This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

3

105

ભાવાર્થ :– જે પુરુષે શબ્દ , રૂપ , ગંધ , રસ અને સ્પર્શને સમ્યક્ પ્રકારથી જાણી લીધા છે અને તેમાં જે રાગદ્વેષ કરતા નથી , તે આત્મવાન , જ્ઞાનવાન , વેદવાન(આચારાંગાદિ આગમોના જ્ઞાતા) , ધર્મવાન અને શીલવાન હોય છે. જે પુરુષ પોતાના જ્ઞાન વિવેકથી જગતના જીવોને સારી રીતે જાણે છે અને તેની હિંસાનો ત્યાગ કરે છે , તે મુનિ કહેવાય છે. તે ધર્મવેત્તા , ૠુજુ–સરળ હોય છે. તે મુનિ સંસાર , આશ્રવ અને કર્મબંધના સ્વરૂપને જાણી તે સર્વનો ત્યાગ કરે છે.

વિવેચન :

આ સૂત્રમાં વિષયોના યથાર્થ સ્વરૂપને જાણનાર તથા તેનો ત્યાગ કરનારને જ મુનિ , નિર્ગ્રંથ તેમજ વીર કહ્યા છે.

अभिसमण्णागया :- (અભિસમન્વાગત) વિષયોના ઈષ્ટ–અનિષ્ટ , મનોજ્ઞ–અમનોજ્ઞ સ્વરૂપને , તેના ઉપભોગના દુષ્પરિણામોને જ્ઞ પરિજ્ઞા દ્વારા સારી રીતે જાણે તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેમનો ત્યાગ કરે તે અભિસમન્વાગત કહેવાય છે.

आयवं :- આત્મવાન– શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને કર્મબંધથી આત્માની રક્ષા કરનાર આત્માર્થી .

णायवं :- જ્ઞાનવાન– જીવાદિ પદાર્થોનું અને હિતાહિતનું યથાવસ્થિત જ્ઞાન કરનાર .

वेयवं :- વેદવાન– જીવાદિનું સ્વરૂપ જેનાથી જાણી શકાય તે વેદો– આચારાંગાદિ આગમોના જ્ઞાતા .

धम्मवं :- ધર્મવાન– શ્રુત , ચારિત્રરૂપ ધર્મના અથવા સાધનાની દષ્ટિથી આત્મસ્વભાવ(ધર્મ)ના જ્ઞાતા.

बंभवं :- બ્રહ્મવાન– અઢાર પ્રકારના બ્રહ્મચર્યથી યુક્ત શીલવાન પુરુષ. અઢાર હજાર શીલાંગ ગુણોને ધારણ કરનાર.

જે પુરુષ શબ્દાદિ વિષયોને સારી રીતે જાણી લે છે અને તેમાં રાગ , દ્વેષ કરતા નથી તે જ વાસ્તવમાં આત્મવિદ , જ્ઞાનવિદ,વેદવિદ , ધર્મ"વિદ તેમજ બ્રહ્મવિદ હોય છે. વાસ્તવમાં શબ્દાદિ વિષયોની આસક્તિ, આત્મસ્વરૂપના બોધના અભાવમાં હોય છે. જેણે આત્માને સારી રીતે જાણી લીધો છે તે વિષયોમાં આસક્ત થતા નથી.

पण्णाणेहिं :- :– પ્રજ્ઞાથી લોકને જે જાણે તે મુનિ કહેવાય છે. જે સાધક મતિશ્રુત જ્ઞાનથી ઉત્પન્ન સત્–અસત્ની વિવેક બુદ્ધિથી સર્વ પ્રાણીઓને સમ્યક્ પ્રકારે જાણે તે મુનિ કહેવાય છે. અહીં 'જ્ઞાની' ના અર્થમાં 'મુનિ' શબ્દનો પ્રયોગ થયો છે.

अंजू :- જે પદાર્થોના યથાર્થ સ્વરૂપને જાણવાને કારણે સરળાત્મા છે. સર્વ ઉપાધિઓથી અથવા કપટથી રહિત હોવાથી સરળગતિ–સરળમતિ છે , તે ૠજુ કહેવાય છે.

आवट्टसोयं :- આ સૂત્રમાં આવર્ત શબ્દથી જન્મ , જરા , મૃત્યુ , રોગ , શોકાદિ દુઃખરૂપ સંસારનું (ભાવ શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 1

106 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આવર્ત)ગ્રહણ કરવામાં આવેલ છે અને સ્રોત શબ્દથી મિથ્યાત્વાદિ કર્મબંધના કારણો ગ્રહણ કર્યા છે.

આવર્ત શ્રોતનો અર્થ થાય છે સંસારના કારણભૂત આશ્રવો.

संगं :- વિષયો પ્રત્યેના રાગદ્વેષ રૂપ સંબંધ , લગાવ કે આસક્તિ અને તે દ્વારા થતાં કર્મબંધને આ સૂત્રમાં સંગ કહેલ છે. ''આવર્તશ્રોતસંગ '' શબ્દનો અર્થ થયો સંસાર , મિથ્યાત્વાદિ આશ્રવો અને કર્મસંગ તથા કર્મસંગ કરાવનારી આસક્તિઓ.

સહનશીલતાથી દુઃખ મુક્તિ :

सीओसिणच्चाई से णिग्गंथे , अरइ–रइ सहे फरुसियं णो वेदेइ । जागर वेरोवरए वीरे । एवं दुक्खा पमोक्खसि । શબ્દાર્થ :– सीओसिणच्चाई = શીત,ઉષ્ણના ત્યાગી , સુખ દુઃખની લાલસાના ત્યાગી , से = તે, णिग्गंथे = નિર્ગ્રંથ, अरइ रइ सहे = અરતિ અને રતિના સંયોગોમાં સમભાવ, फरुसियं = કષ્ટોનો,णो वेदेइ = અનુભવ ન કરે , जागर = જાગૃત , वेरोवरए = વેરભાવથી નિવૃત્ત રહે છે , वीरे = વીર , एवं दुक्खा = આ રીતે દુઃખોથી , पमोक्खसि = છૂટી જઈશ , મુક્ત થઈ જઈશ.

ભાવાર્થ :– જે સુખ અને દુઃખની લાલસાથી મુક્ત હોય છે , તે નિર્ગં्રથ છે. તેઓ રતિ , અરતિકર પુદ્ગલોના સંયોગમાં સમભાવ રાખે છે તથા કષ્ટ અને દુઃખનુ વેદન કરતા નથી. એટલે કે હે વીર ! તું સદા જાગૃત , સાવધાન રહે , તેમજ વેરાનુબંધથી અથવા પાપથી ઉપરત થા. આમ કરવાથી જ તું દુઃખ રૂપ સંસારથી મુક્ત થઇ જઈશ.

વિવેચન :

सीओसिणच्चाई :- શીતોષ્ણ ત્યાગી સાધક અનુકૂળ અને પ્રતિકૂળ પરીષહને સહન કરતાં તેમાં સુખ અને દુઃખનો અનુભવ ન કરે. તે શીતોષ્ણ ત્યાગી કહેવાય છે.

अरइ रइ सहे :- જે સંયમ તપમાં થનારી અપ્રીતિ અને અરુચિને અને પૌદગલિક સુખની પ્રીતિને સમભાવપૂર્વક સહન કરે છે , તેના પર વિજય પ્રાપ્ત કરે છે , તે બાહ્ય આભ્યંતર પરિગ્રહથી રહિત નિર્ગ્રંથ સાધક છે.

