This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
સ.1 આ જગત કોણે બનાવ્યું ?
જ.1 આ જગતનો કોઈ કર્તા નથી. જગત અનાદિ-અનંત છે. એટલે કે અનંતા વર્ષોથી છે અને અનંતાકાળ સુધી રહેશે. વિજ્ઞાન પણ એ વાત માને છે કે
આ જગતમાં કોઈ ચીજ બનાવાઈ હોય એવું લાગતું નથી કે કોઈ ચીજ નષ્ટ પણ થતી નથી. ફક્ત ચીજમાં નિરંતર રૂપાંતર થયા કરે છે.
સ.2 તો શું ભગવાને આ જગત નથી બનાવ્યું ?
જ.2 ના. કેમકે જો એમ માનવામાં આવે કે ભગવાને આ જગત બનાવ્યું તો પછી ભગવાનને કોણે બનાવ્યા? વળી ભગવાને જગત શું કામ બનાવ્યું ? શું એમને જગત બનાવવાની ઈચ્છા થઈ? જો ભગવાન જ ઈચ્છા વગર ન રહી શકે તો માનવ ઈચ્છા રહિત કેવી રીતના રહી શકે? શું જગત બનાવ્યા વગર ભગવાનનેચેન નહોતું પડતું? જેમ એક ચિત્રકારને ચિત્ર બનાવ્યા વગર ચેન ન પડે તેમ? માટે ભગવાને જગત બનાવ્યું તે કલ્પના બાલિશ છે. જો ભગવાન જગત બનાવેતો એ કર્તા થઈ જાય. જો કર્તા થાય તો ભોક્તા પણ બનવું પડે. તો પછી એ ભગવાન કેમ કહેવાય? જો ભગવાને જગત બનાવ્યું હોય તો બધા એકસરખા હોવા જોઈએ. કોઈ સુખી તો કોઈ દુઃખી કેમ? કોઈ અપંગ તો કોઈ સંપૂર્ણ કેમ? શું ભગવાન પણ ભેદભાવવાળા છે? માટે એ તર્કસિદ્ધ છે કે ભગવાને આ જગત નથી બનાવ્યું. વળી જો કોઈ એમ કહેતું હોય કે આ જગત ભગવાને બનાવ્યું પણ ભગવાનને કોઈએ નથી બનાવ્યા તો એ નક્કી થઈ ગયું કે આ જગતમાં એવું કાંઈક છે જે કોઈએ નથી બનાવ્યું તો પછી આખું જગત જ કોઈએ નથી બનાવ્યું એમ માનવામાં શું અડચણ છે?
સ.3 જગતમાં આટલી વિવિધતા કેમ દેખાય છે ?
જ.3 કારણકે જગતમાં દરેક જીવ કર્મને આધીન છે. દરેકનો આત્મા સ્વયંજ પોતે કરેલા પાપ-પુણ્ય કર્મના આધારે પોતેજ પોતાના શરીરની રચના કરે છે. આત્મા કેવું શરીર ધારણ કરશે, કોણ એના મા-બાપ, ભાઈ-
બહેન બનશે, કયા કુટુંબમાં જન્મ લેશે, જીવન દરમ્યાન કેટલું સુખ દુઃખ પ્રાપ્ત કરશે, બધું જ આત્માએ પોતે જ કરેલા શુભ-અશુભ કર્મ પ્રમાણે જ નક્કી થાય છે. માટે આ જગતની વિચિત્રતા જોઈ કાંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી. “જગત જીવ હે કર્માધીના અચરજ કછુઆ ન લીના'.
સ.૪ જીવ ક્યાંથી આવ્યો? પહેલા જીવ હતો કે પહેલા કર્મ?
જ.૪ જો એમ માનવામાં આવે કે પહેલા જીવ હતો પછી કર્મ એને આવીને વળગ્યા તો પછી પહેલા જીવ કર્મ રહિત એટલે કે શુદ્ધ-બુદ્ધ હતો તો પછી મોક્ષે કેમ ચાલ્યો ન ગયો કે જો એમ માનવામાં આવે કે પહેલાં કર્મ હતું પછી જીવ તો જીવ વગર કર્મ કર્યા કોણે? જ્ઞાની કહે છે કે અનાદિકાળથી કર્મ જીવની સાથે જ લાગેલા છે. જેમ ખાણમાંથી સોનું કાઢવામાં આવે તો તેની સાથે માટી અશુદ્ધિઓ ભળેલી જ હોય છે. કોઈ કહી ન શકે કે પહેલા માટી કે પહેલા સોનું? જેમ સોનુંને માટી સાથે જ ખાણમાંથી બહાર આવે છે તેમ જીવ અને કર્મ અનાદિકાળથી સાથે જ લાગેલા છે. જેમ સોનાને અગ્નિમાં તપાવીને તેની અશુદ્ધિ દૂર કરીને શુદ્ધ સો ટચનું સોનું મેળવવામાં આવે છે, બસ તેવી જ રીતે શુક્લધ્યાનની અગ્નિમાં જીવ તપે છે. જ્ઞાનાગ્નિથી કર્મરૂપી મેલની નિર્જરા કરે છે. જ્યારે સંપૂર્ણ કર્મરૂપી મેલથી મુક્ત થઈ જાય છે ત્યારે શુદ્ધ સોનાની જેમ આત્મા શુદ્ધ-બુદ્ધ બને છે. આત્મા સિદ્ધ સ્વરૂપી બને છે.
સ.૫ જીવોની ખાણ કઈ?
જ.૫ જીવોની ખાણ નિગોદ છે. એક રાઈ જેવડા ટુકડામાં અનંતા નિગોદના શરીર છે. ને એક શરીરમાં અનંત જીવો છે. આમ ચૌદ રાજલોકમાં કાજળના કંપાની જેમ ઠાંસી ઠાંસીને જીવો ભરેલા છે. એક સોયની અણી ખૂંચે એટલી પણ જગ્યા બાકી નથી.
સ.૬ નિગોદના જીવ કેવા હોય?
જ.૬ સાધારણ નામકર્મના ઉદયથી એક શરીરના આશ્રયે અનંતા અનંત જીવો સમાનરૂપે જેમાં રહે છે, મરે છે અને પેદા થાય છે તે અવસ્થાવાળા જીવોને નિગોદના જીવો કહેવાય. નિગોદ એટલે એક ઇંદ્રિયરૂપે જન્મી એક શ્વાસ લઈને મૂકીએ તેટલા સમયમાં સત્તર-અઢાર વાર જન્મ-મરણ કરવાની અવસ્થા. આમ ભવ ભલે અનેક બદલાઈ જાય પણ શરીર એક જ રહે છે. અડતાલીસ મિનિટની અંદર ૬૫,૫૩૬ ભવ નિગોદનો જીવ કરે છે.
આવા અનંતા ભવ જન્મ-મરણના દુઃખ ભોગવીને આપણા બધાનો જીવ નિગોદમાંથી બહાર નીકળ્યો છે.
સ.7 નિગોદના એક બે ઉદાહરણ આપો.
જ.7 લીલ-ફૂગ-સેવાળ વગેરે બાદર નિગોદના ઉદાહરણ છે. જીવ પહેલા સુક્ષ્મ નિગોદમાંજ હોય છે ત્યાંથી બાદર નિગોદમાં આવે છે. સૂક્ષ્મ નિગોદના ગોળા નરી આંખે જોઈ શકાતા નથી. કંદમુળ પણ બાદર નિગોદ છે.
સ.8 જીવ નિગોદમાંથી બહાર ક્યારે નીકળે? શું આપણા બધાના જીવ પણ નિગોદમાં જ હતા?
જ.8 હા, આપણા બધાના જીવ પણ નિગોદમાં જ હતા. જ્યારે એક જીવ સિદ્ધિપદને પામે એટલે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. આપણો જીવ પણ ત્યારે જ બહાર નીકળ્યો જ્યારે એક જીવ સિદ્ધ પરમાત્મા બન્યો. આમ સિદ્ધભગવંત આપણી પ્રથમ માતા છે. એમનો આપણા પર અનંત ઉપકાર છે.
સ.9 નિગોદમાં તો એક જ શરીરમાં અનંતા જીવો રહેલા છે તો નિગોદમાંથી બહાર નીકળવામાં કયા જીવનો નંબર લાગે?
જ.9 નિગોદના જીવોની દ્રવ્ય ઈંદ્રિય એક જ છે પણ ભાવ ઈંદ્રિય દરેકની અલગ-
અલગ. માટે બધાના પરિણામ ભિન્ન છે. માટે કયો જીવ બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવશે તે જીવના ભાવ-પરિણામ ઉપર આધારિત છે.
ત્યાં પણ શુભ-અશુભ ભાવ પરિવર્તન થયાજ કરે છે. વળી એક એક શરીર વિષે અનંતા જીવો રહેલા છે માટે સહન તો કરવાનું જ છે પણ જે જીવ અકળાયા વગર સહન કરે છે તે કર્મ ખપાવી બહાર નીકળે છે. નિગોદમાંથી જીવ બહાર નીકળી બીજા ભવમાં જાય તેને જીવ ‘વ્યવહાર રાશિ’ માં આવ્યો કહેવાય. જ્યાં સુધી જીવ નિગોદમાં જ હોય ત્યાંથી બહાર નીકળ્યો જ ન હોય તો તેને ‘અવ્યવહાર રાશિનો જીવ’ કહેવાય. (જુઓ સ.315)
સ.10 નિગોદનો જીવ કેટલા સમય માટે નિગોદમાં રહે અને કેટલા સમય માટે બહાર નીકળે?
જ.10 નિગોદના જીવ ઓછામાં ઓછું એક અંતર્મૂહુર્તને વધુમાં વધુ અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી નિગોદમાં રહે છે. એક પુદ્ગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અસંખ્ય ચોવીસી વિતી જાય. નિગોદનો જીવ 2 હજાર
સાગરોપમ માટે ત્રસપણું પામે છે. (હાલતા-ચાલતા જીવને ત્રસ જીવો કહેવાય.) તેમાંય - પંચેન્દ્રિયપણું તો 1 હજાર સાગરોપમ માટે જ મળે છે.
જો એ દરમ્યાન જીવનો મોક્ષ ન થયો તો જીવ પાછો એકેન્દ્રિય કે નિગોદમાં ચાલ્યો જાય છે.
સ.11 નિગોદના જીવો વધારે કે સિદ્ધના જીવો વધારે?
જ.11 અત્યાર સુધી અનંતા જીવો સિધ્ધગતિને પામ્યા છે ને અનંતાજીવો સિદ્ધિગતીને પામશે. આમ છતાં જયારે અરિહંત ભગવંતને પૂછવામાં આવે કે કેટલા જીવો સિદ્ધ થયા? તો એક જ જવાબ મળે કે એક નિગોદ શરીરમાં જેટલા જીવો છે એના અનંતમાં ભાગના જીવો જ સિદ્ધ થયા છે.
એટલે કે નિગોદના જીવો કરતાં સિદ્ધના જીવો અનંતમાં ભાગના છે.
એક જ સમયમાં વધુમાં વધુ 108 જીવો સિદ્ધ અવસ્થાને પામે છે. તથા વધુમાં વધુ છ માસનો ગાળો પસાર થયા પછી બીજો એક જીવ અવશ્ય સિધ્ધપદને પામે છે. એટલે કે બે સિદ્ધના જીવો વચ્ચેનો વિરહકાળ વધુમાં વધુ છ માસનો રહે છે.
સ.12 આપણો જીવ પણ 2000 સાગરોપમ માટેજ બાહર નીકળ્યો હશે? પછી શું થાય?
જ.12 હા. આપણો જીવ પણ બે હજાર સાગરોપમ માટે જ ત્રસપણું પામ્યો છે. ત્યાં સુધીમાં જીવ જો પુરૂષાર્થ કરી ને મોક્ષપદ ન પામે તો નિગોદમાં અનંત દુઃખ ભોગવવા માટે પાછો ચાલ્યો જાય. અથવા તો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. ત્યાંથી અસંખ્યાત કે અનંત વર્ષો સુધી બહાર નીકળવું મુશ્કેલ છે. આ બધું જાણશો તો જ તમને મળેલા માનવ ભવની કિંમત સમજાશે. હવે આપણે જ નક્કી કરવાનું છે કે આત્માએ પુરૂષાર્થ કરી મોક્ષ સુખ મેળવવું છે કે ફરી પાછું એકેન્દ્રિય-નિગોદમાં ચાલ્યા જવું છે.
સ.13 જીવ કેવો હોય?
જ.13 જીવ રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, ઈંદ્રિયોથી જે ગોચર નથી એવો, ચેતના જેનો ગુણ છે એવો, શબ્દ રહિત, કોઈ ચિન્હથી જેનું ગ્રહણ નથી એવો અને જેનો કોઈ આકાર નથી એવો છે. જીવ બાળ્યો બળે નહિ, છેદયો છેદાય નહિ, માર્યો મારે નહિ. જીવમાં સંકોચ-વિસ્તારની શક્તિરૂપ ગુણ રહેલ છે તે કારણથી તે નાના-મોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આત્મા 4
સ્વભાવથી સુખી અને જ્ઞાનમય છે. આત્મા શાશ્વત (કદી નાશ ન પામે તેવો)
છે. આત્મા અમૂર્તિક પદાર્થ છે. જ્ઞાયકતા એ જીવનું મુખ્ય લક્ષણ છે.
સ.14 જ્ઞાયકતા (જાણપણું ઉપયોગે) જીવનું મુખ્ય લક્ષણ છે તે યથાર્થ છે?
જ.14 હા. કોઈપણ સમયે જ્ઞાયક રહિત પણે જીવ પદાર્થ કાંઈપણ અનુભવી શકે
નહી. જીવ સિવાય બીજા કોઈપણ પદાર્થમાં જ્ઞાયકપણું સંભવી શકે નહીં.
આ ખાટું છે, આ ખારૂં છે, હું ટાઢે ઠરૂં છું, તાપ પડે છે, દુઃખી છું, સુખી છું એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદમાં છે. અથવા તો જ્ઞાયકતા જેનું લક્ષણ હોય છે તે પદાર્થને તીર્થંકરે જીવ કહ્યો છે.
સ.15 ‘જીવ અમૂર્તિક પદાર્થ છે’ એટલે શું?
જ.15 એક જીવ બીજા જીવની સાથે મળી જઈ કોઈ વખત એક થઈ શકતો નથી.
તેમ એક જીવના વિભાગ થઈ બે જીવ કે અનેક જીવ બની શકતા નથી.
જીવ અમૂર્તિક પદાર્થ છે. એટલે કે જીવ અરૂપી છે.
સ.16 આત્મા અનંત ગુણોની ખાણ અને અતિન્દ્રિય સુખનો સાગર છે, એવો વિશ્વાસ કેવી રીતના આવે?
જ.16 જેની સાથે લગ્ન કર્યા છે તે સ્ત્રીથી તદ્દન અજાણ હોવા છતાં એવી શંકા થતી નથી કે તે અહિત કરશે, મારી નાખશે. ત્યાં વિષયભોગમાં રૂચિ હોવાથી એવી શંકા થતી નથી . ને તેના ઉપર પાકો વિશ્વાસ થઈ જાય છે.
તેવી રીતે જેને આત્માની રૂચિ થઈ ગઈ છે તેને આત્માનો એવો વિશ્વાસ આવી જાય છે કે તે વિશ્વાસ કદી તૂટતો નથી. જેવો અંતર્મુખ થઈને આત્માને જોયો, એની ભેટ થઈ કે તેજ ક્ષણે તેનો પાકો વિશ્વાસ થઈ જાય છે અને અતિન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવી જાય છે.
સ.17 જીવ એક છે કે અનેક?
જ.17 જીવો અનેક છે. બધા અલગ અલગ છે. દરેકની ક્રિયાઓ ભિન્ન છે. દરેક જીવ સત્તાવંત, સ્વતંત્ર, સ્વાધીન, શુદ્ધ, જ્ઞાતા, દ્રષ્ટા, આનંદમય, સિદ્ધ સમાન છે. સ્વરૂપથી સમાન હોવા છતાં ગુણ સ્થાનકથી, પર્યાયથી સમાન નથી. જો એક હોત તો એકની મુક્તિ થતાં સર્વ જીવની મુક્તિ થઈ જાત.
પણ એમ થતું નથી. માટે આત્મા અનેક છે.
5
સ.18 જીવ સિદ્ધ થયા પછી બીજા સિદ્ધ જીવો સાથે મળીને એકમેક થઈ જાય છે?
જ.18 ના. જુદા જુદા પ્રત્યેક દીવાનો પ્રકાશ એક થઈ ગયા છતાં જેમ દીવડા જુદા જુદા છે. એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે.
સ.19 ઘણા લોકોનું કહેવું છે કે મનુષ્ય ના મરી ગયા પછી તેનો આત્મા અનંતમાં ભળી જાય છે, આત્મા અને શરીર છૂટા પડતાં, શરીર પડી રહે છે. આત્મા પંચભૂતમાં ભળી જાય છે તે શું બરાબર છે?
