સ.300 ચેતન સમાધિ ઈચ્છતું હોય પણ અંત સમય દુઃખ પારાવાર હોય, ત્યારે આવા વિચાર આવવા દુર્લભ હોય અથવા તો આયુષ્ય કર્મ બંધાઈ ગયું હોય ને તેવી લેશ્યા આત્માને લેવા આવે તો શક્ય છે કે જીવ સંલેખના કરી શકે?
જ.300 લેશ્યા મૃત્યુંના 48 મિનિટ પહેલાં જ આવે. લેશ્યા એટલે આત્માના એક પ્રકારના શુભ કે અશુભ પરિણામ. કર્મ લેશ્યા એટલા માટે કહે છે કે તે કર્મની સ્થિતિ ઉત્પન્ન કરે છે, ત્યારે પછીના ભવની લેશ્યા પરિણમવા લાગે છે. આથી કરીને જીવના મરણ સમયે આગામી ભવની લેશ્યા અંતર્મુહૂર્ત જેટલો સમય અવશ્ય હોય છે. તથા જીવના ઉત્પત્તિ સમયે આગલા ભવની લેશ્યા પણ અંતર્મુહૂર્ત અવશ્ય હોય છે. લેશ્યાઓની રચના એવી હોય છે કે તે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના સમય પહેલા જ પરિણિત થાય છે. અને આપણે સંલેખના વ્રતનો વિચાર અંતસમયે નથી કરવાનો. હમણા જ આ ઘડીએ જ કરી લેવાનો છે. ને એ પ્રમાણે ઘરનાને કે નજદીકના ને જણાવી દેવાનું કે
મારી ઈચ્છા આ પ્રમાણે છે કે જ્યારે ડૉક્ટર્સ પણ છૂટી જાય કે હવે બચવાની કોઈ આશા નથી.... છતાં વેન્ટીલેટર પર મૂકીને ચાન્સ લઈએ.
તો મારે એવો કોઈ ચાન્સ લેવો નથી. આવા સમયે મને સંલેખના વ્રત ઉચરાવજો. ને મારા મૃત્યુને મહોત્સવ બનાવજો. પણ આ બધી વાત કોના માટે છે કે જેણે જીંદગીને જીવી લીધી છે. કોઈ ઈચ્છાઓ, આકાંક્ષાઓ બાકી રહી નથી... જે સહર્ષ મોતને ભેટવા તૈયાર છે તેને માટે આ સંલેખના વ્રત છે. પાછું એવું પણ નથી કે સંલેખના વ્રત નહિ 261
લીધું હોય તો અંતસમય-48 મિનિટનું દુઃખ ઓછું થઈ જશે ને સંલેખના વ્રત લીધું હશે તો આ દુઃખ વધી જશે... એના બદલે એમ વિચારો કે
અગર મેં સંલેખના વ્રત લીધું હશે ને છેલ્લા સમયમાં મારો આયુષ્યનો બંધ પડશે તો મારો જીવ સદ્ગતિ પામશે.
સ.301 પ્રભુએ બતાવેલા દસ અધિકારમાં સંલેખના છે જ. માટે કરવું જોઈએ. આપણે બાળજીવો છીએ તો તે વખતે આવા વિચાર કે આવા વ્રત અમલમાં મુકવા જીવ શું કરે?
જ.301 પહેલી વાત તો એ કે જીવે પોતાના આત્મા પર અતૂટ શ્રધ્ધા રાખવી જોઈએ.
આત્મામા અનંત શક્તિ છે તે વિસરાવું જોઈએ નહીં. તમે કહેશો કે વિજ્ઞાને બહુ પ્રગતિ કરી... પ્લેન બનાવ્યા, યાન બનાવ્યા, છેક મંગળ સુધી પહોંચ્યા... પણ કદીએ વિચાર કર્યો છે કે એ વૈજ્ઞાનિકોમાં શક્તિ કોની હતી? તેની અંદર રહેલા આત્માની... આત્મા ચાલ્યો ગયો હોય એવો નિર્જીવ વૈજ્ઞાનિક કાંઈ કરી શકવાનો છે? તો દરેકના આત્મામાં આવી અગાધ શક્તિ પડેલી જ છે. જરૂર છે ફક્ત દૃઢ સંકલ્પની. જો એક વખત દૃઢ સંકલ્પ થઈ ગયો કે મારે સંલેખના વ્રત કરવું જ છે તો આત્માની બધી જ શક્તિ તે તરફ વહેવા માંડે છે. એવું જરૂરી નથી કે તમે પહેલાં અઠ્ઠાઈ કે
માસક્ષમણ કર્યું હોય તો જ સંલેખના કરી શકો. જેણે કોઈ દિવસ એક ઉપવાસ કે એકાસણું પણ ન કર્યું હોય એવા લોકો આરામથી માસક્ષમણ કરતા જોયા છે. એવી જ રીતે જેણે જીંદગીમાં ક્યારેય મોટા તપ કર્યા ન હોય એવા વ્યક્તિ સંલેખના વ્રત હસતા મુખે, ખૂબ આનંદથી કરતા હોય છે. કારણ? દૃઢ સંકલ્પ. ફક્ત મન મક્કમ થવું જોઈએ કે ‘‘મેં જીંદગીને જીવી લીધી છે. મને ભૌતિક આશાઓ કાંઈ છે નહીં ને કોઈની ચિંતા રાખીને મને કોઈ ફાયદો નથી. મારા નિમિત્તે હું કોઈને પણ તકલીફ આપવા ઈચ્છા તો નથી. પછી ભલે તે દિકરો હોય, દિકરી હોય કે વહુ હોય કે
લાઈફ પાર્ટનર હોય, ગુરુ હોય કે શિષ્ય હોય. હે અંતરઆત્મા - તું જ પરમાત્મા છે... તારી અનંત શક્તિમાં મને વિશ્વાસ છે, તારી એવી શક્તિ પ્રગટ કર કે હું યોગ્ય સમયે, સમતા ધારણ કરી સંલેખનાની આરાધના કરી શકું. અંત સમયે, અતિશય દુઃખદર્દ હોય કે ન પણ હોય... પણ તે સહન કરવાની મને શક્તિ મળે. સંલેખના વ્રત ન લીધું હોય એવા ઘણાયને તડપતા ને રીબાતા મરતા જોયા છે ને સંલેખના વ્રત સાથે ખૂબ જ ખુમારીથી ને શાંતિથી દેહત્યાગ કરતા જોયા છે. માટે એવું કાંઈ મગજમાં વિચારી લેવાની જરૂર નથી કે આ પંચમકાળમાં આપણે બાળજીવો ન કરી શકીએ.
દૃઢ સંકલ્પ હોય તો બધું જ શક્ય છે.’’
262
મૃત્યુનો તો કોઈ ભરોસો નથી કે ક્યારે આવે. જો અચાનક હૃદય બંધ પડી ગયું કે એક્સીડેન્ટ થઈ ગયો ને મૃત્યુ થયું તો અપણે ક્યાં સંલેખના વ્રત ઉચ્યરવા જવાના હતા. પણ જો સંલેખનાની ભાવના પણ ભાવી હશે તો તેનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય. તમારો સવાલ છે કે આવા વ્રત અમલમાં મૂકવા જીવ શું કરે? તો આવા વ્રત અમલમાં મૂકવા માટે જીવે સુખ-દુઃખ સમતા ભાવે સહન કરવાની પ્રેક્ટીસ કરવી જોઈએ. જે વિપશ્યના ધ્યાન સાધના દરરોજ કરતા હશે તેમને એ પ્રેક્ટીસ થઈ જ ગઈ હશે કે ઉદયમાં આવેલા કર્મને સમતાપૂર્વક કેમ નિર્જરવા. કેવી રીતે આવેલ દુઃખદર્દને સમતાથી વેદવા અને ‘Practice makes Man Perfectએ ન્યાયે દરરોજ ઓછામાં ઓછી 1 કલાક વિપશ્યના સાધના કરવી. જેથી જુના કર્મો નિર્જરશે. ને આવેલ દુઃખદર્દને સમતા ભાવે સહન કરી શકશો. કંઈક મેળવવા માટે આખા જીવનની સાધના જોઈએ. દૃઢ સંકલ્પ જોઈએ. પુરૂષાર્થ વગર તો કાંઈ પામી શકાતું નથી. જો મેં આખી જીંદગી પાણી જ વલોવ્યું હોય તો છેલ્લે માખણની આશા કેવી રીતે રાખી શકું??? માટે હે જીવ આ ક્ષણથી જ જાગી જા. દૃઢ સંકલ્પ કર અને સાધના ચાલુ કર. સંલેખનાની શરૂઆત એક એક ઉપવાસના પચ્ચખાણથી પણ કરી શકાય. ચાર-પાંચ ઉપવાસ થતાં મનોબળ દૃઢ થતાં સંલેખના વ્રત ગ્રહણ કરી શકાય.
શરૂઆતમાં પાણીની છૂટ રાખીને એટલે કે તિવિહાર ઉપવાસથી શરૂ કરીને પછી ચોવિહાર પર જઈ શકાય. ટૂંકમાં એટલું કહીશ કે તમારા આત્માની શક્તિને બિલકુલ ઓછી આંકશો નહીં. ધારણા મજબુત હશે તો કાંઈજ અશક્ય નથી. મનઃસ્થિતિ શાંત ન હોય તો સંલેખના કેવી રીતે પામે?
જુઓ ઈચ્છાઓને અપેક્ષાઓ મનની સ્થિતિને ડામાડોળ કરે છે. જ્યારે સંલેખના માટે દૃઢ મનોબળ કરો છો ત્યારે આશા ને ઇચ્છા-અપેક્ષાઓને છોડો છો. તેથી કરીને મનની સ્થિતિ શાંત બને છે. લોખંડી મન વગર સંલેખના આરાધી શકાતું નથી. તે માટે માનસિક તૈયારી ને સાધના ખૂબ જરૂરી છે.
સ. 302 અમુક મત પંથ સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા રાખવાથી સમ્યકદર્શન પ્રાપ્ત થઈ જાય?
જ. 302 વૃત્તિના પરિવર્તન વિનાની, પ્રવૃત્તિની ફેરબદલીનું એટલે કે સમ્યક્ દર્શનના સાથ વિનાના ચારિત્રનું બહુ મૂલ્ય જ્ઞાનીઓએ આંકયું નથી.
સમ્યક્ દર્શન એ ચારિત્રનો પાયો છે. મુક્તિનું એ બીજ છે. એ કોઈ અમુક મત, પંથ, સંપ્રદાય કે ધાર્મિક જૂથમાં જોડાવાથી પ્રાપ્ત થઈ જતી ચીજ નથી. અથવા તો જે સંપ્રદાયમાં વ્યક્તિ જન્મી છે તે સંપ્રદાયના સાધુ સંતો સિવાય અન્ય સાધુ સંતોને સન્માન-સત્કાર-સમાગમ ન 263
કરવાના શપથ લેનારને સમ્યક્ દર્શન પ્રાપ્ત થઈ જતું નથી. ‘‘પારમાર્થિક સમ્યક્ દર્શન - જેનાથી ભવભ્રમણ’’ સીમિત થઈ જાય છે તે શું છે? તે જાણવા માટે આત્માર્થીએ સારાસારના વિવેક વિનાની અમુક મત, પંથ, સંપ્રદાય કે વ્યક્તિ પ્રત્યેની અંધશ્રદ્ધા અને સમ્યક્ શ્રદ્ધાનો ભેદ પારખવો પડે. સમ્યક્ શ્રદ્ધા અને સમ્યક્ દર્શનની વચ્ચે અમાપ અંતર છે. શ્રદ્ધા આપ્તજનના વચનના આધારે પાંગરી શકે, પણ દર્શન તો પોતાની સગી આંખે જોયા વિના કેમ સંભવે?
સ. 303 શું છે સમ્યક્ દર્શન?
જ. 303 નિરાશંજ્ઞ ભાવે જીનાજ્ઞા આરાધવાની રુચિ હોય, વિતરાગે ચીંધેલ મોક્ષમાર્ગમાં ને સદાચારમાં ઉપાદેય બુદ્ધિ હોય, આત્મજ્ઞાની નિર્ગ્રંથ ગુરૂઓનું માર્ગદર્શન હોય, ને આત્મવિશુદ્ધિ કાજે વિતરાગનું આલંબન સ્વીકારીને યથાશક્તિ પ્રયત્ન કરતો હોય ત્યાં સમ્યક્ શ્રદ્ધા પાંગરે છે.
એ રીતે ક્રમશઃ આંતરિક નિર્મળતા વધતાં, વિષય-કષાયનો વેગ મંદ પડે છે, ખોટા અભિનિવેશો અને કદાગ્રહો છૂટી જાય છે.નિરાગ્રહ વૃત્તિ અને ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિનો ઉદય થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ સાધકની દૃષ્ટિ જાય છે અને તેને ભાન થાય છે કે હર્ષ-શોક, સુખ-દુઃખ, રાગ-દ્વેષ અને વિકલ્પ માત્રથી અલગ નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાન અને આનંદ એ જ પોતાનું સ્વરૂપ છે. એ બૌધિક ભાન યોગ્ય સાધના દ્વારા જ્યારે અનુભૂતિમાં પરિણામે છે ત્યારે સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય છે. સમ્યક્ દર્શન જાત અનુભવમાંથી જ જન્મતી, સ્વ-પરના ભેદની પ્રતીતિ છે. જેની ઉપલબ્ધિ થતાં અચાનક એક નવું જ જગત દૃષ્ટિ સમક્ષ છતું થાય છે. પહેલાંના બધાં જ મૂલ્યાંકનો બદલાય જાય છે. અને વિશ્વના સર્વ જીવો પ્રત્યે અંતરમાં આત્મિયતાનો ભાવ ઉદય પામે છે.
આપણા મને ઊભી કરેલી કુટુંબ-ગામ-દેશ-નાત-જાત-મત-પંથ-
સંપ્રદાયની દિવાલો તૂટી જાય છે. પરસ્પર વાત્સલ્ય, પ્રેમ, સૌજન્ય, સહાનુભૂતિ, મૈત્રી, ઉદારતા અને સહિષ્ણુતાનું વાતાવરણ સ્વયં સર્જાય છે. આ સ્વયં અનુભવ, આત્માનો અનુભવ, નિજ સ્વરૂપનું અનુભવ દર્શન એ જ છે સમ્યક્ દર્શન.
નિજ અનુભવ લવલેશથી, કઠિણ કર્મ હોય નાશ, અલ્પભવે ભવિ તે લહે, અવિચલ પૂરકો વાસ.
'- ચિદાનંદજી મહારાજ સ્વરોદયજ્ઞાન દુહો - 53
ઉપર્યુક્ત ઉદ્ગારમાં એક વાત તરી આવે છે કે નિજ સ્વરૂપનો ‘અનુભવ’
264
(સમ્યક્ દર્શન) ભવભ્રમણને અત્યંત ટૂંકાવી દે છે. એનું રહસ્ય એ છે કે
અનુભવ’ દ્વારા એક પલકારામાં આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. નિજની એ અનુભૂતિ વ્યક્તિની જીવનદૃષ્ટિમાં જબરજસ્ત ક્રાંતિ લાવે છે. શ્રુત-શ્રવણ-
વાંચન વગેરેથી પ્રાપ્ત થતું બૌધિક સ્તરનું જ્ઞાન આવી ધરમૂળની ક્રાંતિ સર્જી શકતું નથી.
શ્રુત દ્વારા સ્વરૂપનો બોધ થતાં અને તેના વડે ચિત્ત ભાવિત થતાં, ક્રમશઃ મોહની પક્કડ ઢીલી પડતી જાય છે. પણ આપણને અનાદિકાળથી વિષયોમાં જ રસ છે, વિષયોમાં જ સુખ છે તે ભ્રમ છે. આ ફક્ત શ્રુતથી ટળતું નથી. આ ભ્રમ, અનુભવથી ખસે છે. અનુભવ દ્વારા નિજના નિરુપાધિક આનંદનો આસ્વાદ મળતા વિષયો-ઈન્દ્રિયોના ભોગો-
યથાર્થપણે નીરસ લાગે છે. એટલું જ નહિ સર્વ પુદ્ગલ ખેલ ઈન્દ્રજાળની જેવો સમજાય છે તેથી સમ્યક્દર્શીને મન જગતના બનાવોનું મહત્ત્વ સ્વપ્નના બનાવોથી કંઈ અધિક રહેતું નથી. આમ આત્માનુભવ જીવન પ્રત્યેનો સમગ્ર દૃષ્ટિકોણ જ પલટી નાખે છે.
બૌધિક પ્રતિતિ વિચારમાંથી જન્મે છે. પણ વિચાર પોતે જ અવિદ્યા પર નિર્ભર છે. તેથી આત્મસ્વરૂપની નિર્ભ્રાંત પ્રતીતિ વિચારથી મળતી નથી.
એ પ્રતીતિ વિચાર શાંત થાય ત્યારે જ મળે છે. મનની ઉપશાંત અવસ્થા, કે તેનો નાશ એ ઉન્મની અવસ્થા છે. એ અવસ્થામાં અનુભવ મળે છે માટે આત્મજ્ઞાનની - સમ્યક્દર્શનની પ્રાપ્તિ ઈચ્છતા મનુષ્યે પ્રથમ ચંચળ ચિત્તને પોતાની ઈચ્છાનુસાર પ્રવર્તવાનું સામર્થ્ય મેળવવું પડશે. પછી એકાગ્ર બનેલ એ ચિત્તને આત્મવિચારમાં જોડી એનો નાશ કરવો જોઈએ.
