This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

कालण्णे बलण्णे :- આ સર્વ વિશેષણો ભિક્ષાજીવી સાધકની યોગ્યતા બતાવવા માટે , લોક વિજય નામના બીજા અધ્યયનના પાંચમા ઉદ્દેશકમાં કહ્યા છે અને ત્યાં તેની વ્યાખ્યા પણ કરી છે. અહીં તે વિશેષણોને સામાન્ય રીતે સંયમીના વિશિષ્ટ ગુણરૂપે સમજી શકાય છે , તેથી સાધક આહારવિહાર વગેરે સર્વ વિષયમાં કાલજ્ઞ આદિ હોય છે.

दुहओ छेत्ता णियाइ :- 'દુહત ' શબ્દના બે અર્થ છે– (1) રાગદ્વેષને છેદીને (ર) બાહ્ય આભ્યંતર પરિગ્રહથી મુક્ત થઈને સાધક સંયમાનુષ્ઠાનમાં નિશ્ચયથી પ્રયાણ કરે છે. તાત્પર્ય એ છે કે– સાધક સંયમમાં નિશ્ચિત રૂપે પ્રગતિ કરે છે , મોક્ષાભિમુખ સાધનાને વેગવંતી બનાવીને મોક્ષ તરફ પ્રયાણ કરે છે.

શીતપરીષહમાં આચારનિષ્ઠા :

तं भिक्खुं सीयफासपरिवेवमाणगायं उवसंकमित्तु गाहावई बूया–

आउसंतो समणा ! णो खलु ते गामधम्मा उब्बाहंति ? आउसंतो गाहावई !

णो खलु मम गामधम्मा उब्बाहंति । सीयफासं णो खलु अहं संचाएमि अहियासित्तए । णो खलु मे कप्पइ अगणिकायं उज्जालित्तए वा पज्जालित्तए वा कायं आयावित्तए वा पयावित्तए वा ; अण्णेसिं वा वयणाओ । सिया एवं वदंतस्स परो अगणिकायं उज्जालेत्ता पज्जालेत्ता कायं आयावेज्जा वा पयावेज्जा वा । तं भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए त्ति बेमि । ॥ तइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– सीयफासपरिवेवमाणगायं = ઠંડીના કારણે જેનુંं શરીર ધ્રૂજતું હોય તેવા ,उवसंकमित्तु = પાસે આવીને , गामधम्मा = ઈન્દ્રિય વિષયો , उब्बाहंति = પીડિત કરે છે , सीयफास = શીતસ્પર્શને , णो संचाएमि = સમર્થ નથી , अहियासित्तए = સહન કરવા માટે , उज्जालित्तए = કંઈક જ્લાવવું, पज्जालित्तए = વિશેષરૂપેથી પ્રજ્વલિત કરવું , कायं = શરીરને , आयावित्तए = કંઈક તાપ આપવો, તપાવવું , पयावित्तए = વિશેષરૂપથી તપાવવું , अण्णेसिं वा वयणाओ = વચનથી કહીને બીજા પાસેથી કરાવે નહિ.

ભાવાર્થ :– ઠંડીથી ધ્રૂજતા શરીરવાળા સાધુની પાસે આવીને કોઈ ગૃહસ્થ કહે– હે આયુષ્યમાન્ શ્રમણ ! તમોને ઈન્દ્રિય વિષયો તો પીડિત કરતા નથી ને ? ત્યારે મુનિ કહે– હે આયુષ્માન્ ગૃહસ્થ ! મને ઈન્દ્રિય વિષયો પીડા કરતા નથી , પરંતુ મારું શરીર નિર્બળ હોવાના કારણે હું ઠંડીને સહન કરવામાં અસમર્થ છું , તેથી મારું શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું છે.

3

293

[ તમે અગ્નિ કેમ જલાવતા નથી ? આ પ્રમાણે ગૃહસ્થ પ્રશ્ન કરે ત્યારે ]મુનિ કહે કે અગ્નિકાયને થોડી જલાવવી , પ્રજ્વલિત કરવી , તેનાથી શરીરને થોડું પણ તપાવવું કે વિશેષ તપાવવું , બીજાને કહીને અગ્નિ પ્રજ્વલિત કરાવવી વગેરે અમોને કલ્પતું નથી , જૈન મુનિ એમ કરતા નથી.

કદાચ આ પ્રમાણે પ્રત્યુત્તર દેવા પર તે ગૃહસ્થ અગ્નિકાયને થોડી પ્રજ્વલિત કરી કે વિશેષ પ્રજ્વલિત કરી સાધુના શરીરને થોડું તપાવે કે વિશેષ રૂપથી તપાવે તો તે સમયે અગ્નિકાયના આરંભને પોતાની બુદ્ધિથી વિચારી આગમ દ્વારા સારી રીતે જાણી ભિક્ષુ તે ગૃહસ્થને કહે કે અગ્નિકાયનું સેવન હું કરી શકુ નહિ અથવા પોતાના આત્માને તે અગ્નિનું સેવન નહીં કરવા માટે આજ્ઞાપિત–અનુશાસિત કરે અને ભાવુક ગૃહસ્થની તે ભક્તિનું અનુમોદન પણ કરે નહીં. – એમ ભગવાને કહ્યું છે.

।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

गाम धम्मा उब्बाहंति :- આ સૂત્રમાં કોઈ ભાવિક ગૃહસ્થની શંકા અને તેનું સમાધાન કર્યું છે. કોઈ યુવાન ભિક્ષાજીવી સાધુ ગોચરી માટે ફરી રહ્યા હોય. તે સમયે તેના શરીર પર પૂરા વસ્ત્રો નહિ હોવાના કારણે તે સાધક ઠંડીથી ધ્રૂજી રહ્યા હોય. તેને જોઈને તેની પાસે આવી કોઈ ભાવિક ગૃહસ્થ પૂછે કે તમો ધ્રૂજો છો શા માટે ? શું તમોને ઈન્દ્રિય વિષયો પીડા આપે છે ? તે સમયે આ ગૃહસ્થની શંકાનું સમાધાન કરે અને વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરે.

सीयफासं णो खलु अहियासित्तए :- હું ઠંડીને સહન કરી શકતો નથી. પોતાની કલ્પમર્યાદાના જાણકાર સાધુ અગ્નિકાયના સેવનને અનાચરણીય સમજે છે. કોઈ ભાવિક ભક્ત અગ્નિ પ્રગટાવી સાધુના શરીરને તપાવવા લાગે તો સાધુ તેને સમભાવ પૂર્વક સ્પષ્ટરૂપે અગ્નિ સેવનનો નિષેધ કરે.

ગૃહસ્થ આવા પ્રશ્ન પૂછે ત્યારે સાધુ ગુસ્સે ન થાય પરંતુ શાંતિથી કહે કે મારી શારીરિક ક્ષમતાથી વધારે ઠંડી હોવાના કારણે મારું શરીર સહેજે ધ્રૂજી રહ્યું છે , બીજું કોઈ કારણ નથી. આ રીતે કહેવાથી ગૃહસ્થ ભક્તિમાં આવીને અગ્નિના સાધનનું નિમંત્રણ આપે , તેનો સાધુ નિષેધ કરે અને તેને સ્પષ્ટ સમજાવે કે જૈન સિદ્ધાંતાનુસાર અગ્નિકાયમાં જીવોનું અસ્તિત્વ હોય છે. તેમાં અસંખ્ય જીવો સમયે સમયે જન્મે અને મરે છે , તેથી જૈન શ્રમણ અગ્નિ પ્રજ્વલિત કરવાની અનુમોદના પણ કરે નહીં અને અગ્નિથી શરીરને તપાવવું એ પણ સંયમવિધિ મુજબ કલ્પનીય નથી.

ા અધ્યયન–8/3 સંપૂર્ણા આઠમું અધ્યયન : ચોથો ઉદ્દેશક ત્રણ વસ્ત્રના અભિગ્રહધારી મુનિ :

1 जे भिक्खू तिहिं वत्थेहिं परिवुसिए पायचउत्थेहिं । तस्स णं णो एवं વિમોક્ષ અધ્ય–8 , ઉ : 4

294 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ भवइ–चउत्थं वत्थं जाइस्सामि । से अहेसणिज्जाइं वत्थाइं जाएज्जा, अहापरिग्गहियाइं वत्थाइं धारेज्जा , णो धोएज्जा , णो रएज्जा , णो धोयरत्ताइं वत्थाइं धारेज्जा , अपलिउंचमाणे गामंतरेसु , ओमचेलिए । एयं खु वत्थधारिस्स सामग्गियं । શબ્દાર્થ :– जे = જે , भिक्खू = સાધુ , तिहिं वत्थेहिं = ત્રણ વસ્ત્રોથી , ત્રણ વસ્ત્રોની પ્રતિજ્ઞાથી, परिवुसिए = રહે છે , पायचउत्थेहिं = ચોથા પાત્રો રાખવાની મર્યાદા કરે છે , तस्स = તેને , एवं = આ પ્રમાણે , णो भवइ = થાય નહિ, चउत्थं वत्थं = ચોથા વસ્ત્રની , जाइस्सामि = યાચના કરીશ , से = તે સાધુ , अहेसणिज्जाइं = એષણા અનુસાર , जाएज्जा = યાચના કરે અને , अहापरिग्गहियाइ = જેવા વસ્ત્ર ગ્રહણ કર્યા છે તેવા જ , णो धोएज्जा = તે વસ્ત્રને ધોવે નહિ , णो रएज्जा = રંગે નહિ, धोयरत्ताइं = ધોયેલા કે રંગેલા અથવા પહેલા ધોઈને પછી રંગેલા , अपलिउंचमाण = પોતાના વસ્ત્રને છુપાવ્યા વિના તથા , गामंतरेसु = બીજા ગામમાં જતા સાધુ , ओमचेलिए = અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને ધારણ કરતા જાય , सामग्गिय = સામગ્રી , આચાર છે.

