This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
1
2
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : ર
પાસેથી સાંભળ્યું છે તેમ હું(તમને) કહું છું. અર્થાત્ ભગવાને આ પ્રમાણે કહ્યું છે.
પ્રત્યેક ઉદ્દેશક અને અધ્યયનના અંતે त्ति बेमि શબ્દપ્રયોગ છે , તેનો સર્વ સ્થાને આ જ અર્થ
થાય છે. ઉદ્દેશકની વચ્ચે–વચ્ચે પણ વિષયની સમાપ્તિ સૂચક આ શબ્દનો પ્રયોગ છે.
ા અધ્યયન–1/1 સંપૂર્ણા
પહેલું અધ્યયન : બીજો ઉદ્દેશક
દુઃખી પ્રાણી :–
अट्टे लोए परिजुण्णे दुस्संबोहे अविजाणए । अस्सिं लोए
पव्वहिए तत्थ तत्थ पुढो पास आउरा परितावेंति ।
શબ્દાર્થ :– अट्टे = આર્ત–દુઃખી છે , लोए = લોકમાં જીવો , परिजुण्णेेे = વિવેક રહિત છે , હીન છે,
दुस्संबोहे = દુઃખથી બોધ કરાવવા યોગ્ય છે , अविजाणए = અજ્ઞાની છે , अस्सिं लोए = આ લોકમાં,
पव्वहिए= પીડિત થવા પર,आउरा= જે આતુર જીવ, तत्थ तत्थ = ત્યાં ત્યાં, पुढो = અલગ અલગ,पास
= જુઓ, परितावेंति = પરિતાપ આપે છે.
ભાવાર્થ :– સંસારના જીવો પીડિત છે. તેઓ આત્મિક ગુણથી હીન , વિવેક રહિત છે. તેમની અજ્ઞાનદશા
હોવાના કારણે તેમને બોધ થવો કઠિન છે. તે અજ્ઞાની જીવ લોકમાં વ્યથા–પીડાનો અનુભવ કરે છે. કામ
ભોગ તેમજ સુખ માટે આતુર બનેલાં પ્રાણી અનેક સ્થાને પૃથ્વીકાય આદિ જીવોને કષ્ટ , પીડા આપતા રહે
છે. આ તું જો , સમજ.
પૃથ્વીકાયની સજીવતા :–
संति पाणा पुढो सिआ । लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे
पवयमाणा , जमिणं विरूवरूवेहिं सत्थेहिं पुढविकम्मसमारंभेणं पुढ
विसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
શબ્દાર્થ :– संति = છે,पाणा= જીવો, पुढो = અલગ અલગ, सिआ = પૃથ્વીમાં રહેલા,लज्जमाणा
= પાપથી લજ્જિત થનાર શ્રમણોને , पुढो = પૃથક્ , पास = જુઓ, अणगारा मो त्ति = અમે અણગાર
છીએ એમ , एगे = કેટલાક , पवयमाणा = કહેતા , जं = જે , इणं = આ , विरूवरूवेहिं = વિવિધ
10 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
પ્રકારનાં , सत्थेहिं = શસ્ત્રોથી , पुढवीकम्मसमारंभेणं = પૃથ્વીકાયના આરંભથી , पुढवीसत्थंं =
પૃથ્વીકાયરૂપ શસ્ત્રનો , समारंभमाणे = આરંભ કરતાં , अण्णे = અન્ય , अणेगरूवे = અનેક પ્રકારના,
पाणे विहिंसइ = પ્રાણીઓની હિંસા કરે છે.
ભાવાર્થ :– પૃથ્વીકાયિક જીવ અલગ–અલગ શરીરમાં રહે છે અર્થાત્ તે પ્રત્યેક શરીરી હોય છે.
આત્મસાધક લજ્જાવાન હોવાથી હિંસા કરવામાં સંકોચનો અનુભવ કરતાં સંયમમય જીવન જીવે છે. તેને
તું જુદા ઓળખ. કોઇ સાધુ કેવળ વેષધારી હોય છે , તેઓ 'અમે ગૃહત્યાગી છીએ ' એવું કહેતાં હોવા છતાં
વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી પૃથ્વીકાયિક જીવોની હિંસા કરે છે. પૃથ્વીકાય જીવોની હિંસાની સાથે તેને
આશ્રિત બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે.
વિવેચન :–
જે વસ્તુ , જે જીવો માટે મારક હોય છે , તે વસ્તુ તે જીવો માટે શસ્ત્રરૂપ છે. નિર્યુક્તિકારે પૃથ્વીકાયનાં
વિવિધ શસ્ત્રો (ગાથા.95–96 માં) આ રીતે કહ્યા છે– (1) કોદાળી આદિ–ધરતીને ખોદવાનાં સાધન
(ર) હળાદિ– ભૂમિને ખેડવાનાં સાધન ( 3) મૃગશૃંગ ( 4) કાષ્ઠ , તૃણાદિ (પ) અગ્નિકાય ( 6) ઉચ્ચાર–
પ્રસ્રવણ(મળ–મૂત્રાદિ) (7) સ્વકાય શસ્ત્ર (8) પરકાયશસ્ત્ર (9) તદુભયશસ્ત્ર (10) ભાવશસ્ત્ર–
અસંયમ.
સ્વકાયશસ્ત્ર :– પૃથ્વીકાયના અનેક ભેદો છે , તે સર્વ એક હોવાના કારણે સ્વકાય છે. એક રંગની માટી
અન્ય રંગની માટી માટે શસ્ત્ર રૂપ બને છે , જેમ કે દરિયાની રેતી તળાવની માટી માટે શસ્ત્રરૂપ છે.
પરકાય શસ્ત્ર :– એક બીજાથી સર્વથા ભિન્નકાય તે પરકાય કહેવાય છે. જેમ કે મીઠું પૃથ્વીકાય છે , તેના
માટે પાણી પરકાય છે. તે બંને એકબીજા માટે શસ્ત્રરૂપ બને છે. પાણીમાં મીઠું નાખવાથી બંને અચિત્ત
થઈ જાય છે.
તદુભયશસ્ત્ર :– સ્વકાય અને પરકાય બંનેના યોગે જે શસ્ત્ર થાય તે તદુભય શસ્ત્ર કહેવાય છે. જેમ કે
મીઠું મિશ્રિત પાણી ઉભયકાય છે. પીળી આદિ માટી માટે મીઠાંનું પાણી તદુભય શસ્ત્રરૂપ છે.
આ રીતે અગ્નિ , વાયુ , વનસ્પતિ વગેરે માટે પણ સમજી શકાય છે.
પૃથ્વીકાયની હિંસાના હેતુઓ :–
तत्थ खलु भगवया परिण्णा पवेइया । इमस्स चेव जीवियस्स
परिवंदण – माणणपूयणाए , जाई–मरण–मोयणाए , दुक्खपडिघायहेउं ; से
सयमेव पुढविसत्थं समारंभइ , अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ , अण्णे
वा पुढविसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए , तं से अबोहीए ।
3
11
શબ્દાર્થ :– तत्थ = ત્યાં , આ વિષયમાં , खलु = ખરેખર , भगवया = ભગવાને , परिण्णा = પરિજ્ઞા,
બોધ , पवेइया = ફરમાવેલ છે , આપેલ છે , इमस्स = આ , जीवियस्स = જીવન માટે , चेव = અને,
परिवंदण–माणण पूयणाए = પ્રશંસા , માન , પૂજા , પ્રતિષ્ઠા માટે , जाई–मरण–मोयणाए = જન્મ
મરણથી છૂટવા માટે , दुक्खपडिघायहेउं = દુઃખોનો નાશ કરવા માટે , सयमेव = સ્વયં , पुढविसत्थं
= પૃથ્વીરૂપ શસ્ત્રનો , समारंभइ = આરંભ કરે છે , अण्णेहिं = બીજા દ્વારા , पुढविसत्थं = પૃથ્વીરૂપ
શસ્ત્રનો,समारंभावेइ= આરંભ કરાવતાં, अण्णे = બીજા, पुढविसत्थं = પૃથ્વીરૂપ શસ્ત્રનો,समारंभंते
= આરંભ કરનારની , समणुजाणइ = અનુમોદના કરે છે , से = તે પુરુષને , તેના માટે , तं = તે આરંભ,
अहियाए = અહિત માટે હોય છે , अबोहिए = અબોધિ માટે હોય છે , બોધ થવામાં અંતરાયરૂપ થાય છે.
ભાવાર્થ :– આ વિષયમાં ભગવાન મહાવીર સ્વામીએ પરિજ્ઞા–વિવેકનો ઉપદેશ આપ્યો છે. કોઇ
વ્યક્તિ (1) આ જીવન માટે (ર) વંદના–પ્રશંસા , સન્માન અને પૂજા માટે (3) જન્મ મરણથી મુક્ત થવા
માટે (4) દુઃખનો પ્રતિકાર કરવા માટે , પોતે પૃથ્વીકાયિક જીવોની હિંસા કરે છે , બીજા પાસે હિંસા કરાવે
અથવા હિંસા કરનારનું અનુમોદન કરે છે. આ બધી હિંસાની પ્રવૃત્તિઓ તેના અહિત માટે છે અને
અબોધિ અર્થાત્ જ્ઞાન , દર્શન , ચારિત્રરૂપ બોધિના અભાવનું કારણ બને છે.
