એમ કહે છે કે એક દ્રવ્ય દિપક પ્રગટ કરવો હોય તોય કેટલી વિવેકની જરૂર પડે છે... જેમકે હવાના ઝપાટા આવતા હોય તો દિપક પ્રગટ ન થઈ શકે, તે માટે બારી-બારણા બંધ રાખવા પડે. છતાંય દ્રવ્ય દિપક પ્રગટ ન થાય તો આડો હાથ રાખવો પડે. વાટ બરાબર છે કે નહિ, ઘી પુરેલું છે કે નહીં તે જોવું પડે... તેવી જ રીતે અંતરમાં આતમનો ભાવપ્રદીપ પ્રગટ કરવા માટે શરીરરૂપી ઘરના પાંચેય ઈંદ્રિયરૂપી બારી-

બારણા બંધ કરવા પડે. છતાં પણ મન જો તોફાને ચડ્યું હોય તો શ્વાસનું આલંબન લઈને મનને સ્થિર કરવું પડે. શ્રદ્ધારૂપી વાટને સમતા રૂપી ઘી પૂરવું પડે. ત્યારે... સમ્યક જ્ઞાનરૂપી જ્યોત પ્રગટ થાય ને જ્યોતના પ્રકાશમાં દુઃખ ઉત્પન્ન કરનાર આપણી અપેક્ષાઓ, ઈચ્છાઓ, રાગ, દ્વેષ, મોહનું દહન થવા લાગે છે. ને આ સંસારમાં આપણને દુઃખરૂપ ભાસે તે દુઃખ ફોક થવા લાગે છે ને આ ભાવ પ્રદીપ પ્રગટ થતાની સાથે લોક અને અલોક ખરેખર શું છે? કેવું છે? તેની જાણ થાય છે.

ભાસિત લોકાલોક. ‘જે પીંડે તે બ્રહ્માંડે’ લોકનો આકાર પણ આ શરીરના આકાર જેવો છે. કમ્મર પર બે હથેળી ટેકવી, બે પગ પહોળા કરી ઉભેલા પુરૂષ જેવો આ લોકનો આકાર છે. આત્મજ્ઞાનનો દ્વીપ પ્રગટ થતાં એના પ્રકાશમાં લોકાલોક શું છે? કેવું છે? તે પોતાના આત્મઅનુભવથી જણાયછે. અત્યારસુધી જે જાણ્યું તે બીજાના અનુભવથી જાણ્યું. મહાવીરે જે જણાયું તે તેનો અનુભવ... મારા માટે તો એ પરાયું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન... પણ એજ જ્ઞાન જો મારા આત્મામાંથી, મારા અનુભવમાંથી પ્રગટે તો તે મારા માટે સમ્યકજ્ઞાન. તો દિપકપૂજા એ બતાવે છે કે

110

આત્મસ્વરૂપ પ્રગટતાની સાથે આ શરીર શું છે? આત્મા શું છે? એક ક્ષણની અંદર અનંતીવાર ઉત્પન્ન થઈને નાશ પામનારા આ તરંગો શું છે? આ ‘ઉપનેઈવા’ ‘વિગમેઈવા’ શું છે? આ ક્ષણ ભંગૂરતા શું છે?

શરીર-ચિત્ત અને મનના પ્રપંચો શું છે? જેને હું ‘હું-હું’ ને ‘મારૂ-મારૂ’

કરૂં છું એ શું છે? તો પછી આ બધાની પેલેપાર ‘ધુવમેઈવા’ શું છે?

આ ત્રણ શબ્દ જેને ત્રીપદી કહેવાય છે, જે ત્રીપદી પરથી ગણધરોએ ચૌદપૂર્વની રચના કરી છે તે ત્રીપદીનું જ્ઞાન, સ્વ અનુભવથી, આત્મ અનુભવથી આત્મામાં પ્રગટ થાય છે તેને કહેવાય છે, જ્ઞાન દીપક પ્રગટ થયો. આ અનુભવ સમજાવવા માટે આપી દિપકપૂજા.

સ. 118: પહેલા ધૂપપૂજા પછી દિપકપૂજા કેમ?

. 118 : કેમકે જો ધ્યાનરૂપી ઘટા અંતરમનમાં પ્રગટ થાય... તો નહીં ઈચ્છવા યોગ્ય દુર્ગંધ સમાન કર્મો નાશ પામતા જાય, નિર્જરા થતા જાય, તો આત્મસ્વરૂપ પ્રગટે. જો આમ આત્મદર્શન, સમ્યકદર્શન થાય તો સ્વ આત્મ અનુભવમાંથી જ્ઞાન પ્રગટે. જે શાસ્ત્રનું જ્ઞાન છે, તે તમારૂં પોતાનું પોતાના અનુભવમાંથી ઉત્પન્ન થનારૂં જ્ઞાન બને. તોજ જ્ઞાનનો દિપક પ્રકટે, જેમાં સર્વ દુઃખના કારણો જે તમારી અંદરજ છે તેનો નાશ થાય ને લોકાલોકનું જ્ઞાન થાય.

જો તત્ત્વને પકડી શકો તો એક એક શબ્દમાં તત્ત્વજ્ઞાન ભર્યું છે. પણ સ્વ અનુભવ વગરની સમજણ નકામી છે. આટલું જાણ્યા પછી કદાચ એટલી તો સમજ પડી જ હશે કે ધૂપ અને દીપ આમ આમ ફેરવીને મૂકી દેવા માટે નથી. તેમાંથી તત્ત્વ પકડીને આચરીએ તો કામ સધાય તેવું છે.

સ.119 : ‘શાસ્ત્રમાં વિધિ છે કે જિનાજ્ઞા પ્રમાણે, ભવ્યતાપૂર્વક દ્રવ્યપૂજા કરીને, ધર્માત્મા શ્રાવક મનમાં વિચારે કે આ પરમતત્ત્વની આકર્ષક અંગરચના કે ઉત્તમ વિધિપૂર્વકની ઉદારતાયુક્ત દ્રવ્યપૂજા જોઈ લાયક જીવો બોધીબીજ પ્રાપ્ત કરે અને તેના દ્વારા આગળ વધીને ભવિષ્યમાં આ છકાયના રક્ષક બને, તેમ જ મને પણ પરમાત્માના પૂજાના ફળરૂપે શીઘ્રતાથી ચારિત્રની પ્રાપ્ત થાય અને હું પણ આ છકાય જીવોનો રક્ષક બનું.’ આ વાત ઉંડાણથી સમજાવો.

.119 : આપણો ધર્મ આત્મધર્મ છે. મહાવીરે આત્માને જેટલી પ્રતિષ્ઠા આપી છે તેટલી કોઈએ પણ નથી આપી. ભગવાન શ્રી મહાવીરે પોતે ભૌતિક ચીજ-વસ્તુનો ત્યાગ કર્યો હતો. તે મહાવીર કોઈ ભૌતિક ભવ્યતાની વાત કરે નહીં. માટે જે ભવ્યતાપૂર્વક દ્રવ્યપૂજા કરવાની કીધી છે તે ભવ્યતા કોની આત્માની ભવ્યતા. આપણે સમજ્યા કે ભવ્યતા એટલે ઠાઠમાઠ, 111

આડંબર, કિંમતી ચીજ વસ્તુઓ ઢોલ નગારા...) તો આત્માની ભવ્યતા શું? તમારા આત્માની એવી ભવ્યતા પ્રાપ્ત કરો કે જેમાંથી આડંબર, ખોટો દેખાડો, હું જ કાંઈક છું કે મારી પાસે કાંઈક છે એ બતાવવાની ભાવના, કોઈની ઈર્ષ્યા, નિંદા, દુરાગ્રહ, હઠાગ્રહ વગેરે દુર્ગુણો પાતળા પડી ગયા હોય... એવી આત્માની ભવ્યતાપૂર્વક દ્રવ્યપૂજા કરવાની કીધી છે. જેના આત્મામાં આવા દુર્ગુણો ભર્યા પડ્યા છે, તેને તો પોતે લાવેલા દ્રવ્યનો પણ મદ ચઢશે. ‘આ મારૂં છે, હું લાવ્યો છું, મેં ચઢાવો લીધો છે.’ આ ‘હું મારૂં અને મેં’ આ દ્રવ્યનું નિમિત્ત પામીને જે ‘હું પદ’ ઉભું થયું તે કેટલા કર્મોના ઢગલા તીર્થ સ્થાનમાં કરાવશે? (જો તમે લાવેલું ઉત્તમ ફળ કે ફૂલ ભૂલથી કોઈ બીજાએ ચઢાવી દીધું તો તમારી અંદરની હાલત કેવી? ‘અરે... આ તો મારૂં હતું... હું લાવ્યો તો... ચઢાવતા પહેલા પૂછો તો ખરા...’ આને તમે આત્માની ભવ્યતા કહેશો? અરે ભગવાનની પૂજા કરતાં કરતાં પણ ધ્યાન તમે લાવીને મૂકેલા દ્રવ્યમાં...

ભગવાનમાં નહીં... તો આ પૂજાને ભવ્યતાપૂર્વક પૂજા કરી ન કહેવાય...

તો જે ભવના ફેરા ઓછા કરવા માટે આત્માની આવી ભવ્યતા પ્રાપ્ત કરવાની છે, તે ભવ્યતા એક બાજુ રહી ગઈ, પણ ભવ્યતા શબ્દ પકડી લીધો. પણ શબ્દની ભવ્યતા દૂર ફેંકાઈ ગઈ... ને ભૌતિક ભવ્યતામાં રમી રહ્યા... જે મહાવીરે ભૌતિકને છોડ્યું હતું, તે મહાવીર કદી પણ ભૌતિક ભવ્યતાની વાતો ન કરે... તો ભવ્યતાપૂર્વક દ્રવ્યપૂજાનો અર્થ એ છે કે આત્માની ભવ્યતા પ્રાપ્ત કરી હોય તો પછી દ્રવ્યપૂજા કરવામાં વાંધો નથી.

જૂઓ આમાંજ બીજી લાઈનમાં આજ વાતની સ્પષ્ટતા કરી છે કે

દ્રવ્યપૂજા જોઈને લાયક જીવો બોધિબીજ પ્રાપ્ત કરે.’ એટલે કે દ્રવ્યપૂજાનો લાભ એજ મેળવી શકે છે જે જીવોએ ભૌતિકમાંથી મન બાર કાઢી લીધું છે. જે ભૌતિક સામગ્રીમાં લપેટાતા નથી એવા લાયકજીવો જ અંગરચના વગેરે જોઈને એવો ભાવ કેળવી શકશે કે ‘આવા કરોડો રૂપિયાના, સાવ સોના અને રત્નોથી મઢેલા, જરકસી જામાને મુકુટ છોડીને આ ભગવાન એકલપંડે જંગલમાં ચાલી નીકળ્યા... મારામાં આવી લાયકાત ક્યારે આવશે? ને જેનામાં આટલી પણ લાયકાત પેદા નથી થઈ એવા આપણે પંચમકાળના છેવટના સંઘયણવાળા જીવો અંગરચના જોઈને શું વિચારીએ છીએ કે... આંગી કેટલી સરસ છે... ભગવાન કેટલા સુંદર દેખાય છે... પણ અહીં ટીકલાના બદલે મોતી વાપર્યા હોત તો સારૂં 112

લાગત. અહીં ગ્રીનના બદલે રેડ કલર વાપરવો જોઈતો હતો... (અરે...

ભાઈ, ભગવાન તો એના એજ છે... ભગવાનની સુંદરતા છે તે છે એના ગુણોની... પરંતુ તને જે સુંદરતા દેખાય છે તે ભૌતિક વસ્તુની, ભગવાનની નહિ...’ તો તમે જ કહો... આ પંચમકાળમાં, આંગીનું નિમિત્ત પામી ઓર કર્મના ઢગલા કરવાવાળા જીવો વધારે કે કર્મની નિર્જરા કરવાવાળા જીવો વધારે? આપણે ક્યાં છીએ એનો હિસાબ મૂકી જોજો. આવા લાયક જીવ બનવા માટે નાના તથા મોટામાં એ સમજ કેળવવી જરૂરી છે કે આપણો ધર્મ ત્યાગપ્રધાન ધર્મ છે. ભગવાને વસ્ત્ર, આભૂષણને આડંબરનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હતો. માટે આવા બાહ્ય દેખાવમાં રાચો-માચો નહિ. ભગવાને એના એક એક દુર્ગુણોને ઉખાડીને સદ્‌ગુણોની આંગી અંગિકાર કરી હતી. એ મેળવવા માટે આપણે આપણા સદ્‌ભાવનાના પુષ્પો વડે આપણા હૃદયમાં, અંતરમાં આંગી રચવાની છે... થોડા સમય માટે ભૂલી જાવ કે હું શ્વેતાંબર છું, દિગંબર છું, સ્થાનકવાસી છું, અમુક સંઘાડાનો છું... એ બધું ભુલીને હું ફક્ત મહાવીરનો છું એ ધારણા કરી ફક્ત મહાવીર પર દૃષ્ટિ સ્થિર કરો તો તુરંત સત્ય સમજમાં આવી જશે. બાકી ફક્ત શાસ્ત્રના શબ્દને પકડશો અને એના હાર્દને નહિ પકડો... તો... જેમ સિંહણનું દૂધ સોનાનું પાત્ર જ ઝીલી શકે, અન્ય પાત્રમાં કાણું પડી જાય... એવી આપણી હાલત થશે. તો હવે ભવ્યતાપૂર્વકની દ્રવ્યપૂજા અને લાયક જીવો કોને કહેવાય તેનો ખ્યાલ આવ્યો હશે.

સ.120 તો હવે સવાલ એ થાય કે દ્રવ્યને આટલું બધું મહત્ત્વ કેમ?

જ.120 સમય અને સંજોગોને આધિન થઈ, પૂર્વાચાર્યોએ દિર્ધદૃષ્ટિ વાપરી ધર્મને ઉભો રાખવા માટે દ્રવ્યપૂજાની રચનાઓ કરવી પડી... તે પણ કેવી રીતે સમજો... વર્ષો પહેલા પૈસાનો વિનિમય હતો નહીં. જે વ્યક્તિ જે કામ કરતો તે વસ્તુ કે અનાજનો વિનિમય (લેવડ-દેવડ) કરી પોતાને જરૂરી વસ્તુ મેળવી લે તો, આમ દેરાસરનું ધ્યાન રાખવાવાળા પૂજારીના જીવન નિર્વાહ માટે લોકો જે કાંઈ ઘરમાં હોય, ફ્રૂટ, નિવેદ, અનાજ, કઠોળ, જેવું હોય તેવું સારૂં કે ખરાબ કે સડેલું કે ફણગાઈ ગયેલું જેવું હોય તેવું મુકી જતા તેથી એમ સમજાવવામાં આવ્યું કે ફક્ત ઉત્તમ વસ્તુ જ મુકવી. ઉત્તમ એટલે મોંઘી કે કિંમતી નહીં પણ સારી કંડીશનમાં હોય તેવું. બગડેલું, સડેલું કે ફણગી ગયેલું નહીં. વળી કઠોળ વગેરેને ફણગા ફૂટી જતા માટે ફક્ત ચોખા જ મૂકવા એવું નક્કી થયું. એટલે હવે ઉત્તમ 113

દ્રવ્યનો અર્થ સમજો. બીજી એક વસ્તુ એવી બની કે મહાવીરે ક્યારેય ભૌતિક સાજ-શણગાર-વસ્ત્ર વગેરેને મહત્ત્વ આપ્યું જ ન હતું. માટે મહાવીરને માનવાવાળો વર્ગ સાદાઈથી રહેવાવાળો આડંબર રહિત હતો.

પણ અન્ય ધર્મીઓ શ્રીકૃષ્ણ વગેરેને માનવાવાળો વર્ગ તો નીતનવા વસ્ત્ર - આભૂષણથી એમના ભગવાનને શણગારતા. કેમકે શ્રીકૃષ્ણ હયાત હતા ત્યારે પણ લોકોએ શ્રીકૃષ્ણને સાજ-શણગાર સજેલા જ જોયા છે. ગોપીઓ સાથે નાચતા જ જોયા છે. હવે કાળનો પ્રભાવ કહો કે નબળું સંઘયણને કારણે કહો... આપણા ધર્મના લોકો બીજા ધર્મના આવા શ્રૃંગાર ધર્મ તરફ આકર્ષાવા લાગ્યો. એટલે એમને અટકાવવા માટે, પાછા વાળવા માટે આપણા પૂર્વાચાર્યોએ... વગર છૂટકે... આ શ્રૃંગારધર્મ આપણામાં દાખલ કર્યો. ને છેલ્લા હજારેક વર્ષોમાં જે રચના થઈ તે કોઈને કોઈ આવા કારણો સાથે સંકળાયેલી હતી. છતાં તમે આનંદઘનજી મહારાજ, ચિદાનંદજી મહારાજની રચનાઓ જુઓ તેમાં સ્પષ્ટ લખે છે કે ‘હે આતમરામ તું બારણે મત જા’ તું તારા અંતરઆત્મમાં પેસીને જ તારી સાધના કર...

ખેર... એવો સમય આવ્યો કે જ્યારે લોકો પોતાનો મૂળ આત્મધર્મ, અભ્યંતર તપ વગેરે વિસરવા લાગ્યા હતા. અથવા શારીરિક ક્ષમતા ઓછી થવાને કારણે નહોતા કરી શકતા. તેથી આ માળખાને ઉભું રાખવા માટે પૂર્વાચાર્યોએ શ્રૃંગારધર્મને મહત્ત્વ આપવું પડ્યું હતું.

બાકી તમે પોતે જ કહો કે આંગી વગરની કેટલી શાંતમુદ્રા... કેવી ધ્યાનસ્થ મુદ્રા... આવી સાદી-સરળ મૂર્તિનું અવલંબન લઈને એમના જે ગુણો યાદ આવે... આધ્યાત્મિક ભાવ આવે તે ભાવ ટીકલા-ટીકલી ચોંટાડેલા જોઈને આવી શકે?

સ.121 આંગી જોઈને બોધીબીજની પ્રાપ્તિ થાય?

