This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"
સાધુઓની વિવિધ શ્રેણીઓની અપેક્ષાએ ભાવ વિમુક્તિના પણ બે ભેદ થાય છે– (1) દેશ અને ( ર) સર્વ.
સામાન્ય સાધુઓથી લઈને કેવળી ભગવાન સુધીના સાધકો દેશ વિમુક્ત છે, કારણ કે સામાન્ય સાધુઓ સંસારના સર્વ સંબંધોથી, ધન–દોલતાદિ ભૌતિક પદાર્થોથી તથા પાપ પ્રવૃત્તિથી મુક્ત થયેલા છે અને કેવળી ભગવાન ચાર ઘાતિ કર્મોથી મુક્ત છે. સિદ્ધ ભગવાન આઠે કર્મોથી સર્વથા મુક્ત હોવાથી સર્વ વિમુક્ત છે.
પ્રસ્તુત અધ્યયનમાં ભાવ વિમુક્તિ માટેના ઉપાયોનું ક્રમશઃ પ્રતિપાદન હોવાથી તેનું ‘ વિમુક્તિ˜, એ સાર્થક નામ છે.
પ્રસ્તુત અધ્યયનના પ્રારંભમાં સાધકને માટે સ્વજનોનો કે ભૌતિક પદાર્થોનો રાગ છોડી વૈરાગ્ય ભાવ જાગૃત કરવા અનિત્ય ભાવનાનું કથન છે. ત્યારપછી વિવિધ ઉપમાઓ અને રૂપકો દ્વારા સાધકોને રાગ–દ્વેષ, મોહ, મમત્વ અને કષાયાદિ વૈભાવિક ભાવોથી મુક્ત થવાની પ્રેરણા આપી છે. જીવ વૈભાવિક ભાવોથી મુક્ત થાય, ત્યારે જ તે જન્મ–મરણની પરંપરાથી અને આઠે કર્મોથી સંપૂર્ણ મુક્ત થાય છે.
અધ્યયન–16 : પરિચય 344 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ
સોળમું અધ્યયન વિમુક્તિ |
અનિત્ય ભાવના :–
अणिच्चमावासमुवेंति जंतुणो, पलोयए सोच्चमिदं अणुत्तरं । विउसिरे विण्णु अगारबंधणं, अभीरु आरंभपरिग्गहं चए ॥ શબ્દાર્થ :– जंतुणो = જીવો अणिच्चमावासमुवेंति = અનિત્ય આવાસ–સ્થાનને પ્રાપ્ત કરે છે इणं = આ પ્રવચન अणुत्तरं = સર્વ શ્રેષ્ઠ सोच्चं = સાંભળીને पलोयए = હૃદયથી વિચાર કરીને विण्णु = વિદ્વાન अगारबंधणं = પારિવારિક સ્નેહ બંધનનો विउसिरे = ત્યાગ કરી દે अभीरु ऊ ભય અને પરીષહોથી નિર્ભીક સાધક आरंभपरिग्गहं चए = આરંભ પરિગ્રહનો પણ ત્યાગ કરી દે.
ભાવાર્થ :– સંસારના સર્વ પ્રાણી મનુષ્યાદિ જે સ્થાનમાં જન્મ ધારણ કરે છે અથવા જે શરીર આદિમાં રહે છે તે સર્વ સ્થાન અનિત્ય છે. સર્વ શ્રેષ્ઠ એવા જિન પ્રવચનમાં કહેલા આ વચનને સાંભળીને તેના પર હૃદયપૂર્વક ચિંતન કરીને, સર્વ ભયોથી નિર્ભય બનેલા વિવેકી પુરુષ પારિવારિક સ્નેહ બંધનનો તથા સર્વ સાવદ્ય કર્મોનો તેમજ પરિગ્રહનો ત્યાગ કરે.
વિવેચન :–
પ્રસ્તુત ગાથામાં સંસારની અનિત્યતાનું સ્વરૂપ બતાવ્યું છે.
આ સંસારમાં જીવ જ્યાં જન્મ ધારણ કરે છે, જે શરીર ધારણ કરે છે, તે સ્થાનમાં અથવા તે શરીરમાં જીવ પોતાના કર્મની સ્થિતિ પ્રમાણે જ રહે છે. કર્મની સ્થિતિ પૂર્ણ થતાં તે સ્થાન અથવા શરીરને છોડીને જીવને અન્યત્ર જન્મ ધારણ કરવો પડે છે. ત્યાં તે નવું શરીર ધારણ કરે છે અને પોતાની કર્મસ્થિતિ અનુસાર રહે છે, ત્યારપછી તે સ્થાનને છોડે છે. આ રીતે સંસાર પરિભ્રમણમાં કોઈ પણ સ્થાનમાં કે
કોઈપણ શરીરમાં જીવને કાયમ રહેવાનું નથી, પ્રત્યેક સ્થાન અથવા શરીર અનિત્ય છે. શરીરની અનિત્યતા હોવાથી, શરીરથી સંબંધિત સ્વજનો, કુટુંબ–પરિવાર આદિ સંબંધો, ધન–દૌલત આદિ દશ્યમાન પ્રત્યેક પર પદાર્થોનો સંબંધ પણ અનિત્ય છે.