વિવેચન :–
પ્રસ્તુત સૂત્રમાં પૃથ્વીકાયની હિંસાના વિવિધ પ્રયોજનોનું કથન છે. તેના બે વિભાગ થાય છે–
(1) સંસાર રુચિને કારણે (ર) ધર્મ માટે. આ બધા કારણો કહેવાનું શાસ્ત્રકારનું તાત્પર્ય એ છે કે કોઈ પણ
લક્ષ્યથી હિંસા થાય , પરંતુ તેનું પરિણામ તો દુઃખ અને ધર્મની બોધિમાં અંતરાયરૂપ જ થાય છે. તાત્પર્ય
એ છે કે સુખ માટે હિંસા થાય , તો તેના પરિણામે ભવિષ્યમાં દુઃખની પ્રાપ્તિ થાય અને ધર્મ કે મોક્ષને માટે
ખોટી સમજણથી હિંસા થાય , તોપણ તેના પરિણામે ધર્મ પ્રાપ્તિનો અભાવ થાય છે.
હિંસાનું પરિણામ :–
से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए । सोच्चा भगवओ अणगाराणं
वा अंतिए इहमेगेसिं णायं भवइ – एस खलु गंथे , एस खलु मोहे , एस खलु
मारे , एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए । जमिणं विरूवरूवेहिं सत्थेहिं पुढविकम्मसमारंभेणं
पुढविसत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसइ ।
શબ્દાર્થ :– तं = પૃથ્વીકાયના આરંભને , संबुज्झमाणे = સમજનાર , आयाणीयं = ગ્રહણ કરવા
યોગ્ય સમ્યગ્દર્શનાદિને , समुठ्ठाए = સ્વીકાર કરીને વિચરે છે , सोच्चा = સાંભળીને , भगवओ =
ભગવાન પાસેથી , अणगाराणं वा अंतिए = સાધુઓ પાસેથી , इहं = આ , एगेसिं = કોઈ જીવોને,
4
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : ર
12 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
णायं भवइ = જ્ઞાન થઈ જાય છે , एस = આ પૃથ્વીકાયનો આરંભ , खलु = નિશ્ચયથી , गंथे = કર્મબંધનું
કારણ છે , मोहे = મોહનું કારણ છે , मारे = મૃત્યુનું કારણ છે , णरए = નરકનું કારણ છે , इच्चत्थंं =
વર્તમાન સુખોમાં જ , સ્વાર્થ માટે , गढिए = આસક્ત થયેલ , આસક્ત બને છે , लोए = જીવ.
ભાવાર્થ :– સાધક ઉપર કહેલા હિંસાનાં દુષ્પરિણામોને સારી રીતે સમજીને આદાનીય–સંયમ સાધનામાં
તત્પર બની જાય છે. ભગવાન પાસેથી અથવા તો અણગાર પાસેથી ધર્મ સાંભળીને કોઇ માનવીને જ્ઞાન
થાય છે કે આ જીવહિંસા–ગ્રંથી છે , મોહ છે , મૃત્યુ છે અને નરક છે.
આ જાણવા છતાં જે મનુષ્ય ઇહલૌકિક સુખમાં આસક્ત બને છે , તે વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી
પૃથ્વી સંબંધી હિંસામાં લીન બની પૃથ્વીકાયના જીવોની હિંસા કરે છે , ત્યારે પૃથ્વીકાય રૂપ શસ્ત્રનો
આરંભ કરતાં તદાશ્રયી બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે.
વિવેચન :–
आयाणीयं :- ચૂર્ણિમાં 'આદાનીય'નો અર્થ સંયમ તથા વિનય કર્યો છે.
गंथे :- આ સૂત્રમાં આવેલ 'ગ્રંથ ' આદિ શબ્દ એક વિશેષ પારંપરિક અર્થ સૂચવે છે. સામાન્ય રૂપે 'ગ્રંથ'
શબ્દ પુસ્તક વિશેષનો સૂચક છે. શબ્દકોષમાં ગ્રંથનો અર્થ 'ગાંઠ'(ગ્રંથિ)પણ કર્યો છે. શરીરવિજ્ઞાન અને
મનોવિજ્ઞાનમાં તેનો પ્રયોગ અધિક થાય છે. જૈનસૂત્રોમાં આવેલો ગ્રંથ શબ્દ તેનાથી અલગ અર્થ દર્શાવે
છે. આગમના વ્યાખ્યાકાર આચાર્ય મલયગિરિના કથન અનુસાર, ''જેના દ્વારા , જેનાથી અને જેમાં જીવ
બંધાઇ જાય છે તે ગ્રંથ છે. '' ગ્રંથ–ગ્રંથિ એટલે કષાય , એવો અર્થ ઉત્તરાધ્યયન , આચારાંગ , સ્થાનાંગ,
વિશેષાવશ્યક ભાષ્ય આદિમાં કરવામાં આવ્યો છે. આત્માને બાંધનાર કષાય અથવા કર્મને પણ ગ્રંથ કહે
છે.
ગ્રંથના બે ભેદ છે– દ્રવ્યગ્રંથ અને ભાવગ્રંથ. દ્રવ્યગ્રંથ દશ પ્રકારના પરિગ્રહરૂપ છે– (1) ક્ષેત્ર
(ર) વાસ્તુ ( 3) ધન ( 4) ધાન્ય (પ) સંચય–ઘાસ , કાષ્ઠાદિ ( 6) મિત્ર–જ્ઞાતિ સંયોગ ( 7) યાન–વાહન
(8) શયનાસન ( 9) દાસ–દાસી ( 10) કુપ્ય–તમામ ઘરવખરી. ભાવગ્રંથના 14 ભેદ છે– ( 1) ક્રોધ
(ર) માન ( 3) માયા ( 4) લોભ (પ) રાગ ( 6) દ્વેષ ( 7) મિથ્યાત્વ ( 8) વેદ ( 9) અરતિ ( 10) રતિ
(11) હાસ્ય ( 12) શોક ( 13) ભય અને ( 14) જુગુપ્સા.
આ સૂત્રમાં 'एस ' શબ્દનો પ્રયોગ કરેલ છે. તેનું તાત્પર્ય એ છે કે આ સર્વ હિંસાનાં મૂળ કારણ
માત્ર જ નથી , પરંતુ સ્વયં પણ હિંસા છે તેથી 'ગ્રંથ ' વગેરે સર્વ શબ્દોમાં આ ભાવ સમાયેલો છે.
मोहे :- આ શબ્દ રાગ અથવા વિકારી પ્રેમના અર્થમાં પ્રસિદ્ધ છે. જૈન શાસ્ત્રોમાં 'મોહ ' શબ્દ અનેક
અર્થોમાં વ્યાપક છે. રાગ અને દ્વેષ બંને મોહરૂપ જ છે. સત્–અસત્ના વિવેકનો નાશ , હેયોપાદેય બુદ્ધિનો
અભાવ , અજ્ઞાન , વિપરીત બુદ્ધિ , મૂઢતા , ચિત્તની વ્યાકુળતા , મિથ્યાત્વ તથા વિષય કષાયની અભિલાષા,
આ સર્વ મોહ છે.
13
'મોહ'ના બે ભેદ છે– 1. સત્ય તત્ત્વને યથાર્થરૂપે ન સમજવું , તે દર્શનમોહ છે અને ર. વિષયોની
આસક્તિ , તે ચારિત્રમોહ છે. આ ભાવો હિંસાનુંं પ્રબળ કારણ હોવાથી તેને પણ હિંસા કહેવામાં આવે છે .
मारे :- આ શબ્દ મૃત્યુના અર્થમાં વપરાય છે પરંતુ અહીં આ શબ્દથી જન્મ અને મરણ બંનેનું ગ્રહણ
થાય છે.
णरए :- 'નરક ' શબ્દ પાપીઓના યાતના સ્થાન માટે વપરાય છે. સૂત્રકૃતાંગ ટીકામાં 'નરક ' શબ્દનું
અનેક પ્રકારે વિવેચન કર્યું છે. અશુભ રૂપ , રસ , ગંધ , શબ્દ , સ્પર્શને પણ 'નોકર્મ દ્રવ્યનરક ' કહેલ છે. નરક
પ્રાયોગ્ય કર્મના ઉદય (અપેક્ષાએ કર્મોપાર્જનની ક્રિયા)ને 'ભાવનરક ' કહે છે. આ કારણે હિંસાને નરક
કહી છે. નરક યોગ્ય કર્મોપાર્જનનું પ્રબળ કારણ હિંસા છે. હિંસા પોતે જ નરક છે. હિંસકની મનોદશા પણ
નારકની જેમ ક્રૂર તેમજ અશુભતર હોય છે.
તાત્પર્ય એ છે કે આત્માને કર્મોથી ગ્રથિત કરનાર , સંસારમાં જોડી રાખનાર , મોહિત કરનાર,
જન્મ મરણ પ્રાપ્ત કરાવનાર તેમજ નરકનાં દુઃખ પ્રાપ્ત કરાવનાર જીવહિંસા જ છે. આ તત્ત્વને સમજીને
સાધક હિંસાનો ત્યાગ કરે છે.
