This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભાવાર્થ :– ભિક્ષુ કે ભિક્ષુણી અશનાદિ ચારે પ્રકારનો આહાર કરતાં કવલનો આસ્વાદ લેવા ડાબા ગલોફાથી જમણા ગલોફે લઈ ન જાય , એ જ રીતે આસ્વાદ લેતાં જમણા ગલોફેથી ડાબા ગલોફે ન લઈ જાય. તે અનાસ્વાદ વૃત્તિથી પદાર્થોનો સ્વાદ નહિ લેતાં લાઘવતાને પ્રાપ્ત કરે છે , તેમજ તેને સહજ અવમૌદર્ય, વૃત્તિ સંક્ષેપ તેમજ કાયકલેશાદિ તપની ઉપલબ્ધિ થાય છે. ભગવાને જે રૂપે આહાર વિધિનું પ્રતિપાદન કર્યું છે , તેને તે રૂપે જાણીને સર્વપ્રકારે , પૂર્ણ રૂપે સમ્યક્ રીતે પાલન કરે.

વિવેચન :

સામાન્યતયા દરેક શ્રમણ સ્વાદવૃત્તિના ત્યાગી હોય છે. છતાં આ સૂત્રમાં વિશિષ્ટ આત્મસાધક શ્રમણને વિશેષ જાગૃતિ માટે સ્વાદવૃત્તિના ત્યાગનું કથન કર્યું છે. ભિક્ષુ શરીર દ્વારા ધર્માચરણ તેમજ તપ, સંયમની આરાધના માટે આહાર કરે છે પરંતુ શરીરને પુષ્ટ કરવા , સુકોમળ રાખવા , વિલાસી તેમજ સ્વાદલોલુપ બનાવવા માટે આહાર કરતા નથી. સાધુએ શરીર અને શરીર સંબંધિત પદાર્થો પ્રત્યેની આસક્તિ તેમજ મોહનો ત્યાગ કરવાનો હોય છે. જો તે શરીર નિર્વાહ માટે યથોચિત આહારનો સ્વાદ લેશે તો સ્વાદવૃત્તિ વધતાં તેની એષણા સમિતિ દૂષિત થશે. આ કારણે સાધકની સાધનાના સુરક્ષાર્થે શાસ્ત્રકારે આ સૂત્રથી અનાસ્વાદવૃત્તિનો ઉપદેશ કર્યો છે. ઉત્ત. અ. 35 ગા. 17 માં પણ કહ્યું છે કે–

अलोले रसे गिद्धे , जिब्भादंते अमुच्छिऐ । ण रसठ्ठाए भुंजिज्जा , जवणठ्ठाए महामुणी ॥ જીભને વશમાં રાખનાર અનાસક્ત મુનિ સરસ આહારમાં કે સ્વાદમાં લોલુપ થાય નહિ અને ગૃદ્ધ ન થાય. મહામુનિ સ્વાદ માટે નહિ પરંતુ સંયમી જીવન પસાર કરવા માટે ભોજન કરે.

પાંચમા ઉદ્દેશકમાં અભિહૃત દોષના માધ્યમે એષણાના દોષ રહિત નિર્દોષ આહાર લેવાનો નિર્દેશ કર્યો હતો. આ સૂત્રમાં શાસ્ત્રકારે પરિભોગૈષણાના દોષોથી દૂર રહીને આહાર કરવાનો સંકેત કર્યો છે.

અંગારાદિ માંડલાના પાંચ દોષોના કારણે રાગદ્વેષ , મોહાદિ ઉત્પન્ન થાય છે માટે સંયમનિર્વાહાર્થ આહાર કરવામાં સ્વાદ વિજય જરૂરી છે.

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 6

310 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ णो संचारेज्जा आसाएमाणे :- આહાર કરવાની જે રીત હોય તે રીતથી જ શ્રમણ આહાર કરે છે પરંતુ આ સૂત્રમાં શ્રમણને કહેવામાં આવ્યું છે કે સ્વાદની આસક્તિથી મનોજ્ઞ ખાદ્યપદાર્થને મુખના એક ભાગથી બીજા ભાગ તરફ ન લઈ જાય. કવલને ચાવવાની વિધિથી ભલે ચાવે પરંતુ તેમાં સ્વાદવૃત્તિને ભેળ વે નહીં. સ્વાદ માટે આહારને મમળાવે નહીં. વાસ્તવમાં આહાર પ્રત્યેના રાગદ્વેષ કે મોહાદિનો ત્યાગ કરવો એ જ શાસ્ત્રકારનો આશય છે.

સંલેખના– ઈંગિતમરણ :

जस्स णं भिक्खुस्स एवं भवइसे गिलामि खलु अहं इमंसि समए इमं सरीरगं अणुपुव्वेण परिवहित्तए । से आणुपुव्वेण आहारं संवट्टेज्जा, आणुपुव्वेण आहारं संवट्टेत्ता कसाए पयणुए किच्चा , समाहियच्चे फलगावयठ्ठी उठ्ठाय भिक्खू अभिणिव्वुडच्चे , अणुपविसित्ता गामं वा णगरं वा खेडं वा कब्बडं वा मडंबं वा पट्टणं वा दोणमुहं वा आगरं वा आसमं वा सण्णिवेसं वा णिगमं वा रायहाणिं वा तणाइं जाएज्जा , तणाइं जाएत्ता से तमायाए एगंतमवक्कमिज्जा , एगंतमवक्कमित्ता अप्पंडे अप्पपाणे अप्पबीए अप्पहरिए अप्पोसे अप्पोदए अप्पुत्तिंगपणग–दगमट्टिय–

मक्कडासंताणए पडिलेहिय पडिलेहिय पमज्जिय पमज्जिय तणाइं संथरेज्जा, तणाइं संथरेत्ता एत्थ वि समए इत्तरियं कुज्जा । तं सच्चं सच्चवाई ओए तिण्णे छिण्णकहंकहे आतीतठ्ठे अणातीते चिच्चाण भेउरं कायं संविहुणिय विरूवरूवे परीसहोवसग्गे अस्सिं विस्संभणयाए भेरवं अणुचिण्णे । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ वियंतिकारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । त्ति बेमि । ॥ छठ्ठो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– गिलामि = ગ્લાન થઈ ગયો છું , इमंसि = , समए = સમયમાં , इमं सरीरग = આ શરીરને , अणुपुव्वेण= અનુક્રમથી,परिवहित्तए= ધારણ કરવામાં તેમજ સંયમની આવશ્યક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવામાં , संवट्टेज्जा = ઓછો કરે , आहारं संवट्टेत्ता = આહારને ઓછો કરીને , कसाए पयणुए = કષાયને પાતળા , किच्चा = કરીને , समाहियच्च = શરીરના વ્યાપારને નિયમિત રાખનાર , फलगावयठ्ठी = પાટિયાની સમાન સહનશીલ બની , उठ्ठाय = મરણ માટે ઊઠીને , તત્પર થઈને, अभिणिव्वुडच्चे= શરીરના સંતાપથી રહિત થઈ જાય , अणुपविसित्ता = પ્રવેશ કરીને , एत्थ वि = 4

311

આ પ્રમાણે , समए = તે સમયમાં , इत्तरियं = ઈંગિનીમરણની પ્રતિજ્ઞા , कुज्जा = કરે.

तं = તે , सच्चं = સત્ય હિતકારી છે , सच्चवाई = સત્યવાદી હોય છે , ओए = રાગદ્વેષ રહિત, तिण्ण = સંસાર સાગરને તરનારા , छिण्णकहंकहे = રાગ , દ્વેષાદિની કથાનું છેદન કરનાર , आतीतठ्ठ = જીવાદિ પદાર્થોના જ્ઞાતા , अणातीत = કર્મબંધનથી મુક્ત , સંસાર સાગરને પાર કરનારા , चिच्चाण = છોડીને , भेउरं कायं = નશ્વર શરીરને , संविहूणिय = સમભાવપૂર્વક સહન કરીને , विरूवरूव = વિવિધ પ્રકારના , परीसहोवसग्ग = પરીષહ , ઉપસર્ગને , अस्सि = છે , विस्संभणयाए = વિશ્વાસ હોવાથી , भेरवं = કઠિન , अणुचिण्ण = આચરણ કરે છે .

