This book Unicode and EPUB Converted by Parth Shah (myself) free of charge as Gyaanseva. You can contact on caparthdshah@gmail.com for further details. You may quote reference "Jain Website"

ભગવાન મહાવીર સ્વામીનો જન્મ :

तेणं कालेणं तेणं समएणं तिसला खत्तियाणी अह अण्णया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धठ्ठमाण राइंदियाणं वीइकंताणं जे से गिम्हाणं पढमे मासे दोच्चे पक्खे चेत्तसुद्धे तस्स णं चेत्तसुद्धस्स तेरसीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेणं जोगोवगएणं समणं भगवं महावीरं आरोग्गारोग्गं पसूया શબ્દાર્થ :– आरोग्गारोग्गं = આરોગ્યારોગ્યતાએ, પૂર્ણ સ્વસ્થપણે(માતા અને પુત્ર) બંનેની આરોગ્યતા પૂર્વક, સુખપૂર્વક, સકુશળપણે.

ભાવાર્થ :– તે કાલે અને તે સમયે ત્રિશલા રાણીએ નવમાસ અને સાડા સાત અહોરાત્રિ પસાર થયા પછી ગ્રીષ્મૠતુના પ્રથમ માસના બીજા પખવાડિયામાં, ચૈત્ર સુદ તેરસના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આરોગ્યતાપૂર્વક અર્થાત્ પૂર્ણ સ્વસ્થપણે જન્મ આપ્યો.

जं णं राइं तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोग्गारोग्गं पसूया तं णं राइं भवणवइ–वाणमंतर–जोइसिय–विमाणवासिदेवेहिं देवीहिं ओवयंतेहिं य उप्पयंतेहिं संपयंतेहिं एगे महं दिव्वे देवुज्जोए देवसण्णिवाए देवकहक्कहए उप्पिंजलगभूए यावि होत्था શબ્દાર્થ :– ओवयंतेहिं = નીચે આવવાથીउप्पयंतेहिं= ઉપર જવાથી संपयंतेहिं = ગમનાગમનના પ્રયત્નથી एगे महं = એક મહાન दिव्वे = પ્રધાન देवुज्जोए = દેવ વિમાનોનો પ્રકાશ થયો देवसण्णिवाए = દેવોના ભેગા થવાથી देवकहक्कहए = દેવોના કોલાહલથી उप्पिंजलगभूए यावि होत्था = તે રાત્રિ દેવોના અટ્ટહાસ્યથી તેમજ પ્રકાશથી યુક્ત થઈ ગઈ.

ભાવાર્થ :– જે રાત્રિમાં ત્રિશલા રાણીએ પૂર્ણ સ્વસ્થપણે પૂર્વક ભગવાનને જન્મ આપ્યો, તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અને દેવીઓના દેવલોકમાંથી નીચે આવવાથી, ઉપર જવાથી અને મેરુ પર્વત ઉપર ગમનાગમન કરવાથી એક મહાન દિવ્ય દેવોદ્યોત થયો. દેવો ભેગા થવાથી લોકમાં હલચલ મચી ગઈ, દેવોના પરસ્પરના હાસ્ય–વિનોદથી ચારે બાજુ કોલાહલ અને આનંદ ફેલાઈ ગયો.

जं णं रयणिं तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणिं बहवे देवा देवीओ एगं महं अमयवासं गंधवासं च चुण्णवासं पुप्फवासं हिरण्णवासं रयणवासं वासिंसु શબ્દાર્થ :– अमयवासं = અમૃતવર્ષા કરી गंधवासं = સુગંધિત દ્રવ્યોની વર્ષા चुण्णवासं = સુગંધિત 4

5

6

અધ્યયન–15

300 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ ચૂર્ણની વર્ષા पुप्फवासं = પુષ્પોની વર્ષા हिरण्णवासं = સોના ચાંદીની વર્ષા रयणवासं च वासिंसु = રત્નોની વર્ષા વર્ષાવી.

ભાવાર્થ :– જે રાત્રિમાં ત્રિશલા રાણીએ પૂર્ણ સ્વસ્થપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો, તે રાત્રિમાં ઘણા દેવો અને દેવીઓએ એક મહાન અમૃત વર્ષા, સુગંધ વર્ષા(સુગંધિત પદાર્થોની વર્ષા), સુવાસિત ચૂર્ણ વર્ષા, પુષ્પવર્ષા, સોના, ચાંદીની વર્ષા અને રત્નોની વર્ષા કરી.

जं णं रयणिं तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणिं भवणवइ–वाणमंतर–जोइसिय–विमाणवासिणो देवा देवीओ य समणस्स भगवओ महावीरस्स कोउगभूइकम्माइं तित्थयराभिसेयं करिंसु શબ્દાર્થ :– कोउगभूइकम्माइं = કૌતુકભૂતિકર્મ तित्थयराभिसेयं करिंसु = તીર્થંકરાભિષેક કર્યો.