.121 આંગી જોઈને બોધીબીજની પ્રાપ્તિ થાય, એવી પ્રરૂપણા મહાવીર કદી કરે ખરા? તમે ને અમે સૌ વિદિત છીએ કે તીર્થંકરોને એની સાથે કેટલાય શ્રાવકો જંગલમાં સાધના માટે ચાલ્યા જતા હતા. જંગલમાં એકલા રહી મૌન-ધ્યાનની સાધના કરતા આકરા પરિસહો વેઠતા... શું કામ? જો મૂર્તિને આંગીને જોઈને જ જો બોધીબીજની પ્રાપ્તિ થઈ જતી હોય તો આવી આકરી સાધના કરવાની શું જરૂર? રાજ્યમાં, નગરોમાં, દેરાસરો છોડીને જંગલમાં - ગૂફામાં જઈને રહેવાની શું જરૂર? જો આંગીના દર્શન કરવાથી બોધીબીજની પ્રાપ્તિ થઈ જતી હોય તો તો 114

બોધીબીજની પ્રાપ્તિ કરવી બહુ સરળ થઈ જાત. તો તો પૈસાવાળા લોકો બધા જ લગભગ બોધીબીજ પામી જ જાય. કેમકે દરરોજ ભવ્ય આંગી કરે ને દર્શન કર્યા કરે... શું તમને નથી લાગતું કે જે મહાવીરે ભૌતિકતાનો, સાજ-શણગારનો, વસ્ત્ર શુદ્ધાનો ત્યાગ કર્યો એ એમ કહે, એવી પ્રરૂપણા કરે કે મારી મૂર્તિને આંગી કરો... તેના દર્શન કરો ને બોધીબીજની પ્રાપ્તિ કરો... આ આંગી, આ દેરાસર, આ પ્રતિમા, આ સાથિયો... વગેરે તે જૈન તત્ત્વજ્ઞાન વરસોના વરસો સુધી, પેઢીઓની પેઢીઓ સુધી પ્રતિકરૂપે જળવાઈ રહે... અક્ષરજ્ઞાન ભુંસાઈ જશે પણ આ પ્રતિકરૂપે જ્ઞાન જીવંત રહેશે માટે એની રચના કરવામાં આવી છે...

શું પ્રતિકને શું જ્ઞાન તે આગળ જોઈએ.

મહાવીરે પ્રરૂપેલો આત્મધર્મ થોડા-ઘણા અંશે લુપ્ત થઈ જવાનું બીજું એક કારણ હતું... ભસ્મગ્રહનો પ્રભાવ... શ્રી ઈન્દ્રમહારાજાએ કહ્યું, ‘પ્રભુ આપના આયુષ્યની એક ક્ષણ વધારી દો નહીં તો આ ભસ્મગ્રહને કારણે લોકોમાં આત્મધર્મ લુપ્ત થશે.’ (એક્ઝેટ શબ્દો યાદ નથી). ભગવાન કહે હું એક પણ ક્ષણ ન વધારી શકું, ન ઘટાડી શકું.

(નીરૂપક્રમ આયુષ્ય હતું.) ને ખરેખર જે બનવાનું હતું તે બન્યું. મૌન-

ધ્યાન-અભ્યંતર તપ વગેરે ગૌણ બનતું ગયું ને બાહ્ય આડંબરિક ધર્મની ભારમાર ચાલી. પરંતુ નીરાશ થવાની જરૂર નથી. ભસ્મગ્રહના 2500

વર્ષ પૂરા થયા છે. હવે પાછા આત્મધર્મ તરફ વળવા માટે આપણે જ પુરૂષાર્થ કરવાનો છે.

માટે જો ખરેખર ભવસાગરથી તરવાની ભાવના હોય તો... ખુદ મહાવીરે પ્રરૂપેલો ત્યાગ-વૈરાગ્ય-સાદાઈ-સાદગી-આત્માની સરળતા - કષાયો સાથેનું આંતરિક યુદ્ધ - મૌન - ધ્યાન - બાહ્ય આડંબર નહિ, શ્રૃંગાર નહીં, ધર્મની ચર્ચાઓ ઓછી ને આત્માનો આત્મામાં ઉપયોગ વધારે - આ મહાવીરના સિધ્ધાંતો તરફ પાછા વળો... બાકી વચ્ચેના સમયમાં ધર્મને ઉભો રાખવા માટે રચાયેલા શાસ્ત્રોમાંથી ફક્ત સાર તત્ત્વને પકડી લ્યો ને દરેક જીવ આત્મ કલ્યાણને સાધો...

સ. 122 : સ. 119 માં આવ્યું કે - મને પણ પરમાત્મા પૂજાના ફળસ્વરૂપે શીઘ્રતાથી ચારિત્રની પ્રાપ્ત થાય અને હું પણ આ છકાયજીવોનો રક્ષક બનું... તો શું પૂજાનું ફળ માંગવું જોઈએ?

. 122 : મહાવીરના સિદ્ધાંત અનુસાર કોઈપણ ધાર્મિક ક્રિયાનું ફળ માંગવાનું જ નથી. કોઈપણ પ્રકારનું નિયાણુ કરવાનું જ નથી. શાસ્ત્રમાં રાવણનું 115

દૃષ્ટાંત આવે છે કે રાવણે ખૂબ જ એકાગ્રતા પૂર્વક અઠ્ઠમ તપ કર્યો પણ એના ફળરૂપે એણે બહુરૂપી વિદ્યા માંગી. મહાવીરના નિર્વાણ પછી લગભગ 530 વર્ષે થયેલા વિમલાચાર્ય લખે છે કે રાવણે આટલી જ એકાગ્રતા પૂર્વક ફક્ત કર્મ નિર્જરાને લક્ષ્યમાં રાખી અઠ્ઠમ તપ કર્યો હોત તો કર્મ ખપાવી રાવણ કેવળજ્ઞાન મેળવત એટલી તાકાત હતી.

આ અઠ્ઠમ તપમાં... આવા તો કેટલાય ઉદાહરણો મૌજુદ છે શાસ્ત્રમાં.

પણ આપણે સમજ્યા વિના બસ માંગણવેડા ચાલુ જ રાખીએ છીએ.

મહાવીર કહે છે કે આપણા જીવે આ ભવચક્રમાં અનેક વાર ચારિત્ર લીધું છે. કદાચ ઓઘાના ઢગલા કરો તો પર્વત જેટલા થઈ જાય. પણ હજી આપણા ભવનો નિસ્તાર થયો નથી. માટે માંગવું હોય તો મોક્ષ જ માંગો, આત્માની મુક્તિ જ માંગો. કેમકે એમાં જ ચારિત્ર સમાઈ ગયું. કેમકે અભ્યંતર ચારિત્ર્ય વિના મોક્ષ છે જ નહિ પછી દ્રવ્ય ચારિત્ર હોય કે ન હોય. માટે શાસ્ત્રના શબ્દોનો ગૂઢાર્થ જાણ્યા વગર ભીક્ષા માંગનારનું પાત્ર ખાલી જ રહે છે.

સ. 123 : ‘અક્ષર જ્ઞાન ભુંસાઈ જશે પણ પ્રતિકરૂપે જ્ઞાન જીવંત રહેશે.’ શું પ્રતિક ને શું જ્ઞાન તે જણાવો.

. 123 : દેરાસર એ આપણા શરીરનું પ્રતિક છે. અને તેમાં રહેલ મૂર્તિ તે આપણા આત્માનું પ્રતિક છે. આપણને અત્યારે ત્રણ પ્રકારના શરીર છે. જે બાહ્ય દેખાય છે તે ઔદારિક શરીર છે. ઔદારિક એટલે એવું શરીર કે જે શરીર સડી શકે, ગળી શકે, બળી શકે વગેરે... તેની અંદર તેજસ શરીર, જેને લીધે શરીર ગરમ રહે છે. તેની અંદર કાર્માણ શરીર કહે છે. એટલે કે આપણે કરેલા કર્મોનું શરીર જેનાથી આત્મા ઢંકાયેલો રહે છે.

હવે કોઈ પ્રાચીન દેરાસરને નજરસમક્ષ લાવો. દા.ત. શંખેશ્વરનું દેરાસર. તેને ધ્યાનમાં રાખી નીચેના પ્રતિકને સમજો.

(1) દેરાસરનું રંગમંડપ - તે આપણા ઔદારિક શરીરનું પ્રતિક છે.

(2) દેરાસરનો પ્રાર્થના હોલ - તે આપણા તેજસ શરીરનું પ્રતિક છે.

(3) દેરાસરનો ગભારો - તે આપણા કાર્મણ શરીરનું પ્રતિક છે.

(4) મૂર્તિ - તે આપણા આત્માનું પ્રતિક છે.

(5) ગભારામાં રહેલો અંધકાર - તે આપણા અજ્ઞાનનું પ્રતિક છે.

(6) દ્રવ્ય દિપક - સમ્યક જ્ઞાનનું પ્રતિક છે.

(7) દિપક પ્રગટ થતાં મૂર્તિના દર્શન - તે આપણા સમ્યક દર્શનનું 116

પ્રતિક છે.

સ. 124: આ બધા પ્રતિક આપણને શું જ્ઞાન આપે છે, શું કહે છે તે જણાવો.

જ. 124: તે કહે છે કે જો તારે ભગવાનની મૂર્તિના દર્શન કરવા હશે તે ત્યાં સુધી પહોંચવા માટે પહેલાં રંગમંડપ આવશે. જો તું રંગમંડપમાં જ અટકી ગયો, રંગમંડપના સાજ શણગાર કરવામાં કે તેની શોભા જોવામાં જ ભટકી ગયો ને મૂર્તિ તરફ આગળ વધ્યો નહીં તો આખી જીંદગી રંગમંડપમાં જ પૂરી થઈ જશે તોય તને મૂર્તિના દર્શન થઈ શકશે નહીં.

તેવી રીતે કોઈ માણસ આ ઔદારિક શરીરના મોહમાં, તેના સાજ શણગારમાં આખી જીંદગી પસાર કરી દે છતાં પણ તેને ક્યારેય આત્મદર્શન થઈ શકતા નથી. જેમકે રંગમંડપમાં ઉભા રહી ગયેલા માણસને મૂર્તિના દર્શન થઈ શકતા નથી. કેમકે મૂર્તિ ગભારામાં છે અને ગભારામાં અંધકાર છે.

હવે કોઈને વળી એ સમજાયું કે રંગમંડપમાંથી તો મૂર્તિના દર્શન થતાં નથી જરા આગળ જવા દે. એમ કરી તે પ્રાર્થના હોલ (તેજશ શરીર) માં ગયો. ને ત્યાં જ પ્રાર્થના, ભજન-કીર્તન કરવા બેસી ગયો.

આખી જીંદગી પ્રાર્થના કર્યા કરી પણ મૂર્તિના (આત્માના) દર્શન થયા જ નહીં કેમકે તેણે પ્રાર્થના હોલથી આગળ વધવાનો પ્રયત્ન જ ના કર્યો. ઠીક તેવી જ રીતે આપણો જીવ ક્યારેક ક્યારેક સ્મશાન વૈરાગ્ય પામી, આ ઔદારિક શરીર (રંગમંડપ) ના સાજ શણગારમાંથી બાર નીકળી આગળ વધી પોતાની અંદર ઝાંકવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં પણ ભજન-કીર્તન-પ્રાર્થના-મનન-ચિંતન-શાસ્ત્રજ્ઞાન-ત્યાં સુધીમાં અટકી જાય છે. માટે આત્મદર્શન થઈ શકતા નથી.

એવી જ રીતે કેટલાક જીવો પ્રાર્થના હોલમાં અટકી નહીં જતાં...

આગળ વધે છે. ગભારા સુધી પહોંચી જાય છે. પરંતુ અહીં અત્યંત અંધારૂં (કાર્મણ શરીર) હોવાથી મૂર્તિના દર્શન થઈ શકતા નથી. તેવી રીતે આપણે આ ઔદારિક શરીરના (રંગમંડપ) સાજ શણગાર છોડી, ભજન-કીર્તન-પ્રાર્થના-શાસ્ત્રજ્ઞાન-મનન-ચિંતન (તેજશ શરીર -

પ્રાર્થના હોલ) વગેરે દ્વારા આગળ વધીએ છીએ. પણ કર્મના ગાઢ અંધકાર રૂપી આવરણમાં (ગભારો - અંધકાર) બિરાજમાન આપણા આત્માના દર્શન - સમ્યક્‌દર્શન પામી શકતા નથી. કારણકે કર્મના ગાઢ આવરણને કેમ ભેદવા તેનું સમ્યક્‌જ્ઞાન ન હોવાને કારણે ભેદી શકતા નથી.

પરંતુ જે જીવ પોતાના આત્માનો ઉપયોગ સભાનતાપૂર્વક બાર 117

જવા દેતો નથી, મન-વચન-કાયાને સ્થિર કરી આત્મામાં સ્થિરતા કરે છે... આમ નવા કર્મોને આવતા રોકે છે અને ઉદીરણા થઈને આવેલા જૂના કર્મોને સમતામાં સ્થિર થઈ (સામાયિક) ઉદીરણામાં આવેલા કર્મો પ્રત્યે ન રાગ કરે છે, ન દ્વેષ. તે આત્મા. પોતાના ગાઢ કર્મોની પ્રતરોને એક પછી એક ભેદતો જાય છે. આમ અનુભવ જ્ઞાનમાંથી પસાર થતો થતો કર્મની અમુક પ્રતરને મૂળ સુધી ભેદી નાખે છે. તે છે સમ્યક્‌જ્ઞાનનો પ્રકાશ (ગભારામાં મૂકેલો દિવો) અને અંદરમાં જેવો સમ્યક્‌જ્ઞાનનો દિપક પ્રગટે છે કે તેના અજવાળામાં આત્માની એક ઝલકનો અલૌકિક અનુભવ થાય છે. તે છે સમ્યક્‌ દર્શન... આત્મ દર્શન. જેમ અંધકારમય ગભારામાં દ્રવ્યદિપક પ્રગટાવવાથી ભગવાનની મૂર્તિના દર્શન થાય છે. તેમ અજ્ઞાનના ગાઢ અંધકાર રૂપી આવરણને અનુભવજ્ઞાન દ્વારા ભેદતા ભેદતા સમ્યક્‌જ્ઞાનનો દિપક પ્રગટ થાય છે, ને તે સાથે જ સમ્યક્‌દર્શન, આત્મદર્શનની પ્રાપ્તિ થાય છે. જે સાધક આવા આત્મદર્શનને પામે છે તેના માટે વધુમાં વધુ 15 ભવની અંદર મોક્ષ નિશ્ચિત થઈ જાય છે. ઉત્કૃષ્ટ વધુમાં વધુ અર્ધ પુદ્‌ગલ પરાવર્તન કાળ પહેલા તો મોક્ષ પામે ને પામેજ ખૂબ જ સરળ ભાષામાં પ્રતિક અને તેમાં રહેલું ઊંડું જ્ઞાન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અગર કોઈ જીવ આટલું પણ જાણીને આચરણમાં મૂકી દે તો આત્મકલ્યાણ સાધી શકાય તેમ છે.

.125 : સમુદ્‌ઘાત કોને કહે છે? તે કેટલા પ્રકારના છે?

.125 : પોતાનું મૂળ શરીર છોડયા વિના (તૈજસ અને કાર્મણ શરીર) આત્મ પ્રદેશોનું શરીરની બહાર નીકળવું તેને સમુદ્‌ઘાત કહે છે તે સાત પ્રકારના છે (1) વેદના (2) કષાય (3) વિક્રિયા (4) મરણાન્તિક (5) તૈજસ (6)

આહાર (7) કેવળી.

સ.126: વેદના સમુદ્‌ઘાત એટલે શું?

જ.126: તીવ્ર પીડાનો અનુભવ થવાથી, મૂળ શરીર છોડયા વિના આત્મ પ્રદેશોનું બહાર નિકળવું તેને વેદના સમુદ્‌ઘાત કહે છે.

.127 : કષાય સમુદ્‌ઘાત કોને કહે છે?

જ.127: તીવ્ર કષાયના ઉદયથી મૂળ શરીરને છોડયા વિના બીજાનો ઘાત કરવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને કષાય સમુદ્‌ઘાત કહે છે.

સ.128: વિક્રિયા (વૈક્રિય) સમુદ્‌ઘાત સમજાવો?

W.128: મૂળ શરીર છોડયા વિના કોઈપણ પ્રકારની વિક્રિયા કરવા માટે 118

આત્મપ્રદેશોનું બહાર નીકળવું જેમ કે દેવ આદિ પોતાના વેશ-શરીર બદલે છે તેમ.

.129 : મરણાંતિક સમુદ્‌ઘાત એટલે?

.129 : મૃત્યુ વખતે, મૂળ શરીરને છોડયા વિના જ્યાં આ આત્માએ જન્મવાનું હોય તે પ્રદેશને સ્પર્શવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તે મરણાંતિક સમુદ્‌ઘાત.

.130 : તૈજસ સમુદ્‌ઘાત કેટલા પ્રકારના? કોને હોય?

.130 : તૈજસ સમુદ્‌ઘાત બે પ્રકારના. શુભ તૈજસ સમુદ્‌ઘાત અને અશુભ તૈજસ સમુદ્‌ઘાત. તે શ્રાવકને હોઈ શકે નહિ. મહાવ્રત અંગિકાર કરનાર મહામુનિને હોઈ શકે.

(1) શુભ તૈજસ સમુદ્‌ઘાત - લોકને વ્યાધિ, દુકાળ વગેરેથી પીડિત જોઈને જેને દયા ઉત્પન્ન થઈ છે એવા પરમ સંયમના નિધાન મહામુનીના મૂળ શરીરને છોડયા વિના, સિંદુરના ઢગલા જેવા પ્રકાશવાળું બાર યોજન લાંબુ, નવ યોજનના અગ્રવિસ્તાર વાળું શુભઆકારવાળું એક પુતળું, જમણા ખભામાંથી નીકળીને, જમણી તરફ પ્રદક્ષિણા કરીને, વ્યાધિ, દુકાળ વગેરે મટાડીને ફરીથી પોતાના મૂળ શરીરમાં પ્રવેશ કરે છે તેને શુભ તૈજસ સમુદ્‌ઘાત કહે છે.

(2) અશુભ તૈજસ સમુદ્‌ઘાત - પોતાના મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર કોઈ અન્ય કારણ જોઈને જેમને ક્રોધ ઉત્પન્ન થયો છે, એવા સંયમના નિધાન રૂપ મહામુનિના મૂળ શરીરને છોડયા વિના સિંદુરના ઢગલા જેવા પ્રકાશવાળું બાર યોજન લાંબુ, નવયોજનના અગ્ર વિસ્તાર વાળું બિલાડાના આકારવાળું એક પુતળું ડાબા ખભામાંથી નીકળીને, ડાબી તરફ પ્રદક્ષિણા દઈને હૃદયમાં રહેલ વિરૂધ્ધ વસ્તુને ભસ્મીભૂત કરીને તેજ સંયમી મુની સાથે પોતે પણ ભસ્મીભૂત થઈ જાય છે. દ્વૈપાયન મુનિની જેમ એને અશુભ તૈજસ સમુદ્‌ઘાત કહે છે.

