This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

गंथेहिं विवित्तेहिं , आउकालस्स पारए । पग्गहियतरगं चेयं , दवियस्स वियाणओ ॥ શબ્દાર્થ :– गंथेहिं = ગાંઠ અર્થાત્ બાહ્ય , આભ્યંતર બંને પ્રકારના બંધનોથી , विवित्तेहिं = રહિત થઈને , आउकालस्स = મૃત્યુ પર્યંત , पारए = ભક્ત પ્રત્યાખ્યાનને પાર કરે , चेयं = અને આ ઈંગિતમરણ , पग्गहियतरग = વિશેષ રીતે ગ્રહણ કરાય છે , दवियस्स = સંયમી , वियाणओ = ગીતાર્થ મુનિ દ્વારા.

ભાવાર્થ :– શરીર ઉપકરણાદિ બાહ્ય અને રાગાદિ અંતરંગ ગ્રંથિઓથી રહિત તે સાધક મૃત્યુ પર્યંત ભક્તપ્રત્યાખ્યાનને પાર પહોંચાડનાર હોય છે. તેમજ આ અનશન સાધના સંયમવાન ગીતાર્થ મુનિઓ દ્વારા વિશિષ્ટ ધૈર્ય સાથે ગ્રહણ કરાય છે.

વિવેચન :

ભક્તપ્રત્યાખ્યાન અનશનની પૂર્વ તૈયારી :– અનશનનું વિસ્તૃત વર્ણન આ ગાથાઓમાં કર્યું છે. સમાધિ મરણ માટે પૂર્વોક્ત ત્રણ અનશનોમાંથી ભક્તપ્રત્યાખ્યાન રૂપ એક અનશનને પસંદ કરીને પછી ક્રમથી પૂર્વ તૈયારી કરવામાં આવે છે. અહીં સવિચાર ભક્તપ્રત્યાખ્યાનનો પ્રસંગ છે. ભક્તપ્રત્યાખ્યાન અનશનને પૂર્ણરૂપે સફળ બનાવવા અનશનનો પૂર્ણ સંકલ્પ કરતાં પહેલાં મુખ્યરૂપે જે ક્રમ અપનાવવો આવશ્યક છે, તે આ પ્રમાણે છે– (1) સંલેખનાના બાહ્ય અને આભ્યંતર બંને સ્વરૂપને જાણી અને હેયનો ત્યાગ કરે.

(ર) પ્રવ્રજ્યાગ્રહણ , સૂત્રાર્થ ગ્રહણશિક્ષા , આસેવનશિક્ષા આદિ ક્રમથી ચાલતાં સંયમપાલનમાં શરીર અસમર્થ થઈ જાય ત્યારે શરીરવિમોક્ષનો અવસર આવી ગયો છે તેવું જાણે. (3) સમાધિમરણ માટે ઉદ્યત સાધક ક્રમથી કષાય તેમજ આહારની સંલેખના કરે. (4) સંલેખના કાળમાં આવતા રોગ , આતંક , ઉપદ્રવ તેમજ દુર્વચનાદિ પરીષહોને સમભાવથી સહન કરે. (પ) સંલેખના કાળમાં આહાર ઓછો કરતાં કોઈ પ્રકારની ગ્લાનતા થાય તો આહારનો ત્યાગ કરી ઉપવાસાદિ દ્વારા તેની ચિકિત્સા કરીને અનશન સ્વીકારી લે. (6) જીવન અને મરણમાં સમભાવ રાખે. (7) અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મધ્યસ્થ અને નિર્જરાલક્ષી રહે. (8) જ્ઞાન , દર્શન , ચારિત્ર , તપ અને વીર્ય આ પાંચ સમાધિના અંગો છે , તેનું સેવન કરે.

(9) રાગદ્વેષની ગાંઠોને અને શરીર આદિ સંબંધિત પ્રવૃત્તિઓનો તથા મમતાનો ત્યાગ કરીને શુદ્ધ આત્મભાવમાં રમણ કરે. (10) નિરાબાધ સંલેખનામાં આકસ્મિક બાધા આવી જાય તો તે સંલેખનાના 11

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

326 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ક્રમને વચમાંથી જ છોડીને ભક્તપ્રત્યાખ્યાન અનશનનો સંકલ્પ કરી લે. (11) વિધ્ન–બાધા ન હોય તો સંલેખનાકાળ પૂર્ણ થવા પર જ ભક્તપ્રત્યાખ્યાન ગ્રહણ કરે.

अंतो बहिं विउसिज्ज :- સંલેખનામાં બાહ્ય વિસર્જન શરીરનું અને આભ્યંતર વિસર્જન કષાયોનું હોય છે. આત્મ સંસ્કાર માટે ક્રોધાદિ કષાયથી રહિત થઈ જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન બની રાગાદિ વિકલ્પોને કૃશ કરાય તે જ ભાવ સંલેખના છે. ભાવ સંલેખનાની સહાયતા માટે કાયક્લેશરૂપ અનુષ્ઠાન તથા ભોજનાદિનો ત્યાગ કરીને શરીરને કૃશ કરવું તે દ્રવ્યસંલેખના છે. આ રીતે આભ્યંતર અને બાહ્ય બંને પ્રકારે વિસર્જન કરી શુદ્ધ અધ્યાત્મભાવને પ્રાપ્ત કરવો તે જ સંલેખના છે.

કાળની અપેક્ષાએ સંલેખનાના ત્રણ પ્રકાર છે– જઘન્ય , મધ્યમ અને ઉત્કૃષ્ટ. જઘન્ય સંલેખના 12 પખવાડિયાની , મધ્યમ સંલેખના 12 માસની અને ઉત્કૃષ્ટ 12 વર્ષની હોય છે. શરીર સંલેખનાની સાથે રાગદ્વેષ , કષાયાદિ રૂપ પરિણામોની વિશુદ્ધિ અનિવાર્ય છે , કેવળ શરીરને કૃશ કરવાથી સંલેખનાનો ઉદ્દેશ પૂર્ણ થતો નથી.

जीवियं णाभिकंखेज्जा :- ચોથી ગાથામાં બતાવ્યું છે કે સંલેખનાના ક્રમમાં જીવન અને મરણની આકાંક્ષાઓ સર્વથા છોડી દેવી જોઈએ. એટલે હું વધારે જીવું કે મારું મૃત્યુ જલ્દી થઈ જાય તો આ રોગાદિથી છૂટી જવાય ' આવો વિકલ્પ મનમાં ઊઠવો ન જોઈએ. કામભોગોની તથા આલોક સંબંધી , પરલોક સંબંધી કોઈ પણ અભિલાષા કે નિદાન કરવું જોઈએ નહિ. સંલેખનાના આરાધકે સંલેખનાના પાંચ અતિચારોથી સાવધાન રહેવું જોઈએ.

कम्मुणाओ तिउट्टइ :- કર્મોને તોડે છે , કર્મોથી છૂટી જાય છે , સંલેખના–સંથારાનો અવસર હોવાથી કર્મોથી મુક્ત થવું તે પાઠ યોગ્ય છે. છતાં કોઈ પ્રતિઓમાં વિકલ્પે आरंभाओ શબ્દ આવે છે. તેનો અર્થ એ છે કે આરંભથી દૂર થાય છે. મુનિ આરંભના ત્યાગી જ હોય છે તેથી कम्मुणाओ શબ્દ પ્રસંગ સંગત છે.

ટીકાકારે ' आरंभाओ ' પાઠ પણ સ્વીકારેલ છે અને તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે–

आरंभणमारंभः शरीर धारणाय अन्नपानाद्यन्वेषणात्मकः तस्मात् त्रुटयति– अपगच्छतीत्यर्थः । આ વ્યાખ્યાનું તાત્પર્ય એ છે કે શરીર ધારણાર્થે જે આહારાદિની ગવેષણા વગેરે પ્રવૃત્તિ કરવી પડે છે તેને અપેક્ષાથી આરંભ પ્રવૃત્તિઓ માની છે. સંલેખના સંથારાના સાધક તે પ્રવૃત્તિઓથી છૂટી જાય છે. આ પ્રકારે आरंभाओ શબ્દ ઘટિત કર્યો છે અને પાઠાંતર રૂપે कम्मुणाओ तिउट्टइ પાઠ માની તેની પણ વ્યાખ્યા કરી છે.

