This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

195

સમિતિના પાલનની સૂચના કરી છે. તે છ પ્રક્રિયાઓ આ છે– (1) ગમન (ર) આગમન (3) અંગોપાંગ સંકોચવા (4) અંગોપાંગ ફેલાવવા (પ) વળાંક લેવો (6) પ્રમાર્જન કરવું. આ સમસ્ત ક્રિયાઓ અને બીજી પણ સંયમ જીવનની દરેક કાયાની પ્રવૃત્તિમાં ઈર્યા સમિતિનું પાલન કરવું અર્થાત્ જોઈ , જાણી તે પ્રવૃત્તિઓ કરવી. આ પ્રવૃત્તિઓમાં ઈર્યા સમિતિનો વિવેક ન રાખવાથી જીવ વિરાધના થાય છે અને પહેલું અહિંસા મહાવ્રત દૂષિત થાય. માટે जयं विहारी આદિ ચાર શબ્દોથી ચિત્તની એકાગ્રતા તથા પ્રાણીઓની રક્ષા કરતા વિવેકપૂર્વક ગમનાગમન કરવાનો ઉપદેશ છે. અહિં ગુરુ સાનિધ્યમાં અભ્યાસ રૂપે એક ઈર્યા સમિતિનું કથન કરવામાં આવ્યું છે. તેના ઉપલક્ષણથી શેષ ચાર સમિતિ અને સમસ્ત સંયમ વિધિઓનું તથા શ્રુતજ્ઞાનનું અધ્યયન ગુરુ સાંનિધ્યમાં કરવાનું સમજી લેવું જોઈએ.

ઈર્યા સમિતિવંતને લઘુકર્મ બંધ :

एगया गुणसमियस्स रीयओ कायसंफासं समणुचिण्णा एगइया पाणा उद्दायंति , इहलोगवेयणवेज्जावडियं , जं आउट्टिकयं कम्मं तं परिण्णाय विवेगमेइ । एवं से अप्पमाएण विवेगं किट्टइ वेयवी । શબ્દાર્થ :– एगया = ક્યારેક , કોઈ સમયે , गुणसमियस्स = ગુણોથી યુક્ત , ઈર્યા સમિતિની વિધિથી યુક્ત , रीयओ = ઉપયોગ પૂર્વક ચાલતા , ક્રિયા કરતા સાધુના , कायसंफासं समणुचिण्णा = શરીરનો સ્પર્શ થવાથી , एगइया = કોઈ , पाणा = પ્રાણી–જીવજંતુ , उद्दायंति = મરી જાય , इहलोगवेयण वेज्जावडियं = આ ભવમાં કર્મફળ , ભોગવાઈ જાય એવું કર્મ બંધાય , जं = જે , आउट्टिकयं–कम्म = જાણી બુઝીને જીવહિંસા કરવાથી કર્મ બંધાય , तं परिण्णाय = તેને જાણીને , विवेगमेइ = વિવેક કરે, વિવેક પ્રાપ્ત કરે , પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધિ થાય , एव = આ પ્રમાણે , अप्पमाएण = અપ્રમાદ અર્થાત્ પ્રાયશ્ચિતથી , विवेग = વિવેક–શુદ્ધિ , किट्टइ = બતાવી દે , वेयवी = આગમજ્ઞાતા , આગમજ્ઞ.

ભાવાર્થ :– આ રીતે યત્નાપૂર્વક પ્રવૃત્તિ કરતાં ગુણયુક્ત અપ્રમત્ત મુનિથી પણ કયારેક શરીરના સ્પર્શથી અનિચ્છાએ પણ કોઈ જીવ પરિતાપ પામે–મરી જાય તો તેને આ ભવમાં વેદવાયોગ્ય જે અલ્પસ્થિતિના કર્મનો બંધ થાય છે અને સંકલ્પપૂર્વક હિંસા કરનારને જે લાંબી સ્થિતિનો કર્મબંધ થાય છે તે બંનેના અંતરને જાણી મુનિ વિવેક પ્રાપ્ત કરે અને યત્નાપૂર્વક દરેક પ્રવૃત્તિ કરે.

આ રીતે આગમવેત્તા મુનિ અપ્રમાદ ભાવોથી યથોચિત્ત પ્રાયશ્ચિતાદિ ગ્રહણ કરે , કર્મબંધનો વિવેક કરી સાંપરાયિક કર્મબંધનો ક્ષય કરે.

વિવેચન :

આ સૂત્રમાં ઈર્યાસમિતિપૂર્વક ગમન કરનાર સાધકના નિમિત્તથી થનારી આકસ્મિક જીવહિંસાના વિષયમાં ચિંતન પ્રસ્તુત કર્યું છે.

4

લોકસાર અધ્ય–પ , ઉ : 4

196 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ જીવ હિંસા એક સમાન થવા છતાં કર્મબંધ એક સરખો થતો નથી , કર્મની સ્થિતી કષાયોની તીવ્રતા , મંદતાનાં પરિણામ અનુસાર થાય છે.

કાયસ્પર્શથી કોઈ જીવની હિંસા કે પરિતાપ થઈ જાય તો આ સૂત્રમાં વૃત્તિકારે હિંસાના પાંચ પરિણામ બતાવ્યાં છે–

(1) શૈલેશી અવસ્થાને(14 મા ગુણસ્થાનને) પામેલા મુનિથી જો કોઈ ત્રસ સ્થાવર પ્રાણીની વિરાધના થાય તોપણ બંધનાં ઉપાદાનકારણ– કષાય અને યોગનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી.(જળમાં સિદ્ધ થતા જીવની અપેક્ષા આ કથન છે.)

(ર) ઉપશાંત મોહ , ક્ષીણમોહ અને સયોગી કેવલીને(અગિયારમા , બારમા , તેરમા ગુણસ્થાનવર્તી જીવોમાં)

સ્થિતિ બંધ નિમિત્તક કષાય નહિ હોવાથી ફક્ત યોગનિમિત્તક બે સમયની સ્થિતિનો કર્મબંધ થાય છે.

(3) અપ્રમત્ત (સાતમાથી દશમા ગુણસ્થાનવર્તી) સાધુને જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ મુહૂર્તની સ્થિતિનું કર્મ બંધાય છે.

(4) વિધિપૂર્વક પ્રવૃત્તિ કરતાં છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત સાધુથી જો ઈચ્છા વિના કોઈ જીવની હિંસા થઈ જાય , તો તેને જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આઠ વર્ષની સ્થિતિનું કર્મબંધ થાય છે , તેથી તે જ ભવમાં તે કર્મોનું વેદન કરીને ક્ષયકરી નાખે છે.

(પ) આગમોક્ત કારણ વિના આકુટ્ટિવશ જો કોઈ જીવની હિંસા થઈ જાય તો તેનાથી પ્રાપ્ત કર્મબંધને તે સમ્યક્ પ્રકારે પરિજ્ઞાત કરીને પ્રાયશ્ચિત્ત દ્વારા ક્ષય કરી શકે છે.

બ્રહ્મચારી સાધકની સ્ત્રીઓ પ્રત્યે પરાઙ્ગમુખતા :

से पभूयदंसी पभूयपरिण्णाणे उवसंते समिए सहिए सया जए । दट्ठुं विप्पडिवेदेइ अप्पाणं , किमेस जणो करिस्सइ ? एस से परमारामो, जाओ लोगंसि इत्थीओ । શબ્દાર્થ :– पभूयदंसी = પ્રભૂતદર્શી , દીર્ઘદષ્ટા , पभूयपरिण्णाणे = વિશિષ્ટ જ્ઞાની , પ્રભૂતજ્ઞાની, સંસારના યથાર્થ સ્વરૂપને જાણનાર,दट्ठुं= સ્ત્રીને જોઈને,विप्पडिवेदेइ= વિચાર કરે છે કે, अप्पाणं = મારા આત્માને , किमेस = શું નુકસાન આ , जणो = સ્ત્રીઓ , करिस्सइ = કરી શકે ? एस = આ તે , से = પુરુષોને , परमारामो = અત્યંત મોહક હોય છે , પરમ રમણીય હોય છે , जाओ = જે.

ભાવાર્થ :– તે અનુભવ સંપન્ન દીર્ધદષ્ટા , વિશિષ્ટ જ્ઞાની , ઉપશાંત , સમિતિ યુક્ત , જ્ઞાનાદિ સહિત, હંમેશાં યત્નશીલ ઈન્દ્રિય વિજેતા અપ્રમત્ત મુનિ, (બ્રહ્મચર્યથી ચલાયમાન કરનાર કે ઉપસર્ગ કરવા માટે ઉદ્યત) સ્ત્રીને જોઈને તત્સંબંધી પ્રતિપક્ષી વૈરાગ્યમય ચિંતન કરે કે ' આ સ્ત્રી મારું શું કરશે ?' અર્થાત્ 5

197

તેનાથી મને શું પ્રયોજન અને એમ પણ વિચારે કે આ લોકમાં જે સ્ત્રીઓ છે તે સામાન્ય પુરુષને અત્યંત મોહ ઉત્પન્ન કરનારી હોય છે. હું તો સહજ આત્મિક સુખથી સુખી છું. સંયમમાં ઉપસ્થિત છું. આ રીતે વિરક્ત થવાની ચિંતવના કરે.

