આ દુઃખદ સંવેદનોનું વિસર્જન થશે... તેવી જ રીતે સુખદ સંવેદનોનું પણ વિસર્જન કરવાનું છે. કેમકે સુખદ સંવેદનો પણ રાગના કર્મોની ઉદીરણા જ છે. એનો પણ શાંત સ્વીકાર કરીને એનું પણ વિસર્જન જ કરવાનું છે. નહીં તો રાગના કર્મોનો ગુણાકાર થઈ અંતે એ પણ દુઃખમાં, કષ્ટમાં જ પરિણમશે. માટે કાયામાં ઉત્પન્ન થતાં સુખદ અને દુઃખદ સંવેદનોને સમતાભાવે, શાંત સ્વીકાર કરી વેદવા તે કાયક્લેશ છે.

આપણા રોજિંદા જીવનમાં પણ જોઈએ છીએ કે કોઈને કોઈ તો કોઈને કોઈ સ્વરૂપે શરીર પર રોગ પ્રગટ થઈને આવે છે. કોઈ દાઝી જાય છે.

147

કોઈ પડી જાય છે. હજારો પ્રકારની તકલીફ શરીર પર થાય છે. આ બધી તકલીફો આવે ત્યારે એનો શાંતપણે સ્વીકાર કરી મહત્તમ સમતામાં સ્થિર થવું તો કાયક્લેશ નામનો તપ સધાય છે. પરંતુ મોટાભાગે આપણે કોઈ, નાના કષ્ટોમાં પણ સમતામાં રહી શકતા નથી, પછી મોટા દુઃખ-દરદની તો વાત જ ક્યાં કરવી?

સવાલ એ થાય છે ‘આપણે તો આટલું બધું ધરમ જાણીએ. છ કર્મગ્રંથ અર્થ સાથે ભણી ગયા...તો પછી રોગ-આતંક-કષ્ટ આવે સમતા કેમ રહેતી નથી?’ તો એ ખાસ-ખાસ સમજી લો કે ગમે તેટલું ભણો કે

ગમે તેટલું ભાષણ આપો...પણ જે વ્યક્તિ જીવનમાં પ્રેક્ટીકલી પોતાના અંતરમાં ઉતરી...ઉદ્‌ભવતા સુખ-દુઃખના સંવેદનોને રાગ-દ્વેષનો ટેકો આપ્યા વગર અનિત્યભાવનામાં સ્થિર થઈ સમતાભાવે વેદવાની પ્રેક્ટિસ કરતો નથી, તે મોટા રોગ આવે, તકલીફ આવે કે મરણ આવે સમતા ધારણ કરી શકતો નથી કે સમતાભાવે કર્મને કદી વેદી શકતો નથી...અંતે જીવનની બાજી હારી જાય છે.

જેણે જિંદગીભર પાણી જ વલોવ્યું છે...તે માખણની આશા કેવી રીતે રાખી શકે? પછી ભલે ને હું મોટે મોટેથી ગીત ગાઉં - ‘અંત સમયે પ્રભુ આવજે...ને હું સમતાભાવે દર્દ સહું...’ અરે! અંત સમયે પ્રભુ આવશે તોય કાંઈ નહીં કરી શકે, કેમકે મેં આખી જિંદગી કાયક્લેશની એટલે કે કાયામાં ઉત્પન્ન થતા કષ્ટને સમતાભાવે વેદવાની કોઈ પ્રેક્ટિસ જ કરી નથી. કાયક્લેશ તપની સાધના હરઘડી, હરપળ થવી જોઈએ, પ્રેક્ટીકલી થવી જોઈએ ત્યારે એ તપ સધાશે.

સ.167: મહાવીરે પોતાની કાયાને કષ્ટ આપ્યું કે નહિ?

જ.167: આપણે જોયું કે મહાવીર લોચ કરે છે, ભૂખ્યા અને ઉપવાસી રહે છે.

ટાઢ, તડકો ને વરસાદમાં નગ્ન ઊભા રહે છે ને આપણે માની લીધું કે

મહાવીર કાયાને કષ્ટ આપી રહ્યા છે. આપણે મહાવીરને આપણી કક્ષા સુધી નીચે ઉતારીને મુલવીએ છીએ એટલે એવું સમજાય છે. પરંતુ વાળ ખેંચીને કાઢવામાં મહાવીરને પીડા ન હતી. સંપૂર્ણ સ્વીકૃતિ સાથે એ પીડાનું વિસર્જન હતું...આ વાત સમજીએ.

મહાવીરના કાનમાં જે દિવસે કોઈએ ખીલા ઠોક્યા તે દિવસે ઈન્દ્રે આવીને કહ્યું કે, ‘તમને ઘણી પીડા થતી હશે. તમારા જેવી નિસ્પૃહ વ્યક્તિના કાનમાં કોઈ આવીને ખીલા ઠોકી જાય તેનાથી અમને ખૂબ પીડા થાય છે.’

મહાવીરે કહ્યું, ‘જો મારા કાનમાં ખીલા ઠોકાવાથી તમને પીડા થાય છે 148

તો તમારા શરીરમાં ખીલા ઠોકાય તો તમને કેટલી બધી પીડા થશે.’

ઈન્દ્ર કાંઈ ન સમજ્યા. ઈન્દ્રે કહ્યું,‘હા, પીડા તો થાય જ ને? તમે આજ્ઞા આપો તો તમારું રક્ષણ કરું...’

મહાવીરે કહ્યું,‘તમે મને ખાતરી આપો છો કે તમારી રક્ષાથી મારું દુઃખ ઓછું થઈ જશે?’

ઈન્દ્રે કહ્યું,‘કોશિશ કરી શકું છું. તમારું દુઃખ ઓછું થશે કે નહીં તે કહી શકતો નથી.’

મહાવીરે કહ્યું,‘મેં જન્મોજન્મ સુધી એ દુઃખ ઓછા કરવાની કોશિશ કરી પરંતુ ઓછા ન થયા. હવે બધી કોશિશ છોડી દીધી છે. હવે મારી રક્ષા કરવા માટે તમને રાખવાની કોશિશ નહિ કરું. તમારી ભૂલ એવી જ છે જેવી મારા કાનમાં ખીલા ઠોકનારની હતી. એ એમ સમજતો હશે કે, મારા કાનમાં ખીલા ઠોકીને એ મારા દુઃખ વધારી દેશે. તમે એમ સમજો છો કે મારી રક્ષા કરીને તમે મારું દુઃખ ઓછું કરશો. તમારા બંન્નેનું ગણિત એક જ છે. મને મારા પર છોડી દો. જે છે તેનો મને સ્વીકાર છે.

પેલા માણસે મારા કાનમાં ખીલા જરૂર ઠોક્યા, પરંતુ એ ખીલા હજી મારા સુધી પહોંચ્યા નથી. હું બહુ દૂર ઊભો છું. સ્વીકારથી જ દુઃખનું અતિક્રમણ છે. દુઃખનો સ્વીકાર કરતાં જ એની ઉપર તાત્કાલીક ઊઠી જવાય છે.

કાયક્લેશનો આવો અર્થ છે. દુઃખના સ્વીકાર સાથે એક મોટું રૂપાંતરણ થાય છે.

માનવી કાયાને દુઃખ આપવા લાગે છે, એટલા માટે કે પાછળથી સુખ મળશે એવી આકાંક્ષા છે તો એ પણ સુખ પરનો રાગ થઈ ગયો. જ્યારે ક્લેશનો અનુભવ થાય ત્યારે તેને નિયતિ સમજીને સહન કરવાનો છે.

કોઈ સુખ દ્વારા મુક્ત થયું નથી. કારણ સુખ છે જ નહિ. સુખનો ભ્રમ છે. મુક્ત તો દુઃખ દ્વારા થવાશે. અને દુઃખમાંથી મુક્તિ એના સ્વીકારમાં છૂપાઈ છે. એ સ્વીકાર એટલો પ્રતીતિપૂર્ણ હોવો જોઈએ કે મનમાં એવો સવાલ પણ ન ઊઠે કે કાયા દુઃખ છે. આપણે દુઃખ સહન કરીએ એનો અર્થ એવો નથી કે આપણે કાયાને દુઃખ આપી રહ્યા છીએ. કાયાની બીમારીઓ દેખાશે, એનો તનાવ, એનો બૂઢાપો, એનું મૃત્યુ બધું દેખાવાનું શરૂ થશે. આ કાયા પર થતા ક્લેશને સમતાથી સહન કરવાનો છે, એને જોવાનો છે, એનાથી રાજી રહેવાનું છે, એને સ્વીકારવાનો છે. એનાથી ભાગવાનું નથી. એ કાયક્લેશ નામનો ઉત્કૃષ્ટ તપ છે.

સ.168: સંલીનતાં એટલે હાથપગ સંકોચી રાખવા એમજને?

149

જ.168: સંલીનતા એટલે બાહ્યતપનું અંતિમ અંગ. અંતરતપમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર. સંલીનતાનો સામાન્ય અર્થ આપણે એવો કરીએ છીએ કે

હાથ-પગ-શરીર સંકોચી રાખવું. શરીરના અંગોને કારણ વગર હલાવવા નહિ. પણ આટલા સ્થૂળ અર્થથી સંલીનતા જેવું ગૂઢ તપ સધાતું નથી.

સંલીનતાનો અર્થ છે પોતાનામાં લીન થવું. પોતાનામાં જ સંપૂર્ણપણે લીન.

જેની બહારની બાજુ કોઈ ગતિ નથી. ગતિ તો હંમેશા બીજા તરફ જવા માટે જ કરવી પડે છે. પોતાનામાં જવા માટે કોઈ ગતિની જરૂર નથી.

આપણે પોતાની પાસેજ તો છીએ. આમ જ્યારે અક્રિયતા (કાયાની સ્થિરતા), અગતિ અચલતા આવી જશે ત્યારે શરીર અને મન સ્થિર થઈ જશે. પોતાનામાં એટલા લીન થઈ જાઓ કે બીજું કાંઈ બચે નહી. તો સંલીનતા સધાશે. જ્યારે પહેલાં અંદરની ચેતના કંપાયમાન થાય છે.

ત્યારેજ શરીર પર હલનચલન વર્તાય છે. હજી એવું બની શકે. કે કોઈ પોતાના શરીરને સંલીન કરી બેસી જાય, એક આંગળી પણ ન હલે એ રીતે, પછી ભલે ભીતરમાં તોફાન ચાલતું હોય, પણ તેથી સંલીનતા ક્યાં? જ્યારે ભીતરમાં એટલું બધું શાંત થઈ જાય કે કોઈ તરંગ કે કંપન શરીર પર ન દેખાય ત્યારે ખરેખર સંલીનતા સધાય છે.

સ.169: સંલીનતાનો અભ્યાસ કેવી રીતે કરવો?

જ.169: ભીતરમાં જવા માટે સંલીનતાનો અભ્યાસ કરવો પડશે. આપણે જન્મોજન્મથી બહાર ચાલી જવા માટે ટેવાયેલા છીએ. જન્મ્યા ત્યારથી બર્હિમુખી થઈને જ જીવ્યા. અંદર જવાનો કોઈ અભ્યાસ નથી. ચીત્તનું બહાર જવું એ તો જાણે પાણીનું નીચેની તરફ વહીજવા જેવું છે. એને માટે કાંઈ કરવું પડતું નથી. પરંતુ ભીતર આવવાનું મોટો પ્રવાસ કરવા જેવું લાગે છે. આપણા મનને ભીતર કેવી રીતે જવું તેની ખબર જ નથી. આપણે ભીતર જતાંજ ન હોઈએ તો એમાં કુશળ કેવી રીતે થવાય?

આપણું માનવ મન જે આપણી આદતોના જોરે આપણી બેહોશીમાં, આપણી જાણ બહાર આપણને બહારની ચીજ-વસ્તુઓ-વ્યક્તિઓ તરફ આપણું ધ્યાન ખેંચ્યા કરે છે. એટલે પ્રથમ બહાર જવાનો અભ્યાસ મિટાવવો પડે. પછી અંદર જવાનો અભ્યાસ થઈ શકે.

માનવમનની જે બહાર જવાની પ્રવૃત્તિ છે એને હોશપૂર્વક, જાગૃતતાપૂર્વક જુઓ. દા.ત. મન કહેશે એકલા શું બેસી રહ્યા છો? ચાલો અમુક જણને ત્યાં જઈએ? તો જાગતૃતાપૂર્વક વિચાર કરો કે તેને ત્યાં જઈને શું કરવાનું છે? એની એજ વ્યર્થ વાતો? તબીયત કેમ છે? મોસમ કેવી છે? વગેરે વગેરે.... જો મન જાગૃત હશે તો આવું નકામું કાર્ય નહી કરીએ. નકામી ચીજોમાં રસ હમેશા બેહોશીમાંજ આવે છે. જાગૃતતા 150

પૂર્વક નકામી ચીજોમાં રસ લઈ શકાતો નથી. એટલે આપણા મનની બહાર જવાની પ્રત્યેક ક્રિયા પર જાગૃતિ પૂર્વક પહેરો હશે તો એક પછી એક વ્યર્થ ક્રિયાઓ છૂટી જશે. અને જીવનને માટે અનિવાર્ય હશે એટલીજ ક્રિયાઓ ટકી રહેશે.

નકામી ક્રિયાઓ થવાની બંધ થશે તો શરીર ધીમે ધીમે સંલીન થતું જશે.

આપણે એવી રીતે વર્તશું કે જાણે પોતાનામાં સ્થિર થઈ ગયા. શરીર તો સ્થિર થઈ ગયું સાથે મન પણ સ્થિર થઈ ગયું. માટે જે મનની આદત છે બહાર ભાગી જવાની તેના પ્રત્યે જાગૃત થઈ જવાની જરૂર છે જ્યારે શરીર અને મન બંને પ્રત્યે જાગૃત થઈ જવાશે ત્યારેજ અંદરમાં ઉતરી શકાશે.

ભીતરમાં જવા માટે એવી ચીજોમાં રસ લેવો પડશે કે જેમાં સંલીનતા સ્વાભાવિક છે. દા.ત. ક્રોધ બહાર લઈ જાય છે, કરૂણા અંદર, શત્રુતા બહાર લઈ જાય છે, મિત્રતા અંદર. શાંતિના ભાવમાં, આખા જગત પ્રત્યે કરૂણાના ભાવમાં સંલીનતા સ્વાભાવિક છે. આ ભાવોમાં સ્થિર થવાથી અંદરની યાત્રા શરૂ થાય છે, જે આંતરતપ છે તેના માટે સંલીનતા દ્વાર છે. સંલીન થયા વિના, આતંરતપમાં પ્રવેશ નથી. બધા તપ એકબીજા સાથે જોડાયેલા છે. એમાંથી એક છોડશો તો બીજું નહી થઈ શકે. આ પહેલા પાંચ બાહ્યતપની વાત કરી તે બધાં શરીરની શક્તિના સંરક્ષણ માટે છે. આ છઠ્ઠું બાહ્યતપ સંલીનતા સંરક્ષિત શક્તિનો અંદર જતો પ્રવાહ છે. શક્તિ બચશે તો અંદર જવાશે. આપણે તો આપણી મોટાભાગની શક્તિ બહાર વેડફી નાખીએ છીએ. ભીતર જવા માટે કોઈ શક્તિ બચતી જ નથી.

સ.170: સંલીનતાથી અંતરમુખી યાત્રા થાય?

જ.170: સંલીનતાનો પ્રયોગ જો કોઈ બરાબર કરે,બધી જાતના ભય છોડીને, સાક્ષી બનીને, જે બની રહ્યું છે તે સ્વીકાર કરીને, અંતરમુખી યાત્રા થાય એ જે ‘‘હું જ છું’’ એવો અનુભવ થાય પછી શરીરના દુઃખ એના રહેતા નથી. શરીર પર બનતી ઘટનાઓ એના પર બનતી હોતી નથી.

શરીરનો જન્મ એનો જન્મ નથી. શરીરનું મૃત્યુ એનું મૃત્યુ નથી. જે બધું બહારનું છે તે છૂટી જશે. આખું જગત, શરીર અને મન બધું ભૂલાઈ જશે. માત્ર ચૈતન્યનો દિવો ભીતરમાં ઝગારા માર્યા કરશે.

ચલો સંલીનતા જેવા મહાન તપને જરા વધુ બારીકાઈથી સમજીએ. કોઈની છાતી પર છૂરો લઈને ચઢી બેસીએ ત્યારેજ આક્રમણ થાય છે. એવું નથી,આપણે બીજાનો વિચાર કરીએ છીએ ત્યારે બીજા પર આક્રમણ થઈ જાય છે. બીજાનું મારા ચિત્તમાં હાજર થવું એ પણ એક આક્રમણ છે.

આક્રમણનો અર્થજ છે, હું બીજાની તરફ ગતિમાન થયો પછી છુરો લઈને ગયો બીજાની તરફ કે આલિંગન કરવા ગયો. બીજાની તરફ 151

સદ્‌ભાવથી ગયો કે અસદ્‌ભાવથી. બીજાની તરફ ગતિ કરતી ચેતના આક્રમક છે. જેનું ચિત્ત કાંઈ બીજામાં કેન્દ્રિત થયું હોય છે તે હંમેશા આક્રમક હોય છે. આક્રમણનો અર્થ છે બહાર જવું તે મહાવીરે એક સુંદર શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રતિક્રમણ. પ્રતિક્રમણનો અર્થ છે ભીતર પાછા ફરવું તે. સ્વગૃહે પાછા ફરવું તે. એટલેજ મહાવીરે અહિંસા માટે આટલો બધો આગ્રહ રાખ્યો છે. કોઈપણ પ્રકારનું ચિત્તનું આક્રમણ ન થવું જોઈએ. એવું બનશે તોજ સંલીનતા ફલિત થશે. આ બધા છ બાહ્યતપ ને છ આંતરતપ સંયુક્ત છે...એ તો સમજાવવા માટે અલગ અલગ કહેવા પડયા છે. જીવનમાં જ્યારે આ બધા ફલિત થાય છે ત્યારે તે બધા સાથે થાય છે. જેનું ચિત્ત પોતાનામાં જ કેન્દ્રિત થયું હોય, સંલીન થયું હોય છે તેનામાં આક્રમણ બચતું નથી. એવા ચિત્તમાં પ્રતિક્રમણ સધાય છે. પ્રતિક્રમણની યાત્રા સંલીનતામાં ડૂબાડે છે. જે દિવસે શરીર અને મન બંને પ્રત્યે જાગૃત થઈ જવાશે. ત્યારે મન ધીમે ધીમે બહાર જવામાં રસ ગુમાવી દેશે ત્યારે ભીતરમાં જઈ શકાશે.... ત્યારે સંલીનતા નામનો તપ સધાશે... ત્યારે જ આંતર તપમાં પ્રવેશ પામી શકીશું.

સ.171 બાહ્ય તપથી કર્મની નિર્જરા થાય કે અભ્યંતર તપથી? છ અભ્યંતર તપના નામ આપો.

.171 કર્મની નિર્જરા તો ત્યારે જ સંભવિત છે, જ્યારે બારેબાર પ્રકારના તપનો સમન્વય સધાય છે. કચરો ત્યારે જ વળાય છે જ્યારે ઝાડુની બધી જ સળીઓ એકત્રિત થાય છે. ઝાડુની અલગ અલગ સળીઓ કચરો કાઢવા સમર્થ નથી. બાહ્ય અને અભ્યંતર તપ એક જ સિક્કાની બે બાજુ છે.

તેને અલગ અલગ પાડી શકાય નહિ. મહાવીરે જેટલો પણ તપ કર્યો તેમાં બારેબાર પ્રકારના તપનો સમન્વય હતો. તેના વગર, નિર્જરા શક્ય નથી. એ તો ભાષાની મર્યાદા છે કે બારે બાર પ્રકારના તપ વર્ણવવા હોય તો એક પછી એક જ કહી શકાય. એક સાથે નહિ. બાકી નિર્જરા તો ત્યારે જ થાય કે જ્યારે બારે પ્રકારના તપ એક સાથે જ ઘટિત થાય.

