This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

છદ્મસ્થોનાં વચન પણ સમાદરણીય :

एगे वयंति अदुवा वि णाणी , णाणी वयंति अदुवा वि एगे । શબ્દાર્થ :– एगे = કોઈ–ચૌદ પૂર્વધારી , શ્રુતજ્ઞાનધારી , वयंति = કહે છે , अदुवा वि= તેમજ, અથવા , પણ , णाणी = જ્ઞાની , કેવળજ્ઞાની , णाणी वयंति = કેવળજ્ઞાની જે કથન કરે છે , एगे = કોઈ એક શ્રુત– કેવળી પણ કહે છે.

ભાવાર્થ :– જે કથન સામાન્ય શ્રુતજ્ઞાની કે શ્રુતકેવળી કરે છે તે જ કથન કેવલજ્ઞાની કરે છે , જે કથન કેવળજ્ઞાની કરે છે તે જ કથન કોઈ સામાન્ય શ્રુતજ્ઞાની કે ચૌદપૂર્વધારી શ્રુતકેવળી પણ કરે છે અર્થાત્ સમ્યગ્શ્રદ્ધા તેમજ સમ્યગ્જ્ઞાનવાન સાધક કેવળજ્ઞાનીઓનું અનુસરણ કરતાં પ્રરૂપણા કરે છે.

4

149

વિવેચન :

एगे वयंति अदुवा वि णाणी :- આ સૂત્રનો આશય ચાર પ્રકારે સમજી શકાય છે– ( 1) સૂત્રમાં 'ए गे ' શબ્દ શ્રુતજ્ઞાની કે સામાન્ય જ્ઞાની માટે છે અને ' णाणी ' શબ્દ સર્વજ્ઞ સર્વદર્શી તીર્થંકર પ્રભુને માટે છે.

(ર) આ બંને શબ્દો પૂર્ણ જ્ઞાની અને અપૂર્ણ જ્ઞાની માટે કહ્યા છે. (3) 'એગે ' શબ્દથી છદ્મસ્થ અને 'જ્ઞાની' શબ્દથી કેવળજ્ઞાની સમજવા. (4) 'એગે ' શબ્દથી ચૌદ પૂર્વી વગેરે વિશિષ્ઠ શ્રુતજ્ઞાની શ્રુતકેવળી સમજવા અને 'જ્ઞાની ' શબ્દથી કેવળજ્ઞાની સમજવા. આ પ્રકારે અહીં 'એગે ' શબ્દની ગૂઢતાના કારણે વિવિધ અર્થ થાય છે.

આ સૂત્રથી બે પ્રકારના મર્મ પ્રગટ થાય છે– (1) આત્મ કલ્યાણનો કે જીવન સુધારવાનો.

સર્વને હિતકારી ઉપદેશ સર્વજ્ઞ તો સારી રીતે આપે જ છે , પરંતુ અલ્પજ્ઞાની કે અપૂર્ણ જ્ઞાની પણ તે સર્વજ્ઞોના જ્ઞાનને હૃદયંગમ કરી એવો જ કલ્યાણકારી ઉપદેશ કરી શકે છે. સર્વજ્ઞના અભાવમાં સામાન્ય જ્ઞાનીઓનો ઉપદેશ પણ સમાદરણીય હોય છે. સર્વજ્ઞોના અભાવમાં સર્વજ્ઞોની વાણીને સર્વ રીતે સત્ય સમજનાર , સર્વજ્ઞોની પરંપરાથી પ્રાપ્ત આગમ શાસ્ત્રોને સર્વોપરી માનીને તેના આધારે ધર્મોપદેશ દેનાર શ્રમણોથી પણ શુદ્ધ મોક્ષમાર્ગ મેળવી શકાય છે , આત્મકલ્યાણ કરી શકાય છે. (ર)

બીજો મર્મ એ છે કે 'એગે– શબ્દથી નવ પૂર્વથી ચૌદ પૂર્વ સુધીના જ્ઞાનીઓ એકાંત સમ્યગ્દષ્ટિ હોવાથી તેઓનું પ્રરૂપણ કેવળજ્ઞાનીની સમાન હોય છે. તેઓ કેવળીની જેમ પૂર્ણ સત્યકથન કરી શકે

છે. તે છદ્મસ્થ છતાં શ્રુતકેવળી કહેવાય છે અને તેઓના વચન કેવળજ્ઞાની તુલ્ય શ્રદ્ધેય હોય છે. સર્વજ્ઞ અને શ્રુતકેવળીની તત્ત્વ પ્રરૂપણાની શૈલી એક સમાન છે તો પછી સર્વજ્ઞ અને છદ્મસ્થતામાં અંતર શું ? આ પ્રશ્ન થવો સહજ છે. તેનું સમાધાન એ છે કે સર્વજ્ઞનું જ્ઞાન નિરાવરણ હોય છે અને શ્રુત કેવળીનું જ્ઞાન સાવરણ હોય છે. કેવળી કોઈની પણ સહાયતા વિના જાણે છે અને શ્રુતકેવળી સર્વજ્ઞના ઉપદેશ દ્વારા જાણે છે.

તાત્પર્ય એ છે કે જેને સમ્યક્શ્રદ્ધા હોય , વિશિષ્ટ જ્ઞાની પાસેથી સમ્યક્ રીતે શ્રવણ , ગ્રહણ, અને ધારણ કર્યું હોય , મતિ શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમ નિર્મળ હોય તેવા સાધકો જ્ઞાનીઓના ભાવને સ્વયં સમજીને , સ્વીકારીને જિજ્ઞાસુઓને સમજાવી શકે છે. ગુરુના સાંનિધ્યથી પ્રાપ્ત જ્ઞાનના આધારે તેઓ આત્મોન્નતિનો સંદેશ કે આત્મોન્નતિનો માર્ગ બતાવી શકે છે , તેથી શુદ્ધ ધર્મતત્ત્વ વિશિષ્ટજ્ઞાનીના અભાવમાં સામાન્યજ્ઞાનીથી પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેના દ્વારા સાધક સ્વયંની સાધના કરી શકે છે.

હિંસા વિષયક આર્ય અનાર્યની પ્રરૂપણા :

आवंती केयावंती लोयंसि समणा माहणा पुढो विवायं वयंति से दिठ्ठं णे , सुयं णे , मयं णे , विण्णायं णे , उड्ढं अहं तिरियं दिसासु सव्वओ सुपडिलेहियं णेसव्वे पाणा , सव्वे भूया, 5

સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : ર 150 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ सव्वे जीवा , सव्वे सत्ता , हंतव्वा , अज्जावेयव्वा , परिघेयव्वा, परियावेयव्वा , उद्दवेयव्वा । एत्थ वि जाणह णत्थित्थ दोसो । શબ્દાર્થ :– आवंती = જે , જેટલા , लोयंसि = આ લોકમાં , केयावंति = કેટલાક , કોઈ , पुढो विवायं वयंति = જુદા–જુદા વિવાદ કરે છે , दिठ्ठं = દિવ્યજ્ઞાનથી જોયેલ છે , णे = અમે , णे सुय = અમે ગુરુ પાસેથી સાંભળેલ છે , णे मयं = અમારો આ સિદ્ધાંત મનન કરેલ છે , માનેલ છે , સ્વીકારેલ છે, णे विण्णाय = અમે વિશેષ જાણેલ છે , उड्ढं अहं तिरियं दिसासુ = ઊંચી,નીચી , તિરછી દિશાઓમાં, सव्वओ = સર્વ પ્રકારે , सुपडिलेहियं = સારી રીતે વિચારેલ છે,एत्थ वि= આ વિષયમાં પણ,जाणह = જાણવું જોઈએ કે , अत्थ = આમાં , આ પ્ર્રમાણે , दोसो णत्थि = દોષ નથી.

ભાવાર્થ :– આ લોકમાં જે કોઇ પણ શ્રમણ કે બ્રાહ્મણ છે તેઓ ભિન્ન–ભિન્ન મતનું પ્રતિપાદન કરે છે.

