This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

उदाहु वीरे अप्पमाओ महामोहे , अलं कुसलस्स पमाएणं, संतिमरणं संपेहाए भेउरधम्मं संपेहाए । णालं पास । अलं ते ए तेहिं । एयं पास मुणि ! महब्भयं । णाइवाएज्ज कं णं । एस वीरे पसंसिए जे णिव्विज्जइ आयाणाए । શબ્દાર્થ :– उदाहु = કહ્યું છે કે , वीरे = ભગવાન મહાવીરે , अप्पमाओ = અપ્રમત્ત બનવું, महामोह = મહામોહરૂપ સ્ત્રીઓમાં , अल = દૂર રહેવું જોઈએ , બચવું જોઈએ , સમર્થ , कुसलस्स = 4

લોક વિજય અધ્ય–ર , ઉ : 4

74 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કુશળ–સૂક્ષ્મદર્શી પુરુષે , पमाएण = પ્રમાદથી , संतिमरणं = શાંતિ અર્થાત્ મોક્ષ અને મરણ અર્થાત્ સંસારના સ્વરૂપને , संपेहाए = વિચારીને , भेउरधम्मं = ક્ષણભંગુરતા , શરીરની નશ્વરતા , संपेहाए = વિચારીને , णाल = સમર્થ નથી , अलं = દૂર રહે , ते(तव ) = તને , एतेहिं = આ ભોગોથી , एय = આ , महब्भयं = મહાનભયનું કારણ છે , णाइवाएज्ज = વધ કરવો નહિ , कं णं = કોઈ પણ પ્રાણીનો, एस वीर = તે વીર , पसंसिए = પ્રસંશનીય છે , णिविज्जइ = ગભરાતા નથી , ખિન્ન થતા નથી , અલગ થતા નથી , आयाणाए = સંયમથી.

ભાવાર્થ :– ભગવાન મહાવીરે કહ્યું છે કે સાધક સ્ત્રી સંગરૂપ મહામોહથી સદા સાવધાન રહે , વિષયો પ્રતિ અનાસક્ત રહે. કુશલ પુરુષે સ્ત્રી મોહરૂપ પ્રમાદથી બચવું જોઈએ , દૂર જ રહેવું જોઈએ , શાંતિ(મોક્ષ)

અને મરણનું સમ્યક્ ચિંતન કરવું જોઈએ અથવા મરણના અસ્તિત્વનું ચિંતન કરવું જોઈએ તથા આ શરીર ક્ષણભંગુર સ્વભાવવાળું છે , આ પણ સારી રીતે વિચારતા રહેવું જોઈએ. આ ભોગો તારી અતૃપ્ત લાલસાને શાંત કરવામાં સમર્થ નથી , આ તું જો , અને તું એનાથી દૂર રહે. હે મુનિ ! આ ભોગો અતિ ભયરૂપ છે , દુઃખ રૂપ છે , તે પણ તું જો અને કોઈ પણ જીવની હિંસા કર નહિ. તે વીર પ્રશંસનીય છે , જે સંયમથી ઉદ્વિગ્ન બનતા નથી અને જે સંયમમાં હંમેશાં લીન રહે છે.

વિવેચન :

આ સૂત્રમાં સૂત્રકારે પ્રભુ મહાવીરના નિર્દેશથી સાધકોને સાવધાન કર્યા છે કે સ્ત્રીમોહાસક્ત પુરુષોના માનસને , વચનોને અને તેમના દુઃખોને જાણી સંયમી સાધકોએ સ્ત્રી આસક્તિરૂપ મહામોહથી સદા દૂર રહેવું જોઈએ. સાધક ક્યારે ય સ્ત્રી મોહમાં આકર્ષાય નહિ પરંતુ તેને મહા ભયકારી , દુઃખકારી માની , સમજી , સદા સંયમભાવોમાં સ્થિર રહે. અંતે સૂત્રમાં એવા સ્થિર સાધકોને વીર અને પ્રશંસનીય કહી સમ્માનિત કર્યા છે.

ભિક્ષાચરીમાં સમભાવ :

मे देइ कुप्पेज्जा , थोवं लद्धुं खिंसए । पडिसेहिओ परिणमेज्जा। एयं मोणं समणुवासेज्जासि । त्ति बेमि । ॥ चउत्थो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– मे = મને , देइ = ભિક્ષા આપતા નથી , कुप्पेज्जा = ક્રોધ કરવો ન જોઈએ , थोवं लद्धुं = થોડું મળવા પર, खिंसए = નિંદા કરે નહિ, पडिसेहिओ = ગૃહસ્થ ના કહે તો,परिणमेज्जा = તે ગૃહસ્થના ઘરેથી પાછો ફરી જાય , एयं मोणं = આ રીતે મુનિવ્રતનું , समणुवासेज्जासि = સમ્યક્ આચરણ કરવું જોઈએ.

ભાવાર્થ :– સાધુએ 'આ મને ભિક્ષા આપતા નથી ' એવું વિચારી ગુસ્સે ન થવું. થોડી માત્રામાં જ ભિક્ષા મળે તોપણ દાતાની નિંદા ન કરવી. ગૃહસ્થ ભિક્ષા માટે કદાચ ના કહી દે તો પણ શાંત ભાવથી પાછા ફરી 5

75

1

લોક વિજય અધ્ય–ર , ઉ : પ જવું જોઈએ.

આ રીતે મુનિધર્મનું સારી રીતે પાલન કરવું જોઈએ અર્થાત્ સમત્વમાં રહેવું જોઈએ ।। ચોથો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

આ સૂત્રમાં ભોગ નિવૃત્તિના પ્રસંગે ભિક્ષા વિધિનું વર્ણન કર્યું છે. ટીકાકારની દષ્ટિમાં તેની યથાર્થતા આ પ્રમાણે છે– મુનિ સંસાર ત્યાગીને ભિક્ષાવૃત્તિથી જીવન પસાર કરે છે. ભિક્ષા એ તેના ત્યાગનું સાધન છે પરંતુ જો ભિક્ષા આસક્તિ , ઉદ્વેગ તથા ક્રોધાદિ આવેશ સાથે ગ્રહણ કરાય , તો તે સંસારરૂપ બની જાય છે.

શ્રમણની ભિક્ષાવૃત્તિ વિકૃત બને નહિ તે માટે ભિક્ષાચર્યામાં મનને શાંત , પ્રસન્ન અને સમતા ભાવમાં રાખવાની પ્રેરણા અહીં આપી છે.

પૂર્વ સૂત્રોમાં સ્ત્રી પ્રત્યેની આસક્તિ સંબંધી વિવેકનું સૂચન છે. આ સૂત્રમાં ગોચરીના નિમિત્તથી સ્ત્રીઓ પ્રત્યે સમભાવ સૂચવેલ છે. ગોચરીમાં અધિકાંશતઃ સ્ત્રીઓનો જ સંયોગ હોય છે. બંને વિષયોનું તાત્પર્ય એ છે કે સ્ત્રીઓ પ્રત્યે આસક્તિ રાખવી નહિ તેમજ તેમના પ્રત્યે દ્વેષભાવ ન રાખતાં સમભાવ રાખવો જોઈએ.

ા અધ્યયન–ર/4 સંપૂર્ણા બીજું અધ્યયન : પાંચમો ઉદ્દેશક ગૃહસ્થાચાર અને નિર્દોષ ભિક્ષાવૃત્તિ :

जमिणं विरूवरूवेहिं सत्थेहिं लोगस्स कम्मसमारंभा कज्जंति । तं जहाअप्पणो से पुत्ताणं धूयाणं सुण्हाणं णाइणं धाईणं राइणं दासाणं दासीणं कम्मकराणं कम्मकरीणं आएसाए पुढो पहेणाए सामासाए पायरासाए सण्णिहि सण्णिचयो कज्जइ इहमेगेसिं माणवाणं भोयणाए । શબ્દાર્થ :– जमिणं = જે આ , लोगस्स = લોકોને માટે , कज्जंति = કરે છે , अप्पणो = પોતાના, णाईणं = જ્ઞાતિજનો , धाईणं = ધાત્રીઓ , राइणं = રાજા , कम्मकराणं = કર્મચારીઓ , कम्मकरीण = કર્મચારિણીઓ , आएसाए = અતિથિઓ માટે , पुढो पहेणाए = પોતાના સંબંધીઓને મોકલવા માટે, सामासाए = સાંજે જમવા માટે , पायरासाए = પ્રાતઃકાળના નાસ્તા માટે , सण्णिहिसण्णिचयो = ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરે છે , इहमेगेसिं = આ સંસારમાં કોઈ.

