ખરેખર તો આપણે જે ધ્યાન ગુમાવી બેઠા છીએ તે વિપશ્યનાના અભ્યાસ દ્વારા પુનઃપ્રાપ્ત કરી શકીશું.
આ સાધના સાધકોને પચે તો મનની તમામ કડવાશ દૂર થઈ જાય, કોઈ પ્રત્યે દ્વેષ, ધિક્કાર કે ઘૃણા - તિરસ્કાર ના રહે. મારી તો દૃઢ માન્યતા છે કે આ સાધના અપનાવવાથી જૈનોને ખૂબ જ લાભ થશે, સંપ્રદાયવાદ નાબૂદ થશે અને સમાજમાં અપૂર્વ શાંતિ સ્થપાશે.
મનને શુદ્ધ કરવાની આ કળા મુનિરાજો પ્રાપ્ત કરે તો, એ ગુરુવર્યો દ્વારા શ્રાવક-શ્રાવિકાઓ પણ આ સાધનાનો લાભ પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવી શકે. સાચું સુખ અને સાચી શાંતિ આંતરિક શુદ્ધિ દ્વારા જ મેળવી શકાય છે. આંતરિક શુદ્ધિ વિના બાહ્ય ક્રિયાકાંડો બહુ ફલવાન બની શકતા નથી.
સ.257: વિપશ્યના માટે દસ દિવસ ફાળવવા અઘરૂ પડે છે? આટલો સમય ક્યાંથી લાવવો?
જ.257: દરેક સારી વસ્તુની કિંમત હોય છે. આપણા શિક્ષણ પાછળ કેટલાં વર્ષો ખર્ચ્યા? છતાં જીવન જીવવાની કળા શીખી શકતા નથી. ધ્યાનના લાંબા ગાળાના ફાયદા જોઈએ તો તેના માટે ફાળવેલો સમય બિલકુલ ઓછો છે. ધ્યાન કરવાથી આપણું કૌશલ્ય, કાર્યપદ્ધતિ અને કાર્યક્ષમતા સુધરે છે. લાંબો સમય લઈ લેતાં કાર્યો પણ ઓછા સમયમાં થઈ શકે છે.
222
પરિણામે સમય અને શક્તિ બંને બચે છે. ધ્યાન માટે ફાળવેલ સમય તો ખરેખર ગોલ્ડન ઈન્વેસ્ટમેન્ટ છે. વિપશ્યના જીવનને તારનારી સાધના છે. સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખવા માટે દસ દિવસ ઘણાં ઓછા છે.
ટૂંકમાં સર્વજનીન, સર્વદેશીય, સર્વકાલીન, સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક ધ્યાન વિપશ્યના જ શાંતિદાયી, આનંદદાયી અને મુક્તિદાયી છે, એવો મારો પોતાનો અનુભવ છે.
સ.258: ધ્યાન શીખવાની શરૂઆત ક્યારે કરવી જોઈએ?
જ.258: સામાન્ય જનમાનસમાં એવી સમજણ વર્ષોથી દૃઢ થયેલી છે કે ‘‘ધ્યાન-
ધર્મ એ ઘડપણમાં કરવાના કામ છે.’’ આ માન્યતા એ વાતને સિદ્ધ કરે છે કે ધ્યાન વિશેની કેવી ખોટી સમજણ લોકોના મનમાં છે. ધ્યાન તો જીવન જીવવાની કળા છે. તેની શરૂઆત તો જીવનના આરંભ પહેલાં જ એટલે કે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે જ શરૂઆત થવી જોઈએ. જેથી તેનો લાભ આખા જીવન દરમ્યાન મળી શકે.
ચાલો, જીવનનો જેટલો સમય વીતી ગયો તેટલો ગયો, અફસોસ કર્યા વગર હવે ‘જાગ્યા ત્યારથી સવાર’ માનીને વહેલી તકે આ દિશામાં કદમ ભરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ડૉ. કનુભાઈ કલસરિયા કહે છે કે હું એક જનરલ સર્જન છું અને શારીરિક વ્યાધિને દૂર કરવા માટે ઓછામાં ઓછા ચાલીસથી પચાસ હજાર ઓપરેશન મેં કર્યા છે. પરંતુ ‘મન’નું ઓપરેશન કરીને વિકારોરૂપી વ્યાધિને દૂર કરવાનું ‘વિપશ્યના’ નામનું ઓપરેશન અનન્ય છે, અદ્ભૂત છે. એની તોલે આવે એવું કોઈ ઓપરેશન મેં જોયું નથી, જાણ્યું નથી.
સાધનાયાત્રાના આરંભની જેમ, એ માર્ગે ઠીક ઠીક પંથ કાપ્યા પછીયે, સાધનામાં વચ્ચે વચ્ચે ઉતાર-ચડાવ આવે, કોઈ વાર પૂર્વસંચિત બાધક સંસ્કારોનાં પ્રચંડ આંધી-તોફાન પણ જાગે પરંતુ જાગૃતિ અને નિઃકાંક્ષતા એ બેને સથવારે સાધના ચાલુ રહે ત્યાં સુધી વિપશ્યના ધ્યાનના માર્ગે નિષ્ફળતા કે વિફળતા જેવું કશું છે જ નહિ; પ્રત્યેક ડગલું સાધકને મુક્તિની નિકટ જ લઈ જનારું છે. સાધનાનું સાતત્ય તૂટે, સાધનામાં ખાડા પડે કે તે બંધ પડે એ જ એકમાત્ર નિષ્ફળતા વિપશ્યનાના પથ પર સંભવી શકે. માટે, સાધકે જીવનની અંતિમ પળ પર્યંત ધ્યામમાં ઉત્તરોત્તર અધિક પ્રતિષ્ઠિત થતા જવાના સંકલ્પ સાથે સાધનારત રહેવું ઘટે.
અષ્ટાંગ - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા 223
(એકાગ્રતા), ધ્યાન અને સમાધિ - નો અભ્યાસ પણ વિપશ્યના-
શિબિરની અંતર્ગત ઓતપ્રોત છે. શિબિર દરમ્યાન સાધકે શિબિર સ્થળની સીમાની અંદર જ રહી, બહારની દુનિયા સાથે તમામ સંપર્ક -
પત્રવ્યવહાર, ટેલિફોન, વૃત્તપત્રો / છાપાં, રેડિયો, ટી.વી આદિથી તેમજ હરેક પ્રકારના મનોરંજનથીયે વિમુખ બની, અંતર્મુખ રહી રોજ દસેક કલાક ધ્યાનનો અભ્યાસ કરવાનો હોય છે. અહીં રહેવાનો, ખાવાનો, એક પણ પૈસો ચાર્જ હોતો નથી. પરંતુ ત્રણેક મહિના પહેલેથી બુકીંગ કરાવવું પડે છે. વિશ્વના બધા જ વિપશ્યના કેન્દ્રો તથા શિબિર વિષેની માહિતી નીચેની લીન્ક પરથી મળશે. (1) www.vridhamma.org (2) www.dhamma.org (3) www.kotadhamma.org.
બધાજ કેન્દ્રો વિશાળ જગ્યામાં, હજારો વૃક્ષોથી આચ્છાદિત, નૈસર્ગિક, શાંત વાતાવરણથી આપ્લાવિત તપોભૂમિમાં વસેલા છે.
સ.259: બધું જ વિપશ્યના સાધનાની જેમ... મૌન, વચન-કાયાની સ્થિરતા બધું જ બરાબર હોય પણ એકદમ અંતરમાં ઈષ્ટદેવનું સ્મરણ ચાલુ હોય તો કર્મની નિર્જરા થાય કે નહિ?
જ.259: ના થાય. કેમકે મનથી કર્મોનો આશ્રવ ચાલુ છે. ભલે શુભકર્મનો આશ્રવ છે, પરંતુ નિર્જરા તો નથી. પુણ્યનો બંધ પડે, પરંતુ જો સમ્યક્દર્શનની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી 95 ટકા અનુબંધ પાપનો પડે તે પાછો સંસારમાં રખડાવે. એટલે ગોળ ચક્કર ફરીને પાછા હતા ત્યાં ને ત્યાં.
પણ સમ્યક્દર્શનની પ્રાપ્તિ પછી બાજી આખી પલટી ખાઈ જાય... બંધ પાપનો હોય કે પુન્યનો, 95 ટકા અનુબંધ પુન્યનો જ પડે. જે ક્રમે ક્રમે મોક્ષ સુધી પહોંચાડે....
Now choice is yours. આવો મહામૂલો માનવભવ, તત્ત્વની સમજ, કેવલી પ્રરૂપિત ધર્મ, સાધના કરવાની સંપૂર્ણ સગવડ, બધું જ પ્રાપ્ત થયા છતાં એનો ઉપયોગ કરી... મુક્તિ તરફ ડગ ભરવા છે કે અનંતા અનંત જન્મો સુધી પાછા તિર્યંચ, નારકી, એકેન્દ્રિય જેવા ભવોમાં રખડવા ચાલ્યા જવું છે? આ જન્મમાં ભલે નેતા હો કે અભિનેતા... મોદી હો કે
અમિતાભ... જો સાધના ન કરી, સમ્યક્દર્શન માટેનો પ્રયત્ન ચાલુ ન કર્યો તો થોડા સમયમાં આ ખોળિયું છોડી દઈ... અનંતા ભવો સુધી દુર્ગતિના ચક્કર ખાવાના છે. એટલે જ કહું છું. તમારા આત્માને જુદા જુદા ખોળિયામાં ઘાલી સાગરોપમને પલ્યોપમના વર્ષો સુધી કુટાવા દેવો છે કે પછી એને મુક્તિના આનંદમાં મ્હાલવા દેવો છે. Choice is 224
yours.
સંસાર ભ્રમણનું કારણ મન છે; મુક્તિનું કારણ પણ મન છે. માટે પ્રત્યેક મુમુક્ષુ પોતાના મનને નિર્મળ બનાવે, ચિત્તને શુદ્ધ કરે, સાધના દ્વારા રાગ-દ્વેષની પકડમાંથી મુક્ત બને એવી આંતરિક ભાવના.
સ. 260 મહાવીરે બતાવેલા બાર તપમાંનો દસમો તપ સ્વાધ્યાય અને અગ્યારમો તપ ધ્યાન’ બંને એક જ?
જ. 260 ના... દસમો સ્વાધ્યાય એ અગ્યારમા તપ ‘ધ્યાન’ની પૂર્વભૂમિકા રૂપે છે.
ધ્યાન એટલે ચેતનાની ગતિનું સ્થિર થઈ જવું. જેમ શરીરની ગતિ સ્થિર થઈ જાય તેનું નામ આસન તેમ ચેતના જાગ્રત હોય ને ગતિ શૂન્ય હોય તો ‘ધ્યાન’ છે. સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ધ્યાનમાં ઊંડાણ આવે નહિ.
જેઓ દસ તપમાંથી પસાર થઈ ચૂક્યા હોય તેમને આ ‘ધ્યાન’ સમજવાનું સહેલું થઈ પડશે. જેમ જેમ સ્વાધ્યાય કરતા જશો સ્વમાં, ભીતરમાં ઉતરતા જશો તેમ તેમ સમજાશે કે એક જ પાપ છે તે છે આત્માની અજાગ્રત અવસ્થા. આત્માની જાગૃતિ અવસ્થા એક જ પુન્ય છે.
સ્વાધ્યાયથી એ ખબર પડશે કે જ્યારે આત્મા અજાગ્રત હોય ત્યારે આપણે જે કાંઈ કરીએ છીએ તે ગલત હશે. હોશપૂર્વક ખોટું થઈ શકશે નહીં.
સ્વમાં ઉતરવું, સ્વનો અધ્યાય કરવો એ કષ્ટદાયી છે એટલે કોઈ જલદી સ્વાધ્યાયમાં ઉતરવા માંગતું નથી...પણ સ્વાધ્યાય વિના આત્મા પરનો કચરો દૂર થઈ શકશે નહીં. સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ‘ધ્યાન’ માં પ્રવેશ નથી. સ્વાધ્યાયમાંથી ધ્યાન પ્રગટે છે ને ધ્યાનથી કાયોત્સર્ગ.
સ. 261 પાંચમું અભ્યંતર તપ ‘ધ્યાન’ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? કયા કયા?
જ. 261 એક જ વસ્તુમાં એકાગ્ર બનેલી મનની અવસ્થાને ‘ધ્યાન’ કહેવાય છે.
જગતના કોઈપણ જીવની ચિત્તવૃત્તિ જ્યારે એકાગ્ર બને છે ત્યારે એ સ્થિતિને ધ્યાન કહેવાય છે. જ્યારે ચિત્તવૃત્તિ ચંચળ પ્રવૃત્તિશીલ હોય છે ત્યારે તે ચિંતા-ભાવના કે અનુપ્રેક્ષાના રૂપમાં હોય છે. આત્મસાધનામાં ધ્યાનનું અત્યંત મહત્વ છે. કલિકાલ સર્વજ્ઞશ્રીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે : ‘આત્માનો સંસારથી મોક્ષ કર્મક્ષય થવાથી જ થાય છે. કર્મક્ષય આત્મજ્ઞાન વિના શક્ય નથી. ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ધ્યાન દ્વારા જ થાય છે. માટે ધ્યાન આત્મા માટે હિતકર છે.’
ધ્યાનના મુખ્ય ચાર પ્રકાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. તેમાં આર્ત અને રૌદ્ર આ બંને અપ્રશસ્ત એટલે કે અશુભ 225
ધ્યાન છે. જ્યારે ધર્મ અને શુકલ બંને પ્રસસ્ત એટલે કે શુભ ધ્યાન છે.
એમાં પણ શુકલધ્યાન શ્રેષ્ઠ છે. કેમકે તેનાથી જ સર્વ કર્મનો ક્ષય થાય છે. આવા સર્વશ્રેષ્ઠ શુકલધ્યાન ને સિધ્ધ કરીને જ ભગવાન મહાવીર સ્વામીએ સર્વ કર્મનો ક્ષય કર્યો છે અને જગતને સર્વ કર્મક્ષય કરવાનો માર્ગ બતાવ્યો છે. તેમાં આત્મા જ મુખ્યપણે વર્તે છે. જ્ઞાનીઓએ ધ્યાનને અગ્નિની ઉપમા આપી છે. કર્મરૂપી ઈંધણને બાળવા માટે ધ્યાન અગ્નિનું કામ કરે છે. ચાર ધ્યાનમાં આર્તધ્યાન તિર્યંચગતિનું કારણ છે. રૌદ્રધ્યાન નરકગતિનું કારણ છે. ધર્મધ્યાન મુખ્યપણે દેવગતિ અને મનુષ્યગતિનું કારણ છે, જ્યારે શુકલધ્યાન એ મોક્ષનું કારણ છે.
સ. 262 આર્તધ્યાનના ચાર પાયા જણાવો.
જ. 262 (1) પ્રિય વસ્તુની અભિલાષા કરવી. (2) અપ્રિય વસ્તુનો વિયોગ ચિંતવવો. (3) રોગ આદિ અનિષ્ટનો વિયોગ ચિંતવવો. (4) પરભવના સુખ માટે નિયાણું કરવું.
આ ચાર પાયા પર આર્તધ્યાન ઉભું થાય છે.
સ. 263 આર્તધ્યાનનો પહેલો અને બીજો પાયો સમજાવો?
જ. 263 મનને ન ગમતી વસ્તુ, વ્યક્તિ, ન ગમતા સંયોગોથી બચાવની ઈચ્છા, આ પ્રતિકૂળતા ન જોઈએ, એનો પડછાયો પણ ન જોઈએ, એ ક્યારે અને કઈ રીતે દૂર થાય, તેનાથી ઉલટું અનુકૂળ વ્યક્તિ, વસ્તુ, સંયોગ ક્યારે મારાથી દૂર ન થાય. અનુકૂળતા મળે એમાં ‘હાસ’ થાય, અનુકૂળતા જ જોઈએ, પ્રતિકૂળતા નહિ એ રૂચિ, એ વિચારો, એ વર્તન આર્તધ્યાનનું કારણ છે. પ્રતિકૂળ સંજોગો અનેક પ્રકારના હોય. પ્રતિકૂળ પાડોશીના રૂપમાં, પત્ની પુત્રના રૂપમાં, ખાવાની વાનગીના રૂપમાં, કપડાના રહેઠાણના રૂપમાં આવી કોઈપણ પ્રકારની પ્રતિકૂળતા મળતા જ તેના પ્રત્યેનો અણગમો, અરૂચિ, તેને દૂર કરવાની વૃત્તિ કે એનાથી દૂર થવાની વૃત્તિ આ બધામાંથી આર્તધ્યાનનું સર્જન થાય છે.
સ. 264 પ્રિય વસ્તુની અભિલાષા અને અપ્રિયનો વિયોગ ચિંતવવો તે આર્તધ્યાનનો પહેલો અને બીજો પાયો થોડાંક ઉદાહરણ સાથે સમજાવો.
જ. 264 દા.ત. બસમાં બેઠા ને બાજુની બેઠકમાં મુસાફર અણગમતો આવ્યો.
એના શરીરમાંથી ગંધાતી વાસ આવી. બેઠક ફાટેલી નીકળી, કોઈક વિચિત્ર સ્વભાવની વ્યક્તિ મળી. ત્યારે જે અણગમાના, અરૂચિના ભાવ થાય છે તે આર્તધ્યાનને પેદા કરનારી છે. સંસાર જેની સાથે માંડ્યો તે 226
પાત્ર અનુકૂળ ન લાગ્યું અને થાય કે ‘ન જાણે આ પાત્ર મને જ કાં ભટકાણું? મારો ભવ બગડી ગયો.’ પોતાના સ્વજનો, ભાઈ-બહેન, મા-બાપ, સાસરિયાં, પિયરીયાં, મોસાળીયા વગેરે પણ અનુકૂળ ન લાગે. એમના પ્રત્યેનો અણગમો ને એનાથી બચવાની ઈચ્છા, આવા બધા જ વિચારો આર્તધ્યાનનું કારણ છે. સાધુજીવન સ્વીકાર્યા પછી પણ આર્તધ્યાન થવાની પૂરી શક્યતા છે. ગુરૂ અનુકૂળ ન લાગે, ગુરૂભાઈ ને ગુરૂબેન ન ગમ્યાં તો થાય કે ‘હવે આમની સાથે જ રહેવાનું?’
તેનાથી બચવાની -છૂટવાની ઈચ્છા થાય, અણગમતી કામળી આવી તો થાય કે ‘બારે મહિના આ જ ઓઢવાની? ભગવાન જાણે ક્યારે ફાટશે?’ આવા બધા વિચારો આર્તધ્યાનને ખેંચી લાવે છે.
ઠંડી ન જોઈતી હોય છતાં ઠંડી આવે, ગરમી ન જોઈતી હોય છતાં ગરમી આવે, કોઈ અવાજ સાંભળવો ન ગમતો હોય છતાં એ જ સાંભળવાનો આવે. એવી જગ્યાએ રહેવાનું થાય જ્યાં બધું અણગમતું જ ઘેરી વળે.