જ.19 ના, એમનું કહેવું બરાબર નથી. કારણકે આત્મા ચેતન છે અને પંચમહાભૂત પદાર્થો તો જડ છે. જડ અને ચેતન કદી પણ એક બીજામાં ભળતા નથી. શરીર પંચભૂતનું બનેલું છે અને એમાંજ ભળી જાય છે.
સ.20 જીવ અને આત્મામાં શું તફાવત છે?
જ.20 જીવ, ચેતન, આત્મા એક જ છે. વેદાંતમાં એમ કહે છે કે માયાવાળો તે જીવ અને માયારહિત તે આત્મા. જૈનમાં એમ ભેદ નથી.
સ.21 જીવ છે એટલાજ રહે કે તેમાં વધઘટ થાય?
જ.21 જીવ અનાદિકાળથી જેટલા છે તેટલા જ રહેવાના. અનંત કાળ પર્યંત તેમાં એકપણ વધે કે ઘટે નહિ.
સ.22 જીવ કેવડો મોટો છે?
જ.22 પ્રત્યેક જીવ પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ લોકાકાશની બરાબર અસંખ્ય પ્રદેશવાળો છે. પરંતુ સંકોચ વિસ્તારના કારણે પોતાના શરીર પ્રમાણે છે.
સ.23 હાથીનો આત્મા મોટો કે કીડીનો? હાથી મરીને કીડી થાય તો તેનો જીવ એવડા નાના શરીરમાં કેમ સમાઈ શકે?
જ.23 બંનેનો આત્મા સરખો છે. એક દીવો આખા ઓરડામાં અજવાળું આપે છે. પણ તેજ દીવા ઉપર એક વાસણ ઢાંકીએ તો તેટલાજ ભાગમાં તેનું અજવાળું સમાઈ જાય છે તેવી રીતે જીવ પણ શરીર પ્રમાણે વ્યાપીને રહે છે.
સ.24 જીવ શરીરમાં કઈ જગ્યાએ રહેતો હશે? કેવી રીતે?
જ.24 આખા શરીરમાં (સર્વાંગે) જીવ વ્યાપી રહ્યો છે. શરીરમાં ક્યાંય પણ સોય ખોંચો તો વેદના થાય છે. તેનો અર્થ એ કે ત્યાં ચેતના છે. જેમ તલમાં તેલ, દૂધમાં ઘી અને ફૂલમાં સુગંધ રહે છે તેમ શરીરમાં આત્મા રહે છે.
સ.૨૫ તમે જે કહો છો તે સાચું કેમ માની લેવાય?
જ.૨૫ આ બધું સાચું એટલા માટે માનવાનું છે કે આ બધું સર્વજ્ઞ ભગવંતે પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશમાં જોઈને કહ્યું છે. એમને ન તો કોઈના પ્રત્યે રાગ હતો ન દ્વેષ. ન તો આમાં એમનો કોઈ સ્વાર્થ હતો. પછી એ જૂઠું શું કામ બોલે? એમને તો કેવળજ્ઞાનમાં આખું જગત જેવું છે તેવું જ દેખાયું છે ને જેવું દેખાયું છે તેવું આપણને જણાવ્યું છે એમણે જે કહ્યું તે ગણધરો એ શાસ્ત્રમાં ગૂંથ્યું ને શાસ્ત્રમાંથી આપણને આ બધું જ્ઞાન મળે છે. તે માટે આપણે ન માનવાનું કોઈ કારણ નથી.
સ.૨૬ નરકનું દુઃખ વધારે કે નિગોદનું દુઃખ વધારે?
જ.૨૬ સંયોગથી જુએ તો નરકનું દુઃખ વધારે લાગે છે પણ વિપરીત પરિણમનની અપેક્ષાએ જુઓ તો નિગોદમાં બહુ દુઃખ છે. નિગોદને જ્ઞાનની પર્યાય અક્ષરને અનંતમે ભાગે રહી ગઈ છે. જ્ઞાનીની દૃષ્ટિએ એ જ અનંત દુઃખ છે. વળી દુઃખની વ્યાખ્યા એ નથી કે માથે પ્રહાર પડે છે કે અગ્નિ બાળે છે. એટલે વધુ દુઃખી છે એ તો નિમિત્તના સંયોગની વ્યાખ્યા છે. દુઃખની વ્યાખ્યા તો અંદર રહેલ આનંદ સ્વરૂપ ભગવાન પર્યાયમાં જેટલો ઉંધો પડે એટલું દુઃખ છે. વળી કાળની અપેક્ષાએ નરકનો જીવ વધુમાં વધુ તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પુરું કર્યા પછી તો ત્યાંથી છૂટશે, નિગોદનો જીવ તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ સુધી અનંત દુઃખ ભોગવવા માટે નિગોદમાં પડી રહે છે. આમ અપેક્ષાએ નરક કરતાં નિગોદનું દુઃખ વધારે છે.
સ.૨૭ આ સાગરોપમ, પુદગલ પરાવર્તન કાળ વગેરે શું છે?
જ.૨૭ આ બધું સમયનું કાળનું માપ છે, શાસ્ત્રને સમજવા માટે થોડી શાસ્ત્રની ભાષા જાણવી પણ જરૂરી છે. આપણે અત્યારે જેમ કાળના નાનામાં નાના ભાગને સેકંડ કહીએ છીએ તેમ શાસ્ત્રમાં કાળના નાનામાં નાનો ભાગ તે “સમય” છે.
(૧) સમય : કાળનો નાનામાં નાનો અવિભાજ્ય ભાગ તે સમય છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલી વારમાં અસંખ્યાતા સમય વિતી જાય માટે વિચાર કરજો. સમય એ કેટલો નાનો એકમ છે.
(2) અંતર્મૂહુર્ત : આઠ સમયથી વધારે ને બે ઘડીની અંદરનો ટાઈમ. બે ઘડી એટલે 48 મિનિટ.
(3) પૂર્વ : આશરે 84 લાખ વર્ષે એક પૂર્વાંગ થાય. એવા 84 લાખ પૂર્વાંગે એક પૂર્વ થાય. આવા 84 લાખ પૂર્વનું આદેશ્વર દાદાનું આયુષ્ય હતું.
(4) પલ્યોપમ : આવા અસંખ્યાતા પૂર્વનો એક પલ્યોપમ થાય. પલ્યોપમ બીજી રીતના પણ સમજાવાય છે. એક યોજનનો લાંબો, પહોળો અને ઉંડો કૂવો હોય તેમાં યુગલિયાના અત્યંત બારીકવાળના અસંખ્ય ખંડ કરીએ ને તેનાથી આ કૂવાને ઠાંસી ઠાંસીને ભર્યો હોય, કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ તેવા કૂવામાંથી સો-સો વર્ષે એકેક ખંડ કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય તેટલામાં જેટલો વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્યોપમ કહે છે. એટલે પલ્યોપમ એટલે કેટલા અનંતા વર્ષો થયા તેની કલ્પના પણ ન થઈ શકે.
(5) સાગરોપમ : એક ક્રોડ પલ્યોપમ વર્ષને એક ક્રોડ પલ્યોપમ વર્ષ જોડે ગુણો એટલે એક ક્રોડાક્રોડી પલ્યોપમ થાય. આવા દસ ક્રોડાક્રોડી પલ્યોપમે એક સાગરોપમ થાય.
(6) કાલચક્ર : આવા 20 ક્રોડાક્રોડી સાગરોપમે એક કાલચક્ર થાય. એક કાલચક્રના કુલ બાર આરા થાય. છ આરા અવસર્પિણીના, છ આરા ઉત્સર્પિણીના તે બંને 10 ક્રોડાક્રોડ સાગરોપમના કુલ 20 ક્રોડાક્રોડી સાગરોપમનું એક કાલચક્ર.
(7) પુદ્ગલ પરાવર્તન કાળ ઃ એક પુદ્ગલ પરાવર્તનમાં આવા અનંત કાળચક્ર વહી જાય છે.
સ.28 શું આવા અસંખ્ય પુદ્ગલ પરાવર્તન કાળ સુધી આપણો આત્મા નિગોદમાં પડી રહી શકે છે? શું નિગોદમાંથી સીધો મનુષ્યભવ મળી જાય?
જ.28 હવે ખ્યાલ આવ્યોને કે કેટલા અનંતાઅનંત વર્ષો સુધી આપણે નિગોદના દુઃખ ભોગવ્યા પછી આપણો જીવ વ્યવહાર રાશિમાં આવ્યો છે. આ બધું જાણશો તો જ આપણને મળેલા મનુષ્ય જન્મની કિંમત થશે. નિગોદમાંથી સીધો મનુષ્ય જન્મ મળી જતો નથી. જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી બાદર નિગોદમાં આવે છે. આમ વનસ્પતિકાય, પૃથ્વીકાય, પાણીના જીવ, અગ્નિના જીવ, વાયુકાય વગેરે કેટલીય યોનિમાં ફર્યા પછી જીવ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયના ભવ કરતાં કરતાં અનંતા ભવે સંજ્ઞી પંચેન્દ્રિય પણું પામે છે. બીજા ધર્મોમાં પણ કહે છે ને કે ચોર્યાશી લાખ ફેરા ફર્યા પછી માનવ ભવ મળ્યો છે. આજ સુધી કરેલા ભવની જો ફિલ્મ ઉતારીને કોઈ જ્ઞાની તમને બતાવી દે તો એક ક્ષણ પણ સંસારમાં રૂચી રહે નહીં. જોકે દરેક જીવનો ભવ-પર્યાયનો ક્રમ અલગ હોય છે.
અપવાદ રૂપે કોઈક જ જીવ એવા હોય છે કે જે અલ્પ સમયમાં મનુષ્ય ભવ પામે છે. જેમકે મરૂદેવા માતાનો જીવ કેળના વૃક્ષમાંથી આવી મનુષ્ય પર્યાય પામી મોક્ષે ગયા. આવા જીવ તો આંગળીના વેઢે ગણી શકાય એટલા હોય છે. બાકી તો અનંતા અનંત ભવ પછી આપણને જે મનુષ્ય ભવ મળ્યો છે, એમાં પુરૂષાર્થ કરી મોક્ષ ન મેળવ્યો તો અનંત દુઃખ ભોગવવા માટે જીવ પાછો એકેન્દ્રિય કે નિગોદમાં ચાલ્યો જાય છે.
ત્રસપણું (હાલતા ચાલતા જીવ) તો જીવને બે હજાર સાગરોપમ સુધી જ મળે છે. તેમાંય સજ્ઞીપંચેન્દ્રિયપણું એક હજાર સાગરોપમ જ હોય છે.
તેમાંય આજ સુધીમાં આપણે કેટલો સમય પસાર કર્યો ને કેટલો બાકી છે, તે પણ જાણતા નથી માટે મળેલા ભવની કિંમત સમજો.
સ.29 ‘નિત્ય નિગોદી’ અને ‘ઈતર નિગોદી’ જીવ કોને કહેવાય?
જ.29 જે નિગોદના જીવો હજી અનંતકાળથી બે ઈન્દ્રિય થયા નથી તે નિત્ય નિગોદી છે. અને જે જીવો એકવાર નિગોદમાંથી નીકળી ફરી નિગોદમાં ગયા હોય તે ઈતર નિગોદી છે. તેને વ્યવહાર રાશિ ના જીવ પણ કહેવાય.
વ્યવહાર રાશિ માંથી જેટલા જીવો સિદ્ધિગતિમાં જાય છે, તેટલા જીવો અનાદિ નિગોદ નામની વનસ્પતિની રાશિમાંથી નીકળી વ્યવહાર રાશિમાં આવી જાય છે.
સ.30 તો એક દિવસ એવું નહિ બને કે બધા જ જીવ નિગોદમાંથી નીકળી મોક્ષે પહોંચી જાય ને સંસારનો અંત આવી જાય?
જ.30 ના એવું કદી બનવાનું જ નથી. આ બ્રહ્માંડમાં એવા અનંત આત્માઓ છે, કે જેમની મોક્ષે જવાની યોગ્યતા છે, પણ ક્યારેય મોક્ષે જવાના નથી. તેવો અવ્યવહાર રાશિમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં પણ આવવાના નથી.
ગમે તેટલો કાળ ભલેને પસાર થાય, તેઓ નિગોદપણું નહી છોડે. આવા આત્માઓને જાતિભવ્ય કહેવાય. તેઓ જાતિથી ભવ્ય છે પરંતુ એમની નિયતી જ એવી છે કે તેઓ કદી નિગોદમાંથી બહારજ નહિ નીકળે તેથી માનવભવ, સંયમ કે મોક્ષ નહી મેળવે. (આપણો નંબર જાતિભવ્યમાં તો 9
નથી જ) કેટલાક આત્માઓ એવા છે કે તેમને ગમે તેટલી વાર માનવભવ-
સંયમ આદિ મળે તો પણ તેમને મોક્ષની પ્રાપ્તિ ન જ થાય કારણકે તેમના સ્વભાવથી તેની યોગ્યતાજ નથી. આવા જીવો અભવ્ય કહેવાય. અને જે જીવો ભવ્ય છે, વ્યવહાર રાશિમાં પણ આવી ગયા છે છતાં બધા ભવ્ય જીવોનો મોક્ષ થાય જ એવું નિશ્ચિત નથી. પાછા એકેન્દ્રિય કે નિગોદમાં પણ ચાલ્યા જાય. (એટલે હું ભવ્ય છું ને મારો મોક્ષ થઈ જ જશે એમ માની લેવાની જરૂર નથી.) વળી સૂક્ષ્મ નિગોદના જીવો ચૌદે રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. આ વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં અવ્યવહારરાશિના જીવો ન હોય. ક્યારે પણ અરિહંત ભગવંતને પૂછવામાં આવે કે કેટલા જીવો મોક્ષે ગયા? તો અનંતકાળ પહેલાં અને આજે પણ એ જ જવાબ મળે કે એક નિગોદના શરીરમાં જેટલા જીવો છે એના અનંતમાં ભાગના જીવોજ સિદ્ધ થયા છે. માટે એવુ ક્યારેય નહિ બને કે બધાજ જીવો મોક્ષે ચાલ્યા જાય ને સંસારનો અંત આવી જાય.
સ.31 ‘જગત કર્તા કોઈ ઈશ્વર નથી’ એવું તીર્થંકરે કેવળજ્ઞાનમાં જોઈને કહ્યું છે તો આપણે જૈનો પરમાત્મા તરીકે કોને સ્વીકારીએ છીએ?
જ.31 જીવનું સહજ સ્વરૂપ એટલે કે કર્મરહિતપણે જીવનું જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. તે ઈશ્વર કહેવા યોગ્ય છે. ઈશ્વર એ આત્માનું પર્યાયિક નામ છે. દરેક જીવ પરમાત્મા સ્વરૂપ છે. ભગવાન મહાવીરે જેટલી પ્રતિષ્ઠા આત્માને આપી છે એટલી આ પૃથ્વી પર કોઈએ આપી નથી. આપણામાં જાગતું જે જીવન છે તે બીજે ક્યાંયથી શક્તિ પ્રાપ્ત કરતું નથી. સ્વયં શક્તિમાન છે. એ કોઈનાથીય નિર્મિત થયું નથી, કોઈનાથી નષ્ટ પણ થશે નહીં. સ્વયં સમર્થ અને સિદ્ધ છે. આપણે જૈનો કર્મરહિત શુદ્ધ આત્માને પરમાત્મા તરીકે સ્વીકારીએ છીએ.
સ.32 શરીરથી આત્મા જુદો છે એ તો જાણીએ છીએ પણ સમ્યક્ દર્શન થતું નથી તેનું કારણ શું ?