ભાવાર્થ :– જે રાત્રિમાં ત્રિશલા રાણીએ પૂર્ણ સ્વસ્થપણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જન્મ આપ્યો, તે રાત્રિમાં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અને દેવીઓએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું કૌતુકમંગલ, ભૂતિકર્મ તથા તીર્થંકરાભિષેક કર્યો.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રોમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ તથા દેવો દ્વારા ઉજવાતા જન્મ મહોત્સવનું નિરૂપણ છે.

ગર્ભકાલ પરિપૂર્ણ થતાં ચૈત્ર સુદ–13ની શુભ રાત્રિએ, ઉત્તરફાલ્ગુની નક્ષત્રના શુભયોગમાં ત્રિશલા રાણીએ સુખપૂર્વક પૂર્ણ સ્વસ્થપણે ભગવાનને જન્મ આપ્યો.

आरोग्गारोग्गं :સ્વસ્થતાપૂર્વક. તીર્થંકરોના પુણ્યોદયે માતા અને પુત્ર બંનેને પ્રસવવેદનાનો અનુભવ થતો નથી. તીર્થંકરોની માતા સુખપૂર્વક બાળકને જન્મ આપે છે અને તીર્થંકરોના આત્માએ પૂર્વે વિશિષ્ટ શાતાવેદનીય કર્મનો બંધ કર્યો હોવાથી, તે પણ પૂર્ણ આરોગ્યતા સાથે જન્મને ધારણ કરે છે.

તીર્થંકરનો જન્મ થાય, ત્યારે પ્રભુના પુણ્યોદયે પ્રભુની જન્મનગરીમાં નહીં પરંતુ ત્રણે લોકમાં પ્રકાશ થાય છે. શ્રી ઠાણાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં કહ્યું છે કે તીર્થંકરનો જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ત્રણ પ્રસંગે લોકમાં ઉદ્યોત–પ્રકાશ થાય છે.

56 દિક્કુમારીઓ તીર્થંકરની માતાનું સૂતિકાકર્મ કરે, દેવો મેરુપર્વત પર જઈને જન્મ મહોત્સવ ઉજવે, રીતે ભવનપતિ આદિ ચારે જાતિના દેવોના આવાગમનથી લોકમાં પ્રકાશ થાય છે.

સંક્ષેપમાં અધોલોકથી હજારો ભવનપતિ દેવોનું અને ઊર્ધ્વ લોકથી હજારો વૈમાનિક દેવોનું તિરછા લોકમાં આવાગમન થતું હોવાથી ત્રણે લોકમાં અને મુખ્યતાએ તિરછા લોકમાં ચોમેર પ્રકાશ–પ્રકાશ થઈ જાય છે.

પ્રસ્તુત પ્રસંગમાં પ્રાસંગિક રીતે પ્રભુના જન્મ મહોત્સવનો સંકેત માત્ર છે. શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં તીર્થંકરના જન્માભિષેકનું વિસ્તૃત વર્ણન છે.

ભગવાનનું નામકરણ :

जओ णं पभिइ भगवं महावीरे तिसलाए खत्तियाणीए क‘च्छिंसि गब्भं 7

8

301

आहुए तओ णं पभिइ तं क‘लं विउलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिएणं संखसिलप्पवालेणं अईव–अईव परिवड्ढइ । तओ णं समणस्स भगवओ महावीरस्स अम्मापियरो एयमठ्ठं जाणित्ता णिव्वत्तदसाहंसि वोक्कंतंसि सुचिभूयंसि विउलं असण–पाण–खाइम–साइमं उवक्खडावेंति विउलं असण–पाण–खाइम–साइमं उवक्खडावेत्ता मित्त–णाइ सयण–संबंधिवग्गं उवणिमंतेंति उवणिमंतेत्ता बहवे समण–माहण–अतिहि–किवण–

