This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

साहिस्सामो णाणं ( साधिष्यामः )– તે જ્ઞાનની સાધના કરીશ , જીવનમાં તેને કાર્યાન્વિત કરીશ.

संघडदंसीणं :- આ શબ્દનું વૈકલ્પિક રૂપ ' संथडदंसी ' મળે છે તેનો અર્થ છે– શ્રેયાર્થી , મોક્ષાર્થી, કલ્યાણાર્થી. પ્રસ્તુતમાં संघडदर्शी = નિરંતર સાવધાન રહેનાર.

ચોથો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :– જગતના પ્રાણીમાત્ર પ્રત્યે સમતાનો ભાવ તે જ સાચી અહિંસા છે. ત્રણે ય યોગ સાથે જોડાયેલી , વણાયેલી એવી અહિંસાના ઉપદેશક તીર્થંકર પરમાત્મા છે. તેઓએ પ્રાણીમાત્રમાં આત્મ સમદષ્ટિનો ઉપદેશ આપ્યો છે. ધર્મનો પાયો અહિંસા છે. જ્યાં હિંસા છે ત્યાં ધર્મ ટકતો નથી. બીજાના ભોગે કદી ધર્મ ન હોય. અહિંસક ભાવના જ સર્વ જીવો સાથે મૈત્રીનો સંબંધ જોડાવે છે. હિંસા ત્યાં કર્માશ્રવ છે. આશ્રવ તે જ સંસાર છે. તેનાથી મુક્ત થવા માટે મોક્ષના ઉપાય સ્વરૂપે જ્ઞાનીઓએ સંવર અને નિર્જરા કહ્યા છે. કર્મબંધ અને કર્મ મુક્તિનો આધાર કેવળ બાહ્ય ક્ષેત્ર , સ્થાન કે ક્રિયા ઉપર નથી , પરંતુ પોતાની આંતરિક વૃત્તિ ઉપર આધાર રાખે છે. નિષ્કામી , નિર્ભયી એવા જ્ઞાનીને જેટલા કર્મબંધનનાં સ્થાન છે તેટલા કર્મ નિર્જરાનાં કારણ બને છે. નિર્ભય વ્યક્તિ જ બીજાને નિર્ભય બનાવી શકે છે. નિર્ભયી બનવા એકત્વભાવને કેળવી શરીર , ઈન્દ્રિય , વૃત્તિઓ પર વિજય મેળવી કર્મોને કૃશ કરી શકાય છે. વૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવાની તપ સાધના વિવેકપૂર્વકની હોવી જોઈએ.

એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિયનો જ્ઞાતા લોકનો વિજેતા બનવા તૈયાર થાય છે , તે અનુકૂળ , પ્રતિકૂળ વાતાવરણમાં સમજણથી , વિવેકથી અહિંસાનું પાલન કરી શકે છે.

ા અધ્યયન–4/4 સંપૂર્ણા 165

પરિચય પાંચમું અધ્યયન આ અધ્યયનનું નામ છે– 'લોકસાર.' 'લોક ' શબ્દ અનેક દષ્ટિકોણથી અનેક અર્થોને બતાવે છે , જેમ કે નામલોક–'લોક ' સંજ્ઞાવાળી કોઈપણ સજીવ કે નિર્જીવ વસ્તુ. સ્થાપનાલોક–ચૌદ રાજુ પ્રમાણ લોકની સ્થાપના , નકશામાં દોરવામાં આવેલું લોકનું ચિત્ર. દ્રવ્યલોક–જીવ , પુદ્ગલ , ધર્મ , અધર્મ , આકાશ અને કાળરૂપ છ પ્રકારનો છે.

ભાવલોક–ઔદયિકાદિ છ ભાવાત્મક લોક કે સર્વદ્રવ્ય–પર્યાયાત્મક લોક અથવા ક્રોધ , માન , માયા, લોભરૂપ કષાયલોક. ગૃહસ્થલોક આદિ માટે પણ 'લોક ' શબ્દ નો પ્રયોગ થાય છે.

અહીં સૂત્રમાં 'લોક ' શબ્દ મુખ્યરૂપે પ્રાણીલોક–સંસારના અર્થમાં વપરાયો છે.

'સાર ' શબ્દના પણ અનેક અર્થ થાય છે–નિષ્કર્ષ , નિચોડ , તાત્પર્ય , તત્ત્વ , સર્વસ્વ , નક્કર , પ્રકર્ષ, સાર્થક , સાર સ્વરૂપ આદિ.

સાંસારિક ભોગપરાયણ લોકોની દષ્ટિમાં ધન , કામભોગ , ભોગસાધન , શરીર , જીવન , ભૌતિક ઉપલબ્ધિઓ આદિ સાર સ્વરૂપ માનવામાં આવે છે , પરંતુ આધ્યાત્મિક દષ્ટિએ આ સર્વ પદાર્થ સાર રહિત છે , ક્ષણિક છે , નાશવંત છે , આત્માને પરાધીન બનાવનાર છે અને અંતે દુઃખદાયી છે માટે તેમાં કોઈ સાર નથી.

આધ્યાત્મિક દષ્ટિએ મોક્ષ , પરમપદ , પરમાત્મપદ , શુદ્ધ નિર્મળ , જ્ઞાનાદિ સ્વરૂપ આત્મા , મોક્ષ પ્રાપ્તિના સાધન–ધર્મ , જ્ઞાન , દર્શન , ચારિત્ર , તપ , સંયમ , સમત્વાદિ સાર સ્વરૂપ છે.

નિર્યુક્તિકારે લોકસારના સંબંધમાં પ્રશ્ન ઊઠાવીને સમાધાન કર્યું છે કે લોકનો સાર ધર્મ છે , ધર્મનો સાર જ્ઞાન છે , જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ–મોક્ષ છે.

लोगस्ससारं धम्मो , धम्मंपि नाणसारियं बिंति । नाणं संजमसारं , संजमसारं निव्वाणं ॥244॥ –– ( આચા. નિર્યુક્તિ ,આચા. ટીકા)

લોકસાર અધ્યયનનો અર્થ થયો–સર્વ જીવલોકના સારભૂત મોક્ષાદિના વિષયમાં ચિંતન અને કથન કરવું.

લોકસાર અધ્યયનનો ઉદ્દેશ્ય છે– લોકના સારભૂત પરમપદ (પરમાત્મા , આત્મા અને મોક્ષ)ના વિષયમાં સાધક પ્રેરણા પ્રાપ્ત કરે અને મોક્ષથી વિપરીત આશ્રવ , બંધ , અસંયમ , અજ્ઞાન અને મિથ્યાદર્શનાદિનું સ્વરૂપ તથા તેના પરિણામોને સારી રીતે જાણીને સાધક તેમનો ત્યાગ કરે.

166 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આ અધ્યયનનું બીજું નામ 'આવંતી ' પણ પ્રસિદ્ધ છે. તેનું કારણ એ છે કે અધ્યયનના ઉદ્દેશક 1, ,3 નો પ્રારંભ आवंती પદથી જ થયો છે , તેથી પ્રથમ પદના કારણે તેનું નામ 'આવંતી ' પણ છે.

લોકસાર અધ્યયનના છ ઉદ્દેશક છે , પ્રત્યેક ઉદ્દેશકમાં ભાવલોકના સારભૂત તત્ત્વને કેન્દ્રમાં રાખીને કથન કર્યું છે.

પ્રથમ ઉદ્દેશકમાં સંસારી જીવોની પરિણતિ , ભોગાસક્તિ , તેનું પરિણામ , બ્રહ્મચર્ય , બ્રહ્મચર્ય સુરક્ષા, અયોગ્ય એકાકી ભિક્ષુ ઈત્યાદિ વિષયોનું વર્ણન કરીને અંતે અજ્ઞાનવાદીનું કથન છે.

બીજા ઉદ્દેશકમાં અમૂલ્ય માનવદેહ , શરીર સ્વભાવ , પરિગ્રહ , બ્રહ્મચર્ય અને પરિણામથી બંધ તથા મુક્તિનો સંકેત કરીને અંતે અપ્રમત્ત સાધનાની પ્રેરણા કરી છે.

ત્રીજા ઉદ્દેશકમાં અપરિગ્રહી સંયમી અને તેની ત્રિવિધ અવસ્થા , ઈન્દ્રિય વિષયાસક્તિ અને પાપ સેવનથી સંયમભાવનું પતન , આત્મ યુદ્ધ , સમ્યક્ સંયમ પાલન પ્રેરણા , અંતે વાસ્તવિક મુક્ત અને વિરત આત્માનું કથન છે.

ચોથા ઉદ્દેશકમાં અપરિપક્વ મુનિની એકાકી ચર્યાનો નિષેધ અને ગુરુકુલવાસની પ્રેરણા , સ્ત્રી પરીષહ અને તેના ઉપાયરૂપ બ્રહ્મચર્ય સમાધિનું કથન છે.

