This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
(1) જેમ સર્પ પોતાની કાંચળીને અનાસક્ત ભાવે છોડી દે છે, તેમ સાધુ પણ પૂર્વ સંયોગોના, રાગાદિ બંધનોનો ત્યાગ કરે છે. (ર) સાધુ મહા સમુદ્ર સમાન સંસાર સાગરને શાસ્ત્રોક્ત ઉપાય દ્વારા તરી જાય છે.
કર્મ બંધનથી મુક્ત થવાના, કર્માશ્રવ રૂપ વિશાળ જળ પ્રવાહને રોકવાના ઉપાયો ક્રમશઃ આ પ્રમાણે છે– (1) સાધુ શાસ્ત્રોક્ત ઉપાયોના આધારે જ પ્રવૃત્તિ કરે, (ર) સંસાર સમુદ્રના સ્વરૂપને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે, (3) કર્મબંધનના કારણો અને બંધન મુક્તિના ઉપાયોને યથાર્થ રૂપે જાણીને મુક્તિ માટે યથાતથ્ય પ્રયોગ કરે, (4) ઇહલૌકિક, પારલૌકિક સર્વ આશંસા, આકાંક્ષા કે સ્પૃહાથી રહિત થઈ અપ્રતિબદ્ધપણે વિચરે.
दुहसेज्जं :– દુઃખ શય્યા. શ્રી ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારની દુઃખ શય્યાનું નિરૂપણ છે.
સાધુ જીવનના સ્વીકાર પછી કોઈપણ નિમિત્તથી મનમાં અસાધુતાના ભાવોનો પ્રવેશ થઈ જાય, મન વિચલિત થઈ જાય, તો સાધુને માટે સંયમ દુઃખના સ્થાનરૂપ–દુઃખ શય્યારૂપ બની જાય છે. તેના ચાર પ્રકાર છે. (1) પ્રવચન પ્રતિ અશ્રદ્ધા, (ર) પરલાભની સ્પૃહા, (3) કામભોગની આશંસા, (4) શરીર શુશ્રૂષાની ઇચ્છા. આ ચારે કારણોથી સંયમ દુઃખ રૂપ બની જાય છે.
તેથી સાધક શાસ્ત્રોક્ત ઉપાયો દ્વારા ઉપરોક્ત ચારે કારણોનો ત્યાગ કરીને દુઃખ શય્યાથી મુક્ત થાય છે અર્થાત્ સાધક દુઃખમય નરકાદિ ભવોથી અથવા દુઃખમય સંસાર પરિભ્રમણ રૂપ પ્રપંચોથી મુક્ત થાય છે.
परिण्णा समयम्मि वट्टइ :– સાધુ પરિજ્ઞા રૂપ શાસ્ત્રોક્ત કથન અનુસાર પ્રવૃત્તિ કરે. સંસારના સ્વરૂપને જ્ઞ પરિજ્ઞાથી યથાર્થ રૂપે જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરે.
આ રીતે સમ્યગ્ જ્ઞાન અને સત્ક્રિયાના સમન્વયથી સાધકની સાધના દઢતમ થાય છે.
उवरय मेहुणे :– મૈથુન ક્રિયાથી સર્વથા ઉપરત થાય, ચોથા મહાવ્રતનું યથાર્થપણે પાલન કરે. આ કથનથી ઉપલક્ષણથી શેષ સર્વ મહાવ્રતનું કથન થઈ જાય છે.
संसार महासमुद्दं :– સંસાર મહાસમુદ્રની સમાન દુસ્તર છે. સમુદ્રમાં નદીઓનો પ્રવાહ આવતો રહે છે, તેમ સંસાર સમુદ્રમાં કર્મરૂપ જલનો પ્રવાહ સતત આવે છે.
ભુજાઓથી મહાસમુદ્રને પાર કરવો કઠિન છે, તેમ સંસાર સમુદ્રને પાર કરવો દુસ્તર છે. જે ઉપાયથી સંસાર પાર કરી શકાય છે તેને જાણીને તે ઉપાય અનુસાર અનુષ્ઠાન કરે છે, તે પંડિત મુનિ છે.
તે સંસાર સમુદ્રના પ્રવાહનો અંત કરે છે. તે સંસાર સમુદ્રને તરી જાય છે.
जहा य बद्धं :– મનુષ્યો(જીવો) સંસારમાં ક્યા કારણોથી બંધાય છે ? તેને યથાર્થરૂપે જાણે અર્થાત્ જીવ મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ, આ આશ્રવના કારણોથી કર્મ બાંધે છે, તેનું યથાર્થ જ્ઞાન કરે.
जहा य विमोक्ख :– જે ઉપાયો દ્વારા કર્મબંધનથી બંધાયેલા જીવોનો વિમોક્ષ થાય છે, તે ઉપાયોને જાણે. પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રત, તપ, સંયમ, સમ્યગ્દર્શનાદિ ઉપાયો દ્વારા જીવ મુક્ત થાય છે.
અધ્યયન–16
352 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ अंतकडे :– તે બંધ અને મોક્ષના સમ્યક ઉપાયો જાણીને, તદનુસાર આચરણ કરીને, મુનિ કર્મોનો અંત કરે છે.
कलंकलीभाव पवंच विमुच्चइ :– संसारगर्भादिपर्यटनाद्विमुच्यते । સંસાર પરિભ્રમણમાં એક જન્મથી બીજા જન્મમાં, એક ગર્ભથી બીજા ગર્ભમાં, એક શરીરથી બીજા શરીરમાં; આ પ્રકારના ભવ પ્રપંચથી અથવા સ્ત્રી, પુત્ર, પરિવારાદિ રૂપ પ્રપંચોથી એટલે કે જન્મ–મરણની પરંપરાથી સર્વથા મુક્ત થાય છે.
