This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
एस खलु गंथे , एस खलु मोहे , एस खलु मारे , एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए , जमिणं विरूवरूवेहिं सत्थेहिं तसकायसमारंभेणं
तसकायसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
ભાવાર્થ :– સંયમી સાધક જીવ હિંસા કરતાં સંકોચનો અનુભવ કરે છે તેઓને તું ભિન્ન જાણ અને 'અમે
ત્યાગી છીએ ' એવું કહેતાં અનેક પ્રકારના શસ્ત્રોથી ત્રસકાયનો આરંભ કરનાર બીજા અનેક જીવોની પણ
હિંસા કરે છે , તેને પણ તું ભિન્ન જાણ !
આ વિષયમાં ભગવાને પરિજ્ઞા–વિવેકનું કથન કર્યું છે. કોઈ માનવી આ જીવન માટે , પ્રશંસા,
સન્માન , પૂજા માટે , જન્મ મરણથી મુક્ત થવા માટે , દુઃખને દૂર કરવા માટે ત્રસકાય જીવોની સ્વયં હિંસા
કરે છે , બીજા પાસે હિંસા કરાવે છે તથા હિંસા કરનારની અનુમોદના પણ કરે છે. આ હિંસા તેના અહિત
2
37
અને અબોધિ માટે છે.
તે સંયમી હિંસાનાં દુષ્પરિણામને સારી રીતે સમજીને સંયમમાં લીન બની જાય છે. ભગવાન
પાસેથી અથવા અણગારો પાસેથી સાંભળીને કોઈ મનુષ્યો જાણે છે કે આ હિંસા ગ્રંથી છે , મૃત્યુ છે , મોહ
છે , નરક છે છતાં જે માનવી વર્તમાન સુખમાં આસક્ત થાય છે , તે અનેક પ્રકારના શસ્ત્રોથી ત્રસકાય
જીવોનો આરંભ કરે છે , ત્રસકાયનો આરંભ કરતાં બીજા અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે.
પંચેન્દ્રિય જીવોની હિંસાના વિવિધ હેતુ :–
से बेमि – अप्पेगे अच्चाए वहंति , अप्पेगे अजिणाए वहंति,
अप्पेगे मंसाए वहंति , अप्पेगे सोणियाए वहंति , अप्पेगे हिययाए वहंति
एवं पित्ताए वसाए पिच्छाए पुच्छाए वालाए सिंगाए विसाणाए दंताए
दाढाए णहाए ण्हारुणीए अठ्ठिए अठ्ठिमिंजाए अठ्ठाए अणठ्ठाए ।
अप्पेगे हिंसिंसु मे त्ति वा वहंति , अप्पेगे हिंसंति मेत्ति वा
वहंति , अप्पेगे हिंसिस्संति मे त्ति वा वहंति ।
શબ્દાર્થ :– अप्पेगे = કેટલાક જીવ , કોઈ , अच्चाए = પ્રાણીઓના શરીરનો ભોગ દેવા માટે , वहंति
= વધ કરે છે , अजिणाए = ચર્મ–ચામડા માટે , मंसाए = માંસ માટે , सोणियाए = લોહી માટે,
हिययाए = હૃદય માટે , एवं = આ પ્રમાણે , पित्ताए = પિત્ત માટે , वसाए = ચરબી માટે , पिच्छाए =
પાંખ – પીંછા માટે , पुच्छाए = પૂંછ માટે , बालाए = વાળ માટે , सिंगाए = શીંગડા માટે , विसाणाए
= અંધકાર વિનાશક દાંત વિશેષ માટે , दंताए = દાંત માટે , दाढाए = દાઢ માટે , णहाए = નખ માટે,
ण्हारुणीए = સ્નાયુ માટે , अठ्ठिए = હાડકાં માટે , अठ्ठिमिंजाए = હાડકાની મજ્જા માટે , अठ्ठाए =
પ્રયોજનથી , अणठ्ठाए = પ્રયોજન વિના , मे = મારા સ્વજન , પરિજનને , हिंसिंसु = માર્યા હતા , त्ति =
આવા દ્વેષના કારણે , हिंसंति = મારે છે , हिंसिस्संति = મારશે.
