This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ईसिं साई आसी :- ભગવાન મહાવીર સ્વામીના છદ્મસ્થકાળની અપ્રમત્તતાને લઈને તેઓની નિદ્રા અને શયન સંબંધી લોકશ્રુતિ એવી છે કે તેઓ છદ્મસ્થ કાળના સાડા બાર વર્ષમાં ક્યારે ય સૂતા ન હતા અને સંકલ્પપૂર્વક ક્યારે ય નિદ્રા લીધી ન હતી પરંતુ આ પાંચમી ગાથાના ભાવોને જોતા એવો એકાંતિક પ્રરૂપણાનો ભાવ નીકળતો નથી. આ ગાથાનુસાર ભગવાન ક્યારેક થોડાક સૂઈ જતા હતા અને ક્યારેક અલ્પ નિદ્રા પણ લેતા હતા કારણ કે આ ગાથામાં ભગવાન માટે પ્રકામ શબ્દ આપીને એ બતાવ્યું છે કે

ભગવાન અત્યધિક નિદ્રા લેતા ન હતા.

अपडिण्णे :- અપ્રતિજ્ઞ એટલે આહાર , નિદ્રા સ્થાન આદિ અંગે તેઓને કોઈ અપેક્ષા , સંકલ્પ ન હતો. આ બાબતમાં તેઓ અનુકૂળતા–પ્રતિકૂળતાથી નિરપેક્ષ હતા. તેઓ શરીરની આવશ્યકતા પૂર્તિ માટે જ આહારાદિનું સેવન અનુગ્રહ ભાવથી કરતા હતા. આ પ્રમાણે સહજભાવે સાધનાને અનુકૂળ જે આચરણ શક્ય હોય તેને સ્વીકારી લેતા હતા. અમુક આસનો તથા સહજ યોગની ક્રિયાઓથી શરીરને સ્થિર, 6

355

સંતુલિત અને મોહ–મમતા રહિત સ્ફૂર્તિમાન રાખવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. તેઓ સંયમની કોઈ પણ પ્રવૃત્તિને આંતરિક આનંદ , આત્મદર્શન , વિશ્વાત્મચિંતન આદિના માધ્યમથી કરતા હતા.

સાધના કાળમાં વિવિધ ઉપસર્ગ :

सयणेहिं तस्सुवसग्गा , भीमा आसी अणेगरूवा य । संसप्पगा जे पाणा , अदुवा पक्खिणो उवचरंति ॥ શબ્દાર્થ :– भीमा = ભયંકર,आसी= થયા હતા,अणेगरूवा= અનેક પ્રકારના,संसप्पगा पाणा= સરકીને ચાલનારા પ્રાણી છે તે સર્પ , નોળિયાદિ દ્વારા , पक्खिणो = પક્ષી , उवचरंति = ઉપસર્ગ કરતા હતા,નજીક આવીને માંસ ભક્ષણ કરતા હતા.

ભાવાર્થ :– તે સ્થાનોમાં ભગવાનને અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો આવતા હતા , ક્યારેક સર્પ, નોળીયા આદિ પેટે ચાલનારા પ્રાણીઓ ડંખ મારતા હતા , ક્યારેક ગીધ આદિ પક્ષીઓ કષ્ટ દેતા હતા.

अदु कुचरा उवचरंति , गामरक्खा सत्तिहत्था य । अदु गामिया उवसग्गा , इत्थी एगइया पुरिसा य ॥ શબ્દાર્થ :– अदु = ક્યારેક , અથવા , कुचरा = ચોર અને પારધિ આદિ , उवचरंति = ઉપસર્ગ કરતા હતા,गामरक्खा= ગ્રામરક્ષક,सत्तिहत्था= શક્તિ અને ભાલા આદિ શસ્ત્ર હાથમાં રાખનારા,गामिया= ગામના સ્ત્રી પુરુષો , उवसग्गा = ઉપસર્ગ આપતા હતા.

ભાવાર્થ :– ક્યારેક તેઓને ચોર કે કુશીલ પુરુષો આવીને તંગ કરતા , ક્યારેક હાથમાં ભાલા આદિ શસ્ત્ર લીધેલા ગ્રામરક્ષક–પહેરેગીર કે કોટવાળ તેઓને કષ્ટ આપતા , ક્યારેક ગામના કેટલાંક સ્ત્રી પુરુષો પણ કષ્ટ આપતા હતા , પરેશાન કરતા હતા.

સ્થાન પરીષહ :

इहलोइयाइं परलोइयाइं , भीमाइं अणेगरूवाइं । अवि सुब्भिदुब्भिगंधाइं , सद्दाइं अणेगरूवाइं ॥ શબ્દાર્થ :– अवि= અને, सुब्भिदुब्भिगंधाइं = સુગંધ અને દુર્ગંધ સંબંધી.

ભાવાર્થ :– ભગવાને મનુષ્ય–તિર્યંચ સંબંધી અને દેવ સંબંધી અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગ સહન કર્યા. તેઓ અનેક પ્રકારના પદાર્થોની સુગંધ અને દુર્ગંધમાં તથા પ્રિય અને અપ્રિય શબ્દોમાં હર્ષ–શોક રહિત મધ્યસ્થ રહેતા હતા.

7

8

9

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : ર 356 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ अहियासए सया समिए , फासाइं विरूवरूवाइं । अरइं रइं अभिभूय , रीयइ माहणे अबहुवाई ॥ શબ્દાર્થ :– अहियासए = સમભાવપૂર્વક સહન કરતા હતા , समिए = સમિતિથી યુક્ત થઈને, अभिभूय = દૂર કરીને , रीयइ = વિચરતા હતા , अबहुवाई = થોડું બોલનારા , બહુ નહિ બોલનારા.

ભાવાર્થ :– તેઓ વિવિધ પ્રકારના સ્પર્શો–કષ્ટોને હંમેશાં સમભાવપૂર્વક સહન કરતા હતા. તેઓ સંયમમાં થનારી અરતિ(ગ્લાનિ) અને અસંયમમાં થનારી રતિ(હર્ષ)ને ધ્યાન દ્વારા શાંત કરી દેતા હતા.

તેઓ થોડું બોલતા અને પોતાના સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેતા હતા.

