This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

વ્યવહારદષ્ટિ અથવા સ્થૂલ દષ્ટિએ ચિંતન–મનન અને આત્માના પરિણામને અલગ અલગ સમજવા કઠિન હોવાથી બંનેનો સમન્વય કરાય છે.

એક અપેક્ષાએ મનયોગના અભાવમાં એકેન્દ્રિયાદિને આત્માના અધ્યવસાયો=પરિણામોથી અને કાયયોગના માધ્યમથી અથવા વિગલેન્દ્રિયાદિ જીવોને વચનયોગના માધ્યમથી પણ અલ્પ કર્મબંધ થાય છે.

અહીં ઉક્ત સૂત્રમાં ગણધર પ્રભુએ પોતાના માટે મેં શબ્દનો પ્રયોગ કર્યો છે અને ચિંતન તથા આત્મ પરિણામો બંને માટે अज्झत्थ શબ્દનો પ્રયોગ કર્યો છે.

4

181

5

1

સહનશીલતા અને અપ્રમત્તભાવ :

एत्थ विरए अणगारे दीहरायं तितिक्खए । पमत्ते बहिया पास, अप्पमत्तो परिव्वए । एयं मोणं सम्मं अणुवासेज्जासि । त्ति बेमि । ॥ बिइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– एत्थ = આ જિનશાસનમાં , विरए = પરિગ્રહ આદિ પાપોથી નિવૃત્ત , दीहराय = જીવન પર્યંત , तितिक्खए = પરીષહ , ઉપસર્ગ સહન કરે , पमत्ते = પ્રમાદમાં રહેલ , बहिया = ધર્મથી બહાર, સંયમથી બહાર , अप्पमत्तो = પ્રમાદ રહિત થઈને , परिव्वए = સંયમનું પાલન કરે , एयं = , मोणं = મુનિવ્રતનું, सम्मं = સારી રીતે,अणुवासेज्जासि= પાલન કર.

ભાવાર્થ :– આ જિન શાસનમાં પાપોની વિરતિને પ્રાપ્ત , પરિગ્રહથી વિરક્ત અણગાર પરીષહોને જીવન પર્યંત સહન કરે. જે સંયમ પાલનમાં પ્રમાદ કરે છે તે નિર્ગ્રંથ ધર્મથી બહાર છે એમ તું જો , સમજ અને અપ્રમત્તભાવે સંયમમાં વિચરણ કર. આ રીતે ઉપરોક્ત સર્વ સંયમ અનુષ્ઠાનોનું સમ્યક્ પ્રકારે

       પાલન કર.

એમ ભગવાને કહ્યું છે.

।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।।

વિવેચન :

दीहरायं :- रायं શબ્દનો અર્થ 'રાત્રિ ' થાય છે તેમ છતાં ક્યારેક રાત દિવસ બંને માટે પણ रायं શબ્દનો પ્રયોગ થાય છે અને ક્યારેક આ જીવન માટે પણ તેનો પ્રયોગ થાય છે. તેથી અહીં દીર્ઘરાત્રિનો અર્થ જીવનપર્યંત , આજીવન , આ રૂપમાં છે. આગળના સૂત્રમાં પણ पुव्वावररायं શબ્દનો પ્રયોગ નિરંતર જીવનભર જયણા કરવા માટે થયો છે.

આ સૂત્રમાં दीहरायं શબ્દથી સાધકને જીવનપર્યંત સહનશીલ થઈ સંયમ આરાધનાનો અને અપ્રમત્ત ભાવોમાં રહેવાનો ઉપદેશ છે. સાથે જ પ્રમાદ કરનારાઓ , સંયમને દૂષિત કરનારાઓ પ્રત્યે ધ્યાન ન દેતાં પોતે સદા અપ્રમત ભાવમાં જ , શુદ્ધ સંયમની આરાધનામાં જ રહે , એવી ખાસ ભલામણ છે.

ા અધ્યયન–પ/ર સંપૂર્ણા પાંચમું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક અપરિગ્રહી શ્રમણનો પુરુષાર્થ :

आवंती केयावंती लोगंसि अपरिग्गहावंती , एएसु चेव લોકસાર અધ્ય–પ , ઉ : 3

182 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ अपरिग्गहावंती । सोच्चावई मेहावी पंडियाणं णिसामिया । समियाए धम्मे आरिएहिं पवेइए । जहेत्थ मए संधी झोसिए एवमण्णत्थ संधी दुज्झोसए भवइ । तम्हा बेमि णो णिण्हवेज्ज वीरियं । શબ્દાર્થ :– अपरिग्गहावंती = અપરિગ્રહી , एतेसु चेव = થોડા , ઘણા તે પરિગ્રહની અપેક્ષાએ જ ત્યાગી, अपरिग्गहावंती = અપરિગ્રહી બને છે , वई= તીર્થંકરોના વચનોને,णिसामिया= અવધારીને, समियाए = સમ્યક્પ્રકારે , સમભાવથી , आरिएहि = આર્ય પુરુષોએ , पवेइए = કહ્યો છે , जहेत्थ = જે રીતે આ ધર્મમાં , मए = મે , संधी = ચારિત્રની સાધના , કર્મોની સંધી , झोसिए = કરી છે , एवं = તે રીતે, अणत्थ = અન્યધર્મમાં , दुज्झोसए भवइ = કર્મક્ષય કરવાનું કઠિન છે , तम्हा = તેથી , बेमि = કહું છું કે, वीरिय = શક્તિને , णो णिण्हवेज्ज = છુપાવવી ન જોઈએ, ભાવાર્થ :– આ લોકમાં જે અપરિગ્રહી સાધક છે , તે લોકના કોઈ પણ પદાર્થોમાં મમતા નહિ રાખવાથી અને તેનો સંગ્રહ નહિ કરવાથી જ અપરિગ્રહી છે. મેધાવી સાધક તીર્થંકરોની વાણીને આચાર્યાદિ વિદ્વાનો દ્વારા સાંભળીને તેના વચનો ઉપર ચિંતન મનન કરે. તીર્થંકરોએ આ સમ્યક્ ધર્મ કહ્યો છે.

ભગવાન મહાવીરે કહ્યું છે– જેવી રીતે મેં જ્ઞાન , દર્શન , ચારિત્ર આ ત્રણેયની સંધિરૂપ સાધના કરી છે. તેવી રીતે તે સાધના અન્ય માર્ગમાં દુરારાધ્ય છે માટે હું કહું છું કે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરી સાધક પોતાની શક્તિને ગોપવે નહિ પરંતુ સમર્થ બની સંયમમાં પરાક્રમ કરે.

વિવેચન :

આ સૂત્રમાં પરિગ્રહીના પ્રતિપક્ષમાં અપરિગ્રહી સાધકનો નિર્દેશ કરી તે સાધકોને પોતાના ગ્રહણ કરેલા સંયમ તપમાં શક્તિ નહીં છુપાવવાનો સંદેશ આપી ક્ષમતાનુસાર નિરંતર પરાક્રમ કરવાની પ્રેરણા આપી છે. તાત્પર્ય એ છે કે સંયમ ગ્રહણ કર્યા પછી સાધક સ્વાધ્યાય તપ , ધ્યાન વગેરે વિવિધ પુરુષાર્થ , પરાક્રમ કરતા જ રહે , પરતું પ્રમાદી ન બને.

