Book Unicode and EPUB Converted by Parth Shah.

You can contact parthdjshah@gmail.com for further details.

       32

સ. 1 માનવભવ વિશિષ્ટ કેમ છે?

. 1 પુણ્ય અને ભોગસામગ્રીની અપેક્ષાએ દેવનો ભવ વિશિષ્ટ છે. પરંતુ માનવભવની વિશિષ્ટતાઓમાં તેનું મન આવે છે. દેવતાઓનું મન, શક્તિ અને ક્ષમતાની દ્રષ્ટિએ ઘણું હીન છે. જ્યારે માનવમન અગાધ શક્તિવાળું છે. 84 લાખ જીવાયોનીમાંથી અન્ય કોઈપણ ભવ એવો નથી જેમાં મન આટલું ઉંચેથી નીચે અને નીચેથી ઉંચે જઈ શકે. દેવ ગમે તેટલો પુરૂષાર્થ કરે તો પણ ભારેમાં ભારે અશુધ્ધિ તરફ તેનું મન જઈ શકે નહિ. અને ઉંચી શુધ્ધિ સુધી પણ તે ભવમાં તે જઈ શકે નહીં. દેવતાઈ ભવમાં મનના બે છેડા સુધી જવું શક્ય નથી. જ્યારે માનવમન ઉંચામાં ઉંચુ અને નીચામાં નીચું ભાવ પ્રયાણ કરી શકે છે. આજ માનવભવની મોનોપોલી છે. આ ભવમાં તમે તમારા મનનું, પુરૂષાર્થ દ્વારા આમૂલ પરિવર્તન કરી શકો છો. રૂપ - શરીરબળ વગેરે બધું જ દેવભવ કે

પશુભવમાં વધારે હોઈ શકે છે, પરંતુ શુધ્ધિ-અશુધ્ધિના ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ તો ફક્ત માનવ ભવમાં જ છે. જો આપણે મનના રહસ્યો સમજી શકીએ તો આ માનવભવને સફળ કરી શકીએ. મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછું આવી શકે છે.

અને જો રસ પડી જાય તો એક જ વસ્તુમાં એકાગ્રતા પણ લાવી શકે છે.

મનની શક્તિ અજબ-ગજબની છે. બીજી બાહ્ય ઈંદ્રિયોની શક્તિ મન આગળ અંશમાત્રપણ ન આવે. આ શક્તિનો પરિચય ન હોવાથી જ સાધના કરવામાં આપણે ઉત્સાહિત થઈ શકતા નથી ઉંચામાં ઉંચો શુધ્ધભાવ ને હલકામાં હલકો સંકલિષ્ટ ભાવ મનુષ્યના મનમાં શક્ય છે, અને એનો કંટ્રોલ પણ આપણા હાથમાં છે. આપણે કઈ બાજુ ગતિ કરવી છે તે આપણો નિર્ણય છે. મનની સાધના માત્રથી જ પરમાત્મા બની શકાય છે, અને તે માનવ ભવમાં જ શક્ય છે.

સ. 2 લોક વ્યવહારમાં જે મગજ કહેવાય છે તેજ આપણું મન છે ને?

. 2 ના... જૈન ફિલોસોફી પ્રમાણે જે અતિશય સૂક્ષ્મ રચનાવાળું જ્ઞાનતંતુઓનું સૂક્ષ્મ માળખું છે કે જેને લોક વ્યવહારમાં મગજ કહેવાય છે. તેને જૈન શાસ્ત્રીય ભાષામાં મનઃપર્યાપ્તિ કહે છે. અને તેનાથી પણ અતિશય સૂક્ષ્મ મનોવર્ગણાના પુદ્‌ગલોમાંથી બનેલું સાધન તે દ્રવ્યમન છે.

તત્ત્વજ્ઞાન વિષયક 350 સવાલ-જવાબ નો સંગ્રહ 33

સ. 3 શું એ દ્રવ્યમન જોઈ શકાય છે?

. 3 દ્રવ્યમન એ જડ અણુ પરમાણુની રચનામાંથી બનેલો ખાસ આકાર છે.

દ્રવ્યમનનો આકાર આપણા વિચારોને ભાવો મુજબ સતત બદલાયા કરે છે.

જેની પાસે મનઃપર્યવ જ્ઞાન છે તે જ્ઞાનીઓ, રૂપી (જોઈ શકાય તેવું) એવા આ મનને સ્પષ્ટ જોઈ શકે છે. આપણી આ સામાન્ય ઈન્દ્રિયોથી દ્રવ્યમન જોઈ શકાતું નથી, ભલે તે રૂપીદ્રવ્ય છે પણ અતિશય સૂક્ષ્મ હોવાથી આપણી ઇન્દ્રિયોથી અતીત છે. છતાં તે જડ પુદ્‌ગલ છે એટલે મનઃપર્યવજ્ઞાની તેનો સાક્ષાત્કાર કરી શકે છે. તમારા વિચારો-ભાવો મુજબ દ્રવ્યમનનો આકાર બદલાતો હોવાથી મનઃપર્યવજ્ઞાની તમારા વિચારોનું વાંચન કરી શકે છે.

પરંતુ અરૂપી એવા આત્માનું પ્રત્યક્ષ તો કેવળજ્ઞાની જ કરી શકે છે. આ દ્રવ્યમનની અસરોનો આપણે ચોવીસે કલાક અનુભવ કરી શકીએ છીેએ. પરંતુ દ્રવ્યમન તો સાધન છે જ્યારે ખરૂં મહત્વનું તે ભાવમન છે. જે આત્મા સાથે જોડાયેલું છે. આ ભાવમય ચૈતન્યમય છે, જ્યારે દ્રવ્યમન જડ છે.

સ. 4 ભાવમન શું છે?

. 4 ભાવમન, અંદરમાં રહેલ આત્માના ભાવો છે. દ્રવ્યમન અણુપરમાણુની સરંચના છે. ભાવમન એ દ્રવ્યમન દ્વારા આત્મામાં પેદા થયેલા ભાવો છે. જીવનમાં દરેક વસ્તુ સંબંધી સાચા ખોટાનો નિર્ણય તમારૂં ભાવમન જ કરે છે. ભાવમન ચોવીસે કલાક પુણ્યપાપનો બંધ કરાવે છે. ભાવમન સતત સક્રીય છે. અર્થાત તમારો આત્મા એક ક્ષણ પણ મનોભાવથી શૂન્ય હોતો નથી. પ્રતિક્ષણ તમારા આત્મામાં મનોભાવો જન્મે છે, અને વિલિન થાય છે. જો ભાવમનને ઓળખી શકીએ તો જીવનમાં જબરજસ્ત પરિવર્તન આપણે કરી શકીએ. જેને પણ આધ્યાત્મની સાધના કરવી છે, તેણે ભાવમન પર વિજય મેળવ્યા વગર ઉધ્ધાર નથી. દ્રવ્યમન એ વિચાર કરવાનું સાધન છે. આ સાધન દ્વારા અંતરઆત્મામાં પેદા થતાં ભાવોના સમૂહને ભાવમન કહેવાય છે. ભાવમન એ એકલા ખાલી વિચારો નથી. એ ખાલી વિચારાત્મક છે? ના, મનની સીમા વિશાળ છે. દુનિયાભરના ભાવો-પ્રતિભાવો મનમાં સંઘરાયેલા છે. મનોભાવથી શૂન્ય કોઈપણ આત્મા આ જગતમાં નથી. પ્રતિક્ષણ પેદા થતાં મનોભાવને ઉપયોગમન કહે છે. ભાવમનના મુખ્ય બે ભેદ છે. (1)

ઉપયોગમન (Concious Mind) (2) લબ્ધિમન (Subconcious Mind)

સ. 5 ઉપયોગમન અને લબ્ધિમન સમજાવો ?

34

. 5 મનનો સમગ્રતાથી વિચાર કરતાં ઉપયોગ મન તે નાનો ભાગ બની જાય છે. મનમાં ઉપયોગ મન એ સપાટીનો ભાગ છે. તમારા મનની સપાટીને જાણી લો તો તમારા આખા મનને જાણ્યું છે તેમ ન જ કહેવાય.

ઉપયોગ મન તે મનની સપાટી પર ઉપયોગરૂપે વર્તતાભાવો જ છે.

ઉપયોગ મન ધારાબધ્ધ રીતે વહી રહ્યું છે. મનની ચંચળતાને તરલતા ઉપયોગ મનને આભારી છે. ઉપયોગ મનનો ગતિશીલતાનો સ્વભાવ છે. જ્યારે પણ નિમિત્ત મળે છે, ત્યારે તે પ્રમાણે સપાટી પર ભાવો જાગે છે. ધંધા કે પૈસાના વિચાર આવે ત્યારે ધંધાના આંદોલનો ચાલુ થાય, પરંતુ નિમિત્ત મળતાં તરત બીજા વિચારોમાં પરોવાઈ જાઓ, તે ઉપયોગ મન છે. આ ઉપયોગ મનને જ સમગ્ર મન માની લો તો મૂર્ખાઈ છે. જ્યારે લબ્ધિમન ઉંડું છે. તેમાં આ વિચારોથી થોડુંક પરિવર્તન આવે છે. જેમ કે કોમ્પ્યુટર કે ટી.વી. વગેરે ઓન કરો ત્યારે સ્ક્રીન પર તો તેટલું જ આવે છે. જેટલી એની સ્ક્રીન છે. પરંતુ ટી.વી. કોમ્પ્યુટર બંધ હોય ત્યારે પણ માહિતી સ્ટોરેજ તો હોય જ છે. આજે સ્ક્રીન છે તે ઉપયોગમન છે. ને જે માહિતી સ્ટોરેજ છે. તે લબ્ધિમન છે. મનને કુવાની ઉપમા આપી છે, ટાંકીની ઉપમા આપી નથી. જેમ કે એક ટાંકીમાં દસ ફૂટ પાણી છે તે ઉલેચો એટલે ટાંકી ખાલી થઈ જશે. તેમજ તેજ સાઈઝના એક કુવામાં પણ 10 ફૂટ પાણી છે. પરંતુ જેમ કુવામાંથી પાણી કાઢતા જાઓ તેમ નીકોમાંથી પાણી આવતું જાય જ્યારે આખા એરીયાનું તળનું પાણી ઓછું થશે ત્યારે જ કુવામાં પાણીનો સ્ટોક ઓછો થશે. તેમ આપણા મનની સપાટી પરના ઉપયોગ મનના ભાવો છે જે દેખાય છે, તેના કરતાં અનેક ભાવો અંદર લબ્ધિમનમાં સંગ્રહિત છે. જેમ કે કોઈએ ગાળ આપી તો ક્રોધના વિચાર આવ્યા, હવે સપાટી પર જે ક્રોધ દેખાય છે (ઉપયોગમન પર) તેટલો જ ક્રોધ છે કે પછી અંદર ઘણો ક્રોધ ધરબાયેલો છે? આપણા મનની જે ઉંડાઈ દેખાય છે તેટલી જ છે કે

કુવાની જેમ અગાધ છે? આવું નિમિત્ત મળ્યું માટે આવા ભાવ આવ્યા તેવું નથી, હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે. પેલાએ આમ કર્યું માટે મને આમ થયું તેવું નથી. બહારના નિમિત્તો ભાવ પેદા કરતાં નથી. પરંતુ બહારના નિમિત્તોથી અંદર મેલ હતો તે સપાટી પર આવ્યો છે. જો તમારી પાસે તે ભાવનો સ્ટોક જ નથી તો ગમે તેવું નિમિત્ત મળશે તોય તે ભાવ બહાર આવશે જ નહિ. જે ખતમ થઈ ગયું છે તે ક્યાંથી આવશે? ને જ્યાં સુધી આવશે ત્યાં સુધી સ્ટોક તમારી પાસે જ 35

છે. માટે ઉપયોગ મન અને લબ્ધિમનને જાણ્યા પછી આ માન્યતાને ધરમૂળથી બદલવાની છે કે ફલાણા નિમિત્ત મળ્યા ફલાણા સંયોગ આવ્યા માટે મને ક્રોધ આવ્યો, માટે મને માયા થઈ એમ નહિ, ક્રોધ, લોભ, માન, માયા મારામાં ભરેલા જ પડ્યાં હતા તે જ બહાર આવ્યા છે.

મારા લબ્ધિમનમાં પડેલ કષાયની ગાંઠને ફૂટીને બહાર આવવાનો ટાઈમ થઈ ગયો હતો માટે જ બહારના સંજોગો એને અનુકૂળ આવી મળ્યા છે. આ માન્યતા બદલાય તો જ મનમાં પરિવર્તન આવે. તમારા લબ્ધિમનમાં રહેલ વિષય-કષાય અત્યારે ઉપરથી શાંત છે પરંતુ અંદરથી શાંત નથી માટે તેનાથી કર્મબંધ ચાલુ જ છે. વિચારોમાં ઉપયોગ મનમાં ક્રોધ આવે તો કર્મ બંધાય પણ પ્રકૃતિમાં (લબ્ધિમન) ક્રોધ હોય તો પણ ચોવીસ કલાક કર્મનો બંધ ચાલુ છે. તમે આખી દુનિયાથી અળગા થઈ શકો છો પરંતુ મનથી અળગા નથી થઈ શકતા. મનોભાવ પ્રમાણે સુખ-દુઃખ, કર્મબંધ છે. મનનો તાગ મેળવ્યા વગર સાધનામાં સફળતા મળતી નથી.

સ. 6 મનને સમજવું શા માટે જરૂરી છે?

. 6 મનનું અસ્તિત્વ આત્મા સાથે સંકળાયેલું છે. મનની પ્રત્યેક પ્રવૃત્તિની આપણા આત્મા પર અસર છે.અધ્યાત્મની સાધનામાં મનની સાધનાનું રહસ્ય છે તે પણ સમજવું મહત્વનું છે. જે મનને નથી જીતતા તેમનું જીવન નકામું છે. મોક્ષ પામવા માટે દરેકે પોતાના મનનો તાગ પામવો જ પડશે. મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે. ફક્ત કાયા, વાણી કે ઈન્દ્રિયોને લીધે કર્મનો બંધ નથી થતો, પણ બધી જ પ્રવૃત્તિમાં મન ભળે તોજ કર્મનો બંધ કે કર્મની નિર્જરા થાય છે. આથી જ મનનું મહત્વ અતિશય છે. કષાય વિકારોથી વાસિત મન એ સંસાર, અને તેનાથી મુક્ત મન એ મોક્ષ.

સ. 7 કર્મબંધ માટે તો ઈન્દ્રિય જ વધારે જવાબદાર છે ને?

. 7 ના... આંખ ટીકી ટીકીને વિકારી દૃશ્યો જુએ તો તેમાં મુખ્ય ગુનેગાર તમારી આંખ નથી પણ તમારૂં ભાવમન છે. કારણ કે વિકારોનો જન્મ તમારા મનમાં છે. આંખો તો તેની વાહક છે. એક ડૉક્ટરને ખાવાપીવાની ખૂબ આશક્તિ હતી. તેમને થયું ‘‘દાંત છે એટલે જાતજાતની વસ્તુ ચાવીને તેના ટેસ લેવાના નખરા સૂઝે છે. જો દાંત ન હોય તો નરમ ખોરાક, વગર સ્વાદ લીધે પેટમાં ઉતરી જાય ને આશક્તિ તૂટી જાય.

એટલે એમણે આખી બત્રીસી કઢાવી નાખી. થોડા વખત પછી ખ્યાલ 36

આવ્યો કે મેં જલદ ઉપાય કર્યો તો પણ હું નિષ્ફળ ગયો.’’ જરા સમજો...

આંખ ફોડી નાખવાથી કાંઈ રૂપ જોવાની આકાંક્ષા મટી નથી જવાની.

જીભને ઇંજેક્શન આપીને સંવેદનહીન બનાવી દેવાથી કાંઈ સ્વાદ માણવાની ઈચ્છા મરી નથી જવાની. કારણ કે સ્વાદનો સીધો સંબંધ મન સાથે છે. જો મન સાથેનો સંબંધ તૂટે તો સ્વાદ છૂટે. જે માણસને ફાંસીએ લટકાવવા પાંચ મીનીટની વાર છે, તે વખતે તેને ખૂબ જ ભાવતા રસગુલ્લાં લાવીને આપો તો પણ તેને સ્વાદ નહી લાગે. કારણ કે તેનો મન સાથેનો સંબંધ તૂટી રહ્યો છે. આમ દરેક પ્રવૃત્તિમાં જો મનોભાવ ન ભળે તો કોઈપણ ઈન્દ્રિય કર્મબંધ માટે જવાબદાર નથી.

સ. 8 શું આપણે જેનો વિચાર કરીએ તેમાંજ મન પરોવાયેલું રહે છે તે જ ખરૂં મન છે?

. 8 ના.. આ તો આપણા મનની અધૂરી ઓળખાણ છે. મનની સપાટી પરના નાના-મોટા આવેગો જે વ્યક્ત રીતે વિચાર રૂપે સ્પષ્ટ અનુભવાય છે તે તો ઉપયોગ મન (Concious Mind) છે. જેમ કોમ્પ્યુટરના પડદા પર જેટલું દેખાય તેના કરતાં અંદર ઘણું સ્ટોરેજ છે. તેમ લબ્ધિ મનમાં પણ દુનિયાભરના ભાવો-પ્રતિભાવો સ્ટોરેજ છે. જેમ કે ધારો કે

અમેરિકામાં ઘણા ફરવા લાયક સ્થળો છે. મોજમજાની સામગ્રી છે.’’

આ બધાના. આપણે અત્યારે વિચાર પણ નથી કરતાં છતાં પણ તેના પ્રત્યેના કોઈક ભાવો કાંતો રાગ, કાંતો દ્વેષ, કાંતો ઉપેક્ષા ભાવ મનમાં પડ્યો જ છે. તે લબ્ધિમનમાં છે જ. ઉપયોગ મનમાં ચોવીસે કલાક ચેતના પ્રવર્તમાન છે, જ્યારે લબ્ધિમનમાં પ્રવર્તમાન નથી. દુનિયામાં ઘણી વસ્તુઓ છે, તેના પ્રત્યે રાગ, દ્વેષ, ઈર્ષ્યાનો પ્રતિભાવ અંદર ધરબાયેલો પડ્યો છે. દા.ત. રસ્તે જતાં સારૂં મકાન, બંગલો, સારો ડ્રેસ, ફર્નીચર વગેરે જુઓ તો શું થાય? ભલે બંગલામાં કોઈ પેસવા દેવાનું નથી છતાં પણ રાગ ઉભો થાયને? એનો તમે લબ્ધિમનમાં (Subconcious Mind) સંગ્રહ કર્યો, જુના અંદર નાખેલા ઉભરાઈને બહાર આવે છે ને નવા અંદર સંગ્રહ કરતા જાઓ છો. ઉપયોગ મન કરતાં કરોડ ગણું વિશાળ લબ્ધિમન છે. મનનું ગોડાઉન લબ્ધિમન છે. ‘‘સ્વાર્થી ભાઈ ભીટકાઈ ગયો છે તો ગુસ્સો તો આવે જ ને? આવા દૃશ્યો જોયા માટે વિકાર થયો.’’ આ બધી મિથ્યા વાત છે. આવું નિમિત્ત મળ્યું માટે આવા ભાવ થયા તેવું નથી, હકીકતમાં અંદર હતું તે બહાર આવ્યું છે. બહારના નિમિત્તો ભાવ પેદા કરતા નથી, પરંતુ 37

બહારના નિમિત્તોથી અંદરમાં જે મેલ હતો તે સપાટી પર આવ્યો છે.