મોહનાશનો આ અમોઘ ઉપાય છે.
ચિદાનંદજી મહારાજે અનુભવની ઓળખાણ આપતા કહ્યું છે કે
આપે આપ વિચારતા, મન પામે વિસરામ રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ આતમ અનુભવ નીરસે, મીટે મોહ અંધાર આપ રૂપમેં ઝલહલે, નહિ તસ અંત અપાર, અધ્યાત્મભાવની નિજના જ શુદ્ધ આત્મસ્વરૂપમાં જ ઉપયોગ રાખતા કોઈ ધન્યપળે મન શાંત થઈ જાય છે અને ધ્યાતા-ધ્યેયની સાથે તદાકાર બની, શુદ્ધ આત્મસ્વરૂપમાં ખોવાઈ જઈ, પોતાના યથાર્થ સ્વરૂપનું અને આંતર વૈભવનું ‘દર્શન’ પ્રાપ્ત કરે છે. પોતાના અલૌકિક, શાશ્વત આનંદસ્વરૂપની આ અનુભૂતિથી મોહ અંધકાર .... જવાથી ધ્યાતાને 265
તત્કાલ આત્મજ્ઞાનનો પ્રકાશ લાધે છે. આ .... ઘટનાને શાસ્ત્રની ભાષામાં આત્મજ્ઞાન’, અનુભવ’, કે ‘સમ્યક્દર્શન’ કહે છે.
સ. 304 સમ્યક્ દર્શન પામેલી વ્યક્તિ દેહ અને આત્માને કઈ રીતે અનુભવે છે?
જ. 304 સૂર્યોદય થાય એ પહેલા જેમ અરૂણોદય આવીને રાત્રિનો અંધકાર હટાવી દે છે, તેમ કેવળજ્ઞાનનો સૂર્ય પ્રકાશે એની પહેલા અનુભવ (સમ્યક્દર્શન) આવીને મોહનો અંધકાર ઉલેચી નાખે છે. જેમ સવારમાં પ્રકાશ આવીને આખી રાતની આપણી ઉંઘ કે સંપનાનો એક પળમાં અંત લાવી દે છે તેમ અનુભવનું આગમન દેહ અને કર્મકૃત વ્યક્તિત્વ સાથેના આપણા અનાદિના તાદાત્મયને એક ક્ષણમાં ચીરી નાખે છે.
આ ‘દેહ’ અને એમાં વસતો ‘હું’ બંને ભલે એકરૂપ ભાસે પણ વાસ્તવમાં બંને તદ્દન અલગ છે. અનુભવના પ્રકાશમાં આ હકીકત માત્ર બૌધિક સમજ ન રહેતા, જીવંત સત્ય બની જાય છે. પહેરેલ કપડા પોતાની જુદા છે એ ભાન દરેક માનવીને જેટલું સ્પષ્ટ છે, તેટલી જ સ્પષ્ટતાથી સમ્યક્દર્શન પામેલી વ્યક્તિ દેહને પોતાનાથી અલગ અનુભવે છે.
સ. 305 સ્વાનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવી શકાય?
જ. 305 જેને પ્રત્યક્ષ અનુભવ થયો નથી કે અણસાર પણ મળ્યો નથી તેમને સ્વઅનુભૂતિની દશા વાણી દ્વારા સમજાવવી મુશ્કેલ છે. જન્માંધને વાણીથી રંગોનો ભેદ કેવી રીતે સમજાવવો? કે જેણે કદી ઘી કે માખણ ચાખ્યા જ નથી, એને ઘીના સ્વાદનો ખ્યાલ આપવા શું કહેવું? અનુભવની અવસ્થાનો પ્રયાસ કરતા અનુભવીઓને આ જ મુંઝવણ રહે છે, જે સ્થિતિ વાચાથી પર છે તેને વાણી દ્વારા શી રીતે વ્યક્ત કરવી? તેથી અનુભવ વિષયક કોઈ પણ નિરૂપણ અઘરૂં લાગે એ સ્વાભાવિક છે.
જ્ઞાનીઓએ અનુભવને ‘તુર્યા’ એટલે કે ચોથી અવસ્થા કહી છે. ત્રણ અવસ્થા છે; જાગૃત અવસ્થા, ગાઢનિદ્રા અવસ્થા અને સ્વપ્ન અવસ્થા.
અનુભવ’ની આ ચોથી અવસ્થા એ ત્રણેથી જુદી છે અને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. તુર્યાના આ અનુભવ વખતે બાહ્ય જગતનું ભાન ન હોવા છતા સાવધાની, જાગૃતિ પૂર્ણ હોય છે અને પોતાનું આનંદપૂર્ણ અસ્તિત્વ સત્તા પ્રબળતાથી અનુભવાય છે. એક સંતે આ અવસ્થાની ઓળખાણ આ રીતે આપી છે. ‘‘જાગૃતિમાંની ગાઢ નિદ્રા. એટલે કે ઈન્દ્રિયો, મન બુદ્ધિ, અહંકાર બધું નિદ્રાધિન હોય છે અને દેહમાં પરમેશ્વર જાગે છે.’’
સ. 306 શું આ સમ્યકદર્શનનો અનુભવ ઓચિંતો જ આવે છે?
266
જ. 306 હા, આ અનુભવ આવે છે ત્યારે ઓચિંતો જ આવે છે. અચાનક જ ચિત્ત વિચાર તરંગોરહિત શાંત થઈ જાય છે. દેહનું ભાન જતું રહે છે અને આત્મપ્રકાશ ઝળહળી ઉઠે છે જેમકે અંધારી મેઘલી રાતે તદ્દન અજાણ્યા સ્થળે ઉભા રહેલાને અચાનક ત્રાટકતી વીજળીના ઝબકારામાં પોતાની આજુબાજુનું દૃશ્ય દેખાઈ જાય છે. તેમ આ અનુભવથી સાધકને એક પલકારામાં આત્માના નિશ્ચય શુદ્ધ સ્વરૂપનું ‘દર્શન’ લાધે છે. પોતાનું અકલ, અબધ્ધ, શાશ્વત શુદ્ધ સ્વરૂપ અનુભવાય છે. એની પ્રતીતિ મળે છે. શ્રુતની જેમ અહીં ક્રમે ક્રમે જ્ઞાનની વૃદ્ધિ નથી થતી પરંતુ ક્ષણવારમાં જ પૂર્વમાં અજ્ઞાનનું સ્થાન આત્માનું નિભ્રાંત જ્ઞાન લે છે. વર્ષોના શાસ્ત્રઅધ્યયનથી પ્રાપ્ત થાય એથી અધિક, સ્પષ્ટ, નિશ્ચિત અને ઊંડાણવાળું જ્ઞાન આ થોડી ક્ષણોમાં જ મળી જાય છે.
સ. 307 સમ્યક્દર્શનના અનુભવનું જરા વર્ણન કરો.
જ. 307 આ અનુભવ અત્યંત સુખદ હોય છે. એ વખતે વચનાતીત શાંતિ લાધે છે. પરંતુ એકલી શાંતિ કે આનંદના અનુભવને સ્વાનુભૂતિનું લક્ષણ ના કહી શકાય. ચિત્ત કંઈક સ્થિર થાય ત્યારે પણ શાંતિ અને આનંદ તો અનુભવાય છે. પરંતુ અહીં જ્ઞાતા અને જ્ઞેયનો ભેદ રહેતો નથી. ધ્યાતા-
ધ્યેય સાથે એકાકાર બની રહે છે. પરમાત્મ તત્ત્વ સાથે ઐક્ય અનુભવાય છે. આનંદ વચનાતીત હોય છે. વીજળીના ઝબકારાની જેમ એકાએક ત્રાટકતો જ્ઞાનપ્રકાશ રેલાય છે અને સાધકને વિશ્વનું રહસ્ય પોતાની સમક્ષ ખુલ્લું થઈ ગયેલું લાગે છે અને તેને એ જ્ઞાન, વિશ્વાસ અને નિશ્ચય થઈ જાય છે કે ભવિષ્ય અંધકારમય નથી. પરંતુ ઉજ્જવળ છે. એ વિશ્વાસ સાથે મૃત્યુનો ભય પણ નાશ પામે છે. મૃત્યુથી પર પોતાનું શાશ્વત અસ્તિત્વ છે એની એને પ્રતીતિ મળે છે. અને એના અંતરમાં સમસ્ત વિશ્વને આલિંગતો પ્રેમ ઉમટે છે. જેણે આ દશા અનુભવી છે, તે બધા જ એમ કહે છે કે પોતે જે અનુભવ્યું, તેને વાણીમાં વ્યક્ત કરવા પોતે અસમર્થ છે. શબ્દ દ્વારા ‘અનુભવ’ વિષે આપણે જે જાણી શકીએ છીએ તે. ‘અનુભવ’નું આપણા મને દોરેલું ચિત્ર છે. અનુભવ વખતે તો જ્ઞાતા-જ્ઞેયનો ભેદ કરનારૂં મન ‘ઊંઘી ગયું’ હોય છે અને આત્મા જ્ઞેયની સાથે તદાકાર હોય છે. પછીથી મન જાગૃત થાય છે ત્યારે અનુભવ વખતે જે બન્યું એની નોંધ લેવા તે પ્રયાસ કરે છે. જેમાં તે ભાગ્યે જ સફળ થાય છે. અનુભવ શું છે એની કંઈક વધુ સ્પષ્ટ કલ્પના વાચકને આવી શકે તે માટે મહાનુભવોના ઉદ્ગારો એમના જ શબ્દોમાં 267
અહીં ટાંકુ છું.
ડૉ. રાધાકૃષ્ણના શબ્દોમાં :-
એ દર્શનની નિરવધિ આનંદ આવે છે. જેને બુદ્ધિ પહોંચી ન શકે એવું જ્ઞાન આવે છે. ખુદ જીવનના કરતાંય તીવ્રતર એવું સંવેદન થાય છે ને અપાર શાંતિનો અનુભવ થાય છે. એ શાશ્વત તેજના સ્મરણની અસર કાયમ રહી જાય છે અને એવો અનુભવ ફરી મેળવવાને મન ઝંખે છે.
એક અધ્યાત્મ યોગીનો અનુભવ :-
ખરેખર એ મારા જીવનની નવજાગૃતિ હતી. મારી સમસ્ત દૃષ્ટિ બદલાઈ ગઈ. એક અંધારી બંધિયાર ઓરડીમાં મોટું બકોરૂં પડી જાય અને બહાર જોઈ શકાય તથા જઈ આવી શકાય એવું જ કાંઈક આ શરીરમાં થયું.
આગળ જેની કલ્પના નહિ એવી વિરાટ ચેતના મેં મારા વ્યક્તિત્વમાં અનુભવી મારા અંતરનું કમળ જાણે સહસ્ત્રદલે વિકસિત થઈ ગયું હતું.
લગભગ પ્રારંભિક અનુભવ થોડી ક્ષણો માટેનો જ હોય છે. જાણે વીજની માફક એક ક્ષણમાં પરમાત્માના દર્શન થાય છે પણ એ થોડી પળો વ્યક્તિના માનસિક વલણમાં ક્રાંતિ આપી દે છે.
અંશે હોય ઈહાં અવિનાશી પુદ્ગલ જાલ તમાસી’’ આ ઉક્તિમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ અનુભવવાળી વ્યક્તિનું ચિત્ર આબાદ ઉપસાવે છે.
સ. 308 સમ્યક્દર્શન પ્રાપ્ત કરનાર વ્યક્તિની સમ્યક્દર્શન પ્રાપ્ત થયા પહેલાની ને પછીની માનસિક સ્થિતિ કેવી હોય છે?
જ. 308 ભયાનક સ્વપ્નમાં ભયભીત બનેલ ઊંઘતી વ્યક્તિની માનસિક અવસ્થા અને ઊંઘમાંથી જાગી જતા હળવાશ અનુભવતી તે વ્યક્તિની માનસિક અવસ્થા વચ્ચે જેવું અંતર છે તેવું જ અંતર સમ્યક્દર્શન પ્રાપ્ત કરનાર વ્યક્તિની અનુભવ પહેલાની પછીની માનસિક સ્થિતિ વચ્ચે પડી જાય છે. ઉંઘમાંથી જાગી જનારને સ્વપ્નની સૃષ્ટિએ માત્ર માનસિક ભ્રમણા હતી. એ જ્ઞાન થઈ જાય છે અને એ થતા, એને મન સ્વપ્નના બનાવોનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તેમ આત્માના જ્ઞાન-આનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવ સિધ્ધ પ્રતીતિ મળતા ભવ ભ્રમણા ભાંગી જાય છે અને બાહ્ય જગત સ્વપ્નના તમાશા જેવું સાર વગરનું સમજાય છે.
રાત્રિના અંધારામાં દોરડું પડ્યું હોય તો સાપ છે એવું લાગે છે. ને ચિત્તમાં ભય જન્માવે છે. કોઈ ગમે તેટલું સમજાવે કે આ સ્થાનમાં સાપનો ભય નથી. છતાં પણ સમજાવટથી ભય જતો નથી. પણ ટોર્ચ 268
લાવીને એ સાપ ઉપર ધરતા જ દોરડું દેખાય છે અને ભય ગાયબ થઈ જાય છે. તેમ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ અનુભવાતા ભવભ્રમમાં થતી સત્યતાની બુદ્ધિ બહોળા શ્રુતજ્ઞાનથી પણ ખસતી નથી. પરંતુ અનુભવની નિર્મળ જ્ઞાન જ્યોતિમાં આત્માનું શુદ્ધ આનંદ સ્વરૂપ પ્રત્યક્ષ જોવા મળતા એ ભ્રમ ભાંગી જાય છે ને જાગ્રત અવસ્થામાં અનુભવાતા જગતનું સાચું મુલ્ય સમજાઈ જાય છે તથા પરમાત્મા સાથેના પોતાના અભેદ-સંબંધનું ભાન થાય છે. એટલે કે એટલો વિશ્વાસ થઈ જાય છે કે પરમાત્માની અક્ષયસત્તા-અખંડ આનંદ અને અનંત જ્ઞાન સાથે પોતાને એકતાનો સંબંધ છે. તેથી સમ્યક્દર્શન મેળવી ચૂકેલી વ્યક્તિના અંતરના ઊંડાણમાં પ્રતિકૂળ દેખાતા બાહ્યસંજોગોમાં પણ, પ્રસન્નતાનો એક શાંત પ્રવાહ વહેતો રહે છે. એની ચેતનાના ઉપલા થરોમાં ભલે ક્ષોભની થોડી લહેરો આવી જતી હોય, પણ આધ્યાત્મિક પથનો યાત્રિક આત્મદર્શન પછી સ્વસ્થતા ને નિશ્ચિંતતા અનુભવે છે, અને આગળનો પથ વિશ્વાસપૂર્વક કાપી શકે છે. આત્મઅનુભવ પહેલાના ભય, ગભરાટ, આશંકા, અનિશ્ચિતતા એના ચિત્તમાંથી વિદાય લે છે.’’
સ. 309 સમ્યક્દર્શન પામેલી વ્યક્તિને મૃત્યુનો ભય પણ સ્પર્શતો નથી?
જ. 309 અનુભવ પહેલાની દૃષ્ટિને પછીની દૃષ્ટિમાં આકાશ-પાતાળનું અંતર પડી જાય છે. પહેલાની દૃષ્ટિ અનુભવની ભૂમિકાએ ખોટી-મિથ્યા જણાય છે. અનુભવ મળતા આત્માના શાશ્વત અસ્તિત્વની એવી દૃઢ પ્રતીતિ થાય છે કે મૃત્યુનો ભય એ પછી એ વ્યક્તિને કદી સ્પર્શતો નથી. જીવનમાં પણ ‘પોતે સુરક્ષિત છે’ એવો માનસિક અનુભવ તે કરે છે. બાહ્ય પરિસ્થિતિ અને સંયોગોમાં ..... અનિવાર્ય પરિવર્તનથી એ વ્યક્તિ વધુ પડતી ચિંતિત .... બાહ્ય ઉણપથી કોઈ દીનતા અનુભવતી નથી કેમકે
એને ..... અંતરવૈભવની પ્રતીતિ હોય છે. એ જ રીતે આત્માના નિરુપાધિ ..... નિરતિશય આનંદનો પ્રત્યક્ષ અનુભવ મળતા તેનો વિષયસુખનો ભ્રમ પણ ભાંગી જાય છે અને સ્વરૂપમાં સ્થિર થવાનું અદમ્ય આકર્ષણ જાગી ઉઠે છે એનું જીવન સ્વસ્થતા, શાંતિ અને પ્રસન્નતાથી સભર બની રહે છે. પોતાના ચૈતન્ય સ્વરૂપના દર્શન થતા એ વ્યક્તિના અંતરમાં વસુધૈવ કુટુમ્બકમ્બની ભાવનાનો ઉદય થાય છે, એનો પ્રેમ કોઈ ભેદભાવ વિના સર્વપ્રત્યે વહે છે કારણકે તે હવે સર્વમાં રહેલ ચૈતન્યને જ જુએ છે અને તેનો આદર કરે છે.
સ. 310 સમ્યક્દર્શન પામનાર દરેકનો અનુભવ સરખો હોય છે?
