This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
लोभमलोभेण :- જેમ આહારનો ત્યાગ તાવનું ઔષધ છે તેમ લોભનો ત્યાગ તૃષ્ણાનું ઔષધ છે .
સંતોષભાવમાં આવી જવાથી તૃષ્ણા વધતી નથી.
पारगामिणो :- (1) જે વિષયોથી મુક્ત થઈ જાય છે તે સંસારના પારગામી છે. (ર) સંયમ વિધિઓનું પૂર્ણ રીતે પાલન કરનાર સંયમના પારગામી છે. એ બંને પ્રકારના પારગામી સંસારથી મુક્ત થાય છે.
3
59
विणावि लोभं અને विणइतु लोभं આ બે પ્રકારનો પાઠ પ્રતિઓમાં મળે છે. બંનેનો અર્થ સમાન છે–
पडिलेहाए :- પ્રતિલેખનાનો અર્થ છે સારી રીતે જોવું. સાધક જ્યારે પોતાના આત્મહિતનો વિચાર કરે છે ત્યારે વિષયોના કડવાં પરિણામ તેની સામે આવે છે અને તે તેનાથી દૂર રહે છે. આ રીતે અનુપ્રેક્ષા પૂર્વકનો જાગેલો વૈરાગ્ય સ્થિર હોય છે. તે વિષયો તરફ ક્યારે ય પાછા ફરતા નથી. તે જ વાસ્તવિક રીતે 'અણગાર' કહેવાય છે.
સાવદ્યઅનુષ્ઠાનના પ્રયોજનો :–
अहो य राओ य परितप्पमाणे कालाकालसमुठ्ठायी संजोगठ्ठी अठ्ठालोभी आलुंपे सहसक्कारे विणिविठ्ठचित्ते एत्थ सत्थे पुणो पुणो । से आयबले , से णायबले , से मित्तबले , से पेच्चबले , से देवबले , से रायबले , से चोरबले , से अतिहिबले , से किवणबले , से समणबले , इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंडसमायाणं । संपेहाए भया कज्जइ , पावमोक्खो त्ति मण्णमाणे अदुवा आसंसाए । શબ્દાર્થ :– आयबले = બળવાન બનવા માટે,णायबले = જ્ઞાતિબળની વૃદ્ધિ માટે , मित्तबले = મિત્રબળ માટે , पेच्चबले = મર્યા પછી પરભવમાં બળવાન થવા માટે , देवबले = દેવબળ માટે , रायबले= રાજબળ માટે, चोरबले = ચોરબળ માટે , अतिहिबले = અતિથિબળ માટે , किवणबले = કૃપણબળ માટે,समणबले = શ્રમણબળ માટે,कज्जेहिं= કાર્યોથી,दंडसमायाणं = પ્રાણીઓને દંડ આપે છે , હિંસાનું આચરણ કરે છે, भया= ભયથી,कज्जइ= કરે છે,पावमोक्खोत्ति= અમે પાપથી મુક્ત થઈ જશું એમ,मण्णमाणे= માનતાં કોઈ, आसंसाए = ભાવીમાં શુભ ફળ મળે તે ભાવથી.
ભાવાર્થ :– તે પ્રમાદી તથા આસક્ત વ્યકિત સ્વજનો માટે ધન કમાવા અને તેની રક્ષા કરવા માટે રાતદિવસ , કાળ–અકાળ જોયા વિના પ્રયત્નશીલ રહે છે અને પરિતાપ પામે છે. તે કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બનીને, વિષયોમાં દત્ત ચિત્ત બનીને કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયપણે સંસારમાં ચોરી–લૂંટફાટ કરે છે તથા છકાયના જીવોની વારંવાર હિંસા કરે છે.
તે આત્મબળ (શરીરબળ) , જ્ઞાતિબળ , મિત્રબળ , પ્રેતબળ , દેવબળ , રાજબળ , ચોરબળ અતિથિબળ , કૃપણબળ અને શ્રમણ બળનો સંગ્રહ કરવા માટે , આવા અનેક પ્રકારના પ્રયોજનોથી હિંસાનું આચરણ કરે છે.
આ પ્રકારે શરીરબલ વૃદ્ધિ વગેરેની વિચારણાથી કે ભયભીત બની માનવ હિંસા કરે છે. કોઈ માનવ પાપથી મુક્ત થવા માટે અથવા તો કોઈ ગમતાં સુખોને પ્રાપ્ત કરવા માટે સાવદ્યાનુષ્ઠાન કરે છે.
4
લોક વિજય અધ્ય–ર , ઉ : ર 60 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ વિવેચન :–
આ સૂત્રમાં હિંસા કરનાર મનુષ્યની અંતરંગ વૃત્તિઓ તેમજ અનેક પ્રયોજનોનું સૂક્ષ્મ વિશ્લેષણ છે.
અર્થનો લોલુપ માનવી રાતદિવસ અંદરને અંદર બળે છે. તૃષ્ણાનો દાવાનળ તેને હંમેશાં દુઃખી અને પ્રજ્વલિત રાખે છે. તે અર્થલોભી બનીને ચોર , ખૂની તથા દુઃસાહસી–વિચાર્યા વિનાનું કામ કરનાર, ડાકુ આદિ બની જાય છે. માનવનું ચોર , ડાકુ , ખૂની આદિ બનવાનું મૂળ કારણ તૃષ્ણાની અધિકતા જ છે.
આ સૂત્રમાં હિંસાનાં અન્ય પ્રયોજનોની ચર્ચા છે.તેમાં વિવિધ પ્રકારના બળ વૃદ્ધિનું કથન છે તે બળ આ પ્રમાણે છે– (1) શરીર બળ– શરીરની શક્તિ વધારવા માટે માંસ , મદિરાદિનું સેવન કરે છે.
(ર) જ્ઞાતિબળ– પોતે અજેય બનવા માટે સ્વજન સંબંધીઓની સંખ્યા વધારે છે. સ્વજન સમૂહની શક્તિને પણ પોતાની શક્તિ માને છે. (3) મિત્રબળ– ધન પ્રાપ્તિ તથા પોતાની પ્રતિષ્ઠા–માન–સન્માનાદિ, મનના સંતોષ માટે મિત્રોની સંખ્યા વધારે છે. (4–પ) પ્રેત્યબળ , દેવબળ– પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે અથવા પ્રેતાત્મા–સામાન્ય જાતિના દેવો માટે તથા વિશેષ જાતિના દેવતાદિને પ્રસન્ન કરવા, તેની શક્તિ મેળવવા યજ્ઞ , પશુનો બલિ , પિંડદાન આદિ કરે છે. (6) રાજબળ– રાજાનું સન્માન અને સહારો મેળવવા માટે કપટ પ્રવૃત્તિ કરે , દુશ્મન આદિને હરાવવા માટે સહાયક બને છે. (7) ચોરબળ– ધન પ્રાપ્તિ અર્થે તથા પોતાની ધાક જમાવવા ચોર આદિ સાથે મિત્રતા કરે , સંબંધ રાખે. (8–9) અતિથિબળ, કૃપણબળ, (10) શ્રમણબળ– અતિથિ એટલે મહેમાન , ભિક્ષુક આદિ , કૃપણ એટલે અનાથ , અપંગ, માગણ અને શ્રમણ આજીવક , શાક્ય તથા નિર્ગ્રંથને યશ , કીર્તિ અને ધર્મ–પુણ્યની પ્રાપ્તિ માટે દાન દે છે.
આ પ્રકારે સંસારનાં પ્રાણીઓ (1) પોતાની તૃષ્ણા પૂર્તિ માટે (ર) બળવૃદ્ધિ માટે (3) ભયથી (4) સુખ અને લાભની આશાથી અને (પ) કેટલાક અજ્ઞાન દશાના કારણે અથવા ખોટા સંસ્કારના કારણે ધર્મ માટે કે પાપથી છૂટવા માટે પણ સાવદ્ય પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે– યજ્ઞ , બલિ , હવન , પૂજન વગેરે માટે અગ્નિ , પાણી , ફૂલ , વનસ્પતિ અને ત્રસ પંચેન્દ્રિય પ્રાણીઓની પણ હિંસા કરે છે. આ પ્રમાણે આ સૂત્રમાં હિંસાના પ્રયોજનોનું સૂચન કરી આગળના સૂત્રમાં તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે.