समियाए धम्मे आरिएहिं पवेइए :- આ વાક્યના વૃત્તિકારે ચાર અર્થ કર્યા છે– (1) આર્યો

તીર્થંકરોએ સમતામાં ધર્મ કહ્યો છે. (ર) દેશાર્ય , ભાષાર્ય , ચારિત્રાર્યાદિ આર્યોમાં સમતા–

સમભાવપૂર્વક–નિષ્પક્ષપાત ભાવથી ભગવાને ધર્મનું કથન કર્યું છે. (3) સર્વ હેયોથી દૂર આર્યોએ શમિતા (કષાયાદિની ઉપશાંતિ)માં પ્રકર્ષરૂપથી ધર્મ કહ્યો છે. ( 4) જેની ઈન્દ્રિયો અને મન ઉપશાંત હતાં તેને તીર્થંકરોએ ધર્મ–પ્રવચન કહ્યું છે.

તીર્થંકર આર્ય–અનાર્ય સર્વને ઉપદેશ આપે છે તેથી તીર્થંકરોએ સમ્યક્ધર્મ કે સમતા ભાવયુક્ત ધર્મસ્વરૂપને બતાવ્યું છે.

183

जहेत्थ मए संधी झोसिए :- વૃત્તિકારે આ વાક્યના બે અર્થ કર્યા છે– (1) જેમ મેં મોક્ષના વિષયમાં જ્ઞાનાદિ ત્રણેયની સમન્વિત સાધના કરી છે...

(ર) જેમ મેં મુમુક્ષુ બનીને જ્ઞાન , દર્શન , ચારિત્રાત્મક મોક્ષની પ્રાપ્તિ માટે સ્વયં દીર્ધ તપશ્ચર્યા કરીને આઠ પ્રકારનાં કર્મોની પરંપરાને ક્ષીણ કરી છે.

તે યુગમાં કેટલાક દાર્શનિકો એકલા જ્ઞાનથી જ મોક્ષ માનતા હતા. કોઈ કર્મ(ક્રિયા)થી જ મુક્તિ કહેતા હતા અને કોઈ ભક્તિવાદી ફક્ત ભક્તિથી જ મોક્ષ પ્રાપ્તિ માનતા હતા પરંતુ તીર્થંકર મહાવીરે સમ્યગ્દર્શન , સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેની સમ્યગ્ સાધનાને મોક્ષ માર્ગ કહ્યો છે કારણ કે

ભગવાને પોતે આ ત્રણેયની સાધના કરી હતી અને અતિ ગાઢ કર્મોને ખપાવવા આ ત્રણેયની સાથે દીર્ધ તપશ્ચર્યાઓ કરી હતી , તેથી જ સ્વાનુભવે કહ્યું છે કે જ્ઞાનાદિ રત્નત્રય જ મોક્ષમાર્ગ છે.

तम्हा बेमि णो णिण्हवेज्ज वीरियं :- ભગવાન મહાવીરે દીર્ઘ તપશ્ચર્યા કરીને તથા પરીષહાદિને સમભાવપૂર્વક સહન કરીને પોતાના પૂર્વકૃત–કર્મોનો ક્ષય કર્યો અને જ્ઞાનાદિ રત્નત્રય પૂર્વક તપનો ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો છે કે હે સાધકો ! તમે પણ જ્ઞાનાદિ રત્નત્રયની સાધના કરવામાં પોતાની શક્તિને જરાય ગોપવો નહિ અને જ્ઞાનાદિની સાથે યથાશક્તિ તપની આરાધના કરો.

સાધકની ચડતી પડતી અવસ્થા :

जे पुव्वुठ्ठाई णो पच्छाणिवाई । जे पुव्वुठ्ठाई पच्छाणिवाई । जे णो पुव्वुठ्ठाई णो पच्छाणिवाई । से वि तारिसए सिया जे परिण्णाय लोगमण्णेसयंति । एयं णियाय मुणिणा पवेइयं । શબ્દાર્થ :– जे = જે , पुव्वुठ्ठाई = પહેલાં સંયમ અંગીકાર કરે છે , णो पच्छाणिवाई = પછી પતિત થતાં નથી , पच्छाणिवाई = પછી પડિવાઈ થઈ જાય છે , णो पुव्वुठ्ठाई = પહેલાં ઉત્થાન કરતા નથી, णो पच्छाणिवाई = પછી પતિત થતા નથી , से वि = તે પણ , तारिसए = તેવા જ , सिया = છે, परिण्णाय = જાણીને , ત્યાગીને , लोगं = લોકને , अण्णेसयंति = અન્વેષણ કરે છે , एय = આ વિષયને , णियाय = કેવળ– જ્ઞાનથી જાણીને , मुणिणा = મુનિ દ્વારા , पवेइयं = કહેલ છે.

ભાવાર્થ :– આ મુનિધર્મમાં પ્રવ્રજિત થનાર મોક્ષમાર્ગના સાધક ત્રણ પ્રકારના હોય છે. (1) જે પહેલાં ત્યાગમાર્ગને અંગીકાર કરે છે અને તે જ રીતે જીવનપર્યંત પાલન કરતા રહે છે , કયારે ય તેનું પતન થતું નથી.(ર) જે પહેલાં સાધના માટે તૈયાર થાય છે પરંતુ પછી પતિત થઈ જાય છે. (3) જે પહેલાં ત્યાગમાર્ગમાં ઉત્થાન કરતા નથી અને પછી પણ તેમાં પરિવર્તન કરતા નથી.

જે સાધક સંસારને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે છે પરંતુ પછી તે ફરી તેની ઈચ્છા કરે છે તે પણ ગૃહસ્થની સમાન જ છે. આ ઉત્થાન–પતનના વિકલ્પોને કેવળજ્ઞાન દ્વારા જાણીને 2

લોકસાર અધ્ય–પ , ઉ : 3

184 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ તીર્થંકરે કહ્યું છે.

વિવેચન :

મુનિધર્મની અંદર સાધકના જીવનમાં કેટલાય ચઢાણ , ઉતાર આવે છે. તેના વિકલ્પો આ સૂત્રમાં બતાવ્યા છે. વૃત્તિકારે સિંહવૃત્તિ અને શિયાળવૃત્તિની ઉપમાં આપીને સમજાવ્યું છે. તેના ત્રણ ભંગ છે–

(1) કોઈ સાધક સિંહવૃત્તિથી પ્રવ્રજ્યા અંગીકાર કરે છે અને તે જ ભાવ અંતસમય સુધી ટકાવી રાખે છે.

યથા–ગણધરો , ધન્ના , શાલિભદ્ર આદિ. 'પૂર્વોત્થાયી પશ્ચાત્ અનિપાતી ' આ પ્રથમ ભંગ છે.

(ર) કોઈ સિંહવૃત્તિથી નિષ્ક્રમણ કરે છે પરંતુ પછી શિયાળવૃત્તિવાળા થઈ જાય છે , યથા–નંદિષેણ , કંડરીક આદિ. તે 'પૂર્વોત્થાયી પશ્ચાન્નિપાતિ ' આ બીજો ભંગ છે.

(3) સૂત્રોક્ત ત્રીજા ભંગમાં ગૃહસ્થને માનવામાં આવે છે પરંતુ અહીં સંયમ સાધકોનું વર્ણન હોવાથી તેનો ભાવ એમ સમજવો કે પ્રારંભથી શિથિલ સંયમવાળા છે અને અંત સુધી તે સંયમની શિથિલતા છોડતા નથી.

