This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
मरणं तेसिं संपेहाए उववायं चवणं च णच्चा परिपागं च संपेहाए । तं सुणेह जहा तहा । संति पाणा अंधा तमंसि वियाहिया । तामेव सइं असइं अइयच्च उच्चावयफासे पडिसंवेदेंति । बुद्धेहिं एयं पवेइयं । संति पाणा वासगा रसगा उदए उदयचरा आगासगामिणो । पाणा पाणे किलेसंति । पास लोए महब्भयं । बहुदुक्खा हु जंतवो । सत्ता कामेहिं माणवा । શબ્દાર્થ :– तेसिं = તેના , उववायं = ઉત્પત્તિ , चयणं = ચ્યવનને , परिपागंं = કર્મોના પરિણામને , तं = તેને અર્થાત્ કર્મના ફળને , सुणेह = સાંભળો , जहा तहा = જેમ છે તેમ , अंधा = અંધ અને , तमंसि = દ્રવ્ય અને ભાવ અંધકારમાં રહેલા , वियाहिया = કહેલા છે , तामेव = તે અવસ્થાને , सइं = એકવાર, असइं= અનેકવાર,अइयच्च= પ્રાપ્ત કરીને, उच्चावयफासे = તીવ્ર અને મંદ દુઃખોને,पडिसंवेदेंति = ભોગવે છે , बुद्धेहिं = સર્વજ્ઞ પુરુષોએ , वासगा = વર્ષામાં ઉત્પન્ન થનારા પ્રાણી , ભાષાલબ્ધિથી યુક્ત બેઈન્દ્રિયાદિ જીવો , रसगा = કડવાદિ રસોને જાણનારા સંજ્ઞી જીવ , उदए = પાણીના જીવ , उदयचरा = જલચર જીવ , आगासगामिणो = આકાશમાં ઊડનારા–ખેચર જીવો , पाणेे = એકબીજા પ્રાણીને , किलेसंति = ક્લેશ આપે છે , महब्भयं = મહાન ભયને , बहुदुक्खा = ઘણાં દુઃખોથી યુક્ત , जंतवो = પ્રાણી , सत्ता = આસક્ત છે , कामेहिं = કામભોગોથી.
ભાવાર્થ :– આ રોગ , આતંક અને અનિષ્ટ દુઃખોથી પીડિત મનુષ્યોના મૃત્યુનું નિરીક્ષણ કરીને, ઉપપાત અને ચ્યવનને જાણીને તથા કર્મોનાં ફળનો સારી રીતે વિચાર કરીને સાધકે પ્રત્યેક કાર્ય કરવું જોઈએ. કર્મનાં ફળને યથાતથ્ય રૂપે સાંભળો– આ સંસારમાં અનેક પ્રાણીઓ અંધ હોય છે , તેઓ દ્રવ્ય અંધકાર અને ભાવ અંધકાર(મિથ્યાત્વાદિ)માં રહે છે. તે પ્રાણીઓ વિવિધ દુઃખપૂર્ણ અવસ્થાને એકવાર કે
અનેકવાર પ્રાપ્ત કરીને તીવ્ર અને મંદ કષ્ટોનું વેદન કરે છે. તીર્થંકરોએ આ તથ્યનું પ્રતિપાદન કર્યું છે.
બીજા પણ અનેક પ્રકારનાં પ્રાણીઓ હોય છે , જેવા કે વર્ષજ–વર્ષાૠતુમાં ઉત્પન્ન થનારા દેડકાદિ અથવા વાસક–ભાષાલબ્ધિથી યુક્ત બેઈન્દ્રિયાદિ પ્રાણી , રસજ–રસમાં ઉત્પન્ન થનારા જીવો કીડાદિ અથવા રસગ–રસજ્ઞ–સંજ્ઞી જીવ , ઉદકરૂપ–એકેન્દ્રિય અપ્કાયિક જીવ , પાણીમાં ઉત્પન્ન થનારા જળચર જીવ, આકાશગામી–આકાશમાં ઊડનારા પક્ષી આદિ. તે પ્રાણીઓ પરસ્પર કષ્ટ આપતા રહે છે , તેથી તું જો લોક મહાન ભય સ્વરૂપ છે. સંસારમાં કર્મોનાં કારણે જીવો ઘણાં જ દુઃખી છે. ઘણા મનુષ્યો કામભોગોમાં આસક્ત છે.
વિવેચન :–
આ સૂત્રમાં પ્રાણીઓના જન્મ મરણ , ઉપપાત ચ્યવન તથા કર્મવિપાકનું ચિંતન કરવા માટે સાધકને 5
ધૂત અધ્ય–6 , ઉ : 1
228 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ઉત્સાહિત કર્યા છે.
संति पाणा अंधा :- અંધ બે પ્રકારના છે– દ્રવ્યાંધ અને ભાવાંધ. આંખોથી રહિત વ્યક્તિ દ્રવ્યાંધ હોય છે અને સત્–અસત્ના વિવેકરૂપ ભાવચક્ષુથી રહિત હોય તે ભાવાંધ છે. આ જ પ્રમાણે અંધકાર પણ બે પ્રકારનો છે– દ્રવ્યાંધકાર અને ભાવાંધકાર , નરકાદિમાં ઘોર અંધારું હોય છે તે દ્રવ્યાંધકાર છે અને કર્મના ફળથી પ્રાપ્ત મિથ્યાત્વ , અવિરતિ , પ્રમાદ , કષાયાદિ ભાવાંધકાર છે. જે સમ્યગ્જ્ઞાન રૂપી નેત્રથી રહિત છે તથા મિથ્યાત્વરૂપ અંધકારમાં જ ભ્રમણ કરે છે , તેવા ભાવાંધ પ્રાણીનું અહીં કથન કર્યું છે.
पाणा पाणे किलेसंति :- શાસ્ત્રમાં સંસારી જીવોના વિવિધ ભેદ પ્રભેદ બતાવ્યા છે. અહીં પાંચ શબ્દોથી તે પ્રાણીઓનું કથન કરીને તે જીવોની અજ્ઞાન દશા બતાવી છે કે તે જીવો પરસ્પર દુઃખોની ઉદીરણા કરતાં જ રહે છે. તેઓ પરસ્પર આહારના કારણે કે કષાય–દ્વેષાદિનાં કારણે ઝગડતા રહે છે. આ રીતે સંસારનાં પ્રાણી સદા ભયાકુળ રહે છે અને દુઃખ ભોગવતાં રહે છે. આ રીતે જીવોનું દયનીય દશ્ય ઉપસ્થિત કરીને કહ્યું છે કે એવા દુઃખી પ્રાણીઓ અને માનવ પણ મોહોદયના પ્રભાવે કામભોગોમાં આસક્ત રહે છે અને કર્મ પરંપરાને વધારે છે. પાપના પ્રભાવે તેઓ ધર્માચરણ આચરી શકતા નથી. તે દુઃખી જીવોના પાંચ પ્રકાર આ પ્રમાણે છે–
-1 वासगा – આ શબ્દના બે રૂપ થવાથી તેના બે અર્થ થાય છે– वर्षज – વર્ષા ૠતુમાં ઉત્પન્ન થનારા જીવ જંતુ દેડકા , અળસિયા વગેરે અને वासक – સ્પષ્ટ કે અસ્પષ્ટ બોલનારા પ્રાણી. (ર) रसगा – આ શબ્દના પણ બે અર્થ છે , રસ – રસગા એટલે સ્વાદનો અનુભવ કરનારા પ્રાણી , સંજ્ઞી જીવો. રસજ–
રસવિકૃત થાય ત્યારે તે વિકૃત પદાર્થમાં ઉત્પન્ન થનારા રસજ બેઈન્દ્રિયાદિ જીવ. ( 3) उदए – પાણીના અપકાય સ્વરૂપ એકેન્દ્રિય જીવ. ( 4) उदयचरा – મચ્છ , કચ્છ આદિ જલચર પ્રાણી. (પ)
आगासगामीणो – આકાશમાં ઊડનારા હિંસક અને અહિંસક પ્રાણીઓ.
શરીર માટે હિંસાનો નિષેધ :–
अबलेण वहं गच्छंति सरीरेण पभंगुरेण । अट्टे से बहुदुक्खे , इति बाले पक‘व्वइ । एते रोगे बहू णच्चा आउरा परियावए । णालं पास । अलं तव एतेहिं । एयं पास मुणी ! महब्भयं । णाइवाएज्ज कं च णं । શબ્દાર્થ :– अबलेण= બળ રહિત,वहंं = વધને ,गच्छंति= પ્રાપ્ત થાય છે,सरीरेण= શરીરના કારણે, पभंगुरेण = ક્ષણભંગુર , अट्टे = આર્ત અને , इति = આ કારણે , पक‘व्वइ = પ્રાણીઓને કલેશ આપે છે, एते = આ પ્રકારે , आउरा = તેનાથી આતુર તે પ્રાણીઓ , परियावए = પરિતાપ આપે છે.
णालं = કર્મને શાંત કરવામાં સમર્થ નથી , अलं = પ્રયોજન નથી , तव = તમારે , एतेहिं = આ 6
229
ચિકિત્સા વિધિઓથી , एयं = આ સાવદ્ય ચિકિત્સામાં થતી જીવ હિંસા , महब्भयं = મહાન ભયદાયક, णाइवाएज्ज = હિંસા ન કરો , कं च णं = કોઈ પણ પ્રાણીની .
