This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

રાગદ્વેષ અને કષાયરૂપ સંસાર વૃદ્ધિની પરંપરાને અથવા કર્મ પરંપરાને , પ્રજ્ઞાથી જાણીને ક્ષમા, સહિષ્ણુતાદિથી તેનું છેદન–ભેદન કરીને સંસાર સમુદ્રને પાર કરી ગયેલા મુનિ , મુક્ત તેમજ વિરત કહેવાય છે.

વિવેચન :

આ ત્રણ સૂત્રોમાં મુનિની અચેલ સાધનાનું વર્ણન કરતાં તેની ઉપકરણ લાઘવતા અને સંકલ્પ વિકલ્પોની લાઘવતા દર્શાવી છે. સાધકને સહિષ્ણુતાની સાધના માટે જ્ઞાનપૂર્વક દેહ દમન , ઈન્દ્રિય નિગ્રહ 3

ધૂત અધ્ય–6 , ઉ : 3

244 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આવશ્યક છે , વસ્ત્રાદિ ઉપકરણોની અલ્પતા પણ અનિવાર્ય છે. તપ , સંયમ , પરીષહ સહનાદિથી શરીર અને કષાયને કૃશ કરીને લાઘવ–હળવા થવાનો અભ્યાસ કરવો જોઈએ. કર્મક્ષય કરવાનો ઉત્તમ માર્ગ આ ઉદ્દેશકમાં બતાવવામાં આવ્યો છે.

आयाणं :- આ શબ્દના વિવિધ અર્થ થાય છે– (1) જે ગ્રહણ કરાય છે તે આદાન , તે કર્મ છે. (ર) ચૂર્ણિ અનુસાર આજ્ઞા અથવા ઉપદેશ તે આદાન. (3) પરીષહ આદિ આવનારા કષ્ટો તે આદાન. (4) તીર્થંકરો દ્વારા વિશેષરૂપે પ્રાપ્ત થયેલું દાન તે આદાન , તે જ્ઞાનરૂપ છે. (પ) ગ્રહણ કરવા યોગ્ય સંયમ તે આદાનીય.

(6) ધર્મોપકરણ ગ્રહણ કરવાની સમ્યગ્ વિધિ તે આદાન સમિતિ. ( 7) धम्ममादाय આ શબ્દપ્રયોગમાં ધર્મ સ્વીકારવાના અર્થમાં 'આદાય ' શબ્દનો પ્રયોગ છે.

તાત્પર્ય એ છે કે મુનિ વિધૂતના આચારમાં તથા સુખ્યાત ધર્મમાં તીર્થંકરોની આજ્ઞા , ઉપદેશ કે

જ્ઞાનદાન અનુસાર આચરણ કરે અથવા સુખ્યાતધર્મા અને વિધૂતકલ્પ મુનિ પૂર્વોક્ત પ્રકારે કર્મોનો ક્ષય કરે.

ચૂર્ણિકારના મતાનુસાર અહીં एस मुणी आदाण …… પાઠ છે. मुणी શબ્દ સંબોધનના રૂપમાં માન્ય છે. 'एस ' શબ્દના તેઓએ બે અર્થ બતાવ્યા છે– ( 1) પરીષહાદિથી ઉત્પન્ન થયેલાં દુઃખોનો અનુભવ થાય ત્યારે સમભાવથી તેને સહન કરે. (ર) હે મુનિ ! તમારા માટે તીર્થંકરોની આજ્ઞા કે ઉપદેશ છે તે આગળ કહેવામાં આવશે.

णिज्झोसइत्ता :- ' जुष ' ધાતુ પ્રીતિપૂર્વક સેવન અર્થમાં પ્રયુક્ત થાય છે તેથી णिज्झोसइत्ता નો અર્થ છે– તપ , સંયમમાં અને કર્મનો ક્ષય કરવામાં પૂર્ણરૂપે લાગી જવું , તેમાં કટિબદ્ધ થઈ જવું.

जे अचेले परिवुसिए …… :- જે સાધક અચેલ રહે છે. વસ્ત્ર ત્યાગની સાધના કરે છે તેઓને સૂત્રમાં કહેલ સંકલ્પ વિકલ્પ હોતા નથી. જિનશાસનમાં અચેલક અને સચેલક બંને પ્રકારના સાધક હોય છે.

અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરના સાધુઓ સચેલ હોવા છતાં અલ્પમૂલ્ય અને મર્યાદિત વસ્ત્રના કારણે પણ અચેલ કહેવાય છે. આ બંને પ્રકારના મુનિઓને કેટલાક ધર્મોપકરણ રાખવા પડે છે. તેઓની ઉપકરણોની સંખ્યામાં અંતર છે. નિર્વસ્ત્ર બની સાધના કરનાર મુનિઓ માટે શાસ્ત્રમાં મુખવસ્ત્રિકા અને રજોહરણ આ બે ઉપકરણો આવશ્યક કહ્યા છે , જ્યારે બીજા ઉપકરણો અલ્પ કરી શકાય છે. અલ્પતમ ઉપકરણોથી કામ ચલાવવું તે કર્મ નિર્જરા જનક ઊણોદરી તપ છે. વસ્ત્રાદિ ઉપકરણો રાખવા છતાં મુનિઓને તેમાં આસક્તિ અને તેના વિયોગમાં આર્તધ્યાન કે ઉદ્વિગ્નતા થવી ન જોઈએ. કદાચ વસ્ત્ર ફાટી જાય કે

સમયે શુદ્ધ એષણિક વસ્ત્ર ન મળે તો ચિંતા કે આર્તધ્યાન–રૌદ્રધ્યાન ન થવા જોઈએ. જો આર્તધ્યાન કે

ચિંતા થાય તો તેની વિધૂત સાધના ખંડિત થઈ જાય. અલ્પ વસ્ત્રાદિ હોવા છતાં આવનારા પરીષહો (રતિ–

અરતિ , શીત સ્પર્શ , તૃણ સ્પર્શ , દંશમશકાદિ)ને સમભાવપૂર્વક સહન કરે તો જ કર્મધૂતની સાધના થાય છે. परिवुसिए શબ્દથી બંને પ્રકારના મુનિઓને દરેક પરિસ્થિતિમાં સંયમમાં સ્થિર રહેવાનું સૂચન કર્યું છે.

सम्मत्तमेव समभिजाणिज्जा :- આ સૂત્રનો સાર એ છે કે ઉપકરણ–લાઘવાદિમાં પણ સમભાવ 245

રહે. બીજા સાધકોની પાસે પોતાનાથી ઓછાવત્તા ઉપકરણાદિ જોઈને તેઓ પ્રત્યે ઘૃણા , દ્વેષ , તેજોદ્વેષ, પ્રતિસ્પર્ધા , રાગભાવ , અવજ્ઞા આદિ મનમાં ન લાવે , એ જ સમત્વ ભાવની સાધના કરવાની છે. તેમજ જે સાધક ત્રણ વસ્ત્રવાન , બે વસ્ત્રવાન , એક વસ્ત્રવાન કે વસ્ત્ર રહિત છે તેઓ પરસ્પર એકબીજાની અવજ્ઞા, નિંદા , ઘૃણા કરે નહિ , કારણ કે આ સર્વ જિનાજ્ઞામાં છે. વસ્ત્રાદિના વિષયમાં સમાન આચાર હોતો નથી, તેનું કારણ સાધકોના પોતપોતાના સંહનન , ધૈર્ય , સહનશક્તિ આદિ છે. સાધક સ્વયંથી વિભિન્ન આચારવાન સાધુને જોઈને તેની અવજ્ઞા કરે નહીં , પોતાને હીન માને નહીં. સર્વ સાધક યથાવિધિ કર્મક્ષય કરવા માટે સંયમમાં પ્રયત્નશીલ છે , તે સર્વ જિનાજ્ઞામાં છે. આ પ્રમાણે જાણવું તે જ સમ્યક્ અભિજ્ઞાત છે.

एवं तेसिं ……… पास अहियासियं :- આ સૂત્ર વાક્યનો અર્થ એ છે કે જે પરીષહ સહન આદિ ધૂતવાદનો ઉપદેશ છે તે અવ્યવહારિક કે અશક્ય અનુષ્ઠાન નથી. આ વાત સાધકોના હૃદયમાં સ્થિર કરવા માટે કહેલ છે. કેટલાય સાધકોએ અચેલકત્વપૂર્વક લાઘવતા કેળવીને વિવિધ પરીષહોને કેટલાય વર્ષો સુધી(જીવન પર્યંત) સહન કર્યા છે તથા સંયમમાં દઢ રહ્યા છે , તે ભગવાન ૠષભદેવથી ભગવાન મહાવીર સુધીના મુક્તિ ગમન યોગ્ય મહામુનિવરોને તું જો.

