This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

 

માનો આ જ વાકયનો જ વિસ્તાર આચારાંગ સૂત્રમાં છે અને "હું" પૂર્વ-પશ્ચિમ- ઉત્તર-દક્ષિણ કે કંઈ દિશા - વિદિશામાંથી આવ્યો છું તેનું જેને ભાન નથી અને પોતે પોતાના વિષે સર્વથા અજાણ છે તેવા જીવને લક્ષમાં રાખીને ઉપદેશનો આરંભ કર્યો છે. અર્થાત્‌ "કોઽહં" હું કોણ છું ? તેના ઉપર પ્રકાશ પાથરી આત્મતત્ત્વની સ્થાપના કરવાનો અથાગ્‌ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર જૈન તત્ત્વજ્ઞાનનો પાયો તે "આત્મા" છે અર્થાત્‌ બ્રહ્મતત્ત્વ છે. આચારાંગ શાસ્રના આરંભમાં જ તેનો ઉલ્લેખ કરીને મૂળભૂત વિષયની સ્થાપના કરી છે. ત્યારબાદ બીજા અધ્યયનોમાં તે કાળમાં પ્રવર્તમાન મતાંતરોનું પરોક્ષભાવે નિરાકરણ કર્યું છે. ખાસ કરીને હિંસાવાદને ધિકકારવામાં આવ્યો છે. જૈન પરંપરમાં ઉદ્દભવેલાં તીર્થંકર અને એવા જ મહાન જ્યોર્તિવિદ્‌ અરિહંતોને ધર્મમાં પ્રવેશેલી હિંસા કાંટાની જેમ ખટકી છે. આંખમાં પડેલું કણું જેમ દુઃખદાયી છે તે જ રીતે જ્ઞાનનેત્ર આપતા ધર્મમાં કે ધર્મશાસમાં પ્રવિષ્ટ હિંસા ઘણી જ પીડાદાયક છે. આચારાંગ શાસ્ર આ પીડાની સ્પષ્ટ અભિવ્યક્તિ કરે છે .

 

આ જ રીતે નવમા "ઉપધાન શ્રુત"અધ્યયનમાં પ્રભુની ચર્યાના વિવરણમાં એકાંત વિહારી વીર પરમાત્મા ક્યાં કયાં બેસતાં , ઊભા રહેતાં કે ધ્યાન કરતાં હતાં તેનો ઉલ્લેખ વાંચીને આંખમાંથી ભક્તિના અશ્રુ વહેવા માંડે છે. પરમાત્મા ક્યારેક સ્મશાન ઘાટમાં , ક્યારેક સૂના ઘરોમાં , ક્યારેક ઘાસના ઝૂંપડા નીચે અથવા વૃક્ષની નીચે ઊભા રહીને કાઉસ્સગ કરી આત્મનિષ્ઠ થઈ જતાં. તેઓ એકાંતમાં ઊભા રહીને "अज्झतथं चिंतइ ' અધ્યાત્મમાં પ્રવેશ કરી જતાં વાસનાના મૂળ ક્યાં છે ? કર્મ બંધન કેવી રીતે થાય છે ? તેનું આંતર નિરિક્ષણ કરીને આવા વિભાવોથી પર થઈ શુધ્ધ સ્વભાવમાં પ્રવેશ કરી સાધનાના અંતે અરિહંત બની તીર્થંકર પદ પામી ગયા .

 

નવમું ઉપધાનશ્રુત અધ્યયન , તે આ શ્રુતસ્કંધનો સુવર્ણકળશ છે. કોઈ પ્રકારનો આડંબર કે અતિશયોકિત વિના પ્રભુના નિર્મળ ત્યાગને જ તેમાં સ્પર્શ છે. ૭૦ ગાથામાં ફક્ત તેમના ત્યાગની ચર્યાનું વર્ણન છે. સમી સાંજના હેમંતઋતુમાં ઘરેથી ચાલી નીકળ્યા. આ રીતે આરંભ કરીને તેમની શ્રમણવૃત્તિને દેદિપ્યમાન કરી છે. જે લોકો આ અધ્યયન ધ્યાનથી વાંચશે તેને નિર્ગ્રથ મુનિઓના કઠોર ત્યાગમય જીવનની ઝાંખી થાય છે.

 

આવા ઘણા ભાવો આમુખમાં આલેખવા માટે મન લલચાય પરંતુ આપણા વિદ્વાન સાધ્વીજી મહારાજોએ ભાષાંતર કરીને ઘણા ભાવો સ્પ કર્યા છે જેથી એ પ્રસંગોને ફરીથી ન આલેખતા તેમની ભવ્યતા વિષે જ બે શબ્દો કહ્યા છે. સમ્યગ્દર્શન વિષે જે સચોટ ઉદાહરણ મૂક્યું છે. સેવાળના ઘર નીચે રહેતો દેડકો ક્યારેક તે ઘરમાં છિદ્ર થતાં ઉપર આકાશમાં ચંદ્રના દર્શન કરી નવાઈ પામે છે અને ફૂવામાં જ પોતાની દુનિયા સમજી બેઠેલો આ દેડકો વિશાળ વિશ્વના દર્શન કરે છે. એ જ રીતે અહીં જીવને કર્મરૂપી સેવાળના દળમાં શુધ્ધ ઉપયોગ રૂપી છિદ્ર થતાં ચંદ્રરપ શીતળ પ્રભાવી આત્માના દર્શન થાય છે ત્યારે તે દેઠરૂપી પરિગ્રહની નાની દુનિયાથી બહાર નાકળી અસંખ્ય પ્રદેશી લોકાકાશને સ્પર્શી શકે તેવી જ્ઞાનાત્મક આત્મારૂપી દુનિયામાં પ્રવેશ કરી સમ્યકભાવને પ્રાત કરે છે. જેમ-જેમ આ શાસ્्ર વાંચતા જઈએ છીએ તેમ-તેમ તેના એક-એક શબ્દ રણભૂમિમાં લડતા યોધ્ધાને શૂરાતન ચડાવે છે. આવા શબ્દો કર્મશત્રુ સાથે લડતા આત્મારૂપી યોધ્ધાને શૂરાતન ચડાવી અરિ કહેતા દુશ્મનના સંહાર કરવાની કળા શીખવી અરિહંત બનાવે છે. આચારાંગ શાસ્ત્ર એ , સમગ્ર જૈનતત્ત્વજ્ઞાનનો પાયો છે. તેમાં જૈન સંપ્રદાયની શાખાનો ઉલ્લેખ મળતો નથી. તેમજ પરસ્પરનો કોઈ પ્રતિભાવ પણ પ્રગટ થતો નથી. સમગ્ર જેન સમાજ નહીં માનવમાત્રને સ્પર્શી જાય તેવી અલોકિક સિધ્ધાંતોની માળા શાસ્કારે અર્પણ કરી છે.

 

શ્રી લીલમબાઈ મહાસતીજીએ ગુરૂપ્રાણ ફાઉન્ડેશનના નામે એક વિરાટ એતિહાસિક કાર્યમાં પગલા ભરવા શરૂ કર્યા છે અને સૌભાગ્યથી વિદ્વાન શિષ્યા રત્નાઓ મહાસતીજીઓએ આ કાર્યના સંપાદન કાર્ય માટે ભેખ લીધો છે. તપસમ્રાટ શ્રી રતિલાલજી મહારાજની કૃપા મેળવી ધનાધ્ય શ્રાવકોને માર્ગદર્શન આપી કરોડોના ખર્ચે આ આગમમાળા ઊભી કરી છે. અરીસા જેવા નિર્મળ સ્વચ્છ અક્ષરો અને ઉત્તમ સંપાદન દ્વારા શાસ્ત્રો પ્રકાશિત થઈ રહ્યા છે , તે સમાજનું અહોભાગ્ય છે અને ગોંડલગચ્છનું મહા ગૌરવ છે. આ વર્તમાન કાળે પ્રમાદ અવસ્થાને ખંખેરી તપશ્ચર્યાનું અવલંબન કરી ત્રિલોકમુનિ જેવા સંતનું આવશ્યક માર્ગદર્શન મેળવી જે જ્ઞાનનો રાજમાર્ગ તૈયાર કર્યો છે તે ખરેખર પરમાનંદ આપે તેવો અવસર છે.

 

આ સ્થળે અમે આચારાંગ શાસનનો સંક્ષિમ આમુખ લખ્યા પછી આપણા સાધનારત મહાસતીજીઓને હૃદયના આશીર્વાદ આપી તેઓ આગળના બધા આગમોનું સંપાદન સુંદર રીતે સ્વસ્થ રહી કરી શકે તેવી ભાવના પ્રગટ કરતા અપાર હર્ષ થાય છે....... આ આગમના કાર્યને શબ્દોથી ન્યાય આપી શકાય તેમ નથી. અદ્વિતીય મોનભાવે હર્ષિત હૃદયે બિરદાવી શકાય તેવું છે. આગમરૂપી સમુદ્રમાં સતાન કરી ડૂબકી મારી આ રત્નાકરમાંથી રત્નો પ્રગટ કરી સમાજને અર્પણ કરવાનું ભગીરથ કાર્ય ખરેખર આપણા સંપ્રદાયની કીર્તિનો સાર્વભોમ ધ્વજ ફરકાવશે ને નિઃશંક છે.

 

પુનઃ ધન્યવાદ. જચંતમુનિ

 

સંપાદકીય

 

ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ ઓ સ

 

પ્રિય પાઠક ગણ !

 

જૈન આગમ સાહિત્યનું , પ્રાચીન ભારતીય સાહિત્યમાં એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સ્થાન છે. તે સ્થૂળ અક્ષરદેહથી જ વિશાળ અને વ્યાપક નથી પરંતુ જ્ઞાન-વિજ્ઞાન , ન્યાય-નીતિ , આચાર-વિચારનું , ધર્મ-દર્શન , અધ્યાત્મ અને અનુભવનો અનુપમ અક્ષય ખજાનો છે. ભારતીય ચિંતનમાંથી થોડી ક્ષણો માટે જૈન આગમ-સાહિત્યને પૃથક્‌ કરવામાં આવે તો ભારતીય સાહિત્યની આધ્યાત્મિક ગરિમા તથા દિવ્ય અને ભવ્ય જ્ઞાનની તેજસ્વિતા ઝાંખી-ધૂંધળી લાગશે અને એવી પ્રતીતિ થશે કે આપણે બહુ મોટા નિધાનથી વંચિત છીએ.

 

અમારી નિષ્ઠા , શ્રદ્ધાનું પ્રતિનિધિત્વ કરનાર એક શબ્દ છે "આગમ". આચાર્ય મલયગિરિના ભાવાનુસાર "આગમ" અધ્યાત્મજ્ઞાનનું એક પવિત્ર એવં અક્ષય સોત છે. "આગમ" અધ્યાત્મનું નિર્મળ દર્પણ છે. જેમાં આપણે આત્માનું વાસ્તવિક પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. આગમ અર્થાત્‌ આત્મબોધનું માધ્યમ.

 

જૈન પરંપરામાં આગમના મૂળ ઉદ્ગાતા-તીર્થંકર દેવ છે પરંતુ આગમના રચનાકાર ગણધર કહેવાય છે. વીતરાગ સર્વજ્ઞ અરિહંતોની વાણી હોવાથી "આગમની" પ્રામાણિકતા અને સાર્વભૌમિકતા સર્વથા અસાંદિગ્ધ હોય છે. ગણધરો હારા નિબદ્ધ (ગુંથિત) જ્ઞાન "અંગપ્રવિષ્ટ" આગમના નામથી પ્રસિદ્ધ થાય છે તથા તેના આધારે અન્ય બહુશ્રુત શ્રમણો દ્વારા રચિત તદનુસારી શ્રુતજ્ઞાન "અંગબાદય" આગમ કહેવાય છે. અંગ પ્રવિષ્ટ આગમ-દ્રાદશાંગી નામથી પ્રસિદ્ધ છે. તેમાં પ્રથમ અંગ છે- આચારાંગ. જૈન આચાર શાસ્ત્રનો તે મૂળભૂત આધાર ગ્રંથ છે. તેમાં સાધકના આભ્યંતર એવં બાહ્ય વ્યક્તિત્વની પરિપૂર્ણ આભા તરવરે છે. સદ્દવિચારની શબ્દ-સંધિઓમાં સદાચારનો સંચાર કરવો તે જ મૂળાધાર છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે દર્શન અને તત્ત્વજ્ઞાન પ્રધાન સૂત્રકૃતાંગ તથા વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ જેવા આગમોને બીજા તથા પાંચમા સ્થાને રાખીને આચારપ્રધાન શાસ્ત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. તેનાથી "આચાર" ધર્મની મહત્તા સ્વયં પ્રગટ થાય છે. આચારાંગ સૂત્રમાં જૈન પરંપરાનો અખૂટ ખજાનો છે અને સ્વસ્થ આચારદર્શન છે .

 

આચાર્ય શ્રી ભદ્રબાહુના કથનાતુસાર સંપૂર્ણ અંગ સૂત્રોનો સાર આચાર છે , આચારનો સાર સમ્યક્‌ ચારિત્ર , સમ્યક્‌ ચારિત્રનો સાર નિર્વાણ અને નિર્વાણનો સાર આત્માનું અવ્યાબાધ સુખ. આ પ્રમાણે અવ્યાબાધ અનંત સુખ પ્રાપ્તિનું મૂળભૂત કારણ બને છે સમ્યક્‌ આચાર. સમ્યક્‌ આચારનું પ્રતિપાદન કરનાર પ્રથમ અંગ "આચારાંગ" છે. આ દષ્ટિથી પણ આચારાંગ સૂત્રની સ્વાધ્યાય , આત્માના અવ્યાબાધ સુખોનું આધારભૂત કારણ સિદ્ધ થાય છે.

 

આવુ આ ""આચારાંગ" પરમેષ્ટિ મુનિ પુંગવોના પરમ પ્રસાદે પરમ કૃપાળુ પરમ ઉપકારી ગુસ્દેવશ્રી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મશતાબ્દીના શુભ તતિમિત્તે પ. પૂ. તપોનિધિ ગુસ્દેવની અસીમકૃપાએ તેમજ ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શત્તિક પૂ. શ્રી જયંત ગુસુદેવની નેશ્રાએ પૂ. વાણીભૂષણ ગિરીશ ગુસ્વર્યોના માર્ગદર્શન બળે , પૂ. ત્રિલોકમુનિવર્યના સિદ્ધાંતના શુદ્ધિકરણપૂર્વકના અવલોકન સહયોગે , ગુજરાતી ભાષામાં અનુવાદ લખવાનો અમે સતીવુંદ અલ્પ પ્રયાસ કરી રહ્યા છીએ. વિશ્વાસ છે કે તે જ્ઞાની પુરુષના પ્રભાવયોગથી પરમાર્થ રૂપમાં દરેક સાધકવુંદને પરિણમન થશે. ધન્ય હો કરણાનિધિ અનન્ય શરણદાતા નિર્ગ્રથ ગુસ્વર્યોને , જેના કૃપાબળે મારા સમી પામર સાધ્વીને આજે આગમ અવગાહન કરવાનો અણમોલ અવસર પ્રાપ્ત થયો , તેથી મારી સંયમ યાત્રા કૃતાર્થ બની રહેશે.

 

પ્રિય સાધકવુંદ-વાચકગણ !

 

તમારા કરકમળમાં કલ્યાણકારી , મંગલકારી , બીયારણમાં રહેલ આત્માનું ઉદ્દભવન કરવાના કેન્દ્રરૂપ પ્રથમ અંગ આચારાંગ સૂત્ર પ્રેષિત કરવામાં આવે છે. નયન કમળ ખોલીને "આગમ"ના ઉપરનું કવર તું ફક્ત દ્રશ્યનો દષ્ટા બની , અન્ય વિચાર કર્યા વિના , સંકલ્પ વિકલ્પના તરંગો શાંત કરી , વિલીન કરીને જોવાનું જ કાર્ય કરજે. તો પ્રથમ જરે આભા મંડળમાં પ્રસન્ઞ , નિર્મળ , અવ્યયી , અચિંત્ય , તીર્થંકર દેવાધિદેવનો દેદીપ્યમાન મુદ્રાયુક્ત ચહેરો દેખાશે. તેમાંથી જ દ્રવિત થતું અદ્દભુત ત્રિપદીના રૂપમાં સુવર્ણ અક્ષરમાં ગોઠવાયેલું "" ઉપ્પનેઈવા , "વિગમેઈવા", "ધુવેઈવા" રૂપ જગત નજરે પડશે. આ ત્રિપદીમાં ત્રણે ય લોકના સર્વ પદાર્થનું પૂર્ણ જ્ઞાન સમાયેલું છે. "ઉપ્પનેઈવા" પદમાં સર્વ જીવ અને અજીવની નવી નવી અવસ્થાઓ ઉત્પન્ન થતી તતજરે પડે છે. જયારે "વિગમેઈવા" પદમાં દરેક પદાર્થની અવસ્થાઓનો વિનાશ થતો જરે પડે છે અર્થાત્‌ જગતમાં જોવાતા દરેક પદાર્થની નૂતન અવસ્થાઓ ઉપજે છે અને પુરાતન અવસ્થાઓ વિગમ-વિલય થઈ જાય છે , નષ્ટ થઈ જાય છે. આ બંનેનો સમન્વય કરી "ધુવેઈવા" પદ તે પદાર્થના મૌલિક અસ્તિત્વને દેખાડે છે કે મૌલિક રૂપમાં પદાર્થ શાશ્વત છે.

 

આ રીતે આ ત્રણ પદ ત્રણે લોકના સમસ્ત પદાર્થોના સમસ્ત સ્વરૂપને સમાવીને શોભી રહ્યા છે. તેને સમજવા આગળ વધતાં આચારાંગ સૂત્ર બહુ રંગોમાં દેખાયછે. ઉપરથી જોઈ તેના અંદર પ્રવેશતાં જીવને ભાન થાય છે કે અનાદિકાળથી આ કાયાની માયા , રાગદ્દેષધ , મોહના સંગાથી બનીને સંસારમાં રમી છે. તેને નિસંગ , નિશાંત બનાવવા માટે સદાચરણમાં લાવવાનો પુર્ષાર્થ કરવો અને કાયાના દરેક અવયવોને પરમાંથી ખસેડી સવમાં લાવવા માટે , વ્યવસ્થિત બનાવવા માટે અસદ્‌ વાતાવરણમાંથી પાછા વળીને સમતુલામાં મુકવાનો બહુ બહુ આયામ , વ્યાયામ , વૃત્તિના સંગ્રહ સાથે વિગ્રહ કરવો પડે, યુદ્ધ ખેલવું પડે છે. ત્યાર પછી કાયાની આક્રમક આદતનો નિગ્રહ થાય છે. નિગ્રહ કરતાં કરતાં નિરંજન નિરાકાર બનાય છે.

