This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભાવાર્થ :– ભગવાન મહાવીર પુરુષ પરિમાણ અર્થાત્ ધૂંસર પરિમાણ (સાડા ત્રણ હાથ)આગળ તિરછા ક્ષેત્રમાં દષ્ટિને કેન્દ્રિત રાખીને , એકાગ્રદષ્ટિથી ઈર્યાસમિતિપૂર્વક ચાલતા હતા. આ પ્રમાણે એકાગ્ર દષ્ટિથી ચાલતા ભગવાનને જોઈને ભયભીત થઈને કેટલાક બાળકો આદિ એકત્રિત થઈને 'મારો–મારો' એમ કહેતાં હલ્લો મચાવતા હતા.

सयणेहिं वितिमिस्सेहिं , इत्थीओ तत्थ से परिण्णाय । सागारियं सेवेइ , से सयं पवेसिया झाइ ॥ શબ્દાર્થ :– सयणेहिं = શય્યા , રહેવાનું સ્થાન , वितिमिस्सेहिं = ગૃહસ્થ અને અન્ય તીર્થિકોથી જોડાયેલ, से = ભગવાન,परिण्णाय= જાણીને, सागारियं = મૈથનનું, सेवेइ= સેવન કરતા ન હતા,से = તેઓ , सयं = સ્વયં , पवेसिया = પોતાના આત્માને વૈરાગ્ય ભાવમાં પ્રવેશ કરાવીને , झाइ = ધર્મ ધ્યાન–શુક્લધ્યાન ધ્યાવતા હતા.

ભાવાર્થ :– ક્યારેક ગૃહસ્થ અને અન્યતીર્થિકથી વ્યાપ્ત સ્થાનમાં ભગવાનને ઊભેલા જોઈને , કામાસક્ત સ્ત્રીઓ ત્યાં આવીને પ્રાર્થના કરતી ત્યારે પ્રભુ ભોગને કર્મબંધનું કારણ જાણીને સાગારિક–મૈથુન સેવન કરતા ન હતા પરંતુ તેઓ તેમના અંતરાત્મામાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરીને ધ્યાનમાં લીન રહેતા હતા.

जे के इमे अगारत्था , मीसीभावं पहाय से झाइ । पुठ्ठो वि णाभिभासिंसु , गच्छइ णाइवत्तइ अंजू ॥ શબ્દાર્થ :– के = કોઈ,अगारत्था= ગૃહસ્થ છે તેઓને,मीसीभावं = સંસર્ગને , पहाय = છોડીને,से= તે ભગવાન,पुठ्ठो वि= પૂછવા પર,णाभिभासिंसુ = બોલતા ન હતા , જવાબ આપતા ન હતા,गच्छइ= ચાલ્યા જતા હતા , णाइवत्तइ = મોક્ષમાર્ગનું અતિક્રમણ કરતા ન હતા , अंजू = સરળ , સંયમ અનુષ્ઠાનમાં તત્પર ભગવાન.

ભાવાર્થ :– સંયમ અનુષ્ઠાનમાં તત્પર ભગવાન જો કોઈ વાર ગૃહસ્થોથી યુક્ત સ્થાન મળી જાય તો પણ તેઓ તેમાં ભળતા ન હતા પરંતુ ગૃહસ્થના સંસર્ગનો ત્યાગ કરીને ધર્મધ્યાનમાં લીન રહેતા હતા.

તેઓ કોઈના પૂછવા પર પણ જવાબ આપતા ન હતા પરંતુ પોતાના અધ્યાત્મ માર્ગે ચાલતા હતા , તેમજ પોતાની કોઈ પણ સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરતા ન હતા णो सुकरमेयमेगेसिं , णाभिभासे अभिवायमाणे । हयपुव्वो तत्थ दंडेहिं , लूसियपुव्वो अप्पपुण्णेहिं ॥ શબ્દાર્થ :– णो सुकरं = સરળ વાત નથી કે , एयं = , एगेसिं = બીજા સામાન્ય પુરુષો માટે, णाभिभासे = બોલે નહિ , अभिवायमाणे = વંદન કરનારા પ્રત્યે , हयपुव्वो = હનન કરતા હતા, 6

7

8

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

342 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ दंडेहिं = દંડ આદિથી , लूसियपुव्वे = ઈજા પહોંચાડતા , ખેંચતા હતા , अप्पपुण्णेहिं = પુણ્ય રહિત, પાપી , અનાર્ય પુરુષો દ્વારા.

ભાવાર્થ :– માણસો વંદન કરે તોપણ ભગવાન પોતાના ધ્યાનમાં રહેતા અને તેઓ સાથે બોલતા ન હતા. આ રીતે વર્તવું બીજા સાધકો માટે ઘણું કઠિન હોય છે. આ જ કારણે ક્યારેક ક્રોધિત થઈ કોઈ પુણ્યહીન વ્યક્તિ ભગવાનને દંડાથી મારતા અને ખેંચતા , શરીરને ઈજા પહોંચાડતા.

फरूसाइं दुतितिक्खाइं , अइअच्च मुणी परक्कममाणे । आघाय–णट्ट–गीयाइं , दंडजुद्धाइं मुठ्ठिजुद्धाइं ॥ શબ્દાર્થ :– फरूसाइं = કઠોર વચનોને,दुतितिक्खाइ = મુશ્કેલીથી સહન કરવા યોગ્ય , अइअच्च= કાંઈ ગણતા ન હતા પરંતુ સમભાવપૂર્વક તેને સહન કરતા હતા , मुणी = ભગવાન , परक्कममाणे = પરાક્રમ કરતા હતા , તેઓ પરમ પરાક્રમી , आघाय–णट्ट–गीयाइं = આખ્યાત , નૃત્ય અને ગીત તથા, दंडजुद्धाइं= દંડ યુદ્ધ અને, मुठ्ठिजुद्धाइं = મુષ્ટિ યુધ્ધને જોવાની ઈચ્છા રાખતા નહિ.

ભાવાર્થ :– અનાર્ય પુરુષો દ્વારા કરેલા અત્યંત દુઃસહ્ય કષ્ટોની પરવા કર્યા વિના મુનીન્દ્ર ભગવાન સહન કરવાનું પરાક્રમ કરતા હતા. તેઓ આખ્યાયિકા , નૃત્ય , ગીત , દંડયુદ્ધ અને મુષ્ટિયુદ્ધ આદિ કુતૂહલ ઉત્પન્ન કરનાર પ્રવૃત્તિઓમાં રસ લેતા ન હતા.

गढिए मिहोकहासु , समयम्मि णायसुए विसोगे अदक्खु । एयाइं से उरालाइं , गच्छइ णायपुत्ते असरणाए ॥ શબ્દાર્થ :–गढिए= તલ્લીન,मिहोकहासુ = પરસ્પર વાર્તાલાપમાં, समयम्मि = તે સમયમાં , णायसुए = જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સ્વામી , विसोगे = હર્ષ શોક રહિત થઈ મધ્યસ્થ રહેતા હતા , अदक्खુ = જોતા હતા , एयाइं = , उरालाइं = મોટામાં મોટા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને , गच्छइ = સંયમમાર્ગમાં ગમન કરતા હતા , णायपुत्ते = જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર , असरणाए = શરણ ઈચ્છતા નહીં , દુઃખોનું સ્મરણ કરતા નહીં.