ભાવાર્થ :– જે ભિક્ષુએ ત્રણ વસ્ત્ર અને ચોથા પાત્રોને રાખવાની મર્યાદા–અભિગ્રહ કર્યો છે , તેના મનમાં એવો અધ્યવસાય થતો નથી કે– ''હું ચોથા વસ્ત્રની યાચના કરીશ ''. તે એષણીય–મર્યાદાનુસાર ગ્રહણીય વસ્ત્રોની યાચના કરે અને જેવા વસ્ત્રો ગ્રહણ કર્યા છે તે વસ્ત્રોને ધારણ કરે. તે વસ્ત્રોને ધોવે નહીં, રંગે નહીં , અર્થાત્ ધોયા પછી ગળીના રંગથી રંગે નહીં , તે ધોયેલા–રંગેલા વસ્ત્રોને ધારણ કરે નહીં.

બીજા ગામ આદિમાં વિચરતાં તે વસ્ત્રોને છુપાવે નહીં. તે અભિગ્રહધારી મુનિ પરિમાણ અને મૂલ્યની દષ્ટિએ થોડા અને અતિસામાન્ય વસ્ત્ર રાખે. વસ્ત્રના અભિગ્રહધારી મુનિનો આ આચાર છે.

अह पुण एवं जाणेज्जा–उवाइक्कंते खलु हेमंते , गिम्हे पडिवण्णे, से अहापरिजुण्णाइं वत्थाइं परिठ्ठवेज्जा , अदुवा संतरुत्तरे , अदुवा ओमचेलिए , अदुवा एगसाडे , अदुवा अचेले । लाघवियं आगममाणे । तवे से अभिसमण्णागए भवइ। जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :– अह = ત્યાર પછી , पुण = ફરી , एवं = એમ , जाणेज्जा = જાણે કે , उवाइक्कंत = વ્યતીત થઈ ગઈ છે , हेमंते = હેમંતૠતુ , गिम्हे = ગ્રીષ્મૠતુ , पडिवण्णे = આવી ગઈ છે, अहापरिजुण्णाइं = જીર્ણ વસ્ત્ર , परिठ्ठवेज्जा = છોડી દે , संतरुत्तरे = ત્રણ વસ્ત્ર–પછેડી રાખે , એક પછી એક એમ ત્રણે ય વસ્ત્ર–પછેડીનો ઉપયોગ કરે , એકને ઓઢે એકને રાખે , अदुवा = અથવા તે, ओमचेले = ત્રણ વસ્ત્રમાંથી એક ઓછું થાય ત્યારે બે રહે , एगसाडे = એક જ વસ્ત્ર રહે , अचेले = વસ્ત્ર રહિત , અચેલ થઈ જાય , लाघविय = લઘુતાને , અલ્પોપધિ , आगममाणे = પ્રાપ્ત કરતાં , तवे = તપની,से = સાધુને , अभिसमण्णागए भवइ = પ્રાપ્તિ થાય છે,जहेय = જે કંઈ , भगवया= ભગવાને, 2

295

पवेइयं = ફરમાવ્યું છે , तमेव = તેને જ , अभिसमेच्चा = જાણીને.

ભાવાર્થ :– જ્યારે ભિક્ષુ એ જાણે કે 'હેમન્ત ૠતુ ' હવે પસાર થઈ ગઈ છે , ' ગ્રીષ્મ ૠતુ ' આવી ગઈ છે, ત્યારે જે જે વસ્ત્રો જીર્ણ થયા હોય તેને સંયમવિધિથી પરઠી દે , તે જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરી દે. આ પ્રકારે કયારેક તે ત્રણ વસ્ત્રોને ધારણ કરે અને એક જીર્ણ વસ્ત્રને છોડી દે તો બે વસ્ત્રથી રહે , જો બે જીર્ણ વસ્ત્રોનો ત્યાગ કરે તો એક વસ્ત્રવાન થઈને રહે અને જો સર્વ વસ્ત્રોનો , ત્રણે ય પછેડીનો ત્યાગ કરે તો અચેલ રહે પરંતુ મર્યાદિત સમયનો અભિગ્રહ હોવાના કારણે નવું વસ્ત્ર ન લે.

આ રીતે અલ્પોપધિ રૂપ લાઘવતાને પ્રાપ્ત કરતાં તે વસ્ત્રત્યાગી મુનિને સહજ રીતે જ ઉપકરણ ઊણોદરી અને કાયક્લેશ આદિ તપ થઈ જાય છે. ભગવાને જે રીતે આ વસ્ત્ર–પ્રતિજ્ઞાનું પ્રતિપાદન કર્યું છે , તેને તે રૂપમાં ઊંડાણપૂર્વક જાણીને સર્વપ્રકારે , પૂર્ણ રૂપે સમ્યક્ રીતે કાર્યાન્વિત કરે–સેવન કરે.

વિવેચન :

મુક્તિ સાધનામાં લીન શ્રમણને સંયમ રક્ષા માટે વસ્ત્ર , પાત્રાદિ ઉપધિ રાખવી પડે છે. શાસ્ત્રમાં તેની આજ્ઞા આપી છે પરંતુ આજ્ઞાની સાથે વિવેક બતાવ્યો છે કે તે પોતાની આવશ્યક્તાઓને ઓછી કરતા જાય અને ઉપધિ સંયમ વધારતા રહે. આ બે સૂત્રમાં વસ્ત્રની અલ્પતા 'લાઘવ ધર્મ'ની સાધના બતાવી છે.

तिहिं वत्थेहिं परिवुसिए :- આ બે સૂત્રમાં સાધુની ઉત્કૃષ્ટ કલ્પમર્યાદા અનુસાર ચાતુર્માસ પછી એકી સાથે ત્રણ ચાદર(પછેડી) ગ્રહણ કરી લીધા પછી શેષ કાળમાં બીજા વસ્ત્ર ગ્રહણ ન કરવાની પ્રતિજ્ઞાનું વર્ણન છે. અહીં परिवुसिए શબ્દનો અર્થ છે કે તે અભિગ્રહ કરનાર શ્રમણ ત્રણ વસ્ત્ર ધારણ કરતાં વિચરણ કરે છે.

पायचउत्थेहिं :- આ શબ્દથી તે વસ્ત્રાભિગ્રહધારી શ્રમણના પાત્રોનું કથન કર્યું છે. આ કથનમાં વસ્ત્રની જેમ સંખ્યાનો ઉલ્લેખ ન કરતાં બહુવચનવાળા શબ્દનો પ્રયોગ કરી કહ્યું છે કે ચોથા છે પાત્રો જેની પાસે. આ શબ્દથી સ્પષ્ટ છે કે તે શ્રમણને પાત્ર સંબંધી કોઈ વિશેષ પ્રતિજ્ઞા નથી. સ્વાભાવિક રીતે તેને પોતાની મર્યાદાનુસાર જે પાત્ર રાખ્યા છે તે પાત્ર તેની પાસે છે.

પાત્રનિર્યોગ–પાત્ર સંબંધી ઉપકરણ :– ટીકાકારે પાત્રના વિષયમાં સાત પ્રકારના ઉપકરણોનું કથન કર્યું છે. પાત્ર ગ્રહણની સાથે પાત્ર સાથે સંબંધિત તેની ઉપયોગી વસ્તુ પણ તેમાં ગણાય જાય છે. જેમ કે–

पत्तं पत्ताबंधो , पायठवणं पाय केसरिया । पडलाइ रयत्ताणं , गोच्छओ पाय णिज्जोगो ॥ (1) પાત્ર (ર) પાત્રબંધન(ઝોળી) ( 3) પાત્ર સ્થાપન (માંડલીયું) ( 4) પાત્ર–કેસરી (પ્રમાર્જનિકા) (પ) પટલ(જીવરક્ષા માટે પાત્રની વચ્ચે રાખવાનું વસ્ત્ર) ( 6) રજસ્ત્રાણ ( 7) ગોચ્છગ (ગુચ્છા). આ સાતે ય મળીને પાત્ર નિર્યોગ કહેવાય છે.

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 4

296 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સૂત્રમાં પાત્ર શબ્દ જાતિવાચક હોવાથી તેમજ બહુવચનમાં હોવાથી કેવળ એક પાત્ર હોવાનો અર્થ કરવો યોગ્ય નથી પરંતુ અનેક પાત્ર અને તદ્વિષયક સર્વ સામગ્રી તેમાં આવી જાય છે.

तस्स णं भिक्खुस्स णो एवं भवइचउत्थं वत्थं जाइस्सामि :- આ સૂત્રમાં વસ્ત્ર , પાત્રાદિ રૂપ બાહ્ય ઉપધિ અને રાગદ્વેષ , મોહ તેમજ આસક્તિ આદિ આભ્યંતર ઉપધિથી વિમોક્ષની સાધના દષ્ટિએ વિશિષ્ટ વસ્ત્રાભિગ્રહધારી શ્રમણના વિષયમાં પ્રતિપાદન કર્યું છે કે તે ભિક્ષુ ત્રણ વસ્ત્ર અને પાત્ર સિવાયની અન્ય ઔપગ્રાહિક દંડ પુસ્તક વગેરે ઉપધિ રાખતા નથી પરંતુ ઔઘિક ઉપધિ , મુખ વસ્ત્રિકા, રજોહરણ , ગોચ્છગ વગેરે સર્વ સાધારણ ઉપકરણો જ રાખે છે. જે મુનિએ આ કલ્પત્રયની પ્રતિજ્ઞા કરી છે, તે મુનિ ઠંડી આદિના પરીષહ આવવા પર પણ ચોથા વસ્ત્રને લેવાની ઈચ્છા કરતા નથી. જો તેની પાસે પ્રતિજ્ઞાથી વસ્ત્ર ઓછા થઈ જાય તોપણ તે મર્યાદિત સમય સુધી બીજા વસ્ત્ર લઈ શક્તા નથી.