वणीमगभिच्छुंडग–पंडरगाईणं विच्छड्डेंति, विग्गोवेंति, विस्साणेंति, दायाएसु णं दायं पज्जाभाएंति विच्छड्डित्ता, विग्गोवित्ता, विस्साणित्ता दायाएसु णं दाणं पज्जभाएत्ता मित्त–णाइ–सयण–संबंधिवग्गं भुंजावेंति मित्त–णाइसयण–संबंधिवग्गं भुंजावित्ता, मित्तणाइ–सयण–संबंधिवग्गेण इमेयारूवं णामधेज्जं कारवेंति–जओ णं पभिइ इमे क‘मारे तिसलाए खत्तियाणीए क‘च्छिंसि गब्भे आहुए तओ णं पभिइं इमं क‘लं विउलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिए णं संख–सिलप्पवालेणं अईव–अईव परिवड्ढइ, तो होउ णं क‘मारे वद्धमाणे શબ્દાર્થ :– जओ णं पभिइ = જ્યારથી आहुए = આહૃતઃ, કુક્ષિમાં ગર્ભરૂપે રાખવામાં આવ્યા હતા तओ पभिइ = ત્યારથી લઈને तं क‘लं = તે કુળમાંविउलेणं हिरण्णेणं सुवण्णेणं धणेणं धण्णेणं माणिक्केणं मोत्तिएणं संखसिलप्पवालेणं = વિપુલ ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, પોખરાજ અને પ્રવાલાદિની अईव–अईव परिवड्ढइ = ખૂબ ખૂબ અભિવૃદ્ધિ થઈ णिव्वत्तदसाहंसि = દશ lNJ; 5;FZ Y. UIF 5KL वोक्कंतंसि सुचिभूयंसि = અશૂચિ દૂર થઈ જવાથી શુદ્ધ થવા પર बहवे समण–माहण–अतिहि–किवण–वणीमग–भिच्छुंडग पंडरगाईणं विच्छड्डेंति = ઘણા શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ, ભિખારી, શરીર પર ભસ્મ લગાવીને ભિક્ષા માગનારા અન્ય ભિક્ષુગણોને ભોજન કરાવ્યુંविग्गोवेंति = ભોજન સુરક્ષિત રાખ્યું विस्साणेंति = વિશેષરૂપે આસ્વાદન કર્યું दायाएसु णं दाणं पज्जभाएंति = ભાઈ–ભત્રીજાને દાનના ભાગ કરી દીધા विच्छड्डित्ता, विग्गोवित्ता, विस्साणित्ता = ભોજન કરાવીને, સુરક્ષિત રાખીને, વિશેષરૂપે આસ્વાદન કરાવીનેमित्त–णाइ–सयण–संबंधिवग्गं भुंजावेंति= મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધીજનોને ભોજન કરાવ્યુંतो होउ णं क‘मारे वद्धमाण = તેથી કુમારનું નામ વર્દ્ધમાન હોજો.

ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જે દિવસે ત્રિશલા રાણીની કુક્ષિમાં ગર્ભરૂપે આહૃત થયા અર્થાત્ અવતરિત થયા હતા, તે દિવસથી તે કુળમાં વિશેષ પ્રમાણમાં ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, પોખરાજ, પ્રવાલ આદિની અત્યંત અભિવૃદ્ધિ થવા લાગી. ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના માતા પિતાએ વાત જાણીને, ભગવાન મહાવીર સ્વામીના જન્મના દશ દિવસ પસાર થઈ ગયા પછી અગિયારમા દિવસે અશુચિનું નિવારણ કરીને, શુદ્ધ થઈને, ઘણા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા, ચારે પ્રકારનો આહાર તૈયાર કરાવીને પોતાના મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી સમૂહને આમંત્રણ આપ્યું; ઘણા શ્રમણ, બ્રાહ્મણ, દરિદ્ર, ભિખારી વનીપક અને શરીરે ભસ્મ લગાવીને યાચના કરનારા યાચકોને ભોજન કરાવ્યું, તેઓને માટે ભોજન સુરક્ષિત રાખ્યું એટલે સાથે લઈ જવા આપ્યું, વિશેષરૂપે આસ્વાદન કરાવ્યું, દાયદા–કુટુંબીજનોને દાનના ભાગ આપ્યા. અધ્યયન–15

302 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ પ્રમાણે કરીને પછી મિત્ર, જ્ઞાતિ, સ્વજન, સંબંધીજનોને ભોજન કરાવ્યું. તેઓને ભોજન કરાવ્યા પછી તેઓની સમક્ષ નામકરણના વિષયમાં પ્રમાણે કહ્યુંજે દિવસથી બાળક ત્રિશલાદેવીની કુક્ષિમાં ગર્ભરૂપે અવતરિત થયું છે, તે દિવસથી અમારા કુળમાં ચાંદી, સોનું, ધન, ધાન્ય, માણેક, મોતી, શંખ, પોખરાજ, પ્રવાલ આદિ વસ્તુઓની ઘણી અભિવૃદ્ધિ થઈ રહી છે, તેથી કુમારનું ગુણસંપન્ન નામ વર્ધમાન રાખવામાં આવે છે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ભગવાનના નામકરણની વિધિનું પ્રતિપાદન છે.

નામકરણની વિધિ પહેલા રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીએ પોતાના પ્રિય સ્વજન, પરિજન, મિત્રો તથા શ્વસુરપક્ષના સર્વ સગા સંબંધીઓને તેમજ સર્વ ભિક્ષાજીવીઓને ભોજન કરાવ્યું. સર્વ સ્નેહીજનોને જમાડ્યા પછી સર્વની સમક્ષ વર્ધમાન નામ રાખવાનું પ્રબળ કારણ બતાવીને બાળપ્રભુનું ગુણ નિષ્પન્ન વર્ધમાન નામ આપ્યું.