.131 આહારક સમુદ્‌ઘાત એટલે શું?

.131 પરમ ૠધ્ધિધારી છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને તત્વોમાં કોઈ શંકા જતા અથવા અરિહંત કેવળી કે શ્રુતકેવળીનાં દર્શન કરવા માટે યોગબળથી પોતાના મૂળ શરીરને છોડયા વિના, પુરૂષ આકારનું, એકહાથનું શુધ્ધ સ્ફટિક જેવું સફેદ, બહુ સુંદર પુતળું, મસ્તકના મધ્યમાંથી નીકળે છે અને એક અંતર્મુર્હુત સુધી બનેલું રહે છે. પછી બીજું બની શકે છે. કાર્ય 119

પુરૂં થતાં આ પુતળું ફરીથી પોતાના સ્થાનમાં પ્રવેશ કરે છે અને વિલય થઈ જાય છે. આ શરીર સૂક્ષ્મ છે તે એકભવમાં બે વાર તથા સંપૂર્ણ સંસાર ચક્રમાં એટલે કે જીવ પ્રથમવાર નિગોદમાંથી નીકળી મોક્ષે પહોંચે ત્થા સુધીના સમયગાળામાં વધુમાં વધુ ચારવાર પ્રાપ્ત કરી શકે છે.

.132 : કેવલી સમુદ્‌ઘાત કોને કહે છે?

.132 : કોઈ અરિહંત કેવલીનું આયુષ્ય ઓછું હોય અને નામકર્મ, ગોત્રકર્મ ને વેદનીય કર્મની સ્થિતિ અધિક હોય ત્યારે આયુકર્મની બરોબર બધા કર્મની સ્થિતિ કરવા મૂળ શરીરને છોડયા વિના આત્માના પ્રદેશોનું બહાર નીકળી લોકવ્યાપી થઈ જવું અને બાકી રહેલા કર્મોને એક સાથે પ્રબળપણે ખેંચીને સંપૂર્ણપણે ભોગવી લેવા તેને કેવલી સમુદ્‌ઘાત કહે છે. આ સમુદ્‌ઘાત આઠ સમયસુધી રહે છે. કેવળી સમુદ્‌ઘાત કર્યા પછી પાંચ લઘુ સ્વર, અ, ઈ, ઉ, ૠ, ને લૃ નો ઉચ્ચાર કરીએ તેટલો સમય ચૌદમા ગુણસ્થાને રહેને એટલા સમયમાં આત્માના મન, વચન, કાયાના યોગનો સંપૂર્ણ નિરોધ હોય છે.

(આ સાત પ્રકારના સમુદ્‌ઘાત સમજવા માટે પાંચ પ્રકારના શરીર વિષે જાણવું જરૂરી છે. જે મારૂં પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલાભાગ-1 માં સ.નં.282 થી 288 માં સમજાવેલું છે.)

સ.133: ગુણસ્થાનક (ગુણઠાણું) એટલે શું?

જ.133: મોહનીય કર્મ તથા મન, વચન, કાયાના યોગના નિમિત્તથી આત્માના સમ્યક્‌ દર્શન-જ્ઞાન - ચારિત્રના ગુણની હીનતા - અધિકતા અનુસાર થવાવાળી અવસ્થાઓને ગુણસ્થાનક કહેવાય છે. વિતરાગો એ જીવોના ગુણોને લઈને તેમના સ્વભાવના ચડતા-ઉતરતા પર્યાયો, અવસ્થાઓ, ભેદો જોયા એટલે ગુણસ્થાનક કહ્યા છે. આત્મામાં નિશ્ચય નય થી તે નથી, વ્યવહાર નયથી એ ગુણસ્થાન આત્મામાં કહેવાય છે. સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ જાય છે, તે માર્ગની ચૌદ સીડીઓ છે. અને ચૌદ દરજ્જા, ભાવોની અપેક્ષાએ એકબીજાથી ઊંચાઊંચા છે. નીચામાં નીચા સ્વભાવના જીવો પ્રથમ જીવ સ્થાનકે છે. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ-ગુણોના જીવો ચૌદમા ગુણસ્થાનકે છે. આમ તો જીવ માત્ર જાતિમાં સરખા છે. પરંતુ કર્મથી તેઓમાં ભિન્નતા અથવા ગુણથી ઓછા- વત્તા પણું છે. જે જીવોને કર્મ ઘણા છે તે જીવના સદ્‌ગુણો દબાય છે.

120

સ.134 :ચૌદ ગુણસ્થાનકોના નામ આપો.

જ.134 :(1) મિથ્યાત્વ (2) સાસાદન (3) મિશ્ર (4) અવિરતિ સમ્યક્‌ત્વ (5)

દેશવિરતિ (6) પ્રમત્તવિરત (7) અપ્રમત્તવિરત (8) અપૂર્વકરણ્ (9)

અનિવૃત્તિકરણ (10) સૂક્ષ્મસાંપરાય (11) ઉપશાંત મોહ (12) ક્ષીણ મોહ (13) સયોગ કેવલી જિન (14) અયોગ કેવલી જિન

સ.135 :મિથ્યાત્વ ગુણસ્થાનક સમજાવો.

જ.135 :પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વ, અવિરતિ (અવ્રત), પ્રમાદ, કષાય, યોગ '- આ પાંચેય કારણ છે. આ ગુણસ્થાનકમાં ગાઢ દુર્બુદ્ધિ યુક્ત મોહવાળી પ્રકૃતિ, સત્ય, ન્યાય, વસ્તુ સ્વરૂપ જે જે રૂપે છે, તેનો તે જીવને થોડો પણ યથાતથ્ય ખ્યાલ આવતો નથી. ઉલટો તેના વિષે અવળો ખ્યાલ આવે છે. હિંસા- યજ્ઞાદિમાં ધર્મ બુદ્ધિ, અચેતન શરીરમાં જીવને પોતાપણું મનાય છે. ‘હું’ અને ‘મારું’ એટલા ગાઢપણે એકાકાર હોય છે કે તેને લઈને નિરંતર મિથ્યાત્વમાં જ રમ્યા કરે છે. પાંચ ઈન્દ્રિયના વિષય અને ચાર કષાય - ક્રોધ, માન, માયા, લોભ માં અનન્ય રસના અનુભવે. જડને ચેતન મનાવે. સ્ત્રી શરીરને પવિત્ર સુખકર મનાવે.

ધન, વૈભવ, કુળ આદિ પોતાના મનાવે. મૃત્યુ પછી જીવનું શું થશે તેનો કોઈ વિચાર જ નહીં. સ્વાર્થ માટે માયા, કપટ, છળ, જૂઠ, હિંસા માં રમ્યા કરે.. મનથી એને સારૂં માને. ટૂંકમાં જિનાજ્ઞા વિરૂદ્ધ જે જે માન્યતા, વૃત્તિ હૃદયમાં પડી છે એ જ મિથ્યાત્વ. શરીરને આત્મબુદ્ધિએ પોતાનું માનનાર પાપયુક્ત એવો બહિરાત્મા છે. બહિરાત્માને મિથ્યાત્વ ગુણસ્થાનક જ હોય. આ ગુણસ્થાનકે સમ્યક્‌ત્વની પ્રાપ્તિ થતી નથી.

અહીં અનંત અનંત જીવો છે. તે બધા મિથ્યાત્વવાળા છે. મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ બધામાં મોટે ભાગે મિથ્યાજ્ઞાન વ્યાપ્ત છે.

સ.136 :બીજું ગુણસ્થાનક સાસદન (સાશ્વાદન) સમજાવો.

જ.136 :આ સ્થાનકે જીવ નીચેના પહેલા સ્થાનકેથી નથી આવતો પણ ઉપરથી આવે છે. જીવને પ્રાપ્ત થયેલ સમ્યક્‌ત્વથી ખસી જતાં, છેક મિથ્યાત્વમાં જતાં પહેલાં અહીં આવે છે. મિષ્ટભોજન કરી, જેમ કોઈ જીવ વમન (ઉલટી) કરતો હોય છે. તેના મુખમાં ભોજનનો થોડો સ્વાદ લાગે છે.

તેમ સમ્યક્‌ત્વના પગથિયાં ચડી, નીચે પડતાં આ જીવને સમ્યક્‌ત્વ-

તત્ત્વનો થોડો આસ્વાદ રહે છે. આ ગુણસ્થાનકે જીવને અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ - આ ચાર કારણ છે. મિથ્યાત્વ નથી.

121

સ.137 :ત્રીજું મિશ્ર ગુણસ્થાનક પર પ્રકાશ પાડો.

જ.137 :મિશ્ર એટલે જીવનો વિચાર પહેલાં ગુણસ્થાનક જેવો મિથ્યાત્વનો રહેતો નથી. તેમ ચોથા ગુણઠાણા જેવો સમ્યક્‌ત્વનો વિચાર પણ રહેતો નથી.

બંનેની વચમાં રહે છે. મિશ્ર મોહનીયનું સ્વરૂપ એ છે કે વિતરાગ માર્ગમાં રૂચિ હોય છતાં તેમાં મૂંઝાય. એટલે સિદ્ધાંતમાં જે બાબત કહી છે તેને મોહનીયને લીધે બરાબર સમજે નહી. ખોટાને ખોટા રૂપે માને તેની સાથે સાથે સાચાને પણ ખોટા સ્વરૂપે માને એવી મિશ્રતા રહે. વિતરાગ ધર્મની રુચિ નહીં તેમ મિથ્યાત્વ ધર્મનો વિચાર સ્ફૂરતો નથી. પરંતુ ફલાણું દર્શન પણ સત્ય છે.

અને ફલાણું દર્શન પણ સત્ય છે. એવી બંને પર સરખી પ્રતીતિ, તે મિશ્ર નહીં તે તો મિથ્યાત્વ ગુણઠાણું છે. ત્રીજા ગુણઠાણે અનંતાનુબંધી કષાય નથી. ત્રીજે અને સાતમે ગુણસ્થાનકે આયુષ્ય બંધ પડતો નથી. તેમજ મરણ પણ થતું નથી. 14 મે ગુણાસ્થાનકે મરણ નથી, નિર્વાણ છે.

સ.138: દરેક જીવ કોઈને કોઈ ગુણસ્થાનકે હોય જ?

જ.138: દરેક જીવ ઓછામાં ઓછું પહેલા ગુણસ્થાનકે તો હોય જ. કારણ તે વિના જીવ ક્યાં રહે? જીવને સમ્યક્‌ત્વ ન હોય તો મિથ્યાત્વ તો હોય જ. સિધ્ધ ભગવંત ગુણસ્થાન રહિત છે. કારણકે ગુણસ્થાન તો મોહ અને યોગની અપેક્ષાએ છે. સિદ્ધ ભગવંતને મોહ કર્મ નથી. અને મન-

વચન - કાયાના યોગ પણ નથી. તેથી ગુણસ્થાન રહિત છે.

સ.139: પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ વિષે થોડા દાખલા દલીલ સાથે સમજાવો.

જ.139: મિથ્યા એટલે ખોટું. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા તમારી જે માન્યતા ભગવાનની આજ્ઞા સાથે મેચ ન થાય તે બધીજ માન્યતા મિથ્યાત્વ. તમારી માન્યતા 100 % ભગવાનની આજ્ઞા સાથે મેચ થવી જોઈએ. ત્યારે ચોથા ગુણઠાણાનું સમકિત આવ્યું કહેવાય. જોકે એ પણ વ્યવહાર નય થી નિશ્ચય નયથી નહીં. નિશ્ચય નયથી તો સાતમા ગુણઠાણાનું સમકિત પામે ત્યારેજ સમકિત પામ્યો કહેવાય. એ પણ યાદ રાખજો કે ભગવાને વ્યવ્હાર નયથીને નિશ્ચય નયથી ધર્મ સમજાવ્યો પણ નિશ્ચય નય વગર મોક્ષ નથી. હું મિથ્યાત્વમાં રમું છું કે નહીં તે માપવાની હજાર ફુટપટ્ટી છે તેમાની થોડી આજે બતાવું છું. જુઓ તમે બંગલો બાંધો તેને ખરાબ કહેશો? એકને બદલે બે ગાડી આવે તો રાજીને? તો તમારા મનમાં આવી હિંસા સારી એવી માન્યતા વણાઈ ગઈ છે. બંગલો બાંધવામાં પૃથ્વીકાય, અપકાય, એકૈન્દ્રિય, બેઇંદ્રિય વગેરે જીવોની કેટલી હિંસા?

ગાડીથી વાયુકાય, અગ્નિકાય, પંચેન્દ્રિય ઢોરોની ચામડી સીટ વગેરેમાં 122

વપરાય એની કેટલી હિંસા? છતાંય આ તમને સારૂ લાગે એટલે આવી હિંસા સારી તેમાં કાંઈ વાંધો નહી એ માન્યતા તમારી અંદર સતત પડેલી છે. શું આ ભગવાનની આજ્ઞા સાથે મેચ થાય છે? શું જીનાજ્ઞા એમ કહે છે કે આવી હિંસાથી જે કાંઈ બનતુ હોય એને સારૂ માનો કે ખુશ થાઓ તો તમારી અંદરની માન્યતા, ખોટી માન્યતા, જીનાજ્ઞા વિરૂદ્ધની માન્યતા એ મિથ્યાત્વ છે. ધાર્મિક પ્રસંગોમાં કે દેરાસરોમાં કે બિલ્ડિંગો કે અન્યત્ર શણગારવામાં જે વિજળીનો બેફામ ઉપયોગ જોઈને તમે ખુશ થઈ જાવ છો. વાહ શું સુંદર??? વૃક્ષ પર કરેલી લાઇટીંગ તમારા દિલને દઝાડતી નથી, જે વૃક્ષને ભલે દઝાડતી હોય, પાણીકાય, અગ્નિકાય ને વૃક્ષના અનંતાઅનંત જીવો ભલે મરતા હોય પણ તમારી માન્યતામાં તો આ બહું સુંદર, બહુ સરસ, આવી હિંસા તમારી માન્યતામાં તમને સારી લાગે છે જીનાજ્ઞા સાથે મેચ થતી નથી તે મિથ્યાત્વ છે. ગાજરનો રસ આંખ માટે બહુસારો, લસણથી લોહી પાતળુ રહે, લોકો સમજતા નથી. આ બધી દવા છે લેવીજ જોઈએ, શરીર સારૂં હશે તો ધર્મ થશેને?

જરા ચેક કરો. આવી માન્યતા હ્યદયમાં પડી છે? તે ભગવાનની આજ્ઞા સાથે મેચ થાય છે? નથી થતી? તો આ મિથ્યાત્વને તમારી માન્યતામાંથી કાઢો. વિજ્ઞાને બહુ સારી સારી શોધખોળ કરી છે. પૈસા મેળવવા જેવા, ખેતી કરવા જેવી, પૈસા વેપાર વ્યવસાય વગર ન મળે એટલે વેપાર કરવા જેવો. જેમાં જેમાં હિંસા અસત્ય સમાંયેલું છે તે ભલે જરૂરી હોય, પણ ખરાબજ છે, જીનાજ્ઞા વિરૂદ્ધ છે તે સ્વીકારવું જ પડે. દેરાસર બંધાવીઅ તો દેવગતિ મળે, રાત્રી ભોજનથી નરકગતી મળે એટલે એ છોડવું છે’’, આ અંદર પડેલી માન્યતા...ભાઈ તને દેવગતિ કેમ જોઈએ?

કેમકે ત્યાં સુખ છે... આ થયો સુખથી રાગ...તને નરકગતિ કેમ નથી જોતી? ત્યાં દુઃખ છે માટે... આ થયો દુઃખથી દ્વેષ. સુખથી રાગ અને દુઃખથી દ્વેષ આ બંન્ને માન્યતા જીનાજ્ઞા વિરૂદ્ધ છે. માટે મિથ્યાત્વ છે.

કોઈપણ ગતી ની ઇચ્છા એટલે સંસાર વધારવાની ભાવના. દેરાસર બાંધો કે રાત્રીભોજન છોડો તેની પાછળ મોક્ષ સિવાય ની કોઈપણ ભાવના, કર્મ મુક્તિ સિવાયની કોઈપણ ભાવના જીનાજ્ઞા વિરૂદ્ધ છે. હું તો દરદોજ દર્શન-પૂજા કરીનેજ નીકળું એટલે ધંધો સારો ચાલે. હું તો દર મહિને શંખેશ્વર જાઉંજ એટલે અટકેલા પેમેન્ટ આવી જાય’’. (સાંસારિક માન્યતા જેનાથી લોભકષાયનું પોષણ-મિથ્યાત્વ) હું દરરોજ પંખીડાને ચણ નાખુજ, આ જનમમાં આપ્યું હશે તો કોઈક ભવમાં આપણને 123

ખાવાનું મળશે( આવી માન્યાતાથી કેટલાય જન્મો ઇચ્છી લીધા) કોઈ કોઈવાર હોટલમાં ખાઈએ એમા કાંઈ વાંધો નહીં મિથ્યા માન્યતા.

મોબાઈલ સારી વસ્તુ છે, મહિને એકાદવાર પિક્ચર જોવા જવામાં શું વાંધો છે? મિથ્યા માન્યતા. ટ્રેન, બસ, પ્લેન બધી સગવડ એટલી સારી થઈ ગઈ છે કે અઠવાડિયામાં 15 તિર્થની જાત્રા આરામથી થઈ જાય.