સંક્ષેપમાં જીવના રાગ–દ્વેષના સ્થાનભૂત પ્રત્યેક પદાર્થ અનિત્ય છે, પરંતુ અનંત જન્મ–મરણ કરવા છતાં આત્મામાં કોઈ પરિવર્તન થતું નથી, તેથી અજર–અમર ત્રિકાલ શાશ્વત એવા આત્માએ કોઈ પણ અનિત્ય પદાર્થમાં રાગ કે દ્વેષ કરવો, તે ઉચિત નથી. આ પ્રકારના જિનેશ્વરના વચનોને સમજીને, સ્વીકારીને નિર્ભય અને વિવેકી પુરુષો આરંભ–પરિગ્રહનો, સંસારના સર્વ સંબંધોનો ત્યાગ કરે છે.
अभीरु :– અભીરુ, નિર્ભય. આ લોક ભય, પરલોક ભય આદિ સાત પ્રકારના ભયથી રહિત અથવા ઉપસર્ગ અને પરીષહોના ભયથી રહિત પુરુષ નિર્ભય છે. જે નિર્ભય છે તે જ સર્વસ્વનો ત્યાગ કરી શકે છે.
1
345
2
3
आरंभ परिग्गहं चए……… :– આરંભ = હિંસાકારી પ્રવૃત્તિ. પરિગ્રહ = નવ પ્રકારના બાહ્ય અને ચૌદ પ્રકારના આભ્યંતર પરિગ્રહ અથવા પરિગ્રહના નિમિત્તે થનારી ક્રિયાઓનો ત્યાગ કરે. સૂત્રકારે આરંભ અને પરિગ્રહના ત્યાગના કથનથી અહિંસા અને અપરિગ્રહ મહાવ્રતનું સૂચન કર્યું છે અને अगार बंधणं चए પદથી શેષ સમસ્ત મહાવ્રતોનું સૂચન થઈ જાય છે.
સાધકની સહિષ્ણુતા :–
तहागयं भिक्खुमणंतसंजयं, अणेलिसं विण्णु चरंतमेसणं । तुदंति वायाहिं अभिद्दवं णरा, सरेहिं संगामगयं व क‘ंजरं ॥ શબ્દાર્થ :– तहागयं = તથાભૂત અનિત્યાદિ ભાવનાયુક્ત भिक्खुं = સાધુ अणंतसंजयं = એકેન્દ્રિયાદિ અનંત જીવોની રક્ષામાં હંમેશાં યત્નાશીલ છે अणेलिसं = અનુપમ સંયમશીલ विण्णु = વિદ્વાનचरंतमेसणं = શુદ્ધ આહારની ગવેષણા કરનાર णरा = કોઈ(અનાર્ય)પુરુષ वायाहिं = અસભ્ય વચનોથી तुदंति = વ્યથિત કરે છે अभिद्दवं = પત્થરાદિ પ્રહાર કરે છે संगामगयं = સંગ્રામમાં ગયેલા क‘ंजरं = હાથીને सरेहिं = બાણોથી વ્યથિત કરે છે.
ભાવાર્થ :– અનિત્યાદિ ભાવનાઓથી ભાવિત, અનંત જીવોની રક્ષા કરનાર, અનુપમ સંયમશીલ, વિદ્વાન અને જિનાજ્ઞાનુસાર શુદ્ધ આહારની ગવેષણા કરનાર, સાધુને જોઈને કેટલીક અનાર્ય વ્યક્તિઓ સાધુને અસભ્ય વચનો કહીને, પથ્થર આદિના પ્રહાર કરીને દુઃખી કરે છે, જેવી રીતે સંગ્રામમાં વીર યોદ્ધા શત્રુના હાથી ઉપર બાણોની વર્ષા કરે છે.