તેમાં કોઈ કહે છે– અમે આ જોઇ લીધું છે , સાંભળી લીધું છે , મનન કરી લીધું છે અને વિશેષરૂપથી પણ જાણી લીધું છે. એટલું જ નહિ પણ ઊંચી , નીચી અને તિરછી સર્વદિશાઓમાં સર્વ તરફથી સારી રીતે તેનું નિરીક્ષણ પણ કરી લીધું છે કે સર્વ પ્રાણી , સર્વભૂત , સર્વજીવ અને સર્વ સત્ત્વ હણવા યોગ્ય છે , શાસન કરવા યોગ્ય છે , ગુલામ–દાસ બનાવવા યોગ્ય છે , પરિતાપ પહોંચાડવા યોગ્ય છે , પ્રાણ રહિત કરવા યોગ્ય છે.

અહીં જાણો કે હિંસા કરવામાં કોઇ દોષ નથી.

तत्थ जे ते आरिया ते एवं वयासीसे दुद्दिठ्ठं भे , दुस्सुयं भे , दुम्मयं च भे , दुव्विण्णायं भे , उड्ढं अहं तिरियं दिसासु सव्वओ दुप्पडिलेहियं भे , जं णं तुब्भे एवं आइक्खह , एवं भासह , एवं पण्णवेह , एवं परूवेहसव्वे पाणा, सव्वे भूया , सव्वे जीवा , सव्वे सत्ता , हंतव्वा , अज्जावेयव्वा , परिघेयव्वा , परियावे–

यव्वा , उद्दवेयव्वा । एत्थं वि जाणह णत्थित्थ दोसो । अणारियवयणमेयं । શબ્દાર્થ :– तत्थ = આ વિષયમાં , = તે , जे आरिया = જે આર્ય પુરુષ છે , ते = તેઓ , एवं वयासी = આ પ્રમાણે કહે છે , दुदिठ्ठं भे = તમારો આ સિદ્ધાંત ખોટો જોયેલો છે , દોષ સહિત જોયેલો છે , जं णं तुब्भे = જે તમે, अणारियवयणमेयं = આ અનાર્ય વચન છે, ભાવાર્થ :– આ જગતમાં જે પણ આર્ય–પાપકર્મોથી દૂર રહેનારા છે તેઓ અનાર્ય લોકોને એમ કહે છે કે– તમોએ ખોટું જોયું છે , ખોટું સાંભળ્યું છે , ખોટું મનન કર્યું છે , ખોટું સમજ્યા છો , ઊંચી , નીચી , તિરછી સર્વ દિશાઓમાં સર્વથા ખોટું નિરીક્ષણ કર્યું છે. જે તમે આ રીતે કહો છો , ભાષણ કરો છો , પ્રજ્ઞાપન કરો છો અને પ્રરૂપણા કરો છો કે સર્વ પ્રાણી , ભૂત , જીવ અને સત્ત્વોને હણવા યોગ્ય છે , શાસન કરવા યોગ્ય છે, પકડીને દાસ બનાવવા યોગ્ય છે ; પરિતાપ દેવા યોગ્ય છે ; પ્રાણ રહિત કરવા યોગ્ય છે અને આ વિષયમાં એ નિશ્ચિત સમજો કે હિંસામાં કોઇ દોષ નથી. આવું તમારું આ કથન એકાંત અનાર્ય છે.

6

151

वयं पुण एवमाइक्खामो , एवं भासामो , एवं पण्णवेमो , एवं परूवेमोसव्वे पाणा , सव्वे भूया , सव्वे जीवा , सव्वे सत्ता , ण हंतव्वा , अज्जावेयव्वा , परिघेयव्वा , परियावेयव्वा , ण उद्दवेयव्वा । एत्थ वि जाणह णत्थित्थ दोसो । आरियवयणमेयं । શબ્દાર્થ :– वयं = અમે , पुण = પરંતુ , एवं = આ પ્રમાણે , आइक्खामो = કહીએ છીએ, आयरियवयणमेयं = આ આર્યપુરુષોનાં વચન છે.

ભાવાર્થ :– અમે આ પ્રમાણે કહીએ છીએ , ભાષણ કરીએ છીએ , પ્રજ્ઞાપના કરીએ છીએ , પ્રરૂપણા કરીએ છીએ કે સર્વ પ્રાણી , ભૂત , જીવ અને સત્ત્વોની હિંસા કરવી જોઇએ નહિ. તેમના પર જબરજસ્તીથી શાસન કરવું જોઈએ નહિ ; પકડીને દાસ બનાવવા જોઈએ નહિ ; પરિતાપ દેવો જોઈએ નહિ ; પ્રાણ રહિત કરવા જોઇએ નહિ. આ વિષયમાં નિશ્ચયરૂપથી સમજો કે અહિંસાનું પાલન સર્વથા દોષ રહિત છે. આ અહિંસાનું પ્રતિપાદન આર્યવચન છે.

पुव्वं णिकाय समयं पत्तेयं पत्तेयं पुच्छिस्सामोहं भो पावादुया !

किं भे सायं दुक्खं उदाहु असायं ? समिया पडिवण्णे या वि एवं बूया–

सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं असायं अपरिणिव्वाणं महब्भयं दुक्खं । त्ति बेमि । ॥ बिइओ उद्दसो समत्तो ॥ શબ્દાર્થ :– पुव्वं = પહેલાં , समयं णिकाय = સ્વસિદ્ધાંતની વ્યવસ્થા કરીને , સિદ્ધાંતને નિશ્ચિત કરીને , पत्तेयं पत्तेय = પ્રત્યેક પ્રત્યેક પરમતાવલંબીઓને માટે , पुच्छिस्सामो = પ્રશ્ન કરીશ , हं भो पावादुया = હે પ્રવાદુકો ! किं भे = શું તમોને , सायं दुक्खं = દુઃખ સાતાકારી છે , પ્રસન્ન કરે છે ?

उदाह ુ = કહો કે , અથવા તો , असायं = પ્રતિકૂળ છે ? समिया पडिवण्णे या वि = સમ્યક્ પ્રકારે સ્વીકાર કરતાં , વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં , एवं बूया = આ પ્રમાણે કહેવું જોઈએ , કહે છે , असायं = દુઃખ , अपिरिणिव्वाणं = પ્રતિકૂળ છે , અપ્રિય , અનિષ્ટકારી , महब्भयं = મહા ભયકારી , दुक्खं = દુઃખરૂપ છે.

ભાવાર્થ :– આ રીતે આર્યસિદ્ધાંતને વ્યવસ્થાપિત કરી , પ્રત્યેક દાર્શનિકને અમે પૂછીએ છીએ કે હે દાર્શનિકો ! પ્રખરવાદીઓ ! તમોને દુઃખ પ્રિય છે કે અપ્રિય ? સત્યનો સ્વીકાર કરીને તેઓએ એવું કહેવું પડશે કે સર્વ પ્રાણી , ભૂત , જીવ અને સત્ત્વોને દુઃખ અપ્રિય–પ્રતિકૂલ છે , મહાભય ઉપજાવનાર છે , દુઃખકારી છે.– એમ ભગવાને કહ્યું છે.

।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।। 7

8

સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : ર 152 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

વિવેચન :

णत्थित्थ दोसो :- આ સૂત્રથી સાંખ્ય , મીમાંસક , ચાર્વાક , વૈશેષિક , બૌદ્ધાદિ અન્ય મતવાદીઓની હિંસા સંબંધી ભિન્નમાન્યતા , સૂક્ષ્મજીવોની હિંસાનો અસ્વીકાર , આત્માના અસ્તિત્વના નિષેધાદિ દોષો પ્રકાશિત કર્યા છે. ''હિંસામાં કોઇ દોષ નથી '' તેને અનાર્ય વચન કહીને શાસ્ત્રકારે યુક્તિથી તેની અનાર્યવચનતા સિદ્ધ કરી છે. તેમજ તેઓને પ્રતિપ્રશ્ન કર્યો છે કે તમોને દુઃખ પ્રિય છે કે અપ્રિય ? જો તમોને દુઃખ પ્રિય હોય તો તે કથન પ્રત્યક્ષથી બાધિત છે કારણ કે સહુનો પ્રયત્ન સુખ માટે જ હોય છે. જો તમે કહો કે દુઃખ અપ્રિય છે તો પછી જેમ તમને દુઃખ પ્રિય નથી તેમ જગતના કોઇ પણ જીવોને દુઃખ પ્રિય નથી. તો શા માટે તેની હિંસા કરો છો ? જગતના સર્વજીવોને સુખ જ પ્રિય છે માટે સહુને સુખી કરવાનો પ્રયત્ન કરવો. દુઃખી કરવાથી તો દુઃખની જ પ્રાપ્તિ થાય છે.