ભાવાર્થ :– પ્રાણીઓ નિર્બળ , નિઃસાર અને ક્ષણભંગુર એવા શરીરના સુખ માટે બીજા જીવોની હિંસા કરે છે. વેદનાથી પીડિત તે મનુષ્ય ઘણું દુઃખ પામે છે અને પોતાની વેદનાને ઉપશાંત કરવા તે અજ્ઞાની જીવ અનેક પ્રયત્નો કરે છે અને પ્રાણીઓને ક્લેશ પહોંચાડે છે. આ(પૂર્વોક્ત) ઉત્પન્ન થયેલા અનેક રોગોને જાણીને તે રોગોની વેદનાથી વ્યાકુળ માનવ ઔષધ માટે બીજા જીવોને પરિતાપ આપે છે.
હે શિષ્ય ! તું વિશુદ્ધ વિવેકદષ્ટિથી જો. તે પ્રાણનાશક ઔષધ પદ્ધતિ કર્મોદય જનિત રોગોને શાંત કરવા સમર્થ નથી , તેથી જીવોને પરિતાપ આપનાર અને પાપકર્મને ઉત્પન્ન કરનાર ચિકિત્સા વિધિઓથી તમારે દૂર રહેવું જોઈએ.
મુનિવર ! તું જો આ હિંસામૂલક ચિકિત્સા લોકમાં મહાનભય રૂપ છે. (માટે ચિકિત્સાના નિમિત્તે પણ) કોઈ પણ જીવનો વધ કરવો જોઈએ નહિ.
વિવેચન :–
एते रोगे बहू णच्चा आउरा परियावए :- પોતાનાં જ કરેલાં કર્મો વિવિધ રોગોના રૂપે ઉદયમાં આવે છે .
આ ઉદિત કર્મને શાંત કરવા માણસ અનેક પ્રાણીઓની હિંસા કરે છે , કરાવે છે , તેમના લોહી , માંસ, કાળજા , હાડકાં આદિનો પોતાની શારીરિક ચિકિત્સા માટે ઉપયોગ કરે છે. આ રીતે ઉપચાર કરાવવા છતાં પ્રાયઃ તે રોગ જતો નથી , કારણ કે રોગનું મૂળ અનેક પ્રકારના કર્મો છે , કર્મોની નિર્જરા વિના રોગ કેવી રીતે જાય ? પરંતુ મોહથી ઘેરાયેલ અજ્ઞાની જીવ આ વાતને સમજી શકતો નથી. તે પ્રાણીઓને કષ્ટ આપીને બીજા અનેક કર્મોનો બાંધ કરે છે. તેથી સાધકને આ રીતની હિંસા મૂલક ચિકિત્સા માટે આ સૂત્રમાં નિષેધ કર્યો છે કે આ શરીર ક્ષણભંગુર છે. તેનો મોહ કરી અજ્ઞાની પ્રાણીઓ પુનઃ પુનઃ નવા કર્મોનો સંગ્રહ કરે છે. પરંતુ જ્ઞાની સાધકોએ આ શરીરનો મોહ અને સાવદ્ય ચિકિત્સાનો ત્યાગ કરવો જોઈએ.
માનવનો મહામુનિ સુધીનો વિકાસક્રમ :–
आयाण भो ! सुस्सूस भो ! धूयवायं पवेयइस्सामि ! इह खलु अत्तत्ताए तेहिं तेहिं कुलेहिं अभिसेएण अभिसंभूया अभिसंजाया अभिणिव्वट्टा अभिसंवुड्ढा अभिसंबुद्धा अभिणिक्खंता अणुपुव्वेण महामुणी । શબ્દાર્થ :– आयाण = તમે સમજો , भो = હે શિષ્ય ! सुस्सूस = સાંભળવાની ઈચ્છા કરો , धूयवायं = કર્મોનો ક્ષય કરવાનો માર્ગ , पवेयइस्सामि = હું વર્ણન કરીશ , अत्तत्ताए = પોત પોતાના કર્મો અનુસાર, अभिसेएण = શુક્ર અને શોણિતના અભિસિંચનથી , સંયોગથી , अभिसंभूया = ગર્ભાવસ્થામાં કલલભાવ ( પ્રવાહરૂપ)ને પ્રાપ્ત , अभिसंजाया = પેશીરૂપે બનેલ , अभिणिव्वट्टा = ત્યાર પછી અંગ , ઉપાંગથી 7
ધૂત અધ્ય–6 , ઉ : 1
230 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પરિપૂર્ણ થઈ બાળકરૂપે પરિણત , अभिसंवुड्ढा = ગર્ભથી બહાર નીકળીને જન્મ ધારણ કરી વૃદ્ધિને પામેલા , अभिसंबुद्धा = બોધ પ્રાપ્ત કરી જાગૃત થયેલ , સત્ , અસત્ના વિવેકથી યુક્ત , अभिणिक्खंता = દીક્ષા અંગીકાર કરીને , अणुपुव्वेण = અનુક્રમથી , महामुणी = મહામુની થાય છે.
ભાવાર્થ :– હે શિષ્ય ! તમે ધ્યાનપૂર્વક સાંભળો અને સમજો. હવે ધૂતવાદ–કર્મક્ષય કરવાના માર્ગનું નિરૂપણ કરીશ. આ સંસારમાં પ્રાણી પોતે કરેલાં શુભ કર્મના ઉદયથી પ્રેરિત થઈને તે તે કુળોમાં શુક્ર–શોણિત (વીર્ય–લોહી)ના અભિષેકથી–સંયોગથી માતાના ગર્ભમાં કલલરૂપે(પ્રવાહીરૂપે) થયા ; પછી અર્બુદ(માંસ) અને પેશી રૂપ બન્યા ; ત્યારબાદ અંગોપાંગ–સ્નાયુ , નસ , રોમાદિના ક્રમથી વિકસિત થયા ; પછી જન્મ લઈને વૃદ્ધિને પામ્યા ; ત્યાર બાદ સંબોધિને પ્રાપ્ત થયા ; પછી વિરક્ત બનીને અભિનિષ્ક્રમણ કર્યું , આ પ્રમાણે ક્રમથી તે મહામુનિ બને છે.
વિવેચન :–
धुयवायं पवेयइस्सामि :- 'ધૂત ' નો અર્થ છે કર્મધુનન અને તેનો માર્ગ તે ધૂતવાદ. કર્મ ક્ષય કરવાનો ધોરીમાર્ગ છે સંયમ , માટે આ સૂત્રમાં માનવની પ્રારંભિક ગર્ભ અવસ્થાથી લઈ ક્રમિક વિકાસ બતાવતાં પરિવારનો ત્યાગ કરી મહામુનિ થવા સુધીનો ક્રમ બતાવ્યો છે. ધૂતવાદને શા માટે સ્વીકારવો અને સાંભળ વો જોઈએ ? તેની ભૂમિકા અહીં બાંધી છે. વાસ્તવમાં સાંસારિક જીવોને વિવિધ પ્રકારના દુઃખ , કષ્ટ અને રોગ આવે છે. તેનો પ્રતિકાર કરવા તે બીજાને પીડા આપે છે ; પરંતુ જ્યાં સુધી તેના મૂળ એવા કર્મનો નાશ નહિ કરે , ત્યાં સુધી દુઃખ , રોગ અને કષ્ટ નાશ પામતાં નથી. કર્મનો નાશ એ જ ધૂત છે. કર્મનાશનો સર્વોત્તમ ઉપાય છે , શરીર અને શરીર સંબંધિત સજીવ , નિર્જીવ દ્રવ્યો ઉપરની આસક્તિ , મોહાદિનો ત્યાગ. ત્યાગ અને તપ વિના કર્મ નિર્મૂળ થતાં નથી. તેના માટે સૌથી પ્રથમ ગૃહાસક્તિ અને સ્વજનાસક્તિનો ત્યાગ કરવો અનિવાર્ય છે અને તે સ્વચિંતનથી જ થાય છે. કર્મોનો ક્ષય કરીને પૂર્વોક્ત દુઃખોથી સર્વથા મુક્ત થઈ શકે છે. આ જ કારણે શાસ્ત્રકારે સાધકને વારંવાર પોતાને જોવા તેમજ સમજવા , વિચારવાની પ્રેરણા આપી છે. તે સ્વયં વિચાર કરીને મનને આસક્તિના બંધનમાંથી મુક્ત કરી શકે છે.
પૂર્વ સૂત્રમાં રોગ અને દુઃખોનું કરેલ વર્ણન સ્વચિંતનને પ્રેરિત કરે છે. આ સ્વચિંતન જ સંયમની ભૂમિકા છે. તેના વિરોધી અસંયમ અને તે અનુસાર વર્તવાના દુષ્પરિણામોને જાણી–સમજી તથા સારી રીતે જોઈને , સાંભળીને , સાધક તેનાથી નિવૃત્ત થઈ જાય. સંસારની મોહજાળથી મુક્ત થવા અણગારે , મુનિ બનીને મોહથી મુક્ત સંયમી જીવન પસાર કરવું અનિવાર્ય છે.
વૃત્તિકારે આઠ પ્રકારનાં કર્મોને ખંખેરવાની પ્રક્રિયાને ધૂત કહેલ છે અથવા જ્ઞાતિ–પરિજનોના ત્યાગને પણ ધૂત કહેલ છે. ચૂર્ણિકારે વ્યાખ્યા કરી છે કે જેણે તપશ્ચર્યાથી કર્મોનો ક્ષય કર્યો છે તે ધૂત કહેવાય છે. ધૂતનો વાદ–સિદ્ધાંત કે દર્શન તે ધૂતવાદ કહેવાય છે.
નાગાર્જુનીય વાચનાનુસાર પાઠ આ પ્રમાણે છે– ' धूतोवायं पवेएंति ' ધૂતોપાયનું પ્રતિપાદન કરે છે. ધૂતોપાયનો અર્થ છે કે– આઠ કર્મોનો ક્ષય કરવાનો ઉપાય.
