સ.218: નિર્વિકાર મન શા માટે?
જ.218: અરે....માણસનો સ્વભાવજ એવો બની ગયો છે કે જ્યારે જુઓ ત્યારે વિકાર પેદા કરે છે. ને વ્યાકુળ થાય છે. કોઈ નથી ઈચ્છતું દુઃખી થવું, દરેક સુખી થવાનું ચાહે છે પણ કરે છે એવું કે જેનાથી દુઃખ વધી જાય છે. વિકાર પર વિકાર જગાવે છે ને દુઃખી થાય છે. ભય-વાસના-ક્રોધ-
અહંકાર કોઈ પણ પ્રકારનો વિકાર જાગ્યો કે, આપણા મનની શાંતિ નષ્ટ થઈ જશે. આપણે દુઃખી થઈ જશું. આ, કુદરતનો અબાધિત નિયમ છે.
જેટલા વિકાર ઘટ્યા, અંદર સાચા અર્થમાં સુખશાંતિ. માટે આપણું અંતિમ લક્ષ્ય છે આપણા અવચેતન મનને વિકારમુક્ત બનાવવાનું. દરેક વ્યક્તિએ પોતાના વિકારોથી મુક્તિ સ્વયં પ્રયત્નથી, સાધનાથી, સ્વાધ્યાયથી કરવી પડશે.
તેના માટે અંતરમુખી બનવું પડશે.
સ.219: મને કોઈ-કોઈ વ્યક્તિ એવું પણ પૂછતા હોય છે કે ‘‘બેન, તમે ધ્યાનમાં બેસતા હશો ત્યારે તો ક્યાંય ખોવાઈ જતાં હશો ને? ક્યાંક બહાર તમારૂં મન ચાલ્યું જતું હશે ને? ખૂબ આનંદ આવતો હશે ને? મજા આવતી હશે ને?’’
જ.219: અરે ભાઈ.... આપણું મન બહારજ છે. જન્મ્યા ત્યારથી બહિર્મુખી બનીનેજ જીવ્યા છીએ. ચોવીશે કલાક મન ભટકતું જ છે, ખોવાઈ ગયેલું જ છે.
એને પાછું અંદર લાવવા માટેનું કાર્ય આ સ્વાધ્યાયમાં કરવાનું છે.
ધ્યાનમાં બહાર નથી જવાનું. આપણે ઓલરેડી બહાર જ છીએ. ત્યાંથી અંદર આવવાનું છે. કેટલી કેટલી ખોટી ભ્રમણા આ સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ વિષે પ્રસરેલી છે!!! ધ્યાન એ કોઈ મજા કરવા માટે નથી. જ્યાજ્યાં મજા કરી કે આનંદને માણ્યો ત્યાંત્યાં સજા ભોગવવા તૈયાર 186
રહેવાનું છે. તે કુદરતનો અબાધિત નિયમ છે. જ્યાં આનંદ આવ્યો કે દુઃખ આવ્યું તે ક્ષણે તેનો તેજ રૂપમાં સ્વીકાર કરી બીજી ક્ષણે એને યાદ પણ નથી કરવાનું. યાદ કર્યું તેનો મતલબજ એ કે તમે ભૂતકાળમાં ગયા... ને ભૂતમાં ગયા તો મર્યા... એ કર્મ ઘૂંટાઈને નિકાચિત બની જાય. તેના ગુણાકાર થઈ જાય. જે ક્ષણે જે બન્યું તેનો સહજભાવે સ્વીકાર કરી અંતરયાત્રામાં, સ્વ ના અધ્યયયનમાં આગળ વધવાનું છે. વિકાર અંદર જાગે છે બહાર નહિ. ઘટના બહાર બને છે પણ વિકાર અંદર જાગે છે. જો તેને જાણશું નહિ તો તો વિકાર જગવવાના સ્વભાવને પલટશું કઈ રીતે? પોતાના અંતરમનના વિકાર પેદા કરવાના સ્વભાવને પલટવો આસાન નથી.
કામ અંદર કરવું પડે છે. બહારનું કોઈપણ કર્મકાંડ કે બહારની કોઈપણ વ્યક્તિ, આપણા મનના વિકારોને નિકાળી દે એ અસંભવ વાત છે.
દરેકે પોતાના પરિશ્રમથી વિકારોને નિકાળવાનું છે. તેના માટે આ સ્વાધ્યાય તથા ધ્યાન સાધના છે. અંદરની સચ્ચાઈને સ્વઅનુભવથી જાણવાનું છે. જાતે જાણીને માનવાનું છે. કોઈના કહેવાથી નહિ. તે માટે મનને સુક્ષ્મ બનાવવાનું કામ પહેલાં કરવું પડશે. બહાર ભટકતું મન બાદર છે, સ્થૂળ છે. તે બાદર મન અંદરનો અનુભવ કરી શકે નહિ.
એને સુક્ષ્મ બનાવવા માટે મનને એક વસ્તુ પર ટકતા શીખવવું પડે.
જેમકે કોઈ તોફાની છોકરો છે તેને ના પાડો તોય અહીં તહીં ભટક્યા જ કરે છે ને તોફાન કર્યાજ કરે છે. તો તેને એક જગ્યાએ ટેકવવા શું કરવું? તો કે એને કાંઈ કામ સોંપો કે ભાઈ.... જો આ ડબ્બામાં ગોટી છે તે પેલા ડબ્બામાં નાંખ. નંખાઈ ગઈ? તો પાછી પેલા ડબ્બામાંથી આ ડબ્બામાં નાંખ. મન પણ આવું તોફાની છોકરા જેવું છે, મન માટે તો પહેલા એ જાણવું પડશે કે તેને ભટકાવનાર પરિબળો ક્યા છે? એ પરિબળોને ઓછા કર્યા વગર, દૂર કર્યા વગર મનની સ્થિરતા લાવવી અસંભવ છે.
સ.220: તો મનને ભટકાવનાર કોણ છે?
જ.220: તે છે અઢાર પાપસ્થાનક. અઢાર પાપસ્થાનકમાં ગળાડૂબ બેઠેલો માણસ કેટલો પણ પ્રયત્ન કરે કદી પણ એના મનને સ્થિર કરી શકતો નથી.
ઘણા મને કહે છે કે, ‘‘બેન કેટલો પણ પ્રયત્ન કરીએ પણ મન સ્થિર થતું જ નથી.’’ તો ક્યાંથી થાય? પહેલા દરેક પ્રકારના પાપને વિચારો (ચિંતન-મનન) શું પાપ છે? મારી શું માન્યતા છે? હું ક્યાં છું? એ વિચારી તે પ્રમાણે પાપથી પાછા હઠવાનો પ્રયત્ન કરો. તોજ મનને સ્થિર કરી શકશો. બાકી આ અઢાર પાપસ્થાનક તો ઘૂઘવતો મહાસાગર છે. તે મનને સ્થિર થવા દેજ નહી.... થોડા પાછા હઠવાથી તેની ગતિની 187
તીવ્રતા ઓછી થશે. તો જ મન રૂપી સાધન દ્વારા સ્વાધ્યાય અને ધ્યાનના તપમાં ડૂબકી લગાવી શકીશું. આપણે બે-ચાર પાપસ્થાનક વિષે ઉંડાણમાં જઈએ જેથી આગળ બીજા પાપ સ્થાનક વિષે વિચારવાની દિશા મળે. એ પણ તમે જૂઓ કે 2600 વર્ષ પહેલાં મહાવીરે બતાવેલા 18 પાપસ્થાનકમાં જ દુનિયાના દરેક પાપનો સમાવેશ થઈ જાય છે.
એવું કોઈ પાપ બચતું નથી કે જેને 19મો નંબર આપી શકાય.
ભગવંતના જ્ઞાન પ્રત્યે કેટલો અહોભાવ જાગે છે!!!
સ.221: પહેલું પાપસ્થાનક પ્રણાતિપાત સમજાવો?
જ.221: પહેલુંજ પાપસ્થાનક છે...‘‘પ્રણાતિપાત’’. કોઈ જીવને કોઈપણ પ્રકારે દુઃખ આપવું તે હિંસા છે. એમાં આપણે જૈનો એમ માનીએ કે, અમે તો અહિંસાના પૂજારી.... હા.... અમે જેના અનુયાયી છીએ એ મહાવીરની કરૂણાનો જગમાં ક્યાંય જોટો નથી... મહાવીરે દરેક જીવને સમાન મહત્તા આપી છે.... પછી તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાય ધરાવતો નિગોદનો જીવ હોય, પૃથ્વી, પાણી, તેઉ, વાયુ કે વનસ્પતિનો જીવ હોય કે પશુ-પક્ષી-તીર્થંચ-
બેઈંદ્રિય કે ત્રેઈંદ્રિય કે ચૌરેન્દ્રિયનો જીવ હોય કે પછી દેવ-નારક કે
મનુષ્યનો જીવ હોય, દરેક જીવને સુખ-દુઃખની લાગણી સમાન છે એમ મહાવીરે જ્ઞાનમાં જોઈને કીધું. કોઈપણ જીવને દુભાવવાથી હિંસાનું પાપ લાગે છે... જીવ તો એનો એજ છે, એના આત્મ-પ્રદેશો તો એજ છે, એવું નથી કે મારો જીવ અત્યારે મનુષ્ય પણમાં છે એટલે હું મોટો જીવને કાલે હું નિગોદમાં ચાલી જાઉં તો મારો નાનો જીવ.... ના ભાઈ ના.... જીવ ફક્ત ખોળિયા નાના મોટા ધારણ કરે છે. જીવના આત્મપ્રદેશોમાં કોઈ ફરક પડતો નથી. એતો આત્મપ્રદેશનો ગુણ છે કે જ્યારે નાનું ખોળિયું મળે ત્યારે સંકોચાઈને બધાજ આત્મપ્રદેશો એટલામાં સમાઈ જાય છે. મોટું ખોળિયું મળે ત્યારે એટલા જ આત્મપ્રદેશો એમાં વિસ્તરીને રહે છે.... એ તો આપણે પાંચમા આરાના વ્રક અને જડ બુધ્ધિધારીઓની બલીહારી છે કે આપણે કોઈ જીવને મોટો જીવ માનીએ છીએ તો કોઈ જીવને નાનો જીવ માનીએ છીએ. વ્યવહારમાં પણ એવુંજ દેખવા મળે છે.... કોઈ કહે છે મેં ‘‘પાંચ મોટા જીવ છોડાવ્યા ને બે નાના જીવ...’’ આ મિથ્યાવચન છે તે સમજો.... પહેલા તો મગજમાં એ ફીટ કરો કે કોઈ જીવ નાનો મોટો છે જ નહિ, દરેક જીવ એક સરખીજ સુખ-
દુઃખની લાગણી અનુભવે છે. પછી તે આંખે ન દેખી શકાય તેવા અગ્નિકાય કે વાયુકાયના જીવ હોય તોય ભલે કે વિશાળકાય યુગલિયાના જીવ હોય તોય ભલે... સૌ પ્રથમતો દરેક જણ પોતાનું આત્મનિરિક્ષણ કરે કે મહાવીરની માન્યતા સાથે મારી માન્યતા 100 % મેચ થાય છે 188
ખરી? બિનજરૂરી સંહાર, સૂક્ષ્મકાય જીવોનો બિનજરૂરી સંહાર જોઈને મારો જીવ ઉકળી ઉઠે છે ખરો? અથવા હું પોતે એવા કેટલા જીવોનો સંહાર કરૂં છું કે જે ન કરૂં તો ચાલે? વિજળીના ઉત્પાદનમાં કેટલા અપકાય ને તેઉકાય જીવોનો ખત્મો? એ વિજળીનો બિનજરૂરી ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ તે વિચારો. લાઈટીંગ જોઈને ખુશ થાઓ ખરા?
બીજાને પ્રેરણા કરો કે બહુ સરસ છે જોવા જેવું છે??? રાતની પાર્ટીઓમાં વૃક્ષની ઉપર લાઈટીંગ જોઈને ખુશ થાઓ વખાણ કરો કે
જીવ બળે? કે આ જૈન તરીકેનો માનવદેહ ધારણ કરી હું આ પાણીકાય, વાયુકાય, તેઉકાય ને વનસ્પતિના જીવની કિલામણાની અનુમોદના કરૂં છું એવું મનમાં થાય ખરૂં? દિવાળી કે પર્યુષણ કે દિક્ષા મહોત્સવ પ્રસંગે.... દેરાસર, ઉપાશ્રય પર લાઈટીંગો જોઈને એવું થાય ખરૂં કે
જેણે એક કાંટાને પણ નથી દુભવ્યો એવા અહિંસાના પુજારીના દેરાસરને શણગારવા અનંતા અનંતા જીવોનો સંહાર!!! પેલા ગાય-ભેંસ-
બકરાનું કતલખાનું દેખાય છે, આ કતલખાનું નથી દેખાતું? જેમાં અનંત જીવો મરે તેને કતલખાનું જ કહેવાય પછી ભલે તે જીવ નાના હોય કે મોટા.
સ.222: ઘણી વખત એવો જવાબ મળે છે કે અન્યધર્મીને આકર્ષવા માટે આવું બધું કરીએ છીએ.
જ.222: આ સાવ ખોટો જવાબ.... જો કોઈ અન્યધર્મી આકર્ષાશે તો આવા જીવસંહારના શણગારથી નહી પણ તમારા ત્યાગથી આકર્ષાશે.
ગણપતિના મંદિરો પણ લાઈટીંગથી શણગારે ને તમારા પણ...તો આપણા ને એમનામાં ફરક શું? ગાય-ભેંસ-બકરાની હિંસાને પાપ તો અન્યધર્મી પણ માનેજ છે, પણ આ સૂક્ષ્મકાય જીવોની હિંસામાં પણ એટલુંજ પાપ છે. એવું જો તમે માનતા ન હોય, તમારા આચરણમાં ન હોય. એ જોઈને તમારા દિલમાં જો કોઈ દુઃખ ન હોય ઉપરથી હોંસે હોંસે આ કતલખાનું ચલાવતા હોય, તો અન્યધર્મી અને આપણામાં ફરક શું? શું આપણે મહાવીરના અનુયાયી કહેવાને લાયક છીએ?
આત્મનિરીક્ષણ કરો કે મારા હૃદયમાં અહિંસાનું સ્થાપન થયું છે કે
હિંસામાંજ રમી રહ્યો છું? બીજા શું કરે છે તે જોવાનું છોડી દો...
વિચારો કે હું ક્યાં છું? મને આ સુક્ષ્મકાય જીવોની હિંસા જોઈને હૃદયબળે છે કે રાચીમાચીને ખુશ થાઉં છું? એકને બદલે બે ગાડી આવે કે બે બંગલા આવે તો ખુશી કે દુઃખ? ઘરમાં એ.સી. આવે, ફ્રીજ આવે...
જીવસંહારના અન્ય સાધનોના વખાણ કરતાં થાકતા ન હો તો કહી દો તમારા આત્માને કે હિંસામાં તારી અનુમોદના છે. મહાપૂજાના નામે 189
કેટલા ફળ-ફૂલ-પાનનો સંહાર...!!! સામાન્ય બુધ્ધીથી પણ કોઈ વિચારે તો પણ સમજી શકાય કે મહાવીર કોઈ એવી હિંસક વ્યક્તી નહતી કે જે આટલી બધી અધધ હિંસા કરીને એનાજ મંદિરને શણગારવાનું કહે?
કોઈ કોઈ એવી દલીલ કરે છે કે ‘શાસ્ત્રમાં કહ્યું છે’ અરે ભાઈ... કેવા સમયમાં કેવી સમયની માંગનું પ્રમાણે આ રચનાઓ થઈ છે તે જાણો છો? આજથી 200-500 વરસ પહેલાનો સમય એવો હતો કે ક્યાંક ક્યાંક છૂટાછવાયા ઘર હતા અને ચારે બાજુ ખૂબજ વનરાજી હતી. એટલે જમીન પર એટલા બધા ફૂલ-પાંદડાનો ઢગલો થઈ જતો કે જમીન પણ ઢંકાઈ જતી. તે સમયે કહ્યું કે જે ફૂલ વૃક્ષથી છૂટા પડી ગયા છે તેમાંથી જે સુગંધિત છે. જે અખંડ છે તેવા ફૂલ લઈને પૂજા કરો.... (સુરભિ અખંડ કુસુમ ગ્રહી) સમય પ્રમાણે શાસ્ત્રની રચના થઈ.... પણ આજે એ સમય નથી.... આજે તો ફૂલની સાથે કળીઓ પણ ચૂંટી લેવાય છે...
આટલા ફૂલો ચૂંટવા માટે કેટલી અન્ય વનસ્પતિ ખુંદવી પડે છે. એટલું તો વિચારો... શું આવી હિંસામાં મહાવીરની મંજૂરી હોય? આજે દિક્ષાર્થી લોકો, વિજળીથી ચાલતા, ઉપર લટકતા એવા સાધનમાં ઉભા રહી વર્ષીદાન ફેંકે છે. આજથી સો બસો વરસ પછી આ શાસ્ત્ર બની જશે કે
આપણા પૂર્વજો આવા સાધનોનો ઉપયોગ કરતા હતા.... અમારા શાસ્ત્રમાં છે. એની વાતો છે, ફોટા છે... માટે એજ કરો.... એ ધર્મ છે.... બસ આમ ધર્મ ડહોળાતો રહે છે.... પણ સુજ્ઞ લોકો ફક્ત મહાવીરના સિધ્ધાંતને પકડી લો ને એ સિધ્ધાંત પર ચાલવાની કોશીષ કરો તો જ હિંસા નામના પાપથી પાછા હટાશે... પાછળના અનુયાયીઓ જે કેવળજ્ઞાની નથી તેમાં મતભેદ પડે છે, વાડા અલગ પડે છે ને સહુ-સહુની મતિ પ્રમાણે રચનાઓ થવા લાગે છે. જુઓ ગણિતમાં ગમે તેટલા મોટા સમીકરણો આવે પણ મૂળ સિધ્ધાંત ક્યારેય બદલાતા નથી. A X A = A 2 જ થાય. એવા સિધ્ધાંત બદલાતા નથી. એમ મહાવીરના સિધ્ધાંતને આત્મસાત કરી અહિંસાના પલ્લામાં ઉભા રહેવાની કોશીશ કરો... જ્યાં સુધી નાની સરખી હિંસામાં આપણી અનુમોદના હશે ત્યાં સુધી આપણે આપણા આત્મામાં સ્થિર થઈ શકશું નહિ. સ્વાધ્યાય કે ધ્યાન નામના તપમાં ઉંડાણ સાધી શકાશે નહિ.
સ.223: બીજુ પાપસ્થાનક મૃષાવાદ સમજાવો?