जणेहिं तत्थ पुच्छिंसु , एगचरा वि एगया राओ । अव्वाहिए कसाइत्था , पेहमाणे समाहिं अपडिण्णे ॥ શબ્દાર્થ :– = તે ભગવાન મહાવીર , जणेहिं = પુરુષ દ્વારા , पुच्छिंसु = પૂછતા હતા , एगचरा = એકલા ફરનારા સ્ત્રી લંપટાદિ , वि = પણ , अव्वाहिए = ભગવાન પ્રત્યુત્તર ન આપે ત્યારે , कसाइत्था = ક્રોધિત થતા હતા , पेहमाणे = આ સર્વને જોતા , આત્મપ્રેક્ષા કરતા , समाहिं = સમાધિમાં , अपडिण्णे = બદલો લેવાની ઈચ્છા સંકલ્પ કરતા ન હતા.

ભાવાર્થ :– ક્યારેક ભગવાન પાસે આવીને લોકો પૂછતા– '' તમો કોણ છો ? અહીં શા માટે ઊભા છો ?'' ક્યારેક એકલા ફરનારા લોકો રાતે આવીને પૂછતા કે– ''આ ખંડેરમાં– શૂન્ય ઘરમાં તમે શું કરી રહ્યા છો ?'' ત્યારે ભગવાન કાંઈ પણ બોલતા નહિ , તેથી તેઓ ક્રોધિત થઈને દુર્વ્યવહાર કરતા. આ સર્વ ક્રિયાઓ પ્રત્યે ભગવાન આત્માનુપ્રેક્ષા કરતાં સમાધિમાં લીન રહેતા પરંતુ તેનો બદલો લેવાનો વિચાર કરતા ન હતા.

अयमंतरंसि को एत्थ , अहमंसि त्ति भिक्खू आहट्टु । अयमुत्तमे से धम्मे , तुसिणीए सकसाइए झाइ ॥ શબ્દાર્થ :– अयं = આ,अंतरंसि= આ મકાનની અંદર , સ્થાનમાં, को = કોણ છે,एत्थ= અહીં,अहं = હું , अंसि त्ति = છું , એ રીતે , भिक्खू = ભિક્ષુ , आहट्टु = કહીને ઉત્તર સાંભળી , अयं = , उत्तमे = ઉત્તમ, से = તે,धम्मे= ધર્મ છે એમ જાણીને,तुसिणीए = મૌન રહી જતા હતા , सकसाइए = જો તેઓ ક્રોધિત થાય તો , झाइ = શુભ ધ્યાનમાં લીન રહેતા હતા.

ભાવાર્થ :– કોઈ વ્યક્તિ ભગવાનને પૂછતી કે આ જગ્યાની અંદર રહેલ તમે કોણ છો ? ત્યારે ક્યારેક ભગવાન કહેતા કે– ''હું ભિક્ષુ છું. '' આ ઉત્તર સાંભળી પૂછનાર ગમે તેવો વ્યવહાર કરે તો પણ ભગવાન સમજતા કે સહિષ્ણુતા એ ઉત્તમધર્મ છે. એમ સમજીને મૌન ભાવથી તેઓના કષ્ટોને સહન કરતાં ધ્યાનમાં 10

11

12

357

લીન રહેતા.

વિવેચન :

सयणेहिं तस्सुवसग्गा , अणेगरूवा :- નિવાસસ્થાનોમાં ભગવાનને મુખ્યરૂપે આ પ્રમાણે ઉપસર્ગો આવ્યા– (1) સર્પ અને નોળિયાદિ દ્વારા કરડવું. (ર) ગીધ આદિ પક્ષીઓ દ્વારા ચાંચથી માંસ કાઢવું. (3)

કીડી , ડાંસ , મચ્છર , માખી આદિનો ઉપદ્રવ. (4) શૂન્યઘરમાં ચોર કે કુશીલ પુરુષો દ્વારા સતામણી થવી.(પ) સશસ્ત્ર કોટવાળાદિની સતામણી. (6) ગામના સ્ત્રી પુરુષો દ્વારા પજવણી. (7) ક્યારેક મનુષ્ય, તિર્યંચ અને ક્યારેક દેવો દ્વારા ઉપસર્ગ. (8) નિર્જન સ્થાનોમાં એકલા કે લુચ્ચા–લફંગા લોકો દ્વારા ઢંગધડા વગરના પ્રશ્ન–પૃચ્છા દ્વારા તંગ કરવા. (9) આ કોણ છે ? કેમ બેઠા છે ? બહાર નીકળો. આમ અજ્ઞાની લોકો દ્વારા ક્રોધમય વ્યવહાર થવો.

નિવાસ સ્થાનોમાં પરીષહ :– (1) દુર્ગંધિત સ્થાન, (ર) ઊંચું–નીચું , વિષમ કે ભયંકર સ્થાન, (3)

ઠંડીનો પ્રકોપ, (4) ચારે બાજુથી બંધ હોય તેવી જગ્યાનો અભાવ આદિ. આવા નિવાસ સ્થાનોમાં સાધના માટે ભગવાન સાડા બાર વર્ષ સુધી હંમેશાં યત્નાપૂર્વક , અપ્રમત્તભાવે સમાધિવંત બનીને રહ્યા હતા.

कुचरा उवचरंति :- વૃત્તિકારે કુચરનો અર્થ કર્યો છે– ચોર , પરસ્ત્રીલંપટ આદિ લોકો ક્યાંક શૂન્ય ઘરાદિમાં આવી ઉપસર્ગ કરતા હતા. જ્યારે ભગવાન ત્રણ રસ્તા કે ચાર રસ્તા ઉપર ધ્યાનમાં ઊભા રહેતા ત્યારે સશસ્ત્ર કોટવાળ વગેરે તેમને હેરાન કરતા હતા.

अदु गामिया ……… इत्थी एगइया पुरिसा :- આ ગાથાનો અર્થ વૃત્તિકારે આ પ્રમાણે કર્યો છે

ક્યારેક ભગવાન એકલા એકાંત સ્થાનમાં હોય તો ગ્રામિક–ઈન્દ્રિય વિષય સંબંધી ઉપસર્ગ આવતા હતા.

