This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
ભાવાર્થ :– આગમજ્ઞ મુનિ પૂર્વ , પશ્ચિમ , ઉત્તર અને દક્ષિણ સર્વ દિશાઓ અને વિદિશાઓમાં રહેલાં પ્રાણીઓ ઉપર દયા–અનુકંપાના ભાવપૂર્વક ધર્મનું આખ્યાન(ઉપદેશ) કરે. તેને સરળ કરી વિસ્તારથી સમજાવે તેમજ ધર્માચરણના સુંદર ફળનું પ્રતિપાદન કરે.
તે મુનિ સદ્જ્ઞાન સાંભળવાના ઈચ્છુક , સાંભળવા માટે ઉપસ્થિત , લાલાયિત વ્યક્તિઓને ધર્મોપદેશ આપે. પછી ભલે તે પૂર્વે ધર્માચરણ કરનાર હોય કે ન હોય. ધર્મોપદેશક મુનિ– ક્ષમા , દેશવિરતિ, સર્વવિરતિ , ઉપશમ–અકષાય , નિર્વાણ–કર્મક્ષય , વિમુક્તિ , શૌચ–પવિત્રતા , આર્જવ–સરળતા, માર્દવ–કોમળતા , નમ્રતા , લાઘવતા , અપરિગ્રહ તેમજ અહિંસા , આ વિષયોનું પ્રતિપાદન કરે તથા સમસ્ત પ્રાણીઓ , સર્વ ભૂતો , સર્વ જીવોનું , સર્વ સત્વોનું હિત વિચારીને ધર્મનું કથન કરે.
વિવેચન :–
આ સૂત્રમાં ધર્મોપદેષ્ટાને ઉપયોગી અનેક વિષયોનું સૂચન છે , જેમ કે– ઉપદેશ શા માટે ? કેવી રીતે ? અને કોને અપાય ? તથા કયા વિષયો પર ઉપદેશ કરવો ? ઈત્યાદિ.
दयं लोगस्स :- મુનિ જગતના સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દયાભાવ , અનુકંપા ભાવની લાગણી સાથે ઉપદેશ આપે.
મુનિ જીવનની ઉદારતા તેમજ વિરાટતાને બતાવતા અહીં મહત્ત્વપૂર્ણ વાત કહી છે કે મુનિ સર્વ જીવો પર દયા ભાવ રાખે. તે ઉપકારી હોય કે અપકારી , અમીર હોય કે અધર્મી આદિ કોઈ પણ જાતના ધૂત અધ્ય–6 , ઉ : પ 260 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભેદભાવ વિના સર્વ જીવોના કલ્યાણ માટે ઉપદેશ આપે તથા વિશ્વબંધુત્વની ભાવનાથી સર્વને સન્માર્ગે ચઢાવવાનો પ્રયત્ન કરે.
आइक्खेे :– સામાન્ય રૂપે વસ્તુ સ્વરૂપને દર્શાવતાં ઉપદેશ આપે .
विभए :- તે વિષયને વિસ્તારથી ભેદ પ્રભેદ કરતાં સ્પષ્ટીકરણ કરીને સમજાવે .
किट्टए :- વ્રત , નિયમ , પ્રત્યાખ્યાન , સંયમ અને તપનો મહિમા કરે , ઉત્તમ ફળ બતાવે.
सुस्सूसमाणेसु :- જે સાંભળવાના ઈચ્છુક છે , શાંતિથી બેસીને સાંભળવા ઈચ્છે છે તે ઉત્થિત– ધર્મમાં જોડાઈ ગયેલ હોય અથવા અનુત્થિત– ધર્મ ક્યારે ય ન પામ્યા હોય એવા કોઈપણ બાલ , વૃદ્ધ જે ઉપસ્થિત થયા હોય તે સર્વને સંસાર સાગર પાર કરવા માટે મુનિ ધર્મનું કથન કરે.
અહીં શાસ્ત્રકારે ઉપદેશના વિષયોને 9 શબ્દોમાં સમાવિષ્ટ કર્યા છે–
(1) संति – જીવાદિ પદાર્થોનું , તત્ત્વનુુं કથન કરે. દ્રવ્યોના અસ્તિત્વ ભાવને સમજાવે , સમ્યક્ શ્રદ્ધા યોગ્ય તત્ત્વોને સમજાવે.
(2) विरइं – હિંસાદિ પાપકાર્યોના ત્યાગને , દેશવિરતિ ધર્મ અર્થાત્ ગૃહસ્થ જીવનના વ્રત નિયમો સમજાવે અથવા યોગ્ય પાત્ર સમજીને સર્વવિરતિ ધર્મનું સ્વરૂપ સમજાવે તેમજ સંસારથી વિરક્ત થવાનો ઉપદેશ આપે. અન્ય પણ સપ્તવ્યસન , રાત્રિભોજન ત્યાગ , ચૌદ નિયમ ધારણા વગેરેનો ઉપદેશ આપે.
(3) उवसमं – કષાય ત્યાગનો , ઉપશમ ભાવ રાખવાનો ઉપદેશ આપે. ક્રોધ ત્યાગના ઉપદેશ સાથે ક્ષમાનું મહાત્મ્ય સમજાવે.
(4) णिव्वाणं – આત્મભાવમાં પરમશાંતિ , ધૈર્ય , કર્મ નિર્જરા અને નિર્વાણનો વિષય સમજાવે.
(5) सोयं – હૃદયની પવિત્રતા , નિર્મળતા રાખવાનો , હંમેશાં કલુષિતતા રહિત રહેવાનો ઉપદેશ આપે.
(6) अज्जवियंं – સરળ નિષ્કપટ ભાવમાં રહેવાનો , માયા , છળકપટ ત્યાગનો ઉપદેશ આપે.
(7) मद्दवियंं – નમ્ર , નિરહંકારી , મૃદુ , કોમળ , વિનીત બનવાનો ઉપદેશ આપે.
(8) लाघवियं – આસક્તિભાવ છોડવાનો , નિર્મમત્વી રહેવાનો , મોહ મમત્વ ઓછા કરવાનો , પરિગ્રહ અલ્પ કરવાનો અને બાહ્ય જવાબદારીથી નિવૃત્ત થઈ લઘુભૂત બનવાનો ઉપદેશ આપે.
(9) अणइवत्तियं – આ શબ્દના ત્રણ અર્થ થાય છે– (1) લીધેલા વ્રતોને શુદ્ધ દઢતા સાથે પાલન કરવાનો. (ર) સૂક્ષ્મ , બાદર હિંસાનું સ્વરૂપ બતાવી અહિંસા ધર્મમાં જોડવાનો ઉપદેશ આપવો. (3)
આગમોમાં જે વસ્તુ જે રૂપે કહી છે , તેને તે જ વસ્તુસ્વરૂપે કહેવી અર્થાત્ વસ્તુ સ્વરૂપથી વિરુધ્ધ કથન કરે નહિ , તેનું અતિક્રમણ કરીને ધર્મકથા કરે નહિ.
આ રીતે શાસ્ત્રકારે નવ શબ્દોમાં ઉપદેશના સર્વ વિષયોનું સંકલન કરી દીધું છે. વ્યાખ્યાતાએ આ વિષયોમાંથી યોગ્ય સમયે વિવેક સાથે ઉપદેશ આપવો જોઈએ. અનાવશ્યક મનોરંજનકારી , નિંદાકારી કે
261
સાવદ્યપ્રેરક , અવિવેકી ઉપદેશ ન આપવો જોઈએ.
ધર્મોપદેષ્ટા મહામુનિ :–
अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे णो अत्ताणं आसाएज्जा णो परं आसाएज्जा णो अण्णाइं पाणाइं भूयाइं जीवाइं सत्ताइं आसाएज्जा । से अणासायए अणासायमाणे वज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवइ सरणं महामुणी । શબ્દાર્થ :– अणुवीइ = વિચાર કર , आइक्खमाणे = કથન કરતા , परं = બીજાની , णो आसाए ज्जा = આશાતના ન કરે , अण्णाइं = બીજા.
अणासायए = સ્વયં આશાતના નહિ કરતાં , अणासायमाणे = બીજા દ્વારા પણ આશાતના નહિ કરાવતાં , वज्झमाणाणं = વધ કરાતાં , સંસારમાં ડૂબતાં , जहा = જે રીતે , असंदीणे = પાણીની બાધાઓથી રહિત , અસંદીન , दीवे = દ્વીપ (વિશ્રામનું સ્થાન હોય છે) , एवं = આજ રીતે , सरणं भवइ = શરણરૂપ થાય છે.