ભાવાર્થ :– પરસ્પર વિકથાઓમાં આસક્ત લોકોને જોઈને જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર હર્ષ–શોકથી રહિત થઈ પોતાની આરાધનામાં લીન રહેતા હતા. તેઓ વિવિધ પરીષહો , ઉપસર્ગોના દુઃખથી દીન બની કોઈનું શરણ ઈચ્છતા નહીં પરંતુ અદીન અને અશરણ ભાવે પોતાના લક્ષ્ય તરફ વિચરણ કરતા હતા.

વિવેચન :

આ ગાથાઓમાં ભગવાન મહાવીરના ધ્યાનમય જીવનનું અને વિચરણ સમયે લોકોના વ્યવહારનું દિગ્દર્શન કરાવ્યું છે.

9

10

343

पोरिसिं तिरियभित्तिं :- ભગવાન પોતાના શરીર પ્રમાણ પ્રારંભમાં સાંકડા અને પછી પહોળા ધૂંસરના આકાર જેવા માર્ગને ઉપયોગ પૂર્વક જોતાં , ઈર્યાસમિતિથી ચાલતા હતા.

झाइ :- આચાર્ય શીલાંકે આ સૂત્રનો અર્થ ધ્યાનપરક નહિ પરંતુ ગમનપરક માન્યો છે. ' झाइ ' શબ્દનો અર્થ તેઓએ ઈર્યા સમિતિ યુક્ત ગમન કરવું , કર્યો છે.

हंता हंता बहवे कंदिंसु :- ઘણાં બાળકો ભેગા થઈને ભગવાન પર ધૂળ ઉડાડી હલ્લો મચાવતા અને દેકારો કરતાં તેઓ કહેતા હતા કે જુઓ આ નગ્ન મુંડિતને , આ કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? તે કોના સંબંધી છે ? બાળકોની ટોળી ભેગી થઈ , આ પ્રમાણે અવાજ કરતી અને તેઓ પ્રત્યેનું પોતાનું કુતૂહલ પ્રગટ કરતી હતી.

सागारियं सेवेइ :- ક્યારેક ભગવાન એકાંત સ્થાન ન મળતાં ગૃહસ્થો અને અન્ય તીર્થિકોથી ઘેરાયેલા સ્થાનમાં રહેતા , તો તેના અદ્ભૂત રૂપ યૌવનથી આકર્ષાઈને કામાતુર સ્ત્રીઓ તેમની પાસે આવી પ્રાર્થના કરતી અને ધ્યાનમાં અનેક પ્રકારના વિધ્નો નાંખતી પરંતુ મહાવીર પ્રભુ પોતાના અંતરાત્મામાં પ્રવિષ્ટ થઈ ધ્યાનમાં લીન રહેતા , ક્યારે ય અબ્રહ્મચર્યનું સેવન કર્યું નહીં.

पुठ्ठो वि णाभिभासिंसु :- વિચરણકાળમાં કે ગૃહસ્થ સંકુલ સ્થાનમાં ક્યારે ય લોકો ભગવાનને કંઈ પણ પૂછતા તો તેનો કશોય ઉત્તર ન આપતા , મૌન ગ્રહણ કરી પોતાની સાધનામાં જ દત્તચિત્ત રહેતા હતા.

વિહાર કરતા ભગવાનને કોઈ કંઈ પૂછતા તોપણ જવાબ ન આપતાં ચાલતા રહેતા.

णो सूकर मेयं एगेसिं :- ભગવાન અભિવાદન કરનારની સાથે પણ બોલતા ન હતા. તેમાં રાગ ન કરતા .

ડંડા વગેરેથી મારનાર પ્રત્યે પણ કંઈ રોષ પ્રગટ કરતા નહિ પરંતુ પોતાના ધ્યાનમાં જ લીન રહેતા હતા.

સાધનાની આવી ઉચ્ચ અવસ્થા હરકોઈ સાધક માટે સુલભ નથી. આવી સમતાની અવસ્થા માટે ઘણાં જ અભ્યાસની આવશ્યકતા હોય છે. નહીં બોલવાના કારણે લોકો મારપીટ કરતા તેમજ અનેક રીતે રોષ પ્રગટ કરતા હતા.

દીક્ષા પૂર્વે ત્યાગ સાધના :

अवि साहिए दुवे वासे , सीओदं अभोच्चा णिक्खंते । एगत्तगए पिहियच्चे , से अहिण्णायदंसणे संते ॥ શબ્દાર્થ :– अवि दुवे वासे साहिए = બે વર્ષથી કંઈક અધિક સમય સુધી , सीओदं = ઠંડા–કાચા પાણીનું , अभोच्चा = સેવન કર્યું નહિ , णिक्खंत = ભગવાને દીક્ષા ગ્રહણ કરી હતી , एगत्तगए = એકત્વભાવનાથી ભાવિત ચિત્તવાળા , એકાંતમાં રહ્યા હતા , पिहियच्चे = શરીર સંસ્કારનો ત્યાગ કરી, ક્રોધની જ્વાળાને જેણે શાંત કરેલ છે તથા , से = તે ભગવાન,अहिण्णायदंसण = સમ્યક્ત્વની ભાવનાથી ભાવિત , જ્ઞાનદર્શનથી યુક્ત અને , संते = શાંત હતા .

11

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

344 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભાવાર્થ :– માતા પિતાના સ્વર્ગવાસ પછી ભગવાને બે વર્ષથી વધારે સમય સુધી ગૃહસ્થવાસમાં રહેવા છતાં સચેત્ત પાણીનો ઉપયોગ કર્યો નહિ. તેઓ એકત્વભાવનામાં ઓતપ્રોત થઈ એકાંતમાં રહેતા હતા કષાયને શાંત કરી , તેઓએ શરીરના સંસ્કાર , સ્નાનાદિનો ત્યાગ કરી દીધો હતો. તેઓ અવધિ જ્ઞાન, દર્શનથી યુક્ત હતા. બે વર્ષની ત્યાગ સાધના પછી તેઓએ નિષ્ક્રમણ કર્યું.

વિવેચન :

अवि साहिए दुवे वासे :- માતાપિતાના સ્વર્ગવાસ પછી 28 વર્ષની ઉંમરે પ્રભુએ સંયમ સ્વીકારની ઈચ્છા પ્રગટ કરી પરંતુ માતા–પિતાના વિયોગના કારણે વડીલબંધુ નંદીવર્ધનની સંમતિ મળી નહીં. તેથી બે વર્ષ પર્યંત અનાસક્ત ભાવે પ્રભુ ગૃહવાસમાં રહ્યા. ધ્યાનમાં બાધા કારક એવા ગૃહવાસમાં પણ પ્રભુએ નિર્લેપ રહી સાધુ જીવનની સાધના કરી.