ભાવાર્થ :– જે ભિક્ષુના મનમાં એવો અધ્યવસાય થાય કે હવે હું અત્યંત વૃદ્ધ તેમજ અશક્ત શરીરના કારણે સાધુ જીવનની આવશ્યક ક્રિયાઓ કરવામાં અસમર્થ થઈ ગયો છું , તે ભિક્ષુ ક્રમથી તપ દ્વારા આહારને ઓછો કરે અને ક્રમથી આહારને ઘટાડતા તે કષાયોને કૃશ કરે. કષાયોને ઓછા કરી શાંત કષાયી થઈ પાટિયાની જેમ સહનશીલ એવા તે ભિક્ષુ સમાધિ મરણ માટે ઉપસ્થિત થાય શરીરના સંતાપને શાંત કરી તેનાથી મુક્ત થઈ જાય છે.

તે સંલેખનાના ઈચ્છુક ભિક્ષુ ગામમાં , નગરમાં , ખેડમાં , કર્બટમાં , મડંબમાં , પટ્ટનમાં , દ્રોણમુખમાં, આકરમાં , આશ્રમમાં , સન્નિવેશમાં , નિગમમાં , રાજધાનીમાં આદિ વસ્તીમાં આવી સૂકું ઘાસ , તૃણ , પરાળ વગેરેની યાચના કરે. યાચના કરી , તે લઈ ગામ આદિની બહાર એકાંતમાં ચાલ્યા જાય , જઈને તે કીડા, ઈંડા , જીવજંતુ , બીજ , લીલોતરી , ઝાકળ , પાણી , કીડિયારું , લીલફૂગ , ભીની માટી કે કરોળીયાના જાળા ન હોય તેવી જગ્યાનું સારી રીતે પ્રતિલેખન–નિરીક્ષણ કરે , પ્રમાર્જન કરી ઘાસનો સંથારો પાથરે. ઘાસનો સંથારો પાથરી , તેના પર બેસી , પછી તે સમયે ઈત્વરિક અનશન ગ્રહણ કરે.

તે ઈત્વરિક અનશન સત્ય હિતકારી છે , તેને અંગીકાર કરનાર સત્યવાદી દઢ પ્રતિજ્ઞ છે. રાગદ્વેષ રહિત , સંસાર સાગરને તરનાર છે. ઈંગિત મરણની પ્રતિજ્ઞા અંગે નિઃશંક , સાધક રાગદ્વેષાદિની કથાને છેદનાર , સંસાર પ્રપંચથી મુક્ત , જીવાદિ પદાર્થોના જ્ઞાતા અને પરિસ્થિતિઓથી અપ્રભાવિત રહે છે.

તે ભિક્ષુ પ્રતિક્ષણ વિનાશશીલ શરીરને છોડી , અનેક પ્રકારના પરીષહો અને ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવા , શરીર અને કર્મોથી આત્માને અલગ કરવા માટે આ સર્વજ્ઞ શાસનમાં પૂર્ણ વિશ્વાસ સાથે ઘોર અનશનનો શાસ્ત્રની વિધિ અનુસાર સ્વીકાર કરે છે. આ મરણથી મરતાં તેનું કાળમરણ થાય છે અને તે સમાધિમરણ તેના કર્મોનો વિશેષ ક્ષય કરાવનાર થાય છે.

આ ઈંગિનીમરણ અનશન શરીર મોહથી મુક્ત થવાનું સ્થાન છે , મોક્ષદાયક સાધન છે , હિતકર છે , સુખકર છે , સમર્થ છે , કલ્યાણકર અને ભવાંતરમાં સાથે જનાર છે અર્થાત્ પરભવને સુધારી દેનાર છે.

એમ હું કહું છું.

।। છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

આ અધ્યયનના ચોથા ઉદ્દેશકમાં વૈહાનસમરણ , પાંચમા ઉદ્દેશકમાં ભક્તપ્રત્યાખ્યાન મરણ વિમોક્ષ અધ્ય–8 , ઉ : 6

312 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અને છઠ્ઠા ઉદ્દેશકમાં શરીર વિમોક્ષના વિષયમાં ઈંગિની મરણનું વિધાન કર્યું છે. તેની પૂર્વ તૈયારી રૂપે શાસ્ત્રકારે ઉપધિ વિમોક્ષ , વસ્ત્ર વિમોક્ષ , આહાર વિમોક્ષ , સ્વાદ વિમોક્ષ , સહાય વિમોક્ષ આદિ અનેક દષ્ટિકોણથી શરીર વિમોક્ષનો અભ્યાસ કરવાનો નિર્દેશ કર્યો છે. આ સૂત્રમાં સંલેખનાની વિધિનું વિધાન કર્યું છે.

આ પ્રમાણે સાધના કરતાં સાધકનું શરીર અત્યંત ક્ષીણ થઈ જાય અને સંયમ જીવનની પ્રવૃત્તિ કરતાં કષ્ટાનુભૂતિ થાય , શરીર સંયમ સાધનામાં સહયોગ દેવા યોગ્ય ન રહે ત્યારે સાધુએ ત્રણ પ્રકારના સમાધિ મરણમાંથી પોતાની યોગ્યતા , ક્ષમતા અને શક્તિ અનુસાર કોઈ એકને પસંદ કરીને તે પંડિતમરણને સ્વીકાર કરવાનો નિર્ણય કરી , જીવવાની આશા છોડી અંતિમ સાધનામાં જોડાઈ જવું જોઈએ.

से गिलामि खलु अहं :- સંલેખનાનો અવસર ક્યારે આવે છે ? આ વિષયમાં વૃતિકારે સ્પષ્ટીકરણ કર્યું છે– (1) લૂખા–સૂકા નિરસ આહાર લેવાથી કે તપશ્ચર્યાથી શરીર અત્યંત ગ્લાન–ક્ષીણ થઈ ગયું હોય. (ર) શરીર રોગોથી ધેરાઈ ગયું હોય. (3) શરીર આવશ્યક ક્રિયાઓ કરવામાં અત્યંત અસમર્થ થઈ ગયું હોય. (4) ઊઠવા , બેસવા , પડખા ફેરવવા આદિ રોજની ક્રિયાઓ કરવામાં સ્વયં અશક્ત થઈ ગયા હોય , ત્યારે સંલેખના કરવાનો અવસર સમજવો જોઈએ.

आहारं संवट्टेज्जा :- સંયમ સાધનામાં શરીરની અસમર્થતાની ઝાંખી થઈ જાય ત્યારે સાધક સંલેખનાની સાધના આ પ્રમાણે કરે–

       1

ક્રમશઃ આહારને ઓછો કરે , બેઆસણા , એકાસણા , વિગયત્યાગ કરે , આયંબિલ ઈત્યાદિ કરે. આ પ્રકારનો ક્રમિક અભ્યાસ ચાલુ કરે.

કષાયોને ઓછા કરે , તેનું ઉપશમન કરે , વચનસંયમ , કાયસંયમ રાખતાં પ્રવૃત્તિઓ ઘટાડતાં ક્રોધાદિ દરેક કષાયથી પૂર્ણ શાંત થવાનો પ્રયત્ન કરે.

શરીર તેમજ મનને સમાધિસ્થ , શાંત તથા સ્થિર રાખવાનો અભ્યાસ કરે.

       ર.

       3

જોકે સંલેખનાની ઉત્કૃષ્ટ અવધિ તો બાર વર્ષની હોય છે પરંતુ અહીં તે વિવક્ષિત નથી. ગ્લાનના શરીરની સ્થિતિ તેટલા સમય સુધી ટકી રહે તેવી શક્યતા હોતી નથી માટે સંલેખના કરનાર સાધક પોતાની શારીરિક સ્થિતિને જોઈને તદનુરૂપ યોગ્યતાનુસાર સમયનો નિર્ણય કરી દ્રવ્ય સંલેખના માટે છઠ, અઠ્ઠમ , ચોલું , પાંચ ઉપવાસ , આયંબિલાદિ તપ આરાધનાથી આહાર ઓછો કરે અને ભાવ સંલેખના માટે ક્રોધ , માન , માયા , લોભ રૂપ કષાયોને અત્યંત શાંત તેમજ ઓછા કરે. સાથે જ શરીર , મન અને વચનની પ્રવૃત્તિઓને સ્થિર તેમજ આત્મામાં એકાગ્ર કરે. આ પ્રકારના સાધકે લાકડાના પાટિયાની જેમ શરીર અને કષાય બંનેને કૃશ કરવા જોઈએ.

उठ्ठाय भिक्खू अभिणिव्वुडच्चे :- આ પ્રકારે પંડિતમરણની સાધના માટે ઉત્થિત , તત્પર અને કષાયરૂપી અગ્નિ જેની શાંત–પ્રશાંત થઈ ગઈ છે એવા તે નિવૃત્ત કષાયવાળા અણગાર સાધકનું ઉત્થાન 313

ત્રણ પ્રકારે થાય છે– 1. મુનિ દીક્ષા માટે ઉદ્યત થાય તે સંયમમાં ઉત્થાન. ર. ગ્રામાનુગ્રામ ઉગ્ર તેમજ અપ્રતિબદ્ધ વિહાર કરે તે–અભ્યુદ્યત વિહારનું ઉત્થાન તથા 3. ગ્લાન થવા પર સંલેખના કરીને સમાધિ મરણ માટે ઉદ્યત થાય તે સમાધિ મરણનું ઉત્થાન. આ ત્રીજું ઉત્થાન અહીં વિવક્ષિત છે.