આવી ઢગલાબંધ બાબતો હોવાની જે અનુકૂળ ન હોય, તે વખતે તેના પ્રત્યે અણગમો, અરૂચિ, અભાવ, દ્વેષ, દુર્ભાવ, ધૃણા, જુગુપ્સા થાય અને થાય કે ‘મારે આ ના જોઈએ, મારે આ સ્થિતિ હવે ક્યારે પણ ના જોઈએ.’ આવા વિચારો આર્તધ્યાનને પેદા કરે છે. પ્રતિકૂળતા ગઈ ને અનુકૂળતા આવી એમાં પણ ગમો કે રૂચિ થઈ તો પણ આર્તધ્યાનને ખેંચી લાવે છે.
સ. 265 અનુકૂળતા ગમે તેમાં પણ આર્તધ્યાન?
જ. 265 હા... ઠંડી પડે ને બચવા માટે ઓઢવાની સામગ્રી જોઈએ તેવી ઈચ્છા થાય તેનાથી પણ આર્તધ્યાન થઈ શકે છે ને ઓઢવાની સામગ્રી મળ્યા પછી ‘હાશ’ થાય તેનાથી પણ આર્તધ્યાન થઈ શકે છે. એમાં કોઈ એ સામગ્રી લઈ જાય તો તે લેનાર ઉપર અણગમો થાય તો તેનાથી પણ આર્તધ્યાન થઈ શકે છે. ને લેનાર વ્યક્તિને ખતમ કરવા સુધીનો ભાવ જાગે તો તેમાંથી રૌદ્રધ્યાન પણ થઈ શકે છે. જેમ પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુ કે સંયોગ નથી ગમતા તેથી તે સમયના વિચારો વગેરે આર્તધ્યાનનું જ કારણ છે. પ્રતિકૂળ કે અનુકૂળ વ્યક્તિ, વસ્તુ કે સંયોગ આર્તધ્યાનનું કારણ નથી પણ એના પ્રત્યેનો ગમો, અણગમો, રૂચિ-અરૂચિ, રાગ-
દુર્ભાવ એ આર્તધ્યાનનું કારણ છે. એટલે પ્રતિકૂળ સંયોગો દૂર થતાં જે જે પણ અનુકૂળતા મળે છે તેમાં જે ‘હાશ’ થાય છે તે પણ અનુકૂળતાનો ગમો, રૂચિ છે એ ગમા, રૂચિના વિચારો આર્તધ્યાનનું કારણ છે.
227
પ્રતિકૂળતા ન ગમી ‘‘તે જાય’’ એ વિચારણા જેમ આર્તધ્યાનનું મૂળ છે તેમ અનુકૂળતા ગમી ને ‘‘એ કાયમ રહે’’ એ વિચારણા પણ આર્તધ્યાનનું મૂળ છે.
સ. 266 મનમાં આવી વિચારધારા તો ચાલ્યા જ કરતી હોય, તો આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ગરકાવ ક્યારે કહેવાય?
જ. 266 મનમાં વિચાર સતત ચાલ્યા જ કરતાં હોવા છતાં જ્યાં સુધી તેમાં તન્મયતા કે સ્થિરતા ન આવે ત્યાં સુધી ધ્યાન આવતું નથી. ધ્યાન આવ્યા પછી તો કોઈ બૂમો પાડીને બોલાવે કે જોરશોરથી ઢોલ નગારાં વાગે તો પણ ખવર પડતી નથી. એવી ચિત્તની સ્થિરતા હોય છે. સાધકનો ઉપયોગ જે વિષયમાં સ્થિર થઈ ગયો હોય તે વિષયમાં તે ગરકાવ થઈને એવો ઊંડો ઉતરી જાય કે બહાર શું વીતે છે તેની તેને કાંઈ જ ખબર જ ન પડે. યુધ્ધમાં રૌદ્રધ્યાનની તીવ્રતામાં શરીર પર તલવારના ઘા પડે તો પણ તેની ખબર ન પડે. એવી એકાગ્રતા આવી જતી હોય છે. એવી એકાગ્ર સ્થિતિ ન હોય ત્યારે ચિત્તની વિચારોમાં ભાવનામાં રહેલી અસ્થિર-ચલાયમાન અવસ્થાને ચિંતા - ભાવના કે અનુપ્રેક્ષા કહેવાય છે. જ્યારે ચિત્તની સ્થિર અવસ્થા ને ‘‘ધ્યાન’’ કહેવાય છે.
અશુભમાં થયેલી ચિત્તની સ્થિરતા જે આર્તધ્યાન, આર્તધ્યાનમાં તીવ્રતા તે રૌદ્રધ્યાન. શુભમાં થયેલી ચિત્તની સ્થિરતા તે ધર્મધ્યાન અને શુદ્ધમાં થયેલી ચિત્તની સ્થિરતા તે શુકલધ્યાન.
સ. 267 પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ કે સંયોગો તે દૂર હટાવી દઈએ અથવા આપણે તેનાથી દૂર હટી જઈએ તો આર્તધ્યાનથી બચી ન જવાય?
જ. 267 વિપરીત સંજોગોથી બચવું એ આર્તધ્યાનથી બચવાનો કોઈ માર્ગ નથી, પણ એનો સ્વીકાર કરી સ્વસ્થ રહેવું તે આર્તધ્યાનથી બચવાનો માર્ગ છે.
આર્તધ્યાનનું મૂળ વિપરીત સંયોગો નથી, પણ મનની પ્રકૃતિ છે. આ નહિ સમજનાર પોતાના મનને ઘડવાનો પ્રયત્ન નહીં કરતાં વિપરીત સંયોગોથી છૂટવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેનાથી નથી છૂટાતું ત્યારે વિચારે છે કે ‘‘આ બધાને કારણે મને આર્તધ્યાન થાય છે, આ બધું ક્યારે છૂટશે?’’ પણ એને એ વાત નથી સમજાતી કે આ વિપરીત સંયોગોથી છૂટવાની ઈચ્છા એ જ આર્તધ્યાન છે. અણગમતી વસ્તુ કે વ્યક્તિ કે સંયોગ પ્રત્યે અણગમો થતાં જ આર્તધ્યાનનું બીજ રોપાય છે.
સ. 268 રૌદ્રધ્યાનથી બચવા માટે શું કરવું?
228
જ. 268 આર્તધ્યાનથી બચવું હોય તો તેણે દરેક વિપરીત પરિસ્થિતિનો સહજતાથી કે સમજપૂર્વક સ્વીકાર કરવો જોઈએ. પરિસ્થિતિને પલટાવી એ પોતાના હાથની વાત નથી. પણ મનને પલટાવું તે પોતાના હાથની વાત છે.
અનુકૂળતા મળવી કે પ્રતિકૂળતા મળવી એ તો કરેલા પાપ-પુન્યના પરિણામો છે. જ્યારે પુણ્યોદય ચાલુ હોય ત્યારે બધું અનુકૂળ મળે અને જ્યારે પાપોદય ચાલુ હોય ત્યારે બધું જ પ્રતિકૂળ મળે. પુણ્યોદય કે
પાપોદય એ ભૂતકાલીન સારી-ખરાબ વૃત્તિ કે પ્રવૃત્તિમાંથી પેદા થયેલ કર્મનું ફળ છે. એને દૂર કરવી કે તેનાથી દૂર રહેવું તે કોઈના ય હાથની વાત નથી. એમાં ન લેપાવું, ન મૂંઝાવું એ જ પોતાના હાથની વાત છે.
જે પોતાના હાથમાં નથી તેનો વિચાર શા માટે? અનુકુળ કે પ્રતિકૂળ બંને પરિસ્થિતિનો રાગ-દ્વેષ વગર, ગમા-અણગમા વગર સ્વીકાર કરવો તે આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
સ. 269 રોગ આવ્યે આર્તધ્યાનથી બચવા શું ચિંતવન કરવું?
જ. 269 આવેલા રોગનો પ્રતિકાર કરવો એ કર્મબંધનું કારણ છે અને એ રોગને સહજતાથી સ્વીકારી લેવો એ કર્મ નિર્જરાનું કારણ છે. આવેલા રોગના દૃષ્ટા બની સમતામાં સ્થિર થવા પ્રયત્ન કરવો. નીચે પ્રમાણે ચિંતવન કરવું.
(1) આ શરીર તો રોગનું જ ઘર છે. રૂપ, લાવણ્ય, કાંતિ શરીર અને ધન આ બધું જ સંસારમાં ચંચળ છે. જે નિત્ય નથી રહેવાનું અનિત્ય જ છે તેની અનિત્યતાને હું સ્વીકારૂં છું.
(2) આ રોગ પણ જે ઉત્પન્ન થયો છે તે અનિત્ય જ છે. કાયમ માટે આ દુનિયામાં કાંઈ જ રહેતું નથી. કોઈ જનમમાં મેં જીવદયા પાળી નથી તો મારા જીવને સંકલેશ ઉપજાવે તેવા રોગો આવવાના જ છે તેને હું સહર્ષ સ્વિકારૂં છું.
(3) આ રોગો મને કેમ આવ્યા? આ મને ન જ જોઈએ, ન જ જોઈએ...
એવી અતિશય અંદરની તીવ્ર અભિલાષાને વશ નહીં થાઉં કેમકે તે આર્તધ્યાન મને દુર્ગતિના દુઃખોમાં પટકી દેશે... જો આટલા રોગના દુઃખો સહન નથી થતાં તો દુર્ગતિનાં દુઃખો કેવી રીતે સહન થશે?
(4) શરીર ઢીલું પડે છે પણ આશાઓ ઢીલી પડતી નથી. રૂપ નાશ પામે છે પણ પાપ બુદ્ધિ નાશ પામતી નથી. શરીરમાં વૃધ્ધાવસ્થા પ્રગટે છે, પણ જ્ઞાન પ્રગટતું નથી. શરીર ધારીઓની આ અવદશાને ધિક્કાર છે.
229
(5) હે દેવાધિદેવ ભલે આ રોગ થકી પણ મને આત્માની પ્રતીતિ થાઓ, આત્મ સ્વરૂપ પ્રગટાવવાની તાલાવેલી જાગો. આત્મા અને દેહનું મને ભેદજ્ઞાન થાઓ.
(6) જીવોના રોગ બે પ્રકારના છે. દ્રવ્યરોગ અને ભાવરોગ. એટલે કે
શરીરના રોગ અને આત્માના રોગ. તેમાંથી ક્રોધ-માન-માયા-લોભ એ જીવોના ભાવરોગ છે. આ રોગે હજારો જન્મ સુધી જીવનો કેડો છોડતા નથી. આ દ્રવ્ય રોગ તો આ એક જ ભવના છે પણ હે પ્રભો આ ભાવ રોગ માંથી મારી મુક્તિ થાઓ. મુક્તિ થાઓ.
(7) આજ સુધી હું એમ માનતો હતો કે આ રોગ જ આર્તધ્યાનનું કારણ છે. પણ આજે ખબર પડી કે આ રોગ નહિ પણ રોગને દૂર કરવાની, રોગમુક્તિની તીવ્ર અભિલાષા જ આર્તધ્યાન છે....માટે હે પ્રભો સહજતાથી આ રોગને સહન કરવાની મને શક્તિ આપ.
(8) મહર્ષિ સનત્ ચક્રવર્તીએ સાત સાત મહારોગોને સાતસો વર્ષ સુધી એકધારા સહન કર્યા, તેને દૂર કરવાની પોતાની પાસે શક્તિ હોવા છતાં, જો તેણે રોગ દૂર કરવાનો વિચાર શુદ્ધાં પણ ન કર્યો હોય તો એમનું દેહ અને આત્મા વચ્ચેનું ભેદજ્ઞાન કેટલું? હે પ્રભુ હું આંશિક તો આવા ભેદજ્ઞાનને પામું...
(9) સમતાભાવે પ્રતિકૂળતાને સહ્યા વિના કર્મ ખપશે નહિ ને ભવિષ્યમાં આનાથી કઈ ગુણા દુઃખો સહન કરવાનો વારો આવશે.
માટે હે જીવ! દૃષ્ટા બની આવેલા કર્મને વેદી લે.
(10) અનેક મહાપુરૂષોએ તો કર્મનાશ માટે સામેથી દુઃખને આમંત્રણ આપી બોલાવ્યું છે. મારૂં એવું તો સત્વ નથી. પણ સહજપણે આવી પડેલી પરિસ્થિતિનો સ્વીકાર કરી તેનો ભોક્તા નહિ પણ દૃષ્ટા બની રહું, અનિત્ય ભાવનામાં સ્થિર રહી કર્મોની નિર્જરા કરી મુક્તિ મેળવી શકું એવી હે પ્રભો મને શક્તિ આપ, મને એવું સત્વ આપ...
(11) હે જીવ! શરીરમાં 3।। કરોડ રૂંવાટા છે. પ્રત્યેક રૂંવાટે પોણાબે રોગ થવાની સંભાવના છે. મારો એટલો પુણ્યોદય છે કે મને હજી એટલા બધા રોગ ઉત્પન્ન થયા નથી તો મારે શા માટે મુંઝાવું જોઈએ.
(12) રોગ કાઢવો કે રાખવો તે મારા હાથની વાત નથી. તે તો પાપોદયની તીવ્રતા. મંદતા ઉપર આધારિત છે. પણ એનો સ્વીકાર કરવો કે ન કરવો તે મારા હાથની વાત છે. મારા મનથી આ રોગનો સ્વીકાર કરી હું મારા કર્મો અહીં જ ભોગવવા માંગુ છું. તેનો અસ્વીકાર કરી, 230
આર્ત ધ્યાનમાં ડૂબી મારે તિર્યંચગતિનો બંધ નથી કરવો.
(13) આ રોગો ફક્ત મારા શરીરને પીડા કરી શકે છે, મને કે મારા આત્મસ્વરૂપને જરા પણ પીડા કરવાના સમર્થ નથી એમ વિચારી હે જીવ! તું સ્વસ્થ થા.
(14) આ રોગ કેમ આવ્યો? ક્યારે જશે? હું નહિ હોઉં તો મારા કુટુંબ કબિલાનું શું થશે? આવા બધા વિચારોને વાગોળીને મારે આર્તધ્યાનમાં ડૂબવું નથી. હે જીવ... તું નહોતો ત્યારે પણ આ દુનિયા ચાલતી હતી ને તું નહિ હોય ત્યારે પણ આ દુનિયા આમ જ ચાલશે. નાહકનો અહંકાર કરે છે કે મારા વગર કુટુંબનું શું થશે? અરે... બે ક્ષણ માટે પણ જો કોઈ તને જ્ઞાનચક્ષુ આપી દે તો તને ખબર પડી જાય કે જેને તું તારૂં કુટુંબ માને છે તેમાંથી કેટલાના મનમાં એવા વિચારો ચાલી રહ્યા છે કે
તું જલ્દી મરે તો સારૂં હે જીવ આ મોહમાંથી બહાર નીકળ, બહાર નીકળ.
(15) અનુકૂળતા હોય તો જ આરાધના સારી થાય તે માન્યતા તો મિથ્યાત્વના ઘરની છે. ભગવાન મહાવીરે તે ધર્મસાધના માટે બાવીસ પરિસહ સમતાભાવે સહવાના કહ્યા છે. માટે હે જીવ... તારૂં એવું સત્વ પ્રગટાવ કે આવી પડેલ રોગને સમતાભાવે વેદી શકું, અનિત્યભાવમાં સ્થિર થઈ શકું તો એ જ ઉત્તમ ધર્મસાધના છે.
(16) આ શરીર છે માટે રોગ છે. હે સિદ્ધભગવંતો મારે તમારા જેવું અશરિરી બનવું છે. આવેલ રોગને સમતાપૂર્વક સહી, અનિત્યભાવનામાં સ્થિર થઈ, આત્માના ઉપયોગને અંતર્મુખ કરી, દેહાદિથી આત્માને ભિન્ન જાણી કર્મ ખપાવવા છે... હે... અનંતાઅનંત સિદ્ધ ભગવંતો...
મને આપના પગલે ચાલવાને સમર્થ બનાવો. સમર્થ બનાવો... એ જ મારી અંતરપ્રાર્થના... અભિલાષા છે.
સ. 270 આ બધું તો બરાબર સમજાય છે, પરંતુ જ્યારે પોતાના પર કોઈ મહારોગ કે કષ્ટ આવે ત્યારે સહન કરવાની શક્તિ રહેતી નથી ને આર્તધ્યાનમાં ડૂબી જ જવાય છે તો શું કરવું?
જ. 270 વાત તો સાચી છે, એટલે જ કહેવત પડી છે કે કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. પણ સાથે એ વાત પણ ધ્યાનમાં રાખશો કે પ્રયત્ન સાચી દિશામાં હશે તો સાવ અશક્ય પણ નથી. જો મક્કમ નિર્ધાર હશે તો જગતની સર્વ શુભ શક્તિ જરૂર મદદ કરશે. હવે આપણે એ જોઈએ કે આવું કેમ બને છે. એના બે મુખ્ય કારણો ધ્યાનમાં આવે છે. એક તો 231
આ પાંચમા આરામાં આપણું સંઘયણ (શરીરનું બંધારણ) એટલું નબળું છે કે જરા જરા વાતમાં હલી જવાય છે. નબળા શરીરમાં નબળું મન એટલે રોગો ને શરીર સુધી જ રાખી મન પર તેની અસર ન થવા દેવી એવું સત્વ પ્રગટતું નથી.
બીજું મુખ્ય કારણ છે કે આપણે જીંદગીમાં ક્યારેય નાના સામાન્ય કોટિના રોગોને ય સમતાભાવે સહન કરવાની ટેવ પાડી નથી. જેમ જેમ સહન કરવાની ટેવ પડે તેમ તેમ સહનશક્તિ વધે ને પરિણામે મોટા રોગોને સહન કરવાની શક્તિ પણ પ્રગટતી હોય છે. ઠંડી ગરમી જેવા નાના નાના કારણોને દૂર કરવાની વાત ન કરતાં એને સહન કરવાની ટેવ પાડીને તેની મન ઉપર અસર ઊભી ન થાય તેવું સત્વ પ્રગટાવવું જોઈએ.
યોગવિંશિંકા વૃત્તિમાં લખ્યું છે કે તિતિક્ષા ભાવના દ્વારા એને જીતવું મતલબ કે ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ડાંસ, મચ્છર, આક્રોશ, રહેવાની જગ્યાની અસુવિધા જેવા નાના કષ્ટોને વારંવાર સમતાભાવે સહન કરવાની ટેવ પાડવી જેથી મહારોગ આવે એની મન પર અસર ન થાય.
જેણે જીંદગીભર પાણી જ વલોવ્યું હોય તે છેલ્લે માખણની આશા કેવી રીતે રાખી શકે? માટે દરરોજ એક કલાક એક જગ્યાએ કાયાને સ્થિર કરીને બેસવું કે ઊભા રહેવું. તે એક કલાક સંપૂર્ણ મૌન પાળવું. મનની જાગૃત અવસ્થામાં મનને પણ વિચારોથી મુક્ત કરવા પ્રયત્નશીલ રહેવું.