फरुसियं णो वेदेइ :- નિર્ગ્રંથ સાધકને પરીષહો અને ઉપસર્ગો ને સહન કરવામાં જે કઠોરતા કે

પીડાનો અનુભવ થાય છે તેને તે પીડારૂપે અનુભવ કરતા નથી કારણ કે તેઓ માને છે કે હું તો કર્મક્ષય કરવા ઉદ્યત થયો છું, મારાં કર્મોનો ક્ષય કરવામાં આ પરીષહ , ઉપસર્ગાદિ સહાયક છે. વાસ્તવમાં અહિંસા આદિ ધર્મના આચરણ સમયે કેટલા ય કષ્ટો આવે છે. અજ્ઞાની કષ્ટનું વેદન કરે છે જ્યારે જ્ઞાની કષ્ટને તટસ્થ ભાવે જાણે છે પણ તેનું વેદન કરતા નથી.

4

107

जागर वेरोवरए :- આ સૂત્રાંશના બે પ્રકારે અર્થ થાય છે. (1) જે સાધક જાગૃત છે અને વેરાનુબંધથી નિવૃત્ત છે તે વીર છે , કર્મોનો નાશ કરવામાં સમર્થ છે. (ર) હે વીર સાધક ! સાવધાની રાખ , પાપોનો ત્યાગ કર અને હિંસાથી દૂર થા. 'જાગર ' શબ્દનો આશય એ છે કે– અસંયમરૂપ ભાવ નિદ્રાનો ત્યાગ કરીને જાગૃત રહેનારા.

અપ્રમત્ત થવાની પ્રેરણા :

जरामच्चुवसोवणीए णरे सययं मूढे धम्मं णाभिजाणइ । पासिय आउरे पाणे अप्पमत्तो परिव्वए । मंता एयं मइमं पास , आरंभजं दुक्खमिणं ति णच्चा , माई पमाई पुणरेइ गब्भं । उवेहमाणो सद्द–रूवेसु अंजू माराभिसंकी मरणा पमुच्चइ । अप्पमत्तो कामेहिं , उवरओ पावकम्मेहिं , वीरे आयगुत्ते खेयण्णे । શબ્દાર્થ :– जरामच्चुवसोवणीए = જરા અને મૃત્યુને વશવર્તી , णरे = પુરુષ , सयय = નિરંતર , मूढे = મૂઢ છે , धम्मं = ધર્મને , णाभिजाणइ = જાણતા નથી , पासिय = જોઈને , आउरे पाणे = આતુર પ્રાણીઓને , अप्पमत्तो = અપ્રમત્ત બનીને , परिव्वए = સંયમનું અનુષ્ઠાન કરે , मंता = માનીને , एय = આ પ્રમાણે , मइमं = હે મતિમાન ! , पास = જો , आरंभज = આરંભજનિત છે , इणं = , दुक्खं = દુઃખને , ति = આ પ્રમાણે , णच्चा = જાણીને , माई = માયાવી , पमाई = પ્રમાદી , पुणरेइ = વારંવાર પ્રાપ્ત થાય છે , गब्भं = ગર્ભવાસને , उवेहमाणो = ઉપેક્ષા કરતાં , રાગ,દ્વેષ નહિ કરતાં , सद्द–रूवेसु = શબ્દ અને રૂપાદિમાં , अंजू = સરળ,માયા આદિ કષાયોથી રહિત , माराभिसंकी = મૃત્યુની શંકા રાખનાર , मरणा पमुच्चइ = જન્મમરણથી છૂટી જાય છે , अप्पमत्तो = અપ્રમત્ત , कामेहिं = કામભોગોથી , उवरओ = નિવૃત્ત થયેલ , पावकम्मेहिं = પાપકર્મોથી , वीरे = વીર , કર્મ ક્ષય કરવામાં સમર્થ , आयगुत्ते = આત્માની રક્ષા કરનાર , खेयण्ण = ખેદજ્ઞ , જીવોના ખેદને જાણનાર , નિપુણ.

ભાવાર્થ :– વૃદ્ધાવસ્થા અને મૃત્યુને વશ થયેલો માનવી શરીરાદિના મોહથી સતત મૂઢ બની જાય છે, તે ધર્મને જાણી શકતો નથી. આ સંસારમાં શારીરિક–માનસિક દુઃખોથી આતુર પ્રાણીઓને જોઇને સાધક સતત અપ્રમત્ત બનીને સંયમમાં વિચરણ કરે.

હે મતિમાન ! તું મનનપૂર્વક આ ભાવસુપ્ત–દુઃખી પ્રાણીઓને જો. તેઓના તે સમસ્ત દુઃખ આરંભજન્ય છે. તે જાણીને તું અનારંભી બન. માયાવી અને પ્રમાદી જીવ વારંવાર ગર્ભમાં આવે છે અને જન્મ મરણ કરે છે.

જે સાધક શબ્દ , રૂપ આદિ પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી રાગદ્વેષ કરતા નથી , તે ૠુજુભૂત , આર્જવ ધર્મથી યુક્ત હોય છે અને સદા મૃત્યુની આશંકા રાખતા સંયમમાં તત્પર રહે છે. તે સાધક જન્મ મરણથી મુક્ત બની જાય છે.

5

શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 1

108 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ જે કામભોગો પ્રત્યે અપ્રમત્ત છે , પાપકર્મોથી ઉપરત–રહિત થઈ ગયા છે તે વીરપુરુષ આત્મ ગુપ્ત–આત્માને સુરક્ષિત રાખનાર અને ખેદજ્ઞ– પ્રાણીઓને અને પોતાને થનાર ખેદને જાણનાર હોય છે.

વિવેચન :

આ સૂત્રોમાં સાધકને વૃદ્ધત્વ , મૃત્યુ આદિ જુદા જુદા દુઃખોથી વ્યાકુળ પ્રાણીઓની દશા તેમજ તેનાં કારણો અને પરિણામો ઉપર ગંભીરતાથી વિચાર કરવાનો નિર્દેશ કર્યો છેे . સાથે એ પણ બતાવ્યું છે કે

શબ્દ , રૂપાદિ કામો પ્રત્યે અનાસક્ત રહેનાર સરળાત્મા મુનિ મૃત્યુના ભયથી મુક્ત થઇ જાય છે.

અહીં વૃત્તિકારે એક શંકા કરી છે કે– દેવતા 'નિર્જર ' અને 'અમર ' કહેવાય છે , તો શું તેઓ મોહમૂઢ થતા નથી ? અને તે શું ધર્મને સારી રીતે જાણી લેતા હશે ? તેનુ સમાધાન આ પ્રમાણે કર્યું છે કે – 'દેવ નિર્જર કહેવાય છે પરંતુ તેમનામાં પણ જરાનો સદ્ભાવ છે કારણ કે ચ્યવન કાળ પહેલાં લેશ્યા , બળ, સુખ,પ્રભુત્વ , વર્ણાદિ ક્ષીણ થવા લાગે છે. આ એક પ્રકારની જરાવસ્થા જ છે અને મૃત્યુ તો દેવોને પણ હોય જ છે. શોક , ભયાદિ દુઃખ પણ તેને હોય છે માટે દેવ પણ મોહમૂઢ બની શકે છે. આશય એ છે કે જ્યાં શબ્દ , રૂપાદિ કામભોગો પ્રત્યે રાગ , દ્વેષાત્મક વૃત્તિ છે ત્યાં પ્રમાદ , મોહ , માયા , મૃત્યુ અને ભયાદિ અવશ્ય હોય જ છે.

