This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

આ અનાજ્ઞામાં ઉદ્યમ અને આજ્ઞામાં અનુદ્યમની સ્થિતિ તમારા જીવનમાં ન થાય માટે તીર્થંકરોનો ઉપદેશ છે કે દીક્ષા લઈ સાધકે ગુરુદષ્ટિમાં , ગુરુની સમર્પણતામાં રહેવું જોઈએ. દરેક પ્રવૃત્તિ કે નિર્ણયમાં ગુરુને જ પ્રમુખ રાખવા જોઈએ , પોતાની સ્વતંત્ર ઈચ્છા ન રાખતાં ગુરુની ઈચ્છા આશયમાં જ સમાઈ જવું 211

જોઈએ અને ગુરુ સાનિધ્યમાં રહી પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ.

વિવેચન :

આ સૂત્રમાં તીર્થંકરોની આજ્ઞાનું પાલન નહીં કરનારા સાધકોનો નિર્દેશ કરી સર્વ સંયમ સાધકોને સાવધાન કર્યા છે અને ગુરુ સાંનિધ્યમાં રહી યોગ્યતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે.

सोवठ्ठाणा णिरुवठ्ठाणा :- આ બંને પદ આગમના પારિભાષિક શબ્દ છે. વૃત્તિકારે આ બંને શબ્દોનો અર્થ આ પ્રમાણે કર્યો છે– અનાજ્ઞામાં સોપસ્થાન અને આજ્ઞામાં ઉપસ્થાન રહિત.

(1) ઉપસ્થાન શબ્દ અહીં ઉદ્યમશીલ રહેવું કે પુરુષાર્થ કરવો , એ અર્થમાં છે. અનાજ્ઞા એટલે તીર્થંકરાદિના ઉપદેશથી વિરુદ્ધ , પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી અનાચારનું સેવન કરવું. જે ઈન્દ્રિયોના દાસ છે, પોતાના જ્ઞાન , તપ , સંયમ , શરીર–સૌન્દર્ય , વાચાળતાદિના અભિમાનથી ગ્રસ્ત છે , સદ્ અસદ્ના વિવેકથી રહિત છે છતાં અમે પણ દીક્ષિત સાધક છીએ , આવી અભિમાની વ્યક્તિ અનાજ્ઞામાં ઉદ્યમી કહેવાય છે.

તેઓ દેખાવમાં ધર્માચરણ કરી રહ્યા છે તેવા લાગે છે , પરંતુ વાસ્તવમાં તો સાવદ્ય આચરણયુક્ત હોય છે.

(ર) આજ્ઞામાં જે અનુદ્યમી હોય છે , તે આજ્ઞાના પ્રયોજનને , મહત્ત્વને અને તેના લાભને ભલે સમજતા પણ હોય , કુમાર્ગ તરફ તેનું મન જવા માગતું પણ ન હોય પરંતુ આળસ , પ્રમાદ , બેદરકારી , સંશય , ભ્રાંતિ, વ્યાધિ , બુદ્ધિની મંદતા , આત્મશક્તિના અવિશ્વાસાદિના કારણે તેઓ તીર્થંકરોએ કહેલાં ધર્માચરણ પ્રત્યે ઉદ્યમશીલ બનતા નથી.

બંને પ્રકારના સાધકો સંયમારાધના માટે યોગ્ય નથી કારણ કે કુમાર્ગનું આચરણ અને સન્માર્ગનું અનાચરણ બંને છોડવા યોગ્ય છે. તીર્થંકરનું દર્શન છે– અનાજ્ઞામાં નિરુદ્યમ અને આજ્ઞામાં ઉદ્યમ કરવો.

तद्दिठ्ठीए :- આ પાંચ પદોનો અર્થ તીર્થંકરને અનુરૂપ અને આચાર્ય–ગુરુને અનુરૂપ , આમ બંને પ્રકારે કરી શકાય છે કારણ કે તે બંને ય દેવ અને ગુરુ સાધક માટે સમર્પણીય હોય છે. આ પાંચે ય પદોનો અર્થ અને વિવેચન ચોથા ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે.

સાધકની સ્વાવલંબી સાધના :

अभिभूय अदक्खु । अणभिभूए पभू णिरालंबणयाए , जे महं अबहिंमणे । શબ્દાર્થ :– अभिभूय = પરીષહ ઉપસર્ગોને જીતીને જેણે , अदक्खू = સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, અનુભવ કર્યો છે , अणभिभूए = પરીષહ ઉપસર્ગોથી પરાભવ નહીં પામનારા , पभू = સમર્થ હોય છે, णिरालंबणयाए = નિરાલંબન રહેવામાં , जे = જે ક્યારેય , मह = સંયમથી , મોક્ષમાર્ગથી , अबहिंमणे = બહિર્મના થતા નથી , મનને બહાર જવા દે નહીં અર્થાત્ મનને સંયમમાં સ્થિર રાખે છે , તેઓ સ્વતંત્ર વિચરણ કરવામાં તીર્થંકરની આજ્ઞા બહાર નથી.

2

લોકસાર અધ્ય–પ , ઉ : 6

212 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભાવાર્થ :– આ પ્રમાણે ગુરુ સાનિધ્યથી સમર્થ થઈ જેણે પરીષહ–ઉપસર્ગો જીતી લીધા છે , દરેક પરિસ્થિતિને પાર પામી સત્યનો સાક્ષાત્કાર કર્યો છે , અનુભવ કર્યો છે અને જે પરીષહોપસર્ગ કે વિધ્નોથી પરાભવ પામતા નથી , તે નિરાલંબનતા , સ્વાવલંબી થવામાં સમર્થ હોય છે અર્થાત્ પોતાની પ્રમુખતાએ વિચરણ કરી શકે છે.

જે મહાન મોક્ષલક્ષી હળુકર્મી હોય છે , તેનું મન (સંયમથી) બહાર જતું નથી,અન્ય લોકોની ભૌતિક અથવા યૌગિક વિભૂતિઓ તેમજ ઉપલબ્ધિઓને જોઈને તેના પ્રતિ આકર્ષાતું નથી.

વિવેચન :

अभिभूय ; अणभिभूए :- આ શબ્દોના અર્થ છે– (1) જીતીને (ર) પરાભૂત ન થનાર પરંતુ કોને જીતીને અને કોનાથી પરાભૂત ન થનાર ? આ મૂળપાઠમાં બતાવ્યું નથી પરંતુ ટીકાકારે સ્પષ્ટ કર્યું છે કે

સાધક પરીષહ ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરીને તત્ત્વના દષ્ટા થાય છે અને કોઈ પણ પ્રકારના પરીષહ–

ઉપસર્ગોથી પરાભવ ન પામનાર સાધક નિરાલંબનતામાં સમર્થ થાય છે.

पभू णिरालंबणयाए :- પરીષહો ઉપસર્ગોને પરાભૂત કરનાર અને તેનાથી પરાભૂત ન થનાર , અપરાભૂત કહેવાય છે. તે નિરાલંબી બનવામાં સમર્થ હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં નિરાલંબીની વિશેષતા બતાવતા કહ્યું છે કે–નિરાલંબીના યોગ આત્મસ્થિત થઈ જાય છે. તે પોતાના લાભમાં સંતુષ્ટ રહે છે , બીજાથી પ્રાપ્ત લાભમાં રુચિ રાખતા નથી , બીજાથી થનારા લાભ માટે રાહ જોતા નથી , બીજાની અપેક્ષા રાખતા નથી , બીજાથી થનારા લાભની આકાંક્ષા કરતા નથી. આ રીતે બીજાથી પ્રાપ્ત લાભ પ્રત્યે અરુચિ , અપ્રતીક્ષા, અનપેક્ષા , અસ્પૃહા કે અનાકાંક્ષા રાખનાર તે સાધક બીજી સુખશય્યાને પ્રાપ્ત કરીને વિચરણ કરે છે.

