This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
કોઈ મોક્ષ , મુક્તિ , સિદ્ધાત્માને જ માનતા નથી. આ પ્રકારે વિભિન્ન એકાંતવાદ લોકમાં પ્રવર્તે છે. વર્તમાને કોઈ એકાંત નિશ્ચયવાદી હોય છે , કોઈ ભાવવાદી હોય છે , કોઈ પુનર્જન્મ સ્વીકારતા નથી તો કોઈ યોનિ પરિવર્તન માનતા નથી અર્થાત્ મનુષ્ય મનુષ્ય જ થાય , પશુ પશુ જ થાય , સ્ત્રી સ્ત્રી જ થાય , આવા ઘણા એકાંતવાદ છે. જ્યારે વીતરાગ સિદ્ધાંત અનેકાંતમય છે. તે સર્વનો સમન્વય સ્યાદ્વાદથી કરે છે. વસ્તુના અનેક ધર્મને યથાર્થરૂપે જાણીને તેની પ્રરૂપણા કરે છે.
सुणिसंते :- આ શબ્દના બે પ્રકારે અર્થ છે– (1) તે અન્ય ધર્મીઓને જૈન સાધુઓના આચારનું સાચું જ્ઞાન હોતું નથી. (ર) તેઓનો આચાર સુવિચારપૂર્ણ કે યોગ્ય નથી , માટે સાધુ થઈને પણ તે આરંભ સમારંભ કરે છે. અદત્ત પણ(આજ્ઞા વિના–આપ્યા વિના)ગ્રહણ કરી લે છે.
अणुवयमाणा :- આ શબ્દના વિવિધ પ્રકારે અર્થ થાય છે– (1) ઔદ્દેશિક આહારાદિ ગ્રહણમાં ધર્મ કહે છે. (ર) પ્રાણીઓની હિંસા કરો તેમ કહી હિંસાનો આદેશ કરે છે. (3) તે આરંભના કાર્યની અનુમોદના વિમોક્ષ અધ્ય–8 , ઉ : 1
276 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કરે છે. (4) તે બીજાઓનું અનુસરણ કરી બોલે છે.
अकम्मा :- દરેક મત–મતાંતરવાળા પોતપોતાના સિદ્ધાંત કે વિચારણાઓનું અનુસરણ કરવાથી મુક્તિ કે કલ્યાણ થવાનું માને છે અને અમારા ધર્મથી કર્મ રહિત અવસ્થા પ્રાપ્ત કરી શકાય છે તેવી પ્રરૂપણા કરે છે. આ अकम्मा શબ્દની જગ્યાએ ઘણી પ્રતોમાં સંસ્કૃત શબ્દ अकस्मात् પણ મળે છે અને તેના વિવિધ પ્રકારે અર્થ કરાય છે. તે એક લિપિદોષ છે.
વિવિધ વાદ પ્રતિ વચનગુપ્તિ :–
एवं तेसिं णो सुअक्खाए णो सुपण्णत्ते धम्मे भवइ । से जहेयं भगवया पवेइयं आसुपण्णेण जाणया पासया । अदुवा गुत्ति वओगोयरस्स । त्ति बेमि । શબ્દાર્થ :– तेसिं = તેઓનો ધર્મ , णो सुअक्खाए= સારી રીતે કહેલો નથી,णो सुपण्णत्ते = સુપ્રજ્ઞપ્ત પણ નથી,जहेयं= જે આ યથાર્થ,आसुपण्णेण= આશુપ્રજ્ઞ,जाणया= જાણનાર–કેવળજ્ઞાની,पासया= જોનાર–કેવળદર્શની, गुत्ति = ગુપ્તિ, वओगोयरस्स = વચનની ગુપ્તિ , ભાષા સમિતિનો ઉપદેશ આપ્યો છે.
ભાવાર્થ :– આ રીતે તે એકાંતવાદીઓએ કહેલો ધર્મ સુઆખ્યાત–યુક્તિસંગત પણ નથી અને સુપ્રરૂપિત પણ નથી. જે રીતે આશુપ્રજ્ઞ સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન મહાવીરે અનેકાંતરૂપ સમ્યક્ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે તેવું તેઓનું પ્રતિપાદન નથી. મહાવીર સ્વામીએ વાણીનો વિવેક , પ્રરૂપણા વિવેક બતાવ્યો છે તે પૂર્ણ શુદ્ધ અને અનેકાંતિક છે.
વિવેચન :–
णो सुयक्खाए सुपण्णत्ते :- અન્યતીર્થિકોનો ધર્મ(દર્શન) સમ્યક્ હેતુ , યુક્તિ , તર્ક પૂર્વકનો નથી અને સમ્યક્ પ્રકારે પ્રરૂપિત પણ નથી. તેમ છતાં સાધુઓ એકાંતવાદમાં ફસાઈ ન જાય તેથી સૂત્રકારે તેનુુं કથન કર્યું છે.
गुत्ति वओगोयरस्स :- ભગવાન મહાવીરે અનેકાંતરૂપ સમ્યગ્વાદનું પ્રતિપાદન કર્યું છે. અન્યદર્શની એકાંતવાદી સાધક સરળ હોય , જિજ્ઞાસુ હોય , તત્ત્વ સમજવા ઈચ્છતો હોય , તેને શાંતિ , ધૈર્ય અને યુક્તિથી સમજાવવામાં આવે તો તે અસત્ય અને મિથ્યાત્વથી મુક્ત થાય છે. જો તે જિજ્ઞાસુ કે સરળ ન હોય , વક્ર હોય , વિતંડાવાદી હોય , વચન યુદ્ધ કરવા તત્પર હોય અથવા દ્વેષ અને ઈર્ષ્યાના કારણે લોકોમાં જૈન સાધુઓને બદનામ કરતો હોય , વાદ–વિવાદ અને ઝઘડા કરવા તૈયાર હોય તો શાસ્ત્રકાર કહે છે કે–
આવી સ્થિતિમાં મુનિ વાણીની ગુપ્તિ રાખે. તે વચન ગુપ્તિના અહીં ત્રણ અર્થ છે– (1) તે મુનિ પોતાની (સત્યમયી) વાણીની સુરક્ષા કરે , ભાષા સમિતિ પૂર્વક વસ્તુનું યથાર્થ સ્વરૂપ કહે. (ર) વચન ગુપ્તિ રાખે અર્થાત્ સર્વથા મૌન રાખે. (3) અન્યમતની અનેક વાણી સંબંધી એકાંત પ્રરૂપણાના પ્રતિપક્ષમાં કહ્યું છે કે
જિન શાસનમાં આવી એકાંત પ્રરૂપણા નથી પરંતુ વાણીનો પૂરો વિવેક રાખીને દરેક તત્ત્વોની પ્રરૂપણા 4
277
કરવામાં આવી છે.
અનેકાંતિક વીતરાગ ધર્મ :–
सव्वत्थ सम्मयं पावं । तमेव उवाइकम्म , एस महं विवेगे वियाहिए । गामे अदुवा रण्णे , णेव गामे णेव रण्णे , धम्ममायाणह पवेइयं माहणेण मइमया । जामा तिण्णि उदाहिया जेसु इमे आयरिया संबुज्झमाणा समुठ्ठिया , जे णिव्वुडा पावेहिं कम्मेहिं अणियाणा ते वियाहिया । શબ્દાર્થ :– सव्वत्थ = સર્વ મત મતાંતરોમાં , सम्मयं = માનેલ છે , સ્વીકારેલ છે , સંમતિ આપે છે, पावं = પાપાનુષ્ઠાન , तमेव = તે પાપાનુષ્ઠાનને , उवाइकम्म = ઉલ્લંઘન કરીને રહેવું , તે પાપોનો ત્યાગ કરવો , एस = આ , महं = મહાન , विवेगे = વિવેક , वियाहिए = કહ્યો છે , गामेे = ગામમાં , रण्णे= જંગલમાં , णेव = ન તો , आयाणह = આ જાણો , જાણીને , पवेइयं = આ કહ્યું છે , माहणेण = ભગવાને, मइमया = કેવળજ્ઞાની , जामा = વય–અવસ્થા , યામ , વ્રત , तिण्णि = ત્રણ , उदाहिया = કહ્યા છે , जेसु = જેમાં , इमे = આ , आयरिया(आरिया ) = આર્ય પુરુષ , આચાર્ય , संबुज्झमाणा = બોધને પ્રાપ્ત થયેલા , समुठ्ठिया = સમુપસ્થિત છે , जे = જો , णिव्वुडा = નિવૃત્ત થયા છે , अणियाणा = કર્મરહિત.
ભાવાર્થ :– સર્વ મતોમાં હિંસાદિ પાપોનો કોઈને કોઈ સ્વરૂપે સ્વીકાર કર્યો છે. પ્રભુ મહાવીરે તેનો અસ્વીકાર કરીને આ મહાન વિવેક કહ્યો છે કે પાપનો ત્યાગ એ જ ધર્મ છે. આ પાપ ત્યાગરૂપ ધર્મ ગામમાં પણ થઈ શકે છે અને જંગલમાં પણ થઈ શકે છે પરંતુ એકાંતરૂપે ધર્મ ગામમાં જ થાય એવું નથી અથવા જંગલમાં જ થાય તેવું પણ નથી. ધર્મ તો વ્યક્તિના અંતરમાં હોય છે , તે ગમે ત્યાં થઈ શકે છે. આ રીતે અનેકાંતિક તત્ત્વજ્ઞાનથી જાણીને સર્વજ્ઞ મહામાહણ ભગવાન મહાવીરે ફરમાવ્યું છે.
