This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
કેટલાક ઊડતા તીડ , પતંગિયા આદિ જીવો તેમાં પડી જાય છે , તે જીવો અગ્નિનો સ્પર્શ પામીને સંકોચાય
જાય છે. સંકોચ પામવાની સાથે ઉષ્ણતાથી મૂર્ચ્છા પામે છે અને અંતે મૃત્યુ પણ પામે છે. તેમ હું કહું છુ.ं
અગ્નિ વિરાધના ત્યાગ :–
एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति ।
एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तं परिण्णाय मेहावी णेव सयं अगणिसत्थं समारंभेज्जा , णेवऽण्णेहिं
अगणिसत्थं समारंभावेज्जा , अगणिसत्थं समारंभंते वि अण्णे ण
समणुजाणेज्जा ।
जस्सेते अगणिकम्मसमारंभा परिण्णाया भवंति , से हु मुणी
परिण्णायकम्मे। त्ति बेमि ।
॥ चउत्थो उद्देसो समत्तो ॥
ભાવાર્થ :– અગ્નિકાયની હિંસા કરનારા આરંભ , સમારંભની ક્રિયાના દુષ્પરિણામોને જાણતા નથી. જે
અગ્નિકાય ઉપર શસ્ત્રનો પ્રયોગ કરતા નથી , તે જ વાસ્તવિક રીતે આરંભને જાણનાર છે અર્થાત્ હિંસાથી
4
5
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 4
28 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
1
મુક્ત થઈ જાય છે.
બુદ્ધિમાન મનુષ્ય આ કથનને જાણીને સ્વયં અગ્નિકાયનો સમારંભ કરે નહિ , બીજા પાસે આરંભ
કરાવે નહિ અને અગ્નિનો આરંભ કરનારની અનુમોદના કરે નહિ.
જેણે અગ્નિના આ આરંભને સારી રીતે જાણીને તેનો ત્યાગ કર્યો છે , તે મુનિ પરિજ્ઞાતકર્મા–
કર્મનો જ્ઞાતા અને ત્યાગી મુનિ છે. – એમ ભગવાને કહ્યું છે.
।। ચતુર્થ ઉદ્દેશક સમાપ્ત ।।
વિવેચન :–
આ ઉદ્દેશકમાં હિંસા કરનારને પ્રમાદી અને હિંસા નહીં કરનારને અપ્રમાદી કહ્યા છે. અગ્નિકાયમાં
જીવત્વની શ્રદ્ધાના ભાવો , તેનું સ્વરૂપ અને તેની હિંસાનું સ્વરૂપ દર્શાવીને અગ્નિને કારણે બીજા કેટલા ય
પૃથ્વી તૃણ આદિમાં રહેલા ત્રસ જીવોની હિંસાનું સૂચન કરેલ છે. તે બધું જાણી જે અગ્નિકાયના આરંભનો
ત્યાગ કરે તે જ સાચો જ્ઞાની કહેવાય છે.
ા અધ્યયન–1/4 સંપૂર્ણા
પહેલું અધ્યયન : પાંચમો ઉદ્દેશક
અણગારના લક્ષણ :–
तं णो करिस्सामि समुठ्ठाए मत्ता मइमं अभयं विदित्ता , तं जे णो
करए एसोवरए , एत्थोवरए , एस अणगारे त्ति पवुच्चइ ।
શબ્દાર્થ :– तं = વનસ્પતિકાયનો આરંભ , णो करिस्सामि = કરીશ નહિ , समुठ्ठाए = પ્રવ્રજ્યા
ધારણ કરીને , मत्ता = જીવાદિને જાણીને , સ્વીકારીને , મનન કરીને , मइमं = બુદ્ધિમાન પુરુષ , अभयं =
ભય રહિત , સંયમને , विदित्ता = જાણીને , जे = જે વ્યક્તિ , तं = તેને , પાપાચરણને , હિંસાને , णो करए
= કરે નહિ,एसोवरए= તે સાવદ્ય કર્મથી ઉપરત છે , નિવૃત્ત છે,एत्थोवरए= તે જ પુરુષ આ જિનશાસનમાં
સ્થિત છે , एस अणगारे त्ति = તે જ અણગાર , पवुच्चइ = કહેવાય છે.
ભાવાર્થ :– બુદ્ધિમાન પુરુષ તત્ત્વને જાણીને , અભયરૂપ સંયમના સ્વરૂપને સમજીને , પ્રવ્રજ્યા અંગીકાર
કરે અને સંકલ્પ કરે છે કે હું કોઈ પણ પ્રાણીને પીડા આપીશ નહિ અને ત્યાર પછી સંકલ્પાનુસાર કોઈને
પણ પીડા આપતા નથી , તે જ હિંસાદિથી નિવૃત્ત છે(વ્રતી) છે , અર્હત્ શાસનમાં સ્થિત છે , લીન છે , તે જ
29
અણગાર કહેવાય છે.
