This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

(4) વારંવાર અવગ્રહની આજ્ઞા ગ્રહણ કરે. સાધુ જેટલીવાર કોઈ પણ વસ્તુની યાચના માટે જાય, તેટલી વાર ગુરુની આજ્ઞા ગ્રહણ કરે. ગૃહસ્થ પાસેથી ગ્રહણ કરેલા પાટ–પાટલા આદિ કોઈ પણ પાઢીહારી વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં પ્રતિદિન ગૃહસ્થની આજ્ઞા ગ્રહણ કરે. પ્રતિદિન આજ્ઞા ગ્રહણ કરવાથી તે વસ્તુ મારી નથી તેવી ભાવના દઢતમ થાય છે, તેથી સાધુને તેમાં માલિકી ભાવ કે મમત્વભાવ અધ્યયન–15

334 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ થતો નથી. માટે સાધુ પ્રત્યેક કાર્ય આજ્ઞાપૂર્વક કરે અને ઉપાશ્રયમાંથી પણ જે કોઈ વસ્તુ ગ્રહણ કરવી હોય, તો તેની પુનઃ આજ્ઞા ગ્રહણ કરે.

(પ) સાધર્મિકો પાસેથી વિચારપૂર્વક અને મર્યાદાપૂર્વક અવગ્રહની યાચના કરે. સાધુને પોતાના સહવર્તી અન્ય સાધુઓની કોઈપણ ઉપધિની આવશ્યકતા હોય, તો તેની આજ્ઞા લઈને તે ઉપધિ ગ્રહણ કરે. તેમાં જેની પાસેથી ઉપધિ ગ્રહણ કરવાની છે, તે સાધુને માટે તે વસ્તુની આવશ્યકતાનો તેમજ તે સાધુની અનુકૂળતા–પ્રતિકૂળતાનો વિચાર કરે. તે સાધુને કોઈ પણ પ્રકારે તકલીફ થાય. તે રીતે મર્યાદિત વસ્તુને ગ્રહણ કરે.

રીતે ત્રીજા મહાવ્રતની શુદ્ધિને માટે સાધુએ હંમેશાં વિવેકપૂર્વક વિચાર કરીને, આજ્ઞાપૂર્વક આવશ્યકતા પ્રમાણે વસ્તુ ગ્રહણ કરવી જોઈએ.

ચોથું મહાવ્રત અને તેની પાંચ ભાવના :

अहावरं चउत्थं भंते ! महव्वयं पच्चक्खामि सव्वं मेहुणं से दिव्वं वा माणुसं वा तिरिक्खजोणियं वा णेव सयं मेहुणं गच्छेज्जा, तं चेव, अदिण्णादाण–

वत्तव्वया भाणियव्वा जाव वोसिरामि ભાવાર્થ :– ત્યાર પછી હે ભગવન્ ! હું ચોથા મહાવ્રતનો સ્વીકાર કરું છું. તેના વિષયમાં સર્વપ્રકારથી મૈથુન સેવનના પ્રત્યાખ્યાન કરું છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી મૈથુનનું સેવન સ્વયં કરીશ નહિ, બીજા પાસે દેવતા આદિ સંબંધી મૈથુન સેવન કરાવીશ નહિ અને મૈથુન સેવન કરનારની અનુમોદના પણ કરીશ નહીં. શેષ વર્ણન અદત્તાદાન વિરમણ મહાવ્રતની સમાન યાવત્ મૈથુન સંબંધી પાપથી મારા આત્માને સર્વથા મુક્ત કરું છું.

तस्सिमाओ पंच भावणाओ भवंति–

तत्थिमा पढमा भावणाणो णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थीणं कहं कहइत्तए सिया केवली बूयाणिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थीणं कहं कहेमाणे संतिभेया संतिविभंगा संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेज्जा णो णिग्गंथे अभिक्खणं अभिक्खणं इत्थीणं कहं कहइत्तए सिय त्ति पढमा भावणा। अहावरा दोच्चा भावणाणो णिग्गंथे इत्थीणं मणोहराइं मणोरमाइं इंदियाइं आलोइत्तए णिज्झाइत्तए सिया केवली बूयाणिग्गंथे णं इत्थीणं मणोहराइं मणोरमाइं इंदियाइं आलोएमाणे णिज्झाएमाणे संतिभेया संतिविभंगा जाव धम्माओ भंसेज्जा, णो णिग्गंथे इत्थीणं मणोहराइं मणोरमाइं इंदियाइं आलोइत्तए णिज्झाइत्तए सिय त्ति दोच्चा भावणा । अहावरा तच्चा भावणाणो णिग्गंथे इत्थीणं पुव्वरयाइं पुव्वकीलियाइं सुमरित्तए सिया केवली बूयाणिग्गंथे णं इत्थीणं पुव्वरयाइं पुव्वकीलियाइं सरमाणे संतिभेया जाव भंसेज्जा णो णिग्गंथे इत्थीणं पुव्वरयाइं पुव्वकीलियाइं सरित्तए सिय त्ति तच्चा भावणा 55