ભગવાને આ પણ અનેકાંતિક માર્ગ બતાવ્યો છે કે જીવનની ત્રણ વય છે. આ ત્રણે ય વયોમાં બોધ પ્રાપ્ત કરીને કેટલા ય આચાર્ય સંયમમાં ઉપસ્થિત થયા છે , જે પાપકર્મથી અને કષાયોથી નિવૃત્ત થયા છે અને થાય છે તેઓને નિદાન રહિત–કર્મરહિત કહ્યા છે.
વિવેચન :–
આ સૂત્રમાં ત્રણ પ્રકારે વિવેક બતાવ્યો છે– (1) પાપનું ઉલ્લંઘન અર્થાત્ પાપોનો પૂર્ણતયા ત્યાગ એ જ વિવેકમય ધર્મ છે. (ર) ધર્માચરણ માટે કોઈપણ ક્ષેત્ર નડતું નથી. (3) જીવનની કોઈ પણ અવસ્થામાં ધર્માચરણ કરવું હિતકારક જ છે. આત્મકલ્યાણ માટે પાપનો સર્વથા ત્યાગ એ જ મહત્ત્વનું છે. આ પ્રકારે અહીં ધર્માચરણની ક્ષેત્રકાલ સંબંધી અનેકાંતતા દર્શાવી છે. પ્રાચીન કાળમાં કેટલાક લોકોની શ્રદ્ધા અને પ્રરૂપણા આ પ્રકારની હતી કે ગામ , નગર આદિ જનસમૂહમાં રહીને જ સાધના થઈ શકે છે. જંગલ આદિ એકાંત સ્થાનમાં સાધુને પરીષહની સંભાવના બહુ અલ્પ રહે છે અને કદાચ પરીષહ આવે તોપણ તે 5
વિમોક્ષ અધ્ય–8 , ઉ : 1
278 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ચલિત થઈ જાય છે. એકાંતમાં રહેનાર વ્યક્તિ ક્યારેક સ્વછંદી બની જાય , તેની પાપવૃત્તિ વધી જાય છે.
કેટલાકની શ્રદ્ધા અને પ્રરૂપણા સર્વથા વિપરીત જ હતી. તેઓના મતાનુસાર સાધના માટે જંગલ આદિ એકાંત સ્થાન જ યોગ્ય છે. જનસમૂહની વચ્ચે રહેવાથી રાગદ્વેષ થવાની કે મોહભાવનાની વૃદ્ધિ થવાની સંભાવના રહે છે. આ બંને એકાંતવાદોનું પ્રતિવાદ કરતાં શાસ્ત્રકાર કહે છે–
णेव गामे , णेव रण्णे :- ગામમાં રહેવાથી કાંઈ ધર્મ થતો નથી કે જંગલમાં વનવાસી થઈને રહેવાથી કાંઈ ધર્મ થતો નથી. ધર્મનો આધાર ગામ , જંગલાદિ કોઈપણ સ્થાન નથી , તેનો આધારતો આત્મા છે , આત્માના ગુણ સમ્યગ્દર્શન , જ્ઞાન , ચારિત્રમાં ધર્મ છે. જેને જીવ , અજીવાદિનું જ્ઞાન હોય , તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા હોય અને મોક્ષમાર્ગનું યથાર્થ આચરણ હોય તો તે કોઈ પણ સ્થાને ધર્મ ક્રિયા કરી શકે છે.
जामा तिण्णि उदाहिया :- 'યામ ' શબ્દના ત્રણ અર્થ છે– પ્રહર , અવસ્થા , વ્રત. અહીં અનેકાંતનો પ્રસંગ હોવાથી અને ગ્રામાદિ સર્વત્ર ધર્મ થઈ શકે એ કથનને અનુરૂપ જીવનની ત્રણ અવસ્થાનો અર્થ વિશેષ પ્રાસંગિક છે. અર્થાત્ બાલ , યુવા અને વૃદ્ધ આ ત્રણે અવસ્થા ધર્મારાધન માટે યોગ્ય છે. ટીકામાં કહ્યું છે કે–
મુનિધર્મની ત્રણ અવસ્થાઓ છે– પહેલી આઠ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની , બીજી અવસ્થા એકત્રીસ વર્ષથી લઈને સાઠ વર્ષ સુધીની અને ત્રીજી અવસ્થા તેનાથી આગળની છે. આ ત્રણ અવસ્થા સંયમ ધર્મની તે 'ત્રિયામ ' છે. ઠાણાંગ સૂત્રમાં આ કથન પ્રથમ , મધ્યમ અને અંતિમ 'યામ ' થી કર્યું છે.
યામ શબ્દનો મહાવ્રત અર્થ પણ થાય છે અને तिण्णि શબ્દથી અહિંસા , સત્ય અને અપરિગ્રહ આ ત્રણ મહાવ્રત ગ્રહણ કરાય છે. અપરિગ્રહમાં અદત્તાદાન અને મૈથુન વિરમણ સમાઈ જાય છે.
મનુસ્મૃતિ અને મહાભારતાદિ ગ્રંથોમાં એક પ્રહરને યામ કહે છે , તે દિવસનો અને રાત્રિનો ચોથો ભાગ હોય છે. દિવસ રાતના કુલ આઠ યામ થાય છે.આ રીતે યામ શબ્દ કાલાવધિને પણ બતાવે છે.
अणियाणा :- નિદાન શબ્દ અહીં કર્મો માટે વપરાયો છે. તેથી અનિયાણનો અર્થ છે , કર્મથી રહિત, કર્મોથી મુક્ત. અહીં કહ્યું છે કે જે પાપકાર્યોથી નિવૃત્ત થાય છે તે કર્મોથી મુક્ત કહેવાય છે.
દંડ સમારંભ– વિમોક્ષ :–
उड्ढं अहं तिरियं दिसासु सव्वओ सव्वावंति च णं पाडियक्कं जीवेहिं कम्मसमारंभेणं । तं परिण्णाय मेहावी णेव सयं एतेहिं काएहिं दंडं समारंभेज्जा, णेवऽण्णेहिं एतेहिं काएहिं दंडं समारंभावेज्जा , णेवण्णे एतेहिं काएहिं दंडं समारभंते वि समणुजाणेज्जा। जे य अण्णे एतेहिं काएहिं दंडं समारभंति तेसिं पि वयं लज्जामो । तं परिण्णाय मेहावी तं वा दंडं, अण्णं वा दंडं , णो दंडभी दंडं समारंभेज्जासि । त्ति बेमि । ॥ पढमो उद्देसो समत्तो ॥ 6
279
શબ્દાર્થ :– सव्वावंति = સર્વ અનુદિશાઓમાં , पाडियक्क ं = પ્રત્યેક , जीवेहिं = જીવોમાં, कम्मसमारंभेण = જે કર્મનો સમારંભ થાય છે , वयं = અમે , लज्जामो = શરમાઈએ છીએ , તેઓ પર અમને દયા આવે છે , તે પણ જોઈ શકીએ નહીં , परिण्णाय = જાણીને , तं = તે , अण्णंं = મૃષાવાદાદિ , બીજા , दंडभी = ઉપમર્દનરૂપ દંડથી ભય કરનારા , णो समारंभेज्जासि = આરંભ કરે નહિ.
ભાવાર્થ :– ઊંચી , નીચી તેમજ તિરછી સર્વ દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારથી એકેન્દ્રિયાદિ જીવોમાંથી પ્રત્યેક દ્વારા કર્મ સમારંભ કરાય છે. મેધાવી સાધક તેનું જ્ઞાન કરીને , સ્વયં આ છકાયજીવોની હિંસા–સમારંભ કરે નહિ , બીજા પાસે આ જીવનિકાયનો દંડ–સમારંભ કરાવે નહિ અને આ જીવનિકાય પ્રતિ દંડ–સમારંભ કરનારની અનુમોદના કરે નહિ.
જે અન્ય ભિક્ષુ આ જીવનિકાયોનો દંડ સમારંભ કરે છે , તેના આ હલકા કૃત્યથી અમે લજ્જિત થઈએ છીએ અર્થાત્ તે કાર્યને અમે જોઈ શક્તા નથી , સહન કરી શક્તા નથી.
ઉપર કહેલા તત્ત્વોને સમજીને દંડનો ભય રાખનાર મેધાવી મુનિ તે જીવહિંસારૂપ દંડનો અથવા મૃષાવાદ આદિ કોઈ અન્ય દંડ–પાપનો સમારંભ કરે નહિ , હિંસાદિ પાપોનું આચરણ કરે નહિ. એમ ભગવાને કહ્યું છે.
।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
આ સૂત્રમાં ઉદ્દેશકનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકારે હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ આપ્યો છે.
उड्ढं अहं :- સર્વ દિશાઓ અને વિદિશાઓમાં નાના મોટા જીવો રહેલા છે. પ્રત્યેક જીવ પોતાના જીવન–નિર્વાહ અર્થે વિવિધ ક્રિયાઓ કરે છે. તે સર્વ ક્રિયાઓમાં આરંભ–હિંસા અનિવાર્ય રીતે રહેલ છે.
તેથી સર્વ જીવો કર્મ સમારંભવાળા છે. સાંસારિક ક્રિયા માત્ર કર્મબંધનરૂપ પાપ–પુણ્યમય છે. બુદ્ધિમાન સાધક હિંસાદિરૂપ આરંભ સમારંભ કરે , કરાવે કે અનુમોદે નહીં.