।। સોળમું અધ્યયન સંપૂર્ણ ।। ।। આચારાંગ સૂત્ર – બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ ।। ।। આચારાંગ સૂત્ર સંપૂર્ણ ।। 卐 353
પરિશિષ્ટ–1 :–
ત્રિપદી ચિંતન |
ઉપ્પન્નેઈવા, વિગમેઈવા, ધુવેઈવા |
બીજમાં વટવૃક્ષ તિરોહિત હોય છે, અરણીના લાકડામાં અગ્નિકણ અને અગ્નિકણમાં તેજસ્વી–
જાજ્વલ્યમાન અગ્નિ છૂપાયેલો હોય છે, તેમ ત્રિપદીના ત્રણ પદોમાં જૈનાગમોના સર્વ ભાવો અને દ્વાદશાંગીના સમસ્ત રહસ્યો ગોપાયેલા છે.
બીજ જમીનમાં ધરબાય, પાણીનો સંયોગ પામે ત્યારે વૃક્ષ, અરણીનું લાકડું ઘસાય ત્યારે અગ્નિકણ પ્રગટ થાય છે અને વાયુનો સંયોગ મળતાં અગ્નિકણ તેજસ્વી–જાજ્વલ્યમાન અગ્નિનું સ્વરૂપ ધારણ કરે છે, તેમ તીર્થંકર પરમાત્માના શ્રીમુખે ત્રિપદીનું શ્રવણ થતાં ગણધર ભગવંતોના હૃદયમાં ચૌદપૂર્વ સંયુક્ત દ્વાદશાંગીનું પૂર્ણશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે.
ઘટના એમ ઘટે છે કે તીર્થંકર પરમાત્મા સંયમ સ્વીકાર પછી સાધના–આરાધનાના પરિપાક રૂપે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓને પૂર્વના ત્રીજા ભવમાં બાંધેલા તીર્થંકર નામકર્મનો ઉદય થાય છે અને તેઓ તીર્થ પ્રવર્તાવવા ઉદ્યમવંત બને છે. કેવળજ્ઞાનને પ્રાપ્ત તીર્થંકર પ્રભુ સૌ પ્રથમ શ્રમણધર્મ અને શ્રાવક ધર્મને સમજાવતી, સંસાર સાગર પાર કરાવનારી, ભવજલતારિણી, દુઃખ મુક્તિદાયિની, શિવ–સુખ–સિદ્ધિ દાયિની, છકાય જીવ રક્ષક, અહિંસા પ્રધાન દેશના(પ્રથમ ઉપદેશ) આપે છે. તે દેશનાના શ્રવણથી પરિષદ(સભા)માં ઉપસ્થિત કેટલાક ભવ્ય જીવો(નર–નારીઓ) પરમાત્મા પાસે સાધુવ્રત–
મહાવ્રત અંગીકાર કરી, સર્વવિરતિ સંયમી જીવનનો સ્વીકાર કરે છે અને કેટલાક ભવ્ય જીવો(નર–નારીઓ વગેરે) શ્રાવકવ્રત–અણુવ્રત ધારણ કરી, દેશવિરતિ સંયમ જીવનનો સ્વીકાર કરે છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના થાય છે.
નૂતન દીક્ષિત શ્રમણોમાં પૂર્વભવની સાધનાના બળે ગણધર બનાવા યોગ્ય, પુણ્યનો બંધ કરીને આવેલા અર્થાત્ ગણધર પદને યોગ્ય સાધુઓને તત્ત્વજ્ઞાન શીખવવા ભગવાન उप्पन्ने इ वा, विगमे इ वा, धुवे इ वा આ ત્રિપદી(ત્રણ પદ) આપે છે. આ ત્રણ પદ સાંભળતા જ જેને–જેને ચૌદ પૂર્વ સહિત દ્વાદશાંગીનું જ્ઞાન લઈ જાય છે અને મુહૂર્ત માત્રમાં દ્વાદશાંગીની રચના કરે છે, તેઓને ભગવાન ગણધર પદ ઉપર સ્થાપિત કરે છે.
જેમ આમ્રવૃક્ષ ઉપર આરૂઢ વ્યક્તિ નીચે રહેલા સ્વજનો માટે મીઠાં–મધુરા પાકાં ફળોની ઉપરથી વૃષ્ટિ કરે અને નીચે રહેલા બે–પાંચ સ્વજનો પોતાના હાથમાં રહેલા વસ્ત્રમાં તે ફળોને ઝીલે છે અને પછી તેને સાફ કરી, સમારીને પોતાના સર્વ સ્વજનોને પ્રેમપૂર્વક ખાવા આપે છે અને પોતે પણ ખાય છે, તેમ કેવળજ્ઞાન રૂપી કલ્પવૃક્ષ ઉપર સ્થિર તીર્થંકરો ભવ્યજનોના ઉપકાર માટે અનુત્તર એવા અર્થને વરસાવે છે તેને ગણધરો બુદ્ધિરૂપી વસ્ત્રમાં ઝીલી સૂત્ર(દ્વાદશાંગી) રૂપે ગૂંથીને પોતાનો તેમજ અન્યનો ઉપકાર કરે છે. अत्थं भासइ अरहा सुत्तं गुंथइ गणहरा । તીર્થંકરો અર્થરૂપ આગમનું કથન કરે છે, ગણધરો સૂત્ર રૂપ આગમની રચના કરે છે.