વિવેચન :–
અહિંસાને આત્મસાત્ કરવાનાં બે સાધન આ સૂત્રમાં કહ્યાં છે. ( 1) मत्ता (મનન)= બુદ્ધિમાન
સાધક જીવોના સ્વરૂપ આદિના વિષયમાં ગંભીરતા પૂર્વક ચિંતન મનન કરે (ર) अभयं विदित्ता =
અભયને જાણે. હું નિર્ભય થવા ઈચ્છું છું , મને અભય પ્રિય છે , તેમ બીજા જીવો પણ ભય ઈચ્છતા નથી,
આ સિદ્ધાંતને સમજીને મનન કરવાથી પ્રત્યેક જીવની સાથે આત્મા સમત્વાનુભૂતિ અનુભવે છે , તેનાથી
અહિંસાની આસ્થા સુદઢ તેમજ સુસ્થિત થાય છે કારણકે અહિંસાના પાયામાં અભય છે. ટીકાકારે '
અભય ' નો અર્થ સંયમ પણ કર્યો છે– अविद्यमानं भयमस्मिन् सत्त्वानामित्यभयः संयमः । તે
અનુસાર अभयं विदित्ता નો અર્થ સંયમને જાણીને કરવામાં આવે છે.
ઈન્દ્રિય વિષય અને સંસાર :–
जे गुणे से आवट्टे , जे आवट्टे से गुणे । उड्ढं अहं तिरियं पाइणं
पासमाणे रूवाइं पासइ , सुणमाणे सद्दाइं सुणेइ । उड्ढं अहं तिरियं पाइणं
मुच्छमाणे रूवेसु मुच्छइ , सद्देसु यावि । एस लोए वियाहिए । एत्थ अगुत्ते
अणाणाए पुणो पुणो गुणासाए वंकसमायारे पमत्ते अगारमावसे ।
શબ્દાર્થ :– जे = જે , गुणे = શબ્દાદિ ગુણ છે , से आवट्टे = તે આવર્ત–સંસાર છે , उड्ढं = ઉપર , अहं
= નીચે , तिरियं = તિરછે , पाईणं = પૂર્વાદિ દિશાઓમાં , पासमाणे = જોતાં , रूवाइं पासइ = રૂપોને
જુએ છે , सुणमाणे = સાંભળતાં , सद्दाइं = શબ્દોને , सुणेइ = સાંભળે છે , मुच्छमाणे = રાગ કરતા
જીવો , रूवेसु मुच्छइ = રૂપોમાં મૂર્ચ્છા પામે છે , सद्देसु यावि = શબ્દોમાં પણ રાગ કરી કર્મ બાંધે છે,
एस = આ , लोगे = લોક–પાંચે ય ઈન્દ્રિયોના વિષયરૂપ લોક , वियाहिए = કહેલો છે , एत्थ = આ
વિષયમાં , अगुत्ते = અગુપ્ત છે , अणाणाए = ભગવાનની આજ્ઞામાં નથી , पुणो पुणो = વારંવાર,
गुणासाए = વિષયાસક્ત બને , તેનો ઉપભોગ કરે , वंकसमायारेे = વક્રાચરણ કરનાર , पमत्ते = પ્રમત્ત ,
પ્રમાદી , अगारं = ગૃહસ્થવાસમાં , आवसे = નિવાસ કરે છે.
ભાવાર્થ :– જે ગુણ–શબ્દાદિ વિષય છે તે આવર્ત–સંસાર છે. જે આવર્ત છે તે ગુણ છે. પ્રાણીઓ ઉપર,
નીચે , તિરછી દિશામાં દેખાતા રૂપોને જુએ છે , સંભળાતા શબ્દો સાંભળે છે. ઊર્ધ્વાદિ દિશાઓમાં જોયેલી
રૂપવાળી વસ્તુઓમાં અને મનોજ્ઞ શબ્દોમાં તે આસકત બને છે. આ ઈન્દ્રિય વિષયોની આસક્તિ જ સંસાર
છે.
જે વ્યક્તિ વિષયોમાં અગુપ્ત છે , ઈન્દ્રિય અને મનથી અસંયત છે , તે ભગવાનની આજ્ઞાથી દૂર છે.