શબ્દકોષ અનુસાર 'દંડ ' શબ્દના અર્થ આ પ્રકારે છે– (1) લાકડી આદિ (ર) નિગ્રહ કે સજા કરવી (3) અપરાધીને અપરાધ અનુસાર શારીરિક કે આર્થિક દંડ આપવો (4) દમન કરવું (પ) મન, વચન , કાયાના અશુભ વ્યાપાર (6) જીવહિંસા તથા પ્રાણીઓને પીડા દેવી આદિ. અહીં 'દંડ ' શબ્દ પ્રાણીઓને પીડા દેવી , તેને મસળવા તથા મન , વચન અને કાયાનો દુષ્પ્રયોગ કરવાના અર્થમાં વપરાયો છે.
દંડના પ્રકાર :– દંડના ત્રણ પ્રકાર છે– (1) મનોદંડ (ર) વચનદંડ (3) કાયદંડ. મનોદંડના ત્રણ ભેદ છે– (1) રાગાત્મક મન (ર) દ્વેષાત્મક મન અને (3) મોહયુક્ત મન.
વચન દંડના સાત પ્રકાર છે– (1) ખોટું બોલવું (ર) વચન કહીને કોઈના જ્ઞાનનો નાશ કરવો વિમોક્ષ અધ્ય–8 , ઉ : 1
280 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ (3) ચાડી–ચુગલી કરવી ( 4) કઠોર વચન કહેવા (પ) પોતાની પ્રશંસા અને બીજાની નિંદા કરવી (6)
સંતાપ થાય તેવા વચનો કહેવા તથા (7) હિંસાકારી વાણી બોલવી.
કાયદંડના સાત પ્રકાર છે– (1) જીવહિંસા કરવી (ર) ચોરી કરવી (3) મૈથુન સેવન કરવું (4)
પરિગ્રહ રાખવો (પ) આરંભ કરવો (6) મારવું (7) ઉગ્રતા–આવેશપૂર્વક ડરાવવું–ધમકાવવું.
દંડ–સમારંભ નો અર્થ અહીં દંડ પ્રયોગ છે. જોકે મુનિ માટે ત્રણ કરણ (1. કરવું , ર. કરાવવું , 3. અનુમોદન)
તથા ત્રણ યોગ (1. મન , ર. વચન , 3. કાયા)ના વ્યાપારથી હિંસાદિ દંડનો ત્યાગ કરવો અનિવાર્ય છે માટે અહીં કહ્યું છે કે–મુનિ પહેલાં , સર્વ દિશા , વિદિશાઓમાં સર્વત્ર , સર્વપ્રકારે છકાય જીવોની હિંસા , અનેક પ્રકારના કારણોથી તથા વિવિધ પ્રકારના શસ્ત્રોથી થાય છે , તેને સારી રીતે જાણીલે. પછી ત્રણ કરણ , ત્રણ યોગથી તે સર્વ હિંસાનો ત્યાગ કરે. નિર્ગ્રંથ શ્રમણ દંડ સમારંભથી પોતે ડરે તેમજ લજ્જા રાખે , દંડ સમારંભ કરતા સાધુઓને જોઈને સાધુના નાતે તેમના માટે શરમ અનુભવે. જીવહિંસાની જેમ અસત્ય, ચોરી આદિ સર્વ દંડ–સમારંભોને મહાન અનર્થકારી જાણીને સાધુ પોતે તેનાથી ભય રાખનાર હોય છે તેથી તેણે તે દંડથી મુક્ત થવું જોઈએ.
આ સૂત્રમાં દંડ–સમારંભક અન્ય ભિક્ષુઓથી લજ્જિત થવાની વાત કહી છે કારણ કે તેઓ દ્વારા રાંધવું–રંધાવવું આદિ ક્રિયાઓ દ્વારા દંડ–સમારંભ થતો હતો. અમુક પરંપરામાં ભિક્ષુ પોતે ભોજન પકાવતા ન હતા , બીજા પાસે ભોજન કરાવતા હતા અથવા જે ભિક્ષુ સંઘને ભોજન માટે આમંત્રિત કરતા , તેને ત્યાંથી પોતાના માટે બનાવેલું ભોજન લઈ લેતા હતા. તેઓ સંઘના નિમિત્તે થનારી હિંસામાં પાપ માનતા ન હતા. આ પ્રકારના ભિક્ષુના સંગથી સાધક પતિત ન થાય તેવો સૂત્રકારનો આશય જણાય છે.
કુસંગ ત્યાગ પરિશીલન :–
આ ઉદ્દેશકમાં સંગત્યાગની વિચારણા છે. સંગતિની અસર જીવન પર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાંય બાળમાનસ પર તો વિશેષ , એમ માનસશાસ્ત્રીઓ માને છે. સાધક પણ જ્યારે સાધનામાર્ગ તરફ વળે છે ત્યારે પ્રથમ તો તે દ્વિજ એટલે ફરીથી જન્મેલો અને સાધનાના ક્ષેત્રનો તદ્દન બિન અનુભવી હોવાથી બાળ ગણાય છે. તે બાલ સાધકના જીવનમાં સંગની અસર વિશેષ રૂપે જણાય છે.
જેના સંગથી સત્ય તરફ રુચિ ઢળે તે સત્સંગ. એ લોહચુંબક છે. જિજ્ઞાસાવૃત્તિ એ લોખંડ છે.
પ્રત્યેક સાધકમાં જિજ્ઞાસાવૃત્તિ મુખ્યત્વે હોવાથી સત્સંગ તરફ તે હંમેશાં આકર્ષાતો રહે છે. સત્સંગ તેના સાધનામાર્ગનું નંદનવન છે. એના શરણમાં જઈને એ સંશય , ગ્લાનિ અને થાક ઉતારી નાખવા મથે છે.
આવા પ્રસંગે તે બાળ સાધકનું હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી એટલું તો તરબોળ હોય છે કે તેને પ્રાપ્ત સત્સંગનું કલ્પવૃક્ષ છે કે ઉપરથી દેખાતા દંભી સત્સંગરૂપ કુસંગનું કિંપાક વૃક્ષ છે તે જોવાની તપાસવાની અન્વેષક બુદ્ધિ હોવા છતાં તે તેનો ઉપયોગ કરવા રોકાતો નથી. આવા પ્રસંગે સાધક બીજા દંભી સંગની જાળમાં ન ફસાઈ જાય અને સાધનામાં દત્તચિત્ત (લીન) રહી પરિપક્વ બનતો જાય , તે માટે આ સૂત્રમાં સંગદોષથી બચવા માટે સાધકને સાવધાન કર્યા છે. આ સૂત્ર વિશાળ દષ્ટિથી અવલોકવા યોગ્ય અને વિવેકબુદ્ધિથી 281
1
આચરવા યોગ્ય છે.
પ્રથમ તકે તો પાઠકને આ સૂત્રમાં સંકુચિતતાનું દર્શન થશે. જૈનદર્શન જો વિશ્વદર્શનની યોગ્યતા ધરાવતું હોય તો એ દર્શન માટે આટલી સંકુચિતતા પણ અક્ષમ્ય ગણાય , એમ પણ કદાચ જણાશે પરંતુ આ સૂત્ર અંગે આટલું યાદ રાખવાનું છે : (1) ઉપરની બીના મુનિ સાધકને ઉદ્દેશીને કહેવાયેલી છે.
ગૃહસ્થ સાધક અને મુનિ સાધકમાં જેટલો ત્યાગનો તફાવત છે , એટલો જ નિયમોનો તફાવત છે અને તે તફાવત તેની ભૂમિકા અનુસાર અનિવાર્ય છે.
ગૃહસ્થ સાધક અલ્પસંયમી અથવા અલ્પત્યાગી ગણાય છે અને મુનિ સાધક પૂર્ણત્યાગી ગણાય છે ; કારણ કે એમને સર્વ પદાર્થો પરથી પોતાનો માલિકી હક ઉઠાવી લઈ ભિક્ષુજીવન સ્વીકાર્યું છે. એટલે જ મુનિ સાધક ભિક્ષા માગીને સાધનાની દષ્ટિએ જરૂરિયાત પૂરતું લઈ શકે છે. (ર) જ્યાં પોતાને માટે જરૂરિયાત પૂરતું જ લઈ શકાય ત્યાં બીજાને આપવાનું વિધાન ન હોઈ શકે એ સ્વાભાવિક છે. મુનિ સાધક ભિક્ષુ જ ગણાય છે. એ ગૃહસ્થ પાસેથી લઈને બીજાને આપવા માટે દાતા બનતો જાય તો તેમાં એનું દાતારપણું કે ઉદારપણું નથી,પણ વૃત્તિની શિથિલતા છે અને તેની પોતાની ભૂમિકાની અપેક્ષાએ એ નીચેનું સ્થાન છે. દાનીથી સંયમીની અને સંયમીથી ત્યાગીની એમ ઉત્તરોત્તર ઉચ્ચ ભૂમિકાઓ છે. એક ત્યાગી આદર્શ ત્યાગ પાળતો હોય , આત્મભાનમાં મસ્ત હોય , તો તે જગત પર ઘણો જ ઉપકાર કરે છે. એ વાત સ્પષ્ટ સમજાય તેવી છે.
