This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

મહાનૠદ્ધિ સંપન્ન લોકાંતિક દેવો પંદર કર્મભૂમિમાં તીર્થંકર ભગવાનને પ્રતિબોધિત કરે છે.

बंभम्मि कप्पम्मि, बोद्धव्वा कण्हराइणो मज्झे । लोगंतिया विमाणा, अठ्ठ सुवत्था असंखेज्जा શબ્દાર્થ :– बंभम्मि य कप्पम्मि = બ્રહ્મકલ્પમાં बोद्धव्वा = જાણવા જોઈએ कण्हराइणो मज्झे = 15

16

17

18

19

અધ્યયન–15

308 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કૃષ્ણ રાજિઓની મધ્યમાં लोगंतिया विमाणा = લોકાંતિક દેવોના વિમાનોને अठ्ठ = આઠ सुवत्था = વિસ્તારવાળા असंखेज्जा = અસંખ્યાત ( યોજન).

ભાવાર્થ :– બ્રહ્મ લોક નામના પાંચમા દેવલોકમાં આઠ કૃષ્ણરાજિની મધ્યમાં અસંખ્યાત યોજનના વિસ્તારવાળા(નવ)લોકાંતિક વિમાનો જાણવા જોઈએ.

एए देवणिकाया, भगवं बोहिंति जिणवरं वीरं । सव्वजगज्जीवहियं, अरहं तित्थं पवत्तेहि શબ્દાર્થ :– एए देवणिकाया = સર્વ દેવોનો સમૂહ भगवं जिणवरं वीरं = ભગવાન જિનવર વીરને बोहिंति = બોધિત કરે છે, જાગૃત કરે છે, નિવેદન કરે છે अरहं = હે અર્હન્ ! सव्वजगज्जीवहियं = સર્વ જગતના જીવોને હિતકારી तित्थं पवत्तेहि = તીર્થની સ્થાપના કરો.

ભાવાર્થ :– સર્વ દેવોનો સમૂહ આવીને ભગવાન વીર જિનેશ્વરને પ્રતિબોધ–પ્રેરણાત્મક નિવેદન કરે છે. હે અર્હન્ ! આપ સર્વ જગતના જીવોને હિતકારી ધર્મરૂપ તીર્થની સ્થાપના કરો.

વિવેચન :–

પ્રસ્તુત ગાથાઓમાં દીક્ષા પૂર્વે તીર્થંકરોના સાંવત્સરિક દાન તથા લોકાંતિક અને વૈશ્રવણ લોકપાલ દેવોની તીર્થ પ્રવર્તાવવા માટેની વિનંતીનું નિરૂપણ છે.

પ્રત્યેક તીર્ર્થંકર દીક્ષા લેતા પૂર્વે એક વરસ પર્યંત સૂર્યોદયથી લઈને એક પ્રહર સુધી પ્રતિદિન એક કરોડ, આઠ લાખ સોનામહોરોનું દાન કરે છે. એક વર્ષમાં 388 કરોડ 80 લાખ સોનામહોરો દાનમાં આપે છે. કથનથી સ્પષ્ટ થાય છે કે આહાર, પાણી, વસ્ત્ર, પાત્રાદિના સુપાત્ર દાનની મહત્તાની સાથે અનુકંપા દાનનું પણ મહત્ત્વ છે. અનુકંપા દાન પણ પુણ્યબંધ તેમજ આત્મવિકાસમાં સહાયક સાધન છે. આગમોમાં અનેક જગ્યાએ અનુકંપાદાનનો ઉલ્લેખ છે. તુંગિયા નગરીના શ્રાવકોની ધર્મભાવના તેમજ ઉદારતાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કેઅભંગ દ્વાર અર્થાત્ તેઓના ઘરના દરવાજા અતિથિઓ માટે હંમેશાં ખુલ્લા રહેતા હતા. તીર્થંકરો મહાપુરુષ છે. તેઓ પ્રશંસા માટે દાન કરતા નથી પરંતુ દયા અને ત્યાગ ભાવથી પ્રેરિત થઈને દાન આપે છે. રીતે ભગવાનના દાનથી તેઓની ઉદારતા, જગવત્સલતા તેમજ અનુકંપા દાનની મહત્તાનો ઉજ્વલ આદર્શ પ્રગટ થાય છે.

ભગવાનના સાંવત્સરિક દાન માટેના ધનની વ્યવસ્થા વૈશ્રમણ દેવ કરે છે. દેવોના અનાદિકાલીન જિત વ્યવહારથી, વૈશ્રવણ લોકપાલ દેવના આદેશથી તેના અધીનસ્થ દેવો પ્રતિદિન ભગવાનના ખજાનાને ભરી દે છે. તીર્થંકરોનો દીક્ષાનો સમય જાણી બ્રહ્મલોકવાસી લોકાંતિક દેવ તીર્થંકરને વિનમ્રભાવથી વિજ્ઞપ્તિ કરે છે. જિનેશ્વર સ્વયંબુદ્ધ છે. તેઓને કોઈના બોધની જરૂર નથી પરંતુ લોકાંતિક દેવો તથાપ્રકારથી ભગવાનના વૈરાગ્યની સ્તુતિ કરે છે, અનુમોદના કરે છે. પ્રકારનો તેઓનો જિત વ્યવહાર–પરંપરાનુગત આચાર છે.