જો લોભ ન હોય તો પૈસા મળે તો આનંદ થાય? પૈસાના વિચાર માત્રથી કર્મબંધ નથી થતો, પણ મનમાં રહેલી પૈસાની આસક્તિથી વગર વિચારે પણ ચોક્કસ કર્મબંધ થાય છે.

સ. 9 લબ્ધિમનમાં એવી શું માન્યતાઓ છે? તે તેનાથી શું થાય છે? તે ઉદાહરણ સાથે સમજાવો?

. 9 ધારો કે એક વ્યક્તિ બહુ સરળ સ્વભાવની છે, પણ મનમાં માનતી હોય કે ‘‘અવસરે થોડી લુચ્ચાઈ તો કરવી જ જોઈએ, અને જો કાયમ સરળ રહેવા જઈએ તો આપણને બધા ઠગી જાય’’ આવું મનમાં ઊંડે ઊંડે પણ પડ્યું હોય તો તે માણસના મનમાં લુચ્ચાઈ માટેનું સમર્થન છે.

એની માન્યતામાં તેને એકાંતે દોષ માનતો નથી. પરંતુ લુચ્ચાઈને કર્તવ્ય માને છે. આને લીધે તેને સતત લુચ્ચાઈની અનુમોદનાનું પાપ લાગ્યા જ કરે છે. તમારા લબ્ધિમનમાં માન્યતા શું છે? તેની સાથે સમકિતને સંબંધ છે. દા.ત. વિજ્ઞાનની શોધખોળ લોકોના ભલા માટે છે. વિજ્ઞાન માટે સારાપણાની માન્યતા, ધર્મ તો નવરા લોકોનું કામ ધર્મ માટે ખોટાપણાની માન્યતા, પૈસાથી અમોદ-પ્રમોદ પ્રાપ્ત થાય છે. માખી-

મચ્છર દ્વારા રોગ ફેલાતો હોય તો તેને મારી નાખવા તે માનવતાનું કાર્ય છે. દુનિયામાં બધા શાકાહારી થઈ જાય તો અનાજની કેટલી તંગી પડશે તમને પણ પુરૂ ખાવા નહિ મળે... આવું બોલનારા બધાની અહિંસા વિષે માન્યતા શું? આનંદ પ્રમોદ વિષેની માન્યતા શું? તેઓ આડકતરી રીતે હિંસાને સારી માને છે. જડ વસ્તુમાં આનંદ માને છે. આ બધી ખોટી માન્યતાઓની અનુમોદનાનું પાપ જે લબ્ધિમનમાં ઊંડે ઊંડે ભર્યું છે તે ચોવીસે કલાક ગાઢ પાપ બંધાવે છે. પછી ભલે તે વ્યક્તિ તે પાપ ક્રિયા કરતો હોય કે ન કરતો હોય આ માન્યતા તેને પાપ બંધાવે છે.

ભગવાને જેને સારૂં કહ્યું છે, તેને જ સારૂં માનવું તો જ માન્યતા શુધ્ધ થાય. જીનેશ્વરના વચનને અનુરૂપ માન્યતા તે સમકિત છે નહિ તો મિથ્યાત્વ છે. આપણી માન્યતા જીનેશ્વરના વચનો સાથે 100 ટકા ટેલી થવી જોઈએ. માન્યતા શુદ્ધિ એટલે જ મિથ્યાત્વનો નાશ.

સ.10 આપણી માન્યતા ને મિથ્યાત્વને શું સંબંધ છે?

.10 દરેક વ્યક્તિ પોતાની આગવી માન્યતા લઈને ફરતી હોય છે. આપણામાં એવી કેટકેટલી ખોટી માન્યતા ભરેલી છે જે વિતરાગ વાણી સાથે ભલે બહુ થોડા અંશે પણ વિરૂદ્ધ છે. તે આંશિક રૂપે પણ મિથ્યાત્વ છે. ધર્મના 38

ક્ષેત્રમાં પહેલા જ માન્યતાનું પરિવર્તન કરવાનું છે. ઘણા લોકો પાપ-

પુણ્ય-આત્મા-કર્મ-મોક્ષ વગેરે માને પરંતુ મોક્ષમાં અનંત સુખ છે અને સંસારનું સુખ આભાસિક છે તેવું અંદરથી માનતો ન હોય. જે મનની માન્યતા બદલી ન શકે તે ધર્મમાં ડૂબી શકે નહિ. સંસારમાં તમામ ઉગ્ર પાપ અને પાપના બંધ અશુદ્ધ માન્યતાને જ આભારી છે. ધારો કે તમે માંદા પડો ત્યારે કોઈ સાચવે નહિ તો લાગે કે બધા લુચ્ચા છે, સ્વાર્થી છે, અને બધા ખડા પગે ઉભા રહેતો લાગે કે બધા મારી ચિંતા કરવાવાળા છે, હું એકલો અટૂલો નથી. હવે વિચારજો... અંદરની માન્યતા શું?

લોકો પડ્યો બોલ ઝીલે ત્યારે પણ અનાથતા લાગે ખરી? અશરણ છું એમ લાગે? ભગવાને આપેલી એકત્વ-અશરણ ભાવના સાથે તમારી માન્યતા ટેલી થઈ? તમે સમકિતિ છો કે મિથ્યાત્વી તે જાણવા માટે તમારી માન્યતા શું છે તે જોવાનું છે તમે શું કરો છો તે જોવાનું નથી.

તમે માનવામાં 99 ટકા માનતા હોય તો પણ મિથ્યાત્વ છે. સમકિત એકેક અશુદ્ધ માન્યતાને શુદ્ધમાં પલટાવવાની તાકાત ધરાવે છે. જેમ કોઈને ‘બીડી ખરાબ છે’ આ વાત 24 કલાક લબ્ધિમનમાં પડી છે.

જ્યારે બીજાને બીડી પીવામાં કાંઈ ખરાબ વાત નથી, ગમે તો મોજ શું કામ ન કરીએ? એટલે બીડી પીવી તે સારી છે, એવી માન્યતા અંદર પડી છે. એટલે કે બીડી પીવાની અનુમોદના અંદર સતત પડી છે. તેથી એ બીડી પીવાની પ્રવૃત્તિ કરે કે ન કરે સતત એને પાપ લાગી રહ્યું છે.

બાળક કે નોકરને ટેડકાવ્યા પછી લાગે કે ‘એને તો ટેડકાવવા જેવો જ હતો’ તેથી આંશિક રૂપે પણ તમે ક્રોધને સારો માનો છો ને ત્યાં સુધી ક્રોધને અંદરથી બળ મળે છે. પરંતુ ક્રોધ ખરાબ છે, પીડા છે, એવું માનતા હોય (અંદરથી) અને કદાચ ક્યારેક ક્રોધ કરી પણ બેસો તો પણ તેને અંદરથી બળ નથી મળતું. જેટલી તમે માન્યતાને પલટી તેટલું મનનું સંશોધન થયું. આ રીતે તમામ સાચી માન્યતાનું ઘડતર કરી જગતનું વાસ્તવિક સ્વરૂપ સ્વીકારવું તેનું જ નામ સમકિતનો પાયો છે.

યાદ રાખો : તીર્થંકરો જીવમાત્રના ભાવમનરૂપ અધ્યવસાયના રહસ્યોને સમજાવવા જ ઉપદેશ આપે છે.

સ.11 અધ્યાત્મ એટલે શું?

જ.11 તમારી ચેતના ચેતન સ્વરૂપે આત્મામાં, આત્મા દ્વારા, આત્મા માટે, આત્માને જુએ, જાણે, અનુભવે એનું જ નામ અધ્યાત્મ. જ્યારે અધ્યાત્મ શૂન્યદશામાં તમારી ચેતના જડસ્વરૂપે, જડમાં, જડ દ્વારા, જડ માટે, 39

જડને જાણવા-અનુભવવા સક્રિય બને છે. તેનું જ નામ અધ્યાત્મ શૂન્યદશા છે. ટૂંકમાં ચેતનાનું કર્તૃત્વ જે બહાર પુદ્‌ગલમાં જડમાં છે તેને અંદર આત્મામાં લઈ જવું તે અધ્યાત્મ છે. આત્માને ઉપયોગી જ વિચારવું, બોલવું અને વર્તન કરવું તે જ ધર્મ છે. તેનાથી ઉલટું તે અધર્મ છે. અધ્યાત્મની સાધના દ્વારા આ લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે. તેમાં ઘર કરી ગયેલી માન્યતાનું સમજીને, ઓળખીને, વિચારીને, પરિવર્તન કરવાનું છે. તો જ અધ્યાત્મની દિશામાં એક પગલું ભરાશે.

સ.12 ‘‘એક પણ માન્યતા ઉંધી ગોઠવાય તો તે આત્મા પર ભયંકર દોષ છે.’’ સમજાવો?

.12 અનંતકાળમાં જીવ પાંગળો પામર થઈને 99 ટકા એકેન્દ્રિયમાં જ ફર્યો છે. નિગોદનો ભવ હોય કે ઝાડપાન હોય કે કીડી-મંકોડાનો ભવ. આ બધાનો આંખ-કાન-મન નથી. સૃષ્ટિમાં બહુ ઓછા જીવોને જ આશક્તિ મળે છે. તેનું મુખ્ય કારણ પુણ્ય છે. પુણ્યથી જે શક્તિ મળી છે, તેનો જો સદુપયોગ ન કરો તો કુદરત તે શક્તિ ઝૂંટવી લે છે, કુદરતનો આ સનાતન કાયદો છે. એક પણ માન્યતા આપણા ભાવમનમાં ઉંધી ગોઠવાય તો તે પાપનો બંધ કરાવે છે. જેમકે તમે પ્રભુભક્તિ કરી, ત્યારે પણ તમારામાં ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ જેટલી ઉંધી માન્યતાઓ છે તે તમને પાપનો બંધ કરાવે છે. દા.ત. ‘‘ગાજર તો શરીર માટે, આંખ માટે બહુ સારૂં માટે ખાવા જોઈએ. આરોગ્ય સારૂં હશે તો ધર્મ આરાધના થશે.’’ હવે આ ઉંધી માન્યતા પડી છે તેથી તમને ચોવીસે કલાક, ગાજરનો રસ પીઓ કે ન પીઓ પણ દુનિયામાં આ જીવોની જે હિંસા થાય છે, તેમાં તમારી અનુમોદના ચાલુ છે માટે પાપબંધ ચાલુ છે. આ જગતમાં અનેક પ્રકારની હિંસા ચાલુ છે. જે હિંસાને તમે વ્યાજબી માનો છો તેમાં તમારી રૂચિ છે એટલે પાપ બંધાય, ને જે હિંસાને તમે ગેરવ્યાજબી માનો છો, તેમાં તમારી અરૂચિ છે એટલે પુણ્ય બંધાય.

તમે કહેશો કે અમે વળી હિંસાને સારી માનતા હોઈશું?... હા તમે તમારી માન્યતાને પકડી નથી શકતા. જુઓ તમે બંગલો બાંધો તેને ખરાબ કહેશો? એકને બદલે બે ગાડી આવે કે બે દુકાન થાય તો ખુશ ને? તેથી તમારા મનમાં આવી હિંસા સારી તેવી માન્યતા વણાઈ ગઈ છે. બધી હિંસાને ખરાબ માનનારો કોઈ વિરલો જ નીકળશે. તેવા માણસને તો ચાર બંગલા આવે તોય હરખાય નહિ, અંદરથી તટસ્થ 40

હોય બંગલા-ગાડીથી થતી હિંસાનું અંદર પારાવર દુઃખ હોય તે ગમે તેવા બંગલામાં રહે પણ તેને હિંસા નિમિત્તે પાપનો બંધ ન હોય.

કારણ કે હિંસા માત્ર પ્રત્યે એની સંપૂર્ણ અરૂચિ એની માન્યતામાં વણાઈ ગઈ છે. જ્યારે આપણને ગાડી-બંગલો મળે કે ન મળે પાપનો બંધ ચાલુ છે. જો તટસ્થપણે તમે તમારા જીવનમાં આવું અવલોકન કરશો તો ઘણી ખોટી માન્યતાઓ મળી આવશે. જેમકે ગૃહસ્થજીવનમાં પૈસા વગર ન ચાલે એટલે પૈસા મેળવવા જેવા અનાજ વગર ન ચાલે એટલે ખેતી કરવા જેવી, પૈસા વેપાર વ્યવસાય વગર ન મળે એટલે વેપાર કરવા જેવો... જેમાં જેમાં હિંસા, જૂઠ વગેરે સમાયેલું છે તે ભલે આવશ્યક હોય, તો પણ ખરાબ જ છે, જીનાજ્ઞા વિરૂદ્ધ છે. તે સ્વીકારવું જ પડે, નહિ તો તમે જેને સારૂં માનો છો તે દુનિયાના કોઈ પણ ખૂણે થતું હોય તેનો પાપનો બંધ તમને થયા જ કરે છે. ઉંધી માન્યતા તે જ મિથ્યાત્વ જન્મોજન્મથી ગાઢ થઈને પડેલી મિથ્યાત્વની ગાંઠને તોડવાનો જ પુરૂષાર્થ કરવાનો છે.

સ.13 અભવિ મોક્ષે કેમ ન જાય?

.13 અભવિનો જીવ, પોતાની બધી માન્યતાને ભગવાનની આજ્ઞા પ્રમાણે મેચ કરી શકતો જ નથી. તે પોતાના મનમાં બીજી બધી શુદ્ધિ કરે છે, પણ ગરબડ ક્યાં? કદાચ 25-50 ટકા તેની માન્યતા ટેલી થાય પણ 100 ટકા તો ટેલી થતી જ નથી. અને આજ એનો મોટો ડ્રોબેક છે.

મથામણ કરીને થાકી જાય પણ મનને કબૂલ કરાવી શકે તેમ નથી કે

વિષય-કષાય દુઃખરૂપ છે, અને આત્મામાં અનુપમ સુખ છે. બસ આજ મિથ્યાત્વરૂપી ગાંઠ તે તોડી શકતો નથી. ને તેને કારણે અભવિનો જીવ રખડે છે. તે શ્રદ્ધાથી જીનવચનને માની લે છે પણ તેનું મન અનુભવથી કબુલ કરતું નથી. માટે જ વિચારજો સાધનામાં માન્યતાનું કેટલું મહત્ત્વ છે તેના કારણે જ તેનો પુરૂષાર્થ નકામો જાય છે. તેના ઉપદેશથી બીજા લોકો તરી જાય છે, પણ પોતે મોક્ષ પામી શકતો નથી. ભવિ આત્મા પણ માન્યતાનીુશુદ્ધિ ન કરે તો તેનો પુરૂષાર્થ એળે છે. ઘણા જીવ ધ્યાન કરે છે, ભાવના, ચિંતન, મનન પણ કરે છે પણ મુશ્કેલી એ છે કે

મનમાં ગોટાળારૂપે માન્યતા ખોટી પડેલી છે. આ જ મિથ્યાત્વ છે, માટે લાખો પ્રયત્ન પણ નિષ્ફળ જવાના. આ એક ગભરાઈ જવાય એવું ભારેખમ નિદાન છે. પણ સત્ય છે. મિથ્યાત્વ તોડ્યા વગર અને સમકિત પામ્યા વગર આત્મા ગમે તેટલો ચારિત્રથી ભાવિત થાય કે ગમે તેટલું 41

જ્ઞાન મેળવે, પણ તે જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને ચારિત્ર પણ દ્રવ્ય ચારિત્ર છે. માટે માન્યતાનો મહિમા સમજો.

સ.14 માન્યતા પરિવર્તન કેવી રીતે?

.14 મનમાં ચાર પ્રકારની શક્તિ રહેલી છે. (1) સંવેદન શક્તિ તેથી અનુભવ કરી શકાય (2) વિચાર શક્તિ (3) સમજણ શક્તિ (4) પરિવર્તન શક્તિ. વિચાર, સમજણ અને પુરૂષાર્થ દ્વારા માન્યતા બદલી શકાય છે.

બંગલામાં સિક્યોરિટી હોય, બેંકમાં મોટું બેલેન્સ ગોઠવેલું હોય ત્યારે આપણને તો આપણી બધી સલામતી લાગે ને? આપણી માન્યતા શું છે તે પકડજો. ત્યારે પણ આપણે અસલામત છીએ, અનાથ છીએ એવું લાગે છે? રિધ્ધિ, સિધ્ધિ, વૈભવમાં સલામતીની માન્યતા છે. જ્યાં જ્યાં ખોટી ભાવના ઘર કરીને બેઠી છે, તેનું બાર ભાવનાથી પરિવર્તન કરવાનું છે. દા.ત. એકત્વભાવના છે, ‘‘હું એકલો છું, મારૂં કોઈ નથી, હું કોઈનો નથી, જેમ મને કોઈના પર સાચો રાગ નથી તેમ મારા પર કોઈને સાચો રાગ નથી. જ્યાં સ્વાર્થ સર્યો કે અપેક્ષા પૂરી ન થઈ ત્યાં તે જ વ્યક્તિ કે વસ્તુ પર દ્વેષ આવી જાય છે. ગમે તેવા નિકટના સંબંધીનો ભવ પૂરો થયા પછી શું? ધારો કે આપણને ખબર પડે કે તે વાઘ-

સિંહ-સાપ કે ભૂંડ થયો છે પછી ઘરમાં રાખીએ ખરા? ત્યારે વહાલ થાય? રાગ થાય? માટે આ બધા સંસારના રાગ સાચા રાગ નથી.’’

આ રીતે બારે બાર ભાવનામાં માન્યતાનું ઘડતર કરી જગતનું વાસ્તવિક સ્વરૂપ સ્વીકારવું પડે. જેમકે નયસારનો જીવ મહાત્માના પરિચયમાં આવી, દેશના સાંભળી અને એમનામાં પરિવર્તન આવ્યું એટલે શું થયું?

