This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
दुक्खं लोगस्स जाणित्ता , वंता लोगस्स संजोगं , जंति वीरा महाजाणं । परेण परं जंति , णावकंखंति जीवियं । શબ્દાર્થ :– लोगस्स = લોકના , પ્રાણીઓના , वंता = ત્યાગીને , संजोग = સંયોગ , ધન , પુત્રાદિ સંબંધ , जंति = પ્રાપ્ત કરે છે , महाजाणं = મહાયાન , સંયમને , મોક્ષને , परेण परं = સાધનામાં આગળ ને આગળ , जीवियं = અસંયમ જીવનની , णावकंखंति = ઈચ્છા કરતા નથી.
ભાવાર્થ :– વીરસાધક પ્રાણીસમૂહના દુઃખને જાણીને , સંસારના સંયોગ(મમત્વ)નો ત્યાગ કરીને, મહાયાન (મોક્ષપથ) સંયમને પ્રાપ્ત કરે છે. તેઓ તેમાં આગળને આગળ વધતા જાય છે. તેઓને પછી અસંયમી જીવનની આકાંક્ષા રહેતી નથી.
વિવેચન :–
दुक्खं लोगस्स :- સંસારનાં દુઃખોને જાણીને વીરપુરુષ સર્વ સંસારી સંયોગોનો ત્યાગ કરીને સંયમ સાધનામાં લીન બને છે.
परेण परं :- આ શબ્દના વિવિધ અપેક્ષાઓથી અર્થ થાય છે. (1) સાધનામાં આગળ વધતાં કર્મયોગે સ્વર્ગ અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત કરે છે. (ર) સમ્યગ્દષ્ટિ જીવ ગુણસ્થાનથી ઉત્તરોત્તર આગળ વધતાં અયોગી કેવલી ગુણસ્થાન સુધી પહોંચી ભવોપગ્રાહી–અઘાતી કર્મોનો ક્ષય કરી અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. (3) અનંતાનુબંધી કષાયનો ક્ષય થવાથી ક્રમિક દર્શનમોહ અને ચારિત્રમોહનો ક્ષય થાય છે (4)
સંયમ સાધનામાં અધ્યવસાયની વિશુદ્ધિ થતાં ઉત્તરોત્તર શુભ લેશ્યાની પ્રાપ્તિ થાય છે.
णावकंखंति :- આ રીતે આગળ વધનાર સાધક ક્યારે ય પણ અસંયમ જીવનની આકાંક્ષા કરતા નથી , 5
135
સંયમથી ક્યારે ય વિચલિત થતા નથી. તેઓ સંયમના નિયમોના પાલનમાં પ્રમાદ કરતા નથી , સદા પ્રગતિ જ કરતા રહે છે.
એક કષાય વિજયી સર્વકષાય વિજયી :–
एगं विगिंचमाणे पुढो विगिंचइ , पुढो विगिंचमाणे एगं विगिंचइ । શબ્દાર્થ :– एगं = એકને , કષાયને , विगिंचमाणे = ક્ષય કરતા , पुढो = બીજાને પણ , विगिंचइ = ક્ષય કરે છે.
ભાવાર્થ :– જે કોઇપણ એક કષાયને ક્રોધને દૂર કરવામાં સફળ થાય છે તે શેષ અન્ય કષાયોને પણ દૂર કરવામાં સફળ થઇ શકે છે. જે અન્ય કષાયો માયાદિને દૂર કરી શકે છે તે ક્રોધને પણ દૂર કરી શકે છે.
(વિંગિચ શબ્દ ક્રોધને દૂર કરવાના અર્થમાં આવ્યો છે).
વિવેચન :–
एगं विगिंचमाणे :- જે એક ક્રોધ કષાયને દૂર કરવામાં સફળ થાય છે તે બીજા માન , માયા તેમજ લોભને પણ દૂર કરી શકે છે. તાત્પર્ય એ છે કે જે કોઇ પણ એક કષાય પર વિજય મેળવે છે તે અન્ય કષાયો પર પણ વિજય પ્રાપ્ત કરી શકે છે. બીજે પણ કહ્યું છે કે–विगिंच कोहं अविकंपमाणे इमं णिरुद्धाउयं–
संपेहाए । આ વાક્યમાં પણ ક્રોધને દૂર કરવા માટે ' विगिंच ' શબ્દનો પ્રયોગ કર્યો છે.
વ્યાખ્યાકારોએ આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરી છે– મોહકર્મ જ સર્વ કર્મોનો રાજા છે.
મોહનો નાશ થતાં શેષ કર્મોનો નાશ કરવો સરળ બની જાય છે. જે વ્યક્તિ મોહકર્મની એક પ્રકૃતિ અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે છે , તે શેષ પ્રકૃતિઓનો પણ ક્ષય કરે છે અને જે મોહકર્મની ઘણી પ્રકૃતિઓનો ક્ષય કરે છે તે અનંતાનુબંધી ક્રોધનો નાશ કરે છે અથવા જે મોહકર્મનો ક્ષય કરે છે , તે ઘણા કર્મોનો અર્થાત્ ત્રણ ઘાતીકર્મો– જ્ઞાનાવરણીય , દર્શનાવરણીય અને અંતરાય કર્મનો તે જ સમયે ક્ષય કરે છે અને શેષ કર્મોનો આયુકર્મના ક્ષયની સાથે ક્ષય કરે છે. જે ઘણા કર્મોનો ક્ષય કરે છે તે મોહનીય કર્મનો પણ ક્ષય કરે જ છે.
શ્રદ્ધાવાનને સંયમનો આદેશ :–
सड्ढी आणाए मेहावी लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं । શબ્દાર્થ :–सड्ढी= શ્રદ્ધાવાન, आणाए = આજ્ઞા આરાધક, मेहावी = બુદ્ધિમાન,लोगं = છકાયજીવરૂપ લોક , आणाए = જિનાજ્ઞાનુસાર , ઉપદેશથી , अभिसमेच्चा = સમીક્ષા કરીને , જાણીને , अकुतोभयं = અભયદાતા.
ભાવાર્થ :– વીતરાગની આજ્ઞામાં શ્રદ્ધા રાખનાર મેધાવી સાધક જિનવાણીની આજ્ઞા અનુસાર છકાયરૂપ 6
7
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 4
136 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ લોકને જાણીને તે પ્રાણીઓને જરા પણ ભયભીત કરે નહિ પરંતુ અકુતોભય–અભયદાતા સંયમી બની જાય.
વિવેચન :–
सड्ढी आणाए ……… अकुतोभयं :- બુદ્ધિમાન સાધક શ્રદ્ધાપૂર્વક સંસાર પરિભ્રમણના સ્વરૂપને સમજીને જિનાજ્ઞાનુસાર સંયમ સ્વીકાર કરે , સર્વ જીવોને અભયદાન આપે. આ પ્રકારે આ સૂત્રમાં શ્રદ્ધાવાન થવાનું ફળ સંયમ બતાવેલ છે.
શસ્ત્ર અશસ્ત્રનો તફાવત :–
अत्थि सत्थं परेण परं, णत्थि असत्थं परेण परं । શબ્દાર્થ :– अत्थि = છે , परेण परं = એક એકથી ચઢિયાતું.
