This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

तस्सिमाओ पंच भावणाओ भवंति, तत्थिमा पढमा भावणाइरियासमिए से णिग्गंथे, णो अणइरियासमिए त्ति। केवली बूयाइरियाअसमिए से णिग्गंथे पाणाइं भूयाइं जीवाइं सत्ताइं अभिहणेज्ज वा वत्तेज्ज वा परियावेज्ज वा लेसेज्ज वा उद्दवेज्ज वा इरियासमिए से णिग्गंथे, णो इरियाअसमिए त्ति पढमा भावणा। अहावरा दोच्चा भावणामणं परिजाणइ से णिग्गंथे, जे मणे पावए सावज्जे सकिरिए अण्हयकरे छेयकरे भेयकरे अहिगरणिए पाओसिए पारिताविए पाणाइवाइए भूओवघाइए तहप्पगारं मणं णो पधारेज्जा मणं परिजाणइ से णिग्गंथे, जे मणे अपावए त्ति दोच्चा भावणा । अहावरा तच्चा भावणावइं परिजाणइ से णिग्गंथे, जा वई पाविया सावज्जा सकिरिया जाव भूओवघाइया तहप्पगारं वइं णो उच्चारेज्जा वइं परिजाणइ से णिग्गंथे जा वई अपाविय त्ति तच्चा भावणा 46

47

325

अहावरा चउत्था भावणाआयाणभंडमत्तणिक्खेवणासमिए से णिग्गंथे, णो अणायाणभंडमत्तणिक्खेवणासमिए केवली बूयाआयाणभंडमत्त–णिक्खेवणा असमिए से णिग्गंथे पाणाइं भूयाइं जीवाइं सत्ताइं अभिहणेज्ज वा जाव उद्दवेज्ज वा तम्हा आयाणभंडमत्तणिक्खेवणासमिए से णिग्गंथे, णो अणायाणभंडमत्त–

णिक्खेवणासमिए त्ति चउत्था भावणा । अहावरा पंचमा भावणाआलोइयपाण–भोयणभोई से णिग्गंथे, णो अणालोइयपाणभोयणभोई केवली बूयाअणालोइयपाणभोयणभोई से णिग्गंथे पाणाणि वा भूयाणि वा जीवाणि वा सत्ताणि वा अभिहणेज्ज वा जाव उद्दवेज्ज वा तम्हा आलोइयपाणभोयणभोई से णिग्गंथे, णो अणालोइयपाणभोयणभोई त्ति पंचमा भावणा શબ્દાર્થ :– मणं परिजाणइ से णिग्गंथे = જે મનને જાણે છે, અશુભ મનનો ત્યાગ કરે છે, તે નિર્ગ્રંથ મુનિ છે जे य मणे पावए = જે મનને પાપ મુક્ત सावज्जे = સાવદ્ય–પાપરૂપ सकिरिए = ક્રિયાયુક્ત अण्हयकरे = આશ્રવ કરનાર छेयकरे = છેદ કરનાર भेयकरे = ભેદ કરનાર अहिगरणिए = કલહકારી पाओसिए = દ્વેષ કરનાર पारियाविए = પરિતાપ આપનાર भूओवघाइए = ભૂતોનો ઘાત કરનાર आलोइयपाण–भोयणभोई से णिग्गंथे = જે વિવેકપૂર્વક જોઈને આહાર–પાણી કરે છે, તે નિર્ગ્રંથ છે.

ભાવાર્થ :– પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ છે.

(1) તેમાં પહેલી ભાવના પ્રમાણે છેઈર્યાસમિતિથી યુક્ત હોય, તે નિર્ગ્રંથ છે, નિર્ગ્રંથ મુનિ ઈર્યા સમિતિથી રહિત હોતા નથી. કેવળી ભગવાન કહે છે કે ઈર્યાસમિતિથી રહિત નિર્ગ્રંથ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વની હિંસા કરે છે, તે જીવોને ધૂળ આદિથી ઢાંકે છે, પરિતાપ આપે છે, મસળે છે, ધ્રાસકો પાડે છે અથવા જીવનથી રહિત કરે છે માટે ઈર્યાસમિતિથી યુક્ત હોય, તે નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથ મુનિ ઈર્યા સમિતિથી રહિત થઈને રહે નહિ. પ્રથમ ભાવના છે.

(ર) બીજી ભાવના પ્રમાણે છેમનને સારી રીતે જાણીને મનને પાપોથી દૂર કરે છે, તે નિર્ગ્રંથ છે.

જે મન પાપકારી, સાવદ્યકારી, ક્રિયાયુક્ત, આશ્રવકારી, છેદકારી તથા ભેદકારી, અધિકરણકારી–

ક્લેશકારી, પ્રદ્વેષકારી, પરિતાપકારી, પ્રાણોનો ઘાત કરનારું, ભૂતનો–જીવોનો ઘાત કરનારું હોય, તેવા પ્રકારનું મન રાખે નહિ. મનને સારી રીતે જાણીને જે પાપકારી વિચારોથી મનને મુક્ત રાખે છે, તે નિર્ગ્રંથ છે માટે નિર્ગ્રંથ મુનિ પાપથી રહિત મન રાખે, બીજી ભાવના છે.