જ.223 :બીજુ પાપસ્થાનક મૃષાવાદ એટલે કે જૂઠું બોલવું. સામાન્ય રીતે આપણને એમ લાગે કે હું ક્યાં જૂઠું બોલું છું?? પણ આત્મનિરિક્ષણ કર્યા વગર આવું વિચારવું એ પણ જૂઠ જ છે. ઘણીવાર આપણે કોઈનો ફોન ન ઉપાડવો હોય તો ઘરનાને કહી દઈએ કે તેમને કહી દો કે હું ઉંઘી ગયો 190
છું અથવા ઘરે નથી એક દૃષ્ટિ એ જોતા એમ લાગે કે આમાં શું જૂઠું બોલ્યા. પણ આપણે નથી જાણતા કે ગુલાબની એક પાંદડીના ચોથા ભાગ જેટલું જૂઠું બોલ્યા હોય એટલું જૂઠ ગુલાબમાં આખા ગુચ્છા જેટલું થઈ જાય એટલું ભોગવટામાં આવે ને એ જ્યારે પણ ભોગવટામાં આવે ત્યારે નવું જૂઠ બોલાવે. સુક્ષ્મતામાં જાઓ તો કોઈ વાત વધારીને રજૂ કરવી કે ઘટાડીને કહેવી એ પણ જૂઠ જ છે. એક જુઠાણું બીજા 100
જૂઠાણા ને જન્મ આપે. માટે જૂઠ નામના રાક્ષસથી બહુ બચવા જેવું છે.
એના માટે બને તેટલું મૌન રહેવું એ સૌથી સારો ઉપાય છે. પણ યાદ રાખો ઈશારાથી પણ જૂઠું બોલી શકાય છે. એટલે ઈશારાથી પણ વાતો નહીં કરવી એવું આર્યમૌન સૌથી ઉત્તમ છે.
સ.224: ત્રીજું પાપસ્થાનક અદત્તાદાન સમજાવો?
જ.224: ત્રીજું આવે છે અદત્તાદાન એટલે કે નહી દીધેલું દાન લેવું એટલે કે ચોરી કરવી. અદત્તાદાનની વાત આવે એટલે પુણ્યાશ્રાવકનું સામાયિક યાદ આવે. મન-વચન કાયાની સ્થિરતા કરી. જાગૃતપણે સમતામાં રહેવું, શરીરમાં '- સ્વમાં જાગૃતપણે ક્યાં ક્યાં શું ઘટના ઘટી રહી છે તેનું સાક્ષીભાવ થી અવલોકન કરવો, તેનું અધ્યયન કરવું ને સાથે સાથે રાગ-દ્વેષના ભાવોથી અલિપ્ત રહી સમતામાં સ્થાપિત થવું તેનું નામ છે સ્વાધ્યાય, તેનું જ નામ છે સામાયિક. તો આપણે જોઈએ કે તે દિવસે પૂણ્યાનું મન સામાયિક દરમ્યાન સમતામાં કેમ સ્થિર નહોતું થઈ રહ્યું?? વિચારતા-પૂછતાં જાણવે મળે છે કે પાડોશીનું છાણું ભૂલથી આવી ગયું હતું અને પૂણ્યાને ધ્યાનમાં આવ્યું કે અહો... આતો અદત્તાદાન’’...ભલે અજાણ્યે પણ થઈ ગયેલું આ પાપ મનને સ્થિર ક્યાંથી થવા દે? હવે વિચાર કરો...જો આટલું નાનું સહજ જેટલું પાપ સ્થિરતા ન થવા દે... તો આપણે તો પાપોના ઘૂઘવતા મહાસાગરની મધ્યમાં બેઠા છીએ. એ આપણને સમતામાં સ્થિર કેવી રીતે થવા દે? મનની ચંચળતાને કેવી રીતે રોકી શકીએ. પૂણ્યાના ઉદાહરણ પરથી એટલું તો સમજમાં આવે છે કે જ્યાં સુધી પાપથી પાછા નહી હટીએ ત્યાં સુધી મનની સ્થિરતા થવી અસંભવ છે. મનની સ્થિરતા વગર સ્વનો અધ્યાય થઈ શકશે નહિ. માટે આધ્યાત્મિક જગતમાં ડગ ભરનાર વ્યક્તિએ પોતાની આજુબાજુ પાપોથી પાછા હઠવાની વાડ બાંધવી પડશે. પ્રતિજ્ઞા લેવી પડશે. તો ઉજાગર પણે મન-વચન-કાયાની સ્થિરતા થશે, સ્થિરતા થશે તો કર્મની પ્રતરો એક પછી એક ઉદિરણામાં આવશે. જો આ પ્રતરને સમતામાં સ્થિર રહી રાગ-દ્વેષ કર્યા વગર વેદશો તો કર્મની નિર્જરા થશે... જેમ જેમ કર્મ નિર્જરતા જશે...આત્મા વધુને વધુ શુધ્ધ થતો જશે... જેમ જેમ આત્મા શુધ્ધ થતો જશે વધુને વધુ પાપથી પાછા 191
હઠતા જશો...આમ પાપોથી પાછા હઠવું ને સ્વનો અધ્યાય થવો બંને એકજ સિક્કાની બે બાજુ છે. એક વગર બીજું અસંભવ છે.
સ.225 :શું બધા પાપસ્થાનક વિષે આ રીતે ચીંતન કરવું?
જ.225 :હા! આ રીતે દરેક અઢારે અઢાર પાપ વિષે ચિંતન મનન કરી, આત્મનિરિક્ષણ કરી, સ્વાધ્યાય કાળ દરમ્યાન તો કડક પણે આ પાપોનું સેવન ન જ થવું જોઈએ એવી પ્રતિજ્ઞા લેવી. ત્યારબાદ જિનમુદ્રામાં અથવા સુખાસને બેસી કાયાને સ્થિર કરવી બિલ્કુલ મૌન ધારણ કરવું.
ઈશારાથી પણ વાતો નહિ જેને આર્યમૌન કહેવાય. આ રીતે કાયા અને વાણીની સ્થિરતા કરવી. શરૂઆતમાં થોડો સમય તો બેસતાની સાથે જ શરીર વિરોધ કરશે. અકડાશે, દુઃખાવો થશે. પણ ધીરે ધીરે રોજબરોજ થોડો થોડો સમય વધારતા જવું એ રીતે પ્રેક્ટિસ થતાં પછી એટલી તો ક્ષમતા આવી જશે કે એટલીસ્ટ એક કલાક સુધી બિલકુલ આંગળીએ ન હલે એ રીતના મૌનપણે બેસી શકાશે. વચન અને કાયાની સ્થિરતા કર્યા પછી હવે એ જોઈએ કે મનને કેવી રીતે સ્થિર કરવું.
સ.226 :મનની સ્થિરતા માટે પૂર્વાચાર્યોએ શું પ્રયોગ કર્યા?
જ.226 :આપણા પૂર્વાચાર્યાએ મનને સ્થિર કરવા માટે ઘણા અલગ અલગ અવલંબન લઈને પ્રયોગ કર્યા. કોઈ મૂર્તિનું અવલંબન લઈ મૂર્તિ સામે મનને ટકાવી રાખવાનો પ્રયત્ન કરતા પણ એમાં બન્યું એવું કે જેટલો સમય મૂર્તિ સામે હોય એટલો સમય મન તેના પર ટકતું પરંતુ જેવી મૂર્તિ સામેથી તે વ્યક્તિ ખસી ગઈ કે વ્યક્તિ સામેથી મૂર્તિ દૂર થઈ તો મન પણ ક્યાંક ભાગી જતું. પૂર્વાચાર્યોએ મંત્રનું અલંબન લઈને પણ મનને ટકેવવાનો પ્રયત્ન કર્યો એમણે જોયું કે શરૂ શરૂમાં તો મંત્ર પર મન ટકી રહે છે. પણ પછી મંત્રનું રટણ તો ચાલુ હોય છે ને મનતો ક્યાંથી ક્યાં પહોંચી જાય છે જેમ કે કોઈ નવું નવું ગાડી ચલાવતા શીખ્યુ હોય તો તેનું બધુજ ધ્યાન ગાડી ચલાવવામાં રહે છે પણ જેમ જેમ ગાડી ચલાવવાનો મહાવરો વધતો જાય તેમ તેમ તે એકબાજુ ગાડી પણ ચલાવતો રહે છે ને આરામથી મોબાઈલ પર વાતો પણ કરે છે. તેવી રીતે શરૂઆતમાં તો મંત્ર રટણ પર મન બરાબર રહે છે પરંતુ થોડો મહાવરો થયા પછી એક બાજુ મંત્ર રટણ ચાલુ હોય છે ને બીજી બાજુ મન ક્યાંનું ક્યાં ભાગી જતું હોય છે... આમ અલગ અલગ અવલંબનોને આજમાવી જોતા ખ્યાલ આવી ગયો કે ‘શ્વાસ’ જ એક એવું અવલંબન છે જે કાયમ ચોવીશે કલાક આપણા સાથે રહે છે. ને જેમ જેમ એનો મહાવરો થાય તેમ તેમ મનનું ભાગવાનું ઓછું થાય છે.
192
ને શ્વાસ પર ટકી રહે છે. જો શ્વાસ પરથી મન ખસે કે, તરતજ તેને પાછું શ્વાસ પર લાવી શકાય છે.
સ્વાધ્યાયમાં શ્વાસોશ્વાસ પર મનને ટેકવી બર્હિમુખી મનને અંતર્મુખી બનાવી એ સુક્ષ્મ મન દ્વારા મસ્તકથી પગની પાની સુધી અંતરયાત્રા કરવાની છે. જ્યાં જે અનુભવ થાય ત્યાં રાગ-દ્વેષ જગાવ્યા વગર તટસ્થપણે સમતામાં અનિત્ય ભાવનામાં સ્થિર થવાનું છે. આ સ્વાધ્યાયમાંજ પરિપક્વ થતાં થતાં, આગળ વધતાં ધ્યાન અને છેલ્લે કાયોત્સર્ગ નામનો તપ પરિણમિત થશે.
સ.227: શ્વાસોશ્વાસનું અવલંબન અને ચિત્તને સ્થિર કરવાનો પ્રયોગ જૈન સાધનામાં છે ખરો?
જ.227 :શ્વાસોશ્વાસનું અવલંબન લઈને ચિત્તને સ્થિર કરવાનો પ્રયોગ જૈન સાધનામાં પહેલાં પણ ઘણો વ્યાપકપણે થયેલો છે. તેની ખાત્રી આગમોમાં આવતા કાઉસગ્ગની વિધિ દર્શાવતા ઉલ્લેખો આપે છે.
આપણા આગમોમાં કાઉસગ્ગ શ્વાસોશ્વાસ રૂપે હતો. જેનો પુરાવો આવશ્યક’ નિર્યુક્તિમાં મળે છે. આપણે આજે જે કાઉસગ્ગ કરીએ છીએ તે ખરેખર તો ફક્ત સ્વાભાવિક શ્વાસોશ્વાસને જોવાનું હતું. પરંતુ કાળક્રમે ઉતરતા સંઘયણે (સંઘયણ એટલે શરીરમાં હાડકાની મજબુતાઈ)
લોકો આ રીતના કાઉસગ્ગ નહોતા કરતા. કોઈ ઉંઘી જતા. કોઈ બીજા વિચારોમાં મગ્ન થઈ જતા, કોઈ આ શ્વાસોશ્વાસની સાથે કોઈ શબ્દને જોડી દઈ એનું રટણ કરતા, માટે આ સત્ય વિધિનો જે લાભ મળવો જોઈએ તે નહોતો મળતો. તેથી પૂર્વાચાર્યોએ બહુ સમજી વિચારીને, દિર્ઘદૃષ્ટિ વાપરીને આ કાઉસગ્ગમાં શ્વાસોશ્વાસની સાથે લોગસ્સ જોડયો.
લોગસ્સના એક પદની સાથે એક શ્વાસને જોવાનું જેથી ધ્યાન શ્વાસોશ્વાસ પર રહે. પરંતુ કાળક્રમે મૂળવિધિ શ્વાસોશ્વાસને જોવાનું લોકોએ છોડી દીધું અને ફક્ત લોગસ્સ ગણવાને જ કાઉસગ્ગ માની લીધો. આમ સાપ ચાલ્યો ગયોને કાંચળી હાથમાં રહી ગઈ.
સાધુ અને શ્રાવકોના દરરોજના અનુષ્ઠાનમાં કાઉસગ્ગની એવી વ્યાપક ગુંથણી છે કે આ સ્વાધ્યાય-ધ્યાનમાં અભ્યાસ નિરંતર થતો રહે. એક પ્રવૃત્તિમાંથી બીજી ક્રિયામાં જતા તે ક્રિયાની શરૂઆત ‘ઈરિયાવહી પ્રતિક્રમણ’થી થાય છે. જેમાં 25 શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ગ કરવાનું વિધાન છે. કાયાને સાવ શિથિલ કરી, સ્થિર રાખી, મૌન રહી, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે. મુનિને એકલી ઈરિયાવહીની ક્રિયા નિમિત્તે રોજ કેટલીયેવાર 25 શ્વાસોશ્વાસ પ્રમાણ કાઉસગ્ગ દ્વારા આ પ્રક્રિયાનો અભ્યાસ સતત ચાલતો રહે, એવી સુંદર યોજના મુનિની 193
દિનચર્યામાં છે. પરંતુ ગમે તે કારણે આ પ્રણાલિકા આજે આપણે ખોઈ બેઠા છીએ. અરે... આગમોમાં કાઉસગ્ગની સમયમર્યાદા પણ શ્વાસોશ્વાસની સંખ્યાથી દર્શાવાઈ છે. અમુક કાઉસગ્ગ અમુક શ્વાસોશ્વાસ પ્રમાણ એમ બતાવાયું છે કાઉસગ્ગમાં શુદ્ધ શ્વાસોશ્વાસને જોવાના હતા, પણ તેની સાથે લોગસ્સ જોડી દેવાથી લોગસ્સ ગણવાનું ચાલુ રહ્યું ને શ્વાસને જોવાનું કામ છૂટી ગયું. વળી કોઈપણ નામ-શબ્દ-
મંત્રનું રટણ કરવાથી ચિત્ત તો એકાગ્ર થઈ જશે, પણ આપણું ધ્યેય માત્ર ચિત્તને એકાગ્ર કરવાનું નથી. આપણું ધ્યેય તો અવચેતન મનમાં પડેલા વિકારો સુધી પહોંચીને તેને ઉખેડીને કાઢવાનું છે. ચિત્ત એકાગ્ર તો રાગથી મોહથી કે દ્વેષથી પણ થઈ જાય.... દા.ત. કોઈના પ્રત્યે રાગ જન્મ્યો છે કે દ્વેષ ઉદ્ભવ્યો છે તો તેના વિચારોમાં કલાકોના કલાકો સુધી મન એકાગ્ર થઈ શકે છે. પરંતુ આપણું ધ્યેય, અંતિમ લક્ષ્ય મુક્તિનું છે. તેના માટે અંતરમનમાં પડેલા રાગના-દ્વેષના-મોહના કર્મસંસ્કારોને કાઢવાનું છે.
સ.228: આપણા શ્વાસને ને વિકારોને શું સંબંધ છે?
જ.228: આપણા શ્વાસને અને આ વિકારોને ગાઢ સંબંધ છે. તે તમે પણ આત્મનિરીક્ષણ કરશો તો જોઈ શકશો કે જેવો કોઈ વિકાર મનમાં જાગે છે, ક્રોધનો કે ભયનો કે લોભનો કે મૈથુનનો અને તરત જ શ્વાસની ગતિમાં ફરક પડી જાય છે. શ્વાસ તેજ બની જાય છે શ્વાસ ધ્રુજવા લાગે છે. જેવો વિકાર દૂર કરશો કે શ્વાસ પોતાની મેળે ધીમી અને સાધારણ ગતિથી ચાલતો થશે. આ બતાવે છે કે શ્વાસને વિકારો સાથે ગાઢ સંબંધ છે. શ્વાસને સહારે સહારે વિકારોને ઉખેડી કાઢી શકીશું.
શ્વાસોશ્વાસનું અવલંબન લઈને આત્માની જાગૃતતા સાથે શ્વાસપ્રત્યે સાક્ષીભાવ લાવતાં લાવતાં એ અનુભવ થશે કે દૂષિત વિચારોથી થોડો થોડો છૂટકારો થવા લાગ્યા છે. દુષિત વિચારો ઓછા થવા લાગ્યા છે.
આમ શ્વાસ પર મનને ટેકવીને બહાર ભટકતા સ્થૂળ મનને સૂક્ષ્મ બનાવી એ સૂક્ષ્મ મન દ્વારા અંતરયાત્રા કરી સ્વનો અધ્યાય કરવાનો છે, સ્વાધ્યાય કરતા કેવી રીતે કર્મની નિર્જરા થશે તે પણ વિચારશું.
સ.229: શ્વાસનું જ આલંબન લેવાના બીજા કારણો શું?
જ.229: (1) શ્વાસને જોવાનો અભ્યાસ કરતા કરતા એ અનુભવ થાય છે કે મન કેટલું ચંચળ છે. એક ક્ષણ પણ સ્થિર રહી શકતું નથી. કાં ભૂતકાળની સ્મૃતિમાં ભાગ લે છે કાં ભવિષ્યની કલ્પનામાં. એક ક્ષણ પણ વર્તમાનમાં રહેવા ઈચ્છતું નથી. ફક્ત આવતા-જતા શ્વાસને જોવાનું કામ મનને સોંપીને મનને વર્તમાનમાં રહેતા શીખવાડવા લાગ્યા. જે આવી રહ્યો 194
છે અથવા જઈ રહ્યો છે તે આ ક્ષણની ઘટના છે. આની પહેલાનો શ્વાસ ભૂતકાળનો છે આની પછીનો શ્વાસ ભવિષ્યકાળ છે. પણ આ ક્ષણનો શ્વાસ એ આપણો વર્તમાન છે. વર્તમાનમાં રહેતા આવડશે તો ઘણા રહસ્યો સામે આવશે.
(2) આપણે ફક્ત શ્વાસને જોઈએ છીએ,(જાગરૂકતાથી ઈચ્છા-આકાંક્ષા કર્યા વગર) જાણીએ છીએ. તેથી આપણો સંબંધ ભૂતકાળની સ્મૃતિઓને ભવિષ્યની કલ્પનાથી તૂટતો જાય છે. જ્યારે પણ મન ભૂતકાળની સુખદ સ્મૃતિમાં ડૂબેલું હોય છે ત્યારે ઘણી ઈચ્છા રહે છે કે આ સ્થિતિ કાયમ રહે. આ સ્થિતિ ફરીને પ્રાપ્ત થાય (આ રાગ છે). તેવી જ રીતે દુઃખદ કલ્પના કે સ્મૃતિને હંમેશા ટાળવાની ઈચ્છા રહે છે (આ દ્વેષ છે). ફક્ત શ્વાસને જ જોવાથી એક રીતે રાગ અને દ્વેષ તૂટતા જશે. યથાભૂત શ્વાસને જોવાથી શું રાગ પેદા થશે? શું દ્વેષ પેદા થશે? એ ક્ષણે આપણે મોહથી પણ દૂર છીએ કેમકે કોઈ કલ્પનામાં ડૂબેલા નથી. કલાકોની સાધનામાં થોડી ક્ષણો એવી આવે છે કે જ્યારે આપણે કેવળ શ્વાસને જોઈએ છીએ તે ક્ષણનું ચિત્ત નિર્મળ થાય છે.