ભાવાર્થ :– ભિક્ષુ ઉક્ત વિવેક પૂર્વક ધર્મનું કથન કરતાં સ્વયંની આશાતના , અવહેલના કે અહિત કરે નહિ તેમજ શ્રોતાઓની પણ આશાતના , અવહેલના કરે નહીં અને અન્ય કોઈ પણ પ્રાણી , ભૂત , જીવ તથા સત્ત્વોને બાધા પહોંચાડે નહિ. આ પ્રમાણે કોઈની પણ આશાતના , અવહેલના ન કરનારા , આશાતના રહિત ધર્મોપદેશ કરનારા તે મહામુનિ અસંદીન દ્વીપની જેમ સંસારમાં ડૂબતાં વ્યથિત સર્વ પ્રાણી , ભૂત, જીવ , સત્ત્વને આશ્રયભૂત થાય છે.
વિવેચન :–
આ સૂત્રમાં ધર્મકથા કરનારને શાસ્ત્રકારે ચાર પ્રકારનો વિવેક બતાવ્યો છે– (1) પોતાનું અહિત કરે નહીં (ર) બીજાની અવહેલના કરે નહીં (3) પ્રાણી , ભૂત , જીવ , સત્ત્વને આઘાત પહોંચાડે નહીં (4)
હિંસાજનક ઉપદેશ આપે નહીં.
णो अत्ताणं आसाएज्जा :- વૃત્તિકારે આત્માની આશાતનાનો અર્થ કર્યો છે કે પોતાના સમ્યગ્દર્શનાદિના આચરણમાં બાધા પહોંચાડવી તે આત્માશાતના છે. શ્રોતાની આશાતના , અવજ્ઞા કે બદનામી કરવી તે પરાશાતના છે. કોઈ પણ ત્રસ સ્થાવર જીવોની હિંસા થાય તેવો ઉપદેશ કરવો તે પ્રાણ , ભૂત , જીવ અને સત્વની આશાતના છે. મુનિ આ સર્વ આશાતનાઓથી રહિત ઉપદેશ કરે.
અહીં વ્યાખ્યાકારે ધર્માખ્યાન કર્તાની સાત યોગ્યતાઓ કહી છે– (1) નિષ્પક્ષતા (ર) સમ્યગ્દર્શન (3) સર્વભૂતદયા ( 4) પૃથક્–પૃથક્ વિશ્લેષણ કરવાની ક્ષમતા (પ) આગમોનું જ્ઞાન ( 6) ચિંતન કરવાની 3
ધૂત અધ્ય–6 , ઉ : પ 262 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ક્ષમતા (7) આશાતનાનો ત્યાગ.
બીજી અપેક્ષાએ નીચેના ગુણોથી યુક્ત મુનિ ધર્માખ્યાન કરવામાં સમર્થ હોય છે– (1) જે બહુશ્રુત હોય (ર) આગમજ્ઞાનમાં પ્રબુદ્ધ હોય (3) ઉદાહરણ તેમજ હેતુ–અનુમાનમાં કુશળ હોય (4) ધર્મકથાની લબ્ધિથી યુક્ત હોય (પ) ક્ષેત્ર , કાળ અને પુરુષના પરિચયમાં આવવા પર આ પુરુષ કોણ છે ? કયા દર્શનને માને છે ? આ રીતની પરીક્ષા કરવામાં કુશળ હોય. આ ગુણોથી સુસંપન્ન સાધક જ ધર્મકથા કરી શકે છે.
સૂયગડાંગ સૂત્રમાં ધર્માખ્યાનકર્તાની આધ્યાત્મિક ક્ષમતાઓનું પ્રતિપાદન કર્યું છે , જેમ કે– (1)
મન , વચન , કાયાથી જેનો આત્મા ગુપ્ત હોય (ર) હંમેશ દાંત–ઈન્દ્રિયો ને વશમાં રાખનાર હોય (3)
સંસાર સ્રોતને જેણે છોડી દીધો હોય (4) જે આશ્રવ રહિત છે , તે જ શુદ્ધ , પરિપૂર્ણ અને અદ્વિતીય ધર્મનું કથન કરે છે. આ પ્રકારે અનાશાતનાકારી યોગ્ય ઉપદેશક સંસારના પ્રાણીઓ માટે અસંદીન દ્વીપની જેમ સંસાર સમુદ્ર પાર કરાવવામાં ઉપકારક થાય છે.
પરિનિર્વાણદાયક ગુણો :–
एवं से उठ्ठिए ठियप्पा अणिहे अचले चले अबहिल्लेस्से परिव्वए । संखाय पेसलं धम्मं दिठ्ठिमं परिणिव्वुडे । શબ્દાર્થ :– से उठ्ठिए = તે સંયમમાં ઉત્થિત , ठियप्पा = મોક્ષમાં સ્થિત , अणिहे = રાગ , દ્વેષ રહિત, अचलेे = પરીષહ , ઉપસર્ગથી ચલાયમાન નહિ થનાર , चलेे = કર્મોનો ક્ષય કરનાર અપ્રતિબદ્ધ વિહારી , अबहिल्लेस्से= સંયમથી બહાર લેશ્યા ન કરતાં , અબહિર્લેશી , વિશુદ્ધલેશી, परिव्वए = પ્રવ્રજ્યાનું પાલન કરે , संखाय = જાણીને , पेसलं = ઉત્તમ , दिठ्ठिमं = સમ્યગ્દષ્ટિ પુરુષ , परिणिव्वुडे = સર્વ રીતે શાંત રહે , કર્મબંધનથી નિવૃત્ત રહે.
ભાવાર્થ :– આ રીતે સંયમમાં ઉત્થિત , સ્થિતાત્મા , સ્નેહ , રાગભાવ રહિત , પરીષહો અને ઉપસર્ગોમાં અડગ રહેનાર , વિહાર ચર્યા કરનાર–અપ્રતિબદ્ધ વિહારી ; અબહિર્લેશી અર્થાત્ સંયમ પરિણામોને સુરક્ષિત રાખતાં સંયમભાવમાં વિચરણ કરે. તે સમ્યગ્દષ્ટિવંત મુનિ પવિત્ર , ઉત્તમ ધર્મને સમ્યક્રૂપે જાણી કષાયો અને વિષયોને સર્વથા ઉપશાંત કરે , પ્રવ્રજ્યાનું સમ્યક્પાલન કરે , કર્મબંધથી નિવૃત્ત રહે.
વિવેચન :–
આ સૂત્રમાં પરિનિર્વાણના ઈચ્છુક સાધક માટે અથવા ઉપદેશ સાંભળીને સંયમમાં ઉપસ્થિત થનાર સાધક માટે અનેક ગુણોનું વર્ણન કરેલ છે , જેમ કે– (1) સંયમમાં ઉદ્યમશીલ (ર) સ્થિતાત્મા–
સંયમભાવોમાં સ્થિર (3) સ્નેહ કે આસક્તિ રહિત (4) પરીષહ , ઉપસર્ગોથી અચલાયમાન (પ)
વિચરણશીલ અથવા કર્મક્ષય કરવામાં પ્રયત્નશીલ (6) સંયમથી અબહિર્લેશી અર્થાત્ સંયમમાં 4
263
અપ્રમત્તભાવે રહેનાર (7) ઉત્તમ અને મનોહર ધર્મના વિચારક , સંથારાના સંકલ્પી (8) દષ્ટિમાન–
એકમાત્ર આત્મદષ્ટિ , આત્મકલ્યાણનું લક્ષ્ય. આ આઠ ગુણોથી યુક્ત સાધક परिणिव्वुडे = પરમનિવૃત્ત થાય છે અર્થાત્ કષાયોથી અને કર્મ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાય છે. પરિનિવૃત્તનો અર્થ એ છે કે તે સાધક ગુણ સંપન્ન અથવા મોક્ષગામી બને.
