This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
પાપકાર્ય નહિ કરવાના વિષયમાં ટીકાકારે પ્રસિદ્ધ અઢાર પાપસ્થાનનો નિર્દેશ કર્યો છે તે ઉપરાંત મનના જેટલા પાપપૂર્ણ સંકલ્પો હોય તેટલા પાપ થઈ શકે છે. તેની ગણના કરવી શક્ય નથી. સાધક મનને પવિત્ર કરી લે તો પાપ સ્વયં નષ્ટ થઈ જાય છે. તેથી તે કોઈ પણ પ્રકારના પાપ કરે નહિ , પાપ કરાવે નહિ , પાપની અનુમોદના પણ કરે નહિ.
छसु अण्णयरम्मि कप्पइ :- આ સૂત્રમાં એક ગૂઢ આધ્યાત્મિક કોયડાને સ્પષ્ટ કર્યો છે. ક્યારેક સાધક પ્રમાદી બની જાય અને કોઈ એક જીવ નિકાયની હિંસા કરે ત્યારે તે એક જીવનિકાયની હિંસા કરનાર છકાયમાંથી કોઈની પણ હિંસા કરે છે. કેમ કે જ્યારે સાધકનાં ચિત્તમાં કોઈ એક જીવકાયની હિંસાનો સંકલ્પ થાય , તો અન્ય જીવકાયની હિંસા પણ તે કરી શકે છે. તેનું તાત્પર્ય એ છે કે અખંડ અહિંસાની ચિત્તધારા જેની ખંડિત થઈ ગઈ હોય અને અહિંસાની પવિત્ર ચિત્તવૃત્તિ મલિન થઈ હોય, ત્યારે તે એક જીવકાયની હિંસા કરે અને બીજા પ્રતિ મૈત્રી અથવા કરુણા ભાવ રાખે એમ થવું અત્યંત કઠિન છે. એ સિવાય દરેક કાયની હિંસાની સાથે બીજી અનેક કાયની હિંસા , ત્રસકાયની હિંસા પણ સંભવિત છે.
બીજી અપેક્ષાએ ' छसु ' શબ્દથી પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિભોજન વિરમણવ્રત એવો અર્થ પણ થાય છે. તેમાં એમ સમજવું કે જો એક અહિંસાવ્રત ખંડિત થાય તો સત્યવ્રત પણ ખંડિત થાય. કારણ કે સાધકે હિંસા ત્યાગ આદિ સર્વની પ્રતિજ્ઞા કરી હોય છે. એક પ્રતિજ્ઞાનો ભંગ કરનાર બીજી પ્રતિજ્ઞાનો પણ ભંગ કરી શકે છે , કારણ કે તેના વ્રતપાલનની નિષ્ઠા અને મનોબળમાં જ્યારે એકવાર એક વ્રત માટે ઢીલાશ આવી જાય તો પછી તેના બીજા વ્રતોમાં પણ શિથિલતા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. બીજી રીતે એમ પણ સમજી શકાય કે જ્યારે અહિંસા મહાવ્રત ખંડિત થાય તો પૂર્વે કરેલી પ્રતિજ્ઞાનો ભંગ થતાં બીજું મહાવ્રત પણ દૂષિત થાય છે. જીવોના પ્રાણોને તેની આજ્ઞા વિના નાશ કરવાથી અને તે જીવોના શરીરને ગ્રહણ કરવાથી ત્રીજું મહાવ્રત દૂષિત થાય. આ રીતે એક મહાવ્રત ખંડિત થતાં અનેક મહાવ્રત ખંડિત થાય છે.
એક પાપના સેવનથી સર્વ પાપો આવી જાય છે– छिद्रेष्वनर्था बहुली भवन्ति આ કથન લોક વિજય અધ્ય–ર , ઉ : 6
90 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અનુસાર એક છિદ્ર થતાં જ અનેક અવગુણ આવી જાય છે તેથી અહીં અહિંસાવ્રતની અખંડ–નિરતિચાર સાધનાનો નિર્દેશ કર્યો છે.
जंसि मे पाणा पव्वहिया :- આ સૂત્રનો બીજી રીતે ભાવાર્થ આ પ્રમાણે છે– विप्पमाएण = પ્રમાદ દૂર થવાથી , पुढो = પૃથક્ પૃથક્ , वयं = વ્રતનું , पकुव्वइ = પાલન કરે છે , जंसि = જે , मे = મેં, पाणापव्वहिया = પ્રાણીઓને પીડિત કર્યા છે , पडिलेहाए = કોઈ પણ વિચારોથી , णो णिकरणाए = તે કર્મોથી છુટકારો થઈ શકતો નથી , एस परिण्णा पवुच्चइ = આ પરિજ્ઞા કહેવાય છે , બોધ–જાગૃતિ કહેવાય છે , कमोवसंति = તે જાગૃતિ ચારિત્ર મોહકર્મના ઉપશાંત થવાથી થાય છે.
ભાવાર્થ :– કોઈ સાધક પોતાનો પ્રમાદ દૂર થવા પર તે પુનઃ એક એક વ્રતની આરાધના કરે છે. તે વિચારે છે કે કોઈપણ વિચારણાથી કરેલી વિરાધનાથી બંધાયેલા કર્મ ભોગવ્યા વિના નષ્ટ થઈ શકતા નથી.
આ પ્રકારે કર્મો ઉપશાંત થવાથી તેની વિચારણા વિરાધનાથી પુનઃ આરાધનામાં પરિવર્તિત થાય છે. તે પરિજ્ઞા–પુનર્બોધ , જાગૃતિ કહેવાય છે.
મમત્વ અને લોકસંજ્ઞાનો ત્યાગ :–
जे ममाइयमइं जहाइ से जहाइ ममाइयं । से हु दिठ्ठपहे मुणी जस्स णत्थि ममाइयं । तं परिण्णाय मेहावी विदित्ता लोगं , वंता लोगसण्णं , से मइमं परक्कमेज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :– जे ममाइयमइं = જે પુરુષ મમત્વબુદ્ધિને , जहाइ = છોડે છે , ममाइयं = મમત્વને , સ્વીકૃત પરિગ્રહને , दिठ्ठपहे = મોક્ષમાર્ગને જોનાર , विइत्ता लोगं = લોક સ્વરૂપને જાણીને , लोगसण्णं = લોકસંજ્ઞાને , वंता =છોડીને , मइमं = મતિમાન પુરુષ , परक्कमेज्जासि = સંયમ પાલન કરે , સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે.
ભાવાર્થ :– જે મમત્વ બુદ્ધિનો ત્યાગ કરે છે તે મમત્વ–પરિગ્રહનો ત્યાગ કરે છે અર્થાત્ તે જ અપરિગ્રહી થાય છે.
જેણે મમત્વનો ત્યાગ કરી દીધો છે તે જ સત્યપથનો દષ્ટા–મોક્ષ માર્ગને જોનાર , સમજનાર મુનિ છે. આ જાણીને મેધાવી લોક સ્વરૂપને જાણે , લોક સંજ્ઞાનો–સંસાર પ્રવાહની રુચિનો ત્યાગ કરે તથા સંયમમાં પુરુષાર્થ કરે. વાસ્તવમાં તે જ જ્ઞાનીપુરુષ કહેવાય છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં મમત્વ બુદ્ધિ અને લોકસંજ્ઞાથી મુક્ત થવાની વાત કહી છે. મમત્વ–મૂર્ચ્છા તેમજ આસક્તિ બંધનનું મુખ્ય કારણ છે. પદાર્થના સંયોગ માત્રથી ચિત્ત મલિન થતું નથી અને કર્મ બંધન પણ 2
91
થતું નથી પરંતુ પદાર્થની સાથે જ્યારે મમત્વ બુદ્ધિ જોડાઈ જાય છે ત્યારે તે પદાર્થ પરિગ્રહરૂપ બને છે અને તેનાથી કર્મ બંધાય છે. માટે સૂત્રમાં કહ્યું છે કે–જે મમત્વબુદ્ધિનો ત્યાગ કરે છે તે સંપૂર્ણ મમત્વ અથવા પરિગ્રહનો ત્યાગ કરી શકે છે. પરિગ્રહના ત્યાગી જ વાસ્તવમાં સત્ય માર્ગના જોનારા છે. તેઓ કેવળ માર્ગને જાણનારા જ હોય તેમ નહિ પરંતુ તે માર્ગ ઉપર ચાલનારા પણ હોય છે. આ તથ્યનો અહીં સંકેત કર્યો છે.