ખરેખર નિરાલંબતાની સાધનામાં ભૌતિક સિદ્ધિઓ , યૌગિક ઉપલબ્ધિઓ કે લબ્ધિઓ પણ બાધક છે. તેમનો આધાર લેવાથી આત્મા પરાવલંબી બની જાય છે. આ પ્રમાણે બીજા પાસેથી વધારે સહાયતાની અપેક્ષા રાખવી તે પણ પરમુખાપેક્ષિતા છે. ઈન્દ્રિય–વિષયો , મનના વિકારો આદિનો સહારો લેવો તે પણ તેને વશ થવા જેવું છે , રોગ આવે , ત્યારે ડૉકટર કે વૈદ્યની આકાંક્ષા કરવી એ પણ પરાવલંબનતા છે.

તેનાથી પણ આત્મા પરાશ્રિત અને નિર્બળ બને છે. સ્વાવલંબી વ્યક્તિ પોતાની જ ઉપલબ્ધિઓમાં સંતોષ માને છે. તે બીજા પર કે બીજાથી મળેલી સહાય , પ્રશંસા કે પ્રતિષ્ઠા પર આધાર રાખતા નથી. સાધકે

સ્વાવલંબી બનવું જોઈએ.

આગમ આજ્ઞાની પ્રમુખતા :

पवाएणं पवायं जाणेज्जासहसम्मइयाए , परवागरणेणं , अण्णेसिं वा अंतिएसोच्चा । णिद्देसं णाइवट्टेज्जा मेहावी सुपडिलेहिय सव्वओ सव्वत्ताए सम्ममेव समभिजाणिज्जा । 3

213

इह आरामं परिण्णाय अल्लीणगुत्तो परिव्वए । णिठ्ठियठ्ठी वीरे आगमेणं सया परक्कमेज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :– पवाएणं = સર્વજ્ઞની વાણીથી , આગમથી , पवायं = કોઈના પણ વચનોને , સિદ્ધાંતને, जाणेज्जा = પરીક્ષા કરે , કસોટી કરીને સમજે , सहसम्मइयाए = પોતાની બુદ્ધિથી અર્થાત્ જાતિસ્મરણ જ્ઞાનથી , परवागरणेणं = તીર્થંકરના ઉપદેશથી , अण्णेसिं वा अंतिए = બીજા પાસેથી , सोच्चा = સાંભળીને.

णिद्देसं= સર્વજ્ઞની આજ્ઞાનું,णाइवट्टेज्जा= ઉલ્લંઘન કરે નહિ, मेहावी = મેધાવી,सुपडिलेहिय = સારી રીતે વિચારીને,सव्वओ= સર્વપ્રકારથી, सव्वत्ताए(सव्वप्पणा ) = સામાન્ય અને વિશેષરૂપેથી, સર્વાત્મના , सम्ममेव = સમ્યક્ પ્રકારથી , समभिजाणिज्जा = જાણીને , इह = આ જિનશાસનમાં, आरामं = સંયમને , परिण्णाय = જાણીને , સ્વીકાર કરીને , अल्लीणगुत्तो = લીન અને આત્મગુપ્ત થઈને , परिव्वए = સંયમ પાલન કરે , णिठ्ठियठ्ठी = મોક્ષાર્થી , वीर = વીર અર્થાત્ કર્મનાશમાં સમર્થ , आगमेण = આગમ અનુસાર , सया = હંમેશાં , परक्कमेज्जासि = પરાક્રમ કરે.

ભાવાર્થ :– સર્વજ્ઞ તીર્થંકરોના વચનથી વિભિન્ન દાર્શનિકોના વાદનું પરીક્ષણ કરવું જોઈએ અથવા પૂર્વજન્મની સ્મૃતિથી , સહસા ઉત્પન્ન મતિ–પ્રતિભાદિ જ્ઞાનથી , તીર્થંકર પાસેથી પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત કરીને અથવા વ્યાખ્યાન સાંભળીને અથવા કોઈ અતિશય જ્ઞાની નિર્મળ શ્રુતજ્ઞાની આચાર્યાદિ પાસેથી સાંભળીને પ્રવાદના યથાર્થતત્ત્વને જાણી શકાય છે. મેધાવી તીર્થંકરાદિના નિર્દેશ–આદેશનું અતિક્રમણ કરે નહિ. તેઓની આજ્ઞાનો સર્વપ્રકારે સંપૂર્ણરૂપે (હેય–જ્ઞેય–ઉપાદેયરૂપમાં તથા દ્રવ્ય , ક્ષેત્ર , કાળ, ભાવરૂપમાં) વિચાર કરીને સારી રીતે સંયમનું પાલન કરે.

આ જૈનશાસનમાં આત્મરમણતા રૂપ સંયમને પ્રાપ્ત કરીને આત્મલીન–મન,વચન , કાયાની ગુપ્તિથી ગુપ્ત થઈને વિચરણ કરે. મોક્ષાર્થી વીર મુનિ આગમમાં બતાવેલા અર્થ કે આદેશ–નિર્દેશ અનુસાર જ હંમેશાં પરાક્રમ કરે અને પોતાની સર્વ પ્રવૃત્તિ આગમ અનુસાર જ કરે.

વિવેચન :

पवाएण पवायं जाणेज्जा :- ભગવાન મહાવીરે પ્રત્યેક સાધકને ધર્મ અને દર્શનના ક્ષેત્રમાં સ્વતંત્ર ચિંતનનો અવકાશ આપ્યો છે.તેઓએ બીજાના પ્રવાદો(દર્શન)ની પરીક્ષા કરવાની છૂટ આપી છે. કહ્યું છે કે મુનિ પોતાના પ્રવાદ(દર્શન–સિદ્ધાંત) ને જાણીને બીજાના પ્રવાદોને જાણે–તેમની સમીક્ષા કરે. સમીક્ષાના સમયે પૂરી મધ્યસ્થતા–નિષ્પક્ષતા તેમજ સમત્વભાવ રહેવો જોઈએ. સ્વ પર વાદનું નિષ્પક્ષતાથી પરીક્ષણ કરવાથી વીતરાગ દર્શનની મહત્તા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કોઈ પણ પ્રકારના વિચાર સામે આવે ત્યારે તેની કસોટી વીતરાગ સિદ્ધાંતથી– આગમથી કરે પરંતુ વિચાર્યા વિના કે કસોટી કર્યા વિના કોઈ પણ પ્રવાદનું અને કોઈના વિચારોનું અનુસરણ કરે નહીં.

લોકસાર અધ્ય–પ , ઉ : 6

214 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ત્રણેય લોકમાં આશ્રવ અને બંધ :

उड्ढं सोया अहे सोया , तिरियं सोया वियाहिया । एते सोया वियक्खाया , जेहिं संगं ति पासह ॥ શબ્દાર્થ :– उड्ढं सोया= ઊંચે સ્રોત, अहे सोया = નીચે સ્રોત , तिरियं सोया= તિરછી દિશામાં સ્રોત, वियाहिया= કહેવાયેલ છે,एते सोया = આ કર્માસ્રવ , वियक्खाया = કહેવાયેલા છે,जेहि = જેનાથી ,संगं = કર્મબંધ થાય,ति= આ પ્રમાણે,पासह= જુઓ.

ભાવાર્થ :– ઊંચી , નીચી , તિરછી દિશામાં સર્વત્ર કર્મબંધનનાં કારણો–આશ્રવસ્થાનો છે , જે પોતાની કર્મ પરિણતિઓથી જ ઉત્પન્ન થાય છે. આ સ્રોત – કર્મ આવવાના દ્વાર આશ્રવદ્વાર કહેવાય છે , તેનાથી સર્વ પ્રાણીઓને કર્મસંગ(કર્મબંધ) થાય છે , એમ તમે જુઓ.