 

આવું જ્ઞાન આપતું આ સિદ્ધાંત છે. તેના બે શ્રુત સ્કંધ છે. પહેલો શ્રુતસ્કંધ જાણપણા માટે જ્ઞાન પ્રગટ કરવા માટેનો છે અને બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ આચરણ માટેનો છે. બાંધેલા કર્મ કેવા ક્યારે ઉદયમાં આવે ત્યારે ઉપસર્ગ કે પરીષહને તું કોઈને નિમિત્ત બનાવ્યા વિતતા સ્વકૃત છે તેમ જાણતા શીખ. આ પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન છે. કુલ મળી ૨પ અધ્યયન છે. પ્રથમ નવ અધ્યયનમાં પહેલા અધ્યયનનું નામ છે "શસ્ત્રપરિજ્ઞા." શસ્ત્રને તું જાણ , તારા ત્રણ યોગ સાધન બને તેના માટે ચારે ય બાજુનુ જ્ઞાન કર. અત્યાર સુધી યોગ શસ્ત્ર બનીને પરિત્તિમિત્તને પોતાનું માની દડિત કર્યા છે તેથી પરિભ્રમણ થયું છે. પરિભ્રમણ પૂર્વાદિ દસ દિશામાં રહેલા સર્વ જીવો સાથે જડ જગતનું મમત્વ બાંધી સંધિ કરી ભમી રહ્યો છે. તે સંધિને તું જો- નીચે જો , ઉપર જો , તીરછું જો અને વિપશ્યના-અનુમ્રેક્ષા કર. તને લાગશે કે કર્મ જુદા અને જીવ પણ જુદો. ભ્રમણ કરાવનાર તત્ત્વ અલગ છે અને ભ્રમણ કરનાર હું પણ અલગ છું. મેં જ પોતે જડ સાથે સંધિ કરી છે. તેથી પરિભ્રમણ થાય છે. આવું શસ્ત્રનું જ્ઞાન કર્યા પછી અસ્તિત્વનો બોધ થાય છે. પોતે જ કર્મ બાંધે છે. તેથી આત્મા કર્તા થયો. તે જ લોકમાં રહીને કર્મ બાંધે છે તેથી લોકમાં રહેનારો થયો. કર્મના આશ્રવે ક્રિયા કરતો રહે છે તેવો બોધ આત્માવાદી , લોકવાદી , કર્મવાદી , ક્રિયાવાદીનો થાય છે. ત્યારે તે સંવરમાં આવવાનો નિર્ણય કરે છે. સંવરમાં આવવા માટે છકાયનું સ્વરૂપ સમજે તેની વાતો આ સૂત્રમાં આવેલ બહુ બહુ નાના નાના વાક્યો અને વિરાટ અર્થવાળી સુક્તિઓને અવધારે છે. અરેરે , મારા સમાન સર્વ જીવોને સુખ પ્રિય છે. તેઓ શરીર ધારણ કરીને નાની નાની કાયામાં રહેલા છે. હું મોટી કાયામાં રહ્યો છું , મને મન મળ્યું છે , મારે વિચાર કરવો પડે. મને શરીરરૂપ મહેલ મળ્યો તે કોઈના નાના ઝૂંપડાનો નાશ કરવા માટે નથી.

 

અત્યાર સુધી આ મહેલની મરામત માટે નાના ઝૂંપડાને કચડી નાખ્યા છે. તારા અવયવો શસ્ત્ર બની બીજાનો નાશ કરવા માટે નથી પણ અભયદાન આપી તેમાંથી તરી જવાનું છે. આ જ્ઞાન કર્યા પછી સાધક આગળ વધે છે. કર્મ સંધિકાળનો મર્મ જાણી પોતાના યોગનું શસ્ત્ર બનાવી જીવોનો નાશ નહીં કરતાં કર્મનો નાશ કરે છે. અર્થાત્‌ યોગનો ઉપયોગ કરી , લોક વિજય માટે કટિબદ્ધ થાય છે. માટે બીજું અધ્યયન "લોકવિજય"નું આપ્યું. લોકવિજયના ઉપાયો બતાવ્યા. આસક્તિ તોડ , અશરણનો બોધ પ્રાપ્ત કર , પ્રમાદ ત્યાગ , અરતિ લોભનો ત્યાગ , અભિમાનનું નિરસન , પરિગ્રહની મૂર્છાનો ત્યાગ થાય તો જ લોકનો વિજય થાય. જેઓને લોકવિજય કરવો હોય તેઓએ સહનશીલતા કેળવવી પડે. તેથી ઠંડી , ગરમી , આકુળતા , વ્યાકુળતા , વ્યથા , કથા કરવાનો ત્યાગ યમ નિયમમાં ઉત્થાન કરવું. ઠંડી-ગરમી સહન કરવી તેથી ત્રીજા અધ્યયનનું તામ "શીતોષ્ણીય" આપ્યું. જાગૃતિપૂર્વક ક્રિયા કરતાં સમતામાં રહેવું પડે તે ગુણ કેળવાય તો જ સમદર્શી બનાય છે તેથી ચોથા અધ્યયનનું નામ "સમ્યક્ત્વ" આપ્યું. સમકિત પ્રગટ થયા પછી જ લોકના સારભૂત એવા આત્માની શ્રદ્ધા થાય છે અને પછી જબરો પુરષાર્થ શસ્ત્ર પ્રયોગનો કર્મ સાથે કરે છે. જેથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે જ લોકનો સાર છે માટે પાંચમું "લોકસાર" અધ્યયન આપ્યું છે. જે લોકનો સાર પામે છે તે બાંધેલા કર્મ ઉદયમાં આવતા તથા નહીં આવેલાની ઉદીરણા કરીને સમભાવે જ્ઞાતા દૃષ્ટા બનીને ધૂત-કર્મને ખંખેરી નાંખે છે માટે પછીના અધ્યયનનું નામ "ધૂત" રાખ્યું અને ખંખેરવાની કેવી કેવી ક્રિયા કરાય તેને માટે અતિ તીક્ષ્ણ પ્રજ્ઞા કરવી પડે છે.

 

આત્માના મૂળમાં જવું પડે છે. તેમાં જવાની રીતોને અપનાવવાની કળા જેમાં છે તે અધ્યયનનું નામ સાતમું "મહા પરિજ્ઞા" રાખ્યું. મહાપરિજ્ઞા પામે તે જ કષાયનો નાશ કરી શકે છે તેથી આઠમા અધ્યયનનું નામ "વિમોક્ખ - વિમોક્ષ" રાખ્યું. આ વિકારમાંથી સ્વસ્થ બની મોક્ષમાં કેમ જવાય તેના માટે તપ કેવા કરાય તેની વાતો બતાવતા ખુદ ભગવાને જ પ્રયોગ સિદ્ધ કરી પોતાની જ ચર્યા બતાવી. અહીંથી કરેલા જ્ઞાનને ક્રિયાન્વિત બતાવવા માટે ઉપધાન તામનું નવમું અધ્યયત બતાવ્યું. અહીંથી જ જ્ઞાનપૂર્વકની આરાધના સાધકની ચાલુ થાય છે. લાગે છે કે સાધકે પોતાની જ વસંતઋતુ ખીલવવી હોય તો તેઓને પાંચે ય ઋતુમાંથી પસાર થવું પડે છે. જેમ કે ગ્રીષ્મ ત્રદ્તુમાંથી જ વર્ષાઋતુ બને છે , વર્ષામાંથી શરદ અને શરદમાંથી શિશિર અને તેમાંથી હેમંત અને ત્યાર પછી જ વસંતઋતુ બને છે. એવી રીતે જ્ઞાનબળીઓ આત્મા પૂર્ણ જ્ઞાન મેળવી , સંવેગ વૈરાગ્યપૂર્વકનો અટલ નિર્ણયવાન બની પરાકરમપૂર્વક કર્મ ક્ષય કરવા ઝંપલાવે છે. તે કાયાને પંપાળતો નથી પરંતુ કાયક્લેશ તપ દ્વારા સમજણપૂર્વક ધ્યાન યોગી બની ઝૂઝે છે , યુદ્ધ કરે છે. ગમે તેવા કર્મના નિમિત્તે દેવ , મનુષ્ય , તિર્યચના ઉપસર્ગ આવે તોપણ ઉપધ્યાન-આત્માનું ધ્યાન ધરતો હોવાથી તે સર્વનો સાક્ષી જ રહે છે. અનાદિકાળ થી લેપાયેલાં કર્મો તપરપી ગ્રીષ્મઋતુ દ્વારા પીગળી ઊઠે છે. આત્મપ્રદેશથી કર્મ જુદા પડી પ્રવાહિત થાય છે. જાણે કે શરીરમાં ગરમી થતાં પસીનો છૂટતો ન હોય ! વર્ષાઝ્તુની જલધારાથી ધરતી નિર્મળ બને તેમ જ્ઞાનામૃત રૂપી વર્ષાથી કર્મમળ ધોવાતાં આત્મા નિર્મળ શરદઋતુ સમાન બની જાય છે. શરદત્રતુ સમાન બનેલા આત્માને શાંતિ શીતળતાનો અનુભવ થાય છે. જાણે કે શિશિર ઋતુએ વાસ કર્યો. જેમ ખેતરોમાં વાવેલા ધરતી પરનાં ધાન્ય બધાને પકાવી શીતળતાના ગુલાબી રંગે રંગી નાખે. અંકુરમાંથી થડ , શાખા , પ્રશાખા , કૂંપળો , ધાન્ય , બીજ પાકીને લાલ બની જાય તેમ સાધકના ગુણો વિકસિત થવા લાગે. સહિષ્ણુતાના સહારે સાધક ઉત્કૃષ્ટ વેરાગ્યના રંગે રંગાઈ તેમાં રસ તરબોળ બની આગળ વધતાં આત્મ સ્વરૂપમાં લીન થઈ અને આરોગે અર્થાત્‌ હેમંતમાં પ્રવેશ કરે ત્યારે અશુભ આદતો વિનાશ પામી જેમ વિષ્ટામાંથી મિષ્ટાન પાકે તેમ આત્મા અશુભમાંથી નીકળી મહાવ્રતીરૂપ હેમંતમાં પ્રવેશ કરી અષ્ટ પ્રવચન માતાના ખોળામાં ખેલવા કુદવા યોગ્ય રસનાં રસાયણવાળી વસંતને પ્રગટાવે છે. અષ્ટ પ્રવચન માતાની કાળજી રાખનારો સાધક આત્માની વસંત ખીલાવી સ્વરૂપમાં વાસ કરે છે અને સદાને માટે જન્મ મરણ કરાવનારા કર્મથી છૂટકારો પામે છે. જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરાવતું આ આચારાંગ સૂત્ર છે. તો ખોલો અને સાધક બની વસંતઋતુમાં રસ તરબતર બની , આત્માના ગુણોને માણો.

 

આવું સુંદર સત્વ તત્ત્વથી ભરપૂર ગહનતમ વાતોને ગધ-પઘયમાં બતાવીને આત્માના ગુણોથી સભર જ્ઞાન કરાવતાં પ્રસ્‍તુત સૂત્રના અનુવાદિકા છે અમારા વિદુષી સુશિષ્યા હસુમતીશ્રી. તેમણે શ્રમણી વિદ્યાપીઠમાં શાસ્ત્ર વિશારદ સુધીનો અભ્યાસ કર્યો છે. પંડિત શોભાચંદ્ર ભારિલ્લ સાહેબના હોંશિયાર વિદ્યાર્થિની થઈ પ્રિયપાત્રી બની રહ્યા છે. તેઓએ ગુજરાતી અનુવાદનો પ્રશંસનીય પુરષાર્થ કર્યો છે. તેઓ સિદ્ધાંત પ અનુસાર સાધક દશા કેળવે તેવી શુભેચ્છા. આ આગમને સુશોભિત બનાવનાર , સુંદર હા્દનો ભાવ ભરી અલંકૃત કરનાર પૂ. ત્રિલોકમુનિરાજને શત્‌ કોટી વંદના. આ આગમ અવગાહન કરાવનાર સહયોગી સાધ્વીવુંદને અનેકશઃ સાધુવાદ.

 

 

શ્રમણોપાસક મુકુંદભાઈ વગેરેને ધન્યવાદ. પ્રકાશન સમિતિના માનદ શ્રી પ પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિ ભાવથી ભરેલા ભામાશા રમણિકભાઈ એવં આગમ પ્રકાશન કરવાનાં અડગ ભેખધારી દઢ સંકલ્પી તપસ્વિની માતુશ્રી વિજયાબેન તથા ભક્તિસભર શ્રી માણેકચંદભાઈ શેઠના સુપુત્ર નરબંકા રોયલપાર્ક સ્થા. જૈન સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ તથા કાર્યાન્વિત સર્વ સભ્યગણ , કાર્યકર્તાઓ , મુદ્રણ કરનાર નેહલભાઈ , તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા આગમના શ્રુતજ્ઞાન દાતાઓ વગેરેને અભિનંદન સહ અનેકશઃ ધન્યવાદ. અ

 

આ આગમના અનુવાદ સંશોધન સંપાદનમાં ઉપયોગી થયેલા , પૂર્વે પ્રકાશિત મ આગમોના પ્રકાશક સંપાદકોને આભારસહ અનેકશઃ સાધુવાદ. આ આગમ અવગાહન કરવામાં કોઈ ત્રૂટિ રહી જવા પામી હોય , વીતરાગ વચન વિસ્દ્ર લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડ.

 

બોધિ બીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી , મુક્ત-લીલમ તણા તારક થયા , એવા ગુરુણી "ઉજમ-ફૂલ અંબામાત" ને , વંદન કરું ભાવભર્યા ; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો , માગુ પુનઃ ક્ષમાપના , મંગલ મેત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ , એવી કરું વિજ્ઞાપના.

 

પ.પૂ. શ્રી સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા

--આર્યા લીલમ

સંપાદન અનુભવ

 

ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોવિક

 

आचारो प्रथमो धर्म: । જૈન ધર્મ આચાર પ્રધાન છે. સાધકોના આધ્યાત્મિકવિકાસ ક્રમમાં પણ સાધક ક્રમશઃ દર્શનમોહનીય એન ચારિત્રમોહનીય કર્મનો નાશ કરવા પુરૂષાર્થશીલ રહી આચાર વિશુદ્ધિથી ચારિત્રગુણ પ્રગટ કરે છે. ચારિત્રવિશુદ્ધિથી વીતરાગદશા પ્રગટ થાય ત્યાર પછી જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ રીતે સાધનાના ક્ષેત્રમાં આચારની મહત્તા છે , તેથી જ દ્વાદશાંગી ગણિપિટકમાં શ્રી આચારાંગસૂત્રનું સ્થાન પ્રથમ છે.

 

આગમ પ્રકાશનના ક્રમ અનુસાર શ્રી આચારાંગસૂત્રના સંપાદનનો પ્રારંભ થયો. આ શાસ્ર ગધ્યાત્મક છે , તેની ભાષા અન્ય શાસ્ત્રોથી વધુ પ્રચીન હોય તેમ પ્રતીત થાય છે. તેમાં ઘણા સૂત્રો નાના છતાં અર્થસભર અને ગંભીર છે , તેથી અહીં સૂત્રોના અર્થ વૃત્તિ , ટીકા વગેરે ગ્રંથોના આધારે કર્યા છે. ઘણી વાર એક શબ્દના એક થી અધિક અર્થ થતાં હોય છે , તે દરેક અર્થને જોતાં સૂત્રના અર્થની વિશાળતા સમજી શકાય છે.

 

જેમ કે અધ્ય. ૧/૨ શસ્રપરિજ્ઞામાં ग्रंथे શબ્દનો પ્રયોગ છે. સામાન્ય રીતે "ગ્રંથ" શબ્દનો અર્થ પુસ્તક થાય છે. શબ્દકોષમાં પ્રંથ શબ્દનો અર્થ "ગાંઠ" કર્યો છે. શરીરવિજ્ઞાનમાં ગાંઠ અર્થ સ્વીકાર્ય છે. જૈનાગમોમાં પ્રંથે શબ્દનો વિશિષ્ટ અર્થ કર્યો છે. ટીકાકાર શ્રી મલયગિરીના કથનાનુસાર જેના દ્વારા જીવ બંધાય છે , તે ગ્રંથ છે. જીવ કર્મ દ્વારા જ બંધાય છે અને કર્મબંધનું મુખ્ય કારણ કષાય હોવાથી કપાય જ ગ્રંથ કે ગ્રંથી રૂપ છે. આ રીતે દરેક શબ્દોની વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા થતાં શાસ્રના ભાવોની વિશાળતા પ્રતીત થાય છે.

 

અધ્ય. ૩/૧માં पमाई - પ્રમાદ શબ્દની સ્પષ્ટતા માટે પ્રમાદના પાંચ પ્રકાર , છ પ્રકાર અને આઠ પ્રકાર બતાવ્યા છે.

 

અધ્ય. ૨/૧માં खणं जाणाहि पंडिए । સૂત્રમાં "ક્ષણ" શબ્દનો પ્રયોગ છે. વિવેચનમાં ટીકાના આધારે દ્રવ્ય , ક્ષેત્ર , કાલ અને ભાવની અપેક્ષાએ ક્ષણના ચાર અર્થ કર્યા છે.

 

અધ્ય. ૫/૬માં સિદ્ધદશાનું નિરૂપણ છે. પ્રસ્‍તુત શાસ્ત્રના વિવેચનમાં શાસ્રપાઠના અર્થ ઉપરાંત ઓપપાતિક સૂત્રના આધારે સિદ્દદશાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.