પૃથ્વીકાયિક જીવોની વેદના :–
से बेमि – अप्पेगे अंधमब्भे , अप्पेगे अंधमच्छे ।
अप्पेगे पायमब्भे , अप्पेगे पायमच्छे , अप्पेगे गुप्फमब्भे , अप्पेगे
गुप्फमच्छे , अप्पेगे जंघमब्भे , अप्पेगे जंघमच्छे , अप्पेगे जाणुमब्भे , अप्पेगे
जाणुमच्छे , अप्पेगे ऊरुमब्भे , अप्पेगे ऊरुमच्छे , अप्पेगे कडिमब्भे , अप्पेगे
कडिमच्छे , अप्पेगे णाभिमब्भे , अप्पेगे णाभिमच्छे , अप्पेगे उयरमब्भे,
अप्पेगे उयरमच्छे , अप्पेगे पासमब्भे , अप्पेगे पासमच्छे , अप्पेगे पिठ्ठिमब्भे,
अप्पेगे पिठ्ठिमच्छे , अप्पेगे उरमब्भे , अप्पेगे उरमच्छे , अप्पेगे हिययमब्भे,
अप्पेगे हिययमच्छे , अप्पेगे थणमब्भे , अप्पेगे थणमच्छे , अप्पेगे खंधमब्भे,
अप्पेगे खंधमच्छे , अप्पेगे बाहुमब्भे , अप्पेगे बाहुमच्छे , अप्पेगे हत्थमब्भे,
अप्पेगे हत्थमच्छे , अप्पेगे अंगुलिमब्भे , अप्पेगे अंगुलिमच्छे , अप्पेगे णहमब्भे,
अप्पेगे णहमच्छे , अप्पेगे गीवमब्भे , अप्पेगे गीवमच्छे , अप्पेगे हणुयमब्भे,
अप्पेगे हणुयमच्छे , अप्पेगे होठ्ठमब्भे , अप्पेगे होठ्ठमच्छे , अप्पेगे दंतमब्भे,
अप्पेगे दंतमच्छे , अप्पेगे जिब्भमब्भे , अप्पेगे जिब्भमच्छे,अप्पेगे तालुमब्भे,
अप्पेगे तालुमच्छे , अप्पेगे गलमब्भे , अप्पेगे गलमच्छे , अप्पेगे गंडमब्भे,
5
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : ર
14 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
अप्पेगे गंडमच्छे , अप्पेगे कण्णमब्भे , अप्पेगे कण्णमच्छे , अप्पेगे णासमब्भे,
अप्पेगे णासमच्छे , अप्पेगे अच्छिमब्भे , अप्पेगे अच्छिमच्छे , अप्पेगे भमुहमब्भे,
अप्पेगे भमुहमच्छे , अप्पेगे णिडालमब्भे , अप्पेगे णिडालमच्छे , अप्पेगे
सीसमब्भे , अप्पेगे सीसमच्छे । अप्पेगे संपमारए । अप्पेगे उद्दवए ।
શબ્દાર્થ :– से बेमि = તે હું કહું છું , હવે આગળ હું કહું છું , બતાઉં છું , अप्पेगेे = કોઈ , अंधं = જન્માંધ
પુરુષને , अब्भे = ભેદન કરે , ઈજા પહોંચાડે , अंधं = અંધને , अच्छे = છેદન કરે.
पायमब्भे = પગનું ભેદન કરે , पायमच्छे = પગનું છેદન કરે , गुप्फमब्भे = ઘૂંટીનું ભેદન કરે,
गुप्फमच्छे = ઘૂંટીનું છેદન કરે , जंघं = જાંઘનું , પીંડીનું , जाणुं = ગોઠણનું , ऊरुं = સાથળનું , कडिं =
કમરનું , णाभिं = નાભિનું , उयरं = પેટનું , पासं = પડખાનું , पिठ्ठिं = પીઠનું , उरं = છાતીનું , हिययं =
હૃદયનું , थणं = સ્તનનું , खंधं = કાંધ–ખંભાનું , बाहुं ુ ं = ભુજાનું , हत्थं = હાથનું , अंगुलिं = આંગળીનું,
णहं = નખનું , गीवं = ગર્દનનું , हणुयं = દાઢીનું , होठ्ठं = હોઠનું , दंतं = દાંતનું , जिब्भं = જીભનું , तालुं
= તાળવાનું , गलं = ગળાનું , गंडं = ગાલનું , कण्णं = કાનનું , णासं = નાકનું , अच्छिं = આંખનું , भमुहं
= ભ્રકુટિનું , ભ્રમરનું , णिडालं = કપાળનું , सीसं = મસ્તકનું,
संपमारए = એક જ પ્રહારમાં મારે , उद्दवए = ઉપદ્રવ કરે , મૂર્ચ્છિત કરે , ઘાયલ કરે.
ભાવાર્થ :– હું કહું છું– (1) જેમ કોઇ વ્યક્તિ જન્માંધ વ્યક્તિને સાંબેલાથી , ભાલા આદિથી વીંધે , ઇજા
પહોંચાડે કે તલવારાદિથી છેદન કરે ; તે સમયે તે જન્માંધ વ્યક્તિને જે પીડા થાય છે , તેવી જ પીડા
પૃથ્વીકાયિક જીવોને થાય છે.
(ર) જેમ કોઇ એક વ્યક્તિ , બીજી વ્યક્તિના પગ , ઘૂંટી , પિંડી , ગોઠણ , સાથળ , કમર , નાભિ,
પેટ , પડખાની પાંસળી , પીઠ , છાતી , હૃદય , સ્તન , ખંભા , બાહુ , હાથ , આંગળી , નખ , ગ્રીવા , દાઢી , હોઠ,
દાંત , જીભ , તાળવું , ગ્રીવા(ગળું) , ગાલ , કાન , નાક , આંખ , ભ્રમર , લલાટ અને મસ્તકનું શસ્ત્રથી છેદન,
ભેદન કરે ત્યારે તે સ્વસ્થ પુરુષને જેવી વેદના થાય છે , તેવી જ વેદના પૃથ્વીકાયિક જીવોને થાય છે.
(3) કોઇ પુરુષ અન્ય વ્યક્તિને જોરદાર પ્રહાર કરી એક જ વારમાં પ્રાણરહિત કરે , તે સમયે તેને
જે દુઃખની અનુભૂતિ થાય છે , તેવી જ દુઃખની અનુભૂતિ પૃથ્વીકાયના જીવોને થાય છે.
(4) કોઇ પુરુષ અન્ય પુરુષને ઘાયલ–મૂર્ચ્છિત કરે અને તેને જે વેદના થાય છે , તેવી જ વેદના
પૃથ્વીકાયના જીવોને પણ થાય છે.
વિવેચન :–
પૂર્વનાં સૂત્રોમાં પૃથ્વીકાયિક જીવોની હિંસા કરવાનો નિષેધ કર્યો છે. પૃથ્વીકાયમાં ચેતના અવ્યક્ત
હોય છે. તેમાં હલન ચલન વગેરે ક્રિયાઓ પણ સ્પષ્ટ દેખાતી નથી. પૃથ્વીકાયના જીવો ચાલતા , બોલતા,
15
6
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : ર
જોતા , સાંભળતા નથી તો પછી તેમાં જીવ છે તે કેમ માની શકાય ? આ શંકા સ્વાભાવિક છે. આ શંકાનું
સમાધાન કરવા સૂત્રકારે ચાર દષ્ટાંતો આપીને પૃથ્વીકાયની વેદનાનો બોધ તથા અનુભૂતિ કરાવવાનો
પ્રયત્ન કર્યો છે.
1. કોઇ મનુષ્ય જન્મથી જ અંધળો , બહેરો , મૂંગો અથવા અપંગ છે. તેનું કોઇ વ્યક્તિ છેદન– ભેદન કરે
તો તે વાણીથી વ્યક્ત કરી શકતો નથી , દુઃખ થવા છતાં ચાલી શકતો નથી તેમજ અન્ય કોઇ પ્રતિક્રિયાથી
વેદનાને વ્યક્ત કરી શકતો નથી , તેટલા માત્રથી તેમાં જીવ નથી. અથવા તેને છેદન–ભેદન કરવાથી પીડા
થતી નથી તેમ કહી શકાતું નથી. જેમ તે જન્માંધ વ્યક્તિ વાણી , આંખ , ગમન આદિના અભાવમાં પણ
પીડાનો અનુભવ કરે છે , તેમ પૃથ્વીકાયના જીવો પણ અપૂર્ણ ઇન્દ્રિયના યોગમાં પીડાને અનુભવે છે.
ર. આ દષ્ટાંતમાં કોઇ સ્વસ્થ મનુષ્યની ઉપમા આપીને સમજાવ્યું છે. જે રીતે સ્વસ્થ વ્યક્તિના પગથી
લઈને મસ્તક સુધીના બત્રીસ અવયવોનું કોઇ એક સાથે છેદન , ભેદન કરે , તે સમયે તે વ્યક્તિ સ્પષ્ટ રૂપે
દુઃખાનુભૂતિ કરે છે તે જ રીતે પૃથ્વીકાયમાં પ્રગટ ચેતનાનો અભાવ હોવા છતાં તેને પણ દુઃખાનુભૂતિ
હોય છે. કારણ કે તેનામાં પ્રાણોનું સ્પંદન–ચેતના છે અને તેની આ વેદનાને અવ્યક્ત વેદના કહી છે.
3. જેમ કોઈ એક વ્યક્તિને બીજી વ્યક્તિ એક જ પ્રહારમાં પ્રાણરહિત કરી દે ત્યારે તેને વેદના થાય છે,
તેમ પૃથ્વીકાયના જીવોને પણ વેદના થાય છે.
4. જેમ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિ માર મારીને મૂર્ચ્છિત કરે અથવા મૂર્ચ્છિત કરીને કષ્ટ આપે , તો તેને
વેદના થાય છે , તેમ પૃથ્વીકાયના જીવોને પણ વેદના થાય છે. ભગવતી સૂત્ર શ. 19 , ઉ. 3. માં કહ્યું છે કે–
જે રીતે કોઈ તરુણ અને બલિષ્ઠ પુરુષ , કોઈ વૃદ્ધાવસ્થાથી ક્ષીણ થયેલ વ્યક્તિના મસ્તક ઉપર બંને હાથથી
પ્રહાર કરે , તેને મારે ત્યારે તે જે અનિષ્ટ વેદનાનો અનુભવ કરે છે , તેનાથી પણ અનિષ્ટતર વેદનાનો
અનુભવ પૃથ્વીકાયિક જીવોને પ્રહાર કરવાથી થાય છે.