ભાવાર્થ :– અસંયમી પુરુષ વિવિધ પ્રકારનાં સાધનોવડે લોકોને માટે–પોતાના તેમજ બીજાને માટે 76 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કર્મસમારંભ–પચન પાચનાદિ ક્રિયાઓ કરે છે. જેમ કે– પોતાના પુત્ર , પુત્રી , પુત્રવધૂ , જ્ઞાતિજન , ધાવમાતા, રાજા , દાસ–દાસી , કર્મચારી , કર્મચારીસ્ત્રી , મહેમાન આદિના માટે તથા અનેક પ્રકારના લોકોને દેવા માટે તેમજ સાંજનું , સવારનું ભોજન કરવા માટે સન્નિધિ–દૂધ , દહીં આદિનો સંગ્રહ અને સન્નિચય–ખાંડ, ઘી આદિનો સંગ્રહ કરતા રહે છે. આ પ્રમાણે તેઓ મનુષ્યોના ભોજન માટે સંગ્રહ કરે છે.

समुठ्ठिए अणगारे आरिए आरियपण्णे आरियदंसी अयं संधी ति अदक्खु ; से णाइए , णाइयावए , णाइयंतं समणुजाणए । सव्वामगंधं परिण्णाय णिरामगंधे परिव्वए । अदिस्समाणे कयविक्कएसु । से ण किणे , किणावए , किणंतं समणुजाणए । શબ્દાર્થ :– समुठ्ठिए = સંયમમાં ઉદ્યમવંત , आरिए = આર્ય , आरियपण्ण = આર્યબુદ્ધિવંત , आरियदंसी = આર્યદર્શી , अयं संधी त्ति = આ મનુષ્યભવ આત્મ કલ્યાણનો સુંદર અવસર છે, ભિક્ષાનો સમય , अदक्खु = આ પરમાર્થ તત્ત્વને જેણે જોયેલું જાણેલું છે , णाइए = અકલ્પનીય પદાર્થને સ્વયં ગ્રહણ કરે નહિ , णाइयावए = બીજા પાસે ગ્રહણ કરાવે નહિ , णाइयंतं समणुजाणए = ગ્રહણ કરનારનું અનુમોદન કરે નહિ , सव्वामगंधं = સર્વપ્રકારના આમગંધ–આધાકર્મી આદિ દોષયુક્ત આહારનો , परिण्णाय = ત્યાગ કરતાં , णिरामगंधे = નિર્દોષ આહાર માટે , परिव्वए = ગમન કરે, कयविक्कएसु = ખરીદવા , વેચવાના વ્યવહારમાં , अदिस्समाण = નહિ દેખાતા , किणे = સ્વયં કોઈ વસ્તુ ખરીદે નહિ , किणावए = બીજા પાસે ખરીદાવે નહિ , किणतं समणुजाणए = ખરીદનારને અનુમોદન કરે નહિ.

ભાવાર્થ :– સંયમ સાધનામાં તત્પર બનેલા આર્ય , આર્યપ્રજ્ઞ અને આર્યદર્શી અણગાર દરેક ક્રિયા યોગ્ય સમયે જ કરે છે. આ માનવભવ સંધિ–આત્મકલ્યાણનો અવસર છે , એમ સમજીને અથવા ભિક્ષાના સમયને જાણીને તે સમયે ભિક્ષા ગ્રહણ કરે પરંતુ સાવદ્ય તેમજ સંગ્રહ પ્રવૃત્તિઓ કરે નહિ , બીજા પાસે કરાવે નહિ તથા કરનારની અનુમોદના પણ કરે નહિ.

તે અણગાર ભિક્ષાથી નિર્વાહ કરે છે. સર્વ પ્રકારના આમગંધ – આધાકર્માદિ દોષયુક્ત આહારનો ત્યાગ કરતાં નિર્દોષ ભોજન માટે ગમન કરે તે ક્રય–વિક્રયની પ્રવૃત્તિઓમાં જોડાય નહિ , સ્વયં ખરીદે નહિ, બીજા પાસે ખરીદાવે નહિ અને ખરીદનારની અનુમોદના કરે નહિ.

से भिक्खू कालण्णे बलण्णे मायण्णे खेयण्णे खणयण्णे विणयण्णे समयण्णे भावण्णे , परिग्गहं अममायमाणे कालेणुठ्ठाइ अपडिण्णे । दुहओ छेत्ता णियाइ । શબ્દાર્થ :– कालण्णे = કાળને જાણનાર , बलण्णे = આત્મ બળને જાણનાર , मायण्णे = માત્રા–પરિમાણને જાણનાર , खेयण्णे = ખેદને જાણનાર , खणयण्णे = અવસરને જાણનાર,विणयण्णे = વિનયને જાણનાર , समयण्णे = સ્વ સિદ્ધાંતને જાણનાર , भावण्णे = ભાવને જાણનાર છે , परिग्गहं = 2

3

77

પરિગ્રહમાં, अममायमाणे = મૂર્ચ્છિત ન થતાં, कालेणुठ्ठाइ = કાલાનુસાર અનુષ્ઠાન કરનાર,अपडिण्णे = આસક્તિ ભાવોના સંકલ્પયુક્ત પ્રતિજ્ઞાથી રહિત , दुहओ = રાગદ્વેષ બંનેથી કરાતી પ્રતિજ્ઞાને , छेत्ता = છેદન કરીને , છોડીને , णियाइ = સંયમમાં પ્રગતિ કરે.

ભાવાર્થ :– ભિક્ષા માટે ભ્રમણ કરનાર તે ભિક્ષુ કાલજ્ઞ , બલજ્ઞ , માત્રજ્ઞ , ક્ષેત્રજ્ઞ , ક્ષણજ્ઞ , વિનયજ્ઞ, સમયજ્ઞ , ભાવજ્ઞ (આ ગુણોથી યુક્ત) હોય ; પરિગ્રહ ઉપર મમત્વ નહિ રાખતા તેનો સંગ્રહ નહિ કરતા, યોગ્ય સમયે ભિક્ષાવૃત્તિ કરે , તેમાં કોઈ પણ પ્રકારનો રાગયુક્ત કે આસક્તિયુક્ત સંકલ્પ કરે નહિ. એવો સાધક રાગ અને દ્વેષનો નાશ કરતાં સંયમમાં પ્રગતિ કરે છે.

वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं उग्गहं कडासणं एतेसु चेव जाणेज्जा । लद्धे आहारे अणगारे मायं जाणेज्जा । से जहेयं भगवया पवेइयं । लाभोत्ति मज्जेज्जा , अलाभोत्ति सोएज्जा , बहुं पि लद्धुं ण णिहे । परिग्गहाओ अप्पाणं अवसक्केज्जा । अण्णहा णं पासए परिहरेज्जा । एस मग्गे आरिएहिं पवेइए , जहेत्थ कुसले णोवलिंपिज्जासि । त्ति बेमि । શબ્દાર્થ :– वत्थं = વસ્ત્ર , पडिग्गहं = પાત્રા , कंबल = કામળી , पायपुंछणं = પાદપ્રોંછન , उग्गहं = અવગ્રહ , कडासणं = કટાસણ અર્થાત્ સંસ્તારક , एतेसु चेव = આ વિષયમાં પણ , जाणेज्जा = ઉપયોગ રાખે અર્થાત્ શુદ્ધ ગ્રહણ કરે. लद्धे आहारे = આહાર પ્રાપ્ત થવા છતાં , मायं जाणेज्जा =પરિમાણને જાણે,जहा = જેમકે , इय = આહારની માત્રાને , लाभो त्ति = લાભ થવાથી, मज्जेज्जा = સાધુ ગર્વ કરે નહિ , अलाभो त्ति = લાભ ન થાય તો , सोएज्जा = શોક કરે નહિ , बहुं पि लद्धुं = ઘણું બધુ પ્રાપ્ત થઈ જવા છતાં, णिह = સંગ્રહ કરે નહિ , परिग्गहाओ= પરિગ્રહથી,अवसक्केज्जा = દૂર રાખે , अण्णहा णं = અન્ય દષ્ટિથી , ઉપેક્ષા દષ્ટિથી , पासए = જોતા સાધુ , परिहरेज्जा = પરિગ્રહનો ત્યાગ કરે , एस मग्ग = આ ન્યાય માર્ગ , आरिएहिं = આર્યપુરુષોએ , તીર્થંકરોએ , पवेइए = પ્રરૂપ્યો છે , जहेत्थ = જેને સાંભળીને,कुसल = કુશળ તત્ત્વજ્ઞ પુરુષ , णोवलिंपिज्जासि = પરિગ્રહરૂપ સંસારમાં લેપાય નહિ.