એક અપેક્ષાએ આ વૃત્તિ તજવા યોગ્ય છે. છતાં એક ભિક્ષુ સાધક બીજા ભિક્ષુ સાધકને અન્ન , પાન કે વસ્ત્રાદિ ઉપકરણોની ખૂબ જરૂર હોય અને તોયે તેને ન આપે તો આખી ભિક્ષુસંસ્થા વ્યવસ્થિત અને પ્રેમમય જીવન ન ગાળી શકે. એ હેતુએ સૂત્રકાર અહીં સ્પષ્ટ કરે છે કે ભિક્ષુ કારણસર બીજા ભિક્ષુને અન્ન વસ્ત્રાદિ આપી શકે છે અને શારીરિક બીમારી કે એવા ખાસ કારણસર સેવા પણ કરી શકે છે. પરંતુ 'આદરપૂર્વક નહિ ' એ પદ આપીને શાસ્ત્રકાર એ કહેવા માગે છે કે આ બધું ઉપયોગિતા પૂરતું જ હોય, કારણ વગર નહિ. ઘણીવાર કેટલાક મુનિ સાધકોને એવી ટેવ હોય છે કે તે બીજા મુનિ સાધક પાસે અન્ન વસ્ત્રાદિ સામગ્રી હોય તોયે પરાણે આપવા માંડે. આમાં સામાનો આદરભાવ મેળવવાની કે પોતે ઉદાર અને સેવાભાવી છે એવું બીજાને દેખાડવાની વૃત્તિ દેખાય છે. સૂત્રકાર કહે છે કે તે વૃત્તિ મુનિ સાધક માટે ઈષ્ટ નથી , તેમાં ઊંડે ઊંડે પણ દૂષિતતા છે.
ા અધ્યયન–8/1 સંપૂર્ણા આઠમું અધ્યયન : બીજો ઉદ્દેશક વધ પરીષહ :–
से भिक्खू परक्कमेज्ज वा चिठ्ठेज्ज वा णिसीएज्ज वा तुयट्टेज्ज વિમોક્ષ અધ્ય–8 , ઉ : ર 282 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ वा सुसाणंसि वा सुण्णागारंसि वा रुक्खमूलंसि वा गिरिगुहंसि वा कुंभारायतणंसि वा , हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहावई बूया–आउसंतो समणा ! अहं खलु तव अठ्ठाए असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पाणाइं भूयाइं जीवाइं सत्ताइं समारंभ समुद्दिस्स कीयं पामिच्चं अच्छिज्जं अणिसठ्ठं अभिहडं आहट्टु चेएमि , आवसहं वा समुस्सिणामि , से भुंजह वसह । आउसंतो समणा ! भिक्खू तं गाहावइं समणसं सवयसं पडियाइक्खे–
आउसंतो गाहावई ! णो खलु ते वयणं आढामि , णो खलु ते वयणं परिजाणामि , जो तुमं मम अठ्ठाए असणं वा 4 वत्थं वा 4 पाणाइं 4
समारब्भ समुद्दिस्स कीयं पामिच्चं अच्छिज्जं अणिसठ्ठं अभिहडं आहट्टु चेएसि , आवसहं वा समुस्सिणासि , से विरओ आउसो गाहावई ! एयस्स अकरणयाए । શબ્દાર્થ :– से = તે (સાવદ્ય યોગના ત્યાગી) , परक्कमेज्ज = વિહાર કરતા હોય , चिठ्ठेज्ज = ઊભા હોય , णिसीएज्ज = બેઠા હોય , तुयट्टेज्ज = સૂતા હોય , सुसाणंसि = શ્મશાનમાં , सुण्णागारंसि = શૂન્ય ઘરમાં,रुक्खमूलंसि= વૃક્ષની નીચે,गिरिगुहंसि= પર્વતની ગુફામાં,कुंभारायतणंसि= કુંભારની શાળામાં , हुरत्था = કદાચિત્ , ક્યારે , कहिंचि = કોઈ જગ્યાએ , विहरमाणं = વિહાર કરતા હોય , उवसंकमित्तु = નજીક આવીને , गाहावई = કોઈ ગાથાપતિ , बूया = કહે કે , तव अठ्ठाए = તમારા માટે , समारब्भ = આરંભ કરીને , समुद्दिस्स = ઉદ્દેશ કરીને તૈયાર કર્યું છે , कीयंं = ખરીદ કર્યું હોય , पामिच्चं = કોઈની પાસેથી ઉધાર લીધું હોય , अच्छिज्जं = બીજા પાસેથી છીનવી લીધું છે , अणिसठ्ठं = બીજાનું પોતાની પાસે રાખ્યું છે , अभिहडं = સામે લાવેલું છે , आहट्टु = મારા ઘરેથી લાવીને , चेए मि = આપને આપું છું , आवसहं = આપને માટે મકાન , समुस्सिणामि = બનાવું છું તેમજ મકાન સમારકામ કરાવું છું , सेे = આ અશનાદિને , भुंजह = ભોગવો , वसह = નિવાસ કરો , समणसं = ભાવથી અને ,અભિપ્રાયવાળા અને સુમનસ–સરળ હૃદયી , सवयसं = વચનથી અપરિચિત , पडियाइक्खेे = આ રીતે જવાબ આપે કે , णो आढामि = હું આદર કરતો નથી , ते वयणंं = તમારા આ વચનોને , णो परिजाणामि = સ્વીકાર કરતો નથી , जो = જે , तुमं = તમે , मम अठ्ठाए = મારા માટે , से = કારણ કે, विरओ = વિરત છું , આરંભાદિનો નવકોટીએ ત્યાગ કર્યો છે , एयस्स = આ કાર્યોને , अकरणयाए = નહીં કરવાની પ્રતિજ્ઞા કરેલ છે.
ભાવાર્થ :– સાવદ્યકાર્યોથી નિવૃત્ત ભિક્ષુ ભિક્ષાદિ કોઈ કાર્ય માટે ક્યાં ય જઈ રહ્યા હોય અથવા શ્મશાનમાં , શૂન્યઘરમાં , પર્વતની ગુફામાં , વૃક્ષની નીચે , કુંભાર શાળામાં કે ગામની બહાર કોઈ પણ સ્થાને ઊભા હોય , બેઠા હોય કે સૂતા હોય અથવા કોઈ પણ જગ્યામાં વિહાર કરી રહ્યા હોય , તે સમયે કોઈ 283
ગૃહપતિ તે ભિક્ષુની પાસે આવીને કહે– હે આયુષ્યમાન્ શ્રમણ ! હું આપના માટે અશન , પાન , ખાદિમ, સ્વાદિમ , વસ્ત્ર , પાત્ર , કામળી , કે પાદપ્રોંછન , પ્રાણી , ભૂત , જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને આપના લક્ષ્યે બનાવી રહ્યો છું કે આપના માટે ખરીદીને , ઉધાર લઈને , કોઈની પાસેથી છીનવી લઈને , બીજાની વસ્તુ તેની આજ્ઞા લીધા વિના લાવીને કે ઘરેથી સામે ઉપાશ્રયે લાવીને , આપને આપું છું અથવા આપના માટે ઉપાશ્રય બનાવી દઉં છુ. હે આયુષ્યમાન્ શ્રમણ ! તમો આ અશનાદિનો ઉપભોગ કરો અને આ ઉપાશ્રયમાં રહો.
હે આયુષ્યમાન શ્રમણ ! ભિક્ષુ તે ગૃહસ્થને સરળ ભાવોથી અને યોગ્ય શબ્દોથી નિષેધ કરતાં કહે કે આયુષ્યમાન્ ગૃહપતિ ! હું તમારા આ વચનનો આદર કરતો નથી , તમારા વચનોનો સ્વીકાર કરતો નથી. તમે મારા માટે જે પ્રાણી , ભૂત , જીવ અને સત્ત્વોનો સમારંભ કરીને અશન , પાન , ખાદિમ , સ્વાદિમ, વસ્ત્ર , પાત્ર , કામળી કે પાદપ્રોંચ્છન બનાવી રહ્યા છો કે મારા લક્ષ્યે તે ખરીદી , ઉધાર લાવી , બીજા પાસેથી ઝૂંટવી , બીજાની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને કે તમારા ઘરેથી અહીં લાવી મને આપવા ઈચ્છો છો, મારા માટે ઉપાશ્રય બનાવવા ઈચ્છો છો. તો હે આયુષ્યમાન્ ગૃહસ્થ ! હું આ રીતના સાવદ્ય કાર્યથી સર્વથા વિરત થઈ ગયો છું. તમે કહેલી આ વાત મારા માટે અકરણીય છે , તેનો હું સ્વીકાર કરી શકતો નથી.
से भिक्खू परक्कमेज्ज वा जाव हुरत्था वा कहिंचि विहरमाणं तं भिक्खुं उवसंकमित्तु गाहावई आयगयाए पेहाए असणं वा 4 वत्थं वा 4
पाणाइं 4 समारब्भ जाव आहट्टु चेएइ आवसहं वा समुस्सिणाइ तं भिक्खुं परिघासेउं । तं च भिक्खू जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं अण्णेसिं वा अंतिए सोच्चा – अयं खलु गाहावइ मम अठ्ठाए असणं वा 4
वत्थं वा 4 पाणाइं 4 समारब्भ चेएइ आवसहं वा समुस्सिणाइ । तं च भिक्खू पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए । त्ति बेमि । શબ્દાર્થ :– आयगयाए पेहाए = પોતાના મનની ઈચ્છાથી , परिघासेउं = જમાડવા માટે.
ભાવાર્થ :– તે ભિક્ષુ કોઈ જગ્યાએ કોઈ કાર્યવશ જઈ રહ્યા હોય ; શ્મશાન , શૂન્યઘર , ગુફા , વૃક્ષની નીચે, કે કુંભારની શાળામાં ઊભા , બેઠા કે સૂતા હોય અથવા કોઈ સ્થાને વિચરણ કરી રહ્યા હોય ; તે સમયે તે ભિક્ષુની પાસે આવીને કોઈ ગૃહસ્થ પોતાના ભાવને પ્રગટ કર્યા વિના જ અર્થાત્ હું સાધુને અવશ્ય દાન આપીશ આ પ્રકારનો મનમાં નિર્ણય કરીને જ પ્રાણી , ભૂત , જીવ , સત્ત્વોના આરંભપૂર્વક અશનાદિ બનાવતા હોય ; સાધુના લક્ષ્યે ખરીદી , ઉધાર લાવી , બીજા પાસેથી છીનવી , બીજાના અધિકારની વસ્તુ તેની આજ્ઞા વિના લાવીને અથવા ઘરેથી લાવીને આપવાની ઈચ્છા હોય કે ઉપાશ્રયનું નિર્માણ કે જીર્ણોદ્ધાર કરાવતા હોય.