લોકાંતિક દેવો :– પાંચમા બ્રહ્મલોક નામના દેવલોકના ત્રીજા રિષ્ટ નામના પ્રતરમાં એક કિનારે અસંખ્ય યોજન પ્રમાણ ક્ષેત્રના વિસ્તારમાં ચારે દિશાઓમાં આઠ કૃષ્ણરાજીઓ છે. આઠ કૃષ્ણરાજીના આઠ આંતરામાં આઠ લોકાંતિક વિમાનો અને તે સર્વ કૃષ્ણરાજીઓની મધ્યમાં નવમું લોકાંતિક વિમાન, રીતે નવ લોકાંતિક દેવોના નવ વિમાનો છે.

20

309

ભગવાનનો અભિનિષ્ક્રમણ મહોત્સવ :

तओ णं समणस्स भगवओ महावीरस्स अभिणिक्खमणाभिप्पायं जाणित्ता भवणवइ–वाणमंतर–जोइसिय–विमाणवासिणो देवा देवीओ सएहिं–

सएहिं रूवेहिं, सएहिं–सएहिं णेवत्थेहिं, सएहिं–सएहिं चिंधेहिं, सव्विड्ढीए सव्वजुईए सव्वबलसमुदएणं सयाइं–सयाइं जाणविमाणाइं दुरुहंति सयाइं सयाइं जाणविमाणाइं दुरुहित्ता अहाबायराइं पोग्गलाइं परिसाडेंति अहाबायराइं पोग्गलाइं परिसाडेत्ता अहासुहुमाइं पोग्गलाइं परियाइंति अहासुहुमाइं पोग्गलाइं परियाइत्ता उड्ढं उप्पयंति उड्ढं उप्पइत्ता ताए उक्किठ्ठाए सिग्घाए चवलाए, तुरियाए दिव्वाए देवगईए अहेणं ओवयमाणा–ओवयमाणा तिरिएणं असंखेज्जाइं दीव समुद्दाइं वीइक्कममाणा वीइकम्ममाणा जेणेव जंबुद्दीवे तेणेव उवागच्छंति तेणेव उवागच्छित्ता जेणेव उत्तरखत्तियक‘ंडपुरसण्णिवेसे तेणेव उवागच्छंति तेणेव उवागच्छित्ता जेणेव उत्तरखत्तियक‘ंडपुरसंणिवेसस्स उत्तरपुरत्थिमे दिसीभाए तेणेव झत्ति वेगेण ओवइया શબ્દાર્થ :– सएहिं सएहिं रूवेहिं = પોતપોતાના રૂપોથી सएहिं–सएहिं णेवत्थेहिं = પોતપોતાના વેશથી सएहिं–सएहिं चिंधेहिं = પોતપોતાના ચિહ્નોથી યુક્ત થઈને सव्वजुईए = સર્વ દ્યુતિ–જ્યોતિથી अहेणं = નીચેની તરફ ओवयमाणा = ઉતરતાં वीइक्कममाणा = ઉલ્લંઘન કરતા तेणेव = ત્યાં झत्ति वेगेण ओवइया = અત્યંત વેગપૂર્વક ઉતરે છે.

ભાવાર્થ :– ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અભિનિષ્ક્રમણ–દીક્ષાના અભિપ્રાયને જાણીને ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો તેમજ દેવીઓ પોતપોતાના રૂપથી, પોતપોતાના વસ્ત્રોથી અને પોત પોતાના ચિહ્નોથી યુક્ત થઈને તેમજ પોતાની સર્વ ૠદ્ધિ, દ્યુતિ અને સેના સમુદાય સહિત પોતપોતાના વિમાનોમાં ચઢ્યા. વિમાનમાં ચઢીને, બાદર પુદ્ગલોને છોડીને,(બાદરના પુદ્ગલોને ગ્રહણ કરતા)સૂક્ષ્મ પુદ્ગલોને ચારે બાજુથી ગ્રહણ કરીને, ઊંચે ઊડીને પછી ઉત્કૃષ્ટ, શીઘ્રતાપૂર્ણ, ચપલ તથા ત્વરાયુક્ત, દિવ્ય દેવગતિથી નીચે ઉતરતાં ઉતરતાં, ક્રમથી તિરછા લોકમાં રહેલા અસંખ્યાત દ્વીપ–સમુદ્રો ઉપરથી પસાર થઈને, જંબૂદ્વીપ નામના દ્વીપમાં ક્ષત્રિયકુંડપુર સંનિવેશની સમીપે આવીને ઉત્તર ક્ષત્રિયકુંડપુર સંનિવેશના ઈશાનકોણમાં તીવ્ર વેગથી નીચે ઊતર્યા.

तओ णं सक्के देविंदे देवराया सणियं–सणियं जाणविमाणं ठवेइ सणियं–

सणियं जाण विमाणं ठवेत्ता सणियं–सणियं जाणविमाणाओ पच्चोयरइ, सणियं–

सणियं जाणविमाणाओ पच्चोयरित्ता एगंतमवक्कमेइ एगंतमवक्कमित्ता महया वेउव्विएणं समुग्घाएणं समोहणइ महया वेउव्विएणं समुग्घाएणं समोहणित्ता एगं महं णाणामणि–कणग–रयणभत्तिचित्तं सुभं चारुकंतरूवं देवच्छंदयं विउव्वंति। तस्स णं देवच्छंदयस्स बहुमज्झदेसभागे एगं महं सपायपीठं सीहासणं णाणा मणि–कणग रयणभत्तिचित्तं सुभं चारुकंतरूवं विउव्वइ, विउव्वित्ता जेणेव समणे 21