વિવેચન :

આ સૂત્રમાં બ્રહ્મચારી સાધકને દીર્ઘદષ્ટા , જ્ઞાની , ઉપશાંત , સમિત અને યત્ના કરનાર એવા ગુણોથી વિભૂષિત કરી તેને બ્રહ્મચર્યમાં સાવધાન કરવા વિવિધ પ્રકારે માર્ગદર્શન આપ્યું છે.

સર્વપ્રથમ બ્રહ્મચર્યભાવોની સમાધિ માટે સ્ત્રીઓ પ્રતિ વિમુખતાભર્યું ચિંતન કરવાનો નિર્દેશ કર્યો છે. જેમ કે–

-1 दट्ठुं विप्पडिवेदेइ :- સ્ત્રીઓને જોઈને તેના પ્રતિ આકર્ષિત ન થાય પરંતુ વિમુખ ભાવે વૈરાગ્ય યુક્ત ચિંતન કરે અર્થાત્ રાગભાવ ઉત્પન્ન ન થાય , વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય એવા વિવિધ આગમ ચિંતનોને સ્મૃતિ પટપર ઉપસ્થિત કરે.

( ર) किमेस जणो करिस्सइ :- આ સ્ત્રીઓ મારા આત્માનું શું હિત કરશે ? હું તો આત્માર્થી, આત્મગુણવર્ધક છું , તો તેનાથી મને શું લાભ થશે ? આ પ્રકારનું પ્રતિવેદન , પરાઙ્ગમુખતાનું ચિંતન કરે, આત્માને અશુચિ ભાવનાથી ભાવિત કરે.

-3 एस से परमारामो :- કામુક પુરુષો માટે આ લોકમાં સ્ત્રી પરમ રમણીય , પરમ આકર્ષણનું કારણ છે પરંતુ સંયમી આત્માર્થી બ્રહ્મચારી માટે તેના રૂપરંગ , મનોહરતા વગેરે કંઈપણ હિતકારી નથી.

તેઓને સ્ત્રી સંગને કીચડની જેમ સમજી સાવધાનીથી પાર પામે. સ્ત્રીઓ પ્રમાદી લોકો માટે પરમ સુખનું સ્થાન છે. જે કામુક છે , વિષયલોલુપી છે , તે સ્ત્રીઓને સુખનું કારણ માને છે પરંતુ હું તો સંયમ દ્વારા સહજ આત્મસુખને પ્રાપ્ત કરવા ઉદ્યમશીલ થયો છું , આ સ્ત્રીજન મને શું સુખ આપશે ? તે તો મને વિષય સુખોમાં લીન કરીને સંયમધન લૂટીને અસંયમજન્ય દુઃખની પરંપરા જ પ્રાપ્ત કરાવશે.

ચલવિચલ પરિણામોની ચિકિત્સા :

मुणिणा हु एयं पवेइयंउब्बाहिज्जमाणे गामधम्मेहिं अवि णिब्बलासए, अवि ओमोयरियं कुज्जा , अवि उड्ढं ठाणं ठाएज्जा , अवि गामाणुगामं दूइज्जेज्जा, अवि आहारं वोच्छिंदेज्जा , अवि चए इत्थीसु मणं । पुव्वं दंडा पच्छा फासा , पुव्वं फासा पच्छा दंडा । इच्चेते कलहासंगकरा भवंति । पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणाए । त्ति बेमि । શબ્દાર્થ :– मुणिणा = મુનિએ , તીર્થંકરોએ , उब्बाहिज्जमाणे = પીડિત થતાં સાધુ , गामधम्मेहि6

લોકસાર અધ્ય–પ , ઉ : 4

198 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ = ઈન્દ્રિયોના વિષયો અંગે , अवि = અથવા , णिब्बलासए = અંત–પ્રાંત , લુખોસૂકો નીરસ આહાર કરે, ओमोयरियं कुज्जा = ઊણોદરી તપ કરે , उड्ढं ठाणं ठाएज्जा = ઊભા રહીને ધ્યાન કરે , કાયોત્સર્ગ કરે , आहारं वोच्छिंदेज्जा = આહારનો ત્યાગ કરે , इत्थीसु = સ્ત્રીઓથી , मणं चए = મન હટાવી લે , पुव्वं दंडा = પહેલા કષ્ટ થાય , पच्छा = પછી , फासा = સુખ થાય , पुव्वं फासा = પહેલાં સ્ત્રી સ્પર્શ સુખ થાય , पच्छा दंडा = પાછળથી કષ્ટ ભોગવવું પડે , નરકાદિની વેદના , इच्चेते = આ પ્રકારના તે સ્ત્રી સંબંધ, कलहासंगकरा = કલેશ અને કર્મબંધ વધારનાર,भवंति= હોય છે,पडिलेहाए = આ વિચાર કરીને , आगमेत्ता = જાણીને , સમજીને , अणासेवणाए = સેવન નહિ કરવાની, आणवेज्जा = આત્માને આજ્ઞા આપે.

ભાવાર્થ :– ક્યારેક સાધક સ્વયં વાસનાથી પ્રભાવિત થઈ જાય તો તેને માટે તીર્થંકરોએ આ પ્રમાણે ઉપદેશ આપ્યો છે કે ગ્રામધર્મ– ઈન્દ્રિયોના વિષય અંગે પીડિત મુનિ પરિણામોની શુદ્ધિ માટે (1)

લૂખો–સૂકો નીરસ આહાર કરે (ર) ઊણોદરી કરે–અલ્પઆહાર કરે (3) ઊભા રહીને કાયોત્સર્ગ કરે (ઠંડી કે ગરમીમાં ઊભા રહીને આતાપના લે) ( 4) ગ્રામાનુગ્રામ વિહાર કરે (પ) આહારનો ત્યાગ(અનશન) કરે. આમ કોઈ પણ રીતે સ્ત્રી પ્રત્યે આકર્ષિત મનને સંયમ ભાવમાં સ્થિર કરે.

મુનિ વિચાર કરે કે સ્ત્રીના સંગમાં આસક્ત વ્યક્તિને ક્યારેક તે સંયોગ પ્રાપ્ત કરવામાં પહેલાં દુઃખ પ્રાપ્ત થાય છે , પછી ભોગમાં ક્ષણિક સુખની પ્રાપ્તિ થાય છે અથવા ક્યારેક પહેલાં સ્ત્રીસુખ પ્રાપ્ત થઈ જાય તોપણ પછી તેના નિમિત્તે પારિવારિક કષ્ટો અથવા તો જેલ , નરકાદિના દુઃખો મળે છે માટે આ કામભોગ કલેશ , અશાંતિ અને કર્મબંધની વૃદ્ધિ કરાવનારા છે. સ્ત્રીના સંગથી પ્રાપ્ત થનારાં દુષ્પરિણામોનો વિચાર કરીને આગમથી તથા અનુભવથી સમજીને તેનું સેવન નહિ કરવાની આત્માને આજ્ઞા આપે અર્થાત્ સ્ત્રીનો સસંર્ગ નહિ કરવાનો દઢ સંકલ્પ કરે.

વિવેચન :

સાવધાન રહેવા છતાં ક્યારેક કોઈ અસાવધાની થઈ જાય , અથવા સ્વાભાવિક વેદમોહનો પ્રબળ ઉદય થઈ જાય તો તેની ચિકિત્સાની ક્રમિક વિધિ આ સૂત્રમાં બતાવી છે.

કોઈ પણ પરિસ્થિતિમાં અનાચાર સેવન–કુશીલ સેવન તો ન જ કરવું જોઈએ પરંતુ ચલ–વિચલ પરિણામોની ચિકિત્સા આગમોક્ત વિધિથી કરવી જોઈએ. યથા– उवाहिज्जमाणे गामधम्मेहिं જો પ્રબળ રૂપે કાય પરિચારણાની ઈચ્છા થાય , ચિત્ત વ્યાકુળ બને , કુશીલ સેવન માટે તેનું અંતઃકરણ વ્યગ્ર બની જાય , ત્યારે શીઘ્રતાથી નિમ્નોક્ત ઉપાયોનું સેવન કરવું જોઈએ.