પાંચમા ઉદ્દેશકમાં મહર્ષિને દ્રહની ઉપમા , સમ્યક્ત્વની વિશુદ્ધિ , સંયમના વિચારોમાં સમ્યક્ અસમ્યક્ વિવિધ પરિણતિ , અહિંસક ભાવની સ્પષ્ટતા , અંતે આત્મવાદી અને આત્મજ્ઞાનીનું કથન છે.

છઠ્ઠા ઉદ્દેશકમાં અનાજ્ઞાથી આજ્ઞામાં , અન્યમતથી સ્વમતમાં સ્થિર થવાની પ્રેરણા , આગમાનુસાર સંયમ પરાક્રમ પ્રેરણા , સંસાર સ્રોત , તેનાથી મુક્તિ અને અંતે સિદ્ધાત્માનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.

167

      

      પાંચમું અધ્યયન–લોકસાર પહેલો ઉદ્દેશક

જીવહિંસાનું પરિણામ :

आवंती केयावंती लोयंसि विप्परामुसंति , अठ्ठाए अणठ्ठाए वा, एतेसु चेव विप्परामुसंति । શબ્દાર્થ :– आवंती = જે , જેટલા , केयावंती = કોઈ મનુષ્ય , પ્રાણી , लोयंसि = આ લોકમાં, विप्परामुसंति = પ્રાણીઓનો ઘાત કરે છે , अठ्ठाए = પ્રયોજન પૂર્વક , अणठ्ठाए = નિષ્પ્રયોજન , एतेसु चेव = તે તે પ્રાણીઓની યોનિમાં જ , विप्परामुसंति = વિવિધ જન્મ ધારણ કરે છે , જન્મ મરણના પ્રવાહમાં પ્રવહમાન રહે છે.

ભાવાર્થ :– આ લોકમાં જે કોઈ પ્રાણી સપ્રયોજન કે નિષ્પ્રયોજન જીવોની હિંસા કરે છે , તેઓ તે જીવોની ગતિમાં જ ઉત્પન્ન થઈ જન્મ મરણના વિવિધ દુઃખોને પામે છે.

વિવેચન :

આ સૂત્રમાં પંચેન્દ્રિય વિષયક કામભોગો અને તેની પૂર્તિ માટે કરવામાં આવતા હિંસાદિ પાપકર્મોની તથા આવા મૂઢ અજ્ઞાનીના જીવનની સ્થિતિનું દિગ્દર્શન કરાવ્યું છે.

विप्परामुसंति :- આ ક્રિયાપદનો સૂત્રમાં બે વાર પ્રયોગ થયો છે. (1) જે વિભિન્ન અભિલાષાઓથી પ્રાણીઓની વિવિધ પ્રકારે હિંસા કરે છે. (ર) હિંસા કરનાર તે હિંસાના પરિણામે પોતે પણ તે વિવિધ યોનિઓમાં ભિન્ન–ભિન્ન પ્રકારે દુઃખ અને મરણને પ્રાપ્ત કરે છે.

अठ्ठाए अणठ्ठाए :- 'અર્થ ' એટલે કે પ્રયોજન કે કારણ. હિંસાના ત્રણ પ્રયોજન છે– કામ , અર્થ અને ધર્મ. વિષય ભોગોના સાધનોને મેળવવા માટે બીજા જીવોનો વધ કરવામાં આવે છે કે તેને વિશેષ પીડા આપવામાં આવે છે તે કામાર્થક હિંસા છે. વ્યાપાર ધંધા , યંત્ર કારખાના કે ખેતી આદિના માટે હિંસા કરાય છે તે અર્થાર્થક હિંસા છે. બીજા ધર્મ–સંપ્રદાયવાળાને મારવામાં આવે કે સતાવવામાં આવે , તેઓ પર અન્યાય અને અત્યાચાર ગુજારવામાં આવે , ધર્મના નામે કે ધર્મના નિમિત્તે પશુની બલિ દેવામાં આવે, અથવા ત્રસ કે સ્થાવર કોઈપણ પ્રાણીની હિંસા કરવામાં આવે તો તે ધર્માર્થક હિંસા છે. આ ત્રણે ય પ્રકારની હિંસા પ્રયોજન સહિત છે શેષ હિંસા અનર્થક છે , જેમ કે– મનોરંજન માટે નિર્દોષ પ્રાણીઓનો 1

લોકસાર અધ્ય–પ , ઉ : 1

168 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શિકાર કરવામાં આવે ; મનુષ્યને ભૂખ્યા સિંહ આગળ ધકેલી દેવામાં આવે ; મરઘાં , સાંઢ , ભેંસાદિને પરસ્પર લડાવવામાં આવે ; આ સર્વ નિરર્થક નિષ્પ્રયોજન હિંસા છે. ચૂર્ણિકારે કહ્યું છે કે– आत पर उभय हेतु अठ्ठा , सेसं अणठ्ठाएપોતાના , પરના કે બન્નેના પ્રયોજનને સિદ્ધ કરવા માટે કરાતી હિંસા પ્રયોજનભૂત છે અને પ્રયોજન વિના કરાતી હિંસા નિરર્થક કે અનર્થક હિંસા છે. પ્રયોજન વિના આદતના કારણે કે

અવિવેકના કારણે જે ત્રસ–સ્થાવર જીવોની હિંસાની પ્રવૃત્તિઓ કરવામાં આવે તે પણ અનર્થક હિંસા છે, જેમ કે– માર્ગ હોવા છતાં લીલોતરી પર ચાલવું , જરૂર વિના લાઈટ પંખા ચાલુ રાખવા , પાણીના નળ ખુલ્લા મૂકવા , માખી–મચ્છર વગેરેને હાથમાં પકડવા , મારવા આદિ પ્રવૃત્તિઓ.

દુસ્ત્યાજ્ય કામભોગ :

गुरु से कामा । तओ से मारस्स अंतो । जओ से मारस्स अंतो, तओ से दूरे । શબ્દાર્થ :– कामा गुरु = કામભોગોનો ત્યાગ કરવો કઠિન છે , तओ = તેથી , मारस्स अंतो = જન્મમરણના પ્રવાહમાં પ્રવહમાન , जओ = જેથી , दूरे = મોક્ષના ઉપાયથી દૂર છે , સુખથી દૂર છે.

ભાવાર્થ :– શબ્દાદિ કામ–ભોગનો ત્યાગ કરવો પ્રાણીઓ માટે ઘણો કઠિન છે અને તેથી જ તેઓ જન્મ મરણના પ્રવાહમાં વહે છે. જન્મમરણના ચક્રમાં ફરતા તેઓ મોક્ષ કે મોક્ષના ઉપાયોથી દૂર રહે છે.

વિવેચન :

गुरु से कामा :- અજ્ઞાની અને અલ્પ સામર્થ્યવાન વ્યક્તિઓ માટે કામેચ્છા દુસ્ત્યાજ્ય હોય છે અને તેઓ માટે કામેચ્છાનું અતિક્રમણ કરવું પણ સહેલું નથી. તેવી અલ્પ આત્મશક્તિવાળી વ્યક્તિ કામની કામનામાં જ અથવા તેનાં ભોગમાં જ ફસાઈ જાય છે.

जओ से मारस्स अंतो :- સુખાર્થી કામભોગનો ત્યાગ કરી શકતો નથી. કામભોગના ત્યાગ વિના તે મૃત્યુની પકડમાં આવી જાય છે. મૃત્યુની પકડના કારણે જન્મ , જરા , મરણ , રોગ , શોકાદિથી ઘેરાયેલા રહે છે. તેની અને સુખથી વચ્ચે સેંકડો ગાઉનું અંતર પડી જાય છે.

બાલજીવોની અવસ્થાઓ :

णेव से अंतो णेव से दूरे । से पासइ फुसियमिव कुसग्गे पणुण्णं णिवइयं वाएरियं । एवं बालस्स जीवियं मंदस्स अवियाणओ । कूराइं कम्माइं बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ , मोहेण गब्भं मरणाइ एइ । एत्थ मोहे पुणो पुणो । 2

3

169

શબ્દાર્થ :– अंतो = વિષય સુખની અંદર , જન્મ મરણની અંદર , णेव = નથી , दूरे = મોક્ષથી દૂર, વિષય સુખોથી દૂર પણ , से पासइ = તે જુએ છે , फुसियमिव = જલબિન્દુની જેમ , कुसग्ग = કુશાગ્રે , पणुण्णं = હાલવાથી , णिवइयं = પડી જાય છે , वाएरियं = પવનના ઝપાટાથી , एव = એજ રીતે , बालस्स = અજ્ઞાનીનું , जीवियं = જીવન , मंदस्स = મંદબુદ્ધિ , अवियाणओ = પરમાર્થને નહિ જાણનાર , અજ્ઞાની , कूराइं कम्माइं = ક્રૂર કર્મો , पकुव्वमाणो = કરતો , बाल = બાળ જીવ , तेण दुक्खेण = તે દુઃખથી , मूढे = મૂર્ખ , विप्परियासमुवेइ = વિપર્યાસ–દુઃખને પ્રાપ્ત કરે છે , मोहेण = મોહથી , गब्भं = ગર્ભને , मरणाइ = મરણાદિને , एइ = પ્રાપ્ત કરે છે , एत्थ मोहे = આ મોહથી સંસારભ્રમણ કરે છે.