 

અધ્ય. ૨/૩માં से असईं उच्चागोए ... સૂત્રમાં સંસારી જીવોના વિવિધ યોનિઓમાં થતાં પરિભ્રમણનું કથન કરીને સાધકોને અહંકાર ત્યાગનો ઉપદેશ અપ્યો છે. વિવેચનમાં શ્રી ભગવતી સૂત્ર શતક ૧૨/૭ નો સંદર્ભ આપી સંસારના સ્વરૂપની સ્પષ્ટતા કરી સંસારભાવનાનું દશ્ય ખડું કર્યુ છે. જે સાધકોને માટે વેરાગ્યપ્રેરક છે. પરિ! તુમમેવ તુ વિત્ત જેવા અન્ય અનેક અનુપ્રેક્ષા કરવા યોગ્ય સૂત્રોને વિસ્તારથી સમજાવ્યા છે. તે ઉપરાંત શ્રી સંતબાલજી મ. સા. એ આચારાંગસૂત્રના દરેક અધ્યયન પર ચિંતનાત્મક નોંધ લખી છે. તે સાધકોને ચિંતન - મનન માટે ઉપયોગી હોવાથી પ્રસ્‍તુત સંસ્કરણના પરિશિષ્ટમાં તેનું ગ્રહણ કર્યું છે.

 

સર્વ જિજ્ઞાસુ સાધકોને સંવેગ અને નિવેદ ભાવની વૃદ્ધિમાં સહાયક બને , તે રીતે આ શાસ્ત્રનું વિવેચન તૈયાર થયું છે.

 

તેમાં તપસમ્રાટ ગુરુદેવની કૃપા , આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ. સા. નો આગમરૂચિ પૂર્વકનો અથાગ પુરૂર્યાથ તથા ગુરુણીમેયા પૂ. લીલમબાઈ મ. નો આચારપ્રધાન સમગ્ર જીવનવ્યવહાર અમારા માટે પ્રેરક અને સહાયક બન્યો છે. કાર્યસફળતાની આ ક્ષણે તેઓશ્રીના પાવન ચરણોમાં અહોભાવપૂર્વક સાદર વંદન કરી વિરામ પામીએ છીએ. અંતે આ શાસનું પ્રકાશન સર્વ સાધકોને આચારવિશુદ્ધિમાં કારણભૂત બને , એ જ

 

 

શુભકામના... વીતરાગવાણીની પ્રરૂપણામાં કોઈ પણ પ્રકારે સ્ખલના થઈ હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુકકડમ્‌. સદા ગણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ ! સદા ણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ ! કર્યુ તમે સંસ્કારોનું સિંચન , કર્યુ તમે સંસ્કારોનું સિંચન , અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન કુ શરણુ ગ્રહયું પૂ. મુકત - લીલમ ગુરણીશ્રી ! શરણુગ્રહયું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ગ ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ફં દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા સ

 

શ્રુત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરં કપાયોનું શમન.

 

અનુવાદિકાની કલમે

 

બા. બ્ર. પૂ. હસુમતીબાઈ મ. સ.

 

આગમનું મહત્ત્વ :-

 

પ્રાચીન ભારતીય સાહિત્યમાં જૈન આગમ સાહિત્યનું પોતાનું એક વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ સ્થાન છે. તે સ્થૂલ અક્ષરદેહથી જ વિશાળ તેમજ વ્યાપક નથી પરંતુ જ્ઞાન અને વિજ્ઞાનનો , ન્યાય અને નીતિનો , આચાર અને વિચારનો , ધર્મ અને દર્શનનો , અધ્યાત્મ અને અનુભવનો અનુપમ તેમજ અક્ષય કોષ છે.

 

વૈદિક પરંપરામાં જે સ્થાન વેદોનું છે , બૌદ્ધ પરંપરામાં જે સ્થાન ત્રિપિટકનું છે , પારસી ધર્મમાં જે સ્થાન અવેસ્તાનું છે , ઈસાઈ ધર્મમાં જે સ્થાન બાઈબલનું છે , ઈસ્લામ ધર્મમાં જે સ્થાન કુરાતતનું છે. જૈન પરંપરામાં તે સ્થાન આગમ સાહિત્યનું છે. ત્રષિઓના નિર્મળ વિચારોનું સંકલન તે વેદ છે. તેઓ તેમના વિચારોને મુખ્ય કરે છે પરંતુ જૈન આગમ અને બૌદ્ધ ત્રિપિટક ક્રમથી ભગવાન મહાવીર અને તથાગત બુદ્ધની વાણી અને વિચારોનું તેમજ તેમના જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે.

 

આગમની પરિભાષા :-

 

આગમ શબ્દની આચાર્યોએ જુદી-જુદી પરિભાષા કરી છે. જેનાથી પદાર્થોની પરિપૂર્ણતાની સાથે મર્યાદિત જ્ઞાન થાય છે તે આગમ છે. જેનાથી પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે તે આગમ છે. ભગવતી , અનુયોગદ્દાર અને ઠાણાંગમાં આગમ શબ્દ શાસ્ત્રના અર્થમાં વપરાયેલો છે. પ્રમાણના પ્રત્યક્ષ , અનુમાન , ઉપમાન અને આગમ આ ચાર ભેદ છે. આગમના લૌકિક અને લોકોત્તર આ બે ભેદ કર્યા છે. તેમાં "મહાભારત" "રામાયણ" વગેરે ગ્રંથોને લૌકિક આગમ ગણ્યા છે અને આચારાંગ , સૂયગડાંગ વગેરે આગમોને લોકોત્તર આગમ કહેલ છે. જૈન દષ્ટિએ જેઓએ રાગ , દ્દેષને જીતી લીધા છે તે જિન તીર્થંકર અને સર્વજ્ઞ છે. તેઓનું તત્ત્વચિંતન , ઉપદેશ અને તેઓની વિમલ વાણી આગમ છે.

 

તીર્થંકર ભગવાન કેવળ અર્થ રૂપે જ ઉપદેશ આપે છે અને ગણધર જ તેને બીજાકુરમાં પરિણમ કરી વિશાળ દ્દાદશાંગીનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ શાસન માટે સૂત્રબદ્ધ કરે છે. આગમ સાહિત્યની જે પ્રમાણિકતા છે તેનું મૂળકારણ ગણધરકૃત છે માટે નહિ પરંતુ તેના મૌલિક ઉદ્ગમ રૂપ તીર્થંકરની વીતરાગતા અને સર્વશ્ઞતા કારણ છે. ગણધર તો કેવળ દ્દાદશાંગીની જ રચના કરે છે , પરંતુ કાલાંતરે આવશ્યકતા પ્રમાણે અંગબાહ્ય આગમોની રચના સ્થવિરો કરે છે. તીર્થંકરના ઉપદેશ , શ્રવણ તેમજ અનુપ્રેક્ષણથી ગણધરોને હાદશાંગી શ્રુતની ઉપલબ્ધિ ક્ષયોપશમથી થઈ જાય છે. તેઓને જ ગણધર પદથી વિભૂષિત કરાય છે. પ્રાપ્ત કરેલ જ્ઞાનના આધારે શાસનયોગ્ય દ્વાદશાંગીની રચના તેઓ કરે છે. તે જ શિષ્ય પરંપરામાં ચાલે છે. તે આગમ સાહિત્ય અંગપ્રવિષ્ટના રૂપમાં વિશ્રુત થાય છે. આ રીતે દ્દાદશાંગી ગણધરકૃત પણ કહેવાય છે.

 

સ્થવિરના બે ભેદ છે- (૧) ચૌદપૂર્વી (૨) દશપૂર્વી. તેઓ સૂત્ર અને અર્થની દષ્ટિથી અંગ સાહિત્યના પૂર્ણ જ્ઞાતા હોય છે. તેઓ જે કાંઈ રચના કરે છે કે કાંઈ પણ કહે છે તેમાં કિંચિત્‌ માત્ર વિરોધ હોતો નથી.

 

આચાર્ય સંઘદાસગણીનો મત છે કે જે તીર્થંકર કહે છે તેને શ્રુતકેવળી પણ તે જ રૂપે કહી શકે છે. કેવળજ્ઞાની સંપૂર્ણ તત્ત્વને પ્રત્યક્ષ જાણે છે , તો શ્રુતકેવળી શ્રુતજ્ઞાન દ્વારા પરોક્ષરૂપે જાણે છે , આ બંને વચ્ચેનું અંતર છે. તે શ્રુતકેવળી પણ ત્તિયમથી સમ્યગ્દષ્ટિ છે તેથી પણ તેઓના વચન પ્રમાણિક હોય છે.

 

આજે જેને આપણે આગમ કહીએ છીએ. તેને પ્રાચીન કાળમાં "ગણિપિટક" કહેવામાં આવતું હતું. તેમાં સંપૂર્ણ દરાદશાંગીનો સમાવેશ થઈ જાય છે. ભગવાન મહાવીર પછીના ઘણા સમય બાદ અંગ , ઉપાંગ , મૂળ , છેદ , આ રીતના ભેદો કરવામાં આવ્યા છે. જયારે લખવાની પરંપરા ત હતી ત્યારે આગમોને સ્મરણના આધારે ગુરુ પરંપરાથી સુરક્ષિત રાખવામાં આવતા હતા. ભગવાન મહાવીર પછી લગભગ એક હજાર વર્ષ સુધી "આગમ" સ્મૃતિ પરંપરાએ ચાલ્યા. સ્મૃતિ ઓછી થવા લાગી તેમજ ગુરુ પરંપરાનો વિચ્છેદ તથા બીજા પણ અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન લુપ્ત થવા લાગ્યું. ત્યારે દેવર્ધિગણી ક્ષમાશ્રમણે શ્રમણોનું સંમેલન બોલાવ્યું અને લુપ્ત થતાં આગમજ્ઞાનને

સુરક્ષિત રાખવાના પવિત્ર ઉદ્દેશ્યથી લિપિબદ્ધ કરવાનો એતિહાસિક પ્રયત્ત કર્યો. ભાવિ પેઢીને માટે અવર્ણનીય ઉપકાર કર્યો. આ જૈનધર્મ , દર્શન તેમજ સંસ્કૃતિની ધારાને વહેતી રાખવાનો અદ્દભુત ઉપક્રમ હતો. આગમનું આ પ્રથમ લિખિત સંપાદન વીરનિર્વાણ પછી ૯૮૦ કે ૯૯૩ વર્ષમાં થયું.

 

જૈન આગમો પુસ્તકારૂઢ થયા પછી મૂળ રૂપે તે સુરક્ષિત થઈ ગયા , પરંતુ કાળ દોષ , લિપિદોષ , બહારના આક્રમણો તેમજ આંતરિક આક્રમણ , મતભેદ , વિગ્રહ , સ્મૃતિની ક્ષીણતા , પ્રમાદ તેમજ મતિભ્રમાદિ કારણોથી મૂળ આગમ જ્ઞાનની શુદ્ધ ધારા , અર્થબોધની સમ્યક્‌ ગુરુપરંપરા ધીરે ધીરે ક્ષીણ થતી રહી. આગમોના અનેક મહત્ત્વપૂર્ણ સંદર્ભો , પદ તથા ગૂઢાર્થ છિત્ન-ભિ્ઞ થતા ગયા. જે આગમ લખાતા હતા તે પણ પૂર્ણ શુદ્ધ થતાં તત હતા. તેનું સમ્યક્‌ અર્થજ્ઞાન આપનારા પણ વિરલ જ હતા. બીજા પણ અનેક કારણોથી આગમજ્ઞાનની ધારા સંકુચિત થતી ગઈ.

 

આચારાંગસૂત્રનું મહત્ત્વ :-

 

અંગસાહિત્યમાં આચારાંગનું સર્વપ્રથમ સ્થાન છે કારણ કે સંઘ વ્યવસ્થામાં સૌથી પહેલા આચારની વ્યવસ્થા આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. શ્રમણ જીવનની સાધનાનું જે માર્મિક વિવેચન આચારાંગમાં મળે છે તેવું બીજે ક્યાંય નથી. આચારાંગ નિર્યુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કયું છે કે મુક્તિના અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવાનું મૂળ સાધન આચાર છે. અંગોનો સાર આગમમાં છે. મોક્ષનું સાક્ષાત્‌ કારણ હોવાથી આચાર સંપૂર્ણ પ્રવચનની આધારશિલા છે. ભૂતકાળમાં આચારાંગનું અધ્યયન સૌથી પહેલા કરવામાં આવતું હતું. આચારાંગ સૂત્રના અધ્યયન અભ્યાસ વિના સૂયગડાંગ આદિ આગમ સાહિત્યનું અધ્યયન કરવામાં આવતું ન હતું. જિનદાસ મહત્તરે લખ્યું છે કે- આચારાંગનું અધ્યયન કર્યા પછી જ ધર્મકથાનુયોગ , ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગને ભણવા જોઈએ. જો કોઈ સાધક આચારાંગતે ભણ્યા વિના બીજા આગમ સાહિત્યનું અધ્યયન કરે તો તેને ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે. -(નિશીથ સૂત્ર ઉ. ૧૯). વ્યવહાર ભાષ્યમાં વર્ણન છે કે આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનથી નવદિક્ષિત સાધકની ઉપસ્થાપના કરવામાં આવતી હતી અને તેના અધ્યયતથી જ શ્રમણ ભિક્ષા લાવવાને યોગ્ય બતા હતા. આચારાંગનું અધ્યયન કર્યા વિના કોઈ પણ શ્રમણ આચાર્ય જેવી ગૌરવ-ગરિમા યુક્ત પદને પ્રાપ્ત કરી શકતા ન હતા. "आयारम्मि अहीए जं" नाओ होइ समणधम्मो उ । तम्हा आयारधरो , भण्णइ पढमं गणिट्ठाणं ।" (આચારાંગ નિર્યુક્તિ ગા. ૧૦) ગણિ બનવા માટે આચારધર બનવું આવશ્યક છે. આચારાંગને જૈનદર્શનનું વેદ માનેલ છે. ભદ્રબાહુ સ્વામી આદિએ આચારાંગના મહત્ત્વના વિષયમાં જે તેમના મૌલિક વિચારો પ્રગટ કર્યા છે , તે આચારાંગની ગૌરવ-ગરિમાનું દિગ્દર્શન છે. ગણધરોએ પહેલાં દષ્ટિવાદનું ગ્રથન કર્યું એવો ઉલ્લેખ ક્યાંય પણ નથી. માટે નિર્યુક્તિકારનું કથન છે કે આચારાંગ રચના અને સ્થાપનાની દષ્ટિએ પ્રથમ છે તે યુક્તિ યુક્ત છે.

 

સંઘ વ્યવસ્થાની દષ્ટિથી આચારસંહિતાની સૌથી પ્રથમ જરૂરત છે , તેથી આચારાંગને સર્વપ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આચારસંહિતાની સ્પષ્ટ રૂપરેખા જયાં સુધી « હોય ત્યાં સુધી સમ્યક્‌ રીતે આચારનું પાલન કરી શકાતું તથી. તેથી કોઈનો પણ આચારાંગની પ્રાથમિકતામાં વિરોધ નથી. શ્વેતાંબર , દિગંબર બંને પરંપરાના અંગ સાહિત્યમાં આચારાંગને સૌથી પ્રથમ સ્થાન આપ્યું છે. આચારાંગમાં વિચારોના જે મોતી પરોવ્યા છે તે જ્ઞાની પાઠકોના દિલને આકર્ષિત કરે છે , મનને મોહિત કરે છે. સૂત્રની શૈલી સંક્ષિપ્ત છે પરંતુ તેનું અર્થરૂપ શરીર વિરાટ છે. જયારે આપણે આચારાંગને વાંચીએ છીએ ત્યારે સ્પષ્ટ જણાય છે કે બિંદુ સ્વરૂપ સૂત્રમાં અર્થ સિન્ધુ સમાયેલો છે. એક એક સૂત્ર પર અને એક એક શબ્દ ઉપર વિસ્તારથી તર્ક સહ ચિંતન કરવામાં આવ્યું છે. જ્ઞાનની નિર્મળ ગંગા વહેતી જોવાય છે. શ્રમણાચારનું સૂક્ષ્મ વિવેચન અને આટલું સ્પષ્ટ ચિત્ર બીજી જગ્યાએ દુર્લભ છે. આચારાંગમાં બાહ્ય અને આભ્યંતર આ બંને પ્રકારના આચારનું ઊંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

 

આચારાંગસૂત્રનો વિષય :-

 

આચારાંગનો મુખ્ય પ્રતિપાધ વિષય "આચાર છે. સમવાયાંગ અને નંદીસૂત્રમાં આચારાંગમાં આવેલા વિષયનું સંક્ષેપમાં નિરૂપણ આ પ્રમાણે છે-

 

આચાર-ગોચર , વિનય , વૈનયિક(વિનયન્નું ફળ) , ઉત્થિતાસન , નિષધયાસન અને શયનાસન , ગમન , ચંક્રમણ , આહારાદિની માત્રા , સ્વાધ્યાય વગેરેમાં યોગનું જોડાણ , ભાષા સમિતિ , ગુપ્તિ , શય્યા , ઉપધિ , ભક્તપાન , ઉદ્ગમ-ઉત્થાન , એષણા વગેરેની શુદ્ધિ , શુદ્ધાશુદ્ધના ગ્રહણનો વિવેક , વ્રત નિયમ , તપ, ઉપધાનાદિ.

 

આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયન છે. બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયન છે , આ રીતે કુલ ૨૫ અધ્યયન છે. આચારાંગ નિર્યુક્તિમાં જે અધ્યયનનો ક્રમ છે તે સમવાયાંગના અધ્યયનના ક્રમથી પૃથક્‌ છે. તુલનાત્મક દષ્ટિથી અધ્યયનનો કરમ આ પ્રમાણે છે.