इत्तरियं कुज्जा :- આ સૂત્રમાં વર્ણિત પંડિત મરણને ઈંગતમરણ અથવા ઈંગિનીમરણ કહે છે .

સમવાયાંગ સૂત્રમાં તેનું નામ ઈંગિનીમરણ કહેલ છે , પ્રચલનમાં ઈંગિતમરણ શબ્દ વપરાય છે અને આ સૂત્રમાં इत्तरियं શબ્દનો પ્રયોગ કરેલ છે. ઈત્તરિય–ઈત્વરિકનો અર્થ છે થોડું. આ ઈત્વરિક શબ્દને ક્ષેત્ર અને કાળ બંને સાથે જોડી શકાય છે. કાળ સંબંધિત ઈત્વરિક શબ્દ દ્વારા ઈત્વરિક સામાયિક , ઈત્વરિક અનશન તપ વગેરે શબ્દ નિર્મિત થાય છે. અલ્પકાળની સામાયિક , થોડા ઉપવાસ તેવો તેનો અર્થ થાય છે.

આ સૂત્રમાં ઈત્વરિક શબ્દ ક્ષેત્ર વિવક્ષિત છે. મર્યાદિત ક્ષેત્રમાં રહી અંતિમ આરાધના રૂપ ઈંગિતમરણના અર્થમાં આ શબ્દ યોજાયેલ છે.

ઈંગિત એટલે હલનચલનના ક્ષેત્રને નિયત કરવું. આ અનશનમાં નિયત પ્રદેશમાં જ સંચરણ કરી શકાય છે માટે તેને ઈંગિતમરણ કહેવામાં આવે છે. આ ઈંગિનીમરણરૂપ પંડિતમરણ ભક્ત પ્રત્યાખ્યાનથી કંઈક વિશિષ્ટ હોય છે અને પાદપોપગમન પંડિત મરણની અપેક્ષાએ એમાં કંઈક છૂટ હોય છે અર્થાત્ શરીર સંચાલન , હલનચલન કે સંક્રમણની ક્રિયા સ્વયં કરી શકાય છે. તેઓ બીજા કોઈનો સહારો લેતા નથી. જ્યારે ભક્ત પ્રત્યાખ્યાન સંથારામાં બીજાની વિવિધ પ્રકારની યોગ્ય મદદ લઈ શકાય છે અને પાદપોપગમન સંથારામાં સર્વથા હલન ચલન બંધ કરી નિશ્ચેષ્ટ રહેવાનું હોય છે.

ઈંગિત મરણની વિધિ :– સંલેખના દ્વારા આહાર અને કષાયને કૃશ કરતાં કરતાં જ્યારે શરીર એકદમ ક્ષીણ થઈ જાય ત્યારે ગુરુ અથવા આચાર્યાદિ પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને અનશન–સંથારાનો નિર્ણય કરે , પછી આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિકરણ કરી સર્વને ખમાવી નજીકમાં રહેલા ગામાદિમાંથી સૂકું ઘાસ લાવીને ગામાદિથી બહાર કોઈ એકાંત નિરવદ્ય , જીવજંતુ રહિત શુદ્ધ સ્થાન હોય ત્યાં જાય અને તે સ્થાનનું વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરે. તેનું સારી રીતે પ્રમાર્જન કરે પછી ત્યાં ઘાસને પાથરે.

લઘુનીત , વડીનીત પરઠવાની જગ્યાને જોઈ , ઘાસની પથારી પર પૂર્વાભિમુખ થઈને બેસે. બંને હાથોને લલાટ પર અડાડી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરી, 'નમોત્થુણં'નો પાઠ બોલે પછી ઈંગિતમરણરૂપ અનશનનો સંકલ્પી ધૃતિ–સંહનન આદિ બળોથી યુક્ત તથા પડખા ફેરવવા આદિ ક્રિયાઓ પોતે કરવામાં સમર્થ સાધક જીવન પર્યંત ચારે આહારના પ્રત્યાખ્યાન ગુરુ કે

દીક્ષા જયેષ્ઠ સાધુની પાસે કરે. સંચરણ ક્ષેત્રની મર્યાદા કરી શાંતિ , સમતા અને સમાધિપૂર્વક આત્મ આરાધનામાં લીન બનીને રહે.

सच्चं सच्चवाई :- આ શબ્દોથી શાસ્ત્રકારે પંડિત મરણનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. સર્વપ્રથમ તેને સત્ય કહેલ છે અર્થાત્ જીવનનું સાચું કર્તવ્ય એ જ છે તથા તેનો સ્વીકાર કરનાર સત્યવાદી અર્થાત્ લીધેલી પ્રતિજ્ઞા પ્રત્યે અંત સમય સુધી વફાદાર રહે છે. તે સત્યવાદી , રાગદ્વેષ રહિત , દઢ નિશ્ચયી , સાંસારિક પ્રપંચોથી રહિત , પરીષહ–ઉપસર્ગોથી વ્યાકુળ નહિ થનાર , આ અનશન ઉપર દઢ વિશ્વાસ હોવાના વિમોક્ષ અધ્ય–8 , ઉ : 6

314 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કારણે ભયંકર ઉપસર્ગ આવી પડે તો પણ ઉદ્વેગ રહિત રહેનાર , કૃત કૃત્ય તેમજ સંસાર સાગરના પારગામી બને છે. આ સમાધિમરણથી પોતાના જીવનને સાર્થક કરી ચરમ લક્ષ્ય મોક્ષને એક દિવસ પ્રાપ્ત કરી લે છે.

ખરેખર સમભાવ અને ધૈર્યપૂર્વક ઈંગિનીમરણની સાધનાથી શરીરનો તો વિમોક્ષ થાય છે , તેની સાથે તે અનેક મુમુક્ષુઓ તેમજ વિમોક્ષ સાધકોને માટે પ્રેરણાદાયક પણ બની જાય છે.

छिण्णकहंकहे :- આ શબ્દના વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (1) રાગદ્વેષાત્મક વાતોને સર્વથા બંધ કરી દીધી છે. (ર) હું કેવી રીતે આ ઈંગતમરણની પ્રતિજ્ઞાને નિભાવી શકીશ ? આ પ્રકારની શંકા જેની ચાલી ગઈ છે , તેવા સંશય મુક્ત. આ શબ્દના બીજા પણ અર્થો છે , જેમ કે– સંસાર પ્રપંચથી કે ભવભ્રમણથી મુક્ત. વિકથાઓથી દૂર રહેનાર.

आतीतठ्ठे :- આ શબ્દનો અર્થ વૃત્તિકારે અલગ અલગ નયોથી ચાર પ્રકારે કર્યો છે– 1. જેણે જીવાદિ પદાર્થોને સર્વ રીતે જાણી લીધા છે , તે આતીતાર્થ. ર. જેણે પદાર્થોને ગ્રહણ કરી લીધા છે , તે આદતાર્થ. 3.

જે અનાદિ અનંત સંસારમાં ગમનથી દૂર થઈ ગયા છે તે અનાતીતાર્થ. 4. સંસારને જેણે આદત્ત–ગ્રહણ કર્યો નથી–અર્થાત્ જે હવે નિશ્ચયથી સંસાર સાગરના પારગામી થઈ ગયા છે , તે અણાદતાર્થ. અહીં સૂત્રમાં પ્રયુક્ત શબ્દનો મૌલિક અર્થ એ છે કે પદાર્થોના સાંગોપાંગ જ્ઞાતા કે પ્રયોજનસિદ્ધ પુરુષ.

अणातीते :- 'અનાતીત ' ના અનેક અર્થો થાય છે. (1) પરીષહ ઉપસર્ગોથી પરાભવ ન પામનાર (ર)

ઉદ્વેગરહિત (3) આશ્રવોથી રહિત (4) પરિસ્થિતિઓથી અપ્રભાવિત (પ) સંસાર પારગામી વગેરે अस्सिं विसंभणयाए :- આ શબ્દના બે અર્થ છે. (1) આ જૈન શાસનમાં દઢ શ્રદ્ધાના કારણે , આગમપ્રત્યે આસ્થાના કારણે (ર) શરીર અને આત્માને પૃથક્ કરવા માટે.