અત્યાર સુધી તેઓ જે તત્ત્વને માનતા હતા તેને ખોટું માનીને છોડ્યું, નવું સાચું તત્ત્વ માન્યતારૂપે અપનાવ્યું. તેથી જ તે સમકિત પામ્યા માન્યતાને તેમણે મૂળમાંથી પલટી નાખી. માન્યતા બદલવા દરરોજ વિચાર કરવો પડે કે ભગવાને શેને સાચું કહ્યું છે, શેને ખોટું કહ્યું છે.

આપણને તે સાચું-સારૂં કેમ નથી લાગતું? આ રીતે અવલોકન દ્વારા ખ્યાલ આવે પછી જ તેની શુદ્ધિ કરવાની પ્રક્રિયા થાય છે જેમ અંદર મંથન કરતા જાઓ તેમ માન્યતા બદલાય જ. દૃઢ થયેલી માન્યતાઓ અંદર લબ્ધિમનમાં ગ્રંથિરૂપે ગોઠવાયેલી છે. માટે તેમાં સામાન્ય પુરૂષાર્થથી નોંધપાત્ર પરિવર્તન લાવી શકાતું નથી. જન્મથી મૃત્યુ સુધી માંડ બે-પાંચ ટકા પરિવર્તન આવતું હશે. જેમ કોમ્પ્યુટરમાં એક નાની ચીપ્સ ગોઠવતો વોલ્યુમો ભરાય તેટલો ડેટા ઉભો થાય ને? તેમ તમારા 42

મનમાં એક ઉંધી માન્યતા પણ હજારો પાપનું મૂળ છે. તેનાથી કર્મના ગંજનાગંજ બંધાયા જ કરે.

સ.15 માન્યતા બદલતાની સાથે વર્તન બદલાઈ જશે?

.15 વર્તનમાં પહેલે જ દિવસે આવી જશે તેવું નથી. જેની માન્યતા સાચી છે, તેને વહેલું મોડું પણ વર્તનમાં આવશે ખરૂં. જેમ કોઈ વ્યક્તિ હૃદયપૂર્વક કોઈ કષાયને ખરાબ માને અને તરત જ તે કષાય તૂટી જાય તેવું નથી. જીવનમાં જેવો પુરૂષાર્થ હોય તેવી પ્રવૃત્તિ થાય છે. પુરૂષાર્થના પ્રેરકબળ તમારા મનના ભાવો છે. તેમાં પણ પ્રબળ પ્રેરક બળ માન્યતા છે. જેને સારૂં માનો તેને કરવા અંદરથી પ્રેરણા મળે. જેને સારૂં ન માનો તે કરવાની મન પ્રેરણા આપશે નહિ. હા માન્યતા જેન્યુઈન હોવી જોઈએ.

ખાલી બોલવા ખાતર બોલો તેનો મીનીંગ નથી. પરંતુ ‘‘હું હૃદયપૂર્વક માનું છું, અથવા નથી માનતો’’ જે સારૂં માનશો તેના તરફ મનનું વલણ થશે. માન્યતા પલટાય તો વૃત્તિ બદલાય છે. સાચો પુરૂષાર્થ કરવાની દિશા ઉઘડે છે. તપ-ત્યાગ-સંયમ કરો પણ માન્યતા શું? ‘‘સુખ તો ભોગમાં જ છે, ત્યાગમાં નથી’’ આવી માન્યતાવાળા ઉપવાસ કરી લે પણ આનંદ ક્યાં? પારણામાં જ ને? ધર્મ વિષયક માન્યતા પરિવર્તન માટે આપણા આત્માએ આજ સુધી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન જ નથી કર્યો ને કદાચ પ્રયત્ન કર્યો તો અનુભવ સાથે વિરોધ પડ્યો. દા.ત. ક્ષમા, સમતા, નમ્રતા કેવળતા મનમાં શું થાય? આપણે દબાવાનું આવશે. આપણો રૂઆબ પાવર નહિ રહે, ઉદાર બનવાનું આવે ત્યારે લાગે ધન ગુમાવવું પડશે. માટે અંદરમાં સંઘર્ષ છે. તમે તેને સારૂં કહો પણ અનુભવ શું કહે? કે ક્ષમામાં કષ્ટ-પીડા ઘણી છે માટે તેમાં દુઃખ છે, તેવી માન્યતા છે, સુખ છે તેવી માન્યતા નથી. ગુણોમાં સુખનો અનુભવ માનવા તૈયાર નથી. અનુભવ બદલાશે તો માન્યતા બદલાશે. ખોટી માન્યતા બદલાશે એટલે એને અંદરથી બળ મળવાનું બંધ થશે...! બળ નહિ મળે એટલે ધીરે ધીરે નિર્બળ થતાં તે માન્યતામાં પરિવર્તન આવશે તેથી પરિણતિ શુદ્ધિ થશે ને વર્તન બદલાઈ જશે.

સ.16 આપણા બધાના મનનો પ્રિય વિષય કષાય છે કેવી રીતે? સમજાવો?

.16 અનંત કાળથી આપણું મન માને છે કે વિષય-કષાયમાં જ મજા છે.

કષાયો જ સુખના સાધન છે. આ દૃઢ થયેલી માન્યતા છે માટે ચોવીસે કલાક મન કષાય કરવા સક્રિય છે. દિવસ ઉગે ત્યારથી મન કષાય માટેનું 43

નિમિત્ત શોધતું હોય છે. કોઈ પણ નવી વસ્તુ સામે આવે તો આસક્તિ થાય, કોઈ અણગમતી વાત કે વર્તન કરે તો ક્રોધ આવે. અરે તમને કોઈ ન વતાવતું હોય તો પણ કંઈ ને કંઈ મનમાં નવી-જૂની વાત યાદ કરીને રાગ-દ્વેષના વિચારો કર્યા કરો. આમ આપણા બધાનો મનનો પ્રિય વિષય કષાય છે તમે જન્મ્યા ત્યારથી જીવનની એક ક્ષણ સમતા માણી નથી. જો એક ક્ષણ માટે પણ સમતાનો અનુભવ થઈ જાય તો જીવ પછી કોઈ પણ પદાર્થ સુખને ઝંખે નહિ કામ-ક્રોધ-લોભ-માયા-

કપટ-ઈર્ષ્યા-વિષયાસક્તિ-અહંકાર વગેરે બધા કષાયો જ છે. દાન આપતા અહંકાર થાય ત્યારે વિચારો કે ‘‘હું મારી પાસે રાખું છું વધારે કે આપું છું વધારે?’’ વસ્તુપાલ-તેજપાલનું દાન જાણો છો? એમની મૂડી પાંચ લાખની હતી અને દાન અબજોમાં હતું. આપણને વાસ્તવિક દર્શન નથી માટે જ જીવ ભટકે છે. જે પોતાના વખાણ કરે ને પોતાની જાતને બહુ શ્રેષ્ઠ માને તેણે પોતાની જાતને પૂછવાનું કે ‘‘હે જીવ!

આત્મપ્રશંસા કરીને તારે શું મેળવવું છે? જો તું અધૂરો છે તો આત્મપ્રશંસા કરીને શેની બડાઈ મારે છે? અને પૂર્ણ છે તો વખાણ કરી નવું શું મેળવવું છે?’’ આ તર્ક ગળે ઉતરી જાય તો જીવ બડાઈ મારતા અટકે. શું ત્રણે કાળમાં ને ત્રણે લોકમાં કોઈ દાવા સાથે કહી શકશે કે મેં ક્રોધ કર્યો ને મને ઠંડક થઈ? જીવ આવેશમાં કષાય કરે છે પણ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે કપાળ કૂટે છે. ધારો કે નહિ ભાવતું શાક ભાણામાં આવ્યું ત્યારે વિચારો કે જો આ શાક ખાઈ જઈશ તો મારા શરીરને કે મનને દુઃખ પહોંચશે પણ જો ક્રોધ કરીશ તો તેનાથી અનંતગણું દુઃખ મારા આત્માને પહોંચશે તો મારે શું કરવું?

કષાય એક મનની ભૂખ છે. અનંત જન્મોથી જીવ કષાયનો રસ કેળવીને આવ્યો છે, માટે તેની ભૂખ છે. પરંતુ હકીકતમાં આ આત્મપીડન છે.

કષાયો ભરપૂર અજ્ઞાનતાના પૂર્વકની બેવકૂફીનું ફળ છે. તેનું પ્રત્યક્ષ અને પરોક્ષ ફળ દુઃખ છે. તેનું સ્વરૂપ પણ દુઃખ તેનું કારણ પણ દુઃખ જેને આ બધી વાતો ગળે ઉતરી જાય ભલે પછી તે કષાય છોડી ન શકે

પણ તેને તે અનર્થકારી સંતાપ આપનારા છે, આ મુર્ખાઈ છે તેવી માન્યતા તો આવી જ જાય.

સ.17 ધર્મના ક્ષેત્રમાં પહેલા માન્યતાનું પરિવર્તન માંગતો હોય એવી એક-બે રોજની ક્રિયાઓ જણાવો?

.17 આપણું સામાયિક જ જુઓ, તેમાં કરેમિભંતે ઉચ્ચરો ત્યારે જ સામાયિક 44

લીધુ કહેવાય. તેના પહેલા મુહપત્તિ પડી લેવાની આવે એમાં પહેલો બોલ શું મુક્યો? ‘‘સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્‌હું’’ એટલે કે પહેલા જ એ શરત કરાવી કે ‘‘જિનેશ્વર દેવોએ શાસ્ત્રરૂપે જે જિનવચનો કહ્યા છે, તેના સૂત્ર-અર્થની તત્ત્વરૂપે હું શ્રદ્ધા કરૂં છું’’ આજ થયું માન્યતાનું પરિવર્તન જિનેશ્વરે કહેલું તત્ત્વ જે જગતનું સાચું તત્ત્વ છે, બાકી બધું નકામું છે આ માન્યતાને ગંભીરપણે બદલો પછી જ સામાયિક ઉચ્ચરવાનો અધિકાર મળે છે. આપણે આટલા સામાયિક કર્યા, કદી મુહપત્તિના બોલને ગંભીરતાથી લીધો? કદી ચેક કરો છો કે મારામાં જિનાજ્ઞા વિરૂદ્ધ કેટલી માન્યતા છે? મારે કોને બદલવાની છે? જૈન શાસનની બધી ક્રિયામાં પહેલા શ્રદ્ધા-કબુલાત મુકી છે. જેમકે તમે દર્શન-પૂજા કરવા જાઓ ત્યારે પહેલા કોને તિલક કરો છો? પહેલા તમારા કપાળે તિલક પછી ભગવાનને. જે ભગવાનની આજ્ઞાને હૃદયથી માને તેને જ દર્શન-પૂજાનો અધિકાર મળે છે. ભગવાનની આજ્ઞા ભલે કદાચ આચરણરૂપે પ્રાપ્ત ન થઈ હોય, તો પણ માન્યતારૂપે તો મારામાં છે જ, એની ખાત્રી માટે જ ચાંદલો કરૂં છું. દેરાસરમાં પ્રવેશતા જે નિસિહી નિસિહી’’ બોલીએ છીએ તેનો અર્થ એટલો જ કરીએ છીએ ને કે ‘‘અંદર સંસારનો કોઈ જ વિચાર નહિ કરૂં.’’ આટલું પૂરતું નથી.

તમારો અનુભવ શું કહે છે? ભલે નિસિહી બોલીએ પણ અંદર સંસારનો વિચાર આવી જ જાય છે. કેમ? કેમકે ‘‘સંસાર છોડવા જેવો જ છે’’ એ ભાવ લબ્ધિમનમાં માન્યતારૂપે પડ્યો નથી. ભલે કર્મના ઉદયને કારણે સંસારનું વેદન ચાલુ હોય, પણ માન્યતામાં અત્યંત ભાવરૂપે ‘‘સંસાર છોડવા જેવો જ છે’’ એ બેઠેલું હોય તે જ સાચી નિસિહી બોલ્યા કહેવાઈએ, નહિ તો ભક્તિ કરતા પણ પાપનો બંધ ચાલુ છે. દેરાસરમાં પણ વિકારો ઉત્પન્ન કરે તેવા કપડાં પહેરવા, હિંસક વસ્તુના ઉપયોગવાળા મેકઅપ કરવા, કોઈ વિધિ બરાબર ન કરતું હોય કે વચ્ચે આડો આવતો હોય તો તેના પ્રત્યે હીન-દ્વેષભાવ કરવા. નિરર્થક વાતો કરવી... આ બધું બતાવે છે કે જિનાજ્ઞાનો ચાંદલો ભલે કરો પરંતુ જીનાજ્ઞા માન્યતામાં બેઠેલી નથી. પછી ભલે ગમે તેટલી ભક્તિ કરો, નાચો-કૂદો પણ મિથ્યાત્વ તૂટ્યું નથી તેથી આરાધનાનું ફળ ફોતરા જેટલું જ મળે છે. મનનું સંશોધન ન કરો ત્યાં સુધી ઘણો પુરૂષાર્થ નકામો જાય છે.

સ.18 લબ્ધિમનના કેટલા વિભાગ છે?

45

.18 લબ્ધિમનના ચાર વિભાગ છે. (1) માન્યતારૂપ ભાવ (2) પરિણતિરૂપ ભાવ (3) યોગ્યતારૂપ કષાયાત્મક ભાવ (4) સંસ્કારાત્મક ભાવ

 

સ.19 લબ્ધિમનના ચાર વિભાગમાંથી પહેલો વિભાગ ‘‘માન્યતારૂપ ભાવ’’ વિષે ઘણી માહિતી મેળવી હવે બીજો વિભાગ ‘પરિણતિ’ સમજાવો?

.19 જેમકે અંદર કામવાસના પરિણતિરૂપે પડી છે એટલે કામના પદાર્થ સામે આવે તો ભોગવતા થોડી તૃપ્તિનો અનુભવ થાય છે, તે વખતે ટીપા જેટલી ભૂખ સંતોષાય છે, પણ સ્ટોકમાં દરિયા જેટલી ભૂખ પડી છે સળગતા અગ્નિમાંથી બહાર નીકળતી જ્વાળા એ ઉપયોગ મનના કષાય છે, જે અંદરથી સળગે છે પણ ભડકો દેખાતો નથી તે આ લબ્ધિમનની પરિણતિઓ ઢાંકેલા અગ્નિ જેવી છે. પ્રકૃતિમાં એટલે કે સ્વભાવમાં વણાઈ ગયેલા શુભ-અશુભ ભાવો, કષાયના ભાવોને પરિણતિ કહેવાય.

સ.20 માન્યતારૂપ ભાવ અને પરિણતિરૂપ ભાવની ભેદરેખા સમજાવો?

.20 એક માણસ ક્રોધને ખરાબ માને છે, ક્રોધ ન જ કરવો જોઈએ તેમ માને છે (માન્યતા શુદ્ધિ) પરંતુ સ્વભાવ ક્રોધી છે. ક્રોધથી ભરેલો છે. (પરિણતિ અશુદ્ધ) તેવી રીતે બીજો એક માણસ શાંત પ્રકૃતિનો છે, વારે ઘડીએ ક્રોધ કરતો નથી (પરિણતિ શુદ્ધ) પરંતુ ક્રોધને ખરાબ માનતો નથી.

કહે છે પ્રસંગે તો ક્રોધ કરવો જોઈએ. ન કરો તો ન ચાલે (માન્યતા અશુદ્ધ). કોઈ વ્યક્તિ લોભને મૂળથી જ ખરાબ માને છે (માન્યતા શુદ્ધિ)

પરંતુ મહાલોભી છે, લોભ પ્રકૃતિમાં જ છે (પરિણતિ અશુદ્ધ) તેવી રીતે બીજી એક વ્યક્તિને અતિશય લોભની વૃત્તિ નથી. ખૂબ સંપત્તિ ભેગી કરવી છે તેવા આવેગ દેખાતા નથી (પરિણતિ શુદ્ધિ) પરંતુ લોભને સારો મને છે કહે છે... પૈસાની ઈચ્છા રાખી નીતિથી કમાયેલા પૈસાને સારા કહેવામાં શું વાંધો (માન્યતા અશુદ્ધ) આમાં માન્યતા શુદ્ધિવાળો પરિણતિ શુદ્ધિવાળા કરતા ઊંચો ગણાશે. પહેલા નંબરમાં માન્યતા શુદ્ધિવાળો આવે પછી પરિણતિ શુદ્ધિ આવે. માન્યતા એ ઝાડનું મૂળ છે. જ્યારે પરિણતિ એ ઝાડના ડાળી-ડાંખળાં-પાંદડા છે. જેની માન્યતાની શુદ્ધિ છે તેણે મૂળ પર પ્રહાર કર્યો છે. જે ઝાડનું મૂળ કપાઈ ગયું છે તેના ડાળી-ડાંખળા થોડો સમય જતાં ચાલ્યું જશે. પણ જેની માન્યતાની શુદ્ધિ નથી તેણે મૂળને સાબૂત રાખ્યું છે. પરિણતિમાં શુદ્ધિ છે, મતલબ કે ડાળી-ડાંખળાં કાપી નાખ્યા છે, પણ મૂળ સાબૂત છે માટે સમય જતા પાછું ફુલસે ફાલસે કેમકે એને તમારી માન્યતાનો 46

ટેકો છે. દા.ત. કોઈ વ્યક્તિ કંદમૂળ ખાતો નથી પણ માનેછે કે કોઈ દિવસ ખાઈ લઈએ તેમાં શું થઈ ગયું? લસણ વગેરે દવા તરીકે તો લેવાય. બીજો એક વ્યક્તિ કંદમૂળ ખાય છે પણ હૃદયથી માને છે કે આ ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ છે. મારો આસ્વાદ ક્યારે છૂટશે? આ ખોટું જ છે ક્યારે છૂટશે. એની માન્યતા શુદ્ધિ છે. એ જે કરશે તે બળતા હૃદયે કરશે, રંજ સાથે કરશે. તો જ તેનો એ વિચાર બે પાંચ વર્ષે કે બે પાંચ ભવે ચાલ્યો જશે. અને જો માન્યતાની શુદ્ધિ નહિ હોય તો આજે પરિણતિમાં પાતળો પડી ગયેલો વિકાર બે-પાંચ વર્ષે કે બે-પાંચ ભવે ઘટાદાર વૃક્ષ બનીને ફુલસે ફાલસે. માટે સમજપૂર્વક માન્યતાને બદલો.

સ.21 લબ્ધિમનનો ત્રીજો વિભાગ ‘‘યોગ્યતારૂપ કષાયાત્મક ભાવો’’ સમજાવો.