સર્વ કથનથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીનકાળમાં સુખી સંપન્ન લોકો પોતાના બાળકની નામકરણ વિધિ મોટા સમારોહપૂર્વક કરતા હતા. બાળકના ગુણને જોઈને અર્થાત્ તેની કોઈ વિશેષતાને જોઈને ગુણસંપન્ન નામ રાખતા હતા.

ભગવાનનો બાલ્યકાલ :

तओ णं समणे भगवं महावीरे पंचधाइपरिवुडे, तं जहाखीरधाइए, मज्जण–

धाईए, मंडावणधाईए, खेल्लावणधाईए, अंकधाईए, अंकाओ अंकं साहरिज्जमाणे रम्मे मणिकोट्टिमतले गिरिकंदरसमल्लीणे चंपयपायवे अहाणुपुव्वीए संवड्ढइ શબ્દાર્થ :– पंचधाइपरिवुडे = પાંચ ધાવમાતાઓથી ઘેરાયેલા खीरधाईए = દૂધ પીવડાવનારી, માતાથી मज्जणघाईए = સ્નાન કરાવનારી માતાથી मंडावणधाईए = વસ્ત્ર, અલંકાર પહેરાવનારી માતાથીखेल्लावणधाईए= ક્રીડા કરાવનારી માતાથીअंकधाईए= ખોળામાં રમાડનારી માતાથીअंकाओ अंकं साहरिज्जमाणे = એક ખોળામાંથી બીજાના ખોળામાં ફરતા रम्मे = રમણીય मणिकोट्टिमतले = મણિ જડેલ આંગણામાં વૃદ્ધિ પામી રહ્યા હતા गिरिकंदरसमल्लीणे = પર્વતની ગુફામાં ઉત્પન્ન થયેલ चंपयपायवे = ચંપકવૃક્ષની જેમ अहाणुपुव्वीए संवड्ढइ = અનુક્રમે વૃદ્ધિને પામવા લાગ્યા.

ભાવાર્થ :– ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું પાંચ ધાવમાતાઓ દ્વારા લાલન–પાલન થવા લાગ્યું, જેમ કે– (1) ક્ષીરધાત્રીદૂધ પીવડાવનારી માતા, (ર) મજ્જનધાત્રીસ્નાન કરાવનારી ધાવમાતા, (3) મંડનધાત્રીવસ્ત્રાભૂષણ પહેરાવનારી ધાવમાતા, (4) ક્રીડાધાત્રીરમાડનારી ધાવ માતા, (પ) અંકધાત્રીખોળામાં રમાડનારી ધાવમાતા. પ્રમાણે તે એક ખોળામાંથી બીજાના ખોળ ામાં ફરતા વર્ધમાન કુમાર રમણીય મણિ જડિત આંગણામાં પર્વતની ગુફામાં ચંપકવૃક્ષની જેમ નિર્વિધ્ને ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યા.

ભગવાનની યુવાવસ્થા :

तओ णं समणे भगवं महावीरे विण्णायपरिणयए विणियत्तबालभावे 9

10

303

अप्पुस्सुयाइं उरालाइं माणुस्सगाइं पंचलक्खणाइं कामभोगाइं सद्द–फरिस–रस–रूव गंधाइं परियारेमाणे एवं णं विहरइ શબ્દાર્થ :– विण्णायपरिणए = સ્વયં વિજ્ઞાનને પ્રાપ્ત થયા विणियत्तबालभावे = બાલભાવને છોડીને યૌવન વયમાં આવ્યા अप्पुस्सुयाइं = ઉત્સુકતા રહિત અર્થાત્ ઉદાસીનતાથી उरालाइं = પ્રધાન परियारेमाणे = ઉપભોગ કરતાં.

ભાવાર્થ :– ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બાલ્યાવસ્થાને પાર કરીને વિજ્ઞાનયુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીને યુવાવસ્થામાં આવ્યા અને મનુષ્ય સંબંધી ઉદાર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી યુક્ત પાંચ પ્રકારના કામભોગોનો ઉદાસીનભાવથી ઉપભોગ કરતાં વિચરણ કરવા લાગ્યા.