 

આચારાંગ નિર્યુક્તિ સમવાયાંગ ૧. સત્થપરિણ્ણા ૧. સત્થપરિણ્ણા ૨. લોગવિજય ૨. લોકવિજય ૩. સીઓસણિજ્જ ૩. સીઓસણિજ્જ ૪. સમ્મત્ત ૪. સમ્મત્ત પ. લોગસાર પ. આવતી ૬. ધુત ૬. ધુત ૭. મહાપરિણ્ણા ૭. વિમોહાયણ ૮. વિમોક્ખ ૮. ઉવહાણસુય ૯. ઉપહાણસુય ૯. મહાપરિણ્ણા

 

આચાર્ય ઉમાસ્વાતિએ પ્રશમરતિ પ્રકરણમાં સમવાયાંગના ક્રમનું જ અનુસરણ કર્યું છે. પાંચમા અધ્યયનના બે નામ મળે છે- લોકસાર અને આવતી. આચારાંગ વૃત્તિથી એ જણાય છે કે તેઓને બંને તામ માન્ય હતા. આચારાંગ નિર્યુક્તિમાં મહાપરિજ્ઞા અધ્યયનને સાતમું અધ્યયન માન્યું છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકારે આચારાંગ નિર્યુક્તિના મતને માન્ય કરેલ છે પરંતુ ઠાણાંગ , સમવાયાંગ અને પ્રશમરતિ પ્રકરણમાં મહાપરિજ્ઞા અધ્યયતતતે સાતમું ન ગણતા નવમું અધ્યયન કહેલ છે.

 

આવશ્યક નિર્યુક્તિ તથા પ્રભાવક ચરિત આદિ ગ્રંથોના આધારથી એ સ્પષ્ટ થાય છે કે વજસ્વામીએ મહાપરિજ્ઞા અધ્યયનથી જ આકાશગાભિની વિધા પ્રાપ્ત કરી હતી , તેથી સ્પષ્ટ થાય છે કે વજસ્વામીના સમય સુધી મહાપરિજ્ઞા અધ્યયન હતું પરંતુ આચારાંગ વૃત્તિકારના સમયમાં મહાપરિજ્ઞા અધ્યયન ન હતું. વિદ્દાનોનો મત છે કે ચૂર્ણિકારના સમયે મહાપરિજ્ઞા અધ્યયન અવશ્ય હતું પરંતુ તેને ભણવા- ભણાવવાનો ક્રમ બંધ કરી દીધો હશે. આચારાંગ નિર્યુક્તિમાં આઠમા અધ્યયનતું નામ "વિમોક્ખ" છે. જયારે સમવાયાંગમાં તેનું નામ "વિમોહાયતન" છે. આચારાંગમાં ચાર જગ્યાએ "વિમોહાયતન" શબ્દનો પ્રયોગ કર્યો છે. જેથી આ અધ્યયનનું નામ "વિમોહાયતન" રાખ્યું છે અથવા તો વિમોક્ષની ચર્ચા હોવાથી વિમોક્ષ કહેલ છે.

 

સમવાયાંગ સૂત્ર અને નંદી સૂત્રના સૂત્ર પરિચયમાં આચારાંગ સૂત્રના બે શ્રુતસ્કંધ અને તેના અધ્યયન તથા ઉદ્દેશક કહેલ છે. ચૂડા ચૂલિકા , ચૂલા કે ચાર ચૂલા વગેરે ઉલ્લેખ ત્યાં સૂત્ર પરિચયમાં આવેલ નથી. છતાં ચૂલા , ચૂલિકા અને ચૂડા જેવા શબ્દો આચારાંગ સાથે ક્યારે જોડાઈ ગયા અને સૂત્રોમાં પણ કોઈ સ્થાને જોડાઈ ગયા , એ શોધનો વિષય છે. ઈતિહાસ ગ્રંથોમાં કોઈ જગ્યાએ અને કોઈ સ્થળે ચાર ચૂલિકાઓ મહાવિદેહ ક્ષેત્રથી લાવવાનું કથન છે. જેમાં આચારાંગના ભાવના અને વિમુક્તિ અધ્યયનનને પણ મહાવિદેહથી લાવેલ ચૂલિકા કહેલ છે. જયારે સમવાયાંગ અને નંદીમાં તેનો અધ્યયનમાં જ સમાવેશ કરેલ છે. એતિહાસિક સમ્મિશ્રણોના કારણે આજે પણ હિતીય શ્રુતસ્કંધને આચાર ચૂલા કહેવામાં આવે છે અને તેને ચાર ચૂલિકાઓનો સમૂહ માનવામાં આવે છે.

 

ગોમ્મટસાર , ધવલા , જયધવલા , અંગપણ્ણતિ , તત્ત્વાર્થ રાજવાર્તિક આદિ દિગંબર પરંપરાના મનનીય ગ્રંથોમાં આચારાંગનો જે પરિચય આપ્યો છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે આચારાંગમાં મન , વચન , કાયા , ભિક્ષા , ઈર્યા , ઉત્સર્ગ , શયનાસન અન્તે વિનય , આ આઠ પ્રકારની શુદ્ધિઓના વિષયમાં ચિંતન કરાયું છે. આચારાંગના બીજા શ્રુતસ્કંધમાં સંપૂર્ણ આ વર્ણન મળે છે.

 

આચારાંગસૂત્રનું પદ પ્રમાણ :-

 

આચારાંગ નિર્યુક્તિ , હરિભદ્રીય નંદવૃત્તિ , નંદીસૂત્ર ચૂર્ણિ અને આચાર્ય અભયદેવસૂરીની સમવાયાંગવૃત્તિમાં આચારાંગ સૂત્રનું પરિમાણ અઢારહજાર પદ નિર્દિષ્ટ છે. પદ પરિમાણના વિષયમાં પરંપરાનો અભાવ હોવાથી પદનું સાચું પ્રમાણ જાણવું કઠિન છે. પ્રાચીન ટીકાકારોએ પણ સ્પષ્ટરૂપે કોઈ સમાધાન કર્યું નથી.

 

વર્તમાનમાં જે આચારાંગ સૂત્ર ઉપલબ્ધ છે તેમાં કેટલીક પ્રતિઓમાં બેહજાર છસો ચુમાલીસ શ્લોકો મળે છે પરંતુ કેટલીક પ્રતિઓમાં બે હજાર ચારસો ચોપ્પ તો કેટલીક પ્રતિઓમાં બે હજાર પાંચસો ચોપ્પ્ન શ્લોકો પણ મળે છે. તેનું કારણ લેખનકાળ -લેખનયુગ છે. લેખન પ્રવૃત્તિમાં સૂત્રોનું અનેક પ્રકારથી સંક્ષિપ્તકરણ અને ક્યારેક વિસ્તૃતિકરણ થયું છે. સામાન્‍ય રીતે આ સૂત્ર ૨૫૦૦ (પચ્ચીસ સો) શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. અહીં એ યાદ રાખવાનું છે કે સમવાયાંગ અને નંદીસૂત્રમાં આચારાંગની જે અઢાર હજાર પદ સંખ્યા કહી છે તે ત્તિશીથ સહિત આચારાંગના ર૮ અધ્યયનની અપેક્ષાએ છે.

 

મહાપરિજ્ઞા અધ્યયતતું જે પઠન પાઠ બંધ થયું તેમાં કારણ એ છે કે આ અધ્યયનમાં અનેક ચમત્કારિક મંત્રાદિ વિદ્યાઓ હતી. બ્રહ્મચર્યાદિ , શીલરક્ષાદિના માટે ક્યારેક ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ સમય જતાં ગંભીર પાત્રનો અભાવ થતો ગયો જેથી આ અધ્યયનની વાચના બંધ કરવામાં આવી.

 

આચારાંગસૂત્રના નામ :-

 

૧. आयार-- આચરણનું પ્રતિપાદન કરનાર છે તેથી તે આચાર કહેવાય છે.

૨. आचाल- સઘન બંધનને આચાલિત-ચલાયમાત્ કરે છે તેથી આચાલ કહેવાય છે.

૩. आगाल- સમધરાતળમાં ચેતનાને અવસ્થિત કરે છે તેથી આગાલ કહેવાય છે. .

૪. आगर- આ આત્મિક શુદ્ધિના સ્તોત્રોને ઉત્પન્ન કરનાર છે તેથી આગર કહેવાય છે.

૫. आसास- સંત્રસ્ત ચેતનાને આશ્વાસન પ્રદાન કરવામાં સક્ષમ છે તેથી આશ્વાસ કહેવાય છે.

૬. आयरिस- ઈતિ કર્તવ્યતાનું સ્વરૂપ જોઈ શકાય છે તેથી તે આદર્શ છે કહેવાય છે.

૭. अंग અંતસ્તલમાં અહિંસાદિ જે ભાવ છે તેને વ્યક્ત કરે છે તેથી તે અંગ છે કહેવાય છે.

૮. आइण्ण- આગમમાં આચીર્ણ ધર્મનું નિરૂપણ કર્યું છે તેથી આ આચીર્ણ છે કહેવાય છે.

૯. आजाइ- એનાથી જ્ઞાનાદિ આચારોની ઉત્પત્તિ થાય છે તેથી તે "આજાઈ" છે કહેવાય છે.

૧૦. आमोक्ख- બંધન મુક્તિનું આ સાધન છે તેથી આમોક્ષ કહેવાય છે.

 

આચારાંગસૂત્ર રચયિતા :-

 

આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધની ભાષાથી બીજા શ્રુતસ્કંધની ભાષા બિલકુલ જુદી જ છે , તેના કારણે ચિંતકોની ધારણા છે કે બંનેના રચયિતા અલગ-અલગ વ્યક્તિ છે પરંતુ આગમ પ્રત્યે જેવો અત્યંત નિષ્ઠાવાન છે તેઓનો અભિપ્રાય એ છે કે બંને શ્રુતસ્કંધોના રચયિતા એક જ છે. પ્રથમ શ્રુત સ્કંધમાં ઉપદેશ વચનની મુખ્યતા હોવાથી સૂત્ર શૈલીની રચના તેને અનુરૂપ કરવામાં આવી છે , તેથી તેના ભાવ , ભાષા અને શૈલીમાં ક્લિષ્ટતા છે અને બીજા શ્રુતસ્કંધમાં આચાર સાધનાને વ્યાખ્યાત્મક દષ્ટિથી સમજાવેલ છે , તેથી તેની શૈલી ઘણી જ સુગમ અને સરળ કરવામાં આવી છે. આધુનિક યુગમાં કોઈ લેખકો જયારે દાર્શનિક દષ્ટિએ ચિંતન કરે છે ત્યારે તેની ભાષાનું સ્તર જુદુ હોય છે અને બાળસાહિત્યનું લેખન કરે છે તે સમયની ભાષા અલગ હોય છે. તેમાં લાલિત્ય હોતું નથી તેમજ ગંભીરતા પણ હોતી નથી. આ જ વાત પહેલા અને બીજા શ્રુત સ્કંધના ભાષાના વિષયમાં સમજવી જોઈએ. નિષ્કર્ષ એ છે કે બંને શ્રુતસ્કંધ અર્થાત્‌ સંપૂર્ણ આચારાંગ સૂત્ર ગણધર રચિત છે.

 

આચારાંગ સૂત્ર સહુથી વધારે પ્રાચીન આગમ છે. તે સત્યને સર્વ મૂર્ધન્ય મનીષિઓએ એક અવાજથી સ્વીકારેલ છે. તેમાં જે આચારનું વિશ્લેષણ થયું છે તે ઘણું જ મૌલિક છે.

 

રચનાશેલી :-

 

આચારાંગ સૂત્રમાં ગય અને પધ બંને શૈલીનું મિશ્રણ છે. ગથનો પ્રયોગ વિશેષરૂપે થયો છે. દશવેૈકાલિક ચૂર્ણિમાં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધને ગધના વિભાગમાં રાખેલ છે. ઉપલબ્ધ આચારાંગ સૂત્રમાં ગધની સાથે પદ્ય પણ છે. પ્રથમ શ્રુતસ્કંધના આઠમા અધ્યયનનો આઠમો ઉદ્દેશક અને નવમું અધ્યયન સંપૂર્ણ પથ રૂપમાં છે. શેષ છ અધ્યયન પ્રાયઃ ગધમય છે. આ સૂત્રના કેટલાક વાક્યોને આપણે ગધ રૂપમાં વાંચીને પણ આનંદ અનુભવી શકીએ છીએ અને કોઈને પથ્ય રૂપમાં વાંચીને પણ આનંદની અનુભૂતિ થઈ શકે છે. બીજા શ્રુતસ્કંધનો અધિકાંશ ભાગ ગધરૂપમાં છે. સોળમું અધ્યયન પદ્ય રૂપમાં છે. સમવાયાંગ અને નંદી સૂત્રમાં આચારાંગનો પરિચય મળે છે.

 

આચારાંગસૂત્રની ભાષા :-

 

જૈન આગમોની સામાન્‍ય રૂપે અર્ધમાગધી ભાષા છે. જૈન પરંપરાનું એતિહાસિક દષ્ટિથી ચિંતન કરીએ તો સૂર્યનતા પ્રકાશની જેમ સ્પષ્ટ જણાશે કે આ પરંપરામાં ભાષાનું મહત્ત્વ રહ્યું નથી , તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે કેવળ ભાષાજ્ઞાનથી માનવના ચિત્તની શુદ્ધિ કે આત્મવિકાસ થઈ શકતો નથી. ચિત્તશુદ્ધિનું મૂળકારણ સદ્વિચાર છે. ભાષા એ તો વિચારોનું વાહન છે માટે જૈન મનીષીગણો સંસ્કૃત , પ્રાકૃત , અપભ્રંશ અને અન્ય પ્રાન્તીય ભાષાઓને સ્વીકારતા રહ્યા છે અને તેમાં વિપુલ સાહિત્યનું સર્જન કરતા રહ્યા છે. આ રીતે મૌલિક આગમ તો અર્ધમાગધીમાં જ છે , અન્ય સાહિત્ય અનેક ભાષાઓમાં છે.

 

આચારાંગસૂત્રમાં દાર્શનિક વિષય :-

 

આચારાંગ સૂત્રમાં જૈનદર્શનના મૂળતત્ત્વો સમાયેલા છે , તે આચારાંગના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. તે યુગના અન્ય દાર્શત્તિકોના વિચારોથી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની વિચારધારા અત્યધિક ભિન્ઞ હતી. પાલી-પિટકોના અધ્યયનથી પણ આ વાત સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના સમયમાં બીજી અનેક શ્રમણ પરંપરાઓ પણ હતી. તે શ્રમણોની વિચારધારા ક્રિયાવાદી , અક્રિયાવાદીના રૂપમાં ચાલી રહી હતી. જે કર્મ અને તેના ફળને માનતા હતા તે ક્રિયાવાદી હતા , જે કર્મ તથા કર્મ ફળ તે માનતા « હતા તે અક્રિયાવાદી હતા. ભગવાન મહાવીરસ્વામી અને તથાગત બુદ્ધ ક્રિયાવાદી હતા , છતાં બંનેના ક્રિયાવાદમાં અંતર હતું. તથાગત બુદ્ધ ક્રિયાવાદને સ્વીકારતા હોવા છતાં શાશ્વત આત્મવાદનો સ્વીકાર કર્યો નથી. જયારે ભગવાન મહાવીરે આત્મવાદના મૂળ પાયા ઉપર જ ક્રિયાવાદનો ભવ્ય મહેલ ઊભો કર્યો છે. જે આત્મવાદી છે તે લોકવાદી છે. જે લોકવાદી છે તે કર્મવાદી છે. જે કર્મવાદી છે તે ક્રિયાવાદી છે. આ રીતે ભગવાન મહાવીરનો ક્રિયાવાદ તથાગત બુદ્ધથી અલગ છે. કર્મવાદની મુખ્યતા હોવાના કારણે ઈશ્વર , બ્રહ્મ આદિથી સંસારની ઉત્પત્તિ માનવામાં આવી નથી. સૃષ્ટિ અનાદિની છે તેથી જ તેનો કોઈ કર્તા તથી. ભગવાન મહાવીરે સ્પષ્ટ કહ્યું છે કે- જ્યાં સુધી કર્મ છે , આરંભ છે , સમારંભ છે , હિંસા છે ત્યાં સુધી સંસારમાં પરિભ્રમણ છે , દુઃખ છે.

 

જયારે આત્મા કર્મ સમારંભનો પૂર્ણરૂપથી ત્યાગ કરે છે ત્યારે તેના સંસાર પરિભ્રમણની પરંપરા અટકી જાય છે. જેણે કર્મ સમારંભનો ત્યાગ કર્યો છે તે શ્રમણ છે. કર્મ સમારંભનો નિષેધ કરવાનું મૂળ કારણ આ છે કે આ વિશાળ વિશ્વમાં જેટલા જીવો છે તેઓને સુખ પ્રિય છે. કોઈ પણ જીવ દુઃખને ઈચ્છતા નથી. જીવોને જે દુઃખનું નિમિત્ત બને છે તે કર્મ છે , હિંસા છે. આ જાણવું જરૂરી છે કે જીવ કોણ છે ? ક્યાં છે ? આચારાંગમાં જીવ વિધ્યાને લઈને ઊંડાણપૂર્વક ચિંતન કરવામાં આવ્યું છે. પૃથ્વી , પાણી , અગ્નિ , વનસ્પતિ , ત્રસકાય અને વાયુકાય આ જીવોનો પરિચય કરાવાયો છે. અન્ય આગમ સાહિત્યમાં વાયુને પાંચ સ્થાવરોની સાથે ગણેલ છે. જ્યારે અહીંયા ત્રસકાયના કથન પછી વાયુનુ કથન છે. આ અતિક્રમ વિશેષ અપેક્ષાએ થયો છે. તેની વિશેષતા એ છે- વાયુકાયના શરીરની સૂક્ષ્મતા અને અચાક્ષુષતા. માનવી આ જીવોની હિંસા તેના સ્વાર્થના માટે કરે છે , એ સ્પષ્ટ કર્યું છે , પરંતુ હિંસાથી કેટલા કર્મોનું બંધન થાય છે તેનો તેને ખ્યાલ તથી. માટે સર્વ તીર્થકરોએ એક જ ઉપદેશ આપ્યો છે કે તમો કોઈપણ જીવની હિંસા કરો નહિ. હિંસાથી સર્વ જીવોને દુઃખ થાય છે , માટે હિંસા કર્મબંધનું કારણ છે.