ા અધ્યયન–4/ર સંપૂર્ણા ચોથુંं અધ્યયન : ત્રીજો ઉદ્દેશક ધર્મવિમુખનો સંગ ત્યાગ :

उवेहि णं बहिया लोगं । से सव्वलोगंसि जे केइ विण्णू । શબ્દાર્થ :– उवेहि = ઉપેક્ષા કરે , बहिया लोगं = ધર્મથી વિમુખ માણસોની , णं = નિશ્ચયથી , से सव्वलोगंसि= તે સર્વલોકમાં,जे केइ = જે કોઈ , विण्णु= વિદ્વાન.

ભાવાર્થ :– હે આર્ય ! અહિંસા ધર્મથી વિરુદ્ધ આચરણ કરનારની તું ઉપેક્ષા કર. ઉપેક્ષા કરનારા વ્યક્તિ સર્વ લોકમાં વિજ્ઞાતા ગણાય છે.

વિવેચન :

આ સૂત્રમાં ધર્મથી વિમુખ રહેનાર લોકોથી સાધકને સુરક્ષિત રહેવાની સૂચના કરી છે.

उवेहि णं :- આ પદમાં જે અહિંસાદિ ધર્મથી વિમુખ છે , તેઓની ઉપેક્ષા કરવાનું તાત્પર્ય એ છે કે– તેના વિધિ વિધાનોને , તેની નીતિ રીતિને માનો નહિ , તેના સંપર્કમાં આવો નહિ , તેનો આદર કરો નહિ , ધર્મવિરુદ્ધના તેના ઉપદેશને યથાર્થ માનો નહિ , તેના આડંબર અને છટાદાર ભાષણોથી પ્રભાવિત થાઓ નહિ અને તેઓના કથનને અનાર્ય વચન સમજો.

से सव्व लोगंसि जे केइ विण्णू :- અહીં સર્વલોકનો અર્થ છે કે સમસ્ત દાર્શનિક જગત. જે વ્યક્તિ ધર્મથી વિરુદ્ધ હિંસાદિની પ્રરૂપણા કરે છે , તેના વિચારોથી જે ભ્રાંત થતા નથી , તે પોતાની સ્વતંત્ર બુદ્ધિથી ચિંતન , મનન કરે છે , હેયોપાદેયનો વિવેક કરે છે. સર્વ સંસારી જીવોના દુઃખનો આત્મસમ દષ્ટિથી વિચાર 153

કરે છે. તે સર્વ દાર્શનિક જગતમાં શ્રેષ્ઠ વિદ્વાન કહેવાય છે.

કુશળ ઉપદેષ્ટાની પરિજ્ઞા :

अणुवीइ पास णिक्खित्तदंडा जे केइ सत्ता पलियं चयंति । णरा मुयच्चा धम्मविउ त्ति अंजू आरंभजं दुक्खमिणं ति णच्चा । एवमाहु समत्तदंसिणो । ते सव्वे पावाइया दुक्खस्स कुसला परिण्णमुदाहरंति । इति कम्मं परिण्णाय सव्वसो । શબ્દાર્થ :– अणुवीइ = વિચાર કરીને , णिक्खित्तदंडा = દંડત્યાગી , હિંસાત્યાગી , जे केइ सत्ता = જે કોઈ સત્ત્વશીલ , पलियं चयंति = કર્મોનો ત્યાગ કરે છે , णरा = મનુષ્ય , मुयच्चा = શરીરની વિભૂષા નહિ કરનાર , धम्मविउ त्ति = ધર્મના જ્ઞાતા , अंजू = સરળ છે , आरंभज = આરંભથી ઉત્પન્ન થાય છે , इणं = , दुक्खं = દુઃખ , ति णच्चा = આ પ્રમાણે જાણીને , एवमाहु = આ પ્રમાણે કહ્યું છે, समत्तदंसिणो = સમત્વદર્શી , સમ્યગ્દર્શી , ते सव्वे पावाइया = તે સર્વ તત્ત્વ વક્તા , પ્રાવચનિક, दुक्खस्स = દુઃખનો નાશ કરવામાં , कुसला = કુશલ , परिण्ण = પરિજ્ઞા , જાણીને ત્યાગવાની શિક્ષા, उदाहरंति = કહે છે , ઉપદેશ આપે છે , इति = આ પ્રમાણે , कम्म = કર્મને , परिण्णाय = જાણીને, सव्वसो = સર્વ રીતે.

ભાવાર્થ :– હે સાધક ! તું વિચાર કરીને જો કે જે કોઈ સત્વશીલ સાધક મન , વચન , કાયાથી દંડનો અર્થાત્ હિંસાનો ત્યાગ કરે છે તે કર્મોનો ક્ષય કરે છે. જે પુરુષ દેહ પ્રત્યે અનાસક્ત છે તે જ ધર્મને જાણી શકે

છે અને ધર્મને જાણનાર ૠજુ–સંયમી હોય છે. દુઃખ હિંસાથી ઉત્પન્ન થાય છે , આ જાણી હિંસાનો ત્યાગ કરવો જોઈએ. સમત્વદર્શી પ્રવચનકારોનો આ ઉપદેશ છે. તે સર્વ સમત્વદર્શી કુશળ પ્રવચનકાર તીર્થંકર પ્રભુ દુઃખથી મુક્ત થવાની પરિજ્ઞાનું પ્રતિપાદન કરે છે કે કર્મબંધના સ્વરૂપને જાણીને તેનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.

વિવેચન :

दंडा :- મન , વચન , કાયાથી પ્રાણીઓનો નાશ કરનારી પ્રવૃત્તિ ને 'દંડ ' કહેલ છે. અહીં દંડ એ હિંસાનો પર્યાયવાચી શબ્દ છે. હિંસાયુક્ત વૃત્તિ ભાવદંડ છે.

मुयच्चा ( मृतार्चाः ) :- अर्चा શબ્દ અહીં બે અર્થમાં વપરાયો છે– શરીર અને ક્રોધ. તેથી મૃતાર્ચાના બે અર્થ છે– (1) જેની દષ્ટિ દેહની શુશ્રૂષા પ્રતિ નથી અર્થાત્ જે શરીર પ્રત્યે અત્યંત ઉદાસીન કે અનાસક્ત છે , તે મૃતાર્ચા કહેવાય છે. (ર) ક્રોધ , અગ્નિની જેમ તેજ હોય છે તેથી તેને અર્ચા કહેલ છે.

ઉપલક્ષણથી સર્વ કષાયોને ગ્રહણ કરી લેવા જોઇએ. જેનો કષાય રૂપી અગ્નિ મૃત–નાશ થઇ ગયો છે તે પણ 'મૃતાર્ચા ' કહેવાય છે.

समत्तदंसिणो :- સંસ્કૃતમાં તેના ત્રણ રૂપો બને છે– समत्वदर्शिनः , सम्यक्त्वदर्शिनः અને 2

સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 3

154 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ समस्तदर्शिनः (1) સર્વજ્ઞ અરિહંત દેવની પ્રાણી માત્ર ઉપર સમત્વદષ્ટિ હોય છે. તે સર્વને આત્મ સમાન જાણે છે , જુએ છે , માટે તે समत्वदर्शी છે. (ર) પ્રત્યેક વસ્તુ , વ્યક્તિ , વિચારધારા , ઘટના આદિના ઊંડાણમાં જઇને તેની સચ્ચાઇને યથાર્થરૂપે જાણે છે , જુએ છે માટે તે सम्यक्त्वदर्शी છે. (3) સર્વજ્ઞ હોવાને કારણે તે સમસ્તદર્શી અને સર્વદર્શી પણ છે.

एवमाहु समत्तदंसिणो :- નો બીજો અર્થ એ પણ થાય છે કે ઉપર કહેલ ધર્મવેત્તા 'મૃતાર્ચા ' આરંભ ત્યાગી સાધક સમત્વદર્શી કહેવાય છે.

અહીં सव्वसो ના બે પ્રકારે અર્થ થાય છે– (1) કર્મોનો સંપૂર્ણતયા ત્યાગ કરવો જોઈએ. (ર)

જ્ઞપરિજ્ઞાથી કર્મોને સર્વપ્રકારે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરવો જોઈએ. કર્મોને સર્વ પ્રકારે જાણવું અર્થાત્ કર્મોનું લક્ષણ , તેના બંધનના કારણો , તેની મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ 148 , તેમજ પ્રકૃતિ , સ્થિતિ , અનુભાગ અને પ્રદેશરૂપે ચાર પ્રકારનો બંધ તથા સમસ્ત બાંધેલા કર્મોને ક્ષય કરવાના ઉપાયો ઈત્યાદિ. આ રીતે મોક્ષાર્થી સાધકે કર્મોનું સમસ્ત જ્ઞાન મેળવવું જોઈએ અને કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવો જોઈએ.