22

અધ્યયન–15

310 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं–पयाहिणं करेइ, समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेत्ता समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता समणं भगवं महावीरं गहाय, जेणेव देवच्छंदए तेणेव उवागच्छइ, तेणेव उवागच्छित्ता सणियं सणियं पुरत्थाभिमुहे सीहासणे णिसीयावेइ, सणियं सणियं पुरत्थाभिमुहं णिसीयावेत्ता, सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेइ, सयपाग–सहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेत्ता सुद्धोदएणं मज्जावेइ, मज्जावेत्ता गंधकासाएहिं उल्लोलेइ, उल्लोलेत्ता ति–पडोलतित्तएणं साहिएण सीयएण गोसीसरत्तचंदणेणं अणुलिंपइ, अणुलिंपेत्ता, जस्स मूलं सयसहस्सं ईसिणिस्सासवातवोज्झं वरणगरपट्टणुग्गयं, क‘सलणरपसंसियं, अस्सलालापेलयं छेयायरियकणग–खचियंत–कम्मं हंसलक्खणं पट्टजुयलं णियंसावेइ, णियंसावेत्ता हारं अद्धहारं उरत्थं एगावलिं पालंबसुत्त–पट्ट–

मउड–रयणमालाइं आविंधावेइ, आविंधावेत्ता गंथिम–वेढिम–पूरिम–संघाइमेणं मल्लेणं कप्परुक्खमिव समलंकरेइ; समलंकरेत्ता दोच्चं पि महया वेउव्वियसमुग्घाएणं समोहणइ समोहणित्ता एगं महं चंदप्पभं सिवियं सहस्सवाहिणिं विउव्वइ, तं जहाईहामिय–उसभ–

तुरग–णर–मकर–विहग–वाणर–क‘ंजर रुरु–सरभ–चमर–सद्दूल–सीह–वण–लय–विचित्त–

विज्जाहर–मिहुण–जुयलजंतजोगजुत्तं अच्चीसहस्समालिणीयं सुणिरूविय–

मिसमिस्संतरूवग–सहस्सकलियं ईसिंभिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेस्सं मुत्ताहलमुत्तजालंतरोवियं तवणीयपवरलंबूस–पलंबंतमुत्तदामं हारद्धहारभूसण–

समोणयं अहियपेच्छणिज्जं पउमलय भत्तिचित्तं असोगलयभत्तिचित्तं क‘ंदलय–

भत्तिचित्तं णाणालयभत्तिविरइयं सुभं चारुकंतरूवं णाणामणिपंचवण्ण–

घंटापडागपरिमंडियग्गसिहरं सुभं चारुकंतरूवं पासाईयं दरिसणीयं सुरूवं શબ્દાર્થ :– पच्चोयरइ = વિમાનમાંથી નીચે ઉતર્યા णाणामणि–कणग–रयणभत्तिचित्तं = વિવિધ પ્રકારના મણિ, કનક, રત્નાદિથી ચિત્રિત દિવાલ યુક્ત सुभं चारुकंतरूवं देवच्छंदयं विउव्वइ = શુભ, મનોહર, કમનીય રૂપ વાળા, દેવચ્છંદકની વિકુર્વણા કરી, सयपागसहस्सपागेहिं तेल्लेहिं अब्भंगेइ = શતપાક અને સહસ્રપાક તેલથી માલિશ કર્યું गंधकासाएहिं = સુગંધિત દ્રવ્યોથી उल्लोलेइ = ઉબટન, લેપ કર્યો तिपडोलतित्तएणं(तिपडोल्लइएणं) साहिएणं = ત્રણ પુટથી સિંચિત અને સાધિત सीयएणं = અત્યંત શીતળ गोसीसरत्तचंदणेणं = ગોશીર્ષ રક્તચંદનથી अणुलिंपइ = લેપ કર્યો जस्स य मुल्लं सयसहस्सं = જેનું મૂલ્ય એક લાખ સોનામહોર છે ईसिणिस्सासवातवोज्झं = નાકના વાયરે ઊડી જાય તેવાवरणगरपट्टणुग्गयं= શ્રેષ્ઠ શહેરમાં બનાવેલા તેમજ क‘सलणरपसंसियं = કુશળ પુરુષો દ્વારા પ્રશંસિત अस्सलाला पेलयं = ઘોડાના મુખના ફીણ સમાન શ્વેત, મનોહર छेयायरियकणगखचियंतकम्मं = ચતુર કારીગરો દ્વારા સુવર્ણતારોથી ગૂંથેલ(ખચિત) हंसलक्खणं पट्टजुयलं = હંસ જેવા સફેદ બે વસ્ત્રોને 311

णियंसावेइ = પહેરાવ્યા हारं अद्धहारं उरत्थं = હાર, અર્ધહાર, વક્ષસ્થળનું સુંદર આભૂષણ एगावलिं = એકાવલી હાર पालंबसुत्त–पट्ट–मउड–रयणमालाइं = લટકતી માળા, કટિસૂત્રકંદોરો, મુકુટ તથા રત્ન માળાઓ आविंधावेइ = પહેરાવી गंथिम–वेढिम– पूरिम–संघाइमेणं = ગૂંથેલી, વેષ્ટિત કરેલી, ભરીને બનાવેલી તેમજ એકબીજાને જોડીને બનાવેલી मल्लेणं = માળાઓથી कप्परुक्खमिव = કલ્પવૃક્ષની જેમ समलंकरेइ = અલંકૃત કર્યા ईहामिय–उसभ–तुरग–णर–मकर–विहग–वाणर–क‘ंजर रुरु–सरभ–चमर