કષાયથી મુક્તની મુક્તિ :–
तम्हा संगं ति पासह । गंथेहिं गढिया णरा विसण्णा कामक्कंता । तम्हा लूहाओ णो परिवित्तसेज्जा । जस्सिमे आरंभा सव्वओ सव्वत्ताए सुपरिण्णाया भवंति , जस्सिमे लूसिणो णो परिवित्तसंति , से वंता कोहं च माणं च मायं च लोभं च । एस तुट्टे वियाहिए । त्ति बेमि । શબ્દાર્થ :– तम्हा = તેથી–(કારણ કે મિથ્યાદષ્ટિ પુરુષ) , संगं ति = આસક્તિ અને કર્મબંધને, गंथेहिं = પરિવાર પરિગ્રહ , બાહ્ય , આભ્યંતર ગં्રંથિથી , गढिया = જકડાયેલા તથા , विसण्णा = તેમાં ખૂંચેલા , ડૂબેલા , આસક્ત, कामक्कंता = કામભોગોથી આક્રાંત , लूहाओ = રૂક્ષ , સંયમના અનુષ્ઠાનથી, સંયમનાં દુઃખથી , णो परिवित्तसेज्जा = ત્રાસ ન પામવું જોઈએ , ડરવું જોઈએ નહિ , ધૈર્યપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ , जस्सिमे = જે મુનિનો આ , सुपरिण्णाया = સુપરિજ્ઞાત , लूसिणो = વિષય કષાય, આત્મધન લૂંટનાર , णो परिवित्तसंति = ત્રાસ આપતા નથી , ડરતા નથી , वंता = ત્યાગકર , कोहं = ક્રોધ , माणं = માન , मायं = માયા , लोभं = લોભનો , एस = આ , तुट्टे(तिउट्टे ) = મોહનીયાદિ કર્મોના બંધનથી છૂટેલા , वियाहिए = કહેલ છે.
ભાવાર્થ :– હે શિષ્ય ! તું કર્મથી નિવૃત્ત થવા માટે સંગ–આસક્તિ કે કર્મબંધના કારણોને જો. પરિવાર તથા પરિગ્રહમાં ગૃદ્ધ મનુષ્ય મોહરૂપ કીચડમાં ખૂંચતા જાય છે અને પછી વિષય વાસનાથી આક્રાંત થઈ જાય છે , તેઓને પણ તું જો કે તે પ્રાણી દુઃખ અને સંતાપમાં નિમગ્ન , ડૂબેલા રહે છે. આ જાણીને મુનિ સંયમ અને સંયમના કષ્ટોથી ક્યારે ય પણ ઉદ્વિગ્ન–ખેદખિન્ન થાય નહિ.
જે જ્ઞાની મુનિ સર્વ આરંભોને સર્વ પ્રકારે , સર્વાત્મના ત્યાગ કરે છે ; જેઓને કામવાસનાઓ જરા માત્ર પણ પીડિત કરતી નથી ; વાસ્તવમાં તે મુનિ ક્રોધ , માન , માયા અને લોભનો ત્યાગ કરનારા હોય છે.
આવા મુનિ જ સંસાર સાંકળને તોડનારા કહેવાય છે.
વિવેચન :–
આ સૂત્રમાં સંસારાસક્ત અને કામાસક્ત પુરુષોને તથા તેની દુઃખપૂર્ણ અવસ્થાઓને જોઈને સંયમમાં સ્થિર રહેવાની પ્રેરણા કરી છે. ત્યાર પછી આરંભ અને વિષયોથી મુક્ત થનારને કષાયમુક્ત કહ્યા છે અને તે કષાયમુક્ત સાધક કર્મમુક્ત કહેવાય છે. આ પ્રકારે આ સૂત્રમાં આરંભ , વિષય અને કર્મના 5
ધૂત અધ્ય–6 , ઉ : પ 264 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ત્યાગનું ક્રમબદ્ધ કથન છે.
लूहाओ ( लूसिणो ) :- અહીં ' लूह ' શબ્દ સંયમના અર્થમાં છે. તે શબ્દથી સંયમમાં સ્થિર રહેવાનું કહ્યું છે. ''લૂસિણો '' શબ્દથી વિષયોને આત્મધનના લૂંટારા કહી એમ સમજાવ્યું છે કે જેને વિષય બાધિત કરતા નથી તે કષાયોનો ત્યાગી થઈ જાય છે.
મૃત્યુ સમયે શરીરનું વિસર્જન :–
कायस्स वियाघाए एस संगामसीसे वियाहिए । से हु पारंगमे मुणी । अवि हम्ममाणे फलगावतठ्ठी कालोवणीए कंखेज्ज कालं जाव सरीरभेउ । त्ति बेमि । ॥ पंचमो उद्देसो समत्तो ॥ छठ्ठं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ :– कायस्स = શરીરને , वियाघाए = વિનાશ , एस = આ , संगामसीसेे = સંગ્રામભૂમિ , वियाहिए = કહ્યું છે , पारंगमे = સંસારના પરાગામી છે , अवि हम्ममाणे = જે પરીષહ , ઉપસર્ગોથી પીડિત કરાતા , फलगावतठ्ठी = કાષ્ટની જેમ સ્થિર રહે છે , कालोवणीए = મૃત્યુકાળ નજીક આવવા પર , कंखेज्ज = પ્રતીક્ષા કરે , कालं = પંડિતમરણની , મૃત્યુની , जाव = જ્યાં સુધી , सरीरभेउ = શરીરનો નાશ થાય.
ભાવાર્થ :– શરીરનો સર્વથા ત્યાગ એ જ સંગ્રામ શીર્ષ , કર્મયુદ્ધનો મુખ્ય મોરચો કહ્યો છે. તે શરીરનો ત્યાગ કરનારા મુનિ જ પારગામી હોય છે , સંસારનો પાર પામી શકે છે. શરીર વ્યુત્સર્જનરૂપ સંથારામાં સ્થિત મુનિ પર કોઈ ઘાતક પ્રહાર કરે તો ઉદ્વિગ્ન ન થતાં લાકડાના પાટિયાની જેમ સ્થિર રહે. મૃત્યુ સમય નજીક જાણી સંથારો ગ્રહણ કરી તે મૃત્યુને વધાવે. જ્યાં સુધી શરીર આત્માથી છૂટું ન પડે ત્યાં સુધી સહજ સમાધિ ભાવોમાં રહે.
।। પાંચમો ઉદ્દેશક સમાપ્ત ।। છઠ્ઠું અધ્યયન સમાપ્ત ।। વિવેચન :–
સમસ્ત સાધનાનું પરિણામ છે કષાયમુક્તિ અને શરીરમોહથી મુક્તિ. સાધકે સાધનાના અંતે મૃત્યુ સમયે વિવેક સાથે શરીરનો પૂર્ણરૂપે ત્યાગ કરવો , તેના મોહ મમત્વ છાંડવા તત્પર થવું આવશ્યક છે. તે સાધનાને સંલેખના , સંથારો કહેવાય છે. તેને જ શાસ્ત્રકારે આ સૂત્રમાં કર્મ સંગ્રામનું શીર્ષ કહેલ છે અને ધૈર્ય સહનશીલતા સાથે તે સંથારાને પાર પામવા માટે ઉત્સાહિત કર્યા છે.
संगामसीसे :- શરીરનો સર્વથા વિનાશ–ત્યાગ એ જ સાધકના માટે સંગ્રામનો અગ્રિમ મોરચો છે .
મૃત્યુનો ભય સંસારમાં સહુથી મોટો ભય છે. આ ભય પર વિજય પ્રાપ્ત કરનાર સર્વ પ્રકારના ભયોને 6
265
જીતી લે છે. મૃત્યુ આવે ત્યારે મારણાન્તિક વેદના સમયે શાંત , અવિચલ રહી , સંલેખના સંથારાનો સ્વીકાર કરે તે મૃત્યુના મોરચાને જીતી જાય છે. આ મોરચે જે હારી જાય છે તે ઘણું કરીને સંયમી જીવનની સર્વ ઉપલબ્ધિઓને ગુમાવે છે. તે સમયે શરીર પ્રત્યે સર્વથા નિરપેક્ષ અને નિર્ભય બનવું જરૂરી છે , અન્યથા કરેલી , કરાવેલી સર્વ સાધનાઓ નિષ્ફળ થઈ જાય છે. શરીર પ્રત્યેના મોહ–મમત્વ કે આસક્તિથી બચવા માટે પહેલેથી જ કષાય અને શરીરની સંલેખના (કૃશ કરવાની ક્રિયા) કરવાની હોય છે.
से हु पारंगमे गुणी :- જે મુનિ મૃત્યુ સમયે મોહમૂઢ થતો નથી , શરીરનો પૂર્ણ રીતે મોહ છોડી દે છે, પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરે છે , તે અવશ્ય પારગામી બને છે. તે સંસારનો અને કર્મનો અંત કરનાર થાય છે.
अवि हम्ममाणेे :– સાધકે અંતિમ સમયે પરીષહો અને ઉપસર્ગોથી ગભરાવું જોઈએ નહિ , તેનાથી પરાજિત થવું ન જોઈએ પરંતુ તે આવે ત્યારે લાકડાના પાટિયાની જેમ સ્થિર રહેવું જોઈએ અન્યથા સમાધિ મરણનો અવસર ગુમાવીને બાલમરણને પ્રાપ્ત થઈ જાય.
