શકે.

સમતા રાખશો તો જ બાંધેલા કર્મ તૂટશે અને નવા ઓછા બંધાશે....

(પૂ. માઁ કહે છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે આત્મા સતત જાગૃત રહેવો જોઈએ.

માન-માયા અહંકાર-કષાયો ઉદય પ્રમાણે આવી જશે.... પણ તરત જાગ્રત થાવ કે ‘‘આ ખોટું થયું. હવે આવું ન થાય એવી શક્તિ માંગો સતત જાગ્રત રહી, સમતામાં રહી કષાયોમાંથી બહાર નીકળીએ તો જ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. ભગવાનને પણ જ્ઞાન (કેવળજ્ઞાન) ત્યારેજ પ્રાપ્ત થયું જ્યારે અંદરના શત્રુઓની સાથે લડી તેમને ખતમ કર્યા... આપણા માટે પણ જ્ઞાન મેળવવાનો એજ રસ્તો છે.)’’

જ્ઞાન માંગુ માઁ એટલું કે, અજ્ઞાન મારૂં દૂર હટે... દર્શન માંગુ માઁ એટલું કે, જીવન સત્વ ન ખૂટે.... ચારિત્ર માંગુ માઁ એટલું કે, ભવોભવના બંધન તૂટે.... સમતા માંગુ માઁ એટલી કે.... જન્મ મરણના ચક્કર છૂટે’’

પુદ્‌ગલ માટે જૈન ધર્મ, ગર્વ માટે જૈન ધર્મ પણ જ્ઞાન પ્રાપ્ત નથી તો જૈન ક્યાંથી? ભંગી છે, પણ જૈન છે કેમકે અંતરમાં જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. (સમજ : કહેવત છે કે, ‘‘કથા સાંભળી ફૂટ્યા કાન તોયે ન આવ્યું બ્રહ્મજ્ઞાન’’ એમ વ્યાખ્યાન ગમે તેટલા સાંભળો પણ જો આત્મામાં જ્ઞાન ઉતર્યું નહી, પાચન થયું નહી, આચરણમાં આવ્યું નહી તો એ જ્ઞાન, જ્ઞાન નહીં. ક્રોધ, માન, માયા, લોભ જે આત્માના દુશ્મનો છે, ક્ષણવારમાં આત્માને દુર્ગતિમાં ફેંકી દેનાર છે, એ આત્મામાંથી તસુભારે ઓછા થયા નથી. બલ્કે વાત-વાતમાં અહંકાર ઉભો થાય છે. દુરાગ્રહ થાય છે.

ઝગડા-કંકાસ-કજીયા વધતાં જ જાય છે. ક્યાંય આત્મામાં સમતાનું નામોનિશાન નથી. તો જૈન ક્યાંથી? જન્મથી ભલે જૈન પણ કર્મથી જૈન નહીં એને જ્ઞાનનો કોઈ અંશ પણ પ્રાપ્ત થયો નથી.)

315

।।ૐ નમો નાણસ્સ।। પૂ.નાંણશારદા મૉંએ વરસાવેલી અમૃતવાણીમાંથી વીણેલા રત્નો (1) કર્મના યોગથી, પુણ્યના પ્રભાવથી, પાપના દોષથી લેણાદેણા સર્વ પૂરા કરવા પડે છે. કોઈ ચાર લાખ લઈ ગયો તો ગયાભવનું માંગે છે. કોઈ લઈ નથી જતું, કોઈ આપતું નથી. પુણ્યનો પ્રભાવ છે. ૠણાનુંબંધ છે. ઈ પૈસા ન આપે તો તમે એને ગાળ આપો છો. જૈન ધર્મ શું કહે છે, તમારૂં કર્મ છે. લાખો તો મુકીને જઈશું પણ આત્માનું કલ્યાણ??

(2) પાડોશી પર રોષ. એણે મને મિચ્છામિ દુક્કડમ્‌ નથી કર્યું. તો તું કર. એનામાં ભગવંતના ગુણ આવશે. કે હું આટલી ઉગ્રતા લાવ્યો પણ ઈ એક શબ્દ નથી બોલ્યો. તો મિચ્છામિ દુક્કડમ્‌ આપશે. મિચ્છામિ દુક્કડમ્‌ ઈ ભગવંતનો પંથ કહેવાય.

(3) મહત્વ અને ભલું એ બે માં ફરક છે. મહત્વ એટલે ‘હું’ ‘અહમ્‌’ આ મેં કર્યું.

ભલું એટલે સર્વનું - બધાયનું. તે લાડુ ખાધા એનું શું? તું બીજાને ખવડાવ તો ભલું. મહત્વ બતાવવું હોય - ઈ પોતાનામાંથી જ ઉપર ન આવે. ભલું કરતો હોય, ભલું તો ફાટેલ વસ્ત્ર માંથી ઉંચુ આવે.

(4) તરવું તો પાણી જોઈ જોઈને તરવું. સંસારમાં સંબંધ અંદર રહીને તરવું.

ફરજ બજાવવી પડે, આત્માને નથી ગમતું. આત્માને ઠોકર મારી ફરજ પૂરી પાડવી. કર્મના બંધ કેમ ના પડે. ગાંઠ કેમ ન વળે ઈ માટે પ્રયત્ન કરવો.

(સંસારમાં રહ્યાં આપણે વ્યવહાર સાચવવા પડે, ફરજ બજાવવી પડે પણ એવી રીતે સમજીને રહેવું કે કર્મના બંધ ગાઢા ન પડે)

(5) ઉગ્રતા હોય તો પર્યુષણના આંઠ દિવસ ખાસ ઉગ્રતા ને ઓછી કરો. તમને ઉગ્રતા કેમ આવે છે? જોઈતી વસ્તુ મળતી નથી એટલે, તમારૂં ધાર્યું થતું નથી એટલે, તમે કહો એમ નથી થતું એટલે, તમે કહો એમ નથી થતું એટલે, સહેજ વહેલા મોડું થાય તો ઉગ્રતા આવે. પણ નથી તો જવા દે...

તમે જ્ઞાનની પ્રાપ્તિ કરી. ભેગું કર્યું. મીનીટમાં ધોઈ નાખો છો.