ભાવાર્થ :– તે સંયમી વસ્ત્ર , પાત્ર , કાંબળી , પાદપ્રોંછન (પગ લૂંછવાનું વસ્ત્ર) , અવગ્રહ–ઉપાશ્રય અને આસન–ચટાઈ આદિ (જે ગૃહસ્થના માટે બનાવ્યાં છે) તેની યાચના કરે. આ સર્વના વિષયમાં પણ નિર્દોષ ગ્રહણ કરવાનું ધ્યાન રાખે. આહાર પ્રાપ્ત થવા પર પણ અણગાર જિનાજ્ઞા અનુસાર તેની માત્રાનું ધ્યાન રાખે અને તેમાં પરિગ્રહ કે મમત્વ કરે નહિ. મનગમતા આહારાદિ મળી જાય , તો સાધક તેનો અહંકાર કરે નહિ અને ન મળે , તો ચિંતા કે શોક કરે નહિ. જો આહારાદિ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થાય તો તેનો સંગ્રહ કરે નહિ. પોતે પરિગ્રહથી દૂર રહે. જે રીતે ગૃહસ્થ પરિગ્રહને મમત્વ ભાવથી જુએ છે , તે રીતે સાધક જુએ નહિ પરંતુ વિરક્તિ ભાવથી જુએ અને પરિગ્રહનો ત્યાગ કરે. આ નિર્દોષ ભિક્ષાવૃત્તિનો , અનાસક્તિનો અને અપરિગ્રહનો માર્ગ તીર્થંકરોએ પ્રતિપાદિત કર્યો છે. તેને સમજીને , સ્વીકારીને કુશળ પુરુષ પરિગ્રહમાં લેપાય નહિ.

લોક વિજય અધ્ય–ર , ઉ : પ 4

78 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન :

ચોથા ઉદ્દેશામાં ભોગનિવૃત્તિનો ઉપદેશ આપ્યો છે. ભોગનિવૃત્ત ગૃહત્યાગી પૂર્ણ અહિંસાચારી શ્રમણની સામે જ્યારે શરીર નિર્વાહ માટે ભોજનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે શું કરે ? શરીરને ધારણ કરવા માટે આહાર ક્યાંથી , કેવી રીતે પ્રાપ્ત કરે કે જેથી તેની જ્ઞાન , દર્શન , ચારિત્રરૂપ યાત્રા સુખ પૂર્વક ગતિશીલ રહે , આ પ્રશ્નનું સમાધાન આ ઉદ્દેશકમાં કર્યું છે.

સૂત્રમાં કહ્યું છે કે ગૃહસ્થ પોતાના માટે તથા પોતાના સંબંધીઓ માટે અનેક પ્રકારના ભોજન તૈયાર કરે છે. ગૃહત્યાગી શ્રમણ તે ભોજનમાંથી યોગ્ય સમયે , યોગ્ય વિધિથી નિર્દોષ આહાર પ્રાપ્ત કરે છે.

તે ભોજનની સંધિ–સમયને જુએ. ગૃહસ્થના ઘરે ભિક્ષા મળે તે સમયને–અવસરને જાણે.

ચૂર્ણિકારે સંધિ ના બે અર્થ કર્યા છે– (1) સંધિ–ભિક્ષાકાળ અથવા (ર) જ્ઞાન , દર્શન , ચારિત્રરૂપ સંધિ.

સંધિનો સુઅવસર માનવજીવન છે , તેને જાણે , તેનો સદુપયોગ સંયમ આરાધનાથી કરે.

ભિક્ષાકાળના સમયનું જ્ઞાન રાખવું તે અણગાર માટે ઘણું આવશ્યક છે. ભગવાન મહાવીરના સમયમાં ભિક્ષાનો કાળ દિવસનો ત્રીજો પ્રહર મનાતો હતો. तइयाए भिक्खायरियं– ( ઉત્તરા. અ. 26

ગા.12) વર્તમાને જે દેશકાળમાં ભિક્ષાનો જે સમય હોય તેને જ ભિક્ષાકાળ કહેવાય છે. દશવૈકાલિક સૂત્રના પિંડૈષણા અધ્યયનમાં ભિક્ષાચરીનો કાળ , વિવિધ દોષ આદિનું વિસ્તારથી વર્ણન કર્યું છે.

શ્રમણ માટે અહીં ત્રણ વિશેષણો આપ્યા છે– (1) આર્ય (ર) આર્યપ્રજ્ઞ અને (3) આર્યદર્શી.

આ ત્રણે ય વિશેષણો સાર્થક છે. (1) આર્યનો અર્થ છે–શ્રેષ્ઠ આચરણવાળા અથવા ગુણી. આચાર્ય શીલાંકના મતાનુસાર જેનું અંતઃકરણ નિર્મળ હોય તે આર્ય છે. (ર) જેની બુદ્ધિ પરમાર્થમાં પ્રવૃત્ત હોય તે આર્યપ્રજ્ઞ છે. (3) જેની દષ્ટિ હંમેશાં ગુણોમાં રમણ કરે તે અથવા ન્યાય માર્ગના દષ્ટા આર્યદર્શી છે , તે 'શ્રમણ ' છે.

सव्वामगंधं :- આ શબ્દમાં , આમગંધ શબ્દ અશુદ્ધ , અગ્રહણીય આહારનો વાચક છે. સામાન્ય રીતે 'આમ' નો અર્થ અપક્વ છે. વૈદિક ગ્રંથોમાં અપક્વ–કાચા ફળ કે અન્ન આદિના માટે 'આમ ' શબ્દ વપરાયો છે. પાલીભાષાના ગ્રંથોમાં 'પાપ' ના અર્થમાં 'આમ ' શબ્દનો પ્રયોગ થયો છે. જૈન સૂત્રો તેમજ ટીકાઓમાં 'આમ ' કે 'આમગંધ ' શબ્દ આધાકર્માદિ દોષથી દૂષિત અશુદ્ધ ભિક્ષાને માટે , અકલ્પનીય આહાર માટે, સચિત્ત પદાર્થ માટે અનેક જગ્યાએ વપરાયો છે.

આ સૂત્રમાં 'આમ ' શબ્દનો પ્રયોગ ઉદ્ગમના 16 , ઉત્પાદના ના 16 દોષો તેમજ 'ગંધ ' શબ્દથી એષણાના 10 દોષ યુકત આહાર , અર્થમાં કર્યો છે. સાધુ દોષયુકત આહારને જાણીને , તેનો ત્યાગ કરે.

ભિક્ષાચરી માટે યોગ્ય ભિક્ષુના આઠ ગુણો બતાવ્યા છે તેનો વિશેષ આશય આ પ્રમાણે છે–

79

कालण्णे :- કાલજ્ઞ–ભિક્ષાના યોગ્ય સમયને જાણનારા અથવા કાલ–પ્રત્યેક આવશ્યક ક્રિયાના યોગ્ય સમયને જાણનાર , યથાસમયે પોતાનું કર્તવ્ય પુરું કરનાર 'કાલજ્ઞ ' હોય છે.

बलण्णे :- બલજ્ઞ–પોતાની શક્તિ તેમજ સામર્થ્યને ઓળખનાર તેમજ પોતાની શક્તિનો તપ , સેવાદિમાં યોગ્ય ઉપયોગ કરનારા. સ્વપરના , ઉભયના બળ અને આહારની ક્ષમતાને જાણનારા.

मायण्णे :– :– માત્રજ્ઞ–ભોજન આદિ ઉપયોગમાં લેવાતી પ્રત્યેક વસ્તુનું પરિમાણ–માત્રાને જાણનારા .

પર સ્વ– પરની આહાર માત્રાને જાણનાર તેમજ ગૃહસ્થના ઘરેથી ગોચરી લેવામાં પણ માત્રાને જાણનાર.

खेयण्णे :- ખેદજ્ઞ–બીજાનાં દુઃખ તેમજ પીડાદિને સમજનારા તથા ક્ષેત્રજ્ઞ અર્થાત્ જે સમયે કે જે સ્થાને ભિક્ષા માટે જવાનું હોય તેનું સારી રીતે જાણપણું રાખનાર.

खणयण्णे :- ક્ષણજ્ઞ–ક્ષણને અર્થાત્ અવસરને ઓળખનારા. દ્રવ્ય , ક્ષેત્ર , કાળ , ભાવની અપેક્ષાએ ઉપયોગી , અનુપયોગી અવસરને સમજનાર 'ક્ષણજ્ઞ ' છે.

विणयण्णे :- વિનયજ્ઞ– (1) જ્ઞાન , દર્શન , ચારિત્રને વિનય કહે છે. આ ત્રણેયના સ્વરૂપને સારી રીતે જાણનાર. (ર) નાના મોટા સાથે કરાતો વિનય વ્યવહાર. વ્યવહારના ઔચિત્યનું જેને જ્ઞાન હોય, જે લોક વ્યવહારના જ્ઞાતા હોય. (3) વિનયનો અર્થ આચાર પણ છે તેથી વિનયજ્ઞનો અર્થ આચારના જ્ઞાતા પણ છે.