આ મિથ્યા માન્યતા. હું હતો તો આ બધું થયું, મારા વગર કાંઇ થાત નહી, ‘હું’ અને મારૂંમિથ્યા માન્યતા સારૂ થયું એનેતો ટૈડકાવવા જેવોજ હતો. આવા ને તો ઉચકાયા વગર સીધાજ ન થાય’’. (ક્રોધ વિકાર ને સારો માન્યો મિથ્યામાન્યતા. શરીરનેજ આત્મા માને... શરીરની પરવરિશ પહેલાં, બીજું બધું પછી... આ મિથ્યા માન્યતા. પેસ્ટ કંટ્રોલ તો કરાવવુંજ પડે નહીતો જીવજંતુનો ત્રાસ વધી જાય. તમારી આ માન્યતા જીનાજ્ઞા સાથે મેચ થાય છે? કોઈને બે-પાંચ લાખની મદદ કરો ત્યારે માન્યાતામાં શું? બિચારો કમાઇ-ખાઈ-પીને મોજથી રહે એટલે બસ મારૂં કરેલું લેખે લાગે... આ સાંસારિક ભાવના તો શું માન્યતા હોવી જોઈએ? મારામાં જે લોભ વિકાર છે, તે મોક્ષમાર્ગનો બાધક છે, એ વિકાર પાતળો પડે... મારો આત્મા લોભ વિકારથી મુક્ત થાય...એ માન્યતા થી આપો તો તમારી માન્યતા જીનાજ્ઞા સાથે મેચ થાય. વિચાર કરો આવી કેટલીએ માન્યતા અંદર ઘરકરી ને બેઠી છે. જો તમે તટસ્થ પણે તમારા જીવનમાં અવલોકન કરશો તો ઘણી ખોટી માન્યતા મળી આવશે. આ અંદર રહેલું મિથ્યાત્વ તમને સતત પાપનો અનુંબંધ કરાવે છે. જનમો જનમથી ગાઢ થઈ ને પડેલી મિથ્યાત્વની ગાંઠનેજ તોડવાનો પુરૂષાર્થ કરવાનો છે. એકપણ માન્યતા ઉંધી ગોઠવાય તે આત્મા માટે ભયંકર દોષ છે. જેને તમે સારૂં માનો છો તે દુનિયાના કોઈપણ છેડે થતું હોય તેનો પાપનો બંધ તમને લાગે છે. તમારી પરિણતી માં અત્યારે શું છે, એટલે કે તમે શું કરી રહ્યા છો! તે મહત્વનું નથી પણ તમારી માન્યતામાં શું છે તે મહત્વનું છે.. તમારી એક એક માન્યતા ને ચેક કરતા જાવ તો બીજી કેટલીએ ફૂટપટ્ટી મળી આવશે જેનાથી તમારી જાતને માપી શકશો કે તમે મિથ્યાત્વના કયા પગથીયા પર ઉભા છો.

સ.140: આપણે અત્યારે ક્યા ગુણસ્થાનકે છીએ?

જ.140: અત્યારે આપણે આ ક્ષેત્રમાં સાત ગુણસ્થાનકે હોઈ શકીએ. આ કાળે, આ ક્ષેત્રમાં જીવો છઠ્ઠા સુધી છે. કદાચ વખતે સાતમું હોય તો હોય.

આગમ કહે છે કે, દર્શનશ્રાવક, વ્રતધારી શ્રાવકને સર્વ વ્રતધારી સાધુઓ 124

પાંચમાં આરામાં છે. શ્રાવકોને ચોથું ને પાંચમું સામાન્યરીતે હોય પણ તેઓ તેમાં છે કે નહી તે તો તેનું મન જાણી શકે. કારણ તેમના દિલમાં કેવો વિચાર, કેવો ભાવ, કેવી શ્રધ્ધા છે, કેવો ત્યાગ છે, તેની ખબર બીજાને ન પડે. જ્ઞાની જ દરેકના ભાવ જાણી શકે. કોઈ કેવળજ્ઞાની વિહરમાન હોય તો તેજ કહી શકે.

સ.141: એક સમયે જીવને કેટલા ગુણસ્થાન હોય? એક ગુણસ્થાનવાળા જીવોની જ્ઞાન શક્તિ એકસરખી હોય?

જ.141: એક જીવને એક સમયે એકજ ગુણસ્થાન હોય. એકજ ગુણસ્થાનકમાં ઘણાએ જીવો હોય પરંતુ તેમનું જ્ઞાન એકસરખું હોતું નથી. અને તેમની બધાની ક્રિયાપણ એકસરખી હોતી નથી. ઔદાયિક ભાવ અને જ્ઞાનનો ક્ષયોપશમિક ભાવ અલગ અલગ પ્રકારનો હોય છે. પણ એક ગુણસ્થાનમાં રહેલા બધા જ્ઞાનીઓના જ્ઞાનની જાતિ તો એકજ છે. ગુણસ્થાન પ્રમાણે જ્ઞાનની શક્તિ (અનુભવ જ્ઞાનની) વધતી જાય છે. એકજ ગુણસ્થાનમાં રહેલા અનેક જીવોના જ્ઞાનાદિમાં તારતમ્યતા હોય છે.

સ.142: કેવા કર્મો કે ગુણથી જીવ ઉંચા છે, ને કેવા કર્મથી નીચા છે?

જ.142: સંસારમાં રહેલા જીવ માત્રને આઠે કર્મો છે. જેમ જેમ જીવ ગુણસ્થાનમાં વધતો જાય તેમ તેમ ઓછા બંધ પડે. મંદ કષાયમાં બંધ યોગ્ય કર્મમાં સ્થિતિ થોડી પડે. પુણ્યનો અધિક બંધ થાય. તેમાં અનુભાગ અધિક પડે. જેવા પરિણામ તેવી કર્મપ્રકૃતિ બંધાય. પહેલા ગુણસ્થાન કે જે જીવો છે તે જીવોને કર્મ ઘણા છે અને તેથી જીવના સદ્‌ગુણો દબાય છે.

જીવોને કર્મ બાંધવાના મુખ્યત્વે પાંચ કારણો છે. કષાય, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ અને યોગ.

સ.143: ચક્રવર્તી રાજા આદિ ક્રોધાદિભાવે યુધ્ધોલડે છે, છતાં તે જ ભવે મોક્ષે જાય છે. જો આ અનંતાનુબંધી કષાય હોય તો અનંત સંસારની વૃધ્ધિ થવી જોઈએ તેને બદલે મોક્ષ કેવી રીતે થાય?

જ.143: વ્યવહાર આદિ પ્રસંગે પણ અનંતજીવો ક્રોધાદિ વર્તણુંક કરે છે. પરંતુ ઘણા જીવોને કલ્યાણકારી એવા વિતરાગ માર્ગ પ્રત્યે ક્રોધાદિ ભાવ એટલેકે (મહા વિપરિત કરનારા ભાવ) તેજ અનંતાનું બંધી કષાય છે.

મોક્ષધર્મ અથવા તો સતધર્મ જે કેવલીએ પ્રરૂપેલો ધર્મ છે, તેનું ખંડન તેજ ક્રોધાદિભાવ...તેથીજ અનંતાનુબંધી કષાયનો બંધ થઈ અનંત એવા સંસારની વૃધ્ધિ થાય છે. તે જેટલો તીવ્ર-મંદ હોય તે પ્રમાણે બંધ પડે 125

છે. ને કર્મબંધ પ્રમાણે જીવ ગુણસ્થાનકના પગથિયા ચડે છે.

સ.144: ગુણસ્થાનકમાં સાધક આત્માની યાત્રા ટૂંકમાં વર્ણવો.

જ.144: ગુણસ્થાનક એ સાધક આત્માની ભાવયાત્રા છે. અનાદિકાળથી મિથ્યાત્વમાં રહેલો જીવ નિયતિના દિવ્ય સંયોગથી માર્ગાનુસારીપણું પામી ક્રમશઃ સમ્યક્‌ત્વની પ્રાપ્તિ કરે છે. અનાદિ કાળના મોહ સંસ્કારને લીધે જીવને જડ પદાર્થમાં સુખની પ્રતીતિ થાય છે. ને તે માટે કરીને સ્વાર્થમય જીવન સાધક આત્મા જીવતો હોય છે.

પરંતુ સદ્‌ગુરુના સંયોગે સાધકને જીવ અને અજીવ તત્ત્વનો ભેદ સમજાય છે. પુદ્‌ગલ તત્ત્વ છોડવા જેવું છે તેવી ઊંડી સમજણ પ્રગટે છે. એને પરિણામે સાધકને સમગ્ર જીવરાશિ સાથે મૈત્રી ગુણીજનો પ્રત્યે પ્રમોદ (બહુમાન) દુઃખીજનો પ્રત્યે કરૂણા અને મોક્ષમાર્ગ પ્રતિ ઉપેક્ષા કરનાર પ્રત્યે માધ્યસ્થ એવી ચાર ભાવોની પ્રાપ્તિ થાય છે. અને તેના પરિણામે સાધક આત્માને સમ્યક્‌ત્વરૂપ ચોથા ગુણસ્થાનની પ્રાપ્તિ ઉપલબ્ધિ થાય છે. ત્યારબાદ સંસાર પ્રત્યેની વાસના જ દુઃખનું કારણ છે તેવી સમજ સાધકને આવે છે અને તે સંસારભાવ છોડવા વ્રતનિયમ આદરે છે.

ત્યારે સાધક પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકમાં ગતિ કરે છે. જ્યારે સાધનામાં અપ્રમત્ત ભાવ જોડાય છે ત્યારે સાધક સાતમા ગુણસ્થાનકે

પ્રવેશે છે. આ પછીના પાંચ ગુણસ્થાનોમાં સૂક્ષ્મ વાસનારૂપ કષાયો પર વિજય થાય છે. અને બારમા ગુણસ્થાનકના અંતે શુકલધ્યાનના પરિણામ રૂપે નિર્મળ જ્યોતિરૂપ કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. આ કેવળજ્ઞાની સાધક, પોતાના આયુષ્યના અંતકાળે સર્વ પ્રવૃત્તિનો નિરોધ કરી ચૌદમા ગુણસ્થાનકે જઈ મોક્ષ પામે છે. ગુણસ્થાનકની આ યાત્રાને સફળતાથી સમજવા માટે આપણે પહેલાં કર્મ અને ખાસ કરીને મોહનીય કર્મ વિષે સમજવું જરૂરી છે.

સ.145: કર્મ કોને કહેવાય? દ્રવ્યકર્મ ને ભાવકર્મ સમજાવો.

જ.145: क्रियते इति कर्म! આપણે જે કાંઈ કરીએ છીએ, ક્રિયા પ્રવૃત્તિ તેને કર્મ કહેવાય. લોકમાં કર્મનાં પુદ્‌ગલો ઠાંસી ઠાંસીને ભરેલા છે અને જીવો પણ અનંતા છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ તથા રાગ-

દ્વેષની ચિકાશને કારણે કર્મ વર્ગણાના પુદ્‌ગલો આત્મા સાથે ચોંટી જાય છે, જે કર્મ કહેવાય છે. કર્મનો કર્તા અને ભોક્તા આત્મા જ છે.

આત્માએ શુદ્ધ કરેલા શુભ કર્મોનું ફળ સદ્‌ગતિ અને શાતા છે. અશુભ કર્મોનું ફળ દુર્ગતિ અને અશાતા છે. કર્મ જ જન્મ મરણનું કારણ છે.

126

કરેલા કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી. આત્માના રાગ-દ્વેષના પરિણામ તે ભાવકર્મ છે. અને આ રાગ-દ્વેષના પરિણામવડે ચૌદરાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા કર્મવર્ગણાના પુદ્‌ગલો આવીને આત્મા સાથે જોડાય છે તે દ્રવ્યકર્મ છે. ભાવકર્મના નિમિત્તપામીને દ્રવ્યકર્મ બંધાય છે. તો પણ ભાવકર્મ બાંધવામાં જીવ સ્વતંત્ર છે. દ્રવ્યકર્મ ઉદયમાં આવે, એટલે કે ભોગવવામાં આવે ત્યારે સમજપૂર્વક આ જીવ, રાગ-

દ્વેષરૂપ ભાવકર્મ ન બાંધે, સમતા રાખે, સમાધિ રાખે તો નવા દ્રવ્યકર્મ બંધાતા અટકે છે.

સ.146: મોહનીય કર્મ કોને કહેવાય?

જ.146: જે કર્મ જીવને વસ્તુના સાચા સ્વરૂપનું ભાન ન થવા દે, સમ્યક માર્ગે ચાલવા ન દે, સ્વ-પર, હિત-અહિતનો વિવેક ન થવા દે તે મોહનીય કર્મ. દારૂ પીધેલા માણસની જેમ મોહનીય કર્મનો ઉદય થતાં તે જીવને સત્‌-અસત્‌નો વિવેક ભૂલાવી જીવને પુદ્‌ગલ આનંદી બનાવે છે.

આત્માને ભાન ભૂલાવી દે છે. આત્માના અનંતગુણ વિતરાગતાને ઢાકવાવાળું મોહનીય કર્મ છે. દર્શન મોહનીય કર્મઃ- એવું કર્મ જે પરમાત્માની વાણી પર શ્રદ્ધા થવા દેતું નથી. ઉત્પન્ન થયેલી શ્રદ્ધાને પણ શંકા-કુશંકા-તર્ક-વિતર્ક દ્વારા તોડી નાખે છે. આત્માના ક્ષાયિક (permanent) સમ્યક્દર્શન ગુણને ઢાંકનાર છે તેના ત્રણ પ્રકાર છે.

(1) મિથ્યાત્વ મોહનીય કર્મઃ- આ કર્મના કર્મ દલિકો અશુદ્ધ હોય છે.

તેના ઉદયથી ખોટી શ્રદ્ધાને વિપરીત માન્યતા થાય છે. ભગવાને કહેલા વચનો પર અશ્રદ્ધા અરૂચિ થાય છે. જેમકે મોક્ષ હશે કે નહિ? આત્મા હશે કે નહિ? બટેટામાં અનંત જીવ છે તે કોણ જોવા ગયું છે? હું આવું કાંઈ માનતો નથી. વિગેરે કુદેવ-કુગુરુ-કુધર્મ ગમે તે મિથ્યાત્વ મોહનીય કર્મ. (2) મિશ્રમોહનીય કર્મઃ- આ કર્મના દલિકો અર્ધશુદ્ધ હોય છે. આ કર્મના ઉદયથી જીવને સર્વજ્ઞ ભગવંતના ધર્મ અને વાણી ઉપર ન રૂચિ થાય, ન અરૂચિ થાય. (3) સમ્યકત્વ મોહનીય કર્મઃ- આ કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થયેલા સમકિતમાં શંકા-કુશંકા વગેરે અતિચારો ઉત્પન્ન થાય છે. સમ્યકત્વને મેલું કરે છે. જ્યારે બંધાય છે ત્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ એકજ બંધાય છે પરંતુ આત્મા પોતાના પરિણામથી તેને ત્રણ પ્રકારનું બનાવે છે. શુદ્ધ-અર્ધશુદ્ધ અને અશુદ્ધ અર્થાત્‌ સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વમોહનીય કર્મ. મોહનીય કર્મને સમજવાથી, ગુણસ્થાનકની યાત્રાને સરળતાથી સમજી શકાશે.

127

સ.147: સિધ્ધ જીવ ઉર્ધ્વગતિજ કેમ કરે? તીરછી કે અધોગતિ કેમ નહિ?

જ.147: જીવદ્રવ્ય એ સ્વભાવથીજ ઉર્ધ્વગતિશીલ છે. જેમકે પુદ્‌ગલ સ્વભાવથીજ અધોગતિશીલ છે. માટીથી લેપાયેલી તુંબડીને પાણીમાં નાખો તો નીચે જશે, પરંતુ માટી પલડીને નીકળી જતાંની સાથેજ સ્વભાવગતજ તે તુંબડી પાણીની ઉપર તરી આવશે. તેવી જ રીતે કર્મ દ્રવ્યના બંધનને લીધે જીવ નીચી યા તીરછી દિશામાં ગતિ કરે છે. જ્યારે કર્મનો સંગ છૂટ્યો ત્યારે મુક્ત જીવ પોતાના સ્વભાવ પ્રમાણે ઉર્ધ્વગતિ જ કરે છે. આ પ્રસંગે પૂર્વપ્રયોગ નિમિત્ત બને છે. એટલેકે પૂર્વબધ્ધ કર્મ છૂટી ગયા પછી પણ તેથી આવેલો વેગ, આવેશ. તેથી કરીને લોકાંતે સ્થિત થાય છે.

સ.148: ક્ષાયિક સમકિતીના અધિકમાં અધિક કેટલા ભવ હોય? તેમની કઈ ગતિ થાય?

જ.148: ક્ષાયિક સમકિતીના (જે સમકિત આવ્યા પછી જાય નહિ) સામાન્યથી એક કે ત્રણભવ, મતાંતરે કોઈને ચાર કે પાંચ ભવ થાય પણ તેનાથી વધારે ન થાય. સમકિત સહિત શ્રાવક કે તિર્યંચ પણ અવશ્ય વૈમાનિક દેવલોકમાં જાય. (જો સમકિત પામતા પહેલાં નરક આદિના આયુષ્યનો બંધ ન થયો હોય તો..) વળી વિશુધ્ધ સમકિત ધારી હોય તો ઈન્દ્ર કે

સામાનિક અથવા મહર્ધ્ધિક દેવો જેવા ઉચ્ચ સ્થાન પામે છે.

સ.149: પ્રભુ વીરે અંતિમ દેશનામાં અર્થ-કામ-ધર્મ-મોક્ષ આ ચાર પુરુષાર્થ બતાવ્યા છે. તેમાં અર્થ અને કામ ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા માટે તથા ધર્મને મોક્ષ સંત માટે છે એવી મારી સમજ છે...અર્થ અને કામને પ્રભુ વીરે પુરુષાર્થ માન્યા છે તો એ ઈષ્ટ છે કે અનિષ્ટ?

જ.149 :સારું કર્યું તમે આ સવાલ કર્યો, કારણ કે ઘણાંને મૂંઝવતો સવાલ છે કે

ભગવાને અર્થ અને કામને પુરુષાર્થ કેમ માન્યા? અને આપણે પાંચમા આરાના વક્ર અને જડ બુદ્ધિવાળા માણસોએ ધર્મ અને મોક્ષને છાપરે ચડાવીને (એ તો સંતો માટે છે એમ માનીને) આંખ બંધ કરીને અર્થ અને કામ પાછળ ઝંપલાવી દીધું ને કેટલાય અનર્થો સર્જ્યાં. વાત એ નથી કે અર્થ અને કામ ગૃહસ્થો માટે છે ને ધર્મને મોક્ષ ફક્ત સંતો માટે છે, સંપૂર્ણ માનવ જાત માટે છે; ને વાત એ પણ નથી કે આ દેશના ફક્ત મહાવીરની જ છે. દેશના તો ચોવીસે તીર્થંકરોની એક સરખી જ હોય છે. હા...દેશ અને કાળના સંદર્ભે ભાષા અને સમજાવવાની રીત અલગ હોઈ શકે પણ દેશના તો એક જ છે. આ ચારેયને સમજવા માટે 128

જરા પ્રાચીન કાળમાં જવું પડશે.