'સંપેહાએ ' શબ્દપ્રયોગના સ્થાને અન્ય પ્રયોગ પણ મળે છે. સંપેહાએ– વિવિધ પ્રકારથી ચિંતન કરીને , સયં પેહાએ– સ્વયં વિચાર કરીને , સપેહાએ– કોઈ વિચારના કારણે , કોઈપણ પ્રકારની આશાથી.
દંડ ત્યાગ :–
तं परिण्णाय मेहावी णेव सयं एतेहिं कज्जेहिं दंडं समारंभेज्जा, णेव अण्णं एतेहिं कज्जेहिं दंडं समारंभावेज्जा , णेवण्णे एतेहिं कज्जेहिं दंडं समारंभंतेवि समणुजाणेज्जा । एस मग्गे आरिएहिं पवेइए , जहेत्थ 5
61
1
લોક વિજય અધ્ય–ર , ઉ : 3
कुसले णोवलिंपेज्जासि त्ति बेमि । ॥ बिइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– एतेहिं = આ પૂર્વોક્ત , कज्जेहिं = કાર્યો માટે , णेव सयं दंडं समारंभेज्जा = પોતે જીવોની હિંસા કરે નહિ , अण्णं = બીજા પાસે , एस मग्गे = આ માર્ગ , आरिएहिं = આર્યપુરુષોએ, पवेइए = પ્રરૂપ્યો છે , जहेत्थ = જેમાં , આ જીવહિંસારૂપ વ્યાપારમાં , कुसले = કુશળ પુરુષ , णोवलिंपेज्जासि = લેપાય નહિ.
ભાવાર્થ :– આ જાણીને પ્રબુદ્ધ પુરુષ ઉપરોક્ત કાર્યો માટે પોતે હિંસા કરે નહિ , બીજા પાસે હિંસા કરાવે નહિ અને હિંસા કરનારની અનુમોદના પણ કરે નહિ.
આ લોક વિજયનો–સંસાર તરવાનો માર્ગ આર્ય પુરુષોએ તીર્થંકરોએ કહ્યો છે. તેને સારી રીતે જાણીને,
સમજીને કુશળ પુરુષ કર્મબંધનોથી લેપાય નહિ , સંસારમાં લેપાય નહીં. ।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।। |
– એમ ભગવાને કહ્યું છે. |
વિવેચન :–
ઉદ્દેશકના અંતિમ સૂત્રમાં સૂત્રકારે પ્રજ્ઞાવાન સાધકોને સંદેશ આપ્યો છે કે પૂર્વ સૂત્રમાં દર્શાવેલ પાપ કરવાના બધા પ્રયોજનોને જાણીને , તેનો ત્યાગ કરવો જોઈએ. પાપ કાર્યો આત્માને દંડિત કરનારા છે માટે તેને 'દંડ ' શબ્દથી દર્શાવેલ છે અને આ ઉપદેશને દઢ કરવા કહ્યું છે કે આ આદેશ તીર્થંકર પ્રભુનો છે તો કુશળ ચતુર પુરુષોએ સંસારમાં કે પાપકાર્યોમાં જોડાવું ન જોઈએ.
સાર :– સંયમી જીવનમાં અવસરના જ્ઞાતા સાધકને ક્યાંય પણ અસ્થિરતા આવી જાય તેમજ પરીષહાદિથી પરાજિત થવાનો યોગ આવે તો આયુષ્યની , યૌવનની ક્ષણભંગુરતા જાણી તીર્થંકરો દ્વારા પ્રરૂપિત , હિંસાદિથી રહિત આત્મ સુખાનુભૂતિના માર્ગ પર સાધક આત્મ સ્વરૂપમાં રમણતા કરે, બાહ્ય પદાર્થોમાં કે સંસારમાં રમણતાનો ત્યાગ કરે.
ા અધ્યયન–ર/ર સંપૂર્ણા બીજું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક ગોત્રમૂલક માન અપમાનનો ત્યાગ :–
से असइं उच्चागोए , असइं णीयागोए । णो हीणे , णो अइरित्ते । णो पीहए । इति संखाए को गोयावाई ? को माणावाई ? कंसि वा एगे 62 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ गिज्झे ? तम्हा पंडिए णो हरिसे , णो कुज्झे । શબ્દાર્થ :– से = આ જીવ , असइं = અનેકવાર , उच्चागोए = ઊંચ ગોત્રમાં ઉત્પન્ન થયો છે, णीयागोए = નીચગોત્રને પામ્યો છે , णो हीणे = નીચ ગોત્રમાં કોઈ હીનતા નથી કે , णो अइरित्ते = ઊંચ ગોત્રમાં કોઈ વિશેષતા કે શ્રેષ્ઠતા નથી , णो पीहए = અભિલાષા–સ્પૃહા કરે નહિ , इति = આ પ્રમાણે , संखाए = જાણીને , को(के ) = કોણ , गोयावादी = ગોત્રનો વાદ કરે , को ( के ) माणावाई = કોણ માન અપમાનનો વાદ કરે , कंसि = કયા સ્થાનમાં , एगे गिज्झे = કોણ આસક્ત થશે , અથવા લોભ કરશે ? तम्हा = માટે , णो हरिसे = ઊંચ ગોત્ર પામી હર્ષિત ન થાય , णो कुज्झे = નીચ ગોત્ર પામી દુઃખી ન થાય.
ભાવાર્થ :– આ જીવ અનેકવાર ઊંચગોત્ર , અનેકવાર નીચગોત્રને પામ્યો છે , તેથી કોઈ હીન નથી કે
કોઈ ઊંચ નથી. આ જાણીને ઊંચ ગોત્રની ઈચ્છા કે આકાંક્ષા કરે નહિ.
આ તથ્યવાતને જાણી લીધા પછી કોણ ગોત્રવાદી–ગોત્રાભિમાની થશે ? કોણ માનવાદી થશે ?
અર્થાત્ બળ આદિનું માન કરશે ? અને કોણ ગોત્રના વિષયમાં આસક્તિ કે અહંકાર કરશે ?
તેથી વિવેકશીલ પંડિત પુરુષ ઊંચગોત્ર મળે તો હર્ષ ન કરે અને નીચગોત્ર મળે તો દુઃખી ન થાય.
ઊંચગોત્રના અહંમાં ફૂલાય નહિ અને નીચગોત્રમાં દીનતા કે મ્લાનતાને પ્રાપ્ત કરે નહિ.
વિવેચન :–
આ સૂત્રમાં આત્માની વિવિધ યોનિઓનું પરિભ્રમણ બતાવતાં કહ્યું છે કે વિવેકશીલ માનવ જાતિ, ગોત્ર આદિ અંગે અહંકાર કે હીનતાના ભાવો અનુભવે નહીં. અનાદિકાળથી કર્મના ઉદયાનુસાર પ્રાણીઓ સંસારમાં પરિભ્રમણ કરે છે. વિશ્વમાં એક પણ એવું સ્થાન નથી કે જ્યાં તેણે અનેકવાર જન્મ મરણ કર્યા ન હોય , કહ્યું છે કે–
ण सा जाइ न सा जोणी ण तं ठाणं ण तं कुलं । जत्थ ण जाओ मओ वावि एस जीवो अणंतसो ॥ એવી કોઈ જાતિ , યોનિ , સ્થાન અને કુળ નથી કે જ્યાં આ જીવે અનંતવાર જન્મ , મરણ કર્યા ન હોય. ભગવતી સૂત્રમાં પણ કહ્યું છે કે–एयंसि णं एमहालगंसि लोगंसि , णत्थि केइ परमाणुपोग्गलमेत्ते वि पएसे , जत्थ णं अयं जीवे ण जाए वा ण मए वावि । – (ભગવતી સૂત્ર , શ.12 ઉ. 7.)