अहापरिगहियाइं , अहेसणिज्जाइं :- આ વસ્ત્ર પ્રતિજ્ઞા સાથે શાસ્ત્રકાર અનાગ્રહ વૃત્તિનું પણ સૂચન કરે છે. એષણીય–કલ્પનીય વસ્ત્ર જ્યાં જેવું મળે ત્યાંથી તે લઈને ધારણ કરે , વસ્ત્ર અંગે કોઈ વિશેષ પ્રકારનો આગ્રહ કે સંકલ્પ રાખે નહીં. મળેલા તે વસ્ત્રને ફાડીને નાનું ન કરે કે ટૂકડા જોડીને મોટું ન કરે, તેને ધોવે નહિ અને રંગે નહિ. આ કથન એટલા માટે છે કે તે અભિગ્રહધારી શ્રમણને વસ્ત્ર સંબંધી કોઈ પ્રક્રિયા કરવાની હોતી નથી. સ્થવિરકલ્પી સામાન્ય મુનિ માટે કારણ વિશેષને લઈને વસ્ત્ર ધોવાનું વિધાન છે પરંતુ વિભૂષા તેમજ સૌન્દર્યની દષ્ટિએ , શ્રૃંગાર , શોભા શણગારની ભાવનાથી તેઓને પણ વસ્ત્રને ગ્રહણ કરવાની , પહેરવાની , ધોવાની મનાઈ છે. વસ્ત્ર સંબંધી વિશિષ્ટ અભિગ્રહધારી ગચ્છવાસી સાધુ, ભિક્ષુપડિમાધારી સાધુ અને જિનકલ્પી સાધુ આ સર્વ વિશિષ્ટ સાધકોને તો વિભૂષા સિવાય પણ વસ્ત્ર ધોવા , આદિની કોઈ પ્રકારની ક્રિયા કરવાની કલ્પતી નથી.તે સાધકો જીર્ણ થાય ત્યાં સુધી તે વસ્ત્રાદિ ઉપકરણોને ધારણ કરે છે અને જ્યારે ઉપયોગી ન રહે ત્યારે પરઠી દે છે.

णो धोएज्जा णो रएज्जा :- વિશેષરૂપે કર્મ નિર્જરાની સાધના માટે જ ભિક્ષુ ઊણોદરી તપરૂપમાં વસ્ત્રાભિગ્રહને ધારણ કરે છે. આ પ્રકારના દરેક અભિગ્રહધારી , પડિમાધારી સાધકોને શરીર લક્ષી કે

ઉપકરણલક્ષી કોઈ પણ પ્રક્રિયા હોતી નથી. અહીં ધોવાની સાથે રંગવાનું કથન સહજ રૂપથી છે જે ધોવાની પ્રક્રિયામાં જ સમાવિષ્ટ છે. ધોયા પછી તેની સફેદાઈ માટે ગળી વગેરે પદાર્થોનો ઉપયોગ થાય છે.

તેનું જ અહીં રંગવું શબ્દથી કથન કર્યું છે.

अपलिउंचमाणे गामंतरेसु :- આ શબ્દનો અર્થ છે તે વસ્ત્રાદિ ઉપકરણોને ન છુપાવતાં. તાત્પર્ય એ છે કે ત્રણ વસ્ત્ર(પછેડી)ના અભિગ્રહધારી મુનિ તે વસ્ત્રો પ્રતિ મમત્વ મૂર્ચ્છા ભાવ ન રાખે. તે વસ્ત્રોને કોઈ લઈ ન જાય , ચોરી ન જાય એવો ભય પણ ન રાખે તથા મારે સમયમર્યાદા સુધી બીજા વસ્ત્રની યાચના કરવાની નથી માટે એ વસ્ત્રોને બહુ સંભાળીને રાખવાના છે , એવો મમત્વ ભાવ ન રાખતાં નિષ્ફિકર થઈને રહે. કોઈ પ્રકારના સંકલ્પોથી તે વસ્ત્રોને છુપાવી છુપાવીને ન રાખે. વિહારના પ્રસંગે ક્યારેક સ્મશાન આદિ સ્થાનોમાં રહેવાનું થાય કે શૂન્ય જંગલમાંથી પસાર થવાનું હોય તોપણ તે વસ્ત્રો પ્રતિ મૂર્ચ્છા ભાવ ન રાખે કારણ કે અભિગ્રહ ધારણ કરનાર તે સાધક તો અચેલ થઈ જાય ત્યાં સુધીની હિંમત સાથે જ પ્રતિજ્ઞા કરે છે.

297

ओमचेले :- अवम નો અર્થ અલ્પ કે સાધારણ છે. अवम શબ્દ સંખ્યા , પરિમાણ (માપ) અને મૂલ્ય આ ત્રણે ય અપેક્ષાએ અલ્પતા કે સાધારણતાને બતાવે છે. સંખ્યાની અપેક્ષાએ અલ્પતા મૂળપાઠમાં જ સ્પષ્ટ છે. માપ અને મૂલ્યમાં પણ અલ્પતા અને ન્યૂનતાનું ધ્યાન રાખવું જરૂરી છે. અલ્પમૂલ્ય અને સામાન્ય , થોડા વસ્ત્રોથી જીવન યાપન કરનાર સાધુ अवमचेलक કહેવાય છે.

अहापरिजुण्णाइं वत्थाइं परिठ्ठवेज्जा :- શ્રમણાચારની પાંચમી સમિતિ પરઠવા સંબંધી છે. તેમાં શરીરના અશુચિ પદાર્થોનો યોગ્ય સ્થાને વિવેકથી ત્યાગ કરવાનો હોય છે. તેમ જ અનુપયોગી કોઈ પણ જીર્ણ ઉપકરણ પરઠવાનો પણ તેમાં જ સમાવેશ થાય છે. અહીં જીર્ણ વસ્ત્રોને પરઠવાનું કથન છે. તેની વિધિ એ છે કે જંગલમાં એકાંત સ્થાને છોડી દેવું કે ટુકડે ટુકડા કરી રેતી કે પથ્થર વગેરેથી દબાવીને રાખી દેવું. આ સૂત્ર ચાદર–પછેડી સંબંધી અભિગ્રહધારી સાધકની દષ્ટિએ છે. પોતાના શરીરને જેટલું કસી શકે તેટલું કસે , ઓછાંમાં ઓછાં જેટલાં વસ્ત્રોથી રહી શકે તેટલાં વસ્ત્રોથી રહેવાનો અભ્યાસ કરે. માટે જ કહ્યું છે કે ગ્રીષ્મૠતુ આવે ત્યારે સાધક ત્રણ વસ્ત્રોમાંથી જે વસ્ત્ર અત્યંત જીર્ણ હોય તેનો ત્યાગ કરી દે.

હવે બે વસ્ત્રો રહ્યા તેમાંથી પણ જીર્ણ થઈ જાય તો એક વસ્ત્ર ઓછું કરી નાખે. ફક્ત એક વસ્ત્રથી રહે , જો તે વસ્ત્ર પણ જીર્ણ થઈ જાય તો તેનો ત્યાગ કરી વસ્ત્રરહિત–ચાદર રહિત રહે. ચાદરની અપેક્ષાએ તે ભિક્ષુ અચેલ કહેવાય છે પરંતુ ચોલપટ્ટક , મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણો તેને રહે જ છે. તેનાથી સાધકને તપનો લાભ તો થાય છે પણ વસ્ત્ર વિષયક જે ચિંતા છે તેનાથી તે મુક્ત બની જાય છે , લઘુભૂત–હળવા ફૂલ થવાનો મહાલાભ થાય છે.

શાસ્ત્રમાં કહ્યું છે કે પાંચ કારણોથી અચેલક પ્રશસ્ત છે , 1. તેનું પ્રતિલેખન કાર્ય ઓછું હોય છે. ર.

તેનું લાઘવ–હળવાપણું પ્રશસ્ત હોય છે. 3. તેનું રૂપ (વેશ) વિશ્વાસ યોગ્ય હોય છે અત્યંત સંગ્રહ કરનારના પ્રત્યે લોકોને સંદેહ થાય છે. 4. તેનું તપ જિનેશ્વર દ્વારા અનુજ્ઞાત હોય છે. પ. તેને ઈન્દ્રિયનો નિગ્રહ વિશેષ થાય છે.

संतरुत्तरे :- આ શબ્દના વિવિધ અર્થ છે. (1) ઉત્તરા.અ. 23 માં આ શબ્દનો અચેલ કે અલ્પ વસ્ત્રના પ્રતિપક્ષમાં પ્રયોગ થયો છે. ત્યાં ભગવાન મહાવીરના શ્રમણોનો અચેલ ધર્મ કહ્યો છે અને પાર્શ્વનાથ ભગવાનના શ્રમણોનો વસ્ત્રના વિષયમાં–સંતરુત્તર ધર્મ કહ્યો છે. (ર) એક પછી એક ઉપયોગમાં લઈ શકે

એવા ત્રણ વસ્ત્ર (3) ગ્રહણ કરેલા સર્વ વસ્ત્રો ધારણ કરે (4) ઉપર નીચે સૂતરાઉ વસ્ત્ર અને વચ્ચે ગરમ કામળી એમ સાંતરુત્તર કરીને ઓઢવું એમ વ્યાખ્યામાં કહ્યું છે. તાત્પર્ય એ છે કે અહીં ત્રણ વસ્ત્રના અભિગ્રહનું પ્રકરણ હોવાથી संतरुत्तर શબ્દથી ત્રણ ચાદર–પછેડી ધારણ કરવાનો અર્થ સમજવો જોઈએ.

सम्मत्तमेव समभिजाणिज्जा :- વૃત્તિકારે 'सम्मत्त'ના બે અર્થ કર્યા છે– (1) સમ્યક્ અને (ર)

સમત્વ. સમ્યક્ અર્થ ગ્રહણ કરતાં અર્થ થાય છે કે ભગવાને કહેલ આ ઉપધિ–વિમોક્ષની સત્યતા કે

સચ્ચાઈને સારી રીતે જાણીને આચરણમાં લે અને 'સમત્વ ' અર્થ ગ્રહણ કરતાં અર્થ થાય છે કે ભગવાને કહેલી ઉપધિ–વિમોક્ષને સર્વ પ્રકારે સર્વાત્મનાં(પૂર્ણરૂપથી) જાણીને સચેલક–અચેલક બંને અવસ્થાઓમાં સમભાવપૂર્વક રહે. આ રીતે વૃત્તિકાર દ્વારા કથિત બન્ને અર્થ યથોચિત જણાય છે.