જુઓ પહેલો આરો, બીજો આરો અને ત્રીજા આરાના અંત સુધી (અહીં ભરત ક્ષેત્રની વાત છે) યુગલિયા મનુષ્યોને જે કાંઈ ખાવા-પીવા-

પહેરવા-ઓઢવા-ઘર બનાવવા જોઈતું હતું તે વૃક્ષોમાંથી મળી જતું હતું. તેથી અર્થ ઉપાર્જનની કોઈ જરૂરત ન હતી. કામ તો સ્વાભાવિક છે, જે પશુ-પક્ષીમાં પણ જોવા મળે છે. હવે રહી ધર્મને મોક્ષની વાત તો યુગલિયાઓ કાંઈ જ ધર્મ જાણતા ન હતા....શું આત્મા છે? શું કર્મ છે? શું મોક્ષ છે? તેઓ કાંઈ જ જાણતા ન હતા. ત્રીજા આરાના અંતમાં આદિનાથ દાદાએ, ધંધાની કલા વગેરે શીખવાડી. કેવલી ભગવંતે ધર્મ પ્રરૂપ્યો ને મરૂદેવા માતાથી મોક્ષના દ્વાર ખુલ્યા. પ્રાચીન સમયમાં જરા નજર નાખશો તો ખબર પડશે કે મનુષ્ય જીવનના સો વર્ષનું આયુષ્યની કલ્પના કરીને તેના ચાર વિભાગ પાડવામાં આવ્યા હતા. 1 થી 25

વર્ષ બ્રહ્મચર્યાશ્રમ ગણાતો, જેમાં બાળક મા-બાપની ગોદમાં પ્રેમને સંસ્કાર મેળવતું. 7-8 વર્ષનું થતાં ગુરુકુળમાં અભ્યાસ માટે મોકલવામાં આવતું. ત્યાં ગુરુની નિશ્રામાં જીવન જીવવાની કળા, શાસ્ત્રજ્ઞાન, ધંધાની કળા વગેરે શીખતાં શીખતાં ધર્મના બીજ સંસ્કાર પણ રોપાતા.

25 વર્ષનો યુવાન ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતો તેના માટે હવે પૈસા કમાવા જરૂરી હતા. ઘર ચલાવવું, પરિવારનો ઉછેર કરવો. છોકરાઓને પરણાવવા. બસ આ ખર્ચા પૂરતું અર્થ ઉપાર્જન જરૂરી હતું એટલું જ....

ભગવાને કહ્યું, પૈસા ન્યાય-નીતિથી કમાવાના - કાળા ધોળા કરીને નહીં. માર્ગાનુસારી શ્રાવકના 35 ગુણમાં આ બધું વર્ણન છે, એટલે અર્થ માટે પુરુષાર્થ કરવો જરૂરી છે પણ કેટલો? જરૂરિયાત પૂરતો...મર્યાદામાં રહીને...ને એ પણ પચાસની ઉંમરે પહોંચતા...આ અર્થ અને કામ બંને ત્યાગી દેવાનું છે. કામભોગ પણ એટલા માટે જરૂરી એ છે કે મોક્ષે જવા માટે પણ મનુષ્ય જન્મ લેવો જરૂરી છે. તે માટે કોઈકે તો મા-બાપ બનવું જ પડશે માટે એ પણ એક ફરજ બની જાય છે. વળી કામ એ સ્વાભાવિક છે, જેમકે ભૂખ લાગવી તે સ્વાભાવિક છે; પણ ભૂખ લાગે ત્યારે ખાવું નહીં ને તેને સમતાભાવે વેદવું તે પુરુષાર્થ હવે આપણે જોઈએ કે ભગવાને કામને પુરૂષાર્થ...કેમ કહ્યો? કામભોગને તીવ્ર ઈચ્છાથી, આનંદથી અને સુખ માણીને ભોગવે તો એ પુરુષાર્થ નથી વાસના છે...પરંતુ માણસને જ્યારે ભેદજ્ઞાન અનુભવથી થાય છે... ત્યારે 129

શરીર અને મન બંને અલગ ભાસે છે. તેની દૈહિક ક્રિયા સાથે મન જોડાતું નથી. આત્મા અલિપ્ત રહે છે... ‘હું ભોગ ભોગવું’ એવી વાસના જીવંત હોતી નથી. ત્યારે એ કામ-કામવાસના મટી-કામ પુરુષાર્થ બને છે.

બે તીર્થંકર છોડી દરેક તીર્થંકરને પત્ની તથા પરિવાર છે. પરંતુ તેઓ તે જ ભવે મોક્ષે ગયા છે, કેમકે તેઓ કામને ભોગવતા નથી. શાસ્ત્રમાં એક વાર્તા આવે છે. બે ભાઈ હોય છે...બંને વૈરાગી. પણ ફરજ સમજીને મોટો ભાઈ રાજ્ય સંભાળે છે, જ્યારે બીજો ભાઈ સંયમ ગ્રહણ કરી જંગલમાં વાસ કરે છે. એક દિવસ ભાભી, દિયર મહારાજને ખાવાનું વહોરાવવા જતી હોય છે (કદાચ જૈનમુનિ ન હોય. મને વાર્તા બરાબર યાદ નથી પણ એનો મર્મ સમજજો.) પણ જુએ છે કે, નદીમાં ઘોડાપૂર પાણી છે. તો પેલે પાર કેમ જવું? રાજાને પૂછે છે કે શું કરું? ત્યારે રાજા કહે છે કે નદીને વિનંતી કર કે ‘જો મારો પતિ નિત્ય બ્રહ્મચારી હોય તો તું મને મારગ આપ.’ પેલી રાણી વિચારે છે કે આ રાજા મારી સાથે ભોગ ભોગવ્યા છતાં પોતાને બ્રહ્મચારી કેમ કહે છે? પણ તેના આશ્ચર્ય વચ્ચે એવું બન્યું કે નદીને વિનંતિ કરતા નદી મારગ આપે છે.

દિયર સાધુને વહોરાવીને પાછી ફરતી હોય છે. ત્યા પાછું જુએ છે કે

નદીમાં એવું જ ઘોડાપૂર ઉમટી રહ્યું છે હવે શું કરું? દિયર સાધુમહારાજ કહે છે કે નદીને વિનંતિ કરો કે ‘મારા દિયર મહારાજ સદા ઉપવાસી હોય તો હે નદી મને મારગ આપ’... પાછો વિચાર આવે છે કે ‘હું એમને રોજ ખાવાનું વહોરાવું છું છતાં એમ કહે છે કે પોતે નિત્ય ઉપવાસી છે.’ પરંતુ ફરી એના આશ્ચર્ય વચ્ચે આવું કહેતાંની સાથે જ નદીમાતાએ માર્ગ કરી આપ્યો. આ વાર્તાને સમજશે તે જરૂર સમજી શકશે કે ક્યા અર્થમાં ભગવાને કામને પુરુષાર્થ કહ્યો છે...કે જેઓ મનથી વિરક્ત છે, ભેદજ્ઞાનને પામેલા છે, જેઓ કામને ભોગવતા નથી...ફક્ત પૂર્વ જન્મના બાકી રહી ગયેલા કર્મોને સમતાભાવે અનિત્યભાવે...વેદી રહ્યા છે. તેમને માટે આ કામ એક પુરૂષાર્થ બની જાય છે. આપણે પણ કર્મ વેદીએ છીએ પણ એમાં રસ રેડીને, ભૌતિક સુખને વાસ્તવિક સુખ રૂપે માનીને તો આ કામભોગ એક વાસના બની જાય છે...જેથી જૂના કર્મો વેદતાં નવા કર્મોના ઢગલાં ખડકીએ છીએ...જો રસપૂર્વક ભોગવવામાં ન આવે તો આ કામ પણ મોક્ષ માટેનો પુરુષાર્થ બની જાય છે...પણ ભગવાનની વાણીને વાસ્તવિક રૂપે ન સમજવાથી...‘ભગવાને કીધું છે કે અર્થ ઉપાર્જન કરો...ને કામ ભોગવો...’

130

ધર્મને મોક્ષ તો સંતોનું કામ છે....’ વાહ રે માનવ તારી દુર્બુદ્ધિ!!!

ભગવાનના ઓછાયા હેઠળ તેં તો અર્થ અને કામમાં માઝા મૂકી દીધી.

જુઓ પ્રાચીન વ્યવસ્થા પ્રમાણે જીંદગીના 100 વર્ષ કલ્પીને એનો ચોથો ભાગ જ એટલે 25 થી 50 વર્ષ જ અર્થ અને કામ માટે ફાળવ્યા છે.

50 વર્ષ પછી સંસારની, બાળકોની, ધનની બધી જ મોહમાયા છોડીને માણસ જંગલમાં સાધના કરવા ચાલ્યો જતો. આને કહેતા વાનપ્રસ્થાશ્રમ. રાજ્ય વૈભવ છોડી, રાજા, મહારાજા, શ્રેષ્ઠીઓ આ માર્ગ અપનાવતા. દેરાસરો, મંદિરો, શહેરમાં છોડીને અહીં એકલા, એકાંતમાં પોતાના દેહ મંદિરમાં બિરાજેલ પરમાત્મા સ્વરૂપ આત્માની શોધ ચાલુ કરતો. સાથે સાથે એ પણ જોતો કે પોતે કુટુંબ કબીલા વગરનું એકાંકી જીવન જીવી શકે છે કે નહીં? ટાઢ-તડકો-વરસાદ, જીવજંતુ, મચ્છરનો ત્રાસ આદિ પરિષહ સમતાપૂર્વક વેદી શકે છે કે નહિ? જંગલી પશુ-પક્ષીથી ભય તો નથી પામતો ને? આ બધા જ પરિષહો સમતાપૂર્વક, અનિત્ય ભાવનાપૂર્વક વેદીને એક એક કર્મની પ્રતરોને ઉદીરણામાં લાવી નિર્જરતો જતો હતો. ને જેમ જેમ કર્મની નિર્જરા થતાં ક્રોધ-માન-માયા-લોભ-દુરાગ્રહ-હઠાગ્રહ જેવા દુર્ગુણો પાતળા પડતા જતા હતા. આ હતો ધર્મ માટેનો ખરેખર પુરુષાર્થ. આ હતી સંન્યાસ લેતા પૂર્વેની તૈયારી. બે પાંચ વરસ નહીં પૂરા 25 વર્ષ. આટલા વર્ષો સુધી એકલા જંગલમાં રહી મૌન અને ધ્યાનમાં રત થતાં સ્વાધ્યાય (સ્વનો અધ્યાય) કરતાં કરતાં ભાવિક જીવ સમ્યક્‌ દર્શનની પ્રાપ્તિ કરે. આટલી આકરી પરીક્ષા 25 વર્ષ સુધી પસાર કર્યા પછી જ માનવી સંન્યાસ ગ્રહણ કરતો...ને જીંદગીના છેલ્લાં 25 વર્ષ ધ્યાન અને કાઉસગ્ગ દ્વારા મોક્ષ માટેની સાધના કરવા થકી જીવ મોક્ષ તરફ પ્રયાણ કરતો અથવા મોક્ષ તરફ પોતાના ડગ ભરતો. આ થયો મોક્ષ પુરુષાર્થ...જોયું તમે...પ્રાચીન સમયમાં ફક્ત પા ભાગની જીંદગી જ અર્થ અને કામ પુરુષાર્થ માટે હતી એ પણ ધર્મ પુરૂષાર્થને સાથે રાખીને જુઓ....

25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમ. ધર્મબીજનું વાવેતર. 25 થી 50 વર્ષ ગ્રહસ્થાશ્રમ.

અર્થ અને કામ અનિવાર્ય હોય તેટલું જ. 50 થી 75 વર્ષ વાનપ્રસ્થાશ્રમ.

જંગલમાં રહી ધર્મ પુરુષાર્થ. 75 થી 100 વર્ષ સંન્યાસાશ્રમ.

ચારિત્રગ્રહણ કરી મોક્ષ પુરુષાર્થ.

કેમ ભગવાન ધર્મને મોક્ષ પુરૂષાર્થ માટે મોટો સમયગાળો ફાળવ્યો, કેમકે આ બંને પુરુષાર્થ એવા છે કે જે મનુષ્ય જન્મ સિવાય કોઈ જન્મમાં 131

થઈ શકવાના નથી. આપણે પણ આ મનુષ્ય જન્મમાં આ ચારેયને સાચા અર્થમાં પુરુષાર્થ તરીકે અપનાવી ભવનો નિસ્તાર પામીએ.

સ.150: આપણે કર્મની નિર્જરા માટે ઉપવાસ આદિ પ્રથમ બાહ્યતપ કરીએ છીએ તો ખરેખર તપથી નિર્જરા થાય છે? કેવી રીતે? સમજાવો...

જ.150: હવે જ્યારે તમે ઉપવાસ કરો છો, ખોરાક બિલકુલ નથી લેતા, તો તેટલો સમય કાયાથી આવતા કર્મો સંવર થાય છે. (અટક છે) નવા કર્મો આવતા અટકે છે તો શું થાય છે? જેવા નવા કર્મો આવતા અટકે

છે તેવા જ જૂના કર્મો જે અનાદિથી સંગ્રહીને આવેલા છીએ તેમાંથી એકાદ કર્મની પ્રતર ઉદીરણામાં આવે છે. તો શું થાય? એ જેનું કર્મ ઉદીરણામાં આવ્યું તે કોઈપણ સ્વરૂપે તમારા શરીર પર પ્રગટ થશે....કોઈનું માથું દુઃખશે, ચક્કર આવશે, બળતરા થશે, વોમીટીંગ થશે, કાંઈપણ સ્વરૂપે ઉદયમાં આવશે...આ જે જુનું કર્મ ઉદીરણામાં આવ્યું તે નીર્જરવા માટે આવ્યું છે. પણ આપણને નીર્જરતા આવડતું નથી. આપણે સ્વેચ્છાએ, ઉપવાસ કરીને આવી બધી તકલીફોને આમંત્રણ આપ્યું....તમારૂં આમંત્રણ સ્વીકારીને આ બધા (તકલીફ રૂપી)

મહેમાનો આવ્યા. તે મહેમાનોનું સ્વાગત કરવાને બદલે (સહજ ભાવે સ્વીકાર) તેને કાઢવાના ઉપાય ચાલુ કરી દીધા ક્યારે જાય? કેમ કરીને જાય....? એને દાબવાનું, ચોળવાનું, બીજા અનેક પ્રકાર ઉપાય કરીને તેને કાઢવાના પ્રયત્ન કરવા લાગ્યા. અંદરની ચેતના બોલવા લાગી કે

આ ન જોઈએ... આ ન જોઈએ....મતલબ કે ઉદીરણા થઈને આવેલા કર્મો પ્રત્યે દ્વેષના કિરણો નાખવાના ચાલુ કર્યા... તેથી શું થશે કે ઉપવાસ કરીને જૂના કર્મોને ઉદીરણામાં તો લાવ્યા પણ જેવા આવ્યા એવા એને નીર્જરવાને બદલે દ્વેષના કર્મોનો ગુણાકાર કરવા લાગ્યા. એટલે નફાને બદલે નુકશાનનો ધંધો કર્યો. તો સવાલ એ થાય કે ઉદીરણામાં આવેલ કર્મો નીર્જરવા કઈ રીતે? કર્મોને નીર્જરવા માટે એકજ રસ્તો છે કે તે કર્મોને સમતા ભાવે વેદવા...ગમે તેવી ભયંકરમાં ભયંકર તકલીફ રૂપે કર્મો પ્રગટ થાય ત્યારે વિચારવું કે આતો મેં જ આમંત્રણ આપીને બોલાવેલા મહેમાન છે. એને કાઢી ન મુકાય. તે ભલે ગમે તેવા કષ્ટદાયક હશે તો પણ દેર-સબેર ચાલી જશે. આ પણ અનિત્યજ છે. કશું કાયમ રહેવાનું નથી. આમ મહાવીરે બતાવેલી પ્રથમ અનિત્ય ભાવનામાં સ્થિર થવું.

એવો ભાવ પણ ન કરવો કે આ મટી જાય તો સારૂં. જતાં રહેતો સારૂં.

ન કોઈ એવી એકસન લેવી સંપૂર્ણ પણે સમતામાં સ્થિર થવું. અનિત્ય 132

ભાવના અને સમતામાં સ્થિરતા તો ઉદીરણામાં આવેલા કર્મને ન તમારા રાગનો ટેકો મલશે...ન તમારા દ્વેષ નો ટેકો મલશે. તો આવેલું કર્મ ટકી શકશે નહી અને નીર્જરીને ચાલી જશે.

અને જો ઉદીરણામાં આવેલા કર્મ પ્રત્યે તેને કાઢવાનો એટલે કે દ્વેષનો ભાવ નાખ્યો તો દ્વેષના કર્મોના ગુણાકાર કરશો. અગર કોઈ રાગનુ કર્મ ઉદીરણામાં આવશે તો તે બહુ ગમી જાય, આ સ્થિતિ રહી જાય એવા ભાવ કરશો તો રાગના કર્મોના ગુણાકાર થશે. ઉપવાસ કર્યો....કર્મની નીર્જરા માટે પણ કરી બેઠા રાગ કે દ્વેષના કર્મોનો ગુણાકાર ખરેખર ઉપવાસ તમારો એટલો જ થયો જેટલો સમય તમે સમતામાં (ન્યુટ્રલ) રહ્યા બાકીતો નિર્જરાના બદલે કર્મના ઢગ ખડક્યા. મોક્ષ સુધી પહોંચવાનો એકજ રસ્તો છે અને તે છે સમતા....જુઓ કહ્યું છે કે......

ત્રણ અક્ષરને ઓળખો, બે લઘુ ગુરૂ એક...

સીધી લેતા મોક્ષ છે, ઉલટી દુર્ગતિ દેત.

એ ત્રણ અક્ષર છે સમતા.... સમતા ધારણ કરો તો કર્મની નિર્જરા....તેનાથી ઉલટું એટલે તામસ ધારણ કરો તો દુર્ગતી નક્કીજ છે.

કદાચ બાહ્યતપ અનસન વિષે આટલું ઉંડાણમાં ક્યારેય વિચાર્યું પણ નહી હોય....આતો ગમે તેમ કરીને, આડા-અવળા, ઉંધાચીતા પડીને, વિવિધ ભોજનના રસાસ્વાદ મનમાં જમા કરી કરીને ક્યારે પારણું થાયને આ બધું ખાઉ એમ ભાવના સેવતા-સેવતા આઠ ઉપવાસ પૂરા કર્યા ઢોલ નગારા વગાડયા....પારણા થઈ ગયા....સ્વાદેન્દ્રિયે પહેલા કરતાં પણ બમણું જોર માર્યું, સ્પ્રીંગને જેટલી દબાવો એની ડબ્બલ ઉછળે એવી હાલત થઈ....બોલો આમાં કર્મની નિર્જરા ક્યાં થઈ? ઉપવાસ એ એક સાધન છે.

