This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
સ્વ. પ. પૂ. યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ વિ. સં. ૧૯૫૭ની સાલમાં સુરતના ચાતુર્માસ દરમિયાન ‘ જૈન ધર્મ અને ખિસ્તી ધર્મ નો મુકાબલો ’ નામની પુસ્તિકા લખી હતી. અંગ્રેજોના શાસન દરમિયાન ખ્રિસ્તી પાદરીઓ તરફથી પોતાના ધર્મના પ્રચાર ઉપરાંત હિન્દુ અને જૈન ધર્મ પર પ્રહારો અને ખોટા આક્ષેપો કરવામાં આવતા હતા. તેનો શાસ્ત્રીય જવાબ આપવાને માટે પ. પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ આ પુસ્તિકા લખી હતી. વળી એ સમયે શ્રીમતી સ્ટીવન્સને જૈન ધર્મ વિષે લખેલા પુસ્તકમાં જૈન ધર્મનું હાર્દ સમજ્યા વિના કરેલા કેટલાક ખોટા આક્ષેપો અને અભિપ્રાયોનો જવાબ આપવા માટે ‘ જૈન ખ્રિસ્તી સંવાદ ’ નામની પુસ્તિકા પ. પૂ. આ. બુદ્ધિસાગરસૂરિજીએ પણ લખી હતી. ત્યાર પછી આ અંને પુસ્તિકાઓ એક પુસ્તકરૂપે પ્રગટ થઈ હતી.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ તે સમયે કેવી પરિસ્થિતિ પ્રવર્તતી હતી તેનો વાસ્તવિક ચિતાર પુસ્તકની પ્રસ્તાવનામાં આપ્યો છે. પુસ્તકના લખાણને સમજવામાં તે બહુ ઉપયોગી થાય તેમ છે. ઘણા વર્ષોથી આ પુસ્તક મળતું ન હતું; એટલે એની આ નવી આવૃત્તિ મંડળ તરફથી છપાવવામાં આવી છે. જિજ્ઞાસુ વાચકોને તે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.
લિ. મુંબઈ– ૨મણલાલ ચી. શાહ
સં. ૨૦૪૩
પ્રમુખ,
શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ
ભાદરવા વદ–૧૦
તા.. ૧૭ ૦૯ ૮૭ મુંબઈ * મહુડી