231
अणुपुव्वेण महामुणी :- આ પદોમાં શાસ્ત્રકારે મહામુનિ બનવાનો ક્રમ બતાવ્યો છે. તે ક્રમ આ પ્રમાણે છે– (1) અભિસંભૂત (ર) અભિસંજાત (3) અભિનિર્વૃત્ત (4) અભિસંવૃદ્ધ (પ) અભિસંબુદ્ધ અને (6) અભિનિષ્કાંત. આ છ સોપાન છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–
अभिसंभूया :- પોતે કરેલાં કર્મનાં ફળને ભોગવવા સૌથી પહેલાં પિતાનું વીર્ય અને માતાના રજના અભિષેક રૂપે સાત દિવસ સુધી કલલરૂપે રહેવું તે 'અભિસંભૂત ' છે.
अभिसंजाया :- સાત દિવસ પછી અર્બુદ રૂપ ધારણ કરી , અર્બુદથી પેશી અને પેશીથી ઘન રૂપ ધારણ કરે તે 'અભિસંજાત ' કહેવાય છે.
अभिणिवट्टा :- ક્રમથી અંગ , પ્રત્યંગ , સ્નાયુ , શિરા , રોમાદિનું ઉત્પન્ન થવું તે 'અભિનિર્વૃ"ત્ત ' કહેવાય છે.
अभिसंवुड्ढा :- જન્મથી લઈને સમજદાર થાય ત્યાં સુધીના ક્રમને 'અભિસંવૃદ્ધ ' કહે છે.
अभिसंबुद्धा :- ધર્મશ્રવણ કરવા યોગ્ય અવસ્થાને પામી , પૂર્વનાં પુણ્યફળ સ્વરૂપ ધર્મકથા સાંભળી, ગુરુ આદિના નિમિત્તથી સમ્યગ્દર્શન તેમજ સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરી પુણ્ય–પાપાદિ નવ તત્ત્વોને સારી રીતે જાણી , સંસારના સ્વરૂપનો બોધ પ્રાપ્ત કરવો તે 'અભિસંબુદ્ધ ' કહેવાય છે.
अभिणिक्खंता :- વૈરાગી બની ઘર , પરિવાર , ખેતર , વાડી , ધન સંપત્તિ આદિ સર્વનો ત્યાગ કરી , સાધુ જીવન માટે સંયમ અંગીકાર કરવો તે 'અભિનિષ્ક્રાંત ' કહેવાય છે.
महामुणी :–ઃ– દીક્ષા લીધા પછી ગુરુ સમીપે શાસ્ત્રોનું ગહન અધ્યયન , રત્નત્રયની સાધનાદિથી ચારિત્ર પરિણામોની વૃદ્ધિ કરવી અને ક્રમથી ગીતાર્થ , સ્થવિર , તપસ્વી , પરિહારવિશુદ્ધ આદિ ઉત્તમ ચારિત્ર સ્થાનોને પ્રાપ્ત કરીને તે મહામુનિ થઈ જાય છે.
અભિસંભૂતથી લઈને અભિનિષ્ક્રાંત સુધીની ધૂત બનવાની આ પ્રક્રિયા જોતા એક તથ્ય સ્પષ્ટ થાય છે કે પૂર્વજન્મના સંસ્કાર , આ જન્મમાં માતાપિતાદિના લોહીના સંબંધથી ઉત્પન્ન સંસ્કાર તથા સામાજિક વાતાવરણથી મળેલા સંસ્કાર ધૂત બનવા આવશ્યક તેમજ ઉપયોગી થાય છે.
દીક્ષાર્થી સામે આવતા પ્રલોભનો :–
तं परक्कमंतं परिदेवमाणा मा णे चयाहि इति ते वदंति । छंदोवणीया अज्झोववण्णा अक्कंदकारी जणगा रुयंति । अतारिसे मुणी णो ओहं तरए , जणगा जेण विप्पजढा । सरणं तत्थ णो समेइ । कहं णु णाम से तत्थ रमइ ? एयं णाणं सया समणुवासेज्जासि । त्ति बेमि । ॥ पढमो उद्देसो समत्तो ॥ 8
ધૂત અધ્ય–6 , ઉ : 1
232 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શબ્દાર્થ :– तं = તે મોક્ષમાર્ગમાં , परक्कमंतं = જવા માટે ઉદ્યત થતા તે મુમુક્ષુને , परिदेवमाणा = દુઃખી થતા , માતાપિતા આદિ રડતાં , णे = અમને , मा चयाहि = છોડો નહિ , छंदोवणीया = અમે તમારી ઈચ્છાનુસાર ચાલનારા છીએ , अज्झोववण्णा = તમારા ભરોસે રહીએ છીએ , अक्कंदकारी = આક્રંદન કરતા , जणगा = માતાપિતાદિ , रुयंति = રુદન કરે છે , अतारिसे मुणी = આવા મુનિ થઈ શકતા નથી , ओहं = સંસારને , णो तरए = પાર કરતા નથી , जणगा = માતાપિતાદિને , जेण = જેણે, विप्पजढा = ત્યાગી દીધા છે , सरणं णो समेइ = શરણ સ્વીકાર કરતા નથી , तत्थ = ગૃહસ્થવાસમાં, कहं णु णाम = કેવી રીતે , તે , रमइ = રમણ કરી શકે છે , समणुवासिज्जासि = પોતાના હૃદયમાં ધારણ કરવું જોઈએ.
ભાવાર્થ :– ગૃહવાસથી વિમુખ તેમજ સંબુદ્ધ થઈને સંયમમાં પરાક્રમ કરવા તત્પર તે ભાવમુનિના માતાપિતા આદિ કરુણ વિલાપ કરતાં કહે છે કે– 'તમે અમને છોડો નહિ , અમે તમારી ઈચ્છાનુસાર વ્યવહાર કરીશું , તમારા ઉપર અમને ગાઢ સ્નેહ છે , આ પ્રમાણે આક્રંદ કરતાં તેઓ રુદન કરે છે.
રડતા તે સ્વજનો સમજાવે છે કે– જે માતાપિતાને આ રીતે છોડી દે છે , તે વ્યક્તિ વાસ્તવમાં મુનિ બની શકે નહીં અને સંસાર સાગરને પાર કરી શકે નહીં.
પારિવારિક જનોનો આવો વિલાપ સાંભળીને મુનિ તેમના શરણે જતા નથી અને ગૃહસ્થની વાત સ્વીકારતા નથી. વાસ્તવમાં તે તત્ત્વજ્ઞ વિરક્ત પુરુષ ગૃહવાસમાં રમણતા કેમ કરી શકે ?
મુનિ આ જ્ઞાનને હંમેશાં પોતાના આત્મામાં સમ્યક્ પ્રકારે સ્થિર કરે. – એમ ભગવાને કહ્યું છે.
।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
जणगा रुयंति :- અહીં મહામુનિ થનાર વિરક્તાત્માની અગ્નિ પરીક્ષા બતાવી છે. ખરેખર આંતરિક અનાસક્તિની પરીક્ષા પ્રથમ મોરચે જ થાય છે , તે બતાવવા કહ્યું છે કે સ્વજન પરિત્યાગ માટે ઉદ્યત ભાવમુનિને મોહાવિષ્ટ સ્વજનો કરુણાજનક વિલાપાદિથી ગૃહવાસમાં ખેંચવા માટે વિવિધ ઉપાયો કરે છે.
મોહવશ પારિવારિક જન કહે છે કે આ રીતે માતાપિતાને નિર્દયતાપૂર્વક નિરાધાર છોડી દેનારાનું કલ્યાણ થતું નથી , તેમાં સાધુપણું હોતું નથી.
सरणं तत्थ णो समेइ :- સંસારના સ્વભાવને સારી રીતે જાણનાર તે મહામુની લાગણીને વશ બનેલા બંધુઓનું શરણ સ્વીકારતા નથી , મોહજાળને તોડી નાંખનાર તે સર્વ વિરક્ત આત્મા દુઃખોના સ્થાનરૂપ તેમજ મોક્ષમાં અવરોધરૂપ એવા ગૃહવાસમાં આસક્તિ રાખી શકતા નથી. તેઓ ક્યારે ય બંધુઓની મોહમય જાળમાં ફસાતા નથી. તેથી તેઓનો વિજય થઈ જાય છે. માતાપિતા , સ્વજનોનો મોહ થોડા સમય પછી શાંત થઈ જાય છે અને દીક્ષા ગ્રહણ કરી તે મુમુક્ષુ આત્મા અનુક્રમે મહામુનિ થઈ જાય છે.
समणुवासेज्जासि :- આ પદના વ્યાખ્યાકારોએ બે પ્રકારે અર્થ કર્યા છે– (1) આ પૂર્વોક્ત સંયમ 233
સંબંધી સમસ્ત જ્ઞાનને સદા આત્મામાં સમ્યક્ પ્રકારે સ્થિર કરે. (ર) આ જ્ઞાન આચાર્યશ્રીના સાંનિધ્યમાં રહી અનુકૂળરૂપે પરિણમાવે.