કામાસક્ત કોઈ સ્ત્રી કે કોઈ કામુક પુરુષ આવીને ઉપસર્ગ આપતા હતા. ભગવાનના રૂપમાં મુગ્ધ બનીને સ્ત્રીઓ તેમની પાસે કામભોગોની યાચના કરતી હતી. ભગવાન ચલિત થતા નહિ , તો તે વ્યાકુળ અને ઉત્તેજિત થયેલ સ્ત્રીઓ તેમના પતિને ભગવાન વિરુદ્ધ વાત કરીને ચડાવતી , તેઓના પતિ , સ્વજનાદિ આવીને ભગવાનને રોષ યુક્ત થઈ , પીડા આપતા હતા.

अयमुत्तमे से धम्मे तुसिणीए :- ક્યારેક ભગવાન પોતાનો પરિચય પૂછવા પર હું ભિક્ષુ છું એમ કહેતા અને ક્યારેક મૌન રાખવું જ શ્રેષ્ઠ છે , ઉત્તમ માર્ગ છે એમ વિચારી મૌન ધારણ કરતા હતા. ભગવાન કાંઈ ન બોલે કે જવાબ ન આપે તો તે હલકી પ્રકૃતિના લોકો ક્રોધિત થઈ જતા , મારતા , સતાવતા તથા ત્યાંથી નીકળી જવાનું કહેતા હતા.

આ સર્વ પરીષહ ઉપસર્ગના સમયે ભગવાન દુર્વ્યવહાર કરનાર પ્રત્યે બદલો લેવાનો જરા પણ વિચાર મનમાં લાવતા નહિ.

આ ગાથામાં आहट्टु શબ્દની વ્યાખ્યા કરતાં વ્યાખ્યાકારોએ કહ્યું છે કે કોઈ પુરુષ ભગવાનને ત્યાંથી નીકળી જવાનું કહેતા તો ભગવાન મુનિધર્મ સમજી ત્યાંથી નીકળી જતાં.

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : ર 358 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શીત– પરીષહ :

जंसिप्पेगे पवेयंति , सिसिरे मारुए पवायंते । तंसिप्पेगे अणगारा , हिमवाए णिवायमेसंति ॥ શબ્દાર્થ :– जंसिप्पेगे = જે શિશિરૠતુમાં કેટલાક પુરુષ , पवेयंति = ઠંડીથી ધ્રૂજવા લાગે છે અને જ્યારે , सिसिर = ઠંડી ૠતુમાં (શિયાળામાં) , मारुए = હવા , पवायंते = વાય છે , तंसिप्पेगे अणगारा = ત્યારે કેટલાક અણગાર , हिमवाए = હિમવર્ષા થવાથી , હિમવાળી ઠંડી હવાના સમયે , णिवाय = વાયુ રહિત સ્થાન , एसंति = શોધે છે.

ભાવાર્થ :– શિયાળાની ૠતુમાં ઠંડા પવનના કારણે લોકો ધ્રૂજતા હોય તેવી ૠતુમાં હિમવર્ષા થાય ત્યારે સાધક હવા વિનાની જગ્યાને શોધે છે.

संघाडीओ पविसिस्सामो , एहा समादहमाणा । पिहिया वा सक्खामो , अइदुुक्खं हिमगसंफासा ॥ શબ્દાર્થ :– संघाडीओ = કાંબળી આદિ વસ્ત્રો, पविसिस्सामो = ઓઢીને અમે રહીશું, एहा = કાષ્ઠાદિ, ( અન્ય તીર્થિકો ઠંડી દૂર કરવા માટે) , समादहमाणा = સળગાવે છે તેઓ કહે છે કે , पिहिया = દરવાજા બંધ કરીને , પોતાના શરીરને વસ્ત્રોથી ઢાંકીને જ , सक्खामो = ઠંડીને સહન કરી શકશું,अइदुक्ख = ઘણું કઠિન છે , हिमगसंफासा= ઠંડી–હિમને સહન કરવી''.

ભાવાર્થ :– હિમપાતનો ઠંડો સ્પર્શ અત્યંત દુખઃદાયી છે , એમ વિચારી કેટલાક સાધુઓ સંકલ્પ કરે કે

કાંબળી ઓઢી લઈશું. કેટલાક સંન્યાસી લાકડા જલાવીને ઠંડીથી સુરક્ષિત થાય છે અને કોઈ દરવાજા બંધ કરીને જ આ ઠંડી સહન કરી શકે છે.

तंसि भगवं अपडिण्णे , अहे वियडे अहियासए दविए । णिक्खम्म एगया राओ , ठाएइ भगवं समियाए ॥ શબ્દાર્થ :– तंसि = તે ઠંડીમાં , अपडिण्णे = હવા વગરની જગ્યા મળે તેવા સંકલ્પથી રહિત , अहे वियडे = ખુલ્લા મકાનમાં , ठाएइ = ઊભા રહેતા હતા , કાયોત્સર્ગ કરતા હતા , समियाए = શાંતિપૂર્વક ઠંડીને સહન કરતા.

ભાવાર્થ :– આવી હિમપાતની ઠંડી ૠતુમાં પણ સંયમશીલ ભગવાન ઠંડીથી બચવા માટે કોઈ પણ જાતનો સંકલ્પ કરતા નહીં , પરંતુ ચારે બાજુથી ખુલ્લા મકાનમાં રહીને ઠંડી સહન કરતા ક્યારેક તો રાત્રિમાં મકાનમાંથી બહાર નીકળી ભગવાન ઠંડીમાં સમ્યક્ પ્રકારે (વિધિપૂર્વક)ઊભા રહી કાયોત્સર્ગ કરતા હતા.

13

14

15

359

16

1

एस विही अणुक्कंतो , माहणेण मईमया । अपडिण्णेण वीरेण , कासवेण महेसिणा ॥ त्ति बेमि ॥ (बहुसो अपडिण्णेण भगवया एवं रीयंति ॥ त्ति बेमि ॥)

॥ बिइओ उद्देसो समत्तो ॥ ભાવાર્થ :– જ્ઞાનવાન , અપ્રતિજ્ઞ , મહામાહણ (અહિંસક) કાશ્યપ ગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. (તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું જોઈએ.) – એમ ભગવાને કહ્યું છે.