एगत्तगए :- એકાંતવાસથી એકત્વભાવનાથી ભગવાનનું અંતઃકરણ ભાવિત થઈ ગયું. વધારે સમય તો તેઓ એકલા જ પોતાના ધર્મધ્યાનમાં લીન રહેતા હતા.આ શબ્દથી એ પણ સમજી શકાય છે કે પ્રભુએ બે વર્ષ સુધી સ્ત્રી સહવાસનો ત્યાગ કરી બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું.

पिहियच्चे :- અર્ચા એટલે શરીર સંસ્કાર , સ્નાનાદિનો તેઓએ ત્યાગ કરી દીધો હતો. તાત્પર્ય એ છે કે

ભાઈના કહેવાથી તેઓને બે વર્ષ સંસારમાં રહેવું પડયું , છતાં તેઓ ત્યાગ–સાધના પૂર્વક રહ્યા. સચેતનો ત્યાગ , બ્રહ્મચર્ય , એકાંતવાસ , સ્નાનાદિનો ત્યાગ વગેરે અનેક નિયમોના પાલન સાથે તેઓએ ઉદાસીનતા અને વૈરાગ્યપૂર્ણ અવસ્થાથી સમય પસાર કર્યો".

અહિંસા આરાધના :

पुढविं आउकायं , तेउकायं वायुकायं च । पणगाइं बीयहरियाइं , तसकायं सव्वसो णच्चा ॥ ભાવાર્થ :– પૃથ્વીકાય , અપ્કાય , તેઉકાય , વાયુકાય , પંચવર્ણી લીલફૂગ , લીલણ ફૂલણ , બીજ અને અનેક પ્રકારની લીલોતરી , વનસ્પતિ તેમજ ત્રસકાય આ સર્વને સર્વ રીતે જાણીને.

एयाइं संति पडिलेहे , चितमंताइ से अभिण्णाय । परिवज्जियाण विहरित्था , इति संखाय से महावीरे ॥ શબ્દાર્થ :– एयाइं = આ સર્વ , संति = છે,पडिलेह = એવો વિચાર કર , चित्तमंताइं = સચિત્ત , से = તેઓની હિંસાથી પાપ લાગે છે,अभिण्णाय= જાણીને તથા, परिवज्जियाण = તેની હિંસાનો ત્યાગ કરીને, विहरित्था= વિચરતા હતા,इति = આ પ્રમાણે , संखाय = જાણીને, महावीरे = ભગવાન મહાવીર.

12

13

345

ભાવાર્થ :– પૃથ્વીકાયાદિના અસ્તિત્વને સમજી , તેઓને સચેત જાણી , તેના સ્વરૂપને સારી રીતે સમજી તે ભગવાન મહાવીર તેના આરંભનો ત્યાગ કરીને વિહાર કરતા હતા.

अदु थावरा तसत्ताए , तसजीवा थावरत्ताए । अदुवा सव्वजोणिया सत्ता , कम्मुणा कप्पिया पुढो बाला ॥ શબ્દાર્થ :– अदु = અથવા , थावरा = સ્થાવરજીવ , तसत्ताए = ત્રસરૂપમાં પરણિત થાય છે , तसा = ત્રસ , थावरत्ताए = સ્થાવરરૂપમાં પરિણત થાય છે , सव्वजोणिया = સર્વ યોનિવાળા , सत्ता = જીવ કર્મોને આધીન થઈને , कम्मुणा = કર્મથી , કર્મોને વશ થઈને , कप्पिया = પરિવર્તિત થતા રહે છે , पुढो = ભિન્ન ભિન્ન યોનિઓમાં , बाला = અજ્ઞાની.

ભાવાર્થ :– સ્થાવર જીવ ત્રસરૂપે ઉત્પન્ન થાય છે અને ત્રસજીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થઈ જાય છે.

અથવા સંસારી જીવ સર્વ યોનિઓમાં પોત–પોતાના કર્મો અનુસાર ભિન્ન–ભિન્ન સ્વરૂપે ઉત્પન્ન થાય છે અર્થાત્ જન્મ મરણ કરતા રહે છે.

भगवं एवमण्णेसिं, सोवहिए हु लुप्पइ बाले । कम्मं सव्वसो णच्चा , तं पडियाइक्खे पावगं भगवं ॥ શબ્દાર્થ :– भगवं = ભગવાન મહાવીર સ્વામીએ , एवं = આ રીતે , अण्णेसिं = જાણી લીધુ હતું કે, सोवहिए= ઉપધિવાળા હોય છે તે,लुप्पइ= કલેશને પ્રાપ્ત થાય છે, तं = કર્મોને ઉત્પન્ન કરનાર,पडियाइक्खे = ત્યાગ કરી દીધો હતો , पावगं = પાપકર્મને.

ભાવાર્થ :– ભગવાને એ સારી રીતે જાણી લીધુ હતું કે સંસારમાં અજ્ઞાની પ્રાણી પરિગ્રહના કારણે કર્મોથી લેપાઈને ક્લેશ પામે છે. તેથી પ્રભુએ કર્મબંધનને સંપૂર્ણ રીતે જાણીને કર્મના ઉપાદાન રૂપ પાપના પ્રત્યાખ્યાન કર્યા હતા.

दुविहं समिच्च मेहावी , किरियमक्खायमणेलिसं णाणी । आयाणसोयमइवायसोयं , जोगं सव्वसो णच्चा ॥ શબ્દાર્થ :–दुविह = બે પ્રકારના કર્મોને ,समिच्च= જાણીને, मेहावी = મેધાવી , સર્વભાવો ને જાણનાર, किरियं= ક્રિયાને, अक्खायं = કથન કર્યું હતું,अणेलिसं= અનુપમ,णाणी= કેવળજ્ઞાની,आयाणसोयं= આદાન સ્રોત, अइवायसोयं = અતિપાત સ્રોત.

ભાવાર્થ :– જ્ઞાની અને મેધાવી ભગવાને ઈન્દ્રિયાશ્રવ , હિંસાદિ આશ્રવ અને યોગ આશ્રવ જાણી , સારી રીતે વિચારી અને ઈર્યાપથિક અને સાંપરાયિક કર્મબંધ રૂપ બે પ્રકારની ક્રિયાને જાણી , તેનાથી મુક્ત થવા માટે અનુપમ સંયમાનુષ્ઠાનનું પ્રતિપાદન કર્યું છે.

14

15

16

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

346 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ अइवत्तियं अणाउट्टिं , सयमण्णेसिं अकरणयाए । जस्सित्थीओ परिण्णाया , सव्वकम्मावहाओ सेऽदक्खू ॥ શબ્દાર્થ :– अइवत्तियं= હિંસાની પ્રવૃત્તિ,अणाउट्टिं= સંકલ્પ વિનાની,सयं= પોતે, अण्णेसिं = બીજા પાસે,अकरणयाए= કરે નહિ , કરાવે નહિ,जस्स= જેણે,इत्थीओ = સ્ત્રીઓનો , સ્ત્રી સંસર્ગને , परिण्णाया = જાણીને ત્યાગ કર્યો છે, सव्वकम्मावहाओ = સર્વ પાપોનું કારણ , सेऽदक्खू = તે યથાર્થદર્શી છે.