269
જ. 310 કોઈનો અનુભવ ઊંડો અને વધુ સમય સુધી રહેનારો હોય છે. તો કોઈનો ક્ષણજીવી હોય છે. આત્મઅનુભવ પ્રાપ્ત થયા પછી કોઈના બાહ્યજીવનમાં જબરૂં પરિવર્તન આવે છે. તો કોઈનું બાહ્યજીવન પહેલાની જેમ જ વહ્યે જતું દેખાય છે. અનુભવ પછી વ્યક્તિનું બાહ્યજીવન બદલાય કે ન બદલાય.
પણ તેનું અંતર અવશ્ય પલટાઈ જાય છે. ક્ષણિક અનુભવ પણ એની છાપ વ્યક્તિના માનસપટ પર મૂકી જાય છે. જાણે પોતાનો નવો જ જન્મ થયો હોય એવો તફાવત વ્યક્તિ પોતાની પહેલાની અને પછીની દૃષ્ટિમાં અનુભવે છે.
સ. 311 સમ્યક્દર્શન ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય?
જ. 311 આ સમ્યક્દર્શન ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય એવું નથી. જીવનની કોઈપણ ક્ષણે કોઈપણ સ્થળે, કોઈપણ પ્રસંગે, કોઈપણ ઘડીો ચિત્ત સ્તબ્ધ થઈ જાય, દેહનું ભાન જતું રહે, અને આત્મજ્યોત ઝળહળી ઉઠે જન્માંતરની સાધનાના સંસ્કારો જાગી જતા કોઈને આ જીવનના કોઈ પ્રયત્ન કે
કશી જ પૂર્વતૈયારી કે કોઈ બાહ્ય નિમિત્ત વિના પણ તત્ત્વદર્શન લાધે છે.
કોઈ વાર તો જેનું બાહ્ય જીવન પાપ અને અનાચારના માર્ગે વળેલું હોય તેવી વ્યક્તિને પણ આ રીતે ઓચિંતો આત્માનુભવ સાંપડે છે.
અને એના જીવનની દિશા તદ્દન નવો જ વળાંક લે છે ને રીઢા ગુનેગારમાંથી મહાન સંત સર્જાય છે.
ગમે તે રીતે અનુભવ મળ્યો હોય પણ બધા ‘આત્મઅનુભવીઓ’ની ન્યાત એક જ છે. પોતાની તાત્વિક સત્તા દેહથી અને જગતથી પર છે અને એ સત્તામાં ઠરવું એ જ મુક્તિ છે એ વાત દરેક અનુભવીઓના અંતરમાં વસી ગઈ હોય છે. તેની દૃષ્ટિ ઉપરછલ્લી મટી તત્ત્વગ્રાહી બને છે. બાહ્ય દેખાવોથી તે ભરમાઈ જતી નથી કે ગાડરીયા પ્રવાહમાં તણાતી નથી. ધર્મ-નીતિ, દેશપ્રેમ, જીવન ધોરણ, આદિ કોઈપણ બાબતમાં પ્રચલિત માન્યતાઓ કે ધોરણોને એ પોતાની વિવેકબુદ્ધિથી નાણી જુએ છે શાસ્ત્રવચનોનું હાર્દ પણ એ શીઘ્ર પકડી લે છે. નિરર્થક વાદ-
વિવાદનો એને રસ નથી હોતો. પરિણામે બીજાઓ જ્યાં ઉગ્ર ... ઘસડાઈ જતા હોય છે ત્યાં એ શાંત રહે છે.
ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના ઉદ્ગારો :-
જિનહી પાયા તનહી છિપાયા ન કહે કોઉ કે કાનમેં તાલી લાગી જબ અનુભવકી 270
તબ સમજે કોઈ જ્ઞાનમેં હરિહર બ્રહ્મ પુરંદર કી રિધ્ધી આવત નહી કોઈ માનમેં ચિદાનંદકી મોજ મચી હૈ સમતારસ કે પાનમેં સમ્યક્ દર્શનનો ક્ષણિક અનુભવ મળવો એ પણ કોઈ નાની સૂની પ્રાપ્તિ નથી. એનો પ્રભાવ પણ વ્યક્તિના સમગ્ર જીવનને સ્પર્શી જાય છે.
અનુભવ પ્રાપ્તિ વખતની ધ્યેય સાથેની તન્મયતા, આનંદ, આશ્ચર્ય, કૃતકૃત્યતા તથા આત્મદર્શન દ્વારા મોહ પર લાધેલી જીતની ખુમારીની ઝલક ઉપાધ્યાય યશોવિજયજીના આ ઉપર ટાંકેલા ઉદ્ગારોમાંથી પામી શકાય છે.
સ. 312 બહિરાત્મ દૃષ્ટિ ક્યારે હટે છે? ને અંતરદૃષ્ટિ ખીલી ઉઠે છે?
જ. 312 સૂર્યોદય પહેલા રાત્રિના અંધકારની ઘનતાને ઓગાળતી ઉષા આવે છે.
તેમ આધ્યાત્મિક સાધકોના જીવનમાં અનુભવના આગમન પહેલા બહિરાત્મભાવને મોળો પાડતી આત્મજ્ઞાનની પ્રભા પથરાય છે. સ્વરૂપનું કાંઈક ભાન થાય છે. પરંતુ અનુભવ દ્વારા તેને સ્વરૂપની પાકી પ્રતીતિ મળે છે ત્યારે જ તેની બહિરાત્મદૃષ્ટિ પૂર્ણપણે હટે છે ને અંતરદૃષ્ટિ ખીલી ઉઠે છે, કહ્યું છે કે...
જ્ઞાન તણી ચાંદરડી પ્રગટી, તબ ગઈ કુમતિકી રયણી રે.’’
અકળ અનુભવ ઉદ્યોત થયો જબ, સકળ કળા પિછાણી રે...’’
સ. 313 સમ્યક્દૃષ્ટિ કયા ગુણસ્થાનકની સ્પર્શના કરે છે?
જ. 313 અનુભવ પહેલાના, મોહના અંધકારના ક્રમશઃ નાશવાળા આ આત્મવિકાસને હરિભદ્રસૂરી મહારાજે યોગની પ્રથમ ચાર દૃષ્ટિઓમાં આવરી લીધા છે. ‘અનુભવ’ પ્રાપ્ત થતા સાધક પાંચમી કે તેની ઉપરની યોગદૃષ્ટિમાં પ્રવેશે છે. ગુણ સ્થાનકની અપેક્ષાએ જોઈએ તો અનુભવની પહેલાના પ્રથમ ચાર યોગદૃષ્ટિ સુધીના આત્મવિકાસનો સમાવેશ પહેલા મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકમાં થાય છે. અનુભવની પ્રાપ્તિ થતા આત્મા પહેલા ગુણસ્થાનકથી સીધો જ ચોથા-અવિરત સમ્યક્દૃષ્ટિ-
ગુણસ્થાનકની કે ક્યારેક તેથી આગળ વધી છઠ્ઠા સર્વવિરતી ગુણઠાણાની અને સાતમા-અપ્રમત્ત ગુણસ્થાનકની સ્પર્શના કરે છે.
સ. 314 સમ્યક્દર્શનની પ્રાપ્તિ એ આત્મવિકાસની ચરમ અવસ્થા છે?
271
જ. 314 કેટલાક આધ્યાત્મિક વર્તુળો ‘સમ્યક્દર્શન’ની પ્રાપ્તિને આત્મવિકાસની ચરમ અવસ્તા માની લે છે. તેને જ જીવનમુક્તિ સમજે છે. પરંતુ જૈન આગમો અનુસાર આત્મવિકાસના ચૌદ ગુણસ્થાનકો જણાવાયા છે તેમાં તેર અને ચૌદમું ગુણસ્થાનક ક્રમશઃ જીવનમુક્ત અને વિદેહમુક્તિનું છે. જ્યારે ક્ષાયિક સમ્યક્દર્શનની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકે
હોઈ શકે છે.
સમ્યક્દર્શનની પ્રાપ્તિ થતા સાધકની જ્ઞાનધારા શુદ્ધ વહે છે. ચૈતન્ય સાથે તેનું અનુસંધાન અખંડ બને છે અને અંતરથી નિરાસક્ત રહી તે સર્વ પ્રવૃત્તિ કરી શકે છે. અંતરમાં નિરાસક્ત હોવા છતાં આવી વ્યક્તિનું બાહ્ય આચરણ પૂર્વસંસ્કાર અને ચારિત્ર મોહનીયાદિ કર્મના આવરણને કારણે ઘણીવાર આસક્ત વ્યક્તિના આચરણ જેવું રહે છે. અંતર અનાસક્ત હોવા છતાં તેની પ્રવૃત્તિમાં, યોગધારામાં થોડી-ઘણી અશુદ્ધિ અને ચંચળતા રહે છે. તે દૂર કરવા દેશવિરતી કે સર્વવિરતિની તપ-
ત્યાગમય સાધના શ્રી જિનેશ્વર દેવોએ ચીંધી છે. એ સાધના દ્વારા યોગપ્રવૃત્તિની અને જ્ઞાનની એ બંને ધારાને પૂર્ણ શુદ્ધ કરવી એ જૈન સાધનાનું લક્ષ્ય રહ્યું છે.
ઓગણીસસેં ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે...
શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે...
'- શ્રીમદ રાજચંદ્ર ઉગ્યો સમકિત રવિ ઝળહળતો, ભરતિમિર સવિ નાઠો...
અનુભવ ગુણ આવ્યો નિજ અંગે, મિટ્યો નિજ રૂપ માઠો...
'- શ્રીપાળરાસ, ખંડ-4, ઢાળ-13
સમ્યક્દર્શન વિના કઠોરતપ, બહોળું શ્રુતજ્ઞાન અને ઉગ્રચારિત્ર પણ નિરર્થક કહ્યા છે.
સ. 315 સમ્યકત્વનું મંડાણ શેના પર છે?
જ. 315 આત્મા છે’ એવી માત્ર શ્રદ્ધા કે દેહ અને કર્માદિથી તદ્દન ભિન્ન એક સ્વતંત્ર આત્મદ્રવ્યનું અસ્તિત્વ છે’ એવી માત્ર બૌધિક સમજણ નહિ, પણ એ બેની ભિન્નતાની સ્વ અનુભવ જન્ય પ્રતીતિ ઉપર સમ્યકત્વનું મંડાણ છે.
જેમ એકરૂપ થઈને રહેલા દૂધ અને પાણીને હંસની ચાંચ અલગ કરી દે છે તેમ અનાદિથી - અનંત જન્મોથી આપણને એકરૂપ ભાસતા આત્મા અને દેહને ‘સમ્યક્દર્શન’ અલગ પાડી બતાવે છે. ઉપશમ સમ્યક્ત્વની 272
પ્રાપ્તિ વખતે અંતર્મુહૂર્ત સુધી ચિત્ત દેહાભિમાનથી અલગ બની આત્મજ્યોતિમાં લીન રહે છે. ત્યારે પોતાના નિરુપાધિક સહજ આનંદ, જ્ઞાન, સામર્થ્યની ઝલક આત્માને મળે છે. ‘દેહાદિથી ભિન્ન ‘હું’ જ્ઞાન આનંદનો પિંડ છું’ એવો અભૂતપૂર્વ જ્ઞાનપ્રકાશ આત્મામાં પથરાય છે.
જન્માંઘને દૃષ્ટિ પ્રાપ્ત થતા, જેવો આનંદને વિસ્મય થાય, એનાથી અધિક આનંદ અને વિસ્મયની લાગણી સમ્યક્દર્શનની પ્રથમ પ્રાપ્તિ વખતે અનુભવાય છે. એ અપૂર્વક અનુભવથી જીવન અને જગત પ્રત્યેની દૃષ્ટિમાં અકલ્પ્ય પરિવર્તન આવે છે. તેથી પહેલા જેવા તીવ્ર રાગ-દ્વેષ એ પછી જાગી શકતા નથી. દેહાત્મ બુદ્ધિરૂપ અજ્ઞાનગ્રંથિ દૂર થતા, રાગ-દ્વેષની આધારશિલા જ ઉથલી પડે છે. એટલે કે ‘નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ’
ભેદાઈ જાય છે.
અહં, મમત્વ અને કષાયોનું મૂળ દેહાત્મ ભ્રમ છે. સંસારના સર્વ અનર્થ એમાંથી જ પાંગરે છે. ભેદજ્ઞાન થતા, સંસારનું એ બીજ શેકાઈ જાય કે
બળી જાય છે. તે પહેલા રાગ-દ્વેષ ભલે ઉપર ઉપરથી મોળા પડી ગયેલા દેખાય પણ તેનું મૂળ કાયમ રહે છે. જેમ કોઈ ઝાડ ઠૂંઠૂ થઈ ગયેલું દેખાય પણ તેના મૂળીયા ધરતીમાં સલામત હોય તો ફરી હર્યું ભર્યું થઈ જાય છે. પરંતુ જો તે મૂળથી જ ઉખડી ગયું હોય તો... થોડા દિવસ ભલે પાંદડા વગેરે લીલા દેખાય પણ કાળક્રમે તે નિષ્પ્રાણ લાકડું જ રહે છે. તેમ ‘સ્વ અનુભૂતિ’ દેહાત્મ બુદ્ધિરૂપ રાગ-દ્વેષની જડને ઉખાડીને ફેંકી દે છે. તેની સાથે મોહનું આખુંય વિષવૃક્ષ મૂળથી તૂટીને પડી જાય છે. ને કરમાઈને, સુકાઈને નષ્ટ થઈ જાય છે. આથી, સમ્યક્દર્શનની પ્રાપ્તિ પછી જન્મ-મરણની પરંપરા અનિયતકાળ સુધી નભી શકતી નથી. ભવભ્રમણની સીમા અંકાઈ જાય છે. વધુમાં વધુ પંદરભવે જીવ મુક્તિ પામે છે.
સ. 316 શું છે વ્યવહાર સમ્યક્દર્શન?
જ. 316 પારમાર્થિક સમ્યક્દર્શન, સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ જન્ય શુભ આત્મપરિણામરૂપ છે.છતાં પણ સુદેવ-સુગુરૂ અને જિનેશ્વર દેવે બતાવેલ સત્ધર્મ ઉપરની શ્રદ્ધાને પણ સમ્યક્ત્વ કહ્યું છે. કારણકે તેના દ્વારા સ્વરૂપની અનુભૂતિ માટેની ભૂમિકા ક્રમશઃ સર્જાય છે. અને અંતે સ્વ અનુભૂતિ રૂપ સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને, તે શ્રદ્ધા પણ વ્યવહારથી સમ્યક્દર્શન કહેવાય છે.
273
આગમ-યુક્તિ અને અનુભૂતિ એ ત્રિવિધ માર્ગે તત્ત્વ પ્રાપ્તિ થાય છે તેથી જ્યાં વીતરાગનું અવલંબન, આત્મજ્ઞાની ગુરૂઓનું માર્ગદર્શન અને જિનઆજ્ઞા આરાધવાની રુચિ છે ત્યાં દ્રવ્ય સમ્યક્ત્વ કહ્યું છે.
વિતરાગ વચન ઉપરના વિશ્વાસથી અને તર્ક દ્વારા મળેલું આત્મા અને પરના ભેદનું જ્ઞાન ગમે તેટલું ઊંડુ હોય તો ય, તે બૌધ્ધિક સ્તરનું હોવાથી, તે એ ભેદની એવી દૃઢ પ્રતીતિ જન્માવી શકતું નથી કે જેથી નિબિડ રાગ-દ્વેષની ગ્રંથિ ભેદાઈ જાય. એટલે સ્વ અને પરના ભેદનો, દેહ અને આત્માના ભેદનો સાક્ષાત્કાર કરાવતા અનુભવને સમ્યક્દર્શનનું પ્રથમ સ્થાન કહ્યું છે અને સમ્યક્દૃષ્ટિ એટલે કાયાથી ‘‘હું’’ ને અલગ જોનારી, અનુભવનારી દૃષ્ટિ માટે ભવભ્રમણને મર્યાદિત કરનાર પારમાર્થિક સમ્યક્દર્શનના અર્થીએ સુદેવ-સુગુરૂ-સુધર્મ પરની શ્રદ્ધા અને શ્રુત તથા તત્ત્વચિંતન દ્વારા મળતાં તત્વાર્થના જ્ઞાન અને શ્રદ્ધાનથી સંતોષ માની અટકી ન જતાં સ્વ અને પરની યથાર્થ પ્રતીતિ કરાવતાં, ભેદજ્ઞાન કરાવતાં પ્રત્યક્ષ ‘‘અનુભવ’’ ને પોતાની સાધનાનું લક્ષ્ય બનાવવું જોઈએ.
સ. 317 જ્ઞાનસહિત ક્રિયા કોને કહેવાય?
જ. 317 જ્ઞાન સહિત ક્રિયા એટલે જેને સમ્યક્ દર્શન પ્રાપ્ત થયું છે, જેને આત્મઅનુભવ પ્રાપ્ત થયો છે, જેની ક્રિયામાં સ્વઅનુભવ જન્ય આવી પ્રતીતિ ભળી છે એવી ક્રિયા તે જ્ઞાનસહિત ક્રિયા કહેવાય છે. એવો આત્મજ્ઞાની શ્વાસોશ્વાસમાં એટલી કર્મનિર્જરા કરી શકે છે, જે અજ્ઞાની પૂર્વ ક્રોડ વર્ષ સુધીમાં પણ માંડ કરે. આત્મસાધના માટે જ જેણે ભેખ લીધો છે તેને તો એની પ્રાપ્તિ માટે તાલાવેલી હોવી જોઈએ.