ા અધ્યયન–6/1 સંપૂર્ણા છઠ્ઠું અધ્યયન : બીજો ઉદ્દેશક સાધકનું ઉત્થાન– પતન :–
आउरं लोगमायाए चइत्ता पुव्वसंजोगं , हिच्चा उवसमं , वसित्ता बंभचेरंसि । वसु वा अणुवसु वा जाणित्तु धम्मं अहा तहा । अहेगे तमचाइ कुसीला वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं विउसिज्ज अणुपुव्वेण अणहियासेमाणा परीसहे दुरहियासए । कामे ममायमाणस्स इयाणिं वा मुहुत्तेण वा अपरिमाणाए भेए । एवं से अंतराइएहिं कामेहिं आकेवलिएहिं , अविइण्णा चेए । શબ્દાર્થ :– आउरं = આતુર , દુઃખી,आयाए = જાણીને , चइत्ता = છોડીને,पुव्वसंजोगं= પૂર્વ સંયોગને, हेच्चा = પ્રાપ્ત કરીને , उवसमं = સંયમને , ઉપશમ ભાવને , वसित्ता = નિવાસ કરીને , પાલન કરીને, રહીને,बंभचेरंसि= બ્રહ્મચર્યનું,वसु= સંયમધની સાધુ , સંયમવાન,अणुवसु= સામાન્ય સંયમી , શ્રાવક, अहा(जहा)तहा= યથાર્થ સ્વરૂપને,अह= ત્યાર પછી, तं = તે ધર્મને,अचाइ= છોડી દે છે, कुसीला = કુશીલ થઈ જાય છે , वत्थं = વસ્ત્ર , पडिग्गहं = પાત્ર , कंबलं = કામળી , पायपुंछणं = પાદપ્રોંચ્છન, विउसिज्ज = ત્યાગી દે છે અર્થાત્ સાધુ વેષને છોડીને ગૃહસ્થ બની જાય છે , अणुपुव्वेण = અનુક્રમથી, अणहियासेमाणा= સહન નહિ કરતાં,दुरहियासए= દુસ્સહ.
ममायमाणस्स = આસક્ત બનેલા તે પુરુષને , इयाणिं = આ સમયે , સંયમ છોડ્યા પછી, તરત જ , मुहुत्तेण = થોડા સમય પછી , अपरिमाणाए = લાંબા સમયથી , भेए = તે શરીર નષ્ટ થઈ જાય છે , से = તે ભોગાભિલાષી પુરુષ , अंतराइएहिं = ઘણી અંતરાય યુક્ત , आकेवलिएहिं = દ્વન્દ્વથી યુક્ત , અપૂર્ણ , अविइण्णा = સંસાર સાગરને પાર પામતા નથી , चेए = શરીર ભેદને પ્રાપ્ત થઈ જાય છે.
ભાવાર્થ :– આ જગતમાં પ્રાણીઓ કામ–રાગાદિથી આતુર દુઃખી થાય છે તેવું જાણીને , પૂર્વ સંયોગને છોડીને , ઉપશમભાવ ધારણ કરીને , બ્રહ્મચર્ય(ચારિત્ર)માં વાસ કરીને , કેટલાક આત્માઓ વિશિષ્ટ સંયમવાન(સાધુ) અથવા સામાન્ય સંયમી બને છે પરંતુ તેઓમાંથી કોઈ એક આચારનો ત્યાગ કરીને કુશીલ–મલિન ચારિત્રવાળા થઈ જાય છે.
1
ધૂત અધ્ય–6 , ઉ : ર 234 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ દુસ્સહ પરીષહો સહન ન થવાથી તેઓ સાધુના ચિહ્નરૂપ એવા વસ્ત્ર , પાત્ર , કામળી , પાદપ્રોંછન વગેરેને છોડી , મુનિધર્મનો ત્યાગ કરે છે.
વિવિધ પ્રકારના કામભોગોને સ્વીકારીને તેના પર ગાઢ મમત્વ રાખનાર વ્યક્તિનું (પ્રવ્રજ્યા છોડી દીધા પછી) તરત જ , અંતર્મુહૂર્તમાં કે અપરિમિત–લાંબા સમયે શરીર છૂટી જાય છે , આત્મા અને શરીરનો ભેદ ન ઈચ્છવા છતાં ભેદ થઈ જાય છે. આ પ્રકારે વિધ્નો અને દુઃખોથી યુક્ત જે વિષયભોગ છે તેના નિરંતર સેવનથી તે સંસાર સમુદ્રને પાર પામી શકતા નથી. ખરેખર તે કામીપુરુષ કામભોગોથી અતૃપ્ત જ રહીને શરીરનો ત્યાગ કરે છે.
વિવેચન :–
આ સૂત્રમાં સાધકની ચાર અવસ્થાઓનું પ્રતિપાદન કર્યું છે– (1) વૈરાગ્યભાવે સંયમ ગ્રહણ (ર) સંયમ ન છોડતાં કુશીલાચાર ( 3) વસ્ત્રાદિ સાધુવેશનો ત્યાગ ( 4) કામભોગમાં અતૃપ્તપણે મૃત્યુ.
आउरं लोगमायाए :- આ વાક્યના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (1) આ સંસારમાં પરસ્પર સ્નેહ–મોહમાં ફસાયેલા પારિવારિક લોકો આતુર રહે છે. (ર) સંસારના પ્રાણીઓ પોતાની લાલસાઓ પૂર્ણ કરવા, દુઃખથી છૂટી સુખી થવા માટે આતુર હોય છે. (3) સંસારના સમસ્ત પ્રાણી ઈચ્છાકામ , મદનકામ અને વિવિધ દુઃખોથી પીડિત છે. आयाय = તે સમસ્ત આતુર–દુઃખી લોકોને જોઈ , વૈરાગ્યમય ચિંતન કરીને સંયમ સ્વીકાર કરે.
चइत्ता पुव्वसंजोगं :- સજીવ કે નિર્જીવ કોઈ પણ વસ્તુનો સંયોગ થવાથી ધીરે ધીરે આસક્તિ , સ્નેહરાગ, કામરાગ કે મમત્વભાવ વધતો જાય છે , માટે સંયમ ગ્રહણ કર્યા પહેલાં જ જેની સાથે મમત્વના સંબંધો બાંધ્યા હોય તેને છોડી દેવાથી જ સાચા અર્થમાં અણગાર બની શકાય છે. તેથી ઉત્તરાધ્યયન સૂત્રના અધ્ય. 8 ગાથા.ર માં કહ્યું છે કે– विजहित्तु पुव्व संजोगं – ગૃહત્યાગી અણગાર પૂર્વ સંયોગોનો ત્યાગ કરીને કોઈ સાથે સ્નેહ રાખે નહીં.
वसित्ता बंभचेरंसि:– બ્રહ્મચર્યમાં નિવાસ કરીને. અહીં બ્રહ્મચર્યનો અર્થ ચારિત્ર છે કારણ કે બ્રહ્મચર્ય એ ચારિત્રનું મહત્વશીલ અંગ છે. વ્યાખ્યાકારે બ્રહ્મચર્યનો અર્થ ગુરુકુળવાસ કર્યો છે.
वसु वा अणुवसु वा :- वसु નો અર્થ છે સંયમધનથી ધનવાન , વિશિષ્ટ સંયમી અને अणुवसु નો અર્થ છે– અલ્પ સંયમ ધની , સંયમથી અપુષ્ટ અર્થાત્ સામાન્ય સંયમી. વ્યાખ્યામાં अणुवसु નો અર્થ અણુવ્રતી શ્રાવક પણ કર્યો છે.
अहेगे तमचाइ कुसीला :- સર્વ પદાર્થોનો સંયોગ છોડીને , ઉપશમભાવને પ્રાપ્ત કરી , ગુરુકુળવાસમાં રહી, આત્મામાં વિચરણ કરતાં , ધર્મને યથાર્થરૂપે જાણવા છતાં કોઈક સાધક મોહોદયવશ ધર્મપાલનમાં સત્ત્વહીન થઈ જાય છે. તેના પ્રતિ શાસ્ત્રકારે ખેદ વ્યક્ત કર્યો છે. ધર્મપાલનમાં અશક્ત હોવાના કારણે જ તે કુશીલ બને છે. ચૂર્ણિકારે પણ अच्चाई શબ્દ માનીને તેનો અર્થ અશક્તિમાન–અસમર્થ કર્યો છે.
235
तमचाई શબ્દનો અર્થ છે. तं = તે સંયમને , अचाई = નહીં છોડતાં અને कुसीला = સંયમમાં શિથિલ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે તે કુશીલાચારી બની જાય છે.
वत्थं पडिग्गहं :- વૃત્તિકાર તેનો આશય સ્પષ્ટ કરતાં કહે છે કે દુષ્કર એવો માનવ ભવ પામી , સંસાર સાગરને પાર કરવામાં સમર્થ બોધિરૂપ નાવને મેળવીને , મોક્ષ વૃક્ષના બીજરૂપ સર્વવિરતિ ચારિત્રને અંગીકાર કરવા છતાં કોઈ વ્યક્તિ કામની દુર્નિવારતા , મનની ચંચળતા , ઈન્દ્રિય વિષયોની લોલુપતા અને અનેક જન્મોના કુસંસ્કારોને વશ બની તેના પરિણામનો અને કાર્ય અકાર્યનો વિચાર કર્યા વિના સાધ્વાચારથી પડિવાઈ (પતિત) બની , મુનિ ધર્મને છોડી વસ્ત્ર , પાત્રાદિ ધર્મોપકરણોને છોડી દે છે , સાધુવેશનો ત્યાગ કરી ગૃહસ્થ થઈ જાય છે. ગૃહસ્થ થઈને કોઈ દેશવિરતિધર્મનો સ્વીકાર કરી લે છે , તો કોઈ કેવળ શ્રદ્ધામાં ટકે છે અને કોઈ તો મિથ્યાત્વી પણ બની જાય છે.
મુનિ ધર્મને છોડવાના અનેક કારણો થઈ શકે છે પરંતુ આ સૂત્રમાં બે કારણ ધ્વનિત થાય છે–
(1) અસહિષ્ણુતા– સંયમના નિયમ– ઉપનિયમ , પરીષહ ઉપસર્ગરૂપ આવતા કષ્ટોને સહન કરવાની શારીરિક કે માનસિક ક્ષમતાનો અભાવ થવાથી સંયમનો ત્યાગ કરે. (ર) કામ આસક્તિ– વિવિધ કામ–
ભોગોની પ્રબળ લાલસાના કારણે સંયમનો ત્યાગ કરે છે.