सद्दूल–सीह–वणलयविचित्तविज्जाहर–मिहुण–जुगलजंतजोगजुत्तं = વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, વાંદરા, હાથી, રુરુ–મૃગવિશેષ, અષ્ટાપદ, ચમરીગાય, વાઘ, સિંહ, વનલતા વગેરે અનેક ચિત્રોથી ચિત્રિત, યંત્રોથી ફરતી, વિદ્યાધર યુગલ(પુતળીઓ)થી યુક્ત अच्चीसहस्स मालिणीयं = સૂર્યના હજારો કિરણોથી યુક્ત, સુશોભિત सुणिरूविय–मिसमिसेंतरूवगसहस्सकलियं = જેમાં સારી રીતે નિરૂપણ કર્યું છે, તેવી તેજસ્વી હજારો રૂપોથી દેદીપ્યમાન भिसमाणं = ચમકતા भिब्भिसमाणं = અત્યંત દેદીપ્યમાન चक्खुल्लोयणलेस्सं = આંખને આંજી દે તેવા તેજવાળી मुत्ताहडमुत्तजालंतरोवियं = મોતીઓ અને મોતીઓના ઝુમખાઓથી શોભિત तवणीयपवरलंबूस–पलंबंतमुत्तदामं = તપાવેલા સોનાની પાંખડીઓથી યુક્ત ચારે તરફ લટકતી મોતીઓની માળા જેમાં દેખાય છે हारद्धहारभूसणसमोणयं = હાર, અર્દ્ધહાર આદિ ભૂષણોથી વિભૂષિત अहियपेच्छणिज्जं = અધિક જોવા યોગ્ય पउमलयभत्तिचित्तं = પદ્મલતાના ચિત્રોથી ચિત્રિત असोगलयभत्तिचितं = અશોકવનની જેમ ચિત્રિત क‘ंदलयभत्तिचित्तं = કુંદલતાના ચિત્રોથી ચિત્રિત णाणालयभत्तिविरइयं = વિવિધ પ્રકારની પુષ્પલતાઓના ચિત્રોથી ચિત્રિત–વિરચિત सुभं चारुकंतरूवं = શુભ, મનોહર, કાંતરૂપ णाणामणिपंचवण्ण–घंटापडागपरिमंडियग्गसिहरं = વિવિધ પ્રકારના પાંચવર્ણના મણિઓ, ઘંટાઓ અને ધજાઓથી જેનો શિખરભાગ સુશોભિત થઈ રહ્યો છે सुभंचारुकंतरूवं = શુભ, મનોહર, કમનીય રૂપવાળી पासाईयं = દર્શકોને પ્રસન્નતા આપનારીदरिसणीयं = દર્શનીય सुरूवं = સુરૂપ(તે શિબિકા હતી).

ભાવાર્થ :– ત્યાર પછી દેવોના ઇન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે પોતાનું વિમાન ધીરે ધીરે ત્યાં સ્થિર કર્યું. તે દેવ ધીરે ધીરે વિમાનમાંથી ઉતર્યા અને એકાંતમાં(એક બાજુ) ગયા. એકાંતમાં જઈને તેઓએ એક મહાન વૈક્રિય સમુદ્દઘાત કર્યો. મહાન વૈક્રિય સમુદ્દઘાત કરીને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ, રત્ન આદિથી જડિત, શુભ, સુંદર, મનોહર, કમનીય રૂપવાળા એક મોટા દેવચ્છંદક–મંડપની રચના કરી. તે દેવચ્છંદકની બરોબર મધ્યમાં પાદપીઠ સહિત એક વિશાળ સિંહાસનની રચના કરી, જે અનેક મણિ, સુવર્ણ, રત્નાદિથી જડિત, ચિત્રિત, શુભ, સુંદર, કાંત અને રમ્ય હતું. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર આદક્ષિણા, પ્રદક્ષિણાપૂર્વક વંદના નમસ્કાર કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને લઈને તે મંડપ પાસે આવ્યા અને ધીરે ધીરે તે દેવચ્છંદકમાં રહેલા સિંહાસન ઉપર ભગવાનને પૂર્વાભિમુખ બેસાડ્યા. સિંહાસન ઉપર પ્રભુને બેસાડીને ઇન્દ્રે ધીરે ધીરે પ્રભુના શરીર ઉપર શતપાક, સહસ્રપાક તેલથી માલિશ કર્યું, શુદ્ધ–સ્વચ્છ પાણીથી ભગવાનને સ્નાન કરાવ્યું, સુગંધ યુક્ત કાષાયિક દ્રવ્યોથી ઉદ્વર્તન કર્યું અને ત્રણ પુટથી સિંચિત અને સાધિત અત્યંત શીતલ ગોશીર્ષ રક્તચંદનનો શરીર પર અનુલેપ કર્યો. ત્યારપછી એક લાખ સોનામહોરના મૂલ્યવાળા, ધીમા શ્વાસના વાયરે પણ ઊડી જાય તેવા, વિશિષ્ટ નગરમાં બનેલા, કુશળ પુરુષો દ્વારા પ્રશંસિત, ઘોડાના મુખની લાળ જેવા સફેદ અને મનોહર, ચતુર કારીગરો દ્વારા સોનાના તારોથી વિભૂષિત અને હંસ સમાન સફેદ બે વસ્ત્રો પ્રભુને પહેરાવ્યા. ત્યાર પછી હાર, અર્દ્ધહાર, વક્ષસ્થળનું આભૂષણ, એકાવલી હાર, લટકતી માળા, અધ્યયન–15

312 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ કંદોરો, મુગટ, રત્નની માળાઓ આદિ આભૂષણો પ્રભુને પહેરાવ્યા. ત્યારપછી ગૂંથેલી, વેષ્ટિત કરેલી, ભરીને બનાવેલી, એક બીજાને જોડીને બનાવેલી; ચાર પ્રકારની પુષ્પોની માળાઓથી ભગવાનને કલ્પવૃક્ષની સમાન અલંકૃત કર્યા.