શરીર નિર્મોહ આરાધના :

इह आणाकंखी पंडिए अणिहे एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसेहि अप्पाणं , जरेहि अप्पाणं । जहा जुण्णाइं कठ्ठाइं हव्ववाहो पमत्थइ एवं अत्तसमाहिए अणिहे। શબ્દાર્થ :– इह = આ જૈનશાસનમાં , आणाकंखी = આજ્ઞાના આરાધક , अणिहे = અલિપ્ત , एगं = એક માત્ર , अप्पाणं = આત્માને , संपेहाए = સમ્યક્ રીતે જાણીને , सरीरं = કાર્મણ શરીરને , धुणे = દુર્બળ કરે , कसेहि अप्पाणं = પોતાના શરીરને કૃશ કરે , अप्पाणं जरेहिं = પોતાના શરીરને જીર્ણ કરે, जहा = જેવી રીતે , जुण्णाइं कठ्ठाइ = જીર્ણ લાકડાને , हव्ववाहो = અગ્નિ , पमत्थइ = બાળે છે , एवं = આ પ્રમાણે , अत्तसमाहिए = આત્મસમાધિ અનુસાર મુનિ કર્મક્ષય કરે પરંતુ , अणिहे = શરીર પ્રત્યે રાગ ન કરે.

ભાવાર્થ :– અહીં અર્હત્ પ્રવચનમાં જિનાજ્ઞાની આરાધનાના ઇચ્છુક પંડિત સાધક શરીર પ્રત્યે સ્નેહ રહિત થઇને એકમાત્ર આત્માને સમ્યક્ રીતે જાણીને કર્મશરીરને કૃશ કરે. હે આર્ય ! તપશ્ચર્યાથી પોતાના કષાયાત્માને કૃશ કર , જીર્ણ કર. જેવી રીતે અગ્નિ જીર્ણ કાષ્ઠને જલદી બાળી નાખે છે , તેવીજ રીતે મુનિવર શરીરના માધ્યમથી કર્મોનો નાશ કરે , કર્મશરીરને (તપ ધ્યાનની અગ્નિથી) જલદી બાળી નાખે છે પરંતુ શરીરનું મમત્વ કરે નહીં. એવી રીતે હે આર્ય ! તું પણ આત્મ સમાધિનું ધ્યાન રાખ પરંતુ શરીર પ્રત્યે મમત્વ ન રાખ.

વિવેચન :

आणाकंखी :- સર્વજ્ઞના ઉપદેશ અનુસાર અનુષ્ઠાન કરનાર , આગમ આદેશોનું પૂર્ણ લક્ષ્ય રાખનારા 3

155

અર્થાત્ કેવળ શાસ્ત્રજ્ઞાનની જ અપેક્ષા રાખનાર , તેના સિવાય કોઇ લક્ષ્ય નહિ રાખનાર સાધક આણાકંખી–

આજ્ઞાકાંક્ષી કહેવાય છે.

अणिहे :- સ્નેહ રહિત. આજ્ઞાકાંક્ષી પંડિત સાધક શરીર પ્રત્યે અથવા કોઈ પણ પદાર્થ પ્રત્યે સ્નેહ–રાગ ભાવ રાખે નહીં. તાત્પર્ય એ છે કે મોક્ષ સાધનામાં શરીરનો કિંચિત્ પણ મોહ કરવો નહીં.

एगमप्पाणं संपेहाए :- શરીરનો મોહ ન રાખતાં માત્ર આત્માની અનુપ્રેક્ષા કરે , આત્મહિતનો જ વિચાર કરે અથવા આત્મા સંબંધી એકત્વ ભાવના , અન્યત્વ ભાવનાની અનુપ્રેક્ષા આ પ્રમાણે કરે , જેમ કે–

एकः प्रकुरुते कर्म , भुनक्त्येकश्च तत्फलम् । जायते म्रियते चैक , एको याति भवान्तरम् ॥1॥ આત્મા એકલો જ કર્મ કરે છે , એકલો જ તેનું ફળ ભોગવે છે , એકલો જ જન્મે છે અને એકલો જ મરે છે , એકલો જ ભવાન્તરમાં જાય છે.

सदैकोऽहं , मे कश्चित् , नाहमन्यस्य कस्यचित् । न तं पश्यामि यस्याऽहं , नासौ भावीति यो मम ॥2॥ હું હંમેશાં એકલો જ છું , મારું કોઇ નથી. હું કોઇનો નથી , જેનો હું છું તેને જોઈ શકતો નથી , જે મારું થઇ શકે તેને પણ હું જોઇ શકતો નથી. જેને મારું માનું છું તે મારું બની શકતું નથી.

संसार एवाऽयमनर्थसारः , कः कस्य , कोऽस्वजनः परो वा । सर्वे भ्रमन्ति स्वजनाः परे , भवन्ति भूत्वा , भवन्ति भूयः ॥3॥ આ સંસારમાં અનર્થની જ મુખ્યતા છે આ જગતમાં કોણ કોનું છે ? કોણ સ્વજન કે પરજન છે?

સંસારચક્રમાં પરિભ્રમણ કરતાં કોઇ જન્મમાં સ્વજન બને છે અને પાછા તે જ પરજન બની જાય છે. એક સમય એવો આવે છે કે જ્યારે કોઇ સ્વજન રહેતું નથી કે કોઇ પરજન રહેતું નથી.

विचिन्त्यमेतद् भवताऽहमेको , मेऽस्ति कश्चित्पुरतो पश्चात् । स्वकर्मभिर्भ्रान्तिरियं ममैव , अहं पुरस्तादहमेव पश्चात् ॥4॥ હું એકલો જ છું એવું તમે વિચારો. પહેલાં પણ મારું કોઇ ન હતું અને પછી પણ મારું કોઇ નથી, પોતાનાં કર્મોનાં કારણે મને બીજાને મારા માનવાની ભ્રાંતિ થઇ રહી છે. વાસ્તવમાં પહેલાં પણ હું એકલો હતો અને અત્યારે પણ એકલો છું અને ભવિષ્યમાં પણ હું એકલો જ રહીશ.

एकः सदा शाश्वतिको ममात्मा , विनिर्मलः समाधिगम–स्वभावः। बहिर्भवाः सन्त्यपरे समस्ताः , शाश्वताः कर्मभवाः स्वकीयाः ॥5॥ સમ્યક્ત્વ અધ્ય–4, ઉ : 3

156 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ જ્ઞાન સ્વભાવવાળો શુદ્ધ અને શાશ્વત એકલો આત્મા જ મારો છે , બીજા સર્વ પદાર્થો આત્માથી બહાર છે , તે શાશ્વત નથી. તે સર્વ કર્મોદયથી પ્રાપ્ત થવાના કારણે પોતાના કહેવાય છે , પણ વાસ્તવિક રૂપે તે આપણા નથી , બાહ્ય ભાવ છે.

कसेहिं अप्पाणं :- અહીં अप्पाणं શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– દ્રવ્યની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ. (1) દ્રવ્યની અપેક્ષાએ શરીરને કૃશ અને જીર્ણ કરવાની સમ્યગ્ વિવેક યુક્ત પ્રેરણા છે.

સંયમ , નિયમ તેમજ તપની શક્ય હોય તેટલી વૃદ્ધિ કરે. તેમાં શરીરનું લક્ષ્ય ઓછું રાખે. કર્મથી મુક્ત થવા અને મોક્ષને પ્રાપ્ત કરવા , ઉત્કૃષ્ટતમ લક્ષ્યને પૂર્ણ સફળ કરવા માટે શરીરની ઉપેક્ષા કરીને શરીરને કૃશ કરે , શરીરની શક્તિ ક્ષીણ થઇ જાય તો પણ પરવા કરે નહિ. (ર) ભાવની અપેક્ષાએ કષાય આત્માને કૃશ કરે , જીર્ણ કરે અર્થાત્ નિરંતર કષાયોને શાંત–ઉપશાંત કરે.