લોકને જાણવાનો આશય એ છે કે સંસારમાં પરિગ્રહ તથા હિંસાના કારણે જ સર્વ દુઃખ તેમજ પીડાઓ થાય છે તથા સંસારનું પરિભ્રમણ વધે છે.
लोगसण्णं :– :– લોક સંજ્ઞાના ત્રણ અર્થ છે–(1) આહાર , ભયાદિ દશ પ્રકારની લોકસંજ્ઞા. (ર) યશકામના, અહંકાર , પ્રદર્શનની ભાવના , મોહ , વિષયાભિલાષા , વિચાર–મૂઢતા , ગતાનુગતિક વૃત્તિ આદિ. (3)
મનકલ્પિત લૌકિક રિવાજ , જેમ કે કૂતરો યક્ષરૂપ છે , બ્રાહ્મણ દેવરૂપ છે , અપુત્રની ગતિ નથી.
આ ત્રણે ય પ્રકારની સંજ્ઞાઓ– વૃત્તિઓનો ત્યાગ કરવાનું ધ્યેય અહીં અપેક્ષિત છે. 'લોક સંજ્ઞાષ્ટક'માં આ વિષય ઉપર વિસ્તારથી વિવેચન કરતા આચાર્યોએ કહ્યું છે કે–
लोकसंज्ञोज्झितः साधुः परब्रह्म समाधिमान् । सुखमास्ते गतद्रोह , ममता मत्सरज्वरः ॥8 ॥ ( અભિ. રાજે. કોશ ભા. 6. પૃ. 741 'લોગસણ્ણા. ' )
અર્થ– શુદ્ધ આત્મ સ્વરૂપ સમાધિમાં સ્થિત , દ્રોહ , મમતા, (દ્વેષ તેમજ રાગ) ઈર્ષ્યારૂપ તાવથી રહિત અને લોક સંજ્ઞાથી મુક્ત સાધુ સંસારમાં સુખપૂર્વક રહે છે.
અરતિ–રતિ– વિવેક :–
णारइं सहइ वीरे , वीरे णो सहइ रइं । जम्हा अविमणे वीरे , तम्हा वीरे ण रज्जइ ॥1॥ सद्दे फासे अहियासमाणे , णिविंद णंदिं इह जीवियस्स । मुणी मोणं समादाय , धुणे कम्मसरीरगं ॥2॥ पंतं लूहं सेवंति , वीरा समत्तदंसिणो । एस ओहंतरे मुणी , तिण्णे मुत्ते विरए वियाहिए ॥3॥ त्ति बेमि । શબ્દાર્થ :– अरइं = સંયમમાં અરતિને , ण सहइ = સહન કરતા નથી અર્થાત્ સંયમમાં અરતિ કરતા નથી , रइं = અસંયમમાં રતિને , णो सहइ = સહન કરે નહિ , जम्हा = જેનાથી , કારણકે , अविमणे = મન દૂષિત ન થાય , સ્વસ્થ મનવાળા રહે , तम्हा = તેથી , ण रज्जइ = શબ્દાદિ વિષયોમાં આસક્ત થતા નથી, 3
લોક વિજય અધ્ય–ર , ઉ : 6
92 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ सद्दे फासे = શબ્દોના સ્પર્શને , अहियासमाणे = સહન કરતાં , इह = આ લોકમાં , णिविंद = નિવૃત્ત થાય , ત્યાગ કરે , णंदिं = આનંદ , વિષયાનંદને , जीवियस्स = અસંયમી જીવનમાં , मुणी मोणं = મુનિ સંયમને , समादाय = સ્વીકારીને , धूणे = ખંખેરે , कम्मसरीरगं = કર્મ–કાર્મણ શરીરને , पंतलूहं = નીરસ , રૂક્ષ આહારને , सेवंति = સેવે છે , सम्मत्तदंसिणो = સમત્વદર્શી , ओहंतरे = તરી જાય છે, तिण्णे = સંસાર સાગરને તીર્ણ , मुत्ते = મુક્ત , विरए = વિરત , वियाहिए = કહેવાય છે.
ભાવાર્થ :– વીર સાધક સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને સહન કરતા નથી અને બાહ્ય પદાર્થોમાં થતી રતિ–રુચીને પણ સહન કરતા નથી , કારણ કે વીર સાધક અન્યમનસ્ક થતા નથી , શાંત સ્વસ્થ ચિત્તવાળા હોય છે. વીર સાધક કોઈ પદાર્થ ઉપર રાગવૃત્તિ ઉત્પન્ન થવા દેતા નથી.
શબ્દ , સ્પર્શ આદિ જન્ય કષ્ટોને સહન કરતા હે મુનિ ! ઈહલૌકિક પુદ્ગલ જન્ય આનંદથી નિવૃત્ત થા , નિર્વેદ ભાવને પામ. હે મુનિ ! સંયમને ગ્રહણ કરીને કર્મશરીરને ખંખેરી નાખ.
તે સમત્ત્વદર્શી વીર સાધક સમભાવ પૂર્વક લૂખો–સૂકો નીરસ આહાર કરે છે. આવા રૂક્ષ આહારી તેમજ સમત્વસેવી મુનિ જન્મ મરણરૂપ સંસાર પ્રવાહને તરી જાય છે , તે જ વાસ્તવમાં તીર્ણ , મુક્ત અને વિરત કહેવાય છે.
વિવેચન :–
આ ગાથાઓમાં સાધકને સમત્વદર્શી , શાંત અને મધ્યસ્થ બનવાનું પ્રતિપાદન કર્યું છે. રતિ અરતિથી મુક્ત થઈ સ્વસ્થચિત્તથી સફળ સાધના કરવાની પ્રેરણા આપી છે.
अरइं , रइं :- રતિ અને અરતિ માનવના અંતઃકરણમાં છુપાયેલી નિર્બળતા છે. રાગદ્વેષની વૃત્તિઓના જામેલા ગાઢ કે સૂક્ષ્મ સંસ્કાર જ મનુષ્યને મોહક વિષયો તરફ ખેંચે છે તેમજ પ્રતિકૂળ વિષયોનો સમાગમ થાય ત્યારે ચંચળ બનાવી દે છે.
અહીં અરતિનો અર્થ છે સંયમ સાધનામાં , તપશ્ચર્યામાં , સેવામાં , સ્વાધ્યાય આદિમાં ઉત્પન્ન થતી અરુચિ તેમજ અનિચ્છા. આ પ્રકારની અરુચિ સંયમ સાધના માટે બાધક છે.
રતિનો અર્થ છે– શબ્દ , સ્પર્શ , રૂપ , રસ , ગંધ આદિ મોહક વિષયોથી ઉત્પન્ન થયેલી ચિત્તની પ્રસન્નતા–રુચિ અથવા આકર્ષણ.