આ વિરાટ વિશ્વમાં પુદ્ગલ પરમાણુ જેટલો પણ કોઈ પ્રદેશ નથી કે જ્યાં આ જીવે જન્મ ધારણ કર્યો ન હોય કે મૃત્યુ પામ્યો ન હોય.
અહીં ઊંચગોત્ર , નીચગોત્રનું વર્ણન છે. અહીં ગોત્ર શબ્દનો અર્થ છે– ''જે કર્મના ઉદયથી શરીરધારી આત્મા જે શબ્દોથી(સંસ્કારથી) ઓળખાય છે તે ગોત્ર છે '' ઊંચ શબ્દ દ્વારા ઓળખવું તે 63
ઊંચગોત્ર છે. નીચ શબ્દ (નબળા સંસ્કાર)દ્વારા ઓળખવું તે નીચગોત્ર છે. તેનો સાર એ છે કે જે કુળની વાણી , વિચાર , સંસ્કાર અને વ્યવહાર સારા હોય તે ઊંચગોત્ર અને જે કુળના વાણી , વિચાર , સંસ્કાર અને વ્યવહાર સારા ન હોય તે નીચગોત્ર કહેવાય છે.
ગોત્રનો સંબંધ જાતિ સાથે નથી અથવા સ્પૃશ્યતા–અસ્પૃશ્યતા સાથે જોડવો તે પણ ભ્રમ છે.
કર્મસિદ્ધાંતાનુસાર દેવગતિમાં ઊંચગોત્રનો ઉદય હોય છે. તિર્યંચ માત્રમાં નીચગોત્રનો ઉદય હોય છે.
પરંતુ દેવગતિમાં પણ કિલ્વિષિક દેવ , ઊંચદેવોની દષ્ટિમાં નીચ અર્થાત્ અસ્પૃશ્ય(અસન્માનનીય) જેવા છે. જ્યારે તેનાથી વિરુદ્ધ કેટલાંક પશુ જેમ કે ગાય , ઘોડા , હાથી તથા કેટલાંક ઊંચ જાતિના કૂતરાં ઘણી જ સન્માનની દષ્ટિથી જોવાતા દેખાય છે. તે અસ્પૃશ્ય(હલકા) મનાતા નથી. જેમ ઊંચગોત્રમાં નીચ જાતિ હોય છે તેમ નીચ ગોત્રમાં પણ ઊંચ જાતિ હોય છે.
શાસ્ત્રકારે આ સૂત્રમાં જાતિમદ , ગોત્રમદ આદિને ખંડિત કરતાં એ સ્પષ્ટ કહ્યું છે કે આત્મા પોતે અનેકવાર ઊંચ–નીચગોત્રને પ્રાપ્ત થયો છે. વર્તમાને પણ તેવા ગોત્રને અનુભવી રહ્યો છે તો પછી કોણ ઊંચો ને કોણ નીચો ? ઊંચ–નીચની ભાવના કેવળ એક અહંકાર છે અને અહંકાર એ 'મદ ' છે. 'મદ ' એ નીચગોત્રના બંધનું મુખ્ય કારણ છે તેથી આ ગોત્રવાદ તેમજ માનવાદની ભાવનાથી મુક્ત બની જે તેમાં તટસ્થ રહે છે , સમત્વશીલ છે તે પંડિત કે બુદ્ધિમાન છે.
પ્રાણીઓની કર્મજન્ય અવસ્થાઓ :–
भूएहिं जाण पडिलेह सायं । समिए एयाणुपस्सी । तं जहा – अंधत्तं बहिरत्तं मूयत्तं काणत्तं कुंटत्तं खुज्जत्तं वडभत्तं सामत्तं सबलत्तं । सह पमाए णं अणेगरूवाओ जोणीओ संधेइ , विरूवरूवे फासे पडिसंवेदेइ । से अबुज्झमाणे हतोवहते जाई–मरणं अणुपरियट्टमाणे । શબ્દાર્થ :– भूएहिं = સર્વ પ્રાણીઓ માટે , जाण = જાણો , જાણ , જો , पडिलेह = વિચારો કે , सायं = તે સુખાભિલાષી છે , समिए = વિવેક સંપન્ન પુરુષ , एयाणुपस्सी = આ અવસ્થાઓને જુઓ.
अंधत्तं = અંધત્વ(આંધળાપણું) , बहिरत्तं = બધિરત્વ(બહેરાપણું),मूयत्तं= મૂંગા પણું,काणत्तं = કાણાપણું , कुंटत्तं = પાંગળાપણું , ઠૂંઠાપણું , खुज्जत्तं = કુબડાપણું ,, वडभत्तं = વામનપણું , सामत्तं = શ્યામપણું,सबलत्तं = કાબરાપણું ,पमाएणं सह= પ્રમાદને કારણે,अणेगरूवाओ= અનેક પ્રકારની, जोणीओ = યોનિઓમાં,संधेइ= જન્મે છે , જાય છે, विरूवरूवे फासे = વિવિધ પ્રકારના સ્પર્શને–દુઃખોને, पडिसंवेदेइ = સંવેદન કરે છે , से अबुज्झमाणे = તે અજ્ઞાની જીવ , हतोवहते = અનેક વ્યાધિઓથી પીડાય છે , जाई – मरणं अणुपरियट्टमाणे = વારંવાર જન્મ મરણના ચક્રમાં ભ્રમણ કરતો રહે છે.
ભાવાર્થ :– પ્રત્યેક જીવને સુખ પ્રિય છે , આ તું જો ! અને આના ઉપર સૂક્ષ્મદષ્ટિએ વિચાર કર. વિવેક 2
લોક વિજય અધ્ય–ર , ઉ : 3
64 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ સંપન્ન પુરુષ જીવોની આ કર્મજન્ય અવસ્થાઓને જાણે અને તેનો વિચાર કરે , જેમ કે– અંધપણું , બહેરાપણું, મૂંગાપણું , કાણાપણું , ઠૂંઠા–પાંગળાપણું , કૂબડાપણું , ઠીંગણાપણું , કાળાપણું, (કદરૂપાપણું) આદિની પ્રાપ્તિ પ્રાણીઓને પોતાના પ્રમાદના કારણે થાય છે. તેઓ પોતાના પ્રમાદ કર્મના કારણે જ અનેક પ્રકારની યોનિઓમાં જાય છે અને ત્યાં વિવિધ પ્રકારનાં દુઃખોનો અનુભવ કરે છે.
તે પ્રમાદી પુરુષ આત્મસ્વરૂપને નહીં સમજતો , જન્મ મરણના ચક્રમાં પરિભમ્રણ કરતો , શારીરિક માનસિક પીડાઓથી પીડિત થાય છે.
વિવેચન :–
આ સંસારમાં દરેક પ્રાણીને સુખ સુવિધા અતિ પ્રિય છે છતાં પોતાના કર્મોના ઉદયે મનુષ્ય જીવનમાં પણ અંધત્વ આદિ વિવિધ અવસ્થાઓ થાય છે. કેટલાક મનુષ્ય આંધળા , બહેરા , મૂંગા હોય છે તો કેટલાક કાણા , કૂબડા કે ઠીંગણા હોય છે. કેટલાક માનવ કાળા , કાબર ચીતરા હોય છે અને કેટલાક હાથપગથી અપંગ તથા હીનાંગ હોય છે.
આ બધી અવસ્થાઓ પ્રાણી પોતાના પ્રમાદાચરણથી સંગ્રહ કરેલાં કર્મોના કારણે પ્રાપ્ત કરે છે અને ફરી કર્મ બાંધી અનેક યોનિઓમાં ભટકતા અનેક કષ્ટો ભોગવે છે.