તે સર્વ કાર્ય ભિક્ષુના ઉપભોગ કે નિવાસ માટે કરતા હોય તો આ આરંભને તે ભિક્ષુ પોતાની તીક્ષ્ણ 2
વિમોક્ષ અધ્ય–8 , ઉ : ર 284 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ બુદ્ધિથી , બીજા–અતિશય જ્ઞાનીના કથનથી કે તીર્થંકરોની વાણીથી અથવા બીજા કોઈ તેના પરિજનો પાસેથી સાંભળીને જાણી જાય છે કે ગૃહસ્થે મારા માટે પ્રાણી , ભૂત , જીવ અને સત્ત્વોના સમારંભથી અશનાદિ કે વસ્ત્રાદિ બનાવીને કે મારા નિમિત્તે ખરીદી , ઉધાર લઈ , બીજા પાસેથી છીનવીને , બીજાની વસ્તુ તેના માલિકની આજ્ઞા લીધા વિના લાવીને અથવા પોતાની સંપત્તિથી ઉપાશ્રય બનાવીને તૈયાર કર્યો છે , સાધુ તેનું સારી રીતે નિરીક્ષણ કરીને , પૂર્ણ રીતે જાણીને તે ગૃહસ્થને સ્પષ્ટ રીતે કહે કે આ સર્વ પદાર્થ મારા માટે ગ્રહણ કરવા–સેવવા યોગ્ય નથી , તેથી હું તેને ગ્રહણ કરી શક્તો નથી.
भिक्खुं च खलु पुठ्ठा वा अपुठ्ठा वा जे इमे आहच्च गंथा फुसंति , से हंता हणह खणह छिंदह दहह पयह आलुंपह विलुंपह सहसक्कारेह विप्परामुसह । ते फासे पुठ्ठो धीरो अहियासए । अदुवा आयारगोयरमाइक्खे तक्कियाणमणेलिसं । अदुवा वइगुत्तीए । गोयरस्स अणुपुव्वेण सम्मं पडिलेहाए आयगुत्ते ।बुद्धेहिं एयं पवेइयं । શબ્દાર્થ :– पुठ्ठा = પૂછીને, अपुठ्ठा = પૂછ્યા વિના, जे = જે,इमे= કોઈ ગૃહસ્થ, आहच्च गंथा = સાધુ માટે ખર્ચ કરીને બનાવેલ વસ્તુ ગ્રહણ નહિ કરવાથી ક્રોધાવેશમાં આવીને,फुसंति = સાધુને કષ્ટ આપે , से हंता = તે હનન કરે , हणह = તેને મારો , खणह = તેને જાનથી મારો , ® छदह = તેનું છેદન કરો , दहह= જલાવો, पयह = પકાવો, आलुंपह = તેના વસ્ત્રાદિ લૂંટી લ્યો,विलुंपह= તેનું સર્વસ્વ હરી લ્યો,सहसक्कारेह = તેનો જલદી ઘાત કરી નાંખો , विप्परामुसह = તેને વિવિધ પ્રકારે પીડા આપો , अदुवा = અને, आयारगोयरं = સાધુઓના આચારાદિનું , आइक्खे = કથન કરે , तक्किया = યોગ્યતાનો વિચાર કરીને , णं = તે પુરુષની , अणेलिसंं = અનુપમ , અન્ય સમાન અર્થાત્ અન્યપક્ષના ખંડનપૂર્વક સ્વપક્ષની સ્થાપનારૂપ તત્ત્વ કથન કરે , वइगुत्तीए = વચન ગુપ્તિ રાખે અર્થાત્ મૌન રહે , गोयरस्स = પિંડ વિશુદ્ધિનું , अणुपुव्वेण = અનુક્રમથી , सम्मं = સમ્યક્ પ્રકારે , पडिलेहाए = પ્રતિલેખન કરી , હંમેશાં ઉપયોગ રાખે , आयगुत्ते = આત્મગુપ્ત સાધુ , बुद्धेहिं = તત્ત્વજ્ઞ પુરુષોએ , एयं = આ , पवेइयं = કહ્યું છે.
ભાવાર્થ :– ભિક્ષુને પૂછીને કે પૂછયા વિના જ ''હું અવશ્ય આપીશ '' એવા અભિપ્રાયથી કોઈ ગૃહસ્થ અંધભક્તિના કારણે ઘણું ધન ખર્ચીને બનાવેલા આ આહારાદિ પદાર્થ ભિક્ષુની સામે ભેટ રૂપે લાવીને રાખી દે અને મુનિ તેનો સ્વીકાર કરે નહિ ત્યારે તે ગૃહસ્થ સાધુને કષ્ટ આપે ; શક્તિ સંપન્ન ગૃહસ્થ ક્રોધાવેશમાં આવીને ભિક્ષુને મારે અથવા નોકરોને આદેશ આપે કે મારા ધનનો વ્યર્થ વ્યય કરાવનાર આ સાધુને ડંડા આદિથી મારો , ઘાયલ કરો , તેના હાથ–પગાદિ અંગોને કાપી નાંખો , તેને બાળી નાંખો , તેનું માંસ પકાવો , તેના વસ્ત્રાદિ છીનવી લ્યો કે તેને નખથી ઉતરડી નાંખો અથવા તેનું સર્વ કાંઈ લૂંટી લ્યો , તેના પર બળજબરી કરો અથવા તેને જલ્દી મારી નાંખો , તેને અનેક રીતે પીડિત કરો. આ સર્વ દુઃખ રૂપ કષ્ટો આવવા પર ધીર સાધુ અક્ષુબ્ધ રહી તેને સમભાવથી સહન કરે.
તે આત્મગુપ્ત મુનિ પોતાના આચાર–ગોચરની ક્રમથી સમ્યક્ પ્રેક્ષા કરી , અશનાદિ બનાવનાર 3
285
વ્યક્તિના વિષયમાં સારી રીતે વિચાર કરી , જો તે મધ્યસ્થ કે પ્રકૃતિનો ભદ્ર લાગે તો તેની સામે પોતાના અનુપમ આચાર–ગોચર સાધ્વાચાર કહે , સમજાવે. જો તે વ્યક્તિ દુરાગ્રહી અને પ્રતિકૂળ લાગે અથવા પોતાની સમજાવવાની ક્ષમતા ન હોય તો વચનગુપ્તિ અર્થાત્ મૌન રાખે. એમ તીર્થંકરોએ પ્રતિપાદન કર્યું છે.
વિવેચન :–
આ સૂત્રોમાં સાધુ માટે અનાચરણીય કે પોતાની કલ્પમર્યાદા અનુસાર કેટલીક અકરણીય બાબતોથી દૂર રહેવા માટે અનેક દષ્ટિકોણથી કથન કર્યું છે.
से भिक्खू परक्कमेज्ज वा :- વૃત્તિકારે વિમોક્ષને યોગ્ય ભિક્ષુની વિશેષતાઓ બતાવી છે. જેણે જીવન પર્યંત સામાયિકની પ્રતિજ્ઞા કરી છે , પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો છે , સર્વ પાપકારી કાર્યોનો ત્યાગ કર્યો છે અને જે ભિક્ષા જીવી છે , તે ભિક્ષા માટે કે અન્ય કોઈ આવશ્યક કાર્ય માટે વિચરણ કરી રહ્યા છે. અહીં परकमेज्ज નો સામાન્ય અર્થ ગમનાગમન કર્યો છે.
सुसाणंसि :- વર્તમાનમાં સામાન્યરૂપે સ્થવિરકલ્પી ગચ્છવાસી સાધુ વસ્તીમાં ગમે તે ઉપાશ્રય કે મકાનમાં રહે છે. જ્યારે વિહાર કરતા હોય ત્યારે ઘણીવાર જગ્યા નહિ મળવાથી તેમજ સૂર્યાસ્ત થઈ જવાથી શ્મશાનમાં , શૂન્યઘરમાં , વૃક્ષની નીચે કે જંગલમાં કોઈ પણ જગ્યામાં રહેવાનું થાય છે. સાધુ શ્મશાનાદિ કોઈ પણ જગ્યાએ રહ્યા હોય પરંતુ ગોચરી માટે ગૃહસ્થોના ઘરે જાય છે અને આહારાદિ આવશ્યક પદાર્થ પોતાની કલ્પમર્યાદા અનુસાર મળે ત્યારે લે છે. કોઈ ગૃહસ્થ ભક્તિવશ કે લૌકિક સ્વાર્થ વશ તેના માટે બનાવીને , ખરીદીને , કોઈની પાસેથી છીનવીને , ચોરીને કે પોતાના ઘરેથી સામે લાવીને આપે તો તે વસ્તુને ગ્રહણ કરવી તે સાધુની આચાર–મર્યાદાથી વિપરીત છે. આ રીતની વસ્તુને સાધક ગ્રહણ કરી શક્તો નથી , કારણ કે તેમાં સાધુના નિમિત્તે હિંસાદિ આરંભ થયો હોય છે.