ભાવાર્થ :– તે સમ્યગ્દષ્ટિ ભગવાન મહાવીરે સંકલ્પપૂર્વકની અને સંકલ્પ રહિતની સર્વ હિંસા કરવી કે બીજા પાસે કરાવવી તે સર્વનો ત્યાગ કરી દીધો હતો , સ્ત્રી સંસર્ગને પણ કર્મ પરંપરાનું અને પાપ પરંપરાની વૃદ્ધિનું કારણ સમજીને તેનો સમ્યક્ પ્રકારે ત્યાગ કરી દીધો હતો .

વિવેચન :

ગાથા 12 થી 17 સુધીમાં ભગવાનની અહિંસાયુક્ત વિવેકચર્યાનું વર્ણન છે. સાથે જ છકાય જીવોના અસ્તિત્વ તથા એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ પરિવર્તનનું વર્ણન કર્યું છે.

चित्तमंताइं से अभिण्णाय :- શ્રમણ ભગવાન મહાવીરના આ અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ છે. જૈનદર્શન સિવાય કોઈ પણ દર્શનમાં પૃથ્વી , જળ , અગ્નિ , વાયુ કે વનસ્પતિ જેવા સ્થિર તત્ત્વોમાં ચેતન છે , એવું વિધાન મળતું નથી. ભગવાન મહાવીરે પૃથ્વી , પાણી , અગ્નિ વગેરે છકાયજીવોનું અસ્તિત્વ અને સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ગાથા 12 , 13 માં સ્પષ્ટ છે. તેનું તાત્પર્ય એ છે કે પૃથ્વી પાણી આદિ સ્થાવર જીવોમાં પણ ચેતના છે.

अदु थावरा तसत्ताए , तस जीवा थावरत्ताए :- આ ગાથામાં જીવોના પુનર્જન્મ અને યોનિ પરિવર્તનની માન્યતા સ્પષ્ટ કરી છે. પાશ્ચાત્ય તેમજ વિદેશી ધર્મ પુનર્જન્મને સ્વીકારતા નથી. ચાર્વાકાદિ નાસ્તિકો શરીરમાં આત્મા જેવા કોઈ તત્ત્વને જ માનતા નથી. તેઓ વર્તમાનના ભવ પછી જીવના અસ્તિત્વને જ સ્વીકારતા નથી પરંતુ પૂર્વજન્મની ઘટનાઓને પ્રગટ કરનારી કેટલીય વ્યક્તિઓના પ્રત્યક્ષ મળવાથી અને તેનો અભ્યાસ કરવાથી પરામનોવૈજ્ઞાનિકો પણ આ નિર્ણય ઉપર આવ્યા છે કે પુનર્જન્મ છે , પૂર્વજન્મ છે , ચેતના આ જન્મની સાથે નાશ પામતી નથી.

ભગવાન મહાવીરના સમયમાં એક માન્યતા પ્રચલિત હતી અને આજે પણ બ્રહ્માકુમારીવાળા માને છે કે સ્ત્રી મરીને સ્ત્રી જ થાય છે , પુરુષ મરીને પુરુષ જ થાય છે. જે જીવ વર્તમાને જે યોનિમાં છે , તે જીવ આવતા ભવમાં પણ તે જ યોનિમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયાદિ સ્થાવર જીવ પૃથ્વીકાયિક આદિ સ્થાવર જીવ રૂપે જ ઉત્પન્ન થાય છે. ત્રસકાયિક જીવ ત્રસયોનિમાં જ ઉત્પન્ન થાય છે. ભગવાને આ માન્યતાનું ખંડન કર્યું અને યુક્તિ તથા અનુભૂતિ દ્વારા નિશ્ચિત રૂપે કથન કર્યું કે પોત–પોતાના કર્મોદયને વશ જીવ એક યોનિમાંથી બીજી યોનિમાં જન્મ લે છે. ત્રસ , સ્થાવર રૂપે જન્મ લઈ શકે છે અને સ્થાવર ત્રસ રૂપે જન્મ લઈ શકે છે.

17

347

ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીએ પ્રભુને પ્રશ્ન પૂછયો છે કે '' હે ભગવન્ ! આ જીવ પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સ્વરૂપે પહેલાં પણ ઉત્પન્ન થયો છે ?'' તેનો જવાબ આપતા પ્રભુએ કહ્યું કે ''આ જીવ વારંવાર નહિ પણ અનંતવાર સર્વ યોનિઓમાં જન્મ લઈ ચૂક્યો છે'' कम्मुणा कप्पिया पुढो बाला :- રાગ , દ્વેષથી પ્રેરિત થયેલા અજ્ઞાની જીવ પોતાના કર્મોના કારણે પૃથક્–પૃથક્ , વારંવાર સર્વ યોનિઓમાં જાય છે , આવે છે.

सोवहिए हु लुप्पइ :- આ ચરણમાં 'ઉપધિ ' શબ્દ વિશેષ અર્થને બતાવે છે. ઉપધિ ત્રણ પ્રકારની છે– (1)

શરીર, (ર) કર્મ (3) પરિગ્રહ , બાહ્ય– આભ્યંતર પરિગ્રહને પણ ઉપધિ કહે છે. ભગવાન સમજતા હતા કે આ સર્વ ઉપધિઓથી મનુષ્યનું સંયમી જીવન દબાઈ જાય છે. આ ઉપધિઓ આત્મ ગુણોને લૂંટનાર છે.

दुविहं समिच्च :- આ સોળમી ગાથામાં બે પ્રકારની ક્રિયાનો સંકેત છે. તેનો સંબંધ ત્રીજા ચરણમાં કહેલ આદાનશ્રોત અને અતિપાત સ્રોત રૂપ બે પ્રકારના આશ્રવથી પણ થાય છે અને ટીકાકારે ઈરિયાવહિ અને સાંપરાયિક ક્રિયાથી સંબંધ કર્યો છે. સાર એ છે કે ક્રિયા અને કર્મ તથા આશ્રવોને જાણી તેનાથી છૂટવા માટે પ્રભુએ અનુપમ સંયમ માર્ગનું પ્રતિપાદન કર્યું છે અને તેનું આચરણ કર્યું છે.

अणेलिसं किरियं :- ભગવાન મહાવીરે સંસાર પરંપરાના ચીલે નહિ ચાલતાં પોતાની સ્વતંત્ર પ્રજ્ઞા અને અનુભૂતિથી સત્યની શોધ કરી , આત્મા જેનાથી બંધાયો છે તેવા કર્મોથી સર્વથા મુક્ત થવાની સાધના કરી , તે સાધના પદ્ધતિ ઘણી અનુપમ હતી. કર્મોના સ્રોતને તેઓએ સર્વથા જાણી લીધા હતા–તે નીચે પ્રમાણે છે–

1 आयाणसोयं(આદાનસ્રોત) ઈન્દ્રિય વિષયોથી સંબંધિત જે કર્માશ્રવ છે તેને આદાન સ્રોત કહેલ છે.