भेरवमणुचिण्णे :- ભૈરવ શબ્દ ઈંગતમરણનું વિશેષણ છે. તેનો અર્થ થાય છે કે કાયરો દ્વારા જેનો વિચાર કરવો પણ દુષ્કર છે તેવા ઘોર અનુષ્ઠાન. 'અનુચીર્ણ ' શબ્દ આચરણ કરવાના અર્થમાં છે. ચૂર્ણિકારે अणुविण्णे પાઠ માનીને અર્થ કર્યો છે કે જે ભયને ઉત્પન્ન કરનારા પરીષહો અને ઉપસર્ગોથી તથા ડાંસ, મચ્છર , સિંહ , વાઘાદિથી તેમજ રાક્ષસ , પિશાચાદિથી ઉદ્વિગ્ન થતા નથી , તે ભૈરવોથી અનુદ્વિગ્ન હોય છે.

ા અધ્યયન–8/6 સંપૂર્ણા આઠમું અધ્યયન : સાતમો ઉદ્દેશક અચેલક મુનિ :

जे भिक्खू अचेले परिवुसिए तस्स णं एवं भवइचाएमि अहं तणफासं अहियासित्तए , सीयफासं अहियासित्तए , तेउफासं अहियासित्तए , दंसमसगफासं अहियासित्तए , एगयरे अण्णयरे विरूवरूवे 1

315

फासे अहियासित्तए , हिरीपडिच्छादणं हं णो संचाएमि अहियासित्तए । एवं से कप्पइ कडिबंधणं धारित्तए । શબ્દાર્થ :– चाएमि = સમર્થ છું , अहियासित्तए = સહન કરવા માટે , एगयरे = આમાંથી કોઈ એકને અથવા , अण्णयरे = બીજા કોઈ કષ્ટને તેમજ , विरूवरूवे फासे = વિવિધ પ્રકારના કષ્ટોને, हिरीपडिच्छादणं = ગુપ્ત અંગની લજ્જાના નિવારણ માટે વસ્ત્રત્યાગના કષ્ટને , णो संचाएमि = સમર્થ નથી , कडिबंधणं = કટિબંધન–ચોલપટ્ટક , धारित्तए = ધારણ કરવો , कप्पइ = કલ્પે છે.

ભાવાર્થ :– જે અભિગ્રહધારી ભિક્ષુ ચાદર[પછેડી]ની અપેક્ષાએ અચેલ થઈને રહે છે , તે સાધુનો એવો અભિપ્રાય હોય કે હું ઘાસના તીક્ષ્ણ સ્પર્શને સહન કરવા સમર્થ છું , ઠંડીના સ્પર્શને સહી શકું છું, ગરમીને સહન કરી શકું છું , ડાંસ–મચ્છરના ડંખને સહી શકું છું , એક જાતના કે જુદા–જુદા અનેક જાતના, વિવિધ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ કષ્ટોને સહન કરવામાં સમર્થ છું પરંતુ હું લજ્જા નિવારણ માટે ગુપ્તાંગોને ઢાંકવાના ચોલપટ્ટકને છોડવા સમર્થ નથી. આ અભિપ્રાયથી તે સાધુ કટિબંધન–કમ્મરે બાંધવાનું વસ્ત્ર અર્થાત્ ચોલપટ્ટક ધારણ કરી શકે છે.

अदुवा तत्थ परक्कमंतं भुज्जो अचेलं तणफासा फुसंति , सीयफासा फुसंति , तेउफासा फुसंति , दंस–मसगफासा फुसंति , एगयरे अण्णयरे विरूवरूवे फासे अहियासेइ । अचेले लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्च सव्वओ सव्वयाए सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :– अदुवा = ત્યારે , ક્યારેક , तत्थ = ત્યાં , અચેલ સાધનામાં , परक्कमंते = પરાક્રમ કરતા, વિચરતા સાધુને , भुज्जो = વારંવાર , अचेलं = અચેલત્વના કારણે.

ભાવાર્થ :– તે અચેલ કલ્પમાં પરાક્રમ કરતા ભિક્ષુને ક્યારેક વસ્ત્રના અભાવમાં વારંવાર ઘાસની તીક્ષ્ણતા સ્પર્શી જાય છે , ઠંડીનો અનુભવ થાય છે , ગરમી સ્પર્શે છે , ડાંસ અને મચ્છર કરડે છે , છતાં તે અચેલ અવસ્થામાં રહીને એક જાતના કે ભિન્ન જાતના કે વિવિધ પ્રકારના કષ્ટોને સહન કરે છે. લાઘવતાને પ્રાપ્ત કરતા તેને સહજ તપનો લાભ મળી જાય છે. ભગવાને જેવું આ અચેલત્વના આચારનું પ્રતિપાદન કર્યું છે તેને તે રીતે જાણીને સર્વ પ્રકારે , પૂર્ણરૂપે , સમ્યક્ આચરણમાં લાવે છે.

વિવેચન :

ચાદર–પછેડી સંબંધી અભિગ્રહધારી શ્રમણોના ત્રણ પ્રકાર પૂર્વ ઉદ્દેશકમાં વર્ણવ્યા છે. તેમાં ક્રમથી ત્રણ , બે અને એક વસ્ત્ર–પછેડીના અભિગ્રહનું વર્ણન છે. આ સૂત્રમાં ત્રણે ય વસ્ત્ર–પછેડીના ત્યાગની અપેક્ષાએ અચેલ ભિક્ષુનું વર્ણન છે. આ અભિગ્રહધારી શ્રમણ ચોલપટ્ટકને ધારણ કરે છે. સામાન્ય 2

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 7

316 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ રૂપે સ્થવિરકલ્પી શ્રમણને પ્રશ્નવ્યાકરણ સૂત્ર અનુસાર ચૌદ ઉપકરણ હોય છે. ત્રણે ય પછેડી ત્યાગી આ અચેલ શ્રમણને શેષ સર્વ ઉપકરણ હોઈ શકે છે. ટીકામાં કહ્યું છે કે વસ્ત્ર ત્યાગ કરનાર શ્રમણને પાત્ર ત્યાગ કરવો જરૂરી નથી. જિનકલ્પી પણ પછેડીના ત્યાગી હોવા છતાં પાત્રધારી હોઈ શકે છે માટે આ સૂત્ર વર્ણિત અચેલ અભિગ્રહધારી શ્રમણને ત્રણ પછેડી સિવાય મુખવસ્ત્રિકા , રજોહરણ , ચોલપટ્ટક , પાત્રોના સાત ઉપકરણ અને આસન આ અગિયાર ઉપકરણ સમજવા. જો તે સર્વ પાત્રનો ત્યાગ કરે તો તેને ચાર ઉપકરણ સમજવા.

चाएमि अहं तणफासं अहियासित्तए :- આ કલ્પને સ્વીકાર કરનાર સાધકનું અંતઃકરણ ધૈર્ય , સંહનન , મનોબળ , વૈરાગ્ય ભાવના આદિ રંગમાં રંગાયેલું હોય છે અને તે આગમોમાં વર્ણવેલા નારકોના દુઃખોને સ્મૃતિમાં રાખીને ઘાસ , ઠંડી , ગરમી , ડાંસ–મચ્છર આદિના તીવ્ર સ્પર્શો કે અનુકૂળ , પ્રતિકૂળ સ્પર્શોને સહન કરવામાં દુઃખ અનુભવતા નથી પરંતુ તે સર્વ કષ્ટોને સહન કરવા સહર્ષ તત્પર રહે છે અને સ્વેચ્છાએ અંત સુધી તે કષ્ટોને સહે છે.

हिरिपडिच्छादणं :- આ ચાર ઉદ્દેશકોમાં વર્ણિત પછેડી સંબંધી અભિગ્રહધારી શ્રમણ સ્થવિર કલ્પી છે અને સહાય ત્યાગ કરનાર હોવા છતાં ગચ્છના ત્યાગી નથી. આ પ્રકારના શ્રમણ ત્રણે પછેડી ત્યાગવાની હિંમતવાળા હોવા છતાં તેમને ચોલપટ્ટકનો ત્યાગ કરવાનો અધ્યવસાય નથી. લજ્જા પ્રતિછાદનનો ત્યાગ કરવામાં તે પોતાને અસમર્થ માને છે. માટે તેઓ લજ્જા પ્રતિછાદક ચોલપટ્ટક રાખે છે , શેષ શરીરથી તે નિર્વસ્ત્ર રહે છે.