(3) મનુષ્યે જન્મ લીધો ત્યારથી આંખ ખોલીને બહારની દુનિયાને જ જોઈ. સદૈવ બહિર્મુખી જ રહ્યા. કદી અંતર્મુખી થઈને પોતાને જોયું જ નથી. બાહ્ય ભટકતું મન સ્થૂળ છે. તે અંદરની યાત્રા, અંદરની અનુભૂતિ કરી શકતું નથી. પણ શ્વાસ પર મન ટેકવવાથી એકાગ્ર થયેલું મન સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ મન દ્વારા અંતરમુખી થઈને અંતરયાત્રા કરતા (સ્વાધ્યાય કરતા કરતા) એ ખ્યાલ આવશે કે આ આખોય શરીર પ્રપંચ, જેને ‘હું હું મારૂં મારૂં’ કહ્યા કરૂં છું તે બધું શું છે? અત્યાર સુધી બૌધિક સ્તરે ચેતન મનમાં જાણકારી હતી તે અનુભૂતિઓ દ્વારા જાણશું કે આ શરીરને મનના પ્રપંચો છે શું?
(4) આપણું આખું શરીર, નાના પરમાણુઓ, જીવકોષોથી બન્યું છે, એમાં કાંઈ ને કાંઈ જીવ રાસાયણિક પ્રતિક્રિયા - વિદ્યુત - ચુંબકીય પ્રતિક્રિયા નિરંતર થયા કરે છે. (મન સ્થૂળ છે માટે એનો અનુભવ નથી કરી શકતું.) શ્વાસ પર એકાગ્ર થઈ સૂક્ષ્મ બનેલું મન આ સત્ય અનુભવથી જાણી શકશે. શરીર નશ્વર છે, ક્ષણભંગુર છે, મન ચંચળ છે, ચપળ છે આ બધું ઘણું સાંભળ્યું છે પણ અનુભવના આધારે આ વાત અનુભવી નથી.
માટે શરીર અને મન પ્રત્યેની આસક્તિ તૂટતી નથી. જે અવસ્થા ઈન્દ્રિયાતીત છે, ભવાતીત છે, લોકાતીત છે. (સમ્યક્દર્શન) ત્યાં સુધી પહોંચવું છે. તો આપણે જાતે અનુભવના ક્ષેત્રમાંથી પસાર થવું પડશે. જ્યારે આપણે પોતે સ્વનો અધ્યાય કરતા કરતા સ્વ અનુભવ દ્વારા જાણશું કે એક આંખના પલકારા 195
જેટલા સમયમાં કેટલા પરમાણુ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે. ત્યારે મહાવીરના શબ્દો - ઉપનેઈવા, વિગમેઈવા સમજાશે. ત્યારે આત્મા સમજશે કે આવા ક્ષણભંગુર શરીર પર શું રાગ કરૂં? શું દ્વેષ કરૂં? અંતરયાત્રા વગર સ્વાધ્યાય - ધ્યાન - કાયોત્સર્ગ જેવો તપ ઘટિત થઈ શકે નહિ -
આખી દુનિયાની યાત્રા ભલે કરી પણ જ્યાં સુધી અંતરયાત્રા નથી કરી ત્યાં સુધી બધી જ યાત્રા અધૂરી છે.
જ્યાં લગી આત્મા તત્ત્વ ચિંત્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી...’’
સ.230: મનની સ્થિરતા માટે શું કરવું?
જ.230: મનની સ્થિરતા માટે એને એક જગ્યાએ ટેકવવું જરૂરી છે. કેમકે બાહ્ય ભટકતું મન સ્થૂળ છે. સ્થૂળ મન, બાદર મન શરીરમાં ઉત્પન્ન થતી સંવેદનાનો અનુભવ કરી શકતું નથી. બાદર મન એ બૂઠી પેન્સિલ જેવું છે. જે લખવાનું કાર્ય કરી શકતી નથી. જ્યારે સૂક્ષ્મ મન અણીકાઢેલી પેન્સિલ જેવું છે જે સરળતાથી લખી શકે છે. મનને ફક્ત શ્વાસ જોવાનું કામ સોંપવાથી એ એક જગ્યા પર સ્થિર થશે. સ્થિર થશે તો સૂક્ષ્મ બનશે. પણ એને માટે નીચેના નિયમો ખૂબજ કડક પણે પાળવા. નહિ તો આ તપનો ફાયદો મળી શકશે નહિ.
સ.231: એના માટે કયા નિયમો પાળવા?
જ.231: (1) શરૂઆતમાં પાંચ થી છ દિવસ દરરોજના 8 કલાકના હિસાબે ફક્ત શ્વાસોશ્વાસને આવતાંને જતાં જોવા. (અનુભવવા) (2) આ દિવસો દરમ્યાન સાંસારિક બધાંજ સંબંધ કાપી નાખવા. ન છાપુ, ન મોબાઈલ, ન વાતચીત કાંઈજ નહિ. (3) સંપૂર્ણ પણે મૌન રાખવું. જો થોડી પણ વાતો કરવા ગયા તો ચાદરમાં એક છીંડુ પડી જશે. પછી સાધનાનો સ્વાધ્યાયનો જે લાભ મળવો જોઈએ તે મળી શકશે નહિ. (4) સ્વાધ્યાય જેવો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ કરવા માટે આપણી અંદર ઘણી શક્તિનો સંગ્રહ થવો જરૂરી છે. જો કડકપણે મૌન રાખશો તો જ આ શક્તિ સંગ્રહિત થશે. બોલવાથી આ શક્તિ વેડફાઈ જશે. તો સ્વનો અધ્યાય કેવી રીતે કરશો? (5) કડકપણે મૌન રાખવાથી મૃષાવાદ (જૂઠું નહી બોલવું)નો નિયમ આપોઆપ પળાઈ જશે. (6) 18 પાપસ્થાનકમાંના પહેલા ચાર પાપ-પ્રણાતિપાત (હિંસા), મૃષાવાદ (જૂઠું), અદત્તાદાન (ચોરી), મૈથુન (અબ્રહ્મ) આ ચાર વ્રત એટલા કડકપણે પાળવાના છે કે
જાન જાયે પર વચન ન જાયે. તો જ આ તપનો ફાયદો મળી શકશે (7)
કોઈપણ પ્રકારના વ્યસન હોય કે માદક પીણા કે માદક વસ્તુનું સેવન કરતા હો તો સાધના દરમ્યાન સંપૂર્ણપણે છોડવાનું છે. ‘‘કાંઈ પામવું 196
છે તો કાંઈ છોડવું પણ પડશે.’’ ‘‘સારૂં પામવા માટે ખોટું છોડવાનું છે એમાં ક્યાં વિચારવાનું છે?’’ જુઓ આ શ્વાસોશ્વાસને જોવા કે
શ્વાસોશ્વાસ પર મન ટેકવવું એ સ્વાધ્યાય નથી. એ સ્વાધ્યાય કરવા માટેની પૂર્વ તૈયારી છે. એ દ્વારા મનને એટલું સક્ષમ બનાવવું છે કે તે બહાર ભટકવાનું બંદ કરે ને અંદર ઉતરી ક્યાં શું ઘટિત થઈ રહ્યું છે એનો અનુભવ કરે.
સ.232: શ્વાસને અવલોકતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે.
જ.232: (1) સુખાસને ધ્યાન મુદ્રામાં બેસી પોતાના શ્વાસ પ્રત્યે સજાગ રહી શ્વાસના આવાગમન ને જાણવું આવે તો જાણવું આવ્યો. જાય તો જાણવું ગયો. (2) શ્વાસ વધારવાનો નથી, ઘટાડવાનો નથી લાંબો છે તો જાણી લીધું કે લાંબો છે, ટૂંકો છે તો જાણી લીધું ટૂંકો છે. શ્વાસની કસરત નથી કરવાની. સ્વાભાવિક રીતે જે આવે છે ને જાય છે તેની ફક્ત નોંધ લો...હા...શ્વાસની ખબર ન પડતી હોય તો બે ત્રણ ઝડપથી શ્વાસ લઈને પછી સ્વાભાવિક શ્વાસપર આવી જાવ. (3) મન જો ભાગી જાય તો સજગ રહી તરત એને પાછું શ્વાસપર લઈ આવો. (4) શ્વાસની સાથે કોઈ શબ્દ, કોઈ નામ, કોઈ મંત્ર, કોઈ રૂપ, કોઈ આકૃતિ, કોઈ રટણ કાંઈજ જોડતા નહિ. શ્વાસને શુધ્ધ જ રાખજો. જો કાંઈપણ જોડી દીધું તો આ વિધિનો ફાયદો મળી શકશે નહિ. (5) શ્વાસપર ધ્યાન ટેકવતા એ પણ જુઓ કે શ્વાસા ડાબી નાસિકામાંથી આવે છે કે જમણી?
કે બંને નાસિકામાંથી પસાર થાય છે? ક્યાં સ્પર્શ કરે છે? ગરમ છે કે
ઠંડો? (6) ઉપરના હોઠથી નાસિકાનો હિસ્સો આટલી દૂરીમાં ક્યાં સ્પર્શ કરે છે? બહાર જવા વાળો શ્વાસ ક્યાં સ્પર્શ્યો? નાકની અંદર સ્પર્શીને ગયો કે નાકની બહારની કિનારીને સ્પર્શીને ગયો કે મૂછના સ્થાનને અડીને ગયો? આટલા આ સ્થાનમાં (ઉપરવાળા હોઠથી નાસિકાનો હિસ્સો) આવતોને જતો શ્વાસ ક્યાં સ્પર્શે છે? એમાં કાંઈપણ જોડયા વગર, વધારો કે ઘટાડો કર્યા વગર...જેમ છે, જેવું છે તે યથાભૂત અનુભવ કરો....આ ક્ષણ - વર્તમાન ક્ષણ પ્રત્યે સજગ રહો. (7) જો કાંઈપણ અનુભવ ન થતું હોય. ક્યાં ગરમ લાગે છે કે ઠંડો લાગે છે કાંઈ ફીલ ન થતું હોય તો પણ તેની અપેક્ષા નહી કરવાની.
આ બહુ મુખ્યવાત સમજવાની છે. કોઈપણ જાતની અપેક્ષા કરશો કે
અરે મને તો ખબરજ નથી પડતી...બીજા ને તો પડે છે...મને ક્યારે પડશે?... મારૂં સાચું થાય છે કે ખોટું?’’ આવા કોઈજ વિચારો નહી કરવાના. ‘‘આ ક્ષણે મને આ વસ્તુની ખબર નથી પડતી તો તે આ ક્ષણની સચ્ચાઈ છે. તો તેને સ્વીકારીને ચાલવાનું છે. ફક્ત જાણવાનું 197
છે કે ખબર નથી પડતી...’’ ખબર પડેજ એવી અપેક્ષા નહી કરવાની.
ક્યાં શું ઘટિત થઈ રહ્યું છે. સ્વમાં શું અધ્યાય ચાલી રહ્યો છે. આ ક્ષણની શું સચ્ચાઈ છે તેને ફક્ત જાણવાની છે. ન તેમાં કાંઈ વધારવાનું છે ન કાંઈ ઘટાડવાનું.
જુઓ શ્રી ચિદાનંદજીએ આ સજ્ઝાયની પ્રથમ કડીમાંજ કેવી સચોટ વાત કહી દીધી છે :-
અવધૂ નિરપક્ષ વિરલા કોઈ, દેખ્યા જગત સહુ જોઈ...
સમરસભાવ ભલા ચિત્ત જાકે, થાપ-ઉથાપ ન હોઈ અવિનાશી કે ઘરકી બાતાં, જાનેકો નર સોઈ...
ચિદાનંદજી કહે છે કે ક્યો નર અવિનાશીના (આત્માના) ઘરની વાત જાણી શકશે? એટલે કે આત્મદર્શન, સમ્યક્દર્શન કરી શકશે કે જે નિરપક્ષ હશે. જેના ચિત્તમાં સમતાભાવ હશે...ને જે નર જ્યારે જેવું જે બની રહ્યું છે તેમાં કાંઈપણ થાપ કે ઉથાપ કર્યા વગર એટલે કે ઘટાડયા કે વધાર્યા વગર એનો સ્વીકાર કરશે...(આ એકજ કડીમાં ચિદાનંદજીએ તત્વનો સાર, સ્વાધ્યાયનો મર્મ કહી દીધો છે) તેવો વિરલો આત્મદર્શન કરી શકશે.
સ.233: આ મનુષ્ય જન્મ પામીને આપણું પહેલું કાર્ય શું છે?
જ.233: આપણું પહેલું કાર્ય એ છે કે સ્વ-અધ્યાય કરતા કરતા સ્વનું દર્શન કરવું.
આત્મ અનુભવ કરવો. સમ્યક્દર્શન માટે પુરૂષાર્થ કરવો. સમ્યક્દર્શન થતાં વધુમાં વધુ 15 ભવમાં મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. ને જે વ્યક્તિ સમ્યક્દર્શન પામ્યા વિનાજ કેટલી પણ ક્રિયા કરે, ધર્મ કરણી કરે તે બધું વિષક્રિયા બની જાય છે. કેમકે તે ક્રિયા મોક્ષ આપી શકતી નથી.
જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાતું નથી. સમકિત પામ્યા પહેલાં 95 % અનુબંધ પાપનો પડે છે. જ્યારે સમકિત પામ્યા પછી બધી બાજી પલટી જાય છે. પછી 5 % જ અનુબંધ કવચિત્ત્ પાપનો પડે છે પણ 95 % અનુબંધ પુન્યનો પડે છે.
જુઓ પાંચેય મહાવ્રતો (1) પ્રણાતિપાત નહિ (2) મૃષાવાદ નહિ.
(3) અદત્તાદાન નહિ (4) મૈથુન નહિ. (5) નશીલી ચીજોનો ત્યાગ તથા આર્યમૌન. આ મહાવ્રતોનું કડકપણે પાલન કરવાનું છે કેમકે આ પાંચેય આ સ્વાધ્યાય તપના પાયા છે. પાયા ઢીલા હશે તો ઈમારત કેવી રીતે ચણશો? મૌન પણ આર્ય મૌન જેમાં હાથ-પગકે આંખોના ઈશારાથી કે હસીને પણ વાતો નહિ. મૌનવ્રત ભંગ થવાની સાથે સત્યવ્રત પણ ભંગ થઈ જાય છે. ભલે તમે સફેદ જૂઠ ન બોલો, પણ કોઈ વાત બઢાવી - ચઢાવીને બોલ્યા કે કોઈ વાત છૂપાવી તો પણ તે 198
ચોરીજ થઈ. તેથી અચૌર્યવ્રતને સત્યવ્રત ભંગ થઈ જાય છે જે આ વ્રતનો ભંગ કરે છે તેનો સાધનાનો સાક્ષાત્કાર થઈ શકતો નથી.
મન એની જૂની આદત અનુસાર ભાગે છે, ક્યારેક ભૂતમાં તો ક્યારેક ભવિષ્યમાં તમે ફક્ત એને જુઓ કે આ મન ભૂતમાં ભાગ્યું... (વર્તમાન ક્ષણનો સ્વીકાર) તો તરત પાછું શ્વાસ પર આવી જશે. આમ આત્માની જાગૃતતા સાથે શ્વાસ પ્રત્યે સાક્ષીભાવ લાવતા લાવતા એ અનુભવ થશે કે દુષિત વિચારોથી થોડો થોડો છૂટકારો થવા લાગ્યો છે. દુષિત વિચારો ઓછા થવા લાગ્યા છે.
શ્વાસ પર મન ટેકવતા ઉપરના હોઠથી નાસિકાનો હિસ્સો એટલા ત્રિકોણ ભાગમાં સંવેદના પ્રાપ્ત થવા લાગશે. શું સંવેદના કોઈ નવી ઉત્પન્ન થઈ? ના નવી નથી.... સંવેદના તો હતીજ... પણ આપણું બાદર મન એનો અનુભવ કરી શકતું નહતું. પણ શ્વાસપર સ્થિર થયેલું મન...સૂક્ષ્મ બનેલું મન આ સંવેદનાનો અનુભવ કરી શકે છે. આ સૂક્ષ્મ મન દ્વારા માથાથી પગની પાની સુધીની યાત્રા કરવાની છે.
સ.234: સ્વનો અધ્યાય કરતાં કરતાં અંતરયાત્રા થશે?
જ.234: મુનિ થયો, વાચક થયો, સૂરિ થયો બહુવાર... ન થયો મૂરખ આતમા, અંતર્મુખ અણગાર..
આપણે મૃત્યુ પથારીએ હોઈએ ત્યારે આપણે આ ભૌતિક જગત વિષે ઘણું બધું જાણતા હોઈએ છીએ, આપણે ક્યાં ક્યાં ફરીને આવ્યા. ક્યા કયા જોવાલાયક સ્થળો છે, ક્યાં ડૂંગરા? ક્યાં ખીણ? ક્યાં બાગ-
બગીચા? ક્યાં મંદિરિયા? પણ ત્યારે આપણે એનેજ નથી જાણતા કે
જે આ બધું જાણવાવાળો છે. તે દૂર નથી આપણી પાસેજ છે, છતાં એનાથી બિલકુલ અજાણ કદાચ બુધ્ધિના સ્તરે થોડું ઘણું જાણી લીધું હશે પરંતુ અનુભવના સ્તરે કાંઈજ નહિં.
કાયા અને વચનની સ્થિરતા તો થોડી પ્રેક્ટિસ પછી સાધી શકાશે પણ ©É{É{ÉÒ Î»oÉùlÉÉ ©ÉÉ÷à +à{Éà ¹ÉÉ»É~Éù ÷àH´É´ÉÖÅ ~Ée¶Éà. +É »ÉÉyÉ{ÉÉ{ÉÒ ¶É°+ÉlÉ કરતાં નિયમોનું કડકપણે પાલન કરવું, (જુઓ સ.231, 232) શ્વાસ પર સ્થિર થયેલું મન, સૂક્ષ્મ બનેલું મન, આ સ્થાન પર (ઉપરવાલા હોઠથી નાસિકાનો હિસ્સો) પ્રાપ્ત થતી સંવેદનાનો અનુભવ કરી શકે
છે. હવે આ સૂક્ષ્મ બનેલા મન દ્વારા સ્વનો અધ્યાય...સ્વાધ્યાય કરવાનો છે. એ મન વડે માથાથી પગની પાની સુધી ક્રમવાર અંર્તયાત્રા કરવાની છે. ક્રમવાર દરેક ભાગમાં મનને લઈ જવાનું છે. ક્રમવાર એટલા માટે કે
કોઈ ભાગ છૂટી ન જાય. દરેક ભાગમાં એક-બે મિનિટ રૂકીને આગળ વધવાનું છે. ક્યા ભાગમાં શું સંવેદના મળી રહી છે, અથવા બિલકુલ 199
સંવેદના નથી મળી રહી. જે કાંઈ આ ક્ષણે ઘટિત થઈ રહ્યું છે તેના પ્રત્યે રાગ કે દ્વેષ જગાવ્યા વગર સમતામાં સ્થિર થવાનું છે. આ ક્ષણની સચ્ચાઈને સ્વીકારીને, કોઈપણ જાતની અપેક્ષા જગાવ્યા વગર, કાંઈપણ આપણા મનથી જોડ્યા કે તોડ્યા વગર... જે છે, જેમ છે, જેવું છે તેનો અધ્યાય કરતાં કરતાં, સ્વાધ્યાય કરતાં કરતાં અંતરયાત્રા કરવાની છે.