મનને અંતરમુખ કરી આત્માના ઉપયોગને બહાર જવા દેવો નહિ. આ એક કલાક દરમ્યાન શરીરમાં કોઈપણ પરિષહ આવે, ખુજલી આવે, દુઃખાવો થાય, ધ્રૂજારી આવે, ભારીપન આવે, ડાંસ મચ્છર કરડે, બળતરા થાય, પસીનો થાય જે કાંઈપણ થાય તે સમતાભાવે સહન કરવું. જરા પણ મન-વચન-કાયાનું હલનચલન થવા દેવું નહીં...જો અત્યારથી આજથી જ દરરોજનું એક સામાયિક પણ આવું થાય તો મહારોગ આવે શરીરની મનની સહન કરવાની શક્તિ જરૂર પ્રગટે ને કર્મ નિર્જરાનું કારણ બને.
સ. 271 આપણે મોક્ષની ઈચ્છાથી ધર્મ કરીએ તો તે પણ નિયાણું જ કહેવાય ને?
જ. 271 હા...નિશ્ચય નય પ્રમાણે મોક્ષની ઈચ્છા પણ નિયાણું જ છે. પણ આપણે હજી પ્રારંભિક કક્ષાના સાધકો કહેવાઈએ. મોક્ષ અને ભવ પ્રત્યે સમાનભાવ, મધ્યસ્થભાવ, નિસ્પૃહભાવ રાખી શકવાની ક્ષમતા આપણામાં નથી. આપણા જેવા જીવો માટે મોક્ષનો આશય રાખવો તે વ્યવહાર નયના મતે યોગ્ય છે. કેમકે આ રીતે મોક્ષનો આશય રાખવાથી 232
બીજા બીજા સાંસારિક મલિન આશયો દૂર થાય છે. અને ચિત્તની શુદ્ધિ થાય છે. આ રીતની ચિત્તશુદ્ધિ થતાં છેવટે મોક્ષ અને ભવ (સંસાર)
પ્રત્યે મધ્યસ્થ ભાવના જરૂર પ્રગટે છે. માટે પ્રારંભિક કક્ષાના જીવો માટે મોક્ષનો આશય લઈ આગળ વધવું પણ મનમાં એ નિશ્ચય કે આગળ વધતાં આ આશય પણ છોડવાનો જ છે કે છૂટી જ જવાનો છે. નિશ્ચય નય સિવાય મોક્ષ નથી.
સ. 272 સામાયિક જેવી બાબતમાં પણ આર્તધ્યાન થઈ શકે?
જ. 272 હા...સામાયિક જેવી અતિ મહત્વની સાધના પ્રસંગે પણ બારી ક્યાં છે?
પવન ક્યાંથી આવશે? ટેકો ક્યાં મળશે? એ જ વિચાર્યા કરે. પોતાની એ જગ્યા કાયમી બને, બીજો કોઈ ત્યાં બેસી ન જાય, આ બધી ચિંતા એને બેચેન બનાવી જાય. પરિણામે સામાયિકમાં સમતાની સાધના થવાને બદલે આર્તધ્યાન થઈ જાય. જેને બધું જ અનુકૂળ જોઈએ છે તે ક્યારેય સાચી સાધના કરી શકતો નથી.
સ. 273 ધર્મધ્યાન માટે અનુકૂળતા તો જોઈએ ને?
જ. 273 ધર્મધ્યાન એવી વસ્તુ છે કે જો સાધક યોગ્ય બને તો તેને કોઈપણ સ્થાનમાં કે કોઈપણ સ્થિતિમાં ધર્મધ્યાન આવી શકે છે. મહાપુરૂષો પર્વતની ગુફામાં કે પર્વતની ટોચ પર પણ ધ્યાન ધરતા. સ્મશાનમાં પણ ધ્યાન કરતા ને ઉદ્યાનમાં પણ કરતાં. સુંવાળી રેતી પર પણ કરતાં ને અગ્નિ ધખતી શીલા પર પણ ધ્યાન કરતા. ઘાણીથી પિલાતા કે ભાલાથી વીંધાતા પણ ધ્યાન કરતા. હા...કદાચ આપણા જેવા પ્રાથમિક કક્ષાના સાધકો અતિ વિકટ પરિસ્થિતિમાં શુભ ધ્યાનમાં સ્થિર ન રહી શકે, પણ ધીમે ધીમે બાવીસ પરિસહો ને સહન કરીને એ ક્ષમતા ઊભી કરવાની છે.
જો અનુકૂળતામાં જ ધર્મ થતો હોત તો ભગવાને ઘરમાં એ.સી. માં બેસીને ધર્મ કરવાનો કહ્યો હોત પણ જેનાથી ધર્મધ્યાન ન આવે તેવો માર્ગ ભગવાન બતાવતા નથી. અનુકૂળતા હોય તો જ આરાધના સારી થાય તે માન્યતા પણ મિથ્યાત્વ છે. પરિસ્થિતિ સુખદ હોય કે દુઃખદ મનને અલિપ્ત જ રાખવાનું છે. સમભાવે બધું સહવાનું છે.
સ. 274 નિયાણું (નિદાન) કેટલા પ્રકારનું છે? સમજાવો.
જ. 274 નિયાણું સામાન્ય રીતે ત્રણ પ્રકારનું છે. (1) રાગગર્ભિત (2) દ્વેષગર્ભિત (3) મોહગર્ભિત 233
રાગગર્ભિત નિયાણું : પોતે કરેલા ધર્મના ફળરૂપે દુન્યવી સુખોની ઈચ્છા કરવી, સત્તા ધન-સમૃદ્ધિ, શ્રીમંતાઈ, રાજા-ચક્રવર્તી, દેવેન્દ્રનું સુખ માંગવું, મનગમતી વસ્તુ કે વ્યક્તિ કે સ્ત્રી કે સુંદર સંતાનો મળે, શરીર આરોગ્ય મજબૂત બાંધો, ઉત્તમ ભોગ સામગ્રી મળે. આ બદું મળે પછી હું આમ જીવીશ, તેમ જીવીશ વગેરે વિચારણા તે રાગગર્ભિત નિયાણું છે.
દ્વેષગર્ભિત નિયાણું : દુન્યવી કોઈપણ સ્વાર્થ હણાતા કે પોતાના દુઃખમાં નિમિત્ત બનનાર વ્યક્તિનું ખરાબ ઈચ્છવું, ભવોભવ તેનું ખરાબ કરવાની શક્તિ મળે કે ભવોભવ તેને મારનારો બનું આ બધું પોતે કરેલા ધર્મના પ્રભાવે ઈચ્છવું તે દ્વેષગર્ભિત નિયાણું છે.
મોહગર્ભિત નિયાણુંઃ જેનાથી મોહ તગડો થાય એવું મંગાય તો એ મોહગર્ભિત નિયાણું છે. વિતરાગતા ધર્મની આરાધના વગર સંસારના ઊંચા સુખો નહિ મળે એવી ખાતરી થતાં આવતા ભવોમાં મને જૈન ધર્મ મળે તેમ ઈચ્છવું તે મોહગર્ભિત નિયાણું છે.
હું સત્તા પર આવીશ તો આમ કરીશ, એની જગ્યાએ હું હોઉં તો આમ જ કરૂં. આ બધા વિચારો આર્તધ્યાનની ભૂમિકા છે. આમાં ઘણા કર્મોનો આશ્રવ થાય છે. તિર્યંચ ગતિનો બંધ પડે છે. અને સંસારની મુસાફરીનું સર્જન થાય છે. માટે જેટલું બચી શકાય તેટલું બચો.
સ. 275 આર્તધ્યાનથી બચવા શું કરવું?
જ. 275 પોતાના વિચારો પર સતત ચોકી રાખવી. સતત પોતાના વિચારોને જોતાં રહેવું. વિચારોને જોવાથી અશુભ વિચારોને રોકી શકાય છે.
ઘરમાં પેસેલા ચોરને ખબર પડે છે કે ઘરનો માલિક મને જોઈ ગયો છે, તો તે અડધો ઢીલો પડી જાય છે. ધર્મ સિવાયની વાતો કરવી, શું રાંધ્યું?
શું ખાધું? ક્યાં ગયા? વગેરે ધર્મ સિવાયની બધી જ વાતો-વિકથા-
આર્તધ્યાનની ભૂમિકા છે. નાટક-ટી.વી.-સિનેમા-ક્રિકેટ મેચ જોવી-તેના જ વિચારો કરવા તે આર્તધ્યાન છે. ત્યારે મન સજાગ હોવું જોઈએ કે હું તિર્યંચ ગતિનો આશ્રવ કરી રહ્યો છું. મને મારા આત્માને તિર્યંચ ગતિમાં લઈ જવા માટે આ ભવ નથી મળ્યો પણ મારા આત્માને કર્મથી મુક્ત કરી કાયમી સુખ મેળવવા માટે આ માનવ ભવ મળ્યો છે. હું કેટલો મૂર્ખ છું કે હું પોતે જ પોતાનું ખરાબ કરી રહ્યો છું. વળી આ બધામાં ક્યાંય ખૂબ ખુશ થઈને તાળીઓ પાડતાં પાડતાં નાચી ઉઠાય, તેમાં જ ચિત્ત સ્થિર થઈ જાય, અથવા હાર-જીતમાં ક્યાંક મન ખૂબ દુઃખી થઈ 234
જાય, આંખમાં આંસુ આવી જાય, ચેન ન પડે. તેમાં જ ચિત્ત સ્થિર થઈ જાય તો તરત મનને જાગૃત કરવું કે હે આત્મન! એ જીતે કે હારે પણ તારૂં તો નરકમાં જવાનું નક્કી થઈ ગયું. આમ ક્ષણે ક્ષણે આત્મા જાગૃત રહી મન પર ચોકી કરે કે શું કરી રહ્યા છો? અને તેનું શું પરિણામ મારા જ આત્માને ભોગવવું પડશે અને ત્યાંથી પાછા વળો તો જરૂર આર્ત-રૌદ્ર ધ્યાનથી બચી શકાય.
સ. 276 આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનનું સ્વરૂપ જાણ્યા પછી એ સમજાવો કે ધર્મધ્યાન એટલે શું?
જ. 276 આત્મા એ અકારણ પારિણામિક દ્રવ્ય છે એટલે કે જેનું કોઈ કારણ પણ નહીં હોય, કાંઈ લેવા દેવા પણ નહીં હોય એવા કેટલાય વિચારોમાં જીવ પરિણમન કર્યા જ કરશે. ફક્ત એક 24 કલાક બરાબર આત્મનિરિક્ષણ કરશો ને તો પણ તમને બરાબર સમજાઈ જશે કે જીવ એવા કેટલાય વિચારોમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, ભૂતમાં, ભવિષ્યમાં પરિણમન કરે છે જેની સાથે કાંઈ લેવા-દેવા નથી....જેનું કોઈ કારણ પણ નથી. તો આત્મામાં સ્થિરતા કરવી, મન અને આત્માની જોડ કરી (મનને મક્કમ કરી) જ્ઞાન સ્વભાવી આત્મામાં શ્રદ્ધા કરી, આત્મામાં એકાગ્રતા કરવી તે ધર્મધ્યાન છે. પોતાના આત્માના આશ્રયથી જે વીરાગી ધ્યાન પ્રગટ થાય છે તે ધર્મધ્યાન છે. ધર્મધ્યાનનું ફળ દેવગતિ અથવા મનુષ્ય ગતિ (પ્રાયેઃ કરીને) છે.
શુભ ચિંતવનથી પુણ્ય કર્મનો આશ્રવ થાય છે જો શુભ ચિંતવન આત્મામાંથી ઉદ્ભવે તો તેનો સમાવેશ ધર્મધ્યાનના પહેલા પાયામાં થાય છે.
સ. 277 બે ચાર ઉદાહરણ સાથે શુભ ચિંતવન સમજાવો.
જ. 277 શુભ ચિંતવન જેવું કે.... સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ વિષે જે કાંઈ કહ્યું છે તે સત્ય જ છે અને તેમાં કોઈ શંકા નથી. રાગ, દ્વેષ, કામ, ક્રોધ, અપેક્ષા, અહમ, આ બધા આત્માના દુશ્મનો છે. જે આત્માને જ દુઃખ ઉત્પન્ન કરનાર છે... હું જે જે દુઃખ સહન કરૂં છું તે બધા મારા જ કર્મનો ઉદયકાળ છે. એને માટે હું બીજા કોઈને દોષ દઈ શકું નહીં... સમ્યક્ વગરની કરેલી કરણીથી આ ત્રણેય લોક સર્વ સ્થાનક આ જીવે, અનંત વાર સ્પર્શીને મૂક્યા છે એટલે કે આ ત્રણેય લોકમાં કોઈ જગ્યા એવી નથી કે
જ્યાં તેં જન્મ લીધો નથી. જીવ હવે નિરાંત પામ...આવા પ્રકારનું શુભ ચિંતવન આત્મામાંથી ઉદ્ભવવું તે પણ ધર્મધ્યાનનો પહેલો પાયો છે.
235
સ. 278 સામાન્યથી જીવ ધર્મધ્યાનમાં પ્રવેશ પામ્યો છે તે ક્યારે ખબર પડે? ધર્મધ્યાનના આલંબન પણ જણાવો.
જ. 278 વિતરાગ ભગવાનની આજ્ઞા અંગિકાર કરવાની અંદરથી રૂચિ ઉપજે, સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા, ભાવથી પઠન કરવાની રૂચિ જાગે, તીર્થંકર ભગવાનનો ઉપદેશ સાંભળવાની રૂચિ જાગે, શ્રુત સહિત ચારિત્ર ધર્મ અંગિકાર કરવાની અંદરથી રૂચિ પામે, આ બધા ધર્મધ્યાનના લક્ષણ છે.
વિનય સહિત જ્ઞાન ગુરૂ કે સત્પુરૂષ પાસે સૂત્રતત્ત્વનું વાંચન લેવું, શ્રવણ કરવું, કોઈ શંકા થાય તો ગુરૂ આદિને પૂછીને તેનું સમાધાન કરવું.
વિતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણિત કર્યા છે, તે ભાવ લઈને કર્મની નિર્જરા માટે સભામાં તે ભાવ તેવા પ્રણીત કરવા આ બધા ધર્મધ્યાનના આલંબન છે.
સ. 279 ધર્મધ્યાન સવિકલ્પ છે કે નિર્વિકલ્પ? પરમાત્માએ ધ્યાન કરવાનું કીધું છે તે કેવી રીતે?
જ. 279 વ્યવહાર ધર્મધ્યાન સવિકલ્પ છે પછીથી તે વિકલ્પ પણ છૂટીને નિજસ્વરૂપમાં ઉપયોગ જામે તે વાસ્તવિક ધર્મધ્યાન કહેવાય અને તે નિર્વિકલ્પ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે. (1) પીંડસ્થ (2) પદસ્થ (3) રૂપસ્થ અને (4) રૂપાતીત... પીંડસ્થ એટલે પીંડમાં રહેલ, દેહમાં રહેલ આત્મામાં સ્થિર થવું. પદ એટલે શબ્દ-વાચા-વાણી દ્વારા શુદ્ધ આત્મામાં સ્થિર થવું તે પદસ્થ. રૂપસ્થ એટલે સશરિરિ અરિહંત પરમાત્મામાં મનને સ્થિર કરવું. રૂપાતીત એટલે અશરિરિ સિદ્ધ પરમાત્મામાં ધ્યાનને સ્થિર કરવું, એકાગ્ર કરવું. આ ચાર પ્રકારના સ્વરૂપને અનેક રીતે ચિંતવન કરી, બીજા સ્થૂલ વિકલ્પોથી છૂટીને મનને એકાગ્ર કરવું તે વ્યવહાર ધર્મધ્યાન સવિકલ્પ છે, પછીથી તે વિકલ્પ છૂટીને નિજસ્વરૂપમાં, પોતાના આત્મામાં જ ઉપયોગ જામે તે જ ખરેખરૂં ધર્મધ્યાન છે અને તે નિર્વિકલ્પ છે. પરમાત્માનું ધ્યાન કરવાનું કહીને પોતાના આત્માનું જ ધ્યાન કરવાનું કહ્યું છે. પોતાનાથી ભિન્ન પરમાત્માનું નહીં. પરમાત્માના જેવો જ પોતાનો સ્વભાવ પરિપૂર્ણ રાગાદિથી રહિત છે તેને ઓળખી તેનું જ ધ્યાન કરવું એ જ પરમાત્માનું ધ્યાન છે. સજ્ઝાયમાં બોલો છો ને કે, આપ સ્વભાવમાં રે અવધૂ સદા મગન મેં રહના.. અવધૂ એટલે આત્મા...હે આત્મા...તું હંમેશા તારા પોતાના સ્વભાવમાં જ મગ્ન રહેજે... સદા તારા સ્વરૂપમાં જ રહેજે..
236
સદા આત્મામાં જ રહેજે...
સ.280: શુભલેશ્યા વિના શુભ ધ્યાન નથી, શુભધ્યાન વિના સમતા નથી. સમજાવો?
જ.280: આપણા આત્માના બંધનનું મૂળ કર્મ છે. અને કર્મનું મૂળ મનમાં છે આપણા મનનું શુધ્ધિકરણ અને મારણ ન કરીએ ત્યાં સુધી મુક્તિ મેળવી શકાતી નથી. તે માટે ભગવાને શુભલેશ્યા - શુભધ્યાન બતાવ્યા છે.
ગાઢ કર્મોના ક્ષય માટે બધાને અંતે શરણ ધ્યાન છે. સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન ધ્યાન છે. સમતામાં પહોંચવા માટે શુભધ્યાન એ અમોઘ ઉપાય છે.
14 પૂર્વશાસ્ત્રના પારગામીને 4 જ્ઞાનના ધણીને પણ કર્મક્ષય કરવા અને સર્વ દોષોનું ઉન્મૂલન કરવા ધ્યાનનુંજ શરણું લેવું પડે છે. બધા ધર્મ કરીને તેનું અંતિમ ફળતો આત્માને શુભધ્યાનમાં સ્થિર કરવો તેજ છે. ધ્યાન એ મનની અવસ્થા છે. ઉત્કૃષ્ટ કક્ષાની અનુભૂતિ કરવાનો એક માત્ર ઉપાયધ્યાન છે. જૈન શાસનમાં આરાધના માટે અસંખ્ય યોગો છે.
જેમકે ભક્તિયોગ, કર્મયોગ, શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ, સામ્યયોગ અને ધ્યાનયોગ આમ ક્રમસર યોગો બતાવ્યા છે. અને તે બધામાં પણ ટોપલેવલમાં ધ્યાન યોગ છે. દરેક સાધનામાં અંતિમ ચરણમાં ધ્યાનયોગ છે. કર્મયોગનું વર્ણન આચાર રૂપે અધ્યાત્મમાં આવે છે. સાધુક્રિયા પણ કર્મયોગમાં આવે, શસ્ત્રયોગમાં બહોળું શાસ્ત્રજ્ઞાન જોઈએ, જ્ઞાનયોગ પામેલાને સામ્યયોગ આવે અને પછી ધ્યાન આવે. ટોપમાં ધ્યાનયોગ છે. આ બધા સ્ટેપ ક્રમશઃ પસાર કર્યા પછીજ નિર્મળ ધ્યાનયોગ આવે.