ભાવાર્થ :– શસ્ત્ર એટલે પાપ–અસંયમ , તેમાં તરતમતા હોય છે જ્યારે અશસ્ત્ર એટલે સંયમ તેમાં તરતમતા નથી , તે એકરૂપ જ હોય છે.
વિવેચન :–
अत्थि सत्थं परेण परं :- સામાન્ય રીતે માનવમાત્રને શસ્ત્રથી ભય લાગે છે. સાધકને પણ ભય લાગે છે તે ભય રહિત કેવી રીતે થઇ શકે ? તેનું સમાધાન આ સૂત્રમાં કર્યું છે. દ્રવ્યશસ્ત્ર એક એક કરતાં તીક્ષ્ણ–
ચઢિયાતાં હોય છે. જેમકે તલવાર. તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ બીજું શસ્ત્ર હોય છે. આ રીતે શસ્ત્રોમાં ઉત્તરોત્તર તીક્ષ્ણતા હોય છે પરંતુ અશસ્ત્રમાં તીક્ષ્ણતા હોતી નથી. અશસ્ત્ર એટલે સંયમ. તેમાં દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના શસ્ત્રોનો અભાવ છે. સાધક સમભાવની દષ્ટિથી આગળ વધે છે તેથી તેમાં તરતમતા હોતી નથી. ભાવશસ્ત્ર– દ્વેષ , ઘૃણા , ક્રોધાદિ કષાય આ સર્વ ઉત્તરોત્તર તીવ્ર–મંદ હોય છે. તેમજ સંજ્વલન, પ્રત્યાખ્યાની , અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધીમાં ઉત્તરોત્તર તીવ્રતા હોય છે , પરંતુ અશસ્ત્રમાં સમતા હોય છે. સમભાવ એકરૂપ હોય છે. તેમા તીવ્રતા–મંદતાનો ભાવ હોતો નથી. સાર એ છે કે સંસારમાં પાપ કાર્ય એકથી એક ચઢિયાતાં હોય છે પરંતુ સર્વ પાપના ત્યાગરૂપ સંયમ તો એક જ હોય છે.
ક્રોધાદિ આત્મદોષોનું વિસર્જન :–
जे कोहदंसी से माणदंसी , जे माणदंसी से मायादंसी , जे मायादंसी से लोभदंसी , जे लोभदंसी से पेज्जदंसी , जे पेज्जदंसी से दोसदंसी, जे दोसदंसी से मोहदंसी , जे मोहदंसी से गब्भदंसी , जे गब्भदंसी से जम्मदंसी , जे जम्मदंसी से मारदंसी , जे मारदंसी से णिरयदंसी , जे 8
9
137
णिरयदंसी से तिरियदंसी जे तिरियदंसी से दुक्खदंसी । से मेहावी अभिणिवट्टेज्जा कोहं च माणं च मायं च लोभं च पेज्जं च दोसं च मोहं च गब्भं च जम्मं च मारं च णरगं च तिरियं च दुक्खं च । શબ્દાર્થ :– जे = જે , कोहदंसी = ક્રોધને અનર્થકારી જુએ છે , से = તે , माणदंसी = માનને અનર્થકારી જુએ છે , अभिणिवट्टेज्जा = ત્યાગી દે , पेज्जं = રાગને , दोसं = દ્વેષને.
ભાવાર્થ :– જે ક્રોધદર્શી હોય અર્થાત્ ક્રોધને અનર્થકારી સમજે છે , તે માનદર્શી હોય છે. જે માનદર્શી હોય છે , તે માયાદર્શી હોય છે. જે માયાદર્શી હોય છે , તે લોભદર્શી" હોય છે. જે લોભદર્શી હોય છે , તે રાગદર્શી હોય છે. જે રાગદર્શી હોય છે , તે દ્વેષદર્શી હોય છે. જે દ્વેષદર્શી હોય છે , તે મોહદર્શી હોય છે. જે મોહદર્શી હોય છે , તે ગર્ભદર્શી હોય છે. જે ગર્ભદર્શી હોય છે , તે જન્મદર્શી હોય છે. જે જન્મદર્શી હોય છે તે મૃત્યુદર્શી હોય છે , જે મૃત્યુદર્શી હોય છે , તે નરકદર્શી હોય છે. જે નરકદર્શી હોય છે , તે તિર્યંચદર્શી હોય છે. જે તિર્યંચદર્શી હોય છે , તે દુઃખદર્શી–દુઃખના સ્વરૂપને જાણનાર હોય છે.
તેથી મેધાવી પુરુષ જ્ઞાન દ્વારા , ક્રોધ , માન , માયા , લોભ , રાગ , દ્વેષ , મોહ , ગર્ભ , જન્મ , મૃત્યુ, નરક , તિર્યંચ , અને દુઃખથી દૂર થાય છે.
વિવેચન :–
जे कोहदंसी :- અહીં ક્રોધાદિના ક્રમ યુક્ત નિરૂપણનો આશય પણ ક્રોધાદિનાં સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરનાર સાધકની ઓળખાણ કરાવવાનો છે. ક્રોધદર્શી આદિમાં જે 'દર્શી ' શબ્દ છે તેનો અર્થ એ છે કે
ક્રોધાદિ સ્વરૂપને તથા તેના પરિણામને સાધક પહેલાં જ્ઞપરિજ્ઞાથી જાણે છે , જુએ છે પછી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે છે. જ્ઞાન હંમેશાં અનર્થનો પરિત્યાગ કરાવે છે. 'ज्ञानस्य फलं विरति' જ્ઞાનનું ફળ પાપોનો ત્યાગ છે. અહીં આ દીર્ઘક્રમને બતાવ્યા બાદ શાસ્ત્રકાર સ્વયં નિરૂપણ કરે છે કે–
से मेहावी अभिणिवट्टेज्जा कोहं :- ક્રોધાદિના સ્વરૂપને જાણી લીધા પછી બુદ્ધિમાન સાધક ક્રોધાદિથી તરત જ મુક્ત થઇ જાય , નિવૃત્ત થઇ જાય , અંતે સર્વ દુઃખોથી અને સંસારના પ્રપંચોથી પણ મુક્ત થઈ જાય છે.
જ્ઞાની ઉપાધિથી મુક્ત :–
एयं पासगस्स दंसणं उवरयसत्थस्स पलियंतकरस्स । आयाणं णिसिद्धा सगडब्भि । किमत्थि उवाहि पासगस्स , ण विज्जइ ? णत्थि । त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ बिइयं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ :– किमत्थि = શું છે ? उवाहि = ઉપાધિ , पासगस्स = સર્વજ્ઞને , જ્ઞાનીને , ण विज्जइ = 10
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 4
138 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ હોતી નથી , णत्थि = નથી.
ભાવાર્થ :– આ ઉપદેશ હિંસાદિ અસંયમથી નિવૃત્ત , સર્વકર્મનો નાશ કરનાર તથા નિરાવરણ દષ્ટા સર્વજ્ઞ પ્રભુનો છે કે જે પુરુષ કર્મગ્રહણનાં કારણોને રોકે છે તે પોતે કરેલાં પૂર્વ કર્મનું ભેદન કરી શકે છે. પ્ર્રશ્ન્ર એ છે કે સર્વદર્શી જ્ઞાનીઓને કોઇ ઉપાધિ હોય કે ન હોય ? જવાબ એ છે કે તેને ઉપાધિ હોતીનથી.
– એમ ભગવાને કહ્યું છે.
।। ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત ।। ત્રીજું અધ્યયન સમાપ્ત ।। વિવેચન :–
पासगस्स उवरय सत्थस्स :- આ અધ્યયનગત સમસ્ત ઉપદેશ સામાન્ય વ્યક્તિનો નથી પરંતુ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર પ્રભુનો છે , જેણે સ્વયં સમસ્ત શસ્ત્રોનો , સાવદ્ય વ્યાપારોનો ત્યાગ કરી , સમસ્ત ઘાતી કર્મોનો ક્ષય કર્યો હતો. આ સર્વજ્ઞ પ્રભુના ઉપદેશને હૃદયંગમ કરી જે સમસ્ત આશ્રવનો નિરોધ કરશે , વિષય , કષાય , સંસારી સંયોગ તથા સંસાર રુચિનો ત્યાગ કરશે , તે જ સ્વકૃત કર્મોનું ભેદન કરી મુક્તિને પ્રાપ્ત કરશે. અંતે જ્ઞાનીના જીવનનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે સંસારની સમસ્ત આધિ વ્યાધિ ઉપાધિઓ જ્ઞાનીને હોતી નથી. તે તો અપ્રમત્ત ભાવે શીઘ્ર મુક્તિનું વરણ કરી સંસાર પ્રપંચોથી મુક્ત થઈ જાય છે.
ચતુર્થ ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :– સંસાર પરિભ્રમણનું કારણ આસક્તિ છે. આસક્તિથી મુક્ત થવા સંયમ આવશ્યક છે.
સંયમી જીવન માટે અહિંસા , સત્ય , બ્રહ્મનિષ્ઠતા , પરિગ્રહ વિરક્તિ તથા પંચેન્દ્રિય વિજેતા બનવું જરૂરી છે. સર્વ જીવોની સાથે મૈત્રીના યોગે જ સંયમ માર્ગમાં આગળ વધી શકાય છે. તેમાં ય અજાગૃતિ ક્ષમ્ય નથી. બાહ્ય ભાવોના યોગે સંયમ સાધનામાં પ્રમાદ આવવો શક્ય છે પરંતુ અજાગૃતિના કારણરૂપ પ્રમાદ અને કષાયની પરિણતિ , સમભાવ મૂલક સંયમના માધ્યમે દૂર થઈ જાય છે. સાનુકૂળ–પ્રતિકૂળ પરીષહ, ઉપસર્ગમાં પણ કષાયોથી વિરક્તિ આત્મશુદ્ધિના માર્ગમાં આગેકૂચ કરાવે છે કારણ કે તે સાધકની પાસે જ્ઞાનદશા હોય છે. તેના દ્વારા તે કર્મના મૂળને જાણી લે છે , અને તેનો ક્ષય કરીને સર્વજ્ઞ બને છે.
જીવમાત્રના અસ્તિત્વનો સ્વીકાર કરનાર લોક પર વિજય પ્રાપ્ત કરવા , અનુકૂળતા કે
પ્રતિકૂળતામાં ખેંચાયા વિના સ્વમાં સ્થિત થઈ જાય છે. આ જ સાધનાનો રાજમાર્ગ છે.
ા અધ્યયન–3/4 સંપૂર્ણા 139
પરિચય ચોથું અધ્યયન આ અધ્યયનનું નામ સમ્યક્ત્વ છે.
આ અધ્યયનમાં આધ્યાત્મિક જીવન સાથે સંબંધિત સત્યો કે સમ્યક્ વસ્તુ તત્ત્વનું નિરૂપણ છે.
યથાર્થ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન , તેનું નામ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ એ મોક્ષ પ્રાપ્તિ માટેનો મૂળ પાયો છે.
ઉત્તરાધ્યયન સૂત્ર અ. 28માં મોક્ષના ચાર અંગ કહ્યા છે. તેમાં પણ સમ્યક્ત્વને પ્રથમ સ્થાન આપેલ છે , જેમ કે– (1) સમ્યગ્દર્શન (ર) સમ્યગ્જ્ઞાન (3) સમ્યક્ચારિત્ર (4) સમ્યક્તપ. આ ચારે ય ભાવોનું પ્રતિપાદન કરવું , એ જ સમ્યક્ત્વ અધ્યયનનો ઉદ્દેશ છે.
સમ્યક્ત્વ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. ચારે ઉદ્દેશકમાં વસ્તુ તત્ત્વનું સાંગોપાંગ પ્રતિપાદન કર્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં તીર્થંકરોનો અહિંસામૂલક ઉપદેશ , તેના ધર્મની મહત્તા અને અપ્રમત્ત ભાવથી આચરણની પ્રેરણા છે.
બીજા ઉદ્દેશકમાં વિવેક બુદ્ધિથી આશ્રવના સ્થાનોમાં પણ નિર્જરા , સંસારી જીવોના દુઃખ સ્થાનોનો પરિચય , મિથ્યા મતવાળાઓના હિંસામૂલક સિદ્ધાંતનું ખંડન અને અહિંસાની સ્થાપના કરવામાં આવી છે.
ત્રીજા ઉદ્દેશકમાંઆત્મ લક્ષ્યની મુખ્યતાની સાથે વૈરાગ્ય વૃદ્ધિનો ઉપદેશ , શરીરના મોહ ત્યાગ યુક્ત વીરતાથી કર્મક્ષયની પ્રેરણા અને અંતે કષાય અને નોકષાય ત્યાગની પ્રેરણા આપી છે.
ચોથા ઉદ્દેશકમાં શરીરના અલક્ષ્ય સાથે તપ દ્વારા કર્મક્ષયની પ્રેરણા , કર્મસંબંધી વિચારણા અને કર્મોની સફળતા , અંતે વીતરાગ માર્ગમાં પ્રવૃત્ત થવાનાં પ્રતિજ્ઞા વાક્યો છે.
આ રીતે ચારેય ઉદ્દેશકોમાં ક્રમથી સમ્યગ્જ્ઞાન , સમ્યગ્દર્શન , સમ્યક્ચારિત્ર , સમ્યક્તપ આ ચારે ભાવોનું સારી રીતે વિશ્લેષણ કર્યું છે.
140 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
|
ચોથું અધ્યયન–સમ્યક્ત્વ પહેલો ઉદ્દેશક |
અહિંસાનો ત્રૈકાલિક સિદ્ધાંત :–
से बेमि – जे य अईया जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्खंति , एवं भासंति , एवं पण्णवेंति , एवं परूवेंति–
सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा , ण अज्जावेयव्वा, ण परिघेयव्वा , ण परियावेयव्वा , ण उद्दवेयव्वा । एस धम्मे सुद्धे णिइए सासए समिच्च लोयं खेयण्णेहिं पवेइए । तं जहा – उठ्ठिएसु वा अणुठ्ठिएसु वा , उवठ्ठिएसु वा , अणुवठ्ठिएसु वा, उवरयदंडेसु वा अणुवरयदंडेसु वा सोवहिएसु वा अणुवहिएसु वा , संजोगरए सु वा असंजोगरएसु वा । શબ્દાર્થ :– से बेमि= હું કહું છું,जे य अईया = જે ભૂતકાળમાં , પૂર્વકાળમાં , पडुप्पण्णा= વર્તમાન કાળમાં , आगमिस्सा = ભવિષ્યકાળમાં , अरहंता भगवंतो = અરિહંત ભગવાન, एवमाइक्खंति = આ પ્રમાણે કહે છે , एवं भासंति = આ પ્રમાણે ભાષણ કરે છે , एवं पण्णवेंति = આ પ્રમાણે પ્રજ્ઞાપન કરે છે, एवं परूवेंति = આ પ્રમાણે પ્રરૂપણા કરે છે,सव्वे पाणा= સર્વ પ્રાણી,सव्वे भूया= સર્વભૂત, सव्वे जीवा = સર્વજીવો , सव्वे सत्ता = સર્વ સત્ત્વો , ण हंतव्वा = ડંડા , ચાબુક આદિથી હણવા નહીં, ण अज्जावेयव्वा = બળજબરીથી શાસન ચલાવવું નહીં , હુકમ ચલાવવો નહીં , ण परिघेयव्वा = ગુલામ બનાવવા નહીં , ण परियावेयव्वा = ત્રાસ આપવો નહીં , ण उद्दवेयव्वा = ઉપદ્રવ કરવો નહીં.
