This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

317

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના દીક્ષા મહોત્સવનું વિસ્તૃત વર્ણન છે.

પ્રભુના દીક્ષા મહોત્સવની ઉજવણી દેવલોકના દેવો તથા માનવો બંનેએ હર્ષોલ્લાસપૂર્વક કરી.

શક્રેન્દ્ર આદિ સર્વ ઇન્દ્રો તથા સામાન્ય દેવો જાણે છે કે જે ધર્મના પાલનથી અમોને સુગતિ પ્રાપ્ત થઈ છે, તે પરમ ધર્મતીર્થના પ્રવર્તક, ધર્મબોધના દાતા, ધર્મોપદેશક તીર્થંકરો છે, તેથી તીર્થંકરોના દીક્ષા વગેરે પ્રસંગોની ઉજવણી કરીને દેવો તીર્થંકરો પ્રત્યે પોતાનો અહોભાવ તથા ભક્તિભાવ પ્રદર્શિત કરે છે.

ભગવાનના દીક્ષા સમયને જાણીને ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક, ચારે જાતિના દેવો દેવલોકમાંથી પ્રભુના નિવાસસ્થાને ક્ષત્રિયકુંડ નગરમાં આવ્યા. ત્યાં આવીને વૈક્રિય લબ્ધિથી એક દિવ્ય દેવચ્છંદક–મંડપ તથા દેવચ્છંદકની મધ્યમાં પાદપીઠ સહિત દિવ્યસિંહાસન તથા એક દિવ્ય શિબિકાનું નિર્માણ કર્યું.

દેવેન્દ્રોએ પ્રભુને સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડીને શતપાક–સહસ્રપાક તેલથી માલિશ, સ્વચ્છ નિર્મળ જલથી સ્નાન, ગોશીર્ષ ચંદનનો લેપ વગેરે સર્વ ક્રિયાઓ કરીને દિવ્ય વસ્ત્રો અને દિવ્ય અલંકારો પરિધાન કરાવીને પ્રભુને સુસજ્જિત અને અલંકૃત કર્યા.

ત્યારપછી માગસર વદ–10ના(ગુજરાતી પ્રમાણે કારતક વદ–10ના) સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તમાં હસ્તોત્તરા નક્ષત્રમાં, દિવસનો બીજો પ્રહર પૂર્ણ થયા પછી ચૌવિહારા છઠની તપસ્યા સહિત, પ્રશસ્ત અધ્યવસાય યુક્ત ભગવાન મહાવીર સ્વામીને સહસ્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકામાં બિરાજમાન કર્યા અને હર્ષોલ્લાસપૂર્વક પહેલાં મનુષ્યોએ અને ત્યારપછી દેવોએ તે શિબિકાને ઉપાડી.

દેવોના દિવ્ય વાજિંત્રોની સૂરાવલી, મનોહર નૃત્યો આદિ દ્વારા આનંદપૂર્વક કરોડો દેવો અને હજારો માનવો ભગવાનની સાથે જ્ઞાતવનખંડ ઉદ્યાનમાં આવ્યા.

ત્યાં પ્રભુ દેવકૃત સિંહાસન પર પૂર્વાભિમુખ બિરાજમાન થયા. ત્યાં બેસીને સર્વ આભૂષણો તથા વસ્ત્રોને ઉતાર્યા, વૈશ્રમણ નામના દેવે ભક્તિ ભાવપૂર્વક હંસ સમાન ઉજ્જવળ અને દિવ્ય વસ્ત્રમાં તે અલંકારો ગ્રહણ કર્યા. ત્યારપછી પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો. પ્રભુના કેશને શક્રેન્દ્રે વજ્રમય થાળમાં ગ્રહણ કરીને સ્વતઃ પ્રભુની અનુમતિ લઈને તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.

રીતે સર્વ ભૌતિક પદાર્થોનો તથા સર્વ સંબંધોનો ત્યાગ કરીને ભગવાન અકિંચન–નિષ્પરિગ્રહી બની ગયા અને ત્યારપછી તેઓએ અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને યાવજ્જીવન સર્વ સાવદ્યયોગ–

પાપકારી પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કર્યા અર્થાત્ સામાયિક ચારિત્રનો સ્વીકાર કર્યો.