તમામ કચરો કાઢવાની તાકાત લેશ્યા અને ધ્યાનમાં છે. બધા મોક્ષે ગયા તે આબે યોગના આલંબનને પામીને ગયા છે. ધ્યાનના બે ભેદ છે. શુભ અને અશુભ. તેમ લેશ્યાના પણ બે ભેદ છે. શુભ અને અશુભ.
આત્મશુધ્ધિ કરવી હોય તો શુભલેશ્યા અને શુભધ્યાનનું આલંબન લેવું પડે. આપણે જીવનમાં શુભધ્યાનના માર્ગે જવું હોયતો શુભ લેશ્યા કેળવવીજ પડે. તે નહિ આવે ત્યાં સુધી શુભધ્યાન દિવાસ્વપ્ન જેવી વાત બનશે. શુભલેશ્યા એ જૈન દર્શનનો આગવો વિષય છે. દુનિયાના ધર્મશાસ્ત્રોમાં ક્યાંય આ વાત આવતી નથી. લબ્ધિમનનું - પ્રકૃતિનું સુંદર વિશ્લેષણ લેશ્યા દ્વારા જૈન દર્શને કર્યું છે. જૈનધર્મની સામાન્ય ક્રિયા કરવા માટે પણ પ્રકૃતિ બદલવી પડે, તો શુભધ્યાન જેવા ઉત્તમ અનુષ્ઠાન માટે તો ચોક્કસ પ્રકૃતિમાં શુભલેશ્યા જોઈએ. જેમ એક વ્યક્તિ પરમાત્માની ભક્તિ બહુ લયલીન થઈને કરે છે પણ જો તેનો સ્વભાવ સ્વાર્થી હોય, જેમકે ધંધામાં તેને સ્વાર્થ આવે તો સામી વ્યક્તિને ગમે 237
તેટલું નુકશાન થાય તે જોવા પોતે તૈયાર ન હોય, પોતાના લાભ માટે ગમે તે કરવા તૈયાર હોય. તો તે વ્યક્તિની લેશ્યા અશુભ જ ગણાય.
તે સારા વિચારોમાં તલ્લીન થાય પણ તેને શુભધ્યાન આવવાની કોઈ શક્યતાજ નથી. તેવી રીતે ધંધામાં લાગે કે જરા વિશ્વાસઘાત કરીશું તો બે-પાંચ કરોડ મળશે, ત્યારે સામેલો પાયમાલ થાય તેમ હોય તેમ છતાં શું વિચારો? તેનું જે થવું હોય તે થાય આપણે તો મેળવી લો.
આ બધા અશુભલેશ્યા - કૃષ્ણ લેશ્યાના ભાવો છે, પછી ભલે તે પ્રસંગે દાન-દયા-પરોપકાર કરતો હોય, પણ મૂળથી પ્રકૃતિ ઉગ્ર સ્વાર્થવાળી છે. જેમકે કોઈને પોતાના દેહપર, રૂપપર આકર્ષણ હોય. તે સંસારમાં રચ્યોપચ્યો રહેતો હોય, તેને શરીર પર મૂળ મમતા છે. ખાવાની આસક્તિ પણ ઘણી છે, તેને મમતા-આસક્તિના કારણે લેશ્યા પણ અશુભ જ હોય. જીવનમાં ઘણી વખત બધાને ખોટા વહાલા થવા -
રાજી રાખવા પ્રયત્ન કરતા હો, સગાવહાલાં મળે ત્યારે એવી મીઠી-
મીઠી વાતો કરે કે જેમાં જુઠ્ઠાણાનું ગણિત જ ન હોય, જો જરા કોઈનાથી ઓછું આવે તો વાતવાતમાં ખોટું લાગી જાય, રીસ ચડી જાય, મામુલી બાબતમાં વાંધા વચકા પાડે. કોઈને મોટા-મોટા વિશ્વાસ આપો, ઘડીમાં વાત કરીને પાછા ફરી જાઓ આ બધા અશુભ લેશ્યાજન્ય ભાવો છે.
શુભલેશ્યા વગર શુભધ્યાન શક્ય જ નથી. લેશ્યાના ભેદો છે તેમાં ટોપમાં શુભલેશ્યામાં શુક્લલેશ્યા છે. અને પ્રાથમિક શુભલેશ્યામાં તેજોલેશ્યા છે. અત્યારે તો પ્રાથમિક શુભલેશ્યા આવવી પણ ઘણીજ મુશ્કેલ છે.
પોતાના સ્વાર્થ માટે જો વ્યક્તિ સામેલાનું ગમે તેટલું નુકશાન કરવા તૈયાર હોય તો તે વ્યક્તિની લેશ્યા અશુભ છે માટે શુભધ્યાન આવી શકે જ નહીં. ઘણીવાર એવું પણ બને કે લેશ્યા શુભ હોય, પ્રકૃતિજન્ય તેનામાં સુંદર ગુણો હોય પરંતુ તે વ્યક્તિ પાપ-પુન્ય-આત્મા વિ. માનતો જ નથી તેવા વ્યક્તિને શુભ લેશ્યા હોવા છતા શુભધ્યાન આવી શકતું નથી. તે વ્યક્તિ જે કાઈ વિચાર કરે, પ્રવૃત્તિ કરે, મોજમજા કરે કે દુઃખ આપત્તિમાં આવે પણ તે આર્તધ્યાનમાં જ હોય. એટલે ધ્યાન અશુભ હોય. આપણામાં જો શુભલેશ્યા ન હોય તો આપણા માટે ધ્યાન તો હવામાં બાચકા ભરવા જેવી વાત છે. જેને જીવનમાં માત્ર પોતાનાજ સ્વાર્થની ચિંતા હોય તે કદી પણ શુભલેશ્યામાં જઈ શકે નહિ. શુભલેશ્યા પામવા માટે મનમાં સંકલ્પ જોઈએ અને સરળતા જોઈએ. લાગણી હોય તેના માટે સારા અભિપ્રાય આપોને દ્વેષ હોય ત્યાં તેને ગમે રીતે પાયમાલ 238
કરી નાંખો આવી બધી પ્રકૃતિઓ અશુભલેશ્યામાં હોય છે માટે તેને શુભધ્યાનની પણ તક નથી.
સ.281: ધ્યાનમાં ચાર સ્ટેજ વર્ણવો?
જ.281: ધ્યાનના 4 સ્ટેજ (1) ચિંતન (2) ભાવના (3) અનુપ્રેક્ષા (4) ધ્યાન ચિંતન એટલે એકજ વસ્તુ પર ધારાબધ્ધ ઉંડાણથી વિચારવાનું છે. આપણે શુભ ચિંતન લેવાનું છે. ધર્મમાં શુભ જ લેવાનું છે. દા.ત.પરમાત્મ તત્વ લો તો પરમાત્મા કેવા છે? તેના ગુણો ક્યા? સ્વરૂપ કેવું? તે અદ્વિતિય કેમ છે? આમ એક એક મુદ્દા ઉભા કરો ને તેમાં ઉંડા ઉતરતા જાઓ. ધારા બધ્ધ વિચારણાને ચિંતન કહેવાય. દા.ત. તમે આત્માનું ચિંતન કરતા હો ત્યારે વચમાં ટેબલનું ચિંતન ચાલુ થઈ જાય, આ શૃંખલાબધ્ધ વિચારધારા નથી. ભલે તમે પાંચ મિનિટ ચિંતન કરો પણ મનને બરાબર સુચના આપીને કરો કે ‘‘મારે પરમાત્માનાં ગુણોનું તેમના સ્વરૂપનું ચિંતન કરવું છે.’’ તેથી તમને ખ્યાલ આવશે કે તમે એક વિષય પર ધારાબધ્ધ કેટલો ટાઈમ ચિંતન કરી શકો છો. ધ્યાન કરનારને કલાકો સુધી ચિંતન કરવાની પહેલા ટેવ પાડવી પડશે. તેના વગર ધ્યાનનો ઢાંચો ગોઠવાતો નથી. શુભધ્યાનમાં તો 100 % મન પર કાબુ જોઈશે ચિંતન પછી ભાવનાનું સ્ટેપ આવશે. જે જાણેલું સત્ તત્વ છે તેનુંજ વારંવાર ભાવના કરવાની છે. રીપીટ કરો તોજ ભાવિત થવાય છે. ચિંતન કરવું હજુ સહેલું છે કારણકે તેમાં નવું નવું સ્ફુરે, જાણવા મળે. આમ તો મનને કુતુહલ વૃત્તિ હોય છે માટે ચિંતનમાં તો હજુ મન ટકી શકે પરંતુ ભાવનામાં તો એકની એક વાતનું રિપીટેશન કરવાનું છે. પાંચે ઈન્દ્રિયોના ભોગોનું જીવો ત્યાંસુધી કેટલું રીપીટેશન કરો છો? તમે પેંડો 50 વાર ખાધો હોય છતાં એજ પેંડો પાછો આપે તો પણ રસ આવે છે ને? કેમકે ત્યાં રૂચિ છે. માટે રૂચિની ચકાસણી ભાવનામાંજ થાય છે જેને ભાવના નફાવે તે ધ્યાનમાં જઈ શકતો નથી.
(1) શુભ ચિંતન કરવા માટે સાંસારિક ભાવોથી પર થવું જોઈએ. એટલો ટાઈમ સારા વિચારોમાં રહેવું એટલું જ નહિ, પણ એટલો ટાઈમ સંસારના વિષયોથી મન દૂર થવું જોઈએ (2) જેમાં આતંરિક મૈત્રી આદી શુભ પરિણામો પ્રગટતા નથી તો શુભ ચિંતન નથી. તમે અડધો કલાક પરમાત્માનું ચિંતન કરવા બેઠા તે વખતે, પહેલા જેટલા જીવો પ્રત્યે ગેરવર્તાવ કર્યા હોય તેમના પ્રત્યે ક્ષમાનો ભાવ પહેલા જોઈએ. શુભચિંતન કર્મની નિર્જરાને પુણ્યબંધનું સાધન છે. કોઈ કહેશે અત્યારે અમારે આત્માનું ચિંતન કરવું છે. તેમાં ક્ષમાની શું જરૂર? પરંતુ શુભનું ચિંતન કરવું 239
હોય તો શુભભાવો પાયામાજ જોઈશે. ઘણાં કહે છે કે ભલે અમે સંસારમાં જે કરતા હોય તે કરીએ પણ જ્યારે ધર્મમાં આવીએ ત્યારે તેમાંજ એકાકાર થઈ જઈએ છીએ પણ આ અશક્ય છે. કારણ જેને અશુભમાં રાગ છે તે શુભમાં એકાકાર થઈ શકતો નથી, માટેજ પહેલાં અંતઃકરણને શુભભાવોથી મૈત્રી આદિભાવોથી વાસિત કરવાનું છે. -3
આજકાલ મોટી કંપનીઓમાં એક્ઝીક્યુટીવોને પણ ધ્યાનની પ્રેક્ટિસ અપાતી હોય છે. પણ તેનું ધ્યેય ફક્ત ભૌતિક દૃષ્ટિ હોય છે. ‘‘આનાથી મારા શરીરના રોગ ઓછા થશે કે મારી કાર્યક્ષમતા વધશે’’ એવા ભૌતિકલાભ માટે કરાંતુ ધ્યાન તે અશુભ ધ્યાન છે. ચિંતન-મનન-
ભાવનાના સ્ટેજ વગરનું ધ્યાન, કર્મયોગ, શાસ્ત્રયોગ, જ્ઞાનયોગ સામ્યયોગના સ્ટેપ ચઢ્યા વગરનું ધ્યાન, મોક્ષલક્ષિતા વગરનું ધ્યાન અશુભધ્યાનમાં આવે છે. (4) અત્યારે તમને ધર્મના વિષયમાં જે જ્ઞાન છે તે બધું ખાલી માહિતી રૂપે છે. 1 % જ્ઞાન પણ અનુભવ જ્ઞાન નથી.
પણ તે જ્ઞાન જો ચિંતનરૂપે થાય તો અસરકારક બને અને તેજ જ્ઞાન જો ભાવના રૂપે પરિણામે તો વધારે જોરદાર અસર થાય અને પછીજ આગળના સ્ટેજમાં જઈ શકાય. જેમકે 12 ભાવનાઓ છે. ‘‘સંસાર અનિત્ય છે તેમા કોઈનુંય શરણું નથી’’ આ બધી ભાવનાઓ જાણી લીધી પણ તેનાથી કાંઈ આત્મા એમને એમ ભાવિત થતો નથી. પણ વારંવાર એનું પુનરાવર્તન કરતાં એવી પ્રગાઢ અસર સંચિત થાય છે કે
આ સંસારમાં ખરેખર પરમાત્મા સિવાય મારે કોઈનું શરણ નથી એમ લાગે ત્યારે ભાવિત થયા એમ કહેવાય. માટે પૂર્વભૂમિકા રૂપે ચિંતન અને ભાવના આ બે સ્ટેજને આત્મસાત કરવાના છે.
સ.282: ચિંતન માટેના થોડાક વિચારો જણાવો?
જ.282: સૌથી પહેલા તમારા મન સાથે નક્કી કરો કે મારે શું જોઈએ છે? હું જે કાંઈ સત્કાર્યો કરૂં છું. સારા અનુષ્ઠાનો કરૂં છું. જેમકે પૂજા-સેવા-જાપ-
સામાયિક-પ્રતિક્રમણ-બીજા ધાર્મિક અનુષ્ઠાનો, શાસ્ત્રોનું વાંચન, સૂત્ર પઠન એની પાછળનું મારૂં ધ્યેય શું છે? માનવ-મન વિષે, ઉપયોગમન-
લબ્ધિમન વિષે આટ આટલું જાણ્યા પછી શું મારે ફક્ત સારી ગતિ મેળવીને અટકી જવું છે કે મોક્ષ મેળવવો છે? તમારી અંદરની ભાવના શું? તેમાં ડોકિયું કરો. કોઈ કહે છે કે મેળવવા જેવો તો મોક્ષ છે, સંસારની ભ્રમણની ગતિ છોડવા જેવીજ છે માટે છોડવી છે એમ નહિ.
તમારો આત્મા શું કહે છે? શું ખરેખર તમારો આત્મા ભવભ્રમણથી થાકી ગયો છે? શું તમારો આત્મા એમ પોકારે છે કે હું હવે ચાર માંથી એકેય ગતિમાં ભટકવા નથી માંગતો મને તો પંચમી ગતી મોક્ષજ 240
જોઈએ? જો આ જન્મમાં પુન્યના યોગે થોડા ભોગસુખ અનુકુળ મળી ગયા હોય, ધનસુખ, કુટુંબસુખ, સંતાનસુખ, શરીરસુખ મળી ગયું હોય ને આત્મા એમાંજ રમણ કરવા માંગતો હોય તો પહેલા આત્માને એ યાદ દેવડાવો કે હે જીવ - કઈ ઘડીએ આમાંથી ક્યું સુખી છીનવાઈ જશે કે ક્યારે દુઃખની ગર્તામાં ફેંકાઈ જશું તે ખબર નથી. આ દેહ પણ કઈ ક્ષણે વિદાય લઈ લેશે તે પણ ખબર નથી. પાછળના અનંતા ભવોમાં કેવું કેવું દુઃખ સહન કર્યું હશે તેની તો ફક્ત કલ્પનાજ કરવી રહી. મારા જીવે વનસ્પતિના ભવમાં ટાઢ-તડકામાં ઉભા રહીને કેવા કેવા દુઃખ સહન કર્યા હશે, કોઈએ કુહાડો માર્યો હશે ત્યારે ન એક ચીસ પાડી શક્યો હોઈશ કે ન ત્યાંથી ભાગી શક્યો હોઈશ, વિકલેન્દ્રિયના ભવમાં કોઈએ પગ નીચે દબાવી દીધા હશે, કોઈએ જીવતાજીવ પાણીમાં ઉકાળી નાખ્યા હશે, કોઈએ દવા છાંટીને ગુંગળાવીને મારી નાખ્યા હશે શું એવું બધુ દુઃખ ભોગવવા પાછું પહોંચી જવું છે. એકેન્દ્રિયમાં?
વિકલેન્દ્રિયમાં? પશુ-પક્ષી-જલચરના ભવમાં કોઈએ પાંખ કાપી નાખી હશે, કોઈએ બાધી રાખીને ઢોર માર માર્યો હશે, કોઈએ પાંજરામાં પૂરી ખેલ કરાવવા માટે આગના ચાબખા માર્યા હશે... શું આવી તીર્થંચ યોનીમાં પાછું જવું છે? તો પછી શું નરકમાં જવું છે? ભયંકર ભૂખ-
તરસની પીડા સહન કરવા, તેલના નાવડામાં ઉકળવા કે પછી કરવતથી કપાવા? જેનું કેવળી એ જે વર્ણન કર્યું છે તે સાંભળીને ધ્રુજી જઈએ છીએ તે જાત અનુભવ કરવા જવું છે? કે પછી દેવગતીમાં? ભૂત-
પ્રેત-પિશાચ-પરમધામી બધા દેવગતી જ કહેવાય. તમને લાગે અમે દેવ બનીએ તો સારૂં... આવા પ્રકારના દેવ બની ગયા તો? હજારો વર્ષ સુધી તેમાંજ રહેવું પડે... અહિં તો આપઘાતે કરી શકો ત્યાં તો No Choice નીચલા વર્ગમાં તો સ્વામી વર્ગ ઓછો છે ને સેવક વર્ગ વધારે છે. એક વખત સેવક (દેવ) તરીકે જન્મ લીધો પછી હજારો વર્ષ સેવક તરીકે જ ગુજારવા પડે. આ જન્મનો દુશ્મન, જેનું તમને મોંએ જોવું ગમતું નહોય તે ત્યાં કદાચ તમારો સ્વામી હોય. મને કે કમને હજારો વર્ષ (દેવોનું ઓછામાં ઓછું આયુષ્ય 10 હજાર વર્ષ હોય) તેની સેવા કરવાની પાછું અવધિજ્ઞાન હોય એટલે ખબર પડે કે આજ મારો દુશ્મન...
મારે એની સેવા કરવાની, એનો હુકમ માનવાનો અહીં તો પુન્ય હોય તો સેવકમાંથી સ્વામી બની જાઓ, ત્યાંતો સેવક તરીકે જન્મ્યા એટલે જીવો ત્યાં સુધી સેવક તરીકે જ રહેવાનું વળી પાછુ ત્યાંતો રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ઝગડા, એકબીજાની દેવીને ઉપાડી જાયને વર્ષો સુધી યુધ્ધ ચાલે.