(3) ત્રીજી ભાવના પ્રમાણે છેજે સાધક વચનનું સ્વરૂપ સારી રીતે જાણીને સદોષ વચનનો ત્યાગ કરે છે, તે નિર્ગ્રંથ છે. જે વચન પાપકારી, સાવદ્યકારી, ક્રિયાયુક્ત યાવત્ ભૂતોનો ઘાત કરનારું હોય, તેવા પ્રકારના વચનનું ઉચ્ચારણ કરે નહિ. જે વાણીના દોષોને સારી રીતે જાણીને સદોષ વાણીનો ત્યાગ કરે છે, તે નિર્ગ્રંથ છે, માટે નિર્ગ્રંથ પાપ દોષથી રહિત વાણી બોલે. ત્રીજી ભાવના છે.

(4) ચોથી ભાવના પ્રમાણે છેજે આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે નિર્ગ્રંથ છે.

નિર્ગ્રંથ મુનિ આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિથી રહિત હોતા નથી. કેવલી ભગવાન કહે છે કે જે નિર્ગ્રંથ અધ્યયન–15

326 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિથી રહિત છે, તે પ્રાણી, ભૂત, જીવ, સત્ત્વોની હિંસા કરે છે યાવત્ પ્રાણીઓનો ઉપઘાત કરે છે, પીડા પહોંચાડે છે માટે જે આદાન, ભંડમાત્ર નિક્ષેપણા સમિતિથી યુક્ત છે, તે નિર્ગ્રંથ છે. આદાનભંડમાત્રનિક્ષેપણા સમિતિનું યથાર્થ પાલન કરનારા નિર્ગ્ર્રંથ નથી. ચોથી ભાવના છે.

(પ) પાંચમી ભાવના પ્રમાણે છેજે સાધક આહાર–પાણીને જોઈને વાપરે છે, તે નિર્ગ્રંથ છે. જે જોયા વિના, વિવેક વિના, આહારપાણી વાપરે, તે નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે જે જોયા વિના આહાર પાણીનું સેવન કરે છે તે નિર્ગ્રંથ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોની હિંસા કરે છે યાવત્ તેને પીડા પહોંચાડે છે, તેથી અવલોકન કરીને આહાર પાણી વાપરે તે નિર્ગ્રંથ છે, પરંતુ અવલોકન કર્યા વિના વાપરનાર નિર્ગ્રંથ નથી. પાંચમી ભાવના છે.

एतावताव पढमे महव्वए सम्मं काएणं फासिए पालिए तीरिए किट्टिए अवठ्ठिए आणाए आराहिए यावि भवइ पढमे भंते ! महव्वए पाणाइवायाओ वेरमणं શબ્દાર્થ :– एताव ताव महव्वए = પ્રમાણે પ્રથમ મહાવ્રત सम्मं काएणं = સમ્યક રૂપે કાયાથી फासिए = સ્પર્શિત पालिए = પાલન કરવાથી तीरिए = પાર પહોંચાડવાથી किट्टिए = કીર્તન કરવાથી अवठ्ठिए = અવસ્થિત કરવાથી आणाए आराहिए यावि भवइ = આજ્ઞા પ્રમાણે આરાધના કરાય છે.

ભાવાર્થ :– પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત પ્રાણાતિપાત વિરમણરૂપ પ્રથમ મહાવ્રતનો સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર પામવાથી, કીર્તન કરવાથી, તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે. હે ભગવન્ ! આ પ્રાણાતિપાત વિરમણ રૂપ પ્રથમ મહાવ્રત છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત અને તેની પાંચ ભાવનાનું પ્રતિપાદન છે.

પ્રાણાતિપાત :– જીવોને પ્રાપ્ત થયેલા દશ પ્રાણમાંથી કોઈ પણ પ્રાણનો અતિપાત–નાશ કરવો, તે પ્રાણાતિપાત છે. આત્મા અજર અમર છે. તેનો નાશ થતો નથી, તેથી સૂત્રકારે હિંસા માટે જીવાતિપાત શબ્દપ્રયોગ કરતાં પ્રાણાતિપાત શબ્દનો પ્રયોગ કર્યો છે. જૈનદર્શનમાં હિંસાનું સ્વરૂપ વ્યાપક છે. જીવ મરી જવા માત્રથી હિંસા થાય છે, તેમ નથી પરંતુ જીવને પ્રાપ્ત થયેલા પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય; દશ પ્રાણમાંથી કોઈપણ પ્રાણને પીડા પહોંચાડવી, પ્રાણનો નાશ કરવો, તે હિંસા છે.

પ્રથમ મહાવ્રતનો વિષય :– સાધુ સર્વ જીવોની સર્વ પ્રકારની હિંસાથી નિવૃત્ત થાય છે, સૂક્ષ્મ અને બાદર, ત્રસ અને સ્થાવર, ચારેય પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ કરે છે, તેથી પ્રથમ મહાવ્રતનો વિષય સર્વ જીવો છે.

કાલમર્યાદા :– અણુવ્રતનો સ્વીકાર શ્રાવકો પોતાની ઇચ્છા પ્રમાણે મર્યાદિત કાલ માટે પણ કરી શકે છે પરંતુ મહાવ્રતનો સ્વીકાર યાવજ્જીવન માટે થાય છે, તેમાં અન્ય કોઈ વિકલ્પ નથી.

48

327

કરણ–કોટિ :– મહાવ્રતનો સ્વીકાર ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. હિંસાની પ્રવૃત્તિ સ્વયં કરવી નહીં, બીજા પાસે કરાવવી નહીં અને હિંસા કરનારની અનુમોદના કરવી નહીં, ત્રણ કરણ છે અને મન, વચન, કાયા ત્રણ યોગ છે. નિર્ગ્રંથ મુનિ ત્રણ કરણ × ત્રણ યોગ = નવ કોટિથી હિંસાનો ત્યાગ કરે છે.