જ.32 પોપટ બોલે પણ એ જ્ઞાન નથી. શરીરથી આત્મા જુદો છે એવું સાંભળવા છતાં ને બોલવા છતાં પણ જયાં સુધી એ બંનેની ભિન્નતાનો અભ્યાસ દૃઢ થતો નથી ત્યાં સુધી દેહની મમતા મુકાતી નથી. જ્યારે જ્યારે શરીર છોલાઈ જાય, દાઝી જાય, દેહમાં પીડા ઉત્પન્ન થાય, કે એવું કાંઈ પણ બને કે શરીરને અનુકૂળ નથી ત્યારે શું એવું જ્ઞાન હાજર થાય છે કે આતો મારા શરીરને... કે જે નાશવંત છે. મારા આત્માને કાંઈ નહિં. હું તો અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું. હું ન છોલાઈ શકું છું, ન કપાઈ શકું છું, ન આગથી બળી શકું છું. શું આવા સમતાભાવમાં નિરંતર રહી શકો છો? અથવા તો જ્યારે જ્યારે શરીરને સુખ પહોંચે છે ત્યારે પણ આ ભાવ હાજર હોય છે કે આતો મારા શરીરને, મારા આત્માને કાંઈ લેવા-દેવા નહિ. શરીરના સુખમાં આનંદિત થઈ જાઓ છો ને શરીરના દુઃખમાં દુઃખી થઈ જાઓ છો. એનો અર્થ એ કે શરીરથી આત્મા અલગ છે એ ફક્ત પોપટીયું જ્ઞાન બની ગયું છે અનુભવ જ્ઞાન નથી. બીજું પણ એક સમજીલો કે શરીરથી આત્મા ભિન્ન છે એ વાક્યમાં શરીરનાં અર્થમાં સંસારના સર્વે પદાર્થો અને તેના પર્યાયો સમાઈ જાય છે અને તેની પ્રતીતિ - લક્ષ અને અનુભવ હાલતાં - ચાલતાં -
ઉઠતાં - બેસતાં, ખાતાં, પીતા, જાગતાં, ઉંઘતા, ભાન અભાનમાં, પ્રવૃત્તિ, નિવૃત્તિમાં દરેકે દરેક સ્થિતિમાં સમયે સમયે હોય તોજ સમ્યક્જ્ઞાન, સમ્યક્ દર્શન કહેવાય. કોઈપણ વસ્તુ વિષે ફક્ત જાણવું એ પર્યાપ્ત નથી. તમે બધુંજ જાણો છો કે રોટલી કેવી રીતના બને? કદાચ રોટલી બનાવવાની રેશીપી લખવાની હોય તો તેમાં પહેલા નંબરે પાસ પણ થઈ જાવ... પણ ખરેખર રોટલી કદી બનાવી જ નથી, લોટ બાંધ્યો નથી કે રોટલી વણી નથી, એટલે કે એને એનું અનુભવ જ્ઞાન નથી, તો તે વ્યક્તિ કદી રોટલી બનાવી નહી શકે. બસ એવી જ રીતે ‘શરીરથી આત્મા જુદો છે’ એવું જાણવા છતાં પણ જેણે આત્મા અનુભવ્યો નથી તેને સમ્યક્ દર્શન પ્રાપ્ત થતું નથી.
સ.33 જીવના ભેદ કેટલા?
જ.33 જીવના મુખ્ય બે ભેદ સિદ્ધ આત્મા અને સંસારી આત્મા જે આત્મા સંપૂર્ણ પણે કર્મ રહિત છે તે સિદ્ધ આત્મા છે. ને જે આત્માને કર્મ વર્ગણાઓ ચોંટેલી છે એટલે કે કર્મ સહિત છે તે સંસારી આત્મા. સંસારીમાં પણ પાછા બે ભેદ છે.
ભવ્ય જીવ અને અભવ્ય જીવ.
સ.34 ભવ્ય જીવ અને અભવ્ય જીવ એટલે શું?
જ.34 ભવ્ય એટલે સિદ્ધ થવાની યોગ્યતાવાળા અને અભવ્ય એટલે સિદ્ધ થવાને અયોગ્ય. જેમ માટીનો ઘડો બને પણ રેતીનો ન બને. તેવી જ રીતે ભવ્ય-અભવ્યમાં સ્વભાવથી જ ભેદ છે.
11
સ.35 ભવ્ય જીવોમાં સિદ્ધ થવાની યોગ્યતા છે તો પછી કોઈપણ કાળે સર્વ ભવ્ય જીવો સિદ્ધ થઈ જવા જોઈએ અને એમ થાય તો પછી એકલા અભવ્ય જીવો રહી જાય કે નહી?
જ.35 ના. એમ કદી બનવાનું જ નથી. રાજા થવાની યોગ્યતાવાળા બધા રાજા થવા જ જોઈએ એમ ન હોય. જેટલા ભવ્ય જીવો હોય તે બધા મોક્ષે પહોંચી જ જશે એવો કોઈ નિયમ નથી. જેમકે માટીમાંથી ઘડો બની શકે છે, પરંતુ દુનિયાની તમામ માટીના ઘડા બની જતા નથી. જે માટીને કુંભાર-ચાકડા આદિનો જોગ મળે છે તે જ માટી ઘડારૂપ થઈ શકે છે. તેવી જ રીતે જે ભવ્ય જીવને સુદેવ, સુગુરૂને સુધર્મનો યોગ મળવા પામે છે તે જીવો સમ્યક્ જ્ઞાન-દર્શન અને ચારિત્ર વડે કર્મબંધનને તોડી મુક્ત થઈ શકે પણ બધા નહિ. આ જાણ્યા પછી આપણે એમ વિચારવાનું છે કે અગર મારો જીવ ભવ્ય છે તો પણ હું વહેલો કે મોડો મોક્ષે પહોંચી જ જઈશ એવું માની લેવાની જરૂર નથી. હા... જો હું સમ્યક્ પુરૂષાર્થ કરીશ તો મારા માટે મોક્ષનો માર્ગ જરૂર ખુલ્લો છે. પણ જો હું પુરૂષાર્થ કરી મોક્ષે ન પહોંચ્યો તો ભલે હું ભવ્ય જીવ હોઉં તો પણ પાછો એકેન્દ્રિય નિગોદમાં પહોંચી જઈશ.
માટે હે જીવ... કેવળી ભગવાને પ્રરૂપેલા ધર્મ તરફ પ્રયાણ કર.
સ.36 ‘જાતિભવ્ય’ જીવ કોને કહેવાય?
જ.36 આ બ્રહ્માંડમાં એવા પણ અનંતા આત્મા છે કે જેનામાં મોક્ષે જવાની યોગ્યતા છે, ભવ્ય છે. પણ તે આત્મા કદી પણ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવવાનાજ નથી. ભલેને ગમે તેટલો કાળ પસાર થાય, પણ એ આત્માની નિયતિ એવી છે કે તેઓ કદી અવ્યવહાર રાશિમાંથી બહારજ નહી નીકળે. તે આત્માઓ ‘જાતિભવ્ય’ કહેવાય. તેઓ જાતિથી ભવ્ય છે પરંતુ ‘નિત્ય નિગોદી’ જીવો છે. તેથી તેઓ કદીપણ માનવભવ, સંયમ કે મોક્ષ નહિ મેળવે. હવે વિચારો આપણે કેટલા નસીબદાર કે આપણો નંબર જાતિભવ્યમાં તો નથી જ. આપણે તો નિગોદમાંથી બહાર નીકળી છેક માનવભવ સુધી પહોંચી ગયા. આ બધું જાણશો તો ખબર પડશે કે અહો! મને તો કેટલું બધું મળી ગયું છે. રત્નચિંતામણી જેવા માનવ ભવની કિંમત થશે. જે સમય ગયો તે આપણા હાથમાં નથી પણ જેટલી પણ ક્ષણો બાકી છે તે વેડફવી નહી ગમે.
12
સ.37 હું ભવ્ય છું કે અભવ્ય એવી ખબર કેવી રીતે પડે?
જ.37 પ્રિયતમા પહેલીવાર મળવાની હોય ત્યારે એને મળવાની કેવી તાલાવલી લાગે છે? એવી તાલાવેલી હૃદયમાં જો મોક્ષ મેળવવાની લાગે તો સમજવું કે ‘હું ભવ્ય છું’. અભવ્ય આત્મા મોક્ષની વાતો કરે, મોક્ષને સમજાવે, મોક્ષના ઉપાયો બતાડે પણ અંતરથી કદી મોક્ષને ઈચ્છે નહિ. દેવલોકના સુખ મેળવવા, અભવ્ય આત્મા દીક્ષા લે કે ભયાનક કષ્ટ પણ વેઠે પણ મોક્ષને માને નહિ. અભવ્ય આત્માની પરિણતિ અત્યંત કઠોર હોય. તેની આંખમાં કરૂણાના, અનુમોદનાના કે પશ્ચાતાપના આંસુ ન આવે. તે નિર્દય, કઠોર, નઠોર હોય. હવે તટસ્થ પણે તમારી જાતને ઢંઢોળશો તો જરૂર જાણી શકશો કે હું ભવ્ય કે અભવ્ય ?
સ.38 લોકમાં ભવ્ય જીવો વધારે કે અભવ્ય? અભવ્ય જીવો જૈન ધર્મ પામે ખરા?
જ.38 લોકમાં અભવ્યથી ભવ્ય જીવો અનંતગણા અધિક છે. અભવ્ય જીવો પણ શ્રાવકનાને સાધુના વ્રત અંગીકાર કરે છે. સૂત્ર-સિદ્ધાંત જાણે છે. તથા બાહ્ય કરણી પણ ઘણી કરે છે. છતાં તેઓને સમ્યક્જ્ઞાન દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી. તેથી જ્ઞાનીની દૃષ્ટિએ તો તેઓ અજ્ઞાની ને મિથ્યાત્વી જ છે.
સ.39 તેઓ બાહ્ય કરણી (ક્રિયા) કરે તેનું ફળ મળે?
જ. 39 હા. સારી કરણીનું સારૂં ફળ ને બૂરી કરણીનું બૂરું ફળ મળ્યા વગર રહેતું જ નથી. અભવ્ય જીવો પણ સાધુના વ્રત પાળી નવમી ગ્રૈવેયકના દેવલોકના સુખ ભોગવવા જઈ શકે છે. ‘કોટી ઉપાયે કર્મના, ફળ મિથ્યા નહિ થાય, સમજી સરધી સત્ય આ, કૃત્ય કરો પછી ભાઈ‘.
સ.40 જો અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિરૂપે પણ રહેતો અભવ્યત્વ કેવી રીતે કહેવાય?
જ.40 પરમાત્મા શક્તિ તો શુદ્ધનયની અપેક્ષાએ અભવ્ય અને ભવ્ય બંનેમાં સમાન છે, પરંતુ અભવ્ય જીવમાં પરમાત્મા શક્તિની પ્રગટતા કેવળજ્ઞાનરૂપે કદી નહિ થાય માટે તેનામા અભવ્યતા છે. વળી જો અભવ્ય જીવમાં શક્તિ રૂપે પણ કેવળજ્ઞાન ન હોય તો કેવળજ્ઞાનાવરણીય કર્મ સિદ્ધ થતું નથી.
13
સ.41 કર્મ તો જડ વસ્તુ છે તે આત્માને કેમ ઢીલો પાડે છે?
જ.41 બળદની નાકમાં જે ‘નાથ’ (દોરડું) હોય છે તે બળદને વશ કરે છે ને? બળદને તો એકજ નાથ છે પણ આ જીવને તો 157 ‘નાથ’ (કર્મપ્રકૃતિ) છે. જીવે એકે પ્રકૃતિ તોડી નથી.
સ.42 સિદ્ધ આત્માને મોક્ષમાં કેટલું સુખ હશે?
જ.42 એક તરફથી 14 રાજલોકનું સુખ હોય અને બીજી તરફ સિદ્ધના ફક્ત એક પ્રદેશનું સુખ હોય તો પણ સિદ્ધના એક પ્રદેશનું સુખ અનંતુ થઈ જાય, એમ શાસ્ત્રમાં લખ્યું છે. આત્માની સહજ આનંદ અનુભવ દશા એ વચનથી કહેવાની વાત નથી, વચન અગોચર છે. તે સુખનું વર્ણન તો કેવળી ભગવંત પણ કરી શકયા નથી. જેમ કોઈએ જન્મથી જ ઘી ખાધું નથી તેને ઘીનો સ્વાદ શબ્દથી કેવી રીતે સમજાવી શકાય? પણ પોતે ઘી ચાખે ત્યારે જ ખબર પડે. કોઈ ગળી વસ્તુને મધ કે ગોળ જોડે સરખાવીને કહી શકાય કે મધ જેવું મીઠું, કડવી વસ્તુને લીમડા જેવું કડવું, ખાટી વસ્તુને આમલી જેવું ખાટું એમ કહી શકાય પણ ઘીના સ્વાદને તમે કોની જોડે સરખાવો? (કોઈ એમ નહી સમજતાં કે ઘી ને સ્વાદજ નથી. જો ઘીને સ્વાદજ ન હોય તો લૂખી રોટલી કરતાં ઘી થી ચોપડેલી રોટલી સ્વાદિષ્ટ કેમ લાગે છે?) ઘી નો સ્વાદ અનુપમ છે. જેને કોઈ જોડે સરખાવી શકાય નહિ. એમ મોક્ષનું સુખ પણ અનુપમ છે. શબ્દમાં વર્ણવી શકાય તેવું નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે.
સ.43 સિદ્ધ ભગવાનને ત્યાં ખાવું પીવું, પહેરવું, ઓઢવું, ગાનતાન માન સન્માન આદિ કશું નથી તો પછી સુખ શાનું?
જ.43 ખાનપાન આદિથી આપણે સુખ માનીએ છીએ પરંતુ વાસ્તવિક રીતે એ વસ્તુ સુખરૂપ નથી. કેમકે (1) જે વસ્તુમાં સુખ આપવાનો ગુણ હોય તે હંમેશા સુખદાયક જ હોવી જોઈએ. (2) જે સુખ દુઃખમાંથી ઉત્પન્ન થાય છે. દુઃખમાં અંત પામે છે તે સાચું સુખ નથી. (3) સુખ સ્વાધીન હોવું જોઈએ પરાધીન નહી. આ ત્રણે વસ્તુ હું ઉદાહરણ સાથે સમજાઉં છું.
સમજી લો કે, કેરીનો રસ પીવાથી તમને સુખ મળે છે. તો એક વાટકો પીઓ... બીજો પીઓ... ત્રીજો - ચોથો - પાંચમે વાટકે એજ રસ દુઃખ દાયક બની જશે. જો કેરીના રસમાંજ સુખ હતું તો ક્યાં ગયું ? સંગીત સાંભળવામાં સુખ લાગે છે. તો એક કલાક સાંભળો, બે કલાક, ત્રણ 14
કલાક, ચાર કલાક પછી એજ સંગીત તમને દુઃખમય, ત્રાસમય લાગશે.
જગતની દરેક વસ્તુ જે તમને સુખદાયી લાગે છે તેને આ રીતે મુલવી જુઓ તો ખબર પડશે કે જગતની કોઈપણ વસ્તુમાં હંમેશ સુખ જ આપવાની તાકાત નથી. વસ્તુ એની એ જ હોય છે, સુખ ક્યાં જતું રહ્યું? એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહિ.
પ્રથમ ભૂખનું દુઃખ ઉત્પન્ન થાય છે. પછી ભોજનથી સુખ અને પાછું અતિ ભોજનથી દુઃખ. પ્રથમ ખણજનું દુઃખ ઉત્પન્ન થાય, ખણવાથી સુખ અને પાછું અતિ ખણવાથી બળતરાનું દુઃખ. માનસન્માન મળે તો સુખ પાછું તેમાં જરાક ઓછું આવ્યું તો દુઃખ. ધન સંપત્તિ મળવાથી સુખ પણ પાછું એજ સંપત્તિને કારણે, વ્યક્તિ દારૂડીઓ, જુગારી કે વ્યાભિચારી બને અથવા તો ખૂન ખરાબા કે ઝગડા થાય તો દુઃખ. આમ દુઃખમાંથી સુખ ઉત્પન્ન થાય અને એજ સુખનો અંત દુઃખમાં આવે તે સાચું સુખ કેમ કહેવાય? વળી સુખ તો અંદરથી મળવું જોઈએ, આત્મામાંથી બાહ્ય વસ્તુમાંથી ઉત્પન્ન થયેલું સુખ તો પરાધીન છે. જે વસ્તુ કે સંયોગો દૂર થતાં સુખ પણ દૂર થઈ જાય છે. સિદ્ધ આત્મા જે સુખને પામે છે તે આત્મામાંથી પ્રગટ થયેલું સ્વાધીન સુખ છે, પરાધીન નહિ. સોનાના પાંજરામાં પુરાયેલા પક્ષીનું સુખ કેટલું ? ને સ્વતંત્ર પણે ગગનમાં વિહરતા પક્ષીનું સુખ કેટલું ? માટે જ્યાં પરાધીનતાનો અભાવ છે ત્યાં વાસ્તવમાં સુખ છે.
વળી ખાનપાન-સંપત્તિ આદિને તમે જે થોડું ઘણું સુખ માનો છો તે તો ફક્ત મનુષ્ય ભવમાં, પછી શું ? તિર્યંચના કે નરકના ભવમાં સંપત્તિનો શું ઉપયોગ છે ? આ ભવમાં પણ કઈ ઘડીએ આ સંપત્તિને છોડીને જવું પડશે તેની કોઈ નિશ્ચિંતતા નથી. જેની કોઈ નિશ્ચિંતતા જ નથી તેને સુખ કેમ માનવું? જ્ઞાની કહે છે કે આપણા જીવે ભવભ્રમણમાં ભમતાં ભમતાં એટલા દુઃખ વેઠયા છે અને એટલા આંસુ સાર્યા છે કે જે બધા ભેગા કરવામાં આવે તો સમુદ્ર ભરાઈ જાય. જો કોઈ જ્ઞાની આપણને આપણા આજ સુધીના ભવની ફિલ્મ પટ્ટી બતાવી દે તો સુખ-દુઃખની વ્યાખ્યા બરાબર મગજમાં બેસી જાય ને મોક્ષની તાલાવેલી લાગી જાય.