कडिबंधणं :- આ શબ્દ ચોલપટ્ટકનો પર્યાયવાચી છે. વ્યાખ્યાકારે ચોલપટ્ટકની વ્યાખ્યા બે પ્રકારે કરી છે– ( 1) चोल નો અર્થ છે ગુપ્તેન્દ્રિય , તેના ઉપર પાટલી સાથે ધારણ કરાતું ઉપકરણ તે ચોલપટ્ટક કહેવાય છે. (ર) चुल्लपट्टक શબ્દની અપેક્ષા પાટલી રૂપે કમરમાં ધારણ કરાનાર નાનું એટલે અલ્પ પનાવાળું ઉપકરણ તે ચોલપટ્ટક. ટીકાકારે ચોલપટ્ટકની લંબાઈ(પના)માં સવાહાથ કહેલ છે. તે પ્રશ્નવ્યાકરણ સૂત્રોક્ત ચૌદ ઉપધિમાં ચોલપટ્ટક જ છે. આ પ્રમાણે કડિબંધન અને ચોલપટ્ટક બંને એક જ ઉપકરણ છે.

આહારના આદાનપ્રદાન સંબંધી અભિગ્રહ :

जस्स णं भिक्खुस्स एवं भवइअहं खलु अण्णेसिं भिक्खूणं असणं वा 4 आहट्टु दलयिस्सामि आहडं साइज्जिस्सामि , जस्स णं भिक्खुस्स एवं भवइअहं खलु अण्णेसिं भिक्खूणं असणं वा 4

आहट्टु दलयिस्सामि आहडं णो साइज्जिस्सामि , जस्स णं भिक्खुस्स एवं भवइअहं खलु अण्णेसिं भिक्खूणं असणं वा 4 आहट्टु णो दलयिस्सामि आहडं साइज्जिस्सामि , जस्स णं भिक्खुस्स एवं भवइ–

अहं खलु अण्णेसिं भिक्खूणं असणं वा 4 आहट्टु णो दलयिस्सामि 3

317

आहडं णो साइज्जिस्सामि । जस्स णं भिक्खुस्स एवं भवइअहं खलु तेण अहातिरित्तेण अहेसणिज्जेण अहापरिग्गहिएण असणेण वा 4 अभिकंख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए । अहं वा वि तेण अहातिरित्तेण अहेसणिज्जेण अहापरिग्गहिएण असणेण वा 4 अभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि । लाघवियं आगममाणे जाव सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :– आहट्टु = લાવીને , दलयिस्सामि = હું આપીશ , अहातिरित्तेण = પોતાના ઉપયોગ પછી વધેલા , अहेसणिज्जेण = એષણીય , अहापरिग्गहिएण = જેવા ગ્રહણ કર્યા છે તેવા , अभिकंख = નિર્જરાની ભાવનાથી , साहम्मियस्स = પોતાના સાધર્મિક સાધુની , कुज्जा = કરીશ , वेयावडिय = વૈયાવચ્ચ , करणाय = ઉપકારાર્થે , કર્તવ્યાર્થે.

ભાવાર્થ :– જે સાધુ એવી પ્રતિજ્ઞા–સંકલ્પ કરે છે કે હું બીજા ભિક્ષુઓને અશન પાન , ખાદિમ , સ્વાદિમ લાવીને આપીશ અને તેના દ્વારા લાવેલા આહારને વાપરીશ. (1)

જે સાધુની એવી પ્રતિજ્ઞા છે કે હું બીજા સાધુઓને અશન , પાન , ખાદિમ કે સ્વાદિમ લાવીને આપીશ , પરંતુ તેના દ્વારા લાવેલા આહારાદિનું સેવન કરીશ નહિ. (ર)

જે ભિક્ષુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીજા ભિક્ષુઓને અશનાદિ લાવીને આપીશ નહિ પરંતુ તેઓ દ્વારા લાવેલા આહારાદિનું સેવન કરીશ. (3)

જે ભિક્ષુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીજા ભિક્ષુઓને અશનાદિ લાવીને આપીશ નહિ અને તેઓ દ્વારા લાવેલા આહારાદિનું સેવન પણ કરીશ નહિ. (4)

(1) જે ભિક્ષુની એવી પ્રતિજ્ઞા(છૂટ)હોય કે હું મારી આવશ્યકતાથી વધારે પોતાની કલ્પમર્યાદાનુસાર એષણીય તેમજ ગ્રહણીય તથા પોતાના માટે જ લાવેલા અશનાદિમાંથી નિર્જરાના લક્ષ્યે પરસ્પર શાતા ઉપજાવવાના ભાવથી સાધર્મિક મુનિઓની સેવા કરીશ. (ર) હું પણ સાધર્મિક મુનિઓ દ્વારા પોતાની આવશ્યકતાથી વધારે પોતાના કલ્પ મર્યાદાનુસાર એષણીય–ગ્રહણીય તથા પોતાના માટે લાવેલા અશનાદિમાંથી નિર્જરાના લક્ષ્યે તેઓ દ્વારા કરાતી સેવાને રુચિ પૂર્વક સ્વીકાર કરીશ.

આ પ્રકારની પ્રતિજ્ઞાઓથી તે સાધકને લાઘવતાની પ્રાપ્તિ થાય છે અને તપનો લાભ સહજ રીતે પ્રાપ્ત થાય છે.

ભગવાને જે રીતે આ સેવાભાવનું તેમજ અભિગ્રહનું પ્રતિપાદન કર્યું છે , તેને તે રૂપમાં જાણીને–સમજીને સર્વ પ્રકારથી પૂર્ણરૂપે સારી રીતે આચરણ કરે.

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 7

318 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન :

પૂર્વે પાંચમાં ઉદ્દેશકમાં સહાય ત્યાગના આહાર અભિગ્રહધારી શ્રમણ માટેની ચૌભંગી(ચાર ભંગ) કહી છે. ત્યાં સેવા માટેના બે આગારના વિકલ્પ કહ્યા છે. આ સૂત્રમાં પણ સહાય ત્યાગની તેવી જ ચૌભંગી છે પરંતુ વિકલ્પ રૂપે વધારાના આહાર સંબંધી આદાન પ્રદાનનું કથન છે અર્થાત્ આ સૂત્ર વર્ણિત અભિગ્રહધારી શ્રમણ પોતાના અભિગ્રહ અનુસાર સદાય ત્યાગમાં રહે. ક્યારેક તેની પાસે આહાર વધી જાય તો આહારને અન્ય શ્રમણને દેવાનો વિકલ્પ–આગાર રાખે છે અને બીજા શ્રમણને ક્યારેક આહાર વધી જાય તેઓ આપે તો સ્વીકાર કરવાનો પણ આગાર રાખે છે. પૂર્વ ઉદ્દેશકથી આ સૂત્રમાં એટલો જ તફાવત છે કે આ શ્રમણ બીમારી વિના જ વધેલા આહારના આપ–લે ની છૂટ રાખે છે. બીજી વિશેષતા એ છે કે પૂર્વ ઉદ્દેશકમાં આહારની ગવેષણા અન્ય શ્રમણ માટે કરવાની છૂટ છે જ્યારે આ સૂત્રમાં પોતાને માટે ગવેષણા કરી લાવેલ આહારમાંથી દેવાનો વિકલ્પ છે.

આ સૂત્રનો બીજી રીતે પણ અર્થ થાય છે કે પોતાના માટે ગ્રહણ કરેલ આહારમાંથી બીજા શ્રમણને સેવાર્થે શાતા પહોંચાડવા માટે આપવાનો વિકલ્પ હોય છે તેમજ બીજા શ્રમણના સ્વયં માટે લાવેલા આહારમાંથી તે સેવાર્થે કે શાતા ઉપજાવવા દેવા ઈચ્છે તો આહાર લેવાનો પણ તેને વિકલ્પ હોય છે. આ પ્રકારના વિકલ્પમાં વિશેષતા એ છે કે તે બીજા માટે આહારાદિ લાવતા નથી અને તેના માટે કોઈ લાવીને દે તો લેતા નથી પરંતુ પોતપોતાના માટે લાવેલા આહારમાંથી સેવાર્થે આપ–લે કરવાનો તેઓને વિકલ્પ–આગાર હોય છે. પોતાના આહારમાંથી અન્ય સાધુને દેતાં ઊણોદરી તપ થાય છે. દીધા પછી પોતાના માટે બીજી વાર લેવા જતાં નથી.

अहातिरित्तेण :- આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે. (1) આહાર કર્યા પછી વધેલો આહાર .

(ર) આહાર કર્યા પહેલાં વધારે દેખાતો આહાર. ( 3) સ્વયં ઊણોદરી કરી શકે , ઓછા આહારથી ચલાવી શકે , આ અપેક્ષાએ વધારાનો આહાર.