ભાવિ ગણધર (શ્રી કુમારપાળ મહારાજ) ના ધર્મગુરૂ ‘કલિકાલસર્વજ્ઞ’
શ્રી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ શું કહે છે તે જુઓ...
જે દુઃખ છે તે આત્મઅનુભવજ્ઞાન જેને પ્રાપ્ત થયું નથી તેને છે. જેને તમે કર્મ નિર્જરાનું મુખ્ય કારણ કહો છો, તે તપથી પણ આત્માના અજ્ઞાન જનિત દુઃખ આત્મઅનુભવજ્ઞાન વિનાનાઓથી છેદી શકાતું નથી કારણકે
સમ્યક્દર્શન વિનાના તપનું ફળ નહિવત્ છે માટે બીજી બધી આળપંપાળ મૂકીને રત્નત્રયના પ્રાણભૂત આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરવો. આત્મજ્ઞાન, સમ્યક્દર્શન, એ સ્વાનુભૂતિનું જ બીજું નામ છે.’’
આપણા જ કાળના ને આપણા જ ક્ષેત્રના આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીજીએ વિવેકશીલ મુમુક્ષુને સ્વાનુભવપૂર્ણ જે સલાહ આપી છે તે વચનોમાંથી 274
પ્રેરણા મેળવીને આત્માર્થી સાધકે આત્મદર્શનને પોતાનું લક્ષ્ય બનાવી તે માટેની આરાધનામાં લાગી જવું ઘટે.
જેને સમ્યક્દર્શન આત્માનુભવ થયો નથી એવા જીવો સદા દેહ અને પોતાના કર્મકૃત વ્યક્તિત્વ સાથે પોતાનું તાદાત્મય - એકતા અનુભવતા હોય છે. નામ-રૂપથી અલગ એવી શાશ્વત આત્મસત્તા સાથે પોતાનું તાદાત્મય અનુભવાતું નથી. પણ કર્મજન્ય ક્ષણિક પર્યાયો જે સતત બદલાતા રહે છે તેમાં જ ‘‘હું’’ ની બુદ્ધિ રહે છે. જ્યારે સ્વાનુભૂતિ પછી ભેદજ્ઞાનની જાગૃતિવાળી વ્યક્તિને એ પ્રતીતિ રહ્યા કરે છે કે, આ દેહાદિ હું નથી’’. ખાતાં-પીતાં, હરતાં-ફરતાં વગેરે દૈનિક પ્રવૃત્તિની વચ્ચે પણ સમ્યક્દૃષ્ટિ આત્માની વૃત્તિ સ્વરૂપ તરફ (આત્મા તરફ) વહેતી હોય છે. આત્મસત્તા સાથેની એકતાની સ્મૃતિ અન્ય પ્રવૃત્તિના કોલાહલની વચ્ચે પણ, તેના ચિત્તમાં ઝબક્યા કરતી હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ વાળાને એ ભાન અખંડ ટકે છે. એના અંતરની ઝંખના શુદ્ધ ક્ષાયકભાવમાં ઠરવાની હોય છે. તે સિવાયનું બીજું બધું તેને સ્વપ્નની ઘટના જેવું નિઃસાર લાગે છે. ચારિત્ર મોહનીયના ઉદયવશ બાહ્ય રીતે વિષય ઉપભોગમાં તે પ્રવૃત્ત દેખાવા છતાં તેના અંતરમાં તેના અંતરના ઊંડાણમાં તો વિષયોના એ ભોગવટામાં આનંદ કરતાં બળાપો વિશેષ રહે છે. તેનું મન વિષયોપભોગ કે અન્ય પ્રવૃત્તિમાં તીવ્ર રસપૂર્વક ભળતું નથી.
સ. 318 જે સમ્યક્દર્શન વિના વિપુલ શ્રુતજ્ઞાન પણ ‘જૂઠું’ જ રહે છે એ અનુભવ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રત્યેક મુમુક્ષુને કેવું આકર્ષણ હોવું જોઈએ?
જ. 318 જેનો સંવેગ તીવ્ર હોય તે માત્ર શાસ્ત્રજ્ઞાનથી સંતોષ માની બેસી રહે નહિ. ભલે માર્ગદર્શન મેળવવા તે શાસ્ત્રનું અધ્યયન કરે પણ તેની ઝંખના તો અનુભવજ્ઞાનનો અમૃત ઓડકાર પામવાની જ હોય.
દિશી દેખાડી શાસ્ત્ર સર્વ રહે, ન લહે અગોચર વાત..
કારજ-સાધક બાધક રહિત એ, અનુભવ મિત્ત વિખ્યાત.’
આનંદઘનજી મહારાજ વિરજિન સ્તવન.
જે અનુભવ તરફ દોરી ન જાય, એની જીજ્ઞાસા પણ ન જગાડે, તે શાસ્ત્રઅધ્યયનથી જીવન કૃતાર્થ ન બને. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે...
સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠોરે...
વાદવિવાદ અનિશ્ચિત કરતો, અનુભવ વિણ જાય હેઠો રે...
275
સમ્યક્દૃષ્ટિ આત્માને સ્વઅનુભવજન્ય પ્રતીતિ હોવાને કારણે સમગ્ર ભવચેષ્ટા નાટકના ખેલની જેમ કંઈક અલિપ્તભાવે જુએ છે. શ્રી આનંદઘનજી મહારાજ, સુમતિનાથ જિન સ્તવનમાં કહે છે કે...
સમકિત દૃષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાળ..
અંતરથી ન્યારો રહે... જિમ ધાવ ખીલાવત બાળ....’’
જેમ ધાવમાતા બાળકને દૂધ આપે છે, રમાડે છે, પાળે છે પણ અંતરથી જાણે છે કે આ મારૂં બાળક નથી તેથી તેને મમત્વ નથી. તેમ સમ્યક્દર્શન પામેલો જીવ કર્મકૃત કુટુંબનું પરિપાલન કરે છે, વિષયોપભોગ કરે છે પણ તેમાં તેને રસ હોતો નથી. અંતરથી ન્યારો રહે છે..
સ. 319 સમ્યક્દર્શનની પ્રાપ્તિ, આત્મઅનુભવની પ્રાપ્તિ આ ક્ષેત્રે વર્તમાનકાળમાં શક્ય છે ખરી?
જ. 319 હા... આપણના નિકટના કાળમાં થઈ ગયેલ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ, ઉપાધ્યાય માનવિજયજી વાચક, યોગીશ્વર આનંદઘનજી અને ચિંદાનંદજી મહારાજે પોતાને અનુભવ પ્રાપ્ત થયાના સ્પષ્ટ ઉલ્લેખો કર્યા છે.
ઉપાધ્યાય યશોજિયજી મહારાજને અનુભવની પ્રતીતિ શ્રીપાળરાસની રચના કરતાં થઈ...જુઓ...
માંહરેતો ગુરૂચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પેઠો...
ૠદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહિ, આતમ રતિ હુઈ બેઠો રે...
'- શ્રીપાળરાસ ખંડ -4, ઢાળ - 13
અવધુ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી... - આનંદઘનજી મહારાજ અહનિશ ધ્યાન અભ્યાસથી, મન થિરતા જો હોય...
તો અનુભવ લવ આજપન, પાવે વિરલા હોય..
'- ચિદાનંદજી મહારાજ +ÉoÉÒ +à »~ɺ÷ oÉÉ«É Uà Hà આત્મઅનુભવની પ્રાપ્તિ આ કાળે પણ સંભવિત છે. પણ તે માટે અખંડ પુરૂષાર્થ અને નિષ્ઠાપૂર્વકની સાધના જરૂરી છે.
ક્યારેક કોઈને અનાયાસે પ્રાપ્તિ થઈ જાય પણ તેની પાછળ પણ અનેક જન્મના પુરૂષાર્થ અને સાધના રહેલા હોય છે. માટે અવિનાશી ને નજરે નિહાળવા માટે, પોતાના લક્ષ્યથી જરાયે આડાઅવળા થયા વિના, તીરની જેમ લક્ષ્યની દિશામાં આગળ વધે તો આ જીવનમાં જ આત્મજ્ઞાનનો પ્રકાશ પામી શકે છે. આપણે પ્રદક્ષિણા ફરતાં દૂહો બોલીએ છીએ ને....
276
જ્ઞાન વડું સંસારમાં જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના જગજીવડાં ન લહે તત્ત્વ સંકેત.’’ આમ શાસ્ત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનનો મહિમા ગાયો છે.
જ્ઞાન શબ્દનો ઉલ્લેખ છે તે આ ‘‘આત્મજ્ઞાન’’ની ‘‘અનુભવજ્ઞાન’’ની વાત છે. શાસ્ત્ર-શબ્દ જ્ઞાનની વાત નથી તે ધ્યાનમાં રાખવું. અલ્પ પણ અનુભવજ્ઞાન સાથે આવે છે, શાસ્ત્રજ્ઞાન નહિ... માટે શાશ્વતને પામવાનો પુરૂષાર્થ કરવો એ જ માનવ જીવનનું ધ્યેય છે.
સ. 320 સમ્યક્દર્શનનો મહિમા શું છે?
જ. 320 સાગરને ગાગરમાં કેવી રીતે સમાવવું? એને કલમ લખી શકતી નથી, કથન કહી શકાતું નથી. મન જેને મનન કરી શકતું નથી જેના આવ્યે જીવની દૃષ્ટિ ફરી જાય. સમ્યક્દર્શન થયા પછી, ગમે તે વર્તન હો, પરંતુ તેને તીવ્ર બંધન નથી. અનંત સંસાર નથી. મોક્ષ નક્કી છે. અંતરંગ મોહિની નથી. સમકિત પામ્યાથી જીવ વધુમાં વધુ 15 ભવે મોક્ષે જાય.
જઘન્ય તે ભવે પણ મોક્ષ થાય. ને જો સમકિત વમે તો વધારેમાં વધારે અર્ધપુદ્ગલપરાવર્તન કાળ સુધી પરિભ્રમણ કરીને પણ મોક્ષ પામે.
સમ્યક્દર્શન ગમે તે ગતિમાં સાથે જાય. ક્ષયોપશમ સમકિત અથવા ઉપશમ સમકિત હોય તે જીવ વમી શકે પણ ક્ષાયિક સમકિત હોય તે વમાય નહિ. ક્ષાયિક સમકિત જીવ વધારેમાં વધારે ત્રણ ભવ કરે. અને કોઈ એક જીવની અપેક્ષાએ ક્વચિત ચાર ભવ થાય.
સમ્યક્દર્શન થયાં પહેલાં કોઈપણ પુણ્ય કાર્ય, ક્રિયા, વિધિ કરો, બંધ ભલે પુણ્યનો પડશે પણ 95 ટકા અનુબંધ પાપનો પડશે. તે પાપાનુબંધી પુણ્ય બનશે જે ઉદયમાં આવશે ત્યારે નવું બંધને અનુબંધ બંને પાપનું કરાવશે અને અંતે દુર્ગતિમાં પટકી દેશે. જ્યારે સમ્યક્દર્શન પામ્યા પછી બાજી આખી પલટી ખાઈ જશે. કાર્ય ભલે પુણ્યનું કરતાં હોય કે પાપનું પણ 95 ટકા અનુબંધ તો પુણ્યનો જ પડશે. જે ઉદયમાં આવશે ત્યારે નવો બંધ અને અનુબંધ બંને પુણ્યનો જ પડશે. નવું કર્મ કેવું કરાવવું તે તાકાત બંધમાં નહિ પણ અનુબંધમાં છે માટે અનુબંધથી ચેતો.
અત્યારે આપણે આ કાળમાં આ સંઘયણ દ્વારા કેવળજ્ઞાન તો પામી શકીએ એમ નથી પરંતુ જો સમ્યક્દર્શન માટે સમ્યક્ પુરૂષાર્થ કરવામાં આવે તો તે ઝલક જરૂર પામી શકાય માટે હે જીવ! તું બીજું બધું છોડીને સમ્યક્દર્શન માટે સમ્યક્ પુરૂષાર્થ કર.
જો સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગમાં ઉતરી આર્ય મૌન ધારણ કરી કર્મની પ્રતરોને નિર્જરાવાનો પુરૂષાર્થ કરવામાં આવે તો આત્મા પર લાગેલ 277
કર્મની કાળાશ ઓછી થશે... ને ઓછી થશે તો આત્માનો પ્રકાશ, જ્ઞાનપ્રકાશની ઝલક મળી જશે.. આત્માનું જે સ્વરૂપ છે તે સ્વરૂપના વીજળીના ઝલકની જેમ દર્શન થઈ જશે. સમ્યક્દર્શન થઈ જશે...
અતિન્દ્રિય આનંદ રેલાશે... ભવભ્રમણ સિમિત થઈ જશે.
પહેલાનાં જમાનાના રાજા-મહારાજા-શ્રેષ્ઠીઓ પચાસ વર્ષ સંસારમાં વીતાવ્યા પછી, કુટુંબ પરિવારની જવાબદારી છોકરાઓને સોંપી પોતે જંગલમાં ચાલ્યા જતા. તરત દીક્ષા નહોતા લઈ લેતાં, સંન્યાસ લેતાં પહેલાં વાનપ્રસ્થાન હતો. જંગલમાં રહી, પરિષહ સમતાભાવે સહન કરી, સ્વાધ્યાય ધ્યાનની સાધના કરતાં સ્વાધ્યાય કરતાં કરતાં જ્યારે સમ્યક્દર્શનની ઝલક મળી જતી પછી સંન્યાસ ગ્રહણ કરતાં. સમ્યક્ દર્શન વિનાના ચારિત્રની કિંમત શૂન્ય છે તેવું શાસ્ત્રમાં વાંચીએ છીએ, જાણીએ છીએ. વ્યાખ્યાનમાં પણ સમજીએ છીએ પણ એના માટેનો કોઈ સઘનતાથી પ્રયત્ન કરતા નથી... ને એ જ કારણ છે કે ખોટા હીરાના ચળકાટમાં સાચો હીરો ગુમાવી દઈએ છીએ...
ક્રિયા કષ્ટ ભી ન હુ લહે, ભેદજ્ઞાન સુખવંત, યા બિન બહુવિધ તપ કરે, તો ભિ નહી ભવ અંત.’’
'- સમધિશતક - ગાથા 31
નિજ સ્વરૂપ જાણ્યા વિના, જીવ ભમે સંસાર...
જબ નિજ રૂપ પિછાણીયો, તબ લહે ભવકા પાર...
'- સમાધિ વિચાર દુહો 281
સ. 321 ચોર્યાસી ચોવીશી સુધી લોકો સ્થૂલીભદ્રજીને યાદ કરશે એમ કેમ કહ્યું છે?
જ. 321 એનો ગર્ભિત અર્થ એ છે કે ચોર્યાસી ચોવીશી સુધી એટલા સમય દરમ્યાન એક પણ મહાત્મા સ્થૂલીભદ્રજી સમા બ્રહ્મસિધ્ધ, બ્રહ્મર્ષિ પુરૂષ થશે નહિ, દરેક એક થી છ આરામાં 24 તીર્થંકર થાય. તેને એક ચોવીશી કહેવાય. આવી અનંત ચોવીશી અસ્ખલીત પણે ચાલ્યા જ કરે છે. પ્રત્યેક ચોવીશીએ અતીત પૂર્વની ચોવીશી ના નામઠામ કામ વિસરાઈ જાય છે. (હાલ જે ચોવીશ તીર્થંકર છે તે વર્તમાન ચોવીશી તેની પહેલાની અતીત ચોવીશી અને અતીતની પહેલાની તે અતીતપૂર્વ ચોવીશી કહેવાય.) અતીતની, વર્તમાનની ને ભવિષ્યની ચોવીશીની એમ ત્રણ જ ચોવીશીના નામ લોકોને યાદ રહે છે. જ્યારે સ્થૂલભદ્રજી બ્રહ્મચર્ય રક્ષક, સ્થૂલભદ્રજીના નામ-ઠામ-કામ ચોર્યાસી ચોવીશી સુધી લોકો યાદ કરશે... વિચાર તો કરો કેટલો લાંબો ગાળો...!! આ બ્રહ્મચર્યનો પ્રતાપ 278
છે. અરે...જેની નિશ્રામાં દસ-દસ જણાએ તીર્થંકર નામ નિકાચિત કર્યા એવા મહાવીર સ્વામીનું નામ ત્રીજી ચોવીસીએ ભૂલાશે. સંખ્યાતી ચોવીશીઓમાં એકલા અનંત લબ્ધિધર ગૌતમ સ્વામીનું નામ સુધ્ધાં બીજી ચૌવીશીએ ભૂલાશે પણ બ્રહ્મચર્ય સંરક્ષણ સ્થૂલભદ્રજીનું નામ ચોર્યાસી ચોવીસી સુધી સ્મરાશે. સ્થૂલભદ્રજી અર્થથી દશ અને સૂત્રથી ચાર એમ ચૌદપૂર્વ જ્ઞાનના જ્ઞાતા હતા. પૂર્વનું જ્ઞાન પામ્યા પહેલાંનો રૂપકોશાની ચિત્રશાળાએ ચાર્તુમાસિકનો પ્રસંગ અદભૂત ચમત્કારિક છે. સ્થૂલભદ્રના ઉદા. પરથી બ્રહ્મચર્યનો કેવો મહિમા છે તેની સમજ આવે છે. અને તેને યાદ કરવાથી આચરણમાં મૂકવાનું બળ મળે છે.