જે વારંવાર વિષયોનો અનુભવ કરે છે , તેનો ભોગોપભોગ કરે છે , કુટિલતાનું–અસંયમનું આચરણ કરે છે,
2
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : પ
30 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
તે પ્રમત્ત છે. ગૃહત્યાગી હોવા છતાં ગૃહસ્થભાવના કારણે ગૃહસ્થ સમાન થઈ જાય છે.
વિવેચન :–
'ગુણ ' શબ્દના અનેક અર્થ છે. વ્યાખ્યાકારોએ ગુણ શબ્દની 15 વ્યાખ્યા કરી છે. અહીં ગુણનો
અર્થ પાંચ ઈન્દ્રિયોથી ગ્રાહ્ય વિષય છે. વિષયો પાંચ છે– શબ્દ , રૂપ , રસ , ગંધ , સ્પર્શ. આ પાંચે ય વિષયો
ઊર્ધ્વાદિ સર્વ દિશાઓમાં છે. ઈન્દ્રિયોનાં માધ્યમે આત્મા તેને ગ્રહણ કરે છે , સાંભળે છે , જુએ છે , સૂંઘે છે,
સ્વાદ લે છે , સ્પર્શ કરે છે. ગ્રહણ કરવું તે ઈન્દ્રિયનો ગુણ છે. ગ્રહણ કરાયેલા વિષયોમાં આસક્તિ રાખવી તે
મન અથવા ચેતનાનું કાર્ય છે. જ્યારે મન વિષયો તરફ આસક્ત થાય છે ત્યારે તે વિષય મન માટે બંધન
અથવા આવર્તરૂપ બની જાય છે. સમુદ્રાદિમાં જ્યાં પાણી વેગપૂર્વક ગોળાકારે ફરતું હોય અર્થાત્ વમળ
થાય , તેને આવર્ત કહે છે. આ આવર્તમાં જે પ્રાણી ફસાય છે તે પાણીમાં અંદર ખેંચાય જાય છે અને મૃત્યુ
પામે છે. શબ્દાદિ વિષયોમાં , ગુણોમાં જે વ્યક્તિ આસક્ત બને , તે તેમાં ફસાય જાય છે અને કર્મબંધન
વધારી સંસારમાં જન્મ મરણ કરે છે માટે ઈન્દ્રિય વિષયોની આસક્તિને અહીં આવર્ત કહેલ છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે– રૂપ તેમજ શબ્દાદિને જોવા , સાંભળવામાં દોષ નથી પરંતુ તેમાં જે
રાગદ્વેષ થાય , તેમાં આત્મા ગૃદ્ધ બની જાય તો , તે આસક્તિ જ સંસાર છે. અનાસક્ત આત્મા સંસારમાં
રહેવા છતાં સંસારથી મુક્ત કહેવાય છે.
સંયમી બનીને જે મુનિ વિષયમાં આસક્ત થાય , વિષયોનું વારંવાર સેવન કરે , તે માયાચારનું
સેવન કરે છે કારણ કે તે બહારથી ત્યાગી દેખાય છે , તેણે મુનિના વેષને ધારણ કરેલ છે પરંતુ વાસ્તવમાં તે
પ્રમાદી છે , ગૃહસ્થની સમાન આચરણ કરે છે , તે જિનેશ્વરની આજ્ઞાથી બહાર છે.
આ ઉદ્દેશકમાં વનસ્પતિકાયની હિંસાનો નિષેધ છે. પરમાર્થથી વિચારતાં શબ્દાદિ વિષયોની
પ્રાસંગિકતા પ્રતીત થાય છે. શબ્દાદિ વિષયોની ઉત્પત્તિનું મુખ્ય સાધન વનસ્પતિ છે. વનસ્પતિમાંથી જ
વીણાદિ વાજિંત્રો તથા અનેક પ્રકારના રંગ , રૂપ , ફૂલાદિની ગંધ , ફળાદિનો રસ તેમજ રૂ આદિના સ્પર્શની
ઉત્પત્તિ થાય છે તેથી સૂત્રકારે વનસ્પતિના વર્ણનની પહેલાં વનસ્પતિથી ઉત્પન્ન થતી વસ્તુઓમાં અનાસક્ત
રહેવાનો ઉપદેશ આપ્યો છે. હિંસાનું મૂળ કારણ પણ આસક્તિ જ છે. આસક્તિ જો ન હોય તો અનેક
દિશાઓમાં રહેલા શબ્દાદિ વિષયો આત્માનું કાંઈ પણ અહિત કરી શકતા નથી.