ભાવાર્થ :– કામનાઓનું નિવારણ કરનાર સાધક મૃત્યુની સીમામાં રહેતા નથી કે મોક્ષથી દૂર રહેતા નથી. તે ત્યાગી પુરુષ જાણે છે કે તૃણના અગ્રભાગ ઉપર રહેલ જલબિંદુ ઉપર બીજું બિંદુ પડવાથી અથવા વાયુના ઝપાટાથી તે નીચે પડે છે. તેવી જ રીતે અજ્ઞાની , અવિવેકી , પરમાર્થને નહિ જાણનાર જીવોનું જીવન પણ અસ્થિર છે. તે બાળ–અજ્ઞાની અજ્ઞાનના કારણે હિંસાદિ ક્રૂર કર્મ કરતા , દુઃખથી મૂઢ બની વિપરીતતાને પ્રાપ્ત થાય છે. મોહના કારણે તે વારંવાર ગર્ભ અને જન્મ મરણને પ્રાપ્ત થાય છે. તેઓ જન્મ મરણની પરંપરારૂપ સંસારમાં જ વારંવાર મોહથી પરિભ્રમણ કરે છે.

વિવેચન :

પૂર્વ સૂત્રમાં કામભોગ ત્યાગવામાં અસમર્થ જીવોની અવસ્થાનું કથન છે અને આ સૂત્રમાં બાલ જીવોના દુઃખની પરંપરાનું દર્શન કરાવી વિષયભોગના ત્યાગી સાધકોને સાધના માટે પ્રોત્સાહિત કર્યા છે.

णेव से अंतो णेव से दूरे :- કામભોગના ત્યાગી સાધક જન્મમરણના ચક્રમાં પણ નથી અને મોક્ષથી દૂર પણ નથી. આ વાક્યના બીજા પણ વૈકલ્પિક અર્થ થાય છે , તે આ પ્રમાણે છે– (1) સમ્યગ્દષ્ટિ પુરુષ ગ્રંથી ભેદ થઈ જવાના કારણે કર્મોની લાંબી સ્થિતિમાં રહ્યા નથી અને દેશોન ક્રોડાક્રોડી કર્મ સ્થિતિ રહેવાના કારણે કર્મોથી દૂર પણ નથી. (ર) કેવળજ્ઞાનીને ચારઘાતિ કર્મોનો ક્ષય થઈ જવાથી તે સંસારમાં નથી અને ભવોપગ્રાહી ચાર અઘાતિ કર્મો બાકી હોવાથી સંસારથી દૂર પણ નથી. (3) જે સાધક શ્રમણવેશ લઈને વિષય–સામગ્રીને ત્યાગી દે છે પરંતુ અંતઃકરણથી કામના છોડી શકતા નથી , તે ભાવથી નિર્ગ્રંથ દશામાં નથી અને સાધુવેશના કારણે દ્રવ્ય સંયમથી દૂર પણ નથી.

बालस्स , मंदस्स , अवियाणओ :- આ ત્રણ સમાનાર્થક શબ્દો એકજ સૂત્રમાં આવ્યા છે. તેનો વિશેષાર્થ આ પ્રમાણે છે– ( 1) बाल બાલકની જેમ સાવ અજાણ. (ર) मंदઅલ્પબુદ્ધિ , પ્રજ્ઞા સંપન્નતાનો અભાવ , હિતાહિતનો નિર્ણય કરવામાં અસમર્થ. ( 3) अवियाणओ –પ્રજ્ઞા સંપન્ન હોવા છતાં અજ્ઞાનદશા કે મિથ્યાત્વ દશાના કારણે મોક્ષ કે ધર્મના મર્મના અજાણ. સંસારના ઘણાં પ્રાણીઓ આવી અજ્ઞાનદશાના કારણે અસ્થિર અને ક્ષણભંગુર જીવનને અજર અમર માની સુખ માટે ક્રૂર કર્મ કરે છે , સુખને બદલે દુઃખ પામે છે , વારંવાર જન્મ મરણને પ્રાપ્ત કરતા રહે છે.

લોકસાર અધ્ય–પ , ઉ : 1

170 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ બ્રહ્મચર્યની આરાધના :

संसयं परियाणओ संसारे परिण्णाए भवइ , संसयं अपरियाणओ संसारे अपरिण्णाए भवइ । जे छेए से सागारियं सेवए । कट्टु एवं अवियाणओ बिइया मंदस्स बालया । लद्धा हुरत्था पडिलेहाए आगमेत्ता आणवेज्जा अणासेवणयाए त्ति बेमि । पासह एगे रूवेसु गिद्धे परिणिज्जमाणे । एत्थ फासे पुणो पुणो । શબ્દાર્થ :– संसयं परियाणओ = સંશયને જાણનાર , संसारे = સંસારને , परिण्णाए भवइ = જાણનાર હોય છે , संसयं अपरियाणओ = સંશયને નહિ જાણનાર , संसारे अपरिण्णाए भवइ = સંસારને જાણનાર નથી અર્થાત્ સંસાર સ્વરૂપથી અજાણ છે , जे छेए = જે નિપુણ છે , सागारिय = મૈથુન, सेवए= સેવતા નથી,एवं कट्टु= આ પ્રમાણે કરીને અર્થાત્ મૈથુન સેવન કરીને,अवियाणओ = ગુરુ સમક્ષ કૃત્યનું નિવેદન કરે નહિ , बिइया = બીજી , मंदस्स = તે મૂર્ખની , बालया = મૂર્ખતા છે, लद्धा = કામભોગ પ્રાપ્ત થવા પર , हुरत्था = કદાચિત્ , पडिलेहाए = તેના ફળનો વિચાર કરીને, પરિણામને વિચારીને , आगमेत्ता = દુઃખદાયી જાણીને , अणासेवणाए = વિષય સેવન ન કરવા માટે, आणवेज्जा = બીજાને કે આત્માને આજ્ઞા આપે , रूवेस ુ = રૂપાદિ વિષયોમાં , गिद्धे = આસક્ત , एगे = કોઈ એક , पासह = જુઓ , परिणिज्जमाण = નરક આદિમાં જતાં , एत्थ = આ સંસારમાં , फासे = સ્પર્શોનો અનુભવ કરે છે અર્થાત્ દુઃખ ભોગવે છે.

ભાવાર્થ :– જે સંશયને જાણે છે તે સંસારના સ્વરૂપને જાણે છે , જે સંશયને જાણતા નથી તે સંસારને પણ જાણતા નથી. તાત્પર્ય એ છે કે બ્રહ્મચર્ય પરિણામોમાં સંશય ઉત્પન્ન કરનાર તત્ત્વોને જ્ઞ પરિજ્ઞાથી જાણીને જે તેનાથી દૂર રહે છે , તે સંસારથી મુક્ત થઈ શકે છે અને જે સંશય ઉત્પાદક તત્ત્વોને સમજે પણ નહિ તેમજ ત્યાગ પણ કરે નહિ તે સંસાર પાર કરી શકતા નથી. જે કુશળ સાધક છે તે મૈથુન સેવન કરતા નથી.

જે ગુપ્ત રીતે મૈથુનનું સેવન કરી ગુરુ આદિથી છુપાવે છે , પૂછવા પર અસ્વીકાર કરે છે , તો તે કામમૂઢની બીજી મૂર્ખતા છે.

સાચો સાધક ઉપલબ્ધ થતાં કામભોગના પરિણામોનો વિચાર કરીને , સર્વ રીતે તેનાં કટુ ફળનું જ્ઞાન કરીને આત્માને તેનું સેવન ન કરવામાં આજ્ઞાપિત કરે. વાસના વાસિત આત્માને ઉપાસનાદિથી અનુશાસિત કરે. જ્ઞાનાત્મા દ્વારા અજ્ઞાન આત્મા પર અંકુશ રાખે.

હે સાધકો ! વિવિધ કામભોગોમાં આસક્ત જીવોને સંસાર પરિભ્રમણ કરતાં જુઓ. તેઓ આ સંસારમાં વારંવાર દુઃખ ભોગવે છે.