ત્રણે ય ભંગનું તાત્પર્ય એ છે કે (1) શુદ્ધાચારથી શુદ્ધાચારમાં રહેનારા (ર) શુદ્ધાચારથી શિથિલાચારી થનારા (3) પ્રારંભથી અંત સુધી શિથિલાચારમાં રહેનારા. અંતે શાસ્ત્રકારે કહ્યું છે કે સંસારનો ત્યાગ કરીને પુનઃ સાંસારિક પ્રવૃત્તિઓ કરનારા થઈ જાય છે તે ગૃહસ્થ સદશ છે , તેને ચોથો વિકલ્પ કહી શકાય સાધુ જીવનના વિવિધ ગુણો :

इह आणाकंखी पंडिए अणिहे पुव्वावररायं जयमाणे सयासीलं सुपेहाए सुणिया भवे अकामे अझंझे । શબ્દાર્થ :– इह = આ જગતમાં,आणाकंखी= આજ્ઞા આરાધક,अणिहे= સ્નેહ રહિત,पुव्वावररायं = પૂર્વરાત્રિમાં અને પાછલી રાત્રિમાં , जयमाणे = જયણાશીલ–સંયમપાલન , सया = સદા , सील = શીલને , सुपेहाए= મોક્ષનું અંગ જાણીને,सुणिया= સંયમપાલનના ફળને સાંભળીને,भवे= થાય,अकामे = કામરહિત , अझंझे = માયા રહિત બનો.

ભાવાર્થ :– આ જિનશાસનમાં ભગવદ આજ્ઞાના ઈચ્છુક પંડિત સાધક કોઈ સ્થાને રાગભાવ કરે નહિ, નિરંતર સાવધાનીપૂર્વક સંયમમાં જયણાશીલ રહે , હંમેશાં સંયમાચારનું સુંદર રીતે પ્રેક્ષણ કરે , શીલનું ચિંતન કરે , ધ્યાન રાખે. તે પ્રશંસા વચન સાંભળીને તેની કામના ન કરે અને નિંદા વચન સાંભળીને અશાંત ન થાય તેઓ જિનવાણી સાંભળીને ઈન્દ્રિય વિષયોથી અને કષાયોથી મુક્ત થઈ જાય છે.

વિવેચન :

સાધુપણામાં સાધકની ચડતી–પડતી મનોદશાને જાણીને ભગવાને સાધુધર્મમાં સ્થિરતા પ્રાપ્ત 3

185

કરવા માટે આઠ મૌલિક ગુણો બતાવ્યા છે , તેનો આ સૂત્રમાં ઉલ્લેખ છે–

-1 आणाकंखी :- આજ્ઞાકાંક્ષી. તેનું તાત્પર્ય એ છે કે ચારિત્ર સંબંધી તીર્થંકરોની સમસ્ત આજ્ઞાઓનું યથાર્થ પાલન કરે.

( ર) पंडिए :- પંડિત , વિવેકી. ભગવદાજ્ઞાનો જ્ઞાતા હોય. पण्डितो यः करणैरखण्डितः । પંડિત તે છે જે આચારથી અખંડિત છે. ઈન્દ્રિયો અને મનથી પરાજિત થાય નહિ. ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः । ગીતાની આ ઉક્તિ અનુસાર જે જ્ઞાનરૂપી અગ્નિથી પોતાનાં કર્મોને બાળી નાખે છે , તેનેજ તત્ત્વજ્ઞોએ પંડિત કહેલ છે.

-3 अणिहे :- (અસ્નિહ) આસક્તિથી રહિત હોય .

-4 पुव्वावररायं जयमाणं :- પૂર્વરાત્રિ અને અપરરાત્રિમાં યત્નાવાન રહેવું. (1) રાત્રિના પ્રથમ ભાગને પૂર્વરાત્રિ અને પાછલા ભાગને અપરરાત્રિ કહે છે. બંને રાત્રિકાળમાં સ્વાધ્યાય , ધ્યાન , જ્ઞાન–ચર્ચા કે આત્મચિંતન કરતા અપ્રમત્ત રહેવું. (ર) જીવનમાં પહેલાં અને પછી નિરંતર સ્વાધ્યાય , ધ્યાન વગેરેમાં લીન રહેવું.

( પ) सीलंसुपेहाए जयमाणे :- શીલ સુપ્રેક્ષા– મહાવ્રતોની સાધના , ત્રણ ગુપ્તિનું રક્ષણ અને પંચેન્દ્રિય સંયમ , કષાયોનો નિગ્રહ આ ચાર પ્રકારે શીલ છે. ચિંતનના ઊંડાણમાં ઊતરીને પોતાનામાં તેનું સતત નિરીક્ષણ કરે.

-6 सुणिया :- મોક્ષમાર્ગને સાંભળે અર્થાત્ સાધનાનું સ્વરૂપ સાંભળી તેનો સ્વીકાર કરે .

-7 अकामे :- કામરહિત. ઈચ્છાકામ અને મદનકામથી રહિત અકામ થવું અથવા પ્રશંસાની આકાંક્ષા કરે નહિ.

-8 अझंझे :- સર્વ કષાયોથી રહિત થવું અથવા નિંદા સાંભળી અશાંત થવું નહિ .

આ આઠે ય પ્રકારના મૌલિક ગુણોનો આધાર લઈને મુનિ સંયમ માર્ગમાં સતત આગળ વધતા રહે.

આત્મયુદ્ધના દુર્લભ સાધન :

इमेण चेव जुज्झाहि , किं ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु दुल्लहं । जहेत्थ कुसलेहिं परिण्णाविवेगे भासिए । શબ્દાર્થ :– इमेण चेव = કષાય આત્મા સાથે જ , આભ્યંતર શત્રુઓ સાથે , जुज्झाहि = યુદ્ધ કરો, बज्झओ = બહારના , બાહ્ય શત્રુઓ સાથેના , जुज्झेण = યુદ્ધથી किं = શું પ્રયોજન છે ? ते = તમારે, 4

લોકસાર અધ્ય–પ , ઉ : 3

186 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ जुद्धारिह = ઔદારિક શરીર આદિ આત્મ યુદ્ધ સામગ્રી , खलु = નિશ્ચયથી , दुल्लहं = દુર્લભ , जहेत्थ = આ સંસારમાં જેવીરીતે , જે આ જૈન શાસનમાં,कुसलेहि = કુશળ પુરુષોએ , તીર્થંકરોએ,परिण्णाविवेगे = પરિજ્ઞા , વિવેક , જ્ઞાન અને ત્યાગ , સંયમાચાર , भासिए = કહ્યા છે.

ભાવાર્થ :– આ આત્મામાં રહેલા કર્મશત્રુઓની સાથે યુદ્ધ કર , બીજાની સાથે યુદ્ધ કરવામાં તને શું લાભ ? ખરેખર ભાવયુદ્ધને યોગ્ય સાધન મળવા જ દુર્લભ છે. જે આ જૈન શાસનમાં તીર્થંકરોએ આત્મયુદ્ધના સાધનરૂપે સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ આચારરૂપ પરિજ્ઞા–વિવેકનું પ્રતિપાદન કર્યું છે.

વિવેચન :

इमेण चेव जुज्झाहि :- આ સૂત્રને વ્યાખ્યાકારે સંવાદના માધ્યમે સમજાવ્યું છે. મુમુક્ષુ પ્રશ્ન કરે છે કે

હે ભંતે ! હું કર્મોથી મુક્ત થયો નથી તો કોઈ અસાધારણ ઉપાય બતાવો જેથી હું સર્વ કર્મ કલંકથી રહિત થઈ જાઉં. આપ જેમ કહેશો તેમ કરવા તૈયાર છું. સિંહ સાથે યુદ્ધ કરવું હોય તો પણ તે સહર્ષ સ્વીકારીશ.