છ અભ્યંતરના તપના નામ છે ...(1) પ્રાયશ્ચિત (2) વિનય (3)

વૈયાવચ્ચ (4) સ્વાધ્યાય (5) ધ્યાન (6) કાયોત્સર્ગ.

સ.172 અત્યારે સામાન્ય રીતે પ્રાયશ્ચિત નામના તપનો કયો અર્થ પ્રચલિત છે?

.172 સામાન્ય રીતે આ મહાન તપનો અર્થ આપણે એટલો જ લઈએ છીએ કે

કોઈ ભૂલ થઈ ગઇ. કાંઈ ખોટું થઈ ગયું તો તેના માટે પસ્તાવો કરી લીધો. ચોરી કરી હોય તો ચોરી બદલ પસ્તાવો, હિંસા કરી હોય તો હિંસા બદલ પસ્તાવો.. બહુ તો ગુરૂમહારાજ પાસે જઈને આલોચના લઈ લીધી. કરેલા પાપનો પસ્તાવો કરવો અને તે દોષનો દંડ લઈ શુદ્ધ 152

થવું. પ્રાયશ્ચિત નામના પ્રથમ અભ્યંતર તપનો આટલો જ સરળ અર્થ આપણે લઈએ છીએ. પણ જો આ તપ આટલો સરળ હોત તો મહાવીરે એને બાર પ્રકારના તપમાં છેક સાતમે સ્થાને મૂકવાની જરૂર ન હતી.

પહેલાં કરતા બીજું બીજા કરતા ત્રીજું એમ એકથી એક ચડિયાતું તપ છે, એકથી બીજું અઘરૂં તપ છે. આમ ક્રમવાર સાતમું પ્રાયશ્ચિત તપ ખરેખર ઘટિત થાય તો માણસનું આંતરિક રૂપાંતર થવું ઘટે. જો માણસે પ્રાયશ્ચિત લીધા પછી પણ એની એ જ ભૂલનું પરાવર્તન થયા જ કરે તો રૂપાંતર ક્યાં થયું? પશ્ચાતાપ જો તમારા અંતર આત્મામાં કાંઈ ફેરફાર લાવે નહિ તો પ્રાયશ્ચિત નામનું પ્રથમ અભ્યંતર તપ ક્યાંથી ઘટિત થાય?

સ.173 આલોચના લીધા પછી પણ આ તપ ઘટિત નહિ થવાનું કારણ શું?

.173 જ્યારે આપણાથી કોઈ ગલત કામ થઈ જાય છે, ત્યારે મન કહે છે, આમ તો હું બહુ સારો માણસ છું. આવું કરૂં એવો નથી... પરંતુ કોઈ એવી પરિસ્થિતિમાં આમ બની ગયું હશે.. કર્મના ઉદયે આવું થઈ ગયું હશે. એમ મનને મનાવી લો છો. થોડો પસ્તાવો પણ કરી લો છો ને પાછા હતા એવાને એવા થઈ જાઓ છો. આમ ભૂલને ખાલી ભૂંસી નાખવાની જ પ્રક્રિયા થાય છે. આમ પસ્તાવો પોતાના અહંકારને બચાવવાની એક પ્રક્રિયા બની જાય છે. દા.ત. કોઈને ગાળ દીધા પછી લાગે છે કે કોઈ સંજોગના દબાણમાં કે ક્ષણિક આવેશમાં આવું બની ગયું હશે. હવે આવું થશે નહિ. આમ ગાળ દીધાનો જે ડંખ હતો તે દૂર કરી દીધો. પસ્તાવો કરી, આલોચના લઈ હું શુદ્ધ બની ગયો એવો ભ્રમ પેદા કર્યો. પાછા હતા તેવા થઈ ગયા. હવે ફરીથી ગાળ આપવાનું શક્ય છે. મેં ક્રોધ કર્યો કે મેં વિકાર સેવ્યો એટલે હું પસ્તાવો કરી લઉં.

એ પ્રશ્ન નથી... પરંતુ મારાથી ક્રોધ થઈ શક્યો એવો બોધ થતા માણસ પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરશે. એવું ત્યારે જ બની શકે કે

જ્યાંથી ક્રોધ થયો છે ત્યાં રૂપાંતરણ થયું હોય આમ ખરા અર્થમાં પસ્તાવો ત્યારે જ થશે જ્યારે એવો બોધ થશે કે હું જ ખોટો છું. જ્યારે આક્ષેપ સંજોગો પર નહિ મુકાય, પરંતુ પોતાની જાત પર જ મુકાશે ત્યારે જ ચેતના રૂપાંતરીત થશે. ગઈકાલે મેં પાપ કર્યું હતું તો ગઈ કાલની ચેતનાના સ્તર પર હવે રહેવું નથી એ બોધ થવો જરૂરી છે. એ બોધ અંતરમાં પ્રગટતા રૂપાંતરણ સધાશે. એવો દિવસ ક્યારે આવશે કે ક્ષમા માંગવી જ ન પડે. એવું ત્યારે જ બને કે જ્યાંથી ક્ષમા મંગાઈ રહી છે ત્યાં રૂપાંતરણ થાય. ફક્ત પસ્તાવો કરીને અટકી જનાર માણસ બદલાતો નથી, ફરી એની એ જ ભૂલ કરે છે. જ્યારે પ્રાયશ્ચિત આપણને જેવા 153

છીએ તેવા રહેવો દેતું નથી, એ આપણને બદલે છે.

સ.174 મહાવીરે પ્રાયશ્ચિતને અભ્યંતર તપનું પહેલું પગથિયું કેમ ગણ્યું?

.174 કેમકે જે વ્યક્તિ પોતાની સ્વંયનીજ ભૂલ જુએ છે, સંજોગો કે સામેલા વ્યક્તિની ભૂલ હોવાનું માનતો નથી તેની અંતરયાત્રા શરૂ થઈ જાય છે. જ્યારે માણસ પોતાને જ દોષિત જુએ છે, ત્યારે એક મનોમંથન શરૂ થાય છે એ માણસ સુધરી શકે છે. સામેની વ્યક્તિ ખોટી છે, એવું જાણવાથી તમારી અંતરયાત્રા શરૂ થતી નથી. બીજો સાચો કે સારો કે

ખોટો છે એની સાથે તમારે કાંઈ મતલબ નથી. એ ઠરાવવાનું સાધક તરીકે તમારૂ કામ નથી. પરંતુ હું પોતે જ ખોટો છું. એવું નિશ્ચિતપણે માનવાથી પ્રાયશ્ચિત શરૂ થશે. જ્યાં સુધી હું છું ત્યાં સુધી ગલત હોઈશ જ. મારી જે અસ્મિતા, જે અહંકાર છે, તેનું હોવું જ મારી ભૂલ છે. જ્યાં સુધી હું શૂન્યવત, ન થઈ જાઉં, જ્યાં સુધી હું નહીંવત ન બની જાઉં, ત્યાં સુધી અભ્યંતર તપનું, આધ્યાત્મ જગતનું પગથિયું ચડાતું નથી.

સ.175 આપણે અત્યારના જે પ્રાયશ્ચિતને સમજ્યા છીએને મહાવીરે જે અર્થમાં કહ્યું છે, તે બેમાં શું ફરક છે?

.175 આસમાન જમીનનો ફરક છે. આપણે પસ્તાવો કરીને પ્રસન્ન થઈએ છીએ, આશ્વાસન લઈએ છીએ કે જુઓ કેવો સારો માણસ છું. ક્ષમાપણ માંગી લઉં છું. આમ આપણો અહંકાર પાછો પ્રતિષ્ઠિત થઈ જાય છે. ને ભૂલની, પાપની, જૂની ભાત ભૂંસીને નવી ભાત પાડવા માટે પાટી સાફ થઈ જાય છે. ફરી એની એ ભૂલ થાય છે. મહાવીરે બતાવેલા પ્રાયશ્ચિતનો અર્થ જૂદો છે. પ્રાયશ્ચિત ત્યારે શરૂ થઈ જાય છે જ્યારે તમે જેવા છો, બૂરા, ભલા, નિંદાયોગ્ય, પાપી, બેઈમાન, જેવા છો તેવા તમને જાણો '- તથ્યનો સ્વીકાર પ્રાયશ્ચિત પૂરેપૂરો સ્વીકાર. એમાં કોઈ અપવાદ નહિ.

હું ચોર છું તો ચોર, બેઈમાન છું તો બેઈમાન... સ્વીકાર. તમારે બેઈમાન હોવાની ઘોષણા કરવાની જરૂર નથી. કારણ કે એવું ખરેખર બને છે કે

જ્યારે તમે કહો કે હું બેઈમાન છું. ત્યારે લોકો સમજશે કે માણસ કેવો ઈમાનદાર છે! પ્રાયશ્ચિત કરનારે કરેલા પાપોની ઘોષણા પોતાની સમક્ષ જ કરવાની છે. પ્રાયશ્ચિત પોતાને પોતાની સમક્ષ ઉઘાડીને જોઈ લેવામાં છે. મહાવીરે દરેક વ્યક્તિને પોતાનું ભવિષ્ય નક્કી કરવામાં એટલી સક્ષમ માની છે કે જેનો કોઈ હિસાબ નથી. પ્રાયશ્ચિત એટલે પોતાની સમક્ષ જ પોતાના નરકનો સ્વીકાર... ક્યારે સંપૂર્ણ સ્વીકાર ભીતરમાં ઘટે છે, ત્યારે એ પૂર્ણ સ્વીકારમાંથી જ રૂપાંતરણ શરૂ થાય છે. કેવી રીતે?

જ્યારે પૂર્ણ સ્વીકાર થાય છે ત્યારે તમારી પુરાણી ઈમેજના ટૂકડેટૂકડા થઈને ખરી પડે છે. માણસ પોતાને આ હાલતમાં વધુ વખત જોઈ 154

શકાતો નથી એને બદલાવું જ પડશે... રૂપાંતરણ થશે... મહાવીરે કહે ત્યારે ખરા અર્થમાં પ્રાયશ્ચિત થશે.

સ.176 પ્રાયશ્ચિતની દુનિયામાં પ્રવેશ ક્યારે કરી શકાય?

.176 ક્યારેક બે મિનિટ જાતને જગાડીને વિચારીએ કે શું છે આ જીંદગીનો અર્થ? આ સવારથી સાંજ સુધીના ચક્કર? આ ક્રોધ અને ધૃણાના ચક્કર? આ ક્ષમા અને દુશ્મનીના ચક્કર? શું છે આ બધું? આ ધન, યશ, અહંકાર, પદનો અર્થ શું છે? મેં જે કાંઈ કર્યું છે તેનાથી કઈ દિશા તરફ હું આગળ વધી રહ્યો છું? ખરેખર ક્યાંય પહોંચીશ? મારી મંઝીલ નજદીક આવી રહી છે કે નજદીક આવવાનો ભ્રમ છે? હું જે કાંઈ કરૂં છું તેની આંતરિક, અર્થવત્તા, મહત્તા કે ગરિમા છે? એનો ખ્યાલ આવી જાય તો તમે પ્રાયશ્ચિતની દુનિયામાં પ્રવેશ કરી શકશો.

સ.177 નિયમસારમાં પ્રાયશ્ચિતની વ્યાખ્યા જુદી આપી છે ને?

.177 હા... નિયમસારમાં આધ્યાત્મદ્રષ્ટિથી પ્રાયશ્ચિત એટલે કે પ્રાયઃ ચિત્ત = પ્રકૃષ્ટ ચિત્ત = ઉત્કૃષ્ટ બોધજ્ઞાન એમ આપેલું છે. જ્યારે માણસ પાછો વળીને પોતાનામાં જ ઝાંકીને જુએ છે ત્યારે તે જાણે છે કે... મને ક્રોધ આવ્યો, આવી શક્યો કારણ કે મારામાં ક્રોધ ભરેલો જ પડ્યો હતો.

સામેલાએ ગાળ આપી તે તો નિમિત્ત હતો. હું નિમિત્તને બચકા શા માટે ભરૂં? જો વેપારી પાસે માલ જ નથી તો તે ગમે તેવો ગ્રાહક આવશે તે માલ ક્યાંથી આપશે? જો તું અબ્રહ્મનું સેવન કરે છે, જો તું પાપનું સેવન કરે છે, તો એ નક્કી થઈ ગયું કે તારી પાસે માલ ભરેલો પડ્યો છે અને જ્યાં સુધી તું એ માલ મૂળમાંથી ખતમ નહિ કરે ત્યાં સુધી ફરી પાછો ક્યારે પણ ઉગી નીકળવાની શક્યતા છે. મહાવીરને ગાળો આપો કે જૂતાનો હાર પહેરાવો... એ ક્રોધ કરશે જ નહિ કારણકે

એ માલ એનો ખતમ થઈ ગયો છે. વેશ્યાના ઘરે રહેવા છતાં સ્થૂલભદ્રજીમાં વિકારો નહોતા જાગ્યા કારણકે એ સ્ટોક તેણે ખતમ કરી નાંખ્યો હતો. આટલી જાગૃતિ જ્યારે આપણામાં આવશે... કે મારી ભૂલનો જવાબદાર હું જ છું. ભલે ગમે તેવી પરિસ્થિતિમાં મૂકાયો હોઉં, મારામાં ક્રોધ જાગ્યો, મારામાં વિકારો જાગ્યા તો એ ભૂલો ત્યારે જ થઈ જ્યારે મારામાં સ્ટોક ભરેલો છે. આ ઉત્કૃષ્ટ બોધજ્ઞાન, તેનામાં પ્રવિષ્ટ થશે... ચિત્ત પ્રકૃષ્ટ બનશે... પોતાનામાં જ દોષ જોશે ત્યારે તેને મૂળથી ઉખેડવાનો પ્રયત્ન કરશે. જે મૂળથી ઉખડશે તે કદી પાછા આવશે નહિ. નહિ તો પાંચ-પચ્ચીસ વરસે કે પાંચ પચ્ચીસ ભવે એ જ ભૂલોનું પાછું પુનરાવર્તન થશે... કોઈ ભૂલો એવી નથી કે જે આપણે ભવચક્કરમાં પહેલી જ વાર કરતા હોઈએ... મહાવીર એવું પ્રાયશ્ચિત ન 155

બતાવે કે જે ફરીને પાછું ઉગી નીકળવાનું હોય... જ્યારે માણસ પોતાની અંતરયાત્રા કરે છે ત્યારે પ્રાયશ્ચિત = પ્રકૃષ્ટ ચિત્ત = ઉત્કૃષ્ટ બોધજ્ઞાન ઘટિત થાય છે.

સ.178 સામાન્યપણે વિનયતપના શું અર્થ થાય છે?

.178 સામાન્ય રીતે ધર્મ અને ધર્માત્માનું સન્માન, આદર, માતા-પિતા-

ગુરૂજનો-વડીલો વગેરે શ્રેષ્ઠ વ્યક્તિઓનું આદર-સન્માન કરવું તે વિનય એવો અર્થ થાય છે. વિનય તપના પ્રકારમાં દર્શન વિનય, જ્ઞાન વિનય, ચારિત્ર વિનય, તપ વિનય, ઉપચાર વિનય, દેવ વિનય, ગુરૂ વિનય, શાસ્ત્ર વિનય, નિશ્ચય વિનય, વ્યવહાર વિનય, મન-વચન-કાર્ય વિનય આમ ઘણા પ્રકાર છે.

સ.179 વિનય તપના પ્રકાર ટૂંકમાં સમજાવો?

.179 મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ તથા કેવળજ્ઞાન એમ પાંચ જ્ઞાન તથા જ્ઞાનીની આશાતના કરવી નહિ. એમનું બહુમાન, ગુણકિર્તન કરવા.

વિનયપૂર્વક વિધિ સહિત જ્ઞાન ગ્રહણ કરવું, પુસ્તકોનો યોગ મળવો તે મહાલાભનું કારણ માનવું, તેનો આદરસત્કાર કરવો, સમ્યકદર્શન ધારણ કરનારા પ્રત્યે પ્રીતિ ધરવી, આત્મા અને પરપદાર્થના ભેદ વિજ્ઞાનનો અનુભવ કરવો, વિષય કષાયને ઘટાડવા તથા ચારિત્ર ધારણ કરનારાઓના ગુણોનો આદર કરવો, ધ્યાન-સ્વાધ્યાયમાં ઉદ્યમવંત બનવું, ઈન્દ્રિયોને વિષયોમાં પ્રવર્તતી રોકવા માટે ઉપવાસ આદિ તપ કરવો, અરિહંત દેવનું ચિંતવન કરી ધ્યાન કરવું, ગુરૂને જોઈને ઉભા થવું, સામે લેવા જવું, આસન આદિ પાથરવું, સેવા કરવી, સ્થાન સુધી પહોંચાડવા જવું, તેમનો સત્કાર કરવો, સન્માન દેવું, રોગી, વૃદ્ધ ગુરૂ આદિની ચિંતા-દુઃખ જાણીને દૂર કરવું, બહુ આદરથી સત્શાસ્ત્ર ભણવું, રાગ-દ્વેષ વડે આત્માનો ઘાત ન થાય તેમ પ્રવર્તવું, કોઈ જીવનો તિરસ્કાર, અપમાન ન થાય તેમ વર્તવું વગેરે વિનયના પ્રકાર છે.

સ.180 આપણે જે અર્થમાં વિનય તપ સમજીએ છીએ તે બરાબર છે?

.180 આપણે જે અર્થમાં વિનય તપ સમજીએ છીએ તેમાં અધૂરાપણું દેખાય છે. કેમકે આપણે દ્વંદમાં જીવીએ છીએ. દ્વંદ એટલે એક ગુણ હોય તો તેની સામેનો વિરોધી ગુણ આપણામાં હયાત જ હોય. જેમ કે જ્યાં દયા છે ત્યાં ક્રૂરતા છે જ, રાગ છે ત્યાં દ્વેષ હયાત જ છે. તમારા દિકરાને કોઈ બે લાફા મારશે તો તમને મારનાર પ્રત્યે દ્વેષ આવશે કેમકે તમને તમારા દિકરા પર રાગ છે. બિલાડીના મોઢામાંથી ઉંદરને છોડાવવા છૂટ્ટો પથ્થર બિલાડીને મારશો - ઉંદર પર દયા કરી તો બિલાડી પર 156

ક્રૂરતા આચરી, એમ અમુકમાં શ્રેષ્ઠતાને જોશું તો તેનો આદર કરીશું તો અમુકમાં નિકૃષ્ટતાને જોશું જ અને તેનો અનાદર, અવિનય કરીશું.

એટલે આપણામાં સાચો વિનય પેદા થતો નથી. વિતરાગ દ્વંદાતીત કહેવાય છે. તેમાં દયા પણ નહિ ને ક્રૂરતા પણ નહિ ફક્ત કરૂણા છે.

તેમાં રાગ પણ નહિ ને દ્વેષ પણ નહિ મધ્યસ્થ છે. તપ એ તો વિતરાગની સીડી ચઢવાના પગથિયા છે સાતમો અભ્યંતર તપ વિનય એ તો ઉત્કૃષ્ટ છે. તેનો આટલો છીછરો અર્થ હોઈ ન શકે. અંતરતપ તો આપણા અંદરના ગુણોને જગાડવા માટે છે કોઈ શ્રેષ્ઠ હોય તેને તમે આદર આપતા હોય તેમાં તમારો ગુણ શું? એ વ્યક્તિ શ્રેષ્ઠ છે તેને આદર આપવો પડે છે માટે આપો છો, તેનાથી તમારામાં કોઈ રૂપાંતર થતું નથી. એને આદર આપવાનું ભલે ચાલુ રાખો પરંતુ માત્ર તેટલાથી તમારો વિનય આંતરતપ સધાઈ ગયો એ માની લેવાની ભૂલ કરવી નહિ.

સ.181 મહાવીર કયા અર્થમાં વિનય તપ સાધવાનું કહે છે?