સ. 322 બ્રહ્મચર્ય રક્ષક, બ્રહ્મચર્યની નવ વાડો કઈ છે? સવિસ્તાર સમજાવો?
જ. 322 (1) વસતી શુધ્ધિ (2) સરાગકથાત્યાગ (3) આસન ત્યાગ (4) નિરીક્ષણ ત્યાગ (5) ભીંતને આસરે શબ્દ શ્રવણ ત્યાગ (6) સ્મરણ ત્યાગ (7)
પ્રણિત ભોજન ત્યાગ (8) અતિમાત્ર ભોજન ત્યાગ (9) વિભૂષાત્યાગ (1) વસતી શુધ્ધિ :- સ્ત્રી, નપુંસક અને પશુઓ જ્યાં વસતા હોય ત્યાં નિવાસ કરવો નહિં. ત્યાંના વાતાવરણના અનિષ્ટ અણુ પરમાણુઓ દેહમાં પ્રવેશે છે, ને વિકારના વિચાર પતનને નોંતરે છે.
(2) સરાગકથા ત્યાગ :- સ્ત્રી, રાગ અને કામકથાઓના વાંચન-શ્રવણ કરવા નહિ, નવલકથા વાંચવી નહિ. પીક્ચર-ટીવી-નાટક વગેરે જોવું નહિ.
(3) આસન ત્યાગ :- સ્ત્રી વર્ગ જે આસન પર ઉપસ્થિત હોય તે આસન પર અમુક કાલમર્યાદા સુધી આસન ગ્રહણ કરવું નહિ. અનાદિકાલીન મૈથુન સંજ્ઞાને કારણે વિજાતિય તત્વોના અણુ-પરમાણુના પરસ્પર ખેંચાણ અને બેસાણ થકી દેહ-મન-આત્મામાં તે પ્રવેશે છે. જે ભાગ શક્તિપતનની શક્યતામાં દોરે છે.
(4) નિરીક્ષણ ત્યાગ :- નારીના અંગોપાંગ, રૂપ લાવણ્ય, દેહ લાલિત્ય નીરખવા નહિ. રૂપ સૌંદર્યોના નિતાંત નિરિક્ષણ, ચક્ષુદ્વાચ્ચિત્ત પ્રદેશમાં ચોંટે છે ને ભીતરમાં ભોગના ભયાનક તોફાન મચે છે. પતનની સંભાવના જાગે છે.
(5) ભીંતને આસરે શબ્દ શ્રવણ ત્યાગ :- ભીંતને આસરે ઉપસ્થિત યુગલના વાર્તાલાપને સાંભળવો નહિ કે છૂપા ફોન સાંભળવા નહિ.
પ્રેમી-પ્રેમિકાના સંવાદ ટીવી-રેડિયોને આશ્રયી ને પણ સાંભળવા ઉભું રહેવું નહિ. એકેક શબ્દમાં અકથ્ય શક્તિઓ છે. વિકારી શબ્દો વિકાર 279
સર્જક છે. શ્રવણથી શબ્દો શ્રવણેન્દ્રિય દ્વારા દેહ-મન-આત્મપ્રદેશોમાં પ્રવેશે છે, ને આત્મ વિનાશને નોંતરે છે.
(6) સ્મરણ ત્યાગ :- પૂર્વે ભોગવેલા ભોગ ઉપભોગને ભૂલી જવું.
ભોગાદિ સ્મરણોમાં મારકશક્તિ અને દેવગુરૂ ધર્મ સંબંધી સ્મરણોમાં તારકશક્તિ છે. પૂર્વ ક્રિડિત સ્મરણ ત્યાગ પતનની ખાઈમાંથી રક્ષા કરે છે.
(7) પ્રણિત ભોજન ત્યાગ :- મિષ્ઠાન જેવા ભારે ભોજનનો ત્યાગ અથવા નિયમન માદક, રસમય મિષ્ટ આહાર વાસનાને વકરાવે છે.
ભોજનું દર્શન ચક્ષુરેન્દ્રિય દ્વારા, ભોજનની સુગંધ ધ્રાણેન્દ્રિય દ્વારા, ભોજનનો સ્પર્શ સ્પર્શેન્દ્રિય દ્વારા ને ભોજનનો સ્વાદ સનેન્દ્રિય દ્વારા આત્મપ્રદેશમાં પહોંચે છે ને આહારશક્તિને ભોગાશક્તિ દ્વારા પતનને નોંતરે છે.
(8) અતિમાત્ર ભોજન ત્યાગ : અતિશય આહાર આરોગવો નહિ, પેટમાં રહેલ આહારના ભાર સાથેનો વાયુ, અપચોને કબજીયાતના દબાણો વાસનાપુષ્ટિ કરે છે. પતનની શક્યતા જાગે છે, સંયમિત આહાર આત્મશુદ્ધિનું પ્રબળતર પોષક પરિબળ બને છે.
(9) વિભૂષાત્યાગ :- સૌંદર્ય વર્ધક દ્રવ્યો પરના પ્રતિબંધને વિભૂષા ત્યાગ કહે છે. સુંદર વસ્ત્રો, ઓછા વસ્ત્રો, આભૂષણો પફ, પાવડર વગેરે સૌંદર્ય પ્રસાધનો વિષય વિલાસની લાલસાઓમાં લપટાવે છે.
આવા દ્રવ્યોની પ્રતિજ્ઞા બ્રહ્મચર્ય સહાયક બનાવે છે.
ઉપરની નવ વાડોને સમજીને અમલમાં મૂકીને સાધુ-સાધ્વી, શ્રાવક-
શ્રાવિકાઓએ બ્રહ્મચર્યનિષ્ઠ બનવા પ્રયત્ન કરવો.
સ. 323 બ્રહ્મચર્ય વ્રતને ઉત્તમ વ્રત તરીકે કેમ ગણાવ્યુ છે? નિશ્ચયનયથી બ્રહ્મચર્ય કોને કહે છે?
જ. 323 પાંચ ઈંદ્રિયોમાંથી સ્પર્શ ઈંદ્રિયનો અભ્યાસ જીવને ઘણો છે. કારણકે
દરેક ભવમાં તે ઈંદ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મોળી પડી જાય છે. સર્વપ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંધનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાધન છે.
એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર નૃપતિ જીતતાં જીતીએ દળપૂર ને અધિકાર’’
પરમાર્થ હેતુ માટે નદી ઉતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી ને તેને માટે કહ્યું છે, કે
280
અલ્પ આહાર કરજે. ઉપવાસ કરજે, એકાંતર કરજે છેવટે ઝેર ખાઈને મરજે પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહી સાચા બ્રહ્મચારીને તો સ્ત્રીના પરિચયનો ભાવ પણ આવતો નથી.
બ્રહ્મ એટલે આત્માને ચર્ય એટલે ચરવું, વિચરવું. નિશ્ચય નયથી બ્રહ્મચર્ય એટલે આત્મામાં વિચરણ કરવું. યાવત્જીવ શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું પણ એ તો શુભ રાગ છે. આત્મા પોતેજ બ્રહ્મસ્વરૂપ છે, ને તેની નિર્મળ પર્યાય દ્વારા તે બ્રહ્મસ્વરૂપ આત્માને જાણે ત્યારે તેનું નામ બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મચર્ય એટલે આત્મામા વિચરણ કરવું અર્થાત્ આત્માનો ઉપયોગ આત્મામાંજ રાખવો.
સ.324 જૈન ધર્મના અમુક સંતો આત્મકલ્યાણને વધારે મહત્વ આપે છે અને પર આત્મ કલ્યાણને ગૌણ સ્થાન આપે છે તે કેટલું તોગ્ય છે?
જ.324 ભાઈ... એક સામાન્ય વાત છે કે....જો મારે તમને લાખ રૂપિયા આપવા હશે તો મારે પહેલા લાખ કમાવા તો પડશે ને? જો મારી પાસેજ નહી હોય તો હું ગમે તેટલું ચાહીશ તો પણ તમને લાખ રૂપિયા કેવી રીતે આપીશ? એમ જો મારે પરઆત્મ કલ્યાણ કરવું હોય તો પહેલા મારે મારા આત્માનું તો કલ્યાણ કરવું પડશે ને? તીર્થંકર અવધિજ્ઞાન સહિત જન્મે છે. છતાં પણ કોઈને ઉપદેશ આપવા લાગી જતા નથી. દીક્ષા લીધા પછી પણ જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરતા નથી ત્યાં સુધી મૌન સેવે છે. બીજા લોકોના કલ્યાણ કરૂં એમ કરીને ઉપદેશ આપવા બેસી જતા નથી. કેમકે જાણે છે કે હજી હું જ અધુરો છું. સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરી નથી. તો આ અપૂર્ણ અવસ્થામાં જે આપીશ તે પણ અપૂર્ણ જ હશે. વિચાર કરો.... છેલ્લેથી ત્રીજા ભવે સમકિતની પ્રાપ્તિ થઈ ગઈ છે છતાં...કેવળજ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તીર્થંકરો મોં નથી ખોલતા...સંપૂર્ણ મૌન સેવે છે. અને આપણે? પાંચ મીનીટ પૂજા કરતા હોઈએ ને તો પણ ન મૌન રાખી શકીએ છીએ, ન આત્માની સ્થિરતા રાખી શકીએ છીએ. બાજુવાળા એ જરાક વિધિ બરાબર ન કરી તો તરત શીખામણ આપવા લાગી જઈએ છીએ...પણ આપણે એ નથી જાણતા કે ભટકતા ચિત્તે પૂજા ક્રિયા કરવી એજ સૌથી મોટી અવિધિ છે. આમેય કહેવત છે ને કે અધૂરો ઘડો છલકાય!!! તમને ખબર છે...
આદિનાથદાદાની સાથે 4000 પુરૂષોએ પણ દિક્ષા ગ્રહણ કરી હતી.
આદિનાથદાદાતો દિક્ષા લીધી તે દિનથી મૌન ધારણ કર્યું... હવે આ 4000ને તો કાંઈ ખબર હતી નહીં કે દિક્ષામાં શું કરવું - શું ના કરવું.
281
શું ખાવું - શું ના ખાવું એટલે દાદા જેમ કરે તેમ કરવા લાગ્યા - દાદા કાંઈ ખાતા-પીતા ન હતા તો તે લોકો પણ ભૂખ્યા રહેતા... પણ દાદા સિવાય બીજા બધાની ક્ષમતા કેટલી? બે-ચાર મહિના જતાં તો ભૂખ તરસ અસહ્ય થઈ ગઈ... હવે શું કરવું? દાદાને પૂછીએ તો દાદા તો કાંઈ બોલતા નથી. એટલે એ લોકોએ વગર છૂટકે સચિત પાણી ને ફળ-ફૂલ જે મળે તે વાપરવા લાગ્યા... દાદા આ બધું જોતાં પણ એક શબ્દ બોલતા નહિ... કે અરે તમે બધાએ તો દિક્ષા ગ્રહણ કરી છે, આ સચિત્ત વસ્તુ તમારાથી ખવાય-પીવાય નહિ...કેમ દાદાએ શીખામણ ન આપી? કેમકે હજી પોતે કેવળજ્ઞાન પ્રાપ્ત નહોતું કર્યું... પૂર્ણતાને પામ્યા નહતા... પૂર્ણતાને પામ્યા પહેલાનું બધુંજ અધૂરૂં હોય એમાં ઉત્સૂત્ર ભાષણનો દોષ લાગે. ઉત્સૂત્ર ભાષણ થી અનંતો સંસાર વધી જાય. પરંતુ આપણે આ બધું સમજવા કે માનવા ક્યાં તૈયાર છીએ?
હું માઈકથી ભાષણ આપું એટલે હજારો લોકો પામે..’’ અરે ભાઈ...
પહેલાં તું તો પામ...ભલે આ કાળમાં કેવળજ્ઞાન ઉચ્છેદ હોય પણ સ્વાધ્યાય ધ્યાન - કાયોત્સર્ગની સાધના દ્વારા તું તો સમ્યક્ દર્શનની પ્રાપ્તિ કર.... પછી તું વહેંચવા નીકળના... પ્રેક્ટીકલી તો કાંઈ કરવું નથી તો પછી તું ગમે તેટલા ભાષણો માઈકથી આપ કે ટી.વી.માં આપ ન તું તારા આત્માનું કલ્યાણ કરી શકીશ. ન પરના આત્માનું.
એક સામાન્ય આ ભૌતિક જગતનું ઓપરેશન કરવું હોય ને તો પણ પહેલાં સ્વયં સત્તર વરસ અભ્યાસ કરવો પડે છે. એ પછી પણ એક વરસ પ્રેક્ટિકલ ઓપરેશન ન કર્યા હોય ને ત્યાં સુધી ઓપરેશન કરવાની પરમીશન મળતી નથી. પેશન્ટ આંખ સામે મરતો હોય ને તો પણ એ ડોક્ટર જેણે પ્રેક્ટિકલ અભ્યાસ નથી કર્યું ને તે ઓપરેશન કરી શકતો નથી. અગર ભૌતિકજગતમાં પણ આટલા કડક નિયમો છે તો ભાઈ આ તો આધ્યાત્મિક જગતનું ઉચ્ચતમ ઓપરેશન છે તે ડીગ્રી પોતે પ્રાપ્ત કર્યા સિવાય એટલેકે આત્મ કલ્યાણ સાધ્યા સિવાય, સ્વાધ્યાય -
ધ્યાન - મૌનને કાયોત્સર્ગની સાધના દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરી, પોતે પ્રાપ્ત કરી પછીજ બીજાના આત્માનું, પરના આત્માનું કલ્યાણ કરવા નિકળવું જોઈએ. નહિ તો આત્માને પડવાના ભયસ્થાનો ઘણા છે. નવદિક્ષિત માટે પણ એજ આજ્ઞા છે. દિક્ષા દિનથી ઓછામાં ઓછું 1 વર્ષ મૌન-ધ્યાનની સાધના કરવાની છે. જેથી સમ્યક્ દર્શન પ્રાપ્તિ માટે સાચા અર્થમાં પ્રયાણ થાય. એ સાધક અવસ્થામાં છે માટેજ 282
એને સાધુ કહેવાય છે. એ સાધુ સર્વ કાંઈ સીખીલે પછી એ ઉપાધ્યાય પદમાં સ્થાપિત થાય છે. ઉપાધ્યાયનું સ્થાન ટીચર જેવું વર્ષોની મૌનસાધનાની સાધના દ્વારા જે શીખી લીધું તે હવે અન્યને શીખવાડો...આચાર્ય એનાથી પણ આગળ વધીને પોતે જે પ્રાપ્ત કર્યું છે તે એના આચરણમાં આવે છે. જેનું આચરણ જ મૌન-ધ્યાન-શાંતતા-
એકાંતતાનું પ્રતિક છે. એનું આચરણ જોઈનેજ અન્ય શીખે છે. તેને હવે શબ્દોની જરૂર નથી એ આચાર્ય. આમ જે મહાત્મા આત્મ કલ્યાણ સાધે છે તેજ કઈ પામે છે ને પામીને અન્યનું - પરઆત્મ કલ્યાણ કરવામાં સહાયક બને છે.
સ.325 છઠ કરીને સાતજાત્રા કરીએ એટલે મોક્ષની પ્રાપ્તિ થાય એ સાચી વાત છે?
જ.325 સમય જતાં ભાષા-શબ્દોને શબ્દના અર્થ બદલાઈ જાય છે. સાંકેતિક ભાષાના ગૂઢ રહસ્યો સમજમાં આવતા નથી એટલે અટવાઈ જઈએ છીએ. જુઓ આ વાક્યનો અર્થ શું થાય છે? છ ઠઃ કરીને સાત જાત્રા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ થાય છ = પાંચ ઈંદ્રિયને છઠ્ઠું મન ઠઃ = એ છ એને ઠઃ કરવું એટલે સ્થિર કરવું. એટલે કે પાંચ ઈંદ્રિય અને છઠ્ઠું મન એ છ એને સ્થિર કરીને.
સાતજાત્રા - સાતેય ચક્રો મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર - બ્રહ્મરંધ્ર સુધી જો ક્રમવાર યાત્રા કરવામાં આવે એટલે કે
મન-વચન-કાયાને સ્થિર કરીને, આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખીને જો આ સાતેય ચક્રોનું ક્રમવાર ભેદન કરવામાં આવે તો સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ જેને થાય છે તેના માટે વધુમાં વધુ પંદર ભવે મોક્ષની પ્રાપ્તિ નિશ્ચિત થાય છે.
અગર સમકિત વમી પણ જાય તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનથી વધુ કાળ ભમવાનો બાકી રહેતો નથી. માટે કહ્યું કે છઠઃ કરીને ધ્યાન દ્વારા જે મહાત્મા સાતેય ચક્રોની જાત્રા કરે છે સાતેય ચક્રોને ભેદે છે. ને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે છે તે મહાત્માની મોક્ષ પ્રાપ્તિ નિશ્ચિત થાય છે. એક સાધુ મહાત્માએ જણાવતા કહ્યું કે, ‘‘અમારો પ્રયત્ન પણ મોક્ષ માટેજ છેને? જો છઠ કરીને ગીરીરાજની સાત જાત્રા કરવાથી જ મોક્ષ મળી જતો હોય તો અમે આટલી તકલીફ શા માટે ઉઠાવીએ? તો મોક્ષ બહુ સરળ થઈ જાય.’’