तहप्पगारेहिं जणेहिं हीलिए, ससद्दफासा फरुसा उदीरिया । तितिक्खए णाणि अदुठ्ठचेयसा, गिरिव्व वाएण ण संपवेवए ॥ શબ્દાર્થ :– तहप्पगारेहिं = તથાપ્રકારના जणेहिं = લોકો દ્વારા हीलिए = તર્જિત–તાડિત થયેલ ससद्दफासा फरुसा = તીવ્ર આક્રોશયુક્ત શબ્દો તથા શીત, ઉષ્ણાદિ સ્પર્શોથીउदीरिया= ઉદીરિત–પીડિત મુનિ तितिक्खए = સમ્યક પ્રકારે સહન કરે છે णाणि = જ્ઞાની अदुठ्ठचेयसा = અકલુષિત મનથી वाएण = વાયુથી गिरिव्व = પર્વતની જેમ ण संपवेवए = કંપાયમાન થતા નથી.
ભાવાર્થ :– તથાપ્રકારના અસંસ્કારી તેમજ અસભ્ય પુરુષો દ્વારા તાડિત થયેલા, તેના કહેવાયેલા આક્રોશપૂર્વકના શબ્દો તેમજ શીતાદિ સ્પર્શોથી પીડિત, જ્ઞાનવાન સાધુ અકલુષિત મનથી અર્થાત્ પ્રશાંત ચિત્તથી તેને સહન કરે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત કંપાયમાન થતો નથી તેમ સંયમશીલ મુનિ આ પરીષહો અને ઉપસર્ગોથી ચલાયમાન થતા નથી.
વિવેચન :–
પ્રસ્તુત ગાથાઓમાં સાધકની સહિષ્ણુતાનું કથન છે.
સાધુ બાવીસ પરીષહમાંથી કોઈ પણ પરીષહ સામે આવે, તેને પૂર્વકૃત કર્મોનો ઉદય સમજીને સમભાવથી સહન કરે. સહનશીલતા તે સાધુનો મુખ્ય ગુણ છે. પ્રસ્તુત ગાથામાં મુખ્યતયા આક્રોશ પરીષહ અને વધ પરીષહનું કથન છે. કોઈ અનાર્ય પુરુષો સાધુ સાથે અસભ્યતાપૂર્વકનો વ્યવહાર કરે, અપશબ્દો કહે, આક્રોશ કરે કે પત્થરાદિથી મારે, આવી કોઈ પણ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિને સાધુ સમભાવથી સહન કરે છે.
અધ્યયન–16
346 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ જેમ યુદ્ધના મેદાનમાં શૂરવીર યોદ્ધો શત્રુ પક્ષના હાથી પર શસ્ત્ર પ્રહાર કરે છે અને હાથી તે પ્રહારોને સહન કરીને અંતે વિજય પ્રાપ્ત કરે છે. જેમ વાયુના પ્રબળ વેગથી પર્વત ચલિત થતો નથી, તે જ રીતે સાધુ કોઈ પણ પરીષહને અકલુષિત ચિત્તથી પ્રશાંત ભાવથી સહન કરીને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અકંપ રહીને વિજયને પ્રાપ્ત થાય છે. જે સહન કરે છે, તે જ સફળ થાય છે.
तहागयं भिक्खु :– તથાભૂત ભિક્ષુ એટલે અનિત્યાદિ ભાવનાથી ભાવિત થઈને ગૃહબંધનથી મુક્ત, આરંભ પરિગ્રહના ત્યાગી તથા અનંત– એકેન્દ્રિયાદિ પ્રાણીઓ પ્રત્યે સંયમશીલ, અદ્વિતીય, જિનાગમના રહસ્યના જાણનાર, વિદ્વાન તેમજ એષણાથી યુક્ત વિશુદ્ધ આહારાદિથી જીવન નિર્વાહ કરનાર સાધુ.
ચૂર્ણિકારના મતાનુસાર તીર્થંકર, ગણધર આદિ પૂર્વાચાર્યોના માર્ગે જે ગમન કરે છે, તે તથાગત કહેવાય છે.
अणंत संजए :– અનંત સંયત. સાધુ એકેન્દ્રિયાદિ અનંત જીવોની રક્ષામાં પ્રયત્નશીલ હોવાથી તે અનંત સંયત છે અથવા અનંત ચારિત્ર પર્યાયોથી યુક્ત હોવાથી અનંત સંયત છે.
तहप्पगारेहिं जणेहिं हीलिए :– અસંસ્કારી, કલુષિત હૃદયવાળા, દરિદ્ર, અનાર્ય વગેરે બાળ જીવો સાધકને નિંદિત કે વ્યથિત કરે.