સ.235: શું છે આ સંવેદના?
જ.235: હવે આપણે એ જાણીએ કે શું છે આ સંવેદના? અને તેના પ્રત્યે રાગદ્વેષ જગાવ્યા વગર તટસ્થપણે જોવાથી, અનુભવવાથી, કર્મની નિર્જરા કેવી રીતે થાય છે તે સમજીએ. સ્હેજ પણ મન-વચન-કાયાનું ડોલવું થયું કે
આત્માનું કંપન થશે. આત્માનું કંપન થયું કે કર્મ ખેંચાશે. એ સિધ્ધાંત છે કે આત્માના ભવ-ભવ થવા માટે કર્મ જરૂરી છે જેમ શરીરને ટકવા માટે ખોરાક જરૂરી છે. જો શરીરને નવો ખોરાક આપવાનું બંધ કરશો તો તેજ ઘડીએ શરીર પોતાની પાસે ચરબીના રૂપમાં જૂનો સંગ્રહિત કરેલો ખોરાક વાપરવાનું શરૂ કરી દેશે. હવે જો શરીરને તમે નવો ખોરાક આપોજ નહિ ને જૂનો ચરબીમાં રૂપમાં જે ખોરાક છે તે બધોજ વપરાઈ જાય તો પછી શરીર એક ક્ષણ પણ ટકશે નહિ. આજ વસ્તુ આત્મા સાથે બને છે. આત્માના નવા કર્મ બાંધવાના બંધ થાય તો તેજ ક્ષણે જૂના કર્મોની ઉદીરણા થશે.
સ્વાધ્યાય-ધ્યાન દ્વારા જો એને નિર્જરતા આવડી જાય તો ધીમે ધીમે જુના બધાજ કર્મ ખતમ થઈ આત્માની મુક્તિ થઈ શકે છે.
આ વસ્તુ સ્વાધ્યાય-ધ્યાન દ્વારા કઈ રીતે બને છે તે જૂઓ એટલે સ્વનો અધ્યાય કરતાં કરતાં કર્મની નિર્જરા કેવી રીતે થાય છે તે સમજમાં આવી જશે. સ્વાધ્યાય ધ્યાનમાં જ્યારે તમે કાયાથી સ્થિર થાઓ છો.
ત્યારે કાયા દ્વારા આવતા કર્મોનો આશ્રવ બંધ થાય છે. શાસ્ત્રની ભાષામાં કર્મોનું આવવું એટલે આશ્રવ, કર્મો આવતા અટકી જવા, રોકાઈ જવા એટલે સંવર ને કર્મનું ઉદ્ભવવું તે ઉદીરણા ને ઉદીરણા થઈને આવેલા કર્મોનું ખતમ થઈ જવું એટલે નીર્જરા...શાસ્ત્રને જાણવું હશે તો શાસ્ત્રની ભાષા પણ થોડી સમજવી પડશે. ધ્યાનમાં સંપૂર્ણ મૌન, ઈસારાથી પણ એકસનથી પણ વાતો નહી, ત્યારે વાણીથી આવતા - કર્મો પણ સંવર થાય છે. જ્યારે કોઈપણ જાતનો વિચાર જ નથી, સંપૂર્ણપણે વર્તમાનમાં છો, ન ભૂતમાં ભાગી રહ્યા છો, ન ભવિષ્યની કલ્પનામાં ખોવાયેલા છો. તે ક્ષણ પણ એવી હશે કે મનથી આવતા કર્મો પણ સંવર થશે..
હવે ધ્યાનથી અનેક ક્ષણોમાંથી એક ક્ષણ પણ એવી જાય કે તે ક્ષણે મન-
વચન-ને કાયા ત્રણેથી સ્થિર છો. ત્રણેય દ્વારા થતો આશ્રવ ભલે એક ક્ષણ તો એક ક્ષણ માટે સંવર છે. તો તે ક્ષણ ખૂબજ મહત્વની થઈ ગઈ. તે ક્ષણ 200
શું થશે? આપણે પહેલા કીધું તેમ આત્માનો ભવ ભવ થવા માટેનો ખોરાક જ કર્મ છે. એક ક્ષણ માટે જ્યારે બહારથી કર્મનો આશ્રવ નથી થતો ત્યારે તેજ ક્ષણે આત્માએ સંગ્રહી રાખેલા અનેક જન્મોના અનેક કર્મોમાંથી એકાદ પ્રતર ઉદ્ભવીને, ઉદીરણા થઈને આવશે. પણ તમે તો મન-વચન-કાયાથી સ્થિર છો તો કોઈ એક્સનમાં તો નહીં આવે, વાણીમાં પણ નહીં આવે તો જશે ક્યાં? તમારા શરીર પર સંવેદનાના રૂપમાં અનુભવાશે. કેમકે અંદર સ્થિર થયેલું મન સુક્ષ્મ છે જે સંવેદનાનો અનુભવ કરી શકશે. બાકી તો ચોવીસ કલાક અંદર સંવેદનાઓ ચાલુ છે પણ બહાર ભટકતું બાદર મન એનો અનુભવ કરી શકતું નથી. સંવેદના અનેક પ્રકારે હોઈ શકે. સંવેદના એટલે શરીર પર જે મહેસુસ થાય તે સંવેદના કહેવાય '- ગરમ-શીતલ-ખુજલી-ઝનઝનાટી-સ્ફૂરણા-સ્પંદન-ધડકન-હલકાપન-
ભારીપન-તણાવ-દબાણ-દુઃખાવ-સંકોચાઈ જવું - ફેલાઈ જવું -
સૂખાપન-ગીલાપન - એવી કેટલાય પ્રકારની જેનું નામાંકન પણ ન કરી શકો એવી એવી સંવેદનાના રૂપમાં ઉદીરણા થઈને કર્મ પ્રગટ થશે.
સ.236: સંવેદનાના રૂપમાં કર્મ પ્રગટ થશે ત્યારે શું થશે?
જ.236: સંવેદનાના રૂપમાં ઉદીરણા થઈને કર્મ જ્યારે પ્રગટ થશે ત્યારે બે માંથી કોઈપણ એક પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થશે. કાંતો ગમી જાય એવી અથવા ન ગમે તેવી. જ્યારે ગમી જાય તેવી સંવેદના ઉત્પન્ન થશે. ત્યારે મન જો સામે રીએક્સન આપશે કે આતો બહુ સુંદર, ખૂબ ગમ્યું, આજ પરિસ્થિતિ રહે તો કેવું સારૂં...તો ઉદ્ભવીને આવેલા કર્મને તમારા રાગનો ટેકો મળ્યો...તો મન દ્વારા તમે નવા રાગના કર્મો જમા કર્યા.
જો સંવેદના અણગમતી છે તો મન રીએક્સન આપશે કે આ તો ન જોઈએ, આવું જોઈએજ નહીં, ક્યારે આ પરિસ્થિતીમાંથી બાર નીકળું આમ ઉદીરણા થઈ ને આવેલા કર્મને તમારા દ્વેષનો ટેકો મળ્યો તેથી નવા દ્વેષના કર્મોના ગુણાકાર કર્યા....અરે ભાઈ... બેઠાતા કર્મ છોડવા માટે ને કર્યા કર્મોના નવા ઢગલા... માટે આ બહુ નાજુક સાધનાવિધિ છે. હરપળ જાગૃતીની જરૂર છે. સંવેદના રૂપે ઉદ્ભવીને આવેલા કર્મ ગમી જાય તેવા સુખદ હોય કે ન ગમે તેવા દુઃખદ હોય. જો તમારું મન તટસ્થ રહ્યું. ન રાગમાં ખેંચાયા, ન દ્વેષમાં ને મહાવીરે બતાવેલી સૌપ્રથમ અનિત્ય ભાવનામાં સ્થિર થયા કે, સુખદ હશે તો પણ નિત્ય રહેવાનું નથી. દુઃખદ હશે તો પણ નિત્ય રહેવાનું નથી, દેર-સબેર ચાલી જ જવાનું છે અને તમે મનથી...સમતામાં સ્થિર થયા તો ઉદીરણા થઈને આવેલું તે કર્મ, તેને રાગ કે દ્વેષનો ટેકો ન મળવાથી નિર્જરીને ચાલી જશે. આમ આ એક પ્રતર ઉદ્ભવીને આવી ને નિર્જરી ગઈ. આવી અનંતાઅનંત, કર્મની પ્રતરોનો 201
ઢગલો આત્મા પર પડ્યો છે. જો સમતામાં સ્થિર થઈને નિર્જરતા આવડી જાય તો એકેક એકેક ક્ષણ એવી આવશે કે તમે કર્મને નિર્જરતા જશો.
આવી એક એક ક્ષણ ભેગી થઈને અનેક ક્ષણ બનશે. પણ તે માટે સમજ પૂર્વકના સ્વાધ્યાય ધ્યાનના અભ્યાસની જરૂર છે. કાર્ય ઘણું કઠીન છે, સરળ નથી...(જે કરે તે જાણે) પરંતુ સાચી દીશામાં જો ધ્યાન થાય... સ્વનો અધ્યાય થાય...આ સ્વનો અધ્યાય જ છે. સ્વમાં શું ઘટિત થઈ રહ્યું છે તે સૂક્ષ્મ મન દ્વારા અનુભવો છો ને સમતામાં સ્થિર થઈ નીર્જરો છો. આનું માપદંડ જ સમતા છે. કોને કેવી સંવેદના પ્રાપ્ત થઈ કે સુખદ વધુ આવી કે
દુઃખદ વધુ આવી કે કેટલો સમય રહી તેની સાથે કર્મની નિર્જરાને કોઈ સંબંધ નથી. જ્યારે પણ જેવી પણ સંવેદના પ્રાપ્ત થઈ ત્યારે તમે સમતામાં કેટલું રહી શક્યા. તેજ કર્મની નીર્જરાનું કારણ છે. એનું નામ છે સામાયિક, સમ-સમતા, આયિક આવવું, લાભાન્વિત થવું...સમતાથી કેટલા લાભાન્વિત થા તેજ સામાયિક.
કેટલાય પ્રકારની સંવેદના જે અપનેઆપ થઈ રહી છે તેને સાક્ષીભાવથી જાણો. દા.ત.ખુજલી આવી, જુની આદત પ્રમાણે ખાણવાનુ નહી. જે આવે તેનો સમતાભાવે સ્વીકાર કરો આવ. તું પણ કેટલો સમય રહીશ? હું પણ તૈયાર છું તારો સ્વીકાર કરવા... ખુજલી... તેજ થશે... ઔર તેજ થશે ને પછી ખતમ. અનંતકાળ સુધી નહી રહે. તો ભગવાને શ્રાવકો માટે આ ઉત્તમ ક્રિયા સામાયિક બતાવી કે તું 24 કલાકમાંથી એકાદ કલાકતો મન-વચન-કાયાને સ્થિર કર. તેટલો સમયતો કર્મની નિર્જરા કર.
સ.237: કર્મની નિર્જરા થવાથી શું થશે?
જ.237: કર્મની નિર્જરા કરતાં કરતાં આત્મા પરનો કચરો ઓછો થશે ને આત્માનો પ્રકાશ, આત્માના સદ્ગુણોનો પ્રકાશ બહાર આવશે. ક્રોધ-માન-માયા-
લોભ-રાગ-દ્વેષ પાતળા પડશે. તો સાચા અર્થમાં ધર્મ થશે. આખી જીંદગી ધર્મ કર્યા પછી પણ જો એકપણ કષાય પાતળા ન પડે તો ધર્મ કરવામાં આપણે કાંઈક ચૂકીએ છીએ. સામાયિક આખી જીંદગી કર્યા પણ સામાયિકમાં મન-
વચન-કાયા સ્થિર કરીને ઉદીરણા મા આવેલા કર્મને નીર્જરવાનું ચૂકી ગયા.
સમતામાં સ્થિર થવાનું ચૂકી ગયા...ને પરિણામ આવ્યું શૂન્ય...જેણે જીવન દરમ્યાન સ્વાધ્યાય-ધ્યાનનો દરરોજ ભલે થોડો થોડો પણ અભ્યાસ કર્યો હશે, જે કાંઈ સંવેદના પ્રાપ્ત થાય એને સમતા ભાવે વેદવાની પ્રેક્ટિસ કરી હશે, તેનેજ અંત સમયે સમતા રહેશે. બાકી તમે ગમે તેટલા ગીતો ગાવ-કે ભગવાન અંતસમય આવજે ને સમતા-સમાધિ આપજે. પણ તે આખી જીંદગી કર્તાભાવને ભોક્તાભાવમાં વિતાવીને સમતાભાવની કોઈ પ્રેક્ટિસજ ન કરી તો ભગવાન ખુદ આવશે તોય. તને સમતા-સમાધિ નહી આપી શકે. આજ સુધી જે અપ્રિય હતું તેને ભોક્તા ભાવથી ભોગવતા 202
હતા. હાયરે... પીડા આવીરે... જેમ જેમ સ્વાધ્યાય-ધ્યાનમાં આગળ વધશો ભોક્તાભાવમાંથી બાર નીકળી દૃષ્ટા ભાવમાં, સાક્ષીભાવમાં આવશો.
આમ થઈ રહ્યું છે. પીડા થઈ રહી છે. એનાથી પ્રભાવિત નહી થઈએ. ધીમે ધીમે ભોક્તાભાવ સમાપ્ત થઈ, દૃષ્ટા, સાક્ષી, તટસ્થભાવ સ્થાપિત થશે.
ધીમે ધીમે કર્તાભાવ પણ નીકળતો જશે. પોતાની જાતેજ થઈ રહ્યું છે, ભાઈ આપણે શું કરી રહ્યા છીએ? જાતેજ ઘટના ઘટી રહી છે. આગળ જતાં દૃષ્ટાભાવ સમાપ્ત કેવળ દર્શન...
સ.238: સંવેદના કેમ બે જ પ્રકારે અનુભવાય? કાં સુખદ કાં દુઃખદ?
જ.238: તો એનું કારણ એ છે કે અત્યાર સુધી જે કાંઈ કર્મોનો સંગ્રહ કર્યા તે પણ બેજ-પ્રકારે કર્યો... જે કાંઈ આપણી સામે આવ્યું તેમાં કાં રાગ જગાવ્યો કાં દ્વેષ. ગમી જાય એવું અનુકૂળ હોય તો રાગના સ્વરૂપમાં કર્મો જમા કર્યા, ન ગમે તેવું, પ્રતિકૂળ હોય તો આ તો ન જ જોઈએ કરીને દ્વેષને સ્વરૂપમાં કર્મો જમા કર્યા. આજ કર્મો જ્યારે ઉદીરણા થઈને આવશે ત્યારે એજ બે સ્વરૂપમાં પ્રગટ થશે ને? રાગના આવશે તો સુખદ અને દ્વેષના આવશે તો દુખદ. ઉદિરણામાં આવતાની સાથે પાછો રાગ કે દ્વેષ જગાવશો તો કર્મોના ગુણાકાર. જો સમતામાં રહ્યા, ન્યુટ્રલ રહ્યા, વર્તમાનમાં રહ્યા, અનિત્ય ભાવનામાં સ્થિર થયા તો જે આવ્યા તે અનિકાચિત હશે તો નિર્જરીને ચાલ્યા જશે. આમ સ્વઅધ્યાય કરતાં કરતાં કેટલીયે કર્મોની પ્રતરો નિર્જરતી જશે. જેમ અરીશા પરથી ધૂળની પ્રતરો ભલે એક જગ્યાએથી પણ ઓછી થતાં ત્યા પ્રતિબિંબ જોઈ શકાશે તેમ આત્મા પરથી કર્મોની કાળાશ ઓછી થતાં નિર્મળ ચિત્ત, નિર્મળ આત્માનો અનુભવ, આત્મદર્શન થશે. સમ્યક્ દર્શન થશે. રસ્તો ઘણો લાંબો છે. દીર્ઘકાળ સુધી નિરંતરપણે, જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક, શ્રધ્ધાપૂર્વક થાય તો જ આ અભ્યાસ દૃઢ સ્થિર થાય છે. આ સત્યસાધકે હંમેશા યાદ રાખવું.
સ.239: શું સ્વાધ્યાય, ધ્યાન કાયોત્સર્ગ તપ એકબીજા સાથે જોડાયેલા છે?
જ.239: હા! સ્વાધ્યાય કરતાં કરતાં મન સમતામાં સ્થિર થાય છે, વિકારોની જડ.
લબ્ધિ મનમાંથી ઉખડતી જાય છે. તેમ તેમ ગુણોનો અવિર્ભાવ થાય છે, એકાગ્ર મન અનિત્યભાવનામાં રત થાય છે, ને ક્યારે ધ્યાનમાં સરકી પડાય છે. ધ્યાનમાં ગરકાવ થતાં થતાં, ક્ષણમાં ઉત્પન્ન થતાં ને નાશ થતાં શરીરના કણો તથા ચિત્તના પ્રપંચને નિહાળતાં નિહાળતાં કાયાનો ઉત્સર્ગ થઈ જાય છે. ક્ષણભંગૂર કાયાનો અનુભવ થતાં, કાયા પ્રત્યેની જે માયા છે તે ઓસરતી જાય છે. કાયાનો ફક્ત તરંગોના સ્વરૂપમાંજ અનુભવ થતાં જે હું હું ને મારૂં-મારૂં છે તે નાશ પામે છે. એટલે કે સાચા અર્થમાં 203
કાયોત્સર્ગ ઘટિત થાય છે. આ સાધનાનું અંતિમ લક્ષ્ય છે શરીર અને મનની આભાસિક સચ્ચાઈ ને ઓળખી લઈ, ઉત્તરોત્તર વિકસતી જતી પ્રજ્ઞા વડે પૂર્ણ સમતામાં સ્થિર થઈ સત્ય-શાશ્વત-ધ્રુવ-નિત્ય તત્વનો અનુભવ. અને અનેક જન્મથી સંઘરેલા કર્મોનો ક્ષય કરી. તૃષ્ણાની આગને સંપૂર્ણપણે બુઝવી દઈ નિર્વાણની ઉપલબ્ધિ કરવી.
સવાલ 199 થી 238 સુધી સળંગ વાંચતા ઘણાખરાને ખ્યાલ આવી ગયો હશે કે શું છે સ્વ-અધ્યાય? શું છે ધ્યાન? શું છે કાયોત્સર્ગ પણ આ વાંચીને કરવા નથી બેસી જવાનું. કેમ કે આ એટલી નાજુક સાધના વિધિ છે કે શરૂઆતમાં કોઈ જાણકાર પાસે ટ્રેનીંગ લેવી જરૂરી છે. વળી મેં પહેલા કહ્યું તેમ શરૂઆતમાં લગભગ 4 દિવસ સુધી સતત રોજના 10 કલાકના હિસાબે ફક્ત શ્વાસોશ્વાસને નિહાળવાના પછી. સૂક્ષ્મ બનેલા મન દ્વારા સંવેદનાઓને અનુભવવાની છે... તે પણ રાગ-દ્વેષ જગાવ્યા વગર... અને તે દરમ્યાન સંપૂર્ણપણે સાંસારિક સંબંધ કટ કરવાનો છે. તો આ બધુ ઘરે રહીને કરવું શક્ય નથી. આ સાધના શીખવા માટે ઓલ ઓવર ઈંડીયા તથા વર્લ્ડમાં પણ ઘણા સાધના સેન્ટર ચાલે છે. તેમાં મીનીમમ 10 દિવસ માટે જઈને પ્રથમવાર ટ્રેનીંગ લેવી પડે છે. આને વિપશ્યના ધ્યાન સાધના કહે છે.