વનસ્પતિકાયની હિંસાનું પરિજ્ઞાન :–
लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा , जमिणं
विरूवरूवेहिं सत्थेहिं वणस्सइकम्मसमारंभेणं वणस्सइसत्थं समारंभमाणे
अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया – इमस्स चेव जीवियस्स
3
31
परिवंदण माणण पूयणाए , जाई मरण मोयणाए , दुक्खपडिघायहेउं , से
सयमेव वणस्सइसत्थं समारंभइ , अण्णेहिं वा वणस्सइसत्थं समारंभावेइ,
अण्णे वा वणस्सइसत्थं समारंभमाणे समणुजाणइ । तं से अहियाए , तं
से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइ–
एस खलु गंथे , एस खलु मोहे , एस खलु मारे , एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए , जमिणं विरूवरूवेहिं सत्थेहिं वणस्सइकम्म–
समारंभेणं वणस्सइसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
ભાવાર્થ :– જ્ઞાની હિંસાથી લજ્જાશીલ રહે છે , તેમને તું ભિન્ન જાણ. 'અમે ત્યાગી છીએ ' એમ કહેનારા
પણ અનેક પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયિક જીવોનો આરંભ કરે છે. વનસ્પતિની હિંસા કરવાની સાથે
તે બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે , તેને તું જો !
આ વિષયમાં ભગવાને પરિજ્ઞા–વિવેકની પ્રરૂપણા કરી છે. સાંસારિક જીવો આ જીવન માટે,
પ્રશંસા , સન્માન , પૂજા માટે , જન્મ–મરણથી મુક્ત થવા માટે અને દુઃખને દૂર કરવા માટે , સ્વયં
વનસ્પતિકાયની હિંસા કરે છે , બીજા પાસે કરાવે છે અને હિંસા કરનારની અનુમોદના કરે છે. તે હિંસા
તેના માટે અહિત અને અબોધિનું કારણ છે. તેમ સમજીને સાધક સંયમમાં ઉપસ્થિત થાય છે.
ભગવાન અથવા ત્યાગી અણગારોની પાસેથી આ સાંભળીને તેઓને જ્ઞાન થાય છે કે– હિંસા
ગ્રંથી છે , મોહ છે , મૃત્યુ છે , નરક છે , તોપણ કેટલાંક પ્રાણી વર્તમાન પ્રાપ્ત સાધનોમાં આસક્ત થઈને
વિવિધ પ્રકારના શસ્ત્રોથી વનસ્પતિકાયનો સમારંભ કરે છે અને વનસ્પતિનો આરંભ કરતાં બીજા અનેક
જીવોની પણ હિંસા કરે છે.
વનસ્પતિમાં મનુષ્યનાં લક્ષણોની સમાનતા :–
से बेमि इमं पि जाइधम्मयं , एयं पि जाइधम्मयं । इमं पि वुड्ढिधम्मयं,
एयं पि वुड्ढिधम्मयं । इमं पि चित्तमंतयं , एयं पि चित्तमंतयं । इमं पि छिण्णं
मिलाइ , एयं पि छिण्णं मिलाइ । इमं पि आहारगं , एयं पि आहारगं । इमं
पि अणिच्चयं , एयं पि अणिच्चयं । इमं पि असासयं , एयं पि असासयं ।
इमं पि चयावचइयं , एयं पि चयावचइयं । इमं पि विप्परिणामधम्मयं , एयं
पि विप्परिणामधम्मयं ।
શબ્દાર્થ :– इमं पि जाइधम्मयं = આ મનુષ્યશરીર ઉત્પત્તિ ધર્મવાળું છે , एयं पि जाइधम्मयं =
આ વનસ્પતિ પણ ઉત્પત્તિ ધર્મવાળી છે , इमं पि वुड्ढिधम्मयं = આ મનુષ્યનું શરીર વૃદ્ધિધર્મવાળું છે,
4
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : પ
32 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
एयं पि वुड्ढिधम्मयं = આ વનસ્પતિ પણ વધવાના સ્વભાવવાળી છે , चित्तमंतयं = ચૈતન્યવાન છે,
छिण्णं मिलाइ = કાપવાથી સુકાઈ જાય છે , आहारगं = આહાર કરે છે , अणिच्चयं = આ મનુષ્યનું
શરીર અનિત્ય છે , असासयं = અશાશ્વત છે , चयावचइयं = વધઘટ પામે છે , હાનિ–વૃદ્ધિને પામે છે,
विप्परिणामधम्मयं = વિવિધ પરિણામી છે , પરિણમનશીલ છે.