પૃથ્વીકાયની હિંસાનો ત્યાગ :–
एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति ।
एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तं परिण्णाय मेहावी णेव सयं पुढविसत्थं समारंभेज्जा , णेवऽण्णेहिं
पुढवि सत्थं समारंभावेज्जा , णेवऽण्णे पुढविसत्थं समारंभंते
समणुजाणेज्जा ।
जस्सेते पुढविकम्मसमारंभा परिण्णाया भवंति । से हु मुणी
परिण्णायकम्मे। त्ति बेमि ।
16 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
॥ बिइओ उद्देसो समत्तो ॥
શબ્દાર્થ :– एत्थ = આ રીતે , આ પૃથ્વીકાય પર , सत्थं = શસ્ત્રોને , समारंभमाणस्स = આરંભ
કરતા , પ્રયોગ કરતા પુરુષને , इच्चेतेे = તે પૂર્વોક્ત , आरंभा = આરંભ , अपरिण्णाया भवंति =
જાણેલા કે છોડેલા હોતા નથી , તે અજાણ હોય છે, असमारंभमाणस्स = આરંભ ન કરનારને , અનારંભી
પુરુષને , परिण्णाया = જાણેલા અને છોડેલા , भवंति = હોય છે , તે સાચો જાણનાર કહેવાય છે.
तं = પૃથ્વીકાયના આરંભને , परिण्णाय = જાણીને , मेहावी = બુદ્ધિમાન પુરુષ , सयं = સ્વયં,
पुढविसत्थं = પૃથ્વીકાયના શસ્ત્રનો,णेव समारंभेज्जा = આરંભ કરે નહિ , अण्णेहिं= બીજા દ્વારા,णेव
समारंभावेज्जा = આરંભ કરાવે નહિ,समारंभंते= આરંભ કરનાર, अण्णे = બીજાને,णेव समणुजाणेज्जा
= અનુમોદન પણ કરે નહિ.
जस्स= જેણે, एते = આ,पुढविकम्मसमारंभा= પૃથ્વીકાયના આરંભને, परिण्णाया भवंति =
જાણીને ત્યાગ કરી દીધો છે , से = તે , हु = નિશ્ચયથી , मुणी = મુનિ , परिण्णायकम्मे = કર્મના રહસ્યને
જાણનાર છે.
ભાવાર્થ :– આ લોકમાં જે પૃથ્વીકાય ઉપર શસ્ત્રનો પ્રયોગ કરે છે , તે વાસ્તવિક રીતે આરંભ અને તેના
પરિણામથી અજાણ છે. જે પૃથ્વીકાય જીવો પર શસ્ત્રનો પ્રયોગ કરતા નથી , તે વાસ્તવમાં હિંસા સંબંધી
પ્રવૃત્તિ અને તેના પરિણામને જાણનાર છે.
આ પૂર્વોક્ત કથનને જાણીને બુદ્ધિમાન વ્યક્તિ પૃથ્વીકાયનો સ્વયં આરંભ કરે નહિ , પૃથ્વીકાયનો
આરંભ બીજા પાસે કરાવે નહિ અને કોઈ પૃથ્વીકાયનો આરંભ કરતું હોય તો તેની અનુમોદના કરે નહિ.
પૃથ્વીકાયના સમારંભને જેણે જાણી લીધો છે અર્થાત્ હિંસાનાં દુઃખદ પરિણામને જાણીને તેનો
ત્યાગ કરી દીધો છે , તે પરિજ્ઞાત કર્મા(હિંસાના ત્યાગી) મુનિ હોય છે. –એમ ભગવાને કહ્યું છે.
।। બીજો ઉદ્દેશક સમાપ્ત ।।
વિવેચન :–
આ ઉદ્દેશકમાં વિકલાવસ્થામાં રહેલા પંચેન્દ્રિય જીવોના દુઃખ સાથે પૃથ્વીકાયિક જીવોના દુઃખની
તુલના કરીને પૃથ્વીકાય જીવોનું અસ્તિત્વ પ્રગટ કર્યું છે. પૃથ્વીકાયનો આરંભ(વિરાધના) અને તેનું પરિણામ
બતાવ્યું છે. અહીં સૂક્ષ્મ જણાતા એકેન્દ્રિય જીવોને પણ દુઃખ થાય છે , તે સમજાવવા માટે પંચેન્દ્રિય જીવોના
દુઃખાનુભવ ચાર પ્રકારે વર્ણવીને પૃથ્વીકાયની હિંસા ન કરવાની પ્રેરણા કરી , અંતે સૂચિત કર્યું છે કે જે આ
બધું જાણીને પૃથ્વીકાયની હિંસાનો કે તેની વિરાધનાનો પૂર્ણ રીતે ત્યાગ કરે , તે જ સાચો જ્ઞાની મુનિ છે.
અધ્યયન–1/ર સંપૂર્ણા
17
1
2
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 3
પહેલું અધ્યયન : ત્રીજો ઉદ્દેશક
અણગારના લક્ષણ :–
से बेमि – से जहा वि अणगारे उज्जुकडे णियागपडिवण्णे अमायं
कुव्वमाणे वियाहिए ।
શબ્દાર્થ :– से = તે , હવે આગળ , बेमि = હું કહું છું , से = તે , जहा वि = જે રીતે , अणगारे =
અણગાર બને છે , उज्जुकडे = સરળતા યુક્ત , णियागपडिवण्णे = મોક્ષમાર્ગને પ્રાપ્ત થયેલા , अमायं
कुव्वमाणे = માયા નહિ કરનારા , પૂર્ણ અણગાર , वियाहिए = કહેવાય છે.
ભાવાર્થ :– અણગારના વાસ્તવિક સ્વરૂપને હું કહું છું. જે આચરણથી અણગાર છે , સરળતા સભર
જેનું જીવન છે , મોક્ષમાર્ગમાં જે ગતિશીલ છે , છળકપટના ત્યાગી છે , તે અણગાર મુનિ કહેવાય છે.
વિવેચન :–
અહીં અણગારનાં લક્ષણો વર્ણવ્યાં છે. (1) ૠજુ– સરળ. જેના મન , વાણી કપટ રહિત હોય,
કથની અને કરણી એક સરખી હોય તે ૠજુ છે. ઉત્તરાધ્યયન અધ્ય. 3, ગા. 12 માં કહ્યું છે કે– सोही
उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिठ्ठइ । ૠજુ આત્માની શુદ્ધિ થાય છે. ધર્મ શુદ્ધ હૃદયમાં સ્થિર રહે
છે , માટે ૠજુતા એ ધર્મનો–સાધુતાનો મુખ્ય આધાર છે. (ર) નિયાગ પ્રતિપન્ન– સરળ વ્યક્તિ જ
મોક્ષમાર્ગમાં ગતિશીલ થઈ શકે છે , તેથી અણગારનું બીજું લક્ષણ નિયાગ પ્રતિપન્ન કહ્યું છે. તેની સાધનાનું
લક્ષ્ય ભૌતિક ઐશ્વર્ય કે યશ પ્રાપ્તિ નહીં , પરંતુ આત્મા કર્મમળથી મુક્ત બને તે જ છે. (3) અમાયં–
અમાયંનો અર્થ સંગોપન કરવું નહીં , છુપાવવું નહીં તેવો થાય છે. આ માર્ગ પર ગતિશીલ સાધક કપટ
રહિત હોય છે. તે પોતાની સંપૂર્ણ શક્તિને સાધનામાં જોડી દે છે , તે સ્વપર કલ્યાણના કાર્યમાં સ્વશક્તિને
ગોપવતા નથી. આ ત્રણ લક્ષણોથી જ્ઞાનાચારાદિની શુદ્ધતા કહી છે. ૠજુકૃતથી વીર્યાચારની શુદ્ધિ , નિયાગ
પ્રતિપન્નતાથી જ્ઞાનાચારની અને દર્શનાચારની શુદ્ધિ તથા अमायं માં ચારિત્રાચાર અને તપાચારની
સંપૂર્ણ શુદ્ધિ જણાય છે. આ રીતે આ સૂત્રમાં સાધના તેમજ સાધ્યની શુદ્ધિનો નિર્દેશ કર્યો છે.
સંયમના ઉત્સાહની સુરક્ષા :–
जाए सद्धाए णिक्खंतो तमेव अणुपालिया वियहित्तु विसोत्तियं ।
पणया वीरा महावीहिं ।
શબ્દાર્થ :– जाए = જે, सद्धाए = શ્રદ્ધાથી , णिक्खंतो = દીક્ષા ધારણ કરી છે,तमेव= તે જ શ્રદ્ધાથી,
अणुपालिया = પાલન કરવું જોઈએ , ઝીણવટપૂર્વક પાલન કરવું જોઈએ , वियहित्तु(विजहित्ता ) =
18 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
છોડીને , દૂર કરીને , विसोत्तियं = શંકાને , બાધાઓને , वीरा = વીર પુરુષ , महावीहिं = મહાવીથી
અર્થાત્ સંયમરૂપ રાજમાર્ગને , पणया = પ્રાપ્ત કરે છે , સમર્પિત થાય છે.