 

વાસ્તવમાં તો સર્વ આત્માઓ સમાન સ્વભાવવાળા છે પરંતુ કર્મના કારણે તેના બે ભેદ છે- સંસારી અને મુક્તાત્મા. કર્મથી રહિત થાય ત્યારે આત્મા મુક્ત બને છે. કર્મના તાશનું મૂળ આચારાંગમાં પ્રાપ્ત થાય છે. આત્માને વિજ્ઞાતા પણ કહ્યો છે. આત્મા જ્ઞાનમય છે. આ પ્રકારની માન્યતાઓ આપણને ઉપનિષદોમાં પણ મળે છે.

 

ભગવાન મહાવીરસ્વામીએ લોકને ઊર્ધ્વ , મધ્યમ અને નીચે , એમ ત્રણ વિભાગથી વિભાજિત કર્યો છે. અધોલોકમાં દુઃખની પ્રધાનતા છે. મધ્યલોકમાં સુખ અને દુઃખની મધ્યમ સ્થિતિ છે. ઊર્ધ્વલોકમાં સુખની પ્રધાનતા છે. લોકાતીત સ્થાન સિદ્ધિ સ્થાન-મુક્તસ્થાન કહેવાય છે. ઊર્ધ્વલોકમાં દેવલોક છે , મધ્યલોકમાં માનવ પ્રધાન છે. અધોલોકમાં નરક છે. મધ્યલોક એ એક એવું સ્થાન છે કે જયાંથી જીવ ઉપર અને નીચે બંને જગ્યાએ જઈ શકે છે. નારકી દેવ બની શકતા નથી. દેવ નારકી થતા ત્તથી પરંતુ માનવ નરકમાં પણ જઈ શકે છે અને દેવ પણ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પાપને ભોગવવાનું સ્થાન નરક છે અને પુણ્યના ફળને ભોગવવાનું સ્થાન સ્વર્ગ છે. સારા કાર્યો કરનાર સ્વર્ગમાં ઉત્પન્ઞ થાય છે , ખરાબ કાર્યો કરનાર નરકમાં જાય છે. જે મનુષ્ય સાધના કરે છે તે કર્મથી મુક્ત પણ બની જાય છે. તે સંસારચકરને સમાપ્ત કરી દે છે.

 

આચારાંગ સૂત્ર અનુસાર અહિંસક જીવનનો અર્થ છે-સંયમી જીવન. ભગવાન મહાવીરે અને બુદ્ધે સદાચાર ઉપર જોર આપ્યું છે. અહીં જાતિવાદને જરા પણ મહત્ત્વ

 

આચારાંગસૂત્રમાં તુલનાત્મક સાધનાપક્ષ :-

 

તથાગત બુદ્ધ સાધનાત્તા ઉષાકાળમાં ઉગ્રતમ તપસાધના કરતા રહ્યા પરંતુ તેનાથી તેને આનંદની પ્રાપ્તિ થઈ નહિ. તેથી તેઓ ઉગ્ર તપસાધનાનો ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લીધું. તેનો અભિમત એ બની ગયો કે ઉગ્ર તપસાધના ધ્યાન સાધનામાં બાધક છે. આચારાંગમાં પ્રભુ મહાવીરની ધ્યાન સાધનાનું જે શબ્દચિત્ર મળે છે તે ઘણું જ કઠોર હતું. પ્રભુ મહાવીર ચાર-ચાર માસ સુધી એક જ જગ્યાએ સ્થિર થઈને સાધના કરતા હતા. તેઓએ છ મહિના સુધી આહાર-પાણી ગ્રહણ કર્યા ન હતા. છતાં તેઓની તે સાધના ધ્યાનમાં બાધક નહિ પરંતુ સાધક હતી. પ્રભુ મહાવીર હંમેશાં ધ્યાન સાધનામાં લીન રહેતા હતા. તેઓએ તેમની શ્રમણ સંઘની જે આચારસંહિતા અપનાવી તે પણ અત્યંત ઉગ્ર તપસાધના યુક્ત હતી. શ્રમણના અશન , વસન વસ્ત્ર) , પાત્ર , નિવાસ સ્થાનના વિષયમાં આ નિયમો બતાવ્યા કે શ્રમણના નિમિત્તે જો કોઈ વસ્તુ બનાવવામાં આવી હોય કે જૂની વસ્તુના નવા સંસ્કાર કર્યા હોય અર્થાત્‌ તેને વ્યવસ્થિત કરી હોય તોપણ તે સાધુને ગ્રાહ્ય નથી. તે ઉદિષ્ટ ત્યાગી છે.(પોતાના ઉદ્દેશ્યથી બનાવેલી હોવી જોઈએ ,. જો તેને અનુદ્દષ્ટિ મળી જાય અને ઉપયોગી હોય તો તેને ગ્રહણ કરી શકે છે.

 

જૈન સાધુ અન્ય બૌદ્ધ અને વૈદિક પરંપરાના ભિક્ષુઓની જેમ કોઈના ઘરનું ભોજનનું નિમંત્રણ પણ સ્વીકારતા નથી. બૌદ્ધ સાહિત્યમાં બૌદ્ધ શ્રમણોના માટે જગ્યાએ જગ્યાએ આવાસના કારણરૂપ વિહારોના નિર્માણનું વર્ણન છે. વૈદિક પરંપરાના તાપસોના માટે આશ્રમોની વ્યવસ્થા બતાવી છે પરંતુ જૈન શ્રમણોને માટે કોઈ પણ પ્રકારના નિવાસ-સ્થાનના નિર્માણનો નિષેધ કર્યો છે. જો તેના નિમિત્તે નિર્માણ થયું હોય તો તેમાં શ્રમણ રહી શકતા ન હતા.

 

બૌદ્ધ ભિક્ષુઓના માટે વસ્ત્ર ગ્રહણ કરવું અનિવાર્ય હતું. શ્રમણોના માટે ખરીદ કરીને ગૃહસ્થ જો વસ્ત્ર આપતા તો તેને તથાગત બુદ્ર સહર્ષ સ્વીકારતા હતા. બુદ્ધ શ્રમણોના નિમિત્તે આપવામાં આવેલા વસ્ત્રોને ગ્રહણ કરવાનું યોગ્ય માન્યું હતું. પરંતુ જૈન શ્રમણો તેના નિમિત્તે બનાવેલ-ખરીદેલ વસ્ત્રને ગ્રહણ પણ કરી શકતા હતા તેમજ બહુમૂલ્ય ઉત્કૃષ્ટ-શ્રેષઠ વસ્ત્રોને ગ્રહણ કરતા ન હતા. ઉનાળાદિમાં વસ્ત્ર ધારણની આવશ્યકતા « હોય તો તે વસ્ત્ર પહેરતા નહિ. જો જરૂરત હોય તો લજજા નિવારણ માટે અનાસક્ત ભાવથી તેનો ઉપયોગ કરતા. ભિક્ષાથી શ્રમણ જીવન યાપન કરતા હતા. ભોજનના નિમિત્તે થતી સર્વ હિંસાથી તે મુક્ત હતા.

 

ભગવાન મહાવીરના યુગમાં સ્થૂલ જીવોની હિંસાથી જનમાનસ પરિચિત હતું , પરંતુ સૂક્ષ્મ હિંસાનું જ્ઞાન ત્યાગી અને સંન્યાસી કહેવાતી વ્યક્તિને પણ હતું નહિ. તેથી દરરોજ તવી માટી ખોદીને લાવતા અને આશ્રમનું લીંપણ કરતા હતા. અનેકવાર સ્તાત કરવામાં ધર્મ સમજતા હતા. તથાગત બુદ્ધ પણ પાણીમાં જીવ માનતા ન હતા. हि महाराज उदकं जीवति , नत्थि उदके जीवो वा सत्ता वा । - (मिलिन्द पण्णे पृ. २५३ थी २५५). વૈદિક પરંપરામાં चउसट्ठीअे मट्टियाहि स ण्हाति । । તે ચોસઠવાર માટીથી સ્નાન કરે છે. પંચાગ્તિ તપ તપવામાં ઉત્કૃષ્ટતા માનવામાં આવતી હતી. અનેક પ્રકારના વાયુકાયના જીવોની વિરાધના કરવામાં આવતી અને કંદ-મૂળ -ફળ-ફૂલના આહારને નિર્દોષ આહાર માનવામાં આવતો હતો. વૈદિક પરંપરાના ઋષિગણ ઘરનો ત્યાગ કરીને પત્નીની સાથે જંગલમાં રહેતા હતા. તેઓ ઘરનો ત્યાગ કરતા હતા પરંતુ પત્નીનો ત્યાગ કરતા ન હતા.

 

ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું હતું કે શ્રમણે સ્ત્રી સંગનો સંપૂર્ણરૂપે ત્યાગ કરવો જોઈએ. કારણ કે સ્ત્રીના સંગથી અનેક પ્રકારના પ્રપંચો કરવા પડે છે. જેમાં કેવળ બંધન જ બંધન છે. તેથી સંતોએ કેવળ ઘરનો જ ત્યાગ નહિ પણ સર્વના ત્યાગી થવું જોઈએ. અહિંસા મહાવ્રતનું પૂર્ણરૂપથી પાલન કરવાથી અન્ય સર્વ મહાવ્રતોનું પાલન સહજ થાય છે. શ્રમણ કોઈ પણ પ્રકારની હિંસા પોતે કરે નહિ , બીજાને કરવાની પ્રેરણા કરે નહિ અને હિંસા કરનારની અનુમોદના કરે નહિ. મન , વચન , કાયાથી આ ત્યાગ કરે છે. અહિંસા મહાન્રતની સુરક્ષાના માટે રાત્રિ ભોજનનો ત્યાગ આવશ્યક છે.

 

શ્રમણને ભિક્ષામાં જે પણ વસ્તુ મળે તેને તે સમભાવ પૂર્વક ગ્રહણ કરે. પરિષહોને સહન કરવાના સમયે તેના મનમાં જરામાત્ર પણ અસમાધિ ભાવ કરતા નથી. તેના મત્તમાં આનંદની ઊર્મીઓ તરંગિત થાય છે. શારીરિક કષ્ટની અસર મન ઉપર થતી તથી. કારણ કે ધ્યાનાગ્તિથી તે કષાયોને બાળી નાખે છે. ભગવાન મહાવીરનું મુખ્ય લક્ષ્ય શરીર શુદ્ધિ હિ પણ આત્મશુદ્ધિ છે. જેના જીવનમાં અહિંસાની નિર્મળધારા પ્રવાહિત થઈ રહી છે તેને જ આર્ય કહેલ છે. જેના જીવનમાં હિંસાની પ્રધાનતા છે તે અનાર્ય છે. આચારાંગ સૂત્રમાં એવા અનેક શબ્દોનો ઉપયોગ થયો છે કે જેમાં વિશાળ ચિંતન રહ્યું છે. આચારાંગના વ્યાખ્યાકારોએ તે પારિભાષિક શબ્દોનો અર્થ કરવા માટે પ્રયત્ન કર્યો છે. આચારાંગમાં પવિત્ર આત્માર્થી શ્રમણોના માટે "વસુ" શબ્દનો પ્રયોગ મળે છે. વસુ શબ્દ વેદ અને ઉપનિષદોમાં પવિત્ર આત્માનું પ્રતીક છે. તેને હંસ પણ કહેલ છે. વસુ શબ્દનો અર્થ પારસી ધર્મના મુખ્ય ગ્રંથ "અવેસ્તા"માં પણ છે. ક્યાંક વસુનો પ્રયોગ "દેવ" અને "ધન"ના અર્થમાં પણ થયો છે.

 

આચારાંગમાં "આમગંધ" શબ્દનો પ્રયોગ થયો છે. તે અપવિત્ર પદાર્થના અર્થમાં છે. તે અર્થ બૌદ્ધ સાહિત્યમાં પણ મળે છે. બુદ્ધે કહયું- પ્રાણઘાત , વધ , છેદ , ચોરી , અસત્ય , છેતરવું , લૂંટ , વ્યભિરાચારાદિ જે પણ અનાચાર મૂલક પ્રવૃત્તિ છે તે સર્વ આમગંધ છે. આ પ્રમાણે અનેક શબ્દ ભાષા પ્રયોગની દષ્ટિથી વ્યાપકતાવાળા છે.

 

આચારાંગમાં અનેક પદ તેમજ શબ્દ એવા છે કે જે વ્યાકરણ , સંધિ તથા લેખનના અલ્પતમ પરિવર્તનથી અન્ય અર્થના ધોતક બની જાય છે. જેમ કે "સત્વત્તવસી" તેને જો સમ્મત્તદંસી માનવામાં આવે તો ત્રણ અર્થ અલગ અલગ થાય છે. (૧) સમત્તદસી- સમત્વદર્શી (સમતાશીલ).(૨)સમસ્તદર્શી (કેવળજ્ઞાની) (૩)સમ્યક્ત્વદર્શી (સમ્યગ્દષ્ટિ). પ્રસંગાનુસાર ત્રણે ય અર્થ અલગ અલગ ઢંગથી અર્થની સાર્થકતા કરે છે. આમા સમત્ત્વદર્શી એ અર્થ આચારાંગમાં વિશેષ પ્રાસંગિક છે.

 

વ્યાખ્યા સાહિત્ય :-

 

આચારાંગના ગંભીર રહસ્યને સ્પષ્ટ કરવા માટે સમયે સમયે વ્યાખ્યા સાહિત્યનું નિર્માણ થયું છે. તે આગમિક વ્યાખ્યા સાહિત્યને આપણે પાંચ વિભાગોમાં વિભક્ત કરી શકીએ છીએ. તે આ પ્રમાણે છે- (૧) નિર્યુક્તિ (૨) ભાષ્ય (૩) ચૂર્ણિ (૪) સંસ્કૃત ટીકા (૫) લોકભાષામાં લખાયેલું વ્યાખ્યા સાહિત્ય.

 

નિર્યુક્તિ :-

 

જૈન આગમ સાહિત્યમાં પ્રાકૃત ભાષામાં જે પદબદ્ધ ટીકાઓ લખવામાં આવી છે તે નિર્યુક્તિના નામથી પ્રસિદ્ધ છે. નિર્યુક્તિમાં પ્રત્યેક પદ ઉપર વ્યાખ્યા ન કરતા મુખ્ય રૂપથી પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરી છે- નિર્યુક્તિની વ્યાખ્યા શૈલી નિક્ષેપ પદ્ધતિમય છે. નિક્ષેપ પદ્ધતિમાં કોઈ એક પદના સંભાવિત અનેક અર્થો કહીને પછી તેમાંથી અપ્રસ્તુત અર્થનો નિષેધ કરીને પ્રસ્‍તુત અર્થને ગ્રહણ કરવામાં આવે છે. આ જ શૈલી ન્યાયશાસ્ત્રમાં પ્રશસ્ત માનવામાં આવી છે. દ્વિતીય ભદ્રબાહુસ્વામીએ / નિર્યુક્તિઓનું નિર્માણ કર્યું છે. નિર્યુક્તિઓ સૂત્ર અને અર્થનો નિશ્ચિત અર્થ બતાવતી

 

વ્યાખ્યા છે. નિશ્ચયથી અર્થનું પ્રતિપાદન કરનાર યુક્તિ તે નિર્યુક્તિ છે.

 

જર્મન વિદ્વાન શારપેન્ટિયરે નિર્યુક્તિની પરિભાષા કરતા લખ્યું છે કે નિર્યુક્તિ શાસ્ત્રના પ્રધાન ભાગનું કેવળ અનુક્રમણિકાનું કામ કરે છે. તે વિસ્તારવાળી સર્વ ઘટનાઓનો સંક્ષેપથી ઉલ્લેખ કરે છે. ડૉકટર ધાટકે એ નિર્યુક્તિઓને ત્રણ ભાગમાં વિભક્ત કરેલ છે-

 

(૧) મૂળ નિર્યુક્તિઓ , જેમાં કાળના પ્રભાવથી કંઈપણ જોડાયું નથી , જેમ આચારાંગ અને સૂયગડાંગની નિર્યુક્તિઓ.

 

(૨) જેમાં મૂળ ભાષ્યોનું મિશ્રણ થઈ ગયું છે , છતાં પણ તે વ્યવચ્છેદય છે , જેમ દશવેકાલિક અને આવશ્યક સૂત્ર આદિની નિર્યુક્તિઓ.

 

(૩) જેને આજ કાલ ભાષ્ય કે બૃહદ્દભાષ્ય કહે છે તે નિર્યુક્તિઓ છે. જેમાં નિર્યુક્તિ અને ભાષ્યમાં એટલું મિશ્રણ થઈ ગયું છે કે તે બંનેને અલગ અલગ કરી શકાય તેમ તથી. જેમ કે બુહત્કલ્પ , વ્યવહાર અને નિશીથ આદિની નિર્યુક્તિઓ.

 

આ વર્ગીકરણ વર્તમાનમાં જે નિર્યુક્તિ સાહિત્ય ઉપલબ્ધ છે તેના આધારે કરેલ છે. દશ આગમોની નિર્યુક્તિઓની રચના થઈ છે. તે આ પ્રમાણે છે-

 

(૧) આવશ્યક (૨) દશવેકાલિક (૩) ઉત્તરાધ્યયન (૪) આચારાંગ (પ) સૂત્રકૃતાંગ (૪) દશાશ્રુતસ્કંધ (૭) બુહત્કલ્પ (૮) વ્યવહાર (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ (૧૦) ઋષિભાષિત.

 

ઉત્તરાધ્યયન નિર્યુક્તિ પછી અને સૂત્રકૃતાંગની નિર્યુક્તિની પહેલાં આચારાંગ નિર્યુક્તિની રચના થઈ છે. તેમાં સહુથી પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરીને આચાર , અંગ , શ્રુત , સ્કંધ , બ્રહ્મ , ચરણ , શસ્ત્રપરિજ્ઞા , સંજ્ઞા અને દિશા પર નિક્ષેપ દષ્ટિથી ચિંતન કર્યુ છે. ચરણના છ નિક્ષેપ છે , દિશાના સાત નિક્ષેપ છે અને શેષ ચાર- ચાર નિક્ષેપ છે. આચારના પર્યાયવાચી એકાર્થક શબ્દોનો ઉલ્લેખ કરતા આચારાંગના મહાત્મ્યનું ( પ્રતિપાદન કર્યું છે. આચારાંગના નવ જ અધ્યયનનો સાર સંક્ષેપમાં કહયો છે. શસ્ત્ર અને ૦૭) પરિજ્ઞા આ શબ્દો પર નામ , સ્થાપના આદિ નિક્ષેપોથી ચિંતન કર્યું છે.