ભાવાર્થ :– મનુષ્ય જન્મે છે , વનસ્પતિ પણ જન્મે છે ; મનુષ્ય વધે છે, વનસ્પતિ પણ વધે છે ; મનુષ્ય
ચૈતન્યશીલ છે , વનસ્પતિ પણ ચૈતન્યશીલ છે ; મનુષ્યનું શરીર છેદન કરવાથી સૂકાઈ છે , વનસ્પતિનું
શરીર પણ છેદન કરવાથી કરમાય છે ; મનુષ્ય આહાર કરે છે , વનસ્પતિ પણ આહાર કરે છે , મનુષ્યનું
શરીર અનિત્ય છે , વનસ્પતિનું શરીર પણ અનિત્ય છે ; મનુષ્યનું શરીર અશાશ્વત છે , વનસ્પતિનું શરીર
પણ અશાશ્વત છે ; મનુષ્યનું શરીર આહારથી વધે છે અને આહારના અભાવમાં દુર્બળ થાય છે;
વનસ્પતિનું શરીર પણ આ જ રીતે આહારથી વધે છે , આહારના અભાવથી દુર્બળ થાય છે ; મનુષ્યનું
શરીર અનેક પ્રકારની અવસ્થાઓને પ્રાપ્ત થાય છે ; વનસ્પતિનું શરીર પણ વિવિધ પ્રકારની
અવસ્થાઓને પ્રાપ્ત થાય છે.
વિવેચન :–
ભારતના સર્વ દાર્શનિકોએ ઘણું કરીને વનસ્પતિને સજીવ માનેલ છે , પરંતુ વનસ્પતિમાં જ્ઞાન–
ચેતના અલ્પ હોવાના કારણે દાર્શનિકોએ તદ્વિષયક સૂક્ષ્મ ચિંતન–મનન કર્યું નથી. જૈન દર્શનમાં તેનું
સૂક્ષ્મ તેમજ વિસ્તૃત ચિંતન થયું છે. માનવના શરીરની સાથે તેની સમાનતા દર્શાવવામાં આવી છે. તે
આજના વૈજ્ઞાનિકો માટે પણ આશ્ચર્યજનક તેમજ ઉપયોગી તથ્ય છે. જ્યારે સર જગદીશચંદ્ર બોઝે
વનસ્પતિમાં માનવની સમાન જ ચેતના છે તે પ્રયોગાત્મક સિદ્ધ કરી બતાવ્યું , ત્યારથી જૈન દર્શનનો
વનસ્પતિ વિષયક સિદ્ધાંત વૈજ્ઞાનિક સિદ્ધાંતનાં રૂપમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે.
આજે વનસ્પતિ વિજ્ઞાન જીવવિજ્ઞાનનું મુખ્ય અંગ બની ગયું છે. સર્વ જીવોને જીવન નિર્વાહ
કરવા , વધવા , જીવતા રહેવા અને સંતાનની ઉત્પત્તિ માટે ભોજન અથવા ઊર્જાની આવશ્યકતા રહે
છે. આ ઊર્જા સૂર્યથી ફોટોન (Photon) તરંગોના રૂપમાં પૃથ્વી ઉપર આવે છે. તેને ગ્રહણ કરવાનું
સામર્થ્ય ફક્ત વૃક્ષમાં જ હોય છે. પૃથ્વીના સર્વ પ્રાણીઓ વૃક્ષમાંથી જ ઊર્જા (જીવનશક્તિ) પ્રાપ્ત કરે
છે. તેથી વનસ્પતિનો માનવ જીવનની સાથે ઘનિષ્ઠ સંબંધ છે. વૈજ્ઞાનિકો તેમજ ડૉકટરો માનવ શરીરના
અલગ અલગ અવયવોના રોગોનું તથા પરંપરાના ગુણોનું અધ્યયન કરવા માટે વનસ્પતિનું અધ્યયન
કરે છે , તેથી વનસ્પતિ વિજ્ઞાનના વિષયમાં વનસ્પતિકાયની માનવ શરીર સાથે જે તુલના આગમમાં
કરાયેલી છે , તેનું મહત્ત્વ ઘણું છે.
વનસ્પતિ હિંસાત્યાગ :–
5 एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । ए
33
1
त्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तं परिण्णाय मेहावी णेव सयं वणस्सइसत्थं समारंभेज्जा , णेवऽण्णेहिं
वणस्सइसत्थं समारंभावेज्जा , णेवऽण्णे वणस्सइसत्थं समारंभंते
समणुजाणेज्जा ।
जस्सेते वणस्सइसत्थसमारंभा परिण्णाया भवंति , से हु मुणी
परिण्णायकम्मे। त्ति बेमि ।
× 5\RDM pÛेसो सम¿ो ॥
ભાવાર્થ :– જે વનસ્પતિકાય ઉપર શસ્ત્રનો આરંભ કરે છે , તે આરંભથી ઉત્પન્ન થતાં દુઃખદ પરિણામથી
અજ્ઞાત છે. જે વનસ્પતિકાય ઉપર શસ્ત્રનો ઉપયોગ કરતા નથી તે આરંભના જ્ઞાતા છે.