समयण्णे :– સમયજ્ઞ. અહીં સમયનો અર્થ સિદ્ધાંત છે. પોતાના અને અન્ય દર્શનના સિદ્ધાંતોના સમ્યક્ જ્ઞાતાને 'સમયજ્ઞ ' કહેવાય છે.

भावण्णे :– ભાવજ્ઞ–વ્યક્તિના ભાવોને–ચિત્તના અવ્યક્ત આશયને , તેના હાવભાવ , ચેષ્ટા તેમજ વાણીથી ધ્વનિત થતા ગુપ્તભાવોને સમજવામાં કુશળ વ્યક્તિ 'ભાવજ્ઞ ' કહેવાય છે.

परिग्गहं अममायमाणे :- સંયમમાં અનાવશ્યક , અનુપયોગી પદાર્થો મળતાં તેને પરિગ્રહ સંજ્ઞાથી ગ્રહણ કરે નહીં , તેનો ત્યાગ કરે. તેમજ સંયમોપયોગી ગૃહિત ઉપકરણોમાં મમત્વ કરે નહીં કારણ કે

સંયમના ઉપકરણો પર મમત્વ હોય તો તે પણ પરિગ્રહ બની જાય છે.

कालेणुठ्ठाई :- કાલાનુષ્ઠાયીનું તાત્પર્ય એ છે કે યોગ્ય સમયે યોગ્ય ઉદ્યમ તેમજ પુરુષાર્થ કરનાર .

યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરનાર તેમજ અસમયમાં કાર્ય નહિ કરનાર કાલાનુષ્ઠાયી કહેવાય છે.

अपडिण्णे :–ઃ– અપ્રતિજ્ઞ–કોઈપણ પ્રકારના ભૌતિક સંકલ્પ–નિદાન નહિ કરનાર. પ્રતિજ્ઞાનો એક અર્થ અભિગ્રહ પણ છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારના અભિગ્રહોનું વર્ણન છે. તપસ્વી સાધુ એવા અભિગ્રહ કરે છે પરંતુ આ અભિગ્રહોના મૂળમાં કેવળ આત્મનિગ્રહ તેમજ કર્મક્ષયની ભાવના હોય છે , જ્યારે અહીં રાગદ્વેષથી યુક્ત કોઈ ભૌતિક સંકલ્પ–પ્રતિજ્ઞાના વિષયમાં કહ્યું છે. તેનાથી રહિત હોય , તે અપ્રતિજ્ઞ છે. શ્રમણ કોઈ પણ વિષયમાં પ્રતિજ્ઞાબદ્ધ–એકાંત આગ્રહી ન હોય , પરંતુ અનેકાંત દષ્ટિએ લોક વિજય અધ્ય–ર , ઉ : પ 80 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વિચાર કરનારો હોય.

સાધુ જીવન પસાર કરતાં મમત્વથી કેવી રીતે દૂર રહેવું. તેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ આ સૂત્રમાં બતાવેલ છે–

વસ્ત્ર , પાત્ર , આહારાદિ જીવન ઉપયોગી વસ્તુઓ વિના જીવનનો નિર્વાહ થઈ શકતો નથી.

સાધુએ આ વસ્તુઓની યાચના ગૃહસ્થ પાસે કરવી પડે છે , પરંતુ સાધક પરિગ્રહસંજ્ઞાથી તેનું ગ્રહણ કરે નહિ. સચિત્ત પરિગ્રહમાં શિષ્ય તેમજ અચિત્તમાં સંયમોપયોગી ઉપકરણોમાં મમત્વ નહિ રાખતાં સાધક સંયમમાં રહે અને બાહ્ય સાધનોનું ગ્રહણ પણ સંયમનિર્વાહની દષ્ટિએ કરે. શરીર અને સંયમના ઉપયોગી ઉપકરણમાં મમત્વ હોય તો તે પણ પરિગ્રહ બની જાય છે.

અનેકાંતદષ્ટિ પણ એકાંત નથી. પ્રત્યાખ્યાનમાં અનેકાંત માનવું યોગ્ય નથી. વિવશતા કે

દુર્બળતાના કારણે પ્રત્યેક અપવાદનું સેવન અનેકાંત હોતું નથી. જેમ સમુદ્રને પાર કરવા માટે નાવની જરૂર રહે છે પરંતુ સમુદ્રયાત્રી નાવને સાધ્ય કે લક્ષ્ય માનતા નથી , તેમાં આસક્ત પણ થતા નથી , તેને સાધન માત્ર સમજે છે અને સામે કાંઠે પહોંચીને નાવને છોડી દે છે. તેવી જ રીતે સાધક વિવશતાએ સ્વીકારેલી પ્રવૃત્તિ અને ગ્રહણ કરેલા ધર્મનાં ઉપકરણોને પરિસ્થિતિ સમાપ્ત થતાં છોડી દે છે.

उग्गहं :- અવગ્રહ. આ શબ્દના બે અર્થ છે. (1) સ્થાન– ઉપાશ્રય (ર) આજ્ઞા લઈને કોઈપણ વસ્તુ ગ્રહણ કરવી. આજ્ઞાના અર્થમાં પાંચ અવગ્રહ છે– (1) દેવેન્દ્ર અવગ્રહ (ર) રાજ અવગ્રહ (3) ગૃહપતિ અવગ્રહ (4) શય્યાતર અવગ્રહ (પ) સાધર્મિક અવગ્રહ. આ પાંચ અવગ્રહનું વર્ણન ભગવતી સૂત્ર અને આચારાંગ સૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધમાં છે.

मायं जाणेज्जा : માત્રાને જાણવી. માત્રા એટલે આહારના પરિમાણને જાણે. સામાન્ય રીતે ભોજનની માત્રાનું કોઈ નિશ્ચિત માપ હોઈ શકે નહિ કારણ કે આહારનો સંબંધ ક્ષુધા સાથે હોય છે.

સર્વની ભૂખ કે ખોરાક એક સરખા હોતા નથી. તેથી ભોજનની મર્યાદા પણ સમાન નથી. 'માત્રા ' આ શબ્દ આહાર સિવાય વસ્ત્ર , પાત્ર આદિ , ઉપકરણોની સાથે પણ જોડવો જોઈએ. ભિક્ષુ પ્રત્યેક ગ્રાહ્ય વસ્તુની આવશ્યક્તા તેમજ શાસ્ત્રોક્ત માત્રાને સમજે તથા તેમાં પણ આવશ્યકતા હોય તેટલું જ ગ્રહણ કરે.

સાધુને ગોચરી કરતાં સમયે ત્રણ માનસિક દોષો લાગવાની સંભાવના હોય છે. (1) અભિમાન–

આહારાદિ પર્યાપ્ત માત્રામાં મળી જવા પર પોતાના પ્રભાવ કે લબ્ધિ આદિનો ગર્વ થાય. (ર) પરિગ્રહ–

આહારાદિ વિપુલ પ્રમાણમાં મળતા જોઈને તેના સંગ્રહની ભાવના જાગે અથવા તેમાં આસક્તિ થાય. (3)

શોક– ઈચ્છિત વસ્તુ ન મળે તો પોતાના ભાગ્યને અથવા ગામના લોકોને નિંદે , તેના ઉપર રોષ કરે તથા આક્રોશ કરે તેમજ મનમાં દુઃખી થાય.

81

अण्णहा णं : આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– ( 1) વસ્તુના ઉપયોગમાં ગૃહસ્થથી અન્ય ભાવ (ર) પરિગ્રહ પ્રતિ ગૃહસ્થથી અન્ય ભાવ.

(1) જેમ સામાન્ય ગૃહસ્થ(અજ્ઞાની મનુષ્ય) વસ્તુનો ઉપયોગ કરે છે તે રીતે ઉપયોગ કરે નહિ.

જ્ઞાની અને અજ્ઞાની બંને વસ્તુઓનો ઉપયોગ તો કરે છે પરંતુ તેઓના ઉદ્દેશ્ય , ભાવના તથા વિધિમાં ઘણું અંતર હોય છે. જ્ઞાની પુરુષ આત્મવિકાસ તેમજ સંયમ યાત્રા માટે અનાસક્ત ભાવનાની સાથે યત્ના તેમજ વિધિપૂર્વક ઉપયોગ કરે છે. અજ્ઞાની મનુષ્ય પૌદ્ગલિક સુખને માટે આસક્તિપૂર્વક અસંયમ તથા અવિધિથી વસ્તુનો ઉપયોગ કરે છે. જ્ઞાનીનું ચિંતન અને આચરણ અજ્ઞાની કરતા 'અન્યથા દષ્ટિવાળું' અર્થાત્ ઉપેક્ષા વૃત્તિવાળું હોય છે. (ર) ધન , પરિગ્રહને ગૃહસ્થ સંગ્રહ દષ્ટિથી જુએ છે અને સાધક તેનાથી વિપરીત ઉપેક્ષા દષ્ટિથી જુએ છે તથા અન્ય દષ્ટિથી જોતાં તેનો ત્યાગ કરે , ગ્રહણ અને સંગ્રહ કરે નહિ.