ભાવાર્થ :– મુનિ , જે શ્રદ્ધા–નિષ્ઠાથી(વૈરાગ્યથી) ગૃહત્યાગ કરી સંયમમાં ડગ ભરે છે , તે જ શ્રદ્ધાપૂર્વક
સંયમનું અનુપાલન કરે. શ્રદ્ધા સાથે શંકાથી રહિત બની , બાધાઓને દૂર કરતાં જીવનપર્યંત સંયમનું
પાલન કરે. પરીષહ , ઉપસર્ગ અને કષાયાદિ ઉપર વિજય પ્રાપ્ત કરનાર ધીર–વીર પુરુષો દ્વારા આ
સંયમ માર્ગ આસેવિત છે અર્થાત્ વીરપુરુષ આ મહાપથમાં સમર્પિત થાય છે.
વિવેચન :–
આ સૂત્રમાં સાધકને દીક્ષા સમયનો ઉત્સાહ યાદ કરાવી જાગૃત રહેવાની સૂચના કરી છે.
विसोत्तियं :- વિસ્રોતસિકા– સંયમમાં આવનારી મુશ્કેલીઓ ; સાધકના મનને ચંચળ કરનારી દ્રવ્ય
અને ભાવથી અનેક વિટંબણાઓ આવે તો તેને દૂર કરવાની પ્રેરણા આપીને શાસ્ત્રકારે સંયમભાવોમાં
પૂર્ણ સ્થિર તેમજ સુદઢ રહેવાનો નિર્દેશ કર્યો છે.
અહીં મૂળપાઠમાં अणुपालिया , अणुपालिज्जा , अणुपालेज्जा તથા विजहित्तु,
वियहित्तु , विजहित्ता આવા વૈકલ્પિક પાઠો પણ મળે છે. તે સમાનાર્થક છે.
અહિંસા અને સંયમનો પ્રશસ્ત માર્ગ મહાપથ છે. અહિંસા , સંયમની સાધનામાં દેશ , કાળ,
સંપ્રદાય કે જાતિની કોઈ મર્યાદા કે બંધન હોતું નથી , તે સર્વને માટે સર્વત્ર સમાન હોય છે. સંયમ શાંતિના
આરાધક સર્વ જીવો આ માર્ગ પર ચાલ્યા છે , ચાલે છે અને ચાલશે. છતાં તે માર્ગ ક્યારે ય સંકીર્ણ થતો
નથી , તેથી જ તે મહાપથ છે. અણગાર તેના પ્રતિ સંપૂર્ણ સમર્પિત રહે છે.
અપ્કાયિક જીવોની સજીવતા :–
लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं ।
से बेमि – णेव सयं लोगं अब्भाइक्खेज्जा , णेव अत्ताणं
अब्भाइक्खेज्जा । जे लोगं अब्भाइक्खइ , से अत्ताणं अब्भाइक्खइ;
जे अत्ताणं अब्भाइक्खइ , से लोगं अब्भाइक्खइ ।
શબ્દાર્થ :– लोगं = અપ્કાયરૂપ લોકને , च = અને , आणाए = તીર્થંકરના ઉપદેશાનુસાર,
अभिसमेच्चा =જાણીને , સમજીને , अकुतोभयं = સર્વ ભયોથી રહિત એવા સંયમનું પાલન કરે.
से बेमि = હું કહું છું , सयं = સ્વયં , लोगं = અપ્કાયના જીવોના અસ્તિત્વને , णेव
अब्भाइक्खेज्जा = અપલાપ કરે નહિ , અસ્વીકાર કરે નહીં , जे = જે પુરુષ , अब्भाइक्खइ =
અપલાપ કરે છે , से = તે , अत्ताणं = આત્માનો.
3
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય– 1, ઉ : 3 19
4
ભાવાર્થ :– પ્રભુની આજ્ઞાથી લોકને અર્થાત્ અપ્કાયના સ્વરૂપને જાણીને , હૃદયમાં ધારણ કરીને તે
જીવોને ભય મુક્ત બનાવે છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ પ્રકારે તેને ભય–પીડા પહોંચાડે નહીં , તેના પ્રત્યે
સંયમી રહે.
આ વિષયમાં વિશેષ કહું છું કે મુનિ અપ્કાયિક જીવોનાં અસ્તિત્વનો નિષેધ કરે નહિ , પોતાના
આત્માનો પણ નિષેધ કરે નહિ. જે લોકનો–અપ્કાયના અસ્તિત્વનો નિષેધ કરે છે તે પોતાના આત્માના
અસ્તિત્વનો પણ નિષેધ કરે છે. જે પોતાનો અપલાપ કરે છે તે લોક–અપ્કાયનો પણ અપલાપ કરે છે.
વિવેચન :–
પ્રસંગાનુસાર લોકનો અર્થ અહીં અપ્કાય છે. પૂર્વના ઉદ્દેશકમાં પૃથ્વીકાયનું વર્ણન છે. આ ઉદ્દેશકમાં
અપ્કાયનું વર્ણન છે.
अकुतोभयं :- ટીકાકારે આ શબ્દના બે અર્થ કર્યા છે– (1) જે સાધના કે ક્રિયાથી કોઈ પણ જીવને કોઈ
પણ પ્રકારનો ભય રહે નહિ , તે સંયમ સાધનાને અકુતોભય કહેવાય છે. (ર) જે કોઈનાથી પણ ભય ન
ઈચ્છે તે અપ્કાય જીવ અકુતોભય છે. આ બે અર્થોમાં સંયમ અર્થ વાંછિત છે.
से बेमि :- અને એ પણ કહું છું કે– જે અપ્કાયિક જીવોની સત્તાનો સ્વીકાર કરતા નથી તે વાસ્તવમાં
પોતાના અસ્તિત્વનો પણ સ્વીકાર કરતા નથી. જે રીતે પોતાનું અસ્તિત્વ સ્વીકૃત છે , અનુભવગમ્ય છે , તે
જ રીતે અન્ય જીવોના અસ્તિત્વનો પણ સ્વીકાર કરવો જોઈએ.
अब्भाइक्खेज्जा(अभ्याख्यान ) :- આ શબ્દ વિશેષભાવ યુક્ત છે. કોઈના અસ્તિત્વનો નિષેધ
કરવો તે અભ્યાખ્યાન છે , અપલાપ છે. સત્યને અસત્ય અને અસત્યને સત્ય , જીવને અજીવ અને અજીવને
જીવ કહે તે અસત્ય આરોપણ સમાન છે. આગમોમાં અભ્યાખ્યાનના અર્થો આ પ્રમાણે છે– (1)
દોષાવિષ્કરણ– દોષ પ્રગટ કરવા(ભગવતી શતક પ ઉ.6) (ર) અસદ્ દોષનું આરોપણ કરવું–(પ્રજ્ઞાપના
પદ રર અને પ્રશ્ન.ર) (3) બીજાની સામે નિંદા કરવી–(પ્રશ્ન.ર) (4) અસત્ય અભિયોગ
કરવો–(આચારાંગ 1–3).
અપ્કાયની હિંસા સંબંધી પરિજ્ઞા :–
लज्जमाणा पुढो पास । 'अणगारा मो ' त्ति एगे पवयमाणा,
जमिणं विरूवरूवेहिं सत्थेहिं उदयकम्मसमारंभेणं उदयसत्थं समारंभमाणे
अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया – इमस्स चेव जीवियस्स,
परिवंदण माणण पूयणाए , जाई मरण मोयणाए , दुक्खपडिघायहेउं , से
20 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
सयमेव उदयसत्थं समारंभइ , अण्णेहिं वा उदयसत्थं समारंभावेइ , अण्णे वा
उदयसत्थं समारंभंते समणुजाणइ । तं से अहियाए तं से अबोहीए ।
से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए । सोच्चा खलु भगवओ,
अणगाराणं वा अंतिए , इहमेगेसिं णायं भवइ – एस खलु गंथे , एस
खलु मोहे , एस खलु मारे , एस खलु णरए ।
इच्चत्थं गढिए लोए । जमिणं विरूवरूवेहिं सत्थेहिं
उदयकम्मसमारंभेणं उदयसत्थं समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे
विहिंसइ ।
ભાવાર્થ :– સાચો સાધક અપ્કાયની હિંસા કરવામાં શરમ અનુભવે છે , તેને ભિન્ન જાણો અને બીજા
સાધકને પણ ભિન્ન જાણો. જે પોતાને અણગાર માનતાં , કહેતાં પણ અપ્કાયિક જીવોનો અનેક પ્રકારના
શસ્ત્રોથી આરંભ , સમારંભ કરતાં તે જીવોની હિંસા કરે છે , પાણીના શસ્ત્રનો સમારંભ કરતાં પાણીની
હિંસાની સાથે તેના આશ્રયે રહેલા અન્ય અનેક જીવોની પણ હિંસા કરે છે. (તે) તું જો.
આ વિષયમાં ભગવાને પરિજ્ઞા–વિવેકનું નિરૂપણ કર્યું છે. કોઈ વ્યક્તિ (1) પોતાના આ જીવન
માટે (ર) પ્રશંસા , સન્માન , પૂજા માટે (3) જન્મ–મરણથી મુક્ત થવા માટે (4) દુઃખને દૂર કરવા માટે
અપ્કાયની હિંસા કરે છે , બીજા પાસે અપ્કાયની હિંસા કરાવે છે અને અપ્કાયની હિંસા કરનારાની અનુમોદના
કરે છે. જે હિંસા કરે છે , તે તેના અહિતનું કારણ તેમજ અબોધિનું કારણ થાય છે.