 

નિર્યુક્તિ પછી ભાષ્યોની રચના થઈ. જિનભદ્રગણી , ક્ષમાશ્રમણ વગેરે ભાષ્યના રચનાકાર થયા. ભાષ્યની રચના તિર્યુક્તિના આધારે પ્રાકૃત ભાષામાં પદ્યમય છે. નિર્યુક્તિમાં કહેલ તત્ત્વોને વિસ્તૃત રૂપે સમજાવવાનો હેતુ ભાષ્યોનો છે. કાલાંતરે નિર્યુક્તિ અને ભાષ્ય બંનેનું મિશ્રણ થઈ ગયું કારણ કે બંને પદ્યમય તથા પ્રાકૃત ભાષામાં છે. જે આગમોની તિર્યુક્તિ થઈ તે બધાના ભાષ્યો રચાયા નથી , છતાં છેદ સૂત્રોના ભાષ્યો આજે ઉપલબ્ધ છે. જેમાં ભાષ્યના નામે બે શાસ્ત્ર પ્રસિદ્ધ છે- (૧) બુહત્કલ્પ ભાષ્ય (૨) વ્યવહાર ભાષ્ય. આ બંને પ્રકાશિત ઉપલબ્ધ છે.

 

ચૂર્ણિ :

 

નિર્યુક્તિ પછી "હિમવંત થેરાવલી" અનુસાર આચાર્ય ગંધહસ્તી જેનું બીજું નામ સિદ્ધસેન હતું તેના દ્વારા વિરચિત આચારાંગ સૂત્રના વિવરણની સૂચના છે. આચારાંગ સૂત્ર પર કોઈ પણ ભાષ્ય લખાયું નથી. આચારાંગથી છૂટા થયેલ અધ્યયન રૂપ તતિશીથ સૂત્ર પરનું ભાષ્ય મળે છે. નિર્યુક્તિ પદ્યાત્મક છે , પરંતુ ચૂર્ણિ ગધ્યાત્મક છે. ચૂર્ણિની ભાષા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃત છે. આચારાંગ ચૂર્ણિમાં તે જ વિષયોનો વિસ્તાર કરાયો છે કે જે વિષયો પર આચારાંગ નિર્યુક્તિમાં ચિંતન કરાયું છે. અનુયોગ , બ્રહ્મ , વર્ણ , આચરણ , શસ્ત્ર , પરિજ્ઞા , સંજ્ઞા , દિક્‌ સમ્યક્ત્વ , યોનિ , કર્મ , પૃથ્વી , અપ , તેઉકાય , લોકવિજય , પરિતાપ , વિહાર , રંતિ-અરતિ , લોભ , જુગુપ્સા , ગોત્ર , જ્ઞાતિ , જાતિસ્મરણ , એષણા , દેશના , બંધ , મોક્ષ , પરીષહ , તત્ત્વાર્થશ્રદ્ધા , જીવરક્ષા , અચેલકત્વ , મરણ , સંલેખના , સમનોશ્ઞત્વ , ત્રણ યામ , ત્રણ વસ્ત્ર , ભગવાન મહાવીરની દીક્ષા , દેવદૂષ્ય આદિ પ્રમુખ વિષયો પર વ્યાખ્યા કરી છે. ચૂર્ણિકારે પણ નિર્યુક્તિકારની જેમ નિક્ષેપ દષ્ટિનો ઉલ્લેખ કરીને શબ્દોના અર્થને બતાવ્યા છે.

 

ચૂર્ણિકારના વિષયમાં સ્પષ્ટ પરિચય પ્રાપ્ત થતો તથી. આ ચૂર્ણિના રચયિતા જિનદાસગણી માન્યા છે.

 

ટીકા :-

 

ચૂર્ણિ પછી આચારાંગના વ્યાખ્યા સાહિત્યમાં ટીકા સાહિત્યનું સ્થાન છે. ચૂર્ણિમાં પ્રધાનતાએ પ્રાકૃત ભાષાનો પ્રયોગ થયો હતો અને ગૌણતાએ સસ્કૃતભાષાનો પરંતુ ટીકામાં સંસ્કૃતભાષાનો પ્રયોગ થયો છે. તેઓએ પ્રાચીન વ્યાખ્યા સાહિત્યના આલોકમાં એવા અનેક નવીન તથ્યોને કહ્યા છે કે જેને ભણીને પાઠક આનંદવિભોર બની જાય છે. એતિહાસિક દષ્ટિથી જે સમયે ટીકાઓનું નિર્માણ થયું તે સમયે અન્ય મતાવલંબી જૈનાચાર્યોને શાસ્ત્રાર્થને માટે પડકારતા હતા. જૈનાચાર્યોએ અકાટય તકોંથી તેઓના મતનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો હતો.

 

આચારાંગ પર પ્રથમ સંસ્કૃત ટીકાકાર આચાર્ય શીલાંક છે. તેનું બીજું નામ શીલાચાર્ય અને તત્ત્વાદિત્ય પણ મળે છે. પ્રભાવક ચરિતાનુસાર તેઓએ નવ અંગો પર ટીકાઓ લખી હતી. પરંતુ વર્તમાનમાં આચારાંગ અને સૂત્રકૃતાંગ આ બે આગમો પર જ તેની ટીકાઓ પ્રાપ્ત થાય છે. શીલાકાચાર્યનો સમય વિક્રમની નવમી , દશમી શતાબ્દી છે. આચારાંગની ટીકા મૂળ અને નિર્યુક્તિ પર આધારિત છે. પ્રત્યેક વિષય પર વિસ્તારથી વિવેચન કર્યું છે. શૈલી અને ભાષા સુબોધ(સરળ) છે. પૂર્વના વ્યાખ્યા સાહિત્યથી આ વધારે વિસ્તૃત છે. વર્તમાને આચારાંગને સમજાવવામાં આ ટીકા અત્યંત ઉપયોગી છે. આ વૃત્તિ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ છે. વૃત્તિકારે વૃત્તિમાં અનેક સ્થલે ચૂર્ણિનો ઉલ્લેખ કર્યો છે.

 

આચાર્ય શીલાંક પછી જે આચાર્યોએ આચારાંગ ઉપર ટીકા લખી , તે સર્વનો મુખ્ય આધાર આચાર્ય શીલાકની વૃત્તિ છે. અચલગચ્છના મેરુતુંગસૂરિના શિષ્ય માણિક્ય શેખરે દીપિકા રચી છે જે પ્રાપ્ત થાય છે. જિનસમુદ્રસૂરિના શિષ્યરત્ત જિનહંસની દીપિકા પણ મળે છે. હર્ષ કલ્લોલના શિષ્ય લક્ષ્મીકલ્લોલની અવચૂરિ અને પાર્શવચંદ્ સૂરિનું બાલાવબોધ મળે છે. સ્થાનકવાસી પરંપરાના વિદ્વાન આચાર્ય ઘાસીલાલજી મ. હારા આગમો પરની રચેલી સંસ્કૃત ટીકાઓ પણ ઉપલબ્ધ છે.

 

ટીકા સાહિત્ય પછી અંગ્રેજી , હિન્દી અને ગુજરાતીમાં આચારાંગનું અનુવાદ સાહિત્ય પણ પ્રકાશિત થયું છે. ડોકટર હર્મન જેકોબીએ આચારાંગનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો અને તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા લખી છે. મુનિ શ્રી સંતબાલજીએ આચારાંગ સૂત્રનો ભાવાનુવાદ ગુજરાતીમાં પ્રકાશિત કર્યો. શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર (મુંબઈ)થી મૂળ પાઠની સાથે ગુજરાતીમાં અનુવાદક સાધ્વી શ્રી લીલમબાઈ. મ. નું બહાર પડેલ છે. આ પહેલા રવજીભાઈ દેવરાજનું અને ગોપાલદાસ જીવાભાઈ પટેલનો ગુજરાતીમાં સુંદર અનુવાદ પ્રકાશિત થયો હતો. આચાર્ય અમોલકત્રદષખિજી મ.,પંડિતરત્ન સોભાગ્યમલજી મ. અને આચાર્ય સમ્રાટ આત્મારામજી મ.એ આચારાંગ પર હિંદીમાં હૃદયગ્રાહી વિવેચન લખ્યું છે. પ્રબુદ્ધ પાઠકોના માટે તે વિવેચન ઉપયોગી છે. હીરાકુમારી જૈને આચારાંગનો પ્રથમ શ્રુતસ્કંધ બંગાળી ભાષામાં અનુવાદ કરી પ્રકાશિત કર્યો હતો. તેરાપંથી સમુદાયના પંડિત મુનિ શ્રી નથમલજીએ મૂળ અને અર્થ સાથે જ વિશેષ સ્થળે ટિપ્પણ લખી છે. આ રીતે આધુનિક યુગમાં અનુવાદની સાથે આચારાંગના અનેક સંસ્કરણો પ્રકાશિત થયા છે. મૂળપાઠ રૂપે પણ કોઈ ગ્રંથો થયા છે. તેમાં આગમ પ્રભાવક મુત્તિ શ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત મૂળપાઠ સંશોધનની દષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સાથે વિશ્વભારતી લાડનૂંનો મૂળ પાઠ પણ શ્રમયુક્ત છે.

 

સ્થાનકવાસી સમાજ એક મહાન ક્રાંતિકારી સમાજ છે. સમયે સમયે તેણે જે ક્રાંતિકારી ચિંતનપૂર્વકના પગલા ભર્યા છે તેથી વિદ્રદ્ગણ આશ્ચર્યચકિત થતા રહે છે.

 

આચાર્ય અમોલખઋષિજી મ. , પૂજય ઘાસીલાલજી મ. , ધર્મોપદૃષ્ટા ફૂલચંદજી મ. દ્વારા આગમ બત્રીસીનું પ્રકાશન થયું છે. તેમજ દઢ સંકલ્પી પૂ. મધુકરમુનિજી મ. હિંદી વિવેચન સાથે આગમ પ્રકાશનની યોજનાને મૂર્ત સ્વરૂપ આપ્યું છે. તેનો મુખ્ય આધાર લઈ અમો પણ ગુજરાતીમાં અનુવાદ વિવેચન કરવાના સદભાગી બન્યા છીએ.

 

આગમ મનીષી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે. તે સામાન્‍ય , પ્રોઢ અને વૃદ્ધજનોને ઉપયોગી થાય એમ છે.

 

શ્રમણસંઘીય આગમજ્ઞાતા પ. ૨. શ્રી કનહૈયાલાલજી મ.સા. "કમલ" એ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે આઠ ભાગોમાં બત્રીસ સૂત્રોના સંપૂર્ણ મૂળપાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. તે દરેક ગ્રંથ આગમ વિષયોના અન્વેષણકર્તાઓ માટે ઘણાં જ ઉપયોગી છે.

 

પ્રસ્‍તુત સંસ્કરણ :-

 

આગમિક ભાવોને જેઓએ હૃદયસ્થ કર્યા હતા તેવા પૂ. ગુરુપ્રાણની જન્મશતાબ્દીના અવસરે મારા ગુરુભગિની પૂ. બા.બ્ર. ઉષાબાઈ મહાસતીજીને શાસ્ત્રોના ભાવોને માતૃભાષામાં સહજ અને સરળ કરવાની ભાવના યોગાનુયોગ જાગી. પૂ. ગુરુણી દેવોએ તેમજ સંયમી સાથીઓએ તે ભાવોને ઉલ્લાસિત કર્યા. આ સર્વની ભાવનાને સાકાર કરવા આજીવન માનૈનવ્રતધારી પૂ. તપસ્વી ગુસ્દેવનું અસીમકૃપાનું બળ સાંપડ્યું. જેના બળે સ્વલ્પ સમયમાં એક પછી એક આગમોનું ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશન થવા લાગ્યું છે.

 

ગુરવર્યોના આશીષે મારા સદ્ભાગ્યે આચારાંગ સૂત્રની સ્પર્શનાનો અવસર પ્રાપ્ત થયો. વીતરાગવાણી તો અનુપભિત છે છતા એક દષ્ટિએ તેને ઈક્ષુની ઉપમા ઘટી શકે છે કારણ કે ઈક્ષુને જયારે પણ જયાંથી ચૂસીએ ત્યારે તેમાંથી મીઠાસ જ પ્રાપ્ત થાય છે. તેમ આગમવાણીમાં જીવન ઉપયોગી અમૃતરસ જ ભર્યો છે. આગમોના અવલોકનમાં આચારાંગ સૂત્ર પણ રસ સભર છે. જેમ કે- जे अज्झत्थं जाणइ से बहिया जाणइ , जे बहिया जाणइ से अज्झत्थं जाणइ । જે પોતાના સુખ દુઃખને જાણે છે તે બીજાના સુખ દુઃખને જાણે છે. જે બીજાના સુખ દુઃખને જાણે છે તે પોતાના સુખ દુઃખને જાણે છે. આવી રહસ્ય યુક્ત અનેક સૂક્તિઓનો ખજાનો આ આગમમાં ભર્યો પડયો છે. તેના ભાવને પામી ભાવાનુવાદ કરવો એ મારા જેવી અલ્પજ્ઞ સાધ્વી માટે ઘણું કઠિન છે પરંતુ જેના મૂળમાં , જેના સોતમાં પૂ. તપસ્વી ગુસ્દેવ અને પૂ. ગુરુણી મૈયાનું કૃપા ઝરણું વહેતું હોય પછી તે કઠિન કાર્ય પણ સહજ બની જાય છે. આ જે કાંઈ તેયાર થયું છે તે મારા ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવ અને પૂ.ગુરુણી દેવા પૂજયવરા મોટાસ્વામી તથા ભાવયોગિની પૂ. સ્વામીની અંતર પ્રેરણાના યોગે થયું છે. તેથી તે આપનું જ છે. આપની વસ્તુ આપને સમર્પિત કરુંછું.

 

આગમનના અવગાહનમય જ જેમનું જીવન છે અને જેઓ આગમ મનીષીના વિશેષણથી અલંકૃત છે તેવા પૂ. ત્રિલોકમુનિ મહારાજે અપ્રમત્તભાવે સતત જાગૃતિપૂર્વક મૂળપાઠ , અર્થપાઠ આદિનું અવલોકન કરી જે ઉપકાર કર્યો છે તે શબ્દાતીત છે. તેથી મનોયોગ અને કાયયોગના સાથે અંતરભાવની વંદના સહ જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે.

 

જેમનો કિંમતી સમય શાસ્ત્રના નિરીક્ષણ અને નિદિધ્યાસન સિવાય પ્રાયઃ ક્યાંય પણ બહાર નથી એવા મારા ગુરુણીમૈયા ભાવયોગિની પૂ. બા. બ્ર. લીલમબાઈ મહાસતીજીએ એક એક અર્થ , ભાવાર્થ આદિને અવગાહીને રસ સભર કર્યું છે. તે ઉપકાર બદલ તેઓશ્રીના ચરણમાં હાર્દિક ભાવ વંદન સહ શું કહું ? પૂ. ગુરુણી દેવા આપના ઉપકારે તો હું આ ભાર સભર છું. અમારા સહુના વડીલ ગુરુભગિની પૂ. બા. બ્ર. પુષ્પાબાઈ મહાસતીજી જેઓ પૂ. "દીદી સ્વામી" ના સંબોધનને પામ્યા છે તેમનો સાનુકૂળ સુયોગ અને મારા સર્વ સાથી સહયોગીઓની સહાયતાના કારણે આ સર્વ થયું છે. ડો. સાધ્વી આરતીબાઈ મ. સા. અને સાધ્વી સુબોધિકાબાઈ મ. સા. એ ભાષા સંશોધનનું કાર્ય કરી ઉપકૃત કર્યું , તે સર્વનો ભાવપૂર્વક આભાર માનું છું. આ શાસ્ત્રના સંપાદન કાર્યમાં આચાર્યશ્રી આત્મારામજી મ.સા. , યુવાચાર્ય શ્રી મધુકરમુનિ , યુવાચાર્ય મુન્તિ નથમલ અને મુનિશ્રી સંતબાલજીના આચારાંગ સૂત્રનો મુખ્યત્વે ઉપયોગ કર્યો છે , અન્ય પણ જે જે શાસ્ત્રોનો સહયોગ લીધો છે , તે સર્વ સંપાદક-પ્રકાશકનો આભાર માનુ છું.

 

મારા આ આગમને પ્રકાશમાં લાવનાર શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન પ્રકાશન સમિતિના માનદ સભ્યોશ્રી તથા સર્વ પ્રકાશન કાર્યને પ્રમુખરૂપે વહન કરનાર શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠનો પણ આભાર માનું છું. પ્રુફ સંશોધનમાં નિઃસ્વાર્થભાવે સહયોગી થનાર સુશ્રાવકશ્રી મુકુંદભાઈનો પણ આભાર માનું છું.

 

આત્મભાવમાં સ્થિરતા કરાવનાર એવા આ "આચારાંગ " સૂત્રના અનુવાદન કાર્યમાં છદ્મસ્થના યોગે ક્યાંય પણ ક્ષતિ રહી જવા પામી હોય તો મિચ્છામિ દુક્કડ..