તેના દ્વારા ઉદીરણામાં જે કર્મ આવે તેને કોઈપણ જાતની પ્રતિક્રિયા આપ્યા વગર સમતામાં સ્થિર થઈ, અનીત્યભાવનામાં સ્થિર થઈ નીર્જરવા તે સાધ્ય છે.

સાધનને જ સાધ્ય માની લો તો નિર્જરા ક્યાંથી થાય? ઉપરથી કર્મના ઢગલા થાય. નુકશાન થાય.

ઘણીવાર ધંધામાં એવું થાય કે પેપર પર મોટા મોટા આંકડા બતાવે પણ હાથમાં કંઈ ન આવે....એમ ભલે તમે મોટી મોટી ગણત્રી મુકો કે

મારે આટલા ઉપવાસ થયા... 15 થયા, 16 થયા, 30 થયા વર્ષીતપ થયો... પણ આટલું કષ્ટ વેઠીને જો કર્મની નીર્જરા કરતાં ન આવડી તો અંતે એ શૂન્ય થઈ જશે.

સ.151: કરેલો તપ શૂન્ય કેવી રીતે થાય?

133

જ.151: ધારો કે તમે અઠ્ઠાઈ કરી....આઠ દિવસ સુધી ખાધું-પીધું નહી એટલે એટલો પુન્યનો બંધ પડશે પરંતુ અઠ્ઠાઈ કરતી વખતે તમારામાં ઉંડે ઉંડે જે ભાવ હશે....જેમકે.... કોઈને લોકોમાં દેખાડો કરવાનો ભાવ હશે...કોઈને મનમાં અહંકાર હશે.... કોઈના મનમાં ભોજનનું ચીંતન હશે.... કોઈના મનમાં હશે કે જો મેં આટલુ કર્યું. કોઈ શાતાય પૂછે છે? કોઈના મનમાં શું શણગાર સજવો? કયા વસ્ત્ર પરિધાન કરવા.

શેમાં સૌથી સુંદર દેખાઈશ? કોઈ વિચારશે કે ન કોઈ માથું દબાવવાનું પૂછે છે, ન કોઈ પગ દબાવે છે. આપણા તપ સહેલા થોડા છે? અરે મારા માટે પાણી પણ ઉકાળીને નથી રાખ્યું? ગાદલું પણ નથી પાથર્યું?

આવા...આવા...અનેક વિચારોનું ઘમસાણ મનમાં ચાલતું હશે, કે જેનો કોઈ અંતજ નથી. તો આ જે વિચારો છે, આ જે ભાવ છે, તેને લીધે અનુબંધ પાપનો પડશે. એટલે કે તમારા ઉપવાસ તમને આપે પુન્યનો બંધ અને અંદરની ભાવના તમને આપે પાપનો અનુબંધ. એટલે આ બની ગયું પાપાનુબંધી પુન્ય.

હવે અનુબંધ એટલે શું? અને પાપના અનુબંધવાળું પુન્ય શું કરે? તે પણ જાણી લો...અનુબંધ હંમેશા બંધની સાથે પુંછડાની જેમ જોડાયેલું હોય. દરેક બંધની સાથે તેનો અનુબંધ સાથેને સાથે જ રહે. બંધ જેવું ઉદયમાં આવ્યું કે તેની સાથે અનુબંધ પણ હાજર થઈ જાય. એક ઉદાહરણથી સમજીએ...ધારો કે તમે અઠ્ઠાઈ કરી તે પુન્યના બંધનના પ્રતાપે તમને સુદર એવું રૂપ મલ્યું. પણ અંદરના ભાવને હિસાબે જે પાપનો અનુબંધ પડયો હતો તે સાથે જ હાજર થશે અને તમને રૂપનું અભિમાન, અહંકાર કરાવશે. કદાચ વેશ્યાવાડે પણ લઈ જશે. આમ આ અભિમાન - અહંકાર - વેશ્યાગીરી તમને દુર્ગતિમાં ઘસડી જશે. આમ આ તમારૂં પુન્ય, તમારી તપસ્યા શૂન્ય બની ગઈ. બીજું એક ઉદા. જુઓ ધારો કે આવા કોઈ તપને લીધે પુન્યનો બંધ પડયો જેથી પૈસે-ટકે ઘણું સુખી બન્યા પણ અંદરના ભાવ પ્રમાણે અનુબંધ પાપનો પડયો જેના લીધે અતિભયંકર કાળા નાગ જેવો ક્રોધ પ્રગટ થયો - હવે આ પૈસાપાત્ર પણ ક્રોધી વ્યક્તિએ ક્રોધના આવેશમાં એવા એવા કામ કર્યા કે આ ક્રોધે એને ક્યાંય દુર્ગતિના ખાડામાં ફેંકી દીધો. આ કામ અનુબંધનું.

અને આ અનુબંધમાંજ તાકાત છે કે તે નવું કર્મ કેવું બંધાવશે. એટલે સમજો...આપણા માટે બંધ કરતાં અનુબંધનું મહત્વ વધારે છે. માટે હંમેશા અનુબંધથી ચેતો પ્રથમ બાહ્યતપ અનસન...નાનો હોય કે મોટો એ તો 134

ફક્ત પુન્યનો બંધ આપશે પણ તે સાથે અંદરના ભાવ પ્રમાણે, અંદરના રાગ-દ્વેષ-મોહ-માયા-કપટ-હઠાગ્રહ-દુરાગ્રહ અનુસાર જ તેનો અનુબંધ પડશે. જ્યારે પણ, જે પણ ભવમાં આ પુન્યનો બંધ ભોગવટામાં આવશે ત્યારે તેની સાથેજ પૂંછડાની જેમ અનુબંધ હાજર થઈ જશે, ને તમને દુર્ગતિની, ખાઈમાં ધકેલી દેશે. માટે માણસે સતત જાગ્રત રહેવું કે અનુબંધ ખોટો નથી પડી રહ્યો ને? બંધ કરતાં અનુબંધથી ચેતો... ક્યાંક એવું ન બને કે આટલા તપ કરીને, કષ્ટવેઠીને અંતે હાથમાં શૂન્ય જ આવે.

સ.152: ઉપવાસ દરમ્યાન બચેલી ઉર્જાનો ઉપયોગ શેમાં કરવાનો છે?

જ.152: આપણે જે કાંઈ ખાઈએ પીએ છીએ તેનું ઉર્જા શક્તિમાં રૂપાંતર થાય છે તે રૂપાંતર કરવા માટે શરીરના વિવિધ અંગોને કાર્ય કરવું પડે છે. તે અંગો કાર્ય કરવા માટે ઉર્જાશક્તિનો ઉપયોગ કરે છે તેથી આપણી ઘણી ઉર્જા શક્તિ આમજ વપરાઈ જાય છે. અગર તમે ખોરાક નથી લેતા...તો આ વિવિધ અંગોમાં વહેંચાઈ જવા વાળી શક્તિ બચે છે...

ઉપવાસ દરમ્યાન આ બચેલી ઉર્જા શક્તિનો ઉપયોગ... ઉદિરણામાં આવેલ કર્મોને નીર્જરવા માટે કરવાનો છે. કેમકે કર્મોને વેદતા થકાતા સમતામાં સ્થિર થવું તે ખાવાના ખેલ નથી. તેના માટે ઘણી ઉર્જાશક્તિની જરૂર પડે છે. આમ ભોજન છોડવાથી જે ઉર્જાશક્તિ (ચેતના) વધે છે.

તે બધી ઉર્જાશક્તિ મગજને મળે છે... મગજ જાગૃતિ સાધવામાં સમર્થ બની જાય છે. (મહાવીરની જાગૃતિનું હજાર કારણોમાનું આ પણ એક કારણ છે) આ જાગૃત મન દ્વારા, સતત-સખત પ્રયત્ન દ્વારા રાગ-દ્વેષ દૂર કરી...સમતામાં સ્થિર રહી શકાય તોજ આ તપનો અનુબંધ શુભ પડે અને તોજ તપશ્ચ નિર્જરાતે સાધ્ય કરી શકાય. આ આંતરીક જાગૃતિ તેજ સાધ્ય છે. ઉપવાસતો સાધન છે. આપણે સાધનને મહત્વ આપી દીધું ને સાધ્યને ખોઈ નાખ્યું. સાપ ચાલ્યો ગયો ને કાંચળી હાથમાં રહી ગઈ.

સ.153: શાસ્ત્રમાં ઈચ્છાનિરોધ તપએમ કેમ કહ્યું છે? આપણે કોઈ તપ કરીએ તો મેં કર્યું એમતો થાય તો એમા શું?

જ.153: આપણને થાય છે કે મેં અઠ્ઠાઈ કરી, મેં માસક્ષમણ કર્યું....એક વાત હંમેશા ધ્યાનમાં રહે કે તમે કાંઈ કરતા નથી.. જે કાંઈ થાય છે તે કોઈ પૂર્વ જન્મમાં એવા કોઈ કર્મ નાખીને આવ્યા છો તેનો પાકવાનો સમય 135

પૂરો થતાં તે ઉદયમાં આવે છે. અને તમારાથી તપસ્યા થઈ જાય છે.

તમે કરવાવાળા કોઈ નથી. અત્યારે કોઈ કેવલી વિચરતા હોત તો તમને જણાવત કે.... કોઈ જનમમાં આ પ્રમાણેનું કર્મ કર્યું હતું તેના પરિણામ રૂપે આજે આ માસક્ષમણ ઉદયમાં આવ્યું છે. આમ ઉદયમાં આવેલી ચીજને તમે મેં કર્યું , હું કરૂં છુંએવા અહંપદમાં સ્થાપિત કરો છો. તેથી પણ અનુબંધ પાપનો પડે છે.

આદિનાથ દાદાનું ઉદાહરણ આપણી સમક્ષ છે. તેમણે તેર મહિનાના ઉપવાસ કર્યા નથી.... પરંતુ પૂર્વ જન્મમાં તેર કલાક સુધી બળદનું મોઢું બાંધી દેવાથી ઉપાર્જન થયેલું કર્મ ઉદયમાં આવ્યું છે. વળી એપણ જુઓ કે એ કર્મ બાંધતી વખતે એમને એ બળદો પ્રત્યે કોઈ દ્વેષ ભાવના નહતી માટે ભલે બંધ ખોટો હતો પણ અનુબંધ પુન્યનો હતો. માટે એ પાપના બંધ રૂપે તેમને તેર મહીનાસુધી ગોચરી ન મળી પણ શુભ અનુબંધ ના પરિણામે તે ઉર્જાશક્તિનું ઉર્ધ્વગમન કરી....રાગદ્વેષથી મુક્ત થવામાં ને સમતામાં સ્થિર થવામાં તેનો ઉપયોગ કર્યો... જેથી મોક્ષપદને પામ્યા. જો એમનો અનુબંધ પણ ખોટો હોત તો, અશુભ બંધને કારણે તેર મહીના સુધી ગોચરી તો ન જ મળત પણ સાથે રાગ-દ્વેષના ઢગલા કરી દુર્ગતિમાં ફેંકાઈ જાત.

ઘણી વાર કોઈ તપની તીવ્ર ઈચ્છા કરી હોય તો પણ તે ઉદયમાં આવે છે....પણ જુઓ શાસ્ત્રમાં કહ્યું છે કે...ઈચ્છા નિરોધ તપઈચ્છાને રોકવી તે જ તપ છે. શા માટે એવું કહ્યું તે પણ સમજો...

ધારોકે તમે તીવ્ર ઈચ્છા કર્યા કરી કે મારે માસક્ષમણ કરવું છે...ને ઘુંટી ઘુંટીને આ ઈચ્છાને નીકાચીત બનાવી દીધી. (નીકાચીત કર્મ એટલે એવું કર્મ કે જે ભોગવ્યેજ છૂટકો થાય) પણ આત્માની તમારી હાલની પરિસ્થિતિ એવી નથી કે તમે માસક્ષમણ કરી શકો. પરંતુ તમારી નીકાચીત કરેલી ઈચ્છાએ ક્યારે ને ક્યારે તો આકાર લેવાનો જ છે. હવે શું થશે? કેમકે આ ઈચ્છાને સાકાર કરવા માટે સૌ પ્રથમ તો મનુષ્ય દેહ જોશે. આ બધી વસ્તુ માટે કેટલું બધું પુન્યનું ઉપાર્જન જોશે. ને એ પુન્યના ઉપાર્જન માટે કેટલાય બીજા અનંતાઅનંતા ભવ કરવા પડશે...સમજાય છે? વળી એ અનંતા અનંતા ભવમાં તમે ફક્ત પુન્ય જ કરવાના છો. એવું તો નથીને? પાપ કરવાનાજ નથી એવું તો બનેજ નહીને? માટે આ કરેલી એક નીકાચીત ઈચ્છાની પાછળ, તે ઈચ્છાને સાકાર કરવા માટે કેટલા ભવ વધારી દીધા... કેટલા પાપના ઢગલા 136

ખડકી દીધા...સમજ પડી? ધારો કે અહીંથી આપણો આત્મા એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો...તો કેટલા અનંતા ભવે... અકામ નિર્જરા કરતાં કરતાં માંડ માંડ...ચોર્યાસી લાખ ફેરા ફરતો ફરતો જ્યારે મનુષ્યજન્મ પામશે ત્યારે આ કરેલી નીકાચીત ઈચ્છા સાકાર કરવા માટેના અનુકુળ સંજોગો ઉભા થશે. ને તે ઉદયમાં આવે ત્યારે જો પાપનો અનુબંધ પડેલો હશે તો પાછા દુર્ગતિમાં ફેંકાઈ જશો ને બધુંજ શૂન્ય થઈ જશે. માટેજ કહ્યું છે કે ઈચ્છા નિરોધ તપઈચ્છાને રોકો તેજ તપ છે. ઉત્પન્ન થયેલી ઈચ્છાને ઘુંટો નહી....નીકાચીત ન થવા દો. ઈચ્છાને રોકવી એ કોઈ સરળ કામ નથી. તે કેટલું આકરૂં છે તે તો જે કરે તેજ જાણે...? આ બાહ્યતપ અનસનના વિવેચનથી થોડો પણ બાહ્યતપ અંતરમાં ઉતરે ને તેજપ્રમાણે આ તપ આચરણમાં મુકાય તો કાર્ય સાધી શકાય તેવું છે. (અનસન તપ વિષે જુઓ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-1. સવાલ નં.201 થી 214)

સ.154: શું છે આ બાહ્યતપ ઉણોદરી?

જ.154: ઉણ એટલે ઓછું ને ઉદર એટલે પેટ. શબ્દાર્થ પ્રમાણે આપણે એટલું જ સમજ્યા છીએ કે ભૂખ કરતાં થોડું ઓછું ખાવું એટલે ઉણોદરી વ્રત થઈ જાય... જો ખરેખર એવું જ હોત તો અનસન કરતાં ઉણોદરી વ્રત ઘણું સરળ થઈ જાય... તમે અનુભવથી પણ જાણ્યું હશે કે એક વખત આઠ ઉપવાસ સરળતાથી થઈ જાય છે, પરંતુ આઠ ઉપવાસના પારણા પછી આઠ દિવસ ઉણોદરી વ્રત કરવું હોય તો થઈ શકતું નથી. હકીકતમાં અનસન કરતાં ઉણોદરી વ્રત અઘરું છે. આજે ઉપવાસ કરી લેવો એ કદાચ હજી સહેલું છે, પરંતુ એકવાર જમવા બેઠા પછી પેટ ભરીને ખાધા વગર ઊભા થઈ જવું અત્યંત મુશ્કેલ છે. તમે દિવસમાં બે-ત્રણ વાર ખાતા હોય વચ્ચે એક-બે વાર ચા-નાસ્તો કરતા હોય, ગમે ત્યારે મોંમાં ચટર-પટર નાખ્યા કરતા હો ને પછી જમવા બેસો ત્યારે એક બે રોટલી ઓછી ખાઈને માની લો કે ઉણોદરી વ્રત થઈ ગયું તો એમ કાંઈ ઉણોદરી વ્રત થાય નહિ.

પહેલાં આપણી વાસ્તવિક ભૂખ કેટલી છે તે શોધવું પડે. રોજની આદત પ્રમાણે, ઘડિયાળ પ્રમાણે જે ભૂખ લાગે છે તે સાચી ભૂખ નથી.

કોઈ તમારી જાણ બહાર ઘડિયાળને આગળ પાછળ કરી દેશે તો પણ તે જ ઘડિયાળના ટાઈમ પ્રમાણે ભૂખ લાગશે, તે માનસિક ભૂખ છે. શારીરિક ભૂખ નથી. ધારો કે તમે રોજ 12 વાગ્યે જમો છો. પણ કોઈએ એક 137

ક્લાક ઘડિયાળ પાછળ કરી નાખી અગિયાર મૂકી દીધા. હવે આદત પ્રમાણે તમે કહેશો કે હજી તો 11 જ વાગ્યા છે, ભૂખ પણ નથી લાગી. 12 વાગે જમીશ. તેથી ઉલટું હજી 11 વાગ્યા છે ને ઘડિયાળમાં કોઈએ 12 મૂકી દીધા તો તમે કહેશો કે અરે બાપ રે.... 12 વાગી ગયા... લાવ જમી લઉં... તો આ માનસિક ભૂખ છે.... જો એ ભૂખ પર તમે ધ્યાન નહીં આપો તો તે ભૂખ સમી જશે. એટલે કે તમારો 12નો જમવાનો ટાઈમ છે તે જવા દો. તે ભૂખ પર ધ્યાન નહિ આપો તો થોડી વારમાં ભૂખ સમી જશે. હવે સમય પસાર થવા દો. એમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે તમારું આખું શરીર, રોમ રોમ પોકાર કરશે કે ભૂખ લાગી છે. તે જ સાચી ભૂખ છે. આવી સાચી ભૂખ બહુ મુશ્કેલીથી લાગે છે. આવી વાસ્તવિક ભૂખ ઉઘડે ત્યારે કરો ઉણોદરી.