સ.44 ત્યારે સાચું સુખ કોને કહેવાય? મોક્ષમાં અનંત સુખ શેમાંથી મળે છે ?
જ.44 જેનો અંત દુઃખમાં ન હોય ને જે હંમેશા સુખરૂપ જ હોય તેને સાચું સુખ કહેવાય. સાચું સુખ સ્વાધીન છે, સહજ છે અને પોતાનો જ સ્વભાવ છે. જેમ શેરડીનો સ્વભાવ ગળ્યો છે ને લીમડાનો સ્વભાવ કડવો, તેમ જ આત્માનો સ્વભાવ જ સુખ છે. કર્મરજકણો આત્માને વિભાવદશામાં દોરી જાય છે. માટે દુઃખ ઉત્પન્ન થાય છે. જ્યાં કર્મ જ નથી બચ્યા ને શુદ્ધ આત્મા જ છે ત્યાં સુખ જ સુખ છે. કેમકે સુખ એ તો આત્માનો અવિનાશી ગુણ છે.
આત્માના સ્વભાવનો એક સમયમાત્રનો પણ અનુભવ સહજ સુખનું જ્ઞાન કરાવે છે. મોક્ષમાં રહેલ કર્મરહિત આત્મા એટલે જ સુખનો પુંજ. સુખનો ઢગલો.
સ.45 સિદ્ધ આત્મા ફરીથી અવતાર જન્મ ધારણ કરે?
જ.45 જેમ બીજને બાળી નાખવામાં આવે તો તે ઉગેજ નહિ તેમ જેણે સંસારના સર્વ કારણોનો સર્વથા નાશ કર્યો છે તે ફરી અવતાર જન્મ ધારણ કરે જ નહિ. અથવા જેમ માખણમાંથી ઘી થયા પછી ફરીને ઘીનું માખણ થાય નહિ તેમ આત્માની સંપૂર્ણ પવિત્રતા રૂપ અશરીરી મોક્ષ દશા પ્રગટ કર્યા પછી તેમાં કદી અશુદ્ધતા આવતી નથી. સંસારમાં ફરી આવવું પડતું નથી.
સ.46 સિદ્ધ ભગવાનને શરીર ન હોય તો આત્માનો કોઈ આકાર છે?
જ.46 નિશ્ચયનયથી જીવનો આકાર લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે. પણ જ્યારે નામ કર્મ નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંતિમ શરીર જેવો હોય છે. તેવો જ રહી જાય છે. તેનો સંકોચ વિસ્તાર બંધ થઈ જાય છે. મનુષ્ય ગતિ સિવાય બીજી કોઈ ગતિમાંથી સિધ્ધપદને પામી શકાતું નથી. માટે સિદ્ધનો આત્મા જે મનુષ્યદેહે સિદ્ધ પામ્યા હોય તે દેહના આકારે હોય છે. અને પૂર્વ શરીરની 2/3 ભાગ પ્રમાણ હોય છે. મોક્ષગામી જીવ જે મુદ્રામાં શરીરથી મુક્ત થાય છે તેજ મુદ્રામાં સિદ્ધક્ષેત્રમાં સ્થિર થાય છે. જેમકે ઉભાઉભા કાઉસગ્ગ મુદ્રામાં હોય કે, બેઠા બેઠા કે સુતા સુતા એક સાદા ઉદાહરણથી સમજીએ કે જેવા આકારના બોટલમાં પાણી ભર્યું હોય પછી તે પાણી થીજીને બરફ થઈ જાય ને બાટલાને ફોડી નાખવામાં આવે તો તેમાં રહેલા બરફનો આકાર બાટલાના આકાર જેવો રહી જાય છે. બસ તેજ રીતે છેલ્લું મનુષ્યનું શરીર છોડી સિદ્ધ આત્મા સિદ્ધ ક્ષેત્રમાં બિરાજેલ છે ત્યારે અંતિમ શરીર જેવો આકાર હોય છે. પરંતુ અંતિમ શરીર કરતાં ત્રીજો ભાગ ઓછો હોય છે. દા.ત. 500 ધનુષ્યની કાયાવાળા આદિનાથ દાદાની અવગાહના ત્યાં 333 ધનુષ્ય ને 32 આંગળ પ્રમાણ હશે.
16
સ.47 સિદ્ધ આત્માને શરીર નથી તો અવગાહના શાની?
જ.47 શરીર નથી પરંતુ આત્મ પ્રદેશનો ઘન ભાગ બંધાય છે માટે અંતિમ શરીરના ત્રીજા ભાગ ઉણે તે પ્રદેશઘન છે. જીવના પ્રદેશત્વ ગુણના કારણે અવગાહના છે.
સ.48 વધુમાં વધુને ઓછામાં ઓછા કેટલા દેહપ્રમાણ વાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે? સિદ્ધશિલાપર એમની અવગાહના (દેહપ્રમાણ) કેટલી?
જ.48 વધુમાં વધુ 500 ધનુષ્યને ઓછામાં ઓછા 2 હાથની દેહ પ્રમાણવાળા મનુષ્ય મોક્ષ મેળવી શકે. 500 ધનુષ્યવાળા મનુષ્યની સિદ્ધક્ષેત્રમાં અવગાહના 333 ધનુષ્યને 32 આંગળ પ્રમાણ તથા 2 હાથવાળા મનુષ્યની સિદ્ધક્ષેત્રમાં અવગાહના 1 હાથ 8 આંગળની હોય.
સ.49 સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર એકજને?
જ.49 ના. સિદ્ધશિલા એ ઈસીપભારા (ઈષત્ પ્રાગભારા) નામની એક મુક્તિશિલા પૃથ્વી છે. જે પૃથ્વી 45 લાખ યોજન લાંબી પહોળી અને મધ્યભાગમાં આઠયોજન જાડી છે. પછી થોડું થોડું ઘટતાં એકદમ છેડે માખીની પાંખ કરતાં પણ પાતળી છે. તે સિદ્ધશિલા નિર્મળ અને સુંદર છે.
દેરાસરમાં અક્ષત વડે જે બીજના ચંદ્રમાં જેવો આકાર બનાવીએ છીએ તે સિદ્ધશિલા છે. જ્યારે તેની ઉપર જે લીટી જેવું બનાવીએ છીએ તે સિદ્ધક્ષેત્ર છે. સિદ્ધક્ષેત્ર એટલે એ જગ્યા કે જ્યાં સિદ્ધપ્રભુ બિરાજમાન છે.
સ.50 દેરાસરમાં અક્ષતવડે જે સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું પ્રતિક બનાવીએ છીએ તે બંને વચ્ચે જગ્યા કેમ છોડીએ છીએ?
જ.50 કેમકે સિદ્ધશિલાથી 1 યોજન ઉપર તે યોજનના છેલ્લા કોશના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો બિરાજમાન છે. એક યોજન એટલે ચાર કોશ જાણવા. એટલે કે સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર વચ્ચે ત્રણ કોશથી થોડું વધારે અંતર છે. આ અંતર બતાવવા માટે આપણે દેરાસરમાં અક્ષત વડે સિદ્ધક્ષેત્રને સિદ્ધશિલાનું જે પ્રતિક બનાવીએ છીએ તેમાં જગ્યા છોડીએ છીએ. આજથી વર્ષો પછી કદાચ શબ્દોની ભાષા ભૂલાઈ જશે પરંતુ પ્રતિક વડે જે જણાવવામાં આવ્યું છે તે જીવંત રહેશે. માટે આપણે શું કરી રહ્યા છીએ તે જાણવું ખૂબ જરૂરી છે.
17
સ.51 દેરાસરમાં આપણે જે સાથિઓ કરીએ છીએ તે સાંકેતિક ભાષામાં શું કહેવા માંગે છે તે સમજાવો.
જ.51 સાથિયાના બરાબર મધ્યમાં તમારા જીવની કલ્પના કરો. તે જીવ ઘડીક ઉપરનું પાંખડું એટલે કે દેવગતિમાં જાય છે તો ઘડીક જમણું પાંખડું એટલે કે મનુષ્યગતિમાં જાય છે તો ઘડીક સાથિયાનું નીચેનું પાંખડું એટલે કે નરકગતિમાં જાય છે તો ઘડીક ડાબું પાંખડું એટલે કે તિર્યંચ ગતિમાં જાય છે. ભગવાને સમગ્ર સંસારના આ ચારગતિમાં વિભાગ કરી આપ્યા છે.
ગમે તેવો વિદ્વાન પણ સંસારની આ ચાર ગતિ સિવાય પાંચમી ગતી બતાવી શકે નહી. પાંચમી ગતિ એટલે સંસારની બહાર એટલે કે મોક્ષ.
પરંતુ આ સાથિયાની ચાર ગતિ એટલી ગહન છે કે તે ચારગતિને સમજતાં સમજતાં કદાચ વર્ષો નીકળી જાય. ભગવાન કહે છે કે જો આ ચાર ગતિના ભ્રમણથી થાકી ગયા હો ને પંચમી ગતિ મોક્ષ સુધી પહોંચવું હોય તો વચ્ચેના આ ત્રણ ગઢ (જે ત્રણ ઢગલીઓ કરીએ છીએ તે) સમ્યક્ જ્ઞાન - સમ્યક દર્શન અને સમ્યક્ ચારિત્રના આ ત્રણ ગઢ પસાર કરવા જ પડશે. તો જ સિદ્ધશિલાની ઉપર હે જીવ ! તું પહોંચી શકીશ ને તો જ તારો વાસ સિદ્ધક્ષેત્રમાં થશે. આપણા પૂર્વાચાર્યો ખૂબ જ દિર્ઘદૃષ્ટિને દૂરંદેશી હતા.
એમણે સંપૂર્ણ જૈન તત્વજ્ઞાન આ દેરાસરના સાથિયામાં સાંકેતિક ભાષામાં મૂક્યું છે.
સ.52 જીવે ચાર ગતિમાંથી સૌથી વધારે ભવ કઈ ગતિમાં કર્યા છે?
જ.52 આત્માના અજ્ઞાનથી ચાર ગતિમાં ભમતા જીવે સૌથી વધુ ભવ તો તિર્યંચ ગતિમાં કર્યા છે. ઉપરાંત દેવ-નારકીને-મનુષ્યના અનંત અવતાર કર્યા છે.
તેમાંય મનુષ્ય કરતા નરકના અવતાર અસંખ્ય ગણા કર્યા છે. નરક કરતાં દેવના અવતાર અસંખ્ય ગણા કર્યા છે. સરેરાશ અસંખ્ય અવતાર દેવના ને નરકના કરે ત્યારે મનુષ્યનો એક અવતાર મળે.
સ.53 ચાર ગતિ કે સંસાર ક્યારથી શરૂ થયો હશેને ક્યારે બંધ થશે ?
જ. 53 આ સંસાર અનાદિ છે ને ચાર ગતિ પણ અનાદિ છે અને નાશ પામશે તેમ પણ નથી. સોયની અણીના અગ્રભાગ જેટલી સાધારણ વનકાયમાં અસંખ્યાત શરીરો છે, એકેક શરીરમાં અનંતા જીવો છે. મોક્ષરૂપે સર્વ જીવોની સ્થિતિ થાય કે આ દુનિયાનો નાશ થાય તે સંભવિત લાગતું નથી.
કેમ કે સર્વ પદાર્થ, સર્વ જીવ એવા સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ 18
બને? અર્થાત ન જ બને. આવાને આવા પ્રવાહમાં આ સંસારની સ્થિતિ સંભવે છે.
સ.54 ચાર ગતિમાં ભમતા જીવે સૌથી વધારે ભવ તિર્યંચ ના કર્યા છે એમ તમે શા પરથી કહો છો?
જ.54 ચાર ગતિની 84 લાખ યોનિઓ શાસ્ત્રકારે વર્ણવી છે. તેમાંથી 4 લાખ દેવતા, ચાર લાખ નારકી ને 14 લાખ મનુષ્યની એટલે કે 22 લાખ યોનિ છોડીને બાકીની 62 લાખ યોનિ તિર્યંચની છે. એટલે સ્વાભાવિક છે કે જીવે તિર્યંચના ભવ જ વધારે કર્યા છે. વળી નિગોદનો જીવ પણ તિર્યંચમાં જ ગણાય. ભવગણત્રીએ જુઓ તો એક શ્વાસ લઈને મૂકીએ એટલી વારમાં સાડા સત્તર ભવ નિગોદનો જીવ કરે છે. આ બધા ભવની ગણત્રી કરીએ તો સમજી શકાશે કે જીવે તિર્યંચના ભવજ સહુથી વધારે કર્યા છે.
સ.55 62 લાખ યોનિ તિર્યંચની કહી તો તિર્યંચ ગતિમાં કઈ કઈ યોનિ ગણાય?
જ.55 તિર્યંચ ગતિમાં સાત લાખ પૃથ્વીકાય (માટી, મીઠું, બધીજ ધાતુ, રત્નો, હીરા વગેરે) - સાત લાખ અપકાય (પાણીના જીવો) - સાત લાખ તેઉકાય (અગ્નિના જીવો) - સાત લાખ વાયુકાય - 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય - 14 લાખ સાધારણ વનસ્પતિકાય (7 લાખ સૂક્ષ્મનિગોદને 7 લાખ બાદર નિગોદ) - 2 લાખ બે ઈંદ્રિયવાળા જીવ - 2 લાખ ત્રણ ઈંદ્રિયવાળા જીવ - 2 લાખ ચાર ઈંદ્રિયવાળા જીવ - 4 લાખ તિર્યંચ પંચેન્દ્રિય આમ કુલ 62 લાખ યોનિ તિર્યંચની ગણાય. આ દરેક યોનિમાં જીવ અનંતીવાર જઈને આવ્યો હશે ને કેવા કેવા દુઃખ સહન કર્યા હશે તેની કલ્પના કરશો તો ધ્રુજી ઉઠશો.
સ.56 ચાર ગતિના જીવોની સંખ્યા શું કદી વધઘટ થાય જ નહિ?
જ.56 કરણાનુયોગમાં ચાર ગતિના જીવોની નિશ્ચિત સંખ્યા લખેલી છે ને તે કદી વધતી ઓછી પણ થતી નથી. જીવ નિગોદમાંથી 2000 સાગરોપમ માટે નીકળે છે. (તે સમય પૂરો થતા સુધીમાં જીવનો મોક્ષ થાય તો થાય નહિ તર જીવ પાછો એકેન્દ્રિય-નિગોદમાં ચાલ્યો જાય) તેમાં પણ બે ઈંદ્રિયના આટલા, ત્રણ ઈંદ્રિયના આટલા, ચાર ઈંદ્રિયના આટલા ભવ ધારણ કરે છે.
મનુષ્યના ફક્ત 48 ભવ મળે છે. એમાંયે આ માનવ ભવ કેટલામો હશે કોને ખબર? કદાચ એક-બે માનવભવ જ હાથમાં રહ્યા હોય... માટે હે જીવ ! જો પાછા એકેન્દ્રિયમાં ન ચાલ્યા જવું હોય તો પુરૂષાર્થ કરી મોક્ષ તરફ પ્રયાણ કર. આમ ચાર ગતિના જીવોની સંખ્યા નિશ્ચિત છે, નહિ તો આખી વ્યવસ્થા કેવી રીતે બને ? ક્યાંક તો અધિક ભીડ એકઠી થઈ જાય ને ક્યાંક સ્થાન ખાલી પડયા રહે પણ એમ થતું નથી.
સ.57 ‘જેમાં મૂઢ થયા તેમાં ગયા’ એટલે શું?
જ.57 મૂઢ એટલે મુગ્ધ. જેમાં મુગ્ધ થયા તે ગતિમાં જવાની તૈયારી કરી લીધી.
ઘણા પાણી જોઈને, બરફ જોઈને મુગ્ધ થઈ જાય છે. કલાકોના કલાકો બાથટબમાં પડયા રહેવું ગમે. વોટરપાર્ક નદી - તળાવ - ઝરણા - સરોવર - હિમવર્ષા જોઈને આનંદ વિભોર બની જવાય. ઘરમાં કે બહાર અહીનું જ પાણી ભાવે ને ત્યાંનું તો ભાવેજ નહિ વગેરેમાં જ્યાં જ્યાં મૂઢ થયા ત્યાં જવાની એટલે કે પાણીકાયમાં જન્મ ઘારણ કરવાની જીવે તૈયારી કરી લીધી. હીરા, સોનુ, ચાંદી, ઘર, ઈમારત એ બધું જ પૃથ્વીકાયના જીવના મૃત કલેવર છે. સોના-ચાંદીના દાગીના જોઈને મુગ્ધ બન્યા. ‘બહુ સરસ, બહુ સરસ આટલું સુંદર તો ક્યાંય જોયું જ નથી.’ હીરાનો હાર ભલે લોકરમાં પડયો હોય પરંતુ હાલતા-ચાલતા કામ કરતાં એજ યાદ આવે.