56

335

अहावरा चउत्था भावणाणाइमत्तपाणभोयणभोई से णिग्गंथे, णो पणीयरस–भोयणभोई केवली बूयाअइमत्तपाण–भोयणभोई से णिग्गंथे पणीयरसभोयणभोइ त्ति संतिभेया जाव भंसेज्जा णाइमत्तपाणभोयणभोई से णिग्गंथे, णो पणीयरसभोयणभोइत्ति चउत्था भावणा । अहावरा पंचमा भावणाणो णिग्गंथे इत्थीपसुपंडगसंसत्ताइं सयणासणाइं सेवित्तए सिया केवली बूयाणिग्गंथे णं इत्थीपसुपंडगसंसत्ताइं सयणासणाइं सेवेमाणे संतिभेया जाव भंसेज्जा णो णिग्गंथे इत्थी–पसु–पंडगसंसत्ताइं सयणासणाइं सेवित्तए सिय त्ति पंचमा भावणा શબ્દાર્થ :– संति = પ્રાપ્ત કરે છે भेया = બ્રહ્મચર્યના ભેદને(દેશ ભંગને) विभंगा = બ્રહ્મચર્યના ભંગને(સર્વ ભંગને) केवलिपण्णत्ताओ धम्माओ भंसेज्जा = કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે णो णिग्गंथे इत्थीणं पुव्वरयाइं पुव्वकीलियाइं सुमरित्तए सिया = સાધુએ સ્ત્રીઓ સાથે પહેલા કરેલી રતિ તથા ક્રીડાનું સ્મરણ કરવું જોઈએ નહિ णाइमत्तपाणभोयणभोई = પ્રમાણથી વધારે આહાર–પાણી કરે નહિ से णिग्गंथे = તે નિર્ગ્રંથ છે णो पणीयरस–भोयणभोई = પ્રણીત રસ, પ્રકામ ભોજનનો ઉપભોગ કરે નહિ અર્થાત્ સરસ આહાર કરે.

ભાવાર્થ :– ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે–

(1) પહેલી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથ સાધુ સ્ત્રીઓની કામજનક વાતો વારંવાર કરે નહિ.

કેવળી ભગવાને કહ્યું છે કે વારંવાર સ્ત્રીઓની કથા–વાતો કરનાર નિર્ગ્રંથ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવળી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિર્ગ્રંથ સાધુ સ્ત્રીઓની વાતો વારંવાર કરે નહિ. પ્રથમ ભાવના છે.

(ર) બીજી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથ સાધુ સ્ત્રીઓની મનોહર, મનોરમ ઇન્દ્રિયોને સામાન્ય કે

વિશેષ પણે જુએ નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે સ્ત્રીઓની મનોહર તેમજ મનોરમ ઇન્દ્રિયોને કામ, રાગપૂર્વક સામાન્ય કે વિશેષ રૂપે જોનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિર્ગ્રંથ મુનિ સ્ત્રીઓની મનોહર તેમજ મનોરમ ઇન્દ્રિયોને કામરાગપૂર્વક સામાન્ય કે વિશેષ રૂપે જુએ નહિ. બીજી ભાવના છે.

(3) ત્રીજી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથ સાધુ સ્ત્રી સાથે પૂર્વકૃત રતિ, પૂર્વકૃત કામક્રીડાનું સ્મરણ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે સ્ત્રીઓની સાથે કરેલ પૂર્વકૃત રતિ તેમજ પૂર્વકૃત કામક્રીડાનું સ્મરણ કરનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, તેથી નિર્ગ્રંથ સાધુ સ્ત્રીઓ સાથે પૂર્વાશ્રમમાં કરેલ પૂર્વરતિ તેમજ પૂર્વકામક્રીડાનું સ્મરણ કરે નહિ. ત્રીજી ભાવના છે.

(4) ચોથી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથ સાધુ આહારપાણીનો અતિમાત્રામાં ઉપભોગ કરે નહિ તથા સરસ અને ગરિષ્ટ આહારનો ઉપભોગ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે પ્રમાણથી અધિક માત્રામાં આહાર–પાણીનું સેવન કરનાર તથા સ્નિગ્ધ–ગરિષ્ટ ભોજન કરનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે

અધ્યયન–15

336 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે નિર્ગ્રંથ સાધુ અતિમાત્રામાં આહારપાણી કરે નહિ કે સરસ સ્વાદિષ્ટ ભોજનનો ઉપભોગ કરે નહિ. ચોથી ભાવના છે.