આ વર્ણન કરી શાસ્ત્રકાર સમજાવે છે કે જો તમોને સુખની ઈચ્છા હોય તો પ્રમાદાચરણનો ત્યાગ કરી કર્મ બાંધવાના કાર્યોને છોડો અર્થાત્ પાપકાર્યોનો ત્યાગ કરી તપ–સંયમનું આચરણ કરો.
સુખભોગમાં આસક્ત– અનાસક્ત :–
जीवियं पुढो पियं इहमेगेसिं माणवाणं खेत्त–वत्थु ममायमाणाणं । आरत्तं विरत्तं मणिकुंडलं सह हिरण्णेण इत्थियाओ परिगिज्झ तत्थेव रत्ता । ण एत्थ तवो वा दमो वा णियमो वा दिस्सइ । संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विप्परियासमुवेइ । इणमेव णावकंखंति जे जणा धुवचारिणो । जाई–मरणं परिण्णाय चरे संकमणे दढे । શબ્દાર્થ :– इह = આ જગતમાં , पुढो = પ્રત્યેક જીવને जीवियं = અસંયમ જીવન , पियं = પ્રિય લાગે છે , एगेसिं माणवाणं = કેટલાક મનુષ્યોને , खेत्त–वत्थु–ममायमाणाणं = ખેતર , મકાન, વગેરેમાં મમત્વ રાખનારાને , आरत्तं विरत्तं = રંગ બેરંગી વસ્ત્રો , मणि–कुंडलं = મણિઓ અને કાનના કુંડલો , हिरण्णेण सह इत्थियाओ = સુવર્ણથીઅલંકૃત સ્ત્રીઓને , परिगिज्झ = ગ્રહણ કરીને, तत्थेव रत्ता = તેમાં જ આસક્ત રહે છે , एत्थ = આ સંસારમાં , तवो = ઉપવાસ વગેરે તપ , दमो = 3
65
ઈન્દ્રિયનિગ્રહ , સમભાવ , णियमो = સંયમ–અહિંસાદિ વ્રત , ण दिस्सइ = કંઈપણ ફળ જોવા મળતું નથી , संपुण्णं = ભોગ સામગ્રીથી સંપન્ન તે પુણ્ય સંપન્ન , जीविउकामे = અસંયમી જીવનનો કામી , लालप्पमाणे = લાલાયિત થતો,मूढे= તે મૂઢ જીવ, विप्परियासमुवेइ = દુઃખની વિપરીત અવસ્થાઓ પ્રાપ્ત કરે છે , આત્માની વિપરીત અવસ્થાઓ પ્રાપ્ત કરે છે , इणमेव = આ જ સાંસારિક ભોગોની, णावकंखंति = ઈચ્છા કરતા નથી , जणा = મનુષ્ય , धुवचारिणो = ધ્રુવચારી– મોક્ષપ્રાપ્તિ માટે ગમન કરનારા અર્થાત્ સંયમનું સમાચરણ કરનારા , સમ્યગ્ચારિત્રવાન મુમુક્ષુ , दढे = દઢતા પૂર્વક , संकमणे = સંયમમાં , चरे = વિચરે છે.
ભાવાર્થ :– જમીન–મકાનાદિમાં મમત્વ રાખનાર કેટલાક મનુષ્યોને અસંયમી જીવન જ પ્રિય લાગે છે. તે રંગ–બેરંગી વસ્ત્રો તેમજ મણિ કુંડલ અને સુવર્ણ આદિથી અલંકૃત સ્ત્રીઓને ગ્રહણ કરીને તેમાં અનુરક્ત રહે છે અને એવું માને છે કે આ લોકમાં તપ , દમ , નિયમ વગેરેનું પાલન ફળદાયી દેખાતું નથી.
તે અજ્ઞાની જીવ ભોગ સામગ્રીથી યુક્ત વૈભવી જીવન જીવવાની ઈચ્છા રાખે છે. વારંવાર તેની જ તે અભિલાષા કરે છે. તેવા ભોગમય જીવનના પરિણામે તે વિવેક વિકલ થઈને વિપર્યાસ–સુખના બદલે દુઃખ ને જ પ્રાપ્ત કરે છે , તે પોતાની ઈચ્છા વિરૂદ્ધ ફળને પ્રાપ્ત કરે છે.જે વ્યક્તિ ધ્રુવચારી– શાશ્વત સુખના કેન્દ્રરૂપ મોક્ષ તરફ ગતિશીલ હોય છે અર્થાત્ સંયમશીલ છે તેઓ આવું વિરોધાત્મક જીવન ઈચ્છતા નથી.
તે જન્મ મરણના ચક્રને જાણીને દઢતાપૂર્વક મોક્ષના માર્ગરૂપ સંયમમાં અગ્રસર રહે છે.
વિવેચન :–
આ સંસારમાં બે પ્રકારનાં પ્રાણીઓ હોય છે. જ્ઞાની અને અજ્ઞાની અથવા સંસારમાં આસક્ત અને વિરક્ત.
પ્રથમ પ્રકારના અજ્ઞાની કે આસક્ત જીવો વર્તમાનમાં ઉપલબ્ધ પૌદ્ગલિક સુખોને જ સર્વસ્વ સમજે છે. ભવિષ્યના વિચાર માટે તેઓની બુદ્ધિ કુંઠિત હોય છે. તેઓ વિષયભોગ , સ્ત્રીઓ , ધનવૈભવ, મોજશોખ વગેરેને જીવનનું લક્ષ્ય માને છે. પુદ્ગલાનંદી જીવો ધર્મ , કર્મ કે મોક્ષને માનતા જ નથી. સંસારમાં આસક્ત માનવીનું ભવિષ્ય અંધકારમય હોય છે કારણ કે ચક્રવર્તીના સુખભોગ પણ તેને દુર્ગતિદાયક જ હોય છે. તે રોગ કે મૃત્યુના સમયે અત્યંત દુઃખી થઈ જાય છે. ધર્મભાવના અભાવે તેઓને સદ્બુદ્ધિ જાગતી નથી. અંતે તેઓ દુર્ગતિના મહેમાન થઈ દુઃખ ભોગવે છે. પૂર્વ સૂત્રમાં દર્શાવેલ આંધળા , મૂંગા , બહેરા આદિ અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. ત્યારે બીજા પ્રકારના જ્ઞાની અને વિરક્ત જીવો વિવેકબુદ્ધિથી સંપન્ન હોય છે. તેઓ યથાસમય ધર્માચરણ આચરી , સંયમ અંગીકાર કરે છે. તેઓ જન્મ મરણના ચક્ર અને સંસારના દુઃખોને સારી રીતે સમજીને વર્તમાન સુખોમાં આસક્ત થતા નથી. મનુષ્યભવને મહામૂલો અવસર માની તેઓ આત્મકલ્યાણ સાધવા મોક્ષમાર્ગને અંગીકાર કરે છે અને દઢતા સાથે તપ સંયમમાં જ પુરુષાર્થ કરે છે. આ પ્રકારે તેઓ પોતાને મળેલા માનવ જીવનને ધન્ય બનાવે છે.
આ બંને પ્રકારના જીવોની અવસ્થાને સમજીને દરેક સુખના અભિલાષી માનવે પોતાના જીવન લોક વિજય અધ્ય–ર , ઉ : 3
66 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કર્તવ્યનો વિવેકથી નિર્ણય કરવો જોઈએ અને શક્તિ અનુસાર ધર્માનુષ્ઠાનમાં જોડાવું જોઈએ.
મરણ નિશ્ચિત – જીવન પ્રિય :–
णत्थि कालस्स णागमो । सव्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा । सव्वेसिं जीवियं पियं । શબ્દાર્થ :– कालस्स णागमो णत्थि = કાળ ક્યારે ય ન આવે એવું નથી , पियाउया = આયુષ્ય પ્રિય છે , सुहसाया μ સુખ અનુકૂળ હોય છે, दुक्खपडिकूला = દુઃખ પ્રતિકૂળ હોય છે , अप्पियवहा = બધાને વધ અપ્રિય છે , पियजीविणो = જીવન વહાલું છે , जीविउकामा = જીવવાના કામી છે, જીવવાની ઈચ્છાવાળા છે , सव्वेसिं जीवियं पियं = સર્વને જીવન પ્રિય છે.