મહાવ્રતના સ્વીકારની પદ્ધતિ :– સાધક જ્યારે સર્વ જીવોની સર્વ પ્રકારની હિંસાનો ત્યાગ કરવા કટિબદ્ધ થાય, ત્યારે તે સાધકે પોતાના ભૂતકાલમાં હિંસાજન્ય જે જે દોષોનું સેવન કર્યું છે, તેની આલોચના અને પ્રતિક્રમણ કરીને ગુરુ સમક્ષ ગર્હા, કરે છે. આલોચના, નિંદા અને ગર્હા ત્રણે પ્રક્રિયા મહાવ્રત ગ્રહણની ક્ષેત્ર વિશુદ્ધિ રૂપ છે. ત્રણે ક્રિયાથી સાધકનું ચિત્ત વિશુદ્ધ થાય, ત્યાર પછી તેનો સર્વ હિંસાના ત્યાગનો સંકલ્પ ફલીભૂત થાય છે.

રીતે સાધક હિંસા ત્યાગની દઢતમ ભાવના સાથે ગુરુ સમક્ષ ઉપસ્થિત થાય, પોતાના પૂર્વકૃત પાપોની આલોચના, નિંદા અને ગર્હા કરીને, આત્માના હિંસાકારી ભાવોનો ત્યાગ કરીને, આત્માના અહિંસક ગુણના પ્રગટીકરણ માટે, ત્રણ કરણ અને ત્રણ યોગથી સર્વ પ્રકારની હિંસાના ત્યાગની પ્રતિજ્ઞા ગુરુ સમક્ષ ગ્રહણ કરે છે.

वोसिरामिવોસિરાવું છું. મારા આત્માને પાપથી દૂર કરું છું. સાધક સ્વયં પ્રત્યાખ્યાન કરે ત્યારે પ્રથમ પુરુષ એક વચનમાં ક્રિયાપદનો પ્રયોગ કરે છે અને ગુરુ પ્રત્યાખ્યાન કરાવે ત્યારે वोसिरेह– તમારા આત્માને પાપથી દૂર કરો, તેમ આજ્ઞાર્થ બીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદનો પ્રયોગ કરે છે. પ્રસ્તુતમાં ભગવાને સંયમ લેવા માટે તત્પર સાધુને પ્રત્યાખ્યાનની વિધિનો ઉપદેશ આપ્યો છે, તેથી ‘ વોસિરામિ˜ ક્રિયાપદનો પ્રયોગ કર્યો છે.

પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના :– આત્માને પ્રશસ્ત ભાવોથી ભાવિત કરે, તે ભાવના છે. જેમ વૈદ્યો ઔષધિને પુટ આપીને અધિક બલવત્તર બનાવે છે, તેમ અમુક ભાવોનું વારંવાર પુનરાવર્તન કરવાથી તે ભાવો વિશેષ દઢતમ બને છે. મહાવ્રતોની પુષ્ટિ માટે પ્રત્યેક મહાવ્રતોને અનુરૂપ તેની પાંચ પાંચ ભાવનાઓનું કથન છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવના પ્રમાણે છે–

(1) ઇર્યા સમિતિ :– ઇર્યા એટલે ગમન કરવું, સમિતિ એટલે સમ્યક પ્રકારે. જીવ રક્ષાની ભાવનાથી સાવધાનીપૂર્વક શરીર પ્રમાણ ભૂમિને જોઈને ચાલવું, તે ઇર્યાસમિતિ છે. જે ઇર્યાસમિતિનું પાલન કરે છે, તે અહિંસાની આરાધના કરી શકે છે. યતનાપૂર્વક ચાલનાર પાપકર્મનો બંધ કરતા નથી. ઇર્યાસમિતિથી રહિત સાધુ અનેક જીવોની હિંસા કરે છે, તેથી સાધુએ હંમેશાં ઇર્યાસમિતિપૂર્વક ગમન કરવાની ભાવના રાખવી જોઈએ.

(ર) મન ભાવના :– મનને સમ્યક વ્યાપારમાં પ્રવૃત્ત કરવું. મનને પવિત્ર રાખવું. મનના અશુભ સંકલ્પોથી હિંસાને પ્રોત્સાહન મળે છે, અનેક દોષોની પરંપરાનું સર્જન થાય છે, તેથી સાધુએ મનને અશુભ વિચારોથી મુક્ત રાખી શુભ વિચારોમાં પ્રવૃત્ત કરવું જોઈએ.

(3) વચન ભાવના :– ભાષા સમિતિ તથા વચન ગુપ્તિનું પાલન કરવું. કર્કશ, કઠોર, હિંસક આદિ પાપકારી ભાષા અન્ય જીવોની હિંસાનું નિમિત્ત બને છે, તેથી સાધુએ પાપકારી ભાષાનો ત્યાગ કરીને નિર્દોષ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ.

(4) આદાન ભંડ માત્ર નિક્ષેપણા સમિતિ :– વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણો લેવા મૂકવામાં કે વાપરવામાં અધ્યયન–15

328 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાવધાની, યતના અને વિવેક રાખવો. અહિંસા મહાવ્રતની શુદ્ધિ માટે મન, વચનની શુદ્ધિની જેમ કાયિક પ્રવૃત્તિમાં પણ યતના હોવી જરૂરી છે. અવિવેક કે અયતનાથી જીવ હિંસા થાય છે અને પ્રથમ મહાવ્રતનું ખંડન થાય છે, તેથી સાધુએ વિવેક પૂર્વક ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ.