ससद्दफासा तितिक्खए णाणि :– બાળ જીવો અત્યંત પ્રબળતાથી કઠોર કે તીવ્ર, અમનોજ્ઞ શબ્દાદિના પ્રહાર કરે, આક્રોશપૂર્વક દુઃખો આપે, અનુકૂળ–પ્રતિકૂળ ઉપસર્ગો આપે, તો આત્મજ્ઞાની મુનિ તેના પ્રત્યે મનથી પણ દ્વેષ કરે નહિ, અકલુષિત મનથી અર્થાત્ શાંત ચિત્તથી સહન કરે. પોતાના પૂર્વકૃત કર્મનું ફળ છે એમ સમજી સમતામાં સ્થિત રહે.
સમભાવથી શુદ્ધિ :–
उवेहमाणे क‘सलेहिं संवसे, अकंतदुक्खी तस थावरा दुही । अलूसए सव्वसहे महामुणी, तहाहि से सुस्समणे समाहिए ॥ શબ્દાર્થ :– उवेहमाणे = ઉપેક્ષા કરતા અર્થાત્ મધ્યસ્થ ભાવનું આલંબન લેતાં, પરીષહ– ઉપસર્ગોને સહન કરતાં क‘सलेहिं = ગીતાર્થ સાધકોની સાથે संवसे = રહે अकंतदुक्खी =દુઃખ જેને અપ્રિય લાગે છે તેવા दुही = દુઃખી જીવોને अलूसए = કોઈ પણ પ્રકારે પરિતાપ નહિ આપતા सव्वसहे = સર્વ પ્રકારના પરીષહાદિને સહન કરે तहा हि = તેથી જ से महामुणी = તે મહામુનિ सुस्समणे = શ્રેષ્ઠ શ્રમણसमाहिए = કહેલા છે.
ભાવાર્થ :– પરીષહ, ઉપસર્ગોને સહન કરતા અથવા મધ્યસ્થ ભાવનું અવલંબન લેતા તે મુનિ અહિંસાદિ પ્રયોગમાં કુશળ, ગીતાર્થ મુનિઓની સાથે રહે. ત્રસ તેમજ સ્થાવર સર્વ પ્રાણીઓને દુઃખ અપ્રિય લાગે છે, તેથી તે દુઃખી જીવોને કોઈપણ પ્રકારનો પરિતાપ આપ્યા વિના પૃથ્વીની જેમ સર્વ પ્રકારના પરીષહ, ઉપસર્ગોને સહન કરે છે, તેથી તે મહામુનિને સુશ્રમણ–શ્રેષ્ઠ શ્રમણ કહ્યા છે.
विऊ णए धम्मपयं अणुत्तरं, विणीयतण्हस्स मुणिस्स झायओ । समाहियस्सग्गिसिहा व तेयसा, तवो य पण्णा य जसो य वड्ढइ ॥ શબ્દાર્થ :– विऊ = સમયજ્ઞ णए = વિનયવાન अणुत्तरं = શ્રેષ્ઠ धम्मपयं = ધર્મપદ–યતિધર્મમાં પ્રવૃત્તિ કરનારા विणीयतण्हस्स = તૃષ્ણાને દૂર કરનાર झायओ = ધર્મધ્યાન કરનાર समाहियस्स = 4
5
347
સમાધિવાન मुणिस्स = મુનિને अग्गिसिहा = અગ્નિશિખાની સમાન तेयसा = તેજ तवो = તપ पण्णा = પ્રજ્ઞા–બુદ્ધિ जसो = યશ वड्ढइ = વૃદ્ધિ પામે છે.
ભાવાર્થ :– ક્ષમા, માર્દવ આદિ દશ પ્રકારના અનુત્તર શ્રમણ ધર્મમાં પ્રવૃત્તિ કરનાર, વિદ્વાન–સમયજ્ઞ, વિનીત, તૃષ્ણાથી રહિત, ધર્મધ્યાનમાં રત, ચારિત્ર પાલનમાં સમાધિવાન મુનિના તપ, પ્રજ્ઞા અને યશ અગ્નિશિખાના તેજની સમાન નિરંતર વૃદ્ધિ પામે છે.