एस धम्मे = આ ધર્મ , सुद्धे = શુદ્ધ છે , णिइए = નિત્ય છે , सासए = શાશ્વત છે , लोयं समेच्च = લોકને જોઈને , खेयण्णेहिं = તીર્થંકારો દ્વારા , पवेइए = કહેવાયેલ છે , उठ्ठिएसु = ધર્માચરણમાં પ્રવૃત્ત થયેલા , अणुठ्ठिएस ુ = ધર્માચરણમાં નહિ જોડાયેલા , उवठ्ठिएसु = ઉપસ્થિત થયેલ , अणुवठ्ठिएसु = અનુપસ્થિત રહેલા,उवरयदंडेसु= હિંસાથી નિવૃત્ત,अणुवरयदंडेसु= હિંસાથી અનિવૃત્ત,सोवहिएसु= ઉપધિસહિત , પરિગ્રહી , अणुवहिएसु = ઉપધિથી રહિત , અપરિગ્રહી , संजोगरएसु = સંયોગમાં અનુરક્ત , असंजोगरएसु = સંયોગોમાં વિરાગી.
1
141
ભાવાર્થ :– હું કહું છું– અરિહંત ભગવાન જે ભૂતકાળમાં થયા છે , વર્તમાને જે છે અને ભવિષ્યમાં જે થશે ; તે સર્વ આ પ્રમાણે કથન કરે છે , આ પ્રમાણે પરિષદમાં ભાષણ કરે છે; (શિષ્યોના સંશયનું નિવારણ કરવા માટે) આ પ્રમાણે પ્રજ્ઞાપન કરે છે; (તાત્ત્વિક દષ્ટિથી) આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે– સર્વ પ્રાણી, ભૂત , જીવ અને સર્વ સત્ત્વને લાકડી આદિથી મારવા ન જોઇએ , બળજબરીથી તેના ઉપર શાસન ચલાવવું ન જોઇએ , તેઓને દાસ બનાવવા ન જોઇએ , તેઓને પરિતાપ દેવો ન જોઇએ અને તેના પ્રાણોનો નાશ કરવો ન જોઇએ.
આ અહિંસા ધર્મ શુદ્ધ , નિત્ય અને શાશ્વત છે. ખેદજ્ઞ અરિહંતોએ લોકને સારી રીતે જાણી સર્વ" માટે આ ધર્મનું પ્રતિપાદન કર્યું છે , જેમ કે– (1) જેઓ ધર્માચરણ માટે પ્રયત્નશીલ થયા છે (ર) હજુ પ્રયત્નશીલ થયા નથી (3) જેઓ ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત થયા છે (4) ઉપસ્થિત થયા નથી (પ)
જેઓ (જીવોને માનસિક , વાચિક અને કાયિક) દંડ દેવાના પાપથી નિવૃત્ત થયા છે (6) નિવૃત્ત થયા નથી (7) જેઓ પરિગ્રહરૂપ ઉપધિ સહિત છે ( 8) ઉપધિ રહિત છે ( 9) જેઓ સંયોગો(મમત્વ સંબધો)માં લીન છે (10) સંયોગોમાં લીન નથી.
વિવેચન :–
આ સૂત્રમાં અહિંસાનું સમ્યક્ નિરૂપણ , અહિંસાની ત્રૈકાલિક તથા સાર્વભૌમિક માન્યતા, સાર્વજનિકતા તેમજ તેની સત્ય–તથ્યતાનું પ્રતિપાદન કર્યું છે. અહિંસા ધર્મ શુદ્ધ , નિત્ય , શાશ્વત છે. જે કોઈ ધર્મમાં પ્રયત્નશીલ હોય કે હજુ ધર્મમાં પ્રયત્નશીલ બન્યા ન હોય , ધર્મશ્રવણ કરવા આવ્યા હોય કે ન આવ્યા હોય , પાપી હોય કે પુણ્યશાળી , આવા સર્વ જીવો માટે અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું છે. સર્વ માટે અહિંસાધર્મ હિતકારી છે.
से बेमि :- આ પદથી તીર્થંકર ભગવાન મહાવીર દ્વારા જ્ઞાત , અતીત , અનાગત અને વર્તમાનના તીર્થંકરો દ્વારા પ્રરૂપિત , અનુભૂત , કેવળજ્ઞાનથી જોયેલ અહિંસા ધર્મની સાર્વભૌમિકતાની ગણધર ભગવંતે ઘોષણા કરી છે.
आइक्खइ भासइ :- આખ્યાન , ભાષણ , પ્રજ્ઞાપન અને પ્રરૂપણા. આ ચાર શબ્દના અર્થમાં થોડું અંતર છે , તે આ પ્રમાણે છે– (1) કોઇ પશ્ન પૂછે અને તેનો ઉત્તર આપવો તે આખ્યાન–કથન છે. (ર) દેવ, મનુષ્યાદિની પરિષદમાં બોલવું તે ભાષણ કહેવાય છે. (3) શિષ્યોની શંકાનું સમાધાન કરવા માટે કહેવું તે 'પ્રજ્ઞાપન ' છે. ( 4) તાત્ત્વિક દષ્ટિથી કોઇ તત્ત્વનું કે પદાર્થનું નિરૂપણ કરવું તે 'પ્રરૂપણ ' છે.
सव्वे पाणा :- પ્રાણ , ભૂત , જીવ અને સત્ત્વ એક દષ્ટિએ એકાર્થક છે , જેમકે આચાર્ય જિનદાસ કહે છે કે–
' एगठ्ठिता वा एते ' પરંતુ બીજી દષ્ટિએ આ શબ્દોમાં કંઇક વિશેષ અર્થ પણ કહ્યો છે. જે પૂર્વ અધ્યયનમાં સ્પષ્ટ કરેલ છે.
ण हंतव्वा :- અહીં हंतव्वा થી લઇને उद्दवेयव्वा સુધી હિંસાના જ વિવિધ પ્રકાર બતાવ્યા છે તે આ સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 1
142 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ પ્રમાણે છે–
-1 ण हंतव्वा – પ્રાણીઓને ડંડા , ચાબુકાદિથી મારવા , પીટવા નહીં. (ર) ण अज्झावेयव्वा–
જબરજસ્તીથી કામ લેવું નહીં , જબરજસ્તીથી આદેશનું પાલન કરાવવું નહીં કે શાસિત કરવું નહીં. (3)
ण परिघेयव्वा – ગુલામ બનાવવા નહીં , આધીન કરવા નહીં. ( 4) ण परियावेयव्वा – પરિતાપ, સંતાપ , હેરાન કરવા , વ્યથિત કરવા નહીં. (પ) ण उद्दवेयव्वा – પ્રાણથી રહિત કરવા કે મારી નાંખવા નહીં.