ત્યારપછી ઇન્દ્રે બીજીવાર મોટો વૈક્રિય સમુદ્ઘાત કર્યો, વૈક્રિય સમુદ્ઘાત કરીને એક હજાર પુરુષો દ્વારા વહન કરી શકાય તેવી ચંદ્રપ્રભા નામની શિબિકાની રચના કરી. તે શિબિકા વરુ, હરણ, બળદ, અશ્વ, નર, મગરમચ્છ, પક્ષી, વાનર, હાથી, રુરુમૃગવિશેષ, સરભઅષ્ટાપદ, ચમરીગાય, વાઘ, શાર્દૂલસિંહ આદિના ચિત્રો તથા વનલતા આદિ લતાઓના ચિત્રોથી ચિત્રિત, યંત્રો દ્વારા ફરતા અનેક વિદ્યાધર યુગલો(પુતળીઓ)થી શોભિત, રત્નોના હજાર કિરણોથી સુશોભિત, સૂર્યની જ્યોતિ સમાન દેદીપ્યમાન હતી. તેનું ચમકતું રૂપ અત્યંત શોભનીય, વર્ણનીય હતું. તે હજાર રૂપોથી સંપન્ન દેદીપ્યમાન તથા અત્યંત દેદીપ્યમાન હતી. તેનું તેજ આંખોને આંજી દે તેવું હતું. તે શિબિકા મોતીઓ અને મોતીઓની માળાઓથી યુક્ત, તપાવેલા સોનાના શ્રેષ્ઠ તોરણથી શોભાયમાન; હાર, અર્ધહાર આદિ આભૂષણોથી શણગારેલી અને અત્યંત દર્શનીય હતી. તેના પર પદ્મલતા, અશોકલતા, કુંદલતા આદિ તથા અન્ય અનેક પ્રકારની વનલતાઓ ચિત્રિત હતી. તે શિબિકા શુભ, સુંદર, કમનીય રૂપવાળી હતી. તેનો ઉપરનો ભાગ પંચરંગી અનેક મણિઓ, ઘંટાઓ અને પતાકાઓથી શોભિત હતો. પ્રમાણે તે શિબિકા સ્વયં શુભ, સુંદર, કમનીય, મનને પ્રસન્ન કરનાર, દર્શનીય અને અતિ સુંદર હતી.

सीया उवणीया जिणवरस्स, जरमरणविप्पमुक्कस्स । ओसत्तमल्लदामा, जलथलयदिव्वक‘सुमेहिं શબ્દાર્થ :– जिणवरस्स = જિનેશ્વર માટે जरमरणविप्पमुक्कस्स = જરા અને મરણથી મુક્ત થવા માટે सीया = શિબિકા उवणीया = લાવવામાં આવી जल–थलयदिव्वकुसुमेहिं = જળ અને સ્થળમાં ઉત્પન્ન થનાર દિવ્ય પુષ્પો ओसत्तमल्लदामा = ગૂંથેલી માળાઓ બાંધી.

ભાવાર્થ :– જરા, મરણથી મુક્ત જિનેશ્વર ભગવાન માટે શિબિકા લાવવામાં આવી. તે શિબિકા જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલા દિવ્ય પુષ્પો અને વૈક્રિય લબ્ધિથી બનાવેલી પુષ્પ માળાઓથી સુશોભિત હતી.

सिबियाए मज्झयारे, दिव्वं वररयणरूवचेवइयं । सीहासणं महरिहं, सपादपीठं जिणवरस्स શબ્દાર્થ :– वररयणरूवचेवइयं = શ્રેષ્ઠ રત્નોથી પ્રતિબિંબિત महरिहं = બહુ મૂલ્યવાનसपादपीठं = પાદ પીઠિકા સહિતનું.

ભાવાર્થ :– તે શિબિકાના મધ્યભાગમાં તીર્થંકર ભગવાન માટે પાદપીઠ સહિત એક સિંહાસન બનાવ્યું હતું. તે સિંહાસન દિવ્ય, ઉત્તમ, રત્નોથી ચમકી રહ્યું હતું.

आलइयमालमउडो, भासुरबोंदी वराभरणधारी । खोमयवत्थणियत्थो, जस्स मोल्लं सयसहस्सं શબ્દાર્થ :– आलइयमालमउडो = માળાઓ અને મુકુટથી અલંકૃત હોવાથી भासुरबोंदी = જેનું શરીર દેદીપ્યમાન થઈ રહ્યું છે वराभरणधारी = શ્રેષ્ઠ આભૂષણોને ધારણ કરેલ खोमयवत्थणियत्थो = સુતરાઉ વસ્ત્રો ધારણ કરેલા मोल्लं सयसहस्सं = જેનું મૂલ્ય એક લાખનું છે.

23

24

25

313

ભાવાર્થ :– માળાઓ અને મુગટથી શોભિત, તેજોમય શરીરવાળા, ઉત્તમ આભૂષણો તથા એક લાખ સોનામહોરોની કિંમતવાળા દિવ્ય ક્ષૌમ વસ્ત્ર(સુતરાઉ વસ્ત્ર)ને ધારણ કરનારા ભગવાનનું શરીર દેદીપ્યમાન થઈ રહ્યું હતું.

छठ्ठेणं भत्तेणं, अज्झवसाणेण सोहणेण जिणो । लेस्साहिं विसुज्झंतो, आरुहइ उत्तमं सीयं શબ્દાર્થ :– छठ्ठेणं भत्तेणं = છઠ તપ સાથે सोहणेण अज्झवसाणेण = સુંદર અધ્યવસાયથી लेसाहिं = લેશ્યાથી विसुज्झंतो = વિશુદ્ધ जिणो = જિનેશ્વર उत्तमं सीयं आरुहइ = ઉત્તમ શિબિકામાં બિરાજમાન થયા.