अत्त समाहिए :- અહીં શાસ્ત્રકારે સાધકને કંઈક વિશેષરૂપે સાવધાન કરેલ છે કે પ્રબળતમ વૈરાગ્યની સાથે ઉગ્ર તપશ્ચર્યા કરતાં પણ આત્માની સમાધિ , ચિત્તની પ્રસન્નતા , અધ્યવસાયોની વિશુદ્ધિની પૂર્ણ કાળજી રાખે. આત્મ પરિણામ અને ઉત્સાહ સદા પ્રગતિશીલ રહે એવી પૂર્ણ સાવધાની રાખે. તાત્પર્ય એ છે કે તપશ્ચરણમાં એવો કોઈ પ્રકારનો અવિવેક ન થાય કે જેનાથી ભાવોમાં ખેદ ઉત્પન્ન થાય અથવા મનમાં ગ્લાનિ દીનતા થઈ જાય. દશવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છે કે बलं थामं पेहाए = પોતાનું સામર્થ્ય જોઈને સાધક કર્મક્ષય કરવામાં શક્તિનો સદુપયોગ કરે.

ક્રોધ ત્યાગ :

विगिंच कोहं अविकंपमाणे इमं णिरुद्धाउयं संपेहाए । दुक्खं च जाण अदुवागमेस्सं । पुढो फासाइं फासे । लोयं पास विप्फंदमाणं । શબ્દાર્થ :– कोहं विगिंच = ક્રોધ કષાયને નષ્ટ કરો , દૂર કરો , अविकंपमाण = અકંપ થઈને , સ્થિરતાથી , દઢતાથી , ચંચળચિત્ત થયા વિના , इमं = , णिरुद्धाउयं = રૂંધાતુ આયુષ્ય, સોપક્રમવાળું આયુ , અલ્પઆયુ , संपेहाए = જોઈને , दुक्खं = દુઃખ , માનસિક દુઃખ , जाण = જાણો, अदुवा = વર્તમાન , અથવા , आगमेस्सं = ભવિષ્યકાળમાં , पुढो फासाइ = ભિન્ન–ભિન્ન સ્પર્શો , દુઃખો, फास = સ્પર્શે છે–પ્રાપ્ત થાય છે , लोगं = લોક–જીવોને , विप्फंदमाणं = દોડધામ કરતાં.

ભાવાર્થ :– આ મનુષ્યજીવન અલ્પાયુ છે એમ સંપ્રેક્ષા કરતાં હે સાધક ! સ્થિરતાપૂર્વક ક્રોધનો ત્યાગ કર. ક્રોધાદિથી ઉત્પન્ન થતાં વર્તમાન અથવા ભાવિના દુઃખોને જાણ. ક્રોધના કારણે જીવ ભિન્ન–ભિન્ન નરકાદિ સ્થાનોમાં દુઃખોનો અનુભવ કરે છે. આ વિષયમાં તું જો કે જગતના પ્રાણીઓ દુઃખના પ્રતિકાર માટે ચારે બાજુ દોડ દોડ કરે છે.

વિવેચન :

विगिंच कोहं :- પૂર્વના વાક્યમાં દ્રવ્યની મુખ્યતા સાથે ભાવનું કથન છે અને આ વાક્યમાં ભાવની 4

157

મુખ્યતાએ કથન છે કે કોઈ પણ વ્યવહારમાં કે કોઈ પણ સંયોગમાં સ્થિર ચિત્ત રહીને મનોબળને દ્રઢ રાખતા ચિત્તની જરાપણ ચંચળતા કર્યા વિના ક્રોધથી હંમેશાં દૂર રહો , તો જ ઉપર કહેલી દ્રવ્ય સાધના પૂર્ણ સફળ થાય. પૂર્વ સૂત્રમાં अत्त समाहिए શબ્દથી ભાવ સમાધિને જ કહેલ છે. विगिंचकोहं સૂત્રથી અહીં પુષ્ટી કરવામાં આવી છે કે ક્રોધ પણ આત્માની અસમાધિનું એક રૂપ છે , કારણ કે ક્રોધ આવવાથી મનુષ્યનું હૃદય , મસ્તક તેમજ શરીર ધ્રૂજવા લાગે છે , મુખથી અયોગ્ય વચન નીકળવા લાગે છે માટે સાધનાની સફળતામાં ક્રોધનો ત્યાગ દઢ મનોયોગ સાથે આવશ્યક છે અર્થાત્ સમાધિસ્થ થઈને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ.

પૂર્વના સૂત્રમાં अणिह પદથી રાગની નિવૃત્તિનું અને અહીં ક્રોધત્યાગનો નિર્દેશ કરીને દ્વેષની નિવૃત્તિ કથન કર્યું છે.

दुक्खं जाण ……… विप्फंदमाणं :- આ વાક્ય દ્વારા ક્રોધથી થનાર વર્તમાન અને ભવિષ્યનાં દુઃખોને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવાની પ્રેરણા આપી છે. ક્રોધના કારણે ભવિષ્યમાં નરક યોનિ અને સર્પાદિ યોનિમાં પ્રાપ્ત થનાર દુઃખોનું દિગ્દર્શન કરાવ્યું છે , સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે

ક્રોધાદિને વશ થઇને સર્વ સંસારી જીવ શારીરિક , માનસિક દુઃખોથી ઘેરાઇને તેના નિવારણ માટે ચારેબાજુ દોડાદોડી કરે છે. તું આ વિવેક ચક્ષુથી જો. विप्फंदमाणं નો અર્થ વૃત્તિકારે કર્યો છે કે– ''પરાધીન પણે દુઃખ નિવારણ માટે ચારેબાજુ દોડતા પ્રાણી.'' પાપ અને કષાય ત્યાગ :

जे णिव्वुडा पावेहिं कम्मेहिं अणियाणा ते वियाहिया । तम्हाऽतिविज्जो णो पडिसंजलिज्जासि । त्ति बेमि । ॥ तइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– जे निव्वुडा = જે નિવૃત્ત છે , अणियाणा = નિયાણા રહિત , ते वियाहिया = તે કહેવાયા છે , तम्हा = તેથી , अतिविज्जो = પ્રબુદ્ધ પુરુષ , શાસ્ત્રના રહસ્યને જાણનાર , णो पडिसंजलिज्जासि = ક્રોધથી આત્માને બાળે નહિ.

ભાવાર્થ :– જે વ્યક્તિ પાપકર્મોથી નિવૃત્ત છે , તેઓ અનિદાન–કર્મોથી મુક્ત કહેવાય છે. માટે હે

       ઉત્તમજ્ઞાની સાધક ! તું કષાયની અગ્નિથી કયારે ય પણ પ્રજવલિત ન થા .

।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।।

એમ ભગવાને કહ્યું છે.

વિવેચન :

जे णिव्वुडा पावेहिं कम्मेहिं , अणियाणा :- નિદાન શબ્દ અહીં કર્મસત્તા–અસ્તિત્વ તેમજ કર્મ 5

સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 3

158 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ બંધના અર્થમાં વપરાયો છે તેથી આ સૂત્રનું તાત્પર્ય એ છે કે જે પાપકર્મોથી પૂર્ણ રૂપે નિવૃત્ત થઇ જાય છે, અલગ રહે છે , ત્રણ કરણ ત્રણયોગથી સાવદ્ય આચરણ કરતા નથી , પૂર્ણ સંવૃત્ત રહે છે તે અકર્મક–કર્મરહિત, અલ્પકર્મી કહેવાય છે , તે હળુકર્મી જીવ કર્મોથી મુક્ત થાય છે.

णो पडिसंजलिज्जासि :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાયછે– (1) સંજ્વલન અર્થાત્ કષાય કરે નહિ અને પ્રતિ સંજ્વલન એટલે કે ક્રોધ કરનારની સામે પણ ક્રોધ કરે નહીં. (ર) આત્માને કષાયાગ્નિથી સંજ્વલિત કરે નહીં અને 'પ્રતિ ' ઉપસર્ગ સાથે આવવાથી અર્થ થાય કે વારંવાર કષાયાગ્નિથી આત્માને પ્રજ્વલિત કરે નહીં , બાળે નહીં અર્થાત્ કષાયથી આત્મગુણોનો નાશ કરે નહીં.