કદાચ કોઈ એવી પરિસ્થિતિ આવી જાય અને કોઈ ભાવિક ગૃહસ્થ આ પ્રકારના આહારાદિ લાવીને દેવાનો અત્યંત આગ્રહ કરે તો તે ભાવિક ભક્તને ધર્મથી , પ્રેમથી , શાંતિથી સમજાવે કે મારે આ પ્રકારનો અકલ્પનીય આહાર લેવો કલ્પે નહીં.
આ સૂત્રોમાં શાસ્ત્રકારે ભિક્ષુની સામે આવતી ત્રણ અકલ્પનીય પરિસ્થિતિઓ અને તેનાથી મુક્ત થવાનો કે અનાચરણીય કાર્યોથી દૂર રહેવાનો ઉપાય પણ બતાવ્યો છે–
1 |
કોઈ પણ પ્રકારના સંકટમાં આવેલા સાધુને જોઈને અથવા સાધુને આવતી મુશ્કેલીઓ જોઈને કોઈ ભાવિક ભક્ત તેની સામે આહારાદિ બનાવી દે , ખરીદે , છીનવીને લાવે તથા અન્ય કોઈ પણ પ્રકારે સામે લાવીને આપે તથા ઉપાશ્રય બનાવી દેવાનો પ્રસ્તાવ રાખે. સાધુને કહ્યા વિના , તેની વાત સાંભળ્યા વિના પોતાના મનથી જ ભક્તિવશ આહારાદિ બનાવીને કે |
ર. |
|
ઉપર કહેલા કોઈ પણ પ્રકારથી લાવીને આપવા લાગે તથા ઉપાશ્રય બનાવવા લાગે.
વિમોક્ષ અધ્ય–8 , ઉ : ર 286 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 3. તે આહારાદિ તથા ઉપાશ્રય આરંભ–સમારંભ જનિત તેમજ અકલ્પનીય જાણીને ભિક્ષુ કોઈ પણ પરિસ્થિતિમાં તે સ્વીકારવાની સ્પષ્ટ ના કહી દે તો તે દાતા ક્રોધિત થઈને સાધુને અનેક પ્રકારે યાતનાઓ–કષ્ટ આપે.
આ ત્રણ પરિસ્થિતિથી મુક્ત થવાના ઉપાય આ પ્રમાણે છે– (1) દાતાને સહુથી પ્રથમ પ્રેમથી કલ્પમર્યાદા સમજાવીને ગ્રહણ કરે નહિ. (ર) કોઈ પણ રીતે જાણીને , સાંભળીને તે આહારાદિને ગ્રહણ કરે નહિ , વાપરે નહિ અને (3) ત્રીજી સ્થિતિ આવે ત્યારે સાધુ ધૈર્ય અને શાંતિથી સમભાવપૂર્વક તે પરીષહ કે ઉપસર્ગને સહન કરે , જો ગૃહસ્થની જરા પણ અનુકૂળતા જુએ તો સાધુના અનુપમ આચારની વાત સમજાવે , પ્રતિકૂળતા હોય તો મૌન રહે. આ રીતે શાસ્ત્રકારે અકલ્પનીય– વિમોક્ષની સુંદર ઝાંખી કરાવી છે.
समणसं सवयसं :- એક વાત વિશેષ રૂપે જાણવા યોગ્ય છે કે અકલ્પનીય વસ્તુઓને લેવી નહિ તેમજ ભાવિક ગૃહસ્થને સમજાવવાની રીત પણ સાધુની શાંતિ , ધૈર્ય અને પ્રેમપૂર્ણ હોવી જોઈએ. તે દાતા–ગૃહસ્થને દ્વેષી , વૈરી કે વિદ્રોહી સમજે નહિ પરંતુ સરળમના અને સવયસ્ક–મિત્ર સમજીને કહે. તાત્પર્ય એ પણ છે કે ભિક્ષુ ગૃહસ્થને સન્માન સહિત સુવચન સહ અકલ્પનીયનો નિષેધ કરે.
સમનોજ્ઞ– અસમનોજ્ઞ સાધુઓનો પરસ્પર વ્યવહાર :–
से समणुण्णे असमणुण्णस्स असणं वां 4 वत्थं वा 4 णो पाएज्जा णो णिमंतेज्जा णो कुज्जा वेयावडियं परं आढायमाणे । त्ति बेमि । શબ્દાર્થ :– समणुण्णे = સમનોજ્ઞ , તીર્થંકરની આજ્ઞાનું પાલન કરનાર સાધુ , असमणुण्णस्स = અસમનોજ્ઞ , કુશીલાદિ , परं आढायमाणे = અત્યંત આદર કરતાં.
ભાવાર્થ :– સમનોજ્ઞ મુનિ અસમનોજ્ઞ સાધુને અશન પાનાદિ તથા વસ્ત્ર પાત્રાદિ પદાર્થ અત્યંત આદર પૂર્વક આપે નહિ , તેને આપવા માટે નિમંત્રણ કરે નહિ અને આગ્રહપૂર્વક તેઓની વૈયાવચ્ચ કરે નહિ અર્થાત્ અત્યંત આવશ્યક હોય તો વૈયાવચ્ચ કરે.
धम्ममायाणह पवेइयं माहणेण मइमया–समणुण्णे समणुण्णस्स असणं वा 4 वत्थं वा 4 पाएज्जा णिमंतेज्जा कुज्जा वेयावडियं परं आढायमाणे त्ति बेमि । ॥ बिइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– धम्मं = ધર્મને , आयाणह = તમે જાણો , पवेइयं = કહ્યો છે , माहणेण = ભગવાન મહાવીરે , मइमया = કેવળજ્ઞાની , समणुण्णे = સમનોજ્ઞ સાધુ , समणुण्णस्स = સમનોજ્ઞ સાધુને , परं आढायमाणे = અત્યંત આદર કરતાં.
4
5
287
ભાવાર્થ :– મતિમાન–કેવળજ્ઞાની મહામાહણ શ્રી વર્ધમાન સ્વામી દ્વારા પ્રતિપાદિત ધર્મ–આચારધર્મને સારી રીતે સમજો , સ્વીકાર કરો. સમનોજ્ઞ સાધુ સમનોજ્ઞ સાધુને આદરપૂર્વક અશનાદિ , વસ્ત્રાદિ આપે, તેઓને આપવા માટે નિમંત્રણ પણ કરે , અત્યંત આદરપૂર્વક તેઓની વૈયાવચ્ચ પણ કરે. એમ ભગવાને કહ્યું છે.
।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
પહેલા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં અને આ બીજા ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં પુનરુક્તિ જેવો આભાસ થાય છે. વાસ્તવમાં બંને જગ્યાએ શાસ્ત્રકારનો આશય આ પ્રકારે છે– પ્રથમ ઉદ્દેશકમાં સમનોજ્ઞ અને અસમનોજ્ઞ બંને પ્રકારના જૈન શ્રમણો સાથે કે જેના સાથે આહાર સંબંધ નથી તેની સાથે કોઈ પ્રકારની વિશેષ પરિસ્થિતિ ઉપસ્થિત થયા વિના આહારાદિના આદાન–પ્રદાનનો નિષેધ છે. તેનો આશય એ છે કે
વ્યવહાર જેટલો ઓછો તેટલો સમયનો વ્યય ઓછો. આ દષ્ટિએ પહેલા ઉદ્દેશકમાં પોતાની મર્યાદા સિવાયના સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સર્વ જૈન શ્રમણોની સાથે કારણ વિના માન , સન્માન માટે આહારાદિ, વસ્ત્રાદિ દેવાના નિમંત્રણનો નિષેધ કર્યો છે. આ ધ્રુવમાર્ગ છે , વ્યવહારથી , સંગથી પર થવાનો આદર્શ માર્ગ છે.
જ્યારે બીજા ઉદ્દેશકમાં વ્યવહારમાર્ગ કહ્યો છે. છઠ્ઠા સૂત્ર અનુસાર આચારશીલ સમનોજ્ઞ શ્રમણોની સાથે આહારાદિનો વ્યવહાર સન્માન પૂર્વક કરી શકાય છે અને પાંચમા સૂત્ર અનુસાર અસમનોજ્ઞ શ્રમણોની સાથે આવશ્યક પરિસ્થિતિવશ કે સેવા સંયોગાદિ પ્રસંગોમાં વ્યવહાર કરી શકાય છે.
આત્મસાધનામાં આગળ વધતા સાધકે પોતાના બાહ્ય વ્યવહારોને ઓછા કરવા જોઈએ. એ અપેક્ષાએ સાધકો માટે આગમોમાં અનેક વિધાન છે. તે આ પ્રમાણે–
ઉત્તરાધ્યયન સૂત્રના 29માં અધ્યયનમાં (1) એક માંડલિક આહાર કરવાના પ્રત્યાખ્યાન કરવાનું, કોઈની સાથે આહાર ન કરવાનું વિશિષ્ટ ફળ બતાવ્યું છે. (ર) તેમજ ત્યાં બીજા સૂત્રમાં સહચારી સાધકની સહાયતા લેવાના પ્રત્યાખ્યાનનું પણ ફળ બતાવ્યું છે.