-1 अवि णिब्बलासए :- આ પ્રથમ પ્રકારના ઉપચારમાં ભોજ્ય પદાર્થોમાં અત્યંત સામાન્ય પદાર્થ ગ્રહણ કરે , મનોજ્ઞ આહારનો ત્યાગ કરીને અલ્પ દ્રવ્યોનો જ આહાર કરે. શરીરને માત્ર ટકાવવા માટે લુખો સૂકો નીરસ , વિગયરહિત આહાર કરે જેથી શરીરમાં ધાતુઓની પુષ્ટી ન થાય , તો કામોત્તેજના શાંત થઈ શકે છે.

( ર) अवि ओमोयरियं कुज्जा :- બીજા ઉપચારમાં અલ્પ ભોજન–ઊણોદરી કરે.નિરંતર ઘણા 199

દિવસ સુધી ભૂખથી ઓછો આહાર કરે.

-3 उड्ढं ठाणं ठाएज्जा :- ત્રીજા ઉપચારમાં નિરંતર અધિકથી અધિક સમય સુધી ઊભા રહે કે બેસે પણ સૂવે નહીં. તાત્પર્ય એ છે કે બ્રહ્મચર્યની સાધના માટે સાધકે સુખશીલતાનો ત્યાગ કરવો જરૂરી હોય છે. ઊભા રહી કાયોત્સર્ગ કરવો તે પણ સુખશીલતાના ત્યાગનો એક પ્રકાર છે. દશવૈકાલિક સૂત્ર અ.ર ગાથા પમાં પણ કામવિજય માટે ઉપદેશરૂપે સુકુમારતા , સુખશીલતા છોડવાનું કહી આતાપના લેવાની પ્રેરણા કરી છે. અહીં પણ કામચિકિત્સાના ક્રમિક ઉપચાર માટે શાસ્ત્રકારે ઊભા રહી કાયોત્સર્ગ કરવાનો ઉપાય બતાવ્યો છે.

-4 अवि गामाणुगामं दुइज्जेज्जा :- ત્યાર પછી ચોથા ઉપચારમાં ગ્રામાનુગ્રામ વિહાર કરે .

( પ) अवि आहारं वोच्छिंदेज्जा :- પાંચમા ઉપચારમાં આહારના સંપૂર્ણ ત્યાગરૂપ તપસ્યાનો પ્રારંભ કરે યા આજીવન અનશન કરે.

આ ક્રમિક ઉપચારમાં પહેલાં પહેલાંના ઉપચારથી જો સફળતા ન મળે તો આગળના ઉપચાર કરવા આવશ્યક થઈ જાય અથવા પ્રારંભથી કોઈપણ ઉપચાર કરીને ક્રમશઃ પુરુષાર્થપૂર્વક વાસનાને નિયંત્રિત કરી શકાય છે.

अवि चए इत्थीसु मणं :- કોઈ પણ પ્રકારે સ્ત્રી સેવનની ઈચ્છાથી મનને નિવૃત્ત કરે. સ્ત્રીઓમાં પ્રવૃત્ત મનના પરિત્યાગનો અર્થ મનને સ્ત્રી પ્રત્યેના કામ સંકલ્પથી રોકવાનું છે , મુક્ત કરવાનું છે. કારણ કે કામવાસનાનું મૂળ મનમાં ઉત્પન્ન થયેલ સંકલ્પ જ છે. માટે કહ્યું છે કે–

काम ! जानामि ते मूलं , संकल्पात् किल जायसे । संकल्प करिष्यामि , ततो मे भविष्यसि ॥ – ( આચા. શીલા. ટીકા. પે. 198.)

કામ ! હું તારા મૂળને જાણું છું કે તું સંકલ્પથી ઉત્પન્ન થાય છે. હું સંકલ્પ જ કરીશ નહિ તો પછી તું મારા મનમાં ઉત્પન્ન થઈ શકીશ નહિ.

સ્ત્રીસંપર્ક વર્જન :

से णो काहिए , णो पासणिए , णो संपसारए , णो मामए , णो कयकिरिए , वइगुत्ते अज्झप्पसंवुडे परिवज्जए सया पावं । एयं मोणं समणुवासेज्जासि । त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– णो काहिए = સ્ત્રીકથા કરે નહીં , णो पासणिए = અંગોપાંગ નીરખે નહીં , णो 7

લોકસાર અધ્ય–પ , ઉ : 4

200 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

संपसारए = કામુક ભાવોને પરસ્પર ન પ્રસારે , णो मामए = મમત્વ કરે નહિ , णो कयकिरिए = તેની વૈયાવચ્ચ કરે નહિ , वइगुत्ते = વચન ગુપ્ત રહે , अज्झप्पसंवुडे = મનને સંવૃત કરે , परिवज्जए = છોડે, एयं मोणं = આ મુનિવ્રતનું , समणुवासेज्जासि = સમ્યક્ પાલન કરે.

ભાવાર્થ :– બ્રહ્મચારી સાધક બ્રહ્મચર્યની રક્ષા માટે કામકથા કરે નહિ , સ્ત્રીઓના અંગોપાંગ નીરખે નહિ , કામભાવના યુક્ત–સંકેત કરે નહિ , તેના પર મમત્વ ભાવ રાખે નહિ , પરસ્પરની ક્રિયા પ્રતિક્રિયા કરે નહીં અથવા શરીરની શોભા શુશ્રુષા કરે નહિ , વાણીનો સંયમ રાખે અર્થાત્ વાણીથી કામોત્તેજક આલાપ સંલાપ કરે નહીં , મનને પણ કામવાસનાથી બચાવે અને કુશીલ સેવનરૂપ પાપનો સદા ત્યાગ કરે.

આ પ્રમાણે મુનિભાવને જીવનમાં સમ્યક્ પ્રકારે સ્થિર કરે અર્થાત્ સંયમ તેમજ બ્રહ્મચર્યની સમ્યક્ આરાધનાથી જીવનને પૂર્ણ સુવાસિત કરે. – એમ ભગવાને કહ્યું છે.

।। ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

પૂર્વ સૂત્રમાં મોહોદયથી સંયમ સાધકના થયેલ ચલવિચલ પરિણામોની વિવેકયુક્ત ચિકિત્સાનું કથન કર્યું છે. ત્યાર પછી આ સૂત્રમાં વિવિધ પ્રકારે સ્ત્રી સંપર્ક ન કરવાની ખાસ ભલામણ કરી છે.

से णो काहिए :- બ્રહ્મચારી સાધક સ્ત્રી સંબંધી કથા વિકથા કે કામકથા ન કરે. વાસનાપૂર્ણ દષ્ટિથી સ્ત્રીઓને ન જુએ , પરસ્પર આદાન પ્રદાન દ્વારા સ્ત્રી સંપર્ક વધારે નહીં , મમત્વ કે રાગભાવ રાખે નહીં, શરીરની શોભા વિભૂષા આદિ ન કરે , મૌન કરે અથવા વચનનો વિવેક જાળવે , પરિણામોને સંવૃત્ત કરે, શુભમાં જોડે , અશુભથી દૂર રહે , જ્ઞાન–વૈરાગ્યના સંસ્કારોથી પરિણામોને પવિત્ર રાખે , પાપને છોડે. આ રીતે તે સંયમભાવનું સમ્યક્ પાલન કરે અને નવ વાડ સહિત બ્રહ્મચર્યનું પાલન કરે.

આ ત્રણે ય સૂત્રોમાં જેમ બ્રહ્મચારી સાધક માટે સ્ત્રીથી સાવધાન રહેવાનું વિસ્તૃત વિવેચન કર્યું છે તેમ બ્રહ્મચારિણી સ્ત્રી , સાધ્વી માટે પણ પુરુષથી સાવધાન રહેવાનો સમસ્ત ઉપદેશ પ્રતિપક્ષરૂપે સમજવો જોઈએ. આગમની રચના પુરુષપ્રધાન હોવાને કારણે શાસ્ત્રમાં પુરુષની અપેક્ષાએ કથન હોય છે , છતાં જૈન દર્શનની સાપેક્ષવાદિતાને કારણે ઉભયપક્ષ સમજવું સમીચીન છે.

ા અધ્યયન–પ/4 સંપૂર્ણા પાંચમું અધ્યયન : પાંચમો ઉદ્દેશક સરોવરની ઉપમાથી મહર્ષિની મહત્તા :

से बेमि , तं जहाअवि हरए पडिपुण्णे समंसि भोमे चिठ्ठइ 201

उवसंतरए सारक्खमाणे । से चिठ्ठइ सोयमज्झगए । से पास सव्वओ गुत्ते । पास लोए महेसिणो । जे पण्णाणमंता पबुद्धा आरंभोवरया । सम्ममेयं ति पासह । कालस्स कंखाए परिव्वयंति । त्ति बेमि । શબ્દાર્થ :– अवि = માનો કે કોઈ એક , જેવી રીતે , हरए = તળાવ , पडिपुण्ण = જલથી પરિપૂર્ણ , चिठ्ठइ = સ્થિત છે , समंसि = સમથળ , भोम = ભૂમિભાગ , से चिठ्ठइ = તે સ્થિત છે , सोयमज्झगए = જળ સ્રોતોના મધ્યમાં , सव्वओ = સર્વ તરફથી , गुत्ते = સુરક્ષિત , महेसिणो = મહર્ષી , जे = અને જે, पण्णाणमंता = આગમવિદ્ , पबुद्धा = પ્રબુદ્ધ , आरंभोवरया = આરંભ રહિત , सम्ममेयं ति = તળ ાવ સમાન છે, पासह = જુઓ–જો,कालस्स= સમાધિ મરણની, कंखाए = આકાંક્ષા રાખતાં,परिव्वयंति = સંયમપાલન કરે.