पडिवज्जित्तु चरित्तं अहोणिसिं सव्वपाणभूयहियं :તીર્થંકરો આત્મ વિશુદ્ધિ માટે ચારિત્રનો સ્વીકાર કરે છે, તેમ છતાં પ્રભુના ચારિત્ર સ્વીકારવામાં જગતના સર્વ જીવોનું હિત અને કલ્યાણ સમાયેલું છે, તેથી સૂત્રકારે ચારિત્ર માટે ‘ સર્વ પ્રાણ–ભૂતને હિતકારી˜ વિશેષણનો પ્રયોગ કર્યો છે. જે વ્યક્તિ સ્વમાં જેટલે અંશે સ્થિર થાય છે, તેટલા અંશે તે જગજ્જીવોને પણ સંતાપ કે પીડા પહોંચાડતા નથી. જે અન્ય જીવોની રક્ષા કરે છે, તે સ્વમાં સ્થિર થઈ શકે છે. રીતે આત્મશુદ્ધિ અને જગજ્જીવોનું કલ્યાણ પરસ્પર સાપેક્ષ છે, એક સિક્કાની બે બાજુ છે.

તીર્થંકર આત્મવિશુદ્ધિના પરમ અને ચરમ લક્ષે જગજ્જીવોને માટે કલ્યાણકારી એવા સામાયિક ચારિત્રમાં લીન થયા.

અધ્યયન–15

318 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કરોડો દેવો અને માનવો પુલ્લકિત હૃદયે અને મૌન ભાવે પ્રભુના ચારિત્ર સ્વીકાર રૂપ મહામાર્ગનું અનુમોદન કરીને ધન્ય બની ગયા.

મનઃપર્યવજ્ઞાનની પ્રાપ્તિ :– પ્રભુએ ચારિત્રનો સ્વીકાર કર્યો, ત્યારે તુરંત પ્રભુને ચોથું મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું. તીર્થંકરોને જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, ત્રણ જ્ઞાન હોય છે અને યાવજ્જીવનની ચારિત્ર ગ્રહણની પ્રતિજ્ઞાના પ્રભાવે પ્રભુને ચારિત્ર ગ્રહણ સમયે મનઃપર્યવજ્ઞાન પ્રગટ થાય છે. ચારે જ્ઞાન ક્ષાયોપશમિક છે. ત્યારપછી ક્ષાયિક કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે તીર્થંકરો સાધના કરે છે.

સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે ચારિત્રાદિ મોક્ષમાર્ગના કોઈપણ અનુષ્ઠાનોની પ્રાપ્તિ ક્ષાયોપશમિક ભાવમાં થાય છે, ઔદયિક ભાવમાં થતી નથી. મનઃપર્યવજ્ઞાન દ્વારા પ્રભુ અઢીદ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણવા લાગ્યા.

ભગવાનનો સાધનાકાલ :

तओ णं समणे भगवं महावीरे पव्वइए समाणे मित्त–णाइ–सयण–संबंधि वग्गं पडिविसज्जेइ पडिविसज्जित्ता इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ–

बारस वासाइं वोसठ्ठकाए चत्तदेहे जे केइ उवसग्गा समुप्पज्जंति, तं जहा–

दिव्वा वा माणुसा वा तेरिच्छिया वा, ते सव्वे उवसग्गे समुप्पण्णे समाणे सम्मं सहिस्सामि, खमिस्सामि, तितिक्खिस्सामि अहियासिस्सामि ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પ્રવ્રજિત થયા, ત્યારે તેઓએ મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો તથા સંબંધીઓનો ત્યાગ કર્યો અને પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો કેહું આજથી બાર વર્ષ સુધી મારા શરીરનો ત્યાગ કરું છું, શરીર પ્રત્યેના મમત્વભાવનો ત્યાગ કરું છું. સમય દરમ્યાન દેવ, મનુષ્ય કે

તિર્યંચ સંબંધી જે ઉપસર્ગો આવશે, તે સર્વ ઉપસર્ગોને હું સમભાવથી સહન કરીશ, ક્ષમાભાવ રાખીશ, શાંતિથી ઉપસર્ગોને સહન કરીશ, પ્રસન્ન ચિત્તથી સહન કરીશ.

तओ णं समणे भगवं महावीरे इमं एयारूवं अभिग्गहं अभिगिण्हित्ता वोसठ्ठकाए चत्तदेहे दिवसे मुहुत्तसेसे क‘म्मारगामं समणुपत्ते । तओ णं समणे भगवं महावीरे वोसठ्ठकाए चत्तदेहे अणुत्तरेणं आलएणं अणुत्तरेणं विहारेणं, अणुत्तरेणं पग्गहेणं, अणुत्तरेणं संवरेणं, अणुत्तरेणं संजमेणं, अणुत्तरेणं तवेणं, अणुत्तरेणं बंभचेरवासेणं, अणुत्तराए खंतीए, अणुत्तराए मुत्तीए, अणुत्तराए तुठ्ठीए, अणुत्तराए समिईए, अणुत्तराए गुत्तीए, अणुत्तरेणं ठाणेणं, अणुत्तरेणं कम्मेणं, अणुत्तरेणं सुचरियफलणिव्वाणमुत्तिमग्गेणं अप्पाणं भावेमाणे विहरइ શબ્દાર્થ :– आलएणं = સ્ત્રી, પુરુષ નપુંસક રહિત સ્થાનમાં રહેતા अणुत्तरेणं विहारेणं = અનુપમ વિહારથી पग्गहेणं = પ્રયત્નથી खंतीए = ક્ષમાથી मुत्तीए = નિર્લોભતાથી तुठ्ठीए = સંતોષથી ठाणेणं = એક સ્થાનમાં ધ્યાન કરવાથી कम्मेणं = ક્રિયા અનુષ્ઠાનથી सुचरियफलणिव्वाणमुत्तिमग्गेणं = સદાચરણના ફળરૂપ નિર્વાણ અને મુક્તિ જેનું લક્ષ છે તથા રત્નત્રયરૂપ મુક્તિમાર્ગનું સેવન કરવાથી.