ા અધ્યયન–4/3 સંપૂર્ણા ચોથુંं અધ્યયન : ચોથો ઉદ્દેશક વિવિધ તપારાધના :

आवीलए पवीलए णिप्पीलए जहित्ता पुव्वसंजोगं हिच्चा उवसमं । तम्हा अविमणे वीरे सारए समिए सहिए सया जए । दुरणुचरो मग्गो वीराणं अणियट्टगामीणं । विगिंच मंस–सोणियं । एस पुरिसे दविए वीरे आयाणिज्जे वियाहिए जे धुणाइ समुस्सयं वसित्ता बंभचेरंसि । શબ્દાર્થ :– आवीलए = તપશ્ચર્યાથી દેહનું દમન કરે , પીડિત કરે , કૃશ કરે , पवीलए = વિશેષ દેહ દમન કરે , વિશેષ પીડિત કરે,णिप्पीलए= સંપૂર્ણ રીતે દેહદમન કરે , શરીરને પીડિત કરે,जहित्ता पुव्वसंजोग = પૂર્વસંયોગોને છોડીને , उवसमं हिच्चा = ઉપશમને પ્રાપ્ત કરી , સંયમ ધારણ કરી , तम्हा = તેથી, अविमणे = સ્વસ્થચિત્ત , વિષય–કષાયથી મુક્ત ચિત્ત , અનુદ્વેગ ચિત્ત , सारए = સંયમ પાલનમાં લીન, समिए = સમિતિ યુક્ત , सहिए = જ્ઞાન યુક્ત , जए = યત્ના કરે , दुरणुचरो = આચરણ કરવું કઠિન છે, वीराणं मग्गो = વીરોનો માર્ગ, अणियट्टगामीणं = મોક્ષગામી,मंससोणियं विगिंच= માંસ અને લોહીને સૂકવી દે , ઓછા કરે,दविए= સંયમવાન, आयाणिज्जे = અનુકરણીય , મોક્ષાર્થી , वियाहिए= કહેવાયા છે, धुणाइ= કૃશ કરે છે, समुस्सयं = કર્મ સમૂહને , શરીરને,बंभचेरंसि वसित्ता= બ્રહ્મચર્યમાં નિવાસ કરતાં, સંયમમાં રહીને.

ભાવાર્થ :– મુનિ પૂર્વસંયોગોનો ત્યાગ કરી , સંયમનો સ્વીકાર કરીને તપ દ્વારા શરીરને પીડિત કરે, વિશેષ પીડિત કરે અને પછી સંપૂર્ણ રીતે પીડિત કરે.

આ રીતે તપનું આચરણ કરનાર મુનિ સદા અવિમન–સ્વસ્થ ચિત્ત રહે. તપ કરતાં પણ કયારે ય ખેદ ખિન્ન ન થાય , પ્રસન્ન રહે , આત્મભાવમાં સદા લીન રહે , સ્વમાં રમણ કરે , પાંચ સમિતિથી અને 1

159

જ્ઞાનથી યુક્ત થઇ સદા યત્ના પૂર્વક ક્રિયા કરે. અપ્રમત્ત બનીને જીવનપર્યંત સંયમ સાધના કરનાર અનિવૃત્ત ગામી–મોક્ષાર્થી વીર મુનિઓનો માર્ગ અત્યંત વિકટ છે. તેમાં સાધક શરીરનાં માંસ , લોહીને તપશ્ચર્યાથી ઓછાં કરે , શરીરને કૃશ કરે.

જે પુરુષ બ્રહ્મચર્યમાં–સંયમમાં સ્થિર રહીને કર્મસમૂહને તપશ્ચર્યાદિથી ખંખેરી નાંખે , ક્ષય કરે તે જ પુરુષ સંયમી , રાગદ્વેષના વિજેતા હોવાથી પરાક્રમી અને બીજાના માટે અનુકરણીય આદર્શરૂપ હોય છે અથવા મુક્તિગમનને યોગ્ય હોય છે.

વિવેચન :

આ ઉદ્દેશકમાં સમ્યક્ચારિત્રની સાધનાના વિષયમાં આત્માની સાથે શરીર અને શરીર સાથે સંબંધિત બાહ્ય પદાર્થોના સંયોગો , મોહ બંધનો , આસક્તિઓ , રાગ–દ્વેષ તેમજ તેનાથી થનાર કર્મબંધનોનો ત્યાગ કરવાની પ્રેરણા આપી છે.

आवीलए पवीलए णिप्पीलए :- આ ત્રણ શબ્દો મુનિ જીવનની સાધનાના ક્રમને બતાવે છે. આપીડન , પ્રપીડન અને નિષ્પીડન. આ ક્રમથી મુનિ જીવનની સાધનાની ત્રણ ભૂમિકા છે. મુનિ જીવનની પ્રાથમિક તૈયારી માટે બે વાત અનિવાર્ય છે , જે આ સૂત્રમાં બતાવી છે– जहित्ता पुव्वसंजोगं અને हिच्चा उवसमं (1) મુનિ જીવનને અંગીકાર કરતાં પહેલાં પૂર્વના ધન , ધાન્ય , જમીન–જાગીર , કુટુંબ–પરિવારાદિના મમત્વનો અને સંયોગનો ત્યાગ કરે (ર) ઈન્દ્રિય અને મનની ઉપશાંતિ અર્થે સંયમનો સ્વીકાર કરે.

પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી મુનિ સાધનાની ત્રણ ભૂમિકામાંથી પસાર થાય છે. (1) દીક્ષા લીધા પછી શાસ્ત્રાધ્યનના સમય સુધીની પહેલી ભૂમિકા છે. તેમાં તે સંયમ રક્ષા તેમજ શાસ્ત્રાધ્યયન માટે આવશ્યક તપ(આયંબિલ , ઉપવાસાદિ) કરે છે તે 'આપીડન ' છે. (ર) ત્યાર પછી બીજી ભૂમિકા પોતાના શિષ્યો કે નાના સંતોના અભ્યાસ તેમજ ધર્મપ્રચાર–પ્રસારની છે. આ સમયે તે સંયમની ઉત્કૃષ્ટ સાધના અને દીર્ઘ તપશ્ચર્યા કરે છે , 'પ્રપીડન ' છે. (3) ત્યારબાદ ત્રીજી ભૂમિકા આવે છે– શરીરત્યાગની.

મુનિ આત્મકલ્યાણની ભાવના સાથે સંયમ તપની સાધનામાં પરિપક્વ થઈ જાય તેમ જ શરીર પણ જીર્ણ–શીર્ણ અથવા વૃદ્ધ થઈ જાય , ત્યારે તે સમાધિ મરણની તૈયારીમાં જોડાઈ જાય છે , તે સમયે તે મોક્ષાભિલાષી સાધક એકાંગી તપ સાધનામાં જ લીન થઈ દેહ વિસર્જનની ઉત્કૃષ્ટ સાધના કરે છે , તે 'નિષ્પીડન ' છે.

સાધનાની આ ત્રણ ભૂમિકાઓમાં શાસ્ત્રકારે બાહ્ય , આભ્યંતર તપ તેમજ શરીર તથા આત્માનું ભેદવિજ્ઞાન કરીને તેને અનુરૂપ સ્થૂલ શરીર માટે આપીડન , પ્રપીડન અને નિષ્પીડનની પ્રેરણા આપી છે. આ તપશ્ચર્યા કર્મક્ષય માટે હોય છે માટે અહીં કર્મ કે કાર્મણ શરીરનું પીડન પણ સમજી શકાય છે.

વૃત્તિકારે ગુણસ્થાન સાથે ત્રણ ભૂમિકાઓનો સંબંધ કાર્મણ શરીર–કર્મની અપેક્ષાએ બતાવ્યો છે.

અપૂર્વકરણાદિ ગુણસ્થાનોમાં કર્મોનું આપીડન થાય છે , અનિવૃત્તિબાદર ગુણસ્થાનમાં પ્રપીડન તથા સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 4

160 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં નિષ્પીડન થાય છે અથવા ઉપશમશ્રેણીમાં આપીડન , ક્ષપકશ્રેણીમાં પ્રપીડન અને શૈલેશી અવસ્થામાં નિષ્પીડન થાય છે.