અરતિ અને રતિ બંને મનોવૃત્તિઓથી સંયમ સાધના ખંડિત અને નષ્ટ થઈ શકે છે તેથી વીર, પરાક્રમી , ઈન્દ્રિય વિજેતા સાધક પોતાનું અનિષ્ટ કરનારી આવી વૃત્તિઓને સહન કરે નહીં અથવા તેની ઉપેક્ષા કરે નહિ.
सद्दे फासे :- પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં પહેલા અને છેલ્લા વિષયનું કથન કરીને વચ્ચેના રૂપ , રસ, ગંધ ત્રણે ય વિષયો તેમાં સમાવ્યા છે. આ વિષયો ક્યારેક મધુર–મોહકરૂપમાં મનને લલચાવે છે તો 93
ક્યારેક અપ્રિયરૂપમાં આવી ચિત્તમાં ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. સાધક પ્રિય–અપ્રિય , અનુકૂળ–પ્રતિકૂળ બંને પ્રકારના સ્પર્શોના અનુભવમાં સમભાવ રાખે છે.
સાધક પ્રિયમાં રતિ , અપ્રિયમાં અરતિ તથા પ્રસન્નતા કે ખિન્નતા લાવ્યા વિના સમભાવમાં રહે.
આ વિષયો જ સંયમી જીવનમાં પ્રમાદનું કારણ બને છે , તેથી તેના પ્રત્યે ઉદાસીન રહેવાનો સંકેત કર્યો છે.
मोणं :- મૌનના બે અર્થ કરી શકાય છે , મૌન–મુનિનો ભાવ એટલે સંયમ અથવા મુનિ જીવનનો મૂળ આધાર–જ્ઞાન.
धुणे कम्मसरीरगं :- રાગદ્વેષથી ઉત્પન્ન કર્મ (કાર્મણ) શરીરને જ્યાં સુધી ક્ષીણ કરવામાં ન આવે ત્યાં સુધી આ ઔદારિક શરીરને ક્ષીણ કરવાથી કોઈ લાભ થતો નથી. સાધનાનું લક્ષ્ય બિંદુ કાર્મણ શરીર–આઠ પ્રકારના કર્મને ક્ષીણ કરવાનું છે. આ ઔદારિક સંયમનું સાધન માત્ર છે , તેથી તેના પ્રત્યે મમત્વ ન રાખે અને સરસ તથા મધુર આહારથી તેને પુષ્ટ પણ ન કરે. એ વાતનો ખુલાસો કરતા કહ્યું છે કે– पंतं लूहं सेवंति – સાધકે શરીરથી ધર્મસાધના કરવાની છે , તેના માટે લૂખો સૂકો , નિર્દોષ વિધિથી જે આહાર મળે તે વાપરે.
समत्तदंसिणो ની જગ્યાએ सम्मत्तदंसिणो પાઠ પણ મળે છે. શીલાંકાચાર્યે તેનો પહેલો અર્થ 'સમત્વદર્શી તથા વિકલ્પે બીજો અર્થ , સમ્યક્ત્વદર્શી કર્યો છે. ( 1) નીરસ ભોજનમાં 'સમભાવ'નો અવસર હોવાથી સમત્વદર્શી અર્થ વધારે યોગ્ય લાગે છે. સમત્વદર્શીમાં પણ સર્વભાવો સમાઈ જાય છે. (ર)
સમ્યક્ત્વદર્શી વાસ્તવમાં સંસાર સમુદ્રને તરી ચૂક્યા છે , કારણ કે સમ્યક્ત્વની ઉપલબ્ધિ સંસાર પ્રવાહને તરવાનું નિશ્ચિત કારણ છે.
કુસાધુ તથા કુશળજ્ઞાની સાધક :–
दुव्वसुमुणी अणाणाए , तुच्छए गिलाइ वत्तए । एस वीरे पसंसिए अच्चेइ लोगसंजोगं । एस णाए पवुच्चइ । जं दुक्खं पवेइयं इह माणवाणं तस्स दुक्खस्स कुसला परिण्णमुदाहरंति , इति कम्मं परिण्णाय सव्वसो । શબ્દાર્થ :– दुव्वसुमुणी = સંયમ ધનથી રહિત નબળા સાધુ , अणाणाए = ભગવાનની આજ્ઞા નહિ પાળનાર , तुच्छए = સામાન્ય કષ્ટોમાં , જ્ઞાનાદિથી શૂન્ય , गिलाइ = ગ્લાનિ , ખેદ , કષ્ટાનુભૂતિ , वत्तए = પામે છે.
एस = આ (ભગવાનની આજ્ઞાના આરાધક) , वीरे = વીર–કર્મોનો ક્ષય કરવામાં સમર્થ હોય છે તે , अच्चेइ = ઉલ્લંધન કરે છે , लोगसंजोगं = લોકના સંયોગો , દુનિયાની જંજાળ , णाए = જ્ઞાતા , ન્યાય માર્ગ , पव्वुच्चइ = કહેવાય છે.
इह = આ સંસારમાં , जं दुक्खं = જે દુઃખ , माणवाणं = મનુષ્યોનું , पवेइयं = કહ્યું છે , तस्स 4
લોક વિજય અધ્ય–ર , ઉ : 6
94 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ दुक्खस्स = તે દુઃખને , कुसला = કુશળ પુરુષ , परिण्णं = જાણીને,તેનો ત્યાગ કરવાનો , उदाहरंति = ઉપદેશ આપે છે , इति = આ રીતે, कम्मं = કર્મને , परिण्णाय = જાણીને , सव्वसो = સર્વથા અર્થાત્ ત્રણ કરણ , ત્રણ યોગથી ત્યાગ કરે.
ભાવાર્થ :– જે પુરુષ વીતરાગની આજ્ઞાનું પાલન કરતા નથી તે સંયમ ધન– જ્ઞાનાદિ રત્નત્રયથી રહિત 'દુર્વસુ ' છે. તે સંયમની સામાન્ય વિધિઓ અને નિયમોનાં પાલન કરવામાં પણ ગ્લાનિ–કષ્ટનો અનુભવ કરે છે.
તે વીર પુરુષ સર્વત્ર પ્રશંસા પ્રાપ્ત કરે છે , જે લોક સંયોગ ધન , પરિવારાદિ જંજાળથી દૂર થઈ જાય છે , મુક્ત બની જાય છે. તે જ વાસ્તવમાં ન્યાયમાર્ગને , મોક્ષમાર્ગને પ્રાપ્ત કરનારા 'જ્ઞાતા ' કહેવાય છે.
આ સંસારમાં મનુષ્યોનાં જે દુઃખ કે દુઃખના કારણ કહ્યાં છે , તેનાથી મુક્ત થવાનો માર્ગ કુશળ પુરુષ દેખાડે છે. આ રીતે કર્મ તથા કર્મનાં કારણોને જાણીને સાધક તેનો સર્વથા ત્યાગ કરે , સંયમગ્રહણ કરે.
વિવેચન :–
આ સૂત્રમાં નબળા અને વીર બંને પ્રકારના સાધકનો પરિચય આપેલ છે. જે સાધક વીતરાગની આજ્ઞાની આરાધના કરતા નથી અર્થાત્ આજ્ઞાનુસાર સારી રીતે આચરણ કરતા નથી તે જ્ઞાનાદિ રત્નત્રયરૂપ ધનથી ગરીબ બની જાય છે. જિનશાસનમાં વીતરાગ આજ્ઞાની આરાધનાને જ સંયમની આરાધના માનેલ છે. आणाएमामगं धम्मं – આદિ વચનોમાં આજ્ઞા અને ધર્મનું સહ અસ્તિત્વ બતાવ્યું છે.