વિવેચન :

संसयं परियाणओ :- 'સંશય ' શબ્દનો અર્થ સંદેહ છે. અહીં બ્રહ્મચર્ય વિષય પ્રરૂપણ હોવાથી તેનો અર્થ એ થાય છે કે બ્રહ્મચર્યની સાધનામાં ઉત્પન્ન થતાં સંશયોને જે જ્ઞ પરિજ્ઞાથી જાણી તેનો પ્રત્યાખ્યાન 4

171

પરિજ્ઞાથી ત્યાગ કરે છે , જે ક્યારે ય કુશીલનું સેવન કરતા નથી , તે જ સાધક વાસ્તવમાં સંસારત્યાગી અર્થાત્ સંસાર મુક્ત થાય છે.

ઉત્તરાધ્યયન સૂત્રના 16 માં અધ્યયનની 14 મી ગાથામાં કહ્યું છે કે–संका ठाणाणि सव्वाणि वज्जेज्जा पणिहाणवं = બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન કરનારા સર્વ બાધક તત્ત્વોને જાણી વિવેકવાન સાધક તેનો ત્યાગ કરે. અહીં પણ તે શંકા સ્થાનોને 'સંશય ' શબ્દથી દર્શાવેલ છે માટે સાધક બ્રહ્મચર્યના પાલનની ભાવનાને ચલ–વિચલ કરનાર પ્રવૃત્તિઓ , આચરણોને સમજીને ત્યાગ કરે , તેનાથી દૂર રહે અને બ્રહ્મચર્યના પરિણામોને દઢ અને નિર્મળ રાખે.

संसयं अपरियाणओ :- જે સાધક બ્રહ્મચર્યમાં શંકા ઉત્પન્ન કરનાર પ્રવૃત્તિઓને સમજે નહિ અથવા સમજીને દૂર રહે નહિ , પોતાને સુરક્ષિત રાખે નહિ , તે વાસ્તવમાં સંસારના ત્યાગી થતા નથી અને મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી.

बिइया मंदस्स बालया :- આ સૂત્રમાં કહ્યું છે કે પ્રમાદથી ભૂલ થઈ જાય તો તેનો સરળતાપૂર્વક સ્વીકાર કરી લેવો જોઈએ. આમ કરવાથી દોષની શુદ્ધિ થઈ જાય છે. જો દોષને છુપાવવાનો પ્રયત્ન કરે તો કુશીલ સેવનનો એક દોષ અને છુપાવવાનો બીજો દોષ લાગે છે , આ રીતે તે બમણું પાપ સેવન કરનાર કહેવાય છે.

लद्धा हुरत्था ……… फासे पुणो पुणो :- કદાચ કામભોગોના સેવનનો સંયોગ ઉપસ્થિત થઈ જાય તો સંયમી સાધક પોતાના કર્તવ્ય , અકર્તવ્યને જાણીને , ગુપ્ત દોષ સેવનના પરિણામનો વિચાર કરીને , આત્મા પર જ્ઞાનનો અંકુશ રાખીને કુશીલનું સેવન કરે નહિ. જે સ્ત્રીના રૂપાદિમાં આસક્ત થાય છે તે વારંવાર કષ્ટોને પ્રાપ્ત કરે છે. તે આ ભવમાં અપમાન અને અનેક મુશ્કેલીઓ તથા તિરસ્કારને પામે છે અને ભવાંતરમાં નરક તિર્યંચાદિ દુર્ગતિનાં અનેક દુઃખોને ભોગવે છે. સંશયકારક આ સ્થાનોને જાણીને સંયમી સાધકે તેનો ત્યાગ કરવામાં સાવધાન રહેવું જોઈએ. આવી સાવધાની રાખનાર સાધક નિરાબાધ રૂપે બ્રહ્મચર્યમાં સફળ થઈ શકે છે.

સંશય શબ્દનો બીજો અર્થ ''જિજ્ઞાસા '' થાય છે. તે અર્થ લેતાં સૂત્રનો ભાવાર્થ આ પ્રમાણે થાય છે.

જિજ્ઞાસાને જાણનાર , જિજ્ઞાસાથી યુક્ત સાધક સંસારના સ્વરૂપને જાણે છે. જેઓ જિજ્ઞાસાયુક્ત નથી તે સંસારના સ્વરૂપને જાણી શકતા નથી.

આરંભજીવી જીવો :

आवंती केयावंती लोयंसि आरंभजीवी एतेसु चेव आरंभजीवी । ए त्थ वि बाले परिपच्चमाणे रमइ पावेहिं कम्मेहिं असरणं सरणं ति मण्णमाणे। શબ્દાર્થ :– आवंती = જેટલા, केयावंती = કોઈ , કેટલા, लोयंसि = આ લોકમાં , आरंभजीवी = હિંસા કરનારા છે તે , एतेसु चेव = આ લોકમાં જ , આ લોકમાં રહેલ જીવો પ્રત્યે , आरंभजीवी = હિંસા કરીને આજીવિકા ચલાવે છે,एत्थवि= અહીં જ , આ આરંભમાં જ, परिपच्चमाणे = લીન થતાં, रमइ = રમે છે , રત 5

લોકસાર અધ્ય–પ , ઉ : 1

172 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ રહે છે , પ્રવૃત્ત થાય છે , असरण = અશરણભૂત તે પાપકર્મોને , सरणं ति = શરણરૂપ છે એમ , मण्णमाणे = માનીને.

ભાવાર્થ :– આ લોકમાં જે કોઈ હિંસા કરનારા છે તે આ લોકમાં રહેલા જીવોની જ હિંસા કરીને આજીવિકા કરે છે. તે અજ્ઞાની આરંભમાં જ તલ્લીન રહીને અશરણભૂત પાપકાર્યોને શરણભૂત માનીને તેમાં જ રમણ કરે છે , પ્રવૃત્ત થાય છે.

વિવેચન :

આ સૂત્રમાં આરંભ સમારંભમાં રચ્યાપચ્યા રહેનારા અને તેને જ શરણભૂત માનનારા સંસારી જીવોની દશા દર્શાવી છે. સૂત્રમાં આવેલા एतेसु चेव અને एत्थ वि સર્વનામ શબ્દોના કારણે વ્યાખ્યા ગ્રંથોમાં બીજી રીતે પણ અર્થ કર્યો છે , તે આ પ્રમાણે છે– આ લોકમાં જે કોઈ સંસારી જીવો આરંભ સમારંભથી આજીવિકા ચલાવે છે , તેઓ દુઃખ ભોગવે છે અને જે અન્યતીર્થિક સાધુ કે શિથિલાચારી શ્રમણ પણ સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થાય છે તે પણ દુઃખ ભોગવે છે. અજ્ઞાનદશામાં રહેલા તે વિષયાભિલાષાથી પીડિત થઈને પાપકર્મોમાં રમણ કરે છે , તેમાં તલ્લીન થાય છે અને અશરણભૂત પાપાચરણોને શરણભૂત માનવાની અજ્ઞાનતા કરે છે. તાત્પર્ય એ છે કે સંસારી જીવો તો હિંસા કરે જ છે પરંતુ ગૃહત્યાગી સંન્યાસી કે શ્રમણ થઈને પણ કેટલાક અજ્ઞાન દશામાં આવા આરંભ સમારંભ કરતા થઈ જાય છે , તે પણ આત્મકલ્યાણના બદલે દુઃખ જ પ્રાપ્ત કરે છે.

દૂષિત એકલવિહાર ચર્યા :

इहमेगेसिं एगचरिया भवइ । से बहुकोहे बहुमाणे बहुमाए बहुलोभे बहुरए बहुणडे बहुसढे बहुसंकप्पे आसवसक्की पलिओछण्णे उठ्ठियवायं पवयमाणे , मा मे केइ अदक्खु , अण्णाण पमायदोसेणं । सययं मूढे धम्मं णाभिजाणइ । શબ્દાર્થ :– इह = આ જગતમાં , एगेसि = કેટલાક સાધકોની , કોઈની , एगचरिया भवइ = એકલવિહારચર્યા હોય છે , से बहुकोहे = તે બહુક્રોધી , बहुमाणे = બહુમાની , बहुमाए = બહુ માયાવી, બહુ કપટી , बहुलोभे = બહુલોભી , बहुरए = પાપકર્મમાં બહુરત અથવા બહુકર્મ રજ યુક્ત , बहुणडेे = બહુરૂપી , અનેક વેશધારી નટ,बहुसढे= અત્યંત શઠ,बहुसंकप्प = ઘણા સંકલ્પ યુક્ત ,आसवसक्की = આસ્રવોમાં આસક્ત , पलिओछण्ण = દોષોને છુપાવનાર ,કર્મોથી ઢંકાયેલા , उठ्ठियवायं = પોતાને પ્રવ્રજ્યાધારી , ઉત્કૃષ્ટાચારી , पवयमाणे = કહેનારા , मे = મને , केइ = કોઈ , मा अदक्खૂ = જોઈ ન જાય , अण्णाण पमायदोसेणं = અજ્ઞાન પ્રમાદ દોષથી , सययं मूढे = અત્યંત મૂઢ , धम्मं = ધર્મને, ધર્મના મર્મને , णाभिजाणइ = સમજતા નથી , જાણતા નથી.