38

39

319

ભાવાર્થ :– પ્રમાણે અભિગ્રહ ધારણ કરીને, શરીર પ્રત્યે, મમતાનો ત્યાગ કરીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક મુહૂર્ત(48 મિનિટ) દિવસ બાકી રહ્યો હતો ત્યારે કુમાર ગામમાં પહોંચ્યા.

ત્યાર પછી શરીરની શુશ્રૂષા અને મમતાના ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર સ્ત્રી, પશુ, નપુંસકથી રહિત સ્થાનના સેવનથી, તેમજ અનુત્તર વિહારથી, રીતે અનુત્તર સંયમ, નિયમ ગ્રહણ, સંવર, તપ, બ્રહ્મચર્ય, ક્ષમા, નિર્લોભતા, સંતોષ, પ્રસન્નતા, સમિતિ, ગુપ્તિ, કાયોત્સર્ગાદિ સ્થાન તથા અનુત્તર ક્રિયાનુષ્ઠાનથી તેમજ સમ્યક ચારિત્રના ફળ સ્વરૂપ નિર્વાણમાર્ગ–મુક્તિમાર્ગથી જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુક્ત બની આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.

एवं विहरमाणस्स जे केइ उवसग्गा समुप्पज्जंतिदिव्वा वा माणुस्सा वा तेरिच्छिया वा, ते सव्वे उवसग्गे समुप्पण्णे समाणे अणाइले अव्वहिए अद्दीणमाणसे तिविह मण–वयण–कायगुत्ते सम्मं सहइ खमइ तितिक्खइ अहियासेइ શબ્દાર્થ :– अणाइले = વ્યાકુળતા રહિત अव्वहिए = સ્થિરતાપૂર્વક अद्दीणमाणसे = અદીનમનથી सम्मं सहइ = સમ્યક પ્રકારે સહન કર્યા खमइ = ક્ષમા કરી तितिक्खइ = સહન કર્યા अहियासेइ = નિશ્ચલભાવથી સહન કર્યા.

ભાવાર્થ :– પ્રમાણે વિહાર કરતા ત્યાગી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દિવ્ય, માનવીય અને તિર્યંચ સંબંધી સર્વ ઉપસર્ગોને અકલુષિત ભાવે, અવ્યથિતપણે, અદીનમનથી, મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થઈને સમ્યક પ્રકારે સમભાવપૂર્વક સહન કર્યા, ઉપસર્ગ દાતાઓને ક્ષમા આપી તથા ઉપસર્ગોને શાંતિ અને ધૈર્યથી સહન કર્યા.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં પ્રભુના સાધનાકાલનું પ્રતિપાદન છે.

સર્વસ્વનો ત્યાગ કરીને ચારિત્રના સ્વીકાર પછી સાધકોની સાધનાનો પ્રારંભ થાય છે. ચારિત્રના સ્વીકારથી સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગથી આશ્રવના દ્વાર બંધ થઈ જાય છે. તેનાથી નવા કર્મોનું આગમન અટકી જાય છે, પરંતુ ભૂતકાલીન પૂર્વકૃત અનંતાનંત કર્મોનો ક્ષય કરવા માટે સાધનાનો પુરુષાર્થ કરવો પડે છે.

પ્રભુનો અભિગ્રહ :– પ્રભુએ સંયમ સ્વીકાર પછી સાધનાના પ્રારંભમાં દઢતમ સંકલ્પ કર્યો કે લક્ષ્ય સિદ્ધિ થાય ત્યાં સુધી અર્થાત્ બાર વર્ષ સુધી શરીરની સેવા–શુશ્રૂષા તથા શરીરની આસક્તિનો ત્યાગ કરીશ અને તે કાલ દરમ્યાન મારા પૂર્વકૃત કર્મોના ઉદયે દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી જે ઉપસર્ગો કે

પરિષહો આવશે તેનો આંશિક પણ પ્રતિકાર કર્યા વિના સમભાવથી સહન કરીશ.