.21 જે વસ્તુને તમે જાણતા જ નથી, કદી જોઈ પણ નથી, પણ એ જાણો તો હમણાં જ રાગ-દ્વેષ થાય તેવી યોગ્યતા, લાયકાત પડી છે માટે અજ્ઞાત વસ્તુ પર સંભવિત કષાયોને ‘‘યોગ્યતારૂપ કષાયાત્મક ભાવો’’ કહે છે. જેમકે પેરીશના બંગલા-બગીચા તમે જોયા નથી, દેવલોક પણ જોયાં નથી, પણ હમણાં જોવા મળે તો રાગ ઉભો થાય. જેમકે દુનિયામાં ઘણી વાનગી એવી છે કે તમે ખાધી નથી, જોઈ પણ નથી તેવો વિચારાત્મક ભાવ કદી કર્યો નથી, પરંતુ તે બધું જોવા જાણવા મળે તો રાગ ઉમટે. આ જગતમાં જાણકારીરૂપે તમારા મનમાં જેટલી દુનિયા છે, તેના કરતા અજ્ઞાત વિશ્વ અનંતગણું છે તેમાં રહેલી ભૌતિક વસ્તુના સંભાવનારૂપે રાગ-દ્વેષ લબ્ધિમનમાં પડ્યા છે. તે રાગ-દ્વેષ સીધા જલતા નથી તે અંદરમાં ધરબાયેલા દારૂગોલાની જેમ પડ્યા છે. તેને જો ચીનગારી લગાડો તો આખા બળીને ખાક થઈ જાઓ, એવી કષાયોની આગ અંદરમાં છે. એટલે જે દુનિયા તમે કદી જોઈ નથી, જાણી નથી, ભોગવી નથી, અનુભવી નથી, કદાચ જોવાના પણ નથી. પણ તેના પ્રત્યે શક્યતારૂપે જે રાગ-દ્વેષ પડ્યા છે તેનાથી પણ 24 કલાક કર્મ બંધાય માટે જ જૈન શાસ્ત્રોમાં અવિરતિનો વિશાળ કર્મબંધ કહ્યો છે.

સ.22 લબ્ધિમનનો ચોથો વિભાગ સંસ્કારરૂપ ભાવો એટલે શું?

.22 આ સંસારના પરિભ્રમણમાં આપણે કોઈપણ ભવમાં પર્યટન ન કર્યું હોય તેવું નથી. જે જે જન્મમાં ગયા, ત્યાં જે જે પ્રવૃત્તિ કરી, ભાવો કર્યા, આ બધાના અનુભવરૂપે સંસ્કાર આત્મા પર આધાન થયા. વાઘ-

સિંહના ભવમાં ગયા તો બધાને ફાડી ખાવાનો એટલે કે ક્રુરતાના સંસ્કાર, 47

સાપના ભવમાં ફુંફાડા મારવાનો એટલે કે ઝેરીલો સ્વભાવ, બિલાડીના ભવમાં ગયા તો ઉંદર પર જ નજર એટલે કે શાંતતાનો ડોળ કરી તરાપ મારવાનો સ્વભાવ - આ ભવોના આત્મા પર સંસ્કાર પડ્યા કરે છે. આ બધી વૃત્તિ અંદર પડી છે. તે જેવું તે ભવરૂપી નિમિત્ત મળે કે તરત જ તે સંસ્કાર ઉભા થાય છે. તે બધા ‘સંસ્કારરૂપ ભાવ’ લબ્ધિમનમાં પડ્યા છે.

સ.23 શું જીવ ‘સંસ્કારરૂપ ભાવ’ સાથે જ લઈને જન્મે છે?

.23 આ જગતમાં જન્મે ત્યારથી જ જીવ અનંતા જન્મના સંસ્કારો લઈને જ જન્મે છે. તાજા જન્મેલા બાળકમાં પણ આ બધી વૃત્તિ અંદર પડી જ હોય છે. તેને ભાષા હાલતા-ચાલતા બધુ શીખવવું પડે છે, પણ ગુસ્સો કેમ કરવો, રાગ-દ્વેષ કેમ કરવા તે શીખવાડવું પડતું નથી. કારણ અનંતકાળથી પડેલી વૃત્તિઓ છે. પવિત્ર કે નિર્દોષ મનવાળા કોઈ જન્મતા જ નથી. ઘણા બોલે છે કે બાળકો નિર્દોષ છે. પરંતુ બાળક નિર્દોષ નથી. બાળકમાં કામ-ક્રોધ-ઈર્ષ્યા-કષાયોની વૃત્તિ વિકસિત નથી. કારણ અબુધતા છે. આ જગતમાં ‘નિર્દોષ કદી જન્મે નહિ અને જન્મે તે કદી નિર્દોષ હોય નહિ’ જન્મ એ જ કર્મની સજા છે. સજા દોષિતને જ હોય.

સમતામાં રહેલા મહામુનિઓ અને વિતરાગ મુનિભગવંતો નિર્દોષ હોય છે. પણ પંખીઓ કે બાળકો નિર્દોષ નથી. શાસ્ત્રમાં લક્ષ્મણા સાધ્વીજીનું દૃષ્ટાંત આવે છે. રાજકન્યા હતા, વૈરાગ્ય સાથે દીક્ષા લીધી.

સુંદર ચારિત્ર પાળતા હતા પણ એક વખત ચકલા-ચકલીના યુગલને પ્રેમની હુંફ સાથે ક્રિડા કરતું જોઈને ‘આ યુગલ કેવો નિર્દોષ-મુક્ત આનંદ માણી રહ્યું છે’ એવા મિથ્યાત્વના પરિણામ પેદા થયા. જે આનંદને ભગવાને વિકૃત આનંદ બતાવ્યો, તે આનંદ તેમને નિર્દોષ અને મુક્ત દેખાયો જેમાં કોઈ વિકારવાસના પ્રેરકબળ તરીકે ન હોય તેવી આનંદદાયક પ્રવૃત્તિમાં મળતો આનંદ નિર્દોષ આનંદ છે. જીવ જ્યારે જન્મે છે ત્યારે અનંતા જન્મોના સંસ્કારો અકબંધ રાખીને જ જન્મે છે.

માટે મનના આ વિભાગનું પણ સંશોધન કર્યા વગર તેની ચુંગલમાંથી બહાર નીકળાય નહિ. તમે વિચારોની શુદ્ધિ કરી લીધી. પણ જો માન્યતા, પરિણતિ, યોગ્યતા અને સંસ્કારોની શુદ્ધિ ન કરી તો આમુલ પરિવર્તન ન પામી શકો. આજ સુધી જેટલા મોક્ષે ગયા છે તે બધા આ જ પ્રક્રિયાનું અનુકરણ કરી, મનના સ્વામી બની ચિત્તશુદ્ધિ અને આત્મશુદ્ધિ કરી મોક્ષપદને પામ્યા છે.

48

સ.24 ‘ચિત્તશુદ્ધિ’ની સાધનાના પાંચ સ્ટેપ કયા છે?

.24 (1) આત્મશ્રદ્ધાન :- આત્માની અનંત શક્તિ પર શ્રદ્ધા. મન કરતા આત્મામાં અનંત શક્તિ છે તેવો વિશ્વાસ. (2) નિર્વેદ-સંવેગ :- નિરંકુશ મનના તોફાનો-વાસના-વિકારોથી ઉદ્વેગ તથા તીવ્ર મોક્ષભિલાષા.

(3) સંકલ્પબળ :- ‘મારે મનને જીતવું જ છે’તો મોક્ષાભિલાષનો પ્રબળ સંકલ્પ. (4) સમજણ :- મનને દબાણથી નહિ પણ સમજાવટથી કાબુમાં લેવું. (5) સાધના : ચિત્તશુધ્ધિને આલંબને કે અનુષ્ઠાનોમાં સતત પ્રયત્ન, મથામણ, પુરૂષાર્થ જારી રાખવો તે તીર્થંકરોએ પણ શું કર્યું?

તેમણે આત્મ પરિવર્તન જ કર્યું છે. ભલે આખા વિશ્વના કલ્યાણની કામના કરી પણ પરિવર્તન માટેનો મુખ્ય પુરૂષાર્થ તો જાતમાં જ કર્યો. આપણે કેવા બનવું તે આપણા હાથની વાત છે.

સ. 25 ચિત્તશુધ્ધિનું પહેલું સ્ટેજ આત્મશ્રધ્ધાન સમજાવો.

. 25 અગાધ શક્તિવાળું મન પણ આત્માની શક્તિ પાસે માયકાંગલું છે.

આત્મામાં એક નહિ, અનંત કર્મોને તોડવાની શક્તિ છે. આત્માની શક્તિ વિકસાવો તો અનાદિના અશુભ સંસ્કારોને બદલી શકો આત્માની શક્તિ વિષે શ્રધ્ધા થવી જોઈએ કે આવી શક્તિ વિશ્વમાં બીજે ક્યાંય નથી આજના ભૌતિક સાધનો પ્લેન, કોમ્પ્યુટર વગેરે જોઈને અંજાઈ જઈએ છીએ, પણ વિચારો કે આ બધાનો સર્જક કોણ? માણસનું મગજને? તેમાં મૂળભૂત શક્તિ કોની? તેનો સર્જક આત્મા જ છે.

સર્જન મહાન તો સર્જક તેથી અધિક મહાન. પહેલા કપડાં હાથથી વણાતા, હવે મીલો આવી, એટલે કહેશો કે વિકાસ થયો. પણ રૉ મટેરીયલ વગર મીલો ચાલે ખરી? તેના માટેનું રૂ કોણ બનાવે છે? રૂ બનાવવામાં જડની શક્તિ કે ચેતનની? એક ઘઉંના દાણામાંથી કોઠાર ભરીને ઘઉં બનાવવાની શક્તિ જડની કે ચેતનની? આપણને સાજા-

નરવા-ફ્રેશ રાખનાર પણ અંદરનો આત્મા જ છે. પ્રાણ નીકળે એટલે સેકંડોમાં દેહમાં બગાડ ચાલુ થાય આમ આત્માની અનંત શક્તિ પર શ્રધ્ધા રાખીને આત્મા પર જડ કર્મ લાગ્યું છે તેને પલટાવવાનુ છે, તેનાથી છૂટા પડવાનું છે.

સ. 26 ક્યારેક એવું લાગે છે કે કર્મ બળવાન છે.

. 26 કારણ આત્મા અજાગ્રત હોય તો જડ કર્મ પણ ચઢી બેસે છે. ગમે તેવો બળવાન માણસ પણ અભાનદશામાં હોય તો નબળો માણસ તેના 49

પર જોર જમાવી શકે પણ જો આત્માની જાગ્રત દશા આવે તો પછી કર્મનું પ્રભુત્વ નથી જેને આત્માની શક્તિ પર અગાધ શ્રધ્ધા છે. તેવી જ વ્યક્તિ મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. ચિલાતીપુત્ર, ગોશાળો કે

દૃઢપ્રાહરીએ જેવા પાપ કર્યા હતા, તેના કરતા પણ ઉગ્ર પાપ કર્યા હોય તો, તેને પણ ઉખાડવાની શક્તિ મૂળભૂત રીતે આત્મામાં પડી છે.

માટે ધર્મના ક્ષેત્રમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી ઘણાને પ્રયત્ન કરવા છતાં બે ચાર વાર નિષ્ફળતા મળે તો લાગે કે આમાં મારૂં કામ નહિ, આ મારા હાથમાં નથી. આવી વૃત્તિ હોવાથી જ આપણે પાણીમાં બેઠા છીએ. પરંતુ પોતાના મનની ખામીઓ કાઢવાની શક્તિ આપણા હાથમાં જ છે. આ વિશ્વાસ જગાવો તો તમારા મનના અહંકાર, માયાવીવૃત્તિ, ઈર્ષ્યાભાવ વગેરે બધું શાંત કરી શકો તેમ છો.

સ. 27 શું મનનું પરિવર્તન શક્ય છે?

. 27 મનુષ્યનું મન તો પ્રચંડ શક્તિ ધરાવે છે. શાસ્ત્રમાં દાખલા છે કે જે મહાવિકારી હતા તે નિર્વિકારી થઈ ગયા મહાક્રોધી હતા તે ક્ષમાશીલ થઈ ગયા તેથી પરિવર્તન શક્ય છે. કર્મની શક્તિ કરતાં આત્માની શક્તિ અનંત ગણી છે, પણ જાગ્રત થવું પડે અંદરથી તરવરાટ, ખુમારી, ઉત્સાહ આવવો જોઈએ અંદર કેવળજ્ઞાન પડ્યું છે. અને તેને પ્રગટાવવાની શક્તિ પણ આત્મામાં જ છે. માટે પોતાની શક્તિનો ઝાંખો પણ પરિચય જોઈએ, શ્રધ્ધાન જોઈએ અને જો તે ન હોય તો વ્યક્તિત્વનો વિકાસ કરી શકાતો નથી ભગવાનને જ્યારે જુઓ ત્યારે થવું જોઈએ કે પ્રભુ પાસે જે ગુણો છે જે શક્તિ છે તે બધું સત્તારૂપે મારા આત્મામાં પડ્યું છે ધારીએ તો આપણે ત્યાં પહોંચી શકીએ તેમ છીએ જૈન ફિલોસોફીનું તત્વ કેવું છે? તમે સુખી છો તેમાં કારણ પણ તમે છો, તમે દુઃખી છો તેમાં પણ કારણ તમે જ છો. તમારા અન્ડરડેવલપમેન્ટની કે તમારા વિકાસની જવાબદારી પણ તમારી છે. એટલે બધાનું મૂળ અંદર છે. જેમ કે આફત આવી ત્યારે દુઃખનું કારણ ક્યાં? તમે કહેશો કે બહાર છે, ત્યારે ભગવાન કહેશે કે ના કારણ અંદરમાં જ છે તમે તમારી જાતે જ પાપ બાંધો છો. તમારા પુરૂષાર્થ વિના બીજું કોઈ તમને પાપ ન બંધાવી શકે તમે દુનિયાને નહિ બદલી શકો પરંતુ તમારી જાતને અવશ્ય બદલી શકો તેમ છો.

સ. 28 શું ભાવમન અને આત્મા બંને એક જ છે?

. 28 મોટા દર્શનકારો પણ મન અને આત્માનો ભેદ સમજવામાં ગોથું ખાઈ 50

ગયા છે. ઘણા ધર્મોએ મન અને આત્માને એક માન્યો છે, પરંતુ જૈન દર્શને આત્મા અને મન ભિન્ન છે તેની સ્પષ્ટ વિચારણા કરી છે. બંનેના સ્વરૂપને જુદા પાડીને બતાવ્યા છે. પૂ. ઉપધ્યાયજી યશોવિજયજીએ અધ્યાત્મસાર’માં સમ્યકત્વ અધિકાર’માં લખ્યું છે કે ‘‘મનશુધ્ધિગમે તેટલી હોય, પણ જો અધ્યાત્મ શુધ્ધિ ન હોય તો, મનશુધ્ધિની ફૂટી કોડીની કિંમત નથી.’’ માટે આત્મશુધ્ધિ જુદી વસ્તુ છે. મનઃપર્યાપ્તિ અને દ્રવ્યમન જડ છે, માટે સહેલાઈથી આત્માથી જુદું પાડી શકાય છે, પરંતુ પ્રશ્ન ભાવમનનો છે. અત્યારે ચોવીસ કલાક જે ચેતનાનો ઉપયોગ ચાલુ છે તે ચેતનાને આપણે ભાવમન કહીએ છીએ. જેમાં અસંખ્ય ભવની વૃત્તિઓ - કુસંસ્કારો ધરબાયેલા છે, તે અશુધ્ધ-વિકૃત-

મોહાત્મક ચેતના તે ભાવમન છે. ભાવમનથી શુભ-અશુભ બંને વિકારી ભાવો લેવાના છે, જ્યારે શુધ્ધ ચેતના-જ્ઞાનચેતના તે આત્મા છે, શુધ્ધ ચેતનામય આતમાનું સ્વરૂપ છે જેમાં ફક્ત શુધ્ધ ભાવનો જ સમાવેશ થાય છે. યાદ રાખો - ભાવમન એટલે કે અશુધ્ધ ચેતના એટલે કે અશુધ્ધ ભાવ એટલે કે શુભ - અશુભ ભાવ, આત્મા એટલે કે શુધ્ધ ચેતના-

જ્ઞાનચેતના એટલે કે ફક્ત શુધ્ધભાવ.

સ. 29 મન અને આત્માનો ભેદ જરા ઉદાહરણ સાથે સમાજવો?

. 29 હવે ભાવમનથી શુભ-અશુભ બંને વિકારી ભાવો લેવાના છે. આ અશુધ્ધ ચેતના અનંતકાળથી આત્મા સાથે જોડાયેલી છે. તે જ્વલેજ છૂટે છે અને છૂટે છે ત્યારે જીવ વિતરાગતા પામે છે. મન ગમે તેટલું શાંત-

સ્વસ્થ-નિર્મળ બનાવો પણ તેનાથી આત્મા નિર્મળ ન બને તો તે સાધના નિષ્ફળ થશે. આત્મશુધ્ધિ પેદા થાય ત્યારે જ સમકિત આવે. માટે ખાલી મનશુધ્ધિનું મહત્વ નથી. ઘણા માણસો ઉદાર, સૌજન્યશીલ, નિતીમાન, સરળ, શાંત મનના હોય. સજ્જન પ્રકૃતિ મૂળભૂત જ હોય, છતાં જીવનમાં અધ્યાત્મ ન હોય, મોક્ષ લક્ષિતા ન હોય, સંસારથી તે વિરક્ત ન હોય તો તે આત્મકલ્યાણનું સાધન ન બને. જેમ કે યુગલિકોનો સમભાવ કેવો? તેમને કષાયો આવેગો ઓછા હોય છે. જીવનમાં કદી ક્લેશ-ઝગડા થતાં જ નથી. છતાં શાસ્ત્રની દૃષ્ટિએ આ આત્મશુધ્ધિ નથી. યુગલિકોના મનની શુધ્ધિનું ફળ શું? એક વખત દેવલોકના સુખ ભોગવીને પછી સંસારમાં રખડવાનું. નવગ્રૈવેયકના મિથ્યાદૃષ્ટિ દેવતાઓના મન પણ શાંત હોય છે. માન-પાન કે અહંકારને પોષવાની કે કોઈની સંપત્તિ લઈ લેવાની તેમને ઈચ્છા નથી. મૃત્યુલોકને ચપટીમાં 51

ચોળી નાખવાની શક્તિ ધરાવે છે, છતાં કોઈનેય પરચો બતાવવાની ઈચ્છા નથી. હવે અભવિ જીવો પણ નવમા ગ્રૈવેયકે જાય છે. ત્યાં તેમનું મન નિર્વિકારી, શાંત, નિર્મળ સ્વરૂપે અબજો વર્ષ સુધી હોય છે. આટલી મનશુધ્ધિ હોવા છતાં અભવિના જીવનું રતીભાર આત્મકલ્યાણ થતું નથી. મનના વિકારો-આવેગો તો દરિયાની ભરતી અને ઓટ જેવા છે.