સમજી લેવાનું કે પૃથ્વીકાયમાં મુગ્ધ બન્યા એટલે પૃથ્વીકાયમાં જવાની તૈયારી કરી લીધી. તેવીજ રીતે એ.સી. જોઈએ. એ.સી. વગર રહેવાય જ નહિ. ઠંડા પવનની લહેરખી આવે ને એમાં મુગ્ધ બન્યા, ગરમીમાં લાઈટ ચાલી જાય ને પંખા વગર હાયવોય થઈ જાય સમજી લેવું કે વાયુકાયમાં જવાની તૈયારી કરી લીધી. શાકભાજી, ફ્રૂટ કે ખાવાની કોઈપણ વાનગીમાં મૂઢ બન્યા. કુણી કુણી કાકડી બહુજ ભાવે, ખાધાજ કરીએ એવું મન થાય, બે વરસ પહેલાં ખાધેલી હોટલની વાનગી હજીય યાદ આવે. સમજી લેવું પાછા વનસ્પતિકાયમાં જવાની તૈયારી કરી લીધી. આમ બાવન લાખ યોની એકેન્દ્રિયની છે. સૌથી મોટો ખાડો આ છે આ ખાડામાં પડયા પછી કરોડોના કરોડો વર્ષ સુધી ત્યાંથી નીકળવું મુશ્કેલ છે. સમજીલો એકવાર એકેન્દ્રિયમાં ચાલ્યા ગયા પછી એ ભવમાં આપણા જીવની બુદ્ધિ કેટલી? અક્કલ કેટલી? ભલે આ ભવમાં ગમે તેટલું જાણતા કે સમજતા હોઈએ પણ અહીંથી મરીને જો એકેન્દ્રિયમાં ગયા પછી ત્યાં આપણો ભાવ શું? કર્મ ખપાવવાના સાધનો આપણી પાસે કેટલા? હવે એ ભવમાંથી એના પછીના બીજા ભવનું આયુષ્ય બાંધશું ત્યારે કેવું બાંધશું? પાછું 20
એકેન્દ્રિયનું જ ને? આમ એક પછી એક ભવ પાછા એકેન્દ્રિયના થયા જ કરે. એકવાર ગબડયા પછી નીચે જવાના ચાન્સ વધારે, ઉપર આવવાના ચાન્સ ઓછા, માટે જ કહ્યું છે, જેમાં મૂઢ થયા તેમાં ગયા.
સ.58 આપણો સૌથી વધુ પાલો એકેન્દ્રિય જીવ જોડે જ પડે છે એમાંથી મૂઢ થતાં બચવા શું કરવું ?
જ. 58 એમાંથી મૂઢ થતાં બચવા વૈરાગ્યવાસિત ભાવના ભાવવી, ખળ ખળ વહેતા નદીના ઝરણા જોઈને આનંદ વિભોર બની જવાને બદલે વિચારવું કે આ પાણી કાયના જીવોનો અથડાવાનો અવાજ છે. ક્ષણે ક્ષણે જન્મ મરણ કરી રહેલા જીવોના ત્રાસનો અવાજ છે. હું પણ આવા અનંતા ભવ કરીને આ માનવ ભવ સુધી પહોંચ્યો છું. મારો જીવ જ્યારે પાણીકાયમાં હશે, લોકો મને જોઈને ખુશ થતા હશે. આજે હું એને જોઈને ખુશ નહિ થાઉં કારણકે મને કરૂણા ઉપજે છે. હે ભગવાન આ જીવોને પણ જલ્દીથી કર્મોથી મુકત કર અને મને પણ કર. ચંગુ-મંગુ સાથે હિમાલય દર્શન કરવા જાય છે. હિમાલયના બરફ આચ્છાદિત શિખરોને વૃક્ષોની હારમાળા-
નદીનાળાને કુદરતી સૌંદર્ય જોઈને ચંગુ વિચારે છે, ‘અહા! શું સુંદર સીન છે. આમાં ખોવાઈ જવાનું મન થાય છે. હું તો મરતા સુધીય આ સીન નહીં ભૂલું...’ સાથે રહેલો મંગુ પણ આજ સીન જુવે છે. ને વિચારે છે કે, ‘અહો! મારા જીવે કેટકેટલા આવા ભવ કર્યા હશે? શું હું કરોડોના કરોડો વર્ષો આવા વૃક્ષ બનીને સ્થિર ઉભો હોઈશ? કેવા કેવા ટાઢ-તડકાને હિમવર્ષા મેં સહન કર્યા હશે? એ પણ મોં માંથી એક ઉંહકારો કર્યા વગર? અરે લોકોએ મને કાપી નાખ્યો હશે ને હું એક ચીસ પણ પાડયા વગર બધું સહન કરતો હોઈશ? હે ભગવાન! હવે મને બચાવી લે મારે પાછું આમાં નથી જવું.’ ભગવાન મારો પણ મોક્ષ કરે ને આ જીવોનો પણ મોક્ષ કર.
ચંગુ-મંગુ સાથે જ આ સીન જુએ છે પણ ચંગુ કર્મનો ગુણાકાર કરી રહ્યો છે ને મંગુ કર્મના ભાગાકાર. બહારથી જોનારને તો લાગે કે આ બંને સીન-સીનેરીમાં ખોવાઈ ગયા છે પણ બંનેની મતિ અલગ છે તો ગતિ પણ અલગ છે. ફરક ફક્ત વિચારોમાં, ભાવનામાં પાડવાનો છે. જ્યારે ઘર-
કપડાં-ફર્નિચર દાગીનામાં ખોવાઈ જાઓ ત્યારે વિચાર કરો કે આ બધા એકેન્દ્રિય જીવોના મૃત કલેવર (મડદા) છે. એક દિવસ આ બધામાં જીવ હતો, ચેતન હતું. ચેતન એને છોડીને ચાલ્યો ગયો ને જડ રહી ગયું. એનો અર્થ એ કે ચેતન કદી જડનો હોઈ શકે જ નહિ. આ ફર્નિચર એક દિવસ ઝાડ 21
હતું તેમાં જીવ હતો... એ જીવ કદાચ મારો પોતાનો પણ હોઈ શકે, જેને જોઈને હું ખુશ થાઉં છું... જેના વખાણ કરતા થાકતો નથી. એ કદાચ મારા પોતાના જીવનું મૃત ક્લેવર પણ હોઈ શકે. આ મારા હાથમાં રહેલી સોનાની હીરાની વીંટી એક દિવસ એમાં પૃથ્વી કાયના જીવો હતા. એ જીવ કદાચ મારો પોતાનો કે મારા સગાવહાલાનો હોઈ શકે... શું હું મારા પોતાના મૃતકલેવર જોઈને એમાં મૂઢ થાઉં છું ? શું મારા જીવે પાછા આમાંજ જન્મ લેવાની તૈયારી કરી લીધી? ના... ના... હવે આ સમજ આવ્યા પછી તો નહિજ... નહિ... આવી આવી વૈરાગ્ય વાસિત ભાવના આત્માનું કલ્યાણ કરે છે.
સ.59 હાલના શાસ્ત્રો તો મહાવીરસ્વામી પછી ઘણા વખતે લખાયા એટલે તેમાં તીર્થંકરોનાં જ વચનો હશે કે નહિ? એમ શંકા થાય છે
જ.59 એ વચનો ખોટા છે એમ ન કહેવું. કેમ કે જેના પર તમે શંકા કરો છો તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતા શીખ્યા છો. એટલે કે
શાસ્ત્રોના આધારેજ તમે જે કંઈ જાણો છો તે જાણ્યું છે. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા.
મહાવીરસ્વામી પછી ઘણા વરસે લખાયા છે માટે ખોટા કહેવા તે દોષ ગણાય. હાલ સિદ્ધાંતોનો જે બાંધો જોવામાં આવે છે તેજ અક્ષરોમાં તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી પરંતુ તે વખતે કોઈએ તીર્થંકરને વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછયું હોય તે સંબંધી જે કાંઈ વાત કહી હોય, તે તેમની પાસે જે ગણધરો હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેનો બાંધો બાંધે. બાકી તીર્થંકરો જેટલું કહે તેટલું કાંઈ તેમના ધ્યાનમાં ન રહે પણ અભિપ્રાય ધ્યાનમાં રહે. વળી ગણધરો પણ બુદ્ધિમાન હતા તેથી તીર્થંકરે કહેલા વાક્યો કાંઈ તેમાં આવ્યા નથી તેમ પણ નથી. માટે શંકા કરવી નહિ.
સ.60 સૂત્ર અને સિદ્ધાંત એ બે એક છે? તેમાં શું ભેદ છે?
જ.60 સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. દેશ કાળને અનુસરી સૂત્ર રચવામાં આવે છે અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતો ગમે તેવા કાળમાં ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી. એ જ્ઞાનીની અનુભવ ગમ્ય બાબત છે તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણુ હોતું નથી. દા.ત. (1)
રાગદ્વેષથી બંધ છે (2) બંધનો ક્ષય થવાથી મુક્તિ થાય છે. આ બધા સિદ્ધાંતો છે તે ગણિતની માફક પ્રત્યક્ષ છે તેમાં કંઈપણ ખોટાપણું સમાતુ નથી. ઉપરના બંને સિદ્ધાંતની ખાતરી કરવી હોય તો રાગદ્વેષ છોડો. જે સમયે સર્વથા સર્વપ્રકારે રાગદ્વેષ જશે તેને બીજે સમયે કેવળજ્ઞાન છે.
અનંતા તીર્થંકરો થઈ ગયા ને અનંતા થશે. દરેક તીર્થંકર અર્થથી ઉપદેશ આપે છે. ગણધરો તેને સૂત્રરૂપે ગૂંથે છે. દરેક તીર્થંકરોના ગણધરોનો દેશ-કાળ-ભાષા અલગ હોય છે. માટે સૂત્ર રૂપે અલગતા હોવા છતા પણ તેમાં ઉપદેશ તો સિદ્ધાંતરૂપે તો એકજ છે. અનંતા તીર્થંકરોએ ઉપદેશેલો ધર્મ સિદ્ધાંત રૂપે એકજ છે ને અનંતકાળ સુધી એકજ રહેશે.
સ.61 યોગ્ય કાળે શાસ્ત્ર વાંચવું એટલે શું ? એવું શા માટે?
જ.61 શાસ્ત્રોને માટે અમુક કાળે શાસ્ત્ર વાંચવું એવો નિયમ છે. આગમ શાસ્ત્રોના બે ભેદ છે. કાલિક અને ઉત્કાલિક. અમુક સમયે જે શાસ્ત્ર વાંચવાનું છે તે બીજે કાલે વાંચે તો પાપ લાગે. તેમજ ચોત્રીસ અસજ્ઝાય હોય ત્યારે સૂત્ર વંચાય કે
ભણાય નહિં. અમુક કામ માટે અમુક કાલ ભગવાને કહ્યો છે તે જેને આત્મકલ્યાણ કરવાની ભાવના છે તેને માટે આ બધા નિયમો કરી આપ્યા છે.
અમુક વખતે શ્વાસોચ્છ્વાસ એવા હોય છે કે તે વખતે મન બરાબર સ્થિર ન હોય. તેથી તે અકાળ છે તેમ કહ્યું છે. કોઈનું મરણ થાય તે વખતે સ્વાધ્યાય ન કરવો એમ કહ્યું છે તેનું કારણ તે વખતે તેનું મન બરાબર સ્થિર હોતું નથી.
અમુક દૂર સુધી હાડકું પડ્યું હોય ત્યાં સ્વાધ્યાય ન કરવો એમ કહ્યું છે તેનું કારણ તેવા નિમિત્તે હિંસાના પરિણામ વગેરે થાય, એવા સ્થળમાં, એવા નિમિત્તોમાં સ્વાધ્યાય ન કરવો એમ કહ્યું છે.
સ.62 જે સમયે સ્વાધ્યાય ન થઈ શકે એવી ચોત્રીસ અસજઝાય જણાવો.
જ.62 આકાશની બાર અસજ્ઝાય
(1) તારા આકાશેથી ખરે તો
(2) ચારે દિશા રાતી થાય તો
(3) અકાળે ગાજે તો
(4) અકાળે વીજળી થાય તો
(5) અકાળે કાટકો થાય તો
(6) બીજના ચંદ્રની
(7) જક્ષના ચિન્હ (આકાશમાં વ્યંતરાદિના નગરો દેખાય)
(8) કરા પડે તો
(9) ધુમ્મસ વરસે તો
(10) ધૂળ વરસે તો
(11) ચંદ્રગ્રહણ થાય તો
(12) સૂર્યગ્રહણ થાય તો.
ઔદારિક શરીરની આઠ અસજ્ઝાય ઃ-
(1) તાજાં હાડકાં પડયા હોય તો
(2) માંસ પડ્યું હોય તો
(3) લોહી પડ્યું હોય તો
(4) વિષ્ઠા, ઉલટી હોય તો
(5) મડદું બળતું હોય તો
(6) મોટો રાજા મરે તો
(7) સંગ્રામ થાય તો
(8) પંચેન્દ્રિયનું મડદું પડ્યું હોય તો.
કાળની ચૌદ અસજ્ઝાય ઃ-
(1) ચૈત્ર સુદ પૂનમ (2) ચૈત્ર વદ એકમ (3) અષાઢ સુદ પૂનમ (4)
અષાઢ વદ એકમ (5) ભાદરવા સુદ પૂનમ (6) ભાદરવા વદ એકમ (7) કાર્તિક સુદ પૂનમ (8) કાર્તિક વદ એકમ (9) પ્રભાત (10) મધ્યાન્હ (11) સંધ્યા (12) મધ્યરાત્રિ (13) હોળી પ્રગટે તે વખતની (14) ધૂળેટીની.(આમાં ઘણા મતમતાંતર હોવાથી ગુરૂગમથી જાણી લેવું.)
સ.63 જૈન દર્શનના સિદ્ધાંતો કેવા છે?
જ.63 જે જે જિનશ્વરનાં કહેલા સૈધ્ધાંતિક વચનો તે અખંડ છે. તેમાંના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય.
સ. 64 મોક્ષમાર્ગ એકજ છે કે વધારે છે?
જ.64 મોક્ષમાર્ગ એકજ છે અને તે નિશ્ચય સમ્યક્ દર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાજ છે. ‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ’ જેજે મહાપુરૂષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા તે એકજ માર્ગથી પામ્યા છે.
વર્તમાન કાળે પણ તેથી જ પામે છે ને ભવિષ્યકાળે પણ તેથીજ પામશે.
સ.65 મોક્ષની ઈચ્છાવાળાએ જાત, ગચ્છ કે નયનો આગ્રહ કરવો જોઈએ?
જ.65 ઈન્દ્રિયોના નિગ્રહનું ન હોવા પણું એટલે જ આગ્રહ. એ કદાગ્રહ ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહિ. ‘છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ.’ જેણે જ્ઞાનીના માર્ગની ઈચ્છા કરી હોય તેવા પ્રાણીએ મત, ગચ્છ કે નયનો આગ્રહ છોડી દેવો, નહિ તો તેથી વિષમ ફળની પ્રાપ્તિ થાય છે. જેણે એ આગ્રહ છોડયો છે તે કોઈ પ્રાણીને દુભવતો નથી.
સ.66 અત્યારે ધર્મસંબંધી જૈન સમાજની દશા કેવી વર્તે છે?
જ.66 જૈન સમુદાયમાં પરસ્પર બહુ મતભેદ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથોની જંજાળ માંડી બેઠા છે. પણ તત્ત્વને કોઈકજ જાણે છે. જાણીને અહંપદ કરનારા પણ છે. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર છવાઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય અને જ્ઞાની પુરૂષોના વચનો ન 24
સમજાય. તેથી લોકોને અવળું ભાસે ને ગચ્છના ભેદ પાડે. મતભેદ રાખીને કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદ ટાળ્યો તે અંતરવૃત્તિ પામી ક્રમે કરી મોક્ષને પામ્યા છે ને પામશે. કેળવણી પામેલાને ધર્મતત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી તેથી તેમને ધર્મની દુર્લભતા થઈ પડી છે ને કેળવણી વગરના લોકો એમ માને છે કે બાપદાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે તેજ વીતરાગનો બોધેલો ધર્મ છે. બાકી જૈન નામે પ્રવર્તે છે. તે મત મઘળા અસત્ છે. સ્મશાન વૈરાગ્યમાં લેવાયેલી દીશા વધારે જોવા મળે છે. શિક્ષાની સાપેક્ષ સ્ફુરણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમને વિરલજ દેખાશે. સંશોધક પુરૂષો બહુ ઓછા છે બાકી તો સાચી કે જૂઠી સહુ પોતપોતાની ગાય છે. આમ જૈન દર્શનની દશા જોઈને કરૂણા ઉપજે તેવું છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જૈનોમાં ચોરાશીથી સો ગચ્છ થઈ ગયા છે તે બધામાં કદાગ્રહો થઈ ગયા છે. છતાં તેઓ બધા કહે છે કે -જૈન ધર્મમાં અમેજ છીએ. જૈન ધર્મ અમારો છે. -અમારો ધર્મ શું? મહાસાગર કોઈનોય નથી; તેમ ધર્મ કોઈના બાપનો નથી. જીવનું સ્વરૂપ શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી નથી. જીવનું સ્વરૂપ કુળ નથી. જાતી નથી, વર્ણનથી તેને આવી માઠી કલ્પનાઓ કરી આગ્રહથી વર્તાવવો એ કેવું અજ્ઞાન છે? ક્રિયા વૈરાગ્ય આદિમાં જો આત્માનું જ્ઞાન હોય તો શોભે નહિ તો ન શોભે.