फलगावतठ्ठी :- આ શબ્દના બે પ્રકારે અર્થ સમજી શકાય છે– (1) બંને બાજુથી છોલેલા પાટિયાની ઉપમા આપીને બતાવ્યું છે કે જેમ– લાકડાને બંને બાજુથી છોલીને તેના પાટિયાં બનાવવામાં આવે છે, તેમ સાધક શરીર અને કષાયથી કૃશ–પાતળો થઈ જાય છે. એવા સાધકને फलगावतठ्ठी ની ઉપમા આપવામાં આવી છે. (ર) છોલાતા સમયે પાટિયામાં કોઈ પ્રકારની સંવેદના કે પ્રતિક્રિયા જણાતી નથી તેમ સાધક મૃત્યુ સમયે ગંભીર મુદ્રાથી સર્વ કષ્ટ સહન કરે. બીજી રીતે પાટિયાના દષ્ટાંતથી એમ પણ સમજવું કે પાટિયાને ઘસવાથી અને છોલવાથી તેને નુકશાન ન થતાં તેની ચમક ખીલી ઊઠે છે અને મૂલ્ય પણ વધી જાય છે. તેવી જ રીતે મૃત્યુ મોરચાના વીર સાધક કષ્ટો સહન કરવાથી આત્મ શુદ્ધિને પામે છે તેમજ તેમની તેજસ્વિતા વધી જાય છે. તેઓનો આત્મા આત્મવૈભવથી દેદિપ્યમાન થઈ જાય છે.
कालोवणीए कंखेज्ज कालं जाव सरीर भेओ :- આ સૂત્રાંશનો આશય છે કે काल= મૃત્યુ,उपनीतः = નિકટ આવી જાય ત્યારે અર્થાત્ મૃત્યુ સમયે સાધક कंखेज्ज कालं = મૃત્યુને ચાહે અર્થાત્ મૃત્યુને સ્વીકારી લે , વધાવી લે. મૃત્યુનો સમય આવવા પર મૃત્યુ પહેલાં સંથારો કરી લેવો એ મૃત્યુની કાંક્ષા કહેવાય. તે ઈચ્છાપૂર્વકનું મરણ કહેવાય. ખરેખર સફળ સાધક અનિચ્છાએ પરવશપણે મરતા નથી. તે તો હસતાં હસતાં સ્વેચ્છાએ મરણને પંડિત મરણથી વધાવીને સ્વીકારે છે અને શરીરનો આત્માથી ભેદ ન થાય ત્યાં સુધી તે પંડિત મરણની આકાંક્ષાના ઉન્નત પરિણામોને જાળવી રાખે છે.
પાંચમો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :– જીવ અને કર્મના અનાદિના સંબંધે અનંત–અનંતકાળનું પરિભ્રમણ ચાલું છે. અનંત જીવો ભય અને દુઃખથી ત્રસ્ત થઈ રહ્યા છે. સંસારરૂપી આ જલાશયમાં આસક્તિના આવરણે મોહરૂપી અંધકારના ઊંડાણમાં અથડાતો આત્મા નિર્મળ , સ્વચ્છ , અવકાશને પામી શકતો નથી. અંતઃકરણમાં જ્ઞાન રશ્મિઓને પ્રવેશવાનો અવસર રહેતો નથી. મોહના સઘન અંધકારમાં અથડાતો જીવ ક્યારેક માનવ ધૂત અધ્ય–6 , ઉ : પ 266 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ જીવનને પ્રાપ્ત કરે છે. તેમાં અનાસક્ત યોગને કેળવવા એકત્વભાવના , ઉપયોગમય જીવન , વૈરાગ્યભાવના અને વૃત્તિ પરનું નિયંત્રણ કરવું આવશ્યક છે. કામ વિકારો પર વિજય પ્રાપ્ત કરવા પૂર્વ સંબંધોથી નિવૃત્ત થયેલ સાધક જો તેને આધીન થાય તો પતનના માર્ગે ફેંકાઈ જાય છે. એ સ્થિતિ ન આવે માટે દેહ દમનની જરૂર છે સાથે ઉપકરણોની અલ્પતા પણ ઉપયોગી છે કારણ કે જેટલી સામગ્રી ઓછી તેટલી ઉપાધિ અને પાપ ઓછા થાય છે. બાહ્ય દષ્ટિના કારણે સાધક ત્રણ પ્રકારના ગર્વથી ગ્રસિત થાય તો લક્ષ્ય ચૂકાઈ જાય છે , તેથી સાધક આત્મલક્ષી બની જ્ઞાનીના અમૃતનો આસ્વાદન કરી સહિષ્ણુ બને.
પ્રાણીમાત્રના અસ્તિત્વને આત્મસાત કરી તેના નિવાસ સ્થાન રૂપ લોક પર વિજય મેળવવા અનેક પ્રકારના પરીષહોને સહી , વિવેક પૂર્વક લોકના નિષ્કર્ષ સ્વરૂપ રૂપાતીત , શબ્દાતીત આત્મસ્વરૂપને પામવા સાંયોગિક સંબંધે સંબંધિત અનાદિ કર્મોને નષ્ટ કરે છે.
ા અધ્યયન–6/પ સંપૂર્ણા 267
પરિચય સાતમું અધ્યયન આ અધ્યયનનું નામ 'મહાપરિજ્ઞા ' છે. 'મહાપરિજ્ઞા'નો અર્થ છે , મહાન–વિશિષ્ટ જ્ઞાન દ્વારા મોહજનિત દોષોને જાણીને પ્રત્યાખ્યાન–પરિજ્ઞા દ્વારા તેમનો ત્યાગ કરવો.
સાર એ છે કે સાધક મોહ ઉત્પન્ન થવાના કારણોને તેમજ આકાંક્ષાઓ , કામનાઓ , વિષયભોગોની લાલસાઓ આદિથી બંધાતા મોહનીય કર્મના દુષ્પરિણામોને જાણીને તેમનો ક્ષય કરવા માટે મહાવ્રત, સમિતિ , ગુપ્તિ,પરીષહ ઉપસર્ગને સહન કરવા રૂપ તિતિક્ષા , વિષય–કષાય વિજય , બાહ્ય–આભ્યંતર T54 ;\ID4 :JFwIFI T[DH VFtDFGL VF,MRGF VFlNGM :JLSFZ SZ[ V[ DCF5lZ7F K[P આચારાંગ નિર્યુક્તિ જે રૂપમાં આજે મળે છે , તેમાં નિર્યુક્તિકારે 'મહાપરિન્ના ' શબ્દના 'મહા' અને 'પરિન્ના ' આ બે પદોનું નિરૂપણ કરીને,'પરિન્ના'ના પ્રકારોનું પણ વર્ણન કર્યું છે , તેમજ છેલ્લી ગાથામાં કહ્યું છે કે સાધકે દેવાંગના , નરાંગના આદિના મોહજનિત પરીષહો તથા ઉપસર્ગોને સહન કરી મન , વચન , કાયાથી તેનો ત્યાગ કરવો જોઈએ. આ પરિત્યાગનું નામ મહાપરિજ્ઞા છે.
સાત ઉદ્દેશકથી અલંકૃત આ સાતમું મહાપરિજ્ઞા નામનું અમૂલ્ય અધ્યયન વિચ્છેદ ગયું છે. આજે ઉપલબ્ધ નથી. તેના નામનો ઉલ્લેખ શ્રી સમવાયાંગ સૂત્રમાં છે. તેમાં સંયમની , બ્રહ્મચર્યની વિશેષ સાવધાની અને પરિસ્થિતિઓમાં પરાજિત ન થવાની પરિજ્ઞાનું વર્ણન હોવાથી તેનું મહાપરિજ્ઞા નામ સાર્થક છે.
પ્રાચીન ટીકા , ચૂર્ણિ નિર્યુક્તિ અને અન્ય વ્યાખ્યાગ્રંથોને જોતાં લાગે છે કે આ અધ્યયનમાં અધિકાંશતઃ દેવાંગનાઓ અને નરાંગનાઓ જનિત ઉપસર્ગોનું , મોહોત્પાદક વિવિધ પરિસ્થિતિઓનું વર્ણન હતું. તેનાથી મુનિએ અંશ માત્ર પણ ચલિત ન થતાં અડગ રહેવાનો ઉપદેશ હતો. તેમજ કોઈ પ્રાચીન વર્ણન અનુસાર અસહ્ય ઉપસર્ગોના સમયે સામાન્ય , વિશેષ સાધુઓની સુરક્ષા માટે આકાશગામિની આદિ સહજ વિદ્યાના સૂત્ર પણ તેમાં હતા. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે–
जेणुद्धरिया विज्जा आगाससमा महापरिण्णाओ । वंदामि अज्जवइरं अपच्छिमो जो सुयधराणं ॥ 769 ॥ આ ગાથાથી એ જણાય છે કે આર્ય વજ્રસ્વામીએ મહાપરિજ્ઞા અધ્યયનમાંથી કેટલીક વિદ્યાઓ ઉદ્ધૃત કરી હતી. પ્રભાવકચરિત વજ્રપ્રબન્ધ (148)માં પણ કહ્યું છે– વજ્રસ્વામીએ આચારાંગના મહાપરિજ્ઞાધ્યયનમાંથી 'આકાશગામિની ' વિદ્યા ઉદ્ધૃત કરી હતી.