વિવેચન :

उड्ढं सोया :- આ સૂત્રમાં ત્રણ પ્રકારના શ્રોત કહ્યાં છે. ઊર્ધ્વશ્રોત , અધોશ્રોત અને તિર્યક્શ્રોત. ''શ્રોત'' એટલે કે કર્મો આવવાના દ્વાર. તે ત્રણે ય લોકમાં હોય છે. (1) વૈમાનિક દેવ–દેવીઓની વિષય સુખોની આસક્તિ તે ઊર્ધ્વશ્રોત છે. (ર) અધોલોકમાં ભવનપતિ દેવોની વિષયસુખોની આસક્તિ અને સાતે ય નરકમાં નારકીઓના ક્લેશ કષાય તે અધોશ્રોત છે. (3) તિર્યક્લોકમાં વ્યંતરદેવ , મનુષ્ય , તિર્યંચ સંબંધી વિષય–સુખાસક્તિ વગેરે તિર્યક્શ્રોત છે. આ સ્રોતોથી સાધકે હંમેશાં સાવધાન રહેવું જોઈએ. એક દષ્ટિએ આ સ્રોતને જ આસક્તિ સમજવી જોઈએ. મનના ઊંડાણમાં ઊતરીને તેને જોતા રહેવું જોઈએ. આ સ્રોતને બંધ કરી દેવાથી જ કર્મબંધન અટકી જાય છે. કર્મબંધન સર્વથા અટકી જવાથી જ અકર્મસ્થિતિ આવે છે.

આશ્રવત્યાગી આત્મા :

आवट्टं तु पेहाए एत्थ विरमेज्ज वेयवी । विणइत्तु सोयं णिक्खम्म एस महं अकम्मा जाणइ , पासइ , पडिलेहाए णावकंखइ । શબ્દાર્થ :– आवट्टं = કર્મબંધના ચક્રને , ુ = નિશ્ચયથી , पेहाए = જોઈને , જાણીને , एत्थ = તેનાથી, विरमेज्ज = નિવૃત્ત થાય , वेयवी = આગમવિદ્ , विणइत्तु = દૂર કરી , सोय = સ્રોત–આશ્રવદ્વાર , णिक्खम = પ્રવ્રજ્યા ધારણ કરીને , एस = આ પુરુષ , महं = મહાન , अकम्मा = કર્મ રહિત થઈને, जाणइ = જાણે છે , पासइ = જુએ છે , पडिलेहाए = સંસાર સ્વરૂપને સમજીને , પુદ્ગલ પ્રેક્ષાની , ઈન્દ્રિય વિષયોના પ્રેક્ષણની , સંસારના સુખોની , णावकंखइ = ઈચ્છા કરતા નથી , આકાંક્ષા કરતા નથી.

ભાવાર્થ :– આશ્રવોને સંસાર પરિભ્રમણનું કારણ જાણી આગમવિદ્(જ્ઞાની) પુરુષ તેનાથી વિરક્ત થઈ જાય. વિષયાસક્તિ વગેરે આશ્રવોના શ્રોતને દૂર કરીને નિષ્ક્રમણ કરનારા–સંયમ સ્વીકારનારા આ 4

5

215

મહાન અને હળુકર્મી સાધક સાચા જ્ઞાતા દષ્ટા બને છે. સાધક આંતર નિરીક્ષણ કરીને વિષયસુખોની આકાંક્ષા કરતા નથી.

વિવેચન :

अकम्मा :- આ શબ્દના બે પ્રકારે અર્થ છે– (1) અકર્માનો અર્થ અહીં કર્મરહિત ન સમજતા અલ્પકર્મા કે 'હળુકર્મી આત્મા ' સમજવો. (ર) ઘાતીકર્મ રહિત વીતરાગ કેવળીને પણ અકર્મા કહેવાય છે.

जाणइ पासइ :- આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ થાય છે– (1) હળુકર્મી સાધક આશ્રવસ્થાનોને અને સંસારભ્રમણને સારી રીતે જાણે અને જુએ છે. (ર) હળુકર્મી આત્મા સંસારના વિષય સુખોને અને પૌદ્ગલિક સંયોગોને જ્ઞાતા દષ્ટા ભાવે જુએ છે પરંતુ તેની આકાંક્ષા કરતા નથી. (3) ઉપરોક્ત પ્રવ્રજિત થનાર મહાન આત્મા અકર્મ એટલે ઘાતીકર્મથી રહિત થઈ સર્વજ્ઞ , સર્વદર્શી થાય છે.

पडिलेहाए णावकंखइ :- પ્રતિલેખના કરીને આકાંક્ષા કરે નહીં. અહીં આકાંક્ષા ન કરવાની સાથે પ્રતિલેખના શબ્દનો પ્રયોગ છે તેથી તેનો અર્થ સંસારી સુખોનું પ્રેક્ષણ , પૌદગલિક સુખોનું પ્રેક્ષણ , એમ કરવો જોઈએ. णावकंखइ સાથે જોડતા તેનો અર્થ થાય છે કે સાધક આંતર નિરીક્ષણ કરીને ક્યારે ય સાંસારિક સુખોની , વિષયસુખોની ઈચ્છા કરે નહીં. બીજો અર્થ એમ પણ થાય છે કે સાધક ભવભ્રમણના કારણોનું પ્રતિલેખન કરી પૌદ્ગલિક સુખોની આકાંક્ષા કરે નહીં.

જન્મમરણના ચક્રથી મુક્તિ :

इह आगइं गइं परिण्णाय अच्चेइ जाई मरणस्स वट्टमग्गं विक्खायरए । શબ્દાર્થ :– इह = આ લોકમાં , आगइं गइं = આગતિ–ગતિને , अच्चेइ = ઉલ્લંઘન કરી જાય છે, પાર કરી જાય છે , जाई मरणस्स = જાતિ મરણના , वट्टमग्गं = ચક્રાકાર માર્ગને , विक्खायरए = સંયમમાં , તીર્થંકરની આજ્ઞામાં લીન રહેનારા.

ભાવાર્થ :– જીવોની ગતિ આગતિ (સંસાર–ભ્રમણ)નાં કારણોને જાણીને મોક્ષ માર્ગમાં સ્થિત મુનિ જન્મ મરણના ચક્રાકાર માર્ગને અર્થાત્ સંસારચક્રને પાર કરી જાય છે.

વિવેચન :

अच्चेइ जाई मरणस्स वट्टमग्गं :- अच्चेइ શબ્દનો અર્થ છે ઉલ્લંઘન કરી જાય છે. અતિક્રમણ કરે છે. वट्टमग्गं નો અર્થ છે કે આ સંસારમાં ઉપરથી નીચે , નીચેથી ઉપર , દેવથી મનુષ્ય અને મનુષ્યથી નરક તિર્યંચ એમ સંસાર ચક્ર ચાલતું જ રહે છે. માટે આ સંસાર ભ્રમણમાર્ગને ચક્રાકાર ' वट्टमग्गं ' કહ્યો છે.

6

લોકસાર અધ્ય–પ , ઉ : 6

216 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ મુક્તાત્માઓનું સ્વરૂપ :

सव्वे सरा णियट्टंति , तक्का जत्थ विज्जइ , मई तत्थ ण गाहिया । ओए अप्पइठ्ठाणस्स खेयण्णे । से दीहे , हस्से , वट्टे , तंसे , चउरंसे , परिमंडले , ण किण्हे , णीले , लोहिए , हालिद्दे , सुक्किले , सुब्भिगंधे , ण दुब्भिगंधे , तित्ते , कडुए , कसाए , अंबिले , महुरे , कक्खडे, ण मउए , गरुए , लहुए सीए , उण्हे , णिद्धे , लुक्खे , काऊ ण रुहे , संगे , इत्थी , पुरिसे , अण्णहा । परिण्णे , सण्णे । उवमा विज्जइ । अरूवी सत्ता । अपयस्स पयं णत्थि। से सद्दे , रूवे , गंधे , रसे , फासे , इच्चेयावंति । त्ति बेमि । ॥ छठ्ठो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– सव्वे सरा = સર્વે સ્વર, णियट्टंति = નિવૃત્ત થાય છે , तक्का = તર્ક , जत्थ = જ્યાં , विज्जइ = પહોંચતો નથી , मई = મતિ , तत्थ = તેને , गाहिया = ગ્રહણ કરાવી શકતી નથી , ओए = કર્મમળથી રહિત એકલો, अप्पइठ्ठाणस्स = સંસાર સ્વરૂપ , મોક્ષ સ્વરૂપના , મોક્ષના જીવ , અપ્રતિષ્ઠાનના, खेयण्णे = ખેદજ્ઞ , જાણનાર , નિપુણ.