अह भिक्खु गिलाएज्जा :- વૃત્તિકારે આ સૂત્રના બે અર્થ બતાવ્યા છે (1) સંલેખનાની સાધનામાં સ્થિત ભિક્ષુને આહાર ઓછો કરી દેવાથી કદાચ આહાર વિના મૂર્ચ્છા ચક્કર આદિ ગ્લાનિ અનુભવાય તો સંલેખનાના ક્રમને છોડી વિશેષ કષ્ટદાયી તપ નહિ કરતાં આહાર લઈ લે (ર) સંલેખના વિધિમાં આહાર ઓછો કરતાં ક્યારેક કોઈ રોગ આવી જાય તો આહાર છોડી ઉપવાસાદિ દ્વારા તેની ચિકિત્સા કરે. બીજો અર્થ સાધનામાં દઢતાનો સૂચક છે. જ્યારે પહેલા અર્થમાં સમાધિ ભાવને સાચવવાનું લક્ષ્ય દેખાય છે.

327

जं किंचुवक्कमं जाणे :- આ વાત પણ સંલેખનામાં સાવધાન રાખવા માટે છે. સંલેખનાના સમયમાં જો આયુના પુદ્ગલો એકાએક ક્ષીણ થઈ રહ્યા છે તેમ જણાય તો વિચક્ષણ સાધકે , તે જ સમયે સંલેખનાના ક્રમને છોડી ભક્તપ્રત્યાખ્યાન આદિ અનશનનો સ્વીકાર કરી લેવો જોઈએ.

गामे वा अदुवा रण्णे :- પૂર્વ ગાથા છ અનુસાર સંથારાનો નિર્ણય કર્યા પછી સાધકે ગામમાં કે

ગામની બહાર થંડિલભૂમિનું પ્રતિલેખન–પ્રમાર્જન કરીને જીવજંતુ રહિત નિરવદ્ય સ્થાનમાં ઘાસનો સંથારો પાથરીને પૂર્વોક્ત વિધિથી અનશનની પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ. ભક્તપ્રત્યાખ્યાનને સ્વીકારી લીધા પછી જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ કે પરીષહ આવે , તેને સમભાવપૂર્વક સહન કરે , ગૃહસ્થાશ્રમની કે સાધુ સમાજની પારિવારિક વ્યક્તિઓ પ્રત્યે મોહવશ બની આર્તધ્યાન ન કરે , પીડા આપનાર કોઈ મનુષ્ય કે જલચર , સ્થળચર , ખેચર , ઉરપરિસર્પ , ભુજપરિસર્પ આદિ પ્રાણીઓથી ગભરાઈને રૌદ્રધ્યાન પણ ન કરે , ડાંસ–મચ્છર આદિ કે સર્પ , વીંછી આદિ કોઈ પ્રાણી શરીર ઉપર આક્રમણ કરી રહ્યા હોય , તો તે સમયે ચલિત ન થાય કે સ્થાન પરિવર્તન ન કરે. અનશન સાધક પોતાના આત્માને આસ્રવોથી, શરીરાદિથી તથા રાગદ્વેષ , કષાયાદિથી સર્વથા ભિન્ન કરે. જીવનના અંત સુધી શુભ અધ્યવસાયોમાં લીન રહે.

पग्गहियतरगं :- આ ભક્ત પ્રત્યાખ્યાન અનશન સાધના સંયમ કરતાં કંઈક વધારે ધૈર્યની સાથે ગ્રહણ કરાય છે. पग्गहियतरगं શબ્દના કારણે આ ગાથાના ઉત્તરાર્ધને ઈંગિનીમરણ સૂચક માનવામાં આવે છે.

ખરેખર બારમી ગાથામાં તે અનશનની શરૂઆતનો પાઠ છે.

ઈંગિતમરણ અનશન સાધના :

अयं से अवरे धम्मे , णायपुत्तेण साहिए । आयवज्जं पडियारं , विजहेज्जा तिहा तिहा ॥ શબ્દાર્થ :– अयं = , से = તે મુનિ , अवरे धम्मे = ભક્ત પ્રત્યાખ્યાનથી ભિન્ન ઈંગિનીમરણરૂપ ધર્મ , णायपुत्तेण = જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે , साहिए = બતાવ્યો છે , आयवज्जं = પોતાના સિવાય બીજાની , पडियारं = સેવાનો , विजहेज्जा = ત્યાગ કરે , तिहा तिहा = ત્રણ કરણ ત્રણ યોગથી.

ભાવાર્થ :– જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે ભક્તપ્રત્યાખ્યાનથી ભિન્ન એવા ઈંગિતમરણ અનશનનો આ બીજો આચારધર્મ બતાવ્યો છે. આ અનશનમાં ભિક્ષુ ઊઠવા , બેસવાદિ ક્રિયાઓમાં પોતાના સિવાય બીજા કોઈની સહાય લેવાનો ત્રણ કરણ , ત્રણ યોગથી અર્થાત્ મન , વચન અને કાયાથી તથા કરવું, કરાવવું–અનુમોદવું , આ સર્વ પ્રકારે ત્યાગ કરે છે.

हरिएसु णिवज्जेज्जा , थंडिलं मुणिआ सए । विउसिज्ज अणाहारो , पुठ्ठो तत्थऽहियासए ॥ 12

13

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

328 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શબ્દાર્થ :– हरिएसु = લીલોતરી ઉપર, णिवज्जेज्जा = સૂવે નહિ પરંતુ,थंडिलं= નિર્જીવ થંડિલ ભૂમિ , मुणिआ = જાણીને , सए = સૂવે , विउसिज्ज = બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારની ઉપાધિઓનો ત્યાગ કરીને , अणाहारो = નિરાહાર રહેતા મુનિ , पुठ्ठो = પરીષહ , ઉપસર્ગ આવવા પર , तत्थ = ત્યાં, अहियासए= તેને સમભાવપૂર્વક સહન કરે.

ભાવાર્થ :– તે મુનિ લીલોતરી ઉપર સૂવે નહિ. લીલોતરી તેમજ જીવજંતુ રહિત સ્થંડિલ ભૂમિને જોઈને ત્યાં સૂવે. તે નિરાહારી ભિક્ષુ બાહ્ય તેમજ આભ્યંતર ઉપધિનો ત્યાગ કરીને ભૂખ , તરસ આદિ પરીષહો તથા ઉપસર્ગોને સહન કરે.

इंदिएहिं गिलायंतो , समियं साहरे मुणी । तहावि से अगरिहे , अचले जे समाहिए ॥ શબ્દાર્થ :– इंदिएहिं = ઈન્દ્રિયોથી , અંગોપાંગથી, गिलायंतो = ગ્લાનિને પ્રાપ્ત થતા,समियं= સમ્યક્ રીતે , યતનાથી,साहरे= સંચારિત કરે , સંકોચે ફેલાવે, मुणी = મુનિ,तहावि= છતાં પણ , તોપણ,अगरिहे = અગર્હિત , પ્રશંસનીય જ છે , નિંદનીય નથી , अचले = ચલિત નથી , નિશ્ચલ છે , जे = જે , समाहिए = સમાધિથી.

ભાવાર્થ :– આહારાદિના પરિત્યાગી મુનિ ઈન્દ્રિયોથી ગ્લાન થાય ત્યારે યતનાથી હાથ , પગાદિ સંકોચે– ફેલાવે. જે સમાધિભાવમાં અચલ છે અર્થાત્ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનમાં મનને જોડેલું રાખે છે, તે પરિમિત ભૂમિમાં શરીરની ચેષ્ટા કરવા છતાં નિંદાને પાત્ર બનતા નથી.