ર. अइवायसोयं(અતિપાત સ્રોત) આદિ પદના ગ્રહણથી સર્વનું ગ્રહણ થઈ જાય છે , તે ન્યાયે અતિપાત–હિંસાના ગ્રહણથી અસત્ય , ચોરી , મૈથુન , પરિગ્રહ,આ સર્વનું ગ્રહણ થઈ જાય છે. આ આસ્રવ પણ કર્મોના સ્રોત છે. જેનાથી અતિપાતક(પાપ) થાય છે , તે સર્વ હિંસા આદિ અતિપાત છે.

जोगं :- ઉપર કહેલા બંને પ્રકારના સ્રોતોને જો એક શબ્દમાં સમાવેશ કરવામાં આવે તો યોગ શબ્દમાં સમાવેશ થઈ જાય છે. તેથી પુનઃ योगं કહેલ છે. મન , વચન , કાયાનો વ્યાપાર જ્યાં સુધી ચાલતો રહે , ત્યાં સુધી શુભ કે અશુભ કર્મોનો પ્રવાહ ચાલુ જ રહે છે.

ભગવાને અશુભયોગથી સર્વથા નિવૃત્તિ લઈ સહજ વૃત્તિરૂપ શુભયોગમાં પ્રવૃત્તિ કરી. કર્મોના સ્રોતોને બંધ કરવાની સાથે તેઓએ પાપકાર્યોથી સર્વથા મુક્ત થઈ કર્મમુક્તિની સાધના કરી.

આ ગાથાના આદાનસ્રોત આદિ શબ્દોને લઈને જૈન વિશ્વભારતી લાડનૂંના આચારાંગ સૂત્રમાં દીક્ષાર્થી વર્ધમાન કુમાર અને નંદીવર્ધનનો એક સંવાદ પ્રસ્તુત કરેલ છે , તે આ પ્રમાણે છે–

ગૃહસ્થાવાસમાં ભગવાનને અનાસક્ત જીવન જીવતા જોઈને તેમના કાકા , ભાઈ નંદીવર્ધન તથા ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

348 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અન્ય મિત્રોએ કહ્યું કે તમે શબ્દ , રૂપ આદિ વિષયોનો ઉપભોગ કેમ કરતા નથી ? ત્યારે ભગવાને કહ્યું કે–

ઈન્દ્રિયો સ્રોત છે. તેનાથી કર્મબંધન થાય છે. મારો આત્મા તો સ્વતંત્ર થવા તલસી રહ્યો છે તેથી હું આ વિષયોનો ઉપભોગ કરી શકતો નથી.

આ સાંભળીને તેઓએ કહ્યું કે કુમાર તમે ઠંડુ પાણી કેમ પીતા નથી ? સચિત્ત આહાર કેમ કરતા નથી ? ભગવાને ઉત્તર આપ્યો કે– હિંસા સ્રોત છે. તેનાથી બંધન થાય છે. મારો આત્મા બંધનથી મુક્ત થવા ઝંખી રહ્યો છે તેથી હું મારા સમાન જ અન્ય જીવોના પ્રાણ વિનાશ કરી શકતો નથી.

તેઓએ કહ્યું– કુમાર તમે પ્રાયઃ ધ્યાનની મુદ્રામાં જ બેસો છો , તો મનોરંજન કેમ કરતા નથી ?

ભગવાને કહ્યું– મન , વચન અને કાયા આ ત્રણે ય સ્રોત છે. તેનાથી કર્મબંધન થાય છે. મારો આત્મા તેનાથી અલિપ્ત બની સ્વતંત્ર થવા ઈચ્છે છે તેથી હું મનોરંજન દ્વારા તેને ચંચળ બનાવવા ઈચ્છતો નથી. તેઓએ કહ્યું– કુમાર ! તમે સ્નાન કેમ કરતા નથી ? ધરતી પર શા માટે સૂવો છો ? ભગવાને કહ્યું–

દેહાસક્તિ અને આરામ આ બંને સ્રોત છે. હું તો સ્રોતનો સંવર ઈચ્છું છું માટે મેં આ પ્રકારની ચર્યા સ્વીકારી છે.

સમિતિમય સાધના :

अहाकडं से सेवे , सव्वसो कम्मुणा अदक्खू । जं किंचि पावगं भगवं , तं अकुव्वं वियडं भुंजित्था ॥ શબ્દાર્થ :– अहाकडं= આધાકર્મી આહારનું, सेवे= સેવન કર્યું નહિ, से = તેઓ, सव्वसो = સર્વ પ્રકારે, कम्मुणा = કર્મોના બંધને,अदक्खू = જોતા હતા , जं किं चि= જે કાંઈ, पावगं = પાપનું કારણ હતું, तं= તેનું,भगवं= ભગવાન મહાવીર, अकुव्वं = સેવન કરતા ન હતા પરંતુ, वियडं भुंजित्था = પ્રાસુક આહારનું સેવન કરતા હતા.

ભાવાર્થ :– ભગવાન મહાવીર સ્વામીએ આધાકર્મ દોષવાળા આહારને કર્મબંધનું કારણ જાણીને તેના ગ્રહણનો તેમજ સંકલ્પમાત્રનો ત્યાગ કરી દીધો હતો અને આહાર વિષયક અન્ય પણ સર્વ દોષોનું સેવન નહિ કરતાં નિર્દોષ તેમજ પ્રાસુક આહારનું સેવન કરતા હતા.

णो सेवइ परवत्थं , परपाए वि से भुंजित्था । परिवज्जियाण ओमाणं , गच्छइ संखडिं असरणाए ॥ શબ્દાર્થ :– णो सेवइ = સેવન કરતા ન હતા, परवत्थं = ગૃહસ્થના વસ્ત્ર , બીજાના વસ્ત્રને,परपाए वि = બીજાના પાત્રમાં પણ,से= તેઓ, भुंजित्था= જમતા ન હતા,परिवज्जियाण= ત્યાગ કરીને,ओमाणं = અપમાનોને , गच्छइ = જતા હતા , संखडिं = આહારની જગ્યામાં , असरणाए = દીન ભાવથી રહિત, 18

19

349

અદીન ભાવથી.

ભાવાર્થ :– ભગવાન ગૃહસ્થના વસ્ત્રનું સેવન કરતા ન હતા , બીજાના પાત્રમાં ભોજન પણ કરતા ન હતા. તેઓ અપમાનની પરવા કર્યા વિના , કોઈનું શરણ લીધા વિના , અદીનભાવે ભિક્ષાના સ્થળે ભિક્ષા માટે જતા હતા.