वेयावडियं करणाए :- (1) વૈયાવૃત્ય કરવાના ભાવોથી અર્થાત્ શાતા પહોંચાડવા માટે (ર) સેવાનો અર્થ ન કરતાં કેવળ ઉપયોગ માટે આહાર દેવામાં આવે તેને અહીં વૈયાવૃત્ય જ કહેલ છે (3)વ્યવહારસૂત્રમાં પોતાના માટે ગોચરી લાવવાને પણ વૈયાવૃત્ય શબ્દથી કહેલ છે તેથી अहातिरित्तेण ના ત્રણે ય અર્થમાં વૈયાવૃત્ય શબ્દ ઘટિત થાય છે.

સૂત્રોક્ત ચાર અભિગ્રહોમાંથી જેમાં બીજા પાસેથી આહાર મંગાવવાનો કે બીજા માટે લાવવાનો ત્યાગ હોય તેમાં આ બે આગાર હોય છે. (1) યથાપ્રાપ્ત આહારમાંથી આપીને નિર્જરા તેમજ પરસ્પર ઉપકારની દષ્ટિથી સાધર્મિકોની સેવા કરીશ. (ર) તે સાધર્મિકો પાસેથી પણ આ જ દષ્ટિથી સેવા લઈશ.

ચૂર્ણિકારે આને પણ પ્રતિમા તથા અભિગ્રહ વિશેષ કહ્યા છે.

પાદપોપગમન અનશન :

4 जस्स णं भिक्खुस्स एवं भवइसे गिलामि खलु अहं इमम्मि 319

समए इमं सरीरगं अणुपुव्वेणं परिवहित्तए । से अणुपुव्वेणं आहारं संवट्टेज्जा, अणुपुव्वेणं आहारं संवट्टेत्ता कसाए पयणुए किच्चा समाहियच्चे फलगावतठ्ठी उठ्ठाय भिक्खू अभिणिव्वुडच्चे अणुपविसित्ता गामं वा जाव रायहाणिं वा तणाइं जाएज्जा , तणाइं जाएत्ता से तमायाए एगंतमवक्कमेज्जा गंतमवक्कमेत्ता अप्पंडे जाव मकडासंताणए तणाइं संथरेज्जा , तणाइं संथरेत्ता एत्थ वि समए कायं जोगं इरियं पच्चक्खाएज्जा । तं सच्चं सच्चवाई ओए तिण्णे छिण्णकहंकहे आतीतठ्ठे अणातीते चिच्चाण भेउरं कायं संविहुणिय विरूवरूवे परीसहोवसग्गे अस्सिं विसंभणयाए भेरवमणु चिण्णे । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ विअंतिकारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । त्ति बेमि । ॥ सत्तमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– एत्थ = , वि = પણ , समये = સમયમાં , कायं = કાયાને , = અને , जोगं = યોગને, = અને , इरियं = ઈર્યાના , पच्चक्खाएज्जा = પચ્ચકખાણ કરે.

ભાવાર્થ :– જે સાધુના મનમાં એવો અધ્યવસાય ઉત્પન્ન થાય છે હું આ અત્યંત વૃદ્ધ તેમજ અશક્ત શરીર દ્વારા આવશ્યક ક્રિયાઓ કરવા માટે અસમર્થ થઈ ગયો છું , ત્યારે તે ભિક્ષુ ક્રમથી આહારને ઘટાડતાં કષાયોને પણ કૃશ કરે.

આમ કરવા સમાધિપૂર્ણ લેશ્યા(અંતઃકરણની વૃત્તિ) વાળા તથા લાકડાના પાટિયાની જેમ શરીર અને કષાયો બંને રીતે કૃશ થયેલ તે સાધક સમાધિ મરણ માટે ઉત્થિત થઈ શરીરના સંતાપને પૂર્ણતયા શાંત કરે છે.

આ પ્રમાણે સંલેખનાની ભૂમિકા યુક્ત તે ભિક્ષુ ગામ યાવત્ રાજધાનીમાં પ્રવેશ કરીને ઘાસની યાચના કરે. જે ઘાસ મળ્યું હોય તેને લઈને તે ગામાદિની બહાર એકાંતમાં ચાલ્યા જાય , ત્યાં જઈને જ્યાં કીડા , ઈંડા યાવત્ કરોળીયાના જાળા ન હોય તેવા સ્થાનનું સારી રીતે પ્રતિલેખન કરી , પ્રમાર્જન કરી ઘાસની પથારી કરે. ઘાસની પથારી કરી તે શરીર , શરીરની પ્રવૃત્તિ અને ગમનાગમનાદિ ક્રિયાઓનો ત્યાગ કરે અર્થાત્ પાદપોપગમન સંથારાને સ્વીકારે.

આ પાદપોપગમન અનશન સત્ય છે. તેને સ્વીકારનારા સત્યવાદી છે , જીવનના અંત સુધી દઢ રહેનાર છે. તેઓ વીતરાગ , સંસાર–પારગામી , શંકાઓથી મુક્ત , સર્વથા કૃતાર્થ , જીવાદિ પદાર્થોના સાંગોપાંગ જ્ઞાતા અથવા સમસ્ત પ્રયોજનોથી અતીત , પરિસ્થિતિઓથી અપ્રભાવિત રહે છે.

તે ભિક્ષુ પ્રતિક્ષણ નાશવંત શરીરને છોડી , વિવિધ પ્રકારના ઉપસર્ગો અને પરીષહો ઉપર વિજય વિમોક્ષ અધ્ય–8 , ઉ : 7

320 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પ્રાપ્ત કરીને, ''શરીર અને આત્મા અલગ–અલગ છે ,'' આ સર્વજ્ઞ પ્રરૂપિત ભેદ–વિજ્ઞાનમાં પૂર્ણ વિશ્વાસ સાથે જ જેણે આ ઘોર અનશનનો શાસ્ત્રીય વિધિ અનુસાર સ્વીકાર કર્યો છે , તે સાધકનું મૃત્યુ સ્વાભાવિક જ હોય છે , તે મૃત્યુથી તે સર્વ કર્મ ક્ષય કરનાર પણ થઈ જાય છે.

આ રીતે આ પાદપોપગમનરૂપ અનશન મોહથી મુક્ત કરાવનાર છે , હિતકર , સુખકર , સક્ષમ, કલ્યાણકર અને જન્માન્તરમાં પણ સાથે ચાલનાર છે અર્થાત્ સર્વ ભવોને સુધારનાર છે. – એમ ભગવાને કહ્યું છે.

।। સાતમો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

આ સૂત્રમાં સમાધિ મરણનો ત્રીજો પ્રકાર–પાદપોપગમન અનશનનું વર્ણન છે. આ અનશન વિશિષ્ટ સંહનનવાળા જ સ્વીકારી શકે છે. આ સૂત્રમાં શાસ્ત્રકારે આ અનશનના નામનું સૂચન કરેલ નથી છતાં સૂત્રના વર્ણન ક્રમથી સહજ સ્પષ્ટ થાય છે કે આ પાદપોપગમન અનશનનું વર્ણન છે. સમવાયાંગ સૂત્ર 17 માં તેનું નામ पाओवगमण કહેલ છે. ટીકાકારે આ શબ્દની બે પ્રકારે છાયા કરીને અર્થ કર્યો છે.

(1) પાદપોપગમન :– પાદપ એટલે વૃક્ષ , જે રીતે વિષમ કે સમ અવસ્થામાં નિશ્ચેષ્ટ રહે છે. ગમે તે પરિસ્થિતિમાં પોતાના સ્થાનથી ચલ વિચલ થાય નહીં. તે રીતે આ અનશન સાધક જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં જ જીવન પર્યંત નિશ્ચલ –નિશ્ચેષ્ટ રહે છે. આ પ્રકારે પાદપની જેમ તેઓનો ઉપગમન–જીવન વ્યવહાર હોય છે તેથી તેઓના અનશનને 'પાદપોપગમન ' કહેવાય છે. પાદપોપગમન અનશનના સાધક શરીરના સંબંધમાં કોઈ પણ પ્રકારે બીજાની સેવા લેતા નથી.

(ર) પ્રાયોપગમન :– જ્યાં અને જે રૂપે સાધકે પોતાના શરીરને રાખ્યું હોય ત્યાં તે જ રૂપે આયુ પૂર્ણ થાય ત્યાં સુધી નિશ્ચલ રહે , શરીરને જરાપાત્ર પણ હલાવે નહિ. સ્વ અને પર બંનેની સેવા શુશ્રૂષાથી રહિતનું જે મરણ થાય , તે પ્રાયોપગમન મરણ છે. બંને શબ્દોના પ્રયોગમાં 'પાદપોપગમન ' શબ્દપ્રયોગ વધારે પ્રચલિત છે.