ભાવાર્થ :– તે સમયે છઠના પ્રત્યાખ્યાન સહિત, પ્રશસ્ત અધ્યવસાયથી યુક્ત, શુભલેશ્યાઓની વિશુધ્ધિમાં પ્રવર્તમાન જિનેશ્વર ભગવાન ઉત્તમ શિબિકામાં બિરાજમાન થયા.

सीहासणे णिविठ्ठो, सक्कीसाणा दोहिं पासेहिं । वीयंति चामराहिं, मणि रयण विचित्तदंडाहि શબ્દાર્થ :– सीहासणे णिविठ्ठो = સિંહાસન ઉપર બિરાજીત થયા પછી सक्कीसाणा = શક્રેન્દ્ર અને, ઈશાનેન્દ્ર दोहिं पासेहिं = બંને બાજુથી चामराहिं = ચામરો मणि–रयण–विचित्तदंडाहिं = મણિ, રત્નાદિથી ચિત્રિત દંડવાળા(ચામરો) वीयंति = વીંજવા લાગ્યા.

ભાવાર્થ :– જ્યારે ભગવાન સિંહાસન ઉપર બિરાજીત થયા ત્યારે શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્ર ભગવાનની બંને બાજુએ ઊભા રહી, ભગવાન ઉપર વિવિધ મણિઓ અને રત્નોથી યુક્ત દંડવાળા ચામર વીંઝવા લાગ્યા.

पुव्विं उक्खित्ता माणुसेहिं, साहठ्ठरोमक’वेहिं । पच्छा वहंति देवा, सुर असुर गरुल णागिंदा શબ્દાર્થ :– साहठ्ठरोमक’वेहिं = હર્ષથી રોમાંચિત माणुसेहिं = મનુષ્યોએ पुव्विं = પ્રથમ उक्खित्ता = શિબિકાને ઉઠાવીનેपच्छा= પાછળ वहंति देवा सुर–असुर गरुल णागिंदा = દેવ, સુર–વૈમાનિક દેવ, અસુરકુમાર, ગરુડકુમાર, નાગકુમારના ઇન્દ્રે વહન કરી–ઉપાડી.

ભાવાર્થ :– સૌથી પહેલા હર્ષથી રોમાંચિત થયેલા મનુષ્યોએ તે શિબિકાને ઉપાડી, ત્યારપછી સુર, અસુર, ગરુડ અને નાગેન્દ્ર આદિ દેવો તેને ઉપાડીને ચાલવા લાગ્યા.

पुरओ सुरा वहlंत, असुरा पुण दाहिणम्मि पासम्मि । अवरे वहंति गरुला, णागा पुण उत्तरे पासे શબ્દાર્થ :– पुरओ= પૂર્વ બાજુથી सुरा = વૈમાનિક દેવોએपुण= ફરીअसुरा दाहिणम्मि पासम्मि = દક્ષિણ બાજુથી અસુરકુમારોએ अवरे गरुला = પશ્ચિમ બાજુથી ગરુડસુવર્ણકુમારોએ णागा पुण उत्तरे पासे = ઉત્તર બાજુથી નાગકુમારોએ वहंति = વહન કરી–ઉપાડી.

ભાવાર્થ :– વૈમાનિક દેવોએ પૂર્વ દિશા તરફથી, અસુર દેવોએ દક્ષિણ દિશા તરફથી, ગરુડ દેવોએ પશ્ચિમ દિશા તરફથી અને નાગકુમાર દેવોએ ઉત્તર દિશા તરફથી તે શિબિકાને ઉપાડી.

26

27

28

29

અધ્યયન–15

314 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ वणसंडं क‘सुमियं, पउमसरो वा जहा सरयकाले । सोहइ क‘सुमभरेणं, इय गगणतलं सुरगणेहिं શબ્દાર્થ :– क‘सुमिय = વિકસિત वणसंडं = વનખંડ सरयकाले = શરદૠતુમાં क‘सुमभरेणं = ખીલેલા ફૂલોથી યુક્ત पउमसरो = પદ્મસરોવર सोहइ = શોભે છે सुरगणेहिं गगणतलं = દેવોના સમૂહથી આકાશમંડળ શોભવા લાગ્યું.

ભાવાર્થ :– જેમ ખીલેલા પુષ્પોથી વનખંડ, શરદૠતુમાં કમળોના સમૂહથી પદ્મ સરોવર શોભે છે, તેમ દેવોથી નભોમંડળ શોભવા લાગ્યું.

सिद्धत्थवणं जहा, कणियारवणं चंपगवणं वा । सोहइ क‘सुमभरेणं, इय गगणतलं सुरगणेहिं શબ્દાર્થ :– क‘सुमभरेणं = પુષ્પોના સમૂહથી सिद्धत्थवणं = સરસવોનું વન कणियारवणं = કણેરનું વન चंपगवणं = ચંપકવન.

ભાવાર્થ :– જેમ સરસવોના વન, કણેરના વન અથવા ચંપકવન ફૂલોના સમૂહથી શોભે છે, તેમ દેવોના સમૂહથી નભોમંડલ શોભવા લાગ્યું.

वरपडहभेरिझल्लरि, संखसयसहस्सिएहिं तूरेहिं । गगणतले धरणितले, तूरणिणाओ परमरम्मो શબ્દાર્થ :– वरपडहभेरिझल्लरि संखसयसहस्सिएहिं = શ્રેષ્ઠ ઢોલ, ભેરી, ઝાલર, શંખ, આદિ લાખો तूरेहिं = વાજિંત્રોના શબ્દોથી गगणतले = આકાશમંડળ તથા धरणितले = પૃથ્વીતલ तूरणिणाओ = વાજિંત્રોના શબ્દોથી परमरम्मो = પરમ રમણીય થઈ ગયું.