अभिक्कमे पडिक्कमे , संकुचए पसारए । कायसाहारणठ्ठाए , एत्थं वा वि अचेयणं ॥ શબ્દાર્થ :– अभिक्कमे = પોતાની પથારીમાંથી ઉતરીને સામે જઈ શકે છે અને , पडिक्कमे = ત્યાંથી પાછા ફરી શકે છે , संकुचए = પોતાના અંગોને સંકોચી શકે છે , पसारए = ફેલાવી પણ શકે છે, कायसाहारणठ्ठाए = પોતાના શરીરની સુવિધા માટે ઈંગિતપ્રદેશમાં , एत्थं वावि = આ અનશનમાં પણ , તેમાં શક્તિ હોય તો , अचेयणं = અચેતન પદાર્થની જેમ , સ્થિર પણ રહી શકે છે.

ભાવાર્થ :– આ અનશનમાં સ્થિત મુનિ શરીરની સામાન્ય પ્રવૃત્તિ માટે સીમિત ક્ષેત્રમાં ગમનાગમન કરે , હાથ પગાદિને સંકોચે અને ફેલાવે. જો શરીરમાં ક્ષમતા હોય તો આ ઈંગિતમરણ અનશનમાં પણ અચેતનની જેમ નિચેષ્ટ થઈને રહે અર્થાત્ હલન ચલનાદિ કરે નહિ.

परिक्कमे परिकिलंते , अदुवा चिठ्ठे अहायते । ठाणेण परिकिलंते , णिसीएज्जा अंतसो ॥ 14

15

16

329

શબ્દાર્થ :– परिकिलंत = બેઠા– બેઠા કે સૂતા–સૂતા જો સાધુના અંગો અકડાવા લાગે તો , परिक्कमे = ચંક્રમણ કરે , ફરે , चिठ्ठे = સ્થિત રહે , अहायते = પોતાના અંગોને સ્થિર , ठाणेण = ઊભા થવાથી, परिकिलंत = ક્યારેક કષ્ટ થવા લાગે તો , णिसीएज्ज = બેસી જાય , = અને , अंतसो = અંતમાં.

ભાવાર્થ :– આ અનશનમાં રહેલા મુનિ સૂતાં કે બેઠા થાકી જાય તો નિયત પ્રદેશમાં ચાલવા લાગે, ચાલવાથી થાકી જવા પર સીધા ઊભા રહી જાય , જો ઊભા રહેવામાં કષ્ટ થાય તો અંતે બેસી જાય.

आसीणेऽणेलिसं मरणं , इंदियाणि समीरए । कोलावासं समासज्ज , वितहं पाउरेसए ॥ શબ્દાર્થ :– आसीणे = સ્વીકાર કરેલ મુનિ , अणेलिसं = અનન્ય સદશ અર્થાત્ જે મરણને સાધારણ મનુષ્ય અંગીકાર કરી શકે નહિ, मरणं = મરણને, इंदियाणि = ઈન્દ્રિયોને , समीरए= પોતાના વિષયોથી દૂર કરે,कोलावास = ઘુણાદિ જંતુઓવાળી જગ્યા કે પાટાદિ , समासज्ज = મળવા પર તેને છોડીને,वितहं= જીવ રહિત સ્થાન કે પાટનું , पाउरेसए = અન્વેષણ કરે.

ભાવાર્થ :– આ અદ્વિતીય મરણની સાધનામાં લીન મુનિ પોતાની ઈન્દ્રિયોને સમ્યક્રૂપે સંચાલિત કરે.

જો તેને કોઈ સહારાની આવશ્યકતા હોય તો ઘુણાદિ(જીવ)યુક્ત થાંભલો કે પાટિયું હોય તો તેનો સહારો લે નહિ પરંતુ ઘુણાદિથી રહિત , છિદ્રથી રહિત સ્થાન પાટનું અન્વેષણ કરે.

जओ वज्जं समुप्पज्जे , तत्थ अवलंबए । तओ उक्कसे अप्पाणं , सव्वे फासेऽहियासए ॥ શબ્દાર્થ :– जओ = જેનાથી , वज्जं = વજ્રની સમાન ભારે કર્મની , પાપની , समुप्पज्जे = ઉત્પત્તિ થાય છે , तत्थ = તે પાટ આદિનું , अवलंबए = અવલંબન લે નહિ , तओ = તેથી , ત્યાંથી , उक्कसे = દૂર કરી લે , अप्पाणं = પોતાના આત્માને , सव्वे = સર્વ , फासे = જે કષ્ટ થાય તેને , अहियासए = સમભાવપૂર્વક સહન કરે.

ભાવાર્થ :– જેનાથી વજ્ર સમાન કર્મ કે વર્જ્ય પાપ ઉત્પન્ન થાય , એવા ઘુણ , ઊધઈ આદિ જીવયુક્ત હોય તેવી વસ્તુઓનો સહારો લે નહિ. તેનાથી અથવા દુર્ધ્યાન તેમજ દુષ્ટ યોગોથી પોતાના આત્માને બચાવે અને સર્વ દુઃખોને સહન કરે.

વિવેચન :

ઈંગિતમરણ :– ઉપરોક્ત ગાથાઓમાં ઈંગિનીમરણનું નિરૂપણ કર્યું છે , તે સમાધિમરણરૂપ અનશનનો બીજો પ્રકાર છે. ભક્તપ્રત્યાખ્યાન કરતાં આ વિશિષ્ટતર છે. તેની પણ પૂર્વ તૈયારી તથા સંકલ્પ કરવા સુધીની સર્વ વિધિ ભક્તપ્રત્યાખ્યાનની જેમ જ સમજવી જોઈએ. ભક્તપ્રત્યાખ્યાનમાં જે કાળજી , સાવધાની 17

18

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

330 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કહેવામાં આવી છે તે સાવધાની અહીં પણ જાળવવી જરૂરી છે.

ઈંગિનીમરણમાં કેટલીક વિશિષ્ટ વાતોનું કથન શાસ્ત્રકારે કર્યું છે. જેમ કે આ અનશનને સાધુ જ સ્વીકારી શકે છે. શ્રમણોપાસક કે સાધ્વીઓ તેનો સ્વીકાર કરતા નથી. તેમજ આ અનશનમાં બીજા કોઈની સેવા સહયોગ લેવાય નહીં. ઈંગિતમરણમાં સાધક તેના અંગોને હલાવવા , ઊઠવું , બેસવું , પડખા ફેરવવા , વડીનીત , લઘુશંકા આદિ સર્વ શારીરિક કાર્યો પોતે કરે છે પરંતુ બીજા દ્વારા કરવું–કરાવવું , કે

અનુમોદન કરવું મન , વચન , કાયાથી તે સર્વનો તેણે ત્યાગ હોય છે. તે છૂટ રાખેલ મર્યાદિત ભૂમિમાં જ ગમનાગમન આદિ કરે છે. જીવજંતુ રહિત , લીલોતરી વિનાની ભૂમિમાં ઈચ્છાનુસાર બેસે , ઊઠે , સૂવે છે.

શરીરની ચેષ્ટાઓને બની શકે તેટલી ઓછી કરે છે. બની શકે તો તે પાદપોપગમનની જેમ અચેતન થઈ જાય અર્થાત્ આ અનશનમાં પણ સર્વથા નિશ્ચેષ્ટ થઈને રહે. જો બેઠા–બેઠા કે સૂતા–સૂતા થાકી જાય તો જીવજંતુ રહિત લાકડાના પાટિયાદિ કોઈ પણ વસ્તુનો આધાર લઈ શકે છે પરંતુ સચિત કે જીવયુક્ત કાષ્ટનો સહારો લે નહીં અને કોઈ પણ પરિસ્થિતિમાં આર્તધ્યાન કે રાગદ્વેષાદિનો વિકલ્પ જરા પણ મનમાં થવા દે નહિં. તે સાધક અત્યંત અપ્રમત્ત ભાવે , સાવધાનીપૂર્વક આત્મભાવમાં સ્થિર થવાનું જ એક માત્ર લક્ષ રાખે.