ભાવાર્થ :– તે હું કહું છું (ભગવાને કહ્યું છે કે)– કેટલાક મનુષ્યો દેવતાની પૂજા માટે કે મંત્રની સાધના
માટે જીવહિંસા કરે છે. કોઈ ચામડા , માંસ , લોહી , હૃદય , પિત્ત , ચરબી , પીંછા , કેશ , પૂંછ , શીંગડા , વિષાણ,
દાંત , દાઢ , નખ , સ્નાયુ , હાડકાં અને અસ્થિમજ્જા માટે પ્રાણીઓની હિંસા કરે છે. કોઈ વ્યક્તિ પ્રયોજનવશ
અને કોઈ પ્રયોજન વિના–નિરર્થક જીવોની હિંસા કરે છે.
કેટલાક મનુષ્યો 'તેઓએ મારા સ્વજનાદિની હિંસા કરી છે ' તેવી પ્રતિશોધની ભાવનાથી હિંસા
કરે છે. મારા સ્નેહીજનોની હિંસા કરે છે તેવા પ્રતિકારની ભાવનાથી પણ કેટલાક મનુષ્યો હિંસા કરે છે
અને મારા સ્નેહીજનોને કે મને મારશે તે પ્રકારના આતંકના ભયથી કેટલાક હિંસા કરે છે.
3
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 6
38 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
વિવેચન :–
શાસ્ત્રમાં ત્રસ પ્રાણીઓને મારવા માટે જે પ્રયોજનો કહ્યા છે તેને વ્યાખ્યાકારોએ પશુ , પક્ષીઓ
સાથે સંબંધ જોડીને સ્પષ્ટીકરણ કર્યું છે તેનું સંકલન આ પ્રમાણે છે– अच्चाए – અર્ચાના બે અર્થ થાય છે
પૂજા અને શરીર. (1) પૂજા– દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે (ર) શરીર– વિદ્યા કે મંત્રની સાધના માટે
બત્રીસ લક્ષણોથી યુક્ત પુરુષ કે પશુની હિંસા કરવામાં આવે. તાત્પર્ય એ છે કે બલિ માટે અનેક જીવોનો
ભોગ ધરવામાં આવે છે , તે પૂજાર્થ છે અને સુવર્ણ પુરુષને બનાવવા માટે જે વધ કરવામાં આવે તે શરીરાર્થ
છે. વર્તમાનમાં શરીર શણગારની અનેક વસ્તુઓ માટે પણ અનેક જીવોની હિંસા થાય છે , જેમ કે લીપ્સ્ટીકાદિ.
તે શરીરના અવયવોના અર્થે હિંસા કહેવાય છે.
अजिणाए :- ચર્મ માટે અનેક પ્રાણીઓનો વધ કરાય છે. મૃગચર્મ , સિંહચર્મ અને વ્યાઘ્રચર્મ આદિનો
કોઈ સંન્યાસીઓ પણ ઉપયોગ કરે છે. આજ કાલ ચામડાના બૂટ , હેંડબેગ , ઘડિયાળ , કમ્મરના પટૃા આદિ
માટે અનેક ગાયો , ગાયના વાછરડા તેમજ ભેંસ આદિને મારવામાં આવે છે. मंसाए सोणियाए – માંસ
અને લોહી માટે બકરા , મૃગ , બોકડા , સૂવર આદિને મારવામાં આવે છે. हिययाए – હૃદય માટે વાંદરાદિ
પ્રાણીનો વધ કરવામાં આવે છે. पि¿ ाए–पिच्छाए– પિત્ત તેમજ પીંછા માટે મોર , કલગીવાળા કુકડા
તથા ગીધ આદિને મારવામાં આવે છે. वसाए – ચરબી માટે વાઘ , મગરમચ્છ , ભેંસ , સૂવર , માછલી
વગેરે. पुच्छाए–પૂંછ માટે અર્થાત્ સુંવાળા રેશમ જેવા વાળ માટે ચમરીગાય કે રોઝ આદિને.