ભાવાર્થ :– આ સંસારમાં કોઈ સાધક એકલા વિચરે છે. તે સાધક બહુ ક્રોધી , બહુમાની , બહુમાયાવી, 6

173

બહુલોભી , ભોગોમાં અત્યંત આસક્ત , નટની જેમ બહુરૂપી અનેક પ્રકારની શઠતા કરનાર , અનેક પ્રકારના સંકલ્પ–વિકલ્પ કરનાર , હિંસાદિ આસ્રવોમાં આસક્ત અને ગુપ્તરીતે દોષ સેવન કરનાર હોય છે અથવા કર્મોથી લિપ્ત હોય છે , છતાં ''હું સાધુ ધર્માચરણ માટે ઉપસ્થિત થયો છું , આચારશીલ છું '' આ રીતે પોતાની પ્રશંસા કરે છે , બડાઈ મારે છે , પરંતુ 'મને કોઈ જોઈ ન જાય ' એવી શંકાથી છાની રીતે અનાચાર સેવે છે. તે અજ્ઞાન અને પ્રમાદના દોષથી સતત મૂઢ બનેલ છે. તે મોહમૂઢ ધર્મને જાણતો નથી.

વિવેચન :

આ સૂત્રમાં એકલવિહારી અજ્ઞાની સાધકના વિષયમાં કથન છે. એકચર્યા બે પ્રકારની હોય છે.

(1) વિશિષ્ટ તપાચરણની સાધના માટે (ર) પરિસ્થિતિ કે કર્મસંયોગના કારણે. પ્રથમ પ્રકારના એકાકી સાધુ ગુરુ નિશ્રામાં હોય છે જ્યારે બીજા પ્રકારના એકાકી સાધુ ગુરુ નિશ્રામાં હોતા નથી. પરિસ્થિતિવશ સ્વતંત્ર વિચરણ કરનાર એકાકી વિહારી બે પ્રકારના હોય છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. અહીં અપ્રશસ્તનું કથન છે. જે એકચર્યાની પાછળ વિષયલોલુપતા હોય , સ્વાર્થ હોય , બીજા દ્વારા પૂજા–પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવાનો લોભ હોય , કષાયોની ઉત્તેજના હોય , બીજાની સેવા કરવી ન પડે , પોતાના દોષ કે અનાચારની બીજાને ખબર ન પડી જાય , આ કારણોથી એકાકી વિચરણ સ્વીકારવું તે અપ્રશસ્ત એકચર્યા છે.

અહીં સૂત્રમાં અયોગ્ય એકચર્યા કરનારની ખોટી રીતભાતનું , વિવિધ પ્રકારનાં દૂષણોનું નિરૂપણ કર્યું છે. તે સૂત્રના ભાવાર્થથી જ સ્પષ્ટ થઈ જાય છે.

उठ्ठियवायं :- આ પદથી એકચર્યા કરનારની મિથ્યા વાતોનું ખંડન કર્યું છે. ''હું એકલો એટલા માટે વિચરું છું કે બીજા સાધુઓ શિથિલાચારી છે , હું તો ઉગ્ર આચારી છું , હું તેની સાથે કેવી રીતે રહી શકું ?'' આ રીતે તે ચારેબાજુ કહેતો ફરે છે પરંતુ આ પ્રકારની તેની આત્મ પ્રશંસામાં ફક્ત તેનું વાક્ચાતુર્ય છે.

પોતાને સંયમમાં ઉત્થિત બતાવવાની માત્ર માયા જાળ છે.

અજ્ઞાનથી મુક્તિની ખોટી પ્રરૂપણા :

अट्टा पया माणव ! कम्मकोविया , जे अणुवरया अविज्जाए पलिमोक्खमाहु, आवट्टमेव अणुपरियट्टंति । त्ति बेमि । ॥ पढमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– अट्टा = આર્ત , દુઃખી,पया= પ્રજાવર્ગ,સર્વ પ્રાણીઓ,माणव= હે મનુષ્ય ! कम्मकोविया = કર્મબાંધવામાં નિપુણ , કર્મકોવિદ,जे= જે પુરુષ, अणुवरया = અનુપરત–પાપથી અનિવૃત્ત,अविज्जाए = અવિદ્યાથી , पलिमोक्ख = મોક્ષ , आहु = બતાવે છે , કહે છે , आवट्टमेव = સંસાર ચક્રમાં જ, अणुपरियट्टंति = પરિભ્રમણ કરે છે.

ભાવાર્થ :– હે માનવ ! વિષય–કષાયથી પ્રાણી પીડિત છે , કર્મબંધ કરવામાં કોવિદ છે , પાપકર્મથી 7

લોકસાર અધ્ય–પ , ઉ : 1

174 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

અનિવૃત્ત છે , અજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય એમ કથન કરે છે. તેઓ જન્મ , મરણાદિ રૂપ સંસાર આવર્તમાં જ પરિભ્રમણ કરતા રહે છે.

।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

अविज्जाए :- મોક્ષ પ્રાપ્તિનાં બે સાધન છે. સૂયગડાંગ સૂત્રના અ. 12. ગા. 11 માં કહ્યું છે કે– आहंसु विज्जा चरणं पमोक्खो–જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનાં બે સાધન છે. અવિદ્યા મોક્ષનું કારણ નથી પરંતુ આળસના પ્રભાવથી પ્રભાવિત કેટલાક અજ્ઞાની , મિથ્યાવાદી અવિદ્યાથી મુક્તિ બતાવે છે , તે અજ્ઞાનવાદી છે. આ સૂત્રની વ્યાખ્યામાં ચૂર્ણિકારે अविज्जाए ની જગ્યાએ विज्जाए પાઠ માનીને તેનો અર્થ કર્યો છે કે– જેવી રીતે મંત્રથી વિષનો નાશ થઈ જાય છે , ઝેર ઉતરી જાય છે તેવી જ રીતે વિદ્યાથી , એકલા શુષ્કજ્ઞાનથી કોઈ મોક્ષને ઈચ્છે છે. સાંખ્યોનો મત એવો જ છે. તે વિદ્યા–તત્ત્વજ્ઞાનથી જ મોક્ષ માને છે.

पंचविंशति तत्त्वज्ञे यत्रकुत्राश्रमे रतः । जटी मुंडी शिखी वाऽपि , मुच्यते नात्र संशयः ॥ જેણે રપ તત્ત્વોને જાણી લીધાં છે તે ગમે તે આશ્રમમાં રહે તોપણ તેની મુક્તિ અવશ્ય થાય છે પછી ભલે તે જટાધારી હોય કે મુંડિત હોય કે શિખાધારી હોય.

મોક્ષથી વિપરીત સંસાર છે. અવિદ્યા સંસારનું કારણ છે તેથી જે દાર્શનિકો અવિદ્યાને વિદ્યા માનીને મોક્ષનું કારણ બતાવે છે , તે સંસારના આવર્તમાં વારંવાર પરિભ્રમણ કરતા રહે છે. તેના સંસારનો અંત ક્યારે ય આવતો નથી.

ા અધ્યયન–પ/1 સંપૂર્ણા પાંચમું અધ્યયન : બીજો ઉદ્દેશક અનારંભી સાધક :

आवंती केयावंती लोगंसि अणारंभजीवी , एतेसु चेव अणारंभजीवी । एत्थोवरए तं झोसमाणे अयं संधी ति अदक्खू , जे इमस्स विग्गहस्स अयं खणे त्ति अण्णेसी । एस मग्गे आरिएहिं पवेइए । उठ्ठिए णो पमायए , जाणित्तु दुक्खं पत्तेयं सायं । पुढो छंदा इह माणवा । पुढो दुक्खं पवेइयं । से अविहिंसमाणे अणवयमाणे पुठ्ठो फासे 175

विप्पणोल्लए । एस समियापरियाए वियाहिए । શબ્દાર્થ :– अणारंभजीवी = અનારંભ જીવી , આરંભત્યાગી , एतेसु चेव = ગૃહસ્થના ઘરેથી નિર્દોષ આહાર લાવીને , अणारंभजीवी = નિરારંભી જીવન જીવે છે , ત્યાગી , एत्थोवरए = સાવદ્ય આરંભથી નિવૃત્ત , तं = કર્મોને , झोसमाणे = ક્ષય કરતા , अयं = , संधी ति = અવસર છે , अदक्ख = દેખે , જોયેલ છે , जे इमस्स = જે પુરુષ આ , विग्गहस्स = શરીરનો , अयं = , खणे त्ति = ક્ષણ, અવસર છે એમ , अण्णेसी = અન્વેષણ કરે,સદુપયોગ કરે , एस मग्ग = આ માર્ગ , आरिएहि पवेइए = આર્ય પુરુષોએ કહ્યો છે , તીર્થંકરોએ બતાવ્યો છે , उठ्ठिए = ઊઠો , ઉદ્યત થાઓ , णो पमायए = પ્રમાદ ન કરો , पुढो = ભિન્ન–ભિન્ન , छंदा = અભિપ્રાયો , મતો , इह = આ જગતમાં , माणवा = મનુષ્યોના, पवेइयं = કહેલ છે , से = તે , अविहिंसमाण = હિંસા ન કરનાર , अणवयमाणे = ખોટું ન બોલનાર, पुठ्ठो = સ્પર્શ થતા , फासे μ પરિષહોને, દુઃખોને, विप्पणोल्लए(विपणुवणए ) = નાના પ્રકારની ભાવનાઓ દ્વારા , સમભાવપૂર્વક સહન કરે , एस = , समिया परियाए = સમ્યક્ પર્યાય યુક્ત, वियाहिए = કહેવાયેલા છે.