(પ) આલોકિત–પાન ભોજન :– સાધુએ પ્રકાશિત સ્થાનમાં આહાર–પાણીનું અવલોકન કરીને વાપરવું. જોયા વિના કે પ્રકાશ રહિત સ્થાનમાં આહાર–પાણી વાપરવાથી જીવહિંસાની સંભાવના રહે છે.

પાંચે ભાવનાથી આત્માને ભાવિત કરતા, સાધુની અહિંસાની ભાવના દઢતમ બને છે. અહિંસા મહાવ્રતને શુદ્ધ અને નિર્દોષ રાખવા માટે પાંચે ભાવના સહાયક બને છે.

ભાવના અને અતિચારમાં તફાવત :– (1) ભાવના ગુણરૂપ છે. તે મહાવ્રતને પુષ્ટ કરે છે, મહાવ્રતને ભાવિત કરે છે, તે મહાવ્રતમાં સમાઈ જાય છે, તેથી તે મહાવ્રતના નિયમ, ઉપનિયમ રૂપ છે, (ર) અતિચાર દોષ રૂપ છે. અતિચાર અણુવ્રતોમાં લાગે છે કારણ કે અણુવ્રત મર્યાદિત હોય છે જ્યારે મહાવ્રત સંપૂર્ણ સાવદ્યાદિના ત્યાગરૂપ હોય છે, તેથી મહાવ્રતોમાં સૂક્ષ્મ, પ્રધાન, અપ્રધાન આવા કોઈપણ અતિચારોના વિકલ્પ થઈ શકતા નથી. ભાવનામાં સર્વ ગુણોને પુષ્ટ કરવાની શક્તિ છે.

फासिए, पालिए…………… : પાંચ ભાવનાઓની સમ્યક આરાધના માટે फासिए આદિ શબ્દોના માધ્યમે વિશેષ પ્રકારનો ક્રમ કહ્યો છે– (1) સ્પર્શના ( ર) પાલના (3) તીર્ણતા (4) કીર્તના અને ( પ)

અવસ્થિતતા. વ્રત સ્વીકાર કર્યા પછી તેની પૂર્ણતા સુધીની પાંચ ક્રમિક અવસ્થા છે. સહુથી પહેલા સમ્યક શ્રદ્ધા અને પ્રતીતિ અને રુચિપૂર્વક મહાવ્રતને ગ્રહણ કરવા તે સ્પર્શના છે. ગ્રહણ કર્યા પછી શક્તિ સહિત તેનું પાલન કરવું, તેની સુરક્ષા કરવી તે પાલના છે. સ્વીકારેલા મહાવ્રતને અંત સમય સુધી ટકાવી રાખવા, ગમે તેટલા વિધ્નો કે સંકટો આવે, ભય કે પ્રલોભનો આવે પરંતુ કરેલા નિશ્ચયમાંથી ડગવું નહિ. જીવનના છેલ્લા શ્વાસ પર્યંત વ્રતનું પાલન કરવું તે તીર્ણતા છે. સ્વીકારેલા મહાવ્રતનું મહત્ત્વ સમજીને તેની પ્રશંસા કરવી, બીજાને તેની વિશેષતા સમજાવવી તે કીર્તના છે અને કોઈ પણ પ્રકારના ઝંઝાવાતમાં મહાવ્રતથી દૂર થવું, વિચલિત થવું, તેમાં સ્થિર રહેવું, વ્રતની આરાધનામાં તન્મય થવું, તે અવસ્થિતતા છે.

બીજું મહાવ્રત અને તેની પાંચ ભાવના :

अहावरं दोच्चं भंते! महव्वयं पच्चक्खामि सव्वं मुसावायं वइदोसं से कोहा वा लोहा वा भया वा हासा वा णेव सयं मुसं भासेज्जा, णेवण्णेणं मुसं भासावेज्जा अण्णंपि मुसं भासंतं समणुजाणेज्जा तिविहं तिविहेणं मणसा वयसा कायसा तस्स भंते ! पडिक्कमामि जाव वोसिरामि ભાવાર્થ :– (હવે) હે ભગવન્ ! હું બીજા મહાવ્રતનો સ્વીકાર કરું છું. આજથી હું સર્વ પ્રકારના મૃષાવાદનો અને સદોષ વચનનો સર્વથા ત્યાગ કરું છું. (આ સત્ય મહાવ્રતના પાલન માટે) હું ક્રોધથી, લોભથી, હાસ્યથી કે ભયથી સ્વયં અસત્ય બોલીશ નહિ, બીજા પાસે અસત્ય ભાષણ કરાવીશ નહિ અને અસત્ય ભાષણ કરતા હોય, તેની અનુમોદના પણ કરીશ નહિ. પ્રમાણે ત્રણ કરણ અને મન, વચન, કાયા, ત્રણ યોગોથી યાવજ્જીવન મૃષાવાદના પાપથી નિવૃત્ત થાઉં છું. હે ભગવન્ ! હું પૂર્વકૃત મૃષાવાદ રૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું, તેની આલોચના કરું છું, આત્મનિંદા કરું છું, ગુરુસાક્ષીએ ગર્હા કરું છું અને મારા આત્માને મૃષાવાદથી સર્વથા મુક્ત કરું છું.