किसा बाहा भवंति :- વૃત્તિકારે આ પદનો અર્થ બે રીતે કર્યો છે– (1) તપશ્ચર્યા તથા પરીષહ સહન કરવાથી તે પ્રજ્ઞા પ્રાપ્ત(સ્થિતપ્રજ્ઞ) મુનિઓની ભુજાઓ કૃશ થઈ જાય છે (ર) તેઓની બાધાઓ– પીડાઓ ઓછી થઈ જાય છે. તાત્પર્ય એ છે કે કર્મ ક્ષય માટે ઉદ્યત પ્રજ્ઞાવાન મુનિને તપ કે પરીષહો શરીરને પીડા આપી શકે છે પણ તેના મનને પીડા આપી શક્તા નથી.

विस्सेणिं कट्टु :- વિ+શ્રેણિ = માર્ગ કે દિશાનું પરિવર્તન કરવું. સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ , દ્વેષ–કષાય આદિની જે પરંપરા છે , તેને ક્ષમાદિથી વિશ્રેણિત કરીને અર્થાત્ તે દોષોની પરંપરાને તોડી પ્રતિપક્ષી ગુણો– ક્ષમા , સરળતા , શાંતિ , નિર્લોભતા , નમ્રતા , સમતા આદિમાં પરિવર્તિત કરે.

परिण्णाय :- સમત્વભાવથી જાણીને. જેમ કે ભગવાન મહાવીરના ધર્મશાસનમાં કોઈ જિનકલ્પી(નિર્વસ્ત્ર )

હોય છે , કોઈ એક વસ્ત્રધારી , કોઈ બે વસ્ત્રધારી અને કોઈ ત્રણ વસ્ત્રધારી હોય છે. કોઈ સ્થવિરકલ્પી માસખમણ કરે છે , કોઈ પંદર ઉપવાસનું તપ કરે છે , એ રીતે ઓછી વત્તી તપશ્ચર્યા કરનાર અને કોઈ રોજના આહાર કરનારા પણ હોય છે. તે સર્વ તીર્થંકરના વચનાનુસાર સંયમ પાલન કરે છે , તેઓની પરસ્પર નિંદા કે અવજ્ઞા કરવી નહિ , એ જ સમત્વભાવના છે. જે આ રીતે સમભાવ રાખે છે તે સમત્ત્વદર્શી છે.

આ સૂત્રનો બીજી રીતે અર્થ આ પ્રમાણે થાય છે– સંસાર વૃદ્ધિના કારણો (રાગદ્વેષ , વિષય, કષાય)ને જ્ઞ પરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરીને વિશિષ્ટ શ્રેણી પર આરૂઢ થઈને સંસાર સમુદ્રને પાર કરી ગયેલા સાધક મુક્ત , વિરત કહેવાય છે.

અસંદીન– દ્વીપ સમાન ધર્મ :

4 विरयं भिक्खुं रीयंतं चिरराओसियं अरई तत्थ किं विधारए ?

ધૂત અધ્ય–6 , ઉ : 3

246 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ संधेमाणे समुठ्ठिए । जहा से दीवे असंदीणे एवं से धम्मे आरियपदेसिए । ते अणवकंखमाणा अणइवाएमाणा दइया मेहाविणो पंडिया । શબ્દાર્થ :– विरय = વિરત , रीयंतं = પ્રશસ્ત માર્ગમાં ગમન કરતાં , चिरराओसियं = લાંબા સમય સુધી સંયમમાં રહેતાં , સુદીર્ધ સંયમ પર્યાયમાં રહેતાં , तत्थ = સંયમમાં , किं = શું , विधारए = ઉત્પન્ન થઈ શકે છે ? संधेमाणे = તે ઉત્તરોતર ગુણસ્થાનોમાં ચઢતા જાય છે , समुठ्ठिए = કર્મક્ષય માટે ઉદ્યત સાધુ , असंदीणे = નહીં ડૂબનાર , આશ્રયભૂત , પાણીના પ્રતિબંધથી રહિત , एवं = એ જ રીતે , आरियपदेसिए धम्मे = તીર્થંકરોપદિષ્ટ ધર્મ કલ્યાણકારી હોય છે , अणवकंखमाणा = ભોગોની ઈચ્છા નહીં કરનાર, अणइवाएमाणा = હિંસા નહિ કરનાર , दइया = શુભ પ્રવૃત્તિના કારણે સર્વ લોકોને પ્રિય.

ભાવાર્થ :– લાંબા સમયથી મુનિધર્મમાં પ્રવ્રજિત , વિરત અને ઉત્તરોત્તર સંયમમાં ગતિશીલ ભિક્ષુને શું અરતિ , સંયમમાં ઉદ્વિગ્નતા થઈ શકે છે ? ઉત્તર– પ્રતિક્ષણ આત્માની સાથે ધર્મનુુं સંધાન કરનાર તથા ધર્માચરણમાં સમ્યક્ પ્રકારે ઉત્થિત મુનિને અરતિ પરાજિત કરી શક્તી નથી.

જેમ અસંદીન–પાણીમાં નહીં ડૂબેલા દ્વીપ યાત્રીઓ માટે આશ્રયનું સ્થાન હોય છે , તેવી જ રીતે આર્ય–તીર્થંકર દ્વારા કહેલો ધર્મ સંસાર સમુદ્રને પાર કરનાર માટે આશ્રયનું સ્થાન હોય છે.

ભોગોની આકાંક્ષા રહિત તથા પ્રાણીઓના પ્રાણનો નાશ નહિ કરવાના કારણે લોકપ્રિય અને ધાર્મિક જગતમાં આદરણીય એવા મેધાવી મુનિ પાપોથી દૂર રહે છે.

વિવેચન :

દીર્ઘકાળ સુધી પરીષહ તેમજ સંકટ સહેવાના કારણે ક્યારેક જ્ઞાની અને વૈરાગી શ્રમણનું ચિત્ત શું ચંચળ થઈ શકે છે ? તેને સંયમમાં અરતિ આવી શકે છે ? આ પ્રશ્નનું નિરાકરણ સૂત્રમાં કરવામાં આવ્યું છે.

अरई तत्थ किं विधारए ? :- આ વાક્યના વૃત્તિકારે બે અર્થો કર્યા છે– (1) જે સાધક વિષયોનો ત્યાગ કરી મોક્ષ માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યો છે , ઘણાં વર્ષોથી સંયમનું પાલન કરી રહ્યો છે , તેને પણ અરતિ શું ચલિત કરી શકે છે ? હા જરૂર કરી શકે છે. કારણકે ઈન્દ્રિયો દુર્બળ હોવા છતાં દુુર્દમનીય છે, મોહની શક્તિ અચિંત્ય છે , કર્મની પરિણતિ શું શું નથી કરાવતી ? સમ્યગ્જ્ઞાનમાં સ્થિત વ્યક્તિને પણ સઘન , ચીકણા , ભારે કર્મ માર્ગથી ઉન્માર્ગમાં લઈ જાય છે. ''હું વર્ષો"થી સંયમનું પાલન કરી રહ્યો છું , દીર્ઘ દીક્ષા પર્યાયવાળો છું , અરતિ મારું શું કરી શકવાની છે ? મારું શું બગાડશે ?'' સાધક આવી ગેરસમજમાં રહે નહીં. (ર) અરતિ તેને શું કરી શકે ? અર્થાત્ આટલા સુદીર્ઘ પર્યાયવાળા પરિપક્વ સાધકને અરતિ કાંઈ કરી શકતી નથી. પહેલો અર્થ અરતિ પ્રત્યે સાવધાન રહેવાની સૂચના આપે છે , જ્યારે બીજો અર્થ 247

અરતિની તુચ્છતા અને સાધકની મહત્તા બતાવે છે.

दीवे असंदीणे :- વૃત્તિકારે दीव શબ્દના द्वीप અને दीप બંને રૂપો માનીને વ્યાખ્યા કરી છે. दीव શબ્દનો 'દ્વીપ ' અર્થ કરી વૃત્તિકાર જણાવે છે કે જેની ચારે બાજુ પાણી હોય તે દ્વીપ કહેવાય છે. સમુદ્રોના યાત્રિકો માટે દ્વીપ આશ્રયસ્થાન બને છે. તે દ્વીપના બે પ્રકાર છે– સંદીન દ્વીપ અને અસંદીન દ્વીપ.

(1) સંદીન દ્વીપ– જે દ્વીપ ક્યારેક પાણીમાં ડૂબેલ હોય અને ક્યારેક ડૂબેલ ન હોય , તે દ્રવ્ય સંદીન દ્વીપ છે અને ઔપશમિક , ક્ષાયોપશમિક કે જે પ્રતિપાતિ સમ્યક્ત્વ છે , તે ભાવ સંદીન દ્વીપ છે.

(ર) અસંદીન દ્વીપ– જે દ્વીપ ક્યારે ય પાણીમાં ન ડૂબે તે દ્રવ્ય અસંદીન દ્વીપ કહેવાય છે અને અપ્રતિપાતિ એવું ક્ષાયિક સમ્યક્ત્વ ભાવ અસંદીન દ્વીપ છે.