દરિયામાં અમુક ટાઈમ ભરતી આવે ને અમુક ટાઈમ ઓટ આવે છે, તેમ અનંતકાળમાં ઘણી વખત મનમાં જબરજસ્ત આવેગો આવ્યા, ઘણી વખત આવેગો એટલા શાંત થઈ ગયા કે જીવ ડાહ્યો ડમરો થઈ ગયેલો લાગે પરંતુ તે મન શુદ્ધિ જ હતી. આત્મશુદ્ધિ ન હતી અને તેથી જ રખડીએ છીએ. મનશુદ્ધિ એ સાધન છે જ્યારે આત્મશુદ્ધિ એ સાધ્ય છે.

વર્તમાનમાં કેટલાક સાધકો અધ્યાત્મયોગમાં ધ્યાન આદિની પ્રવૃત્તિ કરતા હોય છે પણ મન અને આત્માનો ભેદ સ્પષ્ટ સમજતાં નથી માટે જ ગોટાળા ઊભા કરે છે.

સ.30 ‘‘મનશુદ્ધિ એ સાધ્ય નથી, પણ આત્મશુદ્ધિનું સાધન છે, સાધ્ય તો આત્મશુદ્ધિ છે’’ તે સમજાવો.

.30 વિષય કષાયો શાંત બને, મન શાંત થાય, નિર્મળ બને તો સાધન સારૂં મેળવ્યું, પણ સાધ્ય તો જુદું જ છે. આવું સાધન ભૂતકાળમાં ઘણી વખત મેળવ્યું છે. આપણે નિરતિચાર ચારિત્ર પાળ્યું છે, તેમાં મનશુદ્ધિ હતી પણ આત્મશુદ્ધિ ન હતી. માટે જ હવા ખાતા રખડીએ છીએ. આત્મશુદ્ધિ કરવા માટે મનશુદ્ધિ કેળવીને તેનો સાધન તરીકે ઉપયોગ કરવાનો છે.

અનંતા ભવોમાં આ જ કડી ખૂટી છે. જે આત્માને વિકારોમાં દુઃખનું સંવેદન નથી થતું, તેવો જીવ ગમે તેટલા વિકારો શાંત કરે, તેનાથી મનશુદ્ધિ મળે પણ આત્મશુદ્ધિ ન મળે. કારણકે તેને આત્મામાં વિકારોનો મૂળ બેઝ અક્ષત છે. તેથી અશુદ્ધ ચેતનાનો જ અનુભવ થાય. એટલે જે વિકાર તૂટ્યો હોય, તે વિકાર કદી પણ આત્મામાં પેદા ન થાય તો તેટલા અંશે તે આત્મશુદ્ધિ થઈ ગણાય. એકપણ વિકાર દોષ મૂળમાંથી ન નીકળે ત્યાં સુધી આત્માની પા ટકો પણ ઓરીજીનલ લાઈટ બહાર આવતી નથી, આત્માની આખી અશુદ્ધતા નીકળી જાય તો, તો મોક્ષ થઈ જાય.

પણ જો તે ન કરી શકો ત્યાં સુધી અંશથી તેને શુદ્ધ કરવાનો છે. એટલે થોડી અશુદ્ધતા પણ મૂળથી નીકળવી જોઈએ. એકપણ વિષય-કષાય મૂળમાંથી તૂટવો જોઈએ.

52

સ. 31 શું આત્મશુદ્ધિથી મનશુદ્ધિ થાય?

. 31 હા....અવશ્ય થાય. પણ તરત જ આવી જાય એવો એકાંતે નિયમ નથી.

થોડી વહેલી મોડી થાય. ઘણી વખત આત્મશુદ્ધિ વધારે હોય પણ મનશુદ્ધિ ઓછી હોય તેવું પણ બને. આત્માને દુર્ગતિમાં રખડતાં રખડતાં ઘણા કર્મો ભોગવાઈ જાય અને બીજા નવા કર્મો ઘણા ન બંધાતા હોય, તેથી કર્મો હળવા થઈ જાય, દુષ્ટ ભાવોનો આવેગ ઘટી જાય, આને કર્મની ઓટ કહેવાય.

આત્માને અનંતકાળથી કર્મના આવરણ લાગ્યા છે, માટે અનંત દોષો જામ થઈને બેઠા છે તેમાં એક દોષ પણ જો અંશથી પણ મૂળમાંથી નાબૂદ થાય તો તેટલા અંશે આત્મામાં શુદ્ધિ થઈ ગણાય. અંશથી પણ મૂળમાંથી દોષ જવો જોઈએ. માત્ર દોષો પાતળા પડે, મંદ થાય તેને અધ્યાત્મનો વિકાસ કહેતા નથી.

સ. 32 આપણે સદ્‌ગુણ કેળવીએ એટલે એ દુર્ગુણ તો મૂળમાંથી જ ગયો કહેવાય ને, એટલે આત્મશુદ્ધિ થઈ કહેવાય ને?

. 32 ધારો કે તમે સગા ભાઈ માટે ઉલ્લાસથી કરોડોનું નુકસાન સહન કરી લો. પાંચ પચ્ચીસ વધારાના આપી દો. ત્યારે એ ઉદારતા થઈ. લોભના દુર્ગુણ સામે ઉદારતાનો સદ્‌ગુણ કેળવ્યો. પણ આવું કરતાં ભાવ શું?

મારો ભાઈ ફરી કમાઈ-ખાઈ-પીને મોજથી રહે એટલે બસ. મારૂં કરેલું બધું લેખે લાગે. પણ આ લોભ-વિકાર, આ પૈસાની આસક્તિ જ ખરાબ છે. મારે લોભ આસક્તિને જ તોડવી છે. આ આસક્તિ જ મોક્ષમાર્ગમાં રૂકાવટ છે. આ લોભ વિકારને મૂળમાંથી તોડવા માટે જ હું આનો ત્યાગ કરૂં છું....મારે આ લોભ આસક્તિને મૂળમાંથી જ તોડીને મોક્ષ તરફ જ પ્રયાણ કરવું છે.’ શું આવા કોઈ ભાવ સાથે તેણે ભાઈને મદદ કરી છે? શું લોભ વિકારમાં જ એને દુઃખનું સંવેદન છે? જેને લોભ જ છોડવા જેવો છે - એવું ભાન હોય તેને દીધેલું દાન ફરી યાદ પણ ન આવે. બદલાની અપેક્ષા પણ ન હોય અને ઉપકારની ભાવના પણ ન હોય. આ તો ફક્ત લોભના વિરોધી ગુણ ઉદારતાને કેળવીને લોભને શાંત પાડ્યો. પણ મૂળમાંથી જ લોભને કાઢવાનો વિચાર - ભાવ કર્યો નહીં. એટલે કે સર્જનનું વિસર્જન કર્યું પણ સર્જનશક્તિનું વિસર્જન ન કર્યું. માટે અનુકૂળ સંજોગો મળતાં એ લોભ નામનો દુર્ગુણ ફરીથી ફૂલશે-ફાલશે. માટે આને મનશુદ્ધિ કહેવાય પણ આત્મશુદ્ધિ કહેવાય નહિ. એક વખત એવું બનેલું કે ‘મા’ની નજર સામે જ એની દિકરીના બોયફ્રેન્ડે એની દિકરીને મારી નાંખી. કોર્ટમાં કેસ ચાલ્યો. જો ‘મા’ સાક્ષી આપે તો પેલાને 53

ફાંસીની સજા થાય. મા એ વિચાર્યું દિકરી તો ચાલી ગઈ, તે કાંઈ પાછી આવવાની નથી. હું આ છોકરાનું જીવન શા માટે બરબાદ કરૂં? મા એ સાક્ષી આપવાની ના પાડી. અને કહ્યું, ‘હું આને માફ કરી દઉં છું’ વિચાર કરો...કેવો ક્ષમાનો ગુણ કેળવ્યો! પણ એની આ ક્ષમાને આધ્યાત્મિક ક્ષમા જોડે ન જોડાય. એ બાઈએ એ જાણીને ક્ષમા નથી આપી કે ‘ક્રોધ વિકાર જ છોડવા જેવો છે, મારે કદી પણ કોઈ ભવમાં પણ, કોઈપણ સંજોગોમાં ક્રોધ કરવો નથી. મારે મૂળમાંથી જ ક્રોધને કાઢવો છે...કેમકે

જ્યાં સુધી ક્રોધ છે ત્યાં સુધી મોક્ષ કરોડો માઈલ દૂર છે...’ આમ ક્રોધ વિકારમાં તેને દુઃખનું સંવેદન નથી. શુભ ભાવના કારણે દયા ભાવ આવ્યો. ક્ષમા નામનો સદ્‌ગુણ કેળવ્યો પણ મૂળીયું સાબૂત છે, અનુકૂળ સંજોગો મળતાં આ વિકાર માથું ઉચકશે.. માટે મનશુધ્ધિ થઈ પણ આત્મશુધ્ધિ એક ટકો પણ થઈ નથી. માટે જ જીવ રખડે છે.

સ. 33 કેવો વ્યક્તિ આત્મશુધ્ધિ માટે લાયક છે?

. 33 જેને વિષયોમાં-કષાયોમાં-વિકારોમાં દુઃખનો અનુભવ શક્ય છે, તે વ્યક્તિ આત્મશુધ્ધિ માટે લાયક છે. પહેલા એ સમજો કે આત્માની અશુધ્ધિ કર્મના પ્રભાવે છે. કર્મના આઠ પ્રકાર બતાવ્યા છે. એ આઠે કર્મનો બંધ મોહ દ્વારા માન્યો છે. માટે આત્માના તમામ દોષો મુખ્યત્વે મોહમાં સમાયા છે. મોહ આખો મનમાં સમાયેલો છે. હવે મોહના જેટલા ભાવો છે તેમાંથી એક ભાવને પણ મૂળમાંથી નાબૂદ કરો, એટલે અંશાત્મક આત્મશુધ્ધિ થઈ કહેવાય. દા.ત. વડલા જેવું લીલુંછમ ઘટાદાર વૃક્ષ છે.

તેને તોડી પાડવું છે તો શું કરશો? ડાળી, પાંદડા, ફળ તોડશો, થડ પણ તોડશો પણ મૂળિયા રહેવા દો તો? દેખાવમાં ભલે ઠૂંઠા જેવું થઈ જાય પણ વસંતૠતુ આવે એટલે પાછું ઘટાદાર થઈ જાય. કારણ અંદર મૂળિયા સાબૂત છે. તેથી પોષણ બરાબર મળી શકે તેમ છે. તેમ આપણા આત્મા પર અનંતીવાર આજ બન્યું છે. ઘણીવાર એક પણ દોષ શોધ્યો ન જડે તેવો આત્માને બનાવ્યો, અહીં ઝાડ હતું એવી ખબર પણ ન પડે તેવી સપાટ ભૂમિ કરી નાંખી. પણ મૂળિયા પર પ્રહાર જ ન કર્યો. માટે ફરી કૂંપળો ફૂટી, ડાળીઓ આવી, ફળ આવ્યા..પાછું ઘટાદાર વૃક્ષ બની ગયું. આવી રીતે સદ્‌ગુણો કેળવીને પણ સંસારરૂપી વૃક્ષના મૂળિયા પર પ્રહાર ન કરે તેનો સંસાર પાછો લીલોછમ બની જાય.

સ. 34 હવે મૂળમાં પહેલો પ્રહાર ક્યાં કરવાનો?

. 34 એક ઘટાદાર વૃક્ષની કલ્પના કરો. તેના પર જે ફળ-ફૂલ ને પાંદડા છે, તે 54

છે. માન - માયા - ક્રોધ - અહંકાર - જડતા - વિષયો - સંકુચિતતા -

લોભ - ઈર્ષ્યા - અસહિષ્ણુતા - વાસના - સ્વાર્થ - આસક્તિ - રાગ-

દ્વેષ - જૂઠ - ચોરી વગેરે બધા જ આત્માના દોષો તેના પર ફૂલ્યા ફાલ્યા છે. આ બધા દોષો કોના સંતાનો છે? તો કહે છે મોહના સંતાનો છે.

આ ઘટાદાર વૃક્ષ આ મોહના સંતાનોથી ફૂલ્યું ફાલ્યું છે. આ મોહને આ ઝાડના થડ તરીકેની કલ્પના કરો. તો કે ભાઈ આ મોહ શેને લીધે છે?

ભાઈ અનાદિ કાળથી આ આત્માને જડ વસ્તુનું આકર્ષણ છે..શરીર તો કે જડ, ગાડી, બંગલા-જડ, કપડાં, આભૂષણ-જડ, સંસારની સર્વ વસ્તું જડ - જડ વસ્તુંનું જીવને આકર્ષણ એનું જ નામ મોહ... માટે જ જડ કર્મ ખેંચાઈને ચોંટે છે. મોહ નથી તેને કર્મ ચોંટતું નથી. માટે મોહ તમામ કર્મબંધનું કારણ. હવે આ ઘટાદાર વૃક્ષનું થડ - મોહ તો સમજાયું. પણ મોહને પોષણ આપનારૂં કોણ? તો કે મિથ્યાત્વ. આ મિથ્યાત્વ શું કરે? તો ભાઈ મિથ્યાત્વ એવી બુધ્ધિ કરાવે કે જીવને મોહમાં જ મજા આવે, મોહ જ ગમે. મોહ જ સારો લાગે આમ ઘટાદાર વૃક્ષનું થડ છે મોહ ને, મોહનું મૂળ છે મિથ્યાત્વ. મિથ્યાત્વનું મૂળ છે ગ્રંથિ...કેવી રીતે? તો કે આ ગ્રંથિને કારણે જ મિથ્યાત્વ આત્મામાં દૃઢતાથી ટક્યું છે. આ ગ્રંથિ એટલે તમોગ્રંથિ - અંધકારમય ગ્રંથિ - અજ્ઞાનતાનું પડ -

ભાવાત્મક મિથ્યાત્વની ગાંઠ. કયો ભાવ? તો કે સહજ રાગ-દ્વેષની તીવ્રતા. આનું જ નામ મિથ્યાત્વની ગાંઠ. આ મિથ્યાત્વનું મૂળ ગ્રંથિ.

ગ્રંથિનું મૂળ સહજ રાગ-દ્વેષની તીવ્રતા, કદાગ્રહ, સંસાર રસિકતા, આ મૂળ પર જ પ્રહાર કરવાનો છે.

સ. 35 રાગ-દ્વેષ તો સમજ્યા, પણ આ સહજ રાગ-દ્વેષ શું છે? તેની તીવ્રતા એટલે શું? કાંઈ સમજીએ તો તેના પર પ્રહાર કરીએ ને?

. 35 આખી દુનિયામાં જેટલા રાગ-દ્વેષ છે તેના બે પ્રકાર છે. (1) કૃત્રિમ રાગ એટલે ઔપચારિક રાગ (2) અસલી રાગ એટલે સહજ રાગ.

દુનિયામાં જડ વસ્તુ કે વ્યક્તિ પર જે રાગ થાય છે તે કૃત્રિમ રાગ છે.

જેમ કે નવો ડ્રેસ લાવ્યા તેના પર રાગ-આકર્ષણ છે. પણ ક્યાં સુધી?

જ્યાં સુધી તેના કલર-ડીઝાઈન સારા, તમને સુખ આપે ત્યાં સુધી.

જ્યારે ફાટે કે ફેડ થાય કે જુનું થાય પછી ફેંકી દો ને? માટે પહેલાં જે રાગ હતો તે કપડાં પર તે કાંઈ કાયમી હતો? ના કૃત્રિમ રાગ હતો.

જ્યારે ડ્રેસ નવો હતો ત્યારે તેના પર કોઈ એક ડાઘો પાડે તો ચિડાઈ જાવ ને? કારણ રાગ છે. જ્યાં રાગ છે ત્યાં તેનું નુકશાન થાય તો દ્વેષ.

55

શરીરનો રાગ પણ ક્યાં સુધી? તેના તરફથી અનુકૂળતા મળે ત્યાં સુધી.

તેના દ્વારા કષ્ટ મળવાનું ચાલુ થાય પછી તેમાંથી છૂટવાનું મન થાય.

આ થયો કૃત્રિમ રાગ. ઘણા આપઘાત કરતાં હોય છે. દિકરો જન્મે એટલે કેટલો રાગ? તેને કેવો સાચવો? તેજ દિકરો મોટો થઈને તમારી ઉપેક્ષા કરે, વાત વાતમાં આડો ઉતરે પછી ગમે ખરો? માટે તમારા મનમાં વસ્તુ કે વ્યક્તિ પરનો રાગ તે કૃત્રિમ છે, સહજ નથી. તો સહજ રાગ એટલે શું? ખરો રાગ... હવે ખરો રાગ ક્યાં છે? સહજ રાગ તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નથી, પરંતુ તેના દ્વારા તેમાંથી મળતા ભૌતિક સુખ-દુઃખ પર જ મૂળભૂત રાગ-દ્વેષ છે, જેમાંથી ભૌતિક સુખ મળે તે સુખ પર ચોંટવું. એટલે કે વસ્તુ કે વ્યક્તિમાંથી મળતા ભૌતિક સુખ પર રાગ તે સહજ રાગ કહેવાય. વ્યક્તિ પરનો રાગ તે કૃત્રિમ રાગ...તેમાંથી મળતા ભૌતિક સુખ પરનો રાગ તે સહજ રાગ...એટલે થઈ ગયો રાગનો ય રાગ. હવે સહજ રાગમાં જ મજા આવે છે, સારો લાગે છે, ગમે છે માટે તીવ્રતાથી જામે છે. એટલે આ સહજ રાગ જ ગમે. રાગ પરનો ય રાગ એટલે થઈ ગઈ રાગની તીવ્રતા - સંસાર રસિકતા. એજ છે મિથ્યાત્વની ગાંઠ. ગ્રંથિનું મૂળ જે રાગ-દ્વેષ પરનો જે રાગ છે તે ખરાબ લાગવો જોઈએ. તે ખરાબ કેમ નથી લાગતો? કારણ કે અનંતકાળથી જીવને રાગનો ખોટો આગ્રહ છે. આ સહજ રાગ-દ્વેષનો રાગ સુખ જ જોઈએ સુખ જ જોઈએ દુઃખનો સહજ દ્વેષ દુઃખ ન જ જોઈએ ન જોઈએ. આ સહજ રાગ-દ્વેષનો રાગ એ મૂળ પર જ પ્રહાર કરવાનો છે. ગ્રંથિ ભેદવાની છે.