આ સંથારાની સર્વ વિધિ ઈંગિતમરણ જેવી જ છે , પરંતુ ઈંગિતમરણમાં પૂર્વના નિયત ક્ષેત્રમાં હાથ–પગાદિ અવયવોનું સંચાલન કરી શકાય છે જ્યારે પાદપોપગમનમાં એક જ નિયત સ્થાન પર ભિક્ષુ નિશ્ચેષ્ટ રહે છે. શરીર સંબંધી કોઈ પણ સેવા પોતે કરતા નથી અને બીજાની સેવા પણ લેતા નથી.

તેની સેવામાં રહેનાર શ્રમણ તેમની ઉપધિ પ્રતિલેખન દેખરેખ વગેરે કરે છે. સૂત્રમાં આ પ્રત્યાખ્યાન વિષયક ત્રણ શબ્દો કહ્યા છે–

कायं जोगं इरियं पच्चक्खाएज्जा :- પાદપોપગમનમાં વિશેષ રૂપે ત્રણ બાબતોના પ્રત્યાખ્યાન અનિવાર્ય હોય છે. 1. कायं च–શરીરના મમત્વનો પૂર્ણ રૂપે ત્યાગ. ર.जोगं च–શરીરગત યોગ–આકુંચન , પ્રસારણ આદિ કાય વ્યાપાર , મન–વચનના સ્થૂલ યોગ. આ પ્રકારે ત્રણે યોગનો ત્યાગ 321

કરે છે. 3. ईरियं च–ઈર્યા–સમસ્ત ગમનાગમન વગેરે પ્રવૃત્તિનો ત્યાગ કરે છે.

વિશેષ એ છે કે પાદપોપગમન અનશનના સાધક મળ–મૂત્રના ત્યાગ માટે બીજી જગ્યાએ જઈને પાછા પોતાની જગ્યાએ આવી , જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં સ્થિર થઈ જાય છે. આ અનશન ગ્રહણ કરવાની સર્વ વિધિ ઘાસનો સંથારો કરવો અને પર્વત , વન આદિ એકાંત સ્થાનમાં જવું વગેરે ઈંગિનીમરણની જેમ સમજવું.

શરીર વિમોક્ષમાં પાદપોપગમન અનશન પ્રબળ તેમજ ઉત્કૃષ્ટ સહાયક છે.

ા અધ્યયન–8/7 સંપૂર્ણા આઠમું અધ્યયન : આઠમો ઉદ્દેશક વિમોક્ષનું જ્ઞાન :

अणुपुव्वेण विमोहाइं , जाइं धीरा समासज्ज । वसुमंतो मइमंतो , सव्वं णच्चा अणेलिसं ॥ શબ્દાર્થ :– अणुपुव्वेण = અનુક્રમથી , विमोहाइं = મોહ રહિત ત્રણ મરણોમાંથી કોઈ એકને , जाइं = જેનું વિધાન કર્યું છે તે , समासज्ज = પ્રાપ્ત કરીને સમાધિ પૂર્વક શરીરનો ત્યાગ કરે , ધારણ કરે , सव्वं = પૂર્ણ રૂપથી , સર્વ પ્રકારે , णच्चा = સમજીને, જાણીને , अणेलिसं = જેના સમાન બીજા કોઈ નથી એવું અનુપમ.

ભાવાર્થ :– જે ભક્ત પ્રત્યાખ્યાન , ઈંગિતમરણ તેમજ પાદપોપગમન આ ત્રણ વિમોક્ષ ક્રમથી સમાધિ મરણ રૂપે બતાવ્યા છે , તે અનુપમ વિમોક્ષને ધૈર્યવાન , સંયમરૂપ ધનથી યુક્ત , તેમજ હેયોપાદેયના પરિજ્ઞાતા મતિમાન ભિક્ષુ પૂર્ણરૂપે સમજીને ધારણ કરે છે.

વિવેચન :

પૂર્વ ઉદ્દેશકોમાં જે ત્રણ સમાધિ મરણરૂપ અનશનોનું નિરૂપણ કર્યું છે , તેઓના વિશેષ આંતરિક વિધિ–વિધાનોના વિષયમાં આ ઉદ્દેશકમાં ક્રમથી પદ્યરૂપે વર્ણન કર્યું છે.

અનશન સાધના બે પ્રકારે થાય છે તે આ પ્રમાણે છે– (1) સવિચાર અને, (ર) અવિચાર.

सविचार अनशन :- ક્રમિક સાધના–સંલેખના યુક્ત અનશન. તેમાં જઘન્ય છ મહીના ઉત્કૃષ્ટ બાર વર્ષ સુધીની સાધના હોય છે. ત્યાર પછી અનશન ધારણ કરે છે.

अविचार अनशन :- એકાએક ઉપસર્ગ આવે , શરીર શૂન્ય કે બેહોશ થઈ જાય , મૃત્યુ પ્રાપ્ત કરાવે તેવી 1

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

322 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ બીમારી આવે ત્યારે આકસ્મિક નિર્ણય કરી અનશન કરે તો તે અવિચાર અનશન કહેવાય છે. આ બંને પ્રકારોમાં ત્રણે ય પ્રકારના પંડિતમરણનું આરાધન કરી શકાય છે.

આ અધ્યયનમાં વિશેષ કરીને સવિચાર અનશનનું વિવરણ છે. તેને આનુપૂર્વી અનશન , અવ્યાઘાત અનશન , સપરાક્રમ અનશન પણ કહેવાય છે.

अणुपुव्वेण विमोहाइं :- આ ગાથામાં ત્રણે પ્રકારના પંડિત મરણોને વિમોહ કહેલ છે કારણ કે આ સર્વમાં શરીરાદિ પ્રત્યેનો મોહ સર્વથા છોડવાનો હોય છે. સમાધિમરણ માટે ચાર વાત આવશ્યક છે જેમ કે– (1) આ સર્વ વિમોહોને , સર્વ પ્રકારથી સારી રીતે જાણીને , તેમના વિધિ–વિધાનો , કૃત્ય–અકૃત્યોને સમજીને (ર) પોતાની ધૃતિ , સંહનન , બલાબલ આદિનું માપ કાઢીને (3) સંયમરૂપ ધનથી ધનવાન, (4) ધીર અને હેયોપાદેયની વિવેક બુદ્ધિથી ઓતપ્રોત ભિક્ષુએ , આમાંથી યથાયોગ્ય એક સમાધિમરણને પસંદ કરી સમાધિપૂર્વક તેનું પાલન કરવું જોઈએ.

ભક્તપ્રત્યાખ્યાન અનશન આરાધના :

दुविहं पि विदित्ताणं , बुद्धा धम्मस्स पारगा । अणुपुव्वीए संखाए , कम्मुणाओ तिउट्टइ ॥ શબ્દાર્થ :– दुविहं पि = બંને પ્રકારના અર્થાત્ બાહ્ય અને આભ્યંતર પરિગ્રહને , विदित्ताणं = જાણીને તેમજ ત્યાગ કરીને, बुद्धा = તત્ત્વજ્ઞ પુરુષ,धम्मस्स पारगा= શ્રુત ચારિત્રરૂપ ધર્મના પારગામી, अणुपुव्वीए = અનુક્રમથી સંયમની ક્રિયાઓનું પાલન કરે , संखाए = યથાયોગ્ય મરણનો નિશ્ચય કરીને , कम्मुणाओ ( आरंभाओ ) = કર્મોથી , આરંભથી , तिउट्टइ = છૂટી જાય છે.

ભાવાર્થ :– ધર્મના પારગામી પ્રબુદ્ધ ભિક્ષુ બંને પ્રકારે શરીર ઉપકરણાદિ બાહ્ય પદાર્થો તથા રાગાદિ આંતરિક વિકારોની હેયતાનો અનુભવ કરી અનુક્રમથી વિચાર કરીને કોઈ એક અનશન દ્વારા કર્મનો ક્ષય કરે છે.

कसाए पयणुए किच्चा , अप्पाहारो तितिक्खए । अह भिक्खू गिलाएज्जा , आहारस्सेव अंतियं ॥ શબ્દાર્થ :– कसाए = કષાયોને , पयणुए = મંદ , પાતળા , किच्चा = કરીને , अप्पाहारे = અલ્પઆહાર કરે , तितिक्खए = સહન કરે, अह = જો આ રીતે કરતાં , भिक्खू = સાધુ , गिलाएज्जा = ગ્લાન થાય તો , आहारस्सेव = આહારનો જ , अंतियं = અંત કરે.