પરિશિષ્ટ–1 : ત્રિપદી ચિંતન 354 શ્રી આચારાંગ સૂત્ર આ રીતે દ્વાદશાંગીનું મૂળ ત્રિપદી છે, તેથી તે માતૃકાપદ પણ કહેવાય છે. उप्पने इ वा એટલે વસ્તુ ઉત્પન્ન થાય છે, विगमे इ वा એટલે વસ્તુ નાશ પામે છે, धुवे इ वा એટલે વસ્તુ ધ્રુવ, શાશ્વત છે.
પ્રત્યેક વસ્તુ–પ્રત્યેક પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે અને પર્યાયની–અવસ્થાની અપેક્ષાએ અનિત્ય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. આ રીતે સર્વ દ્રવ્ય નિત્ય–અનિત્ય સ્વભાવ ધરાવે છે. उत्पाद व्यय ध्रौव्य युक्तं सत् ।– તત્ત્વાર્થ સૂત્ર. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત હોય તે સત્ છે. यत्सत् तत्द्रव्यम् જે સત્ છે તે દ્રવ્ય કહેવાય છે. से णिच्चणिच्चेहि समिक्ख पण्णे……………સૂયગડાંગ સૂત્ર–6/4.
દરેક પદાર્થ નિત્યાનિત્ય સ્વભાવવાળા છે.
સમુદ્રમાં મોજા ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, પરંતુ પાણી તેનું તે જ રહે છે. માટીમાંથી ઘડો બનાવવામાં આવે ત્યારે ઘડાની ઉત્પત્તિ થાય છે, ઘડો ફૂટી જાય ત્યારે ઘડાનો નાશ થાય છે, પરંતુ આ બંને અવસ્થામાં માટી કાયમ ટકી રહે છે. સોનામાંથી કંકણ ઘડવામાં આવે ત્યારે કંકણની ઉત્પત્તિ થાય છે, કંકણમાંથી કુંડળ બનાવવામાં આવે ત્યારે કંકણનો નાશ થાય છે, પણ સોનું કાયમ રહે છે. બાલ્યાવસ્થા વ્યતીત થાય અને યુવાવસ્થાનો પ્રારંભ થાય છે, પરંતુ વ્યક્તિ તેની તે જ રહે છે. મનુષ્ય રૂપે જન્મ થાય એટલે મનુષ્ય પર્યાયની ઉત્પત્તિ થાય છે, મનુષ્યનું આયુષ્ય પૂર્ણ થાય, ત્યારે મનુષ્ય પર્યાયનો નાશ થાય છે, જીવ કાયમ રહે છે, તે જીવ ધ્રુવ છે. આ રીતે પ્રત્યેક પદાર્થની અવસ્થાઓ, પર્યાયો ક્ષણે–ક્ષણે પલટાતી રહે છે. પર્યાયો અનિત્ય છે, તેમાં પરિવર્તન થતું જ રહે છે. આ રીતે જગતના તમામેતમામ પદાર્થો, લોકના સર્વ દ્રવ્યો ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપ ત્રિપદીમાં સમાવિષ્ટ થઈ જાય છે, બીજી બાજુ અધ્યાત્મ જગતના સર્વ રહસ્યો પણ ત્રિપદીમાં સમાવિષ્ટ છે.
પોતાના નિજ આત્મ દ્રવ્ય તરફ દષ્ટિ કરવામાં આવે તો તે નિત્ય, ધ્રુવ, શાશ્વત છે. આત્મ દ્રવ્ય પોતે પોતાના નિજ સ્વભાવમાં કાયમ માટે સ્થિત જ છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જવું, તે જ અધ્યાત્મ છે. દ્રવ્ય દષ્ટિ કેળવવાથી આત્મ રમણતા થાય છે.
આત્માની વૈભાવિક પરિસ્થિતિઓ(અવસ્થાઓ) ઉત્પાદ, વ્યયના સ્વભાવવાળી છે. મોહજન્ય સર્વ વિકારો–રાગ, આસક્તિ, દ્વેષાદિ, ભાવોમાં ઉત્પદ–વ્યય થયા કરે છે. વિચાર, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે રાગાદિ ભાવો ઉત્પન્ન થાય ત્યારે પર્યાય દષ્ટિએ જોવાથી સમજાય જાય છે કે આ તેની પરિવર્તન સ્વભાવવાળી અવસ્થા છે, પર્યાય છે. જે પર્યાય ઉત્પન્ન થઈ છે, તે નાશનો સ્વભાવ લઈને જ ઉત્પન્ન થઈ છે, તેમ પર્યાય દષ્ટિથી તેની અનિત્યતા સમજાય છે અને તેની અનિત્યતા સમજાતાં જ રાગ કે દ્વેષ રૂપ વિભાવ શમી જાય છે અને આત્મા સમભાવમાં સ્થિત થઈ જાય છે.
આ રીતે જૈન દર્શન સંગત બાહ્ય જગતના સર્વ પદાર્થો અને આત્મિક જગતના, આધ્યાત્મિકતાના સર્વ રહસ્યો, સર્વ સિદ્ધાંતો ત્રિપદીમાં ગર્ભિત છે.