વાસ્તવિક ભૂખથી અડધું જ જમવું. પા ભાગ પાણી માટે અને બાકીનો પા ભાગ ખાલી રાખવો. સંપૂર્ણ પેટ ભરવાની તૃપ્તિ થાય, તે પહેલા જ અટકી જવું તેનું નામ છે. ઉણોદરી. સાચી ભૂખ આઠ-દસ કલાકે

એકવાર પણ લાગી શકે, ત્યારે પેટ તૃપ્ત થાય એટલું નહીં પણ એના ઉણ પર રોકાઈ જાવ તે ઉણોદરી. લગભગ બધાનો જ અનુભવ હશે કે

અકળામણ થાય એટલું ખાધે રાખવાથી ક્યારેય તૃપ્તિ કે સંતોષ મળતા જ નથી. હજી કાંઈક ખાઉં... પાન, મસાલા, મુખવાસ, છાસ, આઈસ્ક્રીમ... પણ જો પેટ ભરી ભરીને ખાધે જ રાખ્યું હશે તો આ કોઈ પણ વસ્તુ સંતોષ કે તૃપ્તિનો આનંદ આપી શકશે નહીં.

સ.155: આજનું આપણું જીવન જ ઘડિયાળના કાંટા પર થઈ ગયું છે તો આવું ઉણોદરી વ્રત કરવું કઈ રીતે? ઑફિસ વગેરેમાં તો ટાઈમ ટુ ટાઈમ જ જમવા બેસવું પડે...ધંધા કે અન્ય કામકાજ માટે ટાઈમ પર જ નીકળવું પડે તો ટાઈમ પર જ જમવું પડેને?

જ.155: હા તમારી વાત સાચી છે... અને આવા બધા કારણોસર આપણું ઉણોદરી વ્રત થોડું વિસરાઈ ગયું છે પણ... હવે આ વ્રત વિષે જાણ્યા પછી મહિનામાં એકાદ વખત તો રજાના દિવસે કે બીજી કોઈ રીતે એડજસ્ટ કરીને વ્રત કરવું... ને જેને અનુકૂળતા છે, ઘરે છે, કરી શકે તેમ છે તેણે તો વધુમાં વધુ દિવસ કરવું. તે કેવી રીતે કરવું? કે સવારે ઉઠીને ધારણા કરવી કે આજે મારે ઉણોદરી વ્રત કરવું છે.... પછી ‘ધારણા અભિગ્રહ’

પચ્ચખાણ લેવું... પછી રોજનો ચા-પાણીનો સમય ટાળી દેવો... પા-

અડધો કલાક કદાચ એવું લાગશે પણ પછી ભૂખ સમી જશે. તે પછી 138

જ્યારે પણ એમ લાગે કે હવે ઘડિયાળનો સમય તો ગયો પણ મને ખૂબજ ભૂખ લાગી છે. હવે તો ખાવું જ પડશે ત્યારે જે પણ ખાઓ તે ભૂખ કરતાં અડધું જ ખાવું. 25 % લીકવીડ કે પાણી માટે એટલે 75% જેવું પેટ ભરાય ત્યારે ખાવાનું છોડી દેવું. સવારે ચા નાસ્તાને ટાળ્યા પછી બપોરના જમવાની પહેલાં જો એવી ભૂખ લાગે કે રહેવાય જ નહીં તો એક વખત ત્યારે પણઆજ રીતે ઉણોદરી વ્રત કરવું. ક્યારેક બેત્રણ દિવસ રજા હોય કે થઈ શકે તેમ હોય તો બીજા દિવસ સુધી પણ રાહ જોવી કે વાસ્તવિક ભૂખ ક્યારે લાગે છે? મને લાગે છે હવે ઉણોદરી વ્રત બરાબર સમજાઈ ગયું હશે.

સ.156: ઉણોદરી વ્રતમાં સૌથી વધારે કર્મ ખપાવવાનો મોકો ક્યારે આવશે?

જ.156: એ મોકો ત્યારે આવશે કે જ્યારે ઘડિયાળના કાંટે ભૂખ લાગી હશે... મન કહેશે કે ના... જમી જ લેવું છે... પણ ત્યારે તમે એવી ભાવનામાં રત થશો કે ‘આ ભૂખ પણ કાયમની નથી રહેવાની... દેરસબેર ચાલી જશે... આ પણ મહાવીરે બતાવેલ પ્રથમ અનિત્યભાવનાની જેમ અનિત્ય જ છે... હું સંપૂર્ણ સમતામાં સ્થિર થાઉં છું, આ ભૂખ પ્રત્યે ન રાગના કિરણ ફેંકીશ કે ન દ્વેષના... કેમકે મારે રાગ કે દ્વેષના કર્મોનો ગુણાકાર નથી કરવો... બસ હવે તો મારે આ કર્મને સમતાભાવે વેદીને એને નિર્જરવા છે.’ આ બધું શબ્દોમાં બોલવાની જરૂર નથી...પણ જો આ ભાવનામાં રત રહેશો તો એક સમય એવો આવશે કે તમારી જાણ બહાર પણ આ ભાવના હૃદયમાં રમતી હશે અને હાલતા-ચાલતા કામ કરતાં પણ આ ભાવનાને કારણે તમારા કર્મ નિર્જરાતા હશે.

પણ તમે એમ વિચારશો કે આજે તો ઉણોદરી વ્રત લીધું છે.

એટલે 12ના બદલે એક વાગ્યા સુધી તો રાહ જોવાની જ છે. પરંતુ આ ખાવાનો ટાઈમ વયો જાય પછી શું ખાવાનું? ભૂખ પણ મરી જશે.

(ખરેખર ઉણોદરી તો એ જ છે કે ભૂખ મરી જાય તો મરી જવા દો...

પણ જ્યારે કુદરતી ભૂખ ઉપડે ત્યારે ખાઓ.) ના, બાપા...હો... ઉપવાસ કરવો સારો... ઉપવાસ ક્યાંય થઈ જાય ખબર નથી પડતી પણ આ ઉણોદરી ખોટું... અરે ભાઈ... ઉપવાસ એટલા માટે સરળતાથી થઈ જાય છે કારણ કે સવારથી તમારી માનસિક તૈયારી છે કે આજ ખોરાક નહીં જ મળે... જ્યારે આમાં માનસિક તૈયારી એ છે કે રોમેરોમ પોકારે કે

ભૂખ લાગી છે ત્યારે ખાવાનું છે... એટલે ઉપવાસ કરતા, ઉણોદરીમાં લાગેલી ભૂખ વધારે આકરી લાગશે... બસ ત્યારે સમતામાં સ્થિર થઈ 139

કરો કર્મની નિર્જરા.

સ.157: આવું ઉણોદરી વ્રત તો ક્યારેક જ થઈ શકે. રોજ માટે કેવી રીતે કરવું?

જ.157: રોજ માટે તો એટલું થઈ શકે કે જમવામાં તથા ચા-નાસ્તામાં ભૂખ કરતાં પા ભાગનું ઓછું ખાવું... ને વચ્ચે ચટર-પટર કાંઈ લેવું નહીં...

આનાથી પણ મન પર થોડો કંટ્રોલ આવશે... સ્વાસ્થ્ય પણ સારું રહેશે...

પણ સબૂર... સ્વાસ્થ્યની ભાવનાથી એટલે કે ભૌતિક ભાવનાથી પ્રેરાઈને કોઈ વ્રત કરવું નહીં... નહીં તો શું થશે? બંધ પુન્યનો પડશે પણ અનુબંધ પાપનો પડશે જેથી વ્રત-પચ્ચખાણ અંતે શૂન્ય થઈ જાય ને જીવ સંસારમાં રખડી જાય... આજકાલ ઘણાં શરીરને સુડોળ રાખવા માટે ડાયટીંગ કરતા હોય છે... જો કોઈ ડાયટીંગ કરવાની ભાવનાથી પણ ઉણોદરી વ્રત ધારણ કરે તો પણ જેવો ભાવ એવો અનુબંધ... તો અનુબંધ તો પાપનો જ પડે ને... પાપનુબંધી પૂન્ય બને. જે ડૂબાડી દેશે, તારશે નહિ. માટે તમારી માન્યતાને બદલો-માન્યતામાં તો એજ હોવું જોઈએ કે ‘નિગોદમાંથી પ્રથમવાર નીકળ્યો ત્યારથી... એને નિગોદમાં પણ આ જીવે આહાર લીધા જ કર્યો છે... હવે મારો જીવ અણાહારી પદ પામે એ જ અંતરની ભાવના છે ને એજ ભાવનાથી હું આ વ્રત ગ્રહણ કરું છું.’ આ ભાવનાના શબ્દો ફક્ત બોલવા માટે નથી પરંતુ હૃદયમાં, શ્વાસેશ્વાસમાં વણાઈ જાય ત્યારે કાંઈક કામ બને.... (ઉણોદરી વ્રત વિષે વધુ પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ-1

સ.નં.219 થી 222)

સ.158: વસ્તુઓનો ત્યાગ કરવો એજ વૃત્તિ સંક્ષેપને?

જ.158: વૃત્તિસંક્ષેપનો અર્થ આપણે એટલો જ કરીએ છીએ કે પરિગ્રહ ઓછો કરવો, વસ્તુઓનો ત્યાગ કરવો...અરે ભાઈ...આ વૃત્તિસંક્ષેપ છે, વસ્તુસંક્ષેપ નહીં.

વસ્તુઓનો ત્યાગ કરવાથી વૃત્તિ સંક્ષેપાઈ જ જશે એવી કોઈ ગેરંટી નથી...

ધારો કે મેં સોના-ચાંદી-હીરા-મોતી બધા જ પ્રકારના ઘરેણાંનો ત્યાગ કર્યો... એક ઘડિયાળ હાથમાં પહેરૂં છું... તો મારો બધો મોહ ભેગો થઈ એક ઘડિયાળમાં પણ સમાઈ શકે છે... આ ઘડિયાળ વધુ સારી લાગશે કે

પેલી? મોહ અને વૃત્તિઓ જીવતં છે... જો ફક્ત વસ્તુઓનો ત્યાગ કરવાથી જ વૃત્તિસંક્ષેપ થતો હોત તો તો આ તપ બહુ સરળ થઈ જાત. તો પછી આ તપને ત્રીજા સ્થાને મૂકવાની જરૂર ન હતી. અનશન કરતાં ઉણોદરી અઘરૂં, ઉણોદરી કરતાં વૃત્તિસંક્ષેપ અઘરું છે. જેમકે કોઈ હાથમાં પથ્થરો લઈને જઈ રહ્યું છે. વિવિધ આકારના સુંદર સુંદર પથ્થરો અલગ અલગ 140

જગ્યાએથી શોધ્યા છે. પણ જો આગળ ચાલતાં રસ્તામાંથી હીરા જડ્યા તો પથ્થર ક્યાંય છૂટી જશે ને હાથમાં હીરા આવી જશે... પથ્થરો ક્યારે ને ક્યાં છૂટી ગયા તે પણ ધ્યાન નહીં રહે...તેવી જ રીતે જો વૃત્તિઓ છૂટી ગઈ તો વસ્તુઓ છોડવી નહીં પડે... વસ્તુઓ એની જાતે ક્યારે ક્યાં છૂટી જશે તેની ખબર પણ નહીં પડે.

જન્મ્યા ત્યારથી વૃત્તિઓ બહાર જ ભાગી છે. કોઈ ઘટના બહાર બની રહી છે, વૃત્તિ તરત ત્યાં ભાગશે ને બહારની ઘટનાને અંદરની ઘટના બનાવી દેશે. દા.ત. કોઈ કાર પસાર થઈ રહી છે. આ બહારની ઘટના છે. આપણી સાથે એને કોઈ સંબંધ નથી. પરંતુ તેને જોતાની સાથે જ ચિત્તવૃત્તિ ત્યાં ભાગશે. ‘જોયું? આ લેટેસ્ટ કાર છે. આવી ગાડી મારી પાસે હોય તો કેવું સારૂં?’ ને બસ. આ બહારની ઘટના અંદરની ઘટના બની જશે.

બહારની ઘટનાને બહાર જ રાખી, વિવેકબુદ્ધિથી ચિત્તવૃત્તિને અંદર પાછી વાળવી એજ છે વૃત્તિસંક્ષેપ.

સ.159: વૃત્તિઓતો ભાગેજને? એ તો સ્વાભાવિક છે.

જ.159: આપણે વિચાર કરીએ કે ફક્ત એક જ દિવસમાં સવારે ઉઠ્યા ત્યારથી રાતના સૂઈ જઈએ ત્યાં સુધીમાં વૃત્તિઓ ક્યાં ક્યાં ભાગી? કોઈના સારા કપડાં જોયા તો વૃત્તિ ત્યાં ભાગી... કોઈ સારો ફ્લેટ, બંગલો, બગીચો, ભલે જોયાં નથી તો પણ તેને વિષે જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું તો વૃત્તિ ત્યાં ભાગી, કોઈએ અપમાન કર્યું તો વૃત્તિ ત્યાં ભાગી, કોઈએ માન આપ્યું તો વૃતિ ત્યાં ભાગી...અરે કેટલું લીસ્ટ બનાવશું? એક જ દિવસનું લીસ્ટ બનાવતા થાકી જશું...આપ કહેશો કે એવું તો થાય જ ને...સ્વાભાવિક છે... ભાઈ સ્વાભાવિક કેમ છે? કેમકે અનંતા અનંતા જન્મોથી વિભાવમાં જઈ જઈને આપણે આવો જ આપણો સ્વભાવ બનાવી દીધો છે માટે એ સ્વાભાવિક લાગે છે... પણ આત્માનો આ સ્વભાવ નથી...

સ.160: તો સ્વભાવને પલટવો કઈ રીતે?

જ.160: આ સ્વભાવને પલટવા માટે જરૂરી છે આત્માની જાગૃતતા. વૃત્તિઓ એના સ્વભાવ પ્રમાણે જેવી ભાગશે કે...આત્મા જાગ્રત હશે. તે જાણશે કે આ વૃત્તિ ફલાણી જગ્યાએ ભાગી ને તરત તેને ત્યાંથી પાછી વાળવાનો પ્રયત્ન કરશે. ભાગેલી વૃત્તિને પાછી વાળવાનો પુરુષાર્થ એ જ છે વૃત્તિસંક્ષેપ. આપણે તો એજ નથી જાણતા કે વૃત્તિઓ કેવી ભાગી રહી છે, ક્યાં ભાગી રહી 141

છે? એનું સભાન હોવું તેનું નામ છે જાગ્રતતા. એ સભાન હોઈશું તો એને પાછી વાળવાનો પ્રયત્ન કરીશું ને? એની અભાનતા એજ પ્રમાદ.

ભગવાને ગૌતમને કીધું કે ‘સમયં મા પમાયં ગોયમ્‌’ ‘હે ગૌતમ તું એક સમય માટે પણ પ્રમાદ ન કરીશ...’ આપણે આ પ્રમાદ શબ્દનો અર્થ શું સમજ્યા? પ્રમાદ એટલે આળસ કરવી? ઉંઘી જવું? શું તમને લાગે છે કે ચાર જ્ઞાનના ધણી એવા ગૌતમને મહાવીરે એમ કહેવાની જરૂર હતી કે હે ગૌતમ આળસ ન કરીશ... હે ગૌતમ ઉંઘી ન જતો....

વૃત્તિઓનું પરમાં જવું, આત્માના ઉપયોગનું પર માં જવું એજ પ્રમાદ...

આપણા માટે આપણું શરીર પણ પરપદાર્થ છે. ગૌતમ માટે મહાવીર પણ પર હતા... જેમાં ગૌતમની વૃત્તિ રાગ સ્વરૂપે ભાગતી હતી... માટે મહાવીર કહે છે.... કે હે ગૌતમ એક સમય પણ પ્રમાદ ન કરીશ નહીં તો મોક્ષ છેટું થઈ જશે... (સમય એટલે કાળનો નાનામાં નાનો અવિભાજ્ય ભાગ કે એક વાર આંખ મીંચીને ઉઘાડીએ એટલી વારમાં અસંખ્યાતા સમય વિતી જાય. માટે વિચાર કરજો... સમય એ કેટલો નાનો એકમ છે.)

સ.161: કોઈ કોઈ જગ્યાએ પ્રવચન આપતાં એ સવાલ આવે છે કે ‘બેન વૃત્તિસંક્ષેપ તો બહુ અઘરૂં છે, અમારા માટે તો અશક્ય છે.’

જ.161: અઘરૂ જરૂર છે પણ સાચી દિશામાં પુરુષાર્થ થાય તો અશક્ય નથી...ભલે આ પંચમ કાળમાં આ સંઘયણ દ્વારા ઘણો વધારે પુરુષાર્થ ન કરી શકીએ પણ વૃત્તિ ક્યાં ભાગી રહી છે તે જાણવાનો પ્રયત્ન તો કરીએ. દિવસની હજારો વૃત્તિઓમાંથી બે-પાંચ વૃત્તિને તો પાછી વાળીએ. વૃત્તિસંક્ષેપની શરૂઆત તો કરીએ. બીજ તો વાવીએ.

પદાર્થોનો ત્યાગ કરવાથી તેનું મૂળ ખતમ નહીં થાય, જેમકે

એક વૃક્ષનું મૂળ અંદર છે. તેના ફળ, ફૂલ, પાનનો ફેલાવો બહાર છે.

હવે તેના ફળ, ફૂલ, પાન કાપવાથી થોડો ટાઈમ બહાર એવું લાગશે કે

વૃક્ષ સંકોચાઈ ગયું. પરંતુ મૂળ તો એટલું જ બળવાન છે. પછી બાહ્ય કેટલી પણ વસ્તુઓનો ત્યાગ કરીને બાહ્ય દૃષ્ટિએ કદાચ ખૂબ ત્યાગી પણ લાગીશું... પરંતુ વૃત્તિઓ અંદર તરફ પાછી નથી વળી ત્યાં સુધી વૃત્તિસંક્ષેપ તપ થશે નહિ. જેવી વૃત્તિઓ સંકોચાઈ કે ત્યાગ આપોઆપ થઈ જશે, કરવો પડશે નહિ. પરિગ્રહ આપોઆપ ઓછો થઈ જશે, કરવો પડશે નહિ. આત્મા સિવાય જે જે પદાર્થો છે તે પ્રત્યેથી ઉપયોગ પાછો વાળવો, તે ઉપયોગને અંતર્મુખ કરવો, ચિત્તવૃત્તિ નિરોધ કરવી એ જ 142

વૃત્તિસંક્ષેપ છે. સંસારનું ક્ષણભંગુરપણું, અનિત્યપણું, અસારપણું, અશરણપણું, જાણી પરપદાર્થમાંથી વૃત્તિને પાછી વાળવી ને ચૈતન્ય સ્વરૂપ આત્મામાં રમણતા કરવાનો અભ્યાસ કરવાથી વૃત્તિ સંક્ષેપ પામે છે. બીજું એ પણ સમજી લઈએ કે આપણે આ પંચમકાળના બાળજીવો છીએ. આપણા માટે વસ્તુ વગેરે પરપદાર્થનો ત્યાગ કરવો જરૂરી છે.