मायण्णे असणपाणस्स , णाणुगिद्धे रसेसु अपडिण्णे । अच्छिंपि णो पमज्जिज्जा , णो वि कंडूयए मुणी गायं ॥ શબ્દાર્થ :–मायण्ण = માત્રાને જાણતા હતા , માત્રજ્ઞ હતા,असणपाणस्स= આહાર પાણીની,णाणुगिद्धेे = આસક્ત થતા ન હતા તથા, रसेसु = રસોમાં, अपडिण्णे = પ્રતિજ્ઞાથી રહિત,अच्छिं= આંખનું,णो पि पमज्जिज्जा = પ્રમાર્જન કરતા ન હતા , સાફ કરતા ન હતા , णो वि कंडूयए= ક્યારે ય ખંજવાળતા ન હતા, गायं = પોતાના શરીરને.

ભાવાર્થ :– ભગવાન અશન , પાનની માત્રા જાણતા હતા , તેઓ રસમાં આસક્ત ન હતા , તેઓ અનુકૂળતા માટે ભોજન વિષયક પ્રતિજ્ઞા કે સંકલ્પ કરતા ન હતા. આંખમાં રજકણાદિ પડે તો તેઓ તેનું પ્રમાર્જન કરતા ન હતા , તેને સાફ કરતા ન હતા અને શરીરને ક્યારે ય પણ ખંજવાળતા ન હતા.

अप्पं तिरियं पेहाए , अप्पं पिठ्ठओ पेहाए । अप्पं बुइए अपडिभाणी , पंथपेही चरे जयमाणे ॥ શબ્દાર્થ :–अप्पं पेहाए= નહિ જોતા, तिरियं = તિરછા, पिठ्ठओ = પાછળ પણ, अप्पं पेहाए = નહિ જોતા, = પણ , अप्पं बुइए = મૌન રહેતા હતા,अपडिभाणी= કોઈના બોલાવવા પર પણ ન બોલતા, પ્રત્યુત્તર ન આપતા,पंथपेही= કેવળ પોતાના રસ્તાને જોતા,चरे= ચાલતા હતા, जयमाणं = યત્નાપૂર્વક.

ભાવાર્થ :– ભગવાન ચાલતા સમયે જમણી બાજુ , ડાબી બાજુ , તિરછા તથા પાછળ જોતા ન હતા.

તેઓ મૌનપૂર્વક ચાલતાં , કોઈ પૂછે તો તેનો જવાબ પણ ન આપતા , યત્નાપૂર્વક માર્ગને જોઈને ચાલતા હતા.

વિવેચન :

ગાથા 18 થી 21 સુધીની ચાર ગાથાઓમાં પ્રભુની ઈર્યા , ભાષા અને એષણા સમિતિનું વર્ણન છે.

જેમ કે– 1.આધાકર્મ આદિ દોષયુક્ત આહાર ત્યાગ.ર.સચેત આહાર ત્યાગ.3.પર–પાત્રમાં આહાર ન વાપરવો.4.ગૃહસ્થાદિ પાસેથી આહાર મંગાવીને લેવાનો ત્યાગ , નિમંત્રણ પૂર્વકના આહારનો , આગ્રહ કે

સન્માનની અપેક્ષાનો ત્યાગ.પ.જેટલી જરૂર છે તે કરતા વધારે આહાર કરવાનો ત્યાગ.6.સ્વાદની લોલુપતાનો ત્યાગ. 7.મનોજ્ઞ આહારના સંકલ્પનો ત્યાગ.

20

21

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

350 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ परवत्थं परपायं :- ચૂર્ણિ અનુસાર ભગવાને દીક્ષાના સમયે જે દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું હતુ તે તેર માસ સુધી ધારણ કર્યું પરંતુ ઠંડી આદિથી રક્ષણ માટે તેનો ઉપયોગ કર્યો ન હતો. તેર માસ પછી વસ્ત્રનો ત્યાગ કર્યો. ત્યાર પછી પ્રભુએ અન્ય વસ્ત્ર ગ્રહણ કર્યું ન હતું. તેમજ તેઓ કરપાત્રી હોવાથી ગૃહસ્થના પાત્રનો પણ ઉપયોગ કર્યો ન હતો. ગૃહસ્થના વસ્ત્ર પાત્રનો ઉપયોગ શ્રમણો માટે નિષિદ્ધ છે કારણ કે તેને સાફ કરવામાં ગૃહસ્થને સચેત પાણી આદિનો ઉપયોગ કરવો પડે છે , જેથી પશ્ચાત્કર્મ આદિ દોષોની સંભાવના રહે છે.

નાલંદાની તંતુવાયશાળામાં જ્યારે ભગવાન બિરાજતા હતા , ત્યારે ગોશાલકે પ્રભુ માટે આહાર લાવવાની આજ્ઞા માગી તો પ્રભુએ ના પાડી કારણ કે તે કદાચ ગૃહસ્થના પાત્રમાં આહાર લાવતો.

કેવળજ્ઞાની થયા પછી સિંહા અણગાર દ્વારા લાવવામાં આવેલી ઔષધિ પણ ભગવાને પોતાના હાથમાં લઈને વાપરી હતી.

अप्पं तिरियं આદિ ગાથા 21માં આવેલો 'અપ્પ ' શબ્દ અલ્પ અર્થમાં નહીં પણ નિષેધ અર્થમાં છે. ચાલતા સમયે ભગવાનનું ધ્યાન પોતાની સામેના રસ્તા ઉપર જ રહેતું હતું , તેથી તેઓ પાછળ કે આજુ–બાજુ પણ જોતા નહિ અને રસ્તે ચાલતા કોઈની સાથે બોલતા ન હતા. અહિંસાના પાલક પ્રભુ જીવ દયાની દષ્ટિ કેળવતાં , ક્યાંય આડું અવળું ન જોતાં ઈર્યાસમિતિ પૂર્વક ચાલતા હતા.

વસ્ત્રત્યાગ શીત આતાપના :

सिसिरंसि अद्धपडिवण्णे , तं वोसज्ज वत्थमणगारे । पसारित्तु बाहुं परक्कमे , णो अवलंबियाण खंधंसि ॥ શબ્દાર્થ :– सिसिरंसि = શિશિર ૠતુમાં , શીતકાળમાં , अद्धपडिवण्णे = માર્ગમાં , ચાલતાં,पसारित्तु = ફેલાવીને, बाहुं = ભુજાઓને,परक्कम = ચાલતા હતા ,णो अवलंबियाण= અવલંબન લેતા ન હતા, खंधंसि= ખભાનો.

ભાવાર્થ :– અણગાર ભગવાન મહાવીર સ્વામીએ શિશિર ૠતુમાં વિહાર કરતાં રસ્તામાં તે ઈન્દ્રપ્રદત્ત વસ્ત્રને વોસિરાવી દીધું તેમજ ઠંડીના પરીષહને સહન કરવા માટે બંને ભુજાઓને ફેલાવીને ઊભા રહેતા હતા પરંતુ બંને હાથને ખભા પર બાંધી છાતીને ઢાંકી રાખતા ન હતા અર્થાત્ ઠંડીથી બચવા શરીરને સંકોચતા ન હતા.