ભાવાર્થ :– આ જગતમાં જે નિરારંભજીવી છે , તે હિંસાદિ આરંભ પ્રવૃત્તિ કરનાર ગૃહસ્થોની વચ્ચે રહેવા છતાં અનારંભથી જીવે છે. આ સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિમાં સ્થિત અથવા અર્હત્ શાસનમાં સ્થિત અપ્રમત્ત મુનિ 'આ મનુષ્ય જન્મ સંઘિ–ઉત્તમ અવસર છે ' એમ જાણીને કર્મક્ષયમાં લાગી જાય. આ ઔદારિક શરીરની વર્તમાન ક્ષણ અમૂલ્ય અવસર છે , આ રીતે જાણીને ક્ષણાન્વેષી બને. એક–એક ક્ષણનું અન્વેષણ કરે , પ્રત્યેક ક્ષણનું મહત્ત્વ સમજે , તેનો સદુપયોગ કરે. આ અપ્રમાદનો માર્ગ તીર્થંકરોએ બતાવ્યો છે.

મોક્ષની સાધના માટે સાધકોએ સદા ઉદ્યત રહેવું જોઈએ પરંતુ ક્યારે ય પ્રમાદ કરવો જોઈએ નહિ. દરેકના દુઃખ અને સુખ પોત–પોતાના હોય છે , આ જાણીને પ્રમાદ કરે નહિ. આ જગતમાં મનુષ્યોના અભિપ્રાય ભિન્ન–ભિન્ન હોય છે તેથી તેનાં દુઃખ પણ ભિન્ન–ભિન્ન હોય છે , એમ તીર્થંકરોએ કહ્યું છે , તેથી અનારંભજીવી સાધક કોઈ પણ જીવની હિંસા નહિ કરતાં , અસત્ય નહિ બોલતાં , તેમજ સમસ્ત મહાવ્રતોનું પાલન કરતાં પરીષહ ઉપસર્ગજન્ય દુઃખ આવે તો તેને સમભાવપૂર્વક સહન કરે. આવા અહિંસક સહિષ્ણુ અને ઉત્તમ ચારિત્ર સંપન્ન સાધકની સંયમ પર્યાય સમ્યક્ કહેવાય છે.

વિવેચન :

સાધુજીવનમાં આરંભ અને અનારંભ :– સાધુ ગૃહસ્થાશ્રમના બાહ્ય આરંભથી બિલકુલ દૂર રહે છે.

પરંતુ સાધના જીવનમાં દૈનિકચર્યા દરમ્યાન કેટલા ય આરંભ પ્રમાદવશ થઈ જાય છે. તે પ્રમાદને અહીં આરંભ કહેલ છે–

आदाणे निक्खेवे , भासुस्सग्गे ठाण–गमणाई । सव्वो पमत्तजोगो , समणस्सऽवि होइ आरंभो ॥ લોકસાર અધ્ય–પ , ઉ : ર 176 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પોતાનાં ધર્મોપકરણો કે સંયમોપયોગી સાધનોને લેતાં , મૂકતાં , બોલતાં , બેસતાં , ચાલતાં , ગોચરી જતાં , આહારાદિ ગ્રહણ કરતાં , વાપરતાં તેમજ મળ મૂત્રાદિને પરઠતાં શ્રમણના જે મન , વચન , કાયાના યોગ પ્રમાદપૂર્વક હોય તો તે આરંભ ગણાય છે.પરંતુ તે સમસ્ત પ્રવૃત્તિઓ વિવેકયુક્ત અને યતનાપૂર્વક હોય તો તે અનારંભ કહેવાય છે માટે સંયમની દરેક પ્રવૃત્તિને વિધિ સહિત વિવેકપૂર્વક કરનાર સાધક અનારંભી કહેવાય છે. તે અનારંભી સાધક આરંભજીવી ગૃહસ્થોની વચ્ચે રહેવા છતાં જલકમળની જેમ નિર્લેપ રહે છે.

આ સૂત્રમાં સાવદ્ય કાર્યોના ત્યાગી અનારંભજીવી શ્રમણોનું વર્ણન છે. જેમાં તેના જ્ઞાન , વૈરાગ્ય, ત્યાગ અને અપ્રમાદનું ચિત્ર દોર્યું છે.

एतेसु चेव :- આ પદના ત્રણ અર્થ થાય છે– (1) આ લોકમાં રહેતાં જ તે અનારંભી રહે છે. (ર) આ સંસારના જીવો પ્રત્યે તે અનારંભી હોય છે. (3) આરંભ કરનાર ગૃહસ્થોની વચ્ચે રહેતાં પણ તેઓ અનારંભી રહે છે.

अयं संधि , अयं खणे :- આ સૂત્રમાં એક જ વાક્યમાં એકી સાથે આ બંને પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ થયો છે. તોપણ શબ્દ સંયોગ અનુસાર બંનેના જુદા જુદા અર્થ આ પ્રમાણે છે– ( 1) संधि

અનારંભી સાધક સંયમમાં લીન રહેતાં 'મને આ અણમૂલો અવસર મળ્યો છે ' એમ સમજીને કર્મોનો ક્ષય કરવામાં પ્રયત્નશીલ રહે (ર)खणेઆ માનવ દેહરૂપી અણમૂલો અવસર છે , તેનું અન્વેષણ–સદુપયોગ કરી લેવો જોઈએ. આ પ્રકારે બે વિભાગ યુક્ત આ એક સળંગ ઉપદેશાત્મક વાક્ય છે. ત્યાર પછીના વાક્યમાં કહ્યું છે કે આ ઉપદેશ આર્ય પુરુષોએ , તીર્થંકરોએ કહેલ છે માટે સંયમ આરાધનામાં સદૈવ તત્પર રહે પરંતુ પ્રમાદ ન કરે.

અપ્રમાદના માર્ગે ચાલવા એક સજાગ ચોકિયાતની જેમ કાળજીપૂર્વક જાગૃત રહેવું જોઈએ.

ખાસ કરીને સ્થૂલશરીર પર જ નહિ , પણ સૂક્ષ્મ–કાર્મણ શરીર પર વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

આઠ પ્રકારના પ્રમાદમાંથી કોઈપણ પ્રમાદ આત્માની પ્રગતિને રોકે છે માટે પ્રમાદના મોરચારૂપ સંધિ પર બરાબર નજર રાખવી જોઈએ. જેમ જેમ સાધક અપ્રમત્ત બની સ્થૂલ શરીરની ક્રિયાઓ ઉપર અને તેનાથી મન પર પડતા પ્રભાવને જોવાનો અભ્યાસ કરતો જાય છે , તેમ તેમ કાર્મણ શરીરની ગતિ વિધિને જોવાની શક્તિ પણ આવતી જાય છે. શરીરના સૂક્ષ્મ દર્શનનો આરીતે દઢ અભ્યાસ થઈ જાય ત્યારે અપ્રમાદની સાધના દઢતમ થતી જાય છે અને તે જ માર્ગે આગળ વધતાં ચૈતન્ય તત્ત્વની ઉપલબ્ધિ થાય છે.

अयं खणेत्ति अण्णेसी :- આ પદનો અર્થ છે કે શરીરની વર્તમાન ક્ષણનું ચિંતન કરે , શરીરમાં જે પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે , રોગાદિ ઉદયમાં આવે છે તેને જુએ. એક ક્ષણનું ઊંડાણપૂર્વકનું ચિંતન પણ શરીરની નશ્વરતાને સ્પષ્ટ કરે છે , તેથી શરીરની વર્તમાનક્ષણનું ગંભીરતાપૂર્વક સંશોધન કરે. માનવ જીવનના અવસરનો પૂર્ણ સદુપયોગ કરે.