મોહોત્પાદક અને વિશિષ્ટ વિદ્યાઓથી યુક્ત આ અધ્યયનના લેખનને અનુચિત્ત સમજીને શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે અન્ય બહુશ્રુતોની સમ્મતિપૂર્વક તેને વિચ્છિન્ન કર્યું. શાસ્ત્ર લેખન કાળમાં શાસ્ત્ર મહાપરિજ્ઞા 268 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સંપાદનનો પૂર્ણ અધિકાર આચાર્યોએ જ રાખ્યો હતો કારણ કે મૌખિકજ્ઞાન તો સીમિત રહે છે. જ્યારે લેખિત વિષય , પરંપરાએ અસીમિત થાય તે નિશ્ચિત છે. તેથી ભવિષ્યની હિતબુદ્ધિથી , પારદર્શી આચાર્યોએ શાસ્ત્ર સંપાદન સ્વયં અધિકારપૂર્વક કર્યું હતું તે ઉચિત જ હતું. કેટલાક સૂત્રોના ભિન્ન ભિન્ન વર્ણન આજે ઉપલબ્ધ છે , તેનું પણ સરળ સમાધાન તે જ છે અન્યથા અનેક તર્ક–વિતર્ક થઈ શકે છે.
આજે સૂયગડાંગ સૂત્ર અધ્ય. 4 ઉદ્દે.ર માં સ્ત્રીચર્યાનું સાંગોપાંગ વર્ણન છે જેની વાંચના આપવી કે સાંભળવી તે પણ સંકોચજન્ય છે. તેમાં જે મોહત્પાદક વર્ણન છે , તેનાથી ઘણું વિસ્તૃત વર્ણન મહાપરિજ્ઞા અધ્યયનમાં હતું. તેથી લેખનકાલમાં તેને વિચ્છિન્ન કર્યું છે , એમ સમજવાથી યોગ્ય સમાધાન થઈ જાય છે.
નિર્યુક્તિકાર શ્રી દ્વિતીય ભદ્રબાહુસ્વામી શ્રી દેવર્દ્ધિગણીથી 40–50 વર્ષ પછી જ થયા હતા.
ત્યાં સુધી આંશિક પરંપરા હતી , જેથી તેઓએ નિર્યુક્તિમાં તે અધ્યયનના નામની વ્યાખ્યા અને વિષય પરિચય આપ્યો છે. અધ્યયનના સાત ઉદ્દેશક હોવાનું કથન કરીને કોઈ પણ સૂત્ર વાક્ય , તેના અર્થ કે
વિવેચનનો ઉલ્લેખ કર્યો નથી , તેથી સ્પષ્ટ થાય છે કે નિર્યુક્તિકારની પૂર્વે જ આ અધ્યયન વિચ્છિન્ન થયું હતું અને તે શાસ્ત્રલેખન કાલે જ વિચ્છિન્ન થયું હતું. ત્યાર પછી ચૂર્ણિકારે પણ નિર્યુક્તિના આધારે જ પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો છે. તત્પશ્ચાત્ ટીકાકારશ્રી શીલાંકાચાર્યે માત્ર વિચ્છેદ થયાનું જ કથન કર્યું છે.
આ પ્રશ્નનું મૂળભૂત કારણ એ છે કે શાસ્ત્ર લેખનકાળમાં જે સંશોધન , સંપાદનનું અધિકારપૂર્વક કામ કર્યું હતું તેનું વિવરણ ઈતિહાસરૂપે અલગ સંકલિત કર્યું નહીં હોય અથવા કદાચિત્ કર્યું હોય તો પણ તે એક બે પ્રત હોવાથી વિલીન થઈ ગયું હશે. તેનું જ્વલંત ઉદાહરણ છે–પ્રશ્નવ્યાકરણ સૂત્ર. નંદીસૂત્રમાં પ્રશ્નવ્યાકરણ અંગે ભિન્ન જ કથન છે અને ઠાણાંગ સૂત્ર , સમવાયાંગ સૂત્રમાં પ્રશ્નવ્યાકરણ સૂત્ર અંગે ભિન્ન કથન છે તેમાં એકરૂપતા નથી. વર્તમાને ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણનો વિષય ત્રણે સૂત્રોથી સર્વથા ભિન્ન છે.
આ રીતે અંગસૂત્રમાં પૂર્ણ પરિવર્તન કર્યા પછી પણ તેનું કોઈ લેખિત ઐતિહાસિક પ્રમાણ આચાર્યોએ સુરક્ષિત રાખ્યું નથી , તે જ અનેક પ્રશ્નોનું કે મૂંઝવણનું મૂળભૂત કારણ છે. આ પ્રમાણે વિચારવાથી યોગ્ય સમાધાન થઈ શકે છે.
સાર :– સ્ત્રી પરીષહનું મોહોત્પાદક વર્ણન અને વિશિષ્ટ વિદ્યાઓનો સંકેત હોવાથી લેખનકાળમાં આ અધ્યયન વિચ્છિન્ન કર્યું હતું પરંતુ સમવાયાંગ સૂત્રમાંથી તેનું નામ વિચ્છેદ કર્યું નથી. પ્રશ્નવ્યાકરણ સૂત્ર નવું કર્યું તોપણ નંદી , ઠાણાંગ , સમવાયાંગમાં પરિચય વિષય યથાવત્ રાખ્યો છે. જેથી આજના તાર્કિક જિજ્ઞાસુઓને અનેક સત્યાસત્ય વિષયક કલ્પનાઓ કરવી પડે છે.
ગમે તે હો , પરંતુ આવું ઉત્તમ અધ્યયન આજે આપણી દષ્ટિથી છેક જ વેગળું થયું છે તે બદલ સમવેદના પ્રકટ કર્યા સિવાય આપણે બીજું શું કરી શકીએ ?
269
પરિચય આઠમું અધ્યયન આ અધ્યયનનું નામ 'વિમોક્ષ ' છે. અધ્યયનની વચ્ચે અને છેલ્લે ' विमोह ' શબ્દનો પ્રયોગ થયો છે અને તેમાં કર્મ વિમોક્ષનું અધિકતમ વર્ણન છે , તેથી આ અધ્યયનનું 'વિમોક્ષ ' નામ સાર્થક છે.
'વિમોક્ષ'નો અર્થ ત્યાગ કરવો , અલગ થઈ જવું છે અને વિમોહનો અર્થ મોહરહિત થઈ જવું તેવો થાય છે. તાત્ત્વિક દષ્ટિએ વિમોક્ષ અને વિમોહના અર્થમાં કોઈ વિશેષ અંતર નથી કારણ કે મોહરહિત થવાથી જ ત્યાગ થાય છે.
બેડી આદિ કોઈ બંધનરૂપ દ્રવ્યથી છૂટી જવું તે 'દ્રવ્ય વિમોક્ષ ' છે અને આત્માને બંધનમાં નાખનાર કષાયો અથવા આત્માને લાગેલા કર્મોનાં બંધનરૂપ સંયોગથી મુક્ત થઈ જવું તે ભાવવિમોક્ષ છે.
આ અધ્યયનમાં ભાવ વિમોક્ષનું કથન કરવામાં આવ્યું છે. તેના બે પ્રકાર છે– દેશ વિમોક્ષ અને સર્વ વિમોક્ષ. અવિરતિ સમ્યગ્દષ્ટિને અનંતાનુંબંધી કષાયોનો જેટલો ક્ષયોપશમ , દેશવિરતિને અનંતાનુબંધી તેમજ અપ્રત્યાખ્યાની કષાયોનો જેટલો ક્ષયોપશમ અને સર્વવિરતિ સાધુને અનંતાનુબંધી , અપ્રત્યાખ્યાની તેમજ પ્રત્યાખ્યાની કષાયોનો જેટલો ક્ષયોપશમ તથા ક્ષપકશ્રેણીમાં જેના જેટલા કષાયો ક્ષીણ થયા છે તેઓનો તેટલો 'દેશવિમોક્ષ ' કહેવાય છે. સર્વથા મુક્ત સિદ્ધોનો 'સર્વવિમોક્ષ ' કહેવાય છે.