પરંતુ ત્યાગ કર્યો એટલે ગઢ જીતી લીધો એવો સંતોષ માનીને બેસી જવાની જરૂર નથી; કેમકે આપણે બાળમંદિરથી આગળ વધી માસ્ટરની ડિગ્રી મેળવવી છે. માટે વૃત્તિસંક્ષેપ તપને ઊંડાણથી સમજ્યા પછી...

વસ્તુ-પરપદાર્થના ત્યાગની સાથે સાથે બહાર ભાગતી વૃત્તિઓ, ઈચ્છાઓ, આકાંક્ષાને જાણી તેને અંદરમાં પાછી વાળવાનો પ્રયત્ન કરવાનો છે... આ પ્રયત્ન અત્યારથી જ આ ઘડીથી ચાલુ કરવાનો છે...

ને જો આ પુરુષાર્થ સહી અર્થમાં થશે તો આપણે કરેલો ત્યાગ એવો ત્યાગ બની જશે કે તે છોડેલી વસ્તુ ક્યારેય પાછી આવશે નહિ. એના પ્રત્યે કોઈપણ જાતનો મોહ ઉત્પન્ન થશે નહિ. આમ આપણે બાળમંદિરમાંથી એક એક ધોરણ આગળ વધતા જશું.... ને ‘ઈચ્છા નિરોધ તપઃ’ એ આગમના વાક્યને સમજીને સાકાર કરી શકીશું.

સ.162: શાસ્ત્રમાં લખ્યું છે કે ‘‘સ્વાદનો ત્યાગ એ જ તપ છે.’’ તો એ આપણો ચોથો બાહ્ય તપ ‘રસત્યાગ’ એ શું છે તે જરા વિસ્તારથી સમજાવો.

જ.162: ચોથા નંબરનો બાહ્યતપ રસત્યાગ એટલે ક્યારેક ખટાશ છોડો. ક્યારેક મીઠાઈ છોડો, ક્યારેક ઘી છોડો... પણ ભગવાને જે અર્થમાં રસત્યાગ શબ્દ વાપર્યો છે એનો આવો સ્થૂળ અર્થ નથી... બહારની વસ્તુઓ છોડવાથી શરૂ કરીશું તો એ વસ્તુઓ છૂટશે પરંતુ એમાં જે રસ છે તે કાયમ રહેશે. જે વસ્તુને છોડીશું તેનું આકર્ષણ વધી જશે. જેનાથી આપણે દૂર ભાગીશું. તેના માટે મન વધારે સતાવશે. મનને દબાવીશું...સમજાવીશું તો પણ એ મન માગણી કર્યા કરશે. મહાવીરે જે અર્થમાં રસત્યાગ શબ્દ વાપર્યો છે તેને સમજીએ.

રસની પૂરી પ્રક્રિયા શું છે? રસ કે સ્વાદ વસ્તુમાં છે કે આપણી જીભમાં?

કે જીભની પાછળ એનો અનુભવ કરનાર મનમાં? કે પછી મનની સાથે ચેતનાનું જે ઐક્યપણું થઈ ગયું છે તેમાં? સ્વાદ અને રસ શેમાં છે?

જેમાં રસ હોય તેને છોડવું જોઈએ. જેઓ સ્થૂળ જોઈ શકે છે તે તો કહેશે કે સ્વાદ વસ્તુમાં છે એટલે એ વસ્તુ છોડો. પરંતુ વસ્તુ તો નિમિત્ત માત્ર છે. રસ કે સ્વાદ લેનારી આપણી ઈંદ્રિય કામ ના કરતી હોય તો 143

સ્વાદનો અનુભવ કેવી રીતે કરશો.

પણ વાત એટલેથી અટકતી નથી. વાત એટલી જ હોય તો જીભને ઈંજેક્શન આપીને સંવેદનહીન બનાવી દઈએ તો રસત્યાગ થઈ જશે?

વસ્તુ અને જીભ વચ્ચે સંબંધ સ્થાપિત થતાં જ એ રસ ફરીથી પ્રગટ થઈ જશે. જે માણસ વસ્તુઓ છોડવાથી રસત્યાગ થઈ જશે એમ માને છે તે ભૂલ કરે છે. એ રસને માત્ર અપ્રગટ કરે છે. ત્યાગ કરતો નથી. ભગવાન રસને અપ્રગટ કરવાનું નથી કહેતા...ત્યાગ કરવાનું કહે છે.

ઘણીવાર આપણામાં અમુક ચીજો પરિસ્થિતિવશ પણ પ્રગટ થઈ શકતી નથી. ગમે તેટલી ભૂખ લાગી હોય, પણ કોઈ તમારી પાછળ બંદૂક લઈને પડ્યું હોય ત્યારે એ ભૂખ પ્રગટ નહીં થાય. પરિસ્થિતિ ન હોય, અવસર ન હોય, નિમિત્ત ન હોય ત્યારે રસ પ્રગટ થતો નથી. એનો અર્થ એ નથી કે રસ નાશ પામી ગયો છે. રસત્યાગ થઈ ગયો છે.

લાંબી બીમારી વખતે કે ખૂબ તાવ હોય ત્યારે જીભની સંવેદનશીલતા મંદ પડી જાય છે. પણ તેથી સ્વાદ માણવાની મનની આકાંક્ષા નષ્ટ થઈ જતી નથી. પગ ભાંગી જવાથી ચાલવાનું મન નષ્ટ નથી થઈ જતું. એક ડૉક્ટરને ખાવા-પીવાની ખૂબ આસક્તિ હતી. તેમને થયું, ‘દાંત છે એટલે જાતજાતની વસ્તુ ચાવીને તેનો ટેંસ લેવાના નખરા સૂઝે છે. જો દાંત ન હોય તો નરમ ખોરાક વગર સ્વાદ લીધે પેટમાં ઉતરી જાય ને આસક્તિ તૂટી જાય.’ એટલે એમણે આખી બત્રીસી કઢાવી નાખી. થોડા વખત પછી ખ્યાલ આવ્યો કે ‘મેં જલદ ઉપાય કર્યો તો પણ હું નિષ્ફળ ગયો.’ જરા સમજો. ‘વસ્તુઓના ત્યાગથી કે ઈન્દ્રિયોના નષ્ટ થવાથી રસ નષ્ટ થતો નથી.’ આંખ ફોડી નાખવાથી કાંઈ રૂપ જોવાની આકાંક્ષા મટી નથી જવાની. જીભને ઈંજેક્શન આપીને સંવેદનહીન બનાવી દેવાથી સ્વાદ માણવાની મનની ઈચ્છા મટી નથી જતી.

સ.163: તો શું મનને મારી શકાય?

જ.163: ઘણા લોકો મનને મારવામાં લાગેલા છે. પણ મનનો નિયમ ઉલટો છે.

જે વાતથી આપણે મનને હટાવવા માગીએ છીએ તે જ વાતમાં મન વધારે રસ લેવા લાગે છે. એટલે મનને દબાવવાની, સમજાવવાની, ભૂલાવવાની કોઈપણ વ્યવસ્થા રસ પરિત્યાગ બની શકતી નથી. પરંતુ જો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી જાય તો જ રસત્યાગ થઈ શકે.

કેમકે જો ચેતનાનો સહયોગ હોય તો જ મન રસ લઈ શકે છે. કોઈ માણસને ફાંસી લાગવાની તૈયારી છે, પાંચ મિનિટની વાર છે, તે વખતે 144

તેને ખૂબ જ ભાવતા રસગુલ્લા લાવીને આપો તો પણ તેને સ્વાદ નહીં લાગે. કારણકે તેનો મન અને ચેતના વચ્ચેનો સંબંધ તૂટી રહ્યો છે.

રસત્યાગ મન અને ચેતના વચ્ચેનું ઐક્યપણું તૂટવાથી થશે. જે બાબતમાં ચેતનાનો સહયોગ હોય તેમાં જ મન રસ લઈ શકે છે.

મન અને ચેતના વચ્ચેનું ઐક્યપણું તોડવા માટે મન પ્રતિ સાક્ષીભાવ પેદા કરો. ભોજન લેવાઈ રહ્યું છે, સ્વાદ આવી રહ્યો છે, અંદરમાં આ આખી પ્રક્રિયા સાક્ષી બનીને જોતા રહો. જાણે કે સ્વાદ લેનાર અલગ છે ને તમે અલગ છો. જે કાંઈ અનુભવ મનને અને જીભને થઈ રહ્યા છે.

ભોજનની વાનગી કેવી પ્રીતિકર લાગી રહી છે, તે બધી ઘટનાઓ પાછળ ઊભા રહી તમે એ બધું સાક્ષી ભાવે, દૃષ્ટાભાવે જોતા રહો.

આવો સાક્ષીભાવ પ્રગાઢ બને તો અચાનક ખ્યાલ આવશે કે ઈંદ્રિયો એ જ છે. મન પણ એજ છે. એટલું જ સંવેદનશીલ સજાગ અને જીવંત.

પરંતુ જે રસનું આકર્ષણ હતું, ફરી ફરી એ રસ લેવાની ઈચ્છા થતી હતી તે આકાંક્ષા જ નથી રહી. એ રસપરિત્યાગ જ છે.

સ.164: રસપરિત્યાગ સાધવા શું કરવું?

જ.164: હું મન છું, એવું તાદાત્મ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી ચેતના સાથે સંબંધ રહે છે. પરંતુ એ સંબંધ તૂટી જતાં બધા રસ છિન્નભિન્ન થઈ જાય છે.

માણસ મન સાથે જોડાઈ જાય છે ત્યારે એને ક્રોધ આવે તો લાગે છે ‘હું ક્રોધી થઈ ગયો’; પણ જો રસ પરિત્યાગ સાધવો હોય તો જ્યારે ક્રોધ આવે ત્યારે કહેવું કે ‘મને ક્રોધ આવ્યો છે તે હું જોઈ રહ્યો છું’ આપણે ક્રોધને જોનાર છીએ. પેટમાં ભૂખ લાગી હોય ત્યારે આપણે ભૂખ્યા નથી, પરંતુ શરીરને ભૂખ લાગી છે તેના જાણનાર છીએ. એ વખતે જો ભૂખ સાથે તાદાત્મ્ય ન બંધાય અને સાક્ષી હોવાનો બોધ પ્રગટ થઈ જાય, તો એ રસત્યાગ બને છે.

તમે કહેશો કે, ‘જીભ કહે છે કે ભોજન સ્વાદિષ્ટ છે પણ હું સ્વાદથી અલગ છું રસ અનુભવ વચ્ચે હું સાક્ષી છું. એકવાર આ રીતે દૃષ્ટા સાથેનો સંબંધ બંધાઈ જાય તો મન સાથેનો સંબંધ શિથિલ થઈ જાય. ત્યારે આપણને L«ÉÉ±É +ɴɶÉà Hà ¥ÉyÉÉ ù»É ¶ÉÉÅlÉ oÉ> NÉ«ÉÉ. ù»Él«ÉÉNÉ oÉ> NÉ«ÉÉà. રસ ખોવાઈ જાય ત્યારે ઈંદ્રિયો આપોઆપ શાંત થઈ જાય છે, કાંઈપણ ફરીથી કરવાની મન માગણી કરતું નથી. આમ આપણે પોતે બહારના પદાર્થોને આપણી સાથે જોડાતાં અટકાવીએ, અને મનને એ પદાર્થો સાથે જોડાઈને રસ અનુભવ કરતી વખતે આપણે અલગ રહી શકીએ તો એ રસપરિત્યાગ છે.

145

રસત્યાગ કરવાનો આ એક જ રસ્તો છે. સાક્ષીભાવ, દૃષ્ટાભાવ. બહારથી વસ્તુઓ છોડવાથી છૂટી જશે પણ એમાં રસ છે તે કાયમ રહેશે. પરંતુ જો આપણે આપણી જાતને બહારના પદાર્થો જોડે જોડતાં અટકાવીએ અને મનને એ પદાર્થ સાથે જોડાઈને રસનો અનુભવ કરતી વખતે આપણે અલગ રહી તેના સાક્ષી બની જઈએ, દૃષ્ટા બની જઈએ તો મન અને ચેતના વચ્ચેનું ઐક્ય રહે નહીં ને તો જ ‘રસત્યાગ’ થઈ શકે.

હવે આ સમજ્યા પછી તમને નથી લાગતું કે વસ્તુઓ છોડવી કેટલી સહેલી છે ને ‘રસત્યાગ’ કરવો કેટલો અઘરો છે...જે કોઈક વિરલા જ કરી શકે...પણ પ્રયત્ન તો આપણે બધા જ કરી શકીએ ને? આયંબિલ, એકાસણા, બેસણા જેવા તપમાં જો રસત્યાગ ઘટિત થઈ જાય તો કેટલાય કર્મોની નિર્જરા થઈ જાય એવું નથી લાગતું? ધીરે ધીરે એ સમજાશે કે પહેલાં કરતાં બીજું તપ અઘરું, બીજા કરતાં ત્રીજું ને ત્રીજા કરતાં ચોથું ‘રસત્યાગ’ તપ અઘરૂં છે.

ધરમનો મારગ છે શૂરાનો... નહીં કાયરનું કામ જો ને, માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને..’

સ.165: કાયક્લેશ નામનો પાંચમો બાહ્યતપનો શબ્દાર્થ તથા ગૂઢાર્થ સમજાવો?

જ.165: કાય એટલે શરીર અને ક્લેશ એટલે કષ્ટ. શરીરને કષ્ટ આપવું એ તો એનો ફક્ત શબ્દાર્થ છે. ફક્ત શબ્દાર્થથી તપની સાધના થઈ જતી નથી. શું પોતાના શરીર પર કોરડા ફટકારનારનો ‘કાયક્લેશ’ નામનો તપ થઈ જશે? મહાવીરનાં સાધના સૂત્રોમાં સૌથી ખોટી રીતે સમજાયું હોય તો તે કાયક્લેશ છે. મહાવીર જેવી વ્યક્તિ કાયાને ક્લેશ આપવાનું કહે નહિ; કેમકે આપણી કાયા પણ આપણા માટે પરપદાર્થ જ છે. કાયા આપણી છે પણ આપણે કાયા નથી.

પોતાની કાયાને પણ કષ્ટ આપવું તે હિંસા છે.

કાયા તો ક્લેશ છે જ. શરીરે ક્યારેય સુખ આપ્યું નથી. આપણે માત્ર એવું માન્યું છે કે એ સુખ આપે છે. શરીર પોતાને જ એટલું કષ્ટ આપી રહ્યું છે કે એને આપણે વધારે શું કષ્ટ આપવાના હતા?

આપણે હંમેશાં બહિર્મુખીજ જીવીએ છીએ. એટલે કાયાના દુઃખની આપણને ખબર ન પડે. ધ્યાનમાં ઊંડા ઊતરવાથી આ ભ્રમ તૂટે છે.

ધ્યાનમાં જાગરણ સધાતા બધા દુઃખ પ્રગાઢ થઈને ભોંકાશે. ત્યારે સંપૂર્ણ સમતાભાવે એને સ્વીકારવાથી કાયક્લેશની સાધના થાય છે.

ભગવાન કહે છે તમે દુઃખ નથી વધારી શકતા, કે નથી ઘટાડી શકતા. જે છે એનો તમે ઈચ્છો તો સ્વીકાર કરો, ન ઈચ્છો તો અસ્વીકાર કરો. ત્રીજો 146

કોઈ વિકલ્પ તમારા હાથમાં નથી. સ્વીકારથી દુઃખ શૂન્ય થશે. અસ્વીકારથી દુઃખ વધશે. કાયક્લેશનો અર્થ છે પૂર્ણ સ્વીકૃતિ. જે છે તેની, જેવું છે તેવી સ્વીકૃતિ. કાયક્લેશ એટલે કાયાને કષ્ટ આપવું એમ નહિ, કાયામાં જે કાંઈ પણ કષ્ટ નો તમને અનુભવ થાય તેનો શાંતપણે સ્વીકાર કરવો. સમતાપૂર્વક સહન કરવું.

સ.166: કાયક્લેશ જરા ઊંડાણથી સમજાવો?

જ.166: મોટેભાગે એવું બની રહ્યું છે કે જેમ જેમ મહાવીરથી સમયનું અંતર વધતું જાય છે તેમ તેમ તેમના અનુયાયીમાં બાહ્ય અનુકરણ વધારે જોવા મળે છે. જે બધી ઉપરછલ્લી અને બહારની વાતો છે. જે વાતોમાં ઊંડાણ સુધી જવું જોઈએ તેમાં બહુ ઊંડાણ જણાતું નથી.

કાયક્લેશની સાધનાની શરૂઆત દુઃખના સ્વીકારથી થાય છે. અને દુઃખના વિસર્જનથી એ સાધના પૂર્ણ થાય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી દુઃખ તો રહેશે. પરંતુ એના સ્વીકારથી આપણા માટે એ દુઃખ રહેતું નથી.

આપણા શરીરમાં ક્ષણેક્ષણે કેટલું બધું પરિવર્તન થઈ રહ્યું છે. પૂરા શરીરના cells દરેક ક્ષણે નાશ પામી રહ્યા છે ને નવા ઉત્પન્ન થઈ રહ્યા છે.

(ઉપનેઈવા વિગમેઈવા). પરંતુ આપણને એનો કંઈજ અનુભવ નથી થતો કારણકે આપણું મન બાહ્ય છે. જન્મ્યા ત્યારથી આજ સુધી બહિર્મુખી બનીને જ જીવ્યા. બાહ્ય ભટકતું મન સ્થૂળ (બાહ્ય) હોય છે, તે અંદરનો અનુભવ કરી શકતું નથી. પરંતુ એ જ મનને શ્વાસોચ્છ્‌વાસ પર ટેકવી જો અંતરમનમાં ઉતરવામાં આવે તો એ મન સૂક્ષ્મ બને છે. સૂક્ષ્મ મન આંતરિક અનુભવ કરી શકે છે. અને જે વ્યક્તિઓએ પ્રેક્ટીકલી આ અનુભવ કર્યો છે તેઓ જાણે છે કે શરીરમાં કેવા કેવા દુઃખદ સંવેદનો અથવા તો સુખદ સંવેદનોનો અનુભવ થાય છે. તે સંવેદનાનો સ્વીકાર કરવાથી ને તેના પ્રત્યે લક્ષ્ય નહીં આપીને સમતામાં સ્થિર થવાથી...