49

329

तस्सिमाओ पंच भावणाओ भवंति–

तत्थिमा पढमा भावणा अणुवीइ भासी से णिग्गंथे, णो अणणुवीइ भासी। केवली बूयाअणणुवीइ भासी से णिग्गंथे समावएज्जा मोसं वयणाए । अणुवीइभासी से णिग्गंथे, णो अणणुवीइ भासि त्ति पढमा भावणा । अहावरा दोच्चा भावणाकोहं परिजाणइ से णिग्गंथे, णो कोहणए सिया। केवली बूयाकोहपत्ते कोही समावएज्जा मोसं वयणाए कोहं परिजाणइ से णिग्गंथे, कोहणए सिय त्ति दोच्चा भावणा । अहावरा तच्चा भावणालोहं परिजाणइ से णिग्गंथे, णो लोभणए सिया केवली बूयालोहपत्ते लोभी समावएज्जा मोसं वयणाए लोहं परिजाणइ से णिग्गंथे, णो लोहणए सिय त्ति तच्चा भावणा । अहावरा चउत्था भावणाभयं परिजाणइ से णिग्गंथे, णो भयभीरुए सिया केवली बूयाभयपत्ते भीरू समावएज्जा मोसं वयणाए भयं परिजाणइ से णिग्गंथे, णो भयभीरूए सिय त्ति चउत्था भावणा । अहावरा पंचमा भावणाहासं परिजाणइ से णिग्गंथे, णो हासणाए सिया केवली बूयाहासपत्ते हासी समावएज्जा मोसं वयणाए हासं परिजाणइ से णिग्गंथे, णो हासणए सिय त्ति पंचमा भावणा શબ્દાર્થ :– अणणुवीइ भासी = વિચાર્યા વિના બોલનાર मोसं वयणाए = વચનથી અસત્યને समावज्जेज्जा = પ્રાપ્ત કરે છે.

ભાવાર્થ :– બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ પ્રમાણે છે–

(1) તે પાંચ ભાવનાઓમાં પહેલી ભાવના પ્રમાણે છેજે વિચારીને બોલે છે, તે નિર્ગ્રંથ છે, પરંતુ વિચાર્યા વિના બોલનાર નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે વિચાર્યા વિના બોલનાર નિર્ગ્રંથને વચનથી અસત્યનો દોષ લાગે છે, તેથી વિચારપૂર્વક બોલનાર સાધક નિર્ગ્રંથ કહેવાય છે, વિચાર્યા વિના બોલનાર નિર્ગ્રંથ નથી. પ્રથમ ભાવના છે.

(ર) બીજી ભાવના પ્રમાણે છેક્રોધને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે, પરંતુ ક્રોધ કરનાર નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે ક્રોધ આવે ત્યારે વ્યક્તિ આવેશવશ અસત્ય વચનનો પ્રયોગ કરે છે, તેથી જે સાધક ક્રોધના સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરે છે, તે નિર્ગ્રંથ કહેવાય છે. જે ક્રોધ કરે છે, તે નિર્ગ્રંથ નથી. બીજી ભાવના છે.

(3) ત્રીજી ભાવના પ્રમાણે છેલોભને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે, પરંતુ લોભ કરનાર નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે લોભને પ્રાપ્ત વ્યક્તિ લોભાવેશને વશ બની અસત્ય બોલે છે, તેથી જે સાધક લોભના અનિષ્ટ સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે, જે લોભ કરે છે, તે નિર્ગ્રંથ નથી. ત્રીજી ભાવના છે.

50

અધ્યયન–15

330 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ (4) ચોથી ભાવના પ્રમાણે છેભયને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે, પરંતુ ભય પામનાર નિર્ગ્રંથ નથી, કેવલી ભગવાન કહે છે કે ભયને પ્રાપ્ત વ્યક્તિ પોતાના બચાવ માટે અસત્ય બોલે છે, તેથી જે સાધક ભયના અનિષ્ટ સ્વરૂપને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે. જે ભયભીત થાય છે, તે નિર્ગ્રંથ નથી. ચોથી ભાવના છે.

(પ) પાંચમી ભાવના પ્રમાણે છેહાસ્યને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે, પરંતુ હાંસી–મજાક કરનાર નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે હાસ્યને વશ બનીને વ્યક્તિ અસત્ય પણ બોલે છે, માટે જે સાધક હાસ્યના પરિણામને જાણીને તેનો ત્યાગ કરે છે તે નિર્ગ્રંથ છે, પરંતુ હાંસીમજાક કરનાર નિર્ગ્રંથ નથી. પાંચમી ભાવના છે.

एतावताव दोच्चे महव्वए सम्मं काएणं फासिए जाव आणाए आराहिए यावि भवइ दोच्चे भंते ! महव्वए मुसावायाओ वेरमणं ભાવાર્થ :– પ્રમાણે પાંચ ભાવનાઓથીયુક્ત મૃષાવાદ વિરમણરૂપ બીજા સત્ય મહાવ્રતની કાયાથી સમ્યક સ્પર્શના કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર કરવાથી, તેનું કીર્તન કરવાથી અને તેમાં સ્થિર રહેવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે. હે ભગવન્ ! આ મૃષાવાદ વિરમણરૂપ બીજું મહાવ્રત છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં બીજા સત્ય મહાવ્રતનું સ્વરૂપ તથા તેની પાંચ ભાવનાનું પ્રતિપાદન છે.

સત્ય મહાવ્રત :– વસ્તુનું યથાતથ્ય નિરૂપણ કરવું, તે સત્ય છે. અસત્ય ભાષણના ચાર કારણ છેક્રોધ, લોભ, હાસ્ય અથવા ભયથી અસત્ય ભાષણ થાય છે. સાધુ ત્રણ કરણ × ત્રણ યોગ = નવ કોટિથી જીવન પર્યંત અસત્ય ભાષણનો ત્યાગ કરે છે.