આ જાણીને મેધાવી વ્યક્તિ વનસ્પતિનો સ્વયં આરંભ કરે નહિ , બીજા પાસે કરાવે નહિ અને
આરંભ કરનારની અનુમોદના કરે નહિ.
જેને વનસ્પતિ વિષયક આરંભનું જ્ઞાન અને ત્યાગ હોય છે તે પરિજ્ઞાતકર્મા(હિંસાના ત્યાગી)
મુનિ છે તેમ ભગવાને કહ્યું છે.
।। પાંચમો ઉદ્દેશક સમાપ્ત ।।
વિવેચન :–
આ ઉદ્દેશકમાં અણગારનું સ્વરૂપ બતાવી,પાંચ ગુણ–ઈન્દ્રિય વિષયમાં આસક્ત સાધકને પ્રમાદી અને ગૃહસ્થ
સમાન કહેલ છે. ત્યાર પછી વનસ્પતિના જીવોનું અસ્તિત્વ સિદ્ધ કરવા મનુષ્યના શરીર સાથે તેની તુલના
કરી છે. તેને જાણી , શ્રદ્ધા કરી જે સાધક વનસ્પતિના આરંભનો ત્યાગ કરે તે જ સાચો જ્ઞાની અણગાર છે.
ા અધ્યયન–1/પ સંપૂર્ણા
પહેલું અધ્યયન : છઠ્ઠો ઉદ્દેશક
ત્રસ જીવોનો દુઃખમય સંસાર :–
से बेमि – संतिमे तसा पाणा , तं जहा – अंडया पोयया जराउया रसया
संसेइया सम्मुच्छिमा उब्भिया उववाइया । एस संसारे त्ति पवुच्चइ ।
मंदस्स अवियाणओ ।
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 6
34 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
णिज्झाइत्ता पडिलेहित्ता पत्तेयं परिणिव्वाणं । सव्वेसिं पाणाणं
सव्वेसिं भूयाणं सव्वेसिं जीवाणं सव्वेसिं सत्ताणं अस्सायं अपरिणिव्वाणं
महब्भयं दुक्खं ति बेमि ।
तसंति पाणा पदिसो दिसासु य । तत्थ तत्थ पुढो पास आउरा
परितावेंति। संति पाणा पुढो सिया ।
શબ્દાર્થ :– इमे = આ , तसा = ત્રસ , पाणा = પ્રાણી , संति = છે , अंडया = ઈંડાથી ઉત્પન્ન થનાર,
पोयया = પોતજ , जराउया = જરાયુજ , रसया = રસજ , संसेइया = પસીનામાં ઉત્પન્ન થનાર,
सम्मुच्छिमा = સંમૂર્ચ્છિમ , उब्भिया = ઉદ્ભિજ–જમીન ફોડીને ઉત્પન્ન થનાર , उववाइया =
ઔપપાતિક , एस = આ સર્વ , संसारेत्ति = ' સંસાર ' આ પ્રમાણે , पवुच्चइ = કહેવાય છે , मंदस्स = મંદ
વ્યક્તિ , अवियाणओ = અજ્ઞાની જ સંસારમાં ઉત્પન્ન થાય છે.
णिज्झाइत्ता = મનથી ચિંતન કરીને , पडिलेहित्ता = પર્યાવલોકન કરીને , पत्तेयं = અલગ
અલગ , परिणिव्वाणं = સુખ , सव्वेसिं पाणाणं = સર્વ પ્રાણીઓને , सव्वेसिं भूयाणं = સર્વ ભૂતને ,
सव्वेसिं जीवाणं = સર્વ જીવોને,सव्वेसिं सत्ताणं = સર્વ સત્ત્વોને ,असायं = અશાતા ,अपरिणिव्वाणं
= અપરિનિર્વાણ , महब्भयं = મહાન ભય , दुक्खं = દુઃખનો અનુભવ થાય છે,
तसंति = નાશની શંકાથી ડરતા રહે છે , ત્રાસ પામે છે , पाणा = સર્વ ત્રસ જીવો , पदिसो
दिसासु = દિશાઓ અને વિદિશાઓમાં , तत्थ तत्थ पुढो = ત્યાં ભિન્ન–ભિન્ન પ્રયોજનો માટે , आउरा
= આતુર , વિષયાસક્ત પ્રાણી , परितावेंति = આ જીવોની હિંસા કરે છે , पास = જુઓ , संतिपाणा =
પ્રાણી છે , पुढो = ભિન્ન ભિન્ન સ્થાનોમાં , सिया = પૃથ્વી આદિને આશ્રિત છે.