अदुवा चिठ्ठे अहायते :- સોળમી ગાથાના આ ચરણની ટીકા આ પ્રકારે છે– तेनापि श्रांतःसन् अथवोपविष्टः तिष्ठेत्, 'यथायतो ' यथाप्रणिहितशास्त्रः इति । આ ટીકાના આધારથી વિભિન્ન અર્થ થાય છે. (1) ગમનાગમનથી થાકી જાય તો બેસી જાય અને બેસવાથી થાકી જાય તો સૂઈ જાય. તેમજ પર્યંકાસાન , અર્ધ પર્યંકાસન કરે અને તેમાં પણ કષ્ટ થવા લાગે તો બેસી જાય. જે રીતે તેને સમાધિ રહે તેમ કરે (ર) ચંક્રમણથી થાકી જાય તો સીધા ઊભા રહે અને ઊભા રહેવાથી થાકી જાય તો અંતે બેસી જાય (3) સીધા થઈને સૂઈ જાય (4) બેસવા સૂવાના વિવિધ આસન કરે.

वज्जं :- ટીકામાં આ શબ્દના બે રૂપ સ્વીકારીને બે અર્થ કર્યા છે– (1) વજ્રની સમાન ભારે એવું મોહકર્મ (ર) अवद्य = પાપ ( 3) वर्ज्य = છોડવા યોગ્ય પાપ.

परिकम्मे परिकिलंते :- આ સોળમી ગાથાનો સાર એ છે કે ઈંગિનીમરણ અનશનના આરાધક પોતાની ચિત્તસમાધિ કે શરીર સમાધિ માટે મર્યાદિત ક્ષેત્રમાં ચંક્રમણ–ગમનાગમન , ઊભા રહેવું અને કોઈ આસને બેસવું , સૂવું આદિ ક્રિયા કરે પરંતુ પોતાની સમાધિ ટકી રહે તેમ કરે. આ અનશન આરાધક વિશેષતઃ સૂતા કે બેઠા આત્મભાવમાં લીન રહે છે. જ્યારે સૂતા કે બેસતા થાકી જાય ત્યારે થોડીકવાર ચંક્રમણ કરે , ફરે. તેનાથી થાકી જાય તો ઊભા રહે. ઊભા રહેવાથી થાકી જાય તો વિવિધ આસને બેસે કે

સૂવે અર્થાત્ તેને બેસવા , સૂવા કે ચંક્રમણ કરવા કે કોઈ પણ આસને રહેવા ન રહેવાનો પ્રતિબંધ હોતો નથી.

જો ક્ષમતા હોય તો તે પાદપોપગમન અનશનની જેમ નિશ્ચેષ્ટ રહીને પણ સમય પસાર કરે.

પાદપોપગમન અનશન સાધના :

अयं चायततरे सिया , जे एवं अणुपालए । सव्वगायणिरोहे वि , ठाणाओ वि उब्भमे ॥ 19

331

શબ્દાર્થ :– अयं = આ હવે આગળ કહેવામાં આવતા પાદપોપગમનરૂપ મરણ , आयततरे = ઈંગિતમરણથી પણ વધુ શ્રેષ્ઠ , सिया = છે , जे = જો , एवं = આ રીતે , अणुपालए = તેનું પાલન કરે છે, सव्वगायणिरोहे वि= શરીરના સર્વ અંગોનો નિરોધ થતાં, ठाणाओ = તે સ્થાનથી, वि उब्भम = જરા માત્ર પણ દૂર થાય નહિ.

ભાવાર્થ :– આ પાદપોપગમન અનશન ભક્તપ્રત્યાખ્યાન અને ઈંગિતમરણથી પણ વિશિષ્ટતર છે અને વિશિષ્ટ યતનાથી પાર કરવા યોગ્ય છે. જે સાધુ આ વિધિથી તેનું પાલન કરે છે , તે શરીરના સર્વ અંગ–ભંગ થઈ જવા છતાં પોતાના સ્થાનથી ચલિત થતા નથી.

अयं से उत्तमे धम्मे , पुव्वठ्ठाणस्स पग्गहे । अचिरं पडिलेहित्ता , विहरे चिठ्ठ माहणे ॥ શબ્દાર્થ :– अयं = , से = તે પાદપોપગમન મરણરૂપ ધર્મ , उत्तमे = સર્વથી ઉત્તમ , धम्मे = ધર્મ છે કારણ કે , पुव्वठ्ठाणस्स = પૂર્વ સ્થાનોથી અર્થાત્ ભકતપરિજ્ઞા અને ઈંગિતમરણથી , पग्गहे = અધિક કષ્ટસાધ્ય છે. પાદપોપગમન મરણાર્થી , अचिरं = જીવ રહિત સ્થંડિલભૂમિને , पडिलेहित्ता = પ્રતિલેખન કરીને તેના ઉપર , विहरे = વિચરે એટલે કે આ મરણની વિધિનું પાલન કરે અને , चिठ्ठ = સ્થિર રહે, माहणे = સાધુ.

ભાવાર્થ :– આ પાદપોપગમન અનશન ઉત્તમ ધર્મ છે. તે પૂર્વના બે સંથારા ભક્તપ્રત્યાખ્યાન અને ઈંગિતમરણ કરતા પ્રકૃષ્ટતર છે. પાદપોપગમન અનશન આરાધક માહણ–ભિક્ષુ જીવજંતુ રહિત સ્થાનનું સમ્યક્ નિરીક્ષણ કરીને ત્યાં અચેતનની જેમ સ્થિર થઈને રહે.

अचित्तं तु समासज्ज , ठावए तत्थ अप्पगं । वोसिरे सव्वसो कायं , मे देहे परीसहा ॥ શબ્દાર્થ :– अचित्तं = જીવ રહિત સ્થાનને , तु = નિશ્ચયથી , समासज्ज = પ્રાપ્ત કરીને , ठावए = સ્થિત કરે , तत्थ = ત્યાં , अप्पगं = પોતે પોતાને , वोसिर = ત્યાગી દે અને , सव्वसो = સર્વપ્રકારથી, कायं = શરીરને , मे परीसहा = પરીષહ મને નથી , देहे = મારા શરીરમાં છે.

ભાવાર્થ :– અચિત્ત સ્થાન પાટાદિ પ્રાપ્ત કરી ત્યાં પોતાને સ્થિર કરે. શરીરનો સર્વ પ્રકારથી ત્યાગ કરે.

પરીષહ આવે ત્યારે એવી ભાવના કરે– ''આ શરીર જ મારું નથી , તો પછી પરીષહ જનિત દુઃખ મને કેમ થાય ?

जावज्जीवं परीसहा , उवसग्गा इति संखाय । संवुडे देहभेयाए , इति पण्णेऽहियासए ॥ શબ્દાર્થ :– जावज्जीवं = જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી , परीसहा = પરીષહ , उवसग्गा = 20

21

22

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

332 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ઉપસર્ગ , इति = આ પ્રમાણે , संखाय = જાણીને , संवुडे = સંયમી , देहभेयाए = શરીરનો ભેદ થાય ત્યાં સુધી , इति = આ પ્રમાણે , पण्णे = બુદ્ધિમાન , अहियासए = સમભાવપૂર્વક સહન કરે.

ભાવાર્થ :– જ્યાં સુધી જીવન છે , ત્યાં સુધી જ આ પરીષહ અને ઉપસર્ગ છે , એમ જાણીને સંવૃત પ્રજ્ઞાવાન ભિક્ષુ શરીરના ભેદપર્યંત–જીવનના છેલ્લા શ્વાસ સુધી પરીષહાદિને સમભાવથી સહન કરે.

भेउरेसु रज्जेज्जा , कामेसु बहुयरेसु वि । इच्छालोभं सेवेज्जा , धुववण्णं सपेहिया ॥ શબ્દાર્થ :– भेउरेसु = વિનાશી , रज्जेज्जा = તેમાં અનુુરક્ત ન થાય , कामेसु = કામભોગ, बहुयरेसु वि = વધારે પ્રમાણમાં ભલે પ્રાપ્ત થઈ રહ્યા હોય , इच्छालोभ = કામની ઈચ્છા અને લોભ ને , ण सेवेज्जा= સેવન કરે નહિ, धुववण्णं = ધ્રુવવર્ણ , મોક્ષ અને સંયમની તરફ, सपेहिया = દષ્ટિ , લક્ષ્ય રાખતા.

ભાવાર્થ :– શબ્દ આદિ સર્વ કામભોગો નાશવંત છે , તે ઘણા પ્રમાણમાં પ્રાપ્ત હોય તો પણ ભિક્ષુ તેમાં અનુરક્ત થાય નહિ. શાશ્વત મોક્ષ કે નિશ્ચલ સંયમના સ્વરૂપનો સમ્યક્ વિચાર કરીને ભિક્ષુ ઈચ્છા રૂપ લોભનું સેવન કરે નહિ.