दीवશબ્દનો દીપ–દીવો અર્થ કરતાં વૃત્તિકાર જણાવે છે કે અંધકારથી વ્યાપ્ત માર્ગમાં ઊંચી–નીચી જગ્યાએથી બચાવવા અને દિશા બતાવવા દીવો પ્રકાશ આપે છે. તે દીવાના બે પ્રકાર છે– સંદીન દીપ અને અસંદીન દીપ.

(1) સંદીન દીપ– જે દીપનો પ્રકાશ બુઝાય જાય તે દ્રવ્ય સંદીન દીપ કહેવાય છે. શ્રુતજ્ઞાન ભાવ સંદીન દીપ છે.

(ર) અસંદીન દીપ– જે દીપનો પ્રકાશ ક્યારે ય બુઝાય નહીં તે દ્રવ્ય અસંદીન દીપ છે. જેમ કે ચંદ્ર–સૂર્યનો પ્રકાશ. કેવળજ્ઞાન કે આત્મજ્ઞાન ભાવ અસંદીન દીપ છે.

સમ્યક્ત્વ રૂપી ભાવ દ્વીપ અને જ્ઞાનરૂપી ભાવ દીપ મોક્ષયાત્રી માટે આશ્રય અને પ્રકાશદાયક છે. વિશિષ્ટ સાધુ પણ ભાવ અસંદીન દ્વીપ કે દીપ રૂપ છે.

સંસાર સમુદ્રમાં ડૂબતા મુસાફરોને કે ધર્મજિજ્ઞાસુઓને ચારે બાજુથી કર્માસ્રવરૂપી જળથી સુરક્ષિત ધર્મદ્વીપના શરણમાં લાવનાર સાધુ ભાવ અસંદીન દ્વીપ છે અને સમ્યગ્જ્ઞાનથી જાગૃત બનેલ પરીષહ ઉપસર્ગોથી ચલિત નહિ થનાર સાધુ અસંદીન દીપ છે , તે મોક્ષયાત્રિકોને શાસ્ત્રજ્ઞાનનો પ્રકાશ આપતા રહે છે.

સાર એ છે કે ધર્માચરણ માટે સમ્યક્ ઉદ્યત સાધુ અરતિથી પીડાતા નથી. આર્યપુરુષે બતાવેલા ધર્મ અનેક પ્રાણીઓના માટે હંમેશાં શરણદાયક તેમજ આશ્વાસનનું કારણ હોવાથી અસંદીન દ્વીપ છે.

તીર્થંકરો દ્વારા ઉપદિષ્ટ ધર્મ , કષ , તાપ , છેદ દ્વારા સોનાની જેમ પરીક્ષિત છે અર્થાત્ તે કુતર્કોથી અકાટ્ય તેમજ અક્ષોભ્ય છે માટે આ ધર્મ અસંદીન છે.

શિષ્ય પ્રતિ ગુરુનું કર્તવ્ય :

5 एवं तेसिं भगवओ अणुठ्ठाणे जहा से दियापोए । एवं ते सिस्सा ધૂત અધ્ય–6 , ઉ : 3

248 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

दिया राओ अणुपुव्वेण वाइया । त्ति बेमि । ॥ तइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– भगवओ = તીર્થંકર ભગવાનના , अणुठ्ठाणे = અનુષ્ઠાન , ધર્મમાં જે સમ્યક્ પ્રકારે ઉત્થિત નથી , दियापोए = પક્ષી પોતાના બચ્ચાનું પાલન કરે છે , सिस्सा = શિષ્ય સંસારને પાર કરવામાં સમર્થ થઈ જાય છે,दिया= દિવસ,अणुपुव्वेण = ક્રમથી , वाइया= ભણાવેલ.

ભાવાર્થ :– જે રીતે પક્ષીના બચ્ચાને પાંખ આવે ત્યાં સુધી માતાપિતા દ્વારા તેનું પાલન કરાય છે , તેવી જ રીતે ભગવાન મહાવીરના ધર્મમાં જે અનુત્થિત અવિકસિત સાધક છે , હજુ સુધી ધર્મમાં જેમની બુદ્ધિ પૂર્ણ સંસ્કારબદ્ધ પરિપક્વ થઈ નથી , તે શિષ્યોનું આચાર્ય ગુરુવર્ય વગેરે ક્રમથી વાચનાદિ દ્વારા દિવસ–રાત પાલન કરે છે – એમ ભગવાને કહ્યું છે.

।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

जहा से दीया पोए :- નવદીક્ષિત સાધુને વીતરાગ ધર્મમાં દીક્ષિત–પ્રશિક્ષિત કરવાના વ્યવહારની તુલના પક્ષીના બચ્ચા સાથે કરવામાં આવી છે. જેમ પક્ષિણી તેના બચ્ચાને ઇંડામાં રહ્યું હોય ત્યારથી લઈને પાંખ આવ્યા પછી સ્વતંત્ર ઊડવા યોગ્ય ન થાય ત્યાં સુધી પાલન પોષણ કરે છે. તે જ રીતે મહાભાગ્યવાન આચાર્ય પણ નવદીક્ષિત સાધુનું દીક્ષા પ્રદાનથી ગીતાર્થ થાય ત્યાં સુધી સમાચારીના શિક્ષણ , શાસ્ત્ર અધ્યાપનાદિ દ્વારા પાલન , પોષણ અને સંવર્ધન કરે છે. આ રીતે ભગવાનના ધર્મમાં સ્થિત થયેલ શિષ્યોને સંસારસમુદ્ર પાર કરવામાં સમર્થ બનાવી દેવા , એ પરોપકારી આચાર્ય કે ગુરુ પોતાનું કર્તવ્ય સમજે છે.

ા અધ્યયન–6/3 સંપૂર્ણા છઠ્ઠું અધ્યયન : ચોથો ઉદ્દેશક શિષ્યની અવિનીતતા :

एवं ते सिस्सा दिया राओ अणुपुव्वेण वाइया । तेहिं महावीरेहिं पण्णाणमंतेहिं । तेसिं अंतिए पण्णाणमुवलब्भ हिच्चा उवसमं फारुसियं समादियंति। वसित्ता बंभचेरंसि आणं तं णो त्ति मण्णमाणा । आघायं तु सोच्चा णिसम्म समणुण्णा जीविस्सामो एगे णिक्खम्म, ते असंभवंता विडज्झमाणा कामेसु गिद्धा अज्झोववण्णा 249

समाहिमाघायमझोसयंता सत्थारमेव फरुसं वयंति । सीलमंता उवसंता संखाए रीयमाणा, असीला अणुवयमाणस्स बिइया मंदस्स बालया । શબ્દાર્થ :– पण्णाणमंतेहिं = જ્ઞાની(પ્રજ્ઞાવાન) પાસેથી , तेसिं अंतिए = તે આચાર્યની પાસેથી, पण्णाणं = જ્ઞાનને , उवलब्भ = પ્રાપ્ત કરીને , हिच्चा = છોડીને , उवसमं = ઉપશમભાવને , फारुसियं = કઠોરતાને , समादियंति = ધારણ કરે છે , અભિમાની બની જાય છે , वसित्ता = રહેતાં , बंभचेरंसि = બ્રહ્મચર્યમાં , तं = તે , आणं = આજ્ઞાને , णो त्ति मण्णमाणा = નહિ માનતા પ્રવૃત્તિ કરે છે , आघाय = ઉપદેશને, तु = નિશ્ચયથી,समणुण्णा= લોકમાં માનનીય થઈને , તીર્થંકરની આજ્ઞાનુસાર,जीविस्सामो= સંયમપાલન કરતાં , અમે જીવન પસાર કરશું , णिक्खम्म = ગૃહબંધનથી નીકળીને , असंभवंता = મોક્ષમાર્ગમાં ચાલવામાં અસમર્થ થઈ,विडज्झमाणा= વિવિધ પ્રકારે હૃદયમાં બળતાં તેમજ,अज्झोववण्णा = ત્રણ પ્રકારના ગર્વોમાં આસક્ત થયેલા,समाहि = સમાધિને , आघायं = તીર્થંકર ભગવાન દ્વારા કહેલી, अझोसयंता = સેવન નહિ કરતાં,सत्थारमेव = ઉપદેશકને જ , અનુશાસ્તાને જ , सीलमंता= શીલસંપન્ન, उवसंता= ઉપશાંત,संखाए= વિવેકપૂર્વક,रीयमाणा= સંયમનું પાલન કરનાર સાધુઓને,असीला= આ અશીલ છે, अणुवयमाणस्स = એવું કહેનારાની.

ભાવાર્થ :– આ પ્રમાણે તે મહાવીર અને પ્રજ્ઞાવાન ગુરુ દ્વારા , શિષ્યો દિવસ અને રાત સ્વાધ્યાય– કાળ માં ક્રમપૂર્વક પ્રશિક્ષિત કરવામાં આવે છે.