.181 જ્યારે કોઈ તુલના વિના દરેક પ્રત્યે વિનયનો ભાવ પેદા થાય ત્યારે એ તમારો આંતરગુણ બને છે. મહાવીર એમ નથી કહેતા કે ફક્ત શ્રેષ્ઠજનનો આદર આપો તે વિનય છે, પરંતુ કોઈપણ ભેદભાવ વિના આદર અપાય ત્યારે વિનય પેદા થાય છે. જીવમાત્ર પ્રત્યે આદર, અસ્તિત્વ પ્રત્યે આદર, જે છે તેના પ્રત્યે આદર, નિંદક કે પ્રશંસક, ચોર કે સાધુ, જે જેવા છે તેના પ્રત્યે આદર, શ્રેષ્ઠત્વનો કોઈ સવાલ જ નથી, તેમનું હોવું જ પર્યય્ત છે. એ દરેક પ્રત્યે આદર સંભવે ત્યારે વિનય નામનો તપ સધાય છે. જ્યાં સુધી હું તોલી તોલીને આદર આપું ત્યાં સુધી એ મારો ગુણ નથી. મને જો કોહિનૂર હિરો સુંદર લાગતો હોય તો તે કોહિનૂરનો ગુણ છૈ. પરંતુ જ્યારે રસ્તા પર પડેલ કંકડ-પત્થરમાંય સૌંદર્ય દેખાય તો હવે સૌંદર્ય જ જોવાનો મારો ગુણ બની ગયો. ફક્ત શ્રેષ્ઠને જ આદર આપવામાં આપણે કોઈ પ્રયત્ન, શ્રમ કે આંતરિક પરિવર્તન કરવું પડતું નથી જ્યારે જીવ માત્ર પ્રત્યે આદરભાવ જાગે છે.

ત્યારે આંતરિક પરિવર્તન થાય છે. સવાલ એ નથી કે તમે બેઈમાન છો કે ઈમાનદાર. તમે બેઈમાન હો તો પણ હવા તમને ઓક્સિજન આપવાની ના નથી પાડતો, આકાશ એમ નથી કહેતું કે હું તને જગ્યા નહિ આપું.

જ્યારે આખું અસ્તિત્વ તમારો સ્વીકાર કરે છે તો હું કોણ છું તમારો અસ્વીકાર કરનાર? તમે છો એટલું જ પૂરતું છે. હું વિનય કરીશ. સન્માન આપીશ. કોઈપણ જાંચ પડતાલ વિના, કોઈપણ શરત વિના જીવન પ્રત્યે સહજ સન્માન એ જ વિનય છે. વળી તમે કોને શ્રેષ્ઠ ગણશો? જે 157

આજે શ્રેષ્ઠ છે તે ભૂતકાળમાં ન હતા, કદાચ ભવિષ્યમાં નહિ હોય...

તો કોને વિનય કરશો?

સ.182 જે આજે શ્રેષ્ઠ છે તે ભૂતકાળમાં ન હતા... આ વાક્ય ઉદાહરણ સાથે સમજાવો?

.182 આદિનાથ દાદા જે આજે આપણા માટે શ્રેષ્ઠતમ છે તે એમના પાંચમાં લલિતાંગદેવના ભવમાં વિષયાશક્ત હતા. લલિતાંગદેવની પ્રિયા સ્વયંપ્રભા ચ્યવી ગઈ. કોઈ દરિદ્ર ગૃહસ્થને ત્યાં સાતમી કન્યાના રૂપમાં જન્મ લીધો. બધાએ છોડેલી - તરછોડેલી આ નિર્નામિકાને એક દિવસ યુગંધર કેવળીના દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. તે વૈરાગ્યભાવનાથી અનસન વ્રત અંગિકાર કરવા જઈ રહી છે. મોહાશક્ત બનેલ લલિતાંગદેવ (આદિનાથદાદાનો જીવ) તેની પાસે જઈને તેની પત્ની બનવાનું નિયાણું કરાવે છે. તેથી ફરીથી સ્વયંપ્રભા (શ્રેયાંસકુમારનો જીવ) એ જ દેવલોકમાં લલિતાંગની પ્રિયારૂપે જન્મી એકમેકમાં મોહાશક્ત બને છે. એ જ જીવ છે જે એક દિવસ મોહાશક્ત હતો આજે વિતરાગ છે કોને શ્રેષ્ઠ ગણશો? કોને નિષ્કૃષ્ઠ? મહાવીરનો જીવ આજે વિતરાગ છે. તે એક ભવમાં અત્યંત અહંકારી ક્રોધી, નિર્દયી, શય્યાપાલકના કાનમાં ધગધગતું શીશું રેડાવનાર જીવ હતો... કોનો વિનય કરશો કોનો નહિ કરો? આજ તમારો પ્રશંસક કાલે નિંદક હોઈ શકે છે...

આજે તમને જન્મ આપનાર કાલે મોતને ઘાટ ઉતારી શકે છે... માટે મહાવીર કહે છે, કોઈપણ શરત વિના, કોઈપણ ભેદભાવ વિના જીવમાત્રનો વિનય કરો... એના જીવનનો એના અસ્તિત્વનો વિનય કરો તો જ આ અભ્યંતર તપ આત્મસાત્‌ થશૈ.

સ.183 પહેલા પ્રાયશ્ચિત પછી વિનય તપ રાખવાનું શું કારણ?

.183 જો પ્રાયશ્ચિત પહેલા ફલિત થયું હશે તો માણસનું મન. બીજાના દોષ જોવાનું બંધ કરશે. જ્યાં સુધી મન બીજાના દોષ જોયા કરે છે ત્યાં સુધી વિનય પેદા થઈ શકતો નથી. વિનય એટલે સૌ પ્રત્યે સહજ આદર.

બીજાના દોષ જોઈને પોતાના અહંકારને પોષણ આપવાનું બંધ કરીએ ત્યારે વિનય પેદા થાય. નિંદામાં રસ માલુમ પડે છે ને પ્રશંસા કરતા પીડા થાય છે. બીજાના દોષ દૂરદૂરથી પણ આપણને દેખાય છે ને આપણા દોષ નિકટમાં નિકટ છે છતાં દેખાતા નથી. આપણા જે દોષ દેખાતા નથી તે બધા આપણા દુશ્મન છે. તે અંદર છુપાઈને ચોવીસ કલાક આપણને બહુ દુઃખ આપે છે. જ્યારે કોઈ બીજાનું ખૂન કરી નાંખે છે ત્યારે પણ એ માણસ માનતો નથી કે હું અપરાધી છું. એ એમ 158

માને છે કે એ માણસે કામ જ એવા કર્યા હતા કે એનું ખૂન કરવું પડ્યું, દોષિત હું નથી. આમ ભૂલ હંમેશા બીજાની જ હોય છે. ભૂલ શબ્દ જ બીજાની તરફ તીર બનીને આગળ વધે છે. તેથી જ આપણો અહંકાર બળવાન બને છે. એટલે જ મહાવીરે પ્રાયશ્ચિતને પ્રથમ અભ્યંતર તપ કીધું. દરેક જણે એ સમજી લેવાની જરૂર છે કે ફક્ત મારા કૃત્ય નહિ, હું પોતે જ ખોટો, દોષિત હોઉં છું. આ સમજવાથી તીરની દિશા બદલાઈ જશે ને તીર તમારી તરફ તકાશે. આવી પરિસ્થિતિમાં વિનય નામનો અભ્યંતર તપ સધાશે. આવી જે વિનયની સ્થિતિ છે તે પ્રાયશ્ચિત તપની પૂર્ણ સાધના પછી જ સાધી શકાય છે. માટે જ મહાવીરે પ્રાયશ્ચિતને વિનયની પહેલાં સ્થાન આપ્યું છે.

સ.184 વિનય તપની સાધના માટે કર્મની થિયરી સમજાવો?

.184 યાદ રાખો.... જ્યારે પણ કોઈ માણસ કાંઈ કરે છે તો તેના પોતાના કર્મના કારણે કરે છે, આપણા કારણે નહિ. આપણે જે કરીએ છીએ તે આપણા કર્મને કારણે કોઈ બીજાના કારણે નહિ. આ વાત જો બરાબર ખ્યાલમાં આવી જાય તો વિનય સહજતાથી તમારામાં ઉતરશે. કોઈ માણસ ગાળ આપે છે તો એ એટલા માટે આપે છે કે એના ભૂતકાળના બધા કર્મોએ એક એવી સ્થિતિ પેદા કરી કે જેમાંથી ગાળ પેદા થાય.

આવું જ્યારે તમે માનો છો ત્યારે તમે એની ગાળને એના કર્મ સાથે જોડો છો, તો જ ગાળ આપનાર પ્રત્યે વિનય પેદા થશે. જ્યારે તમે ક્રોધ કરો છો, ત્યારે ખરેખર તમે બીજા પર ક્રોધ કરતા નથી. બીજું તો નિમિત્ત છે. તમે તમારા ભૂતકાળના કર્મને કારણે ક્રોધ એકઠો કરેલો છે. જે તમારી અંદર ભરેલો છે. જેમ કુવામાં બાલટી નાખીએ ત્યારે તે બાલટી પાણીથી ભરાઈને બહાર આવે તેમ તમારામાં ક્રોધ છે એટલે ગાળ રૂપી બાલટી નાખીને કોઈ તમારો ક્રોધ બહાર ખેંચી લાવે છે.

નિમિત્ત પર શું ક્રોધ કરવો? જેમાં ખરેખર વિનય જાગૃત થયો છે, તે ગાળ આપનારને ધન્યવાદ આપશે કે તેણે તમારામાં ક્રોધ પડેલો છે તે બહાર લાવીને બતાવી દીધો. માટે જ કીધું છે કે નિંદક નિયરે રાખીએ...

કેમકે તે તમારામાં નિંદા કે ટીકાપૂર્ણ બાલટી નાખતો રહેશે ને તમારી ભીતરમાં જે કચરો પડ્યો હશે તે બહાર ખેંચી લાવીને બતાવશે. જો તેનાથી દૂર ભાગશો તો તમારી ભૂલો દેખાડનારું દર્પણ તમે ગુમાવી દેશો. મહાવીર કહે છે બીજાઓ પોતાની કર્મશૃંખલા પ્રમાણે નવા કર્મો કર્યા કરે છે. આપણી સાથે એને એટલો જ સંબંધ છે કે એ પ્રસંગે આપણે હાજર હતા. નિમિત્ત બન્યા, એ જ રીતે આપણામાં ક્યારેક વિસ્ફોટ થાય ત્યારે જે કોઈ હાજર હોય તે નિમિત્ત બન્‌ે. યાદ રાખો 159

જ્યાં ક્રોધ છે ત્યાં અંદરમાં અહંકાર છે. હંમેશા અહંકારને પોષણ મળવામાં અડચણ આવે ત્યારે ક્રોધ પેદા થાય છે. જો આપણે એમ માનતા હોઈએ કે તમે તમારા કર્મ પ્રમાણે ચાલો છો ને હું મારા કર્મ પ્રમાણે ચાલું છું તો ક્રોધ આવવાનું કોઈ કારણ નથી. કોઈ વ્યક્તિ મને છરો ભોંકી દે તો એ એનું કર્મ છે. એ કર્મનું ફળ એ ભોગવશે. મારા કર્મની તો નિર્જરા થઈ રહી છે. એની સાથે મારો એટલો જ સંબંધ હોઈ શકે કે મારી પાછલી જીવનયાત્રામાં મારી છાતીમાં છરો ભોંકાય એવા મારા કોઈ કર્મ હશે. એટલું જો સ્પષ્ટ સમજાઈ જાય કે આપણે પોતપોતાની કર્મની અંતર્ધારા મુજબ દોડ્યા કરીએ છીએ તો જ વિનય નામનો અભ્યંતર તપ ઘટિત થાય. કારણ કે તો જ બીજા સાથે આપણો કોઈ સંબંધ ન રહે, ના પ્રેમનો ના ઘૃણાનો. તો બધા સંબંધ નિમિત્ત માત્ર રહે. હું જે કાંઈ કરું છું તે મારા માટે કરું છું, ભલું કે ખરાબ... હું જ મારું નરક છું, હું જ મારું સ્વર્ગ છું, હું જ મારી મુક્તિ છું મારા સિવાય કોઈ બીજું મારા માટે નિર્ણાયક નથી. ત્યારે જે વિનમ્રભાવ પેદા થાય છે, જેમાં અહંકારનો અભાવ છે તે જ સાચા અર્થમાં વિનય નામનો અભ્યંતર તપ છે.

સ.185 જીવ માત્ર પ્રત્યે આદર... એ બોલવું ને સાંભળવું ગમે છે. ઝાડ-પાન-પશુ-પક્ષી પ્રત્યે આદર રાખવો સહેલો છે, કેમકે તે આપણને સામે બોલતા નથી, ક્રોધ કરતા નથી, પરંતુ જે આપણી નિંદા કરે છે, ક્રોધ કરે છે, ગાળો આપે છે, તેના પ્રત્યે આદર-બહુમાન કેવી રીતે જાગૃત થાય?

.185 જ્યારે કોઈ મારા પર ક્રોધ કરે છે, ત્યારે જો હું એમ ન માનું કે એ ક્રોધ કરનારનો કાંઈ દોષ છે કે બુરાઈ છે પણ ફક્ત એટલું જ માનું કે ક્રોધ એનામાં પેદા થઈ રહ્યો છે ત્યારે હું એના ક્રોધથી દુઃખી થતો નથી. જો હું રસ્તે પસાર થઈ રહ્યો હોઉં નેઅચાનક કોઈ ઝાડની ડાળી મારા પર તૂટી પડે તો મને વૃક્ષ પર ક્રોધ આવતો નથી કારણકે ઝાડ પાસે આપણને મારવા માટે કોઈ કારણ નથી. ઝાડની શાખા તૂટવાની અણી પર હતી. તોફાન આવ્યું હવાનું ભારે મોજું આવ્યું શાખા તૂટી પડી સંયોગની વાત છે હું ત્યારે ઝાડની નીચેથી પસાર થતો હતો. એ રીતે જે માણસ વિનયપૂર્ણ હોય તેને તમે ગાળ આપો તો એવું માને છે કે તમે મનમાં ક્રોધથી ભરેલા હતા, ચિત્ત તમારૂં પરેશાન હશે અને ગાળ તમારા મોં માંથી નીકળી ગઈ.

એટલે જે વિનયપૂર્ણ માણસ હોય તેના વિનયમાં કોઈ અડચણ ઊભી થતી નથી. એને કાંઈ દુઃખ પણ થતું નથી. એ એમ પણ વિચારતો નથી કે સામા માણસે ગાળ કેમ આપી હશે? વિનિત માણસ માને છે કે જે કાંઈ થઈ રહ્યું છે તે થાય છે જ જાણું છું ને અનુભવું છું કે દુશ્મન પ્રત્યે, નિંદક પ્રત્યે, બુરૂં કરનાર પ્રત્યે આદર-

વિનય ઉત્પન્ન થવો સહેલો નથી...પણ જો કર્મની થીયરી બરાબર હૃદયમાં 160

ઊતરી હશે તો અસાધ્ય પણ નથી.

વિનય અંતરનો આવિર્ભાવ છે, વિનય બહુ મોટી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે.

કોઈ બીજું મારા દુઃખનું કારણ નથી. દોષ બીજા કોઈમાં નથી મારો જ છે. મારો વિનય કોઈ શરતને આધીન નથી. એવું નહિ કે પતંગિયાને બચાવી લઈશું ને વીંછીને મારી નાંખશું. માની લઈએ કે વીંછીને બચાવવા જતાં એ ડંખ મારશે...તો એ એનો સ્વભાવ છે. એના લીધે એના પ્રત્યેના આદરમાં કોઈ ફરક નહિ પડે. આપણે વીંછીને એમ નહિ કહીએ કે તું ડંખ નહીં મારે તો જ તને પ્રેમ કરીશ. માની લઈએ કે શત્રુ ગાળ આપશે, પથ્થર મારશે કે મારી નાંખવાની કોશિશ કરશે, એ ઠીક છે...એ જે કરી રહ્યો છે તે એ જાણે...એ એનો વ્યવહાર છે. પરંતુ એની અંદર જે છૂપાયું છે તે અસ્તિત્વ છે. આપણો આદર, આપણો વિનય અસ્તિત્વ પ્રત્યે છે.

સ. 186 ત્રીજું અભ્યંતર તપ વૈયાવચ્ચ (વૈયાવૃત્ત) એટલે શું? તેનાં ભેદ સાથે સમજાવો.

. 186 વૈયાવચ્ચ એટલે સેવા. આહાર, પાણી, ઔષધ આદિથી કાયાની પ્રવૃત્તિથી અથવા અન્ય દ્રવ્ય વડે દુઃખ વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી વૈયાવૃત્ય થાય છે.

મુનિવરોના દસ ભેદે કરીને વૈયાવચ્ચ પણ દસ પ્રકારની છે. દસ પ્રકારના મુનિઓમાંથી કોઈને રોગ થાય, પરિષહોને લીધે ખેદ પામે, શ્રદ્ધા બગડી જાય ત્યારે ઉપચાર કરવો તે વૈયાવૃત્ત છે. બીજું પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને રાગ-દ્વેષ આદિ દોષોથી લેપાવા ન દેવો, પોતાના આત્માને ભગવાનના પરમાગમમાં લગાવી દેવો, દશ લક્ષણરૂપ ધર્મમાં લીન કરવો. કામ, ક્રોધ, લોભાદિક કષાયને તથા ઈન્દ્રિયોના વિષયોને આધિન ન થવા દેવો તે આત્માની વૈયાવૃત્ત છે. જે પોતાની શક્તિ પ્રમાણે છકાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે તેને સમસ્ત પ્રાણીઓની વૈયાવૃત્ત પ્રાપ્ત થાય છે. જો કે આ બધી ક્રિયામાં જે બાહ્ય પ્રવર્તન થાય છે તેતો બાહ્ય તપ જેવું જ જાણવું. પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતાં જ અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય તેનું નામ અભ્યંતર તપ જાણવું. એટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ છે.

તથા અન્ય અનેક પ્રકારના ભેદો તો નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે. તેને વ્યવહાર માત્ર ધર્મ સંજ્ઞા જાણવી.

સ. 187 વૈયાવચ્ચથી કેવા ગુણો પ્રગટે? સેવા કરતી વખતે કઈ વસ્તુ લક્ષ્યમાં રાખવી?

. 187 સંયમનું સ્થાપન, દુગંછાનો અભાવ, પ્રવચનમાં વાત્સલ્યપણું આદિ અનેક ગુણો પ્રગટે છે. સેવા કરતી વખતે નીચેની ત્રણ બાબતો લક્ષ્યમાં રાખવી.

(1) સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઈએ. કાંઈ પ્રાપ્ત કરવા કે મેળવવા 161

માટે નહિ. સેવા નિષ્પ્રયોજન હોવી જોઈએ.

(2) સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની ભાવના અંદરમાં ગહન થવી જોઈએ નહીં.

(3) સેવા કરતાં પુન્યનો ભાવ કે કર્તાનો ભાવ પણ પેદા થવો જોઈએ નહિ.

સ. 188 ‘સેવા ભવિષ્યોન્મુખ’ ન હોવી જોઈએ. સમજાવો.

. 188 સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઈએ એટલે કે સેવા કરીશ તો મને ધન મળશે, યશ મળશે કે સ્વર્ગ મળશે, માન મળશે, નામ થશે એવી કોઈપણ ભાવના પ્રેરિત સેવા ન હોવી જોઈએ. સારૂં કે ખરાબ કાંઈપણ મેળવવાની ભાવનાથી સેવા કરો એટલે એ વાસના પ્રેરિત થઈ. જે સેવામાં કોઈ પ્રયોજન હોય તો તે સેવા સેવા નથી. તેવી સેવાથી મહાવીરે બતાવેલો અભ્યંતર તપ સધાતા નથી. મહાવીર કહે છે, ભૂતકાળમાં આપણે જે કર્મ કર્યા છે, તેના વિસર્જન માટે તેની નિર્જરા માટે સેવા કરવી પડે છે.

સ. 189 સેવાનું કામ તો ગર્વ લેવા જેવું જ કામ છે ને તેમાં ખોટું શું?