सासएहिं णिमंतेज्जा , दिव्वमायं सद्दहे । तं पडिबुज्झ माहणे , सव्वं णूमं विहुणिया ॥ શબ્દાર્થ :– सासएहिं = શાશ્વત એટલે કે જીવન પર્યંત નાશ નહિ થનારી સંપત્તિ આપવા માટે, णिमंतेज्जा = નિમંત્રણ કરે તો , दिव्वमाय = દેવ સંબંધી માયા , ૠદ્ધિમાં , सद्दहे = તેમાં શ્રદ્ધા ન કરે, તેનાથી આકર્ષિત ન થાય , तं = તેને , पडिबुज्झ = કર્મબંધનું કારણ સમજીને , माहणे = સાધુ , सव्वं = સમસ્ત , णूमं = માયાને , કષાય ને , विहुणिया = દૂર કરી સમાધિ ભાવમાં સ્થિર રહે.

ભાવાર્થ :– જીવનપર્યંત ટકી રહે તેવા દૈવી વૈભવ કે કામભોગો માટે કોઈ દેવ ભિક્ષુને નિમંત્રણ કરે , તો તે તેને માયાજાળ સમજે , તે દૈવી માયા પર શ્રદ્ધા કરે નહિ. હે શિષ્ય ! તે માયાને કર્મબંધનું કારણ જાણીને તેનાથી દૂર રહી સમાધિ ભાવમાં સ્થિર રહે. માહણ–સાધુ તે સમસ્ત માયાને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરે.

सव्वठ्ठेहिं अमुच्छिए , आउकालस्स पारए । तितिक्खं परमं णच्चा , विमोहण्णयरं हियं ॥ त्ति बेमि । ॥ अठ्ठमो उद्देसो समत्तो ॥ अठ्ठमं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ :– सव्वठ्ठेहिं = સર્વ અર્થોમાં , પાંચ પ્રકારના વિષયના સાધનભૂત દ્રવ્યોમાં , अमुच्छिए = મૂર્ચ્છિત નહિ થતા સાધુ , आउकालस्स = જીવનપર્યંત , મૃત્યુ પર્યંત , पारए = પાર કરે , तितिक्ख = 23

24

25

333

તિતિક્ષા અર્થાત્ પરીષહો , ઉપસર્ગોને સહન કરવા , परमं = પરમ–પ્રધાન ધર્મ છે , णच्चा = એવું જાણીને સાધુ યથાશક્તિ , विमोहण्णयरं = ત્રણેમાંથી કોઈ એક પંડિતમરણનો સ્વીકાર કરે , हियं = હિતકારી.

ભાવાર્થ :– મુનિ શબ્દાદિ સર્વ પ્રકારના વિષયોમાં અનાસક્ત રહે અને જીવનપર્યંત તેનાથી નિવૃત્ત રહે , તિતિક્ષાને સર્વશ્રેષ્ઠ જાણીને તથા હિતકર સમજીને , ભક્ત પ્રત્યાખ્યાન , ઈંગિનીમરણ , પાદપોપગમન રૂપ ત્રિવિધ વિમોક્ષમાંથી કોઈ એક વિમોક્ષનો આશ્રય લે , અવશ્ય સ્વીકાર કરે. – એમ ભગવાને કહ્યું છે.

।। આઠમો ઉદ્દેશક સમાપ્ત ।। આઠમું અધ્યયન સમાપ્ત ।। વિવેચન :

ઉપરોક્ત ગાથાઓમાં પાદપોપગમન અનશનનું નિરૂપણ કરેલ છે. પાદપોપગમન અનશનમાં સાધક પાદપ–વૃક્ષની જેમ નિશ્ચલ–નિષ્પંદ રહે છે. તે જે સ્થાનમાં બેસે છે , સૂવે છે , તે સ્થાનમાં જ જીવન પર્યંત સ્થિર રહે છે , બીજા સ્થાનમાં જતા નથી.

આ ગાથાઓમાં પાદપોપગમન અનશનના સાત વિશિષ્ટ આચારનું કથન છે– (1) નિશ્ચેષ્ટ શરીરને જોઈ આ વ્યક્તિ મૃત્યુ પામી છે તેમ જાણી કોઈ જનાવર તેના સર્વ ગાત્રનો ભંગ કરી નાંખે અર્થાત્ ખાઈ જાય તોપણ નિર્ધારિત જગ્યાએથી ચલાયમાન થાય નહિ (ર) શરીરનો સર્વથા ત્યાગ (3) પરીષહો અને ઉપસર્ગોથી જરા પણ વિચલિત થવું નહિ , અનુકૂળ–પ્રતિકૂળને સમભાવથી સહેવા (4) આલોક–

પરલોક સંબંધી કામભોગોમાં જરા પણ આસક્તિ રાખવી નહિ (પ) સાંસારિક વાસનાઓ અને લોલુપતાઓ રાખવી નહિ (6) દેવો દ્વારા ભોગો માટે આમંત્રણ કરવામાં આવે તો પણ લલચાવું નહિ (7) સર્વ પદાર્થો પ્ર્રત્યે જીવનપર્યંત અનાસક્ત થઈને રહેવુ.

ભગવતીસૂત્રમાં પાદપોપગમના બે પ્રકાર કહ્યા છે– નિર્હારિમ અને અનિર્હારિમ. (1) આ અનશન જો ગામ આદિ (વસ્તી)માં કરવામાં આવે તો તે નિર્હારિમ હોય છે કારણ કે તેમાં પ્રાણ ત્યાગ પછી શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે (ર) જો અનશન વસ્તીથી બહાર જંગલમાં કરવામાં આવે અને તેમાં અગ્નિસંસ્કાર કરવામાં આવતો ન હોય , તો તે અનિર્હારિમ કહેવાય છે.

अयं चाययतरे :- આ પંડિતમરણ સર્વથી કઠિન છે , વિશાળ છે , મહાન છે , સર્વોત્કૃષ્ટ છે અર્થાત્ સર્વ પંડિતમરણમાં આ પ્રધાન–વિશેષ છે.

अचिरं पडिलेहित्ता :- અહીં 'અચિરં ' શબ્દના વિવિધ અર્થ થાય છે. ટીકાકારે અચિર શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– अचिरं स्थानं , तच्च स्थंडिलं तत्पूर्वविधिना प्रत्युप्रेक्ष्य तस्मिन् प्रत्युप्रेक्षिते स्थंडिले विहरेत् , अत्रपादपोपगमन अधिकारात् विहरणं तद्विधि पालनमुक्तम् । આ વ્યાખ્યામાં ટીકાકારે 'અચિર સ્થાન ' કહીને તેને જ સ્થંડિલ ભૂમિ કહેતાં તેની પ્રતિલેખના કરી ત્યાં પાદપોપગમન અનશન ધારણ કરી તેમાં વિચરણ કરવાનું કથન કર્યું છે. હિંદી ભાષાંતર કર્તાએ સ્થંડિલ શબ્દથી ઉચ્ચાર પ્રસ્રવણ પરિષ્ઠાપન ભૂમિની પ્રતિલેખના કરવાનું કથન કર્યું છે. સંથારો ગ્રહણ કર્યા વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

334 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પહેલાં પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું પણ અત્યાવશ્યક આચાર છે. અહીં 'અચિર ' શબ્દથી 'સ્થંડિલ' ભૂમિ અર્થ કેમ થયો તે વિષયમાં વ્યાખ્યાકારે કોઈ સ્પષ્ટીકરણ કર્યું નથી પરંતુ ઉત્તરા.અ.24 ગા.10 માં अचिर काल कयम्मि શબ્દ પરઠવાની સ્થંડિલ ભૂમિના ગુણો માટે આવ્યો છે. ત્યાં તેનો અર્થ છે કે જે ભૂમિને અચેત્ત થયાને વધારે કાલ થયો ન હોય અર્થાત્ અલ્પકાલીન અચિત્ત ભૂમિ પરઠવાને યોગ્ય હોય છે. અથવા જ્યાં તાપ વગેરેથી થોડા સમયમાં જ પરઠેલા પદાર્થ સૂકાઈ જાય એવી ભૂમિ , આ પ્રમાણે અર્થ પણ કરી શકાય છે. સાર એ છે કે અચિર શબ્દ સ્થંડિલ ભૂમિ માટે છે અને તેનાથી પરઠવા યોગ્ય ભૂમિ અને સંથારો કરવા યોગ્ય ભૂમિ એમ બંને અર્થ સમજી શકાય છે.