વિમોક્ષ અધ્ય–8 , ઉ : 4

298 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ परिठ्ठवेज्जा–परिठ्ठवेत्ता :- ઘણી પ્રતોમાં परिठ्ठवेज्जा શબ્દ પછી परिठ्ठवेत्ता શબ્દ મળે છે. તે સમજણના અભાવે વધી ગયેલો શબ્દ છે. તેના કારણે મૂળપાઠમાં વિભિન્નતા મળે છે. परिठ्ठवेज्जा શબ્દ પછી परिठ्ठवेत्ता શબ્દ આવી શકે છે પરંતુ અહીં परिठ्ठवेज्जा શબ્દ પછી अदुवा શબ્દ આવ્યો છે.

તેના કારણે परिठ्ठवेत्ता શબ્દ આવી શકે નહીં. માટે આ સૂત્રના મૂળપાઠમાં એક જ શબ્દ परिठ्ठवेज्जा સ્વીકાર્યો છે. परिठ्ठवेत्ता શબ્દ રાખવાથી આ ઉદ્દેશકમાં આ વસ્ત્ર સંબંધી પાઠના મૂળપાઠ અને તેના અર્થમાં કેટલીય મુશ્કેલી કે મૂંઝવણ ઊભી થાય છે. જે વિવિધ સંસ્કરણોને જોતાં અનુભવાય છે.

આ અધ્યયનના ચોથા પાંચમા અને છઠ્ઠા ત્રણ ઉદ્દેશકમાં ત્રણ , બે અને એક ચાદર સંબંધી અભિગ્રહનું વર્ણન છે. ત્રણેમાં એક સરખું વર્ણન છે. ત્યાં परिठ्ठवेत्ता પછી પણ ત્રણ , બે અને એક પછેડી રહેવાનો પાઠ આવે છે અને परिठ्ठवेत्ता પછી ત્રણે ઉદ્દેશકમાં अदुवा શબ્દ આવે છે જે परिठ्ठवेत्ता શબ્દ પછી આવવો ઉપયુક્ત નથી , તેથી સ્પષ્ટ થાય છે કે परिठ्ठवेत्ता વિનાનો પાઠ બરોબર છે.

બ્રહ્મચર્યની અસમાધિમાં વૈહાનસ મરણ :

जस्स णं भिक्खुस्स एवं भवइ पुठ्ठो खलु अहमंसि , णालमहमंसि सीयफासं अहियासित्तए , से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं केइ अकरणयाए आउट्टे । तवस्सिणो हु तं सेयं जमेगे विहमाइए । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ वियंतिकारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– जस्सण = જે , भिक्खुस्स = સાધુને , एवं = આવો વિચાર , भवइ = થાય છે , 'पुठ्ठो अंसि ' = દુઃખોથી ધેરાઈ ગયો છું , खलु = ખરેખર , अहं = હું , अल = સમર્થ , अंसि = નથી, सीयफासं = શીત સ્પર્શ અર્થાત્ કામેચ્છાને , अहियासित्तए = સહન કરવામાં , से = તે , वसुमं = ચારિત્રવાન સાધુ , सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं = સર્વપ્રકારે જ્ઞાન સંપન્ન આત્માર્થી , केइ = કોઈ દ્વારા , अकरणयाए आउट्टे = અકરણીય માટે પ્રેરિત કરવા પર , ઉપસર્ગ કરવા પર , तवस्सिणो = તે તપસ્વી સાધુને માટે , हु = નિશ્ચયથી , तं सेयं = આ રીતે કરવું જ શ્રેષ્ઠ છે , जं = કે , एगे= કોઈ એક, તે સાધુ , विहमाइए = વૈહાનસ મરણનો સ્વીકાર કરે , ગળે ફાંસો ખાઈને મરે , तत्थावि = તે મરણ પણ, तस्स = તેના માટે , कालपरियाए = કાળની જ પર્યાય છે , से वि = મરનાર તે , तत्थ = તે મરણથી, वियंतिकारए = કર્મોનો અંત કરનાર છે , इच्चेयं = આ મરણ પણ , विमोहायतणं = મોહ રહિત પુરુષનો આશ્રય છે, हियं = હિતકારક , सुहं = સુખકારક,खमं = સમર્થ , યોગ્ય , णिस्सेसं= મોક્ષપ્રદાતા, કર્મક્ષયનું કારણ , કલ્યાણકારી , आणुगामियं = પરલોકગામી , શુભ ફળદાયી , પુણ્યનું ફળ છે.

3

299

ભાવાર્થ :– જે સાધુને એ સમજાય જાય કે હું શીત પરીષહ અર્થાત્ સ્ત્રી આદિના પરીષહથી ઘેરાઈ ગયો છું અને હું આ અનુકૂળ પરીષહને સહન કરવામાં અસમર્થ છું , તેવી પરિસ્થિતિમાં પોતાને પ્રાપ્ત સંપૂર્ણ પ્રજ્ઞાન તેમજ સ્વવિવેકથી સંપન્ન સંયમી મુનિ માટે શ્રેયસ્કર છે કે આવી સ્થિતિમાં તેણે વૈહાનસ અર્થાત્ ગળે ફાંસો નાખી મરણ સ્વીકારી લેવું જોઈએ પરંતુ બ્રહ્મચર્ય ખંડિત કરવું ન જોઈએ. આ રીતે કરવાથી તેનું તે મરણ કાલપર્યાય મરણ અર્થાત્ યોગ્ય સમયનું મરણ છે. તે ભિક્ષુ તે મૃત્યુથી પણ વિશિષ્ટ કર્મોના ક્ષયકર્તા થાય છે.

આ રીતે આ વિમોક્ષના આયતન રૂપ મોક્ષદાયક મરણ ભિક્ષુને માટે હિતકર , સુખકર , કર્મક્ષયમાં સમર્થ , નિઃશ્રેયસ્કર , પરલોકમાં સાથે આવનાર હોય છે. –એમ ભગવાને કહ્યું છે.

।। ચોથો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

जमेगे विहमाइए :- શરીર જ્યારે ધર્મનું પાલન કરવામાં અક્ષમ , અસમર્થ તેમજ જીર્ણ–શીર્ણ, અશક્ત થઈ જાય ત્યારે ભિક્ષુને માટે સંલેખના દ્વારા ભક્તપરિજ્ઞા , ઈંગિત મરણ તેમજ પાદપોપગમન સ્વીકાર કરી સમાધિમરણ પ્રાપ્ત કરવાનું ઔત્સર્ગિક વિધાન છે , તેની પ્રક્રિયા ઘણા લાંબા કાળની છે. કોઈ આકસ્મિક કારણ આવી જાય અને તેના માટે તાત્કાલિક શરીર–વિમોક્ષનો નિર્ણય લેવાનો હોય તો તે શું કરે ? આવી આપવાદિક પરિસ્થિતિમાં શાસ્ત્રકારોએ વૈહાનસ મરણની અનુમતિ આપી છે અને તે ભગવાનની આજ્ઞારૂપ તેમજ કલ્યાણકારી માનેલ છે.

વ્યાખ્યાકારે વ્યાખ્યા કરતાં આ પ્રકારે મરણ માટે બે પ્રકારની સ્થિતિ પ્રકટ કરી છે– (1) કોઈ ભિક્ષુ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયા. ત્યાં કોઈ કામ–પીડિતા , પુત્રાકાંક્ષિણી , પૂર્વાશ્રમ(ગૃહસ્થ–જીવન)ની પત્ની કે કોઈ વ્યક્તિ તેને એક રૂમમાં તે સ્ત્રીની સાથે પૂરી દે કે તે સ્ત્રી રતિદાન માટે બહુ અનુનય , વિનય કરે , તે સ્ત્રી કે તેના પારિવારિકજનો તેને ભાવભક્તિથી , પ્રલોભનથી , કામસુખને માટે ચલિત કરવાનું ઈચ્છે , તેને વિવશ કરી દે કે ઘેરી લે. આવી ધર્મસંકટાપન્ન સ્થિતિમાં સાધુ તે સ્ત્રીની સામે શ્વાસ બંધ કરી મૃતવત્ બની જાય , અવસર પામી ગળામાં ફાંસી નાખવાનો પ્રયત્ન કરે , જો આમ કરતાં તેનાથી છૂટકારો થઈ જાયતો સારું અને જો છૂટકારો ન થાય તો ગળામાં ફાંસી નાખી શરીરનો ત્યાગ કરી દે પરંતુ સ્ત્રીના સહવાસ આદિ ઉપસર્ગ કે સ્ત્રી પરીષહને વશ ન થાય , કોઈ પણ ભોગે તે મૈથુન સેવનનો સ્વીકાર કરે નહિ.

(ર) તે પોતે જ વાયુ આદિથી ઉત્પન્ન થયેલ કામપીડાથી પીડિત થઈ જાય , શાસ્ત્રોક્ત કોઈ પણ વિધિથી તેની કામવાસના શાંત ન થાય અને કુશીલ સેવન વિના તેની સમાધિ ન ટકે તો એવી સ્થિતિમાં તેને વ્રત આરાધના માટે વૈહાનસ મરણથી મરી જવું જ શ્રેષ્ઠ છે. એવો શાસ્ત્રકારનો આશય છે. કારણ કે

એવી સ્થિતિમાં તે સાધુએ જલ્દી નિર્ણય કરવાનો હોય છે , થોડો પણ વિલંબ તેના માટે અહિતકારી કે

અનુચિત બની શકે છે. ટીકાકારે અહીં ફાંસીના ઉપલક્ષણથી અન્ય પ્રકારે પણ મરવાનું કથન કર્યું છે. જેમ વિમોક્ષ અધ્ય–8 , ઉ : 4

300 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કે જીભ ખેંચીને મરવું કે ઊંચેથી કૂદકો મારીને મરવું ઈત્યાદિ.