241
શું પાછા આવી ગંદકીમાં પહોચવું છે? ને તેય પાછો ભવ પૂરો થાય એટલે Most of તીર્યંચ - એકેન્દ્રિયમાં પટકાવાનું? એમ તમારા જીવને સમજાવીને પૂછો કે હે જીવ તને હવે શું જોઈએ છે? એક ટકો ભૌતિક સુખની આશામાં 99 % દુઃખદાયક એવી ચારેય ગતિમાં ભ્રમણજ કર્યા કરવું છે કે પછી શાશ્વત સુખ પામવું છે? જ્યારે આત્મા અંદરથી માને છે, પ્રતિતિ કરે છે કે ના... બહુ થયું ઘણું થયું.... હવે તો મને શાશ્વત સુખજ જોઈએ... એ શાશ્વત સુખની જ જ્યારે તાલાવેલી લાગશે કે
ત્યારે ખૂદજ સવાલ કરશે કે એ શાશ્વત સુખ છે ક્યાં? હું એને ક્યાં શોધું? મંદિરમાં છે? જંગલમાં છે? જલ-થલ-ગગનમાં ક્યાં છે?
ત્યારે અંદરથી જવાબ મળે છે કે એ સુખ તો તારા આત્મામાંજ છે.
મંદિર કહો કે મૂર્તિ કહો કે, મંત્ર કહો કે મહાવીર કહો... એ બધા આત્મા સુધી પહોંચવાના અવલંબન છે, સાધન છે સાધ્ય નથી. તો આત્મા સુધી ક્યારે પહોંચવાનું? મૃત્યુ પછી કે પહેલા? ના-ના મૃત્યુ પહેલાજને? તો મૃત્યુ ક્યારે છે? ખબર નથી બીજી ક્ષણે પણ હોઈ શકે. તો...તો હવે એક ક્ષણ પણ બગાડવી પરવડે નહી... જીવ...તું નિગોદમાંથી ક્યારે નીકળ્યો હોઈશ તે પણ ખબર નથી. તેમાંય 1000
સાગરોપમ વર્ષ (અનંતો સમય) વિકલેન્દ્રિયમાં ગુમાવ્યા. બાકી રહ્યા બીજા 1000 સાગરોપમ વર્ષ.... તેમાંય આજ દિવસ સુધી કેટલા વર્ષ વીતી ગયા હશે ને કેટલા બાકી હશે તેય ખબર નથી.. એક હજાર સાગરોપમ વર્ષમાંય માનવ ભવતો 47 કે 48જ મળે... તેમાંય આ કેટલામો ભવ હશે કોનો ખબર! માનવભવ મળે એટલે ધર્મઆરાધના કરવા મળીજ હોય એવું ફીક્ષ નથી. ક્યારેક જન્મતાં જ મૃત્યુ પામ્યા હોય, તો ક્યારેક યુગલિયા જન્મ્યા હોય જેમાં ધર્મ હતો જ નહી તો ક્યારેક ચોર-ડાકૂ-લૂંટારા બન્યા હોય તો ક્યારે કસાઈ કે માછીમાર...
કોને ખબર છે? કેવા કેવા માનવભવ મળ્યા છે? અત્યારે સંપૂર્ણ સર્વાંગ પ્રાપ્ત થયા છે, કેવળીએ પ્રરૂપેલો ધર્મ મળ્યો છે... તત્વની સમજ મળી છે તો શાશ્વત સુખની શોધમાં નીકળ...ક્યાં જઈશ? તારા માંજ, તારા આત્માની શોધમાં જ તારી અંદરજ ડોકીયું કર... પણ કાંઈ મળતું નથી કાંઈ દેખાતું નથી. ધીરજથી કામલે... પહેલા તો Firm determine કર કે હે આતમરામ મારે તને જોવોજ છે, અનુભવવોજ છે... હવે તારો વિયોગ નથી સહેવાતો... અનંતા વર્ષ તારાથી અલગ રહ્યો છું... હવે નહીં... હવે તો આ જનમમાં તને મળ્યા વગર, તને પામ્યા વગર જવું 242
નથી... મારે તને જોવો છે, અનુભવવો છે... તું ક્યાં છે? તું ક્યાં છે?
(ચિંતવન માટેની ભરપૂર માહિતી મારૂં પુસ્તક રત્નમાલા ભાગ-1માંથી મળી રહેશે.)
સ.283: પરમાત્માના મિલન માટે ધ્યાન જરૂરી છે? ધ્યાન માટે મેરૂદંડનું મહત્ત્વ સમજાવો.
જ.283: ધ્યાનમુદ્રામાં જો બેસીને કરવું હોય તો ડાબા હાથની હથેળી પર જમણા હાથની હથેળી રાખવી. બેસીને સુખાસન, પદ્માસન કે અર્ધપદ્માસનમાં ધ્યાન થઈ શકે. ઉભા-ઉભા કાઉસગ્ગ મુદ્રામાં થઈ શકે. શેમાં તમે કાયાને વધારે વખત સ્થિર રાખી શકો છો તે જોવાનું. સીધા બેસવાથી આપણી બરોળ સીધી રહે છે. કરોડ રજ્જુને આરામ મળવાથી પ્રાણધારા સામાન્ય રીતે પોતાનું કાર્ય શરૂ કરી દે છે. કરોડરજ્જુ એટલે જ મેરૂદંડ જે મેરૂ પર્વતનું પ્રતીક છે. જેમ મેરૂપર્વતની આસપાસ સૂર્યચંદ્ર ફરે છે. એવીજ રીતે મેરૂદંડની આસપાસ સૂર્ય-ચંદ્ર નાડી ચાલે છે. આપણા અંદર 32000 નાડીઓ આવેલી છે. એમાંની મુખ્ય નાડીઓ મેરૂદંડ સાથે સંકળાયેલી છે. મેરૂદંડનો ઉપરનો ભાગ આપણા મગજ સાથે જોડાયેલ છે અને કરોડનો છેલ્લો ભાગ શક્તિ કેન્દ્ર રૂપે મૂળાધારમાં નિષ્ક્રિય અવસ્થામાં પડેલો છે. આત્મ વિકાસની દૃષ્ટિએ મેરૂદંડનું ખૂબજ મહત્વ રહ્યુ છે. સમગ્ર જીવ સૃષ્ટિમાં મેરૂદંડ હોય છે, જે પ્રાણધારાને વહેવાનું એક સાધન છે. મનુષ્યનો મેરૂદંડ સીધો છે, ઉભો છે. જે પ્રાણધારાને નીચેથી ઉપર તરફ મોકલે છે. પશુઓમાં આ મેરૂદંડ આડો હોય છે, વનસ્પતિમાં ઉંધો નીચે તરફ જતો. કંદમૂળમાં તૂટેલો આડો અવળો હોય છે. માનવીનો મેરૂદંડ ઉર્ધ્વગમન માટેનું પ્રતિક છે.
આ મેરૂદંડ પ્રાણ ઉર્જાનો ખજાનો છે મૂળાધાર ચક્રથી શરૂ પ્રાણધારા શક્તિ સ્ત્રોત વહેતી કરોડરજ્જુમાં થઈને ઉપર ચઢે છે. આ પ્રાણધારાનો છેલ્લો છેડો સહસ્ત્રાર છે. નાભીના મણિપુર ચક્રથી સુષુમ્નાનો માર્ગ શરૂ થાય છે. તે આ જ્ઞા ચ ક્ર માં સમાપ્ત થાય છે.
ત્યાં બીજી બે નાડીઓ આવીને મળે છે જેને સૂર્યનાડી (પીંગળા) અને ચંદ્રનાડી (ઈંડા)
કહે છે. ચંદ્રનાડી શીતળ અને સૂર્યનાડી ઉષ્ણ, તેજસ્વી અને પ્રકાશિત હોય છે. આરીતે ઈંડા પીંગળા આપસમાં એકબીજાને લપેટાઈને ફેલાય છે. સુષુમ્ના ગંભીર રીતે એકજ ગતિમાં સ્વાધિષ્ઠાનથી આજ્ઞાચક્ર સુધી 243
ચાલે છે. એનું સ્થાન આપણી કરોડરજ્જુમાં છે. વિશુધ્ધ ચક્રની નજીક આવીએ બે ભાગમાં વહેંચાઈ જાય છે અને આજ્ઞાચક્રમાં જઈ બે પાંખડીબાલા કમળ સ્વરૂપ સ્થિર થાય છે. માનવની અદ્ભૂત ક્ષમતા આ ત્રણે નાડીઓ દ્વારા વહેતી હોય છે. સમસ્ત પ્રાણ ઉર્જાનું નિયમન થાય છે ત્યારે આ ત્રણેય નાડીઓ દ્વારા આપણી આજુબાજુ તેના વલયો રચાય છે. અને ગતિ કરે છે. એમાંથી આભાઓ નીકળે છે. તે મંડળનું સ્વરૂપ લે છે ત્યારે આપણે તેને આભામંડળ કે ઓરા કહીએ છીએ. તે નીરંતર ફરતાં રહે છે. આપણા વિષય કષાય અનુસાર એમાં અલગ-
અલગ રંગ બને છે. જૈન દર્શનમાં આ રંગોને લેશ્યાના નામે ઓળખવામાં આવે છે. શુક્લ ભાવોમાં, શુધ્ધ દશામાં આ તરંગો રંગવિહિન બની જાય છે. જે પોતાનામાં શુક્લ હોવાને લીધે એને શુક્લ લેશ્યા નામ આપ્યું છે. વાસ્તવિક રૂપમાં વિષય કષાયો દ્વારા યોગ પ્રવર્તે છે ત્યારે તેમાં રંગો ઉપસી આવે છે. જીવ પછી ભાવ અને પછી કર્માણુ ભાવથી બંધાયેલો રહે છે.
સ.284: શરીરમાં રહેલા ચક્રોના નામ આપો? તથા મૂલાધાર અને સ્વાધિષ્ઠાન ચક્ર વિષે સમજાવો?
જ.284: ચક્રોના નામ (1) મૂળાધાર ચક્ર (2) સ્વાધિષ્ઠાન ચક્ર (3) મણિપુર ચક્ર (4) અનાહત ચક્ર (5) વિશુધ્ધિ ચક્ર (6) આજ્ઞાચક્ર (7) સહસ્ત્રાર ચક્ર (બ્રહ્મરંધ્ર) (8) બ્રહ્માંડીય ફોર્સ (9) પરમાત્મા તરફથી મળતો અનુગ્રહ ફોર્સ (10-11-12) ધરતી સાથે આપલે કરતો ફોર્સ (1) મૂલાધાર : પ્રથમ ચક્ર મૂળાધાર ઉર્જાશક્તિનો અને કરોડરજ્જુનો મૂળ આધાર છે. આ ચક્ર શક્તિનો ભંડાર છે. અનાદિકાળથી આપણી ચેતના મૂર્છાને કારણે, મૂઢતાને કારણે સુષુપ્ત પડેલી છે. અહીં મૂલાધારથી સાદ કરવાથી આપણે અવાજ પરમાત્મા સુધી સરલતાથી પહોંચે છે. ઉપર જે ત્રણ નાડી બતાવી તે આપણા શરીરમાં લીફ્ટનું કામ કરે છે. સુષુમણા નાડી કરોડરજ્જુના મધ્યભાગે અતિસૂક્ષ્મ જ્યોતિધારાના રૂપમાં, વિદ્યુતધારાના રૂપમાં ઉર્જા પરિણમન કરતી રહે છે. મૂળાધાર તલઘરને કહેવાય છે. અહીં એ ભાવના 244
ભાવવાની કે મારી અંદરના લોકના મૂળ આધાર પરમાત્માને હું આમંત્રિત કરૂં છું. (સુષુપ્ત શક્તિને જગાડવી) મંત્રોનું આલંબન આશક્તિને વિકાસ અને ગતિમાં સહયોગ આપે છે. આપણે અહીંથી જ ઉર્જા ભરવાની છે ને ઉપર જઈને ખાલી કરવાની છે. જેમ કૂવાના તળિયે બાલટી નાખીએ, પાણી ભરીને દોરડાથી ખેંચી ઉપર લાવી ઘડો ભરીએ અને બાલટી ખાલી થતાં પાછી કૂવામાં નાખીએ. બસ આવીજ રીતે મૂળાધારમાં ઉર્જા ભરવામાં આવે છે. ભર્યા પછી સહસ્ત્રાર સુધીના પ્રવાસમાં મૂળાધાર સક્રિય રહે છે. ઉપર સુધી પહોંચાડે છે. ઉપર સહસ્ત્રારના ઘડામાં શક્તિ ઉલેચવામાં આવે છે. અને ત્યારપછી પાછી શક્તિ સંપાદનની રીટર્ન જર્નીની શરૂઆત થાય છે. આ ચક્રનું સ્થાન ગુદા અને ગુપ્તાંગની વચ્ચે છે. અગર ચક્રો તમારી પકડવામાં ન આવે તો તેની તમે ચિંતા ન કરો. એ તો ઉર્જાને ચડવાના પગથિયા છે. તમે બસ ધ્યાનમાં આગળ વધતા રહો. ઉર્જા પોતાના સ્થાનને પોતેજ ગોતી લેશે. સ્વાધિષ્ઠાનઃ સ્વ (પોતાને) રહેવાનું અધિષ્ઠાન છે, પ્રતિષ્ઠાન છે.
આ જગ્યાએ જ આઠ રુચક પ્રદેશો છે જે સિધ્ધના આત્મપ્રદેશો જેવાજ શુધ્ધ, કર્માણું રહિત છે. આ આઠ રુચક પ્રદેશોને લીધે જ આપણને આપણા નિજનું જ્ઞાન થાય છે. સ્વ (પોતે) શુભનો સહારો લઈ શુધ્ધ અને પરમશુધ્ધ સુધી પહોંચાડે છે. સ્વાદિષ્ઠાનનું આ સ્થાન મૂળાધારથી થોડુ ઉપર પ્રજનન સ્થાનની નજીક હોય છે. અહીં પરમાત્માના ચ્યવનનું ધ્યાન કરવાનું છે. મારા સ્વાધિષ્ઠાનમાં પરમાત્માનું ચ્યવન થઈ રહ્યું છે.
અહીં આત્મધ્યાન થવાથી મોક્ષની અનુભૂતિ પ્રગટ થાય છે. મૂળાધારના મૂળ કેન્દ્રોમાંથી નીકળતો ઉર્જાસ્ત્રોત સ્વાધિષ્ઠાનની આગળ (નાભીતરફ)
પાછળ (કરોડરજ્જુ તરફ) બંને વિભાગોમાં વહેંચાઈ જાય છે. ધર્મ જ્યારે મૂળ આધારમાં આવે છે તો આપણું સ્વનું અધિષ્ઠાન શાંતિમય બની જાય છે. શીતલતાનો અનુભવ થાય છે. આત્મશાંતિનું અધિષ્ઠાન કેન્દ્ર સ્વાધિષ્ઠાન છે. અવેદી અવસ્થાના વેદનનું ધ્યાન અહીં સિધ્ધ થાય છે.
સ. 285 મણિપુર ચક્ર, અનાહત ચક્ર તથા વિશુદ્ધિ ચક્ર વિષે જણાવો.
જ. 285 આ છે આપણા નાભિમંડળની નજીકનું સ્થાન. જેમ દોરામાં મણિ પરોવીને માળા બનાવવામાં આવે છે. તેવી જ રીતે પ્રાણ ઉર્જાને સૂક્ષ્મ કરી નાભિના મણિમાં પ્રવેશ કરાવીએ તો સૂક્ષ્મ બની, ઉર્જામય બની, પ્રાણમય બની, ચેતનામય બની જાય છે. મંત્રો દ્વારા ઉર્જાની ઉત્પત્તિ અહીં જ થાય છે. આ કેન્દ્રમાં જ આપણે માતા સાથે સંબંધ સ્થાપિત 245
કરેલો. હવે એમાં જ આપણે પરમાત્મા સાથે જોડાઈ જઈશું. ‘‘હે પરમ તત્ત્વ! તારૂં પરમ સ્વરૂપ મારામાં પ્રગટે, તારા સ્વરૂપનો મારામાં જન્મ થાય, તો મારૂં કલ્યાણ થાય.’’ ધ્યાનમય જન્મ કલ્યાણક કહીએ છીએ.
અનાહત ચક્ર : હૃદય પાસેના આ ચક્રનું નામ અનાહત ચક્ર છે. જે મંત્ર મણિપુર સુધી પહોંચે છે. તે ઉર્જામય બની હૃદય સુધી પહોંચે છે.
સંસારમાં આને પ્રેમનું સ્થાન માનવામાં આવે છે. અહીં દુનિયાના પ્રેમનું પૂર્ણવિરામ અને પ્રભુ (સ્વ) ના પ્રેમની અવિરત યાત્રાનો શુભારંભ થાય છે. ‘હે પ્રભુ! તારી સાથેની પ્રેમ દીક્ષા અને સમર્પણનું આપણું આ દીક્ષા કલ્યાણક છે.’ યોગીઓએ હૃદય સ્થાનને અનાહત ચક્ર કહ્યું. આહત એટલે ટકરાવું. અનાદિ કાળથી ‘સ્વ’ માં રમણતા ન હોવાને લીધે આપણે આહત, પીડિત થતાં રહ્યાં છીએ. હવે અનાહતમાં પરમ તત્ત્વનું અભિનંદન કરી અનંત આનંદને પ્રાપ્ત કરીએ. અહીં આપણા ગુણો (અનંત જ્ઞાન દર્શન) નું અભિનંદન છે.
વિશુદ્ધિ ચક્ર : કંઠકૂપના ઊંડાણમાં રહેલા આ ચક્રનું નામ વિશુદ્ધિ ચક્ર છે. વિષય-કષાયને કારણે અશુદ્ધિ આવે છે માટે વારંવાર વિશુદ્ધિ ચક્રમાં આવી વિશુદ્ધ થવું પડે છે. ‘હે પરમાત્મા (સ્વ) તત્ત્વ કર્મમળ સામે લડવાની શક્તિ પ્રગટ કર.’ મિથ્યાત્વથી ભરપૂર ભ્રમણા યુક્ત મતિ વિશુદ્ધિ ચક્રમાં છે. પરમ તત્ત્વનું અભિનંદન કરી યાત્રાની પ્રગતિ કરતાં જ હૃદયથી કંઠ સુધી પહોંચીએ છીએ. પરમાત્માના પ્રેમની પ્રયોગશાળામાં પ્રવેશ કરતાં પહેલાં પૂર્વે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત લેતાં જ વિશુદ્ધિ થાય છે અને વિશુદ્ધિ થતાં જ સાધક માયા, નિદાન અને મિથ્યાદર્શનથી અલગ થઈ જાય છે. શાસ્ત્રોમાં આને ઉત્તરિકરણ, વિશુદ્ધિકરણ, પ્રાયશ્ચિતકરણ અને વિશલ્યિકરણનું નામ આપ્યું છે.
કંઠકૂપમાં આનું સ્થાન બતાવેલું છે. વિશુદ્ધિની સાથે કાઉસગ્ગ મુદ્રા સિદ્ધ થવાથી વચનસિદ્ધિ પણ થાય છે.