।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

ગાથા 13 થી 16 સુધીની આ ગાથાઓમાં અન્ય ગૃહત્યાગી શ્રમણ , પરિવ્રાજક કે અણગારોની શીતકાલીન સ્થિતિ , આચરણ અને મનોદશાને બતાવી , તેની તુલનામાં ભગવાનની સહનશીલતાનો મહિમા દર્શાવ્યો છે. ભગવાનની મહાન શૂરવીરતા દર્શાવતાં કહ્યું છે કે જ્યાં અન્ય શ્રમણો ઠંડીથી બચવાના પ્રયત્નો કરે છે ત્યાં તે જ હિમપાતની ઠંડીને ભગવાન ચારે તરફથી ખુલ્લી જગ્યામાં કોઈ સંકલ્પ વિકલ્પ કર્યા વિના જ ઠંડીને સહન કરતા અને ક્યારેક એવી ઠંડીમાં મકાનની બહાર જઈ કાયોત્સર્ગ કરી લેતા હતા. આ પ્રમાણે પ્રભુની અદ્ભુત કષ્ટ સહિષ્ણુતા હતી.

वियडे :- આ શબ્દ આગમોમાં અનેક અર્થમાં પ્રયુક્ત થયો છે. તેનું વિવરણ નિશીથ સૂત્ર ઉદ્દેશક 19માં આપેલ છે. અહીં આ શબ્દ ચારે ય તરફથી ખુલ્લા અને ઉપરથી ઢાંકેલા સ્થાન માટે વપરાયો છે. એવા સ્થાનમાં પ્રભુ સહજ રોકાઈ જતા અને હિમપાતની ઠંડીને પણ પ્રસન્નતાથી સહન કરી લેતા.

આ રીતે આ સંપૂર્ણ ઉદ્દેશકમાં પ્રભુના રહેવાના સ્થાનો , તેમાં આવતા કષ્ટો તથા ભગવાનની અપ્રમત્ત દશાનું વર્ણન છે.

ા અધ્યયન–9/ર સંપૂર્ણા નવમું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક લાઢદેશમાં પ્રભુની ઉપસર્ગમય સાધના :

तणफासे सीयफासे , तेउफासे दंसमसगे अहियासए सया समिए , फासाइं विरूवरूवाइं ॥ ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 3

360 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભાવાર્થ :– લાઢ દેશમાં વિહાર સમયે ભગવાન ઘાસ , કાંટાદિના કઠોર સ્પર્શ , શીતસ્પર્શ , ભયંકર ગરમીનો સ્પર્શ , ડાંસ અને મચ્છરોના કષ્ટ ; આવા વિવિધ પ્રકારના કષ્ટો–પરીષહો હંમેશાં સમ્યક્ પ્રકારે સહન કરતા.

अह दुच्चरलाढमचारी , वज्जभूमिं सुब्भभूमिं पंतं सेज्जं सेविंसु , आसणगाइं चेव पंताइं શબ્દાર્થ :– अह = આ અવ્યય છે , વાક્યાલંકાર માટે કે પાદપૂર્તિ માટે , दुच्चरं = જ્યાં વિચરવું કઠિન છે,लाढं= લાઢ દેશમાં, अचारी = ભગવાને વિહાર કર્યો હતો , वज्जभूमिं= વજ્રભૂમિ,सुब्भभूमिं= શુભ્ર ભૂમિમાં, पंतं = પ્રાંત,सेज्जं= શય્યાને,सेविंसુ = સેવન કર્યું હતું,आसणगाइं= આસનોને.

ભાવાર્થ :– દુર્ગમ લાઢ દેશના વજ્ર ભૂમિ અને શુભ્ર ભૂમિ નામના બંને પ્રદેશમાં ભગવાને વિચરણ કર્યું હતું. ત્યાં તેઓએ ઊબડ–ખાબડ નિવાસ સ્થાનોનું અને સામાન્ય તેમજ કઠિન આસનોનું સેવન કર્યું હતું.

लाढेहिं तस्सुवसग्गा , बहवे जाणवया लूसिंसुअह लूहदेसिए भत्ते , कुक्कुरा तत्थ हिंसिंसु णिवतिंसु શબ્દાર્થ :– तस्स = તે ભગવાન મહાવીર સ્વામીને , जाणवया = તે દેશના અનાર્ય લોકો , लूसिंसુ = ભગવાનને મારતા હતા , लूहदेसिए = લૂખા–સૂકા જ મળતા હતા , भत्ते = આહાર , कुक्कुरा = કૂતરા, हिंसिंस ુ = તેઓને કરડતા હતા , णिवतिंसु = તેઓની ઉપર તૂટી પડતા હતા.

ભાવાર્થ :– લાઢ દેશના ક્ષેત્રમાં ભગવાને અનેક ઉપસર્ગો સહ્યા. ત્યાંના ઘણા અનાર્ય લોકો ભગવાનને દંડાથી મારતા ; તે દેશમાં આહાર પણ લૂખા–સૂકા જ મળતા હતા. ત્યાંના કૂતરાઓ ભગવાન પર તૂટી પડતાં અને કરડી ખાતાં હતાં.

अप्पे जणे णिवारेइ , लूसणए सुणए डसमाणेछुच्छुकारेंति आहंसु , समणं कुक्कुरा दसंतु त्ति ॥83॥ શબ્દાર્થ :– अप्पे जणे= કોઈક જ લોક,णिवारेइ= નિવારણ કરનારા , અટકાવનારા હતા,लूसणए= કરડનારા , सुणए = તે કૂતરાને , डसमाणे = કરડતા , छुच्छुकारेंति = છુ છુ શબ્દો દ્વારા , आहंसु = કૂતરાને ઉત્સાહિત કરતા હતા , समणं = સાધુને , कुक्कुरा = કૂતરાઓ , दसंतु त्ति = કરડો.

ભાવાર્થ :– કૂતરા કરડવા લાગે કે ભસે તો તે કરડતાં અને ભસતાં કૂતરાને અટકાવે–રોકે તેવા લોકો તે અનાર્ય દેશમાં ઓછા હતા પરંતુ વધારે લોકો તો આ શ્રમણને કૂતરા કરડે , એ ભાવથી કૂતરાને બોલાવી ઉશ્કેરતા અને 'છુ છુ કરી ' તેમની પાછળ દોડાવતા હતા.