दिसोदिसिंऽणंतजिणेण ताइणा, महव्वया खेमपया पवेइया । महागुरू णिस्सयरा उदीरिया, तमं व तेजो तिदिसं पगासया ॥ શબ્દાર્થ :– दिसोदिसिं = સર્વ એકેન્દ્રિયાદિ ભાવદિશાઓમાં खेमपया = રક્ષાના સ્થાનરૂપ અર્થાત્ રક્ષક पवेइया = કહ્યા છે, પ્રતિપાદિત કર્યા છે ताइणा = છકાય જીવની રક્ષા કરનાર अणंतजिणेण = અનંતજ્ઞાની જિનેશ્વર ભગવાને महागुरु = મહાન પુરુષો દ્વારા પાલન કરાવવાથી મહાગુરુ સ્વરૂપ મહાવ્રતો णिस्सयरा = અનાદિના આત્મા સાથે લાગેલા કર્મબંધનોને તોડનારા उदीरिया = પ્રગટ કર્યા છે तमं व तेजो = અંધકારને જેમ પ્રકાશ દૂર કરે છે અને तिदिसं पगासगा = ઊર્ધ્વ, અધો, તિર્યગ્ આ ત્રણે દિશાઓને પ્રકાશિત કરે છે તેમ મહાવ્રત કર્માંધકારને દૂર કરી ઊર્ધ્વ, અધો, મધ્ય, આ ત્રણે લોકને પ્રકાશિત કરે છે.
ભાવાર્થ :– છ કાય જીવોના રક્ષક, અનંત જ્ઞાની, જિનેન્દ્ર ભગવાને સર્વ એકેન્દ્રિયાદિ ભાવદિશાઓમાં રહેનારા જીવોના રક્ષણ માટે તથા અનાદિકાળથી કર્મથી બદ્ધ જીવને કર્મબંધનથી મુક્ત કરવામાં સમર્થ, મહાન પુરુષો દ્વારા આચરિત, મહાગુરુ સમાન મહાવ્રતોનું નિરૂપણ કર્યું છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ ત્રણે ય દિશાઓના અંધકારને નષ્ટ કરે છે, તેવી રીતે મહાવ્રત રૂપ પ્રકાશ પણ અંધકાર સ્વરૂપ કર્મ સમૂહને નષ્ટ કરે છે અર્થાત્ જ્ઞાનવાન આત્મા ત્રણેય લોકના પ્રકાશક બની જાય છે.
सिएहिं भिक्खू असिए परिव्वए, असज्जमित्थीसु चएज्ज पूयणं । अणिस्सिओ लोगमिणं तहा परं, ण मिज्जइ कामगुणेहिं पंडिए ॥ શબ્દાર્થ :– सिएहिं = કર્મ અને ઘરના બંધનથી બંધાયેલા ગૃહસ્થો સાથે असिए = ઘરના બંધનથી નહિ બંધાયેલા સંયમી परिव्वए = સંયમ ગ્રહણ કરીને વિચરે असज्जं = આસક્ત નહિ થતા अणिस्सिए = સ્ત્રીના સંસર્ગથી રહિત થઈને इणं लोगं = આ લોકમાં तहा = તથા परं = પરલોકમાં कामगुणेहिं = કામભોગોને ण मिज्जइ = સ્વીકાર કરે નહિ पंडिए = કામભોગોના પરિણામને જાણે છે, તે પંડિત છે.
ભાવાર્થ :– સાધુ કર્મપાશથી બંધાયેલા ગૃહસ્થો કે અન્યતીર્થિકોના સંપર્કથી રહિત તથા સ્ત્રીઓના સંસર્ગનો ત્યાગ કરીને વિચરે પૂજા, સત્કાર આદિની અભિલાષા કરે નહિ; આલોક તથા પરલોકના સુખની કામના કરે નહિ; મનોજ્ઞ શબ્દાદિના વિષયનો સ્વીકાર કરે નહીં અર્થાત્ તેમાં આસક્ત થાય નહિ. જે કામભોગોના કડવા પરિણામને જાણે છે, તે મુનિ પંડિત કહેવાય છે.
तहा विप्पमुक्कस्स परिण्णचारिणो, धिईमओ दुक्खखमस्स भिक्खुणो । विसुज्झइ जंसि मलं पुरेकडं, समीरियं रुप्पमलं व जोइणा ॥ શબ્દાર્થ :– तहा = તથા विप्पमुक्कस्स = સંગથી રહિત परिण्णचारिणो = જ્ઞાનપૂર્વક ક્રિયા 6
7
8
અધ્યયન–16
348 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કરનાર दुक्ख खमस्स = દુઃખને સહન કરનાર धिईमओ = ધૈર્યવાન मलं = કર્મમળ विसुज्झइ = દૂર થઈ જાય છે व = જેમ जोइणा = અગ્નિ દ્વારા समीरियं = પ્રેરિત કરેલ रुप्पमलं = ચાંદીનો મેલ.