सीयफासं :- બાવીશ પરીષહોમાં સ્ત્રી અને સત્કાર આ બે પરીષહ શીત અનુકૂળ પરીષહ છે , બાકીના ઉષ્ણ(પ્રતિકૂળ) પરીષહો છે. આ સૂત્રમાં શીતસ્પર્શ શબ્દથી સ્ત્રી પરીષહ કે કામભોગ સેવન એવો અર્થ થાય છે. તેથી કહ્યું છે કે શીતસ્પર્શ સહન ન થઈ શકે તો સાધક પોતાના પ્રાણોનો ત્યાગ કરી દે.

तत्थावि तस्स कालपरियाए :- અહીં कालपरियाए ના વિવિધ અર્થ થાય છે. (1) કાલની જ પર્યાય છે.

(ર) મરણની જ પર્યાય છે. ( 3) પંડિત મરણની જ એક અવસ્થા છે. ( 4) આ પણ કાલ મરણ કહેવાય છે.

અકાલમરણ કહેવાતું નથી , યોગ્ય સમયનું જ મરણ કહેવાય છે. પ્રશ્ન એ થાય છે કે વૈહાનસ મરણ તો બાલમરણ કહ્યું છે. માટે તે આત્મહત્યા કહેવાય છે , તો પછી સાધક માટે તે હિતકારી કેમ ? તેનું સમાધાન કરતા શાસ્ત્રકાર કહે છે કે બ્રહ્મચર્ય વ્રતની આરાધના માટે વૈહાનસ મરણ દ્વારા શરીર વિમોક્ષ કરવા છતાં તે કાળમૃત્યુ છે. જેમ કાળપર્યાય મરણ ગુણકારી હોય છે તેમ આવી સ્થિતિમાં વૈહાનસ મરણ પણ ગુણકારી છે પરંતુ આત્મહત્યા નથી. તેનાથી કર્મક્ષય થાય છે અને અંતે મુક્તિની પ્રાપ્તિ થાય છે. કારણ કે આ મરણ પાછળ તેનો ઉદ્દેશ્ય ધર્મ આરાધનાનો છે.

જૈનધર્મ અનેકાંત છે. તે સાપેક્ષ દષ્ટિએ કોઈ પણ વાતના ગુણાવગુણ પર વિચાર કરે છે. બ્રહ્મચર્ય સાધના સિવાય એકાંતરૂપે કોઈ પણ વાત ઉપર વિધિ–નિષેધ હોતા નથી , જે વાતનો નિષેધ કર્યો છે તેનો દ્રવ્ય , ક્ષેત્ર , કાળ , ભાવની અપેક્ષાએ સ્વીકાર પણ કરી શકાય છે. કાલજ્ઞ સાધુ જાણે છે કે ક્યારેક ઉત્સર્ગ પણ દોષકારક અને ક્યારેક અપવાદ પણ ગુણકારક થઈ જાય છે. માટે કહ્યું છે કે–से वि तत्थ वियंति कारए ક્રમથી ભક્ત પરિજ્ઞા અનશનાદિ કરનારા જ નહિ પણ વૈહાનસાદિ મરણને પામનારા ભિક્ષુ પણ કર્મથી મુક્ત થાય છે. આ મરણથી ભિક્ષુ આરાધક થઈ સદ્ગતિ પ્રાપ્ત કરે છે. તેથી શાસ્ત્રકારે આ આપવાદિક મરણને પણ પ્રશંસનીય બતાવતાં કહ્યું છે કે– इच्चेयं विमोहायतणं = આ તેની મોહરહિત અવસ્થા અર્થાત્ મોક્ષનું આયતન છે , સાધન છે. આ મરણથી તે મુક્તિની સાધનાઆરાધના કરી લે છે કારણ કે

આ મરણ કષાયયુક્ત નથી પરંતુ વૈરાગ્ય તેમજ વ્રતનિષ્ઠાયુક્ત મરણ છે.

ા અધ્યયન–8/4 સંપૂર્ણા આઠમું અધ્યયન : પાંચમો ઉદ્દેશક બે વસ્ત્રના અભિગ્રહધારી શ્રમણ :

जे भिक्खू दोहिं वत्थेहिं परिवुसिए , पायतइएहिं । तस्स णं णो एवं भवइतइयं वत्थं जाइस्सामि । से अहेसणिज्जाइं वत्थाइं जाएज्जा जाव एयं खु वत्थधारिस्स सामग्गियं । 1

301

ભાવાર્થ :– જે ભિક્ષુ બે વસ્ત્ર અને ત્રીજા પાત્રોને રાખવાની પ્રતિજ્ઞા કરે છે , તેના મનમાં એવો વિકલ્પ–

અધ્યવસાય થતો નથી કે હું ત્રીજા વસ્ત્રની યાચના કરીશ.

તે અભિગ્રહધારી સાધુ પોતાની કલ્પમર્યાદાનુસાર ગ્રહણીય વસ્ત્રોની યાચના કરે. શેષ કથન પૂર્વના ઉદ્દેશક અનુસાર જાણવું યાવત્ આ પ્રમાણે તે વસ્ત્રના અભિગ્રહધારી મુનિનો આચાર છે.

अह पुण एवं जाणेज्जा उवाइक्कंते खलु हेमंते , गिम्हे पडिवण्णे, से अहापरिजुण्णाइं वत्थाइं परिठ्ठवेज्जा , अदुवा ओमचेले , अदुवा, एगसाडे , अदुवा अचेले । लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा । ભાવાર્થ :– જ્યારે તે અભિગ્રહધારી સાધુ એ જાણે કે હેમંતૠતુ પસાર થઈ ગઈ છે , ગ્રીષ્મૠતુ આવી ગઈ છે ત્યારે જે વસ્ત્ર જીર્ણ થઈ ગયા હોય તેનો ત્યાગ કરી દે. તે બે વસ્ત્રવાળા રહે , અથવા એક જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરતાં એક વસ્ત્રવાળા રહે અથવા બન્ને વસ્ત્ર જીર્ણ થતાં , સંપૂર્ણપણે તેનો ત્યાગ કરી અચેલ રહે. આ રીતે તે મુનિ અલ્પોપધિરૂપ લાઘવતા પ્રાપ્ત કરે છે.

તે મુનિને ઉપકરણ–અવમૌદર્ય તેમજ કાયકલેશ તપ થઈ જાય છે. ભગવાને વસ્ત્ર પ્રતિજ્ઞાનાં વિધિ નિયમને જે રૂપે પ્રતિપાદન કર્યા છે તેને તે રૂપે ઊંડાણપૂર્વક વિચારીને સાધક સર્વપ્રકારે પૂર્ણતયા સમ્યક્ પાલન કરે.

વિવેચન :

दोहिं वत्थेहिं :- આ સૂત્રમાં બે વસ્ત્ર સંબંધી પ્રતિજ્ઞાનું વિધાન કર્યું છે. આ પ્રતિજ્ઞા કરનાર સાધુ અંત સુધી પોતાની લીધેલી પ્રતિજ્ઞામાં દઢ રહે , ત્રીજું વસ્ત્ર ગ્રહણ કરવાનો સંકલ્પ કરે નહીં. શેષ વર્ણન ચતુર્થ ઉદ્દેશકની સમાન છે.

સામે લાવેલ આહારાદિના ગ્રહણનો નિષેધ :

जस्सं णं भिक्खुस्स एवं भवइपुठ्ठो अबलो अहमंसि, णालमहमंसि गिहंतर संकमणं भिक्खायरियं गमणाए । से एवं वदंतस्स परो अभिहडं असणं वा 4 आहट्टु दलएज्जा , से पुव्वामेव आलोए ज्जा–आउसंतो गाहावई ! णो खलु मे कप्पइ अभिहडं असणं वा 4

भोत्तए वा पायए वा अण्णे वा एयप्पगारे । શબ્દાર્થ :– पुठ्ठो = રોગાદિથી આક્રાંત થવાના કારણે , अबलो = નિર્બળ , अहंमसि = હું છું, વિમોક્ષ અધ્ય–8 , ઉ : પ 2

3

302 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ णालमहमंसि = હું સમર્થ નથી , गिहंतरसंकमण = એક ઘરથી બીજા ઘરમાં , भिक्खायरियं = ભિક્ષા માટે , गमणाए = જવામાં , एवं = આ પ્રમાણે , वदंतस्स = કહેતા , परो = કોઈ ગૃહસ્થ , अभिहडं = ઘરેથી સામે લાવેલ , असणं वा 4 = અશનાદિ ચારે ય , आहट्टु = લાવીને , दलएज्जा = આપવા લાગે , भोत्तए = ખાવાનું , पायए वा = પીવાનું, णो कप्पइ = કલ્પતું નથી , अण्णे वा = અન્ય પદાર્થ પણ , एयप्पगारे = આ રીતે.

ભાવાર્થ :– જે સાધકને એમ લાગે કે હું રોગાદિથી ઘેરાઈ જવાના કારણે દુર્બળ થઈ ગયો છું તેથી હું ગોચરી માટે ઘેર ઘેર જવામાં સમર્થ નથી. આ રીતે તેને કહેતા સાંભળીને અથવા બીજી કોઈ રીતે ખબર પડી જાય અને કોઈ ગૃહસ્થ પોતાના ઘરેથી અશન , પાન , ખાદિમ , સ્વાદિમ લાવીને આપવા લાગે ત્યારે તે ભિક્ષુ પહેલાં જ અર્થાત્ પોતે જ કહી દે કે હે આયુષ્યમાન્ ગૃહસ્થ ! આ રીતે ઘરેથી સામે લાવેલા અશનાદિ ચારે ય આહાર મારા માટે કલ્પનીય નથી. એ જ રીતે બીજા વસ્ત્રાદિ પદાર્થો પણ મારા માટે ગ્રહણીય નથી.

વિવેચન :

વસ્ત્ર પ્રતિજ્ઞાના અભિગ્રહધારી કોઈ શ્રમણ અન્ય નિયમ , અભિગ્રહ પણ ધારણ કરી શકે છે. આ સૂત્રમાં સહાય ત્યાગના ત્યાગી એકાકી ભિક્ષુનું કથન છે.