સ.240: વિપશ્યનાનું નામ સાંભળતા તમને પહેલો સવાલ એ થશે કે આપણે બીજાના ધર્મનું શીખવા જવાનું?
જ.240: તમને કદાચ ખબર નહીં હોય કે બુધ્ધ ભગવાને બોધી પ્રાપ્ત કરતાં પહેલા શ્રી પાર્શ્વનાથ ભગવાનનો ચાતુર્યામ ધર્મ ગ્રહણ કર્યો હતો. બૌદ્ધ ગ્રંથોમાં પણ ચાતુર્યામ સંવર ધર્મનો વારંવાર ઉલ્લેખ આવે છે. પછી આનાજ આધાર પર અષ્ટાંગિક ધર્મમાર્ગનું પ્રવર્તન કર્યું. આચાર્યશ્રી વિજય જિનોત્તમ સૂરીશ્વરજી મહારાજના પુસ્તક ‘‘ક્ષમાવતાર ભગવાન પાર્શ્વનાથ’’માંથી આ માહિતી લીધી છે.
તમને થશે કે ચાતુર્યામ ધર્મ એટલે વળી ક્યો ધર્મ? મહાવીરે જે પંચમહાવ્રત ધર્મ બતાવ્યો છે તેજ ધર્મ. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં ચાતુર્યામ ધર્મ તરીકે પ્રસિદ્ધ હતો કેમકે મહાવીરના પાંચમહાવ્રતમાં ચોથું વ્રત મૈથુન અને પાંચમું પરિગ્રહએ બંને પાર્શ્વનાથ ભગવાનના સમયમાં એકજ ગણાતા હતા કેમકે તે સમયે સ્ત્રીનો પણ પરિગ્રહમાં જ સમાવેશ થતો તેથી પંચ મહાવ્રતને બદલે ચતુર્યામ એટલે કે (1) પ્રણાતીપાત (2) મૃષાવાદ (3)
અદત્તાદાન, અને (4) પરિગ્રહ એમ ચર્તુયામ સંવર ધર્મ કહેવાતો હતો.
એટલે આ સમતામાં સ્થિર થવાની જે વિપશ્યના સાધના છે તે ઓરીજીનલી આપણીજ સાધના છે તે પ્રમાણિત થાય છે.
અહીં તમારે બીજા કોઈના ધર્મનું કાંઈ પણ શીખવાનું નથી, કે નથી તમારો 204
ધર્મ છોડીને તમારે બીજાનો ધર્મ અપનાવવાનો. અહીં આ સાધના કક્ષની અંદર કે તમારે રહેવાની રૂમમાં ક્યાંય કોઈપણ ધર્મના ભગવાનનો ફોટો કે મૂર્તિ રાખવામાં આવી નથી. કે નથી કોઈ ધર્મની જય બોલાવવાની કે
નથી કોઈ ધર્મનો મંત્ર બોલવાનો...અહીંયા કોઈ ધર્મ-પરિવર્તનની વાતજ નથી. ફક્ત દસ દિવસ માટે સંપૂર્ણ મૌન રહી, પંચ મહાવ્રતનું પાલન કરી આત્માપર લાગેલા કર્મની નિર્જરા કેમ કરવી, અનિત્ય ભાવનામાં કેમ સ્થિર થવું, શરીર પર પ્રગટ થતાં રાગ-દ્વેષના સંવેદનોને સમતા ભાવે કેમ સહેવા તેજ શીખવવામાં આવે છે. તે પણ દસ દિવસ માટેજ. પછી ઘરે પાછા ફરી તમે તમારી રીતના જેમ જીવન જીવતા હતા તેમ જીવી શકો છો. પણ સાથે આ શીખીને આવેલા ધ્યાન સાધના વિધિ જો નિયમિત પણે એક ક્લાક ધ્યાનસાધના કરો તો તેના અલૌકિક લાભ મેળવી શકો છો. જેમ તમે કોમ્પ્યુટર શીખવા કોમ્પ્યુટર ક્લાસમાં જાવ છો, કોઈ વસ્તુની ટ્રેનીંગ લેવા ત્યાં જાવ છો તેમજ આ સાધના વિધિ શીખવા માટે દસ દિવસ જવાનું છે Nothing else આ ઓરીજીનલી આપણીજ વિધી હતી.
મહાવીરના ગયા પછી અમુક સદીઓ સુધી આ સાધના અસ્તીત્વમાં રહી.
પરંતુ કાળક્રમે નબળા સંઘયણ ને ઉતરતા કાળમાં લોકો આ સ્વાધ્યાય કરી શકતા નહતા. તેથી પૂર્વાચાર્યોએ બહુ દીર્ઘદ્રષ્ટિપૂર્વક એમાં શાસ્ત્ર અધ્યયનને જોડ્યું. સમય જતાં લોકો એનેજ સ્વાધ્યાય માનવા લાગ્યા. કારણ કે એ કરવામાં સરળ હતું.
સ.241: તો સવાલ એ થાય કે આ સાધના આપણા આપણા ધર્મમાંથી કેમ લુપ્ત થઈ ગઈ? ને કેવી રીતે પાછી ફરી?
જ.241: જુઓ બુદ્ધ અને મહાવીર લગભગ સમકલીન હતા. આ સાધના વિધિ સમાન રૂપે બધાએ અપનાવેલી હતી. ત્યારે જૈન, બુદ્ધ, શીખ, મરાઠી, પંજાબી એવા સંપ્રદાયમાં આ સમાજ વહેંચાયેલો ન હતો. ત્યારે તો પોતાના કાર્ય પ્રમાણે સમાજ ચારજ વિભાગમાં વહેંચાયેલો હતો. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય ને શુદ્ર. મહાવીર પોતે ક્ષત્રિય હતા. મહાવીરના સમવસરણમાં ચારેય પ્રકારના લોકો આવતા. શુદ્ધ આત્મધર્મ દરેક માટે સમાન હતો. સંપ્રદાયના વાડામાં કોઈ બંધાયેલા ન હોતા. દરેક પ્રકારના લોકો આ શુદ્ધ આત્મ વિધિનો લાભ લેતા હતા. પરંતુ કાળક્રમે એમાં કાંઈને કાંઈ સંમિશ્રણ થવાથી લોકોને એનો જે લાભ મળવો જોઈએ તે મળતો નહતો. તેથી તેની સાધનામાં લોકો શિથિલ થતા ગયા. થોડો કાળનો પણ પ્રભાવ હતો. ઈંદ્ર મહારાજાના કહેવા પ્રમાણે ભસ્મગ્રહની શરૂઆત થઈ ગઈ હતી.
(મહાવીરના નિર્વાણ સમયે ઈન્દ્રમહારાજા વિનંતી કરે છે કે હે પ્રભુ આપના આયુષ્યની એક ક્ષણ વધારી દો નહી તો ભસ્મગ્રહના પ્રભાવે આત્મધર્મ 205
લુપ્ત થઈ જશે.) પ્રભુએ કહ્યું કે એ મારા હાથની વાત નથી. આ ભસ્મગ્રહની અસર 2500 વર્ષ રહેવાની હતી. આમ આવા બીજા કેટલાયે કારણોસર આ સાધનાવિધિ ભારતમાંથી લુપ્ત થઈ. મહાવીરના અનુયાયી કોઈ ભારતની બહાર ગયા નહિ પણ બુદ્ધના અનુયાયી ઘણા પરદેશમાં ગયા.
તેથી આ વિધિ ઘણા દેશોમાં ગઈ. પણ કાળક્રમે બધેજ લુપ્ત થઈ ગઈ. પણ એક બ્રહ્મદેશમાં ગુરૂ-શિષ્ય પરંપરાએ આ વિધિ શુદ્ધ સ્વરૂપમાં સચવાઈ રહી. ભલે બહુ થોડા લોકોએ પણ આ સાધનાને તેમાં કંઈપણ સંમિશ્રણ કર્યા વિના જેવી હતી તેવી યથાભૂત સાચવી. તે ભસ્મગ્રહના 2500 વર્ષ પૂરા થતાં આ સાધના ભારતમાં પાછી ફરી.
સ.242: દસ દિવસ દર્શન-પૂજા ન થાય તેનું શુ?
જ.242: તમે એવી એવી જગ્યાએ ફરવા માટે જતાં હોય છો કે જ્યાં દેવદર્શન દુર્લભ હોય છે તો ફરવા માટે, પાપના પોટલા બાંધવા માટે દેવદર્શન છોડો છો કે નહીં? બિમાર હોય, હોસ્પિટલમાં હો તો દર્શનપૂજા છોડો છો કે નહીં?
તો અહીંયા તો વિશિષ્ટ ઉપલબ્ધિ માટે છોડવાનું છે. તે પણ કાયમ નહિ.
દસ દિવસ માટેજ... જેને દરરોજ પૂજા કરવાનો નિયમ હોય તે પણ જો પોષો કરે (વિશિષ્ટ ઉપલબ્ધિ) તો પૂજા છોડો છે કે નહિ? કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે છે. પણ તમે એમ વિચાર કરો કે એક પલ્લામાં તમારા દસ દિવસની દર્શન-પૂજા વગેરે ક્રિયાને મૂકો ને બીજા પલ્લામાં દસ દિવસના ફક્ત મૌન ને મૂકો. ક્યું પલ્લું નમશે? આ દસ દિવસમાં તો તમે બીજા પણ કેટલા બધા પાપમાંથી બહાર નીકળો છો. જ્યારે સંસારમાં રહીને આ દસ દિવસમાં કેટલા પાપ કરશો તેનો હિસાબ લગાવો.
સમજવાની વાત છે. ફક્ત દસ દિવસની ટ્રેનીંગ છે. કર્મનો ભાર કેવી રીતે હળવો કરવો. તે રીત શીખવાની છે. પછી તમે તમારી રીતે જીવવા મુક્ત છો. યાદ કરો બાહુબલી બાર મહિના સુધી એક જ જગ્યાએ મૌન અને ધ્યાનમાં સ્થિર થયા હતા. ચકલા માથે માળો ક્યારે બાંધી શકે? જરાપણ માથું હલાવે તો ચકલા ઉડી જાય. વૃક્ષની વેલડીઓ ક્યારે વિટાય? ચોથા આરાના રાજા-મહારાજા-શ્રેષ્ઠીઓ-ૠષીમુનીઓ જંગલમાં જઈને ગુફા વગેરે એક સ્થળ નક્કી કરી એકજ જગ્યા પર મહિનાઓ સુધી સ્થિર થઈને ધ્યાનસાધના કરતા હતા. આપણે એ પાંચમાં આરાના લોકો એવું ઉત્કૃષ્ટ તો નથી કરી શકવાના પણ દસ દિવસ સાધના કેન્દ્રમાં જઈ સાધના શીખી ન શકીએ? કેટલાય સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આવી દસ દિવસની શિબિર ભરીને સાધના વિધી શીખીને જીવનમાં આગળ વધી રહ્યા છે.
મારી તો એ સાધુ-સાધ્વીજી ભગવંતોને વિનંતી છે કે આપણી તો ઠેર ઠેર કેટલીય ધર્મશાળાને ભોજનશાળા છે. શું આપ અમારા માટે આવી શીબીર 206
યોજી ન શકો? આપણે આપણું કાંઈ છોડવાનું નથી. બીજાનું કાંઈ અપનાવવાનું નથી. ફક્ત આ કલ્યાણકારી વિધિને આપણી રોજની દિનચર્યામાં જોડી દેવાની છે.
સ.243: ઘણા વાચક કહેશે કે અમે તો વિપશ્યનાની પાંચ-દસ-શીબીર કરી છે, પણ કોઈ ઉપલબ્ધિ થઈ નથી?
જ.243: મેં પહેલા કહ્યું કે આ બહુ નાજુક સાધના છે. ઘણા એવા કારણો છે જેમાંના બે-ચાર અત્રે જણાવું છું. (1) જો મૌનવ્રતને જરાપણ ભંગ કર્યો તો સાધનાની સફળતા મેળવી શકશો નહી. (2) સૌથી મોટું કારણ એ હોય છે કે 99 % લોકો સાધનાની ટ્રેનીંગ લઈને ઘરે આવ્યા પછી એની દરરોજ એકાદ કલાક (ઓછામાં ઓછા) પ્રેક્ટિસ કરવી જોઈએ તે છોડી દે છે.
આવા લોકો ઉપલબ્ધિ મેળવી શકતા નથી. (3) ઓરીજનલી આ વિધિ 45 દિવસની હતી. (એજ ઉપધાન) પણ લોકો આટલું ઉત્કૃષ્ટ તપ કરી શકતા ન હતા માટે ઘટાડી ઘટાડીને 10 દિવસ કરવામાં આવ્યા. ખરેખર તો 10 દિવસમાં ફક્ત રૂપરેખા મળે છે. એ પણ ઘરે આવીને પાછા અઢાર પાપસ્થાનકમાં ગળાડૂબ થઈ જાઓ. ને પ્રેક્ટિસ પણ છોડી દો તો વાંક સાધના-વિધિનો નથી આપણોજ છે. (4) આ સ્વ-અધ્યાય કરતાં કોઈપણ જાતની અપેક્ષા આવી તો ઉપલબ્ધિ ના મળે. એમ પણ થયું ને કે ‘‘હવે તો ઉપલબ્ધિ મેળવીને જ છોડીશ’’ તો પણ ઉપલબ્ધિ ન મળે. જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર. અત્યારે ઉપલબ્ધિ નથી મળી તો નથી મળી. એનો પણ સ્વીકાર તો પ્રાપ્ત કરી શકાય. (5) શ્વાસની સાથે કે સંવેદનાની સાથે કોઈ નામ-મંત્ર જોડી દીધું તો ઉપલબ્ધિ ના મળે... હજી બીજા ઘણા કારણો છે તેની છણાવટ તથા વિપશ્યના વિધિ વિષે ઘણી શંકાઓને તેનું સમાધાન આગળ કરશું. એકવાર વિપશ્યના કરવા લાગશો તો તમારા અનુભવથી જાણશો કે આપણી સજ્ઝાયો - સ્તવનો - સૂત્રો - દૂહા બધામાં ભરપૂર વિપશ્યના જ ભરેલી છે. જીવનના ઘણા પ્રશ્નોનું સમાધાન આ અદ્ભુત સાધનામાંથી મળી જાય છે. પ્રથમ નજરે જોતા આ અત્યંત સરળમાર્ગ દેખાય છે. ‘‘વર્તમાન ક્ષણ પ્રત્યે સજગ રહેવું એ કેટલું કઠીન છે તે તો પરિક્વ સાધકોજ સમજી શકે. લાંબા સમયના પ્રયત્ન વિના આ સાધના સિધ્ધ થતી નથી. કોની પાસે કેટલો કર્મોનો ઢગલો છે તે સાફ કરતા એને કેટલો સમય લાગે છે, તે છે સ્વાધ્યાય...તે છે વિપશ્યનાની શરૂઆત....આગળ વધતાં વધતાં સ્ટેપ આવશે ધ્યાન ને કાયોત્સર્ગ. પણ આપણે આ સંઘયણ દ્વારા, આ પાંચમા આરામાં, હુંડા અવસર્પિણી કાળમાં જો સ્વાધ્યાયની શરૂઆત પણ કરી શક્યા તો પણ આપણા માટે ઘણી ઉપલબ્ધિ છે.
207
સ.244 :આ પ્રક્રિયાનું વિપશ્યના - ધ્યાન - સ્વાધ્યાયનું લક્ષ્ય શું છે?
જ.244: શરીરની સ્થૂલ - સૂક્ષ્મ સંવેદનાઓને નિરાશક્ત ભાવે જોતા રહેવાનો અભ્યાસ પરિપક્વ થયે (આ અભ્યાસ એજ સ્વનો અધ્યાય-સ્વાધ્યાય)
ખુદ પોતાના જ અનુભવને આધારે તે તથ્યનો સાક્ષાત્કાર થાય છે કે
આ શરીર એ કોઈ સ્થિર કે ઘન વસ્તુ નહિ પણ ક્ષણે ક્ષણે પલટાતા પરમાણુઓનો પુંજ માત્ર છે. આ અનુભવ દ્વારા, શરીરની ઘન સંજ્ઞા નષ્ટ થતાં દેહમાં થતી આત્મબુદ્ધિની ભ્રાંતિ ભાંગે છે અને નિર્લિપ્તતા પુષ્ટ થાય છે. આપણા શરીરમાં અનુભવાતી સ્થૂલ-સૂક્ષ્મ સંવેદનાના અવલંબનથી સતત પરિવર્તનશીલ દેહધારાનું ને ક્રમશઃ ચિત્તધારાનું પણ નિરિક્ષણ અને પરીક્ષણ કરતાં રહી સમસ્ત અવચેતન મનને જાગૃત કરી તેને ચેતન મનમાં પલટી નાખી, શરીર અને મનની પ્રવાહમાન ધારાથી અલગ એવા શાશ્વત સત્યનો પ્રત્યક્ષ બોધ પ્રાપ્ત કરી, રાગ-
દ્વેષ-મોહના સમસ્ત સંસ્કારોથી મુક્ત થઈ જવું, એ પ્રક્રિયાનું લક્ષ્ય છે.
બધી જ ધાર્મિક પ્રવૃત્તિનું લક્ષ્ય છે. ચિત્ત શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ અને સમત્વના વિકાસ દ્વારા સાધકની વૃત્તિને અંતરમુખ કરી આત્મદર્શન/ આત્મજ્ઞાનની પ્રાપ્તિ ભણી સાધકને દોરી જવાનું. જો એ ધર્મ પ્રવૃત્તિ વડે ચિત્તની શુદ્ધિ ન થાય અને ધાર્મિક ક્રિયાઓ ભટકતા ચિત્તે, ઉપયોગ શૂન્યપણે જ થતી રહે તો તે મોક્ષસાધક બનતી નથી. આ ચેતવણી આપણા પૂર્વાચાર્યોએ શાસ્ત્રગ્રંથોમાં ઠેર ઠેર ઉચ્ચારી છે. જુઓ... ઉપા.
યશોવિજયજી મહારાજે સજ્ઝાયમાં શું કહ્યું છે...
વચન કાયા તે તો બાંધીએ, મન નવિ બાંધ્યું જાય..
મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય..
આજની આપણી ધર્મક્રિયાનું હુબહુ ચિત્ર આ પંક્તિઓમાં રજૂ થયું છે.
ઉપયોગ શૂન્ય, અમનસ્કપણે, થતી ધર્મક્રિયા, દ્રવ્યક્રિયા બની જાય છે.
ચિત્ત શુદ્ધ - શાંત - સ્થિર થઈ શકે એવી કોઈ સાધના પદ્ધતિ હોય તો તે વિપશ્યના સાધના છે. વિપશ્યના સાધનાથી અંતર્મુખી થઈ, દૃષ્ટાભાવ કેળવી, સમતામાં સ્થિત થઈને ક્રમશઃ પ્રગતિ કરતાં કરતાં અંતે સર્વે કર્મનો ક્ષય કરી મુક્તિની ઉપલબ્ધિ કરી શકાય છે. આવી સુંદર અને શુદ્ધ ધર્મની સાધના અંગે આપણામાં ઘણી ગેરસમજ ચાલી રહી છે.