સમસ્ત જીવો પ્રતિ મૈત્રીભાવ રાખીશ. ઉપસર્ગો આપનારને પણ મિત્ર સમજીને ક્ષમાભાવ રાખીશ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધૈર્યપૂર્વક શાંતિ અને સમાધિભાવ રાખીશ.

પ્રભુની સાધના :– શરીરની આસક્તિ અનેકાનેક સાવદ્ય અનુષ્ઠાનોનું સર્જન કરે છે તેથી સાધકો શરીરના લક્ષ્યને ઘટાડવા માટે કાયોત્સર્ગ, ધ્યાન વગેરે પ્રયોગો કરે છે. પરમાત્મા મહાવીર સ્વામી દીક્ષા લઈને આત્મભાવમાં સ્થિર થવા માટે પર સહાયથી મુક્ત અને નિઃસ્પૃહ બની એકાકીપણે કાયોત્સર્ગ, ધ્યાનમાં લીન રહેવા લાગ્યા.

40

અધ્યયન–15

320 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ સાડા બાર વર્ષના સાધનાકાલમાં ભગવાન હંમેશાં નિર્દોષ સ્થાનમાં રહ્યા, ઇર્યાસમિતિપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કર્યું, પ્રાયઃ મૌન ધારણ કર્યું. તેઓએ ઘોર તપની આરાધના અને પારણામાં નિર્દોષ, પ્રાસુક અને એષણીય આહાર ગ્રહણ કર્યો. રીતે પ્રભુ પોતાના સાધના કાલમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત રહ્યા. તેઓ આત્મ વિશુદ્ધિના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખીને રાગ–દ્વેષાદિ મલિન ભાવોથી હંમેશાં દૂર રહ્યા. ઘોર તપ અને ઉત્કૃષ્ટ સંયમ પાલનનો શ્રમ કરીને પ્રભુએ શ્રમણપણાને સાર્થક કર્યું.

કર્મના ઉદયનો(પ્રતિકાર કર્યા વિના) સમભાવે સ્વીકાર કરવો; તે પૂર્વકૃત કર્મોના નાશનો માર્ગ છે. પ્રભુએ માર્ગને અપનાવીને સાડા બાર વર્ષમાં દેવકૃત, મનુષ્યકૃત અને તિર્યંચકૃત જે જે ઉપસર્ગો આવ્યા તેને અદીનપણે, અવ્યથિતપણે, ખુમારીપૂર્વક સમભાવે સહન કર્યા અને મહાવીર બન્યા.

આત્મભાવોની સ્થિરતા અને પરિપક્વતાથી સાધકની સહન શક્તિ ખીલે છે. આધ્યાત્મિક વિકાસથી બાહ્ય ક્રિયાઓનું યથાર્થપણે પાલન થઈ શકે છે. પરમાત્માની સાધનાના અભિગ્રહને અને ઉત્કૃષ્ટ સાધનાને જોતાં સ્પષ્ટ થાય છે કે પરમાત્માએ સાધનાનો જે ઉપદેશ આપ્યો છે, તેનું આચરણ સ્વયં પૂર્ણપણે કર્યું છે. રીતે પ્રભુના ઉપદેશ વચનો સ્વયંના આચરણપૂર્વકના છે, જે સાધકોની સાધના માટે વિશેષતઃ પ્રેરક બની જાય છે.

वोसठ्ठकाए चत्तदेहे :વ્યુત્સૃષ્ટકાય અને ત્યક્ત દેહ. બંને શબ્દો સમાનાર્થક પ્રતીત થાય છે. તેમ છતાં તેમાં કંઈક અંતર છે. वोसठ्ठकाए એટલે શરીરની સેવા–સુશ્રૂષા કરવી નહિ. શરીરને સાફ કરવું, સ્નાન કરવું, ધોવું, તેલાદિનું માલિશ કે ચંદનાદિનો લેપ, વસ્ત્રાભૂષણોનો શણગાર અને સરસ, સ્વાદિષ્ટ આહારાદિથી શરીરની પુષ્ટિ, ઔષધિ આદિ દ્વારા શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય વગેરે સર્વ પ્રવૃત્તિનો ત્યાગ કરીને, શરીરનું લક્ષ્ય ગૌણ કરીને આત્મગુણોમાં લીન રહેવું, તે વ્યુત્સૃષ્ટકાય કહેવાય છે. चत्तदेहे એટલે શરીર પ્રત્યે મમત્વ ભાવ કે આસક્તિનો ત્યાગ કરવો, ઉપસર્ગાદિ આવે ત્યારે શરીરના રક્ષણ માટે કોઈપણ પ્રયત્ન કરવો. રીતે દેહ લક્ષ્યનો સંપૂર્ણપણે ત્યાગ કરીને, શરીરનો મોહ બિલકુલ રાખવો નહિ, કેવળ આત્મભાવની પુષ્ટિ કરવી, તે ત્યક્તકાય છે.