આચાર્યાદિની પાસેથી વિશુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરીને બહુશ્રુત થવા પર ઉપશમ ભાવને છોડી જ્ઞાન પ્રાપ્તિથી ગર્વિષ્ઠ થઈને કોઈ શિષ્યો કઠોરતા અપનાવે છે અર્થાત્ ગુરુજનોનો અનાદર કરે છે.

તેઓ બ્રહ્મચર્યમાં– ગુરુકુલમાં નિવાસ કરીને પણ આચાર્યાદિની આજ્ઞાને આ તીર્થંકરની આજ્ઞા નથી એમ માનીને ગુરુજનોના વચનોની અવહેલના કરે છે.

કોઈ સાધક આચાર્યાદિ દ્વારા ધર્મને સાંભળી , સમજીને 'અમે ઉત્કૃષ્ટ સંયમી જીવન જીવશું ' આ પ્રકારના સંકલ્પથી પ્રવ્રજિત થઈ મોહોદયવશ પોતાના સંકલ્પમાં સ્થિર રહેતા નથી. તેઓ અનેક પ્રકારે ઈર્ષ્યાદિથી બળતા રહે છે. તેઓ કામભોગોમાં ગૃદ્ધ કે સુખની સંવૃદ્ધિમાં રચ્યા પચ્યા રહી , તીર્ર્થંકર પ્રરૂપિત સંયમ સમાધિને તો અપનાવતા નથી પરંતુ અનુશાસ્તા આચાર્યાદિને પણ કઠોર વચન કહે છે. શીલવાન, ઉપશાંત તેમજ પ્રજ્ઞાપૂર્વક સંયમપાલનમાં પરાક્રમ કરનાર મુનિઓને પણ તેઓ અશીલવાન કહીને બદનામ કરે છે. મંદબુદ્ધિ જીવોની આ બીજી મૂઢતા–અજ્ઞાનતા છે.

વિવેચન :

આ સૂત્રમાં ગુરુ દ્વારા શિક્ષણ પ્રાપ્ત શિષ્યોમાંથી અવિનીત થઈ જનારા શિષ્યોની પ્રવૃત્તિનું ચિત્રણ ધૂત અધ્ય–6 , ઉ : 4

250 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કરવામાં આવ્યું છે.

पण्णाणमुवलब्भ :- હે શિષ્ય ! કેટલાક સાધક મુનિધર્મ જેવી પવિત્ર ઉચ્ચ સંયમ સાધનામાં પ્રવ્રજિત થઈ મહાન પરાક્રમી પ્રબુદ્ધ આચાર્ય ગુરુજનો દ્વારા રાતદિન ક્રમથી પ્રશિક્ષિત , સંવર્દ્ધિત થઈને , જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ ગર્વિષ્ઠ થઈ જાય છે. બહુશ્રુત થઈ જવાના મદમાં ઉન્મત્ત થઈ ગુરુએ કરેલા સર્વ ઉપકારોને તે ભૂલી જાય છે , તેથી તેઓના પ્રતિ વિનય , નમ્રતા , આદર , સત્કાર , બહુમાન , ભક્તિભાવાદિને રાખી શકતા નથી અને જ્ઞાન , દર્શન , ચારિત્ર દ્વારા અજ્ઞાન , મિથ્યાત્વ તેમજ ક્રોધાદિ ઉપશમ કરવાને બદલે તેઓ ઉપશમ ભાવને છોડીને ઉપકારી ગુરુજનો પ્રત્યે કઠોરતા ધારણ કરે છે. તે ગુરુજનોને અજ્ઞાની , કુદષ્ટિવાન તેમજ ચારિત્રભ્રષ્ટ કહી નિંદા કરે છે , આ રીતે તે કૃતધ્ની બની જાય છે.

આ સૂત્રમાં ૠદ્ધિ ગૌરવની અંતર્ગત જ્ઞાનૠદ્ધિગર્વ કેવો ભયંકર હોય છે તેનું આબેહૂબ ચિત્ર પ્રગટ કર્યું છે. જ્ઞાન ગર્વથી યુુક્ત સાધક ગુરુજનોની સાથે વિતંડાવાદમાં ઊતરી જાય છે. જેમ કે કોઈ આચાર્યે તેના શિષ્યને કોઈ શબ્દોનું રહસ્ય બતાવ્યું , તો તે શિષ્ય સામે તર્ક કરે કે તમે જે અર્થ કહ્યો છે તે બરાબર નથી , તમે તે અર્થ ને જાણતા નથી અથવા સહાધ્યાયી કોઈ સાધક એમ કહે કે– 'અમારા આચાર્ય આ રીતે કહે છે ,' તે સાંભળીને અવિનીત તેમજ અભિમાની શિષ્ય તરત જ જવાબ આપે છે કે– અરે ! તે તો બુદ્ધિહીન છે , તેની વાણી પણ જડ છે , તે શું જાણે છે ? તું પણ તેના દ્વારા પોપટની જેમ કેવળ પઢાવાયેલો છે , તારી પાસે કોઈ તર્ક–વિતર્ક નથી , યુક્તિ નથી. આ પ્રમાણે કોઈ શબ્દને દુરાગ્રહપૂર્વક પકડીને તે અવિનીત શિષ્ય જ્ઞાનને વિપરીત રૂપ આપી ઉદ્દંડતાપૂર્વક કઠોર વચન બોલે છે.

आणं तं णो त्ति मण्णमाणा :- કોઈ સાધક ગુરુજનોના સાનિધ્યમાં વર્ષો સુધી રહીને તેના દ્વારા અનુશાસિત થયા પછી પણ જ્ઞાન સમૃદ્ધિના ગર્વથી આવેશમાં આવીને તેઓની આજ્ઞાનો તિરસ્કાર કરતાં આવેગ પૂર્વક બોલી ઊઠે છે કે આ તીર્થંકરની આજ્ઞા નથી. શાતા –સુવિધા માટે અપવાદ સૂત્રોનો આધાર લે છે , જ્યારે આચાર્ય તેને ઉત્સર્ગ સૂત્રાનુસાર ચાલવા પ્રેરણા કરે છે તો તે કહી દે છે કે આ તીર્થંકરની આજ્ઞા નથી. વાસ્તવમાં આવા સાધક શારીરિક સુખની શોધમાં અપવાદ માર્ગનો ધ્રુવ આશ્રય લઈ લે છે.

समणुण्णा जीविस्सामो :- સંયમ ગ્રહણ કરતાં પહેલાં પ્રત્યેક સાધકનો એ સંકલ્પ હોય છે કે

જિનાજ્ઞાના અનુરૂપ સંયમી જીવન જીવીશ પરંતુ કોઈ એક સાધક નીચે કહેલા દુર્ગુણોથી ઘેરાઈ જાય છે–

(1) રત્નત્રયરૂપ મોક્ષમાર્ગે ચાલવાના પોતાના પ્રારંભિક સંકલ્પ પ્રત્યે નિષ્ઠાવાન રહેતા નથી.

(ર) શબ્દાદિ કામભોગોમાં અત્યંત આસક્ત થઈ જાય છે. ( 3) સુખ મેળવવા હંમેશાં લાલાયિત રહે છે.

(4) તીર્થંકરોએ કહેલી સમાધિનું આચરણ કરતા નથી. (પ) ઈર્ષા , દ્વેષ , કષાયાદિથી બળતા રહે છે. (6)

આચાર્યાદિ શાસ્તા શાસ્ત્રવચનના માધ્યમે તેને અનુશાસિત કરે , તો તેઓનો કઠોર વચનોથી તિરસ્કાર કરે છે.

कामेहिं गिद्धा अज्झोववण्णा :- શબ્દાદિ કામોમાં આસક્ત તેમજ વધારેમાં વધારે વિષયોમાં ગ્રસ્ત 251

થાય છે.

सत्थारमेव फरुसं वयंति :- આચાર્યાદિ દ્વારા શાસ્ત્રના અભિપ્રાયપૂર્વક પ્રેરિત કરવા પર તે શાસ્તાને જ આ પ્રમાણે કઠોર વચનો કહેવા લાગે છે– 'આપ આ વિષયમાં કાંઈ પણ જાણતા નથી. સૂત્રોના અર્થ, શબ્દશાસ્ત્ર , ગણિત કે નિમિત્ત(જ્યોતિષ) હું જેટલું જાણું છું તેટલું બીજા કોણ જાણે છે ?' આ પ્રમાણે આચાર્યાદિ શાસ્તાની અવજ્ઞા કરતા તે માર્મિક શબ્દો કહે છે.

बिइया मंदस्स बालया :- તે અવિનીત સાધક બે પ્રકારની કે બમણી મૂર્ખતા કરે છે– (1) અનુશાસ્તા પ્રત્યે અવિનીત થઈ તેની સામે પ્રતિવાદ કરે અને તેઓની અવહેલના કરે. આ તેની પહેલી મૂર્ખતા છે.

(ર) સમ્યક્ પુરુષાર્થ કરનારા શ્રમણો ઉપર દોષારોપણ કરે આ તેની બીજી મૂર્ખતા છે.