परिहरेज्जा :- 'પરિહાર ' શબ્દથી પણ ચૂર્ણિકારે બે પ્રકારની દષ્ટિ બતાવી છે– (1) ધારણા પરિહાર–

બુદ્ધિથી વસ્તુનો ત્યાગ–મમત્વ ત્યાગ કરવો તે છે. (ર) ઉપભોગ પરિહાર–શરીરથી વસ્તુના ઉપયોગનો ત્યાગ (વસ્તુ–સંયમ)તે ઉપભોગ પરિહાર છે. परिहारो दुविहो धारणा परिहारो उवभोग परिहारो य । –[આચા. ચૂર્ણિ.]

આ મોક્ષમાર્ગ ઉપર ચાલનાર કુશળ પુરુષની જલકમળવત્ નિર્લેપ જીવન જીવવાની જીવન કળા છે. તે પરિગ્રહમાં લેપાતો નથી.

દુસ્ત્યાજ્ય કામભોગ અને તેનું પરિણામ :

कामा दुरतिक्कमा । जीवियं दुप्पडिबूहगं । कामकामी खलु अयं पुरिसे , से सोयइ जूरइ तिप्पइ पिट्टइ परितप्पइ । શબ્દાર્થ :– कामा = કામ વાસનાનો , दुरतिक्कमा = ત્યાગ કરવો અત્યંત કઠિન છે , जीवियं = ગૃહસ્થ જીવન , दुप्पडिबूहगं = ચલાવવું , નિર્વાહ કરવો , ઘણો કઠિન છે , कामकामी = કામભોગોની લાલસા રાખનાર , अयं पुरिसे = આ પુરુષ , સંસારના પ્રાણીઓ , से सोयइ = તે શોક કરે છે , जूरइ = ઝૂરણા કરે છે , तिप्पइ = આંસુ ટપકાવે છે , पिट्टइ–पिड्डइ = પીટે છે , દુઃખી થાય છે , परितप्पइ = પરિતાપ પામે છે , વિશેષ કષ્ટ પામે છે.

ભાવાર્થ :– કામવાસનાને જીતવી મુશ્કેલ છે. ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવો પણ અતિ કઠિન છે.

કામભોગોની ઈચ્છા રાખનાર ખરેખર આ પુરુષ(સંસારના પ્રાણીઓ) તે કામભોગો માટે શોક કરે છે , ઝૂરે છે , રડે છે , પીટે છે(પીડિત થાય છે) , પરિતાપ પામે છે.

વિવેચન :

આ સૂત્રમાં કામભોગોનાં કડવાં ફળોને બતાવ્યાં છે. ટીકાકાર આચાર્ય શીલાંકે કામના બે ભેદ 5

લોક વિજય અધ્ય–ર , ઉ : પ 82 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કહ્યા છે– (1) ઈચ્છાકામ (ર) મદનકામ. આશા , તૃષ્ણા , રતિરૂપ ઈચ્છાઓ ઈચ્છાકામ છે. તે મોહનીય કર્મના હાસ્ય , રતિ આદિ કારણોથી ઉત્પન્ન થાય છે. વાસના અથવા વિકારરૂપ કામેચ્છા મદનકામ છે , તે મોહનીય કર્મના ત્રણ વેદથી ઉત્પન્ન થાય છે.

कामा दुरतिक्कमा :- માનવ કામભોગના દુષ્પરિણામને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી તેને તેનાથી વિરક્ત બનવું કઠિન છે. જેમ કામભોગોનો ત્યાગ કરવો કઠિન છે તેમ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવો પણ કઠિન છે , છતાં કામભોગોને ત્યાગવા અસમર્થ માનવ ગૃહસ્થ જીવનના નિર્વાહના ભારથી દુઃખી થઈ જાય છે તેનું જીવંત ચિત્ર શાસ્ત્રકારે ' सोयइ झूरइ ' શબ્દો વડે પ્રગટ કર્યું છે.

દીર્ઘદષ્ટા અને કર્મક્ષય કરનાર સાધક :

आयतचक्खू लोगविपस्सी लोगस्स अहोभागं जाणइ , उड्ढं भागं जाणइ तिरियं भागं जाणइ , गढिए लोए अणुपरियट्टमाणे । संधिं विदित्ता इह मच्चिएहिं , एस वीरे पसंसिए जे बद्धे पडिमोयए । શબ્દાર્થ :– आयतचक्खू = દીર્ઘદષ્ટિવાળા , દીર્ઘદર્શી , लोगविपस्स ી = લોકને જોનાર , लोगस्स अहोभाग = લોકના અધોભાગને , अणुपरियट्टमाणे = પરિભ્રમણ કરે છે , संधिं विदित्ता= સંધિ–ધર્મ પ્રાપ્તિના અવસરને જાણીને , इह मच्चिएहिं = આ મનુષ્ય જન્મમાં જ , पसंसिए = પ્રશંસનીય છે , जे बद्धे = જે કર્મોથી બંધાયેલા આત્માને , पडिमोयए = મુક્ત કરવામાં સમર્થ છે.

ભાવાર્થ :– દીર્ઘદર્શી અને લોકસ્વરૂપદર્શી સાધક લોકના અધોભાગને જાણે છે , ઊર્ધ્વભાગને જાણે છે, તિરછા ભાગને જાણે છે અને ત્યાં રહેલાં પ્રાણી વિષય કષાયમાં લુબ્ધ બની જન્મમરણ કરે છે , તે પણ જાણે છે.

તે દીર્ઘદષ્ટા સાધક મરણધર્મા આ માનવદેહના માધ્યમથી મોક્ષ , તેમજ સંસારની સંધિને સમજીને, પોતાના આત્માને બંધાયેલા કર્મોથી મુક્ત કરે છે , તે જ વીર છે , તે જ પ્રશંસાને યોગ્ય છે.

વિવેચન :

आयतचक्खू :- દીર્ઘદષ્ટિ , સર્વાંગ ચિંતનશીલતા , અનેકાંત દષ્ટિ. અનેકાંતદષ્ટિથી તે વિવિધ વિષયો પર ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં સમર્થ હોય છે. આ લોક , પરલોકનાં દુઃખને જોવાની ક્ષમતા રાખનાર આયતચક્ષુ છે.

लोगविपस्सी :- (લોક દર્શન) લોકને જોવો. અહીં અધોભાગનો અર્થ છે અધોભાગવર્તી નૈરયિકોને જાણવા. તે વિષય કષાયના કારણે શોક–પીડાદિથી દુઃખી થાય છે. લોકના ઊર્ધ્વભાગવર્તી દેવ તથા મધ્યભાગવર્તી મનુષ્ય તેમજ તિર્યંચ વગેરે પણ વિષય કષાયમાં આસક્ત બની શોક તેમજ પીડાથી દુઃખી 6

83

છે. દીર્ઘદર્શી સાધક આ વિષયમાં ચિંતન કરે કે આ સમસ્ત લોકના જીવો વિષય કષાયને વશીભૂત થઈને દુઃખી થાય છે અને પરિભ્રમણ કરે છે , માટે વિષય કષાયથી મુક્ત થવાનો જ નિરંતર પ્રયત્ન કરવો જોઈએ.

કામભોગના સેવનથી ક્યારે ય કામવાસના શાંત કે તૃપ્ત થતી નથી પરંતુ અગ્નિમાં ઘી હોમવાથી જેમ અગ્નિ વધે છે તેમ વિષય રૂપી અગ્નિ કામ સેવનથી વધારે પ્રજ્વલિત થાય છે. કામી વ્યક્તિ વારંવાર કામભોગની પાછળ દોડે છે , દોડને અંતે તો અશાંતિ અને અતૃપ્તિ જ થાય છે. તેથી કામને અકામ(વૈરાગ્ય)થી શાંત કરવાનો પ્રયત્ન કરવો જ હિતકારી છે.

શરીરના ત્રણ ભાગની કલ્પના કરી તેના ઉપર ચિંતન કરવું તે શરીર દર્શન છે , જેમકે– (1)

અધોભાગ–નાભિથી નીચેનો ભાગ (ર) ઊર્ધ્વભાગ–નાભિથી ઉપરનો ભાગ (3) તિર્યગ્ભાગ– નાભિનું સ્થાન. એ ત્રણે ય ભાગો ઉપર ચિંતન કરે. આ ચિંતન અશુચિ ભાવનાનું એક સુંદર માધ્યમ પણ છે.

તેનાથી શરીરની ક્ષણભંગુરતા , અસારતા આદિની ભાવના દઢ બની જાય છે , તેથી શરીર પ્રત્યે નિર્મમત્વ ભાવ જાગૃત રહે છે.