સંક્ષેપમાં ‘ વ્યુત્સૃષ્ટકાય˜માં શરીરલક્ષી સર્વ ક્રિયાઓના ત્યાગની મહત્તા છે અને ‘ ત્યક્તકાય˜માં શરીરના મહત્ત્વ ભાવના ત્યાગની મહત્તા છે.

सम्मं सहिस्सामि, खमिस्सामि, तितिक्खिस्सामि, अहियासइस्सामि :સામાન્ય રૂપે એક સમાન પ્રતીત થતાં શબ્દોના અર્થમાં કંઈક અંતર છે. सहिस्सामि– હું સહન કરીશ, ઉપસર્ગ આવે, ત્યારે હાય–હોય કરીશ નહિ, નિમિત્તોને દંડીશ નહિ, રડીશ નહિ, કોઈની સામે વિનંતી, લાચારી કે

આર્તધ્યાન કરીશ નહિ, મારા પોતાના કરેલા કર્મનું ફળ છે, એમ સમજીને તેને સમ્યક પ્રકારે સમભાવથી સહન કરીશ. खमिस्सामि– ઉપસર્ગ કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખીશ, તેના પ્રત્યે કોઈપણ જાતનો દ્વેષભાવ કે વેરભાવ રાખીશ નહિ, દ્વેષભાવથી બદલો લેવાનો પ્રયત્ન કરીશ નહિ, તેને કષ્ટ આપીશ નહિ, મારીશ નહિ, તેને કંઈપણ હાનિ પહોંચાડીશ નહિ, પરંતુ તેને ક્ષમા આપીશ. तितिक्खिस्सामि– શાંતિથી, ધૈર્યથી કષ્ટને સહન કરીશ, ખેદ રહિત બનીને સહન કરીશ. अहियासइस्सामि– પ્રસન્ન ભાવે, આનંદાનુભૂતિ પૂર્વક સહન કરીશ.

ભગવાનને કેવળજ્ઞાનની પ્રાપ્તિ :

41 तओ णं समणस्स भगवओ महावीरस्स एएणं विहारेणं विहरमाणस्स 321

बारस वासा वीइक्कंता, तेरसमस्स वासस्स परियाए वट्टमाणस्स जे से गिम्हाणं दोच्चे मासे चउत्थे पक्खे वइसाहसुद्धे, तस्स णं वेसाहसुद्धस्स दसमीपक्खेणं सुव्वएणं दिवसेणं विजएणं मुहुत्तेणं हत्थुत्तराहिं णक्खत्तेणं जोगोवगएणं पाईणगामिणीए छायाए वियत्ताए पोरिसीए जंभिय–गामस्स णगरस्स बहिया णईए उज्जुवालिया उत्तरे क’ले सामागस्स गाहावइस्स कठ्ठकरणंसि वेयावत्तस्स चेइयस्स उत्तरपुरत्थिमे दिसीभागे सालरुक्खस्स अदूरसामंते उक्क‘डुयस्स गोदोहियाए आयावणाए आयावेमाणस्स छठ्ठेणं भत्तेणं अपाणएणं उड्ढं जाणुं अहो सिरस्स धम्मज्झाणोवगयस्स झाणकोठ्ठोवगयस्स सुक्कज्झाणंतरियाए वट्टमाणस्स णिव्वाणे कसिणे पडिपुण्णे अव्वाहए णिरावरणे अणंते अणुत्तरे केवलवरणाणदंसणे समुप्पण्णे। શબ્દાર્થ :– वियत्ताए पोरिसीए = દિવસના બીજા ભાગે, વિયત નામની પોરસી આવવા પર(પાછલા પહોરે) उज्जुवालियाए णईए = ૠજુવાલિકા નામની નદીના उत्तरे क’ले = ઉત્તર કિનારે सामागस्स गाहावइस्स = શ્યામાક ગાથાપતિના कठ्ठकरणंसि = સુથારશાળામાં वियावत्तस्स चेइयस्स = વૈયાવૃત્ય નામના ચૈત્ય–યક્ષમંદિરના उक्क‘डुयस्स गोदोहियाए = ઉત્કટુક સહિત ગોદુહાસને आयावणाए = આતાપના आयावेमाणस्स = આતાપના લેતા अपाणएणं छठ्ठेणं भत्तेणं = નિર્જળા છઠની તપશ્ચર્યા કરતા उड्ढं जाणुं अहो सिरस्स = ઘૂંટણ ઊંચા રાખી મસ્તક નીચે કરી धम्मज्झाणोवगयस्स = ધર્મ ધ્યાનથી યુક્ત झाणकोठ्ठोवगयस्स = ધ્યાન રૂપ કોષ્ટાગારમાં સ્થિત થઈને सुक्कज्झाणंतरियाए = નિરંતર શુક્લધ્યાનમાં वट्टमाणस्स = વર્તતા णिव्वाणे = નિર્વાણને પ્રાપ્ત કરાવનાર.