से = તે આત્મા , दीहे = દીર્ઘ નથી , हस्से = હૃસ્વ નથી , ટૂંકો નથી , वट्टे = ગોળ નથી, तंस = ત્રિકોણ નથી , चउरंस = ચતુષ્કોણ નથી , परिमंडले = પરિમંડલાકારે નથી, किण्हे= કાળો નથી , णीले = લીલો નથી , लोहिए = લાલ નથી , हालिद्दे = પીળો નથી , सुक्किले = સફેદ નથી , सुब्भिगंधे = સુગંધ યુક્ત નથી , दुब्भिगंध = દુર્ગંધી નથી , तित्ते = તીખો નથી, कडुए = કડવો નથી , कसाए = કસાયેલો નથી , તૂરો નથી , अंबिल = ખાટો નથી , महुरे = મધુર નથી , लवणे = ખારો નથી , कक्खड = કર્કશ નથી , मउए = મૃદુ નથી , गरुए = ભારે નથી , लहुए = હળવો નથી , सीए = શીત નથી , उण्हे = ઉષ્ણ નથી , णिद्धे = સ્નિગ્ધ નથી , लुक्ख = રૂક્ષ નથી , काऊ = શરીરી નથી , रुहे = પુનર્જન્મ નથી , संग = કર્મ સંગ નથી , इत्थी = સ્ત્રી નથી , पुरिस = પુરુષ નથી , अण्णहा = અન્યથા અર્થાત્ નપુંસક નથી.

परिण्णे = પદાર્થોના વિશેષરૂપે જ્ઞાતા છે , सण्णे = પદાર્થોના સામાન્યરૂપે જ્ઞાતા , उवमा = ઉપમા , विज्जइ = નથી , अरूवी सत्ता = અરૂપી સત્તા , અસ્તિત્વ , अपयस्स = વચનથી અગોચર, 7

217

તેના માટે , पयं णत्थि = શબ્દ નથી , से = તે મુક્ત આત્મા , इच्चेयावंति = આ પ્રમાણે સિદ્ધોનું સ્વરૂપ છે.

ભાવાર્થ :– તે મુક્તાત્માનું સ્વરૂપ કે અવસ્થા બતાવવા માટે સર્વ શબ્દો પાછા ફરે છે અર્થાત્ પરમાત્માનું સ્વરૂપ શબ્દોથી કહી શકાતું નથી. ત્યાં કોઈ તર્ક નથી , તર્કથી તેને જાણી શકાતો નથી , ત્યાં મતિ પણ પ્રવેશ કરી શકતી નથી , તે બુદ્ધિથી ગ્રાહ્ય નથી. તે સર્વ કર્મ રૂપી મેલથી રહિત છે. મોક્ષ અને સંસાર સ્વરૂપના જાણનાર છે.

તે પરમાત્મા દીર્ઘ નથી , હૃસ્વ નથી , ગોળ નથી , ત્રિકોણ નથી , ચતુષ્કોણ નથી અને પરિમંડળ નથી , તે કાળો નથી , લીલો નથી , લાલ નથી , પીળો નથી અને સફેદ નથી. તે સુગંધી નથી અને દુર્ગંધી પણ નથી. તે તીખો નથી , કડવો નથી , કસાયેલો–તૂરો નથી , ખાટો નથી અને મીઠો નથી. તે કર્કશ નથી , કોમળ નથી , ભારે નથી , હળવો નથી , ઠંડો નથી , ગરમ નથી , ચીકણો નથી અને રૂક્ષ નથી. તે મુક્તાત્મા શરીરધારી નથી. તે પુનર્જન્મધારી નથી (અજન્મા છે). તે કર્મ સંગ રહિત નિર્લેપ છે. તે સ્ત્રી નથી , પુરુષ નથી અને નંપુસક નથી.

તે મુક્તાત્મા જ્ઞાનદર્શન યુક્ત છે અને તેનું જ્ઞાન કરાવવા કોઈ ઉપમા નથી. તે અરૂપી અમૂર્ત અસ્તિત્વવાળા છે. તે પદાતીત , વચનથી અગોચર છે. તેનું જ્ઞાન કરાવવા કોઈ પદ નથી.આ પ્રમાણે તે સિદ્ધ ભગવાન શબ્દ નથી , રૂપ નથી , ગંધ નથી , રસ નથી અને સ્પર્શ નથી. આ પ્રમાણે સિદ્ધોનું સ્વરૂપ છે.

।। છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

આ સૂત્રમાં સિદ્ધ પરમાત્મા–મુક્તાત્માનું સ્વરૂપ બતાવ્યું છે. આ મુક્તાત્મા જગતમાં ફરી ક્યારે ય જન્મધારણ કરતા નથી અને આ જગતની રચના પણ તે કરતા નથી કારણ કે સર્વ કર્મોથી મુક્ત જીવોને કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ હોતા નથી કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોતી નથી. યોગદર્શનમાં મુક્તાત્મા (ઈશ્વર)નું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે– क्लेश–कर्म–विपाकाशयैरपरामृष्टः पुरुषविशेषः ईश्वरः । ( યોગદર્શન. 1/24) . કલેશ , કર્મ , વિપાક અને આશયો (વાસનાઓ)થી રહિત જે વિશિષ્ટ પુરુષ છે તે જ ઈશ્વર છે.

ઔપપાતિક આદિ શાસ્ત્રોમાં પણ સિદ્ધના સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. અહીં પણ તદ્વિષયક વર્ણન છે , તે આ પ્રમાણે છે– सव्वे सरा णियट्टंतिસિદ્ધના સમસ્ત સ્વરૂપ કથનમાં કોઈ પણ શબ્દ સમર્થ નથી. તેનો અમુક અંશ જ શાસ્ત્રકારો કહી શકે છે. સિદ્ધ સ્વરૂપ સમજવામાં ર્તકની ગતિ નથી, કેવળ શ્રદ્ધાગમ્ય છે. મતિ–બુદ્ધિ અલ્પ હોવાથી તે સ્વરૂપને પૂર્ણ રૂપે ગ્રહણ કરી શકતી નથી. ओए

રાગદ્વેષ રહિત નિર્મળ જ્ઞાની , સર્વજ્ઞ अपइठ्ठाणस्स = અપ્રતિષ્ઠાનરૂપ સિદ્ધના સ્વરૂપને અથવા સમસ્ત લોકસાર અધ્ય–પ , ઉ : 6

218 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ લોકાલોક સ્વરૂપના જ્ઞાતા છે.

સિદ્ધ ભગવાન અરૂપી , નિરંજન , નિરાકાર હોવાથી લાંબા , ટૂંકા , ગોળ , ત્રિકોણ , ચોરસ આદિ નથી , તેને કોઈ વર્ણ , ગંધ , રસ , સ્પર્શ નથી , શરીર નથી , લેશ્યા નથી , જન્મમરણ નથી , કર્મસંગ કે કર્મબંધ નથી. ત્યાં સ્ત્રી , પુરુષ કે નપુંસકના ભેદ નથી. તે જ્ઞાન સ્વરૂપ ચૈતન્યવાન છે , જ્ઞાનભાવમાં જ રહે છે. તેના માટે સ્થૂલ જગતમાં કોઈ ઉપમા નથી તેથી તેઓ અનુપમ છે. તે અરૂપી સ્વરૂપ છે , અપદ છે. આ રીતે તેઓ શબ્દાદિથી રહિત , અરૂપી આત્મસ્વરૂપ છે. સૂત્રના અંતમાં કેટલાક શબ્દોનું પુનરાવર્તન થયેલ છે, તે ઉપસંહારરૂપ છે.