સાધક આ સમજીને સંયમસાધનામાં તત્પર બની જાય છે. ભગવાન પાસેથી કે અણગાર મુનિઓ
પાસેથી સાંભળીને કોઈ વ્યક્તિને એ સમજાય જાય છે કે આ અપ્કાય જીવોની હિંસા ગ્રંથી છે , મોહ છે,
સાક્ષાત્ મૃત્યુ છે , નરક છે , છતાં જે માનવી જીવન , પ્રશંસા , કીર્તિ આદિમાં આસક્ત છે , તે વિવિધ પ્રકારના
શસ્ત્રોથી અપ્કાયની હિંસા કરે છે અને સાથે તેના આશ્રિત અન્ય પ્રકારના જીવોની પણ હિંસા કરે છે.
પાણીની સજીવતા અને હિંસાનું સૂક્ષ્મજ્ઞાન :–
से बेमि – संति पाणा उदयणिस्सिया जीवा अणेगे । इहं च खलु
भो अणगाराणं उदय जीवा वियाहिया । सत्थं चेत्थ अणुवीइ पास ।
पुढो सत्थं पवेइयं । अदुवा अदिण्णादाणं ।
શબ્દાર્થ :– उदयणिस्सिया = અપ્કાયના આશ્રયે રહેનારા , अणेगे(गा ) = અનેક , पाणा = પ્રાણી
તેમજ , जीवा = જીવ , संति = છે , इहं = આ જૈનશાસ્ત્રમાં , भो = હે શિષ્ય! अणगाराणं = સાધુઓ
માટે , उदयजीवा = જલરૂપ જીવ , वियाहिया = કહ્યા છે , एत्थ = આ અપ્કાયના વિષયમાં , अणुवीइ
5
21
= ઊંડાણપૂર્વક વિચાર કરીને , पुढो = ભિન્ન ભિન્ન , सत्थं = અપ્કાયનાં શસ્ત્ર , पवेइयं = કહ્યા છે , अदुवा
= અથવા , अदिण्णादाणं = અદત્તાદાનનું સેવન કરે છે .
ભાવાર્થ :– હું બીજું પણ કહું છું– હે માનવ ! પાણીની નિશ્રાએ બીજા અનેક જીવો રહે છે એટલું જ
નહિ પણ આ જૈનદર્શનમાં જળને 'જીવ ' કહેલ છે અર્થાત્ પાણી સજીવ છે. અપ્કાયના જે શસ્ત્ર છે તેના પર
ચિંતન કરીને જુઓ. ભગવાને અપ્કાયના અનેક શસ્ત્રો કહ્યા છે. અપ્કાયની હિંસા કેવળ હિંસા જ નથી , તે
અદત્તાદાન–ચોરી પણ છે.
વિવેચન :–
અપ્કાયને સજીવ માનવું તે જૈનદર્શનની મૌલિક માન્યતા છે. ભગવાન મહાવીરસ્વામીના
સમકાલીન અન્ય દર્શનીઓ પાણીને સજીવ માનતા ન હતા પરંતુ પાણીના આશ્રયે રહેલા અન્ય જીવોની
સત્તા સ્વીકારતા હતા. વર્ષાને પાણીનો ગર્ભ(તૈત્તિરીય આરણ્યકમાં) કહ્યો છે. પાણી વર્ષાનું સંતાન છે , તેમ
સ્વીકારેલ છે. સંતાનને ઉત્પન્ન કરવાની ક્ષમતા સજીવમાં જ હોય છે. તેથી પાણી સજીવ હોવાની ધારણાનો
પ્રભાવ વૈદિક ચિંતન ઉપર પડ્યો છે , એમ માની શકાય છે. વાસ્તવમાં તો અણગારદર્શન સિવાય અન્ય
સર્વ દાર્શનિકો જળને સજીવ માનતા નથી તેથી બે તથ્યો અહીં સ્પષ્ટ કર્યા છે– (1) પાણી સ્વયં સજીવ છે
(ર) પાણીની નિશ્રાએ બીજા અનેક નાના મોટા જીવો રહે છે.
જૈન દર્શનમાં પાણી ત્રણ પ્રકારનું કહ્યું છે– (1) સચિત્ત (ર) અચિત્ત (3) મિશ્ર. સચિત્ત જળની
હિંસા શસ્ત્રથી થાય છે. નિર્યુક્તિકારે જળના સાત શસ્ત્રો આ પ્રમાણે કહ્યા છે– (1) ઉત્સેચન– કૂવામાંથી
પાણી કાઢવું (ર) ગાલન– પાણી ગાળવું (3) ધોવણ– પાણીથી વાસણાદિ ધોવાં (4) સ્વકાયશસ્ત્ર–
એક જગ્યાનું જળ બીજા સ્થળના જળનું શસ્ત્ર છે ( જેમ કે નદીનું જળ સમુદ્રના જળનું શસ્ત્ર) (પ)
પરકાયશસ્ત્ર– માટી , તેલ , ક્ષાર , સાકર , અગ્નિ આદિ અપ્કાય માટે શસ્ત્ર છે. (6) તદુભયશસ્ત્ર– પાણીથી
ભીંજાયેલી માટી આદિ (7) ભાવશસ્ત્ર– અસંયમ.
હિંસામાં અદત્ત :– અપ્કાયના જીવોની હિંસાને 'અદત્તાદાન ' કહેવાની પાછળ એક વિશેષ કારણ છે. તે
સમયના પરિવ્રાજકાદિ કોઇ સંન્યાસી પાણીને સજીવ માનતા ન હતા , પરંતુ અદત્ત પાણીનો ઉપયોગ
કરતા ન હતા. તેઓ જલાશયાદિના માલિકની આજ્ઞા લઇને પાણીનો ઉપયોગ કરવામાં દોષ માનતા ન
હતા. તેઓની આ ધારણા મૂળથી ભ્રામક છે , શાસ્ત્રકારનો આશય સૂક્ષ્મ દષ્ટિ ભરેલો છે કે– જલાશયના
માલિક જલકાયના જીવોના સ્વામી શું બની શકે ? પાણીના જીવોએ પોતાના પ્રાણ લેવાનો અથવા પ્રાણ
સોંપવાનો અધિકાર જલાશયના માલિકને આપ્યો નથી , તેથી પાણીના પ્રાણ હરણ કરવા તે હિંસા જ છે.
તેમજ તેઓના શરીરને ગ્રહણ કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં , હિંસાની સાથે અદત્ત ગ્રહણરૂપ
અદત્તાદાનનું પાપ પણ છે. અહિંસાના વિષયમાં આ ઘણું જ સૂક્ષ્મ અને તર્ક પૂર્ણ ગંભીર ચિંતન છે.
હિંસામાં અહિંસાની કલ્પના કરનારાઓની પણ અમુક્તિ :–
6 कप्पइ णे , कप्पइ णे , पाउं अदुवा विभूसाए । पुढो सत्थेहिं
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 3
22 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
विउट्टंति । एत्थ वि तेसिं णो णिकरणाए ।
શબ્દાર્થ :– णे = અમોને , कप्पइ = કલ્પે છે , पाउं= કાચું પાણી પીવું , विभूसाए = વિભૂષા–હાથ,
પગાદિ ધોવા , સ્નાન કરવું તેમજ વસ્ત્ર ધોવા , पुढो = ભિન્ન ભિન્ન , सत्थेहिं = શસ્ત્રોથી , विउट्टंति =
અપ્કાયના જીવોની હિંસા કરે છે , एत्थ वि = આ વિષયમાં , એમ માનવા છતાં, तेसिं = તે અન્યતીર્થિકોની,
णो णिकरणाए = કર્મથી કે પાપથી મુક્તિ થઈ શકતી નથી.
ભાવાર્થ :– અન્યદર્શનીઓ કહે છે કે– પાણી અમને કલ્પે છે. અમારા સિદ્ધાન્તાનુસાર પીવા માટે
અથવા સ્નાનાદિ વિભૂષા માટે અમે જલનો ઉપયોગ કરી શકીએ છીએ. આ પ્રમાણે પોતાનાં શાસ્ત્રોનું
પ્રમાણ આપીને વિવિધ પ્રકારના શસ્ત્રોથી પાણીના જીવોની હિંસા કરે છે. પોતાનાં શાસ્ત્રોનું પ્રમાણ
આપીને પાણીની હિંસા કરનારા સાધુ હિંસાના પાપથી નિવૃત્ત થઇ શકતા નથી. તેઓનો હિંસા નહિ
માનવાનો વિચાર હોવા છતાં તે હિંસાના પાપથી છૂટી શકતા નથી.
અપ્કાયહિંસા ત્યાગ :–
एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति ।
एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तं परिण्णाय मेहावी णेव सयं उदयसत्थं समारंभेज्जा , णेवण्णेहिं
उदयसत्थं समारंभावेज्जा , उदयसत्थं समारंभंते वि अण्णे ण
समणुजाणेज्जा ।
जस्सेते उदयसत्थसमारंभा परिण्णाया भवंति , से हु मुणी
परिण्णायकम्मे । त्ति बेमि ।
॥ तइओ उद्देसो समत्तो ॥
ભાવાર્થ :– શસ્ત્રનો ઉપયોગ કરીને જે જલકાયનો આરંભ કરે છે તે આરંભ–હિંસાના દુઃખદ પરિણામથી
અજ્ઞાત છે અર્થાત્ હિંસા કરનાર શાસ્ત્રોનું ગમે તેટલું પ્રમાણ આપે પણ વાસ્તવમાં તે અજ્ઞાની છે. જલકાય
ઉપર શસ્ત્રનો પ્રયોગ નહિ કરનાર જ આરંભને જાણે છે , તે જ હિંસાના દોષથી મુક્ત થાય છે અર્થાત્
જ્ઞપરિજ્ઞાથી હિંસાને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે છે.