ભાવાર્થ :– પ્રમાણે વિચરણ કરતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને બાર વર્ષ પસાર થઈ ગયા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રીષ્મૠતુનો બીજો માસ અને ચોથું પખવાડિયું અર્થાત્ વૈશાખ સુદ દશમના સુવ્રત નામના દિવસે, વિજયમુહૂર્તમાં, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો અને છાયા પૂર્વદિશામાં ઢળી રહી હતી ત્યારે અર્થાત્ દિવસના પાછલા પહોરમાં, પાછલી પોરસીમાં, જૃંભક નામના નગરની બહાર, ૠજુવાલિકા નદીના ઉત્તર તટ પર, શ્યામાક ગાથાપતિની સુથાર શાળામાં, વૈયાવૃત્ય નામના યક્ષાયતનના ઈશાન કોણમાં, શાલવૃક્ષથી અતિદૂર કે અતિ નજીક, ઉભડક થઈને એટલે ગોદુહાસને સૂર્યની આતાપના લેતા, ચૌવિહારા છઠ તપના પ્રત્યાખ્યાન સહિત, ઊંચા ગોઠણ અને નીચે મસ્તક રાખીને ધર્મ ધ્યાનમાં લીન, ધ્યાનકોષ્ઠમાં સ્થિત થયા. ત્યાર પછી ભગવાન શુક્લધ્યાનાંતરિકામાં પ્રવર્તમાન હતા ત્યારે તેઓને નિર્વાણને પ્રાપ્ત કરાવનાર, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહૃત(નિર્વ્યાઘાત), નિરાવરણ, અનંત, અનુત્તર, શ્રેષ્ઠ કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થયું.

से भगवं अरहा जिणे केवली सव्वण्णू सव्वभावदरिसी सदेवमणुयासुरस्स लोगस्स पज्जाए जाणइ, तं जहाआगइं गइं ठिइं चयणं उववायं भुत्तं पीयं कडं पडिसेवियं आवीकम्मं रहोकम्मं लवियं कहियं मणोमाणसियं सव्वलोए सव्वजीवाणं सव्वभावाइं जाणमाणे पासमाणे एवं णं विहरइ શબ્દાર્થ :– से भगवं = તે ભગવાન अरहा जिणे = અરિહંત જિન केवली = કેવલી सव्वण्णू = સર્વજ્ઞ सव्वभावदरिसी = સર્વ પદાર્થોને જોનારા कडं = કરેલા કાર્યને पडिसेवियं = અબ્રહ્માદિ સેવનને 42

અધ્યયન–15

322 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ आविकम्मं रहोकम्मं = પ્રગટકાર્ય, ગુપ્તકાર્યને लवियं = બોલાયેલા कहियं = કહેવાયેલી વાતોને मणोमाणसियं = જીવોના મનોગત ભાવોને.

ભાવાર્થ :– કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાન અર્હત્, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી બની ગયા.

તેઓ દેવો, મનુષ્યો અને અસુરો સહિત સર્વ લોકના સર્વ પર્યાયને જાણવા લાગ્યા, જેમ કેજીવોની આગતિ–ગતિ, સ્થિતિ, ચ્યવન–ઉપપાત, ખાન–પાન, કૃત, પ્રતિસેવિત, પ્રગટ કાર્ય–ગુપ્ત કાર્ય, જીવો દ્વારા બોલાયેલા, કહેવાયેલા તથા વિચારેલા મનોભાવોને જાણવા–દેખવા લાગ્યા. તેઓ સંપૂર્ણ લોકમાં સમસ્ત જીવોના સર્વ ભાવોને જાણતાં અને જોતાં વિચરવા લાગ્યા.

जण्णं दिवसं समणस्स भगवओ महावीरस्स णिव्वाणे कसिणे जाव समुप्पण्णे तण्णं दिवसं भवणवइ–वाणमंतर–जोइसिय–विमाणवासिदेवेहिं देवीहिं ओवयंतेहिं जाव उप्पिंजलगभूए यावि होत्था ભાવાર્થ :– જે દિવસે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણને પ્રાપ્ત કરાવનારું સંપૂર્ણ યાવત્ અનુત્તર કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થયું, તે દિવસે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તેમજ વૈમાનિક દેવ અને દેવીઓના આવાગમનથી આકાશ વ્યાપ્ત થઈ ગયું યાવત્ એક મહાન દિવ્ય દેવોદ્યોત–પ્રકાશ થયો.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ભગવાનને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનનું વર્ણન છે.