આ પદનો બીજી રીતે અર્થ થાય છે કે– પોતે ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય તે એક મૂર્ખતા અને ઉત્કૃષ્ટ સંયમપાલકોની નિંદા કે બદનામી કરે તે તેની બીજી મૂર્ખતા છે.

સંયમ પતિત સાધકો :

णियट्टमाणा वेगे आयारगोयरमाइक्खंति । णाणब्भठ्ठा दंसणलूसिणो णममाणा वेगे जीवियं विप्परिणामेंति । શબ્દાર્થ :–णियट्टमाणा= સંયમથી નિવૃત્ત થતા,वेग = કોઈએક , आयारगोयरं = આચારના સ્વરૂપને યથાર્થ , आइक्खंति = કહે છે , णाणब्भठ्ठा = જ્ઞાનભ્રષ્ટ , दंसणलूसिणो = દર્શનનો નાશ કરનાર કોઈ એક , णममाणा = વિનય કરતાં પણ , ચારિત્રનું પાલન કરતાં પણ, जीविय = સંયમ જીવનથી , विप्परिणामेंति = પોતાને નીચે ઉતારે છે.

ભાવાર્થ :– કોઈ સાધક સંયમ ભાવથી નિવૃત્ત થઈને પણ કે વેશ પરિત્યાગ કરીને પણ સંયમના આચાર–વિચારના વખાણ કરે છે. કોઈ સાધક સમ્યગ્ જ્ઞાનથી ભ્રષ્ટ થઈને સમ્યગ્દર્શનથી રહિત થઈ જાય છે તેઓ તીર્થં"કરોક્ત સંયમમાર્ગનું પાલન કરવા છતાં દર્શન મોહોદયવશ સંયમી જીવનને નિસ્સાર કરી દે છે.

વિવેચન :

આ સૂત્રમાં બે પ્રકારના ધર્મભ્રષ્ટ સાધકોનું સ્વરૂપ બતાવ્યું છે– (1) સંયમ આચારથી ભ્રષ્ટ થનારા (ર) શ્રદ્ધાથી ભ્રષ્ટ થનારા.

णियट्टमाणा वेगे :- આ સૂત્ર વાક્યમાં ચ્યુત સાધકોની કંઈક ગુણવત્તા દર્શાવી છે. કોઈ સાધક સુખ સુવિધાના અભિલાષી બની સંયમ પથથી નિવૃત્ત થઈ જાય તોપણ તેઓ વિનયને છોડતા નથી , અન્ય સાધુ ઉપર દોષારોપણ કરતા નથી , કઠોર વચનો બોલતા નથી , ખોટા અભિમાનમાં આવી બીજા પ્રકારની 2

ધૂત અધ્ય–6 , ઉ : 4

252 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ મૂર્ખતા કરતા નથી. પોતાના આચારમાં દંભ કે દેખાવ કરતા નથી , ખોટું બહાનું બતાવી અપવાદમાર્ગનું સેવન કરતા નથી , પરંતુ સરળતા તેમજ ખુલ્લા હૃદયે કહે છે કે– મુનિધર્મનો મૌલિક આચાર તો આ પ્રમાણે છે પરંતુ અમે તેવું પાળવામાં સમર્થ નથી.

તેઓ એમ નથી કહેતા કે– અમે જેવું પાળીએ છીએ તેવો જ સાધ્વાચાર છે. અત્યારે દુઃષમકાળના પ્રભાવે બળ , વીર્ય આદિ ઘટી જવાના કારણે મધ્યમમાર્ગ જ શ્રેષ્ઠ છે. ઉત્કૃષ્ટ આચરણ થઈ શકે તેવો સમય નથી. જેમ સારથી ઘોડાની લગામ અતિ ઢીલી કે અત્યંત કડક ન ખેંચતા મધ્યમ રીતે ખેંચે તો ઘોડો બરાબર ચાલે છે , એ રીતે મુનિ જીવનમાં આચરણ મધ્યમ રીતે હોય તો પ્રશંસનીય બને છે. આ રીતની કોઈપણ ખોટી પ્રરૂપણા તેઓ કરતા નથી. તેની શ્રદ્ધા દઢ છે. તે જ તે સાધકોની ગુણવત્તા છે.

णाणब्भठ्ठा दंसणलूसिणो :- આ સૂત્રવાક્યથી સાધ્વાચારનું યથાર્થ પાલન કરનારાઓની મૂર્ખતા દર્શાવેલ છે. તે સાધક ગુરુજનો , તીર્થંકરો તથા તેમના દ્વારા ઉપદિષ્ટ જ્ઞાન , દર્શન , ચારિત્ર પ્રત્યે વિનીત હોય છે અર્થાત્ અર્પણતા સાથે ચારિત્રનું યથાર્થ પાલન કરે છે પરંતુ કેટલાક તત્ત્વોમાં કે આચારોમાં વિપરીત શ્રદ્ધા , પ્રરૂપણા કરે છે. ખરેખર તે જ્ઞાનભ્રષ્ટ અને સમ્યગ્દર્શનના નાશક સાધક પોતે તો શ્રદ્ધાથી ભ્રષ્ટ હોય છે અને બીજાને પણ આ દોષમાં ખેંચે છે , સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનથી ભ્રષ્ટ કરીને સન્માર્ગથી ચલાયમાન કરે છે. આવી શ્રદ્ધા , પ્રરૂપણાથી ભ્રષ્ટ સાધુના જીવનનું પરિણામ શાસ્ત્રકારે બતાવ્યું છે કે

તેઓ પોતાના સંયમ જીવનને બગાડે છે અર્થાત્ સંયમાચારનું પાલન કરવા છતાં વિરાધક બની જાય છે, શ્રમ કરીને પણ તેના ફળથી વંચિત રહે છે. આ તેઓની મૂર્ખતા કહેવાય છે.

ચારિત્રભ્રષ્ટનો વક્ર વ્યવહાર :

पुठ्ठा वेगे णियट्टंति जीवियस्सेव कारणा । णिक्खंतं पि तेसिं दुण्णिक्खंतं भवइ । बालवयणिज्जा हु ते णरा , पुणो पुणो जाइं पकप्पेंति । अहे संभवंता विद्दायमाणा , अहमंसीति विउक्कसे । उदासीणे फरुसं वयंति , पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं । तं मेहावी जाणेज्जा धम्मं । શબ્દાર્થ :–पुठ्ठा= પરીષહો આવવા પર,णियट्टंति= સંયમથી દૂર થઈ જાય છે,जीवियस्सेव कारणा = અસંયમજીવન માટે , णिक्खंतं पि = નિષ્ક્રમણ પણ , तेसिं = તેઓનું , दुण्णिक्खंतं = દુર્નિષ્ક્રમણ, बालवयणिज्जा= અજ્ઞાની દ્વારા પણ નિંદનીય થાય છે,पकप्पेंति= પ્રાપ્ત થાય છે,संभवंता= રહેતાં પણ, विद्दायमाणा= તેઓ પોતાને વિદ્વાન સમજે છે,अहमंसी ति= હું જ બહુશ્રુત છું એમ માનતા,विउक्कसे = તેઓ અભિમાન કરે છે , उदासीणे = રાગદ્વેષ રહિત પુરુષોને , फरुस = કઠોર વચન , वयंति = કહે છે, पलियं = સાધુના પૂર્વાચરણને કહીને , पकत्थ = નિંદા કરે છે , अतहेहिं = મિથ્યાદોષો દ્વારા.

3

253

ભાવાર્થ :– કેટલાક સાધક પરીષહોથી આક્રાન્ત થતાં સુખપૂર્વક જીવન જીવવા માટે સંયમ અને સંયમી વેશથી નિવૃત્ત થઈ જાય છે–સંયમ છોડી દે છે. તેમનું ગૃહવાસથી નિષ્ક્રમણ પણ દુર્નિષ્ક્રમણ થઈ જાય છે. સાધારણ અજ્ઞાનીજનો દ્વારા પણ તેઓ નિંદનીય બની જાય છે તથા ફરી ફરી જન્મધારણ કરે છે.

તેઓ જ્ઞાન , દર્શન , ચારિત્રથી નીચે ઊતરી ગયા હોવા છતાં પોતાની જાતને વિદ્વાન માનીને હું જ સર્વાધિક વિદ્વાન છું , આ રીતે પોતાની શ્રેષ્ઠતા બતાવે છે અને જે સાધક સંસારથી ઉદાસીન રહીને નિર્મળ સાધના કરે છે તેઓના પૂર્વ જીવનના દોષોને લઈને કે તેની અંગ વિકલતાને લઈને નિંદા કરે છે, તેઓને કઠોર વચન સંભળાવે છે અથવા અસત્ય આરોપણ કરી તેઓને બદનામ કરે છે. બુદ્ધિમાન મુનિ આ સર્વને બાલજીવોની ચેષ્ટા સમજીને પોતાના શ્રુત ચારિત્રરૂપ મુનિધર્મને સારી રીતે જાણે , ઓળખે અને પાલન કરે.