. 189 સેવાનું કામ કરવામાં કોઈ ગૌરવ ન અનુભવવો જોઈએ જે સેવા ગૌરવ બને છે તે અહંકારને પોષે છે. જ્યારે મહાવીરે બતાવેલી સેવા તો પાપનું પ્રાયશ્ચિત છે. જેમકે ભૂતકાળમાં મેં કોઈને ઈજા પહોંચાડી હશે તો આજે એની મલમપટ્ટી કરીને પાપનું પ્રાયશ્ચિત કરૂં છું. ભૂતકાળમાં કોઈને ખાડામાં ધક્કો માર્યો હશે તો આજે હોસ્પિટલમા પહોંચાડીને પ્રાયશ્ચિત કરૂં છું. મહાવીરની સેવાની ધારણા આવી અનોખી છે. એમાં ગૌરવ લેવા જેવું કાંઈ છે જ નહિ. એથી અહંકાર પેદા થવાને કારણ નથી.

સ. 190 સેવા કરીએ તો પુન્યનો ભાવ તો પેદા થાય જ ને?

. 190 સેવા કરવામાં જો થોડી ઘણી પુન્ય કમાવવાની વાસના હશે કે એમ કરવામાં કાંઈ વિશિષ્ટ કાર્ય કર્યું હોવાની મજા આવતી હશે તો તમે નવા કર્મનો સંગ્રહ કરશો. તો તેવી સેવા કર્મબંધન બની જશે. પણ આ સેવા કરીને હું મારા કોઈ પૂર્વ કર્મની નિર્જરા કરૂં છું, કે કર્મ ખપાવું છું એવી ભાવના હશે તો ભવિષ્ય માટે કોઈ કર્મબંધન થતું નથી. આમ સેવા એ ભલે પુન્યનું કામ છે, પણ તેથી ભવિષ્યમાં કાંઈ મેળવવાની ભાવના છે, પછી એ ભલે પુન્ય મેળવવાની ભાવના હોય કે જશ મેળવવવાની ભાવના હોય તો તે વાસના પ્રેરિત સેવા થઈ. જેનાથી અનુબંધ પાપનો પડી જશે. પરંતુ આ સેવાના પુન્ય કાર્ય પાછળ ફક્ત કોઈ પાછલા કર્મનું વિસર્જન કરૂં છું, નવું કાંઈ જ નથી કરી રહ્યો એ 162

ભાવના હશે તો કર્મની નિર્જરા થશે. હિસાબ ચૂકતે થઈ જશે. જમા ઉધાર કાંઈ રહે નહિ.

સ. 191 મહાવીરે વૈયાવૃત્ત સેવાને બાર તપમાં છેક આઠમા સ્થાને કેમ મૂક્યું?

. 191 કેમકે મહાવીર કહે છે કે જે સેવામાં કોઈ રસ નથી, કોઈ પ્રયોજન, કોઈ ગૌરવ કે કોઈ ગરિમા નથી, કોઈ જસ મેળવવાની કે પુન્ય કમાવવાની ભાવના નથી. કોઈ નામ-દામની ઈચ્છા નથી માત્ર લેણ-દેણ પૂરા કરવાના છે તો એવી સેવા કરવી કઠીન છે.

તમે કોઈ કોઢીના પગ દબાવતા હો ને કોઈ આવીને કહેશે કે તમારા કોઈ પૂર્વજન્મના કર્મની નિર્જરા કરી રહ્યા છો? પૂર્વ પાપનું પ્રક્ષાલન કરી રહ્યા છો? તો તમારી જે પગ દબાવવાની મજા છે તે ચાલી જશે.

તમને તો તમે આવી સેવા કરતા હો ત્યારે તમારો કોઈ ફોટો પાડે, અખબારોમાં છપાય, કોઈ તમારી પ્રશંસા કરે, મહાસેવક તરીકે

ઓળખાવે તેમાં રસ છે. મહાવીર તો કહે છે તમારી જાતને ય, સ્વયંને ય ખબર ન પડે કે તમે સેવા કરી છે. તો વૈયાવૃત્ત છે. આપણે કાંઈ કરીએ પરંતુ જો એના કર્તા ન બનીએ તો એથી મોટું તપ શું હોઈ શકે? કોઈ કોઢવાળા માણસના પગ દબાવે, છતાં મનમાં કર્તાના ભાવ ન જામે તો તે તપ બની જશે. મોટું આંતરિક તપ બની જશે. ટૂંકમાં સેવા કરતી વખતે જો ભવિષ્ય ઉન્મુખતા પેદા ન થતી હોય, પુન્યનો કર્તાનો ભાવ પેદા ન થતો હોય, હું કાંઈ ખાસ વિશેષ કરી રહ્યો છું એવો ભાવ પેદા ન થતો હોય અને જાણે કાળા પાટિયા પર લખેલું ભૂંસી રહ્યો છું એવું લાગે ત્યારે સમજજો કે હવે તમે ભીતરમાં ખાલી થઈ ગયા, ત્યારે તમે આંતરતપમાં પ્રવેશ પામશો.

સ. 192 મહાવીર જે વૈયાવચ્ચની વાત કરે છે તે દવા જેવી છે અને આપણે જે વૈયાવચ્ચ કરીએ છીએ તે ટોનિક જેવી છે. - સમજાવો.

. 192 જો આપણે કરેલી સેવામાં કાંઈપણ મેળવવાની ભાવના નહિ હોય તો, અને ફક્ત એ જ ભાવ હશે કે ‘આ વૈયાવચ્ચ કરીને હું ફક્ત મારા પૂર્વ કર્મ હિસાબ ચૂકતે કરૂં છું’ તો સેવા કરીને કર્મની નિર્જરા કરીને છૂટી જશો. (એ જીવો સાથેના લેણદેણના સંબંધ પૂરા થશે. નવું બંધન નહિ થાય.) જેમકે દવાથી નવું કઈંજ મેળવવાનું નથી પણ રોગથી છૂટકારો મળે છે. પરંતુ આપણે જે સેવા કરીએ છીએ તે ટોનિક જેવી છે. ટોનિકથી કાંઈક મળે છે. ટોનિકતી શક્તિ મળે છે. તેમ આપણી સેવામાં કંઈક મેળવવાની ભાવના છે. પછી ભલે તે ધન હોય, યશ હોય, કદર હોય, નામ હોય, સ્વર્ગ, હોય, પુન્ય હોય, મોક્ષ હોય, સેવા કરીને કાંઈક મેળવવું છે તો કર્મબંધ છે. છૂટાતું નથી. કંઈક મેળવવાની ભાવનાથી 163

એ જીવ જોડે નવા લેણદેણના સંબંધ ઊભા થાય છે. જેનાથી છૂટાતું નથી તે તપ નથી... આ બહુ ઊંડો ભેદ છે.

સ. 193 મહાવીરે બતાવેલું વૈયાવચ્ચ તપ તો ખૂબ અઘરૂં છે.

જ. 193 અઘરૂં જરૂર છે પણ સાચી સમજ આવી જાય તો અશક્ય નથી. વૈયાવૃત્ય નો અર્થ જ છે કે ‘ઉત્તમ સેવા’ એવી સેવા જેમાં એક બોધ હોય કે ‘હું જેનાથી બંધાયેલો હતો, પૂર્વકર્મને કારણે, તે બંધનને તોડ્યું.’ પરંતુ જો તેમાં રસ લેવાનું શરૂ કરશો તો ફરીથી સંબંધ નિર્મિત થશે. ઘરમાં વડીલોની સેવા કરો કે બાળકોની કરો કે મિત્રોની કરો કે સાધુ-સંતોની સેવા કરો... પણ એ વિચારથી કે ‘‘આજે આપણે કોઈનું કરશું તો કાલે આપણને જરૂર પડશે તો કોઈ આપણું કરશે.’’ તો એ પણ ગલત. એ પણ મહાવીરે બતાવેલું તપ નથી. કોઈ સેવા ન કરે તો સેવા ન કરનાર પણ પર ક્રોધ નહિ, ધૃણા નહિ, એ કેમ ન કરે? એવો રૂવાબ નહિ. જો એ તમારી સેવા કરે છે તો તેના પૂર્વકર્મના પાપ ધૂએ છે. જો કોઈને પાપ ધોવાના બાકી નહિ હોય તો વાત પૂરી થઈ ગઈ. સમતાભાવને જ પુષ્ટ કરવાનો છે. જો મહાવીરે સમજાવેલો વૈયાવૃત્ય તપ સાચા અર્થમાં સમજી જવાય તો અડધું જગત શાંત થઈ જાય.

સ. 194 જો વૈયાવચ્ચ તપ સમજાઈ જાય તો અડધું જગત શાંત થઈ જાય, કેવી રીતે?

. 194 જગતમાં ઝઘડા, દંગા, અશાંતિ વધુ એ કારણને લીધે થતું હોય છે કે

દરેક વ્યક્તિ મનમાં પાર વગરની અપેક્ષાઓ લઈને જીવતી હોય છે.

લોકો એક વખત કરવા ખાતર કોઈનું કામ-સેવા તો કરી નાંખે છે, પણ જો સામેથી એનો બદલો ના મળ્યો તો વિચારે છે કે, ‘મેં તો આનું આટલું કર્યું, મેં તો એનું આમ કર્યું, ને એણે મારૂં આવું કર્યું? એને મારી કાંઈ કદર જ નથી?’ ધીરે ધીરે આવા બધા વાવેલા બીજો હજારો વૃક્ષ બને છે. એમાં અપેક્ષાઓ વૃદ્ધિ પામતાં ક્યારેક ગાળાગાળી કે

મારામારીનું સ્વરૂપ પણ ધારણ કરે છે. એના બદલે જો આ તપ સમજાઈ જાય, ને વ્યક્તિ એમ વિચારવા લાગે કે, મારા ભગવાને કહ્યું છે કે, કોઈનું કરવાવાળો તું કાંઈ છે જ નહિ... અગર તેં કોઈનું કાંઈ કર્યું છે એવું તને લાગે છે, તો એ સમજ કે કોઈ જનમમાં તેં એનું કાંઈ બૂરૂં કર્યું છે, તે આજે તું એનું સારૂં કરીને તારો હિસાબ ચૂકતે કરી રહ્યો છે.’ બસ...એક એક જીવ જોડે હિસાબ જ પૂરો કરવાનો છે. ને એ ફાઈલ કમ્પલીટ કરી એ જીવથી છૂટવાનું છે. એકપણ જીવ જોડે હિસાબ બાકી હશે તો એ હિસાબ પૂરો કર્યા વગર આપણા જીવને મુક્તિ નહિ મળે.

દા.ત. મા-બાપ ખૂબ જ કાળજીપૂર્વક, પ્રેમપૂર્વક પોતાના બાળકોને 164

પાળે-પોષે છે પણ અંદર-અંદર એ અપેક્ષા સેવતા હોય છે કે, છોકરાઓ મોટા થઈને એમની સેવા કરે ને જ્યારે આ અપેક્ષાઓ પૂરી થતી નથી ત્યારે એ અપેક્ષાઓ મા-બાપ ને સંતાનો વચ્ચેના ઝઘડામાં પરિવર્તિત થાય છે. પતિ-પત્ની કહો કે બે દોસ્ત કહો, બધાની વચ્ચે આ જ બનતું હોય છે. એના બદલે સેવા કરનાર વ્યક્તિ એ ભાવના ભાવે કે.... ‘‘હું કાંઈ જ નવું કરતો નથી. હું મારા જ કરેલા કોઈ જન્મના, આ જીવ જોડે કરેલા પાપ ધોઈ રહ્યો છું...’’ તો પછી સામેના પાસેથી કોઈ અપેક્ષા રહેશે ખરી? જો આવી સમજ, વ્યક્તિગત, વ્યક્તિગત આવતી જાય તો અડધું જગત શાંત થઈ ના જાય?

સ. 195 દરરોજની દિનચર્યામાં વૈયાવચ્ચ તપ કેવી રીતે અમલમાં લાવશો?

. 195 તો સવારથી ઊઠીને રાત સુધીની એક-એક દિનચર્યા કરતી વખતે સજાગ રહો....મનથી જાગૃત રહો. જાગૃતિ એ જ ધર્મ છે...આપણે તો એવા માનવી છીએ કે, ભિખારીને એક રૂપિયો આપીયે તો ય મનમાં થાય કે, આ જનમમાં કોઈને આપ્યું હશે તો કોઈ જનમમાં પામશું. અરે...

કબૂતર જેવા પક્ષીઓ પાસેથી પણ આશા રાખીએ, ચણ નાંખતાં વિચાર આવે છે કે, ‘‘જો કોઈને ખવડાવ્યું હશે તો ખાવા પામશું.’’સાચી વાતને.

ઘરમાં પણ વડિલોની કે બિમાર વ્યક્તિની સેવા કરતાં કંટાળો આવી જાય, દુર્ભાવના આવી જાય, બદલાની ભાવના આવી જાય. હવે આ ક્યારે પતે? એવી ભાવના પણ આવી જાય....પણ જો પળે પળે જાગૃત રહી...એ ભાવનાને ઘૂંટ્યા કરીએ કે...‘હું તો ફક્ત મારા કોઈ જન્મના આ જીવ જોડે કરેલા ખરાબ વર્તનને ભૂંસી રહ્યો છું. બસ...જે મેં પોતે લખ્યું છે તે જ ભૂંસવાનું કામ કરી રહ્યો છું. કોઈ જન્મમાં મેં જે ઉઝરડા પાડ્યા છે, તેની મલમપટ્ટી કરી રહ્યો છું...’ તો બીજી બધી દુર્ભાવનામાંથી બચ્જી જવાશે. જો કે અનાદિકાળના સંસ્કાર આ જીવ પર પડ્યા છે. માટે આદત પ્રમાણે દુર્ભાવના, અહંકાર વગેરે આવી તો જશે. પણ તરત જ પાછા જાગૃત થઈ જાવ. આ હમણાં સમજાવ્યો તે ભાવ મનમાં લાવી દો...એટલે કે સતત જાગૃત રહો. દુર્ભાવના પ્રવેશતાંની સાથે જ એને હાંકી કાઢો.

એ ડોકિયું કરે કે તુરત જ તેને થપ્પડ મારીને બેસાડી દો... તેની જગ્યાએ પેલી સદ્‌ભાવનાને ઉજાગર કરો. એ રીપ્લેસ કરો... તો શું થશે કે જીવને એ રીતે જીવવાની ધીમે ધીમે આદત પડી જશે ને પછી અનાયાસે આ ભાવનું જ રટણ થઈ જશે. તે પેલા દુર્ભાવના રૂપી ચોરને ખબર પડી જશે કે હવે જોર કરવા જઈશ તો પકડાઈ જઈશ. માટે તે આપોઆપ જ ભાગી જશે. ક્યારે ભાગી જશે એની પણ ખબર નહિ પડે. આમ પૂરા દિવસ રાતમાં જેનું પણ, કંઈ પણ કરો છો, પછી તે ગુરૂ હોય, કે વડીલ 165

હોય, કે મિત્ર હોય કે પતિ-પત્ની હોય, 84 લાખ જીવયોનિમાંથી કોઈનું પણ કાંઈપણ કરતાં આજે સદ્‌ભાવના સમજાવી એનું રટણ કરતા રહો. ધીરે ધીરે એવો સમય આવશે કે આ ભાવના લોહીમાં વણાઈ જશે. પછી પેલી અસદ્‌ભાવના સ્થાન પણ નહીં લઈ શકે. અને અગર જો તમારૂં કોઈ નથી કરતું તો બીજા વિચાર કરવાને બદલે એ ભાવનાને ફીટ કરો કે, ‘હે જીવ હવે તારા એની જોડે કોઈ લેનદેનના હિસાબ જ નથી રહ્યા તો એ જીવ પણ શું કરે?’...સારૂં થયું ને તારી એક ફાઈલ કમ્પલીટ થઈ ગઈ. વૈયાવચ્ચ તપ સમજ્યા પછી આટલો ભાવનામાં ફરક પડી જાય. તો સોનામાં સુગંધ ભળી જાય...

સ. 196 આત્માનું રૂપાંતરીત થયા વગર વિનય નામનો તપ સાધી શકાય નહિ. સમજાવો.

. 196 જીવ માત્ર માટે પ્રેમ-દયા-વિનય હૃદયમાં વસી જાય ત્યારે વિનય નામનો તપ સધાશે. ને જીવ માત્ર પત્યે વિનય જાગે તે માટે આત્માને રૂપાંતરિત થવું પડશે... યાદ રાખો. અંતરયાત્રા એ વસ્તુ અલગ છે અને આત્માનું રૂપાંતરિત થવું તે વસ્તુ અલગ છે. અંતરયાત્રા એટલે આપણે પોતે પોતાના અંતરમાં ઉતરવું. આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો...જ્યારે આત્માનું રૂપાંતરિત થવું એટલે જે આત્મા જે અત્યાર સુધી કરી રહ્યો છે... જે સહજ રીતે થઈ રહ્યું છે તેને પલટવું ને વિભાવમાંથી સ્વભાવ દશામાં આવવું. દા.ત. કોઈ સાધુ મહારાજનો વિનય કરવાનો છે, એમને અહોભાવથી બોલાવા જવાનું, બહુમાનપૂર્વક આપણા ઘરે બોલાવીને વહોરાવવાનું ...આ બધો વિનય જ છે. પણ આ પ્રકારનો વિનય કરવા માટે આત્માને કાંઈ બદલાવું પડતું નથી એ સહજ છે. પરંતુ સાધુ મહારાજને બદલે કોઈ ભિખારીને બોલાવીને આદરપૂર્વક, પ્રેમપૂર્વક ઘરે બોલાવીને જમાડવો હોય તો? તો ભાઈ એ કરવા માટે તો એક ભિખારી પ્રત્યે પણ એવો જ વિનય જે એક સાધુ પ્રત્યે છે તે જગાડવા માટે આત્માને ઘણું બદલાવું પડશે. ઘણું રૂપાંતરિત થવું પડશે. બરાબરને? તો યાદ રાખો કોઈપણ તપ...બાર પ્રકારમાંથી કોઇપણ તપ, એ તપ થયો ત્યારે જ કહેવાય છે જ્યારે એનાથી આત્મા રૂપાંતરિત થાય છે. પહેલો અનસન તપ એ પણ ત્યારે જ તપ થયો કહેવાશે જ્યારે સ્વાદ જશે ને સ્વાદ જવા માટે આત્માને ઘણું રૂપાંતરિત થવું પડશે. જો મહિનાના ઉપવાસ કર્યા પછી પણ કે વર્ષીતપ કે સિદ્ધિતપ કે શ્રેણિતપ કર્યા પછી પણ સ્વાદના ચટાકા-મટાકા ઓછા થયા જ નથી તો તપ બાહ્ય દૃષ્ટિએ હોય ભલે તપ થયો હોય પણ એ મિથ્યા તપ ગણાશે... જે તપ કર્યો હોય પણ આત્મામાં કાંઈ રૂપાંતરણ ન થયું હોય એવા તપ તો અનેક જન્મોમાં આપણે અનેક તપ કરીને આવ્યા 166

છીએ...છતાં આપણો નિસ્તાર થયો નથી.

રસ્તામાં બેઠેલા રક્તપિત્તીયાને જોઈને જો મારૂં મોઢું મચકોડાય તો મારો એ આત્મા પ્રત્યેનો અવિનય છે. એને પણ માન સન્માનથી જોવું સહેલું નથી. એના માટે મારા આત્માને બદલાવું પડશે. જ્યારે રસ્તામાં કોઈ હીરો કે મોદીજી મળી જાય તો એને માન સન્માનથી જોવા માટે મારા આત્માને કોઈ બદલાવની જરૂર નથી. સુંદર સુઘડ સ્કૂલ યુનિફોર્મમાં તૈયાર થઈને જતાં બાળકને ઉંચકીને પ્રેમ કરવો તેના જીવ પ્રત્યે વિનય કરવો એ સરલ છે, સહજ છે. પરંતુ એવડો જ કોઈ બાળક જેનાં કપડાં મેલાં છે, શરીર ગંદુ છે. જેનું નાક વહી રહ્યું છે, એવા બાળક ને ઉંચકવાની વાત તો એકબાજુ પણ એને હાથ લગાવવા જેટલો વિનય પણ આપણે જગાવી શકતાં નથી. ઉપરથી હૃદયમાં દુર્ગંચ્છા ઉત્પન્ન થાય છે. એના પ્રત્યે વિનય જગાવવા માટે આત્મામાં રૂપાંતરણ થવું પડશે... ને એ રૂપાંતરણ સધાયું... તો જ જીવમાત્ર પ્રત્યે વિનય સધાશે.