સ.326 શું એવો નિયમ છે કે 48 ભવ માનવના કર્યા પછી નિયમથી જીવ નિગોદ -એકેન્દ્રિયમાં ચાલ્યો જાય? તો પછી ભગવાને કીધું છે કે ‘‘આપણા જીવે પર્વતના ઢગલા જેટલા ઓઘા લીધા છે’’આ કેવી રીતના શક્ય બને?
જ. 326 48 ભવ વધુમાં વધુ છે તેનાથી પહેલા પણ જીવ મોક્ષ અથવા નિગોદ એકેન્દ્રિયમાં જઈ શકે છે. પરંતુ બે હજાર સાગરોપમ વર્ષ પછી કાંતો તે મોક્ષે જાય અથવા નિગોદ કે એકેન્દ્રિયમાં જાય. તે તેના પુરૂષાર્થ ઉપર નિર્ભર છે. મનુષ્ય ભવ 48 થી ઓછા તો હોઈ શકે છે પણ તેનાથી વધુ ન હોઈ શકે. મને બહુ નાની ઉંમરમાં આ સવાલ ઉદ્ભવેલો.
મને એમ થતું આપણે અડતાલીસે અડતાલીસ ભવમાં દિક્ષા લીધી હોય તો પણ પર્વતના ઢગલા જેટલા ઓઘા ન થાય. એટલે આ જીજ્ઞાસાથી ઘણાને પૂછતી કે આ કેવી રીતે શક્ય છે? પણ કોઈની પાસેથી મને સંતોષકારક જવાબ મળતો નહિ. પણ મનમાં એ દૃઢ શ્રધ્ધા હતી કે
ભગવાને જે કીધું છે તે ખોટું તો નહીજ હોય....માટે આ સવાલને મગજમાંથી છોડી નહીં દીધેલો. એમ કરતાં પંદરેક વર્ષ પહેલાં મારા જાણવામાં આવ્યું કે આવા 2000 સાગરોપમના અનેક ચક્કર આ જીવને ખાવા પડે છે. પહેલી વખત નિગોદમાંથી જીવ ત્યારે બહાર નીકળે છે જ્યારે એક જીવ સિધ્ધિગતિને પામે છે ત્યારે જીવને 2000 સાગરોપમ નો સમય મળે છે. તેમાંય 1000 સાગરોપમ વર્ષ તો વિકલેન્દ્રિયમાં પૂરા થાય છે. (બે ઈન્દ્રિય - ત્રણ ઈન્દ્રિય ને - ચાર ઈંદ્રિયના ભવ) બાકી બચ્યા 1000 સાગરોપમ વર્ષમાં દેવ-નારકી-તિર્યંચ ને મનુષ્યના ભવ કરતાં કરતાં સૌથી ઓછા ભવ મનુષ્યના ફક્ત 48 ભવજ મળે છે.
એમાં પુરૂષાર્થ કરી જીવ મુક્તિગતિને ન પામ્યો તો પાછો 2000
સાગરોપમ વર્ષ પૂરા થતાં જીવ ફરજીયાત નિગોદ - એકેન્દ્રિયમાં પડી રહે છે. હવે બીજી વાર એ નિયમ નથી કે એક જીવ સિધ્ધગતિને પામે એટલે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. એ નિયમ ફક્ત પ્રથમ વખત જ છે. હવે તો જીવ જે કર્મોનો ભાર લઈને ગયો છે તે વર્ષોના વર્ષો એકેન્દ્રિયમાં પડ્યો પડ્યો ભોગવે છે. પાછી આ અકામ નિર્જરા છે. (પોતાની ઈચ્છા વગર જે નિર્જરા થાય તે અકામ નિર્જરા) એટલે ખૂબજ ધીમી ગતિએ કર્મ નિર્જરતો, નિર્જરતો જ્યારે કર્મના ભારથી હળવો થાય એટલે પાછો નિગોદમાંથી બહાર નીકળે છે. ફરી પાછા 2000 સાગરોપમનો સમય મળે છે. પાછા એજ રીતના 48 ભવ એ સમયગાળામાં મનુષ્યના મળે છે.
એમાં કેટલીયે વાર જીવ ચારિત્ર પણ ગ્રહણ કરે છે. પણ સ્વાધ્યાય-ધ્યાન-
કાયોત્સર્ગ દ્વારા જીવ યથાર્થ પુરૂષાર્થ કરતો નથી. તેથી પાછો 284
2000 સાગરોપમ વર્ષ પૂરા થતાં એકેન્દ્રિય નિગોદમાં ધકેલાઈ જાય છે. પાછો અનંતા વર્ષો સુધી ત્યાં પડ્યો રહે છે ને કર્મ નિર્જરતો નિર્જરતો હળવો થાય એટલે પાછો 2000 સાગરોપમ માટે બહાર આવે છે...
એમાં પાછો કેટલીયે વાર ચારિત્ર પણ ગ્રહણ કરે છે...અહોહો...‘‘કાળ અનાદિ અનંતથી ભવભ્રમણનો નહિ પાર.....’’ હવે ભગવાનનું આ વાક્ય સમજાણું કે આ જીવે પર્વતના જેટલો ઓઘાનો ઢગલો થાય એટલીવાર ચારિત્ર ગ્રહણ કર્યું છે પણ જીવનો ઉધ્ધાર થયો નથી.
સ. 327 એવા કેટલા ને ક્યાં કર્મ હોય જે અનંતા કાળચક્ર સુધી એકેન્દ્રિયમાં પડ્યા રહી જીવે ભોગવવા પડે?
જ.327 આપણો સૌથી વધુ પાલો તો એકેન્દ્રિય જીવ જોડેજ પડે છે. ખાવા-
પીવા માટે અધધ... એકેન્દ્રિય જીવનો ખાત્મો.... ગરમી હોય તો એ.સી.
જોઈએ. ઠંડી હોય તો હીટર જોઈએ. પંખો તો 24 કલાક જોઈએ.
બેસુમાર ઈલેક્ટ્રોનિક સાધનો એમાં કેટલો વાયુકાય, કેટલા અપકાય, કેટલા તેઉકાય એકેન્દ્રિય જીવોના ખાત્મો.... હિસાબ લગાવ્યો છે કોઈ દિવસ? સ્વીમીંગપુલમાં, બાથમાં કેટલાય પાણીકાયનો ખાત્મો... અને પૃથ્વીકાયનો તો કોઈ હિસાબ જ નથી... વનસ્પતિકાયના જીવોનો કેટલો અતિરેક??? હવે આ બધા કર્મોના ઢગલા આત્મા પર ખડકીને અહીંથી રવાના - હવે 2000 સાગરોપમનો સમય પૂરો થઈ ગયો હશે તો જીવ જશે ક્યાઁ? એકેન્દ્રિય-નિગોદમાં... ત્યાંતો કોઈ ટાઈમ લીમીટ છે નહી કે, આમુક વર્ષો રહીને જીવ ફરજીયાત ત્યાંથી બહાર નીકળશે???
અધધ....પાપ કરવામાં લીમીટ નથી રાખી તો અહીં ભોગવવામાં લીમીટ ક્યાંથી રહે? જેની પાસે જેટલો કર્મોનો જથ્થો હશે એટલો સમય એ જીવે એકેન્દ્રિયમાં - નિગોદમાં પડી રહી એ કર્મ ભોગવવા પડશે - નિર્જરવા પડશે... એમાંય જે રાચીમાચીને બાંધ્યા હશે... તે નિકાચિત થઈ ગયા હશે.
તે ભોગવવા માટે તો હજી જન્મો લેવાના બાકી. એટલે આ એકેન્દ્રિયપણામાં ભોગવાઈ જવા યોગ્ય કર્મ અકામ નિર્જરાથી ભોગવવા માટે અનંતો સમય એકેન્દ્રિયમાં પડયા રહેવું પડે છે.
સ. 328 અકામ નિર્જરા એટલે શું? સકામ નિર્જરા એટલે શું? આ કર્મો ઝડપથી ભોગવી લેવા માટે એટલે કે નિર્જરવા માટે બીજો કોઈ ઉપાય નથી?
જ. 328 જે કામ તમે તમારી સ્વેચ્છાએ કરો તે સકામ કહેવાય. પરંતુ જે કામ તમારી ઈચ્છાથી નથી કરતા પણ ફરજીયાત પણે કરવું પડે છે તે અકામ કહેવાય. દા.ત. આ વનસ્પતિ આટલા ટાઢ, તડકો, વરસાદ સહન કરે 285
છે તે કાંઈ પોતાની ઈચ્છાથી કરે છે? ના... એ તો હવે છૂટકો જ નથી.
ફરજીયાતપણે આ બધું સહન કરવાનું જ છે. એટલે આ રીતના જે કર્મો ખપે તે અકામ નિર્જરા કહેવાય. જ્યાં આપણે સ્વેચ્છાએ ઉપવાસ કરીએ.
સામાયિક કરીએ એમાં જે કર્મો ઉદીરણામાં આવે તે આપણે પોતે આમંત્રણ આપી બોલાવ્યા છે. આપણે ઉપવાસ કર્યો.... ભૂખ લાગી, ચક્કર આવ્યા, માથું દુઃખ્યું.... આ બધા કર્મોને આપણે સ્વેચ્છાએ બોલાવ્યા છે. એને આપણે જો સમતાભાવે સહન કરીએ તો સકામ નિર્જરા થાય....સકામ અને અકામ નિર્જરામાં એટલો ફરક છે કે અકામ નિર્જરા અતિ ધીમી ગતિએ થાય છે અને સકામ નિર્જરાની રીલ ખૂબજ ઝડપથી ફરે છે. એટલે કે અકામ નિર્જરાથી જેટલા કર્મ ખપાવતાં વર્ષોના વર્ષો સાગરોપમના સાગરોપમ વર્ષો વ્યતીત થઈ જાય છે તેટલા કર્મો સાકમ નિર્જરા દ્વારા ખૂબજ ઓછા સમયમાં ઝડપથી નિર્જરી જાય છે.
કહ્યું છે ને કે ‘‘જ્ઞાની શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવે અનંત’’ અહીં જ્ઞાની એટલે શાસ્ત્ર-જ્ઞાની નહી, અનુભવ જ્ઞાની જેને સમ્યક્દર્શન, પ્રાપ્ત થઈ ગયું છે. આત્માનો અનુભવ પ્રાપ્ત થઈ ગયો છે એવો જ્ઞાની, મન-
વચન કાયાથી સમતામાં સ્થિર થઈ પળવારમાં કેટલાય કર્મોનો ભુક્કો બોલાવી દે છે. આજ પુરૂષાર્થ મનુષ્ય જન્મ પામીને કરવાનો છે...
સ્વાધ્યાય-ધ્યાન કાયોત્સર્ગ દ્વારા (સ્વાધ્યાય - સ્વનો અધ્યાય, શાસ્ત્ર અધ્યયન નહિ) જો સમતાભાવે સહન કરતાં આવડી જાય તો ખૂબજ ઝડપથી કર્મો ખપાવી જીવ અલ્પભવમાં મોક્ષસુખ ગામી બને છે અને સમતા ભાવે કર્મ ખપાવતા ન આવડ્યુ તો રાગ કે દ્વેષમાં ખેંચાઈ જઈને રાગ કે દ્વેષના કર્મોનો ગુણાકાર કરે છે. એટલેજ તો અનેકવાર ચારિત્ર લીધા છતાં પણ જીવ મોક્ષગામી બનતો નથી. માટે જ તો ભગવાને કહ્યું કે પર્વતના ઢગલા જેટલા ઓઘા લીધાં છતાં જીવનો ઉધ્ધાર થયો નહિ. આપણે પ્રાપ્ત આ મહાન ધર્મની સૂક્ષ્મતાને પામીએ ને આત્મોધ્ધાર કરીએ. જુઓ એજ તો કહ્યું છે.. પ્રદક્ષિણાના દુહામાં...
સ. 329 શું કહ્યું છે પ્રદક્ષિણાના ત્રણ દુહામાં?? જરા સવિસ્તાર સમજાવો?
જ. 329 આપણે ફટ ફટ ત્રણ પ્રદક્ષિણા ફરી લઈએ છીએ પણ એના ગૂઢાર્થમાં જવાનો પ્રયત્ન કરતા નથી. એક એક દુહાનો અર્થ સમજીએ. બીજુ એ પણ જાણી લો કે આ પ્રદક્ષિણા પ્રતિક રૂપે છે. આપણે પ્રદક્ષિણા ભગવાનની મૂર્તિની આજુબાજુ કરીએ છીએ. જિનબિંબ એ આપણા આત્માનું પ્રતીક છે. ને તેની આજુબાજુ ત્રણ પ્રદક્ષિણા એટલે કે સમ્યક્જ્ઞાન અને સમ્યક્દર્શન 286
માટે પ્રયત્ન કરવો ને સમ્યક્ ચારિત્રમાં સ્થિર થવુ. હવે જુઓ દુહામાં શું કહે છે :-
(1) ‘‘કાળ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર...
એ ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર...
ભમતીમાં ભમતાં થકો, ભવભાવઠ દૂર પલાય...
દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પ્રદક્ષિણા ત્રણ દેવાય.....’’
આ દુહાની ચર્ચા તો આપણે સ.નં. 326માં કરી કે જીવને 2000
સાગરોપમનો સમય પૂરો થતા કેવા અનંતા સાગરોપમ વર્ષો કે કાલચક્રો સુધી નિગોદ-એકેન્દ્રિયમાં ફરજીયાત ચાલ્યા જવું પડે છે. નિગોદનો જીવ એક શ્વાસોશ્વાસમાં 17।। વાર જન્મ મરણ કરે છે. આમ અનાદિ '- અનંત કાળથી ભવભ્રમણનો કોઈ પાર જ નથી. (જીવને આ ભવભ્રમણનો થાક કેમ નથી લાગતો તે નવાઈ લાગે છે.) તો આ ભવભ્રમણ ટાળવા માટે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણ પ્રદક્ષિણા દઉં છું.
કેમકે હવે મને આ ભવપરિભ્રમણ ના જોઈએ. જુઓ આગળ....
(2) ‘‘જન્મ મરણાદિ ભય ટળે, સીજે જો દર્શન કાજ...
રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ.....
જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત...
જ્ઞાન વિના જગ જીવડાં ન લહે તત્વ સંકેત....’’
હવે તમે એ સમજી જાવ કે...આ ત્રણ પ્રદક્ષિણા દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપે છે. પહેલી પ્રદક્ષિણા એ છે કે, આત્માના દર્શન માટે, આત્માના અનુભવ માટે સ્વાધ્યાય, ધ્યાન કાયોત્સર્ગ દ્વારા... અથાક્ પ્રયત્ન કરવો. (શાસ્ત્રમાં જ્યાં જ્યાં સ્વાધ્યાયની વાત કરી છે તે સ્વનો અધ્યાય છે. સ્વમાં કયાં શું ઘટિત થઈ રહ્યું છે તે જાણવું ને સમતામાં સ્થિર થવું.) તો પ્રથમ લાઈનમાં કહે છે કે ‘સીજે જો દર્શન કાજ’ એટલે કે આત્મદર્શન માટે જે પ્રયત્ન કરે ને તે પ્રાપ્ત કરે તેના જન્મ-મરણના ફેરા ટળે છે. માટે હે જીવ...! રત્નત્રય (સમ્યક્ જ્ઞાન-દર્શન ચારિત્ર)ની પ્રાપ્તિ માટે જિનરાજ (આત્મા)ના દર્શન કરો. આત્મ અનુભવ કરવો. આત્મ દર્શન માટે મન-વચન ને કાયાને સ્થિર કરી ઉદિરણામાં આવેલા કર્મને વેદવા માટે સમતામાં સ્થિર થવું એ જ ક્રિયા છે. ને આ ક્રિયા દ્વારા જે જ્ઞાન મળે છે એટલે કે જે અનુભવજ્ઞાન મળે છે તે જ્ઞાન જ આ સંસારમાં સૌથી મોટું જ્ઞાન છે. એ જ્ઞાન જેને મળે છે એજ પરમસુખ (મોક્ષસુખ) ની પ્રાપ્તિ કરી શકે છે. જેણે આ અનુભવ જ્ઞાન, આત્માના અનુભવનું જ્ઞાન, નથી મેળવ્યું, આત્મ દર્શન નથી કર્યું એવા 287
જીવો તત્વનો સાર પામી શકતા નથી. જ્ઞાન વગર ક્રિયા નહિ ને ક્રિયા વગર જ્ઞાન નહિ’’ એમ જે કહ્યું છે તે આ આત્મઅનુભવ જ્ઞાન અને આ અંતરંગ ક્રિયાની વાત છે. અહીં શાસ્ત્રજ્ઞાનની કે બાહ્ય ક્રિયાની વાત નથી. શાસ્ત્રજ્ઞાન જાણકારી માટે બરાબર છે. પરંતુ આત્મ અનુભવ વગરના શાસ્ત્રજ્ઞાનની કોઈ કિંમત નથી. હવે ત્રીજો દુહો જુઓ :-
(3) ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ...
ચારિત્ર ભાખ્યું નિર્યુક્તિએ વંદો તે ગુણગેહ...