વિવેચન :

આ સૂત્રમાં સંયમ પતિત શિથિલાચારી સાધકની ધીઠ પ્રવૃત્તિનું કથન કર્યું છે.

पुठ्ठा वेगे णियट्टंति :- કોઈ એક સાધક શ્રદ્ધાભ્રષ્ટ થવાથી સંયમ જીવનને નષ્ટ કરી દે છે અને કોઈ પરીષહ ઉપસર્ગ આવતાં જ કાયર બનીને સુખ સુવિધાપૂર્ણ અસંયમી જીવન માટે સંયમ આચારને છોડી દે છે.

अहे संभवंता विद्दायमाणा :- સાધક સંયમ સ્થાનોથી નીચે ઊતરતા જાય છે. પોતે અલ્પજ્ઞાની હોવા છતાં 'અમે વિદ્વાન છીએ ' તેવી ખોટી પ્રશંસા કરતા રહે છે. 'હું બહુશ્રુત છું. આચાર્યને જેટલું શાસ્ત્રજ્ઞાન છે તેટલું તો મેં થોડા સમયમાં જ ભણી લીધું હતું. તેની અભિમાનપૂર્વકની વાત સાંભળીને જો કોઈ સાધક મૌૈન રહે અથવા તો તેની હા માં હા કરે નહિ અથવા (ર) બહુશ્રુત હોવાના કારણે રાગદ્વેષ અને અશાંતિથી દૂર રહે તો તેઓને પણ કઠોર શબ્દો કહે છે. કોઈ તેની ભૂલને બતાવે કે ઈશારો કરે ત્યાં તો વિશેષ ક્રોધિત થાય છે અને કહે છે કે– પહેલાં તમારા કર્તવ્ય , અકર્તવ્યને જાણો પછી બીજાને ઉપદેશ આપો.

पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं :- સંયમ પતિત વક્રાચારી સાધક કઈ રીતે હીલના કરે છે , તે આ સૂત્રાંશમાં બતાવવામાં આવ્યું છે. જે સંયમવાન મુનિ વિષયોથી , સુખોથી , ઉદાસીન છે તેનો અપકર્ષ અને હીલના કરે છે અને પોતાની મોટાઈ બતાવે છે. સંયમીની હીલના તે આ પ્રમાણે કરે છે– (1) તે સાધુના પૂર્વાશ્રમનું કોઈ કર્મ કે દુષ્ટ આચરણને યાદ કરાવીને કહે કે– તું તો તે જ ઝગડાખોર છે ને ? તું તે જ ચોર છે ને ? (ર) તેના કોઈ એક અંગની વિકલતાને લઈને મોઢું મરડવું આદિ ચેષ્ટાઓ કરતાં અવજ્ઞા કરે (3) અસત્ય મનોકલ્પિત આક્ષેપો દ્વારા અવજ્ઞા કરે.

હિતશિક્ષા પ્રતિ અવિનીતતા :

4 अहम्मठ्ठी तुमं सि णाम बाले आरंभठ्ठी अणुवयमाणे , हणमाणे, ધૂત અધ્ય–6 , ઉ : 4

254 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ घायमाणे , हणओ यावि समणुजाणमाणे । घोरे धम्मे उदीरिए । उवेहइ णं अणाणाए । एस विसण्णे वितद्दे वियाहिए । त्ति बेमि । શબ્દાર્થ :– अहम्मठ्ठी = અધર્માર્થી , तुमं = તમે , सि = હોય કારણકે , बाले णाम = તમે અજ્ઞાની છો , आरंभठ्ठी = તમે આરંભમાં પ્રવૃત્ત રહો છો , अणुवयमाणे = પ્રાણીઓની હિંસા થાય તેવા વચનો તમે કહો છો કે , हणमाणे = પ્રાણીઓની ઘાત કરતા , घायमाणे = બીજા પાસે પ્રાણીઓની ઘાત કરાવતા , हणओ यावि = ઘાત કરનારાની , समणुजाणमाणे = અનુમોદના કરતા અધર્મમાં રત રહો છો , घोरे = ઘોર धम्मे = ધર્મ , उदीरिए = કહ્યો છે માટે તેનું આચરણ કઠિન છે એમ કહીને તે , उवेहइ = ઉપેક્ષા કરે , णं = નિશ્ચયથી , अणाणाए = તીર્થંકર ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ પોતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરે , एस = આ વ્યક્તિ , विसण्णे = વિષય ભોગોમાં આસક્ત , वितद्दे = પ્રાણીઓના હિંસક , वियाहिए = કહેલ છે.

ભાવાર્થ :– ધર્મથી પતિત થનાર અહંકારી સાધકને આચાર્યાદિ આ રીતે અનુશાસિત કરે છે કે તમે અધર્મથી–સંયમ ધર્મથી વિપરીત આચરણ કરો છો , બાળભાવમાં વર્તી રહ્યા છો , આરંભ પરિગ્રહની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છો , હિંસાનો આદેશ કરો છો. સ્વયં હિંસાના કાર્ય કરો છો , કરાવો છો તેમજ અનુમોદના પણ કરો છો. આ રીતે શિક્ષા આપવા પર તે અહંકારી સાધક કહી દે છે કે ભગવાને તો ઘણો કઠિન ધર્મ કહ્યો છે. તેનું પાલન શક્ય નથી. તેમ કહી ઉપેક્ષા કરે છે અને જિનાજ્ઞાનું અતિક્રમણ કરે છે.

ધર્મની ઉપેક્ષા કરનાર તે કામભોગોના કીચડમાં આસક્ત અને સંયમનો નાશ કરનાર કહેવાય છે.

વિવેચન :

પૂર્વના સૂત્રોમાં સૂત્રકારે શ્રુતાદિના મદથી ઉન્મત્ત શ્રમણની માનસિક તેમજ વાચિક હીન વૃત્તિઓનું કથન કર્યું છે. જ્યારે આ સૂત્રમાં ગુરુ દ્વારા તેનું નિયંત્રણ કરવાનું કથન કર્યું છે.

अहमठ्ठी तुमंसि णाम बाले :- માર્ગ ચ્યુત તે સાધકોને ગુરુ કહે છે કે હે શિષ્ય ! તમે પોતે જ સંયમ વિપરીત અધર્માનુચરણ કરી રહ્યા છો. આ તમારી ગેરસમજ છે. તમે જ અયોગ્ય વચન બોલીને બીજાઓની અવહેલના કરો છો અથવા તમે જ પાછા જેમ તેમ બોલો છો , એ ઠીક નથી. તમે અહિંસા ધર્મનું પાલન ન કરતાં પ્રાણીઓની હિંસા કરો છો , કરાવો છો અને અનુમોદન પણ કરો છો. આ પ્રકારે સ્વયં આચારનું પાલન કરતા નથી અને જેમ તેમ બોલીને પાલન કરનારનો અનાદર કરો છો એ તમારા માટે ઉચિત નથી.

આવી શિક્ષા આપતા ગુરુને તેઓ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતા કહે છે કે घोरे धम्मे उदीरिए = ભગવાને ઘણાં જ કઠિન નિયમો ઘડ્યા છે , એવા કોઈથી પાળી શકાય નહીં વગેરે , એમ કહી હિતશિક્ષાની ઉપેક્ષા કરે છે , આજ્ઞા બહાર સ્વચ્છંદ આચરણ કરતા રહે છે.

अणुवयमाणे :- અવિનીત , ઘમંડી અને નિરંકુશ સાધકને જ્યારે ગુરુ આદિ શિક્ષા આપે ત્યારે તે ગુરુની સામે બોલે છે.

वितद्दे :- વિતર્દનો અર્થ આ પ્રમાણે છે– (1) અનેક પ્રકારે હિંસક (ર) સંયમ ઘાતક કે સંયમથી પ્રતિકૂળ 255

આચરણ કરનાર (3) વિતંડાવાદ કરનાર. સાર એ છે કે ગુરુની હિતશિક્ષાને પણ ન માનનાર પ્રમાદી સાધુ પોતાના સંયમ જીવનનો નાશ કરી દે છે. માનવ જીવનને બરબાદ કરે છે.