આપણે બસમાં બેઠા. બાજુમાં કોઈ દુર્ગંધ મારતો વ્યક્તિ આવી ને બેઠો...નાકનું ટોચકું ચઢશે? છી....આવો માણસ ક્યાં મારી બાજુમાં આવીને બેઠો? આવા દુર્ગંચ્છાના ભાવ પેદા થવા તે પણ એ જીવ પ્રત્યેનો અવિનય છે....મેં તમને કહ્યું...તમારી દિનચર્યા જુઓ... ક્યાં અવિનય થાય છે તેવી અનેક બાબતો મળી આવશે. વિચારી જોજો...આવા પડોશી ક્યાંથી મળ્યા? હવે આવી પત્ની જોડે જ જીંદગી વીતાવવાની? દીક્ષા લીધા પછી થાય કે આવા ગુરુની સેવા કરવાની? આ બધાં એ જીવ પ્રત્યેનો અવિનય છે. માખીઓથી બણબણતાં કૂતરાં પ્રત્યે પણ દુર્ગંચ્છા ઉત્પન્ન નહીં થાય અને આપણા કરેલા ઉપકારને ભૂલી જઈ આપણી નિંદા કરનાર પ્રત્યે પણ હૃદયમાં વિનય જાગશે, દુર્ભાવના નહીં જાગે ત્યારે વિનય નામનો તપ સધાશે. એના માટે આત્માને રૂપાંતરિત થવું પડશે. જે સહેલું નથી પણ જ્યાં જ્યાં અવિનય જાગે ત્યાં સજાગ થઈ જાવ ને ત્યાંથી પાછા ફરો...

સ. 197 જીવો પ્રત્યે અવિનય કરીને આપણે આપણા જ આત્મા પ્રત્યે જ અવિનય કરીએ છીએ. - સમજાવો.

. 197 વિચાર કરો... જ્યારે પ્રકૃતિએ કોઈ જીવ પ્રત્યે ભેદભાવ નથી કર્યો, સૂર્ય એમ નથી કહેતો કે હું અમુકને પ્રકાશ આપીશ ને અમુકને નહિ. વરસાદ એમ નથી કહેતો કે હું ગરીબની ઝૂંપડી પર નહીં વરસું ફક્ત તવંગરના મહેલ પર જ વરસીસ... પ્રકૃતિ પણ એ જ સંકેત આપે છે કે હરેક જીવ માટે તારા અંતરમાં વિનયને સ્થાપિત કર... તને ખબર નથી કે જે જીવના એક પર્યાયને તું આજે અવિનય, દુર્ગંચ્છા કરે છે તે જ જીવ ના બીજા 167

પર્યાયને તું જ કાલે પૂજવાનો છે... જે જીવના રાવણ નામના પર્યાયને તું નફરત કરે છે. એના પૂતળાને પણ બાળે છે તે જ જીવના તીર્થંકર નામના પર્યાયને તું પૂજવાનો છે? જે જીવમાં હજારો દુર્ગુણતાને આજે દેખાય છે તેના માટે એટલું જ વિચાર કે એના કોઈ પૂર્વભવના કર્મોને કારણે આ જીવ આજે આ પર્યાયમાં છે, મારે એના પર્યાયને નહિ એની અંદર રહેલા શુદ્ધ-બુદ્ધ આત્માનો વિનય કરવાનો છે. ભલે સાંસારિક વ્યવહાર ખાતર કોઈ વર્તન વ્યવહાર એવો કરવો પણ પડે પણ અંતરમાં તો એ જીવ પ્રત્યે દરેક જીવ પ્રત્યે શુદ્ધ-બુદ્ધ આત્મા પ્રત્યે પરમ વિનય જાગૃત રહેવો જ જોઈએ...હું એવું નહીં કરૂ કે ફૂલ ને પ્રેમ કરીશ ને કાંટાને નફરત કરીશ... ભલે વ્યવહાર ખાતર ફૂલ ને મસ્તકે ચઢાવીશ ને કાંટાને કચરાના ડબ્બામાં નાંખીશ...પણ હૃદયમાં બંને પ્રત્યે એકસરખાં જ વિનયભાવ સ્થાપિત કરીશ...હે જીવ...ન તને અવધિજ્ઞાન છે, ન મનઃપર્યવજ્ઞાન છે. તું કાંઈ જ જાણતો નથી કે તું પોતે પણ કેવા કેવા પર્યાય કરીને આવ્યો છે...વિચાર કે જ્યારે મહાવીરના જીવે, રાજાના પર્યાયમાં પેલાના કાનમાં ધગધગતું શીશું રેડ્યું હશે... ત્યારે ત્યાં જે હાજર હશે (કદાચ મારો જીવ પણ કોઈ સ્વરૂપમાં ત્યાં હાજર હોઈ શકે

છે) તે દરેક જીવે...મહાવીરના જીવને કેટલી નફરત કરી હશે... એ જ મહાવીરના જીવની આજે પર્યાય બદલાઈ ગઈ...આજે તું એની પૂજા કરીશ, માન આપીશ એ જીવનો પરમ વિનય કરીશ. તો વિચાર... તું કોનો વિનય કરે છે ને કોનો અવિનય? ને જીવો પ્રત્યે અવિનય કરી કરીને... રાગ-દ્વેષના ઢગલા ખડકી ખડકીને તું તારા પોતાનાં જીવને દુર્ગતિના ખાડામાં ધકેલી દે છે. યાદ રાખો... આત્માનો સ્વભાવ જ નથી, કોઈપણ જીવનો અવિનય કરવાનો... પરંતુ ડગલે ને પગલે જીવોનો અવિનય કરીને આપણા આત્માને આપણે વિભાવ દશામાં લઈ જઈએ છીએ ને આપણા જ આત્માનો આપણે સૌથી મોટો અવિનય કરીએ છીએ...

જો હૃદયમાં જીવ માત્ર પ્રત્યે વિનય નામનો તપ સ્થાપિત થઈ ગયો તો તમે નિગોદના કે એકેન્દ્રિયના જીવોને પણ દુઃખ નહીં પહોંચાડી શકો...ગીઝરમાંથી ગરમ પાણી કાઢતાં કે વીજળીનો બેફામ ઉપયોગ કરતાં કે ઝાડપાન કાપતાં હૃદય પોકારી ઊઠશે કે..હે જીવ...તું આ એકેન્દ્રિય જીવોનો ખાત્મો બોલાવીને એ જીવનો અવિનય કરી રહ્યો છે.

સતત જાગૃતિ સધાતા આપણે એ સ્ટેજ પર પહોંચી જઈશું કે પછી આપણે જરૂરીયાત પૂરતું જ ગરમ પાણી કાઢશું, જરૂરીયાત પૂરતી જ વીજળીનો ઉપયોગ કરશું... સુશોભન માટે લાઈટીંગનો ઉપયોગ કે

સુશોભન માટે વૃક્ષોનું કટીંગ જ નહીં કરીએ. જોઈ પણ નહીં શકીએ કેમકે આત્મામાં એ જીવો પ્રત્યે પરમ વિનય જાગી ગયો છે....ને વિનય 168

એ રંગ લાવશે કે જીવ સર્વથા અહિંસામાં સ્થાપિત થવા થનગની ઊઠશે...

કહે છે કે એક કાંટાને પણ દુઃખ ન પહોંચે માટે મહાવીરે કાંટામાં ભરાયેલું વસ્ત્ર ફાડી નાંખ્યું હતું... તો આપણે એ જ મહાવીરના અનુયાયી...

જીવ માત્ર પ્રત્યે હૃદયમાં પરમ વિનય ના જગાવી શકીએ? તે માટેનો પ્રયત્ન તો કરી શકીએ ને? શરૂઆત તો કરી શકીએ ને?..

સ. 198 ચોથા અભ્યંતર તપ ‘સ્વાધ્યાય’ નો આપણે સામાન્ય અર્થ શું કરીએ છીએ? તેના પ્રકાર જણાવો.

. 198 આત્મ ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કરવાના હેતુથી મર્યાદાપૂર્વક શાસ્ત્રોનું પઠન, પાઠ અને મનન કરવું. તેના પાંચ પ્રકાર છે. (1) વાંચના (વાયણા)

: ગ્રંથ ભણવો અથવા ભણાવવો. સૂત્રાદિની વાંચના કરવી. (2) પૃચ્છના (પુચ્છણા) : સંશય દૂર કરવા અથવા બીજાઓને સમજાવવા. પ્રશ્ન આદિ પૂછીને નિર્ણય કરવો. (3) પરાવર્તના : શુદ્ધ શબ્દ અને અર્થને ગોખીને મોંઢે કરવું અથવા પરિયટ્ટણા - ભણેલા જ્ઞાનને ફેરવતા રહેવું. (4)

ધર્મદેશના (ધર્મકથા) : ઉપદેશ દેવા માટે ધર્મકથાનો ઉપયોગ કરવો.

મોક્ષની નજીક કરે, સંસારથી દૂર કરાવે, વૈરાગ્યભાવને વધારે અને વિષય કષાયની અભિલાષા દૂર કરાવી આત્માને વિકાર રહિત બનાવે એવી ધર્મકથા પરિષદામાં કહેવી. (5) અનુપ્રેક્ષા : સૂત્ર અને અર્થનું ચિંતન કરવું અથવા તો જાણેલા પદાર્થોનો વારંવાર મનથી અભ્યાસ કરવો.

સ. 199 શું મહાવીર શાસ્ત્રના અધ્યયનને સ્વાધ્યાય કહેવા માંગે છે?

. 199 સ્વાધ્યાયનો મતલબ છે સ્વયં નો અધ્યાય. સ્વાધ્યાય તપ દ્વારા પોતાની જાતના અંદરના, સ્વયંના અધ્યયનમાં ઉતરી જવાનું છે. શાસ્ત્રનું પઠન સરળ છે. કોઈપણ ભણેલો વ્યક્તિ તે કરી શકે છે. પરંતુ સ્વાધ્યાય જટિલ છે. કેમકે આપણે પોતે જ જટિલ છીએ. આપણામાં અનેક ગ્રંથિઓના જાળા છે. ગૂંચવાયેલા જાળામાં પૂરી દુનિયાનો ઉપદ્રવ છે.

તે બધાનું અધ્યયન કરવું કઠિન છે. તમારામાં રહેલા ક્રોધનું, રાગનું, દ્વેષનું અધ્યયન કરતા હો તો તેસ્વાધ્યાય છે. પણ ક્રોધ વિષે, રાગ વિષે, દ્વેષ વિષે શાસ્ત્રમાં સમજાવેલું વાંચતા હો તો તે શાસ્ત્રનું અધ્યયન છે. શાસ્ત્રો કોઈ બીજાના લખેલા છે તે તેનો અનુભવ છે, તમારો પોતાનો નહિ...

હા.... શાસ્ત્રોનું અધ્યયન ઉપયોગી જરૂર થઈ શકે છે, તમારા માટે ગાઈડ લાઈન બને છે. જ્યારે સ્વાધ્યાય એ તમારો પોતાનો અનુભવ છે. જે તમને તમારી પોતાની અંદર રહેલા તમારા દુશ્મનો (કષાયો)

થી છૂટકારો અપાવે છે. શાસ્ત્રજ્ઞાન પચે નહિ તો અહંકાર કરાવે છે.

જ્યારે સ્વાધ્યાય અહંકારથી છૂટકારો અપાવે છે. સ્વાધ્યાયનો અર્થ છે 169

સ્વયંમાં ઉતરો. પૂરૂં જગત અંદરમાં છે. આત્મ જગત પૂરેપુરૂં અંદર છે.

એને જાણવા માટે જાણનારનું અધ્યયન કરો એ સ્વાધ્યાય છે.

મરતી વખતે આપણે ઘણું બધું જાણતા હોઈએ છીએ. પણ એને જ નથી જાણતા જે પાર્થિવ દેહમાંથી વિદાય લઈ રહ્યો છે. માણસ પોતાને સ્વયંને જ જાણતો નથી એટલે જ મહાવીરે સ્વાધ્યાયને અભ્યંતરતપ કહ્યું છે.

સ. 200 તો આજે કેમ સ્વાધ્યાય એટલે શાસ્ત્રનો જ અભ્યાસ એવો અર્થ કરવામાં આવે છે?

. 200 કેમકે જેમ જેમ ઉતરતો કાળ આવતો ગયો, તેમ તેમ લોકોની સ્વાધ્યાય કરવાની ક્ષમતા ઓછી થતી ગઈ. ગુરૂ પોતાના શિષ્યને સ્વાધ્યાય કરવાનું કહેતા તો થોડી વારમાં શિષ્ય ઉંઘી જતો. સ્વાધ્યાયને બદલે પ્રમાદ થઈ જતો. માટે દીર્ધદૃષ્ટિ આચાર્યોએ સ્વાધ્યાયની જગ્યાએ શાસ્ત્રનું અધ્યયન, મંત્રનું રટણ વગેરે આપ્યું. અને સમય જતાં આપણે એને જ સ્વાધ્યાય માની લીધું. માટે ખરેખર સાચી વસ્તુ શું છે તે જાણવી ખૂબ જ જરૂરી છે. જાણશો તો ક્યારેક તે તરફ પગલું ભરાશે. નહિ તો કૂવામાંના દેડકા જેવી હાલત થશે. ખરેખર પોતાનો ખુદનો અનુભવ કાંઈ નહીં હોય છતાં લાગશે કે ‘હું બધું જાણું છું.’

સ. 201 મહાવીરના સ્વાધ્યાયનો અર્થ થાય છે ‘‘અપ્રમાદમાં જીવો’’ આ વાક્ય સમજાવો.

. 201 મહાવીરે ગૌતમને કહ્યું કે, ‘‘સમયંમાં પમાયં ગોયં’’ ‘હે ગૌતમ એક સમય માત્ર માટે પણ પ્રમાદ ન કરીશ.’ પ્રમાદ એટલે શું?સૂઈ જવું?

આળસ કરવી? ના...પ્રમાદનો અર્થ થતો હતો ભૂલી જવું....વિસ્મરણ થઈ જવું... તો ભગવાને ગૌતમને ક્ષણ માત્ર પણ શેનું વિસ્મરણ ના કરીશ... એમ કહ્યું? તો કહે છે કે તારા આત્માનું, તારા ‘સ્વ’ નું ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન કરીશ. તું ખાતો હોય પીતો હોય કે ઉપવાસ કરતો હોય, હાલતો હોય -ચાલતો હોય કે સામાયિક કરતો હોય, ઉઠતો હોય કે બેસતો હોય કે ધ્યાન કરતો હોય...હર ક્ષણ પ્રતિપળ તારી અંદર જે ચેતના છે તેનું વિસ્મરણ ન થાય. એક ક્ષણ પણ તું તારા આત્માને,સ્વ ને વિસરતો નહિ. કોઈપણ કૃત્યમાં તારૂં ધ્યાન તારી ભીતરમાં જ હોવું જરૂરી છે. ‘આ દેહ તે હું નહીં, હું સિદ્ધ સ્વરૂપી આત્મા છું.’ તેનું એટલે કે ‘સ્વ’ નું સતત સ્મરણ રહે તો સ્વાધ્યાય થઈ જાય.

તમે કાંઈ નથી કરતાં ત્યારે પણ ‘સ્વ’માં શું થઈ રહ્યું છે તેનું અધ્યયન થવું જોઈએ. કોઈપણ કૃત્યમાં, કોઈપણ વિચારમાં, કોઈપણ ઘટનામાં જો ‘સ્વ’ની હાજરી હશે તો તમારાથી કાંઈ ખોટું થઈ શકશે નહીં. માટે 170

જ મહાવીર કહે છે કે ‘અપ્રમાદમાં જીવો, આત્માને જાગૃત રાખો.’

જ્યારે ક્રોધ આવે છે ત્યારે તમારી અંદર ક્રોધ કરનારને જુઓ. ધૃણા પેદા થાય છે ત્યારે ધૃણા કરનારને જુઓ. કોઈપણ કામમાં તમે તમારી મૌજુદગીને જોશો તો જે કાંઈ ખોટું હશે તે એની મેળે ખરી પડશે. તમે જાગતા રહો તો ચોર પ્રવેશ કરી શકતો નથી. આત્માની જાગૃતિ એનું નામ જ અપ્રમાદ. એનું જ નામ સ્વાધ્યાય.

સ. 202 ‘‘ક્રોધ કરનારને જુઓ, ઘૃણા કરનારને જુઓ’’ આ વાત કંઈક ઉદાહરણ સાથે સમજાવો.

. 202 દા.ત. કોઈ માણસ આવીને તમને જેમ તેમ બોલે છે. ત્યારે બે ઘટના બને છે. એક તમારી બહાર અને બીજી અંદર. જે માણસ બકવાસ કરે છે તે તમારી બહાર છે તેનો બકવાસ પણ બહાર છે. બીજી તરફ એ બકવાસ સાંભળીને તમારી અંદર જે ક્રોધ ઊઠી રહ્યો છે તે તમારી અંદર છે. તમારૂં ધ્યાન શેના પર છે? જો બકવાસ પર ધ્યાન હશે તો સ્વાધ્યાય નહિ થાય. પણ જો ક્રોધ પર ધ્યાન હશે તો સ્વાધ્યાય થઈ જશે. બકવાસ પર ધ્યાન એટલે કે આપણે એના શબ્દોને વારંવાર મનમાં ફેરવીએ એ કેમ આમ બોલ્યો?... એ પોતાની જાતને સમજે છે શું?... ફલાણાએ મને પહેલેથી કહેલું કે આ માણસ બરાબર નથી.... એનો આખો ઈતિહાસ મનમાં શોધીએ છીએ. એ માણસ પર આપણી આખી ચેતનાને દોડાવી દઈએ છીએ. આપણને એ ખ્યાલ પણ નથી આવતો કે હું પોતે અંદરમાં કેવો છું? એક માણસના બે-ચાર અપશબ્દો પર મેં મારી અંદર કેટલો કોલાહલ ઊભો કરી દીધો... એની પાછળ આખી રાત જાગીને વિચારી રહ્યા છો... પણ મહેરબાની કરીને તમે તમારી અંદર ઝાંકો. બીજા કોઈની ફિકર છોડો... જેણે બકવાસ કર્યો એ મહત્વનો નથી... પણ એનો તમને અંદર શું અનુભવ થયો તે મહત્વનું છે. તમે એના બકવાસનો શું અર્થ કરો છો?તમારી અંદર ક્રોધ કેવી રીતે ઊઠી રહ્યો છે...હવે તમે એનો કેવો બદલો લેવા ચાહો છો?... એક આટલી વાત માટે મારી અંદર આટલો બધો ઉહાપોહ ઊભો થયો... આમ સ્વાધ્યાયમાં ઉતરતાં ઉતરતાં તમે બદલાઈ જશો. ક્રોધ તો ક્યાંય પીગલી જશે. તમને તમારા પર જ હસવું આવશે કે એક આટલી શી વાત માટે મેં મારા અંતરમાં આખું યુદ્ધ છેડી દીધું... આમ વસ્તુગત નહીં પણ આત્મગત પાસા પર ધ્યાનને લઈ જવાય તો સ્વાધ્યાય છે.

સ. 203 ‘વસ્તુગત પાસું અને આત્મગત પાસું’ જરા વિસ્તારથી સમજાવો.

. 203 દરેક બનાવને, ઘટનાને બે પાસાં છે. વસ્તુગત અને આત્મગત. દા.ત.

એક સુંદર સ્ત્રીને જોઈને અંદર કામવાસના જાગ્રત થઈ. આમાં સુંદર 171

સ્ત્રી એ વસ્તુગત પાસું છે ને કામવાસના એ અંતરગત પાસું છે. હવે જો તમારૂં ધ્યાન સ્ત્રીનો પીછો કરાવામાં હશે તો સ્વાધ્યાય નહિ થાય.