સૂત્રના અંતે તેના પરિણામો પણ બતાવ્યા છે કે કોઈ દીક્ષાત્યાગી દીક્ષા છોડતાં તરત જ મૃત્યુ પામે છે , કોઈ થોડા સમય પછી મૃત્યુ પામે છે અને કોઈ લાંબા સમય સુધી જીવીને પછી મૃત્યુ પામે છે, તો પણ તે કામભોગોથી અતૃપ્તપણે જ મરે છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ આશાથી તે સંયમનો ત્યાગ કરે પરંતુ આયુષ્ય તો ક્ષણિક છે , અંતે મરવું દરેકને નિશ્ચિત છે , માટે ધૈર્યપૂર્વક સંયમનું પાલન કરવું જોઈએ.
મુનિની એકત્વભાવના :–
अहेगे धम्ममायाय आयाणप्पभिइसु पणिहिए चरे अप्पलीयमाणे दढे । सव्वं गिद्धिं परिण्णाय । एस पणए महामुणी । अइयच्च सव्वओ संगं ण महं अत्थि त्ति , इति एगो अहमंसि , जयमाणे, एत्थ विरए अणगारे सव्वओ मुंडे रीयंते जे अचेले परिवुसिए संचिक्खइ ओमोयरियाए । શબ્દાર્થ :– अह एगेे = કોઈ પુરુષ , धम्मंं = શ્રુતધર્મ અને ચારિત્ર ધર્મને , आयाय = સ્વીકારીને, आयाणप्पभिइसु = ધર્મોપકરણો સાથે સંયમાચરણ કરતાં, पणिहिए = પરીષહ ઉપસર્ગોમાં સહનશીલ થઈ , चरे = સર્વજ્ઞોપદિષ્ટ ધર્મનું આચરણ કરે , अप्पलीयमाणे = માતાપિતા આદિમાં તથા લોકમાં આસક્ત ન થતાં , दढे = ધર્મમાં દઢ , गिद्धिं = ગૃદ્ધિ , ભોગાકાંક્ષાને , परिण्णाय = ત્યાગ કરીને સંયમનું પાલન કરે છે , पणए = કર્મક્ષયમાં તત્પર પુરુષ જ , अइयच्च = છોડીને , सव्वओ = સર્વ પ્રકારના , संगं = સંગને , महं = મારું , ण अत्थि = કોઈ નથી , त्ति = આ પ્રમાણે , इति = તેમજ , एगो = એકલો, 2
ધૂત અધ્ય–6 , ઉ : ર 236 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ अहमंसि = હું છું , जयमाणे = દસ પ્રકારની સમાચારીનું યત્નાપૂર્વક પાલન કરતાં , एत्थ = આ જિનશાસનમાં , विरए = સાવદ્ય અનુષ્ઠાનથી વિરત , मुंडे = દ્રવ્ય , ભાવથી મુંડિત , रीयंते = સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેતાં , अचेले = અલ્પ વસ્ત્રથી યુક્ત , અચેલ , परिवुसिए = રહે છે , અંત પ્રાંત આહાર કરે છે , संचिक्खइ = રહે છે , સહન કરે છે , ओमोयरियाए = ઊણોદરી આદિ તપ કરતા.
ભાવાર્થ :– કેટલાક લોકો શ્રુત–ચારિત્ર ધર્મને ગ્રહણ કરીને નિર્મમત્વ ભાવથી ધર્મોપકરણાદિથી યુક્ત થઈ સંયમાચરણ કરે , પરીષહ – ઉપસર્ગને સહન કરતાં સર્વજ્ઞોપદિષ્ટ ધર્મનું આચરણ કરે છે અથવા ધર્માચરણમાં ઈન્દ્રિય અને મનને સ્થિર કરીને વિચરણ કરે છે. માતાપિતાદિ લોકમાં કે કામભોગોમાં અનાસક્ત થઈ તપ , સંયમમાં સુદઢ રહી ધર્માચરણ કરે છે. સર્વ આસક્તિ–ભોગાકાંક્ષાને છોડી ધર્મમાં સમર્પિત થઈ મહામુનિ બને છે અને સંયમમાં રહી કર્મોનો ક્ષય કરવામાં તત્પર થઈ જાય છે.
તે મહામુનિ સર્વથા સંગ–આસક્તિ ત્યાગ કરી ભાવના કરે છે કે– ''મારું કોઈ નથી , હું કોઈનો નથી , માત્ર હું એક શુદ્ધ આત્મા છું. '' તે આ જૈન શાસનમાં સાવદ્ય પ્રવૃત્તિઓથી વિરત તથા દશવિધ સમાચારીમાં યત્નશીલ અણગાર સર્વ પ્રકારથી મુંડિત બનીને સંયમ પાલન કરતાં વિહાર કરે છે. જે અલ્પવસ્ત્ર કે નિર્વસ્ત્ર રહે છે અને ઊણોદરી તપનું સારી રીતે પાલન કરે છે.
વિવેચન :–
આ સૂત્રમાં વિશુદ્ધ પરિણામોથી શ્રુતચારિત્રરૂપ મુનિધર્મનો સ્વીકાર કરી જીવનપર્યંત ત્યાગ, વૈરાગ્ય , અર્પણતા દઢતાપૂર્વક આચરણમાં ઉદ્યમશીલ મહામુનિનું વર્ણન છે.
अप्पलीयमाणे :- આ શબ્દના વ્યાખ્યાકારે બે અર્થ કર્યા છે– (1) વિષય કષાયથી દૂર રહેતાં ક્યાં ય તન્મય ન થતાં. (ર) કામભોગો કે માતાપિતાદિ સ્વજનોમાં અનાસક્ત.
सव्वं गिद्धिं परिण्णाय :- (1) ગૃદ્ધિ– સર્વ ભોગાકાંક્ષાને દુઃખરૂપ જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે. (ર) ચૂર્ણિકારે गिद्धिं ની જગ્યાએ गंथं શબ્દ માનીને અર્થ કર્યો છે કે સર્વ બાહ્ય આભ્યંતર ગ્રંથીનો ત્યાગ કરે.
अइयच्च सव्वओ संगं :- આ વાક્ય સર્વસંગના પરિત્યાગરૂપ સંયમનો પ્રાણ છે. સંગ એટલે આસક્તિ કે મમત્વયુક્ત સંબંધ. તેનાથી સર્વથા દૂર થવું. દ્રવ્ય , ક્ષેત્ર , કાળ અને ભાવ કોઈ પણ પ્રકારના પ્રતિબંધરૂપ સંબંધ , સંગને ઉત્તેજિત કરી શકે છે માટે માતાપિતાદિ પૂર્વ સંબંધીઓ અને સાંસારિક સુખભોગની સામગ્રીની આસક્તિનો ત્યાગ કરવો તે ધૂતવાદી મહામુનિ માટે અનિવાર્ય છે.
एगो अहमंसि :- સંગ–પરિત્યાગ માટે એકત્વ ભાવનાનો મુખ્ય આધાર છે કે મારું કોઈ નથી , હું કોઈનો નથી , હું એકલો છું. આ પ્રમાણે એકત્વભાવનાનું ચિંતન કરે. આવશ્યક સૂત્રમાં સંસ્તાર પોરસીના વિષયમાં મુનિ માટે પ્રસન્નચિત્તથી અને દીનતારહિત મનથી આ પ્રકારની એકત્વભાવનાનું ચિંતન કરવું આવશ્યક કહ્યું છે–
ધૂત અધ્ય– 6, ઉ : ર 237
एगो मे सासओ अप्पा , नाण दंसण संजुओ । सेसा मे बाहिराभावा , सव्वे संजोगलक्खणा ॥ સમ્યગ્જ્ઞાન , સમ્યગદર્શન અને ઉપલક્ષણથી સમ્યક્ ચારિત્રથી યુક્ત એકમાત્ર શાશ્વત આત્મા જ મારો છે. આત્મા સિવાય બીજા સર્વ પદાર્થો બાહ્ય છે , તે સંયોગજન્ય છે.
सव्वओ मुंडे रीयंते :- સર્વ પ્રકારે મુંડિત થઈને વિચરણ કરનારા. ઠાણાંગ સૂત્રમાં ચાર કષાય મુંડન , પાંચ ઈન્દ્રિય મુંડન અને શિરમુંડન , એમ દસ પ્રકારના મુંડન કહ્યા છે. શિરમુંડન એ સંયમની બાહ્ય વિધિનું મુખ્ય અંગ છે. તેનું મુંડન પ્રારંભમાં આવશ્યક છે છતાં સાધના કરતાં સાધકને પાંચે ય ઈન્દ્રિયોને પૂર્ણ નિયંત્રણમાં અને જિનાજ્ઞા પ્રમાણે રાખવી આવશ્યક છે. તેમાં જો સાધક સફળ થઈ જાય તો તે પાંચ ઈન્દ્રિય મુંડન યુક્ત કહેવાય છે. તેમજ ચારે ય કષાયોને જીતીને શાંત , ઉપશાંત , નિર્મોહી , નિર્મમત્વી થઈ જાય , તો તે કષાયમુંડન યુક્ત કહેવાય છે. આ પ્રમાણે દસ મુંડનથી યુક્તને અહીં સર્વતઃ મુંડન કહ્યું છે.