(6) કુતરો વફાદાર છે. જ્યારે ભૂલા પડો ત્યારે રસ્તો બતાવે છે. તમારે આંગણે જ્યારે કુતરૂ આવે ત્યારે એને અપાય તો આપજો, પણ લાકડી તો ન જ મારતા. કુતરૂં તમને પુણ્ય આપવા આવ્યું છે. જ્યારે તમે લાકડી મારીને કાઢી મૂકો છો એમ ન કરતાં. પુણ્ય હાથેથી ન ઠેલતા. પુન્ય આવતું હોય 316

તો આવવા દેજો. એ પુન્ય દેવા આવ્યું છે પણ તમને લેતાં નથી આવડતું.

(7) ઘરમાં નોકર હોયને એનું ય પુન્ય હોયને તમે ખાતા હો. ફેક્ટરીમાં કામ કરતો નોકર હોયને તેનુંય તમે પુન્ય હોયને ખાતાં હોય. પશુ પણ વાણી સાંભળે છે. આપણને લાગે નાનું બાળક શું સાંભળે? પણ નાનું બાળક સાંભળે તો તે પણ તરી જાય.

(8) તમે બધાં બીજાને તમારા શત્રુ માનો છો. પણ પહેલા પોતાના શત્રુને યાદ કરો. તમારા શત્રુ તમારી જોડે છે, એને સંભાળો. 24 ક્લાક જોડે ને જોડેજ છે. પોતાના શત્રુને કોઈ યાદ કરતું નથી. બીજાના શત્રુને જુએ છે.

કાળ, ક્રોધ, રાગ, દ્વેષ, ખોટી દૃષ્ટિ એ નજીકના શત્રુ છે. તેનાથી ચેતીને ચાલો. એક અરિહંતને પકડો. પછી સમજો કે અરિહંત ક્યાં પહોંચી ગયા.

ક્યાં અમર થઈ ગયા. જેમ એમણે અંદરના શત્રુ જીત્યા તેમ તમે અંદરના શત્રુને જીતો.

(9) જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, તો ભગવંતનું જ્ઞાન આચરણમાં લેવું હોય, ભગવંતની વાણીનો આદેશ લેવો હોય તો પલે પલે વસ્તુનો ત્યાગ કરવો પડે. ત્યાગ હોય તો પ્રભુની વાણીનો આદેશ મળે. ત્યાગ હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય. હાથમાં ગ્લાસ લીધો. તરસ લાગી. ગળું સુકાયું હોય પણ અંદરથી અવાજ આવે કે ‘‘પાણી નથી પીવું.’’ ગળું સુકાય પણ તમારો આત્મવિશ્વાસ હોય તો ગળું ન સુકાય. હાથમાંથી ગ્લાસ મુકાઈ જાય, એ ત્યાગ છે. ક્રિયા વગર આરાધના વગર તપ નહિ. ક્રિયા થતી જાય ને ક્રોધ આવે છે તપ કરવો છે તો તપ પર પાણી ફરી જાય.

(10) પૂ.મૉં કહે,‘એક અરિહંત પદ બોલો એમાં કેટલા કર્મ ખપે.’ અરિહંતની અંદર બધું આવી જાય. અરિહંત દરેક માટે છે. જૈન કે અજૈન માટે અરિહંત બધી જગ્યાએ છે. (અરિ = દુશ્મન. હંત = હણવાવાળા. અરિહંત એટલે પોતાના આંતરિક શત્રુ કાળ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષ્યારૂપી શત્રુને હણવાવાળા. એમ અજૈન માં કહે છે હરિ = + અરિ. હ = હણવાવાળા.

અરિ = દુશ્મનને. આમ હરિ, હરિ ૐ, અરિહા, અરિહંત બધા શબ્દો એકજ અર્થમાં છે. કાળજતાં લોકો શબ્દના અર્થ સમજી નથી શકતા માટે અલગ વિભાગ, વાડા પડે છે. બાકી અરિહંત બધા ધર્મમાં છે.)

(11) પર્યુષણમાં આ એક વાવણી છે. તમે જાણો છો કે ઉગ્રતાથી કર્મ બંધાય છે. છતાં બાંધો છો તમારે કર્મ તોડવાની કોઈ તૈયારી નથી. સંવત્સરી પ્રતિક્રમણ કર્યા પછી પણ રાગને દ્વેષ તો ઉભાજ છે. જેની સાથે વેર છે તેને નહિ ખમાવું. હું શું કામ એને ખમાવું? એવું વિચારો છો.

317

(12) ઘરમાં પણ શું કહો છો? ‘‘મારા ભાગ્યમાં ભટકાઈ ગયા. ક્યાં આની સાથે રહેવાનું આવ્યું? નથી બોલવું જવાદો.’’ પણ તમે શું કારણથી નથી બોલતા? તમારે રાગથી નથી બોલવું? દ્વેષથી નથી બોલવું? પણ એમ વિચારો કે ‘‘કર્મનાં બંધ તોડવા માટે મારે નથી બોલવું હું બાંધેલા કર્મથી મુક્ત થાઉં જેથી હું દોષથી બચું, એવી હું ભાવના ભાવું છું.’’ આત્માનું એ પ્રત્યેનું રટણ હોવું જોઈએ.

(13) આપણે કહીએ છીએ કે ‘‘હવે જન્મ હોય તો જૈન કુળ મળજો’’ પૂ.મૉં કહે છે કે ‘‘જૈન કુળ મળશે ઈ ખાતરી છે? જૈન હોય અભક્ષ્ય ખાતા હોય તો ક્યાંથી મળે?’’ માટે એમ બોલો...‘‘જન્મ જો હોય તો ઉચ્ચકુળ આપજો ભગવંતના સિધ્ધાંતે ચાલી શકું...’’

(14) તમે ભગવાન પાસે શિવસુખ માંગો છો ને? શિવસુખ એટલે શું? શિવસુખ એટલે આત્માની અંદર પરમ શાંતિ. આ શિવસુખ જેને હોય તેને દુઃખ કદી થતું જ નથી. જે આવે એને આવવા દો. સહન કરવાની તાકાત હોય. સંસારની અંદર રહીને ગમે તેવા સુખ આવે કે દુઃખ આવે મનની તો શાંતિ જ હોય ઈ શિવસુખ. દુઃખ એટલે દુઃખ દર્દથી ભરેલો માનવી મૃત્યુ સુધી દુઃખ નથી મટવાનું. દુઃખના દર્દને દર્દના દુઃખ - એક પછી એક ચાલુજ રહેવાનું છે.