विगिंच मंस–सोणियं :- શરીરના લોહી–માંસને ચૂકવી નાંખે. અહીં શરીર પ્રતિ નિર્મોહ બની તપશ્ચર્યા કરવાની પ્રેરણા આપી છે અને સાધકને વીર તથા આદર્શ શ્રમણ કહી બિરદાવેલ છે. બ્રહ્મચર્યની સાધના માટે પણ શરીરને કૃશ કરવું આવશ્યક છે. આ આશયને સ્પષ્ટ કરતાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે–

जहा दवग्गि पउरिंधणे वणे , समारुओ णोवसमं उवेइ । एविंदियग्गी वि पगामभोइणो , बंभयारिस्स हियाय कस्सइ । –( ઉત્ત. અ. 32. ગા.11)

જે રીતે પ્રચુર ઇંધણવાળા વનમાં પવન સાથે લાગેલો દાવાનળ શાંત થતો નથી તે જ રીતે પ્રકામભોજીની ઈન્દ્રિયરૂપી અગ્નિ(વાસના) શાંત થતી નથી માટે બ્રહ્મચારીને અતિભોજન કરવું કયારે ય હિતકારી નથી.

પ્રકામ (રસયુક્ત ઈચ્છિત) ભોજનથી લોહી , માંસ વધે છે ; પ્રકામ ભોજનના ત્યાગથી શરીરમાં લોહી , માંસ વધતા નથી અને ક્રમશઃ ચરબી , હાડકા , મજ્જા અને વીર્ય સૂકાઈ જાય છે ; તેની વૃદ્ધિ થતી નથી. આ કારણે સહજ રીતે જ આ પીડનાદિની સાધના થઈ જાય છે.

वसित्ता बंभचेरंसि :- બ્રહ્મચર્યમાં નિવાસ કરવાનું તાત્પર્ય પણ ગહન છે. બ્રહ્મચર્યના ચાર અર્થો થાય છે– (1) બ્રહ્મ આત્મામાં રમણ કરવું. (ર) મૈથુનથી વિરતિ અથવા સર્વ ઈન્દ્રિયોનો સંયમ.

(3) ગુરુકુળવાસ( 4) સદાચાર.

બ્રહ્મચર્યના આ સર્વ અર્થો અહીં ઘટી શકે છે છતાં અહીં સમ્યક્ચારિત્રનો પ્રસંગ છે. બ્રહ્મચર્ય એ ચારિત્રનું એક મુખ્ય અંગ છે. આ દષ્ટિથી બ્રહ્મચર્યમાં અર્થાત્ ચારિત્રમાં રહી કર્મનો ક્ષય કરે એ અર્થ પ્રાસંગિક છે.

જિનાજ્ઞાવિરાધક શ્રમણ :

णेत्तेहिं पलिछिण्णेहिं आयाणसोयगढिए बाले अव्वोच्छिण्णबंधणे अणभिक्कंत संजोए । तमंसि अविजाणओ आणाए लंभो णत्थि त्ति बेमि । जस्स णत्थि पुरा पच्छा , मज्झे तस्स कुओ सिया ?

શબ્દાર્થ :– णेत्तेहिं = નેત્રાદિ ઈન્દ્રિયોને , पलिछिण्णेहिं = પોત–પોતાના વિષયોથી નિવૃત્ત કરીને, રોકીને , आयाण = હિંસાદિ પાપોમાં , सोय = ઈન્દ્રિય વિષયરૂપ સ્રોતમાં , गढिए = આસક્ત , बाले = અજ્ઞાની , अव्वोच्छिण्णबंधणे = કર્મબંધન છેદી શકતા નથી , अणभिक्कंतसंजोए = સંયોગોનું 2

161

ઉલ્લંઘન કરી શકતા નથી , तमंसि = મોહાંધકારમાં , ડૂબી જાય છે , अविजाणओ = અજાણ થઈને, आणाए = તેઓને આજ્ઞાનો , लंभो णत्थि = લાભ થતો નથી , આરાધના થતી નથી , जस्स = જેને, पुरा = પહેલાં , પ્રારંભમાં , પૂર્વભવમાં , णत्थि = બોધિનો લાભ થયો નથી , આરાધના નથી , पच्छा = પછી , અંતમાં , આગામી ભવમાં , तस्स = તેને , मज्झे = વચ્ચે , વર્તમાન ભવમાં , कुओ सिया = ક્યાંથી થઈ શકે ?

ભાવાર્થ :– નેત્રાદિ ઈન્દ્રિયો પર નિયંત્રણ–સંયમનો અભ્યાસ કરતાં પણ મોહાદિ ઉદયવશ બાલજીવ ઈન્દ્રિય વિષયોમાં અને હિંસાદિ પાપોમાં આસક્ત થઇ જાય છે , તે કર્મ બંધનોને તોડી શકતા નથી. (શરીર તથા પરિવારાદિના) સંયોગોને છોડી શકતા નથી. તે આત્મહિતને નહીં સમજતાં મોહાંધકારમાં ડૂબી જાય છે. તે સાધકને તીર્થંકરોની આજ્ઞા પાલનનો લાભ પ્રાપ્ત થતો નથી અર્થાત્ તે સાધક જિનાજ્ઞાના આરાધક થઈ શકતા નથી.

પૂર્વોક્ત જિનાજ્ઞાની આરાધના જેના સંયમી જીવનના પ્રારંભમાં પણ નથી અને અંતિમ જીવનમાં પણ નથી , તો પછી વચ્ચેના સમયમાં હોવી સંભવિત નથી.

વિવેચન :

आयाणसोयगढिए :- 'આદાન ' શબ્દથી અહીં હિંસાદિ સમસ્ત પાપોનું ગ્રહણ કર્યું છે અને શ્રોત શબ્દથી પાંચે ય ઈન્દ્રિયના વિષયોને ગ્રહણ કર્યા છે. આ પ્રકારે સમસ્ત આસ્રવદ્વારોને આદાનશ્રોત શબ્દથી કહ્યા છે. એવા આશ્રવ સ્થાનોમાં લીન રહેનારા લોકો સદ્બુદ્ધિ કે સદ્સંયોગના અભાવે ક્યારે ય સંસારના સંયોગોનો ત્યાગ કરી શકતા નથી , બંધનોથી મુક્ત થઈ શકતા નથી અથવા જે સાધક આ આશ્રવનું સેવન કરતા થઈ જાય તે પણ પૌદ્ગલિક સંયોગોની આસક્તિને પાર પામી શકતા નથી અને કર્મબંધનથી છૂટી શકતા નથી. સંયમી હોવા છતાં આવા સાધકોને ભગવદ્ આજ્ઞાની આરાધનાનો લાભ મળી શકતો નથી.

जस्स णत्थि पुरा पच्छा , मज्झे तस्स कुओ सिया :- આ સૂત્રની વ્યાખ્યા સુખ , વિષયાસક્તિ, સમકિત આદિ વિષયોને લક્ષ્ય કરીને અનેક રીતે કરવામાં આવી છે , તેમાં મુખ્ય આ પ્રમાણે છે–

(1) જેના જીવનમાં પ્રારંભમાં કે અંતમાં પ્રભુ આજ્ઞાની , સંયમની આરાધના નથી તો મધ્યમાં આજ્ઞાની આરાધના કરી ન કરી સમાન છે. જો સાધક સંયમનું પાલન કર્યા પછી વિષયોમાં ફસાઈ જાય તો તે સંયમ પાલન નિરર્થક છે. એટલે કે જેનું પ્રારંભિક જીવન અને અંતિમ જીવન સફળ આરાધના યુક્ત નથી તો મધ્યમાં સાર્થક આરાધના થતી નથી તેથી સાધકે પ્રારંભથી જ જિતેન્દ્રિય થઈ પાપ ત્યાગમાં સાવધાન રહેવું જોઈએ અને અંત સુધી પણ તે જ સાવધાનીથી સંયમ તપની આરાધના કરવી જોઈએ.

પ્રારંભ બગડે તો વિકાસની આશા નથી અને અંત બગડે તો કરેલા કાર્યની સફળતાના લાભથી વંચિત રહેવું પડે છે તેથી આદિ અને અંતને સુધારવાનું લક્ષ્ય રાખવું જરૂરી છે.

સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 4

162 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ (ર) સાધના દ્વારા જ્યારે ભોગેચ્છાના સંસ્કારનો નાશ થાય છે ત્યારે ભોગેચ્છાની ત્રૈકાલિક નિવૃત્તિ થઈ જાય છે. તેથી તે ભોગેચ્છા પહેલા હોતી નથી અને પછી પણ હોતી નથી તેમજ મધ્યમાં પણ ક્યારે ય હોતી નથી. અતીતના સંસ્કાર હોય નહિ તો ભવિષ્યની કલ્પના થતી નથી તથા સંસ્કાર અને કલ્પના વિના વર્તમાનનું ચિંતન થતું નથી.