મુમુક્ષુના આ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપ્યો છે કે હે સાધક ! બહારનું યુદ્ધ કરવાની જરૂર નથી. જો તને મોક્ષની આવી ઉત્કંઠા છે , તો તેનો એકમાત્ર ઉપાય છે કે તું આત્મદર્શન કર , તેનાથી અંદરના દુર્ગુણો તને પ્રતીત થશે. તેની સાથે યુદ્ધ કર , તે જ યુદ્ધ કરવા યોગ્ય છે. બહારના યુદ્ધથી તને કંઈપણ પ્રાપ્ત થશે નહિ.

અંતરના કામ , ક્રોધ , મદ , લોભ , દ્વેષ આદિ શત્રુઓની સામે યુદ્ધની ઘોષણા કર. કર્મસૈન્યને પરાજિત કરવા આત્મબળનો શંખ ફૂંક. આત્મબળના હુંકારથી કર્મસેના હચમચી જશે અને તને કર્મબંધનોથી મુક્તિ મળશે. તારો આત્મા કર્મથી સ્વતંત્ર થઈ મોક્ષના અખંડ શાસનનો અધિકારી બનશે માટે જ આત્મયુદ્ધ કર.

આત્માની સ્વાભાવિક અને વૈભાવિક શક્તિઓનો સંગ્રામ પ્રતિક્ષણ ચાલે છે. બાહ્ય યુદ્ધમાં એક પક્ષ જ્યારે પરાજિત થાય છે ત્યારે યુદ્ધ સમાપ્ત થઈ જાય છે. તેમ આત્માની વૈભાવિક શક્તિઓનું બળ વધે તો નિગોદમાં અનંતકાળ રહેવું પડે છે અને જ્યારે સ્વાભાવિક શક્તિનો વિજય થાય છે ત્યારે આત્મા સિદ્ધક્ષેત્રના વિશાળ તેમજ અક્ષય સામ્રાજ્યને પ્રાપ્ત કરે છે. વૈભાવિક શક્તિ ઉપર પ્રાપ્ત થયેલ વિજય ચરમ અને પરમ વિજય છે. આંતરિક શત્રુઓના વિનાશથી સંસારમાં તેના હવે એક પણ શત્રુ રહેતા નથી. પ્રાણીમાત્રની સાથે મૈત્રીભાવ રહે છે.

जुद्धारिहं खलु दुल्लहं :- ભાવયુદ્ધ ને યોગ્ય સામગ્રી પ્રાપ્ત થવી અત્યંત દુષ્કર છે , તે દુર્લભ વસ્તુ છે. ભાવ યુદ્ધ માટે ઉપયોગી માનવદેહ અને સંયમ , એ બંને ય તમને પ્રાપ્ત થયા છે , માટે ભાવયુદ્ધ કરવા તત્પર થાઓ , પ્રમાદ ન કરો.

परिण्णाविवेगे :- જ્ઞ પરિજ્ઞાથી આત્મશત્રુઓને , આત્મ અવગુણોને જાણવા તે 'પરિજ્ઞા ' છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તે અવગુણોનો ત્યાગ કરવો , આત્મશત્રુઓને કાઢવા અને તેના માટે સંયમધર્મનું પાલન કરવું તે 'વિવેક ' છે. બંને પ્રકારની પરિજ્ઞા–વિવેકનો અર્થ છે– જ્ઞાન અને આચાર , જ્ઞાન અને ક્રિયા. આ બંને આત્મયુદ્ધ માટે આવશ્યક ભાવશસ્ત્ર છે. આંતરિક યુદ્ધ માટે બે શસ્ત્રો કહ્યાં છે– પરિજ્ઞા અને વિવેક.

પરિજ્ઞાથી ચારેબાજુથી વસ્તુનું જ્ઞાન કરવાનું છે અને વિવેકથી તેના પૃથક્કરણની દઢ ભાવના કરવાની છે.

187

વિવેક કેટલાય પ્રકારનો હોય છે– ધન , ધાન્ય , પરિવાર , શરીર , ઈન્દ્રિયો , મન આદિથી આત્માની ભિન્નતાનું ચિંતન કરવું , પરિગ્રહ–વિવેકાદિ છે. કર્મથી આત્માની પૃથક્ તત્ત્વની દઢ ભાવના કરવી તે કર્મવિવેક છે અને મમત્વાદિ વિભાવોથી આત્માને પૃથક્ સમજવો તે ભાવ વિવેક છે.

વિવેકથી ચ્યુત સાધક :

चुए हु बाले गब्भाइसु रज्जइ । अस्सिं चेयं पवुच्चइ , रूवंसि वा छणंसि वा । શબ્દાર્થ :– चुए = પતિત થતાં , हु = નિશ્ચયથી , गब्भाइसु = ગર્ભ આદિમાં , જન્મ મરણમાં , रज्जइ = અનુરક્ત બને છે , ફસાઈ જાય છે , अस्सिं = આ જિનશાસનમાં , चेयं = અને આ વાત , पवुच्चइ = કહી છે , रूवंसि = રૂપાદિ વિષયોમાં આસક્ત , छणंसि = હિંસામાં પ્રવૃત્ત.

ભાવાર્થ :– તે આચારધર્મથી ચ્યુત થનાર અજ્ઞાની સાધક જન્મમરણના દુઃખમાં ફસાઈ જાય છે. આ અર્હત્ શાસનમાં એવું કહ્યું છે કે સાધક રૂપાદિ ઈન્દ્રિય વિષયોમાં આસક્ત થઈ પતિત થાય છે અથવા હિંસાદિ પ્રવૃત્તિઓમાં પડી સંયમથી ચ્યુત થઈ જાય છે.

વિવેચન :

रूवंसि वा छणंसि वा :- આ સૂત્રમાં અલ્પ સત્વ સાધકને સંયમભાવથી પતિત થવાના બે કારણોનું નિરૂપણ છે– (1) શબ્દરૂપ આદિ કોઈપણ એક કે અનેક ઈન્દ્રિય વિષયોની લાલસા. (ર) હિંસાજન્ય પ્રવૃત્તિઓ કે કોઈપણ પાપની પ્રવૃત્તિઓ. આ બે મુખ્ય કારણોમાં અન્ય કારણોનો સમાવેશ પણ થઈ જાય છે.

સંવિગ્નપથ સંયમી મુનિ :

से हु एगे संविद्धपहे मुणी अण्णहा लोगमुवेहमाणे । इति कम्मं परिण्णाय सव्वसो । से हिंसइ , संजमइ , णो पगब्भइ , उवेहमाणे पत्तेयं सायं , वण्णाएसी णारभे कं णं सव्वलोए । एगप्पमुहे विदिसप्पइण्णे णिव्विण्णचारी अरए पयासु। से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिज्जं पावं कम्मं तं णो अण्णेसी । શબ્દાર્થ :– एगे = એક મુનિ જ , संविद्धपहे = મોક્ષમાર્ગમાં ચાલનાર , अण्णहा = ભિન્ન દષ્ટિથી, ઉપેક્ષાભાવથી , અન્યથી , વિષય–કષાયમાં આસક્ત , उवेहमाणे= જોઈને, इति = આ પ્રકારે,परिण्णाय= જાણીને , हिंसइ = હિંસા કરે નહિ , संजमइ = સંયમ પાલન કરે , णो पगब्भइ = ધૃષ્ટતા કરે નહિ, 5

6

લોકસાર અધ્ય–પ , ઉ : 3

188 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ उवेहमाणे = જોઈને , पत्तेयं साय = પ્રત્યેક જીવોના સુખ , वण्णाएसी = યશનો અભિલાષી, સંયમાભિલાષી , णारभे = આરંભ કરે નહીં , कं णं = કોઈ પ્રકારથી , सव्वलोए = સર્વલોકમાં , गप्पमुहे = કેવળ મોક્ષના અભિમુખ રહીને , विदिसप्पइण्णे = સંયમ વિરોધી માર્ગને પાર કરીને, णिविण्णचारी = ઉદાસીન ભાવે શુદ્ધ આચરણ કરનાર,अरए= આસક્ત થાય નહીં,पयासु= સ્ત્રીઓમાં, वसुमं = સંયમધનવાન , सव्वसमण्णागय पण्णाणेणं = સર્વ પદાર્થોનું જ્ઞાન ધરાવનારા , अप्पाणेणं = પોતાના આત્માથી , अकरणिज्ज = ન કરવા યોગ્ય , णो अण्णेसी = અન્વેષણ ન કરે , આચરણ ન કરે.