આક્રોશાદિ પરીષહોની તિતિક્ષા :–
से आकुठ्ठे वा हए वा लूसिए वा पलियं पकत्थ अदुवा पकत्थ अतहेहिं सद्दफासेहिं इति संखाए एगयरे अण्णयरे अभिण्णाय तितिक्खमाणे परिव्वए जे य हिरी जे य अहिरीमणा । શબ્દાર્થ :– से = તે મુનીને , आकुठ्ठे = આક્રોશ કરે , हए = દંડ આદિ દ્વારા મારે , लूसिए = ઈજા પહોંચાડે , કેશ લુંચન કરે , पलियं = પૂર્વકૃત અશુભ કાર્યોને , पकत्थ = કહીને નિંદા કરે , पकत्थ = બીજી રીતે નિંદા કરે , अतहेहिं = અકૃતનો આક્ષેપ કરીને , ખોટા , सद्दफासेहिं = શબ્દો અને કષ્ટોથી પીડા કરે તો તે સાધુ , इति = આ પ્રમાણે , संखाए = પોતાના પૂર્વકૃત કર્મોનું ફળ સમજીને સહન કરે , एगयरे = અનુકૂળ પરીષહ છે તેને , अण्णयरे = પ્રતિકૂળ પરીષહ છે તેને , अभिण्णाय = જાણીને , तितिक्खमाणे = સમભાવપૂર્વક સહન કરતાં , परिव्वए = સંયમનું પાલન કરે , हिरी = મનને પ્રસન્ન કરનાર , લજ્જારૂપ પરીષહ , अहिरीमणा = મનને અપ્રિય લાગનારા , અલજ્જારૂપ પરીષહ.
ભાવાર્થ :– (કદાચ) કોઈ વિરોધી તેઓને રોષના કારણે ગાળ દે , લાકડી આદિથી મારે–પીટે , તેના વાળ ખેંચે કે ઈજા પહોંચાડે , પહેલા કરેલા નિંદિત કાર્યની યાદી આપી , ઘૃણા કરી અસભ્ય શબ્દનો પ્રયોગ કરી તેની નિંદા કરે , કોઈ વ્યક્તિ ખોટા આરોપના શબ્દોથી સંબોધિત કરે , હાથપગાદિ કાપવાનું ખોટું દોષારોપણ કરે , તેનો સારી રીતે વિચાર કરીને , મનને અનુકૂળ કે પ્રતિકૂળ , લજ્જાકારી કે અલજ્જાકારી પરીષહ ઉપસર્ગ ઉત્પન્ન થાય તો તેને મુનિ સમભાવપૂર્વક સમ્યક્ રીતે સહન કરતાં વિચરણ કરે.
વિવેચન :–
से आकुठ्ठे व :- આ સૂત્રમાં ધૂતવાદી મુનિ પર આવતાં વધ , આક્રોશ આદિ પરીષહોનું વર્ણન છે.
3
238 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વૃત્તિકારે ઠાણાંગ સૂત્રનું ઉદ્ધરણ આપીને કહ્યું છે કે મુનિ પાંચ પ્રકારે ચિંતન કરીને પરીષહ સહન કરે–
1. આ ઉપસર્ગ કરનાર વ્યક્તિ કોઈ યક્ષ(ભૂત–પ્રેત) આદિથી ગ્રસ્ત છે. ર. આ પુરુષ પાગલ છે. 3. આ અભિમાની છે. 4. કોઈ જન્મમાં કરેલા મારા કર્મ જ ઉદયમાં આવ્યા છે તેથી આ પુરુષ મને આક્રોશ કરે છે , બાંધે છે , હેરાન કરે છે , મારે છે , સંતાપ આપે છે. પ. આ કષ્ટોને સમભાવથી સહન કરવામાં આવે તો જ કર્મોની નિર્જરા થાય.
तितिक्खमाणे परिव्वए :- પરીષહો અને ઉપસર્ગોને સમભાવથી સહન કરતો મુનિ સંયમમાં વિચરણ કરે. અનુકૂળ અને પ્રતિકૂળ આ બે પ્રકારે પરીષહો બતાવ્યા છે. તેના માટે एगयरे–अण्णयरे ' શબ્દનો પ્રયોગ કર્યો છે.
जे य हिरी जे य अहिरीमणा :- (1) 'ह्री'નો અર્થ લજ્જા છે. જે પરીષહોથી લજ્જાનો અનુભવ થાય તે યાચના , અચેલાદિ ह्री જનક પરીષહ કહેવાય છે તથા અલજ્જાકારી , શીત , ઉષ્ણાદિ જે પરીષહો છે તેને अह्रीमना પરીષહ કહે છે. (ર) हारीणा , अहारीणा આ રીતે પાઠાંતર માનીને વ્યાખ્યાકારે તેનો અર્થ ક્રમથી આ પ્રમાણે કર્યો છે– સત્કાર , પુરસ્કારાદિ પરીષહ સાધુના મનને હરણ કરે છે , પ્રસન્ન કરે છે તે 'હારી ' કહેવાય અને જે પરીષહ પ્રતિકૂળતાના કારણે મનને આકર્ષે નહિ અથવા મનને અનિષ્ટકારી હોય તે 'અહારી ' પરીષહ કહેવાય છે. ધૂતવાદી મુનિએ આ ચારે ય પ્રકારના પરીષહોને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ.
બાધાઓના પારગામી સાધુ :–
चिच्चा सव्वं विसोत्तियं फासं संफासे समियदंसणे । एते भो णगिणा वुत्ता जे लोगंसि अणागमणधम्मिणो । શબ્દાર્થ :– चिच्चा = ત્યાગ કરીને , विसोत्तियं = બાધાઓને , વિકલ્પોને , संफासे = સમભાવપૂર્વક સહન કરે , समियदंसणेे = સમ્યગ્દષ્ટિ સાધુ , एते = તેઓ , णगिणा = ભાવનગ્ન , वुत्ता = કહ્યા છે, अणागमणधम्मिणो= દીક્ષા લઈ ફરી ગૃહસ્થ નહિ થતા.
ભાવાર્થ :– સમ્યગ્દર્શન સંપન્ન મુનિ સર્વ પ્રકારની શંકાઓ , વિકલ્પો છોડી , પરીષહોથી ઉત્પન્ન થયેલા દુઃખોને સમભાવથી સહન કરે.
હે શિષ્ય ! લોકમાં જેઓ દીક્ષા લઈને ફરી ગૃહવાસમાં જતાં નથી તે ભાવનગ્ન–નિર્ગ્રંથ કે અકિંચન કહેવાય છે.
વિવેચન :–
चिच्चा सव्वं विसोत्तियं :- સમસ્ત વિસ્રોતસિકાનો ત્યાગ કરીને. विसोत्तिया શબ્દ પ્રતિકૂળગતિ, 4
239
વિમાર્ગગમન , મનનું વિમાર્ગમાં ગમન , દુર્ધ્યાન , દુષ્ટ ચિંતન અને શંકા , આ અર્થોમાં વપરાયો છે. પરીષહ કે ઉપસર્ગ આવવા પર મનમાં આર્ત–રૌદ્ર ધ્યાન આવી જાય , વિરોધી પ્રત્યેની માઠી ચિંતવના થાય , મન ચંચળ અને ક્ષુબ્ધ બની અસંયમમાં પ્રવર્તિત થાય , મનમાં કુશંકા ઉત્પન્ન થાય કે હું આ પરીષહ અને ઉપસર્ગના કષ્ટને સહન કરું છું તો તેનું સારુ ફળ મને મળશે કે નહિ ? આ સર્વ વિસ્રોતસિકાઓને ધૂતવાદી સમ્યગ્દર્શી મુનિ ત્યાગી દે અને પ્રશસ્ત પવિત્ર સંકલ્પોથી સમસ્ત ઉપસર્ગોને સમભાવથી સહન કરે.
अणागमणधम्मिणो :- પાંચ મહાવ્રત અને સર્વવિરતિ ચારિત્રની પ્રતિજ્ઞાના ભારને જે સાધક જીવનના અંત સુધી વહન કરે છે , તે ક્યારે ય પરીષહો અને ઉપસર્ગોથી પરાજિત થઈ ફરી ગૃહ સંસારમાં પાછા ફરતા નથી તેમજ કામાસક્તિના કારણે પણ સંસારમાં આવવા ઈચ્છતા નથી તે અનાગમનધર્મી કહેવાય છે. શાસ્ત્રકારે તેઓને માટે કહ્યું છે કે લોકમાં જે અનાગમનધર્મી છે , તે જ સાચા મુનિ છે.
જિનાજ્ઞાની સર્વોત્તમતા :–
आणाए मामगं धम्मं , एस उत्तरवादे इह माणवाणं वियाहिए । एत्थोवरए तं झोसमाणे आयाणिज्जं परिण्णाय परियाएण विगिंचइ । શબ્દાર્થ :– आणाए = તીર્થંકરોની આજ્ઞા જ , मामगं = મારો , एस = આ , પૂર્વોક્ત , उत्तरवादे = ઉત્કૃષ્ટવાદ , શ્રેષ્ઠસિદ્ધાંત , इह = આ લોકમાં , माणवाणं = ધર્મસાધકો માટે , મનુષ્યો માટે , एत्थोवरए = કર્મક્ષયના ઉપાય સ્વરૂપ સંયમમાં રત રહેનાર પુરુષ,तं = કર્મોને ,झोसमाणे = ક્ષય કરે છે ,आयाणिज्जं = કર્મોના સ્વરૂપને , परियाएण = પ્રવ્રજ્યા દ્વારા , विगिंचइ = દૂર કરે છે.
