This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
दविया :- દ્રવ્યનો અર્થ છે દ્રવવું–મળવું અથવા પ્રવાહી પદાર્થ. અધ્યાત્મશાસ્ત્રમાં દ્રવનો અર્થ છે હૃદયની સરળતા , દયાળુતા અને સંયમ તેથી 'દ્રવિક'નો અર્થ ટીકાકારે કરુણાશીલ સંયમી પુરુષ કર્યો છે.
બીજાના દુઃખથી દ્રવીભૂત થવું તે સજ્જનોનું લક્ષણ છે. કર્મોની કઠોરતાને પીગાળનાર 'દ્રવિક ' કહેવાય છે.
સંયમધનથી ધનવાનને પણ દવિએ–દ્રવિક કહેવામાં આવે છે.
जीविउं :- કોઈ પ્રતમાં वीजिउं પાઠ પણ છે. વાયુકાયની હિંસાનું વર્ણન હોવાથી તેનો અર્થ–તે સંયમી વીંજણ(હવા ખાવા)ની ઈચ્છા કરે નહિ , તે યથા સંગત છે. ચૂર્ણિકારે પણ કહ્યું છે કે– મુનિ તાડપત્રાદિ બાહ્ય વસ્તુઓથી વીંજવું–હવા ખાવાનું ઇચ્છતા નથી. ચૂર્ણિમાં जीवितुं પાઠાંતર પણ છે. પ્રસ્તુતમાં जीविउंનો અર્થ અસંયમી જીવન કરવામાં આવેલ છે.
વાયુકાયિક જીવોની હિંસાનું પરિજ્ઞાન :–
लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । तत्थ खलु भगवया परिण्णा पवेइया – इमस्स चेव जीवियस्स, परिवंदण , माणण पूयणाए , जाई–मरण मोयणाए , दुक्खपडिघायहेउं, 2
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 7
42 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ से सयमेव वाउसत्थं समारंभइ , अण्णेहिं वा वाउसत्थं समारंभावेइ , अण्णे वा वाउसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए , तं से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए । सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइ–
एस खलु गंथे , एस खलु मोहे , एस खलु मारे , एस खलु णरए । इच्चत्थं गढिए लोए । जमिणं विरूवरूवेहिं सत्थेहिं वाउकम्मसमारंभेणं वाउसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ । ભાવાર્થ :– હિંસામાં સંકોચનો અનુભવ કરતાં સંયમી સાધકોને ભિન્ન જાણ અને 'અમે અણગાર છીએ ', સાધુ છીએ એમ કહેતા સાધુઓ અનેક પ્રકારનાં શસ્ત્રો વડે વાયુકાયનો આરંભ કરે છે , વાયુકાયનો આરંભ કરતાં તેઓ અન્ય અનેક જીવોની હિંસા કરે છે , તેને તું ભિન્ન જાણ.
વાયુકાયના વિષયમાં ભગવાને પરિજ્ઞા–વિવેકનું કથન કર્યું છે. કોઈ મનુષ્ય આ જીવન માટે, પ્રશંસા , સન્માન , પૂજા માટે , જન્મ મરણથી મુક્ત થવા માટે , દુઃખ દૂર કરવા વાયુકાયનો આરંભ કરે છે, બીજા પાસે વાયુકાયનો આરંભ કરાવે છે , વાયુકાયનો આરંભ કરનારની અનુમોદના કરે છે. આ હિંસા તેના અહિત અને અબોધિ માટે છે. હિંસાના જે પરિણામો કહ્યાં તેને સારી રીતે સમજીને કોઈ સંયમમાં ઉપસ્થિત થાય છે.
ભગવાનની પાસે અથવા અણગાર એવા શ્રમણોની પાસેથી સાંભળીને તેઓએ એ જાણ્યું છે કે
આ હિંસા ગ્રંથી છે , મોહ છે , મૃત્યુ છે , નરક છે.
તોપણ કોઈ મનુષ્ય વર્તમાન જીવનમાં આસક્ત થઈને વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી વાયુકાયની હિંસા કરે છે. તે વાયુકાયની હિંસા કરતાં અન્ય અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે.
વાયુકાયની વિરાધના સાથે બીજી વિરાધના :–
से बेमि – संति संपाइमा पाणा आहच्च संपयंति । फरिसं च खलु पुठ्ठा एगे संघायमावज्जंति । जे तत्थ संघायमावज्जंति ते तत्थ परियावज्जंति । जे तत्थ परियावज्जंति ते तत्थ उद्दायंति । શબ્દાર્થ :– संति = છે , संपाइमा = ઊડનારા , पाणा = ઘણા જીવો , आहच्च = ક્યારેક વાયુના આઘાતથી , संपयंति = પડે છે , फरिसं = વાયુના સ્પર્શને , पुठ्ठा = પ્રાપ્ત કરીને , एगे= તે જીવો, संघायमावज्जंति = ઘાયલ થાય છે , जे तत्थ = જે ત્યાં , ते तत्थ = તે ત્યાં , परियावज्जंति = મૂર્ચ્છિત થઈ જાય છે , उद्दायंति = મૃત્યુ પામે છે.
3
43
ભાવાર્થ :– સંપાતિમ–હવામાં ઊડનારા નાના જીવો વાયુથી આઘાત પામીને નીચે પડી જાય છે.
વાયુના સ્પર્શથી તે જીવો સંકોચાઈ જાય છે , સંકોચાઈને મૂર્ચ્છિત થઈ જાય છે અને મૂર્ચ્છિત થઈને પામે છે ત્યારે મરી પણ જાય છે.
વાયુકાય હિંસાત્યાગ :–
एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति । तं परिण्णाय मेहावी णेव सयं वाउसत्थं समारंभेज्जा , णेवऽण्णेहिं वाउसत्थं समारंभावेज्जा , णेवऽण्णे वाउसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते वाउसत्थसमारंभा परिण्णाया भवंति , से हु मुणी परिण्णायकम्मे । त्ति बेमि । ભાવાર્થ :– જે વાયુકાયના જીવોનો આરંભ કરે છે , તે વાસ્તવિક રીતે આ આરંભથી અજ્ઞાત છે. જે વાયુકાયના જીવો પર શસ્ત્રનો આરંભ કરતા નથી તેણે વાસ્તવમાં આરંભને જાણી લીધો છે.
આ વાતને જાણીને બુદ્ધિમાન વ્યક્તિ વાયુકાયનો આરંભ પોતે કરે નહિ , બીજા પાસે કરાવે નહિ, વાયુકાયનો આરંભ કરનારની અનુમોદના કરે નહિ.
જેણે વાયુકાયના આરંભને અને તેના પરિણામને જાણેલ છે તે મુનિ પરિજ્ઞાતકર્મા (હિંસાના ત્યાગી) છે , તેમ ભગવાને કહ્યું છે.
વિવેચન :–
આ સૂત્રોમાં વાયુકાયની હિંસાનો નિષેધ કર્યો છે. વાયુને સજીવ માનવો અને તેની હિંસાથી બચવું, તે નિર્ગ્રંથદર્શનની મૌલિકતા છે.
સામાન્ય રીતે પૃથ્વી , પાણી , અગ્નિ , વાયુ , વનસ્પતિ અને ત્રસ આ ક્રમ હોય છે પરંતુ અહીં ક્રમનો ભંગ કરીને વાયુકાયનું વર્ણન છેલ્લે કર્યું છે. તેનું કારણ ટીકાકાર આપે છે કે– છકાયમાં વાયુકાયનાં શરીર આપણા ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી , બીજા પાંચે કાયના શરીરો આંખથી જોઈ શકાય છે. પાંચની અપેક્ષાએ વાયુકાયનો વિષય સમજવો કઠિન છે તેથી પાંચેયનું વર્ણન પહેલાં કરી છેલ્લે વાયુકાયનું વર્ણન કર્યું છે.