मे देहे परीसहा :- આ વાક્યથી શાસ્ત્રકારે આત્મા અને શરીરની ભિન્નતાનો બોધ આપ્યો છે કે

આ સમસ્ત પરીષહો શરીર પર આવે છે. મારો આત્મા શરીરથી ભિન્ન છે માટે પરીષહોથી મારે દુઃખી થવાનું નથી. સાથે એ પણ કહ્યું છે કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી જ પરીષહ અને ઉપસર્ગ છે. અનશન સાધક સ્વયં જ શરીરના ભેદ માટે ઉદ્યમવંત થયા છે તો પછી આ પરીષહ , ઉપસર્ગથી શા માટે ગભરાય ? તે તો પરીષહાદિને શરીરના ભેદમાં સહાયક કે મિત્ર માને.

धुववण्णं सपेहिया :- આ સૂત્ર દ્વારા એ ભાવ પ્રગટ થાય છે કે પાદપોપગમન અનશનના સાધકની દષ્ટિ એક માત્ર મોક્ષ કે શુદ્ધ સંયમ તરફ જ રહે , મોક્ષમાં બાધક કે સંયમને દૂષિત બનાવનાર તત્ત્વોમાં અર્થાત્ વિનશ્વર કામભોગોમાં કે ચક્રવર્તી–ઈન્દ્ર આદિના દિવ્ય સુખોમાં ખેંચાય નહીં. તે આ સર્વ સાંસારિક સજીવ , નિર્જીવ પદાર્થો પ્રત્યે અનાસક્ત તેમજ સર્વથા મોહ મુક્ત રહે. આમાં જ તેના પાદપોપગમન અનશનની વિશેષતા છે.

दिव्वमायं सद्दहे :- સાધક દિવ્ય માયામાં વિશ્વાસ કરે નહિ. ફક્ત મોક્ષમાં જ તેનો વિશ્વાસ હોવો જોઈએ. સાધકની દષ્ટિ માત્ર મોક્ષની જ હોય છે તેથી તેના વિરોધી સંસાર પ્રત્યેની દષ્ટિ કે લક્ષ્ય ન જ હોવા જોઈએ. તેમાં જ તેની સાધનાની સફળતા છે.

पग्गहियतरगं , आययतरं :- ગાથા 11 માં ભક્ત પ્રત્યાખ્યાન અનશનથી ઈંગિનીમરણ અનશનને વિશિષ્ટતર બતાવવામાં આવ્યું છે અને आययतरं શબ્દ દ્વારા ગાથા 19 માં ઈંગિનીમરણ અનશનથી પાદપોપગમન અનશનને વિશિષ્ટતર તપ કહ્યું છે. તાત્પર્ય એ છે કે ભક્તપ્રત્યાખ્યાન અનશનથી ઈંગિનીમરણ અનશન વિશિષ્ટતર છે અને તેથી પાદપોપગમન અનશન વિશિષ્ટતર છે. આ બંને શબ્દો પરથી એમ પણ સમજી શકાય છે કે– ભક્તપ્રત્યાખ્યાન અનશન વિશિષ્ટ સાધના છે , ઈંગિનીમરણ અનશન વિશિષ્ટતર સાધના છે અને પાદપોપગમન વિશિષ્ટતમ સાધના છે.

આઠમો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :– વસ્તુ સ્વરૂપનું દર્શન અનેકાંત દષ્ટિથી થઈ શકે છે. જ્યાં એકાંત છે ત્યાં આગ્રહ છે. આગ્રહ વ્યક્તિને દુર્ગતિમાં ખેંચી જાય છે. આગ્રહના અભિનિવેશમાં આવી ન જવાય માટે યોગ્ય સંગની જરૂર છે.

સત્સંગ જીવનને નંદનવન બનાવી સુખદ અનુભૂતિ કરાવે છે. કુસંગતિ એ દુરાગ્રહ–કદાગ્રહના કારણે 335

અનેક ક્લેશો , ઝંઝટોને ઊભી કરે છે. તેથી સાધક કુસંગનો ત્યાગ કરી , પ્રલોભનોથી પરોક્ષ બની સત્યની સાધના સ્વયં કરે અને અન્યને સાધનામાં ત્રિયોગથી પ્રેરક બને.

જગતમાં અનેક પ્રકારના વાદો , દર્શનો , માર્ગો છે. તેની સામે ત્રિકાલાબાધિત , વીતરાગી , જ્ઞાની આપ્તજનનું સત્યદર્શન અકાટ્ય છે. તેના દ્વારા સમાધાન મેળવી કઠિનાઈઓથી પર બની જવાય છે. તેવા સમતાયોગી સાધક દેહની મમતા છોડી વૃત્તિને સંયમિત કરે છે. વસ્ત્ર , પાત્રાદિની મર્યાદા કરી દઢ સંકલ્પી બને છે. સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રતિજ્ઞા એ સાધકનું જીવન વ્રત છે. દિન પ્રતિદિન તે બાહ્ય સાધનોને ઘટાડતા આભ્યંતર ઉપાધિથી પણ હળવો બને છે કારણ કે જેટલી ઉપધિ ઓછી તેટલી ઉપાધિ ઓછી.

ખાવામાં , પીવામાં કે બીજાની સેવા લેવાની પણ જીવનમાં મર્યાદા કરે છે. લઘુભાવને પ્રાપ્ત કરી , રસેન્દ્રિય ઉપર સંયમ કેળવી , શરીર ક્ષીણ થવા પર આયુના અણુબંધો જેટલા છે તેને પૂરા કરવા સતત સાવધાની પૂર્વક મર્યાદિત ક્ષેત્રમાં રહી ત્રણ પ્રકારના સંથારામાંથી કોઈ એક સંથારાને ગ્રહણ કરે. હર્ષ કે વિષાદ વિના સ્વેચ્છાએ શરીર સાધનનો ત્યાગ કરી આત્મભાવમાં લીન રહે. આ પ્રકારે સાધક સંયમ ગ્રહણથી સમાધિ મરણ સુધીની સર્વ અવસ્થાઓમાં ક્રમથી ધૈર્યતા પૂર્વક પાર પામે છે.

જગતના સર્વ જીવોને આત્મસમ જાણી તેના પરિભ્રમણના સ્થાન પર વિજય મેળવવા સર્વ કષ્ટોને સહી , જ્ઞાનદષ્ટિ પૂર્વક નિરંજન , નિરાકાર આત્મ તત્ત્વને પ્રાપ્ત કરવા કર્મને ખંખેરી અનાદિના સંબંધે સંબંધિત એવા જીવ અને કર્મને સમાધિભાવ પૂર્વક વિયુક્ત કરી આત્માની શુદ્ધ દશા અર્થાત્ વિમોક્ષ ભાવને પ્રાપ્ત કરે છે.

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

ા અધ્યયન–8/8 સંપૂર્ણા 336 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પરિચય નવમું અધ્યયન આ અધ્યયનનું નામ 'ઉપધાનશ્રુત ' છે.

ઉપધાનનો સામાન્ય અર્થ થાય છે–શય્યા આદિ પર સુખે સૂવા માટે મસ્તક નીચે કે બાજુમાં આધાર માટે રખાતો તકિયો , પરંતુ આ દ્રવ્ય ઉપધાન છે.

ભાવ–ઉપધાન જ્ઞાન , દર્શન , ચારિત્ર અને તપ છે. ચારિત્ર પરિણત ભાવને સુરક્ષિત રાખવા માટે જે આધારભૂત છે અને તેનાથી સાધકને અત્યંત સુખ–શાંતિ તેમજ આનંદની અનુભૂતિ થાય છે. તેથી રત્નત્રય એ જ સાધકના શાશ્વત સુખદાયક ઉપધાન છે.