આ જાણીને બુદ્ધિમાન પુરુષ સ્વયં અપ્કાયની હિંસા કરે નહીં , બીજા પાસે અપ્કાયની હિંસા કરાવે
નહિ અને અપ્કાયની હિંસા કરનારની અનુમોદના કરે નહીં. જે પાણી સંબંધી સમારંભનું જ્ઞાન કરી તેનો
ત્યાગ કરે છે તે પરિજ્ઞાતકર્મા(મુનિ) છે. –એમ ભગવાને કહ્યું છે.
।। ત્રીજો ઉદ્દેશક સમાપ્ત ।।
7
23
1
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 4
વિવેચન :–
આ ઉદ્દેશકમાં બતાવેલ અણગારનું સ્વરૂપ , અપ્કાયનું સ્વરૂપ , જીવત્વની શ્રદ્ધા અર્થાત્ પાણી સ્વયં જીવ છે
અને તેની અંદર ત્રસ જીવોનું અસ્તિત્વ જુદું છે , અપ્કાયનાં શસ્ત્રો છે , હિંસાપાપ સાથે અદત્ત પાપ પણ
થાય છે વગેરે જાણી સમજી જે અપ્કાયની હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરે , તે મુનિ જ વાસ્તવમાં સમ્યગ્ જ્ઞાતા
કહેવાય છે અર્થાત્ જે હિંસાને જાણીને , સમજીને તેનો ત્યાગ કરે તેનું જાણવું જ સફળ કહેવાય છે.
ા અધ્યયન–1/3 સંપૂર્ણા
પહેલું અધ્યયન : ચોથો ઉદ્દેશક
અગ્નિકાયની સજીવતા :–
से बेमि – णेव सयं लोगं अब्भाइक्खेज्जा , णेव अत्ताणं
अब्भाइक्खेज्जा । जे लोगं अब्भाइक्खइ , से अत्ताणं अब्भाइक्खइ । जे
अत्ताणं अब्भाइक्खइ , से लोगं अब्भाइक्खइ । जे दीहलोगसत्थस्स
खेयण्णे , से असत्थस्स खेयण्णे । जे असत्थस्स खेयण्णे , से दीहलोगसत्थस्स
खेयणे ।
શબ્દાર્થ :– सयं = પોતે , लोगं = અગ્નિકાયનો , णेव अब्भाइक्खेज्जा = અપલાપ કરે નહિ,
अत्ताणं = આત્માનો , जे = જે વ્યક્તિ , लोगं अब्भाइक्खइ = લોકનો અપલાપ કરે છે,
दीहलोगसत्थस्स = દીર્ઘલોક , વનસ્પતિના શસ્ત્રરૂપ અગ્નિના , खेयण्णे = ખેદજ્ઞ છે , સ્વરૂપને જાણે
છે , असत्थस्स = અશસ્ત્રના , સંયમના.
ભાવાર્થ :– તે મુમુક્ષુ આત્મા ક્યારે ય પણ લોક–અગ્નિકાયના જીવત્વનો નિષેધ કરે નહિ. પોતાના
આત્માનો અપલાપ પણ કરે નહિ , કારણ કે જે અગ્નિનો અપલાપ કરે છે , તે પોતે પોતાનો અપલાપ કરે
છે. જે પોતે પોતાનો અપલાપ કરે છે , તે અગ્નિ લોકનો અપલાપ કરે છે.
જે દીર્ઘલોકશસ્ત્ર–અગ્નિકાયના સ્વરૂપને જાણે છે , તે અશસ્ત્ર–સંયમના સ્વરૂપને જાણે છે. જે
સંયમના સ્વરૂપને જાણે છે તે દીર્ઘલોકશસ્ત્રના સ્વરૂપને પણ જાણે છે.
વિવેચન :–
से बेमि :- આ શબ્દથી ચાલતાં પ્રકરણનું સૂચન કરેલ છે અર્થાત્ છકાયનું સ્વરૂપ અને છકાયની હિંસા
અહિંસાના વિષયમાં હું કહું છું.
24 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
लोगं :- અહીં પ્રસંગથી 'લોક ' શબ્દ અગ્નિકાયનો બોધક છે. પ્રાચીન કાળથી અન્ય ધર્મ પરંપરામાં
જળને તથા અગ્નિને દેવતા માનીને પૂજવામાં આવતા હતા , પરંતુ તેની હિંસાના વિષયમાં કોઈ વિચાર
થયો ન હતો. પાણીથી શુદ્ધિ અને પંચાગ્નિ તપાદિથી સિદ્ધિ માનીને તેનો પ્રગટરૂપે જ ઉપયોગ કરાતો
હતો , પરંતુ જિનશાસનમાં અહિંસાની દષ્ટિથી આ બંનેને સજીવ સિદ્ધ કરીને તેની હિંસાનો નિષેધ કર્યો છે.
અગ્નિની સજીવતા સ્વયં જ સિદ્ધ છે કારણ કે તેમાં પ્રકાશ અને ઉષ્ણતાના ગુણો છે. આ ગુણો
સજીવમાં હોય છે. અગ્નિ વાયુ વિના જીવી શકે નહિ.ण विणा वाउयाएणं अगणिकाए उज्जलइ–
[ભગવતી શ.16 ઉ. 1. ટીકા]અગ્નિ સ્નેહ , વાયુ , કાષ્ટાદિનો આહાર લઈને વધે છે. આહારના અભાવમાં
તે ઘટે છે. આ સર્વ અગ્નિની સજીવતાનું સ્પષ્ટ લક્ષણ છે.
સચેતન દ્રવ્યની સચેતનતા સ્વીકારવામાં ન આવે તો તે અભ્યાખ્યાન દોષ છે. તેના અસ્તિત્વમાં
નાસ્તિત્વનું દોષારોપણ થાય છે. બીજા જીવની સત્તાને ન માનવી તે પોતાના આત્માને નહિ માનવા
બરાબર છે.
दीहलोगसत्थस्स :- દીર્ઘલોકનો અર્થ છે વનસ્પતિ. પાંચ સ્થાવર એકેન્દ્રિય જીવોમાં ચાર સ્થાવર
જીવોની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની છે જ્યારે વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના એક
હજાર યોજનથી પણ વધારે છે. વનસ્પતિનું ક્ષેત્ર પણ અત્યંત વ્યાપક છે માટે વનસ્પતિને આગમમાં
'દીર્ઘલોક ' કહેલ છે. અગ્નિ તેનું શસ્ત્ર છે માટે અગ્નિને દીર્ઘલોકશસ્ત્ર કહેલ છે. તેનો બીજો અર્થ એ છે કે
અગ્નિ સહુથી વધારે તીક્ષ્ણ અને પ્રચંડ શસ્ત્ર છે. णत्थि जोइसमे सत्थे , तम्हा जोइं ण दीवए ।
[ ઉત્ત. અધ્ય. 35 ગા. 12.] અગ્નિ સમાન અન્ય કોઈ તીક્ષ્ણ શસ્ત્ર નથી , મોટા મોટા ભયાવહ અને સઘન
જંગલોને તે થોડા સમયમાં બાળી નાખે છે. અગ્નિ વડવાનળના રૂપે સમુદ્રમાં પણ છુપાઈને રહે છે.
खेयण्णे – ના સંસ્કૃતમાં બે રૂપો થાય છે– ક્ષેત્રજ્ઞ અને ખેદજ્ઞ. તેમાં ( 1) क्षेत्रज्ञ – અથવા ક્ષેત્ર
એટલે શરીર કે આત્મા , તેના સ્વરૂપને જાણનાર તે ક્ષેત્રજ્ઞ. (ર) खेदज्ञ – એટલે જીવ માત્રના દુઃખને
જાણનાર. (3) આચાર અને પ્રાયશ્ચિત્ત વિધિના જ્ઞાતા ગીતાર્થ (4) સૂત્રકૃતાંગ સૂત્રમાં ભગવાન
મહાવીરસ્વમીને खेयण्णए से कुसले महेसी આ વિશેષણ આપીને લોકાલોક સ્વરૂપના જ્ઞાતા,
પ્રત્યેક આત્માના સુખ–દુઃખના જાણનાર કહ્યા છે. ગીતામાં શરીરને ક્ષેત્ર અને આત્માને ક્ષેત્રજ્ઞ કહેલ છે.
બૌદ્ધ ગ્રંથોમાં ક્ષેત્રજ્ઞનો અર્થ 'કુશળ ' કર્યો છે.
असत्थस्स :– આ શબ્દ 'સંયમ' ના અર્થમાં વપરાયો છે. અસંયમને ભાવશસ્ત્ર કહેલ છે. भावे य
असंजमो सत्थं ।–[ નિર્યુકિત ગા. 96.] તેથી તેનો પ્રતિપક્ષી સંયમ અશસ્ત્ર છે , તે જીવમાત્રનો
રક્ષક–બંધુ છે. આ કથનનો ભાવ એ છે કે જે હિંસાને જાણે છે તે અહિંસાને જાણે છે , જે અહિંસાને જાણે છે
તે હિંસાને પણ જાણે છે.