અનાદિ કર્મ બંધનથી બદ્ધ જીવનો કર્મથી સર્વથા મુક્તિરૂપ વિમોક્ષ તે ભાવવિમોક્ષ , તેવો પણ અર્થ કરી શકાય છે. આ ભાવ વિમોક્ષ માટે ભક્તપરિજ્ઞા , ઈંગિતમરણ અને પાદપોપગમન રૂપ સમાધિ મરણમાંથી કોઈ એક મરણનો અવશ્ય સ્વીકાર કરવાનો હોય છે. તે મરણ પણ ભાવવિમોક્ષનું કારણ હોવાથી ભાવવિમોક્ષ છે અને તેના અભ્યાસ માટે સાધક દ્વારા વિવિધ બાહ્ય–આભ્યંતર તપથી શરીર અને કષાયની સંલેખના કરવી , તેમને કૃશ કરવા તે પણ ભાવ વિમોક્ષ છે.
વિમોક્ષ અધ્યયનના આઠ ઉદ્દેશકો છે , તેમાં વિવિધ દષ્ટિકોણથી વિમોક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં સમનોજ્ઞ સમાચારીવાળા , અસમનોજ્ઞ સમાચારીવાળા અને અન્ય તીર્થિક સાધુની સાથે આહારના આદાન–પ્રદાનનું , અન્યતીર્થિકોની પ્રરૂપણાના જ્ઞાનનું અને જિનમતના અહિંસક આચારનું વર્ણન છે.
દ્વિતીય ઉદ્દેશકમાં આહાર , વસ્ત્ર આદિનું નિમંત્રણ અને ગવેષણા તથા તન્નિમિત્તક વધપરીષહ અને સમનોજ્ઞ–અસમનોજ્ઞ જૈન શ્રમણની સાથે આહાર આદિ વ્યવહારનું નિરૂપણ છે.
વિમોક્ષ 270 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ તૃતીય ઉદ્દેશકમાં યુવાનીમાં દીક્ષિત સાધુની વિકટ સાધના , લોકોનો ભ્રમ , તેનું નિવારણ અને સાવધાનીથી સંયમ સમાચારી પાલનનું કથન છે.
ચોથા ઉદ્દેશકમાં આઠ માસ પર્યંત ત્રણ વસ્ત્ર(પછેડી)ની પ્રતિજ્ઞા ધારણ કરનારની સાધના અને અંતે બ્રહ્મચર્ય ભંગ ન કરવા માટે વૈહાયસ મરણ(ફાંસીથી મરણ)નો સંકેત અને આરાધના નિરૂપિત છે.
પાંચમા ઉદ્દેશકમાં બે વસ્ત્રની પડિમા–પ્રતિજ્ઞા , નિર્બળતામાં પણ સામે લાવેલું કાંઈ પણ ગ્રહણ ન કરવાની દઢતા , વૈયાવચ્ચ સંબંધી પ્રતિજ્ઞાની ચૌભંગી , અંતે અસ્પષ્ટ ભક્ત પ્રત્યાખ્યાનનો સંકેત અને તેની આરાધનાનું સ્પષ્ટ કથન છે.
છઠ્ઠા ઉદ્દેશકમાં એક વસ્ત્રની આઠ માસની પ્રતિજ્ઞાનું વર્ણન , અનાસક્ત ભાવે આહાર કરવાની વિધિનો નિર્દેશ , અંતે ઈંગિનીમરણ અનશનનું વર્ણન છે.
સાતમા ઉદ્દેશકમાં આઠ માસ પર્યંત નિર્વસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા અથવા કટિબંધન (ચોલપટ્ટક)
માત્ર ધારણ કરવાની પ્રતિજ્ઞા , આહાર આદાન–પ્રદાન સંબંધી પ્રતિજ્ઞા અને ચૌભંગી , અંતે પાદપોપગમન સંથારાનું વર્ણન છે.
આઠમા ઉદ્દેશકમાં ત્રણ પ્રકારના પંડિતમરણ–સંથારાનું પદ્યાત્મક વર્ણન છે.
271
|
આઠમું અધ્યયન–વિમોક્ષ પહેલો ઉદ્દેશક |
શ્રમણોમાં આહારનું આદાન– પ્રદાન :–
से बेमि – समणुण्णस्स वा असमणुण्णस्स वा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा णो पाएज्जा , णो णिमंतेज्जा , णो कुज्जा वेयावडियं परं आढायमाणे । त्ति बेमि । શબ્દાર્થ :– से बेमि = હું કહું છું કે , समणुण्णस्स = જેના આચાર વિચાર સમાન છે , લિંગવેશ સમાન છે , પરંતુ આહાર વ્યવહારની મર્યાદા નથી , असमणुण्णस्स = જેના આચાર વિચાર સમાન નથી , णो पाएज्जा= આપે નહિ,णो णिमंतेज्जा= તેને દેવા નિમંત્રણ કરે નહિ,णो कुज्जावेयावडियं= વૈયાવચ્ચ પણ કરે નહિ, परं = અતિશય,आढायमाणे= આદરપૂર્વક આપે.
ભાવાર્થ :– જેનો વેશ અને શ્રદ્ધા સમાન છે અથવા જેના આચાર વિચાર સમાન છે પરંતુ આહાર વ્યવહારની મર્યાદા નથી તેવા સમનોજ્ઞ સાધુને તથા જેના આચાર વિચાર સમાન નથી તેવા અસમનોજ્ઞ સાધુને અશન , પાન , ખાદિમ , સ્વાદિમ તથા વસ્ત્ર , પાત્ર , કામળી કે પાદપ્રોંછન કોઈ પ્રયોજન વિના આદરપૂર્વક આપે નહિ , આપવા માટે નિમંત્રણ કરે નહિ અને તેઓની વૈયાવચ્ચ કરે નહિ.
વિવેચન :–
આ સૂત્રમાં જૈન શ્રમણોના પરસ્પરના આહાર વ્યવહારની વિશેષ મર્યાદાનું કથન છે.
समणुण्णस्स :- આ શબ્દના ત્રણ અર્થ છે. (1) વેશ અને શ્રદ્ધાથી સમાન તે સમનોજ્ઞ (ર) આચાર વિચારથી સમાન તે સમનોજ્ઞ (3) જેના વેશ , દર્શન આચારનું અનુમોદન કરી શકાય તે સમનોજ્ઞ.
असमणुण्णस्स :- આ શબ્દના પણ ત્રણ અર્થ છે. (1) વેશ અને શ્રદ્ધાથી ભિન્ન (ર) આચાર વિચારથી ભિન્ન (3) જેના વેશ દર્શન અને આચારનું અનુમોદન ન કરી શકાય તે અસમનોજ્ઞ.
જૈન શ્રમણોમાં કુલ , ગણ , સંઘ આદિ આગમ કથિત વિભાગો છે , તે તેની આભ્યંતર સુવ્યવસ્થા માટે છે. પ્રત્યેક ગણનાયક પોતાની નિશ્રાગત શ્રમણ–શ્રમણીઓની શાંતિ અને સંયમ સમાધિ માટે આહારાદિના આદાન–પ્રદાન સંબંધી સુનિયોજિત એવી એક આચારસંહિતા–વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે.
1
વિમોક્ષ અધ્ય–8 , ઉ : 1
272 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આ વ્યવસ્થા અનુસાર જેટલા શ્રમણો એક સાથે એક માંડલામાં બેસી(એક સાથે બેસી) આહાર કરે , તે સાંભોગિક સાધુ કહેવાય છે અને તેમાં પરસ્પર આહારાદિ પદાર્થોનું આદાન પ્રદાન થઈ શકે છે. તે સિવાયના શ્રમણોની સાથે વિશિષ્ટ ગુરુ આજ્ઞા વિના આહારાદિ પદાર્થોનું આદાન પ્રદાન થઈ શકતું નથી. આ વ્યવસ્થા સાધુની વ્યાવહારિક પ્રવૃત્તિઓને સીમિત કરી , આત્મસાધનાના વિકાસ માટે છે.
ઉપરોક્ત દષ્ટિકોણને લક્ષ્યમાં રાખી સૂત્રકારે આ સૂત્રમાં સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સર્વ જૈન શ્રમણોને પરસ્પર આહારાદિ કે વસ્ત્રાદિ આપવાનો અથવા નિમંત્રણ આપવાનો નિષેધ કર્યો છે.