જ્યાં આજ્ઞા છે ત્યાં ધર્મ છે , જ્યાં ધર્મ છે ત્યાં આજ્ઞા છે. આજ્ઞાથી વિપરીત આચરણનો અર્થ છે–
સંયમ વિરુદ્ધ આચરણ. જે વીતરાગની આજ્ઞાના આરાધક છે તે સર્વત્ર પ્રશંસાને પ્રાપ્ત કરે છે. તે જ વાસ્તવમાં વીર હોય છે. તે ધર્મનો ઉપદેશ આપવામાં ક્યારે ય અચકાતા નથી. તેની વાણીમાં સત્યનો પ્રભાવ ગૂંજે છે.
अच्चेइ लोगसंजोगं :- વીર સાધક ધર્માચરણ કરતાં સંસારના સંયોગો–બંધનોથી મુક્ત થઈ જાય છે .
સંયોગના બે પ્રકાર છે– (1) બાહ્ય સંયોગ–ધન , મકાન , પુત્ર પરિવારાદિ. (ર) આભ્યંતર સંયોગ–રાગ, દ્વેષ , કષાય , આઠ પ્રકારના કર્માદિ. આજ્ઞાના આરાધક સંયમી આ બંને પ્રકારના સંયોગોથી મુક્ત થાય છે.
एस णाए :- આ શબ્દના બે અભિપ્રાય છે. (1) આ ન્યાય માર્ગ છે (સન્માર્ગ છે). તીર્થંકરો દ્વારા પ્રરૂપિત માર્ગ છે. સૂયગડાંગ સૂત્રમાં– नेआउयं सुयक्खायं તેમજ सिद्धिपहं णेआउयं धुवं । પદ દ્વારા સમ્યગ્જ્ઞાન , દર્શન , ચારિત્રરૂપ મોક્ષમાર્ગનું તથા મોક્ષ સ્થાનનું સૂચન કર્યું છે. (ર) एष नायक –આજ્ઞામાં ચાલનાર મુનિ , મોક્ષ માર્ગની તરફ લઈ જનારા નાયક , જ્ઞાની કહેવાય છે जं दुक्खं पवेइयं :– દુઃખ શબ્દથી દુઃખનાં કારણોને પણ ગ્રહણ કર્યા છે. દુઃખનાં કારણો રાગદ્વેષ છે અથવા રાગ , દ્વેષાત્મક વૃત્તિથી બદ્ધ કર્મ પણ દુઃખના કારણ છે. ઉત્તરાધ્યયન સૂત્ર અ.32. ગા.7 અનુસાર 95
જન્મ અને મરણ એ દુઃખ છે અને જન્મ મરણનું મૂળ કર્મ છે , તેથી કર્મ જ વાસ્તવમાં દુઃખ છે. કુશળ પુુરુષ= તીર્ર્થંકર આ દુઃખની પરિજ્ઞા કહે છે અર્થાત્ દુઃખથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે.
इति कम्मं परिण्णाय सव्वसो :- સાધક કર્મને અર્થાત્ દુઃખનાં સમસ્ત કારણોને સારી રીતે જાણીને તે કારણોનો સર્વથા ત્યાગ કરે , સંયમ સ્વીકાર કરે.
આત્મદર્શી સાધક :–
जे अणण्णदंसी से अणण्णारामे , जे अणण्णारामे से अणण्णदंसी । શબ્દાર્થ :– अणण्णदंसी = અન્ય તરફ દષ્ટિ ન રાખનારા , વસ્તુ તત્ત્વને યથાર્થરૂપે જાણનારા, अणण्णारामे = આત્મરમણ કરનારા મોક્ષમાર્ગથી બહાર રમણ કરતા નથી , अणण्णारामे = મોક્ષમાર્ગમાં રમણ કરે છે , अणण्णदंसी = વસ્તુસ્વભાવને યથાર્થરૂપે જાણે છે , અન્ય તરફ દષ્ટિ રાખતા નથી.
ભાવાર્થ :– જે અન્ય તરફ દષ્ટિ રાખતા નથી તે આત્મરમણ કરનાર છે. જે આત્મરમણ કરનારા છે તે ક્યારે ય પરદોષ દષ્ટિ રાખતા નથી અથવા જે પુરુષ અનન્ય(આત્મા)ને જુએ છે , તે અનન્ય(આત્મા)માં રમણ કરે છે. જે અનન્યમાં રમણ કરે છે તે અનન્યને જુએ છે.
વિવેચન :–
अणण्णदंसी अणण्णारामे :- આ બંને શબ્દો આધ્યાત્મિક રહસ્યને બતાવે છે. અધ્યાત્મ ભાષામાં ચેતનને 'સ્વ ' અને જડ ને 'પર ' કહે છે. પરિગ્રહ , વિષય , કષાય આદિ સર્વ અન્ય છે. જે અન્ય નથી તે અનન્ય અર્થાત્ ચેતનનું સ્વરૂપ , આત્મ સ્વભાવ તે અનન્ય છે. આત્મરમણ તેમજ આત્મદર્શનનો આ ક્રમ છે કે જે પહેલાં આત્મદર્શન કરે છે તે પછી આત્મરમણ કરે છે. જે આત્મરમણ કરે છે તે અતિ નજીકથી, સૂક્ષ્મતાથી તેમજ તન્મયતાથી સંપૂર્ણ રીતે આત્મદર્શન કરી લે છે.
રત્નત્રયની ભાષામાં એમ કહેવાય કે આત્માને જાણવો તે સમ્યગ્જ્ઞાન અને તેની શ્રદ્ધા કરવી , તે સમ્યગ્દર્શન છે અને આત્મામાં રમણ કરવું તે સમ્યક્ચારિત્ર છે.
પરદષ્ટિની અપેક્ષાએ આ સૂત્રોનો અર્થ આ પ્રમાણે છે– જે બીજાના દોષોને જોતા નથી તે આત્મરમણ કરી શકે છે. જે સ્વમાં જ રમણ કરે છે તેને બીજાના જીવનને જોવાની આવશ્યકતા રહેતી નથી. તાત્પર્ય એ છે કે પરદોષ દર્શનની વૃત્તિને ત્યાગીને સ્વદોષ દર્શનની વૃત્તિને મુખ્ય કરનાર સાધક સાચા આત્મદષ્ટા બની શકે છે.
કુશળ ઉપદેષ્ટા :–
जहा पुण्णस्स कत्थइ तहा तुच्छस्स कत्थइ । जहा तुच्छस्स 5
6
લોક વિજય અધ્ય–ર , ઉ : 6
96 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ कत्थइ तहा पुण्णस्स कत्थइ । अवि य हणे अणाइयमाणे । एत्थं पि जाण सेयं ति णत्थि । केऽयं पुरिसे , कं च णए । एस वीरे पसंसिए जे बद्धे पडिमोयए , उड्ढं अहं तिरियं दिसासु । શબ્દાર્થ :– जहा = જે રીતે, पुण्णस्स कत्थइ = પુણ્યવાનને ધર્મ કહે છે , બોધ આપે છે , तहा = તેવી જ રીતે , तुच्छस्स कत्थइ = તુચ્છને–પુણ્યહીન વ્યક્તિને કહે છે , બોધ આપે છે , अवि य = જો કદાચ, अणाइयमाणे = અપમાનિત થતાં રાજા આદિ , हणे = દંડ દે , સાધુને મારે, एत्थं पि जाण = આ પણ જાણવું જોઈએ કે જાણ્યા વિના ઉપદેશ આપવો , सेयं ति णत्थि = શ્રેયસ્કર નથી , केऽयं पुरिसे = આ પુરુષ કોણ છે , च = અને , कं = કોને , णए = નમસ્કાર કરે છે.