અવ્રતી થનારનો અપયશ :

किमणेण भो जणेण करिस्सामि त्ति मण्णमाणा , एवं एगे वइत्ता मायरं पियरं हिच्चा णायओ परिग्गहं । वीरायमाणा समुठ्ठाए अविहिंसा सुव्वया दंता । पस्स दीणे उप्पइए पडिवयमाणे । वसट्टा कायरा जणा लूसगा भवंति । अहमेगेसिं सिलोए पावए भवइसे समणविब्भंते । समणविब्भंते । શબ્દાર્થ :– किं = શું , अणेण = , भो = હે આત્મન્ , जणेण = લોકથી , करिस्सामित्ति = કરીશ, એ પ્રમાણે , मण्णमाणे = માનતા , वइत्ता = વૈરાગ્યભાવથી કહીને , સમજીને , वीरायमाणा = વીરની જેમ આચરણ કરતાં , समुठ्ठाए = પ્રવ્રજ્યા ધારણ કરીને , अविहिंसा = હિંસા રહિત , सुव्वया = શ્રેષ્ઠવ્રતવાળા , दंता = ઈન્દ્રિયોનું દમન કરનાર , दीणे = દીન બનીને , उप्पइए = ઉન્નત થઈને પણ તે, पडिवयमाणे = કર્મના ઉદયથી દીક્ષાનો ત્યાગ કરીને પડિવાઈ થઈ જાય છે , वसट्टा = ઈન્દ્રિયોના વશીભૂત , कायरा = કાયર , जणा = લોકો , लूसगा = વ્રતોનો નાશ કરનાર , अह = ત્યારપછી , एगेसिं = દીક્ષા ત્યાગી પતિત થયેલા કોઈ પુરુષની , पावए सिलोए = કીર્તિ ઝાંખી થઈ જાય , જગતમાં નિંદા થાય , से = તે શ્રમણ , समण विब्भंते = તે સાધુતાથી પતિત છે , તે પડિવાઈ સાધુ છે , समणविब्भंते = આ દીક્ષાથી ભ્રષ્ટ છે , પડિવાઈ છે.

ભાવાર્થ :– હે આત્મન્ ! આ સ્વાર્થી સ્વજનનું હું શું કરીશ ? ( તેઓથી મારે શું પ્રયોજન ?)એમ માનતા અને કહેતા કોઈ લોકો માતા , પિતા , જ્ઞાતિજન અને પરિગ્રહને છોડીને વીરવૃત્તિથી મુનિધર્મમાં સમ્યક્ પ્રકારે પ્રવ્રજિત થાય છે અને અહિંસક , સુવ્રતી અને દાંત બની જાય છે. આ પ્રકારે પહેલાં સિંહની જેમ પ્રવ્રજિત થઈને , ઉન્નત થઈને પછી કોઈ પાપના ઉદયથી દીન અને પતિત થતા સાધકોને તું જો, વિષયોથી પીડિત તે કાયરજનો વ્રતોના નાશક બની જાય છે.

તેમાંથી કોઈ સાધક સંયમનો ત્યાગ કરી દે છે , તેની કીર્તિ નષ્ટ થઈ જાય છે , તે બદનામ થઈ નિંદાને પામે છે , લોકો તેને કહે છે કે– આ સાધુતાથી ભ્રષ્ટ છે , આ સંયમ જીવનનો ત્યાગી પડિવાઈ છે.

વિવેચન :

उप्पइए पडिवयमाणे :- આ સૂત્રમાં સાધકોના ઉત્થાનથી પતનનું ચિત્ર ઉપસ્થિત કર્યું છે , પહેલાં જે વીર વૃત્તિથી સ્વજન , જ્ઞાતિજન , પરિગ્રહાદિ છોડીને વૈરાગ્યભાવથી પ્રવ્રજિત થાય છે , અને અહિંસક , દાંત અને સુવ્રતી બની લોકોને અત્યંત પ્રભાવિત કરી દે છે. ધીરે ધીરે તેની પ્રસિદ્ધિ , પ્રશંસા અને પૂજા–

પ્રતિષ્ઠા વધતી જાય છે તેથી સુખ સુવિધાની વિપુલતા , સ્વાદિષ્ટ આહાર–પાણી , ઉભરાતો માનવ મહેરામણ ધૂત અધ્ય–6 , ઉ : 4

5

256 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અને વૈભવી વાતાવરણ પ્રાપ્ત થતાં સાધક ઈન્દ્રિય સુખો તરફ ઢળી જાય છે. શરીર પણ સુકોમળ બની જાય છે. આ સમયે તેઓ સંયમમાં પુરુષાર્થ કરવાના બદલે દીન–હીન થઈ ભોગાકાંક્ષાના દાસ બની જાય છે.

સંયમને છોડી દેવા પણ તત્પર થઈ જાય છે. આ તેઓનું મહાન ઉત્થાનમાંથી મહા પતન છે.

समणविब्भंते :- પતનના માર્ગે જતાં અને સાધુ વેશનો ત્યાગ કરી ગૃહસ્થ જીવન સ્વીકારનાર તે સાધુને જન–સાધારણ લોકો પણ વિવિધ તિરસ્કારના શબ્દોથી તિરસ્કૃત કરે છે. જેમ કે આ સાધુતાથી ભ્રષ્ટ છે , પડિવાઈ છે , દીક્ષા છોડીને આવ્યો છે , બેશરમ છે વગેરે. તેની અપકીર્તિ થાય છે.

આ સૂત્રમાં समणविब्भंते ની જગ્યાએ समणे भवित्ता विब्भंते પાઠ પણ મળે છે. બંને પાઠનો ભાવ એક જ છે. તેમાં भवित्ता ક્રિયા વિના પણ પાઠનો ભાવાર્થ બરાબર છે.

ઉન્નત ગચ્છમાં ગુણહીન સાધક :

पासहेगे समण्णागएहिं असमण्णागए , णममाणेहिं अणममाणे, विरएहिं अविरए दविएहिं अदविए । શબ્દાર્થ :– समण्णागएहिं = સમ્યગ્ સમજનારાઓની સાથે રહેવા છતાં , असमण्णागए = અસમ્યગ્ થઈ જાય છે, णममाणेहिं = વિનયવાનની સાથે , સમર્પિત સાધકો સાથે રહેવા છતાં,अणममाणे = અસમર્પિત , વિનય રહિત હોય છે , विरएहिं = પાપથી વિરત પુરુષોની સાથે રહેવા છતાં , अविरए = અવિરત રહે છે , તેમજ, दविएहिं = મુક્તિ ગમન યોગ્ય પુરુષોની સાથે , સંયમવાનોની સાથે , ચારિત્રનિષ્ઠની સાથે રહેવા છતાં , अदविए = અપવિત્ર , સંયમહીન થઈ જાય છે.

ભાવાર્થ :– તેનાથી વિપરીત હે શિષ્ય ! તું એ પણ જો ! કોઈ મુનિ સમ્યગ્ સમજદારોની વચ્ચે સંયમ પ્રત્યે અસમ્યક્ રહે છે. સંયમ પ્રત્યે સમર્પિત મુનિઓની વચ્ચે સંયમપ્રત્યે અસમર્પિત રહે છે , પાપથી વિરત રહેનારાઓની સાથે પણ પાપસેવી થાય છે તથા ચારિત્ર સંપન્ન સાધુઓની વચ્ચે રહીને પણ ચારિત્રહીન થઈ જાય છે.

વિવેચન :

दविएहिं :- જેની પાસે દ્રવ્ય છે તે દ્રવ્યિક છે. દ્રવ્યનો અર્થ ધન થાય છે. સાધુની પાસે જ્ઞાનાદિ રત્નત્રય રૂપ ધન હોય છે , તેથી દ્રવિકનો અર્થ સંયમવાન થાય છે અથવા દ્રવ્યનો અર્થ ભવ્ય છે– મુક્તિગમનને યોગ્ય અર્થાત્ મોક્ષાર્થી છે. 'દ્રવિક ' નો ત્રીજો અર્થ દયાળું પણ થાય છે.

આ સૂત્રમાં બતાવ્યું છે કે ઉન્નત ગચ્છ અને ઉન્નત સંયોગમાં રહીને પણ પોતાના ઉદયભાવે કોઈ સાધક ગુણ હીન થઈ જાય છે માટે સાધકે સાવધાન રહી પોતાના ગુણોની સુરક્ષા કરતા રહેવું જોઈએ.

આગમાનુસારી આરાધના :

अभिसमेच्चा पंडिए मेहावी णिठ्ठियठ्ठी वीरे आगमेणं सया 6

7

257

परक्कमेज्जासि। त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– अभिसमेच्चा = ઉપરોક્ત કથનને જાણીને , णिठ्ठियठ्ठी = મોક્ષાર્થી , आगमेणं = આગમાનુસાર , परक्कमेजासि = સંયમપાલનમાં પુરુષાર્થ કરે.

ભાવાર્થ :– આ રીતે સંયમભ્રષ્ટ સાધકો તથા સંયમ ભ્રષ્ટતાના પરિણામોને સારી રીતે જાણીને પંડિત, મેધાવી , મોક્ષાર્થી વીર મુનિ હંમેશાં આગમમાં કહેલા સાધનાપથ અનુસાર સંયમમાં પરાક્રમ કરે અર્થાત્ શાસ્ત્રાનુસાર જ જીવન બનાવે. –એમ ભગવાને કહ્યું છે.