ભાવાર્થ :– ખરેખર તે જ મુનિ સંવિગ્ન પથ–મોક્ષમાર્ગને સમજનાર છે , જે સંસારની સમસ્ત પ્રવૃત્તિઓને ઉપેક્ષાભાવથી , ત્યાજ્ય દષ્ટિથી જોઈને તેનાથી દૂર રહે છે. આ પ્રમાણે કર્મ અને તેના કારણોને સમ્યક્ પ્રકારે જાણીને સાધક સર્વથા પાપોનો ત્યાગ કરે. તે સાધક કોઈ જીવની હિંસા કરતા નથી , સંયમનું સમ્યક્ આચરણ કરે છે પરંતુ સંયમ વિપરીત પ્રવૃત્તિઓ કરવાની ધૃષ્ટતા કરતા નથી. પ્રત્યેક પ્રાણીના સુખની વિચારણા કરી સંયમના અભિલાષી મુનિ લોકમાં કોઈ પણ પ્રકારનો આરંભ કરે નહિ. મુનિ એકમાત્ર મોક્ષાભિમુખ થઈ , મુક્તિ માર્ગથી વિપરીત સમસ્ત માર્ગના પારગામી થઈ , વિરક્ત ભાવે સંયમમાં વિચરણ કરે તથા સ્ત્રીઓ પ્રત્યે અનાસક્ત રહે. આ રીતે ઉપરોક્ત સર્વ પ્રજ્ઞાઓથી યુક્ત સંયમધની મુનિ અંતઃકરણથી પણ પાપકર્મને અકરણીય માને છે અને તેનો વિચાર માત્ર પણ કરે નહિ.

વિવેચન :

वण्णाएसी :- વર્ણ શબ્દ અહીં સંયમના અર્થમાં વપરાયો છે. સામાન્યતયા વર્ણના બે અર્થ છે– યશ અને રૂપ. 'રૂપ ' અપેક્ષાએ અર્થ થાય છે કે મુનિ સૌન્દર્ય વધારવાનો ઈચ્છુક બની કોઈપણ (લેપ , ઔષધિ–

પ્રયોગાદિ) પ્રવૃત્તિ કરે નહિ. 'યશ ' અપેક્ષાએ અર્થ થશે કે મુનિ યશ પ્રાપ્ત કરવા આરંભના કાર્ય ન કરે.

વિશિષ્ટતયા 'વર્ણ ' શબ્દ સંયમનો દ્યોતક છે. સંયમ ચાહક મુનિ ક્યારે ય કોઈ પ્રકારનો આરંભ સમારંભ કરે નહીં.

सव्वलोए :- લોકના સમસ્ત જીવો પ્રત્યે અનારંભી રહે. કોઈની પણ હિંસા કરે નહીં .

वसुमं :- વસુમાન , ધનવાનને કહે છે. મુનિને સંયમ જ ધન છે , માટે 'સંયમ ધનવાન ' મુનિને वसुमं કહેવાય છે.

સાધ્વાચાર પાલનની મહત્તા :

जं सम्मं ति पासह तं मोणं ति पासह , जं मोणं ति पासह तं सम्मं ति पासह । ण इमं सक्कं सिढिलेहिं अद्दिज्जमाणेहिं गुणासाएहिं वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं । मुणी मोणं समादाय धुणे कम्म सरीरगं । पंतं लूहं सेवंति वीरा सम्मत्तदंसिणो । एस ओहंतरे मुणी तिण्णे मुत्ते विरए 7

189

वियाहिए । त्ति बेमि । ॥ तइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– जं =જેને , सम्मं ति = સમ્યગ્ આચારવાન , पासह = જુઓ , જાણો , तं मोणंति = તેને મુનિ ધર્મમાં , पासह = જુઓ , जं मोणं ति = જે મુનિભાવમાં દેખાય , तं सम्मं ति पासह = તેને સમ્યગ્ આચારવાન , જુએ , इमं = , સંયમ આચારનું , सक्कं = પાલન શક્ય નથી , सिढिलेहि = શિથિલ વિચારવાનથી , अद्दिज्जमाणेहि = ગાઢમમત્વવાળાથી , નિર્બળ મનવાળાથી , गुणासाएहिं = વિષયાસક્તથી,वंकसमायारेहि = માયાવી , पमत्तेहिं = પ્રમાદી છે, गारमावसंतेहिं = ગૃહસ્થભાવમાં રહેનાર , ઘરનું મમત્વ રાખનાર , मुणी मोण समादाय = મુનિ સંયમનો સ્વીકાર કરીને , कम्मसरीरगं = કાર્મણ શરીરને , धुणे = કૃશ કરે , पंतं लूह = નિરસ , રૂક્ષ આહારનું , सेवंति = સેવન કરે , एस = આ, ओहंतर = સંસાર સાગરથી તરનાર , तिण्णे = તરેલા , मुत्त = મુક્ત , विरए = વિરત , वियाहिए = કહેવાયેલા છે.

ભાવાર્થ :– જેને તમે સમ્યક્રૂપથી આચરણ કરનારા જુઓ તેને તમો ભાવમુનિપણામાં સમજો અને જેને તમે ભાવમુનિપણામાં જુઓ તેને તમે સમ્યક્ આચરણવાળા સમજો. તાત્પર્ય એ છે કે જે આચારનું સમ્યક્પાલન કરે છે તે જ વાસ્તવમાં મુનિ છે. જે શિથિલાચારી , મોહ મમતાયુક્ત સ્વભાવવાળા , વિષયોમાં આસક્ત , કપટી અને પ્રમાદી તથા ગૃહવાસી(ગૃહસ્થ ભાવવાળા) છે તેઓથી આ સંયમાચારનું સમ્યક્ પાલન કરવું શક્ય નથી. તેથી મુનિ સંયમ ધર્મને સ્વીકારીને કાર્મણ શરીરને કૃશ કરે અર્થાત્ કર્મક્ષય કરવામાં પ્રયત્નશીલ બને.

કર્મક્ષય કરવામાં વીર સમત્વદર્શી મુનિ પ્રાંત–સામાન્ય તથા રૂક્ષ–લૂખાસૂખા નીરસ આહારાદિનું સેવન કરે. આ પ્રકારની વિરક્ત સાધનાથી જન્મ મૃત્યુના પ્રવાહને તરનાર મુનિ જ વાસ્તવમાં તીર્ણ , મુક્ત અને વિરક્ત કહેવાય છે. – એમ ભગવાને કહ્યું છે.

।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

जं सम्मं ति पासह तं मोणं ति पासह :- અહીં સમ્યક્ શબ્દથી–સમ્યગ્દર્શન , સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ ત્રણે ય ગ્રહણ કરાયા છે તથા મૌનનો અર્થ છે– મુનિપણું. વાસ્તવમાં જ્યાં સમ્યગ્દર્શનાદિ રત્નત્રયની આરાધના હોય ત્યાં મુનિપણું અવશ્ય હોય છે અને જયાં મુનિપણું હોય ત્યાં રત્નત્રયની આરાધના હોવી અનિવાર્ય છે.