ત્રણે ય લોક ઉપર જુદી જુદી દષ્ટિઓથી ચિંતન કરવું તે ધ્યાનની એક વિલક્ષણ પદ્ધતિ છે.

ભગવાન મહાવીર પોતાના સાધના કાળમાં ઊર્ધ્વલોકમાં , અધોલોકમાં તથા તિરછા લોકમાં રહેલાં તત્ત્વો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સમાધિ ભાવમાં લીન બની જતા હતા. તે નવમાં અધ્યયનમાં કહેલ છે. 'લોક ભાવના ' માં પણ ત્રણે ય લોકના સ્વરૂપનું ચિંતન તથા ત્યાં રહેલા પદાર્થો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એકાગ્ર બની શકાય છે.

संधिं विदित्ता :- ટીકાકારે સંધિનો અર્થ અવસર કર્યો છે. આ મનુષ્ય જન્મ જ્ઞાનાદિની પ્રાપ્તિનો , આત્મ વિકાસ કરવાનો તથા અનંત આત્મવૈભવ પ્રાપ્ત કરવાનો સુવર્ણ અવસર છે. તેને જાણીને સાધક કામથી વિરક્ત બને અને 'કામવિજયી ' બને.

સંધિ દર્શનનો એક અર્થ એ પણ કર્યો છે કે શરીરના સાંધાઓનું સ્વરૂપ જોઈને શરીર પ્રત્યે રાગ રહિત થવું. શરીર તો કેવળ હાડકાંનું માળખું માત્ર છે , તેના પ્રત્યેની આસક્તિને ઓછી કરવી. શરીરમાં 180 સંધિઓ માનેલી છે. તેમાં 14 મહાસંધિઓ છે , તેના ઉપર વિચાર કરવો તે પણ સંધિદર્શન છે.

जे बद्धे पडिमोयए :- (1) જે સાધક પોતાને કામવાસનાથી , કર્મબંધથી મુક્ત કરે તે વીર છે , પ્રશંસનીય છે. (ર) જે સાધક ઉપદેશ દ્વારા સંસારમાં આબદ્ધ પ્રાણીઓને મુક્ત કરાવે તે વીર અને પ્રશંસનીય છે.

દેહની અસારતા :

जहा अंतो तहा बाहिं , जहा बाहिं तहा अंतो । अंतो अंतो पूइदेहंतराणि पासइ पुढो वि सवंताइं । पंडिए पडिलेहाए । से मइमं परिण्णाय मा हु लालं 7

લોક વિજય અધ્ય–ર , ઉ : પ 84 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ पच्चासी । मा तेसु तिरिच्छमप्पाण मावायए । શબ્દાર્થ :– जहा अंतो = આ શરીરમાં અંદર જેવા અશુચિ પદાર્થો છે , तहा बाहिं = તેવા બહાર આવે છે , जहा बाहिं = જેવા બહાર દેખાય છે , तहा अंतो = તેવા જ ભીતર છે, अंतो अंतो = શરીરના અંદરના , पूइदेहंतराणि = અપવિત્ર પદાર્થોથી ભરેલી દેહની અવસ્થાઓને , पासइ = જાણે છે , જુએ છે , पुढो वि = અલગ અલગ , सवंताइं = બહાર નીકળ તા(સ્રવતા)અપવિત્ર પદાર્થોને , पंडिए पडिलेहाए = પંડિત પુરુષ આ શરીરના સ્વરૂપની સારી રીતે પ્રેક્ષા કરે , मा पच्चासी = ત્યાગેલા ભોગોની ફરી ઈચ્છા કરે નહિ , = જે , हु = નિશ્ચયથી , लाल = મુખની લાળની જેમ , तेसु = સમ્યગ્જ્ઞાનાદિથી , तिरिच्छं = પ્રતિકૂળ , વિપરીત , मा आवायए = થવા ન દે.

ભાવાર્થ :– આ દેહની અંદર જેવા અશુચિમય પદાર્થ ભર્યા છે તેવા જ બહાર આવે છે અને જેવા પદાર્થ બહાર દેખાય છે તેવા જ ભીતરમાં ભર્યા છે. આ શરીરની અંદર અશુદ્ધિ ભરેલી છે. તે દેહની અવસ્થાઓને સાધક જુએ અને શરીરના નવ દ્વારમાંથી ઝરતા અશુચિમય પદાર્થોને પણ જુએ. આ રીતે પંડિતજન શરીરની અશુચિને સારી રીતે જુએ , વિચાર કરે.

તે બુદ્ધિમાન સાધક ભોગોનો ત્યાગ કર્યા પછી તેને વમન કરેલી મુખ લાળની સમાન સમજીને ક્યારે ય ફરીથી ચાટે નહીં , સ્વીકારે નહીં અને સંયમથી વિપરીત આચરણોમાં ક્યારે ય આત્માને જોડે નહીં.

વિવેચન :

આ સૂત્રમાં અશુચિ ભાવનાનું વર્ણન છે. શરીરની અશુચિને દર્શાવતાં કહ્યું છે કે– આ શરીર મળ , મૂત્ર , લોહી , માંસ , અસ્થિ , મજ્જા , શુક્રાદિ ભરેલ છે , તે જ પદાર્થો બહાર આવે છે. જેવી રીતે અશુચિથી ભરેલો ઘડો અંદરથી અપવિત્ર હોય છે તેને બહારથી ધોવા છતાં શુદ્ધ બનતો નથી. એ જ રીતે અંદરથી અપવિત્ર શરીર સ્નાનાદિ કરવા છતાં બહારથી અપવિત્ર જ રહે છે. અશુચિ ભરેલા માટીના ઘડામાંથી જેમ છિદ્રો દ્વારા અશુચિ ઝરે છે તેમ શરીરના રૂંવાડાં તથા અન્ય છિદ્રો દ્વારા અશુચિ બહાર નીકળતી રહે છે. તે પ્રકારનું ચિંતન કરી શરીરની સુંદરતા પ્રત્યે રાગ તથા મોહને દૂર કરવા જોઈએ.

આ અશુભ નિમિત્તથી શુભ તરફ ગતિશીલ થવાની એક રીત છે. શરીરની અશુચિ તેમજ અસારતાનું ચિંતન કરવાથી સ્વાભાવિક રીતે જ તેના તરફની આસક્તિ તથા મમત્વ છૂટી જાય છે.

जहा अंतो तहा बाहिं :- નો એક અર્થ ભાવાર્થમાં કર્યો છે અને બીજો અર્થ આ પ્રકારે છે કે સાધકે પૂર્ણ સરળ હૃદયી રહેવું જોઈએ. તેના ભીતરમાં જે વાસ્તવિક ભાવો છે તે જ વચનથી વ્યક્ત થવા જોઈએ અને વચનથી પોતાના જેવા ભાવો બતાવે, તેવા જ ભાવો અંતરમાં રાખવા જોઈએ. અંદર અને બહાર નીકળતા ભાવોમાં કોઈ પણ જાતનો તફાવત ન હોવો જોઈએ. છળકપટના ભાવોનો ત્યાગ તેના જીવનમાં નિતાંત આવશ્યક છે. તાત્પર્ય એ છે કે બહાર તથા અંદર એકરૂપ સર્વાંગ શુદ્ધિ હોવી અનિવાર્ય છે.

85

लालं पच्चासी :- જેમ સજ્જન પુરુષ માટે મોઢાથી ત્યજેલી લાળને પાછી ખેંચવી યોગ્ય નથી તેમ સાધકને ત્યજેલા ભોગોને કે ગૃહસ્થ જીવનને પુનઃ સ્વીકારવું યોગ્ય નથી.

मा तेसु तिरिच्छं अप्पाणमावायए :- હે સાધક ! જ્ઞાન , દર્શન , ચારિત્રનો માર્ગ સહજ , સરળ તથા સીધો છે. તેનાથી મિથ્યાત્વ , કષાયાદિનો માર્ગ ઊલટો તિરછો છે અર્થાત્ વક્ર છે. જ્ઞાનાદિથી વિપરીત સંસાર માર્ગમાં ન જવું જોઈએ. આત્માને મોક્ષથી વિપરીત માર્ગમાં ક્યારે ય જોડવો ન જોઈએ.