વિરતિનો બોધ :–
एत्थं पि जाण उवादीयमाणा , जे आयारे ण रमंति , आरंभमाणा 4
5
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 7
44 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ विणयं वयंति , छंदोवणीया अज्झोववण्णा आरंभसत्ता पकरेंत्ति संगं । से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं अकरणिज्जं पावं कम्मं तं णो अण्णेसिं । શબ્દાર્થ :– एत्थं पि जाण = આ વિષયમાં પણ એમ જાણો , આરંભ ત્યાગ કરનાર મુનિના વિષયમાં એ પણ જાણો કે , उवादीयमाणा = સંયમ ગ્રહણ કરીને પણ , आयारे = આચારમાં , સંયમભાવમાં , ण रमंति = રમણ કરતા નથી , आरंभमाणा = છકાય જીવોનો આરંભ કરતાં , विणयं = તે પોતાને સંયમી, वयंति = કહે છે, छंदोवणीया = તેઓ પોતાની ઈચ્છાનુસાર આચરણ કરે છે, अज्झोववण्णा = વિષયોમાં આસક્ત રહે છે, आरंभसत्ता = તેઓ આરંભમાં આસક્ત થઈને, संगं पकरेंति = સાવદ્ય અનુષ્ઠાન કરે છે, કર્મસંગ્રહ કરે છે.
से= તે, वसुमं = સમ્યક્ત્વાદિ ભાવ ધનથી યુક્ત છે,सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं = વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણીને પોતાના આત્મા દ્વારા , अकरणिज्जं = નહિ કરવા યોગ્ય સમજે , पावं कम्मं = પાપકર્મ , तं = આ વિષયની , णो अण्णेसिं = ચાહના કરે નહિ.
ભાવાર્થ :– તમો અહીં એ પણ જાણો કે જે સંયમનો સ્વીકાર કરીને આચારમાં , સંયમની વિધિમાં તલ્લીન થતા નથી , આરંભ કરવા છતાં પોતાને સંયમી કહેવડાવે છે અથવા બીજાને વિનય–સંયમનો ઉપદેશ આપે છે , તેઓ સ્વચ્છંદાચારી તેમજ વિષયોમાં આસક્ત અને આરંભમાં આસક્ત રહેતાં ફરી ફરી કર્મને બાંધે છે.
વસુમાન (જ્ઞાન , દર્શન , ચારિત્રરૂપ ધનથી યુક્ત) સંયમવાન સાધક સર્વ પ્રકારના વિષયો પર જ્ઞાનપૂર્વક વિચાર કરે છે , હૃદયથી પાપકર્મને અકરણીય જાણે છે તથા મનથી પણ તેને ઈચ્છતા નથી.
છજીવનિકાય હિંસાત્યાગ :–
तं परिण्णाय मेहावी णेव सयं छज्जीवणिकायसत्थं समारंभेज्जा, णेवऽण्णेहिं छज्जीवणिकायसत्थं समारंभावेज्जा , णेवऽण्णे छज्जीवणिकायसत्थं समारंभंते समणुजाणेज्जा । जस्सेते छज्जीवणिका–
यसत्थसमारंभा परिण्णाया भवंति , से हु मुणी परिण्णायकम्मे ॥ त्ति बेमि । ॥ सत्तमो उद्देसो समत्तो ॥ पढमं अज्झयणं समत्तं ॥ ભાવાર્થ :– આ જાણીને બુદ્ધિમાન સાધક છકાય જીવનો આરંભ પોતે કરે નહિ , બીજા પાસે આરંભ કરાવે નહિ , આરંભ કરનારની અનુમોદના કરે નહિ. જેણે છકાય જીવના શસ્ત્રપ્રયોગ(હિંસા)ને સારી રીતે સમજી લીધેલ છે , તેનો ત્યાગ કરી દીધો છે તે પરિજ્ઞાતકર્મા મુનિ કહેવાય છે – એમ ભગવાને કહ્યું છે.
।। સાતમો ઉદ્દેશક સમાપ્ત ।। પ્રથમ અધ્યયન સમાપ્ત ।। 6
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય– 1, ઉ : 7 45
વિવેચન :–
આ અંતિમ ઉદ્દેશકમાં વાયુકાયની હિંસાનો નિષેધ અને અહિંસાનું પ્રતિપાદન છે. ચક્ષુગ્રાહ્ય નહિ હોવાના કારણે તેની હિંસાનો ત્યાગ સમર્થ વ્યક્તિ જ કરી શકે એમ સૂચવીને , આત્મ સાદશ્યતાનો નિર્દેશ કર્યો છે. આ રીતે વાયુકાય જીવના અસ્તિત્વની શ્રદ્ધાનું મહત્ત્વ દર્શાવેલ છે. અંતે વાયુકાયની હિંસાના ત્યાગીને સમ્યગ્જ્ઞાની કહ્યા છે. વાયુકાયના વર્ણન પછી સમસ્ત છકાય જીવોની હિંસાના ત્યાગનો સંદેશ આપ્યો છે.
સાતમો ઉદ્દેશક સંપૂર્ણ અધ્યયન ઉપસંહાર :– આમ આ સંપૂર્ણ અધ્યયનમાં છકાયના જીવોનું અસ્તિત્વ , કર્મબંધન અને મુક્તિના કારણો બતાવી જીવન વિકાસ માટે વિચાર , વિવેક અને સંયમનુ વર્ણન કરી , ભાવહિંસાથી છૂટવાનો સરળ ઉપાય કહ્યો છે. અહિંસા સંયમથી સાધ્ય છે. દ્રવ્ય અને ભાવથી અહિંસક બની પ્રાણીમાત્રને આત્મ સમાન ગણી વિવેકથી આગળ વધવાનું છે. ભગવાન મહાવીરે સૂક્ષ્મથી લઈને સ્થૂલ સુધીના સર્વ જીવો (છકાય જીવો) સાથે મૈત્રીનો સંદેશો આ અધ્યયનમાં પ્રરૂપ્યો છે.
ા અધ્યયન–1/7 સંપૂર્ણા 46 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ अहं = હું अप्पा , आया= આત્મા अत्थि= છે अहे , अहो= નીચે , નીચી अणगार = મુનિ , સાધુ अण्णेसिं = બીજાને , બીજા પાસેથી अविसमेच्चा= સમજીને अप्पणो = પોતાના अप्पा , अप्पाणं= આત્મા , આત્માને, પોતાને अहो य राओ = રાત–દિન असायं = અસાતા , દુઃખરૂપ अण्णं , अण्णेहिं= અન્ય , બીજા પાસે आणाए= આજ્ઞાથી इमे = આ इह = આ સંસારમાં , આ જિન શાસનમાં उड्ढं = ઊર્ધ્વ , ઉપર एते= આ एस , एयं = આ एवं = આ પ્રકારે , આ પ્રમાણે एगे = કોઈ , કોઈ એક , કેટલાક एगो = એકલો एगया= કોઈવાર , ક્યારેક ओए= રાગદ્વેષ રહિત , એકલા कम्मसमारंभ = સાવદ્યકાર્ય, હિંસાનાં કારણો खलु = નિશ્ચયથી खणं = અવસર गढिए = અત્યંત આસક્ત च , चेव= અને , તથા चइत्ता , चिच्चा = ત્યાગ કરીને, છોડીને जाणइ = જાણે છે जे = જે પુરુષ , તે , જે , જેઓ जस्स = જેણે जहित्ता = છોડીને , ત્યાગ કરીને जीवा = જીવ , પ્રાણી , પંચેન્દ્રિય जं = જે , જેને , જો , કે
जाई–मरण= જન્મ મરણ जाणित्तु = જાણીને जाण = જાણો णत्थि , णेव , णो = નહીં णच्चा = જાણીને णिसम्म , णिसामिया = હૃદયમાં ધારણ કરી , વિચાર કરી , સમજીને ते = તેઓ , તે त्ति बेमि = એમ હું કહું છું , એમ ભગવાને કહ્યું છે. વિષય સમાપ્તિ સૂચક શબ્દ છે तत्थ = ત્યાં , આ વિષયમાં , તેમાં तं = તેને त्ति = આ પ્રમાણે तं जहा = તે આ પ્રકારે છે , જેમ કે
तम्हा= માટે , તેથી तएणं , तओ = ત્યારે , તે પછી दिसाओ = દિશા दुक्खं = દુઃખ , દુઃખરૂપ धीरा , धीरे = ધીરપુરુષ पंडिए= પંડિત पावंकम्मं = પાપકર્મ परिण्णा = સાચું જ્ઞાન पास , पासह= જુઓ पाणा = પ્રાણી , જીવો , દ્વિન્દ્રિયાદિ परिण्णाय = જાણીને पमत्ते = પ્રમાદી , પ્રમત્ત पत्तेयं = પ્રત્યેક , દરેકના पुणो पुणो= વારંવાર फासे = કષ્ટોને , સ્પર્શોને बालस्स , बाले = અજ્ઞાની भवइ = છે , થાય છે भविस्सइ= થશે भगवया = ભગવાને , મહાવીરે भूया= જીવ , વનસ્પતિ જીવ भो = હે શિષ્ય ! , સંબોધન શબ્દ છે.
भोयणाए= ભોજન માટે , ઉપયોગ માટે मे = હું मुणी= મુનિ , સાધુ मुणिणा= ભગવાને , તીર્થંકરોએ मेहावी= મેધાવી , બુદ્ધિમાન मंदस्स = અજ્ઞાની , વિવેકરહિત, મંદબુદ્ધિ मूढे= મંદબુદ્ધિ , મૂર્ખ , મૂઢ બનીને मोहे , मोहेण= મોહથી , મોહકર્મથી, મોહમાં राया , रायाणो= રાજા लोगंसि = લોકમાં लोए = પ્રાણી , સાંસારિક લોકો व = અને वा= અથવા विदित्ता = જાણીને वीरा , वीरे = વીરપુરુષ , કર્મક્ષય કરવામાં સમર્થ वयंति = કહે છે वयं = આયુ , ઉંમર , અમે वसुमं = સંયમી , સંયમવાન, જ્ઞાનાદિ રત્નત્રય યુક્ત विप्परियासमुवेइ = વિપરીત અવસ્થાઓ , વિભિન્ન યોનિઓ, વિવેકહીન અવસ્થાઓ પામે છે विरूवरूवेहिं = વિવિધ પ્રકારના सुयं = સાંભળ્યું છે सोच्चा = સાંભળીને से = તે , તે પુરુષ सव्वे = સર્વ , બધા , સમસ્ત सत्ता= પ્રાણી , ચાર સ્થાવર सव्वओ= સર્વપ્રકારે सव्वत्ताए= પૂર્ણ રીતે सम्मत्तमेव = સમ્યક્ રૂપે , સારી રીતે समभिजाणेज्जा= સેવન કરે से बेमि = તે હું કહું છું , ભગવાન કહે છે , વાક્યાલંકાર , વિષય પ્રારંભ સૂચક શબ્દ सत्थेहिं= શસ્ત્રો વડે संति = છે सयं = પોતે सया = હંમેશાં संपेहाए = વિચારીને , જોઈને समुठ्ठाए = ઉદ્યત થઈને, સ્વીકારીને , તત્પર થઈને हु = નિશ્ચયથી , વાક્યાલંકાર શબ્દ વારંવાર આવનારા શબ્દાર્થ 47
પરિચય બીજું અધ્યયન આ અધ્યયનનું પ્રસિદ્ધ નામ લોક વિજય છે. પ્રથમ અધ્યયનમાં અહિંસામૂલક ધર્મનું વર્ણન કરીને આ બીજા અધ્યયનમાં લોકવિજયનું વર્ણન કર્યું છે.
આ અધ્યયનના 'લોકવિજય ' નામમાં 'લોક ' શબ્દથી ભાવલોકનું ગ્રહણ કરવામાં આવે છે.
રાગ–દ્વેષ , ક્રોધાદિ કષાયો ભાવલોક કહેવાય છે. રાગ–દ્વેષથી કર્મબંધન અને કર્મબંધનના કારણે ચારે ગતિમાં પરિભ્રમણ થતું રહે છે. ચારે ગતિના પરિભ્રમણને જ સંસાર કહેવામાં આવે છે. આ સંસાર , સંબંધો અને સંયોગો , તે દ્રવ્યલોક કહેવાય છે. ભાવલોક કષાયરૂપ પર વિજય મેળવી લેવાથી દ્રવ્યલોક પર વિજય મળી જ જાય છે. જીવનું સંસરણ અટકી જાય છે. આ અધ્યયનમાં કષાયાદિ પર વિજય મેળવવાની તેની ચાવીઓ છે તેથી લોકવિજય નામ સાર્થક છે.
કેટલાક વિદ્વાનોનું કથન છે કે આ અધ્યયનનું પ્રાચીન નામ 'લોકવિચય ' હોવું જોઈએ. પ્રાકૃત ભાષામાં 'ચ' ના સ્થાને 'જ ' થઈ જાય છે. જ્યારે ટીકાકારે 'વિજય ' ને 'વિચય ' નહિ માનતા 'વિજય ' એ નામ જ આપ્યું છે. વિચય એ ધર્મધ્યાનનો એક ભેદ છે. તેનો અર્થ છે ચિંતન કરવું , શોધવું તથા ચારે બાજુથી નિરીક્ષણ કરવું. વિજયનો અર્થ છે પરાક્રમ , પુરુષાર્થ તથા આત્મનિયંત્રણ.
આ અધ્યયનનો ભાવ જોતા એમ લાગે છે કે એનું 'વિચય ' નામ પણ સાર્થક છે કારણ કે એમાં સંસાર , એનું સ્વરૂપ , શરીરનો ક્ષણભુંગર સ્વભાવ , જ્ઞાતિજનોની અશરણતા , ઈન્દ્રિય વિષયરૂપ પદાર્થોની અનિત્યતતા આદિનો વિચાર કરતાં આસક્તિનાં બંધન તોડવાની હૃદયસ્પર્શી પ્રેરણા આપી છે. આજ્ઞા વિચય , અપાય વિચય આદિ ધર્મધ્યાનના ભેદોમાં પણ આ પ્રકારનું ચિંતન મુખ્ય રહ્યું છે તેથી 'વિચય ' એ નામની પણ સફળતા સિદ્ધ થઈ જાય છે.
સંયમમાં પુરુષાર્થ , અપ્રમાદભાવ તથા સાધનામાં આગળ વધવાની પ્રેરણા તેમજ કષાયાદિ અંતરંગ શત્રુઓ પર 'વિજય ' પ્રાપ્ત કરવાનો ઉપદેશ પણ આ અધ્યયનમાં વિશેષ રૂપથી દેખાય છે તેથી 'વિજય' નામ પણ સાર્થક છે. विचय – ધ્યાનનું તેમજ નિર્વેદનું પ્રતિક છે , विजय – પરાક્રમ અને પુરુષાર્થનું બોધક છે.
નિર્યુક્તિમાં લોક શબ્દનો આઠ પ્રકારે નિક્ષેપ કર્યો છે તે આ પ્રમાણે છે – (1) નામ (ર) સ્થાપના (3) દ્રવ્ય ( 4) ક્ષેત્ર (પ) કાળ ( 6) ભાવ ( 7) ભવ ( 8) પર્યાય. અહીં 'ભાવલોક'નો પ્રસંગ છે. નિર્યુક્તિકારે પણ કહ્યું છે કે– भावे कसायलोगो , अहिगारो तस्स विजएणं । ક્રોધ , માન , માયા , લોભ આદિ કષાયરૂપ ભાવલોકના વિજયનો અધિકાર છે કારણ કે કષાય લોક ઉપર વિજય પ્રાપ્ત કરનાર સાધક 48 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ કામથી નિવૃત્ત થઈ જાય છે અને કામથી નિવૃત્ત થયેલ સાધક સંસારથી શીઘ્ર તરી જાય છે.
આ અધ્યયનમાં છ ઉદ્દેશક છે. તેમાં સંક્ષિપ્ત વિષય વર્ણન આ પ્રમાણે છે–
પ્રથમ ઉદ્દેશકમાં ભાવલોક(સંસાર)નું મૂળ શબ્દાદિ ઈન્દ્રિય વિષય તથા સ્વજનાદિ પ્રતિ અનાસક્ત રહેવાનો ઉપદેશ છે.
બીજા ઉદ્દેશકમાં સંયમમાં થતી અરતિને દૂર કરવાનો નિર્દેશ છે.
ત્રીજા ઉદ્દેશકમાં ગોત્રાદિના મદનો ત્યાગ કરવાનું કથન છે.
ચોથા ઉદ્દેશકમાં પરિગ્રહમાં આસક્ત થનારની દશા , ભોગ એ રોગની ઉત્પત્તિનું મૂળ છે, આશા ને તૃષ્ણાનો ત્યાગ તથા ભોગથી વિરતિ વગેરે વિષયોનું કથન છે.
પાંચમા ઉદ્દેશકમાં સંસારમાં વિચરણ કરવા છતાં પણ સંયમમાં પ્રયત્નશીલ રહેવાનો ઉપદેશ છે.
છઠ્ઠા ઉદ્દેશકમાં મમત્વનો ત્યાગ આદિ અનેક વિષયોનું માર્મિક વર્ણન છે.
49
|
બીજું અધ્યયન–લોક વિજય પહેલો ઉદ્દેશક |
સંસારનું મૂળ : વિષયાસક્તિ :–
जे गुणे से मूलठ्ठाणे जे मूलठ्ठाणे से गुणे । इति से गुणठ्ठी महया परियावेणं पुणो पुणो वसे पमत्ते । तं जहा – माया मे , पिया मे , भाया मे , भगिणी मे , भज्जा मे , पुत्ता मे , धूया मे , सुण्हा मे , सहि – सयण–
संगंथ–संथुया मे , विवित्तोवगरण – परियट्टणभोयणच्छायणं मे । इच्चत्थं गढिए लोए वसे पमत्ते । अहो य राओ य परितप्पमाणे कालाकाल – समुठ्ठाई संजोगठ्ठी अठ्ठालोभी आलुंपे सहसक्कारे विणिविठ्ठचित्ते एत्थ सत्थे पुणो पुणो । શબ્દાર્થ :– गुणे = શબ્દાદિ ગુણ છે , मूलठ्ठाणे = સંસારના મૂળ કારણ કષાયોના સ્થાન છે , इति = માટે , गुणठ्ठी = શબ્દાદિ વિષયોનો ઈચ્છુક , महया = મહાન , परियावेणं = પરિતાપની સાથે , वसे = સંસારમાં જન્મ ધારણ કરે છે , पमत्ते = પ્રમાદમાં રહે છે , तंजहा = તે આ પ્રમાણે , माया मे = મારી માતા , पिया मे = મારા પિતા , भाया मे = મારો ભાઈ , भगिणी मे = મારી બહેન , भज्जा मे = મારી સ્ત્રી , पुत्ता मे = મારો પુત્ર , धूया मे = મારી પુત્રી , सुण्हा मे= મારી પુત્રવધૂ, सहि–सयण–संगंथ–संथुया मे = મારા મિત્ર , સ્વજન , સંબંધી પરિચિત લોકો , विवित्त = વિવિધ પ્રકારના उवगरण = ઉપકરણ , परियट्टण = હાથી , ઘોડા આદિ વાહન , भोयण = ભોજન અને, अच्छायणं मे = વસ્ત્રાદિ મારા છે.
इच्चत्थं = આ પ્રમાણે પોતાનું સમજીને , लोए = અજ્ઞાની જીવ , गढिए वसे = અત્યંત આસક્ત રહે છે, पमत्ते = પ્રમાદનું આચરણ કરે છે, अहो य राओ य = રાત અને દિવસ,परितप्पमाणे = તેની ચિંતાથી સંતપ્ત રહેતાં , તેની રક્ષા માટે , कालाकालसमुठ्ठाई = કાળ , અકાળમાં અત્યંત શ્રમ કરે છે , संजोगठ्ठी = હંમેશાં તેનો સંયોગ ઈચ્છે છે , अठ्ठालोभी = ધનનો લોભી બનીને , आलुंपे = ચોરી કરે છે , सहसक्कारे = વિચાર્યા વિના પાપ કાર્ય કરે છે , विणिविठ्ठचित्ते = આત્મીય અને પ્રિયજનોમાં દત્તચિત્ત રહે છે , एत्थ सत्थे = છકાયના જીવોનો આરંભ કરતા રહે છે.
ભાવાર્થ :– જે ગુણ–શબ્દાદિ વિષય છે , તે સંસારનું મૂળ સ્થાનરૂપ છે. જે મૂળસ્થાન છે તે ગુણ છે. તેથી 1
લોક વિજય અધ્ય–ર , ઉ : 1
50 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ જે વિષયાર્થી હોય છે તે મહાન પરિતાપથી વારંવાર વિષયાધીન બનીને પ્રમાદાચરણ કરતા રહે છે.
તે આ પ્રમાણે માને છે– મારી માતા , મારા પિતા , મારો ભાઈ , મારી બહેન , મારી પત્ની , મારો પુત્ર , મારી પુત્રી , મારી પુત્રવધૂ , મારો મિત્ર , મારા સ્વજન–સંબંધી , મારા સ્વજન–પરિજન , મારા હાથી ઘોડા , મકાનાદિ સાધનો , મારી ધન સંપત્તિ , મારી ખાદ્યસામગ્રી , મારા વસ્ત્રો , આવા અનેક પ્રકારના પ્રપંચોમાં ફસાયેલા જીવો , જીવનના અંત સુધી પ્રમાદી બનીને કર્મબંધન કરે છે. આ રીતે મારાપણામાં અથવા વર્તમાનમાં જ આસક્ત થયેલ વ્યક્તિ તેને વશ થઈને અનેક પ્રકારના પ્રમાદનું આચરણ કરે છે.
તે પ્રમાદી તથા આસક્ત વ્યક્તિ સ્વજનો માટે ધન કમાવવા અને તેની રક્ષા કરવા માટે રાત દિવસ પરિશ્રમ કરતાં કાળ , અકાળ જોયા વિના પ્રયત્નશીલ રહે છે. કુટુંબ અને ધનાદિમાં લુબ્ધ બનીને વિષયોમાં દત્તચિત્ત બનીને કર્તવ્ય , અકર્તવ્યનો વિચાર કર્યા વિના નિર્ભયપણે સંસારમાં ચોરી–લૂંટફાટ કરે છે તથા છકાય જીવોની વારંવાર હિંસા કરે છે.
વિવેચન :–
પ્રથમ અધ્યયનના પાંચમા ઉદ્દેશકમાં પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ 'ગુણ'ને આવર્ત કહેલ છે. તે ગુણને અહીં 'મૂળસ્થાન ' કહેલ છે. પ્રિય વિષયમાં રાગ અને અપ્રિય વિષયમાં દ્વેષની ભાવના જાગૃત થાય છે. રાગદ્વેષની જાગૃતિથી કષાયનો વધારો થાય છે. કષાયો જન્મ મરણના મૂળિયાંને સીંચે છે. કહ્યું છે કે–
कोहो य माणो य अणिग्गहीया , माया य लोभो य पवड्ढमाणा । चत्तारि एए कसिणा कसाया , सिंचंति मूलाइं पुणब्भवस्स ॥ [દશવૈ. , અધ્ય. 8, ગા. 40 ]
નિગ્રહ નહીં કરાયેલાં ક્રોધ અને માન તથા વધતાં માયા અને લોભ આ ચારે કષાયો પુનર્ભવ–
જન્મમરણના મૂળને સીંચે છે. ટીકાકારે 'મૂળ ' શબ્દથી અનેક અભિપ્રાયો સ્પષ્ટ કર્યા છે. મૂળ એટલે ચાર ગતિરૂપ સંસાર , આઠ પ્રકારના કર્મ તથા મોહનીય કર્મ. આ સર્વનો સાર એ છે કે શબ્દાદિ વિષયોમાં આસક્ત થવું એ જ સંસારની વૃદ્ધિનું અને કર્મ બંધનું કારણ છે.
ઈન્દ્રિય વિષયાસક્ત વ્યક્તિની મનોવૃત્તિ મમત્વ પ્રધાન હોય છે. તે વ્યક્તિ માતા પિતા આદિ સર્વ સ્વજનો તેમજ પોતાની સંપત્તિ સાથે મમત્વના ગાઢ બંધનથી બંધાય જાય છે. મમત્વથી પ્રમાદ વધે છે.
મમત્વ અને પ્રમાદ , આ બે ભૂત જેના મસ્તક ઉપર સવાર થઈ જાય છે તે પ્રાણી પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. તેઓ અનેક પ્રકારના પાપકારી ઉપાયો યોજે છે , તેઓ ચોર , હત્યારા અને કઠોર સાહસી પણ બની જાય છે. તેની વૃત્તિ સંરક્ષક નહિ પણ આક્રમક અને બીજાને પીડાકારી બની જાય છે. આ સર્વ અનિયંત્રિત અવસ્થા , વિષયેચ્છાનું દુષ્પરિણામ છે.
અશરણતાનો પરિબોધ :–
2 अप्पं च खलु आउयं इहमेगेसिं माणवाणं । तं जहा – सोयपण्णाणेहिं 51
परिहायमाणेहिं चक्खुपण्णाणेहिं परिहायमाणेहिं घाणपण्णाणेहिं परिहाय–
माणेहिं रसपण्णाणेहिं पारिहायमाणेहिं फासपण्णाणेहिं परिहायमाणेहिं, अभिकंतं च खलु वयं संपेहाए तओ से एगया मूढभावं जणयंति । जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा तं पुव्विं परिवयंति, सो वा ते णियगे पच्छा परिवएज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा, तुमं पि तेसिं णालं ताणाए वा सरणाए वा । से ण हासाए , ण किड्डाए , ण रईए , ण विभूसाए । શબ્દાર્થ :– अप्पं = અલ્પ હોય છે , आउयं = આયુષ્ય , इहं = આ સંસારમાં , एगेसिं माणवाणं = કોઈ મનુષ્યોનું , सोयपण्णाणेहिं = શ્રોતેન્દ્રિયની સાંભળવાની શક્તિ , परिहायमाणेहिं = ક્ષીણ થઈ જવા પર , चक्खुपण्णाणेहिं = ચક્ષુની જોવાની શક્તિ , घाणपण्णाणेहिं = નાકની સૂંઘવાની શક્તિ, रसपण्णाणेहिं = જીભની રસ ગ્રહણ કરવાની શક્તિ , फासपण्णाणेहिं = સ્પર્શેન્દ્રિયની સ્પર્શની શક્તિ , अभिक्कतं = પસાર થઈ ગયેલ , वयं = આયુષ્યને , संपेहाए = જોઈ વિચારીને , तओ = ત્યાર પછી , से = તે મનુષ્ય , एगया = ક્યારેક , કોઈ સમયે , मूढभावं = મૂઢતાને , जणयंति = પ્રાપ્ત કરે છે.
जेहिं सद्धिं = જેની સાથે , संवसइ = તે રહે છે , ते = તેઓ , णं = તેની , णियगा = આત્મજન, पुव्विं = પહેલાં , परिवयंति = નિંદા કરે છે , सो = તે , ते = તેઓની , णियगे = આત્મજનોની , पच्छा = પાછળથી , णालं = સમર્થ નથી , तव = તમારું , ताणाए = રક્ષણ કરવા માટે , सरणाए = શરણ દેવામાં, तुमं पि = તમે પણ , तेसिं = તેઓનું , ण हासाए = હાસ્યને યોગ્ય રહેતા નથી , ण किड्डाए = ક્રીડાને યોગ્ય રહેતા નથી , ण रईए = રતિને યોગ્ય રહેતા નથી , ण विभूसाए = વિભૂષાને યોગ્ય રહેતા નથી.
ભાવાર્થ :– આ સંસારમાં કેટલાક માનવીઓનું આયુષ્ય થોડું હોય છે. તે અલ્પાયુ જીવનની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે– કાન , આંખ , નાક , જીભ અને સ્પર્શેન્દ્રિયનું જ્ઞાન ક્ષીણ થતું જાય છે. ઈન્દ્રિયોની ક્ષમતા ધીરે–
ધીરે ઘટતી જાય છે , યૌવન વ્યતીત થતાં એકાએક વૃદ્ધાવસ્થા આવવા પર પ્રાણી દિગ્મૂઢ બની જાય છે.
તે જેની સાથે રહે છે તે સ્વજન (પત્ની , પુત્ર આદિ) કયારેક તેનો તિરસ્કાર કરે છે. તેને કડવાં અને અપમાનજનક વચનો કહે છે. પાછળથી તે વૃદ્ધ પણ સ્વજનોની નિંદા કરવા લાગે છે માટે શાસ્ત્રકાર કહે છે કે હે પુરુષ ! તે સ્વજનો તારું રક્ષણ કરવામાં કે તને શરણ આપવામાં સમર્થ નથી. તું પણ તેનું રક્ષણ કરવામાં કે તેમને શરણ દેવામાં સમર્થ નથી. વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત તે વૃદ્ધ પુરુષ હાંસીમજાક , રમતગમત, કામક્રીડા , મનોવિનોદ કે શરીરની શોભા–શણગારને યોગ્ય રહેતો નથી.
વિવેચન :–
આ સૂત્રમાં માનવ શરીરની ક્ષણભંગુરતા તથા અશરણતાનું દિગ્દર્શન છે.
લોક વિજય અધ્ય–ર , ઉ : 1
52 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ सोयपण्णाणेहिं :- સાંભળીને જ્ઞાન કરનારી ઈન્દ્રિય–શ્રોત્રેન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિયથી સાંભળીને થનારું જ્ઞાન , તેમજ જોઈને , સૂંઘીને , ચાખીને , સ્પર્શ કરીને જ્ઞાન કરનારી ઈન્દ્રિયો અને આ ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન વૃદ્ધાવસ્થામાં ક્ષીણ થઈ જાય છે.
મનુષ્યનું જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય 3 પલ્યોપમ પ્રમાણ છે. તેમાં સંયમ સાધનાનો સમય અંતર્મુહૂર્તથી લઈને દેશોનક્રોડ પૂર્વ સુધીનો હોય છે. સાધનાની દષ્ટિએ આ સમય ઘણો થોડો છે , તેથી અહીં મનુષ્યના આયુષ્યને અલ્પ કહ્યું છે.
વર્તમાનમાં સામાન્ય રીતે મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું મનાય છે. તે દશ અવસ્થાઓમાં વિભાજિત થાય છે– (1) બાલા (ર) ક્રીડા (3) મંદા (4) બલા (પ) પ્રજ્ઞા (6) હાયની (7) પ્રપંચા, (8) પ્રચારા (9) મુમ્મુખી ( 10) શાયની– (ઠાણાંગસૂત્ર સ્થાન– 10.)
સામાન્ય રીતે 40 વર્ષ સુધી(ચોથી દશા સુધી) મનુષ્યના શરીરની તેજસ્વિતા , કાંતિ , બળ આદિ પૂર્ણરૂપે ખીલતાં રહે છે. ત્યારબાદ ક્રમશઃ ક્ષીણ થવા લાગે છે. જ્યારે ઈન્દ્રિયોની શક્તિ ક્ષીણ થવા લાગે છે ત્યારે સામાન્યજનોનાં મનમાં સહજ ચિંતા , ભય અને શોક વધવા લાગે છે. ઈન્દ્રિયોની શક્તિ ઓછી થવાથી તે શારીરિક દષ્ટિએ અસમર્થ થવા લાગે છે , તેનું મનોબળ પણ ક્ષીણ થવા લાગે છે. તેની સાથે વૃદ્ધાવસ્થામાં ઈન્દ્રિય–વિષયો તરફ આસક્તિ વધવા લાગે છે. ઈન્દ્રિય શક્તિની હીનતા અને વિષયાસક્તિની વૃદ્ધિના કારણે તેનામાં એક વિચિત્ર પ્રકારની મૂઢતા–વ્યાકુળતા ઉત્પન્ન થાય છે.
આવી વ્યક્તિ પરિવારને માટે સમસ્યારૂપ બની જાય છે. અરસપરસમાં ક્લેશ તેમજ તિરસ્કારની ભાવના વધે છે. પરિવારના સ્વજનો તેના પ્રતિ ગમે તેટલો સ્નેહાદિ રાખે છતાં પણ તે વૃદ્ધ માનવને વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુથી કોઈ બચાવી શકતું નથી. આ જ જીવનની અશરણતા છે. તેના પર માનવીએ હંમેશાં ચિંતન–મનન કરતા રહેવાનું છે , તેમજ આવી દશામાં જે શરણદાતા બની શકે તેવા ધર્મ તથા સંયમનું શરણ લેવું જોઈએ.
ताणाए–सरणाए :- ताणाए નો અર્થ રક્ષણ કરનાર તથાसरणाए નો અર્થ આશ્રયદાતા છે. 'રક્ષણ ' શબ્દ રોગ કે બાહ્ય ઉપદ્રવના પ્રતિકારનો સૂચક છે અને 'શરણ ' શબ્દ આશ્રય તેમજ પોષણનો સૂચક છે. આગમોમાં અનેક સ્થાને આ બંને શબ્દોનો પ્રયોગ એક સાથે થયો છે.
પ્રમાદ– પરિવર્જન :–
इच्चेवं समुठ्ठिए अहोविहाराए । अंतरं च खलु इमं संपेहाए धीरे मुहुत्त – मवि णो पमायए । वओ अच्चेइ जोव्वणं च । जीविए इह जे पमत्ता , से हंता छेत्ता भेत्ता लुंपिता विलुंपित्ता उद्दवित्ता उत्तासइत्ता , अकडं करिस्सामि त्ति मण्णमाणे । 3
53
जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा तं पुव्विं पोसेंति, सो वा ते णियगे पच्छा पोसेज्जा । णालं ते तव ताणाए वा , सरणाए वा , तुमं पि तेसिं णालं ताणाए वा सरणाए वा । શબ્દાર્થ :– इच्चेवं = આ જાણીને , समुठ्ठिए = ઉદ્યત થાય છે , अहोविहाराए = સંયમમાં , इमं = આ , મનુષ્યભવરૂપ, अंतरं = સુઅવસરને, संपेहाए = જોઈને , વિચારીને , धीरे = ધીર પુરુષ ,मुहुत्तमवि = ક્ષણ માત્ર પણ , णो पमायए = પ્રમાદ કરે નહિ , वओ = આયુ , अच्चेइ = જલ્દી પસાર થઈ રહ્યું છે, जोव्वणं = યૌવન પણ પસાર થઈ રહ્યું છે.
जीविए = જીવનમાં , इह = આ , जे = જે અજ્ઞાની , पमत्ता = પ્રમાદયુક્ત છે , से = તે અજ્ઞાની, हंता = જીવોની હિંસા કરે છે , छेत्ता = અંગોનું છેદન કરે છે , भेत्ता = આંખ આદિનું ભેદન કરે છે, लुंपित्ता = લોકોને લૂંટે છે , विलुंपित्ता = સર્વસ્વ લૂંટે છે , ઈન્દ્રિયોનું છેદન ભેદન કરે છે , उद्दवित्ता = વિષ અને શસ્ત્રાદિના પ્રયોગથી પ્રાણીઓના પ્રાણોને હરે છે , उत्तासइत्ता = જીવોને અનેક પ્રકારે ભય અને ત્રાસ આપે છે , अकडं करिस्सामि = આજ સુધી કોઈએ નહિ કરેલા કાર્યને હું કરીશ , त्ति = આ પ્રમાણે , मण्णमाणे = માનતાં , तं = તેનું , पोसेतिं = પોષણ કરે છે , पोसेज्जा = પાલન પોષણ કરે છે.
ભાવાર્થ :– આ રીતે પૂર્વોક્ત ચિંતન કરતા માનવી વિરક્ત બનીને સંયમ સાધના માટે પ્રયત્નશીલ બને અર્થાત્ સમ્યક્ પ્રકારે સંયમમાં ઉપસ્થિત થઈ જાય તેમજ આ મનુષ્ય જીવન સંયમ આરાધનાનો અમૂલ્ય અવસર છે એમ સમજીને ધીર પુરુષ મુહૂર્ત માત્ર પણ પ્રમાદ કરે નહિ–એક ક્ષણ પણ વ્યર્થ જવા દે નહિ. બાલ્યાદિ અવસ્થાઓ પસાર થઈ રહી છે , ઉંમર ઘટતી જાય છે , યૌવન પણ જઈ રહ્યું છે.
આવા આ માનવ જીવનમાં વિષય કષાયાદિના સેવનમાં જે પ્રમત્ત–આસક્ત છે , તે પ્રાણીઓને હણવા , છેદવા , ભેદવામાં કે ચોરી , લૂંટફાટમાં અથવા ઉપદ્રવ–જીવોનો વધ કરવામાં અને અતિ ત્રાસદાયક પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહે છે. આજ સુધી કોઈએ જે નથી કર્યું તે હું કરીશ , આ પ્રમાણે તેઓ મનોરથ કરતા રહે છે અને આવા અહંભાવના સંકલ્પોમાં સૂત્રોક્ત વિવિધ સાવદ્ય પ્રવૃત્તિઓ કરે છે. જે સ્વજનાદિની સાથે પુણ્યના યોગે રહે છે. તે સ્વજનો પહેલાં તેનું પોષણ કરે છે , પછી તે પણ તે સ્વજનોનું બની શકે તેટલું પોષણ કરે છે. આટલો સ્નેહ સંબંધ હોવા છતાં શાસ્ત્રકાર કહે છે કે હે પુરુષ ! તેઓ મૃત્યુ કે રોગ આવે ત્યારે તમારા રક્ષણ અથવા શરણ માટે સમર્થ હોતા નથી. તમો પણ તેનું રક્ષણ કરવા કે તેને શરણ દેવામાં સમર્થ થતા નથી.
વિવેચન :–
આ સૂત્રમાં સંયમના અર્થમાં अहोविहार શબ્દનો પ્રયોગ થયો છે. માનવી સામાન્ય રીતે વિષય તેમજ પરિગ્રહના પ્રત્યે અનુરાગી હોય છે. તે વિચારે છે કે આના વિના જીવન વ્યતીત થઈ શકે નહીં પરતું સંયમી , અપરિગ્રહી અણગારનું જીવન જોતાં તેને આશ્ચર્ય થાય છે કે અણગાર વિષયોનો ત્યાગ કરીને લોક વિજય અધ્ય–ર , ઉ : 1
54 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ અપરિગ્રહી બનીને પણ શાંતિપૂર્વક જીવન પસાર કરે છે. સામાન્ય જનની દષ્ટિમાં સંયમ એ આશ્ચર્યપૂર્વકની જીવનયાત્રા હોવાથી તેને 'અહો વિહાર ' કહેલ છે.
રોગોત્પત્તિ સમયે અશરણતા :–
उवाईयसेसेण वा सण्णिहिसण्णिचयो कज्जइ इहमेगेसिं असंजयाणं (माणवाणं ) भोयणाए । तओ से एगया रोगसमुप्पाया समुप्पज्जंति । जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा तं पुव्विं परिहरंति, सो वा ते णियगे पच्छा परिहरेज्जा । णालं ते तव ताणाए वा सरणाए वा , तुमंपि तेसिं णालं ताणाए वा सरणाए वा । શબ્દાર્થ :– उवाईयसेसेण = ઉપભોગ પછી અવશેષ ધનને , सण्णिहिसण्णिचओ = એકત્રિત કરીને સંગ્રહ , कज्जइ = કરે છે , इहं = આ સંસારમાં , एगेसिं = કેટલાક , असंजयाणं = અસંયત, माणवाणं = મનુષ્યો માટે , भोयणाए = ઉપયોગ માટે , ततो = ધનોપાર્જન કર્યા પછી , से = તે પુરુષના શરીરમાં , रोगसमुप्पाया समुप्पज्जंति = રોગોત્પત્તિ થઈ જાય છે , परिहरंति = છોડી દે છે.
ભાવાર્થ :– કેટલીક વ્યક્તિઓ પોતે ઉપભોગ કર્યા પછી અવશેષ ધન , અસંયત એવા પોતાના પારિવારિક સ્વજનોના ઉપભોગ માટે એકત્રિત કરે છે. આવી સંપન્ન વ્યક્તિઓને પણ ક્યારેક શરીરમાં રોગોત્પત્તિ થઈ જાય છે. ત્યારે તે જે સ્વજન–સ્નેહીઓની સાથે રહે છે તે જ સ્નેહીઓ તેને રોગ આદિના કારણે ઘૃણા કરીને પહેલાં છોડી દે છે , પછી તે પણ પોતાના સ્વજન સ્નેહીઓને નિરાશ થઈને છોડી દે છે , માટે શાસ્ત્રકાર કહે છે– હે જીવ ! તેઓ તારું રક્ષણ કરવામાં કે તને શરણ દેવામાં સમર્થ નથી અને તું પણ તેમનું રક્ષણ કરવામાં કે શરણ દેવામાં સમર્થ થઈ શકતો નથી.
આત્મજાગૃતિ :–
जाणित्तु दुक्खं पत्तेयं सायं । अणभिक्कंतं च खलु वयं संपेहाए खणं जाणाहि पंडिए । जाव सोयपण्णाणा अपरिहीणा , जाव णेत्तपण्णाणा अपरिहीणा, जाव घाणपण्णाणा अपरिहीणा जाव जीहपण्णाणा अपरिहीणा जाव फासपण्णाणा अपरिहीणा , इच्चेतेहिं विरूवरूवेहिं पण्णाणेहिं 4
5
55
अपरिहीणेहिं आयठ्ठं सम्मं समणुवासेज्जासि ॥ त्ति बेमि । ॥ पढमो उद्देसो समत्तो ॥ શબ્દાર્થ :– जाणित्तु = જાણીને , पत्तेयं = પ્રત્યેક જીવોના , सायं = સુખને , अणभिक्कंतं = પસાર ન થયેલ , संपेहाए = જોઈને , વિચારીને , खणं = અવસરને , जाणाहि μ Ô ણિે, સમજે, पंडिए = પંડિત આત્મતત્ત્વજ્ઞ.
जाव = જ્યાં સુધી, सोय = શ્રોત્રેન્દ્રિયની સાંભળવાની, पण्णाणा = જ્ઞાન શક્તિ,अपरिहीणा= ક્ષીણ થઈ નથી,इच्चेतेहिं= આ પ્રમાણે,विरूवरूवेहिं= વિવિધ પ્રકારની, पण्णाणेहिं = જ્ઞાન શક્તિઓ, अपरिहीणेहिं = જ્યાં સુધી ક્ષીણ થઈ નથી ત્યાં સુધી, आयठ्ठं = પોતાના કલ્યાણ માટે,सम्मं समणुवासिज्जासि = સારી રીતે પ્રયત્ન કરવો જોઈએ.
ભાવાર્થ :– પ્રત્યેક પ્રાણીઓના સુખ અને દુઃખ પોતપોતાનાં છે , આ જાણીને સાધક આત્મદષ્ટા બને.
જ્યાં સુધી યૌવનાવસ્થા પસાર થઈ નથી ત્યાં સુધી તેનો વિચાર કરી પંડિત પુરુષ ક્ષણ–અવસરને જાણે અને સંયમ તથા આત્મકલ્યાણના અવસરનો સદુપયોગ કરી લે. જ્યાં સુધી શ્રોત્રેન્દ્રિય , ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય , રસેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની જ્ઞાન શક્તિ ક્ષીણ થઈ નથી અને આ સર્વ વિવિધ પ્રકારની પ્રજ્ઞાશક્તિઓ નષ્ટ થઈ નથી ત્યાં સુધીમાં સાધકે આત્મહિતાર્થ સંયમ તપનું સમ્યક્પ્રકારે પાલન કરી લેવું જોઈએ. – તેમ ભગવાને કહ્યું છે.
।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।। વિવેચન :–
आयठ्ठं :- આ પદનો અર્થ છે આત્માર્થ. જે સાધનાથી આત્માનું હિત થાય તેનું નામ આત્માર્થ છે .
પ્રસ્તુત પ્રકરણમાં આત્માર્થી માટે આત્માનો વાસ્તવિક ખજાનો જ્ઞાન , દર્શન , ચારિત્ર બતાવેલ છે , કારણ કે
આ રત્નત્રયની સમ્યગ્ આરાધનાથી જ મોક્ષરૂપ સાધ્યની સિદ્ધિ થઈ શકે છે અને સાધકનું તે મૂળ લક્ષ્ય છે. આ અપેક્ષાએ રત્નત્રય જ આત્મા માટે હિતકર છે , કારણ કે તેની સાધનાથી જ આત્મા કર્મબંધથી સર્વથા મુક્ત થઈ શકે છે. તે સિવાય आयठ्ठं નું સંસ્કૃત રૂપ आयतार्थ પણ થાય છે. જેની ક્યારે ય સમાપ્તિ ન હોય તેવું સ્વરૂપ છે જેનું તે મોક્ષને 'આયત ' કહે છે , તેથી મોક્ષ પ્રાપ્તિ માટે જે સાધના કરાય તેને આયતાર્થ કહે છે. આ અપેક્ષાએ પણ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયની સાધનાનો જ સ્વીકાર થાય છે.
સાર એ છે કે શરીરની સ્વસ્થતા હોય તેમજ ઈન્દ્રિયો શક્તિ સંપન્ન હોય ત્યાં સુધી સાધકે સંયમ સાધનામાં પ્રમાદ કરવો જોઈએ નહિ. વિષયવાસના , ધન તેમજ પરિજનોની આસક્તિનો ત્યાગ કરી આત્મસાધનામાં પ્રવૃત્ત થવું જોઈએ. તેનાથી આત્મા લોક ઉપર વિજય પ્રાપ્ત કરી પૂર્ણ સુખશાંતિરૂપ લોક વિજય અધ્ય–ર , ઉ : 1
56 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ 1
નિર્વાણને પામી શકે છે.
खणं :- 'ક્ષણ ' શબ્દ સામાન્યરૂપે નિમેષમાત્ર કાળ એટલે આંખનો પલકારો થાય તેટલા કાળનો સૂચક છે પરંતુ અધ્યાત્મશાસ્ત્રમાં 'ક્ષણ ' એ જીવનમાં એક મહત્વપૂર્ણ અવસર માટે પ્રયુક્ત છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં પણ 'ક્ષણ ' નો આ અર્થમાં પ્રયોગ થયો છે. જેમ કે– इणमेव खणं वियाणिया આ ક્ષણને સર્વથી મહત્વપૂર્ણ સમજો. – (સૂત્ર. શ્રુ.1 , અ.ર. , ઉ.3. , ગા.19 )
ટીકાકારે 'ક્ષણ'ની અનેક દષ્ટિએ વ્યાખ્યા કરી છે , જેમ કે કાળરૂપ ક્ષણ–સમય. ભાવરૂપ ક્ષણ–
અવસર. અન્ય રીતે પણ ક્ષણના ચાર અર્થ કર્યા છે , જેમ કે (1) દ્રવ્યક્ષણ– મનુષ્ય જન્મ. (ર) ક્ષેત્રક્ષણ–
આર્યક્ષેત્ર (3) કાળક્ષણ– ધર્માચરણનો સમય. (4) ભાવક્ષણ– ઉપશમ , ક્ષયોપશમાદિ ઉત્તમ ભાવોની પ્રાપ્તિ. આ ઉત્તમ અવસરનો લાભ લેવા માટે સાધકે તત્પર રહેવું જોઈએ.
ઉપસંહાર :– પારિવારિક તેમજ સંપતિ પ્રત્યેનો મોહ સંયમ સાધનામાં અવરોધક છે. આ સર્વની આસક્તિના કારણે સાધક પ્રગતિ કરી શકતો નથી. આત્માની સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આ સર્વના વ્યામોહથી છૂટવા અને વિવેકપૂર્વક ગતિ કરવાનું આ ઉદ્દેશકમાં કહ્યું છે.
ા અધ્યયન–ર/1 સંપૂર્ણા બીજું અધ્યયન : બીજો ઉદ્દેશક અરતિ ત્યાગનું પરિણામ :–
अरइं आउट्टे से मेहावी खणंसि मुक्के । શબ્દાર્થ :– अरइं = અરતિ , સંયમ પ્રત્યે અરુચિનો , आउट्टे = દૂર કરે , ત્યાગ કરે , खणंसि = ક્ષણવારમાં જ , मुक्के = મુક્ત થઈ જાય છે.
ભાવાર્થ :– જે અરતિથી નિવૃત્ત થઈ જાય છે , તે અરતિ ભાવોને દૂર કરનાર બુદ્ધિમાન સાધક માનસિક વ્યથાથી ક્ષણવારમાં જ મુક્ત થઈ જાય છે.
વિવેચન :–
સંયમમાં પ્રયત્નશીલ સાધકનું ચિત્ત જ્યાં સુધી સ્થિર રહે છે ત્યાં સુધી તેને આનંદનો અનુભવ થાય છે. સંયમમાં રમણતા કરવી , આનંદનો અનુભવ કરવો તે રતિ છે. તેનાથી વિપરીત ચિત્તની વ્યાકુળતા કે ઉદ્વિગ્નતા , તે અરતિ છે. જ્ઞાન અને ચિંતનમાં લીન રહેવાથી સાધકના અરતિજન્ય દુઃખો દૂર થાય છે.
57
સંયમમાં અસફળ સાધક :–
अणाणाए पुठ्ठा वि एगे णियट्टंति मंदा मोहेण पाउडा । अपरिग्गहा भविस्सामो समुठ्ठाए , लद्धे कामे अभिगाहइ ।अणाणाए मुणिणो पडिलेहेंति । एत्थ मोहे पुणो पुणो सण्णा , णो हव्वाए णो पाराए । શબ્દાર્થ :– अणाणाए = ભગવાનની આજ્ઞાથી વિપરીત , पुठ्ठावि = આચાર કે વિચારનો સંયોગ થતા જ , एगे = કેટલાક , णियट्टंति = સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે , मंदा = અજ્ઞાની જીવ , मोहेण = મોહ કર્મથી , पाउडा = ઘેરાયેલા.
अपरिग्गहा भविस्सामो = અમે પરિગ્રહથી રહિત થઈશું એવી પ્રતિજ્ઞા સાથે , कामे = ઈન્દ્રિય વિષયો , કામભોગો , लद्धे = પ્રાપ્ત થવા પર , अभिगाहइ = તેને ગ્રહણ કરે છે, मुणिणो = વેષધારી મુનિ , पडिलेहेंति = વિષયભોગની પ્રાપ્તિના ઉપાયોમાં પ્રવૃત હોય છે , एत्थ = આ પ્રમાણે, मोहे = મોહમાં , पुणो पुणो = પ્રવૃત્ત થતા રહે છે , વારંવાર , सण्णा = આસક્ત થતા જીવ , णो हव्वाए णो पाराए = ન આ પાર કે ન પેલી પાર થાય છે અર્થાત્ સંસારમાં ડૂબી જાય છે.
ભાવાર્થ :– વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિપરીત આચાર–વિચાર તથા મોહકર્મના ઉદયે કોઈ કોઈ સાધક સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. તે મંદબુદ્ધિ તેમજ મોહથી આવૃત થાય છે અર્થાત્ મોહ અને અજ્ઞાનથી પ્રેરિત મતિવાળા થાય છે.
કેટલીક વ્યક્તિઓ ''અમે અપરિગ્રહી થઈશું '' એવો સંકલ્પ કરીને સંયમ ધારણ કરવા છતાં જ્યારે ઈન્દ્રિયોના વિષયોની સામગ્રી ઉપલબ્ધ થાય છે ત્યારે તેનો સ્વીકાર કરી લે છે , તે સાધક વીતરાગ પ્રભુની આજ્ઞાથી વિપરીત અસંયમના આચરણોમાં ખેંચાતા જાય છે , આકર્ષાય છે , સંલગ્ન રહે છે.
આ રીતે તે ઈન્દ્રિયોના વિષયોના મોહમાં વારંવાર લીન બની જાય છે. આ કારણે તેઓ ન તો ગૃહસ્થ જીવનમાં રહે છે ન તો ભાવ શ્રમણપણામાં રહે છે. તેઓની ''ન આ પાર કે ન પેલે પાર '' જેવી દશા થઈ જાય છે.
વિવેચન :–
આ સૂત્રમાં અરતિને પ્રાપ્ત થયેલા વ્યાકુળ ચિત્તવાળા બે પ્રકારના સાધકોની દયનીય મનોદશાનું ચિત્રણ છે. (1) કેટલાક સાધકો મોહકર્મના તીવ્ર ઉદયના કારણે સંયમ જીવનનો ત્યાગ કરી ગૃહસ્થ જીવનનો સ્વીકાર કરી લે છે. (ર) કેટલાક સાધક મુનિ વેષમાં જ રહેતાં સંયમ વિપરીત આચરણો કરતાં ગૃહસ્થ તુલ્ય થઈ જાય છે. આ સાધક ન તો સંયમ જીવનનો આનંદ પ્રાપ્ત કરી શકે અને ન તો ગૃહસ્થના સુખોનો ઉપભોગ કરી શકે. તેની અવસ્થાને દર્શાવતાં णो हव्वाए णो पाराए વાક્યનો પ્રયોગ છે. તેનો સાર એ છે કે તે સાધક ન ઘર નો કે ન ઘાટનો બની જાય છે. उभयभ्रष्टो न गृहस्थो नापि प्रव्रजितः । –
2
લોક વિજય અધ્ય–ર , ઉ : ર 58 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ (આચા. ટીકા.) ન તો તે ગૃહસ્થ બને છે કે ન તો તે મુનિભાવમાં રહે છે. તે આ પાર નથી કે પેલે પાર નથી, બંને તરફથી ભ્રષ્ટ છે. કાદવમાં ફસાયેલા હાથી ની જેમ ત્રિશંકુ જેવી તેની દશા છે. તે પોતાના મનુષ્ય જીવનને બરબાદ કરે છે. આ બંને પ્રકારના સાધક મનુષ્ય જીવન અને સંયમના સંયોગને પ્રાપ્ત કરવા છતાં તેના લાભથી વંચિત રહી જાય છે. તે બંને દયાપાત્ર છે. આવા અસફળ સાધકોનું કથન કરીને શાસ્ત્રકાર આગળના સૂત્રમાં સફળ સાધકનું દિગ્દર્શન કરાવે છે.
સંયમમાં સફળ સાધક :–
विमुक्का हु ते जणा जे जणा पारगामिणो , लोभमलोभेण दुगुंछमाणे लद्धे कामे णाभिगाहइ । विणा वि लोभं णिक्खम्म एस अकम्मे जाणइ पासइ । पडिलेहाए णावकंखइ , एस अणगारे त्ति पवुच्चइ । શબ્દાર્થ :– जणा = સાધક પુરુષ , पारगामिणो = સંયમને સફળ કરનાર , વિષયોથી દૂર રહેનાર, પારગામી છે,हु= ખરેખર , નિશ્ચયથી,विमुक्का= મુક્તિને પ્રાપ્ત કરનાર,अलोभेण= અલોભવૃત્તિથી, दुगुंछमाणे = દૂર કરતાં , ઘૃણા કરનાર પુરુષ , णाभिगाहइ = સ્વીકારતા નથી , સેવન કરતા નથી , लोभं विणा वि = લોભ રહિત થઈને , લોભનો ત્યાગ કરીને , णिक्खम्म = પ્રવ્રજ્યા અંગીકાર કરીને , एस = આ પુરુષ , अकम्मे = કર્મથી રહિત , जाणइ = જાણે છે , पासइ = જુએ છે , त्ति = અણગાર છે એમ, पवुच्चइ = કહેવાને યોગ્ય છે , पडिलेहाए = પ્રતિલેખન કરીને , કષાયના પરિણામોનો વિચાર કરીને, णावकंखइ = વિષયોની આકાંક્ષા કરતા નથી.
ભાવાર્થ :– જે સાધક ઈન્દ્રિયના વિષયોને પાર પામીને , તેનો ત્યાગ કરીને સંયમમાં પારગામી થઈ જાય છે , સંયમની સફળતાપૂર્વક આરાધના કરે છે તે સાધક ખરેખર મુક્ત થઈ જાય છે. તે સાધક ઈન્દ્રિયોના વિષયોની લાલસાને સંતોષના પરિણામ દ્વારા દૂર કરે છે અને સહજ પ્રાપ્ત કામભોગોને સ્વીકારતા નથી.
આવી રીતે લોભ રહિત થઈને સંયમ સાધના કરતા તે ઘાતીકર્મનો ક્ષય કરીને સર્વજ્ઞ સર્વદર્શી બને છે. આ પ્રકારે જે સાધક અધ્યાત્મ દોષોનું પ્રતિલેખન કરી , અસંયમરૂપ વિષય કષાયાદિના પરિણામોનો વિચાર કરી તેની આકાંક્ષા રહિત બને છે , તે સાચા અણગાર કહેવાય છે.
વિવેચન :–