आउरेपाणे :- શારીરિક તેમજ માનસિક દુઃખોના અગાધ સાગરમાં ડૂબેલા , આતુર , કિંકર્તવ્યમૂઢ– શું કરવું , શું ન કરવું તે વિવેકના અભાવવાળા પ્રાણીઓ.

माई :- અહીં મધ્યમ પદરૂપ માયાનું કથન કરીને ઉપલક્ષણથી આદિ અને અંતના ક્રોધ , માન અને લોભ કષાયોનું પણ ગ્રહણ કરેલ છે. આ દષ્ટિએ જ વૃત્તિકારે માયીનો અર્થ કષાયવાન કરેલ છે.

पमाई :- પાંચ , છ કે આઠ પ્રકારના પ્રમાદોનું સેવન કરનાર અથવા પાપાચરણને કરનારા પ્રમાદી કહેવાય છે. પાંચ પ્રમાદ આ પ્રમાણે છે– (1) મદ્ય (ર) વિષય (3) કષાય (4) નિદ્રા (પ)

વિકથા.

પ્રમાદના છ પ્રકાર – (1) મદ્ય (ર) નિદ્રા (3) વિષય (4) કષાય (પ) દ્યૂત (6) અપ્રતિલેખન.

–(ઠાણાંગ સૂત્ર–6).

પ્રમાદના આઠ પ્રકાર – (1) અજ્ઞાન–મૂઢતા (ર) સંશય (3) મિથ્યાજ્ઞાન (4) રાગ (પ) દ્વેષ (6) સ્મૃતિભ્રંશ ( 7) ધર્મમાં અનાદર ( 8) યોગ દુષ્પ્રણિધાન–અશુભયોગ. (પ્રવચન સારોધ્ધાર).

ઉપરોક્ત પ્રમાદમાં કહેલા મદ્ય શબ્દનો અર્થ શરાબ આદિ માદક પદાર્થ જાણવા પરંતુ જાતિ આદિ આઠ મદ નહિ.

उवेहमाणो , अंजु , माराभिसंकी :- આ ત્રણ શબ્દોના રહસ્યાર્થ આ પ્રમાણે છે (1) શબ્દાદિ વિષયોની ઉપેક્ષા કરનારા અનાસક્તિ રાખનારા. (ર) સરળતા– સર્વ માયાદિ કષાયોથી રહિત થનાર(3) હંમેશાં 109

મૃત્યુનું સ્મરણ રાખનાર સાધક સફળ સાધના કરીને મુક્ત થાય છે.

मरणा पमुच्चइ :- મરણના ભયથી અથવા દુઃખથી તે અપ્રમત્ત સાધક મુક્ત થઇ જાય છે કારણ કે

આત્માના અમરત્વમાં તેને દઢ આસ્થા હોય છે.

આ સૂત્રમાં શબ્દ , રૂપાદિ કામભોગોથી સાવધાન તેમજ જાગૃત રહેનાર તથા હિંસાદિ અનેક પાપકર્મોથી વિરક્ત રહેનાર સાધકને વીર , આત્મગુપ્ત અને ખેદજ્ઞ કહીને તેને શબ્દાદિ કામભોગોની વિભિન્ન પર્યાયોથી થનાર શસ્ત્ર(અસંયમ) અને તેનાથી વિપરીત અશસ્ત્ર(સંયમ)ના ખેદજ્ઞ કહેલ છે.

કર્મ અને સંયમના જ્ઞાતા :

जे पज्जवजायसत्थस्स खेयण्णे से असत्थस्स खेयण्णे । जे असत्थस्स खेयण्णे से पज्जवजायसत्थस्स खेयण्णे । શબ્દાર્થ :– जे = જે , पज्जवजायसत्थस्स = વિવિધ ભેદ–પ્રભેદવાળા શસ્ત્રને , શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ માટે પ્રાણધાતક કર્મ રૂપ શસ્ત્રને , વિષય ભોગ રૂપ શસ્ત્રને.

ભાવાર્થ :– જે વિવિધ પ્રકારના સંયમ ઘાતક શસ્ત્રોના સ્વરૂપને જાણે છે તે સંયમને જાણે છે. જે સંયમના સ્વરૂપને સારી રીતે જાણે છે તે વિભિન્ન શબ્દાદિ વિષયરૂપ શસ્ત્રોને પણ જાણે છે.

વિવેચન :

सत्थस्स , असत्थस्स :- આ સૂત્રમાં શસ્ત્રનો અર્થ અસંયમ અને અશસ્ત્રનો અર્થ સંયમ લેવાય છે .

વિષયભોગોની પ્રાપ્તિ માટે થનારી પાપ પ્રવૃત્તિઓ આત્મગુણો અને અન્ય જીવો માટે ઘાતક છે , તેથી તે અસંયમ , શસ્ત્ર કહેવાય છે. સંયમ સ્વપર હિતકારી અને પાપરહિત અનુષ્ઠાન હોવાથી અશસ્ત્ર છે. જે ઇષ્ટ,અનિષ્ટ શબ્દાદિ વિષયોની સર્વ પર્યાયોને , તેના સંયોગ વિયોગને અને શસ્ત્રરૂપ અસંયમને જાણે છે તે સ્વપર ઉપકારી એવા અશસ્ત્રરૂપ સંયમને પણ સમજે છે. આ પ્રમાણે શસ્ત્ર અને અશસ્ત્ર બંનેને સારી રીતે જાણીને અશસ્ત્રને પ્રાપ્ત કરે છે , શસ્ત્રનો ત્યાગ કરે છે.

पज्जवजायसत्थस्स :- 'પર્યવજાત ' શબ્દના ત્રણ અર્થ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે–

(1) પર્યવજાત એટલે આત્મા. ગુણ અને પર્યાયથી યુક્ત હોવાના કારણે આત્મા 'પર્યવજાત ' કહેવાય છે.

આત્માની(આત્મગુણોની) ઘાત કર્મ કરે છે માટે તે શસ્ત્રરૂપ છે. આ રીતે પર્યવજાત શસ્ત્રનો અર્થ થયો કર્મ. કર્મ સ્વરૂપને જાણી , તેનો ત્યાગ કરનાર પર્યવજાત શસ્ત્રનો ખેદજ્ઞ કહેવાય છે.

(ર) પર્યવજાતનો બીજો અર્થ છે કર્મ. ભેદ–પ્રભેદ રૂપ પર્યાયથી યુક્ત હોવાના કારણે કર્મ પર્યવજાત કહેવાય છે. સંયમ અને તપ નિર્જરાની પ્રવૃત્તિઓ કર્મ માટે શસ્ત્રરૂપ છે. આ વ્યાખ્યા અનુસાર પર્યવજાત શસ્ત્ર એટલે નિર્જરાના કારણો , નિર્જરાની પ્રવૃત્તિઓ.

6

શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 1

110 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ (3) શબ્દાદિ વિષયો વિવિધ પ્રકારના હોવાના કારણે પર્યવજાત છે. તેની પ્રાપ્તિ માટે થતી વિવિધ પાપ પ્રવૃત્તિઓ , પર્યવજાત શસ્ત્ર કહેવાય છે.

કર્મથી જ સંસાર :

अकम्मस्स ववहारो विज्जइ । कम्मुणा उवाहि जायइ । कम्मं च पडिलेहाए , कम्ममूलं जं छणं । શબ્દાર્થ :– अकम्मस्स = જે કર્મરહિત બની જાય છે , ववहारो = સંસાર ભ્રમણરૂપ વ્યવહાર , विज्जइ = હોતો નથી,कम्मुणा= કર્મથી જ, उवाहि जायइ = ઉપાધિઓ ઉત્પન્ન થાય છે,कम्मं= કર્મને पडिलेहाए = જાણીને , कम्ममूलं = કર્મનું મૂળકારણ,= અને, जं = જે, छणं = હિંસાને.