ભગવાનના ત્રણ પ્રચલિત નામો :

समणे भगवं महावीरे कासवगोत्ते, तस्स णं इमे तिण्णि णामधेज्जा एवमाहिज्जंति, तं जहाअम्मापिउसंतिए वद्धमाणे, सहसम्मुइए समणे, भीमं भयभेरवं उरालं अचेलयं परीसहं सहइ त्ति कट्टु देवेहिं से णामं कयं समणे भगवं महावीरे ભાવાર્થ :– કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ત્રણ નામો પ્રમાણે કહ્યા છે–

(1) માતા પિતાએ આપેલું નામ વર્દ્ધમાન ( ર) સહસમુત્પન્ન નામદીક્ષા ગ્રહણ કરવાની સાથે પોતે રાખેલું શ્રમણ નામ અને (3) દેવકૃત નામઅત્યંત ભયાનક પિશાચાદિના ઉપદ્રવોને તથા અચેલાદિ પરિષહોને સમભાવપૂર્વક સહન કરતા હોવાથી દેવોએ શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું હતું.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ભગવાનના ગુણનિષ્પન્ન ત્રણ પ્રચલિત નામનું કથન છે. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી નગરમાં ધનધાન્યાદિની વૃદ્ધિ થવાથી માતાપિતાએ વર્ધમાન નામ રાખ્યું હતું. દીક્ષા અંગીકાર કરીને સાધનાનો શ્રમ કરતાં હોવાથી ભગવાન સ્વયં પોતાને શ્રમણ કહેતા હતા. ઘોર ભયંકર પિશાચોના ઉપદ્રવ તથા ઠંડી–ગરમી, ભૂખ તરસના વિવિધ પરીષહોને સહન કરતા હોવાથી દેવોએ શ્રમણ ભગવાન મહાવીર નામ આપ્યું. રીતે પ્રભુના ત્રણે નામો ગુણનિષ્પન્ન હતા.

ભગવાનના સ્વજનોના નામ :

समणस्स णं भगवओ महावीरस्स पिआ कासवगोत्तेणं तस्स णं तिण्णि णामधेज्जा एवमाहिज्जंति, तं जहासिद्धत्थे ति वा सेज्जंसे ति वा जसंसे ति वा । समणस्स णं भगवओ महावीरस्स अम्मा वासिठ्ठसगोत्ता तीसे णं तिण्णि णामधेज्जा एवमाहिज्जंति, तं जहातिसला ति वा विदेहदिण्णा ति वा पियकारिणी ति वा । समणस्स णं भगवओ महावीरस्स पित्तियए सुपासे कासवगोत्तेणं 11

12

અધ્યયન–15

304 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ समणस्स णं भगवओ महावीरस्स जेठ्ठे भाया णंदिवद्धणे कासवगोत्तेणं । समणस्स णं भगवओ महावीरस्स जेठ्ठा भइणी सुदंसणा कासवगोत्तेणं । समणस्स णं भगवओ महावीरस्स भज्जा जसोया कोडिण्णा गोत्तेणं । समणस्स णं भगवओ महावीरस्स धूया कासवगोत्तेणं तीसे णं दो णामधेज्जा एवमाहिज्जंति, तं जहाअणोज्जा ति वा पियदंसणा ति वा । समणस्स णं भगवओ महावीरस्स णत्तुई कोसियगोत्तेणं तीसे णं दो णामधेज्जा एवमाहिज्जंति, तं जहासेसवती ति वा जसवती ति वा શબ્દાર્થ :– पित्तियए = પિતાના ભાઈ, કાકા धूया = પુત્રી णत्तुई = દોહિત્રી.

ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પિતા કાશ્યપ ગોત્રના હતા, તેમના ત્રણ નામો આ પ્રમાણે હતા, જેમકે– (1) સિદ્ધાર્થ ( ર) શ્રેયાંસ (3) યશસ્વી.

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના માતા વાશિષ્ટ ગોત્રીય હતા. તેમના પણ ત્રણ નામો આ પ્રમાણે હતા, જેમકે– (1) ત્રિશલા ( ર) વિદેહદત્તા (3) પ્રિયકારિણી.

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના કાકા કાશ્યપ ગોત્રીય હતા, તેમનું નામ સુપાર્શ્વ હતું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધન હતા, તે કાશ્યપ ગોત્રીય હતા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના મોટા બહેન સુદર્શના હતા, તે કાશ્યપ ગોત્રીય હતા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પત્ની ‘યશોદા˜ હતા, તે કૌડિન્ય ગોત્રીય હતા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પુત્રી કાશ્યપ ગોત્રીય હતી.

તેના બે નામો પ્રમાણે હતા, જેમ કેઅનોજા(અનવદ્યા) અને પ્રિયદર્શના.

શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની દોહિત્રી કૌશિક ગોત્રીય હતી. તેમના બે નામો પ્રમાણે હતા, જેમકે– (1) શેષવતી ( ર) યશોમતી(યશસ્વી).