ભાવાર્થ :– હું કહું છું કે જેવી રીતે સમતલ ભૂમિમાં કોઈ નિર્મળ જળથી ભરેલું , જળચર જીવોનું રક્ષણ કરતું જલાશય હોય છે તથા તે જળ આવવાના અનેક જળશ્રોતોની મધ્યમાં સ્થિત હોય છે. તેવી જ રીતે હે શિષ્ય ! તું જો , મહર્ષિ આચાર્ય પણ સદ્ગુણોથી યુક્ત , ઉપશાંત અને ગુપ્તેન્દ્રિય હોય છે. તે શ્રુતનું અનુશીલન પરિશીલન કરે છે અને અન્ય સાધુઓને પણ શ્રુતનો બોધ કરાવે છે. તે મહર્ષિ આગમવેત્તા , તત્ત્વજ્ઞ અને આરંભ સમારંભથી નિવૃત્ત હોય છે. હે શિષ્ય ! તું એ પણ સમ્યક્ પ્રકારે જો કે પ્રબુદ્ધ સાધક આ રીતે સંયમમાં આજીવન વિચરણ કરે છે.

વિવેચન :

આ સૂત્રમાં જલાશયના રૂપકથી મહર્ષિઓના સંયમમય જીવનને ઉપમિત કરેલ છે. વૃત્તિકારે ચાર પ્રકારના જળના સ્થાન બતાવીને આ વિષયનું વિસ્તૃત વિવેચન કર્યું છે–

(1) જેમાંથી જળ નીકળે છે અને આવે પણ છે , જેમ કે સીતા અને સીતોદા નામની નદીઓના પ્રવાહમાં રહેલા જળાશય.

(ર) જેમાંથી જળ નીકળે છે પરંતુ આવતું નથી , જેમ કે હિમવાન પર્વત પર રહેલ પદ્મદ્રહ.

(3) જેમાંથી જળ નીકળતું નથી પણ આવે છે , જેમ કે લવણોદધિ.

(4) જેમાંથી પાણી વહેતું પણ નથી અને આવતું પણ નથી , જેમ કે અઢીદ્વીપની બહારના સમુદ્ર.

શ્રુત (શાસ્ત્રજ્ઞાન) અને ધર્માચરણની દષ્ટિએ પ્રથમ ભંગમાં સ્થવિરકલ્પી આચાર્યનો સમાવેશ થાય છે. તેઓમાં શાસ્ત્રજ્ઞાનનું આદાન–પ્રદાન બંને હોય છે , તેઓ શાસ્ત્રજ્ઞાન તેમજ આચારનો ઉપદેશ પણ આપે છે તથા પોતે પણ ગ્રહણ અને આચરણ કરે છે. બીજા ભંગમાં તીર્થંકરનો સમાવેશ થાય છે. જે શાસ્ત્રજ્ઞાનનો ઉપદેશ તો આપે છે પરંતુ લેવાની તેઓને આવશ્યક્તા રહેતી નથી. ત્રીજા ભંગમાં 'અહાલંદિક ' વિશિષ્ટ સાધના કરનાર સાધુનો સમાવેશ થાય છે , જે આપતા લોકસાર અધ્ય–પ , ઉ : પ 202 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ નથી પણ શાસ્ત્રીય જ્ઞાન આદિ લે છે. ચોથા ભંગમાં પ્રત્યેકબુદ્ધનો સમાવેશ થાય છે , જે જ્ઞાન દેતા પણ નથી અને લેતા પણ નથી.

આ ઉપમા વર્ણનમાં महेसिणं શબ્દમાં સમસ્ત શ્રમણોનો સમાવેશ થાય છે તેથી ઉક્ત ચાર ભંગોમાં તીર્થંકર , સ્થવિરકલ્પી આચાર્ય , અહાલંદિક જિનકલ્પી સાધુ અને પ્રત્યેક બુદ્ધ શ્રમણોને બતાવ્યા છે. પ્રથમ ભંગવાળા જલાશયના રૂપકથી જે સ્થવિરકલ્પી આચાર્યના મહિમાનું વર્ણન કર્યું છે , તે આચાર્ય આચાર્યોચિત 36 ગુણો , પાંચ આચારો , આઠ સંપદાઓ તેમજ નિર્મળજ્ઞાનથી પૂર્ણ હોય છે. તે સંસક્તાદિ દોષ રહિત , સુખ પૂર્વક વિહાર કરતાં યોગ્ય ક્ષેત્રમાં રહે છે અથવા જ્ઞાનાદિ રત્નત્રયરૂપ સમતાની ભાવભૂમિમાં રહે છે. તેના કષાયો ઉપશાંત હોય છે. તેઓની મોહરૂપી કર્મરજ ઉપશાંત હોય છે. છકાય જીવના તેમજ સંઘના તેઓ સંરક્ષક હોય છે. બીજાને સદુપદેશ આપીને નરકાદિ દુર્ગતિઓથી બચાવે છે, શ્રુતજ્ઞાનરૂપી સ્રોતની મધ્યમાં રહે છે , શાસ્ત્રજ્ઞાન આપે છે અને પોતે પણ લે છે.

महेसिणो આ શબ્દના 'મહર્ષિ ' તથા 'મહૈષી ' બે રૂપ થાય છે. (1) ૠષિઓમાં મહાન સાધકને મહર્ષિ કહેવાય છે. (ર) મહાન એવા મોક્ષની ઈચ્છા કરનારા મહૈષી કહેવાય છે. વ્યાખ્યામાં પણ કહ્યું છે કે– महान्तं एषितुं शीलं येषां ते महेसिणो ।– (દશવૈ. ચૂર્ણિ , ટીકા.) તેથી અહીં સૂત્રોક્ત ઉપમામાં સૂચિત ગુણોના ધારક સમસ્ત શ્રમણ આ મહર્ષિ શબ્દમાં સમાવિષ્ટ છે.

पण्णाणमंता पबुद्धा :- અહીં ચૂર્ણિકારે સામાન્યતયા पण्णाणमंता નો અર્થ પ્રજ્ઞાવાન અને पबुद्धा નો અર્થ 'બોધ પામેલાં ' કર્યો છે. શાસ્ત્રજ્ઞાનમાં પારંગત વિદ્વાનને પણ પ્રબુદ્ધ કહે છે.

सम्ममेयं ति पासह :- આ વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (1) તે મહર્ષિઓને તમે સમ્યક્ પ્રકારે જુઓ , તેઓના ઉન્નત જીવનને જુઓ , પરિપ્રેક્ષણ કરો કે તે આ સમસ્ત ઉત્તમ ગુણોને કેળવતાં જીવનભર સંયમમાં સ્થિર રહી વિચરણ કરે છે (ર) આ શબ્દનો પ્રયોગ ચિંતનની સ્વતંત્રતાનો સૂચક છે. શાસ્ત્રકાર કહે છે કે હે સાધક તો સ્વયં તારી મધ્યસ્થ તેમજ કુશાગ્રબુદ્ધિથી નિષ્પક્ષ , સમ્યક્ ચિંતનથી જો અને સમ્યક્ પ્રકારે સમજ.

આ રીતે ઉત્તમ કોટિના સાધકોની સાધનાને આદર્શ બનાવીને સાધક સ્વયંની સાધનાને દઢતમ બનાવવા નિરંતર પુરુષાર્થશીલ રહે , તેવો સૂત્રકારનો આશય જણાય છે.