સ. 36 સુખ પમાડવાતો ધર્મ છે. પછી સુખની નિંદા શા માટે?

. 36 જ્ઞાનીઓએ સંસારના ભૌતિક સુખને નીંદ્યા છે. કેમ કે બધા સુખ વિકારમાંથી જ પામી શકાય છે. અબ્રહ્મના સુખ માટે પહેલા વાસના જોઈએ. ધનથી આનંદ પામવા માટે પહેલા અંદર ધનની તૃષ્ણા-આસક્તિ નામનો વિકાર જોઈએ. સંસારના સુખમાં વિકારો સેવવાના છે. આ બધું વિકારથી પેદા થતું સુખ છે, માટે નિંદા કરી છે. બાકી મૂળભૂત રૂપે સુખની નિંદા નથી. તીર્થંકરોને પણ સુખ જોઈતું હતું માટે સંસાર છોડ્યો છે. મોટા ભાગના જીવો, ધર્મ કરનારા - નહીં કરનારા એમ માને છે કે પ્રસંગે રાગ-દ્વેષ કરવા જોઈએ. એના વગર જીવનમાં મજા શું? અવસરે ક્રોધ પાપ કરવા જોઈએ. વળી ગુણ કેળવતા એમ થાય કે

હેરાન થઈ જઈશું. ક્ષમા કેળવતાં લાગે કે નમાલા લાગશું. દાન આપવામાં 56

ગુમાવવાનું દેખાય. માટે રાગ-દ્વેષ કરવા લાયક છે, સારા છે. તે એમાં ઊંડે ઊંડે મજા પડે છે. એવો નિર્ણય છે. અનંતકાળથી જીવને સહજ રાગનો અસદ્‌ આગ્રહ છે તેજ સંસારની મા છે, કર્મની જનની છે. તેનાથી નવા કર્મ, તેનાથી વળી નવા કર્મ એમ ચક્કર ચાલ્યા જ કરે છે. જેને મૂળમાંથી રાગ-દ્વેષ ખરાબ નથી લાગતા તેને આત્મશુધ્ધિ આવતી નથી.

સ. 37 જે ઊંધી માન્યતા આપણે પલટી નાંખી હોય તો બીજા ભવમાં પછી એ જ માન્યતા રહે?

. 37 અનુભવના સ્તર પર પલટી હોય તો આગલા ભવમાં રહે.

સ. 38 શું વાઘ - સિંહના ભવમાં જાય તો પણ રહે?

. 38 શુધ્ધ માન્યતા સમકિતિને જ હોય. સમકિતિ દુર્ગતિમાં જાય નહીં.

ભૂતકાળના નિકાચિત કર્મથી જાય. ભૂતકાળના કર્મનો પલટો ન થાય ત્યાં સુધી તેમાં રહે. પછી પાછો પલટો આવે. સમકિત એક વખત પામ્યા પછી આત્માને આગળ વધારવાની જવાબદારી તેની છે.

સ. 39 મિથ્યાત્વ, નવું મિથ્યાત્વ, નિકાચિત કરી શકે ખરૂં?

. 39 મિથ્યાત્વ જેટલું પ્રબળ હોય તે પ્રમાણે નવું બંધાય. પ્રબળ ન હોય તો તેને જીવ કાપી શકે. તો નવું મિથ્યાત્વ ન બંધાય.

સ. 40 ઉદાહરણ સાથે સમજાવો.

. 40 જેમ ભગવાન મહાવીરનો આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યો પછી મરીચિના ભવમાં અમુક સમય સુધી સમકિત છે. દીક્ષા લીધી ત્યારે છઠ્ઠા ગુણ સ્થાનકે છે. પણ શરીરની સુકોમળતાને કારણે ચારિત્ર ન પાળી શક્યા. ને ચારિત્ર તેમણે સ્વેચ્છાએ ત્યાગ કર્યું. તે વખતે પણ ભાવ શ્રાવકના ગુણો પાળે છે. ત્યારે તેમનામાં લાયકાત ઘણી છે. પણ જ્યારે કપિલે પૂછ્યું કે તમારી પાસે ધર્મ નથી? ત્યારે કહ્યું : ‘ધર્મ અહીંયાંય છે ને ત્યાં પણ છે.’ આ વાક્યથી શ્રી ૠષભદેવે કહેલા તત્ત્વથી ઊંધી માન્યતા તેમણે કેળવી. તેના કારણે તેમને મિથ્યાત્વ આવ્યું. ઉત્સૂત્ર ભાષણથી નવું મિથ્યાત્વ બાંધ્યું. સમકિતની ભૂમિકાથી નીચે પડ્યા.

પાછું ઉત્સૂત્ર ભાષણનું મમત્વ અને આગ્રહ પણ છે. તેથી નવું ગાઢ મિથ્યાત્વ બાંધ્યું. જે એક, બે, ત્રણ નહિ અસંખ્ય ભવ સુધી મિથ્યાત્વ ચાલ્યું. ઝેર જેમ નવા ઝેરને પેદા કરે તેમ મિથ્યાત્વ મિથ્યાત્વને પેદા કરે. તે વિષચક્ર છે. માટે જ જીવ મિથ્યાત્વના ચક્રમાંથી જલદી બહાર ન નીકળી શકે. સમકિત એટલે પાપના અનુબંધને તોડવાનું સુદર્શન ચક્ર 57

છે. આ સંસાર સાગર પાર કરવા માટે સમકિત જેવું કોઈ અવલંબન નથી. આ સમકિત ન પામવા માટેનું મૂળ તમારી ઊંધી માન્યતા છે. એ માન્યતાને ગાઢ બનાવવાની પ્રબળ તાકાત મિથ્યાત્વ ધરાવે છે. તમે સમકિતિ છો કે મિથ્યાત્વી તે જોવા માટે તમે શું માનો છો તે જોવાનું છે. તમે શું કરો છો તે જોવાનું નથી. તમે માનવામાં 99 ટકા માનતા હો તો પણ મિથ્યાત્વી છો. સમકિત પુણ્યાનુબંધી પુણ્યની શક્તિ ધરાવે છે. શ્રેણિક રાજાએ જીવનના અંત સુધી દિક્ષા લીધી નથી. સંસારમાં રહ્યા છે. છતાં માન્યતા ધરમૂળથી બદલાઈ ગઈ છે. પહેલાં તેઓ ‘‘હું સત્તાધીશ, રાજવૈભવ ધારણ કરનારો, પ્રજાનું રક્ષણ કરનારો, પ્રજાનો નાથ છું’’ એવું માનતા. પરંતુ અનાથી મુનિએ પ્રતિત કરાવ્યું કે ‘‘તારી જાતને તું પ્રજાનો નાથ ભલે માનતો હોય, પણ તું સ્વયં અનાથ છો.’’

અને આવી પ્રતિતી થવાથી તેમણે પોતાની જાતને અશરણ માની છે.

જડ પુદ્‌ગલો આપત્તિમાં રક્ષણ કરવાની તાકાત ધરાવતા નથી. માટે તેમને ભૌતિક રિધ્ધિમાં અસલામતીનું ભાન થયું. માન્યતા ધરમૂળથી બદલાઈ ગઈ.

સ. 41 ઘણા આ બધું માને, માન્યતામાં હોય પણ વર્તન ન કરે એ કેવું?

. 41 હા, એવું બની શકે. ઘણા દૃઢપણે માનતા હોય છે કે બીડી પીવાથી ફેફસાં ખરાબ થાય છે. કેન્સર થાય છે. છતાં બીડી પીતા હોય છે. તે શું મોજથી બીડી પીવે છે? તેને થતું હોય છે કે આ ટેવ છૂટે તો સારૂં.

આના કારણે પાયમાલ થઈ ગયો છું. બલા વળગી છે. આ કાંઈ પીવા જેવી નથી. છોડવાનો પ્રયત્ન પણ કરે છે. આ તેની સમજણની નિશાની છે. છતાં પણ ન છુટે ક્યારે? ખોટું આચરણ કરાવનાર કર્મ જો પ્રબળ હોય તો ન છૂટે.

સ. 42 વિચારોની ચંચળતા શેને કારણે છે?

. 42 વાસના-કુબુધ્ધિ અને ઊંધી માન્યતાને કારણે છે. સબકોન્સિયસ માઈન્ડમાં અશુધ્ધિ છે. તેને કારણે વિચારોની ચંચળતા છે. અમુક વસ્તુ સારી માની છે માટે તેમાં તમારૂં મન દોડે છે. વિચાર સારા હોય તેને સ્થિર કરવા પ્રયત્ન કરો. ચંચલ મન પાસે શુભ યોગમાં પરિશ્રમ કરાવો.

સ. 43 કષાયો કેમ જન્મે છે?

. 43 કષાયોનો જન્મ અજ્ઞાનતામાંથી થાય છે. જેમ કે રાગ પેદા થાય છે, ત્યારે જે તમારૂં નથી તેને તમે તમારૂં માનો છો. તેથી મમતા થાય છે, 58

જડ પુદ્‌ગલ આપણા નથી’ તે નક્કર સત્યછે. કેમકે જેને આપણે આપણું કહીએ તેના પર આપણી માલિકી હોવી જોઈએ. શું શરીર પર આપણી માલિકી ખરી? આપણે ઈચ્છીશું ત્યાં સુધી રહેશે? આપણે કહીશું ત્યારે જ છૂટું પડશે? હાર્ટ-કીડની આપણી મરજીથી ચાલે છે? પેટ સાફ આવે તેમ ઈચ્છીએ છીએ, પણ એ આપણા હાથની વાત છે? આમ શરીર પણ આપણો કંટ્રોલ નથી છતાં તેને મારૂં માનીએ છીએ એ મિથ્યાત્વ-

અજ્ઞાનતા છે, માટે એમાંથી જ કષાયો જન્મે છે. જગતની દરેકે દરેક વ્યક્તિ કે પુદ્‌ગલ કે વસ્તુ માટે આ રીતે વિચારશો તો ખબર પડશે કે જે મારૂં નથી તેને મારૂં માનું છું. તેમાંથી જ કષાયો જન્મે છે.

સ. 44 કયા કર્મનું ફળ ધર્મમાં ઉમળકો-રસ પેદા થવા નથી દેતું?

. 44 સંસારમાં રાગ પેદા કરાવનારૂં ચારિત્ર મોહનીય કર્મ છે જ્યારે દર્શન મોહનીય કર્મ સંસારમાં રસ અને જીજ્ઞાસા પેદા કરાવે છે. અને ધર્મમાં જીજ્ઞાસાને બદલે અજ્ઞાનનો રસ પેદા કરાવે છે. તે તમને ધર્મમાં એવી સલાહ આપે છે કે ‘‘આ બધું જાણીને શું કરવું છે? જે થવાનું હશે તે થશે.’’ હવે તેને કહીએ કે તો પછી દુકાને કે ધંધા પર જવાની શું જરૂર છે? જે થવાનું હશે તે થશે. તો કહેશે કે, ‘‘ના હો ત્યાં તો અરજન્ટ જવું પડશે. નહિ તો ઊંધુ વળી જશે.’’ એટલે પાછું ભવિષ્ય નિશ્ચિત છે એવું પ્રામાણિકપણે માનતો નથી. ફક્ત ધર્મમાં બહાના કાઢવા તેનો ઉપયોગ કરે છે. આવી ઊંધી બુદ્ધિ દર્શન મોહનીય કર્મ કરાવે છે.

સ. 45 સમકિતીને ચારિત્ર મોહનીય નુકશાન કરી શકે?

. 45 ચારિત્ર મોહનીયની અસરથી તેને સમકિત ખોવાનો વખત ન આવે.

સમકિત આવ્યા પછી તેને કોઈપણ કર્મ તેના આત્માની મોક્ષમાર્ગની સાધનાને રોકી શકતું નથી.

સ. 46 સમકિતની હાજરીમાં રોગ પણ ન આવે?

. 46 સમકિતની હાજરીમાં રોગ આવે પણ રોગનો હુમલો તેને ભાન ન ભૂલાવે. જો ભાન ભૂલાવે તો સમજવું કે સમકિતની હાજરી જ નથી.

મિથ્યાત્વ જ ભાન ભૂલાવે છે.

સ. 47 સમકિતીને કર્મ બંધાય?

. 47 સમકિતીને જોખમી કર્મ ન બંધાય. પણ કર્મ તો બંધાય જ. જેટલા પણ કેવળજ્ઞાન પામ્યા તેમને બે ઘડી પહેલાં આત્મા પર અસંખ્ય ભવ સુધી રખડાવે તેટલા કર્મ હતા..પણ અપ્રમત્ત દશામાં બંધાય છે એટલે અડીને ખરી જાય છે.

59

સ. 48 સમકિતીને મનોયોગ અશુભ થાય તો પણ પાપ ન બંધાય?

. 48 પાપ બંધાય. મનોયોગ જેટલી માત્રાનો અશુભ થયો હોય, તેટલી માત્રાનો અશુભ કર્મબંધ થાય. સમકિતીને અશુભ ભાવ કરતો હોય ત્યારે પણ બંધ ભલે પાપનો પડે પરંતુ અનુબંધ તો પુન્યનો પડતો હોય છે. સમકિત પામ્યા પછીની બાજી આખી પલટી જાય છે. 95% અનુબંધ પુન્યનો પડે છે.

સ.49 આત્મા સમકિત પામ્યો એટલે ગ્રંથિભેદ થઈ ગયો?

.49 હા. એક વખત આત્મા સમકિત પામે એટલે એનો ગ્રંથિભેદ થઈ જાય.

પછી તે સંસારમાં ગમે તેટલું રખડે, પણ ગ્રંથિભેદ તેને ફરી કરવાનો રહેતો નથી. તેણે મિથ્યાત્વનું મૂળિયું કાપી નાખ્યું હોવાથી મિથ્યાત્વ આત્મા પર કદાચ ટકે તો પણ સંસારમાં અમુક સમયથી વધારે તેને ન રખડાવે. કદાચ આત્મા દુષ્ટ બને, ઉગ્ર પાપ કરે તો પણ મિથ્યાત્વની ગાંઠ ફરી જામતી નથી. જ્યાં સુધી ગાંઠ ભેદાતી નથી ત્યાં સુધી સમકિતના દરવાજા બંધ છે.

સ.50 શરીરનું સ્વરૂપ કેવું છે?

.50 શરીર પોતે, ભૂખ-તરસ-થાક-ગંદકી આ ચારનું ઉત્પાદન કેન્દ્ર છે. તમે મળની ગંદકી કાઢી કે બીજી જ મિનિટે આંતરડામાં નવા મળનો સંચય કરવાનું ચાલુ... તરસ લાગી, પાણી પીધું, તૃપ્તિ થઈ (સુખ લાગ્યું)

બીજી જ મિનિટે તરસ લાગવાની પ્રક્રિયા ચાલુ. એક-બે કલાકે અસહ્ય તરસ થાય (દુઃખ) એટલે પાછું પાણી પીવું પડે. તમે પાંચ-છ કલાકે

ઉંઘીને ઉભા થાઓ તો ફ્રેશ બીજી જ પળે થાક લાગવાનું શરૂ. સાંજ સુધીમાં અસહ્ય થાક થાય એટલે પાછી ઉંઘ આવે. ભૂખનું પણ એવું જ.

ભૂખ લાગી, જમ્યા, પેટ ભરાઈ ગયું (સુખ) બીજી જ મિનિટે ભૂખ લાગવાની પ્રક્રિયા શરૂ... તે ધીમે ધીમે ત્રણ-ચાર કલાકે ભૂખ અસહ્ય થાય... (દુઃખ) શરીરના બધા સુખોમાં આજ વાત છે. શરીરની ગંદકી, થાક, ભૂખ, તરસનું કામચલાઉ નિવારણ કરવું તેનું નામ શારીરિક સુખ. અંદર તો આ માટેનું પ્રોડક્શન ચાલુ છે. આ આગ... ભૂખ-તરસ-

ગંદકીને થાકની આગ... જન્મ્યા ત્યારથી મૃત્યુ પામશું ત્યાં સુધી ચાલવાની છે. 84 લાખ જીવાયોનીમાં બધા શરીરોનું મૂળભૂત સ્વરૂપ આજ છે. નારકીમાં સૌથી વધુ પછી પશુ, પછી મનુષ્ય ને પછી દેવ.

એક બાજુ આ ભૂખ-તરસ-ગંદકીને થાકના દુઃખના ઉત્પાદનની ક્રિયા 60

અવિરતપણે ચાલુ છે ને બીજી બાજુ તેમાં ટેમ્પરરી રાહતના ઉપાયો જેવી ભોગની પ્રક્રિયા ચાલુ છે. જેનાથી આપણને જીવનમાં સુખનો આભાસ થાય છે. તે સિવાય ભૌતિક જગતમાં બીજી કોઈ સુખ નામની ચીજ છે જ નહિ. આ વેધક સત્ય છે, અંતિમ સત્ય છે.

સ.51 ઈન્દ્રિયોનું સ્વરૂપ કેવું છે?

.51 ઈન્દ્રિયોની ભૂખ તો શરીર કરતા અનેકગણી છે. આંખને નવા-નવા દૃશ્યો, ડીઝાઈનો, રૂપ, રંગ, દેખાવ, હજારો દૃશ્યો જોવાની ભૂખ પડી છે. પહેલા તમે મીઠાઈ ખાધી તો એટલાથી જીભને સંતોષ ન થયો -

એટલે કહેશે ફરસાણ - પછી ચટણી - પછી શરબત - છેલ્લે કાંઈ નહિ તો પાન મસાલો - પછી ચીંગમ - હજી કાંઈ જોઈએ... શરીરની ડીમાંડ તો થોડા સમય માટે શાંત રહે છે પરંતુ ઈન્દ્રિયોની 24 કલાક ભૂખ છે.

દેહની ભૂખ કરતા ઈન્દ્રિયોની હજારગણી વિકરાળ છે.

સ.52 મનનું સ્વરૂપ કેવું છે?

.52 જેમ કોઈ સ્વાદ ચાખો તો જીભ તૃપ્ત થાય, ખોરાક ખાઓ તો હોજરી તૃપ્ત થાય, પરંતુ સ્વાદનો સંગ્રહ કરવાની મનની ભૂખ તો કાયમ ભરેલી છે. કામ-ક્રોધ-માન-માયા વગેરે મનની ભૂખના જ જુદા પ્રકારો છે.

આ શરીર - ઈન્દ્રિય અને મનની ભૂખના ત્રાસથી આત્મા બેચેન અને આકુળ-વ્યાકુળ છે. છતાં આપણી કમનસીબી કે આ બધાને જ આપણે સુખના સાધન માનીએ છીએ.

સ.53 જીવ સમકિત ભણી ક્યારે ડગ ભરે છે?