ભગવાન જૃંભિક ગામની બહાર ૠજુવાલુકા નદીના ઉત્તર કિનારે શ્યામાક ગાથાપતિના ક્ષેત્રમાં વૈયાવૃત્ત્ય યક્ષના મંદિરમાં ઈશાન કોણમાં શાલવૃક્ષની સમીપે ગોદોહાસનથી ધ્યાનમાં લીન હતા ત્યારે ક્ષપક શ્રેણીમાં આગળ વધતા મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થયો. ત્યારપછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ત્રણ ઘાતીકર્મોનો એક સાથે ક્ષય થતાં તે મુદ્રામાં પ્રભુને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું. જેના દ્વારા પ્રભુ લોકાલોકના ત્રૈકાલિક ભાવો, સર્વ દ્રવ્યોની સર્વ પર્યાયોને જાણવા લાગ્યા.

આત્માનો પૂર્ણ વિકાસ થઈ જવાથી આત્મા વિશુદ્ધ, નિર્મળ અને નિષ્કલુષિત બની ગયો.

કેવળજ્ઞાનની વિશેષતા પ્રગટ કરવા સૂત્રકારે સાત વિશેષણોનો પ્રયોગ કર્યો છે.

-1 णिव्वाणे :મોહનીય કર્મ જન્ય રાગ–દ્વેષાદિ સર્વ દોષોથી રહિત અને નિર્વાણ પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી, તે નિવાર્ણ સ્વરૂપ છે.

( ર) कसिणे :સંપૂર્ણ. કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન હોવાથી તેમાં આંશિક પણ અપૂર્ણતા હોવાથી તે સંપૂર્ણ છે.

-3 पडिपुण्णे :પ્રતિપૂર્ણ. કેવળજ્ઞાન દ્વારા સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોને જાણી શકાતા હોવાથી તે પ્રતિપૂર્ણ છે.

-4 अव्वाहए :નિર્વ્યાઘાત. કેવળજ્ઞાન સર્વ પ્રકારના વ્યાઘાતોથી રહિત છે.

( પ) णिरावरणे :ઘાતિ કર્મોના આવરણથી રહિત હોવાથી તે નિરાવરણ છે.

-6 अणंते :અનંત. કેવળજ્ઞાનનો વિષય અનંત જ્ઞેય પદાર્થો હોવાથી તે અનંત છે.

-7 अणुत्तरे :અનુત્તર. કેવળજ્ઞાનથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન હોવાથી તે અનુત્તર છે.

43

323

તીર્થંકરોને કેવળજ્ઞાન પ્રગટ થાય, ત્યારે ત્રણે લોકમાં પ્રકાશ થાય છે, કારણ કે તીર્થંકરોનો જ્ઞાન મહોત્સવ ઉજવવા માટે ચારે જાતિના દેવો ઊર્ધ્વ લોક અને અધો લોકથી તિરછાલોકમાં આવે છે. તેઓના શરીર, વસ્ત્ર, આભૂષણ આદિનો પ્રકાશ સર્વત્ર ફેલાય છે અને તિરછાલોકની મુખ્યતાએ લોકમાં પ્રકાશ થાય, તેમ કહેવાય છે.

રીતે ભગવાનનો કેવળજ્ઞાન મહોત્સવ મનુષ્યો અને દેવો સહુ સાથે મળીને આનંદ–ઉલ્લાસપૂર્વક ભક્તિ ભાવથી ઉજવે છે.

ભગવાનની ધર્મદેશના :

तओ णं समणे भगवं महावीरे उप्पण्णणाणदंसणधरे अप्पाणं लोगं च अभिसमिक्ख पुव्वं देवाणं धम्ममाइक्खइ, तओ पच्छा माणुसाणं શબ્દાર્થ :– अप्पाणं च लोगं = પોતાના આત્માને તેમજ લોકને अभिसमिक्ख = કેવળજ્ઞાનથી જાણીને.

ભાવાર્થ :– તે સમયે અનુત્તર જ્ઞાન, દર્શનના ધારક શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન દ્વારા પોતાના આત્માને તથા લોકને સમ્યક પ્રકારે જાણીને પહેલાં(પહેલા દિવસે) દેવોને અને ત્યાર પછી(બીજા દિવસે) મનુષ્યોને ધર્મોપદેશ આપ્યો.

तओ णं समणे भगवं महावीरे उप्पण्णणाणदंसणधरे गोयमाईणं समणाणं णिग्गंथाणं पंच महव्वयाइं सभावणाइं छज्जीवणिकायाइं आइक्खइ भासइ परूवेइ, तं जहापुढवीकाए जाव तसकाए શબ્દાર્થ :– आइक्खइ = સામાન્ય રીતે કથન કર્યું भासइ = વિસ્તારથી ભાષણ કર્યું परूवेइ = હેતુ અને દષ્ટાંતથી પ્રતિપાદન કર્યું.