ભાવાર્થ :– આ સર્વ ત્રસ જીવો છે , તે આ પ્રમાણે છે– અંડજ , પોતજ , જરાયુજ , રસજ , સંસ્વેદજ,
સંમૂર્ચ્છિમ , ઉદ્ભિજ અને ઔપપાતિક. આ આઠ પ્રકારમાં સર્વ સંસારી ત્રસ જીવો સમાય જાય છે. આ
જીવોનો સમુદાય જ સંસાર કહેવાય છે. આ સંસાર પરિભ્રમણ મંદ તથા અજ્ઞાની જીવોને હોય છે. તેમ
ભગવાને કહ્યું છે.
હું ચિંતન કરીને , સારી રીતે જોઈને કહું છું કે પ્રત્યેક પ્રાણી સુખેચ્છુક હોય છે. સર્વ પ્રાણી , ભૂત,
જીવ , સત્ત્વને અશાતા અને અશાંતિ મહાન ભયકારી તથા દુઃખદાયી છે. મનને હંમેશાં પીડા કરે છે તેથી
સર્વ જીવો દુઃખને મહાભયરૂપ માને છે. આ સંસારના જીવો દિશા અને વિદિશાઓમાં ચારે તરફથી
ભયાક્રાંત બની ત્રાસ પામે છે.
વિષય–સુખાભિલાષી , વ્યાકુળ માનવી અનેક સ્થાનો પર તે જીવોને દુઃખ આપતા રહે છે , તેને તું
જો. ત્રસકાયિક પ્રાણીઓનું પૃથક્ પૃથક્ અસ્તિત્વ છે.
35
વિવેચન :–
આ સૂત્રમાં ત્રસકાયિક જીવોના વિષયનું વર્ણન છે. આગમમાં સંસારી જીવોના બે ભેદ કહ્યા છે,
સ્થાવર અને ત્રસ. દુઃખથી પોતાની રક્ષા કરે અને સુખનો સ્વાદ લેવા માટે હલન ચલન કરવાનું સામર્થ્ય જે
જીવમાં હોય છે , તે ત્રસ જીવ છે. તેનાથી વિપરીત જે પ્રાયઃ સ્થિર રહે છે તથા પોતાની ઇચ્છાનુસાર એક
સ્થાનેથી બીજા સ્થાને જે ન જઈ શકે તે સ્થાવર કહેવાય છે. તેને માત્ર એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. ઉત્પત્તિ
સ્થાનની અપેક્ષાએ ત્રસ જીવોના આઠ ભેદ કહ્યા છે , તે આ પ્રમાણે છે– 1. અંડજ– ઈંડાથી જેનો જન્મ
થાય છે તે મોર , કબૂતર , હંસ આદિ. ર. પોતજ– પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા
પોતજ કહેવાય છે , જેમ કે– હાથી , ચામાચીડિયા વગેરે. 3. જરાયુજ– ગર્ભને જર વીંટળાયેલ હોય છે. તે
જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે. તે જરાયુની સાથે જે ઉત્પન્ન થાય છે તેને જરાયુજ કહેવાય છે. જેમ કે
ગાય , ભેંસ આદિ. 4. રસજ– છાશ , દહીં આદિ રસ બગડી જાય ત્યારે તેમાં જે કીડા ઉત્પન્ન થાય તેને
રસજ કહેવાય છે. પ. સંસ્વેદજ– પસીનામાં ઉત્પન્ન થનારા જીવ , જેમ કે જૂ , લીખ આદિ 6. સંમૂર્ચ્છિમ–
બહારના વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થનારા જીવો , જેમ કે માખી , મચ્છર , કીડી , ભમરા આદિ. 7.
ઉદ્ભિજ– ધરતીને ભેદીને નીકળનારા જીવો. જેમ કે તીડ , પતંગિયા વગેરે. 8. ઔપપાતિક– ઉપપાતનો
અર્થ છે આગમની દષ્ટિએ દેવશય્યામાં દેવ અને કુંભિમાં નારકી ઉત્પન્ન થઈ એક મુહૂર્તમાં સંપૂર્ણ યુવાન
બની જાય છે , તેથી તેને ઔપપાતિક કહેવાય છે.
આ આઠ પ્રકારના જીવોમાં પ્રથમના ત્રણ ગર્ભજ , ચોથાથી સાતમા સુધીના સંમૂર્ચ્છિમ અને
આઠમા દેવ , નારકી ઔપપાતિક જન્મવાળા હોય છે. આ રીતે જન્મની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકાર છે.