ओए :–' ओज ' एकोऽशेषमलकलंक रहित :- સમસ્ત પાપરૂપ મેલ અથવા કર્મરૂપ કલંકથી રહિત એવા સિદ્ધ ભગવાન કેવળ આત્મસ્વરૂપમાં સ્થિત છે.

अपइठ्ठाणस्स खेयण्णे :- ટીકાકારે આ શબ્દના ત્રણ પ્રકારે અર્થ કર્યા છે. (1) શરીર , મન અને કર્મનું જ્યાં પ્રતિષ્ઠાન–અવસ્થાન નથી એવા મોક્ષસ્વરૂપના જાણકાર છે. (ર) અપ્રતિષ્ઠાન નરકાવાસ જીવોની સ્થિતિ , તેના દુઃખસ્વરૂપને જાણનારા. (3) અપ્રતિષ્ઠાન નરકાવાસ લોકનાડીના છેલ્લે સ્થિત છે , તેને જાણવાનો મતલબ સમસ્ત લોક સ્વરૂપને જાણનાર. તાત્પર્ય એ છે કે સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ , સર્વદર્શી છે માટે સંસારના અને મોક્ષના સ્વરૂપને જાણે , જુએ છે. તેઓ મોક્ષ સ્વરૂપને , સંસારથી મુક્ત થવાના ઉપાયોને જાણે છે. खेयण्णे શબ્દ જાણવાના અર્થમાં પ્રયુક્ત છે. તેનું તાત્પર્ય એ છે કે તેઓ સંસારના અને મોક્ષના સ્વરૂપને જાણવામાં કુશળ છે , નિપુણ છે , દક્ષ છે.

परिण्णे सण्णे :- ટીકાકારે આ બંને શબ્દોનો અર્થ આ પ્રમાણે કર્યો છે– ( 1) सण्णेસામાન્યતઃ सम्यग् जानाति पश्यतीति संज्ञः , ज्ञानदर्शन युक्त इत्यर्थः । પદાર્થને સામાન્ય રૂપે જાણનારા જોનારા તે સંજ્ઞ કહેવાય છે. (ર) परिसमन्ताद्विशेषतो जानातीति परिज्ञः સર્વપ્રકારે પદાર્થોના વિશેષરૂપે જ્ઞાતા પરિજ્ઞ કહેવાય છે.

છઠ્ઠો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :– વિષયભોગોથી નિવૃત્ત થવા અને આત્માભિમુખ બનવા માટે સમજણ પૂર્વકનું ચારિત્ર–સંયમ આવશ્યક છે. સંયમ પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્તિ કરાવે છે. તે નિવૃત્તિ જ આત્મિક બળને વધારે છે. દરેક કાર્યમાં સંયમ જરૂરી છે. જીવન ઉપયોગી વસ્તુઓમાં પણ આસક્તિ કે મમત્વ ન રહે તેની કાળજી રાખવી જરૂરી છે. જ્યાં પરિગ્રહની વૃત્તિ છે ત્યાં સંસાર છે. ત્યાગના માર્ગમાં પણ જો વૃત્તિ ઉપર વિજય ન મેળવ્યો તો વિકલ્પોના વંટોળમાં સાધક અટવાઈ જાય છે. તેનો ત્યાગ જો સ્વાધીનતા પૂર્વકનો હોય તો સફળ નીવડે છે પરંતુ તેમાં જો સ્વચ્છંદતા આવી જાય તો તે પતનનું કારણ બને છે. સ્વચ્છંદતામાં આત્મા વૃત્તિઓને આધીન થાય છે જેથી અનિયમિતતા , જડતા અને ઉચ્છૃંખલતા આવે છે. આવા દુર્ગુણો ન આવી જાય માટે 219

ગુરુકુળવાસ પ્રસંશનીય અને આદરણીય છે. મન અને ઈન્દ્રિયોની ચંચળતાને કારણે નિમિત્તો મળતા આત્મા તેને આધીન ન થઈ જાય માટે જલાશય સ્વરૂપ ગુરુવર્યનું સાનિધ્ય શ્રેષ્ઠ છે. ગુરુના સાનિધ્યે સાધક રાગદ્વેષનો નાશ કરી સ્વમાં સ્થિત થાય છે.

જીવાજીવનો જ્ઞાતા લોક પર વિજય મેળવવા સર્વ પ્રકારના પરીષહોને સહી સમજણ પૂર્વક લોકના સારભૂત અનુપમ , અરૂપી આત્માની અકર્માવસ્થાને પ્રાપ્ત કરે છે.

લોકસાર અધ્ય–પ , ઉ : 6

ા અધ્યયન–પ/6 સંપૂર્ણા 220 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પરિચય છઠ્ઠું અધ્યયન આ અધ્યયનનું નામ 'ધૂત ' છે.

'ધૂત ' એટલે શુદ્ધ કરવું. વસ્ત્રાદિ ઉપરથી ધૂળાદિને ખંખેરીને , તેને સ્વચ્છ કરી દેવું તે દ્રવ્યધૂત કહેવાય છે. જેનાથી આઠ પ્રકારના કર્મો ખરી જાય– ખંખેરાઈ જાય છે , તે ભાવધૂત છે.द्रव्यधुतं वत्थादि, भावधुयं कम्ममठ्ठविहं ।( આચા. નિર્યુક્તિ. ગા. 250.)

ત્યાગ અને સંયમ દ્વારા કર્મો ખરી જાય છે માટે ત્યાગ સંયમને ભાવધૂત કહેવામાં આવે છે.

સંક્ષેપમાં કહીએ તો 'ધૂત'નો અર્થ છે કર્મરજથી રહિત નિર્મળ આત્મા અથવા સંસારવાસનો ત્યાગી અણગાર.

આ અધ્યયનમાં વિભિન્ન દષ્ટિકોણથી સ્વજન , સંગ , ઉપકરણાદિ વિવિધ પદાર્થોના ત્યાગનું પ્રતિપાદન કર્યું છે તેથી આ અધ્યયનનું નામ 'ધૂત ' રાખવામાં આવ્યું છે. धूतं संगाणां त्यजनम्, तत्प्रतिपादकमध्ययनं धूतम् ।( ઠાણાંગ વૃત્તિ સ્થાન. 9.)

સાધક સંસારવૃક્ષનાં બીજરૂપ કર્મબંધનનાં અનેક કારણોને જાણીને , તેમનો ત્યાગ કરે અને કર્મોથી સર્વથા મુક્ત બને , આ જ આ અધ્યયનનો ઉદ્દેશ છે.

આ ધૂત અધ્યયનનાં પાંચ ઉદ્દેશક છે. પ્રત્યેક ઉદ્દેશકમાં ભાવધૂતના સૂત્રોનું જુદા જુદા દષ્ટિકોણથી સંકલન કરવામાં આવ્યું છે.

પ્રથમ ઉદ્દેશકમાં ધર્મોપદેશ સાંભળીને ત્યાગી બનનારાઓનું અને સંસારમાં રહીને અનેક રોગાંતક પ્રાપ્ત કરીને દુઃખી થનારા જીવોનું વર્ણન છે. તે સિવાય સંયમ સ્વીકારવાનો અને તેમાં સ્થિર રહેવાનો ઉપદેશ છે.

બીજા ઉદ્દેશકમાં સંયમ સ્વીકાર કરીને કામભોગોની ઈચ્છાથી સંયમ પતિત થનારાઓનું અને તેની સાથે જ સંયમમાં દઢ રહીને કષ્ટ , ઉપસર્ગોને સહન કરનાર સાધકોનું વિસ્તૃત વર્ણન છે. અંતે એકલવિહારચર્યા વડે પણ ઉત્તમ આરાધના કરનાર પ્રશસ્ત સાધકોનું સૂચન કર્યું છે.