તેથી આ સૂત્રનો આશય આ પ્રકારે છે કે– સમ્યક્ સંયમ આચારનું પાલન જ્યાં દેખાય ત્યાં સાધુત્વને જુઓ. જે વાસ્તવિક સાધુત્વમાં છે તે જ્ઞાન , દર્શન , ચારિત્રનું સમ્યક્પ્રકારે પાલન કરનારા છે એમ સમજો. આ કથન કર્યા પછી બતાવ્યું છે કે આ પ્રકારનું સમ્યક્ સંયમ પાલન શિથિલ માનસવાળાઓ લોકસાર અધ્ય–પ , ઉ : 3

190 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

માટે શક્ય નથી. મોહભાવથી પરાજિત , નિર્બળ મનવાળા , ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત , વક્રાચારી, એશ આરામમાં કે અસંયમના આચરણમાં લીન , પ્રમાદી અને ગૃહસ્થતુલ્ય પરિણામી , એવા મુનિઓને માટે સમ્યક્ સંયમ પાલન કરવું શક્ય નથી અને તેથી તેઓ ભાવ સાધુત્વમાં નથી. અહીં पासह શબ્દ જાણવા અને સમજવાના અર્થમાં પ્રયુક્ત છે.

पतं लूहं सेवंति :- સાધુત્વના સ્વીકાર પછી મુનિએ નિરંતર કર્મક્ષય કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. તેણે શરીરનો મોહ છોડીને સામાન્ય અને રૂક્ષ આહારનું સેવન કરવું જોઈએ. આવા સમત્વદર્શી, વીર અને સંયમાચારમાં રમણ કરનાર મુનિ સંસાર સમુદ્રને તરી જાય છે. તે સાધક વાસ્તવમાં તીર્ણ , મુક્ત અને વિરત કહેવાય છે. આ પ્રકારે આ સૂત્રમાં સાધુતાના અનેક ગુણોની પ્રેરણા આપી છે. આ રીતે આ સંપૂર્ણ ઉદ્દેશકમાં સમત્વ પ્રધાન મુનિધર્મ–મુનિઆચાર પાલનની પ્રેરણા છે.

वंक समायारेहिं :- વંક શબ્દના વિવિધ અર્થ છે– (1) માયાવી (ર) માયાદિ કષાયોનું સેવન કરનાર (3) એશઆરામમાં રહેનાર ( 4) અસંયમાચરણ કરનાર.

अद्दिज्जमाणेहि :- જેનું મન નિર્બળ હોય , પ્રજ્ઞા અલ્પ હોય , દઢસંકલ્પી ન હોય , કોઈ કાંઈ કહે ત્યારે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા વિના પ્રવાહમાં વહી જવાના સ્વભાવવાળા હોય , તેમજ વિચાર્યા વિના શીઘ્ર માની લે , એવા અતિ નમ્ર આર્દ્ર સ્વભાવી હોય , તે બધાને અહીં આદ્રીયમાન શબ્દથી સંયમાચારની સફળ સાધના માટે અયોગ્ય કહ્યાં છે.

गारमावसंतेहि :- આ શબ્દનો ગૃહસ્થ અર્થ ન કરતાં સાધક અર્થ ગ્રહણ કરવામાં આવે છે , કારણ કે

સંયમ પાલનમાં અસમર્થ સાધકના લક્ષણોનું અહીં વર્ણન છે. આ શબ્દનો ભાવ એ છે કે જે ગૃહસ્થતુલ્ય પરિણામવાળા , ગૃહસ્થ જેવી પ્રવૃત્તિ કરનારા અથવા સંયમનો ત્યાગ કરી ગૃહસ્થના જીવનમાં જવાના સંકલ્પવાળા.

આવા વિવિધ વિશેષણોથી સૂત્રકારનો આશય પ્રગટ થાય છે કે સંયમાચારનું શુદ્ધ અને સંપૂર્ણ પાલન દઢ મનોબળથી , દઢ પ્રતિજ્ઞ સ્વભાવથી અને વૈરાગ્ય ભાવિત સંયમની અંતર લાગણીથી જ શક્ય અને સફળ થઈ શકે છે , માટે સાધકે સંયમ ગ્રહણ કરવાની વૈરાગ્યધારા અને ઉત્સાહ તથા શૂરવીરતાને ટકાવી સંયમના નિયમોની સાચી આરાધના કરવી જોઈએ , તો જ સાચી સાધુતા ટકી શકે છે.

ા અધ્યયન–પ/3 સંપૂર્ણા પાંચમું અધ્યયન : ચોથો ઉદ્દેશક અપરિપક્વ ભિક્ષુના એકલ વિહારની દશા :

गामाणुगामं दूइज्जमाणस्स दुज्जायं दुप्परक्कंतं भवइ अवियत्तस्स લોકસાર અધ્ય–પ , ઉ : 4 191

भिक्खुणो। वयसा वि एगे बुइया कुप्पंति माणवा । उण्णयमाणे णरे महया मोहेण मुज्झइ । संबाहा बहवे भुज्जो भुज्जो दुरतिक्कमा अयाणओ अपासओ । एयं ते मा होउ । एयं कुसलस्स दंसणं । શબ્દાર્થ :– गामाणुगामं = એક ગામથી બીજે ગામ , दूइज्जमाणस्स = વિચરણ કરતાં , दुज्जायं दुप्परक्कंत भवइ = વિહાર અને વ્યવહાર અકલ્યાણરૂપ બને છે , अवियत्तस्स = અવ્યક્ત , અસમર્થ, અગીતાર્થ એકલા , भिक्खुणो = ભિક્ષુ માટે , वयसा = વચનથી , वि एगे = પણ કોઈ , बुइया = કહેતાં, પ્રેરતાં , कुप्पंति = ગુસ્સે થાય છે , माणवा = મનુષ્ય , उण्णयमाणे = અત્યંત અભિમાન કરતાં , महया = મહાન , मोहेण = મોહથી , मुज्झइ = મૂંઝાઈ જાય છે , મૂઢ બની જાય છે , संबाहा = બાધાઓ , વિધ્નો, बहवे= ઘણા,दुरइक्कमा = ઉલ્લંધન કરવાનું કઠિન , अयाणओ= અજ્ઞાની,अपासओ= અતત્ત્વદર્શી, एयं = આ બાધાઓ , ते = તમને , मा होउ = ન થાય , एयं = , कुसलस्स दंसण = કુશળ પુરુષોનું દર્શન–અભિપ્રાય.

ભાવાર્થ :– જે સાધુ જ્ઞાન અને વયથી અપરિપક્વ છે તેને એકલા ગ્રામાનુગ્રામ વિચરણ કરવું અયોગ્ય છે અને તેનું તે દુઃસાહસપૂર્વકનું પરાક્રમ છે. કોઈ અપરિપક્વ એકલ વિહારી સાધક થોડાક પ્રતિકૂળ વચન સાંભળતાં જ ક્રોધિત થઈ જાય છે. પોતાને શ્રેષ્ઠ માનનારા તે અભિમાની સાધક સ્વલ્પ માન–અપમાનમાં પણ પ્રબળ મોહથી મૂઢ થઈ જાય છે , વિવેક રહિત થઈ જાય છે.