पुठ्ठो अबलो :- पुठ्ठो ના ત્રણ અર્થ છે. (1) રોગના કારણે (ર) તપસ્યાના કારણે (3) વૃદ્ધાવસ્થાના કારણે. આ કોઈ પણ કારણે , अबलो = નિર્બળ , અસમર્થ થયેલ તે એકાકી અભિગ્રહધારી શ્રમણ ગોચરી માટે ફરી શકતા નથી. સાધકને દુર્બળ જાણીને કે સાંભળીને કોઈ ભાવિક હૃદયી ગૃહસ્થ અનુકંપા અને ભક્તિથી પ્રેરિત થઈને તેના માટે ભોજન ઉપાશ્રયાદિમાં લાવીને આપે તો તે સાધક તેને સદોષ જાણીને , ગૃહસ્થને પોતાનાં આચાર–વિચાર સમજાવીને નિષેધ કરે. આહાર સિવાય વસ્ત્ર , પાત્ર , ઔષધાદિનો પણ નિષેધ કરે.

अभिहडं :- શ્રમણાચારની ઈર્યા આદિ પાંચ સમિતિ છે. તેમાં ત્રીજી એષણા સમિતિમાં આહારની શુદ્ધ ગવેષણા માટે ગોચરીના 42 દોષ કહ્યા છે. સાધુના માટે સામે લાવેલ આહાર વગેરેને अभिहडं દોષથી સૂચિત કરેલ છે. તેનું તાત્પર્ય એ છે કે સાધુ માટે આહારાદિ લઈ ઘરેથી આવતાં , માર્ગમાં પગે ચાલતાં કે

વાહન દ્વારા આવતાં ગૃહસ્થ દ્વારા જીવોની વિરાધના થાય અથવા તો ઘરેથી તે આહાર લઈ આવવામાં વાસણ, હાથ ધોવાં કે તે વસ્તુને બનાવવી , તૈયાર કરવી વગેરે પ્રવૃત્તિ ગૃહસ્થ કરે તો તેમાં પણ જીવ વિરાધના થાય.

આ કારણે તે આહાર દોષયુક્ત થઈ જાય છે. તે દોષને અહીં अभिहडं = સામે લાવેલ દોષ કહ્યો છે.

આ પ્રમાણે તે વિશિષ્ટ અભિગ્રહધારી શ્રમણ પોતાની સામાન્ય શ્રમણ ચર્યાના નિયમોનું અતિક્રમણ કરતા નથી અને ક્ષુધા પરીષહ સહન કરે છે. સાધુ પોતાના કરેલા વિશિષ્ટ ત્યાગ , નિયમ અથવા અભિગ્રહ માટે સંયમના સામાન્ય–ધ્રુવ નિયમોનો ક્યારે ય ભંગ કરે નહીં.

આહાર અભિગ્રહ :

4 जस्स णं भिक्खुस्स अयं पगप्पेअहं खलु पडिण्णत्तो अपडिण्णत्तेहिं 303

गिलाणो अगिलाणेहिं अभिकंख साहम्मिएहिं कीरमाणं वेयावडियं साइज्जिस्सामि। अहं वावि खलु अपडिण्णत्तो पडिण्णत्तस्स अगिलाणो गिलाणस्स अभिकंख साहम्मियस्स कुज्जा वेयावडियं करणाए । आहट्टु परिण्णं आणक्खेस्सामि आहडं साइजिस्सामि । आहट्टु परिण्णं आणक्खेस्सामि आहडं णो साइज्जिस्सामि । आहट्टु परिण्णं णो आणक्खेस्सामि आहडं साइज्जिस्सामि । आहट्टु परिण्णं णो आणक्खेस्सामि आहडं णो साइज्जिस्सामि । लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा। શબ્દાર્થ :– पगप्पे = વિકલ્પ , આગાર , વિશેષ નિયમ , पडिण्णत्तो = પ્રતિજ્ઞામાં સ્થિત , પ્રતિજ્ઞા યુક્ત , अपडिण्णत्तेहिं = કહ્યા વિના , गिलाणो = બીમાર હોઉં તો , अगिलाणेहिं = નીરોગ , ગ્લાનિ રહિત , अभिकंख = ઈચ્છાથી કરનાર , નિર્જરાની ઈચ્છાથી , साहम्मिएहिं = સાધર્મિક સાધુઓ દ્વારા, कीरमाणं = કરેલી , वेयावडियं = વૈયાવચ્ચને , साइज्जिस्सामि = હું સ્વીકાર કરીશ , चावि = પણ, अपडिण्ण¿ = બીજાના કહ્યા વિના જ , पडिण्णत्तस्स = પ્રતિજ્ઞા યુક્ત ભિક્ષુની , कुज्जा = કરીશ, वेयावडियं = વૈયાવચ્ચ , करणाए = કરણીય સમજીને , કર્તવ્ય સમજીને , आहट्टुपरिण्ण = પ્રતિજ્ઞા કરીને , ધારીને , સંકલ્પ પૂર્વક , आणक्खेस्सामि = બીજા સાધર્મિક માટે આહારાદિની ગવેષણા કરીશ, आहडं = બીજા સાધર્મી દ્વારા લાવેલા આહારાદિને , साइजिस्सामि = ભોગવીશ.

ભાવાર્થ :– જે ભિક્ષુને આ પ્રકલ્પ–વિશેષ નિયમ હોય છે કે જો હું પ્રતિજ્ઞામાં હોઈશ અને અસ્વસ્થ થઈશ ત્યારે કોઈ સાધર્મિક સ્વસ્થ સાધુ કહ્યા વિના જ નિર્જરાની અભિલાષાથી સેવા કરે , તો સાધર્મી દ્વારા કરાતી તે સેવાને હું સ્વીકારીશ.

સાધર્મિક સાધુ પ્રતિજ્ઞામાં હોય અને બીમાર હોય ત્યારે હું સ્વસ્થ હોઈશ તો સાધર્મિક સાધુના કહ્યા વિના જ હું પણ નિર્જરાના લક્ષ્યે કર્તવ્ય સમજીને તે સાધર્મીની સેવા કરીશ.

આ બે પ્રકારના પ્રકલ્પ(આગાર સંકલ્પ) સાથે અભિગ્રહની ચોભંગી આ પ્રમાણે છે– 1. હું મારા સાધર્મી ભિક્ષુ માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ તથા તેના દ્વારા લાવેલા આહારાદિનું સેવન પણ કરીશ. ર. હું મારા સાધર્મી ભિક્ષુ માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ પરંતુ તેના લાવેલા આહારાદિનું સેવન કરીશ નહિ. 3. હું સાધર્મીઓ માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ નહિ પરંતુ તેઓએ લાવેલા આહારાદિનું સેવન કરીશ. 4. હું સાધર્મી માટે સંકલ્પ પૂર્વક આહારાદિ લાવીશ નહિ અને તેઓ દ્વારા લાવેલા આહારાદિનું સેવન કરીશ નહિ.

આ પ્રતિજ્ઞાઓમાંથી કોઈ પણ પ્રતિજ્ઞાને ગ્રહણ કરનાર શ્રમણ લાઘવતાને પ્રાપ્ત થાય છે અને વિમોક્ષ અધ્ય–8 , ઉ : પ 304 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ તેને વિવિધ પ્રકારે ઊણોદરી, વૃત્તિસંક્ષેપ વગેરે તપનો લાભ મળે છે. ભગવાને આ અભિગ્રહોનું સ્વરૂપ જે રૂપે પ્રતિપાદન કર્યું છે , તેને તે રૂપે ઊંડાણથી જાણીને શ્રમણ સર્વપ્રકારે , પૂર્ણ રૂપે તેનું સમ્યક્ પાલન કરે.

વિવેચન :

પૂર્વ સૂત્રમાં ગૃહસ્થ દ્વારા સામે લાવેલ આહારાદિ ન લેવાનું કથન છે. ત્યાં પ્રશ્ન ઊભો થાય છે કે

તે અભિગ્રહધારી શ્રમણ પોતે ભિક્ષાર્થ જઈ શકે નહીં અને ગૃહસ્થ દ્વારા લાવેલ આહારને લઈ શકે નહીં, તો પછી તે શું કરે ? તેનું શું થશે ? આ પ્રશ્નના સમાધાન રૂપમાં આ સૂત્રમાં સહાય ત્યાગ અને અત્યાગ સંબંધી અભિગ્રહની ચૌભંગી સાથે પહેલાં જ તેમાં બે પ્રકારનો વિવેક અર્થાત્ બીમારીમાં સેવા કરવા અને સ્વીકારવા સંબંધી પ્રકલ્પ = વિશેષ કલ્પ , વિશેષ સંકલ્પ , પરિસ્થિતિવશ છૂટમય વિકલ્પ કહેલ છે તેથી પૂર્વ સૂત્રથી ઉત્પન્ન પ્રશ્નનું સમાધાન થઈ જાય કે તે શ્રમણ બીજા શ્રમણની સેવા સ્વીકાર કરી શકે છે પરંતુ ગૃહસ્થ દ્વારા લાવેલ કોઈ પણ પદાર્થ ગ્રહણ કરી શકે નહીં. આ સંયમની મર્યાદા છે.

શારીરિક અસમર્થતાનું બીજું સમાધાન એ છે કે શરીર જ્યારે રુગ્ણ કે અસ્વસ્થ થઈ જાય , હાડકાનો માળખો માત્ર રહે , ઊઠતા બેસતા તકલીફ થાય , શરીરમાંથી લોહી , માંસ અત્યંત ઓછા થઈ જાય , પોતાનું કાર્ય કરવાની કે ધર્મક્રિયા કરવાની શક્તિ ક્ષીણ થઈ જાય , ત્યારે ભિક્ષુ કોઈની આશા ન રાખતાં સમાધિમરણની , સંલેખનાની તૈયારી કરે , ભક્ત પ્રત્યાખ્યાન રૂપ પંડિત મરણ અંગીકાર કરે.