ભાવાર્થ :– કાળ ન આવે એવું કયારે ય હોતું નથી , મૃત્યુ નિશ્ચિત સમયે આવવાનું જ છે. સર્વ જીવોને આયુષ્ય પ્રિય છે. સર્વને સુખ અનુકૂળ અને દુઃખ પ્રતિકૂળ લાગે છે , સર્વને મૃત્યુ અપ્રિય છે , જીવન પ્રિય છે.
સર્વ જીવવાની ઈચ્છા રાખે છે. સર્વને જીવન પ્રિય લાગે છે.
વિવેચન :–
દરેક પ્રાણીને સુખ અને જીવન પ્રિય હોય છે. આ સિદ્ધાંત આ સૂત્રમાં વિવિધ શબ્દોના માધ્યમે દર્શાવેલ છે. તેમાં શાસ્ત્રકારનો આશય એ છે કે પ્રત્યેક પ્રાણીને સુખ ગમે છે , દુઃખ ગમતું નથી. જીવવું ગમે છે , મરવું ગમતું નથી. જીવવા માટે કે મરણથી બચવા માટે જીવો અનેક પ્રકારના પ્રયત્નો કરતા રહે છે, તેથી આત્મહિતેચ્છુકોએ કોઈ પણ જીવને દુઃખી કરવો જોઈએ નહીં , કોઈની હિંસા કરવી નહીં. પોતાના જીવન કે સુખ માટે પણ બીજાની હિંસા કરવી નહીં કારણ કે એક દિવસ મરવું સહુને નિશ્ચિત જ છે. णत्थि कालस्स णागमो । મૃત્યુ કોઈને ન આવે એવું તો બને નહીં. ग्रहित इव केशेषु मृत्युना धर्ममाचरेत् । મરણને યાદ રાખીને અહિંસા અને ધર્મનું આચરણ કરી જીવન સફળ બનાવવું જ જોઈએ.
ધનની વૃદ્ધિ અને તેની ગતિ :–
तं परिगिज्झ दुपयं चउप्पयं अभिजुंजियाणं संसिंचियाणं तिविहेण जा वि य से तत्थ मत्ता भवइ अप्पा वा बहुगा वा । से तत्थ गढिए चिठ्ठइ भोयणाए । तओ से एगया विप्परिसिठ्ठं संभूयं महोवगरणं भवइ । तं पि से ए गदा दायादा वा विभयंति , अदत्तहारो वा से अवहरइ , रायाणो वा से विलुंपंति , णस्सइ वा से , विणस्सइ वा से अगारदाहेण वा से डज्झइ । इति 4
5
67
से परस्सऽठ्ठाए कूराइं कम्माइं बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ । શબ્દાર્થ :– तं परिगिज्झ = અસંયમ જીવનનો સ્વીકાર કરીને, दुपयं चउप्पयं = દ્વિપદ , ચતુષ્પદને, अभिजुंजियाणं = કામમાં લગાડીને , संसिंचियाणं = ધનની વૃદ્ધિ કરે , तिविहेण = મન , વચન અને કાયા ત્રણ યોગથી , जा वि = જે કંઈ પણ , से = તે (ધનની) , मत्ता भवइ = માત્રા હોય છે , अप्पा वा बहुगा वा = થોડી કે ઘણી , चिठ्ठइ = રહે છે , भोयणाए = ભોગવવા માટે.
तओ = ત્યાર પછી , से एगया = તે કોઈવાર , विपरिसिठ्ठं = ભોગવતા બચેલી સંપત્તિ, संभूयं भवइ = ભેગી થાય છે , महोवगरणं = પુષ્કળ સંગ્રહ થાય , तं पि = તે સંપત્તિને પણ , दायादा = પૈતૃક સંપત્તિના ભાગીદાર , विभयंति = વહેંચી લે છે , अदत्तहारो = ચોર , अवहरइ = ચોરી લે છે, रायाणो = રાજા , विलुंपंति = છીનવી લે છે , णस्सइ = નાશ પામે છે , विणस्सइ = વિશેષરૂપે નાશ પામે છે , अगारदाहेण = ઘરમાં આગ લાગવાથી , डज्झइ = બળી જાય છે , इति = આ પ્રમાણે , से = તે, परस्स अठ्ठाए = બીજા માટે , कूराइं कम्माइं = ક્રૂર કર્મ , पकुव्वमाणे = કરતો , तेण दुक्खेण = તે પાપથી ઉત્પન્ન થયેલ દુઃખથી , विप्परियासमुवेइ = કર્તવ્યાકર્તવ્યના વિવેકથી હીન થઈ જાય છે.
ભાવાર્થ :– પરિગ્રહમાં આસક્ત બનેલ માનવી નોકર ચાકરાદિ બેપગા અને પશુ આદિ ચોપગાનું પરિગ્રહણ કરીને , તેઓનો ઉપયોગ કરે છે. તેઓને કાર્યમાં જોડી પછી ધનનો સંગ્રહ કરે છે. ત્રણે ય યોગના પ્રયત્નથી તેની પાસે થોડું કે ઘણું ધન એકત્રિત થઈ જાય છે. તે ધનના ભોગોપભોગમાં તે આસક્ત થાય છે. ત્યાર પછી ક્યારેક ભોગવતાં બચેલી તે સંપત્તિ સંગ્રહિત થતાં તે ૠદ્ધિ સંપન્ન બની જાય છે.
ક્યારેક સંગ્રહિત ધનનો સ્વજન સંબંધી ભાગ પાડી લે છે , ચોર ચોરી જાય છે , રાજા લઈ લે છે , તે ધનરાશિમાં નુકશાન થઈ જાય છે , સર્વથા વિનષ્ટ થઈ જાય છે તો ક્યારેક ઘરમાં આગ લાગવાથી તે બળીને રાખ થઈ જાય છે. આ રીતે તે અજ્ઞાની જીવ બીજાને માટે ક્રૂર કર્મો કરીને પોતે દુઃખ ઉત્પન્ન કરે છે. જેથી મૂઢ બનીને કર્તવ્યાકર્તવ્યના વિવેકથી હીન થઈ જાય છે.
વિવેચન :–
ધનના નાશની અનેક રીત છે , જેમ કે (1) પાપથી સંચિત અથવા પુણ્યની પ્રબળતાથી ઉપલબ્ધ થયેલી સંપત્તિ ભાઈબંધુ , ભાગીદારો વહેંચી લે (ર) ચોર લૂંટારા તેને લૂંટી લે (3) રાજા–અધિકારીગણ લઈ લે (4) ઘરના સભ્યો સંપત્તિને ખર્ચી નાખે, (પ)ધાડ પડવાથી સંપત્તિ ચાલી જાય (6) પાણી, ધરતીકંપથી સંપૂર્ણ સંપત્તિનો નાશ થઈ જાય (7) અગ્નિથી સંપૂર્ણ ઘર જ બળી જાય ઈત્યાદિ પ્રકારે ભેગી કરેલી સંપત્તિ નષ્ટ થઈ શકે છે અને છેલ્લે મરણ પછી તો સંપૂર્ણ સંપત્તિ અહીં જ રહી જાય છે પરંતુ તેને મેળવવા માટે કરેલાં પાપથી સંચિત કર્મ સાથે જ જાય છે. સંચિત કર્મને કોઈ લઈ શકતું નથી. તે સંચિત કર્મ અનેક અવસ્થાઓ , કષ્ટોનો અનુભવ કરાવે છે.
માટે ધન સંગ્રહ કરનારાઓએ બિનજરૂરી ધન સંગ્રહમાં વિવેક અને અંકુશ રાખવો અત્યંત લોક વિજય અધ્ય–ર , ઉ : 3
68 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આવશ્યક છે. ધન આદિ મેળવવાની ઈચ્છારૂપ લોભ અને પ્રાપ્તિના સંગ્રહરૂપ પરિગ્રહસંજ્ઞાને સીમિત કરવી જોઈએ.