શ્રી આચારાંગ સૂત્રના આ બીજા શ્રુતસ્કંધનું, પંદરમું અધ્યયન ભગવાન મહાવીર સ્વામીનો જીવન પરિચય કરાવે છે. તેમાં પરમાત્માનો દીક્ષા મહોત્સવ, સાધના, કૈવલ્ય પ્રાપ્તિનું વર્ણન છે. કૈવલ્ય પ્રાપ્તિ પછી પ્રથમ દેશનામાં પાંચ મહાવ્રત અને તેની પચ્ચીસ ભાવનાઓના વર્ણન સાથે અધ્યયન સમાપ્ત થઈ જાય છે. તેમાં ચતુર્વિધ સંઘની સ્થાપના, ગૌતમાદિ ગણધરને ગણધર પદની પ્રાપ્તિ આદિનું વર્ણન નથી. અન્ય આગમોમાં પણ ત્રિપદીનો ઉલ્લેખ નથી, પરંતુ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત ‘ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત મહાકાવ્ય˜, ઉપાધ્યાય શ્રી વિનયવિજયગણિ વિરચિત ‘ લોક પ્રકાશ˜ 355
આદિ ગ્રંથોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
उत्पादो विगमो ध्रौव्यमिति पुण्यां पदत्रयीम् । उद्दिदेश जगन्नाथः सर्व वाङ्मय मातृकाम् ॥ सचतुर्दशपूर्वाणि द्वादशाङ्गानि ते क्रमात् । ततो विरचयामासुस्तत्त्रियद्यनुसारतः ॥ પર્વ–1, સર્ગ–3, 661/662
ગાથાર્થ– જગતના નાથ તીર્થંકર પરમાત્મા સર્વ વાઙ્મય(સાહિત્ય)ના માતૃકા સ્થાનરૂપ પુણ્યમય(પવિત્ર) એવા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, આ ત્રણ પદનો(ગણધર પદની યોગ્યતાવાળા સાધુઓને)
ઉપદેશ આપે છે.
ત્યાર પછી આ ત્રણ પદને અનુસરીને(ગણધરો) શીઘ્ર ચૌદપૂર્વ સહિત બાર અંગ સૂત્રની ક્રમશઃ રચના કરે છે.
साधुष्वथो गणधर पद योग्या भवंति ये । उत्पत्तिनाशध्रौव्यार्थां त्रिपदी शिक्षयंति तान् ॥ अधीत्य त्रिपदीं तेऽपि मुहूर्ताद् बीज बुद्धयः । रचयंति द्वादशांगीं विचित्ररचनांचितां ॥ લોકપ્રકાશ, સર્ગ–30.
ગાથાર્થ– સાધુઓમાં જે ગણધરપદને યોગ્ય હોય, તેમને ઉત્પત્તિ, નાશ અને ધ્રૌવ્ય અર્થવાળી ત્રિપદીનું ભગવાન શિક્ષણ આપે છે.
તે ત્રિપદીનો અભ્યાસ કરતાં, તેઓ બીજ બુદ્ધિવાળા હોવાથી મુહૂર્ત માત્ર(બે ઘડી)માં વિવિધ પ્રકારની રચનાવાળી દ્વાદશાંગી(બાર અંગસૂત્ર)ની રચના કરે છે.
આ રીતે ત્રિપદીના આધારે જ 12 અંગ રૂપ આગમો(શાસ્ત્ર, સિદ્ધાંત)ની રચના થાય છે.
વર્તમાનમાં અગિયાર અંગ ઉપલબ્ધ છે, બારમું દષ્ટિવાદ નામનું અંગશાસ્ત્ર વિચ્છેદ પામ્યું છે. આ બાર અંગ સૂત્રના આધારે જ આચાર્યોએ ઉપાંગસૂત્રો, મૂળસૂત્રો, છેદસૂત્રો અને આવશ્યક સૂત્રની રચના કરી છે. આ રીતે બત્રીસ આગમોની ગંગોત્રી ભગવાનના શ્રીમુખમાંથી પ્રવાહિત થયેલી ત્રિપદી છે.
ગુરુપ્રાણ આગમ બત્રીસીના આ ગુજરાતી આગમ અનુવાદ પ્રકાશનના પ્રારંભની પળે મુખપૃષ્ઠ અર્થે ચર્ચાઓ ચાલી અને સૌભાગ્યશાળી પાવનપળે અમારી દષ્ટિ સમક્ષ પરમપિતા પરમાત્મા ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રથમ દેશના આપતા હોય, ગણધર ભગવંતોને ત્રિપદી આપતા હોય અને ગણધર ભગવંતો ત્રણ પદના આધારે દ્વાદશાંગીની રચના કરતાં હોય, તેવું દશ્ય ઝળકવા લાગ્યું અને મનોપ્રદેશ ઉપર उप्पन्न इ वा, विगमे इ वा, धुवे इ वा ત્રિપદી ગૂંજવા લાગી અને સાધ્વી સુબોધિકાની કલમ દ્વારા રેખા ચિત્ર તૈયાર થયું અને તે ચિત્ર ગુરુ ભગવંતોની, ગુરુણી મૈયાની અને સર્વાનુમતે પસંદગીને પામ્યું. આ રીતે ભગવાન, ત્રિપદી અને આગમના નામ સહિતનું દશ્ય, ગુરુપ્રાણ આગમ બત્રીસીના બત્રીસ આગમો અને 35 આગમ રત્નોના મુખ પૃષ્ઠને શોભાવતું આપ સહુને આધ્યાત્મિકતાની પ્રેરણા આપી રહ્યું છે અને ભવિષ્યમાં આપતું રહેશે.