જૈનમાં હાલમાં આત્માનો ભૂલાવો થઈ ગયો છે.
સ.67 અત્યારે જૈન ધર્મમાં આટલા બધા મતપ્રવર્તે છે તેના મુખ્ય કારણો કયા છે?
જ.67 (1) દુઃસમ કાળ (2) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું (3) મંદ બુદ્ધિ (4) પરસ્પર બે આચાર્યોનો વાદવિવાદ (5) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરૂષોએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય (6) ગ્રહણ કર્યા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભબોધિતાને લીધે ન ગ્રહણ કરવો (7) જેના પર રાગ હોય તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો (8) મોહનીય કર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું.
સ.68 આર્યધર્મ શું છે? બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું?
જ.68 જૈનો જૈનને આર્યધર્મ કહે છે, બૌદ્ધો બૌદ્ધને અને વેદાંતી વેદાંતને આર્યધર્મ કહે છે. પરંતુ જ્ઞાનીપુરૂષો તો કહે છે કે જેનાથી આત્માને 25
નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા ઉત્તમ માર્ગનેજ આર્યધર્મ કહેવાય.
બધાની ઉત્ત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી કારણકે વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેનાથી હજાર ગણા આશયવાળુ જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે. માટે વેદમાંથી સર્વની ઉત્પત્તિ થવી ઘટતી નથી.
બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે.
સ.69 આત્માની રુચિ વાળો જીવ મરીને ક્યાં જાય ?
જ.69 આત્માની રૂચી વાળો જીવ મરીને દેવમાંજ જાય. આ તત્વની રુચિ, વાંચન-
શ્રવણ, ભક્તિ પૂજા આ બધા તો દેવ જ થાય. કોઈ સાધારણ હોય તો મનુષ્ય થાય.
સ.70 કેવા પ્રકારના દેવ થાય?
જ.70 એ તો એની યોગ્યતા અનુસાર, ભવનપતિ કે વૈમાનિકમાં જાય. અને આત્માનુભવી તો વૈમાનિકમાં જ જાય. કોઈ જીવધર્મી હોય પણ મનમાં દ્વેષભાવ રાખીને ધર્મ કરે તો દેવ તો થાય પણ વાણવ્યંતર દેવ થાય. માટે દ્વેષનો ત્યાગ કરવો.
સ.71 એકેન્દ્રિયમાંથી નીકળીને જીવ કઈ ગતિમાં જઈ શકે?
જ.71 કોઈ જીવ એકેન્દ્રિયમાંથી નીકળી મોક્ષ, સ્વર્ગ કે નરકમાં જતો નથી. પણ મનુષ્ય અથવા તિર્યંચ ગતિમાંજ જાય છે. કોઈજીવ એકેન્દ્રિયમાંથી નીકળી સીધો સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે. (સંજ્ઞી એટલે મન સહિત અસંજ્ઞી એટલે મનરહિત) વચ્ચે વિકલેન્દ્રિયપણું અથવા અસંજ્ઞી પણું હોય જ એવો કોઈ નિયમ નથી. (વિકલેન્દ્રિય એટલે બે, ત્રણ કે ચાર ઈંદ્રિયવાળા જીવ) પણ કોઈ અગ્નિકાય અને વાયુકાયમાંથી નીકળી સીધો મનુષ્ય ન થાય.
સ.72 નરકમાંથી નીકળેલો જીવ કઈ ગતિમાં જઈ શકે?
જ.72 નરકના જીવો છૂટી તરત નરકમાં જતા નથી અને નરકનો જીવ મરીને દેવતાપણે પણ ન ઉપજે. પરંતુ મનુષ્ય કે તિર્યંચ જ થાય. ચોથી નરકમાંથી નિકળેલો જીવ તીર્થંકર થતો નથી. પાંચમીમાંથી નીકળેલો જીવ ચરમશરીરી (છેવટનું શરીર) થતો નથી. 6ઠ્ઠીમાંથી નીકળેલ જીવ ભાવલિંગ મુનિ થતો નથી. સાતમી માંથી નીકળેલ જીવ તિર્યંચજ થાય છે. વળી એવો નિયમ છે કે સાતમી નરકમાંથી નીકળેલ જીવ ગમે ત્યારે ફરી એકવાર તેજ અથવા બીજી કોઈ નરકમાં જાય જ છે.
નરકમાંથી આવેલ જીવ કર્મભૂમિમાં સંજ્ઞી, પર્યાપ્ત તથા ગર્ભજ મનુષ્ય કે
તિર્યંચ થાય છે.
સ.73 દેવગતિમાંથી નીકળેલો જીવ કઈ ગતિમાં જઈ શકે ?
જ.73 દેવગતિમાંથી નીકળેલો જીવ પાછો તરતજ દેવગતિ કે નરક ગતિમાં જતો નથી. તે જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જ જઈ શકે . 90 ટકા મિથ્યાદૃષ્ટિ દેવના જીવ પાછા પૃથ્વીકાય કે એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે.
સ.74 નરકના જીવ મરીને તરત નરક કે દેવલોકમાં ન જાય તેવી રીતે દેવલોકના જીવ પણ મરીને તરત દેવલોક કે નરકમાં ન જાય શા માટે?
જ.74 કારણકે નરકમાં જવા જેવા પાપ કર્મો અને દેવલોકમાં જવા જેવા પુણ્ય કર્મો કરવાના તે બંને જીવોને પ્રસંગ જ નથી. વિશેષ શુભ અને વિશેષ અશુભ કર્મો કરવાનું સ્થળ ખાસ કરીને મૃત્યુલોકમાં છે.
સ.75 સમ્યક્ દર્શન થયા પછી કોઈ નરકમાં જાય?
જ.75 સમ્યક્ દર્શન થયા પછી બે જ ગતિ બંધાય છે. મનુષ્ય અને દેવ. નરક અને તિર્યંચ ન બંધાય. પણ સમકિત થયા પહેલા નરકગતિ બંધાઈ હોય તો નરકે જાય.
સ.76 મનુષ્ય મરીને મનુષ્ય કેટલા જન્મ સુધી થઈ શકે?
જ.76 કોઈપણ મનુષ્ય પોતાની મનુષ્ય જાતિમાં લાગલગાટ સાત અથવા આઠ જન્મ સુધી રહીને પછી અવશ્ય એ જાતિને છોડી દે છે. એકની એક જાતિમાં વારંવાર પેદા થવું તેને ‘કાયસ્થિતિ’ કહેવાય. મનુષ્યની કાયસ્થિતિ સાતથી આઠ ભવ છે પણ જુગલીઆ મનુષ્ય તરીકે ઉપજેતો તે ગતિમાં એકજ ભવ થાય. દેવનરકની કાયસ્થિતિ પણ એક જ ભવ. તિર્યંચની કાયસ્થિતિ અનંત.
સ.77 ભવિષ્યના આયુકર્મનો બંધ કેવી રીતે થાય છે?
જ.77 આપણે મનુષ્ય માટે આ નિયમ છે કે અત્યારે આપણું જેટલું આયુષ્ય હોય તેના 27
બે તૃતિયાંશ ભાગ વીત્યા પછી પહેલીવાર અંતર્મુહૂર્ત માટે નવો આયુષ્ય બંધ પડે છે. જો પહેલીવાર આયુષ્યબંધ ન પડે તો બાકી રહેતા આયુષ્યના બે તૃતિયાંશ ભાગ વીત્યા પછી આયુષ્યબંધ પડે છે. ફરી બે તૃતિયાંશ વીત્યા પછી ત્રીજીવાર એવી રીતે આઠ વાર એવો અવસર આવે છે.
સ.78 આયુષ્યકર્મનો બંધ કેવી રીતે થાય છે તે ઉદાહરણ સાથે સમજાવો.
જ.78 ઘારો કે કોઈ મનુષ્યનું 81 વર્ષનું આયુષ્ય હોય તો તેનો બે તૃતિયાંશ ભાગ એટલે 54 વર્ષ વછી આયુષ્યનો બંધ પડે. જો ત્યારે ન પડયો તો બાકી રહ્યા 27 વર્ષ તેનો 2/3 ભાગ એટલે 18 વર્ષ. 54+18=72
વર્ષ પછી બીજીવાર આયુષ્યનો બંધ પડે. પછી તેવી રીતે ગણતા જાઓ તો 78 વર્ષ પછી, 80 વર્ષ પછી, 80 વર્ષ 8 માસ પછી, 80 વર્ષ 10 માસ 20 દિન પછી, 80 વર્ષ 11 માસ 16 દિન 16 કલાક પછી અને છેવટે 80 વર્ષ 11 માસ 25 દિન 14 કલાક પછી આમ આઠ વાર આવે છે.
સ.79 એક ભવમાં આગામી કેટલા ભવનું આયુષ્ય બંધાય ?
જ.79 એક ભવમાં આગામી એકજ ભવનું આયુષ્ય બંધાય. બે ભવનું આયુષ્ય બંધાય નહિ.
સ.80 આખી જીંદગી ધર્મ વગેરે સારૂ કર્યું હોય ને આયુષ્ય કોઈ એવી ક્ષણે બંધાઈ ગયું કે તિર્યંચ કે નરક ગતિમાં ચાલ્યા ગયા તો આખી જીંદગી કરેલા ધર્મનું શું? બધું નકામું ગયું ?
જ.80 ના. કરેલા શુભ કર્મ કે કરેલા અશુભ કર્મ ક્યારેય નકામા જતાં નથી.
આયુષ્યનો બંધ ભલે એકજ વાર પડે પણ ચોવીસેય કલાક ચારેય ગતિને યોગ્ય કર્મ નાખવાનું ચાલુજ છે. ક્યારેક શુભ વિચારો તો ક્યારેક અશુભ, ક્યારેક શુભ કરણી તો ક્યારેક અશુભ. પ્રાયઃ કરીને કોઈ ક્ષણ એવી ખાલી નથી જતી કે આપણે આપણા આત્મા પર કર્મ જમા નથી કરતા. દિવસના બાર કલાકનો વિચાર કરો તો બારમાંથી 10 કલાક તો એવા જાય છે કે
આપણે તિર્યંચ ગતિને યોગ્ય કર્મ જમા કરીએ છીએ. બાકીના બે કલાક દેવ-માનવને નરકને યોગ્ય કર્મ જમા કરીએ છીએ. સમજીલો કોઈ ધર્મી જીવના આખા આયુષ્યના 10 ભાગ પાડો તો ધારો કે એમણે 6 ભાગ જેટલું દેવગતિને યોગ્ય, 1 ભાગ જેટલું તિર્યંચને યોગ્ય, બે ભાગ જેટલું 28
મનુષ્યને યોગ્ય ને 1 ભાગ જેટલું નરકને યોગ્ય આયુષ્ય જમા કર્યું. હવે ધારો કે કોઈ નબળી ક્ષણમાં આગામી તિર્યંચના ભવનું આયુષ્ય બાંધ્યુ એટલે એકભવતો એમણે તિર્યંચનો કરવોજ પડે પણ એમની પાસે તિર્યંચને યોગ્ય બહુ ઓછો ભાગ જમા છે. જયારે દેવને મનુષ્યને યોગ્ય બહુ મોટો ભાગ જમા છે. માટે બહુ ઓછા સમયમાં તિર્યંચમાંથી બહાર નીકળી દેવ કે મનુષ્યગતિ એને મળવાની જ છે. કારણ કે એણે એ જમા કર્યું છે. માટે કરેલું ધર્મ કયાંય નકામું જતું નથી. તેનાથી ઉંધુ અધર્મી જીવે મોટો ભાગ તિર્યંચ કે નરકને યોગ્ય આયુષ્ય જમા કર્યું છે. દેવ કે મનુષ્યને યોગ્ય બહુ ઓછું જમા છે. તો કોઈ સારી ક્ષણે એનું દેવનું આયુષ્ય બંધાઈ પણ ગયું પણ એથી ખુશ થવા જેવું નથી. એ એને મળશે તો પણ બહુ ઓછા સમય માટે. કારણકે વધારે જમા તિર્યંચ કે નરકનું કર્યું છે માટે દેવનું આયુષ્ય પુરૂ કરીને એણે તિર્યંચમાં જવાનું નક્કી છે. કેમ કે આખી જીંદગી જે એકઠું કર્યું છે તે વાપરવું જ પડશે. દા.ત. કોઈ જહાજ એક બંદરે પહોંચે ત્યારે પોતાને જરૂરી ઈંધણ-પાણી જમા કરે છે ને પછી ઉપડે છે મુસાફરીએ.
જ્યાં જેટલું જરૂર હોય એટલું વાપરતા-વાપરતા પાછુ ખાલી થાય એટલે ભરવા માટે પહોંચે છે બંદરે. બસ એવી જ રીતના આ મનુષ્યભવ એક બંદર છે. અહીં મનુષ્ય ચારેય ગતિને યોગ્ય કર્મ જમા કરે છે પછી જે ગતિ યોગ્ય જેટલો જથ્થો હોય તે ભોગવવા તે ગતિમાં પહોંચી જાય છે. જો તમે આખી જીંદગીમાં દેવ કે માનવ યોગ્ય જથ્થો જમા કર્યો જ નથી ને આગળ પાછળનું કાંઈ બાકી નથી તો તમારો દેવ કે મનુષ્યગતિમાં જવાનો બંધ પડવાનો જ કેવી રીતે ? માટે ફક્ત આયુષ્યનો બંધ પડે એટલો જ વખત સજાગ રહેવાનું નથી. ક્ષણે ક્ષણે સજાગ રહી અશુભ કર્મથી બચવાનું છે.
દા.ત. ચંડકોશિયા નાગ-પૂર્વભવમાં એણે આખી જિંદગી મુનિ તરીકે
વિતાવી, ધર્મ કરી તપ કરી કેટલાય કર્મની નિર્જરા કરીને દેવગતિને યોગ્ય સારો એવો જથ્થો જમા કર્યો. એણે નબળી ક્ષણોમાં તિર્યંચગતિને યોગ્ય આયુષ્ય બાંધ્યુ એટલે એને સાપના ભવમાં જવું પડ્યું પણ વધારે જથ્થો સારી ગતિનો હતો એટલે એને તિર્યંચનો એકજ ભવ કરવો પડયો અને એને ભગવાન નિમિત્ત રૂપે મળી ગયા ને એ સદ્ગતિ પહોંચી ગયો. જો એની પાસે સદ્ગતિને યોગ્ય આયુષ્ય જમા જ ન હોત તો ભગવાન પણ શું કરત? જો એણે પૂર્વજન્મના આયુષ્ય દરમ્યાન તિર્યંચ ગતિનો જ જથ્થો વધારે જમા કર્યો હોત તો સાપ મરીને પાછો, તિર્યંચ પાછો તિર્યંચ એમ ભવ કર્યા હોત પણ જેમ પહેલા કીધું તેમ ધર્મ કરેલો ક્યાંય નકામો જતો 29
નથી. બીજા ઘણાય ઝેરી સાપ જંગલમાં રહેતા હશે એ કોઈનેય નહિને ચંડ કોશિયાને જ કેમ ભગવાન મળ્યા ? કેમકે એણે પૂર્વ ભવમાં આખી જીંદગી ધર્મ કર્યું હતું. માટે હવે સમજાઈ ગયું હશે કે ફક્ત આયુષ્ય બાંધવાની પળેજ નહિ, ફક્ત મૃત્યુ વખતે જ નહિ પરંતુ જીવનની પળેપળ સજાગ રહેવાની જરૂર છે. કારણકે કરેલું ધર્મ ક્યાંય નકામું જતું નથી.
સ.81 ક્યારેક એવું દેખાય છે કે જીવનમાં અતિશય પાપ કરનારી વ્યક્તિ શાંત સમાધિયુક્ત મરણ પામતી દેખાય છે જ્યારે ધર્મી વ્યક્તિ ત્રાસ પામતી અસમાધિ મરણ પામતી દેખાય છે તેનું કારણ શું ?