સ.245 :ઘણી બધી ધ્યાન સાધના પ્રચલિત છે જેવી કે પ્રેક્ષાધ્યાન, બ્રહ્મધ્યાન વગેરે વગેરે...એમાંથી વિપશ્યના ધ્યાન સાધનાની જ પસંદગી શા માટે?
જ.245: ધ્યાન તો ઘણા પ્રકારના છે. પણ કોઈ ધ્યાનમાં તમે જાણ્યું કે દસ-દસ દિવસ સુધી સંપૂર્ણ મૌન રહેવું, સંપૂર્ણપણે સાંસારિક સંબંધો, વ્યવહારો કાપી નાખીને એક સાધુ જેવું જીવન જીવવું... ન છાપું, ન મોબાઈલ, ન 208
વાતચીત. સંપૂર્ણ બ્રહ્મચર્ય, સ્વાભાવિક રીતે બનતી ઘટનાઓ પ્રત્યે રાગ નહિ કરવો, દ્વેષ નહિ કરવો, સંપૂર્ણપણે સમતામાં સ્થિર થવું (સામાયિક). બીજા કોઈ ધ્યાન સાધનામાં આવું બધું જાણ્યું? નહિ ને?
અને આમાં તમે જોયું ને કે જે કાંઈ કરવાનું છે તે જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે જ કરવાનું છે. પ્રતિક્ષણ જાગ્રત રહેવું (સમયં મા પમાયં ગોયમ્)
અનિત્ય ભાવનામાં સ્થિર થવું, કર્તા-ભોક્તા ભાવમાંથી બહાર નીકળી ફક્ત દૃષ્ટાભાવ સ્થાપિત કરવો તો આ એક જ સાધના પદ્ધતિ છે. જે સંપૂર્ણપણે જૈન સિદ્ધાંત અનુસાર છે. આમાં કોઈ વસ્તુ તમને જૈન સિદ્ધાંતની વિરૂદ્ધ દેખાતી હોય તો મને બતાવો. પાંચ નિયમોમાં પહેલું જ અહિંસાનું પાલન (જૈન ધર્મનો પાયો) જૂઠું નહિ બોલવું, ચોરી નહિ કરવી, માદક પદાર્થોનું સેવન નહિ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું...
મને કહો આમાં કયો નિયમ જૈન ધર્મની વિરૂદ્ધ છે? મૌનનું મહત્ત્વ જૈન ધર્મમાં બતાવ્યું છે, એટલું કોઈ ધર્મમાં નથી. રોજની દસ-દસ કલાક સાધના - તેમાંય ત્રણ કલાક તો સંપૂર્ણ સમતામાં સ્થિર... એક આંગળી પણ ન હલે એવું અડોલ આસન... બતાવો કયા ધ્યાન - સાધનામાં છે?
આવું જો સામાયિક કરતાં આવડી જાય તો જીવનમાં સાચું સામાયિક સમજાઈ જાય... પૂન્યાનું સામાયિક સમજાઈ જાય. વળી બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જેમાં જેમાં જરાપણ મન-વચન કે કાયાનું હલન-
ચલન છે, તેમાં કર્મોનો આશ્રવ ચાલુ છે. પછી તે ૐનું રટણ હોય, ઉચ્ચારણ હોય કે વિવિધ રંગોની કલ્પના કરવાની હોય, મનથી વચનથી આવતા કર્મોનો આશ્રવ ચાલુ. તો કર્મોથી મુક્તિ ક્યાં? જો કર્મોથી મુક્તિ નથી, નિર્જરા નથી તો ગુણોનો આર્વિભાવ ક્યાં? ઉપલબ્ધિ ક્યાં? જો યોગ્ય પદ્ધતિથી નિયમ અનુસાર વિપસ્યના સ્વાધ્યાયધ્યાન કરવામાં આવે તો છ-બાર મહિનામાં તમે પોતે અનુભવશો કે અરે...
પહેલા મને બીજાની પ્રગતિ જોઈને ઈર્ષ્યા આવતી હતી, ભલે હું મોઢેથી મીઠું બોલું પણ મનમાં બળતો હતો... હવે એવું નથી થતું, પહેલા નાની નાની વાતમાં ક્રોધથી ધમધમી ઉઠતો હવે હું કંટ્રોલ રાખી શકું છું... પહેલા બિન્ધાસ્ત મોટું જૂઠાણું બોલતો હતો. હવે કાંઈક નાનું સરખું જૂઠું કહેવામાંય ખચકાટ અનુભવું છું. આમ જે ક્રિયા કરી એનું પરિણામ મળવાનું ચાલુ થઈ જાય છે... ગુણોનો આર્વિભાવ થવા લાગે છે. મહાવીરે એજ તો કર્યું... અંદર રહેલાં આ બધા શત્રુ (અરિ) ક્રોધ-
લોભ-ઈર્ષ્યા-હઠાગ્રહ-રાગ-દ્વેષ વગેરેને હણ્યા... માટે તો અરિહંત કહેવાયા - જન્મ-જન્માંતરના અંતરમનના ઠેકડા મરાવતા સ્વભાવને પલટી અંતરમાં સ્થિર થઈ, સમતામાં સ્થિર થવું... એ એક બહુ મોટી, 209
બહુ અઘરી અંતરંગ પ્રક્રિયા છે, આ ક્રિયા દ્વારા અંતરંગ અનુભવ દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેને જ કહેવાય છે કે ક્રિયા વગર જ્ઞાન નહિ. આપણે ક્રિયાનો સ્થૂળ અર્થ લહી લીધો કે જે બાહર દેખાય છે તેટલી જ ક્રિયા, પણ આ મન-વચન-કાયાને સ્થિર કરી, જૂના કર્મોની ઉદિરણા કરી. રાગ-
દ્વેષમાં ન ખેંચાઈ જતાં સમતામાં રહી ઉદિરણામાં આવેલા કર્મોની નિર્જરા કરવી. આ સૌથી અઘરી સૌથી મહાન ક્રિયા છે જેના પરિણામે અનુભવ જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે.
સ.246: બૌધદર્શન નિત્ય આત્માને તો માનતું જ નથી. ક્ષણિકવાદનું પ્રતિપાદક છે.
બસ માત્ર જડ શરીરને જોયા કરો અને શ્વાસ પર ધ્યાન રાખો. એનાથી શું વળે?
જ.246: અરે ભાઈ... બૌધ દર્શન આત્માને માને કે ન માને તેનાથી આપણને શું ફરક પડે છે? આપણે મહાવીરે કહ્યું છે કે આત્મા છે તો છે જ. આપણને એ લોકો એમ તો નથી કહેતા ને કે અમારી માન્યતાને કબૂલ કરો પછી જ અમે તમને આ વિદ્યા શીખવાડીશું..?? આપણે આપણા કામથી કામ... ન આપણે આપણી અંતરની માન્યતા બદલવાની જરૂર છે કે નતો એમની શું માન્યતા છે તેની ચિંતા કરવાની જરૂર છે. આપણે તો ફક્ત આ ધ્યાન વિધિ શીખીને એને આપણામાં જોડી દેવાની છે. આતો સમજ-
સમજની ફેર છે. અમુક શબ્દોનો તે સમયમાં જે અર્થ થતો હતો તે આજે બદલાઈ ગયો હોય તેથી પણ ગેરસમજ ઉભી થતી હોય.. અનાત્મનો અર્થ આત્મા નહિ એવો પણ થાય અને અનાત્મ એટલે જડ પુદ્ગલ એવો પણ થાય. આત્મ એટલે ચેતન અને અનાત્મ એટલે જડ. તો આ દેહમાં અનાત્મબોધ (જડ) થાય ને એમાં હું પણું મટે એવો પણ આશય હોઈ શકે. આત્મા તો ધ્રુવ છે, નિત્ય છે, તેનું દર્શન, સાક્ષાત્કાર... જૈનો એને સમ્યક્દર્શન કહે છે, બૌધો એને નિર્વાણનો સાક્ષાત્કાર કરે છે. પણ વાત તો એક જ છે, ફક્ત સમજ ફેર છે. બૌધ ધર્મગ્રંથો નોંધે છે કે
ગૌતમ બુદ્ધે સમ્યક્ સંબુદ્ધ થવાનો સંકલ્પ, પોતે જ્યારે સુમેધ નામે બૌધ હતા ત્યારે કરેલો. તે વખતે વિહરમાન દીપંકર બુદ્ધના જીવનકાળમાં અગણ્યભવો પહેલા કરેલો. તો જો બૌધદર્શન અનાત્મવાદી હોય તો દીપંકર બુદ્ધ પાસે આશિષ માંગનાર કોણ? અબજો-અબજ ભવ સુધી એકધારી સાધના કરી ગૌતમ બુદ્ધ થનાર કોણ? જો બૌધ દર્શને એ મતનું હોય કે નિત્ય-આત્મતત્ત્વ જેવું કંઈ છે નહિ તો પહેલી વાત તો એ કે બૌધધર્મ નિર્વાણ માટેનો પુરૂષાર્થ કરવાનો અનુરોધ કોને કરે છે?
કર્મ સાથે કોણ બંધાયેલું છે? કર્મની નિર્જરા થતાં નિર્વાણનો અનુભવ કોને થાય છે? ટૂંકમાં આ કોઈ સમજ ફેર છે, અથવા તો દાર્શનિકો એ 210
માનમાન્યો અર્થ પકડી લઈ તેની આસપાસ તર્કજાળ ગુંથાઈ ગઈ હોય.
માટે આ પ્રશ્નોનો તાગ સાધના દ્વારા વાચક જાતે જ મેળવે. શબ્દજાળમાં ન અટવાય.
સ.247: બીજો સવાલ છે જડ શરીરને જોવાથી શું મળે? ચિત્તને કાયામાં જ પરોવી રાખી મસ્તકથી પાની સુધી શા માટે ઘુમાવવું?
જ.247: અરે ભાઈ... આત્મા ખોવાયો છે તો આ કાયામાં જ ને? જે વસ્તુ જ્યાં ખોવાઈ છે ત્યાં એને શોધીએ તો મળે કે એને બીજે શોધતા રહીએ તો? એની શોધમાં આપણે આખી ધરતી ખુંદી વળીએ છીએ, માત્ર નથી નજર કરતાં આ કાયામાં જ્યાં એ વસે છે. માટીના ઢગલામાં હીરો ખોવાયો હોય તો હીરાને શોધવા માટે પહેલા તો માટી જ ઉલેચવી પડશે ને? હું એમ કહું કે મારે તો હીરો જ જુવે છે પછી માટી શું કામ ઉલેચું? તો પછી બેસી રહે આખી જિંદગી, હીરો કદીય હાથમાં નહિ આવે. વિપશ્યના દ્વારા આ કાયાના કણ કણને, અણુ-અણુને ઉપરતળે કરીને એની ભાળ મેળવાય એનું માધ્યમ રહે છે સંવેદના કે શ્વાસ.
સભાનતાપૂર્વક શ્વાસનો કે સંવેદનાનો અનુભવ કરતાં થયા કે આત્મા સાથે સંતાકૂકડી શરૂ થઈ જાય છે. ને એમ કરતાં એક દિવસ એ પકડાઈ જાય છે. પ્રથમ શ્વાસ પછી સ્થૂળ-સૂક્ષ્મ સંવેદના/અદુઃખદ અસુખદ સંવેદના, પછી એથીયે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ સંવેદના જોતાં જોતાં અપ્રમત જાગ્રત સાધકને ખાતરી થઈ જાય છે કે આ કાયામાં સ્થિર-
નિત્ય જેવું કાંઈ છે જ નહિ. એ તો ક્ષણે ક્ષણે વિખરાતા પરમાણુઓનો ઢગલો માત્ર જ છે. એમાં હું પણાની બુદ્ધિ રાખવી એ નરી ભ્રાંતિ છે.
કાયા પ્રત્યેની જન્મોજન્મની આસક્તિ આ અનુભવથી ઓગળવા માંડે છે. ક્રમશઃ રાગદ્વેષ-મોહના સંસ્કારો ક્ષીણ થતા જાય છે. એની સમસ્ત તૃષ્ણા શાંત થઈ જાય. ક્ષુદ્ર હુંલુપ્ત થાય છે ને સાધક, ધ્રુવ નિત્ય-
શાશ્વતતત્ત્વનો સાક્ષાત્કાર પામે છે. આમ વિપશ્યનાની પદ્ધતિએ અનેકાંતદ્રષ્ટિથી - ભાસમાન સચ્ચાઈ તેમ વાસ્તવિક સચ્ચાઈ (ક્ષણભંગુરતા) પ્રત્યે નિરંતર સભાન રહી આ કાયાને જોતાં જોતાં આ કાયામાં જ ભગવાનનો ભેટો થઈ જાય છે.
સ.248: આપણા રોજીંદા જીવનમાં બોલાતા કોઈ દુહાનું ઉદાહરણ આપીને વિપશ્યના સમજાવો.
જ.248: ગણધરો તીર્થંકરને ત્રણ પ્રદક્ષિણા દેતા દરેક પ્રદક્ષિણા વખતે પૂછે છે કે
ભંતે કિં તતં?’ ભગવાન પ્રથમ પ્રદક્ષિણા વખતે જવાબ આપે છે.
ઉપનેઈવા... બીજી પ્રદક્ષિણા વખતે કહે છે વિગમેઈવા... ત્રીજી પ્રદક્ષિણા 211
વખતે કહે છે કે ધુવમેઈવા...
આપણે આ ત્રીપદીને સારી રીતે ગોખી લીધી. અડધી રાતે કોઈ ઉંઘમાંથી ઉઠાડીને પૂછે તો કડકડાટ બોલી જઈએ કે ઉપનેઈવા, વિગમેઈવા, ધુવમેઈવા. કદાચ આની પરીક્ષા આપવાની હોય તો પ્રથમ નંબરે પાસ પણ થઈ જઈએ પણ ક્યારેય આપણે એ અનુભવ્યું નહીં કે જેમાં આખું તત્ત્વજ્ઞાન સમાયું છે તે શું છે ઉપનેઈવા? વિગમેઈવા કે ધુવમેઈવા?
જ્યારે વિપશ્યના સાધના કરતા કરતા એક અવસ્થાએ પોતાનું શરીર ઘન સ્વરૂપે નહિ પણ પ્રતિક્ષણ અને ક્રમશઃ પલટાતા પૂંજ તરીકે
અનુભવશો, પ્રતિ સેકંડે પાંચ કરોડ કોશિકાઓ નાશ પામતી તે નવસર્જન થતી જાત અનુભવથી જાણશો ત્યારે ભગવાને કહેલા આ ત્રીપદીના શબ્દો સમજાશે... ખૂબ સમજાશે.
તમે પ્રક્ષાલ વખતે આ દૂહો બોલો છો ને? ‘જ્ઞાન કળશ ભરી આત્મા, સમતા રસ ભરપૂર, શ્રી જિનને નવરાવતા, કર્મ થાય ચકચૂર.’ બસ આ દૂહો વાંચીને આપણે તો કળશા ને કળશા દૂધ પાણીના ભરી ભરીને જિન પ્રતિમા પર ઢોળવા લાગ્યા ને માનવા લાગ્યા કે જિન પ્રતિમાને કળશા ભરી ભરીને નવડાવીશ એટલે મારા કર્મ ચકચૂર થઈ જશે...
નાશ પામી જશે. મારા કર્મની નિર્જરા થઈ જશે. પણ કોઈ દિવસ વિચાર્યું કે આપણે બોલીએ છીએ અલગ ને કરીએ છીએ અલગ - અરે ભાઈ...
જ્ઞાની પુરુષોએ સાંકેતિક ભાષા તત્ત્વજ્ઞાનને - વિપશ્યનાને આ દુહામાં વણી લીધી છે. તેઓ જાણતા હતા કે સમય જતા ભાષાના શબ્દો બદલાઈ જશે. પણ સાંકેતિક ભાષા જીવંત રહેશે. જેમાંથી વિચાર કરતા ફરી પાછું લોકો જ્ઞાન મેળવશે. અહીં આત્મારૂપી જ્ઞાન કળશ લેવાનું કહ્યું છે ને આપણે તો સોના-ચાંદી-પિત્તળના કળશ લઈએ છીએ... આમાં તો જ્ઞાન કળશમાં સમતારૂપી રસ ભરવાનો કહ્યો છે અને આપણે તો દૂધમિશ્રિત પાણી ભરીએ છીએ. આ દુહામાં તો ખુદ જિનને નવડાવવાનું કહ્યું છે કે આપણે તો જિનેશ્વરદેવની મૂર્તિને નવડાવીએ છીએ. આમાં જે પ્રમાણે કહ્યું છે તેમ કરીએ તો કર્મ ચકચૂર થાય. આપણે તો તે પ્રમાણે નથી કરતાં છતાં માનીએ છીએ કે અહો... મારા તો કર્મ ચકચૂર થઈ ગયા... એમ વિચાર કરતા સાધક વિચારશે કે ‘પણ ખુદ જિન છે ક્યાં?’ અત્યારે પંચમ કાળમાં તો કોઈ જિનેશ્વરની હાજરી તો છે નહીં...
ત્યાં તો એને સમજાશે કે અરે... મારો ખુદનો આત્મા જ જિન છે. ફક્ત એના પર જે કર્મોની કાળાશ છે તે દૂર થઈ જાય તો એના જિનેશ્વર સ્વરૂપના દર્શન થઈ જાય. ઓહ! તો એને નવડાવવાનું કામ આપણી અંદર જ કરવાનું છે? એને નવડાવવા માટે જ્ઞાનરૂપી કળશ જોઈએ.
212
પુદ્ગલની અનિત્યતાનું જ્ઞાન હાજર કરી એ કળશમાં સમતારૂપી રસ ભરીશું. ઘટના, પ્રિય હોય કે અપ્રિય. રાગ કે દ્વેષમાં તણાઈ ન જતાં, તટસ્થ રહી... સમતામાં સ્થિર થશું તો મારા કર્મ ચકચૂર થશે... આટલી વાત સમજમાં આવતા વિપશ્યનામાં આજ તો કામ કરીએ છીએ. પ્રથમ તો મન-વચન-કાયાને સ્થિર કરી નવા કર્મોનો આશ્રવ બંધ કરીએ છીએ.