પણ એ સ્ત્રીને છોડીને ધ્યાનનો પ્રકાશ અંદરની તરફ વાળો ને આત્મામાંથી કામવાસના કેવી રીતે ઊઠી રહી છે તેના તરફ ધ્યાન જશે...

તો સ્વનો અધ્યાય થશે. આપણું ધ્યાન સતત બહારની તરફ જ છે.

સતત વસ્તુગત પાસા તરફ જ ધ્યાન ખેંચાયા કરે છે તેનું જ બીજું નામ છે પ્રમાદ. જો આત્મગત પાસા પર (અંદર શું થઈ રહ્યું છે તેના પર)

ધ્યાનને લઈ જવાય તો સ્વ નો અધ્યાય થઈ જાય. જેટલા જેટલા અંદરમાં ઉતરશો અંદરની કષાયોની ગંદકી ઓછી થતી જશે ને અંદર જવાનો આનંદ આવશે.

સ્વાધ્યાયનો અર્થ જ છે ‘સ્વ ને ઓળખવો, સ્વને જાણવું, સ્વ માં ઉતરવું, સતત સ્વની હાજરી વરતાવી, એક ક્ષણ પણ સ્વ નું વિસ્મરણ ન થવું, સ્વ માં શું ઘટિત થઈ રહ્યું છે તે જાણવું, સમજવું તે અનુભવવું ને અનુભવ વખતે સમતામાં સ્થિર થવું...’ એ સ્વાધ્યાય છે.

સ. 204 આપણું મન કેમ બહારની ઘટનાઓ જ વધારે અનુભવ કરે છે ને અંદરનો નહિ?

. 204 કેમકે આપણું મન સ્થૂળ છે. સ્થૂળ મન અંદર શું બની રહ્યું છે તેનો અનુભવ કરી શકે નહિ. બહાર ભટકતું મન સ્થૂળ છે. બહાર ભટકતા મનને તમે જો વર્તમાનમાં સ્થિર કરશો તો એ સૂક્ષ્મ બનશે. સૂક્ષ્મ મનને જો અંદરમાં વાળશો તો ક્યાં શું બની રહ્યું છે, સારૂં કે ખરાબ, ગમતું કે અણગમતું તેનો અનુભવ કરી શકશો. તેના પ્રત્યે રાગ કે દ્વેષ કર્યા વગર જો સમતામાં સ્થિર થશો તો સ્વાધ્યાય - સ્વ નો અધ્યાય ઘટિત થશે. બાહ્ય જગતમાં તો આખી દુનિયા જાણી લીધી. પણ અંતર જગતમાં જેણે ‘સ્વ’ ને જ નથી જાણ્યો, તેણે કાંઈ જ જાણ્યું નથી. પૂરી દુનિયાની યાત્રા કરી પણ સ્વ ની યાત્રા નથી કરી તેની કોઈ જ યાત્રા થઈ નથી.

ક્યારેક એવું બને છે કે માણસ જેટલાં વધારે શાસ્ત્ર જાણે છે તેટલું ક્યારેક એને મિથ્યાભિમાન થાય છે કે ‘મને બધું ખબર છે, મહાવીર શું કહે છે તે મને ખબર છે. પરમાત્મા શું છે તેની મને ખબર છે. ‘

પરંતુ આત્માનો સ્વાદ ચાખ્યો નથી, પરમાત્માની કોઈ ઝલક મળી નથી છતાં બધું જાણે છે તેવું મિથ્યાજ્ઞાન છે. સાગરમાં ડૂબકી લગાવનારની વાતોથી તમારી ડૂબકી નહીં લાગે. સાગરને કિનારે બેસીને ડૂબકી વિષે ગમે તેટલું ભણો પરંતુ તે શાસ્ત્ર અધ્યયન છે, જ્યારે તમે પોતે ડૂબકી લગાવશો ત્યારે એ સ્વાધ્યાય બનશે.

સ.205: તમે કહેશો કે સ્વાધ્યાય તપમાં શું છે? થોડી નવકારવાળી ગણી લીધી, થોડી 172

ગાથા ગોખી લીધી કે શાસ્ત્ર અધ્યયન કરી લીધું એટલે થઇ ગયું સ્વાધ્યાય તપ.

જ.205: ... ના-ભાઇ-ના જો સ્વાધ્યાય તપ આટલું સરળ હોત તો એને ઉત્કૃષ્ટ તપ કહેવાની શું જરૂર હતી? આ તો એવું છે ને કે ઘણી અઘરી વસ્તુ કરવી દરેકના બસમાં નથી હોતી....માટે ધીમે ધીમે છૂટી જાય છે. ને માણસ અવળા માર્ગે ફંટાઇ જાય છે. આવું ન બને માટે પૂર્વાચાર્યોએ બહુ સમજ પૂર્વક સ્વાધ્યાય ની જગ્યાઐે શાસ્ત્ર અધ્યયન મૂક્યું. ને સમય જતાં આપણે શાસ્ત્ર અધ્યયન ને જ સ્વાધ્યાય માનવા લાગ્યા.

ખરેખર સ્વાધ્યાયનો અર્થ છે સ્વ નો અધ્યાય. સ્વ એટલે પોતે. પોતાના આત્માના સ્વરૂપનો અધ્યાય કરવાનો હતો. બર્હીમુખી બાદર મનને અંતરમુખી શુક્ષ્મ બનાવી એ શુક્ષ્મ મન દ્વારા મસ્તકથી પગની પાની સુધીની અંતરયાત્રા કરવાની છે. પેહલાં એ સમજી લોકે સ્વાધ્યાયએ કર્મરૂપી કચરો સાફ કરવાની ક્રિયા છે...એક ઉદાહરણથી સમજો ધારો કે એક અરીશા પર ખૂબ જ જાડા જાડા માટીના થર વળી ગયા છે. માટે અરીશામાં બિલકુલ પ્રતિબિંબ જોઇ શકાતું નથી. અરીશો ઘણો મોટો છે ને થર પણ ઘણા વળી ગયા છે હવે જો અરીશામાં પોતાનું પ્રતિબિંબ જોવું હશે તો પહેલા તો માટીના થર દૂર કરવાની પ્રક્રિયા કરવી પડશે.

આ માટીના થર દૂર કરવાની પ્રક્રિયા એટલે જ સ્વાધ્યાય જે ઘણી લાંબી પ્રક્રિયા છે, કંટાળાજનક છે પરંતુ જો એકવાર એ પ્રક્રિયામાં સફળ થઇ ગયા એટલે કે ભલે એક જગ્યાએથી તો એક જગ્યાએથી પણ પૂરેપૂરો ઉંડે સુધીના માટીના પડ ને તોડવામાં સફળ થઇ ગયા તો જરાક પણ અરીશા નો ભાગ દેખાશે ને નાના અમથા ભાગમાં પણ તમારૂં પ્રતિબિંબ દેખાશે... એ જ છે સમ્યક્‌ દર્શન...આપણા આત્મારૂપી અરીશા પર ચડેલી કર્મોની પ્રતરોની થરને અથાગ પ્રયત્ન દ્વારા (સ્વાધ્યાય દ્વારા) જો એકાદ જગ્યાએથી પણ મૂળ સુધી દૂર કરવામાં સફલ થયા તો એટલા ભાગમાંથી આત્માનો પ્રકાશ (આનંદ) બહાર પડશે તે અવર્ણનીય હશે, અકલ્પ્ય હશે...તે જ છે સમક્તિ, તે જ છે સમ્યક્‌ દર્શન... જેમ ચાદરમાં એક છીંડુ પડે તોતે ધીમે ધીમે આખી ચાદર ફાડી નાખવા માટે સમર્થ છે..

તેમ એક વખત સમ્યક્‌ દર્શન પ્રાપ્ત કરવાની જો સાધના સફળ થઇ ગઇ તો પછી કેવળદર્શન, કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાવાની જવાબદારી એની છે. ભલે સ્વાધ્યાય તપ ઘણો લાંબો સમય, ધીરજ ને સમતા માંગી લે છે. પણ સ્વાધ્યાય વગર સમ્યક્‌ દર્શન પ્રાપ્ત થઇ શકતું નથી...સમ્યક્‌ દર્શન જ આપણને ધ્યાનમાં ગરકાવ કરી શકે છે ને સ્વાધ્યાયના પગલે પગલે જ ધ્યાનની કેડીએ પહોંચી શકાય છે.. ઉત્કૃષ્ટ ધ્યાનની દશામાં 173

ક્યારે કાયાનો ઉત્સર્ગ એટલે કે કાયોત્સર્ગ સધાઇ જાય છે તેની ખબર પણ નથી પડતી... કાયોત્સર્ગ થઇ જાય છે.. કરવો પડતો નથી જે કાયોત્સર્ગ દ્વારા કાયા આત્માથી અલગ ભાસે છે. કાયાને જે કાંઇ થાય છે તે પર ને થઇ રહ્યું છે. પોતાને નહીં એવું વેદન થાય છે. પછી પગમાં આગ પેટાવી ખીર રંધાય કે માથા પર અંગારા આત્મા એક બાજુ રહી ફક્ત નિહાળે છે. અને સ્પર્શતો નથી... જે બળે છે તે મારૂં નથી ને મારૂં છે તે બળતું નથી.આવી ઉત્કૃષ્ટ પરિસ્થિતિએ આત્મા પહોંચે છે ત્યારે કાયોત્સર્ગ ખરા અર્થમાં ઘટિત થયો હોય છે...(જો કે આ પંચમકાળમાં આ સંઘયણ દ્વારા ઉત્કૃષ્ટ કોટીનું ધ્યાન અને કાર્યત્સર્ગ ઘટિત થવો લગભગ અશક્ય, અસંભવ છે છતાં અપવાદ રૂપ કોઇને થઇ શકે છે.) આપણે તો આ સ્વાધ્યાય નામના તપમાંથી પસાર થઇ સમ્યક્‌ દર્શન કરી શકીએ તો પણ આપણો આ જન્મારો સફળ થઇ જાય .... આ તપ એટલે કર્મોનો કચરો સાફ કરતાં કરતાં કદાચ બે પાંચ-

પંદર ભવ પણ લાગી જાય... છતાંય સ્વાધ્યાય ની શરૂઆત પણ થઇ જાય તો પણ આપણે ધન્ય બની જઇએ.... આ તપમાં પગલું ત્યારે જ ભરી શકાશે જ્યારે નિર્વેદ અને સંવેગ ઉત્પન્ન થાય...એટલે કે સંસારના ભવભ્રમણથી કંટાળો અને મોક્ષ માટેની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થાય.

સ.206: જન્મ-મરણના ચક્કરનો અંત કેમ આવતો નથી? જો ભગવાનના કહેવા પ્રમાણે આપણે પર્વતના ઢગલા થાય એટલી વાર ઓઘા લીધા તો પણ આપણે હજી સુધી ભવનો નિસ્તાર કેમ પામી શકતા નથી?

જ.206: (ખૂબ સમજવા જેવો લેખ) તેના માટે જન્મ મરણના ફેરા કેમ થાય છે તે સમજવું પડશે. સૌ પ્રથમવાર આપણો જીવ નિગોદમાંથી ત્યારે બહાર આવે છે જ્યારે એક જીવ સિધ્ધિપદને પામે છે. આમ સિધ્ધભગવંત

એ આપણી પ્રથમ માતા છે. પણ યાદ રહે ફક્ત પ્રથમ વખત જ એ નિયમ છે કે એક જીવ સિધ્ધિપદને પામે ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવે પણ બીજી વખત જીવ પાછો નિગોદમાં ચાલ્યો ગયો તો અનંતા વર્ષો સુધી અકામ નિર્જરા કરતો કરતો જ્યારે કર્મોના ભારથી હળવો થાય ત્યારે બહાર આવે...પાછું એવું પણ નથી કે એક વખત જીવ નિગોદમાંથી બહાર આવ્યો એટલે રાજા થઇ ગયો. એ જીવને મળે છે ફક્ત 2000 સાગરોપમ વર્ષ.

એથી વધારે તે ત્રસપણામાં (હાલતા ચાલતા જીવ) રહી શકતો નથી.

2000 સાગરોપમ વર્ષ પૂરા થયા કે જીવને ફરજીયાત એકેન્દ્રિય કે

નિગોદપણામાં ચાલ્યા જવું પડે છે.

નિગોદમાંથી જીવ બહાર નીકળ્યા પછી તેને જે 2000 સાગરોપમ 174

વર્ષ મળે છે તેમાં પણ 1000 સાગરોપમ વર્ષ તો બેઇંદ્રિય, તેઇંદ્રિય અને ચૌરેન્દ્રિય પણામાં એટલે કે કીડા, મકોડા, વાંદા વગેરે પણામાં પૂરા થાય છે. જ્યારે બાકીના 1000 સાગરોપમ વર્ષ જ સંજ્ઞી પંચેન્દ્રિયપણું જીવ પામે. એટલે કે દેવ-નરક-મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય થાય. તેમાં પણ સૌથી ઓછા મનુષ્ય ના ભવ થાય. 47 કે 48 ભવ મનુષ્યના મળે....મનુષ્યભવમાં આગામી ભવનું આયુષ્ય બાંધવાનો અવસર આઠ વખત આવે પણ કોઇપણ જીવ ચાલુ ભવમાં આગામી એક જ ભવનું આયુષ્ય બાંધે. પરંતુ જન્મે ત્યારથી મૃત્યુ સુધી પોતાના શુભ-અશુભ કર્મો દ્વારા ભાવ દ્વારા ચોવીસે કલાક ચારેય ગતિને યોગ્ય આયુ કર્મ જમા કર્યા જ કરે. ચોર્યાશી લાખ જીવયોનિમાંથી અલગ-

અલગ યોની ને યોગ્ય કર્મ જમા કર્યા જ કરે. હવે આપણે થોડાક ઉદાહરણથી આ વાત સમજીએ કે જન્મ-મરણના ફેરામાંથી બાર કેમ નથી નીકળાતું? સમજી લો કે આ જનમમાં આપણે પાંચ ટકા મગરને યોગ્ય, 80 ટકા નારકીને યોગ્ય, 50 ટકા મનુષ્યને યોગ્ય, 70 ટકા વ્યંતરદેવને યોગ્ય તથા 30 ટકા કુતરાને યોગ્ય આયુષ્ય જમા કર્યું આવી ઓછામાં આછી 1000 ભવરૂપી પ્યાલી (ગ્લાસ) ની કલ્પના કરો.

હવે જે પણ ગતિ યોગ્ય એક કે અડધો ટકો પણ આયુકર્મ નાખી દીધા તો મનુષ્ય જન્મમાં તે પ્યાલી 100 ટકા પૂરી કરી જે તે ભવમાં જવું જ પડે. પણ એક એક ભવની પ્યાલીઓને પૂરી કરવા માટે જીવને કેટલાય પુન્યકર્મ ને કેટલાય પાપ કર્મ કરવા પડશે. વળી જે જે આયુષ્યકર્મ ની પ્યાલીઓ અહીંથી અધૂરી લઇને જશે તે પૂછો જ્યારે મનુષ્યભવ પામશે ત્યારે આ જીવ આ અધૂરી પ્યાલીઓ પૂરી કરશે. પણ એ દરમ્યાન બીજી કેટલીયે નવી પ્યાલીઓનો ઉમેરો કરી દેશે. (ખાલી સમજવા માટે આયુકર્મની પ્યાલીઓની કલ્પના કરવાની છે.)

આપણે જે પાંચ ઉદાહરણ આયુ કર્મના લીધા તેમાં સમજો કે જીવે વ્યંતરદેવને યોગ્ય આયુકર્મની પ્યાલી 100 ટકા કરવાની છે જે 70

ટકા છે. હવે શું થશે? આપણે જાણીએ છીએ કે પાપ કરે તે વ્યંતર થાય તો વ્યંતર ગતિની પ્યાલી 100 ટકા કરવા માટે જીવે પાપ તો કરવું જ પડશે...પણ સાથે સાથે એ પણ વિચારો કે વ્યંતર પણ દેવ છે. તેનું વૈકિય શરીર છે. કેટલાય પલ્યોપમ કે સાગરોપમ વર્ષોનું આયુષ્ય છે.

ધારે તેવા રૂપ ધારણ કરી શકે છે. તો આ બધા માટે, પુન્ય જોઇશે કે

નહીં? આપણે તો 80 વરસ જીવીએ તો કે બહુ પુણ્યાશાળી છો. તો આટલા સાગરોપમ કે પલ્યોપમ વાળા આયુષ્ય માટે પુણ્ય નહીં જોઇએ?

આમ એક એક પ્યાલીઓ 100 ટકા ભરવા માટે જીવ કેટલાય પુન્યકર્મને 175

કેટલાય પાપ કર્મ કરતો જ જાય છે. ધારોકે 1000 પ્યાલીઓમાંથી 700

પ્યાલીઓ પૂર્ણ ભરાઇ ગઇ ને 300 અધૂરી છે પણ માનવનું આયુષ્ય પૂર્ણ થઇ ગયું તો 700 માંથી એક ગતિનું આયુષ્ય (આગામી ભવનું)

બાંધી બાકીની 699 ભરેલી અને 300 અધૂરી પ્યાલી સાથે જીવ અહીંથી રવાના થાય છે. ભરેલી પ્યાલીઓમાંથી એક પછી એક ભવ કરતો કરતો જીવ ફરી પાછો જ્યારે માનવભવ પામે છે ત્યારે અધૂરી પ્યાલીઓ પૂરી કરવામાં લાગી જાય છે ને કરતાં કરતાં કેટલીય નવી પ્યાલીઓનો ઉમેરો કરી દે છે આમ ભવ ચક્કરમાંથી બહાર જ નીકળી શકતો નથી.

આયુષ્ય બંધના સમયે જે જે પ્યાલી 100 ટકા ભરાઇ ગઇ હોય તેતે ભવને યોગ્ય ભાવ પણ ચડ ઉતર થતાં હોય તો આગામી ભવનો આયુષ્યબંધ પડી જાય છે. એકવાર બંધ પડયા પછી જે તે ભવમાં જવું જ પડે છે. જે પાંચ પ્યાલીના આગળ ઉદાહરણ લીધા છે તેમાંથી ધારોકે

નરક અને કૂતરાને યોગ્ય બંને પ્યાલી 100 ટકા થઇ ગઇ એટલે કે એ બે ભવમાં જવા માટે જે કાંઇ પાપ કે પુન્ય કર્મ જોઇએ તે પૂરેપૂરા જમા થઇ ગયા ને આયુષ્ય બંધનો અવસર આવ્યો તો બે માંથી જે ગતિનું આયુષ્ય બંધ પડશે તે ભવમાં જીવ ચાલ્યો જશે. તેના પછી ના ભવનો આયુબંધ જીવે જમા કરેલી ભરેલી પ્યાલીઓ અનુસાર કોઇપણ એક ગતિનો આયુબંધ પડશે. આમ કરતાં કરતાં જો 2000 સાગરોપમનો સમય પૂરો થઇ ગયો તો થોડી ભરેલીને થોડીઅધૂરી પ્યાલીઓ લઇને જીવ ફરજીયાતપણે એકેન્દ્રિય એટલે કે પૃથ્વી,પાણી,તેઉ-વાયુ-વનસ્પતિ કે પછી નિગોદમાં ચાલ્યો જાય છે. ત્યાં કોઇ ટાઇમ લીમીટ નથી....અનંતા અનંતા વર્ષો... (અનંતા વર્ષો શબ્દ બહુ નાનો પડે...) કેટલાય પલ્યોપમ કે સાગરોપમ વર્ષો સુધી જીવ કેટલાય કાળચક્રો પસાર થઇ જાય ત્યાં સુધી જીવ આવા એકેન્દ્રિય પણામાં કે નિગોદમાં પડી રહી અકામ નિર્જરા કરતો કરતો જ્યારે કર્મોના ભારથી જરા હળવો થાય ત્યારે પાછો બેઇંન્દ્રિય થી પંચેન્દ્રિયના ભવ કરતો કરતો માનવ જન્મ પામે છે....

ક્યારેક ચારિત્ર પણ ગ્રહણ કરે છે પણ સમકિત ની પ્રાપ્તિ ન થઇ હોવાથી...અનુબંધ પાપનો પડવાથી પાછો ભવ ચક્રમાં અટવાઇ જાય છે.