177

ધૈર્યવાન સાધકની સાધના :

जे असत्ता पावेहिं कम्मेहिं उदाहु ते आयंका फुसंति । इति उदाहुवीरे ते फासे पुठ्ठो अहियासए । से पुव्वं पेयं पच्छा पेयं भेउरधम्मं विद्धंसणधम्मं अधुवं अणितियं असासयं चयोवचइयं विप्परिणामधम्मं । पासह एयं रूवसंधिं समुपेहमाणस्स एगायतणरयस्स इह विप्पमुक्कस्स णत्थि मग्गे विरयस्स । त्ति बेमि । શબ્દાર્થ :– जे असत्ता = જે આસક્ત નથી , पावेहिं कम्मेहिं = પાપકર્મોથી , उदाहु = કદાચિત્, ક્યારેક , ते = તે , आयंका = રોગ , આતંક , અસાધારણ બીમારી , फुसंति = સ્પર્શ કરે , इति उदाहु = ત્યારે તેના વિષયમાં કહે છે કે , धीरे = તે ધૈર્યવાન પુરુષ , फासे पुठ्ठो = રોગોનો સ્પર્શ થવા પર, अहियासए = સમભાવ પૂર્વક સહન કરે , से = તે વિચારે , पुव्वं पेयं = પહેલાં ભોગવવા પડે , पच्छापेयं = પાછળથી ભોગવવા પડે , भेउरधम्मं = આ શરીર ભેદ પામવાના સ્વભાવવાળું , विद्धंसणधम्मं = વિધ્વંસન ધર્મી , अधुवं = અધ્રુવ , अणितिय = અનિત્ય , असासय = અશાશ્વત , चयोवचइयं = ક્ષય, વૃદ્ધિ પામવાના સ્વભાવ વાળું , विप्परिणामधम्मं = વિનાશી સ્વભાવવાળું , पासह = જુઓ,एयं= આ, रूवसंधिं = માનવ ભવરૂપી અવસર , समुपेहमाणस्स = સમ્યક્ વિચારણા કરી જાણનાર , गायतणरयस्स = સંયમમાં જ્ઞાન , દર્શન , ચારિત્રમાં રત , इह = આ લોકમાં , विप्पमुक्कस्स = પાપકર્મોથી મુક્ત , मग्गे = નરક , તિર્યચાદિ ગતિરૂપ માર્ગ , णत्थि = નથી , विरयस्स = વિરતિયુક્તને.

ભાવાર્થ :– જે સાધક પાપકર્મોમાં આસક્ત નથી , તેને કદાચ આતંક–મારણાંતિક બીમારી આવી જાય તો તે માટે તીર્થંકરોએ કહ્યું છે કે ધીરપુરુષ તે દુઃખોને સમભાવપૂર્વક સહન કરે. આ શરીર પહેલા કે

પછી(એક દિવસ) અવશ્ય છૂટી જવાનું છે. વિધ્વંસ થવું તે તેનો સ્વભાવ છે. આ શરીર અધ્રુવ , અનિત્ય, અશાશ્વત છે , તેમાં વધ–ધટ થતી રહે છે. તેનો સ્વભાવ પરિવર્તનશીલ છે. આ રીતે સંધિ–દેહ સ્વરૂપને તેમજ પ્રાપ્ત થયેલા અમૂલ્ય અવસરને જુઓ. શરીરની અનિત્યતાની સમ્યક્ પ્રેક્ષા કરનાર સંયમમાં લીન , આ સંસારના સુખો કે તેની આસક્તિથી પૂર્ણ વિરક્ત સાધકો માટે સંસાર ભ્રમણનો માર્ગ નથી. તે શીઘ્ર મોક્ષગામી હોય છે.

વિવેચન :

आयंका फुसंति :- પંચમહાવ્રતધારી સાધકને તેની પ્રતિજ્ઞાને ટકાવવામાં કેટલા ય પરીષહ , ઉપસર્ગ, દુઃખ , બીમારી(આતંક) આવી જાય તે સમયે શું કરવું જોઈએ ? તે માટે શાસ્ત્રકાર કહે છે કે–

ते फासे पुõè हियासए से पुव्वं पेयं पच्छा पेयं :- સાધક અવ્યાકુળપણે , ધૈર્યતાપૂર્વક દુઃખોના ઉદયને સહન કરે. સંસારની અસારતાનું ચિંતન , ભાવના અને કર્મ નિર્જરાની ભાવનાથી દુુ:ખોને સહન કરે અને મનમાં સમભાવ રાખે. આ શરીર અનિત્ય , અશાશ્વત , ક્ષણભંગુર , નાશવંત અને પરિવર્તનશીલ 2

લોકસાર અધ્ય–પ , ઉ : ર 178 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ છે એમ સમજીને તેના પ્રત્યેની આસક્તિ દૂર કરે , દેહાધ્યાસ (શરીરમાં આત્માનો ભ્રમ) રાખે નહિ , સાથે એ પણ વિચારે કે મેં પૂર્વે જે અસાતાવેદનીય કર્મ બાંધ્યું છે તેના વિપાક–ફળ રૂપે દુઃખ ઉદયમાં આવ્યું છે, તે મારે જ સહન કરવાનું છે. બીજા મારા દુઃખને સહન કરી દેશે નહિ. કરેલાં કર્મોને ભોગવ્યાં વિના છુટકારો નથી.પહેલાં કે પછી તે અસાતાવેદનીય કર્મનાં ફળ ભોગવવાં પડશે. સંસારમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેને અસાતાવેદનીય કર્મના ફળ રૂપે દુઃખ રોગાદિ આતંક આવ્યા ન હોય. વીતરાગ તીર્થંકર જેવા મહાપુરુષોને પણ પૂર્વકૃત કર્મોનો ઉદય ભોગવવો પડયો છે , તો પછી મારે ગભરાવું જોઈએ નહિ , સમભાવ પૂર્વક તેને સહન કરતાં કર્મનાં ફળને ભોગવવા જોઈએ.

णत्थि मग्गे विरयस्स :- હિંસાદિ આશ્રવથી નિવૃત્ત મુનિ માટે કોઈ માર્ગ નથી. તેના ત્રણ અર્થ ફલિત થાય છે–

(1) આ જન્મમાં વિવિધ પરમાર્થ ભાવનાઓનું ચિંતન કરવાને કારણે શરીરાદિની આસક્તિથી મુક્ત સાધક માટે નરક , તિર્યંચાદિમાં જવાનો માર્ગ બંધ થઈ જાય છે.

(ર) આ જ જન્મમાં સર્વકર્મનો ક્ષય થઈ જવાથી તે વિરત મુનિને ચાર ગતિનું પરિભ્રમણ રહેતું નથી.

(3) જન્મ , જરા , વ્યાધિ અને મૃત્યુ , આ ચાર દુઃખના મુખ્ય માર્ગ છે. વિરત અને વિશેષ પ્રકારે શરીર મોહથી મુક્ત થયેલ સાધકને દુઃખના આ સમસ્ત માર્ગ બંધ થઈ જાય છે.

પરિગ્રહધારીને મહાભય :

आवंती केयावंती लोगंसि परिग्गहावंती , से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा , अचित्तमंतं वा , एतेसु चेव परिग्गहावंती । एतदेवेगेसिं महब्भयं भवइ । लोगवित्तं णं उवेहाए । एते संगे अवियाणओ । से सुपडिबद्धं सूवणीयं ति णच्चा पुरिसा ! परमचक्खु विपरिक्कम । एतेसु चेव बंभचेरं । ति बेमि । શબ્દાર્થ :– परिग्गहावंती= પરિગ્રહી છે, एतेसु चेव = આ પદાર્થના વિષયોમાં જ , આ પરિગ્રહોના કારણે,परिग्गहावंती = પરિગ્રહધારી બને છે , एतदेव= આ પરિગ્રહ,एगेसिं= આ પરિગ્રહ રાખનાર કોઈ એકને, महब्भयं = મહાભયકારી , भवइ= હોય છે,लोगवित्तं= લોકવૃત્તિ , લોકસંજ્ઞા,उवेहाए= જાણીને ત્યાગે , एते संग = આ પરિગ્રહોને , આ કર્મબંધ કરાવનાર છે , अवियाणओ = નહીં જાણનારને , સમજી શકતા નથી.

से = પરિગ્રહ ત્યાગને , सुपडिबुद्धं = સારી રીતે પ્રતિષ્ઠિત કરેલ , सूवणीयं ति = સારી રીતે પુષ્ટ કરેલ , परमचक्खू = પરમચક્ષુ , મોક્ષ દષ્ટા , સંયમ દષ્ટા , विपरिक्कम = સંયમમાં પરાક્રમ કરો, एतेसु चेव = મોક્ષમાં દષ્ટિ રાખનારમાં , સમ્યક્ પુરુષાર્થ કરનારમાં , बंभचेर = બ્રહ્મચર્ય , સંયમ.