આ ત્રણ પ્રકારમાં સંસારના સર્વ જીવોનો સમાવેશ થઈ જાય છે. આ જીવોને સંસાર કહેવાનો અભિપ્રાય એ
છે કે આઠ પ્રકારનો યોનિસંગ્રહ જ જીવોના જન્મ , મરણ તથા ગમનાગમનનું કેન્દ્ર છે તેથી તેને જ સંસાર
સમજવો જોઈએ. (1) મંદતા– વિવેક બુદ્ધિની અલ્પતા તથા (ર) અજ્ઞાન. આ બંને સંસાર
પરિભ્રમણનાં–જન્મ મરણનાં મુખ્ય કારણ છે. વિવેક દષ્ટિ તેમજ જ્ઞાનનો વિકાસ થયા પછી માનવી
સંસારથી મુક્તિને પ્રાપ્ત કરી શકે છે.
परिणिव्वाणं : પરિનિર્વાણ :– આ શબ્દ મોક્ષનો વાચક છે. નિર્વાણનો શબ્દાર્થ છે બુઝાઈ જવું. જેમ તેલ
ખલાસ થઈ જતાં દીપક બૂઝાઈ જાય છે , તેમ રાગ દ્વેષનો ક્ષય થવાથી સંસારનો ક્ષય થાય છે અને આત્મા
સર્વ દુઃખોથી મુક્ત બનીને અનંત સુખમય સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહીં 'પરિનિર્વાણ'નો આવો પ્રસિદ્ધ
અર્થ ગ્રહણ કરાયો નથી પરંતુ સુખ , શાંતિરૂપ અર્થ ગ્રહણ કર્યો છે. કહ્યું છે કે પ્રત્યેક જીવ સુખ , શાંતિ અને
અભયના અભિલાષી છે. અશાંતિ , ભય , વેદના તેના માટે મહાનભયકારી તેમજ દુઃખદાયી છે , તેથી કોઈ
જીવની હિંસા કરવી નહીં.
પ્રાણી , ભૂત , જીવ , સત્ત્વ સામાન્યરૂપે જીવના જ વાચક છે. સમભિરૂઢનયની અપેક્ષાએ ભગવતી
સૂત્ર શ. ર. ઉ. 1માં તેના અલગ અલગ અર્થ કહ્યા છે , તે આ પ્રમાણે છે– (1) પ્રાણ– પ્રાણોથી યુક્ત હોય
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 6
36 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
તે બેઈન્દ્રિય , તેઈન્દ્રિય , ચૌરેન્દ્રિય જીવો (ર) ભૂત– ત્રણે ય કાળમાં રહેવાના કારણે ભૂત છે. તે
વનસ્પતિકાયના જીવો (3) જીવ– આયુષ્યકર્મના કારણે જીવન ધારણ કરે તે જીવ. તે પંચેન્દ્રિય જીવો–
નારકી , તિર્યંચ , મનુષ્ય , દેવ (4) સત્ત્વ– અનેક પર્યાયોનું પરિવર્તન થવા છતાં આત્મદ્રવ્યની સત્તામાં
કોઈ અંતર પડતું નથી તેથી સત્ત્વ છે , તે પૃથ્વી , પાણી , અગ્નિ અને વાયુકાયના જીવો છે. આ ચારે
પરિભાષા સર્વ જીવોમાં લાગુ પડે છે છતાં તે શબ્દોનો પ્રયોગ વિશેષ અર્થયુક્ત છે માટે ટીકાકારશ્રી
શીલાંગાચાર્યે કહ્યું છે કે–
प्राणाः द्वित्रिचतुः प्रोक्ता , भूतास्तु तरवः स्मृताः ।
जीवाः पंचेन्द्रियाः प्रोक्ताः , शेषाः सत्त्वा उदीरिताः ॥
ત્રસકાય હિંસા પરિજ્ઞાન :–
लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा , जमिणं
विरूव – रूवेहिं सत्थेहिं तसकायसमारंभेणं तसकायसत्थं समारंभमाणे
अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया – इमस्स चेव जीवियस्स , परिवंदण
माणण पूयणाए , जाई मरण–मोयणाए , दुक्खपडिघायहेउं , से सयमेव
तसकायसत्थं समारंभइ , अण्णेहिं वा तसकायसत्थं समारंभावेइ , अण्णे वा
तसकायसत्थं समारंभमाणे समणुजाणइ । तं से अहियाए , तं से अबोहीए ।
से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइ–