This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
ભાવાર્થ :– સંસારના પ્રાણીઓ અનેક ચિત્તવાળા , લાલસાઓવાળા હોય છે. જાણે તે ચાળણીને પાણીથી ભરવાની ઇચ્છા કરે છે. તૃષ્ણાની પૂર્તિ માટે વ્યાકુળ તે મનુષ્ય અન્ય જીવોના તેમજ જનપદના વધ , પરિતાપ અને પરિગ્રહણ(આધીન કરવા) માટે પાપપ્રવૃત્તિ કરે છે.
વિવેચન :–
આ સૂત્રમાં વિષયાસક્ત અસંયમી પુરુષની અનેક ચિત્તતા–વ્યાકુળતા તથા વિવેકહીનતા તેમજ તેના કારણે થનારા અનર્થોનું દિગ્દર્શન કરાવ્યું છે.
સંસારના સુખાભિલાષી પુરુષને અહીં અનેકચિત્ત બતાવેલ છે કારણ કે લોભાર્થી મનુષ્ય ખેડ, વ્યાપાર , કારખાના આદિ અનેક ધંધા કરે છે. તેનું ચિત્ત રાત દિવસ તે અનેક ધંધાઓની ઊથલ પાથલમાં લાગેલું રહે છે.
અનેક ચિત્ત પુરુષ અતિલોભી બનીને અશક્યની ઇચ્છા કરે છે તેના માટે શાસ્ત્રકારે ચાળણીનું દષ્ટાંત આપ્યું છે. જેમ ચાળણીને કોઇ પાણીથી ભરવાની ઇચ્છા કરે તો ભરી શકાય નહિ. તેમ ચાળણીરૂપ મહાતૃષ્ણાને ધનરૂપી જળથી ભરી શકાય નહિ છતાં વ્યકિત તે ભરવાની ઇચ્છા કરે છે. તે તૃષ્ણાના ખપ્પરને ભરવા અન્ય પ્રાણીઓના વધ કરે છે ; તેઓને શારીરિક અને માનસિક સંતાપ આપે છે ; નોકર , ચાકરાદિ અને ગાય , ભેંસાદિનો સંગ્રહ કરે છે. એટલું જ નહિ તે અત્યંત લોભથી ઉન્મત્ત થઇને સર્વ ગામ અથવા 2
119
નાગરિકોનો નાશ કરવા કટિબદ્ધ થઇ જાય છે ; તેઓને અનેક પ્રકારની યાતનાઓ દેવા ઉદ્યત બને છે; અનેક દેશોને જીતીને પોતાના અધિકારમાં લઇ લે છે. આ છે તૃષ્ણાથી વ્યાકુળ બનેલ માનવીની અનેક ચિત્ત દશા. આવી અનેક ચિત્ત દશાથી કરવામાં આવેલ પાપકર્મ અને આ કૃત્યોથી સુખી થવાની ભ્રમણામાં તે નરકાદિના અસહ્ય દુઃખોને પ્રાપ્ત કરે છે.
સંયમ સમુત્થાન :–
आसेवित्ता एयमठ्ठं इच्चेवेगे समुठ्ठिया । तम्हा तं बिइयं णो सेवे णिस्सारं पासिय णाणीे । उववायं चवणं णच्चा अणण्णं चर माहणे । से ण छणे , ण छणावए , छणंतं णाणुजाणइ । णिव्विंद णंदिं अरए पयासु अणोमदंसी णिसण्णे पावेहिं कम्मेहिं । શબ્દાર્થ :– आसेवित्ता = સેવન કરીને , एयमठ्ठं = આ અર્થને , एगे = કોઈ , इच्चेव = આ પ્રમાણે, समुठ्ठिया = સંયમમાં સ્થિત , तम्हा = તેથી , बिइयं = તે બીજીવાર , णो सेवे = સેવન કરવું જોઈએ નહિ, णिस्सारं = વિષય સેવન નિઃસાર છે ,पासिय= જાણીને, उववायं = જન્મ, चवणं = મરણને, अणण्णं = સંયમનું,चर= પાલન કરે,माहणे= માહણ–મુનિ, ण छणे = હિંસા કરે નહિ, ण छणावए = હિંસા કરાવે નહિ , छणंतं णाणुजाणइ = હિંસા કરનારની અનુમોદના કરે નહિ , णंदिं = l ंવષયાનંદથી , णि® व्वद = નિવૃત્ત થા , નિર્વેદ પ્રાપ્ત કર , पयासु = સ્ત્રીઓમાં , अरए = અનુરક્ત ન થા , अणोमदंसी = સમ્યગ્જ્ઞાન, દર્શન ચારિત્રવાન બની , णिसण्णे = નિવૃત્ત થઈ જાય છે , पावेहिं कम्मेहिं = પાપકર્મોથી.
ભાવાર્થ :– કોઇ વ્યક્તિ આ સંસાર વધારનાર અસંયમનું આચરણ કરીને પણ છેલ્લે આ સર્વને છોડી સંયમ સાધનામાં જોડાઇ જાય છે. ત્યાર પછી તે જ્ઞાની પુરુષ કામભોગોને અને હિંસાદિ આસ્રવોને નિઃસાર જાણી ક્યારે ય પણ તેનું પુનઃ સેવન કરતા નથી.
હે માહણ મુનિ ! દેવોના પણ ઉપપાત–જન્મ અને ચ્યવન–મરણ નિશ્ચિતં છે. આ જાણીને વિષય સુખમાં આસક્ત ન થતાં તું અનન્ય–સંયમ રૂપ મોક્ષમાર્ગનું આચરણ કર. તે સંયમશીલ મુનિ ક્યારે ય પ્રાણીઓની હિંસા સ્વયં કરે નહિ , બીજા પાસે હિંસા કરાવે નહિ અને હિંસા કરનારની અનુમોદના કરે નહિ.
હે સાધક ! તું વિષયાનંદથી વિરક્ત થા અર્થાત્ તેનો ત્યાગ કર અને સ્ત્રીઓમાં આસક્ત ન થા.
અનવમદર્શી–સમ્યગ્દર્શન , જ્ઞાન , ચારિત્રરૂપ મોક્ષદર્શી સાધક પાપકર્મોથી નિવૃત્ત થઈ જાય છે.
વિવેચન :–
આ સૂત્રમાં વિષયભોગોથી વિરક્ત બનીને સંયમ સાધનામાં જોડાયેલા સાધકને સંયમમાં સ્થિર રહેવા માટે વિષય–ભોગોની અસારતા તેમજ જીવનની અનિત્યતાનો સંદેશ આપીને હિંસા, ઐહિક આનંદ 3
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : ર 120 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અને સ્ત્રીઓથી વિરક્ત રહેવાની પ્રેરણા આપી છે.
જે મનુષ્ય વિષયભોગોમાં અત્યંત આસક્તિ રાખે છે , તે તેને પ્રાપ્ત કરવા માટે ક્રૂર હિંસા, મનોવિનોદ , અસત્ય ભાષણ , વ્યભિચાર , ક્રોધાદિ કષાય , પરિગ્રહાદિ વિવિધ પાપકર્મોમાં પ્રવૃત થાય છે.
અહીં મુમુક્ષુઓને ઉપદેશ આપ્યો છે કે વિષયભોગોની નિસ્સારતા તેમજ જીવનની ક્ષણભંગુરતાને જાણી સર્વ પાપકર્મોથી દૂર રહેવું. સાથે એ પણ કહ્યું છે કે કર્મોથી મુક્ત થઈ સંસાર સાગરથી પાર થવાનો પુરુષાર્થ તથા તેના ફળરૂપ મોક્ષની પ્રાપ્તિ આ માનવલોકમાં માનવથી જ થાય છે. દેવલોકાદિમાં દેવાદિને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જેમ નિસ્સાર વસ્તુનું ગમે તેટલું સેવન કરો તોપણ તેનાથી તૃપ્તિ થતી નથી તેમ વિષયભોગોના સેવનથી ક્યારે ય તૃપ્તિ થતી નથી. અનેક મહાપુરુષો વિષયભોગોને નિસ્સાર સમજીને સંયમાનુષ્ઠાન માટે ઉદ્યત થઇ ગયા પછી કયારે ય પણ તેમાં લેપાતા નથી.
उववायं चवणं :- આ બંને પદોને કહેવાનો આશય એ છે કે મનુષ્યનાં જન્મ મરણને સર્વ લોકો જાણે છે પણ દેવોના વિષયમાં એ ભ્રમણા છે કે તેઓનું વિષયસુખોથી ભરેલું જીવન અમર હોય છે. તેઓ જન્મતા–મરતા નથી. તે વિચારણાના સમાધાન માટે ઉપપાત અને ચ્યવન આ બંને પદો દ્વારા કહ્યું છે કે
દેવોનો પણ જન્મ છે , મૃત્યુ છે એટલું જ નહિ પણ વિષયભોગોની નિસ્સારતા અને જીવનની અનિત્યતા આ બંનેથી સંસારની તેમજ સંસારનાં સર્વ સ્થાનોની ક્ષણિકતા , નશ્વરતાનો ભાવ પ્રગટ કર્યો છે.
अणण्णं :- અનન્ય અર્થાત્ સંયમ – મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગથી કે સંયમથી અન્ય અસંયમ છે અને જે અન્યરૂપ–અસંયમરૂપ નથી તે જ્ઞાનાદિ રત્નત્રયાત્મક મોક્ષમાર્ગ 'અનન્ય ' છે અને આત્મપરિણતિરૂપ જ છે , તેથી તે આત્માથી અભિન્ન 'અનન્ય ' છે.
ण छणे ण छणावए :- આ પદોમાં ' छण ' શબ્દનું રૂપાંતર ક્ષણ છે. ' क्षणु हिंसायाम् ' હિંસાર્થક ' क्षणु ' ધાતુથી ' क्षण ' શબ્દ બન્યો છે. તેથી આ બંને પદોનો અર્થ એ છે કે પોતે હિંસા કરે નહિ , બીજા પાસે હિંસા કરાવે નહિ , ઉપલક્ષણથી હિંસા કરનારની અનુમોદના પણ કરે નહિ.
अणोमदंसी :- અવમનો અર્થ છે હીન , અનવમનો અર્થ છે ઉચ્ચ. લોકમાં સર્વોચ્ચ વસ્તુ છે સંયમ માટે સંયમી અણોમદર્શી કહેવાય છે અને તેથી વિપરીત મિથ્યાત્વ , અવિરતિ આદિથી યુક્ત અસંયમી અવમદર્શી કહેવાય છે.
કષાય અને હિંસાત્યાગનો બોધ :–
कोहाइमाणं हणिया य वीरे , लोभस्स पासे णिरयं महंतं। तम्हा हि वीरे विरए वहाओ , छिंदिज्ज सोयं लहुभूयगामी ॥5॥ 4
121
गंथं परिण्णाय इहऽज्ज वीरे , सोयं परिण्णाय चरेज्ज दंते । उम्मज्ज लद्धुं इह माणवेहिं , णो पाणिणं पाणे समारभेज्जासि ॥6॥ –त्ति बेमि । ॥ बिइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– कोहाइमाणं = ક્રોધ , માન આદિ , हणिया = હનન કરે , वीरे = વીરપુરુષ , लोभस्स = લોભનું ફળ , पासे = જુએ , વિચાર કરે , णिरयं महंतं = મહાન નરક , तम्हा = તેથી , हि = નિશ્ચયથી, सोयं = શોક ને , ભાવ સ્રોતને , विरए = નિવૃત થઈ જાય , वहाओ = હિંસા આદિથી , लहुभूयगामी = લધુભૂત બને , छिंदिज्ज = છેદન કરે.
गंथं परिण्णाय = ગાંઠ–બંધનને જાણીને , इह = આ લોકમાં , अज्ज = હે આર્ય ! સાધક , सोयं = વિષયસંગરૂપ સંસાર સ્રોતોને , परिण्णाय = જાણીને , ત્યાગીને , चरेज्ज दंते = સંયમનું પાલન કરે , ઈન્દ્રિય , મનનું દમન કરીને , उम्मज्ज ( उम्मुग्ग ) = ઊપર ઉઠવાનું સ્થાન , તરવાનો માર્ગ , ઊંચ સ્થાન, लद्धुं = પ્રાપ્ત કરીને , इह माणवेहिं = આ માનવ ભવમાં , पाणिणं = પ્રાણીઓના , पाणे = પ્રાણોનો, णो समारभेज्जासि = આરંભ કરવો જોઈએ નહિ.
ભાવાર્થ :– વીર પુરુષ ક્રોધ માન આદિને નષ્ટ કરે. લોભને અતિ દુઃખદાયક નરકના રૂપમાં જુએ અને તેનો ત્યાગ કરે. લઘુભૂત બનવાના અભિલાષી વીર સાધક હિંસા આદિ પાપોથી વિરત થઇને વિષય વાસનાઓનું છેદન કરે.
હે વીર ! તું લોકમાં રહેલ ગ્રંથ(પરિગ્રહ)ને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી આજે જ વિના વિલંબે છોડી દે. આ જ રીતે સંસારના સ્રોતરૂપ વિષયોને પણ જાણીને ઇન્દ્રિય અને મનનું દમન કરીને સંયમમાં વિચરણ કર. અહીં(મનુષ્ય જન્મમાં) મનુષ્યોને જ સંસાર સાગરથી તરવાનો , કર્મોથી મુક્ત થવાનો અવસર મળે છે. આ જાણીને મુનિ ક્યારે ય પ્રાણીઓના પ્રાણોનો સમારંભ–સંહાર કરે નહિ. – એમ ભગવાને કહ્યું છે.
।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
लोभस्स पासे :- લોભના કારણે હિંસાદિ અનેક પાપ થાય છે માટે અહીં લોભને નરક કહી છે , જેનાથી પ્રાણી સીધો નરકમાં જાય છે. ગીતામાં પણ કહ્યું છે કે–
त्रिविधं नरकस्येदं , द्वारं नाशनमात्मनः । कामः क्रोधस्तथा लोभः तस्मादेतत् त्रयं त्यजेत् ॥ અર્થ– કામ , ક્રોધ અને લોભ , આ ત્રણે ય આત્મનાશક અને નરકનાં દ્વાર છે માટે મનુષ્ય તેનો ત્યાગ કરે.
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : ર 122 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ लहुभूयगामी :- આ શબ્દના બે રૂપ છે– લઘુભૂતગામી અને લઘુભૂતકામી , (1) જે કર્મભારથી સર્વથા રહિત છે , મોક્ષ અથવા સંયમને મેળવવા માટે જે ગતિશીલ છે , તે લઘુભૂતગામી છે. (ર) જે લઘુભૂત– અપરિગ્રહી અથવા પાપરહિત થઇ હળવા બનવાની કામના કરે છે તે લઘુભૂતકામી છે. જ્ઞાતાસૂત્ર અધ્ય.6માં લઘુભૂત તુંબડીનું ઉદાહરણ આપીને કહ્યું છે કે જેમ તુંબડી લેપ રહિત થયા પછી પાણીની ઉપર આવી જાય છે તેમ લઘુભૂત આત્મા સંસારથી ઉપર ઊઠી મોક્ષમાં પહોંચી જાય છે. લઘુભૂત શબ્દ અહીં સંયમનો પર્યાયવાચી શબ્દ છે. બીજો અર્થ મોક્ષનો પર્યાયવાચી છે.
ા અધ્યયન–3/ર સંપૂર્ણા ત્રીજું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક વૈરાગ્યમય બોધ :–
संधिं लोगस्स जाणित्ता आयओ बहिया पास । तम्हा ण हंता ण विघायए । जमिणं अण्णमण्णवितिगिच्छाए पडिलेहाए ण करेइ पावं कम्मं । किं तत्थ मुणी कारणं सिया ? समयं तत्थुवेहाए अप्पाणं विप्पसायए । अणण्णपरमं णाणी , णो पमाए कयाइ वि । आयगुत्ते सया धीरे , जायामायाए जावए । विरागं रूवेहिं गच्छेज्जा , महया खुड्डएहिं वा । आगइं गइं परिण्णाय दोहिं वि अंतेहिं अदिस्समाणेहिं से ण छिज्जइ , ण भिज्जइ , ण डज्झइ , ण हम्मइ कं च णं सव्वलोए । શબ્દાર્થ :– संधिं = અવસરને , लोगस्स = લોકના પ્રાણીઓને , जाणित्ता = જાણીને પ્રમાદ કરવો જોઈએ નહિ, आयओ = આત્મ સમાન,बहिया= બીજા જીવોને પણ,ण हंता = મારવા નહીં , ण विघायए = બીજા જીવોદ્વારા ઘાત ન કરાવવો , जमिणं= જે આ,अण्णमण्णवितिगिच्छाए= પરસ્પરની આશંકાથી, ભયથી , લજ્જાથી,पडिलेहाए= વિચારથી,किं= શું,तत्थ= ત્યાં, मुणी = મુનિત્વ, कारणं सिया ? = કારણ છે ? समयं = સમભાવને , तत्थ = ત્યાં , उवेहाए = વિચારીને , પર્યાલોચન કરીને , विप्पसायए = સંયમાનુષ્ઠાનમાં સાવધાન , પ્રસન્ન રહે.
अणण्ण = સંયમ , परमं णाणी = મોક્ષને જાણનાર જ્ઞાની , णो पमाए = પ્રમાદ ન કરે , कयाइ वि = ક્યારે ય પણ , आयगुत्ते = આત્મગુપ્ત , जायामायाए = સંયમના નિર્વાહ અને આહારની માત્રાથી , जावए = સંયમનો નિર્વાહ કરે , विरागं = વૈરાગ્ય , रूवेहिं = રૂપ વગેરેમાં , गच्छेज्जा = પામે , महया = મહાન , દિવ્ય , खुड्डएहिं = ક્ષુદ્ર , તુચ્છ , आगइं गइं = આગતિ , ગતિને , परिण्णाय = જાણીને , दोहिं वि अंतेहिं = રાગ , દ્વેષ બંનેનો , अदिस्समाणेहिं = ત્યાગ કરનાર , ण छिज्जइ = 1
123
છેદાતો નથી , ण भिज्जइ = ભેદાતો નથી , ण डज्झइ = અગ્નિથી બળાતો નથી , ण हम्मइ = હણાતો નથી , कं च णं = કોઈથી.
ભાવાર્થ :– હે સાધક ! ધર્માનુષ્ઠાનનો અપૂર્વ અવસર આ મનુષ્ય ભવમાં છે એમ સમજીને તું પ્રત્યેક આત્માને પોતાના આત્માની સમાન જો. તેના સુખની કાળજી રાખ અને તેઓને દુઃખ આપ નહિ. સર્વ જીવોને મારા સમાન જ સુખ પ્રિય છે , દુઃખ અપ્રિય છે , એમ સમજીને મુનિ જીવોની હિંસા કરે નહિ અને બીજા પાસે ઘાત કરાવે નહિ.
શ્રમણ થઈને પણ જે પરસ્પર એક બીજાની આશંકાથી , ભયથી અથવા બીજાની હાજરીમાં તેની શરમના કારણે પાપકર્મ કરતો નથી , તો આ સ્થિતિમાં શું (પાપકર્મ નહિ કરવામાં) તેનું મુનિપણું કારણરૂપ છે ? (ના). આ સ્થિતિમાં સંયમનિષ્ઠ મુનિ સંયમ સંબંધી સિદ્ધાંતનો વિચાર કરીને આત્માને સંયમાનુષ્ઠાનમાં પ્રસન્ન રાખે.
આત્મપરિણતિપૂર્વક સંયમ અને મોક્ષના જ્ઞાતા મુનિ સંયમના પરિપાલનમાં ક્યારે ય પણ પ્રમાદ કરે નહિ. ભાવોની અપ્રમત્તતાને ટકાવી રાખે. આ પ્રકારે આત્મગુપ્ત વીરપુરુષ સદા પોતાની સંયમયાત્રાનો નિર્વાહ પરિમિત આહારથી કરે. તે સાધક નાના કે મોટા તુચ્છ કે મહાન દેખાતા સર્વ પદાર્થો પ્રત્યે વિરક્તિભાવ ધારણ કરે , આસક્તિ રાખે નહિ પણ ઉદાસીનતા રાખે.
સર્વ પ્રાણીઓના ગમનાગમન , જન્મ–મરણ તેમજ તેના દુઃખોને સારી રીતે જાણીને જે સાધક રાગ અને દ્વેષરૂપ આભ્યંતર દોષોથી દૂર રહે છે તે લોકમાં કોઇથી (ક્યાંય પણ) છેદાતા , ભેદાતા , દઝાડાતા અને મરાતા નથી. તે રાગદ્વેષથી રહિત આત્મા દુઃખોથી મુક્ત થઇ જાય છે.
વિવેચન :–
આ સૂત્રમાં મનુષ્ય ભવરૂપી અણમૂલા અવસરમાં આત્માનો વિકાસ , સમતા , આત્મશુદ્ધિ, પ્રસન્નતા , જાગૃતિ , આત્મરક્ષા , સંયમ , પરાક્રમ , વિષયોથી વિરક્તિ અને રાગદ્વેષથી દૂર રહી આધ્યાત્મિક આરોહણ કરવાનો રણકાર ગુંજી રહ્યો છે.
संधिं लोगस्स जाणित्ता :- સૂત્રમાં પ્રયુક્ત 'સંધિ ' શબ્દના અર્થ આ પ્રમાણે છે– (1) અજ્ઞાનનો નાશ અને આત્મવિકાસનો ઉદય , તે ભાવસંધિ છે. (ર) ઉદીર્ણ દર્શનમોહનીયનો ક્ષય તથા શેષ દર્શનમોહનો ઉપશમ થવાથી પ્રાપ્ત સમ્યક્ત્વ ભાવ સંધિ છે. (3) વિશિષ્ટ ક્ષાપોપશમિક ભાવ પ્રાપ્ત થવાથી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ તે ભાવસંધિ છે. (4) ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી પ્રાપ્ત સમ્યક્ ચારિત્ર તે ભાવસંધિ છે. (પ) ધર્માનુષ્ઠાનના અવસરને પણ સંધિ કહેવાય છે. (6) સંધાન , મળવું , જોડવું , કર્મોદયવશ જ્ઞાન , દર્શન , ચારિત્રના શિથિલ થતાં અધ્યવસાયને ફરી જોડવા તે સર્વ સંધિ શબ્દમાં અંતર્નિહિત છે.
આધ્યાત્મિક (ક્ષાયોપશમિકાદિ ભાવ) સંધિને જાણીને પ્રમાદ કરવો તે કલ્યાણકારી નથી.
આધ્યાત્મિક લોકના ત્રણ સ્તંભો– જ્ઞાન , દર્શન , ચારિત્ર છે ; તે તૂટે નહિ તેમ તેનું સતત રક્ષણ કરવું જોઈએ.
आयओ बहिया पास :- અધ્યાત્મ જગતમાં પોતાના આત્મા સુધી જ કે પોતાના સુખ સુધી જ શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 3
124 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ રહેવાનું નથી પરંતુ તેમાં પોતાના આત્માથી બહારના લોકમાં વ્યાપ્ત સર્વ આત્માઓનાં સુખનો વિચાર કરવાની ઘોષણા છે , તેથી સર્વ જીવોને અહીં આત્મવત્ જાણવાનું કથન છે.
तम्हा ण हंता ण विघायए :- સર્વ જીવો પ્રત્યે આત્મવત્ સમદષ્ટિ રાખનારનું હૃદય દયા–અનુકંપાથી એવું દ્રવિત થઈ જાય કે તે કોઈની હિંસા કરે નહીં , કરાવે નહીં.
वितिगिच्छाए :- અધ્યાત્મજ્ઞાની મુનિ પાપકર્મનો ત્યાગ ફક્ત કાયાથી કે વચનથી કરતા નથી પણ મનથી પણ કરે છે. આ સ્થિતિમાં તે પોતાના ત્યાગ પ્રતિ સતત વફાદાર રહે છે. જે વ્યક્તિ બીજા કોઈની મર્યાદા , દબાણ કે ભયથી અથવા તેના દેખતાં પાપકર્મ કરતા નથી , પરંતુ પરોક્ષમાં પાપકર્મ કરે છે તે વ્યક્તિ તેના ત્યાગમાં વફાદાર રહેતા નથી.
ખરેખર જે વ્યક્તિ વ્યવહાર–બુદ્ધિથી પ્રેરાઈને બીજાના ભય , દબાણ કે દેખતાં તેના શરમથી પાપકર્મ કરતો નથી તે સાચો ત્યાગી નથી , કારણકે તેના અંતરમાં પાપ કર્મના ત્યાગની ભાવના જાગી નથી. નિશ્ચયદષ્ટિથી તે મુનિ નથી , માત્ર વ્યવહારથી મુનિ કહેવાય છે. તેનાં પાપકર્મના ત્યાગમાં તેનું મુનિપણું કારણ નથી.
समयं :- આ શબ્દના ત્રણ અર્થ છે– સમતા , આત્મા અને સિદ્ધાંત. આ ત્રણેયના અનુસંધાનમાં સાધકને પાપકર્મના ત્યાગની પ્રેરણા આપી છે. તેનાથી આત્મિક પ્રસન્નતા– ઉલ્લાસનો અનુભવ કરવાનું પણ કહેલ છે.
आगइं गइं परिण्णाय :- ગતિ ચાર છે. તેમાંથી કઈ ગતિનો જીવ કઈ ગતિમાં જઈ શકે છે ? તેની વિચારણા કરવી જોઈએ. જેમ કે તિર્યંચ અને મનુષ્યની આગતિ અને ગતિ– ગમનાગમન ચારે ય ગતિમાં થઇ શકે
છે પરંતુ દેવ અને નારકનું ગમનાગમન તિર્યંચ અને મનુષ્ય, આ બે ગતિમાં જ થઇ શકે છે. મનુષ્ય ચારે ય ગતિની ગમનાગમન ક્રિયાને છેદીને પંચમગતિ , મોક્ષગતિમાં પણ જઇ શકે છે. જ્યાંથી ક્યારે ય પાછા ફરી અન્ય ગતિમાં જવાનું રહેતું નથી , કારણ કે પરિભ્રમણના મૂળ કારણરૂપ રાગ અને દ્વેષનો તેને નાશ થઈ ગયો છે અને વિશુુદ્ધ મુક્તાત્માનું છેદન , ભેદન થતું નથી.
ભૂત અને ભાવી સંબંધી માન્યતાઓ :–
अवरेण पुव्वं ण सरंति एगे , किमस्सऽतीतं किं वाऽऽगमिस्सं । भासंति एगे इह माणवा उ , जमस्स तीतं तं आगमिस्सं ॥1॥ णातीतमठ्ठं ण य आगमिस्सं अठ्ठं णियच्छंति तहागया उ । विधूतकप्पे एयाणुपस्सी णिज्झोसइत्ता खवए महेसी ॥2॥ શબ્દાર્થ :– अवरेण = પછી થનારી ઘટનાને , ભવિષ્યની વાતને , पुव्वं = પૂર્વે થયેલી ઘટનાને , 2
125
ભૂતકાળની વાતને , ण सरंति = યાદ કરતા નથી , સ્વીકારતા નથી , किं = કઈ અવસ્થાઓ , अस्स = આ જીવની , तीतं = વ્યતીત થઈ ભૂતકાળમાં , आगमिस्सं = ભવિષ્યમાં થશે , भासंति = આ પ્રમાણે કહે છે કે , एगे = કોઈ , इह = આ સંસારમાં , जमस्स = જે આ જીવને , तीतं = ભૂતમાં પ્રાપ્ત થઈ ગયું , तं = તે, आगमिस्सं = ભવિષ્યમાં થશે , अतीतमठ्ठं = ભૂતકાળના અર્થને , ण णियच्छंति = સ્મરણ કરે નહિ , य = અને , आगमिस्सं = ભવિષ્યના , अठ्ठं = અર્થનો , પદાર્થનો , ण णियच्छंति = નિશ્ચય કરે નહિ,સ્વીકાર કરે નહિ , उ = એજ રીતે , तहागया = તથાગત , विधूतकप्पे = સંયમમાં કર્મક્ષય માટે ઉદ્યમવંત, વીતરાગી મુનિ , एयाणुपस्सी = આ માર્ગનું અનુસરણ કરે છે , णिज्झोसइत्ता खवए = પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરે , महेसी तवस्सी = મહર્ષિ , તપસ્વી.
ભાવાર્થ :– કેટલાક મતાવલંબી મનુષ્યો ભવિષ્યકાળ અને ભૂતકાળનો સ્વીકાર કરતા નથી. તેઓ ભૂતકાળ શું હતો અને ભવિષ્ય કેવું હશે ? તેનો વિચાર જ કરતા નથી. તેઓ કેવળ વર્તમાનને જ સર્વ રીતે સ્વીકારે છે. કેટલાક મનુષ્યો એમ કહે છે કે જેનો જેવો ભૂતકાળ હતો તેવો જ તેનો ભવિષ્યકાળ થશે અર્થાત્ મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે , સ્ત્રી મરીને સ્ત્રી જ થાય છે , ગાય મરીને ગાય જ થાય છે , તેઓની ગતિ બદલાતી નથી. તથાગત બૌદ્ધ દાર્શનિકો ભૂતકાળ સંબંધી પદાર્થોને અને ભવિષ્યકાળ સંબંધી પદાર્થો નો સ્વીકાર કરતા નથી અને વિધૂૂતકલ્પ શુદ્ધ સંયમના પરિપાલક મહર્ષિ ત્રણે ય કાળનું અન્વેષણ કરીને , તેનો સ્વીકાર કરતાં તપશ્ચરણ દ્વારા કર્મોનો ક્ષય કરે છે.
વિવેચન :–
આ સૂત્રમાં ભૂત અને ભવિષ્યકાળ સંબંધી દાર્શનિક માન્યતાઓનું કથન આ પ્રમાણે છે–
(1) કેટલાક દાર્શનિકો અતીત–ભૂતકાળ અને અનાગત–ભવિષ્યકાળને સ્મૃતિમાં રાખતા નથી. ભૂત અને ભવિષ્ય વચ્ચે કાર્ય–કારણભાવને સ્વીકારતા નથી. તેઓના મતે જીવ ભૂતકાળમાં ન હતો , ભવિષ્યમાં જીવ હશે નહીં , માત્ર વર્તમાનમાં પાંચ ભૂતોના ભેગા થવાથી જીવ ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતોના નાશથી જીવ નાશ પામી જાય છે.
(ર) કેટલાક દાર્શનિકો માને છે કે જીવની ભૂતકાળમાં જેવી અવસ્થા હોય તેવી જ અવસ્થા ભવિષ્યમાં થાય છે. ભૂતકાળમાં જીવ સ્ત્રી , પુરુષ , નપુંસક , સુભગ , દુર્ભગ , સુખી , દુઃખી , કૂતરા , બિલાડા , ગાય, બ્રાહ્મણ , ક્ષત્રિય વગેરે જે રૂપ હોય તે જ રૂપ વર્તમાનમાં અને તે જ રૂપ ભવિષ્યમાં પ્રાપ્ત કરે છે.
(3) તથાગત , વર્તમાન ક્ષણને જ સ્વીકારે છે. તેઓના મતે ભૂત ક્ષણ નિરન્વય નાશ પામે છે. ભવિષ્ય હજુ ઉત્પન્ન નથી , બધા પદાર્થ ક્ષણિક છે , વર્તમાન એક ક્ષણ પછી તે નાશ પામે છે , માટે તેઓના મતે કોઈ પણ પદાર્થનો ભૂત અને ભવિષ્ય હોય નહીં.
(4) શ્રમણ મહર્ષિ (જૈનમત) ભૂત , ભવિષ્ય , વર્તમાન ત્રણેને સ્વીકારે છે. દ્રવ્ય ત્રણે કાળમાં નિત્ય રહેનાર છે જ્યારે પર્યાય(અવસ્થા) ઉત્પન્ન થાય અને નાશ પામે છે.
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 3
126 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ મહર્ષિ આ મતોની પર્યાલોચના કરે છે કે પાંચ ભૂતોથી આત્મા ઉત્પન્ન થાય નહીં. આત્મા અનાદિ અનંત છે. જો ભૂત–ભવિષ્ય ન હોય , આત્મા ત્રૈકાલિક ન હોય તો આ તપ , જપ , સંયમ સાધના કોના માટે ? ભૂતકાલીન અને ભવિષ્યકાલીન જીવની અવસ્થાના વિચારે આત્મા જાગૃત બને છે.
પર્યાલોચન–વિચારણા કરતાં મહર્ષિને જણાય છે કે જીવ જે ક્રિયા કરે છે તે નિષ્ફળ નથી. શુભ ક્રિયાનું ફળ શુભ અને અશુભ ક્રિયાનું ફળ અશુભ મળે છે. જેવો ભૂતકાળ તેવો જ ભવિષ્ય માનવાથી પુરુષાર્થ નિષ્ફળ બની જાય , માટે કર્માનુસાર ગતિ , જાતિ , લિંગ વગેરે અવસ્થાઓ પલટાતી રહે છે અને વર્તમાન પુરુષાર્થ પ્રમાણે કર્મમાં સંક્રમણ , નિર્જરા , ઉદીરણા કરી શકાય છે એમ માનવું યોગ્ય છે.
ચિંતન–મનન કરતાં ભૂતક્ષણનો નિરન્વય નાશ પણ યુક્તિ સંગત લાગતો નથી. ભૂતક્ષણ સંપૂર્ણતયા નાશ પામે તો ''આ વસ્તુ તે જ છે '' તેવી પ્રતીતિ કેવી રીતે થઈ શકે ? જો દરેક પદાર્થ એક ક્ષણ પછી નાશ જ પામી જવાના હોય તો સાધના આરાધના શા માટે ?
શ્રમણ મહર્ષિ પ્રત્યેક દ્રવ્યને ભૂત–ભવિષ્ય–વર્તમાન ત્રિકાલવર્તી માને છે. દ્રવ્યગુણ ત્રિકાળવર્તી છે જ્યારે પર્યાય ક્ષણવર્તી છે. દ્રવ્ય ગુણ પર્યાયનો આશ્રય લઈ મહર્ષિ રાગ–દ્વેષથી મુક્ત બની , તપશ્ચરણ દ્વારા કર્મોનો ક્ષય કરે છે.
સાધના દષ્ટિએ આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે–
(1) કેટલાક સાધકો ભૂતકાળના ભોગોની સ્મૃતિ અને ભવિષ્યના ભોગોની અભિલાષા ન કરતાં સમભાવપૂર્વક વર્તમાનમાં વિચરે છે.
(ર) કેટલાક સાધકો કહે છે ભૂતકાળના ભોગોથી તૃપ્તિ થઈ નથી , તેના દ્વારા બોધ મળે છે કે ભવિષ્યમાં પણ ભોગોથી તૃપ્તિ નહીં મળે. જેવો ભૂતકાળ–ભોગોથી અતૃપ્તિવાળો , તેવો જ ભવિષ્યકાળ–ભોગોથી અતૃપ્તિ– વાળો જાણવો.
(3) અતીતના ભોગોની સ્મૃતિ અને ભવિષ્યના ભોગોની અભિલાષાથી રાગદ્વેષ અને મોહ ઉત્પન્ન થાય છે. તેથી તથાગત–વીતરાગતાના સાધક , અતીત અને અનાગત(ભવિષ્ય)માં ન રહેતાંવર્તમાનમાં વિચરે છે અને તેથી રાગ–દ્વેષાત્મક ચિત્તનું નિર્માણ કરતાં નથી.
विधूतकप्पे :- જે આચાર , રાગદ્વેષ અને મોહને શાંત કે ક્ષીણ કરે , કર્મોનો ક્ષય કરે તે વિધૂતકલ્પ કહેવાય છે. જે સાધક આ વિધૂતકલ્પ આચારને આચરણમાં મૂકે તે વિધૂતકલ્પી કહેવાય છે.
एयाणुपस्सी :- આ શબ્દના ત્રણ સંસ્કૃતરૂપ છે– ( 1) ऐतदनुपश्यी – એટલે વર્તમાનમાં જે કાંઈ યથાર્થ હોય તે જુએ. (ર) ऐकानुपश्यी – પોતાના આત્માને એકલો જુએ. ( 3) ऐजानुपश्यी–
ધુતાચાર દ્વારા થતાં પરિવર્તનોને જુએ.
તથાગત સર્વજ્ઞના અનુયાયી વિધૂતકલ્પી અને એતદનુદર્શી મહર્ષિ તપ સંયમની સાધના દ્વારા 127
રાગદ્વેષથી મુક્ત બની કર્મનો ક્ષય કરે છે.
અરતિ–આનંદ , હાસ્યાદિનો ત્યાગ :–
का अरई के आणंदे ? एत्थंपि अग्गहे चरे । सव्वं हासं परिच्चज्ज अल्लीणगुत्तो परिव्वए । શબ્દાર્થ :– अरइ = અરતિ,का= શું છે ? आणंदे = આનંદ–સુખ, के = શું છે ?एत्थं पि= હર્ષ શોકના વિષયમાં , अग्गहे = અનાસક્ત , चरे = વિચરે , सव्वं हासं = સર્વ હાસ્યને , परिच्चज्ज = ત્યાગીને, अल्लीणगुत्तो = ગુપ્તેન્દ્રિય બનીને , અલીન બનીને, परिव्वए = સંયમપાલન કરે.
ભાવાર્થ :– તે વિધૂતકલ્પી યોગીને માટે અરતિ શું ? કે આનંદ શું ? તે આ અરતિ અને આનંદના વિષયમાં અનાસક્ત ભાવે વિચરણ કરે. તે સર્વ પ્રકારના હાસ્યાદિ પ્રમાદનો ત્યાગ કરીને ઇન્દ્રિય નિગ્રહ તથા મન , વચન કાયાને ત્રણ ગુપ્તિથી ગુપ્ત કરતાં વિચરણ કરે.
વિવેચન :–
का अरई के आणंदे :- ઇષ્ટ વસ્તુ ન મળે ત્યારે અથવા તો તેનો વિયોગ થાય ત્યારે જે ભાવ થાય છે તે અરતિ છે અને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિથી જે આનંદ થાય તે રતિ છે. જે સાધકનું ચિત્ત ધર્મ કે શુક્લધ્યાનમાં રત છે , જેને આત્મધ્યાનમાં જ આત્મરતિ કે આત્માનંદની પ્રાપ્તિ થઇ ગઇ છે તેને આ બાહ્ય અરતિ કે રતિ ( આનંદ) સાથે કોઈ સંબંધ રહેતો નથી તેથી જ સાધકને પ્રેરણા આપી છે કે– एत्थंपि अग्गहे चरे અર્થાત્ આધ્યાત્મિક જીવનમાં રહેતા કયારે ય પણ અરતિ–રતિ (શોક કે હર્ષ)ના મૂળ રાગ–દ્વેષને ગ્રહણ ન કરતાં વિચરણ કરે.
આત્મનિગ્રહથી મુક્તિ :–
पुरिसा ! तुममेव तुमं मित्तं , किं बहिया मित्तमिच्छसि ? जं जाणेज्जा उच्चालइयं तं जाणेज्जा दुरालइयं , जं जाणेज्जा दुरालइयं तं जाणेज्जा उच्चालइयं । पुरिसा ! अत्ताणमेव अभिणिगिज्झ , एवं दुक्खा पमोक्खसि । શબ્દાર્થ :– पुरिसा = હે પુરુષ ! तुममेव = તું જ , तुमं = તારો , मित्तं = મિત્ર છે , किं = શા માટે, बहिया = બાહ્ય , मित्तं = મિત્રની , इच्छसि = ઈચ્છા કરે છે ? जं = જે પુરુષને , जाणेज्जा = જાણો, उच्चालइयं = કર્મોને ક્ષય કરનાર , વિષયસંગ છોડનાર , तं जाणेज्जा = તેને જાણો , दूरालइयं = મોક્ષગામી , जं = જેને , जाणेज्जा = જાણો , दूरालइयं = મોક્ષગામી , સંયમવાન , अत्ताणमेव = પોતાના આત્માનો જ , अभिणिगिज्झ = નિગ્રહ કરવાથી , एवं = આ રીતે , दुक्खा = દુઃખોથી, पमोक्खसि = છૂટી જાય છે.
3
4
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 3
128 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભાવાર્થ :– હે પુરુષ ! (આત્મન્ !) તું જ તારો મિત્ર છે , તો પછી તું બહાર , તારાથી અન્ય મિત્રને શા માટે શોધે છે ?
જે(આત્મા)ને તમે કર્મોની તીવ્રતાથી ક્ષય કરનારા જાણો છો તેને જ મોક્ષ પ્રાપ્ત કરનાર કે મોક્ષના સાધક જાણો. જેને તમે દૂર– મોક્ષમાર્ગમાં સ્થિત સમજો છો , તેને તમે અત્યંત કર્મક્ષય કરનાર સમજો.
હે પુરુષ ! પોતાના આત્માનો જ નિગ્રહ કર. આ વિધિથી તું દુઃખથી (કર્મથી) મુક્તિ પ્રાપ્ત કરી શકીશ.
વિવેચન :–
उच्चालइयं दूरालइयं :- उत् + चालइयं । उत् = प्राबल्येन = પ્રબળતાથી , चालइयं – કર્મો ને આત્માથી દૂર કરનાર અર્થાત્ કર્મક્ષય કરનાર. દૂર–મોક્ષ , તેને પ્રાપ્ત કરાવનાર સંયમ જ દૂરાલયિક છે.
સંયમપ્રાપ્ત જીવન મોક્ષગામી છે.
તેનું તાત્પર્ય એ છે કે જે કર્મક્ષય કરવામાં તત્પર છે તે સંયમવાન છે અને જે સંયમી સાધક છે તે હંમેશાં કર્મક્ષય કરતા રહે છે.
અહીં આત્માની અનંત શક્તિનો નિર્દેશ છે. જે આત્મશક્તિ કર્મોને આત્માથી દૂર કરે છે , તે આત્મશક્તિ મોક્ષ પ્રાપ્ત કરાવે છે. આત્મશક્તિ–સામર્થ્ય દ્વારા કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.
કર્મક્ષયના કારણરૂપ કોઇ પણ પ્રકારનું બાહ્ય કે આભ્યંતર તપ ચાલુ રહે તો જ સાધકની સંયમ સાધના પ્રગતિશીલ બને. તપ નિર્જરા વિના સંયમની નિરાબાધ પ્રગતિશીલતા રહેવી કઠિન છે તેથી સંયમી સાધકે હંમેશાં નિર્જરાકારી તપ–ધ્યાનાદિમાં લીન રહેવું જોઇએ.
સત્ય– સંયમથી મુક્તિ :–
पुरिसा ! सच्चमेव समभिजाणाहि । सच्चस्स आणाए उवठ्ठिए से मेहावी मारं तरइ । सहिए धम्ममादाय सेयं समणुपस्सइ । दुहओ जीवियस्स परिवंदण–माणण–पूयणाए , जंसि एगे पमायंति । सहिए दुक्खमत्ताए पुठ्ठो णो झंझाए । पासिमं दविए लोगालोगपवंचाओ मुच्चइ । त्ति बेमि । ॥ तइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– सच्चमेव = સત્યને જ , સંયમને જ , समभिजाणाहि = સમ્યક્ પ્રકારે જાણો , સંયમ આરાધના કરો , सच्चस्स = સંયમ સંબંધી , आणाए = આજ્ઞામાં , उवठ्ठिए = ઉપસ્થિત , ઉદ્યમવંત , मारं 5
129
= જન્મમરણનો , સંસારનો, तरइ = પાર પામે છે, सहिए = જ્ઞાન , દર્શન , ચારિત્ર સંપન્ન પુરુષ,धम्ममादाय = શ્રુત ચારિત્રરૂપ ધર્મનો સ્વીકાર કરીને , सेयं = શ્રેયને , આત્મહિતને समणुपस्सइ = સમ્યક્ પ્રકારે જુએ છે , दुहओ = રાગદ્વેષમાં પીડિત પ્રાણી , जीवियस्स = આ જીવન માટે, परिवंदण–माणण–पूयणाए = વંદનીય , માનનીય , પૂજનીય બનવા માટે , जंसि = જેમાં , एगे = કોઈ , पमायंति = પ્રમાદનું સેવન કરે છે , सहिए = જ્ઞાનાદિથી સહિત , दुक्खमत्ताए = દુઃખની માત્રાથી, 5]õ ो = સ્પર્શ થતાં , णो झंझाए = દ્વેષ કરતો નથી , વ્યાકુળ થતો નથી , इमं = આ , पास = જુઓ , दविए = શુદ્ધ સંયમી , लोगालोगपवंचाओ = લોકાલોકના પ્રપંચથી , આ લોક પરલોકના પરિભ્રમણથી, मुच्चइ = મુક્ત થાય છે.
ભાવાર્થ :– હે પુરુષ ! તું સત્ય–સંયમને જ સારી રીતે સમજ. સંયમની આજ્ઞા(મર્યાદા)માં ઉપસ્થિત રહેનાર તે મેધાવી જન્મ,મરણરૂપ સંસારને તરી જાય છે. સમ્યક્ જ્ઞાનાદિથી યુક્ત સાધક સંયમ ધર્મને ગ્રહણ કરીને આત્મહિતનું સમ્યક્ પ્રકારે અવલોકન કરે.
સંસારમાં રાગ અને દ્વેષમાં રહેલાં પ્રાણીઓ પોતાનાં જીવન માટે , વંદના , સન્માન અને પૂજા માટે હિંસાદિ પાપોમાં પ્રવૃત્ત થાય છે. કોઇ સાધક સન્માન આદિ માટે પ્રમાદ આચરણ અર્થાત્ પાપકારી પ્રવૃત્તિઓ કરે છે.
જ્ઞાનાદિથી યુક્ત સાધક ઉપસર્ગ કે વ્યાધિ આદિ દ્વારા ઉત્પન્ન દુઃખથી વ્યાકુળ થતાં નથી. આવા આત્મદષ્ટા વીતરાગી પુરુષોને જુઓ કે જે સંયમ સાધકો આ લોક પરલોકના ભવ ભ્રમણરૂપ સર્વ પ્રપંચોથી મુક્ત થઇ જાય છે. –એમ ભગવાને કહ્યું છે.
।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
આ સૂત્રમાં પરમ સત્ય ને ગ્રહણ કરવાની અને તદનુસાર પ્રવૃત્તિ કરવાની પ્રેરણા આપી છે. તેની સાથે સત્ય સાધકની ઉપલબ્ધિઓનું પણ સંક્ષેપમાં દર્શન થાય છે.
सच्चमेव समभिजाणाहि :- અહીં વૃત્તિકારે સત્યના ત્રણ અર્થ કર્યા છે– (1) પ્રાણીમાત્ર માટે હિતકર–સંયમ (ર) ગુરુસાક્ષીથી ગ્રહણ કરેલ પવિત્ર સંકલ્પ(સોગંદ) (3) સિદ્ધાંત અથવા સિદ્ધાન્તના પ્રતિપાદક આગમ.
સાધક કોઇ પણ કિંમતે સત્યને છોડે નહિ , સત્યનું જ સેવન અને આચરણ પ્રતિજ્ઞાપૂર્વક કરે , સર્વ પ્રવૃત્તિઓમાં સત્યને જ આગળ રાખીને ચાલે. સત્ય– સ્વીકૃત સંકલ્પ તેમજ સિદ્ધાંત–સંયમ વ્રતનું પાલન કરે.
दुहओ(दुहतः ) :- આ શબ્દના વૃત્તિકારે ચાર અર્થ કર્યા છે– (1) રાગ અને દ્વેષથી (ર) સ્વ અને પરના નિમિત્તે (3) આ લોક અને પરલોક માટે (4) રાગ અને દ્વેષ આ બંનેથી જે હણાયેલ છે , તે દુર્હત છે.
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 3
130 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1
जीवियस्स परिवंदण–माणण–पूयणाए :- આ વાક્યનો અર્થ પણ ગહન છે. મનુષ્ય પોતાના ગુણગ્રામ , સ્તુતિ , નમન , સન્માન તેમજ પૂજા–પ્રતિષ્ઠા માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. પોતાની પ્રસિદ્ધિ માટે ઘણાં જ આરંભ–સમારંભ , આડંબર અને પ્રદર્શન કરે છે , સત્તાધીશ બની પ્રશંસા , પૂજા–પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે અનેક પ્રકારના છલ , કપટ તેમજ ચાલાકી કરે છે. આવા કામો માટે હિંસા , અસત્ય, માયા , છલ–કપટ , દગાબાજી , છેતરપિંડી કરવામાં કેટલા ય લોકો કુશળ હોય છે. તુચ્છ , ક્ષણિક એવા જીવનમાં રાગ , દ્વેષાધીન થઇ પૂજા , પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા મોટા નામધારી સાધક પણ પોતાના ત્યાગ, વૈરાગ્ય તેમજ સંયમને વેચી નાખે છે. તેઓ માન , સન્માન માટે હિંસા , અસત્યાદિનું આચરણ કરવામાં દોષ માનતા નથી. જે પ્રગટ રૂપે છલપ્રપંચ કરતા નથી , તે મનમાં ને મનમાં જ રાગ , દ્વેષ , મોહ અને ઘૃણા, ઇર્ષ્યા આદિના તરંગો રચ્યા કરે છે. પણ કાંઇ કરી શકતા નથી , તોપણ તેને કર્મબંધ જરૂર થાય છે. આ બંને પ્રકારની વ્યક્તિઓ પૂજા , સન્માનના કામી અને પ્રમાદગ્રસ્ત છે.
झंझाए :- મનુષ્ય દુઃખ અને સંકટના સમયે હતપ્રભ થઇ જાય છે. તેની બુદ્ધિ કુંઠિત થઇ જવાથી કિંકર્તવ્યમૂઢ બની જાય છે. તે સાધનાના માર્ગને–સત્યને ત્યાગી દે છે. ઝંઝાનું સંસ્કૃતરૂપ છે ध्यन्धता ( धी+अन्धता ) બુદ્ધિ ની અંધતા. સાધકને માટે આ મોટો દોષ છે. ઝંઝા બે પ્રકારે છે. રાગ ઝંઝા અને દ્વેષ ઝંઝા. પ્રિયવસ્તુની પ્રાપ્તિ થવા પર રાગ ઝંઝા હોય છે અને અપ્રિયવસ્તુની પ્રાપ્તિ થવાથી દ્વેષ ઝંઝા થાય છે. આ બંને અવસ્થામાં સમજણ લોપાઇ જાય છે. સફળ સાધક આ પ્રકારની કોઈ ઝંઝામાં આવતા નથી.
ા અધ્યયન–3/3 સંપૂર્ણા ત્રીજું અધ્યયન : ચોથો ઉદ્દેશક કષાયોનું વમન :–
से वंता कोहं च माणं च मायं च लोभं च । एयं पासगस्स दंसणं उवरयसत्थस्स पलियंतकरस्स , आयाणं णिसिद्धा सगडब्भि । શબ્દાર્થ :– से = તે , वंता = છોડે છે , વમન કરે છે , एयं = આ , दंसणं = ઉપદેશ , અભિપ્રાય, पासगस्स = સર્વજ્ઞ તીર્થંકરોનો છે , उवरयसत्थस्स = શસ્ત્રથી નિવૃત્ત , पलियंतकरस्स = કર્મોનો અંત કરનાર , સંસારનો અંત કરનાર , आयाणं = આશ્રવોને , णिसिद्धा = રોકીને , सगडब्भि = સ્વકૃત કર્મોનો નાશ કરે છે , ભેદન કરે છે.
ભાવાર્થ :– હિંસાથી નિવૃત્ત તથા સર્વ કર્મોનો અંત કરનાર સર્વજ્ઞ , સર્વદર્શી તીર્થંકરનો આ ઉપદેશ છે કે સાધક ક્રોધ , માન , માયા , અને લોભનો પૂર્ણરૂપે ત્યાગ કરે છે. કષાય ત્યાગી તે સાધક આશ્રવનો નિરોધ કરી પોતાના કરેલાં કર્મોનો નાશ કરે છે.
131
વિવેચન :–
वंताकोहं :- આ સૂત્રમાં ક્રોધાદિ ચારે કષાયોના વમનનું કથન કરવામાં આવ્યું છે. આ એક એક કષાય ક્યારેક સંયમને પૂર્ણતયા નાશ કરે છે. તેથી સાધક તે કષાયોને વમનની જેમ ત્યાગે. વમનને કોઈ ક્યારે ય પાછું ગ્રહણ કરતા નથી તે જ રીતે સાધક પણ કષાયોને વમન તુલ્ય સમજીને તેનું પુનરાવર્તન ન કરે. સાધુ જીવનમાં ઓછામાં ઓછો અનંતાનુબંધી , અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ માન , માયા અને લોભનો તો અવશ્ય ત્યાગ હોય છે. કોઈ સાધકના જીવનમાં ક્યારેક ચારિત્રમોહનીય કર્મના ઉદયવશ તીવ્ર ક્રોધ આવી જાય ; જાતિ , કુળ , બળ , રૂપ , શ્રુત , તપ , લાભ તેમજ ઐશ્વર્યાદિનો મદ ઉત્પન્ન થઇ જાય ; બીજાને છેતરવા કે દોષ છુપાવવાદિના રૂપમાં માયાનું સેવન થઇ જાય અથવા વધારે પડતા પદાર્થોના સંગ્રહનો લોભ જાગી જાય , તો તરત જ આત્મભાવોને સંભાળીને તે પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો જોઇએ. મનમાંથી તે કષાયોને શીઘ્ર કાઢી નાખવા જોઇએ, અન્યથા તે ભાવો દઢ અને દઢતમ બની જાય છે , માટે શાસ્ત્રકારે ' वंता ' શબ્દનો પ્રયોગ કર્યો છે, વૃત્તિકારે કહ્યું છે કે– ક્રોધ , માન , માયા , અને લોભનો ત્યાગ કરી દેવાથી સાધક વાસ્તવિક શ્રમણ થાય છે.
एयं पासगस्स दंसणं :- લોકના સમસ્ત પદાર્થોના યથાર્થ દષ્ટાને 'પશ્યક ' કહે છે. તે સર્વજ્ઞ સર્વદર્શી અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી છે અને તેના ઉપદેશ તથા દર્શનને''पासगस्स दंसण''કહેવાય છે.
आयाणं णिसिद्धा सगडब्भि :- આ વાક્ય આ ઉદ્દેશકમાં બે વાર આવ્યું છે. આ સૂત્રમાં અને ઉદેશકના અંતિમ સૂત્રમાં કેટલીક પ્રતોમાં ' णिसिद्धा ' શબ્દ નથી, 'આદાન ' શબ્દનો અર્થ છે– આઠ પ્રકારના કર્મોને આત્મપ્રદેશોની સાથે જે કારણોથી ગ્રહણ કરાય છે , તે મિથ્યાત્વ આદિ પાંચ આસ્રવ, અઢાર પાપસ્થાનક અને તેના નિમિત્ત રૂપ કષાય તે સર્વ આદાન–આશ્રવ કહેવાય છે.
આ આશ્રવદ્વારોને જે રોકે છે , તે સાધક પૂર્વોપાર્જિત સ્વકૃત કર્મોનો નાશ કરે છે. આ સૂત્રાંશનું તાત્પર્ય એ છે કે કર્મનો સર્વથા ક્ષય કરનારને આશ્રવનો ત્યાગ કરવો આવશ્યક છે. આશ્રવોનો ત્યાગ કરવા માટે દેશવિરતિ કે સર્વવિરતિ ધર્મને સ્વીકારવો આવશ્યક છે , જે લોકો આશ્રવનો ત્યાગ કરતા નથી , સંવર સામાયિકને ગ્રહણ કરતા નથી , કોઈપણ વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી , તેઓએ આ સૂત્રથી બોધ પ્રાપ્ત કરવો જોઈએ કે કર્મ ક્ષય કરવા માટે આશ્રવોનો નિરોધ કરવો , હિંસાદિનો ત્યાગ કરવો તથા સંવર , સામાયિક, પૌષધ અને સંયમનો સ્વીકાર કરવો પણ આવશ્યક છે. યથાશક્તિ સૂત્રોક્ત વ્રત નિયમોને ધારણ કરવા જ જોઈએ.
આત્મજ્ઞાતા સંયમજ્ઞાની :–
2 जे एगं जाणइ से सव्वं जाणइ , जे सव्वं जाणइ से एगं जाणइ । શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 4
132 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ શબ્દાર્થ :– जे एगं = જે એકને , એક આત્માને , जाणइ = જાણે છે , ;[ = તે , सव्वं जाणइ =સર્વને, સંયમને જાણે છે.
ભાવાર્થ :– જે એકને જાણે છે તે સર્વને જાણે છે , જે સર્વને જાણે છે તે એકને જાણે છે. તાત્પર્ય એ છે કે જે એક(આત્મતત્ત્વ)ને સારી રીતે સમજી લે છે તે સર્વ(સર્વવિરતિ–સંયમ)ને સારી રીતે સમજીને સ્વીકારી લે છે. જે સર્વવિરતિ–સંયમને યથાવિધિ સમજી ને પાલન કરે છે તે આત્મતત્ત્વને સારી રીતે સમજી શકે
છે.
વિવેચન :–
एगं जाणइ :- જે એક આત્મસ્વરૂપને સારી રીતે જાણે છે અર્થાત્ આત્માના જન્મ , મરણ , કર્મબંધ , સંસાર પરિભ્રમણ , તેમજ કર્મક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરવા સુધીની સર્વ અવસ્થાઓને જાણે છે , સમજે છે , હૃદયમાં શ્રદ્ધાથી ધારણ કરે છે , તે 'સવ્વં ' સર્વવિરતિ–સંયમને પણ સમજી લે છે. તેઓ જાણીને , સમજીને સંયમનો સ્વીકાર કરે છે. ખરેખર જાણવાની સફળતા એ જ છે કે તે જ્ઞાન આચરણમાં આવી જાય. સાર એ છે કે જે એક આત્મસ્વરૂપને સમજી લે છે , તે સંયમને સમજે સ્વીકારે છે. જે સંયમને સમજીને સ્વીકારે છે , તે આત્મસ્વરૂપને સારી રીતે જાણી લે છે. આ સૂત્રમાં આગળ–પાછળ સંયમનો જ વિષય છે અને અધ્યયન પણ 'શીતોષ્ણીય ' સંયમના પાલન વિષયક છે માટે આ અર્થ પ્રસંગાનુસાર છે.
વ્યાખ્યાકારે આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે– દ્રવ્યની ત્રૈકાલિક પર્યાયોને જાણનાર વ્યક્તિનું જ્ઞાન એટલુ વિકસિત હોય છે કે તેનામાં સર્વ દ્રવ્યોને જાણવાની ક્ષમતા હોય છે. તે જ વાસ્તવમાં એક દ્રવ્યને જાણી શકે છે. દ્રવ્યની પર્યાયો બે પ્રકારની હોય છે– સ્વપર્યાય અને પરપર્યાય. જેમ કે આત્મામાં જ્ઞાનદર્શન વગેરે સ્વપર્યાય અસ્તિરૂપ પર્યાય છે. તે સિવાયના આખા જગતની પેન , પાટલા , કાગળ વગેરે સર્વ વસ્તુ પરપર્યાય છે , નાસ્તિપર્યાય છે. ગાય–ગાયરૂપ છે તે સ્વપર્યાય , ગાય પેન નથી , પુસ્તક નથી , ઘર નથી, ભેંસ નથી , આ બધી જ ગાયની પરપર્યાય–નાસ્તિપર્યાય છે. પોતાના દ્રવ્ય ગુણ સિવાય સમસ્ત જગતનો સમાવેશ વસ્તુના નાસ્તિપર્યાયમાં થઈ જાય છે. આ બંને પર્યાયોને જાણ્યા વિના એક દ્રવ્યને પૂર્ણતયા જાણી શકાય નહિ , માટે સ્વપર્યાય અને પરપર્યાયના આધારે એક દ્રવ્યને જાણવું એ જ સર્વ દ્રવ્યને જાણવું છે.
આધ્યાત્મિક ભાષામાં તાત્પર્ય એ છે કે– જે આત્માને જાણે છે , તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે , તે આત્માને જાણે છે. જે આત્મ સ્વરૂપને સંપૂર્ણતયા જાણી લે છે , તેમાં વસી જાય છે તે કેવલ્ય દ્વારા સર્વને જાણી લે છે. કેવળી ભગવાન જ સર્વ પર્યાય સહિત સર્વ દ્રવ્ય જાણે છે. તેઓ એક આત્મતત્ત્વને યથાર્થ રૂપે જાણે છે.
પ્રમાદીને ભય :–
3 सव्वओ पमत्तस्स भयं , सव्वओ अप्पमत्तस्स णत्थि भयं । 133
શબ્દાર્થ :– सव्वओ पमत्तस्स = પ્રમાદીને ચારે બાજુથી , भयं = ભય છે , अप्पमत्तस्स सव्वओ = અપ્રમાદીને ચારે બાજુથી , भयं णत्थि = ભય હોતો નથી, ભાવાર્થ :– પ્રમાદીને ચારે બાજુથી ભય હોય છે , અપ્રમાદીને ક્યાંયથી પણ ભય હોતો નથી.
વિવેચન :–
सव्वओ पमत्तस्स भयं :- પ્રમાદી એવા પાપનો ત્યાગ નહિ કરનાર સંસારીને સર્વત્ર ભય રહે છે .
પાપત્યાગી સંયમી અપ્રમત્તને કોઇ ભય રહેતો નથી. તે સર્વ રીતે નિર્ભય બની જાય છે અથવા જે પ્રમાદી છે તેને ભય–કર્મબંધ અને દુઃખની પ્રાપ્તિ થાય છે પરંતુ જે અપ્રમત્ત–સંયમભાવમાં લીન છે તેને કર્મબંધ અને દુઃખરૂપ કોઇ ભય હોતો નથી. આત્મજાગૃતિ કે આત્મસ્મૃતિના અભાવમાં જ કષાયની ઉત્પત્તિ થાય છે , માટે આ પણ એક પ્રકારનો પ્રમાદ છે. જે પ્રમાદ ગ્રસ્ત છે , તેને કષાય કે તેનાથી ઉત્પન્ન થયેલાં કર્મોના કારણે ચારે બાજુથી ભય છે. પ્રમાદી દ્રવ્યથી સર્વાત્મ પ્રદેશોથી કર્મને એકઠા કરે છે , ક્ષેત્રથી છએ દિશાઓમાંથી , કાળથી સમયે સમયે , ભાવથી હિંસાદિ તથા કષાયોથી કર્મનો સંચય કરે છે માટે પ્રમત્તને આ લોકમાં પણ ભય છે , પરલોકમાં પણ ભય છે. જે આત્મહિતમાં જાગૃત છે , તેને સંસારનો કે કર્મોનો ભય રહેતો નથી. ભયનો અર્થ દુઃખ પણ થાય છે માટે પ્રમાદાચરણ કરનાર પ્રાણીઓને સર્વત્ર દુઃખ અને માત્ર દુઃખની જ પ્રાપ્તિ થાય છે પરંતુ પ્રમાદાચરણનો ત્યાગ કરનાર અપ્રમાદી સાધક સદા દુઃખોથી મુક્ત થતા રહે છે.
अपमत्तस्स णत्थि भयं :- ભય મોહજન્ય છે. તે ચારિત્રમોહનીયની એક પ્રકૃતિ છે , તેથી અસંયમી વ્યક્તિના જીવનમાં તેનો ઉદય હોય છે. આ સૂત્રમાં બતાવ્યું છે કે– પ્રમાદી વ્યક્તિને સર્વ પ્રકારે ભય હોય છે. જ્યાં પ્રમાદ છે ત્યાં ભય છે. જ્યારે આત્મા અપ્રમત્તભાવમાં વિચરણ કરે છે , ત્યારે મનુષ્યને કોઈ ભય રહેતો નથી. તેનું કારણ એ છે કે પ્રમાદી વ્યક્તિની દષ્ટિમાં ભૌતિક પદાર્થોની મુખ્યતા છે , તેથી તેના નાશ કે વિયોગની પરિસ્થિતિ સર્જાતા જ મનમાં ભય અને કંપન ઉત્પન્ન થઈ જાય છે પરંતુ અપ્રમત્ત મુનિનું ચિંતન આત્માભિમુખી હોય છે , શરીર તેમજ અન્ય ભૌતિક સાધન તેની દષ્ટિમાં કેવળ આત્મવિકાસનાં સાધન માત્ર છે. આ સાધનો તો શું પણ દેહના નાશનો પ્રસંગ આવે તોપણ તે ભયભીત થતા નથી. બલકે
પ્રસન્ન ભાવથી દેહનો ત્યાગ કરે છે. સંયમનિષ્ઠ અપ્રમત્ત વ્યક્તિને કોઈ પણ પ્રકારનો ભય હોતો નથી , તે હંમેશાં નિર્ભય થઈને વિચરે છે. અભયના દેવતા સ્વયં ભયભીત થતા નથી અને અન્ય કોઈ પણ પ્રાણીને ભયભીત કરતા નથી.
આત્મવિજયી સર્વવિજયી :–
जे एगं णामे से बहुं णामे जे बहुं णामे से एगं णामे । શબ્દાર્થ :– जे एगं = જે એકને , णामे = નમાવે છે , ક્ષય કરે છે , જીતે છે , से बहुं = તે ઘણાને.
4
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 4
134 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ભાવાર્થ :– જે એક આત્મા ને નમાવે છે , વશમાં કરે છે ; તે મન , ઇન્દ્રિય , કષાયો આદિ સર્વને નમાવે છે, વશમાં કરે છે , જીતે છે. જે સર્વને ઈન્દ્રિય અને કષાયોને નમાવે છે , વશમાં કરે છે ; તે એક(આત્મા)ને નમાવે છે.
વિવેચન :–
जे एगं णामे :- જે એક આત્માને વશ કરે છે ; તે મન , ઇન્દ્રિય આદિ સર્વને વશ કરે છે. જે મન , ઇન્દ્રિય આદિને વશ કરે છે ; તે અવશ્ય આત્મા પર વિજય પ્રાપ્ત કરે છે , આ એક અર્થ છે અને બીજો અર્થ કષાય અને કર્મથી પણ થાય છે અર્થાત્ જે અનંતાનુબંધી ક્રોધનો ક્ષય કરે છે તે માનાદિનો અથવા અપ્રત્યાખ્યાનાદિ કષાયોનો પણ ક્ષય કરે છે. તેમજ જે મોહનીય કર્મને ખપાવે છે , તે બાકીનાં સર્વ કર્મને પણ ખપાવે છે.
અહીં કષાય અને કર્મના અર્થ કરતાં આત્મા , મન અને ઇન્દ્રિયને વશ કરવાનો અર્થ વિશેષ અનુકૂળ છે.
પ્રગતિશીલ વીર સાધક :–