આ અહિંસા ધર્મ શુદ્ધ છે , નિત્ય છે , શાશ્વત છે. તેના ભાવ આ પ્રમાણે છે– सुद्धं – આ ધર્મમાં હિંસાદિનું મિશ્રણ નથી તેમજ પાપાનુબંધ યુક્ત નથી માટે શુદ્ધ છે. णिच्चं – અપરિવર્તનીય છે , સદા એક સમાન છે માટે નિત્ય છે. सासए – હંમેશાં રહેનાર છે , નાશ પામવાનો નથી તેથી શાશ્વત છે અથવા આ ધર્મ ત્રૈકાલિક અને સાર્વદેશિક(હંમેશાં સર્વત્ર) હોવાથી 'નિત્ય ' કહેલ છે કારણ કે પંચમહાવિદેહક્ષેત્રમાં તો હંમેશાં હોય છે. તે શાશ્વત–સિદ્ધગતિનું કારણ છે માટે શાશ્વત છે.
સમ્યક્ત્વ સિદ્ધાંતની સુરક્ષા :–
तच्चं चेयं तहा चेयं अस्सिं चेयं पवुच्चइ । तं आइत्तु ण णिहे , ण णिक्खिवे , जाणित्तु धम्मं जहा तहा । શબ્દાર્થ :– चेयं = અને આ , तच्चं = સત્ય છે , तहा = તેમજ છે , अस्सिं = આ જિનપ્રવચનમાં જ, पवुच्चइ = પ્રતિપાદન કરેલ છે , ते = તે સમ્યગ્દર્શનને , आइत्तु = પ્રાપ્ત કરીને , ण णिहे = ગોપન કરે નહિ , ण णिक्खिवे = ત્યાગ ન કરે , जहातहा = યથાર્થરૂપે આજીવન પાલન કરે.
ભાવાર્થ :– તે અર્હત પ્રરૂપિત અહિંસા ધર્મ સત્ય છે , તથ્ય છે. આ કથન અહીં અર્હંત પ્રવચનમાં જ સમ્યક્ પ્રકારથી પ્રતિપાદિત કર્યું છે. સાધક તે અરિહંત ભાષિત અહિંસા ધર્મની શ્રદ્ધાને ગ્રહણ કરી તેના આચરણ માટે પોતાની શક્તિને છુપાવે નહિ અને શ્રદ્ધાને છોડે નહિ. ધર્મનું જેવું સ્વરૂપ છે તેવું જાણી જીવન પર્યંત તેનું આચરણ કરે.
વિવેચન :–
तच्चं चेयं :- આ સૂત્રમાં અહિંસા ધર્મની શ્રદ્ધાને દઢ કરવામાં આવી છે. સાથે જિન શાસનનો મહિમા પણ કર્યો છે કે આ અનુપમ અહિંસાનો સિદ્ધાંત જિનશાસનમાં જ કહેલ છે.
तं आइत्तु ण णिहे :- આ સૂત્ર વાક્યમાં કહ્યું છે કે અહિંસામય શ્રેષ્ઠ ધર્મને પામીને , તેનો સ્વીકાર કરીને ત્યાં જ રોકાઈ જવું નહીં પરંતુ તે શ્રદ્ધાનો વિકાસ થાય તેમ વર્તવું જોઈએ. આ સૂચન 'ण णिहे' શબ્દથી આપેલ છે.
2
143
ण णिक्खिवे :- સાધક ગૃહીત ધર્મની શ્રદ્ધાને ક્યારે ય છોડે નહીં. યથાતથ્ય ધર્મને પ્રાપ્ત કર્યા પછી તે ધર્મનું દઢતાથી પાલન કરે. આ પ્રકારે અહીં અહિંસા ધર્મની શ્રદ્ધાના વિકાસની પ્રેરણા આપી છે.
નિર્વેદભાવ અને લોકૈષણા ત્યાગ :–
दिठ्ठेहिं णिव्वेयं गच्छेज्जा । णो लोगस्सेसणं चरे । जस्स णत्थि इमा णाई अण्णा तस्स कओ सिया । શબ્દાર્થ :– दिठ्ठेहिं = પ્રાપ્ત વિષયોના રંગરાગમાં , णिव्वेयं गच्छेज्जा = વિરક્ત થઈ જાય, लोगस्सेसणंं = સંસાર પ્રવાહ , લોકૈષણા , णो चरे = ન કરે , जस्स = જેને , इमा = આ લોકૈષણાને ત્યાગવાની , णाई णत्थि = બુદ્ધિ નથી , तस्स = તેને , अण्णा = બીજી સાવદ્ય પ્રવૃત્તિઓ ત્યાગવાની ભાવના , कओ सिया = કેમ હોઈ શકે ?
ભાવાર્થ :– મુનિ પ્રાપ્ત ઇષ્ટ–અનિષ્ટ ઇન્દ્રિય વિષયોથી નિર્વેદભાવ પ્રાપ્ત કરે , ઉદાસીનભાવ રાખે.
લોકરુચિમાં ખેંચાય નહિ , લોકૈષણામાં તણાય નહિ. જે મુમુક્ષુમાં આ લોકૈષણા બુદ્ધિ (જ્ઞાતિ–સંજ્ઞા) નથી, તેનાથી અન્ય સાવદ્ય પ્રવૃતિ કેવી રીતે થશે ? અથવા જેનામાં સમ્યક્ત્વ સંજ્ઞા નથી કે અહિંસા બુદ્ધિ નથી, તેમાં વિવેકબુદ્ધિ કેવી રીતે થશે ? અર્થાત્ ન જ થાય અથવા જેનામાં લોકૈષણા ત્યાગવાની બુધ્ધિ નથી તેનામાં બીજી સાવદ્ય પ્રવૃત્તિ ત્યાગવાની ભાવના કેમ હોઈ શકે ? અર્થાત્ ન હોઈ શકે.
વિવેચન :–
द्ठ्ठिेहिं णिव्वेयं गच्छेज्जा :- સંયમ સાધક મુનિ ઇષ્ટ કે અનિષ્ટ દેખાતા શબ્દ , રૂપ , રસ , ગંધ અને સ્પર્શમાં નિર્વેદ–વૈરાગ્ય ધારણ કરે. ઇષ્ટ પ્રત્યે રાગ અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ–ઘૃણા કરે નહિ.