સ. 286 આજ્ઞા ચક્ર તથા સહસ્ત્રાર ચક્ર પર પ્રકાશ પાડો.
જ. 286 વિશુદ્ધિ પછી અર્પણ યાત્રાનો આરંભ થાય છે. આપણે વિશુદ્ધિ ચક્રથી આજ્ઞાચક્ર સુધી પહોંચીએ છીએ. બંને ભ્રમરોની વચ્ચે તિલકના સ્થાને અંદરમાં આ ચક્ર જ્યોતિ સ્વરૂપે છે. અહીં ઉર્જાસ્રોત અત્યંત તીવ્ર ગતિએ વર્તુળાકારે ફરે છે. આપણા ક્રોધ, માન, માયા, રાગ-દ્વેષના તરંગો પણ ગોળ હોય છે. ભક્તિ અને ભાવોથી ઉત્પન્ન થતાં તરંગો પણ ગોળ હોય છે. અહીં ચક્રની ફરવાની ને પરિણમનની પ્રક્રિયા કેવી છે તે 246
જુઓ. ક્રોધાદિ ભાવતરંગોનું ચક્ર એન્ટી ક્લોકવાઈઝ હોય છે. પરમ સત્ પ્રત્યે કરવામાં આવતું શ્રદ્ધામય, જ્ઞાનમય, ધ્યાનમય, સમતામય, સ્મરણ-સંસ્તવ આદિ દ્વારા ઉત્પન્ન થતાં તરંગો ક્લોક વાઈઝ ફરે છે.
આ સ્થિતિમાં ક્રોધાદિ ભાવ કરૂણા અને ક્ષમા રૂપે રૂપાંતરીત બની જાય છે. આજ્ઞાચક્ર તે ભાવના કેન્દ્રની સાથે આભામંડળનું પણ મુખ્ય કેન્દ્ર છે. આજ્ઞાચક્રમાં ગુરૂનું સ્થાપન કરી બંને હાથ જોડી આજ્ઞાચક્ર સુધી લઈ જઈ વિતરાગની આજ્ઞાપાલનની શક્તિ માંગવાની છે. આજ્ઞાચક્રમાં પરમ આત્મતત્ત્વની પ્રતિષ્ઠા કરી મોક્ષદાયી વિરતી ધર્મનો સ્વીકાર કરવો છે. આપણા આજ્ઞાચક્રમાં કમળ છે. પરમાત્માને અહીં પ્રતિષ્ઠિત કરી આજ્ઞાંકિત બની વિનંતી કરીએ કે મને મંગલમય જીવન જીવવા માટેની પ્રેરણા આપો. મારૂં આજ્ઞા કમળ (પુષ્પ) તમને અર્પણ કરૂં છું. તમારી આજ્ઞા જ અમારી પ્રજ્ઞાનું ઉદ્ઘાટન કરશે.
સહસ્રાર ચક્ર : અંતર્પ્રજ્ઞાનો મુખ્ય સ્રોત સહસ્રાર છે. હજારો આરાઓથી બનેલું આ ચક્ર મસ્તિષ્કના શિખર સ્થાને છે. મૂલાધારથી સહસ્રારનો પ્રવાસ એ યોગીઓની ભાષા છે. આ રસ્તો દેહના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. અપાર ક્ષમતા અહીં હાજર છે. ફક્ત એનો ઉપયોગ કરવામાં નથી આવતો. આજ્ઞાચક્રથી સહસ્રારની યાત્રા હવે બ્રહ્મરંધ્રમાં સમાવિષ્ટ થઈ રહી છે. અહીં મગજ ત્રણ વિભાગમાં વિભાજિત છે.
મોટું મગજ, નાનું મગજ અને સુષુમ્ના શીર્ષ. જે સુષુમ્ના નાડીથી મસ્તિકનો સંબંધ જોડે છે. આ બધાની ઉપર પૂર્ણ ઉર્જામય સહસ્રાર વિભાગ છે. આપણું મગજ નિરર્થક વિચારો, ચિંતાઓ અને ગ્લાનિઓથી ભરેલું છે. એને ખાલી કરી આ મંત્રથી પૂરીત કરી પવિત્ર બનાવવાનું છે. વિશુદ્ધ પરિણતિ થતાં દેહાધ્યાસથી છૂટવાની પ્રાર્થના અહીં થાય છે. ને મોક્ષ માર્ગમાં પ્રવેશવાની આજ્ઞા મંગાય છે. ત્યારે પરમાત્મા કહે છે, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ.’ મોક્ષ તારી અંદર જ છે. મારી પાસે માંગવાની જરૂર નથી. ફક્ત ઉપર ચઢેલા આવરણોથી તારે દૂર થવાનું છે. પરમાત્માનો આ શુભ સંદેશ હજારો નાડીઓથી ઘેરાયેલા આ મગજમાં અવતરે છે. આ સ્થાનને યોગીઓએ સહસ્રાર કહ્યો છે. ઉર્જા શક્તિને અહીંથી કરોડરજ્જુ તરફ વહેતી કરવાની છે. ધ્યાનમાં જેમ જેમ એકાગ્રતા વધશે તેમ તેમ એક એક ચક્રમાં સ્થિરતા વધશે. ને જેમ જેમ સુષુમ્ણા નાડી છેદાતી જશે (અત્યાર સુષુપ્ત અવસ્થામાં છે) તેમ તેમ આજ્ઞાચક્ર અને બ્રહ્મરંધ્રમાં 247
પ્રવેશ મળશે. ત્યાંથી જાણે અમૃત ઝરી રહ્યું હોય તેવી આનંદની અનુભૂતિ થશે. પણ સુખદ અનુભૂતિમાંય ક્યાંય ચીટકી ન જવાય તે માટે સતત જાગૃત રહેવાનું છે. નહીં તો રાગના કર્મોના ગુણાકાર થઈ જશે.
સ. 287 દેહની સ્થિરતા કાયોત્સર્ગ છે. અને ચિત્તની સ્થિરતા ધ્યાન છે. સમજાવો.
જ. 287 જ્યારે જંબૂસ્વામી સુધર્મા સ્વામિને પૂછે છે કે, ‘ભંતે કાયોત્સર્ગથી શું લાભ મળે છે, તે ક્યારે અને કેવી રીતે કરી શકાય છે?’ ત્યારે સુધર્માસ્વામી કહે છે, ‘વત્સ! કાયોત્સર્ગથી સર્વ દુઃખોનો નાશ થાય છે.’ ક્રિયા વિસર્જન અને મમત્વ વિસર્જન થાય છે. દેહની જડ વૃત્તિ સમાપ્ત થાય છે. મતિની જડતા પણ સમાપ્ત થાય છે. સુખ દુઃખની તિતિક્ષા થાય છે. અને ધ્યાન લાગી જાય છે. દેહની સ્થિરતા, વાણીની સ્થિરતા, મનની સ્થિરતા એ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગનો અર્થ છે કાયાનો ત્યાગ (ઉત્સર્ગ). આમ તો જ્યાં સુધી આયુષ્ય બાકી હોય ત્યાં સુધી કાયાનો ઉત્સર્ગ થઈ શકતો નથી. પરંતુ ‘આ શરીર મારૂં નથી, હું એનો નથી, હું જુદો છું. શરીર જુદું છે.’ આ રીતે વિચાર કરવાથી વારંવાર ભાવિત થવાથી શરીર પ્રત્યે મમત્વ ઓછું થાય છે. જ્યારે કાયામાં મમત્વ નથી રહેતું ત્યારે કાયા પરિત્યક્ત થઈ જાય છે એને કાયોત્સર્ગ કહે છે.
કાયોત્સર્ગને અભ્યંતર તપનું સર્વશ્રેષ્ઠ અને અંતિમ તપ કહેવામાં આવ્યું છે. તેનો મુખ્ય હેતુ છે આત્માનું કાયાથી વિયોજન. કાયા સાથે આત્માનો જે સંયોગ હોય છે તેનું મૂળ છે પ્રવૃત્તિ. જે એનો વિસંયોગ ઈચ્છે છે એટલે કે આત્માના સાંન્નિધ્યમાં રહેવા માંગે છે તેણે (1) કાયાની પ્રવૃત્તિનું શિથિલીકરણ (કાયગુપ્તિ) (2) વાણીથી મૌન (વચનગુપ્તિ)
(3) મનની વૃત્તિનું એકાગ્રીકરણ - ધ્યાન (મનોગુપ્તિ) ની સાધના કરવાની છે. કાયોત્સર્ગમાં શ્વાસોશ્વાસ જેવી સૂક્ષ્મ પ્રવૃત્તિ હોય છે. બાકી પ્રવૃત્તિનો નિષેધ છે. આગમોમાં કાઉસગ્ગ શ્વાસોશ્વાસરૂપે હતો.
આવશ્યક નિર્યુક્તિમાં આનો પુરાવો છે. પરંતુ સમયાંતરે કાઉસગ્ગમાં લોગસ્સને સ્થાન આપવું પડ્યું. અતિચાર શુદ્ધિ માટે જે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેમાં એક ઉચ્છવાસમાં લોગસ્સના એક ચરણનું ધ્યાન કરવામાં આવે છે. આમ સાતમી ગાથાનું પહેલું પદ ‘ચંદેશુ નિમ્મલયરા’ સુધી ધ્યાન 25 શ્વાસોશ્વાસમાં સમાવિષ્ટ થાય છે. અતિચાર શુદ્ધિ માટેના કાયોત્સર્ગને ચેષ્ટાકાયોત્સર્ગ કહે છે. જેનો સમય ઉચ્છવાસ ઉપર આધારિત છે. જુદા જુદા પ્રયોજનથી એ 8, 25, 27, 300, 500, 1008 ઉચ્છવાસ સુધી કરવામાં આવે છે. વિશેષ વિશુદ્ધિ અથવા 248
પ્રાપ્ત કષ્ટોને સહન કરવા માટે જે કાઉસગ્ગ કરવામાં આવે છે તેને અભિનવ કાયોત્સર્ગ કહે છે. તેનો સમય ઓછામાં ઓછો અન્તમુર્હૂત અને ઉત્કૃષ્ટ એક વર્ષનો છે. બાહુબલીએ એક વર્ષનો કાઉસગ્ગ કરેલો.
કાઉસગ્ગ અને ધ્યાન (12 મું ને 11મું અભ્યંતર તપ) એક જ સિક્કાની બે બાજુ છે. ચિત્તની સ્થિરતા એ ધ્યાન છે. પરંતુ તે મેળવવા માટે દેહની સ્થિરતા અને વાણીની સ્થિરતા જરૂરી છે.
સ. 288 દેહની સ્થિરતા માટેના ત્રણ આસન (મુદ્દા) જણાવો.
જ. 288 ઉત્થિત મુદ્રા :- ઉભા રહી, બંને હાથ સીધા રાખી, બંને પગો સીધા સમશ્રેણીમાં રાખવા બંને પગ વચ્ચે આંગળની જગ્યા રહેવી જોઈએ.
બંને પગ પર શરીરનું વજન સમતોલ રહેવું જોઈએ. શરીરનો કોઈપણ ભાગ ચલાયમાન ન થવો જોઈએ. આ મુદ્રામાં અર્થિંગ, ગુરૂત્વાકર્ષણ અને મસ્તકનું સંતુલન સમત્વ સ્થાપિત કરે છે. પ્રાણઉર્જા પણ નીચેથી ઉપર સુધી સમશ્રેણીમાં ફરવા લાગે છે. નાંડિથોના આધારે આ પ્રાણ ઉર્જા જ્યારે જ્યારે સ્થાનોમાં અટકીને આદાન-પ્રદાન-સંવર્ધન-
આરોહણ-અવરોહણ કરે છે એ સ્થાનોને ચક્ર નામ આપવામાં આવે છે. ઉર્જા અને ચક્રસ્થાનના સંતુલનમાં મંત્રાક્ષર - ધ્વનિ અને તેનાથી ઉત્પન્ન થતો આકાર સહયોગ આપે છે.
આસિત મુદ્રા :- પદ્માસન, અર્ધપદ્માસન અથવા સુખાસનમાં સીધા બેસવું. કરોડરજ્જું સીધી, સરળ, સ્વાભાવિક રહેવી જોઈએ. કમરનું પુરું વજન નિતંબ પર સંતુલિત. બેઠકના આ હિસ્સામાં જ્ઞાનેંદ્રિયની બહુ ઓછી નાડીઓ હોવાને લીધે સમતોલપણાની બહુ ખબર નથી પડતી. પગના કોઈપણ ભાગમાં વજન વધી જવાથી ધ્રુજારી અથવા ખાલીપણાની અનુભૂતિ થાય છે. જો બેઠકમાં સંતુલન હોય તો લાંબા સમય સુધી અવરોધ વગર બેસી શકાય છે.
શયિત મુદ્રા :- આ મુદ્રામાં સાધક સીધો સૂઈ જાય છે. આખાયે શરીરને શિથિલ અને નિશ્ચલ રાખે. બંને હાથ અને બંને પગ એકબીજાથી ને શરીરથી અલગ રહેવા જોઈએ. જે સાધક સીધો નથી સૂઈ શકતો તે એક પડખે સૂઈ એક પગવાળી તેની ઉપર બીજો પગ લંબાવી અને બંને હાથ મસ્તક તરફ લંબાવી શિથિલીકરણ કરવામાં આવે છે.
સ.289 ધ્યાનની મુખ્ય થીમ સમજાવો.
જ.289 ધ્યાનાવસ્થા દરમ્યાન જ્યારે જ્યારે કર્મ સંવર થશે ત્યારે જૂના કર્મ એક પછી એક ઉદીરણા થઈને શરીર પર એની સુખદ કે દુઃખદ અનુભૂતિ 249
આપીને ખરી પડશે. પણ શરત એ છે કે સુખદ અનુભૂતિમાં ચીટકી જવાનું નથી કે દુઃખદ અનુભૂતિમાં દૂર ભાગવાનું નથી. ને તે અનુભૂતિમાં સંપૂર્ણ સમતા રાખવાની છે. તો જ કર્મની નિર્જરા થશે. નહીં તો કર્મોના ઓર ગુણાકાર થશે. ધ્યાનની આ જ મુખ્ય થીમ છે. આ થીમને બરાબર સમજ્યા વગર સુખદ-દુઃખદ અનુભૂતિના ખેલ ખેલવા લાગ્યા તો કરવા બેઠા કર્મની નિર્જરા અને ઉભા થશો કર્મના ઢગલા વધારીને. માટે જ કહ્યું છે કે ગુરૂની ગાઈડન્સ વિના સ્વચ્છંદતાથી વિપશ્યના ધ્યાન કરવું નહિ. ધ્યાનની થીયરીને બરાબર સમજ્યા વગર ધ્યાન કરવું નહિ. યાદ રાખો... કાંઈપણ રીતના ધ્યાનમાં આગળ વધો... ધ્યેય તો ફીક્ષ હોવો જરૂરી છે. આપણો ધ્યેય છે મોક્ષ. આત્માની કર્મબંધનમાંથી મુક્તિ.
સંસારમાં જેને ખરેખર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, ભવભ્રમણમાંથી જેને ખરેખર થાક લાગ્યો છે, આત્માના શાશ્વતસુખને પામવાની જેને તાલાવેલી લાગી છે, નિરંજન નિરાકારને પામવાની ઉત્કૃષ્ટ ભાવના જેને જાગી છે, ધ્યેયની એકતામાં જે સાધકનું પુરેપુરૂં સમર્પણ છે તે સાધક જરૂર આનંદને પ્રાપ્ત કરી શકે છે. ધ્યેય ફીક્ષ થયા પછી હવે ધ્યાન કોનું ધરશો? ધ્યાન તો આત્માનું જ ધરવાનું છે. પરમાત્માના સહારે સીડીઓ ચડીને આત્માને જ પ્રાપ્ત કરવાનો છે. પણ આત્મા છે ક્યાં?
શરીરના અણુએ અણુમાં આત્મપ્રદેશ વ્યાપેલા છે. સૂક્ષ્મ મન દ્વારા અંતરયાત્રા કરતા કરતા શરીરના એક પણ અણુ મુર્છિત ન રહી જાય...
અણુએ અણુને મન દ્વારા સ્પર્શ કરવાનો છે. શરીરનો અંશ માત્ર છૂટી ન જાય માટે ક્રમસર જ યાત્રા કરવાની છે. તમારા સૂક્ષ્મ મન દ્વારા જ્યાં તમે ધ્યાન દેશો ત્યાં ઉર્જાશક્તિ દોડી જશે. અશુભમાં ધ્યાન દેશો તો અશુભ શક્તિમાન બની જશે, શુભમાં ધ્યાન પરોવશો તો શુભ શક્તિમાન બની જશે. જેણે સંપૂર્ણ પ્રત્યાહાર (ઈન્દ્રિયો પર નિગ્રહ)
અને શુભ-અશુભ ઈચ્છાઓનો ક્ષય કર્યો છે તે જીવ અંતરાત્મામાં સહજતાથી સતત રમી શકે છે. ધ્યાન - સમાધિમાં રમતો જીવ નિરંજન નિરાકારના આનંદમાં તરબોળ હોઈ નિરાકારમાં જઈને વિરમે છે.
સ.290 ધ્યાનથી અંતરયાત્રા પર પ્રકાશ પાડો.
જ.290 ક્યારેક એવું બનશે વિચારોના ધોધેધોધ વહ્યા કરશે. રોકાયા રોકાશે નહિ, ગભરાવું નહિ. ધ્યાનમાં નીતનવા અનુભવ થયા જ કરશે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે વિચારોની સાથે તમારે જરા પણ ઓતપ્રોત થવાનું નથી. જેમ આકાશમાંથી વાદળાં પસાર થતાં હોય ને તમે ફક્ત 250
એને જોયા જ કરો તેમ વિચારોને પણ ફક્ત જોયા કરો એને દબાવવાનો પ્રયત્ન નહિ કરો... દબાવવાથી તે વિલય નહિ પામે. બમણા જોરથી ઉછળશે. ફક્ત મનને વારંવાર શ્વાસ પર લાવી મૂકો કે ભાઈ તારે ફક્ત શ્વાસની આવન-જાવન નિહાળવાની છે... બીજું કાંઈ જ નહિ. આમ તો શ્વાસનું આલંબન લઈ મનને અંદર વાળવાનું છે. જ્યારે લાગે કે હવે ક્ષણે ક્ષણે ભાગી જતું મન શ્વાસ પર સારો એવો સમય ટકી રહે છે ત્યારે એ મન દ્વારા શરીરની અંદરની યાત્રા આરંભ કરવાની છે. તે આ રીતે :-
શ્વાસ પરથી મનને સીધું બ્રહ્મરંધ્ર-સહસ્ત્રારમાં લઈ જાઓ. આખા સહસ્ત્રારના અણુએ અણુને મન દ્વારા સ્પર્શ કરો. જો મન અંદર જ છે, બહિર્મુખી નથી તો જરૂર અનુભવ કરશે કે ત્યાં શું થઈ રહ્યું છે. યાદ રાખો ચોવીસે ચોવીસ કલાક શરીરના અંદરના અણુએ અણુમાં કાંઈ ને કાંઈ ઘટીત થઈ રહ્યું છે પણ આપણને તે અનુભવમાં આવતું નથી કારણ કે મન બહિર્મુખ-સ્થૂળ છે. બ્રહ્મરંધ્રથી કપાળ આખું મુખ - કંઠ -
બંને ભૂજા - છાતી - પેટ - નાભિ - ગુપ્તભાગ - બંને પગ એમ ક્રમસર યાત્રા કરવાની છે. એકેએક અણુને મન દ્વારા સ્પર્શવાનું છે. જ્યાં જ્યાં તમારૂં ધ્યાન કેન્દ્રિત થશે તે તે જગ્યાને શક્તિપ્રદાન થશે. ઉર્જા જાગ્રત થશે. દરેક જગ્યાએ કાંઈ ને કાંઈ સંવેદના પ્રાપ્ત થશે. ક્યાંય સંવેદના પ્રાપ્ત ન થાય તો પણ કોઈપણ જગ્યાએ વધારે વાર અટકવાનું નથી.