ભગવાનના માતાપિતાની ધર્મસાધના :

समणस्स णं भगवओ महावीरस्स अम्मापियरो पासावच्चिज्जा समणोवासगा यावि होत्था ते णं बहूइं वासाइं समणोवासगपरियागं पालइत्ता छण्हं जीवणिकायाणं सारक्खणणिमित्तं आलोइत्ता णिंदित्ता गरहित्ता पडिक्कमित्ता अहारिहं उत्तरगुणं पायच्छित्तं पडिवज्जित्ता क‘ससंथारं दुरुहित्ता भत्तं पच्चक्खाइंति, भत्तं पच्चक्खाइत्ता अपच्छिमाए मारणंतियाए सरीरसंलेहणाए झूसियसरीरा कालमासे कालं किच्चा तं सरीरं विप्पजहित्ता अच्चुए कप्पे देवत्ताए उववण्णा। तओ णं आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं चुए चइत्ता महाविदेहे वासे चरिमेणं उस्सासेणं सिज्झिस्संति, बुज्झिस्संति, मुच्चिस्संति, परिणिव्वाइस्संति, सव्वदुक्खाणं अंतं करिस्संति શબ્દાર્થ :– भत्तं पच्चक्खाइत्ता= ભક્ત પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરીનેअपच्छिमाए मारणंतियाए 13

305

= અંતિમ મારણાંતિક सरीरसंलेहणाए झूसियसरीरा = સંલેખનાથી શરીરને સૂકવીને.

ભાવાર્થ :– શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના માતાપિતા પાર્શ્વાપત્ય અર્થાત્ પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હતા. તેઓ બંને શ્રાવક ધર્મનું પાલન કરનાર શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા હતા. તેઓએ ઘણા વર્ષો સુધી શ્રાવક ધર્મનું પાલન કરીને અંતિમ સમયે છકાય જીવોની રક્ષા માટે પાપની આલોચના, નિંદા અને ગર્હા કરી, તેમજ પાપ દોષોનું પ્રતિક્રમણ કરીને મૂળગુણ તથા ઉત્તરગુણોનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારીને, દર્ભનો સંથારો પાથરીને, ભક્ત પ્રત્યાખ્યાન નામના સંથારાનો સ્વીકાર કર્યો. ચારેય પ્રકારના આહારપાણીનો ત્યાગ કરીને અંતિમ મારણાંતિક સંલેખનાથી શરીરને સૂકવીને, કૃશ કરીને, કાળના સમયે કાલધર્મ પામીને, આયુષ્ય પૂર્ણ કરીને, શરીરને છોડીને, અચ્યુત દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા.

ત્યાર પછી દેવ સંબંધી આયુ, ભવ(જન્મ) અને સ્થિતિનો ક્ષય કરીને, ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી, સંયમ સ્વીકારી, અંતિમ શ્વાસોચ્છવાસ દ્વારા સિદ્ધ, બુદ્ધ, મુક્ત તેમજ પરિનિર્વાણને પામશે અને સર્વદુઃખોનો અંત કરશે.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના માતાપિતાની શ્રાવક ધર્મની સાધના તથા અંતિમ આરાધનાનું કથન છે.

ભગવાન મહાવીર સ્વામીના માતા–પિતા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના ઉપાસક હતા. ત્રેવીસમા અને ચોવીસમા તીર્થંકર વચ્ચે અઢીસો વર્ષનું અંતર હોવાથી ભગવાન મહાવીર સ્વામીના જન્મ સમયે પાર્શ્વનાથ ભગવાનનું શાસન પ્રવર્તમાન હતું, સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીએ પાર્શ્વનાથ પ્રભુના સાધુઓ પાસે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો હતો.

જે કુળમાં તીર્થંકરો જન્મ ધારણ કરવાના હોય, તે કુળ ઊચ્ચ સંસ્કારોથી સંસ્કારિત હોય છે.

ભગવાનના માતા–પિતા પણ રાજકીય સુખમાં, અનુકૂળ વિષય ભોગમાં આસક્ત થયા વિના ગૃહસ્થ જીવનમાં શ્રાવક ધર્મના પાલન દ્વારા સંયમિત જીવન જીવી રહ્યા હતા.

અંત સમયે આલોચના અને પ્રતિક્રમણ પૂર્વક આરાધક ભાવે અંતિમ આરાધના રૂપ સંથારા સહિત આયુષ્ય પૂર્ણ કરીને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સંયમ–તપ દ્વારા સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.

દીક્ષા ગ્રહણનો સંકલ્પ :

तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे णाए णायपुत्ते णायकुलविणिव्वए विदेहे विदेहदिण्णे विदेहजच्चे विदेहसुमाले तीसं वासाइं विदेहे त्ति कट्टु अगारमज्जे वसित्ता अम्मापिऊहिं कालगएहिं देवलोगमणुप्पत्तेहिं समत्तपइण्णे चिच्चा हिरण्णं, चिच्चा सुवण्णं चिच्चा बलं, चिच्चा वाहणं, चिच्चा धण–कणग–रयण–संतसारसावएज्जं, विच्छड्डित्ता विग्गोवित्ता, विस्साणित्ता, दायाएसु णं दायं पज्जभाइत्ता, संवच्छरं दलइत्ता, जे से हेमंताणं पढमे मासे, पढमे पक्खे मग्गसिरबहुले, तस्स णं मग्गसिरबहुलस्स दसमीपक्खेणं हत्थुत्तराहिं णक्खत्तेणं 14