વિવેચન :

सिसिरंसि अद्धपडिवण्णे :- ઠંડીમાં ભગવાન જ્યારે વિહારમાં હતા ત્યારે તેઓએ તે વસ્ત્રને વોસરાવી દીધું અર્થાત્ યોગ્ય જગ્યા જોઈ તે વસ્ત્રને ત્યાગી દીધું. આ ગાથામાં વસ્ત્ર ફાડીને કોઈને પણ આપવાનું કથન નથી અને સંયમ મર્યાદામાં વસ્ત્ર કોઈને દેવાનું હોતું નથી. ભગવાને પોતાની સાધના કાળમાં કોઈ 22

351

સંયમ મર્યાદાનો ભંગ કર્યો નથી. દેવદૂષ્ય વસ્ત્ર પરઠવા સંબંધી વર્ણન આ ઉદ્દેશકની ત્રીજી અને બાવીસમી બે ગાથાઓમાં છે પરંતુ કોઈને દેવાનું કથન નથી.

ઉદ્દેશકનો ઉપસંહાર :

एस विही अणुक्कंतो , माहणेण मईमया । अपडिण्णेण वीरेण , कासवेण महेसिणा ॥ त्ति बेमि ॥ (बहुसो अपडिण्णेण , भगवया एवं रीयंति ॥ त्ति बेमि ॥)

॥ पढमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– एस = , विही= વિધિનું,अणुक्कंतो= આચરણ કર્યું હતું, माहणेण = માહણ,मईमया = મતિમાન,अपडिण्णेण= નિદાન રહિત,वीरेण = વીર , कासवेण = કાશ્યપ ગોત્રી,महेसिणा= મહર્ષિ, बहुसो = અનેકવાર,( एवं रीयंति = આ પ્રમાણે આચરણ કરવું જોઈએ.)

ભાવાર્થ :– જ્ઞાનવાન , અપ્રતિજ્ઞ , મહામાહણ (અહિંસક) કાશ્યપગોત્રીય મહર્ષિ ભગવાન મહાવીરે આ રીતની ઉપરોક્ત સંયમ વિધિનું આચરણ કર્યું હતું. તેથી મુમુક્ષુજનોએ આ વિધિનું આચરણ કરવું જોઈએ. –એમ ભગવાને કહ્યું છે.

।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

अणुक्कंतो :- ભગવાને આ ઉદ્દેશકની 1 થી 23 ગાથા સુધીમાં વર્ણિત આચારનું આચરણ કર્યું પરંતુ ચૂર્ણિકાર તેના બે અર્થ કહે છે– 1.અન્ય તીર્થંકરો દ્વારા આચરિતનું આચરણ કર્યું. ર. તીર્થંકરોના માર્ગનું અતિક્રમણ ન કર્યું અર્થાત્ તેઓની પ્રણાલિકાને જાળવી તેથી આ અન્યાનતિક્રાંત વિધિ છે.

अपडिण्णेण भगवया :- ભગવાન કોઈ વિધિ– વિધાનમાં પૂર્વગ્રહ , નિદાન કે હઠાગ્રહ પૂર્વક વર્તતા ન હતા. તેઓ સાપેક્ષ–અનેકાંતવાદી હતા. આહારના વિષયમાં કોઈ મનોજ્ઞ આહારની સુવિધા માટે તેઓ સંકલ્પ કે આગ્રહ રાખતા ન હતા પરંતુ ત્યાગની ભાવના સાથે અભિગ્રહ ધારણ કરતા હતા.

एसविही :- આ નવમાં અધ્યયનના ચારે ય ઉદ્દેશકની અંતિમ ગાથા એક સરખી છે. તેના ત્રીજા અને ચોથા ચરણના મૂળપાઠમાં ભિન્નતા જણાય છે. તેનું કારણ એ છે કે એક પ્રકારનો પાઠ ચૂર્ણિકારે સ્વીકારેલ છે અને બીજા પ્રકારનો પાઠ ટીકાકારે સ્વીકારેલ છે. ચૂર્ણિકારે સ્વીકારેલ પાઠની સંરચના અને અર્થઘટના વધારે સુસંગત હોવાના કારણે અહીં તે પાઠને સ્પષ્ટ રૂપે સ્વીકારેલ છે. સાથે ટીકાકારે સ્વીકારેલ પાઠને કોષ્ટકમાં રાખ્યો છે.

ા અધ્યયન–9/1 સંપૂર્ણા 23

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

352 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ નવમું અધ્યયન : બીજો ઉદ્દેશક સાધનાકાળમાં પ્રભુના સ્થાનો :

चरियासणाइं सेज्जाओ , एगइयाओ जाओ बुइयाओ । आइक्ख ताइं सयणासणाइं , जाइं सेवित्था से महावीरे ॥ શબ્દાર્થ :– चरिया = ભગવાન મહાવીર સ્વામીની ચર્યામાં , आसणाइं = આસન सेज्जाओ = શય્યાઓ , एगइयाओ = કેટલાંક , जाओ = જે , बुइयाओ = કહેલી છે , आइक्ख = આપ મને કહો, ताइं = તે , सयणासणाइ = શય્યા અને આસનોના વિષયમાં , जाइं = જેઓને , सेवित्था = સેવન કર્યું હતું , से = તે , महावीर = ભગવાન મહાવીર સ્વામીએ .

ભાવાર્થ :– જે વિહારચર્યા , આસન , શય્યા આદિનું ભગવાન મહાવીરે સેવન કર્યું હતું અને તેમાંથી કેટલાક પ્રસિદ્ધ છે તે શયન , આસનાદિના વિષયમાં આપ મને કહો.

आवेसण–सभा–पवासु , पणियसालासु एगया वासो । अदुवा पलियठ्ठाणेसु , पलालपुंजेसु एगया वासो ॥ શબ્દાર્થ :– आवेसण = જેની ચારે બાજુ દીવાલ બનેલી હોય એવા શૂન્ય ઘરમાં , सभा = સભાભવન, पवासુ = પરબમાં,पणियसालासુ = દુકાનોમાં,एगया= ક્યારેક,वासो= રહેતા હતા,पलियठ्ठाणेस = સુથાર અને લુહારાદિને કાર્ય કરવાની જગ્યામાં , पलालपुंजेसુ = મંચના ઉપર રાખેલ ઘાસના સમૂહની નીચે.

ભાવાર્થ :– ભગવાન ક્યારેક શૂન્ય ખંડેરોમાં , ક્યારેક સભા ભવનોમાં ક્યારેક પરબોમાં અને ક્યારેક દુકાનોમાં નિવાસ કરતા હતા અથવા ક્યારેક લુહાર , સુથાર , સોની આદિની દુકાનો–કારખાનામાં અને ક્યારેક પલાલપુંજથી બનેલી ઝૂંપડીમાં નિવાસ કરતા હતા.

आगंतारे आरामागारे , गामे णगरे वि एगया वासो । सुसाणे सुण्णगारे वा , रुक्खमूले वि एगया वासो ॥ શબ્દાર્થ :– आगंतारे = મુસાફરોને ઉતરવાની જગ્યા–ધર્મશાળા આદિમાં , आरामागारे = બગીચામાં બનેલા મકાનમાં , सुसाणे = સ્મશાનમાં , सुण्णगारे = શૂન્યઘરોમાં , रुक्खमूले वि = વૃક્ષની નીચે પણ.