ભાવાર્થ :– આજ્ઞાનું પાલન કરવું એ જ મારો ધર્મ છે. આ લોકમાં મનુષ્યોના માટે તે ઉત્કૃષ્ટવાદ–
સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે. આ સિદ્ધાંત મનુષ્યો જ પાળી શકે છે. આ સિદ્ધાંતમાં સ્થિર થઈ કર્મક્ષયના ઉપાય સ્વરૂપ સંયમમાં રત રહેનાર સાધક કર્મસ્વરૂપને જાણી સંયમ પર્યાય દ્વારા તે કર્મોને દૂર કરે છે, મુનિજીવન દ્વારા કર્મોનો ક્ષય કરે છે.
વિવેચન :–
આ સૂત્રમાં જિનાજ્ઞાની સર્વોત્તમતા સમજાવી છે.
आणाए मामगं धम्मं :- પ્રભુ આજ્ઞામાં રહેવું , એ જ મારો ધર્મ છે , આચાર છે. સાધક સંયમ પાલનમાં અથવા કષ્ટો સહવામાં વિચાર કરે કે આ કષ્ટોને સહન કરતાં જિનાજ્ઞામાં રહેવું એ જ મારો મુનિધર્મ છે , સંયમાચાર છે. વૃત્તિકારે આ પ્રમાણે અર્થ કર્યો છે– (1) ચારે બાજુથી જેની જાણ કરાય–બતાવાય તેને આજ્ઞા કહે છે , આજ્ઞાથી શાસ્ત્રાનુસાર કે શાસ્ત્રોક્ત આદેશાનુસાર મારા ધર્મનું સમ્યક્ રીતે પાલન કરીશ.(ર) ધર્માચરણનિષ્ઠ સાધક કહે છે– એકમાત્ર ધર્મ જ મારો છે , અન્ય સર્વ પરાયું છે , તેથી હું તીર્થંકરની આજ્ઞાથી તેનું સમ્યક્ પાલન કરીશ.
5
ધૂત અધ્ય–6 , ઉ : ર 240 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ एस उत्तरवादे :- 'ઉત્તર ' શબ્દનો અર્થ છે– શ્રેષ્ઠ , ઉત્તમ , ઉત્કૃષ્ટ અને 'વાદ ' નો અર્થ છે–સિદ્ધાંત.
જિનાજ્ઞા પાલનને પોતાનો પરમ ધર્મ , પરમ કર્તવ્ય સમજવું એ શ્રેષ્ઠ સિદ્ધાંત છે. પરીષહ , ઉપસર્ગો આવે ત્યારે તેને સમભાવથી સહન કરવા પરંતુ મુનિધર્મથી ચલિત થઈ સ્વજનોની આસક્તિના કારણે ગૃહસ્થ જીવનમાં આવવું નહિ ; કામભોગોમાં જરા પણ આસક્ત થવું નહિ ; તપ , સંયમ અને તિતિક્ષા–સહિષ્ણુતામાં દઢ રહેવું , આ ઉત્તરવાદ છે. મનુષ્યો માટે આ ઉત્કૃષ્ટ ધૂતવાદ કહ્યો છે. આ ઉત્કૃષ્ટ ધૂતવાદના પાલન દ્વારા સાધક મુનિધર્મમાં સ્થિર બની આઠ કર્મોની મૂળ તથા ઉત્તર પ્રકૃત્તિઓને સાંગોપાંગ જાણીને તેનો ક્ષય કરે.
પ્રશસ્ત એકચર્યા નિરૂપણ :–
इहमेगेसिं एगचरिया होइ । तत्थियराइयरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वेसणाए से मेहावी परिव्वए सुब्भिं अदुवा दुब्भिं । अदुवा तत्थ भेरवा पाणा पाणे किलेसंति। ते फासे पुठ्ठो धीरे अहियासेज्जासि । त्ति बेमि । ॥ बिइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– इह = આ જૈન શાસનમાં , एगेसिं = કોઈ સાધુની , एगचरिया होइ = એકચર્યા હોય છે, એકલા વિચરે છે, तत्थ = તે એકલા વિચરનાર,इयरा इयरेहिं कुलेहिं= ભિન્ન ભિન્ન કુળોમાં,सुद्धेसणाए = એષણાના દસ દોષથી રહિત શુદ્ધ , सव्वेसणाए = ઉદ્ગમાદિ સર્વ દોષોથી રહિત , परिव्वए = સંયમનું પાલન કરે , सुब्भिं = સુગંધી , સારા પદાર્થ , दुब्भिं = દુર્ગંધી , નરસા પદાર્થને , भेरवा = ભયંકર , ક્રૂર શબ્દો સંભળાઈ , पाणे = અન્ય પ્રાણીઓને , किलेसंति = કષ્ટ દે છે , મારે છે , पुठ्ठो = અનુભવ , સ્પર્શ થવા પર, अहियासेज्जासि= સમભાવપૂર્વક સહન કરે.
ભાવાર્થ :– આ જિનશાસનમાં કોઈ હળુકર્મી સાધુ એકલા વિચરે છે. તે એકલવિહારી સાધુ વિભિન્ન કુળોમાં શુદ્ધ એષણા , ગવેષણાદિ કરી નિર્દોષ ભિક્ષા દ્વારા સંયમનું પાલન કરે. ગોચરીમાં સુગંધિ–સારો અથવા દુર્ગંધિ–નરસો ગમે તેવો આહાર મળે તેને તે મેધાવીમુનિ સમભાવથી ગ્રહણ કરે અને વાપરે અથવા એક્લા વિચરતાં ભયંકર શબ્દોને સાંભળીને કે ભયંકર રૂપોને જોઈને તે એકલવિહારી સાધુ ભયભીત થાય નહિ. હિંસક પ્રાણીઓ કષ્ટ આપે , ત્યારે દુઃખ અનુભવે છતાં તે ધીરમુનિ સાધનાથી ચલિત ન થાય પરંતુ તેને સહન કરે. – એમ ભગવાને કહ્યું છે.
।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
આ સૂત્રમાં પ્રશસ્ત એકલવિહારચર્યાના દઢ મનોબળધારી સાધુની સમ્યગ્ સંયમ આરાધનાનું કથન છે.
सुद्धेसणाए सव्वेसणाए :- આ બે શબ્દો કર્મક્ષય કરવામાં ઉપસ્થિત એકલવિહારી મુનિની આહાર 6
241
સંબંધી સર્વ એષણાઓથી સંબધિત છે. અહીં એષણા શબ્દ તૃષ્ણા , ઈચ્છા , પ્રાપ્તિ કે લાભના અર્થમાં નથી પરંતુ સાધુની ત્રીજી સમિતિ માટે છે. તેના માધ્યમથી તે નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે છે. એષણા એટલે નિર્દોષ આહારાદિની ગવેષણા કરવી. એષણાના મુખ્ય ત્રણ પ્રકાર છે– (1) ગવેષણૈષણા (ર) ગ્રહણૈષણા (3) ગ્રાસૈષણા કે પરિભોગૈષણા. ગવેષણૈષણાના બત્રીશ દોષ છે– 16 ઉદ્ગમના , 16 ઉત્પાદનના અને 10 ગ્રહણૈષણાના દોષ તથા પ ગ્રાસૈષણાના દોષ છે. આ 47 દોષરહિત આહાર ,ધર્મોપકરણ , શય્યા આદિ વસ્તુઓનું અન્વેષણ , ગ્રહણ અને ઉપભોગ કરવો તે શુદ્ધ એષણા કહેવાય છે. આહારાદિના અન્વેષણથી સેવન કરવા સુધી મુનિની સર્વ એષણાઓ શુદ્ધ હોવી જોઈએ.
भेरवापाणा पाणे किलेसंति :- સંયમી મુનિ કર્મોને શીઘ્ર ક્ષય કરવા એકલવિહાર ચર્યા અંગીકાર કરે છે. આ સાધના સામાન્ય મુનિઓની સાધનાથી કંઈક વધારે વિશિષ્ટ હોય છે. એકચર્યાની સાધનામાં મુનિની સર્વ એષણાઓ શુદ્ધ હોય અને તે ઉપરાંત મનોજ્ઞ , અમનોજ્ઞ શબ્દ , રૂપ , રસ , ગંધ અને સ્પર્શનો અનુભવ થાય તો રાગદ્વેષ કરે નહિ. જનશૂન્ય સ્થાનોમાં , શ્મશાનાદિમાં કદાચ ભૂત–પ્રેત , રાક્ષસોના ભયંકર રૂપ દેખાય કે તેના શબ્દો સંભળાય કે કોઈ હિંસક કે ભયંકર પ્રાણી કષ્ટ આપે તો તે સમયે એકલ વિહારી સાધક જરા પણ ક્ષુબ્ધ થયા વિના ધૈર્યથી સમભાવ પૂર્વક સહન કરે , તો જ તેના પૂર્વસંચિત કર્મોનો ક્ષય થઈ શકે છે.
સૂત્રકૃતાંગ સૂત્ર અધ્યયન 12 ગાથા 10 માં આહારાદિની શુદ્ધ ગવેષણાની દઢતા માટે મુનિને એકલા વિચરણ કરવાની પ્રેરણા કરેલ છે. આ સૂત્રમાં શુદ્ધ ગવેષણાના દઢ સંકલ્પી મુનિની એકલવિહાર ચર્યાનું કથન કર્યું છે. જ્યારે પૂર્વે પાંચમા અધ્યયનમાં અયોગ્ય અને અવ્યક્ત સાધકને ગુરુકુળવાસની પ્રેરણા કરવામાં આવી છે. ત્યાં શુદ્ધ ગવેષણા કે ઉચ્ચ આરાધનાનાના લક્ષ્યે અયોગ્ય , અવ્યક્ત , અપરિપક્વ, અબહુશ્રુત શ્રમણને અને તરુણને એકલવિહાર કરવાનો સ્પષ્ટ નિષેધ છે.