જ.81 કારણકે એવો નિયમ છે કે નવા જે ભવમાં જવાનું હોય તેવો ભાવ છેલ્લે મરતા આવે. દેવ-નરકમાં જવાનું હોય તો ત્યાંની લેશ્યા લેવા-મૂકવા આવે. તેથી જેણે આયુષ્ય બાંધતી વખતે શુભભાવમાં સારૂં આયુષ્ય બાંધ્યુ હોય તેને સારા ભવમાં જવાનું હોવાથી મરતી વખતે સારો ભાવ આવી જાય ને સમાધિમરણ પ્રાપ્ત થાય. દા.ત. કોઈ વ્યક્તિ જીવનમાં ઘણા પાપ કરતી હોય પણ પરભવનું આયુષ્ય, શત્રુંજયની યાત્રા કરતાં, કોઈ પ્રવચન સાંભળતા કે માનવતાના કામ કરતા શુભ ભાવમાં બંધાઈ ગયું હોય તો એનો એક ભવ તો સારોજ થાય તેમાં કોઈ ફેરફાર થાય નહિ. માટે એને સદ્ગતિમાં જવાનું હોવાથી મરતી વખતે શુભ લેશ્યા લેવા આવે. સારો ભાવ આવે સમાધિ મરણ પણ પ્રાપ્ત થાય. તેવી રીતે કોઈ ધર્મી જીવ હોય પણ બીજા ભવનું આયુષ્ય બાંધતી વખતે કદાચ દીકરા પણ ખૂબ ક્રોધ આવી ગયો હોય. ટી.વી. જોતાં વિકારી બન્યો હોય, કોઈ અન્ય પાપમાં લીન બન્યો હોય તે વખતે ખરાબ આયુષ્ય બાંધ્યુ હોય તેથી દુર્ગતિમાં જવાનું હોવાથી ધર્મી આત્માને મરતી વખતે અસમાધિ-પીડા વગેરે પીડા થઈ શકે. તેથી જ્ઞાની વ્યક્તિએ આશ્ચર્ય પામવું નહિં. (જુઓ જ.97)
સ.82 આ વાત ઉદાહરણ આપી સમજાવો ?
જ.82 શ્રીકૃષ્ણે અશુભ ભાવનામાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું તો છેલ્લે તેઓ પાણી-પાણીની લેશ્યામાં અસમાધિથી મરણ પામ્યા. શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર બનવાના હોવા છતાં અશુભ ભાવનામાં નરકનું આયુષ્ય બાંધ્યુ હતુ માટે મરતી વખતે છેલ્લે તેઓ સમાધિ ચૂકી ગયા. આમ આયુષ્ય બાંધવાની પળે શુભ ભાવમય, ધર્મમય 30
હોવું જરૂરી છે. પાછું આયુષ્ય કઈ પળે બંધાશે તે ખબર નથી. દરેક ક્ષણ જાગૃત રહેવું જરૂરી છે.
સ.83 કોઈ જીવ સિદ્ધગિરિ ઉપર કે તીર્થસ્થાનમાં દેહ છોડે અથવા તો કોઈ જીવને મૃત્યુ વખતે ખૂબજ ધર્મ સંભળાવ્યો હોય તો તેની ગતિ સારીજ થઈ હશે એમ કહી શકાય?
જ.83 કયા જીવની કઈ ગતિ થઈ હશે તે તો કેવળજ્ઞાની જ કહી શકે. આપણને તો એવું કોઈ જ્ઞાન નથી માટે ફક્ત બાહ્ય પરિસ્થિતિ જોઈને આપણે એમ કહીએ કે આની તો સારી જ ગતિ થઈ ગઈ તો આપણને ખોટું બોલ્યાનું પાપ લાગે. ધારોકે કોઈ જીવે સિદ્ધગિરિ પર દેહ છોડ્યો કે દેરાસરના પગથિયે દેહ છોડ્યો... પણ એની ગતિ તો એજ થશે કે જે ગતિનું આયુષ્ય પૂર્વે એણે બાંધી લીધું છે. અથવા સમજી લો કે હજી સુધી એનું આયુષ્ય બંધાયું નથી ને છેલ્લા ત્રણ ડચકામાં બે ડચકા પછી બંધાય છે. ને બધા લોકો એને ખૂબજ ધર્મ સંભળાવી રહ્યા છે છતાં એનું આયુષ્ય તો એના અંદરના અધ્યવસાય, એના અંદરના એ વખતના ભાવ પ્રમાણે જ બંધાશે.
અને એજ ગતિમાં એણે પ્રયાણ કરવું પડશે. અંત સમયે દેહ છોડવાની પીડા ઉત્પન્ન થવાને લીધે કદાચ એ સમાધિ ચૂકી ગયો હોય અને અંતરમાં અશુભ ભાવમાં એનું પતન થઈ રહ્યું હોય તો બહાર ગમે તેટલું ધરમ સંભળાવવા છતાં તે જીવની દુર્ગતિ થઈ શકે છે. માટે બાહ્ય પરિસ્થિતિ પરથી તમે આંતરીક ભાવનો નિર્ણય લઈ શકો નહિ.
સ.84 આ વાત ઉદાહરણ આપી સમજાવો.
જ.84 તમે પ્રસન્નચંદ્ર મુનિનેજ જુઓ. બાહ્ય પરિસ્થિતિ જોઈને તો કોઈપણ એમજ કહે કે હમણાં આ મુનિનું મૃત્યુ થાય તો એ સદ્ગતિમાં જ જાય કારણકે
બાહ્ય પરિસ્થિતિ પ્રમાણે તો એ મુનિ અવસ્થામાં હતા. ઉત્કૃષ્ટ તપ તપી રહ્યા હતા... છતાં ભગવાને કહ્યું કે આ મુનિ હમણાં મૃત્યુ પામે તો નરકમાં જાય... કેમ? કેમકે ભલે બાહ્ય પરિસ્થિતિ શુભ હતી પણ અંતરમાં ક્રોધના ને યુદ્ધના ભાવ રમી રહ્યા હતા. (કેવળજ્ઞાની સિવાય આ કોણ જોઈ શકે?)
થોડા સમય પછી એજ મુનિને કેવળજ્ઞાન થયું... તે વખતે પણ બાહ્ય પરિસ્થિતિ તો એજ હતી પણ અંતરના ભાવ ફરી ગયા હતા. હવે જો આપણી એ શક્તિ જ નથી કે કોઈના અંતરના ભાવ જાણી શકીએ અને આપણે એ પણ નથી જાણતા કે એ જીવનું પરભવનું આયુષ્ય કયારે બંધાઈ 31
ગયુ હશે, કેવા ભાવમાં બંધાયું હશે તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે આ વ્યક્તિની સદ્ગતિજ થઈ હશે કે દુર્ગતિજ થઈ હશે. માટે આવું ખોટું બોલવાનું પાપ કદી માથે લેવું નહીં. ફક્ત એટલું જ કહેવું ‘ધરમ તો ઘણું પામ્યા... બાકી કઈ ગતિ થઈ હશે તે તો કેવળજ્ઞાની જાણે.’
સ.85 મરતી વખતે સમાધિ કોને મળે?
જ.85 મરતી વખતે સમાધિ એનેજ મળે જેનું આખું જીવનજ સમાધિ ભરપૂર હોય. જે સતત કામ ક્રોધ આદિને વશ થતો હોય તેવા જીવો મરતી વખતે સમાધિ કેવી રીતે પામી શકે? જન્મ કરતાં મૃત્યુની પીડા આઠગણી હોય છે. આવી પીડા સમયે એનોજ જીવ સમતા ધારણ કરી શકે જેણે જીવન દરમ્યાન સમતાભાવે દુઃખો સહન કરવાની, પીડા સહન કરવાની આદત પાડી છે. જે જ્ઞાની છે, જે ધ્યાનનો અભ્યાસી છે, તે સમાધિમરણ મેળવવાનો અધિકારી છે. બાકી જેણે જીંદગીભર પાણીજ વલોવ્યું છે, છાસ વલોવીજ નથી તે માખણની આશા કેવી રીતે રાખી શકે?
સ.86 મરતી વખતે જેનું મુખ એકદમ શાંત મુદ્રામાં હોય તેનું સમાધિ મરણ થયું કહેવાય?
જ.86 મૃત્યુ વખતે શાંત મુખમુદ્રા રહેવાના બીજા પણ કારણો છે. માટે મુખમુદ્રા શાંત હતી એટલે સમાધિ મરણ જ થયું હશે એવો એકાંત નિયમ બનાવી શકાય નહિ. દુઃખ, પીડા સહન કરવાની આપણા મન-મગજ ને શરીરની એક લિમિટ હોય છે. જ્યારે અમુક હદથી વધારે પીડા ઉત્પન્ન થાય છે ત્યારે તે સહન નહી થઈ શકવાને કારણે લાગણી તંત્ર કામ કરતું બંધ થઈ જાય છે. તેથી મૃત્યુ વખતની અસહ્ય પીડાને કારણે વ્યક્તિ ભલે ભાનમાં હોય પણ લાગણી શૂન્ય બની જાય છે તેથી સુખ-દુઃખના કોઈ ભાવ મોં પર આવી શકતા નથી તેથી જોનારને મુખમુદ્રા શાંત લાગે છે પણ તેને સમાધિમરણ કહી શકાય નહીં.
સ.87 મારા અંત સમયે મને કોઈ નવકાર સંભળાવનાર નહીં હોય તો મારી શું ગતિ થશે એની મને ચિંતા થાય છે.
જ.87 ઉપરના સવાલ જવાબ વાંચ્યા પછી એ સમજાઈ ગયું હશે કે આવી ચિંતા કરવી વ્યર્થ છે. કોઈપણ પ્રકારની ચિંતા કરવાથી તિર્યંચ અથવા નરકગતિને યોગ્ય આયુકર્મ જમા થાય છે. જ્યારે આવી ચિંતા થાય ત્યારે તમારે નીચે પ્રમાણે વિચારવું.
(1) મારું કુલ આયુષ્ય કેટલું છે તે તો મને ખબર નથી. એના ત્રીજા ભાગે મારું આયુષ્ય કદાચ બંધાઈગયું હશે તો મારે કઈ ગતિમાં જવાનું છે તે નક્કી થઈ ગયું હશે તો પછી મારે ચિંતા શું કામ કરવી ? (2) કદાચ મારું આજ સુધી પરભવનું આયુષ્ય ન બંધાયું હોય તો હવે પછીની કોઈપણ ક્ષણે બંધાઈ શકે છે. તો મારે આ પળથી જ ધર્મમય જીવન જીવવું. મનમાં જ્યારે પણ અશુભ ભાવ આવે ત્યારે તરતજ અશુભ ભાવ કાઢી શુભ ભાવને પ્રસ્થાપન કરવા. જૂઠ-માયા-કપટ-કજીઆથી દૂર રહેવું.
(3)આજથી મારે એટલી નવકારમંત્રની આરાધના કરવી કે અંત સમયે અંતરમાંથી જ નવકારનો નાદ ઉઠે. બાકી જો પહેલેથી મેં મારા હૃદયમાં નવકાર માટે જગ્યાજ નહી બનવી હોય તો મારા સ્વજનો લાખ નવકાર સંભળાવશે તોય મારા હૃદયમાં નહી ઉતરે. (4) પહેલાના જમાનાના રાજા-મહારાજા-શ્રેષ્ઠીઓ 50 વર્ષની ઉંમર પછી જંગલમાં ચાલ્યા જતા.ગુફામાં એકલા રહીને સાધના કરતા. એમને એવી ચિંતા નહોતી થતી કે મને કોઈ ધર્મ નહીં સંભાળાવે તો? કારણકે એમનું જીવનજ ધર્મમય બની જતું. પ્રત્યેક ક્ષણ મૃત્યુ માટે તૈયાર રહેતા... ભલે હું જંગલમાં જઈને સાધના ન કરી શકું પણ ઘરમાં રહીને એવી સાધના કરૂં કે મારૂં મૃત્યુ મારા માટે મંગલમય બની જાય ભલે કોઈ અંત સમયે મારી પાસે હોય કે નહોય... હું મારા આત્મામાં અરિહંતને બિરાજમાન કરી દઉં પછી મારે કોની જરૂર છે?
સ.88 શું નાગનાગણી નવકાર સાંભળી ધરણેન્દ્ર દેવ-દેવી ન બન્યા?
જ.88 નાગ-નાગણી આગમાં બળતા હતા. આવી બળતરાની પીડામાંય એમને કેવો સમતાભાવ રહ્યો હશે એનો વિચાર કર્યો છે? આપણે તો જરાક દાઝી જઈએ તો કેવી પીડા થાય છે? ને એવી પીડા વખતે કાંઈ સાંભળવું ગમે )
છે? તો નાગ-નાગણીને કેવી સમતા રહી હશે... કારણકે સમતા વગર તો સદ્ગતિ થવી મુશ્કેલ છે. માટે નાગનાગણીના સદ્ગતિના ત્રણ કારણ ધ્યાનમાં આવે છે. (1) તીર્થંકરના જીવની હાજરીના પ્રભાવે સમતામાં રમણતા. (2) પૂર્વજન્મના પુણ્યપ્રભાવે તીર્થંકરનું મિલન (3) તેમાંય નવકારમંત્રનું શ્રવણ એટલે સોનામાં સુગંધ ભળવી. આમ દરેક વસ્તુને બધી દૃષ્ટિથી મુલવસો તો જ સત્યનો નિર્ણય થઈ શકશે.
33
સ.89 આયુષ્ય ધોળના પરિણામે બંધાય છે એટલે શું?
જ.89 ધોળના પરિણામે એટલે આત્માના ચઢતા-ઉતરતા ભાવ 1 થી 7
ગુણસ્થાનકમાં આત્મા હોય અને તેના પરિણામો (ભાવ) સતત ચડતાં જતાં ન હોય કે સતત પડતાં પણ ન હોય અને ભાવ જ્યારે ચડ -ઉતર થતા હોય અને મધ્યમ પરિણામ તેવા સમયે આયુષ્ય બંધાય. તેમાં પણ ત્રીજા ગુણસ્થાને પરભવનું આયુષ્ય ન બંધાય.
સ.90 જીવને નીકળવાના દ્રાર કેટલા?
જ.90 જીવને નીકળવાના મુખ્ય પાંચ દ્વાર છે. (1) પગથી (2) જંઘાથી (3)
હૃદયથી (4) મસ્તકથી (5) સર્વ અંગોથી. પગથી જીવ નીકળે તો નરકગામી હોય છે. જંઘાથી (સાથળમાંથી) નીકળે તો તિર્યંચ. હૃદયથી નીકળે તો મનુષ્ય, મસ્તકથી નીકળે તો દેવ અને સર્વ અંગોથી નીકળેતો સિધ્ધગામી હોય છે.
સ.91 આયુષ્ય ઓછું રહ્યું છે તે શા પરથી જણાય ?
જ.91 એમ કહેવાય છે કે યાદશક્તિ ખૂબ જ ઓછી થઈ જાય, જે ચીજ વારંવાર કરતા હોઈએ તે છૂટી જાય, ગમતી ચીજો કે આરાધના પ્રત્યે અણગમો થાય તો જણાય કે હવે આયુષ્ય ઓછું બાકી હશે (એકાંતે એવો કોઈ નિયમ નથી).
સ.92 આત્મા અવગતેગયો છે કે ભટકી રહ્યોછે એમ કહે છે તે શું સાચું છે?
જ.92 આ ભવમાંથી નીકળેલ આત્મા ને નવા ભવમાં જવા માટે ચાર જ ગતિ છે.
દેવ-મનુષ્ય-નારક ને તિર્યંચ. એ સિવાય કોઈ ગતિમાં આત્મા જાય જ નહિ (સિવાય કે એનોમોક્ષ થાય) વળી આત્માને એક દેહમાંથી નીકળી બીજા ભવમાં જતા 1 થી 5 ‘સમય’ લાગે છે. (‘સમય’ એટલે સેકેંડ કરતાં પણ અતિ નાનું માપ છે.) એટલે બે ભવ વચ્ચે રખડવાની કોઈ અવગતિ છે જ નહિ. ભૂત, પ્રેત, ચુડેલ, ડાકીણી, શાકીણી વગેરે હલકા પ્રકારના દેવ છે.
જે દ્વેશ રાખીને ધરમ કરે છે. તેવા લોકો આવી હલકી દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. આવી દેવગતિમાં ગયેલો આત્મા કદાચ જન્મતાંની સાથે જ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણે કે પોતે ક્યાંથી આવ્યો છે. ને મોહ વશ ખેંચાઈને ત્યાં જાય પણ ખરો. ઘણી વખત આવા ભૂત-પ્રેત વગેરે પોતાનું મૂળ સ્થાન ભૂલી જાય છે ને રખડયા કરે છે. ઘણી વખત એવું પણ બને છે કે
34
એમના પોતાના સ્થાન એટલા ગંદા હોય છે કે તેમને ત્યાં જવું ગમતું નથી એટલે અહીં વૃક્ષ વગેરે ઉપર કે કોઈના ઘરમાં પોતાનું સ્થાન જમાવવા પ્રયત્ન કરે છે. આવા આત્માઓ કદાચ ભટકતા આત્મા તરીકે પ્રખ્યાત થયા હોય. એમનું શરીર વૈક્રિય પ્રકારનું શરીર હોવાથી આપણે જોઈ નથી શકતા બાકી છે તો દેવયોનિજ.