अयं पगप्पे :- અભિગ્રહધારી શ્રમણના આ બે વિશેષ કલ્પ , વિશેષ વિકલ્પ છે અર્થાત્ બીમારી વગેરે પરિસ્થિતિ સમયના વિકલ્પ છે , આગાર–છૂટ છે , તે આ પ્રમાણે છે–

       1

અભિગ્રહકાલમાં ક્યારેક હું ગ્લાન હોઉં , સાધર્મિક ભિક્ષુ અગ્લાન હોય અને સ્વેચ્છાએ તેઓ સેવા કરશે તો હું સહર્ષ સ્વીકાર કરીશ.

મારા સાધર્મિક ભિક્ષુ ગ્લાન હોય , હું અગ્લાન હોઉં તો , તે ન કહે તોપણ નિર્જરાદિની દષ્ટિએ હું તેની સેવા કરીશ.

       ર.

आहट्टु परिण्णं :- આ ચાર ભંગ સ્વીકાર કરનાર સાધક મૌલિકરૂપે અન્ય વસ્ત્રાદિના અભિગ્રહધારી હોય છે અથવા એકાકી સ્વતંત્ર ગોચરીના અભિગ્રહધારી હોય છે. તેમને આ ચાર ભંગમાંથી પહેલા ભંગમાં કોઈ વિશેષતા હોતી નથી. મૌલિક અભિગ્રહમાં જ રહે કારણ કે આ ભંગમાં આહાર મંગાવવાનો અને લાવવાનો બંને માર્ગ ખુલ્લા છે. શેષ ત્રણ ભંગનું તાત્પર્ય ભાવાર્થમાં જ સ્પષ્ટ કરેલ છે.

अपडिणत्तेहिं :- अप्रतिज्ञप्तैः अनुक्ते: = કહ્યા વિના જ સેવા કરનારથી. આવા દઢ પ્રતિજ્ઞ સાધક પણ પ્રતિજ્ઞાનુસાર જો પોતાના સાધર્મિક ભિક્ષુઓનો સહયોગ લે તોપણ અદીન ભાવથી લે , તેઓની સ્વેચ્છાથી લે , તે કોઈના ઉપર દબાણ કરતા નથી. તેને દીન સ્વરથી આજીજી પણ કરતા નથી. તે પોતાની અસ્વસ્થ અવસ્થામાં પણ પોતાના સાધર્મિકોને સેવા માટે કહેતા નથી. જો તે કર્મનિર્જરા સમજીને સેવા કરે તો જ તેની સેવાને સ્વીકારે છે. બીજા સાધર્મિક સાધુ આવી પ્રતિજ્ઞાવાળા હોય અને બીમાર થઈ જાય તો તેઓના કહ્યા વિના જ તે તેમની સેવા કરે છે.

305

ભિક્ષુ પોતાની શક્તિ , રુચિ અને યોગ્યતા જોઈને જે કોઈ પણ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરે , તેમાં છેક સુધી દઢ રહે. ભલે કદાચ શરીર શક્તિ ક્ષીણ થઈ જાય,પોતે અશક્ત , જીર્ણ , રોગી કે અત્યંત ગ્લાન થઈ જાય તો પણ લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરે નહિ. તે પ્રતિજ્ઞામાં અડગ રહે. પ્રતિજ્ઞાનું પાલન કરતાં મરણ આવી જાય કે મારણાંતિક ઉપસર્ગ કે કષ્ટ આવે તો સાધક ભક્તપ્રત્યાખ્યાન નામનું અનશન કરી સમાધિ મરણનો સહર્ષ સ્વીકાર કરે પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિજ્ઞાનો ભંગ કરે નહિ.

ભક્ત પ્રત્યાખ્યાન અનશન :

एवं से अहाकिट्टियमेव धम्मं समभिजाणमाणे भत्तं पगिण्हइ । से संते विरए सुसमाहियलेस्से । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ वियंतिकारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । त्ति बेमि । ॥ पंचमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– अहाकिट्टियमेव = પોતાની પ્રતિજ્ઞા અનુસાર , समभिजाणमाणे = સેવન કરતા , भत्तं = ભક્ત પ્રત્યાખ્યાન , पगिण्हइं = ગ્રહણ કરે , संते = શાંત , विरए = વિરત અને , सुसमाहियलेस्से = શુભલેશ્યાવાળા થઈને પ્રતિજ્ઞાનું પાલન કરે , तत्थावि = તે પ્રતિજ્ઞા પાલનમાં , तस्स = તે સાધુને માટે, कालपरियाए = યોગ્ય સમયનું મરણ , ભક્ત પ્રત્યાખ્યાનથી મૃત્યુને પ્રાપ્ત કરવું તે પણ સુમૃત્યુનો જ અવસર છે , से =તે સાધુ , तत्थ = આ રીતે મરનાર , वियंतिकारए = કર્મોનો અંત કરે છે , इच्चेयं = આ, विमोहायतणं = મોહ રહિત થવાનો , કર્મરહિત થવાનું સ્થાન છે , हिय = હિતકારી , सुह = સુખકારી , खम = યોગ્ય , સમર્થ , णिस्सेस = મોક્ષપ્રદાતા , કર્મોનો ક્ષય કરનાર, શ્રેયકારી , आणुगामियं = અનુગામિક– પુણ્યકારી , પરલોકગામી , મોક્ષ સુધી લઈ જનાર.

ભાવાર્થ :– આ રીતે તે ભિક્ષુ પોતાની પ્રતિજ્ઞા અનુસાર ધર્મનું સેવન કરતાં અથવા તીર્થંકરો દ્વારા જે રૂપે ભક્તપ્રત્યાખ્યાન અનશનનું સ્વરૂપ બતાવ્યું છે , તેને સમ્યક્ પ્રકારે જાણતાં અને આચરણ કરતાં અનુક્રમે કષાયોથી શાંત અને સર્વ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે તથા પોતાના અંતઃકરણમાં પ્રશસ્ત લેશ્યાઓ અર્થાત્ શુભ અધ્યવસાયોથી સમાધિ ભાવમાં રહે છે.

તે ભિક્ષુ લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરતાં ભક્તપ્રત્યાખ્યાન આદિ દ્વારા શરીરનો ત્યાગ કરે છે.

તેનું તે મૃત્યુ , કાલ મૃત્યુ છે. સમાધિ મરણ થવાથી તે ભિક્ષુ વિશિષ્ટ કર્મક્ષય કરનાર પણ થાય છે.

આ રીતે આ વિમોક્ષ આયતન–નિર્મોહિતા ભિક્ષુને માટે હિતકર છે , સુખકર છે , સક્ષમ–લક્ષ્ય પ્રાપ્ત કરાવવામાં સમર્થ છે , કલ્યાણકર છે અને પરલોકમાં પણ સાથે આવનાર છે. પરલોકને સુધારનાર છે. – એમ ભગવાને કહ્યું છે.

।। પાંચમો ઉદ્દેશક સમાપ્ત ।। 5

વિમોક્ષ અધ્ય–8 , ઉ : પ 306 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

વિવેચન :

काल परियाए वियंतिकारए :- પ્રતિજ્ઞા કરવાથી સાધકને અનેક લાભ થાય છે– સાધકના જીવનમાં આત્મબળ વધે છે , સ્વાલંબનની ભાવના પરિપક્વ બને છે , આત્મવિશ્વાસની માત્રામાં વૃદ્ધિ થાય છે , ગમે તેવા પરીષહ , ઉપસર્ગ , સંકટ તેમજ કષ્ટ આવે તો તેને હસતાં હસતાં સહેવાનો આનંદ માણે છે. આ પ્રતિજ્ઞાઓ ભક્તપરિજ્ઞા અનશનની તૈયારી માટે ઘણી જ ઉપયોગી અને સહાયક છે. આવા સાધક આગળ વધીને મૃત્યુને પણ સહર્ષ સ્વીકારી લે છે. તેનું તે મૃત્યુ પણ કાયરનું મૃત્યુ નથી પરંતુ પ્રતિજ્ઞા–વીરનું મૃત્યુ કહેવાય છે. આ મૃત્યુ તેને કર્મનો વિશેષ ક્ષય કરાવનાર બને છે અને અંતે સર્વથા કર્મ ક્ષય થતાં મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.

भत्तं पगिण्हइ :- આ ઉદ્દેશકમાં ભક્ત પ્રત્યાખ્યાન અનશનનું પ્રકરણ હોવા છતાં કેટલીક પ્રતોમાં આ પાઠ મળતો નથી. ટીકાકારે આ ઉદ્દેશકની વ્યાખ્યામાં પ્રારંભથી અંત સુધી અનેકવાર ભક્ત પ્રત્યાખ્યાનનું કથન કર્યું છે અને અભિધાન રાજેન્દ્ર કોષમાં પણ આ સંપૂર્ણ ઉદ્દેશકને ભક્ત પ્રત્યાખ્યાન શબ્દમાં રાખ્યો છે. અંતે काल परियाए શબ્દનો સંબંધ પણ ભક્ત પ્રત્યાખ્યાન અનશનથી જોડાયેલ છે માટે પ્રાચીન પ્રતોમાં ભક્ત પ્રત્યાખ્યાન સૂચક બે શબ્દો હશે પરંતુ લિપિ કાળમાં ક્યારેક છૂટી ગયા હશે , તેથી આ સંસ્કરણમાં યથાસ્થાન તેને સુધારીને પાઠ આપેલ છે.

ા અધ્યયન–8/પ સંપૂર્ણા આઠમું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક એક વસ્ત્રના અભિગ્રહધારી શ્રમણ :

जे भिक्खू एगेण वत्थेण परिवुसिए पायबिइएण । तस्स णं णो एवं भवइबिइयं वत्थं जाइस्सामि । से अहेसणिज्जं वत्थं जाएज्जा , अहापरिग्गहियं वत्थं धारेज्जा जाव एवं खु वत्थ धारिस्स सामग्गियं । अह पुण एवं जाणेज्जाउवाइक्कंते खलु हेमंते , गिम्हे पडिवण्णे, से अहापरिजुण्णं वत्थं परिठ्ठवेज्जा , अदुवा एगसाडे , अदुवा अचेले, लाघवियं आगममाणे जाव सम्मत्तमेव समभिजाणिज्जा । ભાવાર્થ :– જે ભિક્ષુએ એક વસ્ત્ર અને બીજા પાત્રો રાખવાની પ્રતિજ્ઞા કરી છે તેના મનમાં એવો વિચાર આવતો નથી કે હું બીજા વસ્ત્રની યાચના કરીશ.