2

3

4

361

एलिक्खए जणे भुज्जो , बहवे वज्जभूमि फरुसासीलठ्ठिं गहाय णालीयं , समणा तत्थ विहरिंसु શબ્દાર્થ :– एलिक्खए = આ રીતના , जणे = લોકો , भुज्जो = વારંવાર , बहवे = ઘણા , फरुसासी = રૂક્ષ આહાર કરનારા , लठ्ठिं = પોતાના શરીર પ્રમાણ લાકડી , णालियं = નાલિકા,પોતાના શરીરથી ચાર અંગુલ મોટી લાકડી , समणा = અન્ય તીર્થિક ભિક્ષુ , तत्थ = ત્યાં , આ પ્રમાણે , विहरिंसુ = વિહાર કરતા હતા.

ભાવાર્થ :– તે વજ્રભૂમિમાં કઠોર સ્વભાવવાળા ઘણાં લોકો હતા. તે જનપદમાં બીજા અનેક શ્રમણ શરીર પ્રમાણ લાકડી અને નાલિકા–શરીરથી ચાર અંગુલ લાંબી લાકડી લઈને વિહાર કરતા હતા.

एवं पि तत्थ विहरंता , पुठ्ठपुव्वा अहेसि सुणएहिंसंलुंचमाणा सुणएहिं , दुच्चरगाणि तत्थ लाढेहिं ॥ શબ્દાર્થ :– विहरंता = વિચરતા પણ અન્ય તીર્થિક ભિક્ષુ,पुठ्ठपुव्वा अहेसि= કરડાતા હતા,सुणिएहिं = કૂતરાઓ દ્વારા, संलुंचमाणा = ચામડી ઉખેડી નાખતા, सुणएहिं = કૂતરા દ્વારા,दुच्चरगाणि= વિચરવું ઘણું કઠિન હતું.

ભાવાર્થ :– આ પ્રમાણે લાકડી આદિ લઈને પણ ત્યાં વિચરણ કરતા શ્રમણોને પણ ઘણીવાર કૂતરા કરડી જાતાં અને ક્યારેક તો ચામડી ઉતેડી નાખતાં હતાં તેથી ખરેખર તે લાઢદેશમાં વિચરણ કરવું ઘણું જ દુષ્કર હતું.

णिहाय दंडं पाणेहिं , तं वोसिज्ज कायमणगारेअह गामकंटए भगवं , ते अहियासए अभिसमेच्चा શબ્દાર્થ :– णिहाय = સર્વથા ત્યાગ કરીને , दंडं = દંડ દેવાનું , મારવાનું , पाणेहिं = પ્રાણીઓને , तं = પોતાના,वोसिज्ज= મમત્વનો ત્યાગ કરીને,गामकंटए= ગ્રામ્ય લોકોના કઠોર વચનોને , અન્ય પરીષહોને, अभिसमेच्चा= નિર્જરાનું કારણ જાણીને.

ભાવાર્થ :– અણગાર ભગવાન મહાવીર તે કૂતરાદિ પ્રાણીઓ પ્રત્યે હિંસક પરિણામોનો ત્યાગ કરી તથા પોતાના શરીર પ્રત્યેના મમત્વનો પણ ત્યાગ કરી સંયમમાં વિચરણ કરતા હતા અને તે ભગવાન નિર્જરાનું કારણ સમજીને તે ગ્રામ્યજનોનાં કાંટા જેવા તીક્ષ્ણ વચનોને સહન કરતા હતા.

णागो संगामसीसे वा , पारए तत्थ से महावीरेएवं पि तत्थ लाढेहिं , अलद्धपुव्वो वि एगया गामो ॥ 5

6

7

8

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 3

362 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શબ્દાર્થ :– णागो = જેમ હાથી , संगामसीसे = સંગ્રામના મોરચે શત્રુઓના પ્રહારને સહન કરતા , वा = જેમ , पारए = શત્રુસેનાને પાર કરી જાય છે , अलâ पुव्वो = મળ્યા ન હતા , वि = પણ, एगया = ક્યારેક ક્યારેક તો , गामो = ગામ પણ.

ભાવાર્થ :– જેવી રીતે હાથી યુદ્ધના મોરચે શસ્ત્રથી વીંધાવા છતાં પાછો ફરતો નથી , શત્રુને જીતીને યુદ્ધનો પાર પામે છે, તેવી રીતે ભગવાન મહાવીર તે લાઢ દેશમાં પરીષહ સેનાને જીતીને પારગામી થયા.

ક્યારેક ક્યારેક તો લાઢ દેશમાં તેઓને લાંબા અંતર સુધી ગામ જ મળતાં ન હતાં અને જંગલમાં રહેવું પડતું હતું.

उवसंकमंतमपडिण्णं , गामंतियं पि अपत्तंपडिणिक्खमित्तु लूसिंसु , एताओ परं पलेहि त्ति શબ્દાર્થ :– उवसंकमंतं = ભિક્ષાર્થ કે નિવાસાર્થ જતા,अपडिण्णं = પ્રતિજ્ઞા રહિત , गामंति यं पि = ગામની નજીક પણ, अपत्तं = નહિ પહોંચેલા ભગવાનને,पडिणिक्खमित्तु= ગામથી નીકળીને તે અનાર્ય લોકો,लूसिंसु= મારતા હતા, एताओ = અહીંથી,परं= દૂર,पलेहिंत्ति= ચાલ્યા જાવ એ પ્રમાણે.

ભાવાર્થ :– નિવાસસ્થાનની પ્રતિજ્ઞાથી રહિત સહજ રીતે ચાલતા ભગવાન ગામની નજદીક પહોંચે તે પહેલા જ , ગામથી દૂર હોય ત્યાં જ લોકો ગામમાંથી નીકળીને ભગવાનને રોકી દેતા. તેઓના પર પ્રહાર કરી કહેતા કે અહીંથી બીજી કોઈ પણ જગ્યાએ ચાલ્યા જાવ. અમારા ગામમાં આવવાનું નથી બીજે જાવ.

हयपुव्वो तत्थ डंडेणं , अदुवा मुठ्ठिणा अदु कुंतफलेणंअदु लेलुणा कवालेणं , हंता हंता बहवे कंदिंसु શબ્દાર્થ :– हयपुव्वो= ભગવાનને મારતા હતા,कुतफलेणं = ભાલાથી ,लेलुणा= માટીના ઢેફાથી, कवालेणं = તૂટેલા ઘડાના ઠીકરાથી .