આ સૂત્ર વાક્યમાં અહિંસાના ઉપાસકોએ પદાર્થો પ્રત્યે મોહ ઘટાડવો જોઈએ એમ બતાવ્યું છે. જ્યાં મોહ છે ત્યાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસા થવાનો સંભવ છે જ. અહિંસાના પાલન માટે પોતાની રૂઢ માન્યતાઓ અને આદતો છોડવી પડે છે. બહારના રંગરાગ પરનો મોહ ઘટાડવાનો પ્રયોગ કરવો પડે છે. ત્યારે જ જીવનમાં નિર્વેદભાવ પ્રગટ થાય છે. દષ્યમાન પદાર્થો પ્રત્યે મોહ ઘટાડવા માટે સાધક વિચારે કે આ બહાર દેખાતું વિશ્વ એ વિચિત્ર નાટકશાળા છે. અહીં હાસ્ય , રુદન , સૌંદર્ય, ભયંકરતા , પ્રેમ , નિર્દયતા , સ્વાભાવિકતા , કૃત્રિમતા આદિ અનેક વિવિધ દશ્યો તેમાં એક પછી એક પલટાતાં નજરે પડે છે તથા એક જ સ્થાને ક્ષણે ક્ષણે નવાં નવાં રૂપો દેખાય છે. એ બધા દેખાવો જોઈ સાધક તેમાં તન્મય ન બની જતાં તેનાં કારણોને તપાસે અને દરેક પદાર્થને સમદષ્ટિથી અવલોકી, તેના મૂળકારણ અને સ્વભાવનું પૃથક્કરણ કરી તેમાંથી સદ્બોધ ગ્રહણ કરીને સદ્વૃત્તિને વિકસાવે. તે પદાર્થો પ્રત્યેની જોવા , સાંભળવાની આસક્તિને ઘટાડે તો જ નિર્વેદની સાધના સફળ થઈ શકે છે.
3
સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : 1
144 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ लोकैषणा :- સામાન્ય રીતે સર્વ જીવો પ્રિય વિષયોના સંયોગની અને અપ્રિય વિષયોના વિયોગની કામના કરે છે. લોકૈષણા એ પણ સંસારનું મૂળ છે. પુત્ર , ધન , કામભોગ , વિષયવાસના , વિલાસતા આદિની કામના તથા જગતમાં સારા દેખાવાની ભાવના તેમજ યશકીર્તિની ઈચ્છા થવી તે સર્વ લોકૈષણા છે.
લોકૈષણાની વૃત્તિ માનકષાયનું પોષણ કરે છે. તે વૃત્તિની પૂર્તિ માટે જીવ હિંસા આદિ અનેક પાપપ્રવૃત્તિઓનું સેવન કરે છે , તેથી તે કર્મબંધનું કારણ છે , આ રીતે સાધકોએ સદા સાવધાન રહી લોકૈષણાનો ત્યાગ કરવો જોઈએ.
પ્રજ્ઞાવાનને પ્રબોધ :–
दिठ्ठं सुयं मयं विण्णायं जमेयं परिकहिज्जइ । समेमाणा पलेमाणा पुणो पुणो जाइं पकप्पंति । अहो य राओ य जयमाणे धीरे सया आगयपण्णाणे , पमत्ते बहिया पास , अप्पमत्ते सया परक्कमेज्जासि । त्ति बेमि । ॥ पढमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– दिठ्ठं = સર્વજ્ઞ દ્વારા જોયેલા , सुयं = સાંભળેલ , मयं = માનેલ , મનન કરેલ , विण्णायं = વિશેષ રૂપથી જાણેલ છે , जमेयं = જે આ , परिकहिज्जइ = મારાથી કહેવાય છે , समेमाणा = બાહ્ય પદાર્થોમાં આસક્ત બનેલ , पलेमाणा = ઈન્દ્રિય વિષયોમાં–સુખોમાં તલ્લીન થયેલ , जाइं = એકેન્દ્રિયાદિ જાતિને , पकप्पंति = પ્રાપ્ત કરે છે , अहो य राओ य = દિવસ અને રાત , जयमाणे = મોક્ષમાર્ગમાં પ્રયત્ન કરનારા , आगयपण्णाणे = વિવેકશીલ હોય છે , पमत्ते = પ્રમાદીને , बहिया = ધર્મથી વિમુખ, अप्पमत्ते = પ્રમાદ રહિત થઈને , परक्कमेज्जासि = સંયમ–મોક્ષમાર્ગમાં જ પરાક્રમ કરો.
ભાવાર્થ :– આ જે અહિંસા ધર્મ કહેવાય છે તે સર્વજ્ઞો દ્વારા જોયેલો , સાંભળેલો , માનેલો અને વિશેષરૂપથી અનુભવેલો છે. હિંસાદિમાં પ્રવૃત્તિ કરનાર તથા તેમાં આસક્તિપૂર્વક તલ્લીન રહેનાર મનુષ્ય વારંવાર જન્મ ધારણ કરતા રહે છે. પ્રજ્ઞાવાન , ધીર સાધક મોક્ષમાર્ગમાં રાત દિવસ નિરંતર પ્રયત્ન કરે છે અને જે પ્રમાદી છે તેઓને ધર્મથી બહાર જાણ અર્થાત્ તેઓથી હંમેશાં દૂર રહે અને પોતે અપ્રમત્ત બનીને હંમેશાં અહિંસાદિ રૂપ ધર્મમાં પરાક્રમ કરે.–એમ ભગવાને કહ્યું છે.
।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
ભગવાન મહાવીરે પ્રત્યેક આત્મામાં જ્ઞાનાદિ અનંત ક્ષમતાઓનું નિરૂપણ કરીને સર્વને સ્વતંત્રરૂપથી સત્યની શોધ કરવાની પ્રેરણા આપી છે. अप्पणा सच्चमेसेज्जा – આ સૂત્રથી એ કહ્યું છે કે
હું કહું છું માટે સ્વીકારો એમ નહિ પરંતુ તમે તમારા આત્મામાં જ સત્યને શોધો , નિરીક્ષણ કરો. આ જ 4
145
1
સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : ર વાત ભૂતકાલીન , ભવિષ્યકાલીન અને વર્તમાનકાલીન સર્વ તીર્થંકરોએ પ્રરૂપી છે. અહિંસાધર્મ સાર્વભૌમિક છે , સર્વજન ગ્રાહ્ય છે , વ્યવહાર્ય છે. સર્વજ્ઞોએ કેવળજ્ઞાનના પ્રકાશમાં તેને જોયો છે , અનુભવ્યો છે , હળુકર્મી ભવ્યજીવોએ તેને સાંભળ્યો છે , ઇષ્ટ માન્યો છે. જીવનમાં આચરેલો છે , તેના શુભ પરિણામને જાણ્યાં છે, દેખ્યાં છે. આ રીતે અહિંસા ધર્મની મહત્તા તેમજ ઉપયોગિતા બતાવવા માટે જ 'उठ्ठिएसु'થી લઇને ' असंजोगरएसु वा ' સુધીનાં શબ્દોથી સર્વ અવસ્થાના જીવો માટે તેની ઉપાદેયતા બતાવી છે. આ પ્રકારના ઉલ્લેખથી સાધકની દષ્ટિ , મતિ , ગતિ , નિષ્ઠા અને શ્રદ્ધા સહજ અહિંસા ધર્મમાં સ્થિર થઇ જાય છે.