જેણે સાધનાનો ઘનિષ્ઠ અનુભવ મેળવ્યો હશે, પ્રત્યેક શ્વાસ સાથે સમસ્ત કાયામાં ‘ધારાપ્રવાહ’ અનુભવ્યો હશે, તેમને એ વખતનો પોતાનો જાત અનુભવ આ દુહામાં દેખાશે. વિપશ્યના શિબિરમાં રોજના નવ-
દસ કલાક શિખાથી પગના તળિયાં સુધીની યાત્રા કરતા સાધકને સ્થૂળ/ દુઃખદ સંવેદનાનો અનુભવ થાય કે સૂક્ષ્મ/સુખદ સંવેદનાનો અનુભવ થાય, ત્યારે આત્મારૂપી કળશમાં એ જ્ઞાન, એ પ્રજ્ઞા હાજર કરવાની છે કે સંવેદના સુખદ હોય કે દુઃખદ, કોઈ સંવેદના અનંતકાળ સુધી રહેવાની નથી... આ બધી સંવેદના અનિત્ય છે તો જે અનિત્ય છે તેના પ્રત્યે શું રાગ જગાડવો? શું દ્વેષ જગાડવો? આવા જ્ઞાનરૂપી કળશની હાજરીને લીધે સાધક જે ક્ષણે જેવી સંવેદના હોય તેને તટસ્થ પ્રેક્ષકની જેમ નિહાળી, તેની ક્ષણભંગૂરતા અને નિઃસારતા પ્રત્યે સભાન રહી સમતામાં સ્થિર થાય છે. સુખદ સંવેદના કે ધારા પ્રવાહમાં રાગ કરી હર્ષથી નાચી નથી ઉઠતો કે દુઃખદ સંવેદના જાગે ત્યારે ખિન્ન થઈ રોવા નથી બેસતો...
સંપૂર્ણ સમતામાં સ્થિર થાય છે... આમ આત્મારૂપી જ્ઞાનકળશમાં સંપૂર્ણ સમતારસ ભરે છે. હવે જોઈએ તેથી શું થાય છે? તેથી એક પછી એક કર્મની પ્રતરો જે સંવેદનારૂપે ઉદીરણામાં આવી છે તેને રાગ કે દ્વેષનો ટેકો ન મળતા તે કર્મ ઉદીરણામાં આવી નિર્જરી જાય છે. આમ એક પછી એક કર્મ ચકચૂર થતાં આપણો આત્મા કર્મની કાળાશથી હળવો થતો જાય છે... નિર્મળ થાય છે... આ રીતે આત્માને સમતારસથી સ્નાન કરાવતા કરાવતા એના જિનસ્વરૂપની એક ઝલક પ્રાપ્ત થઈ જાય છે એ જ છે સમ્યક્દર્શન. જેમકે લાલટેન છે. એમાં દીવાનો પ્રકાશ તો ઝળહળે છે પણ એના કાચ પર એટલી બધી કાળાશ જમા થઈ ગઈ છે કે એનો પ્રકાશ બહાર આવી શકતો નથી. લાગે છે કે જાણે અંદર દીવો જલતો જ નથી. પરંતુ પ્રયત્ન દ્વારા જો કોઈ એક જગ્યાએથી પણ કાચ પરની કાળાશ મૂળ સુધી દૂર થઈ તો દીવાની એક ઝલક દેખાઈ જાય છે. તેથી દીવો કેવો હોય તેની પણ ખબર પડી જાય છે. હવે તો કાચ પરની સંપૂર્ણ કાળાશ દૂર કરી દીવાનો સંપૂર્ણ પ્રકાશ રેલાવવાની એને તાલાવેલી લાગે છે. બસ, આજ રીતે આત્મારૂપી કળશમાં પુદ્ગલની અનિત્યતાનું જ્ઞાન હાજર કરી, સુખદ સંવેદના પ્રત્યે રાગ કે દુઃખદ 213
સંવેદના પ્રત્યે દ્વેષ ન જગાવતા સમતારસમાં સ્થિર થઈ, ઉદીરણા થયેલી એક એક કર્મ પ્રતરોને નિર્જરતા જઈ, આત્મા પરથી કર્મની કાળાશ ઓછી થતાં, તેનું જિનસ્વરૂપ પ્રગટ થાય છે.
આમ આ દુહામાં આખી વિપશ્યના ભરેલી પડેલી છે... પણ આપણને કાંઈ જોવાનો કે સમજવાનો કે વિચારવાનો ટાઈમ જ ક્યાં છે? ‘આ આવ્યા દેરાસરમાં ધડાધડ મૂર્તિ પર પાણી ઢોળ્યું, જો ગર્દી હોય તો એક બે ધક્કા પણ મારી દીધા, કોઈના પર ક્રોધ કર્યો, કોઈના પર રાગ કર્યો, ને કર્મ ચકચૂર કરવાને બદલે નવા કર્મના પોટલા બાંધીને રવાના થયા... આને તમે ધર્મ કહેશો? આ એક દૂહો સમજાવ્યો એવી તો કેટલીય સજ્ઝાયો, સ્તવનો, કૃતિઓમાં વિપશ્યના ભરેલી પડેલી છે...
જો વિપશ્યના - સ્વાધ્યાય કરવા લાગો તો ખુદ સમજવા લાગશો. કોઈ કોઈ સાધકના એક-બે સવાલ આવ્યા છે તે જરા જોઈ લઈએ.
સ.249: ત્રણેક વર્ષથી વિપશ્યના સાધના કરૂં છું, પણ શિબિરોમાં એની એજ વાત આવે છે તો શું વર્ષોવર્ષ માત્ર સંવેદનાઓ જ જોયા કરવી?
જ.249: વિપશ્યના શું છે? સંવેદનાઓ જોતાં રહેવું એજ વિપશ્યના નથી. કિંતુ, પ્રત્યેક સંવેદના પ્રત્યે જાગૃત રહેવું અને તેની સાથે એ તથ્ય પ્રત્યે પણ સભાન રહેવું, કે ઈન્દ્રિયજગતનો કોઈ અનુભવ / કોઈ સંવેદના ચિરસ્થાયી નથી - આ સભાનતાપૂર્વક, ‘અમુક સંવેદના મળે’ કે ‘અમુક સંવેદના ટળે’ એવી કોઈ કામના કર્યા વિના / પ્રતિક્રિયા વિના, પ્રતિ પળ પૂર્ણ સમતામાં રહી પ્રાપ્ત સ્થિતિનો શાંત - સ્વીકાર કરવો એ વિપશ્યના છે. પ્રતિપળ વર્તમાન સચ્ચાઈ પ્રત્યે સજગ તેમજ નિર્લેપ રહી, અહંમમ અને કર્તા-ભોક્તાભાવમાંથી બહાર આવી, સમતામાં ઉત્તરોત્તર વધુને વધુ સ્થિર થતાં જવું એ આ સાધનાની ધરી છે. એને જ કેન્દ્રમાં રાખી સાધનાચક્ર ગતિશીલ રહે તો મુક્તિપંથે પ્રગતિ થતી રહે.
સંવેદનાઓ સ્થૂળ મળી કે સૂક્ષ્મ એ વાત એટલી મહત્ત્વની નથી, તમે એના નિર્લેપ સાક્ષી રહી શક્યા કે નહિ એ મહત્ત્વનો મુદ્દો છે. આટલું સમજી રાખો કે અમુક સંવેદના ક્યારે પૂરી થાય અને અમુક સંવેદના ક્યારે મળે એ કામના ચિત્તમાં પેઠી કે વિપશ્યના છૂટી ગઈ; તટસ્થ સાક્ષી રહેવાને બદલે તમે ફરી કર્તા-ભોક્તાભાવમાં સરકી ગયા -
જેમાંથી બહાર નીકળવા સાધના આદરી છે, તેને જ પુષ્ટ કરી રહ્યા છો.
ચિત્તમાં કંઈક અપેક્ષા છે / આશા છે / તૃષ્ણા છે કે અમુક સ્થિતિ ક્યારે મળે અથવા અમુક સ્થિતિ ક્યારે ટળે, તો, એ તૃષ્ણા તમને વર્તમાનમાં સ્થિર થવા દેશે નહિ. તૃષ્ણા એજ બંધન છે, દુઃખ છે, આર્તધ્યાન છે.
214
તેની પકડમાંથી મુક્ત થવા મુમુક્ષુ સાધના તરફ વળે છે પણ એમાંય અહં અને ઝટ ન પરખાય એવી કોઈ તૃષ્ણા પાછળ સાધક દોડતો થઈ જાય છે.
સંવેદનાઓ સાધનાની પ્રગતિનો માપદંડ નથી. પરંતુ સંવેદનાઓ પ્રત્યે સભાન રહી સમતામાં કેટલું સ્થિર રહી શક્યા એ પ્રગતિનો માપદંડ છે. સંવેદના સમતાપૂર્વક વેદાય તો સ્થૂળ / પીડાદાયી સંવેદના દ્વારા દ્વેષના અને સૂક્ષ્મ/સુખદ સંવેદના દ્વારા રાગના અને સૂક્ષ્મતમ સંવેદના દ્વારા (અસુખદ-અદુઃખદ) મોહના કર્મોની નિર્જરા થાય છે.
સ.250: આ સાધના ક્યાં સુધી કરવી? નિર્વાણની પ્રથમ અનુભૂતિ ક્યારે મળે?
જ.250: આજીવન કરવાની આ સાધના છે એવું નથી કે શિબિરો પૂરતી જ વિપશ્યના કરવાની છે, સમગ્ર જીવનમાં એ વ્યાપવી જોઈએ.
પહેલી એકાદ - બે શિબિરમાં તો વિપશ્યનાની બારાખડીનું જ્ઞાન મળ્યું ગણાય. સાધક એકથી વધુ શિબિરોમાં જોડાઈ વિપશ્યનામાં સુસ્થિર બને, એ ઈચ્છનિય છે.
નિર્વાણની અનુભૂતિ ક્યારે મળે? તો સમય પાકશે ત્યારે. કેલેન્ડરના પાનાં વડે એનું માપ આપી ન શકાય. સાધનામાં પુરૂષાર્થ કેવો છે?
તીવ્ર છે કે મંદ? સમજણની પરિપક્વતા કેવી છે? પહેલાંના કર્મ સંસ્કારોનો જથ્થો કેવો છે, તેવી અનેક બાબતો પર નિર્વાણની અનુભૂતિનો આધાર રહે છે.
સાધકે એ ખાસ ધ્યાન રાખવું કે થોડા પ્રયત્ને જલ્દીથી આત્મઉપલબ્ધિ કરાવી દેવાનો કોલ આપતી કોઈ સાધનાની પાછળ ભાગવું નહિ. કેમકે
આત્મઉપલબ્ધિનો કોઈ ટૂંકો માર્ગ છે જ નહિ. સાધકના સાંપ્રદાયિક મોહને પંપાળતી કોઈ સાધના વિપશ્યનાનું મહોરૂ પહેરીને આવે પણ સાધકે ભરમાવું નહિ. વિપશ્યના એના શુદ્ધ સ્વરૂપમાં વિપશ્યના કેન્દ્ર પર જઈને જ કરવી - શીખવી. નહિ તો એનો લાભ મળશે નહિ.
સ.251: ક્યારેક બાહ્ય કશા કારણ વિના અંતરમાં ભય, ગ્લાનિ, ઉદ્વેગ, હતાશા આદિનો અનુભવ થાય છે તો ક્યારેક બંધ આંખે તારા જેવો તેજસ્વી પ્રકાશ દેખાય, આસનથી અધ્ધર ઉંચકાઈ ગયાનો અનુભવ વિપશ્યના સાધના વખતે થાય છે.
જ.251: અવચેતન મનમાં અનેક ભવના શુભ-અશુભ કર્મસંસ્કારો પડેલા હોય છે. સાધના દરમ્યાન એમાંથી ગમે તે સંસ્કાર ચિત્તની સપાટી પર આવી શકે છે. તેથી બાહ્ય કશા કારણ વિના અંતરમાં ભય, ગ્લાનિ ઉદ્વેગ આવી શકે છે પણ તેથી અકળાવું નહિ કે ન એ ચિત્તસ્થિતિ શમી જાય 215
એવી ઈચ્છા કરવી. જે વખતે જે ચિત્તસ્થિતિ હોય તેના પ્રતિમાત્ર જાગૃત રહેવું. ક્યારેક એવું બને કે જે પ્રકારના વિચાર કે ભાવને કદી ચિત્તમાં સ્થાન ન આપ્યું હોય એવા નિમ્ન કોટીના વિચાર-ભાવ ચિત્તમાં ઉભરાવા લાગે, આવા અવસરે સાધકે પોતાનું પતન થઈ રહ્યું છે, એમ માની અપરાધભાવને ચિત્તમાં સ્થાન ન આપવું. ન મુંઝાઈ જઈને સાધના પડતી મૂકવી. સત્તાગત કર્મમાંથી કોઈવાર અજ્ઞાન કે મોહ કે નશાજન્ય કર્મસંસ્કારની ઉદીરણા થતાં, આવું બની શકે છે. વર્તમાન ક્ષણે જે સ્થિતિ છે તેને બદલવાની કે ટાળવાની કોઈ મથામણમાં પડ્યા વિના તટસ્થ રહી તેના પ્રત્યે જાગૃત રહેવું. નિઃકાંક્ષ (ઈચ્છારહિત) જાગૃતિમાં કર્મ-નિર્જરાની અપૂર્વ ક્ષમતા છે. સાધકે માત્ર પ્રેક્ષક રહી જાગૃતિના પ્રકાશમાં એના મૂળને છતું થવા દેવું. એનું મૂળ જાગૃતિના તેજમાં ખુલ્લું થઈ જતા એ સંસ્કારોની પકડ ચિત્ત પર રહેતી નથી. એને એનો અનુબંધ ન રહેવાથી સાધક તેમાંથી ક્રમશઃ મુક્ત થતો જાય છે.
ક્યારેક બંધ આખે તારા જેવો તેજસ્વી પ્રકાશ દેખાય કે ધારાપ્રવાહની સાથે સમગ્ર શરીરે રોમાંચનો અનુભવ થાય, અત્યંત આનંદ, વિસ્મય કે હળવાશનો અનુભવ થાય કે આસનથી અધ્ધર ઊંચકાઈ ગયાનો અનુભવ થાય ત્યારે સાધકે કોઈ અનુભવને વળગી ન પડવું - એમાં વધુ સમય રમમાણ ન રહેવું. તેણે સમજવું રહ્યું કે સાધનાપથ પર પ્રગતિની ધરપત આપતી આ બધી ક્ષણભંગુર એંધાણીઓ છે. એની માત્ર નોંધ લઈ આગળ વધવું. પ્રાપ્ત અનુભવનો આસ્વાદ માણતાં ક્યાંય બેસી ન પડવું. એ જ પ્રમાણે ક્યારેક બેઠક વખતે એકસરખી / એક જ પ્રકારની સંવેદનાઓ મળતી રહે - તેમાં કશો ફેરફાર થતો ન અનુભવાતો હોય - ત્યારેય કંટાળવું નહિ; પણ, સંવેદનાઓની અનિત્યતા / ક્ષણભંગુરતા લક્ષમાં રાખી, અવિક્ષિપ્ત ચિત્તે સાધના પ્રવાહિત રાખવી.
ખાતરી રાખો કે એક દિવસ સફળતા મળશે જ. વિદ્યુતબત્તીના બલ્બનો વ્યવહારોપયોગી તાર એડીસન એક હજાર નિષ્ફળ પ્રયાસ પછી શોધી શકેલો. મોક્ષાર્થી શું એક વૈજ્ઞાનિક જેટલીયે ધીરજ ન કેળવી શકે? સંકલ્પ કરો કે ‘મુક્તિ જ જોઈએ છે, એનાથી ઓછું કશું નહિ,’ પછી સજાગતા (‘સતિ’/awareness)નો દંડ અને સમતા (‘ઉપેખ્ખા’/ equanimity)નું ભાથું સાથે રાખી પગ ઉપાડો. ગતિ વેગીલી હો કે
મંદ, ચાલતા જ રહો. અનેકવારની નિષ્ફળતાઓને અવગણીને અને શીઘ્ર ફળપ્રાપ્તિ માટેની ઉત્સુકતા રાખ્યા વિના, પાકી નિષ્ઠા, સમજ અને ખંતપૂર્વક સાધના કરતા રહો. વિશ્વાસ રાખો કે વિપશ્યનાના પથ પર મૂકેલું એક પણ ડગલું વ્યર્થ નહિ જાય.
216
સ.252: સાધનામાં આગળ વધતા સાધકમાં શું બદલાવ આવે છે?
જ.252: વિપશ્યના - પથ પર સાધકની પ્રગતિ એ જ કે તેના કામ-ક્રોધ-લોભ-
આસક્તિ આદિ વિકારો ઉત્તરોત્તર ક્ષીણ થતા રહે, શીલ-સદાચાર પુષ્ટ થતા જાય, ને પંચશીલ પાંચ અણુવ્રત/મહાવ્રત-ના ભંગમાં પરિણમતું કોઈ અકાર્ય તેનાથી થાય નહિ, ને તે સમતામાં વધુ ને વધુ પ્રતિષ્ઠિત થતો જાય; અર્થાત્ સામાયિકભાવનો ક્રમશઃ વિકાસ અને અંતે એની પૂર્ણતા અર્થાત્ વીતરાગતા - કે જે મુનિની તેમજ શ્રાવકની સમગ્ર ધર્મસાધનાનું લક્ષ્ય છે તેની દિશામાં સાધકની ગતિ થતી રહે.
સામાયિકભાવ પુષ્ટ થયો તો એમાંથી અહિંસા સ્વયં વિકસે છે - પોતાથી કોઈને લેશમાત્ર કષ્ટ ન પહોંચે તેની કાળજી આપોઆપ આવે છે અને પોતાના’ કે પરાયા’ના ભેદ વિના, સૌ પ્રત્યે નિષ્કારણ મૈત્રી / નિર્વ્યાજ પ્રેમનો પ્રવાહ અંતરમાં વહેતો થઈ જાય છે. આથી ઉદારતા, ક્ષમા, સહિષ્ણુતા, સહકાર, સહચારની ભાવના ઈત્યાદિ દૈવીસંપત્ પ્રગતિશીલ વિપશ્યી સાધકને સ્વયં આવી મળે છે. ક્યારેક એવું બને છે કે ક્રોધ-
લોભ આદિ વિકારોને વશ ન થવું એવું પોતે ઈચ્છતો હોવા છતાં, સામાન્યતઃ માનવી કોઈ પણ ઘટના, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રતિ, પૂર્વસંસ્કારવશ, અવશપણે, પ્રતિક્રિયા કરતો રહે છે. ચિત્તમાં ઊઠતા વિકારોનું પ્રતિબિંબ આખા શરીરમાં પડે છે - મનમાં ઊઠતો પ્રત્યેક વિકાર શરીરમાં કંઈક સંવેદના જગાડે છે. વિપશ્યનાના અભ્યાસ દ્વારા એ સૂક્ષ્મ સંવેદનાઓને જોવાની અનુભવવાની ક્ષમતા આપણા ચિત્તમાં પ્રગટે છે અને સાથોસાથ તેના પ્રત્યે તટસ્થ દ્રષ્ટા રહેવાનો મહાવરો પણ થાય છે. આથી, વિપશ્યનામાં પ્રતિષ્ઠિત સાધક આંતરમનમાં વિકાર ઊઠે એ ક્ષણે જ, શરીરમાં અનુભવાતી સંવેદનાઓ દ્વારા સાવધ બની, વિકારના હુમલાને ખાળી શકે છે - તેના પ્રવાહમાં તણાઈ જતો નથી.
આ અભ્યાસ પુષ્ટ થતા જીવનની નાની-મોટી પ્રત્યેક ઘટનાને સાક્ષીભાવે નિર્લેપનેત્રે નિહાળવાની ક્ષમતા લાધે છે, દેહાધ્યાસ મોળો પડે છે અને ભવના બીજભૂત કર્તા-ભોક્તા ભાવમાંથી બહાર નીકળાય છે, દ્રષ્ટાભાવ ઉત્તરોત્તર પ્રગાઢ બનતો જાય છે. ત્યારે –
કર્તા-ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય.