।। ચોથો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

णिठ्ठियठ्ठी :- ઉદ્દેશકના અંતે શાસ્ત્રકારે મોક્ષાર્થી સાધકને આ સૂત્રથી ભલામણ કરી છે કે ઉપરોક્ત વિવિધ દષ્ટિઓથી પતિત થનારા સાધુઓને , તેના જીવન વ્યવહારને અને પરિણામોને જાણી પોતાના જીવનને સાવધાન કરવું જોઈએ. જીવનની દરેક પ્રવૃત્તિ , દરેક વચન વ્યવહાર અને દરેક વિચારણા પ્રરૂપણા કરવામાં આગમ આશયને આગમ આજ્ઞાને જ સર્વોપરિ રાખે. આગમ એ જ તીર્થંકરનું પ્રતીક છે , સાધકના જીવન માટે એ જ સાચું માર્ગદર્શન છે. માટે આગમજ્ઞાન પ્રાપ્ત કરીને સંયમજીવનના સમયનો સદુપયોગ કરીને અને તેના આદેશોને જ જીવનમાં સાકાર કરી દેવા જોઈએ. એ જ આ અંતિમ સૂત્રનો ધ્વનિ છે.

અહીં બીજો પાઠ णिठ्ठियठ्ठे માનીને નિષ્ઠિતાર્થ પ્રાપ્ત અર્થ કરાય છે પરંતુ આ અર્થ પ્રસંગ સંગત નથી. કારણ કે મોક્ષ પ્રાપ્ત. વ્યક્તિ કૃતકૃત્ય બની ગઈ , તેને આગમાનુસાર ચાલવાના ઉપદેશની આવશ્યકતા રહેતી નથી તેથી અહીં णिठ्ठियठ्ठी શબ્દનો અર્થ મોક્ષાર્થીમોક્ષનો ઈચ્છુક એ જ થાય છે.

ા અધ્યયન–6/4 સંપૂર્ણા છઠ્ઠું અધ્યયન : પાંચમો ઉદ્દેશક સાધકની સહિષ્ણુતા :

से गिहेसु गिहंतरेसु वा गामेसु वा गामंतरेसु वा णगरेसु वा णगरंतरेसु वा जणवएसु वा जणवयंतरेसु वा संतेगइया जणा लूसगा भवंति अदुवा फासा फुसंति । ते फासे पुठ्ठो धीरो अहियासए ओए समियदंसणे । શબ્દાર્થ :– ओए = રાગદ્વેષ રહિત , समियदंसणे = સમ્યગ્દષ્ટિ , સમિતદર્શી થઈને.

1

ધૂત અધ્ય–6 , ઉ : પ 258 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભાવાર્થ :– તે શ્રમણને ઘરોમાં , ગૃહાન્તરોમાં અથવા ઘરોની આસપાસ , ગામોમાં , ગામોની વચમાં, નગરોમાં , નગરોની વચમાં , જનપદોમાં કે જનપદોની વચમાં વિચરણ કરતાં કોઈ ક્રૂર ઉપદ્રવી લોકો મળી જાય , જે વિવિધ પ્રકારના અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ આપે છે અથવા તો ઠંડી , ગરમી , ડાંસ, મચ્છરાદિના પરીષહો પ્રાપ્ત થાય છે. તેનો સ્પર્શ થવા પર ધીરમુનિ તે સર્વને સમિતદર્શી–સમ્યગ્ વિચારણા સાથે , રાગદ્વેષ રહિત થઈને સમભાવથી સહન કરે.

વિવેચન :

આ સૂત્રમાં ગ્રામ , નગર કે જંગલ સર્વત્ર પરીષહ ઉપસર્ગને સમભાવથી સહન કરવાની પ્રેરણા આપી છે.

लूसगा भवंति :- ' लूषक ' શબ્દના અનેક અર્થ છે જેમ કે– હિંસક , ઉત્પીડક , વિનાશક , ક્રૂર હત્યારા, હેરાન કરનારા , દૂષિત કરનાર , આજ્ઞા નહિ માનનારા , વિરાધક વગેરે. આવા લૂષક લોકો પાદવિહારી સાધુઓને જંગલોમાં , નાના ગામોમાં , શૂન્ય સ્થાનોમાં કે ઘરોમાં મળી જાય છે અને સાધુને ઉપદ્રવ કરે છે, કનડગતિ કરે છે. આ સૂત્રમાં ' जणा ' શબ્દના પ્રયોગથી મનુષ્ય , તિર્યંચ , દેવ સર્વનું ગ્રહણ થઈ જાય છે.

ઉપદ્રવી કે હિંસક મનુષ્ય જ હોય તેમ નથી , દેવ કે તિર્યંચ પણ હોય શકે છે. સાધુ તો વિચરણશીલ જ હોય છે , કારણ વિના એક જગ્યાએ સ્થિર રહેતા નથી. આ દષ્ટિથી વ્યાખ્યાકારે આ સૂત્રનો ખુલાસો કરતાં કહ્યું છે કે સાધુ ભિક્ષાદિ માટે જઈ રહ્યા હોય , જુદા–જુદા ગામાદિમાં હોય , માર્ગમાં વિહાર કરી રહ્યા હોય , ગુફા કે જનશૂન્ય સ્થાનમાં કાયોત્સર્ગ , સ્વાધ્યાય , ધ્યાન , પ્રતિલેખન , પ્રતિક્રમણાદિ સાધનામાં લીન હોય , તે સમયે સંયોગવશ કોઈ મનુષ્ય , તિર્યંચ કે દેવ દ્વેષ , વેર , કુતૂહલ , પરીક્ષા , ભય , સ્વરક્ષણ આદિ કોઈ પણ દષ્ટિથી ઉપદ્રવ આપે , તો તે સમયે કર્મક્ષયાર્થી મુનિએ શાંતિ , સમાધિ પૂર્વક અને સંયમ નિષ્ઠાનો ભંગ ન કરતાં સમભાવપૂર્વક તેને સહન કરવા જોઈએ.

ओए :- અહીં ' ओज ' શબ્દનો અર્થ છે એકલા , રાગદ્વેષ રહિત , એક આત્મામાં લીન રહેનારા , શરીર વગેરે પરભાવમાં આસક્તિ અથવા સંબંધ ન રાખનારા. એવા અનાસક્ત નિર્મોહી મુનિ જ કષ્ટોને સહન કરવામાં સમર્થ થાય છે.

समियदंसणे :- ટીકાકારે સમિતદર્શન પદના ત્રણ અર્થ કર્યા છે– (1) જેનું દર્શન સમ્યક્ થઈ ગયું હોય તે સમ્યગ્દષ્ટિ, (ર) જેનું દર્શન–(દષ્ટિ , જ્ઞાન કે અધ્યવસાય) શમિત–શાંત કે ઉપશાંત થઈ ગયું છે , તેમાં ચંચળતા કે અસ્થિરતા ન હોય તે સમિતદર્શન અને (3) જેની દષ્ટિ સમતાને પ્રાપ્ત થઈ ચૂકી હોય , તે સમિતદર્શન–સમદષ્ટિ કહેવાય છે. આવા સમિતદર્શી મુનિ જ ઉપસર્ગ–પરીષહને સમભાવપૂર્વક સહી શકે છે. આ રીતે આ બન્ને વિશેષણથી આગમકારે મુનિની પરીષહ ઉપસર્ગને સહન કરવાની પૂર્ણ યોગ્યતા પ્રગટ કરી છે.

ધર્મોપદેશ વિષયક જિનાજ્ઞા :

2 दयं लोगस्स जाणित्ता पाइणं पडीणं दाहिणं उदीणं आइक्खे 259

विभए किट्टए वेयवी । से उठ्ठिएसु वा अणुठ्ठिएसु वा सुस्सूसमाणेसु पवेयएसंतिं विरइं उवसमं णिव्वाणं सोयं अज्जवियं मद्दवियं लाघवियं अणइवत्तियं सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं, अणुवीइ भिक्खू धम्ममाइक्खेज्जा । શબ્દાર્થ :– दयं = દયાને , लोगस्स = લોકની , જગતજીવોની, जाणित्ता = જાણીને , સંસારી પ્રાણીઓ પર દયા કરીને,आइक्खे = ધર્મનું કથન , विभए = ધર્મનું વિસ્તારથી કથન કરે તથા, किट्टए = કીર્તન કરે, वेयवी = વેદજ્ઞ પુરુષ , से = તે સાધુ , उठ्ठिएस ુ = ધર્મનું આચરણ કરવામાં ઉદ્યમવંત , अणुठ्ठिएसु = ધર્માચરણમાં અનુત્થિત , सुस्सूसमाणेसु = ધર્મને સાંભળવાની ઈચ્છા કરનાર પ્રાણીઓ માટે , पवेयए = ધર્મનો ઉપદેશ કરે , संतिं = શાંતિ , विरइं = વિરતિ , उवसम = ઉપશમ , णिव्वाण = નિર્વાણ , सोयं = શૌચ , વિચારોની પવિત્રતા , अज्जवियं = આર્જવ , સરળતા , मद्दवियं = મૃદુતા , નમ્રતા , लाघवियं = લઘુતા अणइवत्तियं = અહિંસા , નિરતિચાર વ્રતપાલન , યથાયોગ્ય , अणुवीइ = વિચાર કરીને , भिक्खू = સાધુ , धम्ममाइक्खेज्जा = ધર્મનું કથન કરે.