🙣🙣🙣🙣🙣 પરિશિષ્ટ–1 : ત્રિપદી ચિંતન 356 શ્રી આચારાંગ સૂત્ર પરિશિષ્ટ–ર :–
ગોચરી સંબંધી : દોષ–નિયમ [આગમ અને ગ્રંથથી સંકલિત]
એષણા સમિતિના 42 દોષ પ્રસિદ્ધ છે તે માટે પિંડ નિર્યુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે–
1
आहाकम्म2उद्देसिय,3पूईकम्म4मीसजाए य । 5
ठवणा6पाहुडियाए,7पाओअर8कीय9पामिच्चे ॥1॥ 10परियट्टिय11अभिहडे,12उब्भिण्णे13मालोहडे । 14आच्छिज्जे15आणिसिठ्ठे,16अज्झोयरए सोलसमे ॥2॥ 1धाई2दूई3णिमित्ते,4आजीवे5वणीमगे6तिगिच्छाए । 7कोहे8माणे9माया10लोभे, हवंति दस एए ॥3॥ 11पुव्विपुच्छासंथव,12विज्जा13मंत14चुण्ण15जोगे य । उप्पायणाइ दोसा, सोलसमे16मूलकम्मे ॥4॥ 1संकिय2मक्खिय3णिक्खित्त,4पिहिय5साहरिय6दायग7उमिस्से । 8अपरिणय9लित्त10छड्डिय, एसण दोसा दस हवंति ॥5॥ અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દશ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં પ્રાપ્ત થાય છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છે–
ઉદ્ગમના 16 દોષ– આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે–
-1 |
એક યા અનેક સાધુ–સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આધાકર્મી દોષ છે. કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે, આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે. હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે એવા મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘરના માટે બીજો બનાવે, જ્યારે જ્યારે સાધુ–સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે |
( ર) |
|
-3 |
|
-4 |
|
( પ) |
|
357
સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે.
-6 |
સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું કર્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાહુડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તો પણ આ દોષ લાગે છે. સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. સાધુ–સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈપણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. |
-7 |
|
-8 -9 |
|
(10) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે.
(11) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિહૃત દોષ છે.
(12) પેક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તે રીતે આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન્ન દોષ કહેવાય છે, પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી.
(13) દાતા પડી જાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને ઊંચે–નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢી શકાય તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે માલોહડ દોષ છે.
(14) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઈચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ વહોરાવે, તે આછિન્ન દોષ છે.
(15) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછ્યા વિના વહોરાવે, તે અનિસૃષ્ટ દોષ છે. આ એક પ્રકારે અદત્ત દોષ છે.
(16) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે. તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે.
ઉત્પાદનના 16 દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવાથી લાગે છે. જેમ કે–
(17) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે.
(18) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે.
(19) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે.
(20) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત–મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે.
(21) મુનિ ભિખારીની જેમ દીનતાપૂર્વક માંગી–માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળના આશીર્વચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનીપક દોષ છે.
પરિશિષ્ટ–1 : ગોચરી સંબંધી : દોષ–નિયમ 358 શ્રી આચારાંગ સૂત્ર (રર) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છ.े (23) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે.
(24) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે– ''હું ભિક્ષા લઈને જ રહીશ'' એમ કહી પછી ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાની પૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે.
(રપ) રૂપ કે વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈપણ પ્રકારે માયા કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે.
(26) મુનિ ઈચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રમાં આહારાદિ લઈ લે અથવા ઈચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે.
(27) આહાર પ્રાપ્તિ અર્થે આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ છે.
(28) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે.
(29) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે.
(30) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે.
(31) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે.
(32) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે.
એષણાના(ગ્રહણૈષણાના) 10 દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અને અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે–
(33) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત થઈ કે નહીં ? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે ? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ સંઘટ્ટો થયો કે નહીં ? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે.
(34) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મૃક્ષિત દોષ છે.
(35) અચિત્ત કલ્પનીય વસ્તુ , સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તે નિક્ષિપ્ત દોષ છે.
(36) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે.
(37) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે.
(38) બાળક, અન્ધ વ્યક્તિ, ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે.
(39) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ– મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે.
359
(40) અથાણા, કચૂમ્બર, ઓળા અને અર્ધપક્વ ખાદ્ય પદાર્થ તથા ધોવણ પાણી કે ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે.
(41) સચિત્ત મીઠું, સાજી ખાર, માટી આદિ પૃથ્વીકાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેનાથી ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે.
(42) દાતા પાણી કે આહાર કોઈપણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે.
આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે–
(43) આજ્ઞા લીધા વગર અર્ધા ખુલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે.
(44) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘટ્ટો થાય, તે દોષ છે.
(45) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ થાય, તે મંડીપાહુડિયા દોષ છે.
(46) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે બલિ પાહુડિયા દોષ છે.
(47) ઉતાવળમાં કે ભૂલથી કોઈપણ અકલ્પનીય વસ્તુ વહોરાવી દે, તે સહસાકાર દોષ છે.
(48) દાતા નહીં દેખાતા સ્થાનથી પદાર્થ લાવીને વહોરાવે, તે અદષ્ટ આહૃત દોષ છે.
(49) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ ફેંકે, તેમજ આહાર વાપરતા સમયે કે આહાર કર્યા પછી મુનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરઠે તો તે પરિસ્થાપનિકા દોષ છે.
(50) માંગી–માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે અવભાસણ દોષ છે. [આ 42 દોષ માંહેનો વનીમગ દોષ છે.]
ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. 17 અને અધ્ય. 26માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે.