तिविहेण :- (1) મન , વચન , કાયા આ ત્રણે ય યોગોથી (ર) પોતાના , બીજાના અને બંનેના સહયોગથી (3) પૂર્વ મૂડી , શ્રમ અને વિવેકબુદ્ધિ આ ત્રણે ય. આ રીતે तिविहेण ના વિભિન્ન અર્થ કરાય છે. આગમમાં જ્યાં तिविहं तिविहेणं પ્રયોગ મળે છે ત્યાં तिविहेण શબ્દ ત્રણ યોગના અર્થમાં પ્રયુક્ત થયો છે , તેથી અહીં મુખ્યત્વે ત્રણ યોગનો અર્થ સ્વીકાર કર્યો છે.
णस्सइ–विणस्सइ :- (1) કંઈક નુકશાન અને વધારે નુકશાન (ર) વ્યાપારમાં હાનિ અને જળમાં ડૂબી જાય .
સંસાર પ્રવાહના અપારગામી :–
मुणिणा हु एयं पवेइयं । अणोहंतरा एते , णो य ओहं तरित्तए । अतीरंगमा एते , णो य तीरं गमित्तए । अपारंगमा एते , णो य पारं गमित्तए । आयाणिज्जं च आदाय तम्मि ठाणे ण चिठ्ठइ । वितहं पप्प अखेयण्णे तम्मि ठाणम्मि चिठ्ठइ । શબ્દાર્થ :– मुणिणा = તીર્થંકર પ્રભુએ , મુનિએ , एयं पवेइयं = આ પ્રરૂપેલ છે , अणोहंतरा = સંસાર સાગરને પાર કર્યો નથી , एते = તે , ओहं तरित्तए णो = સંસાર સાગરને પાર કરવામાં સમર્થ નથી , अतीरंगमा = સંસાર સાગરના કાંઠે ગયા નથી , तीरं गमित्तए णो = કિનારે જવામાં સમર્થ નથી, अपारंगमा = સંસાર સાગરને પાર પામ્યા નથી , पारं गमित्तए णो = પાર થવામાં સમર્થ નથી.
आयाणिज्जं च आदाय = સંયમને કે સંયમના અવસરને પ્રાપ્ત કરીને પણ , तम्मि ठाणे = તેમાં તે સર્વજ્ઞોક્ત માર્ગમાં , ण चिठ्ठइ = સ્થિર થતા નથી , ઉપસ્થિત થતા નથી , સંયમ સ્વીકાર કરતા નથી , वितहं = અસંયમ માર્ગનો , અસત્ય માર્ગનો , पप्प = આશ્રય લઈને , સંયોગ મળતા , अखेयण्णे = અકુશળ પુરુષ , तम्मि ठाणम्मि = તે સ્થાનમાં , चिठ्ठइ = રહી જાય છે , સ્થિર થઈ જાય છે.
ભાવાર્થ :– ભગવાને કહ્યું છે કે– તે સાધક સંસારના પ્રવાહને તર્યા નથી અને તરવામાં સમર્થ પણ નથી. તે સંસારના કિનારે પહોંચ્યા નથી અને કિનારે પહોંચવામાં સમર્થ પણ નથી. તે સંસારને પાર પામ્યા નથી અને પાર પામવા સમર્થ પણ નથી કે જે સાધક આદાનીય–સંયમમાર્ગ" પ્રાપ્ત કરીને પણ તે સ્થાનમાં સ્થિર રહેતા નથી પરંતુ સંયમ વિપરીત સંયોગો મળતા પોતાની મૂઢતાના કારણે તેમાં ઢળી જાય છે , તેમાં સ્થિર થઈ જાય છે.
વિવેચન :–
આ સૂત્રના બે પ્રકારે અર્થ થાય છે– ભોગાસક્ત જીવોની અપેક્ષાએ અને સંયમમાં અસ્થિર બનેલ સાધકની અપેક્ષાએ. (1) પૂર્વોક્ત ભોગાસક્ત પ્રાણી સંસાર પ્રવાહને તર્યા નથી અને એવી વૃત્તિથી 6
69
તરી શકતા નથી. તે પ્રમાણે અતીરંગમ અને અપારંગમનો અર્થ સમજવો. તે પ્રાણીઓ સંયમ પ્રાપ્તિનો સંયોગ પ્રાપ્ત થતા તેને સ્વીકારતા નથી પરંતુ અસત્ માર્ગમાં સ્થિર રહે છે. (ર) જે સાધકો સંયમને પ્રાપ્ત કરીને તેમાં સ્થિર રહેતા નથી પરંતુ સંયમ વિપરીત સંયોગોમાં ફસાઈને સંયમથી ચ્યુત થઈ જાય છે , તે સાધકો સંસાર પ્રવાહને તર્યા નથી અને એવી પરિણતિના કારણે તરી શકતા પણ નથી તેમજ તીરને પ્રાપ્ત થયા નથી અને થઈ શકતા પણ નથી. સંસારને પાર પામ્યા નથી અને પાર પામી શકશે પણ નહીં.
આ બંને પ્રકારના અર્થનો સંકેત વ્યાખ્યાકારે પણ કરેલ છે. તાત્પર્ય એ છે કે પહેલાં અર્થમાં પૂર્વ સૂત્ર સાથે સંબંધ કરી અર્થ ઘટિત કરેલ છે અને બીજા અર્થમાં પૂર્વ સૂત્ર સાથે સંબંધ ન જોડતાં સૂત્રનો અન્વય કરી અર્થ ઘટિત કર્યો છે.
आयाणिज्जं च आदाय :- આ વાક્યના બે અર્થ છે– (1) સંયમ ગ્રહણનો અવસર પ્રાપ્ત કરીને પણ તે સંયમ માર્ગમાં ઉપસ્થિત થતા નથી અર્થાત્ સંયમ સ્વીકારતા નથી. (ર) સંયમ સ્વીકારી લે તો પણ તેમાં સ્થિરતાથી રહેતા નથી.
अखेयण्णे :– (અક્ષેત્રજ્ઞ) અજ્ઞાની છે , મૂઢ છે તે અસત્ય માર્ગનો આધાર લઈ , તે સ્થાન (સંસાર)માં રહે છે. अखेयण्णो अपंडिओ से तेहिं चेव संसारठ्ठाणे चिठ्ठइ – ચૂર્ણિ.
બોધની પાત્રતા :–
उद्देसो पासगस्स णत्थि । बाले पुण णिहे कामसमणुण्णे असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवट्टं अणुपरियट्टइ । त्ति बेमि । ॥ तइओ उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– उद्देसो = નિર્દેશ , ઉદ્દેશ્ય , ઉપદેશ , पासगस्स = પ્રબુદ્ધ જ્ઞાનવાન માટે , पुण = અને, णिहेे = રાગદ્વેષથી મોહિત અને કષાયોથી પીડિત , कामसमणुण्णे = કામભોગોમાં તન્મય, असमियदुक्खे = અનુપશાંત દુઃખી , दुक्खी = શારીરિક , માનસિક દુઃખોથી પીડિત , दुक्खाणमेव = દુઃખોના જ , आवट्टं = ચક્રમાં , अणुपरियट्टइ = પરિભ્રમણ કરતો રહે છે.
ભાવાર્થ :– પૂર્વ સૂત્રોક્ત અતીરંગમ વગેરે સર્વ નિર્દેશ કે ઉપદેશ પ્રબુદ્ધ પુરુષો માટે નથી પરંતુ અજ્ઞાની કે અખેદજ્ઞ સાધકો માટે છે. તે રાગ યુક્ત અને વિષય ભોગોમાં આસક્ત હોય છે તેથી તેનાં દુઃખ ઉપશાંત થતાં નથી , એવાં દુઃખી પ્રાણી દુઃખોનાં ચક્રમાં જ પરિભ્રમણ કરતા રહે છે. – એમ ભગવાને કહ્યું છે.