.53 (1) જ્ઞાનથી સાચી વસ્તુ સમજીને અને અનુભવથી જાણીને ભૌતિક સુખ પ્રત્યેનો રાગ કપાતો જાય છે ને જીવ સમકિત જાણી ડગ ભરે છે.

આ છે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. (2) ક્યારેક જીવને એવું અકલ્પ્ય, અસહ્ય દુઃખ પડે છે કે તેને સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. આને દુઃખ ગર્ભિત વૈરાગ્ય કહે છે. આ દુઃખ નિમિત્તે તેને સંસાર પ્રત્યેનો, સુખ પ્રત્યેનો સહજ રાગ તૂટે છે ને જીવ સમકિત ભણી ડગ ભરે છે. માટે સાંસારિક કોઈ અનિચ્છનિય પ્રસંગ બને... જેમકે ધંધામાં ખૂબ મોટી ખોટ જવી, સ્વજનનું મૃત્યુ થવું, એકદમ નજદીકના સ્વજન તરફથી દુર્વ્યવહાર થવો ત્યારે વિચારવું કે ‘જીવ... તારો કરોડો વર્ષ જૂનો મોહ તોડવા માટે જેવો કે પતિમોહ, પત્નીમોહ, પુત્રમોહ વગેરે તોડવા માટે જ કુદરતે આ સંયોગો ઉભા કર્યા છે. તેમાંથી જ્ઞાન પામી, સમતામાં 61

રહી, દુઃખ આપનારને ફક્ત નિમિત્ત તરીકે જાણી જાતને સંસારથી અલિપ્ત કરવી. જે કાંઈ પરિસ્થિતિમાં તમે છો તેનો સહજ ભાવે સ્વીકાર કરી... રાગ દ્વેષથી મુક્ત થવા પ્રયત્ન કરવો. તો જ મિથ્યાત્વની ગાંઠ ભેદાશે અને આત્મ કલ્યાણ તરફ ડગ ભરાશે...’ આત્મશુદ્ધિ થાય ત્યારે જ સમકિત આવે. ખાલી ચિત્તશુદ્ધિનું મહત્ત્વ નથી.

સ.54 સમકિતી હોય તેને 18 પાપસ્થાનકમાં 18 મિથ્યાત્વ નામના પાપસ્થાનકની ક્ષમાપના આલોચના હોય?

.54 સમકિતીને મિથ્યાત્વની ગાંઠ ભેદાઈ છે, માન્યતામાં પરિવર્તન આવ્યું છે, પણ વર્તનમાં કાંઈ રાતોરાત પરિવર્તન નથી આવી જવાનું. ક્ષાયિક સમકિત પામ્યા એટલે હવે નવી ગાંઠ નહિ બંધાય, પણ જૂની સમાપ્ત નથી થઈ ગઈ... ઝાડને મૂળમાંથી ઉખેડી નાખવાથી ઝાડ કાંઈ તાત્કાલિક સુકાઈ નથી જવાનું. ભલે મૂળમાંથી કાઢ્યું હોય છતાં દરેક ઝાડની ફળદ્રુપતા પ્રમાણે એને સુકાતા અલગ અલગ સમય લાગશે. ભગવાને તો આપણને સમજાવવા માટે અલગ અલગ પાપ સ્થાનક બતાવ્યા છે.

બાકી મિથ્યાત્વ એટલે અઢારે અઢાર પાપનો સરવાળો જ છે. તમે પ્રાણાતિપાત કરો કે મૃષાવાદ એ બધું જિનાજ્ઞા વિરૂદ્ધ જ છે. માટે મિથ્યાત્વ જ છે. સમકિતીને પણ અઢારે પાપસ્થાનકની આલોચના હોય જ. ગુણસ્થાનકથી સમજો તો સમકિત ચોથે ગુણઠાણે આવે અને દેશવિરતિ પાંચમે ગુણઠાણે. જો દેશવિરતિને અઢારે પાપસ્થાનકની આલોચના હોય તો સમકિતીને કેમ નહિ?

સ.55 અનુબંધ અને માન્યતાને શું સંબંધ છે? બંધ એટલે શું? અનુબંધ એટલે શું?

.55 તમે વર્તમાનમાં જે કર્મ બાંધી રહ્યા છે તે બંધ છે. પણ એ કર્મ બાંધતી વખતે અંદરનો જે ભાવ છે, જે માન્યતાઓ પડેલી છે તે પ્રમાણે અનુબંધ પડે છે. આ બાંધેલું કર્મ જ્યારે ઉદયમાં આવે છે. ત્યારે પૂછડાની જેમ અનુબંધ પણ એની સાથે જ હાજર થઈ જાય છે. હવે જે કર્મ ઉદયમાં આવ્યું ત્યારે નવું કર્મ કેવું બાંધશો તેનો આધાર અનુબંધ પર છે. ટૂંકમાં તમે વર્તમાનમાં જે કર્મ બાંધો છો (શુભ કે અશુભ) તે કર્મમાં ભવિષ્યમાં જે કર્મ બંધાવવાની પ્રજનનશક્તિ પડી છે તે અનુબંધ છે. માટે બંધ કરતા પણ અનુબંધની મહત્તા વધારે છે. થોડા દાખલા-દલીલો સાથે આ વસ્તુ સમજીએ. દા.ત. તમે દર્શન-પૂજા-પઠન વગેરે ધાર્મિક ક્રિયા 62

કરી રહ્યા છો તેથી કર્મબંધ શુભ પડશે. પુણ્યનો બંધ પડશે પરંતુ તે વખતે પણ જેટલી જેટલી માન્યતા (અંદરમાં) જીનાજ્ઞા વિરૂદ્ધ ગોઠવાયેલી છે તે દ્વારા અનુબંધ સતત પાપનો પડી રહ્યો છે. હવે જ્યારે આ પુણ્યનો બંધ ઉદયમાં આવશે ત્યારે તે પુણ્યના પ્રભાવે એને ધર્મ માટેની બધી સામગ્રી મળશે પણ અનુબંધ પાપનો હોવાથી ધર્મમાં રૂચિ જ નહિ થાય.

જુઓ આમાં બંધ અને અનુબંધને પકડજો. (1) આખું વરસ ખાઈ ખાઈને ખડક્યું હોય તો ચોમાસામાં થોડું તપ-જપ કરશું એટલે શરીર ઉતરે.

આમાં તપ કરવાથી બંધ પુણ્યનો પરંતુ ભાવના શરીર ઉતારવા માટે અનુબંધ પાપનો. પુણ્યનો બંધ ધારો કે સારૂં રૂપ આપે પણ પાપનો અનુબંધ તેની સાથે જ ઉદયમાં આવશે ને કદાચ વેશ્યા વડે ધકેલી દેશે.

(2) આ તો વેવાઈ બાજુમાં બેઠા હતા એટલે રૂા.5000/- લખાવ્યા બાકી હું તો પાંચ રૂપિયા પણ આપું નહિ. આમાં રૂા.5000/- નું દાન કર્યું એટલે બંધ પુણ્યોનો પણ આશયશુદ્ધિ ન હોવાને કારણે અનુબંધ પાપનો. આ પુણ્યનો બંધ કદાચ ભવિષ્યમાં ધનનું સુખ આપી શકે

પરંતુ અનુબંધ ખોટો હોવાને કારણે એ ધન એને જુગારખાને કે

દારૂખાને ઘસડી જાય. દાન દેતા પણ દાનમાં નહિ પણ પરિગ્રહમાં રસ વધુ હોય છે તેથી અશુભ અનુબંધ પડે છે. રૂચિમાં કે માન્યતામાં ફેરફાર વગર અનુબંધમાં ફેરફાર કરવાનું શક્ય નથી. ધાર્મિક ક્રિયા કરવા છતાં રૂચિ જો સંસારની જ હોય અને મોક્ષની ન હોય તો અનુબંધ સંસારનો જ પડશે. ક્રોધને દૂર કરવાની ભાવના કે પ્રયત્ન એટલે બંધ શુભ પરંતુ એ દોષ કેમ કાઢવો છે? હાર્ટએટેક ન આવે માટે તેથી અનુબંધ અશુભ.

ધાતુક્ષયથી પીડાતા દર્દીને બ્રહ્મચર્ય પાળવું પડે માટે... બંધ પુણ્યનો.

પણ આશય શુદ્ધિ નથી માટે અનુબંધ પાપનો. જે સંસાર વૃદ્ધિનું કારણ બનશે. ધર્મક્રિયામાં જો કદાગ્રહ ભળી ગયો હોય તો સંસારનો અનુબંધ પડ્યા કરશે. જે તમને અનંત વર્ષો સુધી દુર્ગતિમાં ધકેલી દેશે. વર્ષો સુધી તપ કર્યો હોય પણ અંદરની ભાવના લોકોને દેખાડવાની, માન મેળવવાની, બદલો લેવાની, શરીર ઉતારવાની એવા અશુભ આશય હોય તો તે અનુબંધ ખોટો પડશે. તેથી એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે ભૌતિક સુખ આપશે પણ તેની સાથે જ ખોટો અનુબંધ હાજર થશે જ જે અહંકાર, ક્રોધ, માન, મદ કરાવશે જે સંસારવૃદ્ધિને દુર્ગતિના મહેમાન બનાવશે... માટે બંધ કરતા પણ અનુબંધથી ચેતો. એથી ઉલટું પાપનો બંધ પડ્યો હોય તો પણ ત્યારે જો અનુબંધ પુણ્યોનો પડે તો 63

જીવ બાજી જીતી જાય છે. અશુભ અનુબંધ પડે તો પાપની લીંક ચાલુ થાય છે. ને તેનું વિષચક્ર ચાલે.

સ.56 બંધ અનુબંધના ફળ એક વાર્તા દ્વારા સમજાવો.

.56 પૂષ્કર દ્વિપના ભરતક્ષેત્રમાં કુસુમપુર નામના નગરમાં શ્રીકાંત તથા શ્રીકાંતા નામે પતિ-પત્ની રહે. બન્ને ખૂબ ધર્મિષ્ઠ શ્રાવક-શ્રાવિકા એટલે બન્નેને બંધ પુણ્યોનો પરંતુ બન્નેનો અનુબંધ અલગ. એકને પુણ્યનો અનુબંધ પડેલો ને બીજાને પાપનો. બંધ બન્નેનો પુણ્યનો હોવા છતાં અનુબંધ એકને ક્યાં લઈ ગયો ને બીજાને ક્યાં??? આ ભવ પૂર્ણ કરી શ્રીકાંત ગંધારપુર નગરનો રાજકુમાર વિજયસેન બન્યો ને શ્રીકાંતા રાજપૂરોહિતના દિકરા તરીકે જન્મી. તેનું નામ વિભાવસુ જે પૂર્વભવના સ્નેહના કારણે રાજકુમાર વિજયસેન અને વિભાવસુ (શ્રીકાંત ને શ્રીકાંતા) અતિ નીકટના મિત્ર બન્યા. નગરમાં વસંતોત્સવ ચાલી રહ્યો હતો. યુવાનોની જુદી જુદી ટોળીઓ વિચિત્ર વેષભૂષા કરી ગીત-ગાન-

વાજીંત્રોના સુર સાથે નાચી રહ્યા હતા. રાજકુમાર વિજયસેન, વિભાવસુ ને તેના મિત્રો પણ નગરના મધ્યભાગમાં વસંતક્રીડા કરી રહ્યા હતા.

ત્યાં એક ઘટના બની. નગરના એ મધ્યભાગમાંથી ધોબી યુવાનોની ટોળી ગાતી-નાચતી પસાર થવા લાગી. તે જોઈને વિભાવસુ બરાડી ઉઠ્યો, અરે નીચ હલકટ ધોબીડાઓ, તમે કેમ અહીંથી પસાર થાઓ છો? જોતા નથી અહીં અમે રાજ પરિવારના યુવાનો નાચી રહ્યા છીએ!

ઉષદત્ત નામનો જવાન ધોબી બોલ્યો અમને ખબર નહિ આપ અહીં ખેલી રહ્યા છો. વિભાવસુએ કહ્યું શું તમારે આંખો નથી ધોબીડાઓ?

આંધળા છો? ત્યારે ઉષદત્ત ધોબીએ જરા કડક અવાજે જવાબ આપ્યો કે, ‘‘પણ નગર બહાર જવાનો આ જ તો રસ્તો છે, બીજે કયા રસ્તે બહાર જઈએ?’’... ‘‘અલ્યા તારી જીભ લાંબી લાગે છે, લપ લપ બોલ્યે જાય છે.’’ એમ કહી વિભાવસુએ (શ્રીકાંતાનો જીવ) રાજસૈનિકોને કહ્યું આ ઉષદત્તને મજબૂત દોરડાથી બાંધો. સૈનિકોએ ઉષદત્ત ધોબીને આખા શરીરને દોરડાથી કચકચાવીને બાંધ્યો, ત્યારબાદ વિભાવસુએ એક સળિયો તપાવ્યોને ઉષદત્તના શરીર પર ડામ દેવા લાગ્યો. ઉષદત્ત ચીસો પાડવા લાગ્યો. ‘‘તું બચ્ચા આજ લાગનો છે.’’ એમ કહીને ઉષદત્તના શરીરે ઉઠી આવેલા ફોલ્લા પર ખાર ભભરાવ્યો. ઉષદત્તની ચીસોથી ત્યાં ઉભેલા બધા કમકમી ઉઠ્યા, પણ વિભાવસુ ને બધા રાજકુમારના મિત્ર તરીકે ઓળખતા હતા એટલે કોણ છોડાવે? વિભાવસુએ ઉષદત્તને 64

ખૂબ રંજાડીને કારાવાસમાં બંધ કરાવી દીધો. આ જ વખતે વિભાવસુએ કુતરાની પશુયોનિમાં જનમવાનું આયુષ્યકર્મ બાંધી લીધું હતું. હજી તો આ વાર્તાની શરૂઆત છે. આગળ હજી ઘણું છે પણ અહીંથી તમે બંધ-અનુબંધનો હિસાબ લગાવતા જાઓ. શ્રાવક-શ્રાવિકા, શ્રીકાંત અને શ્રીકાંતાનો બંધ જરૂર પુણ્યનો હશે તેથી તરત જ માનવભવ મળ્યો.

એક રાજાનો દીકરો બન્યો, બીજો પણ શ્રીમંત પરિવારનો પુત્ર ને રાજકુમારનો મિત્ર... સ્ત્રીપણામાંથી પુરૂષપણું પામ્યો. આ બધું કોણે આપ્યું? પુણ્યના બંધે... પણ સાથે સાથે જ અનુબંધ કેવો હશે? પાપનો, મિથ્યાત્વનો... એ અનુબંધ આ બંધની સાથે જ પુંછડાની જેમ હાજર થયો. એ અનુબંધે શું આપ્યું? જાતિ-મદ-અહંકા ને ક્રોધ... ને એને કારણે કુતરાની પશુયોનિમાં જવાનું કર્મ બાંધ્યું... ક્યાં ધર્મમય શ્રાવિકાનું જીવન, ક્યા સુખ વૈભવ પામેલો વિભાવસુ અને ક્યાં દુઃખમય કુતરાનું જીવન... તો સમજો... બંધના ઉદય વખતે નવું કર્મ કેવું બંધાશે તેની તાકાત અનુબંધમાં છે માટે અનુબંધમાં સજાગ રહો. હવે આગળની વાર્તા સાંભળો, તમારૂ હૃદય હચમચી જશે. થોડા જ મહિનાઓ પછી વિભાવસુ મૃત્યુ પામે છે. તેના મૃત્યુથી દુઃખી બનેલો રાજકુમાર કોઈક કેવલી ભગવંતને પુછે છે કે મારો મિત્ર વિભાવસુ મરીને કઈ ગતિમાં ઉત્પન્ન થયો છે? એનો વિયોગ મને કેમ સંતાપે છે? ત્યારે કેવલી ભગવંત કહે છે કે કુમાર, તારો ને વિભાવસુનો પૂર્વ જન્મનો ગાઢ પ્રેમસંબંધ હતો. પતિ-પત્નીનો સંબંધ હતો! માટે તેનો વિયોગ તને સંતાપે છે. હે કુમાર... આ નગરમાં ઉષદત્ત નામના ધોબીને ત્યાં પાળેલી કુતરી છે તેના પેટે તારા મિત્રનો જીવ કુતરા તરીકે જન્મ્યો છે. કુતરો તોફાની હોવાથી અને અજાણ્યા માણસોને કરડતો હોવાથી ધોબી તેને મજબૂત દોરડાથી બાંધી રાખે છે. ખાવાનું પુરૂ આપતો નથી. કુતરાની પાસે બાંધેલા ગધેડાની વારંવાર લાતોથી અધમુઓ થઈ ગયો છે.

પોતાની ગતજન્મની પત્ની અને આ જન્મના મિત્ર વિભાવસુના કુતરાના ભવની વાત સાંભળી રાજકુમાર વિજયસેનને તીવ્ર વૈરાગ્ય પેદા થયો.

હવે મુલ્યાંકન કરો વિજયસેનના બંધ અને અનુબંધનું... શ્રાવકપણામાં કરેલા પુણ્યના બંધને કારણે રાજકુમારપણું, સુખ, વૈભવ, પંચાગપૂર્ણપણે મળ્યા અને અનુબંધ પણ શુભ હશે જેણે આટલી સુખસમૃદ્ધિમાં વૈરાગ્ય જગાવ્યો. એટલે સમજો અનુબંધનું મહત્ત્વ કેટલું છે. શ્રીકાંતને અનુબંધ એને ઉપર લઈ જશે જ્યારે શ્રીકાંતાનો અનુબંધ 65

એને નીચે લઈ જશે. હજી તો તમે જુઓ શ્રીકાંતાના અનુબંધે એક પછી એક દુર્ગતિની કેવી શ્રેણી સર્જે છે. એક કુતરાના ભવથી પતી નથી ગયું.

વિજયસેન કેવળજ્ઞાનીને એના આગલા ભવ વિષે પૂછે છે, ત્યારે કેવળજ્ઞાની મુનિ કહે છે. હે કુમાર... વિભાવસુએ એવા ચીકણાં કર્મ બાંધ્યા છે કે આવી અનેક દુર્ગતિમાં એને જન્મવું પડશે. જેટલી તીવ્રતાથી એણે ઉષદત્તને ત્રાસ આપ્યો હતો એના કરતા હજારગણો ત્રાસ એણે સહેવો પડશે. (1) થોડા દિવસમાં કુતરો મૃત્યુ પામી ઉષદત્તના ઘરે જે ગધેડી છે તેના પેટે ગધેડા તરીકે જન્મશે. ઉષદત્તને એ ગધેડો દીઠો નહીં ગમે ઉષદત્ત એને દંડાથી મારશે. પથ્થરથી મારશે. એના પર ખૂબ માલ ભરી એને દોડાવશે, નહીં દોડે, બેસી જશે તો ખૂબ મારશે. ભૂખ્યો તરસ્યો બાંધી રાખશે. એને ત્રાસપૂર્વક આયુષ્ય પૂર્ણ થતા પાછો આ જ નગરમાં જન્મશે. (2) આ નગરમાં માતૃદત્ત નામનો ચંડાળ વસે છે.