સમ્યક્ત્વની શુદ્ધિ , ગૂંચવણની વિશુદ્ધિ :

वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं णो लहइ समाहिं । सिया वेगे अणुगच्छंति , असिया वेगे अणुगच्छंति । अणुगच्छमाणेहिं अणणुगच्छमाणे कहं णिव्विज्जे ? तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं । શબ્દાર્થ :– वितिगिच्छसमावण्णेणं अप्पाणेण = સંશય યુક્ત આત્મા , णो लहइ = પ્રાપ્ત 2

203

કરતા નથી , समाहिं = સમાધિને , सिया = કદાચિત્ , वेगे = કોઈ એક , કેટલાક , अणुगच्छंति = આચાર્યાદિનું અનુગમન કરે છે , સંયમાનુકૂળ આચરણ કરે છે , असिया वेगे अणुगच्छंति = કદાચિત્ કોઈ સંયમાનુકૂળ આચરણ કરતા નથી , આચાર્યાદિનું અનુગમન કરતા નથી , ઉપદેશ જે અનુસરે છે, अणुगच्छमाणेहि = ઉપદેશને અનુસારનારાઓથી , अणणुगच्छमाणे = ઉપદેશને નહીં અનુસરનારા, कह = કેમ , णिव्विज्जे = નિર્વેદ પામતા નથી ? સમજી શકતા નથી , तमेव = તે જ , सच्च = સત્ય છે , णीसंक = નિશંક છે , जं जिणेहिं = જે જિનેશ્વર ભગવંતોએ , पवेइयं = કહેલ છે .

ભાવાર્થ :– ફળ મળશે કે નહિ , એવી શંકા રાખનાર આત્માને સમાધિ પ્રાપ્ત થતી નથી. કોઈ એક સાધક જિનાજ્ઞાનું પાલન કરે છે અને કોઈ એક સાધક–મુનિ જિનાજ્ઞાનું યથાર્થ પાલન કરતા નથી , તો તે જિનાજ્ઞા પાલક સાધુઓ પાસેથી જિનાજ્ઞા નહિ પાલક સાધુ કેમ સમજી લેતા નથી ? ભગવાનનો માર્ગ કે

શાસ્ત્ર શું અલગ અલગ છે ?તેનું સમાધાન કરતા શાસ્ત્રકાર કહે છે કે તીર્થંકરો દ્વારા જે પ્રરૂપિત છે તે સત્ય છે. તેમાં શંકાને કોઈ અવકાશ નથી અર્થાત્ તીર્થંકરનો ઉપદેશ કે આગમનો આદેશ તો સર્વને માટે સરખો હોય છે , પરંતુ દરેકના ચારિત્ર મોહનીયકર્મનો ઉદય અને ક્ષયોપશમ વિચિત્ર હોય છે તેથી તે છદ્મસ્થ સાધક એક બીજાથી સમજી શકતા નથી.

વિવેચન :

वितिगिच्छासमावण्णेणं अप्पाणेणं :- જે તત્ત્વનો અર્થ સરળ હોય છે તે સુખાધિગમ કહેવાય છે , જેનો અર્થ સમજવો મુશ્કેલ છે તે દુરધિગમ કહેવાય છે તથા જે જાણી શકાતું નથી તે અનધિગમ તત્ત્વ છે.

સામાન્ય રીતે દુરધિગમ અર્થમાં વિચિકિત્સા–શંકા થાય છે. અહીં સૂત્રમાં વિચિકિત્સા શબ્દથી કહ્યું છે કે

જેનું મન ડામાડોળ કે મલિન રહે છે , તે આચાર્યાદિ દ્વારા સમજાવવા છતાં રત્નત્રયાદિના વિષયમાં સમાધાન પામી શકતા નથી.

સંદેહશીલ પ્રકૃતિવાળી વ્યક્તિ ધર્મ આરાધનામાં શાંતિ સમાધિ પામી શકતી નથી. તે સાધક જીવાદિ તત્ત્વોમાં , અન્ય સૂક્ષ્મતમ સિદ્ધાંતોમાં , આચાર સંબધી આદેશોમાં કે બીજી કોઈ પણ બાબતમાં શંકાઓમાં ફસાતો જાય છે. તે સમાધાનની જિજ્ઞાસાબુદ્ધિ રાખતો નથી. તેને મિથ્યાત્વ મોહના ઉદયની પ્રબળતા રહે છે. જેથી તે શંકાઓમાં ધર્મભાવનાનો નાશ કરી , ધર્મ સમાધિને પ્રાપ્ત કરી શકતો નથી.

समाहिं :- સમાધિના ચાર અર્થ થાય છે– (1) મનનું સમાધાન , (ર) શંકાનું નિરાકરણ, (3) ચિત્તની એકાગ્રતા અને (4) જ્ઞાન , દર્શન , ચારિત્રરૂપ સમ્યગ્ભાવ કે તેની સમ્યગ સફળતા , આ ભાવ સમાધિ કહેવાય છે. વૃત્તિકારે સમાધિનો અર્થ કર્યો છે કે જ્ઞાન , દર્શન , ચારિત્રથી યુક્ત ચિત્તની સ્વસ્થતા.

વિભિન્ન સૂત્રોમાં સમાધિના નિમ્ન અર્થ પણ સ્વીકારેલ છે– (1) સમ્યગ્ મોક્ષમાર્ગમાં સ્થિત થવું. (સમ.20) (ર) રાગ દ્વેષના ત્યાગરૂપ ધર્મધ્યાન –(સૂય. 1/ર/ર). (3) સારુ સ્વાસ્થ્ય. –(આવ.મલ.ર)

(4) મનની પ્રસન્નતા–સ્વસ્થતા. –(સમ.32). (પ) નીરોગીપણું. –(વ્યવ. ઉ. 1). (6) યોગ

(ઉત્ત.અ.ર.). ( 7) સમ્યગ્દર્શન , મોક્ષાદિ વિધિ. –(સૂય. 1/13). (8) પ્રશસ્તભાવના –(સ્થા.ર/3).

લોકસાર અધ્ય–પ , ઉ : પ 204 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ (9) દશવૈકાલિક સૂત્રના 9મા અધ્યયનમાં વિનયસમાધિ , શ્રુતસમાધિ , તપસમાધિ , આચારસમાધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

अणुगच्छमाणेहिं अणणुगच्छमाणे कहं णिव्विज्जे :- આજ્ઞાનુસાર ચાલનારા બીજા આજ્ઞાનુસાર નહિ ચાલનારને કેમ સમજાવી શકતા નથી ? આજ્ઞાનુસાર નહિ ચાલનારા આજ્ઞાનુસાર ચાલનારાઓ દ્વારા આચરિત સાચા માર્ગને કેમ સમજી શકતા નથી ? આ બંને પ્રકારના સાધુ અરસપરસ શાસ્ત્રને સમજી , સમજાવીને કેમ એક થઈ જતાં નથી , આ કેવું ધર્મશાસ્ત્ર કે ધર્મ શાસન ? જે એક બીજાને એકતાથી રહેવાનું પણ શીખવી શકે નહીં. શુદ્ધાચારી શિથિલાચારીને શિથિલાચારથી છોડાવી શકતા નથી અથવા તો શિથિલાચારી શુદ્ધાચારીને જોઈને , સમજીને પોતાના શિથિલાચારને છોડી શકતા નથી ?

તેનાથી નિવૃત્ત થઈ શકતા નથી ? આવી શંકા , કુશંકાઓનું નિમ્નોક્ત રીતે સમાધાન કરવું જોઈએ–

तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं :- જિનેશ્વર ભગવંતોએ જે માર્ગ બતાવ્યો છે , જે તત્ત્વ અને આચાર કહ્યા છે , તે સત્ય છે , નિઃશંક છે ; તેમાં જરાપણ સંદેહ કરવો યોગ્ય નથી કારણ કે સર્વજ્ઞ અને સર્વદર્શી વીતરાગ પ્રભુના વચન પૂર્ણ શ્રદ્ધેય છે. વ્યક્તિગત જીવોના ચારિત્રમોહનીય કર્મના ઉદયના કારણે તેઓના આચાર પાલનમાં ભિન્નતા દેખાય છે , દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમની ભિન્નતાના કારણે તેઓની શ્રદ્ધા પ્રરૂપણામાં પણ ભિન્નતા થઈ શકે છે અને જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમની તરતમતાના કારણે સમજણ અને સમજાવવાની પદ્ધતિમાં ફેરફાર થાય છે. છદ્મસ્થોમાં આવો ફેરફાર થવો તે કોઈ આશ્ચર્યકારી બીના નથી પરંતુ તેથી વીતરાગ માર્ગમાં શંકા કરવાની આવશ્યકતા નથી. માટે પ્રસ્તુત સૂત્ર વાક્ય ' આપણી શ્રદ્ધાને દઢ રાખીને સર્વ શંકાઓથી મુક્ત કરે છે. જિનવાણી , જિનાજ્ઞા પ્રત્યે અતૂટ , અગાઢ શ્રદ્ધા હૃદયમાં રાખવી જોઈએ. કદાચ કોઈ શંકા થઈ જાય અથવા તો વસ્તુ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ ન સમજાય તો વિચારવું જોઈએ કે–

वीतरागा हि सर्वज्ञा मिथ्या ब्रुवते क्वचित् । यस्मात्तस्माद् वचस्तेषां तथ्यं भूतार्थदर्शनम् ॥ મિથ્યા–વિપરીત ખોટું બોલવાના મુખ્ય બે કારણ છે. (1) કષાય અને (ર) અજ્ઞાન. આ બંને કારણોથી રહિત વીતરાગ સર્વજ્ઞ કયારેય પણ મિથ્યા બોલતા નથી. માટે તેઓનું વચન , સત્ય , તથ્ય છે અને વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શક છે.