ભાવાર્થ :– આત્મદર્શી સાધક જેવી રીતે પુણ્યવાન વ્યક્તિને ધર્મોપદેશ કરે છે તેવી જ રીતે તુચ્છ–
સામાન્ય વ્યક્તિને પણ ધર્મોપદેશ કરે છે અને જે રીતે સામાન્ય વ્યક્તિને ધર્મોપદેશ કરે છે તેવી જ રીતે પુણ્યવાનને પણ ધર્મોપદેશ કરે છે.
ક્યારેક ધર્મોપદેશ કાળમાં કોઈ વ્યક્તિ કે શ્રોતા તેના સિદ્ધાંતનો અનાદર થાય તો ધર્મકથા કરનારને મારવા લાગે છે. ઉપદેશની વિધિ જાણ્યા વિના ધર્મકથા કરવી તે કલ્યાણકારી નથી તેમ જાણવું જોઈએ.
ધર્મોપદેશ દેનારે પહેલાં એ જાણી લેવું જોઈએ કે આ વ્યક્તિ(શ્રોતા) કોણ છે ? કયા દેવને કે કયા સિદ્ધાંતને માને છે ?
તે વીર પ્રશંસાને યોગ્ય છે જે યોગ્ય ધર્મકથા કહીને ઊંચી , નીચી અને તિરછી દિશાઓમાં રહેલ કર્મથી બંધાયેલા માનવીને મુક્ત કરે છે.
વિવેચન :–
આ સૂત્રમાં ધર્મકથા કરનારની કુશળતાનું વર્ણન કર્યું છે. તત્ત્વજ્ઞ ઉપદેશક નિર્ભય બની સમભાવપૂર્વક ઉપદેશ કરે છે. ઉપસ્થિત શ્રોતા સમૂહમાં કોઈ ધનાદિથી સંપન્ન હોય અથવા કોઈ ગરીબ કે
સામાન્ય હોય , ધર્મનો મર્મ સમજાવવામાં સાધકને ભેદભાવ હોતો નથી. તે નિર્ભયી , નિસ્પૃહી અને યથાર્થવાદી બની સમાનરૂપે ધર્મનો ઉપદેશ આપે છે.
पुण्णस्स :- ' पूर्णस्य ' અર્થ પણ કરી શકાય છે. પૂર્ણની વ્યાખ્યા ટીકામાં આ પ્રમાણે છે–
ज्ञानैश्वर्य – धनोपेतो जात्यन्वयबलान्वित : । तेजस्वी मतिवान् ख्यातः पूर्णस्तुच्छो विपर्ययात् ॥ જે વ્યક્તિ જ્ઞાન , પ્રભુતા , ધન , જાતિ અને બળથી યુક્ત હોય , તેજસ્વી હોય , બુદ્ધિમાન હોય પ્રખ્યાત હોય તેને 'પૂર્ણ ' કહેલ છે. તેનાથી વિપરીત જે છે તેને તુચ્છ–અપૂર્ણ સમજવા જોઈએ.
સૂત્રના પ્રથમ વિભાગમાં વક્તાની નિસ્પૃહતા તથા સમભાવને કહ્યા છે પરંતુ પછીના ચરણમાં 97
બૌદ્ધિક કુશળતા દર્શાવી છે. વક્તા સમયને જાણનારા અને શ્રોતાના મનને સમજનારા હોવા જોઈએ.
વક્તાએ શ્રોતાની યોગ્યતા , તેની વિચારધારા અને તેના સિદ્ધાંતને તથા સમયની ઉપયુક્તતાને સમજવી આવશ્યક છે. તે દ્રવ્યથી અવસર ઓળખે , ક્ષેત્રથી આ નગરમાં કયા ધર્મ–સંપ્રદાયનો પ્રભાવ છે તે જાણે, કાળથી પરિસ્થિતિ ઓળખે તથા ભાવથી શ્રોતાના વિચારો તેમજ માન્યતાઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે.
આ પ્રકારનું કુશળ નિરીક્ષણ કર્યા વિના જ જો વક્તા ધર્મકથા કરે તો ક્યારેક શ્રોતા પોતાના સંપ્રદાય અથવા માન્યતાઓનું અપમાન સમજી વક્તાને મારે તો ધર્મની વૃદ્ધિના બદલે ક્લેશ વધી જાય છે માટે આ પ્રકારની ઉપદેશ કુશળતા પ્રાપ્ત કર્યા વિના ઉપદેશ ન આપવો એ જ કલ્યાણકારી છે. યોગ્ય વિધિ વિના તેમજ કુશળતાના અભાવમાં કોઈપણ કાર્ય કરવું તે ઉચિત નથી.
ટીકાકારે ચાર પ્રકારની ધર્મકથાઓનું કથન કર્યું છે–આક્ષેપણી , વિક્ષેપણી , સંવેગની અને નિર્વેદની બહુશ્રુત વક્તા આ ચારે ય પ્રકારની કથા કરી શકે છે. અલ્પજ્ઞાની ફક્ત સંવેગની (મોક્ષની અભિલાષા જાગૃત કરે તેવી) તથા નિર્વેદની (વૈરાગ્ય પ્રધાન) કથા જ કરે , તે આક્ષેપણી(સ્વસિદ્ધાંત મંડન કરનારી)
તથા વિક્ષેપણી(પર સિદ્ધાંતનું નિરાકરણ કરનારી) કથા કરે નહિ.
बद्धे पडिमोयए :- અહીં કુશળ વક્તાનું વર્ણન કર્યું છે. તે કુશળ ધર્મકથાકાર વિષયાસક્ત મનુષ્યોને બોધ આપીને મુક્તિ માર્ગમાં આગળ વધારે છે. વાસ્તવમાં બંધનથી મુક્ત થવું એ આત્માના પુરુષાર્થથી જ સંભવે છે પરંતુ ધર્મકથાકાર તેમાં પે્રરક બને છે , માટે તેને એક નયથી 'બંધ પ્રતિ મોચક ' કહેવાય છે.
પ્રજ્ઞા સંપન્ન પુરુષનો વિવેક :–
से सव्वओ सव्वपरिण्णाचारी ण लिप्पइ छणपएण वीरे । से मेहावी अणुग्घायणस्स खेयण्णे जे य बंधपमोक्खमण्णेसी । कुसले पुण णो बद्धे णो मुक्के । से जं च आरभे , जं च णारभे , अणारद्धं च णारभे । छणं छणं परिण्णाय लोगसण्णं च सव्वसो । શબ્દાર્થ :– से सव्वओ = તે પુરુષ સર્વકાળમાં સર્વ પ્રકારથી , सव्वपरिण्णाचारी = સર્વ પ્રકારની વિવેક બુદ્ધિથી આચરણ કરનાર , ण लिप्पइ = લેપાતા નથી , छणपएण = હિંસાથી.
अणुघायणस्स = કર્મોનો નાશ કરવામાં , खेयण्णे = કુશળ છે , बंधपमोक्खं = બંધનથી મુક્ત થવાના ઉપાયનું , अण्णेसी = શોધન કરે છે , पुण = વળી , णो बद्धे = કર્મોથી બંધાતા નથી , णो मुक्के = કોઈપણ રીતે સંયમનો ત્યાગ કરતા નથી , से = તે કુશળ પુરુષ , जं च आरभे = જે આચરણ કરવા યોગ્ય છે તેનું જ આચરણ કરે છે , जं च णारभे = જે આચરણ કરવા યોગ્ય નથી તેનું આચરણ કરતા નથી , अनारद्धं च णारभे = અને જેનો શાસ્ત્રમાં નિષેધ છે તેનું ક્યારે ય આચરણ કરતા નથી.