ભાવાર્થ :– તે લાઢ દેશમાં ઘણા લોકો દંડાથી , મુઠ્ઠીથી , ભાલાદિ શસ્ત્રથી , માટીના ઢેફાથી કે ઠીકરાથી મારતા અને હલ્લો મચાવતા , ગોકીરો કરતા હતા.

मंसाणि छिण्णपुव्वाइं , उठ्ठंभिया एगया कायंपरीसहाइं लुंचिंसु , अदुवा पंसुणा अवकरिंसु શબ્દાર્થ :– मंसाणि = માંસ, छिण्णपुव्वाइं = કાપતા હતા , બટકા ભરતા, उठ्ठंभिया = ચામડી ઊંચી કરવી , ચૂંટી ભરવી , પકડીને થકવી દેતા હતા, लुंचिंसु = તેમને મારતા હતા, पंसुणा = ધૂળથી,अवकरिंसु = ભગવાનનું શરીર ભરી દેતા હતા.

9

10

11

363

ભાવાર્થ :– તે અનાર્ય લોકો ભગવાનના શરીરમાંથી માંસ કાપતા , ક્યારેક શરીર ઉપરથી ચામડી ઉતરડતા , ચૂંટીઓ ભરતા અને પ્રતિકૂળ પરીષહોથી પીડિત કરતા હતા. ક્યારેક તેમના શરીરને ધૂળથી ભરી દેતા હતા.

उच्चालइय णिहणिंसु , अदुवा आसणाओ खलइंसुवोसठ्ठकाए पणयासी , दुक्खसहे भगवं अपडिण्णे શબ્દાર્થ :– उच्चालइय = ભગવાનને ઉપર ઊપાડીને , णिहणिंसु = ધરતી ઉપર પછાડતા હતા, आसणाओ= આસનથી, खलइंसु = નીચે પાડી દેતા હતા,वोसठ्ठकाए= ભગવાન કાયાની મમતા છોડીને, पणयासी = પરીષહ સહન કરવામાં તત્પર હતા, दुक्खसहे = તે સર્વ કષ્ટોને સહતા હતા.

ભાવાર્થ :– કોઈ દુષ્ટ લોકો ધ્યાનસ્થ ભગવાનને ઊંચા ઉઠાવીને નીચે પછાડતા હતા. કોઈ લોકો ગોદુહાસન આદિ આસનથી બેઠેલા ભગવાનને ધક્કો મારીને દૂર હડસેલી દેતા હતા પરંતુ ભગવાને શરીરની મમતા છોડી હતી , પરીષહને સહન કરવા માટે કટિબદ્ધ હતા , તેમજ દુઃખના પ્રતિકારની પ્રતિજ્ઞાથી મુક્ત હતા તેથી જ તેઓ આ સર્વ દુઃખોને સારી રીતે સહન કરતા હતા.

सूरो संगामसीसे वा , संवुडे तत्थ से महावीरेपडिसेवमाणे फरुसाइं , अचले भगवं रीइत्था શબ્દાર્થ :– सूरो वा = જેમ શૂરવીર પુરુષ , संवुडे = પોતાની સર્વ ઈન્દ્રિયોને ગુપ્ત રાખતા, पडिसेवमाणे = સમભાવપૂર્વક સહન કરતાં , फरुसाइं = તે કઠોર પરીષહોને , अचले = વ્રતોમાં દઢ રહીને , रीइत्था = વિચર્યા હતા.

ભાવાર્થ :– જેમ કવચધારી યોદ્ધો યુધ્ધના મોરચે શસ્ત્રોથી વીંધાય તો પણ આગળ વધતો રહે છે. તેમ સંવરનું કવચ ઘારણ કરી ભગવાન મહાવીર લાઢ આદિ દેશમાં પરીષહ સેનાથી પીડિત થવા છતાં કઠોરતમ કષ્ટોને સહન કરવામાં મેરુ પર્વતની જેમ અડગ રહીને મોર્ક્ષમાર્ગમાં ગતિશીલ રહેતા હતા.

एस विही अणुक्कंतो , माहणेण मईमयाअपडिण्णेण वीरेण , कासवेण महेसिणात्ति बेमि ॥ (बहुसो अपडिण्णेण भगवया एवं रीयंतित्ति बेमि ॥)

तइओ उद्देसो समत्तो ભાવાર્થ :– જ્ઞાનવાન , અપ્રતિજ્ઞ , મહામાહણ (અહિંસક) કાશ્યપ ગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. (તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું 12

13

14

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 3

364 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ જોઈએ. ) –એમ ભગવાને કહ્યું છે.

।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

આ ઉદ્દેશકની 14 ગાથાઓમાં એક જ વિષયનું વર્ણન છે કે ભગવાને સાધના કાળમાં વિશેષ કર્મક્ષય કરવા માટે લાઢ દેશમાં વિચરણ કર્યું હતું અને ત્યાં અનાર્ય લોકોના વિવિધ પ્રકારના કષ્ટ , ઉપસર્ગો સહન કર્યા હતા. તે બધી ઘટનાઓનું ચિત્ર આ ઉદ્દેશકમાં ચિત્રિત કર્યું છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે

ભગવાન એવું ચિંતન કરતા હતા કે હજુ મારે ઘણાં કર્મોની નિર્જરા કરવાની છે. લાઢ દેશમાં જવું મારા માટે ઉચિત છે કારણ કે ત્યાંના લોકો અનાર્ય છે , કર્મ નિર્જરાનાં કારણો ત્યાં વધારે ઉપલબ્ધ થશે. આવો વિચાર કરીને ભગવાને લાઢ દેશ તરફ વિહાર કર્યો.

લાઢ દેશ ક્યાં અને દુર્ગમ–દુશ્ચર શા માટે ? ઐતિહાસિક સંશોધનથી જાણવા મળે છે કે વર્તમાનના વીરભૂમ , સિંહભૂમ તેમજ માનભૂમ (ધનબાદાદિ) જિલ્લો તથા પશ્ચિમ બંગાળનું તમલૂક , મિદનાપુર, હુગલી તથા બર્દવાન જિલ્લાનો ભાગ લાઢ દેશરૂપે પ્રખ્યાત હશે તેમ માનવામાં આવે છે.