।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
पासगस्स :- જ્ઞાનીઓ માટે , પ્રબુદ્ધ પુરુષો માટે , સમ્યગ્ દષ્ટાઓ માટે , આત્મદષ્ટાઓ માટે , વિવેકદષ્ટિ રાખનારાઓ માટે અથવા સંયમનો સ્વયં ખ્યાલ રાખનારાઓ માટે.
7
લોક વિજય અધ્ય–ર , ઉ : 3
70 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1
આ સૂત્રમાં તત્ત્વજ્ઞ અને અતત્ત્વજ્ઞ , આ બે પ્રકૃત્તિઓનું ચિત્ર બતાવ્યું છે. તત્ત્વજ્ઞ કે પ્રબુદ્ધ પુરુષોને ઉપદેશની આવશ્યકતા નથી કારણ કે તે વિષય વાસનાના દુઃખદ ફળને સારી રીતે જાણે છે. તેનાથી તે નિવૃત્ત થઈ ગયા છે. તે પોતાની સાધનામાં હંમેશાં જાગૃત છે , તેથી પાપકર્મ બાંધતા નથી અને દુઃખના પ્રવાહમાં વહેતા નથી.
જે વાસનાના દુઃખને જાણતા નથી તે અજ્ઞાની દુઃખોને ઉપશાંત કરવા વિષય ભોગોનું આસેવન કરે છે. ગરમીમાં રમતો બાળક પસીનાથી તરબતર થઈ ઘરમાં આવે અને વસ્ત્રોને ઉતારી નિર્વસ્ત્ર બની પસીનાને સૂકવવા તાપમાં ઊભો રહે છે. તે સમજે છે કે ભીના વસ્ત્રો જેમ તડકામાં સુકાઈ જાય છે તેમ મારો પસીનો સુકાય જશે પરંતુ પરિણામ તેનાથી વિપરીત આવે. પસીનો સુકાવાના બદલે વધુ વળે છે.
અજ્ઞાની જીવની પણ આ જ સ્થિતિ છે. તે ભોગોથી દુઃખ દૂર કરવા પ્રયત્ન કરે છે પરંતુ દુઃખ દૂર થવાને બદલે દુઃખ વધે છે. દુઃખનું મૂળ કારણ રાગદ્વેષ , આસક્તિ તેમજ મોહ છે. તેથી દુઃખોની તેમજ જન્મ મરણની પરંપરામાં અભિવૃદ્ધિ થાય છે. આ સમજીને સાધકે ભોગોથી હંમેશાં દૂર રહેવું જોઈએ.
ા અધ્યયન–ર/3 સંપૂર્ણા બીજું અધ્યયન : ચોથો ઉદ્દેશક રોગાક્રાંત વ્યક્તિની દશા :–
तओ से एगया रोगसमुप्पाया समुप्पज्जंति । जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा पुव्विं परिवयंति , सो वा ते णियगे पच्छा परिवए ज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा , तुमं पि तेसिं णालं ताणाए वा सरणाए वा । जाणित्तु दुक्खं पत्तेयं सायं । भोगामेव अणुसोयंति , इहमेगेसिं माणवाणं । तिविहेण जा वि से तत्थ मत्ता भवइ अप्पा वा बहुगा वा । से तत्थ गढिए चिठ्ठइ भोयणाए । तओ से एगया विप्परिसिठ्ठं संभूयं महोवगरणं भवइ तं पि से एगया दायादा वा विभयंति अदत्तहारो वा से अवहरइ , रायाणो वा से विलुंपंति, णस्सइ वा से , विणस्सइ वा से , अगारदाहेण वा से डज्झइ । इति से परस्स अठ्ठाए कूराइं कम्माइं बाले पकुव्वमाणे तेण दुक्खेण मूढे विप्परियासमुवेइ । શબ્દાર્થ :– परिवयंति , परिवएज्जा = અવહેલના , નિંદા કરે છે , जाणित्तु ુ = જાણીને , पत्तेयं = 71
પ્રત્યેક પ્રાણીને , सायं दुक्खं = સુખ અને દુઃખ ભોગવવા પડે છે. भोगामेव = = ભોગોનો જ, अणुसोयंति = વિચાર , શોક કરે છે , इहमेगेसिं = આ સંસારમાં કેટલાક , माणवाणं = મનુષ્યોને .
ભાવાર્થ :– ક્યારેક કોઈ સમયે માનવના શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે. ત્યારે તે જે સ્વજન–સ્નેહીઓની સાથે રહે છે તે જ સ્નેહીઓ રોગ આદિના કારણે તેની નિંદા–અવહેલના કરવા લાગે છે , પછી તે પણ દુઃખી થઈને તેઓની નિંદા–અવહેલના કરે છે માટે શાસ્ત્રકાર કહે છે– હે પુરુષ !
સ્વજનાદિ તારું રક્ષણ કરવામાં કે તને શરણ દેવામાં સમર્થ નથી અને તું પણ તેનું રક્ષણ કરવામાં કે શરણ દેવામાં સમર્થ થઈ શકતો નથી. દુઃખ અને સુખ પ્રત્યેક આત્માના પોત પોતાનાં છે , તે જાણીને કુટુંબીજનો પર સમભાવ રાખવો જોઈએ. આવી દુઃખની સ્થિતિમાં પણ કેટલાક મનુષ્યો સદા સુખોપભોગની જ ચિંતા કરે છે.
ત્રણે ય યોગના પ્રયત્નથી તેની પાસે થોડું કે ઘણું ધન એકત્રિત થઈ જાય છે. ધનના ભોગોપભોગમાં તે આસક્ત થાય છે. ત્યાર પછી ક્યારેક ભોગવતાં બચેલી તે સંપત્તિ સંગ્રહિત થતાં તે ૠદ્ધિ સંપન્ન બની જાય છે. કયારેક સંગ્રહિત ધનને સ્વજન સંબંધી વહેંચી લે છે , ચોર ચોરી જાય છે , રાજા લઈ લે છે , તે ધનરાશિનું નુકશાન થાય છે , સર્વથા વિનષ્ટ થાય છે અથવા તો કોઈવાર આગ લાગવાથી તે બળી જાય છે.
આ રીતે તે અજ્ઞાની જીવ બીજાને માટે ક્રૂર કર્મો કરીને પોતે દુઃખ ઉત્પન્ન કરે છે અને તેનાથી મૂઢ બનીને વિપર્યાસતાને પ્રાપ્ત થાય છે.
વિવેચન :–
जाणित्तु दुक्खं पत्तेयं सायं :- પ્રત્યેક પ્રાણીને સુખ અને દુઃખ બંને હોય છે. સંસારમાં એકાંત સુખી કે એકાંત દુઃખી કોઈ હોતા નથી , કારણ કે આઠ કર્મ દરેકને હોય છે. તેમાં પુણ્ય પ્રકૃતિ પણ છે અને પાપ પ્રકૃતિ પણ છે. સમસ્ત પ્રાણીઓ પોતાનાં કર્મના ઉદયે સુખી કે દુઃખી હોય છે.
भोगामेव अणुसोयंति :- રોગાક્રાંત હોવા છતાં આ સંસારના અજ્ઞાની પ્રાણીઓ માત્ર સુખ ભોગોની વિચારણામાં જ લીન રહે છે. તેઓ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ શોક કરે છે કે મારી પાસે સર્વ સુખસામગ્રી છે છતાં રોગના કારણે તેનો ઉપભોગ કરી શકતો નથી અર્થાત્ આત્મ કલ્યાણ સાધવાની તેઓને કોઈ વિચારણા હોતી નથી.
એવા પ્રાણી સુખ ભોગ માટે ધન સંગ્રહ કરીને અંતે તે ધનને તથા તે ક્ષણિક સુખોને છોડીને ભવભ્રમણનાં દુઃખો પ્રાપ્ત કરે છે.