ઈહલોકિક પ્રવૃત્તિશીલ માનવની દશા :

कासंकासे खलु अयं पुरिसे , बहुमायी , कडेण मूढे , पुणो तं करेइ लोहं , वेरं वड्ढेइ अप्पणो । जमिणं परिकहिज्जइ इमस्स चेव पडिबूहणयाए । अमरायइ महासड्ढी । अट्टमेयं तु पेहाए । अपरिण्णाए कंदइ । શબ્દાર્થ :– कासंकासे = આ કર્યું , આ કરીશ , આવા સંકલ્પવાળો , बहुमायी = ઘણી માયા કરે છે, कडेण मूढे = કિંકર્તવ્યમૂઢ થઈને દુઃખ ભોગવે છે , पुणो = ફરી , तं लोहं करेइ = તે વિષય ભોગોમાં આસક્તિ કરે છે , वेरं वड्ढेइ = વેર વધારે છે , अप्पणो = પોતાનું , जमिणं = જે આ , परिकहिज्जइ = વારંવાર કથન કરે છે , इमस्स चेव = આ નાશવંત શરીરની , पडिबूहणयाए = વૃદ્ધિ માટે પ્રાણાતિપાત આદિ કરે છે , अमरायइ = દેવની જેમ હંમેશ અમર માને છે , महासड्ढी = જીવવાની મહાશ્રદ્ધા રાખનાર, अट्टं = દુઃખ પામે છે , एयं = આ , पेहाए = જોઈને બુદ્ધિમાન ભોગની ઈચ્છા કરે નહિ , अपरिण्णाए = અપરિજ્ઞાત– વિષયભોગના પરિણામથી અજાણ અને તેમાં આસક્ત , कंदइ = આક્રંદન કરે છે , રડે છે.

ભાવાર્થ :– કામભોગોમાં આસક્ત આ પુરુષ વિચારે છે કે–મેં આ કાર્ય કર્યું , હું આ કાર્ય કરીશ. આ પ્રકારની આકુળતાના કારણે તે બીજાને ઠગે છે , માયા–કપટ કરે છે અને ફરી પોતે કરેલી માયાજાળમાં ફસાઈને મૂઢ બની જાય છે. તે મૂઢભાવથી ગ્રસિત થઈને ફરી લોભ કરે છે અને તેના કારણે પાપ કૃત્યો કરી જીવોની સાથે પોતાનું વેર વધારે છે. જે કંઈ પણ તે કહે છે અને કરે છે તે આ જીવનને પુષ્ટ કરવા માટે જ કરે છે. તે દેવતાની જેમ પોતાને અમર માનીને અર્થાત્ અત્યંત દીર્ઘાયુ માનીને જીવવાની અસીમ શ્રદ્ધાથી ચાલતો રહે છે. તાત્પર્ય એ છે કે મરવાનું છે એ વાતને ક્યારેય યાદ કરતો નથી. તું જો ! આવા તે પ્રાણી સંસારમાં મહાપીડિત તેમજ દુઃખી છે. અજ્ઞાનદશામાં પડેલાં તે પ્રાણી પોતાના દુઃખના કારણે રડે છે, ક્રંદન કરે છે.

વિવેચન :

આ સૂત્રમાં અશાંતિ અને દુઃખનાં મૂળ કારણો પર પ્રકાશ પાડ્યો છે. 'આ કર્યું , હવે આ કરવાનું છે ' આ પ્રકારની સંકલ્પની જાળમાં ફસાઈને માનવી મૂઢ થઈ જાય છે. તે વાસ્તવિક જીવનથી દૂર થઈને સ્વપ્નની દુનિયામાં જીવે છે. સૂત્રકારે મનની આ સ્થિતિને कासंकासेे– શબ્દ દ્વારા વ્યક્ત કરેલ છે.

8

લોક વિજય અધ્ય–ર , ઉ : પ 86 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આવો સ્વપ્નદર્શી મનુષ્ય કામ અને ભૂખની વૃત્તિઓને સંતુષ્ટ કરવા માટે અનેકવિધ દુષ્પ્રવૃત્તિઓનું આચરણ કરે છે , વેર વધારે છે. જીવનમાં તે એવો આસક્ત બની જાય છે કે બીજાને મરતાં જોઈને પણ પોતાને અમર માનવા લાગે છે.

શ્રી શીલાંકાચાર્યે તેનું ઉદાહરણ આપતા વ્યાખ્યા કરી છે કે–'અર્થલોભી વ્યકિત સૂવાના સમયે સૂઈ શકતો નથી , સ્નાનના સમયે સ્નાન કરી શકતો નથી. તે બિચારો ભોજનના સમયે ભોજન પણ કરી શકતો નથી. તે રાત દિવસ ધનનું ચિંતન કરે છે. આ સ્થિતિમાં તે પોતે પોતાને વિસરી જાય છે.

મૃત્યુ જેવી અવશ્ય થનારી ક્રિયાને પણ તે ભૂલી જાય છે. મૃત્યુ આવવાનું છે તે વાતને તે ક્યારે ય યાદ કરતો નથી.

એક વાર રાજગૃહીમાં ધન નામનો સાર્થવાહ આવ્યો. તે દિવસ–રાત ધનને ઉપાર્જન કરવામાં જ લીન રહેતો. તેની વિશાળ સમૃદ્ધિની ચર્ચા સાંભળીને મગધસેના નામની ગણિકા તેના આવાસે ગઈ.

સાર્થવાહ ધનના આવક–જાવકના હિસાબમાં અને સોનામહોરને ગણવામાં એટલો લીન હતો કે તેના દરવાજે ઊભેલી સુંદરી તરફ તેનું ધ્યાન ન ગયું , તેને જોઈ નહિ. મગધસેનાનો અહંકાર જાગી ઊઠ્યો. દાંત કચકચાવતી ઉદાસીન ભાવે સમ્રાટ જરાસંધના દરબારમાં ગઈ. જરાસંધે પૂછયું–સુંદરી તમે ઉદાસ કેમ છો ? કોણે તમારું અપમાન કર્યું ? મગધસેનાએ વ્યંગ સાથે કહ્યું કે તે અમરે. જરાસંધે આશ્ચર્યપૂર્વક પૂછયું કે કોણ અમર ? ગણિકા એ કહ્યું કે ધન સાર્થવાહ. તે ધનની ચિંતામાં , સોનામહોરો ગણવામાં એવો મસ્ત હતો કે હું તેના દ્વારે પહોંચી ગઈ તો પણ તે મને જોઈ ન શક્યો. તો પછી તેના મૃત્યુને તે કેવી રીતે જોશે ?

તે તેની જાતને અમર માને છે. આ રીતે અર્થલોલુપ વ્યક્તિની માનસિક દુર્બળતાને પ્રકાશિત કરતાં શાસ્ત્રકાર કહે છે કે–ભોગ અને ધનમાં આસક્ત વ્યક્તિ પોતાને અમર માનવા લાગે છે.

अपरिण्णाय कंदइ :- અતિ આસક્તિનું પરિણામ છે– આર્તતા , પીડા , અશાંતિ અને રડવું. ભોગને મેળવવાની આકાંક્ષામાં પ્રાણી પહેલાં પણ રડે છે અને પછી ભોગ ચાલ્યા જવાના કારણે પણ રડે છે. આ રીતે ભોગાસક્તિનું સમસ્ત પરિણામ રડવાનું જ છે.

बहुमायी :- આ શબ્દથી ક્રોધ , માન , માયા અને લોભ , આ ચારે ય કષાયનો બોધ થાય છે. અવ્યવસ્થિત ચિત્તવાળી વ્યક્તિ ક્યારેક માયા , ક્યારેક ક્રોધ , ક્યારેક અહંકાર અને ક્યારેક લોભ કરે છે. વિક્ષિપ્ત ચિત્તવાળી વ્યક્તિ પાગલ જેવું આચરણ કરે છે.

સદોષચિકિત્સા નિષેધ :

से तं जाणह जमहं बेमि । तेइच्छं पंडिए पवयमाणे से हंता छेत्ता भेत्ता लुंपित्ता विलुंपित्ता उद्दवइत्ता ' अकडं करिस्सामि ' त्ति मण्णमाणे जस्स वि णं करेइ , अलं बालस्स संगेणं , जे वा से कारेइ बाले । ण एवं अणगारस्स जायइ । त्ति बेमि । 9

87

॥ पंचमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– से तं = માટે આ વાતને, जाणह = સમજો, जमहं = જે હું,बेमि = કહું છું , तेइच्छ = કામ ચિકિત્સાનો , पंडिए = પોતાને પંડિત માનતા , पवयमाणे = કથન કરનાર , ઉપદેશક , से = પ્રાણીઓનું, अकडं करिस्सामि त्ति = જે કાર્ય બીજાએ નથી કર્યું તે હું કરીશ આ પ્રમાણે , मण्णमाणे = માનતો, जस्स वि णं = જે કોઈને માટે પણ તે એવું , करेइ = અહિત કરે છે , संगेणं अल = સંગ કરવો જોઈએ નહિ , वा μ અને, से = તેનાથી , પ્રાણી હિંસાથી , कारेइ = ચિકિત્સા કરાવે છે , एव = આ રીતે , जायइ = કલ્પતું નથી.