અગ્નિકાય હિંસાત્યાગનો સંકલ્પ :–
वीरेहिं एयं अभिभूय दिठ्ठं , संजएहिं , सया जएहिं , सया अप्पमत्तेहिं ।
जे पमत्ते गुणठ्ठिए , से हु दंडे पवुच्चइ । तं परिण्णाय मेहावी इयाणिं
2
25
णो जमहं पुव्वमकासी पमाएणं ।
શબ્દાર્થ :– वीरेहिं = વીરે , एयं = આ , अभिभूय = પરીષહાદિનો પરાભવ કરીને , दिठ्ठं = જોયું છે,
संजएहिं = સંયમીએ , सया = હંમેશાં , जएहिं = યત્નશીલ , अप्पमत्तेहिं = પ્રમાદ રહિત , जे= જે,
पमत्ते = પ્રમાદી , પ્રમાદ કરે છે , गुणठ्ठिए = ગુણાર્થી , વિષયાર્થી કોઈ પ્રયોજન માટે અગ્નિનો આરંભ કરે
છે , दंडे = દંડ દેનાર , पवुच्चइ = કહેવાય છે , तं = તે આરંભને , परिण्णाय = જાણીને , मेहावी =
બુદ્ધિમાન , इयाणिं णो = હવે પછી આરંભ કરીશ નહિ , जमहं = જે હું , पुव्वमकासी = પહેલાં
આરંભ કર્યો હતો , पमाएणं = પ્રમાદથી , અજ્ઞાનથી.
ભાવાર્થ :– સદા યત્નશીલ અપ્રમત્ત સંયમી , વીર પુરુષોએ કર્મશત્રુ અને પરીષહો ઉપર વિજય પ્રાપ્ત
કરીને કેવળજ્ઞાન દ્વારા અગ્નિકાયરૂપ શસ્ત્ર અને સંયમરૂપ અશસ્ત્રને જોયું છે.
જે પ્રમાદી છે , ગુણો (ઈન્દ્રિય વિષયો)ના અર્થી છે , તે દંડ એટલે હિંસક કહેવાય છે. આ જાણીને
મેધાવી પુરુષ સંકલ્પ કરે કે પ્રમાદને વશ થઈને મેં પહેલાં હિંસા કરી હતી , હવે તે હિંસા હું કરીશ નહિ.
વિવેચન :–
અહીં વીર આદિ વિશેષણો સંપૂર્ણ આત્મજ્ઞાન(કેવળજ્ઞાન) પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના સૂચક છે.
વીર– પરાક્રમી–સાધનામાં આવતા સર્વ વિધ્નો ઉપર વિજય પ્રાપ્ત કરનાર. સંયમ– ઈન્દ્રિય
અને મનનો વિવેકથી નિગ્રહ કરવો. યત્નશીલ– મૂલગુણ ઉત્તરગુણોનું નિરતિચાર પાલન કરવામાં
પ્રયત્નશીલ. અપ્રમત્તતા– સ્વરૂપનું સ્મરણ રાખવું , હંમેશાં જાગૃત રહેવું અને વિષયાભિમુખી પ્રવૃત્તિઓથી
દૂર રહેવું.
આ પ્રક્રિયાથી (આત્મદર્શન) કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે કેવલી ભગવાને જીવ હિંસાનું સ્વરૂપ
જોઈને અશસ્ત્ર–સંયમની પ્રરૂપણા કરી છે.
पमत्ते :- મદ્ય , વિષય , કષાય , નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદ છે. માનવી પ્રમાદમાં આસક્ત થાય છે
ત્યારે તે અગ્નિનો ઉપયોગ રાંધવામાં , પ્રકાશ , તાપ વગેરેમાં કરે છે અને તે જીવોની હિંસા કરીને હિંસક
બને છે.
इयाणिं णो :- હિંસાનું સ્વરૂપ જ્યારે સમજાય છે ત્યારે બુદ્ધિમાન વ્યક્તિ તેનો ત્યાગ કરવાનો સંકલ્પ
કરે છે. મનમાં દઢ નિશ્ચય કરી અહિંસાની સાધનામાં આગળ વધે છે અને પૂર્વે કરેલી હિંસાદિનો પશ્ચાત્તાપ
કરે છે.
અગ્નિકાયની હિંસાનું પરિજ્ઞાન :–
3 लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा , जमिणं
શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 4
26 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ
विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे
अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ।
तत्थ खलु भगवया परिण्णा पवेइया – इमस्स चेव जीवियस्स,
परिवंदण माणण पूयणाए , जाई–मरण–मोयणाए , दुक्खपडिघायहेउं,
से सयमेव अगणिसत्थं समारंभइ , अण्णेहिं वा अगणिसत्थं समारंभावेइ,
अण्णे वा अगणिसत्थं समारंभमाणे समणुजाणइ । तं से अहियाए , तं
से अबोहीए । से तं संबुज्झमाणे आयाणीयं समुठ्ठाए ।
सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिं णायं भवइ–
एस खलु गंथे , एस खलु मोहे , एस खलु मारे , एस खलु णरए । इच्चत्थं
गढिए लोए , जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं अगणिसत्थं
समारंभमाणे अण्णे वि अणेगरूवे पाणे विहिंसइ ।
ભાવાર્થ :– સંયમી વ્યક્તિ હિંસામાં લજ્જાનો અનુભવ કરે છે. કેટલાક ''અમે અણગાર સાધુ છીએ''
એવું કહેવા છતાં જે અનેક પ્રકારનાં શસ્ત્રોથી અગ્નિકાયની હિંસા કરે છે , તેઓને તું સાધુત્વથી ભિન્ન જાણ.
અગ્નિકાયના જીવોની હિંસા કરતાં બીજા અનેક પ્રકારના જીવોની પણ હિંસા કરે છે. (તે) તું જો.
આ વિષયમાં ભગવાને વિવેકનું કથન કર્યું છે. કોઈ મનુષ્ય આ જીવન માટે , પ્રશંસા–સન્માન કે
પૂજા માટે , જન્મ–મરણથી મુક્ત થવા માટે તેમજ દુઃખોને દૂર કરવા માટે પોતે અગ્નિનો આરંભ કરે છે,
બીજા પાસે અગ્નિનો આરંભ કરાવે છે , અગ્નિનો આરંભ કરતા હોય તેની અનુમોદના કરે છે. આ હિંસા
તેને માટે અહિતનું તેમજ અબોધિનું કારણ બને છે. સાધક હિંસાના પરિણામને સારી રીતે સમજીને
સંયમ–સાધનામાં લીન બને છે.
તીર્થંકરાદિ પ્રત્યક્ષ જ્ઞાની કે શ્રુતજ્ઞાની મુનિઓ પાસેથી સાંભળીને કોઈને જ્ઞાન થાય છે કે આ
જીવહિંસા ગ્રંથિ છે , મોહ છે , મૃત્યુ છે , નરક છે , તોપણ કેટલાંક પ્રાણી વર્તમાન પ્રાપ્ત સાધનોમાં જ આસક્ત
બની વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી અગ્નિનો આરંભ કરે છે. અગ્નિનો આરંભ કરવાની સાથે તેઓ બીજા
અનેક જીવોની પણ હિંસા કરે છે.
વિવેચન :–
અગ્નિકાયનાં શસ્ત્રોનો ઉલ્લેખ નિર્યુક્તિમાં આ પ્રમાણે છે– (1) માટી અથવા ધૂળ. (ર) પાણી
(3) લીલી વનસ્પતિ ( 4) ત્રસ પ્રાણી (પ) સ્વકાય શસ્ત્ર–એક અગ્નિ બીજી અગ્નિનું શસ્ત્ર છે. (6)
પરકાયશસ્ત્ર–પાણી આદિ. (7) તદુભયશસ્ત્ર અર્થાત્ સ્વ–પરકાય મિશ્રિતશસ્ત્ર. જેમ કે તુષ નિશ્રિત
અગ્નિ બીજી અગ્નિનું શસ્ત્ર છે. (8) ભાવશસ્ત્ર–અસંયમ.
27
અગ્નિથી થતી અન્ય વિરાધના :–
से बेमि – संति पाणा पुढविणिस्सिया तणणिस्सिया पत्तणिस्सिया
कठ्ठणिस्सिया गोमयणिस्सिया कयवरणिस्सिया । संति संपातिमा पाणा
आहच्च संपयंति । अगणिं च खलु पुठ्ठा एगे संघायमावज्जंति । जे
तत्थ संघायमावज्जंति ते तत्थ परियावज्जंति । जे तत्थ परियावज्जंति
ते तत्थ उद्दायंति ।
શબ્દાર્થ :– संति पाणा = જીવ હોય છે , पुढविणिस्सिया = પૃથ્વીને આશ્રિત , तणणिस्सिया =
તૃણને આશ્રિત , पत्तणिस्सिया = પાંદડાને આશ્રિત ,कठ्ठणिस्सिया= કાષ્ઠને આશ્રિત,गोमयणिस्सिया
= ગોબરને આશ્રિત , कयवरणिस्सिया = કચરાને આશ્રિત , संपातिमा पाणा = ઊડનારા પતંગિયા
વગેરે જીવો , आहच्च = કદાચ , संपयंति = ઊડીને અગ્નિમાં પડે છે , पुठ्ठा = સ્પર્શ પામીને , एगे = કોઈ,
संघायमावज्जंति = ઘાયલ થાય છે , जे तत्थ = જે ત્યાં , ते तत्थ = તે ત્યાં , परियावज्जंति =
મૂર્ચ્છિત થઈ જાય છે , उद्दायंति = મૃત્યુ પામે છે.
ભાવાર્થ :– ઘણા જીવો પૃથ્વી , ઘાસ , કાષ્ઠ , કચરા આદિને આશ્રિત રહે છે , તે જીવો અગ્નિથી બળી જાય છે.