જેને શિવસુખ એને ક્યાંય દુઃખ નથી. શિવસુખ તમારામાં ક્યાં દેખાય છે? તમારી અંદર છે પણ તમે એને જોઈ નથી શકતાં પણ તમે એને મેળવો.

(15) ભગવાનનો સિધ્ધાંતને ભગવાનનો ભેખ ક્યાં? ભગવાનનો સત્ય મારગ ક્યાં રહ્યો? પંથ ભૂલ્યા તો બરબાદી થઈ. (ભગવાનનો ભેખ અહિંસાનો ભેખ પહેર્યો પણ અહિંસાના સિધ્ધાંતને અનુસરતા નથી.)

(16) ભગવંતને ઓળખી નથી શકતા, જ્ઞાનને પ્રાપ્ત નથી કરી શકતા ત્યાં શું ભગવાનનું શરણું મળે? ભગવંતનું શરણું મળવું મુશ્કેલ છે. શરણું લેવા જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, જ્ઞાન પ્રાપ્ત થાય તો સમજ આવે. જ્ઞાનથી ઓળખી શકીએ. જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? બેઠાંબેઠાં વિચારણા કરો. જ્ઞાનરૂપી સત્ય વચન સમજાય.

(17) દર્શનથી દર્શન નથી. પૂજાથી પૂજા નથી. સમજથી દર્શન કરીએ તો દર્શન, સમજથી પૂજા કરી એ તો પૂજા અંગુઠામાંથી શું લેવું, ઢીંચણમાંથી બાવડામાંથી શું લેવું આ બધું લઈ એક પેટીમાં ભરી દેવું. ઈ પેટીમાં અવળ-

સવળ કર્યા કરીએ તો ઈ પેટી હંમેશા ચોક્ખી રહેશે. ક્યારે કાટ નહીં લાગે.

(પેટી એટલે આત્મા....અવળ-સવળ કરવું એટલે આત્માને જાગૃત રાખી 318

યાદ કરવું.) ભગવાનની સ્તુતિ ગુણગાન ગમે તેટલા કરો પણ નથી ઓળખાણ તો શું કરશો?

(18) તમે દસ સામાયિક કરી. પણ નીંદા કેટલી કરી? તો તમે સામાયિક કરી પણ સમજ વગરની કરી. એકજ સામાયિક કરો. એક સામાયિકમાં સમજ લાવો. દસની નીંદા ન કરો.

(19) કર્મને તોડવા હોય તો મોહ ન રાખવો જોઈએ. આત્માને જે દુઃખ થાય, પીડા થાય, આત્મા થકી શરીરને પીડા છે. આત્મા મજબુત હોય, સરળ હોય ને ધ્યેય પર જતો હોય તો આત્માને કોઈ પીડા નથી.

(20) પૂ.મૉંએ કહ્યું, ‘‘કોઈએ હું હું ન કરવું. જૈન ધર્મની થીયરી એમ કહે છે કે

આત્માને ચડાવો તો ઉપર ચડાવજો, નીચે પાડતા નહીં.’’

(21) ભગવંતના મૂર્તિના વખાણ પણ ભગવંતના આત્માનો ઉપદ્રવનો, ઉપસર્ગનો વિચાર કરો. એમણે શું કષ્ટ વેઠ્યું એ વિચારો. કેવા ઉપસર્ગ સહન કર્યા તે મોહમાયામાંથી મુક્ત થયા. ભગવંતને દુઃખ નહોતું તમને નાની નાની વાતમાં દુઃખ છે. તમારે તો એકવાર બતાવી દઉં એવી ભાવના બદલો લેવાની ભાવના. જ્યારે ભગવાન વિચારે કે એને એકવાર બુઝવીને શાંત કરી એના આત્માને તારૂં.

(22) તમારા પર કોઈને રોષ આવતો હોય તો એનાથી દૂર હટી જાઓ. તમે તો જો કોઈ રોષ કરે તો પાકું કરવા ઝગડવા જાઓ. પણ ભગવન એમ કહે છે જો તમને જોઈ રોષ આવતો હોય તો એનાથી દૂર હટી જાઓ. ઈ રસ્તો કાપી નાંખવો. દલીલ ચર્ચા નહિ. એની સામે હાથ ન ફેલાવવા.

(23) માર ખાઈને નહિ આવવાનું પણ મારીને હુશિયારી બતાડવી નહિ કે મેં એને માર્યું. ‘‘આ તો એણે મને માર્યું એટલે મારે મારવું પડ્યું.’’ પણ હું તેને પહોંચી ને આવ્યો એવું ગર્વ કર્યું તો કર્મનો બંધ પડ્યો. વિચાર કરી, સમજ કરી અમલમાં મુકવું. કર્મ બાંધવાથી ભવ આવે છે. માટે કર્મ તોડવા પ્રયત્ન કરવો પડે. કોઈને ક્રોધ આવ્યો પણ થોડો પગ પાછો લઈલો તો બંને બચો.

(24) મનુષ્ય ગમે તેટલો ક્રોધી હોય પણ બે મિનિટ પછી ભાવ-પ્રેમ-કરૂણા આવી જાય તો આ બધો ક્રોધ સમાઈ જાય ને આત્માનું કલ્યાણ થાય. ક્રોધ પછી દયા-પ્રેમ લાવજો તો ક્રોધનો સમાવેશ થઈ આત્મા તરી જશે.

(25) ભગવંતનું જ્ઞાન વૈરાગ્ય બધું પ્રાપ્ત કરવા માટે હું (નાંણમાં) એક મંત્ર આપું, શુધ્ધભાવથી એકવાર બોલો અથવા એક નવકારવાળી ગણો. મંત્રઃ-

319

પારકુમારનું જ્ઞાનને નેમકુમારનો પંથ’’ (પારકુમાર એ પાર્શ્વનાથ ભગવાનનું હુલામણુ નામ) આત્મા નિર્મળ હોય તો ગમે તેટલો કાદવ (કષાયો) હોય તો ઉપરથી જતો રહે. દરેક તપ કરે, ક્રિયા કરે એવું નથી. પ્રાર્થના કરવાની છે, પ્રાપ્ત કરવાનું છે. મેળવવાનું છે.