(51) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે.
(પર) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે– (1) ક્ષુધાવેદનીયના ઉપશમ માટે ( ર)
આચાર્યાદિની સેવા માટે (3) ઈર્યા સમિતિના શોધન માટે (4) સંયમ નિર્વાહ માટે ( પ) દસ પ્રાણોને ધારણ કરવા માટે (6) ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે.
(53) મુનિ છ કારણે આહાર કરવાનું છોડી દે– (1) વિશિષ્ટ રોગાંતક થાય ત્યારે ( ર) ઉપસર્ગ આવે ત્યારે (3)
બ્રહ્મચર્યની પાલના–સુરક્ષા માટે (4) જીવ દયા માટે ( પ) તપશ્ચર્યા કરવા માટે (6) અનશન–સંથારો કરવા માટે આહારનો ત્યાગ કરે.
આચારાંગ સૂત્ર શ્રુ.–ર, અ.–1માં એષણા શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેનું વિશેષ વિધાન આ પ્રમાણે છે–
(54) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ દાન દેવાય જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી લઈ શકાય છે.
પરિશિષ્ટ–1 : ગોચરી સંબંધી : દોષ–નિયમ 360 શ્રી આચારાંગ સૂત્ર (પપ) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્ધોભાગ, ચોથાઈ ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી.
(56) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે કે કોઈ પણ વિશિષ્ઠ પ્રસંગોમાં જ્યાં જનાકીર્ણતા હોય ત્યાં ગોચરી ન જવું.
(57) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યાં ગોચરી જવું નહીં.
(58) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે फूमेज्ज દોષ છે.
(59) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે वीएज्ज દોષ છે.
ભગવતી સૂત્ર શતક–7, ઉદ્દેશા–1માં દર્શાવેલા શ્રમણના પરિભોગૈષણા સંબંધી દોષો આ પ્રમાણે છે–
(60) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈંગાલ દોષ ( અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણ અંગારા સમાન થઈ જાય.
(61) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવી; આંખ, મુખ વગેરે બગાડી; મનમાં ખિન્ન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે તે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમગુણો ધૂમાડા સમાન થઈ જાય છે.
(62) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે.
(63) મુનિ શરીરની આવશ્યક્તા કરતાં વધારે આહાર કરે, ઠાંસી ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિક્રાંત દોષ છે.
(64) સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તે ક્ષેત્રાતિક્રાંત દોષ છે.
(65) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિક્રાંત દોષ છે.
(66) વિહાર વગેરે પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર પાણી લઈ જાય અને વાપરે, તે માર્ગાતિક્રાંત દોષ છે.
(67) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો દુષ્કાળ ભક્ત આહાર ન લેવો.
(68) દીન દુખીઓ માટે બનાવેલો કિવિણ ભક્ત આહાર ન લેવો.
(69) બીમારો માટે બનાવેલો કે અપાતો ગિલાણ ભક્ત આહાર ન લેવો.
(70) અનાથ લોકો માટે તૈયાર કરેલો અનાથ પિંડ આહાર ન લેવો.
(71) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો બદ્દલિયા ભક્ત આહાર ન લેવો.
(72) સાધુ માટે સુધારેલો કે પીસીને, મથીને તૈયાર કરેલો આહાર, રચિત દોષવાળો કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતરિત કરીને આપે તે પણ રચિત દોષ છે.
(73) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણ પિંડ દોષ છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિ નિષેધ અને નિયમ દર્શાવ્યા છે તેમાંથી વિશિષ્ટ વિધિ નિષેધ આ પ્રમાણે છે–
361
(74) ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે.– આચારાંગ સૂત્ર)
(75) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે.
(76) આહાર કરતા પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે.
(77) મુનિ મૌનપૂર્વક આહાર કરે.
(78) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે.
(79) આહાર કરતાં મુખથી ચવ–ચવ કે સુડ–સુડનો અવાજ કરે અર્થાત્ સબડકા લઈ આહાર કરે તો તે દોષ રૂપ છે.
નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તનું વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે–
(80) આ વાસણમાં શું છે ? પેલા વાસણમાં શું છે ? તેમ પૂછી પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે. તો પ્રાયશ્ચિત્ત.
(81) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત.
(82) મુનિ પહેલાં કંઈ પણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની પાછળ જઈ ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત.
(83) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત.
(84) મુનિ પાસત્થા–શિથિલાચારી સાધુને આહાર દે અને તેની પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત.
(85) મુનિ લોક વ્યવહારમાં જુગુપ્સિત અને નિંદિત ગર્હિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત.
(86) મુનિ શય્યાદાતા(રહેવાનું સ્થાન આપનાર)નો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત.
(87) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.
નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોનું જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ કર્યો છે.
દશવૈકાલિક સૂત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે–
(88) મુનિ, વરસાદ વરસતો હોય, ધુમ્મસ કે ઝાકળ વરસતી હોય ત્યારે ગૌચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય.
(89) જે ગૃહસ્થે પોતાના ઘરે આવવાની ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં.
(90) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં.
(91) નીચા(નાના) દ્વારવાળા અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં.
(92) ફૂલ બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં.
(93) તત્કાલનું લીંપેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં.
(94) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને પરિશિષ્ટ–1 : ગોચરી સંબંધી : દોષ–નિયમ 362 શ્રી આચારાંગ સૂત્ર ગોચરીએ જવું નહીં.