ા અધ્યયન–4/1 સંપૂર્ણા ચોથુંं અધ્યયન : બીજો ઉદ્દેશક વિવેક અવિવેકથી મોક્ષ– બંધ :–
जे आसवा ते परिस्सवा , जे परिस्सवा ते आसवा । जे अणासवा ते अपरिस्सवा , जे अपरिस्सवा ते अणासवा । एते य पए संबुज्झमाणे लोगं च आणाए अभिसमेच्चा पुढो पवेइयं । શબ્દાર્થ :– जे आसवा = આશ્રવસ્થાન છે , ते परिस्सवा = તે નિર્જરાનાં કારણભૂત થઈ જાય , जे परिस्सवा= નિર્જરાનાં સ્થાન છે, ते आसवा = તે આશ્રવ સ્થાન થઈ જાય, जे अणासवा = આશ્રવનાં સ્થાન નથી , સંવરનાં સ્થાન છે , ते अपरिसवा = તે નિર્જરાનાં સ્થાન થતા નથી , जे अपरिसवा = નિર્જરાના સ્થાન નથી , ते अणासवा = તે આશ્રવનાં સ્થાન પણ થતા નથી , સંવરનાં પણ સ્થાન થાય , ए ते य पए = આ પદોને , संबुज्झमाणे = સમજીને , लोगं = લોકને , आणाए = ભગવાનની આજ્ઞાથી, अभिसमिच्चा = વિચારીને , पुढो = અલગ અલગ , पवेइयं = કહેલ છે , પ્રરૂપેલ છે.
ભાવાર્થ :– (1) જે આશ્રવોનું સ્થાન છે , તે જ ક્યારેક પરિસ્રવ–કર્મનિર્જરાઓનું સ્થાન બની જાય છે.
(ર) જે પરિસ્રવનું સ્થાન છે તે ક્યારેક આસ્રવ બની જાય છે. ( 3) જે અનાસ્રવ–વ્રત વિશેષ છે , તે પણ ક્યારેક પ્રમાદના કારણે અપરિસ્રવ–કર્મ નિર્જરાઓનું કારણ ન બને. (4) જે અપરિસ્રવ–કર્મનિર્જરાઓનું સ્થાન નથી તે પણ ક્યારેક પરિણામોની વિચિત્રતાથી અનાસ્રવ–કર્મબંધનાં કારણ થતા નથી.
આ અલગ અલગ કહેલ વિકલ્પોને સમ્યક્ પ્રકારે સમજીને લોકના સ્વરૂપને જિનાજ્ઞાનુસાર જાણીને , વિચારીને આસ્રવોનું સેવન કરે નહિ.
વિવેચન :–
આ સૂત્રમાં કર્મબંધ અને કર્મ નિર્જરાના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. બંધ અને નિર્જરાનો મુખ્ય 146 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આધાર અધ્યવસાય છે. બાહ્ય કારણો ગૌણ છે. વ્યક્તિની સાવધાની કે વિવેકબુદ્ધિ જાગૃત હોય તો તે સફળતાને પ્રાપ્ત કરે છે , તે વાત અહીં કહી છે. ચાર ભંગથી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે , તે આ પ્રમાણે– (1)
જે આશ્રવના કાર્ય છે , પાપના કાર્ય છે ત્યાં વિવેકશીલ આત્માર્થી પોતાના ભાવથી , સમ્યક્ ચિંતનથી અને પ્રવૃતિના વિવેકથી કર્મોની નિર્જરા કરી શકે છે , જેમ કે સ્થુલિભદ્રમુનિ માટે કોશાને ત્યાં સર્વ નિમિત્તો વિકારવર્ધક તેમજ આસ્રવના સ્થાન હતા પરંતુ ઉપાદાનરૂપ ચિત્તવૃતિ તેઓની શુદ્ધ હતી , તેથી તે આસ્રવનું સ્થાન સંવરરૂપમાં પરિણત થયું.
(ર) જે નિર્જરાનું સ્થાન છે , કાર્ય છે , પ્રસંગ છે , ત્યાં અનાત્માર્થી અને અવિવેકી જીવ આશ્રવ–
કર્મસંગ્રહ કરી લે છે. જેવી રીતે નાગશ્રી બ્રાહ્મણીને સુપાત્રદાનનો અવસર મળ્યો પરંતુ માસખમણના તપસ્વીને કડવી તુંબીનુ શાક ઉકરડો સમજી વહોરાવી દીધું. સુપાત્રદાન તે કર્મોનો ક્ષય કરવાનું સ્થાન હતું પરંતુ ત્યાં પરિણામની મલિનતાના કારણે તેણીએ કર્મો બાંધી લીધાં , માટે તેને નિર્જરાનું સ્થાન આશ્રવનું કારણ બન્યું.
(3) જે અનાશ્રવ–સંવરનું સ્થાન છે , કાર્ય છે ત્યાં પણ આળસુ–પ્રમાદી વ્યક્તિ નિર્જરાનો લાભ પ્રાપ્ત કરી શકતી નથી. જેમ કે વ્યાખ્યાન , સામાયિક , પૌષધાદિના સમયે આળસ–નિદ્રામાં સમય પસાર કરવો , તેથી અનાશ્રવનું (સંવરનું) સ્થાન અપરિસ્રવનું અનિર્જરાનું સ્થાન બને છે.
(4) જે નિર્જરાનું સ્થાન–કાર્ય નથી , સાંસારિક કે શારીરિક કાર્ય છે , ત્યાં પણ શાંત ચિત્ત હોય તો કોઇ પ્રકારનો આશ્રવ–અશુભ કર્મનો સંગ્રહ થતો નથી. જેમ કે રાગદ્વેષ રહિત શૂન્ય ચિત્તથી કે શાંત પ્રકૃતિથી ભોજન કરવું. અહીં ભોજન કરવું અનિર્જરાનું સ્થાન શારીરિક કાર્ય છે , શૂન્યચિતના કારણે ત્યાં અપરિશ્રવ–અશુભ કર્મ સંગ્રહનો અભાવ થાય છે.
વ્યાખ્યાકારોએ ત્રીજા ભંગમાં કંડરીક અને ચોથા ભંગમાં ઈલાયચીકુમારનું દષ્ટાંત આપીને સમજાવ્યું છે પરંતુ ઘટિત થયેલા સર્વ દષ્ટાંતોનો સમાવેશ તો શરૂના બે ભંગમાં જ થઈ જાય છે અર્થાત્ કંડરીકનું દષ્ટાંત બીજા ભંગમાં અને ઈલાયચીકુમારનું દષ્ટાંત પહેલા ભંગમાં સમાઈ જાય છે.
આ ચાર ભંગમાં સહુથી શ્રેષ્ઠ ભંગ પહેલો છે ત્યાર પછી ચોથો ભંગ , ત્યાર બાદ્રત્રીજો ભંગ અને છેલ્લે બીજો ભંગ સહુથી કનિષ્ઠ છે.
દુઃખથી પીડિતને ઉપદેશ :–
आघाइ णाणी इह माणवाणं संसारपडिवण्णाणं संबुज्झमाणाणं विण्णाण पत्ताणं । अट्टा वि संता अदुवा पमत्ता । अहासच्चमिणं । त्ति बेमि । શબ્દાર્થ :– आघाइ= ધર્મનું કથન કરે છે,इह= અહીં,माणवाणं = મનુષ્યોને , संसारपडिवण्णाणं = સંસારવર્તી, संबुज्झमाणाणं = સમજનારા–જાગૃત, विण्णाणपत्ताणं = વિજ્ઞાનપ્રાપ્ત , હિતાહિત સમજનારા, 2
147
अट्टा वि संता = જે કોઈ પ્રાણી દુઃખી , पमत्ता = પ્રમાદી છે , अहासच्चं = યથાતથ્ય , સત્ય , इणं = આ.
ભાવાર્થ :– જ્ઞાનીજન સંસારવર્તી સમજદાર વિવેકી મનુષ્યોને ઉપદેશ આપે છે. જે પ્રાણી દુઃખી અથવા પ્રમાદી હોય તેઓને પણ આ યથાતથ્ય–સત્ય ધર્મનું કથન કરે છે.