ભાવાર્થ :– તે સમયે શ્રેષ્ઠ ઢોલ, ભેરી, ઝાલર, શંખ આદિ લાખો વાજિંત્રોના શબ્દોથી નભોમંડળ અને પૃથ્વીતલ પરમ રમણીય બની ગયું.

ततविततं घण झुसिरं, आउज्जं चउव्विहं बहुविहीयं । वायंति तत्थ देवा, बहूहिं आणट्टगसएहिं શબ્દાર્થ :– आणट्टगसएहिं = સેંકડો નૃત્યો સહિત.

ભાવાર્થ :– ત્યાં સેંકડો દેવો નૃત્યો સહિત અનેક પ્રકારના તત, વિતત, ઘન અને ઝુષિર; ચારે ય પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા.

तेणं कालेणं तेणं समएणं जे से हेमंताणं पढमे मासे पढमे पक्खे मग्गसिरबहुले, तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं, सुव्वएणं दिवसेणं, विजएणं मुहुत्तेणं, हत्थुत्तर णक्खत्तेणं जोगोवगएणं पाईणगामिणीए छायाए, वियत्ताए पोरसीए, छठ्ठेणं भत्तेणं अपाणएणं, एगं साडगमायाए चंदप्पभाए सिबियाए सहस्सवाहिणीए सदेवमणुयासुराए परिसाए समणिज्जमाणे समणिज्जमाणे 30

31

32

33

34

315

उत्तरखत्तियक‘ंडपुरसण्णिवेसस्स मज्झंमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता जेणेव णायसंडे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ईसिं रयणिप्पमाणं अच्छुप्पेणं भूमिभागेणं सणियं सणियं चंदप्पभं सिवियं सहस्सवाहिणिं ठवेइ, सणियं–सणियं चंदप्पभाओ सिबियाओ सहस्सवाहिणीओ पच्चोयरइ, पच्चोयरित्ता सणियं सणियं पुरत्थाभिमुहे सीहासणे णिसीयइ, आभरणालंकारं ओमुयइ तओ णं वेसमणे देवे जण्णुपायपडिए समणस्स भगवओ महावीरस्स हंसलक्खणेणं पडेणं आभरणालंकारं पडिच्छइ । तओ णं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं, वामेणं वामं पंचमुठ्ठियं लोयं करेइ तओ णं सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स जण्णुव्वायपडिए वइरामएणं थालेणं केसाइं पडिच्छइ, पडिच्छित्ता अणुजाणेसि भंते ! त्ति कट्टु, खीरोयं सायरं साहरइ तओ णं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं वामेणं वामं पंचमुठ्ठियं लोयं करेत्ता सिद्धाणं णमोक्कारं करेइ, करेत्ता सव्वं मे अकरणिज्जं पावकम्मं ति कट्टु सामाइयं चरित्तं पडिवज्जइ, सामाइयं चरित्तं पडिवज्जेत्ता देवपरिसं मणुयपरिसं आलिक्खचित्तभूयमिव ठवेइ શબ્દાર્થ :– पाईणगामिणीए छायाए = છાયા પૂર્વ દિશામાં ઢળી રહી હતી ત્યારેवियत्ताए पोरसीए = બીજો પ્રહર પૂર્ણ થઈ જવા પર छठ्ठेणं भत्तेणं = છઠ ઉપવાસથી યુક્ત अपाणएण = નિર્જલા एगं साडगमायाए = કેવળ એક દેવદૂષ્ય વસ્ત્ર લઈને समणिज्जमाणे = સન્માનિત થતાં ईसिंरयणिप्पमाणं = કંઈક ઓછું એક હાથ પ્રમાણ अच्छुप्पेणं = ઊંચી भूमिभागेणं = ભૂમિ ઉપર जण्णुपायपडिए = ઘૂંટણો ટેકવીને हंसलक्खणेणं पडेणं = હંસ સમાન ઉજ્જવળ અને હંસના ચિહ્નથી યુક્ત વસ્ત્રથી पडिच्छइ = ગ્રહણ કર્યું खीरोयं सागरं साहरइ = ક્ષીર સમુદ્રમાં પ્રવાહિત કર્યા सिद्धाणं णमोक्कारं करेइ = સિદ્ધોને નમસ્કાર કર્યા सव्वं मे = સર્વ પ્રકારથી મને अकरणिज्जं पावकम्मं = પાપકાર્ય અકરણીય છે અર્થાત્ હું સર્વ પાપોનો ત્યાગ કરું છું ति कट्टु = એમ કહીને सामाइयं चरित्तं पडिवज्जइ = સામાયિક ચારિત્રને ગ્રહણ કર્યું आलिक्खचित्तभूयमिव ठवेइ = ભીંત ઉપર આલેખેલા ચિત્રની જેમ સ્થિર થઈ ગઈ અર્થાત્ પરિષદ ચિત્રવત્ સ્તબ્ધ થઈ ગઈ.