ઉપધાનનો અર્થ ઉપધૂનન પણ કરાય છે. જેમ મેલા વસ્ત્રો પાણી આદિ દ્રવ્યોથી ધોઈને શુદ્ધ કરાય છે , ત્યાં પાણી આદિ દ્રવ્ય ઉપધાન છે , તેમ આત્મા પર લાગેલો કર્મ મેલ બાહ્ય અને આભ્યંતર તપથી દૂર થઈ જાય છે , નાશ પામે છે , આત્મા શુદ્ધ બની જાય છે. તેથી કર્મમલિનતાને દૂર કરવા માટે અહીં ઉપધાનનો અર્થ 'તપ ' છે.

ઉપધાનની સાથે શ્રુત શબ્દ જોડાયેલો છે , તેનો અર્થ છે– સાંભળેલું. તેથી 'ઉપધાન શ્રુત ' એટલે દીર્ધ તપસ્વી ભગવાન મહાવીરના તપોનિષ્ઠ જ્ઞાન , દર્શન , ચારિત્ર સાધના રૂપ જીવનનું તેઓના શ્રીમુખેથી સાંભળેલું વર્ણન.

આ અધ્યયનમાં ભગવાન મહાવીરની દીક્ષાથી લઈને કેવળજ્ઞાન પ્રાપ્તિ પહેલાના જીવનની મુખ્ય ઘટનાઓનો ઉલ્લેખ છે.

આ અધ્યયનના ચારે ય ઉદ્દેશકોમાં પ્રભુ મહાવીરના તપોનિષ્ઠ જીવનની સુંદર ઝલક છે. તે આ પ્રમાણે છે–

પ્રથમ ઉદ્દેશકમાં સંયમ ગ્રહણ પૂર્વેનું આચરણ , સંયમ ગ્રહણ કર્યા પછીની સાધના અને ધર્મ સંબંધી સિદ્ધાંત , સમિતિ–ગુપ્તિના પાલનની વિધિ અને દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ અને તેનું વ્યુત્સર્જન અર્થાત્ છોડવાનું વર્ણન છે.

બીજા ઉદ્દેશકમાં સંયમના વિચરણ કાળમાં નિવાસ કરવાના મકાનો , શય્યાઓનું તથા તેમાં થનારા કષ્ટો અને ઉપસર્ગોનું તેમજ ભગવાનની સહનશીલતાનું વર્ણન છે.

ત્રીજા ઉદ્દેશકમાં ભગવાનના અનાર્યક્ષેત્રમાં વિચરણનું , અનાર્ય લોકો દ્વારા અપાયેલા ઘોર, ઉપધાનશ્રુત 337

હૃદયદ્રાવક ઉપસર્ગોનું અને ભગવાનની શૂરવીરતાનું વર્ણન છે.

ચોથા ઉદ્દેશકમાં ભગવાનની અનશન , ઊણોદરી , રસ પરિત્યાગ આદિ તપસ્યાઓ , ગોચરીની ગવેષણા વિધિ , ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત્ત અવસ્થાઓનું નિરૂપણ છે.

પૂર્વના આઠ અધ્યયનમાં કહેલ સાધ્વાચાર વિષયક સાધના કેવળ કલ્પના માત્ર નથી પરંતુ ભગવાન મહાવીરે આ સાધના પોતાના જીવનમાં આચરી હતી , એવો દઢ વિશ્વાસ પ્રત્યેક સાધકના હૃદયમાં જાગૃત થાય અને તે પોતાની સાધનાને શંકા રહિત નિશ્ચલભાવ સાથે પૂર્ણ કરી શકે , તે આ અધ્યયનનો ઉદ્દેશ છે.

338 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ

      

      નવમું અધ્યયન–ઉપધાનશ્રુત પહેલો ઉદ્દેશક

ભગવાન મહાવીરની દીક્ષા :

अहासुयं वइस्सामि , जहा से समणे भगवं उठ्ठाय । संखाए तंसि हेमंते , अहुणा पव्वइए रीइत्था ॥ શબ્દાર્થ :– अहासुयं = તેનું વર્ણન જેવું મેં સાંભળ્યું છે તેવું જ,वइस्सामि= હું કહીશ, जहा = જે રીતે, उठ्ठाय= ઊઠીને , તત્પર થઈને, संखाए = સમજીને, तंसि = તે, हेमंते = હેમન્ત ૠતુમાં,अहुणा= તરત જ, पव्वइए = દીક્ષા ગ્રહણ કર્યા પછી,रीइत्था= વિહાર કર્યો હતો.

ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીરે દીક્ષા લઈને વિહારચર્યા શરૂ કરી , તે વિષયમાં જેમ મેં સાંભળ્યું છે , તેમ તમોને કહીશ. દીક્ષાનો અવસર જાણીને ભગવાન હેમંત ૠતુમાં માગસર વદ 10 ના(ગુજરાતી તિથિ અનુસાર કારતક વદ 10 ના) પ્રવ્રજિત થયા અને તરત જ ત્યાંથી ક્ષત્રિયકુંડ નગરથી વિહાર કરી ગયા.

णो चेविमेण वत्थेण , पिहिस्सामि तंसि हेमंते । से पारए आवकहाए , एयं खु अणुधम्मियं तस्स ॥ શબ્દાર્થ :–इमेण= આ, वत्थेण = વસ્ત્રથી, णो चेव पिहिस्सामि = મારા શરીરને ઢાંકીશ નહીં. तंसि हेमंते = તે હેમંતૠતુમાં , पारए = પ્રતિજ્ઞાનું પાલન કર્યું , आवकहाए = જીવનભરના માટે , एयं = આ દેવદૂષ્ય વસ્ત્રને ધારણ કરવું, अणुधम्मियं = પરંપરાનુગત ધર્મ , પૂર્વના તીર્થંકરો દ્વારા આચરણ કરેલ કાર્ય, तस्स = ભગવાન માટે.

ભાવાર્થ :– દીક્ષા સમયે ખભા પર નાખેલા દેવદૂષ્ય વસ્ત્ર માટે તેઓએ સંકલ્પ કર્યો કે ''હું આ હેમંત ૠતુમાં આ વસ્ત્રથી શરીરને ઢાંકીશ નહિ. '' તેઓએ આ પ્રતિજ્ઞાનું જીવનપર્યંત પાલન કર્યું. આ દેવદૂષ્ય વસ્ત્ર ધારણ તેઓની અનુધર્મિતા–આનુગામિક્તા પ્રણાલિકા હતી.

चत्तारि साहिए मासे , बहवे पाणजाइया आगम्म । अभिरुज्झ कायं विहरिंसु , आरुसियाणं तत्थ हिंसिंसु ॥ 1

2

3

339

શબ્દાર્થ :– चत्तारि साहिए मासे = કંઈક અધિક ચાર માસ સુધી , बहवे = ઘણાં , पाणजाइया = પ્રાણી , ભ્રમર વગેરે , आगम्म = આવીને , अभिरुज्झ = ચઢીને , कायं = શરીર પર , विहरिंसુ = ફરતા હતા તથા , आरुसियाणं = રુષ્ટ થઈને , तत्थ = તેમના શરીરને , हिंसिंसु = ડંસતા હતા.

ભાવાર્થ :– અભિનિષ્ક્રમણના સમયે ભગવાનના શરીર અને વસ્ત્ર ઉપર લાગેલા દિવ્ય સુગંધિત દ્રવ્યથી ખેંચાઈ ભમરાદિ ઘણા પ્રાણીઓ આવી તેના શરીર પર ચઢીને ફરતા હતા. કોઈ કોઈ ક્રોધિત થઈ ડંખ મારતા હતા અને કરડતા હતા. આ ક્રમ સાધિક ચાર માસ પર્યંત ચાલ્યો.

संवच्छरं साहियं मासं , जं रिक्कासि वत्थगं भगवं । अचेलए तओ चाइ , तं वोसज्ज वत्थमणगारे ॥ શબ્દાર્થ :– संवच्छरं साहियं मासं = એક માસ અધિક એક વર્ષ સુધી , जं = જેને , रिक्कासि = ત્યાગ કર્યો ન હતો , चाई = છકાયના રક્ષક , अणगारे = અણગાર ભગવાન મહાવીર સ્વામી , वोसज्ज = ત્યાગ કરીને.