बालाए :- વાળ માટે ડુક્કર , ચમરીગાય. सिंगाए – શિંગડા માટે શૃંગવાળા પશુઓને , જેમ કે મૃગ,
રુરુમૃગ આદિ. विसाणाए – આ શબ્દના બે પ્રકારે અર્થ છે– (1) શિંગડામાં પ્રતિશિંગડા (ર) ચમકતા
દાંત. પહેલા અર્થમાં બારશિંગા–હરણ વિશેષ વગેરે છે અને બીજા અર્થમાં સૂવરના દાંતને કહેલ છે.
વિષાણ શબ્દનો પ્રયોગ બૃહત્કલ્પસૂત્રમાં થયો છે. ત્યાં નાના નાના શિંગડા જેવા આકારવાળા વિષાણ યુક્ત
પાટ પાટલાનું પ્રકરણ છે. दंताए – દાંતને માટે હાથી આદિનો. दाढाए – દાઢ માટે ડુક્કર , વરાહાદિનો.
णहाए – નખો માટે નહોરવાળા વાઘાદિ પશુઓને મારવામાં આવે. ण्हारूणीए – સ્નાયુ માટે ગાય,
ભેંસ આદિને. अठ्ठिए – અસ્થિ માટે શંખ , છીપ આદિનો. अठ्ठिमज्जाए – અસ્થિ મજ્જા માટે સૂવર,
ભેંસ આદિનો વધ કરે છે.
કેટલાક મનુષ્યો લોકો પ્રયોજનવશ પશુ , પક્ષીઓની હિંસા કરે છે અને કેટલાક નિષ્પ્રયોજન,
કુતૂહલતા કે મનોરંજન માટે અનેક જીવોની હિંસા કરે છે , શિકાર કરે છે. કૂતરા કે ઊંટાદિના પૂંછ સાથે
ફટાકડાના ડબ્બા આદિ બાંધી તેને દોડાવવામાં આવે તેમજ ક્ષુદ્ર જીવોને પાણીમાં ધક્કો મારી પરેશાન
કરવામાં આવે છે. આ પ્રકારની મનોરંજનની ક્રિયાઓ અનર્થક હિંસાનું કારણ છે.
ત્રસકાય હિંસા ત્યાગ :–
एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । ए
त्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
4
39
1
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 7
तं परिण्णाय मेहावी णेव सयं तसकायसत्थं समारंभेज्जा , णेवऽण्णेहिं
तसकायसत्थं समारंभावेज्जा , णेवऽण्णे तसकायसत्थं समारंभंते
समणुजाणेज्जा ।
जस्सेते तसकायसत्थसमारंभा परिण्णाया भवंति । से हु मुणी
परिण्णायकम्मे । त्ति बेमि ।
॥ छठ्ठो उद्देसो समत्तो ॥
ભાવાર્થ :– જે ત્રસકાય જીવોની હિંસા કરે છે તે આરંભનાં દુષ્પરિણામોથી અજ્ઞાત છે. જે ત્રસકાય
જીવોની હિંસા કરતા નથી તે આરંભને જાણનાર છે અને આરંભથી દૂર રહે છે.
આ જાણીને બુદ્ધિમાન મનુષ્ય ત્રસકાયનો આરંભ પોતે કરે નહિ , બીજા પાસે આરંભ કરાવે નહિ
અને આરંભ કરનારની અનુમોદના પણ કરે નહિ.
જેણે ત્રસકાય સંબંધી સમારંભ , હિંસાનાં કારણો , દુષ્પરિણામોને જાણી લીધા છે અને તેની હિંસાનો
ત્યાગ કરી દીધો છે , તે પરિજ્ઞાતકર્મા (હિંસા ત્યાગી) મુનિ છે.