આ બંને પ્રસંગોથી એ કહ્યું છે કે પોતાના સહચારી સાધુઓ અને ગુરુની સાથે રહેવા છતાં વિશિષ્ટ સાધનાના લક્ષે શ્રમણ તેઓની સાથે આહાર–પાણીની આપ–લેનો ત્યાગ કરે છે તેમજ તેઓની સેવાનો ત્યાગ કરે છે. તાત્પર્ય એ છે કે આહારાદિ , વસ્ત્રાદિ દેવા–લેવાના સંપર્કને મર્યાદિત કરી શ્રમણ પોતાની વ્યાવહારિક પ્રવૃત્તિઓને ઓછી કરતાં સ્વાધ્યાય , ધ્યાન રૂપ આત્મસાધનામાં વિશેષ આગળ વધે છે, વિકાસ કરે છે. આ આત્મ સાધનામાં આગળ વધનાર વિશિષ્ટ સાધકોની ચર્યાનું સૂચન નિવૃત્તિપ્રધાન–
સંગ ત્યાગ પ્રધાન છે. જે પ્રથમ ઉદ્દેશકમાં વર્ણવેલ છે.
બીજા ઉદ્દેશકના આ સૂત્રમાં વ્યવહારશીલતા સૂચવતાં કહેલ છે કે કોઈ પણ સમનોજ્ઞ આચારશીલ શ્રમણ મળે તો તેઓને સમ્માન સાથે આહારાદિ , વસ્ત્રાદિ આપે , નિમંત્રણ કરે પરંતુ જેના આચારમાં કંઈક વિમોક્ષ અધ્ય–8 , ઉ : ર 288 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1
શિથિલતા હોય , સમાચારીમાં ભિન્નતા હોય તો તે અસમનોજ્ઞ જૈન શ્રમણોની સાથે પરાણે લેવડદેવડ ન કરતાં વિશેષ પરિસ્થિતિવશ , વિશેષ ગુરુ આજ્ઞાથી આહારાદિની આપ લે કરે.
ા અધ્યયન–8/ર સંપૂર્ણા આઠમું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક મધ્યમવયમાં નિર્ગ્રંથ સાધના :–
मज्झिमेणं वयसा वि एगे संबुज्झमाणा समुठ्ठिया , सोच्चा वई मेहावी पंडियाण णिसामिया । समियाए धम्मे आरिएहिं पवेइए । ते अणवकंखमाणा , अणइवाएमाणा , अपरिग्गहमाणा , णो परिग्गहावंति सव्वावंति च णं लोगंसि , णिहाय दंडं पाणेहिं पावं कम्मं अकुव्वमाणे एस महं अगंथे वियाहिए । ओए जुइमस्स खेयण्णे , उववायं चयणं च णच्चा । શબ્દાર્થ :– मज्झिमेणंं = મધ્યમ , वयसावि = અવસ્થામાં , संबुज्झमाणा = બોધને પ્રાપ્ત થઈને, समुठ्ठिया = ધર્માચરણ માટે ઉદ્યત થાય છે , वई = વચનોને , मेहावी = મેધાવી–બુદ્ધિમાન પુરુષ, पंडियाणं = પંડિત અર્થાત્ તીર્થંકર ભગવાનના , समियाए= સમભાવથી,ते= તેઓ,अणवकंखमाणा = કામભોગોની ઈચ્છા નહિ કરતાં તથા , अणइवाएमाणा = પ્રાણીઓની હિંસા નહિ કરતાં અને, अपरिग्गहमाणा = પરિગ્રહ નહિ રાખતાં , णो परिग्गहावंति = કોઈપણ પ્રકારની મમતા ન કરતાં, પોતાના શરીર પર પણ મમત્વ ન કરનાર , પરિગ્રહ રહિત હોય છે , सव्वावंति = સંપૂર્ણ , णिहाय = છોડીને , अकुव्वमाणे = નહિ કરતાં , एस = આ પુરુષ , महं = મહાન , अगंथे= નિર્ગ્રંથ , પરિગ્રહ રહિત, ગ્રંથિ રહિત , ओए = રાગદ્વેષ રહિત , जुइमस्स खेयण्णे = સંયમ પાલનમાં નિપુણ.
ભાવાર્થ :– કોઈ વ્યક્તિ મધ્યમવયમાં પણ બોધિને પ્રાપ્ત કરીને મુનિધર્મમાં દીક્ષિત થવા માટે ઉદ્યત થાય છે. તીર્થંકર તથા શ્રુતજ્ઞાની આદિ પંડિતોના હિતાહિત–વિવેકપ્રેરિત વચનો સાંભળીને , તેમજ હૃદયમાં ધારણ કરીને , મેધાવી સાધક વિશ્વાસ , શ્રદ્ધા કરે છે. તીર્થંકરોએ શ્રુતચારિત્રરૂપ આ શ્રેષ્ઠ સંયમમાર્ગ આત્મકલ્યાણ માટે કહ્યો છે.
તે શ્રદ્ધા પ્રાપ્ત સાધક કામભોગોની આકાંક્ષા રાખતા નથી , પ્રાણીઓની હિંસા કરતા નથી અને પરિગ્રહ પણ રાખતા નથી , તે નિર્ગ્રંથમુનિ સમગ્ર લોકમાં અપરિગ્રહવાન હોય છે.
પ્રાણીઓને પરિતાપકારી એવી હિંસાનો ત્યાગ કરીને જે જરા માત્ર પણ મમત્વ ભાવ રાખતા નથી , પાપકર્મ કરતા નથી , તેને જ મહાન ગ્રંથ વિમુક્ત નિર્ગ્રંથ કહ્યા છે.
289
તે જન્મ અને મરણના સ્વરૂપને સમજીને રાગદ્વેષ રહિત અને સંયમાચરણમાં નિપુણ થઈ જાય છે.
વિવેચન :–
મુનિ–દીક્ષા ગ્રહણની ઉત્તમ અવસ્થા– (1) મનુષ્યની ત્રણ અવસ્થાઓ માનવામાં આવી છે–
બાલ્યાવસ્થા , યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તેમાં પહેલી અને છેલ્લી અવસ્થામાં પણ દીક્ષા લઈ શકાય છે પરંતુ મધ્યમ અવસ્થા મુનિ દીક્ષા માટે સર્વ સામાન્ય માનવામાં આવે છે કારણ કે આ વયમાં બુદ્ધિ પરિપક્વ થઈ જાય છે. ભુક્તભોગી મનુષ્યનું ભોગ વિષયક આકર્ષણ ઓછું થઈ જાય છે , તેથી તેનો વૈરાગ્ય રંગ પરિપક્વ થઈ જાય છે , તેમ જ તે સ્વસ્થ અને સશક્ત હોવાના કારણે પરીષહો અને ઉપસર્ગોને સહી શકે
છે , તપશ્ચર્યા આદિ ધર્મોનું પાલન પણ સુખપૂર્વક કરી શકે છે. તેનું શાસ્ત્રીય જ્ઞાન પણ અનુભવથી સમૃદ્ધ થઈ જાય છે , માટે મુનિધર્મના આચરણ માટે મધ્યમ અવસ્થા સર્વજન સ્વીકાર્ય છે તેથી આ સૂત્રમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણધરો પણ ઘણું કરીને મધ્યમ વયમાં દીક્ષિત થયા હતા. ભગવાન મહાવીર પણ પ્રથમ વયને પાર કરીને દીક્ષિત થયા હતા. બાલ્યાવસ્થા તેમજ વૃદ્ધાવસ્થામાં પણ મુનિધર્મની આરાધના થાય છે.
संबुज्झमाणा :- મુનિ દીક્ષાના સ્વીકાર પહેલા સંબોધિ પ્રાપ્ત કરવી અનિવાર્ય છે. સાધકને ત્રણ પ્રકારેથી સંબોધિ પ્રાપ્ત થાય છે– સ્વયંસંબુદ્ધ– પોતાની મેળે સંબોધિને પ્રાપ્ત , પ્રત્યેક બુદ્ધ– કોઈ નિમિત્તથી સંબોધિને પ્રાપ્ત , અથવા બુદ્ધબોધિત– કોઈના ઉપદેશથી સંબોધિને પ્રાપ્ત હોય. આ સૂત્રમાં કોઈ જ્ઞાની પાસેથી બોધ પામેલ સાધક અર્થા"ત્ બુદ્ધબોધિતની અપેક્ષાએ કથન છે.
सोच्चा वई मेहावी पंडियाणं णिसामिया :- ચૂર્ણિકારે આ સૂત્રનો આ પ્રમાણે અર્થ કર્યો છે .
પંડિતો–ગણધરોએ સૂત્રરૂપમાં ગૂંથેલ , મેધાવી–તીર્થંકરના વચન સાંભળી તથા હૃદયમાં ધારણ કરીને, મધ્યમ વયમાં પ્રવ્રજિત થાય છે.
ते अणवकंखमाणा :- જે ગૃહવાસ છોડી મુનિધર્મમાં દીક્ષિત થયા છે અને મોક્ષ તરફનું જેઓનું ગમન છે તેઓ કામભોગોની આકાંક્ષા રાખતા નથી.
अणइवाएमाणा अपरिग्गहेमाणा :- આ શબ્દો પ્રાણાતિપાત વિરમણ અને પરિગ્રહ વિરમણ મહાવ્રતના દ્યોતક છે. પહેલું અને છેલ્લું મહાવ્રત ગ્રહણ કરવાથી મધ્યના મૃષાવાદ વિરમણ , અદત્તાદાન વિરમણ અને મૈથુન વિરમણ મહાવ્રતોનું ગ્રહણ થઈ જાય છે. આ પ્રકારે તે સાધક પાંચ મહાવ્રતના પાલન કરનારા થઈ જાય છે. તે મહાવ્રતી પોતાના શરીર પ્રત્યે પણ મમત્વ રહિત હોય છે. તેઓને જ તીર્થંકર, ગણધરાદિએ મહાનિર્ગ્રંથ કહ્યા છે.