એકલવિહાર કરનાર શ્રમણને આ વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે તરુણ અવસ્થામાં અને શાસ્ત્રજ્ઞાનની અપરિપક્વતામાં એકલવિહાર કરવો કદાપિ ઉચિત કે હિતાવહ નથી. પ્રૌઢ અવસ્થા અને શ્રુત સંપન્નતા પ્રાપ્ત કર્યા પછી જ શાંતિપૂર્વક એકલવિહાર કરી શકાય છે.
भेरवापाणा :- ભેરવા શબ્દના બે પ્રકારે અર્થ કરાય છે– (1) આ શબ્દને સ્વતંત્ર માનીને ભયાનક એવા શબ્દ અને રૂપથી સાધક ભયાક્રાંત ન બને પરંતુ ઉપસર્ગને ધૈર્યપૂર્વક સહન કરે (ર) ભેરવા શબ્દને પ્રાણીઓનું વિશેષણ માનીને ભયાનક પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત મારણાંકિત કષ્ટોને પણ તે એકાકી વિહારી શ્રમણ ધૈર્યતાપૂર્વક સહન કરે. એકલવિહાર ચર્યા માટે ધૈર્ય ગુણની વિશેષ આવશ્યકતા ઠાણાંગ સૂત્રમાં દર્શાવેલ છે.
ા અધ્યયન–6/ર સંપૂર્ણા છઠ્ઠું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક અચેલક મુનિનાં સંયમ તપ :–
1 एयं खु मुणी आयाणं सया सुअक्खायधम्मे विधूतकप्पे णिज्झो–
ધૂત અધ્ય–6 , ઉ : 3
242 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ सइत्ता । जे अचेले परिवुसिए तस्स णं भिक्खुस्स णो एवं भवइ–
परिजुण्णे मे वत्थे , वत्थं जाइस्सामि , सुत्तं जाइस्सामि , सूइं जाइस्सामि, संधिस्सामि , सीविस्सामि , उक्कसिस्सामि , वोक्कसिस्सामि, परिहिस्सामि , पाउणिस्सामि । શબ્દાર્થ :– एयंं खु मुणी = આ જ સાચા મુનિ છે , आयाणं = કર્મોને , કર્મબંધના કારણોને, सुअक्खायधम्मे = સર્વજ્ઞ પ્રણીત ધર્મનું આચરણ કરનારા , विधूतकप्पे = સંયમમાં સાધુના આચારનું સારી રીતે પાલન કરનાર , णिज्झोसइता = કર્મક્ષય કરતા , जे = જે સાધુ , अचेले = અલ્પવસ્ત્રવાળા કે
નિર્વસ્ત્રી થઈને , परिवुसिए = સંયમમાં સ્થિર છે , तस्स णं = તે , भिक्खुस्स = સાધુને , एवं = આવો વિચાર , णो भवइ = થતો નથી , मे = મારું , परिजुण्णे = જીર્ણ થઈ ગયું છે , वत्थं जाइस्सामि = હું વસ્ત્રની યાચના કરીશ , सुत्तं जाइस्सामि = દોરાની યાચના કરીશ , सूइं जाइस्सामि = સોયની યાચના કરીશ , संधिस्सामि = વસ્ત્રને જોડીશ , सीविस्सामि = સીવીશ , उक्कसिस्सामि = તેને મોટું કરીશ , वोक्कसिस्सामि = તેને નાનું કરીશ , परिहिस्सामि = તેને પહેરીશ , पाउणिस्सामि = ઓઢીશ.
ભાવાર્થ :– સમ્યક્ પ્રકારે તીર્થંકરો દ્વારા પ્રરૂપિત વીતરાગ ધર્મમાં સ્થિત , સંયમમાં ઉપસ્થિત અને આચારનું સમ્યક્ પાલન કરનાર તથા તપ દ્વારા કર્મોનો નાશ કરનાર મુનિ જ વાસ્તવમાં સાચા મુનિ છે.
જે સંયમી સાધક અચેલક રહે છે તેમને આ પ્રકારના સંકલ્પ વિકલ્પ થતા નથી કે મારું વસ્ત્ર વિશેષ જીર્ણ થઈ ગયું છે , હું વસ્ત્રની યાચના કરીશ , ફાટેલા વસ્ત્રને સીવવા માટે દોરાની યાચના કરીશ, સોયની યાચના કરીશ , પછી તે વસ્ત્રને સાંધીશ , તેને સીવીશ , નાનું છે માટે બીજા ટૂકડા સાથે જોડીને મોટું કરીશ , મોટું છે માટે ફાડીને નાનું બનાવીશ , પછી તેને પહેરીશ અને શરીરને ઢાંકીશ.
अदुवा तत्थ परक्कमंतं भुज्जो अचेलं तणफासा फुसंति, सीयफासा फुसंति तेउफासा फुसंति , दंस–मसगफासा फुसंति , ए गयरे अण्णयरे विरूवरूवे फासे अहियासेइ । अचेले लाघवं आगममाणे, तवे से अभिसमण्णागए भवइ । जहेयं भगवया पवेइयं । तमेव अभिसमेच्चा सव्वओ सव्वत्ताए सम्मत्तमेव समभिजाणिज्जा। શબ્દાર્થ :– परक्कमंतं = વિચરતા મુનિને , भुज्जो = ફરી , अचेलं = અલ્પવસ્ત્રવાળા , વસ્ત્ર રહિતને , तणफासा = તૃણસ્પર્શ , फुसंति = દુઃખ આપે , દુઃખ કરે , सीयफासा = ઠંડીનો સ્પર્શ, तेउफासा = ગરમીનો પરીષહ , दंसमसगफासा फुसंति = ડાંસ , મચ્છરનો પરીષહ દુઃખ કરે , ए गयरे = એક કે , अण्णयरे = અનેક , अहियासेइ = સહન કરે છે , लाघवं आगममाणे = કર્મોથી હળ વા થતાં , तवेे = તપને , अभिसमण्णागए भवइ = પ્રાપ્ત થાય છે , जहेयं = જે રીતે , तमेव = તેને જ, अभिसमेच्चा = સારી રીતે જાણીને , सव्वओ = સર્વ પ્રકારે , सव्वत्ताए = પૂર્ણ રૂપે , सम्मत्तमेव = સમ્યક્ રીતે , समभिजाणिज्जा = અનુષ્ઠાન કરે.
2
243
ભાવાર્થ :– અથવા અચેલત્વ સાધનામાં પરાક્રમ કરતા નિર્વસ્ત્ર મુનિને વારંવાર ઘાસના તણખલાનો સ્પર્શ થાય , ઠંડી અને ગરમીનો અનુભવ થાય તથા ડાંસ અને મચ્છરના ડંખની વેદના થાય છે. બીજા પણ આવા એક કે અનેક કષ્ટો આવે ત્યારે મુનિ તેને સમભાવથી સહન કરે છે. તે અચેલમુનિને દ્રવ્ય અને ભાવથી લઘુતા–હળવાપણાની પ્રાપ્તિ સાથે ઉપકરણ ઊણોદરી તેમજ કાયક્લેશ તપની ઉપલબ્ધિ થાય છે.
ભગવાને જે રૂપે સંયમધર્મનું પ્રતિપાદન કર્યું છે તેને તે રૂપે જાણીને , સમજીને સર્વ પ્રકારે , સર્વાત્મના પૂર્ણતયા સમ્યક્ રીતે સેવન કરે.
एवं तेसिं महावीराणं चिरराइं पुव्वाइं वासाइं रीयमाणाणं दवियाणं पास अहियासियं । आगयपण्णाणाणं किसा बाहा भवंति , पयणुए य मंससोणिए । विस्सेणिं कट्टु परिण्णाय , एस तिण्णे मुत्ते विरए वियाहिए । त्ति बेमि । શબ્દાર્થ :– एवंं = આ પ્રમાણે , तेसिं = તે , महावीराणंं = મહાવીર પુરુષોને , चिरराइं–पुव्वाइं वासाइंं = ઘણા વર્ષો સુધી , પૂર્વ વર્ષો સુધી , रीयमाणाणं = સંયમ સહિત વિચારનાર , दवियाणं = સંયમી સાધકોની , अहियासियं = સમભાવપૂર્વક પરીષહની સહનશીલતાને , आगयपण्णाणाणं = પ્રજ્ઞાસંપન્ન મુનિઓની , જેને પદાર્થોનું જ્ઞાન થઈ ગયું છે તે મહાપુરુષોની , किसा बाहा = ભુજાઓ કૃશ, भवंति = થાય છે , पयणुए = પાતળા થાય છે , मंससोणिए = માંસ અને લોહીથી , विस्सेणिं कट्टु = કર્મોની શ્રેણિને છિન્ન ભિન્ન કરીને , રાગદ્વેષની સંતતિને નષ્ટ કરીને , परिण्णाय = જાણીને , एस = આ, तिण्णेे = સંસારથી તરેલા , मुत्ते = મુક્ત , विरए = પાપોના ત્યાગી , वियाहिए = કહ્યા છે.
ભાવાર્થ :– આ રીતે જીવનના પૂર્વભાગમાં પ્રવ્રજિત થઈને લાંબાકાળ સુધી–જીવન પર્યંત, પૂર્વ વર્ષો સુધી , સંયમમાં વિચરણ કરનાર , ચારિત્ર સંપન્ન તથા સંયમમાં પ્રગતિ કરનારા તે મહાન વીર સાધુઓએ જે પરીષહાદિને સહન કર્યા છે , તેને તું જો.
તપશ્ચરણના આચરણથી પ્રજ્ઞાવાન મુનિઓની ભુજાઓ દુર્બળ થઈ જાય. તેઓના શરીરમાં લોહી–માંસ ઘણા ઓછા થઈ જાય છે.