દર્શન-જ્ઞાન-ચારિત્રએ, રત્નત્રયી શીવદ્વાર...
ત્રણ પ્રદક્ષિણા એ કારણે ભવદુઃખ ભંજન હાર...
આ આત્મા પર કર્મોનો જથ્થો અનાદિકાળથી લાગેલો છે તે રીક્ત કરવા (ખાલી કરવા, ખતમ કરવા) માટે જે વ્યક્તિ પ્રયત્ન કરે છે, જે એ કર્મોને ખાલી કરે છે, નિર્યુક્તિ નામના ગ્રંથમાં તેને જ ચારિત્ર કહ્યું છે. ને આ કર્મોનો જથ્થો ખતમ કરવા માટે સ્વાધ્યાય-ધ્યાન-કાયોત્સર્ગ દ્વારા જે પ્રયત્ન કરે છે એવા ગુણિયલને એવા ચારિત્રવાન ને વારંવાર વંદન છે.
વળી કહે છે કે આ રત્નત્રયી જ, દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જ શીવદ્વાર (મોક્ષદ્વાર) સુધી પહોંચી શકાય છે તેજ ભવોભવનું દુઃખ ભાંગનાર છે. એટલે જ એકારણે જ ત્રણ પ્રદક્ષિણા દેવાની છે. આપણે એના હાર્દને સમજ્યા વગર દોડંદોડ પ્રદક્ષિણા દીધે રાખી. પણ એ સમજ્યા નહિ કે
આ પ્રદક્ષિણા આપણા જ આત્માની ફરતે આત્મામાં સ્થિર થઈ આત્મઅનુભવ પ્રાપ્ત કરવા રૂપ સમ્યક્દર્શન કરવાનું છે. દર્શન પ્રાપ્ત થતાં જે અનુભવ જ્ઞાન પ્રાપ્ત થયું તે સમ્યક્જ્ઞાન રૂપી પ્રદક્ષિણા છે ને સમ્યક્જ્ઞાન દ્વારા જે આત્મામાં સ્થિરતા થઈ એ સમ્યક્ ચારિત્ર રૂપ પ્રદક્ષિણા દેવાની છે. જેનાથી આપણા ભવ-ભાવઠ દૂર પલાય....
સ. 330 દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા વચ્ચે શું ભેદ છે તે સમજાવો?
જ. 330 જુઓ રાગથી, દ્વેષથી, ક્રોધથી, માનથી, માયાથી, લોભથી અને પ્રમાદભાવથી આત્માના શુધ્ધ શાંત સ્વભાવનો ઘાત થાય. આ બધાથી આપણા આત્માનો જે શુધ્ધ શાંત સ્વભાવ છે, એનો ઘાત થાય. એ ભાવોને ભાવ હિંસા કહેવાય. પછી જ્યારે ક્રોધને વસ થઈને કોઈને મારીએ-પીટીએ હાની પહોંચાડીએ, કોઈના મનને અત્યંત દુઃખ પહોંચાડે એવી વાણી, એવું વર્તન, એવું બધું કરીએ ત્યારે દ્રવ્ય હિંસા થાય. આમ ભાવ હિંસાએ, દ્રવ્યહિંસાનું કારણ. ભાવહિંસા પહેલા, પછી દ્રવ્ય હિંસા આવે. જુઓ બીજાના પ્રાણનો ઘાત કરવો એ હિંસા. પણ બીજાના 288
પ્રાણનો નાશ ઘાત એના આયુકર્મના આધારે થાય છે. છતાં પણ બીજાના પ્રાણનો ઘાત કરવામાં નિમિત્ત બનનારને હિંસક કહેવામાં આવે. કેમકે તેને હિંસા કરવાનો વિકાર ભાવ ઉત્પન્ન થયો. આ ભાવ થયો ભાવ હિંસા. હવે જો એનામાં હિંસા કરવાનો વિકાર ભાવ ઉત્પન્ન થાય છતાં એનાથી બીજાનો પ્રાણઘાત ન થાય તો પણ તે હિંસક જ કહેવાય. કેમકે તેની અંદર એ વિકાર ભાવ ઉત્પન્ન થઈ ગયો હિંસા કરવાનો પછી ભલે હિંસા કરી કે ન કરી પણ આ ભાવ હિંસા થઈ ગઈ.એનાથી ઉલટું જો કોઈને હિંસાનો નો ભાવ ન હોવા છતાં તે બીજાના મૃત્યુમાં નિમિત્ત બને અને તેનાથી મૃત્યુ થઈ જાય, તો પણ તે હિંસક નથી પણ જો તે ઘાતમાં પ્રમાદ છે એટલે કે જીવરક્ષા માટે અસાવધાની છે પછી ભલે હિંસાનો ભાવ નથી. છતાં પણ એને હિંસાનું પાપ લાગે.
દા.ત.મારો કોઈ જીવને મારવાનો ભાવ નથી પણ હું ચારે બાજુ ડફોળીયા મારતી ચાલું છું. મારો એવો ઉપયોગ નથી કે હું નીચે જોઈને જીવરક્ષા પૂર્વક ચાલુ, અને અનિચ્છાપૂર્વક ઘાત થઈ જાય તો પણ મને હિંસાનું પાપ લાગે. કારણ કે પ્રમાદવશ થઈ, કષાયવશ થઈ કોઈ જીવના દ્રવ્ય પ્રાણ અથવા ભાવપ્રાણનો ઘાત કરવો એનુંજ નામ હિંસા. જુઓ નિશ્ચય નયથી હિંસા કોને કહે છે કે જે પ્રમાદને આધિન થઈ આત્મપ્રાણીના પ્રાણનો વધ કરે, નાશ કરે, બીજા જીવના પરિણામ કલુષિત દુઃખી થાય તો તેની હિંસા તે દ્રવ્ય હિંસા અને આપણે ઉપયોગ ચૂકી પ્રમાદને વસ થયા તે આપણા આત્માનો ઘાત અને તે થઈ ભાવ હિંસા જીવના પોતાના કષાયભાવથીજ હિંસા થાય છે. જીવના પોતાના ચૈતન્ય પ્રાણ હણાય છે. ઉપયોગે ધર્મ એમ જ્ઞાનીએ કહ્યું છે. શુધ્ધ ઉપયોગ જ્ઞાનીએ જેવો જાણ્યો છે. તેવો મારો આત્મા છે. એ લક્ષ ચૂકી જવાય ત્યાં આપણા આત્માની હિંસા થાય. બીજા જીવના પ્રાણ ન દુભાય તો પણ આપણા આત્માનો ઘાત થાય. એ ભાવ હિંસા ‘‘પુરૂષાર્થ સિધ્ધિ ઉપાય’’ એમાં આવે છે કે રાગની ઉત્પત્તિ તે હિંસાને રાગની અનઉત્પત્તિ તે અહિંસા ભગવાને કેટલી સુક્ષ્મ દૃષ્ટિએ ભાવહિંસા અને દ્રવ્ય હિંસા સમજાવી છે.
એટલેજ અઢાર પાપસ્થાનકમાં ‘પ્રણાતિપાત’ને પ્રથમ પાપ કહ્યું છે.
સ.331 22 અભક્ષ્ય સિવાય બીજા ક્યા પદાર્થ અભક્ષ્ય છે? અભક્ષ્ય પદાર્થ પેટમાં જવાથી શું થાય છે?
જ.331 હોટલમાં રોટી, પુરી, નાન, પરોઠા, પાઉં વગેરેને નરમ નરમ, મુલાયમ બનાવવા માટે તથા કલાકો સુધી તેને તાજી રાખવા માટે લોટને ગુંદતી 289
વખતે તેમાં સોયાબીન બેજડ લીક્વીડ મેળવવામાં આવે છે. જેમાં ઈંડાની જર્દીવાળા અને પશુની ચરબીવાળા E-322 જેવા પદાર્થ મેળવવામાં આવે છે. દિવસો સુધી બગડે નહિ એટલા માટે કચોરી, સમોસાનું ઉપરનું પડ બનાવવા માટે તથા નમકીન, મીઠાઈઓ, બ્રેડ, બિસ્કીટ વગેરે કેટલીયે બજારૂ ખાદ્યપદાર્થમાં આ “E” શ્રેણીના ઘટક પદાર્થો મેળવવામાં આવે છે. જે પદાર્થોમાં પશુની ચરબી, અંડાની જર્દી, માછલી જેવા જલચર જીવોને મારીને તેના શરીરમાંથી મેળવેલા પદાર્થ હોય છે તે બધા જ પદાર્થો અભક્ષ્ય છે. પેકેજ ફુડના પેકેટ પર બારીક અક્ષરથી E-120, E-
153, E-422 એવું લખેલું હોય છે. આ E નંબર્સ વાસ્તવમાં શું છે તે જાણો છો?
ઈ.સ.1993માં એવો કાયદો બન્યો કે,‘માંસાહાર’ના પેકેટ પર લાલ ચિન્હ અને ‘શાકાહાર’ના પેકેટ પર ગ્રીન ચિન્હ લગાવવું. પરંતુ સરકારી અધિસુચનામાં પશુપક્ષીના વાળ, શિંગડા, પાંખો, નખ, ચરબી, અંડાની જર્દીની ગણના માંસાહારમાં છે નહિ. એટલે કંપનીઓ પોતાના ખાદ્યપદાર્થોમાં આ બધી વસ્તુનો ઉપયોગ કરવા છતાં લીલું ચિન્હ કરીને બજારમાં વેચે છે. કંપનીઓ આ બધી અશુધ્ધ વસ્તુઓ અંતર્ઘટક (Additives) ના રૂપમાં મિલાવે છે. આ additives ને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમ કે કલરીંગ એજન્ટ, કન્વરઝેશન એજન્ટ, એન્ટી ઓક્સીડંટ, ઈમલસીફાયર સ્ટેબીલાઈઝર, થીકનરમ, ફ્લેવર ઈનહેન્સર, ગ્લેઝીંગ એજન્ટ વગેરે વગેરે. આ બધા નામ મોટા હોવાને લીધે ભારત સરકાર આ additives માટે ‘ E નંબર સિસ્ટમ’ લાગુ કરે છે. કોઈ કંપનીઓ પેકેટ ઉપર E નંબર્સ નથી લખતું.
પરંતુ કેટેગરીના નામ લખે છે, તેથી ભ્રમ પેદા થાય છે કે આ શાકાહારી હશે કે માંસાહારી? ઈંટરનેટ સાઈટ www.veggielobals.com પર ક્યા ક્યા ઘટક માંસાહારી છે, તેની સૂચી આપેલી છે. માંસ અભક્ષ્ય છે તો જેમાં જેમાં માંસાહાર રહેલું છે તે બધી વસ્તુ અભક્ષ્ય છે. જ્યાં સુધી આપણે મજેથી માંસાહારના મિલાવટવાળી વસ્તુ બે મોઢે ખાતા રહીશું, અને કતલખાનાના ઉત્પાદનનો બહિષ્કાર નહિં કરીએ, ત્યાં સુધી જીવદયાની ગમે તેટલી વાતો કરો, ભાષણો આપો કે કતલખાનેથી પ્રાણીઓને છોડાવો કોઈ ફરક પડવાનો નથી. એ તો આપણે નજર સામે જોઈ રહ્યા છીએ કે, જીવદયા પાછળ આટલો પૈસો ખરચવા છતાં આજથી વીસ વરસ પહેલાં જે કતલખાના હતા તેમાં વધારો થયો છે, 290
ઘટાડો નહિ. સૌથી પ્રથમ જીવદયા તો આપણે આપણા આત્મા પર જ કરવાની છે. અભક્ષ્ય ખાવાથી કે માંસાહાર પેટમાં જવાથી શું થાય છે?
અરે...મોટું મહાભિનિષ્ક્રમણ થાય છે. આત્મામાં જે ક્ષમા નામનો, કરૂણા નામનો ગુણ છે, તેનો હ્રાસ થતો જાય છે. હિંસક વસ્તુ આરોગવાથી આત્માધીટ્ટ થતો જાય છે, નિષ્ઠુર થતો જાય છે. (આજ સૌથી મોટું પાપ છે) જેમકે તમે તમારી આંખે જોઈ શકો છો કે, આજથી પચાસ વર્ષ પહેલાના આપણા વડીલોથી ભૂલથી એક કીડી મરી જતી તો આંખમાં આંસુ આવી જતા. અને આજે આપણે એમના વારસદારો, અભક્ષ્ય વસ્તુ જેમાં અનંત જીવોની હિંસા રહેલી છે, તેવું ખાઈ ખાઈને આપણો આત્મા એટલો નિષ્ઠુર બની ગયો છે કે, આપણે મચ્છર, અળસિયા, વાંદા જેવા જીવોને બિન્ધાસ્ત મારી શકીએ છીએ... આપણા મા-બાપને આપણે ગમે તેવા શબ્દો બોલીને દુઃખ પહોંચાડી શકીએ છીએ. અને હવે આજના મા-બાપ યાદ રાખજો કે જો તમે તમારી જાતને અને તમારા બાળકોને આ માંસાહાર મિશ્રિત વસ્તુ ખાતા રોક્યા નહિ તો આત્મામાંથી ક્ષમા-કરૂણા નામના ગુણનો હ્રાસ થશે. તેઓ એટલા નિષ્ઠુર બની જશે કે, ભવિષ્યમાં કૂતરા, બકરા, ગાય, ભેંસને મારી નાખતા અચકાશે નહિ. તમારા જ છોકરા તમને લાકડી લઈને મારતાં અચકાશે નહિ. ભવાંતરમાં પણ આ નિષ્ઠુરતા આત્માની સાથે જ લઈને જશે.
કદાચ પુણ્યને યોગે રાજા પણ બને, પરંતુ શિકાર કરવામાં આનંદ માણશે. ને સંજ્ઞી (મન સહિત) પંચેન્દ્રિય પ્રાણી સાથેના ભવોભવની વેરની પરંપરા સર્જાશે. વિચાર કરો... આત્મા ક્યાંય નીચે ઉતરી જશે...
માંસાહાર જાણ્યે-અજાણ્યે પેટમાં પધરાવીને જે પાપ બાંધશો તે કોને ભોગવવા પડશે? દુઃખી કોને થવું પડશે? તમારા આત્માને જ ને?
તમને તમારા જ આત્મા પર દયા નથી આવતી? સૌપ્રથમ જીવદયા તમારા જ જીવની કરવાની છે. તેને આવા અભક્ષ્ય, અનંતકાય અને માંસાહારના પાપથી બચાવવાનો છે. જે પોતાના જ જીવની દયા નથી કરતો તે બીજાના જીવની દયા શું કરવાનો છે? આ લેખ વાંચીને જો તમારો માંહ્યલો આત્મા જાગી ઉઠે તો આ માંસાહાર મિશ્રિત વસ્તુ ખાવાનો ત્યાગ કરજો. જો ભાવિ પેઢીનું ભલું ઈચ્છતા હો તો બાળકોને પણ સમજાવીને માંસાહાર મિશ્રિત ફુડ લેતા રોકજો.
રોજબરોજ તમારા બાળકોના પેટમાં પધરાવાતી હોય એવી આઈટમ છે.... 5 સ્ટાર, ડેરી મિલ્ક, ઈકલેર્સ, જેમ, મેગી, નૂડલ્સ, બટર, 291
કુકીજ, ચોકોક્રીમ, કૉફી બાઈટ, બિંગો ટોમેટો ચિપ્સ, ચ્યૂંઈંગમ, ફ્રુટી મેંગો, પાર્લેજી, મોનેકો, મારી જેવા પાર્લે કંપનીના બધા જ બિસ્કીટ, સનફીસ્ટ, નેસલે, પ્રિયા ગોલ્ડ વગેરે કેટલીયે કંપનીના બિસ્કીટ્સ, જ્યુસ, ટોફી, ચોકલેટ, પીઝા, પાસ્તા, સ્પગેટી, મેકરોની, ડબલરોટી જેવી કેટલીયે આઈટમ છે કે જેના નામ ગણાવવા મુશ્કેલ છે. બહેતર છે કે
ફુડ પેકેજ પરના E નંબર્સ ચેક કરે. અલગ અલગ કેટેગરીના કેટલાય ઈ-નંબર્સ છે, જેમાં પ્રાણીજન્ય ઘટક રહેલા છે. પૂર્ણ શાકાહારી રહેવા માટે તાજી જાણકારી માટે, હરદમ ખાદ્ય સામગ્રીના લેબલ વાંચતા રહેવું.
જો જનસમુદાય આ પ્રત્યે જાગ્રત નહિ થાય તો શારીરિક, માનસિક ને અધ્યાત્મિક પતનની ખાઈમાં ગબડી જશે. આના માટે વ્યક્તિગત ત્યાગને પણ મહત્ત્વ આપવું પડશે.
તમે જે દૂધ અને દૂધની બનાવટો પેટમાં પધરાવો છો, તે માટે ગાય-ભેંસો પર કેવો અત્યાચાર ગુજારવામાં આવે છે. તેના અંશ અહીં રજૂ કરૂં છું. આ બધું જાણ્યા પછી દૂધનો ઉપયોગ પણ બને તેટલો ઓછો કરવાનો છે.