 

પૂ. મુક્તલીલમ ગુરુણીના સુશિષ્યા સાધ્વી હસુમતી

 

 

 

 

શાસ્ત્રના મૂળપાઠ સંબંધી

ક્રમ        વિષય       અસ્વાધ્યાયકાલ

આકાશસંબંધી દસ અસ્વાધ્યાય

       આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય       એક પ્રહર

       દિગ્દાહ-કોઈ દિશામાં આગ જેવું દેખાય       જ્યાં સુધી રહે ત્યાં સુધી

       અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય]       બે પ્રહર

       અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય]       એક પ્રહર

      આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય      આઠ પ્રહર

      શુક્લપક્ષની ૧ , , ૩ની રાત્રિ             એક પ્રહર

       આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય       જ્યાં સુધી દેખાય ત્યાં સુધી

       કરા પડે                               જ્યાં સુધી રહે ત્યાં સુધી

       ધુમ્મસ                               જ્યાં સુધી રહે ત્યાં સુધી

૧૦        આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય       જ્યાં સુધી રહે ત્યાં સુધી

 

ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય

 

૧૧       તિર્યંચ , મનુષ્યના હાડકાં બળ્યા , ધોવાયા વિના હોય ,       ૧૨વર્ષ

૧૨-૧૩       તિર્યચના લોહી , માંસ ૬૦ હાથ , મનુષ્યના ૧૦૦ હાથ       દેખાય ત્યાં સુધી

[ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર]

૧૪        મળ-મૂત્રની દુર્ગંધ આવે અથવા દેખાય       જ્યાં સુધી રહે ત્યાં સુધી

૧૫       સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય] -

૧૬        ચંદ્રગ્રહણ-ખંડ/પૂર્ણ                   ૮/૧૨ પ્રહર

૧૭        સૂર્યગ્રહણ-ખંડ/પૂર્ણ                   ૧૨/૧૬ પ્રહર

૧૮        રાજાનું અવસાન થાય તે નગરીમાં             નવા રાજા થાય ત્યાં સુધી

૧૯        યુદ્ધસ્થાનની નિકટ                   યુદ્ધ ચાલે ત્યાં સુધી

૨૦        ઉપાશ્રયમાં પચેન્દ્રિયનું કલેવર             જ્યાં સુધી હોય ત્યાં સુધી

 

ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા

 

૨૧-૨૮ અષાઢ , આસો , કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને ત્યાર પછીની એકમ       સંપૂર્ણ દિવસ-રાત્રિ

૨૯-૩૨ સવાર , સાંજ , મધ્યાહ્ન અને અર્ધરાત્રિ.             એક મુહૂર્ત

 

[નોંધ :- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.]

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1

 

 

પ્રથમ અધ્યયન

આ અધ્યયનનું નામ 'શસ્ત્ર પરિજ્ઞા ' છે.

' શસ્ત્ર' નો અર્થ છે– હિંસાનું સાધન. જે જેના માટે વિનાશક હોય છે તે તેના માટે શસ્ત્ર છે. जं

जस्स विणासकारणं तं तस्स सत्थं भण्णइ । – [નિ.ચૂ.ઉ. 1, અભિધાન રાજેન્દ્ર કોષ ભા. 7 પૃ .

331]. ચાકુ , તલવારાદિ દ્રવ્યશસ્ત્ર છે અને રાગ–દ્વેષ વગેરે ભાવશસ્ત્ર છે. રાગ–દ્વેષથી આત્મગુણોનો

ઘાત થાય છે , તેથી રાગ–દ્વેષ આત્મા માટે શસ્ત્રરૂપ છે.

પરિજ્ઞા એટલે જ્ઞાન. પરિજ્ઞાના બે પ્રકાર છે– (1) જ્ઞપરિજ્ઞા એટલે જાણવું અને (ર) પ્રત્યાખ્યાન

પરિજ્ઞા અટલે ત્યાગ કરવો. હિંસાના સ્વરૂપને જાણી તેનો ત્યાગ કરવો તે શસ્ત્રપરિજ્ઞાનો સરળ અર્થ છે.

હિંસાના ત્યાગને જ અહિંસા કહેવામાં આવે છે , અહિંસાનો મુખ્ય આધાર છે આત્મા. આત્માનું

જ્ઞાન થયા પછી જ અહિંસામાં શ્રદ્ધા દઢ થાય છે અને અહિંસાનું સમ્યક્ પરિપાલન કરી શકાય છે.

પ્રથમ ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં આત્મસંજ્ઞા–આત્મબોધની ચર્ચા કરતાં કહ્યું છે કે કોઇ માનવને

સ્વયં , તો કોઇને ઉપદેશ શ્રવણથી અથવા શાસ્ત્ર અધ્યયન આદિથી આત્મબોધ થાય છે. આત્મબોધ થયા

પછી આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ થાય છે , ત્યારે તે આત્મવાદી બને છે. આત્મવાદી જ અહિંસાનું

સારી રીતે પાલન કરી શકે છેे. આ પ્રમાણે આત્માના અસ્તિત્વની ચર્ચા કર્યા પછી હિંસા–અહિંસાની

ચર્ચા કરવામાં આવી છે. હિંસાનાં નિમિત્ત કારણોની ચર્ચા , છકાયના જીવોનું સ્વરૂપ , છકાય જીવોની

સિદ્ધિ , હિંસાથી આત્માને થતો પરિતાપ , કર્મબંધ તથા તેનાથી વિરક્ત થવાનો ઉપદેશ આદિ વિષયોનું

જીવંત શબ્દચિત્ર પ્રથમ અધ્યયનના સાત ઉદ્દેશકોમાં જોવા મળે છે.

પરિચય

2 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ

      

      પ્રથમ અધ્યયન–શસ્ત્રપરિજ્ઞા

પહેલો ઉદ્દેશક

આત્મસ્વરૂપનો અબોધ :

सुयं मे आउसं ! तेणं भगवया एवमक्खायंइहमेगेसिं णो

सण्णा भवइ । तं जहापुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि,

दाहिणाओ वा दिसाओ आगओ अहमंसि , पच्चत्थिमाओ वा दिसाओ

आगओ अहमंसि , उत्तराओ वा दिसाओ आगओ अहमंसि , उड्ढाओ

वा दिसाओ आगओ अहमंसि , अहे दिसाओ वा आगओ अहमंसि,

अण्णयरीओ दिसाओ वा अणुदिसाओ वा आगओ अहमंसि।

एवमेगेसिं णो णायं भवइअत्थि मे आया उववाइए , णत्थि मे

आया उववाइए , के अहं आसी , के वा इओ चुओ इह पेच्चा

भविस्सामि ।

શબ્દાર્થ :– सुयं = સાંભળ્યું છે , मे = મેં , आउसं = હે આયુષ્યમાન્ શિષ્ય ! तेणं = તે , भगवया =

ભગવાન મહાવીર સ્વામીએ , एव = આ પ્રમાણે , अक्खायं = કહ્યું છે કે , इहं = આ લોકમાં , एगेसिं =

કોઈ પ્રાણીને , सण्णा = સંજ્ઞા , જ્ઞાન , णो भवइ = હોતું નથી , तं जहा = જેમકે , पुरत्थिमाओ = પૂર્વ,

दिसाओ = દિશામાંથી , वा = અથવા , आगओ अंसि = આવ્યો છું , अहं = હું , दाहिणाओ

दिसाओ = દક્ષિણ દિશામાંથી , पच्चत्थिमाओ दिसाओ = પશ્ચિમ દિશામાંથી , उत्तराओ दिसाओ

= ઉત્તર દિશામાંથી , उड्ढाओ दिसाओ = ઊંચી દિશામાંથી , अहे दिसाओ = નીચી દિશામાંથી,

अण्णयरीओ दिसाओ = કોઈ એક અન્ય દિશામાંથી , अणुदिसाओ = અનુદિશામાંથી , વિદિશામાંથી.

एवं = આ પ્રમાણે , णायं = જ્ઞાન , मे = મારો , आया = આત્મા , उववाइए अत्थि = ભિન્ન

ભિન્ન ગતિમાં ઉત્પન્ન થનારો છે , मे आया = મારો આત્મા , उववाइए णत्थि = ભિન્ન ગતિમાં ઉત્પન્ન

થનારો નથી , अहं = હું , के आसी = કોણ હતો ? इओ चुओ = આ શરીરથી છૂટીને , इह =

સંસારમાં , આ પછી , पेच्चा = બીજા જન્મમાં , के भविस्सामि = શું થઈશ ?

ભાવાર્થ :– હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું છે , તે ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે કે–

આ સંસારમાં કેટલાંક પ્રાણીને જ્ઞાન હોતું નથી કે– હું પૂર્વ દિશામાંથી આવ્યો છું કે દક્ષિણ દિશામાંથી

1

 

 

3

 

 

આવ્યો છું કે પશ્ચિમ દિશામાંથી આવ્યો છું કે ઉત્તર દિશામાંથી આવ્યો છું કે ઊર્ધ્વ દિશામાંથી આવ્યો છું કે

અધો દિશામાંથી આવ્યો છું કે કોઇ અન્ય દિશામાંથી કે વિદિશામાંથી આવ્યો છું ?

કોઇ પ્રાણીને એ જ્ઞાન પણ હોતું નથી કે– મારો આત્મા ઔપપાતિક–જન્મ ધારણ કરનારો છે કે

નહિ ? હું પૂર્વ જન્મમાં કોણ હતો ? હું ક્યાંથી ચ્યવીને અહીં આવ્યો છું ? અને હવે આયુષ્ય પૂર્ણ કરીને

પરલોકમાં ક્યાં જઇશ ?

વિવેચન :

सुयं मे आउसं :- ચૂર્ણિ તથા શીલાંકવૃત્તિમાં आउस ના બે પાઠાંતર છે– आवसंतेणंતથાआमुसंतेणं

ક્રમથી તેનો અર્થ આ પ્રમાણે છે– ભગવાનની સમીપે રહેતાં તથા તેના ચરણોને સ્પર્શતાં , મેં આ સાંભળ્યું

છે. તેનાથી એમ જણાય છે કે સુધર્માસ્વામીએ ભગવાન મહાવીરસ્વામી પાસે સાક્ષાત્ રહીને આ વાણી

સાંભળી છે.

सण्णा :- સંજ્ઞાનો અર્થ છે ચેતના ; ચેતના બે પ્રકારની છે– જ્ઞાનચેતના અને અનુભવચેતના. સંવેદન તે

અનુભવચેતના છે. તે પ્રત્યેક પ્રાણીમાં હોય છે. જ્ઞાનચેતના અર્થાત્ વિશેષબોધ , તે જીવોમાં હીનાધિક અંશે

વિકસિત હોય છે. અનુભવ ચેતનાના 16 પ્રકાર છે , તે આ પ્રમાણે છે– આહાર , ભય , મૈથુન , પરિગ્રહ,

સુખ , દુઃખ , મોહ , વિચિકિત્સા , ક્રોધ , માન , માયા , લોભ , શોક , લોક , ધર્મ તેમજ ઓઘસંજ્ઞા. જ્ઞાન ચેતનાના

પાંચ ભેદ છે– મતિ , શ્રુત , અવધિ , મનઃપર્યવ તથા કેવળજ્ઞાન.

આત્માનું વર્તમાન અસ્તિત્વ તો સર્વજનો સ્વીકારે છે પરંતુ ભૂતકાળ–પૂર્વજન્મ અને ભવિષ્ય–

પુનર્જન્મના અસ્તિત્વમાં સર્વલોકો વિશ્વાસ કરતા નથી. આત્માની ત્રૈ કાલિક સત્તામાં જે વિશ્વાસ રાખે

છે , તે આત્મવાદી છે. આત્મવાદીઓમાં પણ ઘણાને પોતાના પૂર્વજન્મનું સ્મરણ હોતું નથી. સંસારમાં

હું કઇ દિશા અથવા વિદિશામાંથી અહીં આવ્યો છું ? હું પૂર્વજન્મમાં કોણ હતો ? તે યાદ નથી હોતું. તેમજ

ભવિષ્યનું પણ જ્ઞાન હોતું નથી કે હું અહીંથી આયુષ્ય પૂર્ણ કરીને ક્યાં જઇશ ? અને હું શું થઇશ ?

પૂર્વજન્મ અને પુનર્જન્મ સંબંધી જ્ઞાનચેતનાની ચર્ચા આ સૂત્રમાં કરી છે.

दिसाओ :- નિર્યુક્તિકારે 'દિશા ' શબ્દનું વિસ્તારથી વિવેચન કર્યું છે. જે તરફ સૂર્યોદય થાય છે , તે પૂર્વ

દિશા કહેવાય છે. પૂર્વાદિ ચાર દિશાઓ ; ઇશાન , અગ્નિ , નૈૠત્ય તેમજ વાયવ્યકોણ , એ ચાર અનુદિશાઓ

છે તથા તેઓનાં અંતરાલમાં આઠ વિદિશાઓ છે , ઊંચી દિશા અને નીચી દિશા , આ પ્રમાણે 18 દ્રવ્ય

દિશાઓ છે. આગમમાં ઉત્કૃષ્ટ 10 દિશાઓ કહેલ છે. વ્યાખ્યાકારે કહેલ આઠ અંતરાલ વધારાના છે

કારણ કે વિદિશાઓ એક પ્રદેશી છે , જે ચારે ય દિશાઓની વચ્ચે આવેલ છે. તે જ અંતરાલરૂપ છે. બીજા

આઠ અંતરાલ બને તેવી શક્યતા નથી.

18 ભાવદિશાઓ છે , તે આ પ્રમાણે છે– મનુષ્યની 4 દિશાઓ– ( 1) સંમૂર્ચ્છિમ (ર) કર્મભૂમિજ

(3) અકર્મભૂમિજ ( 4) અંતરદ્વીપજ. તિર્યંચની 4 દિશાઓ– ( 1) બેઇન્દ્રિય (ર) તેઇન્દ્રિય ( 3) ચતુરિન્દ્રિય

(4) પંચેન્દ્રિય. સ્થાવર કાયની 4 દિશાઓ– ( 1) પૃથ્વીકાય (ર) અપ્કાય ( 3) તેઉકાય ( 4) વાઉકાય.

શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 1

 

 

4 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ

વનસ્પતિની 4 દિશાઓ– (1) અગ્રબીજ (ર) મૂળબીજ (3) સ્કન્ધબીજ (4) પર્વબીજ. આ 16 તથા દેવ

અને નારકી , આ રીતે 18 ભાવદિશાઓ છે. એ અઢાર ભેદ પણ અપેક્ષાથી એટલે કે સંખ્યા મેળવવાના

લક્ષ્યથી કહેલ છે. શ્રી દશવૈકાલિકસૂત્રમાં વનસ્પતિના છ ભેદનું કથન છે. તેમાં સૂત્રોક્ત ચાર ભેદ સહિત

बीयरूहा અને संमुच्छिमा નું કથન છે. બીજથી ઉત્પન્ન થનારી વનસ્પતિને बीयरूहा અને

સમૂર્ચ્છિમ–સ્વયં ઉત્પન્ન થનારી વનસ્પતિ. તે વનસ્પતિ જ લોકમાં વધારે હોય છે.

આત્મ અસ્તિત્વનો બોધ :

से जं पुण जाणेज्जा सहसम्मइयाए परवागरणेणं अण्णेसिं वा अंतिए सोच्चा,

तं जहापुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि जावअण्णयरीओ दिसाओ

वा अणुदिसाओ वा आगओ अहमंसि ।

एवमेगेसिं जं णायं भवइ अत्थि मे आया उववाइए , जो इमाओ दिसाओ वा

अणुदिसाओ वा अणुसंचरइ , सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ जो आगओ

अणुसंचरइ , सोऽहं । से आयावाई लोयावाई कम्मावाई किरियावाई ।

શબ્દાર્થ :– से = તે પરુષ , = જેને , सहसम्मइयाए = પોતાની બુદ્ધિથી , परवागरणेणं =

તીર્થંકરાદિના ઉપદેશથી , अण्णेसिं = બીજાની , अंतिए = પાસેથી , सोच्चा = સાંભળીને , पुण = ફરી,

जाणेज्जा = જાણી લે છે , तंजहा = જેમકે.

एवं = આ પ્રમાણે , एगेसिं = કોઈ જીવોને , णायं भवइ= જ્ઞાન થાય છે, जं = કે,मे आया= મારો

આત્મા,उववाइए= વિવિધ ગતિમાં ભ્રમણ કરનાર, अत्थि = છે,जो= જે આત્મા, इमाओ = આ,अणुसंचरइ

= સંસારમાં પરિભ્રમણ કરે છે , सव्वाओ दिसाओ = સર્વદિશાઓમાંથી , सव्वाओ अणुदिसाओ = સર્વ

અનુદિશાઓમાંથી,जो = જે , आगओ= આવીને,अणुसंचरइ= પરિભ્રમણ કરે છે, सोऽहं = તે આત્મા હું છું,

आयावाई = આત્મવાદી , लोयावाई = લોકવાદી , कम्मावाई = કર્મવાદી , किरियावाई = ક્રિયાવાદી છે.

ભાવાર્થ :– કોઇ પ્રાણી પોતાની સ્વમતિ એટલે કે પૂર્વજન્મના સ્મરણથી અથવા તીર્થંકરાદિ પ્રત્યક્ષ

જ્ઞાનીઓનાં વચનથી અથવા અન્ય વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓની પાસેથી ઉપદેશ સાંભળીને જાણી લે છે કે–

હું પૂર્વ દિશામાંથી આવ્યો છું યાવત્ અન્ય કોઇ દિશાઓમાંથી અથવા તો વિદિશાઓમાંથી આવ્યો છું.

કોઇ વ્યક્તિને એવું જાણપણું થાય છે કે– ભવાન્તરમાં મારો આત્મા પરિભ્રમણ કરનારો છે ,

દિશાઓ અને અનુદિશાઓમાં કર્માનુસાર જે પરિભ્રમણ કરે છે , ગમનાગમન કરે છે તે હું છું , આત્મા છું.

ગમનાગમન કરનારા નિત્ય પરિણામી આત્માને જે જાણી લે છે તે આત્મવાદી , લોકવાદી,

કર્મવાદી તેમજ ક્રિયાવાદી છે.

2

 

 

5

 

 

વિવેચન :

આ સૂત્રોમાં ચર્મચક્ષુથી પરોક્ષ એવા આત્મતત્ત્વને જાણવાનાં ત્રણ સાધન કહ્યાં છે– (1) સ્વમતિ–

પૂર્વજન્મનાં સ્મરણરૂપ જાતિસ્મરણજ્ઞાન તથા અવધિજ્ઞાનાદિ વિશિષ્ટજ્ઞાન થવાથી. (ર) તીર્થંકરના

ઉપદેશથી–તીર્થંકર , કેવળી આદિનાં પ્રવચન સાંભળીને. (3) વિશિષ્ટ જ્ઞાનીના ઉપદેશથી– તીર્થંકરોનાં

પ્રવચનાનુસાર ઉપદેશ આપનાર વિશિષ્ટ જ્ઞાની પાસેથી ઉપદેશાદિ સાંભળીને.