ભાવાર્થ :– ત્યાર પછી કેવળજ્ઞાન, કેવળદર્શન ધારક શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ આદિ શ્રમણ–

નિર્ગ્રંથોને ભાવના સહિત પાંચ મહાવ્રતો અને પૃથ્વીકાયથી લઈને ત્રસકાય સુધીના છકાય જીવોના સ્વરૂપનું કથન કર્યું, વિસ્તારથી ભાષણ કર્યું, હેતુ અને દષ્ટાંત સહિત પ્રતિપાદન કર્યું.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીએ શ્રમણ નિર્ગ્રંથોને આપેલી પ્રથમ વાચનાનું નિરૂપણ છે.

કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થંકરો જિનનામ કર્મના ઉદયે ઉપદેશ આપે છે. ભગવાન મહાવીર સ્વામીએ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી ઉપદેશ આપ્યો.

पुव्वं देवाणं धम्मं आइक्खइ :ભગવાન મહાવીરે પહેલાં દેવોને ઉપદેશ આપ્યો અર્થાત્ કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશનામાં દેવોની હાજરી હતી, મનુષ્યોની ઉપસ્થિતિ હતી. બીજી દેશનામાં મનુષ્યો ઉપસ્થિત હતા.

શ્રી ઠાણાંગ સૂત્રના દશમા સ્થાનમાં અવસર્પિણી કાલની દશ પ્રકારની આશ્ચર્યકારક ઘટનાનો ઉલ્લેખ છે. તેમાં ‘ અભાવિત પરિષદ˜ને આશ્ચર્યકારક ઘટના કહી છે. ભગવાનના પ્રથમ સમવસરણમાં 44

45

અધ્યયન–15

324 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ દેવ–દેવીઓ હાજર હતા. એક પણ મનુષ્ય કે તિર્યંચ હતા, તેથી પ્રભુએ દેવ–દેવીઓ સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો અને દેવ–દેવીઓ વ્રત પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરી શકતા હોવાથી પ્રભુની તે દેશનામાં એક પણ જીવ પોતાના આત્માને વ્રત કે મહાવ્રત દ્વારા ભાવિત કરી શક્યા નહીં, માટે પ્રભુ મહાવીર સ્વામીની પ્રથમ દેશનાની પરિષદને ‘ અભાવિત પરિષદ˜ કહેવામાં આવે છે. કેવળજ્ઞાનના બીજે દિવસે પાવાપુરીમાં પ્રભુએ મનુષ્યો સહિત વિશાળ પરિષદમાં ઉપદેશ આપ્યો.

ત્યારે ભગવાનના ઉપદેશથી પ્રતિબોધિત થઈને ઇન્દ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા. રીતે પ્રભુની બીજી ધર્મ દેશનામાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ત્યાર પછી પ્રભુએ શ્રમણ નિર્ગ્રંથોને અહિંસાની આરાધના માટે છકાયના જીવોનું સ્વરૂપ સમજાવ્યું અને સર્વ પાપથી નિવૃત્તિ રૂપ ચારિત્ર માર્ગની આરાધના માટે પંચ મહાવ્રતોનું અને તેની પુષ્ટિ માટે પચીસ ભાવનાઓનું કથન કર્યું.

પ્રથમ મહાવ્રત અને તેની ભાવના :

पढमं भंते ! महव्वयं पच्चक्खामि सव्वं पाणाइवायं से सुहुमं वा बायरं वा तसं वा थावरं वा णेव सयं पाणाइवायं करेज्जा णेवण्णेहिं पाणाइवायं कारवेज्जा, णेवण्णं पाणाइवायं करंतं समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं मणसा वयसा कायसा तस्स भंते ! पडिक्कमामि णिंदामि गरिहामि अप्पाणं वोसिरामि ભાવાર્થ :– હે ભગવન્ ! હું પ્રથમ મહાવ્રતમાં સંપૂર્ણ પ્રાણાતિપાત(હિંસા)ના પ્રત્યાખ્યાન–ત્યાગ કરું છું. હું સૂક્ષ્મ–બાદર, ત્રસ–સ્થાવર સર્વ જીવોની સ્વયં હિંસા કરીશ નહિ, બીજા પાસે હિંસા કરાવીશ નહિ અને હિંસા કરનારની અનુમોદના કરીશ નહીં. પ્રમાણે ત્રણ કરણ અને ત્રણ યોગ, મન, વચન, કાયાથી હું યાવજ્જીવન હિંસાના પાપથી નિવૃત્ત થાઉં છું. હે ભગવન્ ! પૂર્વકૃત હિંસાનું હું પ્રતિક્રમણ કરું છું, આત્મ સાક્ષીએ તેની નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગર્હા કરું છું. મારા આત્માને હિંસાના પાપથી મુક્ત કરું છું.