ભાવાર્થ :– જેમ સમ્યગ્ રીતે પ્રેરિત અગ્નિ ચાંદીના મેલને બાળીને શુદ્ધ કરે છે, તેમ સર્વ સંગથી રહિત, જ્ઞાનપૂર્વક ક્રિયા કરનાર, ધૈર્યવાન તેમજ દુઃખ સહિષ્ણુ ભિક્ષુ પોતાની સાધના દ્વારા આત્મા ઉપર લાગેલા કર્મમળને દૂર કરી, આત્માને શુદ્ધ કરે છે.
વિવેચન :–
પ્રસ્તુત ગાથાઓમાં સાધકને માટે સમભાવથી શુદ્ધિનો માર્ગ તેમજ સાધુના અન્ય આવશ્યક ગુણો પ્રદર્શિત કર્યા છે.
સાધકના પ્રત્યેક વ્રત, તપ, જપ આદિ અનુષ્ઠાનોનું ફળ સમભાવની પ્રાપ્તિ છે. સમભાવની સિદ્ધિ રૂપ લક્ષ્યને નજર સમક્ષ રાખીને જ સાધક પુરુષાર્થ કરે છે.
આત્મવિશુદ્ધિની સાધના કરતા સાધક સર્વ પ્રથમ સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે છે, ગીતાર્થ મુનિના સાંનિધ્યમાં રહી, તેમની આજ્ઞા પ્રમાણે અંતર્મુખ બની આરાધના કરે છે.
આત્મવત્ સર્વભૂતેષુની ભાવનાથી જગતના સર્વ પ્રાણીને પોતાના નિમિત્તે આંશિક પણ પરિતાપ આપે નહીં અને તે જીવો પોતાના કર્મોના ઉદયથી દુઃખી થઈ રહ્યા છે, તેમ જાણીને તે જીવો તરફથી મળતા ઉપસર્ગો કે પરીષહોને સાધુ સમભાવથી સહન કરે છે.
સાધુ અહિંસા મહાવ્રત સહિત પાંચ મહાવ્રતનું પાલન કરે, પાંચ મહાવ્રતની પૂર્ણતા માટે દશ વિધ યતિધર્મનું આચરણ કરે, રાગના સ્થાન રૂપ સ્ત્રી સંગ તેમજ ગૃહસ્થોના સંસર્ગથી સદા દૂર રહે, આ લોક–પરલોક સંબંધી સર્વ કામનાઓનો ત્યાગ કરે.
આ રીતે અહિંસાદિ મૂળ ગુણોની પુષ્ટિને માટે સાધક અનેક ઉત્તર ગુણોની આરાધના કરે છે. મૂળ ગુણ અને ઉત્તર ગુણોની વિશુદ્ધિથી સાધકને થતાં લાભોનું કથન સૂત્રકારે દષ્ટાંતો દ્વારા કર્યું છે. (1) સાધકની પ્રજ્ઞા, કીર્તિ અને યશ અગ્નિ શિખાની જેમ વિકસિત અને તેજસ્વી બને છે. (ર) કર્મ સમૂહનો નાશ થતાં તે સૂર્યની જેમ પ્રકાશક બને છે. (3) જેમ અગ્નિમાં નાંખેલી ચાંદી શુદ્ધ બને છે, તેમ દુઃખ સહિષ્ણુતા તથા ધર્મ ધ્યાનરૂપ અગ્નિમાં કર્મમલ દૂર થતાં સાધકની શુદ્ધિ થાય છે.
उवेहमाणा :– ઉપેક્ષા ભાવ ધારણ કરે. સાધુ અજ્ઞાની કે બાલ જીવો પ્રતિ, અનુકૂળ–પ્રતિકૂળ વિષયો પ્રતિ કે કઠોર શબ્દો પ્રતિ રાગ–દ્વેષના મલિન ભાવો કર્યા વિના, ઉપેક્ષા ભાવ ધારણ કરે. સમભાવની સિદ્ધિ માટે સમજણપૂર્વકનો ઉપેક્ષા ગુણ સહાયક બને છે.
अकंत दुक्खी :– સર્વ પ્રાણીઓને દુઃખ અપ્રિય છે. ત્રસ–સ્થાવર બંને પ્રકારના સંસારી જીવો પોતાના પૂર્વકૃત કર્મોથી દુઃખી છે. આ પ્રમાણે જાણી સાધુ કોઈપણ જીવોની હિંસા ન કરે.
अणंत जिणेण :– મનુષ્ય, તિર્યંચ આદિ અનંત જીવ રૂપ સંસારને જેણે જીતી લીધો છે, તે અનંતજિત છે અથવા અનાદિ અનંત કાલીન રાગ–દ્વેષને, અનંત કર્મોને જેણે જીતી લીધા છે, તે અનંતજિત છે અથવા ભૂતકાળમાં થયેલા અનંત જિનેશ્વરો.