(3) કોઈ જીવ એવા હોય છે કે જેઓએ ભૂતકાળમાં સમ્યક્ત્વની સ્પર્શના કરી નથી અને ભવિષ્યમાં કરશે નહિ. આગમની પરિભાષામાં તેને અભવ્ય જીવ કહેવાય છે. તેઓને ક્યારે ય સમ્યક્ત્વની સ્પર્શના થતી નથી. તે જીવોને ભૂતકાળ કે ભાવિમાં સમ્યક્ત્વ ન હોય તો પછી એક સમયરૂપ વર્તમાન કાળમાં તો હોય જ ક્યાંથી ? અર્થાત્ ન જ હોય. આ જીવોને ક્યારે ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી.

નિષ્કર્મદર્શીની આરાધના :

से हु पण्णाणमंते बुद्धे आरंभोवरए । सम्ममेयं ति पासह । जेण बंधं वहं घोरं परियावं दारुणं । पलिछिंदिय बाहिरगं सोयं णिक्कम्मदंसी इह मच्चिएहिं । कम्माणं सफलं दट्ठुणं तओ णिज्जाइ वेयवी । શબ્દાર્થ :– पण्णाणमंत = ઉત્તમજ્ઞાની છે , बुद्धे = તત્ત્વજ્ઞ , आरंभोवरए = જે આરંભથી ઉપશાંત છે , सम्मं एय = આ સત્ય છે , ति = આ પ્રમાણે છે , पासह = જુઓ , જાણો , जेण = જેનાથી , જે આરંભથી , बंधं = બંધ , वह = વધ , घोर = ઘોર , परियाव = પરિતાપ , दारुण = દારુણ દુઃખને પ્રાપ્ત કરે છે , पलिछिंदिय = છેદીને , बाहिरगं = બાહ્ય , सोयं = સ્રોતને , णिक्कम्मदंसी = મોક્ષદર્શી છે, નિષ્કર્મદર્શી , इह = આ લોકમાં , मच्चिएहिं = મૃત્યુલોકમાં , માનવદેહના માધ્યમે , कम्माणं = કર્મોની, सफलं = સફળતાને , दट्ठुणं = જોઈને , જાણીને , तओ = કર્મ આસ્રવોથી , णिज्जाइ = બહાર નીકળે છે , वेयवी = વેદજ્ઞ , આગમના રહસ્યને જાણનાર ભાવાર્થ :– જે આરંભથી હંમેશાં દૂર રહે છે તે સાધક વાસ્તવમાં પ્રજ્ઞાવાન , બુદ્ધિમાન કે પ્રબુદ્ધ છે. આ તત્ત્વને સમ્યક્ પ્રકારે જાણો , સમજો કે આ આરંભ–હિંસાદિના સેવનના કારણે જ પુરુષ સંસારની યોનિઓમાં બંધ , વધ , ઘોર પરિતાપ અને ભયંકર દુઃખને પ્રાપ્ત કરે છે , માટે પરિગ્રહાદિ બાહ્ય તેમજ રાગ–દ્વેષાદિ આભ્યંતર સ્રોતને બંધ કરીને સંસારમાં આ માનવ શરીરના માધ્યમે તમે નિષ્કર્મદર્શી– કર્મમુક્ત બની જાઓ. કર્મ અવશ્ય ફલદાયી હોય છે , આ જાણીને શાસ્ત્રજ્ઞ મુનિ તે કર્મબંધનોથી અવશ્ય નિવૃત્ત થઈ જાય છે.

વિવેચન :

णिक्कम्मदंसी :- નિષ્કર્મના પાંચ અર્થ છે– (1) મોક્ષ , (ર) સંવર, (3) કર્મરહિત શુદ્ધઆત્મા, (4)

અમૃત અને (પ) શાશ્વત. મોક્ષ , અમૃત અને શાશ્વત એ ત્રણ શબ્દો ઘણું કરીને સમાનાર્થક છે. કર્મરહિત આત્મા પોતે અમૃતસ્વરૂપ બની જાય છે અને સંવર એ મોક્ષ પ્રાપ્તિનું એક અનન્ય સાધન છે. જેની સર્વ 3

163

ઈન્દ્રિયોનો વેગ , વિષયો કે સાંસારિક પદાર્થો તરફથી હટીને મોક્ષ સન્મુખ થઈ જાય છે તે નિષ્કર્મદર્શી હોય છે. સંયમ તપ સાધનાની મસ્તીમાં મસ્ત સાધક આ માનવ શરીરથી નિષ્કર્માવસ્થા પ્રાપ્ત કરે છે.

આરાધકોનું અનુકરણ :

जे खलु भो वीरा समिया सहिया सया जया संघडदंसिणो आतोवरया अहा तहा लोगं उवेहमाणा पाईणं पडीणं दाहिणं उदीणं इति सच्चंसि परिविचिठ्ठिंसु । साहिस्सामो णाणं वीराणं समियाणं सहियाणं सया जयाणं संघडदंसीणं आतोवरयाणं अहा तहा लोगमुवेहमाणाणं । किमत्थि उवाहि पासगस्स , विज्जइ ? णत्थि । त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ चउत्थं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ :– भो= હે શિષ્ય !समिया= સમિતિ યુક્ત,सहिया= જ્ઞાનાદિથી યુક્ત,सया जया= હંમેશાં યત્નાવાન,संघडदंसिणो= સતત જાગરૂક , નિરંતર સાવધાન , શ્રેયાર્થી,आतोवरया= પાપકર્મથી નિવૃત્ત, अहातहा= યથાતથ્ય, लोगं उवेहमाणा = લોકને જોનાર,पाईणं पडीणं दाहिणं उदीणं= પૂર્વ , પશ્ચિમ, દક્ષિણ , ઉત્તર દિશામાં, इति = આ પ્રમાણે,सच्चंसि= સંયમમાં,परिविचिठ्ठिंसु= સ્થિત રહેતાં,साहिस्सामो = કહીશ, (તો તમે સાંભળો) , णाण = જ્ઞાનને , वीराण = વીર પુરુષોએ , समियाणं सहियाणं = સમિતિયુક્ત , જ્ઞાન યુક્ત , सया जयाण = હંમેશાં યત્નવાન , संघडदंसीण = શ્રેયાર્થી , પ્રતિક્ષણ જાગૃત, आतोवरयाणं = પાપકર્મથી નિવૃત્ત , अहा तहा = યથાર્થ , लोगमुवेहमाणाणं = લોકને જોનાર.

ભાવાર્થ :– હે આર્યો ! જે સાધક વીર છે , પાંચ સમિતિઓથી યુક્ત છે , જ્ઞાનાદિથી સહિત છે , સદા સંયત છે , સતત શુભાશુભદર્શી , પ્રતિક્ષણ જાગૃત છે , પાપકર્મોથી નિવૃત્ત છે , લોકને યથાર્થરૂપે જોનાર છે, પૂર્વ , પશ્ચિમ , દક્ષિણ અને ઉત્તર સર્વ દિશાઓમાં સારી રીતે સત્યમાં સ્થિર થઈ ચૂક્યા છે ; તે વીર , સમિતિ સહિત , સદા યત્નાવાન , પ્રતિક્ષણ જાગૃત , શુભાશુભદર્શી , પાપથી ઉપરત , લોકના યથાર્થદષ્ટા , જ્ઞાનીઓના સમ્યગ્જ્ઞાનનું અનુકરણ કરે છે. અમે પણ તે માર્ગનું સમ્યક્ આરાધન કરીશું. (મોક્ષાર્થી સાધક આવો સંકલ્પ કરે).

પ્રશ્ન– સત્યદષ્ટા વીરને કોઈ કર્મજનિત ઉપાધિ હોય છે ? કે નથી હોતી ? ઉત્તર– તે સત્ય દષ્ટાઓને ભવભ્રમણ રૂપ સંસારની કોઈ ઉપાધિ હોતી નથી. –એમ ભગવાને કહ્યું છે.

।। ચોથો ઉદ્દેશક સમાપ્ત ।। ચોથું અધ્યયન સમાપ્ત ।। વિવેચન :

આ સૂત્રમાં સંયમ આરાધકોના આદર્શને સામે રાખી દરેક સાધક આવી આરાધના કરવાનું લક્ષ્ય 4

સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 4

164 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ નિશ્ચિત કરે તેવું સૂચન કરવામાં આવ્યું છે.