તેની પત્ની ઉષદત્ત ધોબીની સાથે વ્યભિચાર સેવતા ગર્ભવતી થશે.

ગધેડાનો જીવ (શ્રીકાંતા-વિભાવસુ) તેના પેટે જન્મશે. નપુસંક હશે.

અત્યંત કદરૂપો હશે. તેના માત-પિતાને દીઠો નહિ ગમે, કોઈનોય પ્રેમ નહિ મળે, તીરસ્કાર-અનાદર મળશે. ચંડાળ એને રોજ મારશે, ખૂબ ત્રાસ અનુભવશે, યુવાન થશે ત્યારે જંગલમાં ભાગી જશે. વૃક્ષ નીચે બેઠો હશે ત્યાં સિંહ એનો કોળિયો કરી જશે. પાછો એનો જીવ એ જ ચંડાલણીના પેટમાં પહોંચી જશે. (3) ચંડાળની પુત્રી તરીકે જન્મશે.

કોઈને નહીં ગમે. ચંડાલણી એને રોજ મારશે, પુરતુ ખાવાનું નહિ આપે. માંડ છ-સાત વરસની થશે ત્યાં ઉકરડામાં રમતી હશે ત્યારે લીલોછમ વિષધર કરડશે ને મૃત્યુ પામશે. જુઓ આ પાડેલા ખોટા અનુબંધ શ્રીકાંતાની શું દશા કરી છે. શ્રીકાંતાની જગ્યાએ તમારી જાતને મૂકીને જોજો. મેં તો આવા કેટલાય ખોટા અનુબંધ પાડ્યા હશે ને હજી પાડું છું. મારૂ શું થશે? (4) શ્રીકાંતાની તકલીફોનો હજી અંત નથી આવ્યો. ફરી પાછું એ જ ઉષદત્ત ધોબીનું ઘર... ધોબીની દત્તિકા નામની દાસીના પેટે ફરી નપુંસક તરીકે જન્મ, જન્મથી જ અંધ... ઉંમર વધશે પણ શરીર નહીં વધે. શરીર એક હાથનું રહેશે. ઠીંગણો, આંધળો, નપુંસક છોકરો કોને ગમે? ઠોકરો ખાશે, જમીન પર પટકાશે, લોહી નીકળશે, રૂદન કરશે. આ રીતે જીવન જીવતા એક દિવસ આગમાં બળીને મરી જશે. (5) પાછો એ જ દાસીના પેટે જન્મ. પગ વિનાની છોકરીના રૂપમાં જન્મ પીઠ ઘસડીને ચાલશે એટલે પીઠ સર્પી કહેવાશે. પેટ પૂરતું ખાવા નહિ મળે. મા-બાપ રોજ મારશે. કડકડતી ઠંડીમાં રાતભર ઘરની બહાર રાખશે. એક દિવસ પીઠ ઘસડતી રાજમાર્ગ પરથી પસાર થતી હશે ત્યારે એક ઉન્મત્ત હાથી દોડતો આવશે એને કચડી નાખશે. (6) મરીને પાછી ઉષદત્તની પત્ની જનીકા ધોબણના પેટે પુત્રીરૂપે જન્મશે.

પારાવાર દુઃખ, ત્રાસ, વેદનાઓ સહેતી મોટી થશે. હજી યૌવનનો પ્રારંભ પણ નહિ થયો હોય ત્યાં ધોબી એને અતિ દરિદ્ર યુવક સાથે પરણાવી દેશે. ગર્ભવતી થશે, પ્રસુતી સમયે મૃત્યુ પામશે. (7) ફરી એ જ ધોબણના પેટે પુત્રરૂપે જન્મશે. હવે એના પાપકર્મ ઘણા ભોગવાઈ જશે એટલે માત-પિતાનો થોડો સ્નેહ મળશે. પણ આયુષ્ય ટૂંકું હશે.

નદી કિનારે રમતો હશે ત્યારે તેના પિતાનો શત્રુ તેના ગળે પથ્થર બાંધી નદીના ઉંડા પ્રવાહમાં ફેંકી દેશે. જોયું આ ખોટા અનુબંધે શ્રીકાંતાને કેવા કર્મ બંધાવ્યા... નીચગોત્ર કર્મ, દુર્ભાગ્ય નામ કર્મ, અપયશ નામ કર્મ, આનાદેય કર્મ, દુઃસ્વર નામ કર્મ, અંતરાય કર્મ વગેરે અનેક પાપ કર્મ બાંધી લીધા. હવે તમને સમજમાં આવ્યું કે જ્યારે બંધનો ઉદય થશે ત્યારે અનુબંધ પૂછડાની જેમ એની સાથે જ આવશે...

તે બંધના ઉદય વખતે નવું કર્મ કેવું બંધાવવુ તે તાકાત અનુબંધમાં છે.

માટે અનુબંધને શુદ્ધ કરો. માન્યતાને બદલો જિનાજ્ઞા સાથે મેચ કરો.

સમજી લો કે મેં ઉપધાન કર્યા બંધપુન્યનો - પણ તેમાંય જગ્યા અનુકૂળ મળી તો રાગ નહિ તો દ્વેષ બાજુનુ વ્યક્તિ બરાબર મળ્યું તો રાગ નહિ તો દ્વેષ કોઈ મળવા આવ્યું તો સુખ નહિ તો દુઃખ કોઈ એ શાતા પૂછી તો સુખ નહિ તો દુઃખ, ગુરૂ, ગુરૂણી કે વૈયાવચ્ચવાળાએ બરાબર ધ્યાન રાખ્યું તો સુખ નહિ તો દુઃખ. આવા રાગ-દ્વેષમાં રમતા આપણે બંધ ભલે પુણ્યનો પાડીએ પણ અનુબંધ પાપનો પડે છે. જે વિભાવસુ જેવી દશા કરી નાખે છે. માટે જ જ્ઞાનીઓ આવી ક્રિયાને ગરલ ક્રિયા, વિષ ક્રિયા કહે છે. જે થોડું પુન્યફળ આપે છે. પણ અનંતગણું પાપનું ફળ આપે છે. પાછો એ પાપનો ગુણાકાર થયા કરે છે. તમે જુઓ વિભાવસુએ તો બે-ચાર કલાક સુધી ઉષદત્તને સંતાપ્યો હતો, માર્યો હતો પણ ઉષદત્ત દ્વારા કેટલાય ભવો સુધી માર ખાશે. નવ નવ ભવ સુધી દારૂણ દુઃખ આપે છે. તે પછી વ્યંતર દેવનો ભવ થશે તે પછી મનુષ્ય જન્મ પામી પાછો પશુયોનિમાંય જશે. નરકમાંયે જશે. આમ હજારો ભવ સંસારમાં ભટકશે. છેવટે આ જ ગંધાર દેશનો રાજા બનશે. સંસાર સુખ પ્રત્યે વિરક્ત થઈ મુક્તિ પામશે. આ બાજું શ્રીકાંતનું મુલ્યાંકન કરો... બંધ તો બન્નેના શુભ હતા... પણ આનો અનુબંધ પણ શુભ હોવાને કારણે એને કેવળી ભગવંતનો સંયોગ મળ્યો... વિભાવસુના ભવોનું વર્ણન સાંભળી એ વિચારે છે કે ગૃહવાસમાં કષાય થઈ જતા વાર ના લાગે. ગઈકાલે મારા મિત્રે કષાય પરવશ થઈ મોટી ભૂલ કરી આવતીકાલે હું પણ કષાયાધીન બની આવી કે બીજી મોટી ભૂલ કરી બેસું તો? મારી પણ એ જ દુર્ગતિ થાય, મારે મારા કષાયોને કાઢવા છે તેના ઉપર વિજય મેળવવો હોય તો મારે ગૃહવાસ છોડી જ્ઞાન-ધ્યાનમાં લીન થવું જોઈએ. મારો આત્મા જાગી ગયો છે. મારામાં તીવ્ર વૈરાગ્ય જન્માવી દીધો છે. કેવળજ્ઞાની ગુરૂએ વિભાવસુની ભવયાત્રા બતાવી મારા પર અનંત ઉપકાર કર્યો છે. તેથી હું સંયમનો સ્વીકાર કરી આત્મકલ્યાણ કરીશ. હવે જુઓ પુણ્યના બંધ બન્નેને ખાનદાન ઘરમાં જન્મ, સુખવૈભવ, ઉત્તમ ચરિત્રવાળા માત-પિતા, સુંદર રૂપ, નિરોગી શરીર, કોઈ બંધન નહિ, પરાધીનતા નહિ, લોકોમાં માન-સન્માન આપ્યું જ્યારે બંધની સાથે જ હાજર થયેલા અનુબંધે એકને દુર્ગતિના ભવોની હારમાળા જ્યારે બીજાને આશય શુદ્ધિવાળા અનુબંધે આપી મોક્ષમાળા.

સ.57 જૈન શાસ્ત્રકારોએ લોક કોને કહ્યું છે? તે કેવડું છે? તેનો આકાર કેવો છે?

.57 આખી જીવસૃષ્ટિના નિવાસ સ્થાનને જૈન શાસ્ત્રકારોએ લોક કહ્યું છે.

તે ‘ચૌદ રાજલોક’ પ્રમાણ છે. તેનો આકાર બે પગ પહોળા કરી, કમ્મર પર હાથ રાખી, ઉભા રહેલા પુરૂષના આકાર જેવો ચૌદ રાજલોકનો આકાર છે.

સ.58 આ ‘રાજલોક’ શું છે? તે કેવડું મોટું છે?

.58 જૈન ગણિતમાં એક પ્રકારના માપને ‘રાજલોક’ કહેવાય છે તેનું પ્રમાણ ઘણું મોટું છે. તેને આપણે શ્રદ્ધાથી સ્વીકારવું જોઈએ. કારણકે એક રાજલોક બરાબર અસંખ્ય ક્રોડાક્રોડી યોજન પ્રમાણ છે. આપણા શાસ્ત્રમાં રાજલોકનું પ્રમાણ દેવની શક્તિના ઉદાહરણથી બતાવ્યું છે. (1) એક આંખના પલકારામાં એક લાખ યોજનની ગતિ કરનારો દેવ, છ મહિનામાં જેટલો રસ્તો કાપે તેટલી લંબાઈ એક ‘રાજ’ કહેવાય છે.

અથવા તો (2) કોઈ દેવ 3,81,27,970 મણ (1 મણ એટલે 20

કીલો) વજનવાળા લોખંડના નક્કર ગોળાને પોતાની પુરી શક્તિથી ઘુમાવીને ફેંકે અને તે ગોળો છ મહિના સુધી પડતો પડતો જ્યાં સુધી જાય ત્યાં સુધીના માપને એક ‘રાજ’ કહેવાય. એવા ચૌદ રાજલોક પ્રમાણ આ વિશ્વ છે.

સ.59 આ ‘લોક’ ક્યાં આવેલો છે? મેરૂ પર્વત ક્યાં છે?

.59 અલોકની મધ્યમાં લોક રહેલો છે. લોકની મધ્યમાં ત્રસનાડી છે. તે એકરાજ પહોળી ને ચૌદરાજ લાંબી છે. આ ત્રસનાડીની મધ્યમાં તિર્ચ્છાલોક છે. તિર્ચ્છાલોકની મધ્યમાં મનુષ્યલોક છે ને મનુષ્યલોકમાં જંબુદ્વીપની મધ્યમાં મેરૂપર્વત છે.

સ.60 શું આ ‘ત્રસનાડી’માં જ આ બધા જીવ રહેલા છે? તેની બાહર કોઈ જીવ નથી?

.60 જીવ બે પ્રકારના છે. ત્રસ અને સ્થાવર. પોતાની ઈચ્છા પ્રમાણે હલન-

ચલન કરનારા ત્રસજીવો છે અને એક જ સ્થાન પર રહેનારા વૃક્ષ વિગેરે સ્થાવર જીવો છે. આ ‘ત્રસનાડી’માં ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારના જીવો રહેલા છે. કોઈપણ ત્રસ જીવ ત્રસનાડીની બહાર નથી.

સ.61 આ લોકાકાશના કેટલા ભાગ છે? કયા કયા?

.61 આ લોકાકાશના ત્રણ ભાગ છે. ઉર્ધ્વલોક, તિર્ચ્છાલોક અથવા મધ્યલોક અને અધોલોક. ઉર્ધ્વલોકની ઉંચાઈ સાતરાજમાં 1800 યોજન ઓછી, તિર્ચ્છાલોક 1800 યોજન અને અધોલોક સાતરાજ ઉંચાઈવાળો છે.

આમ ત્રણે લોક મળીને ચૌદરાજલોક ઉંચાઈ છે.

સ.62 આ તિર્ચ્છાલોક કેટલા વિસ્તારવાળો છે? અત્યારે આપણે ક્યાં રહીએ છીએ?

.62 આ તિર્ચ્છાલોક એક રજુપ્રમાણ વિસ્તારવાળો છે. તેમાં એક દ્વીપ, એક સમુદ્ર, એક દ્વીપ, એક સમુદ્ર એમ ક્રમથી દ્વીપ સમુદ્ર છે. સૌથી પ્રથમ દ્વીપ છે તેને જંબુદ્વીપ કહેવાય છે. આ દ્વીપ એક લાખ યોજન લાંબો-

પહોળો ને જાડો છે. તેને દ્વીપ એટલા માટે કહેવાય છે કે એની આસપાસ ચારે તરફ ચુડીના આકારનો લવણ નામનો સમુદ્ર છે. આ જંબુદ્વીપમાં એક પર્વત એક ક્ષેત્ર અને એક પર્વતનો ક્રમ છે. આવા છ કુલગિરી પર્વત છે. જેને વર્ષધરૂ પર્વત પણ કહેવાય છે. આ પર્વતને કારણે જંબુદ્વીપ અનેક ભાગોમાં વહેંચાઈ જાય છે. તેમાં ત્રણ કર્મભૂમિ અને છ અકર્મભૂમિઓ છે. કર્મભૂમિમાં ભરતક્ષેત્ર, મહાવિદેહક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર છે. આમાંના ભરતક્ષેત્રમાં અત્યારે આપણે રહીએ છીએ.

આ એક ક્ષેત્ર પાર કરીને બીજા ક્ષેત્રમાં જવું મનુષ્ય માટે સંભવ નથી.

આ વર્ષધર પર્વત એટલા મોટા પણ છે ને શાશ્વત પણ છે. જંબુદ્વીપની 69

બરાબર મધ્યમાં મેરૂ પર્વત છે. જેનાથી જંબુદ્વીપની મધ્યમાં રહેલા મહાવિદેહ ક્ષેત્ર બે વિભાગમાં વિભાજીત થઈ ગયું છે.

સ.63 મેરૂપર્વત કેવો છે? કેવડો છે? તેનું નામ મેરૂપર્વત કેમ પડ્યું?

.63 મંદરદેવના નામથી આ પર્વતનું નામ મેરૂ પર્વત પડ્યું છે. મંદરદેવ એમના અધિષ્ઠાયક છે. આ સંપૂર્ણ પર્વત સોનાનો એક લાખ યોજન ઉંચાઈવાળો ત્રણ કાંડવાળો છે. (કાંડ એટલે ભાગ) તેનો 1000 યોજનનો ભાગ ભૂમિમાં રત્નપ્રભા નામની પહેલી નારકીમાં દબાયેલો છે. 99,000

યોજન બહાર છે. પૃથ્વી પર એનો વિસ્તાર દસ હજાર યોજન છે ઘટતો ઘટતો ઉપર ટોચ સુધી 1000 યોજન રહી જાય છે. તેના પછી ચાલીસ યોજનની ઉંચાઈવાળી ચુલિકા છે. આ પર્વત જ્યાં ભૂમિમાંથી બહાર આવે છે તે મેરૂપર્વતની તળેટીને સમભૂતલા પૃથ્વી કહે છે. જેમ આપણે ઉંચાઈનું માપ Sea Level થી ગણીએ છીએ તેમ જૈન જગતનું સંપૂર્ણ ગણિત-માપ-આ સમભૂતલા પૃથ્વીથી ગણાય છે.

સ.64 મેરૂ પર્વતના ત્રણેય કાંડ (ભાગ) સમજાવો તેને સ્નાત્રમાં જે ત્રિગડું મુકીએ છીએ તેની સાથે શું સંબંધ છે?

.64 મેરૂ પર્વત એકહજાર યોજન જમીનમાં છે. તે ભાગને કન્દ કહેવાય છે.

આ પર્વત જ્યાં ભૂમિમાંથી બહાર આવે છે ત્યાં ભદ્રસાલ નામનું વન છે (1) આ ભદ્રસાલ તળેટીથી પાંચસો યોજન ઉપર જઈએ તો નંદનવન આવે છે. આ પહેલો ભાગ કહેવાય છે. આ પહેલો કાંડ માટી-પત્થર-

વજ્રરત્ન-કાંકરાનો બનેલો છે. (2) બીજો ભાગ નંદનવનથી 62,500

યોજન ઉપર જવાથી સોમનસ નામે વન આવે છે તે છે. આ બીજા કાંડમાં સ્ફૂટિક રત્ન, એકરત્ન, ચાંદી અને સુવર્ણ આ ચારેય વસ્તુની અધિકતા છે. (3) સોમનસ વનથી છત્રીસ હજાર યોજન ઉપર જઈએ તો પાડુંકવન આવે છે. આ ત્રીજા કાંડમાં જંબૂનાદ સુવર્ણ અધિકમાત્રામાં છે. આનાથી ઉપર ચૂલિકા છે એટલે કે ચોટીનો ભાગ છે. ને પાંડુક વનની મધ્યભાગમાં છે. તીર્થંકર ભગવાનનો જન્મ મહોત્સવ મેરૂપર્વતના પાંડુકવનમાં થાય છે. પાંડુકવનમાં ચારે દિશામાં ચારે અભિષેક શિલાઓ છે. તેના ઉપર સિંહાસન છે. આ સિંહાસન પર પ્રભુના જન્મસમયે ચોસઠ ઈન્દ્ર મળીને જન્માભિષેક મહોત્સવ કરે છે. સ્નાત્ર માટેનું ત્રિગડું- તે મેરૂપર્વતના ત્રણેય ભાગનું પ્રતિનિધિત્વ કરે છે.

સ.65 શું કોઈ ક્ષેત્ર આપણા વિચારો પર અસર કરી શકે છે?

70