ભગવતીસૂત્રમાં કાંક્ષા મોહનીય કર્મના નિવારણાર્થે પણ આ જ સૂત્ર વાક્યથી દઢ શ્રદ્ધા રાખવાનો નિર્દેશ કરેલ છે.

પ્રવ્રજિતના પરિવર્તિત પરિણામો ચૌભંગી :

सड्ढिस्स णं समणुण्णस्स संपव्वयमाणस्स समियं ति मण्णमाणस्स एगया समिया होइ , समियं ति मण्णमाणस्स एगया असमिया होइ, 3

205

असमियं ति मण्णमाणस्स एगया समिया होइ , असमियं ति मण्णमाणस्स एगया असमिया होइ । શબ્દાર્થ :– सड्ढिस्स = ધર્મશ્રદ્ધાળુ , समणुण्णस्स = રુચિસંપન્ન , વૈરાગ્યથી જેનો આત્મા ભાવિત હોય , संपव्वयमाणस्स = પ્રવ્રજ્યા અંગીકાર કરતાં , समियं ति = જિનવાણી સત્ય છે એમ, मण्णमाणस्स = માનનાર પુરુષ , માનતા છતાં , एगया = એકદા , ક્યારેક,પછી પણ , समिया होइ = સમ્યક્ જ રહે છે , समियं ति = તીર્થંકરોક્ત પદાર્થને સત્ય છે એમ , असमिया होइ = અસમ્યક્ માનનાર થઈ જાય છે , असमियं ति = અસમ્યક્ છે એમ.

ભાવાર્થ :– શ્રદ્ધાવાન અને રુચિસંપન્ન તેમજ પ્રવ્રજ્યાને સમ્યક્ પ્રકારે સ્વીકાર કરનાર કોઈ મુનિ જિનોક્ત તત્ત્વને કે આચારને પહેલાં સમ્યક્ માને છે અને પછી પણ સમ્યક્ જ રહે છે. કોઈ મુનિ પહેલાં સમ્યક્ માને છે પરંતુ પછી તેનો વ્યવહાર અસમ્યક્ થઈ જાય છે. કોઈ મુનિ પહેલાં (અલ્પજ્ઞાનના કારણે)

અસમ્યક્ માને છે પરંતુ પાછળથી શંકાનુ સમાધાન થઈ જવાને કારણે તેનો વ્યવહાર સમ્યક્ થઈ જાય છે.

કોઈ સાધક પહેલાં તત્ત્વ કે આચારને અસમ્યક્ માને છે અને પછી પણ કુતર્ક બુદ્ધિના કારણે અસમ્યક્ જ માને છે.

વિવેચન :

सड्ढिस्स णं समणुण्णस्स :- સંયમ સ્વીકારનાર શ્રદ્ધાળુ અને રુચિ સંપન્ન સાધકની વિચારધારા સંયમાચાર પ્રત્યે દર્શનમોહ કે ચારિત્રમોહના ઉદય અને ક્ષયોપશમના પ્રભાવે પરિવર્તિત થઈ શકે છે અથવા તેમજ રહી શકે છે. તે સર્વ સ્થિતિની પ્રરૂપણા આ સૂત્રમાં ચાર વિકલ્પોથી કરી છે , તેનો ભાવ આ પ્રમાણે છે– શ્રદ્ધાવાન અને રુચિસંપન્ન આત્માઓ દીક્ષિત થયા પછી (1) સંયમની સર્વ પરિસ્થિતિઓ અથવા વિધિ વિધાનોને પ્રારંભથી અંત સુધી સમ્યક્ જ માને છે , સમ્યગ્ રૂપે પરિણમાવે છે. (ર) કોઈ પ્રારંભમાં સંયમ વિધિઓ અને પરીષહ , ઉપસર્ગોને સહન કરી શકવાથી સંયમને ઉચિત સમજે છે પરંતુ પછી સહન ન થવાથી ગભરાઈ જાય છે , તે જિનાજ્ઞાને અસમ્યગ્ સમજે છે.(3) કોઈ સાધક પ્રારંભમાં સંસ્કાર , ક્ષમતાની ન્યૂનતાના કારણે જિનોક્ત આચારોને અસમ્યક્ માને છે પરંતુ પાછળથી ક્ષમતા અને જ્ઞાનની વૃદ્ધિ થવાથી સમસ્ત આચાર , નિયમો , પરીષહો આદિને સમ્યક્ સમજે છે અને સમ્યક્ રૂપે જ પરિણમાવે છે. (4) કોઈ અલ્પસત્ત્વ સાધક પ્રારંભથી અંત સુધી સંયમ–નિયમોની કઠોરતાથી દુઃખી થાય છે , તેને કષ્ટદાયક સમજે છે. સાધક પોતાની વિચારધારાને જ્ઞાન દ્વારા પરિમાર્જિત કરે.

સંપ્રેક્ષણનો દિશાવબોધ :

समियं ति मण्णमाणस्स समिया वा असमिया वा समिया होइ उवेहाए , असमियं ति मण्णमाणस्स समिया वा असमिया वा असमिया होइ उवेहाए । उवेहमाणो अणुवेहमाणंबूया–उवेहाहि समियाए, 4

લોકસાર અધ્ય–પ , ઉ : પ 206 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ इच्चेवं तत्थ संधी झोसिओ भवइ । શબ્દાર્થ :– समियं ति = સમ્યક્ , मण्णमाणस्स = માનતા , પરિણમન કરનારને , समिया वा = પદાર્થ ભલે સમ્યક્ હોય , असमिया वा = પદાર્થ ભલે અસમ્યક્ હોય , समिया होइ = સમ્યક્ રૂપે જ થઈ જાય છે , उवेहाए = વિચારણાથી , असमियं ति मण्णमाणस्स = અસમ્યક્ પરિણમન કરનાર ને, असमिया होइ = અસમ્યક્ રૂપે જ થાય છે , उवेहमाणो = સત્ અને અસત્નો વિચાર કરનાર, अणुवेहमाण = સત્ અને અસત્નો વિચાર ન કરનારને ,बूया = કહે , उवेहाहि= વિચાર કરો,समियाए = સમ્યક્ પ્રકારે, इच्चेवं = આ પ્રકારે સમ્યક્ વિચારણાથી, तत्थ = તેમાં,संधी= કર્મ પરંપરા,झोसिओ = નષ્ટ , भवइ = થઈ જાય છે.

ભાવાર્થ :– વાસ્તવમાં જે સાધક સમ્યક્ ચિંતન કરે છે તેને સમ્યક્ કે અસમ્યક્ સર્વ તત્ત્વો પોતાના સમ્યક્ પર્યાલોચનના કારણે સમ્યક્ રૂપે જ પરિણત થઈ જાય છે. તેનાથી વિપરીત જે સાધક કોઈ વસ્તુનું અસમ્યક્ ચિંતન કરે તો તેને સમ્યક્ કે અસમ્યક્ સર્વ તત્ત્વો પોતાના અસમ્યક્ પર્યાલોચનના કારણે અસમ્યક્ રૂપે જ પરિણત થાય છે.

(માટે) સમ્યક્ અનુપ્રેક્ષણ કરનાર , અનુપ્રેક્ષણ નહિ કરનાર ને કહે કે– સમ્યક્ભાવે અનુપ્રેક્ષણ (પર્યાલોચન) કરો. આ પ્રમાણે સમ્યક્ અનુપ્રેક્ષા કરવાથી અને સંયમમાં સ્થિત રહેવાથી કર્મોની પરંપરાનો ક્ષય થાય છે.

વિવેચન :

समियं ति मण्णमाणस्स :- અનુપ્રેક્ષણનું પરિણામ એ છે કે પોતાના ચિંતનને જ્ઞાનના માધ્યમથી સમ્યક્ રાખવામાં આવે તો પ્રત્યેક પરિસ્થિતિમાં તે સાધક સ્વયં આંનદમાં રહી શકે છે , તેમજ સંયમ પ્રત્યે તથા જિનાજ્ઞા પ્રત્યેના શ્રદ્ધાના ભાવને ટકાવી શકે છે. જ્યારે અસમ્યક્ ચિંતન કરનાર પોતાના જ વિચારથી દરેક પરિસ્થિતિમાં દુઃખી થવાથી તે સર્વ પ્રસંગોને અસમ્યક્ રૂપમાં પરિણમાવે છે.