માનવ મુખ્ય બે પ્રકારે કર્મ બાંધે છે. નિકાચિત કર્મ અથવા અનિકાચિત કર્મ. અમુક કર્મ કે જે ખૂબ જ રસ રેડીને કરવામાં આવે,ખૂબ જ વલોપાત કરતાં બંધાઇ જાય.. અથવા તો કર્યા પછી વારંવાર મનમાં ઘુંટવામાં આવે કે બરાબર છે, આમ જ કરવા જેવું હતું...આવા અનેક કારણોસર કર્મ નિકાચિત બની જાય એટલે એ કર્મ ભોગવ્યે જ છૂટકો થાય... પરંતુ જે કર્મ નિકાચિત નથી એવા હળવા કર્મો ને સ્વાધ્યાય તપ દ્વારા 176

ઉદીરણામાં લાવી નિર્જરી શકાય છે. નિકાચિત કર્મો તો અનિકાચિતની સરખામણીએ બહુ ઓછા હોય છે માટે સ્વાધ્યાય તપ દ્વારા ઢગલા ને ઢગલા આપણે અનિકાચિત કર્મને નિર્જરી શકીએ, એની શરૂઆત પણ કરી શકીએ તો આત્મા કર્મોના ભારથી હળવો થઇ સમક્તિ પ્રાપ્તિ ને યોગ્ય બને છે.. ને આ કાર્ય ફક્ત માનવ જન્મમાં જ થઇ શકે છે.

સ.207: આપણે જોયું કે કેવી રીતે જન્મ-મરણના ચક્કરમાંથી છૂટીજ નથી શકાતુ. હવે એ જણીએ કે સ્વાધ્યાય તપના ઉંડાણમાં કોણ ઉતરી શકે?

જ.207: એજ વ્યક્તિ ઉતરી શકશે કે જેને ખરેખર આ ભવભ્રમણથી થાક લાગ્યો છે, જેને ભૌતિક સુખ એ સુખ નહી પણ દુઃખોની જનેતા ભાસે છે, જેને રેશમની ગાદીમાં સૂતા હો તો પણ કાંટા પર સૂતા હોય એવું લાગે છે. જેનું મન સતત ઝંખે છે કે આ જન્મમરણના ફેરામાંથી ક્યારે મુક્ત થાઉને સંપૂર્ણ મુક્તિ તો આનંદ અનુભવું.

સ.208: આ કર્મનો બાંધનાર તો આત્મા છે, તો કર્મની નિર્જરા માટેય આત્માસુધી જ પહોંચવું પડશે?

જ.208: હા - કર્મના ગણિતમાં એવો હિસાબ નથી કે પાંચ પુન્યકર્મ કર્યાને ત્રણ પાપ કર્મ... તો પાંચમાંથી ત્રણ બાદ કરો હવે બે પુુન્ય કર્મ ભોગવવાના રહ્યા... જો આવો હિસાબ હોત તો... તો આપણે ક્યારનાય છૂટી ગયા હોત. પાંચ પુન્ય કર્મ હોય તો તે પણ ભોગવો ને ત્રણ પાપ કર્મ હોય તો તે પણ ભોગવો અથવા જો હળવા હોય તો ધ્યાન-સ્વાધ્યાય અને કાયોત્સર્ગ દ્વારા નિર્જરો, આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એમ કરતાં કરતાં જ્યારે એક પણ કર્મ સિલકમાં નહી બચે... ન પાપ કર્મ ન પુન્ય કર્મ... ત્યારે આત્મા મુક્ત થશે. કેમકે કર્મ એજ તો આત્માનો ખોરાક છે... આત્માને ભવ-ભવ-ભવ કરવા માટે. અને આપણે એજ કરીએ છીએ કે જૂના નિર્જરતા જઈએ છીએ... ને નવા અંદર નાખતા જઈએ છીએ... (આશ્રવ) આમજ આપણો આત્મા મુક્ત થતો નથી...

જૂના તો નિર્જરવા ફરજીયાત છે. પણ જો નવા નાખવાના બંધ થાય ને જૂના પૂરેપૂરા ભોગવાઈ જાય તો જ આત્મા મુક્તતાનો આનંદ માણી શકે.

સ.209: આ વાત એક ઉદાહરણ સાથે સમજાવો.

જ.209: એક દોરાની રીલની કલ્પના કરો. અંદરની જે પૂઠાની રીલ છે તે આત્મા છે. તેના પર બે કલરનો દોરો વીંટાયેલો છે. થોડો બ્લેક છે ને થોડો વ્હાઈટ છે. જે ભાગ બ્લેક છે તે પાપ કર્મ અને જે ભાગ વ્હાઈટ છે તે પુન્યકર્મની કલ્પના કરો...જેટલા પાપ કર્મને પુન્ય કર્મ નિર્જરતા જાઓ 177

છો તેટલો દોરો રીલ પરથી ખુલતો જાય છે. જેટલા પાપકર્મ, પુન્યકર્મ નવા બાંધતા જાવ છો તેટલો દોરો રીલપર પાછો વીંટળાતો જાય છે.

આમ થોડો ધાગો ખૂલે છે. ત્યાં પાછો થોડો વિંટળાય છે. આમ ધાગો પૂરેપૂરો ખુલતો નથી ને પૂંઠાની રીલ મુક્ત થતી નથી. જે દિવસે બંને કલરનો કાળોને ધોળો...ધાગો પૂરે પૂરો ખૂલી જાય છે તે દિવસે અંદરની રીલ ધાગાના બંધનમાંથી મુક્ત થાય છે, મોક્ષ થાય છે. આમ આત્માને ટકી રહેવા માટે (ભવ-ભવ કરવા માટે) કર્મરૂપી ખોરાક જોઈએ. જેમકે

આપણા આ પાર્થિવ દેહને ટકી રહેવા માટે ખોરાકની જરૂર છે. શરીર શેનાથી ટકે છે? ખોરાકથી. જો શરીરને ખોરાક ન મળે તો શરીર ખતમ થઈ જાય પણ વ્યવહારમાંતો પાછું એવું નથી દેખાતું લોકો મહિનો -

બે મહિના ઉપવાસ કરે છે. છતાં શરીર તો ટકતું હોય છે. તો આમ કેમ? શું મહિનાઓ સુધી શરીર ખોરાક વગર ટકે છે? ના...શરીરને જ્યારે બહારથી ખોરાક આપવાનો બંધ કરો છો ત્યારે, તેજ ક્ષણે શરીરે પોતાની પાસે સંગ્રહ કરેલો જૂનો ખોરાક જે ચરબીના રૂપમાં છે તે વાપરે છે. શરીર એકક્ષણ પણ ખોરાક વગર ટકતું નથી. તમે શરીરને નવો ખોરાક આપોજ નહિ ને જૂનો બધોજ વપરાઈ જાય પછી એક ક્ષણ પણ શરીર ટકશે નહિ. બસ આ જ વસ્તુ આત્મા સાથે બને છે, જ્યારે મન-વચન-કાયાને સ્થિર કરી નવા કર્મોનો ખોરાક આપવાનો બંધ કરીએ છીએ (સંવર) ત્યારે, તેજ ઘડીએ, તેજ ક્ષણે આત્માએ અનંતા ભવોથી સંગ્રહીને રાખેલા કર્મોના ઢગલામાંથી એકેક પ્રતર ઉદિરણામાં આવી નિર્જરતી જાય છે... (જો નિર્જરતા આવડે તો...નહિતો કર્મોના ગુણાકાર થાય) આમ કરતાં કરતાં જ્યારે જૂના બધાજ કર્મો ખતમ થઈ જાય ને નવો કર્મરૂપી ખોરાક આત્માને મળે નહિ ત્યારે આત્મા મુક્ત થાય છે.

એ માટે આપણા ચિત્તના ઉંડાણ સુધી પહોંચી અંદર રહેલા વિકારો ને જડમૂળથી ઉખેડી ને નાં કાઢીએ ત્યાં સુધી વાત બનતી નથી. આપણે જે કાંઈ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ તે લગભગ ભટકતા ચિત્તે ઉપયોગ શૂન્ય પણે થતી રહે છે. જેથી એ મોક્ષસાધક બનતી નથી. જૂઓ ઉપાધ્યાય યશોવિજયનું મહારાજે પણ આજ વાત કરી છે.

વચન કાયા તો બાંધીએ, મન નવિ બાંધ્યુ જાય મન બાંધ્યા વિણ પ્રભુ ના મિલે, ક્રિયા નિષ્ફળ થાય..’’

સ.210: ચેતન મન અને અવચેતન મન નો સ્વાધ્યાય તપમાં શું રોલ છે?

જ.210: આપણા મનના બે વિભાગ છે. ચેતન મન અવચેતન મન. concious mind, subunconcious mind. શાસ્ત્રની ભાષામાં કહીએ તો લબ્ધિ 178

મન અને એ ઉપયોગ મન. અત્યારે તમે જે મનનો ઉપયોગ કરી રહ્યા છો તે ચેતન મન, ઉપયોગ મન. બૌધિક સ્તરે મેળવેલ સમજની પહોંચ ફક્ત આ જાગૃત મન સુધીની જ હોય છે. વાંચન-શ્રવણ કે ચિંતનથી લીધેલું જ્ઞાન એ આ બૌધિક સ્તર સુધીજ હોય છે. એ જ્ઞાન તો પારકું છે, ઉછીનું લીધેલું છે. એ તો જેને એનો અનુભવ થયો એનું જ્ઞાન છે.

બૌધિક સ્તરે ઘણું સમજી લીધું કે દેહથી પોતે ભિન્ન છે. જીવન ભર એને ઘૂંટતા પણ રહ્યા. પરંતુ જીવનની ઘટનાઓ પ્રત્યે આપણે જે પ્રતિક્રિયા કરતાં રહીએ છીએ તે તો મોટા ભાગની અવચેતન મનના નિર્દેશ પ્રમાણે થતી હોય છે. અવચેતન મનને તો એની કોઈ અનુભૂતિ થઈ નથી હોતી.

અવચેતન મનમાં તો દેહ સાથેના તાદાત્મયનો બોધ, સંસ્કાર રહ્યો હોવાથી પોતાનું સુખ-સલામતી-અસ્તિત્વ બધું જ પર ઉપર અવલંબિત છે તે સંસ્કાર ત્યાંથી ઉખડયો નથી. માટે ફક્ત બૌધિક સ્તરે સમજીને દેહાત્મ ભાવમાંથી બહાર નીકળવાની જે આશા રાખીને બેઠા છો તે ઠગારી નીવડે છે. ને આપત્તિ-વિપત્તિમાં વ્યક્તિ અવશ પણે આર્ત-રૌદ્ર ધ્યાનમાં ઢસડાઈ જાય છે. કેમકે ચેતન મન કરતાં અવચેતન મન ખૂબજ પ્રબળ છે. સંકટ સમયે કે ઉત્તેજનાની ક્ષણોમાં આ અવચેતન મન, ચેતન મનને બાજુએ હડસેલી દઈ પોતે પ્રગટ થાય છે. અવચેતન મન શુધ્ધ થયું હોય, સ્વાધીન થયું હોય તો જ કામ-ક્રોધ, મોહ-મદ-મત્સર આદિ દોષોની પકડમાંથી મુક્ત થઈ શકાય છે. સ્વાધ્યાયતપની સાધના સિવાય અવચેતન મનને શુધ્ધ કરી શકાતું નથી.

સ.211: અવચેતન મનને નિર્મળ કરવાનો ઉપાય શું?

જ.211: જીવનની કોઈપણ પરિસ્થિતિમાં સમભાવમાં રહેવા ઈચ્છનારે, સ્વસ્થ અને સમાધિસ્થ રહેવા ઈચ્છનારે માત્ર શ્રવણ-વાંચન-મનનથી સંતોષ માની બેસી ન રહેતા એ જ્ઞાનને અનુભવજ્ઞાન બનાવવું જોઈએ. પોતાની સમજને પોતાની તત્વ શ્રધ્ધાને અવચેતન મન સુધી લઈ જવી જોઈએ.

અવચેતન મનને નિર્મળ કરવાનો આ એકમાત્ર ઉપાય છે કે વર્તમાન ક્ષણે જે કાંઈ બની રહ્યું છે તેના પ્રત્યે જાગૃત રહી તેને સાક્ષી ભાવે જોવું. વર્તમાન ક્ષણે જે કાંઈ બને તેને કોઈપણ પ્રકારની ઈચ્છા, આકાંક્ષા, આતુરતા કે

આસક્તિ વિના એટલે કે રાગ-દ્વેષ વિના જોવુ. એટલેકે સાક્ષીભાવમાં જ્ઞાયકભાવમાં સ્થિર થવું. પહેલી નજરે આ કરવું સરળ દેખાય છે પરંતુ આપણે ફક્ત સાક્ષી રહી શકતા નથી. અનેકાનેક જન્મોથી જે સંસ્કારો આપણે અવચેતન મનમાં ભરીને લાવ્યા છીએ ને તે અનુસાર આપણે બાહ્ય જગતની ઘટનાઓ પ્રત્યે આપણી પ્રતિક્રિયા કોમ્પ્યુટરની જેમ યાંત્રિકપણે દર્શાવતાજ રહીએ છીએ. અવચેતન મન એ કોમ્પ્યુટરમાં 179

રહેલા ડાટા જેવું છે. જ્યારે ચેતનમન એ કોમ્પ્યુટરની સ્ક્રીન છે. સ્ક્રીન પર એજ આવશે જે ડાટામાં છે. એમ અવચેતન મનમાં પડેલા અઢળક કર્મસંસ્કારોમાંથી કઈ ઘડીએ કયો સંસ્કાર ઉખડીને સ્ક્રીન પર આવશે એટલે કે ચેતન મન પર આવશે તે કહી શકાય નહીં.

ભૂતકાળના બધાજ સંસ્કારોથી ને ભવિષ્યની આશાઓને તૃષ્ણાથી મુક્ત થયા વિના વર્તમાન ક્ષણના માત્ર દૃષ્ટા રહેવું શક્ય નથી. ભૂતકાળના સંભારણા ને ભવિષ્યની કામનાઓ આપણને વર્તમાન ક્ષણ પ્રત્યે સજગ રહેવા દેતા નથી આપણી જાણ બહાર અવચેતન મનમાં પ્રતિક્ષણે સંસ્કારો પડતાં રહે છે તે એ સંસ્કારો પ્રમાણે આપણા વિચાર - વર્તન વળાંક લે છે જેની આપણને ખબર પણ નથી હોતી. એટલે ફક્ત જાગ્રતમનનેજ નહિ, અવચેતન મનને પણ શુધ્ધ કર્યા વિના, વર્તમાન ક્ષણ પ્રત્યે રાગ-દ્વેષ રહિત દૃષ્ટાભાવ આવેજ શી રીતે? તમે ઘણીવાર કહો છો ને કે બધું જાણીએ છીએ, સમજીએ છીએ છતાં કાંઈ ઘટના બને ત્યારે આર્ત-રૌદ્ર ધ્યાનમાં સરકીજ જવાય છે. એનું કારણ આ છે કે

ફક્ત બૌધિક સ્તરે જાણ્યું છે. જેનો ઉપયોગ ફક્ત concious mind સુધીજ હોય છે. જો આ સ્વાધ્યાય દ્વારા અવચેતન મન સુધી પહોંચી ત્યાં પડેલા સંસ્કારોને ઉખાડી નીર્જરા કરી દેવામાં આવે તોજ જન્મોજન્મથી સંચિત દૃઢ સંસ્કારોનો ઉચ્છેદ શક્ય બને છે. તો વર્તમાન ક્ષણ પ્રતિ રાગ-દ્વેષ રહિત કેવળ દૃષ્ટાભાવની કળા સામાન્ય રીતે લાંબા પ્રયત્ન વિના સિધ્ધ થતી નથી સ્વાધ્યાય દ્વારા અવચેતન મનમાં પડેલા જન્મજન્માંતરના સંસ્કારોને દૂર કરી તેને નિર્મળ બનાવવાનું છે.

સ.212: સ્વાધ્યાય માટે શું કરવું?

જ.212: સ્વાધ્યાય જેવા આંતરિક તપમાં અંદરમાં, પોતાની જાતના સ્વયંના અધ્યયનમાં ઉતરી જવાનું છે. સ્વયંનું અધ્યયન સ્વાધ્યાય છે, શાસ્ત્રોનું નહિ. શાસ્ત્રનું અધ્યયન ચોક્કસ જરૂરી છે. ફક્ત જાણકારી મેળવવા માટે પણ એ હંમેશ ખ્યાલમાં રહે કે શાસ્ત્રમાં જે લખાયેલું છે તે બીજાનો અનુભવ છે... મારો પોતાનો નહિ. એ એનો અનુભવ છે જેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેણે સમ્યક્‌દર્શન કર્યું છે. જેણે પ્રકાશનું દર્શન કર્યું છે, જેણે સાગરમાં ડૂબકી લગાવી છે આપણે કિનારે બેસીને સાગર વિષે ગમે તેટલું ભણીએ પણ જ્યાં સુધી આપણે સાગરમાં ડૂબકી નહી લગાવીએ ત્યાં સુધી આપણે સાગરનો અનુભવ કરી શકવાના નથી...જો આપણે આપણા ક્રોધનું અધ્યયન કરતાં હોઈએ તો તે સ્વાધ્યાય છે.

પણ ક્રોધ વિષે પુસ્તકમાં લખાયેલું વાંચતા હોઈએ તો તે શાસ્ત્રઅધ્યયન છે. આપણમાં રહેલા રાગનું અધ્યયન કરતા હોઈએ તો સ્વાધ્યાય, રાગ 180

વિષે શાસ્ત્રમાં સમજાવેલું વાંચતા હોઈએ તો તે સ્વાધ્યાય નથી, શાસ્ત્ર અધ્યયન છે. માનવી સ્વયં એક પરમ શાસ્ત્ર છે કેમકે જે કાંઈ જાણી શકાયું છે તે માનવીએ સ્વયંનાં અંદર ઉતરીને જાણ્યું છે. જે કાંઈ શાસ્ત્રમાં લખાયેલું છે તે બધું આપણામાં મોજૂદ છે. તેનું અધ્યયન આપણે કરવાનું છે ધર્મ સ્વયં ને જાણવામાં છે. જાણવાની વસ્તુ આપણે કેટલી પણ જાણી લઈએ, સમજી લઈએ છતાંપણ જાણવાવાળાને (જ્ઞાતાને, આત્માને) જાણી શકાતો નથી. જાણવા યોગ્ય એકજ છે કે જે જાણી રહ્યો છે તે કોણ છે? ફક્ત જાણકારી થી તો અહમ્‌ પેદા થાય છે, એક મોટો ભ્રમ ઉભો થાય કે ‘‘હું બધું જાણું છું.’’ ધારોકે મેં બધું જાની લીધું કે સ્વાધ્યાય શું છે? સ્વાધ્યાય કેવી રીતે કરાય? સ્વાધ્યાયથી કર્મ કેવી રીતે કપાય? પણ હું સ્વાધ્યાય કરીશ જ નહીં તો મને કેવી રીતે ખબર પડશે કે મારો આત્મા પરમાત્માનો આનંદ કેવો છે? એટલેજ ઘણીવાર અજ્ઞાની પરમાત્મામાં છલાંગ લગાવી દે છે અને જ્ઞાની રખડી પડે છે. સ્વાધ્યાયનો અર્થ છે સ્વયંમાં ઉતરો પૂરૂં જગત ભીતરમાં છે. મરતી વખતે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ એનેજ નથી જાણતા જે પાર્થીવ દેહને છોડીને જઈ રહ્યો છે. આપણને ખબર છે કે મહાવીર શું કહે છે? પરંતુ આત્માનો શું સ્વાદ છે તે ખબર નથી... પરમાત્માની કોઈ ઝલક મળી નથી... પોતે સ્વયંમાં ઉતરવાનો કે સ્વનો અધ્યાય કરવાનો પ્રયત્નજ કર્યો નથી... ચારે તરફ અંધારૂ છવાયેલું છે અને છતાં કહે છે કે હું બધું જાણું છું... મહાવીર એને મિથ્યાજ્ઞાન કહે છે...સ્વાધ્યાયનું પહેલું સૂત્ર છે કે વસ્તુનું અધ્યયન છોડો... સ્વનું અધ્યયન કરો, અધ્યયન કરનારનું અધ્યયન કરો તો તે સ્વાધ્યાય છે.