छणं छणं = જે જે કાર્યોથી હિંસા થાય છે તેને , परिण्णाय = જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ, 7
લોક વિજય અધ્ય–ર , ઉ : 6
98 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ लोगसण्णं = લોકસંજ્ઞા , વિષય સુખની ઈચ્છા અને પરિચય , सव्वसो = સર્વથા–ત્રણ કરણ , ત્રણ યોગથી ત્યાગ કરી દેવો જોઈએ.
ભાવાર્થ :– જે વીર(સાધક) સર્વ પ્રકારે સંપૂર્ણ વિવેકજ્ઞાન સાથે સંયમ પાલન કરે છે તે હિંસાના સ્થાનોથી લેપાતા નથી.
જે કર્મોના બંધનથી મુક્ત થવાના ઉપાયને શોધનાર છે , તે બુદ્ધિમાન કર્મોને દૂર કરવામાં નિપુણ છે. કુશલ પુરુષ કર્મોથી બંધાતા નથી અને સંયમને ક્યારે ય છોડતા નથી. તે સાધક જે આચરણ કરવા યોગ્ય છે તેનું જ આચરણ કરે છે , જે આચરણ કરવા યોગ્ય નથી તેનું આચરણ કરતા નથી અને જેનો શાસ્ત્રમાં નિષેધ છે તેનું ક્યારે ય આચરણ કરતા નથી. જે જે કાર્યોથી હિંસા થાય છે તેને જાણીને તથા લોકસંજ્ઞાને જાણીને તેનો સર્વથા ત્રણ કરણ ત્રણ યોગથી ત્યાગ કરે અથવા સર્વ પ્રકારનાં પાપ કાર્યોને જાણીને સમજીને તેનો ત્યાગ કરે , સંયમ સ્વીકાર કરે.
વિવેચન :–
अणुग्घायणस्स खेयण्णे :- આ પદના બે અર્થ છે. (1) કર્મપ્રકૃતિનાં મૂળ તેમજ ઉત્તરભેદોને જાણીને તેનો નાશ કરવાનો ઉપાય જાણનારા. (ર) ઉદ્ઘાત શબ્દ 'ઉદ્ ' અને 'ઘાત ' આ બે શબ્દોથી બનેલ છે , તેમાં ઘાત એ હિંસાવાચક શબ્દ છે. તેથી અન્+ઉદ્+ઘાત = અનુદ્ઘાત તેનો અર્થ અહિંસા અથવા સંયમ પણ થાય છે.
સાધક અહિંસા તેમજ સંયમના રહસ્યોને સારી રીતે જાણે છે તેથી તે અનુદ્ઘાતનો ખેદજ્ઞ કહેવાય છે.
बंधप्पमोक्खमण्णेसी : – આ પદનો પાછલા પદ સાથે સંબંધ છે કે– જે કર્મોના સંપૂર્ણ સ્વરૂપને અથવા અહિંસાના સંપૂર્ણ રહસ્યને જાણે છે તે બંધનથી મુક્ત થવાના ઉપાયોનું આચરણ પણ કરે છે.
कुसले पुण णो बद्धे :- આ વાક્ય પણ રહસ્યાત્મક છે. આનો અર્થ બે પ્રકારે થાય છે. (1) કુશળ પુરુષ કર્મોનો બંધ કરતા નથી અને પોતે ગ્રહણ કરેલા સંયમને છોડતા પણ નથી. (ર) કર્મનું જ્ઞાન અથવા મુક્તિની શોધ આ બંને આચરણો છદ્મસ્થ સાધકના છે. જે કેવળી બની જાય છે તેઓએ ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો હોવાથી , તે સર્વથા બદ્ધ હોતા નથી અને ચાર ભવોપગ્રાહી કર્મ શેષ હોવાથી તેઓ સર્વથા મુક્ત પણ નથી.
कुसलेનો અર્થ છે– ધર્મકથા કરવામાં દક્ષ , ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરનાર , જુદા જુદા સિદ્ધાંતોના પારગામી , પરીષહ વિજેતા તથા દેશકાળના જ્ઞાતા મુનિ 'કુશળ ' કહેવાય છે.
छणं छणं :- આ શબ્દનો બે વાર ઉપયોગ થયો છે. તેનો અર્થ એ થાય છે કે લોકમાં જેટલા પણ હિંસાના કાર્યો છે તથા હિંસાનાં કારણો છે , તેનો ત્યાગ કરવો. લોક સંજ્ઞાને સંપૂર્ણરૂપે જાણીને તેનો પણ ત્યાગ કરવો.
આ સૂત્રમાં અતિ સંક્ષિપ્ત સૂત્ર શૈલીના કારણે बद्धे , मुक्के , आरभे , णारभे શબ્દોના અર્થમાં અંતર છે તેને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
99
8
અજ્ઞાની માટે ઉપદેશની આવશ્યકતા :–
उद्देसो पासगस्स णत्थि । बाले पुण णिहे कामसमणुण्णे असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवट्टं अणुपरियट्टइ । त्ति बेमि । ॥ छठ्ठो उद्देसो समत्तो ॥ बिइयं अज्झयणं समत्तं ॥ શબ્દાર્થ :– उद्देशो = ઉપરોક્ત ઉપદેશ , ઉદ્દેશ્યની આવશ્યકતા,पासगस्स= જ્ઞાનવાન , આત્મદષ્ટાઓ, યથાર્થ દષ્ટાને માટે.
ભાવાર્થ :– ઉપરોક્ત ઉપદેશનો ઉદ્દેશ્ય આત્મદષ્ટાઓ કે વિવેકશીલ સંયમ આરાધક માટે નથી પરંતુ જે સ્વતઃ હિતાહિતનો નિર્ણય કરી શકતા નથી તેઓને ઉદ્દેશીને સૂત્રનો ઉપદેશ આપ્યો છે. કેટલાક બાળ –અજ્ઞાની જીવ રાગયુક્ત અને વિષયોમાં આસક્ત હોય છે , કામ–ઈચ્છા અને વિષયોને મનોજ્ઞ સમજી તેનું સેવન કરે છે , તેથી દુઃખોને શાંત કરી શકતા નથી. તેને શારીરિક દુઃખો તેમજ માનસિક રોગ–ઉદ્વેગ, ચિંતા , વ્યાકુળતા રહે છે. આ દુઃખોથી દુઃખી થયેલ વ્યક્તિ દુઃખના ચક્રમાં જ પરિભ્રમણ કરે છે. આવા જીવો માટે પણ જ્ઞાનીનો ઉપદેશ છે. – એમ ભગવાને કહ્યું છે.
।। છઠ્ઠો ઉદ્દેશક સમાપ્ત ।। બીજું અધ્યયન સમાપ્ત ।। વિવેચન :–
આ અધ્યયનમાં વિવિધ પ્રકારનો ઉપદેશ છે. જે સંસારના પ્રાણીઓ માટે અને સાધકો માટે પણ છે. છતાં જે સાધક સાધનામાં અનવરત સાવધાન રહે છે , આત્મપ્રજ્ઞા અને વિવેકબુદ્ધિથી સ્વતઃ સંયમમાં અપ્રમત્ત ભાવે ઉન્નતિશીલ રહે છે , તે સાચા આત્મદષ્ટા હોય છે. આવા દષ્ટાઓ માટે કોઈ શિક્ષા સારણા–
વારણાની આવશ્યકતા હોતી નથી. જ્યારે આ અધ્યયનના અનેક સૂત્રોમાં સાધકો માટે વિધિનિષેધ સંબંધી શિક્ષાઓ છે તે કારણે આ અંતિમ સૂત્રમાં શાસ્ત્રકારે સ્પષ્ટ કર્યું છે કે આત્મદષ્ટાઓને લક્ષ કરીને તે સૂચન અને નિર્દેશ નથી પરંતુ અનાત્મપ્રજ્ઞ સાધક અને સંસારના દુઃખી અજ્ઞાની પ્રાણીઓને અનુલક્ષીને જ બધો ઉપદેશ છે.