ભાવાર્થ :– કર્મોથી મુક્ત શુદ્ધ આત્મા માટે સંસારભ્રમણાદિ વ્યવહાર હોતો નથી. કર્મથી જ ઉપાધિ ઉત્પન્ન થાય છે. કર્મનો સારી રીતે વિચાર કરી , કર્મનું મૂળ હિંસાદિ પાપ છે તેમ જાણી , તેનો ત્યાગ કરવો જોઈએ.

વિવેચન :

કર્મ અને તેના સંયોગથી થનારી આત્મહિતની હાનિ તથા કર્મબંધના હિંસાદિ મૂળ કારણોને સારી રીતે જાણવાનો અને તેનો ત્યાગ કરવાનો નિર્દેશ આ સૂત્રમાં કર્યો છે.

ववहारो :- જે સર્વથા કર્મમુક્ત થઇ જાય છે તેના માટે નારક , તિર્યંચ , મનુષ્ય , દેવ , બાળ , વૃદ્ધ , યુવક, પર્યાપ્ત , અપર્યાપ્તાદિ વ્યવહારની સંજ્ઞાઓ હોતી નથી.

જે કર્મયુક્ત છે તેના માટે જ કર્મના કારણે નારક , તિર્યંચ,મનુષ્યાદિની અથવા એકેન્દ્રિયાદિથી લઇને પંચેન્દ્રિય સુધીની , મંદ બુદ્ધિ , તીવ્રબુદ્ધિ , ચક્ષુદર્શની , સુખી , દુઃખી , સમ્યગ્દષ્ટિ , મિથ્યાદષ્ટિ , સ્ત્રી, પુરુષ , કષાયી , અલ્પાયુ , દીર્ઘાયુ , સુભગ , દુર્ભગ , ઊંચગોત્રી , નીચગોત્રી , કંજૂસ , ધનવાન , સશક્ત , અશક્ત આદિ પર્યાયરૂપ સર્વ વ્યવહાર થાય છે. આ સર્વ વિભાગોનું કારણ કર્મ છે માટે જ કર્મ ઉપાધિનું કારણ છે.

कम्मं पडिलेहाए :- કર્મનું સ્વરૂપ , કર્મોની મૂળ પ્રકૃતિ , ઉતર પ્રકૃતિઓ , કર્મબંધના કારણ , પ્રકૃતિ, સ્થિતિ , અનુભાગ અને પ્રદેશરૂપ બંધના પ્રકાર , કર્મોનો ઉદય , ઉદીરણા , સત્તાદિ તથા કર્મનો ક્ષય તેમજ આશ્રવ , સંવરનું સારી રીતે ચિંતન કરીને કર્મોનો ક્ષય કરવાનો પ્રયત્ન કરવો જોઇએ.

कम्ममूलं जं छणं :- કર્મબંધનાં મૂળ કારણ પાંચ છે– (1) મિથ્યાત્વ , (ર) અવિરતિ, (3) પ્રમાદ, (4) કષાય (પ) યોગ. તેનો વિચાર કરે અને छणं એટલે પ્રાણીઓને પીડાકારક જે પ્રવૃત્તિઓ છે , તેનું પણ નિરીક્ષણ કરે તેમજ ત્યાગ કરે.

આદ્ય શબ્દના ગ્રહણથી સમસ્તનું ગ્રહણ થઈ જાય છે , તેથી આ સૂત્રમાં હિંસાના કથનથી 7

111

સર્વપાપોનું ગ્રહણ થઈ જાય છે. કર્મોનાં મૂળકારણ સર્વ પાપ છે , તેનો પરિહાર કરવો જોઈએ.

રાગદ્વેષ અને લોકસંજ્ઞાનો ત્યાગ :

पडिलेहिय सव्वं समायाय दोहिं अंतेहिं अदिस्समाणे । तं परिण्णाय मेहावी विदित्ता लोगं वंता लोगसण्णं । से मइमं परक्कमेज्जासि । त्ति बेमि । ॥ पढमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– पडिलेहिय = જાણીને તેનો ત્યાગ કરી દે , सव्वं = સર્વ ઉપદેશોને , સર્વ વિરતિરૂપ સંયમને , समायाय = ગ્રહણ કરીને , दोहिं अंतेहिं = રાગદ્વેષ બંનેને , अदिस्समाणे = અદશ્યમાન કરતાં , તેને ન જોતાં , તેમાં ન લેપાતા , तं परिण्णाय = તેને જાણીને , સમજીને , मेहावी = બુદ્ધિમાન, विदित्ता = જાણીને , लोगं = લોકને , वंता = છોડીને , लोगसण्णं = લોકસંજ્ઞાને , से मइमं = તે બુદ્ધિમાન પુરુષ , મતિમાન , परक्कमेज्जासि = સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે.

ભાવાર્થ :– પૂર્વ સૂત્રમાં કહેલાં કર્મ અને તત્સંબંધી કારણનું સમ્યક્ નિરીક્ષણ કરી , સંયમને ગ્રહણ કરનાર અણગાર રાગદ્વેષથી સદા દૂર રહે. આ બંનેનો ત્યાગ કરતાં બુદ્ધિમાન સાધક સંસાર સ્વરૂપને જાણે અને લોકસંજ્ઞા–સાંસારિક રુચિનો ત્યાગ કરે. આ પ્રકારે રાગદ્વેષ અને વિષયૈષણા , વિત્તૈષણા , લોકૈષણાદિરૂપ

       લોકસંજ્ઞાનો ત્યાગ કરતાં મતિમાન મુનિ સંયમમાં પરાક્રમ કરે .

।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।।

–એમ ભગવાને કહ્યું છે.

વિવેચન :

दोहिं अंतेहिं अद्दिस्समाणे :- કર્મોનાં બીજ– રાગદ્વેષ છે. તેનો મૂળથી ત્યાગ કરીને વિષય ,કષાયરૂપ લોકને જાણીને , લોકસંજ્ઞાને છોડી સંયમમાં પુરુષાર્થ કરવાની પ્રેરણા આ સૂત્રમાં આપી છે. આત્માની અંદર જ રહેનાર , આત્મામાં જ ઉત્પન્ન થનારા રાગદ્વેષ છે. રાગ અને દ્વેષથી જીવ દશ્યમાન થાય છે.

તેનાથી ઓળખાય છે પરંતુ વીતરાગ માર્ગને સ્વીકાર્યા પછી સાધક રાગદ્વેષથી દશ્યમાન થતા નથી અર્થાત્ રાગદ્વેષ કરતા નથી.

लोगसण्णं :- પ્રાણીલોકની આહારાદિ ચાર સંજ્ઞાઓ અથવા દશ સંજ્ઞાઓ છે પરંતુ પ્રસ્તુતમાં વિત્તૈષણા , કામૈષણા અને લોકૈષણા રૂપ ત્રણ લોકસંજ્ઞા અપેક્ષિત છે. લોકસંજ્ઞાનો સંક્ષિપ્ત અર્થ છે લોક પ્રવાહ , લૌકિક રુચિઓ. આ પ્રકારના લોકને જાણીને સંસાર પ્રવાહમાં વહેતા પ્રાણીઓમાં પ્રાપ્ત થતી વિવિધ રુચિઓનો બુદ્ધિમાન સાધકે હંમેશાં ત્યાગ કરી દેવો જોઇએ. તે લોકરુચિથી દૂર રહીને સંયમનું યર્થાથ પાલન કરવું જોઇએ.