તે અપરિપક્વ સાધકને એકલા વિચરતાં અનેક પ્રકારના ઉપસર્ગો તેમજ રોગાંતકાદિ પરીષહ જનિત પીડાઓ વારંવાર આવે , ત્યારે તે અજ્ઞાની , અતત્ત્વદર્શીને તે પીડાનો પાર પામવો અત્યંત કઠિન થઈ જાય છે , તેના માટે તે દુર્લંધ્ય હોય છે. એકલ વિહારી થવાની આ મનોભાવના અથવા સૂત્રોક્ત આવી દુર્દશા તમારી ન થાય , તે માટે તીર્થંકરોનો આ હિતોપદેશ છે.

વિવેચન :

આ સૂત્રમાં અવ્યક્ત–અપરિપક્વ સાધુના એકાકી વિચરણનો નિષેધ કર્યો છે. વૃત્તિકારે અવ્યક્તના લક્ષણ કહીને ચૌભંગી બતાવી છે. અવ્યક્ત સાધુના બે પ્રકાર છે– શ્રુતજ્ઞાનથી અવ્યક્ત અને વયથી અવ્યક્ત.

(1) જે સાધુએ 'આચાર પ્રકલ્પ'નું અર્થ સહિત અધ્યયન કર્યું નથી , બીજા પણ ઉત્સર્ગ અપવાદરૂપ આચાર શાસ્ત્રના વિધિ નિષેધોને સમજ્યા નથી , તે શ્રુતથી અવ્યક્ત છે.(ર) એકાકીચર્યા માટે ચાલીસ(40)

વર્ષ સુધીની વય અવ્યક્ત કહેવાય છે કારણ કે વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં 40 વર્ષથી ઓછી ઉંમરવાળાને આચાર્ય"–ગુરુની નિશ્રા વિના રહેવાનો નિષેધ છે. તે સૂત્રની વ્યાખ્યામાં બતાવ્યું છે કે 40 વર્ષ પછી પ્રૌઢ વય કહેવાય છે. તેની પહેલાની વય તરુણ કહેવાય છે. તરુણને આચાર્યની નેશ્રા વિના રહેવાનો મૂળપાઠમાં નિષેધ છે.

અવ્યક્તનો સીધો સરળ અર્થ એ છે કે જે સમ્યગ્દર્શન તેમજ સમ્યક્ આચારમાં ગુરુ સાનિધ્યથી 192 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પરિપક્વ થયા ન હોય.

અવ્યક્તની ચૌભંગી– (1) કોઈ સાધક શ્રુત અને વય બંનેથી અવ્યક્ત હોય છે. તેની એકચર્યા સંયમ અને આત્મવિરાધના કરનારી છે.

(ર) કોઈ સાધક શ્રુતથી અવ્યક્ત પરંતુ વયથી વ્યક્ત હોય છે. અગીતાર્થ હોવાના કારણે તેની એકચર્યા પણ સંયમ અને આત્મવિરાધના કરનારી છે.

(3) કોઈ સાધક શ્રુતથી વ્યક્ત પરંતુ વયથી અવ્યક્ત હોય છે. બાળક , તરુણ કે યુવાન હોવાના કારણે તેની એકચર્યા પણ જોખમયુક્ત હોય છે.

(4) કોઈ સાધક શ્રુત અને વયથી પૂર્ણ પરિપક્વ હોય છે. તે એકલવિહારને યોગ્ય હોય છે. તેવા યોગ્ય સાધકને પણ કોઈ અત્યાવશ્યક આગમસમ્મત પ્રયોજનથી એકલવિહાર કરવો યોગ્ય છે , પરંતુ કારણના અભાવમાં તેને પણ એકલ વિહાર કરવાની આજ્ઞા નથી. તેને પણ એકલા વિચરણ કરવાનું પ્રાયશ્ચિત આવે છે , તેવું કથન ભાષ્યમાં છે.

વય તથા શ્રુતથી અયોગ્ય , અપરિપક્વ સાધકના એકલા વિચરણમાં અનેક દોષોની સંભાવના છે. શાસ્ત્રકારે પ્રથમ ઉદ્દેશકમાં એકાકી વિચરણ કરનારા સાધુના વિભિન્ન દોષોનું વર્ણન કર્યું છે , આ ઉદ્દેશકમાં તે જ વિષયનું અન્ય પ્રકારે નિરૂપણ છે.

અહીં બે પ્રશ્ન છે કે (1) અવ્યક્ત સાધુ એકલા વિચરણ શા માટે કરે છે ? (ર) તેનાથી તેને શું નુકસાન થાય છે ?

(1) કોઈ અવ્યક્ત સાધુને સંયમી જીવનમાં પ્રમાદ આવી જવાથી ગુર્વાદિકો તેને ઉપાલંભ આપે કે કઠોર વચન કહે ત્યારે તે ક્રોધિત થાય છે , ક્રોધાંધ અવ્યક્ત , અપરિપક્વ સાધક મોહોદયને વશ થઈને ગચ્છને છોડીને એકલ વિહારને સ્વીકારી લે છે.

(ર) અપરિપક્વ સાધકના એકલ વિહારમાં અનેક દોષોની સંભાવના છે , (1) તેને વાયુ , પિત્ત આદિના પ્રકોપથી બીમારી આવી જાય કે અકસ્માત થઈ જાય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય તથા પ્રવચનની હિલના થાય છે. (ર) ક્યારેક સ્ત્રીના પાશમાં , ક્યારેક કુશીલના સંગમાં ફસાઈને ધર્મભ્રષ્ટ થાય છે. (3) કૂતરા આદિ હિંસક પ્રાણીના ઉપસર્ગો આવે ત્યારે હેરાન થાય છે. (4) અભિમાની સ્વભાવના કારણે અનેક સ્થાને કલેશ કરે , ક્યારેક પ્રસિદ્ધિ માટે દોડાદોડી કરે , ક્યારેક કોઈકની પ્રશંસા સાંભળીને ફૂલાઈ જાય , પોતાના આચાર–વિચારને છોડી દે , આવા અનેક પ્રસંગોમાં તે વિવેક જાળવી શકતા નથી.

આ રીતે તે સમુદ્રની બહાર નીકળેલી માછલીની જેમ નાશ પામે છે. સારાંશ એ છે કે ગુર્વાદિકનું નિયંત્રણ ન હોવાથી અવ્યક્ત સાધુનું એકાકી વિચરણ આત્મા અને સંયમ ઉત્થાનમાં હાનિકારક છે.

ગુરુના સાન્નિધ્યમાં , ગચ્છમાં રહેવાથી ગુરુના નિયંત્રણમાં અવ્યક્ત સાધુને ક્રોધના સમયે બોધ મળે 193

છે–

आकृष्टेन मतिमता तत्त्वार्थान्वेषणे मतिः कार्या । यदि सत्यं कः कोपः ? स्यादनृतं किं नु कोपेन । ॥1॥ अपकारिणि कोपश्चेत् कोपे कोपः कथं ते ?

धर्मार्थकाममोक्षाणां , प्रसह्या परिपन्थिनि ॥2॥ જ્યારે ક્રોધ આવે ત્યારે બુદ્ધિમાન સાધુએ વાસ્તવિક્તાનું સંશોધન કરવું જોઈએ , તેને બુદ્ધિ લગાડવી જોઈએ કે જો (બીજાએ કહેલી વાત) સાચી છે તો પછી મારે ક્રોધ શા માટે કરવો જોઈએ , જો તે વાત ખોટી છે તો પછી ક્રોધ કરવાથી શું લાભ ?