છઠ્ઠો ઉદ્દેશક સંપૂર્ણ ઉપસંહાર :– શાશ્વત સુખ પ્રાપ્ત કરવું એ આત્માનું લક્ષ્ય છે પરંતુ અનાદિકાળથી આત્મા વિષયોની આસક્તિથી સંસારના સંબંધોમાં જોડાઈને સ્વભાવને ચૂકી વિભાવમાં ડૂબી જાય છે. વૈભાવિક અધ્યાસને કારણે આત્માને જે યોગ સંયોગ મળે છે , તેમાં મારાપણાની બુદ્ધિથી જકડાઈને સંસારની અભિવૃદ્ધિ કરે છે.
ક્યારેક પુણ્યયોગે આત્મા પરમ પદને પ્રાપ્ત કરનાર પરમાત્માના વચનોની શ્રદ્ધા કરી , તેની આજ્ઞા અનુસાર ભોગોથી વિરક્ત થાય છે કારણ કે ભોગનું ફળ અતિ દુઃખદાયી અને સંયમનું ફળ સુખદાયી છે, લોક વિજય અધ્ય–ર , ઉ : 6
100 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ તેમ જાણી સંયમમાં સ્થિર થાય છે. સંયમી જીવનમાં સાધક પ્રેમ , ત્યાગ અને નિર્ભયતાના સહારે આત્માનો વિકાસ કરી મમત્વથી દૂર થાય છે અને વિષયો પ્રત્યેની આસક્તિથી બંધાયેલા તથા આત્મભાવમાં અવસ્થિત પડેલાં કર્મબંધના કારણોથી નિવૃત્ત થાય છે. ત્યાર પછી શુદ્ધાત્મ ભાવમાં સ્થિત થઈ તે સાધક લોકમાં પરિભ્રમણ કરાવનાર રાગદ્વેષના વિજેતા બની શાશ્વત સ્થાનને પામી જાય છે. છકાયના સ્વરૂપના જ્ઞાતા જ લોક ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે , લોકનો વિચાર કરી શકે છે , માટે પ્રથમ અધ્યયનમાં છકાયનું સ્વરૂપ સમજાવ્યા પછી આ અધ્યયનમાં સંસાર ઉપર વિજય મેળવવાનો ઉપદેશ કર્યો છે.
ા અધ્યયન–ર/6 સંપૂર્ણા 101
પરિચય ત્રીજું અધ્યયન આ અધ્યયનનું નામ 'શીતોષ્ણીય ' છે. અહીં શીતનો અર્થ છે અનુકૂળ અને ઉષ્ણનો અર્થ છે પ્રતિકૂળ. આ બંને પ્રકારના પરીષહ આદિને સમભાવપૂર્વક સહન કરવાના ભાવ આ અધ્યયનમાં સૂચિત કર્યા છે.
શ્રમણચર્યામાં કહેલા રર પરીષહોમાંથી બે પરીષહો 'શીત પરીષહ ' છે , યથા– (1) સ્ત્રી પરીષહ (ર) સત્કાર પરીષહ , શેષ વીસ પરીષહો 'ઉષ્ણ પરીષહ ' છે.
મનોજ્ઞ શબ્દ રૂપ આદિ ઈન્દ્રિય વિષયોની પ્રાપ્તિ અને અન્ય પણ ઐહિક મનોજ્ઞ સંયોગોની પ્રાપ્તિ થવી તેમજ આદર સત્કારની પ્રાપ્તિ તે શીતમાં સંગ્રહિત છે. અમનોજ્ઞ ઈન્દ્રિય વિષયોની પ્રાપ્તિ અને બીજા પણ અમનોજ્ઞ સંયોગ પ્રાપ્ત થવા તેમજ કષ્ટ , ઉપસર્ગ , રોગાતંક આદિ ઉત્પન્ન થવા , તે ઉષ્ણમાં સંગ્રહિત છે. આ પ્રકારે આ સંપૂર્ણ અધ્યયનમાં ભાવ શીત અને ભાવ ઉષ્ણનો સંગ્રહ છે.
મુમુક્ષુ સાધકે શીત અને ઉષ્ણ બન્ને અવસ્થાઓને સમભાવપૂર્વક પાર કરવી જોઈએ. સુખમાં પ્રસન્ન અને દુઃખમાં ખિન્ન ન થવું જોઈએ. અનુકૂળ પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓમાં સમભાવ રાખી કર્મબંધની સર્વસ્થિતિઓથી સાવધાન રહેવું જોઈએ.
પ્રથમ ઉદ્દેશકમાં સુપ્ત કોણ અને જાગૃત કોણ ? આ વિષયથી અધ્યયનનો પ્રારંભ થાય છે. ત્યાર બાદ આદર્શ સાધુત્વના ગુણ , સમભાવ પ્રેરણા , દુઃખ , જન્મ–મરણ કોને અને કેમ , તેનાથી મુક્તિ કોને ?
પર્યવજાત શસ્ત્ર અને અશસ્ત્રનો સંબંધ , કર્મ જ સંસાર છે , તેનાથી થતાં પાપ અને રાગદ્વેષથી મુક્ત થવાના ઉપાય વગેરે વિષયનું કથન છે.
બીજા ઉદ્દેશકમાં પાપકર્મોનો સંગ્રહ કોણ કરે ? ધૈર્યની સાથે કર્મક્ષય કરવાની પ્રેરણા , સંસારી વૃત્તિને ચાળણીમાં પાણી ભરવાની ઉપમા , હિંસાથી , સ્ત્રીઓથી અને કષાયથી નિવૃત્ત થવાનો ઉપદેશ આદિ વિષયોનું વર્ણન છે. અંતે મનુષ્યભવના અવસરને અહિંસક બની સફળ કરવાની પ્રેરણા કરવામાં આવેલ છે.
ત્રીજા ઉદ્દેશકમાં અહિંસામાં અંતર માનસનો ભાવ , સંયમની સાવધાની અને તેનાથી લાભ, લૌકિક ભ્રમપૂર્ણ માન્યતા અને સાચી સમજ , સંયમમાં દઢતા , આત્મનિગ્રહથી મુક્તિ ઈત્યાદિ મુખ્ય વિષય છે.
ચોથા ઉદ્દેશકમાં કષાય ત્યાગ અને પ્રમાદ ત્યાગ તથા તેનું ઉત્તમ પરિણામ બતાવેલ છે.
આ પ્રમાણે ચારે ઉદ્દેશકોમાં આત્માના પરિણામોમાં થનારી ભાવ શીતલતા અને ભાવ ઉષ્ણતાને 102 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ લઈને વિવિધ વિષયોની વ્યાખ્યા કરી છે.
આ પ્રકારે સંપૂર્ણ અધ્યયનમાં સહિષ્ણુતા અને અપ્રમત્તતાનો ભાવ ગુંજી રહ્યો છે.
103
|
ત્રીજું અધ્યયન–શીતોષ્ણીય પહેલો ઉદ્દેશક |
ભાવથી સુપ્ત જાગૃત :–
सुत्ता अमुणी , मुणिणो सया जागरंति । શબ્દાર્થ :– सुत्ता = સુતા હોય છે , अमुणी = અમુની–અજ્ઞાની , मुणीणो = મુનિ , सया = હંમેશાં, जागरंति = જાગૃત રહે છે.