ભાવાર્થ :– ભગવાને તેર મહિના સુધી તે વસ્ત્રનો ત્યાગ કર્યો નહિ ત્યાર પછી તે વસ્ત્રનો ત્યાગ કરીને છકાયના રક્ષક અણગાર ભગવાન મહાવીર સ્વામી અચેલક બની ગયા.

વિવેચન :

આ ચાર ગાથાઓમાં ભગવાન મહાવીરની દીક્ષા ક્યારે , કેવી રીતે થઈ ? વસ્ત્ર વિષયક શું પ્રતિજ્ઞા લીધી ? શા માટે અને ક્યાં સુધી તેને ધારણ કર્યું , ક્યારે છોડ્યું ? તેમના સુંગંધિત શરીર પર સુગંધના લોલુપી જીવો તેમને કેવી રીતે હેરાન કરતા હતા ? વગેરે વર્ણન છે.

उठ्ठाए :- મુનિદીક્ષા માટે ઉદ્યત થવું. વૃત્તિકાર તેની વ્યાખ્યા કરે છે– સર્વ આભૂષણોને છોડી , પંચમુષ્ટિ લોચ કરી , ઈન્દ્ર દ્વારા ખભા ઉપર નાખેલા એક દેવદૂષ્ય વસ્ત્રથી યુક્ત , દીક્ષા માટે ઉદ્યત થઈ સામાયિકની પ્રતિજ્ઞા લેતા જ મનઃપર્યાયજ્ઞાનને પામેલા ભગવાન આઠ કર્મોનો ક્ષય કરવા માટે તથા તીર્થ પ્રવર્તાવવા ઉદ્યત થયા.

अहुणा पव्वइए रीइत्था :- ભગવાન દીક્ષા લઈ કુંડગ્રામથી વિહાર કરી , એક મુહૂર્ત જેટલો સમય શેષ રહેતાં કુમારગ્રામ પહોંચ્યા. દીક્ષા લીધા પછી તરત જ કુંડગ્રામ છોડવાની પાછળ રહસ્ય એ હતું કે

પોતાના પૂર્વ પરિચિત સગા–સંબંધીઓની સાથે સાધકે વધારે રહેવાથી અનુરાગ તેમજ મોહ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. મોહ , સાધકને પતનના માર્ગે ખેંચી જાય છે તથા તેથી ભવિષ્યમાં થનારા સાધકોના અનુસરણ માટે પોતે સ્વયં આચરણ કરીને સમજાવ્યું કે પૂર્વપરિચિત સ્થાનમાંથી તરતજ નીકળી જવું , તે જ સાધકોને માટે હિતાવહ છે.

एयं खु अणुधम्मियंतस्स :- ભગવાનનું આ અનુધાર્મિક આચરણ હતું. સામાયિક ચારિત્રના 4

ઉપધાનશ્રુત અધ્ય–9 , ઉ : 1

340 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સ્વીકાર સાથે જ ઈન્દ્રે તેમના ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર રાખ્યું. ભગવાને પણ નિઃસંગતા સાથે તથા બીજા મુમુક્ષુઓ ધર્મોપકરણ વિના સંયમનું પાલન ન કરી શકે તેવી ભાવીની અપેક્ષાએ મધ્યસ્થવૃત્તિથી તે વસ્ત્રને ધારણ કરી લીધું , તેઓના મનમાં વસ્ત્રના ઉપભોગની કોઈ ઈચ્છા ન હતી તેથી તેઓએ પ્રતિજ્ઞા કરી કે ''હું લજ્જા નિવારવા માટે કે શરીરના રક્ષણ માટે વસ્ત્રથી મારા શરીરને ઢાંકીશ નહિ''.

પ્રશ્ન થાય કે જો તેઓને વસ્ત્રનો ઉપયોગ કરવો ન હતો તો પછી વસ્ત્રને શા માટે ધારણ કર્યું ? તેનું સમાધાન ગાથામાં કરેલ છે કે– ' एयं खु अणुधम्मियं तस्स ' તેઓનું આ આચરણ અનુધાર્મિક હતું.

વૃત્તિકારે તેનો અર્થ આ પ્રમાણે કર્યો છે– આ વસ્ત્ર ધારણ , પૂર્વ તીર્થંકરો દ્વારા આચરિત ધર્મનું અનુસરણ માત્ર હતું અથવા શાસનમાં થનારા સાધુ , સાધ્વીઓ વસ્ત્ર ધારણ કરી શકે તે અપેક્ષાએ ધારણ કર્યું હતું.

ચૂર્ણિકારે અનુધર્મિતાના બે અર્થ કર્યા છે– ગતાનુગતિકતા અને અનુકૂલ ધર્મ. પહેલો અર્થ સ્પષ્ટ છે. બીજાનો અભિપ્રાય છે–શિષ્યોની રુચિ , શક્તિ , સહિષ્ણુતા , દેશ , કાળ , પાત્રતા આદિ જોઈને તીર્થંકરોએ ભવિષ્યમાં વસ્ત્ર , પાત્ર આદિ ઉપકરણ સહિત ધર્માચરણનો ઉપદેશ દેવાનો હોય છે. તેને અનુધર્મિતા કહે છે. આ અનુધર્મિતા શબ્દથી એ પણ સ્પષ્ટ થાય છે કે ભગવાને કોઈ અભિનવ આચરણ કર્યું ન હતું પરંતુ પૂર્વ તીર્થંકરોએ આચરેલ ધર્મનું જ આચરણ કર્યું હતું.

संवच्छरं साहियं मासं :- અહીં ત્રીજી ગાથામાં કહ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીએ તેર માસ સુધી વસ્ત્રનો ત્યાગ કર્યો નહિ. ત્યાર પછી વસ્ત્રને સંયમવિધિથી વોસિરાવીને–ત્યાગ કરીને (तं वोसिज्ज वत्थं ) અચેલક બની ગયા. ટીકાકારે પણ આ પ્રમાણે જ અર્થ કર્યો છે. બીજી કોઈ ઘટનાનું વર્ણન કર્યું નથી.

પરંતુ મહાવીર ચરિત્ર ગ્રંથમાં એક દરિદ્ર બ્રાહ્મણને અર્ધ વસ્ત્ર દેવાની વાત કહી છે. આચારાંગ સૂત્રની ચૂર્ણિમાં પણ આ વિષયમાં વિશેષ કોઈ ઉલ્લેખ નથી. તેર મહીના સુધી ખભા ઉપર રહેવાનું જ કથન કરેલ છે.

आरुसियाणं :- આ શબ્દના બે પ્રકારે અર્થ કર્યા છે. (1) અત્યંત રુષ્ટ થઈને. (ર) માંસ અને લોહી માટે શરીર ઉપર ચડીને તે ભ્રમરાદિ પ્રાણી ભગવાને ડંખ દેતા હતા.

વિહારચર્યામાં જન વ્યવહાર :

अदु पोरिसिं तिरियभित्तिं , चक्खुमासज्ज अंतसो झाइ । अह चक्खुभीया संहिया , ते हंता हंता बहवे कंदिंसु ॥ શબ્દાર્થ :– अदु = ત્યાર પછી , पोरिसिं = પુરુષ પરિમાણ , तिरियभित्तिं = તિરછા ભાગની ઉપર, चक्खुमासज्ज= દષ્ટિ રાખીને, अंतसो = તેની મધ્યમાં,झाइ= ધ્યાન રાખતા ભગવાન ઈર્યા સમિતિ પૂર્વક ગમન કરતા હતા,अह= આ રીતે,चक्खुभीया= ભગવાનની એકાગ્ર દષ્ટિથી ભયભીત બનેલા,संहिया = એકત્રિત થઈને , ते = તેઓ , हंता–हंता = મારો ! મારો ! એમ સંબોધન કરીને , बहवे = ઘણાં બાળકો , ઘણા લોકો , कंदिंसु = કોલાહલ કરતા , ગોકીરો કરતા હતા , હલ્લો મચાવતા હતા.

5

341