349
महागुरु णिस्सयरा उदीरिया :– મહાવ્રતોનો સ્વીકાર અત્યંત કઠિનતાથી થાય છે. સર્વ પ્રકારની પાપ પ્રવૃત્તિનો સર્વ પ્રકારે જીવન પર્યંત ત્યાગ કરવા રૂપ કાર્ય દઢ સંકલ્પથી જ સિદ્ધ થઈ શકે છે. સામાન્ય વ્યક્તિ તેનો સ્વીકાર કરી શકતી નથી, મહાપુરુષો જ તેનો સ્વીકાર કરે છે. તેનું પાલન કરવું પણ અત્યંત કઠિન છે. મહાવ્રતોના પાલનથી અનંત કર્મોનો નાશ થાય અને અનંત આત્મગુણોનો પ્રકાશ થાય છે. તેના પાલનથી સર્વ જીવોને અભયદાન પ્રાપ્ત થતું હોવાથી જગજ્જીવો માટે પણ કલ્યાણકારી છે. આ રીતે મહાવ્રતની મહાનતાને જોઈને તેમ જ મહાન પુરુષો દ્વારા તેનું આચરણ થતું હોવાથી સૂત્રકારે તેના માટે महागुरु શબ્દપ્રયોગ કર્યો છે. જેમ સૂર્યના પ્રકાશથી અંધકારનો નાશ થાય છે તેમ જ મહાવ્રતના પાલન રૂપ પ્રકાશથી કર્મોના સમૂહ રૂપ અંધકારનો નાશ થાય છે.
सिएहिं भिक्खू असिए परिव्वए :– જે આઠ પ્રકારના કર્મોથી બદ્ધ છે, ગૃહપાશથી બદ્ધ છે, તેવા ગૃહસ્થોના વિષયમાં असिए परिव्वए ગૃહપાશથી નિર્ગત, મુનિ કર્મક્ષય કરવામાં ઉદ્યત થઈને અનાસક્ત ભાવે વિચરણ કરે.
असज्जमित्थीसु चएज्ज पूयणं :– સ્ત્રીઓમાં અનાસક્ત રહે. પૂજા–સત્કારની આકાંક્ષાનો ત્યાગ કરે. આ કથનથી મૂળગુણ અને ઉત્તરગુણની સુરક્ષાનું પ્રતિપાદન કર્યું છે.
अण्णिस्सिए लोगमिणं तहा परं :– આ લોક અને પરલોકની કોઈ આકાંક્ષા ન રાખે અર્થાત્ મૂળ ગુણ અને ઉત્તરગુણમાં અવસ્થિત સાધુ આ લોક અને પરલોકના નિમિત્તે તપ કરે નહિ અર્થાત્ નિર્જરાના લક્ષ્યે તપ કરે.
ण मिज्जइ कामगुणेहिं पंडिए :– કામગુણના કટુ પરિણામને જાણીને, વિવેકી સાધુ કામગુણોમાં મૂર્ચ્છિત થાય નહિ.
विसुज्झइ समीरियं रुप्पमलं व जोइणा :– ચાંદી ઉપરનો મેલ જેમ અગ્નિથી દૂર થાય છે, તેમ પૂર્વકૃત કર્મોનો મેલ પણ તપની અગ્નિથી વિશુદ્ધ થાય છે.
બંધનથી મુક્ત :–
से हु परिण्णासमयम्मि वट्टइ, णिराससे उवरय मेहुणे चरे । भुजंगमे जुण्णतयं जहा चए, विमुच्चइ से दुहसेज्ज माहणे ॥ શબ્દાર્થ :– से = તે સાધુ परिण्णासमयम्मि वट्टइ = જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાને સ્વીકારીને પ્રવૃત્તિ કરે णिराससे = આ લોક, પરલોકના વિષયોની આશાથી રહિત मेहुणे = મૈથુનથી उवरय = ઉપરત चरे = સંયમમાં વિચરે છે भुजंगमे = સર્પ जुण्णतयं = જૂની કાંચળીને चए = છોડી દે છે से = તેવી રીતે તે माहणे = સાધુ दुहसेज्ज = દુઃખરૂપ શય્યાથી विमुच्चइ = મુક્ત થઈ જાય છે, સંસારથી છૂટી જાય છે.
ભાવાર્થ :– જેમ સર્પ શરીર પરની જૂની કાંચળીનો ત્યાગ કરી તેનાથી મુક્ત થઈ જાય છે, તેમ સાધુ જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા રૂપ શાસ્ત્રોક્ત કથનને સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે; આ લોક, પરલોક સંબંધી આશંસાથી રહિત અને મૈથુન સેવનથી વિરત થઈ સંયમમાં વિચરણ કરે છે તે દુઃખશય્યાથી એટલે કર્મબંધનોથી અને સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ જાય છે.