ભાવાર્થ :– તે કાલે અને તે સમયે હેમંત ૠતુના પ્રથમ માગસર માસના, પ્રથમ વદ પક્ષમાં અર્થાત્ માગસરવદ દશમ તિથિના સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તમાં, હસ્તોત્તર નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો અને છાયા પૂર્વદિશામાં ઢળી રહી હતી ત્યારે(સૂર્ય પશ્ચિમમાં જઈ રહ્યો હતો ત્યારે), બીજો પ્રહર પૂર્ણ થઈ ગયા પછી ચોવિહારા છઠની તપશ્ચર્યા સહિત, એક માત્ર દેવદૂષ્ય વસ્ત્રને લઈ ભગવાન મહાવીર સ્વામી ચંદ્રપ્રભા નામની સહસ્રવાહિની શિબિકામાં બિરાજમાન થયા હતા. દેવો, મનુષ્યો અને અસુરોૃસાથે મળીને તે શિબિકાનું વહન કરતાં–કરતાં ક્ષત્રિયકુંડપુર સંનિવેશની મધ્યમાંથી પસાર થઈને જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પહોંચીને દેવોએ જમીનથી કિંચિત્ ન્યૂન એક હાથ ઊંચે ચંદ્રપ્રભા શિબિકાને સ્થિર કરી. ભગવાન તે શિબિકામાંથી ધીરે ધીરે નીચે ઉતરીને, સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બિરાજમાન અધ્યયન–15

316 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ થયા. સિંહાસન ઉપર બેસીને ભગવાને અલંકારો ઉતાર્યા. તરત વૈશ્રમણ દેવે ઘૂંટણ જમીન ઉપર ઢાળીને અર્થાત્ વજ્રાસને બેસીને ભક્તિભાવ પૂર્વક પ્રભુના આભૂષણોને હંસ સમાન ઉજ્જવળ અને હંસના ચિહ્નથી યુક્ત સફેદ વસ્ત્રમાં ગ્રહણ કર્યા.

ત્યાર પછી ભગવાને જમણા હાથથી જમણી તરફના અને ડાબા હાથથી ડાબી તરફના કેશોનો પંચમુષ્ઠિ લોચ કર્યો. દેવરાજ શક્રેન્દ્રે શ્રમણ ભગવાન મહાવીરની સામે ઘૂંટણ જમીન ઉપર ઢાળીને અર્થાત્ વજ્રાસને બેસીને, તે કેશોને વજ્રરત્નમય થાળમાં ગ્રહણ કર્યા, કેશોને ગ્રહણ કરીને, હે પ્રભો! આપની આજ્ઞા હો, એમ કહીને તે કેશોને વૈક્રિય શક્તિ દ્વારા સંહરણ કરીને ક્ષીર સમુદ્રમાં વિસર્જિત કર્યા, ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સિદ્ધોને નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને, આજથી મારા માટે સર્વ પાપકર્મ અકરણીય છે અર્થાત્ સર્વ પ્રકારની પાપકારી પ્રવૃત્તિઓનો હું ત્યાગ કરું છું, આ પ્રમાણે પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કરીને સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. તે સમયે દેવો અને મનુષ્યો બંનેની પરિષદ ચિત્રવત્ સ્તબ્ધ બની ગઈ અર્થાત્ સ્થિર થઈ ગઈ.

दिव्वो मणुस्सघोसो, तुरियणिणाओ सक्कवयणेणं । खिप्पामेव णिलुक्को, जाहे पडिवज्जइ चरित्तं શબ્દાર્થ :– जाहे = જ્યારે ભગવાન चरित्तं = ચારિત્રને पडिवज्जइ = ગ્રહણ કર્યું ત્યારે दिव्वो = દેવોના શ્રેષ્ઠ શબ્દ मणुस्सघोसो = મનુષ્યોના શબ્દ तुरियणिणाओ = વાજિંત્રોના શબ્દો सक्कवयणेणं = શક્રેન્દ્રના આદેશથી खिप्पामेव णिलुक्को = તત્કાલ શાંત થઈ ગયા.

ભાવાર્થ :– જે સમયે ભગવાન ચારિત્ર ગ્રહણ કરી રહ્યા હતા તે સમયે શક્રેન્દ્રના આદેશથી દેવોના દિવ્ય સ્વર, વાદ્યોના અવાજ અને મનુષ્યોના શબ્દો શીઘ્ર બંધ થઈ ગયા અર્થાત્ સર્વે મૌન થઈ ગયા.

पडिवज्जित्तु चरित्तं, अहोणिसिं सव्वपाणभूयहियं । साहठ्ठलोमपुलया, मणुया देवा णिसामिंति શબ્દાર્થ :– चरित्तं पडिवज्जित्त = ચારિત્રને ગ્રહણ કરીને अहोणिसिं = રાત દિવસ सव्वपाणभूयहियं = સર્વપ્રાણી, ભૂતને હિતકારી साहठ्ठलोमपुलया = હર્ષથી જેના રોમકૂપ પુલકિત થયા છે તેવા मणुया देवा = મનુષ્યો અને દેવો णिसामिंति = સાંભળ્યું.

ભાવાર્થ :– ભગવાને સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને સદાય હિતકારી ચારિત્ર અંગીકાર કર્યું ત્યારે સર્વ મનુષ્યો અને દેવોએ હર્ષથી રોમાંચિત થઈને પ્રભુની પ્રતિજ્ઞાના શબ્દોને સાંભળ્યા.

तओ णं समणस्स भगवओ महावीरस्स सामाइयं खाओवसमियं चरित्तं पडिवण्णस्स मणपज्जवणाणे णामं णाणे समुप्पण्णे अड्ढाइज्जेहिं दीवेहिं, दोहिं य समुद्देहिं, सण्णीणं पंचेंदियाणं पज्जत्ताणं वियत्तमणसाणं मणोगयाइं भावाइं जाणइ ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ક્ષાયોપશમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કર્યું કે

તુરંત તેમને મનઃપર્યવજ્ઞાન નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી તેઓ અઢીદ્વીપ અને બે સમુદ્રોમાં રહેલા પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય અને વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવોને જાણવા લાગ્યા.

35

36

37