(95) શુચિધર્મી(ચોખ્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોડું વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં.
(96) વહોરાવતા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સંઘટ્ટો કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી.
(97) ગોચરી વહોરાવવાના નિમિત્તે પહેલાં કે પછી દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધૂએ તો તે પૂર્વ કર્મ અને પશ્ચાત્ કર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેક પૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી.
(98) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં.
(99) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાલનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય.
(100) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતાં મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિ ગોચરી ન લે.
(101) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી.
(102) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સંન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે.
(103) મુનિએ કંદ, મૂલ, આદુ તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. –દશવૈ. –પ/1/70.
(104) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં.
(105) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા પદાર્થ વહોરવા નહીં, તે બહુઉજિઝત દોષ છે.
(106) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે.
(107) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઉલ્લંઘીને ગોચરી ન જવું અને તેની સામે ઊભા પણ ન રહેવું.
(108) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ ધનિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે.
(109) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરી લે, ગાયના ઘાસ ચરવાની જેમ અનેક ઘરેથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે.
(110) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં.
(111) ભિક્ષુ મદ્ય માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.
🙣🙣🙣🙣🙣 363
વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા પરિશિષ્ટ–3 :–
વિષય |
અધ્ય 0 |
ઉદ્દે 0 |
પૃષ્ટ |
વિષય |
અધ્ય 0 |
ઉદ્દે 0 |
પૃષ્ટ |
||||||||||
અ |
अकंत दुक्खी अग्गपिंडं अग्गबीयं अग्गजायं અગ્રપિંડ अणलं(वत्थं) अण्णउत्थियस्स अण्ण मण्ण किरियं अणंत जिणेणं अणंत संजए अणावायंसि अणुवीइ भासी अणेसणिज्जं अतेणं तेणंति अथिरं ( वत्थं) અદત્તાદાન अधारणिज्जं ( वत्थं) अधुवं ( वत्थं) અધોગામિની નૌકા અનભિક્રાન્ત ક્રિયા अपरिहारिया अप्पंडं अप्पपाणंसि अफासुयं अफासुयं अणेसणिज्जं……… અભિક્રાન્ત ક્રિયા अभीरु અલ્પ સાવદ્ય ક્રિયા અવગ્રહ असत्थ परिणयं |
16 1 1 1 પ 1 14 16 16 10 15 1 ર પ 15 પ પ 3 ર 1 ર 10 1 1 ર 16 ર 7 1 |
– 1 8 પ 1 1 – – – – – 1 ર 1 – 1 1 1 ર 9 3 – 1 1 ર – ર ર 8 |
348 14 68 36 204 9 290 348 346 264 330 પ 110 204 333 204 204 150 115 76 130 265 પ 7 115 344 119 245 68 |
असंलोयंसि असंसृष्ट अस्सिं पडियाए अहाबद्धं आइण्णावमा आयरिए आमं आरोग्गारोग्गं आहच्च आहाकम्मियं ઈન્દ્રિયના 23 વિષય, 240 વિકાર उज्झियधम्मा ઉદ્ભિન્ન દોષ ઊર્ધ્વગામિની નૌકા ઉપસ્થાન ક્રિયા उवज्झाए उब्भियं वा लोणं ( ઉદ્ભિન્ન લવણ) उवस्सयं उवेहमाणा उस्सेइमं एगं पायं जले किच्चा एगं पायं धारेज्जा एगं वत्थं धारेज्जा एगाभोयं भंडगं करेज्जा એષણીય આહાર ओग्गहं ओघायतणेसु ओसही कडु वेयणा………वेदंति |
10 1 1 ર 1 1 1 15 1 1 4 1 1 3 ર 1 1 ર 16 1 3 6 પ 3 1 7 10 1 13 |
– 6 1 3 3 10 8 – 1 9 ર 11 7 1 ર 10 6 1 – 7 1 1 1 1 1 1 – 1 – |
264 49 13 130 27 68 80 300 3 72 188 91 પપ 150 112 51 80 95 348 60 149 215 192 149 4 231 264 7 287 |