परं आढायमाणे :- આ શબ્દ સૂચવે છે કે અત્યંત આદર સાથે નહિ પરંતુ ઓછા આદર સાથે એટલે અપવાદિક સ્થિતિમાં અસમનોજ્ઞ સાધુને આહારાદિ આપી શકાય છે. તેમાં સંસર્ગ કે સંપર્ક વધારવાની દષ્ટિનો નિષેધ હોવા છતાં વાત્સલ્ય તેમજ સેવા ભાવનાનો અવકાશ છે. તાત્પર્ય એ છે કે કદાચ સમનોજ્ઞ કે અસમનોજ્ઞ સાધુ અત્યંત બીમાર , અસહાય , અશક્ત , ગ્લાન , સંકટગ્રસ્ત કે એકાકી હોય તો તે સાધુઓ સાથે આહારાદિનું આદાન–પ્રદાન કરી શકાય , તેને નિમંત્રણ પણ આપી શકાય અને તેની સેવા પણ કરી શકાય. વાસ્તવમાં તો અલ્પ વ્યવહારના લક્ષ્યે અને સંસર્ગ જનિત દોષથી બચવા માટે જ આ પ્રકારનો નિષેધ કર્યો છે, આ નિષેધ ભિન્ન ભિન્ન સમનોજ્ઞ કે અસમનોજ્ઞની સાથે રાગ , દ્વેષ , ઈર્ષ્યા , ઘૃણા , વેર , વિરોધ, ભેદભાવાદિ વધારવા માટે નથી , કેવળ પોતાના જ્ઞાન , દર્શન , ચારિત્રની નિષ્ઠામાં શિથિલતા આવી ન જાય તે લક્ષ્યે નિષેધ છે. સમાધિમરણની સાધનામાં પોતાના સમનોજ્ઞ સાધર્મિક મુનિની સેવા લેવાનો પણ નિષેધ કર્યો છે , તે પણ જ્ઞાન , દર્શન , ચારિત્રની દઢતા માટે જ છે પરંતુ મૈત્રી , કરુણા , પ્રમોદ , અને માધ્યસ્થ ભાવનાના અવકાશ માટે સૂત્રમાં આ परं आढायमाणे શબ્દ મૂક્યો છે.
અન્યધર્મી સાથે આહાર વ્યવહાર નિષેધ :–
धुवं चेयं जाणेज्जा असणं वा जाव पायपुंछणं वा , लभिय णो लभिय भुंजिय णो भुंजिय , पंथं विउत्ता विउक्कम्म , विभत्तं धम्मं झोसेमाणे समेमाणे चलेमाणे पाएज्ज वा , णिमंतेज्ज वा कुज्जा वेयावडियं । परं अणाढायमाणे । त्ति बेमि । શબ્દાર્થ :– धुवं चेयं जाणेज्जा = તમે આ નિશ્ચિત્ત સમજો , लभिय = પ્રાપ્ત થાય , મળ્યા હોય , णो लभिय = મળ્યા ન હોય , પ્રાપ્ત નહિ થાય , भुंजिय = જમીને , णो भुंजिय = જમ્યા વિના , पंथं = માર્ગને, विउत्ता = બદલીને , विउकम्म = ઉલ્લંઘન કરીને , મારી જગ્યાએ આવતા રહો, विभत्तं = ભિન્ન,धम्मं = ધર્મને,झोसेमाणे= સેવન કરતાં,समेमाणेे = આવતાં , चलेमाणे = જાતાં,पाएज्जा= ( આહારાદિ)આપે, णिमंतेज्जा = નિમંત્રણ કરે , कुज्जा = કરે , वेयावडियं = વૈયાવચ્ચ , परंं = પૂર્ણરૂપે , अणाढायमाणे = આદર ન કરે , અસ્વીકાર કરે.
2
273
ભાવાર્થ :– શાક્યાદિ અન્ય શ્રમણ કદાચ મુનિને કહે– હે મુનિવર ! તમે આ વાતને નિશ્ચિત સમજો કે–અમારે ત્યાં તમારે આવવાનું જ છે ; અશન , પાન , ખાદિમ , સ્વાદિમ કે વસ્ત્ર , પાત્ર , કંબલ , કે પાદપ્રોચ્છન આદિ તમને મળ્યા હોય કે ન મળ્યા હોય ; તમોએ ભોજન કરી લીધું હોય કે ન કર્યું હોય ; રસ્તો સીધો હોય કે વાંકોચૂકો હોય ; અમારાથી તમારો આચાર અલગ હોવા છતાં તમારે અમારે ત્યાં અવશ્ય આવવાનું છે.
આ આમંત્રણ તે ઉપાશ્રયમાં આવીને કરે કે રસ્તામાં ચાલતા કરે અથવા ઉપાશ્રયમાં આવીને કે રસ્તામાં ચાલતા તે અશન પાનાદિ આપે , તેના માટે નિમંત્રણ કરે કે અન્ય કોઈ પણ પ્રકારની વૈયાવચ્ચ કરે તો મુનિ તેની વાતનો આદર ન કરે , સ્વીકાર ન કરે. – એમ ભગવાને કહ્યું છે.
વિવચેન :–
આ સૂત્રમાં ભિન્નધર્મી શ્રમણો સાથે આહાર વ્યવહારના સંબંધમાં વિવેક બતાવ્યો છે.
धुवं चेयं जाणेज्जा :- કોઈ ભિન્ન ધર્મવાળા શ્રમણ કોઈપણ પ્રકારે આહારાદિ માટે આગ્રહ કરે .
તેઓના તે આગ્રહપૂર્ણ વ્યવહારભાવને આ શબ્દમાં બતાવેલ છે. તે કહે છે કે હે શ્રમણ ! તમે નિશ્ચિત સમજો કે તમારે અમારે ત્યાં આવવું જ પડશે.
તથાકથિત અન્યતીર્થિક ભિક્ષુઓ તરફથી કઈ કઈ રીતે સાધુને પ્રલોભન , આદરભાવ, વિશ્વાસાદિથી ફુલાવવામાં આવે , ફોસલાવવામાં આવે અને ફસાવવામાં આવે છે , તે અહીં બતાવ્યું છે. સાધુ પ્રલોભનમાં ફસાય ન જાય તે આશયથી જ શાસ્ત્રકારે તેની વાતનો અનાદર કરવાનો , ઉપેક્ષા કરવાનો નિર્દેશ કર્યો છે. મિથ્યાદષ્ટિની સાથે સંસ્તવ , અતિપરિચય તથા તેની પ્રશંસા , પ્રતિષ્ઠા આદિ રત્નત્રયને દૂષિત કરે છે.
परं अणाढायमाणे :- પૂર્ણ ઉપેક્ષા ભાવ. સંપર્ક નિષેધની અપેક્ષાએ અહીં અનાદર શબ્દનો પ્રયોગ છે .
તેનો ભાવ એ છે કે ભિન્ન ધર્મવાળા શ્રમણોનું કોઈપણ પ્રકારે આમંત્રણ સ્વીકારે નહીં.
સૂત્રમાં જૈનેતર ભિક્ષુઓનું નિમંત્રણ હોવા છતાં આહારાદિ સ્વીકારવાનો નિષેધ છે. તે જ રીતે જૈન શ્રમણોમાં પણ જેનું લિંગ ભિન્ન હોય , સિદ્ધાંતોમાં વિપરીતતા હોય તો તેની સાથે આહારાદિ વ્યવહારનો નિષેધ સમજવો જોઈએ.
વિભિન્ન માન્યતા અને પ્રરૂપણાઓનાં કારણે અતિ સંપર્ક હાનિકારક બની શકે છે. વ્યાખ્યાગ્રંથો અનુસાર માન્યતા ભેદના કારણે એક બીજાને અભક્ષ્ય પદાર્થ ખાવામાં આપી દે અથવા સ્વતઃ અશાતાનો સંયોગ થઈ જાય તો એક બીજા પર સંદેહ ઉત્પન્ન થાય , તેથી ક્યારેક ધાર્મિક , સામાજિક વિરોધપૂર્ણ વાતાવરણ સર્જાય , આ કારણે સંયમ સાધક મુનિ અનાવશ્યક પરિસ્થિતિમાં વૃત્તિસંક્ષેપ રૂપ આગમ વિધાનોનું ઉલ્લંઘન ન કરે.