(પ) પાંચમી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથ સાધુ સ્ત્રી, પશુ, નપુંસકથી યુક્ત શય્યા–વસતિ અને આસનાદિનું સેવન કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છેસ્ત્રી, પશુ અને નપુંસક યુક્ત શય્યા, આસનાદિનું સેવન કરનાર સાધુ બ્રહ્મચર્યનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે નિર્ગ્રંથ સાધુ સ્ત્રી, પશુ, નપુંસકથી સંસક્ત શય્યા અને આસનાદિનું સેવન કરે નહિ. પાંચમી ભાવના છે.

एतावताव चउत्थे महव्वए सम्मं काएणं जाव आराहिए यावि भवइ । चउत्थं भंते ! महव्वयं मेहुणाओ वेरमणं ભાવાર્થ :– પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત મૈથુન વિરમણ રૂપ ચોથા મહાવ્રતની સમ્યક રૂપે કાયાથી સ્પર્શના કરવાથી, પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર પામવાથી, તેનું કીર્તન કરવાથી, તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે. હે ભગવાન ! મૈથુન વિરમણરૂપ ચોથું મહાવ્રત છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતનું સ્વરૂપ તથા તેની પાંચ ભાવનાનું નિરૂપણ છે.

બ્રહ્મચર્ય :– બ્રહ્મ સ્વરૂપ આત્મભાવમાં રમણતા કરવી, તે બ્રહ્મચર્ય છે. વિષય ભોગની પ્રવૃત્તિ મોહનીય કર્મને ઉત્તેજિત કરે છે. તે બ્રહ્મચર્યમાં બાધક બને છે, તેથી બ્રહ્મચર્ય મહાવ્રતની આરાધના કરનાર સાધક દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી મૈથુન સેવનનો ત્રણ કરણ અને ત્રણ યોગ, નવ કોટિથી જીવન પર્યંત ત્યાગ કરે છે.

પાંચ ભાવના :– (1) સાધુ સ્ત્રીઓ સંબંધી કામ વિષયક કથા કરે નહીં. કામ વિષયક કથાઓનું શ્રવણ મનમાં વિકાર ભાવ જાગૃત કરે છે, ક્યારેક મનની વિકૃતિથી વચનની અને કાયાની પણ વિકૃતિ થાય અને સાધક ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ થાય છે, તેથી સાધુ સ્ત્રી કથાનો સર્વથા ત્યાગ કરે.

(ર) સાધુ સ્ત્રીઓના અંગોપાંગનું આવલોકન કરે નહીં, વિષય બુદ્ધિથી કરેલું રૂપદર્શન વાસનાની જાગૃતિનું નિમિત્ત બને છે તેથી સાધુ વિકાર ભાવે સ્ત્રીના અંગોપાંગનું નિરીક્ષણ કરે નહીં.

(3) સાધુ પૂર્વે ભોગવેલા વિષય ભોગનું સ્મરણ કરે નહીં. વિષય ભોગનું સ્મરણ ઉપશાંત થયેલી વાસનાને પુનઃ ઉદ્દીપ્ત કરે છે, તેથી સાધુ પોતે ભોગવેલા વિષય ભોગનું સ્મરણ કરે નહીં અને વિષયવર્ધક નાટક આદિ જુએ નહીં.

(4) સાધુ પ્રતિદિન સરસ ગરિષ્ટ આહાર કરે નહીં. ગરિષ્ટ આહાર આળસ, પ્રમાદ આદિ દુર્ગુણોનું પોષણ કરે છે, સુષુપ્ત વાસનાને સતેજ બનાવે છે, તેથી બ્રહ્મચર્યનું પાલન કરનારા સાધુઓ સાદો–સીધો, પૌષ્ટિક અને પોતાના શરીરને અનુકૂળ આહાર પણ મર્યાદિત પ્રમાણમાં કરે છે.

સામાન્ય રીતે સર્વ સાધુઓ માટે ગરિષ્ટ આહારનો નિષેધ છે પરંતુ કોઈ સાધુ પોતાના સ્વાસ્થ્ય માટે ઔષધ રૂપે વિગયયુક્ત ગરિષ્ટ આહાર ગુરુની આજ્ઞા પૂર્વક ગ્રહણ કરી શકે છે.

(પ) સાધુ સ્ત્રી–પશુ, નપુંસક રહિત સ્થાનમાં રહે. સ્ત્રી આદિનો સંસર્ગ મનની વિકૃતિનું નિમિત્ત બને છે તેથી સાધુ સ્ત્રી આદિથી રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરે છે.

57

337

સંક્ષેપમાં બ્રહ્મચર્યમાં બાધક અને વિષયોને ઉત્તેજિત કરનાર પ્રત્યેક પ્રવૃત્તિનો ત્યાગ કરનાર સાધુ જ બ્રહ્મચર્ય મહાવ્રતમાં સ્થિર રહી શકે છે. બ્રહ્મચર્યની આરાધના કરનાર સાધકો ઉપરોક્ત સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરે. પ્રમાણે સાધ્વીજીઓ માટે પુરુષ સંબંધી કથા આદિનો ત્યાગ સમજી લેવો જોઈએ.

પાંચમું મહાવ્રત અને તેની પાંચ ભાવના :

अहावरं पंचमं भंते ! महव्वयं सव्वं परिग्गहं पच्चक्खामि से अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं परिग्गहं गेण्हेज्जा, णेवण्णेहिं परिग्गहं गेण्हावेज्जा, अण्णं पि परिग्गहं गिण्हंतं समणुजाणेज्जा जाव वोसिरामि શબ્દાર્થ :– से अप्पं वा बहुं = સાધુ અલ્પ કે વધુ अणुं वा थूलं = સૂક્ષ્મ કે સ્થૂલ चित्तमंतं वा अचित्तमंतं = સચેત કે અચેત णेव परिग्गहं गेण्हेज्जा = સ્વયં પરિગ્રહ ગ્રહણ કરીશ નહિ णेवण्णेहिं परिग्गहं गेण्हावेज्जा = બીજા પાસે પરિગ્રહ ગ્રહણ કરાવીશ નહિ अण्णं वि परिग्गहं गिण्हंतं ण समणुजाणेज्जा = અન્ય કોઈ પરિગ્રહ ગ્રહણ કરતા હોય તેની અનુમોદના કરીશ નહિ.

ભાવાર્થ :– હે ભગવાન ! હું પાંચમા મહાવ્રતનો સ્વીકાર કરું છું. પાંચમા મહાવ્રતના વિષયમાં હું સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરું છું. હું થોડો કે ઘણો, સૂક્ષ્મ કે સ્થૂલ, સચિત્ત કે અચિત્ત કોઈપણ પ્રકારના પરિગ્રહને સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા પાસે પરિગ્રહ ગ્રહણ કરાવીશ નહિ અને પરિગ્રહ ગ્રહણ કરનારની અનુમોદના પણ કરીશ નહિ યાવત ભૂતકાળમાં ગ્રહણ કરેલા પરિગ્રહનો હું ત્યાગ કરું છું, ત્યાં સુધીનું સર્વ વર્ણન પૂર્વની જેમ સમજી લેવું.

तस्सिमाओ पंच भावणाओ भवंति–

तत्थिमा पढमा भावणासोयओ णं जीवे मणुण्णामणुण्णाइं सद्दाइं सुणेइ, मणुण्णामणुण्णेहिं सद्देहिं णो सज्जेज्जा णो रज्जेज्जा णो गिज्झेज्जा णो मुज्झेज्जा णो अज्झोववज्जेज्जा णो विणिग्घायमावज्जेज्जा केवली बूयाणिग्गंथे णं मणुण्णामणुण्णेहिं सद्देहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया संतिविभंगा संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेज्जा । ण सक्का सोउं सद्दा, सोयविसयमागया । राग दोसा जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ सोयओ जीवो मणुण्णामणुण्णाइं सद्दाइं सुणेइ त्ति पढमा भावणा । अहावरा दोच्चा भावणाचक्खूओ जीवो मणुण्णामणुण्णाइं रूवाइं पासइ, मणुण्णामणुण्णेहिं रूवेहिं णो सज्जेज्जा णो रज्जेज्जा जाव णो विणिग्घाय–

मावज्जेज्जा केवली बूयाणिग्गंथे णं मणुण्णामणुण्णेहिं रूवेहिं सज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया संतिविभंगा जाव भंसेज्जा 58

59

અધ્યયન–15

338 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ सक्का रूवमदठ्ठंज्, चक्खूविसयमागयं । राग दोसा जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ चक्खूओ जीवो मणुण्णामणुण्णाइं रूवाइं पासइ त्ति दोच्चा भावणा । अहावरा तच्चा भावणाघाणओ जीवो मणुण्णामणुण्णाइं गंधाइं अग्घायइ, मणुण्णामणुण्णेहिं गंधेहिं णो सज्जेज्जा णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुज्झेज्जा, णो अज्झोववज्जेज्जा, णो विणिग्घायमावज्जेज्जा केवली बूयाणिग्गंथे णं मणुण्णामणुण्णेहिं गंधेहिं सज्जमाणे रज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया संतिविभंगा जाव भंसेज्जा । ण सक्का गंधमग्घाउं, णासाविसयमागयं । राग दोसा जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ घाणओ जीवो मणुण्णामणुण्णाइं गंधाइं अग्घायइ त्ति तच्चा भावणा । अहावरा चउत्था भावणाजिब्भाओ जीवो मणुण्णामणुण्णाइं रसाइं अस्सादेइ, मणुण्णामणुण्णेहिं रसेहिं णो सज्जेज्जा णो रज्जेज्जा जाव णो विणिग्घायमावज्जेज्जा केवली बूयाणिग्गंथे णं मणुण्णामणुण्णेहिं रसेहिं सज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया जाव भंसेज्जा । ण सक्का रसमणासाउं, जीहाविसयमागयं । राग दोसा जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ जीहाओ जीवो मणुण्णामणुण्णाहिं रसाइं अस्साएइ त्ति चउत्था भावणा । अहावरा पंचमा भावणाफासाओ जीवो मणुण्णामणुण्णाइं फासाइं पडिसंवेदेइ, मणुण्णामणुण्णेहिं फासेहिं णो सज्जेज्जा, णो रज्जेज्जा, णो गिज्झेज्जा, णो मुज्झेज्जा, णो अज्झोववज्जेज्जा, णो विणिग्घायमावज्जेज्जा केवली बूयाणिग्गंथे णं मणुण्णामणुण्णेहिं फासेहिं सज्जमाणे जाव विणिग्घायमावज्जमाणे संतिभेया संतिविभंगा संतिकेवलिपण्णत्ताओ धम्माओ भंसेज्जा । ण सक्का संवेदेउं, फास विसयमागयं । राग दोसा जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ फासाओ जीवो मणुण्णामणुण्णाइं फासाइं पडिसंवेदेइ त्ति पंचमा भावणा। શબ્દાર્થ :– सोयओ = શ્રોતેન્દ્રિયથી मणुण्णामणुण्णाइं सद्दाइं सुणेइ = મનોજ્ઞ–પ્રિય, અમનોજ્ઞ–

અપ્રિય શબ્દોને સાંભળે છેमणुण्णामणुण्णेहिं सद्देहिं= પ્રિય, અપ્રિય શબ્દોમાંणो सज्जेज्जा= આસક્ત થાય નહિ णो रज्जेज्जा = અનુરક્ત થાય નહિ णो गिज्झेज्जा ऊ ગૃદ્ધ થાય નહિ णो मुज्झेज्जा = 339

મોહિત કે મૂર્ચ્છિત થાય નહિ णो अज्झोववज्जेज्जा = અત્યંત આસક્ત–તલ્લીન થાય નહિ णो विणिग्घायमावज्जेज्जा = વિનાશને પ્રાપ્ત થાય અર્થાત્ રાગદ્વેષ કરે सोयविसयमागया = શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા सद्दा = શબ્દ ण सक्का = સમર્થ નથી ण सोउं = સાંભળવા નહિ तत्थ = તેમાં रागदोसा उ = રાગદ્વેષ છે जे = જે तं = તેને परिवज्जए = છોડી દે चक्खूविसयमागयं = ચક્ષુ વિષયને પ્રાપ્ત થયેલ रूवं = રૂપ अदठ्ठंज् ण सक्का = અદષ્ટ થઈ શકતું નથી णासाविसयमागयं = નાસિકાના વિષયને પ્રાપ્ત થયેલ गंधं = ગંધ ण अग्घाउ सक्का = ગંધ આવે તેમ થઈ શકતું નથી जीहाविसयमागयं = જીભનો વિષય બનેલા रसं = રસને ण सक्का अणासाउं = આસ્વાદ થાય તેમ થઈ શકતું નથી પરંતુ फासविसयमागयं = સ્પર્શેન્દ્રિયના વિષયને પ્રાપ્ત फासं = સ્પર્શને ण संवेदेउं ण सक्का = સંવેદન થાય, તેમ શક્ય નથી અર્થાત્ સંવેદન તો થાય છે.

ભાવાર્થ :– પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે–

(1) પાંચ ભાવનાઓમાંથી પ્રથમ ભાવના પ્રમાણે છેજીવ શ્રોતેન્દ્રિયથી મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોને સાંભળે છે, સાધુ મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં આસક્ત થાય નહિ, અનુરક્ત થાય નહિ, ગૃદ્ધ થાય નહિ, મોહિત થાય નહિ, અત્યંત આસક્ત થાય નહિ, રાગદ્વેષ કરીને આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવંતે કહ્યું છે કે જે સાધુ મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દોમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ, મોહિત કે અત્યંત આસક્ત થાય છે, રાગદ્વેષ કરે છે, તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.

કાનમાં પ્રવેશેલા શબ્દનું શ્રવણ કરવું, તે શક્ય નથી પરંતુ તેને સાંભળતા તેમાં ઉત્પન્ન થતાં રાગ, દ્વેષનો સાધુ ત્યાગ કરે. રીતે જીવ શ્રોતેન્દ્રિયથી પ્રિય કે અપ્રિય સર્વ પ્રકારના શબ્દો સાંભળે છે પરંતુ સાધુ તેમાં આસક્ત થઈને રાગ, દ્વેષ કરે નહિ. પ્રથમ ભાવના છે.

(ર) બીજી ભાવના પ્રમાણે છેજીવ ચક્ષુરિન્દ્રિય દ્વારા મનોજ્ઞ, અમનોજ્ઞ સર્વ પ્રકારના રૂપોને જુએ છે. સાધુ તે મનોજ્ઞ, અમનોજ્ઞ રૂપોમાં આસક્ત થાય નહીં તથા અનુરક્ત કે ગૃદ્ધ થાય નહિ યાવત્ રાગદ્વેષ કરીને આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિર્ગ્રંથ મનોજ્ઞ અમનોજ્ઞ રૂપોને જોઈને તેમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ થાય છે યાવત્ રાગદ્વેષ કરી પોતાના આત્મગુણોનો નાશ કરે છે, તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.

ચક્ષુ સમક્ષ આવેલું રૂપ દેખાય, તે શક્ય નથી, પરંતુ તેને જોતાં તેમાં ઉત્પન્ન થતાં રાગ–દ્વેષનો સાધુ ત્યાગ કરે. રીતે જીવ ચક્ષુરિન્દ્રિયથી મનોજ્ઞ કે અમનોજ્ઞ સર્વ પ્રકારના રૂપને જુએ છે, પરંતુ સાધુ તેમાં આસક્ત થઈને રાગ–દ્વેષ કરે નહિ. બીજી ભાવના છે.

(3) ત્રીજી ભાવના પ્રમાણે છેજીવ નાસિકાથી પ્રિય કે અપ્રિય ગંધોને સૂંઘે છે. સાધુ મનોજ્ઞ કે

અમનોજ્ઞ ગંધમાં આસક્ત થાય નહીં તથા અનુરક્ત, ગૃદ્ધ, મોહિત કે અત્યંત આસક્ત થાય નહિ, તેના પર રાગદ્વેષ કરીને પોતાના આત્મ ગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિર્ગ્રંથ મનોજ્ઞ કે

અમનોજ્ઞ ગંધમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ, મૂર્ચ્છિત કે અત્યંત આસક્ત થાય તથા રાગદ્વેષથી ગ્રસ્ત બની પોતાના આત્મ ગુણોનો નાશ કરે છે તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વથી ભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થાય છે.

ઘ્રાણેન્દ્રિયના વિષય રૂપ બનેલા ગંધના પુદ્ગલો સૂંઘાય નહિ તે શક્ય નથી, પરંતુ તે ગંધ આવતા અધ્યયન–15

340 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ તેમાં ઉત્પન્ન થતાં રાગદ્વેષનો સાધુ ત્યાગ કરે. રીતે જીવ ઘ્રાણેન્દ્રિયથી મનોજ્ઞ કે અમનોજ્ઞ સર્વ પ્રકારની ગંધને સૂઘે છે પરંતુ સાધુ તેમાં આસક્ત થઈને રાગદ્વેષ કરે નહિ. ત્રીજી ભાવના છે.

(4) ચોથી ભાવના પ્રમાણે છેજીવ જીભથી મનોજ્ઞ, અમનોજ્ઞ રસોનો આસ્વાદ કરે છે, સાધુ તે મનોજ્ઞ કે અમનોજ્ઞ રસોમાં આસક્ત થાય નહીં તથા ગૃદ્ધ, મૂર્ચ્છિત કે અત્યંત આસક્ત થાય નહિ અને તેના પર રાગદ્વેષ કરીને, પોતાના આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિર્ગ્રંથ મનોજ્ઞ, અમનોજ્ઞ, રસોમાં આસક્ત, અનુરક્ત, ગૃદ્ધ, મોહિત, મૂર્ચ્છિત કે અત્યંત આસક્ત થાય કે રાગદ્વેષ કરીને પોતાના આત્મગુણોનો નાશ કરે છે તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વભંગ કરે છે અને કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે.

રસેન્દ્રિયનો વિષય બનેલા પદાર્થોના રસનો આસ્વાદ લેવો તે શક્ય નથી, પરંતુ તે રસ પ્રત્યે ઉત્પન્ન થતાં રાગદ્વેષનો સાધુ ત્યાગ કરે. રીતે જીવ રસેન્દ્રિયથી મનોજ્ઞ, અમનોજ્ઞ, સર્વ પ્રકારના રસોનું આસ્વાદન કરે છે, પરંતુ સાધુ તેમાં રાગદ્વેષ કરે નહિ. ચોથી ભાવના છે.

(પ) પાંચમી ભાવના પ્રમાણે છેજીવ સ્પર્શેન્દ્રિયથી મનોજ્ઞ, અમનોજ્ઞ સ્પર્શોનું સંવેદન(અનુભવ)

કરે છે. સાધુ તે મનોજ્ઞ, અમનોજ્ઞ સ્પર્શોમાં આસક્ત થાય નહીં તથા અનુરક્ત, ગૃદ્ધ, મૂર્ચ્છિત અને અત્યંત આસક્ત થાય નહિ, રાગદ્વેષ કરીને પોતાના આત્મગુણોનો નાશ કરે નહિ. કેવલી ભગવાને કહ્યું છે કે જે નિર્ગ્રંથ મનોજ્ઞ, અમનોજ્ઞ, સ્પર્શોમાં આસક્ત, અનુરક્ત,ગૃદ્ધ, મોહિત, મૂર્ચ્છિત કે અત્યંત આસક્ત થાય કે રાગદ્વેષ કરીને પોતાના આત્મ ગુણોનો નાશ કરે છે, તે અપરિગ્રહ મહાવ્રતનો દેશથી કે સર્વભંગ કરે છે તથા કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે.

સ્પર્શેન્દ્રિયનો વિષય બનેલા પદાર્થોના સ્પર્શનું સંવેદન કરવું, તે શક્ય નથી, પરંતુ તે સ્પર્શમાં ઉત્પન્ન થતાં રાગદ્વેષનો સાધુ ત્યાગ કરે.

રીતે જીવ સ્પર્શેન્દ્રિયથી મનોજ્ઞ, અમનોજ્ઞ, સર્વ પ્રકારના સ્પર્શોનું સંવેદન કરે છે પરંતુ સાધુ તેમાં રાગદ્વેષ કરે નહિ. પાંચમી ભાવના છે.

एतावताव पंचमे महव्वए सम्मं काएणं फासिए पालिए तीरिए किट्टिए अवठ्ठिए आणाए आराहिए यावि भवइ । पंचमं भंते ! महव्वयं परिग्गहाओ वेरमणं ભાવાર્થ :– પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત પરિગ્રહ વિરમણ રૂપ પાંચમા મહાવ્રતનો કાયાથી સમ્યક પ્રકારે સ્પર્શ કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતોને સારી રીતે પાર પામવાથી, તેનું કીર્તન કરવાથી તથા તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં પાંચમા અપરિગ્રહ મહાવ્રતનું તથા તેની પાંચ ભાવનાનું નિરૂપણ છે.

પરિગ્રહ :– પરિ એટલે ચારે બાજુથી જીવને, ગ્રહ એટલે પકડી રાખે, જકડી રાખે, તે પરિગ્રહ છે.

આગમોમાંमुच्छा परिग्गहो वुत्तो ।મૂર્ચ્છા–આસક્તિ ભાવને પરિગ્રહ કહ્યો છે. આસક્તિના પરિણામોથી જ જીવ જડ–ચેતન પદાર્થોનો સંગ્રહ કરે છે.

60

341

પરિગ્રહને ભેગો કરવા, તેનું રક્ષણ કરવા માટે પ્રાણી અનેક પાપોનું સેવન કરે છે, તેનો વિયોગ થાય ત્યારે પ્રાણી આર્તધ્યાન કરે છે. રીતે પરિગ્રહ વૃત્તિ સાધકના ચિત્તને ચંચળ બનાવે છે, સ્વાધ્યાય–ધ્યાનની સાધનામાં સ્ખલના કરે છે, તેથી સાધુ સૂક્ષ્મ કે સ્થૂલ, સચેત કે અચેત સર્વ પ્રકારના પરિગ્રહનો નવ કોટિએ જીવન પર્યંત ત્યાગ કરે છે.

સાધુ સંયમી જીવનમાં આવશ્યક ઉપકરણો તથા સાધનામાં સહાયક પોતાના શરીરને પણ અનાસક્ત ભાવે ધારણ કરે છે. જો તેને પોતાના શરીરમાં કે ઉપકરણોમાં પણ મૂર્ચ્છાભાવ જાગૃત થાય, તો તે પણ પરિગ્રહ રૂપ બની જાય છે, તેથી સાધુ તેમાં પણ અનાસક્ત ભાવ રાખે.

પાંચ ભાવના :– (1) સાધુ મનોજ્ઞ–અમનોજ્ઞ શબ્દ પર રાગ કે દ્વેષ કરે નહીં. તે રીતે ( રથી પ)

મનોજ્ઞઅમનોજ્ઞ રૂપ, ગંધ, રસ અને સ્પર્શમાં પણ રાગ–દ્વેષ કરે નહીં.

વિષયોની આસક્તિ પદાર્થોના સંગ્રહની વૃત્તિને જન્મ આપે છે તેથી અપરિગ્રહ મહાવ્રતની વિશુદ્ધિ માટે સૂત્રકારે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં રાગ–દ્વેષનો ત્યાગ કરવાનું સૂચન કર્યું છે.

સાધક વિષયોને જાણવા કે માણવા જાય નહિ પરંતુ સહજભાવે ઇન્દ્રિયોને વિષય પ્રાપ્ત થાય અર્થાત્ કાનમાં શબ્દ આવી જાય, આંખોથી રૂપ જોવાઈ જાય, નાકમાં ગંધ આવી જાય ઇત્યાદિ વિષયો આવે તેની પ્રાપ્તિ સહજ થઈ જાય, ત્યારે તેનો ત્યાગ કરવો શક્ય નથી, પરંતુ સાધકે અનુભવાતા તે વિષયમાં રાગ–દ્વેષનો ત્યાગ કરી તેમાં વૈરાગ્યભાવ અને ઉપેક્ષાભાવ સહિત સમત્વ પરિણામોમાં રહેવું જોઈએ. પુદ્ગલ સંયોગ આત્માના પરિણામોને ચંચળ બનાવે નહીં તેના માટે સાધકે સાવધાન રહેવાનું છે.

રીતે સાધક મહાવ્રતોની પાંચ–પાંચ ભાવનાથી મહાવ્રતોને પુષ્ટ કરે છે.

મહાવ્રતોનું પાલન, તે સાધકોની સાધનાનો પ્રાણ છે. મહાવ્રતોની વિશુદ્ધિ અને રક્ષા માટે ભાવનાઓ અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી આગમોમાં મહાવ્રતો અને તેની ભાવનાઓનું કથન છે. શ્રી દશવૈકાલિક સૂત્ર ચોથા અધ્યયનમાં રાત્રિ ભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રતનું વિસ્તૃત વર્ણન છે.

રાત્રિ ભોજન ત્યાગનો સમાવેશ અહિંસા મહાવ્રતમાં થઈ જતો હોવાથી પ્રસ્તુત પ્રસંગમાં તેનું સ્વતંત્ર કથન નથી. શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના સંવર દ્વારમાં પાંચ મહાવ્રતની પચીસ ભાવનાનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત સમવાયાંગ સૂત્ર પચીસમા સમવાયમાં, પચીસ ભાવનાનું નિરૂપણ છે, પરંતુ તે ભાવનાઓના નામમાં કે ક્રમમાં ક્યાંક ભેદ પ્રતીત થાય છે. ભિન્નતાનું કારણ લિપિ દોષ અથવા ભિન્ન ભિન્ન કાલે ભિન્ન ભિન્ન આચાર્યો દ્વારા થયેલું સંપાદન છે, તેમ સમજી શકાય છે, પરંતુ તે સર્વેય ભાવનાઓના ભાવોમાં સામ્યતા છે.

ઉપસંહાર :–

इच्चेएहिं पंच महव्वएहिं पणवीसाहि भावणाहिं संपण्णे अणगारे अहासुयं अहाकप्पं अहामग्गं सम्मं काएणं फासित्ता पालित्ता तीरित्ता किट्टित्ता आणाए आराहित्ता यावि भवइ શબ્દાર્થ :– अहासुयं = સૂત્ર પ્રમાણે, સૂત્રોક્ત વિધિ પ્રમાણે अहाकप्पं = કલ્પ અનુસાર મહાવ્રતની મર્યાદા અને આચાર પ્રમાણે अहामग्गं = વીતરાગ કથિત માર્ગ પ્રમાણે.

61

અધ્યયન–15

342 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ભાવાર્થ :– પાંચે મહાવ્રતો અને તેની પચીસ ભાવનાઓથી યુક્ત અણગાર યથાશ્રુત, યથાકલ્પ અને યથામાર્ગ, તેને કાયાથી સમ્યક પ્રકારે સ્પર્શ કરી, પાલન કરી, તેનો પાર પામી, તેની મહાનતાનું કીર્તન કરી, ભગવાનની આજ્ઞાના આરાધક થાય છેએમ શ્રી તીર્થંકર પ્રભુએ કહ્યું છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્ર વિષયના ઉપસંહાર રૂપ છે.

જે સાધક પચીસ ભાવના સહિત પાંચ મહાવ્રતનો સ્વીકાર કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર અનુસાર તેનું પાલન કરે, કલ્પની મર્યાદા અનુસાર અહિંસાદિ ગુણો સહિતનું આચરણ કરે, કઠિનતમ પરિસ્થિતિમાં પણ મહાવ્રતોને ટકાવી રાખે, તેની મહત્તા સ્વીકારીને પ્રશંસા કરે, તે સાધક ક્રમશઃ વિકાસ કરતાં સ્વયં મહાવ્રતમય બની જાય છે, તે આજ્ઞાના આરાધક થાય છે, તે શ્રમણધર્મની કૃતકૃત્યતા છે. તે સાધક ક્રમશઃ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે.

।। પંદરમું અધ્યયન સંપૂર્ણ ।। 343

સોળમું અધ્યયન પરિચય અધ્યયનનું નામ વિમુક્તિ છે.

વિમુક્તિ એટલે વિશેષ પ્રકારે મુક્ત થવું, છૂટવું.

તેના બે ભેદ છે, દ્રવ્ય વિમુક્તિ અને ભાવ વિમુક્તિ. લોખંડની બેડી આદિના બંધનથી મુક્ત થવું, તે દ્રવ્ય વિમુક્તિ છે. રાગ–દ્વેષાદિ મલિન ભાવોથી અથવા કર્મના બંધનથી મુક્ત થવું, તે ભાવ વિમુક્તિ છે.