આ સૂત્રના પ્રારંભના સૂત્રાંશ પૂર્વે આ અધ્યયનમાં આવી ગયા છે તેમ છતાં સ્નેહીજનો , કુટુંબીજનો ધન– દોલત શરણરૂપ નથી , રક્ષણરૂપ નથી , તેવું સમજાવવા તથા આ દુનિયાની વસ્તુઓ કે વ્યકિતઓથી અનાસકત બનવા સૂત્રકારે વાંરવાર તેનું સૂચન કર્યું છે.
લોક વિજય અધ્ય–ર , ઉ : 4
72 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ આશા અને સ્વચ્છંદતાનો ત્યાગ :–
आसं च छंदं च विगिंच धीरे । तुमं चेव तं सल्लमाहट्टु । जेण सिया तेण णो सिया । इणमेव णावबुज्झंति जे जणा मोहपाउडा । શબ્દાર્થ :– आसं च छंद च = આશા અને ભોગની ઈચ્છાને , विगिंच = છોડીદો , धीरे = હે ધીર પુરુષ! तुमं चेव = તું પોતે જ , तं सल्लं = ભોગની આશારૂપ શલ્યને , आहट्टु = હૃદયમાં રાખીને દુઃખ ભોગવે છે , जेण सिया = જે ઉપાયથી ભોગની પ્રાપ્તિ થાય છે , तेण णो सिया = તે ઉપાયોથી ભોગની પ્રાપ્તિ થતી પણ નથી , इणमेव = આ વાતને , णावबुज्झंति = જાણતા નથી , जे जणा मोहपाउडा = જે લોકો મોહથી આવૃત્ત છે.
ભાવાર્થ :– હે ધીર પુરુષ ! તું આશા અને સ્વચ્છંદતા–મનનું ધાર્યુ કરવાનું છોડી દે અર્થાત્ સંસારેચ્છાનો ત્યાગ કર અને જિનાજ્ઞામાં વિચર. એ ભોગેચ્છારૂપ કાંટાને તેં જ પોતે ઉત્પન્ન કર્યો છે તેથી તેનો ત્યાગ પણ તું જ કરી શકે છે. જે ભોગ સામગ્રીથી તને સુખ લાગે છે તેનાથી ક્યારેક સુખ ન પણ મળે અર્થાત્ તે જ સુખનું સાધન દુઃખદાયક થઈ શકે છે. જે મનુષ્યો મોહોદયથી ઘેરાયેલા છે તે આ તથ્યને જાણતા નથી, સમજતા નથી.
વિવેચન :–
ઉપરના બંને સૂત્રોમાં ક્રમથી મનુષ્યની ભોગેચ્છા તેમજ કામેચ્છાના કડવા પરિણામને બતાવ્યાં છે. ભોગેચ્છાને અંતર હૃદયમાં ખટકતો કાંટો કહ્યો છે અને આ કાંટાને ઉત્પન્ન કરનાર આત્મા પોતે જ છે.
આત્મા પોતે જ તે કાંટાને કાઢનાર છે પરંતુ મોહથી ઘેરાયેલી બુદ્ધિવાળો માનવ આ સત્ય–તથ્યને જાણી શક્તો નથી તેથી સંસારના સુખની લાલસાથી તે દુઃખ પામે છે.
जेण सिया तेण णो सिया :- સુખના સાધન અને સુખના સંયોગ એક સરખા રહેતા નથી અર્થાત્ તે સાધન અને સંયોગ કયારેક સુખદાયી થાય છે તે જ સુખ સાધન અને સંયોગ ક્યારેક દુઃખદાયી પણ થઈ જાય છે માટે પુદ્ગલજન્ય સુખ , સંયોગજન્ય આશા અને મનની સ્વચ્છંદતાનો ત્યાગ કરવો જોઈએ તથા જિનાજ્ઞામાં રમણ કરી આત્મકલ્યાણ કરવું જોઈએ.
કામાસક્ત મનુષ્યોની દશા :–
थीभि लोए पव्वहिए । ते भो ! वयंति एयाइं आयतणाइं । से दुक्खाए मोहाए माराए णरगाए णरग–तिरिक्खाए । सययं मूढे धम्मं णाभिजाणइ । શબ્દાર્થ :– थीभि = સ્ત્રીઓના મોહથી , लोए = લોક , સંસારના પ્રાણીઓ , पव्वहिए = પીડિત છે, भो = હે શિષ્ય ! ते = તે કામી પુરુષ , સ્ત્રીમોહિત તે જીવ , वयंति = આ રીતે કથન કરે છે કે , एयाइं 2
3
73
आयतणाइं = આ સ્ત્રીઓ વગેરે ઉપભોગના સાધનો છે , णरग–तिरिक्खाए = નરકમાંથી નીકળી તિર્યંચ યોનિ માટે હોય છે , सययं = નિરંતર , णाभिजाणइ = જાણતા નથી.
ભાવાર્થ :– આ સંસારના પ્રાણીઓ સ્ત્રીઓના મોહથી પીડિત છે. હે શિષ્ય ! તે કામી પુરુષ આ પ્રકારે કથન કરે છે કે– સંસારમાં જે સ્ત્રીઓ છે તે આયતન–સુખભોગનું સ્થાન છે અર્થાત્ આ સ્ત્રીઓ જ મનુષ્યના માટે સુખ રૂપ છે , સુખનો ભંડાર છે. (No life without wife) પરંતુ તેઓની સ્ત્રીના પ્રત્યેની આ આસક્તિ તેઓના દુઃખના કારણરૂપ તેમજ મોહ , મૃત્યુ અને નરકના કારણરૂપ થાય છે તથા નરક અને તિર્યંચ ગતિમાં ક્રમથી ભ્રમણ કરાવનાર થાય છે. તોપણ આ આસક્તિમાં સતત મૂઢ રહેનાર મનુષ્ય ધર્મને જાણતો નથી.
વિવેચન :–
સૂત્રમાં મનુષ્યની કામેચ્છાના સ્વરૂપને પ્રગટ કરતા કહ્યું છે કે આ સંપૂર્ણ સંસાર કામથી પીડિત છે , પરાજિત છે. સ્ત્રી એ કામનું રૂપ છે તેથી કામી વ્યક્તિ સ્ત્રીઓથી પરાજિત બને છે અને સ્ત્રીઓને ભોગની સામગ્રી માનીને નિકૃષ્ટ ભાવનાથી ઘેરાઈ જાય છે.
આયતન :– આ શબ્દ અહીં ભોગ સામગ્રી , ભોગ સાધન અથવા સુખના સ્થાનરૂપ એવા અર્થમાં છે.
આગમોમાં તથા ટીકા ગ્રંથોમાં 'આયતન ' શબ્દ પ્રસંગાનુસાર અલગ અલગ અર્થોમાં વપરાય છે , જેમ કે–
ગુણોનો આશ્રય , ભવન , ગૃહ , સ્થાન , દેવ યક્ષાદિનું સ્થાન દેવકુલ , જ્ઞાન , દર્શન , ચારિત્રધારી સાધુ , તેમજ જ્ઞાનીજનોને મળવાનું સ્થાન.
दुक्खाए :- સ્ત્રીઓને આયતન–ભોગ સામગ્રી માનીને અર્થાત્ સુખનું સાધન કે સુખમૂલક માનીને તેના ભોગમાં લેપાઈ જવું તે દુઃખનું કારણ છે તથા તે મોહ , મૃત્યુ , નરક તેમજ નરક–તિર્યંચગતિમાં ભવ ભ્રમણનું કારણ છે.
णरग–तिरिक्खाय :- 'નરક–તિર્યંચગતિ ' આ બંને શબ્દોને સાથે આપવાનો સાર એ છે કે–નરકથી નીકળીને તિર્યંચ ગતિમાં જવું અને ત્યાંથી નીકળી ફરી નરક ગતિમાં જવું , આ રીતે ભવભ્રમણ કરવું.
મોહસ્થાનમાં જાગૃતિ :–