ત્રીજા ઉદ્દેશકમાં સંયમ સાધનામાં પણ અચેલ સાધનાનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. દીર્ઘસંયમીની સાધનાની વિશેષતા સમજાવીને શિષ્ય પ્રતિ તેમના કર્તવ્યનું કથન છે.

ચોથા ઉદ્દેશકમાં ગુરુ દ્વારા કર્તવ્ય પાલન કરવા છતાં શિષ્યની અવિનીતતા , ધીઠતા અને સંયમથી 221

અધઃપતનનું વિવિધ પ્રકારે વિસ્તૃત વર્ણન કર્યું છે. અંતે પંડિત સાધકોને આગમાનુસાર વિચરણ કરવાની હિતશિક્ષા આપી છે.

પાંચમા ઉદ્દેશકમાં સંયમીની સહનશીલતાનું કથન કરીને , ઉપદેશ આપવાની પદ્ધતિ અને ઉપદેશના વિષયોનો નિર્દેશ કર્યો છે. ત્યાર પછી સંયમમાં દઢ રહેવાનો , કષાયમુક્તિનો અને અંતે શરીરના મમત્વનો ત્યાગ કરીને પાદપોપગમન પંડિત મરણ પ્રાપ્ત કરવાનો ઉપદેશ છે.

આ પ્રમાણે આ સંપૂર્ણ અધ્યયનમાં મુખ્યત્વે ધૂત એટલે સંયમી સાધકોને કર્મ ક્ષય સંબંધી વિભિન્ન માર્ગદર્શન છે.

ધૂત 222 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ

      

      છઠ્ઠું અધ્યયન–ધૂત પહેલો ઉદ્દેશક

વક્તા અને શ્રોતાનો પરિબોધ :

ओबुज्झमाणे इह माणवेसु आघाइ से णरे । जस्स इमाओ जाईओ सव्वओ सुपडिलेहियाओ भवंति , आघाइ से णाणमणेलिसं । से किट्टइ तेसिं समुठ्ठियाणं णिक्खित्तदंडाणं समाहियाणं पण्णाणमंताणं इह मुत्तिमग्गं । શબ્દાર્થ :– इह = આ લોકમાં , ओबुज्झमाणे = સંસાર અને તેના કારણને જાણનાર , माणवेसु = મનુષ્યોને, आघाइ = ઉપદેશ આપે છે, से = તે, णरे = મનુષ્ય,जस्स= જેણે, इमाओ = આ, जाईओ = એકેન્દ્રિયાદિ જાતિઓ , सव्वओ = સર્વ પ્રકારે,सुपडिलेहियाओ = સારી રીતે જાણેલ , भवंति = હોય છે, आघाइ = કથન કરે છે,अणेलिसं = અનુપમ , णाणं = જ્ઞાનનું.

किट्टइ = ઉપદેશ આપે છે , तेसिं = તેઓને , समुठ्ठियाणं = ધર્માચરણ માટે ઉત્થિત–ઉદ્યત, णिक्खित दंडाणं = દંડરૂપ હિંસાનો ત્યાગ કરીને , समाहियाणं = સમાધિને પ્રાપ્ત છે , સંયમિત–તપ, સંયમમાં પ્રવૃત્ત , पण्णाणमंताणं = જ્ઞાન સંપન્ન , मुत्तिमग्गं = મુક્તિમાર્ગનો.

ભાવાર્થ :– આ મનુષ્યલોકમાં ધર્મના સ્વરૂપને સમજનાર પુરુષ માનવ મેદનીને ધર્મનો ઉપદેશ આપે છે.

જેણે જન્મ મરણના સ્થાનો સર્વ પ્રકારે જાણી લીધા છે , તે જ અનુપમ જ્ઞાનનું સારી રીતે કથન કરે છે અર્થાત્ જ્ઞાનસભર સુંદર ઉપદેશ આપી શકે છે.

જે જિજ્ઞાસુ વ્યક્તિ ઉપદેશ સાંભળવા માટે ઉદ્યત છે ; મન , વચન , કાયાના દંડથી સંયમિત છે ; જે સમાધિને પ્રાપ્ત છે , એકાગ્રચિત છે તથા બુદ્ધિમાન છે ; તેઓને સંબુદ્ધ(જ્ઞાની) પુરુષ મુક્તિમાર્ગનો ઉપદેશ આપે છે.

વિવેચન :

आघाइ से णरे :- આ વાક્યથી શાસ્ત્રકારે જૈનધર્મના એક મહાન સિદ્ધાંત તરફ સંકેત કર્યો છે. ધર્મનું , જ્ઞાનનું કે મોક્ષમાર્ગ વિષયક તત્ત્વજ્ઞાનનું નિરૂપણ જ્ઞાની પુરુષ દ્વારા જ કરવામાં આવે છે , તેથી તે નિરૂપણ 1

223

અપૌરુષેય નથી. અરિહંત ભગવાન પોતાના કેવળજ્ઞાનના પ્રકાશમાં એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓની જાતિઓ , સૂક્ષ્મ–બાદર , પર્યાપ્ત– અપર્યાપ્તાદિ સમસ્ત જીવના સ્વરૂપને સ્પષ્ટરૂપે જાણે છે અને પ્રાણીઓના હિત માટે સમવસરણમાં ધર્મનું પ્રતિપાદન કરે છે. તીર્થંકર પ્રભુની વાણીના આધારે શ્રુતજ્ઞાની એવા મુનિઓ અનુપમ , અસાધારણ જ્ઞાનનું કથન કરી શકે છે. સંક્ષેપમાં જિનવાણી અપૌરુષેય નથી પરંતુ જિનેશ્વવરો દ્વારા કથિત છે.

आघाइ से णाणमणेलिसं :- પૂર્વે કહ્યાં તે વિશિષ્ટજ્ઞાની અનુપમ જ્ઞાનનું પ્રતિપાદન કરે છે .

વૃત્તિકારના કથન અનુસાર તે અનન્ય જ્ઞાન આત્માનું જ હોય છે , તેના પ્રકાશમાં શ્રોતાને જીવ અજીવાદિ નવ તત્ત્વોનો સમ્યક્ બોધ થઈ જાય છે. અનુપમ શબ્દ અસદશ , સુંદર અર્થમાં પ્રયુક્ત છે તેથી આ સૂત્રાંશનું તાત્પર્ય એ છે કે તે લોક સ્વરૂપના જ્ઞાતા ઉપદેશક શ્રેષ્ઠ ધર્મનું , સંયમધર્મનું કથન કરે છે.

અનુપમ જ્ઞાનધારા જે શ્રોતાઓ માટે પ્રવાહિત કરવામાં આવે છે તે જ્ઞાન શ્રવણના પિપાસુ શ્રોતાઓએ ચાર ગુણોથી સંપન્ન થવું આવશ્યક છે , તે આ પ્રમાણે છે– (1) સમુત્થિત– જેનો આત્મા ધર્મશ્રવણ માટે કે ધર્મ આચરણ માટે ઉદ્યમવંત થયો છે (ર) નિક્ષિપ્ત દંડ– હિંસાદિ પાપની પ્રવૃત્તિઓ છોડીને ધર્મશ્રવણ માટે આતુર છે (3) સમાધિભાવમાં સ્થિત છે અર્થાત્ જે સ્વસ્થમનથી ધર્મશ્રવણનો ઈચ્છુક છે (4) પ્રજ્ઞાવાન– જે હિતાહિતનો વિવેક સમજી શકે છે તે ઉપદેશને યોગ્ય શ્રોતા છે.