विदित्ता लोगं :- લોક શબ્દના અનેક અર્થ છે. (1) રાગાદિથી મોહિત લોક (ર) વિષય–કષાયરૂપ 8

શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 1

112 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

લોક ( 3) સમસ્ત સંસાર સ્વરૂપ લોક. विदित्ता નો અર્થ છે આ સર્વ પ્રકારના લોકને જાણીને.

परक्कमेज्जासि :- આ ક્રિયાપદ દ્વારા સંયમ , તપ , ત્યાગ , ધર્માચરણાદિમાં પુરુષાર્થ કરવાનો નિર્દેશ કર્યો છે.

ા અધ્યયન–3/1 સંપૂર્ણા ત્રીજું અધ્યયન : બીજો ઉદ્દેશક સંયમ પુષ્ટિ અને કર્મક્ષય પ્રેરણા :

जाइं वुड्ढिं इहऽज्ज पास , भूएहिं जाण पडिलेह सायं । तम्हाऽतिविज्जो परमं ति णच्चा , समत्तदंसी करेइ पावं ॥1॥ उम्मुंच पासं इह मच्चिएहिं , आरंभजीवी उभयाणुपस्सी । कामेसु गिद्धा णिचयं करेंति , संसिच्चमाणा पुणरेंति गब्भं ॥2॥ अवि से हासमासज्ज , हंता णंदीति मण्णइ । अलं बालस्स संगेणं , वेरं वड्ढेइ अप्पणो ॥3॥ तम्हाऽतिविज्जं परमं ति णच्चा , आयंकदंसी करेइ पावं । अग्गं मूलं विगिंच धीरे , पलिछिंदिया णं णिक्कम्मदंसी ॥4॥ एस मरणा पमुच्चइ , से हु दिठ्ठभए मुणी । लोगंसि परमदंसी विवित्तजीवी उवसंते समिए सहिए सया जए कालकंखी परिव्वए । बहुं खलु पावं कम्मं पगडं । सच्चंमि धिइं कुव्वह । एत्थोवरए मेहावी सव्वं पावं कम्मं झोसेइ । શબ્દાર્થ :– जाइं = જન્મ , वुड्ढिं = વૃદ્ધિને , इह = આ જગતમાં , अज्ज = આજે જ , હે આર્ય , पास= જુઓ , भूएहिं = પ્રાણીઓના વિષયમાં , जाण = જાણો , पडिलेह = વિચાર કરીને , જુઓ , सायं = સાતા, પોતાના સુખને,अतिविज्जो= વિદ્વાન, परमं ति = મોક્ષમાર્ગને,णच्चा= જાણીને, समत्तदंसी = સમત્વદર્શી, સંયમમાં રમણ કરનાર , पाव = પાપ , करेइ = કરતા નથી.

उम्मुंच= છોડી ધ્યો, पासं = બંધનને,इह= આ લોકમાં,मच्चिएहिं= આ મૃત્યુલોકના માનવીઓ સાથેના , आरंभजीवी = આરંભથી જીવન પસાર કરનાર , उभयाणुपस्सी = ઉભયદર્શી , શારીરિક 113

અને માનસિક દુઃખના ભાગી , कामेसु गिद्धा = કામભોગોમાં આસક્ત , णिचयं करेंति = સંચય કરે છે , संसिच्चमाणा = કર્મોના સંચયથી ભારે બનેલ જીવ , पुणरेंति = વારંવાર પ્રાપ્ત કરે છે , गब्भं = ગર્ભવાસને.

अवि से = ફરી તે વિષયી જીવ , हासमासज्ज = હાંસી મજાકમાં , हंता अवि = જીવોને મારીને પણ , णंदीति = આનંદ , मण्णइ = માને છે , बालस्स संगेणं अलं = અજ્ઞાનીના સંગથી બસ છે , દૂર રહેવું , अप्पणो = પોતપોતાની સાથે , वेरं वड्ढइ = વેર વધારે છે.

आयंकदंसी = નરકાદિના દુઃખના કારણ અને પરિણામના દષ્ટા , अग्गं = ભવોપગ્રાહી કર્મ , અઘાતિકર્મ , मूलं = અસંયમ , મૂળગુણના ઘાતક ઘાતીકર્મને , विगिंच = કર્મોનાં પરિણામને દૂર કર , धीरे = ધીરપુરુષ , पलिछिंदिया = સંપૂર્ણ કર્મ ક્ષયકરીને , કર્મબંધનોને કાપીને , णिक्कम्मदंसी = નિષ્કર્મા , કર્મરહિત થઈ જાય છે , જગતના દષ્ટા બની જાય છે.

एस मरणा = આ સાધક મરણથી , पमुच्चइ = મુક્ત થઈ જાય છે , से हु = તે નિશ્ચયથી, दिठ्ठभए = સાતભયને જોનાર, (ભયદર્શી) , परमदंसी = મોક્ષદર્શી , विवित्तजीवी = ભાવથી રાગદ્વેષ રહિત , દ્રવ્યથી સ્ત્રી , પશુ , નંપુસકાદિથી રહિત સ્થાનમાં , उवसंते = ઉપશાંત , समिए = પાંચ સમિતિ યુક્ત , सहिए = જ્ઞાનાદિ સહિત , सया = હંમેશાં , जए = યત્નાવાન , कालकंखी = મરણ સુધી, परिव्वए = સંયમમાં વિચરે , पगडं = કર્યા છે , सच्चंमि = સત્ય–સંયમમાં , धिइं = ધીરતાને , कुव्वह = રાખો , કરો , एत्थोवरए = આ સંયમમાં સ્થિત , झोसेइ = ક્ષય કરી દે છે.

ભાવાર્થ :– હે આર્ય ! તું આ સંસારમાં જન્મ અને વૃદ્ધિને જો. તું પ્રાણીઓના વિષયમાં જાણ કે સર્વ જીવો શાતાની ઇચ્છા કરે છે તેથી ઉત્તમ જ્ઞાની , સમત્વદર્શી સાધક મોક્ષમાર્ગ રૂપ સંયમને જાણીને , સ્વીકાર કરીને , સર્વ જીવોને પોતાના આત્મા સમાન સમજીને પાપાચરણ કરે નહિ , પ્રાણીવધ કરે નહિ.

આ મૃત્યુ લોકના માનવીઓનીસાથે જે રાગાદિ બંધન છે તેને તોડી નાખ અથવા હે મુમુક્ષુ ! આ માનવ શરીરને પ્રાપ્ત કરી એના દ્વારા રાગાદિ બંધનને તોડી નાખ કારણ કે આ લોકમાં હિંસાદિ પાપરૂપ આરંભ કરનાર પ્રાણી શારીરિક અને માનસિક દુઃખોને પ્રાપ્ત કરે છે. આવા તે પ્રાણીઓ કામભોગોમાં આસક્ત થઇને કર્મોનો સંચય કરે છે અને કર્મોના મૂળનું વારંવાર સિંચન કરીને ફરીફરી જન્મધારણ કરે છે.

તે કામભોગાસક્ત મનુષ્ય હાંસી–મજાકને આધીન થઈને જીવોનો વધ કરી ખુશી મનાવે છે.

એવા અજ્ઞાની જીવોના સંસર્ગથી આત્મા વેરની વૃદ્ધિ કરે છે માટે તેનાથી દૂર રહેવું જોઈએ.