9
અધ્યયન–16
350 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ जमाहु ओहं सलिलं अपारगं, महासमुद्दं व भुयाहिं दुत्तरं । अहे य णं परिजाणाहि पंडिए, से हु मुणी अंतकडे त्ति वुच्चइ ॥ શબ્દાર્થ :– जं = જે સાધુ आहु = કહ્યું છે ओहं = ઓઘરૂપ सलिलं = જળને अपारगं = જેનો પાર ન પામી શકાય તેવા महासमुद्दं = મહા સમુદ્રને भुयाहिं = ભુજાઓથી તરવો दुत्तरं = દુસ્તર છે व = તેવી જ રીતે સંસાર સાગર તરવો કઠિન છે अहे य णं = તેથી જ સંસારના સ્વરૂપને परिजाणाहिं = જ્ઞપરિજ્ઞાથી જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે से पंडिए = તે પંડિત છે(સત્યાસત્યને જાણનાર છે) अंतकडे = કર્મોનો અંત કરનાર.
ભાવાર્થ :– તીર્થંકર ગણધર આદિ ઉત્તમ પુરુષોએ કહ્યું છે– જેનો પાર ન પામી શકાય તેવા મહા સમુદ્રને બે ભુજાઓથી પાર કરવો દુસ્તર છે, તેવી રીતે સંસારરૂપી મહાસમુદ્રને પણ પાર કરવો દુસ્તર છે, તેથી આ સંસાર સમુદ્રના સ્વરૂપને જ્ઞપરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે છે, તે પંડિત મુનિ કર્મોનો અંત કરનારા કહેવાય છે.
जहा हि बद्धं इह माणवेहिं, जहा य तेसिं तु विमोक्ख आहिए । अहा तहा बंधविमोक्ख जे विऊ, से हु मुणी अंतकडे त्ति वुच्चइ ॥ શબ્દાર્થ :– जहा = જેવી રીતે इह = આ સંસારમાં माणवेहिं = મનુષ્યો જો बद्धं = મિથ્યાત્વાદિથી કર્મો બાંધે છે तेसिं = તેનો–કર્મોનો બંધ થયો છે विमोक्ख = કર્મોના બંધનોથી મુક્ત થવું आहिए = કહ્યું છે जे = જે સાધુ बंधविमोक्ख = બંધ અને મોક્ષના अहा तहा = યથાર્થ સ્વરૂપને विऊ = સમ્યક રીતે જાણનાર છે.
ભાવાર્થ :– મનુષ્યો આ સંસારમાં મિથ્યાત્વાદિ દ્વારા કર્મ બાંધે છે અને સમ્યગ્દર્શનાદિ દ્વારા કર્મોનો ક્ષય કરે છે. આ રીતે બંધ અને વિમોક્ષના સ્વરૂપને યથાતથ્ય જાણનાર વિદ્વાન મુનિ અવશ્ય સંસારનો કે
કર્મોનો અંત કરનારા કહેવાય છે.
इमम्मि लोए परए य दोसु वि, ण विज्जइ बंधणं जस्स किंचि वि । से हु णिरालंबणमप्पइठ्ठिओ, कलंकलीभावपवंच विमुच्चइ ॥त्ति बेमि॥ શબ્દાર્થ :– णिरालंबणं = આલંબનથી રહિત–આ લોક પરલોકની આશાથી રહિત अप्पइठ्ठिओ = પ્રતિબંધથી રહિત कलंकलीभावपवंच = જન્મ, મરણ રૂપ સંસારના પરિભ્રમણના પ્રચંચથી विमुच्चइ = મુક્ત થાય છે.
ભાવાર્થ :– આ લોક, પરલોક કે બંને લોકમાં જેને અંશમાત્ર પણ રાગાદિ બંધન નથી તથા જે સાધક નિરાલંબી– આ લોક, પરલોક સંબંધી ઇચ્છાઓથી રહિત અને અપ્રતિબદ્ધ છે, તે સાધુ અવશ્ય સંસાર–
પરિભ્રમણ રૂપ પ્રપંચથી મુક્ત થઈ જાય છે.
વિવેચન :–
પ્રસ્તુત ગાથાઓમાં વિવિધ દષ્ટાંતો દ્વારા સાધકને બંધનમાંથી મુક્ત થવાની પ્રેરણા આપી છે.
10
11
12
351