વિશેષ પરિસ્થિતિમાં અપવાદ રૂપે ક્યારેક ઉપરોક્ત આચરણ કરવું પડે , તો તેનો નિર્ણય ગીતાર્થ વિમોક્ષ અધ્ય–8 , ઉ : 1
274 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શ્રમણ વિવેકપૂર્વક કરી શકે છે. તે કાર્ય તત્કાલીન માત્ર હોય છે. તે નિયમિત પ્રવૃત્તિરૂપ ન થાય તેવો છેદ સૂત્રોના વ્યાખ્યાકારોનો આશય છે.
અન્યધર્મીના આચાર– વિચાર :–
इहमेगेसिं आयारगोयरे णो सुणिसंते भवइ । ते इह आरंभठ्ठी अणुवयमाणा हणपाणे घायमाणा , हणओ यावि समणुजाणमाणा , अदुवा अदिण्णमाइयंति , अदुवा वायाओ विउंजंति , तं जहा – अत्थि लोए , णत्थि लोए , धुवे लोए , अधुवे लोए , सादिए लोए , अणादिए लोए , सपज्जवसिए लोए , अपज्जवसिए लोए , सुकडे त्ति वा दुकडे त्ति वा कल्लाणे त्ति वा पावए त्ति वा साहु त्ति वा असाहु त्ति वा सिद्धी ति वा असिद्धी ति वा णिरए त्ति वा अणिरए त्ति वा । जमिणं विप्पडिवण्णा मामगं धम्मं पण्णवेमाणा । एत्थ वि जाणह अकम्मा । શબ્દાર્થ :– इह = તે અન્ય ધર્મમાં , આ સંસારમાં , एगेसिं = કેટલાક મનુષ્ય , आयारगोयरे = આચાર સંબંધી જ્ઞાનથી , णो सुणिसंते भवइ = સારી રીતે પરિચિત હોતા નથી , इह = આ લોકમાં, आरंभठ्ठी = આરંભ કરનારા હોય છે , अणुवयमाणा = આ પ્રમાણે બોલે છે , हण = મારો , पाणे = પ્રાણીઓને , घायमाणा = પ્રાણી હિંસાની આજ્ઞા આપે છે , પ્રાણીની હિંસા કરાવે છે , अदिण्णमाइयंति = અદત્તને ગ્રહણ કરે છે , वायाओ = વિવિધ પ્રકારના વચનને , विउजंति = બોલે છે , सपज्जवसिए लोए = લોક પર્યવસિત–સાંત છે , अपज्जवसिए लोए = લોક અપર્યવસિત–અંત રહિત છે , सुकडे त्ति = તેણે દીક્ષા લઈને સારુ કર્યું છે , સુકૃત છે , दुक्कडे त्ति = તેણે દીક્ષા લીધી તે સારું કર્યું નથી , દુષ્કૃત कल्लाणे त्ति = આ કાર્ય કલ્યાણકારી છે , પુણ્યકારી છે पावए त्ति = આ કાર્ય પાપકારી છે , પાપ साधु त्ति = આ સાધુ છે , સારું, असाधु त्ति वा = અસાધુ છે , ખરાબ,सिद्धी ति वा= સિદ્ધિ છેअसिद्धी ति वा = સિદ્ધિ નથી , णिरए ति वा = નરક છે , अणिरए त्ति वा = નરક નથી , जमिणं = આ રીતે, विप्पडिवण्णा = વિવિધ આગ્રહોથી , પરસ્પર મતભેદ રાખનારા વાદી લોક , मामगं = પોત પોતાના , धम्मं = ધર્મને , पण्णवेमाणा = શ્રેષ્ઠ બતાવે છે , जाणह = જાણો , एत्थवि = આ અમારા ધર્મથી પણ, अकम्मा = કર્મ રહિત થવાય છે , મુક્તિ થાય છે.
ભાવાર્થ :– આ મનુષ્ય લોકમાં કોઈ અન્યતીર્થિક ભિક્ષુઓને જૈન આચાર–ગોચર અર્થાત્ શાસ્ત્રોક્ત આચરણ સુપરિચિત હોતું નથી. તેઓ પચન પાચનાદિ સાવદ્ય ક્રિયાઓ દ્વારા આરંભના અર્થી હોય છે, આરંભ કરનારના વચનોની અનુમોદના કરે છે. તે પોતે જીવહિંસા કરે છે , બીજા પાસે જીવહિંસા કરાવે છે, અને પ્રાણીવધ કરનારની અનુમોદના કરે છે. અથવા તે અદત્તને પણ ગ્રહણ કરે છે.
તેઓ વિવિધ પ્રકારના એકાંત તેમજ નિરપેક્ષ વચનોનો પ્રયોગ કરે છે અર્થાત્ પરસ્પર વિસંગત–
વિરુદ્ધ એકાંતવાદની પ્રરૂપણા કરે છે. જેમકે– કેટલાક 'લોક છે ' તેમ કહે છે તો કેટલાક 'લોક નથી ' તેમ કહે 3
275
છે. કેટલાક લોકને ધ્રુવ , કેટલાક અધ્રુવ , કેટલાક લોકને સાદિ , કેટલાક અનાદિ , કેટલાક લોકને સાંત, કેટલાક અનંત માને છે. આ જ રીતે સુકૃત–દુષ્કૃત , પુણ્ય–પાપ , સારું–નરસું , સિદ્ધિ–અસિદ્ધિ અને સ્વર્ગ–નરકની બાબતમાં પરસ્પર વિરોધી માન્યતાઓ પ્રવર્તે છે.
આ પ્રમાણે પરસ્પર વિરોધી વાદોને માનતા , અનેક પ્રકારના આગ્રહને રાખતા , આ મતવાદી પોત પોતાના ધર્મની પ્રરૂપણા કરે છે અને કહે છે કે અમારા આ ધર્મનો સ્વીકાર કરવાથી કર્મ રહિત અવસ્થાની પ્રાપ્તિ થાય છે , એમ તમે જાણો.
વિવેચન :–
પૂર્વ સૂત્રમાં અન્યધર્મી શ્રમણોના સંપર્કનો નિષેધ છે તેના આચાર અને વિચારની ભિન્નતારૂપ બે કારણ આ સૂત્રમાં બતાવ્યા છે. (1) લોકમાં અન્ય ધર્મી સાધુઓના આચાર વિભિન્ન પ્રકારના હોય છે.
કેટલાકના આચાર ગૃહસ્થ જેવા હોય છે. તેઓ જમીન , જાયદાદ , સ્ત્રી , પરિવાર , મઠ વગેરે રાખે છે.
તેઓને સ્નાન , મંજન , ક્રય , વિક્રય , વાહન વ્યવહાર હોય છે , તો કેટલાક આ બધાના ત્યાગી હોય તોપણ પૃથ્વી , પાણી , અગ્નિ , કંદમૂળ આદિ વનસ્પતિની હિંસા વિવિધ પ્રકારે કરતા કે કરાવતા હોય છે. (ર)
તેઓના વિચારો અને સિદ્ધાંતો એકાંતિક છે. તેને શાસ્ત્રકારે લોક , કૃત્ય , સાધુ અને સિદ્ધિ તથા નરકના આલંબને પ્રકટ કર્યા છે. આમાંથી કોઈ , કોઈ તત્ત્વનું પ્રતિપાદન કરે તો બીજા તેનો સર્વથા નિષેધ કરી અન્ય રીતે પ્રતિપાદન કરે છે. કોઈ લોકની ઉત્પત્તિ ઈંડાથી માને છે. કોઈ લોકને નિત્ય માને , કોઈ અનિત્ય માને છે. વેદાંત દર્શન લોકને ધ્રુવ માને છે તો બૌદ્ધદર્શન લોકને અધ્રુવ માને છે. કોઈ વિષ્ણુની નાભિથી ઉત્પન્ન થતા કમલથી સૃષ્ટિનું સર્જન માને છે.
કોઈ દીક્ષા–ગૃહત્યાગ ને શ્રેષ્ઠ કહે તો કોઈ તેનો નિષેધ કરે છે , કોઈ ઉંમરથી દીક્ષાનો સંબંધ કરે છે , તો કોઈ બાલ બ્રહ્મચારી ૠષિ મહર્ષિઓને સ્વીકારે છે. કોઈ ધર્મને કલ્યાણકારી માને છે. તો કોઈ ધર્મને નિરર્થક કૃત્ય કહે છે. કોઈ સાધુઓનું મહત્વ સ્વીકારે છે , તો કોઈ તેઓને ઢોંગી કે પૃથ્વી પર ભારભૂત માનીને તિરસ્કાર કરે છે. કોઈ નરક , સ્વર્ગ આ મૃત્યુલોકમાં જ માની લે છે , સ્વતંત્ર અસ્તિત્વ માનતા નથી.