આ રીતે ઉત્તમ જ્ઞાની અને નરકાદિ દુર્ગતિના દુઃખોને જાણનાર આતંકદર્શી પુરુષ સંયમને જાણીને, સ્વીકાર કરીને હિંસાદિ પાપકર્મનું આચરણ કરતા નથી. હે ધીર ! તું આ દુઃખના અગ્ર અર્થાત્–કર્મનો અને દુઃખનું મૂળ એટલે અસંયમનો વિવેક કરીને ત્યાગ કર. આ રીતે સાધક તપ , સંયમ દ્વારા કર્મોનું પૂર્ણ રીતે છેદન કરી નિષ્કર્મદર્શી બને છે , કર્મરહિત બની જગતના દષ્ટા થઈ જાય છે.

શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : ર 114 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ તે નિષ્કર્મદર્શી સાધક મરણથી મુક્ત થઇ જાય છે. તે જ સાધક વાસ્તવમાં પથદર્શી છે અર્થાત્ તેઓએ મોક્ષમાર્ગને સારી રીતે જોયો છે , સમજ્યો છે. તે આત્મદર્શી મુનિ લોકમાં પરમદર્શી સંયમના જ્ઞાતા છે. તે રાગદ્વેષ રહિત શુદ્ધ જીવન જીવે છે , તે કષાયોથી ઉપશાંત , પાંચસમિતિથી સમિત , જ્ઞાનાદિથી સહિત હોય છે. હંમેશાં યત્નાશીલ થઇને તે પંડિત મરણની આકાંક્ષા કરતાં જીવનની અંતિમ ક્ષણ સુધી સંયમમાં વિચરણ કરે છે.

આ જીવે ભૂતકાળમાં અનેક પ્રકારનાં બહુ પાપકર્મોનો બંધ કર્યો છે. કર્મોનો નાશ થવામાં કયારેક વિલંબ પણ થઇ શકે છે , તેથી હે સાધક ! સંયમ તપના પાલનમાં ધૈર્ય રાખ. તપ , સંયમમાં ધૈર્યની સાથે લીન રહેનાર સાધક સમસ્ત પાપકર્મોનો ક્ષય કરી શકે છે.

વિવેચન :

આ સર્વ સૂત્રોમાં બંધ અને મોક્ષ તથા તેના કારણોથી સંબંધિત શ્રેષ્ઠ બોધ આપ્યો છે. પ્રારંભમાં જન્મ અને તેની વૃદ્ધિને જોવાની પ્રેરણા આપી છે. તેનો સાર એ છે કે જિનવાણીના આધારે તે પોતાના પૂર્વજન્મોના વિષયમાં વિચાર કરે કે હું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોમાં તથા નારક , તિર્યંચ , દેવાદિ યોનિઓમાં અનેકવાર જન્મ લઇને પુનઃ મનુષ્ય લોકમાં આવ્યો છું. તે જન્મોમાં મેં કેવા કેવા દુઃખો સહ્યાં હશે ? સાથે તે એ પણ જાણે કે મારી પાસે પ્રચુર પુણ્યનો જથ્થો અને ઘણી નિર્જરા થઇ કે જેથી એકેન્દ્રિય થી વિકાસ કરતો આજે માનવભવમાં આવ્યો છું. તેમાં પણ પ્રબળ પુણ્યોદયે આર્યક્ષેત્ર , ઉત્તમકુળ, પંચેન્દ્રિયની પૂર્ણતા , ઉત્તમસંયોગ , દીર્ઘાયુ , શ્રેષ્ઠ સંયમી જીવન આદિ પામીને હું ઉન્નતિ કરી શક્યો છું.

આ સૂત્રનો બીજો આશય એ પણ છે કે સંસારમાં જીવોના જન્મ અને તેની સાથે જોડાયેલાં તેના દુઃખો તેમજ બાળક , કુમાર , યુવાન અને વૃદ્ધાવસ્થારૂપ વિવિધ અવસ્થા , તેમાં આવતાં શારીરિક , માનસિક દુઃખોને જુઓ અર્થાત્ પોતાના ભૂતકાળના અનેક જન્મોની તથા વિકાસની શ્ર્રૃંખલાને જોઈને તેના ઊંડાણમાં ઉતરી સંપ્રેક્ષણ કરવાનું છે. જન્મોના કારણ અને તેમાં પ્રાપ્ત દુઃખ તેમજ આજ સુધીનો જીવનનો વિકાસક્રમ આ સર્વ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મૂઢતા દૂર થઇ જાય છે અને ક્યારેક પોતાના પૂર્વજન્મોનું સ્મરણ ( જાતિ સ્મરણ) જ્ઞાન પણ થઇ જાય છે. કોઈ વ્યક્તિ આ જીવનના 50–60 વર્ષ પૂર્વે બનેલી ઘટનાને સ્મૃતિપટ પર લાવે છે. તેમ જ તેમાં વિશેષ પ્રયત્ન કરે અને બુદ્ધિ સંમોહિત ન હોય તો પૂર્વજન્મનું સ્મરણ પણ સ્મૃતિપટ પર આવી જાય છે. પૂર્વજન્મની સ્મૃતિ નહિ થવાનું કારણ આ પ્રકારે કહ્યું છે–

जायमाणस्स जं दुक्खं , मरमाणस्स जंतुणो । तेण दुक्खेण संमूढो , सरइ जाइमप्पणो ॥ જન્મ અને મૃત્યુના સમયે જીવને જે દુઃખ થાય છે , તે દુઃખથી મૂઢ બનેલ વ્યક્તિ પોતાના પૂર્વજન્મનું સ્મરણ કરી શકતી નથી.

भूएहिं जाण पडिलेह सायं :- સંસારના સર્વપ્રાણીઓ ચૌદ ભાગોમાં વિભાજિત છે તેમ જાણ. તે 115

પ્રાણીઓની સાથે પોતાનાં સુખની સમાનતાનું પર્યાલોચન કર કે – જેમ મને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેવી જ રીતે સંસારનાં સર્વપ્રાણીઓને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે. એવું સમજીને તું કોઇનું અપ્રિય કર નહિ. તું કોઈને દુઃખજનક થા નહિ , દુઃખ પહોંચાડ નહિ. એમ કરવાથી તું જન્મ–મરણાદિનું દુઃખ પામીશ નહી.

अतिविज्जो :- આ શબ્દના બે રૂપ થાય છે. (1) અતિવિદ્ય (ર) ત્રિવિદ્ય. અતિવિદ્યાનો અર્થ છે–વિદ્વાન , વિશેષજ્ઞ , ઉત્તમજ્ઞાની , વિશેષજ્ઞાની. ત્રિવિદ્યનો અર્થ છે–પૂર્વોક્ત ત્રણ વિદ્યાનો જાણનાર. તે ત્રિવિદ્યા આ પ્રમાણે છે– (1) પૂર્વ જન્મ–શ્રૃંખલા અને વિકાસનું સ્મરણ (ર) પ્રાણી જગતને સારી રીતે જાણવું (3)

પોતાના સુખ દુઃખની સાથે તેઓનાં સુખ દુઃખની સમાનતા કરીને વિચાર કરવો. આ ત્રણ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે ત્રિવિદ્યા છે.તે જેને પ્રાપ્ત થઇ તે ત્રૈવિદ્ય કહેવાય છે.

બૌદ્ધ દર્શનમાં પણ ત્રિવિદ્યાનું નિરૂપણ આ પ્રમાણે છે– (1) પૂર્વજન્મને જાણવાનું જ્ઞાન (ર)

મૃત્યુ તથા જન્મને જાણવાનું જ્ઞાન (3) ચિત્તની મલિનતાને નાશ કરવાનું જ્ઞાન. આ ત્રણ વિદ્યાઓને પ્રાપ્ત કરી લેનારને ત્યાં ' तिविज्ज ' (ત્રૈવિદ્ય) કહેલ છે.