પાંચ ભાવના :– (1) અનુવીચિભાષણવિચારપૂર્વક બોલવું. અસત્યનો ત્યાગ કરવા માટે સત્ય–

અસત્યનો, હિતાહિતનો વિચાર કરીને બોલવું જરૂરી છે. વિચાર્યા વિના બોલવાથી અસત્ય ભાષણની સંભાવના રહે છે, તેથી સાધુએ ભાષાના ગુણ–દોષનો વિચાર કરીને બોલવું જોઈએ. (ર) સાધુ ક્રોધનો, (3) લોભનો, (4) હાસ્યનો, (પ) ભયનો પરિત્યાગ કરે. ક્રોધના આવેશમાં વ્યક્તિ વિવેક ભૂલી જાય છે. તે રીતે લોભી વ્યક્તિ લોભપૂર્તિ માટે અસત્ય ભાષણ કરે છે. હાંસી–મજાકમાં પણ ઘણીવાર સત્યનો નાશ થાય છે અને ભયભીત વ્યક્તિ પણ મૂઢ બની જાય છે. ભયથી મુક્ત થવા વ્યક્તિ અસત્યનો સહારો લે છે. રીતે ક્રોધ, લોભ, હાસ્ય અને ભય; ચારે દોષો અસત્ય ભાષણના નિમિત્ત બને છે, તેથી સાધકે સત્ય મહાવ્રતની વિશુદ્ધિ માટે ચારે દોષોનો ત્યાગ કરવો જરૂરી છે.

સાધક સત્ય મહાવ્રતનો સ્વીકાર કર્યા પછી તેની પોષક પાંચ ભાવનાથી ચિત્તને ભાવિત કરીને વ્રતનું સમ્યક પ્રકારે પાલન કરીને, તેમાં તન્મય બનીને ક્રમશઃ સત્ય મહાવ્રતને સિદ્ધ કરે છે.

अणुवीइभासी :વિચારીને બોલવું. બોલતા પહેલાં ભાષાના ઇષ્ટ–અનિષ્ટ, હાનિ–લાભ, હિતાહિત આદિનો વ્યવસ્થિત વિચાર કરીને બોલવું. ચૂર્ણિકારના મતે અનુવીચિ ભાષણ એટલેपुव्वं बुद्धिए पासित्ता પહેલા પોતાની નિર્મળ અને તટસ્થ બુદ્ધિથી નિરીક્ષણ–પરીક્ષણ કર્યા પછી બોલવું. તત્ત્વાર્થ સૂત્રકારના મતે અનુવીચિ ભાષણ એટલે નિરવદ્ય અને નિર્દોષ ભાષણ કરવું.

51

331

ત્રીજું મહાવ્રત અને તેની પાંચ ભાવના :

अहावरं तच्चं भंते! महव्वयं पच्चक्खामि सव्वं अदिण्णादाणं से गामे वा णगरे वा अरण्णे वा अप्पं वा बहुं वा अणुं वा थूलं वा चित्तमंतं वा अचित्तमंतं वा णेव सयं अदिण्णं गेण्हिज्जा, णेवण्णेहिं अदिण्णं गेण्हावेज्जा, अण्णं पि अदिण्णं गेण्हंतं समणुजाणेज्जा जावज्जीवाए जाव वोसरामि ભાવાર્થ :– ત્યારપછી હે ભગવન્ ! હવે હું ત્રીજા મહાવ્રતનો સ્વીકાર કરું છું. તેના વિષયમાં હું સર્વ પ્રકારથી અદત્તાદાનનો ત્યાગ કરું છું. તે પ્રમાણે છેતે ( ગ્રાહ્ય પદાર્થ) ગામમાં હોય, નગરમાં હોય કે

જંગલમાં હોય; થોડું હોય કે ઘણું હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂલ હોય, સચેત હોય કે અચેત હોય, તે પદાર્થને તેના માલિકની આજ્ઞા વિના સ્વયં ગ્રહણ કરીશ નહિ, બીજા પાસે ગ્રહણ કરાવીશ નહિ અને અદત્ત ગ્રહણ કરનારની અનુમોદના કરીશ નહિ. હું ત્રણ કરણ તથા મન, વચન, કાયા; ત્રણ યોગથી જીવનપર્યંત અદત્તાદાનનો ત્યાગ કરું છું. હે ભગવન્ ! હું પૂર્વકૃત અદત્તાદાનરૂપ પાપનું પ્રતિક્રમણ કરું છું, આત્મનિંદા કરું છું, ગુરુની સાક્ષીએ તેની ગર્હા કરું છું અને મારા આત્માને અદત્તાદાનના પાપથી સર્વથા મુક્ત કરું છું.