समुठ्ठियाणं :- ધર્મના આચરણ માટે જે સમ્યક્ પ્રકારે ઉદ્યમવંત હોય તે સમુત્થિત કહેવાય છે. વૃત્તિકારે અહીં સમુત્થિતના દ્રવ્ય અને ભાવથી બે પ્રકાર કહ્યા છે– શરીરથી ઉત્થિત તે દ્રવ્ય સમુત્થિત છે અર્થાત્ ધર્મ સાંભળવા માટે શ્રોતાએ શરીરથી પણ જાગૃત થવું આવશ્યક છે. જ્ઞાનાદિથી ઉત્થિત તે ભાવથી સમુત્થિત છે. જ્ઞાનીપુરુષ દ્રવ્ય અને ભાવથી ઉત્થિત વ્યક્તિઓને ધર્મનો ઉપદેશ આપે છે.

પાત્ર પ્રમાણે પરિણમન :

एवं एगे महावीरा विप्परक्कमंति । पासह एगेऽवसीयमाणे अणत्तपण्णे । શબ્દાર્થ :– एवं = આ પ્રમાણે , ઉપદેશ સાંભળીને , विप्परक्कमंति = સંયમમાં પરાક્રમ કરે છે, अवसीयमाणे = સંયમમાં કલેશને પ્રાપ્ત કરતાં , अणत्तपण्णे = આત્મકલ્યાણની બુદ્ધિથી રહિત હોય છે.

ભાવાર્થ :– પૂર્વ સૂત્રોક્ત શ્રેષ્ઠ ધર્મોપદેશ સાંભળીને કોઈ હળુકર્મી મહાન વીરપુુરુષ સંયમમાં પરાક્રમ કરે છે તથા હે શિષ્ય ! તેમને પણ જો કે જે આત્મજ્ઞાનથી રહિત છે , તેઓ સંયમમાં વિષાદ પામી રહ્યા છે, દુઃખી થઈ રહ્યા છે.

આત્મઉત્થાન રહિત પ્રાણીની ઉપમા :

से बेमि–से जहा वि कुम्मे हरए विणिविठ्ठचित्ते पच्छण्णपलासे, उम्मग्गं से णो लहइ । भंजगा इव सण्णिवेसं णो चयंति । एवं एगे 2

3

ધૂત અધ્ય–6 , ઉ : 1

224 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ अणेगरूवेहिं कुलेहिं जाया । रूवेहिं सत्ता कलुणं थणंति , णियाणओ ते लहंति मोक्खं । શબ્દાર્થ :– से बेमि = તે હું કહું છું , जहा वि = જેમ , कुम्मे = કાચબો , हरए = તળાવમાં, विणिविठ्ठचित्ते = પોતાના ચિત્તને જોડીને રહે છે , पच्छण्णपलासे = કમળના પાંદડાઓથી ઢાંકેલ, उम्मग्गं = નીકળવાના માર્ગને , णो लहइ = પ્રાપ્ત કરતો નથી , भंजगा इव = જેમ વૃક્ષ , सण्णिवेसं = પોતાના સ્થાનને , णो चयंति = છોડતું નથી , अणेगरूवेहिं = અનેક પ્રકારના , कुलेहिं = કુળોમાં, जाया = ઉત્પન્ન થયેલ , रूवेहिं = રૂપોમાં , વિષયોમાં , सत्ता = આસક્ત થતા , कलुणं थणंति = કરુણ રુદન કરે છે પણ , णियाणओ = પોતાના કર્મથી , ते = તેઓ , लहंति = પ્રાપ્ત કરતા નથી , मोक्खं = મુક્તિને.

ભાવાર્થ :– હું કહું છું. (સુધર્મા સ્વામી જંબૂસ્વામીને કહે છે) જેમ કોઈ સરોવર હોય , તે સેવાળ અને કમળપત્રોથી ઢંકાયેલું હોય અને તેમાં રહેલ કાચબો ઉપર આવવાની ઈચ્છાથી વ્યાકુળ હોવા છતાં ક્યાંય છિદ્ર કે પ્રકાશ આવતો ન હોવાથી તે ઉપર આવવાનો રસ્તો મેળવી શકતો નથી ; જેમ વૃક્ષ અનેક પ્રકારની ઠંડી , તાપ , તોફાન તથા પ્રહારોને સહેવા છતાં પોતાની જગ્યાને છોડતું નથી , તેમ આ સંસારમાં કેટલાંક લોકો એવા છે જે અનેક સાંસારિક કષ્ટ , યાતના , દુઃખાદિને વારંવાર પ્રાપ્ત થવા છતાં ગૃહસ્થવાસને છોડતા નથી.

આ રીતે કોઈ ભારે કર્મી જીવો અનેક કુળોમાં જન્મ ગ્રહણ કરીને રૂપાદિ વિષયોની આસક્તિને લીધે ગૃહવાસને છોડતાં નથી , અનેક પ્રકારના કાયિક , માનસિક દુઃખોને ભોગવતાં કરુણ આક્રંદ કરે છે, છતાં દુઃખોના કારણભૂત કર્મોથી મુક્ત થઈ શકતા નથી.

વિવેચન :

આત્મજ્ઞાનથી રહિત પૂર્વાગ્રહ તથા પૂર્વાધ્યાસથી ગ્રસિત(વ્યાપ્ત) બનેલાની કરુણદશાનું વર્ણન કરતા શાસ્ત્રકારે બે રૂપકો બતાવ્યા છે–

(1) સેવાળ :– એક વિશાળ સરોવર હતું. અતિ સેવાળ અને કમળ પત્રોથી તે ઢંકાયેલું રહેતું હતું. નાના–

મોટા અનેક પ્રકારના જળચર જીવો તેમાં રહેતાં હતાં. એકવાર સંયોગવશ તે સઘન સેવાળમાં એક નાનું એવું છિદ્ર થઈ ગયું. પારિવારિક જનોથી છૂટો પડેલો એક કાચબો રખડતો રખડતો તે છિદ્ર પાસે આવી ગયો. તેણે છિદ્રમાંથી ગર્દન બહાર કાઢી , આકાશ તરફ જોતા તે આશ્ચર્ય પામ્યો. નીલગગનમાં નક્ષત્ર અને તારાઓને ચમક્તા જોઈને તે આનંદમાં લીન થઈ ગયો. તેણે વિચાર્યું– આવું અનુપમ દશ્ય મારા પરિવારજનોને હું બતાવું. કાચબો પરિવારને બોલાવવા ગયો. ઊંડા પાણીમાં જઈને પરિવારજનોને તે અનુપમ દશ્યની વાત કહી. પરિવારજનોને પહેલાં તો તેમાં વિશ્વાસ બેઠો નહિ , પછી તેના આગ્રહને વશ થઈને છિદ્રને શોધવા ચાલ્યા પરંતુ આટલા મોટા સરોવરમાં તે છિદ્રને શોધી શક્યા નહિ , છિદ્ર તેમને મળ્યું નહિ.

તે જ રીતે સંસાર એક મહાન સરોવર છે , પ્રાણી એક કાચબો છે. કર્મ અને અજ્ઞાનરૂપી સેવાળથી 225

સરોવર ઢંકાયેલું છે. કોઈ શુભ સંયોગવશ સમ્યક્ત્વરૂપી છિદ્ર પ્રાપ્ત થઈ જાય અને સંયમ સાધનાના આકાશમાં ચમકતા શાંતિ આદિ નક્ષત્રોને જોઈને તેને આનંદ થાય. પરંતુ પરિવારના મોહના કારણે તે અવસરને ચૂકી જાય છે. હાથમાંથી ગયેલો તે અવસર ફરી પ્રાપ્ત થતો નથી અને માનવી ખેદ ખિન્ન થઈ જાય છે. સંયમરૂપ આકાશનું દર્શન ફરી દુર્લભ થઈ જાય છે.