વિવેચન :–
अट्टा वि संता अदुवा पमत्ता :- આ સૂત્રનો આશય ઘણો ગહન છે. કોઇ લોકો સંસારમાં પડેલા , વિષય– સુખોમાં લેપાયેલા , બંધાયેલા લોકોને જોઇને કહે છે કે '' આ શું ધર્માચરણ કરશે ? તેઓ પાપકર્મોના ક્ષય માટે શું ઉદ્યત થશે ?'' પરંતુ શાસ્ત્રકાર કહે છે કે અહીં અનેકાંતદષ્ટિથી વિચાર કરવાનો છે. જે વિષયકષાયમાં ફસાયેલા છે તે તથાપ્રકારનો ક્ષયોપશમ થાય ત્યારે ધર્મબોધની પ્રાપ્તિથી જાગૃત પણ થઈ જાય છે. તેઓ કર્મબંધના કારણને અને ધર્મના માર્ગને સમજીને , ધર્માચરણ કરીને કલ્યાણ કરી શકે છે, જેમ કે અર્જુન માળી , આ પ્રમાણે દરેક આત્મામાં વિકાસ અને કલ્યાણની અનંત શક્તિઓ પડી છે , તેથી કોઈની વર્તમાન અવસ્થા જોઇને તેની ઘૃણા કરવી નહીં.
કોઇ જગ્યાએ એવો પણ અર્થ કર્યો છે કે– ''આર્ત અને પ્રમત્ત મનુષ્ય ધર્મનો સ્વીકાર કરતા નથી. '' પરંતુ સામાન્ય નિયમ એવો છે કે દુઃખી જીવો દુઃખથી છૂટવા માટે ધર્મનું શરણ જ ગ્રહણ કરે છે.
તેમજ વિષય પણ આશ્રવ–પરિશ્રવ નો છે માટે દુઃખી વ્યક્તિ ધર્મને સ્વીકારીને શાંત અને અપ્રમત્ત બની શકે છે. તેનામાં વિકાસનો , સુધરવાનો અવકાશ છે , માટે પ્રથમ કરેલ અર્થ જ બરાબર લાગે છે અને તે જ શાસ્ત્રકારનો આશય છે.
મૃત્યુની નિશ્ચિતતા :–
णाणागमो मच्चुमुहस्स अत्थि । इच्छापणीया वंकाणिकेया कालग्गहीया णिचये णिविठ्ठा पुढो पुढो जाइं पकप्पेंति । इहमेगेसिं तत्थ तत्थ संथवो भवइ । अहोववाइए फासे पडिसंवेदयंति । चिठ्ठं कूरेहिं कम्मेहिं चिठ्ठं परिचिठ्ठइ । अचिठ्ठं कूरेहिं कम्मेहिं णो चिठ्ठं परिचिठ्ठइ। શબ્દાર્થ :– अणागमो = ન આવવાનું , ण अत्थि = એમ નથી , मच्चुमुहस्स = મૃત્યુના મુખમાં, इच्छापणीया= ઈચ્છાને આધીન થયેલા,वंकाणिकेया= અસંયમનું ઘર,कालग्गहीया= કાળથી ગ્રહણ કરાયેલા, णिचये = કર્મસંગ્રહમાં,णिविठ्ठा= તલ્લીન,पुढो पुढो जाइं = જુદી–જુદી જાતીઓને ,पकप्पेंति = પ્રાપ્ત કરે છે , ધારણ કરે છે.
इह = આ લોકમાં , एगेसिं = કોઈ કોઈ જીવોને , तत्थ तत्थ = તે તે સ્થાન , संथवो भवइ = પરિચિત થઈ જાય છે,अहोववाइए= નરકાદિના તીવ્ર દુઃખોના,फासे = સ્પર્શ , કષ્ટોનો , पडिसंवेदयंति 3
સમ્યક્ત્વ અધ્ય–4 , ઉ : ર 148 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ = તે અનુભવ કરે છે , ભોગવે છે , चिठ्ठं कूरेहिं कम्मेहिं = ક્રૂર કર્મોના આચરણમાં સ્થિત થઈને , चिठ्ठं परिचिठ्ठइ = તીવ્ર દુઃખોના સ્થાન–નરકાદિમાં ચિરકાલ રહે છે, अचिठ्ठं कूरेहिं कम्मेहिं = અત્યંત ક્રૂર કર્મોના આચરણને નહીં કરનાર , णो चिठ्ठं परिचिठ्ठइ = નરકાદિ સ્થાનોમાં નિવાસ કરતા નથી.
ભાવાર્થ :– પ્રાણીને મૃત્યુના મુખમાં ક્યારે ય ન જવું પડે એમ બનતું નથી. તોપણ કેટલાક લોકો ઇચ્છાને આધીન , માયાના નિકેતન બની અસંયમમાં લીન રહે છે , મૃત્યુથી ગ્રસિત તેઓ કર્મોનો સંગ્રહ કરી અનેક પ્રકારની યોનિઓમાં વારંવાર જન્મ ગ્રહણ કરતા રહે છે.
આ લોકમાં કેટલાક લોકો એવા છે કે તેઓને સંસારમાં વારંવાર જન્મ મરણ કરવાના કારણે દુઃખનાં સ્થાનો પરિચિત થઈ જાય છે. તેઓ ત્યાં પ્રાપ્ત થતાં દુઃખોને ભોગવતા રહે છે. અત્યંત ક્રૂર કર્મો કરવાથી તેઓને અતિભયંકર દુઃખદાયક સ્થાનમાં ઉત્પન્ન થવું પડે છે અને જે જીવ અત્યંત ક્રૂર કર્મો કરતા નથી તેને એવાં દુઃખમય સ્થાનોમાં ઉત્પન્ન થવું પડતું નથી.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં એ કહ્યું છે કે– પ્રમાદી જીવ વિષય કષાયમાં આસક્ત રહે છે. પોતાની અતૃપ્ત વાસનાને પૂરી કરવાની ભાવનાથી તેઓ અનેક જીવોને દુઃખ તેમજ કષ્ટ આપે છે. પોતાના સ્વાર્થને સાધવા તેઓ અનેક પ્રાણીઓનો નિર્દયતાથી વધ કરે છે. આ રીતે તેઓ ક્રૂર કર્મોમાં પ્રવૃત્ત થઈ પાપકર્મોનો સંગ્રહ કરે છે અને પરિણામે નરક , તિર્યંચાદિ યોનિઓમાં જન્મ ધારણ કરે છે. જે પ્રમાદનું સેવનકરતા નથી , તે આરંભ સમારંભાદિ દોષોથી બચી જાય છે , તેના પરિણામે નરક આદિ યોનિઓની વેદના ભોગવવી પડતી નથી , તેથી સ્પષ્ટ થાય છે કે સંસાર પરિભ્રમણનું કારણ કર્મ છે. પ્રમાદના સેવનથી પાપકર્મનો બંધ થાય છે. અને તેના કારણે નરક આદિમાં મહાવેદનાનું સંવેદન કરવું પડે છે. સાર એ છે કે સંસાર ભ્રમણના વિવિધ દુઃખોથી છૂટવા માટે સંસારના પ્રમાદાચરણનો ત્યાગ કરવો આવશ્યક છે.