तस्सिमाओ पंच भावणाओ भवंति–

तत्थिमा पढमा भावणाअणुवीइ मिओग्गहजाई से णिग्गंथे, णो अणणुवीइ मिओग्गहजाई से णिग्गंथे केवली बूयाअणणुवीइ मिओग्गहजाई से णिग्गंथे अदिण्णं गेण्हेज्जा अणुवीइ मिओग्गहजाई से णिग्गंथे, णो अणणुवीइ मिओग्गहजाई त्ति पढमा भावणा । अहावरा दोच्चा भावणाअणुण्णविय पाणभोयणभोई से णिग्गंथे, णो अणणुण्णविय पाणभोयणभोई केवली बूयाअणणुण्णवियपाणभोयणभोई से णिग्गंथे अदिण्णं भुंजेज्जा तम्हा अणुण्णवियपाणभोयणभोई से णिग्गंथे, णो अणणुण्णवियपाणभोयणभोई त्ति दोच्चा भावणा । अहावरा तच्चा भावणाणिग्गंथे णं उग्गहंसि ओग्गहियंसि एतावताव उग्गहणसीलए सिया केवली बूया णिग्गंथेणं उग्गहंसि ओग्गहियंसि एतावताव अणोग्गहणसीले अदिण्णं ओगिण्हेज्जा, णिग्गंथेणं उग्गहंसि ओग्गहियंसि ए ताव ताव उग्गहणसीलए सिय त्ति तच्चा भावणा । अहावरा चउत्था भावणाणिग्गंथे णं उग्गहंसि ओग्गहियंसि अभिक्खणं अभिक्खणं उग्गहणसीलए सिया केवली बूयाणिग्गंथेणं उग्गहंसि ओग्गहियंसि अभिक्खणं अभिक्खणं अणोग्गहणसीले अदिण्णं गिण्हेज्जा, णिग्गंथे उग्गहंसि ओग्गहियंसि अभिक्खणं अभिक्खणं ओग्गहणसीलए सिय त्ति चउत्था भावणा। अहावरा पंचमा भावणाअणुवीइ मिओग्गहजाई से णिग्गंथे 52

53

અધ્યયન–15

332 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ साहम्मिएसु, णो अणणुवीइ मिओग्गहजाई केवली बूयाअणणुवीइ मिओग्गहजाई से णिग्गंथे साहम्मिएसु अदिण्णं ओगिण्हेज्जा से अणुवीइ मिओग्गहजाई से णिग्गंथे साहम्मिएसु, णो अणणुवीइ मिओग्गहजाइ त्ति पंचमा भावणा ભાવાર્થ :– ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ છે– (1) પાંચ ભાવનાઓમાંથી પ્રથમ ભાવના આ પ્રમાણે છેજે સાધક વિચાર કરીને પરિમિત અવગ્રહ(સ્થાન, ઉપધિ આદિ વસ્તુની આજ્ઞા)ની યાચના કરે છે, તે નિર્ગ્રંથ છે. વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર નિર્ગ્રંથ નથી. કેવળી ભગવાન કહે છે કે જે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરે છે, તે નિર્ગ્રંથ અદત્ત ગ્રહણ કરે છે, તેથી અવગ્રહને અનુરૂપ ચિંતન કરી પરિમિત અવગ્રહની યાચના કરનાર સાધુ નિર્ગ્રંથ કહેવાય છે, વિચાર્યા વિના મર્યાદિત અવગ્રહની યાચના કરનાર નિર્ગ્રંથ નથી. પ્રથમ ભાવના છે.

(ર) બીજી ભાવના પ્રમાણે છેગુરુજનોની આજ્ઞા પ્રાપ્ત કરીને આહાર, પાણી આદિનો ઉપભોગ કરનાર નિર્ગ્રંથ છે, આજ્ઞા લીધા વિના આહાર પાણીનો ઉપભોગ કરનાર નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે જે નિર્ગ્રંથ ગુરુ આદિની આજ્ઞા પ્રાપ્ત કર્યા વિના આહાર પાણીનો ઉપભોગ કરે છે , તે અદત્તાદાનનું સેવન કરે છે, તેથી જે સાધક ગુરુ આદિની અનુજ્ઞા પ્રાપ્ત કરીને આહાર, પાણી આદિનો ઉપભોગ કરે છે, તે નિર્ગ્રંથ કહેવાય છે, અનુજ્ઞા ગ્રહણ કર્યા વિના આહારપાણી આદિનું સેવન કરનાર નિર્ગ્રંથ નથી. આ બીજી ભાવના છે.

(3) ત્રીજી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથ સાધુએ ક્ષેત્ર અને કાળના પ્રમાણ પૂર્વક અવગ્રહની યાચના કરવી જોઈએ. કેવલી ભગવાન કહે છે કે જે નિર્ગં્રથ ક્ષેત્ર અને કાળના પ્રમાણપૂર્વક અવગ્રહ(સ્થાનાદિની આજ્ઞા) ગ્રહણ કરતા નથી તે અદત્તને ગ્રહણ કરે છે; તેથી જે સાધક ક્ષેત્ર, કાળની મર્યાદાપૂર્વક અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરે છે, તે નિર્ગ્રંથ છે. ક્ષેત્ર–કાલની મર્યાદા વિના અવગ્રહની યાચના કરે છે તે નિર્ગ્રંથ નથી. ત્રીજી ભાવના છે.

(4) ચોથી ભાવના પ્રમાણે છેનિર્ગ્રંથે એક અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કર્યા પછી ફરી જ્યારે–જ્યારે અવગ્રહ ગ્રહણ કરે ત્યારે વારંવાર અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. કેવલી ભગવાન કહે છે કે

જે નિર્ગ્રંથ અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કર્યા પછી પણ વારંવાર બીજા અવગ્રહની અનુજ્ઞા ગ્રહણ કરતા નથી, તે અદત્તને ગ્રહણ કરે છે, તેથી નિર્ગ્ર્રંથે એકવાર અવગ્રહની આજ્ઞા ગ્રહણ કર્યા પછી અન્ય વસ્તુ માટે ફરી–ફરી આજ્ઞા ગ્રહણ કરવી જોઈએ. ચોથી ભાવના છે.