(ર) વૃક્ષ :– ઠંડી , ગરમી , આંધી , વર્ષાદિ પ્રાકૃતિક આપત્તિઓ તથા ફળ , ફૂલ તોડવાની ઈચ્છાવાળાઓ દ્વારા જે પીડા , યાતના , પ્રહારાદિ થાય છે તેને સહન કરતું વૃક્ષ પોતાના સ્થાનમાં સ્થિર રહે છે , તે સ્થાનને છોડી શકતું નથી. તેવી જ રીતે ગૃહવાસમાં રહેલો મનુષ્ય અનેક પ્રકારના દુઃખો , પીડાઓ , સોળ મહારોગોથી ઘેરાવા છતાં તે મોહમૂઢ બનેલો , દુઃખના સ્થાન સ્વરૂપ ગૃહવાસનો ત્યાગ કરી શકતો નથી.

પહેલું ઉદાહરણ એકવાર સત્યનું દર્શન કરીને ફરી મોહમૂઢ બનેલા અવસર ભ્રષ્ટ આત્માનું છે.

જે પૂર્વાધ્યાસ કે પૂર્વસંસ્કારના કારણે સંયમ માર્ગનું દર્શન કરી તે માર્ગથી ચલિત થઈ ગયા છે.

બીજું ઉદાહરણ જેઓએ હજુ સુધી સત્યદર્શન કર્યું નથી , તેનાથી દૂર છે , તેવા અજ્ઞાનગ્રસ્ત ગૃહવાસમાં આસક્ત આત્માનું છે.

બંને પ્રકારના મોહમૂઢ પુરુષ કેવળી પ્રરૂપિત ધર્મ પામવાના તથા આત્મકલ્યાણ કરવાના અવસરથી વંચિત રહી જાય છે અને સંસારનાં દુઃખોથી દુઃખી થઈ જાય છે.

જેમ વૃક્ષ દુઃખ પામવા છતાં તેનું સ્થાન છોડતું નથી , તેમ પૂર્વ સંસ્કાર , પૂર્વાગ્રહ , મિથ્યાદષ્ટિ, કુળનું અભિમાન , સાંપ્રદાયિક અભિનિવેશાદિની પકડના કારણે સંસારમાં અનેક પ્રકારનાં કષ્ટોને પામીને પણ તેને તે છોડી શકતા નથી.

વ્યાધિગ્રસ્ત પ્રાણીજગત :

अह पास तेहिं क‘लेहिं आयत्ताए जाया–

गंडी अदुवा कोढी , रायंसी अवमारियं । काणियं झिमियं चेव , क‘णियं खुज्जियं तहा ॥1॥ उयरिं पास मूयं , सूणियं गिलासिणिं । वेवइं पीढसप्पिं , सिलिवयं महुमेहणिं ॥2॥ सोलस एते रोगा , अक्खाया अणुपुव्वसो । अह णं फुसंति आयंका , फासा असमंजसा ॥3॥ શબ્દાર્થ :– अह = હવે , तेहिं कुलेहिं = તે કુળોમાં , आयत्ताए = પોતાના કર્મોનું ફળ ભોગવવા 4

ધૂત અધ્ય–6 , ઉ : 1

226 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ માટે , जाया = ઉત્પન્ન થયેલા પુરુષોને , अक्खाया = કહ્યા છે , अणुपुव्वसो = ક્રમથી , अह = , णं फुसंति= પ્રાણીઓને ઉત્પન્ન થાય છે,आयंका= આતંક,फासा= બીજા દુઃખ,असमंजसा= જીવનનો જલદી નાશ કરનાર શૂળ આદિ રોગ.

ભાવાર્થ :– હે શિષ્ય ! તું જો કે તે મોહ–મૂઢ મનુષ્ય વિવિધ કુળોમાં પોત–પોતાનાં કરેલાં કર્મોનાં ફળને ભોગવવા માટે નીચે આપેલા રોગોથી ઘેરાઈ જાય છે– જેમ કે (1) કંઠમાળ (ર) કોઢ (3) ક્ષય (4)

અપસ્માર(મૂર્ચ્છા) (પ) કાણાપણું (6) જડતા (અંગોપાંગની શૂન્યતા) , લકવા, (7) ઠૂંઠાપણું (8)

કૂબડાપણું (9) પેટની બીમારી (જલોદર , આફરો , પેટ શૂળાદિ) (10) મૂંગાપણું (11) સોજા (12)

ભસ્મક રોગ (13) કંપવા (14) લંગડાપણું (15) હાથી પગો અને (16) મધુમેહ(ડાયાબિટીઝ). આ સોળ રોગ ક્રમથી કહેવામાં આવ્યા છે.

ક્યારેક જીવનનો નાશ કરનાર એવા આતંક(દુઃસાધ્ય રોગ) અને બીજા અનિષ્ટકારી દુઃખોને પ્રાપ્ત કરે છે.

વિવેચન :

आयत्ताए :- આસક્તિમાં ફસાયેલા જે માનવી ધર્મનું આચરણ કરી શકતા નથી , તે મોહ અને વાસનામાં ગૃદ્ધ બનીને કર્મોને એકઠા કરે છે. તે કર્મોના ત્રણ પ્રકાર છે– (1) વર્તમાનમાં કરવામાં આવતાં કર્મ (ર)

પૂર્વ સંચિત સત્તામાં રહેલાં કર્મ (3) ઉદયમાં આવેલા કર્મ , ભોગવાતાં કર્મ.

વર્તમાનમાં જે કર્મ કરવામાં આવે છે , તે જ સંચિત થાય છે અને તે જ ભવિષ્યમાં પ્રારબ્ધના રૂપે ઉદયમાં આવે છે. કરેલાં કર્મ જ્યારે અશુભરૂપે ઉદયમાં આવે છે ત્યારે જીવો તેના ફળથી અત્યંત દુઃખી થાય છે. આ સૂત્રમાં आयत्ताए શબ્દથી શાસ્ત્રકારે સ્વકૃત કર્મનો સિદ્ધાંત સ્પષ્ટ કરેલ છે કે પ્રાણી પોતાનાં કરેલાં કર્મથી જ વિવિધ પ્રકારે દુઃખી થાય છે , વિવિધ રોગોને પ્રાપ્ત કરે છે. બીજાનાં કરેલાં કર્મ બીજાને ક્યારે ય ભોગવવાં પડતાં નથી.

गंडी अदुवा :- આ સૂત્રમાં સોળ મહારોગોનાં નામ બતાવ્યા છે , જે પ્રાયઃ લોકમાં પ્રચલિત છે. આ સોળ રોગોનાં નામ ઉપાસકદશાંગ સૂત્ર , વિપાક સૂત્ર વગેરે અનેક સૂત્રોમાં છે. વર્તમાનમાં કેન્સર , ટી.બી.

હાર્ટએટેક વગેરે વિવિધ નામોથી ઘણા રોગો પ્રસિદ્ધ છે , તે સર્વનો સમાવેશ આ સોળમહારોગમાં થઈ જાય છે.

फासा असमंजसा :- જેને ધૂતવાદનું તત્ત્વજ્ઞાન(આત્મજ્ઞાન) પ્રાપ્ત થતું નથી , તે પોતાના અશુભ કર્મોના ફળ સ્વરૂપ પૂર્વોક્ત સોળ તથા અન્ય અનેક રોગોનો ભોગ બને છે. ચૂર્ણિકારે અહીં ત્રણ પાઠ કહ્યાં છે– (1) फासा असमंजसा = ઊલટું–સુલટું , જેનો પરસ્પર કોઈ મેળ બેસતો ન હોય , એવા દુઃખનો અનુભવ. (2) फासा असमंतिया = જે સ્પર્શો પહેલાં ક્યારે ય અનુભવાયા ન હોય , એવા અપ્રત્યાશિત પ્રાપ્ત સ્પર્શ (3) फासा असमिता = વિષમ સ્પર્શ, તીવ્ર , મંદ કે મધ્યમ દુઃખ સ્પર્શ. આકસ્મિક રૂપે થનાર દુઃખોનો સ્પર્શ જ અજ્ઞાની માનવને વધુ 227

પીડિત કરે છે.

દુઃખમય પ્રાણીઓની કરુણતા :