આ ઈ ઉ એ ઓ ક |
||||||||
પરિશિષ્ટ–3
364 શ્રી આચારાંગ સૂત્ર
વિષય |
અધ્ય 0 |
ઉદ્દે 0 |
પૃષ્ટ |
વિષય |
અધ્ય 0 |
ઉદ્દે 0 |
પૃષ્ટ |
||||||
કરણ–કોટિ કાલાતિક્રાંત ક્રિયા कुविंदेण કેવળજ્ઞાનના સાત વિશેષણો खोमियं– ક્ષૌમિક વસ્ત્ર गणधरः गणावच्छेदकः गणीः ગર્હિતકુળ ગવેષણા ગાથાપતિ અવગ્રહ गारत्थियस्स ગ્રહણૈષણા ગ્રાસેષણા चम्म छेयणगं चरियाणि छत्तयं जंगियं– જાંગમિક વસ્ત્ર जंघासंतारिमे उदए जाणं वा णो जाणंति वएज्जा જુગુપ્સિત કુળ ठाणं वा सेज्जं……… डाग वच्चंसि णप्णत्थ णणत्थ आगाढागाढेहिं णदि आयतणेसु णो खलु मे अंतराए णो चेव णं परिवडियाए णो णावाओ पुरओ दुरुहेज्जा णो धोएज्जा णो रएज्जा णो संचाएज्जा तज्जात संसृष्ट તતશબ્દ |
15 Z 3 15 પ 1 1 1 1 1 7 1 1 1 7 10 7 પ 3 3 1 ર 10 1 ર 10 1 7 3 પ 1 1 11 |
– ર 1 – 1 10 10 10 ર 1 ર 1 1 1 1 – 1 1 ર 3 ર 1 – 8 1 – 11 1 1 ર 1 6 – |
327 112 150 322 192 80 80 80 18 પ 245 9 પ પ 230 263 230 192 156 165 18 96 264 68 102 264 87 232 150 208 પ 49 268 |
ખ ગ ચ છ જ ઠ ડ ણ ત |
तत्थियरेयरेहिं तरुपवडणठाणेसु तहागयं भिक्खु તાલશબ્દ તિર્યગ્ગામિની નૌકા તીર્થંકરના જન્માદિ પ્રસંગો तूलकडं– તૂલકૃતવસ્ત્ર थंडिलंसि दुगुणा तिगुणेण अपरिहित्ता दुपक्खं ते कम्मं सेवंति दुहसेज्जं દેવેન્દ્ર–અવગ્રહ નક્ષત્ર યોગ નિર્દોષ સ્થાન પરિગ્રહ परिहारिओ – પરિહારિક સાધુ પ્રાણાતિપાત पंकायतणेसु पंच हत्थुत्तरे पाडिहारियं ( संथारगं) पाडिहारियं वत्थं पिंडवाए सणाओ पिहुयं पुरिसांतरकडं–अपुरिसांतरकंड पुव्वं देवाणं धम्मं आइक्खइ पुव्वं भासा अभासा पोत्तगं वत्थं प्रवर्तकः પ્રાસુક આહાર फासिए पालिए…………… फासिए, उंछे, अहेसणिज्जे बहिया णीहडं बहु अठ्ठियं पोग्गंलं |
1 10 16 11 3 15 પ 1 ર ર 16 7 15 ર 15 1 15 10 15 ર પ ર 1 1 15 4 પ 1 1 15 ર 1 1 |
9 – – – 1 – 1 1 ર ર – ર – 3 – 1 – – – 3 ર 3 1 1 – 1 1 10 1 – 3 9 10 |
72 263 346 268 150 295 192 પ 113 119 351 245 295 122 340 9 326 264 295 130 211 123 7 12 323 174 192 80 4 326 122 96 82 |
થ દ ન પ ફ બ |
||||
365
વિષય |
અધ્ય 0 |
ઉદ્દે 0 |
પૃષ્ટ |
વિષય |
અધ્ય 0 |
ઉદ્દે 0 |
પૃષ્ટ |
||||||
बिलं वा लोणं– બલવણ બ્રહ્મચર્ય भज्जियं भंगियं– ભંગિક વસ્ત્ર ભાવના અને અતિચાર ભાષાના બાર દોષ ભાષાનું સ્વરૂપ महद्धणमुल्लाइं महागुरु णिस्सयरा મહાવર્જ્ય ક્રિયા મહા સાવદ્ય ક્રિયા महिस करणाणि माइठाणं संफासे मालोहडं મિશ્રભાષા મૃષાભાષા मोय समायरे યતના રાજાનો અવગ્રહ रोइज्जंतं ण रोएइ लहुयं વનસ્પતિની અંકુરાદિ સાત અવસ્થાઓ વ્યવહાર ભાષા વર્જ્ય ક્રિયા વર્ષાવાસ યોગ્ય ક્ષેત્ર વિતત શબ્દ वेजयंतियं वोसठ्ठकाए चत्तदेहे वोसिरामि શુષિર શબ્દ सड्ढे સત્ય મહાવ્રત |
1 15 1 પ 15 4 4 પ 16 ર ર 10 1 1 4 4 Z 3 7 પ ર 4 4 ર 3 11 6 15 15 11 1 15 |
6 – 1 1 – 1 1 1 – ર ર – 3 7 1 1 ર 1 ર 1 3 ર 1 ર 1 – 1 – – – 9 – |
51 336 6 192 328 175 174 196 349 116 118 263 26 54 175 175 110 145 245 204 130 187 175 115 141 268 220 320 327 268 72 330 |
ભ મ ય ર લ વ શ સ |
સત્યભાષા सपाणं अप्पपाणं समणुण्णा सम्मत्त पइण्णे सव्वं भंडगमायाए सहिस्सामि खमिस्सामि……… संखडी संगइयं संथारगं– સંસ્તારક संपरिहावइ संभोइया संसार महासमुद्दं संसृष्टः સાગારિક અવગ્રહ साणियं– શણનાવસ્ત્રો साणुबीयं સાધર્મિક અવગ્રહ સાધ્વીની વસ્ત્ર મર્યાદા સાધુની વસ્ત્ર મર્યાદા सामुदाणियं एसियं वेसियं સાવદ્યક્રિયા सासियाओ साहम्मिया साहिम्मियासंभोइयासमणुण्णा सुद्धेण असुद्धेण वइबलेण सुहुमा भासा स्थविरः हेमंताण य पंचदस रायकप्पे |
4 ર 1 15 1 15 1 6 ર 1 1 16 1 7 પ 1 7 પ પ 1 ર 1 1 7 13 4 1 3 |
1 1 9 – 3 – ર 1 3 3 9 – 6 ર 1 8 ર 1 1 3 ર 1 9 1 – 1 10 1 |
173 96 75 306 28 320 21 220 130 26 75 351 49 245 192 68 245 192 192 26 117 7 75 232 288 176 80 141 |
હ |
||||
🙣🙣🙣🙣🙣 |
|||||||||||||
પરિશિષ્ટ–3