લાઢદેશ પર્વતો , ઝાડીઓ અને સઘન જંગલોના કારણે ઘણો જ દુર્ગમ હતો. તે દેશમાં ઘાસ ઘણું થતું હતું. ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલ હોવાના કારણે ત્યાં ઠંડી અને ગરમી વધારે હતી. તે સિવાય ચોમાસામાં પાણી વધારે હોવાથી ત્યાં કીચડ થઈ જતો. જેથી ડાંસ , મચ્છર , ઈતડી આદિ અનેક જીવ–

જંતુઓનો ઉપદ્રવ રહેતો હતો. લાઢ દેશની વજ્રભૂમિ અને શુભ્રભૂમિ નામના જનપદોમાં નગર ઘણા ઓછાં હતાં. ગામમાં વસ્તી પણ ઘણી ઓછી હતી.

ત્યાંના લોકો અનાર્ય , ક્રૂર અને અસભ્ય હતા. સાધુઓ અને તેમાં પણ નગ્ન સાધુઓથી અપરિચિત હોવાના કારણે તેઓ સાધુને જોતા જ તેના ઉપર તૂટી પડતા હતા. કોઈ કુતૂહલવશ અને કોઈ જિજ્ઞાસાના કારણે એક સાથે કેટલાય પ્રશ્નો પૂછતા હતા પરંતુ ભગવાન તરફથી એક પણ જવાબ ન મળતાં , તેઓ ઉશ્કેરાઈ , શંકાશીલ બની તેમને મારવા લાગતા હતા. ભગવાનને નગ્ન જોઈને કેટલીક વાર ગામના લોકો ગામમાં પ્રવેશ કરવા ન દેતા. ભગવાનને વિશેષ તો શૂન્યઘરોમાં , ખંડેરોમાં , ખુલ્લા છાપરા નીચે કે વૃક્ષ નીચે , વન અથવા સ્મશાનમાં જ રહેવાનું મળતું હતું. ત્યાંની જગ્યા પણ ઊંચી–નીચી , ખાડા–ટેકરા–

વાળી , ધૂળ , માટી તેમજ છાણવાળી હતી.

લાઢ દેશમાં તલ થતા ન હતા , ગાયો પણ ઘણી ઓછી હતી તેથી ઘી , તેલ મળવા મુશ્કેલ હતા.

ત્યાંના લોકો લૂખું–સૂકું ખાતા હતા તેથી તેઓ સ્વભાવથી રૂક્ષ વૃત્તિવાળા હતા. વાતવાતમાં ઉશ્કેરાઈ જવું, ગાળો દેવી કે ઝઘડા કરવા તે તેઓનો સ્વભાવ હતો. ભગવાનને આહાર પણ ઘણું કરીને લૂખો–સૂકો મળતો હતો.

ત્યાં સિંહાદિ વન્ય હિંસક પ્રાણીઓ કે સર્પાદિ ઝેરીલા જીવોનો ઉપદ્રવ હતો કે નહિ આ વિષયમાં 365

અહીં કોઈ ઉલ્લેખ મળતો નથી પરંતુ ત્યાં કૂતરાઓનો ઉપદ્રવ વધારે હતો. તે કૂતરાઓ હિંસક , ખૂનખાર હતા. કૂતરાથી બચવા માટે ત્યાંના રહેવાસી કે તે ક્ષેત્રમાં વિચરણ કરતા અન્ય તીર્થિક ભિક્ષુઓ પોતાની રક્ષા માટે લાકડી અને દંડાઓ રાખતા હતા. ભગવાન તો પરમ અહિંસક હતા તેથી તેમની પાસે ન હતી લાકડી કે ન હતા દંડા. કૂતરાઓ નિઃશંક બનીને તેમના ઉપર આક્રમણ કરતાં હતાં. કોઈ અનાર્ય લોકો છૂ–છૂ કરીને કૂતરાને બોલાવતા અને ભગવાનને કરડે તે રીતે તેમને ઉશ્કેરતા હતા છતાં ય ભગવાન નિર્ભય , નીડર બની ચાલ્યા જ જતા.

સંક્ષેપમાં કઠિન ક્ષેત્ર , કઠોર લોકો , લૂખા–સૂકા આહારપાણી , કઠોર અને રૂક્ષ વ્યવહાર તેમજ ઊબડ–ખાબડ ભૂમિના કારણે લાઢ દેશ સાધુઓના વિચરણ માટે દુષ્કર અને દુર્ગમ હતો પરંતુ પરીષહો અને ઉપસર્ગો સામે ઝઝૂમનારા મહાયોદ્ધા ભગવાન મહાવીરે તો તે દેશમાં તેમની સાધનાની અલખ જગાવી. આવી વિકટ પરિસ્થિતિમાં તેઓએ સમતાની સાધનાને અખંડ રાખી.

णागो संगामसीसे वा पारए तत्थ से महावीरे :- સંગ્રામના મોરચે ઊભેલો યોદ્ધો કે હાથી ભાલાદિથી વીંધાઈ જવા છતાં પણ પાછો ફરતો નથી અને યુદ્ધમાં વિજયને પ્રાપ્ત કરે છે , તેવી જ રીતે ભગવાન મહાવીર પરીષહ–ઉપસર્ગોની સેનાનો સામનો કરવામાં અડગ રહ્યા અને પાર પામી પારગામી થયા.

વાસ્તવમાં કર્મક્ષયના લક્ષ્યે તે દેશમાં ભગવાન પધાર્યા હતા , તેમાં તેઓને પૂર્ણ સફળતા મળી.

અધ્યયન9/3 સંપૂર્ણા નવમું અધ્યયન : ચોથો ઉદ્દેશક

ભગવાન મહાવીરની ઉગ્ર તપશ્ચર્યા : :–

ओमोयरियं चाएइ , अपुठ्ठे वि भगवं रोगेहिंपुठ्ठे वा से अपुठ्ठे वा , णो से साइज्जइ तेइच्छं ॥ શબ્દાર્થ :–ओमोयरियं= ઊણોદરીતપ,चाएइ= કરતા હતા, रोगेहिं अपुठ्ठे वि = નીરોગી હોવા છતાં, અસ્પૃષ્ટ હોવા છતાં, णो साइज्जइ = ઇચ્છતા ન હતા, तेइच्छं = ચિકિત્સા–દવા કરાવવી.