(1) આજે ભારતમાં વધુમાં વધુ ગાયો-ભેંસોને મશીનથી દોહવામાં આવે છે. દોહ્યા પછી પણ કામદારો મશીન કાઢવાનું ભૂલી જાય છે. આ મશીન ગાયોના સૂકા આંચળોને ખેંચ્યા કરે છે. વિચાર કરો...ગાયોને કેવી વેદના થતી હશે? (2) દર વર્ષે ગાયોને કૃત્રિમ રીતે પ્રેગનન્ટ બનાવાય છે. પ્રતિબંધિત ઓક્સિટોસીન જેવા ઈંજેક્શનો આપીને પ્રેગનન્સીના છેલ્લા મહિના સુધી દૂધ ખેંચાય છે. આ પ્રાણીઓ રોજનું 14 લિટર દૂધ આપે તેવી બળજબરી થાય છે. ગાય વધુ અને ઝડપી દૂધ આપે તે માટે હોર્મોનના મોટા ડોઝ અપાય છે. અતાલીમબધ્ધ ડૉક્ટરો, પ્રાણીના યુરીન ટ્રેકમાં ખુલ્લા હાથ નાંખે છે. જે ગાયને સખત દુઃખાવો આપે છે. ઈંજેક્શન માટે ગાય તાબે થાય તે માટે સખત મારવામાં આવે છે. આ ડ્રગને કારણે ગાય સતત ધ્રુજારીનો અનુભવ કરે છે, જે લેબરપેન જેવો હોય છે. ટૂંક સમયમાં ગાયો-ભેસોં કેટલીય બિમારીનો ભોગ બને છે. દર વર્ષે ડેરીઓમાંથી 20 ટકા ગાયોને ગેરકાયદે કતલખાને મોકલાય છે. વાછરડાને એવી રીતે પગ અને મોં બાંધી દેવાય છે કે, તે માતા પાસે દૂધ પીવા જઈ ન શકે કે ભૂખથી ચીસ પણ પાડી ન શકે. ધમપછાડામાં કેટલાય વાછરડા મરી જાય છે. મરવાના વાંકે જીવતા વાછરડાને માંસ માટે કતલખાને મોકલી દેવાય છે. ચામડું 292
કાઢી લેવાય છે. કેટલાકને જન્મતાં જ મારી નંખાય છે. મુંબઈમાં દર વર્ષે 80 હજાર વાછરડાને મરવા છોડી દેવાય છે. આપણે દૂધ નથી પીતા. પ્રાણીઓના નિસાસા પીએ છીએ. બઝારૂ ચીઝ પનીર બનાવવા માટે તાજા જન્મેલા વાછરડાના આંતરડામાંથી રેનેટ નામનો પદાર્થ કાઢીને મેળવાય છે. ચરબી વગર આઈસ્ક્રીમ બનતો જ નથી માટે આ બધા અભક્ષ્ય બને છે. દૂધની બનાવટો જેવી કે, ચીઝ, પનીર, માખણ, શિખંડ, બાસુંદી, આઈસ્ક્રીમના છોડી શકીએ?
સ. 332 વહેલી સવારે દેરાસરમાં જે ફૂલવાળો ફૂલ લઈને આવે છે તે વાસી ફૂલ હોય છે, તો તે ભગવાનને ચડાવાય?
જ. 332 પહેલાનાં સમયમાં ભગવાનને કેવા ફૂલ ચડાવવા તે માટે આ નિયમ હતો કે... સાંજના સમયે ફૂલના છોડ નીચે કપડું પાથરી દેવામાં આવતું અને જે ફૂલ એની જાતે ખરી પડે તે ફૂલ સવારે ભગવાનને ચડાવવામાં આવતા. એ નિદોર્ષ ફૂલ ભગવાનના ચરણોમાં અર્પણ કરાતું હતું એ સુવાસને લીધે દેરાસરમાં દેવ-દેવીઓની હાજરી રહેતી. પહેલા ફૂલોની માંગ પણ ઓછી રહેતી તેથી નિર્દોષ ફૂલો મળી રહેતા. આજે બોમ્બે જેવા શહેરોમાં પરિસ્થિતિ આખી ઉંધી થઈ ગઈ છે. તેથી નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય લાગે તેમ કરવું.
(1) સવારે દેરાસરમાં ફૂલવાળો જે ફૂલ લઈને આવે છે તે છોડ પરથી ચૂંટેલા ફુલો હોય છે. તે પૂર્ણ ખિલેલા ફૂલો નથી ચૂંટતા પણ કળીઓ ચૂંટી લે છે. અશુધ્ધિવાળી બહેનો પણ આ ફૂલ ચૂંટવામાં સાથે હોય છે.
(2) આ પૈસા લક્ષી દુનિયામાં એક જ ફૂલ પર બે-કે ત્રણવાર પૈસા કમાવાય છે. કબ્રસ્તાન પર ચઢેલા કે શોભા-શણગાર કે સન્માન માટે વપરાયેલા, પણ સારી કંડીશનમાં રહેલા ફૂલોને એકત્રિત કરી એને અમુક પ્રકારના કેમીકલમાં રાખવામાં આવે છે. જેથી ત્રીજે દિવસે પણ એ તરોતાજા દેખાય છે. જે મંદિરો વગેરેમાં ત્રીજે દિવસે વહેંચાય છે.
માટે આ બધી બાબતોમાં ખૂબજ ચોકસાઈની જરૂર છે. બીજી એક વાત પણ ધ્યાનમાં રાખો પહેલાનાં સમયમાં ઘરો છૂટાછવાયા હતા અને ચારેબાજુ ખૂબજ વનરાજી હતી. ને વૃક્ષોમાંથી એટલા બધા ફૂલો નીચે ખરતા કે જમીન ઢંકાઈ જતીને જમીન પર ફૂલોના ઢગલા થઈ જતા.
તેમાથી સુગંધિત અને અખંડ (ઉંદર વગેરે જીવજંતુ કે જનાવરે કરડ્યા ન હોય તેવા) ફૂલો લઈ લોકો પૂજા કરતા. જે ફૂલો આમ પણ ખરી ગયેલા જ હતા. એટલે તો દૂહામાં કહ્યું કે સુરભી અખંડ કુસુમ ગ્રહી’’
293
જ્યારે જે પ્રમાણે અનુકૂળતા હતી તે પ્રમાણે રચનાઓ થઈ. આજે તો સિમેન્ટના જંગલો થઈ ગયા છે. ને ફૂલોના વૃક્ષો તો જોવાય નથી મળતા.
તો સમજો ફૂલોને ઝાડપરથી ચૂંટવાના નથી કહ્યાં... નીચે પડેલામાંથી વીણવાના છે.
સ. 333 ફૂલ તો આમેય એક-બે દિવસમાં મરી જ જવાનું છે, તો પછી તોડીને ભગવાનને ચઢાવવામાં શું વાંધો છે? એને તો ઉંચુ સ્થાન મળે છે ને? કોઈ ભિખારીને સમ્રાટને મિલાવીએ તો તે ખુશ થાય કે નહીં?
જ. 333 જીવ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, દરેકને પોતાનું જીવન એટલું જ વહાલું છે. જીવન ટૂંકુ હોય કે લાંબુ મરવું કોઈનેય નથી ગમતું. કોઈ અતિશય બિમાર, દુઃખથી કણસતું દર્દી હોયને ડૉક્ટરે કીધું હોય કે ‘હવે આ ચાર-પાંચ કલાકથી વધારે નહીં જીવે, છતાં પણ એના કુદરતી મોત પહેલાં આપણે એને મારી નથી નાંખતા. ભગવાન મહાવીરસ્વામી એ બધા જ જીવને એક સરખી જ મહત્તા આપી છે. તો પછી ફૂલ માટે એમ કેમ વિચારવાનું કે એ તો એક-બે દિવસમાં મરવાનું જ છે, માટે તોડી નાંખો.’ જો કોઈ ભીખારીને તમે શહેનશાહને મિલાવો તો એને જરૂર ખુશી થશે, પણ એના હાથ-પગ તોડીને શહેનશાહને મિલાવો તો એ ખુશ થશે કે દુઃખી થશે? એ તો કહેશે ભાઈ મારે હાથ-પગ તોડીને શહેનશાહને નથી મળવું, મારે માટે તો આ ફૂટપાથ સ્વર્ગ છે. મને એમનેએમ શહેનશાહને મિલાવતા હોય તો હું રાજી છું. તેમ દોષિત નહીં પણ નિર્દોષ ફૂલ ભગવાનને ચઢાવતા હો તો ફૂલ રાજી છે.
સ. 334 રાજા કુમારપાળે આગલા ભવમાં ફક્ત પાંચ કોડીના ફૂલડે ભગવાનને પૂજ્યા હતા. તેના ફળ સ્વરૂપે તેઓ અઢાર દેશના રાજા બન્યા, તો આપણે તો દરરોજ આટલા રૂપિયાના ફૂલ ચડાવીએ છીએ તો...કેટલું પુન્ય?
જ. 334 રાજા કુમારપાળની વાતમાં નતો પાંચ કોડીનું મહત્વ હતું કે ન તો ફૂલનું મહત્વ. મહત્વ હતું એનું સર્વસ્વ અર્પણ કરી દેવાની ભાવનાનું. જરા એનો આગલો ભવ જાણો એટલે વાત તમારા મગજમાં બેસસે. કુમારપાળ રાજા એના આગલા ભવમાં નરવીર નામનો લૂંટારો-ડાકુ હતો. એક વખત ધનદત્ત નામના માળવાના મોટા વેપારીના ધનથી ભરેલા ગાડાંને ગાડાં લૂંટી લીધા. એનું વેર વાળવા માટે ધનદત્તે માળવાના રાજાનું લશ્કર લઈ નરવીરની પલ્લીને ઘેરી લીધી. બંને વચ્ચે લડાઈમાં નરવીરનાં બધા માણસોને તેની ગર્ભવતી પત્ની પણ હણાઈ ગઈ. નરવીર એકલો ભાગી છૂટયો. નિઃસહાય નરવીર ચિંતા કરતો બેઠો હતો ત્યાંથી 294
સાધુગણ પસાર થાય છે. તેમના આચાર્ય શ્રી યશોભદ્ર સૂરી ને નરવીરને જોઈ દયા આવી. નરવીર બધી હકીકત જણાવે છે. આચાર્યશ્રી એને ફરી એવું પાપ નહી કરવાને સજ્જન બની રહેવાનો ઉપદેશ આપે છે ને બાજુમાં એકશીલા નગરીમાં જવા માટે જણાવે છે. નરવીર ત્યાં પહોંચ્યો ત્યારે એક હવેલી આગળ મોટું ટોળું ઉભું હતું ત્યાં ઓઢર નામના શેઠનું સદાવ્રત ચાલતું હતું. શેઠ અજાણ્યા માણસને વિચારોમાં ઉભેલો જોઈ જમી લેવા કહ્યું. પણ નરવીર કહ્યું કાંઈ કામ બતાવો તો કામના બદલામાં જમીશ, મફતમાં નથી જમવું.’ આવો પ્રમાણિકતાનો જવાબ સાંભળી ઓઢર શેઠે એને ઘરમાં કામ કરવા રાખી લીધો. થોડા દિવસો બાદ શ્રી યશોભદ્રસૂરિ વિહાર કરતા એકશીલા નગરી પધાર્યા. નરવીરે ઉપકારી ગુરૂને ઓળખી લીધાને રોજ વ્યાખ્યાન સાંભળવા જવા લાગ્યો. તે જાણી ઓઢર શેઠ ખુશ થયાને તે પણ સાથે જવા લાગ્યા. સૂરીદેવીની પ્રેરણાથી ઓઢર શેઠે મહાવીરસ્વામીનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું. ચોમાસામાં બંનેએ ઘણી આરાધના કરી. સંવત્સરીના દિવસે બધાની સાથે નરવીર પણ ઉપવાસ કર્યો. પૂજા કરવા ઓઢર શેઠની સાથે જાય છે. શેઠ પોતાની સામગ્રી વાપરે છે. નરવીર પોતાની બચાવેલ પાંચ કોરીથી ફૂલ ખરીદી ભગવાનને હર્ષોલ્લાસથી ચઢાવે છે. પારણાના દિવસે બધા ખૂબ આગ્રહ કરી પારણું કરાવે છે. નરવીરના પેટમાં પીડા ઉપડે છે. પીડા વધતી જાય છે. શેઠ નરવીરને અંતીમ આરાધના કરાવે છે. નવકાર સાંભળતા સાંભળતા નરવીર અવસાન પામે છે. મરીને ત્રિભુવનપાળાના પુત્ર તરીકે જન્મે છે. તે જ પુણ્યશાળી રાજા કુમારપાળ.
હવે તમે વિચારો કે નરવીર પાસે ટોટલ મુડી જ પાંચ કોરીની હતી.
ત્યારે તેણે એ ન વિચાર્યું કે આમાંથી બે કોરીના ફૂલ લઉં ને ત્રણ કોરી મારા માટે રાખું. કાલે જરૂર પડશે તો હું શું કરીશ? એના બદલે એને એવા ઉત્કૃષ્ટ ભાવ જાગ્યા કે એની પાસે જે કાંઈ હતું તે તેણે સર્વસ્વ ફૂલના રૂપમાં અર્પણ કરી દીધું. એના લીધે એનો એવો ઉત્કૃષ્ટ કર્મનો બંધ પડ્યો કે તે અઢારદેશનો રાજા બન્યો. અહીં મહત્વ ફૂલનું નથી, એણે ફૂલને બદલે બીજું કાંઈ લીધું હોત તોય એના પુણ્યબંધમાં કાંઈ ફરક ન પડત કેમકે વાતતો અહીં સર્વસ્વ અર્પણ કરવાની છે. છે આવા સર્વસ્વ અર્પણ કરી દેવાના ઉત્કૃષ્ટ ભાવ તમારા? તમારી સ્થાવર-જંગમ જે કાંઈ પાંચ-પચ્ચીસ કરોડની મિલ્કત હોય તો સર્વસ્વ પ્રભુને અર્પણ કરી દેવાની ભાવના છે તમારી પાસે? પછી તે ફૂલના રૂપમાં અર્પણ કરો કે કોઈ પણ 295
રૂપમાં... પણ એ વિચાર આવશે કે નહીં કે ‘હું બધું આપી દઈશ તો કાલે ક્યાં રહીશ?’ શું ખાઈશ? નરવીરને એવો કોઈ વિચાર આવ્યો?
એને આની દ્વારા કોઈ પુણ્ય કમાવાની પણ ભાવના હતી? કેટલું નિર્દોષ-
સ્વચ્છ સમર્પણ હતું? એના પાંચ કોરીના ફૂલમાં ને તમારા 5000
રૂા. ના ફૂલમાં શું ફરક છે તે હવે ખબર પડી? કરી દો...તમેય તમારૂં સર્વસ્વ અર્પણ ઉત્કૃષ્ટ ભાવથી તમારી ગાડી-બંગલો ફ્લેટ-બેંક બેલેંસ બધુજ જે 5-25 કરોડનું હોય તે, તો અઢાર શું? અઢારસો દેશ પામશો... પણ નરવીર જેવા ભાવ ક્યાંથી લાવશો?
સ. 335 આપણે ઘરમાં તો વનસ્પતિ જીવોની હિંસા કરીએ છીએ શાકભાજી વગેરે એકેન્દ્રિય જીવો જ છે ને? તો પછી ભગવાનને ફૂલ ચઢાવવામાં થોડી હિંસા વધારે થાય તો શું વાંધો છે?
જ. 335 શ્રી મહાવીરસ્વામીનો ધર્મ એમ નથી કહેતો કે તમે એક પાપ કરો છો તો તેનું ઉદાહરણ લઈને બીજું કરો...બીજાનું ઉદા. લઈને ત્રીજું કરો.
શ્રી મહાવીરસ્વામી કહે છે કે ‘જીવન ટકાવવા માટે ખાવું તો પડશે. ને ખાસો એટલે જીવહિંસા થવાની જ છે. પણ એવું ખાઓ કે જેમાં ઓછામાં ઓછી જીવહિંસા હોય.. દા.ત. કેળાની આખી લૂમમાં એક જીવ છે ને એક છાલના જીવ... બે કેળા ખાવાથી પેટ ભરાઈ જાય છે તો ખાવાની છૂટ આપી જ્યારે સીતાફળમાં ખાવાનું ઓછું ને ફેંકી દેવાનું વધારે ને જેટલા બીયાં એટલા જીવને એક છાલનો જીવ.... તેથી તેને તુચ્છ ફળ કહીને વર્જ્ય ગણ્યું. જ્યારે બટાટામાં અનંતાઅનંત જીવોની હિંસા હોવાથી તેને પણ વર્જ્ય ગણ્યું. આમ શ્રાવકે પણ સંસારમાં ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવવું તેનો વિવેક રાખવાનો છે... નહીં કે આ હિંસા કરીએ છીએ એટલી પેલી પણ કરો.... તો તો હિંસાનો છૂટો દોર મળી જાય. કહેવાનો મતલબ એ છે કે શાકફળમાં વનકાય જીવોની હિંસા કરો છો એટલે ફૂલો પણ બિન્ધાસ્ત તોડો ને ચડાવો એવો હિસાબ નથી. લગાવવાનો એને વિવેક ન કહેવાય. ક્રિયાધર્મમાં વિવેક રાખવો ખૂબ જ જરૂરી છે.
સ. 336 આપણા પૂર્વાચાર્યો તો ખૂબ જ્ઞાની હતા, જાણકાર હતા...તો તેમણે આ પૂષ્પપૂજાને મહત્વ કેમ આપ્યું?