अगंथे :- જે બાહ્ય અને આભ્યંતર ગ્રંથોથી મુક્ત થઈ ગયા છે , તે અગ્રંથ. અગ્રંથ કે નિર્ગ્રંથ બંનેનો અર્થ એક જ છે.
વિમોક્ષ અધ્ય–8 , ઉ : 3
290 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ उववायं–चयणं :- ઉપપાત અને ચ્યવન , આ બંને શબ્દો જન્મ મરણના સૂચક છે. સામાન્ય રીતે આ શબ્દોનો પ્રયોગ દેવોના જન્મ–મરણ માટે થાય છે. દિવ્ય શરીરધારી દેવતાઓનું શરીર પણ જો જન્મ મરણના કારણે નાશવંત છે તો પછી મનુષ્યોના લોહી , માંસ , મજ્જાદિ અશુચિ પદાર્થોથી બનેલા શરીરની તો શું વાત કરવી ? આ દષ્ટિએ વિચાર કરતાં આ પદોથી શરીરની ક્ષણભંગુરતાને બતાવી છે. આ રીતે શરીરની ક્ષણભંગુરતાનું ચિંતન કરી આહારાદિ પ્રત્યે અનાસક્તિ રાખે.
સંયમ નિપુણની ગુણવત્તા :–
आहारोवचया देहा , परीसहपभंगुरा । पासहेगे सव्विंदिएहिं परिगिलायमाणेहिं। ओए दयं दयइ । जे संणिहाणसत्थस्स खेयण्णे , से भिक्खू कालण्णे बलण्णे मायण्णे खणण्णे विणयण्णे समयण्णे परिग्गहं अममायमाणे कालेणुठ्ठाई अपडिण्णे दुहओ छेत्ता णियाइ । શબ્દાર્થ :– आहारोवचया = આહારથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે , देहा = શરીર , परीसहपभंगुरा = પરીષહથી નાશ પામે છે , सव्विंदिएहिं = સર્વ ઈન્દ્રિયોથી , સર્વ અંગોપાંગથી , परिगिलायमाणेहिं = ગ્લાનિ પામે છે,दयं= દયા જ , સંયમ, दयइ = પાલન કરે છે, संणिहाणसत्थस्स = કર્મરૂપ સંનિધાનનું શસ્ત્ર સંયમ , કર્મોના સ્વરૂપને બતાવનાર શાસ્ત્રના જ્ઞાનમાં , अपडिण्णे = પ્રતિજ્ઞા રહિત અર્થાત્ કોઈ પણ જાતના નિયાણા રહિત , दुहओ = બાહ્ય , આભ્યંતર બંને પ્રકારના બંધનોને , રાગદ્વેષને , छेत्ता = છેદન કરીને , णियाइ = સંયમ માર્ગમાં ગમન કરે છે , નિશ્ચિતરૂપથી સંયમ અનુષ્ઠાનમાં વિચરણ કરે છે.
ભાવાર્થ :– આહારથી શરીર વૃદ્ધિ પામે છે , પરીષહોના પ્રહારથી ક્ષીણ થાય છે. હે શિષ્ય ! તમે જુઓ કે આહારના અભાવમાં ભૂખથી પીડિત થવાના કારણે કોઈ સાધકની સર્વ ઈન્દ્રિયો અને સર્વ અંગોપાંગ શિથિલ થઈ જાય છે , ગ્લાન થઈ જાય છે. તોપણ દયાવાન રાગદ્વેષથી રહિત ભિક્ષુ દરેક પરિસ્થિતિમાં દયા–સંયમનું પાલન કરે છે.
જે ભિક્ષુ કર્મરૂપ સંનિધાનના શસ્ત્ર–સંયમને સારી રીતે સમજે છે , તે નિપુણ ભિક્ષુ કાલજ્ઞ, બલજ્ઞ , માત્રજ્ઞ , ક્ષણજ્ઞ (અવસરજ્ઞ) , વિનયજ્ઞ–આચારના મર્મજ્ઞ , સમયજ્ઞ–સિદ્ધાંતના જ્ઞાતા હોય છે. તે ભિક્ષુ પરિગ્રહ પ્રતિ અનાસક્ત બની , યથાસમય યથોચિત અનુષ્ઠાન કરી , મિથ્યા આગ્રહયુક્ત પ્રતિજ્ઞાથી રહિત બની , રાગદ્વેષ રૂપ બંધનોને છેદી , સંયમની સાધના દ્વારા મોક્ષ તરફ પ્રયાણ કરે છે.
વિવેચન :–
सव्विंदिएहिं परिगिलायमाणेहिं :- આ સૂત્રમાં આહાર કરવાનું કારણ સ્પષ્ટ કર્યું છે કે આહાર કરવાથી શરીર પુષ્ટ થાય છે , પરંતુ સાધક સંયમના પાલન માટે અને પરીષહ આદિને સહન કરવાની 2
291
ક્ષમતા માટે આહાર દ્વારા શરીરનું સંરક્ષણ કરે છે કારણ કે શરીર મોક્ષનું સાધન છે. જે કાયર પુરુષ સુખમાં આસક્ત અને ભોગાકાંક્ષી હોય છે , શરીરથી પુષ્ટ અને સશક્ત હોવા છતાં જે મનથી નબળા હોય છે તેમનું શરીર પરીષહો આવતાની સાથે વૃક્ષની ડાળીની જેમ તૂટી પડે છે. પરીષહોના પ્રહારથી શરીર જ ભાંગી પડે છે એમ નહિ પણ ઈન્દ્રિયો પણ કરમાઈ જાય છે. જેમ કે ભૂખની વેદના થતાં આંખે અંધારા આવે છે , કાનથી સાંભળવાનું તથા નાકથી સૂંઘવાનું ઓછું થઈ જાય છે.
આહાર ફક્ત શરીર પુષ્ટ કરવા માટે નથી , પરંતુ સંયમ પાલન માટે છે , તેથી જ શાસ્ત્રોક્ત છ કારણોથી આહાર લેવાનો છે. અકારણ આહારથી દૂર રહેવું જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્રમાં સાધુને છ કારણે આહાર ગ્રહણ કરવાનું તથા આહાર ત્યાગ કરવાનું વિધાન છે–
वेयण–वेयावच्चे , इरियठ्ठाए संजमठ्ठाए । तह पाणवत्तियाए , छठ्ठं पुण धम्मचिंताए ॥ आयंके उवसग्गे , तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेउं , सरीरं वोच्छेयणठ्ठाए ॥ –( અ. 26 ગાથા. 33, 35.)
(1) ક્ષુધાવેદનીયને શાંત કરવા માટે. (ર) સાધુઓની સેવા કરવા માટે. ( 3) ઈર્યાસમિતિના પાલન માટે. (4) સંયમના પાલન માટે. (પ) જીવોની રક્ષા માટે. (6) સ્વાધ્યાય , ધર્મધ્યાનાદિ કરવા માટે આહાર કરે.
(1) રોગાદિ આતંક આવે ત્યારે. (ર) ઉપસર્ગ – પરીષહાદિને સહન કરવા માટે. ( 3) બ્રહ્મચર્યની રક્ષા માટે. (4) જીવોની દયા માટે. (પ) તપ કરવા માટે (6) શરીરનો ત્યાગ કરવા , અનશનની આરાધના કરવા માટે આહાર ત્યાગ કરે.
આ શાસ્ત્રોક્ત કારણો સિવાય કેવળ બળ , વીર્યાદિ વધારવા માટે આહાર કરવો , તે દોષ રૂપ છે.
તેમજ આહાર છોડવાના છ કારણોમાં આહાર ત્યાગ ન કરે , તો તે પણ દોષ રૂપ છે અને તે તેની આહાર પરની કે દેહ પરની આસક્તિ કહેવાય છે.
ओए दयं दयइ :- આ સૂત્રથી સ્પષ્ટ કર્યું છે કે ક્ષુધા–પિપાસાદિ પરીષહોથી ઘેરાઈ જાય ત્યારે રાગ દ્વેષ રહિત સાધુ જીવદયાનું , સંયમનું પાલન કરે છે , તે દોષવાળો કે અકારણ આહાર ગ્રહણ કરે નહિ.
संणिहाणसत्थस्स :- આ શબ્દના વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (1) સન્નિધાનશાસ્ત્ર (ર) સન્નિધાનશસ્ત્ર .
સન્નિધાન એટલે કર્મ. કર્મના સ્વરૂપનું દિગ્દર્શન કરાવી , તેના ક્ષયનો ઉપાય બતાવનાર શાસ્ત્ર તે સન્નિધાન શાસ્ત્ર અને સન્નિધાન–કર્મનું શસ્ત્ર છે સંયમ. કર્મનું નાશક સંયમરૂપી શસ્ત્ર તે સન્નિધાનશસ્ત્ર કહેવાય છે. સન્નિધાનશસ્ત્રના ખેદજ્ઞ એટલે સંયમમાં નિપુણ.
સન્નિધાનનો એક બીજો અર્થ છે ''આહાર યોગ્ય પદાર્થોની સન્નિધિ એટલે સંચય–સંગ્રહ. '' સન્નિધાન એટલે આહારાદિની સંગ્રહવૃત્તિ તેનું શસ્ત્ર તે સંયમ. તે સંયમના ખેદજ્ઞ–જ્ઞાતા. આ સૂત્રમાં આહાર વિમોક્ષ અધ્ય–8 , ઉ : 3
292 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સંબંધી વાત હોવાથી આ ત્રીજો અર્થ વધુ સંગત થાય છે કે સાધક સંગ્રહવૃત્તિને છોડી આહારની માત્રા જાણે અને ક્ષુધા પરીષહને સમતાથી સહન કરે.