સ.93 મૃત્યુ પછી જીવ દેહત્યાગી કઈ ગતિએ કેવી રીતે ગમન કરે છે?
જ.93 મૃત્યુ પછી દેહત્યાગી જવાવાળા જીવ બે પ્રકારના છે. એક તો મોક્ષગામી જીવ. મોક્ષગામી જીવતો બિલકુલ સીધી રેખામાં જ્યાં દેહ છોડયો હોય ત્યાંથી બરાબર ઉપર સિદ્ધશિલામાં સ્થિત થાય છે.
બિલકુલ વાંકા-ચૂંકા જવું પડતું નથી. આમ જીવ જે જગ્યાએથી દેહ છોડયો ત્યાંથી બરાબર સરળ-સીધી રેખામાં ઉપર ગતિ કરે છે તેવી ગતિને ૠજુગતિ કહેવાય છે. આમ મોક્ષગામી જીવ ૠજુ ગતિથી ગમન કરે છે. પરંતુ સંસારી જીવના ઉત્પતિ સ્થાન ક્યાંય પણ હોઈ શકે છે.
માટે સંસારી જીવને પોતાના નિયત સ્થાને પહોંચવા માટે એક-બે કે
ત્રણ વળાંક લેવા પડે છે. માટે સંસારી જીવને ૠજુગતિ ને વક્રગતિ એમ બે ગતિ હોય છે. આત્માનો ઉર્ધ્વ સ્વભાવ છે તે પ્રમાણે પ્રથમ ઉંચો જાય, કદાચ સિદ્ધશિલાએ ભટકાય; પણ કર્મરૂપી બોજો હોવાથી નીચે આવે. આમ સંસારી જીવ દેહત્યાગીને સીધો જાય એટલે ૠજુગતિ.
પછી ત્યાંથી એક વળાંક લે તો એક વક્રગતિ, પાછો બીજો વળાંક લેવો પડેતો બીજી વક્રગતિ થાય. જીવની કોઈપણ એવી વક્રગતિ નથી હોતી કે
જેમાં ત્રણથી અધિક વળાંક લેવા પડે. આમ કોઈપણ સંસારી જીવ એક ૠજુગતિ વધુમાં વધુ ત્રણ વક્રગતિથી બીજા ભવમાં પહોંચી જાય છે.
સ.94 જીવને એક શરીર ત્યાગી બીજા દેહમાં પહોંચતા ઘણો સમય લાગી જતો હશે ને?
જ.94 ના... ના... બિલકુલ નહિ. જે જીવને ફક્ત એક ૠજુગતિ છે તે ફક્ત એકજ -સમય- માં પહોંચી જાય છે. જે જીવને એક વક્રગતિ છે તે બે-સમય-માં જેને બે વક્રગતિ છે તે ત્રણ સમયમાં ને જેને ત્રણ વક્રગતિ છે તે ચાર ‘સમય’ માં નિયતસ્થાને પહોંચી જાય છે. આ ‘સમય’ એ કાળનું એટલું નાનામાં નાનું માપ છે કે -એકવાર આંખ ખોલોને બંધ કરો એટલામાં તો અસંખ્ય ‘સમય’ વહી જાય. હવે તમે વિચાર કરો કે એક ‘સમય’- એ સેકંડ 35
કરતાં પણ કેટલું નાનામાં નાનુ માપ થયું. આવા એકથી પાંચ ‘સમય’ની અંદર કોઈ પણ જીવ પોતાના બીજા ભવમાં પહોંચી જાય છે. હજી તો અહીં માણસ જીવે છે કે મરી ગયો તેનો નિર્ણય થતો હોય ત્યાં તો એ જીવ પોતાના નવા ભવમાં પહોંચી ગયો હોય છે.
સ.95 દેહ છૂટી ગયા પછી જીવને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બળ ક્યાંથી મળે છે?
જ.95 દેહ છૂટયા પછી ૠજુગતિથી એટલે કે સીધી રેખામાં જતા જીવ ને નવો પ્રયત્ન કરવો પડતો નથી કેમ કે જ્યારે તે પૂર્વશરીર છોડે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે. તેથી બીજા પ્રયત્ન સિવાય જ ધનુષ્યમાંથી છૂટેલા બાણની માફક સીધો જ નવા સ્થાન પર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે છે.
કેમકે પૂર્વશરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે. માટે જ્યાંથી વળવું પડે તે ત્યાંથી સૂક્ષ્મશરીર કે જે જીવની સાથે તે વખતે પણ હોય છે તેનાથી પ્રયત્ન થાય છે. આ શુક્ષ્મ શરીરજન્ય પ્રયત્ન જ ‘કાર્મણ યોગ’ કહેવાય છે. પૂર્વે બાંધેલું આયુષ્ય ક્ષીણ થવાથી જીવ ‘ગતિનામ કર્મ’ ને લીધે આયુષ્ય અને લેશ્યાના વશથી બીજા દેહમાં જાય છે.
સ.96 મોક્ષે જતાં જીવોતો કર્મોથી બિલકુલ મુક્ત હોય છે તે સિદ્ધક્ષેત્ર સુધી કયા બળથી ગતિ કરે છે? તે પાછા નીચે ન આવી જતાં ત્યાં સ્થિર કેવી રીતે રહે છે?
જ.96 જેમ કુંભારનો ચાકડો એક વખત જોરથી ફેરવ્યા પછી પૂર્વે મળેલા વેગબળને પરિણામે ફર્યા કરે છે, જેમ કોશમાં રહેલું એરંડબીજ સુકાય ત્યારે કોશ ફાટવાથી તે વૃક્ષમાંથી નીકળી ઉંચે જાય છે, જેમ અગ્નિજ્વાળા સ્વાભાવિક રીતે ઉંચે જાય છે. જેમ માટીથી લેપાયેલી તુંબડી પાણીમાં ડૂબી જાય છે પણ પલડયા પછી માટી પલડીને નીકળી જાય છે. ત્યારે તુંબડી ઉપર આવીને તરવા લાગે છે તેમ પૂર્વબધ્ધકર્મ છૂટી ગયા પછી તેનાથી મળતા વેગબળથી મોક્ષે જતાં આત્મા સિદ્ધક્ષેત્ર સુધી ગતિ કરે છે. આત્મા સ્વભાવથી જ ઉર્ધ્વગતિ કરે છે. આત્મા સિદ્ધક્ષેત્રમાં સ્થિર થયા પછી તેનો નીચે આવવાનો સ્વભાવ જ નથી કે કોઈ કર્મમળનો ભાર નથી માટે તે પાછા નીચે ન આવી જતાં સિદ્ધક્ષેત્રમાં સ્થિર રહે છે.
36
સ.97 તમે જવાબ નં. 81માં કહ્યું કે ‘જે ભવમાં જવાનું હોય ત્યાંની લેશ્યા છેલ્લે લેવા મૂકવા આવે’ તે સમજાયું નહીં જરા બરાબર સમજાવો.
જ.97 લેશ્યા એટલે મનોવૃત્તિ. ‘લિશ’ એટલે ચોંટવું. જેના વડે કર્મ આત્મા સાથે ચોંટે તે લેશ્યા એટલે કે આત્માના એક પ્રકારના શુભ કે અશુભ પરિણામ કર્મલેશ્યા એટલા માટે કહે છે કે તે કર્મની સ્થિતિ ઉત્પન્ન કરે છે. મરણ વખતે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે પછીના ભવની લેશ્યા પરિણમવા લાગે છે. આથી કરીને જીવના મરણ સમયે આગામી ભવની લેશ્યા અંતર્મુહૂર્ત જેટલો સમય અવશ્ય હોય છે. તથા જીવના ઉત્પત્તિ કાળે આગલા ભવની લેશ્યા પણ અંતર્મુહૂર્ત અવશ્ય હોય છે. લેશ્યાઓની રચના એવી હોય છે કે તે જે ગતિમાં જવાનું હોય તેવા આકારમાં મૃત્યુના સમય પહેલાં જ પરિણત થાય છે.
સ.98 કોઈ આત્મજ્ઞાની મરણને સમયે બે શુદ્ધ થઈ જાય અથવા બકવાસ કરવા લાગે તો પણ તેને સમાધિ મરણ થાય?
જ.98 જ્ઞાનીને કદાચ ઈન્દ્રિય-નિમિત્તિક જ્ઞાનમાં થોડો ફેરફાર થઈ જાય, તેથી તેને થોડો ઉન્માદ, બેભાનપણું અથવા બકવાસ થાય, તો પણ અંતરમાં જ્ઞાનધારા સતત વર્તતી હોવાથી સમાધિ જ છે. સમાધિ શતકમાં કહ્યું છે કે
ભેદજ્ઞાનીનો અંતરઆત્મા નિંદ્રા અવસ્થામાં અથવા ઉન્મત અવસ્થામાં પણ કર્મબંધથી મુક્ત હોય છે, અને વિશિષ્ટ રૂપથી કર્મોની નિર્જરા કરે છે.
અહીં ‘આત્માજ્ઞાની’ ‘આત્માનુભવી’ ની વાત છે. સાચું સમાધિ મરણ માત્ર જ્ઞાની પુરુષને જ થઈ શકે કેમ કે ‘સમ્યક્દર્શન, આત્મજ્ઞાન આદિને મૃત્યુ સમયે ભવાંતરમાં સાથે લઈ જવા’ તેને સમાધિ મરણ કહે છે. જે આ પાંચમાં આરામાં અતિદુર્લભ છે. આવા મરણ માટે યોગ્ય પૂર્વ તૈયારીઓ જોઈએ.
સ.99 મુમુક્ષુને પ્રભુસ્મરણપૂર્વક જે મરણ થાય છે, તે સમાધિ મરણ છે કે
નહિ?
જ.99 તેવા મૃત્યુને સુગતિમરણ કહી શકાય. તે મુમુક્ષુ સાધનાના સંસ્કાર સાથે લઈ જાય છે. પણ આત્મ જ્ઞાનાદિ પ્રગટયાં નથી તો તેને અન્ય ભવમાં કેવી રીતે સાથે લઈ જાય? તેથી તેને સમાધિ મરણ ન કહેવાય.
37
સ.100 અનસન કરવું જોઈએ કે નહિ?
જ.100 આ મહામૂલો મનુષ્ય ભવ જે મોક્ષની સાધના કરવા માટેનો ભવ છે.
ત્યાગ, તપ, વ્રત, ધ્યાન, શીલ, સંયમ આદિ વડે મોક્ષનું સાધન એવો મનુષ્ય ભવ. તેનાથી કંટાળી, લાંબુ આયુષ્ય હોવા છતાં અને ધર્મનું સેવન બની શકે તેમ હોવા છતાં આહારાદિનો ત્યાગ કરે, અનસન કરે તે આત્માઘાતી થાય છે. ધર્મ સધાવાતો હોય છતાં આહારનો ત્યાગ કરીને મરણ કરે તે ધર્મથી વિમુખ થાય છે. પરંતુ અવશ્ય મરણના કારણો પ્રગટ દેખાય અથવા જ્યારે બિલકુલ ધર્મ રહે એમ જણાતું ન હોય ત્યારે ચાર આરાધનાનું શરણ ગ્રહણ કરી સમસ્ત દેહ, કુટુંબ, ઘર આદિ ઉપરથી મમતા તજી અનુક્રમે આહાર આદિનો ત્યાગ કરી પોતાના ધર્મના રક્ષણ ખાતર, જે અવશ્ય નાશ પામનાર છે એવા દેહને તજતાં મમતા ધરવી નહિ.
જો કે પાંચમાં આરામાં અંત સમય સુધી ભાવ ટકી રહેવા દુર્લભ જણાતાં કેટલાંક આચાર્યો અનસનનો નિષેધ કરે છે. મૃત્યુનો ભરોસો નથી. કોઈ વખતે અચાનક મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યો જાય એવો ડર લાવીને ધર્માત્મા સદૈવ સૂતી વખતે અલ્પ કાળ માટેના એટલે કે
જાગ્રત થતાં સુધીનાં પચ્ચખાણ કરી લે છે.
‘આહાર, શરીર ને ઉપધિ, પચ્ચક્ખું પાપ અઢાર, મરણ હોય તો વોસિરે, જીવું તો આગાર.’
સ.101 ઘણાના અકાળ મૃત્યુ થાય છે તે કેમ હશે?
જ.101 કેવળી ભગવંતના જ્ઞાન અનુસાર પ્રત્યેક મૃત્યુ સ્વકાળેજ થાય છે. અકાળ મૃત્યુ થતું નથી.
સ.102 કોઈનું સ્વાસ્થ્ય વગેરે જોઈને આપણે એમ અપેક્ષા રાખીએ કે આ માણસ 80 વર્ષ જીવશે. પણ ઝેર ખાઈને કે અકસ્માતથી જ્યારે તે માણસ 40 વર્ષે મરી જાય છે ત્યારે એમ નથી કહેતા કે અકાળ મરણ થયું?
જ.102 આપણા આ જ્ઞાનનો કયો આધાર છે કે તેને 40 વર્ષથી વધારે જીવવાનું હતું? એ જ્ઞાન વિના તેને અકાળ કહેવું એ કથન માત્ર સિવાય બીજું શું હોઈ શકે? એક ઉદાહરણથી આ વાત સમજીએ જેમ કે એક ઘડામાં દસ લિટર પાણી છે. તે ઘડામાં એક કાણું છે તેમાંથી 1 કલાકે 1 લિટરની ગતિએ પાણી બહાર નીકળી રહ્યું છે. હવે કોઈ ગણિત શાસ્ત્રીને પૂછો કે એ 38
ઘડો કેટલા કલાકે ખાલી થશે તો તે કહેશે કે દસ કલાકે. અને ગણિત અનુસાર તો તે સાચો છે. પણ કોઈ ભવિષ્ય જ્ઞાનીને પૂછો તો તે એમ કહી શકે કે પાંચ કલાકમાં ખાલી થઈ જશે. કારણકે તેને ખબર છે કે પાંચ કલાક પછી એક બાળકની ઠોકરથી એ ઘડો ઢબકી જશે ને એમાંથી બધું પાણી નીકળી જશે. હવે ગણિતની અપેક્ષાએ તેને અસમયમાં ખાલી થયો કહેવાશે પણ જ્ઞાનીની અપેક્ષાએ અથવા તો વસ્તુસ્થિતિની અપેક્ષાએ બધું સ્વકાળેજ બન્યું છે. એ કાળે એ નિમિત્ત મળવાનું જ હતું ને એમ બનવાનું જ હતું. માટે આપણને ભલે અકાળ મરણ લાગે પરંતુ કેવળીના જ્ઞાન અનુસાર પ્રત્યેક મૃત્યુ સ્વકાળેજ થાય છે.
સ.103 અત્યારે આપણે જે આયુષ્ય ભોગવી રહ્યા છીએ એમાં ફેરફાર થઈ શકે કે નહી?
જ.103 આપણા આત્મા પર આયુષ્યકર્મના જેટલા પણ પુદ્ગલો (રજકણો કે
દલિકો) ચોંટેલા છે તેને ‘દ્રવ્ય આયુષ્ય’ કહેવાય. આ આયુકર્મની રજકણો નિયત માપમાં ક્રમશઃ આત્મા પરથી છૂટી પડે છે. એ સંપૂર્ણપણે છૂટી પડતાં જેટલો પણ સમય લાગે તેને કાળ આયુષ્ય કહેવાય. આ દલિકો પૂરેપૂરા આત્મા પરથી છુટા પડે પછી જ મૃત્યુ થાય. એક પણ રજકણ આત્માને ચોંટેલી હોય ત્યાં સુધી મૃત્યુ થાય નહિ. એનો મતલબ એ થયો કે
આ દ્રવ્ય આયુષ્ય તો દરેકે દરેક જણે પૂરેપૂરૂં ભોગવવું જ પડે. તેમાં કોઈ ફેરફાર થાય નહિ. પણ જે કાળ આયુષ્ય છે, એટલે કે આયુકર્મના દલિકોને ખરવામાં જે સમય લાગે છે તે અમુક કારણો લાગવાથી ઓછા સમયમાં પણ ખરી શકે છે. જેમકે કોઈ દ્રાક્ષના ઝૂમખામાં અમુક દ્રાક્ષ ખૂબ મજબુતાઈથી ચોટેલી છે, તેને એક એક કરીને વ્યવસ્થિત કાઢીએ તો ઝૂમખાને ખાલી થતાં પાંચ મિનિટ લાગે છે. બીજા એક ઝૂમખામાં એટલી જ દ્રાક્ષ છે પણ તે ઢીલી (શિથિલતાથી) ચોંટેલી છે. તો ઝૂમખાને આમ-
આમ હલાવવાથી બે મિનિટમાં બધી જ દ્રાક્ષ એક સાથે નીચે પડી જાય.