ભાવાર્થ :– પૂર્વે કહેલ સંલેખનાથી કષાયોને કૃશ કરીને , અલ્પાહારી બની પરીષહો તેમજ દુર્વચનોને સહન કરે , જો ભિક્ષુ આ પ્રકારે કરતાં સંલેખનાની મધ્યમાં ક્યારેક ગ્લાન થઈ જાય ત્યારે આહારનો જ 2

3

323

ત્યાગ કરી તપ કરે.

जीवियं णाभिकंखेज्जा , मरणं णो वि पत्थए । दुहओ वि सज्जेज्जा , जीविए मरणे तहा ॥ શબ્દાર્થ :– जीवियं = જીવનની , णाभिकंखेज्जा = ઈચ્છા કરે નહિ , मरणं वि = મરણની પણ, णो पत्थए = ઈચ્છા કરે નહિ , दुहओ वि = બંનેમાં પણ , सज्जेज्जा = આસક્ત ન થાય.

ભાવાર્થ :– સંલેખના તેમજ અનશન સાધનામાં સ્થિત શ્રમણ જીવવાની આકાંક્ષા કરે નહિ , મરવાની અભિલાષા કરે નહિ. જીવન અને મરણ બંનેમાં આસક્ત થાય નહિ. બંનેમાં અનાસક્ત રહે.

मज्झत्थो णिज्जरापेही , समाहिमणुपालए । अंतो बहिं विउसिज्ज , अज्झत्थं सुद्धमेसए ॥ શબ્દાર્થ :– मज्झत्थो = મધ્યસ્થ ભાવમાં સ્થિત , જીવન મરણની આકાંક્ષાથી રહિત , णिज्जरापेही= નિર્જરાની અપેક્ષા રાખનાર, समाहिमणुपालए = સમાધિનું પાલન કરે અને , अंतो = આંતરિક કષાયોને તથા,बहिं= બાહ્ય અર્થાત્ શરીરના ઉપકરણોને, विउसिज्ज = ત્યાગીને,अज्झत्थं= અંતઃકરણની,सुद्धमेसए = શુદ્ધિની કામના કરે.

ભાવાર્થ :– મધ્યસ્થભાવમાં અર્થાત્ સુખ દુઃખમાં સમ પરિણામી બનીને અને નિર્જરાની ભાવના યુક્ત બની ભિક્ષુ સમાધિનું અનુપાલન કરે , સમાધિ ભાવમાં સ્થિર રહે અને રાગદ્વેષ , કષાયાદિ આંતરિક [પરિગ્રહ]તથા શરીર ઉપકરણાદિ બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી શુદ્ધ અધ્યાત્મની એષણા કરે અર્થાત્ અધ્યાત્મ ભાવમાં રમણ કરે.

जं किंचुवक्कमं जाणे , आउक्खेमस्स अप्पणो । तस्सेव अंतरद्धाए , खिप्पं सिक्खेज्ज पंडिए ॥ શબ્દાર્થ :– जं किं = જે કંઈક , उवक्कमं = ઉપક્રમ , વિધ્ન , બાધા , जाणे = સમજે, आउक्खेमस्स = આયુની કુશળતામાં પાળવા યોગ્ય , तस्सेव = તે જ , अंतरद्धाए = સંલેખના કાળમાં, खिप्पं = જલ્દી , सिक्खेज्ज = આત્માને શિક્ષિત કરે.

ભાવાર્થ :– (12 વર્ષીય ક્રમ પ્રાપ્ત) સંલેખનાકાળમાં ભિક્ષુને જો પોતાના આયુના ક્ષેમ કુશલતામાં થોડું પણ ઉપક્રમ–સંકટ આવ્યું જણાય તો તે પંડિત ભિક્ષુ સંલેખના કાલમાં જ શીઘ્રતાપૂર્વક ભક્ત–

પ્રત્યાખ્યાનાદિ કોઈ પણ પંડિત મરણ સ્વીકાર કરવા માટે તત્પર થઈ જાય.

गामे अदुवा रण्णे , थंडिलं पडिलेहिया । अप्पपाणं तु विण्णाय , तणाइं संथरे मुणी ॥ 4

5

6

7

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 8

324 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શબ્દાર્થ :– थंडिलं = સ્થંડિલભૂમિનું , पडिलेहिया = પ્રતિલેખન–પ્રમાર્જન કરીને , अप्पपाणं = બેઈન્દ્રિયાદિ જીવોથી રહિત , तु = નિશ્ચયથી , विण्णाय = જાણીને.

ભાવાર્થ :– ભક્ત પ્રત્યાખ્યાનાદિ સ્વીકારવા માટે સાધક ગામ કે વનમાં જઈને સ્થંડિલભૂમિનું પ્રતિલેખન–અવલોકન કરે તેમજ જીવજંતુ રહિતનું સ્થાન જાણીને ત્યાં સંથારો કરવા મુનિ ઘાસ પાથરે.

अणाहारो तुयट्टेज्जा , पुठ्ठो तत्थऽहियासए । णाइवेलं उवचरे , माणुस्सेहिं वि पुठ्ठओ ॥ શબ્દાર્થ :– अणाहारो = આહારનો ત્યાગ કરીને , तुयट्टेज्जा = તે શય્યા ઉપર સૂઈ જાય , पुठ्ठो = પરીષહ , ઉપસર્ગનો સ્પર્શ થવા પર , तत्थ = ત્યાં , अहियासए = સહન કરે , अइवेलं उवचरे = પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ , माणुस्सेहिं = મનુષ્યાદિ વિષયક અનુકૂળ , પ્રતિકૂળ ઉપસર્ગોને , वि पुठ्ठओ = પ્રાપ્ત થવા પર .

ભાવાર્થ :– સાધુ તે ઘાસની પથારી પર નિરાહારી બનીને ત્રિવિધ કે ચતુર્વિધ આહારના પ્રત્યાખ્યાન કરીને શાંતભાવથી સૂઈ જાય. તે સમયે મનુષ્યકૃત અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગોથી ઘેરાવા પર સમભાવપૂર્વક સહન કરે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરે નહિ.

संसप्पगा जे पाणा , जे उड्ढमहेचरा । भुंजंते मंससोणियं , छणे पमज्जए ॥ શબ્દાર્થ :– संसप्पगा = કીડી , શિયાળાદિ ભૂમિ પર ચાલનારા , उड्ढं = ઉપર આકાશમાં ઊડનારા ગીધાદિ , अहेचरा = નીચે અર્થાત્ બિલમાં રહેનારા સર્પાદિ જીવો , भुंजंते = ભક્ષણ કરતાં , मंससोणियं = માંસ અને લોહીનું , छणे = સાધુ તેને મારે નહિ , पमज्जए = રજોહરણથી પ્રમાર્જન કરે નહિ, હટાવે નહીં.

ભાવાર્થ :– ભૂમિ પર ચાલનારા કીડી , શિયાળાદિ જે જીવો છે અને ગીધ આદિ આકાશમાં ઊડનારા છે કે નીચે બિલોમાં રહેનારા સર્પાદિ પ્રાણીઓ છે , તેઓ કદાચ અનશનધારી મુનિના શરીરનું માંસ ટોંચે અને લોહી પીવે તો મુનિ તેઓને મારે નહિ અને રજોહરણાદિથી પ્રમાર્જન પણ કરે નહિ અર્થાત્ દૂર હટાવે નહીં.

पाणा देहं विहिंसंति , ठाणाओ वि उब्भमे । आसवेहिं विवित्तेहिं , तिप्पमाणोऽहियासए ॥ શબ્દાર્થ :– पाणा = ઉપર કહેલા પ્રાણીઓ , देहं = શરીરનો , विहिंसंति = નાશ કરે છે ठाणाओ = તે જગ્યાએથી , वि उब्भमे = દૂર પણ ન જાય , आसवेहिं = આસ્રવોથી , विवित्तेहिं = અલગ 8

9

10

325

થઈને,तिप्पमाणो= પ્રસન્નતાપૂર્વક , આત્મિક સુખથી તૃપ્ત થઈ, अहियासए = સર્વ કષ્ટોને સમભાવપૂર્વક સહન કરે.

ભાવાર્થ :– આ પ્રાણીઓ મારા શરીરનો નાશ કરી રહ્યા છે , મારા જ્ઞાનાદિ આત્મગુણોનો નહિ , આવો વિચાર કરીને મુનિ તે જગ્યાએથી ઊઠીને બીજે જાય નહિ. હિંસાદિ આસ્રવોથી પૃથક્ થઈ અમૃત સિંચનની સમાન આત્મામાં તૃપ્તિનો અનુભવ કરતાં અર્થાત્ પ્રસન્ન ભાવે તે ઉપસર્ગોને સહન કરે.