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.
– આ પંક્તિઓનો મર્મ સાધક સ્વાનુભવે માણી શકે છે. વિપશ્યનાની સાધનામાં પ્રગતિ કરતા કોઈ પણ મત-પંથના મુમુક્ષુને પ્રતીતિ થાય 217
છે કે શાસ્ત્રોનું અને આત્મજ્ઞ મહાપુરુષોના વચનોનું હાર્દ તેની સામે હવે જાણે સ્વયં પ્રગટ થાય છે.
સભાનપણે/સાચી રીતે અભ્યાસ કરનારો સાધક પોતાના ચિત્તમાં શુભ પરિવર્તન આવતું જોઈ શકશે. બધા દોષો સંપૂર્ણપણે ક્ષીણ ભલે ન થયા હોય પણ તેમનું બળ ઓછું થયું હોય તો તે પ્રગતિનું ચિન્હ છે.
વિપશ્યનાના અભ્યાસથી પીડાથી ગભરાવાનું કે અકળાવાનું ઘટતું જાય છે. દુઃખનો ‘હાઉ’ વિદાય લે છે. તેને સ્થાને, જે કંઈ બને તેનો, વિના વિરોધે, સ્વીકાર કરવાની ક્ષમતા આવી જાય છે.
ચિત્તની અંદર કામના-તૃષ્ણાનો પ્રભાવ ઘટતો જવાથી દ્વેષ-રોષ-
તિરસ્કારની વૃત્તિ પણ ઓછી થાય છે. ક્રોધ-ઈર્ષ્યા-વૈર જેવા દોષો નિર્બળ થઈ જાય છે અને મૈત્રી/સ્નેહ/શુભ ભાવના વૃદ્ધિગત થતા જાય છે.
સ.253: આપણે જીનાજ્ઞા વિરૂદ્ધ તો કાંઈ નથી કરતા ને?
જ.253: ષટ્દર્શનનું અને નયનિક્ષેપનું ઊંડું જ્ઞાન ધરાવતા ન્યાયવિશારદ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજે ‘જિનાજ્ઞા શી?’ એ વિષે ‘ઉપદેશ રહસ્ય’ નામના ગ્રંથમાં વિસ્તારથી સૂક્ષ્મ ચર્ચા કરી છે. એ આખીયે ચર્ચાને સમેટતાં, ષટ્દર્શન અને નયનિક્ષેપના એ અઠંગ જ્ઞાતાએ, એ ગ્રંથના ઉપસંહારમાં, સમગ્ર જિનાજ્ઞાનો નિષ્કર્ષ આપતા કહ્યું છે કે, ‘‘ટૂંકમાં જિનાજ્ઞા એટલી જ છે કે જેનાથી વ્યક્તિ પોતે રાગ-દ્વેષમાંથી છૂટકારો મેળવી શકતી હોય તે તેણે કરવું - આચરવું.’’
જાતિ-લિંગ કે પક્ષમેં, જિનકું હૈ દૃઢરાગ; મોહજાલમેં સો પરે, ન લહે શિવસુખભાગ.’’
'- ઉપા. યશોવિજયજી મહારાજ જૈન શ્વેતાંબર પરંપરાના સમદર્શી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ યોગબિન્દુ’ ગ્રંથનો ઉપસંહાર કરતા કહ્યું છે કે ‘બુદ્ધિમાન માણસ માટે પોતાનું’ અને પારકું’ શું? વિવેકબુદ્ધિથી નાણી જોતા જે સિદ્ધાંત તર્કસંગત જણાય તે તેણે સ્વીકારવો – પછી તે પોતાનો હોય કે પારકો.’’... ‘‘तत् ज्ञेयं सर्वज्ञसम्मतम्।’’
કોઈપણ સાધના પદ્ધતિ કે વિચારના સ્વીકાર કે ત્યાગનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે પોતાના અંતરંગ દોષોને ક્ષીણ કરવામાં અને આત્મિક ગુણવૃદ્ધિમાં સહાયક નીવડે છે કે બાધક - એ માપદંડ અપનાવવાનો અનુરોધ દરેક દેશ-કાળના જ્ઞાની પુરુષોએ કર્યો છે. આપણા પૂર્વાચાર્યોએ મુમુક્ષુઓને માર્ગદર્શન આપતા કહ્યું છે કે, ‘‘જેનાથી દોષો ખાળી શકાતા હોય, મોહજન્ય સંસ્કારોનો નાશ થતો હોય અને 218
પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થતી હોય તે સર્વ મુક્તિના જ ઉપાયો છે.’’
ભલે તે અનુષ્ઠાન કે સાધના પદ્ધતિ અન્ય મત-પંથમાં પ્રચલિત હોય, તો પણ તે સર્વજ્ઞ સંમત જ છે.’’ વિપશ્યનાનો થોડોક અભ્યાસ કરનારને પણ રાગ-દ્વેષની મંદતા થવા દ્વારા ચિત્ત-શુદ્ધિનો કંઈક અનુભવ થાય છે અને તેથી આ સાધનાની ઉપયોગીતા સ્પષ્ટ જણાઈ આવે છે.
જેનાથી સમભાવ વધે તે સામાયિક’ એ જૈન પરિભાષાને આગળ કરીને, વિપશ્યના એ સામાયિકની જ સાધના છે’ એ તથ્યનો નિઃસંકોચ સ્વીકાર કરી આપણે વિપશ્યનાને વિના ખચકાટે અપનાવીએ. જેણે વિપશ્યના-
શિબિરનો અનુભવ લીધો હશે તેનાથી એ છાનું નથી કે વિપશ્યનાના પ્રારંભથી જ ત્યાં સમતાનો એકડો ઘૂંટાવાય છે; નિષ્ઠાપૂર્વક દીર્ધકાળ પર્યંત એ સાધના કરનારને એ પ્રતીતિ થાય છે કે પોતે સમતામાં ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રતિષ્ઠિત થતો જાય છે. નિર્જરાનું પ્રધાન અંગ જે તપ કહ્યું છે તેના બાર ભેદો પૈકી ધ્યાન અને કાયોત્સર્ગને ખુદ ભગવાન મહાવીર પ્રભુએ સર્વોત્કૃષ્ટ તપ નથી કહ્યું? અને, ‘‘ક્રોડો જન્મના ઉગ્ર તપથી જે કર્મનો ક્ષય થાય તેટલા કર્મ સમત્વમાં પ્રતિષ્ઠિત સાધક એક ક્ષણમાં જ ખપાવી દે છે.’’ એવો બુલંદ ઉદ્ઘોષ શું આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા પ્રખર યોગવિદ્-યોગનિષ્ઠ ધર્મનેતાએ નથી કર્યો? વિપશ્યના-
શિબિરોમાં રોજના નવ-દસ કલાક સમત્વ અને ધ્યાનનો અભ્યાસ કરવાનો હોય છે અને તેમાંયે ‘અધિષ્ઠાન’ કરવાનું હોય ત્યારે તો પૂરો સળંગ એક કલાક કશાયે હલનચલન વિના - આંખનો પલકારો સુધ્ધા માર્યા વિના - અડોલ આસને નિશ્ચલ બેસીને સમભાવપૂર્વક ધ્યાન કરવાનું હોય છે. એ રીતે કલાકો સુધી સમત્વ, ધ્યાન અને કાયોત્સર્ગનો અભ્યાસ કરતા સાધક એક પછી એક કર્મની પ્રતરો નિર્જરતો જાય છે ને ધ્રુવ-
નિશ્ચલ-શાશ્વત એવા આત્માના દર્શનનો અનુભવ પ્રાપ્ત કરે છે.
મુક્તિનો એક માત્ર ઉપાય સમતા છે. બાકીનો સમગ્ર ક્રિયાકલાપ સમતાની સિધ્ધિ માટે જ છે.
ત્રણ અક્ષરને ઓળખો, બે લઘુ ગુરૂ એક...
સીધી લેતા મોક્ષ છે, ઉલટી લેતા દુર્ગતિ દેત...
એ ત્રણ અક્ષર છે ‘સમતા’. જો સમતાને ગ્રહણ કરો તો મોક્ષ છે ને તેનું ઉલટું કરો તો તામસ. તામસ દુર્ગતિમાં ઘસડી જાય છે.
સ.254: કેવી માયાજાળથી ચેતવાનું છે વિપશ્યના સાધનામાં?
જ.254: કેટલાક આ સાધનાનો ઉઘાડે છોગે નિષેધ ન કરતાં, ચાણક્યબુદ્ધિ વાપરીને, એ જ સાધનામાં અહીં-તહીં થોડા ફેરફાર કરીને, એ અધકચરી 219
સાધનાને ‘જૈન સાધના’ના લેબલ સાથે વહેતી મૂકે છે. તો બીજા કેટલાક ધર્મનેતાઓ, કશા જાત-અનુભવ વિના, કેવળ પુસ્તકીય માહિતીના આધારે, કોઈક પ્રક્રિયા ઘડી કાઢી ‘જૈન પ્રક્રિયા’ તરીકે આગળ કરી મુગ્ધજનોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આવી સોનેરી જાળથી ચેતો.
વિપશ્યના સાધના શીખવી હોય, તેનો લાભ મેળવવો હોય તો તેના કેન્દ્ર પર જઈ દસ દિવસની શિબિર ભરી તેના શુદ્ધ સ્વરૂપમાં શીખો.
બાકી ફાયદો નથી.
બે વર્ષ પહેલાં એક ભાઈ જે ક્યારેક ક્યારેક મારા પ્રવચનમાં આવતા તે મને રસ્તામાં ભેગા થઈ ગયા. મને કહે ‘‘બેન મારે દીક્ષા લેવી છે...’’
મેં કહ્યું, ‘‘બહુ સરસ... આનંદ થયો... પણ મારી એક વાત માનશો?’’
તો કહે ‘‘હા બેન જરૂર’’ મેં કહ્યું, દીક્ષા લેતા પહેલા વિપશ્યનાની એક શિબિર કરી આવો. શું સાધના છે તે શીખી આવો... પછી તમને કદાચ એ ચાન્સ ન મળે તો ખરેખર જે કરવાનું છે તેનાથી વંચિત રહી જશો.
ને જો આ સાધના શીખ્યા પછી દીક્ષા લેશો તો તમે તમારો તો ઉધ્ધાર કરશો પણ બીજા કેટલાયનો કરી શકશો. પણ યાદ રાખજો જેવા શુદ્ધ સ્વરૂપમાં શીખો તેવાજ શુદ્ધ સ્વરૂપમાં આગળ સાધના ચાલુ રાખજો... જો તેમાં કાંઈ પણ ભેળસેળ કરી ‘જૈન’ના નામે મુકવાનો પ્રયત્ન કર્યો તો શું થશે ખબર છે? લોકોને એનો લાભ મળશે નહિ એટલે લોકો તેને છોડી દેશે. ને માંડ માંડ બે હજાર વર્ષે પાછી ફરેલી આપણી વિદ્યા ફરી પાછી લુપ્ત પ્રાયઃ થઈ જશે... એ ભાઈને મારી વાત બરાબર મગજમાં બેઠી. આ પહેલાં પણ એક-બે પ્રવચનમાં મેં આ વિષય પર પ્રકાશ પાડેલો. એટલે એમના ધ્યાનમાં તો હતું જ. તે ભાઈ તેમના પત્ની સાથે શિબિર કરી આવ્યા. શિબિર સમાપન પછી એમનો પ્રથમ ફોન મને આવ્યો કે ‘‘બેન હું ખૂબજ ખુશ છું. મારો આનંદ શબ્દમાં વર્ણવી શકું તેમ નથી. જો તમે મને સાધના શિબિરમાં ન મોકલ્યો હોત તો મારૂં જીવન મારી દીક્ષા અધૂરી રહી જાત. ચારિત્ર લઈને ઓછામાં ઓછું એક વરસ સુધી આર્યમૌન ધારણ કરી, જનસંપર્કથી દૂર રહી જો આ સાધના કરવામાં આવે તો સમ્યક્ દર્શનની પ્રાપ્તિ માટે સાચી દિશામાં પગલું ભરાય ને પૂર્વસંચિત કર્મોનો જથ્થો ઓછો હોય તો, અથવા આગલા કોઈ જન્મોમાં સાધના કરીને આવ્યા હોય તો સમ્યક્દર્શન પ્રાપ્તિ આ કાળમાં પણ થઈ શકે છે. મનુષ્ય જન્મ લઈને પ્રથમ કાર્ય સમ્યક્દર્શનની પ્રાપ્તિ માટે કરવાનું છે. એના વગરની બધી જ ક્રિયા-તપ-ચારિત્ર બધું જ ફોક કહ્યું છે. એટલે જ તો કેટલીયે વાર ઓઘા લીધા છતાં આપણો ઉદ્ધાર થયો નથી. એટલે જ તો વર્ષો પૂર્વે લોકો-છોકરાઓને ઘર-સંસાર સોંપી 220
પોતે જંગલમાં રહી, ગુફાઓમાં એકાંત રહી.. વિપશ્યના ધ્યાન સાધના કરતાં... એમ કર્મ નિર્જરતા જો આત્મદર્શન પામી ગયા તો ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધતા.
સ.255 : શું આ સાધનાથી રોગ પણ શમી જાય છે?
જ.255 : માનસિક અને શારીરિક અનેક રોગો મનને આધારિત છે. જેને મનોકાયુક (સાયકોસોમેટિક) રોગો કહેવાય છે. ક્રોધ, ભય, ચિંતા, ઈર્ષ્યા, વ્યસન, અહમ્. આ બધા અવગુણોરૂપી મેલ મન પર જામવા ન દેતાં અને જૂના મનોરોગોને દૂર કરતાં રેહવું એ વિપશ્યના છે. મન નિર્મળ થતાં -
વિકારવિહીન બનતાં તેના આનુષાંગિક પરિણામસ્વરૂપે અનેક માનસિક-શારીરિક રોગો આપોઆપ દૂર થાય છે. સાધક જો રોગોના ઉપચારના પર્યાય તરીકે વિપશ્યનાઓમાં જતો હોય તો તેણે એ સમજવું કે વિપશ્યના સાધના અધ્યાત્મ (શુદ્ધ ધર્મ)ની સાધના છે, જેના પરિણામે અનેક રોગોમાં લાભ (ફાયદો) થોડાઘણાં અંશે થતો હોય છે. પરંતુ કોઈપણ વ્યક્તિએ શરીરના કોઈ રોગના ઉપચાર માટે આ સાધનાનો ઉપયોગ ન કરવો જોઈએ. એ તો આ સાધનાની આડપેદાશ (બાયપ્રોડક્ટ) છે. મૂળ ઉદ્દેશ તો અધ્યાત્મ જ હોવો જોઈએ. સાધક દારૂ, સિગારેટ જેવા વ્યસનોથી પણ બહુધા મુક્ત બને છે.
આપણા ૠષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં આ સત્યને પોતાના અનુભવથી જાણ્યું કે મનમાં વિકાર જાગતાં સંવેદના થાય કે આ સંવેદના વિકારને વધારવાનું કારણ બને છે. પણ જો તેને દૃષ્ટાભાવે / તટસ્થભાવે / સમતાભાવે અનુભવવામાં આવે તો તેનું બળ ઘટવા માંડે છે.
આચાર્ય શ્રી સત્યનારાયણ ગોએન્કાજી મસ્તકના દુઃખાવાના નિમિત્તે આ સાધના પ્રત્યે ખેંચાયા. દેશવિદેશના નામચીન દાક્તરો જેમાં નિષ્ફળ ગયેલા તે શીરદર્દ આ સાધનાથી શમી ગયું એટલું જ નહિ, તેમની જીવનદૃષ્ટિ પણ બદલાઈ ગઈ. આથી પ્રભાવિત થઈ, ત્યારબાદ લગભગ પંદર વર્ષ સુધી આ સાધના કરતા રહી તેઓ તેમાં નિષ્ણાત થયા. તેમના ગુરુજીએ તેમને આચાર્યપદે નિયુક્ત કર્યા અને આદેશ આપ્યો કે
ભારતભૂમિની આ સાધના ભારતમાં ફરી પ્રસરે તે માટે ત્યાં જઈ તેનું શિક્ષણ આપો. તદનુસાર તેઓ સને 1969થી તેની શિબિરો યોજી એ કલ્યાણકારી સાધનાનો પ્રસાર કર્યો.
ઈ.સ.1973માં ભદ્રેશ્વર તીર્થમાં યોજાયેલ શિબિરમાં સર્વપ્રથમ ઘણાં જૈન સાધુ-સાધ્વીજીઓ - દશેક મુનિરાજો અને વીશ-બાવીશ મહાસતીજીઓ - એક સાથે વિપશ્યના શિબિરમાં જોડાયાં. ત્યારબાદ જૈનોમાં તેનો પ્રસાર વધતો રહ્યો છે. આચાર્યશ્રી તુલસી ગણિએ પોતાના 221
સાધુ-સાધ્વીઓને આ સાધનાનો લાભ મળે તે માટે દિલ્હી તેમજ લાડનુમાં તેમના ધર્મપરિવાર માટે ખાસ શિબિરોનું આયોજન કરાવેલું.
રાજગૃહીમાં રાષ્ટ્રસંત ઉપા. અમરમુનિએ પણ આ શિબિરનો લાભ મેળવ્યો. આ રીતે, ઘણાં મત-પંથના ગુરુઓએ તેમજ જૈન સાધુ-સાધ્વી-
મહાસતીજીઓએ પણ આ શિબિરોમાં જોડાઈ તેનો લાભ લીધો છે.
સ.256: કિંતુ, આવી ઉત્તમ કોટિની સાધનાનો જૈન સમાજના એક વર્તુળમાં વિરોધ પણ એટલો જ થઈ રહ્યો છે?
જ.256: ઘણાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ તેનો સખ્ત વિરોધ કરે છે. કારણ એટલું જ કે ‘‘આ બુદ્ધધર્મની સાધના છે’’ - તેમાં ‘બુદ્ધ’નું નામ આવે છે! પણ ‘બુદ્ધ’નો અર્થ ગૌતમ સિદ્ધાર્થ નામની વ્યક્તિ નહીં પણ ‘જેણે બોધિ પ્રાપ્ત કરી છે / જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે બુદ્ધ’ - એવો છે. આપણે નમુત્થુણંમાં ‘સયં સંબુધ્ધાણં... બુધ્ધાણં બોહયાણં’ બોલીને અરિહંત પરમાત્માની સ્તુતિ કરીએ જ છીએ ને!! પણ અહીં ‘બુદ્ધ’ શબ્દથી ભડકી ઊઠી, સમભાવની ખીલવટમાં અતિ ઉપયોગી એવી આ સુગમ અને નિર્દોષ સાધનાથી વંચિત રહીએ છીએ! આ સાધનાનો વિરોધ કરનારને મારૂં નમ્ર નિવેદન છે કે પહેલાં બે-ત્રણ શિબિરોમાં જઈ એનો જાત અનુભવ લો તે વિના, સાંપ્રદાયિક મમત્વ વશ એનો વિરોધ ન કરો.