જ્યાં જ્યાં મન દ્વારા સ્પર્શ કર્યો ત્યાં સંવેદના પ્રાપ્ત થઈ કે ન થઈ...
એક-બે મિનિટ રૂકીને આગળ વધવાનું છે. જ્યાં જ્યાં સંવેદના પ્રાપ્ત થઈ ત્યાં સુખદ હોય કે દુઃખદ આગળ સમજાવ્યું તેમ રાગ કે દ્વેષમાં ખેંચાયા વગર સંપૂર્ણ સમતાભાવમાં સ્થિર થવું. સુખદ કે દુઃખદ બંને અનુભૂતિ અનિત્ય છે તે ભાવને પુષ્ટ કરવો... અત્યાર સુધી આ ભાવથી ફક્ત ભાવિત થતા હતા... ધ્યાનમાં તમે પોતે અનુભવશો કે જેવું ત્યાંથી ધ્યાન હટ્યું કે સુખદ કે દુઃખદ અનુભૂતિ પણ ખલાશ. બીજી જગ્યાએ બીજી અનુભૂતિ - અનિત્યભાવના જે શબ્દમાં હતી તે અનુભવમાં આવી.
અનુભવજ્ઞાન પુષ્ટ થશે... સમતા પુષ્ટ થશે... કર્મોના આવરણો હટશે.
દુર્ગુણો ઉખડતા જશે ગુણો પ્રગટતા જશે... માથાથી પગ પાછું પગથી માથા સુધી ચક્કર લગાવતા રહો... સંવેદના મળી તો ખુશી નહિ, ના મળી તો દુઃખ નહિ. મેળવવા માટે તો કોઈ આગ્રહ નથી, ક્યાંય વધારે સમય અટકવું નહિ. સંવેદનાના ખેલ ખેલવા નહિ ફક્ત સમતા...
સમતા... અનિત્ય બોધ... અનિત્યબોધ... નિર્જરા... નિર્જરા... આવરણ 251
હટશે... એને હટવું જ પડશે... પુરૂષાર્થ... પુરૂષાર્થ... પ્રગતિ... પ્રગતિ...
આત્મા પ્રાપ્ત થશે જ.... પૂર્ણ વિશ્વાસ... શ્રદ્ધા...
સ.291 ધ્યાનમાં ચમત્કાર સંભવિત છે? ચમત્કાર થાય એ સાધક ધ્યાનમાં ઘણો આગળ છે એવું હોઈ શકે?
જ.291 આત્મા પરના આવરણો હટતા જશે તેમ તેમ તે નિર્મળ થતો જશે.
નિર્મળ આત્માના પ્રકાશમાં કેટલીય પર્યાય આવી શકે છે, ચમત્કાર થવા પણ સંભવિત છે પરંતુ પર્યાય કે ચમત્કારમાં ક્યાંય અટકવાનું નથી. અહંકારથી ખૂબ જ બચવાનું છે. ખૂબ જ જાગ્રતતાની જરૂર છે.
પર્યાયો આવે (પૂર્વ ભવ દેખવા ભવિષ્ય દેખવું વગેરે) કે ચમત્કાર સંભવે તો જ ધ્યાન થયું કે થાય છે નહિ તો નથી થતું એવું નથી. જેને પર્યાયો વધુ આવે કે ચમત્કાર સંભવિત બને તેને વધુ ધ્યાન આવવું થયું એવુ પણ નથી. ધ્યાનનો માપદંડ કોઈ પર્યાય કે ચમત્કાર નથી. ધ્યાનનો માપદંડ ‘સમતા’ છે. તમારામાં કેટલી સમતા પુષ્ટ થઈ, પહેલા વાતવાતમાં જે ક્રોધમાનમાયારૂપી રીએક્સન આવતું હતું તે કેટલું ઓછું થયું, તમે કેટલો સમય આત્મામાં ઉપયોગમાં જ રહી શકો છો, વૃત્તિઓને કેટલી અંતર્મુખી બનાવી શકો છો, એટલા તમે ધ્યાનમાં આગળ વધી રહ્યા છો. આપણું લક્ષ્ય તો મોક્ષ અને આત્મદર્શન જ છે. તેમાં જો પર્યાયોની કે ચમત્કારોની અપેક્ષા પણ કરી તો ચૂકી જશો પ્રાણ ઉર્જા જેમ જેમ ચક્રોના એકએક સ્ટેપ ચડતી જશે તેમ તેમ પર્યાયો કે ચમત્કાર સંભવશે પરંતુ તેના પણ ફક્ત જ્ઞાતા-દૃષ્ટા બની જવાનું છે. નહીં તો તે જ તમને અહંકાર જગાવશે ને ઉપરના સ્ટેજ પરથી પાછા પટકી દેશે.
સમજી લોકે કોઈ સાધક આગલા જન્મમાં ઘણી સાધના કરીને આવ્યો છે. માટે એના આત્મા પર કર્મમળ ઓછો છે ને તમારા આત્મા પર તેની સરખામણીમાં હજી ઘણા કર્મોનો ઢગલો છે. હવે તે સાધક આ જન્મમાં સાધનામાં આગળ વધતા જ બહુ જલ્દી આત્માની નિર્મળતા અનુભવશે. આત્મા પાસે તો બધું જ જ્ઞાન છે. તમારો આત્મા તો બધું જ જાણે છે કે તમે કેવા ભવ કરીને આવ્યા છો ને હવે આગળ શું થવાનું છે. અનંતજ્ઞાનની જેમ આત્મામાં શક્તિ પણ અનંત પડેલી છે. હવે તે સાધકના ધ્યાનસાધના દ્વારા થોડા ઘણા આવરણો ખપતા આત્માનો નિર્મળ પ્રકાશ અંશમાત્ર પણ બહાર આવતા તે પ્રકાશમાં પર્યાયો જાણવી કે ચમત્કાર થવા, અંતર્નાદ સાંભળી શકવો, વગેરે શક્ય છે. તેની સરખામણીમાં હજી તમારા આવરણો ઘણા તૂટવાના બાકી છે. તેથી 252
કદાચ તમને આવો કોઈ અનુભવ ન પણ થાય તો શું તમે એમ માની લેશો કે ફલાણી વ્યક્તિનું ધ્યાન થાય છે ને ‘મારૂં ધ્યાન બરાબર નથી oÉlÉÖÅ'. HqÉSÉ speedની દૃષ્ટિએ તમારા આવરણો બહુ ઝડપથી તૂટી રહ્યા હોય... ગતિની દૃષ્ટિએ કદાચ પેલો સાધક તમારા કરતા ઘણો slow હોય... પરંતુ ફરક એ છે કે એની પાસે કચરો ઓછો છે તમારી પાસે વધુ છે એટલે સાફ કરતા કદાચ વધુ ટાઈમ લાગે... કદાચ થોડા સમયમાં તમે speedને લીધે એનાથી આગળ પણ નીકળી જાઓ...
માટે બીજા સાધકની પ્રગતિ જોઈ નિરાશ થવું નહીં. મારૂં તો ધ્યાન નથી થતું એવું માની લેવું નહિ. દરેકે દરેક સાધકની દશા અલગ હોઈ શકે
છે, બીજાને જે પર્યાયો આવી કે અનાહત નાદ સંભળાયો કે હજારો સૂર્યના પ્રકાશ દેખાયા તેવી બધી પર્યાયો તમને આવે જ એવું કંઈ જરૂરી નથી. પર્યાયો આવવી જ એવો કોઈ ધ્યાન સાધનાનો નિયમ નથી..
કોઈની પર્યાયો વિષેની વાતો સાંભળી અંજાઈ જવું નહિ, તે નરી કલ્પના પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે, સાચી પણ હોઈ શકે. એવું પણ બની શકે કે કદાચ તમને એક પણ પર્યાય ન આવી હોય છતાં તમે ધ્યાન સાધનામાં ઘણા આગળ નીકળી ગયા હો... પર્યાયોની અપેક્ષા રાખવી, પર્યાયોમાં આનંદ માણવો એ તો ભૌતિકતા છે... નીચે પડવાના પગથિયા છે... આપણે તો આત્માની શોધમાં છીએ, આત્મિકતાનો સહજાનંદ માણવો છે... શાશ્વત સુખ મેળવવું છે તે જ ધ્યેય છે... ધ્યેય ચૂકી જઈને ક્યાંય ભૌતિકતામાં અટવાઈ ન જઈએ તે માટે સતત જાગ્રત રહેવાનું છે.
સ.292 સાધના કરનાર સાધકે આહારનું શું ધ્યાન રાખવું?
જ.292 કહેવત છે કે જે ‘જેવું અન્ન એવું મન’. સાધના કરનાર સાધકે આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એક તો આહારનું પ્રમાણ થોડુંક ઓછું રાખવું જેથી ઉંઘ ન આવી જાય. વળી આહાર થોડો ઓછો લેવાથી જે પ્રાણ ઉર્જા બચે છે તેનું ધ્યાનમાં ઉર્ધ્વગમન થાય છે. આહારમાં વધુ પડતો તીખો તથા વાસી ઠંડો ખોરાક લેવો નહિ. તીખાસથી બળતરાની સંવેદના ઉત્પન્ન થાય છે. વળી તીખો એ તામસી ખોરાક છે તેનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. વાસી અને ઠંડા ખોરાકથી શરીરમાં ભારેપનની સંવેદના ઉત્પન્ન થાય છે. વાસી તથા હિંસક ખોરાક ખાવાથી હૃદય ક્રૂર બને છે. ક્ષમા નામના ગુણનો છેદ ઉડતો જાય છે. સાધકે સાધના દરમ્યાન તો આવો ખોરાક ન જ કરવો પરંતુ સાધના ન કરતા હો તો પણ 253
આવો ખોરાક તો વર્જ્ય જ ગણવો. જૈન દર્શનને જે જે ખોરાક વર્જ્ય ગણ્યા છે તેની પાછળ આવા ભૌતિક અને આધ્યાત્મિક બંને કારણો સમાયેલા છે. આપણે રસનેંદ્રિયની પાછળ લુપ્ત બની આપણા જ ગુણોનો છેદ ઉડાડીએ છીએ.
સ.293 ધર્મ પામવાનું ધ્યાન ઉત્તમ અનુષ્ઠાન છે, કેવી રીતે?
જ.293 ભાઈ પહેલાં ધર્મ શું છે તે સમજ. આ દેહાધ્યાસ છૂટે, દેહ અને આત્મા અલગ છે તે અનુભવાય, તો કર્તાપણું મટે, કર્તાપણું મટે તો કર્મથી આત્મા લપેટાય નહિ અને કર્મરહિત થઈ મોક્ષસુખને પામે આ જ ધર્મ છે.
સ.294 ધ્યાનથી કેવી રીતના ધર્મ?
જ.294 ધ્યાનમાં આગળ વધતા એ ક્ષણો આવશે કે જ્યારે તમે જોઈ શકશો -
અનુભવી શકશો કે સમયે સમયે દેહના પરમાણુઓ ઉત્પન્ન થાય છે.
નાશ પામે છે. સતત બદલાતા રહે છે. જે શરીર તમને ઠોસ દેખાય છે તે ફક્ત તરંગો જ તરંગો છે. કાંઈ જ ઠોસ નથી તેવું અનુભવી શકશો....
જેમ કે જે પિક્ચર તમે પડદા પર જુઓ છો (ઠોસ) તે હકીકતમાં તો તરંગો કિરણોના સ્વરૂપમાં જ છે. તે તો તમે જાણો છો. ફોનમાં જે શબ્દ તમે સાંભળો છો (ઠોસ) તે તો waves ના રૂપમાં જ છે. શબ્દો waves માં transfer થાય છે, Waves પાછા શબ્દોમાં transfer થાય છે. Picture તરંગોમાં - કિરણોમાં, તરંગો પાછા picture માં transfer થાય છે. બસ તેવી જ રીતે આ ઠોસ દેખાતું શરીર ફક્ત તરંગો જ છે, waves છે, rays છે. તે તમે ધ્યાનમાં આગળ વધતા તમે પોતે અનુભવી શકશો, અંતરચક્ષુથી જોઈ શકશો...
આ અનુભવ (પોતાના અનુભવ)થી જે જ્ઞાન મળશે, જે દર્શન થશે...
તે આજ સુધી ફક્ત શબ્દોમાં કે વિચારોમાં જ હતું કે ‘આ દેહ તે હું નથી’ ‘દેહમાં કોઈ મોહ નથી’ એ શબ્દ કે વિચારો તો કોઈના બીજાના કહેલા હતા માટે તે આપણા માટે ટેમ્પરરી જ્ઞાન હતું, એ જ જ્ઞાન હવે પોતાનું જ્ઞાન બને છે. અનુભવ જ્ઞાન બને છે, અનુભવ જ્ઞાન ભૂલાતું નથી, ભૂંસાતું નથી, permanent રહે છે. તરંગો રૂપે શરીરને અનુભવ્યા પછી શરીર પ્રત્યેનો મોહ છૂટી જાય છે, છોડવો પડતો નથી.
દેહાધ્યાસ જ છૂટી જાય છે. પછી ‘હું’ તે દેહ નહિ, હું તે જ આત્મા બની જાય છે. ધીરે ધીરે ‘હું’ જ ખોવાઈ જાય છે. ‘હું’ પોતે જ નિરંજન 254
નિરાકારમાં વિલિન થઈ જાય છે... અલૌકિક અનુભૂતિ... અલૌકિક ધર્મ...
સ.295 ધ્યાનમાં ટકી રહેવું બહુ મુશ્કેલ લાગે છે.
જ.295 ધ્યાનમાર્ગ, યોગમાર્ગ સંસારથી તદ્દન વિરૂદ્ધ છે માટે તેમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. કારણ કે હજુ સંસારના વિષયો પ્રત્યે ખેંચાણ ઘણું છે.
જેમ જેમ અભ્યાસ વધશે તેમ તેમ તે ઓછું થશે. છેવટે એવી સ્થિતિ આવશે કે અંતરમાં સુખ મળશે અને બાહ્ય પદાર્થ દુઃખરૂપ બનશે. જ્યારે બાહ્યમાં કોઈ ઉત્સુકતા નહિ રહે, ત્યારે તેનાથી દૂર રહેવા કોઈ પ્રયત્ન નહિ કરવો પડે. સહજતાથી જ ચિત્ત અંદરમાં રહેશે. ત્યારે ઉત્તમ આત્મસુખ પમાશે. જેમ જ્ઞાન વધશે તેમ એકલતા ગમશે. બહારના વિષયોથી મન પાછું ફરશે ત્યારે આત્મામાં સ્થિર થશે. જેમ સ્થિરતા વધશે તેમ તેમ રાગ-દ્વેષ રહિત અવસ્થા તરફ પ્રયાણ થશે. આત્મામાં જ રમણ કરતું મન તે જ મનોગુપ્તિ છે. વધતી જતી શ્રદ્ધા, ધીરજ અને સમજણ વડે વારંવાર મનને અંકુશમાં રાખવું. જેટલી ક્ષણો મળે તેમાં પ્રમાદ કર્યા વગર જબરજસ્ત પુરૂષાર્થ કરવો. દરેક ક્ષણ, દરેક પળ આપણને મોક્ષ તરફ લઈ જવા આવી છે, ધ્યાનમાં આગળ વધતા જીવ કોઈ એક ક્ષણે સ્વાનુભૂતિ રસ રાખે છે. આવી સ્વાનુભૂતિ વારંવાર સહજપણે શક્ય બને ત્યારે જીવ પરમાત્મા તરફ ગતિ કરે છે, વિતરાગી થઈ પરમાત્મા બને છે. છેલ્લે ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી એક થઈ જાય છે.
સાધનાથી ગુસ્સો પ્રેમમાં બદલાશે, રોકટોક મૌનમાં, અભિમાન ક્ષમામાં, પ્રભુ તરફથી બાહ્ય દૃષ્ટિ આત્મા તરફ વેગ પકડશે.
સંબોધોમાંથી રાગ-દ્વેષ ઓછા થઈ, મમતા-પ્રેમ - કર્તવ્યનું રૂપ પકડશે.
હું’ ઓગળતો જશે, ઈચ્છાઓ ઓગળતી જશે, સંતોષનો અનુભવ થશે, દેહ તમને ત્યાગે તે પહેલા જ દેહનો પરિત્યાગ થઈ જશે. દેહ પરથી મમત્વ ઘટી જશે. સાધનામાં આગળ વધતા વધતા આત્માને ઢંઢોળીને પૂછતા રહેવું કે ‘જીવ ક્યાં સુધી પહોંચ્યો? રાગ-દ્વેષ ઓગળી નથી રહ્યા તો ક્રિયા બધી નકામી. મુક્તિ મેળવવી જીવના હાથમાં છે પણ તે માટે પરિવર્તન જરૂરી છે તે નથી કરવું તો આ ભવ તો શું કોઈ ભવમાંય પરિવર્તન વગર મુક્તિ નહિ મળે. મોક્ષે જવાની એક પ્રબળ ઈચ્છારૂપી જ્યોત પ્રગટાવો, આત્માને બધે સાક્ષીરૂપે રાખી ભૌતિક ઈચ્છાઓ રૂપી મૂળિયાને આ જ્યોત દ્વારા બાળતા જાઓ. હે અજ્ઞાની જીવ! તું પ્રભુ પાસે મુક્તિ માગે છે, પણ મુક્તિ કોઈ વસ્તુ નથી. જે ભગવાન તને હાથમાં આપી દેશે, એણે જે મુક્તિનો માર્ગ બતાવ્યો છે 255
તેના પર એક આંધળી દોટ મૂક, મુક્તિ તારા હાથમાં છે. આ શરીર મળ્યું શુદ્ધ આત્મ સ્વરૂપમાં સમાવા માટે, આ તક ઝડપી લે. સંજોગોને ફગાવી મનને સ્થિર કરી, આત્મામાં ડૂબકી માર. મનને વશ કરવું તે જ મોટામાં મોટી ક્રિયા છે. તેના માટે જ બીજી દ્રવ્યક્રિયા છે. સંકલ્પ-વિકલ્પ વિનાનું મન એ જ સહજાનંદનો અનુભવ. દ્રવ્યચારિત્ર સાધન-easy, ભાવ ચારિત્ર -hard. જંગલોમાં પરિભ્રમણ કરવું -easy. મનને પરિભ્રમણ કરતું અટકાવવું -hard. લોચ કરવો-easy, શરીર પરની મૂર્છા ત્યાગવી -hard. સંસારમાંથી છૂટવા જે વિચારોને આચરણમાં મૂકો તે જ જ્ઞાન-જ્ઞાનની હાજરી ત્યાં સ્થિરતા - તે જ ચારિત્ર.