307

તે એષણીય વસ્ત્રની યાચના કરે અને ગ્રહણ કરેલાં તે વસ્ત્રને ધારણ કરે યાવત્ આ વસ્ત્રના અભિગ્રહધારી ભિક્ષુનો આચાર છે.

જ્યારે અભિગ્રહધારી ભિક્ષુ એ જાણે કે હેમંતૠતુ પસાર થઈ ગઈ છે , હવે ઉનાળો આવી ગયો છે, ત્યારે તે પરિજીર્ણ થયેલ વસ્ત્રનો ત્યાગ કરે. આ પ્રકારે ક્યારેક તો તે એક વસ્ત્રથી રહે અને ક્યારેક તે જીર્ણ વસ્ત્રને છોડી અચેલ રહે. આ પ્રમાણે અલ્પોપધિરૂપ લાઘવતાને પ્રાપ્ત કરતાં તે મુનિને સહજ જ તપની પ્રાપ્તિ થઈ જાય છે. ભગવાને જે રીતે આ પ્રતિજ્ઞાનું નિરૂપણ કર્યું છે , તેને તે રૂપમાં સારી રીતે જાણી સર્વપ્રકારથી પૂર્ણ રૂપે , સમ્યક્ રીતે આચરણમાં લાવે.

વિવેચન :

આ સૂત્રમાં એક ચાદર–પછેડી રાખવાના અભિગ્રહધારી શ્રમણનું વર્ણન છે. વસ્ત્રવિમોક્ષનો ઉત્તરોત્તર દઢતર અભ્યાસ કરવો એ જ આ પ્રતિજ્ઞાનો ઉદ્દેશ છે. આત્માના પૂર્ણ વિકાસ માટે આવી પ્રતિજ્ઞા સોપાન રૂપ છે. વસ્ત્ર , પાત્રાદિ ઉપધિની આવશ્યકતા ઠંડી આદિથી શરીરની સુરક્ષા માટે છે , જો સાધક ઠંડી આદિ પરીષહોને સહન કરવામાં સમર્થ થઈ જાય તો તેને વસ્ત્રાદિ રાખવાની જરૂર રહેતી નથી. ઉપધિ જેટલી ઓછી થાય તેટલું આત્મચિંતન વધે , સાધકને પોતાના જીવનમાં લાઘવતાનો અનુભવ થાય અને તપનો લાભ સહજ મળી જાય. શેષ વિવેચન પૂર્વના ચોથા ઉદ્દેશક પ્રમાણે જ જાણવું.

परिठ्ठवेज्जा :- પ્રતોમાં अहा परिजुण्णं वत्थं परिठ्ठवेज्जा પછી परिठ्ठवेत्ता શબ્દ છે અને તે પછી अदुवा एग साडे પાઠ પણ છે. તેનો અર્થ થાય છે કે ''જીર્ણ વસ્ત્રને પરઠી દે , પરઠીને અથવા એક વસ્ત્ર ધારણ કરે. '' અહીં અભિગ્રહધારી ભિક્ષુને એક વસ્ત્રનો જ અભિગ્રહ છે તો પરઠ્યાં પછી પણ એક વસ્ત્રને ધારણ કરવાનો અર્થ બરોબર નથી માટે મૂળપાઠમાં ' परिठ्ठवेत्ता ' શબ્દ ન હોવો જોઈએ , આ વાત આ સૂત્રથી સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે.

ભિક્ષુની એકત્ત્વ અનુપ્રેક્ષા :

जस्स णं भिक्खुस्स एवं भवइएगो अहमंसि , मे अत्थि कोइ , ण याहमवि कस्सइ । एवं से एगागिणमेव अप्पाणं समभिजाणेज्जा । लाघवियं आगममाणे तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :– एगो = એકલો , अहमंसि = હું છું , मे = મારું , कोइ अत्थि = કોઈ નથી , वा = અને, अहमवि = હું પણ , कस्सइ = કોઈનો નથી , एगागिणमेव = એકલો જ , अप्पाणं = પોતાને, समभिजाणेज्जा = જાણે.

ભાવાર્થ :– જે સાધુને એવી સમજણ આવી જાય કે 'હું એકલો છું , મારું કોઈ નથી , હું કોઈનો નથી અને 2

વિમોક્ષ અધ્ય–8, ઉ : 6

308 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પોતાના આત્માને સર્વપ્રકારે એકલો જ સમજે. તેને લાઘવતાની પ્રાપ્તિ થાય છે અને સહજમાં તપ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાને જેને જે સ્વરૂપે પ્રતિપાદિત કર્યું છે , તેને તે રૂપે જાણીને સર્વપ્રકારથી , પૂર્ણરૂપે સમ્યક્ રીતે ક્રિયાન્વિત કરે.

વિવેચન :

પરસહાય વિમોક્ષ :– આત્માના પૂર્ણ વિકાસ તેમજ પૂર્ણ સ્વાતંત્ર્ય માટે પરસહાય વિમોક્ષ આવશ્યક છે. આત્માની પૂર્ણ સ્વતંત્રતા પણ ત્યારે જ સિદ્ધ થઈ શકે છે જ્યારે તે ઉપકરણ , આહાર , શરીર , સંઘ તથા સહાય આદિથી પણ નિરપેક્ષ થઈને એક માત્ર આત્માનો આધાર લઈને જીવન પસાર કરે સમાધિ મરણની તૈયારી માટે સહાય વિમોક્ષ પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઉત્તરાધ્યયન સૂત્રના 29માં અધ્યયનમાં અપ્રતિબદ્ધતા , સંભોગ પ્રત્યાખ્યાન , ઉપધિપ્રત્યાખ્યાન , આહાર પ્રત્યાખ્યાન , શરીર પ્રત્યાખ્યાન , ભક્ત પ્રત્યાખ્યાન તેમજ સહાય પ્રત્યાખ્યાનાદિ વિષયો અત્યંત મહત્વપૂર્ણ તેમજ મનનીય છે. તે આ વિષયનું વિશ્લેષણ કરે છે.

સહાય વિમોક્ષથી આધ્યાત્મિક લાભ :– ઉત્તરાધ્યયન સૂત્રમાં સહાય– પ્રત્યાખ્યાનથી થતા લાભને બતાવતાં કહ્યું છે કે– સહાય પ્રત્યાખ્યાનથી જીવ એકલા હોવાના ભાવને પ્રાપ્ત કરે છે. એકલાપણાના ભાવમાં ઓતપ્રોત સાધક એકત્વ ભાવના કરતો હોવાથી ઘણું ઓછું બોલે છે. તેની ઝંઝટો ઘણી ઓછી થઈ જાય છે. તેના કલેશ , કષાય ઓછા થઈ જાય છે , તું–તું , હું–હું , તારું–મારું આવા ભાવ ઘણું કરીને દૂર થઈ જાય છે. તેના જીવનમાં સંયમ અને સંવરના ભાવોની અભિવૃદ્ધિ થાય છે. તે આત્મ સમાહિત થઈ જાય છે.

આ સૂત્રમાં વર્ણિત સાધકની પણ આવી જ સ્થિતિ હોય છે , તેને અનુભવ થઈ જાય છે કે હું એક્લો છું , સંસાર પરિભ્રમણ કરતાં મને મારા આત્મા સિવાય બીજા કોઈ પારમાર્થિક ઉપકાર કર્તા નથી.

તેમજ હું બીજા કોઈના દુઃખ નિવારણ કરવામાં નિશ્ચયદષ્ટિથી સમર્થ નથી , માટે હું કોઈનો નથી , સર્વ જીવો પોતાના કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. આ રીતે તે સાધક અંતરાત્માથી પોતાને સારી રીતે એક્લો જ સમજે , નરકાદિ દુઃખોથી રક્ષણ કરનાર શરણભૂત આત્મા સિવાય બીજું કોઈ નથી , એવું સમજીને રોગાદિ પરીષહોના સમયે અન્યના શરણની અપેક્ષા રાખ્યા વિના સમભાવથી સહન કરે.

लाघवियं आगममाणे :- લાઘવતાની પ્રાપ્તિ થવાથી તે હળવાશ અનુભવે છે. એકત્વ ભાવમાં રમણ કરનારા સાધક આત્માને ભારે બનાવનારા મમત્વભાવ અને આસક્તિથી દૂર થાય છે. આસક્તિ તે તીવ્રતમ રાગનું રૂપ છે. આસક્તિથી દૂર થનાર સાધક વ્યક્તિ અને વસ્તુ પ્રત્યેના રાગભાવથી મુક્ત થાય છે , તેમ જ તેની ભોગેચ્છા પણ છૂટી જાય છે. ભોગેચ્છાથી મુક્ત થનાર આત્માના નવા કર્મબંધન અટકી જાય છે.

આ આખી પ્રક્રિયા આભ્યંતર તપની છે. આમ એકલપણાની ભાવનામાં , આત્મભાવમાં રમણ કરનાર આત્મા આભ્યંતર તપ કરીને હળવો બને છે.

અભિગ્રહધારીનો સ્વાદ– પરિત્યાગ :

3 से भिक्खू वा भिक्खूणी वा असणं वा 4 आहारेमाणे णो 309

वामाओ हणुयाओ दाहिणं हणुयं संचारेज्जा आसाएमाणे , दाहिणाओ वा हणुयाओ वामं हणुयं णो संचारेज्जा आसाएमाणे । से अणासाए माणे लाघवियं आगममाणे , तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा । શબ્દાર્થ :– आहारेमाणे = આહાર કરતાં મુનિ , वामाओ = ડાબા , हणुयाओ = ગલોફાથી, दाहिणं हणुयं = જમણા ગલોફા તરફ , णो संचारेज्जा = સંચારિત કરે નહિ , લઈ જાય નહિ , आसाए माणे = સ્વાદ લેવા માટે.