અધ્યયન–15

306 શ્રી આચારાંગ સૂત્ર : દ્વિતીય શ્રુતસ્કંધ जोगोवगएणं अभिणिक्खमणाभिप्पाए यावि होत्था શબ્દાર્થ :– णाए णायपुत्ते = પ્રસિદ્ધ જ્ઞાત પુત્ર णायक‘लविणिव्वए = જ્ઞાતકુળના ઉત્તરદાયિત્વથી વિનિવૃત્ત અથવા જ્ઞાત કુળમાં ચંદ્ર સમાન આહ્લાદકારક હતા, મુક્ત હતા विदेहे = વિશિષ્ટ દેહવાળા विदेहदिण्णे = ત્રિશલાદેવીના પુત્ર હોવાથી ભગવાનને વિદેહદિન્ન કે વિદેહદત્ત કહે છે विदेहजच्चे = વિદેહાર્ચ અર્થાત્ ત્રિશલા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થવાના કારણે વિદેહાર્ચ विदेहसूमाले = વિદેહસુકુમાર समत्तपइण्णे = પ્રતિજ્ઞાપૂર્ણ થવા પર(ગર્ભ સમયની પ્રતિજ્ઞા) चिच्चा = છોડીને बलं = સેનાને वाहणं = વાહનને धण–कणग–रयणसंतसारसावएज्ज = ધન, કનક, રત્ન આદિ સારભૂત સત્ત્વ યુક્ત પદાર્થોનો विच्छड्डित्ता = છોડીને विग्गोवित्ता = દાન શાળામાં ધનને ખુલ્લું મૂકીને विस्साणित्ता = દાન આપીને दायाएसु णं दायं पज्जभाइत्ता = સંબંધીઓને ભેટ આપીને, જ્ઞાતિજનોમાં ભાગ વહેંચીને संवच्छरं दलइत्ता = વર્ષીદાન આપીને.

ભાવાર્થ :– તે કાલે અને તે સમયે જ્ઞાતપુત્રના નામથી પ્રસિદ્ધ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્ઞાતકુળના ઉત્તરદાયિત્વથી વિનિવૃત્ત–મુક્ત હતા, અથવા જ્ઞાતકુળમાં ચંદ્રની જેમ સર્વને આનંદ આપનાર હતા, વિદેહ–દેહાસક્તિથી રહિત અથવા વિશિષ્ઠ દેહવાળા અર્થાત્ વજ્રૠષભનારાચ સંઘયણ તથા સમચતુરસ્ર સંસ્થાનવાળા હતા, વિદેહદત્તત્રિશલા માતાના પુત્ર, ત્રિશલા માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયેલા શરીરથી સુકુમાર હતા. તેઓ ત્રીસ વર્ષ ઘરમાં રહ્યા. માતા–પિતા આયુષ્ય પૂર્ણ કરી દેવલોકને પ્રાપ્ત થયા, ત્યારે પોતાની ગર્ભમાં લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થતાં ચાંદી, સોનું, સેના, વાહન, ધન, ધાન્ય, રત્ન આદિ સારભૂત વસ્તુઓનો ત્યાગ કરી, યાચકોને યથેષ્ટ દાન આપી, દાનશાળામાં ધન ખુલ્લું મૂકીને અર્થાત્ દાન કરી, પોતાના સંબંધીઓમાં પદાર્થોનું યોગ્ય વિભાજન કરી, સંવત્સરિક(વાર્ષિક)દાન આપી, હેમંતૠતુના પ્રથમ માસના પ્રથમ પક્ષના અર્થાત્ માગસરવદ દશમના દિવસે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો ત્યારે દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા કરી.

વિવેચન :–

પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના અભિનિષ્ક્રમણના સંકલ્પનું નિરૂપણ છે.

પ્રભુ મહાવીર સ્વામીનો આત્મા યુવાવસ્થામાં સંસારમાં રહેવા છતાં કામભોગો પ્રતિ ઉદાસીન, અલિપ્ત અને વિરક્ત હતો. તેઓ પૂર્વકૃત કર્મોના ઉદયને જ્ઞાતા–દૃષ્ટાભાવે ભોગવી રહ્યા હતા.