(26) જૈન ધર્મને જે માનનારા, તપ કેમ કરવો? આરાધના કેમ કરવી? કીધું એટલે કરવું એમ નહિ, પણ કરવું જ છે એટલે કરવું. કોઈના કહેવાથી કરે તો વિરાધના આત્માથી કરે, આત્માના ભાવથી કરે આત્માને જાગ્રત કરવા માટે કરે તે આરાધના. તો જ આત્માને સફળ કરે.

(27) ‘‘મારે કાંઈ જોતું નથી. મારે આત્માનું કરી બેસવું છે.’’ આ રસનો સ્વાદ લાગ્યો હોય તેને બીજો કોઈ રસ ન ગમે. ભગવાન વગર ભાવ નથી જાગતા, તેમ શક્તિ વગર ભક્તિ નથી થતી. ભક્તિની વખતે લીન લાગી જાય તો ભાવ જાગે.

(28) શાસન દેવીની આજ્ઞા લઈ જિનમંદિરની અંદર પ્રવેશ કરવો જોઈએ. આપણી શ્રધ્ધા...મેં ભગવાનના શાસનદેવીની આજ્ઞા લીધી છે પછી પૂજા ભણાવી છે. આજ્ઞા લઈને કરેલી ભક્તિ ક્યારેય નિષ્ફળ નહિ જાય. શાસનદેવીની કાંતો નાંણદેવીમાંની કાંતો જે મૉંને માનતા હોઈએ તેની આજ્ઞા લેવી જોઈએ. શાસન દેવીની આજ્ઞા ન હોય તો જૈન ધર્મનો કોઈ ઉધ્ધાર નથી.

મંદિરમાં પ્રવેશતા પહેલા મંદિરની બાર બિરાજમાન શાસનદેવને કહેવું કે

હે શાસનદેવો આદેશ આપો. કરૂં પ્રવેશને ભગવાનની ભક્તિ કરૂં’’ જેમ રાજાને મળવા માટે દ્વારપાલની રજા લેવી પડે એમ.

(29) જિનમંદિરમાં પૈસેથી કામ ન કરાવવું. 252ૂા. આપી પહેલી પૂજા કરૂં એમ લક્ષ્મીથી નહિ આત્માથી ભગવાનને જીતો. આજે ભલે ગમે તેટલા વાગે નંબર આવે પણ પ્રભુની ભક્તિમાં લીન થઈ આરાધના કરવી. પૂજારીએ લક્ષ્મીને હા પાડી તમને નહિ. નિરંજન નિરાકાર ક્યારેય લક્ષ્મીને જોતા નથી ને તમે લક્ષ્મીમાં ભગવંતને પાડો છો. જો ગુપ્તદાન હશે. હું પદ નહીં, તક્તિ નહી તો તમને જે રસ્તો બતાવ્યો છે તે રસ્તા પર ચાલી શકશો.

(30) કોઈ અપમાન કરતું હોય, માન ન આપતા હોય, પણ આત્મા સુંદર રાખવો.

દુઃખ ન લગાડવું. બાકી આત્મા પાછો પડી જાય.

(31) ધન-દૌલત જેટલું ખાવાનું છે, વાપરવાનું છે એટલુંજ - તો કરોડો અબજો ભેગા કરી લઉં કોના માટે? જ્યાં પૈસો મૂક્યો હોય (કે ધન દાટ્યું હોય)

ત્યાં તમારો આત્મા રખડે છે. આ તો મૉં કહે તમને રસ્તો બતાવું. મારે 320

તમારા આત્માને તારવો છે માટે સમજાવું.

(32) સંસારની અંદર તમારૂં કાર્ય-કર્તવ્ય હોય તે બધું કરવું પડે પણ એના માટે પછી વિચારવાનું કે ‘‘મેં આ શું કર્યું?’’ તો તમે તરી શકો.

(33) કર્મ સુખશાંતિથી આ ભવમાં ખપાવી શકો તો પાછલો ભવ તમારો સુધરે, સુધરે ને સુધરે.

(34) આપણી પાછળ કોઈ ઉભું રહેવા કે બેસવા આવશે તો મોઢેથી નહી બોલો પણ કોણી મારશો. ભગવાન કેવી રીતે બનાય? ભગવાન કોઈને કોણી ધક્કો ન મારે. આગળ-પાછળ ન કરે. ભગવાન તો ભક્તિમાં જેને રસ છે ઈ આગળના ન હોય પણ પાછળના હોય તેય જુવે છે.

(35) પ્રતિક્રમણ કરવા બેસો, ઢીંચણ ઉંચો કરો. પલાઠો મોટો કરો. ભગવાન એમ કહે છે? પ્રતિક્રમણ એટલે ધાર્મિક ક્રિયા-જગ્યા બીજાને આપી તો ડબ્બલ પુણ્ય.

(36) ઉપવાસ - બેસણા કરું, સર આગળ ભણું, પણ તારા આત્માને જગાડ. જો જાગી ગયો તો બેડો પાર.

(37) જૈન હોય કે ઈત્તર કોમ જેનો આત્મા જાગૃત હોય ઈ આ બધું કરી શકે છે સંસાર ત્યાગ કરી શકે છે. મૉંએ કીધું એટલે કરવું એમ નહિ, તમારો આત્મા જાગૃત કરીને કરો.

(38) કોઈ મારતું હોયતો હજી માર, હજી માર તો આપણા કર્મ બંધાય. તો આમ બોલાય? મરાય કે બચાવાય? ‘‘એને બરાબર કર જરૂર છે’’ એવું કહેવાવાળા હોય. ટી.વી. ચાલુ કર્યું હોય તો ફાસ્ટ કર કહે. તો આ બધું કરનારને દોષ નથી પણ કહેનારને દોષ છે.

(39) મૂળ તો આત્મા જ. ઝાડુવાળા હોય, ઈત્તરકોમ હોય કોઈપણ હોય પણ ઈ બધું તો એના પુદ્‌ગલને કહો છો. આત્માને નહીં. એનો આત્મા પરમેશ્વરનો નહિ હોય કોણે કીધું? પણ જીવ એટલે આત્માને કેળવવો આપણા હાથની વાત છે.

(40) ધંધાની અંદર કદાચ પાપ કરવું પડે તો હસીને નહી રડીને કરવાનું. ખાવામાં ભાગીદાર બધા પણ કર્મ ભોગવવામાં તું એકલો. આપણે હસીને કરીએ છીએ ઈ નહીં રોતા કરજો.