ભાવાર્થ :– ભગવાન નીરોગી હોવા છતાં ઊણોદરી તપ કરતા હતા. આગંતુક (પરીષહ ઉપસર્ગજન્ય)

કોઈ પણ વેદના થાય કે ન થાય તેઓ ઔષધની અભિલાષા કરતા ન હતા.

संसोहणं वमणं , गायब्भंगणं सिणाणं संबाहणं से कप्पे , दंतपक्खालणं परिण्णाए શબ્દાર્થ :– संसोहणं = કોઈ પણ જાતના જુલાબ , वमणं = વમન , गायब्भंगणं = તેલાદિ દ્વારા 1

2

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 4

366 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શરીરનું માલિશ કરવું , सिणाणं = સ્નાન , संबाहणं = હાથ , પગ દબાવવા આદિ , कप्पे = કરતા ન હતા , दंतपक्खालणं = દાંત સાફ કરવાનો , परिण्णाए = ત્યાગ કરતા હતા.

ભાવાર્થ :– તે ભગવાન વિરેચન , વમન , તેલાદિનું માલિશ , સ્નાન અને પગચંપી આદિ શરીર પરિકર્મ કરતા ન હતા તથા દાંત સાફ કરતા ન હતા.

विरए गामधम्मेहिं , रीयइ माहणे अबहुवाईसिसिरंमि एगया भगवं , छायाए झाइ आसी ॥ શબ્દાર્થ :– विरए = વિરક્ત,गामधम्मेहिं= ઈન્દ્રિયોના વિષયોથી, रीयइ = વિચરતા હતા , अबहुवाई = અલ્પભાષી થઈને, सिसिरंमि = ઠંડીમાં,छायाए= છાયામાં,झाइ आसी= ધ્યાન કરતા હતા.

ભાવાર્થ :– મહામાહણ ભગવાન શબ્દાદિ ઈન્દ્રિય વિષયોથી વિરક્ત થઈને , અલ્પભાષી બની વિચરણ કરતા અને ક્યારેક ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરતા હતા.

તપ તેમજ આહારચર્યા :

आयावई गिम्हाणं , अच्छइ उक्कुडुए अभितावेअदु जावइत्थ लूहेणं , ओयणमंथुकुम्मासेणं ॥ શબ્દાર્થ :– आयावई = આતાપના લેતા હતા , गिम्हाणं= ઉનાળામાં, अच्छइ = બેસતા હતા,उक्कुडुए = ઉત્કટુક આસનથી , अभितावे = સૂર્યની સામે તડકામાં , जावइत्थं = શરીરનો નિર્વાહ કરતા હતા ,लूहेणं = રૂક્ષ, ओयणंमंथुकुम्मासेणं = ભાત , બોરકૂટ અને અડદ આદિના આહારથી.

ભાવાર્થ :– ભગવાન ઉનાળામાં ઉત્કટ આસન કરી સૂર્યાભિમુખ બેસી આતાપના લેતા અને તેઓ ભાત–કોદ્રવ , બોરકૂટ , અડદાદિ રૂક્ષ આહારથી શરીરનો નિર્વાહ કરતા હતા.

एयाणि तिण्णि पडिसेवे , अठ्ठ मासे जावए भगवंअवि इत्थ एगया भगवं , अद्धमासं अदुवा मासं पि શબ્દાર્થ :– एयाणि तिण्णि = આ ત્રણ પ્રકારના આહારનું , पडिसेवे = સેવન કરતા હતા , अठ्ठमासे = આઠ માસ , जावए = સુધી , નિર્વાહ કર્યો , अवि इत्थ एगया = અને ક્યારેક.

ભાવાર્થ :– ભગવાને ભાત , બોરકૂટ , અડદ આ ત્રણ વસ્તુ જ વાપરતાં આઠ માસ સુધીનો સમય પસાર કર્યો હતો. ક્યારેક ભગવાને પંદર દિવસ તો ક્યારેક એક માસના ચૌવિહારા ઉપવાસ કર્યા હતા.

3

4

5

367

अवि साहिए दुवे मासे , छप्पि मासे अदुवा अपिबित्थाराओवरायं अपडिण्णे , अण्णगिलायमेगया भुंजे ॥ શબ્દાર્થ :–अवि= ક્યારેક,साहिए दुवे मासे = બે માસ કે બે માસથી વધારે ,छप्पि मासे = છ મહિના સુધી,अपिबित्था= પાણી પીધા વિના,राओवरायं= રાત દિવસ, अपडिण्णे = અપ્રતિજ્ઞ , નિદાન રહિત, अण्णगिलायं = ઠંડો અમનોજ્ઞ આહાર, एगया = ક્યારેક,भुंजेे = આહાર કરતા હતા .

ભાવાર્થ :– તેઓએ ક્યારેક બે માસથી વધારે તો ક્યારેક છ મહીના ચૌવિહારા ઉપવાસ કર્યા હતા.

તેઓ હંમેશાં મનોજ્ઞ આહારની પ્રતિજ્ઞાથી રહિત હતા. ભગવાન ક્યારેક તો ઠંડા , વાસી કે ફેંકી દેવા યોગ્ય અર્થાત્ બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતા.

छठ्ठेण एगया भुंजे , अदुवा अठ्ठमेण दसमेणदुवालसमेण एगया भुंजे , पेहमाणे समाहिं अपडिण्णे શબ્દાર્થ :– छठ्ठेण = છઠ કરીને , अठ्ठमेण = અઠ્ઠમ કરીને , दसमेण = ચોલા , दुवालसमेण = પાંચ દિવસના ઉપવાસ , પંચોલા.

ભાવાર્થ :– ભગવાન ક્યારેક છઠ , અઠ્ઠમ , ચોલું અને પાંચ ઉપવાસ કરી પારણું કરતા હતા. આહારની અનુકૂળતા વિષયક પ્રતિજ્ઞાથી રહિત થઈને પોતાની સમાધિનું અવલોકન કરતાં તપ કરતા હતા.

વિવેચન :

આ ગાથાઓમાં ભગવાનની સંયમચર્યા અને તપશ્ચર્યાનું વર્ણન છે.

ભગવાનની તપ સાધના :–