ભાવાર્થ :– હું જે કહું છું તે તમે જાણો અર્થાત્ આગળ કહેવામાં આવતા વિશેષ વિષયને પણ તમો સાંભળો અને સમજો. પોતાને ચિકિત્સા પંડિત કહેવડાવતા કેટલાક વૈદ્ય , સાવદ્ય ચિકિત્સામાં પ્રવૃત્ત હોય છે. તેઓ ચિકિત્સા માટે અનેક જીવોની હિંસા કરે છે , છેદન ભેદન કરે છે , પ્રાણીઓના સુખનો નાશ કરે છે, વિશેષ નાશ કરે છે. તેઓ પ્રાણીનો વધ કરે છે. 'પહેલાં કોઈએ જે નથી કર્યું તેવું હું કરીશ ' એમ માનતા તે કોઈની પણ ચિકિત્સા કરે છે. તેવા અજ્ઞાનીના સમાગમથી પણ દૂર જ રહેવું જોઈએ અને જે આવી ચિકિત્સા કરાવે છે , તે પણ અજ્ઞાની છે , તેનાથી પણ દૂર રહેવું જોઈએ. તેની સંગતિ કે સંપર્ક કરવો જોઈએ નહિ. અણગારને આવી કોઈ પણ ચિકિત્સા કરવી કે કરાવવી કલ્પતી નથી. –એમ ભગવાને કહ્યું છે.

।। પાંચમો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :

આ સૂત્રમાં હિંસાજન્ય ચિકિત્સાનો નિષેધ કર્યો છે. તેનું ત્રણ પ્રકારે સ્પષ્ટીકરણ થાય છે (1)

પૂર્વનાં સૂત્રોમાં કામ વિષયકનું વર્ણન હોવાથી પ્રસ્તુત સૂત્રમાં કામચિકિત્સાને લક્ષ્યમાં લઈને કથન કર્યું હોય તેમ જણાય છે. કામવાસનાની તૃપ્તિ માટે મનુષ્ય અનેક પ્રકારની ઔષધિઓનું સેવન કરે છે , શરીરના અવયવો ઢીલા કે શક્તિક્ષીણ થવા પર અન્ય પશુઓના અંગ , ઉપાંગ–અવયવ લગાડીને કામસેવનની શક્તિને વધારવાની ઈચ્છા કરે છે. તે નિમિત્તે વૈદ્ય અનેક પ્રકારની હિંસા કરે છે. તેથી ચિકિત્સક અને ચિકિત્સા કરાવનાર બંને આ હિંસાના ભાગીદાર બને છે. સાધકને માટે આ પ્રકારની ચિકિત્સાનો અહીં નિષેધ કર્યો છે.

(ર) બીજો દષ્ટિકોણ વ્યાધિ ચિકિત્સા (રોગોપચાર)નો પણ છે.

શ્રમણ બે પ્રકારના છે– જિનકલ્પી અને સ્થવિરકલ્પી (1) જિનકલ્પી શ્રમણ સંઘથી અલગ, સ્વતંત્ર , એકાકી રહી સાધના કરે છે. તે પોતાના શરીરની સાર સંભાળ , રોગોપચારાદિ કરતા નથી અને કરાવતા પણ નથી. (ર) સ્થવિરકલ્પી શ્રમણ સંઘ સાથે જીવન જીવે છે. સંયમયાત્રાનો સમાધિપૂર્વક નિર્વાહ કરવા માટે નિર્દોષ ભોજન અને નિર્દોષ ઔષધિ આદિનો ઉપયોગ કરીને સાધનાને જાળવી રાખે છે પરંતુ સ્થવિરકલ્પી શ્રમણ શરીરના મોહથી બીમારી આદિના નિવારણ માટે હિંસક કે દોષિત ચિકિત્સા કરાવતા લોક વિજય અધ્ય–ર , ઉ : પ 88 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1

નથી. સૂત્રમાં તેનો સ્પષ્ટ નિષેધ કર્યો છે.

(3) મંત્ર , તંત્રથી પણ કોઈ પણ પ્રકારની ચિકિત્સા કે પરપીડાકારી પ્રવૃત્તિ થાય , તે પ્રકારની ક્રિયા મુનિને કરવી , કરાવવી યોગ્ય નથી. સાધુ માટે આવી ચિકિત્સાનો નિષેધ કર્યો છે. આ રીતે મુનિને સાવદ્ય ચિકિત્સાનો સૂત્રકારે નિષેધ કર્યો છે.

ા અધ્યયન–ર/પ સંપૂર્ણા બીજું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક દોષની પરંપરા :

से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए तम्हा पावं कम्मं णेव कुज्जा कारवेज्जा । सिया तत्थ एगयरं विप्परामुसइ छसु अण्णयरम्मि कप्पइ । सुहठ्ठी लालप्पमाणे सएण दुक्खेण मूढे विप्परियासमुवेइ । सएण विप्पमाएण पुढो वयं पकुव्वइ जंसिमे पाणा पव्वहिया । पडिलेहाए णो णिकरणयाए । एस परिण्णा पवुच्चइ कम्मोवसंति । શબ્દાર્થ :– तं = તે પૂર્વે આપેલા ઉપદેશને , संबुज्झमाणे = સમજતાં , જાણતાં , आयाणीय = સંયમને , समुठ्ठाए = ગ્રહણ કરીને , सिया = કદાચિત , જો , तत्थ = ત્યાં , एगयरं = કોઈ એક કાયનો પણ, विप्परामुसइ = આરંભ કરે છે , छसु अण्णयरम्मि = છએમાંથી કોઈપણ કાયનો આરંભ , कप्पइ = કરે છે , सुहठ्ठी = વિષય સુખેચ્છુ , लालप्पमाण = મન , વચન કાયાથી સાવદ્ય ક્રિયા કરતો , सएण = પોતે કરેલા , दुक्खेण = કર્મ કૃત દુઃખથી, विप्परियासमुवेइ = વિપરીત ભાવ પ્રાપ્ત કરે છે , દુઃખ પ્રાપ્ત કરે છે, सएण = પોતાના , विप्पमाएण = પ્રમાદના કારણે , पुढो = પૃથક્–પૃથક્ રૂપે , वयं पकुव्वइ = પોતાના સંસારને વધારે છે , जंसि =જે સંસારમાં , इमे = આ પ્રાણી , पव्वहिया = કષ્ટ પ્રાપ્ત કરે છે, पडिलेहाए = જ્ઞાની આ જાણીને , णो णिकरणयाए = શારીરિક , માનસિક ક્લેશ થાય તેવા કર્મો કરે નહિ , एस = આ સાવદ્ય નિવૃત્તિ જ , परिण्णा = સાચું જ્ઞાન , पवुच्चइ = કહેવાય છે , कम्मोवसंति = કર્મ ઉપશાંત થાય છે.

ભાવાર્થ :– પૂર્વે કહેલા વિષયને સમ્યક્ પ્રકારે જાણી સાધક સંયમ સાધનામાં સમુદ્યત બને ત્યાર પછી તે સંયમમાં સાવધાન રહી સ્વયં પાપ કરે નહિ , બીજા પાસે પાપ કરાવે નહિ અને તેની અનુમોદના પણ કરે નહિ. કદાચ પ્રમાદ કે અજ્ઞાનવશ જ્યારે તે કોઈ એક જીવકાયનો આરંભ કરે છે , ત્યારે તે છએ જીવકાયોમાંથી કોઈનો પણ સમારંભ કરે છે. તે સુખનો અભિલાષી વારંવાર સુખની ઈચ્છા કરે છે , પરંતુ સ્વકૃત કર્મોનાં કારણે અથવા કર્મોદય જન્ય દુઃખોનાં કારણે મૂઢ બની જાય છે અને વિષયાદિ સુખને બદલે 89

દુઃખને પ્રાપ્ત કરે છે. તે પોતાના અત્યંત પ્રમાદના કારણે જ અનેક યોનિઓમાં પરિભ્રમણ કરે છે. ત્યાં તે અત્યંત દુઃખ ભોગવે છે. સંસારમાં પ્રાણીઓ કષ્ટ પ્રાપ્ત કરે છે , તે જાણીને જ્ઞાની પુરુષ શારીરિક માનસિક ક્લેશ થાય તેવા કર્મ કરે નહીં.

સાવદ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ એ જ સાચું જ્ઞાન , વિવેક કહેવાય છે અને તેનાથી જ કર્મોની શાંતિ, મુક્તિ પ્રાપ્ત થાય છે. આ જાણીને વિવેકી પુરુષ સાવદ્ય કાર્યોનો ત્યાગ કરી દે.

વિવેચન :

પૂર્વના ઉદ્દેશકોમાં પરિગ્રહ તથા કામની આસક્તિથી ગ્રસ્ત મનુષ્યની મનોદશાનું વર્ણન કર્યું છે.

આ સંદર્ભમાં અહીં કહ્યું છે– આસક્તિથી થનારાં દુઃખોને સમજીને સાધક કોઈ પણ પ્રકારનાં પાપકાર્ય કરે નહિ.