ભાવાર્થ :– ભગવાન ક્યારેક ધર્મશાળાઓમાં , ક્યારેક બગીચામાં બનેલા મકાનમાં અર્થાત્ આરામગૃહમાં અથવા ગામ કે નગરમાં રહેતા હતા. તેઓ ક્યારેક સ્મશાનમાં , ક્યારેક શૂન્ય ઘરમાં , તો ક્યારેક વૃક્ષની 1

2

3

353

નીચે પણ રહેતા હતા.

एतेहिं मुणी सयणेहिं , समणे आसि पतेरस वासे । राइंदिवं पि जयमाणे , अप्पमत्ते समाहिए झाइ ॥ શબ્દાર્થ :– पतेरसवास = ઉત્કૃષ્ટ તેર વર્ષ સુધી અર્થાત્ તેરવર્ષથી કંઈક ઓછું , राइंदिवं पि = રાત દિન , जयमाणे= સંયમ અનુષ્ઠાનમાં યત્નાવાન રહેતા હતા.

ભાવાર્થ :– મુનીશ્વર મહાવીર આ પૂર્વોક્ત શય્યા સ્થાનોમાં સાધના કાળના બાર વર્ષ , પાંચ માસ, પંદર દિવસ સુધી હંમેશાં પ્રત્યેક પ્રવૃત્તિમાં યત્નાશીલ થઈને રહ્યા હતા અને અપ્રમત્ત ભાવથી સમાધિ પૂર્વક ધ્યાન કરતા હતા.

વિવેચન :

આ ગાથાઓમાં ભગવાને વિહાર કરતાં જે જે સ્થાનોમાં નિવાસ કર્યો હતો અને જ્યાં ધ્યાન સાધના કરી હતી તેનું વર્ણન કર્યું છે. તે સ્થાન આ પ્રમાણે છે– (1) ખંડેર (ર) સભા ભવન (3) પરબ (4) દુકાન (પ) કારખાના ( 6) મંચ ( 7) પ્રવાસી ગૃહ(ધર્મશાળા) ( 8) આરામગૃહ ( 9) ગામ કે નગર (10) શ્મશાન ( 11) શૂન્યઘર ( 12) વૃક્ષની નીચે.

આ પ્રકારના નિવાસ સ્થાનોના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે તીર્થંકર અથવા શ્રમણોના નિવાસ સ્થાનના સંબંધમાં કોઈ એકાંતિક આગ્રહ હોતો નથી. ભગવતી સૂત્ર શતક 15 વગેરેથી પણ આ વાતની પુષ્ટી થાય છે જે લોકો કહે છે કે પહેલાંના જૈન શ્રમણો જંગલમાં અને નગરની બહાર રહેતા હતા. કાલક્રમે શિથિલતા થવાથી તેઓ ગામ કે નગરની અંદર રહેવા લાગ્યા. આ કથન કલ્પિત છે અને તે લોકોની આગમ જ્ઞાનની અપૂર્ણતા અથવા ભ્રમણાને જ પ્રગટ કરે છે. જૈન શ્રમણ પ્રસંગાનુસાર ગામ નગરની બહાર કે અંદર , જંગલમાં કે ધર્મશાળામાં સંયમ સાધનામાં અબાધક કોઈ પણ સ્થાનમાં રહી શકે છે.

તીર્થંકર પણ કોઈ સ્થાનમાં રહી શકે છે અને વ્યક્તિગત સ્થાન પણ સંયમાનુકૂળ હોય તો ત્યાં પણ રહી શકે છે. ભગવાન મહાવીરનું અંતિમ ચાતુર્માસ વ્યક્તિગત હસ્તીશાળામાં થયું હતું.

ભગવાનની નિદ્રા અને અપ્રમત્ત દશા :

णिद्दं पि णो पगामाए , सेवइ भगवं उठ्ठाए । जग्गावई अप्पाणं , इसिं साइ आसी अपडिण्णे ॥ શબ્દાર્થ :– णिद्दं पि= નિદ્રાનું પણ,पगामाए= અત્યધિક,उठ्ठाए= પરંતુ જલ્દી ઊઠીને, जग्गावई = જાગૃત કરી લેતા હતા , ધર્મ જાગરણ કરતા હતા , તલ્લીન રહેતા હતા પરંતુ , इसिं साइ = ક્યારેક કિંચિત્ શયન કરી લેતા હતા , अपडिण्णे = અધિક સમયના આગ્રહ વિના અથવા હંમેશાં સૂવું કે અમુક સમય 4

5

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : ર 354 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સૂવું એવો કોઈ આગ્રહ રાખતા ન હતા. શરીરની આવશ્યતા જોઈને સૂઈ જતા હતા.

ભાવાર્થ :– ભગવાન પ્રકામ– અત્યંત નિદ્રાનું સેવન કરતા ન હતા , જલ્દી ઊઠીને સાવધાન થઈ ધર્મજાગરણ કરી લેતા હતા,અધિક સમયના આગ્રહ વિના ક્યારેક શરીરની આવશ્યકતા જાણી કિંચિત્ સૂઈ જતા હતા.

संबुज्झमाणे पुणरवि , आसिंसु भगवं उठ्ठाए । णिक्खम्म एगया राओ , बहिं चंकमिया मुहुत्तागं ॥ શબ્દાર્થ :– संबुज्झमाण = સારી રીતે જાગૃત થઈને ,पुणरवि= ફરી નિદ્રા પ્રમાદથી છૂટવા, आसिंसु = અપ્રમાદભાવે રહેતા હતા,उठ्ठाए= ઊઠીને ઊભા થતા, णिक्खम्म = નીકળીને,बहिं= પોતાની જગ્યાથી બહાર , मुहुत्तागं = થોડાક સમય સુધી , चंकमिया = ચંક્રમણ કરીને થોડા પગલા ચાલીને ધ્યાનમાં સ્થિર થતા હતા.

ભાવાર્થ :– નિદ્રાથી જાગૃત થઈને ભગવાન નિદ્રા પ્રમાદથી છૂટવા ઊભા થઈ જતા હતા અને ક્યારેક ક્યારેક રાત્રિમાં મકાનમાંથી નીકળીને નિદ્રા પ્રમાદને દૂર કરવા માટે થોડો સમય ચંક્રમણ કરી , આંટા મારી ધ્યાનમાં સ્થિર થઈ જતા હતા.

વિવેચન :

ભગવાનની નિદ્રાની વિધિ પણ ઘણી જ અદ્ભુત હતી. તેઓ ધ્યાન દ્વારા નિદ્રા ઉપર સંયમ કરતા હતા. નિદ્રા ઉપર વિજય મેળવવા તેઓ ક્યારેક ઊભા થઈ જતા , ક્યારેક સ્થાનથી બહાર જતા , ક્યારેક બહાર જઈને ચંક્રમણ કરતા અને ક્યારેક કાયોત્સર્ગ કરી લેતા હતા. આ રીતે બનતા ઉપાયોથી નિદ્રા પર વિજય મેળવતા હતા.