उवेहमाणो अणुवेहमाणं बूया :- સમ્યક્ વિચારણાના અભ્યાસી સાધક બીજાને પણ સમ્યક્ વિચારણા કરવાનું શીખવે , સમજાવે , પ્રેરણા કરે કે વિચારોના સમ્યક્ પરિવર્તનથી મુશ્કેલીઓ ઉકેલી શકાય છે , અશ્રદ્ધાને શ્રદ્ધાભાવમાં બદલી શકાય છે , અશુભ કર્મોની સંધિ–ગાંઠને તોડી શકાય છે.

ઉત્થિત અને સ્થિતની ગતિ :

से उठ्ठियस्स ठियस्स गइं समणुपासह । कएत्थ वि बालभावे अप्पाणं णो उवदंसेज्जा । શબ્દાર્થ :– से उठ्ठियस्स = તે સંયમમાં પ્રવૃત્તિ કરનારની , ठियस्स =સંયમમાં સ્થિતની , गइं = ગતિને , समणुपासह = જુઓ , एत्थ वि = આ જિનશાસનમાં આવીને પણ , बालभावे = બાલભાવરૂપ 5

207

અસંયમમાં , अप्पाणं = આત્માને , णो उवदंसेज्जा = ક્યારે ય જોડે નહીં.

ભાવાર્થ :– આવી જ રીતે તમે સંયમમાં સમ્યક્ પ્રગતિ કરનાર સાધકોની આરાધકગતિ તથા સંયમમાં પ્રગતિ ન કરનાર સાધકોની વિરાધક ગતિને પણ જુઓ. આ રીતે ચિંતન કરીને આ જિનશાસનને પ્રાપ્ત કરતાં તમે બાળભાવમાં પોતાના આત્માને ક્યારે ય જોડો નહિ.

વિવેચન :

उठ्ठियस्स ठियस्स गइं :- સંયમાચારમાં પ્રગતિશીલ અણગાર 'ઉત્થિત ' કહેવાય છે અને પ્રગતિ (progress) ન કરનાર , ત્યાંને ત્યાં જ રોકાઈ જનાર સાધકને સ્થિત કહેવાય છે. गइंગતિના અહીં બે અર્થ થાય છે. (1) આ બંને પ્રકારના ઉત્થિત અને સ્થિત સાધકોની દશાને તમે જુઓ. પ્રગતિશીલ સાધકને પ્રજ્ઞા , કીર્તિ , યશ , જ્ઞાન , પદ અને ધૈર્યતા વગેરે ઉચ્ચ દશાઓની ઉપલબ્ધિ થાય છે જ્યારે અવરુદ્ધ સાધકને આ ઉપલબ્ધિઓ થતી નથી. (ર) સંયમમાં પ્રગતિ કરનારની આરાધક ગતિ હોય છે અને સંયમમાં અટકી જનારાની આરાધકગતિ હોતી નથીे. આ બંને સાધકોની ગતિનો વિચાર કરીને સંયમભાવોમાં પ્રગતિ કરતા રહેવું જોઈએ.

एत्थ वि बालभावे :- આ રીતે સમજીને અને જિનશાસનમાં આવીને બાલભાવ–અજ્ઞાન દશામાં , જિનવચનોની અશ્રદ્ધામાં પોતાના આત્માને ક્યારે ય જોડવો જોઈએ નહિ.

આત્મોપમ્યથી અહિંસાની પુષ્ટિ :

तुमं सि णाम सच्चेव जं हंतव्वं ति मण्णसि । तुमं सि णाम सच्चेव जं अज्जावेयव्वं ति मण्णसि । तुमं सि णाम सच्चेव जं परियावेयव्वं ति मण्णसि । तुमं सि णाम सच्चेव जं परिघेयव्वं ति मण्णसि । तुमं सि णाम सच्चेव जं उद्दवेयव्वं ति मण्णसि । શબ્દાર્થ :– तुमं सि णाम सच्चेव = તું તે પોતે જ છે , जं हंतव्वं = જેને તું હણવા યોગ્ય , मण्णसि = માને છે , तुमं सि णाम सच्चेव = તમે જ , તે , जं अज्जावेयव्वं ति मण्णसि = જેને આજ્ઞાધીન કરવા યોગ્ય માને છે , जं परियावेयव्वं ति मण्णसि = જેને પરિતાપ આપવા યોગ્ય માને છે, परिघेयव्वं ति मण्णसि = જેને તું પરિગ્રહરૂપે રાખવા યોગ્ય માને છે , પકડવા યોગ્ય માને છે , जं उद्दवेयव्वं ति मण्णसि = જેને ઉપદ્રવિત કરવા યોગ્ય તું માને છે.

ભાવાર્થ :– (હિંસાના પરિણામોથી અટકવા માટે શાસ્ત્રકાર કહે છે–) જેને તું હણવા યોગ્ય માને છે તે તું પોતે જ છે. જેને તું આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે , તે તું પોતે જ છે. જેને તું દુઃખી કરવા ઈચ્છે છે , તે તું પોતે જ છે. જેને તું દાસ બનાવવા માટે પકડવા ઈચ્છે છે , તે તું પોતે જ છે. જેને તું મારવા યોગ્યમાને છે, 6

લોકસાર અધ્ય–પ , ઉ : પ 208 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ તે તું પોતે જ છે.

વિવેચન :

तुमं सि णाम सच्चेव :- આ સૂત્રમાં સૂત્રકારે ભગવાન મહાવીરનો આત્મૌપમ્યવાદ– आयतुलेपयासुનું નિરૂપણ કરીને સર્વપ્રકારની હિંસાથી વિરક્ત થવાનો ઉપદેશ આપ્યો છે. બે ભિન્ન આત્માઓના સુખ કે

દુઃખની અનુભૂતિ(સંવેદન)ની સમતા સિદ્ધ કરવી , એ જ આ સૂત્રનો ઉદ્દેશ છે. તેનો સાર એ છે કે બીજા દ્વારા કોઈપણ રૂપમાં તારી હિંસા કરવામાં આવે ત્યારે તને જે અનુભૂતિ થાય છે તેવી જ અનુભૂતિ અન્ય પ્રાણીઓને પણ થાય છે માટે કોઈને મારવાનો કે કષ્ટ આપવાનો અથવા અહિત કરવાનો સંકલ્પ જાગે તો વિચારવું જોઈએ કે તેની જગ્યાએ હું હોઉં તો મને કેવો અનુભવ થાય ? તાત્પર્ય એ છે કે જેને તમો દંડ આદિથી મારવાની ઈચ્છા કરો છો તેની જગ્યાએ તમો હો તો તમને શું થાય ? એ જ રીતે કોઈના પર જબરજસ્તીથી અનુશાસન કરવામાં , પોતાને આધીન કરવામાં , દુઃખ દેવામાં કે પ્રાણ રહિત કરવામાં આવે , ત્યારે તેની જગ્યાએ પોતાની જાતને સમજો અર્થાત્ આ ક્રિયાથી મને જે દુઃખ થાય તેવું જ દુઃખ બીજા પ્રાણીઓને પણ થાય છે. આ સૂત્રનો બીજી રીતે એ ભાવ પણ સમજી શકાય કે તું કોઈ બીજા જીવની હિંસા કરવા ઈચ્છે છે પરંતુ વાસ્તવમાં આ તેની હિંસા નથી પરંતુ તારી શુભવૃત્તિઓની હિંસા છે. તેથી તારી આ હિંસા–વૃત્તિ એક પ્રકારની આત્મહિંસા જ છે.

પ્રતિબુદ્ધજીવી આત્માની અહિંસા :

अंजू चेयं पडिबुद्धजीवी । तम्हा हंता , विघायए । अणुसंवेयणमप्पाणेणं , जं हंतव्वं णाभिपत्थए । શબ્દાર્થ :– अंजू = સરળ સ્વભાવી , चेय = અને આ , पडिबुद्धजीवी = જાગૃતિપૂર્વક સંયમ પાલન કરનાર હોય,तम्हा= તેથી, हंता= કોઈ પ્રાણીને હણે નહિ, वि घायए= બીજા પાસે પ્રાણીઓનો ઘાત કરાવે નહિ , अप्पाणेणं = આત્માને જ , अणुसंवेयणं = હિંસાના ફળ–વિપાક ભોગવવા પડે , जं हंतव्वं = માટે હણવાની , णाभिपत्थए = ઈચ્છા કરે નહિ.

ભાવાર્થ :– જ્ઞાની પુરુષ ૠુજુ–સરળ હોય છે , તે સંયમી જીવન જીવનાર હોય છે તેથી તે સાધક કોઈ જીવની હિંસા કરે નહિ અને બીજા પાસે હિંસા કરાવે નહિ , હનન કરનારની અનુમોદના પણ કરે નહિ.