।। છઢ્ઢો ઉદ્દેશક સમાપ્ત ।।
વિવેચન :–
આ ઉદ્દેશકમાં હાલતા ચાલતા ત્રસ પ્રાણીઓના વિવિધ પ્રકાર અને તે જીવોનું દુઃખી જીવન
બતાવ્યું છે. સંસારના સ્વાર્થી જીવો પોતાના વિવિધ સ્વાર્થ માટે પ્રાણીઓનો ઘાત કરીને સંસારની વૃદ્ધિ કરે
છે. હિંસાનું આ વિસ્તૃત સ્વરૂપ સમજી , હૃદયમાં ઉતારી , ત્રસકાયની વિવિધ હિંસા કે અવિવેકનો ત્યાગ
કરનાર મુનિ જ સાચો જ્ઞાની કે સફળ સાધક કહેવાય છે.
ા અધ્યયન–1/6 સંપૂર્ણા
પહેલું અધ્યયન : સાતમો ઉદ્દેશક
વાયુકાયની સજીવતા :–
पहू एजस्स दुगुंछणाए । आयंकदंसी अहियं ति णच्चा । जे अज्झत्थं
जाणइ से बहिया जाणइ , जे बहिया जाणइ से अज्झत्थं जाणइ । एयं
तुलमण्णेसिं। इह संतिगया दविया णावकंखंति जीविउं ।
40 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
શબ્દાર્થ :– पहू = સમર્થ હોય છે , एजस्स = વાયુકાયના , दुगुंछणाए = આરંભથી નિવૃત્ત થવામાં,
आयंकदंसी= કર્મોનાં ફળને જાણનાર , વાયુકાયના આરંભથી થતા દુઃખોને જોનાર તેમજ જાણનાર,अहियं
ति = આરંભને અહિતકારી , णच्चा = જાણીને તેઓ ત્યાગ કરી દે છે , जे अज्झत्थं = જે પોતાના સુખ
દુઃખને , जाणइ = જાણે છે , से = તે , बहिया = બહારના અર્થાત્ બીજા જીવોના સુખ દુઃખને પણ , जाणइ
= જાણે છે , एयं = આ પ્રમાણે , अण्णेसिं = બીજા જીવોને પણ , तुलं = પોતાના સમાન જ જોવા જોઈએ,
इह = આ શાસનમાં , संतिगया = શાંતિને પ્રાપ્ત , दविया = દ્રવિક અર્થાત્ સંયમી મુનિ , जीविउं =
જીવનની (અસંયમી જીવનની) , णावकंखंति = ઈચ્છા કરે નહિ.
ભાવાર્થ :– જે શારીરિક માનસિક પીડાઓને , કર્મ પરિણામને સારી રીતે પણ જાણે છે અને આરંભને
અહિતકર સમજે છે તે વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવામાં સમર્થ છે.
જે પોતાનાં સુખ દુઃખાદિને જાણે છે તે બીજાનાં સુખ દુઃખાદિને પણ જાણે છે. જે બીજાનાં સુખ દુઃખાદિને
જાણે છે તે જ પોતાનાં સુખ દુઃખાદિને જાણે છે તેથી પોતાને અને બીજાને પરસ્પર સમાન જાણવા જોઇએ.
આ રીતે સમજીને જિનશાસનમાં જે શાંતિને પામ્યા છે (જેના કષાય ઉપશાંત થઇ ગયા છે) અને
દયાથી જેનું હૃદય પ્લાવિત છે , તે મુનિ છે. તે જીવહિંસા કરીને જીવવાની ઇચ્છા રાખતા નથી.
વિવેચન :–
આ સૂત્રમાં વાયુકાયના જીવોની હિંસાથી નિવૃત્ત થવાનું વર્ણન કર્યું છે. एज નો અર્થ વાયુ છે.
વાયુકાયની હિંસાથી નિવૃત્ત થવા दुगुंछणाए – અહીં જુગુપ્સા શબ્દનો પ્રયોગ નવીન અર્થમાં છે. ઘણું કરીને
આગમમાં दुगंछा શબ્દ ગર્હા , ગ્લાનિ , લોકનિંદા , પ્રવચન હીલના તેમજ સાધ્વાચારની નિંદાના અર્થમાં
આવે છે પરંતુ અહીં 'નિવૃત્તિ–ત્યાગ ' અર્થનો બોધ કરાવે છે. હિંસા નિવૃત્તિના મુખ્ય ત્રણ કારણો કહ્યાં છે–
-1 आयंकदंसी ( आतंकदर्शी ) :- હિંસાથી થતાં કષ્ટ , ભય તેમજ પરલોક સંબંધી દુઃખ આદિને
આગમવાણી તથા આત્મ અનુભવથી જોવા. કર્મજનિત દુઃખોને સારી રીતે સમજેલા , અનુભવેલા જ્ઞાનીને
આતંકદર્શી કહે છે.