परमं :- આ શબ્દના અનેક અર્થ છે– નિર્વાણ , મોક્ષ , સત્ય , પરમાર્થ , સમ્યગ્દર્શન , સમ્યગ્જ્ઞાન , સમ્યક્ ચારિત્ર વગેરે.

सम्मत्तदंसी :- જે સમત્ત્વદર્શી છે તે પાપ કરતા નથી. આ સૂત્રાંશનો સાર એ છે કે પાપ અને વિષમતાનું મૂળ કારણ રાગ અને દ્વેષ છે. જે પોતાના ભાવને રાગદ્વેષથી કલુષિત કરતા નથી અને કોઇ પ્રાણીને રાગ દ્વેષાત્મક ભાવથી જોતા નથી , તે સમત્ત્વદર્શી હોય છે. તે પાપકર્મના મૂળ કારણ રૂપ રાગદ્વેષને અંતઃકરણમાં આવવા દેતા નથી અર્થાત્ આવા સમત્ત્વદર્શી અપ્રમત્તભાવે સંયમમાં જ રમણ કરતા હોય છે. તેથી તે પાપાચરણ કરતા નથી.

સમ્મત્તદંસી નો બીજો અર્થ સમ્યકત્વદર્શી પણ કરાય છે. તેનો ભાવાર્થ એ છે કે સમ્યક્ત્વી જીવ તીવ્ર પાપકર્મોનું આચરણ કરતા નથી અર્થાત્ મિથ્યાત્વ મોહકર્મનો બંધ કરતા નથી.

पासं :- આ શબ્દથી પાપકર્મોનો સંચય કરનારની વૃત્તિ , પ્રવૃતિ અને પરિણતિ બતાવી છે , ફળ બતાવ્યું છે. 'पास'નો અર્થ બંધન છે. તેના બે પ્રકાર છે– દ્રવ્યબંધન અને ભાવબંધન. અહીં ભાવબંધન મુખ્ય છે.

ભાવબંધન–રાગ , મોહ , સ્નેહ , આસક્તિ , મમત્વાદિ છે. આ ભાવબંધન જ બધા સાધકને જન્મ મરણની જાળમાં ફસાવનાર 'પાશ ' છે.

आरंभजीवी :- આ પદમાં આરંભથી મહારંભ અને તેનું કારણ મહાપરિગ્રહ , આ બંનેનું ગ્રહણ થઇ જાય છે. આરંભ પરિગ્રહથી જીવન ચલાવનાર તે આરંભજીવી કહેવાય છે.

उभयाणुपस्सी :- આરંભ–હિંસાના કાર્યોથી જીવન ચલાવનારા માનવ આ લોક અને પરલોક ઉભયસ્થાને દુઃખ , વેદનાને પામે છે. અહીં ' पस्सी ' શબ્દ દુઃખ ભોગવવાના અર્થમાં પ્રયુક્ત થયો છે શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : ર 116 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અથવા ' ' ને અલગ કરીને ' भयाणुपस्सी ' પાઠ પણ હોય છે. તેનો અર્થ એ છે કે– મહારંભ, મહાપરિગ્રહના કારણે તે ફરી ફરી નરકાદિના ભયનો–દુઃખનો અનુભવ કરે છે.

ચાર પુરુષાર્થમાં કામરૂપ પુરુષાર્થ સામાન્ય જનસાધ્ય હોય છે ત્યારે અર્થ તેનું સાધન બને છે.

માટે કામભોગની આસક્તિ મનુષ્યને વિવિધ ઉપભોગ્ય ધનાદિ પદાર્થોના સંગ્રહ માટે લાલાયિત કરે છે. તે આસક્તિ મહારંભ–મહાપરિગ્રહનું મૂળ છે.

संसिच्चमाणा पुणरेंति गब्भं :- હિંસા , અસત્ય , ચોરી , કામવાસના , પરિગ્રહાદિ પાપ તે કર્મનું મૂળ છે.

તેને જે અજ્ઞાની નિરંતર સીંચતા રહે છે , તે વારંવાર અનેક પ્રકારની ગતિ , યોનિઓમાં જન્મ લેતા રહે છે.

अलं बालस्स संगेणं :- વૃત્તિકારે આ વાક્યના બે અર્થ કર્યા છે. (1) હાસ્યાદિની વૃત્તિવાળા બાલજીવોની સંગતિ કરવાથી વેરની વૃદ્ધિ થાય છે. (ર) બાલજીવોની સંગતિ કરવાથી દેખાદેખી , હાસ્યપ્રમોદ વગેરેની પ્રવૃતિ થાય તેમજ સાધકની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય , મનનીવૃત્તિઓ ચંચળ થાય તેમજ દેખાદેખીથી હિંસાદિ પાપ કરવા પ્રેરાય. બંને પ્રકારના અર્થનું તાત્પર્ય એક જ છે કે બાલજીવ સંગ કરવા લાયક નથી. માટે સાધકે તેનાથી દૂર જ રહેવું જોઈએ.

वेरं वड्ढइ अप्पणो :- કોઇ મહારંભી મહાપરિગ્રહી મનુષ્ય બીજાને માર મારીને , પાણીમાં ડૂબાડીને, કોરડાદિ ફટકારીને અથવા મરાવી નાખવા માટે સિંહાદિ હિંસક પશુઓની સામે મનુષ્યને છોડી ક્રૂર મનોરંજન કરે છે અથવા યજ્ઞાદિમાં નિર્દોષ પશુ–પક્ષીઓના બલિ આપીને અથવા તેનો શિકાર કરીને, તેની હત્યા કરીને ક્રૂર કર્મ કરે છે. આ પ્રમાણે કેટલાક લોકો અસત્ય બોલીને , ચોરી કરીને કે સ્ત્રીઓની સાથે વ્યભિચાર કરીને કે બીજાનું ધન ,મકાનાદિ છીનવી લઇને કે પોતાની માલિકીના કરીને તેમાં હાંસી–

મજાકની કે આનંદની અનુભૂતિ કરે છે. આ અજ્ઞાની લોકો જીવો સાથે વેર વધારે છે અને પોતાના જ કર્મોની વૃદ્ધિ કરે છે.

आयंकदंसी :- જ્ઞાની પુરુષો પાપ કરતા નથી તેનું રહસ્ય આ શબ્દમાં બતાવ્યું છે કે કર્મ અથવા હિંસાનું ફળ દુઃખરૂપ હોય છે. જે આ જાણી લે છે , હૃદયંગમ કરી લે છે તે આતંકદર્શી છે. તે સ્વયં પાપાનુબંધી કર્મ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી , તેમજ પાપ કરનારની અનુમોદના પણ કરતા નથી.

अग्गं मूलं विगिंच धीरे :- આ પદમાં ' अग्र ' અને ' मूल ' બે શબ્દો છે. અગ્રનો અર્થ છે અંતિમ અને મૂળનો અર્થ છે પ્રારંભિક. દુઃખનું મૂળકારણ છે અસંયમ અને અંતિમ કારણ છે કર્મ અર્થાત્ નિકટતમ અગ્ર કારણરૂપ કર્મોથી જ દુઃખની પ્રાપ્તિ થાય છે અને તે કર્મની ઉત્પત્તિ અસંયમથી થાય છે માટે અહીં અગ્ર શબ્દથી કર્મોનું કથન છે અને મૂળ શબ્દથી અસંયમનું કથન છે.