સ. 296 મોક્ષમાર્ગ આરાધનાના દસ અધિકાર જણાવો?
જ. 296 એક દિવસ ગૌતમસ્વામી પ્રભુ મહાવીરને ચરણોમાં વંદન કરી ભવિક જીવોના હિત માટે પૂછે છે કે ‘હે પ્રભુ અમે કઈ રીતે મુક્તિમાર્ગ આરાધીએ એ અમને જણાવો.’ (ગૌતમસ્વામી પોતે ચારજ્ઞાનના ધણી હતી છતાં પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ બાજુએ મૂકીને પોતે જવાબ આપવાને બદલે, પોતે બાળક જેવા બની, આપણા જેવાના હિત ખાતર, માર્ગદર્શન ખાતર, પ્રભુ-વીરને સવાલો પૂછતાં. આને જ્ઞાન પચ્યું કહેવાય. જ્ઞાનના ફળ રૂપે વિનમ્રતા પેદા થઈ કહેવાય.) ત્યારે પ્રભુ વીર ગૌતમ સ્વામીને મોક્ષમાર્ગ આરાધનાના દસ અધિકાર બતાવે છેઃ (1) અતિચાર આલોઈએ (2) વ્રત ધરીએ ગુરૂ સાખ (3) જીવ ખમાવી સયલ જે યોનિ ચોરાસી લાખ (4) વિધિશું વળી વોસરાવીએ, પાપસ્થાન અઢાર (5) ચાર શરણ નિત્ય અનુસરો (6) નિંદો દુરિત આચાર. (પોતાના બીજાના નહીં) (7) શુભકરણી અનુમોદીએ (8) ભાવ ભલો મન આણ (9) અણસણ અવસર આદરી (10) નવપદ જપો સુજાણ શુભગતિ આરાધન તણા, એ છે દસ અધિકાર ચિત્ત આણીને આદરો... જેમ પામો ભવપાર..
(પુન્યપ્રકાશનું સ્તવન)
આ દસ અધિકારમાં નવમો અધિકાર છે. અણસણ આદરવું - અણસણ કહો, સંલેખના કહો, સંથારો કહો. જૈનોના અમુક પંથમાં સંલેખના વ્રત વિસરાઈ ગયું લાગે છે, જ્યારે અમુક પંથમાં સંથારો ગ્રહણ કરવામાં આવે છે.
સ. 297 સંલેખના એટલે શું? આવું સંલેખના વ્રત ક્યારે ઉચ્ચરવું?
જ. 297 હવે જીવીશ ત્યાં સુધી કોઈપણ પ્રકારનો આહાર ગ્રહણ નહીં કરું. ચારેય 256
પ્રકારના આહારનો ત્યાગ કરવો તેને સંલેખના વ્રત ઉચર્યું કહેવાય’
આવું સંલેખના વ્રત ક્યારે ઉચ્ચરવું? તો પુન્યપ્રકાશના સ્તવનમાં સાતમી ઢાળમાં કહે છે કે...
હવે અવસર જાણી, કરી સંલેખન સાર, અણસણ આદરિયે, પચ્ચખી ચારે આહાર.
લલુતા સવિ મૂકી, છંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ’
કહે છે કે અવસરને જાણી, સંલેખના કરો. શેનો અવસર? કોનો અવસર? અવસર એટલે કે એવો સમય આવી ગયો છે કે હવે કોઈપણ રીતના ધર્મ આરાધના થઈ શકે એવી પરિસ્થિતિમાં આ દેહ નથી. ધર્મ એટલે દેરાસર નથી જઈ શકતા કે ઉપવાસ નથી કરી શકતા, એ ધર્મની વાત નથી. અહીં એ ધર્મ લેવાનો કે. ‘સ્વ’માં ઉતરીને ‘સ્વ’નો અધ્યાય નથી કરી શકતા. આત્માનો ઉપયોગ આત્મામાં જ સ્થિર કરી ધ્યાન નથી કરી શકતા. ઉદયમાં આવેલ કર્મોને સમતાભાવે વેદી નથી કરી શકતા. જૂના કર્મોની ઉદીરણા કરીને તેને નિર્જરી નથી શકતા. આવી કોઈ શક્તિ આ શરીરમાં રહી નથી, ને સામે મૃત્યુ નિશ્ચિત બનીને આવીને ઉભું છે. આવા અવસરને (સમયને) જાણીને સમજીને માયા-મમતા-
લોલૂપતા-કુટુંબની, ઘરની, લક્ષ્મીની માયા, છોડીને પોતે ચારેય આહારના પચ્ચખાણ કરી અણસણ તપની આરાધના ચાલુ કરી દેવી જોઈએ.
ગતિ ચારે કીધાં, આહાર, અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીઓ રંક દુલહો એ વળી વળી અણમણનો પરિણામ એહથી પામી જે, શિવપદ, સુરપદ ઠામ કહે છે કે જીવ ચારે ગતિમાં ભ્રમણ કરતાં તે અનંત આહાર ગ્રહણ કર્યો છે તેમાં કોઈ શંકા નથી. વળી ઘડી ઘડી આવા અણસણના પરિણામ (ભાવ) જાગવા પણ દુર્લભ છે માટે હે જીવ જો હવે કોઈપણ પ્રકારે ધર્મઆરાધના થઈ શકે એમ નથી એવો અવસર આવી ગયો છે તો સંલેખના વ્રત ગ્રહણ કર... પણ સબૂર! એ માટે મનને અતિ દૃઢ કરવું જરૂરી છે. અણસણ વ્રત ગ્રહણ કર્યા પછી કદાચ તબિયત સુધરવા લાગી તો? તો એમ થાય ને કે અરેરે મેં ક્યાં અણસણ વ્રત લીધું, હવે મારે નક્કી અણસણ કરવું જ પડશે? ના ના મારે તો હજી જીવવું છે. હવે શું 257
કરું? જો આવા વિચારોના વમળ ઉઠયા તો સતત આર્તધ્યાનમાં ગરકાવ થઈ તિર્યંચ ગતિનું આયુષ્ય બંધાતું જાય. માટે મનને ખૂબ જ દૃઢ કરી.
એ મક્કમ નિર્ણય કરવો જોઈએ કે હવે અણસણ ઉચ્ચર્યા પછી કદાચ એવું બને કે સ્વસ્થતા પ્રાપ્ત થતી હોય એવું લાગે તો પણ મનને જરાપણ વિચલિત થવા દેવાનું નથી. વિચારવાનું કે આમ તો કોઈ આશા નહોતી કે સારું થાય... પણ જો અણસણાના પ્રભાવે પણ સારું થાય તો હું જેટલા દિવસ જીવીશ ત્યાં સુધી વધારે સારી રીતની સાધના કરી શકીશ.
વધારે સારી રીતના સમતામાં રહી શકીશ ને વધારે ને વધારે કર્મની નિર્જરા કરી શકીશ. માટે જો સ્વસ્થતા પ્રાપ્ત થઈ રહી છે તો તે પણ મારા હિત માટે જ છે. વળી પાછો આ માનવદેહ ક્યારે મળશે તે ખબર નથી અને કદાચ મળશે ત્યારે આ અંતરંગ ધર્મની સ્ફૂરણા હશે કે નહીં, તે પણ ખબર નથી. તો હું મારા ભવિષ્યના સપનામાં શું કામ રાચું?
હું મારી આજ જ, ન સુધારી લઉં? જે શરીરને બળીને રાખ થવાનું છે તેની પાસે છેલ્લે છેલ્લે જેટલું કામ કઢાવી શકાય તેટલું કઢાવી લઉં. ને એવું અવિચલ પદ પ્રાપ્ત કરી લઉં કે જ્યાંથી જન્મ-મરણના ફેરા પર પૂર્ણવિરામ આવી જાય. આવું દૃઢ મનોબળને અવિચલ શ્રદ્ધા હોય તો અણસણ વ્રત ગ્રહણ કરવામાં કોઈ ભયસ્થાન નથી.
સ. 298 સંલેખના વ્રત ગ્રહણ કરવામાં શું ભયસ્થાન છે?
જ. 298 ક્યારેક એવું પણ બને કે ચારેય આહારના પચ્ચખાણ કર્યા પછી ભૂખ કે
તરસ સહન કરવી અસહ્ય બની જાય ને મનના પરિણામો નીચા પડી જાય ગમે તેવી વેદના કે દુઃખદર્દ સમતા ભાવે સહન કરવા માટે જીંદગીભરની સાધના જોઈએ. જેણે વિપશ્યના ધ્યાન સાધના દ્વારા સુખદ કે દુઃખદ સંવેદનાને સમતાભાવે સહન કરવાની પ્રેક્ટિસ કરી છે, સતત એ સાધના કરી છે, તેમાં પ્રાયઃ આ ક્ષમતા પ્રાપ્ત થતી જાય છે. પણ જેણે આવી કોઈ સાધના જ નથી કરીને ભૂખ-તરસ સહન ન થતાં પોતે સમતા ગુમાવી દે છે તે આર્તધ્યાનમાં ડૂબી શકે છે. સંલેખના વ્રત સ્વીકારતાં પહેલાં એની હકારાત્મક ને નકારાત્મક બંને બાજુને બરાબર જાણી લઈ દૃઢ મનોબળ સાથે જ ઝંપલાવવું જોઈએ.
શ્રી ગૌતમ સ્વામીના આગલા ભવની એક વાત યાદ આવે છે. વર્ષો પહેલાં વાંચેલું એટલે ત્રીજા-ચોથા કે પાંચમા કયા ભવની વાત છે તે યાદ નથી. પરંતુ તે ભવમાં ગૌતમસ્વામીનો જીવ વ્રતધારી શ્રાવક હતા.
છેલ્લે પોતાના કલ્યાણ મિત્રને સાથે રાખીને અણસણ વ્રત ગ્રહણ કરે 258
છે. બહુ સુંદર રીતે અણસણ વ્રતનું આરાધન કરતાં, એક દિવસ એમને એટલી બધી પાણીની તરસ લાગે છે કે સહન થઈ શકતી નથી. તેમના મિત્રને ખૂબ જ વિનંતી કરે છે કે મને જરા પાણી આપી દે પરંતુ જેણે સાક્ષી તરીકે રહીને ચારેય આહારના યાવત્જીવ પચ્ચખાણ કરાવ્યા છે, તે એમને પાણી કેવી રીતે આપે? તરસ સહન કરવાની અસહ્ય થતાં, ને વારંવાર પાણીની માગણી કરવા છતાં પાણી ન મળવાથી, એમના મનમાં એવા ભાવ પેદા થાય છે કે ‘‘મારા કરતાં તો પાણીનું (દરિયાનું)
માછલું સારું કે જેને પાણી માટે તડપવું પડતું નથી’’ આ આર્તધ્યાનમાં શ્રી ગૌતમસ્વામીનો જીવ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે ને મૃત્યુ પામી દરિયામાં માછલા તરીકે ઉત્પન્ન થાય છે. કદાચ આવા 5-10 દાખલા બન્યા હોય ને એટલે પણ કદાચ શ્વેતાંબર દેરાવાસી પંથમાંથી સંલેખના વ્રત નામશેષ બન્યું હોય એવું પણ બને પણ સ્થાનકવાસી પંથમાં તો હજી પણ એટલા જ ઉત્સાહથી સંથારાની પ્રથા પ્રચલિત છે.
ખરેખર જેને આત્મસાધના જ કરવી છે, આ શરીર રૂપી સાધન દ્વારા સાધી જ લેવું છે, જેને મહારોગ, આતંક, કષ્ટ આવવા છતાં પણ સમતા રસમાં જ ઝીલાવું છે... જેને જીવન કરતાં પણ મોતને ઉજ્વળ બનાવવું છે, જેણે વિપશ્યના સાધના દ્વારા ગમે તેવા દુઃખદર્દ સમતાથી સહન કરવાની પ્રેક્ટિસ પાડી છે, જેને મૃત્યુ હવે નિશ્ચિત દેખાઈ રહ્યું છે, અને અંતરંગ ધર્મઆરાધના બિલકુલ થઈ શકે તેમ નથી, જેનું લોખંડી મન છે. કૃત નિશ્ચય છે, તેને માટે અણસણ વ્રત જેવું કોઈ વ્રત નથી... સંલેખના તપ જેવું કોઈ તપ નથી.
ધન ધન્નો શાલિભદ્ર, ખંધો મેઘ કુમાર...
અણસણ આરાધી, પામ્યા ભવનો પાર...
શિવ મંદિર જાશે, કરી એક અવતાર...
આરાધન કેરો એ નવમો અધિકાર...
સ.299 સંલેખના વ્રત લેવું જોઈએ કે નહિ?
જ.299 જન્મ લેનારનું જીવન ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે મૃત્યુ મહોત્સવ બને. પરંતુ એ માટે સમાધિ જોઈએ. સમાધિ જીવનમાં કરાતી સાધના દ્વારા મળે છે. તેથી જીવનને સાધના-આરાધના-ઉપાસનામય બનાવવું જોઈએ.
શું કુબેરો, શું સિકંદર, ગર્વ સહુના તૂટશે.
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે.
259
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી આજે ફૂટ્યો છે પ્યાલો, કાલે કૂંજો ફૂટશે.
છેલ્લા ઘણાં વર્ષોથી હું જોઉં છું કે મોટા ભાગના સ્નેહીજનોના મૃત્યુ હોસ્પિટલમાં જ થતા હોય છે. તેમાંય ઘણા પેશન્ટ તો 8-10 દિવસથી કે મહિના મહિનાથી વેન્ટીલેટર પર હોય છે. ફૂડપાઈપથી ખોરાક અપાતો હોય છે. આ જોઈને મને થાય કે આવું જીવન ચાર દિવસ વધારે જીવ્યા તોય શું? ને ના જીવ્યા તોય શું? એમાંય આ પૈસાપ્રધાન યુગમાં પૈસાના એવા લાલચુ ડૉક્ટરો પણ જોયા છે કે માણસ મૃત્યુ પામ્યા પછીએ વેન્ટીલેટર પર 2-4 દિવસ શ્વાસોશ્વાસ બતાવે છે... રૂમમાં કોઈને જવા દેતા નથી, કહે છે કે પેશન્ટને ઈન્ફેક્શન લાગી જશે... ને પૂરેપૂરા પૈસા પડાવ્યા પછી જ પેશન્ટને છોડે છે. આવા માનવતાહીન યુગમાં આપણે જીવી રહ્યા છીએ. પેશન્ટના જતા સુધીમાં તો એના ઘર પરિવારના સભ્યો સમયથી ને પૈસાથી બરબાદ થઈ જાય ને ડૉક્ટરોના, હૉસ્પિટલોના, પેથોલોજિસ્ટના ને એક્સ-રેવાળાના ખિસ્સા ભરાઈ છે. માટે દરેક વ્યક્તિએ સ્વસ્થતાથી વિચાર કરવો જોઈએ કે... ‘મારી પાંચમની છઠ કરવાને કોઈ સમર્થ નથી. અને મારી પરિસ્થિતિ કદાચ એવી થાય કે હું બોલી પણ ન શકું, બેભાન થઈ જાઉં કે કોમામાં ચાલ્યો જોઉં એની પહેલા જ પરિવારના સભ્યોને ચેતવી દઉં કે મને ફૂડપાઈપ પર કે વેન્ટીલેટર પર જીવવું નથી. કારણ કે એ પરિસ્થિતિમાં હું કોઈ ધર્મ કરી શકીશ નહીં. મેં ઘણી જિંદગી જીવી લીધી છે, એટલે મારી કોઈ ભૌતિક ઈચ્છાઓ બાકી નથી. તો શા માટે મેં જેટલું ઉજ્જવળ જીવન જીવ્યું છે એટલું જ ઉજ્જવળ મોત ન મરું? શા માટે હું આજથી જ વિપશ્યના સાધના દ્વારા સમતામાં રહેવાની ને સમાધિમાં રહેવાની પ્રેક્ટિસ શરૂ ન કરું? જેથી શારીરિક તકલીફ વખતે સમતામાં રહી શકું...
ને મૃત્યુ સમયે સમાધિ પ્રાપ્ત કરી શકું. મારા જીવનને આજથી જ સાધના-
ઉપાસનામય બનાવીને સહર્ષ મૃત્યુનો સ્વીકાર કરું. મારે હૉસ્પિટલની ચાર દિવાલો વચ્ચે ગોંધાઈને, નળીઓમાં વિંટળાઈને જવું નથી... મારે તો ઘરના પવિત્ર ધર્મમય વાતાવરણમાં સ્વાધ્યાય-ધ્યાન અને કાયોત્સર્ગમાં લીન થઈને મૃત્યુને મહોત્સવ બનાવવો છે.’ જો આવી આવી ભાવનાઓથી મન મક્કમ થતું હોય, શરીર પણ જર્જરિત થઈ ગયું હોય, જેનાથી હવે જરા પણ ધર્મ સાધી શકાય એવું લાગતું ન હોય, ને મૃત્યુ નિશ્ચિત બનીને સામે આવીને ઉભું હોય તો મને લાગે 260
છે કે સંલેખના વ્રત ઉચ્ચરીને મૃત્યુને સાર્થક બનાવવું જોઈએ. જો મનની મક્કમતા હોય તો પોતાના સગા-સ્નેહી-પરિવારજનોને પણ કહી રાખવું જોઈએ કે ‘અચાનક એવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો, સમાજમાં લોકો શું કહેશે? એવી સમાજની ચિંતા કર્યા વગર, પેશન્ટના આંતરિક ભાવોને મહત્ત્વ આપીને એની ઈચ્છા મુજબ કરવું જોઈએ.’ સંલેખના વ્રત લેવું કે નહિ... એ દરેકની વ્યક્તિગત ક્ષમતા ને ભાવનાને મનની મક્કમતા પર અવલંબે છે, એમાં કોઈ આગ્રહ કે દુરાગ્રહ હોઈ શકે
નહિ... હું તો ફક્ત એટલું જ કહીશ કે જો મોત પછી આ શરીર સળગી જવાનું હોય તો પછી આ શરીર મારફત આત્મહિત શા માટે સાધી ન લેવું? મૃત્યુને ભેટવું છે તો, હસતા હસતા, રંજ ને રોષ રાખ્યા વિના, અંતરના ઉમળકાથી સ્વાગતભેર શુભ ધ્યાન ધરતા ધરતા પ્રભુ નામસ્મરણ કરતા કરતા...