सम्मत्त पइण्णे :પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ત્યારે પ્રભુએ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પ્રભુની કઈ પ્રતિજ્ઞા હતી અને તે કેવી રીતે પૂર્ણ થઈ, તેનું કથન મૂળ પાઠમાં નથી પરંતુ ગ્રંથોના આધારે કહી શકાય કે–

જે સમયે ભગવાન ગર્ભમાં આવ્યા તે સમયે પોતાના હલન ચલનથી માતાને દુઃખ થાય તેવા માતૃ ભક્તિના ભાવથી ભગવાને પોતાના શરીરને સ્થિર કર્યું, પરંતુ પ્રક્રિયાથી માતાના મન ઉપર વિપરીત અસર થઈ, માતાને લાગ્યું કે મારો ગર્ભ નષ્ટ થઈ ગયો છે કે શું ? તે વિચારે માતા ખૂબ દુઃખી થઈ ગયા. માતાના દુઃખથી સંપૂર્ણ પરિવાર શોકમાં ડૂબી ગયો. અવધિજ્ઞાનથી ભગવાને માતાની વ્યથાને જાણીને હલનચલન શરૂ કરી દીધું અને ત્યારે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી માતા–પિતાની હાજરી હશે ત્યાં સુધી દીક્ષા લઈશ નહિ. માતાપિતાનો વિયોગ થતાં પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને પ્રભુએ સર્વસ્વનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને માગસરવદ 10 ના દિવસે(ગુજરાતી પ્રમાણે કારતક વદ 10 ના દિવસે)દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા પ્રગટ કરી.

307

સાંવત્સરિક દાન તથા લોકાંતિક દેવોની વિજ્ઞપ્તિ :

संवच्छरेण होहिइ, अभिणिक्खमणं तु जिणवरिंदस्स । तो अत्थसंपदाणं, पवत्तइ पुव्वसूराओ શબ્દાર્થ :– संवच्छरेण होहिइ = આજથી એક વર્ષ થાશે अभिणिक्खमणं तु = દીક્ષા લેવાનો સમય जिणवरिंदस्स = જિનેશ્વરદેવને तो = ત્યાર પછી अत्थसंपदाणं = ધન–સંપત્તિનું દાન पुव्वसूराओ पवत्तइ = પૂર્વદિશામાં સૂર્ય ઊગે છે ત્યારથી પ્રવૃત્ત થાય છે, આપે છે.

ભાવાર્થ :– જિનેશ્વર ભગવાન દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સાંવત્સરિકદાન–વર્ષીદાનનો પ્રારંભ કરે છે. તેઓ દરરોજ સૂર્યોદયથી એક પ્રહર દિવસ સુધી દાન આપે છે.

एगा हिरण्णकोडी, अठ्ठे अणूणया सयसहस्सा । सूरोदयमाईयं, दिज्जइ जा पायरासो त्ति શબ્દાર્થ :– एगा हिरण्णकोडी = એક કરોડ સુવર્ણ મુદ્રા अठ्ठे = આઠ अणूणया = જરા પણ ઓછું નહીં અર્થાત્ સંપૂર્ણ सयसहस्सा = લાખ અધિક મુદ્રાનું દાન सूरोदयमाईयं = સૂર્યોદયથી લઈને जा = જે दिज्जइ = દેવાતું હતું पायरासो त्ति = એક પ્રહર સુધી.

ભાવાર્થ :– ભગવાન પ્રતિદિન સૂર્યોદયથી લઈને એક પ્રહર સુધી, સંપૂર્ણ એક કરોડ, આઠ લાખ સુવર્ણમુદ્રાઓનું દાન આપે છે.

तिण्णेव कोडिसया, अठ्ठासीइं होंति कोडीओ । असीइं सयसहस्सा, एयं संवच्छरे दिण्णं શબ્દાર્થ :– तिण्णेव = ત્રણ कोडिसया = સો ક્રોડ अठ्ठासीइं होंति कोडीओ = અઠ્યાસી કરોડ થાય છે असीइं सयसहस्सा = એંશી લાખ संवच्छरे दिण्ण = એક વર્ષમાં આટલી સોનામહોરો દાનમાં આપી.

ભાવાર્થ :– પ્રમાણે ભગવાને એક વર્ષમાં કુલ ત્રણ અબજ, અઠ્યાસી કરોડ, એંસી લાખ (3,88,80,00,000) સોનામહોરોનું દાન આપ્યું.

वेसमणक‘ंडलधरा, देवा लोगंतिया महिड्ढिया । बोहिंति तित्थयरं, पण्णरससु कम्मभूमिसु શબ્દાર્થ :– वेसमणक‘ंडलधरा देवा = કુંડલના ધારક વૈશ્રમણદેવ(કુબેર) लोगंतिया = લોકાંતિક દેવ महिड्ढिया = મહાૠદ્ધિવાળા बोहिंति = પ્રતિબોધિત કરે છે पण्णरससु कम्मभूमीसु = પંદર કર્મભૂમિમાં થનારા.

ભાવાર્થ :– કુંડલધારી વૈશ્રમણ દેવ(સાંવત્સરિક દાન માટે ધનરાશિ એકઠી કરી આપે છે.)