સ્વાધ્યાય વિના ધ્યાનમાં પ્રવેશ નથી. મહાવીરે ચીંધેલા પગથિયાં અત્યંત વૈજ્ઞાનિક છે સ્વાધ્યાય બહુ પીડાદાયી છે એટલે એમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. ધ્યાન વિષે ઘણું વાંચ્યું છે અને એમાં જવાથી આનંદ મળે છે એમ શાસ્ત્રોમાં લખેલું છે. અને ગુરૂએ પણ કહેલું છે પરંતુ સ્વાધ્યાયમાં ઉતર્યા વિના ધ્યાનમાં ઉંડાણ આવશે નહિ. દુખમાંથી પસાર થઈનેજ સુખની ઝલક મળશે. તો સ્વનો અધ્યાય એટલે કે સ્વાધ્યાય કેવી રીતે કરવો તે જોઈએ આગળ

સ.213: જો કોઈની કૃપા થઈ જાય તો બેડો પાર થઈ જાય ને? સ્વાધ્યાય તપમાં ઉતરી શકાય?

જ.213: સ્વાધ્યાય તપમાં ઉતરવું એ ખૂબ લાંબો રસ્તો છે. કોઈની કૃપા નહિ, પોતે જ કામ કરવું પડે... કૃપા કરવાવાળા પાસે કૃપાની ક્યાં કમી છે... શા માટે આખું જગત વિકારમુક્ત નથી થઈ જતું? તો આદિનાથદાદાએ મરીચી 181

(મહાવીર સ્વામી ભગવાનનો જીવ, ત્રીજા ભવે) પર કૃપા કરીને એને મુક્ત ન બનાવી દીધો હોત? દાદાના રૂપમાં જેને સાક્ષાત તીર્થંકર મળ્યા હતા...

તો પણ એને આટલા બધા ભવ ભ્રમણના ચક્કર ફરવા પડ્યા ને? નરકમાં પણ જવું પડ્યું ને? કેમ દાદાએ એના પૌત્ર પર કૃપા ના કરી દીધી? આ બધું જાણવા છતાંય આપણે... તમે ને હું બધાં, એ આશા રાખીને બેઠા છીએ ને કે કોઈની કૃપા ઉતરશે ને મારો બેડો પાર થઈ જશે... હું ભગવાનની મૂર્તિ પાસે જઈને રોજ ભગવાનના વખાણ કરીશ (સ્તુતિ) એટલે ભગવાન મારા પર ખુશ થઈ જશે... ને હું ભવસાગર તરી જઈશ?? યાદ રાખીએ કે... મારે સાગર પાર કરવો હશે તો હાથ પગ મારે જ હલાવવા પડશે... હાથ પગ તમે હલાવોને હું સાગર તરી દઉં તે બન્યું નથી ને બનશે પણ નહિ.

જેનામાં ખરેખર સંસાર રસિકતા ઓછી થઈ હશે, જેને જન્મ-મરણના ફેરાથી કંટાળો નિપજ્યો હશે, જેને અંતરથી વૈરાગ્ય જન્મ્યો હશે એટલે કે નિર્વેદ ને સંવેગ જાગ્યો હશે તે જ સ્વાધ્યાય તપમાં ઉતરી શકશે.

પોતાના અંતરમનમાં ઉતરી શકશે... ને આ લાંબી યાત્રામાં સમતાપૂર્વક ટકી શકશે ને મંઝીલ સુધી પહોંચી શકશે.

સ.214: વિકારોને જડમૂળથી કાઢવા કઈ રીતે?

જ.214: ભય-ઈર્ષ્યા, વાસના, ક્રોધ, દ્વેષ, અહંકાર, જે પણ વિકાર ચિત્ત પર જાગે તો આપણા ચિત્તની શાંતિ નાશ. વિકાર જાગશે તો વ્યાકુલ કરશે જ. આ કુદરતનો બંધી-બંધાયેલો નિયમ છે. વિકાર આપણી અંદર જાગે છે, બહાર નહિ, માટે હર વ્યક્તિએ વિકારથી છૂટકારો મેળવવા અંર્તમુખી બનવું પડશે. અંતરમનની પેટર્નને બદલવાનું કામ આસાન નથી. પોતાની મહેનતથી અંદરની વિકારોની જડોને કાઢવી પડે છે. અંદરની સચ્ચાઈ શું છે તે જાણવાનું છે. માનીએ છીએ જરૂર... અમારા મહાવીરે આમ કીધું એટલે શ્રદ્ધાથી માની લઈએ છીએ, પણ જાણતા નથી. જાણવામાં (અનુભવવામાં) ને માનવામાં આસમાન - જમીનનું અંતર છે. અનુભવ થાય તો જ જડમાંથી વિકારો નીકળે. ફક્ત માની લેવાથી કામ થતું નથી. દા.ત. શાસ્ત્રજ્ઞાન દ્વારા જાણી લીધું કે ‘‘આત્મા અવિનાશી છે, જ્યારે શરીર વિનાશી છે...’’ પરંતુ જ્યારે સ્વ અધ્યાય કરતાં કરતાં એ અનુભવ્યું કે ‘‘અહા...આંખનાં એક પલકારામાં કેટલા પરમાણુ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે... અરે જે શરીર ઠોસ દેખાય છે તે સ્વ-અધ્યયન કરતાં કરતાં સ્વ અનુભવમાં તો માત્ર તરંગો જ તરંગો છે...’’ આ અનુભવમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું...તે છે સમ્યક્‌જ્ઞાન... શાસ્ત્રમાં જ્યાં જ્યાં જ્ઞાનની વાત આવે છે તે શાસ્ત્રજ્ઞાન નહીં... સમ્યક્‌જ્ઞાનની વાત છે. સ્વ અનુભવમાંથી પ્રગટ થયેલા જ્ઞાનની વાત છે... જેણે સ્વ અનુભવથી પોતાના 182

એક એક પરમાણુને ઉત્પન્ન થતાં ને નાશ પામતા અનુભવ્યા છે તેને હવે કુદરતી રીતે જ સ્વ શરીર પરનો રાગ-મોહ ઓછો થઈ જશે... હવે એને કોઈએ કહેવું નહીં પડે કે આ શરીર વિનાશી છે તેનો મોહ છોડી દે... કોઈ કેટલી પણ વાર આપણને કહેશે તો પણ શરીર પરનો રાગ-

મોહ છૂટતો નથી પરંતુ સ્વાધ્યાયમાં ઉતરી જાત અનુભવ થશે તો પોતે જ જોશે કે આવા ક્ષણભંગૂર શરીર પર શું રાગ કરૂં? શું મોહ કરૂં?

જેની પાસે ફક્ત શાસ્ત્રજ્ઞાન છે પણ સ્વ અનુભવ જ્ઞાન નથી તેને માટે શું કહ્યું છે તે જુઓ... શ્રીપાળરાસ-ખંડ-4, ઢાળ-13માં શું કહે છે કે...

જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત બહુલ શિષ્યનો શેઠો રે...

તિમ તિમ જિન શાસનનો વૈરી...

જો નવિ અનુભવ જેઠો રે...

જેની પાસે શ્રુતજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન છે પણ સ્વઅનુભવ જ્ઞાન નથી તે ભલે ગમે તેટલા શિષ્યનો ગુરૂ હોય પણ તેને જિનશાસનનો વૈરી કીધો છે... આનું ખૂબ ખૂબ મહત્ત્વ સમજીએ ને સ્વાધ્યાય તપ માટે માનસિક તૈયારી કરીએ. કેમકે સ્વાધ્યાય અને ધ્યાન તપમાં ઉતર્યા સિવાય અનુભવજ્ઞાન મળી શકે નહિ. જુઓ આજ વાત વૈરાગ્યકલ્પલતા - સ્તબક '- 1 શ્લોક - 19માં કહી છે... સરખાવો...

યથા યથા શિષ્ય ગણૈઃ સમેતો બહુશ્રુત સ્યાદ, બહુ સંમતશ્ચ.

સમાધિમાર્ગ - પ્રતિકૂલ - વૃત્તિ સ્તથા - તથા - શાસન શત્રુ રેવ.

તો જેનાથી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જેનાથી કર્મની નિર્જરા કરવાની છે એ સ્વાધ્યાય તપમાં ઉતરતા પહેલા એ પણ જાણી લો કે શું છે સમ્યક્‌જ્ઞાન, સમ્યક્‌દર્શન અને સમ્યક્‌ચારિત્ર. સમ્યક્‌દર્શન એટલે અનુભવ દ્વારા આત્માની અનુભૂતિ કરવી. એટલે કે અનુભવ દ્વારા આત્માના દર્શન કરવા. સમ્યક્‌જ્ઞાન એટલે આત્માનો જે અનુભવ થયો... તેમાંથી જે જ્ઞાન પેદા થયું, પ્રગટ થયું તે સમ્યક્‌જ્ઞાન. આત્મા વિશે જાણકારી મેળવવી તે શાસ્ત્રજ્ઞાન...ને આપણી અંદર ઉતરી આત્માનો જે અનુભવ થાય તે સમ્યક્‌જ્ઞાન. શાસ્ત્રજ્ઞાન ગમે તેટલું હશે તો પણ અહીં મૂકીને જવાનું છે, જ્યારે સમ્યક્‌જ્ઞાન આપણી સાથે આવશે.

સ.215: એક ભૌતિક ઉદાહરણથી શાસ્ત્રજ્ઞાન ને સમ્યક્‌જ્ઞાન વચ્ચેનો ભેદ સમજાવો?

જ.215: દા.ત. કોઈ તમને કહે કે ‘‘ભાઈ, ત્યાં જોઈને ચાલજે હોં...મોટો ખાડો 183

છે.’’ આ થઈ જાણકારી (શાસ્ત્રજ્ઞાન) કોઈએ કહ્યું હોય છતાં આપણું ધ્યાન રહેતું નથી, ને ખાડામાં પડી જઈએ. પણ એકવાર ખાડામાં પડયા, ને એ જે અનુભવ થયો, પછી એ જ્ઞાન, એ જાણકારી, એવી જડબેસલાક મગજમાં બેસી જશે કે હવે કોઈએ કહેવું નહી પડે કે ‘‘ભાઈ જોઈને ચાલજે ત્યાં ખાડો છે.’’ કેમ કે એ જાણકારી એ આપણો અનુભવ બની ગયો. એ શાસ્ત્રજ્ઞાન આપણું સમ્યક્‌જ્ઞાન બની ગયું હવે એ જોઈએ કે

સમ્યક્‌ચરિત્ર છે શું? સમ્યક્‌ચારિત્ર એટલે આત્મામાં સ્થિર થવું....આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખવો. શુધ્ધ ઉપયોગમાં રહેવું.

(આ પંચમકાળમાં અતિ દુર્લભ) આ સમ્યક્‌ ચારિત્ર મેળવવા માટે દ્રવ્ય ચારિત્ર ખૂબજ મદદરૂપે થાય. આ શુધ્ધ ધર્મજ કેવલી પ્રરૂપેલો ધર્મ કહેવાતો તે મનુષ્ય માત્ર માટે એકજ હતો. અને એકજ રહેશે. પરંતુ ઉતરતું સંઘયણ, શિથિલતા, ને કાળનો પ્રભાવ વગેરે કેટલાક કારણોસર લોકો સમ્યક્‌દર્શન, જ્ઞાન, ચારિત્રને શુધ્ધ સ્વરૂપે અપનાવી ન શક્યા...જેને જેમ અનુકુળ આવ્યું તેમ આમાં ભેળસેળ થતી ગઈ ને તેમ તેમ અલગ સંપ્રદાયનો જન્મ થયો. જે અણિશુધ્ધ ઉત્તમ રીતે પાલન કરતા હતા તે જૈન કહેવાયા. પરંતુ તેમાં પણ કાળક્રમે શિથિલતા આવતી ગઈ. સમ્યક્‌ દર્શન, જ્ઞાન, ચારિત્રતો સ્વપ્નની વાત થઈ ગઈ.

શાસ્ત્રજ્ઞાનને જ સમ્યક્‌જ્ઞાન માનવા લાગ્યા. તેવી રીતે મૂર્તીના દર્શનનેજ સમ્યક દર્શન સમજવા લાગ્યા. ને બાહ્ય દ્રવ્ય ચારિત્રને જ સમ્યક્‌ ચારિત્ર માનવા લાગ્યા. આમ જૈન એક ધર્મ મટી એક સંપ્રદાય બની ગયો. રાગ-

દ્વેષને કષાયોને કાઢવા માટેનો જે ધર્મ, એ ધર્મના નામે જ ક્રોધ-કષાયોને રાગદ્વેષ વધવા લાગ્યા. આમ કેવલીએ પ્રરૂપેલો ધર્મ સૌએ પોતપોતાની રીતે, પોતાને અનુકુળ હોય એ રીતે અપનાવીને અલગ અલગ સંપ્રદાયના વાડામાં બાંધી દીધો. એટલે તો ચાર શરણામાં કહ્યું કે...‘‘કેવલી પન્નતો ધમ્મં શરણમ્‌ ગચ્છામિ’’ નહિં કે ‘‘જૈનં ધમ્મં શરણં ગચ્છામિ’’ કેવલીએ પ્રરૂપેલા ધર્મ પ્રમાણે જેનું વર્તન છે જ નહિ. તે ફક્ત કૂળથી જૈન છે, કર્મથી જૈન નથી. ભગવાનના સમવસરણમાં ચારેય જ્ઞાતિના લોકો આવતા હતા... બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને શુદ્ર ભગવાને બધા માટે એકજ ધર્મ પ્રરૂપ્યો છે. માટે સંપ્રદાય અલગ હોઈ શકે, જૈન, બૌધ, વૈષ્ણવ, શીખ સંપ્રદાય પણ કેવલીએ પ્રરૂપેલો ધર્મ એકજ છે, બધાને માટે છે અને સદાકાળ એકજ રહેશે.

સ.216: સ્વાધ્યાયના એક એક સ્ટેપ સમજાવો

જ.216: સ્વાધ્યાયની શરૂઆત એટલે મન-વચન-કાયાની સ્થિરતા કરી, બહાર ભટકતા બાદર મનને એક નાના સ્થાન પર કેન્દ્રિત કરી, શુક્ષ્મ બનેલા 184

મન દ્વારા અંતર યાત્રા કરવી... સ્વ શરીરમાં ક્યાં શું ઘટિત થઈ રહ્યું છે તે સ્વઅધ્યયન દ્વારા, સ્વાધ્યાય દ્વારા, અનુભવ કરી...વર્તમાન પરિસ્થિતિનો સમતાભાવે સ્વીકાર કરી એક એક કર્મની પ્રતરો જે ઉદીરણામાં આવી રહી છે તેને નિર્જરવી....આપણે એક એક સ્ટેપને સૂક્ષ્મતાથી સમજીએ....

કાયા અને વચનને થોડા દિવસોની પ્રેક્ટિસ દ્વારા સ્થિર કરી શકાશે...

કહેવત છે ને કે ડોલતી કાયામાં ડોલતું મન ઘણી વખત એવું જોયું છે કે અમુક લોકો અકારણ બેઠા બેઠા ધૂણતા હોય છે ત્યારે સયકોલોજીસ્ટ કહે છે કે એમનું મન અસ્થિર છે...તો મનને કેમ સ્થિર કરવું તે આપણે આગળ જોઈશું પણ કાયાને સ્થિર કરવા માટે એકજ આસનપર એક આંગળી પણ ન હલે એ રીતે બેસવાની પ્રેક્ટિસ કરવી પડશે... થોડું થોડું કરીને આ ક્ષમતા કલાક-બે કલાક સુધી વધારવી પડશે. જોકે

શરૂઆતમાં તો સ્થિર બેસવાની પ્રેક્ટિસ કરતાની સાથે થોડીજ વારમાં પીડા શરૂ થઈ જાય છે. કેમ? સિનેમામાં કલાકો સુધી એકજ મુદ્રામાં સ્થિર બેઠા હોઈએ છીએ. ન પગ દુઃખે ન માથું ફાટે...કેમ? કેમકે આપણી અંદર રાગદ્વેષની આગ પડેલી છે. ને તેમાં Input પણ રાગ દ્વેષ આપો છો... જેમકે ચૂલામાં અંગારા છે, ને બીજા અંગારા નાખો તો પ્રેમથી સ્વીકારી લે છે તેમ... પણ અંગારા પર ઠંડુ પાણી નાખો તો છું છા..

થશે... તેમ રાગ-દ્વેષ-મોહની ભરેલી આગમાં એક ક્ષણ પણ રાગ-

દ્વેષ-મોહ વિનાની આવી, એકક્ષણ પણ નિર્મળતાની આવી તો પ્રતિક્રિયા થશે. છૂં છા થશે... પીડાનો અનુભવ થશે. પણ સતત પ્રયત્ન કરતાં કરતાં સ્થિર બેસવાની ક્ષમતા આવી જશે. હવે જોઈએ વચનનું મૌન...તો ફક્ત હોઠ બીડેલા રાખવાથી મૌન નથી પળાઈ જતું... કેમકે ફક્ત જીભ નથી બોલતી શરીરના બીજા અંગો પણ બોલે છે. આંખના ઈશારા પણ બોલે છે, મોં ના હાવભાવ પણ બોલે છે, હાથ-પગ-આંગળીઓથી કરેલા ઈશારા પણ બોલે છે. તો આ સ્વાધ્યાય અને એમાંથીજ આગળ વધતાં ધ્યાન અને કાયોત્સર્ગની સાધના કરવા માટે એવું મૌન ધારણ કરવું કે જેમાં આંખના કે આંગળીના પણ ઈશારા થી વાતો ન હોય...

થોડા વખતની પ્રેક્ટિશ દ્વારા એ પણ સિધ્ધ થઈ શકશે... હવે આગળ જોઈએ કે મનને કેમ સ્થિર કરવું, શુક્ષ્મ બનાવવું...ને શુક્ષ્મ બનેલા મન દ્વારા કેવી રીતે સ્વાધ્યાયની સાધના કરવી. કેવી રીતે પોતાની જ અંદર રહેલા પરામતમને પામવો.

બોલે બીજો નહિ, પરમાતમ પોતે...

અણસમજુને આંધળા, દૂર દૂર ગોતે...

185

સ.217: સ્વાધ્યાયનું અંતિમ લક્ષ્યતો ચિત્તને એકાગ્ર કરવાનું જ ને?

જ.217: ના કોઈ વિકારનો સહારો લઈને પણ કે રાગનું અવલંબન લઈને પણ ચિત્તને એકાગ્ર કરી શકાય છે. દ્વેષ, મોહ, મૂઢતાનું અવલંબન લઈને પણ ચિત્તને એકાગ્ર કરી શકાય છે. ધારોકે કોઈને કોઈના પ્રત્યે પ્રેમ થઈ ગયો તો કલાકોના કલાકો સુધી એ એના વિચારોમાં, ધ્યાનમાં રહેશે. એનું ચિત્ત એમાં એકાગ્ર થઈ જશે. જો કોઈએ અપમાન કર્યું કે

કોઈના પ્રત્યેનો દ્વેષ મનમાં આવ્યો તો ચિત્ત એમાં એકાગ્ર થઈ જશે.

જો કોઈ મંત્રનું રટણ કરવા લાગ્યા તો ચિત્ત એમાં એકાગ્ર થઈ જશે....

થોડીવાર માટે આપણને શાંતિપણ લાગશે. પણ તેથી કરીને વિકારોની જડ જે અવચેતનમનમાં પડી છે તે નીકળવાની નથી. આપણા સ્વાધ્યાય નામના તપનું અંતિમ લક્ષ્યફલ એ નથી કે મનને શાંત કરવાનું, નિર્વિચાર કરવાનું.કે નિર્વિકલ્પ કરવાનું આપણે તો નિર્વિકાર બનવું છે.