(પ) પાંચમી ભાવના પ્રમાણે છેજે સાધુ સાધર્મિકો પાસેથી વિચાર કરીને મર્યાદિત અવગ્રહની યાચના કરે છે તે નિર્ગ્રંથ છે, સાધર્મિકો પાસે વિચાર્યા વિના પરિમિત અવગ્રહની યાચના કરનાર નિર્ગ્રંથ નથી. કેવલી ભગવાન કહે છે કે વિચાર્યા વિના જે સાધર્મિકો પાસેથી પરિમિત અવગ્રહની યાચના કરે છે તે સાધર્મિકોનું અદત્ત ગ્રહણ કરે છે, તેથી જે સાધક સાધર્મિકો પાસેથી વિચારપૂર્વક મર્યાદિત અવગ્રહની યાચના કરે છે તે નિર્ગ્રંથ છે, વિચાર્યા વિના સાધર્મિકો પાસેથી મર્યાદિત અવગ્રહ ગ્રહણ કરે છે, તે નિર્ગ્રંથ નથી. પાંચમી ભાવના છે.

एतावताव तच्चे महव्वए सम्मं जाव आणाए आराहिए यावि भवइ । तच्चं भंते ! महव्वयं अदिण्णादाणाओ वेरमणं 54

333

ભાવાર્થ :– પ્રમાણે પાંચ ભાવનાઓથી યુક્ત ત્રીજા મહાવ્રતની સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શના કરવાથી, તેનું પાલન કરવાથી, ગ્રહણ કરેલા મહાવ્રતને સારી રીતે પાર પામવાથી, તેનું કીર્તન કરવાથી તથા તેમાં સ્થિર થવાથી ભગવાનની આજ્ઞાની આરાધના થાય છે.

હે ભગવન્ ! અદત્તાદાન વિરમણ રૂપ ત્રીજું મહાવ્રત છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતના સ્વરૂપનું તથા તેની પાંચ ભાવનાઓનું પ્રતિપાદન છે.

અદત્તાદાન :– અદત્ત + આદાન. કોઈના દ્વારા દીધેલું ગ્રહણ કરવું, તે અદત્તાદાન છે. માલિકની આજ્ઞા વિના વસ્તુ લેવી, તે અદત્તાદાન અર્થાત્ ચોરી છે. ચોરી કરનાર વ્યક્તિનું મન હંમેશાં અનેક સંકલ્પ–વિકલ્પોમાં મુંઝાયા કરે છે, તે વ્યક્તિ શાંત ચિત્તે કોઈપણ આરાધના કરી શકતી નથી.

વસ્તુ અલ્પ હોય કે અધિક હોય, નાની હોય કે મોટી હોય, સચેત હોય કે અચેત હોય, સાધુ તે વસ્તુના માલિકની આજ્ઞા વિના ગ્રહણ કરતા નથી. તીર્થંકરની કે ગુરુની આજ્ઞાનો ભંગ કરવો, તે પણ ક્રમશઃ તીર્થંકર અદત્ત અને ગુરુ અદત્ત કહેવાય છે.

સાધકો સર્વ પ્રકારના અદત્તનો નવકોટિએ જીવન પર્યંત ત્યાગ કરે છે.

પાંચ ભાવના :– (1) વિચારપૂર્વક પરિમિત અવગ્રહની યાચના કરવી. સાધુએ કોઈપણ વસ્તુની યાચના કરતાં પહેલાં પોતાની આવશ્યકતા અને કલ્પનીય–અકલ્પનીયતાનો વિચાર કરવો જરૂરી છે.

સાધુ પોતાની આવશ્યકતા પ્રમાણે કલ્પનીય વસ્તુ ગ્રહણ કરે છે. આવશ્યકતાથી અધિક ગ્રહણ કરવાથી કે અકલ્પનીય વસ્તુ ગ્રહણ કરવાથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ થાય છે. સાધુ જીવનમાં આજ્ઞા ભંગ તે તીર્થંકર અદત્ત હોવાથી એક પ્રકારનું અદત્ત છે, તેથી સાધુએ ઉપરોક્ત વિષયમાં વિવેક રાખવો જરૂરી છે.

(ર) ગુરુની આજ્ઞાપૂર્વક આહાર–પાણીની યાચના કરવી. સાધુએ પોતાની આવશ્યકતાઓનું નિવેદન આચાર્ય, ગુરુ કે રત્નાધિક સંતની સમક્ષ કરવાનું હોય છે અને તેમની આજ્ઞાપૂર્વક તે–તે વસ્તુની યાચના ગૃહસ્થો પાસે કરવાની હોય છે. જો ગુરુની આજ્ઞા વિના યાચનાપૂર્વક નિર્દોષ વસ્તુ લાવે, તો પણ તેને ગુરુ અદત્તનો દોષ લાગે છે, તેથી સાધુએ તથાપ્રકારની પ્રવૃત્તિ કરવી જોઈએ.

(3) ક્ષેત્ર–કાલની મર્યાદાપૂર્વક અવગ્રહની યાચના કરવી. સાધુ કોઈ પણ ઉપાશ્રય કે મકાનની આજ્ઞા ગ્રહણ કરે, ત્યારે તેના ક્ષેત્ર અને કાલની મર્યાદા નિશ્ચિત કરવી જરૂરી છે. તેનું તાત્પર્ય છે કે

ગૃહસ્થના મકાનમાંથી પોતે કેટલા સ્થાનનો ઉપયોગ કરશે અને કેટલા કાલ સુધી રહેશે, પરઠવા માટે કઈ જગ્યાનો ઉપયોગ કરશે તેની સ્પષ્ટતા કર્યા પછી સાધુ તે સ્થાનમાં રહે છે. નધણિયાતી જગ્યામાં પરઠવાનું થાય તો શક્રેન્દ્રની આજ્ઞા ગ્રહણ કરીને પરઠી શકાય છે. તે મર્યાદાનું ઉલ્લંઘન થવાથી અદત્તનો દોષ લાગે છે.