ભાવાર્થ :– આ લોકમાં અજ્ઞાની જીવો હંમેશાં સૂતેલા છે , જ્ઞાની મુનિ હંમેશાં જાગૃત રહે છે.
વિવેચન :–
अमुणी–मुणी :- અહીં મુનિ શબ્દ સમ્યગ્જ્ઞાની , સમ્યગ્દષ્ટિ અને મોક્ષ માર્ગના સાધક અર્થમાં વપરાયો છે. વૃત્તિકારે મુનિ શબ્દની વ્યાખ્યા આ પ્રકારે કરી છે કે જે જગતની ત્રૈકાલિક અવસ્થા ઉપર મનન કરે , તેને જાણે તે મુનિ છે. મિથ્યાત્વ , અવિરતિ , પ્રમાદ , કષાય અને અશુભયોગ રૂપ ભાવનિદ્રાનો ત્યાગ કરી , જે સમ્યક્ બોધને પ્રાપ્ત થયા છે તે મુનિ છે. જે મિથ્યાત્વ , અજ્ઞાનાદિથી ઘેરાયેલા મિથ્યાદષ્ટિ છે , તે 'અમુનિ'–અજ્ઞાની છે. અહીં ભાવનિદ્રાની મુખ્યતાથી અજ્ઞાનીને સૂતેલા અને જ્ઞાનીને જાગૃત કહેલ છે.
सुत्ता(सुप्त ) :- સૂતેલા બે પ્રકારના છે. (1) દ્રવ્યસુપ્ત અને (ર) ભાવસુપ્ત. નિદ્રાધીન હોય , તે દ્રવ્યસુપ્ત છે. જે મિથ્યાત્વ , અજ્ઞાનાદિરૂપ મોહનિદ્રાથી વ્યામોહ પામેલ છે , જે આધ્યાત્મિક વિકાસની દષ્ટિથી બિલકુલ શૂન્ય , મિથ્યાદષ્ટિ , અસંયમી અને અજ્ઞાની છે તે ભાવસુપ્ત છે. નિદ્રા ત્યાગી જે જાગી ગયા છે તે દ્રવ્ય જાગૃત છે અને જે વિરત છે , સંયમી છે , મોક્ષમાર્ગમાં ઉદ્યમશીલ છે , તે ભાવથી જાગૃત છે. જે દેશવિરતિ શ્રાવક છે તે સુપ્ત–જાગૃત છે.
જે મિથ્યાત્વ , અજ્ઞાન , અવિરતિ , પ્રમાદ આદિના કારણે હિંસાદિમાં હંમેશાં પ્ર્રવૃત્ત રહે છે તે પણ ભાવસુપ્ત છે. સમ્યકત્વ , જ્ઞાન , વિરતિ , અપ્રમાદ આદિ દ્વારા અહિંસાદિ સ્વરૂપને પ્રાપ્ત થયા છે તે ભાવથી જાગૃત છે.
દીર્ઘ સંયમના આધારભૂત શરીરને ટકાવવા માટે દ્રવ્યથી જે તે નિદ્રાધીન હોવા છતાં 1
શીતોષ્ણીય અધ્ય–3 , ઉ : 1
104 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આત્મસ્વરૂપમાં જાગૃત રહે છે. તે ધર્મની દષ્ટિએ જાગૃત છે , તેથી અહીં મુનિને સદા જાગૃત કહ્યા છે. આ પ્રકારે અહીં ભાવ સુપ્ત અને ભાવ જાગૃત આ બંને અવસ્થાઓ ધર્મની અપેક્ષાએ કહી છે.
દુઃખની અપ્રિયતા :–
लोगंसि जाण अहियाय दुक्खं । समयं लोगस्स जाणित्ता एत्थ सत्थोवरए । શબ્દાર્થ :– लोगंसिं = લોકના વિષયમાં , સમસ્ત પ્રાણીઓના વિષયમાં , जाण = જાણો , अहियाय = અહિતકર , दुक्खं = દુઃખ , કષ્ટ , समयं = આ સિદ્ધાંતને , लोगस्स = લોકના પ્રાણીના , जाणित्ता = જાણીને , एत्थ = છકાય પ્રતિ , सत्थोवरए = શસ્ત્રનો પ્રયોગ નહિ કરે, શસ્ત્ર પ્રયોગથી ઉપરત થઈ જાય.
ભાવાર્થ :– હે શિષ્ય ! લોકના સર્વ પ્રાણીઓના વિષયમાં તું જાણ કે દુઃખ સર્વને માટે અહિતકર છે. સર્વ પ્રાણીઓને લાગુ પડતા આ સિદ્ધાંતને જાણી સર્વ જીવોની હિંસાથી ઉપરત થા અર્થાત્ હિંસાનો ત્યાગ કર.
વિવેચન :–
समयं :- समया–शपथाचारकाल–सिद्धांत–संविदः ( અમરકોષ). 'સમય ' શબ્દના અનેક અર્થ છે , યથા– શપથ , આચાર , કાલ , સિદ્ધાંત અને સંવિદ–પ્રતિજ્ઞા કે શરત. આ સૂત્રમાં સમય શબ્દ સિદ્ધાંતના અર્થમાં વપરાયો છે. આ સૂત્રમાં એક ધ્રુવ–અટલ સિદ્ધાંત કહ્યો છે કે अहियाय दुक्खं–દુઃખ સર્વને અહિતકર હોય છે , અપ્રિય હોય છે. તે કોઈને પ્રિય હોતું નથી. આ સિદ્ધાંતને સમજનાર જ્ઞાનીપુરુષ કોઇપણ પ્રાણીને દુઃખરૂપ થાય તેવા શસ્ત્રનો પ્રયોગ કરે નહિ અર્થાત્ હિંસાદિનો ત્યાગ કરે.
ઈન્દ્રિય વિષયના ત્યાગી મુનિ :–
जस्सिमे सद्दा य रूवा य गंधा य रसा य फासा य अभिसमण्णागया भवंति से आयवं णाणवं वेयवं धम्मवं बंभवं पण्णाणेहिं परियाणइ लोगं, मुणीति वच्चे धम्मविउ त्ति अंजू आवट्टसोए संगमभिजाणइ । શબ્દાર્થ :– जस्स इमे = જેણે આ , सद्दा = શબ્દ , रूवा = રૂપ , गंधा = ગંધ, रसा = રસ , સ્વાદ, फासा = સ્પર્શ , अभिसमण्णागया भवंति = પૂર્ણરૂપથી જાણી લીધા છે , आयवं = આત્મવાન છે, णाणवं = જ્ઞાનવાન છે , वेयवं = વેદજ્ઞ છે , આગમજ્ઞ છે , धम्मवं = ધર્મજ્ઞ છે ,बंभवं = બ્રહ્મચર્યથી સંપન્ન છે , શીલવાન છે , पण्णाणेहिं = જ્ઞાન , વિજ્ઞાન દ્વારા , परियाणइ = જાણે છે , लोगं = લોકના સ્વરૂપને , मुणी ति = મુનિ છે એમ , वच्चे = કહેવા યોગ્ય છે , धम्मविउ त्ति = ધર્મવેત્તા છે , આ પ્રમાણે , अंजू = સરળ આત્મા , आवट्ट = સંસાર ચક્રને , सोए = આશ્રવોને , संगं = કર્મબંધને , अभिजाणइ = સારી રીતે જાણે છે , જાણીને તેનો ત્યાગ કરે છે.
2