અગ્ર અને મૂળના બીજા અર્થ પણ કરાય છે , જેમ કે– (1) વેદનીયાદિ ચાર ભવોપગ્રાહી અઘાતીકર્મ અગ્ર છે અને મોહનીયાદિ ચાર ઘાતી કર્મ મૂળ છે. (ર) મોહનીય એ સર્વકર્મોનું મૂળ છે , શેષ સાત કર્મ અગ્ર છે. (3) મિથ્યાત્વ મૂળ છે , શેષ અવ્રત , પ્રમાદાદિ અગ્ર છે.

117

ધીર સાધકે પાપકર્મોના અગ્ર અને મૂળ બંને કારણ ઉપર ઊંડાણથી ચિંતન–મનન કરવું જોઇએ.

કોઇપણ દુષ્કર્મથી પ્રાપ્ત સંકટાપન્ન સમસ્યાના કેવળ અગ્ર–પરિણામ પર વિચાર કરવાથી તેનો ઉકેલ આવતો નથી પરંતુ તેના મૂળ ઉપર ધ્યાન આપવાથી જ સમાધાન થઈ શકે છે અર્થાત્ મૂળ અસંયમ છે તેના ઉપર ધ્યાન આપી તેનો જ ત્યાગ કરવાથી દુઃખ અને કર્મની સમાપ્તિ રૂપ સમાધાન થઈ જાય છે.

पलिछिंदियाणं णिक्कम्मदंसी :- તપ અને સંયમ દ્વારા રાગદ્વેષાદિ બંધનોનો અથવા તેનાં કાર્યરૂપ કર્મોનો સર્વથા નાશ કરીને આત્મા નિષ્કર્મદર્શી–કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. અહીં નિષ્કર્મદર્શીનું તાત્પર્ય છે કે સાધક , આત્માની નિષ્કર્મ દશાને જુએ અથવા કર્મરહિત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ શબ્દના બીજા અર્થો પણ થાય છે , તે આ પ્રમાણે છે– (1) કર્મ રહિત શુદ્ધ આત્મદર્શી (ર) રાગદ્વેષનો સર્વથા છેદ થવાથી સર્વદર્શી (3) વૈભાવિક ક્રિયાઓનો સર્વથા અભાવ થવાથી અક્રિયાદર્શી અને (4)

જ્યાં કર્મોનો સર્વથા અભાવ છે એવા મોક્ષ સ્થાનને જોનારા , પરમદર્શી.

दिठ्ठभए–दिठ्ठपहे :- આ બંને પાઠ મળે છે. (1) ભય–દુઃખ આપનારા જે કર્મ છે તેને સારી રીતે સમજનારા 'દષ્ટભય ' કહેવાય છે. (ર) મોક્ષમાર્ગરૂપ સંયમના સ્વરૂપને સારી રીતે સમજનારા 'દષ્ટપથ' પથદર્શી કહેવાય છે.

कालकंखी :- સંલેખનાના પાંચ અતિચારોમાંથી એક અતિચાર છે मरणासंसप्पओगे–મૃત્યુની આશંસા કરવી નહિ. તો પછી અહીં કાળકાંક્ષી કહેવાની પાછળ શું રહસ્ય છે ? વૃત્તિકાર આ પ્રશ્નનું સમાધાન કરે છે કે કાળનો અર્થ છે મૃત્યુકાળ. તેનો આકાંક્ષી મુનિ મૃત્યુનો સમય આવે ત્યારે 'પંડિતમરણ'ની આકાંક્ષા (મનોરથ) કરતા વિચરણ કરે છે. 'પંડિતમરણ ' એ જીવનની સાર્થકતા છે. પંડિતમરણની ઇચ્છા કરવી તે મૃત્યુને જીતવાની એક દિશા છે.

बहुं खलु पावं कम्मं पगडं :- ભૂતકાળની અવસ્થાઓને આત્મશુદ્ધિ અથવા દોષ પરિમાર્જનની દષ્ટિથી યાદ કરવી , સાધકને માટે આવશ્યક છે. અહીં શાસ્ત્રકારે યાદી આપી છે કે સાધક પોતાની પ્રત્યેક દુઃખની ઘડીમાં આ પ્રમાણે વિચાર કરે કે મારા આત્માએ ઘણા પાપકર્મ બાંધેલા છે , તદ્જન્ય આ દુઃખોની સ્થિતિ આવી છે અને લાંબા સમય સુધી ટકી રહી છે. તેમ વિચારીને ધૈર્યની સાથે સંયમમાં સ્થિર રહે , દુઃખથી મ્લાન થાય નહીં. ખરેખર કર્મોનું ઊંડાણપૂર્વક ચિંતન કરવાથી આત્માને સમાધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

सच्चंम्मि :- આ સૂત્રમાં સાધકને સત્યમાં સ્થિર રહેવાનું અપ્રતિમ મહત્ત્વ સમજાવ્યું છે. વૃત્તિકારે વિભિન્ન દષ્ટિઓથી સત્યના અનેક અર્થ કર્યા છે–

(1) પ્રાણીઓના માટે જે હિતકર છે , તે સત્ય છે , તે સંયમ છે. (ર) જિનેશ્વરદેવે કહેલ આગમ પણ સત્ય છે , કારણ કે તે યથાર્થ વસ્તુસ્વરૂપને પ્રકાશિત કરે છે. (3) વીતરાગે પ્રરૂપિત વિભિન્ન પ્રવચન રૂપ આદેશ પણ સત્ય છે.

આ સૂત્રમાં શાસ્ત્રકારનો એવો સ્વર ગુંજે છે કે જ્ઞાતા દષ્ટા બનો. પોતાના મનના ઊંડાણમાં શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : ર 118 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ ઊતરીને પ્રત્યેક વસ્તુ કે વિચારને જાણો–જુઓ , ચિંતન કરો , પરંતુ તેમાં રાગદ્વેષ ન કરો. પ્રકૃતિના ઉદયમાં ભળો નહિ. તટસ્થ થઇને વસ્તુ સ્વરૂપનો વિચાર કરો , આનું નામ જ્ઞાતા દષ્ટા છે. આ સૂત્રમાં ચાર પ્રકારના દષ્ટા બનવાનો ઉલ્લેખ કર્યો છે– (1) સમત્વદર્શી (ર) આતંકદર્શી, (3) નિષ્કર્મદર્શી અને (4) પરમદર્શી.

આવી જ રીતે દષ્ટભય–દષ્ટપથ થઈને , અગ્ર અને મૂળનું ઉન્મૂલન કરવાનો અને અંતે સંપૂર્ણ કર્મક્ષય કરવાનો સંદેશ છે.

સાંસારિક સુખ ચાળણી સમાન :

अणेगचित्ते खलु अयं पुरिसे , से केयणं अरिहइ पूरइत्तए । से अण्णवहाए अण्णपरियावाए अण्णपरिग्गहाए जणवयवहाए जणवय परियावाए जणवय–

परिग्गहाए । શબ્દાર્થ :– अणेगचित्ते = ચંચળચિત્તવાળા , अयं पुरिसे = આ પુરુષ , સંસારના પ્રાણી , केयणं = ચાળણીને , લોભેચ્છા અથવા તૃષ્ણાને,अरिहइ= પ્રયત્ન કરે છે,पूरइत्तए = ભરવાની , પૂર્ણ કરવાની , अण्णवहाए = બીજા જીવોના વધ માટે,अण्णपरियावाए= બીજાને પરિતાપ આપવા માટે, अण्णपरिग्गहाए = બીજાના પરિગ્રહણ માટે, जणवयवहाए = જનપદના વધ માટે , जणवयपरियावाए = જનપદને પરિતાપ આપવા માટે , जणवयपरिग्गहाए = જનપદના પરિગ્રહણ માટે.