જો અપકારી પ્રત્યે ક્રોધ કરવો જ છે , તો પછી મારો વાસ્તવિક અપકારી ક્રોધ છે તેના પ્રત્યે જ ક્રોધ કેમ ન કરું ? કારણ કે ધર્મ , અર્થ , કામ અને મોક્ષ આ ચારે ય પુરુષાર્થો માટે સૌથી વધારે બાધક શત્રુ તે ક્રોધ જ છે. ઠાણાંગના 8/ 594 માં એકલા વિચરણ કરનાર સાધુમાં આ આઠ ગુણોનો ઉલ્લેખ છે– (1) દઢ શ્રદ્ધાવાન, (ર) સત્પુરુષાર્થી, (3) મેધાવી, (4) બહુશ્રુત, (પ) (શારીરિક)શક્તિમાન, (6) અલ્પ ઉપધિવાળા, (7) ધૃતિમાન–ધૈર્યસંપન્ન તથા (8) વીર્ય સંપન્ન– આત્મશક્તિ(ઉત્સાહ સંપન્ન). અવ્યક્ત સાધુમાં આ ગુણો હોતા નથી તેથી તેનું એકલું વિચરવું બિલકુલ અહિતકારી છે.

एयं कुसलस्सदंसणं :- કોઈપણ મોક્ષાર્થી સાધક એવી પરિસ્થિતિમાં ન આવી જાય તે માટે તીર્થંકર કે સૂત્રકારે આ પ્રમાણે બોધ આપ્યો છે. તેને સારી રીતે સમજી હૃદયમાં વિચારી દરેક સાધકે સાવધાની રાખી ગુરુકુળવાસનું સેવન કરવું તે હિતાવહ છે.

સમર્પણભાવે ગુરુ સાંનિધ્ય :

तद्दिठ्ठिए तम्मुत्तीए तप्पुरक्कारे तस्सण्णी तण्णिवेसणे । શબ્દાર્થ :– तद्दिठ्ठीए = દ્રવ્ય અને ભાવથી ગુરુ–આચાર્યની દષ્ટિમાં , तम्मुत्तीए = ગુરુમાં જ તન્મય રહે , तप्पुरक्कारे = ગુરુના બહુમાન પૂર્વક,દરેક કાર્યમાં ગુરુની પ્રમુખતા , तस्सण्णी = ગુરુ નિર્દેશનું પાલન કરે ,ગુરુ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ , तण्णिवेसण = ગુરુની સમીપ વસવું .

ભાવાર્થ :– પરિપક્વ થવા માટે સાધક આચાર્ય–ગુરુમાં જ એક માત્ર દષ્ટિ–લક્ષ્ય રાખે , ભક્તિ અને બહુમાન પૂર્વક તેઓમાં જ તન્મય રહે , દરેક કાર્ય અને નિર્ણયમાં તેઓને જ આગળ રાખીને વિચરણ કરે, તેઓ પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ રાખે. તેઓ દ્વારા ઉપદિષ્ટ આચારમાં તલ્લીન થઈને સ્થિત રહે , ગુરુ સાંનિધ્યમાં રહી શિક્ષણ પ્રાપ્ત કરે.

2

લોકસાર અધ્ય–પ , ઉ : 4

194 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન :

પૂર્વ સૂત્રમાં અપરિપક્વ શ્રમણની આપત્તિયુક્ત એકલવિહાર ચર્ચાનું કથન છે. તેથી આ સૂત્રમાં શ્રમણને પરિપક્વ થવા માટે આચાર્ય–ગુરુ સાંનિધ્યમાં રહી બહુમુખી અભ્યાસ કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુરુ સાનિધ્યમાં સમર્પણતાપૂર્વક રહેવાની પાંચ શિક્ષા ફરમાવી છે તે આ પ્રમાણે છે–

-1 तद्दिठ्ठिए :- શિષ્ય પોતાનો આગ્રહ છોડીને આચાર્યની જે દષ્ટિ , જે વિચાર છે તે દષ્ટિથી જ ચિંતન કરે. (ર) तम्मुत्तीए :- ગુરુની આજ્ઞામાં જ તન્મય થઈ જાય. હાર્દિક ભક્તિ બહુમાનપૂર્વક ગુરુ પ્રત્યે લાગણી રાખે. ( 3) तप्पुरक्कारे :- ગુરુના આદેશને હંમેશાં પોતાની સામે રાખે અથવા શિરોધાર્ય કરે .

દરેક નિર્ણયમાં ગુરુની પ્રમુખતા રાખે , પોતે નિર્ણાયક ન બને. ( 4) तस्सण्णी :- ગુરુએ બતાવેલા વિચારોનાં સ્મરણમાં એકરસ થઈ જાય. ગુરુની ઈચ્છામાં પોતાની ઈચ્છાને સમાવી દે. (પ) तण्णिवेसणे : -

ગુરુના ચિંતનમાં પોતાના મનને પરોવી દે , દત્તચિત્ત થઈ જાય. ગુરુ સાંનિધ્યમાં રહી શિક્ષણ ગ્રહણ કરે.

પરિપકવ થવા માટે સાધક ગુરુના સૌદ્ધાન્તિક દર્શનમાં , તેમના પ્રતિ તન્મય ભાવમાં , તેમની આજ્ઞાના પુરસ્કારમાં , તેમની સ્વાભાવિક પ્રવૃત્તિઓમાં અને તેમના ચિંતનમાં તન્મય બની જાય. તત્નો અર્થ છે તન્મય , તદનુરૂપ , તદાકાર બનવું અર્થાત્ તે સાધક ગુરુના જીવનમાં એકાકાર બની જાય.

ગુરુ સાંનિધ્યમાં સંયમ અભ્યાસ :

जयं विहारी चित्तणिवाई पंथणिज्झाई पलिबाहिरे पासिय पाणे गच्छेज्जा । से अभिक्कममाणे पडिक्कममाणे संकुचेमाणे पसारेमाणे विणियट्टमाणे संपलिमज्जमाणे । શબ્દાર્થ :– जयंविहारी = યત્નાપૂર્વક વિચરણ , चित्तणिवाई = ગુરુના ચિત્તને–અભિપ્રાયને અનુસરનાર , ઈર્યામાં ચિત્ત એકાગ્ર રાખનાર , पंथणिज्झाई = માર્ગનું અવલોકન કરનાર , पलिबाहिरे = મર્યાદાની બહાર નહીં જોતા , ધૂંસર પ્રમાણ જોતાં , अभिक्कममाणे = જતાં , पडिक्कमाणे = આવતાં, संकुचेमाण = અંગોને સંકોચતાં ,पसारेमाणे= ફેલાવતાં,विणियट्टमाणे= વળાંક લેતાં,संपलिमज्जमाणे = પ્રમાર્જન કરતાં.

ભાવાર્થ :– મુનિ પ્રત્યેક ચર્યામાં જયણા રાખીને , વિચરણ કરે ; ચિત્તને એકાગ્ર કરી માર્ગનું અવલોકન કરતા ચાલે. મર્યાદિત ભૂમિમાં દષ્ટિ રાખી મર્યાદા બહારની ભૂમિમાં દષ્ટિ જવા ન દેતાં જીવજંતુને જોઈને ગમન કરે. તે ભિક્ષુ કાર્યવશ બહાર જતાં , આવતા , અવયવોને સંકોચતાં , ફેલાવતાં , પરિભ્રમણ કરતાં વળાંક લેતાં , પ્રમાર્જન કરતાં , આ સર્વ ક્રિયાઓ જોઈને , પ્રમાર્જન કરીને કરે.

વિવેચન :

से अभिक्कममाणे :- આ સૂત્રમાં ગમનામગન વગેરે છ પ્રક્રિયાઓનું કથન કરી તે પ્રવૃતિઓમાં ઈર્યા 3