(41) તમે ધર્મ કરો, લોકોની સેવા કરો પણ જો વચ્ચે ઘુસીને કર્યું તો ચોકડી.

તો એ ધર્મ કોઈ કામનો નહીં બધું ધોવાઈ જાય. ન પૂજા થાય તો ન કરો.

બહાર બેસી ભાવના કરો. ભાવથી નવ અંગે પૂજા કરો. પણ સમાજમાં 321

મોટા છો તો આગળ આવો એમ નહિ. તે મોટા હોય એની ફરજ શું છે?

પહેલા જઈ આચરણમાં મુકવું જોઈએ. પછી આગળ વધવું જોઈએ.

(42) તમારી ભૂલ થાય તો શું માંગો? ક્ષમા ત્રિલોકના નાથ પાસે ક્ષમા માંગો.

ભગવાન આગળ કર્મ ખપાવવાની વિનંતી કરો.

(43) મમતા છોડો માયા મુકો ને સાચામાર્ગે ચાલો. જીવદયા રાખો. જીવોને મરતાં જોતાં આત્માને દુઃખ આવે. આંખમાં પાણી આવે ઝણઝણાટી થાય.

(44) જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે વિચારો એક સેકંડમાં ફરે. ગૌતમના વિચારો 1 સેકંડમાં ફર્યા ને વર્ધમાનના શિષ્ય બન્યા.

(45) તમારી અંદર, મનની અંદર, આત્માની અંદર મન નચાવે, માંકડાને કંટ્રોલમાં રાખો. આત્માને જાગૃત રાખો. મારે આ કરવાનું એટલે કરવાનું.

અંદર ઉતરી જવું જોઈએ. થોડુંક સમજી શકો તો પુન્યનું ત્રાજવું કદી નીચું નહીં આવે.

(46) ‘‘મેં કર્યું’’ એમ નહીં કહેતા ‘‘મેં કુતરાને બચાવ્યો’’ ‘‘કબુતરને જાર નાખી’’

એવું ક્યારેય ન બોલવું. ગુપ્તદાનરાખો. તરવું છે તો ગુપ્તદાન હંમેશ માટે આત્માને તરવા, બચાવવા, કુણો પાડવા માટે.

(47) ‘‘મેં કર્યું’’ તો ડુબવા માટે. તમે ઓળખાઈ ગયા. મેં કર્યું કહો તો તમે ઓળખાઈ ગયા. ક્યારેક પોલીસ આવે એને ખબર જ ન હોય કે કોણે કર્યું તો ક્યાં ગોતશે? પણ ‘‘મેં કર્યું’’ તમારૂં નામ આવ્યું તો પોલીસ તમને પકડી લેશે. (કેટલું સરસ ઉદા. આપ્યું છે. ‘મેં કર્યું’ એમ થાય, તો હું પદ, અહંકારરૂપી પોલીસ તમને પકડી લેશે ને જન્મ-મરણ રૂપી જંજીરથી તમે બંધાઈ જશોને ભવસમુદ્ર રૂપી જેલમાં નાંખી દેશે) તો મનના માંકડાની લગામ બરાબર રાખવી.

(48) સમદ્રષ્ટી કોને કહી શકાય કે, પોતાના દ્વારપર દુશ્મન પોતાનું અહિત કરવા આવ્યો હોય, પોતાનો અવગુણ લઈને આવ્યો હોય, તો પણ જે વ્યક્તિ એમ સમજી શકે કે કર્મના યોગથી આ બધું બને છે, પાપનો ઉદય છે, માણસ ખરાબ નથી પણ આપણું કર્મ એવું છે તો સમદ્રષ્ટી આવે. પણ મનમાં એમ હોય કે ‘‘આજે ભલે તે અંદર આવ્યો, પણ કાલે તો હું એને બતાવી દઈશ’’ તો સમદ્રષ્ટી ક્યાંથી આવે? મનુષ્યને સમદ્રષ્ટી લાવવી બહુ મુશ્કેલ હોય ને સમદ્રષ્ટી જો રાખવી હોયતો આત્માની સરળતા શીતળતા, સમભાવના હોય તો સમદ્રષ્ટી રહી શકે.

(49) શાક સુધારો, પાંદડા સમારો તો પણ પાપ, હોંસે હોંસે ખાવ તો પણ 322

પાપ, વસ્તુ વગર નથી ચાલતુ તો પણ પાપ. નથી ભાવતું ને નથી ખાતા એમ નહીં, પણ ઈચ્છા થી તમે જો ત્યાગ કરી દો, કે આજે નથી ખાવું તો દયા ભાવના આવે. આઠમ-ચૌદશશાસ્ત્ર કેમ કહે છે કે નહીં ખાવાનું, અંદર બેટા...જીણા જીણા જીવ છે. પૂ. માં. એ કહ્યું કે, આ વસ્તુ સમજાય તો આપણને એના પર દયા આવે. આઠમ છે એટલે નથી ખાવું, ચૌદશ છે એટલે નથી ખાવું, એમ નહીં. ચાલુ દિવસે કહો કે આજે બે શાક છે, મારે એક નથી ખાવુ, મારે એકજ શાક ખાવું છે. પણ એટલું તમે મનથી વિચારીને કરો તો તમને એકજ શાકનો દોષ લાગે. આત્માને જગાડીને ન ખાવું તો એ પુણ્યશાળી આત્મ કરી શકે.

(50) વાત કરતા કોઈને તરછોડો તો કેમ તરછોડો? હું કંઈક છું એટલે તમે તરછોડો. નહીંતો ના તરછોડો. તમારા હું પદને છોડતા નથી એટલે હું કહું એજ સાચું. હું પદ એટલે જીદ, મારે મારૂ કરાવવુંજ છે. ગમે તેમ થાય છેલ્લે પોલીસ રાખીશ, વકીલ કરીશ પણ આ કામ એની આગળ કરાવીશ. જે ખોટું કામ કરાવો તે અન્યાયથી કરાવો છો. અનિતિથી કરાવો છો. સંસારમાં આજ હોય બેટા...પણ આપણે જરા વીચારીએ તો બે પગલાં પાછા પડીએ.