કરેલાં કર્મનાં ફળ ભોગવવાં પડે છે , માટે કોઈ પણ જીવને મારવાની ઈચ્છા કરવી જોઈએ નહિ.

વિવેચન :–ં આ સૂત્રમાં પણ ' आत्मवत् सर्वभूतेषु ' ભાવનાને જ પુષ્ટ કરી છે. ૠુજુ અને પ્રતિબુદ્ધજીવી જ્ઞાની સાધક હિંસાથી દૂર રહે. તે કોઈ પણ પ્રકારના ભય , પ્રલોભન કે છલકપટથી પણ હિંસાનો આચરણ કદાપિ કરે નહીં. તેઓનો આત્મબોધ બે પ્રકારનો હોય છે. (1) બીજા જીવોનો આત્મા મારા આત્માની 7

209

સમાન જ છે અને મારી જેમજ તેઓને પણ દુઃખ થાય છે. (ર) બીજાને દુઃખ આપીને જે કર્મબંધન કરે છે તેનું ફળ તેને પોતાને જ ભોગવવુ પડે છે માટે કોઈને પણ મારવાનું કે દુઃખ દેવાનું પરિણામ ખરેખર પોતાને જ દુઃખી થવાનું છે. આવા સત્ય આત્મબોધની સાથે તે જ્ઞાની આત્મા હિંસાનો પણ ત્યાગ કરે છે.

આત્મવિજ્ઞાતાની સંયમપર્યાય :

जे आया से विण्णाया , जे विण्णाया से आया । जेण वियाणइ से आया । तं पडुच्च पडिसंखाए । एस आयावाई समियाए परियाए वियाहिए । त्ति बेमि । ॥ पंचमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– जे आया = જે આત્મા, से विण्णाया = તે વિજ્ઞાતા છે,जेण विजाणइ= જેનાથી પદાર્થોને જાણી શકાય છે,तं पडुच्च= આત્મસંબંધી તે જ્ઞાન પરિણમનથી,पडिसंखाए= વિચારણા કરવી જોઈએ, एस = તે આત્મ વિચારણા કરનાર , આત્માને માનનાર , आयावाई = આત્મવાદી છે , समियाए = સમ્યક્ , परियाए = સંયમ , પર્યાયવાન , वियाहिए = કહેવાય છે , કહેલ છે.

ભાવાર્થ :– જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જે જ્ઞાનવડે વિજ્ઞાનસ્વરૂપ આત્માને જાણી શકાય છે , તે જ્ઞાન જ આત્માનો ગુણ છે અને એ જ્ઞાનથી જ સ્વ અને પરની પ્રતીતિ–

ઓળખાણ થાય છે. આ રીતે જ્ઞાન અને આત્માના પારસ્પરિક સંબંધને જેઓ યથાર્થપણે જાણે છે તે જ સાચા આત્મવાદી છે અને તેવા સાધકોનું જ સંયમાનુષ્ઠાન યથાર્થ છે એમ જ્ઞાની પુરુષોએ કહ્યું છે. –એમ ભગવાને કહ્યું છે.

।। પાંચમો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

जे आया से विण्णाया :- આત્માના સત્ય સ્વરૂપને સમજી સમસ્ત જીવોની સમ્યક્ શ્રદ્ધા કરનાર જ અહિંસાનું પાલન કરી શકે છે. તેથી પૂર્વ સૂત્રમાં કહેલ અહિંસાના સંદેશને પુષ્ટ કરવા , આ સૂત્રમાં આત્મ બોધ કરાવ્યો છે કે જે આત્મા છે તે જ વિજ્ઞાન–વિશેષ ચિંતન કરે છે. જે વિચાર કરે છે તે શરીર નહિ પણ આત્મા છે. જેના માધ્યમે જગતના સર્વ ભાવોને જાણી શકાય છે તે આત્મા જ છે. તેને જ જીવ અને ચૈતન્ય કહેવાય છે. નિર્જીવ , પુદ્ગલોમાં આ ભાવ હોતો નથી. આ રીતે આત્માના અસ્તિત્વને સમજીને પ્રત્યેક આત્માઓનો વિચાર કરવો જોઈએ. આ પ્રકારના આત્મવાદી પોતાને અને અન્ય સર્વ આત્માઓના સ્વરૂપને જાણનાર , માનનાર હોય છે. તેઓ કોઈ જીવને દુઃખ ન થાય તે રીતે સંયમમાં રમણ કરે છે.

બીજી એ વાત કે જે આત્મા છે તે વિજ્ઞાતા છે. જે વિજ્ઞાતા છે તે આત્મા છે. આ સૂત્રમાં દ્રવ્ય અને 8

લોકસાર અધ્ય–પ , ઉ : પ 210 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

ગુણની અપેક્ષાએ આત્માનું લક્ષણ બતાવ્યું છે. ચેતન જ્ઞાતા દ્રવ્ય છે , ચૈતન્ય–જ્ઞાન તેનો ગુણ છે. જ્ઞાનથી જ્ઞાનીની અભિન્નતા છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે તેથી ભિન્નતા પણ છે. દ્રવ્ય અને ગુણ સર્વથા ભિન્ન પણ નથી અને અભિન્નપણ નથી. ગુણ દ્રવ્યમાં જ રહે છે અને દ્રવ્યનો જ અંશ છે , આ કારણે બંને અભિન્ન પણ છે અને આધાર , આધેયની દષ્ટિથી બંને ભિન્ન પણ છે. બંનેની અભિન્નતા અને ભિન્નતાનું સૂચન ભગવતી સૂત્રમાં મળે છે.–जीवे णं भंते ! जीवे , जीवे जीवे ? गोयमा , जीवे ताव नियमा जीवे , जीवे वि नियमा जीवे । ભંતે ! જીવ ચૈતન્ય છે ? કે ચૈेતન્ય જીવ છે. ગૌતમ ! જીવ નિયમથી ચૈતન્ય છે , ચૈતન્ય પણ નિયમથી જીવ છે.

જ્ઞાની અને જ્ઞાન બંને આત્મા છે. જ્ઞાન જ્ઞાનીનો પ્રકાશ છે , વિકાસ છે. આ રીતે જ્ઞાનની ક્રિયા (ઉપયોગ) , ઘટ–પટાદિ વિભિન્ન પદાર્થો જાણવામાં થાય છે , તેથી જ્ઞાનથી કે જ્ઞાનની ક્રિયાથી જ્ઞેય કે જ્ઞાની આત્માને જાણવામાં આવે છે. સાર એ છે કે જે જ્ઞાતા છે , તે તું જ છે , જે તું છો તે જ્ઞાતા છે. તારું જ્ઞાન તારાથી ભિન્ન નથી. આ પ્રકારે અહીં જ્ઞાન અને આત્માને અભેદ નયથી સૂચિત કર્યો છે.

ા અધ્યયન–પ/પ સંપૂર્ણા પાંચમું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક સંયમ સુરક્ષા :

अणाणाए एगे सोवठ्ठाणा , आणाए एगे णिरुवठ्ठाणा । एवं ते मा होउ । एयं कुसलस्स दंसणं । तद्दिठ्ठीए तम्मुत्तीए तप्पुरक्कारे तस्सण्णी तण्णिवेसणे । શબ્દાર્થ :– अणाणाए = અનાજ્ઞામાં , एगे = કેટલાક સંયમસાધક પુરુષ , सोवठ्ठाणा = પ્રવૃત્તિ કરે છે, आणाए= આજ્ઞા અનુસાર,णिरुवठ्ठाणा= પ્રવૃત્તિ કરતા નથી, एवं = આવી દશા , અવસ્થા, ते = તમારી,मा होउ = ન થાય , एयं = માટે આ , कुसलस्स = તીર્થંકરનું , दंसणं = દર્શન , અભિપ્રાય છે , तद्दिठ्ठीए = ગુરુની દષ્ટિ તેમજ આગમની દષ્ટિ મુજબ વર્તવું , तम्मुत्तीए = ગુરુપ્રત્યે સમર્પણભાવે રહેવું , तप्पुरक्कारे = ગુરુનું બહુમાન સાચવનાર–આચાર્યને આગળ કરીને , દરેક વ્યવહાર કે નિર્ણય કરવો , तस्सण्णी = ગુરુની ઈચ્છામાં પોતાની ઈચ્છાને સમાવિષ્ટ કરીને રહેવું , तण्णिवेसणे = ગુરુ સાંનિધ્યમાં રહેવું.

ભાવાર્થ :– કેટલાક સંયમી સાધક તીર્થંકરની અનાજ્ઞામાં સંયમ વિપરીત આચરણ કરવામાં ઉદ્યમી હોય છે અને કેટલાક સાધક આજ્ઞામાં નિરુદ્યમી હોય છે , સંયમાચરણમાં પ્રવૃત્તિ કરતા નથી.