( ર) अहियं ति णच्चा :- હિંસાથી આત્માનું અહિત થાય છે તેમજ જ્ઞાન , દર્શન , ચારિત્રાદિની પ્રાપ્તિ
દુર્લભ થાય છે , તેમ જાણવું અને સમજવું.
-3 एयं तुलमण्णेसिं :- પોતાનાં સુખ દુઃખ અને લાગણીની સાથે બીજા જીવોની તુલના કરવી ,
જેમકે મને સુખ પ્રિય છે , દુઃખ અપ્રિય છે , તેવી જ રીતે બીજા જીવોને પણ સુખ પ્રિય અને દુઃખ અપ્ર્રિય છે.
સર્વનું ચૈતન્ય સમાન છે. કર્મોની અસર પણ ઓછાવત્તા પ્રમાણમાં સર્વ જીવોને સરખી રીતે થતી હોય છે.
આવું વિચારનાર કદી બીજાના ભોગે પોતાના સુખને ઇચ્છતા નથી.
અહિંસાનું પાલન , આંધળુ અનુકરણ કે માત્ર પારંપરિક ન હોવું જોઇએ , પરંતુ જ્ઞાન અને કરુણા 41
પૂર્વક હોવું જોઇએ. જીવ માત્રને પોતાના આત્મા સમાન સમજવા બીજાનું દુઃખ તે પોતાનું જ દુઃખ છે તેમ સમજનાર , હિંસા કરતા અટકી જાય છે. બીજાની હિંસાથી તે જીવોને જ દુઃખ થાય છે , તેમ નહિ પરંતુ પોતાને પણ કષ્ટ , ભય , ઉપદ્રવ થાય છે અને જ્ઞાનાદિની હીનતા થાય છે તેમજ પોતાનું અકલ્યાણ થાય છે.
આ રીતનું આત્મચિંતન , આત્મમંથન કરી અહિંસાની ભાવનાને પુષ્ટ કરવાની મુખ્ય વાત છે.
जे अज्झत्थं जाणइ :- જે અધ્યાત્મને જાણે છે તે બાહ્યને જાણે છે. તેનું ચિંતન અનેક દષ્ટિકોણથી કરી શકાય છે.
(1) અધ્યાત્મ એટલે ચેતન–આત્મસ્વરૂપ. ચેતનના સ્વરૂપનો બોધ થઇ ગયા પછી તેના પ્રતિપક્ષી એવા 'જડ ' ના સ્વરૂપનો બોધ સ્વયં જ થઇ જાય છે. જેમ ધર્મને જાણનાર અધર્મને , પુણ્યને જાણનાર પાપને, પ્રકાશને જાણનાર અંધકારને જાણી લે છે. (ર) અધ્યાત્મનો બીજો અર્થ છે– આંતરિક જગત એટલે જીવની મૂળવૃત્તિઓ–સુખની ઇચ્છા , જીવવાની ભાવના , શાંતિની અભિલાષા વગેરે. પોતાની આ વૃત્તિઓને જાણી લેવી અર્થાત્ પોતાના સમાન જ બીજા જીવો સુખના કે શાંતિના ઇચ્છુક છે તેમ જાણી લેવું , તે અધ્યાત્મ છે. તેનાથી આત્મસમાનતાની ધારણા પુષ્ટ થાય છે.
संतिगया :- (શાંતિગત)જેના વિષય , કષાયાદિ શાંત થઇ ગયા છે. જેનો આત્મા પરમ પ્રસન્નતાનો અનુભવ કરે છે. અથવા संतेगइया એટલે જિનશાસનમાં ઉપસ્થિત કોઇ સાધક , એ અર્થ પણ થાય છે.