3

179

ભાવાર્થ :– આ જગતમાં જેટલાં પ્રાણી પરિગ્રહવાન છે , તેઓ તે પરિગ્રહ થોડો હોય કે ઘણો , સૂક્ષ્મ કે સ્થૂલ હોય , સચિત્ત હોય કે અચિત્ત તેને મમત્વ પૂર્વક ગ્રહણ કરે છે. તેઓ તે વસ્તુમાં મમતા રાખે છે તેથી પરિગ્રહવાન છે. આ પરિગ્રહ જ કેટલાક પરિગ્રહીઓના માટે મહાભયનું કારણ બને છે અને કોઈને મહા દુઃખદાયી પણ બની જાય છે. સાધકો ! અસંયમી–પરિગ્રહી લોકોના વિત્ત–ધનને અથવા લોકસંજ્ઞાને જુઓ. આ સર્વ પરિગ્રહ વૃત્તિરૂપ લોકસંજ્ઞા કર્મબંધનું કારણ છે , તેમ તે લોકો સમજી શકતા નથી.

પરિગ્રહ મહાભયનું કારણ છે એ સર્વજ્ઞોએ સારી રીતે કહેલ છે , પ્રતિષ્ઠિત કરેલ છે અને સારી રીતે પુષ્ટ કરેલ છે. એ જાણીને હે પુરુષ ! પરમચક્ષુવાન મોક્ષદષ્ટા થઈને સંયમમાં પરાક્રમ કરો. આ રીતે વીતરાગ માર્ગમાં સમ્યક્ પુરુષાર્થ કરનારા જ વાસ્તવિક બ્રહ્મચર્યવાન અર્થાત્ સંયમી બને છે.

વિવેચન :

एतेसु चेव परिग्गहावंती :- આ સૂત્રનો ભાવાર્થ આ રીતે પણ થાય છે પરિગ્રહ થોડો હોય કે ઘણો ; સૂક્ષ્મ હોય કે સ્થૂલ હોય ; શિષ્ય , ભક્તાદિ રૂપ હોય કે પુસ્તક , પાત્ર , વસ્ત્રાદિ રૂપ હોય ; અલ્પ મૂલ્યવાન હોય કે કિંમતી હોય ; હળવો હોય કે ભારે હોય. આવા કોઈપણ પ્રકારના પદાર્થો પર મહાવ્રતધારી મુનિરાજની થોડી પણ આસક્તિ હોય તથા આહાર , શરીરાદિના પ્રત્યે જરા પણ મમતા હોય તો તે સાધકની ગણતરી પરિગ્રહીમાં થાય છે , તેથી તેણે અપ્રમત્તપણે સાવધાન રહેવું જોઈએ.

एतदेवेगेसिं महब्भयं भवइ :- આ વાક્યના બે પ્રકારે અર્થ થાય છે– (1) પરિગ્રહ ધારણ કરનાર કેટલાક જીવોને પરિગ્રહ મહાન ભયકારી , પીડાકારી થઈ જાય છે. (ર) કેટલાક સંયમી સાધકોને પણ તે પરિગ્રહ દુઃખદાયી થઈ જાય છે કારણ કે તેઓએ અપરિગ્રહવ્રત ધારણ કર્યું હોવા છતાં પણ પોતાનાં ઉપકરણો કે શિષ્યાદિ પર મમતા રાખે છે. જેમ ગૃહસ્થના મનમાં પરિગ્રહના રક્ષણનો ભય રહે છે તેવી રીતે(સજીવ કે નિર્જીવ) પદાર્થો પ્રત્યે મમતા રાખનાર સાધકના મનમાં પણ સુરક્ષાનો ભય રહે છે. માટે પરિગ્રહને મહાભયરૂપ કહેલ છે. આ રીતે ગૃહસ્થ કે સંયમી સાધક તે બન્નેને માટે પરિગ્રહ દુઃખકારી, ભયકારી , પીડાકારી થાય છે તેથી સાધકો પરિગ્રહથી હંમેશાં દૂર રહે.

लोगवित्तं :- આ શબ્દના બે અર્થ થાય છે– (1) લોકવૃત્તિ– લોકોનું વ્યાવહારિક કષ્ટમય જીવન (ર )

લોકસંજ્ઞા– લોકોની પરિગ્રહ વૃત્તિની સંજ્ઞા અથવા આહાર , ભય , મૈથુન અને પરિગ્રહરૂપ લોકસંજ્ઞાને ભયરૂપ જાણીને તેની ઉપેક્ષા કરે , ત્યાગ કરે.

एतेसु चेव बंभचेरं :- બંભચેર શબ્દ સંયમના અર્થમાં પ્રયુક્ત છે તેથી આ વાક્યનો અર્થ છે કે

સમ્યક્ પુરુષાર્થ કરનાર સાધકોમાં જ સંયમ હોય છે. બીજી રીતે આ સૂત્રનો અર્થ એમ સમજી શકાય કે

પ્રાચીનકાળમાં સ્ત્રીને પણ પરિગ્રહ માનવામાં આવતી હતી તેથીજ પાર્શ્વનાથ ભગવાને ચાર યામરૂપ ધર્મની પ્રરૂપણા કરી હતી. તેઓએ બ્રહ્મચર્યવ્રતનો અપરિગ્રહવ્રતમાં સમાવેશ કર્યો હતો.

લોકસાર અધ્ય–પ , ઉ : ર 180 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ બ્રહ્મચર્યનો ભંગ મોહવશ થાય છે. મોહ આભ્યંતર પરિગ્રહ છે તેથી જ બ્રહ્મચર્યભંગને અપરિગ્રહવ્રતના ભંગનું કારણ સમજવામાં આવે છે. આ દષ્ટિકોણથી જ કહ્યું છે કે પરિગ્રહથી વિરક્ત વ્યક્તિઓમાં જ વાસ્તવમાં બ્રહ્મચર્ય હોય છે. શરીર અને વસ્તુઓ પ્રત્યે જેને મમતા છે , તે ઈન્દ્રિય સંયમરૂપ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી તેમજ અહિંસાદિ અન્ય વ્રતોના આચરણરૂપ બ્રહ્મચર્યનું પાલન કરી શકતા નથી , ગુરુકુળવાસ રૂપ બ્રહ્મચર્યમાં રહી શકતા નથી અને તે આત્મા–પરમાત્મા રૂપ બ્રહ્મમાં વિચરણ કરી શકતા નથી.

परमचक्खु :- આ શબ્દના વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (1) જેની પાસે પરમજ્ઞાનરૂપી ચક્ષુ–નેત્ર છે તે પરમચક્ષુ (ર) પરમ–મોક્ષ ઉપર જ જેની દષ્ટિ કેન્દ્રિત થઈ છે તે પણ પરમચક્ષુ છે.

પરિણામોથી બંધ– મોક્ષ :

से सुयं मे अज्झत्थयं मे , बंधपमोक्खो अज्झत्थेव । શબ્દાર્થ :– मे = મારા , अज्झत्थ = અનુભવેલ છે , ચિંતન કરેલ છે , बंधपमोक्खो = બંધનથી છુટકારો , બંધ અને મોક્ષ , अज्झत्थेव = અધ્યાત્મથી જ , પરિણામોથી જ.

ભાવાર્થ :– મેં જ્ઞાની ગુરુઓ પાસેથી સાંભળ્યું છે , અધ્યવસિત–અનુભવિત કર્યું છે કે કર્મોનો બંધ અને મોક્ષ આત્મપરિણામોથી , અધ્યવસાયની મુખ્યતાથી જ થાય છે.

વિવેચન :

बंधपमोक्खो अज्झत्थेव :- આ સૂત્રાંશમાં શાસ્ત્રકારે मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः આ પ્રચલિત ઉક્તિને શબ્દશઃ સાર્થક કરેલ છે. તે ભાવ આ શબ્દોમાં વ્યક્ત થયા છે કે મેં સર્વજ્ઞો પાસેથી સાંભળીને , વિચારીને , અનુભવ કરીને જાણ્યું છે કે જીવોને કર્મબંધ અને કર્મમુક્તિ આત્મ પરિણામોથી જ થાય છે , વિચારોથી જ થાય છે.

આત્મ પરિણામ એ સૂક્ષ્મ દષ્ટિ છે અને તેને જ સ્થૂલ દષ્ટિથી ચિંતન મનન કહે છે. ચિંતન–મનન મનરૂપ સાધનથી થાય છે. શુભાશુભ આત્મપરિણામ એકેન્દ્રિયાદિ સર્વ જીવોને મનના સાધન વિના આત્મ પરિણતિથી હોય છે.