આ દર્શાવેલાં કારણોમાંથી કોઇપણ કારણથી પૂર્વજન્મ સંબંધી જ્ઞાન થઇ શકે છે. પૂર્વાદિ દિશાઓમાં

જે ગમનાગમન કરે છે , તે આત્મા 'હું ' જ છું. તેવો નિશ્ચય થઇ જાય છે.

પહેલા સૂત્રમાં के अहं आसी ? હું કોણ હતો ? એ પદ આત્મવિષયક જિજ્ઞાસાની જાગૃતિનું

સૂચક છે. બીજા સૂત્રમાં सोऽहं 'તે હું છું. ' આ પદ જિજ્ઞાસાનું સમાધાન છે , આમાં આત્મવાદી શ્રદ્ધાનો

સ્વીકાર છે. કોઇ વિદ્વાન આગમમાં આવેલા सोऽहं પદની , ઉપનિષદોના सोऽहं પદ સાથે તુલના કરે છે

પરંતુ વિચાર કરતાં આ બંને શબ્દોમાં શાબ્દિક સમાનતા હોવા છતાં પ્રાસંગિક દષ્ટિએ અર્થમાં ભિન્નતા છે.

પ્રસ્તુત પ્રસંગમાં જે सोऽहं શબ્દ છે તે ભવાન્તરમાં ભ્રમણ કરનાર આત્માની પ્રતીતિ કરાવે છેे. જ્યારે

ઉપનિષદમાંसोऽहंશબ્દ છે તે આત્મા અને પરમાત્માની સમાન અનુભૂતિ માટે છે. જેમ કે–सोहमस्सि,

एवाहमस्सि –[ છા. ઉપનિષદ 4/11/1 આદિ]. મનુષ્ય આત્મવાદી ત્યારે જ કહેવાય કે જ્યારે તેને

પરિણામી તેમજ શાશ્વત એવા આત્મામાં વિશ્વાસ હોય.

આત્માને માનનારા આત્મવાદીઓ લોકનો પણ સ્વીકાર કરે છે કારણ કે આત્માનું પરિભ્રમણ

ત્રણે લોકમાં થાય છે. આત્માનું પરિભ્રમણ લોકમાં કર્મના કારણે થાય છે તેથી લોકને માનનારા કર્મને પણ

માનશે. કર્મબંધનું કારણ છે ક્રિયા અર્થાત્ શુભાશુભ યોગોની પ્રવૃત્તિ. આ રીતે આત્માનું સમ્યક્ પરિજ્ઞાન

થઇ જવાથી લોકનું , કર્મનું , ક્રિયાનું પરિજ્ઞાન પણ થઇ જાય છે તેથી તે આત્મવાદી , લોકવાદી , કર્મવાદી

અને ક્રિયાવાદી પણ છે. આ પ્રમાણે આત્મા , લોક , કર્મ અને ક્રિયાનાં સ્વરૂપને અને આત્મા તથા લોકના

અસ્તિત્વને સમજીને , સ્વીકાર કરનારા જ વાસ્તવમાં આત્મવાદી , આત્મવેત્તા , આત્મસ્વીકારકર્તા અને

સમ્યગ્દષ્ટિ છે. આત્મબોધ થયા પછી જ અહિંસા કે સંયમની સાધના થઇ શકે છે. અહિંસાનો આધાર

આત્મા છે. અહિંસાની પૃષ્ઠભૂમિના રૂપે આ સૂત્રમાં આત્માનું વર્ણન કર્યું છે.

કર્મજનક સત્યાવીસ ક્રિયાઓ :

अकरिस्सं हं , कारवेसुं हं , करओ यावि समणुण्णे भविस्सामि ।

एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति ।

શબ્દાર્થ :– हं = હું , મેં , अकरिस्सं = કર્યું , कारवेसुं = કરાવું છું , करओ = કરતાને , यावि = પણ,

समणुण्ण = અનુમોદના ,भविस्सामि = કરીશ , एयावंति= એટલા જ,सव्वावंति= સંપૂર્ણ,लोगंसि

= લોકમાં , कम्मसमारंभा = કર્મસમારંભ , परिजाणियव्वा = જાણવા યોગ્ય , भवंति = હોય છે.

3

 

 

શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 1

 

 

6 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ

ભાવાર્થ :– આત્મવાદી મનુષ્ય એ જાણે છે કે– મેં ક્રિયા કરી હતી , હું ક્રિયા કરાવું છું , હું ક્રિયા કરનારને

અનુમોદન કરીશ. આ સર્વ કર્મ સમારંભ લોકમાં જાણવા યોગ્ય છે.

વિવેચન :

આ સૂત્રમાં ક્રિયાના ભેદ–પ્રભેદોનું દિગ્દર્શન કરાવ્યું છે. ક્રિયા કર્મબંધનું કારણ છે. આત્મા કર્મના

કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે તેથી સંસાર ભ્રમણથી મુક્ત થવા માટે ક્રિયાનું સ્વરૂપ જાણવું અને તેનો

ત્યાગ કરવો , એ અત્યંત જરૂરી છે. 'મેં ક્રિયા કરી હતી ', આ પદમાં ભૂતકાળના નવ ભેદોને સંગ્રહિત કર્યા

છે. તે આ પ્રમાણે– મેં ક્રિયા કરી હતી , ક્રિયા કરાવી હતી , ક્રિયા કરનારને અનુમોદન કર્યું હતું. આ ત્રણે

ક્રિયા મનથી , વચનથી , કાયાથી થાય , તેથી પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદો , 3×3 = 9 , એમ કુલ નવ ભેદો

થયા. આ જ રીતે વર્તમાનકાળમાં હું મનથી કરું છું , હું મનથી કરાવું છું , હું મનથી કરનારની અનુમોદના

કરું છું. આ રીતે મનના 3 , વચનના 3 , કાયાના 3 = 9 ભેદ થાય. ભવિષ્યકાળ સંબંધી પણ આ જ પ્રમાણે

નવ ભેદ થાય. જેમ કે હું મનથી ક્રિયા કરીશ , હું મનથી ક્રિયા કરાવીશ , હું મનથી ક્રિયા કરનારની

અનુમોદના કરીશ. મનની જેમ જ વચન અને કાયાના ત્રણ–ત્રણ ભેદો થતાં નવ ભેદો બને છે. સર્વ

મળીને ભૂતકાળ , વર્તમાનકાળ અને ભવિષ્યકાળના 27 વિકલ્પો થાય છે. આ 27 ભેદો જ હિંસાનાં

નિમિત્ત છે. તેને સારી રીતે જાણી લેવાથી , ક્રિયાનું સ્વરૂપ જાણી લેવાય છે.

ક્રિયાનું સ્વરૂપ જાણી લીધા પછી જ તેનો ત્યાગ કરી શકાય છે. ક્રિયા એ સંસારનું કારણ છે અને

અક્રિયા એ મોક્ષનું કારણ છે. अकिरिया सिद्धि ( ભગ.શ.ર ઉ.પ.) આ આગમ વચનનો ભાવ એ છે કે

ક્રિયા–આશ્રવનો નિરોધ થાય તો જ મોક્ષ થાય.

ક્રિયાઓનું પરિણામ અને તેનાં કારણો :

अपरिण्णायकम्मे खलु अयं पुरिसे , जो इमाओ दिसाओ वा अणुदिसाओ वा

अणुसंचरइ , सव्वाओ दिसाओ सव्वाओ अणुदिसाओ साहेइ , अणेगरूवाओ

जोणीओ संधेइ , विरूवरूवे फासे पडिसंवेदेइ ।

શબ્દાર્થ :– अपरिण्णायकम्मे = કર્મોનાં રહસ્યને જાણતા નથી , અપરિજ્ઞાત કર્મા, खलु = નિશ્ચયથી,

अयं = આ,पुरिसे= જીવ, साहेइ = કરેલાં કર્મો સાથે જાય છે , સાધે છે , ભરે છે, अणेगरूवाओ = અનેક

પ્રકારની , जोणीओ संधेइ(संधावइ ) = યોનિઓને પ્રાપ્ત કરે છે , યોનિઓમાં ભટકે છે , विरूवरूवे =

વિવિધ પ્રકારના , फासे = સ્પર્શોને , કષ્ટોને , દુઃખોને , पडिसंवेदेइ = અનુભવ કરે છે , ભોગવે છે.

ભાવાર્થ :– જે વ્યક્તિ કર્મના રહસ્યને જાણતા નથી અથવા ક્રિયાના સ્વરૂપથી અજાણ છે તેઓ તેનો

ત્યાગ કરી શકતા નથી અને તેથી જ તેઓ દિશાઓ અથવા અનુદિશાઓમાં પરિભ્રમણ કરે છે. પોતાનાં

કરેલાં કર્મો અનુસાર સર્વ પ્રાણીઓ દિશાઓ–અનુદિશાઓમાં જાય છે. સર્વ દિશાઓને જન્મમરણથી

4

 

 

7

 

 

પૂર્ણ કરે છે. તેઓ અનેક પ્રકારની જીવાયોનિને પ્રાપ્ત કરે છે અને ત્યાં અનેક પ્રકારના સ્પર્શોનો અર્થાત્

સુખ–દુઃખનો અનુભવ કરે છે.

तत्थ खलु भगवया परिण्णा पवेइयाइमस्स चेव जीवियस्स,

परिवंदणमाणण–पूयणाए , जाइ–मरण–मोयणाए , दुक्खपडिघाय हेउं ।

एयावंति सव्वावंति लोगंसि कम्मसमारंभा परिजाणियव्वा भवंति ।

શબ્દાર્થ :– तत्थ = અહીં , આ વિષયમાં , भगवया = ભગવાને , खलु = આ અવયવ છે , परिण्णा

पवेइया = બોધ આપેલ છે, इमस्स = આ, जीवियस्स = જીવન માટે, चेव = અને,परिवंदणमाणणपूयणाए

= પ્રશંસા , માન , પૂજા , પ્રતિષ્ઠા માટે,जाइमरण–मोयणाए= જન્મ મરણથી છૂટવા માટે,दुक्खपडिघाय

हेउं = દુઃખોનો નાશ કરવા માટે, एयावंति = એટલા , આ પ્રકારના,सव्वावंति= બધા , સંપૂર્ણ, लोगंसि =

લોકમાં,कम्मसमारंभा= કર્મસમારંભ , ક્રિયાઓ, परिजाणियव्वा भवंति = જાણવા યોગ્ય છે , જ્ઞ પરિજ્ઞાથી

જાણવા યોગ્ય છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવા યોગ્ય છે.

ભાવાર્થ :– (કર્મબંધનાં કારણોના વિષયમાં) ભગવાને પરિજ્ઞા–વિવેકનો ઉપદેશ આપ્યો છે. માનવ

આ આઠ કારણે હિંસા કરે છે– પોતાના વર્તમાન જીવન માટે , પ્રશંસા કે યશ માટે , સમ્માનની પ્રાપ્તિ માટે,

પૂજાને માટે , જન્મ મરણથી મુક્તિ મેળવવા માટે અર્થાત્ ધર્મ માટે , દુઃખોના પ્રતિકાર માટે અર્થાત્ રોગ,

આતંક–અસાધારણ બીમારી , ઉપદ્રવાદિ દૂર કરવા માટે. લોકમાં આ સર્વ કર્મ સમારંભ–હિંસાનાં કારણો

જાણવા યોગ્ય છે અને ત્યાગવા યોગ્ય છે.

વિવેચન :

फासा :- 'સ્પર્શ ' શબ્દ આગમમાં અનેક અર્થોમાં આવેલો છે. સામાન્ય રીતે ત્વચા–ઇન્દ્રિયગ્રાહ્ય સુખ,

દુઃખાત્મક સંવેદનને સ્પર્શ કહે છે પરંતુ પ્રસંગાનુસાર 'સ્પર્શ ' શબ્દના અન્ય ભાવો પણ આગમમાં સૂચિત

કર્યા છે. જેમ કે– एते भो कसिणा फासा –[ સૂત્રકૃતાંગ. 1/3/1]. અહીં સ્પર્શનો અર્થ પરીષહ કર્યો

છે. આચારાંગ સૂત્રમાં અનેક અર્થોમાં તેનો પ્રયોગ છે. જેમ કે– ઇન્દ્રિયસુખ[અધ્ય.પ,ઉ.4] , ગાઢ

પ્રહારાદિથી ઉત્પન્ન થયેલી પીડા [અધ્ય.6 , ઉ.1 ] , ઉપતાપ એટલે કે દુઃખ વિશેષ [અધ્ય.8 , ઉ.ર. ].

અન્ય સૂત્રોમાં પણ 'સ્પર્શ ' શબ્દના ભિન્ન–ભિન્ન અર્થ પ્રસંગાનુસાર કહ્યા છે , જેમ કે– પરસ્પરનું

સંઘટ્ટન– (બૃહત્કલ્પ 1/3). સંપર્ક–સંબંધ (સૂત્રકૃતાંગ 1/પ/1). સ્પર્શના–આરાધના (બૃહત્કલ્પ 1/ર).

સ્પર્શન– અનુપાલન કરવું (ભગવતી સૂત્ર શતક. 15 , ઉ.7).

परिण्णा :- પરિજ્ઞા બે પ્રકારની છે– (1) 'જ્ઞ ' પરિજ્ઞા– વસ્તુનું જ્ઞાન કરવું–સાવદ્યક્રિયાથી કર્મબંધ થાય છે

એમ જાણવું. (ર) પ્રત્યાખ્યાન પરિજ્ઞા– બંધના કારણોનો અર્થાત્ સાવદ્યયોગનો ત્યાગ કરવો. तत्र

ज्ञपरिज्ञयासावद्य व्यापारेण बंधो भवतीत्येयं भगवता परिज्ञा प्रवेदिता । प्रत्याख्यान परिज्ञया

च–सावद्ययोगा बंधहेतवः प्रत्याख्येया इत्येवंरूपा चेति । – [આચારાંગશીલાંક ટીકા પૃ.23].

5

 

 

શસ્ત્ર પરિજ્ઞા અધ્ય–1 , ઉ : 1

 

 

8 શ્રી આચારાંગ સૂત્ર–પ્રથમ શ્રુતસ્કંધ

હિંસા કરવાનાં કારણ :– સૂત્રમાં હિંસા કરવાનાં કારણો બતાવ્યા છે , ટીકામાં તે જ કારણોના આઠ પ્રકાર

કરીને તેનું વિવેચન કર્યું છે. સાર સ્વરૂપે જોતા મુખ્ય ચાર કારણો જણાય છે , તે આ પ્રમાણે છે– (1) ઐહિક

જીવન માટે (ર) માન સન્માન માટે (3) જન્મ મરણથી મુક્ત થવા માટે એટલે ધર્મક્રિયા માટે,

(4) રોગાતંક , આપત્તિ આદિને દૂર કરવા માટે. આ ચારમાં પ્રશંસા , સન્માન , પૂજા આ ત્રણને જુદા

ગણવાથી અને જન્મ નિમિત્તે , મરણ નિમિત્તે તથા મુક્તિ માટે આ ત્રણને જુદા ગણવાથી ચારના આઠ ભેદ

થાય છે.

परिवंदणमाणणपूयणाए :– ટીકા–परिवंदनं संस्तवः प्रशंसातदर्थमाचेष्टते । माननं–अभ्युत्थान,

आसनदान , अंजलि प्रग्रहादि रूपं तदर्था वा चेष्टमानः । पूजनं–पूजा द्रविण वस्त्र अन्न्पान

सत्कार प्रणाम सेवा विशेषरूपं तदर्थं प्रवर्तमानम् । પરિવંદનમાં પ્રશંસા સ્તુતિનું ગ્રહણ થાય

છે. ' माणण ' માં ઊઠવું , આસન દેવું , પ્રણામ કરવા વગેરે માન સન્માનનું ગ્રહણ થાય છે. पूयणं માં વસ્ત્ર,

આહાર વગેરે પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.

આત્મબોધનો ઉપસંહાર :

जस्सेते लोगंसि कम्मसमारंभा परिण्णाया भवंति , से हु मुणी

परिण्णायकम्मे। त्ति बेमि ।

॥ पढमो उद्देसो समत्तो ॥

શબ્દાર્થ :– जस्स = જેને , एते = , कम्मसमारंभा = સાવદ્યક્રિયાઓનાં સ્થાન , કારણો,

परिण्णाया भवंति= જાણી લીધા છે અને છોડી દીધા છે, हु = નિશ્ચયથી,मुणी= મુનિ,परिण्णायकम्मे

= કર્મના રહસ્યને જાણનાર છે , વાસ્તવમાં જ્ઞાતા છે , પરિજ્ઞાતકર્મા છે , त्ति बेमि = એમ હું કહું છું.

ભાવાર્થ :– લોકમાં જે આ કર્મસમારંભ–હિંસાનાં કારણો છે , તેને જે જાણી લે છે અને ત્યાગી દે છે , તે

       જ પરિજ્ઞાતકર્મા મુનિ હોય છે.

–એમ હું કહું છું અર્થાત્ ભગવાને આ પ્રમાણે કહ્યું છે.

।। પ્રથમ ઉદ્દેશક સમાપ્ત ।।

વિવેચન :

परिज्ञातकर्मा :– परिज्ञातानि ज्ञपरिज्ञया स्वरूपतोऽवगतानि प्रत्याख्यानपरिज्ञया

परिहृतानि कर्माणि येन परिज्ञातकर्मा । [ સ્થાનાંગ વૃત્તિ 3–3. અભિ.રા. ભા. પ પૃ.622]

જ્ઞ પરિજ્ઞાથી પદાર્થના સ્વરૂપને જાણવું , સમજવું અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હિંસાદિ પ્રવૃત્તિઓનો ત્યાગ

કરવો , આવું આચરણ કરનાર મુનિ વાસ્તવમાં પરિજ્ઞાતકર્મા છે.

त्ति बेमि(इति ब्रवीमि ) :- એમ હું કહું છું. સુધર્મા સ્વામી જંબૂ સ્વામીને કહે છે , જેમ મેં ભગવાન

6

 

 

9