(51) પૂ. માઁ કહે છે...તમે એમ કહો છો કે ભગવાન સામું નથી જોતો, પણ ભગવાન એમ કહે છે કે તું પાપ કરવામાં કાંઈ બાકી નથી રાખતો, છેતરવામાં કાંઈ કમીના નથી રાખતો, લુંટવામાં કાંઈ હિસાબ નથી રાખતો, તો તારી જોડે, એટલે કે અસત્યની જોડે હું ક્યાં ઉભો રહું?

(52) શ્રી નાણંદેવીમૉંએ કહ્યું કે,‘‘તમારૂં છેલ્લું જીવન સુધારી લેજો. આજથી પાંચ વર્ષ પછી એવો સમય આવશે કે કુટુંબમાં લાગણી જેવું કાંઈ નહી રહે...’’ ‘‘તમે ગાંડાવેડા નહીં કાઢો, છાનામાના બેસી રહો.’’ આ શબ્દો સાંભળતા જીવન આકરૂં થઈ જશે. આ શબ્દો અથડાયા કરશે. ત્યારે તમારા આત્માને પડવા ન દેશો. કાંઈપણ થાય આત્માનું ગુમાવતા નહિ. આ ચેતવણી છે. જે ભગવાન ભાખીને ગયા છે. તે સમય આવી રહ્યો છે.

(53) અંતિમ ઘડીએ ‘મેં કર્યું’ ‘મેં કર્યું નહીં’ કરતા મેં મારા દિકરા માટે આટલું કર્યું. પત્ની માટે આટલું કર્યું. સગાવહાલા પાડોસી માટે કર્યું પણ હમણા એ મારૂં કંઈ નથી કરતા. એમ નહીં વિચારતા. આખી જીંદગી તો પરિવાર માટે દોડાદોડી કરવી પડી છે. પણ હવે આત્માનો જ વિચાર કરો. આત્મા માટે કરો. અને મેં કર્યું, મેં કર્યું છોડો.

(આ દૈવી વાણી અમૃત તુલ્ય છે. જેટલી હૃદયમાં ઉતરશે તેટલો આત્મા સુંદર, નિર્મળને પ્રેમાળ બનશે)

323

આટલું જરૂર કરો...

સજીવ હોય કે નિર્જીવ દરેકનો આભાર માનો.

દરેકને ક્ષમાપના આપો. દરેકનું કલ્યાણ ઈચ્છો સવારે ઉઠીને શાંત ચિત્તે બેઠા હોય, ત્યારે, અથવા તો સવારે કે સાંજે ચાલવા જતા હોય ત્યારે, અથવા કામ કરતાં અથવા તો રાતના ઉંઘ ન આવે ત્યાં સુધી નીચેની ભાવના જરૂર ભાવો, જેનાથી આત્મા પર લાગેલા કર્મો ઓછા થશે, આત્મા નિર્મળ થશે અને સદ્‌ગુણોનો અવિર્ભાવ થશે. આ બધી ભાવના મનમાં ભાવવાની છે.

(1) હે સિદ્ધ પરમાત્મા! આપના અનંત ઉપકારને કારણે મારો જીવ નિગોદમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવ્યો નહિ તો હજી હું એક શ્વાસમાં સાડાસત્તર વખત જન્મ-મરણના દુઃખ સહતો હોત! માટે હે સિદ્ધમાતા હું તમારો ખૂબ જ આભાર માનું છું.

(2) હે કુદરત! ધર્મ આરાધના કરવા માટે મને આટલો સુંદર દિવસ આપ્યા બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.

(3) હે માતા-પિતા! આપે દુઃખ વેઠી મને જન્મ આપ્યો, પાળી પોષી મોટો કર્યો તથા દેવ-ગુરૂને ધર્મ પમાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. હે માતા પિતા મેં ઘણી વખત આપની આજ્ઞા નહી પાળી હોય, આપને સામો થયો હોઈશ, આપના હૃદયને ઘણું ઘણું દુઃખ પહોંચાડયું હશે, તો હે માતા-

પિતા આપનો આત્મા જ્યાં પણ હોય... હું મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપના શુદ્ધાત્માની ક્ષમા માંગુ છું. મને જરૂર ક્ષમા કરશો.

(4) હે કુળદેવી માતા! આપ અમારા કુળની રક્ષા કરો છો. તે માટે અમે આપનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અમારાથી આજ દિન સુધી જાણતા અજાણતા જે કાંઈપણ ભૂલચૂક - દોષ થયો હોય તો સહપરિવાર આપની ખરા અંતરથી માફી માંગીએ છીએ.

(5) હે પતિદેવ (પત્ની)! આપ મારા જીવનસાથી બની મને જીવન જીવવામાં સહાયતા કરી તે બદલ આપનો ઘણો જ ઘણો આભાર માનું છું. આજદિન સુધી આપના હૃદયને દુઃખ લાગે તેવું મારા વાણી તથા વર્તન દ્વારા કાંઈપણ બન્યું હોય તો મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપના શુદ્ધાત્માની મન-વચનન કાયાથી ક્ષમા માગું છું. આપ મને જરૂર ક્ષમા કરશો.

324

(6) હે પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રીઓ! (દરેકનું નામ દઈ અલગ અલગ પણ માફી માંગી શકાય છે) જેની જોડે વેરના સંબંધ વધારે હોય અને પ્રેમના સંબંધ વધારે હોય તેજ આત્મા આપણી વધુ નજીક આવે છે. આપ દરેકને મોટા કરતાં ક્યારેક મારવું પડયું હશે તો ક્યારેક લડવું પડયું હશે. મારા શુદ્ધાત્માની સાક્ષીએ આપના શુધ્ધાત્માની મન-વચનને કાયાથી ક્ષમા ઈચ્છું છું.

આ રીતે ભાઈ-બહેન-દેરાણી-જેઠાણી-સાસુ-કાકા-મામા-માસી-ફઈ-

બાળપણના મિત્રો-અત્યારના મિત્રો - જૂના પાડોશી - નવા પાડોશી -

દરેકનું વ્યક્તિગત નામ દઈને અથવા સમૂહમાં દરેકનો આભાર માનવો તથા દરેકના શુદ્ધાત્માનો આપણા શુદ્ધાત્માની સાક્ષીએ મન-વચન-કાયાથી ક્ષમા માંગવી.

નિર્જીવ વસ્તુ જેવી કે ઘર છે કે જેણે આપણને ટાઢ-તડકા તથા વરસાદથી બચાવ્યા છે, તેવી રીતે ઓફીસ, દુકાન તથા ગાડી - મોટર - સ્કુટર જેણે આપણને એક જગ્યાથી બીજી જગ્યાએ જવામાં સહાય કરી છે એવી જે જે નિર્જીવ વસ્તુ પણ યાદ આવે તે દરેકનો ખૂબ ખૂબ આભાર માનવો. જેનાથી નિર્જીવ વસ્તુઓ પણ આપણને ખૂબ સહાય કરે છે. દા.ત. તમારી ગાડી બગડશે તો એવી જગ્યાએ ખોટવાશે કે જ્યાં તમને સહેલાઈથી મીકેનીક મળી જાય.

તેવી રીતે સવારે ઉઠો ત્યારથી સુઈ જાવ ત્યાં સુધી જે જે વ્યક્તિ કે વસ્તુ સામે આવે તે દરેકનું ખૂબ ખૂભ કલ્યાણ ઈચ્છો. દા.ત. સવારે ઉઠતાં પતિ-પત્ની-

મા-બાપ કે બાળકોને જોતા ભગવાન તેઓનું ખૂબ ખૂબ કલ્યાણ કરો તેવી ભાવના ભાવવી સવારે દૂધ લેવા જાઓ તો આ દૂધવાળાનું ખૂબ ખૂબ કલ્યાણ થાઓ. તેમ વિચારવું. તેમ સવારે વોક લેવા જાઓ. ત્યારે આજુબાજુ રહેલા ઝાડ-પાન-પશુ-પક્ષી-માણસો દરેકનું ભગવાન ખૂબ ખૂબ કલ્યાણ કરો.

એવી ભાવના ભાવવી. આ રીતના જગતના સર્વ પ્રાણીનું ખૂબ ખૂબ કલ્યાણ ઈચ્છવું.

આપણો જીવ પ્રથમવાર નિગોદમાંથી નિકળ્યો ત્યારથી આજ સુધી કેટલાય જીવોને હણ્યા હશે, કેટલાયને છેદ્યા છૂંદ્યા હશે, ઉકાળ્યા હશે, કાપ્યા હશે, કેટલાયને બંધનમાં નાખ્યા હશે, અનેકવિધ રીતે દુઃખ પહોંચાડ્યું હશે. કોઈને શારિરિક તો કોઈને માનસિક, કોઈને મારી વાણીથી દુઃખ પહોંચાડયું હશે તો કોઈને મરવા માટે મજબૂર કર્યા હશે. એ દરેકે દરેક જીવની મન-વચન-

કાયાથી ત્રિવિધે ક્ષમાયાચના કરૂં છું.

મિચ્છામિદુક્કડમ 325

Book Unicode and EPUB Converted by Parth Shah.

You can contact parthdjshah@gmail.com for further details.

 

આભાર વંદના પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-2 પુસ્તકમાં મેં છેલ્લા બે સવાલ-જવાબ અને રત્નકણિકા’ એ પૂજ્ય સમભાવી દેવી શ્રી નાંણદેવીમૉં જેમના પર છેલ્લા પાંચ દાયકાથી પ્રસન્ન છે એવા પૂજ્ય શ્રી શારદામૉં (ગાંધી) એ કહેલી દિવ્યવાણીનું મેં જે આલેખન કર્યું છે તેમાંથી લીધી છે. પૂજ્યમૉંએ જૈનધર્મ વિષે વાણી વરસાવી પ્રકાશ પાડ્યો છે. તે સમજવા જેવો છે. આ કળિયુગમાં શાક્ષાત દૈવીશક્તિ દ્વારા ધર્મનું જ્ઞાન મળી રહ્યું છે. જીવન જીવવાની કળા મળી રહી છે. અગોચર એવા કેટલાય વિષયો પર ઉંડી સમજણ મળી રહી છે. પરદુઃખભંજનમૉં ભક્તોને ભૌતિક દુઃખોમાંથી તો બહાર કાઢે છે, પણ સાથે સાથે એમના પરભવની પણ ચીંતા કરે છે કે મારો કોઈ ભક્ત ભવસાગરમાં ડૂબી ન જાય. માટે કરૂણામયી મૉં પરમાર્થનો આત્માનો મોક્ષનો માર્ગ બતાવે છે. પૂજ્ય શારદામૉંએ કહેલી દિવ્યવાણી સામાન્ય લોક જનને થયેલા ઘણા શારિરિક તથા માનસિક શાંતિ આપનારા અનુભવો, તથા આધ્યાત્મિક શાંતિ આપનારા વચનોનો સમાવેશ કરતું દિવ્ય પુસ્તકનું નામ છે મહેર મળજો મૉંનીજેમાં ઘણા ભક્તજનોને થયેલા ચમત્કારિક અનુભવોનું વર્ણન પણ છે.

મહેર મળજો મૉંનીની પુસ્તક આપને ‘‘શારદાગ્રામ, શ્રી નાંણદેવીમૉં મંદિર, પિયુષપાણી તીર્થની બાજુમાં, વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે નં.8, વરસાવા, જી.ઠાણા’’

આ એડ્રેસ પરથી મળી શકશે. ‘‘કષ્ટહણનાર, પ્રસન્નશક્તિ શ્રી નાંણશારદામૉંના આશીર્વાદથી જ આ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-2નું લેખન શક્ય બન્યું છે, એવું હું દૃઢપણે માનું છું.’’

નાંણદેવી મૉંનું મૂળ સ્થાનક ડીશા પાસે આવેલ થરાદ ગામ ખાતે વર્ષો જૂના મંદિરમાં આવેલ છે. મુંબઈ નગરીમાં પિયુષપાણી તીર્થધામની પાસે આવેલા શારદા ગ્રામમાં પૂજ્ય શ્રી નાંણદેવીમૉંના ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણતાએ છે. આ મંદિર લગભગ 5000 ચો.ફૂટના વિશાળ પરિસરમાં ભવ્ય રંગમંડપ સાથે આકાર લઈ રહ્યું છે. ઘણા ભાવિક ભક્તો ત્યાં આવેલા હાલમાં સ્થાપિત થયેલા નાના-

સુંદર રમણિય મંદિરના દર્શનનો લાભ લઈ રહ્યા છે.

પૂજ્ય મૉંના ફોટા પાસે બે ફુલવાટનો દીવો કરી નીચે મુજબની પ્રાર્થના કરવી.

હે નાંણદેવી મૉં.... સહાય કરો, રક્ષા કરો, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો, મારા ખોટા કાર્યનો નાશ કરો, હું તમારા આશરે છું.

આ ગુજરાતી સરળ શબ્દોથી ગુફીત મંત્રાક્ષરો છે. દરરોજ મૉંનું સ્મરણ કરી, મંત્રાક્ષર બોલવાથી મનોકામના પૂર્ણ થાય છે. પછી મૉંના મંદિરે દર્શન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. એવો અનેક ભાવિકજનોનો અનુભવ છે. પરમ સત્‌ રીબાતું 326

હોય તો દૈવીશક્તિ જરૂર મદદ કરે છે ને જ્ઞાનમાર્ગમાં, ધર્મમાર્ગમાં આગળ વધવાની સહાય કરે છે તેવો મારો અનુભવ છે. છેલ્લા 45 વર્ષથી સમકિત દેવી શ્રી નાંણદેવી મૉં શ્રી શારદામૉં માં શક્તિ સ્વરૂપ પ્રસન્ન છે. શારદામાં ભક્તોના તથા સાધુ-

સાધ્વીજી ભગવંતોના કલ્યાણના જે કાર્ય કરી રહ્યા છે તે સંપૂર્ણ જૈન વિધિ, જૈન સિધ્ધાંત અનુસાર કરી રહ્યા છે. કેમકે જૈન સંસ્કારોથી એમનું જીવન ઘડતર થયું છે.

નાતજાતના કોઈપણ ભેદભાવ વગર ભક્તોના ભૌતિક દુઃખ દૂર કરી આધ્યાત્મિક માર્ગે વાળી ભવોભવના ફેરાના દુઃખમાંથી ઉગારવા આત્માને જગાડે છે. દરરોજ હજારો ભક્તોનું ઘરમાં આવવું-જવું, કોઈનો એકપણ પૈસો લીધા વગર હજારો ભક્તો માટે કાર્ય કરવું, એના માટે પ.પૂ.શ્રી છોટુભાઈ, પૂ.શારદામૉં અને એમના પરિવારજનોએ જે બલિદાન આપ્યું તે અકલ્પ્ય છે, અલૌકિક છે. ‘‘શ્રી શારદા મંદિર ટ્રસ્ટ’’ નામે એક રજીસ્ટર્ડ ટ્રસ્ટ પણ ચાલે છે જેમાં મેડીકલ, એજ્યુકેશન, અનાજ, તથા જરૂરિયાતવાળાને સહાય પણ આપવામાં આવે છે. આ બધા ઉમદા કાર્યોને ધ્યાનમાં લઈને મુંબઈ મ્યુનિસિપાલિટીએ ચિનાઈ કોલેજ (અંધેરી ઈસ્ટ)ના સામેના રસ્તાને ‘‘શ્રી નાંણ શારદામાં માર્ગ’’ એવું નામ આપ્યું છે જે આપ બાજુના ફોટામાં જોઈ શકો છો.

શ્રીપાલ મહારાજાએ પણ નવપદની આરાધના કરતાં પહેલાં શ્રી ચક્રેશ્વરી દેવીની ઉપાસના કરી હતી. આજ પણ સમકિત દેવી નાંણ દેવીમૉંની શક્તિનો લાભ કેટલાયે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ લઈ રહ્યા છે અને ધર્મ આરાધનામાં આગળ વધી રહ્યા છે. આવા શ્રી નાણં શારદામૉંએ મને આ અમૂલ્ય પુસ્તક ‘‘પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-1 તથા ભાગ-2’’ લખવામાં જે સહાયતા કરી છે તે બદલ હું એમને અત્યધિક આભાર સહ વંદન કરૂ છું.

સુબોધી સતીશ મસાલીયા જય જીનેન્દ્ર ખાસનોંધ : આ પુસ્તકની હિન્દીમાં પણ અત્યંત માંગને કારણે આ પુસ્તકનું હિન્દી રૂપાંતર પણ થયું છે. જે તમને નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવાથી વિનામુલ્ય પ્રાપ્ત થઈ શકશે. પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-1 હિન્દી અને ગુજરાતી પણ આ કોન્ટેક પરથી મળી શકશે.

શ્રીમતી મીનાબેન દશરડા - 28918350 / 9821116250

શ્રીમતી સુબોધીબેન મસાલીયા - 8850088567 / 9892163609

પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-1 અને ભાગ-2 વાંચતા કોઈપણ વાચકને કાંઈપણ સવાલ ઉદ્‌ભવે તો ફોન પર નહીં પૂછતા...એક કાગળ પર લખીને મને પોસ્ટ કે કુરીઅર કરી દેવા વિનંતિ છે - સુબોધી મસાલીયા છેલ્લા પાંચ દાયકાથી પૂજ્ય નાંણદેવીમૉં જેના પર પ્રસન્ન છે. એવા તથા તપસ્વીરત્ન પરમપૂજ્ય પૂજ્ય શ્રી નાંણશારદામૉં (શ્રીમતી શારદાબેન સી. ગાંધી - ધ્રાંગધ્રા)

શ્રી હંસરત્ન વિજયજી મહારાજ.

શ્રી નાંણ શારદામાં માર્ગ ના ઉદ્‌ઘાટન પ્રસંગપર પધારેલા અગ્રણી જૈન રત્ન શ્રેષ્ઠી શ્રી દિપચંદભાઈ ગાર્ડી, એસીપી. શ્રી અરવિંદ મહાબદી ની ઉપસ્થિતિમાં શ્રી નાંણશારદામાં ના હાથેથી સન્માન ચિન્હ સ્વીકારતા દેખાય છે.

શંખેશ્વર પાર્શ્વનાથાય નમાઃદેવી માતાય્ નાંણશારદા માતાય નમઃ ંણ્              ન્- મ્              શ્ર્- : નતમસ્તક : સુબોધી સતીશ મસાલીયા 19, ધર્મપ્રતાપ, અશોક ચક્રવર્તી રોડ, દામોદર વાડીની સામે, કાંદિવલી (પૂર્વ), મુંબઈ - 400 101. ફોન : 98921 63609 / 8850088567

હે માત-પિતા તમને વંદન હો વાર હજાર

LUCKY PRINTERS 9821289971 / 28823592

Book Unicode and EPUB Converted by Parth Shah.

You can contact parthdjshah@gmail.com for further details.